Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/032709/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન લેખક જવાહરલાલ નેહરુ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જવાહરલાલ નેહરુ લિખિત જગતના ઈતિહાસનું રેખાદર્શન જેલમાંથી પિતાની પુત્રીને લખેલા વધુ પત્રો જેમાં તને માટે ઈતિહાસનું રસળતું વ્યાન આવે છે. ખંડ બીજે અનુવાદક મણિભાઈ ભ. દેસાઈ નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક અને પ્રકાશક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ પહેલી આવૃત્તિ, પ્રત ૨,૫૦૦ જૂન, ૧૯૪૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પં. જવાહરલાલજીના જગતના ઈતિહાસનો આ બીજો ખંડ ધાર્યા પ્રમાણે પૂરો કરીને વાચકને પહોંચાડી શકાય છે, તેથી આનંદ અને કૃતાર્થતા અનુભવીએ છીએ. પહેલા ભાગમાં જણાવ્યું હતું તેમ, આ દળદાર ગ્રંથનું છાપકામ ૧૯૪રમાં ચાલુ કર્યું હતું. એટલે કે, ૧૯૩૦-૨ની લડત વખતે લખાયેલા આ પુસ્તકને આપણે દસે વરસે જ્યારે એ લડતમાં નવો યુગ શરૂ થયો છે, ત્યારે બહાર પાડીએ છીએ. એમાં એક પ્રકારની શિથિલતા રહેલી છે, તે બીજી બાજુએથી જોતાં અમુક કારણ પણ બતાવી શકાય છે. આ પુસ્તક પંડિતજીએ જેલની “નવરાશ અને તટસ્થવૃત્તિમાં લખ્યું. કદાચ એ જ એને માટે યોગ્ય વાતાવરણ હતું. ત્યાં જ જોઈતી નવરાશ મળી રહે એ તે ઉઘાડું છે. આ ગુજરાતી અનુવાદ જોડે પણ જેલની સંધિ થયેલી છે. ૧૯૪રમાં જ્યારે એનું છાપકામ શરૂ કર્યું ત્યારે શરૂ થડક ભાગ જ તૈયાર હતા. પછી જેલયાત્રા શરૂ થઈ. અનુવાદકને એ સમય રૂડે ખપ લાગી ગયા. થોડાક મહિનાની અંદર તેમણે બાકીનું – લગભગ પોણું ઉપરનું કહીએ તોય ચાલે – કામ જેલની નિરાંત અને નવરાશમાં પતાવ્યું. આથી જ આ પુસ્તક આટલું જલદીથી આપી શકાયું એમ કહેવાય. જેલ આપણું સમગ્ર રાષ્ટ્રીય જીવનમાં એક જરૂરી ભાગ બની ગઈ લાગે છે આ પુસ્તકને માટે તેની સંધિ એક ઉચિત સંસ્મરણ કહેવાય. આ ગ્રંથમાં જગતને ઇતિહાસ પંડિતજી લગભગ ૧૯૩૮ સુધી આલેખે છે. ત્યાર બાદ તે આપણું દેશ માટે જ નહિ, આખા જગત ને માનવજાતને માટે એક ભારે મંથન-કાળ ને મારામારી આવી લાગ્યાં છે, ને હજી એ પૂરાં થયાં નથી. એ વર્ષોને જ ઈતિહાસ એક મેટા ગ્રંથ જેટલી જગા માગી લે એ મહાન છે. એવા કાળે “જગતના ઈતિહાસકાર” જેલમાં હોય એ પણ એ જ મહાન ઘટનાની જ એક કથા છે. આ જેલમાં તેમણે આ વર્ષોનાં પ્રકરણે લખ્યાં હશે ? એને માટે ઢગબંધ નેધ અને બળબળતા વિડ્યારે તે જરૂર એકઠાં થયેલાં જ. એ બધું આ પુસ્તક જોડે આવી ન શકે; આ પુસ્તકને સંકલ્પ તે આ ભાગ છાપવાની સાથે પૂરો થાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ એક રીતે જોતાં આ બે ભાગમાં બહાર પાડેલા ગ્રંથને યુદ્ધ-આવૃત્તિ ગણવી જોઈએ. આવા પુસ્તકને જરૂરી નકશા અને કીમતી ચિત્રોથી શણગારવું ઘટે. (નકશા તે “શણગાર ” નહિ પણ જરૂરી વસ્તુ છે.) પરંતુ અમુક સમયમાં તે છાપી જ કાઢવું જોઈએ; અને કિંમતે પરવડવી જોઈએ, એ પણ ધ્યાનમાં રાખવાનું હતું, એટલે ધાર્યા છતાં તેમાંનું કાંઈ કરી ન શકાયું. અને કાગળ તે યુદ્ધકાળને ઉઘાડો પાડી જ દે છે. આ બધું કામ તે હવે ગ્રંથની બીજી આવૃત્તિ વખતે, નિરાંતને કાળ હશે તે, ત્યારે થઈ શકશે. દરમિયાન વાચકોને આ પ્રેરક ગ્રંથ પહોંચતા કરી દઈ ધન્યતા અનુભવીએ છીએ. એનાં પાનાંમાં પંડિતજીને માનવતાને પ્રેમ અને આઝાદીની તમન્ના જ્યાં ત્યાં તરવરતી જોવા મળશે. એની જરૂર આજે આખા જગતને છે; આપણને તે છે જ. આ ગ્રંથ એ પ્રેરવામાં સાધન બને. આખા ગ્રંથની સૂચિ આ ભાગને અંતે આપી છે. તે ઉપયોગી નીવડશે એવી આશા છે. પહેલા ખંડનાં કાવ્યોને અનુવાદ શ્રી. સુંદરમે અને બીજા ભાગનાં કાવ્યને અનુવાદ શ્રી. ઉમાશંકર જોષીએ કરી આપ્યો છે તે માટે તેમને આભાર માનીએ છીએ. તા. ૧૪-૬-૫ તા. ક. આ છપાય છે ત્યાં ખબર મળે છે કે કાર્યવાહક સમિતિના સભ્યોને છેવટે સરકારે છેડ્યા છે. એટલે પંડિતજી આ ભાગ પ્રસિદ્ધ થતાં બહાર આવી ગયા છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ૧૦૬. દુનિયાનું અવલાકન ૧૦૭. મહાયુદ્ધ પહેલાંનાં સે। વરસે ૧૦૮. ૧૯મી સદી ચાલુ અનુક્રમણિકા ૧૦૯. હિંદમાં વિગ્રહા અને વિપ્લવ ૧૧૦. હિંદના કારીગર વર્ગની દુર્દશા ૧૧૧. હિંદનાં ગામેા, ખેડૂતા અને જમીનદારા ૧૧૨. હિંદુ પર અંગ્રેજોનું શાસન ૧૧૩. હિંદનું પુનરુત્થાન ૧૧૪, બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૧૧૫. ચીનની મુસીબતા ૧૧૬. જાપાનની આશ્ચર્યકારક પ્રતિ ૧૧૭. જાપાન રશિયાને હરાવે છે ૧૧૮. ચીન પ્રજાસત્તાક અને છે ૧૧૯. બૃહદ્ ભારત અને ઈસ્ટ ઇન્ડિઝ ૧૨૦. ખીજો નવા વરસના દિવસ ૧૨૧. ફિલિપાઈન ટાપુએ અને યુનાઇટેડ સ્ટેટ્સ ૧૨૨. ત્રણ ખંડોનું સંગમસ્થાન ૧૨૩ સિંહાવલેાકન ૧૨૪. ઈરાનની પ્રાચીન પરપરા ટકી રહે છે ૧૨૫. ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ૧૨૬. ક્રાંતિ અને ખાસ કરીને યુરોપમાં ૧૮૪૮ની સાલમાં થયેલી ક્રાંતિ ૧૨૭. ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર અને છે ૧૨૮, જમનાને ઉદય ૧૨૯. કેટલાક સુપ્રસિદ્ધ લેખકો ૧૩૦. ડાર્વિન અને વિજ્ઞાનને વિજય ૧૩૧, લેાકશાહીની પ્રગતિ ૧૩૨. સમાજવાદને ઉદય ૧૩૩. કાર્લ માર્ક્સ અને મજૂરોના સંગઠનના વિકાસ ૧૩૪. માર્ક્સવાદ ૧૩૫. ઇંગ્લેંડનેા વિકટારિયા યુગ ૧૩૬. દુનિયાનું શરાફ ઇંગ્લંડ ૧૩૭, અમેરિકામાં આંતરવિગ્રહ .. ३ ૧૭ ૬૮૨ ૬૮૯ ૬૯૯ ૭૦૮ ૭૧૫ ૭૨૬ ૭૩૬ ૭૪૭ ૭૫૬ ૭૬૧ ૭૬૯ ૭૭. ૭૮૩ ૭૯૧ ૭૯૫ ૮૦૧ ૮૦૫ ૧૧ ૧૯ ૮૨૫ ૮૩૪ ૮૩૯ ૮૪૭ જ ૯૬૨ ૮૭૦ ૮૭૮ ૮૮૬ ૮૯૫ ૯૦૪ ૯૧૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ . ૯૨૨ ૯૨૯ ૯૩૮ ૯૪૫ ૯૫૫ ત ૧૩૮. અમેરિકાનું અણુછતું સામ્રાજ્ય . ૧૩૯. ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને ઝધડો . ૧૪૦. આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમરૂલ . ૧૪૧. ઇગ્લેંડ મિસર પચાવી પાડે છે ૧૪૨. તુક “યુરેપને બીમાર પુરુષ” બને છે . ૧૪૩. ઝારશાહી રશિયા . . ૧૪૪. ૯૦૫ની સાલની રશિયાની ! ૧૪૫. એક જમાનાનો અંત ૧૪૬. મહાયુદ્ધને આરંભ . ૧૪૭. મહાયુદ્ધને ટાંકણે હિંદ . . ૧૪૮. મહાયુદ્ધ ૧૯૧૪-૧૮ . . ૧૪૯. યુદ્ધકાળ ૧૫૦. રશિયામાંથી ઝારશાહીને અંત ૧૫. શેવિક સત્તા હાથ કરે છે ૧૫ર. સેવિટેન વિજય . ૧૫૩. જાપાનની ચીન ઉપર શિરરી ૧૫૪. યુદ્ધકાળનું હિંદ . ૧૫૫. યુરોપને નવો નકશો . . ૧૫૬. મહાયુદ્ધ પછીની દુનિયા .. ૧૫૭. પ્રજાસત્તાક માટે આયર્લેન્ડની લડત . ૧૫૮. ભસ્મમાંથી નવા તુકીને ઉદય . ૧૫૯. કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી ૧૬૦. હિંદ ગાંધીજીને અનુસરે છે . ૧૬૧. ૧૯૨૦-૩૦નું હિંદ . ૧૬૨. હિંદમાં બેઠે બળવો . ૧૬૩. મિસરની સ્વતંત્રતા માટેની લડત ૧૬૪. અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હોય. - ૧૬૫. પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ . ૧૬૬. આરબ દેશો – સીરિયા ૧૬૭. પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-જોર્ડન ૧૬૮. આધુનિક અરબસ્તાન . ૧૬૯, ઇરાક અને હવાઈ બાબમારાની નીતિમત્તા ૧૭૦. અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશે ૧૭૧. થતી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૭૨. જૂનાં દેવાં પતાવવાની નવી રીત . ૧૭૩. નાણાંને વિચિત્ર વ્યવહાર . . ૧૭૪. સામસામા દાવપેચ . ૧૭૫. મુસોલિની અને ઇટાલીમાં ફાસીવાદ ૯૭૧ ૯૭૮ ૯૮૫ ૯૯૫ ૧૦૦૩ ૧૦૧૦ ૧૦૨૦ ૧૦૩૦ ૧૦૪૧ ૧૦૫ર १०६० ૧૦૭૧ ૧૦૮૩ ૧૦૯૨ ૧૧૦૧ ૧૧૧૨ ૧૧૨૨ ૧૧૩૩ ૧૧૪૩ ૧૧૫૭ ૧૧૬૬ ૧૧૭૬ ૧૧૮૪ ૧૧૯૧ ૧૨૦૦ ૧૨૧૫ ૧૨૨૩ ૧૨૩૩ ૧૨૪૨ ૧૨૫૧ ૧૨૬૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬. લેાકશાહી અને સરમુખત્યારશાહી ૧૭. ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ ૧૭૮. જાપાન દુનિયાને ગણકારતું નથી ૧૭૯. સમાજવાદી સાવિયેટાનું સંયુક્ત રાજ્ય ૧૮૦. રશિયાની પચવી યાજના ૧૮૧. સેાવિયેટ રાજ્યની મુશ્કેલીએ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૮૨. વિજ્ઞાનની પ્રગતિ ૧૮૩. વિજ્ઞાનના સદુપયોગ અને દુરુપયોગ ૧૮૪. ભારે મંદી અને જગદ્યાપી કટોકટી ૧૮૫. કટોકટી શાથી પેદા થઈ? ૧૮૬. નેતૃત્વ માટે ઇંગ્લંડ અને અમેરિકા વચ્ચે ઝુ ંબેશ ૧૮૭. ડૅલર, પાઉન્ડ અને રૂપિયા . ૧૮૮. મૂડીવાદી દુનિયાની સહકારથી કાર્ય કરવામાં નિષ્ફળતા ૧૮૯. સ્પેનની ક્રાંતિ . ૧૯૦. જર્મનીમાં નાઝીઓના વિજય ૧૯૧. શસ્રસન્યાસ ૧૯૨. રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસ ૧૯૩. પાલ મેન્ટાની નિષ્ફળતા ૧૯૪. જગત ઉપર છેવટની દૃષ્ટિ ૧૯૫. યુદ્ધની છાયા ૧૯૬. છેલ્લા પત્ર પૂર્તિ સૂચિ ૧૨૭૩ ૧૨૮૩ ૧૨૯૩ ૧૩૦૪ ૧૩૧૫ ૧૩૨૪ ૧૩૩૬ ૧૩૪૪ ૧૩પર ૧૩૬૧ ૧૩૭૧ ૧૩૮૩ ૧૩૯૫ ૧૩૯૯ ૧૪૦૪ ૧૪૨૧ ૧૪૨૮ ૧૪૩૬ ૧૪૪૪ ૧૪૫૨ ૧૪૬૩ ૧૪૭૨ ૧૪૯૭ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન ખંડ બીજો ૧૦૬. દુનિયાનું અવલોકન ૧૯ નવેમ્બર, ૧૯૩૨ જેના ઉપર નેપોલિયને લાંબા સમય સુધી પ્રભુત્વ ભોગવ્યું હતું તે જગતના રંગમંચ ઉપરથી તે આ રીતે જ રહ્યો. એ પછી ૧૦૦ વરસ વીતી ગયાં છે અને જૂની કેટલીયે ચર્ચાઓ તથા વાદવિવાદની આંધી શમી ગઈ છે. પરંતુ હું તને કહી ગયો છું તેમ લેકે હજી તેને વિષે ભિન્ન ભિન્ન અને એક બીજાથી ઊલટસૂલટી અભિપ્રાય ધરાવે છે. જે નેપોલિયન બીજા કોઈ વધારે શાંતિના સમયમાં જ હેત તો તે અદ્વિતીય સેનાપતિ થાત અને એથી વિશેષ કશી સિદ્ધિ ન મેળવત તથા તેના તરફ જગતનું ઝાઝું લક્ષ પણ ન ખેંચાત. પરંતુ કાંતિ અને પરિવર્તન એ તેને આગળ વધવાની તક આપી અને તેણે તે ઝડપી લીધી. તેના પતન અને યુરોપના રાજકારણમાંથી તેના દૂર થવાથી યુરોપના લોકોએ ભારે નિરાંત અનુભવી હશે કેમકે તેઓ વિગ્રહોથી થાકીને લોથપોથ થઈ ગયા હતા. એક આખી પેઢીએ સુલેહશાંતિ અનુભવી નહતી અને તે તેને માટે ઝંખી રહી હતી. નેપોલિયનના નામમાત્રથી જેઓ વરસ સુધી કમ્પતા રહ્યા હતા તે યુરેપના રાજારજવાડાએ સૌથી વિશેષ નિરાંત અનુભવી. ફ્રાંસ તેમ જ યુરોપમાં આપણે લાંબો કાળ ગાળે અને હવે તે આપણે ૧૯મી સદીમાં ઘણું આગળ વધી ગયાં છીએ. હવે આપણે દુનિયા ઉપર નજર કરીએ અને નેપોલિયન પડ્યો તે સમયે તે કેવી હતી તે જોઈએ. તને યાદ હશે કે યુરોપમાં રાજાઓ તેમ જ તેમના પ્રધાને વિયેનાની પરિષદમાં એકઠા મળ્યા હતા. નેપોલિયનને હાઉ જતો રહ્યો હતો એટલે હવે તેઓ કરેડો માનવીનું ભાવી ઘડવાની તેમની પુરાણી રમત પોતાની મરજીમાં આવે તેમ રમી શકે એમ હતું. લોકોને શું જોઈતું હતું અથવા તે કુદરતી રીતે કે ભાષાની દૃષ્ટિએ દેશની કઈ સરહદ હતી એને વિષે તેમને કશી લેવાદેવા નહતી. એ પરિષદમાં રશિયાનો ઝાર, ઈગ્લેંડ (તેને પ્રતિનિધિ કેસલરે હત), ઓસ્ટ્રિયા (તેને પ્રતિનિધિ મૅટનિક હત) અને પ્રશિયા વગેરે પ્રધાન સત્તાઓ હતી; એમાં એક વખતને નેપોલિયનને પ્રધાન કુશળ, ચાલાક અને પરિષદને ક-૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રીતિપાત્ર બનેલે તાલેરો પણ હતો. હવે તે ફ્રાંસના બુબેન રાજાને પ્રધાન બન્યું હતું. આ લોકોએ, મિજબાનીઓ અને નાચરંગમાંથી જે ફુરસદ મળતી તે ગાળામાં, નેપોલિયને જેમાં ભારે ફેરફાર કર્યા હતા તે યુરોપના નકશાની પુનર્ધટના કરી. બુર્બોન વંશના ૧૮મા લુઈને કાંસ ઉપર ફરી પાછો લાદવામાં આવ્યું. સ્પેનમાં ઈક્વિઝિશનની ફરીથી સ્થાપના કરવામાં આવી. વિયેનાની પરિષદમાં એકઠા મળેલા રાજાઓને પ્રજાસત્તાક રાજ્યની છીત હતી એટલે તેમણે હેલેંડના ડચ પ્રજાસત્તાકની ફરીથી સ્થાપના ન કરી. હેલેંડ અને બેલ્જિયમને એકઠાં કરીને તેમણે નેધરલેન્ડઝનું એક રાજ્ય બનાવી દીધું. પોલેંડ અલગ દેશ તરીકે ફરી પાછો અદશ્ય થઈ ગયે. પ્રશિયા, ઑસ્ટ્રિયા અને રશિયા મળીને તેને ઓહિયાં કરી ગયા. એમાં રશિયામાં સૌથી મોટે કળિયે પડાવ્યો. વેનિસ તથા ઉત્તર ઈટાલી ઐસ્ટ્રિયાને ભાગ ગયાં. ઈટાલીને છેડે ભાગ તથા સ્વિટ્ઝરલેન્ડ અને રિવીએરા વચ્ચે થોડો ભાગ મળીને સાડનિયાનું રાજ્ય બન્યું. મધ્ય યુરોપમાં વિચિત્ર પ્રકારનું અને શિથિલ જર્મન સમવાયતંત્ર બન્યું પરંતુ ઓસ્ટ્રિયા અને પ્રશિયા એનાં પ્રધાન રાજ્ય બની રહ્યાં. આ ઉપરાંત બીજા ઘણા ફેરફારો કરવામાં આવ્યા. વિયેના પરિષદના સુજ્ઞ પુરુષોએ આવી વ્યવસ્થા નિર્માણ કરી. તેમણે લેકને તેમની મરજી વિરુદ્ધ અહીં તહીં ધકેલ્યા, તેમની પોતાની નહોતી એવી પરાઈ ભાષા બેલવાની તેમને ફરજ પાડી અને સામાન્ય રીતે ભાવી યુદ્ધ અને આપત્તિનાં બીજ વાવ્યાં. રાજાઓને બિલકુલ સલામત બનાવી દેવા એ ૧૮૧૪–૧૫ની વિયેનાની પરિષદને ખાસ હેતુ હતે. ફ્રાંસની ક્રાંતિએ તેમની હસ્તી જોખમમાં મૂકી હતી અને બેવકૂફીપૂર્વક તેમણે એમ માની લીધું કે ક્રાંતિના નવા વિચારે ફેલાતા તેઓ રોકી શકે છે. રશિયાના ઝાર, ઓસ્ટ્રિયાના સમ્રાટ તથા પ્રશિયાના રાજાએ તે પિતાની તેમ જ બીજા રાજાઓની રક્ષાને અર્થે આગળ વધીને પિતાને સંધ સ્થાપે. એ સંઘ “હેલી એલાયન્સ' (પવિત્ર સંઘ)ને નામે ઓળખાય છે. આપણે ૧૪મા તથા ૧૫મા લુઈના જમાનામાં પાછાં ગયાં હોઈએ એવું હવે લાગે છે. આખા યુરોપ તેમ જ ઈંગ્લંડમાં પણ બધા ઉદાર વિચારનું દમન શરૂ થયું. ક્રાંસની ક્રાંતિની યાતનાઓ એળે ગઈ એ જોઈને યુરોપના પ્રગતિ ચાહનારા લેકએ કેવી કડવી નિરાશા અનુભવી હશે ! પૂર્વ યુરોપમાં તુર્કી અત્યંત નબળું પડી ગયું હતું. ધીમે ધીમે તે ક્ષીણ થવા લાગ્યું હતું. મિસર તુર્ક સામ્રાજ્યમાં ગણાતું હતું, પરંતુ તે તેનાથી લગભગ સ્વતંત્ર થઈ ગયું હતું. ૧૮૨૧ની સાલમાં ગ્રીસે તુકીના આધિપત્યની સામે બળવો કર્યો અને ઇગ્લેંડ, ફ્રાંસ તથા રશિયાની મદદથી આઠ વરસના વિગ્રહ પછી તે સ્વતંત્ર થયું. આ વિગ્રહમાં અંગ્રેજ કવિ બાયરન મરણ પામ્યો Page #12 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું અવલાકન ૧૯ હતા. તે ગ્રીસના સ્વાતંત્ર્ય યુદ્ધમાં એક સ્વયંસેવક સિપાઈ તરીકે જોડાયા હતા. ગ્રીસ વિષે તેણે અત્યંત સુંદર કવિતા લખી છે. એમાંની કેટલીકના કદાચ તને પરિચય હશે. ૧૮૩૦ની સાલમાં યુરોપમાં થયેલા બીજા એ રાજકીય ફેરફારોના પણ હું અહીં ઉલ્લેખ કરી દઉં. ફ્રાંસ મુર્માંન રાજકર્તાઓના જુલમ અને દમનથી થાકી ગયું. તેણે ફરીથી તેમને હાંકી કાઢ્યા. પરંતુ પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા સ્થાપવાને બદલે ખીન્ન એક રાજાને ત્યાં પસંદ કરવામાં આવ્યો. એ લુઈ ફીલીપ હતા. તે થાડે ઘણે અંશે બંધારણીય રાજા હતા અને ક ંઈક સારી રીતે વર્યાં. ખીજો વધારે માટેા ઉત્પાત ફાટી નીકળ્યો ત્યાં સુધી એટલે કે ૧૮૪૮ની સાલ સુધી તેણે રાજ કર્યું. ૧૮૩૦ની સાલમાં મેલ્જિયમમાં પણ બળવા થયા હતા. એને પરિણામે હાલૅડ અને મેલ્જિયમ જુદાં પડ્યાં. યુરેપનાં મોટાં રાજ્યોને પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પ્રત્યે અલબત્ત ભારે અણગમા હતા. એટલે તેમણે એક જર્મન રજવાડાની બેલ્જિયમને ભેટ આપી અને તેને ત્યાંના રાજા બનાવ્યેા. ખીજા એક જમ ન રજવાડાને ગ્રીસના રાજા બનાવવામાં આવ્યે. જમ નીનાં નાનાં નાનાં અનેક રાજ્યામાં ખાલી પડેલી રાજગાદી ઉપર આવનારા આવા રજવાડાઓ જોઈ એ એટલા હતા. તને યાદ હશે કે, ઇંગ્લેંડ ઉપર હજીયે રાજ કરતા રાજવંશ જર્મનીમાં આવેલા હેનેવરના એક નાનકડા રાજ્યમાંથી આવ્યેા હતેા. ૧૮૩૦ની સાલમાં યુરોપના ખીજા દેશોમાં પણ ખડા થયાં હતાં. જર્મની, ઇટાલી અને ખાસ કરીને પોલેંડમાં પણ એ સાલમાં બળવા થયા હતા. પરંતુ રાજાએ એ ખડા ચગદી નાખ્યાં હતાં. રશિયન લેાકાએ પોલેંડમાં અતિશય ઘાતકી દમન કર્યુ... અને પોલીશ ભાષા વાપરવાની પણ ત્યાં મનાઈ કરવામાં આવી હતી. ૧૮૩૦નું વરસ એક રીતે ૧૮૪૮ની સાલનું પુરાગામી હતું. આપણે આગળ ઉપર જોઈ શું કે ૧૮૪૮નું વરસ એ યુરોપમાં ક્રાંતિનું વરસ નીવડયું હતું. આટલું યુરોપ વિષે. આટ્લાંટિક મહાસાગરની પેલી પાર યુનાઇટેડ સ્ટેટ્સ પશ્ચિમ તરફ ફેલાતું જતું હતું. એ યુરેપના વિગ્રહા અને હરીફાઈથી બહુ દૂર હતું અને પોતાના વિસ્તાર માટે તેની સામે પાર વિનાના પ્રદેશ પડેલા હતા. તે બહુ ત્વરાથી પ્રગતિ કરી રહ્યુ હતું અને યુરોપને પકડી પાડવાની અણી ઉપર હતું. પરંતુ દક્ષિણ અમેરિકામાં તો ભારે ફેરફારો થઈ રહ્યા હતા. એ ફેરફાર પરાક્ષ રીતે નેપોલિયનને આભારી હતા. સ્પેન જીતી લઈ ને જ્યારે નેપાલિયને તેના ભાઈ તે તેની ગાદી ઉપર બેસાડ્યો ત્યારે દક્ષિણ અમેરિકાના સ્પેનિશ સંસ્થાનાએ ખળવે કર્યાં. આમ, તેમની સ્પેનના જૂના રાજવંશ પ્રત્યેની વફાદારીએ દક્ષિણ અમેરિકાનાં સ્પેનનાં સંસ્થાનાને સ્વતંત્ર થઈ જવાને પ્રેર્યાં એ એક વિચિત્ર ઘટના છે. પણ આ તે માત્ર તાત્કાળિક બહાનું હતું. Page #13 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આમે થોડા સમય બાદ એ સંસ્થાને સ્પેનથી જુદાં પડ્યાં જ હેત કેમ કે આખા દક્ષિણ અમેરિકામાં સ્વાતંત્ર્યની ભાવના જાગ્રત થઈ હતી. સાઈમન બેલીવર દક્ષિણ અમેરિકાના સ્વાતંત્ર્યને સમર્થ પુરસ્કર્તા અને વીર યોદ્ધો હતો અને તેને મુક્તિદાતા (લિબરેટર) તરીકે ઓળખવામાં આવતું હતું. દક્ષિણ અમેરિકાના બેલીવિયાના પ્રજાસત્તાકનું નામ તેના નામ ઉપરથી પડ્યું છે. આમ નેપોલિયનનું પતન થયું ત્યારે સ્પેનિશ અમેરિકાને સ્પેન સાથે સંબંધ તૂટી ગયો હતો અને તે સ્વાતંત્ર્ય માટે લડી રહ્યું હતું. નેપોલિયન દૂર થવાથી એ લડતમાં કશો ફેર પડ્યો નહિ અને નવેસર બેઠા થયેલા સ્પેન સામે પણ ઘણું વરસે સુધી એ સંગ્રામ ચાલુ રહ્યો. યુરોપના કેટલાક રાજાઓ અમેરિકાનાં સંસ્થાનના ક્રાંતિવાદીઓને ચગદી નાખવાના કાર્યમાં સ્પેનના રાજાને મદદ કરવા ચહાતા હતા. પરંતુ આવા પ્રકારની દખલગીરી યુનાઈટેડ સ્ટેટ્સ છેવટની બંધ કરી દીધી. એ સમયે મનરે યુનાઈટેડ સ્ટેટ્સ પ્રમુખ હતો. તેણે યુરોપનાં રાજ્યોને સંભળાવી દીધું કે જો તેઓ ઉત્તર યા દક્ષિણ અમેરિકામાં ક્યાંયે એવા પ્રકારની દખલગીરી કરશે તે તેમને યુનાઈટેડ સ્ટેટ્સ સાથે બાથ ભીડવી પડશે. આ ધમકીથી યુરોપનાં રાજ્યો ભડકી ગયાં અને એ સમયથી તેઓ દક્ષિણ અમેરિકાથી દૂર રહ્યાં છે. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ મનરેની આ ધમકી મના સિદ્ધાંત' તરીકે જગપ્રસિદ્ધ થઈ છે. એ સિદ્ધાંત લાંબા વખત સુધી દક્ષિણ અમેરિકાના પ્રજાસત્તાક રાજ્યનું યુરોપનાં રાજ્યની લેભી વૃત્તિ સામે રક્ષણ કર્યું અને તેમના વિકાસ માટે અનુકૂળતા કરી આપી. યુરોપ સામે તે તેમને ઠીકંઠીક રક્ષણ મળ્યું. પરંતુ તેના રક્ષક – યુનાઈટેડ સ્ટેટ્સ– સામે તેમનું રક્ષણ કરનાર કોઈ નહોતું. આજે યુનાઈટેડ સ્ટેટ્સ એ બધાં ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેમાંનાં ઘણુંખરાં નાનાં પ્રજાસત્તાક રાજ્ય તે સંપૂર્ણ પણે તેની એડી નીચે છે. બ્રાઝીલનો વિસ્તૃત દેશ પોર્ટુગાલનું સંસ્થાન હતું. અમેરિકાનાં સ્પેનનાં સંસ્થાને સ્વતંત્ર થયાં એ જ અરસામાં એ દેશ પણ સ્વતંત્ર થઈગયો. આમ ૧૮૩૦ની સાલ સુધીમાં આખો દક્ષિણ અમેરિકા યુરોપના આધિપત્યમાંથી મુક્ત થયેલે આપણા જેવામાં આવે છે. અલબત્ત, ઉત્તર અમેરિકામાં કેનેડાનું બ્રિટિશ સંસ્થાન હતું ખરું. હવે આપણે એશિયા ખંડમાં આવીએ. હિંદમાં એ સમયે અંગ્રેજોની સત્તા નિઃશંકપણે સર્વોપરી બની હતી. યુરોપમાં ચાલતાં નેપોલિયન સાથેનાં યુદ્ધોના અરસામાં અંગ્રેજોએ હિંદમાં પિતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી તેમ જ તેમણે જવાને કબજે પણ લઈ લીધું હતું. મૈસૂરના ટીપુ સુલતાનને હરાવવામાં આવ્યા હતા અને ૧૮૧૯ની સાલમાં મરાઠા સત્તાને ઉથલાવી પાડવામાં આવી હતી. પરંતુ પંજાબમાં રણજિતસિંહના શાસન નીચે એક શીખ Page #14 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું અવલોકન રાજ્ય હતું. આખા હિંદમાં અંગ્રેજો ધીમે ધીમે આગળ વધતા અને ફેલાતા જતા હતા. પૂર્વમાં આસામ ખાલસા કરવામાં આવ્યું અને આરાકાન– બ્રહ્મદેશ –ઓહિયાં થવાની તૈયારીમાં હતો. - બ્રિટન હિંદમાં પિતાને ફેલાવો કરી રહ્યું હતું તે અરસામાં યુરેપની બીજી એક સત્તા, રશિયા, મધ્ય એશિયામાં પોતાનો વિસ્તાર કરી રહી હતી. પૂર્વમાં રશિયા ચીન અને પ્રશાન્ત મહાસાગર સુધી ક્યારનુંયે પહોંચી ગયું હતું. હવે તે મધ્ય એશિયામાંનાં નાનાં નાનાં રાજ્યમાં થઈને છેક અફઘાનિસ્તાનની સરહદ સુધી આવી પહોંચ્યું હતું. અંગ્રેજે તેમની સમીપ આવતા એ મહાકાય સર્વથી ડરી ગયા અને તેના ગભરાટમાં ને ગભરાટમાં કશાય કારણ વિના અફઘાનિસ્તાન જોડે તેમણે લડાઈ જગાવી. પરંતુ એમાં તેઓ સારી પેઠે દાઝી ગયા. ચીનમાં મંચૂ રાજાઓને અમલ ચાલતું હતું. વેપારરોજગાર અને ધર્મને નામે આવતા વિદેશીઓ તરફ તે શંકાની નજરે જોતું હતું –એમ કરવાને તેની પાસે પૂરતાં કારણો હતાં – અને તેમને દૂર રાખવા પ્રયત્નશીલ હતું. પરંતુ એ પરદેશીએ તેના દ્વાર આગળ બુમા મચાવી રહ્યા હતા અને ગેરવર્તણૂક ચલાવતા હતા. ખાસ કરીને તેઓ અફીણના વેપારને ઉત્તેજન આપતા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે બ્રિટનના ચીન સાથેના વેપારનો ઈજારો હતે. ચીનના સમ્રાટે દેશમાં અફીણ દાખલ કરવાની મના કરી પરંતુ ચેરીછૂપીથી એ દેશમાં ઘુસાડવાનું ચાલુ રહ્યું અને પરદેશીઓએ અફીણને બેકાયદા વેપાર ચલાવ્યું રાખે. એને પરિણામે ઇંગ્લેંડ સાથે લડાઈ સળગી. એ તેના સાચા અર્થમાં જ અફીણના વિગ્રહ તરીકે ઓળખાય છે. એ પછી અંગ્રેજોએ ચીન પાસે બળજબરીથી અફીણ લેવડાવ્યું. . ૧૬૩૪ની સાલમાં જાપાને પિતાનાં દ્વાર બંધ કરી દીધાં હતાં એ વિષે મેં ઘણા લાંબા વખત ઉપર તેને કહ્યું હતું. ૧૯મી સદીના આરંભમાં પણ વિદેશીઓને માટે તે બંધ જ રહ્યાં હતાં. પરંતુ એ બંધ કારની પાછળ દેશમાં પ્રાચીન ગુનશાહી નબળી પડતી જતી હતી અને ત્યાં આગળ નવી પરિસ્થિતિ પેદા થવા માંડી હતી, જેને પરિણામે જૂની વ્યવસ્થાને એકાએક અંત આવવાને હતે. દક્ષિણ-પૂર્વ એશિયાના છેક દક્ષિણના ભાગમાં યુરોપની સત્તાઓએ પ્રદેશ પચાવી પાડવા માંડ્યો હતો. ફિલિપાઈન ટાપુઓ હજીયે સ્પેનના તાબામાં હતા. અંગ્રેજ અને ડચ લેકએ પિટુગીઝ લોકોને હાંકી કાઢ્યા હતા. વિયેનાની પરિષદ પછી જાવા અને બીજા ટાપુઓ ડચ લોકોને પાછા મળ્યા. અંગ્રેજો સિંગાપોર અને મલાયા દ્વીપકલ્પમાં પ્રસરી રહ્યા હતા. અનામ, સિયામ તથા બ્રહ્મદેશ હજી સ્વતંત્ર હતાં જે કે તેઓ અવારનવાર ચીનને ખંડણ ભરતાં હતાં. વોટરલુની લડાઈથી ૧૮૩૦ની સાલ સુધીનાં પંદર વરસ દરમ્યાન સામાન્ય રીતે દુનિયાની રાજકીય સ્થિતિ આ હતી. યુરોપ ચોક્કસપણે દુનિયાના Page #15 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મુખી તરીકે બહાર પડતું હતું અને ખુદ યુરોપમાં પણ પ્રત્યાઘાતી બળોનો વિજય થયા હતા. ત્યાંના સમ્રાટ, રાજાઓ તેમ જ ઈગ્લેંડની પ્રત્યાઘાતી પાર્લામેન્ટ પણ એમ ધારતાં હતાં કે તેમણે ઉદાર વિચારોને હમેશને માટે કચરી નાખ્યા છે. એ વિચારને તેઓ રૂંધી રાખવા માગતા હતા. એમાં અલબત તેઓ નિષ્ફળ નીવડ્યા અને ત્યાં આગળ વારંવાર બળવા થવા લાગ્યા. - દુનિયા ઉપર રાજકીય ફેરફારએ પ્રભુત્વ મેળવ્યું હોય એમ લાગતું હતું. પરંતુ ઇંગ્લંડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉત્પાદન, વહેંચણી અને અવરજવરની પદ્ધતિઓમાં શરૂ થયેલા યુગપ્રવર્તક ફેરફારો એથીયે વિશેષ મહત્ત્વના હતા. ચુપકીદીથી પરંતુ અનિવાર્ય રીતે આ ક્રાંતિ યુરોપ તેમ જ ઉત્તર અમેરિકામાં પ્રસરી રહી હતી અને કરડે લેકોનાં દૃષ્ટિબિંદુ તથા ટે તેમ જ ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચેના સંબંધે બદલી રહી હતી. યંત્રોના ખખડાટમાંથી નવીન વિચારે ઉદ્ભવ્યા અને નવી દુનિયા સરજાવા લાગી. યુરો૫ દિનપ્રતિદિન વધારે ને વધારે કાર્યકુશળ અને વિનાશક તેમ જ વધારે ને વધારે લેબી, સામ્રાજ્યવાદી અને નઠેર બનતું ગયું. નેપોલિયનની ભાવના સર્વત્ર પ્રસરી ગઈ હોય એમ લાગતું હતું. પરંતુ યુરોપમાં એવા વિચારો પણ પેદા થઈ રહ્યા હતા જે ભવિષ્યમાં સામ્રાજ્યવાદ સામે કમર કસીને તેને ઉથલાવી પાડવાના હતા. ત્યાંનું એ કાળનું સાહિત્ય, કવિતા અને સંગીત પણ આપણને મુગ્ધ કરી મૂકે છે. પણ મારી કલમને મારે હવે આગળ દોડવા દેવી ન જોઈએ. આજે એણે પૂરતી સેવા બજાવી છે. ૧૦૭. મહાયુદ્ધ પહેલાનાં સે વરસો ૨૨ નવેમ્બર, ૧૯૩૨ ૧૮૧૪ની સાલમાં નેપોલિયનનું પતન થયું; બીજે વરસે તે એલ્બા ટાપુમાંથી છટકીને કાંસ પાછો આવ્યો અને ફરી પાછો હારી ગયે, પરંતુ તેણે ઊભી કરેલી વ્યવસ્થા તે ૧૮૧૪ની સાલમાં જ પડી ભાંગી હતી. બરાબર ૧૦૦ વરસ પછી ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ શરૂ થયું. તે લગભગ આખી દુનિયામાં ફેલાયું અને ચાર વરસ સુધી ચાલ્યું. એ વરસો દરમ્યાન તેણે જગતમાં દુઃખના ડુંગર પેદા કર્યા અને ભયંકર વિનાશ કર્યો. આ ૧૦૦ વરસના સમયનું આપણે કંઈક વિગતે અવકન કરવું પડશે. એ સમય શરૂ થયો તે પહેલાં દુનિયા કેવી હતી તેને ઝાંખો ખ્યાલ આપવાની મેં મારા આગલા પત્રમાં કોશિશ કરી હતી. મને લાગે છે કે, જુદા જુદા દેશમાં એ સદીના અમુક અમુક ભાગોનું આપણે અલગ અલગ નિરીક્ષણ કરીએ તે પહેલાં આખી સદી ઉપર સમગ્ર રીતે નજર કરી જવી ઠીક થઈ પડશે. એ રીતે કદાચ એ ૧૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પહેલાંનાં સે વરસે વરસે દરમ્યાનનાં પ્રધાન બળીને આપણને વધારે સારે ખ્યાલ આવશે અને એમ આપણે તેને સમગ્ર રીતે તેમ જ તેના ભિન્ન ભિન્ન પાસાંઓને નિહાળી શકીશું. તું જશે કે, ૧૮૧૪થી ૧૯૧૪ સુધીનાં ૧૦૦ વરસ મોટે ભાગે ૧૯મી સદીમાં આવી જાય છે. એથી કરીને આપણે એને ૧૯મી સદી તરીકે ઉલ્લેખ કરી શકીએ; જો કે એમ કહેવું એ ચોકસાઈની દૃષ્ટિએ બરાબર નથી. આ ૧૯મી સદી એ અનેક અદ્ભુતતાથી ભરેલો કાળ છે, પરંતુ એને અભ્યાસ એ આપણે માટે સહેલ વસ્તુ નથી. એ તે વિશાળ દશ્યપરંપરા – એક મહાન ચિત્ર છે. અને આપણે એની અત્યંત નજીક હોવાથી એની આગળની સદીઓ કરતાં એ આપણને વધારે મોટી તેમ જ પરિપૂર્ણ લાગે છે. એના પરના તાણાવાણાના હજારો તારો ઉકેલવાને આપણે પ્રયાસ કરીએ છીએ ત્યારે એની વિશાળતા અને જટિલતા આપણને હેબતાવી મૂકે એ બનવાજોગ છે. એ સદી આશ્ચર્યકારક યાંત્રિક પ્રગતિને કાળ છે. ઔદ્યોગિક ક્રાંતિ એની પાછળ યાંત્રિક ક્રાંતિ પણ લેતી આવી અને મનુષ્યના જીવનમાં યંત્ર દિનપ્રતિદિન વધારે ને વધારે મહત્ત્વનાં બનતાં ગયાં. માણસે આગળ જે કંઈ કર્યું હતું તે યંત્રએ બહુ મોટા પ્રમાણમાં કર્યું, તેનું વૈતરું હળવું બનાવ્યું, મહાભૂતો ઉપરની તેની આધીનતા ઓછી કરી અને તેને માટે સંપત્તિ પેદા કરી. એમાં વિજ્ઞાને ભારે સહાય કરી અને પ્રવાસ તથા માલની અવરજવર ઉત્તરોત્તર વધારે ત્વરિત બનતી ગઈ રેલવે આવી અને તેણે ટપાનું સ્થાન લીધું; આગબોટે વહાણનું સ્થાન લીધું અને પછી તે મહાસાગર ઉપર સફર કરનારી અને એક ખંડથી બીજા ખંડ ઉપર નિયમિતપણે અને ત્વરાથી જનારી પ્રચંડ અને ભવ્ય આગબોટ આવી. એ સદીના છેવટના ભાગમાં મોટર ગાડીઓ આવી અને તે આખી દુનિયામાં પ્રસરી ગઈ. છેક છેલ્લે એરપ્લેન આવ્યાં. એ જ સમય દરમ્યાન માણસે નવી અજાયબી – વિદ્યુત –ને અંકુશમાં આણવાનું અને તેને ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. એમાંથી ટેલિફેન તેમ જ ટેલિગ્રાફ ઉદભવ્યાં. આ બધાંએ મળીને દુનિયામાં ભારે ફેરફાર કર્યો. જેમ જેમ સંપર્કનાં સાધનો વિકસતાં ગયાં અને માણસો વધારે ને વધારે ત્વરાથી પ્રવાસ કરવા લાગ્યાં તેમ તેમ દુનિયા જાણે સંકોચાવા લાગી હોય અને તે અતિશય નાની બની ગઈ હોય એમ લાગવા માંડયું. આજે તે આપણે બધાં એનાથી ટેવાઈ ગયાં છીએ અને એને વિષે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. પરંતુ આ બધા સુધારાઓ તેમ જ ફેરફાર આ આપણી દુનિયામાં નવા આગંતુકે છે અને એ બધા છેલ્લાં ૧૦૦ વરસ દરમ્યાન આવ્યા છે. વળી એ યુરોપની, અથવા કહો કે પશ્ચિમ યુરોપની અને તેમાંયે ખાસ કરીને ઇંગ્લંડની સદી હતી. ઔદ્યોગિક તેમ જ યાંત્રિક ક્રાંતિઓને ઉદય અને વિકાસ ત્યાં આગળ થયો અને પ્રગતિ સાધવામાં પશ્ચિમ યુરોપને તેમણે ભારે મદદ કરી. દરિયાઈ સત્તા અને હુન્નરઉદ્યોગમાં ઈંગ્લડ સૌથી મોખરે હતું પરંતુ Page #17 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ધીમે ધીમે પશ્ચિમ યુરોપના બીજા દેશેએ તેને પકડી પાડયું. આ યાંત્રિક સુધારાની દિશામાં યુનાઈટેડ સ્ટેટસ પણ આગળ વધ્યું. રેલવેઓ તેને પશ્ચિમ તરફ છેક પ્રશાન્ત મહાસાગર સુધી લઈ ગઈ અને એ વિરાટ પ્રદેશ એક રાષ્ટ્ર બન્યું. એ રાષ્ટ્રપિતાના આંતરિક પ્રશ્નોમાં તેમ જ પિતાને વિસ્તાર વધારવામાં એટલું બધું મગ્ન થઈ ગયું હતું કે યુરોપ તથા દુનિયાના બીજા ભાગની બાબતમાં માથું મારવાની એને ફુરસદ નહોતી. પરંતુ યુરોપ તરફથી થતી દખલગીરી પ્રત્યે અણગમે દર્શાવવા તેમ જ તેને અટકાવવા જેટલું તે બળવાન બન્યું હતું. જેને વિષે મારા આગલા પત્રમાં મેં તને કહ્યું છે તે મનો સિદ્ધાંતે દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યને યુરોપની લેભી વૃત્તિના શિકાર થતા બચાવ્યાં. આ પ્રજાસત્તાક રાજ્ય લેટિન પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઓળખાય છે કેમકે, સ્પેન અને પિટુંગાલના લેકેએ તેમની સ્થાપના કરી હતી. આ બે દેશે તેમ જ કાંસ અને ઈટાલી લૅટિન રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. યુરોપના ઉત્તર તરફના દેશે ટયુટોન રાષ્ટ્ર કહેવાય છે. ઇંગ્લંડ યૂટનની એંગ્લે–સેકશન શાખાનું રાષ્ટ્ર છે. યુનાઈટેડ સ્ટેટ્સના લેક મૂળે તો એંગ્લે-સેકશન શાખામાંથી ઊતરી આવેલા છે પરંતુ પાછળથી ત્યાં અનેક પ્રકારના લેકે જઈ વસ્યા છે. . - બાકીની બધી દુનિયા હુન્નરઉદ્યોગ અને યંત્રની બાબતમાં પછાત હતી અને તે પશ્ચિમના નવા યાંત્રિક સુધારા સાથે સ્પર્ધા કરી શકે એમ નહોતું. યુરોપના યંત્રેથી ચાલતા ઉદ્યોગોએ પહેલાંના સમયના ગૃહ-ઉદ્યોગ કરતાં અતિશય ત્વરાથી અને પુષ્કળ પ્રમાણમાં માલ પેદા કરવા માંડયો. પરંતુ આ બધો માલ પેદા કરવાને માટે કાચા માલની જરૂર હતી, પણ મોટા ભાગને કાચો માલ પશ્ચિમ યુરોપમાંથી મળી શકે એમ નહતું. વળી માલ પેદા કર્યા પછી તેને વેચવાની જરૂર ઊભી થતી હતી એટલે એને માટે બજારે જોઈતાં હતાં. એટલે આ કાચો માલ પૂરો પાડે અને તૈયાર કરેલ પાકે માલ ખરીદે એવા દેશની પશ્ચિમ યુરોપે તપાસ કરવા માંડી. આફ્રિકા અને એશિયા નબળા હતા અને યુરોપે તેમના ઉપર શિકારી પશુની પેઠે ઝડપ મારી. સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની હરીફાઈમાં, દરિયાઈ બળ અને હુન્નરઉદ્યોગમાં આગળ હોવાને કારણે ઈંગ્લડ સહેજે પ્રથમ હતું. તને યાદ હશે કે, યુરોપિયન લેકે પહેલવહેલા હિંદ તેમ જ પૂર્વ તરફના દેશમાં યુરોપને જરૂરી તેજાના તથા બીજી વસ્તુઓ ખરીદવાને આવ્યા હતા. આ રીતે પૂર્વ તરફને માલ યુરોપ ગયો અને પૂર્વના દેશની હાથસાળની કેટલીક વસ્તુઓ પણ ત્યાં ગઈ. પરંતુ યંત્રોનો વિકાસ થવાથી હવે એ પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગ્યો. હવે પશ્ચિમ યુરોપની સેંઘી વસ્તુઓ પૂર્વ તરફ આવવા લાગી અને ઈંગ્લંડના માલના વેચાણને ઉત્તેજન આપવા ખાતર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ હિંદના ગૃહઉદ્યોગોને ઈરાદાપૂર્વક નાશ કર્યો. Page #18 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પહેલાંનાં સે વરસે ૧૮૫ ૯ વિરાટ એશિયાની પીઠ ઉપર યુરેપે સવારી કરીએ ખંડના આખા ઉત્તર ભાગમાં રશિયન સામ્રાજ્ય પોતાના પગ પ્રસારીને બેઠું હતું. દક્ષિણમાં એશિયાના સૌથી કીમતી ભાગ હિંદુસ્તાન ઉપર ઇંગ્લંડે પોતાની નાગચૂડ જમાવી હતી. પશ્ચિમે તુર્ક સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ રહ્યું હતું અને તુકને યુરોપના બીમાર પુરુષ” તરીકે ઓળખવામાં આવતું હતું. ઈરાન નામનું સ્વતંત્ર હતું અને તેના ઉપર ઇંગ્લંડ તથા રશિયાનું પ્રભુત્વ હતું. સિયામને ડે ભાગ બાદ કરતાં આખો પૂર્વ-દક્ષિણ એશિયા, એટલે કે તેના બ્રહ્મદેશ, 'હિંદી ચીન, મલાયા, જાવા, સુમાત્રા, બોર્નિયે અને ફિલીપાઈને ટાપુઓ વગેરે દેશે યુરેપે પચાવી પાડ્યા હતા. છેક પૂર્વમાં ચીનને યુરોપનાં બધાં રાજ્ય કતરી ખાવા લાગ્યાં હતાં અને તેની પાસેથી એક પછી એક છૂટછાટ જબરજસ્તીથી પડાવવામાં આવતી હતી. એક માત્ર જાપાન ટટાર ઊભું રહ્યું અને એક સમેવડિયા તરીકે તેણે યુરેપને સામનો કર્યો. તે પોતાના એકાંતવાસમાંથી બહાર આવ્યું હતું અને અસાધારણ ત્વરાથી તેણે નવી ઊભી થયેલી પરિસ્થિતિ સાથે પિતાનો મેળ સાધ્યું હતું. એક મિસર બાદ કરતાં આખો આફ્રિકા ઘણે જ પછાત હતા. તે યુરોપને અસરકારક સામનો કરી શકે એમ નહોતું એટલે સામ્રાજ્ય જમાવવાની આંધળી હરીફાઈમાં યુરોપનાં રાજ્યો તેના ઉપર તૂટી પડયાં અને આ વિશાળ ખંડને તેમણે આપસમાં વહેંચી લીધે. તે હિંદ જવાના માર્ગ ઉપર આવેલું હોવાથી ઇંગ્લડે મિસરને કબજે લીધે અને તેની રાજનીતિનું ધ્યેય મુખ્યત્વે કરીને હિંદ ઉપરને પિતાને કબજે ટકાવી રાખવાનું હતું. ૧૮૬૯ની સાલમાં સુએઝની નહેર ખુલ્લી મુકાઈ અને એને લીધે યુરોપથી હિંદ આવવાનું અંતર ખૂબ ઓછું થઈ ગયું. વળી, એને લીધે મિસર ઇંગ્લંડ માટે વધારે મહત્વનું બન્યું કેમકે તે નહેરની બાબતમાં વચ્ચે પડી શકે એમ હતું અને એ રીતે હિંદ જવાના દરિયાઈ માર્ગ ઉપર તેને કાબૂ હતો. આમ યાંત્રિક ક્રાંતિને પરિણામે મૂડીવાદી સુધારે દુનિયાભરમાં ફેલાયે અને યુરોપે સર્વત્ર પિતાનું પ્રભુત્વ જમાવ્યું. અને મૂડીવાદને પરિણામે સામ્રાજ્યવાદ ઉભ. એથી કરીને એને સામ્રાજ્યવાદની સદી પણ કહી શકાય. પરંતુ આ ન સામ્રાજ્યવાદી યુગ પ્રાચીન કાળના રેશમ, ચીન, હિંદુસ્તાન તેમ જ આરબ અને મંગલેના સામ્રાજ્યવાદથી બિલકુલ નિરાળો હતો. કાચા માલ અને બજારેનો ભૂખ્યો એવો સામ્રાજ્યને નવીન પ્રકાર હવે ઉદ્ભવ્યો. આ ન સામ્રાજ્યવાદ નવા ઉદ્યોગવાદની સંતતિ હતી. વેપારની પાછળ વાવટે જાય છે, એવું કહેવામાં આવતું અને ઘણુંખરું વાવટાની પાછળ પાછળ બાઈબલ પણ જતું હતું. દુનિયાની નબળી અને ઉદ્યોગોની બાબતમાં વધારે પછાત પ્રજાઓનું શોષણ કરવાના એકમાત્ર આશયથી ધર્મ, વિજ્ઞાન તથા માણસના Page #19 -------------------------------------------------------------------------- ________________ 9• <# જગતના ઇતિહાસનું રેખાદર્શન દેશપ્રેમના દુરુપયોગ કરવામાં આવ્યા. પ્રચંડ ય ંત્રાના માલિકા તેમ જ ઉદ્યોગપતિએ દિનપ્રતિદિન વધારે ને વધારે તવંગર બનતા રહે એટલા ખાતર એમ કરવામાં આવ્યું, સત્ય અને પ્રેમના ઝંડા લઈ ને જનાર ખ્રિસ્તી મિશનરી પાદરી ઘણી વાર સામ્રાજ્યની સરહદના રખવાળ બની રહેતા અને ભાગેજોગે એને સહેજ પણ હાનિ પહોંચે તો એ બહાના નીચે તેને દેશ સામ્રાજ્યની સરહદ ઉપર આવેલા દેશના મુલક પચાવી પાડતા યા તે તેની પાસેથી છૂટછાટા મેળવતા. ઉદ્યોગાનું મૂડીવાદી સંગઠન તથા મૂડીવાદી સુધારા અનિવાય રીતે આવા સામ્રાજ્યવાદમાં પરિણમ્યાં. વળી, મૂડીવાદને લીધે રાષ્ટ્રીયતાની ભાવના અતિશય તીવ્ર બની એટલે આ સદીને આપણે રાષ્ટ્રવાદની સદી પણ કહી શકીએ. આ રાષ્ટ્રવાદમાં કેવળ સ્વદેશ માટેના પ્રેમના જ નહિ પણ બાકીના બધા દેશેા માટેના તિરસ્કારને સમાવેશ થતા હતા. પોતાના દેશની વડાઈ અને તેનાં સ્તુતિગાન કરવાની તથા બીજા બધાને તિરસ્કારપૂંક ઉતારી પાડવાની વૃત્તિમાંથી ભિન્ન ભિન્ન દેશો વચ્ચે અચૂકપણે ધણુ અને ઝધડા પેદા થાય જ છે. યુરોપના જુદા જુદા દેશ વચ્ચેની ઔદ્યોગિક તેમ જ સામ્રાજ્યવાદી હરીફાઈ એ બળતામાં ઘી હોમ્યું. ૧૮૧૪-૧૫ ની વિયેના પરિષદે નક્કી કરેલી યુરોપની વ્યવસ્થા ધણુ પેદા કરનાર એક બીજું બળ હતું. એમાં કેટલીક પ્રજાઓને દબાવી દઈ ને બળજબરીથી ખીજી પ્રજાના શાસન નીચે મૂકવામાં આવી હતી. પેલેંડ એક રાષ્ટ્ર તરીકે અદૃશ્ય થયું હતું. આસ્ટ્રિયા-હંગરીનું સામ્રાજ્ય એક શંભુમેળા સમાન હતું અને તેમાંની ભિન્ન ભિન્ન પ્રજા એકષ્મીજીને જીગરથી ધિક્કારતી હતી. યુરોપની દક્ષિણ-પૂર્વમાં આવેલા તુર્ક સામ્રાજ્યમાં બાલ્કન દ્વીપકલ્પમાં ઘણીયે અતુ પ્રજા હતી. ઇટાલી અનેક રાજ્યામાં વહેંચાઈ ગયું હતું અને તેને થાડા ભાગ ઑસ્ટ્રિયાના તાબામાં હતો. યુરોપના આવા પ્રકારના નકશા બદલવાને યુદ્ધ અને ક્રાંતિ મારફત વારંવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિયેનાની પતાવટ પછી તરત જ થયેલા આવા કેટલાક પ્રયત્ના વિષે મેં આગલા પત્રમાં ઉલ્લેખ કર્યાં છે. સદીના ઉત્તરા માં ઇટાલીએ ઉત્તરના પ્રદેશમાંથી આસ્ટ્રિયાની ધૂંસરી ફગાવી દીધી તથા તેના મધ્ય ભાગમાંથી પોપનુ આધિપત્ય પણ દૂર કર્યુ. અને તે એક અને અવિભાજ્ય રાષ્ટ્ર બન્યું. એ પછી તરત જ પ્રશિયાની આગેવાની નીચે જનીએ પણ પોતાની એકતા સાધી. જમનીએ ફ્રાંસને હરાવી તેને તેજોવધ કર્યાં અને સરહદ ઉપરના તેના આલ્સેસ અને લેરેઈન પ્રાંતા લઈ લીધા. એ દિવસથી ફ્રાંસ એનુ વેર લેવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યું. ૫૦ વરસની અંદર એનું ખૂનખાર અને ભી વેર લેવામાં આવ્યું. ઇંગ્લંડ દરેક ખાખતમાં આગળ પડતું હેવાને કારણે સૌથી વધારે ભાગ્યશાળી હતું. લલચાવનારી બધી વસ્તુ યુરોપના બધા દેશોમાં એની પાસે હતી Page #20 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પહેલાંનાં સે વરસે અને પ્રચલિત પરિસ્થિતિથી તે બિલકુલ સંતુષ્ટ હતું. હિંદુસ્તાન નવીન પ્રકારના સામ્રાજ્યના નમૂનારૂપ હતું. એની રસાળ ભૂમિના શેષણને પરિણામે ત્યાંથી ઈંગ્લંડ તરફ સુવર્ણ અખલિત પ્રવાહ વહેવા લાગ્યું. સામ્રાજ્ય મેળવવાની ઝંખના સેવનારા બધા લેકે ઈંગ્લંડના હિંદના કબજા તરફ ઈષની નજરે જોતા હતા. તેઓ આ હિંદના નમૂના પ્રમાણે અસ્ત્ર પાતપિતાનાં સામ્રાજ્ય રચવાના પ્રયાસ કરી રહ્યા હતા. એ દિશામાં ક્રાંસ અમુક અંશે સફળ થયું. જર્મની એ ક્ષેત્રમાં બહુ મોડું પડયું અને તેને માટે હવે બહુ ઓછે અવકાશ રહ્યો હતું. એટલે ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રદેશ પચાવી પાડવાની કોશિશ કરતી અને એમ કરતાં એક બીજી સાથે અથડાઈ પડતી યુરોપની “મહાન સત્તાઓ' વચ્ચે દુનિયાભરમાં રાજકીય તંગદિલી વર્તી રહી. ખાસ કરીને ઈંગ્લેંડ અને રશિયા વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલ્યા કરતું હતું કેમકે રશિયા મધ્ય એશિયામાં થઈને ઈંગ્લંડના હિંદના કબજાને જોખમાવી રહ્યું હોય એમ લાગતું હતું. એટલે ઈંગ્લેંડ રશિયાને માત કરવાનો તથા તેને ફાવવા ન દેવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યું હતું. સદીના વચગાળામાં જ્યારે તુકને રશિયાએ હરાવ્યું અને કોન્સ્ટોન્ટિનોપલ ઉપર પિતાની લેભી નજર કરી ત્યારે ઈંગ્લંડ તુર્કીની વહારે ધાયું અને રશિયાને પાછું હઠાવ્યું. ઈંગ્લેડે કંઈ તુક માટે ઊભરાતા પ્રેમને વશ થઈને નહિ પણ રશિયાના ભયથી અને હિંદ ગુમાવી બેસવાની બીકે આમ કર્યું હતું. જર્મની અને યુનાઈટેડ સ્ટેટ્સ ધીમે ધીમે તેની સમીપ આવતાં ગયાં તેમ તેમ ઈંગ્લંડની ઔદ્યોગિક સરસાઈ ઓછી થતી ગઈ. ૧૯મી સદીના અંત સુધીમાં તે પરિસ્થિતિ કટોકટીની હદે પહોંચી. આ યુપી સત્તાઓની ભારે મહત્ત્વાકાંક્ષા માટે આ દુનિયા બહુ નાની હતી. દરેક સત્તા બીજીથી ડરતી રહેતી, તેની ઈર્ષા કરતી અને તેને ધિક્કારતી હતી. અને આ ડર તથા ધિક્કારવા થઈને તેઓ પોતપોતાનાં સૈન્ય તથા લડાયક જહાજે વધારવા લાગી. સંહારનાં આ સાધન વધારવાની બાબતમાં તીવ્ર હરીફાઈ ચાલી. બીજા દેશો જોડે લડવા માટે સંપ કરીને જુદા જુદા દેશે એકત્ર થયા અને છેવટે યુરોપમાં સામસામા લડવા માટે આવી રીતે એકત્ર થયેલા બે પક્ષો ઊભા થયા. એક પક્ષનું આગેવાન કાંસ હતું અને ઈંગ્લેડ ખાનગી રીતે તેની સાથે જોડાયું હતું; જર્મની બીજા પક્ષનું આગેવાન હતું. આખું યુરોપ લશ્કરી છાવણી સમાન બની ગયું. અને ત્યાં આગળ હુન્નરઉદ્યોગ, વેપારરોજગાર તથા લડાયક સરંજામ બનાવવાની હરીફાઈ દિનપ્રતિદિન વધારે ને વધારે તીવ્ર થતી ગઈ. જનતાને આડે રસ્તે દેરવાને તથા બીજા દેશના તેમના પાડોશીઓ પ્રત્યે તેમનામાં ધિક્કારની લાગણી પેદા કરવા માટે પશ્ચિમના બધા દેશોમાં રાષ્ટ્રીયતાની સંકુચિત ભાવના જગાવવામાં આવી અને એ રીતે યુદ્ધને માટે તેને તૈયાર રાખવામાં આવી. Page #21 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ આંધળી રાષ્ટ્રીય ભાવનાએ યુરોપમાં પ્રભુત્વ મેળવ્યું. આ વિચિત્ર ઘટના હતી કેમકે સંપર્કનાં સાધનો ત્વરિત થવાને કારણે જુદા જુદા દેશે એકબીજાની વધારે નજીક આવ્યા હતા અને હવે પહેલાં કરતાં ઘણું વધારે લે કે પ્રવાસ કરવા લાગ્યા હતા. કોઈ તે એમ ધારે છે, જો કે તેમના પડોશીઓને વધારે સારી રીતે ઓળખતા થયા તેમ તેમ તેમના પૂર્વગ્રહો ઓછા થયા હશે અને તેમનું સંકુચિત માનસ ઉદાર બન્યું હશે. બેશક અમુક અંશે તે આમ બનવા પામ્યું ખરું પરંતુ નવા ઔદ્યોગિક મૂડીવાદ નીચેના સમાજની રચના જ એવા પ્રકારની હતી કે એંમાંથી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે, વર્ગ વર્ગ વચ્ચે તેમજ માણસ માણસ વચ્ચે ઘર્ષણ પેદા થાય જ. પૂર્વના દેશમાં પણ રાષ્ટ્રીયતાની ભાવના જાગ્રત થઈ ત્યાં એણે પિતાના દેશ ઉપર પ્રભુત્વ ભગવનારા અને તેનું શોષણ કરી રહેલા વિદેશીઓના સામનાનું સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પૂર્વના દેશના ફયુડલ અવશેષોએ વિદેશીઓના પ્રભુત્વને સામનો કર્યો હત; કેમકે, એથી કરીને પિતાની સ્થિતિ જોખમાય છે એ ડર તેમને લાગ્યો હતો. એમાં તેઓ કદી ફળીભૂત થાય એમ નહતું અને આખરે તેઓ નિષ્ફળ નીવડ્યા. એ પછી ધાર્મિક રંગે રંગાયેલી નવી રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ. ધીમે ધીમે ધર્મને ઢાળ અદશ્ય થતું ગયો અને પશ્ચિમના દેશેના જેવી રાષ્ટ્રીયતા ઉભવી. જાપાનમાં વિદેશી પ્રભુત્વને ટાળવામાં આવ્યું અને તીવ્ર તથા અર્ધ-ફયૂડલ રાષ્ટ્રીયતાની ભાવનાને ઉત્તેજન આપવામાં આવ્યું. આરંભમાં તે યુરોપના આક્રમણને એશિયાએ સામનો કરવા માંડ્યો હતું પરંતુ યુરોપિયન સૈન્યનાં હથિયારોની તાકાત અને સચોટતાનો પરિચય થતાં એ સામને શિથિલ થયે. યુરોપમાં થયેલા વિજ્ઞાનના વિકાસ અને યાંત્રિક પ્રગનિને લીધે તેનાં સૈન્ય પૂર્વના દેશનાં તે સમયનાં સૈન્ય કરતાં અતિશય બળવાન હતાં. એટલે, એમની સામે પૂર્વના દેશે અસહાય થઈ પડ્યા અને હતાશ થઈને તેમણે પિતાનાં મસ્તક નમાવ્યાં. કેટલાક લેકે કહે છે કે, પૂર્વના દેશે આધ્યાત્મિક છે અને પશ્ચિમના જડવાદી છે. આ પ્રકારની ટીકા અત્યંત ભ્રામક છે. ૧૮મી અને ૧૯મી સદીમાં યુરેપ આક્રમણ કરનાર તરીકે આવ્યું ત્યારે પૂર્વના દેશોનું મધ્યકાલીનપણું અને પશ્ચિમના દેશની ઔદ્યોગિક તેમ જ યાંત્રિક પ્રગતી એ જ એ બે વચ્ચે સાચે તફાવત હતે. હિંદ તથા પૂર્વના બીજા દેશે કેવળ પશ્ચિમના લશ્કરી કૌશલ્યથી જ નહિ પણ તેની વૈજ્ઞાનિક તેમ જ યાંત્રિક પ્રગતિથી પણ ઝંખવાઈ ગયા હતા. આ બધી વસ્તુઓએ મળીને તેમનામાં લશ્કરી તેમ જ યાંત્રિક બાબતમાં ઊતરતા૫ણુની ભાવના પેદા કરી. એમ છતાંયે ત્યાં આગળ રાષ્ટ્રીયતાની ભાવના વધતી ગઈ અને પરદેશી આક્રમણને સામને કરવાની તથા વિદેશીઓને હાંકી કાઢવાની ઈચ્છા જાગ્રત થઈ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯મી સદી ચાલુ ૧૮૯ ૦ વીસમી સદીના આરંભમાં એક એવો બનાવ બન્યો જેણે એશિયાવાસીઓના માનસ ઉપર ભારે અસર કરી. એ બનાવ તે ઝારશાહી રશિયાનો જાપાને કરેલે પરાય. નાનકડા જાપાને યુરેપની સૌથી મોટી અને બળવાન સત્તામાંની એકનો પરાજય કર્યો એથી સો લેકો આશ્ચર્યચકિત થઈ ગયા. એશિયામાં એથી કરીને આશ્ચર્યની સાથે આનંદ પ્રવર્તી રહ્યો. જાપાન પશ્ચિમના દેશોના આક્રમણની સામે ઝૂઝનાર એશિયાના પ્રતિનિધિ તરીકે લેખાવા લાગ્યું અને થોડા વખત માટે તે તે પૂર્વના બધા દેશમાં અત્યંત લોકપ્રિય થઈ પડ્યું. પણ જાપાન એશિયાનું એવા પ્રકારનું પ્રતિનિધિ નહોતું. તે તે યુરોપની બીજી સત્તાઓની માફક પિતાના સ્વાર્થને ખાતર જ લડયું હતું. જાપાનની છતના ખબર આવે ત્યારે હું કેટલો બધો ઉત્તેજિત થઈ જતો હતો એ મને બરાબર યાદ છે. તે વખતે હું તારી ઉંમરનો હતો. આમ પશ્ચિમન સામ્રાજ્યવાદ જેમ જેમ વધારે ને વધારે આક્રમણકારી થતે ગયો તેમ તેમ તેને રોકવાને તથા તેની સામે લડવાને માટે રાષ્ટ્રીય ભાવના જાગ્રત થતી ગઈ. પશ્ચિમે આરબ પ્રજાઓથી માંડીને છેક પૂર્વની મંગલ પ્રજાઓ સુધી આખા એશિયામાં રાષ્ટ્રીય હિલચાલે ઉદ્ભવી. આરંભમાં તે સાવચેતીપૂર્વક અને ધીમે પગલે આગળ વધી પરંતુ પછીથી દિનપ્રતિદિન તેની માગણી વધારે ને વધારે ઉદ્દામ બનતી ગઈહિંદમાં એ જ અરસામાં રાષ્ટ્રીય મહાસભાને ઉદય થયું અને તેની શરૂઆતની કારકિર્દીનો આરંભ થયો. એશિયાના બળવાને હવે આરંભ થયો હતો. ૧૯મી સદીનું આપણું અવલેન હજી પૂરું થયું નથી. પરંતુ આ પત્ર ઠીક ઠીક લાંબ થયે છે એટલે તે હવે પૂરે થવો જોઈએ. ૧૦૮. ૧૯મી સદી ચાલુ ૨૪ નવેમ્બર, ૧૯૩૨ મેં મારા આગલા પત્રમાં ૧૯મી સદીનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો તેમ જ પ્રચંડ યંત્રના આગમનને પરિણામે પશ્ચિમ યુરોપમાં ફેલાયેલા ઔદ્યોગિક મૂડીવાદમાંથી ઉદ્ભવેલી કેટલીક વસ્તુઓ વિષે તને કહ્યું છે. એ બાબતમાં પશ્ચિમ યુરોપ આગળ પડ્યું એનું એક કારણ એ છે કે તેની પાસે કાલસ તથા લેઢાની કાચી ધાતુ હતી. પ્રચંડ યંત્ર બનાવવાને તથા તેની પાસેથી કામ લેવાને માટે કેલસ અને લેઢું મહત્ત્વનાં હતાં. આપણે જોયું કે આ મૂડીવાદમાંથી સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ જમ્યાં. રાષ્ટ્રવાદ એ કંઈ નવી વસ્તુ નહતી. આ પહેલાં પણ એ મેજૂદ હતા. પરંતુ Page #23 -------------------------------------------------------------------------- ________________ * . જગતના ઇતિહાસનું રેખાદર્શન હવે તે વધારે તીવ્ર અને સંકુચિત બન્યા. તેણે એકી વખતે એકતા સાધી તેમ જ જુદાઈની ભાવના પણ પેદા કરી. એક જ રાષ્ટ્રીય ઘટકમાં વસનારા લેાકેા એકબીજાની વધારે સમીપ આવ્યા પરંતુ બીજા રાષ્ટ્રીય ઘટકામાં વસતા લાકાથી તે વધારે ને વધારે અળગા પડતા ગયા. દરેક દેશમાં રાષ્ટ્રભક્તિ વધતી ગઈ અને તેની સાથે સાથે વિદેશી પ્રત્યેનાં અવિશ્વાસ અને અણગમે પણુ વધતાં ગયાં. યુરોપમાં ઉદ્યોગના ક્ષેત્રમાં આગળ વધેલા દેશા શિકારી પશુઓની પેઠે એકબીજાની સામે કરડી નજરથી જોવા લાગ્યા. ઇંગ્લંડે સૌથી વધારે લૂટ મેળવી હતી એટલે સ્વાભાવિક રીતે જ તે તેને વળગી રહેવા માગતું હતું. પરંતુ બીજા દેશા અને ખાસ કરીને જનીને તે જ્યાં ને ત્યાં ઇંગ્લેંડને અડ્ડો જ નજરે પડતા હતા. એટલે ઘણુ વધવા પામ્યું અને તે છડેચોક યુદ્ધમાં પરિણમ્યું. ઔદ્યોગિક મૂડીવાદની સમગ્ર વ્યવસ્થા અને તેના કણગારૂપ સામ્રાજ્યવાદમાંથી આવાં ધણુ અને કલહ પેદા થાય છે. એ બન્ને, કલહ, સ્પર્ધા અને શોષણના પાયા ઉપર રચાયેલાં હોવાને કારણે એના મૂળમાં જ વિરોધી તત્ત્વા માબૂદ હોય છે અને તેમને સુમેળ સાધી શકાતા નથી. આમ, પૂર્વના દેશોમાં સામ્રાજ્યવાદના સંતાનરૂપ રાષ્ટ્રવાદ તેના કટ્ટો દુશ્મન બન્યા. તેના મૂળમાં આ વિરોધી તત્ત્વા હોવા છતાં મૂડીવાદી સુધારાએ આપણને ઘણા ઉપયોગી પાઠો પણ શીખવ્યા છે. તેણે આપણને સંગઠનને પા. શીખવ્યો; કેમકે, પ્રચંડ યંત્રો અને મોટા પાયા ઉપરના ઉદ્યોગ ચલાવવા માટે પ્રથમ ભારે સગનની જરૂર પડે છે. મોટા મોટા ઉદ્યોગોમાં તેણે સહકારના પાઠ શીખવ્યો. વળી તેણે કાર્ય કુશળતા અને નિયમિતતા પણ શીખવ્યાં. આ ગુણે વિના મોટું કારખાનું કે રેલવે ચલાવી શકાતાં નથી. કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે એ ખાસ કરીને પશ્ચિમના ગુણા છે અને પૂર્વના દેશામાં તે નથી હાતા. બીજી બધી બાબતોની જેમ આમાં પણ પૂર્વ કે પશ્ચિમના કઈ સવાલ નથી. ઉદ્યોગવાદને લીધે એ ગુણા વિકસ્યા છે અને ત્યાં આગળ ઉદ્યોગીકરણ થયું હોવાથી પશ્ચિમના દેશશમાં એ ગુણા છે; જ્યારે પૂર્વના દેશમાં હજી ઉદ્યોગીકરણ થયેલું ન હોવાથી તથા તેઓ ખેતીપ્રધાન હોવાને લીધે તેમનામાં એ ગુણાનો અભાવ છે. ઔદ્યોગિક મૂડીવાદે ખીજી એક માટી સેવા બજાવી છે. યંત્રા, કાલસે અને વરાળની મદદથી સંપત્તિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય એ તેણે બતાવી આપ્યું. દુનિયામાં હવે ઝાઝી સંપત્તિ પેદા થવાના સંભવ રહ્યો નથી અને તેથી કરીને અસંખ્ય લેાકેાને હમેશાં ગરીબાઈમાં જ સબડતા રહેવું પડવાનું છે એવા પ્રકારના જૂના ભયને તેણે નિર્મૂળ કર્યાં. વિજ્ઞાન અને ય ંત્રાની સહાયથી આખી દુનિયાની વસતી માટે પૂરતા ખારાક અને કપડાં તથા ખીજી બધી જરૂરી ચીજો ઉત્પન્ન કરી શકાય એમ હતું. આ રીતે ઉત્પાદનના કાયડાને કઈ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ૧૯મી સદી ચાલુ નહિ તે સિદ્ધાંતની દૃષ્ટિએ તો ઉકેલ આવી ગયું. પણ એ કેવળ સૈદ્ધાંતિક ઉકેલ જ રહ્યો. બેશક, સંપત્તિ તે બહોળા પ્રમાણમાં પેદા કરવામાં આવી પરંતુ . ગરીબો તે ગરીબ રહ્યા એટલું જ નહિ પણ તેઓ ઊલટા વધારે ગરીબ બન્યા. પૂર્વ તરફના તેમ જ આફ્રિકાના દેશોનું યુરોપના આધિપત્ય નીચે છડેચોક અને નિર્લજ્જ શેષણ કરવામાં આવ્યું. ત્યાં રહેતા દુઃખી લેકોની વહારે ધાનાર કેઈ નહોતું. ખુદ પશ્ચિમ યુરોપમાં પણ ગરીબાઈ રહેવા પામી અને દિનપ્રતિદિન તે વધારે ને વધારે છતી થતી ગઈ. બાકીની દુનિયાના શેષણને લઈને ચેડા સમય માટે તે પશ્ચિમ યુરોપના દેશમાં સંપત્તિ આવી. આ સંપત્તિને ઘણોખરે ભાગ સમાજની ટોચના મૂડીભર લેકોના હાથમાં ગયે. પરંતુ એને થડે ભાગ ગરીબ વર્ગો સુધી પણ પહોંચ્યો અને તેમનું જીવનનું ધોરણ કંઈક 'ઊંચું થવા પામ્યું. વસતી પણ બહુ મોટા પ્રમાણમાં વધી ગઈ પરંતુ એશિયા, આફ્રિકા અને જ્યાં ઉદ્યોગીકરણ થવા ન પામ્યું હોય એવા બીજા પ્રદેશના શોષણને ભોગે એ ઘણીખરી સંપત્તિ પ્રાપ્ત થઈ હતી તથા જીવનનું ધોરણ ઊંચું થવા પામ્યું હતું. આ શેષણ અને સંપત્તિના પ્રવાહ થડા વખત માટે મૂડીવાદી સમાજવ્યવસ્થાના પરસ્પર વિરોધી તત્ત્વોને ઢાંકી રાખ્યાં. એમ છતાં પણ ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ તથા તેમની વચ્ચેનું અંતર વધતાં ગયાં. એ બંને જુદી પ્રજાઓ હતી, જુદાં રાષ્ટ્રો હતાં. ૧૯મી સદીના એક મહાન અંગ્રેજ રાજપુરુષે તેમનું આવું વર્ણન કર્યું છે: “ શ્રીમંત અને ગરીબ . . . એ બે જુદી પ્રજાએ છે. જાણે તેઓ જુદા જુદા પ્રદેશમાં અથવા તો જુદા જુદા ગ્રહોમાં વસતી ન હોય તેમ તેઓ એક બીજીની ટેવો, વિચારે તથા લાગણીઓથી અજાણ છે. તેમના ઉછેરની રીત જુદી છે, તેમને ખેરાક જુદો છે, તેમની રીતભાત અને રહેણીકરણ ભિન્ન છે તથા તેમનું શાસન કરનાર કાયદાઓ પણ સમાન નથી.” આ નવી ઔદ્યોગિક પરિસ્થિતિને લઈને મોટાં મોટાં કારખાનાઓમાં સંખ્યાબંધ મજૂરે આવ્યા અને પરિણામે કારખાનામાં કામ કરનારા મજૂરોને એક નવો વર્ગ ઊભો થયો. ખેડૂતે અને ખેતરમાં કામ કરનારા મજૂરે કરતાં આ મજૂરે ઘણું બાબતમાં જુદા પડતા હતા. ખેડૂતે તે મુખ્યત્વે કરીને ઋતુઓ અને વરસાદ ઉપર આધાર રાખતા હતા. એમના ઉપર તેમનો કાબૂ નથી હોતું એટલે તેમનાં દુઃખ અને ગરીબાઈ દૈવી કારણોને આભારી છે એમ તેઓ માનવા લાગે છે. પરિણામે તેઓ વહેમી બની જાય છે, આર્થિક કારણોની અવગણના કરે છે અને જેને તેઓ બદલી શકે એમ નથી એવા નિર્દય દેવને વશ વતીને નિરાશાભર્યું તથા નીરસ જીવન ગાળે છે. પરંતુ કારખાનાના મજૂરે મનુષ્યત યંત્ર ઉપર કામ કરે છે, ઋતુઓ કે વરસાદની પરવા કર્યા વિના માલ ઉત્પન્ન કરે છે; તેઓ સંપત્તિ પેદા કરે છે ખરા પરંતુ તેને ઘણેખરે ભાગ બીજાઓને હાથ જાય છે અને તેઓ પોતે તે ગરીબ જ રહે છે એવું Page #25 -------------------------------------------------------------------------- ________________ - ૧ર જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમને માલુમ પડે છે અને એ રીતે આર્થિક નિયમે કાર્ય કરતા કંઈક અંશે તેમના જેવામાં આવે છે. એટલે તેઓ દેવી કારણેને વિચાર નથી કરતા અને ખેડૂતના જેટલા વહેમી નથી હોતા. પિતાની ગરીબાઈ માટે તેઓ દેવને દોષ દેતા નથી; એને માટે તેઓ સમાજને અથવા સમાજવ્યવસ્થાને અને ખાસ કરીને તે પિતાની મજૂરીને મોટો હિસ્સો પડાવી લેનાર કારખાનાના મૂડીવાદી માલિકને દેષિત ગણે છે. તેમનામાં વર્ગ જાગ્રતિ પેદા થાય છે અને સમાજમાં વર્ગો હોય છે તથા ઉપલા વર્ગે પિતાના વર્ગને શિકાર કરે છે એવું તેઓ જેતા થાય છે. અને એને પરિણામે અસંતોષ અને બંડ જાગે છે. આરંભમાં તે અસંતોષને ગણગણુટ મંદ અને અસ્પષ્ટ હોય છે, તથા શરૂઆતનાં રમખાણો આંધળાં, અવિચારી અને નબળાં હોય છે અને સરકાર તેમને સહેલાઈથી કચરી નાખે છે. સરકાર મોટાં મોટાં કારખાનાંઓ તથા તેમાંથી ઉદ્ભવતા બીજા ઉદ્યોગને કાબૂ ધરાવનાર નવા મધ્યમ વર્ગની સંપૂર્ણપણે પ્રતિનિધિ હોય છે. પરંતુ ભૂખને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી અને થોડા જ વખતમાં મજૂર તેના જેવા બીજા મજૂરે સાથે સંપ અને એકતા સાધીને તે દ્વારા નવું બળ પ્રાપ્ત કરે છે. આમ મજૂરનું રક્ષણ કરવાને તથા તેના હક માટે લડત ચલાવવાને મજૂરમહાજને ઊભાં થાય છે. પ્રથમ તે એ ગુપ્ત મંડળે હેય છે કારણ કે સરકાર મજૂરોને પિતાનું સંગઠન કરવાની છૂટ પણ આપતી નથી. સરકાર એ ચોક્કસપણે અમુક વર્ગની જ સરકાર હોય છે તથા તે જેની પ્રતિનિધિ હેય તે વર્ગનું યેનકેન પ્રકારેણ રક્ષણ કરે છે એ વસ્તુ વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે. કાયદાઓ પણ એ રીતે વર્ગીય એટલે કે અમુક વર્ગને જ સ્પર્શનારા હોય છે. ધીમે ધીમે મજૂરે તાકાત પ્રાપ્ત કરે છે અને તેમનાં મહાજન બળવાન સંસ્થાઓ બને છે. શેષણ કરનારા સત્તાધીશ વર્ગની સામે ખરી રીતે તેમનાં બધાનાં હિત સમાન છે એવી ભિન્ન ભિન્ન શાખાના મજૂરને પ્રતીતિ થાય છે. એટલે જુદાં જુદાં મજૂર મહાજને એકબીજા સાથે સહકાર કરે છે અને આખા દેશના કારખાનાના મજૂરોનો એક સંગઠિત સમૂહ બને છે. એથી આગળનું પગથિયું જુદા જુદા દેશના મજૂરે સાથે અક્ય સાધવાનું હોય છે કેમકે તેમને પણ લાગવા માંડે છે કે તેમના સૌનાં હિત સમાન છે અને તેમને બધાને શત્રુ પણ એક જ છે. આમ “દુનિયાભરના મજૂરે એકત્ર થાઓ ને પિકાર ઊઠે છે અને મજૂરોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઊભી થાય છે. સાથે સાથે મૂડીવાદી ઉદ્યોગને પણ વિકાસ થાય છે અને તે પણ આંતરરાષ્ટ્રીય બને છે. આ રીતે જ્યાં જ્યાં ઔદ્યોગિક મૂડીવાદ ખીલે છે ત્યાં ત્યાં મજૂરે મૂડીવાદની સામે ખડા થાય છે. હું બહુ ઝડપથી આગળ નીકળી ગયું અને હવે મારે પાછા હઠવું જોઈએ. પરંતુ ૧૯મી સદીની દુનિયા એ અનેક બળન–ઘણુંખરું પરસ્પર Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૭ ૧૯મી સદી ચાલુ વિરાધી બળાના એવા તો શ ંભુમેળેા છે કે એ બધાંને એક વખતે નજર આગળ રાખવાનું કામ બહુ મુશ્કેલ થઈ પડે છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ, રાષ્ટ્રવાદ, આંતરરાષ્ટ્રીયવાદ તથા સંપત્તિ અને ગરીબાઈના આ અજબ પ્રકારના મિશ્રણની તારા મન ઉપર કેવી છાપ પડશે એનું ખરેખર મને આશ્ચર્ય થાય છે. પરંતુ ખુદ જીવન પણ એક અજબ પ્રકારનું મિશ્રણ છે. એ જેવું હોય તેવે સ્વરૂપે આપણે તેને સ્વીકાર કરવા જોઈએ, તેને સમજવા પ્રયત્ન કરવા જોઈએ અને પછી તેને સુધારવા મથવું જોઈ એ. વિરોધી તત્ત્વાના આ શભ્રુમેળાએ યુરોપ તેમ જ અમેરિકાના ધણા લેાકાને વિચાર કરતા કરી મૂકયા. નેપોલિયનના પતન પછી સદીના આરંભમાં યુરોપના બધા જ દેશામાં નહિ જેવી જ સ્વતંત્રતા હતી. એના કેટલાક દેશામાં રાજાની આપખુદી વતી હતી અને કેટલાક દેશોમાં ઇંગ્લેંડની પેઠે નાનકડા - શ્રીમંત અને ઉમરાવ વ સત્તાધારી હતા. હું તને આગળ કહી ગયા હું તેમ સત્ર ઉદાર તત્ત્વોનું દમન કરવામાં આવતું હતું. પરંતુ એમ છતાંયે અમેરિકાની તેમ જ ક્રાંસની ક્રાંતિએ લેાકશાસન યા લેાકશાહી અને રાજકીય સ્વતંત્રતાના વિચારને ઉદાર મત ધરાવનારા વિચારકામાં પ્રચલિત અને લાકપ્રિય કર્યાં હતા. લેાકશાસન રાજ્ય તેમ જ પ્રજાનાં બધાં અનિષ્ટો તથા મુસીબતેાના પ્લાજ તરીકે લેખાવા લાગ્યું. લાકશાસનને આદર્શ એવા હતા કે તેમાં વિશિષ્ટ અધિકારોને સ્થાન ન હેાવું જોઈએ અને રાજ્યે પ્રત્યેક વ્યક્તિને સામાજિક તેમ જ રાજકીય દૃષ્ટિએ સમાન ગણવી જોઈ એ. અલબત્ત, લેાકેા ધણી બાબતમાં એકખીજાથી ભિન્ન હેાય છે; કેટલાક ખીજા કરતાં વધારે બળવાન હેાય છે, કેટલાક વધારે સમજુ અને નિઃસ્વાથી હાય છે. પરંતુ લેાકશાસનમાં માનનારાએ કહેતા કે બધા માણસાના રાજકીય દરજજો સમાન હોવા જોઈએ પછી ભલેને તેમનામાં ગમે એટલા ભેદો હાય. અને દરેક નાગરિકને મતના અધિકાર આપીને એ વસ્તુ સાધવાની હતી. પ્રગતિશીલ વિચારકા અને વિનીતાના (લિબરલ્સ ) લોકશાસનના ગુણામાં ભારે વિશ્વાસ હતો અને તે આણુવાને તેઓ ભારે પરિશ્રમ કરતા હતા. સ્થિતિચુસ્ત અને પ્રત્યાધાતી તેમના વિરોધ કરતા અને સત્ર તેમની વચ્ચે ગજગ્રાહ ચાલતા હતા. કેટલાક દેશોમાં તે ક્રાંતિ પણ થઈ. મતાધિકારનું ક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવ્યું એટલે કે પાલમેન્ટના સભ્યો ચૂંટવા માટે મત આપવાના હક વધારે લેાકેાને આપવામાં આવ્યા તે પહેલાં ઇંગ્લંડમાં આંતરવિગ્રહ ફ્રાટી નીકળવાની અણી ઉપર હતો. પરંતુ ધીમે ધીમે ઘણાખરા દેશામાં લાકશાસનને વિજય થયા અને સદીના અંત સુધીમાં પશ્ચિમ યુરોપના દેશ તથા અમેરિકામાં કંઈ નહિ તે મોટા ભાગના લેાકાને મતાધિકાર તા મળ્યા. લોકશાસન યા લેાકશાહી એ ૧૯મી સદીના મહાન આદર્શો હતા, તે એટલે સુધી કે એ સદીને લેાકશાસનની સદી કહી શકાય. આખરે લોકશાસનના વિજય -ર Page #27 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન તે થયે પણ છેવટે લેકેને વિશ્વાસ તેના ઉપરથી ઊઠી જવા લાગ્યા. તેમને જણાયું કે ગરીબાઈ હાડમારી, દુઃખો તેમ જ મૂડીવાદી વ્યવસ્થાનાં વિરોધી તો દૂર કરવામાં તે નિષ્ફળ નીવડી હતી. ભૂખ્યા માણસને હાથમાં મત આપવાને હક આપવાથી તેનું શું વળે? અને એક ટંકના ભજન જેટલી કિંમત આપવાથી તેને મત અથવા તે તેની સેવા ખરીદી શકાતી હોય તે તેને મળેલી સ્વતંત્રતાનું પ્રમાણ કેટલું સમજવું? એટલે લેકશાસનની અપકીર્તિ થઈ અથવા સાચું કહેતાં રાજકીય લેકશાસન અપ્રિય થઈ પડયું. પરંતુ એ ૧૯મી સદીની બહારનો વિષય છે. લેકશાસને સ્વતંત્રતાની રાજકીય બાજાને નિવેડે આણે. એ આપખુદી અને બીજા પ્રકારનાં એવાં જુલમી રાજતંત્ર સામેને પ્રત્યાઘાત હતે. સમાજમાં ઊભા થતા ઔદ્યોગિક પ્રશ્નો અથવા તે ગરીબાઈ અને વર્ગ-કલહના નિવારણને રામબાણ ઉપાય એની પાસે નહોતે. એથી કરીને વ્યક્તિ પિતાનું હિત સાધવાનો પ્રયત્ન કરશે અને હરેક રીતે પિતાની તેમ જ સમાજની ઉન્નતિ સાધશે અને એ રીતે સમાજની પ્રગતિ થશે એવી આશાથી તેની વૃત્તિ અનુસાર કાર્ય કરવાની તેની સૈદ્ધાંતિક સ્વતંત્રતા ઉપર તેણે ભાર મૂક્યો. આ લેફેર” એટલે કે વૈર પ્રવૃત્તિને સિદ્ધાંત હતો. મને લાગે છે કે આગળના એક પત્રમાં મેં તને એ વિષે લખ્યું છે. પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતાને સિદ્ધાંત નિષ્ફળ નીવડ્યો; કેમકે, પેટિયું મેળવવાને ખાતર જેને મજૂરી કરવાની ફરજ પડતી હોય એવા માણસને ભાગ્યે જ સ્વતંત્ર કહી શકાય. ઔદ્યોગિક મૂડીવાદની વ્યવસ્થામાં ઊભી થયેલી મેટી મુશ્કેલી આ હતીઃ જેઓ કામ કરતા હતા અને એ રીતે સમાજની સેવા કરતા હતા તેમને તેમની મજૂરીનું નવું વળતર મળતું અને તેનો બધે લાભ જેઓ કશું કામ કરતા નહોતા તેમને મળતો. આમ એ વ્યવસ્થામાં કામ અને તેના દામ ચા વળતર વચ્ચે કશો મેળ નહે. એને પરિણામે એક બાજુએ જેઓ મજૂરી કરતા હતા તેઓ ગરીબ બનતા ગયા અને તેમની અધોગતિ થતી ગઈ અને બીજી બાજુએ ઉદ્યોગમાં જાતે કામ કર્યા વિના કે કોઈ પણ રીતે તેની સંપત્તિમાં વધારો કર્યા વિના તેના ઉપર છવનારે અથવા ખરું કહેતાં તેના ઉપર માતનારે વર્ગ પેદા થયો. એ જમીન ઉપર કામ કરનારા કિસાને અને તેના ઉપર જાતે કામ ર્યા વિના તેમની મજૂરીને લાભ ઉઠાવનારા જમીનદારના જેવું હતું. મજૂરીના ફળની આ વહેંચણી દેખીતી રીતે જ અન્યાયી હતી. પરંતુ મહત્ત્વની વાત તે એ છે કે, લાંબા કાળથી યાતના વેઠતા આવેલા કિસાનથી ઊલટી રીતે કારખાનાને મજૂર એ અન્યાયથી પરિચિત હતું અને તે તેને સાલ હતો તથા તેના પ્રત્યે તેને રોષ હતે. વખત જતો ગયો તેમ તેમ પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ. પશ્ચિમના બધાયે ઔદ્યોગિક દેશોમાં આ વિષમતા વધારે ઉગ્ર Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯મી સદી ચાલુ ૧૨-૯ બની અને વિચારવાન તથા સમજી લેકે એ ગૂંચવણમાંથી માર્ગ કાઢવાને પ્રયાસ કરતા હતા. આમ સમાજવાદને નામે ઓળખાતી વિચારસરણી પેદા થઈ. સમાજવાદ એ મૂડીવાદનું ફરજંદ હતું, તે તેને દુશ્મન પણ હતો અને ભવિષ્યમાં ઘણુંખરું તે તેનું સ્થાન લેવાને નિર્માયેલું હતું. ઇંગ્લંડમાં તેણે સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું ક્રાંસ અને જર્મનીમાં તે વધારે ક્રાંતિકારક હતા. યુનાઈટેડ સ્ટેટ્સમાં દેશની વિશાળતાના પ્રમાણમાં તેની વસતી અલ્પ હોવાને કારણે વિકાસને માટે પૂરેપૂરી તક હતી એટલે પશ્ચિમ યુરોપમાં મૂડીવાદે જે અન્યાયો અને દુઃખો પેદા કર્યા હતાં તે ત્યાં આગળ લાંબા વખત સુધી તેટલા પ્રમાણમાં ઉઘાડાં ન પડ્યાં. ૧૯મી સદીના વચગાળામાં જર્મનીમાં એક પુરુષ પેદા થયે જે ભવિષ્યમાં સમાજવાદને પયગંબર અને સામ્યવાદના નામથી ઓળખાયેલા સમાજવાદને જનક થવાને નિર્માયેલું હતું. તેનું નામ કાર્લ માકર્સ હતું. તે ગગનવિહાર કરનાર ફિલસૂફ કે કેવળ તાત્વિક સિદ્ધાંતોની ચર્ચા કરનાર અધ્યાપક નહતો. તે વ્યવહાર ફિલસૂફ હતા અને રાજકીય તથા આર્થિક પ્રશ્નોના અભ્યાસમાં વિજ્ઞાનની પદ્ધતિ લાગૂ પાડી એ રીતે જગતનાં દુઃખોને ઇલાજ શધવા માગતો હતો. તે કહે કે, ફિલસૂફીએ આજ સુધી કેવળ જગતનું નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો હતે. સામ્યવાદી ફિલસૂફીએ તેને પલટવાને પ્રયાસ કરે જોઈએ. એંગલ્સ નામના એક બીજા પુરુષની સાથે મળીને તેણે “સામ્યવાદી જાહેરનામું” (કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો) બહાર પાડ્યું. એમાં તેની ફિલસૂફીની રૂપરેખા આપવામાં આવી છે. એ પછીથી તેણે જર્મન ભાષામાં પાસ કેપીટલ” અથવા “કેપીટલ” નામનો એક મહાન ગ્રંથ બહાર પાડ્યો. એમાં તેણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જગતના ઈતિહાસનું અવલોકન કર્યું છે અને સમાજ કઈ દિશામાં વિકાસ કરી રહ્યો છે તથા એ પ્રક્રિયાને કેવી રીતે વધારે ત્વરિત કરી શકાય એ દર્શાવ્યું છે. અહીં આગળ હું માર્સની ફિલસુફી સમજાવવાનો પ્રયાસ કરીશ નહિ. પરંતુ માકર્સના એ મહાન ગ્રંથે સમાજવાદના વિકાસમાં ભારે ફાળો આપે તથા આજે તે સામ્યવાદી રશિયાનું બાઈબલ લેખાય છે એટલું તું યાદ રાખે એમ હું ઇચ્છું છું. ૧૯મી સદીના વચગાળામાં ઈંગ્લેંડમાં બીજું એક પ્રસિદ્ધ પુસ્તક બહાર પડયું અને તેણે ભારે ખળભળાટ મચાવ્યો. એ પુસ્તક તે ડાર્વિનનું “જાતિઓની ઉત્પત્તિ” (ઓરિજીન ઑફ સ્પીસિઝ). ડાર્વિન નિસર્ગશાસ્ત્રી (નેચરાલિસ્ટ) હત– એટલે કે તે નિસર્ગનું અથવા કુદરતનું અને ખાસ કરીને છેડ તથા પ્રાણીઓનું નિરીક્ષણ કરતા હતા. કુદરતમાં છોડ તેમ જ પ્રાણીઓને વિકાસ કેવી રીતે થયે, કુદરતી વીણામણની ક્રિયા દ્વારા એક જાતિમાંથી બીજી જાતિ કેવી રીતે ઉદ્ભવી તથા સાદાં અથવા અલ્પાંગી પ્રાણીઓમાંથી ધીમે ધીમે જટિલ Page #29 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અથવા બહુસંગી વિકસેલા અવયવોવાળાં પ્રાણીઓ કેવી રીતે પેદા થયાં એ તેણે અનેક દષ્ટાંત આપીને બતાવ્યું છે. આ પ્રકારની વૈજ્ઞાનિક કારણપરંપરા પૃથ્વીની તેમ જ મનુષ્ય અને પ્રાણીઓની ઉત્પત્તિ વિષેની કેટલીક ધાર્મિક માન્યતાઓથી બિલકુલ ઊલટી હતી. એથી કરીને વિજ્ઞાનશાસ્ત્રીઓ અને આવી માન્યતામાં શ્રદ્ધા રાખનારાઓ વચ્ચે ત્યાં આગળ ભારે ઊહાપોહ મચે. ખરે ઝઘડે જેટલા પ્રમાણમાં જીવન પ્રત્યેના સામાન્ય વલણ પરત્વે હતું તેટલે હકીકત પરત્વે નહે. જીવન પ્રત્યેનું સંકુચિત ધાર્મિક વલણ મોટે ભાગે વહેમ, ભય અને જાદુથી વ્યાપ્ત હતું. એમાં બુદ્ધિને ઉત્તેજન આપવામાં આવતું નહોતું અને લકને તેની સામે શંકા ઉઠાવ્યા વિના તેમને જે કહેવામાં આવે તે માની લેવાનું જણાવવામાં આવતું હતું. ઘણા વિષયે તે પવિત્રતા અને દિવ્યતાના ગહન આચ્છાદન નીચે ઢાંકી રાખવામાં આવ્યા હતા અને તેમને ઉઘાડા પાડવાના કે સ્પર્શવાના નહતા. વિજ્ઞાનની ભાવના અને પદ્ધતિ એનાથી સાવ ભિન્ન હતાં. કેમકે વિજ્ઞાન દરેક વસ્તુનું રહસ્ય જાણવાને જિજ્ઞાસુ હતું. તે કોઈ પણ વસ્તુ એમ ને એમ માની લે એમ નહોતું તેમ જ વિષયની માની લીધેલી પવિત્રતા કે દિવ્યતા તેને ભડકાવીને ભગાડી શકે એમ નહોતું. તે દરેક વસ્તુનું બારીક નિરીક્ષણ કરતું, વહેમોને દૂર કરવા પ્રયાસ કરતું તથા જેને પ્રયોગ કે બુદ્ધિ દ્વારા નિર્ણય થઈ શકે તે જ વસ્તુમાં માનતું. જડ બની ગયેલા ધાર્મિક દૃષ્ટિબિંદુ સાથેના આ ઝઘડામાં વૈજ્ઞાનિક ભાવનાને વિજય થયું. આ વસ્તુઓ વિષે વિચાર કરનાર ઘણાખરા લેકે છેક અઢારમી સદીથી માંડીને બુદ્ધિવાદી બન્યા હતા. ફ્રાંસની ક્રાંતિ પહેલાં ત્યાં આગળ ફરી વળેલા તાત્વિક વિચારના મોજા વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. પરંતુ હવે એ ફેરફાર સમાજમાં વધારે ઊંડે ઊતર્યો. વિજ્ઞાનની પ્રગતિ કેળવાયેલા સામાન્ય માણસને પણ સ્પર્શ કર્યો. એ વિષયમાં તે બહુ ઊંડે વિચાર કરી શકવાની સ્થિતિમાં ન હોય એ બનવાજોગ છે. વળી વિજ્ઞાન વિષે પણ તે ઝાઝું જાણતું નહોતું. પરંતુ તેની નજર આગળ છતા થયેલા શોધખોળના ભવ્ય દશ્યથી તે ડઘાઈ ગયે. રેલવે, વીજળી, તાર, ટેલિફોન, ફેનોગ્રાફ અને એવી બીજી અનેક વસ્તુઓ એક પછી એક તેની સામે આવતી ગઈ. આ બધી વસ્તુઓ વૈજ્ઞાનિક પદ્ધતિની પેદાશ હતી. તેમને વિજ્ઞાનના વિજય તરીકે વધાવી લેવામાં આવી. વિજ્ઞાને કેવળ માણસનું જ્ઞાન જ નહિ પણ નિસર્ગ ઉપરને તેને કાબૂ પણ વધાર્યો. વિજ્ઞાનને વિજય થયે તથા લેકે આ નવા અને સર્વશક્તિમાન દેવ આગળ માથું નમાવી તેની પૂજા કરવા લાગ્યા એમાં કશું આશ્ચર્ય નથી. અને ૧૯મી સદીના વૈજ્ઞાનિકે વધારે પડતા આત્મસંતુષ્ટ અને શંકારહિત તથા પિતાના અભિપ્રાયની બાબતમાં અતિશય નિશ્ચયાત્મક બની ગયા હતા. અધી સદી Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯મી સદી ચાલુ પહેલાંના એ સમય કરતાં વિજ્ઞાને હવે બહુ ભારે પ્રગતિ કરી છે, પરંતુ ૧૯મી સદીના વધારે પડતા આત્મસંતોષી અને શંકારહિતતાના વલણ કરતાં આજે તેનું વલણ સાવ જુદું છે. આજના સાચા વૈજ્ઞાનિકને તો એમ લાગે છે કે જ્ઞાનને સાગર તે વિસ્તીર્ણ અને નિરવધિ છે. અને તે તેના ઉપર પિતાનું વહાણ હંકારવાને મથે છે ખરે પરંતુ તેના પુરેગામીઓ કરતાં આજે તે વધારે નમ્ર બન્યો છે. પશ્ચિમના દેશોમાં પ્રજાકીય કેળવણુની થયેલી ભારે પ્રગતિ એ ૧૮મી સદીની બીજી નોંધપાત્ર બિના હતી. શાસકવર્ગના ઘણું લોકેએ એનો તીવ્ર વિરોધ કર્યો. તેમનું કહેવું એવું હતું કે, એથી કરીને સામાન્ય લેક અસંતુષ્ટ, ઉદ્ધત અને રાજદ્રોહી થઈ જશે તથા તેઓ ખ્રિસ્તી મટી જશે ! એમના અભિપ્રાય પ્રમાણે તે ખ્રિસ્તી ધર્મ એટલે અજ્ઞાન અને તવંગર તથા સત્તાધારી લેકેની તાબેદારી. પરંતુ આ વિરોધ છતાયે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ અને જનતામાં કેળવણીનો ફેલાવો થયો. ૧૯મી સદીની બીજી બધી વિશિષ્ટતાઓની પેઠે એ પણ નવા ઉદ્યોગવાદનું ફળ હતું. કેમકે, મેટા ઉદ્યોગ અને પ્રચંડ યંત્રોમાં ઔદ્યોગિક નિપુણતાની જરૂર હતી અને કેળવણી દ્વારા જ એ સાધી શકાય એમ હતું. એ સમયના સમાજમાં બધા પ્રકારના પ્રવીણ મજૂરોની ભારે જરૂર હતી. પ્રજાવ્યાપી કેળવણી દ્વારા જ એ જરૂરિયાત પૂરી પડી શકી. આ વ્યાપક પ્રાથમિક કેળવણુએ ભણેલાગણેલા લોકોને એક મોટે વર્ગ પેદા કર્યો. એ લેકને કેળવાયેલા તે ભાગ્યે જ કહી શકાય, પરંતુ તેઓ લખીવાંચી જાણતા હતા અને વર્તમાનપત્રો વાંચવાની ટેવને ફેલાવો થવા પામે. સધાં છાપાંઓ નીકળ્યાં અને તેમનો બહોળો પ્રચાર થયો. લેકનાં માનસ ઉપર તેઓ ભારે અસર કરવા લાગ્યાં. પરંતુ ઘણી વાર તે તેઓ લેકેને આડે રસ્તે દેરતાં અને પડોશના દેશ સામે લેકની લાગણી ઉશ્કેરતાં અને એ રીતે વિગ્રહ પેદા કરતાં. એ ગમે તેમ છે, પણ છાપાંઓ ચોકકસપણે અસરકારક સત્તા ધરાવનાર થઈ પડ્યાં. આ પત્રમાં મેં જે કંઈ લખ્યું છે તેમાંનું ઘણુંખરું પ્રધાનપણે યુરેપને અને ખાસ કરીને પશ્ચિમ યુરોપને લાગુ પડે છે. ઉત્તર અમેરિકાને પણ એ કંઈક અંશે લાગુ પડે છે. બાકીની દુનિયા, જાપાન સિવાયનું એશિયા અને આફ્રિકા, યુરોપની નીતિને ભોગ બનીને નિષ્ક્રિયપણે યાતના સહન કરી રહ્યાં હતાં. આગળ ઉપર હું કહી ગયો છું તેમ ૧૯મી સદી એ યુરોપની સદી હતી. સર્વત્ર યુરોપની જ બોલબાલા હતી; યુરોપ જગતના રંગમંચનું કેન્દ્ર રોકીને બેઠું હતું. ભૂતકાળમાં એશિયાએ અનેક વાર યુરોપ ઉપર લાંબા કાળ સુધી પ્રભુત્વ જોગવ્યું હતું. ભૂતકાળમાં એવા યુગો આવી ગયા છે જ્યારે સભ્યતા અને પ્રગતિનું કેન્દ્ર મિસર, ઈરાક, હિંદુસ્તાન, ચીન, ગ્રીસ, રેમ કે અરબસ્તાનમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ રર ૬૯૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન હતું. પરંતુ પ્રાચીન સભ્યતાઓ ધીમે ધીમે નાદાર બની ગઈ તથા તે નિપ્રાણ અને જડ થઈ ગઈ. પરિવર્તન અને પ્રગતિનું જીવનદાયી તત્વ તેમને છાંડી ગયું અને ચેતન બીજા પ્રદેશોમાં ચાલ્યું ગયું. હવે યુરોપને ઊજળો દિવસ ઊગ્યે હતો અને યુરોપે એ સૌ કરતાં પિતાનું આધિપત્ય વધારે જમાવ્યું કારણ કે, સંપર્કનાં સાધનોમાં થયેલી પ્રગતિને લીધે દુનિયાના બધા ભાગોને પ્રવેશ વધારે સુગમ અને ત્વરિત બન્યું. ૧૯ભી સદીએ યુરોપની સભ્યતાને ફાલતીફૂલતી નિહાળી. એને મધ્યમ વર્ગની અથવા તે ભદ્રલોકની (બૂઝવા) સભ્યતા કહેવામાં આવે છે કેમકે, ઔદ્યોગિક મૂડીવાદે પેદા કરેલા મધ્યમ વર્ગનું એમાં પ્રભુત્વ હતું. એ સભ્યતાનાં અનેક વિરોધી તત્તે તથા તેની બદીઓ વિષે મેં તને કહ્યું છે. પૂર્વના દેશોમાં તથા હિંદમાં આ બદીઓ ખાસ કરીને આપણા જેવામાં આવી અને તેને લીધે આપણને વેઠવું પણ પડ્યું છે. પરંતુ કોઈ પણ દેશ કે પ્રજામાં મહત્તાનું તત્વ હોય તે વિના તે મહત્તા પ્રાપ્ત કરી શક્તી નથી. અને પશ્ચિમ યુરોપમાં એ તત્ત્વ હતું. અને આખરે યુરોપની પ્રતિષ્ઠા જેટલા પ્રમાણમાં તેને મહત્તા અર્પનાર ગુણ ઉપર નિર્ભર હતી તેટલી તે તેના લશ્કરી બળ ઉપર નિર્ભર નહોતી. ત્યાં આગળ સર્વત્ર ચેતન, અને સર્જક શકિત પુષ્કળ પ્રમાણમાં નજરે પડતાં હતાં. ત્યાં આગળ મોટા મોટા કવિઓ, લેખકે, ફિલસૂફ, વૈજ્ઞાનિકે, સંગીતશાસ્ત્રીઓ અને ઇજનેરે પેદા થયા. અને પશ્ચિમ યુરોપના સામાન્ય જનસમૂહની સ્થિતિ પણ આગળના કોઈ પણ સમય કરતાં હાલ વધારે સારી હતી. લંડન, પેરિસ, બર્લિન અને ન્યૂયૅર્ક વગેરે પાટનગર દિનપ્રતિદિન મેટાં ને મેટાં થતાં ગયાં, તેમની ઇમારતે ઊંચી ને ઊંચી થતી ગઈ વૈભવવિલાસ વધ્યાં અને માણસની મહેનતમજૂરી ઓછી કરવાની તથા જીવનને આરામ અને મેજમજા વધારવાની અસંખ્ય રીતે વિજ્ઞાને બતાવી. શ્રીમંત વર્ગના લેકનાં જીવન મૃદુ અને સંસ્કારી બન્યાં અને આત્મસંતોષ, તથા કૃતકૃત્યતાની ભાવનાએ પ્રવેશ કર્યો. સભ્યતાને એ પાછલે પહેર કે સાંજ હેાય એમ ભાસે છે. આમ, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપે પ્રસન્ન અને સમૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને કંઈ નહિ તે ઉપર ઉપરથી તે એમ લાગતું હતું કે આ મૃદુ સંસ્કૃતિ લાંબા કાળ સુધી ટકશે અને વિજય ઉપર વિજય મેળવતી રહેશે. પરંતુ જરા ઊંડેથી જોતાં વિચિત્ર પ્રકારનો ઉત્પાત અને અનેક કદરૂપાં દ તારી નજરે પડશે. કેમકે એ સમૃદ્ધ સંસ્કૃતિ પ્રધાનપણે કેવળ યુરોપના ઉપલા વર્ગો માટે જ હતી. અને અનેક દેશના તથા અનેક પ્રજાઓના શેષણ ઉપર તેનું મંડાણ હતું. મેં દર્શાવેલાં કેટલાંક વિધી ત તથા રાષ્ટ્રીય ધિક્કાર અને સામ્રાજ્યવાદનું ક્રર અને કઠેર સ્વરૂપ તારા જોવામાં આવશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ હિંદ્રમાં વિગ્રહો અને વિપ્લવ કે૯ ૧૩ એ જોયા પછી આ ૧૯મી સદીની સભ્યતાના લાલિત્ય તથા તેના કાયમીપણા વિષેના તારા વિશ્વાસ પહેલાં જેટલે દૃઢ નહિ રહે. તેના દેહનું બાહ્ય સ્વરૂપ તો સુંદર હતું પરંતુ તેના હૃધ્યમાં સડો લાગુ પડ્યો હતા; મધ્યમવર્ગના સ્વાસ્થ્ય અને પ્રગતિ વિષે તે બહુ વાતા ચાલતી હતી પરંતુ સડેા તેની સભ્યતાના મતે કારી રહ્યો હતા. ૧૯૧૪ની સાલમાં કડાકૈા થયા. સવા ચાર વરસના વિગ્રહમાંથી યુરોપ પાર ઊતયું ખરું, પરંતુ તેના દેહ ઉપર-કારી ધા થયા હતા અને તે હજી પણ રુઝાયા નથી. પરંતુ એ વિષે હું તને આગળ ઉપર કહીશ. ૧૦૯. હિંદમાં વિગ્રહા અને વિપ્લવ ૨૭ નવેમ્બર, ૧૯૩૨ ૧૯મી સદીનું આપણે ઠીક ઠીક લાંબુ અવલાકન કર્યું. હવે આપણે દુનિયાના બીજા ભાગો તરફ વધારે ઝીણવટપૂર્વક નજર કરીએ. હિંદુસ્તાનથી આપણે એની શરૂઆત કરીશું. હિંદમાંના પોતાના પ્રતિસ્પર્ધી એ ઉપર અંગ્રેજોએ કેવી રીતે વિજય મેળવ્યો એ વિષે મેં થેાડા વખત ઉપર તને વાત કરી હતી. નેપોલિયનના યુદ્ધોના સમય દરમ્યાન ચાને ચોક્કસપણે દૂર કરવામાં આવ્યા હતા. મરાઠાઓ, મૈસૂરમાં ટીપુ સુલતાન અને પંજાબમાં શીખા થોડા વખત માટે અંગ્રેજોને ખાળી રહ્યા હતા. પરંતુ તે લાંબા વખત સુધી તેમને સામને ન કરી શક્યા. દેખીતી રીતે જ બ્રિટિશ સત્તા સૌથી બળવાન અને વધારે સાધનસામગ્રીવાળી હતી. તેમની પાસે વધારે સારાં હથિયારો અને વધારે સારું સંગઠન હતું અને એ ઉપરાંત છેવટના આસરા માટે તેમની પાસે દરિયાઈ તાકાત પણ હતી. પરાજયને પ્રસંગે ... અને તેમને અનેક વાર પરાજય થયા છે. • પણ તેમને નિર્મૂળ નહાતા કરી શકાયા, કેમકે દરિયાઈ માર્ગો ઉપરના તેમના કાબૂને લીધે તે ખીજી સાધનસામગ્રી મેળવી શકતા. સ્થાનિક સત્તા માટે તે પરાજય એ જેતેા ઉપાય ન કરી શકાય એવી ભારે આપત્તિરૂપ નીવડતો. અંગ્રેજ સૈનિકા પાસે વધારે સારી લડાયક સાધન સામગ્રી હતી તેમ જ તેમની સંગઠનશક્તિ પણ વધારે સારી હતી એટલું જ નહિ, પણ તે તેમના સ્થાનિક હરીફા કરતાં ધણા વધારે ચતુર હતા અને તેમની માંહેામાંહેની હરીફાઈ ના તેમણે પૂરેપૂરો લાભ ઉઠાવ્યા. એટલે અનિવાય પણે બ્રિટિશ સત્તા ફેલાવા પામી અને તેના હરીફાને એક પછી એક જમીનદેોસ્ત કરી દેવામાં આવ્યા. ઘણી વાર તે આમ કરવામાં ખીજાઓની મદદ લેવામાં આવી, પરંતુ થોડા જ વખતમાં ધૂળભેગા થઈ જવાના તેમના વારો પણ આવતા. તે સમયના હિંદના - Page #33 -------------------------------------------------------------------------- ________________ * ૭૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન રાજારજવાડાઓ કેટલી બધી ટૂંકી દૃષ્ટિવાળા હતા એ ખરેખર આશ્ચર્યકારક છે. વિદેશી દુશ્મનની સામે એકત્ર થવાનું તેમણે કદી વિચાર કર્યો જ નહિ. દરેક જણ એકલે હાથે લડ્યો અને હારી ગયે; અને તે હારવાને પાત્ર જ હતા. બ્રિટિશ સત્તાની તાકાત વધતી ગઈ તેમ તેમ તે વધારે ને વધારે હુમલાખોર અને ઘાતકી બનતી ગઈ. કંઈક બહાનું શોધી કાઢીને કે કશા બહાના વિના પણ તેણે લડાઈ કરવા માંડી. આવી ઘણી લડાઈઓ થઈ. એ બધીનું ખ્યાન કરીને હું તને થકવવા નથી ચહાતે. લડાઈ એ કંઈ મજાનો કે આનંદજનક વિષય નથી. અને ઇતિહાસમાં તેને ઘણું વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ એને વિષે હું કંઈ જ ન કહું આ ચિત્ર અધૂરું રહે. મૈસૂરના હૈદરઅલી અને અંગ્રેજો વચ્ચે થયેલા બે વિગ્રહ વિષે હું તને આગળ કહી ગયો છું. એમાં મોટે ભાગે હૈદર વિજયી થયે. તેને પુત્ર ટીપુ સુલતાન અંગ્રેજોને કટ્ટો શત્રુ હતો. તેને અંત આણવા માટે ૧૭૯૦–૯૨ અને ૧૭૯૯માં એમ બીજા બે વિગ્રહો કરવા પડ્યા. ટીપુ લડત લડતો મરણ પામ્યો. મૈસૂરની પાસે તેની જાની રાજધાની શ્રીરંગપટ્ટમનાં ખંડિયેરે તું હજી જોઈ શકે છે. ત્યાં આગળ તેની કબર પણ છે. મરાઠાઓ હજી અંગ્રેજોના આધિપત્યનો સામનો કરી રહ્યા હતા. હિંદના પશ્ચિમ ભાગમાં પેશવા, ગ્વાલિયરન શિંદે અને ઇંદોરના હોલકર તેમ જ બીજા કેટલાક નાના નાના રાજાઓ બાકી હતા. પરંતુ મહાદજી શિંદે અને નાના ફડનવીસ જેવા બે મહાન મરાઠા રાજપુરુષનાં મરણ પછી મરાઠી સત્તા છિન્નભિન્ન થઈ ગઈ. ગ્વાલિયરને મહાદજી શિંદે ૧૭૭૪ની સાલમાં અને પેશવાઓને પ્રધાન નાના ફડનવીસ ૧૮૦૦ની સાલમાં મરણ પામે. આમ છતાંયે મરાઠાઓને માત કરવા હજી ઘણી લડાઈઓ લડવી પડી અને ૧૮૧૯ની સાલમાં તેમની સત્તા છેવટની ઊથલી પડી તે પહેલાં તેમને હાથે અંગ્રેજોને હાર પણ ખમવી પડી હતી. મરાઠા સરદારોને એક પછી એક હરાવવામાં આવ્યા અને દરેક જણે કશી સહાયતા આપ્યા વિના અળગા ઊભા રહીને બીજાને ધૂળ ભેગે થતે જોયા કર્યો. શિંદે અને હેલકર અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારનારા પરાધીન રાજાઓ બન્યા. વડોદરાના ગાયકવાડે તે વિદેશી સત્તા સાથે એથી પણ અગાઉ સમજૂતી કરી હતી. મરાઠાઓની રજા લેતાં પહેલાં મધ્ય હિંદમાં પ્રખ્યાતિ પામેલા એક નામનો ઉલ્લેખ કરવાની મારી ઇચ્છા છે. આ વ્યક્તિ તે ૧૭૬૫થી ૧૭૯૫ની સાલ સુધી રાજ્ય કરનાર ઇદરની રાણી અહલ્યાબાઈ ગાદી પર આવી ત્યારે તે ૩૦ વરસની તરણ વિધવા હતી અને પિતાના રાજ્યને વહીવટ ચલાવવામાં તેણે અસાધારણ સફળતા મેળવી. બેશક, તે પડદે નહોતી રાખતી. મરાઠા સ્ત્રીઓ કદીયે પડદો રાખતી નહતી. રાજકાજમાં તે જાતે ધ્યાન આપતી અને Page #34 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં વિચહે અને વિપ્લવ ૦૧ ર ખુલ્લા દરબારમાં બેસતી. એક નાનકડા ગામમાંથી ઈંદોરને તેણે એક ધનિક શહેર બનાવ્યું. જ્યારે હિંદને ઘણેખરે ભાગ સંક્ષોભની હાલતમાં હતો ત્યારે યુદ્ધો ટાળીને તેણે શાંતિ જાળવી અને પિતાના રાજ્યને સમૃદ્ધ બનાવ્યું. મધ્ય હિંદમાં આજે પણ તેને સાધ્વી ગણીને પૂજવામાં આવે છે એમાં કશું આશ્ચર્ય નથી. મરાઠાઓ સાથેના છેલ્લા વિગ્રહથી થોડાક સમય પહેલાં ૧૮૧૪થી ૧૮૧૬ની સાલ સુધી અંગ્રેજોને નેપાળ સાથે વિગ્રહ થયે. ડુંગરાઓમાં તેમને ભારે હાડમારી વેઠવી પડી, પરંતુ આખરે તેઓ જીત્યા અને જ્યાં આગળ જેલમાં બેસીને હું આ પત્ર લખી રહ્યો છું તે દેહરાદૂન જિલ્લે તથા કુમાઉં અને નૈનીતાલ અંગ્રેજોના તાબામાં આવ્યાં. મારા ચીન વિષેના પત્રમાં તિબેટ વટાવીને તથા હિમાલય ઓળંગીને ગુરખાઓને તેમના પિતાના દેશ નેપાળમાં હરાવનાર ચીની સૈન્યના અસાધારણ પરાક્રમ વિષે મેં તને કહ્યું હતું તે કદાચ તને યાદ હશે. બ્રિટિશરે અને નેપાળ વચ્ચેના વિગ્રહ પહેલાં માત્ર ૨૨ વરસ અગાઉ આ બનાવ બન્યો હતો. એ વખતથી નેપાલ સિદ્ધાંતની દૃષ્ટિએ ચીનનું આધિપત્ય સ્વીકારાતું આવ્યું છે. પણ હું ધારું છું કે આજે તે તે ચીનનું એવું આધિપત્ય સ્વીકારતું નથી. એ કંઈક વિશિષ્ટ પ્રકારને દેશ છે. તે અતિશય પછાત છે અને બાકીની દુનિયાથી તદ્દન અલગે રહ્યો છે. પરંતુ આમ છતાયે તે બહુ જ રમણીય સ્થળે આવેલું છે અને ત્યાં આગળ કુદરતી સંપત્તિ ભરપૂર છે. કાશ્મીર કે હૈદરાબાદની પેઠે તે પરાધીન દેશ નથી. તે સ્વતંત્ર દેશ ગણાય છે પરંતુ તેની એ સ્વતંત્રતા મર્યાદામાં રહે એ વિષે અંગ્રેજે તકેદારી રાખે છે. અને નેપાળના બહાદુર તથા લડાયક લેકની–ગુરખાઓની–હિંદમાં અંગ્રેજી સૈન્યમાં ભરતી કરવામાં આવે છે તથા હિંદીઓને દબાવી રાખવાના કાર્યમાં તેમને ઉપગ કરવામાં આવે છે. પૂર્વમાં બ્રહ્મદેશ છેક આસામ સુધી પ્રસરેલ હતું. એટલે દિનપ્રતિદિન આગળ વધતા જતા અંગ્રેજો જોડે તેને અચૂક ચકમક ઝરવાની જ હતી. બ્રહ્મદેશ જોડે અંગ્રેજોને ત્રણ વિગ્રહ થયા અને એ દરેક વખતે તેમણે બ્રહ્મદેશને થડે ભાગ ખાલસા કર્યો. ૧૮૨૪–૨૬ના પહેલા વિગ્રહને પરિણામે આસામ અંગ્રેજોના તાબામાં આવ્યું. બીજા વિગ્રહમાં ૧૮૫૨ની સાલમાં દક્ષિણ બ્રહ્મદેશ ખાલસા કરવામાં આવ્યું. માંડલે નજીક આવેલા તેના પાટનગર આવા સહિત ઉત્તર બ્રહ્મદેશને સમુદ્રથી તદ્દન અલગ પાડીને અંગ્રેજોની દયા ઉપર છોડવામાં આવ્યું. ૧૮૮૫ની સાલમાં ત્રીજે બ્રાહ્મી વિગ્રહ થયે ત્યારે અંગ્રેજોએ આખા બ્રહ્મદેશને ખાલસા કર્યો અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે તેને જોડી દેવામાં આવ્યું. પરંતુ સિદ્ધાંતની દષ્ટિએ બ્રહ્મદેશ ચીનનું ખંડિયું રાજ્ય હતું અને એ રીતે તે ચીનને ખંડણ ભરતું હતું. બ્રહ્મદેશને ખાલસા કરતી વખતે અંગ્રેજોએ * Page #35 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ચીનને આ ખંડણી ભરવાનું ચાલુ રાખવાનું કબૂલ કર્યું એ ખરેખર વિચિત્ર છે. આ હકીકત એ બતાવે છે કે, ૧૮૮૫ની સાલમાં પણ અંગ્રેજો ચીનના સામર્થથી અંજાતા હતા; જોકે એ સમયે ચીન પોતાની આંતરિક મુસીબતમાં એટલું બધું ગૂંચવાયેલું હતું કે બ્રહ્મદેશ ઉપર ચડાઈ થઈ ત્યારે તે પોતાના ખંડિયા રાજ્યને સહાય ન કરી શક્યું. ૧૮૮૫ની સાલ પછી અંગ્રેજોએ ચીનને એક વખત ખંડણું આપી પણ પછીથી તેમણે તેમ કરવાનું બંધ કર્યું. બ્રહ્મદેશના વિગ્રહએ આપણને ૧૮૮૫ની સાલ સુધી લાવી મૂક્યાં. હું એમને એક સાથે પતાવવા માગતું હતું. પરંતુ હવે આપણે ઉત્તર હિંદમાં જઈશું અને એ સદીના એથી આગળના સમયના તેના ઈતિહાસનું અવલોકન કરીશું. પંજાબમાં રણજિતસિંહની આગેવાની નીચે એક બળવાન શીખ રાજ્ય ઊભું થયું હતું. ૧૯મી સદીના છેક આરંભમાં રણજિતસિંહ અમૃતસરનો સ્વામી બને. ૧૮૨૦ની સાલ સુધીમાં તે તે લગભગ આખા પંજાબ અને કાશ્મીરને માલિક બની ગયે. ૧૮૩૯ની સાલમાં તે મરણ પામ્યો. તેના મમ્સ બાદ થોડા જ વખતમાં એ શીખ રાજય નબળું પડયું અને છિન્નભિન્ન થવા લાગ્યું. આપત્તિના કાળમાં માણસની ઉન્નતિ થાય છે અને ફતેહ મળ્યા પછી તેની અવનતિ થાય છે, એ જૂની લેકવાયકાનું આ શીખ રાજ્ય ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે શીખોની સંખ્યા જજ હતી અને તેમને પીછો પકડવામાં આવ્યો હતો ત્યારે પાછળના મોગલ બાદશાહે પણ તેમને દબાવી શક્યા નહોતા. પરંતુ રાજકીય સફળતા પ્રાપ્ત થયા પછી જેને લીધે તેમને સફળતા મળી તે પાયાની વસ્તુ જ નબળી પડી. શીખ અને અંગ્રેજો વચ્ચે બે વિગ્રહ થયા. પહેલે ૧૮૪૫-૪૬ની સાલમાં અને બીજે ૧૮૪૮-૪૯ની સાલમાં. બીજા વિગ્રહમાં ચીલિયાનવાળા આગળ અંગ્રેજોને ભારે પરાજય થયો. પરંતુ આખરે અંગ્રેજોને સંપૂર્ણ વિજય થયો અને પંજાબને ખાલસા કરવામાં આવ્યું. રાજા ગુલાબસિંહ નામના એક માણસને આશરે ૭૫ લાખ રૂપિયાની કિંમતે કાશ્મીરને પ્રદેશ વેચી દેવામાં આવ્યું એ હકીકત જાણવામાં તું કાશ્મીરી હેવાને કારણે તેને રસ પડશે. ગુલાબસિંહને ખાતર એ સેદ કરવામાં આવ્યું હતું ! એમાં બીચારા કાશ્મીરના લેકોને તે કશે હિસાબ જ નહે. કાશ્મીર આજે અંગ્રેજોના તાબાનું એક રાજ્ય છે અને તેને આજને મહારાજા ગુલાબસિંહને વંશજ છે. આગળ ઉત્તરે અથવા ખરું કહેતાં પંજાબની વાયવ્યમાં અફઘાનિસ્તાન આવેલું છે અને અફઘાનિસ્તાનની નજીક તેની બીજી બાજુએ રશિયનના તાબાને પ્રદેશ છે. મધ્ય એશિયામાં રશિયન સામ્રાજ્યના ફેલાવાને કારણે અંગ્રેજો ગભરાઈ ગયા. રશિયા કદાચ હિંદ ઉપર ચઢાઈ કરે એવો અંગ્રેજોને ધાક લાગ્યો. લગભગ આખી ૧૯મી સદી દરમ્યાન “રશિયન હાઉ” વિષે વાતે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૭૩૭ હિંદમાં વિગ્રહે અને વિપ્લવ થતી રહી. છેક ૧૮૩૯ની સાલમાં હિંદુના અંગ્રેજોએ અફધાનિસ્તાન ઉપર વિના કારણે હુમલા કર્યાં હતા. એ સમયે અધાનિસ્તાનની સરહદ બ્રિટિશ હિંદુથી બહુ દૂર હતી અને પ ંજાબનું સ્વતંત્ર શીખ રાજ્ય તેમાં વચ્ચે પડયું. આમ છતાંયે શીખાને પોતાના મિત્ર બનાવીને અંગ્રેજોએ કાબુલ ઉપર ચડાઈ કરી. પરંતુ અક્બાનાએ એનું કારનું વેર લીધું. ઘણી બાબતેમાં અફધાને ઘણા પછાત છે એ ખરું, પરંતુ તે પોતાની આઝાદી ચાહે છે અને તે ટકાવી રાખવા માટે છેવટ સુધી લડે છે. એથી કરીને જે જે વિદેશી સૈન્યાએ તેના ઉપર ચડાઈ કરી છે તેમને માટે અધ્ધાનિસ્તાન મધપૂડામાં હાથ નાખવા સમાન નીવડયું છે. અંગ્રેજોએ કાબુલ તેમ જ દેશના ખીજા ઘણા ભાગાના કબજો લીધા ખરે, પરંતુ ત્યાં આગળ એકાએક બડા ફાટી નીકળ્યાં. અંગ્રેજોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા અને આખા બ્રિટિશ સૈન્યનું નિક ંદન કાઢવામાં આવ્યું. આ આપત્તિનું વેર વાળવા માટે અંગ્રેજોએ થાડા વખત પછી તેના ઉપર ફરીથી ચડાઈ કરી. તેમણે કાબુલ સર કર્યું અને તેના મેાટા બજારને ઉડાવી મૂકયુ. તથા બ્રિટિશ સૈનિકાએ શહેરના ઘણા ભાગાને લૂંટી લીધા અને તેને આગ લગાડી. પરંતુ નિરંતર લડાઈ ચાલુ રાખ્યા સિવાય અગ્રેજો અધાનિસ્તાન સહેલાઈથી પોતાના હાથમાં રાખી ન શકે એ સ્પષ્ટ હતું. એટલે તેઓ ત્યાંથી પાછા ફર્યાં. લગભગ ૪૦ વરસ પછી ૧૮૭૮ની સાલમાં અમીરની એટલે કે અાનિસ્તાનના બાદશાહની રશિયા જોડે મૈત્રી થવાથી હિંદના અંગ્રેજો ફ્રી પાછા ગભરાઈ ઊઠયા. ઘણે અંશે કરી પાછું ઇતિહાસનું પુનરાવર્તન થયું. અધ્ધાનિસ્તાન જોડે ખીજો વિગ્રહ ફાટી નીકળ્યા અને અંગ્રેજોએ એ દેશ ઉપર ચડાઈ કરી. થોડી વાર તેા અંગ્રેજો જીતતા હોય એમ જણાયું, પરંતુ એવામાં અઘ્ધાને એ અંગ્રેજ એલચી તથા તેના સાથીઓની કતલ કરી અને બ્રિટિશ સૈન્યને હરાવ્યું. અંગ્રેજોએ એનું વેર લેવાનાં કેટલાંક પગલાં ભર્યાં પણ આ ‘ મધપૂડા 'માંથી ક્રીથી પોતાના હાથ કાઢી લીધો. એ પછીથી ઘણાં વરસે સુધી અફધાનિસ્તાનની સ્થિતિ વિશિષ્ટ પ્રકારની રહી. અંગ્રેજોએ અમીરને બહારના બીજા કાઈ પણ દેશ જોડે સીધા સંબધ રાખવા ન દીધો, પરંતુ સાથે સાથે તે તેને દર વરસે મોટી રકમ આપતા રહ્યા. ૧૭ વરસ પછી ૧૯૧૯ની સાલમાં ત્રીજો અધાન વિગ્રહ થયા જેને પરિણામે અફધાનિસ્તાન સંપૂર્ણ પણે સ્વતંત્ર થઈ ગયું. પરંતુ એ આપણે હાલ જે સમયની વાત કરી રહ્યાં છીએ તેની બહારની બિના છે. અહીં આગળ ખીજા પણ નાના નાના વિગ્રહેા થયા. ૧૮૪૩ની સાલમાં વિના કારણે સિંધ સાથે ઊભા કરેલા ખાસ કરીને નિર્લજ્જ વિગ્રહ એમાંના એક છે. ત્યાંના બ્રિટિશ એજન્ટે સિધીઓને દાટી આપીને હથિયાર ઉપાડવાને ઉશ્કેર્યા અને પછી તેમને ચગદી નાખીને એ પ્રાંત ખાલસા કર્યાં. અને જાણે Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૬૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન નફાકારક સાદો થયા હોય તેમ એ કા માટે અંગ્રેજ અમલદારોને બક્ષિસ તરીકે પૈસા આપવામાં આવ્યા. એ રીતે ત્યાંના એજેંટ સર ચાર્લ્સ નેપિયરને લગભગ સાત લાખ રૂપિયા મળ્યા ! પછી એ સમયના હિંદુસ્તાને દગાબાજ અને નસીબ અજમાવનારા સાહસખાર અંગ્રેજોને આકર્ષ્યા એમાં નવાઈ પામવા જેવું કંઈ જ નથી. ૧૮૫૬ની સાલમાં અયેાધ્યા પ્રાંતને પણ ખાલસા કરવામાં આવ્યે. એ સમયે ત્યાંના રાજ્યવહીવટમાં ભારે અ ંધેર પ્રવતું હતું. થાડાક સમયથી ત્યાંના રાજકર્તાએ નવાબ કહેવાતા હતા. મૂળે તો દિલ્હીના મેાગલ બાદશાહ અયે ધ્યાના પોતાના સૂબા તરીકે આ નવાબને નીમતા, પરંતુ મેગલ સામ્રાજ્ય નબળું પડતાં અયેાધ્યા પ્રાંત સ્વતંત્ર થઈ ગયા. પરંતુ તેની સ્વતંત્રતા લાંખા કાળ ટકી નહિ. પાછળના નવામેા તદ્દન નમાલા અને ચારિત્ર્યહીન હતા અને તેઓ કઈ સારું કાર્ય કરવા માગતા હોય તેપણ ઇસ્ટ ઇન્ડિયા ક ંપનીની દખલને કારણે તે તેમ કરવા અસમર્થ હતા. તેમના હાથમાં સાચી સત્તા રહી નહાતી અને અયેાધ્યાના આંતરિક વહીવટમાં અંગ્રેજોને જરા સરખા પણુ રસ નહોતો, એટલે અયેાધ્યા છિન્નભિન્ન થઈ ગયું અને અનિવાર્ય પણે તે બ્રિટિશ સામ્રાજ્યના એક ભાગ બની ગયું. વિગ્રહ અને પ્રદેશો ખાલસા કરવાને વિષે મેં ઘણું કહ્યુ અને સંભવ છે કે એ વિષે મે તને વધારે પડતું પણ કહી નાખ્યું હાય. પરંતુ એ તે જે મહાન પ્રક્રિયા ચાલી રહી હતી અને હજી ભવિષ્યમાં પણ અચૂકપણે ચાલુ રહેવાની હતી તેનાં કેવળ ઉપર ઉપરનાં ચિહ્ન હતાં. બ્રિટિશ આવ્યા તે પહેલાં કેટલાયે વખતથી હિંદની આર્થિક વ્યવસ્થા પડી ભાગવાની ક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ક્યૂડલ વ્યવસ્થા તૂટવા લાગી હતી અને એ સમયે હિંદમાં વિદેશીએ ન આવ્યા હોત તાપણુ એ વ્યવસ્થા લાંખા કાળ ટકવાની નહોતી. યુગ્રૂપની પેઠે અહીં પણ તેને બદલે જેમાં ઉત્પાદન કરનારા નવા વર્ગોના હાથમાં વધારે સત્તા હોય એવી વ્યવસ્થા ધીમે ધીમે પેદા થવા પામી હોત. પરંતુ આવા ફેરફાર થવા પામે તે પહેલાં અને જૂની વ્યવસ્થા પડી ભાગવાની શરૂઆત જ થઈ હતી તેવામાં અંગ્રેજો અહીં આવ્યા અને ઝાઝી મુશ્કેલી વિના તેમણે એ ભંગાણુમાં પગપેસારો કર્યાં. હિંદમાં તેઓ જે રાજકર્તાએ જોડે લડયા અને જેમને તેમણે હરાવ્યા તે અસ્ત થતા યુગના માનવી હતા. ભાવીના તેઓ સાચા વારસા નહેતા. આમ, આવા સજોગોમાં અંગ્રેજો અચૂકપણે વિજયી થાય એમ હતું. હિંદમાં ફ્યૂડલ વ્યવસ્થાના પતનને તેમણે વેગ આપ્યા અને છતાં વિચિત્ર વાત તો એ છે કે, — જે આપણે આગળ ઉપર જોઈશું — તેમણે તેનું બહારનું સ્વરૂપ ટકાવી રાખવાને પ્રયત્ન કર્યાં અને એ રીતે હિંમાં નવી વ્યવસ્થા સ્થાપવાની દિશામાં પ્રગતિ કરવાના માર્ગમાં અંતરાય ઊભા કર્યાં. - Page #38 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં વિચહે અને વિપ્લવ આમ અંગ્રેજો હિંદમાં ચાલી રહેલી ઐતિહાસિક પ્રક્રિયાના નિમિત્તરૂપ બન્યા. એ પ્રક્રિયા ચૂડલ હિંદને પલટીને તેને આધુનિક પ્રકારનું ઔદ્યોગિક મૂડીવાદી રાજ્ય બનાવવાની હતી. આ વસ્તુની ખુદ અંગ્રેજોને પિતાને પણ ખબર નહતી અને તેમની સામે લડનારા અનેક હિંદી રાજાઓને તે સાચેજ એની કશીયે ગતાગમ નહતી. જેના દિવસો ભરાઈ ચૂક્યા હોય તે વ્યવસ્થા 'ભાગ્યે જ કાળબળ પારખી શકે છે, પોતે પિતાને હેતુ તથા કાર્ય પાર પાડ્યાં છે અને ઈતિહાસની પ્રબળ ઘટનાઓ તેને અઘટિત રીતે પાછા હઠવાની ફરજ પાડે તે પહેલાં જ શોભામાં રહીને તે ભાગ્યે જ નિવૃત્ત થઈ જાણે છે, ઇતિહાસને બધ પણ તે ભાગ્યે જ સમજે છે તથા કોઈકે કહ્યું છે તેમ તેને “ઈતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈને દુનિયા આગળ વધે છે એની તેને ભાગ્યે જ ખબર હોય છે. એ જ રીતે હિંદની ક્યૂડલ વ્યવસ્થા પણ આ બધું ન સમજી અને અંગ્રેજોનો તેણે નિષ્ફળ સામનો કર્યો. એ જ રીતે, હિંદ તથા પૂર્વના બીજા દેશો માંહેના અંગ્રેજે પોતાના તેમ જ પોતાના સામ્રાજ્યના દિવસે હવે ભરાઈ ચૂક્યા છે તથા બ્રિટિશ સામ્રાજ્યને નિર્દયપણે ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈને જગત આગળ વધી રહ્યું છે એ વસ્તુ નથી સમજતા. પરંતુ અંગ્રેજે દેશમાં પિતાના પગ પ્રસારી રહ્યા હતા તે સમયની હિંદની પ્રચલિત ક્યૂડલ વ્યવસ્થાએ વિદેશીઓને હાંકી કાઢીને સત્તા હાથ કરવાને એક આખરી પ્રયત્ન કર્યો. આ પ્રયાસ તે ૧૮૫૭ને મહાન વિપ્લવ. આખા દેશમાં અંગ્રેજો સામે ભારે અસંતોષ અને બેદિલી પ્રવર્તી રહ્યાં હતાં. ઇસ્ટ ઈન્ડિયા કંપનીની નીતિ તે કેવળ પૈસા પેદા કરવા સિવાય બીજું કશું ન કરવાની હતી અને તેના ઘણાખરા અમલદારોના અજ્ઞાન તથા લૂંટાર વૃત્તિમાં એ નીતિને ઉમેરે થવાને પરિણામે દેશમાં ચોમેર દુઃખ અને હાડમારી ફેલાયાં, બ્રિટિશ હિંદના લશ્કરને પણ એની અસર પહોંચી. અને તેમાં નાનાં નાનાં અનેક બંડે થયાં. જ્યુડલ સરદારે તેમ જ તેમના વંશજો સ્વાભાવિક રીતે જ તેમના નવા સ્વામીઓ પરત્વે રોષની લાગણી સેવી રહ્યા હતા. એટલે ગુપ્ત રીતે એક મોટા બળવાની યેજના કરવામાં આવી. આ પેજના ખાસ કરીને યુક્ત પ્રાંત અને મધ્ય પ્રાંતના આખા પ્રદેશમાં ફેલાવા પામી હતી. પરંતુ હિંદીઓ શું કરે છે તથા વિચારે છે એ બાબતમાં અહીંના અંગ્રેજો એટલા બધા અજાણ હોય છે કે સરકારને એની જરા સરખી ગંધ પણ ન આવી. બધાં સ્થળોએ એકી સાથે બળવો શરૂ કરવાની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ મીરતની કેટલીક હિંદી ટુકડીઓએ ઉતાવળ કરી અને નિયત સમય પહેલાં જ ૧૮૫૭ની સાલના મે મહિનાની ૧૦મી તારીખે તેણે બંડ કર્યું. આ કવેળાના બંડથી બળવાના નાયકની બાજી ઊંધી વળી ગઈ. કેમકે એથી કરીને સરકાર સાવચેત બની. એમ છતાંયે આખા યુક્ત પ્રાપ્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ २०७०३ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા દિલ્હીમાં અને અમુક અંશે બિહાર અને મધ્ય હિંદમાં બળ પ્રસર્યો. એ કેવળ લશ્કરી બળ નહોતે પણ એ પ્રદેશના અંગ્રેજોની સામેનું એ પ્રજાકીય બંડ હતું. મહાન મેગલના વંશના છેલ્લા રાજા બહાદુરશાહને કેટલાકેએ બાદશાહ તરીકે જાહેર કર્યો. તે શક્તિહીન વયેવૃદ્ધ પુરુષ કવિ હતે. બળવો તિરસ્કૃત પરદેશીઓ સામેના સ્વાતંત્ર્ય યુદ્ધમાં પરિણમ્યું. પરંતુ એ જુનવાણી તથા આપખુદ બાદશાહના આધિપત્યવાળું સ્વાતંત્ર્ય હતું. એમાં સામાન્ય જનસમૂહના સ્વાતંત્ર્યને કશું સ્થાન નહોતું. આમ છતાંયે એ વિપ્લવમાં જનતામાંથી સંખ્યાબંધ માણસે જોડાયા; કેમકે બ્રિટિશેના આગમનને કારણે તેમની દુર્દશા થવા પામી છે તથા તેઓ ગરીબ થઈ ગયા છે એમ તેઓ માનતા હતા. વળી કેટલેક ઠેકાણે મોટા મોટા જમીનદારને તેમના ઉપર કાબૂ હતું તે કારણે પણ તેઓ એમાં જોડાયા. ધાર્મિક દુશ્મનાવટે પણ તેમને એમાં પ્રેર્યા. આ વિગ્રહમાં હિંદુ તેમ જ મુસલમાન બંનેએ પૂરેપૂરે ભાગ લીધે. ઉત્તર તેમજ મધ્ય હિંદમાં બ્રિટિશ અમલ ઘણું મહિનાઓ સુધી ડાલમડોલ સ્થિતિમાં રહ્યો. પરંતુ બળવાનું ભાવિ હિંદીઓએ પિતે જ નકકી કર્યું. શીખ અને ગુરખાઓએ અંગ્રેજોને ટેકે આયે. દક્ષિણમાં નિઝામ અને ઉત્તરમાં શિંદે તથા બીજાં ઘણું દેશી રાજ્ય અંગ્રેજોને પડખે ઊભાં રહ્યાં. આવી ફાટફૂટ ઉપરાંત ખુદ બળવાનાં મૂળમાં પણ તેની નિષ્ફળતાના બીજ મેજૂદ હતાં. જેના દિવસે ભરાઈ ચૂક્યા હતા તે ધ્યેયને માટે – ક્યડલ વ્યવસ્થા ટકાવી રાખવાને માટે એ બળવો હત; એમાં સારી નેતાગીરી નહોતી, સારું સંગઠન મહેતું તથા મહેમાંહે આખો સમય રકઝક અને કજિકંકાસ ચાલ્યા કરતાં હતાં. કેટલાક બંડખરેએ અંગ્રેજોની ઘાતકી રીતે કતલ કરીને પણ પિતાના ધ્યેયને મલિન કર્યું. આ હેવાનિયતભર્યા વર્તનથી સ્વાભાવિક રીતે જ હિંદના અંગ્રેજો કડક બન્યા અને તેમણે એનું એ જ રીતે પણ હજારગણું વેર વાળ્યું. ખાસ કરીને અંગ્રેજ સ્ત્રીપુરુષે તેમ જ બાળકની કાનપુરમાં કરવામાં આવેલી કતલથી અંગ્રેજે અતિશય છે છેડાયા હતા. એમ કહેવાય છે કે તેમની સલામતી માટે તેમને વચન આપ્યા પછી પેશવાના વંશજ નાના સાહેબે વિશ્વાસઘાત કરીને તેમની કતલ કરવાનો હુકમ આપે હતે. કાનપુરમાં એના સ્મારકને કૃ એ ભીષણ અને કરુણ ઘટનાની યાદ આપે છે. દૂર દૂર ઘણાં સ્થાનોમાં લોકોનાં ટોળાંઓએ અંગ્રેજોને ઘેરી લીધા હતા. કેટલીક વાર તેમના પ્રત્યે સારો વર્તાવ રાખવામાં આવતે એ ખરું, પરંતુ સામાન્ય રીતે તે તેમના પ્રત્યે અઘટિત વર્તન દાખવવામાં આવતું. ભારે મુશ્કેલીઓની સામે પણ તેઓ સારી રીતે અને બહાદુરીથી લડ્યા. લખનૌને ઘેરે અંગ્રેજોની હિંમત અને સહનશીલતાના નમૂના તરીકે તરી આવે છે. એમાં ઉષ્ટ્રામ અને હેવલેકનાં નામે ખાસ કરીને નોંધપાત્ર છે. ૧૮૫૭ના Page #40 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં વિચહે અને વિપ્લવ સપ્ટેમ્બરના દિલ્હીના ઘેરા અને તેના પતન પછી બળવાનાં વળતાં પાણી થવા લાગે છે. એ પછી થોડા મહિનાઓ બાદ અંગ્રેજો બળ કચરી નાખે છે. એમ કરતાં તેમણે સર્વત્ર કેર વર્તાવ્યું. અસંખ્ય લોકોને નિર્દય રીતે ગેળીથી વીંધી નાખવામાં આવ્યા; ઘણાઓને તપને ગળે ઉડાડી મૂકવામાં આવ્યા, હજારેને રસ્તા ઉપરનાં ઝાડ ઉપર ફાંસીએ લટકાવવામાં આવ્યા. એમ કહેવાય છે કે, અલ્લાહાબાદથી કાનપુર તરફ કૂચ કરનાર નીલ નામના સેનાપતિએ માર્ગમાંનાં બધાં માણસોને ઝાડ ઉપર ફાંસીએ લટકાવ્યાં; તે એટલે સુધી કે રસ્તા ઉપરનું એક ઝાડ વધસ્થંભ બન્યા વિના ભાગ્યે જ બાકી રહ્યું હોય. આબાદ ગામડાંઓને લૂંટીને તેમને નાશ કરવામાં આવ્યું. એ આખી ભીષણ અને દુઃખદ કથા છે અને એની બધી કારમી હકીકત તને કહેવાની મારી હિંમત ચાલતી નથી. નાના સાહેબ હેવાનિયતભરી રીતે અને દગાખોરીથી વર્યો હતો એ ખરું, પરંતુ ઘણાયે અંગ્રેજ અમલદારોએ તે એ બાબતમાં આડો આંક વાળે. અમલદારો કે નાયક વિનાનાં હિંદી સૈનિકનાં ટોળાઓએ ઘાતકી અને કમકમાટી ઉપજાવે એવાં કૃત્ય કર્યા એની ના નથી, પરંતુ અમલદારોની સરદારી નીચેના તાલીમ પામેલા બ્રિટિશ સૈનિકે તો ક્રરતા અને હેવાનિયતમાં તેમને ક્યાંયે આંટી ગયા. હું એ બંનેને મુકાબલો કરવા નથી ચહાતે. ઉભય પક્ષે એ કથા દુઃખદ છે, પરંતુ આપણું વિકૃત માનસવાળા ઈતિહાસકારે હિંદીઓની ક્રૂરતા અને દગારીની બાબતમાં ઘણું ઘણું કહે છે અને બીજા પક્ષનો ઉલ્લેખ સરખો પણ કરતા નથી. વળી એમણે યાદ રાખવું ઘટે કે, જ્યારે એક વ્યવસ્થિત સરકાર નિરંકુશ ટોળાની પેઠે વર્તવા લાગે ત્યારે તેની ક્રરતા આગળ જનતાના પાગલ બનેલા ટોળાની કરતા કશી વિસાતમાં નથી હતી. આપણે પ્રાંતનાં ગામડાંઓમાં તું જાય છે તો જણાશે કે, બળ દાબી દેવામાં આવ્યું તે વખતે તેમના ઉપર વર્તેલા ભીષણ કેરનું તાદશ અને કારમું સ્મરણ હજી આજે પણ ત્યાંના લેકેને છે. • બળવાના ભયંકર કેર અને દમનની વચ્ચે કાળી ભૂમિકા ઉપરના તેજસ્વી ટપકાની પેઠે એક વ્યક્તિનું નામ આગળ તરી આવે છે. આ વ્યક્તિ તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તે વીસ વરસની બાળવિધવા હતી અને પુરુષને પિશાક પહેરીને તેણે અંગ્રેજોની સામે લડવાને પોતાની પ્રજાની સરદારી લીધી. તેની ધગશ, કાર્યકુશળતા અને અડગ હિંમતને માટે અનેક વાતે પ્રચલિત છે. તેને સામને કરનાર અંગ્રેજ સેનાપતિએ પણ તેને બળવાના બધા નાયકામાં સૌથી ઉત્તમ અને બહાદુર” કહી છે. લડતા લડતી તે મરણ પામી હતી. ૧૮૫૭-૫૮ને બળવો એ યૂડલ હિંદનો છેવટનો ઝબકારે હતો. તેણે ઘણી વસ્તુઓને અંત આણ્યો. તેણે મહાન મોગલ વંશને અંત આણ્ય; કેમકે, હડસન નામના એક અંગ્રેજ અમલદારે તેમને દિલ્હી લઈ જતી વખતે Page #41 -------------------------------------------------------------------------- ________________ 2. ઉ૦૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન બહાદુરશાહના બે પુત્રો તથા પૌત્રને વિના કારણે નિર્દય રીતે ગોળીથી વીધી નાખ્યા. આમ, તૈમુર, બાબર તથા અકબરના વંશને હિણપતભરી રીતે અંત આવ્યે. બળવાને લીધે હિંદમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અમલને પણ અંત આવે. બ્રિટિશ સરકારે હવે હિંદને કાબૂ પિતાના હાથમાં લીધે અને બ્રિટિશ ગવર્નર જનરલે “વાઈસરૉય'ની પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરી. ૧૯ વરસ પછી ૧૮૭૭ની સાલમાં ઇંગ્લંડની રાણીએ “કૈસરે હિંદને ઇલકાબ ધારણ કર્યો. કૈસરે હિંદ' એ પ્રાચીન રેમના સીઝ (સમ્રાટ) તથા બાઈઝેન્ટાઈન સામ્રાજ્યના સમ્રાટોના ઇલકાબનું હિંદી સંસ્કરણ છે. હવે મેગલવંશ નામશેષ થઈ ગયું. પરંતુ આપખુદીની ભાવના તેમ જ તેનાં ચિહ્નો કાયમ રહ્યાં અને બીજે એક “મહાન મેગલ” ઇંગ્લંડમાં બિરાજે. ૧૧૦. હિંદના કારીગરવર્ગની દુર્દશા ૧ ડિસેમ્બર, ૧૯૩૨ ૧૯મી સદીના હિંદના વિગ્રહની વાત આપણે પૂરી કરી. અને હું તેથી રાજી થયો છું. હવે આપણે એ સમયના વધારે મહત્ત્વના બનાવોને વિચાર કરી શકીશું. પરંતુ એટલું લક્ષમાં રાખજે કે, ઇંગ્લંડના ફાયદા માટેના આ વિગ્રહ હિંદને ખરચે લડવામાં આવ્યા હતા. અંગ્રેજોએ હિંદીઓની ઉપર છત મેળવવાને ખરચ તેમની જ પાસે ભરપાઈ કરાવવાની રીત ભારે સફળતાપૂર્વક અજમાવી. જેમની સાથે હિંદીઓને કશી તકરાર નહોતી એવી તેમની પડેશની પ્રજાઓ–બ્રહ્મી પ્રજા અને અફઘાને – ઉપર જીત મેળવવાને માટે પણ તેમણે પિતાને ખજાને અને લોહી ખરચ્યાં. આ બધા વિગ્રહાએ અમુક અંશે હિંદુસ્તાનને નાદાર બનાવ્યું; કેમકે દરેક વિગ્રહમાં ધનદેલતને નાશ થાય છે. વળી, સિંધની બાબતમાં આપણે જોઈ ગયાં તેમ વિજેતાઓને માટે બક્ષિસનાં નાણું એ પણ વિગ્રહનો અર્થ થાય. વિગ્રહ તેમ જ એવાં બીજા કારણેને લીધે આવેલી નાદારી ઉપરાંત તેના શેર ધરાવનારાઓને તે મોટાં મોટાં ડિવિડંડ આપી શકે એટલા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફ સેનારૂપાને પ્રવાહ નિરંતર વહેતો રહ્યો. બ્રિટિશ સત્તાના આરંભના દિવસે એ ફાવે તેમ લૂંટફાટ ચલાવનારા સાહસર વેપારીઓના દિવસે હતા એ વિષે, મને લાગે છે કે, હું તને આગળ કહી ગયે છું. એ રીતે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તેના એજટે હિંદની એકઠી થયેલી અઢળક દેલત ઉપાડી ગયા. એના બદલામાં હિંદને લગભગ કશું જ મળ્યું નહિ. સામાન્ય વેપારમાં તે ઉભય પક્ષે કંઈક લેવડદેવડને વ્યવહાર હોય છે. પરંતુ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં પ્લાસીની લડાઈ પછી Page #42 -------------------------------------------------------------------------- ________________ હિંદના કારીગરવની દુર્દશા હ૯ - ૨૩ પૈસાને ધધ એક જ દિશામાં એટલે કે ઈગ્લેંડ તરફ વહેતો રહ્યો. હિંદે આ રીતે પિતાની પુરાણી અઢળક દેલત ગુમાવી અને તેના સંક્રાંતિકાળમાં અણીને વખતે ઇંગ્લંડને પિતાનો ઔદ્યોગિક વિકાસ સાધવામાં એની ભારે મદદ મળી. આ નિર્લજ્જ લૂંટ અને વેપારના પાયા ઉપર રચાયેલા બ્રિટિશ અમલનો પહેલે યુગ લગભગ ૧૮મી સદીને અંતે પૂરે થયે. - બ્રિટિશ અમલને બીજે યુગ ૧૯મી સદી આવરી લે છે. એ દરમ્યાન હિંદ હરેક પ્રકારના કાચા માલની મેટી ખાણ અને એ કાચા માલમાંથી પેદા થયેલા પાકા માલનું બજાર બન્યું. અહીંનો કાચો માલ ઇંગ્લંડનાં કારખાનાંઓમાં મોકલવામાં આવતો. આ બધું હિંદની પ્રગતિ અને તેના આર્થિક વિકાસને ભોગે કરવામાં આવતું. અરધી સદી સુધી, મૂળ તે કમાણી કરવાને અર્થે સ્થાપવામાં આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની નામની વેપારી કંપનીએ હિંદ ઉપર શાસન કર્યું. પરંતુ બ્રિટિશ પાર્લામેન્ટ દિનપ્રતિદિન હિંદની બાબતમાં વધારે ને વધારે લક્ષ આપવા માંડયું હતું. પછીથી ૧૮૫૭-૫૮ના બળવા બાદ, આપણે આગલા પત્રમાં જોઈ ગયાં તેમ, બ્રિટિશ સરકારે હિંદનો વહીવટ પોતાના હાથમાં લીધે. પરંતુ એથી કરીને હિંદ પરત્વેની બ્રિટનની નીતિમાં કશે મહત્ત્વનો * ફેર ન પડ્યો; કેમકે, બ્રિટિશ સરકાર પણ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેના કાબૂમાં હતી તે જ વર્ગની પ્રતિનિધિ હતી. ઈગ્લેંડ અને હિંદનાં આર્થિક હિત વચ્ચે દેખીતે વિરોધ હતું. પરંતુ હમેશાં આ વિરોધનું નિરાકરણ ઇંગ્લંડની તરફેણમાં જ થતું; કેમકે, બધી સત્તા ઈંગ્લંડના હાથમાં હતી. ઈંગ્લેંડનું ઉદ્યોગીકરણ થયું તે પહેલાં પણ એક મશહૂર અંગ્રેજ લેખકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી હિંદ ઉપર થતી માઠી અસર દર્શાવી હતી. આ લેખક તે એડમ સ્મીથ. તે સંપત્તિશાસ્ત્રનો જનક ગણાય છે. છેક ૧૭૭૬ની સાલમાં પ્રસિદ્ધ થયેલા “ધ વેલ્થ ઓફ નેશન્સ' (રાષ્ટ્રની સંપત્તિ) નામના તેના પુસ્તકમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બાબતમાં તે જણાવે છે કે, કેવળ વેપારીઓની જ ટેળીની બનેલી સરકાર ગમે તે દેશ માટે ખરાબમાં ખરાબ સરકાર ગણાય છે. રાજ્યકર્તા તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું હિત એ હેવું જોઈએ કે પોતાના શાસન નીચેના મુલક હિંદુસ્તાનમાં વિલાયતથી આણેલો માલ બની શકે એટલો સેંઘો વેચાય અને હિંદમાંથી આણેલો માલ અહીંયાં બને એટલો મેઘો વેચાય. પરંતુ વેપારી તરીકે એનું હિત એથી સાવ ઊલટું જ છે. રાજકર્તા તરીકે તે જે દેશ ઉપર તેઓ શાસન કરે છે તેનું હિત અને તેમનું પોતાનું હિત એક જ છે. પરંતુ વેપારી તરીકે તો તેનું હિત એ દેશના હિતથી બિલકુલ ઊલટું જ છે.” આગળ ઉપર હું તને કહી ગયો છું કે, અંગ્રેજો અહીં આવ્યા ત્યારે હિંદમાં જૂની ડલ વ્યવસ્થા પડી ભાંગવા લાગી હતી. મોગલ સામ્રાજ્યના પતનથી હિંદના ઘણે ભાગમાં રાજકીય અંધાધૂંધી અને અવ્યવસ્થા પ્રવર્તી Page #43 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહ્યાં. પરંતુ એમ છતાંયે, “૧૮મી સદીમાં હિંદ એક મોટા ઉદ્યોગપ્રધાન તેમ જ ખેતીપ્રધાન દેશ હત અને હિંદની હાથસાળો યુરોપ તથા એશિયાનાં બજારેને માલ પૂરો પાડતી હતી,” એવું હિંદના એક અર્થશાસ્ત્રી રમેશચંદ્ર દત્તે લખ્યું છે. પ્રાચીન કાળમાં હિંદ પરદેશના બજાર ઉપર કાબૂ ધરાવતું હતું એ હકીકત મેં આ પત્રમાં તને અવારનવાર કહી છે. મીસરનાં ૪૦૦૦ વરસ પુરાણાં મમીઓને હિંદની બારીક મલમલથી લપેટવામાં આવતાં હતાં. હિંદી કારીગરની નિપુણતા પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોમાં મશહૂર હતી. હિંદનું રાજકીય પતન થયું ત્યારે પણ તેના કારીગરે પિતાનું હસ્તકૌશલ્ય ભૂલ્યા નહતા. હિંદમાં વેપારની તલાશમાં આવેલા બ્રિટિશ તેમ જ અન્ય વિદેશી વેપારીઓ કંઈ પરદેશી માલ વેચવા માટે અહીં નહોતા આવ્યા. તેઓ તે સુંદર તથા નાજુક અને બારીક બનાવટનો હિંદને માલ અહીંથી ખરીદીને યુરોપમાં ભારે નફાથી વેચવાને અર્થે અહીં આવ્યા હતા. આમ યુરોપના વેપારીઓ પ્રથમ કાચા માલને માટે નહિ પણ અહીંના પાકા માલ માટે એટલે કે ઉપગની તૈયાર વસ્તુઓ માટે આકર્ષાયા હતા. અહીંયાં આધિપત્ય મેળવ્યું તે પહેલાં ઈસ્ટ ઈન્ડિયા કંપની હિંદમાં બનેલું શણ, રેશમ અને ઊનનું કાપડ તથા ભાતીગર માલ વેચીને ભારે ફાયદાકારક રોજગાર ચલાવતી હતી. ખાસ કરીને હિંદ કાપડના ઉદ્યોગમાં એટલે કે રૂ, ઊન અને રેશમનો માલ બનાવવામાં ભારે નિપુણતા પ્રાપ્ત કરી હતી. રમેશચંદ્ર દત્ત કહે છે કે, “વણાટ એ પ્રજાને રાષ્ટ્રીય ઉદ્યોગ હતું અને કરડે સ્ત્રીઓ કાંતવાનું કામ કરતી.” હિંદનું કાપડ ઈંગ્લડ તેમ જ યુરેપના બીજા ભાગોમાં તથા ચીન, જાપાન, બ્રહ્મદેશ, અરબસ્તાન અને ઈરાન તથા આફ્રિકાના કેટલાક ભાગોમાં જતું હતું. કલાઈવ ૧૭૫૭ની સાલમાં બંગાળના શહેર મુર્શિદાબાદનું વર્ણન કરતાં જણાવે છે કે, “એ શહેર લંડન શહેર જેટલું વિશાળ, ભરચક વસતીવાળું અને સમૃદ્ધ છે – બે વચ્ચે તફાવત માત્ર એટલું જ છે કે, લંડન કરતાં મુર્શિદાબાદમાં કેટલાક લેક પાસે અનેકગણી વધારે સંપત્તિ છે.' આ ખુદ પ્લાસીના યુદ્ધના વરસની વાત છે જ્યારે અંગ્રેજોએ બંગાળ ઉપર પિતાની પૂરેપૂરી સત્તા જમાવી હતી. પિતાના રાજકીય પતનની છેવટની ઘડીએ પણ બંગાળ સમૃદ્ધ તથા હુન્નરઉદ્યોગથી ભરપૂર હતું અને પિતાનું બારીક કાપડ તે દુનિયાના ભિન્નભિન્ન પ્રદેશમાં મોકલતું હતું. ઢાકા શહેર ખાસ કરીને તેની બારીક મલમલને માટે મશહૂર હતું અને તે એ વસ્તુ બહુ મોટા પ્રમાણમાં દેશાવર મેકલિતું હતું. આમ હિંદુસ્તાનની સમાજ-વ્યવસ્થાએ એ સમયે કેવળ ખેતીપ્રધાન અને ગ્રામીણ અવસ્થા વટાવીને પ્રગતિની દિશામાં ઘણી આગળ કૂચ કરી હતી. હિંદુસ્તાન પ્રધાનપણે ખેતીવાડીને મુલક હતું, આજે પણ છે અને ભવિષ્યમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ હિંદના કારીગરવની દુશા ૯૧૧ મ પણ લાંબા સમય સુધી રહેશે એમાં લેશ પણ શંકા નથી. પરંતુ ગ્રામીણુ અને કૃષિજીવનની સાથે સાથે અહીં આગળ નગરજીવન પણ વિકસ્યું હતું. આ નગરામાં કારીગરે તેમ જ શિલ્પીઓ એકઠા થયા અને સમૂહમાં માલ ઉત્પન્ન કરવાની પદ્ધતિ ત્યાં શરૂ થઈ. અર્થાત્ ત્યાં આગળ ૧૦૦ કે એથી વધારે માણસા કામ કરે એવાં નાનાં નાનાં કારખાનાંએ ઊભાં થયાં. બેશક આ કારખાનાંએની પાછળના સમયમાં યંત્રયુગમાં ઊભાં થયેલાં પ્રચંડ કારખાનાંઓ જોડે સરખામણી થઈ શકે એમ નથી. પરંતુ ઉદ્યોગવાદ શરૂ થયા તે પહેલાં પશ્ચિમ યુરોપમાં અને ખાસ કરીને નેધરલૅન્ડ્ઝમાં આવાં નાનાં નાનાં અનેક કારખાનાં હતાં. હિંદુસ્તાન એ સમયે સક્રાંતિકાળમાંથી પસાર થતું હતું. તે પાકા માલ તૈયાર કરનાર દેશ હતા અને તેના શહેરામાં મધ્યમ વર્ગ ઊભા થઈ રહ્યો હતા. એ કારખાનાંઓના માલિકા મૂડીદારા હતા અને પાકા માલ તૈયાર કરાવવા માટે કારીગરને તે કાચા માલ પૂરો પાડતા હતા. યુરેાપમાં બન્યું તેમ વખત જતાં એ વ પણ બળવાન થાત અને પુરાણા ક્લ્યૂડલ વર્ગની જગ્યા લેત એમાં શંકા નથી. પરંતુ એ જ ઘડીએ અંગ્રેજ લેાકા વચ્ચે આવી પડયા. તેમનું આગમન હિંદના ઉદ્યોગને માટે જીવલેણ નીવડયું. આરંભમાં તો ઇસ્ટ ઈંડિયા કંપનીએ હિંદના હુન્નરઉદ્યોગોને ઉત્તેજન આપ્યું, કેમકે એથી તેને સારી પેઠે કમાણી થતી હતી. હિંદના માલ વિદેશામાં વેચવાથી પોતાના દેશ ઇંગ્લંડમાં સેાનું ચાંદી ધસડાઈ આવતાં હતાં. પરંતુ ઇંગ્લેંડના કારખાનાંવાળાઓને આ જાતની હરીફાઈ પસદ નહોતી. એટલે ૧૮મી સદીના આરંભમાં તેમણે ઇંગ્લંડમાં આવતા હિંદી માલ ઉપર જકાત નાખવાને પોતાની સરકારને સમજાવી. કેટલીક હિંદી ચીજો તે ઇંગ્લંડ આવતી સદંતર બંધ કરી દેવામાં આવી અને મારી સમજ પ્રમાણે અમુક પ્રકારનું કાપડ જાહેરમાં પહેરવું એને ગુના બનાવવામાં આવ્યા. કાયદાની મદદથી તેઓ પોતાના આ બહિષ્કાર અમલમાં મૂકી શકતા હતા. પરંતુ આજે હિંદુસ્તાનમાં કાઈ બ્રિટિશ માલના બહિષ્કારની વાત સરખી પણ કરે તે તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે! માત્ર હિંદના માલતા બહિષ્કાર કરવાની ઇંગ્લંડની નીતિથી હિંદને ઝાઝું નુકસાન ન થાત, કેમકે તેના માલ માટે હજી ખીજાં બજારો મેાજૂદ હતાં. પરંતુ એ સમયે હિંદના મોટા ભાગ ઉપર ઇસ્ટ ઇંડિયા ક ંપની મારતે ઇંગ્લેંડને કાબૂ હતા. એટલે ઇંગ્લંડે હિંદના ઉદ્યોગોને ભાગે પોતાના ઉદ્યોગોને આગળ ધપાવવાની નીતિ ઇરાદાપૂર્વક અખત્યાર કરી. કાઈ પણ પ્રકારની જકાત વિના બ્રિટિશ માલ હિંદમાં દાખલ થઈ શકતા હતા. અહીં આગળ ઇસ્ટ ઇંડિયા ક ંપનીનાં કારખાનાંઓમાં કામ કરવાને માટે કનડગત કરીને હિંદી કારીગરોને ફરજ પાડવામાં આવી. વળી મુલકી જકાત એટલે કે એક Page #45 -------------------------------------------------------------------------- ________________ 9૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સ્થળેથી બીજે સ્થળે માલ લઈ જવા માટે ભરવી પડતી જકાત નાખીને હિંદના આંતરિક વેપાર ઉપર પણ ભારે ફટકો મારવામાં આવ્યો. હિંદને કાપડ ઉદ્યોગ એટલે તે જામી ગયું હતું કે ઈગ્લેંડને યંત્રથી ચાલતા ઉદ્યોગ પણ શરૂઆતમાં તેની સાથે હરીફાઈ કરી શક્યો નહિ અને તેના રક્ષણ માટે બહારથી આવતા કાપડ ઉપર લગભગ ૮૦ ટકાની જકાત નાખવાની જરૂર પડી. ૧૯મી સદીના આરંભમાં અમુક પ્રકારનો રેશમી તથા સુતરાઉ માલ ઇંગ્લંડના બજારોમાં ત્યાંના બનેલા એવા માલ કરતાં ઘણી ઓછી કિંમતે વેચી શકાતે હતો. પરંતુ હિંદ ઉપર શાસન કરનાર ઈગ્લેંડે હિંદી હુન્નરઉદ્યોગોને કચરી નાખવાનો સંકલ્પ કર્યો હોય એ પરિસ્થિતિમાં એ વસ્તુ લાંબા વખત સુધી ટકી શકે એમ નહોતું. એ ગમે તેમ પણ તેમાં ઘટતા સુધારા થયા પછી ઈગ્લેંડના યંત્રોદ્યોગ સાથેની હરીફાઈમાં હિંદના ગૃહઉદ્યોગેની વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકે એમ નહોતું. કેમકે, મોટા પ્રમાણમાં માલ ઉત્પન્ન કરવા માટે યંત્રોદ્યોગની પદ્ધતિ ઘણી વધારે કાર્યસાધક છે. વળી એથી કરીને, ગૃહઉદ્યોગના માલ કરતાં એનો માલ ઘણે સે પડે છે. પરંતુ ઈંગ્લડે બળજબરીથી એ પ્રક્રિયાને ત્વરિત કરી અને બદલાયેલી પરિસ્થિતિ સાથે ધીમેધીમે પિતાને મેળ બેસાડતાં હિંદને રેર્યું. ૧ આમ સેંકડે વરસ સુધી જે “પૂર્વની દુનિયાનું લેંકેશાયર’ બની રહ્યું હતું અને જેણે ૧૮મી સદીમાં યુરોપને મોટા પ્રમાણમાં સુતરાઉ કાપડ પૂરું પાડ્યું હતું તે હિંદ પાકો માલ બનાવનાર દેશ તરીકેનું પિતાનું સ્થાન ખોઈ બેઠું અને કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની રહ્યું. સામાન્ય રીતે હિંદમાં જે બનવું સંભવિત હતું તે ન બન્યું એટલે કે અહીંયાં યંત્ર ન આવ્યાં પણ તેને બદલે યંત્રમાં બનેલે માલ બહારથી આવ્યા. હિંદમાં બનેલે માલ વિદેશમાં લઈ જઈને તેને બદલે સેન્ચાંદી લાવનાર જે પ્રવાહ અહીંથી વહેતો હતો તે હવે ઊલટી દિશામાં વહેવા લાગ્યો. હવે પછી વિદેશી માલ હિંદમાં આવવા લાગ્યા અને સેન્ચાંદી બહાર જવા લાગ્યાં. આ જબરદસ્ત હુમલાને પરિણામે હિંદને કાપડ ઉદ્યોગ પહેલવહેલે નાશ પામ્યો. અને ઈંગ્લંડમાં જેમજેમ યંત્રોદ્યોગની પ્રગતિ થતી ગઈ તેમ તેમ હિંદના બીજા ઉદ્યોગની પણ કાપડના ઉદ્યોગ જેવી જ દશા થઈ સામાન્ય રીતે તે દેશના ઉદ્યોગોને રક્ષણ તથા ઉત્તેજન આપવું એ દેશની સરકારની ફરજ હોય છે. રક્ષણ તથા ઉત્તેજનની વાત તે બાજુએ રહી પણ ઇસ્ટ ઇંડિયા કંપનીએ તે બ્રિટિશ ઉદ્યોગના માર્ગમાં આવતા હિંદના બધાયે ઉદ્યોગોને કચરી નાખ્યા. હિંદને વહાણે બાંધવાનો ઉદ્યોગ પડી ભાંગે, લુહાર વગેરે ધાતુઓને ઉદ્યોગ કરનારા કારીગરે પિતાને ધંધે ચલાવી ન શક્યા અને કાચ તથા કાગળ બનાવવાને ઉદ્યોગ પણ ધીમેધીમે ક્ષીણ થઈ ગયે. Page #46 -------------------------------------------------------------------------- ________________ હિંદના કારીગરવની દુર્દશા ૧ર . શરૂઆતમાં તો વિદેશી માલ બંદરી શહેરો તથા તેની આસપાસના પ્રદેશમાં દાખલ થયો પરંતુ રસ્તાઓ અને રેલવેએ બંધાતાં ગયાં તેમ તેમ તે દેશના વધારે ને વધારે અંદરના ભાગમાં પ્રવેશ કરતો ગયો અને આખરે તે તેણે ગામડાના કારીગરોને પણ કામ વિનાના કરી મૂક્યા. સુએઝની નહેર થવાને કારણે ઈંગ્લેંડ હિંદની ઘણું નજદીક આવ્યું. વળી એથી કરીને ઇંગ્લંડને માલ અહીં લાવવાનું વધારે સેંઘું થયું. પરિણામે યંત્રમાં બનેલે વિદેશી માલ ઉત્તરોત્તર વધારે પ્રમાણમાં અહીં આવવા લાગ્યો અને તે દેશની અંદરનાં છેક દૂર દૂરનાં ગામડાંઓ સુધી પહોંચે. આખી ૧૯મી સદી દરમ્યાન આ ક્રિયા સતત ચાલુ રહી અને અમુક અંશે તે હજીયે તે ચાલુ જ છે. હા, હમણું ઘેડાંક વરસોથી એના ઉપર કંઈક મર્યાદા મુકાઈ છે ખરી, પરંતુ એ વિષે આપણે હવે પછી વિચાર કરીશું. બ્રિટિશ માલ અને ખાસ કરીને તે બ્રિટિશ કાપડના દેશમાં ચુપકીદીથી અને ધીમે ધીમે થતા ફેલાવાએ હિંદના ગૃહઉદ્યોગનો અંત આણ્યો. પરંતુ એને પરિણામે બીજી એક વસ્તુ ઉપસ્થિત થઈ તે એથીયે વિશેષ ભયાનક હતી. ધંધા વિનાના થઈ પડેલા અસંખ્ય કારીગરોની શી દશા ? વણકરે તેમ જ બેકાર બની ગયેલા એવા બીજા લાખે કારીગરેનું શું? મોટાં મોટાં કારખાનાંઓ થવાથી ઇંગ્લંડમાં પણ કારીગરે ધંધા વિનાના થઈ ગયા હતા. તેમને પણ ભારે સોસવું પડ્યું હતું પરંતુ નવાં ઊભાં થયેલાં કારખાનાંઓમાં તેમને કામગીરી મળી રહી અને એ રીતે નવી ઊભી થયેલી પરિસ્થિતિને તેઓ અનુકૂળ થઈ ગયા. પરંતુ હિંદમાં કારીગરોને આ મોકો મળ્યો નહિ. અહીંયાં કારખાનાઓ નહતાં કે જ્યાં આગળ તેમને કામગીરી મળી રહે. હિંદ આધુનિક ઉદ્યોગપ્રધાન દેશ બને એવું અંગ્રેજો ચહાતા નહતા એટલે તેમણે અહીં આગળ કારખાનાંઓને ઉત્તેજન આપ્યું નહિ. આમ ઘરબાર અને કામ વિનાના ગરીબ ભૂખે મરતા કારીગરે પાછી ખેતીને આશરે જઈ પડયા. પરંતુ ખેતીએ પણ તેમને વધાવી લીધા નહિ; એમાં તે ક્યારનાયે પૂરતા માણસે રોકાઈ ગયા હતા અને હવે વધારેને માટે જમીન મળી શકે એમ નહોતું. બેકાર બનેલા કેટલાક કારીગરો ખેડૂત બન્યા પરંતુ તેમનામાંના મોટા ભાગના લેકે તો જમીન વિનાના અને કામની તલાશ કરતા મજૂરો બની ગયા. વળી એમાંના અસંખ્ય લેકે તે ભૂખમરે વેઠી વેઠીને મરણશરણ થયા હશે. ૧૮૩૪ની સાલમાં એક અંગ્રેજ ગવર્નર જનરલે એ રિપોર્ટ કર્યો હોવાનું કહેવાય છે કે, “આખા જગતના વેપાર રોજગારના ઈતિહાસમાં આવી હાડમારી અને વિપતનો જેટ જડવો મુશ્કેલ છે. સુતરાઉ કાપડના વણકરોનાં હાડકાં હિંદનાં મેદાનો ઉપર ધળો રંગ ચડાવી રહેલાં છે.” એમાંના મેટા ભાગના વણકરે તથા કારીગરે કસબાઓ તથા શહેરમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છ૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહેતા હતા. પણ હવે તેમનો ધંધેરોજગાર ગયે એટલે તેઓ પાછા ગામડાઓમાં આવી પડ્યા અને તેમણે જમીનને આશરે લીધે. પરિણામે શહેરેની વસતી દિનપ્રતિદિન ઘટતી ગઈ અને ગામડાંની વસતી વધતી ગઈ. એટલે કે, બીજી રીતે કહીએ તે હિંદ ઓછું નાગરિક (અર્બન) અને વધારે ગ્રામીણ (રૂરલ) બન્યું. ગ્રામીણકરણની આ ક્રિયા આખી ૧૯મી સદી દરમ્યાન ચાલ્યાં જ કરી અને હજી આજે પણ તે બંધ થઈ નથી. એ સમયે હિંદમાં આમ બનવા પામ્યું એ એક વિચિત્ર ઘટના છે. યંત્રોદ્યોગ અને ઉદ્યોગીકરણને લીધે આખી દુનિયામાં લેકે ગામડાઓમાંથી શહેર તરફ ખેંચાયા હતા. પરંતુ હિંદમાં તે એથી સાવ ઊલટું જ બનવા પામ્યું. અહીંયાં તે કસબાઓ અને શહેરે દિનપ્રતિદિન નાનાં થતાં ગયાં અને આખરે સાવ નિપ્રાણ બની ગયાં. વળી વધારે ને વધારે લેકે ખેતીને આશરે આવી પડ્યા પરંતુ એમાંથીયે આજીવિકા મેળવવી બહુ કપરી હતી. . પ્રધાન ઉદ્યોગની સાથે સાથે બીજા સહાયક ઉદ્યોગો પણ અદશ્ય થતા ગયા. રંગકામ, છાપકામ તથા પી જણકામ ઓછું થતું ગયું; હાથકતામણ બંધ પડયું અને લાખો ઘરમાંથી રેંટિયો અદશ્ય થયું. એથી કરીને ખેડૂતોએ આવકનું એક વધારાનું સાધન ગુમાવ્યું, કેમકે ખેડૂતનાં ઘરનાં માણસો કાતિ એથી જમીનમાંથી થતી તેની આવકમાં ઉમેરે થતો હતો. અલબત, યંત્રોદ્યોગ શરૂ થયું ત્યારે પશ્ચિમ યુરોપમાં પણ આવી દશા પેદા થઈ હતી. પરંતુ ત્યાં આગળ એ ફેરફાર બહુ સ્વાભાવિક હત; એટલે ત્યાં એક પ્રકારની વ્યવસ્થાને અંત આવ્યો એ ખરું પરંતુ તેની સાથે સાથે જ બીજી નવી વ્યવસ્થા ઉભવી. પરંતુ હિંદુસ્તાનમાં એ ફેરફાર ક્રરતાપૂર્વક થયે. માલ ઉત્પન્ન કરવાની ગૃહઉદ્યોગની પ્રથાને નાશ કરવામાં આવ્યું. પરંતુ એને સ્થાને નવી પ્રથા ઉભવી નહિ, કેમકે બ્રિટિશ ઉદ્યોગના હિતમાં અંગ્રેજ સત્તાધારીઓએ એમ થવા દીધું જ નહિ. આપણે જોઈ ગયા કે, અંગ્રેજોએ અહીંયાં સત્તા મેળવી તે પહેલાં હિંદુસ્તાન પાકે માલ તૈયાર કરનાર સમૃદ્ધ દેશ હ. પ્રચંડ યંત્રો દાખલ કરી દેશનું ઉદ્યોગીકરણ કરવું એ સ્વાભાવિક રીતે જ બીજું પગથિયું હેત. પરંતુ આગળ જવાને બદલે બ્રિટિશ નીતિને પરિણામે હિંદુસ્તાન બહુ પાછળ પડી ગયું. હવે ઉત્પાદક દેશ તરીકેની તેની કારકિર્દીને અંત આવ્યો અને પહેલાં કદીયે ને હતે એટલા પ્રમાણમાં તે કૃષિ પ્રધાન દેશ બની ગયે. આમ બેકાર થયેલા અસંખ્ય કારીગરે અને એવા બીજાઓને નભાવવાને ભાર બીચારી ખેતી ઉપર આવી પડ્યો. જમીન પર જે અસહ્ય થઈ ગ અને ઉત્તરોત્તર વધતે જ ગયે. હિંદની ગરીબાઈનું મૂળ કારણે આ છે. આપણી બીજી અનેક હાડમારીઓ પણ એ નીતિને પરિણામે જ પેદા થઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૫નાય હિંદનાં ગામે, ખેડૂતા અને જમીનદારે છે, અને જ્યાં સુધી એ મૂળ સવાલને ઉકેલ ન આવે ત્યાં સુધી હિંદના ખેડૂત અને ગ્રામવાસીઓની કંગાળિયત તથા દુઃખાના અંત આવવાનેા નથી. તેમને માટે ખેતી સિવાય ખીજો કાઈ રાજગાર રહ્યો ન હતા એટલે માટા ભાગના લાકાએ જમીનના આશરો લીધે. એથી કરીને તેમની પોતાની જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગઈ. ખેતીના કામમાં લેવા માટે બીજી વધારાની જમીન નહોતી. આમ પ્રત્યેક ખેડૂત કુટુંબ પાસે જે થાડી જમીન રહી તે એટલી ઓછી હતી કે તેના ઉપર સારી રીતે તેનું ગુજરાન થઈ શકે એમ નહતું. સુકાળ અથવા સારા વરસમાં પણ તેમને ગરીબાઈ અને અર્ધું ભૂખમરા વેવા પડતો હતો. પણ ઘણુંખરું સુકાળ અથવા સારું વરસ પણ જવલ્લે જ આવતું. ઋતુએ, મહાભૂતા અને વરસાદની યા ઉપર જ તેમને આધાર રાખવાના હતા. વારંવાર દુકાળ પડતા, ભીષણુ મરકી ફાટી નીકળતી અને લાખા માણસને સહાર કરતી. તે ગામના શાહુકાર વાણિયા પાસે જઈ તે તેની પાસેથી કરજે પૈસા લેતા. આમ દિનપ્રતિદિન તેમનું દેવું ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. એ ભરપાઈ કરવાની આશા કે સંભાવના નષ્ટ થઈ ગઈ અને જીવન તેમને માટે અસરૢ ખેાજા સમાન થઈ પડયુ. ૧૯મી સદીમાં બ્રિટિશ અમલ નીચે હિંદની મેાટા ભાગની વસતીની આવી દશા થઈ ગઈ. ૧૧૧. હિંદનાં ગામા, ખેડૂતા અને જમીનદારો ૨ ડિસેમ્બર, ૧૯૩૨ જેને પરિણામે હિંદના ગૃહઉદ્યોગો નાશ પામ્યા તથા તેના કારીગર વર્ગી ગામ અને ખેતીને આશરે ધકેલાઈ ગયા તે હિંદ પરત્વેની બ્રિટિશ નીતિ વિષે હું મારા આગલા પત્રમાં કહી ગયા છું. હું આગળ જણાવી ગયો છું તેમ બીજા કશા ધધારાગાર વિનાના વધારે પડતા માણસેાનું જમીન ઉપરનું દબાણુ અથવા ખાજો એ હિંદની એક ભારે સમસ્યા છે. હિંદુ ગરીબ છે તેનું કારણ ઘણે અંશે એ જ છે. જમીન ઉપરથી ખસેડીને, આ લેાકેાને બીજા ઉત્પાદક ધંધામાં રેકી શકાય તે તે દેશની સોંપત્તિમાં વધારો કરે એટલું જ નહિ પણ એથી કરીને જમીન ઉપરના માજો પણ એછે થાય અને ખેતી વધારે ફળદાયક થાય. ઘણી વાર એમ કહેવામાં આવે છે કે હિંદમાં જમીન ઉપરનું આ વધારે પડતું માણુ બ્રિટિશ નીતિને એટલું બધું આભારી નથી. હિંદની વસતી વધી ગઈ છે તેને લીધે એમ થવા પામ્યું છે. આ દલીલ સાચી નથી. છેલ્લાં ૧૦૦ વરસામાં હિંદની વસતી વધી ગઈ છે એ ખરું પરંતુ એમ તે દુનિયાના ખીજા ધણાખરા દેશની વસતી પણ વધી છે. વળી, યુરોપ અને ખાસ કરીને ઇંગ્લંડ, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૦૬:૦૩ જગતના ઇતિહાસનું રેખાદરાન ખેલ્જિયમ, હોલેંડ તથા જર્મનીમાં તે વસતી ધણા માટા પ્રમાણમાં વધવા પામી છે. કાઈ દેશની અથવા તો આખી દુનિયાની વસતીની વૃદ્ધિ, તેનુ ધારણપોષણ તથા જરૂર પડે ત્યારે તેને વધતી અટકાવવી એ અતિશય મહત્ત્વની બાબત છે. અહીં આગળ હું એ પ્રશ્નમાં ઊતરી શકું એમ નથી, કેમકે એથી કરીને ખીજા મુદ્દા ગૂંચવાઈ જાય. પરંતુ હું એ વસ્તુ સ્પષ્ટ કરવા માગું છું કે હિંદમાં જુમીન ઉપરના દબાણુનું સાચું કારણ વસતીના વધારા નહિ પણ ખેતી સિવાય ખીજા ઉદ્યોગધંધાને અભાવ છે. ખીજા રેાજગાર તથા ઉદ્યોગધંધા ઊભા થાય તે હિંદની આજની વસતી બહુ સહેલાઈ થી એના ઉપર નભી શકે એટલું જ નહિ, આબાદ પણ થાય. સંભવ છે કે, આગળ ઉપર વસતીની વૃદ્ધિના પ્રશ્ન ઉપર આપણે વિચારણા ચલાવવી પડે. હવે આપણે હિંદુંમાંની બ્રિટિશ નીતિની મીજી ખાબતે તપાસીએ. પહેલાં આપણે ગામડાંનેા પ્રશ્ન લઈશું, આગળ મેં તને હિંદની ગ્રામપંચાયતા તથા અનેક ચડાઈઓ અને પરિવનાના ઝંઝાવાતની સામે તે કેવી રીતે ટકી રહી એ વિષે લખ્યું હતું. છેક ૧૮૩૦ની સાલમાં હિંદના બ્રિટિશ ગવર્નર સર ચાર્લ્સ મૅટકાક્ ગ્રામપંચાયતોનું આ પ્રમાણે વર્ણન કરે છે : ગ્રામપ’ચાયતે નાનાં નાનાં પ્રશ્નત ંત્રો છે; પેાતાને જરૂરી લગભગ બધી જ વસ્તુ તેમનામાં માનૂદ છે અને બહારના સંબધેાથી તેઓ લગભગ સ્વતંત્ર છે. જ્યાં બીજી કોઈ વસ્તુ ટકી નથી ત્યાં એ (ગ્રામપ ́ચાયતા) કાયમ ટકી રહેતી હાય એમ જણાય છે. જેમાં હરેક પ ́ચાયત સ્વત: એક નાનકડા અલગ રાજ્ય સમાન છે, એવા ગ્રામપ’ચાયતાના એ સંધ તેમની સુખશાંતિ, સ્વાયત્તતા અને સ્વત ંત્રતાના ઉપભાગ માટે ઘણે અંશે ઉપકારક છે. પ્રાચીન ગ્રામવ્યવસ્થાનું આ મ્યાન અતિશય પ્રશંસાભર્યું છે. આપણી આંખો આગળ લગભગ કાવ્યમય પરિસ્થિતિનું ચિત્ર ખડું થાય છે. ગામડાંઓને જેટલી સ્થાનિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા હતાં એ બહુ સારી વસ્તુ હતી એમાં લેશમાત્ર પણ શંકા નથી. વળી એ ઉપરાંત ખીજી પણ સારી વસ્તુઓ તેમાં હતી. પરંતુ એ પદ્ધતિની ખામીઓ પ્રત્યેયે આપણે દુર્લક્ષ કરવું જોઈ એ નહિ. બાકીની દુનિયાથી અલગ એવું સ્વયંપૂર્ણ ગ્રામવન કાઈ પણ પ્રકારની પ્રગતિને અનુકૂળ નહોતું. વિકાસ અને પ્રગતિ તો ઉત્તરોત્તર મોટા ઘટકે વચ્ચેના પરસ્પર સહકારમાં રહેલાં છે. કાઈ એક વ્યક્તિ કે સમૂહ જેટલે અંશે પોતપોતાનામાં જ મશગૂલ રહે તેટલે અંશે તે સ્વરત, સ્વાથી અને સંકુચિત મનના થવાના સંભવ રહે છે. નગરવાસીઓને મુકાબલે ગ્રામવાસી ઘણુંખરું સંકુચિત મનના અને વહેમી હોય છે. એથી કરીને તેમનામાં ઘણાં સારાં તત્ત્વ હાવાં છતાંયે ગ્રામપંચાયતા અથવા ગ્રામસમાજો પ્રગતિનાં કેન્દ્રો ન બની શકયાં. ુતે કંઈક અસલી ખની અને પછાત હતી. હાથકારીગરી અને Page #50 -------------------------------------------------------------------------- ________________ હિંદનાં ગામે, ખેડૂત અને જમીનદારે ૭૧૭ % ઉદ્યોગધંધાઓ તે મુખ્યત્વે કરીને શહેરોમાં જ ખીલ્યા હતા. અલબત્ત, વણકરો ગામડાંઓમાં સર્વત્ર ફેલાયેલા હતા ખરા. આ ગ્રામસમાજેએ પરસ્પર ઝાઝો સંપર્ક સાધ્યા વિના અલગ રહીને પિતાનું જીવન વિતાવ્યું એનું ખરું કારણ અવરજવરનાં સાધનોની ઓછપ હતી. ગામને એકબીજા સાથે સાંકળનાર સારા રસ્તાઓ બહુ ઓછા હતા. ખરેખર, આવા રસ્તાઓની અછતને લીધે જ ગામડાંઓના વ્યવહારમાં વધારે પડતું માથું મારવાનું દેશની મધ્યસ્થ સરકાર માટે મુશ્કેલ હતું. મોટી નદીઓના કાંઠા ઉપર અથવા તે તેની નજદીક આવેલાં ગામ કે શહેરે હેડી મારફતે એકબીજા જોડે સંસર્ગ રાખી શકતાં હતાં પરંતુ આ રીતે વાપરી શકાય એવી નદીઓ અહીંયાં ઝાઝી નહતી. સુગમતાભર્યા અવરજવરનાં સાધનોની ઓછપ દેશના આંતરિક વેપારની ખિલવણીમાં પણ વિનરૂપ હતી. ઘણું વરસ સુધી તે ઈસ્ટ ઈધ્યિા કંપનીનું ધ્યેય કેવળ પિસા કમાઈને પિતાના શેરહોલ્ડરને ડિવિડન્ડે આપવા પૂરતું જ હતું, એટલે તેમણે રસ્તાઓ ઉપર નહિ જે જ ખરચ કર્યો અને શિક્ષણ, ઇસ્પિતાલ તથા શહેરે અને ગામડાંની સાફસૂફી તેમ જ બીજી એવી બાબતે ઉપર કશે ખર્ચ કર્યો નહિ. પરંતુ પાછળના સમયમાં જ્યારે અંગ્રેજોએ કાચા માલ ખરીદવા અને ઈગ્લેંડને યંત્રમાં બનેલે માલ વેચવા ઉપર પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું ત્યારે અવરજવરનાં સાધનોની બાબતમાં તેમણે જુદી નીતિ અખત્યાર કરી. ઉત્તરોત્તર વધતા જતા પરદેશી વેપારને આગળ ધપાવવાને માટે હિંદના દરિયા કિનારા ઉપર નવાં શહેરો ઊભાં થયાં. આ શહેરે – મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને પાછળથી કરાંચી – પરદેશ મોકલવા માટે રૂ વગેરે કાચો માલ એક કરતાં અને પરદેશને – ખાસ કરીને ઈંગ્લંડનો – યંત્રમાં બનેલે તૈયાર માલ લઈને વેચવા માટે દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડતાં. આ નવાં ઊભાં થયેલાં શહેરે લીવરપુલ, મૅચેસ્ટર, બર્મિંગહામ તથા શફિલ્ડ જેવાં પશ્ચિમના દેશમાં ઊભાં થતાં મોટાં મોટાં ઔદ્યોગિક શહેરોથી સાવ જુદી જાતનાં હતાં. યુરોપનાં એ શહેરે તે મોટાં મેટાં કારખાનાંઓવાળાં તૈયાર માલ પેદા કરનારાં કેન્દ્રો હતાં. વળી તેઓ આ તૈયાર માલ પરદેશ રવાના કરનારા બંદરે પણ હતાં. નવાં ઊભાં થયેલાં હિંદનાં શહેરે તે કશુંયે ઉત્પન્ન કરતાં હતાં. તેઓ તે કેવળ પરદેશી માલની વખાર અને પરરાજ્યના ચિહ્નરૂપ હતાં. - હું તને હમણાં જ કહી ગયો કે, બ્રિટિશ રાજનીતિને પરિણામે હિંદુસ્તાન દિવસે દિવસે વધારે ને વધારે ગ્રામીણ થતો જતો હતો અને લેકે શહેર છોડીને ગામડાં તથા ખેતી તરફ જઈ રહ્યા હતા. આમ હોવા છતાંયે, અને એ પરિસ્થિતિમાં કશે ફરક પડ્યો નહોતે તેયે દરિયાકિનારા ઉપર આ નવાં શહેરે ઊભાં થયાં. એ શહેર નાનાં નાનાં શહેરે અને કસબાઓને ભેગે ફાલ્યાં, ગામડાંઓ તૂટીને Page #51 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ શહેર નહેતાં વસ્યાં. શહેર છોડીને ગામડા તરફ જવાને વસતીને પ્રવાહ તે ચાલુ જ રહ્યો હતો. કાચે માલ એકઠા કરવાનું તથા વિદેશી માલ દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડવાનું સુગમ થઈ પડે એટલા માટે દરિયાકિનારા ઉપરનાં આ નવાં શહેરેને દેશના અંદરના ભાગ સાથે સાંકળવાની જરૂર હતી. પ્રાંતનાં પાટનગર અથવા તે વહીવટી કેન્દ્રો તરીકે બીજા કેટલાંક શહેરો પણ ઊભા થવા પામ્યાં. આમ અવરજવરનાં સારાં સાધનોની જરૂરિયાત તાકીદની બની ગઈ એટલે રસ્તાઓ બંધાવા લાગ્યા અને પાછળથી રેલવેઓ. ૧૮૫૩ની સાલમાં મુંબઈમાં પહેલવહેલી રેલવે બાંધવામાં આવી. હિંદના હુન્નરઉદ્યોગોનો નાશ થવાને પરિણામે બદલાયેલી અને નવી ઊભી થયેલી પરિસ્થિતિ સાથે મેળ બેસાડવાનું પુરાણી ગ્રામસમાજોને મુશ્કેલ થઈ પડયું હતું. પરંતુ સારા રસ્તાઓ તથા રેલવેઓ થયાં અને તે દેશમાં બધે પથરાઈ ગયાં ત્યારે આટલા લાંબા સમય સુધી ટકી રહેલી પ્રાચીન ગ્રામ-વ્યવસ્થા આખરે ભાંગી પડી અને નાશ પામી. જ્યારે દુનિયા તેના દરવાજા ખખડાવતી તેને આંગણે આવીને ઊભી ત્યારે નાનાં નાનાં ગ્રામ-પ્રજાતંત્રો દુનિયાથી અલિપ્ત ન રહી શક્યાં. એક ગામની વસ્તુઓની કિંમત તરત જ બીજા ગામની વસ્તુઓની કિંમત ઉપર અસર કરતી; કેમકે, હવે વસ્તુઓ એક ગામથી બીજે ગામ સહેલાઈથી મેકલી શકાતી હતી. સાચે જ, જેમ જેમ દુનિયા સાથે સંપર્કનાં અને અવરજવરનાં સાધનો વિકસતાં ગયાં તેમ તેમ કેનેડા તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સના ઘઉં હિંદના ઘઉંની કિંમત ઉપર અસર કરવા લાગ્યા. આમ સંજોગવશાત હિંદની ગ્રામ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કિંમતના વર્તુળમાં ખેંચાઈ ગામડાંની પુરાણી આર્થિક વ્યવસ્થા પડી ભાંગી અને ખેડૂતોની ભારે અજાયબી વચ્ચે એને બદલે નવી વ્યવસ્થા તેમના ઉપર પરાણે ઠેકી બેસાડવામાં આવી. ગામડાંના બજાર માટે ખેરાકની અને એવી બીજી વસ્તુઓ પેદા કરવાને બદલે હવે ખેડૂત એ બધું દુનિયાનાં બજાર માટે ઉત્પન્ન કરવા લાગ્યો. તે આંતરરાષ્ટ્રીય ઉત્પાદન અને કિંમતના વમળમાં સપડાયે હતો અને તેમાં તે વધારે ને વધારે ઊંડે ઊતરતે ગયે. પહેલાં જ્યારે પાક નિષ્ફળ જતો ત્યારે દુકાળ પડતો અને ગુજરાનને માટે કરો આધાર રહે નહિ. વળી એ વખતે દેશના બીજા ભાગોમાંથી ખોરાકની વસ્તુઓ આણવા માટે યોગ્ય સાધને પણ નહોતાં. તે સમયે આવા ખાદ્યપદાર્થોના દુકાળ પડતા. પરંતુ હવે તે વિચિત્ર બીના બનવા પામી. હવે તે ઢગલાબંધ અનાજ હોય ત્યાં આગળ અથવા અનાજ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એવી પરિસ્થિતિમાં લોકે ભૂખે મરવા લાગ્યા. જે કઈ એક સ્થળે અનાજ ન હોય તે તે રેલવે કે બીજાં ઝડપી સાધને દ્વારા દેશના બીજા ભાગમાંથી આણી શકાય એમ હતું. દેશમાં અનાજ તે હતું પણ તેને ખરીદવાનાં નાણાં નહોતાં. આમ અહીંયાં નાણાંને દુકાળ હતો, અનાજ નહિ. પરંતુ એથીયે વિચિત્ર બીના તો એ છે કે, આપણે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ હિન્દુનાં ગામા, ખેડૂતા અને જસીનદારા છેલ્લાં ત્રણ મંદીનાં વરસ દરમ્યાન જોયું તેમ, કેટલીક વાર તો અસાધારણ સાર પાક પાર્ક એ જ ખેડૂતોને માટે આપત્તિરૂપ થઈ પડતું. આમ પુરાણી ગ્રામવ્યવસ્થાના અંત આવ્યો અને પંચાયતાની હસ્તી પણ મટી ગઈ. પરંતુ એને માટે આપણે ભારે ખેદ કરવાની જરૂર નથી; કેમકે એના દિવસા યારનાયે.ભરાઈ ચૂકયા હતા અને આધુનિક સ ંજોગોમાં એને મેળ બેસી શકે એમ નહોતું. પરંતુ આ બાબતમાં પણ એવું બન્યું કે, આ પુરાણી વ્યવસ્થાને અંત આવ્યા પરંતુ એને ઠેકાણે બદલાયેલા સંજોગને અનુરૂપ નવી ગ્રામવ્યવસ્થા ઉદ્ભવી નહિ. આ નવરચના અને નવસર્જન કરવાનું કાર્ય આપણે માટે હજી બાકી જ છે. અત્યાર સુધી આપણે બ્રિટિશ રાજનીતિને કારણે જમીન તેમ જ ખેડૂતો ઉપર થયેલી પરોક્ષ અસરાને વિચાર કર્યાં. હવે આપણે ઇસ્ટ ઇન્ડિયા ક ંપનીની જમીન અંગેની નીતિ વાસ્તવમાં શી હતી, એટલે કે જે નીતિએ ખેડૂતો તેમ જ જમીન સાથે સંબંધ ધરાવનારાઓ ઉપર સીધી અસર કરી તે તપાસીએ. મને ભય છે કે તારે માટે એ જરા ગૂંચવણ ભર્યાં અને કંઈક નીરસ વિષય છે. પણ આપણા દેશ તે આવા ગરીબ ખેડૂતને મુલક છે એટલે તેમની વિપતા અને હાડમારીઓ શી છે તથા આપણે તેમની સેવા શી રીતે કરી શકીએ અને તેમની હાલત સુધારી શકીએ એ સમજવાના આપણે યત્કિંચિત્ પ્રયાસ કરવા જોઈએ. જમીનદારો, તાલુકદારો તથા તેમના સાંથિયા કે આસામીઓ વિષે આપણા સાંભળવામાં આવે છે. સાંથિયા અથવા આસામીએ પણ અનેક પ્રકારના હોય છે; વળી સાંથિયાઓના સાંથિયા પણ હોય છે. પરંતુ આ બધી ઝીણવટમાં હું તને ઉતારવા નથી માગતા. સામાન્ય રીતે જમીનદારો રાજ્ય અને ખેડૂતોની વચ્ચેના આડડતયા છે. ખેડૂત તેમને સાંથિયા છે અને તેમની જમીનને ઉપયેગ કરવા બદલ તે તેમને સાંથ અથવા એક પ્રકારના કર આપે છે. આ સાંથને ધણી જમીનદાર ગણાય છે. જમીનદાર આ સાંથા અમુક ભાગ પોતાની જમીનના મહેસૂલ અથવા કર તરીકે રાજ્યને ભરે છે. આમ જમીનની પેદાશ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ જમીનદારના હાથમાં જાય છે, ખીજો રાજ્યને મળે છે અને ત્રીજો સાંથિયા ખેડૂત પાસે રહે છે. આ ત્રણે ભાગા સરખા હોય છે એમ ધારી લઈશ નહિ. ખેડૂત જમીન ઉપર મહેનત મજૂરી કરે છે અને ખેડવું, વાવવું તથા એવી ખીજી અનેક પ્રકારની તેની મજૂરીને પરિણામે જમીનમાં પાક પાકે છે. આથી દેખીતી રીતે જ તે પોતાની મજૂરીના ફળને ઉપભોગ કરવાને અધિકારી ગણાય. આખા સમાજના પ્રતિનિધિ તરીકે રાજ્યને સાર્વજનિક હિતની દૃષ્ટિએ મહત્ત્વની ફરજો બજાવવાની હોય છે. આમ તેણે રાજ્યનાં બધાં બાળકાને કેળવણી આપવી જોઈ એ, સારા રસ્તા Page #53 -------------------------------------------------------------------------- ________________ આ ક૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને અવરજવરનાં બીજાં સાધને તૈયાર કરવાં જોઈએ; ઈસ્પિતાલે, બાગબગીચાઓ અને સંગ્રહસ્થાનો બાંધવાં જોઈએ તેમજ સાફસૂફી અને જનસુખાકારી માટે ઘટત પ્રબંધ કરવું જોઈએ અને એવી એવી બીજી અસંખ્ય વસ્તુઓ કરવી જોઈએ. આ બધાને માટે તેને નાણાં જોઈએ અને એને માટે તે જમીનની પેદાશમાંથી અમુક ભાગ લે એ ન્યાય અને વાજબી છે. તેને એ ભાગ કેટલો હો જોઈએ એ વળી જુદો સવાલ છે. ખેડૂત રાજ્યને અથવા સરકારને જે કંઈ આપે છે તે રસ્તાઓ, કેળવણી અને સફાઈ વગેરેના રૂપમાં ખરી રીતે તેને પાછું મળી રહે છે અથવા મળવું જોઈએ. આજે તે હિંદની સરકાર પરદેશી છે એટલે આપણને સરકાર અથવા રાજા પ્રત્યે અણગમે થવા સંભવ છે. પરંતુ સુસંગઠિત અને સ્વતંત્ર દેશમાં તે રાજ્ય એટલે સમગ્ર પ્રજા. આ રીતે જમીનની પેદાશના બે ભાગની વાત તે આપણે પતાવી – એમને એક ભાગ રાજ્યને માટે છે અને બીજે ખેડૂત પાસે રહે છે. ત્રીજો ભાગ આપણે જોઈ ગયા કે, જમીનદાર અથવા તે આડતિયાને મળે છે. એ મેળવવાને હકદાર થવા માટે તે શું કરે છે? એ માટે તે કહેવા જેવું કશુંયે કામ કરતું નથી. ઉત્પાદનના કાર્યમાં કશીયે સહાય કર્યા વિના તે પેદાશનો મોટો હિસ્સો સાંથના રૂપમાં પડાવી જાય છે. આમ તે ગાડાના પાંચમા પૈડા જે છે–એની કશી જરૂર નથી એટલું જ નહિ પણ ઊલટો તે જમીન ઉપર બોજારૂપ છે. અને આ બિનજરૂરી બોજાને ભાર ખેડૂતને સૌથી વધારે સહે પડે છે – તેને પિતાની પેદાશમાંથી જમીનદારને ભાગ આપવો પડે છે. એટલા માટે ઘણા લેકે માને છે કે જમીનદાર અથવા તાલુકદાર એ સાવ બિનજરૂરી આડતિ છે અને જમીનદારી પદ્ધતિ ખરાબ છે તથા એ પ્રથા બદલવી જોઈએ કે જેથી આ આડતિ દૂર થાય. આજે મુખ્યત્વે કરીને બંગાળ, બિહાર અને સંયુક્તપ્રાંતિ એ હિંદના ત્રણ પ્રાંતમાં આ જમીનદારી પ્રદ્ધતિ ચાલુ છે. બીજા પ્રતેિમાં ખેતી કરનારા ખેડૂતો સામાન્ય રીતે પિતે જ રાજ્યને મહેસૂલ ભરે છે અને ત્યાં આગળ રાજ્ય અને તેમની વચ્ચે આડતિયે નથી. આ ખેડૂતને કેટલીક વાર માલિક-ખેડૂતે કહેવામાં આવે છે; પંજાબની પેઠે કેટલીક વાર તેમને જમીનદાર પણ કહેવામાં આવે છે, પરંતુ યુક્તપ્રત, બંગાળ અને બિહારના જમીનદારેથી તેઓ જુદા છે. આટલી લાંબી સમજૂતી આપ્યા પછી હું તેને કહેવા માગું છું કે, જેને વિષે આજે આપણે બહુ બહુ સાંભળીએ છીએ તે બંગાળ, બિહાર તથા યુક્તપ્રાતમાં ચાલતી જમીનદારી પદ્ધતિ એ હિંદને માટે સાવ નવી વસ્તુ છે. એ અંગ્રેજોએ ઊભી કરેલી વસ્તુ છે. તેમના આવ્યા પહેલાં એ પદ્ધતિ અહીંયાં નહોતી. Page #54 -------------------------------------------------------------------------- ________________ હિંદનાં ગામે, ખેડૂતો અને જમીનદારે ૨૧૫ પ્રાચીન સમયમાં અહીં એવા જમીનદારે કે આડતિયાઓ નહોતા. ખેડૂતે પોતે જ પોતાની નીપજનો અમુક ભાગ રાજ્યને આપતા હતા. કેટલીક વાર ગ્રામપંચાયત ગામના બધા ખેડૂતોની વતી એ કામ કરતી. અકબરના સમયમાં તેના નામીચા નાણામંત્રી રાજા ટોડરમલે બહુ કાળજીપૂર્વક જમીનની મંજણી કરાવી હતી. રાજ્ય અથવા સરકાર ખેડૂત પાસેથી તેની નીપજને ત્રીજો ભાગ લેતી અને તેની ઈચ્છામાં આવે તો એને બદલે ખેડૂત રોકડ નાણું પણ ભરી શકતે. એકંદરે જોતાં કરવેરા ભારે નહોતા અને તેમાં બહુ હળવેથી વધારે થતો. પરંતુ પછીથી મેગલ સામ્રાજ્ય પડી ભાંગ્યું. મધ્યસ્થ સરકાર નબળી પડી અને તે પિતાનું મહેસૂલ અથવા કરે સારી રીતે વસૂલ કરી શકી નહિ. એટલે પછી વસૂલાતની નવી રીત અસ્તિત્વમાં આવી. મહેસૂલ વસૂલ કરવા માટે પગારદાર અમલદારે નહિ પણ વસૂલાતને દશમે ભાગ પોતાને માટે રાખી શકે એવા એજટે અથવા આડતિયાઓ નીમવામાં આવ્યા. એમને મહેસૂલ ઉઘરાવનાર અથવા કદી કદી જમીનદાર અથવા તાલુકદાર કહેવામાં આવતા. પરંતુ એ લક્ષમાં રાખજે કે એ શબ્દોનો આજે જેવો અર્થ થાય છે તે તે વખતે થતું નહોતું. . મધ્યસ્થ સરકાર જેમ જેમ નબળી પડતી ગઈ તેમ તેમ એ પદ્ધતિ વધારે ને વધારે બગડતી ગઈ એ વસ્તુ એટલી હદ સુધી પહોંચી કે અમુક પ્રદેશમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે હરાજી બોલાવવામાં આવતી અને સૌથી ઊંચી માગણી કરનારને એ કામ સોંપવામાં આવતું. આનો અર્થ એ થયે કે જેને એ કામગીરી મળે તેને ગરીબ બીચારા ખેડૂત પાસેથી તે ચાહે એટલું પડાવવાની છૂટ હતી અને એ છૂટને તે પૂરેપૂરો લાભ ઉઠાવ. ધીમે ધીમે આ મહેસૂલ ઉઘરાવનારાઓ વંશપરંપરાગત થઈ ગયા અને સરકાર એટલી બધી દુર્બળ બની ગઈ હતી કે તે તેમને દૂર કરી શકે એમ નહોતું. વાસ્તવમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં પહેલવહેલે કહેવાતે કાયદેસરને અધિકાર મળ્યો તે મોગલ સમ્રાટ વતી ત્યાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાનો હતો. ૧૭૬૫ની સાલમાં કંપનીને “દીવાની” સત્તા સોંપવામાં આવી તેને અર્થ એ જ હતું. આમ કંપની એક રીતે દિલ્હીના મેગલ બાદશાહની દીવાન બની.. પરંતુ એ તે કેવળ કાલ્પનિક વસ્તુ હતી. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો બંગાળમાં સત્તાધારી થઈ પડ્યા અને ગરીબ બીચારા મેગલ સમ્રાટની ક્યાંયે કશી સત્તા રહી નહિ. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તેના અમલદારે અતિશય લેભી હતા. હું તને આગળ ઉપર કહી ગયો તેમ તેમણે બંગાળની તિજોરી તળિયાઝાટક કરી નાખી અને જ્યાં જ્યાં પૈસે તેમની નજરે પડ્યો ત્યાં ત્યાં તેમણે નિર્દયતાથી પિતાને હાથ માર્યો. બંગાળ અને બિહારને નિચોવીને તેમણે વધારેમાં વધારે Page #55 -------------------------------------------------------------------------- ________________ - ૭૨૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન મહેસૂલ કઢાવવાનો પ્રયાસ કર્યો. તેમણે નાના નાના મહેસૂલ ઉઘરાવનારાઓ ઊભા કર્યા અને તેમની પાસેથી લેવાનું મહેસૂલ તેમણે અનેકગણું વધારી મૂક્યું. જમીન મહેસૂલ થોડા જ વખતમાં બમણું થઈ ગયું અને તે નિર્દયતાપૂર્વક વસૂલ કરવામાં આવતું અને તે વખતસર ન ભરનારને કાઢી મૂકવામાં આવત. આ મહેસૂલ ઉઘરાવનારાઓ ખેડૂતે પ્રત્યે નિર્દતાથી વર્તતા, તેમને લૂંટતા, તેમની પાસેથી વધારેમાં વધારે મહેસૂલ કઢાવતા અને તેમને તેમની જમીન ઉપરથી કાઢી પણ મૂકતા. પ્લાસીના યુદ્ધ પછી ૧૨ વરસ અને દીવાની મળ્યા પછી ચાર વરસની અંદર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નીતિ તેમ જ વરસાદની અછતને કારણે બિહાર અને બંગાળમાં ભીષણ દુકાળ પડ્યો અને એને લીધે એ પ્રાંતની ત્રીજા ભાગની વસતી નાશ પામી. ૧૭૬૯-૭૦ના આ દુકાળ વિષે મેં મારા એક આગલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આમ છતાંયે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પૂરેપૂરું મહેસૂલ વસૂલ કર્યું. કંપનીના અમલદારોને તેમની અસાધારણ કાર્યદક્ષતા માટે ખાસ ઉલ્લેખ કરવો ઘટે છે. લાખોની સંખ્યામાં સ્ત્રી, પુરુષ અને બાળકે મરણ પામ્યાં છતાયે ઇંગ્લંડના તવંગર લોકોને મોટાં મેટાં ડિવિડન્ડે આપી શકાય એટલા ખાતર મુડદાંઓ પાસેથી પણ તેઓ પૈસા કઢાવી શક્યા. વીસ કે એથીયે વધારે વરસ સુધી આમ જ ચાલ્યા કર્યું અને દુકાળ પડવા છતાંયે ઇસ્ટ ઇન્ડિયા કંપની ખેડૂતો પાસેથી બળજબરીથી મહેસૂલ વસૂલ કરતી રહી. પરિણામે બંગાળને રસાળ પ્રાંત ખેદાનમેદાન થઈ ગયા. મોટા મોટા મહેસૂલ ઉઘરાવનારાઓ સુધ્ધાં ભિખારી બની ગયા. આ ઉપરથી આપણે કલ્પી શકીએ કે ગરીબ બીચારા ખેડૂતોની શી દશા થઈ હશે. પરિસ્થિતિ એટલી બધી બગડી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પણ ઊંઘ ઊડી અને એનું નિવારણ કરવાને તેણે પ્રયાસ કર્યો. તે સમયને બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ પિતે ઇંગ્લંડને માટે જમીનદાર હતા. તે હિંદમાં બ્રિટિશ પદ્ધતિ મુજબ જમીનદારો ઊભા કરવા માગતો હતો. કેટલાક સમયથી મહેસૂલ ઉઘરાવનારાઓ પણ પોતે જમીનદાર હેય એમ વર્તવા લાગ્યા હતા. તેમની સાથે સમજૂતી કરીને કર્નલિસે તેમને જમીનદાર તરીકે માન્ય રાખ્યા. પરિણામ એ આવ્યું કે હિંદમાં પહેલી જ વાર રાજ્ય અથવા સરકાર અને ખેડૂતે વચ્ચે આડતિયે ઊભું અને ખેડૂતો બિચારા કેવળ સાથિયા બની ગયા. અંગ્રેજે તે આ જમીનદારે જેડે જ વ્યવહાર રાખતા હતા. અને પિતાના સાથિયાઓ જોડે ચાહે તેમ વર્તવાની તેમને છૂટ હતી. જમીનદારના જુલમ અને લેલુપતામાંથી ઊગરવાને આ રંક ખેડૂત પાસે કોઈ પણ આ નહે. - બંગાળ તથા બિહારના જમીનદાર સાથે ર્નિલિસે ૧૭૯૩ની સાલમાં જે જમાબંધી નક્કી કરી તે “કાયમી જમાબંધી” કહેવાય છે. “જમાબંધી” Page #56 -------------------------------------------------------------------------- ________________ હિંદનાં ગામે, ખેડૂતો અને જમીનદારે ૭૩ ૭ એટલે જમીનદારે સરકારને ભરવાની ઠરાવેલી રકમ. બંગાળ તેમ જ બિહારમાં આ રકમ કાયમને માટે ઠરાવવામાં આવી હતી. એમાં કશા ફેરફારને માટે અવકાશ નહોતે. પછીથી વાયવ્ય તરફ અયોધ્યા અને આગ્રા સુધી બ્રિટિશ અમલ ફેલાય ત્યારે આ બાબતમાં બ્રિટિશ નીતિમાં ફેરફાર થયો. હવે તેમણે જમીનદારે સાથે બંગાળની જેમ કાયમી નહિ પણ કામચલાઉ અથવા હંગામી જમાબંધી કરી. અમુક સમય પછી – સામાન્ય રીતે ત્રીસ ત્રીસ વરસે– દરેક હંગામી જમાબંધીની તપાસ કરવામાં આવતી અને સરકારને ભરવાની જમીનમહેસૂલની ફરીથી આકારણી કરવામાં આવતી. સામાન્ય રીતે હરેક તપાસણી વખતે મહેસૂલમાં વધારો કરવામાં આવતું. દક્ષિણમાં મદ્રાસ અને તેની આસપાસના પ્રદેશમાં જમીનદારી પદ્ધતિ નહોતી. ત્યાં આગળ ખેડૂતે પોતે જમીનના માલિક હતા એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની જોડે સીધેસીધું મહેસુલ ઠરાવ્યું. પરંતુ ત્યાં આગળ તેમ જ બીજે બધે પણ તૃપ્ત ન થઈ શકે એવા લેભથી પ્રેરાઈને કંપનીના અધિકારીઓએ જમીન મહેસૂલની બહુ ભારે આકારણી કરી અને તે નિર્દયતાપૂર્વક વસૂલ કરવામાં આવતું. મહેસૂલ ન ભરાવાને કારણે ખેડૂતને તત્કાળ જમીન ઉપરથી હાંકી કાઢવામાં આવતા. પણ એ ગરીબ બીચારો ખેડૂત ક્યાં જઈ શકે એમ હતું ? જમીન ઉપર વધારે પડતું દબાણ હોવાને લીધે હમેશાં જમીનની બહુ ભારે માગ રહેતી. એવા કેટલાયે ભૂખે મરતા લોકો હતા જેઓ કોઈ પણ શરતે જમીન લેવાને આતુર હતા. લાંબા વખતથી હાડમારી વેઠી રહેલા ખેડૂતની યાતનાઓ અસહ્ય થઈ પડતી ત્યારે તેઓ પણ જીવ પર આવી જતા અને વારંવાર લડાઈ ઝઘડા તથા રમખાણો થવા પામતાં. . ૧૯મી સદીના વચગાળામાં બંગાળમાં બીજે જુલમ શરૂ થયું. ગળીને વેપાર કરવાને માટે કેટલાક અંગ્રેજો જમીનદાર બન્યા. તેમણે ગળીની ખેતી કરવા માટે પોતાના સાથિયાઓ જોડે બહુ આકરી શરતે કરી. તેમની ખેડાણની જમીનના અમુક ચોક્કસ ભાગમાં ગળીની ખેતી કરવાની તેમ જ અમુક નક્કી કરેલા ભાવથી તે પિતાના અંગ્રેજ જમીનદારે અથવા (ઑન્ટર્સ)નીલવરોને– તેઓ એ નામથી ઓળખાતા હતા – વેચવાની તેમને ફરજ પાડવામાં આવતી. આ પ્રથાને બગીચા પદ્ધતિ (ઑન્ટેશન સિસ્ટમ) કહેવામાં આવે છે. ખેડૂતો ઉપર લાદવામાં આવેલી શરત એટલી બધી આકરી હતી કે તે પૂરી કરવી એ તેમને માટે મુશ્કેલ હતું. વળી અંગ્રેજ સરકાર નીલવરોની મદદે આવી અને ખાસ કાયદા કરીને ખેડૂતોને તેમાંની શરતે અનુસાર ગળીની ખેતી કરવાની ફરજ પાડી. આ કાયદાઓ તથા તેમાં ઠરાવેલી શિક્ષાને પરિણામે નીલવરોના એ સાથિયા ખેડૂતની દશા કેટલેક અંશે નીલવરના દાસ અથવા તો ગુલામેના જેવી થઈ ગઈ ગળીનાં કારખાનાંના એજ ટે અથવા આડતિયાએ Page #57 -------------------------------------------------------------------------- ________________ XC જગતના ઇતિહાસનું' રેખાદર્શન EX તેમને સતાવતા અને તેમના ઉપર જુલમ ગુજારતા; કેમકે એ અંગ્રેજ અથવા તે હિંદી આડતિયાએ તેમને કાયદાનું રક્ષણ મળી રહેશે એ બાબતમાં બિલકુલ નિશ્ચિંત હતા. ઘણી વાર ગળીના ભાવે બેસી જતા. એવા સ ંજોગામાં ગળી સિવાય ડાંગર વગેરે ખજો કાઈ પાક કરવા એ ખેડૂતો માટે વધારે ફાયદાકારક હતું, પરંતુ તેમને તેમ કરવાની છૂટ નહેતી. ખેડૂતોને બહુ ભારે હાડમારી અને યાતનાઓ વેઠવી પડતી હતી અને આખરે તે અસહ્ય થવાથી તેઓ વ પર આવી ગયા. ખેડૂતોએ નીલવરોની સામે ખંડ કર્યું અને ગળાનું એક કારખાનું લૂંટી લીધું. પરંતુ તેમને કચરી નાખીને ફરી પાછા વશ કરી દેવામાં આવ્યા. આ પત્રમાં ૧૯મી સદી દરમ્યાન ખેડૂતાની થયેલી દુર્દશાના મેં તને ક ંઈક લંબાણુથી ચિતાર આપવાના પ્રયત્ન કર્યાં છે. હિંદના ખેડૂતની સ્થિતિ દિનપ્રતિદિન કેવી રીતે ખગડતી ગઈ તથા મહેસૂલ ઉધરાવનાર, જમીનદાર, વાણિયા, બગીચાવાળા, તેને આતિયા અને સીધી રીતે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે કામ લેનાર સૌથી મેટ વાણિયા બ્રિટિશ સરકાર વગેરે તેના સંસĆમાં આવનાર દરેકે તેનું કેવી રીતે શાષણ કર્યું... એ સમજાવવાને મેં પ્રયાસ કર્યાં છે. કેમકે, આ બધા શોષણના પાયામાં અંગ્રેજોએ હિંદમાં ઇરાદાપૂર્વક અખત્યાર કરેલી નીતિ રહેલી હતી. ગૃહઉદ્યોગ નાશ પામ્યા અને તેની જગ્યાએ ખીજા ઉદ્યોગો શરૂ કરવાનો કશો પ્રયાસ કરવામાં ન આવ્યેા; એથી એકાર બનેલા કારીગરે ગામડાંઓ તરફ હડસેલાઈ ગયા અને તેને લીધે જમીન ઉપરનું દબાણુ વધી જવા પામ્યું; જમીનદારી પ્રથા તથા બગીચા પતિ દાખલ થઈ; જમીન મહેસૂલ અતિશય વધારી દેવામાં આવ્યું, પરિણામે જમીનની સાંથ બેહદ વધી ગઈ અને તેની નિર્દયતાપૂર્વક વસૂલાત કરવાંમાં આવી; ખેડૂતને વ્યાજખાઉ વાણિયા શાહુકારને આશરે જવાની ફરજ પડી અને તેની પોલાદી પકડમાંથી તે કદી છૂટવા પામ્યા નહિ; મહેસૂલ ન ભરાવાને કારણે અસંખ્ય લાકા પાસેથી તેમની જમીનને કબજો લઈ લેવામાં આવ્યે; આ ઉપરાંત પોલીસ, મહેસૂલ વસૂલ કરનાર જમીનદારના આડતિયા તથા કારખાનાંના આડતિયાની નિરંતર સતામણી અને જુલમ થવા લાગ્યો. આ બધી વસ્તુઓએ મળીને ખેડૂતાનું હીર, પ્રાણ તથા તેમના આત્માને હણ્યા. આ બધામાંથી અનિવાર્ય પણે કારમી વિપત અને ભીષણ આપત્તિ સિવાય બીજું શું નીપજી શકે ? ઉપરાઉપરી ભીષણ દુકાળ પડવા અને તેમણે લાખ્ખા લૉકાના જાન લીધા. પરંતુ અજબ વાત તે એ છે કે ખોરાકની અછત હતી અને એથી કરીને લેકે ભૂખે મરતા હતા તે વખતે ધઉં અને ખીજા' ખાદ્ય ધાન્ય ધનિક વેપારીઓના નફાને ખાતર પરદેશ રવાના કરવામાં આવતાં હતાં. પરંતુ Page #58 -------------------------------------------------------------------------- ________________ હિંદનાં ગામા, ખેડૂતા અને જમીનદારે ७२५ અનાજની તંગી એ ખરી આફ્ત નહોતી, કેમકે રેલવે દ્વારા દેશના ખીજા સાગામાંથી ખાદ્ય પદાર્થોં આણી શકાય એમ હતું. ખરુ દુ:ખ તો એ હતું કે તે ખરીદવાનાં નાણાં લેકા પાસે નહોતાં. ૧૮૬૧ની સાલમાં ઉત્તર હિંદમાં અને ખાસ કરીને આપણા પ્રાંતમાં ભારે દુકાળ પડયો હતા અને એમ કહેવાય છે કે, દુકાળપીડિત પ્રદેશની સાડાઆઠ ટકા કરતાંયે વધારે વસતીના એને લીધે નાશ થયા હતા. પંદર વરસ બાદ ૧૮૭૬ની સાલમાં ઉત્તર, મધ્ય તેમ જ દક્ષિણ હિંદમાં લાગલાગટ એ વરસ સુધી દુકાળ પડયો. એ વખતે પણ ફરીથી યુક્તપ્રાંતાને તેમ જ મધ્યહિંદ અને પંજાબના અમુક ભાગને સૌથી વધારે નેવું પડયું. એમાં લગભગ એક કરાડ જેટલાં માણસા મરણુ પામ્યાં ! વીસ વરસ પછી ૧૮૯૬ની સાલમાં લગભગ એ જ હતભાગી પ્રદેશમાં હિંદમાં પહેલાં કદી ન પડેલા એવા ભયંકર ખીજો દુકાળ પડચો. આ ભીષણ આપત્તિએ ઉત્તર તેમ જ મધ્ય હિંદના હાલહવાલ કરી નાખ્યા અને ત્યાંના લોકાને ધૂળ ભેગા કરી દીધા. ૧૯૦૦ની સાલમાં વળી ખીજો એક દુકાળ પડ્યો. એક નાના સરખા પૅરામાં ૪૦ વરસના ગાળામાં પડેલા ચાર ભાણુ દુકાળાની મેં તને વાત કરી. એ દુકાળાની કારમી કથનીમાં રહેલી ભયંકર યાતના, હાડમારીઓ તથા ભીષણતા હું તને કહી શકું એમ નથી . તેમ જ તને એના પૂરેપૂરો ખ્યાલ આવી શકે એમ નથી. સાચે જ, એ યાતના અને હાડમારીઓના તને પૂરેપૂરો ખ્યાલ આવે એમ હું નથી ચહાતો, કેમકે એના સાચા ખ્યાલ આવતાં ભારે ક્રોધ અને કડવાશ પેદા થવા પામે છે અને તારી આજની ઉમરે તારામાં કડવાશ પેદા થાય એમ હું નથી ચહાતા. યુદ્ધમાં ધાયલ થયેલાઓની સેવા-શુશ્રુષા માટે પહેલવહેલા સુવ્યવસ્થિત પ્રબંધ કરનાર લોરેન્સ નાઈટિ ંગેલ નામની વીર અંગ્રેજ મહિલા વિષે તે સાંભળ્યું જ છે. છેક ૧૮૭૮ની સાલમાં તેણે લખ્યું હતું કે, ‘ પૂર્વના દેશમાં, ના,ના, ઘણું કરીને આખી દુનિયામાં, સૌથી કરુણ અને દુઃખદ દૃશ્ય જો કાઈ હોય તો તે આપણા પૂના સામ્રાજ્યના ખેડૂતનું છે.’ એણે, ‘આપણા કાયદાઓનાં પરિણામેા ’ના ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, તેમણે ‘ જ્યાં આગળ, જેને દુકાળ કહી શકાય એવી વસ્તુની હસ્તી જ નથી એવા દુનિયાના સૌથી વધારે રસાળ દેશના ઘણા ભાગેામાં પીસી નાખનારી ગરીબાઈ અને કાયમી ભૂખમરો ’પેદા કર્યાં છે. હા, સાચે જ, આપણા ખેડૂતોની ઊંડી ઊતરી ગયેલી, આશાશૂન્ય અને ધવાયેલી હેાય એવી લાગતી આંખાના કરતાં વધારે કરુણ અને દુઃખદ દૃશ્ય ખીજું ભાગ્યે જ હશે. આપણા ખેડૂતવર્ગ આ બધાં વરસા દરમ્યાન ફ્રુટલે ભારે ખાજો વહ્યો છે! અને આપણે એ ન ભૂલવું જોઈએ કે કઈક સારી હાલતમાં છીએ એવાં આપણે પણ એ ખેાજાના ભાગરૂપ છીએ. વિદેશી શું કે ज-४ Page #59 -------------------------------------------------------------------------- ________________ ७२९ જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંદી શું, આપણે સૌ લાંબા કાળથી યાતના વેઠતા આવેલા કિસાનને ચૂસવાની કાશિશ કરતાં આવ્યાં છીએ તથા તેની પીઠ પર બેઠાં રહ્યાં છીએ. પછી એમની પીડ઼ ભાંગી જાય એમાં શી નવાઈ ! પરંતુ, લાંબા વખત પછી આખરે, તેને માટે આશાનું એક કિરણ ફૂટયું તથા તેના સારા દિવસે આવવાનાં અને તેને ખાજો હળવા થવાનાં સુચિહ્નો દેખાવા લાગ્યાં. એક નાનકડા માનવી આવ્યા અને તેણે તેની આંખામાં સાંસરી દિષ્ટ કરી તેના ચીમળાઈ ગયેલા હૃદયના ઊંડાણમાં પ્રવેશ કર્યાં અને લાંબા કાળની તેની વેદના પિછાની. અને તેની નજરમાં જાદુ હતા, તેના સ્પર્શીમાં જીવનદાયી અગ્નિ હતા, તેના અવાજમાં હમદર્દી હતી અને તેના હૃદયમાં અપાર કરુણા તથા અગાધ પ્રેમ ભરેલાં હતાં અને શહીદની આમરણ નિષ્ઠા હતાં. ખેડૂતો, મજૂરા તથા ખીજા દલિત લેાકેાએ તેનાં દર્શન કર્યાં અને તેના એલ સાંભળ્યા; તેમનાં મૃતપ્રાય હૃદયે ચેતનવંતાં થયાં અને મહર્ષ અનુભવવા લાગ્યાં તથા તેમનામાં અજબ પ્રકારની આશાને ઉદય થયા અને આનંદમાં આવી જઈ ને તે પાકારી ઊઠયા મહાત્મા ગાંધીની જય' તથા વિપત અને દુઃખની ઘાટીમાંથી નીકળવાને તેઓ તત્પર થઈ ગયા. પરંતુ લાંબા વખતથી તેમને પીસી રહેલી ચક્કી તેમને સહેલાઈથી બહાર નીકળવા દે એમ નહતું. તે ક્રીથી ગતિમાન થઈ અને એમને કચરી નાખવા માટે તેણે નવાં હથિયારે સરજ્યાં, નવા કાયદાઓ તથા નવા ઑર્ડિનન્સા યેાજ્યા તથા તેમને જકડવા માટે નવી જંજીરો તૈયાર કરી. અને પછી ? એને મારા આ બ્યાન કે ઇતિહાસમાં સમાવેશ થતા નથી. એ તે આવતી કાલની વાતનેા વિષય છે અને આવતી કાલ જ્યારે આજ “નશે ત્યારે આપણને એની જાણ થશે. એ વિષે કાઈ ને પણ શંકા છે ખરી? " - ૧૧૨. હિંદ પર અગ્રેજોનું શાસન ૫ ડિસેમ્બર, ૧૯૩૨ ૧૯મી સદીના હિંદુ વિષે મેં તને ત્રણ લાંબા પત્ર લખ્યા છે. દી વેદનાની એ બહુ લાંબી કથા છે, અને જો એને હું વધારે પડતી ટૂંકાવી નાખુ તો મને ભય છે કે એ સમજવી તારે માટે મુશ્કેલ થઈ પડે. મને લાગે છે કે, ખીજા દેશો અથવા તા ખીજા યુગો ઉપર મેં જેટલું લક્ષ આપ્યું છે તેના કરતાં વિશેષ લક્ષ હિંદના ઈતિહાસના આ યુગ ઉપર હું આપી રહ્યો છું. હું પતે હિંદી હોવાથી હિંદના ઇતિહાસમાં મને વિશેષ રસ છે; અને એને વિષે હું વધારે જાણતા હોવાથી હું વધારે વિસ્તારથી લખી શકું છું. આ ઉપરાંત, કેવળ અતિહાસિક રસ ઉપરાંત હિંદના એ સમયનું આપણે માટે વધારે મહત્ત્વ Page #60 -------------------------------------------------------------------------- ________________ હિંદ પર અંગ્રેજોનું શાસન ૭ર૭ છે. આજે આપણું જોવામાં આવે છે તે આધુનિક હિંદનું સર્જને ૧૯મી સદીના આ વિષમ કસોટીના કાળ દરમ્યાન થયું હતું. જે આપણે આજના હિંદને સમજવું હોય તે એને ઘડનારાં તથા એની પ્રગતિ રૂંધનારાં બળને આપણે કંઈક પરિચય કરવો જોઈએ. તે જ આપણે એની બુદ્ધિપૂર્વક સેવા કરી શકીએ તથા આપણે શું કરવું જોઈએ અને કો માર્ગ ગ્રહણ કરવો જોઈએ એ જાણી શકીએ. હિંદના ઈતિહાસનું ધ્યાન મેં હજી પૂરું નથી કર્યું. એ વિષે મારે તને હજી ઘણું કહેવાનું છે. આ પત્રોમાં હું એનું એક યા વધારે અંગ લઉં છું અને એને વિષે તને કંઈક કહું છું. તને એ સમજવું સુગમ થઈ પડે એટલા ખાતર હું એ દરેક અંગનું અલગ અલગ ખ્યાન કરું છું. પરંતુ તે જોશે કે જેને વિષે હું તને કહી ગયે છું અને જેનું હું આ પત્રમાં તથા એ પછી નિરૂપણ કરવાને છું તે બધી પ્રવૃત્તિઓ અને ફેરફાર લગભગ એક વખતે થવા પામ્યાં હતાં તથા તેમણે એકબીજા ઉપર અસર કરી હતી અને એ રીતે તેમણે ૧૯મી સદીના હિંદનું સર્જન કર્યું હતું. હિંદમાંના અંગ્રેજોનાં આ કૃત્ય અને કરતૂકે વિષે વાંચતાં તથા તેમણે અખત્યાર કરેલી નીતિ અને તેને પરિણામે દેશભરમાં વ્યાપેલી ભારે હાડમારી અને વિપતે જાણીને તું ક્રોધે ભરાશે. પરંતુ એ બધું બનવા પામ્યું એમાં દેષ કોને હવે વાર ? એ બધું આપણી નબળાઈઓ અને અજ્ઞાનને આભારી નહતું કે? નબળાઈ અને બેવકૂફી હમેશાં આપખુદીને નોતરે છે. આપણી માંહોમાંહેની ફાટફૂટનો લાભ અંગ્રેજો ઉઠાવી શકે એમાં આપણે અંદર અંદર લડાઈટો કરનારાઓનો દેષ છે. જુદા જુદા પક્ષોના સ્વાર્થને લાભ ઉઠાવી, આપણામાં ફાટફૂટ પાડી જે તેઓ આપણને કમજોર બનાવી શકે તે આપણે તેમને એમ કરવા દઈએ છીએ એ વસ્તુ જ અંગ્રેજે આપણા કરતાં ચડિયાતા છે એની નિશાની છે. એટલે જો તારે ગુસ્સો કરવો જ હોય તે આપણું નબળાઈએ, આપણું અજ્ઞાન અને આપણું માંહોમાંહેના ઝઘડા ઉપર ગુસ્સો કરે જોઈએ; કેમકે એ જ વસ્તુઓ આપણી દુર્દશા અને આપણું સંકટ માટે જવાબદાર છે. આપણે અંગ્રેજોના જુલમી શાસનની વાત કરીએ છીએ. પરંતુ આખરે એ જુલમ કેણ કરે છે? એને ફાયદો કોણ ઉઠાવે છે ? સમગ્ર બ્રિટિશ પ્રજા એને લાભ ઉઠાવતી નથી. કેમકે લાખ્ખો અંગ્રેજો પિતે પણ દુઃખી અને પીડિત છે. વળી બ્રિટિશરોના હિંદના શોષણમાંથી કેટલાક હિંદીઓએ પણ થે લાભ મેળવ્યું છે એમાં શક નથી. તે પછી આપણે એની સીમા કયાં આગળ બાંધીએ? એને માટે વ્યક્તિઓ નહિ પણ પ્રથા અથવા પદ્ધતિ જવાબદાર છે. હિંદની અગણિત જનતાને શેષતા અને પીસી રહેલા એક Page #61 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન જબરદસ્ત તંત્રની નીચે આપણે રહેતા આવ્યા છીએ. આ તંત્ર તે ઔદ્યોગિક મૂડીવાદમાંથી ઉદ્ભવેલા નવા સામ્રાજ્યવાદનું તંત્ર. આ શોષણનો નફે પ્રધાનપણે ઇંગ્લંડ જાય છે; પરંતુ ઇંગ્લંડમાં તેને માટે ભાગ માત્ર અમુક વર્ગોનાં જ ગજવામાં જાય છે. એ શેષણના નફાને ચેડે ભાગ હિંદમાં પણ રહે છે અને અહીંના કેટલાક વર્ગોને તેને લાભ મળે છે. એટલા માટે અમુક વ્યક્તિ ઉપર અથવા તે આખી અંગ્રેજ પ્રજા ઉપર આપણે ક્રોધ કરીએ એ મૂર્ખાઈભરેલું છે. જે કઈ પદ્ધતિ ખરાબ હોય અને તેથી આપણને નુકસાન થતું હોય તે આપણે તેને બદલવી જોઈએ. અમુક પદ્ધતિના ચાલકે કોણ છે એનું ઝાઝું મહત્ત્વ નથી; કેમકે, ખરાબ પદ્ધતિ નીચે સારા લેકે પણ નિરૂપાય બની જાય છે. એમ કરવા માટે આપણે ગમે એટલાં આતુર હોઈએ અને ભલેને આપણે એને ગમે એટલી સારી રીતે પકાવીએ પણ પથરા અને માટીને આપણે કેમે કરીને સારા ખોરાકમાં ફેરવી શકીએ નહિ. મને લાગે છે કે, મૂડીવાદ અને સામ્રાજ્યવાદની બાબતમાં પણ એમ જ છે. એમાં સુધારો કરી શકાતું નથી. તેમને સંપૂર્ણપણે નાબૂદ કરવાં એ જ એમને સુધારવાને સારો ઉપાય છે. પણ એ તો મારે અભિપ્રાય છે. કેટલાક લેકે એ અભિપ્રાયથી જુદા પડે છે. તારે કોઈ પણ વસ્તુ વગર વિચારે માની લેવી નહિ; સમય આવ્યે તું તારા પિતાના નિર્ણયે બાંધી શકીશ. પરંતુ એક બાબતમાં તે ઘણાખરા લેકે સંમત થાય છે અને તે એ છે કે, દોષ તે પદ્ધતિમાં રહેલું હોય છે અને એને માટે વ્યક્તિઓ ઉપર રોષ કરે એ મિથ્યા છે. આપણે ફેરફાર કરવા ચહાતા હોઈએ તે પદ્ધતિ ઉપર આપણે હુમલે કરે જોઈએ અને તેને બદલવી જોઈએ. એ પદ્ધતિની માઠી અસર આપણે હિંદમાં જોઈ ગયાં. જ્યારે આપણે મિસર અને ચીન તથા ઇતર દેશનો વિચાર કરીશું ત્યારે એ જ પદ્ધતિ, મૂડીવાદી સામ્રાજ્યવાદનું એ જ તંત્ર કાર્ય કરી રહેલું અને બીજી પ્રજાઓને ચૂસતું આપણું જોવામાં આવશે. હવે આપણે આપણી મૂળ વાત ઉપર આવીશું. અંગ્રેજો અહીં આવ્યા ત્યારે હિંદના ગૃહઉદ્યોગે ભારે વિકાસ પામેલી દશામાં અને આબાદ હતા એ હું તને કહી ગયે . ઉત્પાદનની પદ્ધતિમાં સ્વાભાવિક પ્રગતિ થતાં, અને બહારની કશી પણ દખલ વિના હિંદમાં વહેમોડે યંત્રોદ્યોગ દાખલ થયે હેત. આપણા દેશમાં લેઢે તેમ જ કોલસે હતું અને આપણે આગળ જોઈ ગયાં કે ઈગ્લેંડમાં આ જ વસ્તુઓએ નવા ઉદ્યોગવાદની ખિલવણીમાં ભારે મદદ કરી એટલું જ નહિ, પણ એને આરંભ કરવામાં પણ કંઈક અંશે ફાળે આપે. આખરે, હિંદમાં પણ આમ જ બનવા પામ્યું હતું. એટલું ખરું કે " રાજકીય અંધેરને કારણે એમ થતાં કદાચ છેડે વિલંબ થાત. પરંતુ દરમ્યાન Page #62 -------------------------------------------------------------------------- ________________ હિંદ પર અંગ્રેજોનું શાસન ७२८ અંગ્રેજો વચ્ચે આવ્યા. જ્યાં આગળ ઉત્પાદનની જૂની વ્યવસ્થા બદલાઈને પ્રચંડ યંત્રો દ્વારા ઉત્પાદન કરવાની નવી પદ્ધતિ દાખલ થઈ ચૂકી હતી એવા દેશ અને પ્રજાના તેઓ પ્રતિનિધિ હતા. એથી કરીને, કોઈને કદાચ એમ લાગે કે, હિંદમાં પણ તેમણે આવા પ્રકારના ફેરફારની તરફેણ કરી હશે તથા હિંદને જે વર્ગ આવા પ્રકારનું પરિવર્તન કરી શકે એમ હતું તેને તેમણે ઉત્તેજન આપ્યું હશે. પરંતુ તેમણે આવું કશું જ કર્યું નહિ. તેમણે તે એથી ઊલટું જ કર્યું. હિંદ સાથે એક સંભવિત હરીફના જેવો વર્તાવ રાખીને તેમણે તેના ઉદ્યોગોનો નાશ કર્યો તથા યંત્રોદ્યોગના વિકાસને રૂં. આમ, આપણને હિંદમાં વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. તે સમયે યુરોપમાં સૌથી આગળ પડતા અંગ્રેજ લેક હિંદમાં ત્યાંના સૌથી પછાત અને સ્થિતિચુસ્ત લેકે જોડે મૈત્રી બાંધે છે. તેઓ મરવા પડેલા ફયુડલ વર્ગને ટેકે આપી ટકાવી રાખે છે, નવા જમીનદારે ઊભા કરે છે, તથા હિંદના સેંકડો પરાધીન રાજાઓને તેમની અર્ધ-ફ્યુડલ રાજ્યઅમલમાં ટકે આપે છે. ખરેખાત, તેમણે હિંદમાં ફયૂડલ વ્યવસ્થાને મજબૂત કરી. આ જ અંગ્રેજોએ યુરોપમાં તેમની પાર્લામેન્ટને સત્તાધીશ બનાવનાર મધ્યવર્ગની અથવા તે ભદ્રલોક (બૂઝવા)ની ક્રાંતિ કરવામાં પહેલ કરી હતી. વળી દુનિયામાં ઔદ્યોગિક મૂડીવાદ શરૂ કરનાર ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં પણ તેઓ પહેલ, કરનારા હતા. આ બાબતમાં તેમણે પહેલ કરી હોવાથી જ તેઓ તેમના પ્રતિસ્પધીઓથી ઘણા આગળ નીકળી ગયા અને તેમણે વિસ્તૃત સામ્રાજ્ય જમાવ્યું. અંગ્રેજો હિંદમાં આમ શાથી વલ્ય એ સમજવું બહુ મુશ્કેલ નથી. મૂડીવાદના પાયામાં જીવલેણ હરીફાઈ અને શેષણ રહેલાં છે અને સામ્રાજ્યવાદ એ એનું વધારે વિકસેલું સ્વરૂપ છે. એટલે, શક્તિશાળી હોવાને કારણે અંગ્રેજોએ જેઓ ખરેખર તેમના હરીફે હતા તેમને મારી હઠાવ્યા અને બીજાઓને હરીફ થતાં ઈરાદાપૂર્વક આગળથી જ અટકાવ્યા. આમજનતા સાથે તેઓ મૈત્રી કરી શકે એમ નહતું, કેમકે, તેમનું શોષણ કરવું એ જ હિંદમાં આવવાને તેમને પ્રધાન હેતુ હતે. શેષણ કરનારાઓ અને શોષાતા લોકોનાં હિત કદી પણ સમાન હોઈ શકતાં નથી. એટલે અંગ્રેજોએ હિંદમાં હજી પણ ટકી રહેલા યૂડલ વ્યવસ્થાના અવશેષોનો આશરે લીધે. અંગ્રેજો આવ્યા ત્યારે પણ એમનામાં લેશમાત્ર સાચું બળ રહ્યું નહોતું, પરંતુ અંગ્રેજો તરફથી તેમને ટેકે મળી ગયો તથા દેશના શેષણમાંથી પણ તેમને શેડો હિસ્સ આપવામાં આવ્યો. જેને સમય વીતી ગયા હોય એવા વર્ગોને બહારના ટેકાથી થોડા સમય પૂરતી જ રાહત મળી શકે. એ ટેકે જતો રહેતાં તેનું કાં તે પતન થાય અથવા તે નવી પરિસ્થિતિને તે અનુકુળ થઈ જાય. અંગ્રેજોની મહેરબાની ઉપર જીવતાં Page #63 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આજે નાનાં મોટાં લગભગ ૭૦૦ હિંદી દેશી રાજ્યો છે. હૈદરાબાદ, કાશ્મીર, મૈસૂર, વડોદરા, ગ્વાલિયર વગેરે એમનાં મોટાં દેશી રાજ્ય વિષે તે તું કંઈક જાણે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, જેમ મેટા ભાગના જમીનદાર પ્રાચીન પરંપરામાંથી ઊતરી આવેલા નથી તે જ પ્રમાણે ઘણાખરા હિંદી રાજાઓ પણ જૂના ફયૂડલ ઉમરાવ વર્ગમાંથી ઊતરી આવેલા નથી. હા, સૂર્યવંશી રજપૂતાને અગ્રણી ઉદેપુરને મહારાણે એક એવો રાજા છે ખરે જે પોતાને રાજવંશ પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થયેલ છે એમ કહી શકે. જાપાનને મિકાડે એ જ એક આ બાબતમાં તેની હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ છે. અંગ્રેજોએ ધાર્મિક સ્થિતિચુસ્તતાને પણ ઉત્તેજન આપ્યું. આ વસ્તુ પણ વિચિત્ર લાગે છે, કેમકે અંગ્રેજે તે ખ્રિસ્તી ધર્મ પાળવાનો દાવો કરતા હતા અને છતાં તેમના આગમનથી હિંદુ ધર્મ તેમજ ઈસ્લામ વધારે જડ બન્યા. કંઈક અંશે આ પ્રતિક્રિયા સ્વાભાવિક હતી; કેમકે પરદેશી આક્રમણ દેશના ધર્મ તથા સંસ્કૃતિને પિર્તિની રક્ષાને ખાતર જડતા ધારણ કરવાને પ્રેરે છે. મુસલમાનોના આક્રમણ પછી આ જ રીતે હિંદુ ધર્મ જડ બન્યો હતો અને જુદી જુદી જ્ઞાતિઓ ઊભી થઈ હતી. હવે હિંદુ ધર્મ તેમ જ ઈસ્લામ બંને ઉપર એ જ જાતની અસર થઈ. પરંતુ આ ઉપરાંત અંગ્રેજ સરકારે કેટલીક વાર ઈરાદાપૂર્વક અને કેઈક વખત અજાણપણે એ બંને ધર્મનાં સ્થિતિચુસ્ત તને સક્રિય ઉત્તેજન આપ્યું છે. અંગ્રેજોને ધર્મની બાબતમાં કે ધર્મ પરિવર્તન કરાવવામાં કશે રસ નહોત; તેમને તે કેવળ પૈસા કમાવા હતા. ધાર્મિક બાબતમાં જરા પણ દખલ કરતાં તેઓ ડરતા કેમકે એમ કરવાથી લેકે ક્રોધે ભરાઈને રખેને તેમની સામા ઊઠે એવી તેમને ભીતિ હતી. એટલે, દખલગીરીની શંકા સરખી પણ ટાળવાને ખાતર તેઓ દેશના ધર્મનું અથવા ખરું કહીએ તે ધર્મના બાહ્ય સ્વરૂપનું રક્ષણ કરવાની હદ સુધી પણ ગયા. એનું પરિણામ એ આવ્યું કે બહારનું ખોખું કાયમ રહ્યું પણ તેના અંદરના ભાગમાં કશુંયે ન રહ્યું. સ્થિતિચુસ્ત અથવા તે સનાતની લેકે રખેને છંછેડાય એ બીકે સરકારે સુધારકાની વિરુદ્ધ તેમને પક્ષ લીધો. આ રીતે સુધારાના ધ્યેયની પ્રગતિ થતી અટકી. વિદેશી સરકાર ભાગ્યે જ સામાજિક સુધારા દાખલ કરી શકે છે; કેમકે તે કંઈ પણ ફેરફાર દાખલ કરવા ચાહે તેને લેકે વિરોધ કરે છે. હિંદુ ધર્મ તથા હિંદુ કાયદામાં કેટલીક બાબતમાં સમયાનુકૂલ પરિવર્તન થતું રહેતું અને એ બંનેની ઉત્તરોત્તર પ્રગતિ થયા કરતી હતી; જોકે પાછળની સદીઓમાં એ પ્રગતિ અતિશય મંદ પડી ગઈ હતી. હિંદુ કાયદે એ તે પ્રધાનપણે રૂઢિ છે; અને રૂઢિ તે હમેશાં બદલાતી રહે છે તથા તેનો વિકાસ થયાં કરે છે. બ્રિટિશ અમલ દરમ્યાન સમયાનુકૂલ વિકાસ સાધવાને હિંદુ કાયદાનો આ ગુણ નષ્ટ છે અને દેશના સૌથી વધારે સ્થિતિચુસ્ત લેકની સલાહથી ઘડવામાં આવેલા Page #64 -------------------------------------------------------------------------- ________________ હિદ પર અગ્રેજોનું શાસન ૭૩૧ જડ કાયદાએ તેનું સ્થાન લીધુંઃ આ રીતે હિંદું રામાજની મંદ પડેલી પ્રગતિ પણ અટકી ગઈ. મુસલમાનેએ તે! વળી નવી પરિસ્થિતિ પ્રત્યે વિશેષ રાષ વ્યકત કર્યાં અને પોતાની આસપાસ જડ કવચ રચીને તેમાં તેમણે આશરેા લીધે. સતી થવાને રિવાજ બંધ કરવા માટે અંગ્રેજો ભારે શ્રેય લે છે. એને માટે તેમને થે ું શ્રેય ધટે છે ખરું, પરંતુ ખરી રીતે તે રાજા રામમેાહન રાયની આગેવાની નીચે હિંદુ સુધારકાની એની સામેની ધણાં વરસેની ચળવળ પછી સરકારે એ બાબતમાં પગલું લીધું હતું. એ પહેલાં બીજા રાજકર્તાઓએ અને ખાસ કરીને મરાઠાઓએ એની મના કરી હતી. ગાવામાં પોર્ટુગીઝ શાસક આલ્બુકર્ક એ રિવાજ બંધ કર્યાં હતા. હિંદીઓની ચળવળ અને ખ્રિસ્તી મિશનરીઓની ચળવળને પરિણામે અંગ્રેજોએ એ પ્રથા બંધ કરી હતી. મારી સમજ પ્રમાણે તે, ધાર્મિક મહત્ત્વના માત્ર એટલે એક સુધારો અંગ્રેજ સરકારે કર્યો છે. એટલે અંગ્રેજોએ આ દેશનાં પછાત અને સ્થિતિચુસ્ત તત્ત્વા સાથે મૈત્રી કરી તથા હિંદને પેાતાના દેશ માટે કાચા માલ ઉત્પન્ન કરનાર દેવળ ખેતીપ્રધાન દેશ બનાવવાના હરેક પ્રયાસ કર્યાં. હિંદમાં કારખાનાં ઊભાં થાય તે રોકવા માટે તેમણે દેશમાં આવતાં યંત્રે તથા તેની સામગ્રી ઉપર જકાત નાખી. ખીજા દેશો તે પોતપોતાના ઉદ્યોગોને ઉત્તેજન આપી રહ્યા હતા. આપણે આગળ ઉપર જોઈશું કે જાપાન તેા ઉદ્યોગીકરણની બાબતમાં કૂદકે ને ભૂસકે આગળ વધ્યું. પરંતુ હિંદમાં તે અંગ્રેજ સરકારે એવા પ્રયાસે દબાવી દીધા. યંત્રા તથા તેની સાધનસામગ્રી ઉપર જકાત નાખવાને કારણે, અહીં મજૂરી ત્યાંના કરતાં સાંઘી હોવા છતાંયે હિંદમાં કારખાનું બાંધવાના ખરચ ઇંગ્લેંડ કરતાં ચાર ગણા થતા. આ જકાત છેક ૧૮૬૦ની સાલમાં બંધ કરવામાં આવી. પ્રગતિના માર્ગમાં બાધા નાખવાની આ નીતિ કેાઈ પણ વસ્તુની ખિલવણીમાં માત્ર વિલંબ કરી શકે એમ હતું; ધટનાઓની અનિવાય આગેકૂચને તે રોકી શકે એમ નહેતું. ૧૯મી સદીના વચગાળાના સમયથી હિંદમાં યત્રાદ્યોગને આરંભ થવા લાગ્યો. બંગાળમાં બ્રિટિશ મૂડીથી શણના ઉદ્યોગ શરૂ થયા. રેલવેના આગમને Àાદ્યોગની ખિલવણીમાં મદદ કરી અને ૧૮૮૦ની સાલ પછી હિંદુની મૂડીથી મુંબઈ તથા અમદાવાદમાં સૂતરની મિલે શરૂ થઈ. પછીથી ખાણના ઉદ્યોગ શરૂ થયા. સૂતરની મિલા બાદ કરતાં આ મદ ઉદ્યોગીકરણ મુખ્યત્વે કરીને પરદેશી મૂડીથી થયું. અને આ બધું સરકારની ઉપરવટ જઈને થવા પામ્યું હતું. સરકાર તા ‘લેઝે ફૅર'ની નીતિની એટલે કે, દરેક વસ્તુને આપમેળે ખીલવા દેવાની વાત કરતી હતી અને કહેતી હતી કે ખાનગી સાહસની વચ્ચે તે પડી શકે નહિ. ૧૮મી તથા ૧૯મી સદીના આરંભમાં જ્યારે હિંદતા વેપાર ઇંગ્લેંડના વેપારના હરીફ્ બન્યા ત્યારે હિંદી માલ ઉપર Page #65 -------------------------------------------------------------------------- ________________ ७३२ જગતના ઇતિહાસનું રેખાદર્શોન < ભારે જકાત નાખીને તથા તે ખરીદવાની મના કરીને બ્રિટિશ સરકારે ઇંગ્લંડમાં હિંદના વેપારને ચગદી નાખ્યા. આ રીતે સૌથી માખરે આવ્યા પછી લેકે ફૅર'ની નીતિની વાતો કરવાનું તેને ફાવતું પડયું. વાત તો એમ છે કે તે એ બાબતમાં માત્ર ઉદાસીનતાની જ વૃત્તિ રાખતા હતા એમ નથી. એથી આગળ જઈને તેમણે તા હિંદના ઉદ્યોગો ઉપર અને ખાસ કરીને મુંબઈ તથા અમદાવાદના ખીલતા જતા સુતરાઉ કાપડના ઉદ્યોગ ઉપર ટાઢું પાણી છાંટયું. હિંદની આ મિલામાં ઉત્પન્ન થતા માલ ઉપર કર અથવા વેરે નાંખવામાં આવ્યા. એ કર સુતરાઉ માલ ઉપરની મુલક જકાતને નામે ઓળખાતા હતા. આ મુલકી જકાતના હેતુ લૅ કેશાયરના સુતરાઉ કાપડને સહાય કરવાના હતા કે જેથી તે હિંદમાં હિંદના સુતરાઉ કાપડ સાથેની હરીફાઈમાં ઊભું રહી શકે. પેાતાના ઉદ્યોગોને રક્ષણ આપવા અથવા તો નાણાં ઊભાં કરવા માટે લગભગ બધા જ દેશે। અમુક અમુક વિદેશી માલ ઉપર જકાત નાખે છે. પરંતુ હિંદમાં તે અંગ્રેજોએ એક અસાધારણ અને અવનવી વસ્તુને અમલ કર્યાં! તેમણે તે ખુદ હિંદમાં પેદા થયેલી વસ્તુ ઉપર જ જકાત નાખી ! તેની સામે ભારે ચળવળ ચલાવવામાં આવી છતાંયે સુતરાઉ કાપડ ઉપરની મુલકી જકાત છેક હમણાં સુધી ચાલુ રહી હતી. આ રીતે સરકારનો વિરોધ હોવા છતાંયે હિંદમાં ધીમે ધીમે આધુનિક ઉદ્યોગધંધા ખીલવા લાગ્યા. હિંદના ધનિકવર્ગ ઔદ્યોગિક ખિલવણીને માટે નિપ્રતિદિન વધારે ને વધારે પાકાર કરવા લાગ્યા. મારા ધારવા પ્રમાણે સરકારે છેક ૧૯૦૫ની સાલમાં વેપાર અને ઉદ્યોગનું ખાતું શરૂ કર્યું. પરંતુ આ ખાતું ખાલવા છતાંયે મહાયુદ્ધ થયું ત્યાં સુધી તેણે કશું કામ કર્યું નહિ. ઉદ્યોગાના વિકાસ થવાને લીધે શહેરાનાં કારખાનાંઓમાં કામ કરનારા ઔદ્યોગિક મજૂરાને વર્ગ ઊભા થયા. જેતે વિષે હું આગળ કહી ગયા છું તે જમીન ઉપરના દબાણ તથા ગામડાંઓની અર્ધ-દુકાળના જેવી પરિસ્થિતિને કારણે ધણા ગ્રામવાસીઓને આ કારખાનાંઓમાં તથા બંગાળ અને બિહારના મે!ટામેટા બગીચામાં મજૂરી કરવા જવાની કરજ પડી. જમીન ઉપરના એ ખાણને કારણે ધણા લાકા પરદેશ જવાને પણ પ્રેરાયા, કેમકે ત્યાં તેમને સારી મજૂરી મળશે એમ તેમને કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને ઘણાખરા લાકા દક્ષિણ આફ્રિકા, ફીજી, મારીશ્યસ અને સિલેાન ગયા. પરંતુ આ ફેરફારથી મજૂરોને ઝાઝો લાભ મળ્યો નહિ. કેટલાક દેશોમાં તે આ મજૂરા પ્રત્યે ગુલામાના જેવા વર્તાવ રાખવામાં આવ્યા. આસામનાં ચાના બગીચાઓમાં પણ તેમની સ્થિતિ એથી સારી નહેાતી. નાસીપાસ અને નિરુત્સાહિત થઈ ને ધણાઓએ તે બગીચા છાડીને પોતાને ગામ પાછા ફરવાની ઇચ્છા કરી પરંતુ વધારે જમીન ન હોવાથી ત્યાં આગળ કાઈ તેમના ભાવ પૂછે એમ નહેતું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૭૩૩ હિંદ પર અંગ્રેજોનું શાસન કારખાનામાં કામ કરનારા મજૂરોને પણ તરત જ સમજાઈ ગયું કે તેમને મજૂરી થોડી વધારે મળતી હતી એ ખરું, પણ તેથી એમને ઝાઝો લાભ થાય એમ નહોતું. શહેરમાં દરેક વસ્તુ મેંઘી હતી; અને ત્યાં આગળ એકંદરે જીવનનિર્વાહને ખરચ ઘણો વધારે થતું હતું. તેમના વસવાટની જગ્યા અતિશય ખરાબ હતી અને તેમને તંદુરસ્તીને હાનિકારક એવાં ગંદાં, ભેજવાળાં અને અંધારિયાં ઘોલકાંઓમાં રહેવું પડતું હતું. કારખાનામાં જે પરિસ્થિતિમાં તેમને કામ કરવાનું હતું તે પણ અતિશય ખરાબ હતી. ગામડાંઓમાં ઘણી વાર તેમને ભૂખે મરવું પડતું હતું એ ખરું, પરંતુ તાજી હવા અને સૂર્યને પ્રકાશ તે ત્યાં તેમને પૂરસ્તા પ્રમાણમાં મળતાં હતાં. કારખાનાના મજૂરને તાજી હવા તે મળતી જ નહિ અને સૂર્યને પ્રકાશ પણ તેમને બહુ ઓછો મળતો. વળી તેમને મળતી મજૂરી શહેરની મેંઘવારીમાં ઉદરનિર્વાહ ચલાવવા માટે પૂરતી નહોતી. સ્ત્રીઓ તેમ જ બાળકોને પણ કલાકોના કલાક સુધી કામ કરવું પડતું. નાનાં બાળકની માતા કામમાં ખલેલ ન પડે એટલા ખાતર પોતાનાં બાળકોને અફીણ કે ઘેન ચડાવે એવા બીજા પદાર્થો ખવડાવતી. આવી ખરાબ પરિસ્થિતિમાં ઔદ્યોગિક મજૂરોને કારખાનાંઓમાં કામ કરવું પડતું હતું. તેઓ અતિશય દુઃખી હતા અને તેમનામાં અસંતોષ વધવા લાગે. અતિશય નાસીપાસ થઈને કેટલીક વાર તેઓ હડતાલ પાડતા. પરંતુ તેઓ દુર્બળ અને પચા હતા અને તેમને કામ આપનાર કારખાનાના શ્રીમંત માલિકે તેમને સહેલાઈથી કચેરી નાખતા. એમાં એ માલિકોને ઘણી વાર સરકારની સહાય પણ મળતી. અનેક કડવા અનુભવો પછી ધીમે ધીમે મજૂરો અંધકાર્યનું મહત્ત્વ સમજ્યા. તેમણે મજૂર મહાજને બાંધ્યાં. આ ભૂતકાળની સ્થિતિનું વર્ણન છે એમ માની લઈશ નહિ. હિંદમાં મજૂરોની હાલતમાં કંઈક સુધારો થયો છે ખરો, ગરીબ બીચારા મજૂરને સહેજસાજ રક્ષણ આપનારા કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા છે. આમ છતાંયે કાનપુર, મુંબઈ કે જ્યાં આગળ કારખાનાંઓ હેય એવે બીજે કઈ સ્થળે જઈને મજૂરોનાં ઘરે જઈને આજે પણ તને કમકમાટી આવશે. આ પત્રમાં તેમ જ બીજા પત્રોમાં મેં તને હિંદના અંગ્રેજો તથા હિંદમાંની બ્રિટિશ સરકાર વિશે લખ્યું છે. એ સરકાર કેવા પ્રકારની હતી અને તે કેવી રીતે કાર્ય કરતી હતી ? શરૂઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી પરંતુ તેની પાછળ બ્રિટિશ પાર્લામેન્ટ હતી. ૧૮૫૭ના મહાન વિણવ પછી બ્રિટિશ પાર્લામેન્ટ સત્તા પિતાના હાથમાં લીધી અને પછીથી અંગ્રેજ રાજા અથવા કહો કે રાણી –કેમકે તે વખતે ઇંગ્લંડની ગાદી ઉપર રાણી હતી – કેસરે હિંદ બની. હિંદમાં સૌની ઉપર ગવર્નર જનરલ હતું જે વાઈસરોય અથવા રાજાને પ્રતિનિધિ પણ બચે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તેની નીચે બીજા સંખ્યાબંધ અધિકારીઓ હતા. હિંદના વત્તેઓછે અંશે આજે છે તેવા વિભાગે પાડવામાં આવ્યા અને એ વિભાગના મોટા મેટા પ્રાંતિ તથા દેશી રાજ્ય બન્યાં. દેશી રાજ્યના અમલ નીચેનાં રાજ્ય અર્ધ સ્વતંત્ર મનાતાં હતાં. પરંતુ વસ્તુતાએ એ બધાં સંપૂર્ણપણે અંગ્રેજોના તાબા નીચે હતાં. દરેક માટે દેશી રાજ્યમાં એક અંગ્રેજ અધિકારી રહે. એ રેસિડન્ટ તરીકે ઓળખાત અને સામાન્યપણે રાજ્યવહીવટ ઉપર તેને કાબૂ રહે. રાજ્યના આંતરિક સુધારામાં તેને રસ નહોતું અને રાજ્યતંત્ર ગમે એટલું ખરાબ અને જરીપુરાણું હોય એની તેને ઝાઝી પરવા નહોતી. રાજ્યમાં બ્રિટિશ સત્તાને મજબૂત બનાવવામાં જ માત્ર તેને રસ હતે. લગભગ હિંદુસ્તાનને ત્રીજો ભાગ આવાં રાજ્યમાં વહેંચાયેલું હતું. બાકીને બેતૃતીયાંશ ભાગ બ્રિટિશ સરકારની સીધી હકૂમત નીચે હતો. એથી કરીને આ બેતૃતીયાંશ ભાગ બ્રિટિશ હિંદ કહેવાયો. બ્રિટિશ હિંદના ઊંચા દરજજાના બધા અધિકારીઓ કેવળ અંગ્રેજો જ હતા. ૧૯મી સદીના છેવટના ભાગમાં ગણ્યાગાંઠ્યા હિંદીઓ એમાં દાખલ થયા. આમ છતાંયે બધી સત્તા તે અંગ્રેજોના હાથમાં જ હતી. હજી આજે પણ એમ જ છે. લશ્કરી અધિકારીઓ સિવાયના ઉચ્ચ દરજ્જાના અમલદારે જેને “ઈન્ડિયન સિવિલ સર્વિસ' (હિંદી સનંદી નેકરી) કહેવામાં આવે છે તેના સભ્ય હતા. આમ હિંદના આખા રાજ્યતંત્ર ઉપર આ ઇન્ડિયન સિવિલ સર્વિસનો કાબૂ હતું. આ રીતની એટલે કે જેમાં એક અમલદાર બીજાની નિમણૂક કરે અને તે પિતાના કાર્ય માટે પ્રજાને જવાબદાર હોય નહિ એવી અમલદારોની બનેલી સરકાર કરશાહી' કહેવાય છે. આ આઈ. સી. એસ. અથવા ઈન્ડિયન સિવિલ સર્વિસના અમલદારે વિષે ઘણું ઘણું આપણા સાંભળવામાં આવે છે. એ અજબ પ્રકારના લેકે છે. કેટલીક બાબતોમાં તેઓ કાર્યકુશળ છે. તેમણે રાજ્યતંત્ર સંગઠિત કર્યું, બ્રિટિશ હકૂમત મજબૂત કરી અને સાથે સાથે તેમણે એમાંથી સારી પેઠે ફાયદો પણ ઉઠાવ્યો. બ્રિટિશ હકૂમતને દઢમૂલ કરનારાં તથા કરવેરા ઉઘરાવનારાં બધાં ખાતાં તેમણે સારી પેઠે સંગઠિત કર્યા. બીજાં ખાતાંઓની અવગણના કરવામાં આવી. પ્રજા તેમની નિમણૂક કરતી નહોતી તેમ જ તેઓ પ્રજાને જવાબદાર નહતા એટલે પ્રજા સાથે ગાઢ સંબંધ હતે એવાં ખાતાંઓ ઉપર તેમણે ઝાઝું લક્ષ ન આપ્યું. આ સંજોગોમાં તેઓ અહંકારી, તુંડમિજાજી અને લેકમતને વિષે તુચ્છકાર રાખનારા થાય એ સ્વાભાવિક હતું. તેઓનું દૃષ્ટિબિંદુ સંકુચિત અને મર્યાદિત હતું એટલે તેઓ પિતાને દુનિયામાં સૌથી વધારે સમજદાર માનવા લાગ્યા. પિતાની નોકરીનું હિત એ જ એમને મન હિંદુસ્તાનનું હિત હતું. આપસમાં એકબીજાની પ્રશંસા કરનારું તેમનું એક મંડળ બની Page #68 -------------------------------------------------------------------------- ________________ હિદ પર અંગ્રેજોનું શાસન ૭૩૫ ગયું અને તેઓ નિરંતર એકબીજાની સ્તુતિ કરવા લાગ્યા. નિરંકુશ સત્તા અને અધિકારનું અનિવાર્ય રીતે આ જ પરિણામ આવે છે. આઈ. સી. એસ. અમલદારો લગભગ હિંદના સ્વામી બની ગયા. બ્રિટિશ પાર્લામેન્ટ એટલી બધી દૂર હતી કે તે કશી દખલ કરી શકે એમ નહોતું; વળી એને વચ્ચે પડવાને પ્રસંગ આવતો જ નહિ કેમકે, આ અમલદારે તેનું તથા બ્રિટિશ ઉદ્યોગોનું હિત બરાબર સાચવતા હતા. હિંદની પ્રજાનું હિત કરવાની બાબતમાં તે તેમના ઉપર સંગીન અસર કરવાને કઈ ઉપાય નહોતું. તેઓ એટલા બધા અસહિષણ હતા કે, તેમનાં કાર્યોની જરા સરખી ટીકાથી પણ તેઓ છંછેડાઈ પડતા. અને આમ છતાંયે હિંદી સનંદી નોકરીમાં ઘણા પ્રમાણિક, ભલા અને કાર્યકુશળ માણસો હતા. પણ જેમાં હિંદુસ્તાન ખેંચાતું હતું તે રાજનીતિના પ્રવાહને તેઓ બદલી કે પાછી વાળી શકે એમ નહોતું. આખરે તે આ સિવિલિયને જેમને હિંદના શેષણમાં સ્વાર્થ હોતે તે ઇંગ્લંડના આર્થિક અને ઔદ્યોગિક હિતેન આડતિયા હતા. હિંદની આ નોકરશાહી સરકાર પિતાના તેમ જ બ્રિટિશ ઉદ્યોગોના હિતની બાબતમાં કાર્યદક્ષ અને કુશળ બની. પરંતુ કેળવણી, ઈસ્પિતાલે, સફાઈ તથા પ્રજાને તંદુરસ્ત અને પ્રગતિશીલ બનાવનારી બીજી અનેક પ્રવૃત્તિઓની બાબતમાં દુર્લક્ષ દાખવવામાં આવ્યું. ઘણાં વરસો સુધી આ બાબતે વિષે વિચાર સરખો પણ કરવામાં ન આવ્યું. અસલની ગામઠી નિશાળો બંધ પડી ગઈ. ત્યાર પછી ધીરેઆતે અને કચવાતે મને એ દિશામાં કંઈક આરંભ થયો. પરંતુ કેળવણીની બાબતમાં થયેલી આ શરૂઆત પણ તેમની જરૂરિયાતને પહોંચી વળવાને ખાતર જ કરવામાં આવી હતી. મોટા-મોટા હેદ્દાઓ ઉપર તે અંગ્રેજો જ હતા પરંતુ નાના નાના હોદ્દાઓ અને કારકુનની જગ્યાઓ તે તેઓ પૂરી * શકે એમ નહતું એ સાવ સ્પષ્ટ છે. તેમને કારકુનોની જરૂર પડી અને એવા કારકુનો ઉત્પન્ન કરવા માટે જ અંગ્રેજોએ પ્રથમ શાળાઓ અને પછીથી કલેજે કાઢી હતી. એ સમયથી માંડીને આજ સુધી હિંદમાં કેળવણીને પ્રધાન હેતુ એ જ રહ્યો છે; અને એની મોટા ભાગની પેદાશ માત્ર કારકુન બનવાની જ યોગ્યતા ધરાવે છે. પરંતુ સરકારને તથા બીજી કચેરીઓને કારકુનોની જરૂર હતી તેના કરતાં તેમની સંખ્યા થડા જ વખતમાં વધી ગઈ. એટલે એમાંના ઘણું કામધંધા વિનાના રહ્યા અને તેમને કેળવાયેલા બેકારોને એક નવો વર્ગ પેદા થયો. આ નવી અંગ્રેજી કેળવણી લેવામાં બંગાળ પહેલ કરી અને તેથી કરીને શરૂઆતના કારકુન મોટે ભાગે બંગાળીઓ હતા. ૧૮૫૭ની સાલમાં મુંબઈ કલકત્તા અને મદ્રાસમાં ત્રણ નવી યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. એક લક્ષમાં લેવા જેવી હકીકત એ છે કે મુસલમાનો આ નવી કેળવણી તરફ ઝાઝા Page #69 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ . જગતના ઇતિહાસનું રેખાદર્શન આકર્ષાયા નહોતા. એથી કરીને આ કારકુનની સરકારી નોકરીની હરીફાઈમાં તેઓ પાછળ રહી ગયા. પાછળના વખતમાં આ તેમની એક ફરિયાદ થઈ પડી. બીજી એક ધ્યાનમાં લેવા જેવી હકીકત એ છે કે, જ્યારે સરકારે કેળવણીને આરંભ કર્યો ત્યારે પણ કન્યાઓ પ્રત્યે એ બાબતમાં સંપૂર્ણ દુર્લક્ષ રાખવામાં આવ્યું. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. કેળવણીને પ્રબંધ કારકને પેદા કરવા માટે કરવામાં આવ્યું હતું અને તેમને પુરુષ કારકુનની જરૂર હતી; અને તે સમયની જરીપુરાણી સામાજિક રૂઢિઓને કારણે પુરુષ કારકુનો જ મળી શકે એમ હતું. એથી કરીને બાલિકાઓ પ્રત્યે સંપૂર્ણ બેદરકારી રાખવામાં આવી અને બહુ જ લાંબા સમય બાદ એ દિશામાં થેડી શરૂઆત કરવામાં આવી. ૧૧૩. હિંદનું પુનરુત્થાન ૭ ડિસેમ્બર, ૧૯૩૨ હિંદમાં બ્રિટિશ અમલને દઢીભૂત કરવામાં આવ્યા તે વિષે તથા જે નીતિએ આપણી પ્રજાને ગરીબાઈ અને દુઃખમાં ડુબાડી દીધી તે વિષે હું તને કહી ગયો છું. એથી દેશમાં શાંતિ જરૂર સ્થપાઈ તેમ જ વ્યવસ્થિત રાજ્યતંત્ર પણ સ્થપાયું અને મેગલ સામ્રાજ્ય પડી ભાગ્યા પછી દેશમાં જે અવ્યવસ્થા અને અંધેર પ્રવત્યુ હતું તેને મુકાબલે એ બંને વસ્તુ વધાવી લેવા જેવી હતી. ચેરડાકુ તથા લૂંટારાઓની સંગતિ ટેળીઓને દબાવી દેવામાં આવી. પરંતુ આ નવા આધિપત્યના બેજા નીચે પિસાતા, ખેતરમાં તેમ જ કારખાનાંઓમાં કામ કરતા મજૂરોને એ શાંતિ અને વ્યવસ્થા કશા ખપની નહોતી. પણ મારે તને ફરીથી યાદ આપવું જોઈએ કે એને માટે કોઈ દેશ અથવા તેની પ્રજા – ઈગ્લેંડ અથવા અંગ્રેજો – ઉપર ક્રોધ કરવો એ નરી બેવકૂફી છે. આપણી પેઠે જ તેઓ પણ સંજાગેને વશ થયા છે. ઈતિહાસના આપણા અભ્યાસે આપણને દર્શાવ્યું છે કે જીવનપ્રવાહ ઘણી વાર ક્રર અને નઠેર થાય છે. એને માટે ઉત્તેજિત થવું અને કેવળ બીજા લેકે ઉપર દોષારોપણ કરવું એ મૂર્ખાઈ છે અને એથી કશે અર્થ સરત નથી, ગરીબાઈ, દુઃખ અને શેષણનાં કારણો સમજવા પ્રયાસ કરે અને તેનું નિવારણ કરવાને મથવું એ એના કરતાં વધારે ડહાપણભર્યું છે. જે આપણે એમ કરવામાં નિષ્ફળ નીવડીએ અને ઘટનાઓની કૂચની પાછળ પડી જઈએ તે પછી એનાં બૂરાં પરિણામો ભોગવ્યા વિના આપણે છૂટકો નથી. હિંદુસ્તાન એ રીતે પાછળ પડી ગયું હતું. તેનામાં જડતા આવી ગઈ તેને સમાજ જરીપુરાણી પરંપરામાં નિષ્ટ થઈ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉ9. * હિંદનું પુનરુત્થાન ગયે, તથા તેની સમાજવ્યવસ્થા ચેતન અને શક્તિ ખોઈ બેઠી અને કુંઠિત બની ગઈ. આ પરિસ્થિતિમાં હિંદને હાડમારી વેઠવી પડે એમાં કશું આશ્ચર્ય નથી. અંગ્રેજો તેના એ દુઃખના કારણરૂપ બન્યા. જે એ લેકે અહીં ન આવ્યા હોત તો કદાચ કોઈ બીજી પ્રજા એમના જે ભાગ ભજવત. પરંતુ અંગ્રેજોને લીધે હિંદને એક ભારે ફાયદો થયો છે એની ના પાડી શકાય એમ નથી. તેમના નવા અને ચેતનવંતા જીવનના આઘાતથી હિંદુસ્તાન હચમચી ઊઠયું અને પરિણામે અહીં રાજકીય એકતા અને રાષ્ટ્રીયતાની ભાવના જન્મી. આ આચકે કષ્ટદાયી હતું એ ખરું, પરંતુ આપણા પુરાણ દેશ અને પ્રજાને કાયાકલ્પ કરીને તેને ફરીથી તરૂણ બનાવવા માટે એની જરૂર હતી. કારકુને પેદા કરવાના ઇરાદાથી આપવામાં આવતી અંગ્રેજી કેળવણીએ પણ હિંદીઓને પશ્ચિમના આધુનિક વિચારોનો પરિચય કરાવ્યું. આ અંગ્રેજી કેળવણું પામેલાઓનો એક નવો વર્ગ શરૂ થવા લાગ્યું. આ વર્ગની સંખ્યા બહુ અલ્પ હતી અને આમજનતાથી તે સાવ અળગે પડી ગયો હતે. આમ છતાંયે ભવિષ્યમાં નવી રાષ્ટ્રીય હિલચાલમાં તે આગળ પડતે ભાગ લેવાનો હતો. આ વર્ગ આરંભમાં ઇંગ્લંડ તથા અંગ્રેજ પ્રજાના સ્વાતંત્ર્ય સંબંધી વિચારેને ભારે પ્રશંસક હતો. એ સમયે ઇંગ્લંડના લેકે સ્વાતંત્ર્ય અને લેકશાસનની બાબતમાં બહુ વાત કરતા હતા. પણ એ તે બધી ગોળ ગોળ વાત હતી. અને હિંદમાં ઈંગ્લેંડ પિતાના લાભને ખાતર આપખુદ અમલ ચલાવી રહ્યું હતું. પરંતુ અતિશય શ્રદ્ધાપૂર્વક એવી આશા સેવવામાં આવતી હતી કે યોગ્ય સમયે ઇંગ્લેંડ હિંદને સ્વતંત્રતા આપી દેશે. પાશ્ચાત્ય વિચારોએ હિંદ ઉપર કરેલા આઘાતની થોડે અંશે હિંદુ ધર્મ ઉપર પણ અસર થવા પામી. આમજનતા તો એનાથી અસ્કૃષ્ટ જ રહી અને હું તને આગળ કહી ગયો છું તેમ, અંગ્રેજ સરકારની નીતિએ ધર્મજડ લેકને સક્રિય ઉત્તેજન આપ્યું. પરંતુ સરકારી કરે તથા ધંધાદારી લેકોનો જે નવ વર્ગ પેદા થયો તેને એની અસર થવા પામી. ૧૯મી સદીના આરંભમાં પશ્ચિમની ઢબે હિંદુ ધર્મમાં સુધારો કરવાનો પ્રયાસ બંગાળમાં થયો. બેશક, ભૂતકાળમાં હિંદુસ્તાનમાં અસંખ્ય સુધારક થઈ ગયા છે અને આ પત્રમાં તેમાંના કેટલાકને મેં અવારનવાર ઉલ્લેખ પણ કર્યો છે. પરંતુ આ ન પ્રયાસ ચોક્કસપણે ખ્રિસ્તી ધર્મ અને પાશ્ચાત્ય વિચારોની અસરને પરિણામે થયું હતું. આ પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય હતા. તે એક મહાપુરુષ અને ભારે વિદ્વાન હતા. સતી થવાનો ચાલ બંધ કરવાના સંબંધમાં આપણે તેમના નામને આગળ પરિચય કર્યો હતે. તે. સંસ્કૃત, અરબી અને બીજી ઘણી ભાષાઓ સારી રીતે જાણતા હતા અને ભિન્નભિન્ન ધર્મોને તેમણે કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હતે. ધાર્મિક ક્રિયાકાંડ, પૂજા અને એવી બીજી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વસ્તુઓ સામે તેમણે વિરોધ ઉઠાવ્યો અને સમાજસુધાર તથા સ્ત્રીઓની કેળવણીની હિમાયત કરી. તેમણે સ્થાપેલે સંધ “બ્રાહ્મસમાજ'ના નામથી ઓળખાય છે. સંખ્યાની દૃષ્ટિએ તે એ નાની સંસ્થા હતી અને આજે પણ નાની જ રહી છે તથા એ બંગાળના અંગ્રેજી જાણનારા વર્ગમાં જ મર્યાદિત રહી છે. પરંતુ બંગાળના જીવન ઉપર એણે ભારે અસર કરી છે. ટાગોર કુટુંબે એને અંગીકાર કર્યો અને મહર્ષિ તરીકે ઓળખાતા કવિ રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથ ટાગોર લાંબા વખત સુધી એ સમાજના આધારસ્તંભ હતા. કેશવચંદ્રસેન એ સમાજના બીજા આગેવાન સભ્ય હતા. સદીના પાછલ્લા ભાગમાં ધાર્મિક સુધારાની બીજી ચળવળ શરૂ થઈ. એ ચળવળ પંજાબમાં થઈ અને સ્વામી દયાનંદ સરસ્વતી એના પ્રવર્તક હતા. “આર્યસમાજ' નામને એક બીજો સંઘ શરૂ થયું. આર્યસમાજે પણ હિંદુધર્મમાં પાછળથી દાખલ થયેલાં ઘણું તને ત્યાગ કર્યો અને ન્યાતજાતના વાડાઓની સામે જેહાદ પિકારી. “વેદ તરફ પાછા વળો' એ તેમની ઘોષણા હતી. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના વિચારોની અસરને પરિણામે ઉદ્ભવેલી એ ધર્મસુધારણાની ચળવળ હતી એ નિર્વિવાદ છે. પરંતુ તત્વતઃ એ ઉદ્દામ અને જેશીલી ચળવળ હતી. એનું વિચિત્ર પરિણામ એ આવ્યું કે, આર્યસમાજ, જે ઘણું કરીને બધા હિંદુ ધર્મના બધા સંપ્રદાયમાં ઇસ્લામની સૌથી વધારે નજદીક હતું તે ઈસ્લામને પ્રતિસ્પર્ધા અને વિરોધી બને. બચાવની નીતિ અખત્યાર કરીને બેઠેલા નિષ્ક્રિય હિંદુ ધર્મને આક્રમણાત્મક મિશનરી ધર્મ બનાવવાને એ પ્રયાસ હતો. હિંદુ ધર્મને પુનરુદ્ધાર કરવાનું તેનું ધ્યેય હતું. તેમાં રહેલા રાષ્ટ્રીયતાના તત્વને લીધે એ ચળવળને થોડું બળ મળ્યું. ખરી રીતે એ ચળવળ દ્વારા હિંદુ રાષ્ટ્રીયતા પિતાનું માથું ઊંચું કરી રહી હતી. અને એ હિંદુ રાષ્ટ્રીયતા હતી એ જ કારણે તે ભારતીય અથવા હિંદી રાષ્ટ્રીયતા ન બની શકી. બ્રાહ્મસમાજને મુકાબલે આર્યસમાજનો ફેલાવો વધારે થયે. ખાસ કરીને પંજાબમાં તે વધારે પ્રસર્યો. પરંતુ પ્રધાનપણે તેને ફેલાવે મધ્યમ વર્ગમાં જ મર્યાદિત હતું. આર્યસમાજે કેળવણીના ક્ષેત્રમાં ઘણું કાર્ય કર્યું છે અને તેણે છોકરાઓ તથા છોકરીઓ ઉભય માટે ઘણી શાળાઓ અને કૉલેજો કાઢી છે. રામકૃષ્ણ પરમહંસ એ સદીના બીજા એક અસાધારણ અને ધાર્મિક પુરુષ હતા. પરંતુ આ પત્રમાં મેં જેમનો ઉલ્લેખ કર્યો છે તેમનાથી એ સાવ ભિન્ન હતા. સુધારાને માટે કોઈ ઉદ્દામ વલણવાળો સંઘ કે સમાજ તેમણે કાઢયો નહિ. તેમણે તે સેવા ઉપર વધારે ભાર મૂક્યો અને રામકૃષ્ણ સેવાશ્રમ, હિંદના ઘણા ભાગોમાં ગરીબ અને નબળાંઓની સેવાની એ પરંપરા ચાલુ રાખી રહ્યા છે. રામકૃષ્ણના સુપ્રસિદ્ધ શિષ્ય સ્વામી વિવેકાનંદે ભારે ધગશથી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૩૯ હિંદનું પુનરુત્થાન , પિતાની ભાવવાહી વાણુમાં રાષ્ટ્રીયતાના મંત્રને પ્રચાર કર્યો. તેમને એ રાષ્ટ્રીયતાનો પ્રચાર કોઈ પણ રીતે મુસલમાન વિધી અથવા બીજા કેઈન પણ વિરોધી નહે. તેમ જ તે આર્યસમાજના જેવી કંઈક સંકુચિત રાષ્ટ્રીયતા પણ નહોતી. આમ છતાંયે વિવેકાનંદની રાષ્ટ્રીયતા એ હિંદુ રાષ્ટ્રીયતા હતી અને તેનાં મૂળ હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમાં રહેલાં હતાં. આમ એક વસ્તુ ખાસ લક્ષમાં રાખવા જેવી છે કે, ૧૯મી સદીમાં આવેલી રાષ્ટ્રીયતાની આરંભની ભરતીઓનું સ્વરૂપ ધાર્મિક અને હિંદુ હતું. મુસલમાને સ્વાભાવિક રીતે જ આ હિંદુ રાષ્ટ્રીયતામાં કશે ભાગ લઈ શકે એમ નહોતું. તેઓ એનાથી અળગા રહ્યા. અંગ્રેજી કેળવણીથી પણ તેઓ અળગા રહ્યા હોવાથી નવા વિચારોની તેમના ઉપર અસર થવા પામી નહોતી. પરિણામે તેમનામાં બૌદ્ધિક સંભ પણ બહુ ઓછા થયો. ઘણું દશકાઓ પછી તેઓ પોતાના કવચની બહાર નીકળવા લાગ્યા અને ત્યારે હિંદુઓની પેઠે તેમની રાષ્ટ્રીયતાએ મુસ્લિમ રાષ્ટ્રીયતાનું સ્વરૂપ ધારણ કર્યું. એ રાષ્ટ્રીયતા પ્રેરણા માટે ઈસ્લામી પરંપરા અને સંસ્કૃતિ તરફ નજર કરતી હતી અને હિંદુ બહુમતીને કારણે એ બંને વસ્તુઓ ગુમાવી બેસવાનો તેને ભય લાગતું હતું. પરંતુ આ મુસ્લિમ ચળવળ બહુ પાછળથી એટલે કે ૧૯મી સદીની છેક છેવટમાં પ્રક્ટ થઈ બીજી એક લક્ષમાં રાખવા જેવી બાબત એ છે કે, સુધારાની અને પ્રગતિવાદી આ હિંદુ તથા મુસ્લિમ ચળવળેએ પિતપતાના પુરાણું ધાર્મિક ખ્યાલે અને રૂઢિઓને બની શકે ત્યાં સુધી પશ્ચિમના દેશ પાસેથી મેળવેલા નવા વૈજ્ઞાનિક અને રાજકીય વિચારે સાથે મેળ બેસાડવા પ્રયાસ કર્યો. તેઓ આ પુરાણું ખ્યાલ અને રૂઢિઓને નિર્ભયતાથી સામનો કરવા કે તેમને કસી જેવા તૈયાર નહોતા. તેમ જ વિજ્ઞાનની નવી નવી શોધે તથા તેમની આસપાસ ઊભી થયેલી નવા સામાજિક અને રાજકીય વિચારની દુનિયાની પણ તેઓ ઉપેક્ષા કરી શકે એમ નહોતું. એથી કરીને બધા આધુનિક વિચારનાં મૂળ પિતાનાં પુરાણું ધર્મપુસ્તકમાં છે એમ દર્શાવવાનો પ્રયાસ કરીને તેમણે એ બંનેને મેળ બેસાડવાનો પ્રયત્ન આદર્યો. પરંતુ એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા વિના રહે એમ નહોતું. એણે તે માત્ર લેકેને નિર્ભયપણે વિચાર કરતા રોક્યા. દુનિયામાં પરિવર્તન કરી રહેલાં નવાં બળો અને વિચારને સમજવાને તથા નિર્ભયતાથી વિચાર કરવાને બદલે તેઓ પુરાણી રૂઢિ તથા પરંપરાના બેજા નીચે પીડાતા હતા. સામે દૃષ્ટિ રાખીને આગળ કૂચ કરવાને બદલે ચુપકીદીથી આખો વખત તેઓ પાછળ નજર કર્યા કરતા હતા. જો કોઈ હમેશાં પોતાનું માથું પીઠ તરફ ફેરવેલું રાખે અને પાછળ જોયા કરે છે તેનાથી સહેલાઈથી આગળ વધતું નથી. એ રીતે તે તે ઠકરાઈ પડવાને અને તેની ગરદન દુખી જવાની ! Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન શહેરોમાં ધીમે ધીમે અંગ્રેજી કેળવણી પામેલ વર્ગ વધતે ગયો અને એ જ અરસામાં વકીલ, દાક્તર વગેરે ધંધાદારીઓ તથા વેપારી અને સોદાગરને બનેલ નો મધ્યમ વર્ગ પણ ઊભો થયો. ભૂતકાળમાં પણ, બેશક, અહીંયાં મધ્યમ વર્ગ હતું, પરંતુ અંગ્રેજોની આરંભકાળની રાજનીતિથી તે મેટે ભાગે કચરાઈ ગયો હતે. ન “બૂઝેવા” અથવા મધ્યમ વર્ગ એ તે બ્રિટિશ હકૂમતની પેદાશ હતી અને એક રીતે તે એ હકૂમત ઉપર છવનાર આશ્રિત વર્ગ હતે. આમજનતાના શોષણમાં થોડે અંશે તેની ભાગીદારી હતી; અંગ્રેજ શાસકવર્ગના ઉમદા ખાનપાનથી ખીચોખીચ ભરેલા ટેબલ ઉપરથી નીચે પડતા ટુકડાઓ પણ તેને મળતા હતા. એમાં બ્રિટિશ રાજવહીવટ ચલાવવામાં મદદ કરનારા નાના નાના સરકારી અમલદારો હતા; અદાલતના કામમાં મદદ કરનારા અને કેરટબાજીથી તવંગર થનારા ઘણા વકીલ હતા તથા નફે કે કમિશનને ખાતર બ્રિટિશ માલ વેચનારા બ્રિટિશ વેપાર અને ઉદ્યોગોના આડતિયા બનેલા વેપારીઓ હતા. આ નવા મધ્યમ વર્ગમાં મોટા ભાગના લે કે હિંદુઓ હતા. મુસલમાનોને મુકાબલે તેમની આર્થિક સ્થિતિ કંઈક સારી હતી તથા સરકારી નોકરી અને વકીલાતના અને એવા બીજા ધંધાઓને માટે પરવાના સમાન અંગ્રેજી કેળવણી તેમણે લીધી હતી એને લીધે આમ બનવા પામ્યું હતું. સામાન્ય રીતે મુસલમાને ગરીબ હતા. અંગ્રેજોએ હિંદના ઉદ્યોગને નાશ કર્યો એને લીધે જે વણકરો બેકાર બન્યા હતા તેમાંના ઘણાખરા મુસલમાન હતા. જ્યાં આગળ બીજા પ્રાંતે કરતાં તેમની વસતી વધારે છે તે બંગાળમાં તેઓ ગરીબ સાથિયાઓ અથવા તે બહુ થોડી જમીન ધરાવનારા ખેડૂત હતા. સામાન્ય રીતે જમીનદાર હિંદુ હતું તેમ જ ગામડાંમાં શાહુકારું કરનાર તથા દુકાન ચલાવનાર વાણિયો પણ હિંદુ હતું. આમ જમીનદાર તેમ જ વાણિયો સાંથિયા ખેડૂતોને પીડવા અને ચૂસવાની સ્થિતિમાં હતા અને તેમણે પોતાની એ સ્થિતિને પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. આ હકીકત બરાબર લક્ષમાં રાખવા જેવી છે કેમકે હિંદુ અને મુસલમાને વચ્ચેના વૈમનસ્યનું મૂળ કારણ એ છે. એ જ રીતે ઉચ્ચ વર્ણના હિંદુઓએ, ખાસ કરીને દક્ષિણ હિંદમાં જેઓ દલિત વર્ગ તરીકે ઓળખાતા હતા અને જેઓ મોટે ભાગે ખેતરોમાં મજૂરી કરનાર મજૂરે હતા તેમનું શોષણ કર્યું. હમણાં હમણું અને ખાસ કરીને બાપુજીના ઉપવાસ પછી દલિત વર્ગને પ્રશ્ન આપણી સામે ખાસ કરીને ખડો થયો છે. અસ્પૃશ્યતા ઉપર આજે ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે અને સેંકડે મંદિરનાં તથા બીજાં સ્થાનોનાં દ્વાર એ વર્ગને માટે ખુલ્લાં કરવામાં આવ્યાં છે. પણ એ પ્રશ્નના પાયામાં તે આ આર્થિક શેષણ રહેલું છે અને એનું નિવારણ જો ન કરવામાં આવે તે દલિત વર્ગ દલિત જ રહેવાને. Page #74 -------------------------------------------------------------------------- ________________ હિંદનું પુનરુત્થાન ૭૪૧ અસ્પૃશ્ય ખેતીની મજૂરી કરનાર દાસ વર્ગના લોકો રહ્યા છે અને તેમને જમીનના માલિક બનવા દેવામાં આવ્યા નથી. અસ્પૃશ્યોની બીજી પણ અનેક પ્રતિકૂળતાઓ છે. જો કે એકંદરે આખું હિંદ તેમ જ આમજનતા દિવસે દિવસે ગરીબ થતી ગઈ પરંતુ આ નવા મધ્યમ વર્ગના મૂઠીભર લેકે કંઈક અંશે આબાદ થયા; કેમકે દેશના શેષણમાં તેમણે ભાગ પડાવ્યા છે. વકીલે તેમ જ બીજા એવા ધંધાદારી લેકે અને વેપારીઓએ થોડેઘણે અંશે પૈસો એકઠો કર્યો. તેના વ્યાજમાંથી આવક થાય એટલા માટે તેઓ એ નાણાંનું રોકાણ કરવા માગતા હતા. એમાંના કેટલાકે એ ગરીબ બની ગયેલા જમીનદાર પાસેથી જમીન ખરીદી અને આમ પિતે જમીનદાર બન્યા. ઇંગ્લંડના ઉદ્યોગોની આશ્ચર્યકારક સમૃદ્ધિ નિહાળીને બીજા કેટલાક હિંદના કારખાનાંઓમાં પિતાના પૈસાનું રોકાણ કરવા પ્રેરાયા. એથી કરીને હિંદની મૂડી આ પ્રચંડ યંત્રવાળાં કારખાનાંઓમાં રોકાઈ અને હિંદમાં ઔદ્યોગિક મૂડીદારને વર્ગ ઊભું થવા લાગ્યો. આની શરૂઆત ૫૦ વરસ પૂર્વે ૧૮૮૦ની સાલ પછી થઈ. આ મૂડીદાર મધ્યમવર્ગ વધતો ગયો તેમ તેમ તેની ભૂખ પણ વધતી ગઈ. એ વર્ગના લેકે આગળ વધવા માગતા હતા, તેમને વધારે પૈસા કમાવા હતા, સરકારી નોકરીમાં તેમને વધારે જગ્યાએ જોઈતી હતી અને નવાં કારખાનાંઓ ઊભાં કરવા માટે વધારે સગવડ અને અનુકૂળતા મેળવવી હતી. અંગ્રેજો તેમના માર્ગમાં હરેક રીતે વિધ્ર કરતા જણાયા. સરકારી નોકરીમાં બધી મેટી મોટી જગ્યાઓને તેમણે ઇજા લઈ લીધું હતું અને ઉદ્યોગો તો અંગ્રેજોના ફાયદાને ખાતર જ ચલાવવામાં આવતા હતા. આથી તેમણે એની સામે ચળવળ શરૂ કરી અને નવી રાષ્ટ્રીય ચળવળનો એ રીતે આરંભ થયે. ૧૮૫૭ને વિપ્લવ થયો અને તેને કૂરપણે કચરી નાખવામાં આવ્યો ત્યાર પછી લેકે એટલા બધા દબાઈ ગયા અને હિંમત હારી બેઠા કે તેઓ કઈ પણ આંદોલન કે પ્રબળ ચળવળ કરી શકે એમ નહોતું. તેમનાંમાં ફરીથી ચેતન આવતાં બહુ વરસ લાગ્યાં. પરંતુ થોડા જ વખતમાં દેશમાં રાષ્ટ્રીય વિચારોનો ફેલાવો થવા લાગ્યો અને બંગાળે એમાં આગેવાની લીધી. બંગાળીમાં નવાં પુસ્તકો બહાર પડવા લાગ્યાં અને તેમણે બંગાળી ભાષા તેમ જ રાષ્ટ્રવાદના વિકાસમાં ભારે ફાળો આપે. બંકિમચઢે લખેલા “આનંદમઠ' નામના એક આવા જ પુસ્તકમાં વંદે માતરમ'નું આપણું સુપ્રસિદ્ધ રાષ્ટ્રગીત આવે છે. “નીલદર્પણ” નામના એક બંગાળી નાટકે ભારે ખળભળાટ મચાવ્યો હતો. એમાં બગીચાપદ્ધતિથી ચાલતી ગળીની ખેતીમાં બંગાળના ખેડૂતોને વેઠવી પડતી હાડમારીઓ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તેમની યાતનાઓનું હૃદયદ્રાવક વર્ણન કરવામાં આવ્યું છે. આ ગળીની ખેતીના બગીચાઓ વિષે હું આગળ તને થાડુ કહી ગયા છું. દરમિયાન હિંદી મૂડીનું પ્રભુત્વ પણ વધતું ગયું અને તે પોતાની પ્રવૃત્તિ માટે વધારે ને વધારે મોકળાશની માગણી કરવા લાગી. આખરે ૧૮૮૫ની સાલમાં નવા પેદા થયેલા મધ્યમ વર્ગનાં આ બધાં વિવિધ તત્ત્વાએ પેાતાના ધ્યેયની હિમાયત કરવાને માટે પોતાની એક સંસ્થા શરૂ કરવાના સંકલ્પ કર્યાં. આ રીતે ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. તું તેમ જ હિંદનાં બધાં ખાળા સારી રીતે જાણે છે કે, એ સંસ્થા હમણાં થોડાં વરસાથી એક મહાન અને બળવાન સસ્થા બની ગઈ છે. આમ જનતાના હિતની લડત તેણે ઉપાડી'લીધી અને કંઇક અ ંશે તે તેની ભેરુ બની. તેણે દિમાંની બ્રિટિશ હુકૂમતના ખુદ પાયા સામે પડકાર કર્યાં અને તેની વિરુદ્ધ માટી મેાટી સામુદાયિક ચળવળા ચલાવી. તેણે સ્વાતંત્ર્યના વાવટા કાવ્યા અને મુક્તિને માટે તે વીરતાથી ઝૂઝી, તથા આજે પણ તે એ લડત ચલાવી રહી છે. પણ આ બધા તા પાછળના સમયના ઇતિહાસ છે. