Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 828
________________ ૧૪૯૫ આવે છે. ૧૯૩૮ની સાલના નવેમ્બર માસના આરંભમાં પિલેંડના એક યુવાન યહૂદીએ, પિતાની જાતિના કરવામાં આવતા ક્રૂર દમનથી પાગલ બનીને પૅરિસમાં એક જર્મન મુત્સદ્દીનું ખૂન કર્યું. આ એક વ્યક્તિનું કૃત્ય હતું પરંતુ એ પછી તરત જ જર્મનીમાં સત્તાવાર રીતે આખીયે યહૂદી વસ્તી ઉપર ત્રાસનું સામ્રાજ્ય વર્તાવવામાં આવ્યું. દેશમાંના એકેએક સીનેગેગ (યહૂદીઓનાં મંદિર)ને બાળી મૂકવામાં આવ્યું, યદીઓની દુકાનોને મોટા પાયા ઉપર ભાંગી તોડી પાડવામાં તેમ જ લૂંટી લેવામાં આવી તેમ જ જાહેર રસ્તાઓ ઉપર તેમ જ ઘરમાં પિસી જઈને અસંખ્ય યહૂદીઓ ઉપર પાશવ હુમલા કરવામાં આવ્યા. નાઝી આગેવાનોએ આ બધાયે અત્યાચારનું સમર્થન કર્યું અને વધારામાં જર્મનીના યહૂદીઓ ઉપર આઠ કરડ પાઉંડને દંડ નાખવામાં આવ્યો. આપઘાત થાય છે, નાસભાગ થાય છે, કોણ જાણે કેટલાયે યુગના અપરંપાર શેકથી પીડાતા ગમગીન નિરાધાર અસહાય અને ઘરબાર વિનાના થયેલા દેશવટે નીકળતા લેકેને પ્રવાહ અવિરતપણે વહ્યો જ જાય છે. એ માનવપ્રવાહ ક્યાં જઈને અટકશે ? યહૂદીઓ, સુડેટનલેંડમાંના જર્મન લેકશાસનવાદીઓ, ફ્રાંકાએ કબજે કરેલા પ્રદેશમાંના સ્પેનિશ ખેડૂતે, ચીનાઓ, એબિસીનિયાવાસીઓ વગેરે આશ્રય ખેળતા લેકેથી આજે દુનિયા ઊભરાઈ ગઈ છે. નાઝીવાદ અને ફાસીવાદનાં એ કડવાં ફળ છે. એ અત્યાચારોથી દુનિયા કમકમી ઊઠી છે અને આશ્રય શેધતા એ નિરાધાર લેકોને મદદ કરવાને માટે સંખ્યાબંધ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અને આમ છતાયે ઇંગ્લંડ તથા કાંસની કહેવાતી લેકશાહી સરકારે નાઝી જર્મની તેમ જ ફાસિસ્ટ ઈટાલી સાથે મૈત્રી અને સહકારની નીતિ અખત્યાર કરી રહી છે. આ રીતે એ સરકારે નાઝીઓ તથા ફાસિસ્ટોના અત્યાચારને, સંસ્કારિતા અને સભ્યતાના નાશને તથા લાખ માનવીઓને ઘરબાર વિનાના અને વતન વિનાના બનાવીને તેમને નિરાધાર આશ્રિત બનાવવાના કાર્યને ઉત્તેજન આપે છે. આજની નાઝી સત્તાઓનું ધ્યેય આ હોય તે, ગાંધીજી કહે છે તેમ, “સાચે જ, જર્મની સાથે મૈત્રી કરી શકાય નહિ. ન્યાય અને લોકશાહી એ પિતાનું ધ્યેય છે એ દાવો કરનાર રાષ્ટ્ર અને એ બંને પ્રત્યેની જેની દુશ્મનાવટ જગજાહેર છે એવું રાષ્ટએ બે વચ્ચે મૈત્રી કેવી રીતે હોઈ શકે ? અથવા ઈગ્લેંડ સશસ્ત્ર સરમુખત્યારશાહી તરફ ઘસડાઈ રહ્યું છે શું?” જે ઈગ્લેંડ અને કાંસ જેવા દેશે પણ ફાસિસ્ટ સત્તાઓનું સમર્થના કરનારા બની જાય તે પછી મધ્ય અને દક્ષિણ-પૂર્વ યુરોપનાં નાનાં નાનાં રાજ્ય ફાસિસ્ટ વર્તુળમાં સંપૂર્ણપણે દાખલ થઈ જાય એમાં કશું આશ્ચર્ય નથી. વાસ્તવમાં એ બધાં રાજ્ય નાઝી જર્મનીના આધિપત્ય નીચે ઝડપથી ફાસીવાદનાં ખંડિયાં રાજ્ય બનવા લાગ્યાં છે. કારણ કે જર્મનીએ ઇટાલીને

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862