Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 829
________________ ૧૪૯૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન થાપ આપીને પાછળ પાડી દીધું છે અને ફાસિસ્ટ સમૂહમાં હવે તે માત્ર લઘુ ભાગીદાર બની ગયું છે. જર્મની તેમ જ ઈટાલી એ બંને વસાહતની માગણી કરે છે પરંતુ જર્મનીનું ખરું સ્વપ્ન તે પૂર્વ તરફ એટલે કે યુક્રેઈન અને સોવિયેટ રાજ્ય તરફ આગળ વધવાનું છે. એ વસ્તુ પિતાના તાબાના પ્રદેશે જાળવી રાખવામાં મદદરૂપ નીવડશે એવી મિથા માન્યતાથી પ્રેરાઈને ઈગ્લેંડ તથા કાંસ જર્મનીના આ સ્વનને ઉત્તેજન આપે એવો સંભવ રહે છે. બે મહાન દેશ આગળ તરી આવે છે. સોવિયેટ રાજ્ય અને યુનાઇટેડ સ્ટેટ્સ એ બે આધુનિક દુનિયાનાં સૌથી બળવાન રાષ્ટ્ર પિતાના વિશાળ પ્રદેશની અંદર લગભગ સ્વયંપૂર્ણ છે. અને તેમને માત કરવાનું કોઈનું ગજું હોય એમ જણાતું નથી. ભિન્ન ભિન્ન કારણેથી એ બંને રાષ્ટ્રો ફાસીવાદ અને નાઝીવાદનાં વિરોધી છે. યુરોપમાં તે સોવિયેટ રાજ્ય એ ફાસીવાદ સામેને એક માત્ર અંતરાય છે. એને જો નાશ થયે હોત તે ઇંગ્લેંડ અને કાંસ સહિત યુરેપમાં સર્વત્ર લેકશાહી સંપૂર્ણપણે નાશ પામત. યુનાઈટેડ સ્ટેટ્સ યુરોપથી બહુ દૂર છે અને યુરોપના મામલામાં તે સહેલાઈથી વચ્ચે પડી શકે નહિ; એમ કરવાની તેની ઈચ્છા પણ નથી. પરંતુ યુરોપ કે પ્રશાન્ત મહાસાગરના પ્રદેશમાં એવી રીતે વચ્ચે પડવાનો પ્રસંગ આવશે ત્યારે અમેરિકાનું અપાર સામર્થ્ય અસરકારક નીવડશે. હિંદની તેમ જ પૂર્વના દેશોની ઊગતી લેકશાહીઓ પણ સ્વતંત્રતાના પક્ષમાં છે. વળી બ્રિટનમાં કેટલાંક સંસ્થાનો બ્રિટિશ સરકાર કરતાં ઘણું વધારે પ્રગતિશીલ છે. લેકશાહી અને સ્વતંત્રતા આજે ભારે જોખમમાં આવી પડ્યાં છે; અને તેમના કહેવાતા મિત્રે જ તેમની પીઠ પાછળ ઘા કરી રહ્યા હોય એ સ્થિતિમાં એ જોખમ ઘણું જ ગંભીર બની ગયું છે. પરંતુ ચીન અને સ્પેને લેકશાહીની સાચી ભાવનાનાં અદ્ભુત અને પ્રેરણાદાયી ઉદાહરણે આપણું આગળ રજૂ કર્યા છે. અને એ બંને દેશમાં યુદ્ધની અગ્નિપરીક્ષામાંથી એક નવી જ પ્રજાનું સર્જન થઈ રહ્યું છે. વળી એ બંને દેશોમાં રાષ્ટ્રજીવન અને પ્રવૃત્તિનાં ઘણાં ક્ષેત્રમાં પુનર્જાગૃતિ થઈ રહી છે. ૧૯૩૫ની સાલમાં એબિસ નિયા ઉપર ચડાઈ થઈ ૧૯૩૬ની સાલમાં સ્પેન ઉપર હુમલે થયે; ૧૯૩૭માં ચીન ઉપર ફરીથી આક્રમણ કરવામાં આવ્યું; ૧૯૩૮માં ઓસ્ટ્રિયા ઉપર ચડાઈ કરવામાં આવી અને નાઝી જર્મનીએ તેને યુરોપના નકશા ઉપરથી ભૂંસી નાખ્યું તથા ચેકોસ્લોવાકિયાના ટુકડા પાડીને તેને એક ખંડિયું રાજ્ય બનાવી દેવામાં આવ્યું. દરેક વરસે ઉપરાઉપરી આફત આવી પડી. જેને ઊમરે આપણે આવીને ઊભાં છીએ તે ૧૯૩૯ના ભાવિમાં શું લખેલું હશે ? આપણે તેમ જ જગતને માટે તે શી આફત લાવશે ?

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862