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી ત્યારે તે રાષ્ટ્રીય મહાસભા અતિશય નરમ વિચારની અને ડરી ડરીને પગલું ભરનારી સંસ્થા હતી. અંગ્રેજો પ્રત્યે તે પોતાની વફાદારી દર્શાવતી હતી તથા તેમની પાસે બહુ જ વિનયપૂર્ણાંક નજીવા સુધારાઓની યાચના કરતી હતી. તે શ્રીમંત મધ્યમવર્ગની ( ખૂઝવા) પ્રતિનિધિ હતી; સાધારણ સ્થિતિના મધ્યમ વર્ગને સુધ્ધાં તેમાં સ્થાન ન હતું. આમજનતાને — ખેડૂતા અને મજૂરોને તે એની સાથે લવલેશ સંબંધ નહાતા. પ્રધાનપણે તે અંગ્રેજી કેળવણી પામેલા વર્ગાની સંસ્થા હતી અને તે પોતાની કાર્યવાહી આપણી સાવકી ભાષા દ્વારા અંગ્રેજી દ્વારા — ચલાવતી. એની માગણી એ જમીનદારો, મૂડીદારો અને નાકરી ખેાળતા કેળવાયેલા એકારાની માગણી હતી. આમજનતાને પીસી રહેલી ગરીબાઈ અથવા તો આમજનતાની જરૂરિયાતા પરત્વે નિહ જેવું જ લક્ષ આપવામાં આવતું. સરકારી નાકરીનું ' હિંદીકરણ ’ કરવાની એટલે કે સરકારી નોકરીમાં અંગ્રેજોને બદલે હિંદીઓનું પ્રમાણ વધારવાની માગણી તે કરતી હતી. તેણે એ ન જોયું કે પ્રજાનું શેષણ કરી રહેલું સરકારી તંત્ર એ હિંદનું અનિષ્ટ હતું અને એ તંત્રને કબજો વિદેશી પાસે હોય કે હિંદીઓ પાસે એથી એમાં 'લવલેશ ફેર પડે એમ નહોતું. મહાસભાની બીજી રિયાદ એ હતી કે બ્રિટિશ અમલદારે લશ્કરી તથા મુલકી ખાતાંઓમાં લખલૂટ ખર્ચ કરે છે તથા સાનું અને ચાંદી હિંદમાંથી ઈંગ્લેંડ ધસડાઈ જાય છે. આર્ભમાં રાષ્ટ્રીય મહાસભા કેટલા બધા નરમ વલણવાળી સંસ્થા હતી એ દર્શાવવામાં હું તેની હાંસી કરી રહ્યો છું અથવા તેનું મહત્ત્વ ઓછું Page #76 -------------------------------------------------------------------------- ________________ હિંદનું પુનરુત્થાન ૭૪૩ આંકવાનો પ્રયત્ન કરું છું એમ ન માની લઈશ. મારે એ આશય નથી કેમકે, એ દિવસોમાં મહાસભાએ તેમ જ તેના આગેવાનોએ ભારે કામ કર્યું છે એમ હું માનું છું. હિંદના રાજકારણના વિષમ સંજોગોને લઈને એક એક ગલું આગળ વધીને વધારે ને વધારે ઉદ્દામ નીતિ ગ્રહણ કરવાની મહાસભાને ફરજ પડી. પરંતુ તેની આરંભની કારકિર્દીમાં તે જેવી હતી તેનાથી અન્યથા તે થઈ શકે એમ નહોતું. અને એ આરંભના દિવસોમાં આગળ વધવા માટે તેના સંસ્થાપકોમાં ભારે વૈર્યની જરૂર હતી. આજે જ્યારે લેકસમુદાય આપણું પડખે છે અને બહાદુરીથી સ્વતંત્રતાની વાતો કરવા માટે તે આપણું ગુણગાન કરી રહ્યો હોય ત્યારે એમ કરવું એ બહુ સહેલું છે. પરંતુ કોઈ પણ મહાન પ્રવૃત્તિ શરૂ કરવામાં પહેલ કરનાર અગ્રણી થવું એ બહુ મુશ્કેલ હોય છે. ૧૮૮૫ની સાલમાં મુંબઈમાં મહાસભાની પહેલી બેઠક મળી. બંગાળના વ્યોમેશચંદ્ર બેનરજી એના પહેલા પ્રમુખ હતા. સુરેન્દ્રનાથ બેનરજી, બઠુદ્દીન તૈયબજી તથા ફિરોજશાહ મહેતા એ તે શરૂઆતના જમાનાના બીજ આગેવાન પુરુષ હતા. પરંતુ દાદાભાઈ નવરોજી એ બધામાં સર્વોપરી હતા. તે હિંદના દાદા” બન્યા તથા હિંદના ધ્યેય તરીકે “સ્વરાજ' શબ્દની તેમણે પહેલવહેલી ઘોષણું કરી. બીજી એક વ્યક્તિના નામને પણ હું ઉલ્લેખ કરીશ કેમકે મહાસભાના આરંભકાળના આગેવાનેમાંથી એકલા તે જ આજે હયાત છે તથા તેમને તે સારી પેઠે પિછાને છે. એ વ્યક્તિ તે પંડિત મદનમોહન માલવીય. હિંદનું ધ્યેય-પ્રાપ્ત કરવાને ખાતર પચાસ કરતાંયે વધારે વરસો સુધી તેમણે પરિશ્રમ કર્યો છે અને ઘડપણ તથા ચિંતાઓને કારણે જર્જરિત થઈ ગયા હોવા છતાં પોતાની તરુણ અવસ્થામાં સેવેલા સ્વપ્નની સિદ્ધિને અર્થે હજી આજે પણ તેઓ ઝૂઝી રહ્યા છે. આમ મહાસભા પ્રતિવર્ષ આગળ ને આગળ વધતી તથા ઉત્તરોત્તર બળવાન બનતી ગઈ. આરંભ કાળની હિંદુ રાષ્ટ્રીયતાની પેઠે તેની અપીલ સંકુચિત નહોતી. આમ છતાંયે પ્રધાનપણે તે હિંદુ સંસ્થા હતી. કેટલાક આગેવાન મુસલમાને એમાં જોડાયા તેમ જ એના પ્રમુખ પણ બન્યા. પરંતુ મુસલમાન લેકસમુદાય તેનાથી અળગો રહ્યો. સર સૈયદ અહમદખાન એ સમયના મહાન મુસલમાન નેતા હતા. તેમણે જોયું કે કેળવણીના અને ખાસ કરીને આધુનિક કેળવણીના અભાવથી મુસલમાનોને ભારે હાનિ થઈ છે અને તેઓ પછાત પડ્યા છે. આથી તેમને લાગ્યું કે રાજકારણમાં માથું મારવા પહેલાં તેમણે મુસલમાનોને આ આધુનિક કેળવણી લેવાને તથા તેના ઉપર બધું લક્ષ . કેન્દ્રિત કરવાને સમજાવવા જોઈએ. આથી તેમણે મુસલમાનોને મહાસભાથી રહેવાની સલાહ આપી તથા સરકાર સાથે સહકાર કર્યો અને Page #77 -------------------------------------------------------------------------- ________________ ७४४ જગતના ઇતિહાસનું રેખાદર્શન અલીગઢમાં એક સુંદર કલેજ સ્થાપી, જે ખીલીને પાછળથી યુનિવર્સિટીમાં પરિણમી. મુસલમાનના મોટા ભાગે સર સૈયદની સલાહ માની અને તેઓ મહાસભાથી અળગા રહ્યા. પરંતુ થોડા મુસલમાન હમેશાં મહાસભાની સાથે જ રહ્યા છે. હું કોઈ પણ કામના મેટા ભાગની કે નાના ભાગની વાત કરું છું ત્યારે મારા કહેવાને ભાવાર્થ હિંદુ કે મુસલમાનના અંગ્રેજી કેળવણી પામેલા ઉપલા થરના મધ્યમ વર્ગને મોટો ભાગ અથવા નાનો ભાગ હોય છે એ વાત લક્ષમાં રાખજે. હિંદુ કે મુસલમાનના આમસમુદાયને તે મહાસભા સાથે કશી લેવાદેવા નહોતી અને એ સમયે તેનું નામ સુધ્ધાં તેમાંના ગણ્યાગાંઠયા માણસેએ સાંભળ્યું હશે. એ સમયે નીચલા થરના મધ્યમ વર્ગ ઉપર - પણ તેની અસર પડી નહતી. આમ મહાસભાને વિકાસ થતો ગયો પરંતુ રાષ્ટ્રીયતાના વિચારે તથા સ્વાતંત્ર્ય માટેની ઝંખના તે એથીયે વિશેષ ત્વરાથી વિકસતાં ગયાં. મહાસભાની અપીલનું ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ મર્યાદિત હતું કેમકે તેમાં કેવળ અંગ્રેજી જાણનારા લોકોને જ સમાવેશ થતો હતો. એ વસ્તુઓ ભિન્ન ભિન્ન પ્રાંતિને એકબીજાની સમીપ લાવવામાં તથા બધાનું સર્વસાધારણ દષ્ટિબિંદુ ખીલવવામાં કંઈક અંશે મદદ કરી. પરંતુ આમજનતાના અંતર સુધી એણે પ્રવેશ ન કર્યો હોવાથી તેનામાં ઝાઝું સામર્થ નહોતુંમેં એક પત્રમાં એશિયા ખંડને હલમલાવી મૂકનાર એક ઘટના વિષે તને કહ્યું હતું. આ ઘટના તે ૧૯૦૪–પની સાલમાં વિરાટ રશિયા ઉપૂર જાપાને મેળવેલ વિજય. એશિયાના બીજા દેશની પેઠે હિંદ ઉપર એટલે કે હિંદના કેળવાયેલા મધ્યમ વર્ગ ઉપર પણ એની ભારે અસર થઈ અને તેમને આત્મવિશ્વાસ વધ્ય. યુરોપના એક સૌથી બળવાન દેશ ઉપર જાપાન વિજય મેળવી શકે તે પછી હિંદ પણ તેમ કાં ન કરી શકે? ઘણું લાંબા સમય સુધી હિંદના લેકે અંગ્રેજોને મુકાબલે પિતાને તુચ્છ અથવા ઊતરતા માનતા હતા. અંગ્રેજોના લાંબા કાળના આધિપત્ય તથા ૧૮૫૭ના વિપ્લવના ઘાતકીપણે કરવામાં આવેલા દમને તેમને રાંક બનાવી દિીધા હતા. હથિયારબંધીના કાયદાથી તેમને હથિયાર રાખતા અટકાવવામાં આવ્યા હતા. હિંદમાં જે કંઈ બનતું તે બતાવીને તેઓ પરાધીન તથા ઊતરતી પ્રજા છે એવું તેમને વારંવાર સ્મરણ કરાવવામાં આવતું. અરે, તેમને જે કેળવણી આપવામાં આવતી હતી તેણે પણ તેમને ઊતરતાપણાની અથવા હીનતાની લાગણીથી ભરી દીધા હતા. ખોટા અને વિકૃત ઇતિહાસે તેમને શીખવ્યું કે આ દેશને એવી વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવાને અંગ્રેજો આવ્યા અને તેમણે તેમાં સુલેહશાંતિ તથા આબાદી પ્રવર્તાવ્યાં ત્યાં સુધી અહીં આગળ હમેશાં અરાજક અને અંધેર પ્રવર્તતું હતું તથા હિંદુ અને મુસલમાને એકબીજાનાં ગળાં રેંસતા હતા. ઈતિહાસ કે સત્ય હકીકતની લવલેશ પરવા કર્યા વિના યુરોપિયન એકે Page #78 -------------------------------------------------------------------------- ________________ હિંદનું પુનરુત્થાન ૭૪૫ ખરેખર એમ જ માનતા હતા તથા જાહેર પણ કરતા હતા કે એશિયા ખંડ પછાત છે અને તે યુરોપિયનના આધિપત્ય નીચે રહેવાને સરજાયેલે છે. આમ જાપાનને વિજય એશિયા માટે ભારે પ્રોત્સાહક નીવડ્યો. આપણામાંના મોટા ભાગના લેકમાં ઘર કરી બેઠેલી હીનતાની અથવા તો ઊતરતાપણાની ભાવના એણે ઓછી કરી. રાષ્ટ્રીય વિચારે બહોળા વિસ્તારમાં, ખાસ કરીને બંગાળ અને મહારાષ્ટ્રમાં ફેલાયા. એ જ અરસામાં એક એવો બનાવ બન્યું જેણે બંગાળને તેના પાયામાંથી હચમચાવી મૂક્યું અને હિંદભરમાં ભારે ખળભળાટ મચાવ્ય. અંગ્રેજ સરકારે બંગાળના મહાન પ્રાંતને (એ સમયે બિહારને પણ બંગાળ પ્રાંતમાં સમાવેશ થતો હત) બે ભાગમાં વહેંચી નાખ્યો; એમાંનો એક ભાગ પૂર્વ બંગાળ હતા. બંગાળના ઉત્તરોત્તર રાષ્ટ્રવાદી બનતા જતા મધ્યમ વર્ગે તેને વિરોધ કર્યો. આ રીતે તેમના ભાગલા પાડીને અંગ્રેજો તેમને કમજોર બનાવવા માગે છે એવી તેમને શંકા પડી. પૂર્વ બંગાળમાં મુસલમાનોની વસતી વધારે હતી એટલે આવા ભાગલા પાડવાથી હિંદુ-મુસ્લિમ પ્રશ્ન પણ ઊભો થયે. બંગાળમાં બ્રિટિશ વિધી એક પ્રબળ ચળવળ શરૂ થઈ. મોટા ભાગના જમીનદારે એ ચળવળમાં સામેલ થયા અને એ જ રીતે હિંદી મૂડીદારો પણ એમાં જોડાયા. એ વખતે પહેલવહેલી સ્વદેશીની હાકલ કરવામાં આવી અને એની સાથે બ્રિટિશ માલને બહિષ્કાર પણ પિકારવામાં આવ્ય, એથી કરીને બેશક હિંદી ઉદ્યોગ તથા મૂડીને મદદ મળી. એ ચળવળ અમુક અંશે આમજનતામાં પણ પ્રસરી અને અમુક અંશે તેણે હિંદુ ધર્મમાંથી પ્રેરણા મેળવી. એની સાથે સાથે જ બંગાળમાં ક્રાંતિકારી હિંસક ચળવળને પણ આરંભ થયો. અને હિંદી રાજકારણમાં બૅબે પહેલવહેલી દેખા દીધી. અરવિંદ ઘોષ એ બંગાળની ચળવળના જવલંત નેતાઓમાંના એક હતા. તે હજી હયાત છે પરંતુ કેટલાંક વરસોથી ફ્રેંચ હિંદમાં આવેલા પડીચેરી શહેરમાં રહે છે અને નિવૃત્ત જીવન ગાળે છે. - પશ્ચિમ હિંદમાં આવેલા મહારાષ્ટ્રમાં પણ એ વખતે ભારે ખળભળાટ મચી રહ્યો હતો અને હિંદુત્વના રંગથી રંગાયેલી ઉગ્ર રાષ્ટ્રીયતા ત્યાં આગળ ફરીથી સજીવન થઈ રહી હતી. બાળ ગંગાધર તિલક નામના એક મહાન નેતા ત્યાં પેદા થયા. હિંદભરમાં તે લેકમાન્યના નામથી ઓળખાય છે. લેકમાન્ય સમર્થ પંડિત હતા અને પૂર્વ તેમ જ પશ્ચિમ ઉભયની સંસ્કૃતિનું તેમને સરખું જ્ઞાન હતું. વળી તે સમર્થ મુત્સદ્દી પણ હતા. પરંતુ આ બધા ઉપરાંત તે મહાન લોકનાયક હતા. રાષ્ટ્રીય મહાસભાના આગેવાને હજી સુધી અંગ્રેજી કેળવણી પામેલા હિંદીઓને હાકલ કરતા હતા; આમજનતાને તેમને ઝાઝે પરિચય નહોતો. પરંતુ લેકમાન્ય જનતા સુધી પહોંચનાર અને તેની પાસેથી બળ મેળવનાર નવભારતના પહેલવહેલા રાજકીય નેતા હતા. એમના“ચેતનવંતા Page #79 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વ્યક્તિત્વે જનતામાં સામર્થ અને અડગ હિંમતનાં નવાં તત્ત્વો દાખલ કર્યા અને બંગાળની રાષ્ટ્રીયતા તથા બલિદાનની નવી ભાવના સાથે એ ભળતાં એણે હિંદના રાજકારણની સૂરત બદલી નાખી. ૧૯૦૬, ૧૯૦૭ અને ૧૯૦૮ના આ ભારે ખળભળાટ અને ઉત્તેજનાના સમય દરમ્યાન મહાસભા શું કરી રહી હતી ? મહાસભાના આગેવાને રાષ્ટ્રીયતાની ભાવનાની જાગ્રતિને આ કાળે પ્રજાને આગળ દરવણું આપવાને બદલે પાછળ પડી ગયા. તેઓ તે શાંત પ્રકારના અને જેમાં આમજનતાને પ્રવેશ મહેતા એવા રાજકારણથી ટેવાયેલા હતા. બંગાળને જવલંત ઉત્સાહ તેમને રૂચ નહતા તેમ જ લેકમાન્યમાં મૂર્તિમંત થયેલી મહારાષ્ટ્રની નવી અણનમ ભાવના સાથે પણ તેમને ગેહતું નહોતું. સ્વદેશીની તેઓ પ્રશંસા કરતા હતા પરંતુ બ્રિટિશ માલને બહિષ્કાર (યકેટ) કરતાં તેઓ અચકાતા હતા. આમ મહાસભામાં બે પક્ષે ઊભા થયા – લેકમાન્ય તથા બંગાળના કેટલાક નેતાઓના નેતૃત્વ નીચેને ઉદ્દામ પક્ષ અને મહાસભાના જૂના નેતાઓના નેતૃત્વ નીચે મવાળ અથવા વિનીત પક્ષ. પરંતુ ગોપાળ કૃષ્ણ ગોખલે નામના એક તરણ વિનીતના સૌથી આગળ પડતાં નેતા હતા. તે ભારે બાહોશ હતા અને તેમણે પિતાનું આખું જીવન દેશસેવામાં સમર્પણ કર્યું હતું. ગોખલે પણ મહારાષ્ટ્રી હતા. લેકમાન્ય અને ગોખલેએ પિતાપિતાનાં વિરોધી દળો સાથે એકબીજાને સામને કર્યો અને ૧૯૦૭ની સાલમાં ઍનિવાર્ય રીતે મહાસભાની એકતામાં ભંગાણ પડ્યું અને તેમાં ભાગલા પડ્યા. વિનીતે મહાસભા ઉપર પિતાને કાબૂ રાખી રહ્યા અને ઉદ્દામ પક્ષને તેમણે તેમાંથી હાંકી કાઢ્યો. વિનીતે જીત્યા તે ખરા, પરંતુ એને લીધે દેશમાં તેમણે પિતાની પ્રતિષ્ઠા ગુમાવી, કેમકે લેકમાન્યને પક્ષ જનતામાં તેમના કરતાં અનેકગણે લેકપ્રિય હતે. પરિણામે મહાસભા નબળી પડી અને થોડાં વરસ સુધી દેશમાં જેને ઝાઝે પ્રભાવ રહ્યો નહિ. અને એ વરસ દરમ્યાન સરકારની શી સ્થિતિ હતી? વિકસતી જતી હિંદની રાષ્ટ્રીયતા પર તેણે કેવું વલણ દાખવ્યું? પિતાને રચતી ન હોય એવી માગણી કે મુદ્દાને પહોંચી વળવાની સરકાર પાસે માત્ર એક જ રીત છે – લાઠીને ઉપયેગ. એટલે સરકારે દમન શરૂ કર્યું, લોકોને જેલમાં ધકેલ્યા, છાપાંના કાયદાઓ ઘડીને વર્તમાનપત્રોને દબાવ્યાં અને તેને પસંદ ન હોય એવા માણસની પાળ સંખ્યાબંધ છૂપી પોલીસ અને જાસૂસ છોડી મૂક્યા. એ સમયથી છૂપી પોલીસના માણસો હિંદના આગેવાન રાજદ્વારી પુરુષના હમેશના સેબતી બની ગયા છે. બંગાળના ઘણું નેતાઓને કેદની સજા કરવામાં આવી. લેકમાન્યને મુક સૌથી વધારે નોંધપાત્ર હતા. તેમને છ વરસની સજા કરવામાં આવી અને તેમણે માંડલેના પિતાના કારાવાસ દરમ્યાન એક સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. લાલા લાજપતરાયને પણ બ્રહ્મદેશમાં દેશપાર કરવામાં આવ્યા. Page #80 -------------------------------------------------------------------------- ________________ બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૪૭ પરંતુ દમન બંગાળને દબાવી દેવામાં સફળ ન થયું. એટલે કંઈ નહિ તે થોડા લોકોને પણ ટાઢા પાડવાને ખાતર રાજવહીવટમાં સુધારો કરવાને ઠરાવ ઉતાવળથી કરવામાં આવ્યું. તે સમયની નીતિ પણ તે પછીના સમયમાં હતી અને આજેયે છે તે પ્રમાણે રાષ્ટ્રવાદીઓમાં ફૂટ પાડવાની હતી. વિનીતાને રીઝવીને પોતાના પક્ષમાં લેવા અને ઉદ્દામવાદીઓને કચરી નાખવા એ સરકારની નીતિ હતી. ૧૯૦૮ની સાલમાં “મિન્ટો–મેલ નામથી ઓળખાતા સુધારાઓની જાહેરાત કરવામાં આવી. વિનીતોને રીઝવવામાં સરકાર આ રીતે સફળ થઈ તેઓ એનાથી ખુશ ખુશ થઈ ગયા. ઉદ્દામવાદીઓને નેતા જેલમાં હતું એટલે તેઓને જુસ્સો નરમ પડી ગયો હતો અને રાષ્ટ્રીય ચળવળ નબળી પડી ગઈ આમ છતાં પણ બંગાળમાં ભાગલા સામેની લડત ચાલુ જ રહી અને વિજય મળતાં તેને અંત આવ્યો. ૧૯૧૧ની સાલમાં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા નાબૂદ કર્યા. આ સફળતાએ બંગાળીઓના હૃદયમાં નવો જુસ્સો પેદા કર્યો. પરંતુ ૧૯૦૭ની ચળવળને અંત આવ્યો અને હિંદુસ્તાન રાજકીય દષ્ટિએ ફરી પાછું સુસ્ત થઈ ગયું. ૧૯૧૧માં એ પણ જાહેર કરવામાં આવ્યું કે દિલ્હી હિંદની રાજધાની બનશે. દિલ્હી – અનેક સામ્રાજ્યની રાજધાની તેમ જ અનેક સામ્રાજ્યની કબર દિલ્હી. જે સમયે મહાયુદ્ધ ફાટી નીકળ્યું તથા નેપોલિયન પછીનાં ૧૦૦ વરસને જમાનો પૂરે થયે ત્યારે ૧૯૧૪ની સાલમાં હિંદની આ દશા હતી. એ યુદ્ધ હિંદ ઉપર પણ ભારે અસર કરી પરંતુ એને વિષે હું તને હવે પછી • કંઈક કહીશ. આખરે ૧૯મી સદીના હિંદનું ખ્યાન મેં પૂરું કર્યું. આજથી અઢાર ૧ વરસ ઉપરના સમય સુધી મેં તને લાવી દીધી છે. અને હવે આપણે હિંદ છોડીને આવતા પત્રમાં ચીન જઈશું અને બીજા પ્રકારના સામ્રાજ્યવાદી શેષણનું નિરીક્ષણ કરીશું. ૧૧૪. બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૧૪ ડિસેમ્બર, ૧૯૩૨ ઔદ્યોગિક તેમ જ યાંત્રિક ક્રાંતિની હિંદ ઉપર શી અસર થવા પામી તથા નવા સામ્રાજ્ય હિંદ ઉપર કેવી રીતે કાર્ય કર્યું એ વિષે મેં તને કંઈક વિસ્તારથી કહ્યું છે. હિંદી હોવાને કારણે હું એક પક્ષકાર છું અને મને નથી લાગતું કે નિષ્પક્ષ દૃષ્ટિથી હું એને નિહાળી શકું. પરંતુ પ્રશ્નની એક જ બાજુ સાબિત કરવાને ઉત્સુક એવા રાષ્ટ્રવાદીની પેઠે નહિ પણ હકીકતેનું તટસ્થતા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પૂર્વક નિરીક્ષણ કરતા વિજ્ઞાનશાસ્ત્રીની પેઠે આ બધા પ્રશ્નોને વિચાર કરવાને મેં પ્રયાસ કર્યો છે અને તે પણ એમ જ કરશે એવી હું આશા રાખું છું. રાષ્ટ્રીયતા અને પિતાને સ્થાને શેભે પરંતુ એ ભરેસે ન કરી શકાય એ મિત્ર અને જોખમકારક ઇતિહાસકાર છે. ઘણુયે બનાવની બાબતમાં તે આપણી આંખે પાટા બાંધે છે અને કેટલીક વાર ખાસ કરીને આપણા દેશની સાથે જ્યારે એને સંબંધ હોય ત્યારે તે સત્યને વિપર્યાસ કરે છે. એથી કરીને હિંદના ઇતિહાસ વિષે વિચાર કરતી વખતે આપણું બધી આપત્તિઓને દેશ અંગ્રેજો ઉપર ન ઢળીએ એ બાબતમાં આપણે સાવધાની રાખવી જોઈએ. ૧૯મી સદીમાં ઈંગ્લેંડના મૂડીવાદીઓ તેમ જ ઉદ્યોગપતિઓએ હિંદનું શેષણ કેવી રીતે કર્યું એ જોઈ લીધા પછી હવે આપણે એશિયાના બીજા એક મહાન દેશ, હિંદના પ્રાચીન કાળના મિત્ર, અને સૌથી પુરાણું રાષ્ટ્ર ચીનમાં જઈએ. અહીં આપણને પશ્ચિમના દેશનું જુદા જ પ્રકારનું શોષણ જોવા મળે છે. હિંદની પેઠે ચીન કેઈ પણ યુરોપી દેશનું સંસ્થાન કે પરાધીન રાષ્ટ્ર ન બન્યું. એ અવદશામાંથી તો તે બચી ગયું કેમકે આખા દેશને એકત્ર રાખી શકે એવી મધ્યસ્થ સરકાર છેક ૧૯મી સદીના વચગાળાના સમય સુધી ત્યાં હતી. આપણે જોઈ ગયાં કે હિંદુસ્તાન આ પહેલાં ૧૦૦ વરસે ઉપર એટલે કે મેગલ સૌમ્રાજ્યના પતન પછી છિન્નભિન્ન થઈ ગયું હતું. ચીન પણ ૧લ્મી સદીમાં નબળું પડયું હતું ખરું. પરંતુ છેવટ સુધી તેની એકતા ટકી રહી અને વિદેશી રાજ્યની માહમાંહેની ઈર્ષોએ ચીનની દુર્બળતાને વધારે પડતે લાભ લેતાં તેમને ક્યાં. ચીન વિષેના મારા છેલ્લા (૯૪મા) પત્રમાં ચીન સાથે પિતાને વેપાર વધારવાને માટે અંગ્રેજોએ કરેલા પ્રયાસની વાત મેં તને કરી હતી. અંગ્રેજ રાજા ત્રીજા ર્જના પત્રના જવાબમાં મંચુ સમ્રાટ ચિચેનલંગે જે અતિશય રૂઆબભર્યો અને અધિકારપૂર્ણ પત્ર લખ્યું હતું તેમાંથી એક લાંબો ઉતારે પણ મેં તને આપે હતો. આ ૧૭૯૨ની સાલમાં બન્યું હતું. આ સાલ તને યુરોપમાં તે સમયે ભારે ઊથલપાથલ થઈ રહી હતી તેની યાદ આપશે–એ ક્રાંસની કાંતિને કાળ હતું. એ પછી નેપોલિયન અને તેનાં યુદ્ધો આવ્યાં. આ બધા સમય દરમ્યાન ઈંગ્લેંડ જીવ પર આવીને નેપોલિયન સાથે લડી રહ્યું હતું અને તેને દમ લેવાની પણ નવરાશ નહોતી. એટલે નેપોલિયનનું પતન થયું અને ઇંગ્લંડને જીવમાં જીવ આવ્યું ત્યાં સુધી ચીન સાથે પિતાને વેપાર વધારવાના સવાલને અવકાશ જ નહોતું. પરંતુ એ પછી તરત જ, ૧૮૧૬ની સાલમાં બીજું એક બ્રિટિશ પ્રતિનિધિ મંડળ ચીન મોકલવામાં આવ્યું. પરંતુ મુલાકાત વખતે પાળવાની વિધિની બાબતમાં કંઈક મુશ્કેલી ઊભી થઈ એટલે Page #82 -------------------------------------------------------------------------- ________________ બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૪૯ ચીની સમ્રાટે બ્રિટિશ પ્રતિનિધિ લોર્ડ આમહસ્ટને મુલાકાત આપવાની ના પાડી અને તેને પાછા ચાલ્યા જવાનો હુકમ કર્યો. જે વિધિ કરવાની હતી તેને ક” કહેવામાં આવે છે અને તે એક પ્રકારના સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. કદાચ તે કે-તોઈંગ શબ્દ સાંભળ્યો હશે. એટલે એ વખતે તે કંઈ બન્યું નહિ. એ દરમ્યાન અફીણને ન વેપાર દિનપ્રતિદિન વધતું જતું હતું. પરંતુ એને ન વેપાર કહેવો એ બરાબર નથી, કેમકે છેક ૧૫મી સદીમાં હિંદથી ચીનમાં અફીણની આયાત કરવામાં આવી હતી. હિંદુસ્તાને ભૂતકાળમાં ઘણી સારી સારી વસ્તુઓ ચીન મેકલી હતી પરંતુ અફીણ એ તે તેણે મેકલેલી વસ્તુઓમાં એક ખરેખર બૂરી ચીજ હતી. પરંતુ એનો વેપાર બહુ જ મર્યાદિત હતા. યુરોપિયન અને ખાસ કરીને તે બ્રિટિશ વેપારને ઈજા ધરાવનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લીધે ૧૯મી સદીમાં એ વેપાર વધવા પામ્યો. એમ કહેવાય છે કે પૂર્વના દેશોમાં આવેલા વલંદાઓ મલેરિયાથી બચવા માટે તમાકુ સાથે મેળવીને અફીણ પીતા હતા. તેમની મારફતે ચીનમાં અફીણ પીવાની બદી દાખલ થઈ પરંતુ ચીનમાં તે એ બદીએ એથીયે ખરાબ સ્વરૂપ પકડયું. કારણ કે ચીનાઓ તમાકુ સાથે મિશ્ર કર્યા વિનાનું ચોખ્ખું અફીણ જ પીવા લાગ્યા. પ્રજા ઉપર એની માઠી અસર થવાને કારણે તથા અફીણના વેપારથી દેશમાંનું અઢળક દ્રવ્ય બહાર ઘસડાઈ જતું હોવાથી ચીનની સરકાર એ કુટેવ બંધ કરવા ચહાતી હતી. ૧૮૦૦ની સાલમાં ચીની સરકારે એક હુકમ બહાર પાડીને કોઈ પણ કામ માટે દેશમાં અફીણની આયાત કરવાની બંધી કરી. પરંતુ પરદેશીઓને એ વેપારથી ભારે ફાયદો થતું હતું. તેમણે ચોરીછુપીથી દેશમાં અફીણ ઘુસાડવાનું ચાલુ રાખ્યું અને એના પ્રત્યે આંખમીંચામણું કરે એટલા ખાતર ચીની અમલદારને લાંચ આપવા માંડી. એટલે ચીની સરકારે એવો નિયમ કર્યો કે સરકારી અમલદારેએ કઈ પણ પરદેશી વેપારીઓને મળવું નહિ. કોઈ પણ વિદેશીને ચીની કે મંચૂ ભાષા શીખવવા માટે પણ ભારે શિક્ષા ઠરાવવામાં આવી. પણ આ બધાથી કશે અર્થ સર્યો નહિ. અફીણનો વેપાર ચાલુ જ રહ્યો અને લાંચરુશવત તથા દગોફટકો મોટા પ્રમાણમાં ચાલવા લાગ્યાં. ૧૮૩૪ની સાલ પછી, જ્યારે બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ચીન સાથેના વેપારને ઇજારો બંધ કર્યો અને તે બધા અંગ્રેજો માટે ખુલ્લું મૂક્યો ત્યારે તે પરિસ્થિતિ વધારે બગડવા પામી. ચોરીછૂપીથી અફીણ ઘુસાડવાનું એકદમ વધી ગયું એટલે છેવટે ચીનની સરકારે એને દબાવી દેવાને કડક પગલાં ભરવાનો નિશ્ચય કર્યો. એ કાર્યને માટે તેણે એક યોગ્ય માણસની પસંદગી કરી. ચેરીછૂપીથી અફીણ ઘુસાડવાનું અટકાવવા માટે લીન–સી-હીની ખાસ અમલદાર તરીકે નિમણૂક કરવામાં આવી Page #83 -------------------------------------------------------------------------- ________________ ७५० જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તેણે વર અને કડકાઈથી કામ લેવા માંડ્યું. તે દક્ષિણ ભાગમાં આવેલા કેન્ટોન શહેરમાં ગયે. એ શહેર આ ગેરકાયદેસરના વેપારનું મુખ્ય મથક હતું. કેન્ટેન જઈને તેણે ત્યાંના વિદેશી વેપારીઓને તેમની પાસેનું બધું અફીણ તેને સેંપી દેવાનો હુકમ કર્યો. પ્રથમ તે તેમણે તેને હુકમ માનવાની ના પાડી. એટલે લીને પિતાના હુકમને તાબે થવાની તેમને ફરજ પાડી. તેણે તેમને તેમનાં કારખાનાંઓમાં એકલા પાડી દીધા, તેમના ચીની મજૂર અને નેકરે પાસેથી તેમનું કામ છોડાવી દીધું તથા બહારથી તેમની પાસે જ ખોરાક બંધ કર્યો. આ અસરકારક સખતાઈને પરિણામે વેપારીઓ તાબે થયા અને અફીણની ૨૦,૦૦૦ પેટીઓ તેને આપી દીધી. દેખીતી રીતે જ દેશમાં ચોરીછૂપીથી ઘુસાડવા માટે રાખેલા અફીણના આ મેટા જથાને લીને નાશ કર્યો. પરદેશી વેપારીઓને લીને એ પણ સંભળાવી દીધું કે પિતે અફીણ નહિ લાવે એવી બાંયધરી તેને કેપ્ટન આપે તે સિવાય કોઈ પણ વહાણને કેન્ટોનના બારામાં પેસવા દેવામાં આવશે નહિ. જે આ બાંયધરીને ભંગ કરવામાં આવશે તે ચીનની સરકાર વહાણ તેમ જ તેમને બધો માલ જપ્ત કરશે. લીન પોતાનું કામ બરાબર કરી જાણનાર માણસ હતો. તેને સેપવામાં આવેલું કામ તેણે સારી રીતે પાર પાડયું પરંતુ તેને ખબર નહોતી કે એને કારણે ચીનને બહુ આકરાં પરિણમે વેઠવાં પડવાનાં હતાં. એનું પરિણામ એ આવ્યું કે, બ્રિટન સાથે યુદ્ધ થયું. એમાં ચીન હાર્યું અને તેને નામશીભરી સંધિ કરવી પડી; અને જેની ચીનની સરકાર બંધી કરવા ચહાતી હતી તે અફીણ ચીન ઉપર બળજબરીથી લાદવામાં આવ્યું. ચીનાઓને માટે અફીણ એ સારી કે ભૂરી ચીજ હતી એ બાબતનું કશું મહત્વ નહોતું. ચીની સરકાર શું કરવા માગતી હતી એનું પણ ઝાઝું મહત્ત્વ નહોતું. ચીનમાં ચોરીછૂપીથી અફીણ ઘુસાડવાથી બ્રિટિશ વેપારીઓને ભારે ફાયદે થતો હતો એ વસ્તુ ખાસ મહત્ત્વની હતી અને આ આવક ગુમાવવી પડે એ સાંખવા ઈગ્લેંડ તૈયાર નહોતું. લીને નાશ કરેલું ઘણુંખરું અફીણ અંગ્રેજ વેપારીઓની માલિકીનું હતું. એટલે રાષ્ટ્રની પ્રતિષ્ઠાના નામથી બ્રિટને ૧૮૪ની સાલમાં ચીન સામે લડાઈ જાહેર કરી. આ યુદ્ધ અફીણના વિગ્રહ તરીકે ઓળખાય છે એ યોગ્ય છે કેમકે ચીન ઉપર બળજબરીથી અફીણ લાદવાને ખાતર એ લડવામાં તેમ જ જીતવામાં આવ્યો હતે. • - બ્રિટનના કાફલાએ કૅન્ટેન અને બીજા સ્થળોની કરેલી નાકાબંધી સામે ચીન કશું કરી શકે એમ નહતું. બે વરસ પછી તેને શરણે જવાની ફરજ પડી અને ૧૮૪રની નાન્કીનની સંધિમાં એવું ઠરાવવામાં આવ્યું કે પરદેશ સાથેના વેપાર માટે એટલે કે તે વખતે તે ખાસ કરીને અફીણના વેપાર માટે પાંચ બંદરે ખુલ્લો મૂકવાં. આ પાંચ બંદરો કેન્ટોન, શાંઘાઈ, અમોય, નિંગ Page #84 -------------------------------------------------------------------------- ________________ બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૫૧ અને ફયુચૂ હતાં. આ “ટ્રીટી પોર્ટસ” એટલે કે સંધિથી માન્ય કરવામાં આવેલાં બંદરે તરીકે ઓળખાતાં હતાં. બ્રિટને કેન્ટોન પાસેના હોંગકૅગ ટાપુને કબજે લીધે તથા નાશ કરવામાં આવેલા અફીણના બદલા પેટે તેમ જ ચીન ઉપર તેણે બળજબરીથી લાદેલા યુદ્ધના ખરચ અંગે ચીન પાસેથી ભારે રકમ પડાવી. આ રીતે અંગ્રેજોએ અફીણની બાબતમાં વિજય મેળવ્યું. ચીનના સમ્રાટે તે સમયની ઇંગ્લંડની રાણી વિકટોરિયાને ચીન ઉપર ઠોકી બેસાડવામાં આવેલા અફીણના વેપારની ભયંકર અસર અતિશય વિનયપૂર્વક દર્શાવતી અંગત અપીલ કરી. પરંતુ વિકટેરિયા રાણી તરફથી એને કશે જવાબ મળ્યો નહિ. પચાસ વરસ પૂર્વે એના પુરગામી ચિન-લુંગે ઈંગ્લંડના રાજાને આથી જુદા જ પ્રકારને પત્ર લખ્યું હતું ! પશ્ચિમની સામ્રાજ્યવાદી સત્તાઓ સાથેની ચીનની અથડામણ અને તેને પરિણામે ઉદ્ભવેલી આપત્તિઓની આ શરૂઆત હતી. તેની અળગા૫ણુની સ્થિતિને હવે અંત આવ્યો. તેને પરદેશી વેપાર તથા વધારામાં ખ્રિસ્તી મિશનરીઓને સ્વીકાર કરવાની ફરજ પડી. આ મિશનરીઓએ ચીનમાં સામ્રાજ્યવાદના પુરોગામીઓ તરીકે મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ પછીની - ચીનની ઘણીખરી આપત્તિઓ અને મુસીબતે માટે એક યા બીજી રીતે આ મિશનરીઓ જ કારણભૂત હતા. સામાન્યરીતે તેમનું વર્તન ઉદ્ધત અને અકળાવનારું હતું પરંતુ ચીનની અદાલતમાં તેમના ઉપર કામ ચલાવી શકાતું નહોતું. નવી સંધિ પ્રમાણે પશ્ચિમના દેશના લોકોને ચીની કાયદો કે ઇન્સાફ લાગુ પડી શકતો નહિ. તેમના ઉપર તેમની પિતાની અદાલતોમાં કામ ચલાવવામાં આવતું. આને “પ્રાદેશિક કાયદામાંથી મુક્તિને હક કહેવામાં આવે છે. એ હક આજે પણ મોજૂદ છે અને તેની સામે ચીનમાં ભારે રોષની લાગણી પ્રવર્તે છે. મિશનરીઓએ વટાળીને ખ્રિસ્તી બનાવેલા ચીનાઓ પણ “પ્રાદેશિક કાયદામાંથી મુક્તિના આ ખાસ હકના રક્ષણની માગણી કરતા હતા. તેઓ કઈ પણ રીતે એના હકદાર નહતા પરંતુ એથી પરિસ્થિતિમાં કશું ફેર પડે એમ નહોતું. કેમકે એક બળવાન સામ્રાજ્યવાદી રાષ્ટ્રના પ્રતિનિધિ સમર્થ મિશનરીનું તેમને પીઠબળ હતું. આ રીતે કેટલીક વાર એક ગામની સામે બીજા ગામને ઉશ્કેરવામાં આવતું. આથી ગ્રામવાસીઓ કેટલીક વાર અકળાઈને જીવ પર આવી જતા અને તેઓ અથવા તે બીજા કેઈ મિશનરીની સામે થઈ જતા અને તેના ઉપર હુમલે કરતા તથા કોઈક વાર તેને જીવ પણ લેતા. પછીથી તે તેમની પાછળ રહેલી સામ્રાજ્યવાદી સત્તા તેમના ઉપર તૂટી જ પડતી અને તેને સારી પેઠે બદલે લેતી. યુરોપની સત્તાઓને માટે ચીનમાં તેમના મિશનરીઓનાં થયેલાં ખૂન કરતાં ભાગ્યે જ બીજી કોઈ વસ્તુ વધારે ફાયદા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન કારક નીવડી હશે! કેમકે એવા દરેક ખૂનને વિશિષ્ટ અધિકારોની માગણી માટેનું તથા બળજબરીથી તે પડાવવાનું તે નિમિત્ત બનાવતા. ચીનમાં એક ભીષણ અને અતિશય ક્રૂર ખળવા જગાડનાર પણ ખ્રિસ્તી થઈ ગયેલા એક ચીને જ હતા. એ તેપિંગ બળવાના નામથી એળખાય છે અને ૧૮૫૦ની સાલના અરસામાં ડુંગ–સિન—ચ્યાન નામના એક પાગલ જેવા માણસે એ શરૂ કર્યાં હતા. આ ધર્માંધ પાગલને અસાધારણ સફળતા મળી અને ‘બુતપરસ્તોના સહાર કરો ' એવી ચેષણા કરતા તે બધે ધૂમવા લાગ્યા. એ બળવામાં અસંખ્ય માણસાના જાન ગયા. ચીનના અર્ધાં કરતાં પણ વધારે પ્રદેશને એ ખળવાએ પાયમાલ કર્યાં અને એવી ગણતરી કરવામાં આવી છે કે એ બળવાનાં લગભગ બાર વરસા દરમ્યાન એ કરોડ માણસાએ જાન ગુમાવ્યા. અલબત્ત, એ રમખાણ તેમ જ એમાં થયેલી કતલ માટે ખ્રિસ્તી મિશનરીએ કે વિદેશી સત્તાઓને જવાબદાર ગણવી એ વાખી નથી. શરૂ શરૂમાં મિશનરી એની સફળતા ઇચ્છતા હતા ખરા, પરંતુ પાછળથી તેમણે હંગને ઇન્કાર કર્યાં. પરંતુ ચીનની સરકાર તો એમ જ માનતી હતી કે મિશનરીઓ એને માટે જવાબદાર છે. તેની આ માન્યતા ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે વખતે તેમ જ પછીથી પણ ચીના લેાકાને મિશનરીઓની પ્રવૃત્તિ પ્રત્યે કેટલા ભારે રોષ હતા. તેમની દૃષ્ટિએ મિશનરી એ ધર્માભાવના કે ભલાઈ ના દૂત નહિ પણ સામ્રાજ્યવાદના આડતિયા હતા. એક અંગ્રેજ લેખકે કહ્યું છે તેમ “ પહેલાં મિશનરીનું આગમન, પછી લડાયક જહાજોની હાજરી, પછી મુલક પડાવી લેવાની શરૂઆત — આ ઘટનાક્રમ ચીનવાસીઓના માનસમાં અંકિત થઈ રહેલા છે.” આ વસ્તુ લક્ષમાં રાખવી એ ઠીક છે કેમકે ચીનની હરેક મુસીબતમાં કાઈ ને કાઈ રીતે મિશનરીને હાથ હોવાને જ. એક ધર્માંધ પાગલે શરૂ કરેલા બળવાને, આખરે તેને બાવી દેવામાં આવ્યા તે પહેલાં, આટલી ભારે સફળતા મળી એ એક અસાધારણ ઘટના છે. એમ થવાનું સાચું કારણ એ છે કે ચીનમાં જૂની સમાજવ્યવસ્થા પડી ભાંગવા લાગી હતી. મને લાગે છે કે, ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં મેં કરના અસહ્ય ખેાજા, બદલાતી જતી આર્થિક વ્યવસ્થા અને પ્રજામાં વધારે ને વધારે વ્યાપતો જતા અસ ંતોષ વિષે તને કહ્યું હતું. મચ્ સરકારની સામે ઠેર ઠેર ગુપ્ત મંડળા સ્થપાવા લાગ્યાં હતાં અને વાતાવરણમાં બળવાના ભણકારા વાગી રહ્યા હતા. અફીણુ તેમ જ બીજી ચીજોના પરદેશી વેપારથી પરિસ્થિતિ વધારે પ્રમાણમાં બગડવા પામી. એશક, ચીનમાં પહેલાં પણ પરદેશી વેપાર ચાલતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ હતી. પશ્ચિમના દેશોના પ્રચંડ યંત્રોદ્યોગે ઝડપથી માલ ઉત્પન્ન કરતા હતા અને એ બધેા માલ પોતપોતાના દેશમાં વેચી શકાય એમ નહેતું. એટલે એને માટે તેમને અન્યત્ર નવાં બજારે Page #86 -------------------------------------------------------------------------- ________________ બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૫૩ શોધવાની જરૂર પડી. હિંદ તેમ જ ચીનમાં બજારની તલાશ માટે તેમની આ જરૂરિયાત કારણભૂત હતી. આ વિદેશી માલ અને ખાસ કરીને અફીણે વેપારની પુરાણી વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખી અને એ રીતે આર્થિક અંધેર વધારે તીવ્ર બન્યું. હિંદુસ્તાનની પેઠે ચીનનાં બજારમાં પણ વસ્તુઓની કિમંત ઉપર આંતરરાષ્ટ્રીય બજારની કિંમતની અસર થવા લાગી. આ બધી વસ્તુઓએ પ્રજામાં પ્રવર્તતાં અસંતોષ અને હાડમારી વધારી મૂક્યાં અને તેપિંગ બળવાને સહાય કરી સબળ બનાવ્યો. પશ્ચિમની સત્તાઓની વધતી જતી દખલગીરી અને ઉદ્ધતાઈને આ દિવસોમાં ચીનની આવી દશા હતી. ચીન તેમની માગણીઓ નકારી ન શક્યું એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. આ યુરોપી સત્તાઓએ તથા હવે પછી આપણે જોઈશું કે પાછળના સમયમાં જાપાને પણ તેની પાસેથી પોતપિતાને માટે ખાસ હકો તથા પ્રદેશે પડાવી લેવા માટે ચીનની અંધાધૂંધી અને મુસીબતોને પૂરેપૂરો લાભ ઉઠાવ્યું. તેમની પરસ્પરની સ્પર્ધા અને એકબીજાની અદેખાઈ આડે આવી ન. હેત તો ચીનના પણ ખરેખર, હિંદના જેવા હાલ થાત અને તે એક યા વધારે યુરેપી રાજ્ય તથા જાપાનને ' તાબેદાર દેશ બની જાત. ૧૯મી સદીમાં ચીનની સર્વસામાન્ય ભૂમિકારૂપ બની રહેલી આર્થિક અવ્યવસ્થા, તેપિંગ બળવે, મિશનરીઓનાં કરતૂકો તથા વિદેશીઓનાં આક્રમણ વગેરે વિષે તને વાત કરતાં હું મારા મુખ્ય વિષયથી જરા દૂર ગયે છું. પરંતુ ઘટનાઓના નિરૂપણને બુદ્ધિપૂર્વક સમજવા માટે એ બધાં વિષે આપણે થોડુંઘણું જાણી લેવું જોઈએ. કેમકે ઐતિહાસિક ઘટનાઓ કેવળ ચમત્કારની પેઠે નથી બનતી. તેના આવિષ્કારને માટે અનેક અનેક પ્રકારનાં બળ કાર્ય કરી રહેલાં હોય છે. પરંતુ આ બધાં બળો સામાન્ય રીતે દૃષ્ટિગોચર થતાં નથી. તે તે ઘટનાઓ અથવા બનાવોના મૂળમાં છુપાયેલાં રહે છે. ચીનના મંચૂ શાસક જેઓ આજ સુધી મહાન અને સમર્થ હતા તેઓ ભાગ્યચક્રનું આ અચાનક પરિવર્તન જોઈને દિમૂઢ બની ગયા હશે. તેમના પતનનાં મૂળ તેમના ભૂતકાળમાં રહ્યાં હતાં એ કદાચ તેમની નજરમાં નહિ આવ્યું હોય. પશ્ચિમના દેશની ઔદ્યોગિક પ્રગતિ તથા ચીનની અર્થવ્યવસ્થા ઉપર થતી તેની વિનાશકારી અસર તેઓની સમજમાં ન આવી. બર્બર વિદેશીઓના વણનોતર્યા પ્રવેશ સામે તેમને ભારે અણગમો હતો. તે સમયના સમ્રાટે વિદેશીઓના આ વણનોતર્યા આગમનને ઉલ્લેખ કરતાં ચીનને એક મજાને પરાણે વાક્યપ્રયોગ વાપર્યો હતો. તેણે જણાવ્યું કે, “હું કઈ પણ માણસને મારી પથારી પાસે સુખે જંપવા દઈશ નહિ!' પ્રાચીન ગ્રંથનાં જ્ઞાન અને વિનોદ કે આપત્તિકાળમાં ધીર ગંભીર Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આત્મવિશ્વાસ અને અપ્રતિમ ધૈર્યને બોધ આપતાં હતાં એ ખરું પરંતુવિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવાને તે સમર્થ નહતાં. ( નાન્કીનની સંધિએ ચીનનાં દ્વાર બ્રિટન માટે ખુલ્લા કર્યા. પણ , બ્રિટનને એકલાને આ લાડવો ખાવાને મળે એમ નહતું. ફ્રાંસ અને અમેરિકા પણ ત્યાં આવી પહોંચ્યાં અને તેમણે પણ ચીન સાથે વેપારી કરાર કર્યા. ચીન તે અસહાય બની ગયું હતું અને તેના ઉપર ગુજારવામાં આવેલી જબરદસ્તીને કારણે વિદેશીઓને માટે તેના દિલમાં પ્રેમ કે આદર પેદા થયે નહિ. ત્યાં આગળ આ બર્બર' લેકોની હાજરી પણ તેનાથી સહી જતી નહેતી. બીજી બાજુ વિદેશીઓ હજી તૃપ્ત થયા નહોતા. ચીનને ચૂસવાની તેમની ભૂખ તે વધતી જ ગઈ એ બાબતમાં વળી પાછી અંગ્રેજોએ પહેલ કરી. * વિદેશીઓને માટે એ બહુ અનુકૂળ સમય હતો કેમકે ચીન તેપિંગ બળ શમાવવામાં પડ્યું હતું અને તે તેમને સામને કરવાની સ્થિતિમાં નહોતું. એટલે અંગ્રેજોએ યુદ્ધને માટે કંઈક બહાનું શોધી કાઢવાની પેરવી કરવા માંડી. ૧૮૫૬ની સાલમાં કેન્ટોનના ચીની સૂબાએ ચાંચિયાગીરી કરવા • માટે એક વહાણના ચીની ખલાસીઓને ગિરફતાર કર્યા. એ વહાણ ચીનાઓનું હતું અને કોઈ પણ પરદેશીને એની સાથે સંબંધ નહે. પરંતુ હોંગકોંગ સરકારને પરવાને તેને મળ્યું હતું તેને કારણે તેના ઉપર બ્રિટિશ વાવટ ચડાવવામાં આવેલ હતું. હકીક્ત તે એમ છે કે, એ પરવાનાની મુદત પણ પૂરી થઈ ચૂકી હતી. એ ગમે તેમ છે, પણ બ્રિટિશ સરકારે તે નદીકિનારા ઉપરના ઘેટાના બચ્ચા અને વરુની વાતની પિકે એને યુદ્ધનું બહાનું બનાવી દીધું. ઈંગ્લેંડથી ચીન લશ્કર રવાના કરવામાં આવ્યું. એ જ અરસામાં ૧૮૫૭ની સાલમાં હિંદમાં બળ ફાટી નીકળ્યો અને એ બધું લશ્કર હિંદ તરફ વાળવામાં આવ્યું. બળ દબાવી દેવામાં આવ્યો ત્યાં સુધી ચીની વિગ્રહને રોકાઈ જવું પડયું. દરમ્યાન ફેંચે એ પણ એ વિગ્રહમાં દાખલ થવાનું બહાનું શોધી કાઢયું. કેમકે ચીનમાં કોઈક સ્થળે એક ફ્રેંચ મિશનરીનું ખૂન થયું હતું. આમ જે વખતે ચીન તેપિંગ બળવો શમાવવામાં રોકાયું હતું તે સમયે અંગ્રેજો અને ફેંચે તેના ઉપર ગીધની પેઠે તૂટી પડ્યા. બ્રિટિશ તેમ જ ફ્રેંચ સરકારએ રશિયા તથા યુનાઈટેડ સ્ટેટ્સને પણ આ વિગ્રહમાં તેમની સાથે જોડાવાને આગ્રહ કર્યો પણ તેમણે એ વાત કબૂલ રાખી નહિ. આમ છતાં પણ લૂંટમાં ભાગ પડાવવા તે તેઓ તૈયાર જ હતાં. વાસ્તવમાં યુદ્ધ તે થવા પામ્યું નહિ અને આ ચારે રાજ્યએ ચીન સાથે નવી સંધિ કરી અને તેની પાસેથી પિતાને માટે છૂટછાટો અને ખાસ હકે પડાવ્યા. પરદેશી વેપારને માટે હવે વળી વધારે બંદરે ખુલ્લાં મુકાયાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૫૫ પરંતુ ચીનના બીજા વિગ્રહની કહાણું હજી પૂરી થઈ નથી. એ નાટકને હજી એક અંક ભજવવાનું બાકી હતો અને તેનો અંત અતિશય કરણ હતું. એ શિરસ્ત હોય છે કે સંધિ થાય ત્યારે લાગતીવળગતી સરકારોએ તેને મંજૂર કરવી જોઈએ. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક વરસની અંદર પેકિંગ શહેરમાં એ સંધિઓને મંજૂરી આપવી. જ્યારે એ મંજૂર કરવાનો સમય આવ્યો ત્યારે રશિયન એલચી જમીનમાર્ગે સીધે પેકિંગ આવી પહોંચે. બ્રિટન, ફ્રાંસ અને અમેરિકાના એલચીઓ સમુદ્ર માર્ગે આવ્યા અને પીહે નદીમાં થઈને પેકિંગ સુધી તેઓ પિતાનાં જહાજે લાવવા માગતા હતા. એ વખતે પેકિંગ ઉપર તેપિંગ બળવાખોરોના હુમલાને ભય ઝઝૂમી રહ્યો હતો. આથી નદી ઉપર કિલ્લો બંધી કરવામાં આવી હતી. એટલે ચીની સરકારે બ્રિટિશ, ફ્રેંચ તથા અમેરિકન એલચીઓને નદીમાગે ન આવતાં ઉત્તર તરફના જમીનમાર્ગે આવવા વિનંતી કરી. આ વિનંતી ગેરવાજબી નહોતી. અમેરિકાએ તેને સ્વીકાર કર્યો પણ બ્રિટિશ તથા ઇંચ એલચીઓએ તે માની નહિ. કિલ્લેબંધીની પરવા કર્યા વિના તેમણે પી નદીમાં થઈને બળજબરીથી આગળ વધવાની કોશિશ કરી. ચીનાઓએ તેમના ઉપર ગોળીબાર કર્યો અને ભારે નુકસાની સાથે તેમને પાછા ફરવાની ફરજ પાડી. બીજે રસ્તે મુસાફરી કરવાની ચીની સરકારની વિનંતી સરખી પણ કાને ન ધરનાર ઉદ્ધત અને તુંડમિજાજી સરકારો આ વસ્તુ સાંખી લે એમ નહતું. એનું વેર લેવાને માટે બીજું વધારે લશ્કર બોલાવવામાં આવ્યું. ૧૮૬૦ની સાલમાં તેમણે પુરાણું શહેર પેકિંગ ઉપર ચડાઈ કરી, અને સંહાર, લૂંટફાટ, ભાંગફોડ કરીને તથા નગરની એક અદ્ભુત ઇમારત બાળીને તેમણે વેર વાળ્યું. આ ઇમારત તે સમ્રાટનો ગ્રીષ્મ પ્રાસાદ યુન–મિંગ-યુન હતું. એનું બાંધકામ ચિચેનલંગના રાજ્યઅમલ દરમ્યાન પૂરું કરવામાં આવ્યું હતું. ચીને ઉત્પન્ન કરેલાં કળા તથા સાહિત્યના ઉત્તમોત્તમ અને વિરલ નમૂનાઓને સંગ્રહ તેમાં રાખવામાં આવેલ હતો. પિત્તળ તથા કાંસાની અપ્રતિમ મૂતિઓ, ચિનાઈ માટીનાં અતિશય સુંદર વાસણે, વિરલ ગ્રંથની હસ્તપ્રતો અને ચિત્રે તથા જેને માટે ચીન હજારે વરસથી મશહૂર હતું તે તરેહતરેહના હુન્નર અને • કારીગીરીની ચિત્રવિચિત્ર વસ્તુઓ વગેરે બધું તેમાં રાખવામાં આવ્યું હતું. બ્રિટન અને કાંસના જંગલી અને અજ્ઞાન સૈનિકે એ આ બધી અમૂલ્ય વસ્તુઓ લૂંટી તથા ઘણું દિવસ સુધી ચાલુ રહેલી આગમાં હોમી એ બધાને નાશ કર્યો ! હજારો વરસની પુરાણી સંસ્કૃતિના વારસ એવા એ ચીનવાસીઓ આ નર્યા જંગલીપણને હૃદયની વ્યથા અને ગ્લાનિથી જોઈ રહે અને એ સંહાર કરનારાઓને કેવળ હત્યા અને વિનાશ કરી જાણનાર અજ્ઞાન અસંસ્કારી માણસે ગણે એમાં કંઈ આશ્ચર્ય છે ખરું ? એ પ્રસંગે તેમને પ્રણ, મંગલ Page #89 -------------------------------------------------------------------------- ________________ , ઉપર જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમ જ પ્રાચીન કાળના બીજા વિનાશકારી બર્બર લોકોનું સ્મરણ તાજું થયું હશે. પરંતુ આ પરદેશી “બર્બર' લેકીને ચીના લેકે પિતાને વિષે શું માને છે એની લેશમાત્ર પણ પરવા નહતી. યુદ્ધનાં આધુનિક શસ્ત્રો સહિત પિતાનાં લડાયક જહાજમાં તેઓ પિતાને સલામત સમજતા હતા. સેંકડો વરસે દરમ્યાન એકઠી થયેલી અમૂલ્ય અને દુર્લભ વસ્તુઓ નાશ પામી એની તેમને શી પરવા હતી? ચીની સંસ્કૃતિ અને ચીની કળાની તેમને શી પરવા હતી? ભલે થાય કંઈ બી, - આપણી પાસે છે બંદૂકડી એમની પાસે નથી તે ! ૧૧૫. ચીનની મુસીબતે ૨૪ ડિસેમ્બર, ૧૯૩૨ મારા આગલા પત્રમાં અંગ્રેજો તથા એ ૧૮૬૦ની સાલમાં પેકિંગના અદ્ભુત ગ્રીષ્મ પ્રાસાદના કરેલા નાશની વાત હું તને કહી ગયો છું. ચીનાઓએ તહકુબીની શરતેને ભંગ કર્યાની શિક્ષા તરીકે એ કરવામાં આવ્યું હતું એમ કહેવામાં આવે છે. થડાક ચીની સૈન્ય તહકુબીની શરતેને ભંગ કરવાને ગુને કદાચ કર્યો હશે પરંતુ એમ છતાંયે, એ કારણે અંગ્રેજો તથા ફ્રેંચોએ જે સંહારલીલા ચલાવી તે આપણે સમજી શકીએ એમ નથી. એ કંઈ - મૂઠીભર અજ્ઞાન સૈનિકનું નહિ પણ સત્તાધારી જવાબદાર માણસનું કાર્ય હતું. આવું શાથી બનવા પામે છે? અંગ્રેજો તેમ જ ઇંચે તે સુધરેલા અને સંસ્કારી લે છે અને ઘણી રીતે તેઓ આધુનિક સુધારાના અગ્રણીઓ છે. અને એમ છતાંયે, ખાનગી જીવનમાં બીજાઓની મુશ્કેલી સમજીને વર્તનારા તથા શિષ્ટાચારી એ જ લેકે તેમના જાહેર જીવનમાં તથા બીજી પ્રજાઓ સાથેના ઝઘડાના પ્રસંગોએ પિતાની સંસ્કારિતા તથા શિષ્ટાચાર સશે ભૂલી જાય છે. વ્યક્તિઓના એકબીજા સાથેના પરસ્પર વર્તાવ તથા રાષ્ટ્રોના વર્તાવ વચ્ચે વિચિત્ર પ્રકારને તફાવત હોય એમ જણાય છે. બાળકોને તથા છોકરા છોકરીઓને વધારે પડતાં સ્વાથી ન બનવાનું તથા બીજાંઓની લાગણીને વિચાર કરવાનું તેમ જ ગ્ય રીતે વર્તવાનું શીખવવામાં આવે છે. આપણી સઘળી કેળવણીને આશય એ વસ્તુ શીખવવાનું હોય છે અને થોડે અંશે આપણે એ શીખીએ છીએ પણ ખરાં. પછી યુદ્ધ ફાટી નીકળે છે અને આપણે આપણું જૂનું શિક્ષણ ભૂલી જઈએ છીએ અને આપણામાં રહેલી પાશવતા બહાર પડે છે. આમ શિષ્ટ લેકે પશુની પેઠે આચરણ કરે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ચીનની મુસીબતે ૭૫ દેચ અને જર્મન જેવી પરસ્પર નિકટનો સંબંધ ધરાવતી પ્રજાઓ યુદ્ધે ચડે છે ત્યારે પણ આમ જ બને છે. પરંતુ બે ભિન્ન પ્રજાઓ વચ્ચે ઝઘડે ઊભો થાય, જ્યારે કોઈ યુરેપી પ્રજા એશિયા કે આફ્રિકાની જાતિઓ કે પ્રજાઓની સામે રણમાં ઊતરે ત્યારે તે પરિસ્થિતિ સાવ બગડે છે. જુદી જાદી પ્રજાઓ એક બીજી પ્રજા વિષે કશું જ જાણતી નથી હોતી કેમકે દરેકે બીજીની સામે પિતાનાં દ્વાર બંધ કરેલાં હોય છે. અને જ્યાં અજ્ઞાન હોય છે ત્યાં ભાઈચારાની કે બિરાદરીની ભાવના હેતી નથી. જાતિ જાતિ વચ્ચેને વિષ તથા કડવાશ વધે છે અને જ્યારે બે જાતિઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે ત્યારે એ કેવળ રાજકીય યુદ્ધ જ નથી રહેતું, પણ એથીયે અનેકગણું બૂરું એવું જાતિ જાતિ સામેનું યુદ્ધ બની જાય છે. ૧૮૫૭ના હિંદના વિપ્લવની ભીષણતાઓ તથા એશિયા અને આફ્રિકામાંની સત્તાધારી યુરોપી પ્રજાઓની ફરતાને કંઈક અંશે આમાંથી ખુલાસે મળી રહે છે. - એ બધું અતિશય ખેદજનક અને બેવકૂફીભર્યું લાગે છે. પરંતુ જ્યાં આગળ એક રાષ્ટ્રનું બીજા રાષ્ટ્ર ઉપર, એક પ્રજાનું બીજી પ્રજા ઉપર કે એક વર્ગનું બીજા વર્ગ ઉપર આધિપત્ય હોય ત્યાં આગળ અસંતોષ, ઘર્ષણ અને બળવો થવાનાં જ; તેમ જ શેષિત રાષ્ટ્ર, પ્રજા કે વર્ગ પિતાનું શોષણ કરનારાઓથી મુક્ત થવાનો પ્રયત્ન અવશ્ય કરવાનાં જ. અને એકનું બીજાથી થતું આ શોષણ આજની સમાજવ્યવસ્થાનો પાયો છે. એને મૂડીવાદ કહેવામાં આવે છે અને એમાંથી સામ્રાજ્યવાદ ઉભવ્યો છે. પ્રચંડ યંત્રો અને ઔદ્યોગિક પ્રગતિને કારણે ૧૯મી સદીમાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો તથા યુનાઈટેડ સ્ટેટ્સ તવંગર અને બળવાન બન્યાં. પોતે આ પૃથ્વીનાં સ્વામી છે તથા દુનિયાની બીજી જાતિઓ તેમનાથી અતિશય ઊતરતી છે અને તેમણે તેમને માટે માર્ગ કરી આપવો જોઈએ એવું એ રાષ્ટ્ર - વિચારવા લાગ્યાં. નિસર્ગનાં બળ ઉપર થોડે કાબૂ મેળવ્યાથી તેઓ ઉદ્ધત અને તુંડમિજાજી બન્યાં. સુધરેલા માનવીએ કુદરત ઉપર કાબૂ મેળવીને જ અટકવાનું નથી પણ તેણે પિતાની જાત ઉપર પણ કાબૂ મેળવવો જોઈએ એ વસ્તુ તેઓ ભૂલી ગયાં. અને એથી કરીને જ બીજી પ્રજાઓથી ઘણી રીતે આગળ એવી પ્રગતિશીલ પ્રજાઓને એક પછાત આરણ્યકને પણ શરમિંદ કરે એવી રીતે આ ૧૮મી સદીમાં વર્તતી આપણે જોઈએ છીએ. એશિયા અને આફ્રિકામાંની યુપી પ્રજાઓનું કેવળ ૧૯મી સદીનું જ નહિ પણ ૨૦મી સદીનું આજનું આચરણ સુધ્ધાં સમજવામાં આ વસ્તુ કદાચ તને મદદરૂપ થશે. - તું એમ માની લઈશ નહિ કે મુકાબલે આપણું લેકેને સારા દેખાડવા માટે યુરોપી પ્રજાને આપણે પ્રજા સાથે યા ઇતર પ્રજાઓ સાથે છે સરખાવી રહ્યો છું. હરગિજ નહિ. આપણું સૌની કાળી બાજુઓ છે અને -૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણાં કેટલાંક અપલક્ષણો તે અતિશય ખરાબ છે. એમ ન હોત તો આપણી જે અધોગતિ થઈ છે તે ન થઈ હેત. હવે આપણે ફરી પાછાં ચીન જઈશું. ગ્રીષ્મ પ્રાસાદને નાશ કરીને અંગ્રેજો તથા ફ્રેંચએ પિતાના પશુબળનું પ્રદર્શન કર્યું. એ પછી તેમણે ચીનને જૂની સંધિઓ મંજૂર કરવાની ફરજ પાડી તથા તેની પાસેથી નવા હકે પડાવ્યા. એ સંધિઓની શરત પ્રમાણે ચીનની સરકારે વિદેશી અમલદારોના હાથ નીચે ચીનના જકાતી ખાતાની શાંઘાઈમાં પુનર્ઘટના કરી. એને “શાહી જકાતખાતું” એ નામથી ઓળખાવવામાં આવ્યું. દરમ્યાન, ચીનને દુર્બળ બનાવનાર અને એ રીતે પરદેશીઓને અનુકૂળ મેકો આપનાર તેપિંગ બળવો ડગુમગુ સ્થિતિમાં હજીયે ચાલુ રહ્યો હતે. આખરે, ૧૮૬૪ની સાલમાં લી હેંગ ચાંગ નામના એક ચીની સૂબાએ તેને સંપૂર્ણપણે દાબી દીધું. એ પછી લી હૃગ ચાંગ ચીનને આગળ પડતું રાજપુરુષ બન્યા. જે સમયે ઇંગ્લંડ તથા ફ્રાંસ અત્યાચારની રીત અખત્યાર કરીને ચીન પાસેથી વિશેષ હક અને છૂટછાટ પડાવી રહ્યાં હતાં, ત્યારે વધારે સબળ પદ્ધતિ અખત્યાર કરીને ઉત્તરમાં રશિયાએ અસાધારણ સફળતા મેળવી. થોડા જ વરસ પહેલાં કોન્સ્ટાન્ટિનોપલનો કબજો મેળવવાને તલપાપડ થઈ રહેલા રશિયાએ યુરોપમાં તુક ઉપર હુમલો કર્યો હતે. રશિયાના વધતા જતા બળથી ક્રાંસ તથા ઇંગ્લડ ડરતાં હતાં અને તેથી એ બંને તુર્કીના પક્ષમાં ભળ્યાં અને જેને ૧૮૫૪–૫૬ના ક્રિમિયન વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે તેમાં તેમણે રશિયાને હરાવ્યું. પશ્ચિમમાં પરાજિત થયેલું રશિયા હવે પૂર્વ તરફ નજર કરવા લાગ્યું અને ત્યાં તેને ભારે સફળતા મળી. સમુદ્રને અડીને આવેલે તેને ઉત્તર-પૂર્વને પ્રાંત લાડવોસ્ટોકના બંદર સહિત રશિયાને આપી દેવાનું ચીનને શાંતિમય સાધન દ્વારા સમજાવવામાં આવ્યું. રશિયાને આ વિજય મુરાવીએફ નામના એક પ્રતિભાશાળી તરુણ અમલદારને આભારી હતી. આમ, ઇંગ્લંડ તથા કાંસે ત્રણ વરસના વિગ્રહ અને ભારે સંહારથી મેળવ્યું તેના કરતાં અનેકગણું રશિયાએ મિત્રાચારીની રીતથી મેળવ્યું. ૧૮૬૦ની સાલમાં આ સ્થિતિ હતી. ૧૮મી સદીના છેવટના ભાગમાં લગભગ અડધા એશિયા ઉપર વિસ્તરેલા અને તેના ઉપર પ્રભુત્વ ધરાવતા મંચૂએના ચીની સામ્રાજ્યને હવે નમાવવામાં આવ્યું તથા શરમિંદુ કરવામાં આવ્યું. દૂર આવેલા યુરોપની પાશ્ચાત્ય સત્તાઓએ તેને પરાજય કર્યો તથા તેનો તેજોવધ કર્યો અને આંતરિક બળવાએ સામ્રાજ્યને લગભગ ઉથલાવી પાડયું. આ બધાએ ચીનને સંપૂર્ણપણે હચમચાવી મૂક્યું. પરિસ્થિતિ બગડી હતી એ તે દીવા જેવું સ્પષ્ટ હતું અને નવી પેદા થયેલી પરિસ્થિતિને તથા પરદેશીઓના Page #92 -------------------------------------------------------------------------- ________________ ચીનની સુસીબતે ove જોખમને પહેાંચી વળવા માટે દેશને ક્રીથી સગઠિત કરવાના થાડા પ્રયાસ કરવામાં આવ્યા. આમ ૧૮૬૦ની સાલને ચીનના નવા યુગના આરંભનું વરસ પણ ગણી શકાય કેમકે એ સાલથી તે પરદેશીઓના આક્રમણને સામને કરવાને કમર કસવા માંડે છે. ચીનનું પાડેશી જાપાન પણુ એ વખતે એવા જ વ્યવસાયમાં રાકાયેલું હતું અને એ હકીકત પણ ઉદાહરણરૂપ બની ગઈ. ચીન કરતાં જાપાનને એમાં ઘણી વધારે સફળતા સાંપડી પરંતુ થાડા વખત માટે તે ચીને વિદેશી સત્તાઓને ખસૂસ ખાળી રાખી. લિગેઈમ નામના એક અમેરિકાવાસી અને ચીનના ગાઢ મિત્રની આગેવાની નીચે સંધિ કરનારી સત્તા આગળ એક ચીની પ્રતિનિધિમડળ મેકલવામાં આવ્યું અને તે તેમની પાસેથી કંઈક સારી શરતો મેળવી શકયો. ૧૮૬૮ની સાલમાં ચીન અને અમેરિકા વચ્ચે નવી સંધિ કરવામાં આવી અને એમાં મહેરબાનીની રાહે તથા એક છૂટછાટ તરીકે યુનાઈટેડ સ્ટેટ્સમાં ચીની મજૂરાને જવા દેવા માટે ચીની સરકાર કબૂલ થઈ એ એક રસપ્રદ બીના છે. એ સમયે યુનાઇટેડ સ્ટેટ્સ પ્રશાન્ત મહાસાગરના કિનારા ઉપર આવેલાં પોતાનાં પશ્ચિમનાં રાજ્ય અને ખાસ કરીને કૅલિફોર્નિયાને ખીલવવામાં શકાયેલું હતું અને મજૂરોની ત્યાં આગળ ભારે અછત હતી. આથી તેણે ચીની મજૂરોને પોતાને ત્યાં નેતર્યાં. પણ એ વસ્તુ નવી મુશ્કેલીના કારણરૂપ બની ગઈ. અમેરિકનોએ ચીનના સાંધા દરના મજૂરા સામે વિરોધ ઉઠાવ્યા અને પરિણામે બંને દેશોની સરકાર વચ્ચે વિખવાદ પેદા થયા. યુનાઇટેડ સ્ટેટ્સની સરકારે ચીની મજૂરાને પોતાના દેશમાં આવતા બંધ કર્યાં અને તેના પ્રત્યેના આ માનહાનિ કરનારા વર્તાવથી ચીની પ્રજા રોષે ભરાઈ અને તેણે અમેરિકન માલના બહિષ્કાર કર્યાં. પણ આ બધી તે ઘણી લાંખી કહાણી છે અને તે આપણને ૨૦મી સદી સુધી લાવી મૂકે છે. પણ અત્યારે આપણે ૨૦મી સદીની વાતમાં ઊતરવાની જરૂર નથી. તેપિંગ બળવાને માંડ દબાવી દેવામાં આવ્યું હતેા ત્યાં તે। મંચની સામે નવેા ખળવેા ફાટી નીકળ્યા. એ બળવા ખુદ ચીનની ભૂમિમાં નહિ પણ દૂર પશ્ચિમે એશિયાના કેન્દ્રસમા તુર્કસ્તાનમાં ફાટી નીકવ્યા હતા. એ પ્રદેશમાં મોટે ભાગે મુસલમાનેની વસતી હતી અને યાકુબ બેગ નામના નાયકની સરદારી નીચે મુસ્લિમ ટાળીઓએ ૧૮૬૩ની સાલમાં બડ કર્યું અને ત્યાંના ચીની સત્તાવાળાઓને હાંકી કાઢયા. એ કારણાને લઈ તે આ સ્થાનિક ખંડમાં આપણને રસ છે. ચીનનેા મુલક પચાવી પાડીને રશિયાએ એ મળવાના લાભ ઉડાવવાના પ્રયત્ન કર્યાં. બેશક ચીન મુશ્કેલીમાં સપડાયું હોય ત્યારે અજમાવવાની યુરેપિયનેાની આ હમેશની યુક્તિ હતી. પરંતુ ચીને એ બાબતમાં સમત થવાની ના પાડીને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકયા અને પચાવી પાડેલા Page #93 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મુલક રશિયાને એકી કાઢ પડ્યો. પરંતુ જો સુંગ–ચાંગ નામના ચીની સેનાપતિએ મધ્ય એશિયામાં યાકુબ બેગ સામે ચલાવેલી અસાધારણ લડતને એ વસ્તુ આભારી હતી. આ સેનાપતિએ બહુ ધીરે-આસ્તે પિતાનું કામ ચલાવ્યું. તેણે ધીરે ધીરે આગળ કૂચ કરી અને બળવાખોરોની સમીપ તે પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણાં વરસ વીતી ગયાં. બે વખત તે તેણે પોતાના સૈન્યને ખેરાકી પૂરી પાડવા માટે અનાજની વાવણી કરીને તેની લણણી થાય ત્યાં સુધી તેને એક સ્થાને થોભાવી રાખ્યું હતું ! લશ્કરને ખેરાકી પૂરી પાડવાનું કામ બહુ મુશ્કેલ હોય છે અને ગેબીનું રણ વટાવતી વખતે તે તે અતિશય કપરું થઈ પડયું હશે. આથી સેનાપતિ સેએ એ મુશ્કેલીને અવનવી રીતે ઉકેલ કાવ્યો. પછીથી તેણે યાકુબ બેગને હરાવ્યું અને બળવાને અંત આણે. એમ કહેવાય છે કે, કાશગર, તુરકાન અને મારકંદની તેની લડાઈમાં લશ્કરી દૃષ્ટિએ ભારે આશ્ચર્યકારક હતી. | મધ્ય એશિયામાં રશિયા સાથેના ઝગડાનો સંતોષકારક તડ આપ્યા પછી ચીની સરકારને માટે પિતાના તરફ વિસ્તરેલા પરંતુ વેરણબેરણ થતા જતા સામ્રાજ્યના બીજા એક ભાગમાં મુશ્કેલી ઊભી થઈ. એ મુશ્કેલી ચીનના ખંડિયા રાજ્ય અનામમાં ઊભી થવા પામી. તેના ઉપર ક્રાંસની બદદાનત હતી. આથી કાંસ અને ચીન વચ્ચે લડાઈ સળગી. આ પ્રસંગે પણ દુશ્મનને સારી રીતે સામનો કરીને તથા કાંસથી દબાઈ ન જઈને ચીને સૌને તાજુબ કરી મૂક્યા. ૧૮૮૫ની સાલમાં એ બંને દેશો વચ્ચે સંતોષકારક સંધિ થઈ ચીને પ્રાપ્ત કરેલી નવી શક્તિનાં આ ચિની સામ્રાજ્યવાદી સત્તાઓ ઉપર સારી પેઠે અસર થવા પામી. ચીન ૧૮૬૦ની પિતાની કમજોરીમાંથી ફરી પાછું ટટાર થતું હોય એમ લાગવા માંડયું. ત્યાં આગળ સુધારાની વાત થવા લાગી અને ઘણું લેકે એમ ધારવા લાગ્યા કે, ચીને હવે પોતાની દિશા બદલી છે. આ જ કારણથી, ૧૮૮૬ની સાલમાં બ્રહ્મદેશ ખાલસા કરતી વખતે એ દેશ તરફથી ચીનને દર દશ વરસે મોકલવામાં આવતી હમેશ મુજબની ખંડણી ભરતા રહેવાનું ઇંગ્લડે વચન આપ્યું. પરંતુ ચીનના ભાગ્યને પાસે ફરવાને હજી ઘણી વાર હતી. હજી ઘણું નામેશી તથા યાતનાઓ સહેવાનું તેના નસીબમાં લખેલું હતું; હજી તેને વિચ્છેદ થવાનું હતું. તેના સૈન્ય તથા નૌકાકાફલાની દુર્બળતા એ ચીનને વ્યાધિ નહોત; તેનું દરદ તે એથી વધારે ઊંડું ઊતરેલું હતું. તેની સમગ્ર આર્થિક તેમ જ સામાજિક રચના છિન્નભિન્ન થઈ રહી હતી. હું તને આગળ કહી ગયા, છું તેમ ૧૯મી સદીના આરંભમાં જ્યારે મંચુ શાસકોની સામે ગુપ્ત મંડળો ઊભાં થવા લાગ્યાં હતાં ત્યારે જ ચીનની દશા બગડી હતી. પરદેશી વેપાર તથા ઔદ્યોગિક દેશના સંસર્ગની અસરથી પરિસ્થિતિ વધારે બગડવા પામી. Page #94 -------------------------------------------------------------------------- ________________ જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ ૬૧ ૧૮૬૦ની સાલ પછી ચીનમાં શક્તિનું દર્શન થાય છે એ વાસ્તવમાં સાચી શક્તિ નહોતી. શક્તિશાળી અમલદારોએ અને ખાસ કરીને લી હૂંગ ચાંગે અહીં તહીં થેાડા સ્થાનિક સુધારા કર્યાં હતા. પર ંતુ એ સુધારાએ પ્રશ્નના મૂળને ન સ્પર્શી શક્યા અથવા ચીનને દુર્ગંળ બનાવી રહેલા વ્યાધિને નિર્મૂળ કરી ન શક્યા. આ વરસા દરમ્યાન ઉપરઉપરથી જોતાં ચીનમાં તાકાતનું દર્શન થતું હતું એનું પ્રધાન કારણ એ છે કે તે વખતે ચીનની હકૂમતનાં સુત્રો એક સમર્થ રાજકર્તાના હાથમાં હતાં. આ રાજકર્તા તે રાજમાતા ઝુશી. તે એક અસાધારણ સ્ત્રી હતી. તેના હાથમાં સત્તાનાં સૂત્રો આવ્યાં ત્યારે તેની ઉંમર માત્ર ૨૬ વરસની હતી. ગાદીવારસ તા તેનેા પુત્ર હતા પરંતુ તે બાળક હાવાથી નામના જ સમ્રાટ હતા. ૪૭ વરસ સુધી ઝુ–શીએ ચીન ઉપર અસરકારક રીતે શાસન કર્યું. તેણે કુશળ અમલદારા પસંદ કર્યાં અને તેમના ઉપર પોતાના સામર્થ્યના પ્રભાવ પાડ્યો. આ કાર્યકુશળ અમલદારો તથા તેમના સમર્થ રાજકર્તાને લીધે પહેલાંનાં વરસે કરતાં ચીને પોતાની તાકાતને જરા વધારે સારા દેખાવ કર્યાં. પરંતુ એ અરસામાં સમુદ્રની એક સાંકડી પરીની પેલી બાજુ જાપાન પોતાની આશ્ચર્યકારક ઉન્નતિ કરી રહ્યુ હતું, અને ઓળખી ન શકાય એ રીતે પોતાની કાયા પલટી રહ્યુ હતું. એટલે હવે આપણે જાપાન જવું જોઈ એ. ૧૧૬. જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ ૨૭ ડિસેમ્બર, ૧૯૩૨ મે તને જાપાન વિષે લખ્યાને ઘણા વખત થઈ ગયા. ૧૭મી સદીમાં એ દેશે અજબ રીતે પોતાનાં દ્વાર ભીડી દઈને દુનિયા સાથેના પોતાના સંપર્ક તન્યેા હતા એ વિષે મેં તને પાંચ માસ કરતાંયે વધારે સમય ઉપર વાત કરી (૮૧મા પત્રમાં) હતી. ૧૬૪૧ની સાલથી ૨૦૦ કરતાં પણ વધારે વરસ સુધી જાપાનના લોકા બાકીની દુનિયાથી વિખૂટા રહ્યા. આ ૨૦૦ વરસ દરમ્યાન યુરોપ, એશિયા અને અમેરિકા તેમ જ આફ્રિકામાં પણ ભારે ફેરફારો થયા. આ કાળ દરમ્યાન બનેલા કેટલાક રોમાંચક બનાવા વિષે હું તને કહી ગયો છું. પરંતુ આ એકાન્તસેવી પ્રજાને એમની કશી જાણ થઈ નહિ; જાપાનના પુરાણી દુનિયાના ચૂડલ વાતાવરણના ભગ કરનાર પવનની એક લહરી સરખી પણ બહારની દુનિયામાંથી ત્યાં જઈ શકી નહિ. જાણે કાળ તથા પરિવર્તનની ગતિ રોકી દેવામાં આવી હોય અને ૧૭મી સદીના વચગાળાના કાળને બંદીવાન કરી રોકી રાખવામાં આવ્યેા હોય એમ લાગતુ Page #95 -------------------------------------------------------------------------- ________________ ७१२ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું. જો કે કાળની ગતિ તે અવિરતપણે ચાલ્યાં જ કરી પરંતુ જાપાનની શિકલ જેની તે જ રહી તેમાં કોા ફેરફાર થવા પામ્યા નહિ. જાપાનની સમાજવ્યવસ્થા કચૂડલ હતી .અને જમીનદારવ ત્યાં સત્તા ઉપર હતા. સમ્રાટ પાસે ઝાઝી સત્તા નહાતી; એક મશહૂર કુળના અગ્રણી શગુનના હાથમાં ખરી સત્તા હતી. હિંદના ક્ષત્રિયાની પેઠે ત્યાં આગળ સૈનિકાને એક વણુ હતા. એ વહુના લોકા સામુરાઈ કહેવાતા. ડ્યૂડલ સરદારો તથા આ સામુરાઈ લકા એ બંને શાસકવર્ગના લેકા હતા. જુદા જુદા સરદારો તથા ભિન્ન ભિન્ન કળા વચ્ચે ઘણી વાર તકરારો થતી. પરંતુ ખેડૂત તથા ખીજાનું દમન તથા શાષણ કરવામાં એ બધા એક થઈ જતા. અહારની આમ છતાં પણ જાપાનમાં શાંતિ હતી. દેશને નાદાર કરી નાખનાર લાંબા લાંબા વિગ્રહો પછી શાંતિ આવકારલાયક હતી. ઝડેા કરનારા કેટલાક દાઈસ્યા સરદારાને દાખી દેવામાં આવ્યા. પછી જાપાન આંતરવિગ્રહાની પાયમાલીમાંથી ધીરે ધીરે એઠું થવા લાગ્યું. હવે લેાકેાનાં મન હુન્નરઉદ્યોગ, કળા, સાહિત્ય તથા ધર્મ તરફ વિશેષે કરીને વળવા લાગ્યાં. ખ્રિસ્તી ધર્મને દાખી દેવામાં આવ્યો. બૌદ્ધ ધર્મની પુનર્જાગ્રતિ થઈ અને પાછળથી પિતૃપૂજા–પ્રધાન જાપાનના વિશિષ્ટ પ્રકારના શિન્ટો ધર્મને પણ પુનરુદ્ધાર થયો. ચીનના ઋષિ કૉન્ફ્યુશિયસ સામાજિક આચાર અને નીતિના આદર્શ તરીકે મનાવા લાગ્યા. રાજદરબાર અને ઉમરાવ વમાં કળાની ખિલવણી થઈ. કંઈક અંશે જાપાનનું આ ચિત્ર મધ્ય યુગના યુરોપને મળતું આવતું હતું. પરંતુ પરિવ`નને વેગળું રાખવું એ સહેલું નથી, અને જો દુનિયા સાથેના સંપર્ક બંધ કરવામાં આવ્યા હતા છતાંયે ખુદ અપાનમાં પણ પરિવર્તન પોતાનું કાર્ય કરી રહ્યુ હતું. હા, એટલું ખરું કે, દુનિયા સાથેતે એના સંપર્ક ચાલુ રહ્યો હાત તો એની ગતિ ત્વરિત થાત. ખીજા દેશાની પેઠે ત્યાં પણ ચૂડલ સમાજવ્યવસ્થા આર્થિક વિનાશને પંથે ધસી રહી હતી. પરિણામે અસ ંતોષ વધવા પામ્યા અને શગુન એ બધાને માટે જવાબદાર ગણાયા; કેમકે રાજ્યતંત્રના ચાલક તે હતા. પિતૃપૂજક શિન્ટો ધર્મના ઉત્કષ થવાથી પ્રજામાં સમ્રાટ તરફ આકર્ષણ વધ્યું કેમકે સૂર્યના કુળમાંથી તે સીધા ઊતરી આવ્યો છે એમ ત્યાં માનવામાં આવતું હતું. આ રીતે, પ્રચલિત અસ ંતોષમાંથી રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ. અને આર્થિક વ્યવસ્થા પડી ભાગવાને કારણે પેદા થયેલી આ રાષ્ટ્રીયતાની ભાવનાને પરિણામે અનિવાય પણે પરિવર્તન થવા પામત તેમ જ દુનિયાને માટે જાપાનનાં દ્વાર પણ ખુલ્લાં થાત. જાપાનનાં દ્વાર ખોલાવવાને માટે ઘણી વિદેશી સત્તાઓએ પ્રયાસ કર્યાં હતા પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. ૧૯મી સદીની અધવચમાં ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સને આ બાબતમાં રસ પેદા થયો. તેની વસ્તી Page #96 -------------------------------------------------------------------------- ________________ જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ પશ્ચિમમાં છેક કૅલિફેનિયા સુધી ફેલાઈ હતી અને સાનફ્રાન્સિસ્કે એક મહત્ત્વનું બંદર થવા લાગ્યું હતું. ચીન સાથે શરૂ થયેલે નવો વેપાર લલચાવનાર હતું પરંતુ પ્રશાન્ત મહાસાગર ઓળંગવાની મજલ બહુ લાંબી હતી એટલે આ લાંબી સફર દરમ્યાન વિસામો લેવા તથા જરૂરી વસ્તુઓ મેળવવા માટે અમેરિકાને જાપાનના એક બંદરની ગરજ હતી. અમેરિકાએ જાપાનનાં ઠાર ખેલાવવા માટે ઉપરાઉપરી પ્રયાસ કર્યો તેનું કારણ આ છે. ' અમેરિકાના પ્રમુખનો પત્ર લઈ ને ૧૮૫૩ની સાલમાં અમેરિકાનાં જહાજોને એક કાફેલે જાપાન આવ્યો. એ વખતે જાપાનીઓએ પહેલવહેલી આગબોટ જોઈ એક વરસ પછી શગુને બે બંદર ખુલ્લાં મૂકવાની સંમતિ આપી. આ વાત જાણીને તરત જ અંગ્રેજે, રશિયન તથા વલંદાઓ પણ આવ્યા અને તેમણે પણ શગુન સાથે એવા જ પ્રકારની સંધિ કરી. આ રીતે ૨૧૩ વરસ પછી દુનિયાને માટે જાપાનનાં દ્વાર ખૂલ્યાં. પરંતુ એમાંથી આગળ ઉપર મુશ્કેલી ઊભી થવાની હતી. વિદેશીઓ આગળ શગુને પિતે જ સમ્રાટ છે એ ડોળ કર્યો હતો. પ્રજામાં હવે તે અકારે થઈ પડ્યો અને તેની તથા વિદેશીઓ સાથે તેણે કરેલી સંધિઓ સામે ભારે ચળવળ ઊપડી. કેટલાક પરદેશીઓની કતલ કરવામાં આવી અને એને પરિણામે વિદેશી સત્તાઓના નૌકાકાફલાએ જાપાન ઉપર હુમલે કર્યો. દિનપ્રતિદિન પરિસ્થિતિ વધારે ને વધારે વિકટ બનતી ગઈ અને આખરે ૧૮૬૭ની સાલમાં પિતાને હોદ્દો છોડવાનું શગુનને સમજાવવામાં આવ્યું. આ રીતે તેલુગાવા શગુનશાહીને અંત આવ્યું. ૧૬૦૩ની સાલમાં ઈયેયાસુથી એને આરંભ થયે હતો એ તને કદાચ યાદ હોય કે નયે હોય. એટલું જ નહિ પણ હવે તે ૭૦૦ વરસો સુધી ચાલુ રહેલી ખુદ શગુનશાહીની પ્રથાને પણ અંત આવ્ય હવે નવા સમ્રાટે પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરી. મુત્સાહિત નામ ધારણ કરીને ગાદી ઉપર આવ્યા ત્યારે એ સમ્રાટની ઉંમર ૧૪ વરસની હતી. તેણે ૧૮૬૭ થી ૧૯૧૨ સુધી એટલે કે ૪૫ વરસ સુધી રાજ્ય કર્યું. એને રાજ્યઅમલ મેઈ” એટલે કે પ્રગતિશીલ રાજ્યઅમલ તરીકે ઓળખાય છે. એના અમલ દરમ્યાન જ જાપાને ભારે પ્રગતિ કરી અને પશ્ચિમની પ્રજાઓનું અનુકરણ કરીને ઘણી બાબતમાં તે તેમનું સમોવડિયું બન્યું. એક જ પેઢી દરમ્યાન કરવામાં આવેલું આ ભારે પરિવર્તન એ એક અસાધારણ ઘટના છે અને ઇતિહાસમાં એનો જે મળતું નથી. જાપાન એક જબરદસ્ત ઔદ્યોગિક રાષ્ટ્ર બની ગયું અને પશ્ચિમની સત્તાઓની પેઠે તે સામ્રાજ્યવાદી અને લૂટારું રાષ્ટ્ર પણ બન્યું, પ્રગતિનાં બધાં બાહ્ય ચિહ્નો તેણે ધારણ કર્યા. ઉદ્યોગોમાં તે તે તેના પશ્ચિમના ગુરુઓ કરતાં પણ આગળ વધી ગયું. તેની વસતી બહુ Page #97 -------------------------------------------------------------------------- ________________ Gr જગતના ઇતિહાસનુ” રેખાદર્શન ઝડપથી વધી ગઈ. તેનાં વહાણા આખી દુનિયામાં સત્ર જવા લાગ્યાં. તે એક મહાન રાષ્ટ્ર બની ગયું અને આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં પણ તેની વાત આદરપૂર્વક સંભળાવા લાગી. અને આમ છતાંયે આ ભારે પરિવર્તન પ્રજાના હૃદયના ઊ ́ાણમાં પ્રવેશ કરી શકયુ નહિ. એને કેવળ ઉપર ઉપરનું પરિવર્તન કહેવું એ પણ ખાટુ છે કેમકે વસ્તુસ્થિતિ એથી સાવ જુદી જ હતી. પરંતુ શાસકવર્ગનું દૃષ્ટિબિંદુ હજી કયૂલ જ રહ્યું અને તે ક્રાંતિકારી સુધારાઓ અને મેાબૂદ યૂડલ ક્વચ એ બંનેને સુમેળ સાધવા પ્રયાસ કરતા હતા. એમાં તેમને ઠીકઠીક સફળતા મળી હોય એમ જણાય છે. " આ ભારે પરિવર્તન કરનારા જાપાનના અમીર વર્ગના દીદી પુરુષો હતા. તેમને વડીલ રાજપુરુષો ' તરીકે એળખવામાં આવે છે. જાપાનમાં થયેલાં વિદેશી વિરોધી રમખાણો પછી પરદેશનાં લડાયક જહાજોએ જાપાનના કિનારા ઉપર તોપમારો ચલાવ્યા ત્યારે જાપાનીઓને પોતાની અસહાય દશાનું ભાન થયું અને તે અતિશય લજવાયા. એને માટે વિધાતાને દોષ દેવાને કે સંતાપ કરવાને બદલે એ પરાજય અને હિણપતમાંથી ખાધ લેવાને તેમણે નિશ્ચય કર્યાં. વડીલ રાજપુરુષોએ સુધારા માટેનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને તેને તે ચુસ્તપણે વળગી રહ્યા. દાઈમ્યાની પુરાણી ક્યૂલ પ્રથા રદ કરવામાં આવી. સમ્રાટની રાજધાની ક્યોતાથી બદલીને જે શહેરમાં લાવવામાં આવી અને તેનું નામ ટાકિયા પાડવામાં આવ્યું. નવું રાજબંધારણ ઘડવામાં આવ્યું અને તેમાં બે ધારાગૃહની જોગવાઈ કરવામાં આવી. એમાંની નીચલી ધારાસભા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએની બનેલી હતી અને ઉપલી ધારાસભા નિમાયેલા સભ્યાની બનેલી હતી. દેળવણી, કાયદા, ઉદ્યોગા અને સાચુ પૂછે તો ખીજી બધી બાબતે માં ફેરફારો કરવામાં આવ્યા. કારખાનાંઓ ઊભાં થયાં અને આધુનિક ઢબનું સૈન્ય તથા નૌકાકાફલો પણ તૈયાર કરવામાં આવ્યા. પરદેશમાંથી નિષ્ણાતોને ખેલાવવામાં આવ્યા તથા જાપાની વિદ્યાથી એને યુરોપ અને અમેરિકા મેાકલવામાં આવ્યા — ભૂતકાળમાં હિંદીઓએ કર્યુ હતું તેમ બૅરિસ્ટર થવા કે એવી બીજી કંઈક પદવી મેળવવા નહિ પણ વૈજ્ઞાનિક થવા અને યંત્રવિદ્યાના નિષ્ણાત બનવા. સમ્રાટના નામથી આ બધું પેલા વડીલ રાજપુરુષોએ કર્યું. કેમકે ધારાસભા હોવા છતાંયે કાયદાની દૃષ્ટિએ સમ્રાટ જાપાનના સામ્રાજ્યના સર્વસત્તાધારી શાસક રહ્યો હતા. અને આ સુધારાની સાથે સાથે એ રાજપુરુષોએ સમ્રાટ-પૂજાના પથ પણ પ્રવર્તાવ્યેા. એ એક વિચિત્ર પ્રકારનું મિશ્રણ હતું : એક બાજુ કારખાનાં, આધુનિક ઉદ્યોગો તથા ધારાસભા દ્વારા ચાલતી સરકારના દેખાવ હતા, જ્યારે ખીજી બાજુ મધ્યયુગના સમયની દેવાંશી સમ્રાટની પૂજા હતી. થેાડા વખત માટે પણ આ બંને વસ્તુ એક સાથે કેવી રીતે Page #98 -------------------------------------------------------------------------- ________________ જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ ૭પ ટકી શકે એ સમજવું અતિશય મુશ્કેલ છે. આમ છતાયે એ બંને વસ્તુઓ એક સાથે ચાલ્યા કરી છે એમાં શંકા નથી અને આજે પણ તે એકબીજાથી અળગી પડી નથી. વડીલ રાજપુરૂષોએ સમ્રાટ પ્રત્યેના પૂજ્યભાવની આ પ્રબળ ભાવનાને બે રીતે ઉપયોગ કર્યો. જેમણે બીજી રીતે સુધારાઓને વિરોધ કર્યો હોત એવા સ્થિતિચુસ્ત અને ક્યૂડલ વર્ગો પાસે તેમણે સમ્રાટના નામની પ્રતિષ્ઠાને જેરે સુધારાઓને પરાણે સ્વીકાર કરાવ્યો તેમ જ વધારે ત્વરાથી આગળ વધવા માગતા અને ક્યૂડલ વ્યવસ્થાને નિર્મૂળ કરવા ચહાતા વધારે પ્રગતિશીલ તને એ દ્વારા તેમણે અંકુશમાં રાખ્યાં. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ચીન અને જાપાન એ બે વચ્ચેનો તફાવત બહુ ભારે છે. પિતાનું જૂનું સ્વરૂપ તજીને જાપાન ત્વરાથી પશ્ચિમના દેશે જેવું બની ગયું. જ્યારે ચીન, આપણે આગળ જોઈ ગયા અને હવે પછી પણ જોઈશું કે, ભારે મુસીબતોમાં ગૂંચવાઈ ગયું હતું. આમ કેમ બનવા પામ્યું? ચીન દેશની ખુદ વિશાળતાએ – તેની મોટી વસ્તી અને વિસ્તૃત પ્રદેશે પરિવર્તન મુશ્કેલ બનાવી મૂક્યું. સામર્થ્યના પાયારૂપ જણાત તેને બહેળો પ્રદેશ અને મોટી વસતી એ બંને હિંદની પ્રગતિમાં પણ બાધારૂપ છે. ચીનનું રાજ્યતંત્ર પણ પૂરતા પ્રમાણમાં એકકેન્દ્રી નહોતું એટલે કે દેશના દરેક ભાગમાં ઠીક ઠીક પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ્ય હતું. એથી કરીને દેશના બીજા ભાગના વહીવટમાં દાખલ કરીને મધ્યસ્થ સરકાર જાપાનની પેઠે ચીનમાં ભારે ફેરફાર કરી શકે એમ નહોતું. એ ઉપરાંત, ચીનની મહાન સંસ્કૃતિ હજારે વરસ પુરાણી હતી અને પ્રજાજીવન સાથે તે એવી તે ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને ત્યાગ કરે એ સહેલું નહોતું. આ બાબતમાં આપણે ફરીથી હિંદુસ્તાન અને ચીનની સરખામણી કરી શકીએ એમ છીએ. વળી જાપાને તે ચીની સંસ્કૃતિ ગ્રહણ કરી હતી એટલે એ છોડીને તે બીજી કોઈ સંસ્કૃતિ સહેલાઈથી અપનાવી શકે એમ હતું. યુરોપની સત્તાઓને પગપેસારે અને દખલગીરી એ પણ ચીનની મુશ્કેલીનું એક કારણ હતું. વળી ચીન જાપાનની પેઠે ટાપુ નહિ પણ એશિયા ખંડસ્થ પ્રદેશ હતે. એટલે જાપાનના ટાપુની પેઠે તે પિતાનાં દ્વાર બંધ કરી શકે એમ નહતું. વાયવ્ય ખૂણામાં રશિયાની સરહદ તેના પ્રદેશને લાગી રહેલી હતી અને નૈઋત્ય ખૂણામાં બ્રિટિશ સામ્રાજ્ય આવેલું હતું તથા તેની દક્ષિણે ફ્રાંસ ધીમેધીમે આગળ વધી રહ્યું હતું. આ યુરેપી સત્તાઓએ ચીન પાસેથી મહત્ત્વના હકો પડાવ્યા હતા અને તેમણે ત્યાં પિતપતાનાં મોટાં મોટાં વેપારી હિતે ખીલવ્યાં હતાં. આ હિતોએ ચીનના મામલામાં દખલ કરવા માટેનાં અનેક બહાનાં તેમને પૂરાં પાડ્યાં. એટલે જાપાન વાયુવેગે આગળ વધવા લાગ્યું જ્યારે ચીન નવી પરિસ્થિતિ સાથે પિતાને મેળ બેસાડવાને આંખ મીંચીને ફાંફાં મારી રહ્યું હતું. પરંતુ Page #99 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેના એ પ્રયાસમાં તેને ઝાઝી સફળતા ન લાધી. અહીં બીજી પણ એક વિચિત્ર બીનાની નેંધ લેવા જેવી છે. જાપાને આધુનિક ઢબનાં સૈન્ય તથા નૌકાકાફલા સહિત પશ્ચિમના દેશનાં યંત્ર તેમ જ ઉદ્યોગને અપનાવ્યા અને આગળ વધેલા ઔદ્યોગિક રાષ્ટ્રને સ્વાંગ સ. પરંતુ યુરોપના વિચાર અને ભાવનાઓ, વ્યક્તિગત તેમ જ સામાજિક સ્વતંત્રતાના ખ્યાલે તથા જીવન અને સમાજ પ્રત્યેની તેની વિજ્ઞાનશુદ્ધ દૃષ્ટિને તેણે એટલી ત્વરાથી સ્વીકાર કર્યો. અંદરખાને તે તે ફયૂડલ અને નિરંકુશ સત્તાનું જ ઉપાસક રહ્યું તથા બાકીની દુનિયા જે વસ્તુમાંથી ક્યારનીયે મુક્ત થઈ ગઈ હતી તે અજબ પ્રકારની સમ્રાટપૂજાને વળગી રહ્યું. જાપાનીઓને ત્યાગપ્રધાન અને જવલંત રાષ્ટ્રપ્રેમ સમ્રાટ પ્રત્યેની આ નિષ્ઠા સાથે બહુ નિકટપણે સંકળાયેલું હતું. રાષ્ટ્રીયતા અને સમ્રાટપૂજાનો પંથ એ બંને સાથે સાથે ચાલતાં રહ્યાં. જ્યારે ચીને પ્રચંડ યંત્ર તથા ઉદ્યોગો બહુ ત્વરાથી અપનાવ્યા નહિ. પરંતુ ચીને અથવા કહે કે આધુનિક ચીને પશ્ચિમના વિચારે, ભાવનાઓ તથા તેની વિજ્ઞાનશુદ્ધ દૃષ્ટિને વધાવી લીધી. આ વિચારે તેમના પિતાના વિચારોથી બહુ ભિન્ન નહતા. આમ આપણે જોઈએ છીએ કે ચીને પશ્ચિમની સંસ્કૃતિની ભાવનાને વધારે પ્રમાણમાં અપનાવી હતી. આમ છતાં પણ જાપાન તેનાથી આગળ નીકળી ગયું એનું કારણ એ છે કે પશ્ચિમની સંસ્કૃતિની ભાવનાની અવગણના કરીને તેણે તેનું બખ્તર ધારણ કર્યું, અને તેનું આ બખ્તર ઘણું મજબૂત હતું એ કારણે આખું યુરોપ જાપાનની પ્રશંસા કરવા લાગ્યું અને તેણે તેને પોતાના સંઘમાં એક સભ્ય તરીકે દાખલ કર્યું. પરંતુ ચીન તે કમજોર હતું અને તેની પાસે તપ, બંદૂક વગેરે સરંજામ નહોતું. આથી તેની ભાવનાઓ અને વિચારેની પરવા કર્યા વિના પશ્ચિમની પ્રજાઓએ તેની અવહેલના કરી, તેને ધર્મને ઉપદેશ આપે, તથા તેનું શોષણ કર્યું. જાપાને કેવળ યુરેપની ઔદ્યોગિક પદ્ધતિનું જ નહિ પણ તેની સામ્રાજ્યવાદી આક્રમણની નીતિનું પણ અનુકરણ કર્યું. તે યુરોપનું વફાદાર શિષ્ય હતું એટલું જ નહિ પણ તે તે પિતાના ગુરુથીયે આગળ વધી ગયું. નવા ઉદ્યોગવાદનો ફયૂડલ વ્યવસ્થા સાથે મેળ ખાતે નહે, એ તેની ખરી મુશ્કેલી હતી. એ બંને ચાલુ રાખવાના પ્રયત્નમાં તે આર્થિક સમતા સ્થાપી શકયું નહિ. ત્યાં આગળ કરવેરા બહુ ભારે હતા અને લેકો તેની સામે ફરિયાદ કરવા લાગ્યા. એને લીધે દેશમાં કંઈ પીડા ઊભી થવા પામે તે ટાળવા તેણે જૂની કરામતને આશરે લીધે, એટલે કે, યુદ્ધ દ્વારા અથવા તે પરદેશમાં સામ્રાજ્યવાદી સાહસ ખેડીને લોકોનું ધ્યાન બીજી દિશામાં વાળ્યું. ઔદ્યોગિક ક્રાંતિએ પરદેશમાં જઈને મુલક જીતવાની જેમ ઇંગ્લંડને અને પાછળથી પશ્ચિમ યુરેપના બીજા દેશને ફરજ પાડી હતી તેમ જાપાનના નવા ઉદ્યોગેએ Page #100 -------------------------------------------------------------------------- ________________ જાપાનની આશ્ચય કારક પ્રગતિ ७१७ કાચા માલ અને બજાર મેળવવા માટે બીજા દેશો તરફ નજર કરવાની તેને ક્રૂરજ પાડી. માલનું ઉત્પાદન વધતું જ ગયું અને વસતી પણ ત્યાં આગળ ઝડપથી વધવા લાગી. ઉત્તરાત્તર વધારે ને વધારે કાચા માલ તથા ખારાકની જરૂર ઊભી થઈ. આ બધું તેણે ક્યાંથી મેળવવું? ચીન અને કારિયા તેના સૌથી નજીકના પાડેાશીઓ હતા. ચીને વેપારની તા તા આપી પરંતુ તે ગીચ વસતીવાળેા દેશ હતા. ચીનના સામ્રાજ્યની ઈશાનમાં આવેલા મંચૂરિયા પ્રાંતમાં ખિલવણી તેમ જ વસવાટ કરવા માટે પુષ્કળ અવકાશ હતા. એટલે કારિયા અને મંચૂરિયા તરફ જાપાન ભુખાળવાની પેઠે જોવા લાગ્યું. પશ્ચિમની સત્તા ચીન પાસેથી અનેક પ્રકારની છૂટછાટા અને હક્કો મેળવી રહી હતી તથા મુલક પડાવી લેવાના પણ પ્રયાસ કરી રહી હતી તેના પ્રત્યે પણ જાપાન ચિંતાતુર નજરે જોઈ રહ્યું હતું. આ બધું તેને બિલકુલ પસંદ નહતું. પશ્ચિમ યુરોપની આ બધી સત્તાએ તેની સામે જ આવેલી એશિયાની ભૂમિ ઉપર અડ્ડો જમાવીને ઠરીઠામ થઈ જાય તે તેની સલામતી જોખમમાં આવી પડે અને કઈ નહિ તે એશિયા ખંડ ઉપર પેાતાના વિકાસ સાધવામાં વિઘ્નરૂપ થઈ પડે. પોતાનાં દ્વાર ઉઘાડીને બહારની દુનિયા સાથેના પોતાના વહેવાર શરૂ કર્યાં ત્યાર પછી વીસ વરસની અંદર જાપાને ચીન તરફ આક્રમણકારી વલણ ધારણ કર્યું. કેટલાક માછીને અંગેના એક નજીવા ઝઘડાએ ચીન પાસેથી વળતર માગવાની જાપાનને તક આપી. એ માછીનું વહાણ ભાંગી ગયું હતું અને તેમને મારી નાખવામાં આવ્યા હતા. પહેલાં તેા ચીને વળતર આપવાની ના પાડી, પરંતુ તેને યુદ્ધની ધમકી આપવામાં આવી તથા એ વખતે તે અનામમાં ફ્રેચા સાથે ઝઘડામાં સંડોવાયેલું હતું, એટલે તેણે જાપાનને નમતું આપ્યું. આ બનાવ ૧૮૭૪ની સાલમાં બન્યા. આ જીતથી જાપાન ફુલાઈ ગયું અને તરત જ ખીજા વિજયા મેળવવા આસપાસ નજર કરવા લાગ્યું. કારિયા ઉપર તરાપ મારવાનું સુગમ લાગ્યું એટલે નજીવા કારણસર તેની સાથે ઝઘડો ઊભા કરીને જાપાને તેના ઉપર ચડાઈ કરી તથા પૈસા આપવાની અને તેનાં કેટલાંક અંદરો જાપાનના વેપાર માટે ખુલ્લાં કરવાની તેને ફરજ પાડી. ધણા લાંબા સમયથી કારિયા ચીનનું ખંડિયું રાજ્ય હતું. મદદ માટે તેણે ચીન તરફ નજર કરી પણ તે તેને મદદ કરી શકે એવી સ્થિતિમાં નહેતું. જાપાન વધારે પડતી લાગવગ રખેને મેળવી જાય એ`ખીકે ચીનની સરકારે તાત્પૂરતું નમતું આપવાની તથા જાપાનને અંકુશમાં રાખવા માટે પશ્ચિમની સત્તા સાથે સંધિ કરવાની કારિયાને સલાહ આપી. આમ ૧૮૮૨ની સાલમાં ક્રારિયાને દુનિયા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. પણ જાપાન એટલાથી સતાષાય એમ નહેતું. ચીનની મુશ્કેલીઓને લાભ ઉઠાવીને તેણે કૈારિયાને સવાલ ક્રીથી Page #101 -------------------------------------------------------------------------- ________________ $< જગતના ઇતિહાસનુ” રેખાદર્શન ઊભા કર્યાં અને કારિયાને તેમના બંનેના રક્ષિત રાજ્ય તરીકે સ્વીકારવાની ચીનને ક્રજ પાડી. એટલે કે, કારિયા ચીન તથા જાપાન એ અતેનું ખંડિયું રાજ્ય બન્યું. દેખીતી રીતે જ, લાગતાવળગતા સૌને માટે એ ભારે અસતાષકારક પરિસ્થિતિ હતી. એમાંથી વિખવાદ જાગ્યા વિના રહે એમ હતું જ નહિ. ખરેખર, જાપાનને તેા વિખવાદ જોઈ તા જ હતા સને ૧૮૯૪ની સાલમાં તેણે ચીનને પરાણે યુદ્ધમાં ઊતાર્યું. ૧૮૯૪–૯૫ના ચીન અને જાપાન વચ્ચે વિગ્રહ એ જાપાન માટે રમત વાત હતી. તેનું લશ્કર તથા નૌકાસૈન્ય છેવટની ઢબનાં હતાં; અને ચીનાઓ તા - હજીયે જૂની પદ્ધતિને વળગી રહેનારા તથા અકુશળ હતા. જાપાનને રણક્ષેત્ર ઉપર સત્ર વિજય મળ્યો અને ચીનને પરાણે સ ંધિ કરવાની ફરજ પડી. આ સંધિથી જાપાન ચીનમાં અડ્ડો જમાવીને બેઠેલી પશ્ચિમની સત્તાઓની હરોળમાં આવ્યું, કારિયાને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું, પરંતુ એ તે તેના ઉપરના જાપાનના પ્રભુત્વને ઢાંકવાના બુરખા જ હતા. પેટ આર બંદર સહિત મંચૂરિયાના લિયોટાંગ દ્વીપકલ્પ તથા ફ્।ર્માંસા અને ખીજા કેટલાક ટાપુએ જાપાનને આપી દેવાની ચીનને ફરજ પાડવામાં આવી. જ નાનકડા જાપાને ચીનના કરેલા સંપૂર્ણ પરાજયથી દુનિયા બધી તાજુબ થઈ ગઈ. દૂર પૂર્વમાં એક બળવાન દેશના ઉધ્ય થાય એ કઈ પશ્ચિમની સત્તાને મનગમતી વાત નહેાતી. ચીન-જાપાન વચ્ચેના વિગ્રહ દરમ્યાન ચીન જીતતું જણાયું ત્યારે જ એ સત્તાઓએ જાપાનને ચેતવણી આપી કે ચીનના પ્રદેશના કાઈ પણ ભાગને ખાલસા કરવામાં આવે એ વસ્તુ તે માન્ય રાખશે નહિ. આ ચેતવણીની પરવા કર્યાં વિના તેના મહત્ત્વના બંદર પોર્ટ આર સહિત લિયેાટાંગ ટાપુ તેણે લઈ લીધો. પરંતુ તે તેની પાસે રહેવા દેવામાં આવ્યા નહિ. ત્રણુ મહાન સત્તાઓએ—રશિયા, જર્મની અને ફ્રાંસે—એ પ્રદેશ છેડી દેવાની તેને જ પાડી. જાપાનને ઝાળ તો બહુ બળી પણ તેને એ છેડી દેવાની કરજ પડી. એ ત્રણે સત્તાના સામના કરવા જેટલું તે બળવાન નહોતું. પરંતુ જાપાન તેની આ અવહેલના યાદ રાખી રહ્યું. એ તેને સાલ્યા કરી અને વધારે મોટા યુદ્ધની તૈયારી કરવા માટે તે તેને પ્રેરતી રહી. નવ વરસ પછી રશિયા સાથે એ યુદ્ધ થવા પામ્યું. દરમ્યાન, ચીન ઉપરના પેાતાના વિજયથી જાપાને દૂર પૂર્વના સૌથી ખળવાન રાષ્ટ્ર તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી. ચીન તો સાવ કમજોર નીવડયુ હતું અને પશ્ચિમની સત્તાઓને એની સહેજ પણ દહેશત રહી નહોતી, એક નિર્જીવ દેડ ઉપર યા તા મરવાની અણી ઉપર આવેલા પ્રાણી ઉપર ગીધા તૂટી પડે તેમ એ સત્તા ચીન ઉપર તૂટી પડી અને પોતાને માટે ખની Page #102 -------------------------------------------------------------------------- ________________ જાપાન રશિયાને હરાવે છે ૭૨૯ શકે એટલું પચાવી પાડવાના પ્રયાસ કરવા લાગી. ફ્રાંસ, રશિયા, ઈગ્લેંડ અને જર્મની – આ બધી સત્તાઓ ચીનના દરિયા કિનારા ઉપર બંદરે મેળવવાને તથા ચીનમાં વિશેષ હકો મેળવવાને પડાપડી કરવા લાગી. ટછાટ મેળવવા માટે અતિશય હીન પ્રકારની અને અઘટિત લડવાડ થઈ હરેક ક્ષુલ્લક વસ્તુનો પણ વળી વધારે હકો તથા છૂટછાટો મેળવવાના બહાના તરીકે ઉપયોગ કરવામાં આવ્યા. બે મિશનરીઓને મારી નાખવામાં આવ્યા એટલા ખાતર જર્મનીએ પૂર્વમાંના શાકુંગ દ્વીપકલ્પમાં આવેલું કયાઉચું બળજબરીથી પચાવી પાડ્યું. અને જર્મનીએ ક્યાઉચૂ પચાવી પાડયું એટલા ખાતર બીજી સત્તાઓએ લૂંટમાં પિતાને ભાગ મેળવવા માટે આગ્રહ કર્યો. ત્રણ વરસ પૂર્વે જાપાન પાસે રશિયાએ જે પાછું મુકાવ્યું હતું તે પેટે આર્થર બંદર તેણે લઈ લીધું. રશિયાએ પોર્ટ આર્થર લીધું એના બદલામાં ઈંગ્લડે વી–હી–વી લીધું. ક્રાંસે અનામના પ્રદેશમાંનું એક બંદર લઈ લીધું. રશિયાને ટ્રાન્સ સાઈબેરિયન રેલવેના વધારા તરીકે ઉત્તર મંચૂરિયામાં થઈને રેલવે બાંધવાની છૂટ મળી. આ નિર્લજ્જ ઝૂંટાઝૂંટ અભૂતપૂર્વ ઘટના હતી. બેશક, પોતાના પ્રદેશ જતા કરવાનું કે છૂટછાટ આપવાનું ચીનને જરાયે ગમતું નહોતું. દરેક પ્રસંગે નૌકાકાફલાનું પ્રદર્શન કરીને અને બૅબમારે કરવાની દાટી આપીને ચીનને એમ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ અઘટિત અને હિચકારા વર્તાવને આપણે શું કહીશું? એને ધોળા દિવસની ધાડ કહીશું કે લૂંટફાટ કહીશું? સામ્રાજ્યવાદનો એ રાહ છે. કેટલીક વાર તે ગુપ્તપણે કાર્ય કરે છે; કેટલીક વાર તે ઉદાત્ત ભાવનાના આવરણ નીચે તથા બીજાઓનું ભલું કરવાના ખોટા ડોળ નીચે પિતાનાં કુકર્મોને ઢાંકે છે. પરંતુ ૧૮૯૮ની સાલમાં ચીનમાં તે આવું આવરણ કે ઢાંકપિછોડો પણ રાખવામાં આવ્યો નહોતો. ચીનમાં તે એની કરૂપતા નગ્ન સ્વરૂપે બહાર પડી. ૧૧૭. જાપાન રશિયાને હરાવે છે ૨૯ ડિસેમ્બર, ૧૯૩૨ આજકાલ હું દૂર પૂર્વના દેશ વિષે લખી રહ્યો છું અને આજે પણ એ જ વાત હું ચાલુ રાખીશ. ભૂતકાળનાં યુદ્ધો તેમ જ લડાઈટંટાઓની વાત હું તારા મગજ ઉપર શાને લાદવા માગતો હોઈશ એનું તને આશ્ચર્ય થશે. એ કંઈ મનગમતા વિષયો નથી. વળી એ બધી વીતી ગયેલી વાત છે. એના ઉપર હું વધારે ભાર મૂકવા ચહાત નથી. પરંતુ દૂર પૂર્વના દેશોમાં આજે જે કંઈ બની રહ્યું છે તેનાં મૂળ એ બધી તકલીફમાં જ રહેલાં છે Page #103 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન અને તેથી આજના પ્રશ્નો સમજવાને અર્થે એનું કંઈક જ્ઞાન જરૂરી છે. હિંદની પેઠે ચીન પણ આખી દુનિયાને સ્પર્શીતા આજને એક મહાપ્રશ્ન છે. અને હું આ લખી રહ્યો છું તે ઘડીએ પણ મંચૂરિયાની જીતની બાબતમાં તીવ્ર ઝઘડા ચાલી રહ્યો છે. ૧૮૯૮ની સાલમાં, પોતાના યુદ્ધજહાજોની ધમકી નીચે, પશ્ચિમની પ્રજાએ ચીન પાસેથી વેપારી છૂટછાટ મેળવવા માટે જે પડાપડી કરી હતી તે વિષે હું મારા આગલા પત્રમાં તને કહી ગયા છું. તેમણે ચીનનાં સારાં સારાં બધાં અંદરના કબજો લઈ લીધેા અને તે તે બંદરોને લગતા પ્રાંતામાં ખાણા ખાવાના, રેલવે બાંધવાના ઇત્યાદિ અનેક હક્કો મેળવ્યા. આમ છતાંયે હજી વધારે છૂટછાટા મેળવવાની માગણી તે ચાલુ જ રહી. વિદેશી સરકારો ચીનમાં પોતપોતાનાં “સ્ફીઅર્સી ફ્ ઇન્ફ્લુઅન્સ '' એટલે કે લાગવગનાં ક્ષેત્રે જમાવવાની વાતો કરવા લાગી. આધુનિક સામ્રાજ્યવાદી સરકારની કાઈ દેશના ભાગલા પાડવાની એ હળવી રીત છે. ઇતર દેશ ઉપર મેળવેલા કાબૂ કે કબજાની અનેક માત્રા હોય છે. કાઈ પણ દેશને ખાલસા કરવા એટલે, અલબત, તેના સંપૂણૅ કબજો લેવા; ‘ રક્ષિત પ્રદેશ ’ (પ્રોટેકટોરેટ) એટલે એ કબજાની કંઈક ઓછી માત્રા અને “ લાગવગનું ક્ષેત્ર ” એટલે કબજાની એથીયે ઓછી માત્રા. પણ એ બધાનું લક્ષ્ય એક જ હોય છે અને એ રીતે એક પગથિયામાંથી ખીજાં પરિણમે છે. ખાલસા કરવાની રીત એ જૂની પ્રથા છે અને આજે એના લગભગ ત્યાગ કરવામાં આવ્યો છે કેમકે એને પરિણામે તે દેશમાં રાષ્ટ્રીય ચળવળની તકલીફ ઊભી થાય છે. આપણને આગળ ઉપર કદાચ એ વિષે ચર્ચા કરવાની તક મળશે. કાઈ પણ દેશને આર્થિક કાબૂ મેળવવે અને બાકીની પંચાતમાં ન પડવું એ ઘણું સુગમ છે. ७७० આમ ચીનના ભાગલા પાડવાની ઘડી આવી રહી હતી અને તેથી જાપાન ગભરાઈ ગયું. ચીન ઉપરના પોતાના વિજયનાં ક્ળા પશ્ચિમની પ્રજાને હાથ જતાં જાપાનને જણાયાં અને ચીનના ટુકડા પાડવાની ઘટનાને તે લાચારીભર્યાં ક્રોધથી નિહાળી રહ્યું. વળી, પોર્ટ આરના કબજો લેતું તેને રશિયાએ રાયું અને પછીથી તેણે પોતે જ તેને કબજો લઈ લીધે એ માટે જાપાન રશિયા ઉપર વિશેષે કરીને રોષે ભરાયું હતું. પરંતુ એક મહાન સત્તાએ ચીનમાં છૂટછાટ મેળવવાની આ પડાપડીમાં તથા તેના ભાગલા પાડવાની યેજનામાં હજી સુધી કશે। ભાગ નહાતા લીધા. એ સત્તા તે અમેરિકાનું યુનાઇટેડ સ્ટેટ્સ, ખીજા રાજ્યા કરતાં એ કઈ વધારે સદાચારી હતું તે કારણે એ એનાથી દૂર રહ્યું હતું એમ નથી; એનું કારણ એ છે કે તે હજી પોતાના વિશાળ પ્રદેશ ખીલવવામાં રોકાયેલું હતું. એ રાજ્ય પશ્ચિમ દિશામાં પ્રશાન્ત મહાસાગર તરફ ફેલાતું ગયું તેમ તેમ Page #104 -------------------------------------------------------------------------- ________________ જાપાન રશિયાને હરાવે છે ૭૭૧ નવા નવા પ્રદેશ ખીલવવાની જરૂર ઊભી થતી ગઈ અને તેની સમગ્ર શક્તિ અને સંપત્તિ એ કાર્યમાં રેડવામાં આવી. એટલું જ નહિ પણ, એ કાર્ય માટે યુરોપની મૂડી પણ મોટા પ્રમાણમાં અમેરિકામાં રોકવામાં આવી. પરંતુ ૧૯ મી સદીના અંતમાં પોતાની મૂડીના રોકાણ માટે અમેરિકાવાસીઓ બીજા દેશે તરફ નજર કરવા લાગ્યા. તેમણે ચીન તરફ નજર કરી પરંતુ તેમને માલૂમ પડ્યું કે યુરોપી સત્તાઓ ચીનને “લાગવગનાં ક્ષેત્રોમાં વહેંચી નાખવાની તૈયારીમાં હતી. તેમને એવી પણ શંકા પડી કે છેવટે તેઓ એ લાગવગનાં ક્ષેત્રોને ખાલસા કરી દેશે. આ વસ્તુસ્થિતિ પરત્વે તેઓ નારાજીથી નિહાળવા લાગ્યા. અમેરિકાને એમાંથી બાદ રાખવામાં આવતું હતું. આથી અમેરિકાએ જેને “ખુલ્લા દ્વારની નીતિ” કહેવામાં આવે છે તે નીતિ ચીનમાં અખત્યાર કરવાનું દબાણ ર્યું. એ નીતિનો અર્થ એ હતું કે ચીનમાં વેપારરોજગાર કરવાને માટે સૌને એક સરખી સગવડ આપવી જોઈએ. બીજી સત્તાઓ એમાં સંમત થઈ આ સતતપણે ચાલુ રહેલા આક્રમણે ચીની સરકારને સંપૂર્ણપણે ગભરાવી મૂકી. વળી એથી કરીને તેને એવી પણ ખાતરી થઈ કે સરકારની સુધારણા તેમ જ પુનર્ધટના કરવી જોઈએ. તેણે એ દિશામાં પ્રયાસ કર્યો પરંતુ વિદેશીઓની છૂટછાટ માટેની ચાલુ રહેલી નવી નવી માગણીઓને કારણે એમાં તેને સફળતા મળવાને સંભવ બહુ ઓછા હતા. રાજમાતા ઝુશી કેટલાંક વરસોથી નિવૃત્તિમાં રહેતી હતી. એ રાજમાતા જ આ પરિસ્થિતિમાંથી આપણો ઉદ્ધાર કરી શકે એમ છે એમ ચીની પ્રજા માનવા લાગી. પરંતુ એ જ સમયે, કંઈક કાવતરું થવાની શંકાથી, સમ્રાટ તે તેને કેદમાં પૂરવાને વિચાર કરી રહ્યો હતો. પરંતુ એ વૃદ્ધ રાજમાતાએ સમ્રાટને સત્તા ઉપરથી દૂર કરી રાજ્યની લગામ પિતાના હાથમાં લઈને એનો જવાબ વાળ્યો. જાપાનની પેઠે મૂલગત સુધારાઓ કરવામાં પગલાં તેણે ન લીધાં પરંતુ આધુનિક ઢબનું સૈન્ય ઊભું કરવાના કાર્યમાં તેણે પોતાનું સમગ્ર લક્ષ કેન્દ્રિત કર્યું. રક્ષણ માટે તેણે સ્થાનિક સે ઊભાં કરવાને ઉત્તેજન આપ્યું. આ સ્થાનિક સૈન્ય પિતાને “આઈ હે તાન” એટલે કે “ન્યાય સુમેળનાં દળે” એ નામથી ઓળખાવતાં, કેટલીક વાર તેમને “આઈ હે ચાન” એટલે કે, “ન્યાય સુમેળના બાહુઓ” એ નામથી પણ ઓળખવામાં આવતાં. આ બીજું નામ બંદરી શહેરમાં વસતા વિદેશીઓને કાને પહોંચ્યું અને તેમણે આવા સુંદર નામને “બોકસર' એટલે કે મુકકાબાજો એ કઢગ અનુવાદ કર્યો. આ બોકસરો” અથવા સ્થાનિક સૈન્ય વિદેશી આક્રમણ તથા વિદેશીઓએ ચીન ઉપર તેમ જ ચીનવાસીઓ ઉપર વરસાવેલાં અસંખ્ય અપમાને સામે ઉદ્ભવેલી રાષ્ટ્રીયતાની લાગણીને પરિણામે ઊભાં થયાં હતાં. ચીનવાસીઓને Page #105 -------------------------------------------------------------------------- ________________ ७७२ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન વિદેશીઓ ઉપર પ્રેમ ઊભરાઈ જતા નહાતા એમાં કઈ આશ્રય પામવા જેવું નથી; તેમને તો વિદેશી મૂર્તિમંત અનિષ્ટ સમાન લાગતા હતા. પણ મિશનરીઓ પ્રત્યે તેમને ખાસ કરીને અણગમા હતા. તેમણે ભારે ગેરવર્તાવ ચલાવ્યા હતા. અને ચીની ખ્રિસ્તીઓને તે તેઓ દેશદ્રોહીઓ તરીકે જ લેખતા હતા. એ દળે, નવી વ્યવસ્થા સામે પોતાની રક્ષા કરવાને મથતા પુરાણા ચીનના પ્રતિનિધિઓ હતાં. પરંતુ આ રીતે તેમના એ પ્રયાસ સફળ નીવડે એમ નહોતું. મિશનરી તેમ જ પરદેશીઓના વિરોધી આ દેશદાઝવાળા સ્થિતિચુસ્ત લોકેા તથા પશ્ચિમના લોકા વચ્ચે ધણુ અનિવાય હતું. તેમની વચ્ચે ઝધડાઓ થયા; એક. અ ંગ્રેજ મિશનરીનું ખૂન થયું તથા યુરોપિયના અને ચીની ખ્રિસ્તીઓને મેટી સંખ્યામાં મારી નાખવામાં આવ્યા. પરદેશી સરકારોએ આ રાષ્ટ્રવાદી · બૅંસર ’ ચળવળને દાખી દેવાની માગણી કરી. જેમણે ખૂનને ગુના કર્યાં તેમને તે ચીનની સરકારે શિક્ષા કરી, પરંતુ આમ પોતાના જ ક્જદને તે કેવી રીતે દાબી દઈ શકે? દરમ્યાન બાકસર ' ચળવળ ઝડપથી ફેલાતી ગઈ. એથી ગભરાઈ ઊડીને વિદેશી એલચીઓએ પોતપાતાનાં યુદ્ધજહાજોમાંથી સૈન્યે ખેલાવ્યાં. પણ એથી કરીને તેા ચીનાઓને લાગ્યું કે વિદેશીઓની ચડાઈ શરૂ થઈ ગઈ છે. થાડા જ વખતમાં રમખાણા શરૂ થયાં. જન એલચીને મારી નાખવામાં આવ્યો અને પેકિંગમાં વિદેશી એલચી ખાતાંઓને ધેરા ધાલવામાં આવ્યા. . , રાષ્ટ્રવાદી ‘ બોક્સર ’ ચળવળની સહાનુભૂતિમાં ચીનના મોટા ભાગમાં લકાએ હથિયાર ઉગામ્યાં. પરંતુ કેટલાક પ્રાંતાના હાર્કમા તટસ્થ રહ્યા અને એ રીતે તેમણે વિદેશી સત્તાઓને સહાય કરી. રાજમાતાને એશક આ ‘બૉકસર’ લાકા પ્રત્યે સહાનુભૂતિ હતી પરંતુ તે છડેચોક તેમના સંબંધમાં નહેાતી. ‘ઑકસર ' લેાકા તા કેવળ ધાડપાડુઓ જ છે એમ બતાવવા વિદેશીઓએ પ્રયાસ કર્યાં. પરંતુ ૧૯૦૦ની સાલના એ બળવા વાસ્તવિક રીતે તે ચીનને વિદેશીઓની દખલગીરીમાંથી મુક્ત કરવાના રાષ્ટ્રીય પ્રયાસ હતો. સર રૉબર્ટ હાર્ટ નામના એક મોટા અંગ્રેજ અધિકારી વિદેશી કચેરીઓના આ ધેરા દરમ્યાન ત્યાં હાજર હતા. એ તે વખતે જકાતના ઇન્સ્પેકટર જનરલ હતા. તે જણાવે છે કે, ચીની લોકાની લાગણી દૂભવવા માટે વિદેશીઓ અને ખાસ કરીને મિશનરી પકાપાત્ર હતા તથા એ ખળવાના મૂળમાં “ રાષ્ટ્રીય ભાવના રહેલી હતી અને એણે પાર પાડવા ધારેલી તેમ મોટે ભાગે વાજખી હતી એમાં શંકાને સ્થાન નથી; આ વસ્તુ ઉપર જેટલા ભાર મૂકીએ તેટલા આછે છે.” ચીનમાં પેદા થયેલા આ સળવળાટથી વિદેશી સત્તાઓને ભારે ચીડ ચડી. ચીનની ભૂમિ ઉપર તેમણે ત્વરાથી પોતાનાં સૈન્યા ઉતાર્યાં. અને પેકિંગમાં ઘેરાયેલા પેાતાના પ્રજાજનને બચાવવા તથા તેમનું રક્ષણ કરવાને માટે તેમનું એ પગલું વાજખી હતું. વિદેશી કચેરીએ અથવા એલચીખાતાંને જોખમમાંથી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૭૩ જાપાન રશિયાને હરાવે છે. ઉગારવા માટે જર્મન સેનાપતિની સરદારી નીચે જુદી જુદી પ્રજાઓનાં બનેલાં આંતરરાષ્ટ્રીય સૈન્ય ચીનની ભૂમિ ઉપર કુચ શરૂ કરી. જર્મન કેસરે પિતાના સૈન્યને દૃષ્ણની પેઠે વર્તવાની આજ્ઞા આપી અને ઘણું કરીને આ આજ્ઞા ઉપરથી જ મહાયુદ્ધ વખતે જર્મનને દૂણેનું ઉપનામ આપવાનું અંગ્રેજોને સૂચન મળ્યું હતું. માત્ર જર્મન સૈન્ય જ નહિ પણ બીજી બધી વિદેશી પ્રજાઓનાં સૈન્યએ કેસરની એ સલાહનો અમલ કર્યો. પેકિંગ ઉપર કૂચ કરતી વખતે ચીનની પ્રજા ઉપર એ સૈન્ય એ વર્તાવ કર્યો કે જેથી તેમના પંજામાં સપડાવા કરતાં સંખ્યાબંધ લોકેએ આપઘાત કરવાનું પસંદ કર્યું. તે સમયે ચીનની સ્ત્રીઓમાં પિતાના પગની પાટલી બહુ જ ટૂંકી રાખવાનો રિવાજ હતું અને એથી તે સહેલાઈથી દેડી શકતી નહિ. આથી અસંખ્ય ચીની સ્ત્રીઓએ આપઘાત કર્યો. આ રીતે કતલ, આપઘાત, તથા ગામડાઓને બાળવા વગેરેથી ચીનની ભૂમિને અંકિત કરીને આ મિત્રરાજનાં સૈન્યએ આગળ કૂચ કરી. મિત્રરાજનાં આ સૈન્યની સાથે એક અંગ્રેજ ખબરપત્રી જણાવે છે: . અહીં બનેલી કેટલીક વસ્તુઓનો તે મારે ઉલ્લેખ સરખે પણ ન કરવો જોઈએ. અને ઇંગ્લંડમાં એ છપાવી પણ ન ઘટે, કેમકે એ વસ્તુ એ દર્શાવી આપે છે કે આપણે પાશ્ચાત્ય સુધારે એ જ ગલીપણાને છુપાવનારું કેવળ સોહામણું ઢાંકણ જ છે. કઈ પણ યુદ્ધ વિષેની સાચી. હકીકત કદી પણ લખાઈ જ નથી અને એ બાબતમાં આ યુદ્ધ પણ અપવાદરૂપ નથી. આ સૈન્ય પેકિંગ પહોંચ્યાં અને એલચીખાતાંઓને ઘેરામાંથી મુક્ત કર્યા. અને પછી પેકિંગની લૂંટ—“પિઝાના સમય પછીની મોટામાં મોટી લશ્કરી લૂંટ” શરૂ થઈ પેકિંગને કળાની વસ્તુઓને સંગ્રહ જેઓ તેનું મૂલ્ય સહેજ પણું સમજતા નહોતા એવા અણઘડ અને અસંસ્કારી લોકોને હાથ ગયા. અને મિશનરીઓએ આ લૂંટમાં આગળ પડતે ભાગ લીધે એ ખેદજનક બીના છે. સૈનિકોની ટોળીઓ ઘેરઘેર ફરતી, એ ઘરની માલકી પિતાની છે એવી મતલબની નેટિસે તેમના ઉપર ચડતો. પછી એ ઘરની અંદરની કીમતી ચીજ વેચી દેવામાં આવતી અને એ કામ પૂરું થાય એટલે બીજા મેટા ઘર ઉપર તેમને દરેડ પડતે.. વિદેશી સત્તાઓની આપસની હરીફાઈ અને કંઈક અંશે યુનાઈટેડ સ્ટેટ્સની સરકારના વલણને કારણે ચીન ભાગલાની આપત્તિમાંથી બચી ગયું. પરંતુ તેને હિણપત અને નામશીન કરવામાં કડવો ઘૂંટડે પીવાની ફરજ પાડવામાં આવી. અનેક રીતે તેનું અપમાન કરવામાં આવ્યું; પેકિંગમાં તશું રેલવેના રક્ષણને અર્થે ચીનમાં કાયમી વિદેશી લશ્કર રાખવાની, ઘણુંખરા કિલ્લાઓને નાશ કરવાની તથા વિદેશી વિરોધી મંડળના સભ્યોને મતની સજા ફરમાવવાની શરતો કબૂલ કરવાની ચીનને ફરજ પાડવામાં આવી. તેની ૬–૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન પાસેથી બીજા વેપારી હકકો લેવામાં આવ્યા તથા દંડ તરીકે ભારે રકમ પડાવવામાં આવી. પરંતુ સૌથી વિષમ ફટકો તે એ હતો કે “ સર ” ચળવળના દેશદાઝવાળા આગેવાનોને “બળવાખોરે” તરીકે ફાંસીએ લટકાવવાની ચીનની સરકારને ફરજ પાડવામાં આવી. જેને “પેકિંગની સંધિનો કરાર” (પેકિંગ પ્રોટેકેલ) કહેવામાં આવે છે તે આ હતો. ૧૯૦૧ની સાલમાં એના ઉપર સહીઓ થઈ હતી. જ્યારે ચીનની ભૂમિ ઉપર અને ખાસ કરીને પેકિંગની આસપાસના પ્રદેશમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે એ પ્રવર્તી રહેલા અંધેરને લાભ ઉઠાવીને રશિયન સરકારે સાઈબીરિયામાં થઈને મંચૂરિયામાં મોટી સંખ્યામાં પિતાનું લશ્કર ઉતાર્યું. ચીન તે એ સમયે અસહાય અને દુર્બળ હતું, એટલે એની સામે વિરોધ ઉઠાવ્યા ઉપરાંત તે વિશેષ કશું કરી શક્યું નહિ. પરંતુ બન્યું એમ કે રશિયન સરકાર આ રીતે વિશાળ પ્રદેશને કબજે લે એની સામે બીજી વિદેશી સત્તાએ પિતાને અણગમે દર્શાવ્યું. ખાસ કરીને જાપાનની સરકાર આ વસ્તુસ્થિતિ પરત્વે વધારે ચિંતાતુર અને ભયભીત બની. આથી વિદેશી સત્તાઓએ રશિયાને પાછા હઠવાનું દબાણ કર્યું. પિતાના પ્રામાણિક આશ ઉપર કઈ પણ શંકાની નજર કરે એ સામે જાણે તેને નૈતિક ખેદની લાગણી તથા આશ્ચર્ય થયું હોય એ રશિયાની સરકારે દેખાવ ધારણ કર્યો તથા તેણે બીજી સત્તાઓને ખાતરી આપી કે ચીનની સર્વોપરી સત્તાની બાબતમાં દખલ કરવાને તેને લેશ પણ ઈરાદો નહોતે અને મંચૂરિયામાંની રશિયન રેલવે ઉપર વ્યવસ્થા સ્થપાય કે તરત જ તે પિતાનું લશ્કર પાછું ખેંચી લેશે. આમ બધાને સંતોષ થયે અને બેશક તે બધી વિદેશી સત્તાઓએ પિતાની અનન્ય નિ:સ્વાર્થતા અને સદાચાર માટે પરસ્પર એકબીજાને અભિનંદન આપ્યાં હશે. પરંતુ એમ છતાંયે રશિયન લશ્કર તે મંચૂરિયામાં રહ્યું જ અને છેક કારિયાની સરહદ સુધી આગળ વધ્યું. મંચૂરિયા તથા કોરિયામાં રશિયાએ કરેલા ધસારાથી જાપાનવાસીઓ અતિશય ક્રોધે ભરાયા. છાનામાના પણ ભારે એકાગ્રતાથી તેઓ લડાઈની તૈયારી કરવા લાગ્યા. ૧૮૯૫ની સાલમાં ત્રણ રાજ્ય તેમની સામે એકત્ર થઈ ગયાં હતાં અને એને લીધે ચીનના વિગ્રહ પછી પોર્ટ આર્થર પાછું આપી દેવાની તેમને ફરજ પડી હતી એ તેમને બરાબર યાદ હતું. એટલે ફરીથી એમ બનતું ટાળવાનો પ્રયાસ તેમણે કરવા માંડ્યો. આ બાબતમાં ઇંગ્લડ તેમને પિતાનું પક્ષકાર મળી ગયું. તે પણ રશિયાની આગેકૂચને ભયની નજરે નિહાળી રહ્યું હતું અને તેને રોકવા માગતું હતું. આથી દૂર પૂર્વના દેશોની બાબતમાં બીજી સત્તાઓ તેમની સામે એકત્ર થઈને તેમના ઉપર દબાણ લાવે એ અટકાવવા માટે ૧૯૦૨ની સાલમાં ઈંગ્લેંડ અને જાપાને એક્ય કર્યું. હવે જાપાને સલામતીની Page #108 -------------------------------------------------------------------------- ________________ જાપાન રશિયાને હરાવે છે ૭૭૫ લાગણી અનુભવી અને તેણે રશિયા તરફ વધારે આક્રમણકારી વલણ ધારણ કર્યું. તેણે માગણી કરી કે મંચૂરિયામાંથી રશિયન લશ્કર ખેંચી લેવાવું જ જોઈએ. પરંતુ તે સમયની બેવકૂફ રશિયન સરકાર જાપાન તરફ તુચ્છકારની નજરે જોતી હતી અને જાપાન તેની સામે કદીયે યુદ્ધમાં ઊતરશે એમ તેણે માન્યું નહિ. ૧૯૦૪ની સાલના આરંભમાં એ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું. જાપાન તે એ યુદ્ધને માટે સંપૂર્ણપણે તૈયાર હતું. અને જાપાનની પ્રજા તેમની સરકારના પ્રચાર તથા સમ્રાટપૂજાના તેમના ધર્મથી ઉત્તેજિત થઈને દેશપ્રેમની ભાવનાથી ભભૂકી ઊઠી. જ્યારે રશિયા યુદ્ધ માટે જરાયે તૈયાર નહોતું અને તેની આપખુદ સરકાર પ્રજા ઉપર નિરંતર દમન ચલાવીને જ શાસન કરી શકતી હતી. દોઢ વરસ સુધી આ યુદ્ધ ચાલુ રહ્યું અને એ દરમ્યાન એશિયા, યુરોપ અને અમેરિકા એ ત્રણે ખંડે સમુદ્ર તેમ જ જમીન ઉપર જાપાનના વિજયે નિહાળી રહ્યા. ભારે સંહાર અને આશ્ચર્યચકિત કરે એવાં બલિદાનનાં કૃત્યો પછી પિટ આર્થર જાપાનને હાથ આવ્યું. રશિયાએ યુરોપથી છેક દૂર પૂર્વના દેશો સુધીના લાંબા સમુદ્રમાર્ગે દરિયાઈ જહાજોને એક મેટો કાફલો એક. લગભગ અડધી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને હજારો માઈલની સફર ખેડીને થાક્યોપાક્યો એ પ્રચંડ કાલે જાપાની સમુદ્રમાં આવી પહોંચ્યા અને ત્યાં જાપાન અને કેરિયા વચ્ચેની સમુદ્રની સાંકડી પટ્ટીમાં તેના નૌકાધિપતિ સહિત જાપાનીએએ તેને ડુબાડી દીધું. આ અણધારી આપત્તિમાં લગભગ આખયે કાફલો સમુદ્રને તળિયે જઈ બેઠે. ' ઉપરાઉપરી મળેલી અનેક હારથી રશિયાની – ઝારશાહી રશિયાની ભારે પાયમાલી થઈ રશિયા પાસે તે શક્તિનો અખૂટ ભંડાર અનામત પડેલ હત; ૧૦૦ વરસ પહેલાં એ જ રશિયાએ નેપોલિયનને ભેઠે પાડયો નહોતે કે? પરંતુ તે વખતે તે, સાચા રશિયાન, રશિયાની આમ જનતાનો અવાજ હતે. આ પત્રમાં હું હમેશાં રશિયા, ઈંગ્લેડ, ક્રાંસ, ચીન, જાપાન વગેરે દેશને ઉલ્લેખ કર્યા કરું છું, જાણે કે એ બધા દેશે કોઈ જીવંત વ્યક્તિ ન હોય. આ મારી એક કુટેવ છે, પુસ્તક તથા વર્તમાનપત્રોમાંથી મને એ ટેવ પડી છે. પરંતુ એ રીતે તે સમયની રશિયાની સરકાર, ઇંગ્લંડની સરકાર તેમ જ તે તે દેશની સરકારનો ઉલ્લેખ કરવાને મારે આશય હોય છે. કેટલીક વાર એ સરકારે મૂડીભર લોકે સિવાય બીજા કોઈનીયે પ્રતિનિધિ નથી હોતી. અથવા તે તે કઈ એક વર્ગની પ્રતિનિધિ હોય છે. આથી કરીને એ સરકારે આખી પ્રજાની પ્રતિનિધિ છે એમ માનવું કે કહેવું એ સાચું નથી. ૧૯મી સદી દરમ્યાન બ્રિટિશ સરકાર ધનિક લેકે, જમીનદારે તથા ઉપલી કક્ષાના મધ્યમ વર્ગના નાના સમૂહની પ્રતિનિધિ હતી એમ કહી શકાય. પાર્લમેન્ટ ઉપર એ લેકેને ત્યારે કાબૂ હતો. પ્રજાના મોટા ભાગને એમાં કશેયે અવાજ Page #109 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન નહોતે. પ્રજાસંઘમાં, ગોળમેજી પરિષદમાં કે એવા જ કોઈ બીજા પ્રસંગે હિંદ પિતાને પ્રતિનિધિ મલે છે એમ કહેવાતું આજકાલ હિંદમાં આપણું સાંભળવામાં આવે છે. આ અર્થ વિનાની વાત છે. આવો પ્રતિનિધિ હિંદનો પ્રતિનિધિ ન કહી શકાય; હિંદની પ્રજા તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી મોકલે તો જ તે તેને પ્રતિનિધિ કહેવાય. આ રીતે તે એ કહેવાતા હિંદના પ્રતિનિધિઓ હિંદની સરકારના નમેલા સભ્યો છે અને “હિંદી સરકાર ” એવું તેનું નામ હોવા છતાં વાસ્તવમાં તે તે માત્ર બ્રિટિશ સરકારનું એક ખાતું જ છે. જાપાન-રશિયા વિગ્રહ વખતે રશિયામાં આપખુદ સરકારનું શાસન હતું. ઝાર એ “સમગ્ર રશિયાને આપખુદ સમ્રાટ” હતું અને તે અતિશય બેવકૂફ આપખુદ સમ્રાટ હતો. મજૂરે તથા કિસાનોને રશિયામાં લશ્કરના જોરે દબાવી રાખવામાં આવ્યા હતા એટલું જ નહિ, પણ મધ્યમ વર્ગને પણ દેશના રાજતંત્રમાં કશોયે અવાજ નહોતો. આ જુલમી રાજતંત્રના દમનની સામે ઘણાયે રશિયન યુવકોએ પિતાનાં માથાં ઊંચાં કર્યા તેમ જ પિતાના હાથ ઉગામ્યા અને સ્વાતંત્ર્ય માટેની લડતમાં પિતાનાં જીવનની આહુતિ આપી. ઘણી કન્યાઓએ પણ એ જ માર્ગ અખત્યાર કર્યો. એટલે, જ્યારે હું “રશિયા’ આમ કરે છે તેમ કરે છે કે જાપાન સાથે લડે છે એવી એવી વાત કરું છું ત્યારે મારો કહેવાને આશય માત્ર એટલો જ હોય છે, રશિયાની ઝારશાહી સરકાર એ બધું કરે છે. જાપાન સાથેના વિગ્રહ અને તેમાં પડેલા ભારે ફટકાઓને પરિણામે આમ જનતાને વધારે વિટંબણાઓ વેઠવાની આવી. સરકાર ઉપર દબાણ લાવવાને અર્થે કારખાનાના મજૂરે વારંવાર હડતાલ ઉપર જવા લાગ્યા. આ વિટંબણુઓમાંથી કંઈક રાહત યાચવાને અર્થે ૧૯૦૫ની સાલના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે એક પાદરીની આગેવાની નીચે હજાર કિસાને અને મજૂરોનું એક શાન્ત સરઘસ કારના “શિશિર પ્રાસાદ' (વિન્ટર પૅલેસ) આગળ ગયું. તેમને શું કહેવાનું હતું એ સાંભળવાને બદલે ઝારે તેમના ઉપર ગોળીબાર કરાવ્યો. આથી ભીષણ હત્યાકાંડ થવા પામ્ય, લગભગ ૨૦૦ જેટલા માણસો મરાયા અને પીટર્સ, બને શિયાળાનો બરફ લેહીથી રાત થઈ ગયું. આ બનાવ રવિવારને દિવસે બન્યો અને ત્યારથી એ દિવસને “લેહિયાળા રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે. આખા દેશમાં ભારે ખળભળાટ ભભૂકી ઊઠ્યો. કારખાનાના મજૂરેએ હડતાળે પાડી અને એને પરિણામે ક્રાંતિને માટે પ્રયાસ કરવામાં આવ્યો. ઝારની સરકારે ૧૯૦પની આ ક્રાંતિને ભારે ક્રૂરતાથી દાબી દીધી. અનેક કારણોને લઈને આપણે માટે પણ એ ક્રાંતિ રસપ્રદ છે. ૧૨ વરસ પછી ૧૯૧૭ની સાલમાં જે મહાન ક્રાંતિ થવાની હતી તેને માટે આ ક્રાંતિ એક પ્રકારની તૈયારીરૂપ હતી. ૧૯૧૭ની ક્રાંતિએ રશિયાની સૂરત બદલી નાખી. ૧૯૦૫ની આ નિષ્ફળ ક્રાંતિ દરમ્યાન ક્રાંતિકારી મજૂરેએ એક નવીન પ્રકારની સંસ્થા Page #110 -------------------------------------------------------------------------- ________________ જાપાન રશિયાને હરાવે છે ওওও ઊભી કરી. પછીના સમયમાં એ સંસ્થા ભારે મશહૂર થવાની હતી. એ સંસ્થા સેવિયેટને નામે ઓળખાવા લાગી. ચીન અને જાપાન તથા જાપાન રશિયાના વિગ્રહની વાત કરતાં કરતાં મારી હંમેશની ટેવ પ્રમાણે ૧૯૦૫ની રશિયન ક્રાંતિની વાત ઉપર હું ઊતરી પડ્યો. પરંતુ આ જાપાન-રશિયા વિગ્રહની પૂર્વ પીઠિકા તને સમજાવવાને ખાતર મારે તને એ વિષે થોડું કહેવું પડયું. ઘણે અંશે ક્રાંતિના એ પ્રયાસ તથા પ્રજાના તે વખતના માનસને કારણે જ ઝારને જાપાન સાથે સમજૂતી કરવી પડી. ૧૯૦૫ના સપટેમ્બર માસમાં થયેલી પોર્ટસ્મથની સંધિથી જાપાન-રશિયાના વિગ્રહને અંત આવ્યું. પિોર્ટસ્મથ યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલું છે. યુનાઈટેડ સ્ટેટસના પ્રમુખે બંને પક્ષોને ત્યાં લાવ્યા હતા અને એ સંધિ ઉપર ત્યાં સહીઓ થઈ. આ સંધિની રૂએ જાપાનને પોર્ટ આર્થર તથા લિયેટાંગ દ્વીપકલ્પ આખરે પાછાં મળ્યાં. તને યાદ હશે કે ચીની વિગ્રહ વખતે જાપાનને તે છડી દેવાની ફરજ પાડવામાં આવી હતી. વળી જાપાનને રશિયાએ મંચૂરિયામાં બાંધેલી મોટા ભાગની રેલવે તથા જાપાનની ઉત્તરે આવેલ સખાલીનનો અરધો ટાપુ પણ મળ્યાં. એ ઉપરાંત રશિયાએ કોરિયા ઉપરના પિતાના બધા દાવાઓ તજી દીધા. આમ જાપાન જીત્યું અને મહાન સત્તાઓના જાદુઈ વર્તાલમાં તે દાખલ થયું. એશિયા ખંડના એક દેશ જાપાનની જીતથી એશિયાના બધા દેશમાં દૂરગામી અસર થવા પામી. જાપાનની એ જીતથી કુમાર અવસ્થામાં હું કેટલો બધે ઉત્સાહિત થયો હતો તેની વાત હું તને આગળ કહી ચૂક્યો છું. એ ઉત્સાહ અથવા ઉત્તેજના તે સમયે એશિયાના અસંખ્ય કુમારકુમારિકાઓ તથા પુખ્ત ઉંમરનાં સ્ત્રી પુરુષોએ અનુભવી હતી. યુરોપની એક મહાન સત્તાને હરાવવામાં આવી હતી. એટલે ભૂતકાળમાં જેમ તેણે અનેક વાર હરાવ્યું હતું તેમ હજી પણ એશિયા યુરોપને હરાવી શકે એમ હતું. એશિયાના પૂર્વના દેશમાં રાષ્ટ્રવાદનું મોજું વધારે ઝડપથી ફરી વળ્યું અને “એશિયાવાસીઓ માટે એશિયા ને પિકાર સંભળાવા લાગ્યું. પરંતુ આ રાષ્ટ્રવાદમાં ભૂતકાળની સ્થિતિ તરફ પાછું પ્રયાણ કરવું તથા પુરાણી રૂઢિઓ અને માન્યતાઓને વળગી રહેવું માત્ર એટલો જ સમાવેશ નહોતો થતો. જાપાનની છત પશ્ચિમના દેશોની નવીન ઔદ્યોગિક પદ્ધતિઓના અંગીકારને આભારી હતી એમ જોવામાં આવ્યું અને પૂર્વના દેશોમાં સર્વત્ર એ વિચાર અને પદ્ધતિઓ વધારે લોકપ્રિય બન્યાં. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮, ચીન પ્રજાસત્તાક બને છે ૩૦ ડિસેમ્બર, ૧૯૭ર જાપાને રશિયા ઉપર મેળવેલી જીતથી એશિયાની પ્રજાઓ હરખમાં આવીને કેટલી બધી પુલકિત થઈ ગઈ હતી તે આપણે જોઈ ગયાં. પરંતુ એને તાત્કાલિક પરિણામ એ આવ્યું કે એથી આક્રમણકારી સામ્રાજ્યવાદી સત્તાઓમાં એકને ઉમેરે થે. એની પહેલી અસર કોરિયાને વેઠવી પડી. જાપાનને ઉદય કેરિયાના પતનને નિમિત્ત બન્યા. પિતાનાં દ્વાર ઉઘાડીને જાપાન દુનિયા સાથે સંપર્કમાં આવ્યું ત્યારથી જ કોરિયા અને અમુક અંશે મંચૂરિયા પિતાનાં છે એમ જાપાન માનવા લાગ્યું હતું. અલબત તેણે વારંવાર જાહેર ક્ય કર્યું કે ચીનની અખંડિતતા તથા કોરિયાના સ્વાતંત્ર્યને તે માન્ય રાખનાર હતું. જ્યારે તેઓ સામા પક્ષને લૂંટતી હોય છે ત્યારે તેના પ્રત્યેની ભલી લાગણીઓની ગલીચ ખાતરીઓ આપવાની તથા તેઓ જ્યારે કતલ ચલાવી રહી હોય છે ત્યારે જીવનની પવિત્રતાની ઘોષણા કરવાની સામ્રાજ્યવાદી સત્તાઓની એક પ્રકારની પ્રથા હોય છે. આ પ્રમાણે જાપાને ગંભીરપણે જાહેર કર્યું કે કારિયામાં તે કશી દખલગીરી કરનાર નથી અને તે જ ઘડીએ તેણે તેને કબજે લેવાની પિતાની પુરાણી નીતિનો અમલ કરવા માંડયો. ચીન અને રશિયા સાથેના તેના વિગ્રહમાં તેની નજર કેરિયા તથા મંચૂરિયા ઉપર હતી. ધીમે ધીમે તેણે એ દિશામાં વધવા માંડયું હતું અને ચીન તથા રશિયાની હાર પછી હવે તેને રસ્તે મોકળ થઈ ગયે. પિતાની સામ્રાજ્યવાદી નીતિ આગળ ધપાવવામાં જાપાનને કોઈ પણ પ્રકારની નૈતિક ભાવને નડી નહિ. તેણે ધોળે દહાડે છડેચોક આંચકી લેવા માંડયું; પિતાની દુષ્ટ એજના ઉપર ખેટ ઢાંકપિછોડો કરવાની પરવા સરખી પણ તેણે રાખી નહિ. ચીની વિગ્રહ પહેલાં છેક ૧૮૯૪ની સાલમાં પણ કોરિયાની રાજધાની સેલમાં આવેલા રાજમહેલમાં બળજબરીથી પિસી જઈને તેમના કહેવા પ્રમાણે ન કરનાર રાણીને ત્યાંથી ઉપાડી જઈજાપાનીઓએ કેદ કરી હતી. રશિયન વિગ્રહ પછી ૧૯૦૫ની સાલમાં જાપાની સરકારે કારિયાના રાજાને પિતાના દેશની સ્વતંત્રતા લખી આપીને જાપાનનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડી. પણ આટલાથીયે તેમને સંતોષ ન થયો. એ પછી પાંચ વરસ કરતાં પણ ઓછા સમયમાં એ કમનસીબ રાજાને દૂર કરવામાં આવ્યો અને કેરિયાને જાપાની સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યું. ૧૯૧૦ની સાલમાં આ બનાવ બન્ય. ૩૦૦૦ કરતા વધારે વરસના ઇતિહાસ પછી કેરિયા એક નિરાળા રાજ્ય તરીકે મટી ગયું. જે રાજાને આ રીતે દૂર કરવામાં આવ્યો તે ૫૦૦ વરસ પૂર્વે મંગલોને હાંકી કાઢનાર રાજવંશને વંશ જ હતું. પરંતુ તેના Page #112 -------------------------------------------------------------------------- ________________ ચીન પ્રજાસત્તાક અને છે. ૭૭૯ વડીલ ભાઈ ચીનની પેઠે કારિયા પણુ જડ, સ્થગિત અને નિષ્ક્રિય ખની ગયું હતું અને એ માટેની શિક્ષા તેને ભોગવવી પડી. કારિયાને તેનું પુરાણું નામ ચાસન, એટલે કે પ્રભાતની શાંતિના પ્રદેશ, પાછું આપવામાં આવ્યું. જાપાનીઓએ ત્યાં કેટલાક આધુનિક સુધારા દાખલ કર્યા પરંતુ કારિયાની પ્રજાની ભાવનાને તેમણે નિયપણે ચગદી નાખી. વરસા સુધી સ્વાતંત્ર્ય માટેને સંગ્રામ ચાલુ રહ્યો અને ત્યાં આગળ અનેક બળવાઓ પણ થયા. એમાં ૧૯૧ની સાલના બળવા સૌથી મહત્ત્વના હતા. કારિયાની પ્રજા અને ખાસ કરીને યુવકયુવતીએ ભારે મુશ્કેલી સામે અતિશય બહાદુરીથી લડ્યાં. સ્વાતંત્ર્ય માટે લડતી કેરિયાની સંસ્થાએ એક પ્રસંગે વિધિપૂર્વ ક કૅારિયાની સ્વતંત્રતા જાહેર કરી અને એ રીતે જાપાનીઓને પડકાર કર્યાં. એ વિષે એવી વાત ચાલે છે કે, એ પછી તરતજ તેમણે પોતાના કાર્યની પોલીસને ટેલિફોનથી ખબર આપી! આ રીતે ધ્યેયને ખાતર તેમણે ઇરાદાપૂર્વક પોતાની જાતની આહુતિ આપી. જાપાનીએએ કારિયને ઉપર ચલાવેલું દમન એ તિહાસનું એક કાળુ અને ખેદજનક પ્રકરણ છે. તને એ જાણીને આનંદ થશે કે, કૉલેજમાંથી તરતની જ બહાર પડેલી કરિયાની કુમારિકાઓએ એ લડતમાં આગળ પડતો ભાગ લીધા હતા. હવે આપણે ચીન તરફ પાછાં વળીએ. બાકસર ચળવળને દાખી દેવામાં આવી તથા પેકિંગના કરાર થયા એ પછી એકાએક આપણે તેને છેડી દીધું હતું. ચીનને સંપૂર્ણ પણે શરમિંદું કરવામાં આવ્યું, અને પછી ત્યાં આગળ ફરીથી સુધારાની દિશામાં પ્રયાસ આદરવામાં આવ્યે. વૃદ્ધ રાજમાતાને પણ લાગ્યું કે કંઈક કરવું જોઈ એ. જાપાન-રશિયાના વિગ્રહ દરમ્યાન ચીનની હકૂમત નીચેની ભૂમિ મંચુરિયામાં યુદ્ધ ચાલી રહ્યું હતું છતાંયે ચીન તેનેા નિષ્ક્રિય પ્રેક્ષક બની રહ્યું. જાપાનના વિજયથી ચીનના સુધારકાના હાથ મજબૂત બન્યા. કેળવણીને આધુનિક બનાવવામાં આવી તથા આધુનિક વિજ્ઞાનના અભ્યાસ કરવાને અર્થે વિદ્યાર્થીઓને યુરોપ, અમેરિકા તથા જાપાન મેાકલવામાં આવ્યા. રાજ્યના અધિકારીઓની નિમણૂક કરવા માટેની સાહિત્યની પરીક્ષાની પુરાણી પદ્ધતિ રદ કરવામાં આવી. ચીનની આ વિશિષ્ટ પ્રકારની અને આશ્રય કારક પદ્ધતિ છેક હન રાજવંશના સમયથી ૨૦૦૦ વસા સુધી ચાલુ રહી. ધણા વખતથી એ જરીપુરાણી બની ગઈ હતી અને એની ઉપયેાગિતા રહી નહેાતી. વળી તે ચીનને પછાત રાખી રહી હતી. આયી એને રદ કરવામાં આવી એ યેાગ્ય જ થયું. આમ છતાંયે એ પદ્ધતિ લાંબા કાળ સુધી એક રીતે એક આશ્ચય - કારક વસ્તુ હતી. જીવન પ્રત્યેની ચીની લેાકાની દૃષ્ટિની એ નિ ક હતી. એશિયા તથા યુરોપના ઘણાખરા દેશાની પેઠે ચીનની જીવનદૃષ્ટિ ચૂડલ સમાજરચના કે ધાર્મિક ક્રિયાકાંડ ઉપર રચાયેલી નહોતી. તેમની જીવનદૃષ્ટિ Page #113 -------------------------------------------------------------------------- ________________ ७८० જગતના ઇતિહાસનુ” રેખાદર્શન તે વિવેક અથવા બુદ્ધિના પાયા ઉપર રચાયેલી હતી. ચીની લેાકેા ધના સંકુચિત અર્થાંમાં દુનિયામાં સૌથી એછામાં ઓછા ધાર્મિક છે, અને એમ છતાં નીતિ તથા સુવ્યવસ્થિત જીવનનાં ધારણાનું તેઓ કાઈ પણ ધાર્મિક પ્રજા કરતાં વધારે ચીવટપૂર્ણાંક પાલન કરતા આવ્યા છે. તેમણે મુદ્ધિના પાયા ઉપર સમાજ રચવાના પ્રયાસ કર્યાં પરંતુ તેમણે એ વસ્તુ માત્ર તેમના પુરાણા પ્રમાણગ્રંથામાં જ મર્યાદિત કરી રાખી એથી પ્રગતિ અને પરિવર્તન અટકી પડયાં અને સ્થગિતતા તથા જડતાએ ધર કર્યું. હિંદમાં આપણે ચીનના આ બુદ્ધિપ્રધાન વલણમાંથી ધણું શીખવાનું છે, કેમકે, આપણે હજીયે મતાગ્રહી ધર્મ, ન્યાતજાતા, પુરાહિતશાહી તથા ક્ચ્ડલ ખ્યાલેાના સકંજામાં સપડાયેલાં છે. ચીનના મહાન ઋષિ કૉન્ફ્યુશિયસે પોતાની પ્રજાને એક ચેતવણી આપી હતી તે આપણે પણ યાદ રાખવા જેવી છે. જેએ આધિદૈવિક સૃષ્ટિ સાથે કા કરવાના ડેઠળ રાખતા હોય તેમની સાથે કશી લેવાદેવા રાખશે નહિ. જો તમે તમારા દેશમાં આધિદૈવિકવાદને પગપેસારો કરવા દેશે તે તેને પરિણામે ભીષણ આપત્તિ આવી પડશે. ” કમનસીબે આપણા દેશમાં પોતાના માથા ઉપર ચેટલી કે જટાવાળા, લાંબી દાઢીવાળા, પોતાના કપાળ ઉપર ચિત્રવિચિત્ર ચિહ્નોવાળા અથવા તો ભગવાં વસ્ત્ર ધારણ કરનારા ઘણા માણસે આધિદૈવિક સૃષ્ટિના આડતિયા તરીકે ખપે છે અને આમ જનતાનું લેહી ચૂસે છે. CC ,, . ચીન પાસે બુદ્ધિવાદના પુરાણા વારસા તથા સંસ્કૃતિ હોવા છતાં તે વમાન કાળ ઉપરનો કાબૂ ખાઈ ખેડુ હતું. અને તેની પુરાણી સસ્થા - મુશ્કેલીઓના સમયમાં તેને કશી સહાય ન આપી શકી. પરંતુ ઘટનાના ખળે તેનાં અનેક ખાળકામાં ચેતન પૂર્યુ અને જ્ઞાનની શોધ માટે તેમને અન્યત્ર પ્રેર્યાં. એ ઘટનાએએ વૃદ્ધ રાજમાતાને પણ જાગ્રત કરી. તેણે રાજબંધારણ આપવાની અને લેાકશાસન સ્થાપવાની વાતો કરવા માંડી અને જુદા જુદા દેશાનાં રાજબંધારણેાના અભ્યાસ કરવાને પરદેશમાં એક કમિશન મેકલ્યું. વૃદ્ધ રાજમાતાની ચીની સરકાર આખરે આગેકૂચ કરવા લાગી પરંતુ પ્રજા તેના કરતાં વધારે ઝડપથી આગળ વધી રહી હતી. છેક ૧૮૯૬ની સાલમાં ડૉ. સુનયાત્સેને એક મંડળ સ્થાપ્યું હતું. એનું નામ ‘ચીની પુનરુદ્ધાર - મંડળ ' હતું. પરદેશી સત્તાઓએ ચીન પાસે બળજબરીથી અન્યાયી અને એકતરફી સધિ કરાવી હતી તેની સામેના વિરોધ તરીકે ઘણા લોકો એમાં જોડાયા. ચીના લેાકેા એને વિષમ સધિએ ' તરીકે ઓળખતા હતા. આ મંડળની ઉત્તરાત્તર વૃદ્ધે થતી ગઈ અને તેણે દેશના યુવકવર્ગને આકર્ષ્યા. - ૧૯૧૧ની સાલમાં એ મડળે પોતાનું નામ બદલીને કુમિગ-ટાંગ રાખ્યું અને તે ચીની ક્રાંતિનું કેન્દ્ર બન્યું. કુમિગ-ટાંગને અર્થ‘રાષ્ટ્રીય પ્રજાપક્ષ' એવે થાય છે. એ ચળવળના પ્રવક ડૉ. સુને પોતાના દેશના રાજ્યબંધારણ માટેના નમૂના . ' Page #114 -------------------------------------------------------------------------- ________________ ચીન પ્રજાસત્તાક અને છે ૭૮૧ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ તરફ્ નજર કરી. તેને તે પ્રજાસત્તાક રાજ્યતંત્ર સ્થાપવું હતું. ઇંગ્લેંડની પેઠે બંધારણીય રાજાશાહી નહિ. જાપાનની પેઠે સમ્રાટપૂજા તે ખચીત તેને નહાતી જ જોઈતી, ચીનાઓએ સમ્રાટને પૂજા માટેનું પૂતળુ કદી બનાવ્યા નહોતા. વળી એ સમયે શાસન કરતેા રાજવંશ ભાગ્યે જ ચીની રાજવંશ કહી શકાય. એ મર્ચે રાજવંશ હતા અને ચીનમાં મચ્વિરોધી લાગણી ઠીકઠીક પ્રમાણમાં પ્રવતેલી હતી. પ્રજામાં પેદા થયેલા આ ખળભળાટે જ રાજમાતાને કંઈક કરવાને માટે પ્રવૃત્તિશીલ બનાવી હતી. પરંતુ ભાવિમાં અમલમાં મૂકવાના રાજબંધારણની જાહેરાત કર્યાં પછી ઘેાડા જ વખતમાં એ વૃદ્ધ મહિષી મરણ પામી. પણ વિચિત્ર ઘટના એવી બની કે, એ રાજમાતા તથા જેને તેણે ગાદી ઉપરથી દૂર કર્યાં હતા તે સમ્રાટ અને તેને ભત્રીજો ૧૯૦૮ના નવેમ્બર માસમાં ચેવીસ કલાકની અંદર મરણ પામ્યા. હવે એક બાળક કેવળ નામના જ સમ્રાટ બન્યો. < પાર્લમેન્ટની ખેટક ખેલાવવા માટે ભારે પે!કાર ઊડ્યો અને દેશમાં મંસૂવિધી તથા રાજાશાહીવિરોધી લાગણી અતિશય તીવ્ર બની ગઈ. ક્રાંતિકારી સબળ બન્યા. તેમને સામનો કરી શકે એવા યુઆન-શીહ—કાઈ નામના એક પ્રાંતના હાકેમ એક માત્ર સમ પુરુષ હતો. એ માણસ અતિશય લુચ્ચો અને કાવતરાંખાર હતો. પરંતુ ચીનનું એક માત્ર આધુનિક અને કુશળ સૈન્ય તેના કાનૂનીચે હતું. એ સૈન્યને આદર્શ સૈન્ય' એવા નામથી એળખવામાં આવતું હતું. મચ્ શાસકેએ યુઆનને દૂભવ્યા અને તેને ખરતર કર્યાં અને એ રીતે તેમણે તેમને થાડા વખત સુધી પણ બચાવી શકે એવા એક માત્ર પુરુષને ગુમાવ્યે. ૧૯૧૧ના કટોબર માસમાં યાંગત્ઝે નદીની ખીણમાં ક્રાંતિ ફાટી નીકળી અને ઘેાડા જ વખતમાં મધ્ય ચીન અને દક્ષિણ ચીનના મેટા ભાગના પ્રદેશે બળવા પકાર્યાં. ૧૯૧૨ની સાલના નવા વરસને દિવસે ખળવાપાકારનાર પ્રાંતાએ પ્રજાસત્તાકની જાહેરાત કરી. નાન્સનને તેમણે પોતાની રાજધાની બનાવી અને ડૉ. સુનયાત્સેનને પ્રજાસત્તાકના પ્રમુખ ચૂંટવામાં આવ્યે. દરમ્યાન યુઆન-શીહ-કાઈ એ નારક નિહાળી રહ્યો હતો અને તેને લાભકારક થઈ પડે તે ઘડીએ તેમાં વચ્ચે પડવાને તૈયાર થઈ ખેઠે હતા. સમ્રાટ બાળક હોવાથી તેની અવેજીમાં રાજ્ય કારભાર ચલાવનાર અધિકારીએ યુઆનને બરતરફ કર્યાની વાત અતિશય માની છે. પુરાણા ચીનમાં દરેક વસ્તુ પૂરેપૂરા વિવેક અને અખથી કરવામાં આવતી. યુઆનને બરતરફ કરવાના વખત આવ્યે ત્યારે એવું જાહેર કરવામાં આવ્યું કે તેના પગને રેગ લાગુ પડ્યો છે. અલબત, તેને પગ સરસ હાલતમાં હતા અને આ તે। તેને દૂર કરવાની એક રૂઢ પદ્ધતિ હતી એમ સૌ કાઈ જાણતું હતું. પરંતુ યુઆને તે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૮ર જગતના ઈતિહાસનું રેખાદર્શન એનું વેર લીધું બે વરસ પછી ૧૯૧૧ની સાલમાં બળવે ફાટી નીકળે ત્યારે ગભરાઈને સમ્રાટને નામે શાસન કરનારે તેને પાછા બોલાવ્યું. પિતાની શરતે માન્ય થયા વિના પાછા જવાને યુઆનને ઈરાદે નહોતે. એટલે તેણે એ આમંત્રણને એવો જવાબ વાળ્યું કે, આ ઘડીએ હું ઘર છોડી શકું એમ નથી એમ જણાવતાં મને ખેદ થાય છે. કેમકે હું પ્રવાસ કરી શકું એટલે મારે પગ હજી સાજો થયે નથી! એક માસ પછી તેની શરત માન્ય રાખવામાં આવી ત્યારે તેને પગ એકદમ સાજો થઈ ગયે. પણ ક્રાંતિને દાબી દેવાની ઘડી વહી ગઈ હતી અને કઈ પણ બાજુ તરફ પિતાને પક્ષપાત બતાવીને પિતાની જાતને જોખમમાં ન મૂકવા જેટલે યુઆન કુશળ હતું. આખરે તેણે મંચૂઓને ગાદીત્યાગ કરવાની સલાહ આપી. તેમને પ્રજાસત્તાકનો સામને કરવાનું હતું અને તેમના પિતાના સેનાપતિએ જ તેમને ત્યાગ કર્યો હતો એ સ્થિતિમાં હવે તેમને માટે એ સિવાય બીજો ઉપાય રહ્યો નહોતે. ૧૯૧૨ના ફેબ્રુઆરીની ૧૨મી તારીખે ગાદીત્યાગની જાહેરાત બહાર પાડવામાં આવી અને અઢીસ વરસ કરતાંયે વધારે સમયના યાદગાર શાસન પછી મંચૂવંશ ચીનની રંગભૂમિ ઉપરથી અદશ્ય થયો. એક ચીની કહેતી પ્રમાણે “સાવજની ગર્જના સાથે તેઓ આવ્યા અને એક સર્પની પૂંછડીની પેઠે તેઓ લુપ્ત થયા.” એ જ દિવસે એટલે કે ૧૨મી ફેબ્રુઆરીએ નવા પ્રજાસત્તાકની રાજધાની નાન્ટીનમાં – જ્યાં આગળ મિંગ વંશના પ્રથમ સમ્રાટનું કીર્તિમંદિર પણ આવેલું હતું–આશ્ચર્યકારક વિધિ કરવામાં આવી. એ વિધિમાં પ્રાચીન તેમ જ અર્વાચીન ભાવનાઓને સુમેળ સાધવામાં આવ્યું હતું. પ્રજાસત્તાકના પ્રમુખ ડૉ. સુનચાતસેન પિતાના પ્રધાનમંડળ સહિત આ કીર્તિમંદિરમાં ગયા અને ત્યાં આગળ તેમણે પ્રાચીન રીત પ્રમાણે આહુતિ આપી. અને આ પ્રસંગે પિતાના વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું, “આપણે પૂર્વ એશિયામાં પ્રજાસત્તાક રાજ્યતંત્રના અખતરાને આરંભ કરી રહ્યા છીએ. પુરુષાર્થ કરનારાઓને સફળતા ભલેને વહેલી કે મોડી મળે પરંતુ એ વાત તે નિશ્ચિત છે કે સજ્જનને અંતે તેમના પુરુષાર્થને બદલે મળે છે જ. તે પછી આપણને વિજય મળતાં વિલંબ થાય એ માટે આપણે અસંતુષ્ટ શાને થવું જોઈએ ?” સ્વદેશમાં તેમ જ પિતાના દેશવટા દરમ્યાન અનેક વરસો સુધી ડૉ. સુનચાસેને ચીનની મુક્તિ માટે ભારે પ્રયાસ કર્યો અને આખરે વિજય તેમને વરતે જણાયો. પરંતુ સ્વાતંત્ર્ય એ હાથમાં આવે અને પડમાંથી વારંવાર છટકી જાય એ સરકણે મિત્ર છે અને સફળતા વરે તે પહેલાં તે પૂરેપૂરી કિંમત માગે છે. વળી તે ખાટી આશાઓ આપીને આપણી વારંવાર હાંસી કરે છે તથા તે આપણને પ્રાપ્ત થાય તે પહેલાં અનેક વિટંબણુઓ અને મુશ્કેલીઓ દ્વારા તે આપણું Page #116 -------------------------------------------------------------------------- ________________ - બ્રહદ્ ભારત અને ઈસ્ટ ઈન્ડિઝ કસેટી કરે છે. ચીન તથા ડૉ. સુનની સ્વાતંત્ર્યયાત્રા હજી અધૂરી હતી –– હજી તેમને ઘણો માર્ગ કાપવાનો હતો. વરસ સુધી ચીનના બાલ પ્રજાસત્તાકને પિતાનું જીવન ટકાવી રાખવા મૂકવું પડયું, વીશ વરસ પછી આજે જ્યારે તે પુખ્ત વયનું થવું જોઈતું હતું ત્યારે પણ તેનું ભાવી કેવું હશે તે હજી નિશ્ચિતપણે કહી શકાતું નથી. મંચૂઓએ તે ગાદીત્યાગ કર્યો પરંતુ યુઆન હજી પ્રજાસત્તાકના માર્ગમાં અંતરાયરૂપ થઈને ઊભે હતું અને તે શું કરશે એની કોઈને પણ ખબર નહોતી. ચીનના ઉત્તર ભાગમાં યુઆનનો કાબૂ હત; પ્રજાસત્તાકને દક્ષિણ ભાગમાં. સુલેહશાંતિ સ્થાપવાને તથા આંતરવિગ્રહ ટાળવાને ખાતર ડૉ. સુનયાત સેને પિતાની જાતને ભૂંસી નાખી, પ્રમુખપદ ઉપરથી તે નિવૃત્ત થયો અને યુઆનશહ-કાઈને પ્રમુખ ચૂંટવામાં આવ્યો. પરંતુ યુઆન પ્રજાસત્તાકને ઉપાસક નહતો. પિતાની મેટાઈ વધારવાને તેને તે ગમે તે રીતે સત્તા મેળવવી હતી. પ્રમુખ ચૂંટીને તેનું બહુમાન કરનાર ખુદ પ્રજાસત્તાકને જ કચરી નાખવાને તેણે વિદેશી સત્તાઓ પાસેથી નાણાં ઉછીનાં લીધાં. તેણે પાર્લમેન્ટને બરતરફ કરી અને કુ-મિંગ-ટાંગ પક્ષને વિખેરી નાખે. એને પરિણામે ભાગલા પડ્યા અને દક્ષિણમાં ડો. સુનની આગેવાની નીચે વિરોધી સરકારની સ્થાપના કરવામાં આવી. પિતાની સમગ્ર શક્તિથી ડૉ. સુને ભાગલા પડતા ટાળવા ભગીરથ પ્રયત્ન કર્યો પણ તેની મુરાદ પાર ન પડી અને ભાગલા તે પડ્યા જ. પરિણામે મહાયુદ્ધ શરૂ થયું ત્યારે ચીનમાં બે સરકારે હતી. યુઆને સમ્રાટ બની બેસવાને પ્રયાસ કર્યો પણ તેમાં તે ન ફાવ્યું અને થોડા જ વખતમાં તે મરણ પામ્યો. ૧૧૯. બૃહદ્ ભારત અને ઈસ્ટ ઈન્ડિઝ ૩૧ ડિસેમ્બર, ૧૯૩૨ અત્યાર પૂરતી તે દૂર પૂર્વના દેશોની વાત આપણે પૂરી કરી છે. ૧૯મી સદીના કાળના હિંદ વિષે પણ આપણે થોડું જાણી લીધું. અને હવે આપણે પશ્ચિમ દિશામાં યુરોપ, આફ્રિકા તથા અમેરિકા તરફ નજર કરવી જોઈએ. પરંતુ એ લાંબો પ્રવાસ આપણે આરંભીએ તે પહેલાં એશિયાના અગ્નિ ખૂણાના પ્રદેશની ઝાંખી કરીને એ તરફના મુલક વિષેનું આજદિન સુધીનું જ્ઞાન આપણે મેળવી લઈએ એમ હું ઈચ્છું છું. એ મુલકો વિષે મારા આગળના પત્રમાં મેં અસ્પષ્ટપણે અને જુદા જુદા નામથી ઉલ્લેખ કર્યો છે. મલેશિયા, ઈન્ડોનેશિયા, - ઈસ્ટ ઈન્ડિઝ, “ફાધર ઇન્ડિયા” એટલે કે બૃહદ્ ભારત આવાં અનેક નામોથી મેં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જગતના ઇતિહાસનુ` રેખાન એ પ્રદેશોના ઉલ્લેખ કર્યો છે. કાઈ પણ એક નામમાં એ બધા પ્રદેશોને સમાવેશ થાય છે કે કેમ એ વિષે મને શંકા છે. પરંતુ આપણે એકખીજાને સમજતાં હાઈ એ પછી નામની મિથ્યા'ગડભાંજ શી ? તારી પાસે નાના સરખા નકશે। હોય તે તેના તરફ્ નજર કર. તું જોરો કે એશિયાના અગ્નિ ખૂણામાં બ્રહ્મદેશ, સિયામ અને જેને હાલ હિંદી ચીન કહેવામાં આવે છે એ દેશાના બનેલા એક દ્વીપકલ્પ છે. અને બ્રહ્મદેશ તથા સિયામની વચ્ચેથી જમીનની એક સાંકડી પટ્ટી આગળ વધે છે. એ પછી આગળ ઉપર પહાળી થાય છે અને એના છેડા ઉપર સિંગાપોર શહેર આવેલું છે. આ પ્રદેશ મલાયા દ્વીપકલ્પ કહેવાય છે. મલાયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે નાના મેાટા અને ભાત ભાતના આકારના અનેક ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ આપણને એશિયા તથા ઑસ્ટ્રેલિયાને જોડતા એક પ્રચંડ પુલના અવશેષના ખ્યાલ આપે છે. એ બધા ટાપુએ ઈસ્ટ ઈન્ડિઝ કહેવાય છે અને એમની ઉત્તરે ફિલિપાઈન ટાપુએ આવેલા છે. આધુનિક નકશો તને બતાવશે કે બ્રહ્મદેશ તથા મલાયા બ્રિટનના તાબામાં છે, હિંદી ચીન ફ્રાંસના તાબામાં છે અને એ બંનેની વચ્ચે આવેલા સિયામ સ્વતંત્ર દેશ છે. ઈસ્ટ ઇન્ડિઝ ટાપુએ · જાવા, સુમાત્રા અને મેનિયા, સેલેબેઝ અને મલાકાના મોટા ભાગ વગેરે યુરેાપના વહાણવટીઓને હજારો માઇલની સમુદ્રની જોખમકારક સફર ખેડવાને આકનાર મશહૂર તેજાનાના ટાપુએ — હાલેંડના તાબામાં છે, ફિલિપાઈન ટાપુએ અમેરિકાની હકૂમત નીચે છે. - પૂર્વના સમુદ્રમાં આવેલા દેશેાની આજે આ સ્થિતિ છે, પરંતુ એ હજાર વરસા પૂર્વે ત્યાં જઈ ને એ દેશમાં વસવાટ કરનાર હિંદના કરજ દો વિષે, લાંબા કાળ સુધી જાહેાજલાલીભરી કારકિદી ભોગવનારાં ત્યાંનાં સામ્રાજ્યેા વિષે, આશ્ચર્ય ચકિત કરી મૂકે એવાં ત્યાંનાં રમણીય નગરો વિષે, ત્યાંના વેપારરાજગાર વિષે તથા ચીની અને હિંદી સંસ્કૃતિ તેમ જ સુધારાના ત્યાં આગળ થયેલા સંગમ વિષે મેં તને કહ્યું હતું તને યાદ હશે. આ દેશે વિષેના મારા છેલ્લા (૭૯મા ) પત્રમાં ફ્િરગીએના પૂના સામ્રાજ્યના પતન તથા બ્રિટિશ અને ડચ ઈસ્ટ ઈંડિયા કંપનીના ઉદય વિષે મેં તને વાત કરી હતી. ફિલિપાઈન ટાપુઓમાં હજીયે સ્પેનવાસીઓને અમલ ચાલુ હતા. અંગ્રેજ તથા ડચ અથવા વલદાએ ફિર`ગીઓને હરાવીને ત્યાંથી હાંકી કાઢવાને માટે એકત્ર થઈ ગયા હતા. તેઓ તેમની એ તેમમાં સફળ થયા પરંતુ એ વિજેતાઓ વચ્ચે એકબીજા માટે જરા સરખે। પણ પ્રેમ નહે તે અને તે વારશર પરસ્પર ઝઘડવા લાગ્યા. ૧૬૨૭ની સાલમાં એક પ્રસ ંગે મલાકામાં આવેલા એમ્બેાયનાના ડચ ગવન રેઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંધા અંગ્રેજ નાકરાની ધરપકડ કરીને ડચ સરકાર સામે કાવતરું કરવાના આરેપસર Page #118 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ ભારત અને ઈસ્ટ ઇન્ડિઝ તેમને દેહાંતદંડની શિક્ષા કરી. તેમની આ એક સામટી કતલ એમ્બેાયનાની કતલ તરીકે ઓળખાય છે. ૭૫ એક વસ્તુ તું યાદ રાખે એમ હું ઇચ્છું છું. મારા એક આગળના પત્રમાં મેં તને એ વિષે વાત કરી હતી. એ સમયે, એટલે કે ૧૭મી સદી દરમ્યાન અને તે પછી યુરોપનું ઉદ્યોગીકરણ થયું નહાતું. નિકાસ કરવાને અર્થે તે મોટા પાયા ઉપર માલ તૈયાર કરતું નહોતું. પ્રચંડ યત્રે અને યાંત્રિક ક્રાંતિના આગમનને હજી ઘણી વાર હતી. યુરોપને મુકાબલે એશિયા વધારે પ્રમાણમાં પાકા માલ બનાવીને તેની નિકાસ કરનાર મુલક હતા. એશિયાના માલ યુરોપ જતો ત્યારે તેની કિમત અમુક અંશે યુરોપના માલથી અને અમુક અંશે સ્પેનિશ અમેરિકામાંથી આવતી દોલતથી ચૂકવવામાં આવતી. એશિયા અને યુરોપ વચ્ચેને આ વેપાર નફાકારક હતા. એ વેપારને કાબૂ લાંબા વખત સુધી ક્રરંગીઓના હાથમાં હતા અને એને પરિણામે તે શ્રીમંત બન્યા હતા. ડચ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમાં ભાગ પડાવવાને સ્થાપવામાં આવી. પરંતુ ક્િર`ગીએ એ વેપારને તેમના એકલાના અનામત હક તરીકે લેખતા હતા અને એમાં ખીજા કાઈ ને ભાગ પડાવવા દેવા માગતા નહોતા. ફિલિપાઈન ટાપુઓના સ્પેનવાસીઓ સાથે તેમને કશી મુશ્કેલી ઊભી થઈ નહિ કેમકે સ્પેનવાસીઓને તે વેપાર કરતાં પોતાના ધર્મ ફેલાવવામાં વધારે રસ હતા. ઉપર જણાવેલી અને વેપારી કંપનીઓ તરફથી આવનારા બ્રિટિશ તથા ડચ સાહસખારને ધની કશી પડી નહાતી; અને થોડા જ વખતમાં ત્યાં ઝડા ઊભા થયા. ગિી લેાકા સવા સદી કરતાંયે વધારે સમયથી આ પૂના પ્રદેશોમાં શાસન કરતા હતા. તેમના અમલ નીચેની પ્રજામાં તે લેશ પણ લોકપ્રિય નહોતા એટલું જ નહિ પણ પ્રજામાં તેમની સામે ભારે અસ ંતોષ પણ વ્યાપ્યા હતા. ઇંગ્લંડ અને હાલેંડની એ એ વેપારી ક ંપનીઓએ આ અસાષને લાભ ઉઠાવ્યેા; ફિરંગીઓની ધૂંસરીમાંથી મુક્ત થવામાં તેમણે ત્યાંની પ્રજાને સહાય કરી પર ંતુ તરત જ ક્િર’ગીની ખાલી પડેલી જગ્યા તેમણે લઈ લીધી, હિંદુ તથા ઈસ્ટ ઈન્ડિઝના રાજકર્તા તરીકે ભારે કરીના રૂપમાં તથા ખીજી અનેક રીતે પ્રજા પાસેથી તેમણે ખંડણી લેવા માંડી અને એને લીધે યુરોપ ઉપર વધારે જો નાખ્યા વિના પરદેશા સાથેના વેપાર ચલાવવામાં તેમને ભારે સુગમતા થઈ ગઈ. પૂર્વના દેશોના માલની કિંમત ચૂકવવાનું પહેલાં યુરોપને ખૂબ વસમું પડતું હતું તે મુશ્કેલી આમ હવે ઓછી થઈ ગઈ. પરંતુ આપણે આગળ જોઈ ગયા કે આમ છતાંયે ઇંગ્લ ંડે મનાઈહુકમ તથા ભારે જકાત દ્વારા હિંદને માલ ત્યાં જતા રાકવા પ્રયાસ કર્યાં. યાંત્રિક ક્રાંતિના આગમન સુધી પરિસ્થિતિ આવી હતી. Page #119 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈસ્ટ ઈન્ડિઝમાં બ્રિટિશે અને વલંદાઓ વચ્ચે ઝઘડો બહુ લાંબે વખત ન ચાલે કેમકે બ્રિટિશો ત્યાંથી ખસી ગયા. તેમને વ્યવસાય હિંદમાં વધવા લાગ્યા હતા અને ત્યાં તેમને પૂરું કામ મળી ગયું હતું, એટલે ફિલિપાઈન સિવાયતા આ બધા ઈસ્ટ ઈન્ડિઝ ટાપુઓ હવે માત્ર ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તાબામાં આવી ગયા. ફિલિપાઈન ટાપુઓ સ્પેનના તાબામાં રહ્યા. સ્પેનવાસીઓને વેપારની કશી પડી નહોતી અને તેઓ વધારે મુલક જીતવાનો પ્રયત્ન કરતા નહેતા એટલે આ ભાગમાં હવે વલંદાઓને કોઈ હરીફ રહ્યો નહિ. - હિંદની તે જ નામધારી બ્રિટિશ કંપનીની પેઠે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઠરીઠામ થઈને જેમ બને તેમ વધારે પૈસા મેળવવાના કામમાં લાગી ગઈ. ૧૫૭ વરસ સુધી આ કંપનીએ આ ટાપુઓમાં શાસન કર્યું. લેકેની સુખાકારી અને આબાદીની બાબતમાં તેણે સહેજ પણ લક્ષ ન આપ્યું એટલું જ નહિ પણ તેણે પ્રજાને પડી અને તેની પાસેથી જેટલી બને એટલી ખંડણી વસૂલ કરી. આમ ખંડણી વસૂલ કરીને પૈસા પેદા કરવાનું સુગમ થઈ પડ્યું એટલે વેપારનું મહત્ત્વ ઘટયું અને તે શિથિલ થયા. પિતાના કાર્યની બાબતમાં કંપની સંપૂર્ણપણે આવડત વિનાની હતી અને જે વલંદાઓ તેમાં નોકરી કરવાને ગયા તેઓ હિંદની કંપનીના નેકરે અથવા આડતિયાઓના જેવા જ લુચ્ચા સાહસો હતા. સારે કે નરસે ગમે તે ઉપાયે પૈસે એકઠા કરે એ જ તેમનું પ્રધાનકાર્ય હતું. હિંદની સાધનસંપત્તિ ઘણી વધારે હતી અને ત્યાં આગળ ઘણીખરી ગેરવ્યવસ્થા ઉપર ઢાંકપિછોડે થઈ શકે એવું હતું. વળી હિંદમાં કેટલાક કુશળ ગવર્નરોએ મધ્યસ્થ રાજવહીવટ વ્યવસ્થિત અને સચેટ બનાવ્યા હતા. જોકે આમ જનતા તે એથી ચગદાતી જ હતી. પરંતુ તને યાદ હશે કે ૧૮૫૭ના મહાન બળવાએ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને અંત આયે. ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વહીવટ તે દિનપ્રતિદિન બગડતો જ ગયે અને ૧૭૯૮ની સાલમાં નેધરલૅન્ડઝની સરકારે આખરે એ પૂર્વને ટાપુઓને સીધે વહીવટ પિતાના હાથમાં લીધો. થોડા જ વખત પછી નેપોલિયનના વિગ્રહ તથા હેલેંડ નેપોલિયનના સામ્રાજ્યનો એક ભાગ બની ગયું હતું એ કારણે બ્રિટિશ સરકારે એ ટાપુઓને કબજે લીધે. પાંચ વરસ સુધી એ ટાપુઓને બ્રિટિશ હિંદના એક પ્રાંત તરીકે ગણવામાં આવ્યા અને એ સમય દરમ્યાન ત્યાં આગળ ઠીકઠીક પ્રમાણમાં સુધારાઓ દાખલ કરવામાં આવ્યા. નેપોલિયનના પતન પછી ઈસ્ટ ઈન્ડિઝ ટાપુઓ ફરી પાછા હોલેંડને સેંપવામાં આવ્યા. પાંચ વરસ સુધી જાવા બ્રિટિશ હિંદની સરકાર સાથે સંકળાયેલું હતું તે દરમ્યાન ટોમસ ઍમફેર્ડ રેફલીસ નામના એક શક્તિશાળી અંગ્રેજો જાવાના લેફટનન્ટ ગવર્નર તરીકે કામ કર્યું હતું. રેફલીસે ડચ લેકેના Page #120 -------------------------------------------------------------------------- ________________ બૃહદ ભારત અને ઈસ્ટ ઈન્ડિઝ ૭૮૭ સાંસ્થાનિક વહીવટ વિષે એવો હેવાલ મોકલ્યો કે, “તેમને વહીવટ એ અસાધારણ પ્રકારના દગાફટકા, લાંચરુશવત, કતલ અને હીચકારાપણાના નમૂનારૂપ છે.” જાવામાં મજૂરી કરાવવાને ગુલામે મેળવવાને માટે લોકોનું સેલેબસમાં હરણ કરી લઈ જવાની ડચ અમલદારેએ વ્યવસ્થિત પ્રથા શરૂ કરી દીધી હતી. આ તેમની અનેક ગેરરીતિઓમાંની એક હતી. આવા પ્રકારના અપહરણની સાથે કતલ અને રંજાડને કેર પણ વર્તાવવામાં આવતો. નેધરલેંડ્ઝની સરકારને સીધે વહીવટ પણ કંપનીના વહીવંટ કરતાં 'સારે નહોતે. લોકોને માટે તે એ કેટલીક બાબતોમાં કંપનીના વહીવટ કરતાં વધારે પીડાકારી હતે. કિસાનોને ભારે આપત્તિમાં મૂકનાર બિહારની ગળીના બગીચાઓની પદ્ધતિ વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. એના જેવી જ, જે કે એથીયે અતિશય ખરાબ, પ્રથા જાવા તેમ જ અન્યત્ર દાખલ કરવામાં આવી હતી. કંપનીના જમાનામાં માલ આપવાની લેકેને ફરજ પાડવામાં આવતી. હવે શરૂ કરવામાં આવેલી “કલ્ચર પદ્ધતિ” અનુસાર દર વરસે વરસને અમુક સમય કામ કરવાની લોકોને ફરજ પાડવામાં આવતી. ખેડૂતોને તેમને ત્રીજા કે ચોથા ભાગને સમય આપવાનો હતો એમ ધારવામાં આવતું પરંતુ વાસ્તવિક રીતે તે મોટે ભાગે તેમને બધો સમય એમાં આપવો પડત. ડચ સરકાર કોન્ટ્રાકટરો મારફતે કામ કરાવતી. સરકાર એમને વગર વ્યાજે આગળથી નાણાં આપતી. આ કૅટ્રાકટરે વેઠના મજૂરોની સહાયથી જમીનમાં પાક કરાવતા. જમીનની પેદાશ સરકાર, કોન્ટ્રાકટરે તથા મજૂરી કરનારા ખેડૂતો વચ્ચે ચેસ ઠરાવેલા પ્રમાણમાં વહેંચી લેવાતી એમ માનવામાં આવતું. ઘણું કરીને ગરીબ બિચારા ખેડૂતનો ભાગ સૌથી ઓછો હશે; એમાં એને હિસ્સો કેટલે હતો એની મને ઍકકસ ખબર નથી. વળી સરકારે એવો નિયમ કર્યું હતું કે અમુક વસ્તુઓની યુરોપને જરૂર હતી તે તે અમુક ભાગની જમીનમાં પકવવી જ જોઈએ. આમાં ચા, કોફી, ખાંડ અને ગળી વગેરે વસ્તુઓને સમાવેશ થતું હતું. બિહારના ગળીના બગીચાઓની પેઠે બીજી વસ્તુઓ પકવવામાં વધારે ફાયદો થતો હોય છતાંયે ઉપર જણાવેલી વસ્તુઓ પકવવાની ખેડૂતોને ફરજ પાડવામાં આવતી. ડચ સરકારે અઢળક નફે કર્યો; કોન્ટ્રાકટરે માતબર થયા; પણ ખેડૂતોને નસીબે ભૂખમરો અને આપત્તિ વેઠવાનાં આવ્યાં. ૧૯મી સદીના મધ્ય ભાગમાં ત્યાં આગળ ભીષણ દુકાળ પડ્યો અને એને પરિણામે અસંખ્ય લોકો માર્યા ગયા. એ પછી જ દુઃખમાં ડૂબેલા ખેડૂતોને માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર કરવામાં આવ્યું. ધીમે ધીમે તેમની સ્થિતિ કંઈક સુધારવામાં આવી પરંતુ છેક ૧૯૧૬ની સાલ સુધી ત્યાં વેઠની પ્રથા ચાલુ હતી. Page #121 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯મી સદીના ઉત્તરાધÖમાં ડચ લેાકાએ કેળવણીના ક્ષેત્રમાં અને ખીજા કેટલાક સુધારા દાખલ કર્યાં. ત્યાં આગળ નવા મધ્યમ વર્ગ ઊભા થવા પામ્યા હતા અને રાષ્ટ્રીય ચળવળે સ્વાતંત્ર્યની માગણી કરવા માંડી. હિંદુની પેઠે ત્યાં પણ ખચકાતાં ખચકાતાં સુધારાઓ આપવાની દિશામાં પ્રગતિ કરવામાં આવી, અને કશી સત્તા વિનાની નામની ધારાસભા સ્થાપવામાં આવી. પાંચેક વરસ ઉપર ડચ ઇસ્ટ ઇન્ડિઝમાં ક્રાંતિ થઈ પરંતુ ભારે ક્રૂરતાથી તેને દાખી દેવામાં આવી. પરંતુ જાવા અને બીજા ટાપુઓમાં સ્વતંત્રતાની જે ભાવના પેદા થઈ છે તેનેા ગમે એટલું દમન અને ક્રૂરતા નાશ કરી શકે એમ નથી. ડચ ઇસ્ટ ઇન્ડિઝ ટાપુઓ હવે નેધરલૅન્ડઝ ઇન્ડિયાને નામે એળખાય છે. દર પખવાડિયે હાલેંડથી આખા યુરોપ અને એશિયા ઓળંગીતે જાવાના ખાતાવિયા શહેર સુધીના હવાઈ વાહનવ્યવહાર ચાલે છે. ઈસ્ટ ઈન્ડિઝ ટાપુની વાતની રૂપરેખા મે પૂરી કરી છે અને હવેહું સમુદ્ર એળંગીને એશિયાખંડની ભૂમિ ઉપર જવા ચાહું છું. બ્રહ્મદેશ વિષે તા ઝાઝુ કહેવાનું નથી. ઘણી વાર તેના ઉત્તર અને દક્ષિણુ એવા ભાગલા પડી જતા અને એ બને ભાગે પરસ્પર એકક્બીજા સાથે ઝઘથ્યા કરતા. કાઈ વાર વળી કાઈ બળવાન રાજા એ બને ભાગેને એકત્ર કરતા એટલું જ નહિ પણ પડેાશમાં આવેલા સિયામને જીતી લેવાનું સાહસ પણ કરતા. અને પછી ૧૯મી સદીમાં અંગ્રેજો સાથે ઝધડા ઊભા થયા. બ્રહ્મી રાજાએ પોતાના સામર્થ્ય ઉપર વધારે પડતી મદાર બાંધીને આસામ ઉપર ચડાઈ કરી અને તે પ્રદેશ ખાલસા કર્યાં. એ પછી હિંદના અંગ્રેજો સાથેતા પહેલા બ્રહ્મી વિગ્રહ ૧૮૨૪ની સાલમાં થયા અને એને પરિણામે આસામ અંગ્રેજોને હાથ આવ્યું. બ્રહ્મી સરકાર તથા તેનું સૈન્ય કમજોર છે એ વસ્તુ હવે અંગ્રેજો પામી ગયા અને આખા બ્રહ્મદેશ ખાલસા કરી લેવાની વાસના તેમનામાં જાગ્રત થઈ. ખીજા અને ત્રીજા અહ્મી વિગ્રહ માટે મૂર્ખાઇભર્યાં બહાનાં શોધી કાઢવામાં આવ્યાં. ૧૮૮૫ની સાલ સુધીમાં આખા રાજ્યને ખાલસા કરીને હિંદના બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું. ત્યારથી બ્રહ્મદેશનું ભાવિ હિંદુ સાથે સંકળાયેલું રહ્યું છે. બ્રહ્મદેશની દક્ષિણે મલાયા દ્વીપકલ્પમાં પણ અંગ્રેજો ફરી વળ્યા હતા. ૧૯મી સદીના આરંભમાં તેમણે સિંગાપોરના ટાપુના કબજો લીધા અને તેના સ્થાનની અનુકૂળતાને કારણે થાડા જ વખતમાં તે ખીલતું વેપારી શહેર તેમ જ દૂર પૂર્વના દેશો તરફ જતાં વહાણાના વિસામા માટેનું બંદર બની ગયું. દ્વીપકલ્પના ઉપરના ભાગમાં આવેલા મલાકાના ખદરની પડતી થઈ. અંગ્રેજોએ સિંગાપોરથી ઉત્તરમાં ફેલાવા માંડયું. મલાયા દ્વીપકલ્પમાં નાનાં નાનાં ઘણાં રાજ્યા હતાં. એમાંનાં ધણાંખરાં સિયામનાં ખડિયાં રાજ્યા હતાં. ૧૯મી સદીના અંત સુધીમાં એ બધાં અંગ્રેજોનાં રક્ષિત રાજ્યો બની ગયાં, અને તેમને એક ૭૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ ભારત અને ઈસ્ટ ઇન્ડિઝ ૭૮૯ પ્રકારના સમવાયતંત્રમાં એકત્રિત કરવામાં આવ્યાં. એ રીતે એ બધાં “ મલાયાનાં રાજ્યાના સમવાયત ંત્ર ”ને નામે એળખાય છે. એમાંનાં કેટલાંક રાજ્યો ઉપર સિયામ હુકા ધરાવતું હતું. એ હકા સિયામે ઇંગ્લેંડને આપી દેવા પડ્યા. આ રીતે સિયામ ચારે બાજુએ યુરોપીય સત્તાથી ઘેરાઈ ગયું. તેની પશ્ચિમ અને દક્ષિણે બ્રહ્મદેશ અને મલાયામાં ઇંગ્લેંડ સર્વોપરી હતું. તેની પૂર્વે ક્રાંસે આક્રમણકારી વલણ ધારણ કર્યું અને તેણે અનામને ગળવા માંડયુ, અનામ ચીનનું આધિપત્ય સ્વીકારતું હતું. પણ ચીન જ જ્યારે મુશ્કેલીઓમાં ગૂંચવાયું હાય ત્યારે તેનું આધિપત્ય કશા કામનું નહાતું. ચીન વિષેના તાજેતરના મારા એક પત્રમાં ક્રાંસે અનામ ઉપર ચઢાઈ કરી તે કારણે ચીન અને ફ્રાંસ વચ્ચે લડાઈ થયાની વાત મેં તને કહી હતી એ તને યાદ હશે. એ રીતે ફ્રાંસને જરા રોકવામાં આવ્યું ખરું પણ તે થાડા વખત પૂરતું જ. ૧૯મી સદીના ઉત્તરાધમાં ક્રાંસે અનામ તથા કોડિયા સહિત ફ્રેંચ હિંદી ચીન નામનું એક માઢું સંસ્થાન ઊભું કર્યું. પ્રાચીન કાળમાં જ્યાં આગળ ભવ્ય અગકારનું સામ્રાજ્ય ખીલ્યું હતું તે બેડિયા સિયામના તાબાનું રાજ્ય હતું. સિયામને યુદ્ધની ધમકી આપીને ક્રાંસે તેના ઉપર પાતાના અધિકાર જમાવ્યેા. આ બધા દેશમાં આરંભમાં ફ્રેંચ મિશનરીએ દ્વારા બધા કાવાદાવા અને કાવતરાં કરાવવામાં આવ્યાં હતાં એ ખીના લક્ષમાં રાખવા જેવી છે. આવા એક મિશનરીને એક યા ખીજે કારણે માતની શિક્ષા કમાવવામાં આવી હતી. એને બદલો લેવાને માટે ૧૮૫૭ની સાલમાં તેના ઉપર ફ્રેચાએ પહેલી ચડાઈ કરી. એને પરિણામે દક્ષિણનુ સેગાન અંદર લઈ લેવામાં આવ્યું અને ત્યાંથી ફ્રેચાના કાબૂ ઉત્તરમાં ફેલાયે. એશિયાના દેશોમાં સામ્રાજ્યવાદી સત્તાઓએ કરેલા ધસારાની આ નીચતાભરી વાતાનું વારંવાર પુનરાવર્તન થયું છે એમ મને લાગે છે. સર્વત્ર તેમણે લગભગ એક જ પ્રકારની રીતે અજમાવી અને લગભગ બધે જ તેઓ ફ્રાવ્યા. એક પછી એક દેશ લઈને, કઈ નહિ તે થાડા વખત પૂરતા પશુ તેમને કાઈની કાઈ યુરોપીય સત્તાના અમલ નીચે મૂકીને તેમની વાત મેં પૂરી કરી. દક્ષિણ-પૂર્વ એશિયાના માત્ર એક દેશ સિયામ એ આપત્તિમાંથી ઊગરી ગયા. બ્રહ્મદેશમાં ઇંગ્લેંડ અને હિંદી ચીનમાં ફ્રાંસની વચ્ચે આવેલું હોવા છતાં સિયામ નસીબદાર કે તે પરાધીનતામાંથી બચી ગયું. તેની જમણી તથા ડાબી બાજુએ યુરોપી હરીફાની હાજરીતે લીધે જ તે એ આફતમાંથી ઊગરી ગયું હોય એ સંભવત છે. ખીજા દેશોની જેમ ત્યાં આગળ આંતરિક મુશ્કેલીઓ નહોતી તેમ જ તેનાં રાજતંત્ર તથા રાજવહીવટ પ્રમાણમાં સારાં હતાં એ પણ તેનું સુભાગ્ય ગણાય. પરંતુ સારું રાજતંત્ર એ કઈ પરદેશી આક્રમણ સામે બાંયધરીરૂપ નથી હોતું. પરંતુ બન્યું એમ કે હિંદુસ્તાન તથા બ્રહ્મદેશમાં ૬-૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન ઇંગ્લંડ અને હિંદી ચીનમાં ક્રાંસ સંપૂર્ણ પણે પરાવાયેલું હતુ અને ૧૯મી સદીના છેવટના ભાગમાં એ બને સત્તા સિયામની સરહદ સુધી આવી પહોંચી તે સમયે મુલક ખાલસા કરવાના જમાના વીતી ગયા હતા. પૂર્વના દેશોમાં સામના કરવાની ભાવના પેદા થવા લાગી હતી. વસાહતા તથા તાખેદાર દેશમાં રાષ્ટ્રીય ચળવળના આરંભ થઈ ચૂકયો હતા. કડિયાના પ્રશ્ન ઉપર સિયામ અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના ભય પેદા થયા હતા, પરંતુ સિયામે નમતુ આપ્યું અને ફ્રાંસ સાથેનુ ધણ ટાળ્યું. પશ્ચિમ તરફ પવ તાની મજબૂત દીવાલે બ્રહ્મદેશના અંગ્રેજોથી સિયામનુ રક્ષણ કર્યું . હું તને આગળ કહી ગયો છું કે ભૂતકાળમાં બ્રહ્મદેશના રાજાઓએ ઓછામાં ઓછી બે વખત સિયામ ઉપર ચડાઈ કરી હતી તથા તેને ખાલસા પણ કયું` હતુ`. છેલ્લી ચડાઈ ૧૭૬૭ની સાલમાં થઈ. એ વખતે સિયામની રાજધાની અયુથિયા અથવા અયુધિયાના ( આટલે દૂર પણ હિંદી નામે કવાં આવે છે એ લક્ષમાં રાખ) નાશ કરવામાં આવ્યા. પરંતુ ઘેાડા જ વખતમાં પ્રજાએ બળવા કર્યાં અને બીઆને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા તથા ૧૭૭૨ની સાલમાં નવા રાજવંશને અમલ શરૂ થયા. એ વંશના આરભ રામ પહેલાથી થયા. દાઢસો વરસ બાદ આજે પણ એ જ વશ સિયામમાં રાજ્ય કરે છે અને તેના બધા રાજાઓને ‘રામ' નામ આપવામાં આવતું હાય એમ લાગે છે. આ નવા રાજવંશના અમલ દરમ્યાન સિયામને રાજવહીવટ સારા હતા પરંતુ તેની પાછળ વાલીપણાની ભાવના રહેલી હતી. વળી એના અમલ દરમ્યાન ડહાપણપૂર્વક વિદેશી સરકારો સાથે સારા સંબંધો જાળવી રાખવાના પણ પ્રયત્ન કરવામાં આવ્યો. વિદેશ સાથેના વેપાર માટે અંદર ખુલ્લાં કરવામાં આવ્યાં. કેટલીક વિદેશી સત્તાઓ સાથે વેપારી કરારા કરવામાં આવ્યા અને રાજવહીવટમાં પણ કેટલાક સુધારા દાખલ કરવામાં આવ્યા. બૅંકાક નવી રાજધાની બની. પરંતુ આ બધુયે સામ્રાજ્યવાદી વરુઓને દૂર રાખવાને પૂરતું ન નીવડયું. ઇંગ્લંડે મલાયામાં પોતાની સત્તા જમાવી અને ત્યાં આગળના સિયામના મુલક પચાવી પાડ્યો. ફ્રાંસે કએડિયા તથા પૂર્વ તરફના સિયામના ખીજો મુલક પડાવ્યો. સિયામની બાબતમાં ૧૮૯૬ની સાલમાં ઇંગ્લેંડ તથા ક્રાંસ લડવાની અણી ઉપર આવી ગયાં હતાં. પરંતુ માન્ય થયેલી સામ્રાજ્યવાદી રીત પ્રમાણે સિયામના બાકી રહેલા પ્રદેશની આખંડતાની બાંયધરી આપવાની બાબતમાં તે સંમત થયાં અને સાથે સાથે એ પ્રદેશને ‘લાગવગનાં ત્રણ વર્તુળા ’ માં વહેંચી નાખવામાં આવ્યા. પૂર્વ ભાગ ફ્રેંચ લાગવગ નીચે અને પશ્ચિમ ભાગ બ્રિટિશ લાગવગ નીચેના પ્રદેશ અન્યા. એ બેની વચ્ચેના પ્રદેશ હજી તે બંનેની લાગવગથી મુક્ત હતા પણ તેમાં તે બંને પગપેસારો કરી શકે એમ Page #124 -------------------------------------------------------------------------- ________________ બીજે નવા વરસને દિવસ - ૭૯૧ હતું. આ પ્રમાણે ગંભીરતાપૂર્વક સિયામની અખંડિતતાની બાંયધરી આપ્યા પછી થોડાં વરસ બાદ ફ્રાંસે પૂર્વને થોડે વધારે પ્રદેશ પચાવી પાડ્યો એટલે અલબત્ત ઇંગ્લંડને પણ એના વળતર તરીકે દક્ષિણને કેટલાક પ્રદેશ પડાવી લેવાની ફરજ પડી. આ બધું થયા છતાંયે સિયામનો અમુક ભાગ યુરોપિયનના આધિપત્યમાંથી બચી ગયો. એશિયાના એ ભાગમાં એ જ એક માત્ર દેશ એવી આપત્તિમાંથી ઊગરી ગયે. યુરોપિયનોના આક્રમણના પ્રવાહને હવે ખાળવામાં આવ્યો છે અને હવે યુરોપને એશિયામાં વધારે મુલક મળવાને ઝાઝો સંભવ નથી. યુરોપિયન સત્તાઓને એશિયામાંથી ગાંસડાપટલાં બાંધીને પોતાને ઘેર પાછા ચાલ્યા જવું પડશે એ સમય હવે ઝડપથી આવી રહ્યો છે. સિયામમાં હજી ગઈ કાલ સુધી આપખુદ રાજાશાહી હતી અને કેટલાક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છતાં ત્યાં આગળ ઠીકઠીક પ્રમાણમાં ક્યૂડલ વ્યવસ્થા પ્રવર્તતી હતી. હમણું થોડાક માસ ઉપર જ ત્યાં આગળ ક્રાંતિ થઈ, જોકે એ શાંત ક્રાંતિ હતી. એને પરિણામે ઉપલે મધ્યમ વર્ગ આગળ આવ્યા હેય એમ જણાય છે. અમુક પ્રકારની ધારાસભા ત્યાં સ્થપાઈ છે. પહેલા રામના વંશનો રાજા ડહાપણપૂર્વક આ ફેરફારમાં સંમત થયો એટલે એ રાજવંશ . ચાલુ રહ્યો છે. આ રીતે હાલ સિયામમાં બંધારણીય રાજાશાહી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના એક દેશની– ફિલિપાઈન ટાપુઓની– વિચારણા કરવાની હજી બાકી રહે છે. આ પત્રમાં હું તેમને વિષે પણ લખવા ચહાતે હતે પણ હવે મોડું થઈ ગયું છે અને હવે હું થાક્યો છું. વળી આ પત્ર પણ ઠીકઠીક લાંબો થયે છે. ચાલુ વરસમાં ૧૯૩૨ની સાલમાં લખેલે મારો આ છેલ્લે પત્ર છે, કેમકે જૂના વરસે પિતાની મજલ વટાવી દીધી છે અને તે તેને છેલ્લે શ્વાસ લઈ રહ્યું છે. હવે ત્રણ કલાકમાં તે ખતમ થઈ જશે અને ભૂતકાળના સ્મરણરૂપ બની જશે. ૧૨૦. બીજે નવા વરસનો દિવસ નવા વરસને દિવસ, ૧૯૩૩ આજે નવા વરસનો દિવસ છે. પૃથ્વીએ સૂર્યની આસપાસની પોતાની બીજી એક પરિક્રમા પૂરી કરી છે. અવકાશની અંદર નિરંતર આગળ ધરતી એ કઈ વિશિષ્ટ દિવસ કે તહેવારને માન્ય રાખતી નથી તેમ જ સૂર્યની પ્રદક્ષિણા કરતી એ પિતાની સપાટી ઉપર સળવળતાં, આપસમાં એકબીજા જોડે ઝઘડતાં તથા બેવકૂફીભર્યા મિથ્યાભિમાનથી પોતાની જાતને પૃથ્વીનું ખમીર અને સંસારચક્રના નાભિરૂ૫ માનતા અસંખ્યાત ઠીંગુજીએ-સ્ત્રીપુરુષના શા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ : જગતના ઇતિહાસનું રેખાદર્શન હાલ થાય છે તેની કશી પરવા કરતી નથી. ધરિત્રી તે પિતાનાં સંતાનોની અવગણના કરે છે પરંતુ આપણે આપણી જાતની અવગણના કેમ કરી શકીએ ? એટલે આપણામાંનાં ઘણું નવા વરસને દિવસે આપણા જીવનની સફરમાં જરા ભી જઈ ભૂતકાળમાં નજર કરીને જૂનાં સંભારણું તાજાં કરવાને પ્રેરાઈએ છીએ અને પછી ભવિષ્ય તરફ નજર કરીને આશાવાદી બનવા પ્રયત્ન કરીએ છીએ. એ રીતે હું પણ આજે ભૂતકાળનાં સંભારણું તાજાં કરું છું. કારાવાસમાને આ મારે એકી સાથે ત્રીજે નવા વરસને દિવસ છે જોકે એ ગાળા દરમ્યાન ઘણું મહિનાઓ સુધી હું આ વિશાળ દુનિયામાં બહાર હતું. એથીયે આગળ નજર કરતાં મને યાદ આવે છે કે, છેલ્લાં અગિયાર વરસમાં મેં પાંચ નવા વરસના દિવસે જેલમાં ગાળ્યા છે. અને આવા નવા વરસના દિવસે તથા બીજા દિવસે મારે જેલમાં કેટલા કાઢવાના થશે એ કોણ કહી શકે વારુ! પરંતુ જેલની ભાષામાં હવે હું “કાળી ટોપી' થઈ ગયો , અને તે પણ અનેક વાર. વળી હવે હું જેલજીવનથી ટેવાઈ ગયો છું. કાર્ય અને પ્રવૃત્તિ, મોટી મોટી સભાઓ અને જાહેર વ્યાખ્યાને તથા એક સ્થાનથી બીજે સ્થાને દોડાદોડથી ભરેલા એવા મારા બહારના જીવનને મુકાબલે આ જેલજીવન સાવ ભિન્ન છે. અહીં તે બધું જ ભિન્ન છે; અહીં બધું જ શાન્ત છે અને પ્રવૃત્તિ નહિવત જ છે. અને લાંબા વખત સુધી હું બેસી રહું છું અને કલાકોના કલાક સુધી હું કશું બોલતે ચાલતું નથી. દિવસે, અઠવાડિયાંઓ અને મહિનાઓ એક પછી એક પસાર થાય છે, બધાં એકરૂપ થઈ જાય છે અને તેથી એકથી બીજાને નિરાળાં પાડી શકાય એવું તેમનામાં કશું નથી. અને જેલમાં પસાર થયેલે સમય કશુંયે કળી ન શકાય એવા અસ્પષ્ટ ચિત્ર જેવો ભાસે છે. ગઈ કાલ માણસને તેની ધરપકડના દિવસ સુધી લઈ જાય છે કેમકે એ બેની વચ્ચે લગભગ શૂન્યતા જ હોય છે અને એ ગાળામાં તેના મન ઉપર છાપ પાડે એવું કશું હોતું નથી. જેલજીવન એ તે એક સ્થળે ઊગતી વનસ્પતિના ટીકા કે લીલ વિનાના શાન્ત સ્થિર જીવન જેવું છે. અને કેટલીક વાર જેલવાસીને બહારની દુનિયાની પ્રવૃત્તિઓ વિચિત્ર અને ગૂંચવનારી લાગે છે; એ બધી તેને બહુ દૂરની અને કાલ્પનિક ભાસે છેજાણે સ્વપ્નસૃષ્ટિ ન હોય! આમ આપણે છે. જેકિલ અને મિ. હાઈડની પેઠે સક્રિય અને અક્રિય એવી બે પ્રકારની પ્રકૃતિઓ, બે પ્રકારના જીવનવ્યવહાર અને બે પ્રકારનાં વ્યક્તિત્વ કેળવીએ છીએ. બર્ટ લુઈ સ્ટિવન્સનની આ જૈકિલ અને હાઈડની વાત તેં વાંચી છે ખરી ? પરંતુ માણસ દરેક વસ્તુથી વખતસર ટેવાઈ જાય છે અને જેલજીવનના એકના એક રેજિંદા કાર્યક્રમથી પણ તે ટેવાઇ જાય છે. અને આરામ શરીરને માટે હિતકર છે તથા શાંતિ મનને માટે. તારા ઉપરના મારા આ પત્રે મારે Page #126 -------------------------------------------------------------------------- ________________ બીજો નવા વરસને દિવસ ૧૭૯૦ માટે કેટલા મહત્ત્વના હતા તે આ બધા ઉપરથી તું સમજી શકશે. તને તે કદાચ એ પત્રો લાંબાલચક અને કંટાળાજનક લાગતા હશે તેમ જ એનું વાચન નીરસ થઈ પડતું હશે. પરંતુ એને લીધે મારું જેલજીવન તો ભયું ભર્યું બની ગયું છે. વળી એણે મને એવો વ્યવસાય આપે છે જેથી કરીને મને ભારે આનંદ અને ઉલ્લાસ પ્રાપ્ત થયાં છે. બરાબર બે વરસ ઉપર આ જ દિવસે – નવા વરસને દિવસે–એ પત્રે નૈની જેલમાંથી લખવા શરૂ કર્યા હતા અને હું ફરી પાછો જેલમાં ગમે ત્યારે પણ એ ચાલુ રાખ્યા હતા. કેટલીક વાર અઠવાડિયાંઓનાં અઠવાડિયાં સુધી મેં એ લખ્યા નથી અને કેટલીક વાર મેં દરરોજ લખ્યા છે. જ્યારે મને લખવાને ઉમળકે થઈ આવે છે ત્યારે કલમ અને કાગળ હાથમાં લઈને હું બેસું છું અને જુદી જ દુનિયામાં પ્રવેશ કરું છું. બેટી, ત્યારે તું મારી સોબતી બની જાય છે અને જેલનું તેમ જ તેની બધી પ્રવૃત્તિઓનું વિસ્મરણ થઈ જાય છે. આ રીતે આ પત્રે તુરંગવાસમાંથી મારા છુટકારારૂપ બની જાય છે. આજે જે પત્ર હું લખી રહ્યો છું તે ૧૨ મે પત્ર છે. અને માત્ર નવ માસ પૂર્વે બરેલી જેલમાં આ પત્ર ઉપર નંબર નાખવાની શરૂઆત મેં કરી હતી. આટલા વખતમાં મેં આટલું બધું લખી નાખ્યું એ જાણીને મને પિતાને જ અચંબ થાય છે. અને આ બધા પત્રોને પહાડ એક સામટો તારા ઉપર તૂટી પડશે ત્યારે તને શી લાગણી થશે અથવા એ વિષે તું શું કહેશે એ હું કલ્પી શકતો નથી. પરંતુ તુરંગમાંથી મારા આવા પ્રકારના પ્રવાસે અને છુટકારો સામે તું વાંધે લઈ ન શકે. બેટી, મેં તને છેલ્લી જોઈ ત્યાર પછી સાત માસ વીતી ગયા છે. એ ગાળો કેટલે બધે લાંબે લાગે છે! મારા પત્રોમાં નિરૂપેલી વાત બહુ આનંદદાયક નથી બની. ઈતિહાસ એ આનંદદાયક વિષય નથી. માણસે ભારે પ્રગતિ કરી છે અને તેનાં યશગાન પણ ખૂબ ગવાય છે. એમ છતાંયે હજી તે અરુચિર અને સ્વાથી પ્રાણી રહ્યો છે. અને છતાયે તેના સ્વાર્થીપણું, ઝઘડાળુપણું તથા અમાનુષીપણાની લંબાણ અને ગમગીન કારકિર્દી દરમ્યાન હમેશાં પ્રગતિની ચમક દૃષ્ટિગોચર થતી રહી છે. હું જરા આશાવાદી છું અને વસ્તુઓને આશાભરી દૃષ્ટિથી નિહાળવાનું મારું વલણ છે. પરંતુ આશાવાદને કારણે આપણી એબે અને દોષ તરફ આપણે આપણી આંખ બંધ ન કરવી જોઈએ. તેમ જ અવિચારીપણાને કારણે આશાવાદ ગેરરસ્તે દોરવાઈ જવાના જોખમ સામે પણ આપણે સાવધ રહેવું જોઈએ. કારણ કે ભૂતકાળમાં આ દુનિયા જેવી હતી અને હજી આજે પણ જેવી તે છે તે ઉપરથી આશાવાદને માટે આપણને પૂરતાં કારણો મળતાં નથી. કેમકે આદર્શવાદીઓ તેમ જ જેઓ પિતાની માન્યતાઓ નિશંકપણે સ્વીકારી લેતા ન હોય એવા લેકે માટે આ દુનિયા વસમું સ્થાન છે. અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે છે પરંતુ તેના સીધા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ જગતના ઇતિહાસનું' રેખાદર્શન - (c જવાબ મળતા નથી; અનેક પ્રકારના સંશયા પેદા થાય છે અને તેમનું સહેલાઈથી નિવારણ થતું નથી. આ આટલી બધી બેવકૂફી અને દુઃખ શાને હાવાં જોઈએ ? ૨૫૦૦ વરસ પૂર્વે આપણા દેશમાં રાજકુંવર સિદ્ધાર્થના મનને આ પ્રશ્ને સંતાપ્યું હતું. વાત એવી ચાલે છે કે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું તે પહેલાં તેમણે અનેક વાર આ પ્રશ્ન ઉઠાવ્યા કર્યાં. પછી તે ખુદ્દ — જ્ઞાની થયા. પોતાની જાતને તેમણે આ પ્રશ્ન પૂછ્યો હતો એમ કહેવાય છે : સૃષ્ટિને સ ંતે બ્રહ્મ રાખે દુઃખ વિષે સદા, કેમ એ બનવા પામે? સર્વશક્તિ તણા પ્રભુ હાઈ ને એમ રાખે તેા, શાને એને કહા ભલે ? અને ના શક્તિ જો એવી, તા એને ઈશશે કહેા? ” આપણા પોતાના દેશમાં સ્વતંત્રતા માટેની લડત ચાલી રહી છે. આમ છતાંયે આપણા ઘણા દેશમ તેની ઉપેક્ષા કરે છે, સામસામી લીલબાજી કરે છે અને આપસમાં પરસ્પર ઝઘડે છે. વળી તે સપ્રદાય, ધાર્મિક સમૂહ કે સંકુચિત વની દૃષ્ટિથી વિચાર કરે છે અને વ્યાપક હિતને ભૂલી જાય છે. અને સ્વાતંત્ર્યના દર્શનથી વંચિત કેટલાક લેકા - જાલિમે સાથે કરી સધિ અને અદા બન્યા, ફેંકી દીધેલા તાજને ધર્મો વીણી શિરપે ધર્યાં, તે ચીંથરાં જરઝીકથી પાછાં ભર્યાં. અને તેને તે એ છે જ વસ્તુ કાયદો અને વ્યવસ્થાને નામે, જુલમનો દાર વતી રહ્યો છે વશ ન થનારને તે ચગદી નાખવાના પ્રયાસ કરે છે. વિચિત્ર વાત કે જે વસ્તુ નબળાં અને પીડિતાના આશ્રયરૂપ બનવી જોઈ એ જુલમગારાના હાથમાં દમનના હથિયારરૂપ બની જાય છે. નવા વરસના પત્ર તરીકે આ પત્ર વધારે પડતા ગમગીન બની ગયા, એ વસ્તુ ભારે અઘટિત છે. પરંતુ હું કંઈ ગમગીન નથી. અને આપણે ગમગીન શાને થવુ જોઈ એ ? એક મહાન ધ્યેયને અર્થે કાર્ય કરવાના આનંદ આપણને છે. આપણી પાસે એક મહાન નેતા છે. તે આપણા પ્રેમાળ સખા અને વિશ્વાસુ માČદશ્યક છે. તેનુ દČન આપણને સબળ બનાવે છે અને તેના સ્પર્શે આપણને પ્રેરણા આપે છે. અને વિજયની આપણને ખાતરી છે. વહેલાંમાડાં આપણે તે પ્રાપ્ત કરવાનાં જ છીએ. આપણે એળંગવાની છે તે મુશ્કેલીઓ વિના અને આપણે જીતવાની છે તે લડાઇ એ વિના આપણાં જીવન નીરસ અને શુષ્ક બની જાય. એટી, તું તો જીવનને ઊમરે આવી ઊભી છે. ગમગીની અને નીરસતા સાથે તારે કશી નિસ્બત ન હેાય. તું તો જિંદગીને અને એ દરમ્યાન જે કઈ આવી પડે તેને શાંતિથી અને હસતે ચહેરે સામના કરશે તથા મા માં Page #128 -------------------------------------------------------------------------- ________________ ફિલિપાઈન ટાપુએ અને યુનાઇટેડ સ્ટેટ્સ ૭૯૫ જે કંઈ મુશ્કેલીઓ આવે તેની પાર ઊતરવાને આનંદ માણવાને ખાતર તુ એ મુશ્કેલીઓને વધાવી લેશે. અને એટી, હવે હું તારી વિદાય લઉં છું. મને ઉમેદ છે કે આપણે થોડા જ વખતમાં પાછાં મળીશુ. ૧૨૧. ફિલિપાઇન ટાપુઓ અને યુનાઈટેડ સ્ટેટ્સ ૩ નન્યુઆરી, ૧૯૩૩ નવા વરસને દિવસે થાડુ વિષયાન્તર કર્યાં પછી હવે આપણે આપણી વાત આગળ ચલાવવી જોઈએ. હવે આપણે ફિલિપાઇન ટાપુઓની વાત કરી લઈએ કે જેથી પૂર્વ એશિયાનું મ્યાન પૂરું થાય. પણ આ ટાપુઓ તરફ આપણે ખાસ લક્ષ શાને આપવું જોઈએ ? એશિયામાં તેમ જ અન્યત્ર ખીજા ધણા ટાપુએ છે પરંતુ તેમના આ પત્રામાં કાઈ ઠેકાણે મેં ઉલ્લેખ સરખા પણુ કર્યાં નથી. નવીન સામ્રાજ્યવાદને એશિયામાં થયેલા વિકાસ તથા પ્રાચીન સંસ્કૃતિ ઉપર થયેલી તેની અસર સમજવાને આપણે પ્રયાસ કરીએ છીએ. એના અભ્યાસ કરવાને માટે હિંદુસ્તાન એ આદર્શ સામ્રાજ્ય છે. ચીન એ આ ઔદ્યોગિક સામ્રાજ્યવાદના ફેલાવાને એક બીજો ક ંઈક ભિન્ન પ્રકારને અને અતિ મહત્ત્વને નમૂના રજૂ કરે છે. ઈસ્ટ ઇન્ડિઝ તથા હિંદી ચીન વગેરે દેશા પણુ આપણને એ બાબતમાં કઈક શીખવે છે. એ જ રીતે ફિલિપાઈન ટાપુઓમાં પણ આપણને રસ છે. આપણા એ રસ વધવા પામે છે કેમકે ત્યાં આગળ એક નવી જ સત્તા કાર્યો કરતી આપણને માલૂમ પડે છે. આ સત્તા તે યુનાઇટેડ સ્ટેટ્સ. આપણે જોયું કે, ચીનમાં યુનાઈટેડ સ્ટેટ્સ ખીજી સત્તાના જેટલાં આક્રમણકારી નહેાતાં. વળી, કેટલાક પ્રસંગેાએ ખીજી સામ્રાજ્યવાદી સરકારાને આગળ વધતી રાકીને તેમણે ચીનને સહાય પણ કરી હતી. તેમનું આ વલણ સામ્રાજ્યવાદ પ્રત્યેના તેમના અણુગમાને કે ચીન પ્રત્યેના તેમના પ્રેમને આભારી નહેતું. તેમનું એ વલણ તેમની આંતરિક પરિસ્થિતિને આભારી હતું. એને લીધે યુરોપના બીજા દેશોના કરતાં એ બાબતમાં તેમનું વલણ ભિન્ન હતું. યુરોપના દેશેા એક નાનકડા ખંડમાં ખીચાખીચ ખડકાયેલા હતા એટલે કાઈ પણ દેશને માટે જરા પણ માકળાશ નહેાતી. વળી એ બધા દેશોમાં કીડીદર વસ્તી હતી. આથી ત્યાં આગળ નિરંતર ઘણુ અને તકલીફ઼ા ચાલ્યા કરતી. ઉદ્યોગવાદના આગમનથી તેમની વસતી ઝડપથી વધી ગઈ. તેમણે ઉત્તરોત્તર વધુ ને વધુ માલ પેદા કરવા માંડ્યો. આ બધા માલના દેશની અંદર જ તે નિકાલ કરી શકે એમ નહેાતું. તેમની વધતી જતી વસતી માટે ખારાકની, કારખાનાં ' Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન માટે કાચા માલની તથા તૈયાર કરેલા પાકા માલ માટે તેમને બજારની જરૂર હતી. આ બધી આવશ્યકતાઓ પૂરી પાડવાની તાકીદની આર્થિક જરૂરિયાત તેમને દૂર દૂરના દેશ તરફ તેમ જ આપસમાં સામ્રાજ્ય માટેની લડાઈઓ લડવા તરફ પ્રેર્યા. આ બધી વસ્તુઓ યુનાઈટેડ સ્ટેટ્સને લાગુ પડતી નહોતી. તેમને દેશ લગભગ યુરોપ ખંડ જેટલે મેટ હતું અને તેની વસ્તી છેડી હતી. ત્યાંના નાગરિકના વિકાસ માટે ત્યાં જોઈએ તેટલે અવકાશ હત તથા પિતાના જ અણખેડાયેલા વિસ્તૃત પ્રદેશની ખિલવણી માટે પોતાની શક્તિ અર્પવા માટે પુષ્કળ તક પડેલી હતી. રેલવે બંધાતી ગઈ તેમ તેમ તેઓ પશ્ચિમ તરફ જતા ગયા અને આખરે પ્રશાન્ત મહાસાગરના કિનારા સુધી તેઓ પથરાઈ ગયા. દેશની અંદરના આ કામે અમેરિકાવાસીઓને પિતાના જ દેશમાં પૂરેપૂરા રોકી રાખ્યા. વસાહત સ્થાપવાના સાહસ માટે તેમને સમય પણ નહોતે તેમ જ વૃત્તિ પણ નહતી. એટલું જ નહિ પણ કેલિફોર્નિયાના કાંઠા ઉપર મજૂરોની જરૂર પડવાને કારણે ચીનની સરકાર પાસે એક વખત તેમને ચીની મજૂરોની માગણી કરવી પડી હતી. ચીની સરકારે એ માગણી માન્ય રાખી પરંતુ એને કારણે પાછળથી બંને દેશ વચ્ચે કડવાશ પેદા થઈ આ હકીકત આગળ એક વખત હું તને કહી ગયો છું. પિતાના દેશની અંદરના જ આ રોકાણે યુરોપિયન સરકારોની સામ્રાજ્ય માટેની હરીફાઈથી અમેરિકાવાસીઓને દૂર રાખ્યા. જ્યારે તેમને એમ કરવાની ફરજ પડી તથા બીજી સત્તાઓ ચીનને આપસમાં વહેચી લેશે એવી તેમને દહેશત લાગી ત્યારે જ તેઓ ચીનની બાબતમાં વચ્ચે પડ્યા. પરંતુ ફિલિપાઈને ટાપુઓ તે અમેરિકાના સીધા શાસન નીચે આવ્યા. એ ટાપુઓ આપણને અમેરિકાના સામ્રાજ્યવાદની વાત કહે છે અને એટલા માટે આપણને તેમાં રસ છે. એમ નહિ માની લઈશ કે અમેરિકાનું સામ્રાજ્ય આ ફિલિપાઈન ટાપુઓમાં જ મર્યાદિત છે. ઉપર ઉપરથી જોતાં તે તેમનું માત્ર આટલું જ સામ્રાજ્ય છે એમ આપણને લાગે, પરંતુ બીજી સામ્રાજ્યવાદી સત્તાઓની મુશ્કેલીઓનો લાભ ઉઠાવીને સામ્રાજ્યની પુરાણી પદ્ધતિઓમાં તેમણે સુધારે કર્યો છે. જેમ ઇગ્લડે હિંદુસ્તાન ખાલસા કર્યું છે તેમ કાઈ પણું દેશને ખાલસા કરવાની ખટખટમાં તેઓ નથી પડતા. તેઓ તે દેશની સંપત્તિને કાબૂ પિતાના હાથમાં લેવાની તજવીજ કરે છે. સંપત્તિના કાબૂ દ્વારા તે દેશની પ્રજા ઉપર તેમ જ ખુદ તે દેશની ભૂમિ ઉપર કાબૂ મેળવવાનું સુગમ બની જાય છે. આ રીતે ઝાઝી તકલીફ વિના કે ઉદ્દામ રાષ્ટ્રવાદની સાથે ઘર્ષણમાં આવ્યા સિવાય તેઓ દેશ ઉપર પિતાને કાબૂ રાખે છે અને તેની સંપત્તિમાં ભાગ પડાવે છે. આ ચતુરાઈભરી રીતને આર્થિક સામ્રાજ્યવાદ Page #130 -------------------------------------------------------------------------- ________________ ફિલિપાઈન ટાપુઓ અને યુનાઇટેડ સ્ટેટ્સ ७६७ કહેવામાં આવે છે. નકશા ઉપર એનું દર્શન થતું નથી. ભૂગોળનું પુસ્તક જોતાં કે જંકશે તપાસતાં કોઈ દેશ આપણને સ્વાધીન અને સ્વતંત્ર જણાય. પરંતુ પડદા પાછળ નજર કરતાં તે બીજા દેશના સકંજામાં અથવા કહો કે બીજા દેશના બેંકરે અને મેટા મોટા વેપારીઓના સકંજામાં છે એમ આપણને માલૂમ પડશે. યુનાઈટેડ સ્ટેટ્સ પાસે આપણી નજરે ન પડે એવું અણછતું યા અગોચર સામ્રાજ્ય છે. અને ઇંગ્લંડ જ્યારે ઉપલક નજરે જોતાં રાજકીય તંત્ર ઉપર કાબૂ દેશની પ્રજાને સોંપી દે છે ત્યારે તે હિંદમાં તેમ જ અન્યત્ર આ અગોચર અથવા નજરે ન પડે એવું પરંતુ પૂરેપૂરું અસરકારક સામ્રાજ્ય પિતાને માટે જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે. એ બહુ જોખમકારક વસ્તુ છે અને આપણે એનાથી સાવધ રહેવું જોઈએ. પરંતુ આ તબકકે આપણે આ અણુછતા યા અગોચર સામ્રાજ્ય તરફ નજર કરવાની જરૂર નથી, કેમકે ફિલિપાઈન ટાપુઓ એ તે ગેચર એટલે કે નજરે દેખી શકાય એવા સામ્રાજ્યનો એક ભાગ છે. ફિલિપાઈન ટાપુઓમાં આપણું રસને માટે એક ગૌણ અને કંઈક આપણી લાગણીને સ્પર્શે એવું કારણ પણ છે. આજે તેમની સૂરત સ્પેનિશ–અમેરિકન છે પરંતુ તેમની પુરાણું સંસ્કૃતિની સમગ્ર ભૂમિકા તેમને હિંદ તરફથી મળી હતી. જાવા અને સુમાત્રા મારફતે હિંદી સંસ્કૃતિ ત્યાં પહોંચી હતી અને એણે ત્યાંના જીવનના સામાજિક, ધાર્મિક અને રાજકીય એમ દરેક અંગને સ્પર્શ કર્યો હતે. પ્રાચીન હિંદની પૌરાણિક કથાઓ, વાર્તાઓ અને આપણું કેટલુંક સાહિત્ય ત્યાં પહોંચ્યું હતું. ત્યાંના લેકની ભાષામાં ઘણું સંસ્કૃત શબ્દ છે. તેમની કળા ઉપર તેમ જ તેમના કાયદા અને ગૃહઉદ્યોગ ઉપર પણ હિંદની અસર છે. તેમના પહેરવેશ અને ઘરેણાંઓ ઉપર સુધ્ધાં આ છાપ દૃષ્ટિગોચર થાય છે. સ્પેનવાસીઓએ ૩૦૦ વરસના તેમના શાસન દરમ્યાન ફિલિપાઈન ટાપુઓમાંથી આ પ્રાચીન હિંદી સંસ્કૃતિનું નામનિશાન ઉખેડી નાખવાનો પ્રયાસ કર્યો, એટલે હવે ત્યાં એ સંસ્કૃતિ નહિ જેવી જ રહી છે. છેક ૧૫૬૫ની સાલથી પેને આ ટાપુઓને કબજે લેવાની શરૂઆત કરી હતી. એશિયામાં યુરેપે પહેલવહેલે પગપેસારે આ ટાપુઓમાં કર્યો. પોર્ટુગીઝ, બ્રિટિશ કે ડચ વસાહત કરતાં આ ટાપુઓનો રાજવહીવટ જુદી જ રીતે ચલાવવામાં આવતું. વેપારને ત્યાં આગળ ઉત્તેજન આપવામાં આવતું નહોતું. સરકારની પાછળ ધર્મની ભૂમિકા રહેલી હતી અને મોટા ભાગના સરકારી અમલદારો મિશનરીઓ તથા ચર્ચાના અધિકારીઓ હતા. એને “મિશનરીઓનું સામ્રાજ્ય' એ નામથી ઓળખવામાં આવતું. પ્રજાની સ્થિતિ સુધારવાને કશોયે પ્રયત્ન કરવામાં આવતું નહેતે તથા ત્યાં આગળ ગેરવહીવટ અને દમનને દેર પ્રવર્તતાં હતાં. પ્રજા ઉપર કરને ભારે બે લાદવામાં આવ્યું Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતા અને તેમને વટાળીને બળજબરીથી ખ્રિસ્તી બનાવવામાં આવતા હતા. આ બધાને કારણે સ્વાભાવિક રીતે જ ત્યાં ઘણાં બંડ થવા પામ્યાં. વેપારને અર્થે ઘણા ચીનાઓ આ ટાપુઓમાં આવ્યા. તેમણે ખ્રિસ્તી થવાની ના પાડી એટલે વ્યવસ્થિત રીતે તેમની કતલ કરાવવામાં આવી. અમુક અંશે તેઓ તેમના દુશ્મને હતા તેથી તેમ જ અમુક અંશે તેઓ કેટેસ્ટંટ સંપ્રદાયના ખ્રિસ્તીઓ હેઈને રોમન કૅથલિક સંપ્રદાયના સ્પેનવાસીઓની નજરે નાસ્તિક હોવાને કારણે અંગ્રેજ અને ડચ વેપારીઓને ત્યાં દાખલ કરવામાં આવતા નહોતા. ' પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ. પરંતુ એને લીધે એક સારું પરિણામ આવ્યું. ટાપુઓના જુદા જુદા ભાગે તથા સમૂહે એકત્ર થઈ ગયા અને ૧લ્મી સદીમાં ત્યાં આગળ રાષ્ટ્રીય ભાવનાને ઉદય થવા માંડ્યો. એ સદીના મધ્ય ભાગમાં વેપારને અથે પરદેશીઓને માટે આ ટાપુઓ ખુલ્લા કરવામાં આવ્યા તેને પરિણામે કેળવણીમાં તેમ જ બીજાં ખાતાંઓમાં ચેડા સુધારો થવા પામ્યા. વેપારોજગાર વધે. ફિલિપીનોનો (ફિલિપાઈન ટાપુઓના વતનીઓનો) મધ્યમ વર્ગ ઊભો થયે. પેનવાસીઓ અને ફિલિપીને વચ્ચે આંતરલગ્ન થવા લાગ્યાં અને ઘણું ફિલિપીનેની નસમાં સ્પેનનું લોહી વહેવા લાગ્યું. સ્પેન માટે ત્યાં લગભગ માતૃભૂમિના જેવી ભાવના પેદા થઈ અને સ્પેનના આચારવિચારો ફેલાવા પામ્યા. પરંતુ આમ છતાંયે રાષ્ટ્રીયતાની ભાવના વધવા લાગી અને તેને દાબી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા તેમ તેમ તે ક્રાંતિકારી થવા લાગી. આરંભમાં ત્યાં આગળ સ્પેનથી છૂટા પડી જવાનો વિચાર ઉદ્ભવ્યો નહોતે. સ્વરાજ માટે તથા સ્પેનની ઝાઝી સત્તા વિનાની પાર્લામેન્ટમાં – એને કેટેઝ કહેવામાં આવે છે–પિતાના અમુક પ્રતિનિધિત્વ માટે માગણી કરવામાં આવી. રાષ્ટ્રીય ચળવળ સર્વત્ર વિનીત ધોરણ ઉપર શરૂ થાય છે અને અનિવાર્યપણે તે વધુ ને વધુ ઉદ્દામ બનતી જાય છે તથા આખરે તે શાસન કરનાર વિદેશી સત્તાથી છૂટા પડવાની અને સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરે છે એ એક આશ્ચર્યકારક ઘટના છે. સ્વતંત્રતા માટેની માગણી દાબી દેવામાં આવે એને બદલે પાછળથી ચક્રવૃદ્ધિ વ્યાજથી આપવો પડે છે. આ જ રીતે ફિલિપાઈન ટાપુઓની માગણી પણ વધતી ગઈ, એને અમલી સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવામાં આવી અને ગુપ્ત મંડળીઓ પણ ફેલાવા પામી. “યુવાન ફિલિપીનોના પક્ષના નેતા ડૉ. જોસે રીઝલે એમાં આગળ પોતે ભાગ લીધે. સ્પેનના સત્તાવાળાઓએ એ ચળવળને ક્રર દમન અને ત્રાસથી કચરી નાખવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રીય ચળવળ દાબી દેવા માટે હરેક સરકારને માત્ર આ એક જ રીતની ખબર હોય એમ લાગે છે. ૧૮૯૬ની સાલમાં રીઝલ તથા બીજા સંખ્યાબંધ નેતાઓને મોતની સજા ફરમાવવામાં આવી અને તેમને ફાંસીએ લટકાવવામાં આવ્યા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ફિલિપાઈન ટાપુઓ અને યુનાઈટેડ સ્ટેટસ ૭૯૯ એ વસ્તુ અસહ્ય નીવડી. સ્પેનની સરકાર સામે ખુલ્લે બળ ફાટી નીકળે અને ફિલિપીનોએ પિતાની સ્વતંત્રતાની જાહેરાત કરી. એક આખું વરસ આ લડત ચાલુ રહી અને સ્પેનવાસીઓ એ બળવો દબાવી શક્યા નહિ. સંગીન સુધારાઓ આપવાના વચનથી લડત મોકૂફ રખાવવામાં આવી. પરંતુ સ્પેને એ દિશામાં કશું પગલું ભર્યું નહિ અને ૧૮૯૮ની સાલમાં ફરીથી બ9ી ફાટી નીકળ્યો. દરમ્યાન અમેરિકન સરકારને કોઈ બીજી બાબતમાં સ્પેન જોડે ઝઘડો થયો અને બે દેશો વચ્ચે યુદ્ધની જાહેરાત થઈ. અમેરિકન દરિયાઈ કાફલાએ ૧૮૯૮ના એપ્રિલ માસમાં ફિલિપાઈન ટાપુઓ ઉપર હલ્લો કર્યો. અમેરિકાનું મહાન પ્રજાસત્તાક રાજ્ય પિતાની સ્વતંત્રતાની તરફેણ કરશે એવી સંપૂર્ણ અપેક્ષાથી બળવાના ફિલિપીન નેતાઓએ એ યુદ્ધમાં અમેરિકનોને મદદ કરી. ફરીથી તેમણે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી અને પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરી. ૧૮૯૮ની સાલમાં ફિલિપીનોની કેંગ્રેસ ભરાઈ અને નવેમ્બર માસની આખર સુધીમાં તેણે રાજ્યબંધારણ ઘડી કાઢયું. પરંતુ આ કેંગ્રેસ રાજબંધારણ ઉપર ચર્ચા ચલાવી રહી હતી તે દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સ સ્પેનને હાર આપી રહ્યું હતું. સ્પેન દુર્બળ હતું અને વરસ પૂરું થયું તે પહેલાં જ તેણે પિતાની હાર કબૂલ કરી અને યુદ્ધને અંત આવ્યો. સુલેહની શરતમાં સ્પેને ફિલિપાઈન ટાપુઓ યુનાઈટેડ સ્ટેટ્સને સેંપી દીધા. આ ઉદાર સખાવતથી સ્પેનને તો કશુંયે ગુમાવવું પડ્યું નહિ કેમકે ફિલિપીન બળવાખોરોએ ત્યાંની સ્પેનની સત્તાને ક્યારનોયે અંત આણ્યો હતે. યુનાઈટેડ સ્ટેટ્સની સરકારે હવે આ ટાપુઓને કબજે લેવાનાં પગલાં ભરવા માંડ્યાં. ફિલિપીનેએ એની સામે વિરોધ ઉઠાવ્યા અને તેમણે જણાવ્યું કે સ્પેનને એ ટાપુઓ બીજાને સેંપી દેવાનો કશ અધિકાર નહોતો કેમકે તે વખતે સોંપવા જેવું કશું તેમના હાથમાં રહ્યું જ નહોતું. પરંતુ તેમને વિરોધ એળે ગયે. અને નવી પ્રાપ્ત કરેલી સ્વતંત્રતા માટે તેઓ ગોરવ લઈ રહ્યા હતા તે જ ઘડીએ સ્વાતંત્ર્ય માટે ફરીથી નવેસર લડવાનો એટલું જ નહિ પણ સ્પેન કરતાં અનેકગણી બળવાન સરકાર સામે લડવાને પ્રસંગ તેમને પ્રાપ્ત થયે. સાડાત્રણ વરસ સુધી તેમણે પોતાની વીરતાભરી લડત ચાલુ રાખી. થેડા મહિના સુધી એક સંગઠિત સરકાર તરીકે અને પછીથી ગેરીલા પદ્ધતિથી તેમણે પિતાની લડત ચલાવી. પરંતુ આખરે એ બળવો દાબી દેવામાં આવ્યું અને ત્યાં આગળ અમેરિકન અમલ શરૂ થયો. ત્યાં આગળ મોટા પ્રમાણમાં સુધારા– ખાસ કરીને કેળવણીના ક્ષેત્રમાં– દાખલ કરવામાં આવ્યા પરંતુ સ્વાતંત્ર્ય માટેની માગણી તે ચાલુ જ રહી. ૧૯૧૬ની સાલમાં યુનાઈટેડ સ્ટેટ્સની કોગ્રેસમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એક કાયદો પસાર કરવામાં આવ્યું તે અનુસાર અમેરિકાએ ચૂંટાયેલી ધારાસભાને થેડી સત્તા સોંપી. આ કાયદે “જેન્સ કાયદા' તરીકે ઓળખાય છે. પરંતુ અમેરિકન ગવર્નર-જનરલને વચ્ચે પડવાને હકક એ કાયદામાં રાખવામાં આવ્યો છે. અને ઘણી વાર તેણે એમ કર્યું છે પણ ખરું. ટાપુમાં યુનાઈટેડ સ્ટેટ્સની સત્તા સામે બંડ થયાં નથી એ ખરું પરંતુ ફિલિપીને પિતાની આજની સ્થિતિથી સંતુષ્ટ નથી અને સ્વાતંત્ર્ય માટેની તેમની ચળવળ તથા માગણી તેમણે ચાલુ રાખ્યાં છે. અમેરિકનેએ સામ્રાજ્યવાદી રીત પ્રમાણે તેમને વારંવાર ખાતરી આપી છે કે, તેઓ ત્યાં ફિલિપીનેના લાભ માટે જ રહ્યા છે અને ફિલિપીને પિતાને કારભાર પોતે ચલાવવાને શક્તિમાન થશે કે તરત જ તેઓ ત્યાંથી ચાલ્યા જશે. ૧૯૧૬ના જોન્સના કાયદામાં પણ જણાવવામાં આવ્યું છે કે, “ફિલિપાઈને ટાપુમાંથી પિતાની સાર્વભૌમ સત્તા પાછી ખેંચી લેવાનું તથા ત્યાં આગળ સ્થિર સરકાર સ્થાપિત થઈ શકે કે તરત જ તેમનું સ્વાતંત્ર્ય માન્ય રાખવાનું અમેરિકન પ્રજાનું ધ્યેય આજે છે અને ભૂતકાળમાં હમેશ રહ્યું છે.” આમ છતાં પણ ફિલિપાઈન ટાપુઓની સ્વતંત્રતાને છડેચેક વિરોધ કરનાર સંખ્યાબંધ માણસે અમેરિકામાં છે. દશ વરસની અંદર ફિલિપાઈન ટાપુઓને તેમની સ્વતંત્રતા આપવામાં આવશે એવી મતલબનો ઠરાવ અથવા જાહેરાત અમેરિકાની કોંગ્રેસે માન્ય રાખી છે, એવી ખબર હું આ લખી રહ્યો છું તે જ વખતે છાપાઓમાં આવી છે. ફિલિપાઈન ટાપુઓમાં યુનાઈટેડ સ્ટેટ્સનાં કેટલાંક આર્થિક હિત રહેલાં છે અને તેને સુરક્ષિત રાખવાને તે ચિંતાતુર છે. ખાસ કરીને ત્યાંના રબરના બગીચાઓમાં તેમનું હિત છે કેમકે રબર જેવી એક અતિ અગત્યની વસ્તુની તેમને ખોટ છે. પરંતુ હું માનું છું કે, તે ટાપુઓને કબજે રાખવાને પ્રધાન હેતુ જાપાન વિષેને તેમને ભય છે. જાપાન ફિલિપાઈન ટાપુઓની બહુ જ નજીક છે અને તે ઉત્તરોત્તર વધતી જતી વસતીથી ઊભરાઈ રહ્યું છે. આ ટાપુઓ ઉપર જાપાનની લેભી નજર હોય એ બનવાજોગ છે. જાપાન અને અમેરિકાની સરકાર વચ્ચે કંઈ પ્રેમ ઊભરાઈ જતો નથી એટલે ફિલિપાઈનના ભાવિને પ્રશ્ન પ્રશાન્ત મહાસાગરની સત્તાઓના સંબંધના વ્યાપક પ્રશ્નનો એક ભાગ બની ગયા છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ત્રણ ખંડેનું સંગમસ્થાન ૧૬ જાન્યુઆરી, ૧૯૩૩ નવા વરસના દિવસની મારી એક ઈચ્છા મેં તને પત્ર લખ્યો ત્યારે ધાયું હતું તેના કરતાં ઘણું વહેલી પૂરી પડી. લાંબા ગાળા પછી આખરે આપણું મુલાકાત થઈ અને હું તને ફરી પાછૅ મળ્યો. અને તને તથા બીજાઓને મળ્યાને આનંદ અને ઉત્તેજના મારામાં ઘણા દિવસ સુધી ચાલુ રહ્યાં. એથી મારે દૈનિક કાર્યક્રમ ખોરવાઈ ગયો અને મારા હમેશના કામની બાબતમાં હું બેદરકાર બન્યું. હું રજા ભોગવવાના તાનમાં આવી ગયો. માત્ર ચાર જ દિવસ ઉપર આપણે મળ્યાં હતાં પરંતુ મને તે એ પછી જાણે જુગના જુગ વહી ગયા હોય એમ લાગે છે! હું ક્યારનોયે ભવિષ્યના વિચાર કરવા લાગી ગયે છું અને આપણે પાછાં ક્યારે અને ક્યાં મળીશું એની ઘડભાંજ મને થયાં કરે છે. દરમ્યાન જેલને કોઈ પણ નિયમ મનને રીઝવવાની મારી રમત રોકી શકે એમ નથી અને તારા ઉપરના આ પત્ર હું ચાલુ રાખીશ. કેટલાક સમયથી હું તને ૧૯મી સદી વિષે લખી રહ્યો છું. શરૂઆતમાં હું તને એ સદીની એટલે કે નેપોલિયનના પતન પછીનાં લગભગ સે વરસની સામાન્ય રૂપરેખા આપી ગયા. ત્યાર પછી આપણે કેટલાક દેશોનું કંઈક વિગતે અવલોકન કરી ગયાં. હિંદ વિષે આપણે ઠીક ઠીક જાણું લીધું અને પછી ચીન, જાપાન, દૂર પૂર્વના દેશ અને ઈસ્ટ ઈન્ડિઝ તરફ પણ નજર કરી ગયાં. અહીં સુધીમાં આપણે એશિયાના માત્ર એક ભાગનું જ વિગતે નિરીક્ષણ કરી ગયાં; એ સિવાયની દુનિયા તે હજી બાકી જ રહે છે. એ લાંબી કથા છે અને એને એકધારી અને સ્પષ્ટપણે રજૂ કરવાનું કામ સુગમ નથી. દેશ તથા ખંડોને એક પછી એક લઈને મારે તેમને વિષે અલગ અલગ નિરૂપણ કરવું પડે છે, વારંવાર પાછા હઠીને એ જ કાળની બીજા પ્રદેશની વાત મારે આવરી લેવી પડે છે. આ રીતે એમાં ગૂંચવાડે ઊભો થવા પામે એ નિર્વિવાદ છે. પરંતુ ૧૯મી સદીના આ બધા બનાવો જુદા જુદા દેશમાં એક જ જમાનામાં અને લગભગ એક જ વખતે બન્યા હતા. તેમણે પરસ્પર એકબીજા ઉપર અસર પહોંચાડી હતી એ વસ્તુ તારે યાદ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. એટલા જ માટે માત્ર એક જ દેશના ઇતિહાસને અભ્યાસ અતિશય ભ્રામક નીવડે છે. ભૂતકાળને ઘડનાર અને તેને વર્તમાન કાળનું સ્વરૂપ આપનાર બનાવો અને બળના મહત્ત્વને સાચો ખ્યાલ માત્ર જગતને ઈતિહાસ જ આપણને આપી શકે. એવો ખ્યાલ આપનાર જગતને ઇતિહાસ તારી આગળ રજૂ કરવાને આ પત્રોનો દાવો નથી. એ મારા ગજા ઉપરવટનું કામ છે અને તને એ ખ્યાલ આપે એવાં પુસ્તકોનો તોટે નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન જગતના ઈતિહાસને વિષે તારે રસ જાગ્રત કરવા, એની કેટલીક બાજુઓ તને બતાવવા તથા છેક પ્રાચીન કાળથી આજ સુધીની કેટલીક માનવી પ્રવૃત્તિઓને તને સળંગસૂત્ર પરિચય કરાવવા પૂરત જ મેં આ પત્રોમાં પ્રયાસ કર્યો છે. એ કાર્યમાં હું કેટલે સફળ થઈશ તેની મને ખબર નથી. મને દહેશત રહે છે કે મારે આ પ્રયાસ સાચો નિર્ણય કરવામાં તને સહાયભૂત થવાને બદલે તારા મનને ગૂંચવાડામાં નાખી દે એ ખીચડે તારી આગળ રજૂ કરનાર પણ કદાચ નીવડે. યુરોપ એ ૧૯મી સદીનું પ્રેરક બળ હતું. ત્યાં આગળ રાષ્ટ્રવાદની આણ વર્તતી હતી, વળી ત્યાં ઉદ્યોગવાદને ફેલાવો પણ થયો અને દુનિયાના દૂર દૂરના ખૂણુ સુધી તેની અસર પહોંચી. ઘણી વાર તે એણે સામ્રાજ્યવાદનું સ્વરૂપ પણ ધારણ કર્યું. ૧૯મી સદીનું પહેલું ટૂંક અવલોકન કરતી વખતે આપણે એ જોઈ ગયા અને એ પછી હિંદુસ્તાન, બીજા પૂર્વના દેશે તથા ઈસ્ટ ઈન્ડિઝમાં સામ્રાજ્યવાદની અસર કંઈક વિગતે તપાસી. તેનું ઝીણવટપૂર્વક અવલોકન કરવાને આપણે ફરીથી યુરોપ જઈએ તે પહેલાં આપણે પશ્ચિમ એશિયાની ટૂંક મુલાકાત લઈએ એમ હું ઈચ્છું છું. લાંબા વખત સુધી મેં એ ભાગની અવગણના કરી છે. એનું મુખ્ય કારણ એ છે કે એ પ્રદેશના એ પછીના સમયના ઇતિહાસની મને ઝાઝી ખબર નથી. પશ્ચિમ એશિયા પૂર્વ એશિયાથી તેમ જ હિંદુસ્તાનથી સાવ નિરાળ છે. અલબત્ત, દૂરના ભૂતકાળમાં મધ્ય એશિયા અને પૂર્વ એશિયામાંથી અનેક જાતિઓ અને પ્રજાઓ એ પ્રદેશમાં આવી હતી અને ત્યાં ફરી વળી હતી. તુર્ક લેકે એ જ રીતે ત્યાં આવ્યા હતા, ખ્રિસ્તના જમાના પહેલાં બૌદ્ધ ધર્મ પણ છેક એશિયામાઈનર સુધી ફેલાયે હતું, પરંતુ તેણે ત્યાં આગળ ઊંડાં મૂળ ઘાલ્યાં હોય એમ જણાતું નથી. પશ્ચિમ એશિયાની નજર જમાનાઓ સુધી એશિયા કે પૂર્વના દેશે કરતાં યુરોપ તરફ જ વધારે રહી છે. એક રીતે તે એશિયાની યુરોપ તરફની બારી સમાન છે. એશિયાના જુદા જુદા ભાગોમાં ઇસ્લામને ફેલા થવા છતાયે એ પ્રદેશની પાશ્ચાત્ય દૃષ્ટિમાં કશો. ફેર ન પડ્યો. હિંદુસ્તાન, ચીન અને એમની પડોશના દેશોએ યુરોપ તરફ આ રીતે કદી નજર કરી નથી. એ દેશે તે એશિયાના વાતાવરણથી જ વ્યાપ્ત હતા. જાતિ, જીવનદૃષ્ટિ અને સંસ્કૃતિની બાબતમાં હિંદુસ્તાન અને ચીન વચ્ચે ભારે તફાવત છે. ચીન કદીયે ધર્મનું ગુલામ બન્યું નથી. તેમ જ ત્યાં આગળ કદીયે પુરે હિતશાહી પણ ઊભી થવા પામી નથી. હિંદુસ્તાન પિતાના ધર્મને માટે હંમેશાં ગૌરવ લેતું આવ્યું છે અને બુદ્ધે તેને એ ઓથારમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છતાંયે તેના સમાજમાં પુરોહિત વર્ગનું પ્રભુત્વ ચાલુ જ Page #136 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ખંડનું સંગમસ્થાન રહ્યું છે. હિંદુસ્તાન અને ચીન વચ્ચે બીજી પણ અનેક ભિન્નતાઓ છે અને છતાંયે હિંદુસ્તાન, પૂર્વ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે અજબ પ્રકારનું સામ્ય છે. બુદ્ધની કથાના તાંતણાએ તેમની વચ્ચે આ સામ્ય પેદા કર્યું છે. વળી એ તાંતણાએ આ બધી પ્રજાઓને એકત્ર કરી છે તથા તેમનાં કળા, સાહિત્ય, સંગીત અને કાવ્યોને સમાન પ્રેરણાથી તરબળ ક્ય છે. ઇસ્લામે હિંદમાં પશ્ચિમ એશિયાની સંસ્કૃતિને કંઈક અંશ દાખલ કર્યો. એ જુદી જ જાતની સંસ્કૃતિ હતી – જુદી જ જાતની જીવનદષ્ટિ હતી. પરંતુ પશ્ચિમ એશિયાની આ જીવનદૃષ્ટિ સીધેસીધી કે તેના અસલ સ્વરૂપે હિંદમાં ન આવી. આરબ લેકોએ જે હિંદ જીત્યું હેત તે આ બનવા પામત. પરંતુ એ તે ઘણું લાંબા સમય પછી અને તે પણ મધ્ય એશિયાની જાતિઓ દ્વારા હિંદમાં આવી. અને એ જાતિઓ એ જીવનદષ્ટિની શ્રેષ્ઠ પ્રતિનિધિ નહોતી જ. આમ છતાં ઇસ્લામે હિંદને પશ્ચિમ એશિયા સાથે સંપર્ક કરાવ્યું અને એ રીતે હિંદુસ્તાન આ બે મહાન સંસ્કૃતિઓનું મિલનસ્થાન બન્યું. ઇસ્લામ ચીનમાં પણ પહોંચ્યા અને સંખ્યાબંધ લેકેએ તેને અંગીકાર કર્યો, પરંતુ તેણે ચીનની પુરાણી સંસ્કૃતિને કદીયે પડકાર કર્યો નહિ. હિંદમાં એ જાતને પડકાર કરવામાં આવ્યું એનું કારણ એ છે કે ઇસ્લામ લાંબા વખત સુધી આ દેશના શાસક વર્ગનો ધર્મ રહ્યો. આમ હિંદની ભૂમિ ઉપર આ બે સંસ્કૃતિઓ સામસામી આવીને ઊભી. આ મુશ્કેલ સમસ્યાને ઉકેલ લાવવાને - અર્થે એ બંનેને સમન્વય ખેળવાને કરવામાં આવેલા અનેક પ્રયાસે વિષે હું તને આગળ લખી ચૂક્યો છું. આ પ્રયાસે ઘણે અંશે સફળ થયા હતા પરંતુ તેવામાં હિંદમાં બ્રિટિશોની જીતના સ્વરૂપે એના માર્ગમાં નવું જોખમ અને નવી બાધા આવી પડ્યાં. આજે તે એ બંને સંસ્કૃતિઓ પોતાનું પુરાણું રહસ્ય ખેઈ બેઠી છે. રાષ્ટ્રવાદ અને ઉદ્યોગીકરણે દુનિયાને પલટી નાખી છે અને નવી ઊભી થયેલી આર્થિક સ્થિતિ સાથે તેઓ જેટલા પ્રમાણમાં બંધ બેસતી થાય તેટલા જ પ્રમાણમાં પ્રાચીન સંસ્કૃતિઓ આજે ટકી શકે એમ છે. તેમનું ખાલી કવચ રહ્યું છે, તેમનું સાચું રહસ્ય લુપ્ત થઈ ગયું છે. ઈસ્લામના ઉગમસ્થાન ખુદ પશ્ચિમ એશિયામાં જ ભારે ફેરફાર થઈ રહ્યા છે. ચીન અને દૂર પૂર્વના દેશ હજી ચાલુ ઊથલપાથલની દશામાં જ છે. અને છે હિંદમાં શું બની રહ્યું છે, તે આપણે આપણી સગી આંખે જ જોઈ શકીએ છીએ. પશ્ચિમ એશિયા વિષે હું એટલા બધા વખત પછી લખું છું કે એના ઈતિહાસના વાણુતાણું પકડવાનું મારે માટે જરા મુશ્કેલ બની ગયું છે. બગદાદના મહાન સામ્રાજ્ય વિષે તથા સેલ જુક તુર્કીના ધસારા આગળ તે કેવી રીતે ભાંગી પડયું અને ચંગીઝખાનને મંગલેએ છેવટે તેને કેવી રીતે નાશ કર્યો વગેરે બાબતે વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. આ મંગલાએ ખારઝમના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૦: જગતના ઇતિહાસનું રેખાદર્શન સામ્રાજ્યને પણ અંત આણ્યો. એ સામ્રાજ્ય મધ્ય એશિયામાં પ્રસર્યું હતું અને ઈરાનને પણ તેમાં સમાવેશ થતું હતું. એ પછી તૈમુરલંગ આવ્યો. સંહાર અને લશ્કરી વિજયની ટૂંક કારકિર્દી પછી તેને પણ અંત આવ્યો. આમ છતાંયે પશ્ચિમ તરફ એક નવું સામ્રાજ્ય ઊભું થયું. તૈમુરે એ સામ્રાજ્યને હરાવ્યું છતાંયે તે ફેલાતું ગયું. આ ઉસ્માની તુર્કનું સામ્રાજ્ય હતું. આ ઉસ્માની તુએ ઈરાનની પૂર્વના એશિયા, મિસર તથા દક્ષિણ-પૂર્વ યુરેપના ઘણાખરા ભાગને કબજે લીધે. અનેક પેઢીઓ સુધી તેઓ યુરોપને ધમકીરૂપ બની રહ્યા. અને તે જ અરસામાં મધ્યયુગના જમાનામાંથી બહાર આવતા યુરોપના ધાર્મિક અને વહેમી લોકોને તેઓ પાપીઓને શિક્ષા કરવાને અર્થે ઈશ્વરપ્રેરિત શાપસમાન લાગ્યા. ઉસ્માની તુર્કીના અમલ દરમ્યાન પશ્ચિમ એશિયા ઈતિહાસમાંથી લગભગ લુપ્ત થાય છે. દુનિયાના જીવનના મુખ્ય પ્રવાહમાંથી અલગ પડી ગયેલી ખાડી સમાન તે બની જાય છે. અનેક સદીઓ સુધી, કહો. હજારે વરસ સુધી, તે યુરોપ અને એશિયા વચ્ચે રાજમાર્ગ હતો. અને એક ખંડમાંથી બીજા ખંડમાં માલ લઈ જતી અસંખ્ય વણજારે તેનાં નગરે અને રણોમાં થઈને પસાર થઈ છે. પરંતુ તુ વેપારને ઉત્તેજન આપતા નહતા. અને તેઓ વેપારને ઉત્તેજન આપતા હેત તેયે નવી ઊભી થયેલી પરિસ્થિતિ આગળ તેઓ લાચાર હતા. આ નવી પરિસ્થિતિ તે એશિયા અને યુરોપ વચ્ચે દરિયાઈ માર્ગોને થયેલે વિકાસ. હવે સમુદ્ર નો રાજમાર્ગ બન્યા અને વહાણે રણના ઊંટનું સ્થાન લીધું. આ ફેરફારને કારણે પશ્ચિમ એશિયાએ દુનિયામાંથી પોતાનું ઘણુંખરું મહત્ત્વ ગુમાવ્યું. એનું જીવન દુનિયાથી અળગું થઈ ગયું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સુએઝની નહેર ખૂલવાથી દરિયાઈ માર્ગોનું મહત્ત્વ વળી વધવા પામ્યું. એ નહેર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેને સૌથી મોટો રાજમાર્ગ બની ગઈ અને તેણે એ બંને દુનિયાને એકબીજીની સમીપ આણ. અને આજે ૨૧મી સદીમાં આપણી આંખ સમક્ષ બીજે ફેરફાર થઈ રહ્યો છે. જમીન અને દરિયાની પુરાણી હરીફાઈમાં જમીન વળી પાછી છતવા લાગી છે અને સમુદ્રને બદલે દુનિયાના પ્રધાન રાજમાર્ગનું સ્થાન લઈ , રહી છે. મોટરના આગમને આ ફેરફાર કર્યો અને એરોપ્લેને એમાં ઘણો મોટે ઉમેરે કર્યો. લાંબા વખત સુધી તજવામાં આવેલા પુરાણા વેપારી રાજમાર્ગો ફરીથી વાહનવ્યવહારથી ગાજવા લાગ્યા છે. પરંતુ ધીમે ધીમે સુખચેનથી માર્ગ કાપતા ઊંટને બદલે રણમાં થઈને મેટ ઝપાટાબંધ પસાર થાય છે અને આકાશમાર્ગે એરપ્લેને ઊડે છે. ઉસ્માની સામ્રાજ્ય એશિયા, યુરોપ અને આફ્રિકા એ ત્રણ ખંડને જમા હતા. પરંતુ ૧૯મી સદી પહેલાં ઘણા સમયથી તે નબળું પડી ગયું હતું Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮૦૫ સિંહાવલોકન અને ૧૯મી સદીમાં તે તેના ભાંગીને ભૂકા થઈ ગયા. “ઈશ્વર પ્રેરિત શાપ'ને બદલે તે “યુરોપને બીમાર પુરુષ” બની ગયું. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધે એને અંત આણ્યો અને એની ભસ્મમાંથી સ્વાશ્રયી, બળવાન અને પ્રગતિશીલ નવું તુર્કી તથા બીજાં કેટલાંક નવાં રાજ્ય જમ્યાં. . હું આગળ કહી ગયો કે પશ્ચિમ એશિયા એ યુરોપ તરફની બારી છે. એની ફરતે ભુમધ્ય સમુદ્ર આવેલું છે. એ સમુદ્ર એશિયા, યુરોપ અને આફ્રિકાને જુદા પાડ્યા છે તથા એકબીજા સાથે સાંકળ્યા છે. આ જોડનાર કડી ભૂતકાળમાં બહુ જ મજબૂત હતી અને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર આવેલા દેશ વચ્ચે ઘણું સમાનતાઓ હતી. યુરોપની સંસ્કૃતિને આરંભ ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં જ થાય છે. આ ત્રણ ખંડોને સ્પર્શતા સમુદ્રના ટાપુઓમાં પ્રાચીન ગ્રીસ અથવા હેલાઝની અનેક વસાહત હતી; રેમન સામ્રાજ્ય એની આસપાસના પ્રદેશમાં પ્રસયું હતું; આરંભકાળમાં ખ્રિસ્તી ધર્મને પણ ભૂમધ્ય સમુદ્રની આસપાસના મુલકમાં સ્થાન મળ્યું; એને જ પૂર્વ કિનારેથી અરબ પિતાની સંસ્કૃતિ સિસિલી તેમ જ આફ્રિકાના છેક દક્ષિણ કિનારાથી માંડીને પશ્ચિમે સ્પેન સુધી લઈ ગયા અને ત્યાં આગળ તેઓ ૭૦૦ વરસ સુધી રહ્યા. આ રીતે ભૂમધ્ય સમુદ્રને કાંઠે આવેલા એશિયાના દેશોને દક્ષિણ યુરોપ તથા ઉત્તર આફ્રિકા સાથે કેટલે બધે નિકટને સંબંધ છે એ આપણે જોઈ શકીએ છીએ. પશ્ચિમ એશિયા આ રીતે ભૂતકાળમાં એશિયા અને બાકીના બે ખંડેર વચ્ચેની ચોકકસ કડીરૂપ બની રહે છે. આપણે જે એ શોધવા માગીએ તે દુનિયામાં સર્વત્ર આવી એકબીજાને સાંધનાર કડીઓ સહેલાઈથી જડે એમ છે. રાષ્ટ્રવાદની સંકુચિત દૃષ્ટિએ, સમગ્ર દુનિયાની એકતા અને જુદા જુદા દેશનાં સમાન હિતે વિષે વિચાર કરવા કરતાં દરેક દેશ વિષે અલગ અલગ વિચાર કરવાને આપણને ઘણું વધારે પ્રમાણમાં પ્રેય છે. ૧૨૩. સિંહાવલોકન ૧૯ જાન્યુઆરી, ૧૯૩૩ તાજેતરમાં મેં બે પુસ્તકો વાંચ્યાં તેથી મને ભારે આનંદ થશે. મારા એ આનંદમાં તને પણ ભાગીદાર કરવાની મારી ઇચ્છા છે. એ બંને પુસ્તકે રેને ચૂસેટ નામના એક ઇંચ લેખકનાં લખેલાં છે. તે પેરિસના ચુમે સંગ્રહસ્થાનને નિયામક છે. પૂર્વની અને ખાસ કરીને બૌદ્ધ કળાનું એ આનંદદાયક સંગ્રહસ્થાન જોવા તું કદી ગઈ છે? મારી જોડે તું એ સંગ્રહસ્થાન જેવા આવી હોય એવું મને યાદ નથી. મેં. ગ્રુસેટે ચાર પુસ્તકમાં પૂર્વની એટલે કે ક-૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એશિયાની સંસ્કૃતિઓનું અવલોકન કર્યું છે. તેમણે હિંદુસ્તાન, મધ્યપૂર્વ (એટલે કે પશ્ચિમ એશિયા,) તથા ઈરાન, ચીન અને જાપાનની સંસ્કૃતિઓનું અલગ અલગ પુસ્તકમાં વિવરણ કર્યું છે. કળામાં એમને રસ હોવાથી કળાવિષયક ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓના વિકાસના દષ્ટિબિંદુથી તેમણે એ વિષયનું નિરૂપણ કર્યું છે. તથા તેમણે પોતાના પુસ્તકોમાં સંખ્યાબંધ સુંદર ચિત્રે પણ આપ્યાં છે. વિગ્રહે, યુદ્ધો તથા રાજાઓના કાવાદાવા વિષે જાણીને તે દ્વારા ઈતિહાસ ભણવા કરતાં ઇતિહાસ ભણવાની આ વધારે સારી અને રસપ્રદ રીત છે. હજી મેં. ઍસેટનાં માત્ર બે જ પુસ્તક વાંચ્યાં છે અને એથી મને ભારે આનંદ થયે છે. એમાંનું એક પુસ્તક હિંદ વિષે અને બીજું મધ્યપૂર્વ વિષે છે. રમણીય ઇમારતે, ઉમદા મૂર્તિઓ, આપણને મુગ્ધ કરી મૂકે એવાં ભીંતચિત્રો તથા ચિત્રકામના ઇતર નમૂનાઓ મને દેરાદૂન જેલમાંથી ઉપાડીને દૂર દૂરના દેશોમાં તથા અતિ પ્રાચીન કાળમાં લઈ ગયાં. ઘણુ વખત ઉપર મેં તને હિંદના વાયવ્ય ભાગમાં સિંધુ નદીની ખીણમાં આવેલાં મોહન-જો-દડ તથા હડપ્પા આગળના પાંચ હજાર વર્ષ પૂર્વેની હિંદની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો વિષે લખ્યું હતું. જે સમયે મેહન-જોદડામાં લેકે રહેતા, કામ કરતા તથા રમતગમત કરતા હતા તે પ્રાચીન કાળમાં સંસ્કૃતિનાં બીજાં પણ અનેક કેન્દ્રો હતાં. પરંતુ એ વિષેની આપણી માહિતી જૂજ છે. એશિયા અને મિસરના જુદા જુદા ભાગોમાં જે અવશેષો ખોદી કાઢવામાં આવ્યા છે તેટલા પૂરતી જ આપણી એ વિષેની માહિતી મર્યાદિત છે. આપણે વધારે ખંતથી અને બહોળા વિસ્તારમાં ખોદકામ કરીએ તે સંભવ છે કે આવા ઘણું અવશેષે આપણને મળી આવે. પરંતુ એ કાળની મિસરની નાઈલની ખીણની, ખાડ્યિાની (જ્યાં આગળ એલામનું રાજ્ય હતું અને જેનું પાટનગર સૂસા હતું), પૂર્વ ઈરાનમાં પરસે પોલીસની, મધ્ય એશિયામાં તુર્કસ્તાનની અને ચીનમાં હેઆંગણે અથવા પીળી નદીની ખીણની ઉત્કૃષ્ટ સંસ્કૃતિ વિષે આપણને માહિતી છે જ. એ તાંબાની ધાતુના વપરાશના આરંભનો યુગ હતો અને પાષાણયુગ હવે પૂરે થવા આવ્યું હતું. મિસરથી ચીન સુધીના આ બહોળા વિસ્તારમાં સંસ્કૃતિનો વિકાસ લગભગ સમાન કક્ષાએ પહોંચેલે માલૂમ પડે છે. એશિયાના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરેલી સમાન સંસ્કૃતિના થોડાઘણા પુરાવાઓ મળી આવે છે એ ખરેખર આશ્ચર્યકારક છે. એ વસ્તુ બતાવે છે કે, સંસ્કૃતિનાં જુદાં જુદાં કેન્દ્રો અલગ કે એકબીજાથી અળગાં નહોતાં પરંતુ એ બધાને એકબીજા સાથે સંપર્ક હતું. તે વખતે ખેતીની કળા ખીલી હતી, પાળેલાં જાનવરો રાખવામાં આવતાં હતાં તથા ડેઘણે વેપાર પણ ચાલતું હતું. લખવાની કળા પણ શરૂ થઈ ચૂકી હતી, પરંતુ એ પ્રાચીન ચિત્રલિપિ હજી Page #140 -------------------------------------------------------------------------- ________________ સિંહાવલોકન સુધી ઉકેલી શકાઈ નથી. એકબીજાથી બહુ જ દૂર આવેલા પ્રદેશમાં એક સરખાં ઓજાર મળી આવે છે તથા કળાના નમૂનાઓમાં પણ અદ્વિતીય સામ્ય નજરે પડે છે. ચિતરામણવાળાં માટીનાં વાસણો તથા અનેક પ્રકારના શણગાર તથા આકૃતિઓવાળા મનેહર કળશે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. આવા પ્રકારનાં માટીનાં વાસણો એટલાં બધાં મળી આવે છે કે, એ આખા યુગને ચિતરામણવાળા માટી કામની સંસ્કૃતિને યુગ કહેવામાં આવે છે. એ યુગમાં લેનારૂપાનું ઝવેરાત હતું, ચિનાઈ માટી અને આરસનાં વાસણે હતાં તેમ જ સુતરાઉ કાપડ પણ હતું. મિસરથી સિંધુની ખીણ અને સિંધુની ખીણથી ચીન સુધીના પ્રાચીન સંસ્કૃતિના આ પ્રત્યેક કેન્દ્રમાં પિતતાનું કંઈક વિશિષ્ટ તત્વ હતું તથા સ્વતંત્રપણે તેમણે પિતાની પ્રગતિ કરી હતી. પરંતુ એમ છતાંયે એ બધાંમાં અમુક પ્રકારની સમાનતા અને સંસ્કૃતિની સળંગસૂત્રતા માલુમ પડી આવે છે. લગભગ ૫૦૦૦ વરસો પૂર્વે આવું હતું. પરંતુ એ સંસ્કૃતિઓ પ્રમાણમાં આગળ વધેલી સંસ્કૃતિઓ હતી એ સ્પષ્ટ છે અને હજારે વરસના વિકાસને પરિણામે તે એ કક્ષાએ પહોંચી હશે. નાઈલની ખીણ અને ખન્ડિયામાં એથી બે હજાર વરસ પહેલાંના સમયે પણ આપણે સંસ્કૃતિની નિશાનીઓ શોધી શકીએ છીએ અને સંસ્કૃતિનાં બીજાં કેન્દ્રો પણ ઘણું કરીને એટલાં જ પ્રાચીન છે. ઈ. સ. પૂ. ૩૦૦૦ વરસ પહેલાંની મેહનજો-દડે–કાળની, પ્રારંભિક તામયુગની આ સમાન અને બહાળા વિસ્તારમાં ફેલાયેલી સંસ્કૃતિમાંથી પૂર્વની જુદી જુદી ચાર મહાન સંસ્કૃતિઓ ઉભવે છે, એકબીજાથી જુદી પડે છે અને અલગ અલગ સ્વતંત્રપણે વિકસે છે. એ ચાર તે મિસરની, મેસેમિયાની, હિંદુસ્તાનની અને ચીનની સંસ્કૃતિઓ. મિસરના ભવ્ય પિરામિડ તથા ગીઝા આગળનું નરસિંહ સ્વરૂપનું મહાન ર્ફિકેસ આ પાછળના કાળમાં બાંધવામાં આવ્યાં. એ પછી મિસરમાં થીબન-યુગ આવ્યું. એ પછી ઈ. સ. પૂ. ૨૦૦૦ના અરસામાં ત્યાં આગળ થીબન સામ્રાજ્ય ફાલ્યુંફૂલ્યું અને એ કાળમાં ત્યાં અદ્ભુત મૂર્તિઓ તથા ભીંતચિત્ર નિર્માણ થયાં. કળાની પુનાગ્રતિને આ મહાન યુગ હતે. લક્ષર આગળ આવેલાં જબરદસ્ત મંદિરે એ અરસામાં બંધાયાં હતાં. તુતખામન એક થીબન ફેરે અથવા સમ્રાટ હતે. એનું નામ તે હરકેઈ જાણે છે પરંતુ એ ઉપરાંત એને વિષે બીજું કશું તેઓ જાણતાં નથી. ખાછિયામાં સુમેર અને અક્કડ એમ બે સ્થળે બળવાન અને સુસંગઠિત રાજે ઊભાં થયાં, ખાઠિયાનું મશહૂર નગર ઉર, મોહનજો-દડોના જ કાળમાં કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ નિર્માણ કરી રહ્યું હતું. લગભગ ૭૦૦ વરસના આધિપત્ય પછી ઉરને ઉથલાવી પાડવામાં આવ્યું. સીરિયામાંથી આવનાર સેમેટિક જાતિના (એટલે કે આરબે અને યહૂદીઓની જાતિના) બેબિલોનિયન લેકે નવા Page #141 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન - શાસક બન્યા. હવે બેબિલેન શહેર આ નવા સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું. બાઈબલમાં એ શહેરને અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાળમાં સાહિત્ય સજીવન થયું; મહાકાવ્ય લખાયાં અને ગવાવા લાગ્યાં. સૃષ્ટિને આરંભ તથા ભીષણ જલપ્રલય વર્ણવતાં આ મહાકાવ્યની કથાઓ ઉપરથી બાઈબલનાં શરૂઆતનાં પ્રકરણો લખાયાં હોવાનું મનાય છે. પછી બૅબિલેન પણ પડયું અને ઘણી સદીઓ પછી (ઈ. સ. પૂ. ૧૦૦૦ના અરસામાં) ઍસીરિયન લેકે આગળ આવ્યા. અને તેમણે પિતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. નિનેવા એનું પાટનગર હતું. એ બહુ વિચિત્ર પ્રકારના લેકે હતા. તેઓ અતિશય ક્રર અને પાશવ હતા. તેમનું સમગ્ર રાજતંત્ર ત્રાસ ઉપર રચાયેલું હતું અને ભારે કતલ તથા સંહાર દ્વારા તેમણે મધ્યપૂર્વના આખા પ્રદેશમાં મહાન સામ્રાજ્ય સ્થાપ્યું. એ લેકે તે કાળના સામ્રાજ્યવાદીઓ હતા. આમ છતાંયે કેટલીક બાબતોમાં તેઓ ભારે સંસ્કારી હતા. નિનેવામાં એક જબરદસ્ત પુસ્તકાલય ઊભું કરવામાં આવ્યું હતું. તે વખતે જાણીતા જ્ઞાનના બધા વિષયનાં પુસ્તકને તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પુસ્તકાલયનાં પુસ્તકે કાગળનાં નહોતાં એ મારે તને કહેવાની ભાગ્યે જ જરૂર હેય. વળી એ પુસ્તકે આજનાં પુસ્તકેના જેવાં પણ નહોતાં. તે સમયનાં પુસ્તક પથ્થર કે માટીની તકતીઓ ઉપર લખવામાં આવતાં. નિનેવાના આ પ્રાચીન પુસ્તકાલયની એવી હજારે તકતીઓ આજે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. કેટલીક તકતીઓ તે ખરેખર કમકમાટી ઉપજાવે એવી છે; સમ્રાટે દુશ્મન તરફ કેવી ક્રૂરતા આદરી તથા એમ કરીને તેણે કે આનંદ લૂંટયો એનું તાદશ વર્ણન એવી કેટલીક તકતીઓમાં આપવામાં આવ્યું છે. આ હિંદમાં મેહનજો-દડેના કાળ પછી આવ્યા. તેમના આરંભના કાળના કશા અવશેષો કે મૂર્તિઓ હજી સુધી મળી આવ્યાં નથી. એમનું મોટામાં મોટું સ્મારક વેદ વગેરે તેમના ગ્રંથે છે. એમાંથી આપણને હિંદનાં મેદાનમાં આવનારા આ હોંશીલા સૈનિકોના માનસને કંઈક પરિચય મળે છે. એ ગ્રંથ પ્રકૃતિસૌંદર્યનાં પ્રબળ કાવ્યથી ભરેલા છે. ખુદ એમના દેવે પણ પ્રકૃતિના દે છે. જ્યારે કળા ખીલી ત્યારે પ્રકૃતિના આ પ્રેમે ભારે ફાળે આપે એ સ્વાભાવિક છે. ભોપાલની પાસે આવેલા સાંચીના દરવાજા, શોધી કાઢવામાં આવેલા એ કાળના અવશેષોમાં સૌથી પ્રાચીન છે. એ દરવાજાઓ બુયુગના આરંભકાળના છે અને ફૂલ, પાંદડાં તથા પ્રાણીઓનું એના ઉપરનું મનહર કોતરકામ એ ઘડનાર કલાકારોની પ્રકૃતિ વિષેની સમજ તથા તેમના પ્રકૃતિપ્રેમની આપણને પિછાન કરાવે છે. અને પછી વાયવ્ય તરફથી અહીં ગ્રીક અસર આવી. તને યાદ હશે કે સિકંદર પછી ગ્રીક લોકોનું સામ્રાજ્ય છેક હિંદની સરહદ સુધી આવી પહોંચ્યું Page #142 -------------------------------------------------------------------------- ________________ - સિંહાવલેકન હતું. થોડા સમય પછી હિંદની સરહદ ઉપર કુશાન સામ્રાજ્ય ઊભું થયું. એના ઉપર પણ ગ્રીક અસર પડી હતી. બુદ્ધ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે પિતાને દેવ ગણાવ્યા નહિ કે પિતાની પૂજા કરવાનું પણ જણાવ્યું નહિ. પુરોહિતશાહીને કારણે સમાજમાં દાખલ થયેલાં અનિષ્ટોને તે દૂર કરવા ચહાતા હતા. તેઓ પતિત તથા દુખિયાઓના ઉદ્ધારને માટે પ્રયાસ કરનાર સુધારક હતા. ઋષિપત્તન કે સારનાથ આગળના તેમના પહેલવહેલા ઉપદેશમાં તેમણે જણાવ્યું હતું કે, “હું અજ્ઞાનમાં ડૂબેલાઓને જ્ઞાનથી તૃપ્ત કરવાને આવ્યો છું... જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય પ્રાણીઓના હિતને અર્થે પિતાની જાતનું સમર્પણ કરતું નથી તથા ત્યજાયેલાઓને સાંત્વન આપતો નથી ત્યાં સુધી તે પૂર્ણ બનતે નથી.... મારે સિદ્ધાંત કરુણાને સિદ્ધાંત છે. એથી જ દુનિયાના સુખી લોકોને તે આકરો લાગે છે. નિર્વાણને માર્ગ સૌને માટે ખુલ્લે થયે છે. ચંડાળને માટે મેક્ષનાં દ્વાર બંધ કરનાર બ્રાહ્મણ પણ તેની પેઠે માતાના ગર્ભમાંથી જ પેદા થયો છે. હાથી જેમ ઘાસનાં ઝૂંપડાંને ઉખેડી નાખે છે તેમ તમે પણ તમારા અંતરમાં રહેલા વિકારોને નાશ કરે. પાપોથી બચવાને “આર્ય સત્ય” એ એક માત્ર ઉપાય છે.” આ પ્રમાણે બુદ્દે સદાચાર અને સાચા જીવનને માર્ગ બતાવ્યો. પરંતુ ગુરુના ઉપદેશનું રહસ્ય ન સમજનારા બેવકૂફ શિષ્યની બાબતમાં હમેશ બને છે તેમ બુદ્ધના મોટા ભાગના શિષ્ય તેમણે સૂચવેલા આચારના બાહ્ય નિયમોનું જ પાલન કરવા લાગ્યા અને તેનું રહસ્ય તેઓ સમજ્યા નહિ. તેમના ઉપદેશનું પાલન કરવાને બદલે તેમણે તેમની પૂજા કરવા માંડી, પરંતુ હજી બુદ્ધની મૂર્તિઓ કે પ્રતિમાઓ બનવા પામી નહોતી. પછી ગ્રીસ અને જ્યાં આગળ ગ્રીક સંસ્કૃતિ પ્રસરી હતી તે દેશના વિચાર આવ્યા. એ દેશોમાં દેવોની મનોહર મૂર્તિઓ બનાવવામાં આવતી અને તેની પૂજા કરવામાં આવતી હતી. હિંદની વાયવ્યમાં આવેલા કંદહારમાં આ અસર સૌથી વધારે થઈ અને ત્યાં આગળના મૂર્તિવિધાનમાં શિશુ બુદ્ધનો ઉદય થયો. તેમના આલાદક અને શિશુ દેવ કામદેવના જે અથવા ભાવિમાં થનાર શિશુ ખ્રિસ્ત જે તે હતો. બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજાને આ રીતે આરંભ થયો અને પ્રત્યેક બૌદ્ધ મંદિરમાં બુદ્ધની મૂર્તિની સ્થાપના થવા સુધી એને ફેલાવે થયો. હિંદી કળા ઉપર ઈરાનની કળાની પણ અસર થવા પામી. બૌદ્ધ ધર્મની જાતકકથાઓ અને હિંદુ ધર્મની વૈવિધપૂર્ણ પુરાણકથાઓએ હિંદના કળાકારોને અખૂટ વસ્તુ પૂરું પાડ્યું છે અને આંધ્રદેશમાં અમરાવતીમાં, મુંબઈ પાસે એલીફંટાની ગુફાઓમાં, અજંટા અને ઈલેરામાં તથા બીજા અનેક સ્થળોએ આ પ્રાચીન જાતકકથાઓ અને પુરાણુથાઓ પથ્થર અને ચિત્રમાં અંકિત થયેલી તને જોવા મળશે. આ બધાં સ્થાને અદ્દભુત અને મુલાકાત લેવા જેવાં Page #143 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન છે અને શાળામાં ભણતાં બધાં જ બાળકે કંઈ નહિ તે આમાંની કેટલીક જગ્યાએ જઈ શકે એમ હું ઈચ્છું છું. હિંદની આ કથાઓ સમુદ્ર ઓળંગીને બહ૬ ભારતમાં પણ પહોંચી, જાવામાં બરાબુદુર આગળ બુદ્ધની સમગ્ર કથા અદ્ભુત ભીંતચિત્રમાં ચીતરવામાં આવેલી છે. અંગઝેરનાં ખંડિયેરમાં આજે પણ કેટલીક મનહર મૂર્તિઓ મેજૂદ છે. એ મૂર્તિઓ ૮૦૦ વરસ પહેલાંના એ શહેરની–જ્યારે તે પૂર્વ એશિયામાં “ભવ્ય અંગકેર” તરીકે મશહૂર હતું – આપણને યાદ આપે છે એ મૂર્તિઓની મુખાકૃતિઓ વિનમ્ર અને જીવંત છે અને તેમના ઉપર અણુછતું મંદ સ્મિત તરવરી રહ્યું છે. અને તે “અંગરના રિમત'ના નામથી ઓળખાય છે. એ મૂર્તિની મુખાકૃતિઓ ભિન્ન જાતિની હેવાને કારણે સ્વરૂપમાં બદલાય છે ખરી પણ તેના ઉપરનું સ્મિત તે તેવું ને તેવું જ કાયમ રહે છે અને તે કદીયે એકસૂરું કે નીરસ બનતું નથી. કળા એ તે તે કાળના જીવન અને સંસ્કૃતિને યથાર્થ પરિચય આપનાર દર્પણ છે. જ્યારે હિંદી સંસ્કૃતિ ચેતનથી ઊભરાતી હતી ત્યારે તેણે સૌંદર્યની વસ્તુઓ નિર્માણ કરી અને કળાની ઉન્નતિ થઈ તથા દૂર દૂરના દેશમાં એના પડઘા પડ્યા. પરંતુ તું જાણે છે કે સ્થગિતતા અને સડે તેમાં દાખલ થયાં અને દેશમાં ભાગલા પડતા ગયા તેની સાથે કળાની પણ અવનતિ થઈ. તેણે પિતાનું જેમ ગુમાવ્યું અને તે નિપ્રાણ બની ગઈ, વિગતોની ઝીણવટ તેના ઉપર વધારે પડતી લાદવામાં આવી અને પરિણામે કેટલીક વાર તે સાવ કઢંગી બની જતી. મુસલમાનોના આગમને તેનામાં નવું ચેતન રેડયું, એમાં નવી અસર દાખલ થવા પામી અને તેણે હિંદી કળાના અવનત નમૂનાઓને તેની વધારે પડતી સજાવટમાંથી મુક્ત કર્યા. એની પાછળીને પુરાણે હિંદી આદર્શ તે કાયમ જ રહ્યો પરંતુ એને અરબસ્તાન તથા ઈરાનના સાદા અને લાલિત્યપૂર્ણ વાઘાથી વિભૂષિત કરવામાં આવી. ભૂતકાળમાં હિંદમાંથી હજારો સિદ્ધહસ્ત શિલ્પીઓ મધ્ય એશિયામાં ગયા હતા. પરંતુ હવે શિલ્પીઓ તથા ચિત્રકાર પશ્ચિમ એશિયામાંથી હિંદમાં આવવા લાગ્યા. ઈરાન તથા મધ્ય એશિયામાં કળાની પુનર્જાગ્રતિ થવા પામી હતી. કેન્સ્ટાન્ટિનોપલમાં મહાન શિલ્પીઓ પ્રચંડ ઇમારતે ચણ રહ્યા હતા. એ ઈટાલીની પુનર્જાગ્રતિને પણ પ્રારંભકાળ હતા. એ સમયે ત્યાંના પ્રતિભાશાળી કલાકારોએ મનરમ્ય ચિત્ર તથા મૂતિઓ નિર્માણ કર્યો. સિયાન તે સમયને મશહૂર તુર્ક શિલ્પી હતી અને બાબરે તેના માનીતા શિષ્યને હિંદમાં બેલા હતે. ઈરાનમાં બીઝાદ નામનો મહાન ચિત્રકાર હતે. અકબરે તેના ઘણું શિષ્યને અહીં બેલાવ્યા અને પિતાના દરબારના ચિત્રકાર તરીકે તેમની નિમણૂક કરી. શિલ્પ અને ચિત્રકળામાં ઈરાનની Page #144 -------------------------------------------------------------------------- ________________ ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે અસરનું પ્રભુત્વ વધવા પામ્યું. મારા આગળના એક પત્રમાં મેાગલકાળની ભારતીય મુસ્લિમ કળાની કેટલીક મહાન ઇમારા વિષે મે તને કહ્યું હતું. એમાંની ઘણીખરી ઇમારતા તે જોઈ છે. આ ભારતીય--ઈરાની કળા તાજમહાલમાં પરાકાષ્ઠાએ પહોંચી છે. એને નિર્માણ કરવામાં મેાટા મોટા અનેક કળાકારોએ પોતાના ફાળા આપ્યા હતા. એમ કહેવાય છે કે, ઉસ્તાદ ઈસા નામને તુ કે ઈરાની તેને પ્રધાન શિલ્પી હતા. અને હિંદી શિલ્પીઓએ તેને મદદ કરી હતી. કેટલાક યુરેાપિયન અને ખાસ કરીને ઇટાલિયન કલાકારોએ અંદરના ભાગને શણગારવાનું કામ કર્યું હતું એમ કહેવાય છે. આટલા બધા ભિન્ન ભિન્ન સિદ્ધહસ્ત કારીગરોએ એમાં કામ કર્યું હોવા છતાં આપણને કઠે એવું કાઈ પણ વિસંવાદી તત્ત્વ એમાં નથી. બધી ભિન્ન ભિન્ન અસરાના સુમેળ સાધીને એમાં અદ્ભુત સુસંવાદિતતા નિર્માણ કરવામાં આવી છે. તાજમહાલ નિર્માણ કરવામાં ઘણા લેકેએ ફાળા આપ્યા પરંતુ હિંદી અને ઈરાની એ એ જ અસર એમાં પ્રાધાન્ય ભાગવે છે, અને તેથી જ માં. બ્રુસેટ એને વિષે કહે છે કે, ભારતના દેહમાં ઈરાનના આત્માએ જન્મ લીધેા છે.'' 26 ૧૨૪. ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે ૧૧ ૨૦ જાન્યુઆરી, ૧૯૩૩ હિંદમાં આવીને જે દેશના આત્માએ તાજમહાલના રૂપમાં પેાતાને યાગ્ય દેહ પ્રાપ્ત કર્યાં હતા એમ કહેવામાં આવે છે તે ઈરાનમાં હવે આપણે જઈ એ. ઈરાનની કળા અદ્વિતીય પરંપરા ધરાવે છે. એ પરંપરા ૨૦૦૦ વરસ સુધી એટલે કે એસીરિયન લેાકેાના કાળથી આજ સુધી ટકી રહી છે. ત્યાં આગળ રાજ્યતંત્રમાં પલટા થયા, રાજવંશો બદલાયા અને ધર્મમાં પણ ફેરફાર થયા છે; એ દેશ ઉપર વિદેશી સત્તાએ શાસન કર્યું છે તેમ જ દેશના રાજાઓએ પણ રાજ્ય કર્યું છે; ત્યાં આગળ પ્રસ્લામનું આગમન થયું અને તેણે ઘણી વસ્તુઓમાં ક્રાંતિ કરી નાખી, પરંતુ આ બધા ફેરફાર થવા છતાંયે ઈરાનની કળાની આ પરંપરા ટકી રહેવા પામી છે. બેશક, કાળાંતરે એમાં ફેરફાર થવા પામ્યા છે અને એને વિકાસ પણ થયા છે. આ ટકાઉપણું ઈરાનની કળાના ઈરાનની ભૂમિ તથા તેના સૃષ્ટિસૌ સાથેના સબંધને આભારી છે એમ કહેવાય છે. - આગલા પત્રમાં નિનેવાના એસીરિયન સામ્રાજ્ય વિષે મેં તને વાત કરી હતી. એમાં ઈરાનના પણ સમાવેશ થતા હતો. ઈશુ પૂર્વે ૫૦૦ કે ૬૦૦ વરસ ઉપર ઈરાનીઓએ — તે આય જાતિના હતા ~~ • નિનેવા કબજે કર્યું - Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને એસીરિયાના સામ્રાજ્યને અંત આણ્યો. આ ઈરાની આર્યોએ સિંધુ નદીના કિનારાથી ઠેઠ મિસર સુધી વિસ્તરેલું સામ્રાજ્ય ઊભું કર્યું. પુરાણકાળની દુનિયા ઉપર તેમણે પ્રભુત્વ જમાવ્યું હતું અને ગ્રીક હેવાલમાં તેના રાજકર્તાને વારંવાર “મહારાજા” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સાયરસ, દરાયસ, ઝર્સીસ ઈત્યાદિ આ “મહારાજાઓમાંના કેટલાકનાં નામો છે. દરાયસ તથા ઝસસે ગ્રીસ જીતી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિણામે તેમની હાર થઈ હતી એ તને યાદ હશે. એ રાજવંશ આખાયમેની રાજવંશ તરીકે ઓળખાય છે. મહાન સિકંદરે તેને અંત આણ્યો ત્યાં સુધી એટલે કે ૨૨૦ વરસે સુધી એ રાજવંશે આ વિશાળ સામ્રાજ્ય ઉપર શાસન કર્યું. એસીરિયનો અને બેબિલેનના લેકેના અમલ પછી ઈરાનીઓને અમલ પ્રજાને માટે ભારે રાહત સમાન નીવડ્યો હશે. તેઓ સુધરેલા અને સહિષ્ણુ હાકેમે હતા. અને જુદા જુદા ધર્મો તથા સંસ્કૃતિઓની ખિલવણીને તેમણે અવકાશ આપે. આ પ્રચંડ સામ્રાજ્યને રાજવહીવટ સારો હતો તથા તેના જુદા જુદા ભાગોમાં અવરજવરના વ્યવહારની અનુકૂળતાને માટે ઠેર ઠેર સારા રસ્તાઓ પણ હતા. આ ઈરાનીએ હિંદમાં આવેલા આ સાથે નિકટના સંબંધથી સંકળાયેલા હતા. તેમના જ રસ્તી ધર્મને આરંભકાળને વેદ ધર્મ સાથે નિકટને સંબંધ હતા. આર્યોના અસલ નિવાસસ્થાનમાં – પછી તે ગમે ત્યાં – એ બંનેનું ઉગમસ્થાન એક જ હોવું જોઈએ. આખાયમેનીદવંશી રાજાઓને મોટી મોટી ઈમારતે બંધાવવાને શેખ હતું. તેમના પાટનગર પરસેપેલીસમાં તેમણે મોટા મોટા મહેલે બંધાવ્યા– તેમણે મંદિર બંધાવ્યાં નથી – હતા. એ મહેલમાં અનેક થાંભલાઓ ઉપર ટેકવાયેલા વિશાળ ઓરડાઓ હતા. કેટલાંક ખંડિયેરે આ જબરદસ્ત ઇમારતને આજે પણ આપણને ખ્યાલ આપે છે. આ ખાયમેનદ સમયની કળાએ મૌર્ય. કાળની (અશક ઇત્યાદિના સમયની) કળા સાથે સંપર્ક રાખ્યું હોય તથા તેના ઉપર પિતાની અસર પાડી હોય એમ લાગે છે. સિકંદરે “મહારાજા' દરાયસને હરાવ્યું અને આખાયમેનીદ વંશને અંત આણ્યું. એ પછી સિકંદરના સેનાપતિ સેલ્યુકસ અને તેના વંશજો નીચે ગ્રીક અમલને ટ્રકે યુગ અને તે પછી અર્ધ–વિદેશી રાજકર્તાઓના અમલ નીચેને ગ્રીક અથવા યુનાની અસરને એથી ઘણે લાંબે યુગ આવ્યો. દક્ષિણમાં બનારસ અને ઉત્તરે છેક મધ્ય એશિયા સુધી વિસ્તરેલા હિંદની સરહદ ઉપરના કુશાને એના સમકાલીન હતા. તેઓ પણ આ ગ્રીક કે યુનાની અસર નીચે આવ્યા હતા. આમ સિકંદર પછી ૫૦૦ કરતાંયે વધારે વરસો સુધી એટલે કે ઈશુ પછીની ત્રીજી સદી સુધી હિંદની પશ્ચિમને એશિયાને સમગ્ર પ્રદેશ ગ્રીક અસર નીચે રહ્યો હતો. પ્રધાનપણે આ અસર Page #146 -------------------------------------------------------------------------- ________________ ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે ( ૮૧૩ કળાવિષયક હતી. ઈરાનના ધર્મની બાબતમાં તેણે કશી દખલ ન કરી. તેને ધર્મ તે જરથોસ્તી જ રહ્યો. - ત્રીજી સદીમાં ઈરાનમાં રાષ્ટ્રીય પુનર્જાગ્રતિ થઈ અને નવ રાજવંશ સત્તા ઉપર આવ્યું. એ સાસાનીદ રાજવંશ હતે. તે ઉગ્રપણે રાષ્ટ્રવાદી હતા અને પુરાણું આખાયમેનીદ રાજવંશને વારસ હોવાને તેને દાવો હતે. ઉગ્ર રાષ્ટ્રવાદની બાબતમાં હમેશાં બનતું આવ્યું છે તેમ આ રાષ્ટ્રવાદ પણ સંકુચિત અને અસહિષ્ણુ હતે. પશ્ચિમે રોમન સામ્રાજ્ય તથા કન્ઝાન્ટિનેપલના બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય અને પૂર્વે આગળ વધતી જતી તુર્ક જાતિઓની ભીંસમાં તેમને પ્રદેશ આવેલું હોવાથી તેને એવું સ્વરૂપ ધારણ કરવાની ફરજ પડી. આમ છતાંયે ૪૦૦ કરતાંયે વધારે વરસ સુધી એટલે કે ઇસ્લામના આગમન સુધી એ વંશ ટકી રહ્યો. સાસાનીદ અમલ દરમ્યાન જરથોસ્તી બેદે સર્વસત્તાધીશ હતા. રાજ્ય તેમના ધર્મતંત્રના કાબૂ નીચે હતું અને તેઓ કેઈ પણ પ્રકારના વિરોધને સાંખી શકતા નહિ. આ સમય દરમ્યાન જ તેમના ધર્મગ્રંથ અવસ્તાને છેવટને પાઠ તૈયાર કરવામાં આવ્યો હતો એમ કહેવાય છે. હિંદમાં એ ગુપ્ત સામ્રાજ્યની જાહેરજલાલીને કાળ હતો. કુશાન અને બૌદ્ધ યુગ પછી એને ઉદય પણ રાષ્ટ્રીય પુનરુત્થાનને કારણે થવા પામ્યા હતા. એ યુગમાં હિંદમાં કળા અને સાહિત્યની પુનર્જાગ્રતિ થઈ અને કાલિદાસ જેવા સંસ્કૃતના કેટલાક શ્રેષ્ઠ કવિઓ પણ એ કાળમાં થઈ ગયા. સાસાનીદ ઈરાન કળાના વિષયમાં ગુપ્ત હિંદના સંપર્કમાં હતું, એ દર્શાવનારાં ઘણાં ચિહ્નો મળી આવે છે. સાસાનીદ કાળનાં ગણ્યાંગાંડ્યાં ચિત્રો અને પ્રતિમાઓ આજે ઉપલબ્ધ છે પરંતુ જે ચેડાં મળી આવે છે તે ચેતન અને ગતિથી ભરેલાં છે. ખાસ કરીને પ્રાણીઓ અજટાના ભીંતચિત્રોને બહુ જ મળતાં આવે છે. સાસાનીદ કળાની અસર છેક ગેબીના રણ અને ચીન સુધી વિસ્તરી હોય એમ લાગે છે. તેમના લાંબા શાસનકાળના અંતમાં સાસાનીદે નબળા પડ્યા અને ઈરાનની દુર્દશા થઈ. બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય સાથેનાં લાંબાં યુદ્ધો પછી એ બંને સામ્રાજ્ય સાવ દુર્બળ બની ગયાં. પિતાના નવા ધર્મની ધગશથી ભરેલાં આરબ સૈન્યને ઈરાન જીતવું મુશ્કેલ નહોતું. સાતમી સદીના મધ્ય ભાગ સુધીમાં એટલે કે પેગમ્બર સાહેબને મરણને દશ વરસ પણ નહોતાં થયાં એટલામાં ઈરાન ખલીફના અમલ નીચે આવ્યું. મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકામાં ફેલાતાં આરબ જે પોતાની સાથે એ પ્રદેશમાં કેવળ પિતાને ન ધર્મ જ નહિ પણ પિતાની તણું અને વિકસતી જતી સંસ્કૃતિ પણ લઈ ગયાં. સીરિયા, મેસેપેટેમિયા અને મિસર વગેરે દેશોમાં સર્વત્ર આરબ સંસ્કૃતિ પ્રસરી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ગઈ અરબી ભાષા તેમની ભાષા બની અને જાતિઓ પણ ભળીને એકરૂપ થઈ ગઈ બગદાદ, દમાસ્કસ અને કેરે અરબી સંસ્કૃતિનાં મહાન કેન્દ્રો બન્યાં અને આ નવી સંસ્કૃતિની પ્રેરણા નીચે ત્યાં આગળ અનેક રમણીય ઇમારતે ઊભી થવા પામી. આજે પણ આ બધા દેશો અરબી દેશો છે અને એ બધા એકબીજાથી જુદે જુદે સ્થાને આવેલા છે છતાંયે તેઓ બધા એકતાનું સ્વમ સેવે છે. ' આરએએ ઈરાનને પણ એ જ રીતે જીતી લીધું હતું. પરંતુ સીરિયા અને મિસરની પેઠે તેઓ ઈરાનના લેકને પિતાનામાં સમાવીને એકરૂપ કરી શક્યા નહિ. ઈરાની લેકો મૂળ આર્ય જાતિના હેઈને સેમેટિક જાતિના આરબોથી ઘણું જ ભિન્ન હતા. તેમની ભાષા પણ આર્ય શાખાની હતી. આથી તેમની જાતિ નિરાળી રહી અને તેમની ભાષા પણ ચાલુ રહી. ત્યાં ઈસ્લામને ઝપાટાબંધ ફેલાવે થયે અને જરસ્તી ધર્મની જગ્યા તેણે લીધી. જરથોસ્તી ધર્મને આખરે હિંદમાં આશ્રય શોધવો પડ્યો. પરંતુ ઇસ્લામની બાબતમાં પણ ઈરાનીઓએ પિતાનું જુદું જ વલણ ધારણ કર્યું. ઇસ્લામમાં ભાગલા પડવા, તેમાં શીયા અને સુન્ની એવા બે પક્ષે ઊભા થયા. ઈરાનમાં આજે પણ મુખ્યત્વે કરીને શીયાઓની વસતી છે જ્યારે બાકીની ઇસ્લામી દુનિયામાં મેટે ભાગે સુત્રીઓ છે. આરબ સંસ્કૃતિ ઈરાનને પિતાનામાં સમાવી દઈ ન શકી એ ખરું પરંતુ તેણે તેના ઉપર ભારે અસર કરી અને ઇસ્લામે હિંદની પેઠે ઈરાનમાં પણ કળાની પ્રવૃત્તિને નવજીવન આપ્યું. આરબ કળા અને સંસ્કૃતિ ઉપર પણ ઈરાનનાં ધોરણોની સારી પેઠે અસર થઈ મરભૂમિનાં સીધા સાદાં સંતાનનાં ઘરે ઉપર ઈરાનના વૈભવવિલાસે આક્રમણ કર્યું. અને આરબ ખલીફને રાજદરબાર પહેલાંના કોઈ પણ સામ્રાજ્યના રાજદરબાર જેટલે જ ભવ્ય અને ભપકાદાર બની ગયો. સામ્રાજ્યનું પાટનગર બગદાદ તે સમયનું સૌથી મહાન નગર બન્યું. તેની ઉત્તરે તૈગ્રીસ નદી ઉપર આવેલા સમરામાં ખલીફે પિતાને માટે જબરદસ્ત મજિદ અને મહેલ બંધાવ્યાં. એમનાં ખંડિયેરે આજે પણ મોજૂદ છે. મસ્જિદમાં વિશાળ ઓરડાઓ હતા તથા તેની આસપાસ ફુવારાવાળાં વિસ્તૃત ચેગાને હતાં. મહેલ લંબચોરસ હતો અને તેની એક બાજુ એક ફ્લિોમીટર જેટલી લાંબી હતી. નવમી સદીમાં બગદાદના સામ્રાજ્યની પડતી થઈ. તેમાં ભાગલા પડયા અને તેમાંથી અનેક રાજ્ય ઊભાં થયાં. ઈરાન સ્વતંત્ર થઈ ગયું અને પૂર્વમાંથી આવેલી તુ પ્રજાઓએ ઘણાં રાજ્ય સ્થાપ્યાં. છેવટે તુર્કોએ ઈરાનને પણ કબજે લીધે અને તેમણે બગદાદના નામના ખલીફ ઉપર પ્રભુત્વ જમાવ્યું. ૧૧મી સદીના આરંભમાં મહમૂદ ગઝની ઊભો થયે. તેણે હિંદ ઉપર ચડાઈઓ Page #148 -------------------------------------------------------------------------- ________________ ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે . ૮૧૫ કરી અને ખલીફને ડરાવ્યું. તેણે પિતાનું અલ્પજીવી સામ્રાજ્ય પણ ઊભું કર્યું. સેજુક નામની બીજી એક તુર્ક પ્રજાએ તેને અંત આણ્ય. સેજુક તુર્કોએ લાંબા વખત સુધી ખ્રિસ્તી ઝેડરને સામને કર્યો અને તેઓ તેમની સાથે લડયા. તેમનું સામ્રાજ્ય ૧૫૦ વરસ સુધી કર્યું. ૧૨મી સદીના અંતમાં વળી બીજી એક તુક પ્રજાએ સેજુક તકેને ઈરાનમાંથી હાંકી કાઢ્યા અને ખારઝમ કે પીવાનું રાજ્ય સ્થાપ્યું. પરંતુ એ રાજ્ય પણ અલ્પકાળ સુધી . ટયું. ખારઝમના શાહે પિતાના એલચીનું અપમાન ક્યું તેથી ચંગીઝખાન તેના ઉપર ક્રોધે ભરાયે અને પિતાના મંગલે સાથે આવીને તે દેશ તથા તેની પ્રજાને કચરી નાખ્યાં. * એક નાના સરખા પેરેગ્રાફમાં હું તને અનેક ફેરફારો તથા અનેક સામ્રાજ્યોની વાત કહી ગયો. અને તેથી તું ઠીક ઠીક ગૂંચવણમાં પડી ગઈ હશે. મેં તને જાતિઓ તથા રાજવંશોની ચડતી પડતી વિષે કહ્યું એ તારા મનને એ બધી હકીકતોથી લાદવા માટે નહિ પણ આ બધા ફેરફાર અને ચડતી પડતી થવા છતાંયે ઈરાનની કળાવિષયક પરંપરા તથા તેનું જીવન કેવી રીતે ટકી રહ્યું એ તને ઠસાવવાને કહ્યું છે. પૂર્વમાંથી તુર્ક જાતિની એક પછી એક ટોળી આવતી ગઈ અને તે બધી બુખારાથી ઇરાક સુધી ફેલાયેલી ઈરાની-અરબી સંસ્કૃતિને વશ થઈ. જે તુક ઈરાનથી દૂર દૂર એશિયામાઈનર પહોંચ્યા તેમણે પિતાની રીતભાત ટકાવી રાખી અને તેઓ અરબી સંસ્કૃતિને વશ થયા નહિ. તેમણે એશિયામાઈનરને કંઈક અંશે પોતાના અસલ વતન તુર્કસ્તાન જેવું બનાવી દીધું. પરંતુ ઈરાન તેમ જ તેની આસપાસના મુલકમાં ઈરાની સંસ્કૃતિ એટલી બધી પ્રબળ હતી કે તેમણે તે ગ્રહણ કરી અને તેઓ તેને અનુકૂળ થયા. જુદા જુદા બધા જ તુર્ક રાજવંશના અમલ દરમ્યાન ઈરાની સાહિત્ય અને કળા ખીલતાં રહ્યાં. મહમૂદ ગઝનીના કાળમાં થઈ ગયેલા ફારસી કવિ ફિરદેશી વિષે મને લાગે છે કે મેં તને કહ્યું છે. મહમૂદની વિનંતિથી તેણે શાહનામા નામનું એક મહાન રાષ્ટ્રીય મહાકાવ્ય લખ્યું. એમાં વર્ણવાયેલા પ્રસંગે ઇસ્લામની પહેલાંના કાળના છે અને એ કાવ્યનો મહાન નાયક રૂસ્તમ છે. ઈરાનની કળા તથા સાહિત્ય રાષ્ટ્રીય અને પરંપરાગત ભૂતકાળ સાથે કેટલી બધી નિકટતાથી સંકળાયેલાં હતાં તે આ વસ્તુ દર્શાવી આપે છે. ઈરાનની ચિત્રકળાનું વસ્તુ મોટે ભાગે શાહનામામાંથી લેવામાં આવ્યું છે. ફિરદોશીના જીવન દરમ્યાન ઈસવી સનની સદી બદલાઈ અને સહસ્ત્રાબ્દ પણ બદલાયે. તે ૯૩૨ની સાલમાં જન્મ્યા હતા અને ૧૦૨૧ ની સાલમાં મરણ પામે. એના પછી થોડા વખત બાદ ઈરાનમાં આવેલા વૈશપુરને જ્યોતિષશાસ્ત્રી અને કવિ ઉમર ખયામ થયો. એનું નામ અંગ્રેજી તેમ જ ફારસી ઉભય ભાષામાં મશહૂર છે. ઉમર પછી શિરાઝને શેખ સાદી થયો. એ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન ફારસીના મહાકવિઓમાંને એક ગણાય છે. તેણે લખેલાં ગુલિસ્તાં અને બેસ્તાં ભૂતકાળમાં પેઢી દર પેઢી સુધી હિંદનાં બાળકોને શાળાઓમાં શીખવાં પડતાં હતાં. અહીં મેં મહાપુરૂષનાં માત્ર બેત્રણ નામને જ ઉલ્લેખ કર્યો છે. એવાં નામોની લાંબી લાંબી યાદી આપવાને કંઈ અર્થ નથી. હું માત્ર તને એટલું જ ઠસાવવા માગું છું કે, આ બધી સદી દરમ્યાન ઈરાનથી ઠેઠ અણુ નદીની પારના મુલક સુધી ઈરાની કળા તથા સંસ્કૃતિની જ્યોત ઝળહળતી રહી હતી. અક્ષ નદીની પારના પ્રદેશનાં બખ અને બુખારા વગેરે મહાન શહેરે કળા અને સાહિત્યની પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે ઈરાનનાં શહેરની સ્પર્ધા કરતાં હતાં. દશમી સદીના અંતમાં સૌથી વધારે મશહૂર આરબ તત્ત્વવેત્તા ઈબ્ન સીના બુખારામાં જ જમે હતા. ૨૦૦ વરસ પછી જલાલુદ્દીન રૂમી નામને બીજે એક ફારસી મહાકવિ બલ્બમાં જન્મ્યા હતા. એ ભારે આધ્યાત્મિક પુરુષ લેખાય છે અને તેણે નાચનારા દરવેશોને એક સંધ સ્થાપ્યો હતે. આમ ત્યાં આગળ લડાઈઝઘડા અને રાજકીય પરિવર્તન થવા છતાંયે ફારસી-અરબી કળા અને સંસ્કૃતિ જીવતાં રહ્યાં તથા સાહિત્ય, ચિત્રકળા અને શિલ્પની ઉત્કૃષ્ટ કૃતિઓ નિર્માણ કરતાં રહ્યાં. એ પછી ત્યાં ભારે ઉત્પાત થયે. ૧૩મી સદીમાં (૧૨૨૦ની સાલના અરસામાં) ચંઘીઝખાન ખારઝમ અને ઈરાન ઉપર તૂટી પડ્યો અને તેમનો નાશ કર્યો. થોડાં વરસ પછી હુલાગુએ બગદાદને નાશ કર્યો અને સદીઓથી એકઠા થયેલે ઉચ્ચ સંસ્કૃતિને કળાસંગ્રહ નષ્ટ થે. મંગલેએ મધ્ય એશિયાને કેવી રીતે વેરાન બનાવી દીધું તથા તેનાં મોટાં મોટાં શહેરો કેવી રીતે નિર્જન બની ગયાં એ વિષે મેં તને આગળના એક પત્રમાં કહ્યું છે. - આ આપત્તિમાંથી મધ્ય એશિયા કદીયે પૂરેપૂરું બેઠું થયું નહિ. અને છેડા પ્રમાણમાં એ બેઠું થયું તે પણ એક આશ્ચર્યકારક ઘટના છે. તને યાદ હશે કે ચંઘીઝખાનને મરણ પછી તેનું વિશાળ સામ્રાજ્ય વહેંચાઈ ગયું. ઈરાન અને તેની આસપાસના પ્રદેશને તેને ભાગ હુલાગુને મળ્યો. પિતાને સંતોષ થાય એટલે સંહાર કર્યા પછી તે શાંત અને સહિષ્ણુ રાજકર્તા બને. તેણે ઈલિખાનને નવો રાજવંશ સ્થાપ્યો. ઈલખાને થોડા વખત સુધી મંગલેને આકાશધર્મ પાળતા રહ્યા પરંતુ પાછળથી તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો. આ ધર્મ પરિવર્તન પછી અને તે પહેલાં પણ તેઓ અન્ય ધર્મો પ્રત્યે સંપૂર્ણપણે સહિષ્ણુ હતા. ચીનના તેમના પિત્રાઈઓ, મહાન ખાન તથા તેના કુટુંબીઓ, બૌદ્ધધર્મી હતા અને તેમની સાથે એમને ગાઢ સંબંધ હતે. પરણવાને માટે ઠેઠ ચીનથી તેઓ કન્યાઓ પણ મંગાવતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે ૮૧૭ ઈરાન અને ચીનના મંગલની ઉભય શાખાઓના સંપર્કની કળા ઉપર ભારે અસર થવા પામી. ઈરાનમાં ચીની અસર દાખલ થઈ અને તેની ચિત્રકળામાં અરબી, ફારસી અને ચીની અસરને અજબ પ્રકારનો સુમેળ જોવામાં આવે છે. પરંતુ આ અનેક આપત્તિઓ આવી પડવા છતાં ઈરાની અથવા ફારસી અંશને ફરીથી વિજય થયો. ૧૪મી સદીના મધ્ય ભાગમાં ઈરાને બીજે એક મહાકવિ પેદા કર્યો. તેનું નામ હાફીઝ હતું. તે આજે હિંદમાં પણ લોકપ્રિય છે. મંગલ ઈલખાને પણ લાંબો કાળ ટક્યા નહિ. સમરકંદના તૈમુર નામના બીજા એક મહાન લડવૈયાએ તેમને રહ્યાસહ્યા અવશેષોનો નાશ કર્યો. આ ભયંકર અને અતિશય ક્રર હેવાન – જેને વિષે હું આગળ લખી ચૂક્યો છું – કળાને સારો આશ્રયદાતા હતા અને વિદ્વાન ગણુતે હતે. દિલ્હી, શિરાઝ, બગદાદ અને દમાસ્કસ જેવાં મહાન શહેરેને લૂંટીને તે લૂંટ વડે પિતાના પાટનગર સમરકંદને શણગારવામાં જ મુખ્યત્વે કરીને તેને કળાને પ્રેમ સમાઈ જતે હોય એમ જણાય છે. પરંતુ સમરકંદની સૌથી અભુત અને ભવ્ય ઈમારત તે તૈમુરની કબર ગુર અમીર છે. એ તેનું યોગ્ય સ્મારક છે. કેમકે તેની ઉમદા રેખાઓમાં તેના સામર્થ્યની તથા તેના પ્રભાવશાળી અને ઝનૂની વ્યક્તિત્વની પ્રતીતિ થાય છે. ' તૈમુરના મરણ પછી તેણે જીતેલા વિશાળ પ્રદેશે છુટા પડી ગયા. પરંતુ અક્ષ નદીની પારને પ્રદેશ તથા ઈરાન એટલો મુલક તેના વંશજોના હાથમાં રહ્યો. બરાબર ૧૦૦ વરસ સુધી એટલે કે આખી ૧૫મી સદી દરમ્યાન એ “તૈમુરીદો એ – તૈમુરના વંશજો તૈમુરીદ કહેવાતા હતા – ઈરાન, બુખારા અને હેરાતમાં પિતાનો અમલ ટકાવી રાખે અને આશ્ચર્યની વાત તે એ છે કે, નિર્દય વિજેતાના એ વંશજો તેમની ઉદારતા, માણસાઈ અને કળાના ઉત્તેજન માટે મશહૂર થયા. તૈમુરને પિતાને પુત્ર શાહરૂખ એ બધામાં સૌથી મહાન હતું. પિતાની રાજધાની હેરાતમાં તેણે એક ભવ્ય પુસ્તકાલય સ્થાપ્યું અને સંખ્યાબંધ સાહિત્યકાર તે તરફ આકર્ષાયા. આ ૧૦૦ વરસને તૈમુરીદ કાળ. તેની કળાવિષયક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે જાણું છે અને તે “તૈમુરીદી પુનર્જાગ્રતિકાળ” તરીકે ઓળખાય છે. એ કાળમાં ફારસી સાહિત્યને ભારે વિકાસ થવા પામ્ય અને મનોરમ ચિત્રો નિર્માણ થયાં. મહાન ચિત્રકાર બાઈઝાદ એક ચિત્રશાળાને અધિષ્ઠાતા હતે. એ પણ જાણવા જેવું છે કે તૈમુરીદ સાહિત્યિક મંડળોમાં ફારસીની સાથે તુક સાહિત્યને વિકાસ પણ થવા પામ્યો. તેને ફરી પાછું યાદ દેવડાવું છું કે એ જ ઈટલીની પણ પુનર્જાગ્રતિને કાળ હતે. તૈમુરીદે તુક જાતિના હતા અને તેમણે ઘણે અંશે ફારસી સંસ્કૃતિ ગ્રહણ કરી હતી. મંગલ અને તેના આધિપત્ય નીચે આવેલા ઈરાને તેના Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન વિજેતાઓ ઉપર પોતાની સંસ્કૃતિ લાદી. વળી સાથે સાથે ઈરાન પોતાના રાજકીય સ્વાત ંત્ર્ય માટે પણ મથતું રહ્યું અને ધીમેધીમે તૈમુરીને વધારે ને વધારે પૂર્વ તરફ હડસેલવામાં આવ્યા અને અક્ષુ નદીની પારને થાડા મુલક જ તેમના તાબામાં રહ્યો. ૧૬મી સદીના આરંભમાં ઈરાનના રાષ્ટ્રવાદના વિજય થયા અને તૈમુરીદાને ઈરાનમાંથી છેવટના હાંકી કાઢવામાં આવ્યા. ત્યાંના રાષ્ટ્રીય સફાવી રાજવંશ ઈરાનની ગાદી ઉપર આવ્યા. એ વંશના ખીજા રાજા તમ૫ પહેલાએ શેરખાનને કારણે હિ ંદમાંથી નાસી ગયેલા હુમાયુને આશરો આપ્યા હતા. સાવીને અમલ ૧૫૦૨ થી ૧૭૨૨ સુધી એટલે કે ૨૨૦ વરસ ચાલ્યા. ઈરાની અથવા ફારસી કળાને એ સુવર્ણયુગ કહેવાય છે. તેમની રાજધાની હિાન રમણીય ઇમારતોથી ભરાઈ ગઈ અને તે કળાનું, ખાસ કરીને ચિત્રકળાનું, મશર કેન્દ્ર બની, શાહ અબ્બાસ એ વંશના નામીચા રાજા હતા અને તે ઈરાનના સૌથી મહાન શાસકામાંના એક ગણાય છે. ૧૫૮થી ૧૬૨ની સાલ સુધી તેણે રાજ્ય કર્યું. તે એક બાજુ ઉઝોગો અને ખીજી ખાજી ઉસ્માની તુર્કી એ બેની વચ્ચે ઘેરાયેલા હતા. એ બંનેને તેણે હાંકી કાઢયા અને બળવાન રાજ્ય ઊભું કર્યું. દૂરનાં પશ્ચિમનાં તેમ જ ખીજા રાજ્યો સાથે તેણે સંબંધો ચાલુ કર્યાં અને પોતાની રાજધાનીને સુશોભિત કરવામાં તેણે પોતાનું લક્ષ આપ્યું. શાહ અબ્બાસે કરેલી સ્જિહાનની નગરરચના તેની શાસ્ત્રશુદ્ધતા અને સુરુચિને ઉત્કૃષ્ટ નમૂને ” ગણાય છે. તેમાં બાંધવામાં આવેલાં મકાને સ્વતઃસુંદર અને સારી રીતે શણગારેલાં હતાં એટલું જ નહિ પણ તેમની આસપાસની પરિસ્થિતિની મેહકતા તેમની રમણીયતાની અસરમાં વધારો કરે છે. તે સમયે ઈરાનની મુલાકાત લેનાર યુરેપિયને એ એનાં ભારે પ્રશ ંસાભર્યાં વા કર્યાં છે, (6 ફારસી કળાના આ સુત્ર યુગમાં શિલ્પ, સાહિત્ય, ચિત્રકળા ( એમાં ભીંતચિત્રા તથા લઘુચિત્રાને સમાવેશ થાય છે ) સુંદર ગાલીચા, મનેહર માટીકામ તથા મીનાકારીની ખિલવણી થઈ હતી. કેટલાંક ભીંતચિત્રા અને લઘુ ચિત્રાની સુંદરતા અદ્ભુત છે. કળાને રાષ્ટ્રીય સરહદોની મર્યાદા હતી નથી, અથવા કહો કે હાવી ન જોઈએ, અને એ રીતે આ ૧૬મી તથા ૧૭મી સદીની ફારસી કળાને સમૃદ્ધ કરવામાં ખીજી ઘણી અસરાએ કાળા આપ્યા હશે. એમાં ઇટાલિયન અસર તે દેખીતી છે એમ કહેવાય છે. પરંતુ એ બધાંની પાછળ, ૨૦૦૦ વરસ સુધી ટકી રહેલી ઈરાનની પ્રાચીન કળાવિષયક પરંપરા રહેલી છે. અને ઈરાનની સંસ્કૃતિનું ક્ષેત્ર કેવળ ઈરાનની ભૂમિમાં જ મર્યાદિત નહાતું. પશ્ચિમે તુ થી માંડીને પૂર્વે હિંદ સુધીના વિસ્તૃત પ્રદેશમાં તે પ્રસરી હતી. યુરેાપમાં ફ્રેંચ ભાષા જેમ સંસ્કારની ભાષા Page #152 -------------------------------------------------------------------------- ________________ ન, ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ૮૧૯ લેખાતી હતી તેમ હિંદમાં મેગલના રાજદરબારમાં તથા સામાન્યપણે પશ્ચિમ એશિયામાં ફારસી ભાષા લખાતી હતી. ફારસી કળાની પુરાણી ભાવના આગ્રાના તાજમહેલમાં પિતાનું અમર પ્રતીક મૂકતી ગઈ છે. એ જ રીતે છેક કોન્સ્ટોન્ટિનેપલ સુધીના ઉસ્માની શિલ્પ ઉપર એ કળાએ પિતાને પ્રભાવ પાડ્યો છે અને ફારસી અસરવાળી ઘણું મશહૂર ઇમારતે ત્યાં ઊભી થઈ. ઈરાનના સફાવીઓ ઘણે અંશે હિંદના મહાન મેગલેના સમકાલીન હતા. હિંદને પહેલે મોગલ બાદશાહ બાબર, સમરકંદના તૈમુરીદેને વંશજ હતિ. ઈરાનીઓ બળવાન થતા ગયા તેમ તેમ તેઓ તૈમુરીદોને દૂર ને દૂર હાંકતા ગયા અને આખરે અણુ નદીની પારનો થોડે મુલક તથા અફઘાનિસ્તાન જુદા જુદા તૈમુરીદોના હાથમાં રહ્યો. બાર વરસની ઉંમરથી બાબરને આ બધા નાના નાના તૈમુરીદ રાજાઓ જોડે લડવું પડયું. એમાં એ સફળ થયા અને કાબુલને રાજકર્તા બન્યા. પછી તે હિંદમાં આવ્યો. તૈમુરીની ઉચ્ચ પ્રકારની સંસ્કારિતાનું માપ બાબર ઉપરથી કાઢી શકાય છે. તેના આત્મવૃત્તાંતમાંથી આગળના એક પત્રમાં મેં કેટલાક ઉતારાઓ આપ્યા છે. સફાવી વંશને સૌથી મહાન રાજકર્તા શાહ અભ્યાસ અકબર અને જહાંગીરને સમકાલીન હતો. એ કાળમાં આ વખત બંને દેશ વચ્ચે અતિશય ગાઢ સંપર્ક રહ્યો હશે. લાંબા વખત સુધી તેમની સરહદ એક જ હતી કેમકે અફઘાનિસ્તાન એ હિંદના મોગલ સામ્રાજ્યને એક ભાગ હતું. ૧૨૫. ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ૨૧ જાન્યુઆરી, ૧૯૩૩ મારી સામે ફરિયાદ કરવાને તને અધિકાર છે. ઈતિહાસની ગલીઓમાં કેટલીક વાર પાછળ અને કેટલીક વાર આગળ દોડી જઈને મેં તને ગુસ્સે થવાનું પૂરેપૂરું કારણ આપ્યું છે. જુદા જુદા અનેક માર્ગોએ થઈને ૧૯મી સદી સુધી આવી પહોંચ્યા પછી એકાએક હું તને હજારો વરસ પહેલાંના કાળમાં લઈ ગયે અને મિસર, હિંદુસ્તાન, ચીન અને ઈરાન વગેરે દેશોમાં મેં ઠેકડા માર્યા. એ વસ્તુ તને અકળાવનારી અને મૂઝવનારી થઈ પડી હશે. એની સામે તું વિરોધ ઉઠાવવાની છે એની મને ખાતરી છે. પણ હું એને સંતોષકારક જવાબ આપી શકું એમ નથી. મેં. રેને ચૂસેટનાં પુસ્તકોના વાચને મારા મગજમાં એકાએક અનેક વિચારધારાઓ ઉત્પન્ન કરી અને એમાંના કેટલાક વિચારે તને જણાવવાનું હું રોકી શક્યો નહિ. વળી આ પત્રોમાં ઈરાનની મેં કંઈક અવગણના કરી છે એમ પણ મને લાગ્યું અને એ ખામી હું કંઈક Page #153 -------------------------------------------------------------------------- ________________ ८२० જગતના ઇતિહાસનું રેખાદર્શીન અંશે સુધારી લેવા પણ માગતા હતા. અને હમણાં આપણે ઇરાનના વિચાર કરી રહ્યાં છીએ તે એની વાત આગળ ચલાવીને તેના આધુનિક ઇતિહાસ સુધી આવી પહોંચીએ. હું તને ઈરાનની પ્રાચીન પરંપરાઓ, ફારસી સંસ્કૃતિ તથા ફારસી કળાના સુવર્ણ યુગ વગેરે વિષે વાત કરી ગયા. એ બધાં તરફ ફરીથી નજર કરતાં એ વિષેનું લખાણ વધારે પડતું આલ કારિક અને કંઇક અંશે ભરમાવનારુ લાગે છે. એ વાંચતાં તે એમ જ લાગે કે ઈરાનની પ્રજા માટે ખરેખરો સુવર્ણ યુગ આવ્યા હતા, તેમનાં દુઃખા નાશ પામ્યાં હતાં અને પરી-કથાની દુનિયાના લેાકેાની પેઠે તેઓ સુખમાં મહાલતાં હતાં. બેશક, ત્યાં આગળ એવું કશું જ બનવા પામ્યું નહોતું. હજી આજે પણ ઘણે અંશે છે તેમ તે કાળમાં કળા અને સંસ્કૃતિ એ મૂઠ્ઠીભર લેાકાના ઇજારા હતા; આમજનતાને, એક સામાન્ય માણસને, તેની સાથે કશી લેવા દેવા નહતી. છેક પુરાતનકાળથી આમજનતાનું જીવન એ તા, ખરેખર, ખારાક અને જીવનની મીજી જરૂરિયાતો મેળવવા માટેની નિરંતર સામારી સમાન જ રહ્યું છે. તેમના અને પશુઓના જીવન વચ્ચે ઝાઝો તફાવત નહાતા, ખીજા કશાને માટે તેમની પાસે સમય કે નવરાશ નહાતાં. સિને માટે પૂરતી તો શું પણ વધારે પડતી વિટંબણાઓ તેમની સામે ઊભી હતી. આ સ્થિતિમાં તેઓ કળા તથા સંસ્કૃતિ વિષે વિચાર કે તેમની કદર કેવી રીતે કરી શકે? ઈરાન, હિંદુસ્તાન, ચીન, ઇટાલી તથા યુરોપના અન્ય દેશોમાં દરબારી લકા, ધનિકા તથા એશઆરામ ભાગવતા વર્ગોના મનેારજનને અર્થે કળા ખીલી હતી. માત્ર ધાર્મિક કળાએ આમવર્ગના લેાકેાના જીવનને કંઈક અંશે સ્પર્શ કર્યો હતા. પરંતુ કળાપ્રિય દરબરને! રાજવહીવટ સારે જ હોય એમ સૂચિત થતું નથી. કળા અને સાહિત્યને આશ્રય આપવા માટે ગ લેનારા રાજકર્તાઓ ઘણી વાર નમાલા અને ક્રૂર હતા. તે કાળના ધણાખરા દેશોની પેઠે ઈરાનની સમાજરચના પણ વત્તેઓછે અંશે ચૂડલ ઢબની હતી. શક્તિશાળી રાજા લોકપ્રિય થતા એનું કારણ એ છે કે તે અમીરઉમરાવાના નાના મેટા લાગાએ બંધ કરાવતા. એ કાળમાં પ્રમાણમાં સુશાસનના યુગે આવ્યા હતા તેમ જ સંપૂર્ણ પણે કુશાસનના યુગે પણ આવ્યા હતા. જ્યારે હિંદમાં મેગલ અમલની છેવટની અવસ્થા હતી તે સમયે ઈરાનમાં સફાવી વંશના ૧૭૨૫ની સાલમાં અંત આવ્યા. સામાન્ય રીતે ખીજા રાજવંશેાની બાબતમાં બનતું આવ્યું છે તેજ રીતે સફાવી વંશની કારકિર્દી ના પણ અંત આવ્યા. ચૂડલ વ્યવસ્થા તૂટતી જતી હતી અને જૂની સમાજવ્યવસ્થાને ઉથલાવી નાખનારા આર્થિક ફેરફારા દેશમાં થઈ રહ્યા હતા. કરના ભારે ખેાજાએ પરિસ્થિતિ વધુ બગાડી મૂકી અને પ્રજામાં અસ ંતોષ વ્યાપી Page #154 -------------------------------------------------------------------------- ________________ ઈશનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ગયે. જેઓ તે વખતે સફાવીઓના તાબામાં હતા તે અફઘાનેએ બળવો કર્યો. તેઓ પિતાના દેશમાં સફળ થયા એટલું જ નહિ પણ તેમણે ઈરફાનને કબજો લીધો અને શાહને પદભ્રષ્ટ કર્યો. નાદીરશાહ નામના ઈરાની સરદારે થોડા જ વખતમાં અફઘાનને હાંકી કાઢ્યા અને પછીથી તેણે પોતે જ રાજમુકુટ ધારણ કર્યો. ક્ષીણવીર્ય થઈ ગયેલા મેગલેના છેવટના દિવસોમાં આ જ નાદીરશાહે હિંદ ઉપર ચઢાઈ કરી હતી, દિલ્હીના લેકેની કતલ કરી હતી તથા શાહજહાંના મયૂરાસન સહિત અઢળક ખજાન લઈ ગયું હતું. ૧૮મી સદીનો ઈરાનનો ઈતિહાસ એ આંતરવિગ્રહ, બદલાતા રાજાઓ તથા ગેરવહીવટની ગમગીન કહાણીઓથી ભરેલું છે. - ૧૯મી સદીમાં વળી નવી જ ઉપાધિઓ આવી પડી. ઈરાન યુરોપના વધતા જતા તથા આક્રમણકારી સામ્રાજ્યવાદ સાથે ઘર્ષણમાં આવી પડયું. ઉત્તરે રશિયા નિરંતર દબાણ કરતું જતું હતું અને અંગ્રેજે ઈરાનના અખાતમાંથી આગળ વધતા હતા. ઈરાન હિંદથી બહુ દૂર નહેતું; તેમની સરહદો ધીમે ધીમે એકબીજીની સમીપ આવતી જતી હતી. અને આજે તો ખરેખર તે બંનેની એક જ સરહદ છે. ઈરાન હિંદ જવાના સીધા જમીનમાર્ગ ઉપર આવેલું હતું. વળી તે હિંદ જવાના દરિયાઈ માર્ગ ઉપર પણ હતું. આખી બ્રિટિશ રાજનીતિ તેમના હિંદી સામ્રાજ્યના તથા ત્યાં જતા માર્ગોના સંરક્ષણના પાયા ઉપર રચાયેલી હતી. તેમનું મહાન હરીફ રશિયા એ માર્ગ ઉપર પગ પસારીને બેસીને હિંદ ઉપર ભૂખી નજરે જોયા કરે એ વસ્તુ અંગ્રેજે કઈ પણ સંજોગોમાં સાંખી લે એમ નહોતું. આથી અંગ્રેજો તથા રશિયન બંને ઈરાનમાં ભારે રસ લેવા લાગ્યા. અને એ ગરીબ બીચારા દેશને પજવવા લાગ્યા. શાહ (ઈરાનના રાજાઓ) સંપૂર્ણપણે નમાલા અને બેવકૂફ હતા અને ખોટી પળે તેમની સાથે લડવાનો પ્રયાસ કરીને અથવા તે પિતાની પ્રજા સાથે લડીને તેઓ સામાન્ય રીતે તેમના હથિયાર બનતા. એ બંને પ્રજાને પરસ્પર હરીફાઈ ન હતી તે રશિયા કે ઇંગ્લંડ ઈરાનને સંપૂર્ણ કબજે લેત અને તેને ખાલસા કરત અથવા તે મિસરની પેઠે તેને રક્ષિત દેશ બનાવત. ૨૦મી સદીના આરંભમાં ઈરાન બીજા એક કારણે લેભને ભેગ બન્યું. કેરોસીન અથવા પેટ્રેલ ત્યાં જડી આવ્યું અને એ વસ્તુ ભારે કીમતી હતી. ૧૯૦૧ની સાલમાં ઈરાનનાં આ ક્ષેત્રમાંથી તેલ ખોદી કાઢવાને માટે આ નામના એક બ્રિટિશ પ્રજાજનને ૬૦ વરસ સુધીના લાંબા સમય સુધી ભારે છૂટછાટો. આપવાને ઈરાનના વૃદ્ધ શાહને સમજાવવામાં આવ્યું. થોડાં વરસ પછી “એંગ્લોપર્શિયન ઓઈલ” કંપની નામની એક બ્રિટિશ કંપની આ તેલનાં ક્ષેત્રમાં કામ કરવાને સ્થાપવામાં આવી. ત્યારથી આ કંપની ત્યાં કાર્ય કરી રહી છે અને આ કેસીનના રોજગારમાંથી અઢળક નફે તેણે કર્યો છે. ઈરાનની સરકારને ज-१० Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮રર જગતના ઇતિહાસનું રેખાદર્શન એ નફાને જાજ હિસ્સો મળ્યો. પરંતુ એને મોટે હિસ્સે દેશની બહાર કંપનીના શેર ધરાવનારાઓને હાથ ગયે. બ્રિટિશ સરકાર એ કંપનીનો એક મોટામાં મોટે ઍર ધરાવનાર છે. ઈરાનની આજની સરકાર તીવ્રપણે રાષ્ટ્રવાદી છે અને વિદેશીઓ પિતાના દેશનું શોષણ કરે એની સામે તેને ભારે વિરોધ છે. જેની રૂએ “એંગ્લે-પર્શિયન કંપની” કામ કરતી હતી તે ૧૯૦૧ની સાલને ૬૦ વરસનો દીઆઈ સાથેને જૂને કરાર તેણે રદ કર્યો. એથી કરીને બ્રિટિશ સરકાર અતિશય છેડાઈ પડી અને તેણે ઈરાનની સરકારને ધાકધમકી આપીને ડરાવવાનો પ્રયત્ન કર્યો, તે ભૂલી ગઈ કે સમય બદલાયો છે અને એશિયાની પ્રજાને ધમકાવી ખાવી એ હવે સહેલ વાત નથી* પરંતુ હું તે આ ભવિષ્યના ઈતિહાસની વાત કરી રહ્યો છું. જેમ જેમ સામ્રાજ્યવાદ ઈરાનને ડરાવતે ગયે તથા શાહ તેના હાથમાં વધારે ને વધારે હથિયારરૂપ બનતો ગયો તેમ તેમ અનિવાર્યપણે ત્યાં આગળ રાષ્ટ્રવાદને ઉદય થતો ગયો. પરિણામે ત્યાં એક રાષ્ટ્રીય પક્ષની સ્થાપના થઈ. એ પક્ષે વિદેશીઓની દખલગીરી તથા શાહની આપખુદી સામે એકસરખો તીવ્ર વિરોધ ઉઠાવ્યું. તેણે પ્રજાકીય રાજબંધારણ અને આધુનિક સુધારાઓની માગણી કરી. દેશના રાજવહીવટ ખરાબ હતું અને ઉપર કરને ભારે બેજે હતે. વળી રશિયનો તેમ જ અંગ્રેજો રાજવહીવટમાં નિરંતર દખલ ર્યા કરતા હતા. અમુક પ્રમાણમાં સ્વતંત્રતા માગતી પિતાની પ્રજા કરતાં આ વિદેશી સરકાર સાથે પ્રત્યાઘાતી શાહને વધારે ફાવતું. પ્રજાકીય રાજબંધારણ માટેની આ માગણી મુખ્યત્વે કરીને નવા ઊભા થયેલા મધ્યમ વર્ગ અને બુદ્ધિપ્રધાન લેકે તરફથી આવી. ઝારશાહી રશિયા ઉપરના ૧૯૦૪ની સાલના જાપાનના વિજયે ઈરાનના રાષ્ટ્રવાદીઓ ઉપર ભારે અસર કરી અને તેમને ઉત્તેજિત કરી મૂક્યા. એનું કારણ એ હતું કે એ યુરોપની સત્તા ઉપર એશિયાની સત્તાને વિજય હતો તથા ઝારશાહી રશિયા આક્રમણકારી અને તેમને તકલીફ આપનાર તેમનું પાડોશી રાષ્ટ્ર હતું. ૧૯૦૫ની રશિયાની ક્રાંતિ જો કે નિષ્ફળ નીવડી અને તેને નિર્દયતાપૂર્વક દાબી દેવામાં આવી હતી, છતાં તેણે ઈરાનના રાષ્ટ્રવાદીઓના ઉત્સાહમાં તથા આગળ પગલાં ભરવાની તેમની ઇચ્છામાં ઉમેરે કર્યો. શાહ ઉપર દબાણ એટલું બધું વધી ગયું કે, ૧૯૦૬ની સાલમાં નિરુપાયે તે પ્રજાકીય બંધારણ આપવાનું કબૂલ થયો. “મજલીસ” એટલે કે ધારાસભા સ્થાપવામાં આવી અને ઈરાનની ક્રાંતિ સફળ થતી હોય એમ લાગ્યું. પરંતુ મુશ્કેલીઓ હજી આગળ પડેલી હતી. પિતાની જાતને ભૂંસી નાખવાને શાહનો ઇરાદે નહોતું અને બળવાન તથા ઉપાધિરૂપ થઈ પડે એવા પ્રજાકીય જ છેવટે બ્રિટિશ સરકાર તથા કંપનીને ઈરાનની સરકારને ઘણો લાભદાયી એ કરાર સ્વીકાર પડ્યો. Page #156 -------------------------------------------------------------------------- ________________ ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ઈરાન માટે રશિયને અને અંગ્રેજોના હૃદયમાં પ્રેમ ઊભરાઈ જતો નહે. મજલીસ અને શાહ વચ્ચે ઝઘડે ઊભો થયો અને શાહે પિતાની જ પાર્લમેન્ટ ઉપર ખરેખાત બૅબમારે ચલાવ્યો. પરંતુ પ્રજા અને લશ્કર મજલીસ તથા રાષ્ટ્રવાદીઓના પક્ષમાં હતાં અને રશિયન સૈન્યની સહાયથી જ શાહ બચી જવા પામ્યું. રશિયા અને ઇંગ્લેડે એક યા બીજે બહાને – સામાન્ય રીતે પિતાના પ્રજાજનોનું રક્ષણ કરવાનું બહાનું હોય છે – પિતાપિતાનાં સૈન્ય બેલાવ્યાં અને ત્યાં રાખ્યાં. રશિયને ભયંકર કઝાક સૈન્યને ત્યાં લાવ્યા અને અંગ્રેજોએ જેમની સાથે આપણને કશી તકરાર નહોતી તે ઈરાનીઓને ડરાવવાને હિંદી સૈન્યને ઉપયોગ કર્યો.. - ઈરાન ભારે મુશ્કેલીમાં આવી પડ્યું. તેની પાસે નાણાં નહોતાં તથા લેકેની સ્થિતિ બહુ જ ખરાબ હતી. મજલીસે સ્થિતિ સુધારવા પ્રયાસ કર્યો. તેના ઘણાખરા પ્રયાસો અંગ્રેજે કે રશિયનેના અથવા ઉભયના વિધથી વિફળ બનાવવામાં આવ્યા. આખરે તેણે અમેરિકા તરફ નજર કરી અને પિતાની નાણાંકીય સ્થિતિ સુધારવામાં મદદ કરવાને એક કુશળ અમેરિકન શરાફની નિમણૂક કરી. આ અમેરિકન શરાફ મેર્ગન શુસ્ટરે, ઈરાનની નાણાંકીય સ્થિતિ સુધારવાને પોતાનાથી બનતું બધું કર્યું પરંતુ હમેશાં રશિયન તથા અગ્રેજોને વિરોધ તેના માર્ગમાં નક્કર દીવાલની પેઠે ખડે થતો. આથી કંટાળી તથા નિરાશ થઈને તે ઈરાન છેડી પિતાને દેશ પાછો ફર્યો. પાછળથી તેણે લખેલા એક પુસ્તકમાં રશિયન તથા બ્રિટિશ સામ્રાજ્યવાદ ઈરાનના જીવનને કેવી રીતે કચરી રહ્યા હતા તેની કહાણ શુસ્ટરે આપી છે. એ પુસ્તકનું નામ – “ઈરાનનાં તરફડિયાં” – પણ સૂચક છે. એમાં ઈરાનનાં તરફડિયાંની કથા કહેવામાં આવી છે. ઈરાન એક સ્વતંત્ર દેશ તરીકે નષ્ટ થવાને નિર્માયેલે છે એમ લાગવા માંડયું. દેશને પિતપોતાનાં “લાગવગનાં ક્ષેત્રમાં વહેંચી નાખીને રશિયા તથા ઇંગ્લડે એ દિશામાં ક્યારનાયે પ્રથમ પગલાં ભર્યા હતાં. તેમનાં સૈન્યએ મહત્ત્વનાં કેન્દ્રોને કબજે લીધો હતો. એક બ્રિટિશ કંપની તેના તેલના ભંડારને શષી રહી હતી. ઈરાનની ભારે દુર્દશા થઈ રહી હતી. કેઈ વિદેશી સત્તાએ તેને સંપૂર્ણપણે ખાલસા કર્યું હતું એ પણ એના કરતાં સારું હતું કેમ કે એમ થતાંની સાથે થોડું જવાબદારીનું તત્ત્વ દાખલ થવા પામત. એ પછી ૧૯૧૪નું મહાયુદ્ધ ફાટી નીકળ્યું. એ યુદ્ધમાં ઈરાને પોતાની તટસ્થતા જાહેર કરી. પરંતુ નબળાની જાહેરાતની સબળા ઉપર ઝાઝી અસર થતી નથી. લાગતાવળગતા બધા પક્ષોએ ઈરાનની તટસ્થતાની ઉપેક્ષા કરી અને રાંક બીચારી ઈરાનની સરકારનું એ બાબતમાં શું માનવું છે એની કશીયે પરવા કર્યા વિના વિદેશી લશ્કરે ત્યાં આવ્યાં અને એકબીજા સાથે લડવા લાગ્યાં, ઈરાનની આસપાસના બધા જ દેશે લડાઈમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪ જગતના ઇતિહાસનું રેખાન પડયા હતા. એક બાજુએ ઇંગ્લેંડ અને રશિયા મિત્ર રાષ્ટ્રો હતાં. તુ` કે જેના મુલકમાં ઇરાક તથા અરબસ્તાનને સમાવેશ થતા હતા તે જર્મનીના પક્ષમાં હતું. ૧૯૧૯ની સાલમાં યુદ્ધના અંત આવ્યે અને ઇંગ્લંડ, ફ્રાંસ તથા મિત્રરાજ્યાને તેમાં વિજય થયા. હવે બ્રિટિશ લશ્કરે આખા ઈરાનના કબજો લીધો. ઇંગ્લેંડ ઈરાનને રક્ષિત રાજ્ય — ખાલસા કરવાના એ એક હળવા પ્રકાર છે જાહેર કરવાની તૈયારીમાં હતું અને ભૂમધ્ય સમુદ્રથી છેક બલુચિસ્તાન અને હિંદ સુધી વિસ્તરેલું મધ્યપૂનું બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વમાં સેવાવા લાગ્યાં. પરંતુ એ સ્વમાં ક્ળ્યાં નહિ. બ્રિટનને કમનસીબે ઝારશાહી રશિયા નષ્ટ થયું હતુ અને તેની જગ્યા સાવિયેટ રશિયાએ લીધી હતી. વળી ઇંગ્લંડને કમનસીબે તુર્કીમાં પણ તેની યાજના ઊંધી વળી અને કમાલ પાશાએ મિત્રરાજ્યના પંજામાંથી પોતાના દેશને ઉગાર્યાં. આ બંધી વસ્તુએ ઈરાનના રાષ્ટ્રવાદીઓને મદદરૂપ નીવડી અને ઇરાન પોતાની નામની સ્વતંત્રતા જાળવી શકયું. ૧૯૨૧ની સાલમાં રેઝાખાન નામના એક સૈનિક ક્રાંતિ કરીને રાજસત્તા આંચકી લીધી અને તે આગળ આવ્યેા. તેણે પહેલાં લશ્કર ઉપર કાબૂ મેળવ્યેા અને પછી તે વડા પ્રધાન બન્યા. ૧૯૨૫ની સાલમાં ધરડા શાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને લોકપ્રતિનિધિસભાના મતથી રેઝાખાનને શાહ ચૂંટવામાં આવ્યે. તેણે રેઝાશાહ પહેલવી એવું નામ ધારણ કર્યું . રેઝાશાહે લેહી વહેવડાવ્યા વિના અને ઉપર ઉપરથી જોતાં જેને પ્રજાકીય કહી શકાય એવા ઉપાયોથી રાજગાદી મેળવી. મજલીસ હજી પોતાનું કા કરે છે અને નવેા શાહ આપખુદ રાજકર્તા હોવાના દાવા કરતા નથી. આમ છતાંયે ઈરાનની સરકારનું સુકાન પોતાના હાથમાં રાખનાર શક્તિશાળી પુરુષ તે છે. છેલ્લાં થાડાં વરસા દરમ્યાન ઈરાનમાં ભારે ફેરફારો થયા છે. ઈરાનને આધુનિક દેશ બનાવવાને માટે અનેક સુધારા કરવાને રેઝશાહ મંડ્યો રહ્યો છે. ત્યાં આગળ ભારે રાષ્ટ્રીય પુનર્જાગ્રતિ થવા પામી છે, એણે દેશમાં નવું ચેતન રેડયું છે અને ઈરાનમાંનાં પરદેશી હિતાની બાબતમાં ઉદ્દામ રાષ્ટ્રવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. આ રાષ્ટ્રીય પુનર્જાગ્રતિ ૨૦૦૦ વરસ જેટલી પુરાણી ઈરાનની સાચી પરંપરાને અનુરૂપ છે એ વસ્તુ અતિશય આનંદજનક છે. એ જાગ્રતિ ઇસ્લામના આગમન પહેલાંની ઈરાનની મહત્તા તરફ ફરીથી નજર કરે છે અને તેમાંથી પ્રેરણા મેળવવાના પ્રયાસ કરે છે. રેઝાશાહે ધારણ કરેલું ‘ પહેલવી ’ નામ પણ એક રાજવંશનું નામ છે અને તે પ્રાચીન કાળની યાદ આપે છે. ઈરાનના લાકા તે બેશક મુસલમાન • શિયા મુસલમાન — છે પરતુ પોતાના દેશને લાગેવળગે છે ત્યાં સુધી રાષ્ટ્રવાદ એ ત્યાં આગળ વધારે સબળ Page #158 -------------------------------------------------------------------------- ________________ યુરેાપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિ ૮૨૫ ખળ છે. સમગ્ર એશિયામાં એ વસ્તુ બની રહી છે. યુરોપમાં ૧૦૦ વરસ પહેલાં ૧૯મી સદીમાં રાષ્ટ્રવાદને ઉદય થયા હતા. પરંતુ આજે ત્યાં આગળ એવા ધણા લેાકેા છે જે રાષ્ટ્રવાદને જરીપુરાણા થઈ ગયેલા સિદ્ધાંત તરીકે લેખે છે અને પ્રચલિત પરિસ્થિતિ સાથે છૂંધબેસતી આવે એવી શ્રદ્ધા અને માન્યતા માટે ઝંખે છે. ઈરાનને વિદેશીએ પર્શિયા નામથી ઓળખતા. હવે સરકારે એનું નામ ઈરાન નક્કી કર્યું છે. રેઝાશાહે હુકમ બહાર પાડ્યો છે કે હવે કાઈ એ પર્શિયા નામ વાપરવું નહિ. ૧૨૬. ક્રાંતિ અને ખાસ કરીને યુરોપમાં ૧૮૪૮ની સાલમાં થયેલી ક્રાંતિ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૩ હવે આપણે યુરેપ જઈએ અને ૧૯મી સદી દરમ્યાન એ ખંડના આંટીઘૂંટીવાળા અને નિર ંતર બદલાતા જતા ચિત્ર તરફ ફરી પાછી નજર કરીએ. એ માસ પહેલાં લખેલા કેટલાક પત્રામાં આપણે એ સદીનું અવલાકન કરી ગયા છીએ અને તેની કેટલીક પ્રધાન વિશિષ્ટતાએ મેં તને બતાવી હતી. તે વખતે મે જે જે ‘ વાદો 'ના ઉલ્લેખ કર્યાં હતા તે બધા તને યાદ રહ્યા હાય એવી અપેક્ષા ભાગ્યે જ રાખી શકાય. આ રહ્યાં એમાંના કેટલાક • વાદે 'નાં નામ : ઉદ્યોગવાદ, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, સમાજવાદ, રાષ્ટ્રવાદ અને આંતરરાષ્ટ્રીયવાદ. લોકશાસન અને વિજ્ઞાન વિષે તેમ જ માલની અવરજવરની પદ્ધતિમાં થયેલી ભારે ક્રાંતિ અને પ્રજાકીય કેળવણી તથા તેના પરિપાકરૂપ આધુનિક છાપાં વિષે મેં તને વાત કરી હતી. આ બધી તેમ જ ખીજી કેટલીક વસ્તુઓ મળીને યુરોપના તે વખતને સુધારે ખૂા’ સુધારા એટલે કે મધ્યમવી સુધારો બનવા પામ્યા. જેમાં મૂડીવાદી વ્યવસ્થા નીચે દેશના ઔદ્યોગિક તંત્રના કાબૂ નવા ઊભા થયેલા મધ્યમ વર્ગના હાથમાં હતો. યુરોપના આ ‘ભૂ×ા' અથવા મધ્યમવી સુધારાને ઉપરાઉપરી સફળતા મળતી જ ગઈ, તેની ઉત્તરાત્તર પ્રગતિ થતી જ ગઈ અને ૧૯મી સદીના છેવટના ભાગમાં તે પોતાના સામર્થ્યથી તેણે પોતાના ઉપર તેમ જ આખી દુનિયા ઉપર તેનો પ્રભાવ પાડ્યો, પણ એટલામાં તે ભારે આપત્તિ આવી પડી. < . એશિયામાં પણ આ સુધારાના અમલ આપણે ક ંઈક વિગતે જોઈ ગયાં. વધતા જતા ઉદ્યોગવાયી પ્રેરાઈને યુરોપે દૂર દૂરના દેશો સુધી પોતાના હાથ Page #159 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન પ્રસાર્યા તથા તેમને પચાવી પાડવાના, પિતાના કાબૂ નીચે રાખવાના અને સામાન્યપણે પિતાને ફાયદો થાય એ રીતે તેમના વહીવટમાં દાખલ કરવાના પ્રયાસ કર્યા. અહીં યુરોપ શબ્દ ખાસ કરીને હું પશ્ચિમ યુરોપના અર્થમાં વાપરું છું. તે ઉદ્યોગવાદમાં આગળ પડયું હતું. પણ પશ્ચિમ યુરોપના બધા દેશમાં ઇંગ્લંડ લાંબા વખત સુધી નિઃશંકપણે આગેવાન હતું. એ દિશામાં બીજા દેશેથી તે ઘણું આગળ હતું અને એને કારણે તેણે ભારે ફાયદો ઉઠાવ્ય. ઇંગ્લંડ તેમ જ પૂર્વ યુરોપના બીજા દેશમાં આ બધા ભારે ફેરફાર થઈ રહ્યા હતા. રાજાઓ અને સમ્રાટે ૧૯મી સદીના આરંભમાં એ જોઈ શક્યા નહોતા. જે નવાં બળો પેદા થઈ રહ્યાં હતાં તેમનું મહત્ત્વ તેમને સમજાયું નહિ. નેપોલિયનને છેવટને દૂર કર્યા પછી યુરોપના રાજકર્તાઓને એક માત્ર વિચાર પિતાને અને પોતાની જાતના લેકેને હમેશને માટે ટકાવી રાખવાનો તથા દુનિયાને આપખુદી માટે સુરક્ષિત બનાવવાનો હતો. ક્રાંસની ક્રાંતિ અને નેપોલિયનની ભયંકર ભડકમાંથી હજી તેઓ પૂરેપૂરા મુક્ત થયા નહતા અને હવે તેઓ કોઈ પણ પ્રકારની ચાશ કે બારી રાખવા માગતા નહોતા. આગળના એક પત્રમાં મેં તને કહ્યું છે કે, પોતે ચાહે તે કરી શકે એટલા માટે રાજાઓને દેવી અધિકાર' જાળવી રાખવાને તથા પ્રજાને પિતાનું માથું ઊંચું કરતી અટકાવવાને યુરોપના રાજકર્તાઓએ આપસમાં અનેક વાર એક્ય કર્યું અને તે “હોલી એલાયન્સ' એટલે કે “પવિત્ર ઐક્ય'ના નામથી ઓળખાય છે. પહેલાં તેમણે અનેક વાર કર્યું હતું તેમ આ હેતુ પાર પાડવાને આપખુદ સત્તા તથા ધમેં હાથ મિલાવ્યા. રશિયાને ઝાર ઍલેકઝાંડર એ બધાં ઐકયોના પ્રાણુ સમાન હતે. ઉદ્યોગવાદ તેમ જ નવી ભાવનાને જરા સરખે પવન પણ તેના દેશમાં પહોંચ્યું નહોતું અને રશિયા હજી મધ્યયુગી અને અતિશય પછાત સ્થિતિમાં હતું. ત્યાં આગળ મોટાં શહેરે બહુ ઓછાં હતાં, વેપારને નહિ જે જ વિકાસ થયો હતો અને ઉચ્ચ કક્ષાના ગૃહઉદ્યોગે પણ ખીલ્યા નહોતા. આપખુદીને નિરંકુશ દર ત્યાં ચાલતો હતો. યુરેપના બીજા દેશમાં પરિસ્થિતિ જુદી હતી. જેમ જેમ પશ્ચિમ તરફ જઈએ તેમ તેમ મધ્યમ વર્ગ વધુ ને વધુ પ્રમાણમાં નજરે પડતું હતું. મેં તને આગળ કહ્યું છે તેમ ઇંગ્લંડમાં આપખુદી નહતી. પાર્લામેન્ટ રાજાને અંકુશમાં રાખતી હતી. પરંતુ ખુદ પાર્લામેન્ટ ઉપર મૂડીભર ધનિકાનો કાબૂ હતે. રશિયાની આપખુદ ઝારશાહી અને ઈંગ્લંડની શ્રીમંતની ધનિકશાહી વચ્ચે ભારે તફાવત હતા. પરંતુ જનતાને તથા ક્રાંતિને ડર એ એક વસ્તુ તે બંનેમાં સમાન હતી. આમ સમગ્ર યુરોપમાં પ્રત્યાઘાતને વિજય થયો અને જે જે વસ્તુમાં કંઈક ઉદાર દષ્ટિ નજરે પડતી તેને નિર્દયપણે દબાવી દેવામાં આવતી. ૧૮૧૫ની સાલની વિયેનાની કોંગ્રેસના નિર્ણયે અનુસાર ઇટાલી તેમ જ પૂર્વ યુરોપની Page #160 -------------------------------------------------------------------------- ________________ યુરેપમાં ૧૮૪૮ની સાલની કાંતિએ ૮૨૭ ઘણી પ્રજાઓને વિદેશીઓની ધૂંસરી નીચે મૂકવામાં આવી. એ પ્રજાઓને બળપૂર્વક દાબી રાખવી પડતી હતી, પરંતુ લાંબા વખત સુધી એમ સફળતાપૂર્વક ન કરી શકાય? એમ કરવામાં મુશ્કેલીઓ ઊભી થવાની જ. એ તે ઊકળતી કીટલીનું ઢાંકણ જેમનું તેમ બંધ રાખવાને મથવા જેવું છે. યુરોપ વરાળથી ઊકળી રહ્યું હતું અને બળ કરીને વરાળ વારંવાર બહાર નીકળતી હતી. ૧૮૩૦ની સાલમાં યુરોપમાં ઠેર ઠેર થયેલાં બંડે અથવા રમખાણે વિષે તથા ત્યાં આગળ થયેલા ફેરફારો વિષે મેં તને આગળના એક પત્રમાં વાત કરી હતી. ખાસ કરીને ક્રાંસમાં એ ફેરફાર થયા હતા અને એને પરિણામે બુર્બોન રાજકર્તાઓને છેવટને હાંકી કાઢવામાં આવ્યા હતા. આ બંડેએ યુરોપના રાજાઓ, શહેનશાહે તથા તેમના પ્રધાનોને વળી વધારે ભડકાવી મૂક્યા અને તેમણે વળી વધારે બળપૂર્વક પ્રજાને દબાવી દીધી. વિગ્રહો અને ક્રાંતિઓને કારણે જુદા જુદા દેશોમાં થયેલા ભારે ફેરફારે વિષે આપણે આ પત્રમાં અનેક વાર વાત કરી ગયાં છીએ. ભૂતકાળના વિગ્રહ કેટલીક વાર ધાર્મિક અને કેટલીક વાર રાજવંશી હતા. વળી ઘણી વાર રાજકીય કારણે પણ એક પ્રજા બીજી પ્રજા ઉપર ચડાઈ કરતી. વિગ્રહનાં આ બધાં કારણેની પાછળ સામાન્યપણે આર્થિક કારણે પણ હતાં. આ રીતે, મધ્ય એશિયાની પ્રજાઓએ એશિયા અને યુરોપ ઉપર કરેલી ઘણીખરી ચડાઈનું કારણ એ હતું કે ભૂખમરાને કારણે પશ્ચિમ તરફ ખસવાની તેમને ફરજ પડી હતી. આર્થિક પ્રગતિ એક પ્રજા કે રાષ્ટ્રને બળવાન બનાવે છે અને બીજી પ્રજાએ કે રાષ્ટ્રો કરતાં તેને વધારે અનુકૂળ સ્થિતિમાં મૂકે છે. હું તને જણાવી ગયો છું કે યુરોપ તેમ જ બીજા દેશોના કહેવાતા ધાર્મિક વિગ્રહોની પાછળ પણ આર્થિક બળ કાર્ય કરી રહ્યું હતું. સાંપ્રત કાળમાં આવતાં જઈએ છીએ તેમ તેમ ધાર્મિક અને રાજવંશી વિગ્રહ બંધ થતા જતા આપણને જણાય છે. અલબત, વિગ્રહો તે નથી જ બંધ પડતા. દુઃખની વાત તો એ છે કે તે વધારે ભીષણ બનતા જાય છે. પરંતુ તેમનાં કારણે આજે તે પ્રધાનપણે રાજકીય અને આર્થિક હોય છે. રાજકીય કારણે મુખ્યત્વે કરીને રાષ્ટ્રવાદની સાથે સંકળાયેલાં હોય છે. એને કારણે એક પ્રજા બીજી પ્રજાને દબાવી દે છે અથવા તે બે ઉદ્દામ રાષ્ટ્રવાદની વચ્ચે ઘર્ષણ થવા પામે છે. રાષ્ટ્રવાદને કારણે થતા આ રાજકીય ઝઘડાઓ પણ પ્રધાનપણે આર્થિક કારણોને લીધે થાય છે; દાખલા તરીકે આધુનિક ઔદ્યોગિક દેશની કાચે માલ તથા બજારે માટેની જરૂરિયાત. આ ઉપરથી આપણને જણાય છે કે, વિગ્રહની બાબતમાં આર્થિક કારણે વધુ ને વધુ મહત્ત્વ ધારણ કરતાં જાય છે. અને આજે તે ખરેખર એ કારણે બીજાં બધાં કારણોને ઢાંકી દે છે. ભૂતકાળમાં ક્રાંતિઓની બાબતમાં પણ એવા જ પ્રકારનો ફેરફાર થત રહ્યો છે. આરંભની ક્રાંતિઓ રાજમહેલની ક્રાંતિઓ હતી. એમાં રાજકુટુંબનાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન માણસે એકબીજા સામે કાવતરાં કરતાં, એકબીજા સામે લડતાં અને પરસ્પર એકબીજાનું ખૂન કરતાં અથવા તે જીવ પર આવી જઈને પ્રજા બંડ કરતી અને જુલમી શાસકને અંત આણતી કે પછી મહત્ત્વાકાંક્ષી સિનિક લશ્કરની મદદથી રાજગાદી પચાવી પાડતા. મેટા ભાગની આવી રાજમહેલની ક્રાંતિ મૂઠીભર માણસોની વચ્ચે થતી. આમ જનતા ઉપર એની ઝાઝી અસર થતી નહોતી. વળી આમ જનતાને તેની ઝાઝી પરવા પણ નહોતી. રાજકર્તાઓ બદલાતા ખરા પરંતુ શાસનપદ્ધતિ તે તેની તે જ રહેતી અને પ્રજાના જીવનમાં કશોયે ફેરફાર થતો નહિ. હા, એટલું ખરું કે ખરાબ રાજા જુલમ કરીને પ્રજામાં કેર વર્તાવે અને તે તેને માટે અસહ્ય બની જાય જ્યારે સારો રાજા કંઈક રાહતરૂપ નીવડે. પરંતુ રાજા સારે હોય કે ખરાબ, કેવળ રાજકીય ફેરફારથી પ્રજાની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સામાન્ય રીતે કરો ફેર પડે નહિ. એથી સામાજિક ક્રાંતિ થવા પામે નહિ. રાષ્ટ્રીય દ્ધતિથી વધુ પ્રમાણમાં ફેરફાર થવા પામે છે. જ્યારે એક પ્રજા ઉપર બીજી પ્રજા શાસન કરતી હોય ત્યારે વિદેશી શાસકવર્ગનું આધિપત્ય હોય છે. આ વસ્તુસ્થિતિ અનેક રીતે હાનિકર્તા છે. કેમકે, તાબા નીચેના દેશનું શાસન બીજા દેશના લાભની દૃષ્ટિએ કરવામાં આવે છે અથવા તો વિદેશીઓને એક વર્ગને એને લાભ મળે છે. અલબત એથી પરાધીન પ્રજાનું સ્વાભિમાન અતિશય ઘવાય છે. આ ઉપરાંત, વિદેશી શાસકવર્ગ તાબાના દેશના ઉપલા વર્ગોને અધિકાર અને સત્તાનાં સ્થાનોથી દૂર રાખે છે. જે સ્થાનો તેમને દેશ પરાધીન ન હોત તે તેમને જ મળત. સફળ રાષ્ટ્રીય ક્રાંતિ કંઈ નહિ તે દેશમાંથી આ વિદેશી તત્વને દૂર કરે છે અને દેશને આગળ પડતું વર્ગ તરત જ તેનું સ્થાન લે છે. આ રીતે ચડિયાતો વિદેશી વર્ગ દૂર થવાથી દેશના આ આગળ પડતા વર્ગને ભારે લાભ થાય છે. આખા દેશને પણ સામાન્યપણે એથી લાભ થાય છે કેમકે હવે બીજા દેશના લાભમાં તેને રાજવહીવટ ચલાવાત નથી. રાષ્ટ્રીય ક્રાંતિની સાથે સાથે જ સામાજિક ક્રાંતિ પણ થયા વિના પ્રજાના નીચલા વર્ગોને ઝાઝો લાભ થતું નથી. સામાજિક ક્રાંતિ એ ઉપર ઉપરને ફેરફાર કરનારી બીજી ક્રાંતિ કરતાં બિલકુલ ભિન્ન વસ્તુ છે. અલબત, એમાં રાષ્ટ્રીય કાંતિને તો સમાવેશ થાય છે જ પરંતુ એમાં બીજી અનેક વિશેષતાઓ પણ હોય છે કેમકે એ ક્રાંતિ સમાજનું આખું બંધારણ બદલી નાખે છે. પાર્લમેન્ટને સર્વોપરી બનાવનાર ઈંગ્લંડની ક્રાંતિ એ કેવળ રાજકીય ક્રાંતિ જ નહોતી. અમુક અંશે તે સામાજિક ક્રાંતિ પણ હતી કેમકે એથી કરીને ધનિક મધ્યમ વર્ગ દેશના સત્તાધારી વર્ગમાં દાખલ થયે. આ રીતે આ ઉપલા મધ્યમ વર્ગની રાજકીય તેમ જ સામાજિક ઉન્નતિ થઈ. નીચલા મધ્યમ વર્ગને તથા આમ પ્રજાને એની ઝાઝી Page #162 -------------------------------------------------------------------------- ________________ યુરેપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિ ૮૨૯ અસર થઈ નહિ. ફ્રાંસની ક્રાંતિ એના કરતાં વિશેષ પ્રમાણમાં સામાજિક ક્રાંતિ હતી. આપણે જોઈ ગયાં કે એણે સમાજની આખી વ્યવસ્થા ઊંધી વાળી દીધી અને થોડા વખત માટે તે આમ પ્રજા પણ કાર્ય કરતી થઈ ગઈ. પરંતુ આખરે ત્યાં પણ મધ્યમ વર્ગને વિજય થયો અને ક્રાંતિમાં પોતાનો ભાગ ભજવ્યા પછી આમ જનતાને પિતાને સ્થાને રવાના કરવામાં આવી. પરંતુ વિશેષ હક ધરાવનારા ઉમરાવોને તે દૂર કરવામાં આવ્યા જ. કેવળ રાજકીય પરિવર્તન કરતાં આવી સામાજિક ક્રાંતિએ ઘણી દૂરગામી હોય છે એ તે દેખીતું જ છે. વળી એવી ક્રાંતિઓને પ્રચલિત પરિસ્થિતિ સાથે નિકટનો સંબંધ હોય છે. મહત્ત્વાકાંક્ષી અને વધારે પડતી તત્પર - વ્યક્તિ કે. એવી થેલી વ્યક્તિઓને સમૂહ સામાજિક ક્રાંતિ કરી શકે નહિ. પરિસ્થિતિને કારણે આમ જનતા એને માટે તૈયાર થઈ ગઈ હોય તે જ તેઓ એવી ક્રાંતિ કરી શકે. આમ જનતા એને માટે તૈયાર થઈ ગઈ હોય એવા મારા કથનને અર્થ એ નથી કે તેને તેમ કરવાનું કહેવામાં આવ્યા પછી તે વિચારપૂર્વક કટિબદ્ધ થાય છે. મારા એમ કહેવાનો માત્ર એટલે જ અર્થ છે કે, સામાજિક અને આર્થિક સ્થિતિ એવી હોય છે કે જેથી કરીને જનતાનું જીવન અસહ્ય બેજારૂપ બની જાય છે અને એ ફેરફાર કરી નાખવા સિવાય બીજી કોઈ પણ રીતે તે રાહત મેળવી શકતી નથી અથવા તે પરિસ્થિતિ સાથે પોતાને મેળ સાધી શકતી નથી. વાત તો એમ છે કે, અસંખ્ય લેકોનાં જીવન યુગાન્તરોથી એવા ને એવાં બોજારૂપ રહ્યાં છે અને તેમણે એ સ્થિતિ કેવી રીતે ચલાવી લીધી હશે એ ખરેખર આશ્ચર્યકારક છે. કેટલીક વાર તેમણે–ખાસ કરીને કિસાનોએ–બળવા કર્યા છે અને ક્રોધથી દીવાના બનીને જે કાંઈ હાથમાં આવ્યું તેને કશાયે વિવેક વગર નાશ કર્યો છે. પરંતુ એ લેકમાં સમાજવ્યવસ્થા બદલવાની જ્ઞાનપૂર્વકની ઈચ્છા નહોતી. તેમનામાં આવા પ્રકારની અજ્ઞાનતા હેવા છતાંયે ભૂતકાળમાં અનેક વાર પ્રચલિત સમાજવ્યવસ્થા એમને કારણે ભાંગી પડી છે. પ્રાચીન રોમમાં, મધ્યયુગમાં યુરોપમાં, હિંદમાં અને ચીનમાં અનેક વાર આમ બનવા પામ્યું હતું તથા એમને કારણે અનેક સામ્રાજ્ય પડી ભાંગ્યાં હતાં. ભૂતકાળમાં સામાજિક તેમ જ આર્થિક ફેરફાર બહુ ધીમે થતા અને ઉત્પાદન તથા વહેંચણી અને માલની અવરજવરની પદ્ધતિઓ યુગોના યુગો સુધી લગભગ એકસરખી જ રહેતી. એથી કરીને લેકે ફેરફારની ક્રિયા જોઈ શક્તા નહિ અને માનતા કે જજૂની સમાજવ્યવસ્થા સદાને માટે કાયમી અને ફેરવી ન શકાય એવી છે. ધર્મ તથા તેને લગતી રૂઢિઓ અને માન્યતાઓએ એ વ્યવસ્થાની આસપાસ દિવ્યતાની પ્રભા ઊભી કરી. આ વસ્તુ એમના મનમાં એવી તો ઠસી ગઈ હતી કે, પરિસ્થિતિ બદલાઈને પ્રચલિત વ્યવસ્થા સાથે બંધ ન બેસે એવી થઈ જવા છતાંયે તે સમાજવ્યવસ્થા બદલવાને તેઓ વિચાર સરખે Page #163 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પણ કરતા નહિ. ઔદ્યોગિક ક્રાંતિના આગમન અને અવરજવરની પદ્ધતિમાં ભારે ફેરફાર થતાની સાથે જ સામાજિક ફેરફાર વધુ ઝડપી બન્યા. નવા વર્ગો આગળ આવ્યા અને ધનવાન બન્યા. હાથકારીગરો અને ખેતીના મજૂરેથી સાવ નિરાળ ઔદ્યોગિક મજૂરને વર્ગ પણ ઊભો થવા પામે. આ બધાને કારણે નવી આર્થિક ગઠવણી અને રાજકીય ફેરફારની જરૂરિયાત પેદા થઈ. પશ્ચિમ યુરોપની સમાજવ્યવસ્થા કશાથે મેળ વિનાની વિચિત્ર દશામાં હતી. સમજુ સમાજ તે જ્યારે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે ઘટતા ફેરફાર કરે અને એ રીતે બદલાતી પરિસ્થિતિમાંથી પૂરેપૂરો લાભ ઉઠાવે. પરંતુ સમાજે સમજુ અથવા ડાહ્યા નથી હોતા અને સમગ્રપણે તેઓ વિચાર નથી કરતા. વ્યક્તિઓ પોતપોતાને અને પિતાને શું ફાયદાકારક નીવડશે તેનો વિચાર કરે છે; સમાન હિત ધરાવનારા વર્ગો પણ એ જ રીતે પોતપિતાને વિચાર કરે છે. કોઈ સમાજમાં એક વર્ગનું આધિપત્ય હોય તે તે પિતાની એ સ્થિતિ ટકાવી રાખવા તેમ જ તેની નીચેના વર્ગોને શેકીને તેમાંથી ફાયદો ઉઠાવવા માગે છે. ડહાપણ અને દૂરદર્શિતા તે એ દર્શાવે છે કે પોતે જે સમાજનું અંગ હોય તેનું હિત એ જ એકંદરે જોતાં પિતાનું હિત સાધવાને ઉત્તમ માર્ગ છે. પરંતુ સત્તાધારી વ્યક્તિ કે વર્ગ પિતાની સત્તા હમેશને માટે જાળવી રાખવા માગે છે. બીજા વર્ગો તથા બીજા લેકને એમ મનાવવું કે પ્રચલિત વ્યવસ્થા એ જ ઉત્તમોત્તમ છે એ એમ કરવાનો સૌથી સુગમ માર્ગ છે. એ વસ્તુ લેકોને મન ઉપર ઠસાવવાને ધર્મને ખેંચવામાં આવે છે; કેળવણીને પણ એ જ પાઠ ભણાવવાનું ફરમાવવામાં આવે છે, અને આશ્ચર્યની વાત તે એ છે કે, આખરે લગભગ બધાં જ માણસે સંપૂર્ણપણે એમ માનતાં થઈ જાય છે અને એને બદલવાનો વિચાર કરતાં નથી. એટલું જ નહિ પણ એ વ્યવસ્થાને કારણે જેમને વેઠવું પડે છે તે લેકે પણ ખરેખાત એમ માને છે કે એ ટકી રહે એ મેગ્ય છે તથા તેમને લાત મારવામાં આવે, તેમને બેડીમાં જકડવામાં આવે અને બીજાઓ વૈભવવિલાસમાં આળોટતા હોય ત્યારે તેમણે ભૂખમરે વેઠ એ બધું પણ યોગ્ય છે. એટલે કે એમ માને છે કે, સમાજવ્યવસ્થા અપરિવર્તનશીલ છે અને તેમાં મોટા ભાગના લેકને સહન કરવું પડે એમાં કોઈને દોષ નથી. એમાં દેષ પિતાનો છે, પિતાના કિમતનો છે, પૂર્વજન્મનાં પાપની એ શિક્ષા છે. સમાજ હમેશાં સનાતની અથવા સ્થિતિચુસ્ત હોય છે અને ફેરફાર તેને ગમતો નથી હોતો. જે ઘરડમાં તે હોય તેમાં જ પડ્યા રહેવાનું તેને ગમે છે અને ત્યાં પડી રહેવાનું જ તેને માટે નિર્ણાયું છે એમ તે ખાતરીપૂર્વક માને છે. તે એટલે સુધી કે, તેની સ્થિતિ સુધારવાને અર્થે તેને એ ઘરમાંથી નીકળવાનું કહેનારા ઘણુંખરા માણસને તે શિક્ષા કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ યુરેપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિ પરંતુ સમાજના આત્મસંતુષ્ટ અને અવિચારી લેકની અનુકુળતા ખાતર સામાજિક તેમ જ આર્થિક પરિસ્થિતિ કંઈ થોભી રહેતી નથી. એ આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અથવા બળો તે લેકના ખ્યાલે તેના તે જ રહેવા છતાંયે આગળ ધપે જ જાય છે. આ જૂના ખ્યાલ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનું અંતર ઘણું વધી જાય છે અને આ અંતર ઘટાડવાને માટે કંઈક ઉપાય યોજીને એ બંનેને એકત્ર કરવામાં ન આવે તે સમાજવ્યવસ્થા ભાંગી પડે છે અને ભારે ઉત્પાત થવા પામે છે. આ જ વસ્તુ સાચી સામાજિક ક્રાંતિ કરે છે. જે પરિસ્થિતિ એવી હોય તે ક્રાંતિ અવશ્ય થવાની જ. હા, જૂના ખ્યાલના ખેંચાણને કારણે તે થોડા વખત પૂરતી થંભી જાય ખરી. અને જે આવી પરિસ્થિતિ મોજૂદ ન હોય તે, થેલી વ્યક્તિઓ તેને માટે ચાહે એટલી કેમ ન મળે તે પણ તેઓ ક્રાંતિ ન કરી શકે. ક્રાંતિ ફાટી નીકળે છે ત્યારે લેકોની નજર આગળથી સાચી પરિસ્થિતિને ઢાંકી રાખતા પડદે દૂર થાય છે અને તેઓ તરત જ વસ્તુસ્થિતિ સમજી જાય છે. અને એક વખત ઘરડમાંથી નીકળ્યા એટલે તેઓ જોરથી આગળ વધે છે. આ જ કારણે ક્રાંતિના કાળમાં જનતા પ્રબળ શક્તિથી આગળ વધે છે. આમ ક્રાંતિ એ સ્થિતિચુસ્તતાનું અને પ્રગતિના નિરોધનું અનિવાર્ય પરિણામ છે. સમાજવ્યવસ્થા પરિવર્તન કરી ન શકાય એવી હોય છે એવા મૂર્ખાઈભર્યા ભ્રમમાંથી સમાજ નીકળી જઈ શકે અને બદલાતી જતી પરિસ્થિતિ સાથે હમેશાં મેળ રાખે તે દુનિયામાં સામાજિક ક્રાંતિ થવા ન પામે. એ સ્થિતિમાં સમાજને નિરંતર વિકાસ થતો રહે છે. જોકે પહેલાં એમ કરવાની મારી બિલકુલ ઈચ્છા નહોતી છતાંયે ક્રાંતિ વિષે મેં કંઈક લંબાણથી લખી નાખ્યું. એ વિષયમાં મને રસ છે કેમકે દુનિયાભરમાં જેમને પ્રચલિત પરિસ્થિતિ સાથે બિલકુલ મેળ ન હોય એવા અનેક માણસે છે અને અનેક સ્થળે સમાજવ્યવસ્થા ભાંગી પડતી જણાય છે. ભૂતકાળમાં આ વસ્તુ સામાજિક ક્રાંતિની પુરોગામી બની હતી અને કોઈને પણ સ્વાભાવિક રીતે જ લાગે કે દુનિયામાં ભારે ફેરફાર થવાની ઘડી આવી પહોંચી છે. હિંદમાં તેમ જ પરદેશી ધૂંસરી નીચેના બીજા દેશમાં રાષ્ટ્રવાદ તથા વિદેશીઓને શાસનમાંથી પોતાના દેશને મુક્ત કરવાની કામના પ્રબળ બન્યાં છે. પરંતુ આ રાષ્ટ્રવાદની ભાવના ઘણે અંશે ખાધેપીધે સુખી એવા સારી સ્થિતિના વર્ગોમાં જ મર્યાદિત છે. ખેડૂતવર્ગ, મજૂરવર્ગ અને એમની પેઠે નિરંતર તંગી વેઠતા બીજા લોકોને રાષ્ટ્રવાદનાં અસ્પષ્ટ સ્વપ્નાં કરતાં પિતાના પેટનો ખાડો પૂરવામાં જ વધારે રસ છે. કેમકે, તેઓ પિતાની સાથે વધારે ખોરાક અને વધારે સારી પરિસ્થિતિ લાવે તે સિવાય રાષ્ટ્રવાદ કે સ્વરાજને તેમને માટે કશો અર્થ નથી. એટલા માટે હિંદને પ્રશ્ન આજે કેવળ રાજકીય જ નથી; એ પ્રશ્ન એથી વિશેષ કરીને સામાજિક છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન જેનું હું અવલોકન કરી રહ્યો હતો તે ૧૯મી સદીમાં યુરોપમાં અનેક બંડે અને બીજાં રમખાણો થવા પામ્યાં હતાં એને કારણે ક્રાંતિવિષયક આ લંબાણ વિષયાંતર કરવાને હું દેરાયો. એમાંનાં ઘણુંખરાં બંડે અને ખાસ કરીને એ સદીના પૂર્વાર્ધમાં થયેલાં બંડ પરદેશી શાસન સામેનાં રાષ્ટ્રીય બંડે હતાં. એની સાથે સાથે જ ઓદ્યોગિક દેશોમાં સામાજિક બળવાના વિચારો નવા ઊભા થયેલા મજૂરવર્ગ અને તેમના મૂડીવાદી માલિકવર્ગ વચ્ચે ઘર્ષણ પેદા કરવા લાગ્યા. લેકે સામાજિક ક્રાંતિને અર્થે વિચાર તથા તેને માટે જ્ઞાનપૂર્વક કાર્ય કરવા લાગ્યા. ૧૮૪૮નું વરસ યુરોપની ક્રાંતિઓનું વરસ કહેવાય છે. એ વરસ દરમ્યાન ઘણું દેશમાં બંડ થવા પામ્યાં. એમાંનાં ચેડાં અંશતઃ સફળ થયાં પરંતુ મોટા ભાગનાં બંડે નિષ્ફળ નીવડ્યાં. પિોલેંડ, ઈટાલી, બેહેમિયા અને હંગરીમાં થયેલાં બંડની પાછળ દાબી દેવામાં આવેલી રાષ્ટ્રીય ભાવના કારણભૂત હતી. પિલેંડને બળ પ્રશિયાની સામે અને બેહેમિયા તથા ઉત્તર ઈટાલીને બળ ઑસ્ટ્રિયાની સામે હતે. એ બધા બળવા દાબી દેવામાં આવ્યા. ઑસ્ટ્રિયા સામેને હંગરીને બળવે એ સૌથી મોટો હતે. લેસ કસુથ એને નેતા હિતે. હંગરીના ઇતિહાસમાં તે એક દેશભક્ત અને સ્વાતંત્ર્યના યોદ્ધા તરીકે મશહૂર છે. ડાં વરસ બાદ ડીક નામના બીજા એક મહાન નેતાની આગેવાની " નીચે બીજા પ્રકારની લડતથી હંગરીએ સફળતા મેળવી. ડીકની લડવાની પદ્ધતિ સવિનયભંગની હતી એ જાણવા જેવી વાત છે. ૧૮૬૭ની સાલમાં ઍડ્યિા અને હંગરીનું હસબર્ગવંશના સમ્રાટ કોસીસ જોસફ નીચે લગભગ સમાન ભૂમિકા ઉપર જોડાણ થયું. એ જેડાણ “દ્વિરાજ પદ્ધતિ' તરીકે જાણીતું છે કેમકે એ પદ્ધતિથી કોસીસ જોસફ એ ઉભય દેશને રાજકર્તા બને. અધી સદી પછી ડીકની સવિનયભંગની પદ્ધતિ ઈગ્લેંડ સામે લડવામાં આયર્લેન્ડના લેકેને માટે નમૂનારૂપ થઈ પડી. ૧૯૨૦ની સાલમાં હિંદમાં અસહકારની લડત શરૂ કરવામાં આવી ત્યારે કેટલાક લેકએ ડીકની લડતને યાદ કરી હતી. પરંતુ એ બે પદ્ધતિઓ વચ્ચે ઘણે તફાવત હતો. ૧૮૪૮ની સાલમાં જર્મનીમાં પણ બળવા થયા પરંતુ તે બહુ ગંભીર પ્રકારના નહોતા. એ બધા દાબી દેવામાં આવ્યા અને થોડાંક સુધારાનાં વચન આપવામાં આવ્યાં. ક્રાંસમાં એ સાલમાં ભારે ફેરફાર થયો. ૧૮૩૦ની સાલમાં બુનેને હાંકી કાઢવામાં આવ્યા ત્યારથી લઈ ફીલીપ રાજા હતા. તે એક પ્રકારને અર્ધબંધારણીય રાજા હતે. ૧૮૪૮ની સાલમાં પ્રજા એનાથી કંટાળી અને એને ગાદીત્યાગ કરવાની ફરજ પાડવામાં આવી. ફરીથી પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી. આ ફ્રાંસનું બીજું પ્રજાસત્તાક હતું કેમકે તેની મહાન ક્રાંતિ વખતે સ્થાપવામાં આવેલું પ્રજાસત્તાક તેનું પહેલું પ્રજાસત્તાક હતું. આ Page #166 -------------------------------------------------------------------------- ________________ યુરપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિએ ૮૩૩ અંધેરના લાભ ઉઠાવીને લુઈ, ખાનાપાર્ટ નામના નેપોલિયનને ભત્રીજો રસ આવ્યા અને સ્વતંત્રતાના ભારે મિત્ર હોવાના ડાળ કરીને તે પ્રજાસત્તાકના પ્રમુખ ચૂંટાયેા. આ તો માત્ર સત્તા હાથ કરવા માટેના ખાટા ડેળ જ હતા. પોતાના સ્થાન ઉપર ખરાબર સ્થિર થયા પછી લશ્કર ઉપર તેણે કાબૂ મેળવ્યા. ૧૮૫૧ની સાલમાં એકાએક રાજપલટા થયા. લશ્કરના બળથી તેણે પેરિસને ગભરાવી મૂક્યું, ધણા લેાકેાને ગાળાથી હાર કર્યાં અને ધારાસભાને ડરાવી દીધી. ખીજે વરસે પોતે સમ્રાટ બની બેઠો અને નેપોલિયન ત્રીજો એવું નામ તેણે ધારણ કર્યું. મહાન નેપોલિયનને પુત્ર નેપોલિયન બીજો હતા એમ માનવામાં આવ્યું. જો કે તેણે તે કદીયે શાસન કર્યું નહોતું. ચાર વરસ કરતાં કંઈક વધારે સમયની ઝાંખી કારકિર્દી પછી આ રીતે ખીજા પ્રજાસત્તાકના અંત આવ્યે . ૧૮૪૮ની સાલમાં ઇંગ્લંડમાં બળવા થયા નહોતે પરંતુ ત્યાં આગળ ભારે તકલીફ અને ખળભળાટ પેદા થવા પામ્યાં હતાં. પરંતુ જ્યારે ખરી તકલીફ આવી પડે ત્યારે તેની આગળ નમી પડીને તેમાંથી ઊગરી જવાની આવડત ઇંગ્લેંડ પાસે છે. તેનું રાજબંધારણ લવચીક એટલે કે તેમાં જે વખતે જેવા ફેરફાર કરવા હાય તેવા ફેરફાર સહેલાઈથી કરી શકાય એવું હોવાથી એમ કરવામાં તે મદદગાર નીવડે છે. અને જ્યારે ઊગરવાના કશા ઉપાય બાકી રહ્યો ન હોય ત્યારે કંઈક સમાધાન સ્વીકારી લેવાનું લાંબા કાળના અનુભવે અ ંગ્રેજોને શીખવ્યું છે. અક્કડ એટલે કે જેમાં સહેલાઈથી ફેરફાર ન કરી શકાય એવા રાજબંધારણવાળા દેશો તથા જેમનામાં સમાધાનવૃત્તિ ઓછી હાય એવી પ્રજા ઉપર એકાએક આવી પડતા ભારે ફેરફારો અંગ્રેજ પ્રજાએ આવી રીતે ટાળ્યા છે. પાર્લમેન્ટના સભ્ય ચૂંટવાને મતાધિકાર વધારે લેાકાને આપવાની જોગવાઈ કરતા ૧૮૩૨ની સાલના રિર્ફોમ` બિલ ઉપર ઇંગ્લેંડમાં ભારે આંદોલન પેદા થયું. આધુનિક ધારણાથી માતાં તે અતિશય હળવા પ્રકારનું અને બિનજોખમકારક બિલ હતું. એમાં મધ્યમ વર્ગના થાડા વધારે માણસાને મતાધિકાર આપવાનું જણાવવામાં આવ્યું હતું. મજૂરો તથા મોટા ભાગના ખીજા લોકેાને હજી મતાધિકાર મળ્યો નહોતા. તે વખતે પાલમેન્ટ મૂડીભર શ્રીમંતાના હાથમાં હતી અને પેાતાના વિશિષ્ટ અધિકારો તથા કશી તકલીફ્ વિના તેમને આમની સભામાં મેકલી આપનાર · સડેલા મતવિભાગે ' ગુમાવી બેસવાની તેમને બીક હતી. આથી તેમણે પોતાની સમગ્ર શક્તિથી એ બિલના વિરોધ કર્યાં અને તે કહેવા લાગ્યા કે આ બિલ જો પસાર કરવામાં આવશે તે ઇંગ્લંડની ભારે દુર્દશા થશે અને આ દુનિયાને! અંત આવશે. પરિસ્થિતિ ઇંગ્લંડમાં આંતરવિગ્રહ ફાટી નીકળવાની અણી સુધી પહેાંચી ગઈ. પરંતુ વિરોધ પક્ષ પ્રજાવ્યાપી આંાલનથી ડરી ગયા અને એ બિલ પાસ કરવાની સ ંમતિ તેણે આપી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ જગતના ઇતિહાસનુ” રેખા ન એ કહેવાની જરૂર નથી કે ઇંગ્લેંડ આ કટોકટીમાંથી પાર ઊતર્યુ અને પાલમેન્ટ ઉપર પહેલાંની જેમ જ ધનિક વર્ગના કામૂ ચાલુ રહ્યો. સારી સ્થિતિના મધ્યમ વર્ગને વળી વધારે સત્તા મળી. ૧૮૪૮ની સાલના અરસામાં બીજી એક ચળવળે દેશને હચમચાવી મૂકયા. એ ચાર્ટિસ્ટ ચળવળ તરીકે ઓળખાતી હતી કેમકે એમાં પામેન્ટને એક પ્રચંડ અરજી મોકલવાની યેાજના કરવામાં આવી હતી. એ અરજીમાં જુદા જુદા સુધારાઓની માગણી કરતા પ્રજાના ‘ચાર ’ એટલે કે હક્કપટ્ટો રજૂ કરવામાં આવ્યા હતા. એ ચળવળે શાસકવર્ગને ભયભીત કરી મૂક્યો પરંતુ પાછળથી તેને દાખી દેવામાં આવી. કારખાનાંને મજૂરવર્ગ ભારે હાડમારી વેઠતા હતા અને તેમનામાં ભારે અસ ંતોષ વ્યાપ્યો હતો. એ અરસામાં મજૂરોને લગતા કેટલાક કાયદા પસાર થવા લાગ્યા અને એને લીધે તેમની સ્થિતિમાં કઈક સુધારો થયા. દિનપ્રતિદિન વધતા જતા વેપારીથી ઇંગ્લંડ બહુ ઝડપથી પૈસા પેદા કરી રહ્યું હતું અને તે ‘ દુનિયાનું કારખાનું ’ બની રહ્યુ હતું. મોટા ભાગના નફા કારખાનાંના માલિકાના હાથમાં જતા પરંતુ તેના થોડા ભાગ ઝરીતે મજૂરા સુધી પણ પહોંચતા. આ બધી વસ્તુઓને કારણે ૧૮૪૮ની સાલમાં ઇંગ્લેંડમાં બળવા થતો થતો અટકી ગયા. પરંતુ તે સમયે તે તે થાડા જ વખતમાં ફાટી નીકળશે એમ લાગતું હતું. ૧૮૪૮ના સાલની વાત હજી મેં પૂરી કરી નથી; એ વસે રામમાં જે બન્યું તે વાત તે હજી કહેવાની બાકી છે. એ વાત મારે આવતા પત્રને માટે મુલતવી રાખવી જોઈ એ. ૧૨૭, ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર બને છે વસતપ’ચમી, ૩૦ જાન્યુઆરી, ૧૯૩૩ ૧૮૪૮ની સાલના મારા ખ્યાનમાં ઇટાલીની વાત મે છેવટે રાખી છે. એ વરસના બધા રેશમાંચક બનાવામાં રેશમની વીરતાભરી લડત સૌથી અદ્ભુત છે. નેપોલિયનના સમય પહેલાં ઇટાલી એ નાનાં નાનાં રાજ્યે અને નાના નાના કારાને શભૂમેળા હતું. નેપોલિયને ઘેાડા વખત માટે તેને એક કર્યું. નેપાલિયન પછી તેણે પાતાની પહેલાંની સ્થિતિ ધારણ કરી અથવા કહો કે તેની એથીયે ખરાબ દશા થઈ. વિજયી મિત્રરાજ્યાએ ૧૮૧૫ની સાલની વિયેનાની કેંગ્રેસમાં એ દેશના મોટા ભાગ આપસમાં વહેંચી લીધે. આસ્ટ્રિયાએ વૈનીસ તથા તેની આસપાસના ધણા પ્રદેશ લીધા; ઑસ્ટ્રિયાના ઘણા ઠાકારોને મનગમતા પ્રદેશો આપવામાં આવ્યા; પાપ રામ પાછે આવ્યા અને તેની Page #168 -------------------------------------------------------------------------- ________________ ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર બને છે ૮૩૫ આસપાસના “પપનાં રાજ્ય” તરીકે ઓળખાતા પ્રદેશને તેણે કબજે લીધે; નેપલ્સ તથા ઈટાલીને દક્ષિણ ભાગ મળીને બુર્બોનવંશી રાજાના અમલ નીચેનું બે સિસિલીઓનું રાજ્ય” એ નામથી ઓળખાતું જુદું રાજ્ય બન્યું. વાયવ્ય તરફ ક્રાંસની સરહદ નજીક પિડમેન્ટ અને સાર્ડિનિયાને રાજા હતો. પિડમેન્ટના રાજાના એક માત્ર અપવાદ સિવાય આ નાના નાના બધા રાજાઓ તથા ઠાકોરે અતિશય આપખુદ રીતે શાસન કરતા હતા તથા નેપોલિયનના આગમન પહેલાં તેઓ કે બીજાઓ પોતપોતાની પ્રજાને પીડતા હતા તેના કરતાં પણ વિશેષ પ્રમાણમાં તેઓ પિતાની પ્રજાને પીડવા લાગ્યા. પરંતુ નેપોલિયનના આગમને આખા દેશને હલમલાવી મૂક્યો હતે તથા તેના યુવકવર્ગને પ્રેરણા આપીને તેને સ્વતંત્ર અને એકત્રિત ઈટાલીનાં સ્વપ્નાં સેવ કર્યો હતો. રાજકર્તાઓ દમન કરતા હતા છતાંયે અથવા કદાચ એ જ કારણે ત્યાં આગળ નાનાં નાનાં અનેક બંડ થવા પામ્યાં તથા ગુપ્તમંડળ સ્થપાયાં. થોડા જ વખતમાં ત્યાં એક ધગશવાળો યુવાન પેદા થયો અને સ્વાતંત્ર્યની ચળવળના નેતા તરીકે તેની ગણના થવા લાગી. આ નેતા તે ઈટાલીના રાષ્ટ્રવાદનો પગાર મેંઝીની. ૧૮૩૧ની સાલમાં તેણે “તરુણ ઇટાલી' એ નામનું એક મંડળ સ્થાપ્યું. ઈટાલીમાં પ્રજાસત્તાક સ્થાપવું એ તે મંડળનું ધ્યેય હતું. આ ધ્યેય પ્રાપ્ત કરવાને અર્થે તેણે ઘણાં વરસો સુધી ઈટાલીમાં કાર્ય કર્યું. પછી તેને દેશવટો લેવો પડ્યો અને અનેક વાર જિંદગી જોખમમાં મૂકવી પડી. તેનાં ઘણું લખાણે રાષ્ટ્રવાદના સાહિત્યમાં પ્રમાણભૂત બની ગયાં. ૧૮૪૮ની સાલમાં ઉત્તર ઈટાલીમાં ઠેરઠેર બળવા ફાટી નીકળવા લાગ્યા ત્યારે મૈઝીનીએ પિતાની તક ભાળી અને તે રેમ આવ્યું. પિપને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યું અને ત્રણ માણસોની સમિતિએ પ્રજાસત્તાકની જાહેરાત કરી. એ સમિતિને “ટ્રાયમવાયર્સ' એટલે કે ત્રિપુટી કહેવામાં આવતી. એ શબ્દ રોમના પુરાણા ઈતિહાસમાંથી લેવામાં આવ્યો હતો. મેઝીની આ ત્રિપુટીના ત્રણ સભ્યોમાંને એક હતા. આ તરુણુ પ્રજાસત્તાક ઉપર ચારે બાજુએથી હુમલે કરવામાં આવ્યો. તેના ઉપર ઑસ્ટ્રિયન લોકોએ હુમલે કર્યો, નેપલ્સના લકોએ પણ હુમલો કર્યો તથા પિપને તેના સ્થાન ઉપર સ્થાપિત કરવા ફ્રેએ પણ હુમલો કર્યો. તેમના પ્રજાસત્તાક તરફથી મુખ્ય લડનાર ગેરીબાલ્હી હતે. તેણે ઑસ્ટ્રિયને ખાળી રાખ્યા, નેપલ્સના સૈન્યને હરાવ્યું તથા ફ્રેંચને પણ અટકાવ્યા. સ્વયંસેવકોની મદદથી આ બધું કરવામાં આવ્યું અને જેમના ઉત્તમોત્તમ અને બહાદુરમાં બહાદુર તરુણએ પ્રજાસત્તાકના રક્ષણ અર્થે પિતાના પ્રાણ અ. આખરે, વીરતાભરી લડત પછી ફેંચએ પ્રજાસત્તાકને હરાવ્યું અને પિપને રેમ પાછે આણ્યે. Page #169 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ લડતના પહેલા તબક્કાના એ રીતે અંત આવ્યેા. મંઝીનીએ પ્રચાર દ્વ્રારા અને ગૅરીબાડીએ ખીજી મોટી લડતની તૈયારી દ્વારા એમ જુદી જુદી રીતે તેમણે પોતપોતાનું કામ આગળ ચલાવ્યું. તે બંને એકખીજાથી બહુ જ ભિન્ન પ્રકૃતિના પુરુષો હતા. એક વિચારક અને આદર્શવાદી હતા જ્યારે ખીજો ગેરીલા યુદ્ધપદ્ધતિને પ્રતિભાશાળી ચહ્નો હતા. અને ઇટાલીની સ્વતંત્રતા અને એકતાના ધ્યેયને ભારે ઝનૂનપૂર્ણાંક વરેલા હતા. એ પછી આ મહાન રમતમાં એક ત્રીજો ખેલાડી આગળ આવ્યેા. આ ખેલાડી પિડમેાન્ટના રાજા વિકટર ઇમેન્યુઅલના વડા પ્રધાન કાવુર હતા. નાના નાના રાજાઓને દબાવી દઈ તે તેમને દૂર કરવાના એ કાર્ટીમાં સમાવેશ થતા હતા એટલે મૈત્રીની તથા ગૅરીબાડીની પ્રવૃત્તિના લાભ ઉઠાવવાને તે સંપૂર્ણ પણે તૈયાર હતા. ફ્રે ચાને ચાલબાજીથી તેણે પોતાના દુશ્મન ઑસ્ટ્રિયનો જોડેયુદ્ઘમાં સડાવ્યા. નેપોલિયન ત્રીજો એ વખતે ફ્રાંસના શાસક હતા. આ બનાવ ૧૮૫૯ની સાલમાં બન્યા. ઑસ્ટ્રિયનાને ફ્રેચાએ હાર આપી એ તકનો લાભ લઇ ને ગૅરીબાલ્ડીએ નેલ્સ અને સિસિલીના રાજા ઉપર પોતાની જવાબદારી ઉપર અસાધારણ પ્રકારની ચડાઈ કરી. ગૅરીબાડી તથા તેના લાલ ખમીસવાળા ૧૦૦૦ સાથીઓની એ જગજાહેર ચડાઈ હતી. સૈનિકની કશીયે તાલીમ વિનાના તેમ જ જોઈતી લડાયક સાધનસામગ્રી અને પૂરતાં હથિયારા વિનાના તેના આ સાથીઓએ તેમની સામે આવેલા તાલીમબદ્ધ સૈન્યને મુકાબલા કર્યાં. દુશ્મનનું લશ્કર આ ૧૦૦૦ લાલ ખમીસવાળાએ કરતાં સ ંખ્યામાં ઘણું જ વધારે હતું પરંતુ તેમના ઉત્સાહ અને પ્રજાની સહાનુભૂતિને કારણે તેમણે ઉપરાઉપરી વિજયા મેળવ્યા. ગૅરીબાડીની કીર્તિ દેશભરમાં ફેલાઈ ગઈ. તેના નામના જાદુ એવા હતા કે તેના આવતાં વેંત દુશ્મનનું લશ્કર પલાયન કરી જતું. આમ છતાંયે તેનું કા અતિશય મુશ્કેલ હતું અને અનેક વાર તે તથા તેના સ્વયંસેવક પરાજય અને આફતના પંજામાં સપડાતા સપડાતા બચી જતા. પરંતુ તેમના પરાજયની પળે પણ ભાગ્યદેવી તેમના ઉપર મહેર કરતી અને પરાજયને વિજયમાં ફેરવી નાંખતી. જીવસટેસટનાં સાહસિક કાર્યોં ઉપર ભાગ્યદેવી ઘણી વાર મહેર કરે જ છે. ash 66 ગૅરીબાડી અને તેના હજાર સાથી સિસિલીને કિનારે ઊતર્યાં. ત્યાંથી તે ધીમે ધીમે ઇટાલી પહોંચ્યા. દક્ષિણ ઇટાલીનાં ગામડાંઓમાં થઈ ને સૂચ કરતાં કરતાં ગૅરીબાડીએ સ્વયંસેવકા માટે ટહેલ નાખી, અને એને માટે તેણે સૂચવેલા બદલા પણુ અસાધારણ હતાઃ તેણે કહ્યું, ચાલો ! ચાલે ! આજે ધરમાં બેસી રહેનાર તેા નામ છે. બદલામાં હું તમને થાક, હાડમારી અને લડાઈઓ આપવાનું વચન આપું છું. પરંતુ આપણે જીતીશું કે મરીશું. ” દુનિયામાં કુંતેહ જેવી કાર્યસાધક ખીજી કાઈ ચીજ નથી. ગૅરીખાડીની Page #170 -------------------------------------------------------------------------- ________________ ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર બને છે ૮૩૭ શરૂઆતની ફતેહાએ ઈટાલીના લેકેની રાષ્ટ્રીયતાની ભાવનાને પ્રજ્વલિત કરી મૂકી. સ્વયંસેવકોને પ્રવાહ વહેવા લાગ્યું અને ગેરબાલ્ડીનું રાષ્ટ્રગીત ગાતા ગાતા તેઓ ઉત્તર તરફ કૂચ કરવા લાગ્યા. કબરે આજે ખૂલી ગઈને આવે દૂર થકી સો વીર, પ્રેત શહીદો કેરાં આજે યુદ્ધ ખેલવા ધપે અધીર. તલવારે લીધી હાથે, કીર્તિની કલગી માથે, મૃત હૃદયે એ દીપ્તિમંત શાં ઈટલીના નામે રણવીર! આ સૌ જોડાઈ જાઓ! રખે કોઈ પાછળ રહી જાઓ! આવે, સર્વે કદમ મિલાવે, દેશજુવાને ટોળાટેળ; ફહરાવ ઝડે, વગડા આજ બેંગિયા ધિંગા ટેલ. ઠંડી તીખી તેગધાર લઈ, આ, હૈયે આગ જલાઈ આવો વતન તણી લગનીની જ્વાળા અયિ! લહરાવી લેલ. દીસ્તો રહે તે ઇટલીથી! બસ ભાગ અમારા ઘરમાંથી! ભાગ અજાણ્યા પરદેશી! તું દીસ્ત રહે અમ ઈટલીથી. રાષ્ટ્રગીત બધે જ કેવાં એક સરખાં હોય છે કાવુરે મૅરિબાડીની ફતેહને લાભ ઉઠાવ્યો અને એ બધાને પરિણામે ૧૮૬૧ની સાલમાં પિડમેન્ટને રાજા વિકટર ઈમૈન્યુઅલ ઈટાલીન રાજા બને. રામ હજી ફ્રેંચ લશ્કરના કબજામાં હતું અને વેનિસ ઑસ્ટ્રિયનના કબજામાં હતું. દશ વરસની અંદર રેમ તથા વેનિસ બાકીના ઈટાલી સાથે ભળી ગયાં અને રોમ તેનું પાટનગર બન્યું. આખરે ઈટાલી એક રાષ્ટ્ર બન્યું. પરંતુ મેંઝીનીને - એથી સુખ ન થયું. જીવનભર પ્રજાસત્તાકના આદર્શ માટે તે મ હતું પણ હવે તે ઈટાલી એ પિડમેન્ટના રાજા વિકટર ઈમેન્યુઅલનું રાજ્ય બન્યું. - એટલું ખરું કે એ નવું રાજ્ય બંધારણીય રાજ્ય હતું અને વિકટર ઈમેન્યુઅલ રાજા બન્યા પછી તરત જ ઈટાલીની પાર્લામેન્ટની બેઠક ટુરીનમાં મળી. આમ ઇટાલીનું રાષ્ટ્ર ફરીથી એક અને વિદેશી અમલથી મુક્ત થયું. મેંઝીની, ગેબિલ્ડી અને કાવુર આ ત્રણ પુરૂષોએ એ વસ્તુ સિદ્ધ કરી. અને એ ત્રણમાંને એક પુરુષ પણ ન હોત તો ઈટાલીની સ્વતંત્રતા ક્યારે આવત એ કહેવું મુશ્કેલ છે. અંગ્રેજ કવિ અને નવલકથાકાર જજે મેરીડીથે ઘણા વખત પછી લખ્યું છે કે: ૪–૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અમે ઈટાલીની પ્રસૂતિવેદના છે જોઈ અધક ઊઠી હતી ત્યાં ધરા પર એ પટકાઈ પાછી હા ને આજ? શું ઊબીનમેલ ખેતર! ઔદાર્યથી એકદી ચાલ્યું ત્યાં હળ, આ રમ્યતા આજની વાવનારું. _જેણે અમે એ હતું જેવું સારું તેને સ્ફરે છે સ્મૃતિમાં ત્રિપુટી –એને ડિલે ચેતન ફેંકનારી–કાવર ને મેઝિની ગેરબાન્ડી, જે બુદ્ધિ, આત્મા વળી ખર્કશા બની જવલંત આદર્શ જગાવનાર, કૂડા વિસંવાદથી તારનાર. ઈટાલીની સ્વાતંત્ર્ય માટેની લડતની વાતની રૂપરેખા મેં ટૂંકમાં તને કહી. આ ટૂંક ખ્યાન તને મૃત ઈતિહાસના બીજા કોઈ પણ ભાગના જેવું લાગશે. પરંતુ એ કથા તું સજીવ કેવી રીતે બનાવી શકે તથા તે તને લડતના આનંદ અને દર્દથી કેવી રીતે ભરી દઈ શકે એ હું તને કહું. ઘણાં લાંબા વખત ઉપર હું શાળામાં ભણતે હતો ત્યારે ત્રણ પુસ્તકોમાં મેં વાંચેલી આ વાતે મને તે એ અનુભવ કરાવ્યા હતા. એ પુસ્તકે ટેવેલિયન નામના લેખકે લખેલાં છે. એ પુસ્તકનાં નામ આ રહ્યાં: “ગેરિબાન્ડી અને રોમન પ્રજાસત્તાક માટે સંગ્રામ”, “ગેરિબા©ી અને તેના હજાર સાથીઓ”, ગેરિબાલ્હી અને ઈટાલીનું રાષ્ટ્રનિર્માણ” ઈટાલીની સ્વાતંત્ર્ય માટેની લડત વખતે અંગ્રેજ પ્રજાએ ગેરિબી તથા તેના લાલખમીસવાળા સાથીઓ પ્રત્યે પિતાની સહાનુભૂતિ દર્શાવી હતી તથા ઘણું અંગ્રેજ કવિઓએ એ લડત વિષે હૃદયને હલમલાવનારી કવિતાઓ લખી હતી. પિતાનાં હિતે તેમાં સંડોવાયેલાં ન હોય તે અંગ્રેજ પ્રજા સ્વાતંત્ર્ય માટે ઝૂઝતી પ્રજા તરફ કેટલી બધી સહાનુભૂતિ દર્શાવે છે એ ખરેખર આપણને અજાયબી પમાડે તેવું છે. સ્વાતંત્ર્ય માટે લડતા ગ્રીસમાં તેણે પિતાના કવિ બાયરન તથા બીજા કેટલાક લેકેને મેકલ્યા, ઇટાલી તરફ તેણે પિતાની અખૂટ સહાનુભૂતિ અને પ્રોત્સાહન મેકલ્યાં પરંતુ તેની પડોશમાં આવેલા આયલેંડમાં તથા મિસર, હિંદ અને બીજા દૂરના દેશોમાં તેના દૂતે મશીનગને અને સંહાર લાવે છે. એ વખતે સ્વીનબર્ન, મેરીડીથ અને ઇલીઝાબેથ બાર્નેટ બ્રાઉનિંગ વગેરે અંગ્રેજ કવિઓએ ઇટાલી વિષે અનેક મરમ કાવ્ય લખ્યાં હતાં. મેરીડીથે તે એ Page #172 -------------------------------------------------------------------------- ________________ જમનીને ઉદય ૮૩૯ વિષે નવલકથાઓ પણ લખી હતી. જ્યારે ઇટાલીને સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો અને તેની સામે અનેક અંતરા ખડા થયા હતા તથા અનેક દેશદ્રોહીઓ પિતાના વિદેશી હાકેમોને સહાય કરી રહ્યા હતા તે સમયે સ્ત્રીનબર્ગે રેમ આગળ પડાવ” નામનું એક કાવ્ય લખ્યું હતું તેમાંથી એક અવતરણ હું અહીં આપીશ. ભેટ આપે માલિક તે તમારા. શા મુક્તિદેવી ઉપહાર દે શકે ? તે તે વિના આશ્રય કે સહારા પ્રેરે, અમર્યાદ, અરોધ, સૈન્યને ધએ જવા પંથ અનિદ્રગથી. ભૂખે મરે, લેહીલુહાણ થાય છે, છે પ્રાણ વાવે નિજ, મુક્તિબીજશા; કે એમની ધૂલિથી મુક્તરાષ્ટ્રનાં નિર્માણ થાયે ફરી, આત્મ એમને પેટાવી આપે ફરી મુક્તિતારલે. ૧૨૮, જર્મનીને ઉદય ૩૧ જાન્યુઆરી, ૧૯૩૩ જેનાથી આજે આપણે સુપરિચિત છીએ તે યુરોપના એક મહાન રાષ્ટ્રનું નિમણુ આપણે છેલ્લા પત્રમાં જોઈ ગયાં. આજે આપણે તેના બીજા એક મહાન રાષ્ટ્રનું નિર્માણ જોઈશું. એ રાષ્ટ્ર તે જર્મની. તેની ભાષા એક હતી તેમ જ તેમની વચ્ચે બીજાં પણ ઘણું સમાન ત હેવા છતાં જર્મન પ્રજા અનેક નાનાં મોટાં રાજ્યમાં વહેંચાયેલી રહી હિતી. હેમ્સબર્ગવંશી આસ્ટ્રિયા ઘણી સદીઓ સુધી આગેવાન જર્મન રાજ્ય હતું. પછી પ્રશિયા આગળ આવ્યું અને એ બે રાજ્યો વચ્ચે જર્મન પ્રજાની આગેવાની માટે સ્પર્ધા થવા લાગી. નેપોલિયને એ બંને રાજ્યોને નમાવીને તેમને શરમિંદા કર્યા. એને પરિણુમે જર્મન રાષ્ટ્રવાદ પ્રબળ બને તથા નેપોલિયનના અંતિમ પરાજયમાં તેણે સહાય કરી. આ રીતે ઈટાલી તેમ જ જર્મનીમાં અજાણપણે અને તેની એવી ઈચ્છા ન હોવા છતાં નેપલિયને રાષ્ટ્રીયતાની ભાવના તથા સ્વતંત્રતાના વિચારોને વેગ આપે. નેપોલિયનના યુગને આગળ પડતે જર્મન રાષ્ટ્રવાદી ફિકટે હતે. તે લિસૂફ હતિ તેમ જ ધગશવાળે રાષ્ટ્ર ભક્ત પણ હતો. પિતાની પ્રજાને જાગ્રત કરવાને તેણે ઘણું કાર્ય કર્યું. Page #173 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન | નેપલિયન પછી અધી સદી સુધી જર્મનીમાં નાનાં નાનાં જર્મન રાજ્ય ચાલુ રહ્યાં. જર્મનીનાં નાનાં મોટાં બધાં રાજ્યનું એક સમવાયતંત્ર સ્થાપવાના અનેક પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ તે સફળ ન થયા; કેમ કે એરિયા તથા પ્રશિયા એ બંનેના શાસકો અને સરકારે તેના અગ્રણું બનવા ચહાતા હતા. દરમ્યાન ત્યાં આગળ બધાં ઉદાર તને દબાવી દેવામાં આવ્યાં. વળી ૧૮૩૦ની અને ૧૮૪૮ની સાલમાં ત્યાં ઠેર ઠેર બંડ પણ થયાં હતાં પરંતુ તેમને દાબી દેવામાં આવ્યાં. લે કાને સંતોષવાને ખાતર થડા નજીવા સુધારાઓ પણ દાખલ કરવામાં આવ્યા. જર્મનીના કેટલાક ભાગોમાં ઇંગ્લંડની પેઠે કલસાની અને લેઢાની ખાણે હતી અને એ રીતે ત્યાં આગળ ઔદ્યોગિક વિકાસને માટે પરિસ્થિતિ અનુકૂળ હતી. જર્મની તેના ફિલસૂફ, વૈજ્ઞાનિક તથા સૈનિકે માટે પણ મશહૂર હતું. ત્યાં કારખાનાંઓ બાંધવામાં આવ્યાં અને ઔદ્યોગિક મજૂરોને વર્ગ ઊભો થયો. ૧૯મી સદીના વચગાળામાં આ ટાંકણે એક પુરુષ પેદા થયે. ભવિષ્યમાં તે કેવળ જર્મની ઉપર જ નહિ પણ સમગ્ર યુરોપના રાજકારણમાં પિતાને પ્રભાવ જમાવવાનું હતું. આ પુરુષ તે ઍટે ફોન બિસ્માર્ક, તે “શંકર' એટલે કે પ્રશિયાને જમીનદાર હતા. વોટરલૂની લડાઈ થઈ તે વરસે તે જ હતા. ઘણું વરસ સુધી તેણે જુદા જુદા રાજદરબારેમાં એલચી તરીકે નોકરી કરી હતી. ૧૮૬૨ની સાલમાં તે પ્રશિયાનો વડો પ્રધાન થયો અને થોડા જ વખતમાં તેના પ્રભાવની અસર જણાવા લાગી. વડે પ્રધાન બન્યા પછી એક અઠવાડિયાની અંદર પોતાના એક વ્યાખ્યાનમાં તેણે જણાવ્યું કે, “ આ કાળના મહાન પ્રશ્નોના નિર્ણય ભાષણ કે વધુમતીના ઠરાવથી નહિ પણ પિલાદ અને રુધિરથી થવાના છે.” - પિલાદ અને રુધિર ! જગમશહૂર થયેલા તેના આ શબ્દો દૂર દેશી અને કડકપણે ચાલુ રાખેલી તેની રાજનીતિને તેના સાચા સ્વરૂપમાં વ્યક્ત કરે છે. લેકશાહીને તે ધિક્કારતો હતું અને પાર્લમેન્ટ કે ધારાસભાઓને તે બિલકુલ ગણકારતા નહિ. તે ભૂતકાળના અવશેષ સમાન લાગતા હતા પરંતુ તેની કાબેલિયત અને નિશ્ચયબળ એવાં તે ભારે હતાં કે વર્તમાન પરિસ્થિતિનું ઘડતર તેણે પિતાની ઈચ્છા અનુસાર કર્યું. તેણે આધુનિક જર્મની નિર્માણ કર્યું તથા ૧૯મી સદીના ઉત્તરાર્ધને યુરોપનો ઈતિહાસ ઘડ્યો. ફિલસૂફે અને વૈજ્ઞાનિકનું જર્મની પાછળ રહી ગયું અને રૂધિર તથા પોલાદને મંત્ર જપતું નવું જર્મની પિતાની લશ્કરી કુશળતાથી આખા યુરોપખંડ ઉપર તેનું પ્રભુત્વ જમાવવા લાગ્યું. તેના સમયના એક આગેવાન જર્મને કહ્યું છે કે, “બિસ્માર્ક જર્મનીને મહાન બનાવે છે પરંતુ જર્મનને તે હીણો બનાવે છે.” યુરોપમાં તેમ જ આંતરરાષ્ટ્રીય બાબતેમાં જર્મનીને મહાન સત્તા બનાવવાની તેની Page #174 -------------------------------------------------------------------------- ________________ જનીના ઉડ્ડય ૯૧ રાજનીતિથી જમા પ્રસન્ન થયા અને રાષ્ટ્રની વધતી જતી પ્રતિષ્ઠાની ભભકને કારણે તેનું હરેક પ્રકારનું દમન તેમણે સહી લીધું. બિસ્માર્ક પેાતાને શું કરવું છે તેના સ્પષ્ટ પ્યાલા તથા એ માટેની *કાળજીપૂર્વક તૈયાર કરેલી યેાજના સાથે સત્તા ઉપર આવ્યા, એને તે દૃઢતાપૂર્વક વળગી રહ્યો અને પેાતાના કામાં તેને ભારે સફળતા મળી. તેને યુરેપમાં જર્મનીનું અને જમની દ્વારા પ્રશિયાનું પ્રભુત્વ જમાવવું હતું. એ સમયે નેપોલિયન ત્રીજાના અમલ નીચે ફ્રાંસ યુરોપમાં સૌથી બળવાન રાષ્ટ્ર ગણાતું હતું. ઑસ્ટ્રિયા એ પણ મોટા હરીફ હતો. બિસ્માક બીજા રાજ્યો વ્હેડે કેવી રમત રમ્યા અને પછી વારાફરતી તે દરેકના તેણે કેવી રીતે નિકાલ કર્યાં તે પુરાણા ઢંગની આંતરરાષ્ટ્રીય નીતિરીતિ અને મુત્સદ્દીગીરીના એક અદ્ભુત નમૂના છે. તેણે પ્રથમ હાથ ધરેલું કાર્ય જમનાની આગેવાનીનાં પ્રશ્નના હંમેશને માટે નિવેડે લાવવાનું હતું. એ બાબતમાં પ્રશિયા અને ઑસ્ટ્રિયાની જૂની હરીફાઈ ચાલુ રાખવી પાલવે એમ નહાતુ. એ પ્રશ્નનું નિરાકરણ પ્રશિયાની તરફેણમાં જ થવું જોઈએ અને ઑઑસ્ટ્રિયાએ સમજી જવું જોઈ એ । તેને ખીજા દરજ્જાને ભાગ ભજવવાના રહેશે. એ પછી ક્રાંસને વારે આવવાના હતા. ( જ્યારે હું પ્રશિયા, ઑસ્ટ્રિયા કે ફ્રાંસની વાત કરું છું ત્યારે એ દેશાની સરકારેા વિષે હું કહું છું. એ વસ્તુ તારે યાદ રાખવી જોઈ એ. આ બધી સરકારે વત્તાઓછા પ્રમાણમાં આપખુદ હતી અને ત્યાંની ધારાસભાને નહિ જેવી જ સત્તા હતી.) • એને માટે બિસ્માર્કે ચૂપચાપ પોતાનું લશ્કરી તંત્ર સ ંપૂર્ણ બનાવી રહ્યો હતા. દરમ્યાન નેપોલિયન ત્રીજાએ ઑસ્ટ્રિયા ઉપર હુમલા કર્યાં અને તેને હરાવ્યું. આ હારને પરિણામે ગૅરબાડીની દક્ષિણુ ઇટાલી ઉપર ચડાઈ થઈ અને એથી કરીને છેવટે ઇટાલી સ્વતંત્ર થયું. આ બધું બિસ્માર્કને માક આવ્યું કારણ કે એથી ઑસ્ટ્રિયા નબળુ બન્યું. રશિયાના તાબાના પેલેંડમાં રાષ્ટ્રીય ખળવા ફાટી નીકળ્યા ત્યારે જરૂર પડે તો પોલ લોકાની કતલ કરવાને માટે બિસ્માર્કે ઝારને મદદ આપવા જણાવ્યું. આવી મદદ આપવા જણાવવું એ નિદ્ય હતું. પરંતુ એ વસ્તુએ એના હેતુ પાર પાડ્યો. કેમ કે, યુરોપમાં જે કઈ ગૂંચવણભરી સ્થિતિ પેદા થવા પામે તે સમયને માટે બિસ્માર્કને ઝારની ભલી લાગણી મેળવવી હતી. એ પછી ઑસ્ટ્રિયાની મદદ લઈ ને બિસ્માર્ક ડેન્માર્કને હરાવ્યું અને પછી તેણે ઑસ્ટ્રિયા ઉપર ચડાઈ કરી. પરંતુ એમ કરવા પહેલાં તેણે ઇટાલી તથા ક્રાંસના એને માટે ટકા મેળવી લેવાની સાવચેતી રાખી હતી. ૧૮૬૬ની સાલમાં પ્રશિયાએ જોતજોતામાં ઑસ્ટ્રિયાને જમીનદોસ્ત કરી દીધું. જર્મનીની આગેવાનીના પ્રશ્નના ઉકેલ કરીને તથા પ્રશિયા જર્મનીનું આગેવાન છે એ સ્પષ્ટ કરીને તેમની વચ્ચે કડવાશ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન ન રહેવા પામે એટલા માટે ડહાપણુપૂર્વક તેણે સ્ટ્રિયા પ્રત્યે ભારે ઉદારતા બતાવી. હવે પ્રશિયાની આગેવાની નીચે ઉત્તર જર્મનીનું સમવાયતંત્ર સ્થાપવાને માર્ગ સરળ થઈ ગયો હતો. (એમાં ઓસ્ટ્રિયાને સમાવેશ નહોતે થતું.) બિસ્માર્ક એ સમવાયતંત્રની સરકારને વડે પ્રધાન બન્યા. આજે જ્યારે રાજકારણ અને કાયદાના આપણે કેટલાક પંડિત સમવાયતંત્ર તથા રાજબંધારણ વિષે મહિનાઓ અને વરસ સુધી ચર્ચા કર્યા કરે છે તે જોતાં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે બિસ્માર્ક ઉત્તર જર્મનીના સમવાયતંત્રનું રાજબંધારણ માત્ર પાંચ કલાકમાં લખાવી દીધું હતું. એ બંધારણ ૫૦ વરસ સુધી એટલે કે વિશ્વયુદ્ધ પછી ૧૯૧૮ની સાલમાં ત્યાં પ્રજાસત્તાક સ્થાપવામાં આવ્યું ત્યાં સુધી ચાલુ રહ્યું અને એ દરમ્યાન એમાં નહિ જેવા જ ફેરફાર કરવામાં આવ્યા હતા. ' હવે બિસ્માર્ક પિતાને પહેલે મહાન ઉદેશ પાર પાડ્યો હતો. ક્રાંસને નમાવીને યુરોપમાં જર્મનીનું પ્રભુત્વ સ્થાપવું એ તેનું બીજું કાર્ય હતું. ચુપકીદીથી અને કશી ધમાલ કર્યા વિના તેણે એ માટેની તૈયારી કરવા માંડી. જર્મનીની એકતા કરવાના પ્રયાસે તેણે ચાલુ રાખ્યા અને યુરોપની બીજી સત્તાઓને પિતાની પ્રવૃત્તિઓ વિષે નિશ્ચિત કરી મૂકી. હારેલા ઓસ્ટ્રિયા પ્રત્યે પણ એવી નરમાશ દાખવવામાં આવી કે ત્યાં પણ ઝાઝી કડવાશ રહેવા પામી નહિ. ઇંગ્લંડ કાંસનું પરાપૂર્વનું હરીફ હતું. અને તે નેપોલિયન ત્રીજાની મહત્ત્વાકાંક્ષાભરી યોજનાઓ તરફ ભારે શંકાની નજરે જોતું હતું. એટલે ક્રાંસ સામેના યુદ્ધમાં ઇંગ્લંડની સહાનુભૂતિ મેળવવાનું બિસ્માર્ક માટે મુશ્કેલ નહોતું. યુદ્ધ માટે તેની તૈયારી સંપૂર્ણ થઈ ત્યારે તે પિતાની બાજી એવી કુનેહથી રમ્યા કે ૧૮૭૦ની સાલમાં નેપોલિયન ત્રીજાએ જ પ્રશિયા સામે લડાઈ જાહેર કરી. યુરોપની નજરે તે પ્રશિયાની સરકાર આક્રમણકારી ફ્રાંસની નિર્દોષ શિકાર બનેલી લાગી. પેરિસના લેકે “બર્લિનબર્લિન !” એવા પિકાર કરવા લાગ્યા અને ભેળપણમાં નેપોલિયન ત્રીજે વિજયી લશ્કરને મેખરે પિતે થોડા જ વખતમાં બર્લિનમાં પ્રવેશ કરશે એમ ધારવા લાગ્યું. પરંતુ એથી ઊલટું જ બનવા પામ્યું. તાલીમ પામેલું બિસ્માર્કનું સૈન્ય તેની ઉત્તર-પૂર્વ સરહદ તરફથી ફ્રાંસ ઉપર તૂટી પડયું અને ફ્રેંચ લશ્કર તેની સામે છિન્નભિન્ન થઈ ગયું. થેડાં જ અઠવાડિયામાં સેડન આગળ જર્મનાએ તેના એ સૈન્ય સાથે સમ્રાટ નેપોલિયન ત્રીજાને કેદ કર્યો. આ રીતે ક્રાંસમાંથી નેપોલિયનના બીજા સામ્રાજ્યને અંત આવ્યું. તરત જ પેરિસમાં પ્રજાસત્તાક સરકાર સ્થાપવામાં આવી. નેપોલિયનનું પતન. અનેક કારણેને આભારી હતું પરંતુ તેની દમનનીતિને કારણે તે પ્રજામાં અકારે થઈ પડ્યો હતે એ એનું મુખ્ય કારણ હતું. પરદેશી યુદ્ધો દ્વારા તેણે Page #176 -------------------------------------------------------------------------- ________________ જમનીને ઉડ્ડય ૯૪૨ પ્રજાનું લક્ષ ખીજી દિશામાં વાળવા પ્રયાસ કર્યાં. મુશ્કેલીમાં સપડાયેલા રાજા તથા સરકારોની એ બહુ માનીતી રીત છે. પરંતુ તે એમાં ફાવ્યા નહિ એટલું જ નહિ પણુ યુદ્ધે જ તેની મહત્ત્વાકાંક્ષાને ધૂળભેગી કરી દીધી. પૅરિસમાં સ્વદેશ રક્ષણ 'ની સરકાર સ્થાપવામાં આવી. તેણે પ્રશિયા આગળ સુલેહની માગણી રજૂ કરી. પરંતુ પ્રશિયાએ એવી અપમાનજનક શરતો રજૂ કરી કે તેમની પાસે કશું લશ્કર રહ્યું નહતું છતાંયે પૅરિસના લાકાએ લડાઈ ચાલુ રાખવાનું નક્કી કર્યું. જન લશ્કરે રસ તથા વર્તાઈ ને લાંબા સમય સુધી ઘેરો ઘાલ્યા. આખરે તે તાબે થયું અને નવા પ્રજાસત્તાકે હાર કબૂલી તથા બિસ્માર્કની કડક શરતો પણ માન્ય રાખી. યુદ્ધની નુકસાની તરીકે ભારે રકમ આપવાનું ફ્રાંસે કબૂલ કર્યું પરંતુ તેને સૌથી કારી ઘા તો એ લાગ્યા કે ૨૦૦ વરસથીયે વધારે સમય સુધી ફ્રાંસના એક ભાગ તરીકે રહેલા આલ્સાસ અને લોરેનના પ્રાંતા તેને જમનીને સુપરત કરી દેવા પડ્યા. પરંતુ પૅરિસના ઘેરાના અંત આવ્યા તે પહેલાં જ વર્સાઈ એ એક નવા સામ્રાજ્યને ઉદ્ભવ જોયેા. ૧૮૭૦ની સાલના સપ્ટેમ્બર માસમાં નેપોલિયન ત્રીજાના ફ્રેંચ સામ્રાજ્યના અંત આવ્યા; ૧૮૭૧ની સાલના જાન્યુઆરી માસમાં ૧૪મા લૂઈના વર્સાઈના રાજમહેલના ભવ્ય ઓરડામાં એકત્રિત બનેલા જનીની જાહેરાત કરવામાં આવી. પ્રશિયાના રાજા તેને ફૈઝર અથવા સમ્રાટ બન્યો. જર્મનીના બધા રાજાએ તથા પ્રતિનિધિએ પોતાના ફૈઝર અથવા સમ્રાટ આગળ પેાતાની વફાદારી દર્શાવવા વર્સાઈમાં ભેગા થયા હતા. પ્રશિયાના હાહેનઝોલન રાજવંશ હવે જમ નીના સામ્રાજ્યના રાજવંશ બન્યા, તથા એકત્ર થયેલું જર્મની દુનિયાની એક મહાન સત્તા બન્યું. ખની વર્લ્ડઈમાં આનંદોત્સવ અને રંગરાગ ચાલી રહ્યાં હતાં પરંતુ તેની નજીકમાં જ રેસમાં ગમગીની, દુ:ખ અને નામેાશીની લાગણી પ્રવર્તી રહ્યાં હતાં. ઉપરાઉપરી આવી પડેલી અનેક આફતોને કારણે લા આભા ગયા હતા અને ત્યાં. આગળ સ્થિર કે સુવ્યવસ્થિત સરકાર નહેાતી. રાજાશાહીના સંખ્યાબંધ પક્ષકારો ‘ રાષ્ટ્ર સભા 'માં ચૂંટાયા હતા અને તે ફરીથી રાજાશાહી સ્થાપન કરવાની યુક્તિપ્રયુક્તિ કરી રહ્યા હતા. પોતાના માર્ગોમાં આવતા અંતરાય દૂર કરવાને તેમણે રાષ્ટ્રીય દળને ( નેશનલ ગા`) નિઃશસ્ત્ર કરવાના પ્રયાસ કર્યાં. આ રાષ્ટીય દળ પ્રજાસત્તાકવાદી ગણાતું હતું. શહેરના બધા લેાકશાહીવાદી તથા ક્રાંતિવાદીને લાગ્યું કે એથી કરીને તે પ્રત્યાધાત અને દમનને દાર ક્રીથી વવાના. એથી પૅરિસમાં ખડ થયું અને ૧૮૭૧ના માર્ચ માસમાં પૅરિસમાં કોમ્યુન 'ની સ્થાપના કરવામાં આવી. એ એક પ્રકારની મ્યુનિસિપાલિટી હતી અને ક્રાંસની મહાન ક્રાંતિમાંથી તેણે પ્રેરણા મેળવી હતી. પરંતુ એમાં ખીજી અનેક વિશેષતાઓ હતી. કાંઈક અસ્પષ્ટપણે Page #177 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન નવા ઉદ્દભવેલા સમાજવાદી વિચારો પણ એમાં અમલમાં મૂકવામાં આવ્યા હતા. એક રીતે આ પૅરિસનું “કેમ્પન' રશિયાના સેવિયેટ પ્રજાસત્તાકેનું પુરેગામી હતું. પરંતુ પેરિસના આ “કમ્યુન’નું જીવન બહુ ટૂંકું હતું, આમ પ્રજાના . આ બળવાથી ડરી જઈને રાજાશાહીના પક્ષકાર તથા મધ્યમ વર્ગના લેકેએ પેરિસના જે ભાગમાં “કેમ્પન'ની આણ વર્તતી હતી, તે ભાગને ઘેરો ઘાલ્ય. નજીકમાં વસઈ આગળ અને અન્યત્ર જર્મન સૈન્ય આ તમાશે નિહાળી રહ્યું હતું. જર્મને કેદ પકડેલા ફ્રેંચ સૈનિકોને હવે છોડી દેવામાં આવ્યા હતા. છૂટીને તેઓ પેરિસ પાછા ફર્યા અને પિતાના જૂના અમલદારોને પક્ષ લઈને તેઓ કોમ્યુનની સામે લડયા. તેઓ કોમ્યુનના રક્ષકાની સામે ધસ્યા અને ઉનાળામાં મે માસના અંતમાં એક દિવસે તેમને હરાવ્યા. તેમણે પેરિસની શેરીઓમાં ૩૦,૦૦૦ સ્ત્રીપુરુષની કતલ કરી. પકડવામાં આવેલા સંખ્યાબંધ કમ્યુનના પક્ષકારોને એ પછી ઠંડે કલેજે ઠાર કરવામાં આવ્યા. પેરિસ કોમ્યુનને આ રીતે અંત આવ્યો. એથી કરીને યુરોપમાં તે વખતે ભારે સનસનાટી ફેલાઈ હતી. ખુનામરકીથી તેને દાબી દેવામાં આવ્યું હતું માત્ર એટલા ખાતર જ નહિ પણ ચાલુ વ્યવસ્થા સામેને એ પહેલવહેલ સમાજવાદી બળ હતો તે કારણે પણ એ સનસનાટી વ્યાપવા પામી હતી. પહેલાં ગરીબએ તવંગર સામે અનેક વાર બળવો કર્યો હતો પરંતુ જે વ્યવસ્થાને કારણે તેઓ ગરીબ રહેતા હતા તે બદલવાને તેમણે કદી વિચાર કર્યો નહે.કોમ્યુન એ પ્રજાકીય તેમ જ સમાજવાદી બળ હતું અને યુરોપના સમાજવાદના વિચારોના વિકાસમાં તે એક સીમાચિહ્ન છે. કોમ્યુનને ખુનામરકી દ્વારા દબાવી દેવામાં આવ્યું એથી કરીને ફ્રાંસમાં સમાજવાદી વિચારેએ ગુપ્તવાસ લીધો અને બહુ ધીમે ધીમે તેઓ પછીથી છતા થયા. જોકે કમ્યુનને તે દબાવી દેવામાં આવ્યું પરંતુ ફ્રાંસ રાજાશાહીની એક વધારે અજમાયશની આફતમાંથી ઊગરી ગયું. થોડા વખત પછી ફાસે ચોક્કસપણે પ્રજાતંત્રવાદને સ્વીકાર કર્યો અને ૧૮૭૫ની સાલમાં નવા બંધારણ નીચે પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. ત્યારથી એ પ્રજાસત્તાક ચાલુ રહ્યું છે અને હજી પણ તે મેજૂદ છે. ક્રાંસમાં હજી પણ એવા કેટલાક લેકે છે જે આજે પણ રાજાને લાવવાની વાત કરે છે. પરંતુ તેમની સંખ્યા જૂજ છે અને ફ્રાંસ ચોક્કસપણે પ્રજાસત્તાકવાદને વર્યું હોય એમ જણાય છે. ક્રાંસનું પ્રજાસત્તાક એ મધ્યમવર્ગી પ્રજાસત્તાક છે અને સારી સ્થિતિની મધ્યમ વર્ગના લેકેને તેના ઉપર કાબૂ છે. . ૧૮૭૦–૭૧ના જર્મન વિગ્રહની અસરમાંથી ફ્રાંસ ફરી પાછું બેઠું થયું અને તેણે યુદ્ધની નુકસાનીની ભારે રકમની ભરપાઈ કરી. પરંતુ ફ્રેંચ પ્રજાને Page #178 -------------------------------------------------------------------------- ________________ જમ નીના ઉદય ૯૪૨ શરમિંદી કરવામાં આવી હતી તથા તેને તેજોવધ કરવામાં આવ્યો હતો તેથી તેના હૃદયમાં ક્રોધે ઘર કર્યું. ક્રાંસની પ્રજા ગર્વિષ્ઠ છે અને તે પોતાનું અપમાન કદી ભૂલતી નથી. વેર લેવાની વૃત્તિએ તેને ઘેલી કરી મૂકી. ખાસ કરીને આલ્સાસ અને લોરેઈનની ખેાટ તેમને સાલતી હતી. તેના પરાજય પછી આસ્ટ્રિયા પ્રત્યે ઉદારતા દાખવવામાં બિસ્માર્કે ડહાપણ વાપર્યું હતું પરંતુ ફ્રાંસ પ્રત્યેના તેના કડક વર્તાવમાં કશુંયે ડહાપણુ કે ઉદારતા નહાતાં. એક સ્વાભિમાની દુશ્મનના તેજોવધ કરીને તેણે ભીષણ અને કાયમી દુશ્મનાવટ વહારી લીધી. યુદ્ધ પૂરું થવા પહેલાં જ સેડનની લડાઈ પછી તરત જ કાર્લ માર્ક્સ નામના એક નામીચા સમાજવાદીએ એક જાહેરનામું બહાર પાડયું હતું. તેમાં તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે આલ્સાસને ખાલસા કરવામાં આવ્યું છે તેને પરિણામે “ એ દેશ વચ્ચે જીવલેણુ અદાવત પેદા થશે અને કાયમી સુલેહને બદલે તહરૂખીની સ્થિતિ ચાલુ રહેશે.” મીજી ઘણી બાબતોની પેઠે આ બાબતમાં પણ તે ભવિષ્યવેત્તા નીવડચો. *t જમનીમાં બિસ્માર્ક હવે સામ્રાજ્યના સર્વ સત્તાધારી વડે પ્રધાન બન્યા. પોલાદ અને રુધિર ”ની નીતિ થેાડા વખત પૂરતી તો સફ્ળ થઈ. જમનીએ તેને અપનાવી લીધી અને ઉદાર વિચારાના ભાવ ઘટી ગયા. બિસ્માર્કે રાજાના હાથમાં સઘળી સત્તા રાખવાને પ્રયત્ન કર્યાં કેમ કે લેાકશાહીમાં તેને શ્રા નહોતી. જર્મન ઉદ્યોગાના વિકાસ તથા નવા ઊભા થયેલા કારખાનાના મજૂરાના વર્ગને લીધે નવા પ્રશ્નો ઊભા થયા; કેમ કે એ માર વગ બળવાન બન્યો અને ઉદ્દામ માગણી કરવા લાગ્યા. બિસ્માર્ક મજૂરોની સ્થિતિ સુધારીને તથા સમાજવાદને દાખી દઈને એમ એ રીતે તેમની જોડે કામ લીધું. સામાજિક કાયદા કરીને તેણે મજૂર વર્ગને પોતાના કરી લેવાના અથવા કંઈ નહિ તે તેને વધારે ઉદ્દામ બનતા અટકાવવાના પ્રયાસ કર્યાં. જનીએ આ રીતે આ પ્રકારના કાયદા કરવાની દિશામાં પહેલ કરી અને જ્યાં આગળ ઉદ્યોગો તેમ જ મજૂર ચળવળ એનાથી પહેલાં શરૂ થયાં હતાં તે ઇંગ્લંડે એ દિશામાં કાંઈક કર્યું તે પહેલાં જનીમાં મારા માટે વૃદ્ધાવસ્થાનાં પેન્શન, વીમેા તથા દાક્તરી મદદના કાયદા કરવામાં આવ્યા હતા. આ નીતિને થોડી સફળતા મળી ખરી પરંતુ એમ છતાંયે મજૂરાની સંસ્થા વિકસવા પામી. તેમની પાસે શક્તિશાળી આગેવાના હતા. એમાં ફર્ડિનાન્ડ લેસેલ ભારે પ્રતિભાશાળી પુરુષ હતો. ૧૯મી સદીના એ સૌથી શ્રેષ્ઠ વક્તા ગણાય છે. યુદ્ધમાં તે યુવાન વયમાં મરણ પામ્યા. વિલ્હેમ લિમ્નેટ તેમને ખીન્ને એક નેતા હતા. તે એક જૂના જોગી અને બહાદુર લડવૈયા તથા ક્રાંતિકારી પુરુષ હતા. ગોળી વાગવાથી તે મરતા મરતા બચ્યા હતા અને તેણે લાંબુ આયુષ્ય ભાગવ્યું હતું. સ્વાતંત્ર્ય માટેની લડત તેના પુત્ર કાલ Page #179 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પણ આગળ ચલાવી રહ્યો હતો. થોડાંક વરસ ઉપર ૧૯૧૮ની સાલમાં જર્મન પ્રજાસત્તાક સ્થપાયું ત્યારે તેનું ખૂન કરવામાં આવ્યું હતું. મજૂરને બીજો એક આગેવાન કાર્લ માર્ક્સ હતે. એને વિષે હું બીજા એક પત્રમાં કહીશ. પરંતુ માર્સને પોતાના જીવનને મોટે ભાગ જર્મની બહાર દેશવટામાં કાઢો પડ્યો હતે. મજૂરનું સંગઠન વધતું ગયું અને ૧૮૭૫ની સાલમાં બધી મજૂર સંસ્થાઓ એકત્ર થઈને સમાજવાદી લેકશાહી પક્ષ (સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાટ) નામના પક્ષની સ્થાપના કરવામાં આવી. બિસ્માર્ક સમાજવાદના વિકાસને સાંખી શકે એમ નહોતું. કેઈ કે સમ્રાટને જાન લેવાનો પ્રયત્ન કર્યો અને એ બહાના તળે તેણે સમાજવાદીઓ ઉપર ઝનૂની હુમલો કર્યો. ૧૮૭૮ની સાલમાં સમાજવાદ વિરોધી કાયદા કરવામાં આવ્યા અને તેની રૂએ બધી સમાજવાદી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી. સમાજવાદીઓને માટે તે ત્યાં આગળ લશ્કરી કાયદાના જેવી સ્થિતિ થઈ ગઈ અને લેકોને હજારની સંખ્યામાં દેશપાર કરવામાં આવ્યા કે કેદમાં પૂરવામાં આવ્યા. આ રીતે દેશપાર થયેલા કેટલાક લેકે અમેરિકા ગયા અને ત્યાં આગળ તેઓ સમાજવાદના પુરોગામી બન્યા. સમાજવાદી લેકશાહી પક્ષને એથી ભારે ફટકો પડ્યો. પરંતુ આ કટોકટીમાં તે ટકી રહ્યો અને પછીથી તે પાછો બળવાન બન્યા બિસ્માર્કની ખૂનરેજી તેને હણી ન શકી; તેને મળેલી સફળતા ઊલટી નુકસાનકારક નીવડી. એ પક્ષ બળવાન બનતો ગયો તેમ તેમ તેનું સંગઠન વિશાળ થતું ગયું. તેની પાસે ભારે પૂંછ એકઠી થઈ અને તેની પાસે હજારની સંખ્યામાં પગારદાર કાર્યકર્તાઓ હતા. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા તવંગર થાય છે ત્યારે તે વ્યક્તિ કે સંસ્થા ક્રાંતિકારી મટી જાય છે, અને જર્મનીમાં સમાજવાદી પ્રજાપક્ષની પણ એ જ દશા થઈ બિસ્માર્કની મુત્સદ્દીગીરીની કુનેહ તેના અંતપર્યત તેનામાં ટકી રહી અને તેના કાળના આંતરરાષ્ટ્રીય રાજકારણની બાજીમાં તેણે મહત્ત્વને ભાગ ભજવ્યું. આજની પેઠે તે સમયે પણ રાજકારણ એ સામસામા કાવાદાવા, પ્રપંચ, ધોકાબાજી અને ધાકધમકીની વિચિત્ર પ્રકારની અને ગૂંચવણભરી જાળ હતી. અને આ બધું ગુપ્તતાથી અને પડદા પાછળ કરવામાં આવતું. ધોળે દહાડે જો એ કરવામાં આવે તે તે ઝાઝો વખત ટકે નહિ. બિસ્માર્ક ઓસ્ટ્રિયા અને ઈટાલી સાથે ઐક્ય કહ્યું કેમકે ફ્રાંસ વેર લેશે એ તેને હવે ર લાગવા માંડ્યો હતો. આ ઐક્ય ત્રિપક્ષી ઐક્ય ( ટ્રીપલ એલાયન્સ)ને નામે ઓળખાય છે. અને આ રીતે સામસામા બંને પક્ષે હથિયાર સજવા માંડ્યાં, કાવાદાવા કરવા માંડ્યા તથા તેઓ પરસ્પર એક બીજા સામે ઘુરકિયાં કરવા લાગ્યા. Page #180 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સુપ્રસિદ્ધ લેખકો ૧૮૮૮ની સાલમાં એક યુવાન સમ્રાટ વિહેમ બીજાના નામથી જર્મને કૈઝર બન્યું. તે પિતાને ભારે સમર્થ પુરુષ લેખતે હતું અને થોડા જ વખતમાં તે બિસ્માર્ક સાથે લડી પડ્યો. વૃદ્ધાવસ્થામાં એ પિલાદી વડા પ્રધાનને રૂખસદ આપવામાં આવી. આથી તેને ભારે ગુસ્સે ચડ્યો. તેને ઠંડું પાડવાને ખાતર તેને “પ્રિન્સ” એટલે કે ઠાકરનો ઇલકાબ આપવામાં આવ્યું. પરંતુ રાજાઓની બાબતમાં તેને ભ્રમ ભાગી ગયા અને ધૃણાને માર્યો તે પિતાની જાગીરમાં નિવૃત્ત થયું. પિતાના એક મિત્રને તેણે કહ્યું, “મેં હોદો સ્વીકાર્યો ત્યારે મારામાં અખૂટ રાજનિષ્ઠા અને રાજા પ્રત્યે પૂજ્યભાવ ભરેલાં હતાં પરંતુ મારે સખેદ કહેવું પડે છે કે મારી એ ભાવનાઓ દિનપ્રતિદિન ઘટતી જતી લાગે છે....... મેં ત્રણ રાજાઓને નગ્નાવસ્થામાં જોયા છે અને એ દશ્ય સુખદ નહોતું જ !” આ ઉગ્ર મિજાજને ડોસો ઘણું વરસ સુધી છ અને ૧૮૯૮ની સાલમાં ૮૩ વરસની ઉંમરે તે મરણ પામે. તેની બરતરફી અને મરણ બાદ પણ તેની છાયા જર્મની ઉપર વ્યાપી રહી હતી અને તેની ભાવના તેના અનુગામીઓને પણ પ્રેરણું આપતી રહી હતી. પરંતુ તેના પછી તેને સ્થાને આવેલા બહુ નાના આદમીઓ હતા. ૧૨૯. કેટલાક સુપ્રસિદ્ધ લેખકે ૧ ફેબ્રુઆરી, ૧૯૩૩ ગઈ કાલે હું તને જર્મનીના ઉદય વિષે લખી રહ્યો હતો ત્યારે મને એકાએક યાદ આવ્યું કે ૧૯મી સદીના આરંભકાળના એક સાથી મહાન જર્મને વિષે તો મેં તને કશું કહ્યું જ નથી. આ મહાપુરુષ તે ગેટે. તે સુપ્રસિદ્ધ લેખક હતો અને થોડાક માસ ઉપર આખા જર્મનીમાં ઠેર ઠેર તેના મૃત્યુની શતાબ્દી ઊજવવામાં આવી હતી. તે વખતે મેં ધાર્યું હતું કે તે કાળના યુરોપના પ્રસિદ્ધ લેખકે વિષે હું તને કંઈક કહીશ. પરંતુ મારે માટે એ જોખમકારક વિષય છે. જોખમકારક એટલા માટે કે એમ કરવા જતાં હું એ વિષયના મારા અજ્ઞાનનું જ પ્રદર્શન કરી બેસું. જાણીતા લેખકના . નામની કેવળ યાદી આપવી એ તે મૂર્ખાઈભર્યું ગણાય, અને તેમને વિષે કંઈક કહેવું એ મારે માટે મુશ્કેલ છે. અંગ્રેજી સાહિત્યનું મારું જ્ઞાન બહુ જ અલ્પ છે અને યુરેપની બીજી ભાષાના સાહિત્યનું મારું જ્ઞાન તેમની કેટલીક કૃતિઓના અનુવાદમાં જ મર્યાદિત છે. તે પછી મારે શું કરવું? એ વિષે કંઈક લખવાના વિચારે મારા મનમાં ઘર કર્યું અને એને હું કેમે કરીને દૂર કરી શક્યો નહિ. આ જાદુઈ દુનિયામાં પ્રવેશ કરવાના માર્ગમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ જગતના ઇતિહાસનું રેખાદ ન બહુ લાંબે સુધી તો હું તને સાથ ન આપી શકું પરંતુ મને લાગ્યું કે મારે તને એનું દિશાસૂચન તો કરવું જ જોઈએ. કેમ કે જનસમૂહની ઉપર ઉપરની પ્રવૃત્તિ કરતાં તેની કળા અને સાહિત્ય કાઈ પણ પ્રજાના આત્માની પિછાન વધારે કરાવે છે. કળા અને સાહિત્ય આપણને ગંભીર અને શાન્ત વિચારના પ્રદેશમાં લઈ જાય છે; તત્કાલીન રાગદ્વેષો અને પૂર્વગ્રહો તેને દૂષિત કરી શકતા નથી. પરંતુ કવિ અને કળાકારને આજે આવતી કાલના દૃષ્ટા તરીકે ભાગ્યે જ લેખવામાં આવે છે અને તેમનું ઝાઝું સન્માન પણ કરવામાં આવતું નથી. તેમના મરણ પછી જ સામાન્ય રીતે તેમનું કઈ કે સન્માન કરવામાં આવે છે. એટલે હું તારી આગળ માત્ર કેટલાંક નામનો જ ઉલ્લેખ કરીશ. ૧૯મી સદીના આરંભના લેખકાનો જ હું ઉલ્લેખ કરીશ. એમાંના કેટલાક વિષે તે તુ જાણતી પણ હશે. આ તો માત્ર તારી જિજ્ઞાસા જાગ્રત કરવા પૂરતું જ છે. યાદ રાખજે કે ૧૯મી સદી દરમ્યાન યુરોપના ઘણા દેશોમાં ઉમદા પ્રકારનું સાહિત્ય નિર્માણ થયું હતું. ખરી રીતે તે ગેટે ૧૮મી સદીના ગણાય કેમકે તે ૧૭૪૯ની સાલમાં જન્મ્યા હતા. પરંતુ તેણે ૮૭ વરસનુ લાંબુ આયુષ્ય ભાગવ્યું અને એ રીતે ૧૯મી સદીના લગભગ ત્રીજો ભાગ પણ તેણે જોયા. તે યુરોપના ઇતિહાસના એક સાથી તાક્ાની જમાનામાં જન્મ્યા હતા. તેણે પોતાના દેશમાં નેપોલિયનના સૈન્યને ફરી વળતું અને તેને પાયમાલ કરતું પણ જોયું હતું. પોતાના જીવનમાં પણ તેને ભારે આક્રુતા સહન કરવી પડી હતી પરંતુ જીવનની વિટંબણાઓ ઉપર ધીમે ધીમે તેણે આંતરિક કાબૂ મેળવ્યા હતા તથા અનાસક્તિ અને સમાધાન પ્રાપ્ત કર્યાં હતાં અને તેને લીધે તેને શાંતિ લાધી હતી. નેપોલિયને જ્યારે તેને પહેલવહેલા જોયા ત્યારે તેની ઉંમર ૬૦ વરસ કરતાંયે વધારે હતી. નેપોલિયન જ્યારે તેના બારણામાં આવીને ઊભે ત્યારે તેણે તેના ચહેરા ઉપર એવી તે સ્વસ્થતા અને તેના વનમાં એવું તે ઠરેલપણું ભાળ્યું કે તે એકદમ ખેલી ઊઠ્યો, “ ખરેખર, માસ તો આ છે!” તેણે ઘણા વિષયમાં માથું માથું હતું પરંતુ જે જે વિષયો તેણે હાથ ધર્યાં તેમાં તેણે વિશિષ્ટતા પ્રાપ્ત કરી, તે ફિલસૂફ઼્ર હતા, કવિ હતા, નાટકકાર હતા અને વિજ્ઞાનના જુદા જુદા વિષયામાં રસ લેનાર વૈજ્ઞાનિક હતા. અને આ બધા ઉપરાંત એક નાનકડા જન રાજાને તે પ્રધાન હતો ! પરંતુ આપણે તે ખાસ કરીને તેને લેખક તરીકે પિછાનીએ છીએ અને ફાઉસ્ટ નામનુ નાટક એ તેની સાથી મશદૂર કૃતિ છે. તેના લાંબા જીવન દરમ્યાન તેની પ્રીતિ દૂર દૂર સુધી પ્રસરી અને સાહિત્યના તેના પોતાના ક્ષેત્રમાં તે તેના દેશળ તેને દેવતાઈ પુરુષ તરીકે લેખવા લાગ્યા હતા. Page #182 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સુપ્રસિદ્ધ લેખકો સાહિત્યના ક્ષેત્રમાં ગેટેને સમકાલીન શિલર હતા. તે પણ કવિ હતા અને ગેટે કરતાં ઉંમરે નાને હતે. ઉંમરમાં તેનાથી એથી પણ ઘણો નાને હાઈનરિખ હાઈને હતા. તે જર્મન ભાષાને બીજે એક મહાન અને ચિત્તાકર્ષક કવિ હતે. તેણે અતિસુંદર ઊર્મિ કાવ્ય લખ્યાં છે. ગેટે, શીલર અને હાઈને એ ત્રણે કવિઓએ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ પૂરેપૂરી પચાવી દીધી હતી. જર્મની એ ફિલસૂફના દેશ તરીકે જાણીતું છે. એટલે એક બે જર્મન ફિલસૂફેનાં નામનો ઉલ્લેખ પણ હું કરીશ. જોકે એમાં તને ઝાઝે રસ પડે એવો સંભવ નથી. જેમને એ વિષયમાં ભારે રસ હોય તેમણે તેમનાં પુસ્તક વાંચવા પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે એ બહુ ગહન અને સમજવાં મુશ્કેલ છે. આમ છતાં પણ આ અને બીજા ફિલસૂફે આપણને આનંદ અને બોધ આપે છે; કેમ કે, તેમણે ચિંતનની જાત બળતી રાખી છે અને તેમની મારફતે આપણે વિચારોની પ્રગતિ અને વિકાસ સમજી શકીએ છીએ. ઈમૈન્યુઅલ કાન્ટ ૧૮મી સદીને મહાન જર્મન ફિલસૂફ હતો. ૧૮મી સદી પૂરી થતાં સુધી તે છવ્યો હતો. એ વખતે તેની ઉંમર ૮૦ વરસની હતી. ફિલસૂફીના વિષયમાં બીજું મોટું નામ હેગલનું છે. તે કાન્ટને અનુયાયી હતા અને સામ્યવાદના જનક કાર્લ માર્ક્સ ઉપર એના વિચારોની ભારે અસર પડી હતી એમ મનાય છે. ફિલસૂફેને માટે આટલું બસ છે. ૧૯મી સદીના આરંભમાં યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લંડમાં અનેક મહાન કવિઓ પાક્યા. રશિયાને સૈાથી વધારે નામી રાષ્ટ્રકવિ પુષ્કીન પણ એ જ અરસામાં થઈ ગયો. ઠંયુદ્ધને પરિણામે તે યુવાવસ્થામાં જ મરણ પામ્યો હતો. ક્રાંસમાં પણ એ વખતે ઘણું કવિઓ થઈ ગયા. પરંતુ હું માત્ર બે જ ઇંચ કવિઓનાં નામનો ઉલ્લેખ કરીશ. એમાં એક વિકટર હ્યુગે ૧૮૦૨ની સાલમાં જન્મ્યો હતો અને ગેટેની પેઠે તે પણ ૮૩ વરસ સુધી આવ્યું હતું. વળી ગેટેની પેઠે સાહિત્યના ક્ષેત્રમાં તેને પણ પિતાના દેશમાં દેવતાઈ પુરુષ તરીકે લેખવામાં આવતું હતું. લેખક તરીકે તેમજ રાજકારણના ક્ષેત્રમાં તેની કારકિર્દી વિવિધ હતી. રાજાશાહી અને આપખુદીના પક્ષકાર તરીકે તેણે પિતાનું જીવન શરૂ કર્યું, ધીમે ધીમે તે પિતાનું વલણ બદલતો ગયે અને ૧૮૪૮ની સાલમાં તે પ્રજાસત્તાવાદી બની ગયે. લૂઈ નેપોલિયન અલ્પજીવી બીજા પ્રજાસત્તાકનો પ્રમુખ બન્યા ત્યારે ઇંગેને તેણે તેના પ્રજાસત્તાકવાદી વિચારેને માટે દેશપાર કર્યો. ૧૮૭૧ની સાલમાં તેણે પેરિસ કોમ્યુનની તરફેણ કરી. સ્થિતિચુસ્તતાના એક અંતિમ છેડાથી ધીમે ધીમે પણ મક્કમપણે આગળ ખસતાં ખસતાં તે સમાજવાદના બીજા અંતિમ છેડા સુધી પહોંચ્યું હતું. ઘણુંખરા કે તેમની ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી બનતા જાય છે. હૃગેની બાબતમાં એથી સાવ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઊલટું જ બન્યું. પરંતુ અહીં તે આપણે એની લેખક તરીકે જ વાત કરીએ છીએ. તે મહાન કવિ, નવલકથાકાર અને નાટકકાર હતે. ફ્રાંસના જે બીજા લેખક વિષે હું તને કહેવા માગું છું તેનું નામ આંરે દ બાઝાક હતું. તે વિક્ટર હ્યુગેને સમકાલીન હતા પરંતુ તે તેનાથી બિલકુલ ભિન્ન પ્રકારને હતે. તે સમર્થ નવલકથાકાર હતા અને તેના ટૂંકા જીવનમાં તેણે ઘણી નવલકથાઓ લખી છે. તેની નવલકથાઓ એકબીજી સાથે સંકળાયેલી છે. તે બધીમાં ઘણી વાર તેનાં તે પાત્રો આવે છે. તેના જમાનાના ફ્રાંસનું સમગ્ર જીવન પિતાનાં નવલેમાં ચીતરવાને તેને ઈરાદે હતા. અને નવલકથાઓની પિતાની એ આખી માળાને તેણે “મનુષ્યજીવનની મંગળ કથાઓ” એવું નામ આપ્યું હતું. તેની એ કલ્પના તે બહુ ભવ્ય હતી પરંતુ લાંબા વખત સુધી ભારે પરિશ્રમ કર્યા છતાંયે તે પોતે માથે લીધેલું એ જબરદસ્ત કાર્ય પૂરું ન કરી શક્યો. ઇંગ્લંડમાં ૧લ્મી સદીના આરંભ કાળમાં ત્રણ પ્રતિભાશાળી કવિઓ તરી આવે છે. એ ત્રણે સમકાલીન હતા અને એ બધા ત્રણ વરસના ગાળામાં જ યુવાવસ્થામાં મરણ પામ્યા હતા. આ ત્રણ કવિઓ તે કીટસ, શેલી અને • બાયરન. કીટ્સને ગરીબાઈ તથા નિરાશાની સામે ભારે ઝૂઝવું પડયું હતું અને ૧૮૬૧ની સાલમાં તે રેમમાં ૨૬ વરસની ઉંમરે મરણ પામે ત્યારે એને બહુ ઓછા લેકો જાણતા હતા. આમ છતાંયે એણે કેટલાંક અતિ મને રમ કાવ્ય લખ્યાં હતાં. કીટ્સ મધ્યમ વર્ગને હતે છતાંયે પૈસાની તંગી તેના માર્ગમાં ભારે અંતરાયરૂપ થઈ પડી તે પછી કવિ કે લેખક થવું એ ગરીબ માટે તે કેટલું બધું મુશ્કેલ છે. સાચે જ, કેમ્બ્રિજ વિદ્યાપીઠના અંગ્રેજી સાહિત્યના હાલના અધ્યાપકે એ બાબતમાં વાસ્તવિક ટીકા કરી છે. તે કહે છે : આપણું રાષ્ટ્રમાં રહેલા કંઈક દોષને કારણે આ દિવસેમાં આપણા ગરીબ કવિઓની દશા કૂતરાં કરતાંયે બૂરી છે. છેલ્લાં બે વરસ દરમ્યાન પણ તેમની સ્થિતિ એવી જ રહી હતી. હું સાચું કહું છું – અને મેં લગભગ દસ વરસ ૩૨૦ પ્રાથમિક શાળાઓનું નિરીક્ષણ કરવામાં ગાળ્યાં છે – કે, આપણે લોકશાહીની ભલેને ગમે એટલી બડાશો હાંકીએ પરંતુ વાસ્તવમાં, જેને પરિણામે મહાન ગ્રંથે ઉત્પન્ન થાય છે તે બૌદ્ધિક સ્વાતંત્ર્ય મેળવવાની જેટલી તક ઍથેન્સના ગુલામના બાળકને મળતી હતી તેના કરતાં ઇંગ્લંડના ગરીબ બાળકને ભાગ્યે જ વધારે તક મળે છે.” કવિતા, સુંદર લખાણ અને સામાન્ય રીતે કહીએ તે સંસ્કારિતા એ ધનવાન લેકેને ઈજારે છે એ વસ્તુ આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ એટલા માટે મેં આ ઉતારે આપ્યો છે. કવિતા અને સંસ્કારિતાને ગરીબનાં ઝૂંપડાંમાં સ્થાન નથી. એ વસ્તુઓ ભૂખે મરતા માણસો માટે નથી; એથી કરીને આપણી આજની સંસ્કારિતા એ ધનવાન મધ્યમ વર્ગના લેકના માનસનું પ્રતિબિંબ બને છે. સંસ્કારિતાને ઉપભોગ કરવાની તક અને નવરાશ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૮૫૧ કેટલાક સુપ્રસિદ્ધ લેખકે પ્રાપ્ત થાય એવી ભિન્ન પ્રકારની સમાજવ્યવસ્થામાં મજૂરે જ્યારે એને હવાલે લેશે ત્યારે સંસ્કૃતિમાં સારી પેઠે ફેરફાર થવા પામશે. સોવિયેટ રશિયામાં આવા પ્રકારને ફેરફાર થઈ રહ્યો છે અને દુનિયા ભારે રસપૂર્વક તેનું નિરીક્ષણ કરી રહી છે. છેલ્લી કેટલીક પેઢીઓથી હિંદમાં જે સાંસ્કૃતિક દારિક્ય પ્રવત્યું છે તે ઘણુંખરું આપણું લેકની અસાધારણ ગરીબાઈને આભારી છે એ વસ્તુ આ ઉપરથી સ્પષ્ટ થાય છે. જેમની પાસે કશુંયે ખાવાનું નથી એવા લેકે આગળ સંસ્કૃતિની વાત કરવી એ તેમનું અપમાન કરવા બરાબર છે. આપણું, પ્રમાણમાં સારી સ્થિતિના મૂઠીભર લેકે ઉપર પણ ગરીબાઈને શાપ માઠી અસર કરે છે અને પરિણામે હિંદના એ વર્ગના લેકે પણ દુર્ભાગ્યે અતિશય અસંસ્કારી છે. વિદેશી શાસન અને સામાજિક પછાતપણે કેટલાં બધાં અનિષ્ટોને માટે જવાબદાર છે? પરંતુ આવી સર્વવ્યાપી ગરીબાઈ અને શુષ્કતાના વાતાવરણમાં પણ હિંદ હજી ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર જેવા અનુપમ પુરુષ અને સંસ્કૃતિના અસાધારણ જ્યોતિર્ધરે પેદા કરી શકે છે. પરંતુ હું મારા વિષયથી આડે ઊતરી ગયો. શેલી સૌને તેના ઉપર પ્રીતિ થાય એ મજા માણસ હતે. યુવાવસ્થાના આરંભથી જ તેના અંતરમાં અગ્નિ સળગી રહ્યો હતો અને હરેક બાબતમાં તે સ્વતંત્રતાને હિમાયતી હતે. “નાસ્તિકતાની જરૂર ” એ વિષય ઉપર નિબંધ લખવા માટે તેને એકસફર્ડ વિદ્યાપીઠમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. કવિઓને વિષે ધારવામાં આવે છે તેમ કીની પેઠે તેણે પણ દુનિયાની વિટંબણાઓની પરવા કર્યા વિના કલ્પનાવિહાર અને હવાઈ વાતાવરણમાં પિતાનું ટૂંક જીવન વિતાવ્યું. કીસના મરણ પછી એક વરસ બાદ તે ઈટાલી નજીક સમુદ્રમાં ડૂબી ગયું હતું. એની પ્રસિદ્ધ કવિતાઓ વિષે મારે તને કશું કહેવાની જરૂર નથી. એ તો તું પોતે જ સહેલાઈથી મેળવી શકે એમ છે. પરંતુ તેની ટૂંકી કવિતાઓમાંની એક હું અહીંયાં આપીશ. બેશક, એ કંઈ એની શ્રેષ્ઠ કવિતાઓમાંની એક નથી. પરંતુ આપણુ આજના સુધારામાં ગરીબ મજૂરની કેવી ભયંકર દશા હોય છે તે વસ્તુ એ દર્શાવે છે. લગભગ પહેલાંના ગુલામના જેવી જ ખરાબ દશામાં તે આજે છે. એ કવિતા લખાયાને સે કરતાં પણ વધારે વરસ થઈ ગયાં અને છતાં આજની સ્થિતિને પણ એ કવિતા બરાબર લાગુ પડે છે. એ કવિતાનું મથાળું છે “અરાજકતાનો બુરખો.” છે મુક્તિ શું? રે! શકશે તમે કહી ગુલામી તે શી બસ ચીજ છે અહીં! તે નામ એનું, તમ નામના અરે બની ચૂક્યું છે પડઘા સમું ખરે. Page #185 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન જુતાવું કામે લઈ રોજ રોટલ નભી શકે છવન માત્ર એટલે, આ ળિયાની લઘુ ખેલીઓ મહીં, જે જુલ્મીઓ લે ખપમાં રહીસહી. એ જુલ્મી કાજે બનવું તમારે કોદાળી, ખાંડ, હળ, સાળ; સ્વાર્થે ઈચ્છા અનિચ્છા તમ ના વિચારે જે સ્વના રક્ષણપોષણાર્થે કંગાલ ને દુર્બળદેવ બાળુડાં, કંતાયેલાં માતૃશરીર ભંડાં; વાયુ શિયાળે . સૂસ અરે જ્યાં મરી રહ્યાં તે અહીં બેસું છું ત્યાં. એવા અહ ઝંખવું નિત્ય અને ધનાઢય જે તે અલમસ્ત શ્વાનને તેફાનમાં ફેંકત, – ખાય એમની આંખે તળે જે અકરાંતિયા બની. આત્મા થકી છેક થવું ગુલામ, અને રહે ના સબળી લગામ સંકલ્પશક્તિ નિજની પરે, – હા રહેવું બની ઈચ્છત જેમ બીજા. ને આખરે મંદ અવાજ વ્યર્થ ઉઠાવતા જ્યાં ફરિયાદ અર્થ, ત્યાં તે સિતમોરની ટોળકીઓ સવાર થે જાય અરે, કુટુંબીઓ પરે તમારાં ! ઝમતું અદોષ તૃણે પરે શેણિત કેરું સ. બાયરને પણ સ્વતંત્રતાની તારીફનાં સુંદર કાવ્ય લખ્યાં છે. પણ એ કાવ્યને વિષય રાષ્ટ્રીય સ્વતંત્રતા છે; શેલીના કાવ્યની પેઠે આર્થિક સ્વતંત્રતા નથી. હું આગળ જણાવી ગયે છું તેમ તુર્ક સામેના ગ્રીક લેકેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે શેલી પછી બે વરસે મરણ પામ્યા હતા. બાયરનને વિષે માણસ તરીકે મને જરા અણગમે છે. અને આમ છતાં મને એના પ્રત્યે બિરાદરીની ભાવના છે. એ હેરેની શાળા તથા કેમ્બ્રિજ વિદ્યાપીઠની ટ્રિનિટી કોલેજને વિદ્યાથી હતું. હું પણ એ જ શાળા અને કોલેજનો વિદ્યાર્થી હતે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સુપ્રસિદ્ધ લેખક ૫૩ શૈલી અને કીટ્સ કરતાં ઊલટી જ રીતે એને યુવાવસ્થામાં જ કીર્તિ પ્રાપ્ત થઈ હતી. લંડનના સમાજે પ્રથમ એને છાપરે ચડાવી દીધા અને પછીથી તેને નીચે પછાડ્યો હતા. એ ગાળામાં બીજા બે નામીચા કવિએ પણુ થઈ ગયા. પરંતુ તે બંને આ ત્રિપુટી કરતાં ઘણું લાંબું જીવ્યા હતા. વસ્વ ૧૭૭૦થી ૧૮૫૦ સુધી એટલે ૮૦ વરસ સુધી જ્યેા હતો. તે ઇંગ્લેંડના મહાકવિઓમાંના એક ગણાય છે. કુદરત પ્રત્યે એને ભારે પ્રેમ હતો અને એની શ્રેણીખરી કવિતા પ્રકૃતિની કવિતાઓ છે. ૧૯મી સદીના આરંભમાં ત્રણ સુપ્રસિદ્ધ નવલકથાકારા પણ થઈ ગયા. વૉલ્ટર સ્કોટ ઉંમરે એ સામાં માટે હતા. તેની વેવલી નવલકથા બહુ જ લેકપ્રિય છે. એમાંની કેટલીક નવલે તે વાંચી હશે એમ હું ધારું છું. હું નાના હતા ત્યારે મને એ નવલકથા ગમતી હતી એવું મને સ્મરણુ છે. પરંતુ માસ માટે થાય છે તેમ તેની અભિરુચિ બદલાય છે અને મને ખાતરી છે કે આજે મને એ વાંચતાં કટાળા આવે. બીજા એ નવલકથાકાર થંકરે અને ડિકન્સ છે. એ અને સ્કોટ કરતાં ઘણા ચડિયાતા નવલકથાકારો છે એમ હું માનું છું. હું ધારું છું કે એ અને તારા માનીતા લેખકા છે. થેંકરે ૧૮૧૧ની સાલમાં કલકત્તામાં જન્મ્યા હતા અને પાંચ છ વરસ તેણે ત્યાં ગાળ્યાં હતાં. તેણે પોતાનાં કેટલાંક પુસ્તકામાં હિંદના ‘ નવા 'ને આમેઅ ચિતાર આપ્યા છે. એ · નવાએ ’ એટલે કે હિંદમાં રહી અઢળક દોલત એકઠી કરીને જિંદગીની મેાજ માણવા ઇંગ્લેંડ પાછા કરનાર સ્થૂલ શરીરના અને તગ મિજાજવાળા અંગ્રેજો, * * ૧૯મી સદીના આરંભકાળના લેખકે વિષે હું બસ આટલું જ. લખવા માગું છું. આવા મહાન વિષયની બાબતમાં આ હસવું આવે એટલું ઓછું લખાણ છે. એ વિષયના જાણકાર એ વિષે બહુ જ સુંદર લખાણ લખે. વળી તે એ કાળના સંગીત અને કળા વિષે પણ તને કહે. એ વસ્તુ જાણવી અને જણાવવી જરૂરી છે પરંતુ એ મારા ગા ઉપરવટની વાત છે અને ડહાપણપૂર્વક હું મારું અજ્ઞાન ધાડું નહિ પાડું ગેટેના ફાઉસ્ટમાંથી એક કવિતા આપીને હું આ પત્ર પૂરો કરીશ. બેશક એ મૂળ જર્મનને અનુવાદ છે. -૧ રે હા! તે આ જગસકલને વાત કીધા પ્રચંડ, હીણું પાડી દલદલ અહે। તાજુ તે ખડખડ ઉથામી તે ચપટી ભરીને શૂન્યમાં ફેંકી દીધું, ને કા દૈવી પ્રહરણ થકી શીણું હા! જીણું કીધું. Page #187 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપાડી તે કુટુક અમે હૈ જતા આજ સર્વ, ગાણું ગાતા ગતરુચિરતાનું સુકઠે સગર્વ, ગાતા હસે મૃત લલિતતાનું અહે દૂર પર્વ. બાંધી લે તે પુનરપિ, શિશુ પૃથ્વીના હે મહાન ! સઈ લે તે પુનરપિ વધુ દિવ્ય ને સારવાન. હૈયે તારે ચણતર રચી દે તું એ ઉચ્ચ ભવ્ય, તવ પુનરપિ પ્રાણુ તે ધાર નવ્ય. ઉલ્લાસે તું ફરીથી ચરખે સંસ્કૃતિને ચલાવ, ઉચ્ચ ને શાન્તભાવ. ૧૩૦. ડાર્વિન અને વિજ્ઞાનને વિજય ૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ કવિઓને છેડીને હવે આપણે વૈજ્ઞાનિકની વાત ઉપર જઈએ. કવિઓ હજી પણ કાંઈક અંશે બિનઅસરકારક લેખાય છે પરંતુ વૈજ્ઞાનિકે તે આજના જાદુગર છે અને જગતમાં તેમને પ્રભાવ તથા માન છે. ૧૯મી સદીમાં આમ નહોતું પહેલાંની સદીઓમાં યુરોપમાં વૈજ્ઞાનિકનું જીવન હમેશાં જોખમમાં રહેતું. અને કેટલીક વાર તેને જીવતે બાળી મૂકવામાં પણ આવતો. રોમમાં બ્રોને ચર્ચે કેવી રીતે બાળી મૂકયો હતો તે હું તને આગળ કહી ગયો છું. ૧૭મી સદીમાં, થોડાં વરસ બાદ, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ કહેવા માટે ગેલીલિયે મરતે ભરત બા હતું. આ પ્રકારની નાસ્તિકતા બતાવવા માટે તેને જીવતે બાળી મૂકવામાં આવત પણ તેણે માફી માગી લીધી અને પિતાનાં આગળનાં વચનો પાછા ખેંચી લીધાં. આ રીતે ચર્ચ યુરોપમાં વિજ્ઞાન સાથે હમેશાં અથડામણમાં આવતું હતું અને નવા વિચારને દાબી દેતું હતું. સંગઠિત ધર્મને લગતી યુરોપમાં તેમ જ અન્યત્ર કેટલીક કટ્ટર માન્યતાઓ હેય છે અને તેના અનુયાયીઓએ કશા પ્રશ્ન કે શંકા કર્યા વિના તેને સ્વીકાર કરવાનું હોય છે. પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિ એથી જુદા જ પ્રકારની હોય છે. કઈ પણ વસ્તુ તે એમ ને એમ માની લેતું નથી, તેની કઈ કટ્ટર માન્યતા હેતી નથી અથવા કહે કે હોવી જોઈએ નહિ. એ મન ખુલ્લું રાખવાને ઉત્તેજન આપવા માગે છે અને ફરી ફરીને પ્રયોગ કરી તે દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન કરે છે. દેખીતી રીતે જ આ દષ્ટિ ધાર્મિક દૃષ્ટિથી બિલકુલ ભિન્ન છે અને ભૂતકાળમાં એ બંને વચ્ચે અનેક વાર અથડામણ થવા પામી, એમાં કશું Page #188 -------------------------------------------------------------------------- ________________ ડાવિન અને વિજ્ઞાનને વિજય આશ્ચર્ય નથી. હું ધારું છું કે, જુદી જુદી પ્રજાઓએ હરેક યુગમાં અનેક પ્રકારના પ્રયોગ કર્યા છે. એમ કહેવાય છે કે, પ્રાચીન ભારતમાં રસાયણશાસ્ત્ર અને શસ્ત્રક્રિયાની સારી પ્રગતિ થઈ હતી, અને અનેક પ્રયોગો પછી જ આ પ્રગતિ થવા પામી હશે. પ્રાચીન ગ્રીકે પણ અમુક અંશે પ્રયોગ કરતા હતા. ચીના લેકની બાબતમાં, હમણાં જ મેં એક પુસ્તક વાંચ્યું છે. તેમાં ૧૫૦૦ વર્ષ પૂર્વેના ચીના લેખકોના લખાણના, તેઓ વિકાસવાદને સિદ્ધાંત જાણતા હતા, શરીરના રુધિરાભિસરણની તેમને જાણ હતી તથા ચીના શસ્ત્રો શસ્ત્રક્રિયા કરતી વખતે માણસને બેભાન કરવાની દવા વાપરતા હતા એ દર્શાવનારા આપણને અજાયબી પમાડે એવા ઉતારાઓ આપવામાં આવ્યા છે. પરંતુ એ સમય વિષે વાજબીપણે અનુમાને તારવી શકીએ એટલું આપણે જાણતા નથી. પ્રાચીન સંસ્કૃતિઓએ આ બધી વસ્તુઓ શોધી હેય તે પછી પાછળથી તે એ બધું ભૂલી કેમ ગઈ? વળી તેમણે એ વિષયમાં આગળ પ્રગતિ કેમ ન કરી ? અથવા એમ હશે કે તે વખતના લેકો આ પ્રકારની પ્રગતિને ઝાઝું મહત્ત્વ આપતા નહતા ? આવા આવા અનેક મજાના પ્રશ્નો ઊઠે છે. પરંતુ એના જવાબ આપવાને આપણી પાસે કશી માહિતી નથી. આરબ લેકે પ્રયોગ કરવાના ભારે રસિયા હતા. મધ્યયુગી યુરેપ એ બાબતમાં તેમનું અનુયાયી બન્યું. પરંતુ, ખરું જોતાં તેમના બધા પ્રયોગ વૈજ્ઞાનિક ન હતા. તેઓ હમેશાં પારસમણિની શોધ માટે મથ્યા કરતા હતા. એ વડે કાઈ પણ ધાતુને સેનામાં ફેરવી શકાય એમ માનવામાં આવતું હતું. સામાન્ય ધાતુને આવી રીતે ફેરવી નાખવાની ચાવી શોધવાને ગૂંચવણભર્યા રાસાયનિક પ્રયોગ કરવામાં તેઓ પિતાની સારી જિંદગી વિતાવતા. આને કીમિયાગરી કહેવામાં આવે છે. માણસને અમર બનાવનાર અમૃતની શોધ પાછળ પણ તેમણે ભારે પરિશ્રમ ઉઠાવ્યું હતું. પરીકથાઓ સિવાય બીજે ક્યાંય આ અમૃત તથા પારસમણિ શેધવામાં કઈ સફળ થયું હોય એ પુરા મળતા નથી. ખરી રીતે તે, ધનદેલત, સત્તા અને લાંબું આયુષ્ય પ્રાપ્ત કરવાને માટે અમુક પ્રકારની જાદુઈ વિદ્યા પ્રાપ્ત કરવા પાછળનાં આ તરફડિયાં હતાં. વિજ્ઞાનની ભાવના સાથે એને કશે સંબંધ નહતા. વિજ્ઞાનને જાદુ, મેલી વિદ્યા કે એવી બીજી વસ્તુઓ સાથે લેવાદેવા નથી. પરંતુ સાચી વૈજ્ઞાનિક પદ્ધતિને વિકાસ ધીમે ધીમે યુરોપમાં થયો. અને વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન વૈજ્ઞાનિકોની નામાવલીમાં આઈઝેક ન્યૂટનના નામનો સમાવેશ થાય છે. તે અંગ્રેજ હતા અને ૧૬૪૨થી ૧૭ર૭ સુધી જીવ્યો હતે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે કે વસ્તુઓ નીચે શાથી પડે છે તે સમજાવ્યું છે. આ અને ત્યારે શેધાયેલા હતા તે બીજા નિયમોની મદદથી તેણે પૃથ્વી તથા પ્રહની ગતિ સમજાવી. નાની અને મોટી એવી બધી જ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૫ જગતના ઇતિહાસનું રેખાદસન ભાળતા તેણે શાધેલા સિદ્ધાંતોથી સમજાતી હોય એમ લાગવા માંડયું અને તેને ભારે માનમરત મળ્યાં. ચર્ચની મતાંધતાની ભાવના ઉપર વિજ્ઞાનની ભાવના વિજય મેળવી રહી હતી. ચર્ચ હવે વિજ્ઞાનના ઉપાસકાને દાબી દઈ શકે કે જીવતા ખાળી મૂકી શકે એમ નહતુ. ખાસ કરીને ઇંગ્લંડ અને ફ્રાંસમાં અને પાછળથી જમની અને અમેરિકામાં અનેક વૈજ્ઞાનિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ધીરજ અને પરિશ્રમપૂર્વીક કાર્ય કરીને હકીકતા તથા નવી નવી માહિતી એકઠી કરી રહ્યા હતા. આ રીતે વૈજ્ઞાનિક જ્ઞાનનુ પ્રમાણુ વિસે દિવસે વધતું ગયું. તને યાદ હશે કે, ૧૮મી સદીમાં યુરોપના કેળવાયેલા વર્ગોમાં બુદ્ધિવાદને ફેલાવા થયા હતા. એ વૉલ્તેયાર, રૂસા અને એમના જેવા ખીજા સમ ફ્રેંચવાસીઓની સદી હતી. તેમણે અનેક વિષયો ઉપર લખ્યું અને લેાકાના મનમાં ક્ષેાભ મચાવી મૂકયો. એ સદીના ગર્ભમાં ફ્રાંસની મહાન ક્રાંતિ સેવાઈ રહી હતી. આ બુદ્ધિવાદી દૃષ્ટિના વૈજ્ઞાનિક દૃષ્ટિ સાથે બરાબર · મેળ ખાધો અને એ બંનેએ ચની મતાંધ દૃષ્ટિને વિરાધ કર્યાં. હું તને આગળ કહી ગયો છું કે ૧૯મી સદી એ બીજી અનેક બાબતાની હતી તેમ વિજ્ઞાનની સદી પણ હતી. ઔદ્યોગિક ક્રાંતિ, યાંત્રિક ક્રાંતિ તથા અવરજવરનાં સાધનામાં થવા પામેલા અસાધારણ ફેરફારો એ બધું વિજ્ઞાનને આભારી હતું. સંખ્યાબંધ કારખાનાંઓએ ઉત્પાદનની પતિ બદલી નાખી હતી; રેલવે તથા આગાટાએ એકાએક દુનિયાનું અંતર ઘટાડી દીધુ` હતુ` અને તારવ્યવહાર એ તા વળી એથીયે વિશેષ ચમત્કારિક વસ્તુ હતી. તેના દૂર દૂર સુધી વિસ્તરેલા સામ્રાજ્યમાંથી ઇંગ્લંડમાં સંપત્તિના ધોધ વહેવા લાગ્યા. સ્વાભાવિક રીતે જ આ બધાંને લીધે જૂના વિચારો ડગમગી ગયા અને ધર્મની જકડ શિથિલ થઈ. ખેતરોમાં કામ કરનારાઓના કૃષિજીવનને મુકાબલે કારખાનાના જીવને લોકાને ધાર્મિક માન્યતાઓ કરતાં આર્થિક સબધા વિષે વધારે વિચાર કરતા કર્યાં. ૧૯મી સદીના વચગાળામાં ૧૮૫૯ની સાલમાં ઇંગ્લેંડમાં એક પુસ્તક પ્રસિદ્ધ થયું. એ પુસ્તકે મતાંધ દૃષ્ટિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ વચ્ચેના ઝઘડા તીવ્ર કરી મૂક્યો. આ પુસ્તક તે ચાર્લ્સ ડાર્વિનનું ‘ જીવયાનીની ઉત્પત્તિ ’. ડાર્વિન કંઈ બહુ મોટો વૈજ્ઞાનિક ગણાતો નથી. તેણે જે કહ્યુ છે તેમાં બહુ નવું કશું નથી. તેના પહેલાં ત્રણા ભૂસ્તરશાસ્ત્રીઓ અને પદાર્થવિજ્ઞાનના મભ્યાસીઓએ એ દિશામાં ક્રાય આરજ્યું હતું અને ઘણી સામગ્રી એકી કરી હતી. આમ છતાં પણુ ડાર્વિનનું પુસ્તક યુગપ્રવર્તક હતું. તેણે લેાકાના માનસ ઉપર ભારે અસર કરી અને તેમની સામાજિક દૃષ્ટિ બદલવામાં વિજ્ઞાનના Page #190 -------------------------------------------------------------------------- ________________ હાવિન અને વિજ્ઞાનને વિજય બીજા કોઈ પણ પુસ્તક કરતાં વધારે ફાળો આપે. એને પરિણામે લોકોના માનસમાં ભારે ઊથલપાથલ થઈ ગઈ અને એને લીધે ડાર્વિને મશહૂર થયે. કુદરતના અભ્યાસી તરીકે ડાર્વિન દક્ષિણ અમેરિકા અને પ્રશાન્ત મહાસાગરના કિનારા ઉપર રખડ્યો અને તેણે અઢળક સામગ્રી તથા પ્રમાણે એકઠાં કર્યા. કુદરતી વિણમણથી પ્રાણીઓની દરેકની અથવા જાતિ કેવી રીતે બદલાય છે તથા તેને કેવી રીતે વિકાસ થાય છે એ દર્શાવવાને માટે તેણે એ બધી સામગ્રી અને પ્રમાણેને ઉપગ કર્યો. ત્યાં સુધી ઘણું લેકે એમ માનતા હતા કે મનુષ્ય સહિત પ્રાણુની પ્રત્યેક ની ઈશ્વરે અલગ અલગ પેદા કરી હતી અને ત્યારથી તે નિરાળી અને ફેરફાર વિનાની રહી છે એટલે કે એક એની બદલાઈને બીજી નથી થઈ શકતી. અસંખ્ય દાખલાઓ આપીને ડાર્વિને બતાવી આપ્યું કે એક પ્રાણીની બદલાઈને બીજી ની થઈ છે અને વિકાસને એ જ સામાન્ય ક્રમ છે. આવા ફેરફાર કુદરતી વિણામણથી થાય છે. કોઈ એનીમાં થયેલે સ્વ૫ ફેરફાર પણ જે તે યેનીને કોઈ પણ રીતે સહાયભૂત નીવડે કે બીજી યેનને મુકાબલે પિતાનું જીવન ટકાવી રાખવામાં તેને મદદરૂપ થાય તો ધીમે ધીમે તે નીમાં ફેરફાર કાયમી થવા પામે છે. અને આવા ફેરફારવાળી ની બીજી નીઓ કરતાં વધુ વખત જીવે એ ઉઘાડું છે. વખત જતાં આવા ફેરફારવાળી નીઓની સંખ્યા બીજીનીઓની સંખ્યા કરતાં વધી જાય અને પિતાના સંખ્યાબળથી તે બીજી પેનીઓને દબાવી દે. આ રીતે એક પછી એક ફેરફારો અને પરિવર્તન થતાં જાય અને એને કારણે અમુક વખત પછી નવી જ એની પેદા થવા પામે. આમ કુદરતી વિમણથી જે સૌથી યોગ્ય હોય તે વધારે વખત ટકે છે અને વખત જતાં તેને પરિણામે અનેક નવી નવી યોનીઓ પેદા થાય છે. આ નિયમ વનસ્પતિસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ તેમ જ માણસને પણ લાગુ પડે છે. આ સિદ્ધાંત પ્રમાણે જુદી જુદી વનસ્પતિઓ તથા પ્રાણીનીઓ મૂળ કોઈ એક પેનીમાંથી જ ઉભવી હોય એ બનવા જોગ છે. થોડાં વરસ પછી ડાર્વિને “મનુષ્યને અવતાર' (ડીસેન્ટ ઓફ મૅન) નામનું બીજું એક પુસ્તક બહાર પાડયું. એમાં તેણે પિતાને કુદરતી અથવા પ્રાકૃતિક વિસામણને સિદ્ધાંત મનુષ્યને લાગુ પાડ્યો. આ વિકાસવાદ અને કુદરતી વિણામણના સિદ્ધાંતને આજે ઘણાખરા લેકો માન્ય રાખે છે. જોકે ડાર્વિન તથા તેના અનુયાયીઓ તેને જે રીતે રજૂ કરે છે તે રીતે તેઓ નથી માન્ય રાખતા. સાચે જ, જાનવરની પેદાશ કરવામાં તથા છેડવાઓ, ફળફળાદિ અને સ્કૂલે ઉત્પન્ન કરવામાં કે સહેલાઈથી આ સિદ્ધાંતને ઉપગ કરી શકે છે. આજનાં ઘણાંખરાં નમૂનેદાર જાનવરે તથા છેડવાઓ કૃત્રિમ રીતે પેદા કરેલી નવી યેનીએ છે. માણસ ટૂંક સમયમાં જે આવા ફેરફારો કરી શકે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા નવી યાનીઓ ઉત્પન્ન કરી શકે તો પછી કરડા વરસે દરમ્યાન પ્રકૃતિ અથવા કુદરત એ દિશામાં શું ન કરી શકે ? લંડનના સાઉથ કેન્સિંગટન મ્યૂઝિયમ જેવા કાઈ પ્રાકૃતિક સંગ્રહસ્થાનની મુલાકાત લેવાથી છેડવાએ તેમ જ પ્રાણીઓ નિરંતર કુદરતને કેવાં અનુકૂળ થતાં રહે છે એ આપણને જણાશે. આજે તે આ બધું આપણને દીવા જેવું સ્પષ્ટ લાગે છે. પરંતુ ૭૦ વરસ પહેલાં એ એટલું સ્પષ્ટ નહેતું લાગતું, ઈશુની પૂવે માત્ર ૪૦૦૪ વરસ પહેલાં સૃષ્ટિની ઉત્પત્તિ થયાના બાઇબલના હેવાલ તથા પ્રત્યેક છોડ અને પ્રાણી ઈશ્વરે અલગ અલગ બનાવ્યાં અને છેવટે તેણે માણસ બનાબ્યો એ વસ્તુ ત્યાર સુધી યુરોપના ઘણાખરા લેાકેા માનતા હતા. વળી તે જળપ્રલય થયાની તેમ જ કાઈ પણ પ્રાણી-યાની નાશ ન પામે એટલા માટે તે વખતે મુહાના હાડકામાં હરેક પ્રકારના પ્રાણીનાં નર માદાનાં જોડકાં રાખવામાં આવ્યાં હતાં એ વાતમાં પણ શ્રદ્ઘા રાખતા હતા. ડાર્વિનના સિદ્ધાંત સાથે આ બધી વાતોને મેળ બેસતા નહોતા. ડાર્વિન અને બીજા ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીનું આયુષ્ય કરાડે વરસનું છે, માત્ર ૬૦૦૦ વરસનું નહિ, એમ કહેતા હતા. આથી માણસાના મગજમાં ભારે સંકલ્પવિકલ્પો પેદા થયા અને એ સ્થિતિમાં શું કરવું એની ધણાયે સજ્જન લેાકેાને સમજ પડતી નહેાતી. તેમની જૂની શ્રદ્ધા તેમને એક વસ્તુ માનવાનું કહેતી હતી અને તેમની બુદ્ધિ ખીજું જ કહેતી હતી. લાકા કાઈ પણ વસ્તુ અધપણે માનતા હોય અને તેમની તે માન્યતાને જ્યારે આધાત પહોંચે ત્યારે તે લાચાર અને દુઃખી થઈ જાય છે અને સ્થિર ઊભા રહેવા માટે તેમને નક્કર જમીન રહેતી નથી. પરંતુ જે આદ્યાત આપણને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવે તે સારી વસ્તુ છે. ' આ રીતે ઇંગ્લંડ તેમ જ યુરોપમાં અન્યત્ર ધમ અને વિજ્ઞાન વચ્ચે ભારે વિવાદ અને ઝઘડા ઊભા થવા પામ્યા. એનાં પરિણામ વિષે કશી શકા નહેાતી. ઉદ્યોગા અને યાંત્રિક વાહનવ્યવહારની નવી દુનિયાના આધાર વિજ્ઞાન ઉપર હતો અને એવા વિજ્ઞાનને ફેંકી દઈ શકાય એમ નહતું. વિજ્ઞાનની સત્ર જીત થઈ અને કુદરતની વિામણુ ' તથા ‘ શ્રેષ્ઠના ટકાવ ' વગેરે લેકાની રાજિંદી ભાષાની ઉક્તિ બની ગઈ. જોકે લકા તો પૂરેપૂરો અર્થ સમજ્યા વિના જ તેમને ઉપયોગ કરતા હતા. · મનુષ્યના અવતાર' નામના પોતાના પુસ્તકમાં ડાવિતે એવું સૂચવ્યું છે કે મનુષ્ય અને એપ નામના વાંદરાને કાઈ એક જ પૂજ હોવા જોઈ એ, વિકાસક્રમની જુદી જુદી કક્ષાના દાખલાએ આપીને એ વસ્તુ પુરવાર થઈ શકે એમ નહેતું. એના ઉપરથી ખૂટતી કડી ની પ્રચલિત મશ્કરી પેદા થઈ. પણ અજાયબીની વાત તો એ છે કે, શાસક વર્ગોએ પેાતાને ફાવટ આવે એ રીતે ડાર્વિનના સિદ્ધાંતને મચડયો. એ સિદ્ધાંત પેાતાની શ્રેષ્ઠતાના એક વળી વધારે પુરાવા પૂરા પાડે છે એમ ' Page #192 -------------------------------------------------------------------------- ________________ ડાર્વિન અને વિજ્ઞાનને વિજય તેઓ ખાતરીપૂર્વક માનવા લાગ્યા. જીવનસંગ્રામમાં છેવટ સુધી ટકી રહેવા માટે તેઓ સૌથી વધારે યોગ્ય હતા એટલે “કુદરતની વિણામણુ'ના સિદ્ધાંત પ્રમાણે તેઓ સૌથી આગળ આવ્યા અને શાસકવર્ગ બન્યા. એક વર્ગના બીજા વર્ગ ઉપર કે એક જાતિના બીજી જાતિ ઉપરના પ્રભુત્વના સમર્થનમાં પણ આ દલીલ થવા લાગી. સામ્રાજ્યવાદ તથા ગેરી પ્રજાઓની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે પણ એ છેવટની દલીલ થઈ પડી. અને પશ્ચિમના ઘણા લેકે એમ માનવા લાગ્યા કે તેઓ જેટલા પ્રમાણમાં વધારે ઘમંડી, વધારે નિષ્ફર અને વધારે સશક્ત તેટલા પ્રમાણમાં તેઓ માનવતાના ગુણોની કક્ષામાં વધારે ઊંચા હતા. આ કંઈ આનંદદાયી ફિલસૂફી નથી પરંતુ એ દ્વારા એશિયા અને આફ્રિકામાંની પશ્ચિમની સામ્રાજ્યવાદી સત્તાઓનું વર્તન આપણે કેટલેક અંશે સમજી શકીએ છીએ. પાછળથી, બીજા વૈજ્ઞાનિકોએ ડાર્વિનના સિદ્ધાંતોની ટીકા કરી છે પણ તેના સામાન્ય વિચારો તે આજે પણ માન્ય રાખવામાં આવે છે. એના સિદ્ધાંતના સામાન્ય સ્વીકારનું એક પરિણામ એ આવ્યું કે, માણસે વિકાસ યા પ્રગતિના સિદ્ધાંતમાં માનતા થયા. એટલે કે, મનુષ્ય, સમાજ તેમ જ એકંદરે સમગ્ર દુનિયા દિનપ્રતિદિન પૂર્ણતા તરફ જઈ રહ્યાં છે અને ઉત્તરોત્તર વધારે ને વધારે સુધરતાં જાય છે. વિકાસ યા પ્રગતિને આ વિચાર કે ખ્યાલ એ કેવળ ડાર્વિનના સિદ્ધાંતોનું જ પરિણામ નહે. વૈજ્ઞાનિક શોધખોળના સમગ્ર પ્રવાહ તથા ઔદ્યોગિક ક્રાંતિએ આણેલાં પરિવર્તને લેકનાં માનસને એને માટે તૈયાર કર્યા હતાં. ડાર્વિનના સિદ્ધાંતોએ એનું સમર્થન કર્યું અને લેકે ગર્વથી માનવા લાગ્યા કે એક પછી બીજા વિજય તરફ કૂચ કરતા કરતા તેઓ પૂર્ણતાના ધ્યેયની – એ ધ્યેય ચાહે તે હે – દિશામાં આગળ ને આગળ જઈ રહ્યા છે. વિકાસ યા પ્રગતિને આ ખ્યાલ એ સાવ નો જ ખ્યાલ હતે એ બીને બહુ જ રસિક છે. ભૂતકાળમાં યુરોપ કે એશિયામાં અથવા તો કોઈ પણ જૂની સંસ્કૃતિમાં આવા ખ્યાલની હસ્તી હોય એમ જણાતું નથી. યુરોપમાં છેક ઔદ્યોગિક ક્રાંતિના સમય સુધી લેકે ભૂતકાળને આદર્શ યુગ તરીકે અથવા કહે કે, સત્યયુગ તરીકે લેખતા હતા. ગ્રીસ અને રોમના પ્રાચીન ઉન્નતિકાળને એ પછીના યુગે કરતાં વધારે સારે, આગળ વધેલ અને સંસ્કારી ગણવામાં આવતો હતો. ત્યાર પછી ઉત્તરોત્તર અવનતિ થતી ગઈ અથવા માણસજાત ઊતરતી ગઈ અથવા તે તેમાં કશે જાણવા જે ફેરફાર ન થયો એમ લેકે તે વખત સુધી માનતા હતા. હિંદમાં પણ સત્યયુગ પછી ઉત્તરોત્તર અવનતિ થતી ગઈએ ખ્યાલ મેજૂદ છે. હિંદનાં પુરાણ ભૂસ્તરવિદ્યાના યુગની પેઠે બહુ જ મોટા ગાળાથી સમયની ગણતરી કરે છે. પરંતુ તેને આરંભ હમેશાં મહાન સત્યયુગથી થાય છે અને આજના અનિષ્ટ કાળ કળિયુગ સુધી આવી પહોંચે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ ઉપરથી આપણને જણાય છે કે, મનુષ્યની પ્રગતિના ખ્યાલ એ બિલકુલ આધુનિક ખ્યાલ છે. ભૂતકાળના ઇતિહાસનું આપણું જે કંઈ જ્ઞાન છે તે આપણને એ ખ્યાલ માનવાને પ્રેરે છે. પરંતુ આપણું એ જ્ઞાન હજી અતિશય મર્યાદિત છે અને એ જ્ઞાન વધતાં આપણી દૃષ્ટિ બદલાય પણ ખરી. ૧૯મી સદીના ઉત્તરા માં ‘પ્રગતિ 'ની ખામતમાં જેટલે ઉત્સાહ હતા તેટલે ઉત્સાહ તા આજે પણ રહ્યો નથી. પ્રતિ જો ૧૯૧૪ના મહાયુદ્ધમાં બન્યું હતું તેમ મોટા પાયા ઉપર એક્બીજાને સહાર કરવાને આપણને પ્રેરતી હાય તો એ પ્રગતિમાં જ કંઈક ખામી હોવી જોઈ એ. વળી ખીજી એક વસ્તુ લક્ષમાં રાખવાની એ છે કે, ડાર્વિનના “ સૌથી વધારે યાગ્ય વધારે વખત ટકે છે” એ કથનના ખસૂસ એવા અર્થ નથી થતો કે સૌથી શ્રેષ્ઠ હોય તે વધારે વખત ટકે છે. પરંતુ આ બધી તે પડિતાને વિચારવાની ખાખતા છે, આપણે લક્ષમાં રાખવાનું તે એ છે કે, સમાજ સ્થિર કે અપરિવર્ત નશીલ અથવા તેા તેની ઉત્તરાત્તર અવનતિ થતી રહે છે એવા વ્યાપકપણે પ્રચલિત ખ્યાલને ૧૯મી સદીમાં વિજ્ઞાને દૂર કર્યાં અને તેને ખલે સમાજ ક્રિયાશીક્ષ છે અને તેમાં નિરંતર ફેરફાર થતા રહે છે એવા ખ્યાલ પેદા થયા. અને ખરેખર એ કાળ દરમ્યાન સમાજ આપણે પિછાની ન શકીએ, એટલે બધા બદલાઈ ગયા. ઃ પ્રાણીયાનીએની ઉત્પત્તિ વિષેના ડાર્વિનના સિદ્ધાંત વિષે હું તને વાત કરી રહ્યો છું ત્યારે ૨૫૦૦ વરસ પહેલાં એક ચીની ફિલસૂફે એ વિષયમાં શું લખ્યું હતું તે જાણીને તને રમૂજ પડશે. તેનું નામ સાન–સે હતું અને શુ પહેલાં છઠ્ઠી સદીમાં એટલે કે યુદ્ધના કાળમાં તેણે લખ્યું હતું : “ બધા જીવે એક જ યાનીમાંથી પેદા થયા છે. આ એક યાનીમાં ધીમે ધીમે અનેક અને નિરંતર ફેરફારો થતા રહ્યા. અને પરિણામે તેમાંથી ભિન્ન ભિન્ન સ્વરૂપના બધા જીવે પેદા થયા. આ બધા જીવે એક્દન એકબીજાથી નિરાળા પડયા હતા એમ નથી; ઊલટું પેઢીદરપેઢી ધીમે ધીમે થતા રહેલા ફેરફારને અંતે તેમણે પેાતાનું નિરાળાપણું પ્રાપ્ત કર્યું હતું.” આ સિદ્ધાંત ડાર્વિનના સિદ્ધાંત સાથે બહુ જ મળતા આવે છે. પરતુ જીવવિદ્યાના પ્રાચીન ચીની અભ્યાસી જે નિણૅય ઉપર આવ્યા . તેતે કરીથી શોધતાં દુનિયાને ૨૫૦૦ વરસ લાગ્યાં એ બીના ભારે આશ્ચર્યકારક છે. ૧૯મી સદી વીતતી ગઈ તેમ તેમ ફેરફાર અથવા પરિવર્તનની ગતિ ઉત્તરાત્તર વધતી જ ગઈ. વિજ્ઞાન એક પછી એક ચમત્કારિક વસ્તુએ બહાર પાડતું ગયું અને તરેહતરેહની અસખ્ય શોધખોળના ભવ્ય પ્રદર્શને લેાકાને ક કરી નાખ્યા. ટેલિગ્રાફ, ટેલિફાન, મોટી અને પાછળથી થયેલી અરાપ્લેન વગેરેની શાધે લાંકાના જીવનમાં ભારે ફેરફાર કરી નાખ્યો. વિજ્ઞાને દૂરમાં દૂરના આકાશી પદાર્થોને તથા આપણી આંખથી ન જોઈ શકાય એવા સૂક્ષ્મ અણુઓ Page #194 -------------------------------------------------------------------------- ________________ ડાવિન અને વિજ્ઞાનનો વિજય ૮૧૧ તથા તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંગોને માપવાની હામ ભીડી. તેણે માણસની કડાકુટ ઓછી કરી નાખી તથા કરડે લેકોનાં જીવન હળવાં ક્ય. વિજ્ઞાનને કારણે આખી દુનિયાની અને ખાસ કરીને ઔદ્યોગિક દેશની વસતીમાં જબરદસ્ત વધારે થયે, પરંતુ સાથે સાથે વિજ્ઞાને સંહારનાં બહુ જ અસરકારક સાધન પણ ઉત્પન્ન કર્યા. પણ એમાં વિજ્ઞાનને દોષ નહોતું. એણે તે કુદરત ઉપરને મનુષ્યને કાબૂ વધાર્યો. એ બધી શક્તિ માણસે મેળવી તે ખરી પણ પિતાની જાત ઉપર કાબૂ રાખતાં તેને ન આવડવું. એથી તે વારંવાર અઘટિત રીતે વર્તવા લાગે અને એ રીતે વિજ્ઞાનની ભેટને તેણે વેડફી નાખી. પરંતુ વિજ્ઞાનની વિજયકુચ તે આગળ ને આગળ ચાલતી જ રહી અને દેઢ વરસની અંદર તેણે દુનિયાની એટલી કાયાપલટ કરી નાખી જેટલી તે પહેલાંના હજારે વરસો દરમ્યાન પણ નહોતી થઈ સાચે જ, વિજ્ઞાને દુનિયાના જીવનની દરેક દિશામાં તથા તેના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી નાખી. વિજ્ઞાનની આ કૂચ હજી આજે પણ ચાલુ જ છે અને તેની ગતિ પહેલાંના કરતાં ઘણી વધી ગઈ હોય એમ જણાય છે. એને માટે આરામ છે જ નહિ. આજે રેલવે બાંધવામાં આવે છે. પરંતુ તે ચાલુ થવાની સ્થિતિમાં આવે ત્યાં તે તે જૂની થઈ ગયેલી હોય છે. એક યંત્ર ખરીદીને તેને ગોઠવવામાં આવે પરંતુ એક કે બે વરસની અંદર એ જ જાતનાં એનાથી વધારે સારું કામ આપનારાં યંત્ર બનાવવામાં આવે છે. આમ આ પાગલ હરીફાઈ આગળ ને આગળ ચાલતી જ રહે છે. અને હવે આજે આપણે સમયમાં વીજળી વરાળનું સ્થાન લઈ રહી છે. આ રીતે વીજળી દેઢ વરસ પૂર્વેની ઔદ્યોગિક ક્રાંતિ જેવી મહાન ક્રાંતિ કરી રહી છે વિજ્ઞાનની શાખા ઉપશાખાઓમાં સંખ્યાબંધ વૈજ્ઞાનિક તથા નિષ્ણાત અવિરતપણે કાર્ય કરી રહ્યા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ એમાં સૌથી મહાન છે. ન્યૂટનના મશહૂર સિદ્ધાંતમાં અમુક અંશે સુધારે કરવામાં તે સફળ થયે છે. આજકાલ વિજ્ઞાનમાં એટલી ભારે પ્રગતિ થઈ છે તથા વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં એટલા બધા ઉમેરા અને ફેરફાર થયા છે કે ખુદ વૈજ્ઞાનિકે પણ એનાથી ડઘાઈ ગયા છે. તેઓ પહેલાંના તેમના આત્મસમાધાનને અને નિશ્ચિતતાને ગર્વ સર્વથા ઈ બેઠા છે. હવે તેઓ પિતાના નિર્ણની બાબતમાં ઢચુપચુ બન્યા છે અને ભવિષ્ય વિષેની આગાહી કરતાં અચકાય છે. પરંતુ આ પરિસ્થિતિ ૨૦મી સદીમાં અને આપણું કાળમાં પેદા થઈ છે. ૧૯મી સદીમાં તે વિજ્ઞાનની બાબતમાં વાતાવરણ આત્મવિશ્વાસથી ભરેલું હતું. પિતાની અસંખ્ય સફળતાઓથી ગર્વિષ્ઠ બનીને વિજ્ઞાને લેકે ઉપર પિતાની આણ વર્તાવી અને લેકે પણ દેવની આગળ નમે છે તેમ તેની આગળ નમી પડ્યા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧. લોકશાહીની પ્રગતિ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૩૩ મારા છેલ્લા પત્રમાં ૧૯મી સદીમાં વિજ્ઞાને કરેલી પ્રગતિને તને આછો ખ્યાલ આપવાનો મેં પ્રયાસ કર્યો હતે. હવે આપણે એ સદીની બીજી બાજુ તરફ – લેકશાહીના સિદ્ધાંતના વિકાસ તરફ નજર કરીએ. ૧૮મી સદીમાં ક્રાંસમાં ઉદ્ભવેલા વિચારમંથન વિષે, તે કાળના મોટામાં મોટા વિચારક તથા લેખક વૈતેયાર વિષે તેમ જ ધર્મ તથા સમાજના અનેક જૂના ખ્યાલને પડકારીને બહાદુરીપૂર્વક નવા સિદ્ધાંત રજૂ કરનારા ફ્રાંસના બીજા વિચારકે વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. આવું રાજકીય ચિંતન તે સમયે માત્ર ક્રાંસમાં જ મર્યાદિત હતું. જર્મનીમાં એ વખતે ફિલસૂફે તત્ત્વજ્ઞાનના ગહન પ્રશ્નોમાં વધારે ઊંડો રસ લેતા હતા. ઇંગ્લંડમાં વેપારરોજગાર વધતા જતા હતા અને મોટા ભાગના લેકને સંજોગવશાત વિચાર કરવાની ફરજ પડે તે સિવાય તેમ કરવામાં ઝાઝો રસ નહોતે. પરંતુ એમ છતાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં એક જાણીતું પુસ્તક ઈંગ્લંડમાં બહાર પડ્યું. એ પુસ્તક એડમ સ્મિથનું રાષ્ટ્રોની સંપત્તિ” (વેલ્થ ઓફ નેશન્સ) હતું. એ રાજકારણનું નહિ પણ સંપત્તિશાસ્ત્રનું પુસ્તક હતું. તે સમયે બીજા બધા વિષયેની બાબતમાં સામાન્ય રીતે બનતું તેમ એ વિષયને પણ ધર્મ તેમ જ 'નીતિશાસ્ત્ર સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. અને એ રીતે એ વિષયની બાબતમાં ભારે ગોટાળા પ્રવર્તતે હતે. એડમ સ્મિથે શાસ્ત્રીય રીતે એ વિષયનું નિરૂપણ કર્યું. નૈતિક પ્રશ્નોની આટીઘૂંટીઓથી એ વિષયને અલગ રાખીને તેણે સમાજની આર્થિક પ્રવૃત્તિના મૂળમાં રહેલા કાયદાઓ શોધી કાઢવાને પ્રયાસ કર્યો. તને કદાચ ખબર હશે કે સંપત્તિશાસ્ત્ર સમગ્ર રાષ્ટ્ર કે પ્રજાના આવક ખરચની વ્યવસ્થા વિષે, તે શી શી વસ્તુઓ ઉત્પન્ન કરે છે તથા વાપરે છે તથા પ્રજાના અંદરઅંદરના એકબીજા સાથેના તેમ જ તેને બીજી પ્રજાઓ તથા રાષ્ટ્રો સાથેના સંબંધો વિષે વિચાર કરે છે. આ બધા કંઈક અંશે અટપટા વ્યવહારો નિશ્ચિત કુદરતી નિયમો અનુસાર થતા હતા એમ તે માનો હતો. તે એમ પણ માનતા હતા કે આ કાયદાઓના કાર્યમાં કશી દખલ ન થવા પામે એટલા ખાતર ઉદ્યોગના વિકાસ માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. આ લેઝે ફેર” એટલે કે વૈરાચાર અથવા વૈર પ્રવૃત્તિના સિદ્ધાંતની શરૂઆત હતી. એ વિષે હું તને કંઈક કહી ગયે છું. ફ્રાંસમાં એ સમયે પેદા થઈ રહેલા લેકશાસનવાદી વિચાર સાથે એડમ સ્મિથના પુસ્તકને કશી લેવાદેવા નહોતી. પરંતુ મનુષ્યો અને પ્રજાને સ્પર્શતા એક અતિ મહત્ત્વના પ્રશ્નનું શાસ્ત્રીય નિરૂપણ કરવાને તેને પ્રયાસ એ દર્શાવે છે કે હવે Page #196 -------------------------------------------------------------------------- ________________ લેાકશાહીની પ્રગતિ 258 માણસા દરેક વસ્તુને ધાર્મિક દૃષ્ટિએ નિહાળવાની પુરાણી રીત છેડીને નવી જ દિશામાં પ્રયાણ કરી રહ્યા હતા. ઐડમ સ્મિથ સંપત્તિશાસ્ત્રનેા જનક ગણાય છે અને ૧૯મી સદીના ઘણા અંગ્રેજ સંપત્તિશાસ્ત્રીઓને તેણે પ્રેરણા આપી હતી. સંપત્તિનું આ નવું શાસ્ત્ર અધ્યાપક અને મૂડીભર વિદ્યાવ્યાસંગીએમાં જ મર્યાદિત હતું. પરંતુ લોકશાસન અથવા લોકશાહીના નવા વિચારોના ફેલાવા થઈ રહ્યો હતા અને અમેરિકાની તથા ક્રાંસની ક્રાંતિએ તેમની જાહેરાત કરી તથા તેમને લોકપ્રિય કર્યાં. અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાતની તથા ફ્રાંસની મનુષ્યોના હક્કોની જાહેરાતની કર્ણપ્રિય ભાષાએ લકાના અંતરમાં ઊંડી અસર કરી. કરેાડા શેષાતા અને પીડિત લેાકેાને એ જાહેરાતાએ રામતિ કર્યાં અને તેમને માટે તે મુક્તિના સ ંદેશારૂપ થઈ પડી. એ બંને જાહેરાત એ સ્વતંત્રતા, સમાનતા અને દરેક જણના સુખી થવાના જન્મસિદ્ધ હક્કની ઘોષણા કરી. પરંતુ આ કીમતી હક્કોની જોરદાર ધોષણાને પરિણામે લકાને એ હક્કા લાધ્યા નહિ. એ જાહેરાતા થયાને દોઢસા વરસ વીતી ગયા પછી આજે પણ માત્ર મૂડીભર લેકા જ એ હકાના ઉપભોગ કરે છે એમ કહી શકાય. પરંતુ આ સિદ્ધાંતાની કેવળ જાહેરાત પણ એક અસાધારણ અને પ્રાણદાયી ઘટના હતી. ખીજા ધર્માંની પેઠે ખ્રિસ્તિ ધમ માં અને ખીજા દેશમાં હેાય છે તેમ યુરપમાં પણ જૂની માન્યતા એવી હતી કે પાપ અને દુઃખ માણસજાતને અનિવાર્ય પણે ચાંટેલાં જ છે. દુ:ખ અને દારિને ધર્મ આ દુનિયામાં કાયમી તથા મેાભ્ભાનું સ્થાન આપતા હોય એમ લાગતું હતું. ધર્મના બધા વાયદા તથા બદલા પરલોકને અગેના હતા. આ દુનિયામાં તે તે આપણને જે કઈ આવી પડે તે તટસ્થતાથી મૂગે માઢે સહી લેવાને અને કાઈ પણ મૂલગત ફેરફાર ન ચાહવાના બેધ આપે છે. દાન-પુણ્યને એટલે કે ગરીબેને ટુકડા આપવાને તે ઉત્તેજે છે પરંતુ દારિદ્રને મારી હટાવવાની કે જે વ્યવસ્થાનૢ કારણે દારિથ્ર ઉદ્ભવે છે તેને મિટાવી દેવાની કલ્પના ધર્મોમાં નથી. ખુદ્દ સ્વત ંત્રતા અને સમાનતાના ખ્યાલે પણ્ ચ અને સમાજની અધિકારવાદી દષ્ટિએ વિરોધી લેખાતા હતા. ખેશક, લેાકશાહીનુ કહેવું એવું નથી કે વસ્તુતાએ બધા માસા સમાન છે. તે એમ કહી શકે એમ નહોતું કેમ કે જુદા જુદા માસા વચ્ચે અનેક પ્રકારની વિષમતા અથવા તો અસમાનતા મેાદ છે એ દીવા જેવું સ્પષ્ટ છે. તેમની વચ્ચે શારીરિક અસમાનતા છે અને તેને લીધે કેટલાક માણસા ખળવાન હોય છે અને કેટલાક કમજોર હોય છે; માનસિક અસમાનતાને કારણે કેટલાક માણસા ખીજા કરતાં વધારે શક્તિશાળી અને સમજુ હાય છે તથા નૈતિક અસમાનતાને કારણે કેટલાક સ્વાથી હોય છે અને કેટલાક સ્વાથા નથી હોતા. આમાંની ધણીખરી અસમાનતા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન અથવ ભિન્ન ભિન્ન પ્રકારનાં ઉછેર, કેળવણી અથવા તે કેળવણીના અભાવને આભારી હાય એ બિલકુલ સંભવિત છે. સરખી શક્તિના બે છેાકરા કરીએમાંથી એકને સારી કેળવણી આપે અને બીજીને કેળવણી ન આપે તો થોડાં વરસ પછી તેમની વચ્ચે ભારે તફાવત માલૂમ પડશે. અથવા તે એકને સારા પોષક ખોરાક આપે અને બીજાને ખરાબ અને ઓછો ખોરાક આપે તે પહેલાના વિકાસ બરાબર થશે જ્યારે બીજો કમજોર અને બીમાર થશે તથા તેના શરીરને બરાબર વિકાસ નહિ થાય. આમ તેની ઉછેર, તેની આસપાસની પરિસ્થિતિ, તેની કેળવણી તથા તેના ભણતરથી માણસમાં ઘણા ફેર પડી જાય છે. અને જો આપણે સાને એકસરખી કેળવણી તથા તકા આપી શકીએ તો સંભવ છે કે આજ છે તેના કરતાં અસમાનતાઓ બહુ ઓછી થઈ જાય. સાચે જ એ વસ્તુ બિલકુલ સંભવિત છે. પરંતુ લેાકશાહીને લાગેવળગે છે ત્યાં સુધી માણસે અસમાન છે એ હકીકત વસ્તુતાએ તે કબૂલ રાખતી હતી. આમ છતાંયે તેનું એમ કહેવું હતું કે રાજકીય તેમ જ સામાજિક દૃષ્ટિએ પ્રત્યેક મનુષ્ય પ્રત્યે એક સરખા વર્તાવ રાખવા જોઈ એ. જો આપણે લોકશાહીના આ સિદ્ધાંતને સંપૂર્ણ પણે માન્ય રાખીએ તે પછી આપણે અનેક પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો ઉપર આવવું પડે છે. આ ઘડીએ આપણે એ બધાની ચર્ચામાં ન ઊતરીએ પરંતુ એ સિદ્ધાંતમાંથી દેખીતી રીતે જ એક વસ્તુ એ ફલિત થતી હતી કે પોતાના દેશની પાર્ટીમેન્ટ કે ધારાસભામાં પોતાના પ્રતિનિધિ મોકલવા માટે પ્રત્યેક માણસને મત આપવાના હક હાવા જોઈએ. મત એ રાજકીય સત્તાના પ્રતીક સમાન હતા અને એમ માનવામાં આવતું હતું કે પ્રત્યેક માણસને જો મતનો હક મળે તો એવા દરેક માણસને સમાન રાજકીય સત્તા પ્રાપ્ત થાય. એથી કરીને, આખી ૧૯મી સદી દરમ્યાન મતાધિકાર એટલે કે મત આપવાના હકના વિસ્તાર એ લેાકશાસનવાદીઓની પ્રધાન માગણી રહી હતી. પુખ્ત મતાધિકારને અ એ હતે કે પુખ્ત વયની પ્રત્યેક વ્યક્તિને મત આપવાના હક મળવા જોઈએ. લાંબા વખત સુધી સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યા નહાતા અને થોડા જ વખત ઉપર તેમણે ખાસ કરીને ઇંગ્લેંડમાં એને માટે ભારે ચળવળ ઉપાડી હતી. ઘણાખરા આગળ વધેલા દેશામાં પુખ્ત વયનાં સ્ત્રીપુરુષને આજે મતાધિકાર આપવામાં આવ્યો છે. · પણ અજાયબીની વાત તેા એ છે કે, મોટા ભાગના લકાને મતાધિકાર પ્રાપ્ત થયા ત્યારે તેમને સમજાયું કે એથી કરીને તેમની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો. મત આપવાના હક મળ્યા છતાં રાજ્યમાં તેમની કશી જ સત્તા નહાતી અથવા જે કઈ સત્તા હતી તે નહિ જેવી જ હતી. ભૂખ્યા માણસને મતના ઝાંઝો ઉપયોગ નથી હાતા, તેની ભૂખને જેએ લાભ ઉઠાવી શકે અને Page #198 -------------------------------------------------------------------------- ________________ લોકશાહીની પ્રગતિ પિતાના લાભનું હોય એવું ચાહે તે કામ તેની પાસે કરાવી શકે તેવા લોકોના હાથમાં રાજ્યની ખરી સત્તા હોય છે. આ રીતે, મત મળવાથી જે મળી રહે છે એમ જેને વિષે ધારવામાં આવતું હતું તે રાજકીય સત્તા આર્થિક સત્તા વિના વસ્તુવિહોણું છાયા જેવી અથવા ઝાંઝવાના જળ જેવી માલૂમ પડી અને મત મળતાં તેની પાછળ સમાનતા પણ આવશે એવાં આરંભના લેકશાસનવાદીઓનાં સ્વપ્નાં નિષ્ફળ નીવડ્યાં. પરંતુ આ બહુ પાછળથી બનવા પામ્યું. આરંભકાળમાં એટલે કે ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં લેકશાસનવાદીઓ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. લેકશાહી દરેક વ્યક્તિને સ્વતંત્ર અને સમાન નાગરિક બનાવશે તથા રાજ્યની સરકાર સૌની સુખાકારી માટે કાર્ય કરશે એવી આશા સેવવામાં આવતી હતી. ૧૮મી સદીના રાજાઓ અને સરકારે સામે તથા તેઓ જે રીતે પિતાની નિરંકુશ સત્તાનો દુરુપયોગ કરતા હતા તેની સામે ભારે વિરોધ જાગ્યું હતું. એને પરિણામે લેકે પોતાની જાહેરાતમાં વ્યક્તિના હકની ઘેષણ કરવાને દોરાયા. અમેરિકાની તથા ક્રાંસની જાહેરાતમાં વ્યક્તિઓના હક્કો અંગે કરવામાં આવેલી ધોષણામાં કંઈક અંશે ઊલટી દિશામાં ભૂલ થવા પામી હતી. બહુસૂત્રી સમાજમાં વ્યક્તિઓને અલગ પાડીને તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી એ સહેલ વાત નથી. એવી સ્વતંત્ર વ્યક્તિ અને સમાજ વચ્ચે અથડામણ થવાનો સંભવ રહે છે અને એવી અથડામણ થાય છે પણ ખરી. એ ગમે તેમ હે પણ લેકશાહી મોટા પ્રમાણમાં વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરતી હતી. ૧૮મી સદીમાં ઇંગ્લંડ રાજકીય વિચારેની બાબતમાં પછાત હતું અને તેના ઉપર અમેરિકાની તથા ક્રાંસની ક્રાંતિની ભારે અસર થઈ હતી. એની પહેલી અસર તે ભયની થઈ કે લેકશાસનના નવા વિચારોને લીધે પોતાના દેશમાં સામાજિક ક્રાંતિ તે ન થઈ જાય. એથી કરીને શાસકવર્ગ ઊલટે વધારે સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી બન્યું. પરંતુ એમ છતાંયે બુદ્ધિજીવી વર્ગમાં નવા વિચારો ફેલાયા. આ સમયમાં ટોમસ પેઈન નામને એક જાણવા જેવું અંગ્રેજ થઈ ગયે. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે તે ત્યાં હતા અને તેણે અમેરિકન લેઓને તેમની લડતમાં મદદ કરી હતી. અમેરિકન લેકને સંપૂર્ણ સ્વતંત્રતાના મતના કરવામાં અમુક અંશે તે કારણભૂત હોય એમ જણાય છે. ઈગ્લેંડ પાછા ફરીને તેણે તે જ અરસામાં શરૂ થયેલી ક્રાંસની ક્રાંતિના સમર્થનમાં મનુષ્યના હક્કો” નામનું પુસ્તક લખ્યું. એમાં તેણે રાજાશાહી ઉપર પ્રહારો ર્યા અને લેકશાહીની હિમાયત કરી. બ્રિટિશ સરકારે તેને દેશપાર કર્યો અને તેને ફ્રાંસમાં નાસી જવું પડયું. પેરિસમાં તે થોડા જ વખતમાં “નેશનલ કનેવેન્શન' અથવા રાષ્ટ્ર સભાને સભ્ય થયે પરંતુ તેણે ૧૬મા સૂઈને કરવામાં આવેલી Page #199 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મતની સજાને અમલ કરવા સામે વિરોધ કર્યો તેથી ૧૭૯૩ની સાલમાં જેકબાઈને પક્ષે તેને કેદમાં નાખ્યો. પેરિસની જેલમાં બુદ્ધિને યુગ” (ધ એઈજ ઑફ રીઝન) નામનું પુસ્તક તેણે લખ્યું. એમાં તેણે ધાર્મિક દષ્ટિની ટીકા કરી છે. પેઈન બ્રિટિશ અદાલતના વહીવટના ક્ષેત્રની બહાર હતું (રેસ્પિયેરના મરણ પછી પેરિસની જેલમાંથી તેને મુક્ત કરવામાં આવ્યું હતો એટલે એ પુસ્તક બહાર પાડવા માટે તેના બ્રિટિશ પ્રકાશકને કેદની સજા કરવામાં આવી. આવું પુસ્તક સમાજને માટે જોખમકારક લેખાતું હતું કેમ કે ગરીબેને તેમની સ્થિતિમાં કાયમ રાખવાને માટે ધર્મ જરૂરી વસ્તુ છે એમ મનાતું હતું. પેઈનનાં પુસ્તકના ઘણા પ્રકાશકોને કેદમાં નાખવામાં આવ્યા હતા. એમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. કવિ શેલીએ ન્યાયાધીશ ઉપર એની સામે પિતાને વિરોધ દર્શાવતું પત્ર લખ્યું હતું એ બીના જાણવા જેવી છે. ૧૯મી સદીના પૂર્વાર્ધ દરમ્યાન યુરોપભરમાં ફેલાવા પામેલા લેકશાસનના વિચારની જનેતા ક્રાંસની ક્રાંતિ હતી. અને પરિસ્થિતિ જોકે ઝડપથી બદલાતી જતી હતી તે પણ ક્રાંતિના એ વિચારે તે કાયમ જ રહ્યા. આ લેકશાસનના વિચાર રાજાઓ તથા આપખુદી સામે બૌદ્ધિક પ્રત્યાઘાત હતે. ઉદ્યોગીકરણની પહેલાંની સ્થિતિમાંથી તે ઉદ્દભવ્યા હતા. પરંતુ વરાળ અને પ્રચંડ યંત્ર દ્વારા ચાલતા નવા ઉદ્યોગે જૂની વ્યવસ્થાને સંપૂર્ણપણે ઉથલાવી રહ્યા હતા. પરંતુ અજાયબીની વાત તે એ છે કે, ૧૯મી સદીના આરંભના સમયના ઉદ્દામ સુધારકે તથા લેકશાસનવાદીઓ આ બધા ફેરફાર લક્ષમાં લીધા વિના જ ક્રાંતિ તથા મનુષ્યના હકકોની જાહેરાતનાં વચનોની વાતેના તડાકા મારતા રહ્યા. તેમના મનમાં કદાચ એમ હશે કે એ બધા તે સાવ ભૈતિક ફેરફારે છે અને લેકશાસનની ભારે આધ્યાત્મિક, નૈતિક તથા રાજકીય માગણીઓને એ અસર કરી શકે નહિ. પરંતુ ભૈતિક વસ્તુઓમાં એવું કંઈક તત્વ હોય છે જેને લીધે આપણે તેમની ઉપેક્ષા કરી શકતા નથી એટલું જ નહિ પણ તેના તરફ લક્ષ આપવાની તે આપણને ફરજ પાડે છે. જૂના વિચારોને તજી દઈને નવા વિચારે ગ્રહણ કરવા એ વસ્તુ લેકે માટે અતિશય મુશ્કેલ હોય છે. તેઓ પિતાનાં મન અને આંખ બંધ કરી દે છે અને સાચી વસ્તુસ્થિતિ જોવાની ચોખ્ખી ના પાડે છે; વળી જૂની વસ્તુઓ તેમને નુકસાન કરતી હોય તે પણ તેને વળગી રહેવા માટે તેઓ લડે છે. તેઓ બીજું કંઈ પણ કરશે પરંતુ નવા વિચારે ગ્રહણ નહિ કરે અથવા તે નવી પરિસ્થિતિને તેઓ અનુકૂળ નહિ થાય. સ્થિતિચુસ્તતાની શક્તિ અપાર છે; પિતાને બહુ આગળ વધેલા માનનારા ઉદ્દામ સુધારકે પણ ઘણી વાર જૂના અને ખોટા ઠરેલા વિચારોને વળગી રહે છે અને આંખ બંધ કરીને બદલાતી જતી પરિસ્થિતિ લક્ષમાં લેવાની ના પાડે છે. આ જોતાં, પ્રગતિની ગતિ બહુ ધીમી હોય છે એમાં, તથા વાસ્તવિક Page #200 -------------------------------------------------------------------------- ________________ લેકશાહીની પ્રગતિ પરિસ્થિતિ અને તેના વિચારે વચ્ચે ઘણી વાર ભારે અંતર હોય છે અને તેને પરિણામે ક્રાંતિકારી સંજોગો ઊભા થવા પામે છે એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. આમ લોકશાહીએ ઘણા દશકાઓ સુધી ફ્રાંસની ક્રાંતિના વિચારો તથા તેની પરંપરાઓ ચાલુ રાખવાનું કાર્ય કર્યું. નવી પરિસ્થિતિને અનુકૂળ થવામાં તે નિષ્ફળ નીવડી એને કારણે ૧૯મી સદીના અંતમાં લોકશાહી નબળી પડી અને થડા વખત પછી ૨૦મી સદીમાં તે કેટલાક લોકેએ તેને ઇન્કાર કર્યો. હિંદમાં આજે આગળ વધેલા આપણું ઘણું રાજકીય નેતાઓ હજી પણ ક્રાંસની ક્રાંતિના સમયની અને મનુષ્યના હકકોની જાહેરાતની ભાષામાં વાતે કરે છે. ત્યાર પછી તે ઘણું ઘણું બની ગયું છે એ વાત તેઓ લક્ષમાં રાખતા નથી. આરંભના લોકશાસનવાદીઓએ સ્વાભાવિક રીતે જ બુદ્ધિવાદને આશરે લીધે. વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની તેમની માગણીઓને મતાંધ ધર્મ તથા ઈશ્વર વિષેના ખ્યાલ સાથે ભાગ્યે જ મેળ બેસી શકે એમ હતું. આમ કટ્ટર ધર્મસિદ્ધાંતનું બળ તેડવાને લેકશાસનવાદીઓ વૈજ્ઞાનિકો જોડે એકત્ર થયા. બાઇબલ એક એ ગ્રંથ છે કે તેને અંધપણે સ્વીકાર કરવો જોઈએ અને તેને વિષે શંકાકુશંકા ન કરવી જોઈએ એ રીતે નહિ પણ તે એક સામાન્ય પુસ્તક હોય તેમ તેનું નિરીક્ષણ કરવાની લકે હામ ભીડવા લાગ્યા. બાઈબલની આ પ્રકારની ટીકાને “ઉચ્ચ કોટીની ટીકા” (હાયર ક્રિટિસિઝમ) કહેવામાં આવે છે. તેના ટીકાકારે એવા નિર્ણય ઉપર આવ્યા કે, બાઇબલ એ જુદે જુદે કાળે જુદી જુદી વ્યક્તિઓએ લખેલાં લખાણને સંગ્રહ છે. વળી તેમને એ પણ અભિપ્રાય હતે કે ઈશુનો કોઈ પણ ધર્મ સ્થાપવાને ઈરાદે નહોતે. આવી ટીકાને કારણે અનેક પુરાણી માન્યતાઓ હચમચી ઊઠી. વિજ્ઞાન અને લોકશાહીના વિચારોને કારણે ધર્મને પુરાણે પાયે નબળો પડતે ગયે એટલે પુરાણું ધર્મનું સ્થાન લે એવી ફિલસૂફી નિર્માણ કરવાના પ્રયાસો થવા લાગ્યા. ઓગસ્ત કેત નામના એક ફ્રેંચ ફિલસૂફે આવો એક પ્રયાસ કર્યો હતે. તે ૧૭૯૮થી ૧૮૫૭ની સાલ દરમ્યાન થઈ ગયે. ઊંતને એમ લાગ્યું કે ઈશ્વર વિષેની જૂની માન્યતાઓ તથા મતાંધ ધર્મોના દિવસે હવે વીતી ગયા છે. પરંતુ તેની એવી ઊંડી ખાતરી હતી કે કેઈક પ્રકારને ધર્મ એ સમાજને માટે આવશ્યક છે. આથી તેણે “માનવતાને ધર્મ' રજૂ કર્યો અને એને તેણે “પ્રત્યક્ષવાદ'(પોઝિટિવિઝમ) એવું નામ આપ્યું. પ્રેમ, વ્યવસ્થા તથા પ્રગતિના પાયા ઉપર તેને આધાર હતું. એમાં કુદરતથી પર એવું કશું નહોતું. એ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલું હતું. એની પાછળ મનુષ્યજાતની પ્રગતિને ખ્યાલ રહેલે હતે. ૧૯મી સદીમાં પ્રચલિત થયેલા Page #201 -------------------------------------------------------------------------- ________________ ર જગતના ઇતિહાસનું રેખાદેશન અધા જ વિચારાની પાછળ પણ ખરેખર પ્રગતિના એ જ ખ્યાલ રહેલા હતા. કોંતના આ ધર્મ માત્ર મૂડીભર બુદ્ધિજીવી લેકાની જ શ્રદ્ધાનો વિષય રહ્યો પરંતુ યુરોપના વિચારો ઉપર એકદરે એની ભારે અસર પડી. મનુષ્યસમાજ તથા તેની સંસ્કૃતિને વિષે વિચાર કરનારા સમાજશાસ્ત્રના અભ્યાસનો એણે આર્ભ કર્યાં એમ કહી શકાય. કાંતને સમકાલીન પણ તેના પછી ઘણાં વરસો સુધી જીવનાર અ ંગ્રેજ ફ્રિલસૂફ અને સંપત્તિશાસ્ત્રી જૈન સ્યૂઅર્ટો મિલ હતા (૧૮૦૬-૧૮૭૩ ). મિલ ઉપર કૅાંતના ઉપદેશની તથા તેના સમાજવાદી વિચારાની અસર થઈ હતી. ઍડમ સ્મિથના શિક્ષણમાંથી ઉદ્ભવેલી સ'પત્તિશાસ્ત્રની બ્રિટિશ વિચારપ્રણાલીને નવી દિશા આપવાને તેણે પ્રયાસ કર્યાં તથા સંપત્તિશાસ્ત્રમાં તેણે સમાજવાદી સિદ્ધાંતો દાખલ કર્યાં. પરંતુ એક આગેવાન ‘ ઉપયાગતાવાદી ' તરીકે એ વધારે જાણીતા છે. ઉપયોગિતાવાદ ’ ની વિચારપ્રણાલી ઇંગ્લેંડમાં એના પહેલાં થોડા વખત ઉપર શરૂ થઈ હતી. એ વિચારપ્રણાલીને મિલે બહુ આગળ આણી. એનું નામ સૂચવે છે તે મુજબ ઉપયોગિતા એ એને મુખ્ય સિદ્ધાંત હતા. વધારેમાં વધારે જનસંખ્યાનુ વધારેમાં વધારે સુખ એ ઉપયોાગિતાવાદીઓના મૂળભૂત સિદ્ધાંત હતો. કાઈ વસ્તુ સારી છે કે ખરાબ એની એ જ એક માત્ર સાટી હતી. કાર્યાં જેટલા પ્રમાણમાં સુખમાં વધારેા કરે તેટલા પ્રમાણમાં તે સારાં અને જેટલા પ્રમાણમાં તે એથી ઊલટી પરિસ્થિતિ પેદા કરે તેટલા પ્રમાણમાં તે ખરાબ છે એમ કહેવામાં આવતુ. વધારેમાં વધારે જનસંખ્યાનુ વધારેમાં વધારે સુખ સાધવું એ દૃષ્ટિ લક્ષમાં રાખીને સમાજ તથા સરકારનું સગાન કરવાનુ હતું. દરેકને માટે સમાન હક્કોના સિદ્ધાંતની લોકશાહીની આગળની દૃષ્ટિ અને આ દૃષ્ટિ એકસરખી નહોતી. વધારેમાં વધારે જનસંખ્યાનુ વધારેમાં વધારે સુખ સાધવા માટે અલ્પસખ્યાના સુખના ભાગ આપવે પડે એ બનવાજોગ છે, હું તે માત્ર એ એ દૃષ્ટિએ વચ્ચેના ભેદ જ તને બતાવું છું. અહીંયાં એની ઊંડી ચર્ચામાં ઊતરવાની જરૂર નથી. આ રીતે, લોકશાહી એટલે વધુમતીના હક્કો એવા અ થવા લાગ્યો. જૉન સ્યૂઅર્ટ મિલ લોકશાહીના વ્યક્તિસ્વાતંત્ર્યના સિદ્ધાંતને ભારે હિમાયતી હતા. તેણે સ્વતંત્રતા ઉપર એક નાનું પુસ્તક · ન લિબટી` ' લખ્યું હતું. એ પુસ્તક ખૂબ પ્રસિદ્ધિમાં આવ્યું. વાણીસ્વાતંત્ર્ય તથા વિચારસ્વાતંત્ર્યની હિમાયત કરતા એક ઉતારે એ પુસ્તકમાંથી હું અહીં આપીશ. t કોઈ પણ અભિપ્રાયને દર્શાવાતા રોકવામાં અનિષ્ટ એ રહેલું છે કે એથી કરીને સમગ્ર માણસન્નતને એનાથી 'ચિત રાખવામાં આવે છે ~~~ માત્ર તેની મેનૂદ પેઢીને જ નહિ પણ ભાવિ પેઢીએને પણ એનાથી વાંચિત રાખવામાં આવે છે. વળી એ જ અભિપ્રાયના હેય તેના કરતાંયે વિશેષે કરીને તેનાથી જાદા ઘડનારાઓને Page #202 -------------------------------------------------------------------------- ________________ લોકશાહીની પ્રગતિ એનાથી વંચિત રાખવામાં આવે છે. જે એ અભિપ્રાય ખરો હોય તો અસત્યને બદલે સત્ય પામવાની તકથી તેઓ વંચિત રહે છે. જે તે અભિપ્રાય ટો હોય તો તેમાં રહેલી ભૂલ સાથે સત્યની અથડામણ થવાને કારણે થતા સત્યના વધારે સ્પષ્ટ આકલનને ભારે લાભ તેઓ ગુમાવે છે. . . . જે અભિપ્રાયેને આપણે રૂંધી દેવાનો પ્રયાસ કરીએ છીએ તે સર્વથા ખોટા જ હોય છે એમ આપણે કદીયે ખાતરીપૂર્વક કહી શકીએ નહિ. અને આપણને એવી ખાતરી હોય તો તેને રૂંધી દેવા એ વસ્તુ સ્વતઃ જ એક અનિષ્ટ છે.” મતાંધ ધર્મ કે આપખુદીની સાથે આવા વલણનો મેળ બેસી શકે નહિ. એ તો એક સત્યશોધકનું, એક ફિલસુફનું વલણ છે. વિચારે કઈ દિશામાં વિકસી રહ્યા હતા એ દર્શાવવા તથા ચિંતનની દુનિયાનાં કેટલાંક સીમાચિહનોને તને પરિચય થાય એટલા માટે પશ્ચિમ યુરોપના ૧૯મી સદીના છેડા મહત્વના વિચારકોનાં નામોનો ઉલ્લેખ માત્ર કર્યો છે. પરંતુ આ વિચારકોની તેમ જ સામાન્ય રીતે આરંભના લેકશાસનવાદીઓની અસર વત્તેઓછે અંશે માત્ર ભણેલાગણેલા લેકોમાં જ મર્યાદિત હતી. ભણેલાગણેલા લોકોની મારફતે એ અસર કંઈક અંશે બીજા વર્ગો સુધી પણ પહોંચી. જોકે આમજનતા ઉપર એની સીધી અસર બહુ જૂજ હતી પરંતુ આ લેકશાસનવાદી વિચારપ્રણાલીની પક્ષ અસર તેમના ઉપર ભારે થઈ પરંતુ મતાધિકારની માગણી જેવી કેટલીક બાબતોની તે તેમના ઉપર સીધી અસર પણ ભારે થઈ ૧૯મી સદી વીતતી ગઈ તેમ તેમ મજૂર ચળવળ જેવી બીજી ચળવળ તથા સમાજવાદ જેવી બીજી વિચારસરણીઓ વિકસવા લાગી. તે સમયના પ્રચલિત લેકશાસનના ખ્યાલ ઉપર એની અસર પડી તેમ જ સમાજવાદ તથા મજૂર ચળવળ ઉપર એ ખ્યાલેની અસર પણ થવા પામી. કેટલાક લેકે સમાજવાદને લોકશાહીના વિકલ્પ તરીકે લેખવા લાગ્યા; બીજા કેટલાક તેને સમાજવાદના એક આવશ્યક અંગ તરીકે લેખતા હતા. આપણે આગળ જોઈ ગયા કે લેકશાસનવાદીઓ સ્વતંત્રતા, સમાનતા અને સુખી થવાના દરેક માણસના સરખા હકના ખ્યાલોથી ભરેલા હતા. પરંતુ થોડા જ વખતમાં તેમને ખબર પડી કે સુખને મૌલિક હકક બનાવવા માત્રથી કંઈ તે લાધતું નથી. બીજી વસ્તુઓ જવા દઈએ તોયે એને માટે અમુક પ્રમાણમાં શારીરિક સ્વાશ્ચ આવશ્યક છે. ભૂખમરે વેઠતો માણસ સુખ અનુભવી શકે એ બનવા જોગ નથી. આના ઉપરથી તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે જનતામાં , સંપત્તિની વહેંચણી વધારે સારી રીતે થાય એના ઉપર સુખનો આધાર છે. એના ઉપરથી તેઓ સમાજવાદ તરફ દેરાયા. પણ સમાજવાદ માટે તાર - આવતા પત્ર સુધી રાહ જોવી પડશે. ૬-૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન - ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તાબેદાર પ્રજાઓ સ્વાતંત્ર્ય માટે જ્યાં જ્યાં લડતી હતી ત્યાં ત્યાં લેકશાસન અને રાષ્ટ્રવાદે પરસ્પર હાથ મિલાવ્યા. ઇટાલીને મેંઝીની આવા લેકશાસનવાદી રાષ્ટ્રભક્તિને વિશિષ્ટ પ્રકારને નમૂને હતું. એ સદીના પાછળના ભાગમાં રાષ્ટ્રવાદ ધીમે ધીમે તેનું લેકશાસનવાદી તત્વ ખાઈ બેઠો અને તે વધારે આક્રમણકારી તથા અધિકારવાદી બની ગયે. રાજ્ય એક એ દેવ બની ગયો કે જેની પૂજા કરવાની દરેકને ફરજ પડી. અંગ્રેજ વેપારીઓ નવા ઉદ્યોગના અગ્રણીઓ હતા. તેમને લેકશાસનના ઉચ્ચ સિદ્ધાતિ તથા લેકના સ્વતંત્રતાના હક્કોની બાબતમાં ઝાઝે રસ નહોતે. પરંતુ તેમને માલૂમ પડયું કે, લોકોને વધારે સ્વતંત્રતા પ્રાપ્ત થાય એ વસ્તુ વેપારને માટે અનુકૂળ હતી. એને લીધે મજૂરોનું જીવનનું ધોરણ ઊંચું થવા પામ્યું અને કંઈક સ્વતંત્રતા મળ્યાને ભ્રમ તેમનામાં પેદા થયે. આથી તેઓ પિતાના કામમાં વધારે નિષ્ણાત બન્યા. ઔદ્યોગિક કૌશલ્યને માટે પ્રજાકીય કેળવણું પણ જરૂરી હતી. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આની ઉપયોગિતા પામી ગયા અને ભારે ઉદારતાને દેખાવ કરીને લેકીને આ વસ્તુઓને લાભ આપવાની બાબતમાં સંમત થયા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લંડ તથા પશ્ચિમ યુરેપમાં અમુક પ્રકારની કેળવણીને જનતામાં ઝડપી ફેલા થવા પામે. ૧૩૨. સમાજવાદનો ઉદય ૧૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ લેકશાહીએ કરેલી પ્રગતિ વિષે હું તને લખી ચૂક્યો છું. પરંતુ યાદ રાખજે કે, ભારે લડતને પરિણામે એ પ્રગતિ પ્રાપ્ત થઈ હતી. કેઈ પણું પ્રચલિત સમાજવ્યવસ્થામાં જેમને સ્વાર્થ રહેલે હોય છે તેમને કશે ફેરફાર જોઈ તે હેતું નથી અને કોઈ પણ પરિવર્તન સામે તેઓ પોતાનું સઘળું બળ વાપરીને ઝૂઝે છે, અને છતાં આવાં પરિવર્તને વિના પ્રગતિ કે કશી સુધાર થવી અસંભવિત હોય છે. સંસ્થા કે શાસનપ્રણાલીને તેમના કરતાં વધારે સારી સંસ્થા કે શાસન પ્રણાલીને માટે જગ્યા કરી આપવી પડે છે. જેઓ આવા પ્રકારની પ્રગતિ ચાહે છે તેમને પુરાણી સંસ્થા કે રૂઢિ ઉપર પ્રહાર કરવા જ પડે છે. પશ્ચિમ યુરેપના શાસક વર્ગોએ હરેક પ્રકારની પ્રગતિને ડગલે ને પગલે વિરોધ કર્યો. તેમ કરવાથી હિંસક ક્રાંતિ ફાટી નીકળશે એમ ઇંગ્લંડના શાસકવર્ગને જ્યારે લાગ્યું ત્યારે જ તેમણે પણ પ્રગતિને વિરોધ ન કરતાં નમતું આપ્યું. તેમની આગેકૂચનું બીજું એક કારણ એ હતું - જે હું તને આગળ કહી ચૂક્યો છું –કે, અમુક પ્રમાણમાં લેકશાસન એ વેપાર માટે હિતકર છે એવી વેપારી વર્ગમાંના કેટલા લેકેની માન્યતા હતી. Page #204 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદને ઉદય ૮૭૧ પરંતુ મારે તને જણાવવું જોઈએ કે, ૧૮મી સદીના પૂર્વાર્ધમાં લેક શાસનના આ વિચારો મોટે ભાગે શિક્ષિત વર્ગમાં જ મર્યાદિત હતા. સામાન્ય લે કે ઉપર તે ઉદ્યોગવાદના વિકાસે ભારે અસર કરી અને તેમને ખેતરે ઉપરથી હાંકીને કારખાનાંઓમાં ધકેલ્યા. કારખાનાંઓમાં કામ કરનારા મજૂર વર્ગ વધવા લાગે. ઘણુંખરું કોલસાની ખાણોની પાસે આવેલાં બેડોળ અને ગંદાં ઔદ્યોગિક શહેરમાં ઘેટાંબકરાંની પેઠે તેઓ ખડકાયા હતા. આ મજૂરોની પ્રકૃતિ બહુ ઝડપથી બદલાતી જતી હતી અને તેઓ નવીન પ્રકારનું માનસ કેળવી રહ્યા હતા. કારમા ભૂખમરાને કારણે કારખાનાંઓમાં ખેંચાઈ આવેલા ખેડૂતે અને કારીગરે કરતાં આ મજૂરો બિલકુલ ભિન્ન હતા. આ કારખાનાંઓ ઊભાં કરવામાં ઇંગ્લડે આગેવાની લીધી હતી એટલે ઓદ્યોગિક મજૂરોને નવા વર્ગ ઊભો કરનાર પણ એ પ્રથમ દેશ હતે. કારખાનાં માંહેની સ્થિતિ કમકમાટી ઉપજાવે એવી હતી અને આ મજૂર વર્ગનાં ઝૂંપડાં અથવા ઘોલકાંઓ તે એથીયે ખરાબ હતાં. તેમની દશા અતિશય કરુણાજનક હતી. નાનાં બાળકે તથા સ્ત્રીઓને આપણે માની ન શકીએ એટલા બધા કલાક સુધી કામ કરવું પડતું. આમ છતાં કારખાનાં તથા મજૂરનાં ઘરમાં કાયદાથી સુધારો કરવાના હરેક પ્રયાસોને માલિકે તનતેડ વિરોધ કરતા હતા. આમ કરવું એ મિલકતના હકમાં નિર્લજજ દખલરૂપ નથી ? એમ કહેવામાં આવતું. આ જ મુદ્દા ઉપર ખાનગી ઘરને ફરજિયાત રીતે સાફ કરાવવાની બાબતનો પણ વિરોધ કરવામાં આવતું. ગજા ઉપરવટના કામ તથા ધીમા ભૂખમરાથી ગરીબ બિચારા અંગ્રેજ મજૂરો મરી રહ્યા હતા. નેપોલિયન સાથેના વિગ્રહ બાદ દેશ સાવ નાદાર થઈ ગયું હતું અને સર્વત્ર આર્થિક મંદીનું ભેજું ફરી વળ્યું હતું. મજૂરવર્ગને એને લીધે સૌથી વિશેષ વેઠવું પડ્યું. સ્વાભાવિક રીતે જ કારખાનાંના મજૂરે પોતાનાં મંડળ રચીને તે દ્વારા પિતાનું રક્ષણ કરવા તેમ જ તેમની સ્થિતિ સુધારવા માગતા હતા. પરંતુ એમ કરતાં તેમને અટકાવવામાં આવ્યા. ઇંગ્લંડનો શાસકવર્ગ ફ્રાંસની કાંતિથી એટલે બધે ભયભીત થઈ ગયો હતો કે, ગરીબ બિચારા મજૂરે સભામાં એકત્ર મળીને પિતાનાં દુઃખો તથા ફરિયાદોની ચર્ચા કરે તે અટકાવવા. માટે કાયદા ઘડવામાં આવ્યા. આ કાયદાઓને “સંમેલનના કાયદાઓ.’ કહેવામાં આવતા. “કાયદે અને વ્યવસ્થા ને સિદ્ધાંત આજે જેમ હિંદમાં છે તેમ તે સમયે ઇંગ્લંડમાં જે મૂઠીભર લેકે સત્તા ઉપર હોય તેમની નેમ પાર પાડવાનું તથા તેમનાં ગજવાં તર કરવાનું બહુ ઉપયોગી કાર્ય બજાવતા હતા. પરંતુ મજૂરોને સભામાં એકત્ર થતા રેકવાના કાયદાથી પરિસ્થિતિ સુધરી નહિ. એથી તે ઊલટા તેઓ ઉત્તેજિત થયા અને જીવ પર આવી ગયા. તેમણે ગુપ્ત મંડળે બાંધ્યાં, પિતાની વાત ગુપ્ત રાખવાની પરસ્પર પ્રતિજ્ઞા લીધી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૮૭૧ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન અને મધરાતને સમયે એકાંત સ્થાને તેએ સભા ભરવા લાગ્યા. કાઈ વિશ્વાસઘાત કરીને બાતમી આપતું અથવા તે તેમને શેાધી કાઢવામાં આવતા ત્યારે કાવતરાંના આરોપ માટે તેમના ઉપર મુકદ્દમા ચાલતા અને ભીષણ સજાએ કરવામાં આવતી. આ મજૂરે ગુસ્સે ભરાઈ ને કેટલીક વખત યંત્રે ભાંગી નાખતા તો કાઈ વાર કારખાનાને આગ લગાડતા અને પોતાના માલિકાનું ખૂન પણ કરી બેસતા. આખરે ૧૮૨૫ની સાલમાં મજૂરોનાં મડળા સામેના પ્રતિબધા અમુક અંશે દૂર કરવામાં આવ્યા અને મજૂર મહાજને રચાવા લાગ્યાં. જેમને કંઈક ઠીક પગાર મળતો હતા એવા કસખી મજૂરોએ આ મહાજના અથવા મંડળા બાંધ્યાં, કાઇ પણ જાતના કસબ ન જાણનાર અણુધડ મજૂરો તે લાંબા સમય સુધી અસંગઠિત જ રહ્યા. મજૂરની ચળવળે આમ સામુદાયિક કાર્ય દ્વારા મજૂરોની સ્થિતિ સુધારવા માટે રચાયેલાં મજૂર મહાજનોનું સ્વરૂપ ધારણ કર્યું. હડતાલ પાડવી એટલે કે, કામ બંધ કરવું અને એ રીતે કારખાનાને નિષ્ક્રિય બનાવી દેવું એ જ મજૂરોનું એક માત્ર અસરકારક હથિયાર હતું. અલબત એ બહુ ભારે હથિયાર હતું પણ તેમને રેજી આપનાર માલિકા પાસે એથીયે વધારે શક્તિશાળી હથિયાર હતું; તે એ કે મજૂરોને ભૂખે મારીને તે તેમને વશ કરી શકે એમ હતું. એથી કરીને મજૂરાને પોતાની લડતમાં ભારે ભેગા આપવા પડચા અને તેને લાભ બહુ ધીમે મળ્યા. આ રીતે તેમની લડ઼ત આગળ ધપી. પાર્લામેન્ટમાં તેમને સીધા અવાજ નહતા કેમકે તેમને મતાધિકાર સરખા પણુ મળ્યો નહાતા. જેના બહુ ભારે વિરોધ કરવામાં આવ્યા હતા તે ૧૮૩૨ની સાલના મહત્ત્વના ‘રીકૉમે” એટલે કે સુધારાએ માત્ર સારી સ્થિતિના મધ્યમ વર્ગના લોકોને મતાધિકાર આપ્યા હતા. એ ખીલથી મજૂરોને તા મતાધિકાર ન જ મળ્યા પણ સાધારણ સ્થિતિના મધ્યમ વર્ગના લોકોને પણ મતાધિકાર ન મળ્યો. દરમ્યાન મૅચેસ્ટરના કારખાના—માલિકામાં એક થાળુ પુરુષ પેદા થયા. માણસજાત માટે તેને ભારે હમદર્દી હતી અને મજૂરોની ત્રાસજનક દશા જોઈને તેને ભારે આધાત થયા. આ પુરુષનું નામ રૉબર્ટ એવન હતું. તેણે પોતાનાં કારખાનાંઓમાં ઘણા સુધારા દાખલ કર્યાં અને પોતાના મજૂરોની સ્થિતિ સુધારી. તેણે કારખાનદારાના પોતાના વર્ગમાં પણ ચળવળ ચલાવી અને મજૂરા પ્રત્યે વધારે સારો વર્તાવ રાખવા માટે તેમને સમજાવ્યા. કઈક અશે એના પ્રયાસેાને લીધે બ્રિટિશ પામેન્ટ માલિકેાના લાભ અને સ્વાવૃત્તિમાંથી મજૂરાને ઉગારવા માટે પહેલવહેલા કાયદો પસાર કર્યાં. આ ૧૮૧૯ના કારખાનાને કાયદો હતા. આ કાયદાના એક નિયમ એવા હતા કે નવ વરસનાં નાનાં બાળકા પાસેથી એક દિવસમાં ૧૨ કલાકથી વધારે કામ ન લેવું. મજૂરોની સ્થિતિ દૈવી ભયાનક હતી તેને તને આ ઉપરથી કંઈક ખ્યાલ આવશે. Page #206 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદને ઉદય એમ કહેવાય છે કે, ૧૮૩૦ ની સાલના અરસામાં રોબર્ટ એવને સેશિયાલિઝમ એટલે કે સમાજવાદ શબ્દ પહેલવહેલે વાપર્યો હતો. ગરીબ અને તવંગર વચ્ચેની અસમાનતા દૂર કરવાનો તથા મિલકતની કંઈક અંશે સમાન વહેંચણીને ખ્યાલ કંઈ ન નહોતે. ભૂતકાળમાં ઘણા લોકોએ એની હિમાયત કરી હતી. પ્રાચીન સમયમાં સમાજની આરંભની દશામાં તે એક પ્રકારની સામ્યવાદી વ્યવસ્થા પ્રવર્તતી હતી. તે સમયે જમીન તેમ જ બીજી મિલક્ત ઉપર આખા ગામ કે સમૂહની સહિયારી માલિકી હતી. આ સ્થિતિને પ્રાચીન કાળને સામ્યવાદ કહેવામાં આવે છે. હિન્દુસ્તાન તેમ જ બીજા દેશમાં તે આજે પણ જોવા મળે છે. પરંતુ આ નવા સમાજવાદમાં બધા લોકોને સમાનતાના ધારણ ઉપર મૂકવાની અનિશ્ચિત અને અસ્પષ્ટ ઇચ્છા કરતાં ઘણું વધારે હતું. આ સમાજવાદ વધારે ચોક્કસ અને નિશ્ચિત હતો અને ઉત્પાદનની નવી કારખાના પદ્ધતિને લાગુ પાડવા માટે તે યોજાયો હતો. આ રીતે તે ઉત્પાદનની ઔદ્યોગિક વ્યવસ્થાની પેદાશ હતે. ઓવનને ખ્યાલ એવો હતો કે મજૂરોની સહકારી મંડળીઓ હોવી જોઈએ તથા કારખાનાંઓમાં તેમનો ભાગ હે જોઈએ. ઇંગ્લંડ તથા અમેરિકામાં તેણે આદર્શ કારખાનાંઓ તથા વસાહત સ્થાપી અને તેમાં તેને થોડેઘણે અંશે સફળતા મળી. પરંતુ પિતાના વર્ગના કારખાનાના માલિકોનું કે સરકારનું માનસ ફેરવવામાં તે નિષ્ફળ નીવડ્યો. પરંતુ તેના સમયમાં તેની અસર બહુ ભારે હતી. વળી તેણે “સેશિયાલિઝમ” એટલે કે સમાજવાદ શબ્દને પ્રચલિત કર્યો છે ત્યારથી કરડે લેકોના મન ઉપર જાદુઈ અસર કરતો રહ્યો છે. આ બધા સમય દરમ્યાન મૂડીવાદી ઉદ્યોગ વધતા જ જતા હતા અને જેમ જેમ તેમને વધુ ને વધુ સફળતા મળતી ગઈ તેમ તેમ મજૂર વર્ગને પ્રશ્ન પણ વધારે ઉગ્ર બનતે ગયે. મૂડીવાદને પરિણામે ઉત્પાદન ઉત્તરોત્તર વધતું જ ગયું અને એને લીધે વસતી અતિશય ઝડપથી વધી ગઈ કેમકે હવે પહેલાંના કરતાં ઘણું વધારે માણસોને કામ તથા ખેરાક મળી શકે એમ હતું. મોટા મોટા રોજગારે ખીલ્યા. એ રોજગારની અનેક શાખાઓ હતી અને તે બધી શાખાઓ વચ્ચે જટિલ પ્રકારને સહકાર ચાલતો હતો. પણ બીજી બાજુ નાના રોજગારોની હરીફાઈને ચગદી નાખવામાં આવી, ઈંગ્લંડમાં સંપત્તિને ધેધ વહેવા લાગ્યો પણ તેને માટે ભાગ નવાં કારખાનાં ઊભાં કરવામાં, રેલવે બાંધવામાં અને એવા બીજા રાજગારે ખીલવવામાં વપરાયે. મજૂરેએ હડતાલ પાડીને પિતાની સ્થિતિમાં સુધાર કરાવવાનો પ્રયાસ કર્યો. પણ સામાન્ય રીતે તે ઘણીખરી હડતાલને કરુણ નિષ્ફળતામાં અંત આવતે. પછીથી ૧૮૪૦ની સાલમાં મજૂરે ચાર્ટિસ્ટ ચળવળમાં જોડાયા. આ ચાર્ટિસ્ટ ચળવળ પણ ૧૮૪૮ની સાલમાં પડી ભાગી. Page #207 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ રેખાદર્શન < મૂડીવાદની સફળતાએ લેકાને છક કરી દીધા હતા એમ છતાં પણ ત્યાં આગળ થેડા એવા ઉદ્દામ સુધારકા અથવા પ્રગતિપોષક વિચાર ધરાવનારાઓ અથવા જેને આપણે માનવહતવાદી કહી શકીએ એવા લેકા પણ હતા. દેશની દોલત ઉત્તરાત્તર વધતી જતી હોવા છતાં ત્યાં આગળ ચાલી રહેલી હત્યારી સ્પર્ધા તથા તેમાંથી પેદા થતી લેાકેાની હાડમારી અને યાતનાઓ જોઈને તેઓ દુઃખી થતા હતા. ઇંગ્લંડ, ફ્રાંસ તથા જમનીમાં આ લોકોએ મૂડીવાદી વ્યવસ્થાનું સ્થાન લે એવી બીજી જુદી જુદી વ્યવસ્થા વિચારી કાઢી. એ બધીને સોશિયાલિઝમ ' ( સમાજવાદ) કલેટિવિઝમ ’ ( સમષ્ટિવાદ ) અથવા સોશિયલ ડેમૈ!*સી ' ( સામાજિશ્ન લેાકશાહી ) વગેરે નામેાથી ઓળખાવવામાં આવી. આ પ્રત્યેક શબ્દને લગભગ સરખા જ અર્થ થાય છે. ઉદ્યોગેાની વ્યક્તિગત માલિકી તથા નિય ંત્રણ એ બધી હાડમારીનું મૂળ એ બાબતમાં બધા સુધારા સામાન્ય રીતે એકમત હતા. જો એને બદલે એ બધાની અથવા ઓછામાં ઓછું જમીન અને મુખ્ય ઉદ્યોગો જેવાં ઉત્પાદનનાં પ્રધાન સાધનાની માલકી તથા નિય ંત્રણ રાજ્યના હાથમાં હોય તો મજૂર વના શાષણનો ભય ન રહે. આ પ્રમાણે કઈક અસ્પષ્ટ રીતે લેકા મૂડીવાદી પ્રથાને બદલે ખીજી સમાજવ્યવસ્થાને વિચાર કરી રહ્યા હતા. પણ મૂડીવાદી વ્યવસ્થા તરતાતરત પડી ભાગે એમ નહેતું. એ તે દિનપ્રતિદિન બળવાન થતી જતી હતી. ૮૪ આ સમાજવાદી વિચારાના પ્રચાર કરનાર શિક્ષિતવ હતો. પણ રૉબર્ટ એવનની બાબતમાં તે એ વિચારેને પ્રચાર કરનાર એક કારખાનાના માલિક હતો. મજૂરોના મહાજનેાની પ્રવૃત્તિ થેાડા વખત સુધી તે। ભિન્ન ભિન્ન દિશાઓમાં પ્રગતિ કરતી રહી. તેને ઉદ્દેશ કેવળ મજૂરીના દરો વધારવાને •તેમ જ મજૂરોની સ્થિતિ સુધારવા પૂરતા જ હતા. પરંતુ સ્વાભાવિક રીતે જ આ સમાજવાદી વિચારાની તેના ઉપર અસર પડી અને પરિણામે એ પ્રવૃત્તિએ સમાજવાદના વિકાસમાં કાળા આપ્યા. ઇંગ્લેંડ, ફ્રાંસ તથા જર્મની વગેરે યુરોપના આગળ પડતા દેશોમાં તે તે દેશના મજૂરોની તાકાત તથા તેમની પ્રકૃતિ અનુસાર કંઈક જુદી જુદી રીતે સમાજવાદના વિકાસ થયા. એક દરે જોતાં ઇંગ્લેંડના સમાજવાદ સ્થિતિચુસ્ત અને કંઈક મેળે હતા અને બંધારણીય માર્ગ ધીમે ધીમે પ્રગતિ સાધવામાં તેને વિશ્વાસ હતા જ્યારે યુરોપખંડના દેશને સમાજવાદ ઉદ્દામ અને ક્રાંતિવાદી હતા. દેશના ભારે વિસ્તાર તથા મજૂરાની માંગને કારણે અમેરિકામાં પરિસ્થિતિ સાવ જુદી જ હતી એટલે ત્યાં આગળ લાંબા વખત સુધી બળવાન મજૂર ચળવળ જામી નહિ. ૧૯મી સદીના વચગાળાથી માંડીને એક પેઢી સુધી ઇંગ્લેંડના ઉદ્યોગાનું સારી દુનિયા ઉપર પ્રભુત્વ રહ્યું અને વેપારોજગારના ના તથા હિંદ અને Page #208 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદને ઉદય ૮૭૫ તાબાના બીજા દેશોના શેષણને કારણે ત્યાં આગળ સંપત્તિને ધેધ વહેતો રહ્યો. આ અઢળક દેલતને અમુક હિસ્સો મજૂરોને પણ મળ્યો અને પરિણામે તેમનું જીવનનું ધેરણ પહેલાં તેમણે કદી ન અનુભવેલું એટલું ઊંચું થયું. સમૃદ્ધિ અને ક્રાંતિ એ બે વચ્ચે કશું સામાન્ય તત્વ નથી; એટલે ઇંગ્લંડના મજૂરને ક્રાંતિ માટે પહેલાંને જુસ્સે અદશ્ય થઈ ગયે. ઈંગ્લેંડને સમાજવાદ પણ અતિશય મેળો બની ગયે. શત્રુને સીધી લડત ન આપતાં તેને ધીમે ધીમે થકવી મારવાની ફેબિયસ નામના પ્રાચીન રેમના એક સેનાપતિની લડાઈની વ્યુહરચના ઉપરથી એ ફોબિયન સમાજવાદ તરીકે ઓળખાયા. ૧૮૬૭ની સાલમાં ઇંગ્લંડમાં મતાધિકારનું ક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવ્યું અને શહેરના કેટલાક મજૂરને મત આપવાનો હક પ્રાપ્ત થયું. મજૂર મહાજનો એટલાં બધાં આબાદ અને શાણું બની ગયાં હતાં કે મજૂરોના મતે ઈંગ્લંડની લિબરલ પાટને (વિનીત પક્ષને) મળવા લાગ્યા. જ્યારે ઈગ્લેંડ ભારે આબાદીને કારણે ભર્યુંભાયું અને આત્મસંતુષ્ટ બની ગયું હતું ત્યારે યુરેપ ખંડમાં એક નવી જ વિચારસરણને પ્રોત્સાહન અને ટેકે મળી રહ્યાં હતાં. આ નવીન વિચારસરણ અથવા સિદ્ધાંત તે અરાજકતાવાદ. એને વિષે કશુંયે ન જાણનાર લે કે એ શબ્દથી ભડકે છે. અરાજકતાવાદને અર્થ એ છે કે, બની શકે ત્યાં સુધી સમાજમાં હકૂમત કરનાર કેન્દ્રસ્થ સરકાર ન જોઈએ અને સમાજની પ્રત્યેક વ્યક્તિને મોટા પ્રમાણમાં સ્વતંત્રતા મળવી જોઈએ. અરાજકતાવાદને આદર્શ અતિશય ઉન્નત હતે. અરાજકતાવાદ એટલે “પરોપકાર, ઐક્ય તથા બીજાઓના હક્કો પ્રત્યેના સ્વેચ્છાપૂર્વકના આદર ઈત્યાદિના પાયા ઉપર રચાયેલું લકતંત્ર.’ રાજ્ય તરફના કોઈ પણ પ્રકારના દબાણ કે બળજબરીને એમાં સ્થાન નહોતું. થરે નામના એક અમેરિકને કહ્યું છે કે, “જે બિલકુલ શાસન નથી કરતી તે સરકાર ઉત્તમ છે અને જ્યારે મનુષ્યો એને માટે યોગ્ય બનશે ત્યારે તેમને એવા જ પ્રકારની સરકાર પ્રાપ્ત થશે.” સમાજની પ્રત્યેક વ્યક્તિ સંપૂર્ણપણે સ્વતંત્ર હેય, દરેક જણ બીજા બધાના અધિકાર પ્રત્યે આદર દાખવે, સર્વત્ર નિઃસ્વાર્થતાનું વાતાવરણ હોય તથા પરસ્પર સ્વેચ્છાપૂર્વકનો સહકાર હેય – એ આદર્શ તે બહુ જ સુંદર લાગે છે. પરંતુ સ્વાર્થવૃત્તિ અને હિંસાથી ભરેલી આજની દુનિયા તે એનાથી બહુ દૂર છે. કેન્દ્રીય સરકાર હોવી જ ન જોઈએ અથવા તે હેય તે ઓછામાં ઓછું શાસન કરનારી હેવી જોઈએ એ પ્રકારની અરાજકતાવાદીઓની માગણી લેકે નિરંકુશ અને આપખુદ રાજ્યતંત્ર નીચે લાંબા વખતથી પીડાઈ રહ્યા હતા તેને પરિણામે ઉદભવી હોવી જોઈએ. રાજ્યતંત્રે તેમને ચગદી નાખ્યા હતા તથા તેમના ઉપર ભારે ત્રાસ વર્તાવ્યું હતું એટલે તેમને લાગ્યું કે Page #209 -------------------------------------------------------------------------- ________________ $ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન રાજ્યતંત્ર હાવું જ ન જોઇ એ. વળી અરાજકતાવાદીઓને એમ લાગતું હતું કે કાઈ પણ પ્રકારના સમાજવાદમાં પણ રાજ્ય એ ઉત્પાદનનાં બધાં સાધનાનું માલિક બનવાનું એટલે તે પોતે પણ આપખુદ બનવાના સભવ છે. આમ અરાજકતાવાદી એક પ્રકારના સમાજવાદી હતા પરંતુ તેઓ સ્થાનિક તેમ જ વ્યક્તિની સ્વતંત્રતા ઉપર અતિશય ભાર મૂકતા હતા. મોટા ભાગના સમાજવાદી પણ અરાજકતાવાદીઓના મતને દૂરના ભવિષ્યના આદર્શ તરીકે સ્વીકારવા તૈયાર હતા પરંતુ વચગાળાના સમયમાં થોડા વખત માટે તો સમાજવાદમાં પણ બળવાન અને કેન્દ્રીય રાજ્યતંત્રની આવશ્યકતા છે એવી તેમની માન્યતા હતી. આમ, સમાજવાદ અને અરાજકતાવાદ વચ્ચે ભારે તફાવત હતા એ ખરું પરંતુ ઉભય કેટલીક બાબતોમાં સંમત હતા. આધુનિક હુન્નર-ઉદ્યોગોને પરિણામે સ ંગતિ મજૂરવ પેદા થયા. અરાજકતાવાદ એના મૂળભૂત સિદ્ધાંતેને કારણે જ વ્યવસ્થિત રીતે સંગતિ ચળવળ ન બની શકી. જ્યાં આગળ મજૂર મહાજને અને એવી બીજી સંસ્થા વિકસતી હતી તેવા ઉદ્યોગપ્રધાન દેશમાં અરાજકતાવાદી વિચારોના ફેલાવા ન થઈ શક્યો. આમ ઇંગ્લંડ તેમ જ જર્મનીમાં ઝાઝા અરાજકતાવાદીઓ નહાતા. પરંતુ દક્ષિણ તથા પૂર્વ યુરોપના હુન્નર-ઉદ્યોગોમાં પછાત રહેલા દેશો આ વિચારોના ફેલાવા માટે વધારે રસાળ ભૂમિરૂપ નીવડ્યા. પરંતુ દક્ષિણ તેમ જ પૂર્વના દેશોમાં પણ જેમ જેમ હુન્નર-ઉદ્યોગા ખીલતા ગયા તેમ તેમ ત્યાં પણ અરાજકતાવાદ ક્ષીણ થતા ગયા. આજે તો એ સિદ્ધાંત લગભગ મૃતપ્રાય થઈ ગયા છે પરંતુ સ્પેન જેવા હુન્નર-ઉદ્યોગ રહિત દેશમાં કંઈક અંશે હજી પણ એનું નામનિશાન રહ્યું છે. એક આદર્શ તરીકે અરાજકતાવાદ ભલે બહુ સુંદર હેાય પરંતુ એણે, કેવળ સહેજમાં ઉત્તેજિત થઈ જાય તેવા તથા અસંતુષ્ટ લાકાને જ નહિ પણ એ ઉમદા આદર્શોના એટા નીચે પોતાને સ્વાર્થ સાધી લેવાના પ્રયાસ કરનારા લેકેાને પણ આશ્રય આપ્યો. વળી એણે એવા પ્રકારની હિંસા પેદા કરી જેને કારણે એની ભારે બદનામી થઈ. આજે પણ અરાજકતાવાદનું નામ લેતાંવેંત લેકેાના મનમાં એ હિંસાનું સ્મરણ તાજું થાય છે. તેમની મરજી મુજબ સમાજનું પરિવર્તન કરવામાં નિષ્ફળ નીવડતાં કેટલાક અરાજકતાવાદીઓએ તેના પ્રચાર કરવાના એક વિચિત્ર પ્રકારના ઉપાય અજમાવવાના સંકલ્પ કર્યાં, આ ઉપાય · કાર્ય દ્વારા પ્રચાર કરવા 'ના હતા. એ અનુસાર બહાદુરીથી દમનના વિરોધ કરીને તથા પોતાના પ્રાણની આહુતિ આપીને વીરતાભયુ” દૃષ્ટાંત રજૂ કરી તે સમાજ ઉપર અસર કરવા ધારતા. આ ભાવનાથી પ્રેરાઈ ને અનેક સ્થળેાએ તેમણે ખડ કરાવ્યાં, જેમણે એમાં ભાગ લીધે તે તત્કાળ સફળતાની અપેક્ષા નહાતા રાખતા. પોતાના ધ્યેયને ખાતર આ વિચિત્ર પ્રકારો Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદને ઉદય પ્રચાર કરવાને અર્થે તેમણે પોતાના જીવનનું જોખમ વહેવું. અલબત, એ બડે તે શમાવી દેવામાં આવ્યાં પરંતુ ત્યાર પછી વ્યક્તિગત અરાજકતાવાદીઓએ ત્રાસવાદને આશરે લેવા માંડ્યો. તેમણે બૉમ્બ ફેંકવા માંડ્યા તથા રાજાઓ અને ઉચ્ચ દરજજાના અમલદારોને ગેળીથી ઠાર કરવાનું શરૂ કર્યું. આ બેવકૂફીભરી હિંસા દેખીતી રીતે જ તેમની ઘટતી જતી તાકાત અને નિરાશાના ચિહ્નરૂપ હતી. ધીમે ધીમે ૧૯મી સદીના અંત સુધીમાં અરાજક્તાવાદને એક ચળવળ તરીકે અંત આવ્યો. બૅબ ફેંકવાની પદ્ધતિ તથા કાર્ય દ્વારા પ્રચાર”ની રીતને મોટા ભાગના આગેવાન અરાજકતાવાદીઓએ નાપસંદ કરી એટલું જ નહિ પણ તેમણે તેને ઇન્કાર કર્યો. કેટલાક સુપ્રસિદ્ધ અરાજકતાવાદીઓનાં નામ હું તને જણાવીશ. એ વસ્તુ ખાસ લક્ષમાં રાખવા જેવી છે કે, મોટા ભાગના આ અરાજકતાવાદી આગેવાનો તેમના ખાનગી જીવનમાં અતિશય નમ્ર, આદર્શવાદી અને પ્રીતિપાત્ર પુરુષો હતા. શરૂઆતના અરાજકતાવાદીઓને નેતા યુૉમ નામનો એક ફાંસવાસી હતા. તે ૧૮૦થી ૧૮૬૫ની સાલ સુધી જીવ્યો હતો. એનાથી ઉંમરમાં કંઈક નાને માઈકલ બાકુનીન નામને રશિયન ઉમરાવ હતે. તે યુરોપના અને ખાસ કરીને દક્ષિણ યુરોપના મજૂરોને લોકપ્રિય નેતા હતે. કાર્લ માર્કસ સાથે તેને ઝઘડે થયે અને તેણે તેને તથા તેના અનુયાયીઓને પિતે સ્થાપેલા આંતરરાષ્ટ્રીય સંધમાંથી કાઢી મૂક્યા. ત્રીજે અરાજક્તાવાદી પ્રિન્સ કૉપોટકીન પણ રશિયાનો ઉમરાવ હતો. તેને તે આપણા જમાનાને જ ગણી શકાય. તેણે અરાજકતાવાદ તેમ જ બીજા વિષય ઉપર બહુ સુંદર પુસ્તક લખ્યાં છે. ચોથું અને છેલ્લું નામ એનરીકે માલાદેટાનું છે. તે ઈટાલીના વતની છે. તેની ઉંમરે ૮૦ કરતાં પણ વધારે વરસની છે અને તે ૧૯મી સદીના મહાન અરાજકતાવાદીઓને છેલ્લે અવશેષ છે. માલા ટેસ્ટ વિષે એક બહુ મજાની વાત છે જે મારે તને કહેવી જોઈએ. ઈટાલીમાં એક અદાલતમાં તેના ઉપર મુકદમે ચલાવવામાં આવ્યું. તેમાં સરકારી વકીલે એવી દલીલ કરી કે તે પ્રદેશના મજૂરવર્ગમાં માલાસ્ટને બહુ ભારે પ્રભાવ છે અને તેને પરિણામે તેમનું ચારિત્ર્ય સાવ બદલાઈ ગયું છે. તેમનામાંથી ગુનેગાર વૃત્તિ બિલકુલ નિર્મૂળ થઈ ગઈ છે અને ગુનાઓનું પ્રમાણ અતિશય ઘટી ગયું છે. જે ગુનાઓ બિલકુલ બંધ થઈ જાય તે પછી . અદાલતે કરશે શું? એટલે માલાસ્ટને કેદમાં પૂરી દેવો જોઈએ ! અને સાચે જ એ ગુના માટે તેને છ માસની કેદની શિક્ષા ફરમાવવામાં આવી હતી. | દુર્ભાગ્યે, અરાજકતાવાદને હિંસા સાથે વધારે પડતે સંડોવવામાં આવ્યા છે; અને લેકે એ હકીક્ત ભૂલી ગયા છે કે એ તે એક ફિલસૂફી અથવા આદર્શ છે અને સારા સારા ઘણું માણસ ઉપર તેણે અસર પાડી છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૮M, જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણી આજની અપૂર્ણ દુનિયાને ખ્યાલ કરતાં આદર્શ તરીકે પણ એ આપણાથી બહુ દૂર છે અને આપણે આધુનિક સુધારે એટલે બધે જટિલ અને અટપટે છે કે આટલા સીધા સાદા ઉપાયથી એને ઉકેલ કરી શકાય એમ નથી. ૧૩૩. કાર્લ માકર્સ અને મજૂરોના સંગઠનને વિકાસ ૧૪ ફેબ્રુઆરી, ૧૭૩ ૧લ્મી સદીના વચગાળામાં યુરોપના મજૂરવર્ગ તથા સમાજવાદી દુનિયામાં એક ને અને પ્રભાવશાળી પુરુષ આગળ આવ્યો. આ પુરુષ તે કાર્લ માકર્સ એના નામનો ઉલ્લેખ આ પત્રમાં આગળ થઈ ચૂક્યો છે. તે જર્મને યહૂદી હતા અને ૧૮૧૮ની સાલમાં જમ્યો હતો. તેણે કાયદે, તત્વજ્ઞાન તથા ઈતિહાસનું અધ્યયન કર્યું હતું. તેણે એક છાપું કાઢવું હતું અને તેને લીધે તે જર્મન સત્તાધીશેની સાથે અથડામણમાં આવ્યો. પછી તે પેરિસ ગયે. ત્યાં આગળ તે નવા માણસોના પરિચયમાં આવ્યો અને અરાજકતાવાદ, સમાજવાદ વગેરે નવા વિષયનાં પુસ્તકે તેણે વાંચ્યાં અને પરિણામે તે સમાજવાદી વિચારોનો પુરસ્કર્તા બને. અહીંયાં તે ઇંગ્લંડમાં જઈ વસેલા અને ત્યાં આગળ સુતરાઉ કાપડના ખીલતા જતા ઉદ્યોગમાં ધનિક કારખાનદાર બનેલા ફ્રેડરિક એન્જલ્સ નામના એક જર્મનના સમાગમમાં આવ્યું. એન્જલ્સ પણ પ્રચલિત સામાજિક પરિસ્થિતિથી દુઃખી અને અસંતુષ્ટ થયું હતું અને પિતાની આસપાસ પ્રવર્તી રહેલાં શેષણ તથા દારિદ્રના ઇલાજે શોધવામાં તેનું મન પરોવાયું હતું. ઓવનના વિચારે તથા પરિસ્થિતિ સુધારવાના તેના પ્રયાસેએ તેના ઉપર અસર કરી હતી અને તે એવનનો અનુયાયી બન્યું હતું. તે પેરિસ ગયો ત્યારે કાર્લ માકર્સ જેડે તેને પહેલવહેલે મેળાપ થયો. એને પરિણામે તેના વિચારે બદલાયા. માર્ક્સ અને એન્જલ્સ હમેશને માટે દિલેજાન મિત્ર અને સહકાર્યકર્તા બની ગયા. બંનેના વિચારે એક જ હતા અને સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે બંનેએ સાથે મળી મન મૂકીને કાર્ય કરવા માંડયું. ઉંમરમાં પણ તેઓ બંને લગભગ સરખા હતા. તેમનો સહકાર એટલે બધા નિકટને હતું કે તેમણે બહાર પાડેલાં ઘણુંખરાં પુસ્તકે બંનેએ મળીને લખેલાં હતાં. તે વખતની ક્રાંસની સરકારે – તે વખતે ત્યાં લૂઈ ફિલીપને અમલ ચાલુ હત–માકર્સને પેરિસમાંથી હાંકી કાઢ્યો પછી તે લંડન ગયે અને ત્યાં ઘણાં વરસ સુધી રહ્યો. અહીં તે બ્રિટિશ મ્યુઝિયમના પુસ્તકાલયમાં અભ્યાસ કરવામાં ગરક થઈ ગયે. અભ્યાસમાં તેણે ભારે જહેમત ઉઠાવી અને પિતાના Page #212 -------------------------------------------------------------------------- ________________ કાલ માણસ અને મજૂરોના સંગઠનને વિકાસ ૮૭૯ સિદ્ધતિને સંપૂર્ણ બનાવ્યા. પછી તેણે એ વિષે લખવાનો આરંભ કર્યો. પરંતુ તે દુનિયાના સામાન્ય વ્યવહારથી અળગા રહી નવા નવા સિદ્ધાંત ઉપજાવનાર કેવળ એક અધ્યાપક યા તે તત્ત્વચિંતક નહોતે. સમાજવાદની ચળવળની અસ્પષ્ટ વિચારસરણીને તેણે વિકસાવી અને તેને નિશ્ચિત સ્વરૂપ આપ્યું તથા તેની સમક્ષ નિશ્ચિત અને ચક્કસ વિચારે અને ધ્યેય રજૂ કર્યા એટલું જ નહિ પણ એ ચળવળ તથા મજૂરનું સંગઠન કરવામાંયે તેણે સક્રિય અને આગળ પડતે ભાગ લીધે. ૧૮૪૮ની સાલમાં –એ વરસમાં યુરોપમાં ઠેર ઠેર ક્રાંતિ ફાટી નીકળી હતી બનેલા બનાવોએ સ્વાભાવિક રીતે જ તેના મન ઉપર ભારે અસર કરી. એ જ સાલમાં માકર્સ તથા એન્જલ્સ બંનેએ મળીને એક જાહેરનામું બહાર પાડયું. એ સામ્યવાદી જાહેરનામા (કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો) તરીકે ઓળખાયું અને જગમશહૂર બન્યું. એમાં તેમણે ક્રાંસની મહાન ક્રાંતિ તથા તે પછી ૧૮૩૦ અને ૧૮૪૮ની સાલમાં થયેલાં બંડના મૂળમાં રહેલા ખ્યાલની ચર્ચા કરી છે તથા એ ખ્યાલ તે સમયની પ્રચલિત પરિસ્થિતિ માટે અધૂરા છે તથા તેની સાથે સુસંગત નથી એમ બતાવી આપ્યું છે. એમાં તેમણે તે સમયે પ્રચલિત થયેલી સ્વતંત્રતા, સમાનતા તથા ભ્રાતૃભાવની લેકશાસનવાદી ઘોષણાઓની સમાલોચના કરી છે અને બતાવી આપ્યું છે કે એમને આમ વર્ગની સાથે કશી લેવાદેવા નથી; એ ઘોષણાઓ તે કેવળ મધ્યમવગી રાજ્યના એક રૂપાળા આછાદન સમાન છે. પછી તેમણે સમાજવાદની તેમની પિતાની વિચારસરણી ટૂંકમાં રજૂ કરી છે અને સૌ મજૂરોને આ પ્રમાણેની હાકલ કરીને પિતાનું જાહેરનામું પૂરું કર્યું છે: સમગ્ર દુનિયાના કામદારે એકત્ર થાઓ. તમારે તમારી જંજીર સિવાય બીજું કશું ગુમાવવાનું નથી અને આખી દુનિયા સર કરવાની છે!' આ સક્રિય કાર્ય માટેની હાકલ હતી. એ પછી માકર્સે છાપામાં લેખે લખીને તથા ચોપાનિયાઓ દ્વારા અવિરત પ્રચાર કરવા માંડયો તથા જુદા જુદા મજૂર સંઘને એકત્ર કરવાના પ્રયત્નો આરંભ્યા. યુરોપમાં ભારે કટોકટી નજદીક આવી રહી છે એવું તેને લાગતું હતું. આથી તેને પૂરેપૂરો લાભ ઉઠાવી શકાય એટલા માટે મજૂરે તૈયાર રહે એવું તે ચકાતો હતો. તેના સમાજવાદી સિદ્ધાંત અનુસાર મૂડીવાદી વ્યવસ્થાને પરિણામે કટોકટી અનિવાર્ય હતી. ૧૮૫૪ની સાલમાં ન્યૂ યેકના એક છાપામાં લખતાં માકર્સ જણાવે છે કે, “આમ છતાંયે યુરોપમાં છઠ્ઠી સત્તા પણ છે તે આપણે ભૂલવું ન જોઈએ. એ સત્તા કેટલાક પ્રસંગે કહેવાતી પાંચ “મહાન સત્તાઓ” ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે અને તે બધીને થથરાવી મૂકે છે. આ સત્તા તે ક્રાંતિ. લાંબા સમય સુધી એકાંતવાસ સેવ્યા પછી ભૂખમરે અને કટોકટી ભરી સ્થિતિને કારણે ફરી પાછી તે રણક્ષેત્ર ઉપર આવીને ઊભી છે. . . . હવે તો એક ઇશારાની જરૂર રહી છે. એ ઇશારે મળતાં વેંત ઓલિમ્પિક પર્વતના શિખર ઉપર વસતી મિનની પેઠે આ છઠ્ઠી અને યુરોપની Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન સૌથી બળવાન સત્તા ચકિત બખતર પહેરી, હાથમાં તલવાર ધારણ કરી આગળ આવશે. યુરોપ ઉપર ઝઝૂમી રહેલું યુદ્ધ એ ઇશારો આપશે.” યુરોપ ઉપર ઝઝુમી રહેલી ક્રાંતિની બાબતમાં માકર્સની ભવિષ્યવાણી સાચી ન પડી. તેણે આ લખ્યા પછી યુરોપના એક ભાગમાં ક્રાંતિ થતાં ૬૦ કરતા વધારે વરસ લાગ્યાં અને તે પણ એક વિશ્વયુદ્ધ તેની વહારે ધાયું ત્યાર પછી જ. આપણે આગળ જોઈ ગયાં છીએ કે, ૧૮૭૧ની સાલમાં પેરિસ કમ્યુનને ક્રાંતિકારક અખતરે ઘાતકી રીતે કચરી નાખવામાં આવ્યો હતે. ૧૮૬૪ની સાલમાં માકર્સે લંડનમાં પચરંગી લે કોની પરિષદ ભરી. એમાં અનેક દળો હતાં અને તે સૌ કંઈક અસ્પષ્ટપણે પિતાને સમાજવાદી કહેવડાવતાં હતાં. એમાંના કેટલાક યુરેપના પરરાજ્યની ધૂંસરી નીચેના દેશના રાષ્ટ્રભક્તો અને સમાજવાદીઓ હતા. તેઓ તે પિતાના દેશની તાત્કાલિક આઝાદી પ્રાપ્ત કરવાની બાબતમાં વધારે રસ ધરાવતા હતા અને સમાજવાદમાં તેમને ઝાઝી શ્રદ્ધા નહોતી; જ્યારે બીજી બાજુ તેમાં કેટલાક અરાજકતાવાદીઓ હતા જેઓ તાત્કાલિક લડત ઉપાડવાને ઉત્સુક હતા. એ પરિષદમાં માર્સ ઉપરાંત બીજે ભારે પ્રભાવશાળી પુરુષ અરાજકતાવાદી આગેવાન બાકુનીને હતે. તે કેટલાયે વરસેના સાઈબેરિયાના કારાવાસમાંથી ત્રણેક વરસો ઉપર છટક્યો હતે. ઈટાલી અને સ્પેન જેવા ઉદ્યોગમાં પછાત દક્ષિણ યુરેપના દેશોમાંથી બાકુનીનના અનુયાયીઓ આવ્યા હતા. તેઓ પ્રચલિત સમાજવ્યવસ્થામાં જેમને સ્થાન મળ્યું નહતું એવા બેકાર બુદ્ધિજીવીઓ તથા ભળતા જ પ્રકારના ક્રાંતિવાદીઓ હતા. માકર્સના અનુયાયીઓ જ્યાં આગળ મજૂરોની સ્થિતિ કંઈક ઠીક હતી એવા ઔદ્યોગિક દેશે અને ખાસ કરીને જર્મનીમાંથી આવ્યા હતા. આમ માર્સ કંઈક સારી સ્થિતિના અને સંગઠિત તથા પ્રગતિ કરી રહેલા મજૂર વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતું હતું, જ્યારે બાકુનીન કંગાળ અને અસંગતિ મજૂરે તથા બુદ્ધિજીવીઓ અને અસંતુષ્ટ લેકને પ્રતિનિધિ હતું. માર્સ કાર્ય ઉપાડવાની ઘડી આવે-જે પ્રસંગ છેડા જ વખતમાં આવવાની તે અપેક્ષા રાખતા હો – ત્યાં સુધી ધીરજપૂર્વક મજૂરોનું સંગઠન કરવાના તથા તેમને પિતાના સમાજવાદી સિદ્ધાંતનું શિક્ષણ આપવાના મતનો હતે. બાકુનીન અને તેના અનુયાયીઓ તરત જ કાર્ય ઉપાડવાના મતના હતા. એ પરિષદમાં એકંદરે માર્સની જીત થઈ, અને “આંતરરાષ્ટ્રીય મંજૂર સંઘની સ્થાપના કરવામાં આવી. મજૂરને આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ હતે. ત્રણ વરસ પછી, ૧૮૬૭ની સાલમાં માકર્સને મહાન ગ્રંથ “કેપિટલ’ જર્મન ભાષામાં પ્રકટ થયે. લંડનમાં તેણે અનેક વરસ સુધી કરેલી સતત મહેનતના પરિણામરૂપ એ ગ્રંથ હતે. એમાં એણે અર્થશાસ્ત્રના પ્રચલિત સિદ્ધાંતનું પૃથક્કરણ કરીને તેમની સમાલોચના કરી છે તથા પિતાના સમાજવાદી Page #214 -------------------------------------------------------------------------- ________________ કાલ માલસ અને મજૂરેપના સંગઠનને વિકાસ ૮૯ સિદ્ધતિ લંબાણથી સમજાવ્યા છે. એ કેવળ શાસ્ત્રીય ગ્રંથ છે. આદર્શવાદ અને અસ્પષ્ટતાને સંપૂર્ણપણે ત્યાગ કરીને તટસ્થતાથી અને શાસ્ત્રીય રીતે તેણે ઈતિહાસ તથા અર્થશાસ્ત્રના વિકાસનું નિરૂપણ કર્યું છે. ખાસ કરીને તેણે પ્રચંડ યંત્રોને પરિણામે ઉભવેલી ઔદ્યોગિક સભ્યતાના વિકાસની ચર્ચા કરી છે અને તેમાંથી વિકાસ યા ઉત્ક્રાંતિ, ઈતિહાસ તથા મનુષ્યસમાજમાં ચાલતા વર્ગવિગ્રહ અંગે કેટલાંક દૂરગામી અનુમાનો તારવ્યાં છે. એથી કરીને માકર્સને આ ચેકસ અને તર્કશુદ્ધ સમાજવાદ તે સમયે પ્રચલિત અસ્પષ્ટ, ગગનવિહારી ” અને “આદર્શવાદી” સમાજવાદને મુકાબલે વૈજ્ઞાનિક સમાજવાદ કહેવાય. માકર્સને ગ્રંથ “કેપિટલ” કંઈ સહેલું સાદું પુસ્તક નથી. સાચે જ એનાથી અઘરા પુસ્તકની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ અસંખ્ય લોકોની વિચારસરણી ઉપર અસર કરી તેમની સમગ્ર માન્યતા બદલી એ રીતે મનુષ્યની પ્રગતિ સાધવામાં ફાળો આપનાર ગણ્યાગાંઠયાં પુસ્તકોમાંનું એ એક છે. ૧૮૭૧ની સાલમાં “પેરિસ કમ્યુન’ની કરૂણ ઘટના બની. ઘણું કરીને એ પહેલવહેલો ઇરાદાપૂર્વક સમાજવાદી બળવે હતે. એનાથી યુરોપની સરકારે ભડકી ગઈ અને પરિણામે મજૂરની ચળવળ પ્રત્યે તે વધારે કડક બની. બીજે વરસે માકર્સે સ્થાપિત કરેલા આંતર રાષ્ટ્રીય મજૂર સંઘની સભા મળી અને તેનું મુખ્ય મથક ન્યૂ યૉર્ક ખાતે ફેરવવામાં તે સફળ થયે. એમ કરવામાં દેખીતી રીતે જ માર્સને આશય બાંકુનીનના અરાજકતાવાદી અનુયાયીઓને દૂર કરવાને હતે. વળી, “પેરિસ કમ્યુન ને કારણે ગુસ્સે ભરાયેલી યુરેપની સરકારના અમલ નીચેના સ્થાનમાં સંઘનું મથક રાખવા કરતાં તે ન્યૂ યૉર્ક રાખવું એ માકર્સને વધારે સલામતી ભરેલું લાગ્યું હોવું જોઈએ. પરંતુ પોતાના કેન્દ્રથી આટલે બધેક દૂર જઈને આંતરરાષ્ટ્રીય મજૂરસંધ ટકી રહે એ સંભવિત નહતું. તેનું સામર્થ તે યુરોપમાં રહેલું હતું અને યુરોપમાં મજૂર હિલચાલની આકરી કસોટી થઈ રહી હતી. એટલે મજૂરોને પહેલે આંતરરાષ્ટ્રીય સંધ ધીમે ધીમે નામશેષ થઈ ગયો. માર્ક્સવાદ અથવા તે માકર્સને સમાજવાદ યુરોપના સમાજવાદીઓમાં ફેલાયે. ખાસ કરીને જર્મની તથા ઓસ્ટ્રિયામાં તેને ફેલાવે છે. અને ત્યાં આગળ તે સામાન્ય રીતે, “સામાજિક લેકશાહીને નામે ઓળખાયે. પરંતુ ઇગ્લડે માકર્સના સમાજવાદ તરફ પિતાનું વલણ દાખવ્યું નહિ. એ સમયની તેની ભારે સમૃદ્ધિને કારણે કોઈ પણ પ્રગતિશીલ સામાજિક વિચારે તે અપનાવી શકે એમ નહોતું. ફેબિયન સોસાયટી એ ઇંગ્લંડના વિશિષ્ટ પ્રકારના સમાજવાદની પ્રતિનિધિ હતી. તેને કાર્યક્રમ બહુ હળ હતો અને ધીમે ધીમે લાંબે ગાળે રફાર કરવાને તેને આશય હતો. પૅર્જ બર્નાર્ડ શે પણ ફેબિયન સેસાયટીના આરંભના સભ્યમાંને એક હતા. “પ્રગતિની ધીમી ગતિ અનિવાર્ય છે' એવા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૦૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન સીડની વેબ નામના એક નામીચા ફૅબિયનના મશર કથન ઉપરથી આરંભના ફૅબિયાની નીતિને આપણને કંઈક ખ્યાલ આવી શકે. 9 પૅરિસ કામ્યુનની ઘટનાની અસરમાંથી ક્રાંસને મુક્ત થતાં અને ત્યાં આગળ સમાજવાદ ફરીથી સક્રિય અને બળવાન બનતાં ખાર વરસ લાગ્યાં. પરંતુ આ વખતે તેણે ત્યાં આગળ નવું સ્વરૂપ ધારણ કર્યું. એ સમાજવાદ તથા અરાજકતાવાદનું સંકર સ્વરૂપ હતું. એ સમાજવાદ ‘સિડિકૅલિઝમ ’ એટલે કે સોંધ વાદના નામથી એળખાય છે. ફ્રેંચ ભાષાના · સિંડિકેટ ' શબ્દ ઉપરથી એ નામ બન્યું છે. · સિડિકેટ ’ના અર્થ મજૂરોનું મંડળ અથવા મજૂર સંધ એવા થાય છે. સમાજવાદના સિદ્ધાંત એવા હતા કે, સમગ્ર સમાજના પ્રતિનિધિ તરીકે ઉત્પાદનનાં સાધનાની એટલે કે જમીન અને કારખાનાંઓ વગેરેની માલકી રાજ્યની હાવી જોઈએ અને તેમના ઉપર રાજ્યના કાબૂ હોવા જોઇ એ. ઉત્પાદ્યનનાં સાધના કેટલા પ્રમાણમાં સામાજિક માલકીનાં કરવાં એ બાબતમાં થોડાઘણા મતભેદ હતા. અંગત યા વ્યક્તિગત માલકીનાં એવાં કેટલાંયે ઓજાર અને ધરગતુ યંત્ર હોય છે. તેમને સમાજની માલકીનાં બનાવી દેવાં એ તે! સાવ બેકૂદું હતું. પરંતુ એક બાબતમાં બધા સમાજવાદીએ સંમત હતા કે, જે કઈ વસ્તુના ખીજાઓની મજૂરી વડે અંગત યા વ્યક્તિગત નફે કરવામાં ઉપયોગ થઈ શકે તે બધી વસ્તુઓ સમાજની માલકીની બનાવી દેવી જોઈએ એટલે કે તેમને રાજ્યની મિલકત બનાવી દેવી જોઇએ. અરાજકતાવાદીઓની પેઠે સિડિકૅલિસ્ટ' લેાકાને એટ્લે કે સધવાદીઓને રાજ્ય પ્રત્યે અણુગમા હતા અને તેથી તેઓ રાજ્યની સત્તા મર્યાદિત કરવા ચહાતા હતા. દરેક ઉદ્યોગ ઉપર તે તે ઉદ્યોગમાં કામ કરતા મજૂરોના એટલે કે તેમના સંધ (સિડિકેટ )ને કાબૂ હાય એવું માગતા હતા. તેમની કલ્પના એવી હતી કે દરેક ઉદ્યોગને મજૂર સંધ (સિંડિકેટ ) ધૃતપોતાના પ્રતિનિધિ ચૂંટીને મધ્યસ્થ સભામાં મેકલે. એ મધ્યસ્થ સભા એક પ્રકારની પાલ મેન્ટ અને અને તે આખા દેશને લગતી બધી બાબતાને વહીવટ કરે. પરંતુ તેને ઉદ્યોગના આંતરિક વહીવટમાં માથું મારવાની સત્તા ન હોય. આ પરિસ્થિતિ આણુવા માટે સધવાદીઓ સાર્વત્રિક હડતાલ પાડવાની તથા દેશના વ્યવહારને સ્થગિત કરવાની અને એ રીતે પોતાના હેતુ બર લાવવાની હિમાયત કરતા. માકર્સના અનુયાયીએ સધવાદને બિલકુલ પસદ કરતા નહાતા. પરંતુ વિચિત્ર વાત તો એ છે કે સધવાદીઓ માકર્સને (તેના મરણ પછી) પોતાનામાંના એક ગણુતા, < માકર્સ લગભગ ૫૦ વરસ પૂર્વે ૧૮૮૭ની સાલમાં મરણ પામ્યા. એ સમય દરમ્યાન ઇંગ્લેંડ, જર્મની તેમ જ ખીજા ઔદ્યોગિક દેશમાં બળવાન મજૂર મહાજને અથવા સધે! ઊભા થવા પામ્યા હતા. ઇંગ્લેંડના ઉદ્યોગેની ચડતીના દિવસે વીતી ગયા હતા અને જર્મની તથા અમેરિકાની હરીફાઈ તે Page #216 -------------------------------------------------------------------------- ________________ કાલ માકર્સ અને મજૂરેના સંગઠનને વિકાસ ૮૮૩ કારણે તેમની પડતી થવા લાગી હતી. અમેરિકામાં કુદરતી અનુકુળતા બહુ ભારે હતી. એની ત્યાંના ઉદ્યોગોના ઝડપી વિકાસમાં ભારે મદદ મળી. જર્મનીમાં રાજકીય આપખુદી (જોકે કમજોર અને નમાલી પાર્લમેન્ટની તેના ઉપર કંઈક અસર હતી.) અને ઔદ્યોગિક પ્રગતિ એ બેને કંઈક વિચિત્ર મેળ સધાય હતે. બિમાર્કની રાહબરી નીચેની જર્મન સરકાર તથા તે પછીની સરકારોએ પણ ઉદ્યોગોને અનેક રીતે સહાય કરી હતી અને કેટલાક સામાજિક સુધારાઓનો અમલ કરીને મજૂર વર્ગને પિતાને કરી લેવાની કોશિશ કરી હતી. આવા સુધારાઓથી ત્યાંના મજૂરની સ્થિતિ સુધરવા પામી હતી. એ જ રીતે ઇંગ્લંડના વિનીતાએ પણ સામાજિક સુધારાના કેટલાક કાયદાઓ પસાર કરીને મજૂરના કામના કલાકે ઘટાડ્યા અને તેમની દશા કંઈક અંશે સુધારી. આબાદીના દિવસોમાં તે આ પદ્ધતિ સફળ નીવડી અને ઈંગ્લંડના મજૂરો નરમ અને દબાયેલા રહ્યા તથા પાર્લામેન્ટના વિનીત સભ્યોને વફાદારીપૂર્વક પિતાના મત આપતા રહ્યા. પરંતુ ૧૮૮૦ની સાલ પછી બીજા દેશોની હરીફાઈએ ઇંગ્લંડની આબાદીના લાંબા યુગનો અંત આણ્યો. એને લીધે ઈંગ્લંડમાં વેપારની મંદી આવી અને મજૂરની મજૂરીના દર ઘટી ગયા એથી કરીને મજદૂરવર્ગમાં ફરીથી જાગૃતિ આવી અને વાતાવરણમાં ક્રાંતિની ભાવના પ્રસરી. ઇંગ્લંડમાં ઘણું લેકની નજર માકર્સવાદ તરફ વળી. ૧૮૮૯ની સાલમાં મજૂરોને આંતરરાષ્ટ્રીય સંધ સ્થાપવાને બીજે પ્રયત્ન થયો. હવે ઘણું મજૂરસંઘે તથા મજૂરપક્ષો બળવાન અને સાધનસંપન્ન બન્યા હતા અને તેઓ પિતાની પ્રવૃત્તિને અંગે સંખ્યાબંધ પગારદાર અમલદારે પણ રાખતા હતા. ૧૮૮૯ની સાલમાં સ્થપાયેલે આ આંતરરાષ્ટ્રીય સંધ (હું ધારું છું કે, તે સમયે એ મજૂરોને સમાજવાદી આંતરરાષ્ટ્રીય સંઘ કહેવાતું હત) બીજા આંતરરાષ્ટ્રીય સંધ તરીકે ઓળખાય છે. મહાયુદ્ધ આવ્યું ત્યાં સુધી એટલે કે, લગભગ પા સદી તે ટક્યો. એ યુદ્ધે તેની કસોટી કરી પણ એ કસેટીમાંથી તે પાર ઊતરી શક્યો નહિ. એ સંઘમાં એવા ઘણું લેકે હતા જેમણે પછીથી પોતપોતાના દેશમાં રાજ્યના મોટા મોટા પેદા સ્વીકાર્યા. કેટલાકાએ પિતાની પ્રગતિ સાધવામાં મજૂર હિલચાલનો ઉપયોગ કર્યો અને પછી તેને ત્યાગ કર્યો. તેઓ વડા પ્રધાન બન્યા, પ્રમુખ બન્યા અને એવા એવા રાજ્યના બીજા ઊંચા હોદ્દા ધારણ કર્યા અને એ રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી. જેમની સહાયથી તેઓ આગળ આવ્યા હતા તથા જેમણે તેમના ઉપર ઇતબાર રાખ્યું હતું તે કરોડો લોકોને તેમણે તરછેડ્યા અને જ્યાંના ત્યાં રહેવા દીધા. આ બધા આગેવાને, જેમાંના કેટલાક તે પોતાને માકર્સના ચુસ્ત અનુયાયીઓ કહેવડાવતા હતા, તથા જહાલ સંઘવાદીઓ પણું પાર્લામેન્ટમાં દાખલ થયા અથવા તે મજૂરસંન ભારે પગારદાર અધિકારીઓ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન બન્યા. પિતાનું આસાએશભર્યું પદ છેડીને અવિચારી કાર્યોમાં ઝંપલાવવાનું તેમને માટે હવે વધારે ને વધારે મુશ્કેલ થતું ગયું. એટલે તેઓ ઠંડા પડી ગયા અને જ્યારે કોઈ પણ ઇલાજ બાકી ન રહ્યો ત્યારે જીવ પર આવી જઈને મજૂરવર્ગ ક્રાંતિવાદી બને અને કંઈક સક્રિય પગલું ભરવાની માગણી કરવા લાગ્યો ત્યારે તેમણે તેને દાબી રાખવાના પ્રયાસે આર્યા. જર્મનીના સામાજિક લેકશાહીવાદીઓ મહાયુદ્ધ પછી ત્યાંના પ્રજાતંત્રના પ્રમુખ અને ચાન્સેલર બન્યા. કાંસમાં સાર્વત્રિક હડતાલની હિમાયત કરનાર જહાલ સંઘવાદી બ્રિયાં અગિયાર વખત વડા પ્રધાન બન્યો અને પિતાના જૂના સાથીઓની હડતાલ તેણે કચરી નાખી. ઇંગ્લંડમાં રસે મેકડોનાલ્ડ વડા પ્રધાન બન્યા અને તેને એ સ્થિતિએ લાવનાર મજૂર પક્ષને તેણે ત્યાગ કર્યો. સ્વીડન, ડેન્માર્ક, બેજિયમ અને ઓસ્ટ્રિયા વગેરે દેશોમાં પણ એમ જ બન્યું. જેઓ પિતાની આરંભની કારકિર્દીમાં સમાજવાદી હતા એવા સરમુખત્યારે તથા સત્તારૂઢ બની બેઠેલા લકથી પશ્ચિમ યુરોપ આજે ભરપૂર છે. વખત જતાં એ લેકે મેળા પડ્યા અને ધ્યેય માટે પિતાને શરૂઆતને ઉત્સાહ તેઓ ભૂલી ગયા એટલું જ નહિ પણ કેટલીક વાર તે તેઓ પોતાના જૂના સાથીઓની પણ સામે પડયા. ઇટાલીને કર્તાહર્તા મુસેલીની પહેલાં સમાજવાદી હત; પિલેન્ડને સરમુખત્યાર પિસુક્કી પણ સમાજવાદી હતો. તેના નેતાઓ અને આગેવાનો કાર્યકર્તાઓ આ રીતે તેમની પાસેથી ખસી ગયા તેથી મજૂર ચળવળ તેમ જ રાષ્ટ્રીય આઝાદીની ઘણીખરી ચળવળોને હાનિ પહોંચી છે. થોડા વખત પછી મજૂરો થાકી જાય છે અને ફતેહ ન મળવાને કારણે કંટાળી જાય છે; અને શહીદીની પિકળ કીતિનું તેમને લાંબા કાળ સુધી આકર્ષણ રહેતું નથી. તેઓ ઠંડા પડી જાય છે અને તેમના ઉત્સાહનું જેમ મંદ પડે છે. એમાંના કેટલાક વધારે પડતા મહત્ત્વાકાંક્ષી અને અનીતિમાન લેકે સામા પક્ષમાં ભળી જાય છે અને જેમને તેઓ આજ સુધી વિરોધ કરતા આવ્યા હતા તથા જેમની સાથે લડ્યાઝઘડ્યા હતા તેમની જે તે વ્યક્તિગત સમજૂતી ઉપર આવે છે. માણસ જે કંઈ કરવા ચહાત હેય તે બાબતમાં પિતાના અંતરાત્માનું સાંત્વન કરવું એ તે સહેલ વાત છે. આગેવાનોના આ રીતના ખસી જવાથી ચળવળને હાનિ પહોંચે છે અને તે પાછી પડે છે. અને મજૂરોના દુશ્મન તથા આઝાદી ઝંખતી પ્રજાનું દમન કરનારાઓ આ વાત બરાબર જાણતા હોવાથી અનેક પ્રકારનાં પ્રલેભને તથા મીઠી વાણીથી તેઓ તેમના વિરોધીઓમાંના કેટલાકને વ્યક્તિગત રીતે મનાવી લઈને પિતાના પક્ષમાં ભેળવી દેવા કશિશ કરે છે. પરંતુ આ વ્યક્તિગત મનામણાં તથા મીઠી વાણીથી મજૂર સમુદાયને કે આઝાદી માટે મથતી દલિત પ્રજાને કશી રાહત મળતી નથી. આમ, વ્યક્તિએ તેમાંથી ખસી જાય અને Page #218 -------------------------------------------------------------------------- ________________ કાલ માકર્સ અને મજૂરના સગઠનનો વિકાસ ૮૫ વખતોવખત તેને નિષ્ફળતા મળે તે છતાંયે લડત તે અનિવાર્યપણે પિતાના નિશ્ચિત ધ્યેય તરફ પ્રગતિ કરતી જ રહે છે. ૧૮૮૯ત્ની સાલમાં શરૂ કરવામાં આવેલા બીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘની સંખ્યા તેમ જ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવા પામી. થોડાં વરસ બાદ માલાટેસ્ટાના અરાજકતાવાદી અનુયાયીઓને તેઓ પાર્લામેન્ટમાં જવા માટેના મતાધિકારને લાભ ઉઠાવવા તૈયાર નહોતા એટલા માટે સંઘમાંથી કાઢી મૂકવામાં આવ્યા. બીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંઘના સમાજવાદીઓએ પિતાના વર્તનથી એ પુરવાર કર્યું કે તેમની સહિયારી લડતના પહેલાંના સાથીઓનો સંબંધ ટકાવી રાખવા કરતાં પાર્લમેન્ટની પ્રવૃત્તિ તેમને વધારે પસંદ હતી. યુરેપમાં યુદ્ધ ફાટી નીકળે એ પ્રસંગે સમાજવાદીઓની ફરજ વિષે તેમણે ઉદ્દામ નિવેદનો કર્યા હતાં. પિતાના કાર્યને અંગે સમાજવાદીઓ દેશ કે રાષ્ટ્રની સરહદને માન્યતા આપતા નહોતા. એ શબ્દના સામાન્ય અર્થમાં તેઓ રાષ્ટ્રવાદીઓ નહોતા. તેઓ યુદ્ધને સામને કરવાની વાત કરતા હતા. પરંતુ ૧૯૧૪ની સાલમાં યુદ્ધ ખરેખર ફાટી નીકળ્યું ત્યારે બીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘનું આખું તંત્ર કકડી પડયું અને બધા દેશના સમાજવાદીઓ તથા મજૂરપક્ષે – ક્રેપિટકીન જેવા અરાજકતાવાદીઓ સુધ્ધાં–ઝનૂની રાષ્ટ્રવાદીઓ બની ગયા અને બીજા લે કોની પેઠે તેઓ પણ ઇતર દેશોને ધિક્કારતા થઈ ગયા. માત્ર ગણ્યાગાંઠ્યા લેકે એ યુદ્ધનો વિરોધ કર્યો અને એને પરિણામે તેમને અનેક રીતે ભારે સંકટો વેઠવાં પડ્યાં – કેટલાકને તે લાંબા સમય સુધી કારાવાસ પણ સેવવો પડ્યો. યુદ્ધ પૂરું થયા બાદ ૧૯૧૯ની સાલમાં લેનીને મોસ્કમાં નવો આંતરરાષ્ટ્રીય મજદૂરસંધ સ્થાપે. એ કેવળ સામ્યવાદીઓની સંસ્થા હતી. જેઓ છડેચોક સામ્યવાદી હોય તેઓ જ એમાં જોડાઈ શકે એમ હતું. આ આંતરરાષ્ટ્રીય મજૂરસંઘ હજીયે ચાલુ છે અને તે ત્રીજો આંતરરાષ્ટ્રીય મજૂરસંધ કહેવાય છે. યુદ્ધ પૂરું થયા પછી જૂના બીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘના અવશેષરૂપ લેકો પણ ધીમે ધીમે એકત્ર થયા. મેસ્કોના નવા ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘમાં તે એમાંના બહુ જૂજ લોકો જોડાયા. એમાંના મોટા ભાગના લોકોને તે મોસ્કો તેમ જ તેના સિદ્ધાંત પ્રત્યે તીવ્ર અણગમે હતે. તેઓ તે ડેઘણે અંશે પણ તે તરફ જવા નારાજ હતા. તેમણે બીજે આંતરરાષ્ટ્રીય મજદૂરસંધ ફરીથી ચાલુ કર્યો. એ સંધ પણ આજે ચાલુ છે. આમ આજે મજૂરોની બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મેજૂદ છે. અને તે ટૂંકમાં બીજા તથા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધના નામથી ઓળખાય છે. પરંતુ આશ્ચર્યની વાત તે એ છે કે એ બંને સાથે માકર્સના અનુયાયી હોવાને દાવો કરે છે. પરંતુ તેઓ બંને માકર્સના સિદ્ધાંતને પિતપતાને જુદો અર્થ કરે છે, અને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન છતાં તેઓ ભયના સામાન્ય શત્રુ મૂડીવાદ કરતાંયે એકબીજાને વધારે ધિક્કારે છે. આ આંતરરાષ્ટ્રીય મજૂરસામાં દુનિયાભરનાં બધાં મજૂર મહાજના અથવા તા મજૂરોની સસ્થાઓના સમાવેશ થતા નથી. એમાંનાં ઘણાંખરાં ત એ બંને સધાથી અલગ છે. અમેરિકાનાં મજૂર મહાજને! તેમનાથી અળગાં રહ્યાં છે કેમ કે ત્યાંનાં ઘણાંખરાં મહાજને જુનવાણી વિચારનાં છે. હિંદનાં મજૂરમહાજને પણ એકે સંધમાં જોડાયાં નથી. કદાચ ‘ આંતરરાષ્ટ્રીય ’ ગીત વિષે તું જાણતી હશે. એ દુનિયાભરના કામદારો તથા સમાજવાદીઓએ પોતાનું માન્ય કરેલું ગીત છે. ૧૩૪. માર્કસવાદ ૧૬ ફેબ્રુઆરી, ૧૯૩૩ મારા આગલા પત્રમાં, યુરોપની સમાજવાદી દુનિયામાં અતિશય ઉત્પાત મચાવી મૂકના માકર્સના વિચારા વિષે તને કંઈક કહેવાના મારો ઇરાદો હતો. પરંતુ એ પત્ર બહુ લાંખા થઈ ગયા એટલે મારે એ વાત મુલતવી રાખવી પડી. એ વિષય અંગે લખવું એ મારે માટે સહેલું નથી કેમકે એમાં હું નિષ્ણાત નથી. પણ વાત એમ છે કે, એ બાબતમાં તે એના નિષ્ણાત અને પડમાં પણ મતભેદ છે. હું તો તને માકવાદની માત્ર પ્રધાન ખાસિયતો જણાવીશ અને તેને મુશ્કેલ ભાગ છેડી ઈશ. એથી તને એને કઈંક ભાંગ્યાતૂટયો ખ્યાલ આવશે. પરંતુ વાત એમ છે કે, આ પત્રામાં કાઈ પણ વિષયનું વિગતવાર અને પૂર્ણ ચિત્ર રજૂ કરવાની મારી ધારણા છે જ નહિ. હું તને કહી ગયા છું કે સમાજવાદના અનેક પ્રકારો છે. પરંતુ સામાન્ય રીતે ધ્યેયની બાબતમાં બધા એકમત છે અને બધા જ જમીન, કારખાનાં, ખાણા અને એવાં બીજાં ઉત્પાદનનાં સાધના, બેંક અને એવી બીજી સંસ્થા તથા રેલવે વગેરે જેવાં વહેચણીનાં સાધનાને રાજ્યના અંકુશ નીચે મૂકવા ચાહે છે. એને આશય એ છે કે, વ્યક્તિને પોતાના અંગત લાભ માટે આ સાધના, સસ્થા તથા ખીજાઓની મજૂરીના ઉપયોગ કરવા ન દેવા. આજે એમાંનાં ઘણાંખરાં ખાનગી માલકી નીચે છે અને ખાનગી રીતે તેમના ઉપયાગ કરવામાં આવે છે. એનું પરિણામ એ આવે છે કે થાડાક લકા આબાદ અને તવંગર અને છે પરંતુ એથી આખા સમાજને એક ંદરે નુકસાન થાય છે અને જનસમુદાય તા ગરીબનેા ગરીબ જ રહે છે. વળી આજે તે આ ઉત્પાદનનાં સાધનાના માલિકા તથા તેમનું નિય ંત્રણ કરનારાઓની પણ ઘણી શક્તિ Page #220 -------------------------------------------------------------------------- ________________ માસવાદ ૮૮૭ જીવલેણ સ્પર્ધામાં ઊતરી લડવામાં વેડફાઈ જાય છે. આ આપસઆપસની લડાઈને બદલે ઉત્પાદનની સમજપૂર્વકની વ્યવસ્થા અને વહેંચણીની વિચારપૂર્વકની યેજના કરવામાં આવે તે બગાડ અને નકામી હરીફાઈ ટાળી શકાય અને દુનિયામાં વર્ગ વર્ગ અને પ્રજા પ્રજા વચ્ચે આજે પ્રવર્તતી સંપત્તિની ભારે અસમાનતા પણ ટળી જાય. એટલા માટે ઉત્પાદન, વહેંચણી તથા ઇતર મહત્ત્વની પ્રવૃત્તિઓ મોટે ભાગે સમાજના અથવા તે રાજ્યના નિયંત્રણ નીચે હેવી જોઈએ – મતલબ કે તે સમગ્ર પ્રજાના કાબૂ નીચે હોવી જોઈએ. સમાજવાદને આ મૂળભૂત સિદ્ધાંત છે. સમાજવાદી વ્યવસ્થામાં રાજ્ય અથવા રાજ્યતંત્રનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ વળી જુદે જ સવાલ છે પરંતુ હાલ આપણે એમાં ન ઊતરીએ. જોકે એ પણ અતિશય મહત્ત્વની બાબત છે. સમાજવાદના ધ્યેય વિષે સંમત થયા પછી, એ સિદ્ધ કેવી રીતે કરવું એ બીજી વસ્તુ નકકી કરવાની રહે છે. આ બાબતમાં સમાજવાદીઓ એકબીજાથી જુદા પડે છે અને તેમનાં જુદાં જુદાં દળે એના ભિન્ન ભિન્ન માર્ગે સૂચવે છે. એમના મુખ્યત્વે કરીને બે વિભાગે પાડી શકાય ઃ (૧) ધીમે ધીમે પરિવર્તન અને વિકાસ કરવા ચહા પક્ષ. બ્રિટિશ મજુર પક્ષ અને ફેબિયન સોસાયટીના સભ્યોની માફક એ પક્ષ એક પછી એક ડગલું ભરીને આગળ વધવામાં તથા પાર્લમેન્ટની મારફતે કાર્ય કરવામાં માને છે; (૨) અને બીજે ક્રાંતિવાદી પક્ષ. એ પક્ષના લેક પાર્લામેન્ટ મારફતે કશી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ માનતા નથી. આ બીજા પક્ષના લોકો મોટે ભાગે માકર્સના અનુયાયીઓ છે. આમાંના પહેલા વિભાગમાં વિકાસવાદી દળોની સંખ્યા બહુ ઘટી ગઈ છે. ખુદ ઇંગ્લંડમાં પણ તેઓ નબળા પડતા જાય છે અને તેમની તથા વિનીતે, અને બિન-સમાજવાદી પક્ષો વચ્ચેનો ભેદ લુપ્ત થતું જાય છે. એટલે હવે તે માકર્સવાદને જ બધા સમાજવાદીઓને મત ગણી શકાય. પરંતુ યુરોપમાં ખુદ માકર્સવાદીઓના પણ બે મુખ્ય પક્ષે છે. એક તરફ રશિયાના સામ્યવાદીઓ છે અને બીજી બાજુ જર્મની, ઑસ્ટ્રિયા અને ઇતર દેશના પુરાણ “સામાજિક લેકશાહીવાદીઓ” છે અને એ બે વચ્ચે જરા સરખે મેળ નથી. મહાયુદ્ધ દરમ્યાન અને તે પછીના સમયમાં પણ પિતાના સિદ્ધાંતને ને વળગી રહેવાને કારણે સામાજિક લેકશાહીવાદીઓએ તેમની પહેલેની ઘણીખરી પ્રતિષ્ઠા ગુમાવી હતી. તેમનામાંના કેટલાક વધારે ભાવનાશાળી લોકે સામ્યવાદીઓમાં ભળી ગયા છે પરંતુ પશ્ચિમ યુરોપના મજૂરસંઘેનું સમર્થ તંત્ર હજી તેમના જ હાથમાં છે. રશિયામાં મળેલી સફળતાને કારણે સામ્યવાદી મત આજે પ્રગતિ કરી રહ્યો છે. યુરોપમાં તેમ જ આખી દુનિયામાં તે મૂડીવાદને મુખ્ય શત્રુ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે આ માર્ક્સવાદ એ શી વસ્તુ છે? ઈતિહાસ, રાજકારણ, અર્થશાસ્ત્ર તથા મનુષ્યજીવન અને મનુષ્યની કામનાઓનું રહસ્ય સમજાવવાની તે એક પદ્ધતિ છે. એ એક સિદ્ધાંત છે તેમ જ કાર્ય માટેની હાકલ પણ છે. મનુષ્યજીવનની ઘણીખરી પ્રવૃત્તિઓનું રહસ્યસ્ફોટન કરનાર એ એક ફિલસૂફી છે. મનુષ્યના ભૂત, વર્તમાન તથા ભવિષ્યના ઇતિહાસને નસીબ કે કિસ્મતના અફર કાયદાની જેમ કંઈક અનિવાર્ય કારણ૫રંપરાના રૂપમાં ગોઠવી દેવાનો એ પ્રયત્ન છે. જીવન એટલું બધું કારણપરંપરાબદ્ધ છે કે કેમ અને તેથી તે જડ અને અફર નિયમ તથા પદ્ધતિ ઉપર નિર્ભર છે કે કેમ તે બહુ સ્પષ્ટતાથી જોઈ શકાતું નથી અને ઘણા લોકો એ બાબતમાં શંકાશીલ છે. પરંતુ માકર્સે તે ભૂતકાલીન ઈતિહાસનું એક વૈજ્ઞાનિકની પેઠે અવલેકન કર્યું છે અને તેમાંથી કેટલાંક અનુમાન તારવ્યાં છે. તેણે જોયું કે છેક આરંભકાળથી માણસને પિતાનું જીવન ટકાવવાને અર્થે સંગ્રામ ખેડવું પડતું હતું. એ નિસર્ગ સામેને તેમ જ તેના જ જેવા બીજા માણસે સામેને સંગ્રામ હતે. ખોરાક તથા જીવનની ઈતર જરૂરિયાત મેળવવા માટે માણસ શ્રમ કરતે અને જેમ જેમ વખત જતે ગમે તેમ તેમ તેની એમ કરવાની રીત પણ બદલાતી ગઈ તથા તે ઉત્તરોત્તર વધારે અટપટી અને વિકસિત થતી ગઈ. માકર્સના મત પ્રમાણે જીવન ટકાવવાને જરૂરી સાધન પેદા કરવાની દરેક યુગની આ પદ્ધતિઓ મનુષ્યના તેમ જ સમાજના જીવનમાં અતિશય મહત્ત્વની વસ્તુ છે. ઈતિહાસના દરેક યુગમાં એમનું પ્રભુત્વ હોય છે, તે યુગની હરેક પ્રવૃત્તિ તથા સામાજિક સંબધે ઉપર તેમની અસર હોય છે અને તેમનામાં ફેરફાર થવાને પરિણામે મેટાં મેટાં અતિહાસિક તેમ જ સામાજિક પરિવર્તન થવા પામે છે. આ પત્રોમાં આવા ફેરફારની મહાન અસરનું આપણે થોડેઘણે અંશે અવલેકન કર્યું છે. દાખલા તરીકે, પહેલવહેલી ખેતી દાખલ થઈ ત્યારે તેણે સમાજજીવનમાં ભારે ફેરફાર કર્યા. ભટકતા ગોપ લેકે ઠરીઠામ થઈને રહેવા લાગ્યા અને તેને પરિણામે શહેરે તથા ગામડાં ઊભાં થયાં. વળી ખેતીની પેદાશ વધી એટલે માલની બચત થવા લાગી. એથી કરીને વસતી વધી, સંપત્તિ તથા આરામ વધ્યાં અને એને લીધે જુદી જુદી કળાઓ તથા હુન્નરને ઉદય થવા પામે. એથીયે વિશેષ નજરમાં આવે એવો દાખલે ઔદ્યોગિક ક્રાંતિને છે. એ સમયે ઉત્પાદનને અર્થે પ્રચંડ યંત્ર દાખલ થયાં અને એને પરિણમે સમાજમાં બીજું મહાન પરિવર્તન થવા પામ્યું. અને આવાં તે બીજાં અનેક ઉદાહરણ છે. - ઈતિહાસના કઈ પણ યુગની ઉત્પાદનની પદ્ધતિ તે સમયના લેકે એ કરેલા વિકાસની કોટિને અનુરૂપ હોય છે. ઉત્પાદનના આ કાર્ય દરમ્યાન તથા તેને પરિણામે માણસ માણસ વચ્ચે અમુક પ્રકારના (જેમ કે વસ્તુઓનું સાટું, Page #222 -------------------------------------------------------------------------- ________________ માકર્સવાદ ખરીદી, વેચાણ અને વિનિમય વગેરે) સંબંધે ઉપસ્થિત થાય છે, અને એ સંબંધે તેમની ઉત્પાદનની પદ્ધતિ અનુસાર નક્કી થાય છે તથા તેને અનુરૂપ હોય છે. આ સંબંધે સમગ્રપણે સમાજનું અર્થતંત્ર અથવા અર્થવ્યવસ્થા બની રહે છે. અને આ અર્થતંત્રની ભૂમિકા અનુસાર કાયદાઓ, રાજકારણ, સામાજિક રૂઢિઓ, વિચારે અને બીજું બધું નિર્માણ થાય છે. એથી કરીને, માકર્સના આ દષ્ટિબિંદુ અનુસાર ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થાય તે પ્રમાણે સમાજનું અર્થતંત્ર ફેરવાય છે અને એમ થતાં એને પરિણામે લેકોના વિચારે, કાયદાઓ તથા રાજકારણમાં પણ ફેરફાર થાય છે. વળી માકર્સ ઇતિહાસને ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચેના સંઘર્ષ અથવા તે વિગ્રહની નોંધ તરીકે પણ લેખે છે. મનુષ્ય સમાજને ભૂતકાલીન તેમ જ સાંપ્રત ઈતિહાસ એ વર્ણવર્ગ વચ્ચેના વિચહેનો જ ઈતિહાસ છે. જેના હાથમાં ઉત્પાદનનાં સાધનને કાબૂ હોય તે વર્ગનું સમાજ ઉપર પ્રભુત્વ હોવાનું. તે બીજા વર્ગોની મજૂરીને પિતાને ખાતર ઉપયોગ કરે છે અને તેમાંથી ફાયદો ઉઠાવે છે. મજૂરી કરનારાઓને પિતાની મજૂરીનું પૂરેપૂરું મૂલ્ય અથવા વળતર મળતું નથી. એમાંને માંડ પિટિયા પૂરતો હિસ્સો તેમને મળે છે અને તેને બાકી રહેલે વધારાનો ભાગ મજૂરી કરાવનારા વર્ગને હાથ જાય છે. આ રીતે મજૂરી કરાવનાર અથવા તે શેષક વર્ગને મજૂરની મજૂરીનું ન ચૂકવાયેલું અથવા તે વધારાનું મૂલ્ય મળવાથી તે દિનપ્રતિદિન ધનિક થતું જાય છે. ઉત્પાદન ઉપર કાબૂ ધરાવનાર આ વર્ગને રાજ્ય તથા રાજ્યતંત્ર ઉપર પણ કાબૂ હેય છે અને આ શાસકવર્ગનું સંરક્ષણ કરવું એ રાજ્ય પ્રધાન હેતુ બની જાય છે. માકર્સ કહે છે કે, “રાજ્ય એ તે સમગ્ર શાસકવર્ગના બધાયે વ્યવસાયનું સંચાલન કરવા માટેની કારોબારી સમિતિ છે.” આ કાર્યને અર્થે જ કાયદાઓ ઘડવામાં આવે છે અને કેળવણી, ધર્મ તેમ જ એવી બીજી અનેક રીતે દ્વારા લેકના મગજ ઉપર એવું ઠસાવવામાં આવે છે કે પ્રસ્તુત વર્ગનું આધિપત્ય ન્યા અને વાસ્તવિક છે. જે વર્ગોનું શોષણ કરવામાં આવે તેમને ખરી વસ્તુસ્થિતિની જાણું ન થાય તથા એ રીતે તેઓ અસંતુષ્ટ ન બને એટલા ખાતર એ વસ્તુઓ દ્વારા રાજ્યતંત્ર તથા કાયદાઓનું વર્ગીય સ્વરૂપ ઢાંકવાના હરેક પ્રયત્ન કરવામાં આવે છે. આમ છતાંયે જે કઈ પુરુષ અસંતુષ્ટ થાય અને પ્રચલિત રાજ્યતંત્રની સામે હોય તો તેને સમાજ તથા નીતિમત્તાનો શત્રુ અને પુરાણી સ્થાપિત વ્યવસ્થાને ઉથલાવી નાખનાર કહેવામાં આવે છે અને રાજ્ય તેને ચગદી નાખે છે. પરંતુ ગમે એટલે પ્રયાસ કરવા છતાંયે કોઈ એક વર્ગનું આધિપત્ય કાયમને માટે ટકી શકતું નથી. એને સત્તાધીશ બનાવનાર બળો જ હવે એની વિરુદ્ધ કાર્ય કરવા માંડે છે. તે સમયનાં પ્રચલિત ઉત્પાદનનાં સાધને ઉપર તેને કાબૂ Page #223 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન હેવાને લીધે તે શાસક અને શેષક વર્ગ બન્યો હતો. હવે ઉત્પાદનની નવી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવે છે. જે નવા વર્ગોના હાથમાં એને કાબૂ હોય તે વર્ગો હવે આગળ આવે છે, પિતાનું શેષણ થવા દેવાની તે સાફ ના પાડે છે. નવા વિચારે મનુષ્યના મનમાં ખળભળાટ મચાવે છે અને જેને વિચારક્રાંતિ કહેવામાં આવે છે તે થવા પામે છે. આ વિચારક્રાંતિ પુરાણું વિચારે અને માન્યતાઓની બેડીઓ તેડી નાખે છે. અને પછી આ આગળ આવતા જતા નવા વર્ગ અને સત્તાને ચુસ્તપણે વળગી રહેનાર જૂના વર્ગ વચ્ચે વિગ્રહ પેદા થાય છે. હવે તેના હાથમાં આર્થિક સત્તાને કાબૂ આવેલે હેવાથી એ વિગ્રહમાં નવો વર્ગ જ અચૂક રીતે વિજયી નીવડે છે, અને ઈતિહાસની રંગભૂમિ ઉપર જૂના વર્ગને ખેલ ખલાસ થયેલ હોવાથી તે ધીમે ધીમે લુપ્ત થાય છે. આ નવા વર્ગને આર્થિક તેમ જ રાજકીય એમ બે પ્રકારે વિજય થાય છે; અને તે ઉત્પાદનની નવી પદ્ધતિઓના વિજયના પ્રતીકરૂપ બની રહે છે. અને હવે એમાંથી જ સમાજવ્યવસ્થાના બધા ફેરફારે ઉદ્ભવે છે – નવા વિચારે પેદા થાય છે, નવું રાજ્યતંત્ર અમલમાં આવે છે તથા કાયદા, રૂઢિ અને બીજી બધી બાબતે ઉપર તેની અસર પહોંચે છે. હવે આ નવો વર્ગ તેની નીચેના બધા વર્ગોને શેષક વર્ગ બને છે અને તેમને એકાદ વર્ગ તેની જગ્યા લે ત્યાં સુધી તેમનું શોષણ કરતે રહે છે. આ રીતે આ વિગ્રહ નિરંતર ચાલ્યા જ કરે છે અને કોઈ એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરતે રહે ત્યાં સુધી એ વિગ્રહ ચાલ્યાં જ કરવાને. બધા વર્ગો નાશ પામી સમાજમાં એક જ વર્ગ રહેશે ત્યારે જ એ વિગ્રહ બંધ થશે, કેમ કે એ પરિસ્થિતિમાં શોષણને માટે અવકાશ રહેશે નહિ. આ એક વર્ગ ખુદ પિતાનું જ શેષણ ન કરી શકે. આમ થવા પામશે ત્યારે જ, આજે નિરંતર ચાલી રહેલા વિગ્રહ તથા સ્પર્ધાને બદલે સમાજમાં સમતા આવશે અને પૂર્ણ સહકારનું સામ્રાજ્ય પ્રવર્તશે. પછી રાજ્યના પ્રધાન કાર્ય દમનને પણ અંત આવશે કેમકે હવે સમાજમાં દમન કરનાર કોઈ નિરાળ વર્ગ રહેશે નહિ. અને એ રીતે ધીમે ધીમે ક્ષીણ થતું થતું રાજ્ય નષ્ટ થશે. આમ છેવટે અરાજકતાવાદીઓનું ધ્યેય પણ સિદ્ધ થશે. આમ માકર્સ ઈતિહાસને વર્ગવિગ્રહ દ્વારા થતા વિકાસની ભવ્ય પ્રક્રિયા તરીકે લેખે છે. ભૂતકાળમાં આવું કેવી રીતે બન્યું તે તેણે અખૂટ વિગતે અને અસંખ્ય ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે તથા પ્રચંડ યંત્રના આગમનથી ચૂડલ પ્રથાને યુગ બદલાઈને મૂડીવાદના યુગનો આરંભ કેવી રીતે થયો અને ચૂડલ અથવા અમીર વર્ગને બદલે મધ્યમવર્ગ સત્તા પર કેવી રીતે આવ્યો એ બતાવ્યું છે. તેના મત અનુસાર મધ્યમવર્ગ અને મજૂરવર્ગ વચ્ચે આપણું જમાનામાં છેવટનો વિગ્રહ લડાઈ રહ્યો છે. ખુદ મૂડીવાદ પતે જ એ વર્ગની Page #224 -------------------------------------------------------------------------- ________________ માસવાદ ૮૯૧ સખ્યા તેમ જ બળમાં વધારો કરી રહ્યો છે અને આખરે એ વગ મૂડીવાદના નાશ કરીને વરહિત સમાજ તેમ જ સમાજવાદની સ્થાપના કરશે. * માસે રજૂ કરેલી, ઇતિહાસનું અવલોકન કરવાની આ રીતને, ‘ તિહાસની ભાતિક યા જડવાદી દ્રષ્ટિ' કહેવામાં આવે છે. એ ભૈતિક ’ એટલા માટે હતી કે એ · આદર્શવાદી ’ નહોતી. આ · આદર્શીવાદ ' શબ્દના ફિલસૂફ઼ા માર્ક્સના જમાનામાં વિશિષ્ટ અર્થમાં બહુ ઉપયોગ કરતા હતા. એ સમયે વિકાસ અથવા તો ઉત્ક્રાંતિને ખ્યાલ બહુ પ્રચલિત થતા જતા હતા. હું તને આગળ કહી ચૂક્યો છું કે ડાર્વિને પ્રાણીઓની ભિન્ન ભિન્ન જાતોની ઉત્પત્તિ તથા વિકાસના સબંધમાં તો એ ખ્યાલ આમજનતાના માનસ ઉપર બરાબર ફસાવી દીધા હતા. પરંતુ એથી કરીને મનુષ્યના સામાજિક સબધા વિષે કશે। ખુલાસા મળતા નહોતા. કેટલાક ફિલસૂફ઼ોએ અસ્પષ્ટ આદવાદી ખ્યાલો દ્વારા એમ બતાવવા પ્રયત્ન કર્યાં હતા કે મનુષ્યની પ્રગતિને આધાર તેના માનસિક વિકાસ ઉપર છે. માસે જણાવ્યું કે મનુષ્યની પ્રગતિના ખુલાસા આપવાની આ ખાટી પતિ છે. તેના મત અનુસાર અસ્પષ્ટ અને ગગનવિહારી ચિંતના તથા આદર્શવાદ એ જોખમકારક છે; કેમ કે, એથી કરીને તે લેકે વસ્તુતઃ જેને કશે। આધાર નથી એવી તરેહતરેહની કલ્પનાએ ચડી જવા સંભવ છે. એથી કરીને માસે શાસ્ત્રીય પદ્ધતિથી ઘટના અને હકીકતોનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. આથી ઈતિહાસના નિરીક્ષણની એની પદ્ધતિ માટે ભૌતિક શબ્દ યોજાયે. 9 માકર્સ શાષણ તથા વર્ગવિગ્રહના વારંવાર ઉલ્લેખ કરે છે. આપણી આસપાસ પ્રવર્તતા અન્યાય. જોઈ ને આપણામાંના ધણા ઉત્તેજિત અને કાપાયમાન થાય છે. પરંતુ માર્ક્સના કહેવા પ્રમાણે એ કાપાયમાન થવા જેવી કે નેક સલાહ આપવા જેવી બાબત નથી. શાષણમાં શોષણ કરનાર વ્યક્તિને દોષ નથી. એક વ ઉપર ખીજાનું પ્રભુત્વ હાવું એ તે ઐતિહાસિક પ્રગતિનું બહુ સ્વાભાવિક પરિણામ છે. યથાકાળે અને ખલે ખીજી વ્યવસ્થા કાયમ થવાની અને બીજો કેાઈ વર્ગ સત્તા પર આવવાના. પ્રભુત્વ ધરાવનારા અથવા તા સત્તાધીશ વના કાઈ માણસ, એ કારણે ખીજાએનું શાષણ કરે એમાં તે મહાપાપ કરતા નથી. શાણુ કરનાર અમુક એક તંત્ર યા પદ્ધતિનું અંગ માત્ર છે એટલે એના ઉપર ગાળાના વરસાદ વરસાવવા એ તે અતિશય બેઠૂઠ્ઠુ છે. આપણે આ વ્યક્તિ અને તંત્ર અથવા પદ્ધતિ વચ્ચેના ભેદ ઘણી વાર ભૂલી જઈએ છીએ. હિંદુસ્તાન આજે બ્રિટિશ સામ્રાજ્યવાદની એડી નીચે ચગદાયેલું છે અને આપણે પૂરેપૂરા સામર્થ્યથી એ સામ્રાજ્યવાદ સામે લડી રહ્યા છીએ. પરંતુ હિંદમાં એ શાસનપદ્ધતિને ટેકા આપનારા અંગ્રેજોને એ માટે દોષ દેવા એ ઉચિત નથી. તે તે માત્ર એક પ્રચંડ યંત્રના ચક્રના એક દાંતા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન સમાન છે, તેની ગતિમાં સહેજ સરખો પણ ફેરફાર કરવાની તેમની તાકાત નથી. એ જ રીતે આપણામાંના કેટલાક જમીનદારી પતિને જરીપુરાણી થઈ ગયેલી અને કિસાનેને માટે અતિશય હાનિકારક લેખે છે, કેમ કે એ પદ્ધતિ નીચે કિસાનેનું ભયંકર શોપણ થઈ રહેલું છે. પરંતુ એને કારણે પણ કઈ વ્યક્તિગત જમીનદારને દેષ દેવો એ ઉચિત નથી. એ જ રીતે જેમને શેષણ કરનારાઓ તરીકે ઘણી વાર ગાળો દેવામાં આવે છે તે મૂડીદારે પણ દેશપાત્ર નથી. હમેશાં તંત્ર કે પદ્ધતિ દેશપાત્ર હોય છે વ્યક્તિઓ નહિ. માકર્સે વર્ગવિગ્રહ માટે હાકલ નથી કરી. તેણે તો માત્ર એ દર્શાવી આપ્યું કે, વસ્તુતઃ વર્ગવિગ્રહ સમાજમાં ચાલી રહ્યો હતો જ અને એક યા બીજા સ્વરૂપમાં પ્રાચીન કાળથી તે ચાલતે આવ્યું હતું. તેને “પિટલ' નામનો ગ્રંથ લખવાને આશય “આધુનિક સમાજની ગતિને આર્થિક નિયમ તેના ખુલ્લા સ્વરૂપમાં રજૂ કરવા' એ હતે. અને તેની આ રજૂઆતે સમાજમાં વર્ગ વર્ગ વચ્ચે ચાલી રહેલા તીવ્ર સંઘર્ષોને ઉઘાડા પાડ્યા. આ સંઘર્ષો હમેશાં વર્ગવિગ્રહની પેઠે તેના ખુલ્લા સ્વરૂપમાં પ્રકટ થતા નથી જોવામાં આવતા. કેમ કે સમાજને સત્તાધીશ વર્ગ પિતાનું વર્ગીય સ્વરૂપ અણછનું રાખવા પ્રયત્ન કરતે રહે છે. પરંતુ ચાલુ સમાજવ્યવસ્થા જોખમની પરિસ્થિતિમાં આવી પડે ત્યારે તે પિતાને બધે પાખંડ તજી દે છે અને પિતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે. અને એ રીતે છેવટે વર્ગ વર્ગ વચ્ચે ખુલ્લે વિગ્રહ શરૂ થાય છે. જ્યારે આવી પરિસ્થિતિ પેદા થવા પામે ત્યારે લેકશાહીનાં ધોરણે. સામાન્ય કાયદાઓ તથા તેમના અમલની સામાન્ય કાર્યવાહી વગેરે બધું અદશ્ય થાય છે. કેટલાક લેકે કહે છે તે પ્રમાણે આ વર્ગવિગ્રહ ગેરસમજ કે ચળવળિયાઓની દુષ્ટતાને કારણે નથી પેદા થતા પરંતુ ખુદ સમાજના બંધારણમાં જ તેમનાં બીજ રહેલાં હોય છે અને દરેક વર્ગમાં પિતાના હિતવિધિની સમજ જેમ જેમ વધારે જાગ્રત થતી જાય છે તેમ તેમ તેની વૃદ્ધિ થતી રહે છે. હિંદની પ્રચલિત પરિસ્થિતિ સાથે આપણે માકર્સને આ સિદ્ધાંત સરખાવી જોઈએ. અંગ્રેજ સરકાર લાંબા સમયથી એ દા કરતી આવી છે કે, હિંદ ઉપરની તેમની હકૂમત હિંદના હિત અને ન્યાયના પાયા ઉપર રચાયેલી છે, અને તેમના એ દાવામાં કંઈક તથ્ય છે એમ ભૂતકાળમાં આપણું ઘણું દેશબંધુઓ માનતા હતા એમાં શક નથી. પરંતુ હાલ જ્યારે એક મહાન અને પ્રજાવ્યાપી હિલચાલ એ હકૂમતને ગંભીર જોખમરૂપ થઈ પડી છે ત્યારે તેણે પિતાનું બેડોળ સ્વરૂપ ખુલ્લેખુલ્લું પ્રગટ કર્યું છે અને એક આંધળો પણ જોઈ શકે છે કે એ હકુમત તે કેવળ સામ્રાજ્યવાદી શેષણ જ છે અને ખંજરને બળે તેને ટકાવી રાખવામાં આવ્યું છે. તેનું રૂડું રૂપાળું આચ્છાદન તથા મીઠી મીઠી વાતે હવે તજી દેવામાં આવ્યાં છે. ખાસ એડિનન્સ, તથા Page #226 -------------------------------------------------------------------------- ________________ સાસવાદ ૮૯૩ વાણીસ્વાતંત્ર્ય, સભા ભરવાની છૂટ, છાપાંની સ્વતંત્રતા ઇત્યાદિ પ્રજાના બહુ જ સામાન્ય હકાનું દમન આ બધી વસ્તુએ દેશના સામાન્ય કાયદાનું સ્થાન લીધું છે. મેજૂદ સત્તાના સામને જેમ જેમ ઉગ્ર થતા જશે તેમ તેમ આવું વધારે પ્રમાણમાં બનતું જશે. એક વર્ગ ખીજા વર્ગને જોખમરૂપ થઈ પડે ત્યારે પણ એમ જ બને છે. કિસાનો તેમ જ મજૂરા તથા તેમને માટે કાર્ય કરતા સેવાને ક્રૂર શિક્ષા કરવામાં આવે છે તેમાં આપણને આપણા દેશમાં પણ એ જ વસ્તુ બનતી હોવાનું દર્શન થાય છે. આમ માકર્સના ઇતિહાસને સિદ્ધાંત એ હતા કે સમાજ નિરંતર બદલાતે અને પ્રગતિ કરતો રહે છે. એમાં કશું સ્થિર કે અચળ નથી, તેની કલ્પના મુજ્બ તે જીવંત અને સક્રિય છે. ગમે તે થાએ પણ તે તે આગળ વધતા જ રહેવાના અને એક સામાજિક વ્યવસ્થાને ઠેકાણે બીજી વ્યવસ્થા આવવાની. પરંતુ એક સમાજવ્યવસ્થા પોતાનું કાર્ય પાર પાડ્યા પછી અને પોતાના સંપૂર્ણ વિકાસ સાધ્યા પછી જ અદૃશ્ય થાય છે. સમાજ જ્યારે એ વ્યવસ્થા કરતાં આગળ વધી જાય છે ત્યારે તે આજ સુધી તેને બંધબેસતાં આવતાં અને હવે પેતાની વૃદ્ધિને કારણે ટૂંકાં પડતાં જૂની વ્યવસ્થાનાં વસ્ત્રોને ફાડીને ફેંકી દે છે અને નવાં તથા મેટાં વસ્ત્રો ધારણ કરે છે. માર્કના મત અનુસાર, આ ભવ્ય ઐતિહાસિક વિકાસક્રમને સહાય કરવી એ મનુષ્યનું જીવનકાર્ય છે. એ વિકાસની પ્રક્રિયાની આગળની બધી ભૂમિકા પૂરી થઈ ચૂકી હતી. હવે તેા મૂડીવાદી મધ્યમવર્ગી સમાજ અને મજૂરવ વચ્ચેના આખરી વર્ગ-વિગ્રહ શરૂ થયા હતા. (બેશક, જ્યાં આગળ મૂડીવાદ સંપૂર્ણ પણે વિકસ્યા હતા તેવા ઉદ્યોગોમાં આગળ પડતા દેશોમાં જ આ સ્થિતિ હતી. મૂડીવાદ જ્યાં પૂર્ણ પણે વિકસ્યા ન હતા તેવા દેશેા ઉદ્યોગોમાં પછાત હતા અને તેથી કરીને ત્યાંના વિગ્રહનું સ્વરૂપ કંઈક મિશ્ર અને જુદા પ્રકારનું હતું. પરંતુ એવા દેશેમાંયે આ વિગ્રહ અથવા સંધ અમુક અંશે તો ચાલતા જ હતા કેમ કે, હવે આખી દુનિયાના બધા દેશ દિનપ્રતિદિન એકજાના વધારે સંપર્કમાં આવતા જતા હતા અને એકબીજા સાથે વધારે ને વધારે પ્રમાણમાં સંકળાતા જતા હતા.) માકર્સનું કહેવું એવું હતું કે મૂડીવાદને • ઉપરાઉપરી અનેક મુસીબતોને અને કટોકટીના સામના કરવા પડશે અને તેના મૂળમાં રહેલા સમતાના અભાવને કારણે આખરે તે ઊથલી પડશે. માકસે આ વસ્તુ લખી ત્યાર પછી સાઠ કરતાંયે વધારે વરસ વીતી ગયાં છે અને ત્યાર પછી મૂડીવાદે કેટલીયે કટોકટીના સામના કર્યાં છે. અને એને પરિણામે તેને અંત આવવાને ખલે એ કટોકટી વટાવીને તે ટકી રહ્યો છે અને રશિયા સિવાય અધે તે વધારે બળવાન બન્યા છે. રશિયામાં તે આજે મૂડીવાદના અંત આવ્યો છે. પરંતુ અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે ~~ દુનિયાભરમાં તે ભયંકર Page #227 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન બીમારીમાં સપડાયેલે જણાય છે અને દાક્તરો તેના સાજા થવાની બાબતમાં માથું ધુણાવીને પિતાની ચિંતા વ્યક્ત કરે છે. એવું કહેવામાં આવે છે કે, મૂડીવાદ છેક આજ દિન સુધી ટકી શક્યો એ એક વસ્તુને આભારી હતું. કદાચ માકર્સે એ વિષે પૂરેપૂરે વિચાર કર્યો નહિ હોય. એ વસ્તુ તે ઉદ્યોગમાં આગળ વધેલા પશ્ચિમના દેશોએ પિતાના તાબામાં આવેલા દેશનું કરેલું શેષણ. આવા ગરીબ દેશોના શોષણને ભોગે મૂડીવાદને નવું બળ અને સમૃદ્ધિ પ્રાપ્ત થયાં. આજના મૂડીવાદી સમાજમાં ગરીબના ધનિકેથી અને મજૂરના મૂડીદારોથી થતા રોષણને આપણે હમેશાં ધિકકારીએ છીએ. ધનિકે ગરીબોનું તથા મૂડીદારો મજૂરનું શોષણ કરે છે એ હકીકત નિર્વિવાદ છે પરંતુ એમાં મૂડીદારને દોષ નથી. દોષ તે એ પદ્ધતિનો છે કેમકે ખુદ એ પદ્ધતિ જ આવા શેષણના પાયા ઉપર રચાયેલી છે. વળી તું એમ ન ધારી લઈશ કે શોષણ એ મૂડીવાદી વ્યવસ્થામાં નવી પેદા થયેલી વસ્તુ છે. છેક પ્રાચીનકાળથી હરેક યુગમાં અને હરેક પદ્ધતિમાં શેષણ એ તે મજૂરવર્ગ અને ગરીબોને કપાળે વિધિના લેખની માફક અનિવાર્યપણે લખાયેલું જ હતું. સાચે જ એમ કહી શકાય કે, મૂડીવાદીઓ તેમનું શોષણ કરી રહ્યા હોવા છતાંયે, પહેલાંના જમાના કરતાં આજે મજૂરોની હાલત વધારે સારી છે. માકર્સવાદને આજના જમાનાને સૌથી મહાન પુરસ્કર્તા લેનીન થઈ ગયો. તેણે માકર્સવાદનું સમર્થન કર્યું અને તેની સમજૂતી આપી એટલું જ નહિ પણ તેણે તે પિતાના જીવનમાં ઉતાર્યો અને તે પ્રમાણે આચરણ પણ કર્યું. અને છતાં માકર્સવાદને જેમાં કશે ફેરફાર ન થઈ શકે એ અફર સિદ્ધાંત માની બેસવા સામે એણે આપણને ચેતવ્યા છે. એના તત્ત્વની સત્યતાની બાબતમાં એને ખાતરી થઈ ચૂકી હતી પરંતુ વગર વિચાર્યું તેની બધી જ વિગતેને સ્વીકાર કરવા કે તેમનો અમલ કરવા તે તૈયાર નહોતે. તે આપણને એ બાબતમાં જણાવે છે કે, માકર્સના સિદ્ધાંતને પરિપૂર્ણ ચા કશા દોષ કે ખામ વિનાનો અમે નથી માનતા. ઊલટું અમારે તો એવો વિશ્વાસ છે કે, એ સિદ્ધાંત તો કેવળ એવા શાસના પાયારૂપ છે જેને, સમાજવાદીઓ જે જીવનથી પાછળ પડી જવા ન ચહાતા હોય તો તેમણે દરેક દિશામાં વિકસાવવું જોઈએ. અમારું તો એવું માનવું છે કે, માકર્સના સિદ્ધાંતને સ્વતંત્રપણે અભ્યાસ હાથ ધરવો એ રશિયાના સમાજવાદીઓ માટે ખાસ કરીને આવશ્યક છે; કેમ કે, એ સિંદ્ધાંત તે આપણને કેવળ દિશાસૂચન અને અંગુલિનિર્દેશ કરે એવા સામાન્ય ખ્યાલ આપે છે. એ ખ્યાલે અથવા વિચારો ઇંગ્લેંડ કરતાં ક્રાંસમાં જુદી રીતે અને ક્રાંસ કરતાં જર્મનીમાં જુદી રીતે તથા જર્મની કરતાં રશિયામાં જુદી રીતે લાગુ પાડી શકાય.’ Page #228 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લેંડના વિકટોરિયા યુગ ૮૯૫ આ પત્રમાં મે માસના સિદ્ધાંતા વિષે તને કંઈક કહેવાના પ્રયત્ન કર્યાં છે. પરંતુ, મારા એ થીગડથાગડ પ્રયાસથી તને કશા ફાયદો થશે કે કેમ અથવા તા એથી માકસવાદ વિષે તને કંઈક ચોક્કસ અને સ્પષ્ટ ખ્યાલ આવશે કે કેમ તે હું કહી શકતા નથી. આ માકવાદના સિદ્ધાંતા વિષે જાણવું જરૂરી છે; કેમ કે, તે આજે પુરુષ તથા સ્ત્રીઓના વિશાળ જનસમૂહને પ્રેરણા આપી રહ્યા છે તથા આપણા દેશમાં પણ તે આપણને મદદરૂપ થઈ શકે એમ છે. રશિયાની મહાન પ્રજા તથા સેવિયેટ યુનિયનના બીજા પ્રદેશોએ માર્કસને પોતાના પ્રધાન પેગમ્બર બનાવ્યા છે અને દુનિયાનાં આજનાં ભારે સંકટો અને હાડમારીઓમાંથી નીકળવાના ઇલાજો શોધનારા લેાકેા પ્રેરણા મેળવવા માટે તેના તરફ નજર કરે છે. ટેનીસન નામના અંગ્રેજ કવિની કવિતાની થોડીક લીટીઓ ટાંકીને હું આ પત્ર પૂરો કરીશ. ક્રૂરે યુગ જૂના અને યુગ નવીનને સ્થાન દે, અને પ્રભુ અનેક રીત થકી કાર્યસિદ્ધિ લહે, રખે કદી સુરૂઢિ એક જગને કરી ભ્રષ્ટ દે. ૧૩૫. ઇંગ્લેંડના વિકટારિયા યુગ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૩૩ સમાજવાદી વિચારોના વિકાસને અંગેના મારા પત્રામાં મે દર્શાવ્યું છે કે, ઇંગ્લેંડના સમાજવાદ એ બધામાં સૌથી વધારે માળા હતા. તે સમયની યુરોપની પ્રચલિત વિચાર–પ્રણાલીએમાં તે સૌથી ઓછી ક્રાંતિકારી હતી. અને ધીમે ધીમે એક એક કદમ આગળ વધીને પિરવતન તથા સુધારણા કરવાની તેની તેમ હતી. કેટલીક વેળા જ્યારે વેપારોજગારમાં મંદી આવતી અને તેને લીધે એકારી વધતી તથા મજૂરીના દરો ઘટી જતા અને લેકાને યાતના તથા હાડમારી વેઠવી પડતી ત્યારે ઇંગ્લંડમાં પણ ક્રાંતિનું મેા ચડી આવતું. પરંતુ વળી પાછી સ્થિતિ સુધરતાં તે શમી જતું. ૧૯મી સદીમાં ઇંગ્લેંડના વિચારાની માળાશને ત્યાંની તે સમયની સમૃદ્ધિ સાથે નિકટના સબંધ છે. કેમ કે, સમૃદ્ધિ અને ક્રાંતિ એ એ સાવ ભિન્ન વસ્તુઓ છે. ક્રાંતિ એટલે ભારે પરિવર્તન અને જે પ્રચલિત પરિસ્થિતિથી સારી રીતે સંતુષ્ટ હોય તે તેમાં વધારે સુધારો થવાની અનિશ્ચિત શક્યતા ખાતર જોખમકારક અને અવિચારી સાહસ ખેડવા તૈયાર નથી હાતા. ૧૯મી સદી એ ખરેખર ઈંગ્લંડની મહત્તાના યુગ હતા. ઔદ્યોગિક ક્રાંતિ કરીને તથા બીજા દેશોની પહેલાં નવાં કારખાનાં ઊભાં કરીને ૧૮મી સદીમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઇંગ્લડ સૌથી આગળ નીકળી ગયું હતું. ૧૯મી સદીના મોટા ભાગમાં પણ તેણે પિતાની આ સ્થિતિ ટકાવી રાખી. આગળ મેં તને કહ્યું હતું તેમ ઈંગ્લેંડ દુનિયાનું કારખાનું બની ગયું હતું અને દૂર દૂરના દેશોમાંથી ત્યાં ધનદેલતને ધધ વહેવા લાગે. હિંદુસ્તાન તેમ જ અન્ય તાબાના મુલકના શેપણે તેને અઢળક અને એકધારી ખંડણી આપ્યાં કરી તથા તેની પ્રતિષ્ઠા વધારી. જ્યારે યુરોપના ઘણાખરા દેશોમાં ભારે ફેરફાર થઈ રહ્યા હતા ત્યારે ઇંગ્લંડ તે એક નકકર ખડકની માફક અડગ ઊભું હતું અને ત્યાં આગળ ક્રાંતિ થવા પામે એ સંભવ જણાતું નહોતું. ત્યાં પણ વખતેવખત ફરિયાદની બૂમ તે ઊઠતી હતી પરંતુ Èડાક વધારે લેકને મતાધિકાર આપીને તે શમાવી દેવામાં આવતી. પરંતુ આપણે જોઈ ગયાં કે એ દરમ્યાન ફ્રાંસમાં પહેલાં પ્રજાતંત્ર અને પછી સામ્રાજ્ય એમ રાજ્યવ્યવસ્થાના ઉપરાછાપરી પલટા થયા, લાંબા કાળથી ચાલતી આવતી ફાટફૂટ પછી ઇટાલીમાં નવી પ્રજાને જન્મ થયો અને તેણે આખા દ્વિપકલ્પમાં એકતા આણું અને જર્મનીમાં એક નવા સામ્રાજ્યની સ્થાપના થઈ બેજિયમ, ડેન્માર્ક અને ગ્રીસ વગેરે નાના દેશમાં પણ ઘણું ફેરફાર થયા. યુરોપના સૌથી પ્રાચીન હસબર્ગ રાજવંશની હકૂમત નીચેના ઓસ્ટ્રિયાને ફ્રાંસ, જર્મની અને ઇટાલી વગેરે દેશોએ અનેકવાર નમાવી તેને શરમિંદું કર્યું. પૂર્વમાં એક માત્ર રશિયામાં કશો ફેરફાર થતો જણાતું નહોતું. ત્યાં આગળ સર્વસત્તાધીશ ઝાર મહાન મેગલ સમ્રાટની પેઠે આપખુદ અમલ ચલાવતું હતું. પરંતુ ઔદ્યોગિક દૃષ્ટિએ રશિયા બહુ પછાત હતું અને તે ખેતીપ્રધાન દેશ હેવાથી ત્યાં મોટી વસતી ખેડૂતોની હતી. નવા વિચારો તથા નવા ઉદ્યોગનો પવન તેને હજી લાગ્યો નહતો. ઈગ્લડે પિતાની સંપત્તિ, સામ્રાજ્ય તથા નૌકાબળને કારણે યુરેપ તેમ જ આખી દુનિયામાં પ્રભુત્વ મેળવ્યું. હવે તે આગળ પડતું રાષ્ટ્ર બન્યું હતું અને આખી દુનિયા ઉપર તેણે પિતાની જાળ બિછાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ હજી પિતાની સ્થાનિક મુસીબતમાં ગૂંચવાયેલું હતું અને પોતાને અંતર્ગત વિકાસ સાધવામાં પરોવાયું હતું. હજી તે દુનિયાના વ્યવહારમાં માથું મારવા લાગ્યું નહોતું. માલના અવરજવરની પદ્ધતિમાં આશ્ચર્યકારક ફેરફાર થઈ રહ્યા હતા અને એને લીધે દુનિયા વધારે નાની અને સંયુક્ત થતી જતી દેખાતી હતી. આ વસ્તુ ઇંગ્લંડને દૂર દૂરના દેશે ઉપરને પિતાને સકંજો વળી વધારે દઢ કરવામાં સહાયભૂત નીવડી. આ બધા ફેરફારો થવા છતાંયે ઇંગ્લંડના રાજ્યતંત્રનું સ્વરૂપ તેનું તે જ રહ્યું ત્યાં આગળ બંધારણય એટલે કે કશી સત્તા વિનાને રાજા હતા અને પાર્લમેન્ટના હાથમાં સર્વોપરી સત્તા હતી એમ મનાતું હતું. શરૂઆતમાં તે મૂડીભર જમીનદારે અને ધનિક વેપારીઓ જ પાર્લમેન્ટના સભ્ય ચૂંટી એકલતા પરંતુ વખત જતાં જેમ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ઈગ્લેંડને વિકટેરિયા યુગ ૮૯૭ જેમ વિકટ પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેમ તેમ આફત ટાળવા ખાતર એ સદી દરમ્યાન વધારે ને વધારે લેકેને મતાધિકાર આપવામાં આવ્યું હતું. એ સદીનાં ઘણાં વરસે દરમ્યાન વિક્ટોરિયા ઇંગ્લંડની રાણી હતી. ૧૮મી સદી દરમ્યાન ઈંગ્લંડની ગાદીને જ નામના ઘણું રાજાઓ આપનાર જર્મનીના હેનેવર વંશની તે હતી. ૧૮૯૭ની સાલમાં તે ગાદીએ આવી અને ૬૩ વરસ સુધી એટલે કે ૧૯મી સદીના અંત સુધી તેણે રાજ્ય કર્યું. વિકટોરિયા ગાદીએ આવી ત્યારે તેની ઉંમર ૧૮ વરસની હતી. તેના આ લાંબા શાસનકાળને ઘણી વાર ઈગ્લેંડના વિકટેરિયાયુગ તરીકે ઓળખવામાં આવે છે. આમ રાણી વિક્ટોરિયાએ યુરોપમાં તેમ જ અન્યત્ર મેટાં મોટાં અનેક પરિવર્તન જેમાં તથા પુરાણું સીમાચિને અદશ્ય થતાં અને નવાં તેની જગ્યા લેતાં પણ તેના જોવામાં આવ્યાં. યુરોપમાં થયેલી ક્રાંતિઓ, કાંસમાં થયેલાં મહાન પરિવર્તને તથા ઈટાલીના રાષ્ટ્ર તેમ જ જર્મન સામ્રાજ્યને થયેલે ઉદય વગેરે તેના જેવામાં આવ્યાં. મરતા સુધીમાં તે આખા યુરોપની તથા તેના દેશના રાજાઓની દાદી જેવી બની ગઈ. પરંતુ વિકટોરિયાના સમકાલીન યુરેપના બીજા એક રાજકર્તાની કારકિર્દી પણ એવી જ છે. એ ઓસ્ટ્રિયાના હસબર્ગ વંશના રાજા જોસફ હતે. ૧૮૪૮ના ક્રાંતિના વરસમાં તે પણ ૧૮ વરસની ઉંમરે તેના ક્ષીણ થઈ ગયેલા સામ્રાજ્યની ગાદી ઉપર આવ્યું હતું. ૬૦ વરસ સુધી તેણે રાજ્ય કર્યું અને એસ્ટ્રિયા તથા હંગરી અને સામ્રાજ્યના બીજા ભાગને તે પોતાના કાબૂ નીચે એકત્ર રાખી શક્યો. પરંતુ વિશ્વયુદ્ધ તેને તથા તેના સામ્રાજ્યને પણ અંત આણ્યો. પરંતુ વિકટોરિયા તેના કરતાં વધારે ભાગ્યશાળી હતી. તેના અમલ દરમ્યાન તેણે ઇંગ્લેંડનું સામર્થ વધતું અને તેનું સામ્રાજ્ય વિસ્તરતું જોયું. તે ગાદીએ આવી ત્યારે કેનેડામાં ઉપદ્રવ પેદા થયો હતો. એ સંસ્થાને છડેચેક બંડ પોકાર્યું હતું અને મોટા ભાગના સંસ્થાનવાસીઓ ઈંગ્લેડથી છૂટ્ટા પડી જઈ પિતાના પડેશી અમેરિકાનાં યુનાઈટેડ સ્ટેટ્સ સાથે ભળી જવા માગતા હતા. પરંતુ અમેરિકા સાથેની લડાઈમાંથી ઈંગ્લંડને સારે બોધ મળે હતું એટલે તેણે ત્વરાથી કેનેડાના લેકને મોટા પ્રમાણમાં સ્વરાજ આપીને સંતુષ્ટ કર્યા. થોડા જ વખતમાં એ સંપૂર્ણ સ્વરાજ ભોગવતું સંસ્થાન બની ગયું. સામ્રાજ્યમાં આ નવીન પ્રકારનો અખતરે હતે કેમ કે સ્વાતંત્ર્ય અને સામ્રાજ્ય એ બેનો મેળ બેસતું નથી. પરંતુ સંજોગવશાત્ ઈંગ્લેંડને એમ કરવાની ફરજ પડી હતી, કેમ કે નહિ તે તે કેનેડાને સમળશું ખોઈ બેસત. કેનેડાની મોટા ભાગની વસતી અંગ્રેજ લેકમાંથી ઉતરી આવી હતી એટલે માતૃદેશ તરીકે ઇંગ્લંડ માટે તેમના દિલમાં લાગણીનું પ્રબળ બંધન હતું. વળી કેનેડા એ નવો દેશ હતો અને તેનો અતિશય વિસ્તૃત પ્રદેશ હજી અણવિકસેલું હતું. અને એ પ્રદેશની Page #231 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું' રેખા 'ન વિશાળતાના પ્રમાણમાં તેની વસ્તી બહુ જ આછી હતી. આથી તેનો વિકાસ કરવાને માટે ઇંગ્લંડનાં નાણાંની તથા તેના પાકા માલની તેને અતિશય ગરજ હતી. એટલે તે સમયે એ એ દેશ વચ્ચે કશા હિત–વિરોધ નહાતા અને તેથી કરીને તેમની વચ્ચે જે વિચિત્ર અને અવનવા પ્રકારના સબંધ ઉપસ્થિત થયે તેને કશી આંચ આવવા ન પામી. ૮૯૮ એ સદીમાં આગળ ઉપર દુનિયાના ખીજા ભાગેામાંનાં બ્રિટિશ સંસ્થાનેને સ્વરાજ આપવાની આ પદ્ધતિના અમલ આસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યેા. સદીના વચગાળા સુધી આસ્ટ્રેલિયા એ ગુનેગાર કેદીઓને રાખવાનું સ્થાન હતું. સદીના અંત સુધીમાં આસ્ટ્રેલિયા સામ્રાજ્યનું સ્વરાજ્ય ભાગવતું સંસ્થાન બની ગયું. બીજી બાજુ હિંદુ ઉપરના બ્રિટનને પંજો મજબૂત બન્યા અને મુલકા જીતવા માટેની અનેક લડાઈ એ લડીને હિંદના બ્રિટિશ સામ્રાજ્યને વિસ્તારવામાં આવ્યું. હિંદુસ્તાન સંપૂર્ણ પણે બ્રિટનના તાબાના મુલક બની ગયો. સ્વરાજ કે સ્વ–શાસનનું અહીં નામનિશાન પણ નહતું. ૧૮૫૭ના વિપ્લવ ચગદી નાખવામાં આવ્યા અને હિંદને સામ્રાજ્યની તાબેદારીની ધૂંસરીને પૂરેપૂરા અનુભવ કરાવવામાં આવ્યા. ઇંગ્લેંડે તેનું અનેક રીતે કેવી રીતે શોષણ કરવા માંડયું તે વિષે મે તને અન્યત્ર કહ્યુ છે. અલબત હિંદુ એ જ ઇંગ્લેંડનું ખરું સામ્રાજ્ય હતું અને એ હકીકતની જગતમાં દાંડી પીટવા ખાતર વિકટારિયાએ હિંદની સામ્રાજ્ઞીનું પદ ધારણ કર્યું. પરંતુ, હિ ંદુસ્તાન ઉપરાંત દુનિયાના જુદા જુદા ભાગેામાં ઈંગ્લેંડના તાબાના બીજા પણ નાના નાના મુલકા હતા. આમ, બ્રિટિશ સામ્રાજ્ય એ ભિન્ન પ્રકારના દેશોના એક વિચિત્ર પ્રકારના શંભુમેળા સમાન બની ગયું. એમાં એક તરફ સ્વયંશાસિત દેશ હતા જે આગળ ઉપર સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાના બન્યાં અને ખીજા તાબાના દેશ અને સંરક્ષિત પ્રદેશા હતા. પહેલા પ્રકારના દેશો માતૃદેશ ઇંગ્લંડનું ઉપરીપણું સ્વીકારનારા કુટુંબીજન સમાન હતા જ્યારે ખીજા પ્રકારના દેશો તો ચોક્કસપણે સામ્રાજ્યના દાસ અને ગુલામેા હતા. તેમને હલકા ગણવામાં આવતા હતા, તેમના પ્રત્યે ગેરવર્તાવ રાખવામાં આવતા હતા તથા તેમનું શાષણ કરવામાં આવતું હતું. સ્વાયત્ત અથવા સ્વરાજ ભાગવતાં સંસ્થાનાના પ્રજાજના અંગ્રેજ અથવા યુરેપિયન કે તેમના વંશજો હતા. તાબાના મુલકના પ્રજાજને બ્રિટિશ કે યુરેપિયન ઓલાદના નહોતા. ઇંગ્લંડ પાસે સ ંપત્તિ હતી તેમ જ સામ્રાજ્ય પણ હતું અને તેથી કરીને તે ઘણે અંશે સંતુષ્ટ હતું. પરંતુ તે સ ંપૂર્ણ પણે સ ંતુષ્ટ હતું એમ તે ન જ કહી શકાય. કેમ કે સામ્રાજ્યની ભૂખ કદી શમતી જ નથી. તેમના તાબા નીચેના મુલકના ગમે એટલા વિસ્તાર પણ સામ્રાજ્યવાદીઓને એ જ લાગે છે અને તેમાં વધારા કરવાની તેમને હમેશાં ઇચ્છા રહ્યાં કરે છે. પણ ઇંગ્લંડની પ્રધાન Page #232 -------------------------------------------------------------------------- ________________ ઇલંડને વિકટેરિયા યુગ ચિંતા હવે વધારે મુલક મેળવવા માટે નહિ પણ જે મુલક તેની પાસે હતા તેનું રક્ષણ કરવા માટે હતી. હિંદુસ્તાન, ખાસ કરીને તેને સૌથી અમૂલ્ય તાબાને મુલક હતા અને એને તે છેવટ સુધી પિતાના પંજામાં રાખી મૂકવા માગતું હતું. હિંદને કબજે પિતાની પાસે રહે અને પૂર્વ તરફના જળમાર્ગો સલામત રહે એ મુદ્દા ઉપર જ તેની સારી વિદેશનીતિ અવલંબતી હતી. એને ખાતર જ તેણે મિસરમાં પગપેસારો કર્યો અને આખરે તે દેશ ઉપર પિતાનું વર્ચસ્વ જમાવ્યું. એ જ પ્રમાણે ઈરાન તથા અફઘાનિસ્તાનમાં પણ તેણે એટલા જ ખાતર માથું માર્યું. ભારે ચાલાકીથી તેણે સુએઝ નહેરની કંપનીના શેર ખરીદી લીધા અને એ રીતે એ નહેર ઉપર પિતાને કાબૂ મેળવ્યું. ૧૯મી સદીના મોટા ભાગમાં યુરોપનાં ઘણાંખરાં રાજ્ય તરફથી ઇંગ્લંડને કશી મુશ્કેલી આવી નહિ; કેમ કે તે બધાં અનેક તકલીફમાં ગૂંચવાયેલાં હતાં અને ઘણી વાર તો આપસમાં એકબીજા સાથે લડતાં હતાં. એક દેશ સામે બીજા દેશને ઊભો કરીને યુરોપમાં સમતલપણું જાળવવાની તેની પરંપરાગત રમત ઇંગ્લંડ રમી રહ્યું હતું અને આ રીતે તે યુરેપ ખંડનાં રાજ્યની આપસની હરીફાઈને લાભ ઉઠાવી રહ્યું હતું. ક્રાંસનો કજે નેપોલિયન તેને જોખમકારક લાગે પરંતુ તેનું પતન થયું અને એ ફટકાની અસરમાંથી મુક્ત થતાં ક્રાંસને વખત લાગ્યા. જર્મની પણ ગંભીર હરીફ બનવા જેટલું હજી પ્રૌઢ બન્યું નહોતું. પરંતુ એક દેશ બ્રિટિશ સામ્રાજ્યને પડકારે એવું લાગતું હતું. એ દેશ તે ઝારશાહી રશિયા. એમ તો રશિયા એ પછાત દેશ હતો પરંતુ નકશામાં એ બહુ વિશાળ દેશ છે. જેમ ઈંગ્લડે હિંદુસ્તાન અને દક્ષિણ એશિયામાં પિતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું તેમ રશિયાએ ઉત્તર અને મધ્ય એશિયામાં પિતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું, અને હિંદુસ્તાનથી તેની સરહદ બહુ દૂર નહોતી. રશિયાની આ સમીપતા ઇંગ્લંડને નિરંતર ઓથારની પેઠે ત્રાસ આપતી હતી. હિંદુસ્તાન વિષે વાત કરતી વખતે બ્રિટને અફઘાનિસ્તાન ઉપર કરેલી ચડાઈ તથા અફઘાન વિગ્રહ વિષે હું તને આગળ કહી ગયો છું. આ બધું કેવળ રશિયાના ડરને ખાતર જ કરવામાં આવ્યું હતું. યુરોપમાં પણ ઈંગ્લેંડ અને રશિયા વચ્ચે યુદ્ધ જાગ્યું. આખું વરસ ખુલ્લું રહે અને શિયાળામાં પણ થીજી ન જાય એવું એક સારું બંદર મેળવવાની રશિયાની મુરાદ હતી. તેનો મુલક અતિશય વિશાળ હતા. પરંતુ તેનાં બધાં બંદરે ઉત્તર ધ્રુવના પ્રદેશની આસપાસ હતાં અને વરસના અમુક વખત સુધી તે થીજી જતાં હતાં. હિંદુસ્તાન, અફઘાનિસ્તાન તેમ જ ઈરાનમાં થઈને દરિયા ઉપર પહોંચતાં તેને ઇગ્લેંડ રેકતું હતું. કાળો સમુદ્ર ફરસ અને ડાર્ડનલ્સ ઉપર આવેલા તુર્કીના તાબાના પ્રદેશોથી ઘેરાયેલો હતે. ભૂતકાળમાં તેણે કસ્ટાન્ટિનેપલને કબજે લેવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ જગતના ઇતિહાસનુ" રેખાદર્શન તુ લેકા તેનાથી ગાંજ્યા જાય એવા નહેતા. પરંતુ હવે તુ લકા નબળા પડી ગયા હતા અને જેને માટે રશિયા તલસતું હતું તે અમૂલ્ય વસ્તુ તેમના હાથમાં આવીને પડે એમ લાગતુ હતુ. રશિયાએ તે લઈ લેવાના પ્રયાસ કર્યાં. પણ એમાં ઇંગ્લેંડ વચ્ચે પડયું અને કેવળ સ્વાર્થી હેતુને ખાતર તે તુર્કીનું પક્ષકાર બન્યું. ૧૮૫૪ની સાલમાં ક્રિમિયાના વિગ્રહથી અને ત્યાર પછી પણ ખીજો વિગ્રહ કરવાની ધમકીથી તેણે રશિયાને ઠેકાણે રાખ્યું. ૧૮૫૪–૫૬ના આ ક્રિમિયન વિગ્રહમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ પોતાની સ્વયંસેવિકાના દળને લઈને યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકાની સારવાર કરવા માટે ગઈ હતી. તે સમયને માટે તો એ એક અસાધારણ વસ્તુ હતી કેમ કે, વિકટેરિયા યુગના મધ્યમવર્ગની સ્ત્રી તે ધરકૂકડીઓ હતી. લૉરેન્સ નાઇટિ ંગેલે તેમની સમક્ષ સક્રિય સેવાનું દૃષ્ટાંત રજૂ કર્યું અને એ રીતે ઘણી સ્ત્રીઓને પોતાના ઘરની બહાર કાઢી. આ રીતે, સ્ત્રીઓની હિલચાલના વિકાસમાં તેનું સ્થાન મહત્ત્વનું છે. બ્રિટનના રાજ્યતંત્રનું સ્વરૂપ જેને ‘બંધારણીય રાજાશાહી' અથવા ત - તાજધારી પ્રજાતંત્ર ( ક્રાઉન્ડ રિપબ્લિક ) કહેવામાં આવે છે તે પ્રકારનું હતું. એનો અર્થ એ કે, તાજ ધારણ કરનારના હાથમાં કશી સાચી સત્તા નહોતી પરંતુ તે કેવળ પામેન્ટના વિશ્વાસ ધરાવનારા પ્રધાનાનું વાજિંત્ર હતા. રાજકીય દૃષ્ટિએ તો તે પ્રધાનોના હાથમાં એક પૂતળા સમાન ગણાતા હતા અને તે ‘રાજકારણથી પર' છે એમ કહેવામાં આવતું હતું. પણ ખરી વાત એ છે કે કાઈ પણ બુદ્ધિશાળી કે સંકલ્પબળવાળા માણસ કેવળ પૂતળા સમાન રહી શકે નહિ અને અંગ્રેજ રાજા કે રાણીને જાહેર બાબતોમાં માથુ મારવાની કે દખલ કરવાની પુષ્કળ તક હોય છે. સામાન્ય રીતે એ વસ્તુ પડદાની પાછળ થતી હોય છે અને પ્રજાને એની ભાગ્યે જ જાણ થાય છે અને જાણુ થાય છે તો પણ બહુ લાંબા સમય પછી. દખલ છડેચોક કરવામાં આવે તો તેની સામે ભારે અસ ંતોષ ફેલાવાના સંભવ રહે અને કદાચ તેથી રાજ્યાસન પણ જોખમમાં આવી પડે. બંધારણીય રાજાનામાં સૌથી માટે ગુણુ કળ અથવા આવડતના હોવા બેઈ એ. તે એ ગુણ તેનામાં હોય તો તે પોતાનું કાર્ય આગળ ધપાવી શકે અને અનેક રીતે અસરકારક પણ થઈ શકે. બંધારણ અને કાયદાની રૂએ પ્રજાતંત્રના પ્રમુખાને (યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખની પેઠે ) પાર્લમેન્ટવાળા દેશોના તાજધારી રાજા કરતાં ઘણી વધારે સત્તા હોય છે. પરંતુ પ્રજાત ત્રાના પ્રમુખો તો વારંવાર બદલાયા કરે છે જ્યારે રાજાએ તા લાંબા વખત સુધી રહે છે અને ચૂપચાપ પણ નિર ંતર અમુક ચોક્કસ દિશામાં રાજકાજ ઉપર પોતાની અસર પાડતા રહે છે. વળી રાજાને સામાજિક દબાણુ વાપરવાની તેમ જ કાવાદાવા કરવાની ખીજી પણ અનેક તકા Page #234 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લંડને વિકટેરિયા યુગ ૯૦૧ મળી રહે છે કેમ કે સામાજિક દુનિયામાં તે તે સર્વોપરી હોય છે. સાચે જ, રાજદરબારેનું સમગ્ર વાતાવરણ અધિકારવાદ, ઊંચાનીચા દરજજા, વર્ગો, પદવીઓ તથા ઈલકાબ વગેરેથી વ્યાપ્ત હોય છે. અને તે જ આખા દેશ માટે વ્યવહારનાં ધોરણે નકકી કરે છે. સામાજિક સમાનતા તથા વર્ગોની નાબૂદી સાથે એ સુસંગત નથી. અંગ્રેજ લેકોનું માનસ ઘડવામાં તેમજ તેમની પાસે ભિન્નભિન્ન સામાજિક વર્ગોને સ્વીકાર કરાવવામાં ઇંગ્લંડના રાજદરબારની ભારે અસર અને હિસે છે એમાં લેશ પણ શંકા નથી. અથવા એમ કહેવું વધારે સાચું છે કે, દુનિયાના લગભગ બધા મોટા મોટા દેશમાંથી રાજાશાહી નાબૂદ થઈ ગઈ હોવા છતાં ઇંગ્લંડમાં તે કાયમ રહી છે એનું કારણ એ છે કે ત્યાં આગળ લેકેએ ઊંચાનીચા દરજજાના વર્ગોવાળી સામાજિક વ્યવસ્થા માન્ય રાખી છે. “પ્રત્યેક અંગ્રેજને “લૉર્ડ' એટલે કે, સ્વામી પ્રિય છે” એ પુરાણી વાયકા છે અને એમાં ઘણું સત્ય રહેલું છે. યુરોપ તથા અમેરિકામાં તેમ જ જાપાન અને હિંદુસ્તાન સિવાય એશિયામાં પણ બીજે ક્યાંય વર્ગ વર્ગ વચ્ચેના ભેદ ઈંગ્લેંડ જેટલા તીવ્ર નથી. રાજકીય લેકશાહી અને ઉદ્યોગવાદમાં ભૂતકાળમાં ઈંગ્લેંડ સૌથી મોખરે હોવા છતાં આજે તે સામાજિક ક્ષેત્રમાં આટલું બધું પછાત અને આટલું બધું સ્થિતિચુસ્ત છે એ ખરેખર આશ્ચર્યકારક છે. બ્રિટિશ પાર્લમેન્ટને “પાર્લમેન્ટની જનેતા” કહેવામાં આવે છે. એની કારકિર્દી બહુ લાંબી અને ઉજજ્વળ છે અને ઘણી બાબતમાં રાજાની આપખુદી સામે લડવામાં તેણે પહેલ કરી છે. રાજાની આપખુદીને ઠેકાણે હવે પાર્લમેન્ટના શ્રીમંતનું શાસન આવ્યું એટલે કે મૂઠીભર જમીનદારે અને શાસકવર્ગને અમલ શરૂ થયો. લોકશાહીનું તે ધજાપતાકા અને ગાજનવાજન સાથે એ પછી આગમન થયું. અને ઘણું ખેંચતાણ બાદ આમની સભામાં પ્રતિનિધિઓ ચૂંટી મોકલવા માટે વસતીના મોટા ભાગને મતાધિકાર આપવામાં આવ્યો. પરંતુ વ્યવહારમાં એથી કરીને પાર્લામેન્ટ ઉપર આમજનતાની નહિ પણ શ્રીમંત ઉદ્યોગપતિઓની સત્તા કાયમ થઈ અને લેકશાસનને બદલે ત્યાં આગળ શ્રીમંતવર્ગને અમલ શરૂ થયે. શાસન કરવા માટે તેમ જ કાયદા ઘડવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ વિચિત્ર પ્રકારની પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિ તે બે પક્ષોની પદ્ધતિ. એ બે પક્ષો વચ્ચે ઝાઝે તફાવત નહે. ઉભય પક્ષ પરસ્પર વિરોધી સિદ્ધાંતના સમર્થક નહતા. બંને ધનિક વર્ગના પક્ષે હતા અને પ્રચલિત સામાજિક વ્યવસ્થા ઉભયને માન્ય હતી. એક પક્ષમાં જના જમીનદાર વર્ગનું પ્રમાણ વધારે હતું અને બીજામાં ધનિક કારખાનાંના માલિકનું. પરંતુ નામના ફેરફાર સિવાય તેમની વચ્ચે ઝાઝા તફાવત નહોતે. એક પિતાને “ટોરી’ પક્ષ કહેવડાવતે અને બીજો “વીગ” પક્ષ કહેવડાવતે. ૧૯મી સદીના પાછલા ભાગમાં તે પક્ષે પોતાને અનુક્રમે કન્ઝરવેટિવ” અને “લિબરલ’ નામથી ઓળખાવવા લાગ્યા. ૪–૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન - યુરોપ ખંડના બીજા દેશોમાં પરિસ્થિતિ બિલકુલ ભિન્ન હતી, ત્યાં તે જુદી જુદી વિચાર-પ્રણાલી અને કાર્યક્રમવાળા પક્ષે હતા અને તેઓ પાર્લામેન્ટમાં તેમ જ બહાર એકબીજા સામે ઝનૂનથી લડતા હતા. પરંતુ ઇંગ્લંડમાં તે બધું કૌટુંબિક વ્યવહાર જેવું હતું. ત્યાં તો વિરોધ એ પણ સહકારનું જ એક સ્વરૂપ હતું અને દરેક પક્ષ વારાફરતી સત્તા ઉપર આવતે અને વિરોધ પક્ષ બનતે. ગરીબ અને તવંગર વચ્ચેને ખરે ઝઘડે તથા વર્ગવિગ્રહ પાર્લામેન્ટમાં દેખા દેતે નહોતે કેમ કે તેના બંને મેટા પક્ષે શ્રીમંત વર્ગના પક્ષો હતા. ત્યાં આગળ લેકલાગણી ઉશ્કેરે એવા મહત્ત્વના ધાર્મિક પ્રશ્નો નહતા તેમ જ યુરોપ ખંડના દેશમાં હતા તેવા ભિન્ન ભિન્ન જાતિને લગતા કેમી કે રાષ્ટ્રીય પ્રશ્નો પણ ત્યાં નહેતા. ૧૯મી સદીના છેવટના ભાગમાં આયર્લેન્ડના રાષ્ટ્રવાદી સભ્યએ ખરેખર લાગણી ઉશ્કેરે એવું તત્ત્વ પાર્લામેન્ટમાં દાખલ કર્યુંકેમ કે તેમને માટે આયર્લેન્ડની આઝાદી એ રાષ્ટ્રીય સવાલ હતે. - આવા બે મોટા અને સમર્થ પક્ષે પાર્લામેન્ટ માટેના ઉમેદવારે ઊભા કરતા હોય ત્યારે કોઈ રડ્યાખડ્યા સ્વતંત્ર ઉમેદવાર કે કઈ નાના મંડળના સભ્યને માટે પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાવું અતિશય કપરું થઈ પડે છે. લેકશાસન અને મતાધિકાર હોવા છતાંયે ગરીબ બિચારા મતદારને એમાં કશે જ અવાજ નહોતું. તેની ઈચ્છામાં આવે તે આ બેમાંના એક પક્ષના ઉમેદવારને મત આપે અથવા કોઈને પણ મત ન આપતાં ઘર આગળ બેસી રહે. વળી પાર્લમેન્ટના પક્ષના સભ્યને પણ ઝાઝી સ્વતંત્રતા હોતી નથી. તેમને પણ તેમના પક્ષના આગેવાની સૂચના અનુસાર પાર્લામેન્ટમાં પોતાના મતે આપવાના હોય છે અને એ ઉપરાંત તેઓ ઝાઝું કરી શકતા નથી. કેમ કે સામા પક્ષને હરાવીને તેની પાસેથી સત્તાનાં સૂત્રે ખૂંચવી લેવા માટે તેઓ એ રીતે જ પિતાના પક્ષને સંગઠિત અને બળવાન બનાવી શકે. આ સંગઠન અને એક્ય અમુક દૃષ્ટિએ ઠીક છે એમાં શક નથી પણ એને સાચું લેકશાસન તે ન જ કહી શકાય. વળી જેને લેકશાસનની પ્રગતિના ઉદાહરણ તરીકે વારંવાર રજૂ કરવામાં આવે છે તે ઈગ્લેંડમાં પણ લેકશાસનને ઝળકતી ફતેહ નથી મળી એ આપણે જોઈ શકીએ છીએ. પ્રજાએ પોતાના ઉપર શાસન કરવાને માટે ઉત્તમ પુરને કેવી રીતે પસંદ કરવા એ રાજકારણના મહાન પ્રશ્નને સતિષકારક ઉકેલ ત્યાં પણ નથી શોધાયો. વ્યવહારમાં તે લેકશાસન એટલે મોટા પ્રમાણમાં બૂમબરાડા અને જાહેર વ્યાખ્યાને. આ રીતે ગરીબ બીચારા મતદારને જેને વિષે તે કશું જાણતા નથી હેત એવી વ્યક્તિને પસંદ કરવાનું સમજાવવામાં આવે છે. સામાન્ય ચૂંટણીને જેમાં અનેક પ્રકારનાં વચને આપવામાં આવે એવી જાહેર હરાજી તરીકે Page #236 -------------------------------------------------------------------------- ________________ ઇલંડને વિકટેરિયા યુગ ૯૦૩. વર્ણવવામાં આવી છે. પરંતુ આ બધી ઊણપ હોવા છતાં ઇંગ્લેંડ સમૃદ્ધ હેવાને કારણે આ અધકચરી અથવા ભ્રામક લેકશાહી ત્યાં ચાલુ રહી. આ સમૃદ્ધિએ પ્રચલિત સમાજવ્યવસ્થાને પડી ભાગતી અટકાવી રાખી અને પ્રજાને અમુક અંશે સંતુષ્ટ રાખી. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ડીઝરાયલી અને ગ્લૅડસ્ટન એ બે જણે ઇગ્લેંડના રાજકીય પક્ષના બે મહાન આગેવાન હતા. ડિઝરાયલી કોન્ઝરવેટીવ પક્ષને નેતા હતા અને એ રીતે તે અનેક વાર વડે પ્રધાન બન્યું હતું. પાછળથી તેને બૅકન્સફિલ્ડને અર્લ બનાવવામાં આવ્યું હતું. એણે મેળવેલી એ સિદ્ધિ બહુ ભારે કહેવાય કેમ કે તે એક સામાન્ય યહૂદી હતું અને અંગ્રેજોને યહૂદીઓ પ્રત્યે અણગમો હેય છે. પરંતુ કેવળ પિતાની કુશળતા અને ખંતથી તેની સામેના બધા પૂર્વગ્રહો ઉપર તેણે વિજય મેળવ્યો અને એ રીતે પોતાને માર્ગ કાઢીને તે આગલી હરેનમાં આવીને ઊભે. તે માટે સામ્રાજ્યવાદી હતા અને તેણે જ વિકટેરિયાને હિંદની સામ્રાજ્ઞી બનાવી. ગ્લૅડસ્ટન ઇંગ્લંડના એક પુરાણ શ્રીમંત કુટુંબમાંથી ઊતરી આવ્યું હતું. તે લિબરલ પક્ષને નેતા થયે અને એ રીતે તે પણ અનેક વાર વડા પ્રધાન બન્ય. સામ્રાજ્યવાદ અને પરદેશી નીતિની બાબતમાં તે તેની અને ડીઝરાયલીની વચ્ચે કોઈ પણ મૌલિક તફાવત નહતો. પણ ડઝરાયેલી પિતાતા સામ્રાજ્યવાદ ઉપર ઢાંકપિછોડે નહેતે કરતે. પરંતુ ગ્લૅડસ્ટન તે પક્કો અંગ્રેજ હોઈને રૂડારૂપાળા શબ્દો અને સદિચ્છાદર્શક સમજાવટથી પિતાના સામ્રાજ્યવાદને છાવરતે અને પોતે જે કંઈ પણ કરે છે તે ઈશ્વરની પ્રેરણા અનુસાર કરે છે એ દેખાવ કર. બાલ્કનમાં તુર્કીના અત્યાચાર સામે તેણે ભારે ઝુંબેશ ચલાવી અને કેવળ તેને વિરોધ કરવા ખાતર જ ડીકરાયેલીએ તુકને પક્ષ લીધે. ખરી વાત તો એ છે કે, એમાં તુક તેમ જ તેના તાબાની બાલ્કન દ્વિપકલ્પની બધી પ્રજાએ દોષપાત્ર હતી, કેમ કે ઉભય પક્ષ વારાફરતી એકબીજા ઉપર અત્યાચાર કરતે અને એકબીજાની કતલ કરતે હતે. ગ્લૅડસ્ટને આયર્લેન્ડના સ્વરાજ્યની ચળવળને પણ ટકે આડે હતે. પરંતુ એમાં તે સફળ ન થયો. એ બાબતમાં ઇંગ્લંડમાં એટલે તીવ્ર વિરોધ હતું કે, એ મુદ્દા ઉપર ત્યાંના લિબરલ પક્ષમાં બે ભાગલા પડ્યા અને તેમને એક ભાગ કન્ઝરવેટીવ પક્ષ સાથે જોડાઈ ગયે. એ પક્ષ આજે “યુનિયનિસ્ટ' (યુનિયન એટલે જેડાણ) નામે ઓળખાય છે કેમ કે તે આયર્લેન્ડ સાથેનું ઈગ્લેંડનું જોડાણ કાયમ રાખવા માગતો હતો. પરંતુ એ વિષે તથા વિકટોરિયા યુગના બીજા બનાવ વિષે હું તને આ પછીના પત્રમાં વધુ કહીશ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. દુનિયાનું શરાફ ઈંગ્લેંડ - ૨૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ ઇંગ્લંડની લક્ષ્મી સદીની સમૃદ્ધિ તેના ઉદ્યોગે તથા તેની વસાહત તથા તાબા નીચેના મુલકેના શોષણને આભારી હતી. ખાસ કરીને એની વધતી જતી સંપત્તિને આધાર સુતરાઉ કાપડ, લે, જહાજો બાંધવાને ઉદ્યોગ તથા કેસો એ ચાર ઉદ્યોગ ઉપર હતે. આ ઉદ્યોગને પ્રધાન અથવા તો પાયાના ઉદ્યોગે કહી શકાય. આ ઉદ્યોગની આસપાસ અથવા એમનાથી સ્વતંત્ર બીજા અનેક નાના મોટા ઉદ્યોગે ત્યાં વિકસ્યા. વેપારજગારની મોટી મોટી પેઢીઓ તથા બેંકે અથવા શરાફી પેઢીઓ સ્થપાઈ કેવળ પિતાને માલ જ નહિ પણ બીજા ઉદ્યોગપ્રધાન દેશોને પાકે માલ પણ દેશપરદેશ લઈ જતાં ઈંગ્લેંડનાં વેપારી વહાણે દુનિયાના લગભગ દરેક ભાગમાં જોવામાં આવતાં. આખી દુનિયાની વેપારની ચીજો એક દેશથી બીજે દેશ લઈ જવા લાવવાનું કાર્યએ જહાજો કરવા લાગ્યાં. લંડનની લેઈડ વીમા કંપની આખી દુનિયાના દરિયાઈ વેપારનું કેન્દ્ર થઈ પડી. આ ધંધારોજગાર તથા ઉદ્યોગેએ પાર્લામેન્ટ ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું. દેશમાં બહારની સંપત્તિને અખલિત ધોધ વહેવા લાગ્યું અને દેશને ઉપલે તથા મધ્યમવર્ગ દિનપ્રતિદિન વધારે ને વધારે ધનિક બનતે ગયે. એ સંપત્તિને થડે હિસે મજૂરવર્ગને પણ મળે અને તેને લીધે તેના જીવનનું ધોરણ પણ ઊંચું થયું. પરંતુ ધનિકવર્ગને મળતી રહેતી આ સંપત્તિને તેમણે શે ઉપયોગ કરે? એને એમ ને એમ પડી રહેવા દેવી એ તે મૂર્ખાઈ કહેવાય એટલે દરેક જણ નવા નવા ઉદ્યોગે ઊભા કરવા તથા ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રમાણમાં માલ પેદા કરીને વધારે ને વધારે નફે મેળવવા આતુર હતા. આ સંપત્તિને માટે ભાગ સ્કોટલેંડ તથા ઇંગ્લંડમાં નવાં નવાં કારખાનાંઓ ઊભાં કરવામાં, રેલવે બાંધવામાં તેમ જ એવાં બીજાં સાહસ ખેડવામાં વપરાયે. થડા વખત પછી દેશમાં સંખ્યાબંધ કારખાનાંઓ થઈ ગયાં અને દેશનું સંપૂર્ણ ઉદ્યોગીકરણ થઈ ગયું ત્યારે સ્વાભાવિક રીતે જ નફાનું પ્રમાણ ઘટી ગયું કેમ કે, હવે ત્યાં ઉદ્યોગે વચ્ચે હરીફાઈ વધી ગઈ હતી. હવે પૈસાવાળા મૂડીદારોએ વધારે નફાકારક રોકાણ કરવા માટે પરદેશ તરફ નજર કરી અને એ દિશામાં તેમને બહોળું ક્ષેત્ર મળી રહ્યું. દુનિયાભરમાં રેલવેએ બંધાઈ રહી હતી, તારની લાઈન નંખાઈ રહી હતી તથા કારખાનાંઓ ઊભાં થવા લાગ્યાં હતાં. યુરોપ, અમેરિકા, આફ્રિકા તેમ જ બ્રિટનના તાબાના મુલકમાંનાં આવાં ઘણું કાર્યોમાં ઇંગ્લંડનાં વધારાનાં નાણાંનું રોકાણ થયું. યુનાઈટેડ સ્ટેટ્સમાં નૈસર્ગિક સંપત્તિ Page #238 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું શરાફ ઇંગ્લડ ૯૦૫. અખૂટ હતી એ ખરું પરંતુ ત્યાં આગળ બહુ ત્વરાથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું હતું એટલે રેલવે વગેરે તેના મોટા મોટા ઉદ્યોગોમાં પણ ઇંગ્લંડનો પુષ્કળ પસે રોકવામાં આવ્યું. દક્ષિણ અમેરિકા અને ખાસ કરીને આજેન્ટાઈનમાં અંગ્રેજ માલકીના વિશાળ બગીચાઓ હતા. કેનેડા અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ પણ ઈંગ્લંડની મૂડીથી જ ઊભા થયા. ચીનમાં વેપારની છૂટછાટો મેળવવા માટે લડાઈ થઈ હતી તે વિષે હું આગળ તને કંઈક કહી ગયો છું. હિંદ ઉપર તે અંગ્રેજોનું પ્રભુત્વ હતું જ. અહીં તેમણે રેલવે તથા બીજાં કામ માટે પિતાની મનમાની અને અતિશય આકરી શરતેથી નાણાં ધીર્યા. આમ ઇગ્લેંડ આખી દુનિયાનું શરાફ બન્યું અને લંડન આખી દુનિયાનું શરાફી બજાર બની ગયું. પરંતુ એનો અર્થ તું એ ન માની બેસીશ કે બીજા દેશને નાણાં ધીરવા માટે ઇંગ્લડે સોનારૂપાના થેલા યા તે રોકડ નાણાં ત્યાં મેકલ્યાં હતાં. આધુનિક વેપાર એ રીતે નથી ચાલતું. એ રીતે વ્યવહાર ચલાવવાને માટે પૂરતા પ્રમાણમાં સેનું ચાંદી લાવવાં ક્યાંથી ? મૂરખ માણસો જ સોના ચાંદીને વધારે પડતું મહત્ત્વ આપે છે. એ તે કેવળ વિનિમય તેમ જ માલની ફેરવણી માટેનાં સાધને જ છે. એ ખાવાના, ઓઢવા પહેરવાના કે બીજા એવા કશા કામમાં આવતાં નથી. હા, ઘરેણાં તરીકે પહેરવાના કામમાં તે આવે છે ખરાં પરંતુ તેથી કોઈને કશે અર્થ સરતો નથી. જેને ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ કે સરસામાનની માલિકી હોવી એ ખરું ધન છે. એટલે ઈંગ્લેંડ અથવા તે અંગ્રેજ મૂડીદારોએ બીજા દેશને નાણાં ધીર્યા એને અર્થ એ કે તેઓ વિદેશના ઉદ્યોગ તથા રેલવે વગેરે કામોમાં અમુક રકમ રોકતા હતા અને તેને માટે નગદ નાણુને બદલે ઇંગ્લંડને માલ એકલતા હતા. આ રીતે ઈગ્લેંડથી યંગે તેમ જ રેલવેને સરસામાન પરદેશમાં મેકલવામાં આવતું. આથી ઈગ્લેંડના ઉદ્યોગોને મદદ મળતી હતી અને સાથે સાથે ત્યાંના મૂડીદારોને પિતાની વધારાની મૂડી સારી પેઠે નફે લઈને રોકવાની તક મળતી. પૈસાની ધીરધાર એ બહુ નફાકારક ધંધે છે અને ઈંગ્લડે એ ધંધે જેમ જેમ બહોળા પ્રમાણમાં કરવા માંડ્યો તેમ તેમ તે તવંગર થતું ગયું. એને પરિણામે ત્યાં આગળ પિતાના ધંધા અને રોકાણમાંથી થતી આવક ઉપર જીવનારો બેઠાડુ વર્ગ પેદા થયા. તેમને કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે કશી મહેનત મજૂરી કરવાની નહોતી. તેઓ કઈ રેલવે, ચાના બગીચે યા તે બીજા કેઈ ઉદ્યોગમાં પિતાના શેર ધરાવતા હતા અને તેમાંથી તેમને નિયમિત રીતે આવક થયા કરતી. ફ્રેન્ચ રીવેરા, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડ તથા એવી બીજી સારી સારી જગ્યાઓએ આ બેઠાડુ વર્ગની અંગ્રેજ વસાહત થઈ ગઈ. પરંતુ તેમનામાંના મોટા ભાગના લેકે તે ઇંગ્લંડમાં જ રહ્યા. Page #239 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન ઈગ્લેંડ પાસેથી આ રીતે નાણાં ઉછીનાં લેનાર દેશે તેનું વ્યાજ કેવી રીતે ભરતા હતા ? અહીં પણ એ દેશે તે સેના કે ચાંદીમાં ભરતા નહોતા. વરસે વરસ વ્યાજ ભરવા માટે તેમની પાસે આ ધાતુઓ પૂરતા પ્રમાણમાં નહોતી. એટલે તેઓ માલ આપીને વ્યાજ ભરતા. પરંતુ એ માટે તેઓ તૈયાર માલ નહોતા આપતા, કેમ કે તૈયાર અથવા પાક માલ પેદા કરવામાં તે ઈંગ્લેંડ સૌ દેશથી આગળ હતું એટલે ખોરાકની વસ્તુઓ અને કાર્ચ માલ આપીને તેઓ ઇંગ્લેંડ પાસેથી લીધેલી મૂડીનું વ્યાજ ભરતા. એ દેશેમાંથી ઈંગ્લંડ તરફ ઘઉં, ચા, કેફી, માંસ, સૂકા મે, દારૂ, રૂ અને ઊન વગેરેને અખલિત પ્રવાહ વહ્યા કરતે. બે દેશ વચ્ચે વેપાર એટલે ઉભય દેશના માલની પરસ્પર લેવડદેવડ અથવા વિનિમય. પરંતુ એક દેશ હમેશાં પિતાનો માલ વેચ્યા જ કરે અને બીજો હમેશાં ખરીદ્યા જ કરે એ સ્થિતિ લાંબે વખત ટકી ન શકે. જે એમ કરવાને પ્રયાસ કરવામાં આવે તે માલની કિંમત સેના કે ચાંદીમાં પતાવવી પડે અને ચેડા જ વખતમાં એ ધાતુઓ ખૂટી પડે અથવા તે આ એકતરફી વેપાર આપોઆપ બંધ થઈ જાય. બે દેશો વચ્ચેના વેપારમાં તે માલની પરસ્પર લેણદેણ અથવા તે વિનિમય થાય છે. આ વિનિમય આપોઆપ અમુક રીતે ગેઠવાઈ જાય છે અને પરિણામે કઈ વખત એક દેશ લેણદાર બને છે તે વળી બીજી વખત બીજો દેશ લેણદાર બને છે અથવા કોઈ વખતે એથી ઊલટું પરિણામ પણ આવે છે. જે આપણે ઇંગ્લંડને ૧લ્મી સદી દરમિયાનને વેપાર તપાસીશું તે જણાશે કે એ અરસામાં તેની નિકાસ કરતાં આયાત વધારે હતી. એટલે કે, તે બહોળા પ્રમાણમાં માલ પરદેશ મોકલતું હતું ખરું પરંતુ એકંદરે તે એથી વધારે કિંમતને માલ બહારથી આણતું હતું; એમાં ફેર માત્ર એ હતું કે, તે તૈયાર અથવા પાકે માલ પરદેશ ચડાવતું હતું અને તેને બદલે મુખ્યત્વે કરીને કાચા માલ અને ખાદ્ય પદાર્થોની, આયાત કરતું હતું. આમ દેખીતી રીતે વેચવા કરતાં વધારે કિંમતનો માલ તે ખરીદતું હતું અને એમ હોય તે વેપાર કરવાની એ સારી રીત નથી. પણ વસ્તુતાએ તેની વધારાની આયાત છે તે તેણે ધીરેલાં નાણાંના નફા તરીકે આવતી હતી. એ તે તેના દેવાદાર દેશે તથા હિંદ જેવા તાબાના દેશે તરફથી આવતી ખંડણી હતી. - તેના રોકાણને બધે જ નફે કંઈ ઈગ્લડ આવતું નહોતું. તેને મોટો ભાગ તે દેવાદાર દેશમાં જ રહે. બ્રિટિશ મૂડીદારો તે જ દેશમાં ફરીથી તે રોકતા. આ રીતે ઇંગ્લંડમાંથી નવી મૂડી કે ન માલ મોકલ્યા વિના જ તેના પરદેશના રેકાણુનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જ ગયું. રેલવે, નહેર તથા બીજા અનેક ઉદ્યોગમાં ઈંગ્લડે કરેલાં અઢળક રોકાણો વિષે આપણને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૯૦૭ દુનિયાનું શરાફ બ્લડ હિંદુસ્તાનમાં વારંવાર સાંભળવા મળે છે. અને એ કારણે હિંદને ઈગ્લેંડનું બહુ મોટી રકમનું દેવું છે એમ જણાવવામાં આવે છે. અનેક કારણોને લઈને હિંદીઓ એને વિરોધ કરે છે પરંતુ આપણે અહીં એ બાબતમાં ઊતરવાની જરૂર નથી. પરંતુ આ બાબતમાં એટલું લક્ષમાં રાખવું જરૂરી છે કે, આ અઢળક રેકાણમાં ઈંગ્લેંડથી આવેલી મૂડીનું પ્રમાણ બહુ જૂજ છે. હિંદમાંથી મેળવેલે નફે ફરી ફરીને રોકવાથી એ મેટી રકમ થવા પામી છે. હું તને આગળ કહી ગયો છું કે પ્લાસી અને કલાઈવના જમાનામાં સોનું અને ઝવેરાતને મોટો જથ્થ છડેચેક હિંદમાંથી ઈંગ્લંડ લઈ જવામાં આવ્યો હતો. એ પછી હિંદના શેષણે જુદું અને કંઈક પ્રચ્છન્ન સ્વરૂપ ધારણ કર્યું અને એમાંથી થયેલા નફાને અમુક હિસ્સો પણ આ દેશમાં રોકવામાં આવ્યા. ઇંગ્લંડને માલુમ પડ્યું કે, મૂડીના વ્યાજ તરીકે માલને સ્વીકાર કરવો એ શરાફીને જગવ્યાપી ધંધે ચલાવવાનું એક માત્ર માર્ગ હતું. આગળ મેં તને જણુવ્યું હતું તેમ તેના માટે તે આગ્રહ રાખી શકે એમ નહોતું. આનાં બે મહત્ત્વનાં પરિણામ આવ્યાં. પિતાની વસતીને ખોરાક પૂરો પાડવા માટે તેણે બહારના દેશમાંથી અનાજ વગેરે ખાદ્ય પદાર્થો આવવા દીધા. અને પિતાની ખેતીને હાનિ પહોંચવા દીધી. પરદેશમાં વેચાવા માટેનો માલ ઔદ્યોગિક રીતે તૈયાર કરવામાં તેણે પિતાનું સઘળું લક્ષ કેન્દ્રિત ર્યું અને પિતાના ખેડૂતની દુર્દશાની અવગણના કરી. જે તે પરદેશમાંથી ઓછા ભાવે ખાદ્ય પદાર્થો મેળવી શકે એમ હતું તે પછી પોતાના દેશમાં જ તે ઉત્પન્ન કરવાની કડાકૂટમાં શાને પડવું ? અને ઉદ્યોગ દ્વારા જે તે વધારે નફે કરી શકે એમ હોય તે પછી ખેતીની જંજાળમાં તેણે પિતે શાને પડવું ? આ રીતે ઈગ્લડ પોતાના ખાદ્યપદાર્થો માટે પરદેશો ઉપર આધાર રાખનાર ઔદ્યોગિક દેશ બની ગયે. આનું બીજું પરિણામ એ આવ્યું કે, તેણે અબાધિત વેપારની નીતિ અખત્યાર કરી. એટલે કે પરદેશથી પિતાના બંદરમાં આવતા માલ ઉપર જકાત નાખવાનું તેણે બંધ કર્યું અથવા તે તેના ઉપર તે નહિ જેવી જ જકાત નાખતું. પિતે આગળ પડતું ઔદ્યોગિક રાષ્ટ્ર હોવાથી પાકા માલની બાબતમાં તેને ઘણું લાંબા સમય સુધી કશીયે હરીફાઈને ડર નહોતે. પરદેશી. માલ ઉપર જકાત નાખવી એ આ રીતે પિતાને ત્યાં આવતા ખાદ્ય પદાર્થો અને કાચા માલ ઉપર જકાત નાખવા સમાન હતું. એથી તે પ્રજાની ખોરાકીની વસ્તુઓની તથા પિતાના પાકા માલની કિંમત વધવા પામે. આ ઉપરાંત, ભારે જકાત નાખીને પરદેશી માલ પોતાને ત્યાં આવતો તે અટકાવે તે પછી દેવાદાર દેશે ઈગ્લેંડને પિતાની ખંડણી કેવી રીતે ભરે ? તેઓ તે માલ આપીને જ એમ કરી શકે. જ્યારે બીજા દેશેએ સંરક્ષણની નીતિને આશરે લીધે Page #241 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતો એટલે કે પરદેશથી પિતાને ત્યાં આવતા માલ ઉપર ભારે જકાત નાખીને તેઓ પિતાના ઊગતા ઉદ્યોગોને રક્ષણ આપતા હતા ત્યારે ઇગ્લડે અબાધિત વેપારની નીતિ અખત્યાર કરી તેનું કારણ આ છે. યુનાઈટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, જર્મની વગેરે બધા દેશોએ સંરક્ષણની નીતિ અખત્યાર કરી હતી. ખેતીની અવગણના કરવાની અને ઉદ્યોગ ઉપર સઘળું લક્ષ કેન્દ્રિત કરવાની તથા ખોરાકીની વસ્તુઓ દેશાવરમાંથી મેળવવાની અને પરદેશમાંથી આવતી ખંડણી ઉપર આરામથી જીવવાની ૧૯મી સદીના અંગ્રેજોની નીતિ ફાયદાકારક અને મજાની લાગતી હતી. પરંતુ આજે આપણને સ્પષ્ટપણે દેખાય છે તેમ એનાં જોખમો પણ હતાં. એ નીતિ ઉદ્યોગમાં ઈંગ્લેંડની સરસાઈ તથા પરદેશ સાથેના તેના જબરદસ્ત વેપારના પાયા ઉપર રચાયેલી હતી. પરંતુ એ સરસાઈને અંત આવે અને તેની સાથે જ પરદેશે સાથે તેને વેપાર પણ ભાગી પડે તે તેની શી દશા થાય? એ સ્થિતિમાં પિતાની ખેરાકીની વસ્તુ માટેની કિંમત એ કેવી રીતે ચૂકવે? અને ખેરાકીની વસ્તુઓ માટેની કિંમત એ ચૂકવી શકે તેયે જે કઈ બળવાન શત્રુ વચ્ચે પડે તે પરદેશમાંથી તે એ મેળવી કેવી રીતે શકે? ગયા મહાયુદ્ધ વખતે બહારથી આવતે ખોરાક લગભગ બંધ થઈ ગયા હતા ત્યારે ઇંગ્લંડના લેકે ભૂખે મરવા લાગ્યા હતા. પરદેશની હરીફાઈને કારણે વિદેશો સાથેનેં એને વેપાર ઉત્તરોત્તર ઘટવા લાગે એ એનાથીયે વળી મેટું જોખમ છે. ૧૯મી સદીના નવમા દશકામાં યુનાઈટેડ સ્ટેટ્સ અને જર્મની પરદેશનાં બજાર શોધવા લાગ્યાં ત્યારે આ હરીફાઈ સ્પષ્ટપણે દેખાવા લાગી. ધીમે ધીમે બીજા દેશે પણ ઔદ્યોગિક બન્યા અને તેઓ પણ બજારની આ શોધમાં ભળ્યા. અને હવે તે લગભગ આખી દુનિયામાં અમુક અંશે ઉદ્યોગે ઊભા થયા છે, દરેક દેશ પિતાને જરૂરી મેટા ભાગને માલ ઉત્પન્ન ' કરવાનો અને પરદેશી માલને દેશમાં આવતે અટકાવવાનો પ્રયાસ કરે છે. હિંદુસ્તાન પરદેશી કાપડ અહીં આવતું અટકાવવા માગે છે. તે પછી લેંકેશાયરે અને પરદેશ સાથેના વેપાર ઉપર આધાર રાખતા બ્રિટિશ ઉદ્યોગોએ શું કરવું? ઇંગ્લંડને માટે આ કપરા પ્રશ્નો છે અને તેનો નિવેડે લાવવાનું કામ મુશ્કેલ છે તથા તેને માટે હવે કપરા દિવસે આવવાના હોય એમ લાગે છે, પોતાના કવચમાં નિવૃત્ત થઈને તથા પિતાને ખોરાક તેમ જ જીવનને ઉપયોગી બીજી વસ્તુઓ ઉત્પન્ન કરીને તે પિતાનું સ્વયંપૂર્ણ જીવન પણ હવે જીવી શકે એમ નથી. આધુનિક જગતની રચના હવે એવી જટિલ બની ગઈ છે કે એમ કરવું પણ શક્ય નથી. અને ધારો કે તે એ રીતે દુનિયાથી અળગું થઈ જાય તેયે તે પિતાની વધારે પડતી વસતીને પૂરે પડે એટલે ખોરાક ઉત્પન્ન કરી શકે કે કેમ એ પણ શંકાસ્પદ છે. પણ આ બધા તે આજના પ્રશ્નો છે; Page #242 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું શરાફ બ્લડ ૧૯મી સદીના કાળમાં તેમનું કશું મહત્વ નહોતું. એથી કરીને ઈગ્લડે તે વખતે પિતાના ભાવિ સાથે જુગાર ખેલ્યા અને પિતાની સરસાઈ ચાલુ રહેશે એ માન્યતા ઉપર પોતાની મદાર બાંધી. એ જબરે દાવ હતું અને એનું જોખમ ભારે હતું – કાં તે તે દુનિયાનું આગેવાન રાષ્ટ્ર બને યા તે જમીનદોસ્ત થઈ જાય. એને માટે કઈ વચલી સ્થિતિ નહોતી. પરંતુ વિકટોરિયા યુગના મધ્યમ વર્ગના અંગ્રેજમાં આત્મવિશ્વાસ યા કહે કે આત્મવંચનાની ખોટ નહોતી. તેની લાંબા કાળની સમૃદ્ધિ તથા તેને મળેલી સફળતાને કારણે તેમ જ ઉદ્યોગ અને વેપારજગારના ક્ષેત્રમાં તેની આગેવાનીને લીધે બાકીની માનવજાત કરતાં પિતાના ચડિયાતાપણા વિષે તેને ખાતરી થઈ ચૂકી હતી. બધાયે વિદેશીઓ તરફ તે કંઈક તુચ્છકારની લાગણીથી જેતે હતે. એશિયા અને આફ્રિકાની પ્રજાઓ તે તેની નજરે બેશક પછાત અને બર્બર હતી અને દેખીતી રીતે જ, જગતની પછાત પ્રજાઓ ઉપર હકૂમત ચલાવવાની તેમ જ તેમને સુધારવાની અંગ્રેજોની જન્મસિદ્ધ લાયકાત અજમાવવાની તક આપવા માટે જ તેમને પેદા કરવામાં આવી હતી. અરે, ખુદ યુરેપ ખંડની ઇતર પ્રજાઓ સુધ્ધાં તેમની નજરે તે અજ્ઞાન અને વહેમી હતી. અંગ્રેજોને મન પતે ઈશ્વરની માનીતી અને સંસ્કૃતિની ટોચે પહોંચેલી પ્રજા હતા તથા યુરોપની મોખરે રહીને તેઓ આગેકૂચ કરી રહ્યા હતા. વળી, ખુદ યુરેપ બાકીની બધી દુનિયાને મેખરે હતું. બ્રિટિશ સામ્રાજ્ય એ એક પ્રકારની દૈવી સંસ્થા હતી અને એ વસ્તુ બ્રિટિશ પ્રજાની મહત્તાના પુરાવા સમાન હતી. પોતાના જમાનાના એક સમર્થમાં સમર્થ અંગ્રેજ અને ત્રીસ વર્ષ પૂર્વેના હિંદના વાઈસરોય લોર્ડ કર્ઝને “બ્રિટિશ સામ્રાજ્ય એ વિધાતાની સૃષ્ટિમાં જગતે પહેલાં કદી નહિ ભાળેલું એવું સૌથી મહાન કલ્યાણકારી બળ છે એવું માનનારાઓને” પિતાનું એક પુસ્તક અર્પણ કર્યું હતું. | વિકટોરિયા યુગના અંગ્રેજો વિષે હું આજે લખી રહ્યો છું તે કંઈક તાણીતૂસીને લખેલું અને અસામાન્ય લાગે છે અને સંભવ છે કે, હું તેમની બિચારાઓની મજાક ઉડાવી રહ્યો છું એમ પણ કદાચ તને લાગે. કોઈ પણ સમજદાર વ્યક્તિ આ રીતે વર્તે અને આપણને તાજુબ કરી મૂકે એવું ઘમંડી અને આત્મસંતોષનું વલણ ધારણ કરે એ વિચિત્ર વસ્તુ છે. પરંતુ જે એ વસ્તુ તેમના મિથ્યાભિમાનને રેચક હોય તથા તેમના લાભમાં હોય તે રાષ્ટ્રસમૂહે કઈ પણ વસ્તુ માની લેવા તૈયાર થવાના. વ્યક્તિઓ પિતાના પાડોશીએની સાથે આવી અણઘડ અને ગ્રામ્ય રીતે વર્તવાનું કદી ક૯પે પણ નહિ, પણ રાષ્ટ્રોને એવો ખટકે હેત નથી. દુર્ભાગ્યે, આપણે સૌ એક જ માટીમાંથી બનેલાં છીએ અને આપણું પિતાના રાષ્ટ્રીય ગુણેની દાંડી પીટ્યા કરીએ છીએ. નજીવા ફેરફાર સાથે, વિકટેરિયા યુગના અંગ્રેજને નમૂને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન આપણને સત્ર મળી આવે છે. યુરોપનાં બધાંયે રાષ્ટ્રમાં એને જ મળતા રાષ્ટ્રીય નમૂનાએ પેદા થયા છે અને અમેરિકા તથા એશિયામાં પણ એમ જ છે. આ ઇંગ્લંડ તથા પશ્ચિમ યુરોપની સમૃદ્ધિ અને જાહેજલાલી ઔદ્યોગિક મૂડીવાદના વિકાસને આભારી હતી. નફા માટેની તેની અવિરત શેાધમાં મૂડીવાદ આગળ ને આગળ વધતા જ ગયા. સફળતા અને ન એ એ દેવા જ લેાકેાની પૂજા પામવા લાગ્યા; કેમ કે મૂડીવાદને ધર્મ કે નીતિમત્તા સાથે કશી લેવાદેવા નહેતી. એ તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જીવલેણુ સ્પર્ધાના સિદ્ધાંત હતા એમાં પાછળ રહી જનારા ભલેને જહાનમમાં પડતા. વિકટારિયા યુગના અંગ્રેજો પોતાની ધાર્મિ ક સહિષ્ણુતા માટે ભારે ગૌરવ લેતા હતા. વિજ્ઞાન અને પ્રગતિમાં તેમને શ્રદ્ધા હતી અને વેપારરાજગારમાં તથા સામ્રાજ્ય ઊભું કરવામાં તેમને મળેલી સફળતાને કારણે પોતે કઈક વિશિષ્ટ પ્રકારના લેકે છે અને પોતાની ખાસ યોગ્યતાને કારણે જીવનની હરીફાઈમાં ટકી નીકળ્યા છે એમ તેઓ માનવા લાગ્યા હતા. જીવનની હરીફાઈમાં સબળા જ ટકે છે એમ ડાર્વિને નહાતું કહ્યું ? ધ પરત્વેની તેમની સહિષ્ણુતા સાચુ જોતાં તેમની એ વિષેની ખેપરવાઈ હતી. આર. એચ. ટોની નામના એક અંગ્રેજ લેખકે આ પરિસ્થિતિનું બ્યાન વધારે સારી રીતે કર્યું છે. તે કહે છે કે, શ્વિરને દુન્યવી બાબતમાંથી દૂર કરીને તેને યોગ્ય સ્થાને ગેઠવી દેવામાં આવ્યા છે. “ આ પૃથ્વી ઉપર છે તે જ પ્રમાણે સ્વર્ગમાં પણ બંધારણીય રાજાશાહી વર્તે છે. ” ધનિક મધ્યમ વર્ગોના લોકાને આવા અભિપ્રાય હતો પરંતુ આમવના લેાકા એથી કરીને ક્રાંતિકારી વિચારોથી અળગા રહેશે એ આશાએ દેવળામાં જવા માટે તથા ધર્માચરણ માટે તેમને ઉત્તેજન આપવામાં આવતું હતું. ધાર્મિક બાબતમાં સહિષ્ણુતા રાખવામાં આવતી હતી એને અ એ નથી કે ખીજી બધી બાબતોમાં પણ એવું જ સહિષ્ણુતાનું વલણ રાખવામાં આવતું હતું. જે બાબતોને પ્રજાને મોટો ભાગ મહત્ત્વની ગણતા હોય તે પરત્વે સહિષ્ણુતા નહાતી અને જરા સરખી તંગ પરિસ્થિતિ પેદા થતાં બધાયે સહિષ્ણુતા અદૃશ્ય થઈ ન્નય છે. હિંંદમાંની બ્રિટિશ સરકાર ધર્મની બાબતમાં પરમ સહિષ્ણુ છે અને એ વસ્તુ એને સહજ હોય એવા દેખાવ કરે છે. સાચી વાત એ છે કે, ધર્મ જહાનમમાં પડે એની એને લેશ પણ પરવા નથી. પરંતુ એની રાજનીતિ કે એનાં કાર્યાંની જરાસરખી પણ ટીકા કરવામાં આવે કે તરત એના કાન ટટાર થઈ જાય છે અને એ પછી કાઈ યે એના ઉપર સહિષ્ણુતાનું તહોમત નહિ મૂકી શકે ! જેટલા પ્રમાણમાં તાણુ વધારે તેટલા પ્રમાણમાં વધારે પતન થાય, અને તાણ જો ધણી વધી જાય તે સરકાર સહિષ્ણુતાને બંધાયે ડાળ બાજુએ મૂકી દે છે અને છડેચોક તથા નિલજ્જપણે દમન અને ત્રાસને , ―――― Page #244 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું શરાફ ઈગ્લડ ૯૧૧ આશરો લે છે. હિંદમાં આજે આપણને એનું દર્શન થાય છે. હમણું જ મેં એક છાપામાં વાંચ્યું કે કોઈ એક બ્રિટિશ અમલદાર ઉપર ધમકીના પત્ર લખવા માટે મૂછને દોરે પણ હજી નથી ફૂટો એવા એક છોકરાને આઠ વરસની સખત કેદની શિક્ષા કરવામાં આવી છે ! મૂડીવાદી ઉદ્યોગના વિકાસને પરિણામે ઘણું ફેરફાર થવા પામ્યા છે. મૂડીવાદનું કાર્યક્ષેત્ર ઉત્તરોત્તર વધારે ને વધારે મોટું થતું ગયું; નાની પેઢીઓના કરતાં મોટી પેઢીઓ વધારે કુશળતાપૂર્વક કાર્ય કરી શકે અને તે વધારે ફાયદાકારક પણ નીવડે. આથી સમગ્ર ઉદ્યોગ ઉપર પિતાને કાબૂ જમાવનારી જબરદસ્ત પેઢીઓ --- એને ટ્રસ્ટ કહેવામાં આવે છે – ઊભી થઈ અને નાના નાના સ્વતંત્ર ઉત્પાદક તથા નાનાં નાનાં કારખાનાંઓને તે ગળી ગઈ. “લે ફેર” એટલે કે સ્વર પ્રવૃત્તિના જૂના વિચારો એની આગળ ધૂળભેગા થઈ ગયા, કેમ કે વ્યક્તિગત સાહસ કે પ્રવૃત્તિને માટે હવે અવકાશ કે તક રહી નહોતી. આ જબરદસ્ત પેઢીઓ અથવા કોરપોરેશનેનું દેશની સરકાર ઉપર પણ પ્રભુત્વ હતું. મૂડીવાદને પરિણામે સામ્રાજ્યવાદનું એક બીજું અને વધારે ઉગ્ર સ્વરૂપ પણ ઉદ્ભવ્યું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઔદ્યોગિક સત્તાઓ વચ્ચે સ્પર્ધા પેદા થતી ગઈ તેમ તેમ તેઓ બજારે તેમ જ કાચા માલને માટે દૂર દૂર નજર કરવા લાગી. સામ્રાજ્ય ઊભું કરવા માટે દુનિયાભરમાં પડાપડી અને ઝૂંટાઝૂંટ થવા લાગી. હિંદુસ્તાન, ચીન, બહ૬ ભારત, ઈરાન વગેરે એશિયાના દેશમાં શું બનવા પામ્યું તે કંઈક વિગતે હું તને કહી ગયો છું. યુરોપી સત્તાઓ હવે આફ્રિકા ઉપર ગીધની માફક તૂટી પડી અને એ ખંડને તેમણે આપસમાં વહેંચી લીધો. અહીં પણ ઇંગ્લંડ મોટો ભાગ પડાવ્ય – ઉત્તરમાં તેણે મિસર લીધું તથા આફ્રિકાના પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ભાગમાં પણ તેણે જબરદસ્ત પ્રદેશ પડાવ્યા. ફ્રાંસે પણ એ બાબતમાં ઠીક કર્યું. આ લૂંટમાં ઇટાલી પણ ભાગ પડાવવા ચહાતું હતું પણ એબીસીનિયાએ તેને સખત હાર આપીને સૌને આશ્ચર્યચકિત કરી મૂક્યાં. એ લૂંટમાં જર્મનીને પણ હિસ્સો મળે પણ એથી તેને સમાધાન ન થયું. શેરબકોર કરતો, ધાકધમકી આપતા અને આચકી લેતે સામ્રાજ્યવાદ જ જ્યાં ત્યાં દેખા દેતે હતે. બ્રિટિશ સામ્રાજ્યવાદના જોકપ્રિય કવિ રુડ્યાર્ડ કિપલિંગે “ગેારા લેકેનો બોજો” એ વિષે કાવ્ય લખ્યું. ફ્રેંચ લોકો પછાત પ્રજાઓને સભ્ય બનાવવાના ક્રાંસના મિશનની વાત કરવા લાગ્યા. બેશક, જર્મન લોકોને પણ પિતાની સંસ્કૃતિને ફેલાવો કરવાને હતે. આથી, આ બીજી પ્રજાઓને બેજે વહન કરનારાઓ તથા બીજી પ્રજાઓને સભ્ય બનાવનારાઓ તેમ જ તેમને સુધારનારાઓ કેવળ આપભોગની ભાવનાથી Page #245 -------------------------------------------------------------------------- ________________ હ૧૨ 'જગતના ઇતિહાસનું રેખાદર્શન નીકળી પડ્યા અને ઘઉંવર્ણી પ્રજા, પીળી પ્રજા તથા કાળી પ્રજાની પીઠ ઉપર ચડી બેઠા. અને કાળાઓના બોજા વિષે કેઈએ પણ કાવ્ય લખ્યું નહિ. પરંતુ આચકી લેનારા અને એકબીજાના હરીફ એવા આ બધા સામ્રાજ્યવાદોને માટે આ દુનિયા પૂરતી વિશાળ નહોતી. બજારો મેળવવાની ઉગ્ર મૂડીવાદી ભૂખથી પ્રેરાઈને દરેક દેશ આગળ ને આગળ જવા લાગે. ઘણી વાર એ બધા એકબીજા સાથે લડી પણ પડતા. કેટલીયે વાર ઈગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ સળગતું સળગતું રહી ગયું. પરંતુ ખરેખર હિતવિરોધ તે ઈગ્લિશ અને જર્મન ઉદ્યોગે વચ્ચે પેદા થવા પામે. ઉદ્યોગ અને વહાણ વટાની બાબતમાં જર્મનીએ ઇંગ્લંડને પકડી પાડયું હતું અને તે તેને દરેક દેશનાં બજારમાં પડકાર આપી રહ્યું હતું. પરંતુ જર્મનીને માલૂમ પડયું કે, પૃથ્વીની સપાટી ઉપરના સર્વોત્તમ પ્રદેશે તે ઇંગ્લંડ કયારનુંયે રોકીને બેઠું હતું. ગર્વિષ્ઠ અને મહત્ત્વાકાંક્ષી તથા બીજા રાન્ટેએ એને પાછળ રાખી મૂક્યું એ માટે ધંધવાતું અને ચડભડતું જર્મની તેમની સાથે જબરદસ્ત સંગ્રામ ખેલવા માટે અથાક પરિશ્રમથી તૈયારી કરવા લાગ્યું. આખુંયે યુરેપ એવી તૈયારી કરવા લાગ્યું. અને તેનાં સૈન્ય તથા નૌકાસૈન્ય દિનપ્રતિદિન વધતાં ગયાં. જુદા જુદા દેશે વચ્ચે એકસંપી થવા લાગી. અને આખરે જાણે બે સશસ્ત્ર દળ એકબીજાની સામસામે મરચા માંડી ખડાં ન થયાં હોય એમ લાગવા માંડયું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા અને ઈટાલી અને બીજી બાજુ કાંસ અને રશિયા. ઇંગ્લંડ ખાનગી રીતે ફ્રાંસ અને રશિયા સાથે જોડાયેલું હતું. દરમ્યાન, ૧૯મી સદીના છેવટના ભાગમાં ઈગ્લેંડને દક્ષિણ આફ્રિકા સાથે નાનકડું યુદ્ધ થયું. ટ્રાન્સવાલના બોર પ્રજાતંત્રમાં સોનું મળી આવ્યું એને પરિણામે ૧૮૯૯ની સાલમાં આ યુદ્ધ થવા પામ્યું. બર લેકે યુરેપની આગળ પડતી સત્તા સાથે ત્રણ વરસ સુધી આશ્ચર્યકારક વૈર્ય અને ખંતથી લડ્યા. પરંતુ તેમને કચરી નાખવામાં આવ્યા અને તેમને હાર કબૂલ કરવી પડી. પરંતુ તેમના ગઈ કાલના દુશ્મનને પૂર્ણ સ્વતંત્રતા આપીને અંગ્રેજ લેકેએ એક ડહાપણભર્યું અને ઉદાર કાર્ય કર્યું. એ વખતે લિબરલ પક્ષ સત્તા ઉપર હતો. થોડા જ સમય પછી આખોયે દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનું સ્વતંત્ર સંસ્થાન બને. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭. અમેરિકામાં આંતરવિગ્રહ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૭૩ જૂની દુનિયા તથા તેની અથડામણ અને ઝધડાઓ, તેના પ્રપ ંચો અને કાવાદાવા, તેના રાજાએ તથા ક્રાંતિ તથા તેના દ્વેષ અને રાષ્ટ્રવાદે એ આપણા ધણા વખત લીધે. હવે આપણે આટ્લાંટિક મહાસાગર ઓળંગીને અમેરિકાની નવી દુનિયાની મુલાકાતે જઈએ અને યુરેાપની જકડમાંથી છૂટા પડ્યા પછી તેની શી સ્થિતિ થઈ તે જોઈએ. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ આપણું લક્ષ વધારે ખેંચે છે. બહુ જ અલ્પ આર્ભમાંથી વધી વધીને આજે તેણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા સુધીની સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ જણાય છે. આજે દુનિયામાં ઇંગ્લેંડનું મેાખરાનું સ્થાન રઘુ નથી. તે આજે દુનિયાનું શરાક્ રઘુ નથી પણ યુરોપના અન્ય દેશોની પેઠે એક દેવાદાર દેશ છે. અને ઉદારતાભર્યાં વર્તાવ માટે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે યાચના કરે છે. હવે દુનિયાના શરાની ગાદી યુનાઇટેડ સ્ટેટ્સને મળી છે. ત્યાં આગળ ધનદોલતના ધેાધ વહી રહ્યો છે અને તે અઢળક સંપત્તિ ધરાવનારા કાવ્યાધિપતિએ પેદા કરી રહ્યુ છે. પરંતુ પ્રાચીન સમયના રાજા મીડાસની પેઠે તેના સ્પર્શ માત્રથી પ્રાપ્ત થતા સુવણૅ થી તેને ઝાઝો આનંદ લાધ્યુંા નથી. અને ત્યાં આગળ અનેક કાટયાધિપતિ હોવા છતાં તેની આમ જનતા આજે ભારે તંગી વેડી રહી છે અને ગરીબાઈમાં સબડે છે. ૧૭૭૫ની સાલમાં ઈંગ્લંડથી છૂટાં પડી ગયેલાં તેનાં સમુદ્ર કિનારા ઉપરનાં રાજ્યાની વસતી ૪૦ લાખ કરતાંયે ઓછી હતી. આજે એક ન્યૂ યોર્ક શહેરની જ વસતી એના કરતાં લગભગ એવડી છે. અને આખા યુનાઈટેડ સ્ટેટ્સની વસતી સાડાબાર કરાડની છે. સંયુક્ત રાજ્યાનાં રાજ્યાની સંખ્યા પણ વધી ગઈ છે અને તે ખંડના એક છેડાથી બીજા છેડા સુધી – આટ્લાંટિક મહાસાગરના કિનારાથી પ્રશાન્ત મહાસાગરના કિનારા સુધી પથરાયેલાં છે. ૧૯મી સદીમાં આ મહાન દેશની માત્ર વસતી અને વિસ્તારમાં જ વધારે થયા એમ નહિ પણ તેના વેપારરાજગારમાં, તેની સંપત્તિમાં, તેના આધુનિક ઉદ્યોગામાં તથા તેની લાગવગમાં પણ વૃદ્ધિ થવા પામી છે. આ સયુક્ત રાજ્યોને અનેક મુશ્કેલીઓ અને મુસીબતમાંથી પાર ઊતરવું પડયુ, યુરોપ સાથે તેમને અથડામણા થઈ અને વિગ્રહા પણ થયા. પરંતુ તેમની આકરામાં આકરી સેટી તેા ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે જાગેલા વિનાશક આંતરવિગ્રહમાં થઈ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન • યુનાઈટેડ સ્ટેટ્સ – આ સ્વતંત્ર રાજ્યને એ નામથી ઓળખવામાં આવે છે –સ્વતંત્ર થયું ત્યાર પછી ડાં જ વરસમાં ક્રાંસની ક્રાંતિ થઈ અને તે પછી નેપોલિયનના વિગ્રહ થયા. નેપોલિયન તથા ઈગ્લેંડ બંને એકબીજાના વેપારરોજગારને નાશ કરવા પ્રયાસ કરી રહ્યાં હતાં. અને આમ કરવા જતાં યુનાઈટેડ સ્ટેટ્સ સાથે અથડામણમાં આવ્યાં. અમેરિકાને દરિયાપારને વેપાર બિલકુલ બંધ પડ્યો અને એને પરિણામે ૧૮૧૨ની સાલમાં તેને ઈગ્લેંડ સાથે બીજા વિગ્રહમાં ઊતરવું પડ્યું. આ બે વરસના વિગ્રહમાં સેંધવા જેવું કશું બનવા પામ્યું નહિ. આ વિગ્રહ દરમ્યાન નેપોલિયનને એબ ટાપુમાં પૂરી દેવામાં આવ્યું અને હવે ઇંગ્લંડના હાથ છૂટા પડ્યા. એટલે અંગ્રેજોએ પાટનગર વૈશિંગ્ટનને કબજે લીધે અને તેના ધારાસભાગૃહ તથા પ્રમુખના નિવાસસ્થાન હાઈટ હાઉસ સહિત તેની બધી મહત્ત્વની ઇમારતને નાશ કરવામાં આવ્યું. પરંતુ છેવટે અંગ્રેજોને હરાવવામાં આવ્યા. આ વિગ્રહ પહેલાં પણ યુનાઈટેડ સ્ટેસે દક્ષિણમાં જમીનને એક મોટો ટુકડો ઉમેર્યો હતે. એ લુઈસિયાનાનું જૂનું ફ્રેન્ચ સંસ્થાન હતું. પરંતુ બ્રિટિશ નૌકાકાફલાના હુમલાથી નેપલિયન તેનું રક્ષણ કરવા અસમર્થ હતું એટલે તેણે એ સંસ્થાન યુનાઈટેડ સ્ટેટ્સને વેચી દીધું. થોડાં વરસ બાદ ૧૮૨૨ની સાલમાં યુનાઈટેડ સ્ટેટ્સે સ્પેન પાસેથી ફલેરીડા ખરીદી લીધું અને ૧૮૪૮માં મેકિસકે સાથેના વિજયવંત વિગ્રહને પરિણામે દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કેલિફોર્નિયા સહિત બીજા કેટલાંક રાજ્ય ઉમેરાયાં. આ ભાગનાં ઘણું શહેરનાં નામે હજીયે સ્પેનિશ છે અને તે એક વખતે ત્યાં આગળ સ્પેનવાસીઓ અથવા તે સ્પેનિશ ભાષા બેલનારા મેકિસકના લેકે શાસન કરતા હતા તેની આપણને યાદ આપે છે. સીનેમેડમનું મહાન શહેર લેસ એન્જલ્સ તથા સાનફ્રાંસિસ્કોનાં નામ આપણે સૌએ સાંભળ્યાં છે. જ્યારે યુરોપમાં ક્રાંતિ તથા દમનના ઉપરાછાપરી પ્રયત્નો થઈ રહ્યા હતા તે દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સ પશ્ચિમ તરફ પિતાને ફેલાવે કરી રહ્યું હતું. યુરોપમાં ચાલતા દમને પરદેશગમનને ઉત્તેજન આપ્યું અને બહોળો પ્રદેશ તથા મજૂરીના ઊંચા દરની વાત એ યુરોપના દેશમાંથી સંખ્યાબંધ લોકોને તે તરફ આકર્ષા. વસતી પશ્ચિમ તરફ પથરાતી ગઈ તેમ તેમ નવાં નવાં રાજ્ય સ્થાપીને સંયુક્ત રાજ્યમાં ઉમેરવામાં આવ્યાં. આરંભથી જ ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે ભારે તફાવત હતા, ઉત્તરનાં રાજ્ય ઉદ્યોગપ્રધાન હતાં. ત્યાં આગળ મોટા મોટા યંત્રોદ્યોગે ઝડપથી ફેલાયા. દક્ષિણ વિશાળ ખેતરે અથવા બગીચાઓનો મુલક હતા અને તેમાં ગુલામેની મજૂરીથી મેટા પાયા ઉપર ખેતી કરવામાં આવતી હતી. ગુલામીની પ્રથા ત્યાં કાયદેસર હતી પરંતુ ઉત્તરમાં તે લેકપ્રિય નહતી. વળી ઉત્તરમાં Page #248 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં આંતરવિગ્રહ ૯૧૫ તેનું ઝાઝું મહત્વ પણ નહોતું. પરંતુ દક્ષિણમાં તે ગુલામેની મજૂરી ઉપર જ બધે આધાર હતે. અલબત્ત, આફ્રિકાના હબસીઓ જ ગુલામ હતા. કોઈ પણ ગોરી પ્રજા ગુલામ નહોતી. સ્વતંત્રતાની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે “બધાં માણસો સમાન જન્મે છે. પરંતુ આ સિદ્ધાંત ગોરાઓને જ લાગુ પડતું હતું, કાળાઓને નહિ. ' હબસીઓને આફ્રિકામાંથી કેવી રીતે લાવવામાં આવતા હતા એ કરુણ અને ખેદજનક કથા છે. ૧૭મી સદીના આરંભમાં ગુલામને વેપાર શરૂ થયે અને ૧૮૬૩ની સાલ સુધી વ્યવસ્થિત રીતે ગુલામો પૂરા પાડવામાં આવતા હતા. આફ્રિકાને પશ્ચિમ કિનારેથી–એને અમુક ભાગ હજી પણ “સ્લેવ કેસ્ટ એટલે કે ગુલામોને કિનારે કહેવાય છે – પસાર થતાં માલ લઈ જનારાં વહાણે જ્યાં આગળથી આફ્રિકાવાસીઓને સહેલાઈથી પકડી શકાય ત્યાંથી પકડી લઈને તેમને અમેરિકા લઈ જતાં. આફ્રિકાવાસીઓમાં ગુલામી બહુ જ જૂજ પ્રમાણમાં હતી. માત્ર યુદ્ધના કેદીઓ તથા દેવાદાર તરફ જ ગુલામ તરીકે વર્તાવ રાખવામાં આવતું. આફ્રિકાવાસીઓને અમેરિકા લઈ જઈ ત્યાં તેમને ગુલામ તરીકે વેચવા એ બહુ જ ફાયદાકારક ધંધે છે એમ માલુમ પડયું. ગુલામને વેપાર વધતે જ ગયે અને મુખ્યત્વે કરીને અંગ્રેજ, પોર્ટુગીઝ તથા સ્પેનિશ લે કેએ એ વેપારમાં આર્થિક મદદ પણ આપી. ગુલામેના વેપારને માટે ખાસ વહાણ બાંધવામાં આવ્યાં. એ વહાણોમાં બે તૂતકે વચ્ચે ગેલેરીઓ કરવામાં આવી અને એ ગરીબ બીચારા હબસીઓને એ ગેલેરીઓમાં સાંકળથી જકડીને સુવાડવામાં આવતા. ગુલામના દરેક જેડકાને એક સાથે બાંધવામાં આવતું. આટલાંટિક ઓળંગવાની સફર અઠવાડિયાંઓ અને કેટલીક વાર મહિનાઓ સુધી ચાલતી. અને આ અઠવાડિયાંઓ અને મહિનાઓ સુધી એ હબસીઓને એકસાથે બંધાઈને આ સાંકડી ગેલેરીઓ ઉપર પડી રહેવું પડતું. અને એ દરેકને પાંચ કે સાડાપાંચ ફૂટ લાંબી અને ૧૬ ઇંચ પહોળી જગ્યા આપવામાં આવતી હતી! ગુલામના વેપારને કારણે લીવરપૂલ એક મહાન શહેર બની ગયું. છેક ૧૭૧૩ની સાલમાં યુટેચની સંધિ વખતે ઇંગ્લેડે સ્પેન પાસેથી આફ્રિકાથી સ્પેનિશ અમેરિકા ગુલામે લઈ જવાને હક પડાવ્યું. આ પહેલાં પણ ઇંગ્લંડે અમેરિકાની બ્રિટિશ ભૂમિમાં ગુલામે પૂરા પાડ્યા હતા. ૧૮મી સદીમાં આ રીતે આફ્રિકા-અમેરિકા વચ્ચેના ગુલામેના વેપારને ઇજા કરી લેવાને ઈંગ્લડે પ્રયત્ન કર્યો. ૧૭૩૦ની સાલમાં લીવરપૂલે આ વેપારમાં ૧૭ વહાણે રોક્યાં હતાં. એ વહાણોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ગઈ અને ૧૭૯૨ની સાલમાં લીવરપૂલે ગુલામના વેપારમાં ૧૩૨ વહાણો રોક્યાં હતાં. ઔદ્યોગિક ક્રાંતિના આરંભના સમયમાં ઇંગ્લંડમાં લેંકેશાયરમાં સૂતર કાંતવાના ઉદ્યોગની ભારે Page #249 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રગતિ થઈ અને એને પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સમાં ગુલામેની માગ વધી ગઈ. કેમ કે લેંકેશાયરની મિલે જે રૂ વાપરતી હતી તે બધું યુનાઈટેડ સ્ટેટ્સનાં દક્ષિણનાં રાજ્યનાં કપાસનાં મોટાં મેટાં ખેતરમાંથી આવતું હતું. આથી કપાસની ખેતીમાં ત્યાં આગળ ઝડપથી વધારે થયે અને આફ્રિકાથી વધારે સંખ્યામાં ગુલામે આવવા લાગ્યા. એટલું જ નહિ પણ પશુઓની પેઠે હબસીઓની પેદાશ પણ કરવામાં આવી ! ૧૭૯૦ની સાલમાં યુનાઈટેડ સ્ટેટસમાં ૬૯૭,૦૦૦ ગુલામ હતા. ૧૮૬૧ની સાલમાં એ સંખ્યા વધીને ૪,૦૦૦,૦૦૦ થઈ ૧૯મી સદીના આરંભમાં બ્રિટિશ પાર્લામેન્ટ ગુલામી વિરુદ્ધ કડક કાયદાઓ કર્યા. યુરેપ તથા અમેરિકાના દેશોએ પણ એ બાબતમાં તેનું અનુકરણ કર્યું. પરંતુ ગુલામી વેપારને ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યું તે પણ હબસીઓને આફ્રિકામાંથી અમેરિકા ઉપાડી જવાનું ચાલુ જ રહ્યું. હા, એથી કરીને તેમાં એક ફેર પડ્યો ખરે. તેમના પ્રવાસની સ્થિતિ વળી વધારે ખરાબ થઈ. હવે તેમને છડેચેક લઈ જઈ શકાય એમ હતું નહિ. એટલે તેમને સંતાડીને લઈ જવા પડતા એટલે છૂટાં પાટિયાંની અભરાઈ ઉપર તેમને એક ઉપર એક એમ ખડકવામાં આવતા. એક અમેરિકન લેખક એ બાબતમાં જણાવે છે કે, કેટલીક વાર ““ટોબેગન” (બરફમાં ચલાવવા માટેની ઠેલગાડી)માં બેસનારાઓની પેઠે તેમને એકના ખોળામાં પગ ઉપર પગ રાખીને બીજો બેઠે હેાય એમ સીંચવામાં આવતા !” એની ભીષણતાની પૂરેપૂરી કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સ્થિતિ એટલી બધી ગંદકીભરી હતી કે ચાર પાંચ સફર પછી આ ગુલામને લઈ જનારાં જહાજોને છોડી દેવાં પડતાં. પરંતુ એ ધંધામાં અઢળક ન થતા હતા અને ૧૮મી સદીના અંત અને ૧૯મી સદીના આરંભમાં જ્યારે એ વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે દર વરસે આફ્રિકાના સેવ કોસ્ટ” ઉપરથી એક લાખ જેટલા ગુલામો ઉપાડી જવામાં આવતા હતા. અને એ પણ સાથે સાથે યાદ રાખજે કે એટલા ગુલામને લઈ જવા માટે તેમને પકડવા માટેની ધાડમાં એના કરતાં અનેકગણું ગુલામે મરાતા. - ૧૯મી સદીના આરંભમાં કે એ અરસામાં મુખ્ય મુખ્ય બધા દેશેએ ગુલામી વેપારને ગેરકાયદે ઠરાવ્યું. યુનાઈટેડ સ્ટેટ્સે સુધ્ધાં એમ કર્યું હતું. અમેરિકામાં ગુલામી વેપારને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું એ ખરું પરંતુ ગુલામીની પ્રથા તે ત્યાં આગળ કાયદેસર ચાલુ રહી. એટલે કે જેઓ ગુલામ હતા તે તે ગુલામો જ રહ્યા. અને ગુલામીની પ્રથા કાયદેસર હતી એટલે તેની મનાઈ હોવા છતાંયે ગુલામી વેપાર ત્યાં ચાલુ જ રહ્યો. જ્યારે ઈંગ્લડે ગુલામીની પ્રથા પણ બંધ કરી ત્યારે ન્યૂ યોર્ક ગુલામી વેપારનું મુખ્ય બંદર બન્યું. | ન્યૂ પૅર્સ ઘણાં વરસ સુધી – ૧૯મી સદીના વચગાળા સુધી –એ વેપારનું બંદર રહ્યું એ ખરું પણ ઉત્તરના લેકે ગુલામીની વિરુદ્ધ હતા. પરંતુ Page #250 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં આંતરવિગ્રહ ૯૧૭ દક્ષિણના લકાને તે તેમનાં વિશાળ ખેતરમાં કામ કરવા માટે ગુલામેાની જરૂર હતી. યુનાઈટેડ સ્ટેટ્સનાં કેટલાંક રાજ્યાએ ગુલામીની પ્રથા રદ કરી અને કેટલાંક રાજ્યાએ તે રહેવા દીધી. હુવે હબસી `ગુલામ, ગુલામીવાળા રાજ્યમાંથી ગુલામી વગરના રાજ્યમાં ભાગી જઈ શકે એમ હતું. અને આ બાબતમાં એ રાજ્ગ્યા વચ્ચે ઝઘડા થતા. ઉત્તર અને દક્ષિણના લકાનાં આર્થિક હિત ભિન્ન હતાં. અને છેક ૧૮૩૦ની સાલથી દાણુ તથા જકાતની બાબતમાં તેમની વચ્ચે ધણુ શરૂ થયું હતું. સંયુક્ત રાજ્યોમાંથી છૂટા પડી જવાની ધમકી કેટલાક લેાકેા આપવા લાગ્યા. બધાં રાજ્યો પોતપોતાના હક્કોની બાબતમાં બહુ જ અધીરાં હતાં અને મધ્યસ્થ સરકાર તેમના આંતરિક વ્યવહારમાં ઝાઝી દખલ કરે એ તેમને પસંદ નહતું. દેશમાં એ પક્ષા ઊભા થયા. એક પક્ષ દરેક રાજ્યની અબાધિત સત્તાની હિમાયત કરતા હતા અને બીજો પક્ષ બળવાન મધ્યસ્થ સરકારની તરફેણ કરતા હતા. આ બધા હિવિરાધાએ ઉત્તર તથા દક્ષિણના લકાને એકબીજાથી જુદા પાડયા અને જ્યારે જ્યારે કાઈ નવા રાજ્યને સંયુક્ત રાજ્યમાં દાખલ કરવાને પ્રસંગ આવતા ત્યારે આ બેમાંથી કયા પક્ષને ટકા આપવા એ પ્રશ્ન લેકા સમક્ષ ખડા થતા. વધુમતી કઈ તરફ હશે એ પ્રશ્ન ઊઠતા. ત્યાં આગળ વસવાટ કરવાને યુરોપથી આવતા લોકોને કારણે ઉત્તરની વસતી ઝડપથી વધતી જતી હતી. આથી તે દક્ષિણના લકા વળી વધારે ગભરાવા લાગ્યા. પોતાના વધારે સંખ્યાબળને કારણે ઉત્તરના લેાકેા દરેક પ્રશ્નમાં તેમને ઉથલાવી તો ન પાડે, એવા ડર દક્ષિણના લેકે સેવવા લાગ્યા. આમ ઉત્તર અને દક્ષિણ વચ્ચેની તંગદિલી ઉત્તરાત્તર વધતી જ ગઈ. દરમ્યાન ગુલામીની પ્રથા આખા યુનાઇટેડ સ્ટેટ્સમાંથી સંપૂર્ણ પણે રદ કરવાની ચળવળ ઉત્તરમાં શરૂ થઈ. જેએ એ ચળવળની તરફેણમાં હતા તે ઍઍલિશનિસ્ટ ' એટલે કે, ગુલામી સંપૂર્ણપણે રદ કરવાના પક્ષકારો તરીકે ઓળખાતા હતા. વિલિયમ લોઈડ ગૅરીસન તેમના મુખ્ય નેતા હતા. આ ગુલામી વિરોધી ચળવળના પ્રચાર કરવાને ૧૮૩૧ની સાલમાં તેણે ‘લિબરેટર ’ નામનું છાપું કાઢ્યું. એના પહેલા જ અંકમાં તેણે સ્પષ્ટ કર્યું કે ગુલામીના મુદ્દા ઉપર તે કશી બાંધછોડ કરવા ચહાતા નથી અને એ બાબતમાં તે જરા પણ નરમ વલણ રાખવા માગતા નથી. એ અંકમાંનાં તેનાં કેટલાંક વાક્યો મશહૂર થઈ ગયાં છે અને તેને ઉતારા હું અહી આપીશ. " “હું સત્ય જેટલા કડાર અને ન્યાય જેટલા અડગ થઈશ. એ વિષયમાં હું મર્યાદા સાચવીને વિચારવા, ખેલવા કે લખવા માગતા નથી. ના! ના! જેનું ધર ભડકે ખળી રહ્યું હાચ તેને મર્યાદામાં રહીને સાદ પાડવાનું ભલે કહે; ખળાત્કાર ગુજારનારના પંજામાંથી પેાતાની પત્નીને મર્યાદામાં રહીને છેડાવવાનું કોઈ શખ્સને ज-१६ Page #251 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ભલે કહે; અગ્નિમાં પડેલા પોતાના બાળકને ધીમે આસ્તે ખેંચી કાઢવાનું કોઈ માતાને ભલે કહો પણ આજના આ ધ્યેયની બાબતમાં મર્યાદાશીલ થવાનું મહેરબાની કરીને આપ મને નહિ કહેશે. હું સમસમી રહ્યો છું – હું ગોળ ગોળ વાત નથી કરવાનો – હું એક ઇંચ પણ પાછા હઠવાને નથી – અને મને સાંભળવો જ પડશે.” પરંતુ માત્ર મૂઠીભર માણસે જ આવું વીરતાભર્યું વલણ ધરાવતા હતા. ગુલામીને વિરોધ કરનારા મોટા ભાગના લેકે તે ગુલામી જ્યાં ચાલુ હતી ત્યાં તેમાં દખલ કરવા ચહાતા નહતા. પણ આમ છતાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે તંગદિલી વધતી જ ગઈ. તેમનાં આર્થિક હિતે ભિન્ન હતાં એ એનું કારણ હતું. ખાસ કરીને જકાતના પ્રશ્ન ઉપર એ હિતે એકબીજા સાથે અથડામણમાં આવતાં હતાં. ૧૮૬૦ની સાલમાં એબ્રાહમ લિંકન યુનાઈટેડ સ્ટેટ્સને પ્રમુખ ચૂંટાયે. એની ચૂંટણી દક્ષિણ માટે સંયુક્ત રાજ્યમાંથી છૂટા પડી જવાના સૂચનરૂપ થઈ પડી. લિંકન ગુલામીની વિરુદ્ધ હતા પરંતુ એમ છતાંયે તેણે એ સ્પષ્ટ કર્યું કે જ્યાં આગળ ગુલામી પ્રથા ચાલુ છે ત્યાં તેમાં દાખલ કરવામાં નહિ આવે. પરંતુ નવાં ઊભાં થતાં રાજ્યમાં તે વિસ્તરે એવું તે નહોતે ચહાતે તેમ જ ત્યાં તેને કાયદેસર કરવા પણ તે ન માગો. ગુલામીની બાબતમાં તેણે આપેલી ખાતરીથી દક્ષિણના લેકે શાંત ન પડ્યા અને એક પછી એક રાજ્ય સંયુક્ત રાજ્યમાંથી છૂટું પડવા લાગ્યું. આ રીતે યુનાઈટેડ સ્ટેટ્સ છિન્નભિન્ન થવાની અણી ઉપર આવી પહોંચ્યું. એ નવા પ્રમુખને માથે આવી ભયંકર પરિસ્થિતિને સામને કરવાની જવાબદારી આવી પડી. દક્ષિણના લેકને મનાવી લેવાનો અને સંયુક્ત રાજ્યને ભાગી પડતું અટકાવવાને લિંકને બીજે એક પ્રયત્ન કર્યો. ગુલામીની પ્રથા ચાલુ રહેવા દેવાની તેણે તેમને અનેક પ્રકારે ખાતરી આપી. તેણે તેમને એટલી હદ સુધી કહ્યું કે જ્યાં આગળ ગુલામીની પ્રથા ચાલુ છે ત્યાં આગળ તે કાયમી રહે એને માટે રાજબંધારણમાં તેની જોગવાઈ કરવાને પણ પોતે તૈયાર છે. સાચે જ, શાંતિ જાળવવા માટે ગમે તે કરવા લિંકન તૈયાર હતું પરંતુ સંયુક્ત રાજ્ય ભાંગી પડે એ એક વાત તે કઈ પણ ભોગે સ્વીકારવા માગતે નહે. કોઈ પણ રાજ્યને સંયુક્ત રાજ્યમાંથી છૂટા પડી જવાને હક માન્ય રાખવાની તેણે સાફ ના પાડી. આંતરવિગ્રહ ટાળવાના લિંકનના બધા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. દક્ષિણે છૂટા થઈ જવાનું નકકી જ કર્યું હતું અને ૧૧ રાજ્ય એ રીતે યુનાઈટેડ સ્ટેટસમાંથી ટાં પડ્યાં પણ ખરાં. વળી તેમની સરહદ ઉપરનાં બીજાં કેટલાંક રાજ્ય તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં. છૂટાં પડેલાં રાજ્યો પિતાને “કૌનફેડરેટ સ્ટેટ્સ” તરીકે ઓળખાવવા લાગ્યાં અને જેફરસન ડેવિસને તેમણે પિતાને પ્રમુખ ચૂંટી કાઢ્યો. ૧૮૬૧ની સાલના એપ્રિલ માસમાં આંતરવિગ્રહ શરૂ Page #252 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં આંતરવિગ્રહ ૯૧૯ થયા અને તે ચાર વરસ જેટલા લાંબા સમય સુધી ચાલ્યા. એ વિગ્રહમાં કેટલાયે ભાઈ આ ભાઈ સાથે અને મિત્રા મિત્ર સાથે લડવા. લડાઈ ચાલતી ગઈ તેમ તેમ સૈન્યો મેટાં ને મેટાં થતાં ગયાં. ઉત્તરને ધણી અનુકૂળતાઓ હતી. તેની પાસે દક્ષિણ કરતાં વધારે સાધનસામગ્રી હતી તેમ જ રેલવે પણ તેની પાસે વધુ પ્રમાણમાં હતી. પરંતુ દક્ષિણ પાસે વધુ સારા સૈનિકા અને સેનાપતિ ખાસ કરીને સેનાપતિ લી હતા. આથી શરૂઆતમાં બધા વિજયા દક્ષિણને જ મળ્યા. પરંતુ આખરે દક્ષિણ થાકી ગયું. ઉત્તરના નૌકા કાફલાએ દક્ષિણના યુરોપ સાથે સબંધ બિલકુલ તોડી નાખ્યો. આથી તે યુરોપના બજારમાં રૂ તથા તંબાકુ મોકલી શક્યું નહિ. આથી દક્ષિણ પાંગળું બની ગયું. પરંતુ લૅ કેશાયર ઉપર પણ એની ભારે વિનાશક અસર થવા પામી. રૂને અભાવે ત્યાંની સૂતરની મિલો બંધ કરવી પડી. લેંકેશાયરમાં બેકાર બનેલા મજૂરો ભારે આપત્તિમાં આવી પડ્યા. ઈંગ્લેંડના લેાકેાનું વલણ એક દરે દક્ષિણ તરફ્ સહાનુભૂતિનું હતું. ક નહિ તો ત્યાંના ધનિક વર્ગનું વલણ તે દક્ષિણની તરફેણનું હતું જ. પરંતુ ત્યાંના ઉદ્દામ વિચારો ધરાવનારા લેાકેા ઉત્તરની તરફેણમાં હતા. ગુલામીની પ્રથા એ આંતરવિગ્રહનું પ્રધાન કારણ નહોતું. હું તને ઉપર કહી ગયા છું તેમ જ્યાં જ્યાં ગુલામીની પ્રથા ચાલુ હતી ત્યાં ત્યાં તેને માન્ય રાખવાની લિંકને છેવટ સુધી ખાતરી આપ્યા કરી હતી. ઉત્તર અને દક્ષિણનાં ભિન્ન અને કર્ણક અંશે પરસ્પર વિધી આર્થિક હિતેાને કારણે ખરી મુશ્કેલી તો ઊભી થવા પામી હતી અને આખરે સંયુક્ત રાજ્યેાની એકતા ટકાવી રાખવાને માટે લિંકન લગ્યો. આંતરવિગ્રહ શરૂ થયા ત્યાર પછી પણ લિંકને ગુલામીની બાબતમાં સ્પષ્ટ જાહેરાત કરી નહિ કેમ કે ઉત્તરના ગુલામીની તરફેણુ કરનારા કેટલાક લેકા એનાથી દુભાશે એવા તેને ભય હતો. પર ંતુ વિગ્રહ ચાલતા ગયા તેમ તેમ એ બાબતમાં તે વધારે ચાક્કસ થતા ગયા. પહેલાં તેણે એવી સૂચના કરી કે ગુલામેાના માલિકાને વળતર આપી. કૉંગ્રેસે ( ત્યાંની ધારાસભા ) ગુલામાને મુક્ત કરવા જોઈ એ. પરંતુ પછીથી તેણે વળતર આપવાને તેને એ વિચાર તજી દીધા અને ૧૮૬૨ની સાલના સપ્ટેમ્બર માસમાં તેણે ગુલામાની મુક્તિનું જાહેરનામું બહાર પાડયું. એમાં તેણે જાહેર કર્યું કે સરકાર સામે અળવેા કરનારાં બધાં રાજ્યામાંના ગુલામેા ૧૮૬૩ની સાલના જાન્યુઆરી માસની પહેલી તારીખથી મુક્ત થવા જોઈએ. આ જાહેરનામું બહાર પાડવાનું મુખ્ય કારણુ દક્ષિણને યુદ્ધમાં નબળું પાડવાની ઇચ્છા હતું. એ જાહેરનામાને પરિણામે ૪,૦૦૦,૦૦૦ ગુલામા મુક્ત થતા હતા. કોનફેડરેટ સ્ટેટ્સ ’માં આ મુક્ત થયેલા ગુલામે મુશ્કેલીઓ ઊભી કરશે એવી આશા ખેશક રાખવામાં " આવી હતી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન દક્ષિણ સંપૂર્ણપણે થાકી ગયા પછી ૧૮૬૫ની સાલમાં આંતરવિગ્રહને અંત આવ્યો. વિગ્રહ એ કોઈ પણ સમયે ભીષણ હોય છે પણ આંતરવિગ્રહ એ તે ઘણી વાર એનાથીયે વધારે ભીષણ નીવડે છે. આ ચાર વરસના ભયંકર યુદ્ધને ઘણખરે જે પ્રમુખ લિંકને વહ્યો અને એનું જે પરિણામ આવ્યું તે અનેક નિરાશાઓ અને આફતોમાં પણ અડગ રહીને મંડયા રહેવાના તેના સ્વસ્થતાપૂર્વકના દૃઢ નિશ્ચયને આભારી હતું. કેવળ જીત મેળવવાની જ તેની નેમ નહોતી. તેની નેમ તે એવી રીતે જીત મેળવવાની હતી કે જેથી સામા પક્ષમાં ઓછામાં ઓછી બેદિલી પેદા થાય અને પરિણામે જેને માટે તે ઝૂઝતા હતા તે હાર્દિક ઐક્ય થવા પામે; બળથી આણેલું ઐક્ય નહિ. આથી યુદ્ધ જીત્યા પછી તેણે હારેલા દક્ષિણ તરફ ઉદારતાભર્યું વલણ દાખવ્યું. પરંતુ થોડા જ દિવસમાં કેઈક ચક્રમે તેને ગોળીથી ઠાર કર્યો. બ્રહમ લિંકન અમેરિકાના સૌથી મહાન વીર પુરુષોમાંનું એક છે. તે જગતને એક મહાપુરુષ પણ છે. તે બહુ જ કંગાળ અવસ્થામાં જ હતે. તેને નહિ જેવું જ શિક્ષણ મળ્યું હતું એને જે કંઈ કેળવણી મળી એ તેના પિતાના કાર્ય દ્વારા જ મળી હતી, અને આમ છતાં પણ તે એક મહાન રાજપુરુષ અને મહાન વક્તા નીવડ્યો તથા તેણે પોતાના દેશને એક ભારે કટોકટીમાંથી ક્ષેમકુશળ પાર ઉતાર્યો. લિંકનના મરણ બાદ અમેરિકન કોંગ્રેસે દક્ષિણના ગોરાઓ તરફ તેણે બતાવી હેત એટલી ઉદારતા ન બતાવી. આ દક્ષિણના ગેરાઓને અમુક રીતે શિક્ષા કરવામાં આવી અને કેટલાકનો તે મતાધિકાર પણ લઈ લેવામાં આવ્યો. પરંતુ હબસીઓને નાગરિક તરીકેના સંપૂર્ણ હક આપવામાં આવ્યા અને અમેરિકાના રાજબંધારણમાં એનો સમાવેશ કરવામાં આવ્યું. વળી એવો નિયમ - પણ કરવામાં આવ્યો કે તેની જાતિ, વણું કે પહેલાંની ગુલામીને કારણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રાજ્ય મતાધિકારથી વંચિત ન કરી શકે. હબસીઓ હવે કાયદાની દષ્ટિએ મુક્ત થયા અને તેમને મત આપવાને હક મળે. પણ એનાથી તેમને ઝાઝે લાભ ન થયે, કેમ કે તેમને આર્થિક દરજો તે પહેલાંના જેવો જ રહ્યો. મુક્ત કરવામાં આવેલા બધા જ હબસીઓ પાસે કશી માલમિલકત નહોતી અને તેમનું શું કરવું એ એક વિકટ પ્રશ્ન થઈ પડ્યો. કેટલાક ઉત્તરનાં શહેરોમાં ચાલ્યા ગયા પણ મોટા ભાગના હબસીઓ તે જ્યાં હતા ત્યાં જ દક્ષિણના તેમના ગોરા માલિકોના પહેલાંના જેટલા જ દબાણમાં રહ્યા. તેઓ પહેલાં જ્યાં આગળ કામ કરતા હતા તે જ ખેતરમાં મજૂરીએ જતા અને ગોરાઓ તેમને પિતાની મરજીમાં આવે એટલી જ મજૂરી આપતા. વળી દક્ષિણના ગરાઓ પણ તેમને હરેક રીતે દબાયેલા રાખવાને સંગઠિત થયા અને એને માટે તેમણે ત્રાસવાદને આશરે લીધે. “ક કલુક્ષ કલાની Page #254 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં આંતરવિગ્રહ નામનું એક અસાધારણ પ્રકારનું અર્ધ-ગુપ્ત મંડળ સ્થાપવામાં આવ્યું. તેના સભ્યો બુરખો ઓઢીને ફરતા અને હબસીઓમાં ત્રાસ વર્તાવતા. ચૂંટણી વખતે તેઓ એ રીતે તેમને મત આપતાં પણ અટકાવતા. છેલ્લી અર્ધી સદી દરમ્યાન હબસીઓએ કંઈક પ્રગતિ કરી છે. કેટલાક મિલકતવાળા પણ થયા છે તથા તેમની પાસે કેટલીક સુંદર કેળવણીની સંસ્થાઓ પણ છે. પરંતુ હબસીઓ હજી પણ ચોક્કસપણે એક પરાધીન અથવા તાબેદાર જાતિ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં તેમની વસતી એક કરોડ વીસ લાખની એટલે તેની કુલ વસતીના દસ ટકા જેટલી છે. ઉત્તરના કેટલાક ભાગમાં છે તેમ જ્યાં જ્યાં તેમની વસતી ઓછી છે ત્યાં તેમને ચલાવી લેવામાં આવે છે પરંતુ તેમની સંખ્યા વધવા પામે કે તરત જ તેમના ઉપર સખત દાબ રાખવામાં આવે છે તથા પહેલાંના ગુલામો કરતાં તેમની દશા ઝાઝી સારી નથી એવો અનુભવ તેમને કરાવવામાં આવે છે. સર્વત્ર તેમને અળગા રાખીને ગોરાઓથી વેગળા રાખવામાં આવે છે. હોટેલ, વીશીઓ, બાગબગીચાઓ, દેવળે, કલેજે, નાહવાનાં સ્થાને, ટ્રામ અરે દુકાનમાં પણ તેમને અળગા રાખવામાં આવે છે! રેલવેમાં તેમને માટે ખાસ જુદા ડમ્બા રાખવામાં આવે છે અને તેને “ જીમ ક્રોકાર” કહેવામાં આવે છે. હબસી અને ગેરા વચ્ચેનાં લગ્નોની કાયદાથી મનાઈ કરવામાં આવી છે. સાચે જ અમેરિકામાં આ બાબતમાં તરેહતરેહના ચિત્રવિચિત્ર કાયદાઓ છે. અરે, હમણાં જ છેક ૧૯૨૬ની સાલમાં કાયદે કરીને હબસી તથા ગેરાઓને એક જ ભેંયતળિયા ઉપર બેસવાની મનાઈ કરવામાં આવી છે ! કેટલીક વાર ગોરાઓ અને હબસીઓ વચ્ચે ભયંકર જાતિ વિરોધી અથવા કોમી રમખાણ થાય છે. દક્ષિણમાં “લિંચિંગ'ના ભયાનક બનાવો બને છે. હબસીએ કંઈક ગુને કર્યો છે એવી શંકા લાવીને ગોરાઓનું ટોળું તેના ઉપર તૂટી પડે અને તેને અમાનુષી રીતે મારી નાખે તેને “લિંચિંગ' કહેવામાં આવે છે. હમણાં હમણાં ગોરાનાં ટોળાંએ હબસીઓને જીવતા બાળી મૂક્યાના પણ ઘણા બનાવો બન્યા છે. આખા યુનાઈટેડ સ્ટેટ્સમાં અને ખાસ કરીને દક્ષિણનાં રાજ્યમાં હજી પણ હબસીઓની દશા બહુ જ વસમી છે. દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં જ્યારે મજૂરની તંગી પડે ત્યારે ઘણી વાર ખેટ આરોપ ઉપજાવી કાઢીને નિર્દોષ હબસીઓને જેલમાં મોકલવામાં આવે છે અને એવા કેદીઓને દામ લઈને મજૂરી કરવા માટે સેંપવામાં આવે છે. આ અતિશય ખરાબ છે પરંતુ એની આસપાસ પ્રવર્તતી પરિસ્થિતિ તે ભારે આઘાતજનક છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે કાયદાએ અપેલી સ્વતંત્રતાની ઝાઝી કિંમત નથી. ' Page #255 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન હૅરિયેટ ખીચર સ્ટોવની ' અંકલ ટૉમ્સ કૅબિન ' નામની નવલકથા તે વાંચી છે ખરી ? એ દક્ષિણના ગુલામ વિષેની નવલકથા છે. એમાં તેમની દુ:ખદાયક કહાણી કહેવામાં આવી છે. આંતરવિગ્રહ થયા તે પહેલાં દસ` વરસ ઉપર એ પુસ્તક બહાર પડયું હતું. ગુલામી વિરુદ્ધ અમેરિકન લોકાની લાગણી જાગ્રત કરવામાં એણે ભારે કાળા આપ્યા. ૯૨૨ ૧૩૮. અમેરિકાનું અણુછતુ સામ્રાજ્ય ૨૮ ફેબ્રુઆરી, ૧૯૬૩ - આંતરવિગ્રહે અમેરિકાના યુવકેાના ભયંકર ભાગ લીધા તથા એને લીધે દેવાના ભારે ખાજો દેશ ઉપર પડ્યો. પરંતુ એ દેશ હજી તરુણ અવસ્થામાં હતા અને શક્તિથી ઊભરાતા હતા. આથી તેને વિકાસ ચાલુ રહ્યો. એની પાસે અખૂટ પ્રાકૃતિક સાધનસ ંપત્તિ હતી અને ખાસ કરીને તેની ભૂમિ ખનિજ પદાર્થીથી સમૃદ્ધ હતી. આધુનિક ઉદ્યોગો અને સુધારાની પાયારૂપ ત્રણ વસ્તુ — કાલસા, લાહુ અને પેટ્રોલ — તેની પાસે પુષ્કળ પ્રમાણમાં હતી. વીજળી ઉત્પન્ન કરવા માટે તેની પાસે જળ-શક્તિ પણ અખૂટ હતી. એને એક દાખલા નિયાગરાના ધોધ તારી નજર સમક્ષ આવશે. તે એક અતિશય વિસ્તીર્ણે દેશ છે અને પ્રમાણમાં તેની વસતી ઓછી હતી એટલે પોતાના પગ પ્રસારવાનો દરેક વ્યક્તિને માટે ત્યાં પુષ્કળ અવકાશ હતા. આમ, ઔદ્યોગિક અને પાકા માલ તૈયાર કરનાર એક મહાન દેશ તરીકે પોતાને વિકાસ સાધવાની તેને હરેક અનુકૂળતા હતી અને એ દિશામાં તેણે બહુ ઝડપથી પ્રગતિ કરી. ૧૯મી સદીના આઠમા દશકાથી તે અમેરિકાના ઉદ્યોગે પરદેશનાં બજારામાં બ્રિટિશ ઉદ્યોગોની સ્પર્ધા કરવા લાગ્યા. વિદેશે સાથેના વેપારમાં ૧૦૦ વરસ સુધી ઇંગ્લ ંડે સહેલાઈથી સરસાઈ ભાગવી હતી તેના જન્મની તથા અમેરિકાએ અંત આણ્યો. અમેરિકામાં વસવાટ કરવાને પરદેશથી આવનારાઓના ધોધ ચાલુ જ રહ્યો. જર્મની, સ્વીડન, નાવે, ઇટાલી, પોલેંડ વગેરે યુરોપના દેશામાંથી યહૂદી સહિત તરેહ તરેહના લે ત્યાં આવી વસ્યા. કેટલાક પોતાના દેશમાં વર્તતા રાજકીય ત્રાસને કારણે અને સારી રજી મેળવવાને માટે ત્યાં આવવાને પ્રેરાયા હતા. વસતીથી ઊભરાતા યુરોપે પોતાની વધારાની વસ્તી અમેરિકા રવાના કરી. એ ભિન્ન ભિન્ન જાતિ, પ્રજા, ભાષા તથા ધર્માંના અજબ પ્રકારના શંભુમેળા હતો. યુરોપમાં એ બધા રાગદ્વેષ અને પરસ્પર દુશ્મનાવટથી ભરેલી પોતપોતાની નાની નાની દુનિયામાં અલગ અલગ રહેતા હતા. અહીં અમેરિકામાં તે નવા જ વાતાવરણમાં એક સાથે આવી પડ્યા. પુરાણા રાગ Page #256 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાનું અણુછતુ સામ્રાજ્ય ६२४ દેષોનું ત્યાં ઝાઝું મહત્ત્વ નહોતું. કેળવણીની સમાન અને એકધારી પદ્ધતિએ થોડા જ વખતમાં તેમની પુરાણી રાષ્ટ્રીયતાના પાસાઓ ધસી નાખ્યા અને ભિન્ન ભિન્ન જાતિઓના ખીચડામાંથી અમેરિકન નાગરિકને નમૂને પેદા થવા લાગ્યો. પહેલેથી ત્યાં આવેલા અંગ્લે-સેકશન લેકે પિતાને ઉમરાવ તરીકે લેખતા હતા અને તેઓ જ સમાજના અગ્રણીઓ હતા. ઉત્તર યુરોપના લોકોને દરજો તેમના પછીને હતો અને એ તેમના દરજજાથી બહુ નીચે ન હતે. દક્ષિણ યુરોપના અને ખાસ કરીને ઇટાલીના લેકીને એ ઉત્તર યુરોપના લોકે હલકા ગણતા હતા અને કંઈક તિરસ્કારપૂર્વક તેઓ તેમને “ગઝ” કહેતા. હબસીઓ તે અલબત એ સૌથી અળગા જ હતા. સમાજમાં તેઓ સૌથી નીચે હતા અને તેઓ કોઈ પણ ગોરી પ્રજા સાથે ભળી શકતા નહિ. દેશના પશ્ચિમ કાંઠા ઉપર થડા ચીની, જાપાની અને હિંદી લેકે વસતા હતા. જ્યારે ત્યાં આગળ મજૂરોની ભારે માગ હતી ત્યારે તે લેકે ત્યાં આવ્યા હતા. આ એશિયાઈ જાતિઓને પણ બીજા બધાથી અળગી રાખવામાં આવતી હતી. રેલવે તથા ટેલિગ્રાફની વિસ્તીર્ણ જાળે આ વિશાળ દેશના જુદા જુદા ભાગોને એકબીજા સાથે સાંકળી લીધા. પહેલાંના વખતમાં આ વસ્તુ બનવી અશક્ય હતી. ત્યારે તે દેશના એક કાંઠેથી બીજે કાંઠે જતાં અઠવાડિયાઓ અને મહિનાઓ વીતી જતા. આપણે આગળ જોઈ ગયાં કે પહેલાંના વખતમાં એશિયા તથા યુરોપમાં વિશાળ સામ્રાજ્ય અનેક વાર ઊભાં થયાં હતાં. પરંતુ પરસ્પર સંપર્ક સાધવાની, અવરજવરની અને માલની લાવલઈજા કરવાની મુશ્કેલીઓને કારણે તે સામ્રાજ્યના ભાગે એકબીજા સાથે નિકટપણે સંકળાયેલા નહોતા. સામ્રાજ્યના જુદા જુદા ભાગો લગભગ સ્વતંત્ર રહીને પિતાનું નિરાળું જીવન જીવી શકતા. માત્ર તેઓ સમ્રાટનું આધિપત્ય માન્ય રાખતા અને તેને ખંડણી ભરતા. એક નાયકની આગેવાની નીચેનું જુદા જુદા દેશનું તે એક શિથિલ મંડળ હતું. તેમની બધાની સમાન હોય એવી કોઈ દૃષ્ટિ નહતી. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં રેલવે તથા અવરજવરની અને સંપર્ક સાધવાની બીજી પદ્ધતિઓને કારણે તેમ જ સમાન કેળવણીને લીધે તેમાં વસતી જુદી જુદી જાતિઓમાં આવી સર્વસાધારણ દૃષ્ટિ ઉદ્દભવી અને વિકસી. એ જાતિઓ એકબીજીમાં ભળી ગઈ અને તેમાંથી એક નવી જ પ્રજા જન્મી. હજી એ પ્રક્રિયા પૂરી નથી થઈ પણ ચાલુ જ છે. ઈતિહાસમાં આવડા મોટા પાયા ઉપર એકીકરણ થયાનો બીજો એકે દાખલ નથી. યુનાઈટેડ સ્ટેટ્સે યુરોપની ગૂંચવણભરી પરિસ્થિતિ તથા તેની સત્તાઓના કાવાદાવાઓમાંથી અળગા રહેવાનો પ્રયાસ કર્યો તથા યુરેપ પણ ઉત્તર તેમ જ દક્ષિણ અમેરિકાની બાબતમાં અળગું રહે એમ ઇચ્છયું. હું આગળ તને મનરે સિદ્ધાંત” વિષે કહી ગયો છું. સ્પેનનું સામ્રાજ્ય ટકાવી રાખવાને માટે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન યુરોપની કેટલીક સત્તાઓ – હેલી ઍલાયન્સ– દક્ષિણ અમેરિકામાં વચ્ચે પડવા માગતી હતી તે સમયે પ્રમુખ મનરેએ એ નિયમ કર્યો હતો. મનરેએ જાહેર કર્યું કે સમગ્ર અમેરિકામાં – ઉત્તર અને દક્ષિણ કઈ પણ ઠેકાણે – યુરેપની કોઈ પણ સત્તા લશ્કરી દખલ કરે તે યુનાઈટેડ સ્ટેટ્સ સાંખી શકે એમ નથી. આ જાહેરાતે દક્ષિણ અમેરિકાનાં તરુણ પ્રજાસત્તાકોને યુરેપના હુમલાથી બચાવ્યાં. એને કારણે એક વખત તે ઇંગ્લેંડ સાથે યુદ્ધ ફાટી નીકળવા સુધીની કટોકટી ઊભી થઈ હતી પરંતુ આજે ૧૦૦ કરતા વધારે વરસથી અમેરિકા એ નીતિને સફળતાપૂર્વક વળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકાથી બિલકુલ ભિન્ન હતું અને ૧૦૦ વરસ વીત્યા પછી પણ એ ભિન્નતા જરા પણ ઓછી થઈ નથી. ઉત્તરમાં આવેલું કેનેડા દિવસે દિવસે યુનાઈટેડ સ્ટેટ્સના જેવું થતું જાય છે પણ દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાકે તે એવાં ને એવાં જ રહ્યાં છે. મેં તને એક વાર કહ્યું છે તેમ મેકિસકો -– જે કે તે ઉત્તર અમેરિકામાં આવેલું છે – સહિત દક્ષિણ અમેરિકાનાં બધાં પ્રજાસત્તાકે લેટિન પ્રજાસત્તાકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ તથા મેકિસકે વચ્ચેની સરહદ બે ભિન્ન પ્રજાઓ અને સંસ્કૃતિઓને જુદી પડે છે. એની દક્ષિણે મધ્ય અમેરિકાની સાંકડી પટીમાં તથા દક્ષિણ અમેરિકાના સમગ્ર વિશાળ ખંડમાં સ્પેનિશ અને પિર્ટુગીઝ ભાષા બેલાય છે. આ આખા પ્રદેશમાં પ્રધાનપણે સ્પેનિશ ભાષા બોલાય છે કેમ કે મને ખબર છે ત્યાં સુધી પોર્ટુગીઝ ભાષા માત્ર બ્રાઝિલમાં જ બેલાય છે. દક્ષિણ અમેરિકાને કારણે સ્પેનિશ ભાષા એ આજે દુનિયાની એક પ્રધાન ભાષા છે. લેટિન અમેરિકા સાંસ્કૃતિક પ્રેરણાને માટે હજી પણ સ્પેન તરફ નજર કરે છે. યુનાઈટેડ સ્ટેટ્સ તથા કેનેડામાં જાતિ જાતિ વચ્ચેની ભિન્નતાઓને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું મહત્ત્વ અહીં આપવામાં આવતું નથી. ત્યાંના આદિવાસી રેડ ઇન્ડિયને તેમ જ કંઈક અંશે હબસીઓ જોડે પણ સ્પેનિશ જાતિને આંતરવિવાહ થવાને કારણે ત્યાં આગળ મિશ્ર જાતિ પેદા થવા પામી છે. ૧૦૦ વરસ સુધી સ્વતંત્રતા ભગવ્યા છતાયે દક્ષિણનાં આ લૅટિન પ્રજાસત્તાકે હજી થાળે પડ્યાં નથી. થોડા થોડા વખતને અંતરે ત્યાં આગળ ક્રાંતિઓ થયા કરે છે તથા લશ્કરી સરમુખત્યારી થપાય છે. આથી તેના નિરંતર બદલાતા રહેતા રાજકારણ તથા સરકારના પલટાઓને સમજવા એ સહેલું નથી. આજેન્ટિના, બ્રાઝિલ તથા ચીલી આ ત્રણે દક્ષિણ અમેરિકાના મુખ્ય દેશ છે. ઉત્તર અમેરિકામાં આવેલું મેકિસકે એ આગળ પડતે લૅટિન અમેરિકન દેશ છે. | મનરે સિદ્ધાંત દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સે લેટિન અમેરિકામાં યુરોપની દખલ અટકાવી. પરંતુ તેની સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ પિતાની વૃદ્ધિ કરવાને માટે Page #258 -------------------------------------------------------------------------- ________________ અમેરિકનું અણછનું સામ્રાજ્ય ૯૨૫ તેણે બહાર પિતાની નજર દોડાવવા માંડી. સ્વાભાવિક રીતે જ લેટિન અમેરિકા ઉપર તેની દૃષ્ટિ પ્રથમ પડી. સામ્રાજ્ય ઊભું કરવાને માટે પહેલાંના સમયને માર્ગ તેણે અખત્યાર ન કર્યો – તેણે આ લૅટિન અમેરિકાના એક પણ દેશને કબજો લેવાનો પ્રયાસ ન કર્યો. તેણે ત્યાં પિતાને માલ મોકલવા માંડ્યો અને ત્યાંનાં બજારે કબજે કર્યો. વળી તેણે એ દેશમાં રેલવે, ખાણે તેમ જ એવાં બીજા સાહસોમાં પોતાની મૂડી પણ રેકી. તેણે તે દેશની સરકારને પણ નાણાં ધીર્યા અને કેટલીક વાર તે ક્રાંતિને સમયે એક જ દેશમાં સામસામા લડતા પક્ષોને પણ નાણું ધીર્યા. આ બધી મૂડી તથા નાણું તે યુનાઈટેડ સ્ટેટ્સના મૂડીદારે અને શરાફનાં હતાં પરંતુ તેમની પાછળ અમેરિકાની સરકાર હતી અને તે તેમને સહાય કરતી હતી. દક્ષિણ તથા મધ્ય અમેરિકાનાં અનેક નાનાં રાજ્ય ઉપર ત્યાં આગળ નાણું ધીરનાર કે મૂડી રોકનાર શરાફેએ ધીમે ધીમે પિતાનો કાબૂ જમાવ્યું. એક પક્ષને આગળથી નાણાં કે હથિયારે આપીને તથા બીજા પક્ષને તે ન આપીને આ શરાફે ત્યાં ક્રાંતિઓ પણ કરાવી શકતા. એ શરાફે તથા મૂડીદારની પાછળ યુનાઈટેડ સ્ટેટ્સની મહાન સરકાર હતી એટલે દક્ષિણ અમેરિકાના નાના અને કમજોર દેશે શું કરી શકે? કેટલીક વાર તે વ્યવસ્થા જાળવવાને બહાને કેઈક રાજ્યમાં એક પક્ષને મદદ કરવાને યુનાઈટેડ સ્ટેટ્સ પોતાનું લશ્કર પણ એકલતું. આ રીતે અમેરિકાના મૂડીદારેએ દક્ષિણના નાના નાના દેશે ઉપર પિતાનો સચેટ કાબૂ જમાવ્યું. ત્યાં આગળ તેઓ પિતાની બેંકે, રેલવેએ તેમ જ ખાણ વગેરે ઉદ્યોગો ચલાવવા લાગ્યા અને એ રીતે પિતાના લાભમાં તેમણે એ દેશનું શેષણ કરવા માંડ્યું. લૅટિન અમેરિકાના મોટા દેશમાં પણ તેમનાં રેકાણુ તથા નાણાંના કાબૂને કારણે તેમની ભારે લાગવગ હતી. આને અર્થ એ કે યુનાઈટેડ સ્ટેટ્સ આ દેશની સંપત્તિ અથવા કહો કે તેમની મોટા ભાગની સંપત્તિ ખાલસા કરી. આ વસ્તુ ખાસ લક્ષમાં રાખવા જેવી છે કેમ કે સામ્રાજ્યને એ નવીન પ્રકાર છે અથવા કહે કે એ તેને આધુનિક પ્રકાર છે. આ જાતનું સામ્રાજ્ય અછતું અને આર્થિક હોય છે અને નજરે પડે એવાં બહારનાં કશાં ચિન વિના તે શેષણ કરે છે અને આધિપત્ય ભેગવે છે. દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યો રાજકીય તેમ જ આંતરરાષ્ટ્રીય દષ્ટિએ સ્વાધીન અને સ્વતંત્ર છે. નકશા ઉપર તે તેઓ વિશાળ દેશે જણાય છે અને તેઓ કોઈ પણ રીતે સ્વતંત્ર નથી એવું દર્શાવનાર તેમાં કશું નથી. અને આમ છતાંયે એમાંના ઘણા ખરા દેશો ઉપર યુનાઈટેડ સ્ટેટ્સનું સંપૂર્ણ પ્રભુત્વ છે. ઇતિહાસની આ રૂપરેખામાં જુદા જુદા યુગમાં સામ્રાજ્યવાદના અનેક પ્રકારે આપણે જોઈ ગયા છીએ. છેક આરંભના સમયમાં એક પ્રજા ઉપર Page #259 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન બીજી પ્રજા યુદ્ધમાં વિજય મેળવે એને અર્થ એ થોં કે વિજયી પ્રજા જિતાયેલા મુલક તથા પ્રજાનું ચાહે તે કરી શકે. વિજેતાઓ જિતાયેલા મુલક તથા લેકને ખાલસા કરતા એટલે કે પરાજિત લેકે ગુલામ બનતા. આ સામાન્ય રિવાજ હતું. બાઈબલમાં આપણે વાંચવામાં આવે છે કે, યહૂદીઓ યુદ્ધમાં હાર્યા હતા તેથી તેઓને બૅબિલેનના લેકે પકડી ગયા હતા. આવા બીજા અનેક દાખલાઓ મળી આવે છે. ધીમે ધીમે બીજા પ્રકારના સામ્રાજ્યવાદે એનું સ્થાન લીધું. એમાં માત્ર જિતાયેલે મુલક જ ખાલસા કરવામાં આવતો અને ત્યાંના લોકોને ગુલામ બનાવવામાં આવતા નહિ. બેશક, એ વખતે એવું શેધી કાઢવામાં આવ્યું હતું કે તેમના ઉપર કર નાખીને તથા બીજી રીતે તેમનું શોષણ કરીને પિસે પેદા કરવાનું કામ વધારે સહેલું છે. બ્રિટિશ હિંદના જેવું આ જ પ્રકારનું સામ્રાજ્ય હજી આપણામાંના ઘણાખરા લેકેના ખ્યાલમાં છે. અને આપણે ધારીએ છીએ કે હિંદ ઉપર વાસ્તવમાં અંગ્રેજોને રાજકીય કાબૂ ન હોય તે હિંદ સ્વતંત્ર બને. પરંતુ એ પ્રકારના સામ્રાજ્યના દિવસે તે વીતી જવા આવ્યા છે અને તેને વધારે વિકસિત અને પૂર્ણ પ્રકાર તેનું સ્થાન લઈ રહ્યો છે. સામ્રાજ્યને આ છેલ્લે પ્રકાર મુલક પણ ખાલસા કરતું નથી. એ તો માત્ર દેશની સંપત્તિ કે સંપત્તિ-ઉત્પાદક તને ખાલસા કરે છે. આમ કરવાથી તે પિતાને ફાયદો થાય એવી રીતે દેશનું સંપૂર્ણપણે શેષણ કરી શકે છે તેમ જ ઘણે અંશે તેના ઉપર પિતાનો કાબૂ પણ રાખી શકે છે અને છતાં તે દેશનું શાસન કરવાની કે તેનું દમન કરવાની જવાબદારી તેને વહેરવી પડતી નથી. પરિણામે સહેજ પણ મુશ્કેલી કે તકલીફ વિના તે દેશ તથા ત્યાં વસતા લેકે ઉપર તેનું પ્રભુત્વ જામે છે તથા ઘણે અંશે તે તેમના કાબૂ નીચે પણ આવે છે. આમ, વખત જતાં સામ્રાજ્યવાદ ઉત્તરોત્તર પૂર્ણતા પ્રાપ્ત કરતે ગયે અને સામ્રાજ્યને આધુનિક પ્રકાર એ અણુછતું આર્થિક સામ્રાજ્ય છે. જ્યારે ગુલામીની પ્રથા રદ કરવામાં આવી અને ત્યાર પછી ક્યાલ પ્રકારની સફે અથવા દાસ પદ્ધતિ બંધ કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવતું હતું કે હવે મનુષ્ય સ્વતંત્ર થશે. પરંતુ થોડા જ વખતમાં માલુમ પડયું કે જેમના હાથમાં ધનની સત્તા હતી તેઓ માણસો ઉપર હજી પ્રભુત્વ ભોગવતા હતા અને તેમનું શોષણ કરતા હતા. ગુલામ કે સર્કને બદલે માણસે હવે મજૂર ગુલામ બન્યા. સ્વતંત્રતા તેમને માટે હજી બહુ દૂર હતી. માણસની બાબતમાં બન્યું તેવું જ દેશોની બાબતમાં પણ બન્યું. લેકે ધારે છે કે એક દેશ ઉપર બીજા દેશનું રાજકીય આધિપત્ય હેય તે જ એક આફત છે અને એને જે દૂર કરવામાં આવે તે સ્વતંત્રતા તે આપમેળે જ આવી જાય. પરંતુ એ દેખાય એટલી સરળ વસ્તુ નથી. અને રાજકીય દૃષ્ટિએ સ્વતંત્ર Page #260 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાનું અણ છતું સામ્રાજ્ય ૯ર૭ એવા દેશો પિતાના ઉપરના બીજાઓના આર્થિક પ્રભુત્વને કારણે તેમના કાબૂ નીચે રહેલા આપણે જોવામાં આવે છે. હિંદનું બ્રિટિશ સામ્રાજ્ય એ તે આંધળો પણ જોઈ શકે એવી દેખીતી વસ્તુ છે. હિંદ ઉપર બ્રિટનને રાજકીય કાબૂ છે. પણ આ છતા સામ્રાજ્યની સાથે સાથે જ અને એના એક આવશ્યક અંગ તરીકે હિંદ ઉપર બ્રિટનને આર્થિક કાબૂ પણ છે. હિંદ ઉપરના બ્રિટનના કાબૂને ચેડા જ વખતમાં અંત આવે અને એમ છતાં હિંદ ઉપર તેને આર્થિક કાબૂ તેના અણુછતા સામ્રાજ્યના રૂપમાં રહેવા પામે એ બિલકુલ સંભવિત છે. જે એમ બનવા પામે તે સમજવું કે હિંદનું બ્રિટનનું શોષણ ચાલુ જ રહ્યું છે. આર્થિક સામ્રાજ્ય એ પ્રભુત્વ ભગવતી સત્તાને માટે આધિપત્યનું ઓછામાં ઓછી તકલીફ આપનારું સ્વરૂપ છે. એ ઘણું લેકની નજરે ચડતું નથી એટલે રાજકીય આધિપત્યના જેટલે રેષ તે પેદા કરતું નથી. પરંતુ પ્રજાને એને ડંખ લાગવા માંડે છે કે તરત જ તે તેની કાર્યપદ્ધતિ સમજવા માંડે છે અને તેમનામાં તેની સામે રોષ જાગે છે. લેટિન અમેરિકામાં હવે યુનાઈટેડ સ્ટેટ્સ માટે ઝાઝો પ્રેમ ઊભરાઈ જતું નથી અને ઉત્તર અમેરિકાના પ્રભુત્વનો સામનો કરવાને લૅટિન અમેરિકાની પ્રજાઓનું સંગઠન કરવાના ઘણા પ્રયાસ થયા છે. પરંતુ આપ આપસમાં ઝઘડવાની તથા વખતોવખત રાજમહેલની ક્રાંતિઓ કરવાની તેમની ટેવ ઉપર તેઓ કાબૂ ન મેળવે ત્યાં સુધી એ દિશામાં તેઓ ઝાઝું કરી શકે એમ લાગતું નથી. ફિલિપાઈન ટાપુઓમાં યુનાઈટેડ સ્ટેટ્સનું દૃશ્ય અથવા છતું સામ્રાજ્ય વિસ્તરેલું છે. સ્પેન સાથે યુદ્ધ કર્યા પછી અમેરિકાએ એ ટાપુઓને કબજે કેવી રીતે મેળવ્યો એ વિષે મેં તને આગળના એક પત્રમાં કહ્યું છે. આટલાંટિક મહાસાગરમાં આવેલા ક્યુબા ટાપુની બાબતમાં ૧૮૯૮ની સાલમાં આ યુદ્ધ શરૂ થયું હતું. ક્યૂબા સ્વતંત્ર થયું પરંતુ તેની સ્વતંત્રતા નામની જ હતી. કયૂબા તથા હીટી એ બંને ઉપર અમેરિકાનું પ્રભુત્વ છે. આશરે બારેક વરસ ઉપર પનામાની નહેર ખુલ્લી મૂકવામાં આવી. આ નહેર મધ્ય અમેરિકાની સાંકડી પટીમાં આવેલી છે અને તે આલાંટિક તથા પ્રશાંત મહાસાગરને જોડે છે. સૂએઝની નહેર બનાવનાર ફર્ડિનાન્ડ દ લેસેસે પચાસ વરસ કરતાં પણ પહેલાં આ નહેરની લેજના કરી હતી. પરંતુ એ મુશ્કેલીમાં આવી પડ્યો અને અમેરિકન લેકેએ જ તે તૈયાર કરી. મલેરિયા અને પીળા તાવથી તેમને ભારે મુશ્કેલી પડી પરંતુ એ રેગોને નિર્મૂળ કરવાને તેમણે પ્રયાસ કર્યો અને તેમાં તેમને સફળતા મળી. તેમણે મેલેરિયાનાં મચ્છરોને તથા એ રેગેને ફેલાવનારાં જંતુઓને પેદા કરનારી જગ્યા સાફ કરીને જતુ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન મુક્ત કરી અને નહેરની આસપાસના પ્રદેશને રોગરહિત કર્યો. એ નહેર પનામાના નાનકડા પ્રજાસત્તાક રાજ્યમાં આવેલી છે પરંતુ નહેર તેમ જ એ નાનું પ્રજાસત્તાક યુનાઈટેડ સ્ટેટ્સના કાબૂમાં છે. યુનાઈટેડ સ્ટેટ્સને માટે તે એ નહેર ભારે આશીર્વાદરૂપ છે કારણ કે એના વિના તે વહાણોને છેક દક્ષિણ અમેરિકાની ફરતે ફરીને આવવું પડતું હતું. આમ યુનાઈટેડ સ્ટેટ્સ દિનપ્રતિદિન વધારે ને વધારે બળવાન અને સમૃદ્ધ થતું ગયું. તે વધુ ને વધુ પ્રમાણમાં ઉત્પાદન કરતું ગયું અને બીજી અનેક વસ્તુઓની સાથે તેણે અનેક કેટયાધિપતિઓ અને ગગનચુંબી ઇમારતે પેદા કર્યા. તેણે યુરોપને ઘણી બાબતમાં પકડી પાડયું અને તેની આગળ પણ નીકળી ગયું. હુન્નરઉદ્યોગેની બાબતમાં તે દુનિયાની અગ્રેસર પ્રજા બની ગઈ અને તેના મજૂરેના જીવનનું ધોરણ દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ઊંચું થયું. ૧૯મી સદીમાં ઇંગ્લંડમાં બન્યું હતું તેમ આવી આબાદીને કારણે સમાજવાદ અને બીજા ઉદ્દામ સિદ્ધાંતને ત્યાં આગળ બહુ ટેકે ન મળે. ઘેડા અપવાદો બાદ કરતાં અમેરિકાના મજૂરે નરમ વલણના અને સ્થિતિચુસ્ત હતા. પ્રમાણમાં તેમને સારી રોજી મળતી હતી તે પછી ભવિષ્યમાં પ્રાપ્ત થનારી સારી સ્થિતિ જેવી અદ્ભવ વસ્તુને ખાતર આજનાં ધુવ આરામ અને સુખસગવડ શાને જોખમમાં નાખવાં? મુખ્યત્વે કરીને ઇટાલિયને અને એવા બીજાઓને એ મજૂરવર્ગ બનેલું હતું અને તુચ્છકારપૂર્વક તેમને ગોઝકહેવામાં આવતા. તેઓ કમજોર અને અસંગઠિત હતા અને તેમને હલકા ગણી ધુત્કારી કાઢવામાં આવતા હતા. સારી રેજી મેળવનાર નિપુણ મજૂરે પણ આ “ડેગેઝથી પિતાને જુદા વર્ગના માનતા. અમેરિકાના રાજકારણમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક એવા બે પક્ષે ઊભા થયા. ઇંગ્લંડની પેઠે જ, અથવા તેના કરતાં પણ વધારે પ્રમાણમાં એ બંને પક્ષે ધનિકવર્ગનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને એ ઉભયના સિદ્ધાંતમાં ઝાઝે તફાવત નથી, મહાયુદ્ધ આવ્યું અને અમેરિકા આખરે લડાઈના વમળમાં સપડાયું તે વખતે ત્યાં આ સ્થિતિ વર્તતી હતી. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯. ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીનો ઝઘડે ૪ માર્ચ, ૧૯૩૩ આફ્લેટિક મહાસાગર ઓળંગીને આપણે ફરી પાછાં જૂની દુનિયામાં જઈએ. દરિયાઈ કે હવાઈ માર્ગે પ્રવાસ કરતાં આયર્લેન્ડ પહેલવહેલું જોવામાં આવે છે. એટલે આપણે પહેલાં ત્યાં જ અટકીએ. આ હરિયાળો અને મનહર ટાપુ યુરોપની છેક પશ્ચિમે આવેલું છે. તે એક નાનકડે ટાપુ છે અને જગતના ઇતિહાસના મુખ્ય પ્રવાહોથી અળગો રહેલે છે. પરંતુ નાનકડે હોવા છતાં તે સાહસિક વૃત્તિથી ભરેલું છે અને રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડતમાં તે સદીઓથી અજેય હિંમત અને બલિદાનની ભાવના દર્શાવતો આવ્યો છે. એક બળવાન પાડોશી સાથેની આ લડતમાં આયર્લેન્ડે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી ખંત અને ચીવટ બતાવ્યાં છે. ૭૫૦ કરતાંયે વધારે વરસોથી તેમની વચ્ચે તકરાર ચાલતી આવી છે અને હજી પણ તેનો નિવેડે આવ્યું નથી ! હિંદુસ્તાન, ચીન અને બીજા દેશમાં આપણે બ્રિટિશ સામ્રાજ્યવાદને તેના અમલી સ્વરૂપમાં નિહાળ્યું. પરંતુ આયર્લેન્ડને તે ઘણું લાંબા કાળથી એનું દમન વેઠવું પડ્યું હતું. પરંતુ તે સ્વેચ્છાથી કદીયે તાબે થયું નથી અને લગભગ દરેક પેઢીએ ઇંગ્લેન્ડ સામે ઊઠેલો બળવો ભાળ્યો છે. તેના વીરમાં વીર પુત્રો સ્વતંત્રતા માટે ઝૂઝતા ઝૂઝતા ખપી ગયા છે અથવા તે અંગ્રેજ સત્તાવાળાઓએ તેમને ફાંસીએ લટકાવ્યા છે. સંખ્યાબંધ આયર્લેન્ડવાસીઓ પોતાના પ્રારા વતનને છોડીને પરદેશમાં જઈ વસ્યા છે. પિતાના દેશ ઉપર આધિપત્ય ભોગવનાર તથા તેની પ્રજાને પડનાર દેશની સામે પોતાનું બળ અજમાવવાની તક મેળવવાને ખાતર ઘણુઓ ઇંગ્લેંડ સામે લડતાં વિદેશનાં લશ્કરમાં જોડાયા. આયર્લેન્ડમાંથી દેશવટે નીકળેલા લેક દૂર દૂરના અનેક દેશમાં ફેલાયા અને જ્યાં ગયા ત્યાં તેમણે પિતાના હૃદયમાં આયર્લેન્ડની ભાવના સંઘરી રાખી. દુઃખમાં ડૂબેલી વ્યક્તિઓ તથા પીડિત અને પિતાનાં બંધનોમાંથી છૂટવાને મથતા દેશે તથા જેઓ અસંતુષ્ટ છે અને જેમને વર્તમાન પરિસ્થિતિમાં કશે આનંદ હોતો નથી તે બધા ભૂતકાળ તરફ નજર કરવાને તથા તેમાંથી આશ્વાસન ખેળવાને પ્રયત્ન કરે છે. આ ભૂતકાળને તેઓ વાસ્તવમાં હોય તેના કરતાં મોટું સ્વરૂપ આપે છે અને વીતી ગયેલી મહત્તાના ચિંતનમાં આશ્વાસન મેળવે છે. જ્યારે વર્તમાન અંધકારમય હોય છે ત્યારે ભૂતકાળ આસાએશ અને પ્રેરણાદાયી આશ્રયસ્થાન બની જાય છે. પુરાણી ફરિયાદે ડંખ્યા કરે છે અને તે ભુલાતી નથી. નિરંતર ભૂતકાળ તરફ જ નજર કર્યા કરવી એ રાષ્ટ્રને માટે સ્વાસ્થનું ચિહ્ન નથી. સ્વાસ્થવાળી પ્રજાએ તથા દેશે વર્તમાનમાં કાર્યશીલ રહે છે અને ભવિષ્ય તરફ પિતાની નજર રાખે છે. પરંતુ પરતંત્ર વ્યક્તિ કે Page #263 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન રાષ્ટ્ર નીરોગી હોઈ શક્તાં નથી. એટલે એવી વ્યક્તિ કે રાષ્ટ્ર ભૂતકાળ તરફ નજર કરે અને ભૂતકાળમાં જ મગ્ન રહે એ સ્વાભાવિક છે. આમ આયર્લેન્ડ હજી પણ પિતાના ભૂતકાળમાં જ મગ્ન રહે છે, અને આયરિશ લે કે પ્રાચીન કાળમાં તે સ્વતંત્ર હતું તે દિવસેનાં સ્મરણો પ્રેમપૂર્વક સંઘરી રાખે છે અને સ્વાતંત્ર્ય માટેની તેની અનેક લડતે તથા તેની જૂની ફરિયાદોની યાદ હમેશાં તાજી રાખે છે. જ્યારે આયર્લેન્ડ આખા પશ્ચિમ યુરેપનું વિદ્યાનું કેન્દ્ર હતું અને દૂર દૂરના દેશોના વિદ્યાર્થીઓ ત્યાં આગળ વિદ્યા સંપાદન કરવાને આવતા હતા તે ૧૪૦૦ વરસ પૂર્વેના કાળ તરફ એટલે કે ઈશુની ૬ઠ્ઠી સદી તરફ તેઓ નજર કરે છે. એ સમયે રોમન સામ્રાજ્ય ભાગી પડયું હતું અને વેન્ડાલ તથા દૂણ લેકાએ રોમન સંસ્કૃતિને કચરી નાખી હતી. એ દિવસોમાં આયર્લેન્ડ, યુરેપમાં સંસ્કૃતિ ફરીથી સજીવન થઈ ત્યાં સુધી ત્યાં આગળ સંસ્કૃતિની જ્યોત બળતી રાખનાર એક સ્થાન હતું એમ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મ આયર્લેન્ડમાં ઘણે વહેલે દાખલ થયે હતે. આયર્લેન્ડને સંત પ્રેટ્રિક એ ત્યાં લાવ્યું હતું એમ ધારવામાં આવે છે. આયર્લેન્ડમાંથી જ તે ઈગ્લેંડના ઉત્તરના ભાગમાં પ્રસર્યો. આયર્લેન્ડમાં અનેક મઠ સ્થપાયા અને હિંદના આશ્રમે તથા બૌદ્ધ મઠોની પેઠે તે વિદ્યાનાં ધામ બની ગયા. ત્યાં આગળ ઘણુંખરું ખુલ્લી જગ્યામાં શિક્ષણ આપવામાં આવતું. આ મઠેમાંથી મિશનરીઓ અખ્રિસ્તી લેકેને નવા ખ્રિસ્તી ધર્મને ઉપદેશ આપવાને ઉત્તર તથા પશ્ચિમ યુરોપમાં જતા. આયર્લેન્ડના આ મઠેમાં કેટલાક સાધુઓ મનહર હસ્તપ્રતો લખતા તથા અનેક રીતે તેને શણગારતા. આવું એક સુંદર હસ્તલિખિત પુસ્તક હાલ ડબ્લિનમાં રાખવામાં આવ્યું છે. એનું નામ “બુક ઓફ કેલ્સ’ છે અને ઘણું કરીને તે ૧૨૦૦ વરસ ઉપર લખાયું હતું. ઈશુની છઠ્ઠી સદી પછીનાં ૨૦૦ કે ૩૦૦ વરસના કાળને ઘણાખરા આયરિશ લેકે એક પ્રકારના સુવર્ણ યુગ તરીકે લેખે છે. એ કાળમાં ગેલિક સંસ્કૃતિ તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. કાળનું લાંબું અંતર ઘણુંખરું પુરાણું ભૂતકાળની આસપાસ મેહકતાનું વાતાવરણ પેદા કરે છે અને વાસ્તવમાં તે હોય છે તેના કરતાં તેને અધિકતર મહાન બતાવે છે. આયર્લેન્ડ તે સમયે જુદા જુદા કબીલાઓમાં વિભક્ત હતું અને આ કબીલાઓ આપસમાં નિરંતર લડ્યા કરતા હતા. મહેમાંહેના ઝઘડા એ હિંદની પેઠે આયર્લેન્ડની પણ નબળાઈ હતી. ત્યાર પછી ઈગ્લેંડ અને ક્રાંસની જેમ ત્યાં આગળ પણ ન લેકે આવ્યા. તેમણે આયર્લેન્ડના લેકીને બરબાદ કર્યા તથા તેમની પાસેથી મોટો પ્રદેશ પડાવી લીધે. ૧૧મી સદીમાં બ્રીઅન બરુમા નામના એક મશહૂર આયરિશ રાજાએ ડેન લેકેને હરાવ્યા અને થોડા વખત માટે આયર્લેન્ડને એક કર્યું. પરંતુ તેના મરણ પછી દેશના ફરી પાછા ભાગલા પડી ગયા. Page #264 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીના ઝઘડા ૯૩૧ વિજેતા વિલિયમની સરદારી નીચે ૧૧મી સદીમાં નામ ન લેાકાએ ઇંગ્લંડ જીતી લીધું હતું એ તને યાદ હશે. ૧૦૦ વરસ બાદ આ એંગ્લો-નામન ( ઇંગ્લંડમાં વસેલા નામન) લેકાએ આયર્લૅન્ડ ઉપર ચડાઈ કરી અને ‘પેઈલ ’ નામથી ઓળખાતા ભાગ જીતી લીધે!. ૧૧૬૯ની સાલની આ એંગ્લો-નામન લકાની ચડાઈએ ત્યાંની પ્રાચીન ગૅલિક સંસ્કૃતિને ભારે હાનિ પહોંચાડી અને ત્યારથી આયરિશ જાતિ અથવા કબીલા સાથેના લગભગ અવિરત વિગ્રહ ચાલુ થયા. સદી સુધી ચાલુ રહેલાં આ યુદ્દો સપૂર્ણ પણે પાશવ અને ધાતકી હતાં. અંગ્રેજો ( હવે એંગ્લો-નોમન લેાકાને એ નામથી ઓળખી શકાય ) આયરિશ કાને હલકા ગણતા અને તેમને એક અજગલી જાતિ તરીકે લેખતા. તે ભિન્ન જાતિના હતા. અંગ્રેજો અંગ્લા-સૅકસન જાતિના હતા જ્યારે આયરિશ લેકા કેલ્ટ જાતિના હતા. પાછળના વખતમાં તો તેમના ધર્માં પણ ભિન્ન થઈ ગયા. અંગ્રેજો તથા સ્કોટ લેાકેા પ્રોટેસ્ટંટ બન્યા અને આયરિશ લાંકા તા સમન કૅથલિક સંપ્રદાયને જ વફાદારીપૂર્વક વળગી રહ્યા. આથી આ અંગ્રેજો અને આયરિશ લેકા વચ્ચેનાં યુદ્ધોમાં જાતિ જાતિ વચ્ચેનાં તેમ જ ધમ ધર્મ વચ્ચેનાં યુદ્ધોમાં હાય છે તે બધી તીવ્રતા અને ઉગ્રતા હતી. અંગ્રેજોએ એ બંને જાતનુ મિશ્રણ થતું અટકાવ્યું. તે એટલે સુધી કે, અંગ્રેજ અને આયરિશ લેાકેા વચ્ચે આંતરવિવાહુ અટકાવનારે કાયદો પણ કરવામાં આવ્યે. આયર્લૅન્ડમાં એક પછી એક એમ બળવા થતા જ રહ્યા અને એ બધાને ભારે નિર્દયતાથી આવી દેવામાં આવતા હતા. આયરિશ લેાકેા સ્વાભાવિક રીતે જ પોતાના વિદેશી શાસકેાને તથા દમન કરનારાઓને ધિક્કારતા હતા અને જ્યારે જ્યારે તેમને યોગ્ય તક મળતી ત્યારે અથવા એવી તક વિનાયે તે બળવા પાકારતા. “ ઇંગ્લંડની મુશ્કેલી એ આયર્લૅન્ડની તક છે” એ એક જાનુ કહેણુ છે અને રાજકીય તથા ધાર્મિક કારણાને લીધે આયર્લૅન્ડ ક્રાંસ તથા સ્પેન જેવા ઇંગ્લેંડના દુશ્મનેાના પક્ષ કરતું. આથી અંગ્રેજો ક્રોધથી આંધળા બનતા. એ રીતે પેાતાની પીઠ પાછળ ઘા કરવામાં આવે છે એમ તેમને લાગતું અને અનેક પ્રકારના અત્યાચારથી તેઓ એને બદલેા વાળતા. ૧૬મી સદીમાં ઇલિઝાબેથ રાણીના અમલ દરમ્યાન તેમની વચ્ચે અગ્રેજ જમીનદારા વસાવીને બડખાર આયરિશ લેાકાના સામના તેાડી નાખવાને તથા તેમને હમેશાં દાખેલા રાખવાને નિણ્ય કરવામાં આવ્યા. આથી જમીન જપ્ત કરવામાં આવી અને પહેલાંના સમયથી ચાલ્યા આવેલા જાના આયરિશ જમીનદારને સ્થાને વિદેશી જમીનદારા આવ્યા. આમ આયર્લૅન્ડ એ વિદેશી જ્મીનદારોવાળુ લગભગ ખેડૂતોનું રાષ્ટ્ર જ રહ્યુ. સદીઓ વીત્યા ખાદ પણ આયરિશ લેાકાની નજરે એ જમીનદારે પરદેશી રહ્યા. Page #265 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન આયરિશ લેાકેાના તેજોવધ કરવાના આ પ્રયત્નમાં ઇલિઝાખેથ પછી ગાદીએ આવનાર ઇંગ્લેંડના જેમ્સ પહેલા એક ડગલું આગળ વધ્યા. તેણે તા આયર્લૅન્ડમાં વ્યવસ્થિત રીતે પરદેશી વસાહતીઓ વસાવવાનો નિર્ણય કર્યાં. એને માટે તેણે ઉત્તર આયર્લૅન્ડમાં અલ્સ્ટરનાં છ પરગણાંની લગભગ બધી જ જમીન જપ્ત કરી. ત્યાં આગળ કશા દામ વિના જમીન મળે એમ હતું એટલે ઈંગ્લેંડ અને સ્કોટલૅન્ડમાંથી સાહસખારાનાં ટોળેટેળાં ત્યાં આવ્યાં. ઘણાખરા અંગ્રેજો તથા કાંટાને જમીન મળી અને તે ખેડૂતા તરીકે ત્યાં વસ્યા. લંડન શહેરને પણુ આ વસાહતના કાર્યોંમાં ફાળા આપવાનું કહેવામાં આવ્યું અને ‘ અલ્સ્ટરની વસાહત ' માટે તેણે એક ખાસ મંડળ સ્થાપ્યું. આને જ કારણે ઉત્તરનુ ડરી નામનુ શહેર લડનારી તરીકે ઓળખાવા લાગ્યું. ૯૩૨ આમ અલ્સ્ટર એ આયર્લૅન્ડમાં ઇંગ્લેંડના એક ભાગ જેવું બની ગયું. આયરિશ લેકાને એના તરફ ભારે રોષ હતા એમાં કશું આશ્ચર્ય નથી. આ નવા અલ્સ્ટરવાસીએ પણુ આયરિશ લેને ધિક્કારતા હતા તથા તેમને હલકા ગણતા હતા. આયર્લૅન્ડને એ દુશ્મન છાવણીઓમાં વહેંચી નાખવું એ ઈંગ્લંડની કેવી ભારે ઉસ્તાદીભરી સામ્રાજ્યવાદી રમત હતી ! ૩૦૦ વરસ પછી આજે પણુ અલ્સ્ટરને કાયડા અણુઊકલ્યા જ રહ્યો છે. અલ્સ્ટરની વસાહત વસાવ્યા પછી થેાડા જ વખતમાં ઈંગ્લેંડમાં પા મેન્ટ તથા ચાર્લ્સ પહેલા વચ્ચે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. પાર્લમેન્ટના પક્ષમાં પ્યુરીટન તથા પ્રોટેસ્ટટા હતા. કૅથલિક આયર્લૅન્ડ સ્વાભાવિક રીતે જ રાજાના પક્ષમાં રહ્યું અને અલ્સ્ટર પામેન્ટને પક્ષે. આયરિશ લાકાને એવા ભય હતો અને એ ભય સકારણ હતા - પ્યુરીટના કૅથલિક સંપ્રદાયને કચરી નાખશે. આથી ૧૬૪૧ની સાલમાં તેમણે જબરો બળવા કર્યાં. આ બળવેા તથા તેનું દમન આગળના બળવા તથા તેના દમન કરતાં અનેકગણાં ધાતકી અને પાશવ હતાં. કૅથલિક આયરિશ લોકાએ પ્રોટેસ્ટંટ લોકાની નિર્દયપણે કતલ કરી. ક્રમવેલે લીધેલું એનું વેર અતિશય ભયંકર હતું. આયરિશ લેાકેાની અને ખાસ કરીને કૅથલિક પાદરીઓની અનેક વાર કતલ કરવામાં આવી. અને આયર્લૅન્ડમાં ક્રમવેલનું નામ હજી પણ કડવાશથી યાદ કરવામાં આવે છે. કે - આવા અત્યાચાર ગુજારવામાં આવ્યા અને નિર્ધ્યતા દાખવવામાં આવી છતાંયે એક પેઢી પછી આયર્લૅન્ડમાં કરી પાછો બળવા અને આંતરવિગ્રહ ફ્રાટી નીકળ્યા. એમાં લંડનડરી તથા લિમેરિકના વેરાના બે બનાવા આગળ તરી આવે છે. અલ્સ્ટરમાં આવેલા લંડનડરીના પ્રાટેસ્ટંટ શહેરને ૧૬૮૮ની સાલમાં કૅથલિક આયરિશ લોકેાએ ઘેરા ધાલ્યા. તેના રક્ષકા પાસે ખારાક નહાતો રહ્યો અને તે ભૂખે મરતા હતા છતાંયે તેને બહાદુરીપૂર્વક બચાવ કરવામાં આબ્યા. ચાર માસના ઘેરા અને તંગી પછી બ્રિટિશ વહાણા ત્યાં આગળ ખારાકી Page #266 -------------------------------------------------------------------------- ________________ ઈગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને ઝઘડે ૯૩૩ લાવ્યાં અને ઘેરાયેલા લેકને રાહત આપી. ૧૬૯૦ની સાલમાં લિમેરિકમાં એથી ઊલટું બન્યું. એ કૅથલિક આયરિશના શહેરને અંગ્રેજોએ ઘેરે ઘાલે. આ ઘેરાને વીર યોદ્ધો પૈટ્રિક સાર્સફિલ્ડ હતું. તેણે ભારે મુશ્કેલીઓ સામે લિમેરિકને બહાદુરીપૂર્વક બચાવ કર્યો. લિમેરિકને બચાવ કરવામાં આયરિશ સ્ત્રીઓ પણ લડી હતી. અને આયર્લેન્ડનાં ગામડાંઓમાં સાર્સફિલ્ડ તથા તેના વીર લડવૈયાઓનાં ગેલિક ભાષાનાં ગીતે આજે પણ ગવાય છે. સાર્સફિલ્વે છેવટે લિમેરિક છેડી દીધું. પરંતુ અંગ્રેજો સાથે માનભરી સંધિ કર્યા પછી જ તેણે તેમ કર્યું. લિમેરિકની સંધિની એક શરત એ પણ હતી કે આયરિશ કૅથલિકાને સંપૂર્ણ નાગરિક તેમ જ ધાર્મિક સ્વતંત્રતા આપવી. અંગ્રેજોએ અથવા સાચું કહેતાં આયર્લેન્ડમાં વસતાં અંગ્રેજ જમીનદાર કુટુંબેએ લિમેરિકની સંધિને ભંગ કર્યો. આ ટૅટેસ્ટંટ કુટુંબને ઇંગ્લંડના તાબા નીચેની ડબ્લિનની પાર્લામેન્ટ ઉપર કાબૂ હતું અને લિમેરિક આગળ ગંભીરતાપૂર્વક વચન આપ્યું હોવા છતાંયે તેમણે કૅથલિકોને નાગરિક કે ધાર્મિક સ્વતંત્રતા આપવાની ના પાડી. બદલામાં કૅથલિકને શિક્ષા કરનારા તથા ઈરાદાપૂર્વક આયરિશ લેકના ઊનના વેપારનો નાશ કરનાર ખાસ કાયદાઓ તેમણે ક્ય. સાથે ખેતી કરનારા ખેડૂત વર્ગને નિર્દય રીતે કચરી નાખવામાં આબે તથા એવા ખેડૂતોને તેમની જમીન ઉપરથી હાંકી કાઢવામાં આવ્યા. યાદ રાખજે કે મોટા ભાગની વસતી સામે માત્ર મૂઠીભર પરદેશી જમીનદારોએ આ કર્યું હતું. એ વસતી પ્રધાનપણે કેથલિક સંપ્રદાયની હતી અને એના મોટા ભાગના લેક ગણોતિયા ખેડૂત હતા. પરંતુ બધી સત્તા આ અંગ્રેજ જમીનઘરેના હાથમાં હતી. એ જમીનદારે પિતાની જમીનથી બહુ દૂર રહેતા હતા અને ગણોતિયાઓને નિર્દય અને લૂંટારા આડતિયાઓ તથા ગણોત ઉધરાવનારાએના હાથમાં સોંપી જતા હતા. લિમેરિકની વાત આજે તે જૂની થઈ ગઈ છે પરંતુ ગંભીરપણે આપવામાં આવેલે કાલ તેડવામાં આવ્યું તેને કારણે જે કડવાશ અને ક્રોધ પેદા થયાં તે હજી પણ ઓછાં થયાં નથી. અને અંગ્રેજોએ આયર્લેન્ડમાં કરેલા વંચનભંગની પરંપરામાં લિમેરિકન વચનભંગ આયર્લેન્ડના રાષ્ટ્રવાદીઓના માનસમાં આજે પણ અગ્રસ્થાને રહ્યો છે. એ વખતે કરવામાં આવેલા આ કરારભંગ, ધાર્મિક અસહિષ્ણુતા અને દમન તથા જમીનદારની નિર્દયતાને કારણે સંખ્યાબંધ આયર્લેન્ડવાસીઓ પોતાનું વતન છોડીને પરદેશ ચાલ્યા ગયા. આયર્લેન્ડના ચુનંદા યુવાને પરદેશ ચાલ્યા ગયા અને ઇંગ્લેન્ડ સામે લડતા કઈ પણ દેશને તેમણે પિતાની સેવાઓ અપી. ઇંગ્લેન્ડ સામે જ્યાં જ્યાં લડાઈ ચાલતી ત્યાં ત્યાં આ આયરિશ યુવકો અચૂક હોવાના જ. “ગુલિવર્સ ટ્રાવેલ્સને લેખક જેનાથન સ્વિફટ આ કાળમાં (૧૬ ૬૭થી ૧૭૪૫) થઈ ગયું. તેણે પિતાના આયરિશ દેશબંધુઓને આપેલી સલાહ -૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપરથી અંગ્રેજો સામેના તેના કોપને આપણને કંઈક ખ્યાલ આવે છે. તે કહે છે, “કોલસા સિવાયની હરેક બ્રિટિશ વસ્તુને બાળી મૂકે.” ડબ્લનના સંત પૅટ્રિકના દેવળમાં આવેલી તેની કબર ઉપરનો મૃત્યુલેખ તો એના કરતા વધારે કડવાશથી ભરેલું છે. ઘણું કરીને એ મૃત્યુલેખ સ્વિફટે પિતે જ લખ્યો હતે. જે ત્રીસ વર્ષો સુધી મંદિરે હતે અધ્યક્ષ—જેનાથન સ્વિફટ–અહીં તેનું પડયું માટી તળે કલેવર. પ્રકેપ ના જંગલી કેરી ખાઈ એના હવે અંતરને કદી શકે. જા પાન્ય! ને જે તુજથી બને તો થેંડુંક એને પગલે તું ચાલજે, એને – લીધે ભાગ સ્વતંત્રતાની * રક્ષાર્થ મદનભરેલ જેણે. ૧૭૪ની સાલમાં અમેરિકાનો સ્વાતંત્ર્ય વિગ્રહ ફાટી નીકળે અને બ્રિટિશ સૈન્યને આલાંટિક પાર મેકલવું પડયું. આથી આયર્લેન્ડમાં બ્રિટિશ લશ્કર બિલકુલ રહ્યું નહિ અને ફ્રાંસ તેના ઉપર ચડાઈ કરશે એવી વાત થવા લાગી. કેમ કે ફ્રાંસે પણ ઇંગ્લંડ સામે લડાઈ જાહેર કરી હતી. આથી આયર્લેન્ડના કેથલિક તેમ જ ટૅટેસ્ટંટ બંનેએ દેશના બચાવને અર્થે સ્વયંસેવક દળ ઊભું કર્યું. થોડા વખત માટે તે તેઓ પિતાનાં જૂનાં વેરઝેર ભૂલી ગયા. તેમનામાં કેટલું સામર્થ્ય રહેલું છે એની તેમને આ રીતે પરસ્પર સહકાર કરતાં ખબર પડી. બીજા એક બળવાની ધમકીને સામને કરવાની સ્થિતિ ઇંગ્લેન્ડ સામે ખડી થઈ અને અમેરિકાની પેઠે આયર્લેન્ડ પણ તેનાથી છૂટું પડી જશે એવા ડરથી આયર્લેન્ડને સ્વતંત્ર પાર્લામેન્ટ આપવામાં આવી. આમ સિદ્ધાંતની દૃષ્ટિએ તે આયર્લેન્ડ ઇગ્લેડથી સ્વતંત્ર થયું પણ તે એક જ રાજાના અમલ નીચે રહ્યું. વળી એ આયરિશ પાર્લામેન્ટ પણ તેની જૂની પાર્લામેન્ટના જેવી જ હતી. મૂડીભર જમીનદારનો જ તેના ઉપર કાબૂ હતું તથા પહેલાં કૅથલિક ઉપર જુલમ ગુજારનાર પ્રોટેસ્ટટોનું જ તેમાં પ્રતિનિધિત્વ હતું. કેથલિકો ઉપર હજીયે અનેક પ્રકારની બાધાઓ લાદવામાં આવી હતી. તફાવત માત્ર એટલો જ હતું કે, પ્રેટેસ્ટંટ અને કૅથલિકે વચ્ચે કંઈક સારું વાતાવરણ પેદા થયેલું દેખાતું હતું. આ પાર્લમેન્ટને નેતા હેત્રી ગ્રેટન હતું, તે પોતે પ્રોટેસ્ટંટ હતું અને કેથલિક ઉપરનાં બંધને દૂર કરવા માગતા હતા. પરંતુ એ બાબતમાં તે ઝાઝું કરી શક્યો નહિ. દરમ્યાન ફ્રાંસની ક્રાંતિ થઈ અને એને કારણે આયર્લેન્ડમાં ભારે આશા પેદા થઈ અજાયબીની વાત તે એ છે કે કૅથલિક તથા પ્રોટેસ્ટટ એ બંનેએ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને ઝઘડે હશે એને વધાવી લીધી. તેઓ બંને એકબીજાની વધુ ને વધુ નિકટ આવતા જતા હતા. એ બંનેનું એક્ય સાધવાને તથા કૅથલિકને મુક્ત કરવાને “યુનાઈટેડ આયરિશમૈન”(એકત્રિત આયડવાસીઓ) નામની સંસ્થા સ્થાપવામાં આવી, પરંતુ સરકારે એ સંસ્થાને મંજૂર ન કરી અને તેને કચરી નાખી. આથી ૧૭૯૮ની સાલમાં પહેલાંની પેઠે અનિવાર્યપણે ફરી પાછું બંડ થયું. પહેલાંનાં કેટલાંક બંડેની પેઠે એ અલ્સર તથા બાકીના દેશ વચ્ચેની ધાર્મિક લડાઈ નહોતી. એ રાષ્ટ્રીય બળ હતો અને તેમાં અમુક અંશે એ બંનેએ ભાગ લીધે. ઈંગ્લેંડે એ બળવાને દબાવી દીધો અને તેના વીર સરદાર વુલ્ફ ટોનને દેશદ્રોહી તરીકે ફાંસીએ લટકાવવામાં આવ્યું. આમ આયર્લેન્ડને સ્વતંત્ર પાર્લામેન્ટ આપવામાં આવી તેથી આયરિશ પ્રજાની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો એ સ્પષ્ટ હતું. ઇંગ્લંડની પાર્લામેન્ટ પણ એ વખતે તે બહુ જ મર્યાદિત અને સડેલી વસ્તુ હતી. પોકેટબરે દ્વારા તથા બીજી એવી જ રીતે તે ચૂંટાતી હતી અને થોડા જમીનદારો તથા ગણ્યાગાંઠયા ધનિક વેપારીઓને તેના ઉપર કાબૂ હતે. આયરિશ પાર્લામેન્ટમાં આ બધાં અનિષ્ટ ત હતાં જ અને વધારામાં કૅથલિકાના દેશમાં તે મૂઠીભર પ્રોટેસ્ટમાં મર્યાદિત હતી. આમ છતાંયે આ આયરિશ પાર્લામેન્ટને બંધ કરીને આયર્લેન્ડને ઈંગ્લેંડ સાથે જોડી દેવાને બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો. આયર્લેન્ડમાં એની સામે ભારે વિરોધ જાગ્યો પરંતુ ડબ્લિનની પાર્લમેન્ટના સભ્યોને ખૂબ લાંચ આપીને પિતાની જ પાર્લામેન્ટ બંધ કરવાને મત આપવા તેમને સમજાવવામાં આવ્યા. ૧૮૦૦ની સાલમાં “એકટ ઑફ યુનિયન’(ઈગ્લેંડ અને આયર્લેન્ડના જોડાણને કાયદો પસાર કરવામાં આવ્યું. ગ્રેટનની અલ્પજીવી પાર્લમેન્ટને આ રીતે અંત આવ્યો અને તેને બદલે થોડા આયરિશ સભ્યો લંડનની બ્રિટિશ પાર્લામેન્ટમાં મોકલવાની ગોઠવણ કરવામાં આવી. એ નીતિભ્રષ્ટ આયરિશ પાર્લામેન્ટને બંધ કરવામાં આવી એથી કંઈ ભારે નુકસાન થયું એમ ન કહી શકાય. હા, એટલું ખરું કે પાછળથી એને વિકાસ થાત અને તે વધારે સારી થવા પામત એ અવકાશ ન રહ્યો. પરંતુ આ “એકટ ઓફ યુનિયન’, એણે ખરેખરું નુકસાન કર્યું અને સંભવ છે કે એ નુકસાન કરવાને ઈરાદે રાખવામાં આવ્યું હોય પણ ખરે. ઉત્તર અને દક્ષિણ આયર્લેન્ડની તથા પ્રોટેસ્ટંટ અને કેથલિક વચે એકતા આણવાની ચળવળને અંત લાવવામાં એ કાયદે ફતેહમંદ નીવડો. પ્રોટેસ્ટંટ અલ્સરે બાકીના આયર્લેન્ડ તરફ ફરી પાછી પૂઠ ફેરવી અને પરસ્પર એ બંને ભાગનાં મન ઊંચાં થયાં. એ બે વચ્ચે બીજે પણ એક તફાવત દાખલ થવા પામ્યું. ઈંગ્લંડની પેઠે અચ્છર આધુનિક ઉદ્યોગો તરફ વળ્યું. બાકીનું આયર્લેન્ડ કૃષિ . પ્રધાન રહ્યું. વળી ત્યાંની જમીન-પદ્ધતિ તથા નિરંતર ચાલતા પરદેશગમનને Page #269 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારણે ખેતી પણ આબાદ ન થઈ. આમ ઉત્તર આયર્લેન્ડ ઉદ્યોગપ્રધાન થયું જ્યારે દક્ષિણ અને પૂર્વ તથા ખાસ કરીને પશ્ચિમ આયર્લેન્ડ ઔદ્યોગિક ક્ષેત્રમાં પછાત અને મધ્યકાલીન રહ્યું. એકટ ઑફ યુનિયન’ ના વિરોધમાં પણ બંડ થયા વિના ન જ રહ્યું. એ બંને નેતા ૉબર્ટ ઍમેટ હતું. તે એક તેજસ્વી યુવાન હતો અને આગળના પિતાના અનેક દેશબંધુઓની પેઠે તેણે પણ ફાંસીના માંચડા ઉપર પિતાના જીવનને અંત આણે. આયરિશ સભ્યો ઈંગ્લંડની આમની સભામાં ગયા. પરંતુ કેથલિક લેકેનું તેમાં પ્રતિનિધિત્વ નહોતું. ઇંગ્લંડમાં તેમ જ આયર્લેન્ડમાં કેથલિકને પાર્લામેન્ટમાં જવા દેવામાં આવતા નહોતા. ૧૮૨૯ની સાલમાં આ બંધને દૂર કરવામાં આવ્યાં અને કૅથલિકને ઈંગ્લંડની પાર્લામેન્ટમાં બેસવાની છૂટ મળી. આયરિશ નેતા ડેનિયલ કેનેલ આ બાધાઓ દૂર કરવામાં ફત્તેહમંદ થયો અને એથી તેને “લિબરેટર” (મુક્તિદાતા) તરીકે ઓળખવામાં આવે છે. ધીમે ધીમે બીજો એક ફેરફાર પણ થયે. મતાધિકાર વિસ્તૃત કરવામાં આવ્યું અને વધારે લેકીને મત આપવાને હક મળ્યો. આયર્લેન્ડનું પણ ઇંગ્લેંડ સાથે જોડાણ થયું હતું એટલે બંનેને એક જ કાયદા લાગુ પડતા હતા. આ રીતે ૧૮૭૨નું મહાન રિફોર્મ બિલ (સુધારાને કાયદે) ઇંગ્લંડને તેમ જ આયર્લેન્ડને પણ લાગુ પાડવામાં આવ્યું હતું. એ જ રીતે એ પછી થયેલે મતાધિકારને કાયદે પણ તેને લાગુ પડ્યો. આમ ઇંગ્લંડની આમની સભાના આયર્લેન્ડના સભ્યોનો પ્રકાર બદલાવા લાગે. પહેલાં તેઓ જમીનદારના પ્રતિનિધિઓ હતા તેને બદલ હવે તેઓ કેથલિક ખેડૂતવર્ગના અને આયરિશ રાષ્ટ્રીયતાના હિમાયતી બન્યા. જમીનદારના પંજામાં સપડાયેલા તથા જેમની પાસેથી ભારે ગણત પડાવવામાં આવતી હતી એવા આયર્લેન્ડના ગણોતિયા ખેડૂતેએ અતિશય ગરીબીને કારણે બટાટાને પિતાના ખોરાકની મુખ્ય વસ્તુ બનાવી હતી. બટાટા ઉપર જ તેઓ જીવતા અને આજના હિંદના ખેડૂતની પેઠે તેમની પાસે કશે સંધરે નહેતો – જે આશરે લઈ શકાય એવું કશુંયે તેમની પાસે નહોતું. પેટે પાટા બાંધીને જેમ તેમ તેઓ પિતાનું જીવન ટકાવી રાખતા. અને તેમનામાં નભી રહેવાની લગારે શક્તિ રહી નહોતી. ૧૮૪૬ની સાલમાં બટાટાનો પાક નિષ્ફળ નીવડ્યો અને એને પરિણામે ત્યાં ભારે દુકાળ પડ્યો. આવા દુકાળના સમયમાં પણ, ગણોત ન આપવાને કારણે, જમીનદારોએ તેમના ગણોતિયાઓને જમીન ઉપરથી હાંકી કાઢ્યા. સંખ્યાબંધ આયરિશ લેકે પિતાનાં ઘરબાર છોડીને અમેરિકા કે બીજા દેશમાં ચાલ્યા ગયા અને આયર્લેન્ડની વસતી બહુ જ ઘટી ગઈ તેનાં ઘણાં ખેતરે “ખેડનારને અભાવે પડતર પડી રહ્યાં અને બીડના રૂપમાં ફેરવાઈ ગયાં. Page #270 -------------------------------------------------------------------------- ________________ લંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને અથડે ૩૭ ખેડાણની જમીનનું ઘેટાં વગેરેને માટે ચરવાનાં બીડેમાં રૂપાન્તર થવાની પ્રક્રિયા આયર્લેન્ડમાં છેલ્લાં ૧૦૦ વરસથી માંડીને આજ સુધી નિરંતર ચાલુ રહી છે. ઇંગ્લંડમાં ઊનનું કાપડ બનાવવાનાં કારખાનાં થયાં એ એમ થવાનું મુખ્ય કારણ હતું. જેમ જેમ વધારે યંત્રને ઉપયોગ થવા લાગ્યું તેમ તેમ ઉત્પાદન વધતું જ ગયું. એને માટે ઉત્તરોત્તર વધારે ને વધારે ઊનની જરૂર પડવા લાગી. ખેતરે ખેડાય અને માણસે તેમાં કામે લાગે તેના કરતાં ઘેટાં માટેનાં બીડ આયર્લેન્ડના જમીનદારેને વધારે ફાયદાકારક થઈ પડ્યાં. બીડેમાં તે ઘેટાંની સંભાળ રાખવા માટે બહુ જ ઓછી મજૂરોની જરૂર હતી. આ રીતે ખેતીને મજૂરે વધારાના થઈ પડ્યા અને જમીનદારોએ તેમને કાઢી મૂક્યા. વાસ્તવમાં આછી વસ્તીવાળા આયર્લેન્ડમાં આ રીતે મજૂરોને હમેશાં “વધારો” રહેતું હતું અને ત્યાં આગળ વસ્તીને ઘટાડે તે ચાલુ જ રહ્યો. આયર્લેન્ડ એ “ઔદ્યોગિક” ઈંગ્લંડને કેવળ કા માલ પૂરો પાડનાર પ્રદેશ બની ગયો. ખેડાણું જમીનને બીડમાં ફેરવી નાખવાની આ જૂની પ્રક્રિયા હવે ઊલટી દિશામાં થવા લાગી છે અને હળને ફરી પાછું તેનું પોતાનું સ્થાન મળવા લાગ્યું છે. અજાયબીની વાત તે એ છે કે ૧૯૩૨ની સાલમાં ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે શરૂ થયેલી વેપારી લડાઈને કારણે આ પરિણામ આવ્યું છે.. પિતાની જમીનથી દૂર રહીને માત્ર તેની આવકને જ ભગવટો કરનારા જમીનદારે નીચેના દુઃખી ગણોતિયા ખેડૂતોને પ્રશ્ન એ ૧૯મી સદીના મોટા ભાગ દરમ્યાન આયર્લેન્ડને મુખ્ય પ્રશ્ન રહ્યો હતે. છેવટે, તેમની જમીન ફરજિયાત રીતે ખરીદીને આ જમીનદારને સંપૂર્ણપણે દૂર કરવાને બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો. આ ખરીદેલી જમીન પછીથી તેમના ગણોતિયાઓને આપવામાં આવી. અલબત્ત, જમીનદારેને એથી જરાયે નુકસાન થયું નહિ. સરકાર તરફથી તેમને તેમની જમીનની પૂરેપૂરી કિંમત મળી રહી. ગણોતિયાઓને જમીન મળી ખરી પણ તેની સાથે તેની કિંમતનો બેજે પણ મળ્યો. જમીનની આ કિંમત તેમને એકી વખતે આપવાની નહોતી પરંતુ નાના નાના વાર્ષિક હપતાથી આપવાની હતી. - ૧૭૯૮ના બળવા પછી લગભગ ૧૦૦ વરસ સુધી આયર્લેન્ડમાં કઈ માટે બળવો થવા પામ્યું નહિ. આગળની સદીઓમાં વખતેવખત થતા આ બળવાઓથી ૧૯મી સદી મુક્ત હતી. પરંતુ એનું કારણ એ નથી કે એ કાળમાં આયર્લેન્ડમાં સંતોષની લાગણી વ્યાપી હતી. છેલ્લે બળ, ભારે દુકાળ તથા વસતીને ઘટાડે વગેરેના થાકમાંથી પ્રજા હજી બેઠી થઈ નહોતી. વળી, કંઈક અંશે, એ સદીના ઉત્તરાર્ધમાં લેકનાં મન બ્રિટિશ પાર્લામેન્ટ તરફ વળ્યાં હતાં; ત્યાં ગયેલા આયરિશ સભ્ય તેમને માટે કંઈક કરી શકશે એવી આશા તેઓ સેવતા હતા. પરંતુ આમ છતાંયે કેટલાક આયર્લેન્ડવાસીઓ વખતો Page #271 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વખત થતા બળવાની પરંપરા ચાલુ રાખવા માગતા હતા. એ રીતે જ આયર્લેન્ડને આત્મા તથા તેની ભાવના નિત્યનવીન, નિર્મળ અને સતેજ રહી શકે એમ તેઓ માનતા હતા. અમેરિકામાં જઈને વસેલા આયર્લેન્ડવાસીઓએ આયર્લેન્ડની સ્વતંત્રતા માટે ત્યાં આગળ એક મંડળ કાઢયું. એ મંડળના સભ્યો “ફીનિયન' નામથી ઓળખાતા. તેઓ આયર્લેન્ડમાં નાનાં નાનાં બંડ કરાવતા. પરંતુ આમ જનતા ઉપર એની કશી અસર ન થવા પામી અને થોડા જ વખતમાં “ફનિયન” લેકને દાબી દેવામાં આવ્યા. હવે મારે આ પત્ર પૂરો કરે જોઈએ કેમ કે, તે બહુ લાંબે થઈ ગયું છે. પરંતુ આયર્લેન્ડની વાત હજી અધૂરી રહે છે. ૧૪૦. આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમ રૂલ ૯ માર્ચ, ૧૯૩૩ અનેક સશસ્ત્ર બંડ કર્યા પછી તથા દુકાળ ઇત્યાદિ બીજી આફતને કારણે સ્વતંત્રતા મેળવવા માટેની આ રીતથી આયર્લેન્ડ જરા થાયું હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં, બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય ચૂંટવા માટે મતાધિકાર વિસ્તારવામાં આવ્યું હતું તેથી ઘણું રાષ્ટ્રવાદી આયરિશ સભ્યને આમની સભામાં ચૂંટી મોકલવામાં આવ્યા હતા. આ સભ્ય આયર્લેન્ડની સ્વતંત્રતા માટે કદાચ કંઈક કરી શકશે એવી આશા લોકો સેવવા લાગ્યા હતા; સશસ્ત્ર બંડની જૂની પદ્ધતિને બદલે પાર્લામેન્ટ દ્વારા બંધારણીય માર્ગે પિતાનું ધ્યેય સિદ્ધ કરવાને તેઓ વિચાર કરવા લાગ્યા. ઉત્તરના અલ્સર અને બાકીના આયર્લેન્ડ વચ્ચેની તડ વળી પાછી પહોળી થવા પામી હતી. જાતિ અને ધર્મના ભેદો ચાલુ જ રહ્યા અને તે ઉપરાંત તેમની વચ્ચેના આર્થિક ભેદ પણ વધારે સ્પષ્ટ બન્યા. ઇંગ્લડ તથા સ્કૉટલૅડની પેઠે અલ્સર ઉદ્યોગપ્રધાન પ્રદેશ બની ગયો અને ત્યાં આગળ મેટાં મોટાં કારખાનાંઓમાં માલ ઉત્પન્ન થવા લાગ્યો હતે. બાકીને દેશ ખેતીપ્રધાન હતા તથા ત્યાં આગળ મધ્યકાલીન પરિસ્થિતિ વર્તતી હતી. વળી તે ગરીબ હતું અને તેની વસતી ઘટી ગઈ હતી. આયર્લેન્ડના બે ભાગ પાડવાની ઇંગ્લંડની જૂની નીતિને ભારે સફળતા મળી હતી. સાચે જ તેની એ નીતિ એટલી બધી સફળ થઈ હતી કે, પાછળના વખતમાં જ્યારે તેણે આયર્લેન્ડના પ્રશ્નને ઉકેલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઇંગ્લંડ પોતે પણ એ મુશ્કેલીમાંથી પાર ન ઊતરી શક્યું. અલ્ટર આયર્લેન્ડની સ્વતંત્રતાના માર્ગમાં ભારેમાં ભારે અંતરાયરૂપ થઈ પડ્યું. ધનિક અને પ્રોટેસ્ટંટ અલ્સરને એવો ભય રહે Page #272 -------------------------------------------------------------------------- ________________ આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમ રૂલ હ૩૯ હતું કે આયર્લેન્ડ સ્વતંત્ર થાય ત્યારે પિત ગરીબ અને કૅથલિક આયર્લેન્ડમાં ડૂબી જશે. બ્રિટિશ પાર્લામેન્ટમાં તેમ જ આયર્લેન્ડમાં “હમ રૂલ' એવા બે શબ્દ વપરાવા લાગ્યા. આયર્લેન્ડની માગણીને હવે “હોમ રૂલ” નામ આપવામાં આવ્યું. આયર્લેન્ડની ૭૦૦ વરસ નૂની સ્વતંત્રતા માટેની માગણીથી આ બિલકુલ જુદી જ અને તેનાથી બહુ જ ઓછી વસ્તુ હતી. એમાં સ્થાનિક બાબતોને વહીવટ કરવા માટે તાબા નીચેની આયરિશ પાર્લામેન્ટની જોગવાઈ કરવામાં આવી હતી. મહત્ત્વની કેટલીક બાબતમાં બ્રિટિશ પાર્લામેન્ટને કાબૂ ચાલુ જ રહેતો હતો. સ્વતંત્રતાની જૂની માગણીને આવી રીતે મળી બનાવી દેવામાં ઘણું આયર્લેન્ડવાસીઓ સંમત નહતા. પરંતુ દેશ બળવા તથા લડાઈટંટાથી થાકી ગયું હતું અને બંડ ઉઠાવવા માટે કરવામાં આવેલા અનેક પ્રયત્નોમાં તેણે ભાગ લેવા ના પાડી. બ્રિટનની આમની સભાના આયરિશ સભ્ય પૈકી ચાર્લ્સ સ્ટેવટે પાનેલ નામનો એક સભ્ય હતા. બ્રિટનના સ્થિતિચુસ્ત (કોન્ઝરવેટિવ) અને વિનીત (લિબરલ) એ બે પક્ષમાંથી એકે પક્ષ આયર્લેન્ડની બાબતમાં કશું લક્ષ નથી આપ એવો અનુભવ તેને થયો. આથી તેણે પાર્લમેન્ટની તેમની સભ્ય રમત ચલાવવાનું મુશ્કેલ કરી મૂકવાને નિર્ણય કર્યો. લાંબાં લાંબાં ભાષણો અને કેવળ વખત વિતાવવાની યુક્તિપ્રયુક્તિઓ દ્વારા બીજા કેટલાક આયરિશ સભ્ય સાથે તેણે પાર્લમેન્ટના કાર્યમાં અંતરાયો નાખવાનું શરૂ કર્યું. અંગ્રેજ લેક આ યુક્તિપ્રયુક્તિઓથી ખૂબ ચિડાયા; તેઓ કહેવા લાગ્યા કે આ રીતે વર્તનારા આયરિશ સભ્ય સંગ્રહસ્થ નથી, તેઓ પાર્લામેન્ટની નીતિરીતિ જાણતા નથી. પરંતુ આ ટીકાઓની પાનેલ ઉપર કશી અસર ન થઈ. અંગ્રેજોએ બનાવેલાં ધારાધોરણ અનુસારની પાર્લામેન્ટની ડાહીડમરી રમત રમવા તે પાર્લામેન્ટમાં નહોતે આવ્યો. તે તો ત્યાં આયર્લેન્ડની સેવાને અર્થે આવ્યો હતો અને સામાન્ય રીતોથી જે તે એ ન કરી શકે, તે અસામાન્ય રીતે અખત્યાર કરવામાં તે વાજબી હતું એવું તેનું માનવું હતું. એ ગમે તેમ હો પણ આ રીતે આયર્લેન્ડ તરફ પાર્લામેન્ટનું લક્ષ ખેંચવામાં તે સફળ થયો. પાર્નેલ બ્રિટનની આમની સભાના આયરિશ હેમ રૂલ પક્ષના નેતા બન્ય. આ પક્ષ બ્રિટનના જૂના બે પક્ષોને કંટાળાજનક થઈ પડ્યો. એ બંને પક્ષોનું બળ જ્યારે લગભગ સમાન હોય ત્યારે આયરિશ હોમ રૂલ પક્ષ ધારે તે પક્ષનું પલ્લું નમાવી શકત. આ રીતે આયર્લેન્ડનો પ્રશ્ન હમેશાં આગળને આગળ રાખવામાં આવતો. ડસ્ટન આખરે આયર્લેન્ડને હોમ રૂલ આપવાને સંમત થયા. સને ૧૮૮૬ની સાલમાં તેણે આમની સભામાં હેમ રૂલ બિલ રજૂ કર્યું. સ્વરાજની દિશામાં આ બહુ જ મેળું પગલું હતું. પણ એણે ભારે ખળભળાટ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન મચાવી મૂક્યો. સ્થિતિચુસ્ત ( કૉન્ઝરવેટીવ પક્ષ) તે। અલબત એની બિલકુલ વિરુદ્ધ હતા. ગ્લેંડસ્ટનના વિનીત ( લિબરલ ) પક્ષને પણ એ બિલ ગમતું નહેાતું અને એ પક્ષમાં બે ભાગલા પડ્યા. એક ભાગ સ્થિતિચુસ્ત સાથે જોડાઈ ગયા. એ પક્ષ હવે ‘ યુનિયનિસ્ટ ' ( જોડાણુની હિમાયત કરનારા ) પક્ષ કહેવાયા; ક્રમ કે તે આયર્લૅન્ડ સાથે ઇંગ્લેંડના જોડાણની હિમાયત કરતા હતા. હોમ લ બિલને ફેંકી દેવામાં આવ્યું અને તેની સાથે ગ્લેંડસ્ટનના હાદ્દાના પણ અંત આવ્યો. સાત વરસ પછી, ૧૮૯૩ની સાલમાં ૮૪ વરસની ઉંમરે ગ્લેંડર્સ્ટન ક્રી પાછા વડા પ્રધાન થયા. તેણે પોતાનું ખીજાં હામ રૂલ બિલ પાર્લમેન્ટમાં રજૂ કર્યું. આમની સભામાં બહુ જ એછી વધુમતીથી એ બિલ માંડ પસાર થઈ શકયું. પરંતુ બધાં ખિલાને ઉમરાવની સભા પસાર કરે ત્યાર પછી જ તે કાયદો બને છે અને ઉમરાવની સભા તે સ્થિતિચુસ્તો અને પ્રત્યાધાતીઓથી ભરેલી હતી. ઉમરાવની સભા એ ક ંઈ ચૂંટાયેલા સભ્યોની બનેલી નહોતી. તે તે વંશપરંપરાગત આવતા મોટા મોટા જમીનદારોની સભા હતી. એ ઉપરાંત તેમાં થાડા બિશપેા ( વડા પાદરી ) પણ હતા. આમની સભાએ પસાર કરેલા હામ લ બિલને ઉમરાવની સભાએ ઉડાવી દીધું. આમ, આયર્લૅન્ડને જે જોઈતું હતું તે મેળવવા માટેના પાર્ટીમેન્ટ દ્વારા કરવામાં આવેલા બંધારણીય પ્રયત્ને પણ નિષ્ફળ નીવડયા. આમ છતાં પણ સફળતા મળશે એ આશાએ આયરિશ રાષ્ટ્રીય પક્ષ અથવા આયુરેશ હામ લ પક્ષે પાર્લમેન્ટમાં પોતાનું કામ ચાલુ રાખ્યું. એકદરે આયર્લૅન્ડના લેાકાના વિશ્વાસ એ પક્ષ ધરાવતા હતા. પરંતુ આયર્લૅન્ડમાં કેટલાક લાંક એવા પણ હતા જેમને આ બંધારણીય રીતેા તથા બ્રિટિશ પાર્લમેન્ટમાંથી વિશ્વાસ ઊઠી ગયા હતાં. ધણા આયર્લૅન્ડવાસીઓ, એ શબ્દના સંકુચિત અર્થાંમાં રાજકારણથી કંટાળી ગયા અને તે સાંસ્કૃતિક તથા આર્થિક પ્રવૃત્તિઓમાં કામે લાગ્યા. ૨૦મી સદીનાં આરંભનાં વરસો દરમ્યાન આયર્લેન્ડમાં સાંસ્કૃતિક પુનર્જાગૃતિ થઈ અને ખાસ કરીને તે દેશની પુરાણી ગૅલિક ભાષાને સવન કરવાના પ્રયત્ન થયા. દેશનાં પશ્ચિમ તરફનાં પરગણાંમાં હજી એ ભાષા ચાલુ રહી હતી. આ કેલ્ટ શાખાની ભાષાનું સમૃદ્ધ સાહિત્ય હતું પરંતુ સદીના ઇંગ્લેંડના આધિપત્યે તેને શહેરમાંથી હાંકી કાઢી હતી અને ધીમે ધીમે તે લુપ્ત થતી જતી હતી. આયરિશ રાષ્ટ્રવાદીને લાગ્યું કે તેમની પોતાની ભાષા દ્વારા જ આયર્લૅન્ડ પોતાના આત્મા તથા તેની પુરાણી સંસ્કૃતિ જાળવી રાખી શકે એમ છે. આથી પશ્ચિમ વિભાગનાં ગામડાંઓમાંથી તેને પુનરુદ્ધાર કરીને તેને ભાષા બનાવવાના તેમણે ભારે પરિશ્રમ આૌં. આને માટે ગૅલિક લીગ નામની એક સંસ્થા સ્થાપવામાં આવી. બધે ઠેકાણે, અને ખાસ કરીને બધાયે પરાધીન દેશામાં તે તે દેશની રાષ્ટ્રભાષાના પાયા ઉપર રાષ્ટ્રીય ચળવળનું મંડાણ થાય ત Page #274 -------------------------------------------------------------------------- ________________ આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમ રૂલ ૯૪૨ છે. પરદેશી ભાષા ઉપર રચાયેલી ચળવળ જનતા સુધી પહોંચતી નથી તેમ જ જડ પણ ઘાલતી નથી. આયર્લેન્ડમાં અંગ્રેજીને ભાગ્યે જ પરદેશી ભાષા કહી શકાય. આયર્લેન્ડના લગભગ બધા જ લેકો એ ભાષા જાણતા તથા બેલતા હતા. ગેલિક ભાષા કરતાં તે તે વધારે જાણીતી હતી એમાં લેશ પણ શંકા નથી. આમ છતાંયે, તેમની પુરાણી સંસ્કૃતિ સાથે સંપર્ક તેઓ ખાઈ ન બેસે એટલા ખાતર ગેલિક ભાષાને સજીવન કરવાનું આયરિશ રાષ્ટ્રવાદીઓએ મહત્વનું ધાર્યું. હવે આયર્લેન્ડમાં એવી લાગણી પેદા થઈ ક શક્તિ અંદરથી જ આવે છે, બહારથી નહિ. પાર્લામેન્ટ માટેની કેવળ રાજકીય પ્રવૃત્તિ વિષેને ભ્રમ ભાગી ગયે અને તેથી વધારે મજબૂત પાયા ઉપર પ્રજાનું ઘડતર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. વીસમી સદીનાં આરંભનાં વરસોનું નવું આયર્લેન્ડ એ પહેલાંના સમયના આયર્લેન્ડથી નિરાળું હતું અને પુનર્જાગ્રતિની અસર અનેક ક્ષેત્રોમાં જણવા લાગી હતી. હું આગળ જણ્વી ગયો તે સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોની પેઠે આર્થિક ક્ષેત્રમાં પણ પુનરુદ્ધાર માટેના સફળ પ્રયત્નો કરવામાં આવ્યા. ખેડૂતોને સહકારના પાયા ઉપર સંગઠિત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા. પરંતુ આ બધાની પાછળ સ્વતંત્રતા માટેની તરસ રહેલી હતી. અને બ્રિટિશ પાર્લામેન્ટમાંના આયરિશ રાષ્ટ્રીય પક્ષ ઉપર આયરિશ પ્રજાને વિશ્વાસ હોય એમ ઉપર ઉપરથી જણાતું હતું પણ તેમના ઉપરને એ વિશ્વાસ હવે ગવા લાગ્યું હતું. પ્રજા તેમને ભાષણેના રસિયા પણ કશુંયે કાર્ય કરવાને અશક્ત એવા કેવળ રાજદ્વારી પુરુષ લેખવા લાગી. અલબત, પહેલાંના ફીનિયન તથા સ્વાતંત્ર્યમાં માનનારા બીજાઓને તે આ પાર્લામેન્ટમાં જનારાઓ તથા તેમના હોમ રૂલ ઉપર કદી પણ વિશ્વાસ બેઠે નહોતે. પરંતુ હવે તો આ નવા અને તેણુ આયર્લેન્ડે પણ પાર્લામેન્ટ તરફ પિતાની પૂંઠ ફેરવવા માંડી. વાતાવરણમાં સ્વાશ્રયના વિચારે દાખલ થયા; રાજકારણમાં પણ એને કેમ લાગુ ન પાડવા ? લોકોના માનસમાં ફરી પાછા સશસ્ત્ર બળવાના વિચારે ઘેળાવા લાગ્યા. પરંતુ કાર્ય માટેની આ ઈચ્છાને નવું વલણ આપવામાં આવ્યું. આર્થર ગ્રિફિથ નામના એક યુવાન આયર્લેન્ડવાસીએ નવી નીતિની હિમાયત કરવા માંડી. એ નીતિ સીન ફીન” (આપણે પિત) નામથી ઓળખાવા લાગી. એ શબ્દો એની પાછળ રહેલી નીતિનો આપણને ખ્યાલ આપે છે. સીન ફીન પક્ષના લેકે પિતાના પગ ઉપર ઊભા રહેવા માગતા હતા; ઇગ્લેંડ પાસેથી મદદની કે દાનની તેઓ આશા રાખતા નહોતા. તેઓ અંદરથી રાષ્ટ્રની શક્તિનું ઘડતર કરવા ચહાતા હતા. ગેલિક ચળવળ તથા સાંસ્કૃતિક પુનર્જાગ્રતિની પ્રવૃત્તિને તેમને ટેકે હતા. રાજકારણમાં તેમને પાર્લામેન્ટ દ્વારા કામ કરવાની તે વખતની પ્રચલિત Page #275 -------------------------------------------------------------------------- ________________ ८४२ જગતના ઇતિહાસનું રેખાદર્શન રીત પસંદ નહોતી. એ રીતે તેમને નિષ્ફળ લાગતી હતી. અને એમાંથી તેઓ કશાની અપેક્ષા રાખતા નહોતા. વળી, સશસ્ત્ર બળવાને પણ તેઓ શકા માનતા નહતા. પાર્લામેન્ટ દ્વારા કાર્ય કરવાની રીતની સામે તેમણે બ્રિટિશ સરકાર સામે એક પ્રકારના અસહકાર દ્વારા “ અમલી કાર્ય'ની હિમાયત કરી. એક પેઢી પહેલાં હંગરીમાં સફળ નીવડેલી સવિનય ભંગની નીતિને દાખલ આર્થર ગ્રિફિથ આપે અને ઇંગ્લંડને નમતું આપવાની ફરજ પાડવાને માટે એવા પ્રકારની નીતિ અખત્યાર કરવાની હિમાયત કરી. છેલ્લાં ૧૩ વરસ દરમ્યાન હિંદમાં આપણે અસહકારનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્વરૂપને સારી પેઠે અનુભવ કર્યો છે. અને આપણું પહેલાં આયર્લેન્ડ અજમાવેલી એ પદ્ધતિ સાથે આપણી પદ્ધતિની તુલના કરવા જેવી છે. એ તે જગજાહેર છે કે, અહિંસાના પાયા ઉપર આપણી ચળવળ રચાયેલી છે. આયર્લેન્ડની ચળવળ પાછળ આવી ભૂમિકા કે પાયે નહે. આમ છતાંયે સૂચવવામાં આવેલી અસહકારની ચળવળનું સામર્થ શાંતિમય સવિનય ભંગમાં જ રહેલું હતું. એ લડત તત્ત્વતઃ શાંતિમય કલ્પવામાં આવી હતી. સીન ફીનના વિચારે ધીમે ધીમે આખા આયર્લેન્ડમાં ફેલાયા. એને કારણે આયર્લેન્ડમાં એકાએક ભડકો થવા ન પામે. આયર્લેન્ડમાં હજીયે એવા ઘણું લેક હતા જેઓ પાર્લામેન્ટ પાસેથી – ખાસ કરીને ૧૯૦૬ની સાલમાં લિબરલ (વિનીત) પક્ષ બહુ મોટી બહુમતીથી ફરીથી પાર્લામેન્ટમાં દાખલ થયો ત્યારે– કશાકની આશા રાખી રહ્યા હતા. આમની સભામાં તેમની મેટી બહુમતી હોવા છતાં લિબરલેને ઉમરાવોની સભામાં કન્ઝરવેટી તથા યુનિયનિસ્ટની કાયમી બહુમતીને સામને કરવાનું રહેતું હતું. અને થોડા જ વખતમાં આમની સભા તથા ઉમરાવોની સભા વચ્ચે ઝઘડે ઊભો થવા પામે. આ ઝઘડાને પરિણામે ઉમરાવની સભાની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યું. ઉમરાવની સભાએ જેની સામે વાંધો ઉઠાવ્યો હોય તે બિલ આમની સભાની એક પછી એક ત્રણ બેઠકમાં પસાર કરવાથી નાણને લગતી બાબતમાં ઉમરાવની સભાની દખલનું નિવારણ કરી શકાતું હતું. ૧૯૧૧ના પાર્લમેન્ટના કાયદાથી, આ રીતે લિબરલેએ ઉમરાની સભાને દુર્બળ બનાવી મૂકી. આમ છતાં પણ કામ રોકી રાખવાની તેમ જ દખલ કરવાની ઘણી સત્તા ઉમરાના હાથમાં રહી. ઉમરાવોના અનિવાર્ય વિરોધને ઘટતે ઉપાય કર્યા પછી લિબરલોએ ત્રીજું હેમ રૂલ બિલ રજૂ કર્યું અને ૧૯૧૩ની સાલમાં આમની સભાએ તે પસાર કર્યું. ધારવામાં આવ્યું હતું તે પ્રમાણે ઉમરાવની સભાએ એ બિલ ફેંકી દીધું. આથી તેની ત્રણ લાગલગાટ બેઠકમાં એ બિલ પસાર કરવાની આમની સભાને કડાકૂટ કરવી પડી. ૧૯૧૪ની સાલમાં એ બિલ કાયદે બન્યું. અલ્સર સહિત સમગ્ર આયર્લેન્ડને એ કાયદો લાગુ પડતે હતે. Page #276 -------------------------------------------------------------------------- ________________ આયલેંડમાં સીનફીન ચળવળ અને હેમ રેલ ૯૪ આખરે આયર્લેન્ડને હોમ રૂલ મળશે એમ લાગ્યું પણ હજી તે તેના માર્ગમાં અનેક બાધાઓ પડેલી હતી ! ૧૯૧૨ તથા ૧૯૧૩ની સાલમાં હેમ રૂલ બિલ ઉપર પાર્લામેન્ટ ચર્ચા ચલાવી રહી હતી તે દરમ્યાન ઉત્તર આયર્લેન્ડમાં ચિત્રવિચિત્ર બનાવો બની રહ્યા હતા. અલ્સરના આગેવાનોએ જાહેર કર્યું કે તેઓ એ બિલનો કદીયે સ્વીકાર કરનાર નથી અને એ કાયદો થશે તે પણ તેઓ તેનો સામનો કરશે. તેઓ બળ ઉઠાવવાની વાત કરવા લાગ્યા અને તેની તૈયારી પણ તેમણે કરવા માંડી. તેઓ એટલે સુધી કહેવા લાગ્યા કે હેમ રૂલને સામનો કરવા માટે તેઓ બીજી કોઈ પરદેશી સત્તાની –– તેમના મનમાં જર્મનીને ખ્યાલ હતો – મદદ લેતાં પણ અચકાવાના નથી ! આ તે ખુલ્લેખુલે અને હડહડતે રાજદ્રોહ હતે. એથીયે વધારે અજાયબી ભયું તે એ હતું કે ઇંગ્લંડના કન્ઝરવેટીવ પક્ષના આગેવાનોએ આ બંડખોર ચળવળને આશીર્વાદ આપ્યા અને ઘણાઓએ તે તેને મદદ પણ કરી. ધનિક કન્ઝરવેટી તરફથી અસ્ટરમાં પૈસાને ધોધ વહેવા લાગ્યો. એ તે દેખીતું હતું કે કહેવાતા “ઉપલા વર્ગો” અથવા તે શાસકવર્ગ સામાન્ય રીતે અલ્ટરની તરફેણમાં હતા અને એ જ રીતે એ વર્ગમાંથી આવતા ઘણું લશ્કરી અમલદારે પણ તેની તરફેણમાં હતા. ચોરીછૂપીથી અસ્ટરમાં હથિયારે સરકાવવામાં આવ્યાં અને છડેચોક સ્વયંસેવકોની કવાયત કરાવવામાં આવી. પ્રસંગ આવે ત્યારે કામ સંભાળી લેવાને માટે કામચલાઉ સરકાર પણ સ્થાપવામાં આવી. એ પણ જાણવા જેવું છે કે એફ. ઈ. સ્મિથ નામને કોન્ઝરવેટીવ પક્ષને આગળ પડતો પાર્લમેન્ટને સભ્ય અલ્ટરના આગેવાન “બંડખોર માંને એક હતું. પાછળથી લંડ બર્મનહેડ તરીકે તે હિંદી વજીર બન્યું હતું તેમ જ બીજા મોટા હોદ્દા ઉપર પણ આવ્યો હતો. ઈતિહાસમાં બળવાની ઘટના બહુ જ સામાન્ય છે. પરંતુ આયર્લેન્ડમાં તે એ ઘટના બહુ જ મોટા પ્રમાણમાં બનવા પામી. આમ છતાંયે અસ્ટરના બળવા માટેની તૈયારીની બાબતમાં આપણે માટે વિશિષ્ટ પ્રકારનો રસ રહેલે છે. કેમ કે જે પક્ષ પિતાની બંધારણીય રીતો અને સ્થિતિચુસ્તતા માટે ગર્વે લેતે હતો તે જ પક્ષને આ બળવાની તૈયારીની પાછળ હાથ હતે. “કાયદે અને વ્યવસ્થા ની હમેશાં વાત કરનાર અને જેઓ આ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંધન કરે તેમને ભારે શિક્ષા કરવાની હિમાયત કરનારે એ પક્ષ હતો. અને છતાં એ પક્ષના આગેવાન સભ્યો ખુલ્લંખુલ્લા રાજદ્રોહની વાત કરતા હતા તથા સશસ્ત્ર બળવાની તૈયારી કરવા લાગ્યા હતા. અને એ પક્ષના સામાન્ય લેકે તેમને નાણાં આપીને મદદ કરતા હતા ! એ પણ લક્ષમાં રાખવા જેવું છે કે હેમ રૂલ બિલ ઉપર જે વિચાર ચલાવી રહી હતી તથા પાછળથી જેણે તેને પસાર કર્યું તે પાર્લામેન્ટની સત્તા સામે જ એ બળવે જવામાં Page #277 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યો હતે. આ રીતે એણે ખુદ લેકશાહીના પાયા ઉપર ઘા કર્યો અને પોતે કાયદાના શાસનમાં તથા બંધારણીય પ્રવૃત્તિઓમાં માનનારા છે એવી અંગ્રેજ પ્રજાની પુરાણી બડાશ ઉપર પાણી ફેરવવામાં આવ્યું. ૧૯૧૨–૧૪ના અલ્ટરના ‘બળવા’એ આ બધા ઢગ અને મોટા મેટા તથા રૂપાળા શબ્દોને ઢાંકત પડદે ચીરી નાખ્યું અને આજની સરકાર તથા લોકશાહીને તેના સાચા સ્વરૂપમાં ઉઘાડી પાડી. શાસક વર્ગનાં વિશિષ્ટ અધિકાર તથા હિત સચવાવાં જોઈએ એ “કાયદો અને વ્યવસ્થા ને અર્થ થતો હોય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા ઈચ્છવાગ હતાં તેમ જ લેકશાહી જ્યાં સુધી એ વિશિષ્ટ અધિકારે તથા હિતે ઉપર આક્રમણ ન કરે ત્યાં સુધી તે પણ ચલાવી લઈ શકાય એમ હતું. પણ જો આ વિશિષ્ટ અધિકારો ઉપર કશે પણ હુમલે કરવામાં આવે તે એ વર્ગ લડવાને કમર કસતે. આમ, “કાયદો અને વ્યવસ્થા” એ કેવળરૂપાળા શબ્દો જ હતા અને પિતાનાં હિતેની સાચવણી એટલે જ તેમને મન એને અર્થ હતું. આ વસ્તુઓ એ સ્પષ્ટ કરી બતાવ્યું કે બ્રિટિશ સરકાર એ વાસ્તવમાં એક વર્ગની સરકાર હતી અને પાર્લમેન્ટની તેમની સામેની બહુમતી પણ સહેલાઈથી તેને ખસેડી શકે એમ નહતું. જે પાર્લમેન્ટની આવી બહુમતી તેમના વિશિષ્ટ અધિકારે ઘટે એવા સમાજવાદી કાયદાઓ પસાર કરવાનો પ્રયત્ન કરે તે આ લેકશાહીના સિદ્ધાંતને ઠેકરે મારીને પણ તેઓ તેમની સામે બંડ કરે. આ હકીકત લક્ષમાં રાખવા જેવી છે કેમ કે એ હરેક દેશને લાગુ પડે છે અને પિકળ શબ્દો તથા ભારે ભારે શબ્દોની જાળને કારણે આ સાચી વસ્તુસ્થિતિ ભૂલી જવાને આપણે દેરવાઈએ છીએ. આ બાબતમાં, જ્યાં આગળ વારંવાર ક્રાંતિ થયા કરે છે એવાં દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાકો તથા સ્થિર રાજ્યતંત્રવાળા ઈગ્લેંડ વચ્ચે મહત્વને કશે ભેદ નથી. ત્યાંના શાસકવર્ગે ઊંડાં મૂળ નાખ્યાં છે અને તેને ખસેડી શકે એટલે બળવાન બીજો વર્ગ હજી સુધી ઊભો થયે નથી એટલા પૂરતી જ ઇંગ્લંડના રાજ્યતંત્રની સ્થિરતા છે. ૧૯૧૧ની સાલમાં ઉમરાવની સભાની તેમની કિલ્લેબંદી નબળી પડી. આથી તેઓ ભડકી ગયા અને અસ્ટર, બળવા માટેનું બહાનું બની ગયું. કાયદો અને વ્યવસ્થા” એ મોહક શબ્દો અલબત હિંદમાં રોજબરોજ, અરે, દિવસમાં અનેક વાર આપણે સાંભળવામાં આવે છે. આથી એને ખરેખર શું અર્થ થાય છે તે આપણે સમજી લેવું જોઈએ. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે, આપણા સલાહકારમાંને એક – હિંદી વજીર – તે અસ્ટરના બળવાને આગેવાન હતે. આમ અલ્સરે હથિયારે તથા સ્વયંસેવકો દ્વારા બળવાની તૈયારી કરી. સરકાર હાથપગ જોડીને ઠંડે કલેજે તે નિહાળી રહી. આ બધી તૈયારીઓ Page #278 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લેડ મિસર પચાવી પાડે છે ૯૪૫ 6 સામે એક ઑર્ડિનન્સ કાઢવામાં નહેાતા આવ્યેા ! થાડા વખત પછી બાકીના આયર્લૅન્ડે અલ્સ્ટરનું અનુકરણ કરવા માંડયું તથા તેણે - રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ’ ઊભું કર્યું. પરંતુ તેણે એ ળ હામ રૂલ પ્રાપ્ત કરવાને માટે અને જો જરૂર પડે તે અલ્સ્ટર સામે લડવાને ઊભું કર્યું હતું. આમ આયર્લૅન્ડમાં સામસામાં સૈન્યેા ઊભાં થયાં. અલ્સ્ટરના ખંડ માટે હથિયારબંધ સ્વય ંસેવકા ઊભા કરવાની બાબતમાં આંખઆડા કાન કરનાર બ્રિટિશ સત્તાવાળાઓએ તે હામ રૂલ બિલની સામે નહોતું છતાંયે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક ળ ’ને દાખી દેવાને ભારે જાગ્રતિ બતાવી એ ખરેખર અજાયખીભર્યું છે. આયર્લૅન્ડમાં આ બે સ્વયંસેવક દળા વચ્ચેની અથડામણ અનિવાય હતી અને એ અથડામણ એટલે આંતરવિગ્રહ, પરંતુ એ જ અરસામાં ૧૯૧૪ની સાલના ઑગસ્ટ માસમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું અને એની આગળ ખીજી બધી બાબતો ગૌણુ બની ગઈ. હામ રૂલ બિલના બેશક કાયદા તે થયા પરંતુ સાથે સાથે જ એમાં એવી જોગવાઈ કરવામાં આવી કે મહાયુદ્ધ પૂરું થયા પહેલાં એ અમલમાં ન જ આવવું જોઈએ ! આમ હામ રૂલ પણ પહેલાંની જેમ દૂરનું દૂર જ રહ્યું અને મહાયુદ્ધ પૂરું થાય તે પહેલાં તો આયર્લૅન્ડમાં અનેક બનાવા બનનાર હતા. હું જુદા જુદા દેશને મારા હેવાલ મહાયુદ્ધ ફાટી નીકળ્યું તે સમય સુધી લાવી રહ્યો છું. આયર્લૅન્ડમાં પણ આપણે એ તબક્કા સુધી આવી પહાંચ્યાં છીએ અને હાલ તુરત માટે આપણે અહીં જ અટકીશું. પરંતુ આ પત્ર પૂરા કરવા પહેલાં એક વસ્તુ મારે તને કહેવી જોઈએ. અલ્સ્ટરના ખંડના આગેવાનોને તેમની પ્રવૃત્તિઓ માટે શિક્ષા કરવાને બદલે પ્રધાન મડળમાં જગ્યાઓ આપીને તથા બ્રિટિશ સરકારના વહીવટ નીચે . તેમને મેટામેટા હોદ્દેદારો બનાવીને નવાજવામાં આવ્યા. ૧૪૧. ઇંગ્લેંડ મિસર પચાવી પાડે છે ૧૧ માર્ચ, ૧૯૩૩ અમેરિકાથી એક લાંબે કૂદકા મારી આટલાંટિક મહાસાગર ઓળંગી આપણે આયર્લૅન્ડ પહેાંચ્યાં. હવે વળી પાછે એક કૂદકા મારીને ત્રીજા એક ખંડ આફ્રિકા જઈ એ અને બ્રિટિશ સામ્રાજ્યવાદના શિકાર બનેલા ખીજા એક દેશ મિસર પહેાંચીએ. તારા ઉપરના મારા કેટલાક પત્રામાં મિસરના પ્રાચીન ઈતિહાસ વિષે હું ઘણી વાર ઉલ્લેખ કરી ગયા છું. મિસરના ઈતિહાસ વિષેના મારા અજ્ઞાનને કારણે એ ઉલ્લેખા ટૂંકા અને તૂટક તૂટક હતા. એ વિષયનું મને આજે છે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૯૪૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેના કરતાં વધારે જ્ઞાન હોત તે આ તબકકે હું મિસરના પ્રાચીન કાળમાં પાછો જઈ શકું એમ નથી. આખરે આપણે ૧૯મી સદીનું આપણું ખ્યાન લગભગ પૂરું કર્યું છે અને ૨૦મી સદીને ઊમરે આવી પહોંચ્યાં છીએ. અને હવે આપણે ત્યાં જ રહેવું જોઈએ. આપણે કંઈ હમેશાં આગળથી પાછળ અને પાછળથી આગળ એમ આવજા કરી શકીએ નહિ ! વળી, હું બધાયે દેશના ભૂતકાળની વાત કહેવાનો પ્રયત્ન કરું તે કદીયે આ પત્રે પૂરા થાય ખરા? આમ છતાંયે, મિસરના ઈતિહાસમાં કશું કહેવા જેવું છે જ નહિ એમ તે હું તને નહિ માની લેવા દઉં. કેમ કે એ સૌથી પ્રાચીન રાષ્ટ્ર છે. તેને ઇતિહાસ બીજા કઈ પણ દેશના ઈતિહાસ કરતાં વધારે પુરાણે છે અને તેના યુગ ક્ષુલ્લક સદીઓથી નહિ પણ સહસ્ત્રાબ્દોથી ગણાય છે. ત્યાંનાં અદ્ભુત અને ભવ્ય ખંડિયેરે હજી પણ આપણને એ દૂર દૂરના પ્રાચીનકાળનું સ્મરણ કરાવે છે. પુરાતત્ત્વની શોધખોળ માટે મિસર એ સૌથી જૂનું અને મોટામાં મોટું ક્ષેત્ર હતું. અને રેતીમાંથી ખોદી કાઢવામાં આવેલાં પથ્થરનાં સ્મારક તથા બીજા અવશેષે જ્યારે તેઓ યૌવનના પૂર બહારમાં હતાં તે અતિ પ્રાચીનકાળની ચમત્કારિક વાત કહેતાં હતાં. આ ખોદકામનું અને શોધખોળનું કાર્ય હજી ચાલુ જ છે અને તે મિસરના પ્રાચીન ઇતિહાસમાં નવા નવા ઉમેરા કર્યું જાય છે. મિસરને ઇતિહાસ ક્યારે અને કેવી રીતે શરૂ થાય છે તે આપણે હજી પણ કહી શકતાં નથી. લગભગ ૭૦૦૦ વરસે પૂર્વે નાઈલ નદીની ખીણમાં સંસ્કારી લેકે વસતા હતા. એ લેકે પણ લાંબા કાળની સાંસ્કૃતિક પ્રગતિને વારસ ધરાવતા હતા. તેઓ ચિત્રલિપિમાં પોતાનું લખાણ કરતા હતા તથા તેનું, ત્રાંબુ અને હાથીદાંતનાં વાસણે બનાવતા હતા. વળી તેઓ ચૂનાનાં ચિતરામણવાળાં વાસણો તથા માટીનાં વાસણ અને કળશે પણ બનાવી જાણતા હતા. ઈશ પૂર્વેની ચોથી સદીમાં મેસેડોનના સિકંદરે મિસર જીતી લીધું તે પહેલાં ત્યાં ક૧ મિસરી રાજવંશે રાજ કરી ચૂક્યા હતા એમ કહેવામાં આવે છે. ૪૦૦૦ કે ૫૦૦૦ વરસના આ લાંબા ગાળામાં કેટલાંક અદ્ભુત સ્ત્રીપુરુષો આગળ તરી આવે છે અને આજે પણ તે જીવંત હોય એમ લાગે છે. એમાં કર્મવીર સ્ત્રીપુરુષો છે, મહાન શિલ્પીઓ છે, મહાન સ્વપ્ન સેવીઓ અને વિચારકો છે, દ્ધાઓ, આપખુદ અને જુલમગાર શાસકે છે તથા ગર્વેિક અને ઘમંડી રાજાઓ તથા સોંદર્યવતી સ્ત્રીઓ છે. સહસ્ત્રાબ્દના સહસ્ત્રાબ્દ સુધી ત્યાંના રાજકર્તા ફેરોની લાંબી હાર આપણું નજર આગળથી પસાર થાય છે. ત્યાં આગળ સ્ત્રીઓને પૂર્ણ સ્વતંત્રતા હતી અને કેટલીક સ્ત્રીઓ શાસક પણ હતી. એ દેશમાં પુરોહિત વર્ગનું ભારે પ્રભુત્વ હતું અને મિસરના લેકે નિરંતર ભવિષ્યકાળમાં અને પરલેકને વિષે જ નિમગ્ન રહેતા હતા. મહાન પિરામિડે Page #280 -------------------------------------------------------------------------- ________________ ઈંગ્લેડ મિસર પચાવી પાડે છે ૪૦ એ ફેરાને માટેની એક પ્રકારની ભવિષ્યને અંગેની જોગવાઈ હતી. એ પિરામિડ વેઠની મજૂરીથી તથા મજૂરો ઉપર ભારે સિતમા ગુજારીને બાંધવામાં આવ્યા હતા. મમીએ એ ભવિષ્યને માટે પોતાનું શરીર જાળવી રાખવાની એક રીત હતી. આ બધું આપણને અંધકારમય, ઉગ્ર અને આનંદવિહાણું લાગે છે, વળી એ વખતની ‘વીગ' (માથે પહેરવાના કૃત્રિમ વાળના બેચલા) પણ મળી આવે છે કેમ કે તે વખતે પુરુષો તેમનું માથું મૂંડાવી નાખતા હતા. આ ઉપરાંત બાળકાને રમવાનાં રમકડાં પણ મળી આવે છે! ઢીંગલી, દડા તથા તેમનાં અંગાને હલાવીચલાવી શકાય એવાં નાનાં નાનાં પ્રાણીએ પણ મળે છે. આ રમકડાં મિસરના પ્રાચીન લેાકેાની માનવી ભાજીનું આપણને એકાએક સ્મરણ કરાવે છે અને યુગે ભેદીને તે આપણી સમીપ આવતા જણાય છે. ઈશુ પૂર્વેની છઠ્ઠી સદીમાં એટલે કે લગભગ બુદ્ધના સમયમાં ઈરાનના લકાએ મિસર જીતી લીધું અને સિંધુ નદીથી નાઈલ સુધી વિસ્તરેલા તેમના વિશાળ સામ્રાજ્યને તેને એક પ્રાંત બનાવી દીધા. ઈરાનના આકીમીની શી રાજાએ મિસર જીતી લીધું હતું. એમનું પાટનગર પરસેપેલિસ હતું. તેમણે ગ્રીસ જીતી લેવાને પ્રયત્ન કર્યાં હતા પરંતુ તેમાં તે નિષ્ફળ નીવડ્યા હતા તથા છેવટે તેમને મહાન સિક ંદરે હરાવ્યા હતા. સિકંદરને મિસરમાં ઈરાનીન કડક અમલમાંથી મુક્ત કરનાર તરીકે વધાવી લેવામાં આવ્યા. ઍલેકઝાંડિયા (એ શહેર સિક ંદરે વસાવ્યું હતું અને તેના ગ્રીક નામ ઍલેકઝાંડર ઉપરથી એ નામ પાડવામાં આવ્યું હતું.) શહેરના રૂપમાં તે ત્યાં પોતાનું સ્મારક મૂકતા ગયા. એ શહેર વિદ્યા તથા ગ્રીક સંસ્કૃતિનું મશર ધામ બન્યું. તને યાદ હશે કે સિકંદરના મરણ બાદ તેનું સામ્રાજ્ય તેના સેનાપતિમાં વહેચાઈ ગયું અને મિસર ટૅૉલેમીને ભાગ આવ્યું. ટૉલેમીએ મિસરવાસી બની ગયા અને ઈરાનીએથી ઊલટી રીતે તેમણે મિસરના આચારવિચારાને અપનાવ્યા. તેમણે પોતે મિસરવાસીઓ હોય તેવા જ વર્તાવ રાખ્યો અને મિસવાસીઓએ જાણે તેઓ પુરાણા ફૈરાના વંશના જ હોય એ રીતે તેમનેા રવીકાર કર્યાં. ક્લિયોપેટ્રા આ ટોલેમી વંશની છેલ્લી રાણી હતી અને ઈસવી સન શરૂ થયા એમ માનવામાં આવે છે તે પહેલાં થોડાં વરસ અગાઉ તેના મરણ બાદ મિસર શમન સામ્રાજ્યને એક ભાગ બની ગયું. રામે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યાં તે પહેલાં ઘણાં વરસ અગાઉ મિસરે તેને સ્વીકાર કર્યાં હતા અને મિસરના ખ્રિસ્તી ઉપર રામન લેકાએ ભારે જુલમ ગુજાર્યાં હતા એથી કરીને તેમને રણમાં છુપાઈ રહેવું પડતું હતું. પરંતુ રણમાં ગુપ્ત મા ઊભા થયા અને આ રણવાસી સાધુના ચમત્કારોની અદ્ભુત અને ગૂઢતાભરી વાતેથી તે સમયની ખ્રિસ્તી દુનિયા ઊભરાતી હતી. પાછળના Page #281 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વખતમાં કેન્સેન્ટાઈને તેને અંગીકાર કર્યો ત્યાર પછી ખ્રિસ્તી ધર્મ જ્યારે રોમન સામ્રાજ્યને રાજધર્મ બળે ત્યારે મિસરના ખ્રિસ્તીઓએ ત્યાંને જૂને ધર્મ પાળનારા બહીધો” એટલે કે અખ્રિસ્તીઓ ઉપર ક્રૂર દમન કરીને પાછલું વેર લેવાનો પ્રયાસ કર્યો. એલેકઝાંડિયા હવે ખ્રિસ્તી વિદ્યાનું મશહૂર કેન્દ્ર બન્યું. પરંતુ ખ્રિસ્તી ધર્મ મિસરમાં રાજધર્મ બળે એટલે હવે તે આપસમાં નિરંતર લડ્યા કરતા તથા પ્રભુત્વ મેળવવા ઝઘડતા સંપ્રદાય અને પક્ષે અખાડે બની ગયો. આ લેહી વહેવડાવનારા ઝઘડાઓ સામાન્ય પ્રજાની નજરે એવા તે ઘણાસ્પદ બની ગયા કે લે કે એ બધા ખ્રિસ્તી સંપ્રદાયથી થાકી ગયા અને સાતમી સદીમાં ન ધર્મ લઈને આરબ ત્યાં આવ્યા ત્યારે તેમણે તેમને સહર્ષ વધાવી લીધા. આરબોએ મિસર તથા ઉત્તર આફ્રિકા સહેલાઈથી જીતી લીધાં તેનું એક કારણ આ પણ હતું. હવે ખ્રિસ્તી ધર્મ ફરી પાછો દમનના ભોગ બનવાની દિશામાં આવી પડ્યો અને નિર્દયપણે તેને દાબી દેવામાં આવ્યું. આ રીતે મિસર ખલીફના સામ્રાજ્યને એક પ્રાંત બન્યું. અરબી ભાષા તથા અરબી સંસ્કૃતિ ત્યાં અતિશય ઝડપથી ફેલાયાં; તે એટલે સુધી કે અરબી ભાષાએ મિસરની પુરાણી ભાષાનું સ્થાન લીધું. ૨૦૦ વરસ પછી નવમી સદીમાં બગદાદની ખિલાત નબળી પડી ત્યારે તુર્કશાસકે નીચે મિસર અર્ધસ્વતંત્ર બની ગયું. ૩૦૦ વરસ પછી ક્રઝેડને (ધાર્મિક યુદ્ધ) મુસલમાન વીર યોદ્ધો સલાદીન મિસરને સુલતાન બન્યો. સલાદીન પછી થોડા જ વખત બાદ તેને એક વારસ કોકેસસના પ્રદેશમાંથી મોટી સંખ્યામાં તુક ગુલામોને લઈ આવ્યો અને તેમને તેણે પિતાના સૈનિકે બનાવ્યા. આ ગોરા ગુલામોને “મેમેલ્ક’ કહેવામાં આવતા. એ શબ્દનો અર્થ ગુલામ થાય છે. તેમને સૈન્ય માટે બહુ જ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવતા અને એ બધા સરસ માણસે હતા. ડાં જ વરસોમાં આ મેમેલ્થકોએ બળવો કર્યો અને પિતામાંથી એકને તેમણે મિસરને સુલતાન બનાવ્યું. આ રીતે મિસરમાં મેમેલ્યુકોનો અમલ શરૂ થયે અને તે અઢી સદી સુધી ચાલ્યો. વળી અર્ધ સ્વતંત્ર દશામાં લગભગ બીજાં ત્રણ વરસ સુધી ત્યાં આગળ તેમને અમલ ચાલ્યા. આમ વિદેશી ગુલામેના આ સમૂહે પૈ૦૦ કરતાં વધારે વરસ સુધી મિસર ઉપર આધિપત્ય ભોગવ્યું. ઈતિહાસમાં આ એક અસાધારણ અને અદ્વિતીય દૃષ્ટાંત છે. મિસરમાં આ મૂળ મેમેલ્યુકેને વંશપરાગત વર્ગ કે જાતિ ઊભી થવા પામી હતી એવું નથી. કેકેસસની ગેરી જાતિઓના મુક્ત ગુલામીમાંથી પસંદ કરીને તેઓ નિરંતર પિતાની સંખ્યામાં વધારે કરતા રહેતા હતા. કેસસની પ્રજાએ આર્ય જાતિની હતી એટલે આ મેમેલ્યુકો પણ આર્ય જાતિના હતા. આ વિદેશી લેકે મિસરની ભૂમિમાં ફાલ્યા નહિ. થોડી પેઢીમાં જ તેમનાં કુટુંબો મરી પરવારતાં. પરંતુ નવા નવા મેમેલ્યુક ઉમેરવામાં આવ્યા કરતા હતા કે Page #282 -------------------------------------------------------------------------- ________________ ઈંગ્લેડ મિસર પચાવી પાડે ૯૪૯ એટલે તેમની સંખ્યા અને ખાસ કરીને તેમની તાકાત અને શક્તિ જળવાઈ રહ્યાં. આ રીતે જોતાં તેમને વંશપરંપરાગત વગ નહાતા પરંતુ એમ છતાંયે મિસરને તે શાસક અને ઉમરાવ વ હતા અને એ રીતે તે લાંખા ફાળ ટક્યો. ૧૬મી સદીના આરંભમાં કૅન્સ્ટાન્ટિનોપલના ઉસ્માની તુર્ક સુલતાને મિસર જીતી લીધું અને મેમેલ્યૂક સુલતાનને તેણે ફ્રાંસીએ લટકાવ્યો. મિસર ઉસ્માની સામ્રાજ્યના એક પ્રાંત બન્યો. પરંતુ હજીયે મેમેલ્યૂકાના વર્ગ મિસરના શાસન કરનાર ઉમરાવ વ રહ્યો. પાછળના વખતમાં તુર્કી યુરેપમાં નખળા પડ્યા ત્યારે મેમેલ્યૂકા પોતાનું મનમાન્યું કરવા લાગ્યા. જોકે સિદ્ધાંતની દૃષ્ટિએ તા મિસર ઉસ્માની સામ્રાજ્યના એક ભાગ તરીકે ચાલુ રહ્યું. ૧૮મી સદીના અંતમાં નેપોલિયન મિસરમાં આવ્યા ત્યારે મેમેલ્યૂકાની સામે તે લડ્યો અને તેણે તેમને હરાવ્યા. મધ્યયુગના રિવાજ પ્રમાણે, ધોડેસવાર થઈને ફ્રેંચ સૈન્યમાં જઈ તેના સેનાપતિને યુદ્ધ માટે આહ્વાન કરનાર એક મેમેલ્યૂક સરદારની વાત મેં તને કરી હતી તે તને યાદ હશે. આ રીતે આપણે ૧૯મી સદી સુધી આવી પહેાંચીએ છીએ, ૧૯મી સદીના પૂર્વી માં મિસર મહમદઅલી નામના આલ્બેનિયન તુર્કના અમલ નીચે રહ્યુ. તે મિસરના મૂખે અથવા ખેદીવ' બન્યા હતા. આ તુ સૂબાને ખેદીવ કહેવામાં આવતા હતા. મહમદઅલીને આધુનિક મિસરના જનક તરીકે લેખવામાં આવે છે. તેમને કાવાદાવા તથા પ્રપંચથી મારી નંખાવીને પ્રથમ મેમેલ્યૂકાની સત્તા તોડી પાડવાનુ કામ તેણે પાર પાડયુ, તેણે મિસરમાં અંગ્રેજ સૈન્યને પણ હરાવ્યું અને આખા દેશને તે સ્વામી બન્યા. વિવેક ખાતર તુર્કીના સુલતાનનુ નામનુ આધિપત્ય તેણે માન્ય રાખ્યું હતું. તેણે ખેડૂત વ માંથી ( મેમેલ્યૂ કામાંથી નહિ ) માણસા ખેંચીને મસરમાં નવું સૈન્ય ઊભું કર્યું. વળી તેણે નવી નહેરા બંધાવી તથા કપાસના વાવેતરને ઉત્તેજન આપ્યું. આ કપાસના ઉદ્યોગ ભવિષ્યમાં મિસરના પ્રધાન ઉદ્યોગ બનવાના હતા. તેના નામના સ્વામીને હાંકી કાઢીને ખુદ કૉન્સ્ટાન્તિનેપલને કબજો લેવાની પણ તેણે ધમકી આપી. પરંતુ તે એમ કરતાં અટક્યો અને મિસરમાં સીરિયાના ઉમેશ કરીને તેણે સતાષ માન્યા. . મહમદઅલી ૧૮૪૯ની સાલમાં ૮૦ વરસની ઉંમરે મરણ પામ્યા. તેના વંશજો નમાલા, ઉડાઉ અને કશીયે આવડત વિનાના હતા. પરંતુ તે હતા એથી વધારે સારા હોત તોયે આંતરરાષ્ટ્રીય શરાફાની લૂટારુવૃત્તિ તથા યુરોપનાં રાષ્ટ્રના સામ્રાજ્યવાદના લાભની સામે ટકી રહેવું તેમને માટે અતિશય મુશ્કેલ હતુ. વિદેશીઓએ, ખાસ કરીને અંગ્રેજ અને ફ્રેંચ શરાફાએ ખેદીવાને તેમના ખાનગી ઉપયાગ માટે વ્યાજના ભારે દરથી નાણાં ધીર્યાં અને પછી વખતસર ૬-૧૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એનું વ્યાજ ન ભરાતું તે તે વસૂલ કરવાને યુદ્ધ જહાજો આવતાં! આંતરરાષ્ટ્રીય કાવાદાવા તથા પ્રપંચની અને બીજા દેશોને લૂંટવાને તથા તેના ઉપર પિતાનું આધિપત્ય જમાવવાને શરાફે તથા સરકારે કેવી રીતે હળીમળીને કાર્ય કરે છે તેની એ એક બેનમૂન કહાણી છે. મિસરના ઘણુંયે ખેદીવો કશીયે આવડત વિનાના હતા છતાં પણ તેણે સારી પેઠે પ્રગતિ કરી. એ બાબતમાં ટાઈમ્સ’ નામનું એક આગળ પડતું અંગ્રેજી પત્ર ૧૮૭૬ની સાલમાં જણાવે છે કે, “મિસર એ પ્રગતિનું એક આશ્ચર્યકારક દૃષ્ટાંત છે. બીજા દેશે ૫૦૦ વરસમાં જેટલી પ્રગતિ કરે છે તેટલી પ્રગતિ તેણે ૭૦ વરસમાં કરી છે.” આમ છતાંયે વિદેશી શરાફેએ તે મિસરનું ગમે તે થાય તેની લેશ પણ પરવા કર્યા વિના પિતાનું માગણું વસૂલ કરવાનો આગ્રહ રાખે અને એ દેશ નાદાર થઈ જવાની તૈયારીમાં છે એવો ભાસ પેદા કરીને વચ્ચે પડવા માટે પરદેશો પાસે માગણી કરી. પરદેશી સરકારે – ખાસ કરીને બ્રિટિશ તથા ફેંચ સરકારે – તે વચ્ચે પડવાને માટે આતુરતાથી ટાંપી જ રહી હતી. તેમને તે એમ કરવા માટે કંઈક બહાનું જ જોઈતું હતું. કેમ કે મિસર એ એ તે લેભાવનારે કળિયે હતું કે તેને જેમને તેમ રહેવા દેવો પાલવે એમ નહતું. વળી તે હિંદ જવાના માર્ગ ઉપરનો દેશ હતે. ' દરમ્યાન, વેઠ અને ભારે અમાનુષીપણાથી બાંધવામાં આવેલી સુએઝની નહેર ૧૮૬૯ની સાલમાં અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવી. (તને એ જાણીને આનંદ થશે કે, મિસરના પ્રાચીન રાજવંશના અમલમાં ઈશુ પહેલાં આશરે ૧૪૦૦ વરસ ઉપર રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી આવી નહેર મેજૂદ હોય એમ જણાય છે). આ નહેર ઊઘડતાની સાથે જ યુરોપ, એશિયા તથા ઓસ્ટ્રેલિયાને બધે વાહનવ્યવહાર સુએઝ થઈને ચાલવા લાગ્યો અને મિસરનું મહત્ત્વ વળી વધ્યું. હિંદમાંનાં તેમ જ પૂર્વના બીજા દેશોમાંનાં તેનાં અગત્યનાં હિતોને કારણે ઈગ્લેંડ માટે એ નહેર તથા મિસર ઉપરને કાબૂ અતિશય મહત્વનાં થઈ પડ્યાં. ઇંગ્લંડને વડા પ્રધાન ડિઝરાયલી નાદાર બની ગયેલા બેદીવ પાસેથી સુએઝની નહેરના તેના બધા શેરે બહુ જ ઓછા ભાવે ખરીદીને ભારે રમત રમી ગયે. મૂડીનું આ એક સરસ રોકાણ હતું એટલું જ નહિ પણ એને લીધે ઘણે અંશે નહેરને કાબૂ બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું. મિસરના નહેરને અંગેના બીજા શેરે ફેંચ શરાફને હાથ ગયા એટલે મિસરને નહેર ઉપર કશોયે આર્થિક કાબૂ રહ્યો નહિ. આ શેરોમાંથી અંગ્રેજ તથા એ અઢળક ન મેળવ્યું છે. આ ઉપરાંત નહેર ઉપર તેમણે પિતાને કાબૂ રાખે તથા તે દ્વારા મિસર ઉપર પિતાને મજબૂત પજે પાથર્યો. ૧૯૧૨ની સાલમાં એકલી બ્રિટિશ સરકારને જ તેના ૪,૦૦૦,૦૦૦ પાઉન્ડના રોકાણુ ઉપર ૭,૫૦૦,૦૦૦ પાઉન્ડને ન મળ્યું હતું. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લડ મિસર પચાવી પાડે છે આ સ્થિતિમાં બ્રિટિશ સરકાર મિસર ઉપર હજી વધારે કાબૂ મેળવવાને મથે એ અનિવાર્ય હતું. આથી ૧૮૭૯ની સાલમાં મિસરની આંતરિક બાબતોમાં નિરંતર દખલ કરવાનું તેણે શરૂ કર્યું તથા પિતાના શરાફેના હાથમાં તેને કાબૂ સો. સ્વાભાવિક રીતે જ ઘણાયે મિસરવાસીઓએ એની સામે પિતાને રોષ દર્શાવ્યો અને મિસરને વિદેશીઓની દખલમાંથી મુક્ત કરવાને માટે ત્યાં એક રાષ્ટ્રીય પક્ષ ઊભું થયું. એ પક્ષના નેતા અરબી પાશા નામનો એક તરણ સૈનિક હતું. તે ગરીબ મજૂર વર્ગમાં જ હતો અને મિસરના લશ્કરમાં એક નાના અમલદાર તરીકે જોડાયા હતા. તેની લાગવગ વધતી ગઈ અને તે યુદ્ધખાતાને પ્રધાન બન્ય. યુદ્ધપ્રધાન તરીકે તેણે બ્રિટિશ તથા ફ્રેંચ નિયામક (ક ટેલર) ની સૂચનાઓને અમલ કરવાની સાફ ના પાડી. વિદેશની શિરજોરીને તાબે થવાની ના જવાબ ઇગ્લેંડે યુદ્ધથી વાળે અને ૧૮૮૨ની સાલમાં બ્રિટિશ નૌકા કાફલાએ તોપમારો ચલાવી એલેકઝાંડ્રિયા શહેરને બાળી મૂક્યું. પશ્ચિમના સુધારાની સરસાઈનું આ રીતે પ્રદર્શન કરીને તથા જમીન ઉપર મિસરના સૈન્યને હરાવી હવે અંગ્રેજોએ મિસરને સંપૂર્ણ કાબૂ પિતાના હાથમાં લીધે. આ રીતે મિસર ઉપર બ્રિટનના કબજાની શરૂઆત થઈ. આંતરરાષ્ટ્રીય કાયદાની દૃષ્ટિએ આ અસામાન્ય સ્થિતિ હતી. મિસર એ તુ સામ્રાજ્યને એક પ્રાંત અથવા ભાગ હતો. ઇંગ્લેંડ અને તુક વચ્ચે મૈત્રીનો સંબંધ હતે એમ માનવામાં આવતું હતું અને છતાયે ઇંગ્લડે ઠંડે કલેજે તુક સામ્રાજ્યના એક ભાગને કબજે લીધે. તેણે ત્યાં આગળ પિતાને એજન્ટ મૂક્યો. એ સૌ કેઈને ઉપરી અધિકારી હતા. હિંદના વાઈસરૉયની પેઠે તે એક મોટા બાદશાહ જે હતે. આ બ્રિટિશ એજટ આગળ ખુદ બેદીવ તથા તેના પ્રધાનનું પણ કશું ચાલતું નહિ. ત્યાંને પહેલે બ્રિટિશ એજંટ મૅજર બેરિંગ હતું. તેણે મિસરમાં ૨૫ વરસ સુધી શાસન કર્યું અને તે લેડ કેમર બન્યો. કેમર એક આપખુદ રાજકર્તાની પેઠે મિસરમાં અમલ કરતો હતો. વિદેશી શરાફે તથા શેર ધરાવનારાઓને નફે વહેંચવાનું તેનું પહેલું કામ હતું. નિયમિત રીતે એ ભરપાઈ કરવામાં આવતું હતું અને મિસરની નાણાંકીય સધ્ધરતાનાં ભારે વખાણ થવા લાગ્યાં. હિંદની પેઠે ત્યાં પણ અમુક અંશે વહીવટી દક્ષતા આણવામાં આવી. પરંતુ પચીસ વરસને અંતે મિસરનું જૂનું દેવું તે આરંભમાં હતું તેટલું ને તેટલું જ રહ્યું. કેળવણીના ક્ષેત્રમાં કશુંયે કરવામાં ન આવ્યું અને રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના પણ મરે અટકાવી. તે વખતના ઇંગ્લંડના વડા પ્રધાન લડ સેલ્સબરી ઉપર ૧૮૯૨ની સાલમાં તેણે લખેલા પત્રના એક વાક્ય ઉપરથી તેનું દૃષ્ટિબિંદુ આપણે સમજી શકીએ છીએ. પિતાના પત્રમાં તે દેશદાઝવાળા બેદીવ વિષે લખે છે કે, “દીવ તે પૂરે મિસરવાસી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ જગતના ઇતિહાસનુ" રેખાદર્શન નીવડે એમ લાગે છે ! ’” કેમ કે એક હિંદી તરીકે વર્તવું ઘટે તેમ વવા માટે અંગ્રેજો હિંદી તરફ કિયાં કરે છે તથા તેમને શિક્ષા કરે છે તે જ પ્રમાણે મિસરવાસીએ એક મિસરવાસીને વર્તવું ઘટે તે રીતે વર્તે એ ક્રામરની નજરે ગુતા હતા. મિસર ઉપરના અંગ્રેજોના આ કાબૂ ફ્રેંચાને પસંદ નહાતા; એ લૂંટમાં તેમને કશા ભાગ મળ્યા નહાતો. યુરોપની ખીજી સત્તાને પણ એ વાત પસંદ નહેાતી. અને મિસરવાસીઓને તો એ વસ્તુ મુદ્દલ નહોતી ગમતી એ કહેવાની જરૂર છે ખરી ? બ્રિટિશ સરકારે એ બધાને એ વિષે નિશ્ચિંત રહેવા જણાવ્યું કેમકે અંગ્રેજો મિસરમાં થોડા વખત પૂરતા જ છે અને તુરતમાં જ તેઓ એ દેશ છેોડી જશે. બ્રિટિશા મિસર ખાલી કરી જશે એવી સત્તાવાર અને વિધિપૂર્વક જાહેરાત બ્રિટિશ સરકારે અનેક વાર કરી. પચાસ કે એથીયે વધારે વાર ગંભીરતાપૂર્વક એવી જાહેરાત કરવામાં આવી ચોક્કસ ગણતરી કરવાનું પણ મુશ્કેલ છે અને આમ છતાંયે અંગ્રેજો ત્યાં ચાંટી રહ્યા અને હજી પણ ત્યાં જ છે ! છે. --- -- - એની ૧૯૦૪ની સાલમાં અંગ્રેજો તથા ખેંચા ઘણા તકરારી મુદ્દાઓની બાબતમાં સમજૂતી ઉપર આવ્યા. મોરોક્કોમાં ફાવે તેમ વર્તવાની છૂટ ફ્રેંચને આપવાને અંગ્રેજો કબૂલ થયા અને એના બદલામાં ફ્રેંચ મિસર ઉપરના અંગ્રેજોને કબજો માન્ય રાખવાને સંમત થયા. એ મજાના સાદા હતા. એમાં માત્ર તુર્કીની જ સલાહ લેવામાં આવી નહોતી; જો કે મિસર ઉપર તેનું આધિપત્ય છે એમ હજી પણ માનવામાં આવતું હતું. અલબત, એ બાબતમાં મિસરના લેાકાની સલાહ લેવાના તા પ્રશ્ન જ નહાતા ! મિસરની, આ સમય દરમ્યાન ખીજી એક મર્યાદા એ હતી કે વિદેશીઓ ઉપર મિસરની અદાલતાની કશી સત્તા કે ચલણ નહતું. એ અદાલતને જોઈ એ તેવી સારી નહાતી ગણવામાં આવતી અને વિદેશીઓને તેમની પોતાની અદાલતોમાં જ કામ ચલાવવાના હક હતા. આથી સ્થાનિક રાજ્યસત્તાની હકૂમતથી પર એવી, જેમને હૈયે વિદેશીઓનું હિત વસેલું હતું એવા ન્યાયાધીશવાળી અદાલતા ઊભી થઈ. એવી અદાલતાના એક વિદેશી ન્યાયાધીશે તે જ તેમને વિષે લખ્યું છે કે, - એ અદાલતોના ઇન્સાફે દેશનું શોષણ કરી રહેલા વિદેશીઓના સમૂહની ભારે સેવા કરી છે.' હું માનું છું કે, મિસરમાં વસતા પરદેશી ધણાખરા કરીમાંથી પણ છટકી જતા. આ ખરેખર મજાની સ્થિતિ છે ~~ કર ભરવાને નહિ, જે દેશમાં તમે રહેતા હો તેના કાયદાઓ તથા તેની અદાલતોને વશ વર્તવાનું પણ નહિ અને છતાં તે દેશનું શાષણ કરવાની બધી સગવડે તમને મળે ! Page #286 -------------------------------------------------------------------------- ________________ ઈંગ્લેડ મિસર પચાવી પાડે છે ૯૧૩ બ્રિટને મિસર ઉપર આ રીતે પોતાના અમલ ચલાવ્યો અને તેનું શાણુ કર્યું. તેના એજ અને પ્રતિનિધિ તેમની રેસીડન્સી 'એમાં ( તેમના વસવાટનાં ખાસ સ્થાનામાં) આપખુદ રાજાના જેવા દમામ તથા દબદબાથી રહેતા. સ્વાભાવિક રીતે જ મિસરમાં રાષ્ટ્રવાદને ઉદ્ય થયા અને સુધારાની ચળવળા શરૂ થઈ. જમાલુદ્દીન અફધાની ૧૯મી સદીના મિસરના સૌથી મહાન સુધારક હતા. તે ધાર્મિક નેતા હતા અને ઇસ્લામને પ્રચલિત પરિસ્થિતિ સાથે સુસંગત કરીને તેને આધુનિક સ્વરૂપ આપવાના તેણે પ્રયાસ કર્યાં. સ પ્રકારની પ્રગતિને ઇસ્લામ સાથે સુસંગત કરી શકાય છે એવા તેણે ઉપદેશ આપ્યા. ઇસ્લામને આધુનિક સ્વરૂપ આપવાને તેને પ્રયાસ તત્ત્વતઃ હિંદમાં હિંદુધર્મ તે આધુનિક સ્વરૂપ આપવાને કરવામાં આવેલા પ્રયાસાને મળતા હતા. કેટલાંક મૂળભૂત ધર્મતત્ત્તા ઉપર ફરી પાછા પહેાંચવું તથા પુરાણી રૂઢિઓ અને માન્યતાઓના નવા અર્ધાં કરવા તથા તેનું નવીન રહસ્ય બતાવવું આ બે વસ્તુ ઉપર ધર્મ સુધારાના આ પ્રયાસેાનુ મડાણ હતું. એ પ્રમાણે આધુનિક જ્ઞાન એ પ્રાચીન ધાર્મિ ક જ્ઞાનની એક પ્રકારની પરિપૂતિરૂપ કે તેના ઉપરના ભાષ્ય જેવું બની જાય છે. અલબત, વૈજ્ઞાનિક પદ્ધતિ આ પદ્ધતિથી સાવ નિરાળી છે. એ પદ્ધતિ નિર્ભયપણે આગળ વધે છે અને તે કાઈ પણ વસ્તુ આગળથી માની લઈ ને ચાલતી નથી. એ ગમે તેમ હે પરંતુ કેવળ મિસરમાં જ નહિ પણ અરખી સ ંસ્કૃતિવાળા ખીજા દેશમાં પણ જમાલુદ્દીનની ભારે અસર હતી. વિદેશા સાથેના વેપાર વધતા ગયા તેની સાથે મિસરમાં નવા મધ્યમ વ ઊભા થયા. એ વ નવા રાષ્ટ્રવાદના આધારરૂપ બની ગયા. મિસરના સૌથી મહાન આધુનિક નેતા ઝગલુંલ પાશા પણ આ જ વમાંથી આવ્યા હતા. મિસર એ પ્રધાનપણે મુસ્લિમ દેશ છે. પરંતુ ત્યાં આગળ કોપ્ટ લેાકાની પણ સારી સંખ્યા છે. એ લાકે ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ કોપ્ટ લેાકેા પ્રાચીન મિસરવાસીઓના શુદ્ધમાં શુદ્ધ વશજો છે. આ નવા મધ્યમ વર્ગમાં મુસલમાને તથા કૅપ્ટ એ ખતેના સમાવેશ થતા હતા. અને સદ્ભાગ્યે તેમની વચ્ચે કશા વિખવાદ નહાતો. અંગ્રેજોએ તેમની વચ્ચે ઝધડે કરાવવા પ્રયત્ન કર્યાં પરંતુ તેમાં તેમને ઝાઝી સફળતા ન મળી. અંગ્રેજોએ રાષ્ટ્રીય પક્ષમાં ભાગલા પાડવાના પણ પ્રયત્ન કર્યાં. હિંદુસ્તાનની પેઠે ગણ્યાગાંઠ્યા નરમ વલણના આગેવાનાને સહકાર મેળવવામાં તેમને કેટલીક વાર સફળતા મળી હતી. પરંતુ એ વિષે વધુ હું હવે પછીના એકાદ પત્રમાં કહીશ. ૧૯૧૪ની સાલના આગસ્ટ માસમાં મહાયુદ્ધ શરૂ થયું ત્યારે મિસરની આ સ્થિતિ હતી. ત્રણ માસ પછી ઇંગ્લેંડ અને ફ્રાંસ તથા તેમનાં મિત્રરાજ્યાની સામે તુર્કી જમનીના પક્ષમાં ભળ્યું. આથી ઇંગ્લંડે ખરેખાત મિસરને ખાલસા કરવાના નિર્ણય કર્યાં. પરંતુ એમ કરવામાં કેટલીક મુશ્કેલી ઊભી થઈ એટલે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ખાલસા કરવાને બદલે મિસરને બ્રિટનનું રક્ષિત રાજ્ય જાહેર કરવામાં આવ્યું. આટલું મિસર વિષે બાકીને આફ્રિકા ખંડ પણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપના સામ્રાજ્યવાદને શિકાર બન્યું. ત્યાં આગળ ભારે ધસારો થવા પામે અને એ વિશાળ ખંડને યુરોપનાં રાજ્યએ માંહોમાંહે વહેંચી લીધે. ગીધની માફક તેઓ તેના ઉપર તૂટી પડથાં અને કેટલીક વાર માંહમાંહે પણ લડી મર્યા. આમ કરવામાં ભાગ્યે જ કોઈને કશોયે સામનો કરવો પડ્યો પરંતુ ૧૮૯૬ની સાલમાં ઈટાલીને એબિસીનિયામાં હરાવવામાં આવ્યું. આફ્રિકા મટે ભાગે અંગ્રેજ કે એના તાબામાં હતું. તેને કેટલેક ભાગ બેરિયમ, ઇટાલી તથા પિટુંગાલના તાબામાં પણ હતું. મહાયુદ્ધમાં જર્મનીની હાર થઈ ત્યાં સુધી આફ્રિકામાં તેનો હિસ્સો પણ હતા. પૂર્વમાં એબિસાનિયા તથા પશ્ચિમ કાંઠે નાનું સરખું લાઈબેરિયા એ બે જ દેશે સ્વતંત્ર રહ્યા. મકકો ફ્રાંસ તથા સ્પેનની લાગવગ નીચે હતું. આ વિશાળ પ્રદેશને કબજે લેવામાં આવ્યો તેની અતિશય લાંબી અને ભીષણ કહાણી છે. બેશક, હજીયે એ કહાણ પૂરી નથી થઈ એ ખંડનું શેષણ કરવાને અને ખાસ કરીને રબર ઉત્પન્ન કરવાને માટે જે પદ્ધતિઓ અખત્યાર કરવામાં આવી હતી તે તે વળી એથીયે બૂરી હતી. બેલ્જિયન કૅગમાં ગુજારવામાં આવેલા સિતમની કહાણુઓથી કેટલાંક વરસ પૂર્વે કહેવાતી સુધરેલી દુનિયામાં ત્રાસની અરેરાટી ફેલાઈ હતી. ખરેખર, કાળી પ્રજાએ ભયંકર બેજે વહન કરતી રહી છે. આફ્રિકા ખંડ, અંધારા ખંડ તરીકે ઓળખાતું હતું અને ૧૯મી સદીના ઉત્તરાર્ધ સુધી તેને અંદરને ભાગ લગભગ અજ્ઞાત હતું. આ ગૂઢતાભર્યા પ્રદેશને વ્યવસ્થિત રીતે નકશા ઉપર રજૂ કરવામાં આવ્યા તે પહેલાં એ ખંડની આરપાર સાહસભર્યા અને રોમાંચક કેટલાયે પ્રવાસ ખેડવા પડ્યા હતા. એને સૌથી મોટો શોધખોળ કરનાર સ્કોટલેંડને મિશનરી ડેવિડ લિવિંગ્ટન હતે. વરસ સુધી આફ્રિકા ખંડે એને પોતાના ઉદરમાં રાખી મૂક્યો અને બહારની દુનિયાને એના કશાયે ખબર મળ્યા નહિ. એની સાથે હેત્રી એલીનું નામ સંકળાયેલું છે. તે પત્રકાર અને શોધક હતે. તે લિવિંગ્ટનની ખોળ કરવા નીકળ્યું હતું અને આખરે તેણે તેને આફ્રિકા ખંડના છેક ઊંડાણના ભાગમાંથી શેધી કાઢયો હતો. Page #288 -------------------------------------------------------------------------- ________________ , ૧૪૨. તુક “યુરોપન બીમાર પુરુષ બને છે ૧૪ માર્ચ, ૧૯૩૩ મિસરથી એક નાનું પગલું ભરીએ એટલે ભૂમધ્યસમુદ્રની પેલી પાર તુર્કી આવે છે. ૧૯મી સદીમાં ઉસ્માની તુર્કોનું યુરેપમાંનું સામ્રાજ્ય તૂટવા માંડયું હતું. જોકે ૧૮મી સદીથી જ એની ધીમી પડતીને આરંભ શરૂ થયું હતું. તુર્કીએ ઘાલેલા વિયેના શહેરના ઘેરા વિષે તથા તેમની તરવાર સામે થોડા વખત માટે તે યુરોપ કેવું દૂજી ઊઠયું હતું તે વિષે મેં તને કહ્યું હતું તે કદાચ તને યાદ હશે. પશ્ચિમ યુરેપના શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ તુકને ખ્રિસ્તી જગતના પાપની શિક્ષા માટે મેકલેલા “ઈશ્વરના શાપ” તરીકે લેખતા હતા. પરંતુ વિયેનાના દ્વાર આગળથી તેમને હાંકી કાઢવામાં આવ્યા તેથી પરિસ્થિતિ ફેરવાઈ ગઈ. એ પછી તેમનાં વળતાં પાણી થયાં અને હવે યુરોપમાં તેમણે રક્ષણાત્મક નીતિ અખત્યાર કરી. દક્ષિણ-પૂર્વ યુરોપમાં તેમણે હરાવેલી અનેક પ્રજાએ તેમના પડખામાં અનેક શૂળરૂપ હતી. તેમને પોતાનામાં મેળવી લેવાને એકે પ્રયત્ન કરવામાં ન આવ્યો. પરંતુ એ પ્રયત્ન કરવામાં આવ્યું હોત તોયે એ સફળ થવાને ઝાઝો સંભવ નહે. વળી ત્યાં આગળ તુર્કોના કડક અમલ સાથે રાષ્ટ્રીયતાની ભાવનાની અથડામણ શરૂ થઈ ચૂકી હતી. ઉત્તર-પૂર્વમાં ઝારશાહી રશિયાને વિસ્તાર દિનપ્રતિદિન વધતે જ જ હતો. અને તુર્કીના તાબા નીચેના પ્રદેશ ઉપર તેનું દબાણ હમેશાં સખત રીતે ચાલુ રહ્યા કરતું હતું. રશિયા તુર્કોનું પરંપરાગત અને કાયમી દુશ્મન બની ગયું. તૂટક તૂટક કરીને લગભગ ૨૦૦ વરસ સુધી તેમણે લડ્યા કર્યું. અને એને પરિણામે આખરે રશિયાના ઝાર તથા તુકના સુલતાનનો અંત આવ્યો તથા તેમની સાથે તેમના સામ્રાજ્યને પણ અંત આવ્યો. બીજાં સામ્રાજ્યના પ્રમાણમાં ઉસ્માની સામ્રાજ્ય ઠીકઠીક લાંબું ટક્યું. એશિયા માઈનરમાં લાંબા કાળ સુધી હસ્તી ભેગવ્યા પછી ૧૩૬૧ની સાલમાં યુરેપમાં પણ તેની સ્થાપના થઈ. ૧૪૫૩ની સાલ સુધી કન્સ્ટાન્ટિનોપલ તેમને હાથ આવ્યું નહોતું એ વાત ખરી, પરંતુ એ સાલ પહેલાં તેની આસપાસને બધે મુલક તુર્કોના હાથમાં આવ્યું હતું. પશ્ચિમ એશિયામાં તૈમુર ફાટી નીકળ્યો અને ૧૪૦૨ની સાલમાં તેણે તુક સુલતાનને અંગારા આગળ સખત હાર આપી એને લીધે થોડા વખત માટે એ મહાન શહેર બચી ગયું. પરંતુ તુકે એ ફટકામાંથી થોડા જ વખતમાં ફરી પાછા બેઠા થયા. ૧૩૬૧ની સાલથી માંડીને આપણું જમાનામાં ઉસ્માની સામ્રાજ્યને અંત આવ્યો ત્યાં સુધીમાં સાડાપાંચ સદીઓ વીતી ગઈ અને એ ઠીકઠીક લાંબે ગાળે કહેવાય. Page #289 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તુર્ક લેકે, મધ્યયુગના અંત પછી યુરોપમાં જે નવી પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેને બિલકુલ અનુકૂળ ન થયા છતાં પણ તેઓ આટલે સમય ટકી રહ્યા. યુરોપમાં વેપારરોજગાર વધતું જતું હતું તથા તેનાં ઔદ્યોગિક શહેરોમાં મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની વ્યવસ્થા થવા લાગી હતી. તુર્ક પ્રજાજનને આ બધી વસ્તુઓ વિષે સહેજ પણ આકર્ષણ નહોતું. તે સરસ સૈનિક હતું, શરવીર લડવૈયો અને શિસ્તનું પાલન કરનાર હતા, આરામના ગાળાઓમાં મોકલે છવ હતું પરંતુ છછેડવામાં આવે ત્યારે તે ઘાતકી અને ઝનૂની હતે. તે શહેરમાં વચ્ચે તથા તેણે તેમને સુંદર સુંદર ઇમારતથી સુશોભિત કર્યા એ ખરું પરંતુ હજીયે તેનામાં તેના પુરાણા ગોપજીવનને કંઈક અંશ કાયમ રહ્યો હતો અને તે અનુસાર તે પિતાનું જીવન ઘડતે હો. તુર્કના પિતાના મૂળ વતનમાં તેની આ જીવનપ્રણાલી સૌથી વધારે અનુકૂળ હતી એમ કહી શકાય. પરંતુ એશિયા માઈનર તથા યુરોપની નવી પરિસ્થિતિમાં એ બંધ બેસી શકે એમ નહોતું. આથી એ બે ભિન્ન પદ્ધતિઓ વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલ્યાં જ કર્યું. ઉસ્માની સામ્રાજ્ય, યુરોપ, આફ્રિકા તથા એશિયા એ ત્રણે ખંડને જોડતું હતું. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના બધા વેપારી માર્ગો એમાં થઈને પસાર થતા હતા. જે તુર્ક લેકેનું એવું વલણ હેત તથા તેમની પાસે એને માટે જોઈતી આવડત અને દક્ષતા હેત તે આ અનુકૂળ પરિસ્થિતિને ફાયદો ઉઠાવીને તેઓ એક મહાન વેપારી પ્રજા બન્યા હતા. પરંતુ તેમનું વલણ એવું નહોતું તેમ જ તેમની પાસે એવી દક્ષતા પણ નહોતી. અને વિના કારણે વેપારના માર્ગમાં તેઓ આડા પડ્યા. એ વેપારથી બીજાઓને લાભ થાય એ કદાચ તેમનાથી ખમાતું ન હોય એટલા ખાતર તેમણે એ વલણ અખત્યાર કર્યું હશે. આ વેપારના જૂના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા તેને લીધે જ યુરેપની દરિયે ખેડનાર અને વેપારી પ્રજાઓને પૂર્વના દેશ તરફને બીજો માર્ગ ખાળવાની ફરજ પડી. એને પરિણામે કલંબસે પશ્ચિમના અને ડાએઝ તથા વાસ્ક ડી ગામાએ પૂર્વના નવા માર્ગોની શોધ કરી. પરંતુ તુક લોકે આ બધી બાબતે વિષે બેપરવા રહ્યા અને કેવળ શિસ્ત તથા લશ્કરી દક્ષતાથી સામ્રાજ્ય ઉપર પિતાને કાબૂ તેમણે ટકાવી રાખે. એથી કરીને ઉસ્માની સામ્રાજ્યના યુરોપમાં આવેલા પ્રદેશમાં વેપારી તેમ જ સંપત્તિ–ઉત્પાદક પ્રવૃત્તિઓ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ. કંઈક અંશે, જાતિ જાતિ વચ્ચેના તેમ જ ધામિક ઝઘડાઓને કારણે પણ ત્યાં આગળ એ સ્થિતિ પેદા થવા પામી હતી. તુર્ક લેકે તથા બાલ્કનની ખ્રિસ્તી પ્રજાઓને ક્રના સમયના તથા તે પૂર્વના કાળના પણ ધાર્મિક ઝઘડાઓ વારસામાં મળ્યા હતા. નવા રાષ્ટ્રવાદની ભાવનાના વિકાસે આ બળતામાં ઘી હેપ્યું. અને ત્યાં આગળ નિરંતર કલેશનું વાતાવરણ રહ્યા કર્યું. ઉસ્માની Page #290 -------------------------------------------------------------------------- ________________ તુકી “યુરેપને બીમાર પુરુષ' બને છે સામ્રાજ્યના યુરોપના ભાગોની કેવી અવનતિ થઈ હતી તેને એક દાખલ આપેઃ ૧૮૨૯ની સાલમાં ગ્રીસ સ્વતંત્ર થયું ત્યારે પ્રાચીન કાળનું મશહૂર શહેર ઍથેન્સ આશરે ૨૦૦૦ વસતીવાળું એક ગામ બની ગયું હતું. (૧૦૦ વરસ પછી આજે એથેન્સની વસતી પાંચ લાખ કરતાં વધારે છે.) આ વેપારની તેમ જ સંપત્તિ–ઉત્પાદક પ્રવૃત્તિઓ ઘટતી ગઈ એની છેવટે તે તુર્ક શાસકે ઉપર જ માઠી અસર થઈ સામ્રાજ્યનાં બીજાં અંગે નબળાં અને નિઃસ થતાં ગયાં તેમ તેમ તેનું હૃદય પણ દિનપ્રતિદિન નબળું અને કમજોર બનતું ગયું. આટલા બધા ઝઘડાઓ અને આટલી બધી મુશ્કેલીઓ હેવા છતાં પણ એ સામ્રાજ્ય આટલા બધા લાંબા કાળ સુધી ટયું એ ખરેખર આશ્ચર્યકારક છે. ઘણી સદીઓ સુધી તુર્ક સુલતાનોનું બળ તેમનાં “જાંનિસાર ” સિપાઈ એના સૈન્યમાં રહેલું હતું. જાનિસાર 'નું એ સૈન્ય ખ્રિસ્તી ગુલામ સૈનિકેનું બનેલું હતું. નાનપણથી તેમને કાળજીપૂર્વક તાલીમ આપવામાં આવતી હતી. આ જાંનિસારે આપણને મિસરના મેમેલ્યુકોની યાદ આપે છે. પરંતુ એ બંનેની વચ્ચે તફાવત હતું. જાંનિસારે તુકના શ્રેષ્ઠ સૈનિકે રહ્યા એ ખરું પણ મિસરની પેઠે તેમના હાથમાં કદીયે રાજસત્તા આવી નહોતી. વળી મેમેલ્યુકોની પેઠે તેમની વંશપરંપરાગત જ્ઞાતિ નહોતી. પરંતુ ગુલામ તરીકે તેમના તરફ પક્ષપાત રાખવામાં આવતા અને મોટા મેટા હોદ્દાઓ અને ઊંચી જગ્યાએ તેમને માટે અનામત રાખવામાં આવતી. તેમના પુત્ર સ્વતંત્ર મુસલમાને થઈ જતા અને લાંબા વખત સુધી તેઓ આ સન્યમાં રહી શકતા નહિ. કેમ કે એ તે ગુલામોને માટે જ અનામત રાખવામાં આવ્યું હતું. ગોરા ખ્રિસ્તી ગુલામીમાંથી જ હમેશાં એ સૈન્યમાં ભરતી કરવામાં આવતી હતી. આ બધું અતિશય વિચિત્રતાભર્યું લાગે છે, નહિ વા? પરંતુ ગુલામ શબ્દનો આજે જેવો અર્થ કરવામાં આવે છે તે જ અર્થ ઇસ્લામી દેશોમાં તે વખતે કરવામાં નહી આવડે. ગુલામ ઘણી વાર શબ્દાર્થની તેમ જ કાયદાની દૃષ્ટિએ ગુલામ હતા પરંતુ તે રાજ્યના ઊંચામાં ઊંચા હોદ્દા સુધી ચડતા હતા. હિંદમાં દિલ્હીના ગુલામ રાજાઓનું તને સ્મરણ હશે; મિસરને સલાદીન પણ મૂળ ગુલામ હતું. તુર્કોની એવી સમજ હોય એમ લાગે છે કે શાસક વર્ગને બની શકે એટલે વધારે કાર્યદક્ષ બનાવવા માટે તેને સંપૂર્ણ તાલીમ આપવી જોઈએ. દરેક શિક્ષક જાણે છે તેમ તેઓ પણ જાણતા હતા કે, તેની બાલ્યાવસ્થા પછીને કાળ એ જ કોઈ પણ માણસને તાલીમ આપવા માટે સર્વોત્તમ કાળ છે. તેમની મુસલમાન રૈયત પાસેથી તેમનાં બાળક લઈ લઈ તેમને તેમના માબાપથી સંપૂર્ણપણે વિખૂટાં પાડવાનું કે તેમને ગુલામ બનાવવાનું સુગમ ન હોય એમ લાગે છે. આથી તેઓ નાના ખ્રિસ્તી છોકરાઓને કલજે લેતા અને તેમને સુલતાનના Page #291 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન ગુલામ-ગૃહમાં રાખતા અને ત્યાં આગળ તેમને સખત તાલીમ આપતા. અલબત, આ નાના છોકરાઓ મોટી ઉંમરના થતાં મુસલમાન થઈ જતા. સુલતાનને પણ આ પદ્ધતિ લાગુ પડતી હતી. તે સામાન્ય રીતે થાય છે તે પ્રમાણે લગ્ન કરતે નહિ. કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલી ગુલામ છોકરીઓ તેના ગૃહમાં મોકલવામાં આવતી અને એ છોકરીઓ તેનાં બાળકેની માતાઓ થતી. આમ, ૧૮મી સદીના આરંભના સમય સુધીના બધા ઉસ્માની સુલતાનો ગુલામ માતાના પુત્ર હતા. અને ગુલામ-ગૃહના બીજા કોઈ પણ સભ્યના જેવી જ સખત તાલીમ અને કડક શિસ્તમાંથી તેમને પણ પસાર થવું પડતું. ગુલામેની કાળજીપૂર્વક પસંદગી કરવામાં તથા સુલતાનથી માંડીને તેની નીચેના બીજા બધાઓને તેમને બજાવવાનાં ખાસ કાર્યો માટેની આપવામાં આવતી તાલીમ તથા શિસ્તમાં અમુક પ્રકારની શાસ્ત્રીયતા હતી. એને લીધે અમુક અમુક ક્ષેત્રમાં અમુક પ્રમાણમાં કાર્યદક્ષતા સાધી શકાઈ એમાં શંકા નથી. વળી નવા ગુલામમાંથી નિરંતર નવું લેહી આવતું રહેતું હતું. આથી વંશપરંપરાગત શાસક વર્ગ ઊભું થવા ન પામે. આરંભકાળમાં સામ્રાજ્યનું જે સામર્થ્ય હતું તે આ પદ્ધતિને આભારી હતું એમ લાગે છે. પરંતુ એ પદ્ધતિ યુરોપ કે એશિયાની પરિસ્થિતિ સાથે બિલકુલ બંધ બેસતી નહોતી. યૂડલ વ્યવસ્થાથી એ બિલકુલ ભિન્ન હતી અને ક્યૂડલ વ્યવસ્થાને ઠેકાણે યુરોપમાં જે બીજી વ્યવસ્થા ઊભી થઈ રહી હતી તેનાથી તે એ એથી પણ વધારે ભિન્ન હતી. આ પદ્ધતિની હસ્તીને લીધે તેમ જ ઝાઝા વેપારજગારના અભાવની સ્થિતિમાં ત્યાં આગળ સાચે મધ્યમવર્ગ ઊભું ન થઈ શક્યો. વળી ૧૬મી સદીના ઉત્તરાર્ધ પછી એ પદ્ધતિ તેના અસલ શુદ્ધ સ્વરૂપમાં ચાલુ ન રહી શકી. એ પછી ગુલામ-ગૃહોમાં વંશપરંપરાગતતાનું તત્ત્વ દાખલ થયું. હવે એ ગુલામ-ગૃહના સભ્યના પુત્રે ત્યાં રહી શક્તા હતા તેમ જ તેમના પિતાઓના કાર્યમાં તેઓ પણ પડતા હતા. બીજી અનેક બાબતમાં પણ એ પદ્ધતિમાં શિથિલતા આવી હતી. પરંતુ એની પૂર્વભૂમિકા તે ચાલુ જ રહી અને એને કારણે યુરેપ સાથેના તેના સદીઓ જૂના ગાઢ સંબંધ છતાંયે તુક તેનાથી બિલકુલ ભિન્ન અને ત્યાં આગળ એક પરાયા જેવું રહ્યું. તુર્કીના પિતાના મુલકમાં વસતી ભિન્ન ભિન્ન વિદેશી પ્રજાઓ પણ એકબીજથી સંપૂર્ણપણે અળગી રહી. તેમના કાયદાઓ પણ જુદા હતા, તેમના સમૂહે પણ જુદા હતા. તુર્કોની આ પુરાણું અને અસાધારણ પદ્ધતિ વિષે મેં આટલું બધું કહ્યું તેનું કારણ એ છે કે તે એક અજોડ પદ્ધતિ હતી અને ઉસ્માની સામ્રાજ્યના ઘડતરમાં તેણે સારે ફાળો આપે હતે. અલબત્ત, આજે તે એ મોજૂદ નથી. આજે તે એ એક ઐતિહાસિક વસ્તુ બની ગઈ છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ * તુકી “યુરેપને બીમાર પુરુષ' બને છે પણ તુને છેલ્લાં ૨૦૦ વરસને ઈતિહાસ એ નિરંતર આગળ વધતા જતા રશિયને સામે તથા તેના તાબા નીચેની પ્રજાઓના બળવાઓ સામેની તેની લડતને ઇતિહાસ છે. ગ્રીસ, રૂમાનિયા, સર્બિયા, બર્ગેરિયા, મેન્ટેનેગ્રો અને બોસ્નિયા આ બધા બાલ્કન દ્વીપકલ્પના દેશ ઉસ્માની સામ્રાજ્યના ભાગે હતા. આપણે જોઈ ગયાં કે ઇંગ્લંડ, ફ્રાન્સ અને રશિયાની મદદથી ગ્રીસ ૧૮૨૦ની સાલમાં તેનાથી છૂટું પડી ગયું. રશિયા લાવ પ્રજાને દેશ છે. એ જ પ્રમાણે બાલકનમાં આવેલા બબ્બેરિયા અને સર્બિયા પણ સ્લાવ દેશો છે. આ સ્ત્રાવ પ્રજાઓના રક્ષક અને ખેરખાં દેખાવાને ઝારશાહી રશિયાએ પ્રયાસ કર્યો. રશિયાની સાચી મોહિની કન્ઝાન્ટિનોપલ માટેની હતી. અને સામ્રાજ્યની આ પ્રાચીન રાજધાની છેવટે હાથ કરવાની તેની બધીયે મુત્સદ્દીગીરીની નેમ હતી. ઝાર પિતાને બાઈઝેન્ટાઇન સમ્રાટને વારસ લેખતે હતે. ૧૭૩૦ની સાલમાં રશિયા અને તુકી વચ્ચેના વિગ્રહોની શરૂઆત થઈ અને વચ્ચે વચ્ચે સુલેહના ગાળાઓ પછી ૧૭૬૮, ૧૭૯૨, ૧૮૦૭, ૧૮૨૮ અને ૧૮૭૭ની સાલમાં તેમની વચ્ચે યુદ્ધો થયાં. તેમની વચ્ચેને છેલ્લે વિગ્રહ ૧૯૧૪ની સાલમાં થયો. ૧૭૭૪ની સાલમાં રશિયાએ તુક પાસેથી ક્રીમિયા લીધું. અને એ રીતે તેમની સરહદ કાળા સમુદ્ર સુધી પહોંચી. પરંતુ આ ઝાઝું ફાયદાકારક નહતું કેમ કે કાળો સમુદ્ર એ એક શીશીના આકારને છે અને એ શીશીની ડેક ઉપર કૉસ્માન્ટિનોપલ આવેલું છે. ૧૭૯૨ અને ૧૮૦૭ની સાલમાં રશિયાની સરહદ કૉન્સ્ટાન્ટિનોપલ તરફ આગળ વધતી ગઈ અને તુકની સરહદ પાછળ ખસતી ગઈ. ગ્રીસના સ્વાતંત્ર્ય યુદ્ધ વખતે જ્યારે તુર્કો બીજે પૂરેપૂરા રેકાયેલા હતા ત્યારે તેમના ઉપર હુમલે કરીને ઝારે એ તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જે ઈગ્લેંડ અને ઔસ્ટ્રિયા વચ્ચે ન પડ્યાં હતા તે તે કન્ઝાન્ટિનોપલ કબજે કરત. પણ ઓસ્ટ્રિયા તથા ઇંગ્લંડે તુકને રશિયાથી કેમ બચાવી લીધું? તુક માટેના પ્રેમને ખાતર નહિ પણ રશિયાના ડર તથા તેની સાથેની હરીફાઈને કારણે તેમણે એમ કર્યું હતું. એશિયા તેમ જ બીજી જગ્યાઓ આગળની ઈંગ્લંડ તથા રશિયા વચ્ચેની પરંપરાગત હરીફાઈ વિષે હું તને આગળ કહી ગયે છું. ખાસ કરીને હિંદના કબજાએ અંગ્રેજોને છેક રશિયાની સરહદ સુધી લાવી મૂક્યા હતા. અને ઝારશાહી રશિયા હિંદની બાબતમાં શું કરશે એની નિરંતર ભડક તેમના મનમાં રહ્યા કરતી હતી. આથી રશિયાની બાજી ઊંધી વાળવી તેમ જ તેને વધારે બળવાન થતું અટકાવવું એ અંગ્રેજોની નીતિ હતી. કોન્સ્ટોન્ટિનેપલના કબજાથી રશિયાને ભૂમધ્યસમુદ્ર ઉપરનું સુંદર બંદર મળી જાત અને હિંદ જવાના માર્ગની નજીકમાં તે પિતાને નૌકાકાફલે રાખી શકત. એ તે ભારે જોખમકારક ગણાય એટલે ઇંગ્લડે વારંવાર રશિયાને તુકને કચરી નાખતાં રહ્યું. રશિયાને દૂર રાખવામાં ઑસ્ટ્રિયાને પણ સ્વાથ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ જગતના ઇતિહાસનું રેખાદર્શીન હતા. આજે તો ઑસ્ટ્રિયા એક નાનકડા દેશ છે પણ થાડાં વરસ અગાઉ બાલ્કન સુધી વિસ્તરેલું તે મેટું સામ્રાજ્ય હતું. અને જ્યારે તુર્કીનું સામ્રાજ્ય ભાંગી પડે ત્યારે ખુદ બાલ્કનમાં આવેલા દેશામાંથી તે માટે હિસ્સા પડાવવા માગતું હતું. એટલે એને પણ રશિયાને ત્યાંથી દૂર રાખવાની જરૂર હતી. * હતું કે, - છે. બિચારા તુર્કીની દશા બહુ જ ખરાબ હતી. આ બળવાન પાડાશીએ તેની આસપાસ આવેલા હતા અને જેથી કરીને તેના ઉપર તૂટી પડી તેના ટુકડેટુકડા કરી શકાય એવું કંઈક ત્યાં બનવાની રાહ તે જોયા કરતા હતા. ૧૮૫૭ની સાલમાં રશિયાના ઝારે તુર્કીની બાબતમાં બ્રિટિશ એલચીને કહ્યુ આપણા હાથમાં એક બીમાર - અતિશય ખીમાર પુરુષ પડેલા એમ પણ બને કે આપણા હાથમાં જ તે અચાનક મરણ પામે.” તેનું આ વાક્ય મશહૂર બની ગયું. તુર્કી હવે પછી ‘ યુરાપના ખીમાર પુરુષ ’ બન્યું. પરંતુ એ ખીમાર પુરુષે મરતાં મરતાં સારી પેઠે લાંખા વખત લીધો ! એ જ વરસમાં એટલે કે ૧૮૫૩ની સાલમાં ઝારે તેને અંત લાવવાન બીજો એક પ્રયત્ન કર્યાં. એને પરિણામે ક્રીમિયન વિગ્રહ થયા. એમાં ઇંગ્લેંડ તથા ફ્રાંસે રશિયાને આગળ વધતું અટકાવ્યું. ૨૦ વરસ પછી ૧૮૭૭ની સાલમાં ઝારે તુ` ઉપર ફરીથી હુમલો કર્યાં, અને તેને હરાવ્યું. પરંતુ વિદેશી સત્તાઓએ વચ્ચે પડીને તુર્કીને ફરીથી કઈક અંશે બચાવ્યું — કઈ નહિ । કૅન્સ્ટાન્તિનેપલને રશિયાના હાથમાં જતું બચાવ્યું. ૧૮૭૮ની સાલમાં તુનું ભાવિ નક્કી કરવાને બર્લિનમાં એક મશહૂર આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાઈ. તેમાં બિસ્માર્ક, ડિઝરાયલી તથા યુરોપના ખીજા આગળ પડતા રાજદ્વારી પુરુષોએ ભાગ લીધા હતા. તેમણે પરસ્પર એકબીજાને ધમકી આપી અને એક્બીજાની સામે કાવાદાવા તથા ખટપટો કરી. ઇંગ્લંડ રશિયા સામે યુદ્ધ જાહેર કરવાની તૈયારીમાં હતું ત્યાં રશિયાએ નમતું જોખ્યું. પછી બર્લિનની સંધિ થઈ. એ સ ંધિને પરિણામે બલ્ગેરિયા, સર્બિયા, રૂમાનિયા અને માન્ટેનેગ્રા વગેરે બાલ્કન દેશ સ્વતંત્ર થયા. ઑસ્ટ્રિયાએ ખાસ્નિયા તથા મેં ગાવિનાના કબજો લીધે. (જો કે સિદ્ધાંતની દૃષ્ટિએ તે તે તુર્કીના આધિપત્ય નીચે રહ્યાં. ) કંઈક અંશે તેને પક્ષ કરવા માટે અંગ્રેજોએ એક પ્રકારના કમિશન તરીકે તુર્કી પાસેથી સાઈપ્રસના ટાપુ લીધા. - રશિયા અને તુ વચ્ચે ખીજો વિગ્રહ એ પછી ૩૬ વરસ બાદ ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધના એક ભાગ તરીકે થયા. દરમ્યાન તુર્કીમાં સારી પેઠે ફેરફાર થવા લાગ્યા હતા. ૧૭૭૪ની સાલમાં રશિયાએ તેમને આપેલી સખત હારથી તુર્કા પહેલવહેલા ઝબક્યા તથા બાકીના યુરોપે તેમને ઘણા પાછળ પાડી દીધા છે એવી પ્રતીતિ તેમને થઈ. પેાતે લશ્કરી પ્રજા હોવાને કારણે, પોતાના સૈન્યને આધુનિક ઢબનું બનાવવું Page #294 -------------------------------------------------------------------------- ________________ તુકી ‘યુરાપને બીમાર પુરુષ' અને છે ૨૩૧ જોઈએ એ વસ્તુ તેમને પ્રથમ સૂઝી. અમુક અંશે એ કાર્ય પાર પાડવામાં આવ્યું અને નવા ઊભા થયેલા લશ્કરી અમલદારો દ્વારા તુર્કીમાં નવા પાશ્ચાત્ય વિચારી દાખલ થવા પામ્યા. હું તને આગળ કહી ગયો છું કે તુર્કીમાં જેને મધ્યમવર્ગ ગણી શકાય એવા વર્ગ ઝાઝા પ્રમાણમાં નહાતો. તેમ જ બીજો કાઈ સંગઠિત વર્ગ પણ ત્યાં નહોતા. ૧૮૫૩-૫૬ના ક્રિમિયન વિગ્રહ પછી તુને પશ્ચિમના દેશોની ઢબનું કરવાને સાચેા પ્રયત્ન કરવામાં આવ્યા. બંધારણીય સરકાર, એટલે કે સુલતાનની આપખુદીને બદલે પ્રજાકીય ધારાસભાવાળી સરકારની તરફેણ કરતી ચળવળ ઊપડી. મીહત પાશા એ ચળવળને નેતા હતા. ૧૮૭૬ની સાલમાં રાજબંધારણની માગણીની તરફેણમાં કૉન્સ્ટાન્ટિનેપલમાં રમખાણા થયાં. સુલતાને રાજબંધારણ આપ્યું પણ બલ્ગેરિયામાં થયેલા બળવા તથા રશિયન વિગ્રહને કારણે તેણે તરત જ તે પાછું ખેંચી લીધું. આ રશિયન વિગ્રહના ભારે ખરચ તથા મૂળભૂત આર્થિક ફેરફારો કર્યા વિના ટાચ ઉપર કરવામાં આવેલા સુધારાએમાં થયેલા નાણાંના વ્યયને કારણે તુર્ક સરકાર નાદાર થઈ ગઈ. પરિણામે પશ્ચિમના દેશના શરાફે પાસે તેને નાણાં ઉછીનાં લેવાં પડયાં. અને તેમણે દેશની મહેસૂલના અમુક હિસ્સાનેા કબજો લીધા. આ રીતે પશ્રિમીકરણ તથા સુધારાના પ્રયાસે। સફળ ન થયા. સામ્રાજ્યના જૂના બંધારણ સાથે એના મેળ બેસાડવા એ મુશ્કેલ કામ હતું. * ' C ૨૦મી સદીના આરંભમાં રાજ્યબંધારણ માટેની માગણી પ્રબળ ખની. પહેલાંની પેઠે, માત્ર લશ્કરી અમલદારો જ ત્યાં આગળ સંગતિ હતા. અને એમના વર્ગોમાં જ ‘તરુણુ તુર્ક ' પક્ષના ઝડપથી ફેલાવેા થયા. એકતા અને પ્રગતિ માટેનાં ગુપ્ત મંડળા નીકળ્યાં અને મોટા ભાગના સૈન્યને પોતાના પક્ષમાં લઈ તે ૧૯૦૮ની સાલમાં તેમણે ૧૮૭૬ની સાલનું જૂનું બંધારણુ ફરીથી અમલમાં મૂકવાની સુલતાનને ફરજ પાડી. તુર્કીમાં આથી ભારે આનંદોત્સવ થઈ રહ્યો અને તે વખત સુધી પરસ્પર એકબીજાનું લોહી વહેવડાવનારા તુર્ક તથા આમિનિયન અને ખીજા લેકા, જ્યારે બધાયે સમાન બનવાના હતા તથા પરાધીન પ્રજાઓને પણ પૂરેપૂરા હક્ક મળવાના હતા એવા નવા યુગના આર્ભકાળે એકબીજાને ભેટ્યા તથા તેમણે હર્ષોંનાં આંસુ સાર્યાં. અનવર એ નામના દેખાવડા અને ધમડી પરંતુ હિંમતવાળા અને સાહસિક પુરુષ આ રુધિરરહિત ક્રાંતિના મુખ્ય સરદાર હતા. એ પછી તુર્કીના ઉદ્ધાર કરનાર મુસ્તા કમાલ પાશા પણ ‘ તરુણ તુર્ક ' પક્ષના અગત્યના નેતા હતા. પરંતુ અનવરની સરખામણીમાં તે હજી પડદા પાછળ હતા અને એ અનેને એકખીજા માટે ઋણુગમા હતા. તરુણ તુ પક્ષનું કામ સહેલું નહેતું. સુલતાન તેમની પજવણી કરતા હતા અને ત્યાં આગળ લેાહી વહ્યું. સુલતાનને પદભ્રષ્ટ કરીને તેની જગ્યાએ > Page #295 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ જગતના ઇતિહાસનુ” રેખા ન બીજાને મૂકવામાં આવ્યા. ત્યાં આગળ આર્થિક મુશ્કેલી હતી તથા વિદેશી સત્તા સાથે પણ તકલીફ્ ઊભી થઈ. તુર્કીમાં ચાલતી અવ્યવસ્થાને લાભ લઈ તે ઑસ્ટ્રિયાએ એસ્નિયા તથા હર્ઝેગાવિનાને ખાલસા જાહેર કર્યાં. ( આ તેને તેણે સ્ખલનની સધિ પછી ૧૮૭૮ની સાલમાં કબજો લીધા હતા. ) ઉત્તર આફ્રિકામાં ઇટાલીએ ટ્રિપોલીને બળજબરીથી કબજો લીધે અને તુર્કી સામે યુદ્ધ જાહેર કર્યું. તુર્કી એની સામે કશુંયે કરી શક્યા નહિ કેમ કે તેમની પાસે વ્યવસ્થિત નૌકાકાફલા નહાતા. અને ઇટાલીની માગણી તેમને કબૂલ રાખવી પડી. ઇટાલીની માગણી કબૂલ કરી રહ્યા ત્યાં તો તેમના વતન નજીક નવા ભય ઊભા થયા. બલ્ગેરિયા, ગ્રીસ, સર્બિયા, મેન્ટેનેગ્રા વગેરે દેશે તુર્કીને યુરોપમાંથી હાંકી કાઢી એ લૂટ આપસમાં વહેંચી લેવાને આતુર હતા. અનુકૂળ મે આવી લાગ્યા છે એ જોઈ ને એ બધા દેશોએ એકત્ર થઈ ને બાલ્કન લીગ સ્થાપી અને ૧૯૧૨ના આકટોબર માસમાં તેમણે તુર્કી ઉપર હુમલા કર્યાં. તુર્કી સાવ થાકી ગયું હતું તથા સાવ છિન્નભિન્ન થઈ ગયું હતું. વળી ત્યાં આગળ ખંધારણવાદીઓ તેમ જ પ્રત્યાધાતીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાલ્કન લીગની સામે તુર્કી સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું અને તેને ભારે નુકસાન વેઠવું પડયું. આ રીતે થાડા જ માસમાં પહેલા ખાલ્કન વિગ્રહના અંત આવ્યા અને તુર્કીને યુરોપની ભૂમિ ઉપરથી લગભગ સંપૂર્ણ પણે હાંકી કાઢવામાં આવ્યું. એક માત્ર કૉન્સ્ટાન્તિનેપલ તેના હાથમાં રહ્યુ . યુરોપનું તેમનું સૌથી પુરાણું શહેર ઍડ્રિયાનેપલ પણ તેની અતિશય નામરજી હાવા છતાં તેની પાસેથી આંચકી લેવામાં આવ્યું. પરંતુ થોડા જ વખતમાં વિજયી દેશે। લૂંટ વહેંચવાના મુદ્દા ઉપર લડી પડ્યા અને બલ્ગેરિયાએ વિશ્વાસધાત કરીને તેના પહેલાંના સાથીઓ ઉપર અચાનક હુમલા કર્યાં. માંહેામાંહે કતલ થવા પામી અને આ અંધાધૂંધીને લાભ લેવાને, પહેલાં તેમનાથી અળગુ રહેલું રુમાનિયા તેમની સાથે જોડાયું. પરિણામે બલ્ગેરિયાએ તેને મળેલું બધું ગુમાવ્યું અને રુમાનિયા, સર્બિયા તથા ગ્રીસે પોતાના મુલકમાં ધણા વધારો કર્યાં. તુર્કીને પણ અડ્રિયાનેપલ પાછું મળ્યું. બાલ્કનની પ્રજાને માંહેામાંહે એકબીજી પ્રજા સામેના દ્વેષ આશ્ચય - કારક છે. બાલ્કનના દેશે નાના નાના છે પરંતુ તેઓ ઘણી વાર યુરેપના ઉત્પાતનાં કેન્દ્ર બન્યાં છે. તરુણુ તુર્કાએ ૧૯૦૯ની સાલમાં પદભ્રષ્ટ કરેલા સુલતાન એક રમૂજી પુરુષ હતા. તેનું નામ અબ્દુલ હમીદ બીજો હતું અને ૧૮૭૬ની સાલમાં તે ગાદી ઉપર આવ્યા હતા. સુધારા તથા આધુનિક ફેરફારો વિષે તેને બિલકુલ પ્રેમ નહોતા. પરંતુ અમુક બાબતમાં તે કુશળ હતા અને મોટાં રાજ્યોને એકખીજા સામે લડાવી મારવાની તેની આવડત Page #296 -------------------------------------------------------------------------- ________________ - તુકી “યુરેપને બીમાર પુરુષ' બને છે ત્યાર માટે તે જાણીતા હતા. તને યાદ હશે કે, બધાયે ઉસ્માની સુલતાને ખલીફ એટલે કે ઈસ્લામ ધર્મના ધાર્મિક વડા પણ હતા. પિતાની આ પદવીને ઉપયોગ કરીને અબ્દુલ હમીદે મુસ્લિમોનું એકીકરણ કરવાની ચળવળ – જેમાં બીજા દેશના મુસલમાન પણ જોડાઈ શકે અને એ રીતે તેને તેમને પણ ટેકે મળે – ઉપાડવાનો પ્રયત્ન કર્યો. યુરેપ તેમ જ એશિયામાં ચેડાં વસે ઇસ્લામના એકીકરણ માટેની થોડીક વાતે ચાલી પરંતુ એને માટે કશે નક્કર પાયે નહેત અને મહાયુદ્ધ એનો સંપૂર્ણપણે અંત આણે. રાષ્ટ્રીયતાની ભાવનાએ તુર્કીમાં ઇસ્લામના એકીકરણની ભાવનાને વિરોધ કર્યો અને એ બેમાં રાષ્ટ્રીયતાની ભાવના વધારે સબળ નીવડી. સુલતાન અબ્દુલ હમીદ યુરોપમાં અકારે થઈ પડ્યો કેમ કે બગેરિયા, આમિનિયા તેમ જ અન્યત્ર જે અત્યાચારો તથા કતલે થઈ તેને માટે એને જવાબદાર ગણવામાં આવતા હતા. ગ્લૅડસ્ટને તેને “મહાન ખૂની” તરીકે વર્ણવ્યા હતા તથા એ બધા અત્યાચારોની સામે તેણે ઈંગ્લંડમાં ભારે ચળવળ ઉપાડી હતી. તુર્કે પણ તેના રાજ્યઅમલને તેમના ઇતિહાસના કાળામાં કાળા યુગ તરીકે લેખે છે. બાલ્કનના દેશ તથા આર્મેિનિયામાં અત્યાચારે અને કલે લગભગ રોજિંદી ઘટનાઓ બની ગઈ હોય એમ લાગતું હતું અને બંને પક્ષોએ એમાં સારી પેઠે ભાગ લીધો હતો. બાલ્કન તથા આમિનિયાના લકે તુર્કીની કતલ માટે અને તુકે બાલ્કન તથા આર્મોિનિયાના લોકોની કતલ માટે ગુનેગાર હતા. સદીઓ પુરાણી જાતિ તથા ધર્મની વેરની ભાવના એ પ્રજાઓના હાડમાં ઊંડી ઊતરી ગઈ હતી અને તે ભીષણ સ્વરૂપમાં પ્રકટ થઈ. એથી આર્મોિનિયાને સૌથી વિશેષ સેસવું પડયું. એ આજે કોકેસસ નજીકનું એક સેવિયેટ પ્રજાસત્તાક છે. આમ બાલ્કન વિગ્રહો પછી તુક થાકીને જમીનદોસ્ત થઈ ગયું અને યુરેપમાં માત્ર પગ મૂકવા જેટલે જ તેને મુલક રહ્યો. બાકીનું તેનું સામ્રાજ્ય પણ છિન્નભિન્ન થઈ રહ્યું હતું. મિસર ઉપરનું તેનું સ્વામિત્વ માત્ર નામનું જ હતું. વાસ્તવમાં બ્રિટને તેને કબજો લીધો હતો તથા તે તેને શેષી રહ્યું હતું. પરંતુ બીજા આરબ દેશોમાં પણ રાષ્ટ્રીય ચળવળનાં ચિહ્નો દેખાવા લાગ્યાં હતાં. આથી તુક હતાશ થઈ ગયું તથા તેની આંખ ઊઘડી ગઈ એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. ૧૯૦૮ની સાલની તેની બધી મેટી મોટી આશાઓ ભસ્મીભૂત થતી જણાઈ. એ અરસામાં જર્મની તેના પ્રત્યે સહાનુભૂતિ રાખતું હોય એમ લાગ્યું. જર્મની પૂર્વ તરફ નજર કરી રહ્યું હતું અને મધ્યપૂર્વના આખા પ્રદેશમાં પિતાની લાગવગ ફેલાવવાનાં સ્વમાં તે સેવી રહ્યું હતું. તુર્કી પણ જર્મની તરફ ખેંચાયું અને તેમને સંબંધ વધવા પામ્યો. બીજે બાલ્કન વિગ્રહ પૂરો થયા પછી એક જ વરસ બાદ ૧૯૧૪નું મહાયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ સ્થિતિ હતી. હજી તુકને આરામ મળે એમ નહોતું. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩. ઝારશાહી રશિયા ૧૬ માર્ચ, ૧૯૭૩ રશિયા આજે સેવિયેટ દેશ છે, એટલે કે એનું રાજ્યતંત્ર મજૂરે તથા ખેડૂતના પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવે છે. કેટલીક બાબતોમાં તે દુનિયાનું સૌથી આગળ વધેલે દેશ છે. ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ ગમે તે હે પણ સરકાર તેમ જ સમાજની આખી ઈમારત સામાજિક સમાનતાના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. આ સ્થિતિ તે આજે છે પરંતુ કેટલાંક વરસો પૂર્વે, આખી ૧૯મી સદી દરમ્યાન અને તે પહેલાંના સમયમાં રશિયા યુરોપમાં સૌથી પછાત અને પ્રત્યાઘાતી દેશ હતો. નરી આપખુદી અને અધિકારવાદને દેર ત્યાં પ્રવર્તતે હતું અને પશ્ચિમ યુરોપમાં અનેક ક્રાંતિઓ અને પરિવર્તન થવા પામ્યા છતાં ત્યાંના ઝારે હજીયે રાજાના દૈવી હક્કને કંડે ફરકાવતા હતા. ત્યાંનું ચર્ચ – ત્યાં આગળ પુરાણું ઓર્થોડોકસ ગ્રીક ચર્ચ હતું, રેમન કે પ્રેટેસ્ટંટ ચર્ચ નહિ– પણ બીજી જગ્યાઓનાં ચના કરતાં વધારે અધિકારવાદી હતું અને તે ઝારશાહી સરકારના ટેકા અને હથિયારરૂપ હતું. દેશ “હેલી રશિયા” એટલે કે પવિત્ર રશિયા તરીકે ઓળખાતું હતું અને ઝાર દરેક રશિયનને “લિટલ હાઈટ ફાધર ” (નાને ગોરે પ્રભુ) હતે. ચર્ચ તથા રાજ્યના સત્તાવાળાઓ લેકના મનમાં ગેટાળ ઊભું કરવાને તથા પ્રચલિત રાજકીય તેમ જ આર્થિક પરિસ્થિતિ તરફથી લેકનાં મન પાછાં વાળવાને આ બધી પુરાણ કથાઓને ઉપયોગ કરતા. ઈતિહાસકાળમાં પવિત્ર ગણાતી વસ્તુઓએ ચિત્રવિચિત્ર સોબત કરી છે. “નાઉટ' (ચાબુક) એ આ “હેલી રશિયાનું વિશિષ્ટ પ્રકારનું પ્રતીક હતું અને “પોગ્રામ્સ” એટલે કે સંહાર અને દમન એ તેનું હમેશનું કાર્ય હતું. ઝારશાહી રશિયાએ એ બે શબ્દો દુનિયાને આપ્યા છે. “નાઉટ” એ સફએટલે કે દાસ ખેડૂતે તેમ જ બીજાઓને શિક્ષા કરવા માટેની ચાબુક હતી. બપોગ્રામ' એટલે સંહાર અને દમન. વાસ્તવમાં એને અર્થ કતલ – ખાસ કરીને યહૂદીઓની કતલ – થતું હતું. અને ઝારશાહી રશિયાની પાછળ સાઈબેરિયાના વિસ્તીર્ણ અને નિર્જન “સ્ટેપેઝ' એટલે કે, સપાટ ભેજવાળાં મેદાનો આવેલાં હતાં. દેશવટે, તરંગ અને નિરાશાની સાથે સાઈબેરિયાનું નામ સંકળાયેલું હતું. સંખ્યાબંધ રાજદ્વારી કેદીઓને સાઈબેરિયા મોકલવામાં આવતા હતા અને ત્યાં આગળ દેશપારની સજા પામેલાઓને માટે મોટી મોટી છાવણીઓ તથા વસાહત ઊભી કરવામાં રશિયન લોકો ઝારને ઈશ્વરના અંશ તરીકે લેખતા હતા અને તેને “લિટલ ફાધર” એટલે કે “નાના પ્રભુના નામથી સંબોધતા હતા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૯૨૫ ઝારશાહી રશિયા આવી હતી. એવી પ્રત્યેક છાવણી અને વસાહતની પાસે આપઘાત કરનારાઓની કબરે હતી. નિર્જન પ્રદેશમાં એકાંત દેશવટે તથા તુરંગવાસની લાંબી મુદત વેઠવી બહુ કપરી હોય છે. એની ત્રાસ ભરી અસરથી સંખ્યાબંધ વીર પુરુષ પિતાના મગજનું સમતોલપણું ગુમાવી બેઠા અને તેમનાં શરીર ભાંગી પડ્યાં. દુનિયાથી વિખૂટા પડીને તથા પિતાના મિત્રો તેમ જ સાથીઓથી તથા પિતાની આશાનાં ભાગીદાર અને પિતાને બે હળવો કરનારાં સ્વજનોથી દૂર દૂર વસીને ટકી રહેવા માટે માણસ પાસે મોબળ તથા યાતનાઓ વેઠવાનું ધૈર્ય અને શાન્ત અને સ્વસ્થ એવું અંતરનું ઊંડાણ હોવું જોઈએ. આ રીતે ઝારશાહીએ તેની સામે માથું ઊંચું કરનાર દરેક જણને ધૂળ ભેગે કર્યો અને સ્વાતંત્ર્ય મેળવવા માટેના હરેક પ્રયાસને ભારે હાથે દબાવી દીધું. પરદેશથી ઉદાર વિચારો ત્યાં આવવા ન પામે એટલા ખાતર પ્રવાસોને પણ મુશ્કેલ કરી મૂકવામાં આવ્યા. પરંતુ દાબી દેવામાં આવેલી સ્વતંત્રતાની ભાવના ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી વધવા પામે છે અને જ્યારે તે ગતિમાન થાય છે ત્યારે ઘણુંખરું તે કૂદકે ને ભૂસકે આગળ વધે છે અને જૂની બાજી ઊંધી વાળી દે છે. આગળના પત્રોમાં આપણે દૂર પૂર્વના દેશ, મધ્ય એશિયા, ઈરાન તથા તુક વગેરે એશિયા તથા યુરોપના દેશમાં ઝારશાહી રશિયાની પ્રવૃત્તિઓ તથા તેણે ત્યાં આગળ અખત્યાર કરેલી નીતિ વિષે ઝાંખી કરી ગયાં છીએ. હવે આપણે એ ચિત્રના બાકીના ભાગે પૂરા કરી દઈએ અને આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓને પ્રધાન વસ્તુ સાથે સળંગસૂત્ર વિચાર કરીએ. તેની વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સ્થિતિને કારણે તે હમેશાં દ્વિમુખી રહ્યું છે. તેનું એક મુખ પશ્ચિમ તરફ અને બીજું પૂર્વ તરફ નજર રાખ્યાં કરે છે. એની આવી વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સ્થિતિને કારણે તે એકી વખતે યુરેપી તેમજ એશિયાઈ સત્તા છે અને પાછળના સમયના તેના ઈતિહાસ દરમ્યાન વારાફરતી પૂર્વ તથા પશ્ચિમ તરફ તેણે પિતાને રસ દર્શાવ્યો છે. પશ્ચિમ તરફ તેને પાછું પાડવામાં આવ્યું ત્યારે તેણે પૂર્વ તરફ નજર કરી અને પૂર્વ તરફ એને ખાળવામાં આવ્યું ત્યારે ફરી પાછું તે પશ્ચિમ તરફ વળ્યું.. ( પુરાણું મંગલ સામ્રાજ્યના પતન વિષે, ચંઘીઝખાનના વારસા વિષે તથા મૅસ્કેન ઠાકોરની આગેવાની નીચે રશિયન ઠાકરેએ છેવટે સુવર્ણ ટેપીના મંગેલને રશિયામાંથી કેવી રીતે હાંકી કાઢ્યા તે વિષે હું તને કહી ગયે છું. આ ૧૪મી સદીના અંતમાં બનવા પામ્યું. મૈસ્કાના ઠાકર ધીમે ધીમે આખા દેશના આપખુદ રાજકર્તા બન્યા અને તેઓ પોતાને ઝાર (અથવા સીઝર) કહેવડાવવા લાગ્યા. તેમની દૃષ્ટિ તથા તેમની રીતરસમે પ્રધાનપણે મંગલ જ રહ્યાં અને પશ્ચિમ યુરેપ તથા તેમની વચ્ચે બહુ જ ઓછું સામ્ય હતું. પશ્ચિમ યુરોપના લેકે રશિયાને બર્બર અથવા અસંસ્કારી લેખતા હતા. Page #299 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૬૮૯ની સાલમાં ઝાર પીટર ગાદી ઉપર આવ્યું. તે મહાન પીટર તરીકે ઓળખાય છે. તેણે રશિયાને પશ્ચિમ તરફ જતું કરવાનો નિર્ણય કર્યો અને ત્યાંની સ્થિતિને અભ્યાસ કરવાને અર્થે તે યુરોપના દેશોના લાંબા પ્રવાસે નીકળ્યો. તેણે જોયેલી ઘણીખરી વસ્તુઓનું તેણે અનુકરણ કર્યું તથા પશ્ચિમીકરણના પિતાના વિચારે તેણે રશિયાના અજ્ઞાન ઉમરાવો ઉપર તેમની મરજી વિરુદ્ધ લાદ્યા. અલબત ત્યાંની આમજનતા તે બહુ જ પછાત અને દબાયેલી હતી અને પિતાના સુધારાઓ વિષે તેઓ શું ધારે છે એ જાણવાને તે પીટર માટે સવાલ જ નહે. પીટરે જોયું કે તેના સમયની મહાન પ્રજાએ દરિયા ઉપર બળવાન હતી અને તે દરિયાઈ સત્તાનું મહત્ત્વ સમજી ગયે. રશિયા આટલું બધું વિશાળ હોવા છતાં આર્કટિક મહાસાગર સિવાય બીજે ક્યાંયે તેની પાસે દરિયાઈ મથક નહોતું અને આર્કટિક મહાસાગર ઉપરનું મથક ઝાઝું ઉપયોગી નહોતું. આથી તે વાયવ્ય દિશામાં બાલ્ટિક સમુદ્ર તરફ અને દક્ષિણમાં કીમિયા તરફ આગળ વધ્યા. કીમિયા સુધી તે તે ન પહોંચી શક્યો (તેના વારએ તે કબજે કર્યું, પરંતુ સ્વીડનને હરાવીને તે બાલ્ટિક સમુદ્રને કિનારે તે પહોંચે. તેણે ફિલૅન્ડના અખાતથી દૂર બાલ્ટિક સમુદ્રમાં વહેતી નેવા નદી ઉપર સેન્ટપીટર્સબર્ગ નામનું પાશ્ચાત્ય ઢબનું શહેર વસાવ્યું. આ શહેરને તેણે પિતાનું પાટનગર બનાવ્યું અને એ રીતે મૅચ્ય સાથે સંકળાયેલી પુરાણી પરંપરાઓમાંથી મુક્ત થવાને તેણે પ્રયત્ન કર્યો. ૧૭૨૫ની સાલમાં પીટર મરણ પામે. અધી સદી કરતાં વધારે સમય પછી ૧૭૮૨ની સાલમાં બીજા એક રશિયન શાસકે દેશને “પાશ્ચાત્ય’ બનાવવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કરનાર એક સ્ત્રી હતી અને તેનું નામ કેથેરાઈન બીજી હતું. તે મહાન કેથેરાઈને તરીકે પણ ઓળખાય છે. તે એક અસામાન્ય સ્ત્રી હતી. તે શક્તિશાળી, ઘાતકી અને કાર્યદક્ષ હતી તથા વ્યક્તિગત જીવનની તેની આબરૂ બહુ જ ખરાબ હતી. ખૂન કરાવીને તેના પતિ ઝારને નિકાલ પાડ્યા પછી તે સમગ્ર રશિયાની સમ્રાજ્ઞી બની અને ૧૪ વરસ સુધી તેણે રાજ્ય કર્યું. કળા અને સંસ્કૃતિના આશ્રયદાતા હોવાને તેણે ડોળ કર્યો અને વૈતેયાર જોડે મૈત્રી કરવાને તેણે પ્રયાસ કર્યો. તેની જોડે તેણે પત્રવ્યવહાર પણ કર્યો હતે. વસઈના દરબારની તેણે કંઈક અંશે નકલ કરી અને કેળવણીના ક્ષેત્રમાં કેટલાક સુધારા કર્યા. પરંતુ આ બધું સમાજના ઉપલા વર્ગોમાં જ મર્યાદિત હતું અને દેખાવ કરવાને અર્થે જ હતું. સંસ્કૃતિની એકાએક નકલ થઈ શકતી નથી તેણે તે પ્રજામાં મૂળિયાં નાખવાં જોઈએ. આગળ વધેલી પ્રજાઓની વાનરનકલ કરનાર પછાત પ્રજા સાચી સંસ્કૃતિના સેના કે ચાંદીને તેની નકલી ધાતુમાં ફેરવી નાખે છે. પશ્ચિમ યુરોપની સંસ્કૃતિ અમુક સામાજિક પરિસ્થિતિ ઉપર રચાયેલી Page #300 -------------------------------------------------------------------------- ________________ ઝારશાહી રશિયા હતી. પીટર તથા કેથેરાઈને એ પ્રકારની પરિસ્થિતિ પેદા કરવાને યત્ન ક્ય વિના ઉપરની ઇમારતની નકલ કરવાનો પ્રયાસ કર્યો. એનું પરિણુમ એ આવ્યું કે એ ફેરફારેને બધે બજે આમજનતા ઉપર પડ્યો તથા સની એટલે કે દાસ–ખેડૂતની પ્રથા અને ઝારશાહી મજબૂત બન્યાં. આમ ઝારશાહી રશિયામાં એક ઔસ પ્રગતિ અને એક ટન પીછેહઠ એક સાથે રહ્યાં. રશિયન ખેડૂતની દશા તે લગભગ ગુલામેના જેવી હતી. તેઓ તેમની જમીન સાથે બંધાયેલા હતા અને ખાસ પરવાનગી વિના તેઓ તેને છેડી શકતા નહતા. કેળવણી માત્ર થોડા અમલદારે અને બુદ્ધિજીવીઓમાં મર્યાદિત હતી. અને એ બધા જમીનદાર વર્ગના હતા. ત્યાં આગળ મધ્યમ વર્ગ લગભગ નહોતે જ અને આમજનતા અભણ અને પછાત હતી. ભૂતકાળમાં ત્યાં આગળ ખૂનામરકીભર્યા ખેડૂતોનાં બંડ વારંવાર થવા પામ્યાં હતાં. અતિશય દમનને કારણે જીવ પર આવી જઈને કરવામાં આવેલાં આ આંધળાં બંડે હતાં, અને તેમને કચરી નાખવામાં આવ્યાં હતાં. હવે સમાજના ઉપલા વર્ગમાં થોડી કેળવણી દાખલ થઈ તેથી પશ્ચિમ યુરોપના કેટલાક પ્રચલિત વિચારેને પણ ત્યાં પ્રવેશ થયે. એ ક્રાંસની ક્રાંતિને અને ત્યાર પછી નેપોલિયનને જમાન હતું. તને યાદ હશે કે નલિયનના પતનને પરિણામે આખા યુરોપમાં પ્રત્યાઘાતને દેર પ્રવર્તે અને સમ્રાટોના “હેલી એલાયન્સ” (પવિત્ર અક્ય) સાથે રશિયાને ઝાર એલેકઝાંડર પહેલે, એ પ્રત્યાઘાતને આગેવાન હતા. એને વારસ તે વળી તેનાથીયે બૂર હતે. જીવ પર આવી જઈને ૧૮૨૫ની સાલમાં કેટલાક યુવાન અમલદારે તથા બુદ્ધિજીવીઓએ બળવો કર્યો. એ બધાયે જમીનદાર વર્ગના હતા અને તેમને જનતા કે લશ્કરનું પીઠબળ નહોતું. તેમને કચરી નાખવામાં આવ્યા. તેમનું બંડ ૧૮૨૫ના ડિસેમ્બર માસમાં થયું તેથી તેમને “ડિસેબ્રિસિસ્ટ' કહેવામાં આવે છે. રશિયામાં રાજકીય જાગૃતિ આવી હતી તેનું આ બંડ નજરે પડે એવું પ્રથમ ચિહ્ન છે. એ પહેલાં ગુપ્ત રાજકીય મંડળો ત્યાં સ્થપાયાં હતાં. કેમ કે ઝારની સરકાર કેઈ પણ પ્રકારની જાહેર રાજકીય પ્રવૃત્તિને અટકાવી દેતી હતી. આ ગુપ્ત મંડળો ચાલુ રહ્યાં અને ક્રાંતિકારી વિચારો – ખાસ કરીને બુદ્ધિજીવીઓ અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં ફેલાવા લાગ્યા. ક્રીમિયન વિગ્રહમાં રશિયાની હાર થયા પછી ત્યાં કેટલાક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા અને ૧૮૬૧ની સાલમાં સની પ્રથાને નાબૂદ કરવામાં આવી. ખેડૂત વર્ગને માટે તે એ ભારે વસ્તુ હતી અને છતાયે એથી તેમને ઝાઝી રાહત ન મળી કેમ કે મુક્ત કરવામાં આવેલા સફેને તેમની જિવાઈ નીકળી શકે એટલી જમીન આપવામાં આવી નહિ. દરમ્યાન કેળવાયેલા વર્ગોમાં કાંતિકારી વિચારોને ફેલાવો અને ઝારની સરકારનું તેમનું દમન એ બંને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ જગતનાં ઇતિહાસનુ` રેખાદર્શીન વસ્તુ રશિયામાં સાથે સાથે ચાલી રહી હતી. આ આગળ વધેલા કેળવાયેલા લેકા તથા ખેડૂતો વચ્ચે એ બંનેને જોડનારી કાઈ કડી કે સમાન ભૂમિકા નહેાતી. આથી, ૧૯મી સદીના આઠમા દશકાના આરંભમાં સમાજવાદી વલણ ધરાવનારા વિદ્યાર્થી ઓએ (તેમના બધા વિચારો અસ્પષ્ટ અને આદર્શવાદી હતા ) ખેડૂત વર્ગોમાં પોતાના વિચારોના પ્રચાર કરવાનું નક્કી કર્યું" અને હજારોની સંખ્યામાં તેઓ ગામડાંઓમાં પહેાંચી ગયા. ખેડૂતને આ વિદ્યાર્થી ઓના બિલકુલ પરિચય નહાતો. તેમને તેમના ઉપર વિશ્વાસ નહોતો તથા તેએ ફરી પાછી સની પ્રથા ચાલુ કરવા માટેનું કાવતરું કરવાને તે ન આવ્યા હાય, એવી તેમને વિષે શંકા હતી. આથી, પોતાની જિંદગીનું જોખમ ખેડીને ત્યાં પહેાંચેલા આવા ધણા વિદ્યાર્થીઓને એ ખેડૂતએ ખરેખાત પકડીને ઝારના પોલીસાને સોંપી દીધા ! જનતા સાથે સપર્કમાં આવ્યા વિના માત્ર હવામાં કાય કરવાના પ્રયાસ કરવાનું આ અસાધારણ દૃષ્ટાંત છે. ખેડૂતવમાં તેમને સાવ નિષ્ફળતા મળી તેથી આ બુદ્ધિજીવી વિદ્યાથી ઓને ભારે આધાત લાગ્યો અને ઘૃણા તથા નિરાશાના માર્યા તેમણે જેને ‘ત્રાસવાદ ’ કહેવામાં આવે છે તેના આશરો લીધા, એટલે કે બોંબ ફેંકીને કે ખીજી રીતે સત્તાવાળાઓને મારી નાખવાના માર્ગ તેમણે અખત્યાર કર્યાં. ત્રાસવાદ તથા બૅબના પંથની રશિયામાં આ શરૂઆત હતી અને એની સાથે સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિએ નવું સ્વરૂપ ધારણ કર્યું. આ બૅબ ફેંકનારાઓ પોતાને આઁખવાળા વિનીતા ' કહેવડાવતા અને તેમની ત્રાસવાદી સંસ્થાને પ્રજાની ઇચ્છા ' એવું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ નામ ડેાળી અને ભ્રામક હતું કેમ કે એની સાથે સબંધ ધરાવનારા લોકોના સમૂહ બહુ જ નાના હતા. : આ કૃતનિશ્રય તરુણુ સ્ત્રીપુરુષા અને ઝારની સરકાર વચ્ચે આ રીતે નવી સાઠમારી શરૂ થઈ. અનેક તાબેદાર પ્રજા તથા રશિયાની રાષ્ટ્રીય લધુમતીના લેકાના ઉમેરાથી ક્રાંતિકારી દળ વધી જવા પામ્યું. સરકાર આ બધી તાબેદાર પ્રજાએ તથા લઘુમતી કામેા તરફ ગેરવર્તાવ ચલાવતી હતી. તેમની પોતાની ભાષાઓના તેમને જાહેર ઉપયોગ કરવા દેવામાં આવતા નહાતા તથા ખીજી અનેક રીતે તેમની કનડગત કરવામાં આવતી હતી તથા તેમના તેજોવધ કરવામાં આવતા હતા. ઔદ્યોગિક દૃષ્ટિએ રશિયા કરતાં વધારે આગળ વધેલા દેશ પાલેંડને માત્ર રશિયાને એક પ્રાંત બનાવી દેવામાં આવ્યા હતા અને પોલેંડ નામ પણ લગભગ અદૃશ્ય થઈ ગયું હતું. પોલિશ ભાષાની મનાઈ કરવામાં આવી હતી. જો પોલેંડ જેવા દેશ પ્રત્યે આવે વર્તાવ રાખવામાં આવ્યા તે બીજી લધુમતીએ તથા પ્રજા પ્રત્યે તો એથીયે અધિક ભૂરું વન દાખવવામાં આવ્યું. ૧૯મી સદીના સાતમા દશકામાં પોલેંડમાં બળવા થયા. એ બળવાને ભારે ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યા અને પચાસ હજાર Page #302 -------------------------------------------------------------------------- ________________ ઝારશાહી રશિયા પિલેંડવાસીઓને સાઈબેરિયામાં મેકલી દેવામાં આવ્યા. યહૂદીઓને તે નિરંતર પિમ ના ભોગ બનાવવામાં આવતા હતા, એટલે કે તેમની એકસામટી કતલ કરવામાં આવતી હતી. એથી કરીને સંખ્યાબંધ યહૂદીઓ બીજા દેશમાં ચાલ્યા ગયા. આ યહૂદીઓ તથા પિતાની જાતિ ઉપરના ઝારશાહીના દમનથી ક્રોધે ઊભરાતા બીજા લેકે રશિયાના ત્રાસવાદીઓના મંડળમાં જોડાય એ સ્વાભાવિક હતું. રશિયામાં શૂન્યવાદને (મિહિલીઝમ) – ત્રાસવાદ ત્યાં એ નામથી ઓળખાતે હિતે – ફેલાવો થયો. સ્વાભાવિક રીતે જ તેને લેહી નીંગળતા હાથે દબાવી દેવામાં આવ્યા અને રાજકીય ગુનેગારની લાંબી લાંબી હારે સાઈબેરિયાના સ્ટેપેઝ' તરફ પગપાળા જવા લાગી અને એવા કેટલાક ગુનેગારોને તે ફાંસીએ પણું લટકાવવામાં આવ્યા. આ જોખમને પહોંચી વળવાને માટે ઝારની સરકારે એક નવી રીત અખત્યાર કરી અને છેવટની હદ સુધી તેની અજમાયશ કરી. સરકાર આ ત્રાસવાદીઓ તથા ક્રાંતિકારીઓના દળમાં ઉશ્કેરણું કરનારા છૂપા જાસૂસ એકલતી. એ લેકે ખરેખાત બના અત્યાચાર કરવાને માટે ઉશ્કેરણી કરતા તથા બીજાઓને તેમાં સડેવવાને ખાતર પોતે પણ એવા અત્યાચારે કરતા. એફ આવો એક મશહૂર જાસૂસ હતો. તે એક આગળ પડતે બેબ ફેંકનાર ક્રાંતિકાર હતા તેમ જ સાથે સાથે છૂપી પોલીસને વડ પણ હતું. જેમાં બીજાઓને સંડોવવા માટે છૂપી પોલીસખાતાના ઝારના સેનાપતિઓએ પોલીસના આડતિયાઓ તરીકે બૅબ ફેંકવામાં ભાગ લીધો હતે એવા બીજા પણ અનેક પ્રમાણભૂત દાખલાઓ મળી આવ્યા છે ! આ બધું બની રહ્યું હતું તે વખતે રશિયાને મુલક પૂર્વ તરફ નિરંતર વધતે રહ્યો હતો અને હું તને આગળ કહી ગયો છું તેમ છેવટે તે પ્રશાન્ત મહાસાગરના કાંઠા સુધી પહોંચ્યો હતો. મધ્ય એશિયામાં રશિયા અફઘાનિસ્તાનની સરહદ સુધી પહોંચ્યું અને દક્ષિણમાં તે તુકની સરહદ તરફ આગળ વધી રહ્યું હતું. ૧૯મી સદીના સાતમા દશકા પછી બીજે પણ એક મહત્ત્વને ફેરફાર ત્યાં થવા લાગે – પાશ્ચાત્ય ઉદ્યોગે ત્યાં આગળ ખીલવા લાગ્યા. પરંતુ એ ઉદ્યોગીકરણ માત્ર પીટર્સબર્ગની આસપાસના પ્રદેશ તથા મેંઓમાં જ મર્યાદિત હતું અને એકંદરે આખો દેશ સંપૂર્ણપણે ખેતી પ્રધાન હતું. પરંતુ ત્યાં આગળ ઊભાં થયેલાં કારખાનાંઓ તદન આધુનિક ઢબનાં હતાં અને સામાન્ય રીતે તે અંગ્રેજોની વ્યવસ્થા નીચે હતાં. એનાં બે પરિણામે આવ્યાં. આ ચેડા ઔદ્યોગિક પ્રદેશમાં રશિયાને મૂડીવાદ એકદમ વધી જવા પામ્યું તેમ જ મજૂરવર્ગ પણ ત્યાં આગળ એટલી જ ઝડપથી ઊભું થયું. ત્યાંની કારખાના-પદ્ધતિના આરંભકાળમાં ઇંગ્લંડમાં બન્યું હતું તેમ રશિયન મજૂરોનું ભયંકર શોષણ કરવામાં આવ્યું અને તેમની પાસેથી લગભગ દિવસરાત કામ લેવામાં આવ્યું. પરંતુ એ બે વચ્ચે આ તફાવત હતે. Page #303 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન સમાજવાદ તથા સામ્યવાદના નવા વિચારોને હવે ઉદય થયું હતું તથા રશિયન મજૂરોનું માનસ કુમળું અને આ નવા વિચારોનું ગ્રાહક હતું. પોતાની પાછળની લાંબી પરંપરાને કારણે બ્રિટિશ મજૂર સ્થિતિચુસ્ત થઈ ગયે હતો તથા જૂના વિચારોથી બંધાઈ ગયેલું હતું. આ વિચારો મૂર્ત સ્વરૂપ ધારણ કરવા લાગ્યા અને “સામાજિક લેકશાહી મજૂરપક્ષની સ્થાપના થઈ. એ પક્ષ માર્સની ફિલસૂફી ઉપર રચાયેલું હતું. પિતે આ ત્રાસનાં કૃત્યેની વિરુદ્ધ છે એમ આ માર્ક્સવાદીઓએ જાહેર કર્યું. માકર્સના સિદ્ધાંત અનુસાર મજૂરવર્ગને કાર્ય માટે જાગ્રત કરવો જોઈએ અને એવા જનતાવ્યાપી કાર્ય દ્વારા જ તે પિતાનું ધ્યેય સિદ્ધ કરી શકે. ત્રાસવાદનાં કૃત્યથી વ્યક્તિઓને મારી નાખવાથી જનતાને આવા કાર્ય માટે પ્રેરી શકાતી નથી કેમ કે ધ્યેય તે ઝારવાદને ઉથલાવી પાડવાનું હતું, કાર કે તેના પ્રધાનના ખૂન કરવાનું નહિ. ૧૯મી સદીના નવમા દશકાના આરંભમાં, પાછળના વખતમાં જગતભરમાં લેનિન નામથી મશહૂર થનાર એક તરણે, તે એક શાળાના વિદ્યાથી હવે ત્યારે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૧૮૮૭ની સાલમાં તે માત્ર ૧૭ વરસને હતા ત્યારે તેને એક ભારે ફટકો સહન કરવો પડ્યો હતે. ઝારની જિંદગી ઉપર અત્યાચારી હુમલે કરવાના કૃત્યમાં ભાગ લેવા માટે, જેના ઉપર તેને અપાર પ્રેમ હતે એવા તેના ભાઈ ઍલેકઝાંડરને ફાંસીએ લટકાવવામાં આવ્યું. આથી તેને ભારે આઘાત લાગ્યો હોવા છતાંયે લેનિને તે વખતે પણ જાહેર કર્યું હતું કે અત્યાચારની પદ્ધતિથી સ્વતંત્રતા મેળવી શકાય એમ નથી. જનતાવ્યાપી કાર્ય એ તે મેળવવા માટેનું એક માત્ર ઉપાય છે એમ તેણે જણાવ્યું. દાંત કચઠ્યાવીને અને મકકમતાપૂર્વક તેણે શાળાને અભ્યાસ ચાલુ રાખે, શાળાંત પરીક્ષામાં દાખલ થયે અને તેજસ્વી રીતે તેમાં પસાર થયે. ૩૦ વરસ પછીની ક્રાંતિ કરનાર તથા તેને નેતા આવા પ્રકારને હ! પિતે જેની આગાહી કરી હતી તે મજૂરવર્ગની ક્રાંતિ મોટા અને સંગઠિત મજૂરવર્ગવાળા જર્મની જેવા ભારે ઔદ્યોગિક દેશમાં થશે એમ. માકર્સ માનતા હતા. તેના પછાતપણુ તથા મધ્યયુગીપણાને કારણે રશિયામાં એવી ક્રાંતિ થવી બિલકુલ અસંભવિત છે એમ તે માનતા હતા. પરંતુ રશિયાના યુવકવર્ગમાં તેને નિષ્ઠાવાળા અનુયાયીઓ મળી રહ્યા. પિતાની અસહ્ય સ્થિતિનો અંત કેવી રીતે આ એ શોધવા માટે તેમણે ધગશપૂર્વક માકર્સને અભ્યાસ કર્યો. ઝારશાહી રશિયામાં જાહેર પ્રવૃત્તિ અને બંધારણીય રીતેનું ક્ષેત્ર તેમને માટે ખુલ્લું નહોતું એ હકીકતે જ તેમને એના અભ્યાસ તથા આપસમાં તેની ચર્ચા કરવા તરફ વાળ્યા. આવા સંખ્યાબંધ તરૂણેને તુરંગમાં નાખવામાં આવ્યા, સાઈબેરિયા ધકેલવામાં આવ્યા કે દેશપાર કરવામાં આવ્યા. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે માકર્સવાદને આ અભ્યાસ તથા કાર્ય કરવાના દિવસ માટેની તૈયારી ચાલુ રાખ્યાં. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. ૧૯૦૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ ૧૭ માર્ચ, ૧૯૩૩ રશિયન માકર્સવાદીઓને એટલે કે, સામાજિક લોકશાહી પક્ષને ૧૯૦૩ની સાલમાં એક કટોકટીભરી પરિસ્થિતિનો સામનો કરવો પડયો. એ વખતે તેમને એક પ્રશ્ન ઉપર વિચાર ચલાવીને તેને જવાબ આપવાની પરિસ્થિતિ ઊભી થઈ અમુક સિદ્ધાંત અને ચક્કસ ધ્યેયે ઉપર રચાયેલા દરેક પક્ષને વહેલેમેડો આવા પ્રશ્નનો સામનો કરવાને તથા તેનો જવાબ આપવાનો પ્રસંગ આવે છે જ, સાચે જ, આવા સિદ્ધાંતે તથા માન્યતાઓ ધરાવનારાં બધાં સ્ત્રીપુરુષને તેમના જીવન દરમ્યાન અનેક વાર આવી કટોકટીનો સામનો કરવાના પ્રસંગે ઉપસ્થિત થાય છે જ. તેમની સામે આવી પડેલ પ્રશ્ન આ હતો. તેમણે પિતાના સિદ્ધાંતને સંપૂર્ણપણે વળગી રહીને મજૂર વર્ગની ક્રાંતિ માટે તૈયારી કરવી કે પછી વર્તમાન પરિસ્થિતિ સાથે સહેજસાજ બાંધછોડ કરવી અને એ રીતે અંતિમ ક્રાંતિ માટેની ભૂમિકા તૈયાર કરવી. આ પ્રશ્ન પશ્ચિમ યુરોપના બધાયે દેશમાં ઉપસ્થિત થયો હતો અને લગભગ બધે જ વત્તાઓછા પ્રમાણમાં સામાજિક લેકશાહીવાદી યા તે એને મળતા પક્ષ નબળો પડ્યો હતો તથા આંતરિક ઝઘડાઓ પેદા થયા હતા. જર્મનીમાં માકર્સવાદીઓએ આમૂલાગ્ર ફેરફાર કરવાને કાંતિકારી અભિપ્રાય બહાદૂરીપૂર્વક વ્યક્ત કર્યો હતો, પરંતુ વ્યવહારમાં તેમણે મળાશ દાખવી અને નરમ વલણ અખત્યાર કર્યું. કાંસમાં આગેવાન સમાજવાદીઓએ પિતાના પક્ષને ત્યાગ કર્યો અને તેઓ પ્રધાનમંડળમાં જોડાયા. ઈટાલી, બેજિયમ તેમ જ બીજી જગ્યાઓએ પણ એમ જ બનવા પામ્યું. ઇંગ્લંડમાં માકર્સવાદનું જોર બહુ જ ઓછું હતું એટલે ત્યાં એ પ્રશ્ન ઊભો થયે નહિ પરંતુ ત્યાંયે મજાર પક્ષને સભ્ય પ્રધાનમંડળમાં જોડાયે. રશિયામાં સ્થિતિ જુદી હતી. કેમ કે બંધારણીય પ્રવૃત્તિ માટે ત્યાં અવકાશ જ નહતા. ત્યાં આગળ પાર્લામેન્ટ યા તે ધારાસભા હતી જ નહિ, પરંતુ ત્યાંયે જેને ઝારશાહી સામેની લડતની “બેકાયદા” રીતે લેખવામાં આવતી હતી તે છોડી દઈને કેવળ સિદ્ધાંતના શાંત પ્રચારકાર્યમાં વળગી જવાને સંભવ રહેતા હતા. પરંતુ એ વિષે લેનિનના વિચારે સ્પષ્ટ અને ચોક્કસ હતા. તે કોઈ પણ પ્રકારની માળાશ કે બાંધછોડ ચલાવી લેવા તૈયાર નહોતે. કારણ કે, એમ ન કરે તે તકસાધુઓ મોટી સંખ્યામાં તેના પક્ષમાં ભરાઈ જાય એ તેને ડર હતે. પશ્ચિમના દેશના સમાજવાદી પક્ષોએ અખત્યાર કરેલી રીતે તેણે ભાળી હતી અને એને તેના ઉપર કશોયે પ્રભાવ પડ્યો નહે. પાછળથી બીજા સંબંધમાં તેણે લખ્યું હતું કે, “પશ્ચિમ યુરોપના સમાજવાદી પાર્લામેન્ટની પ્રવૃત્તિ જે રીતે કરે છે તે ભારે અધોગતિ કરનારી Page #305 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન - છે. તે દરેક સમાજવાદી પક્ષને તેના તકસાધુઓ તથા હોદ્દા ખાળનારાઓવાળા નાના નાના કૅમેની હાલમાં ફેરવી નાખે છે.” (ટૅમેની હાલ ન્યૂ યોર્કમાં આવેલા છે. તે રાજકીય સડાના એક પ્રતીક સમા બની ગયા છે.) લેનિનને પોતાની સાથે કેટલા માણસ છે એની પરવા નહોતી – એક વખતે તે પોતે એકલા જ ઊભા રહેશે એવી પણ તેણે ધમકી આપી હતી — પરંતુ જે સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેનારા હાય, ધ્યેયને માટે ના થઈ જવા તૈયાર હોય તથા જનતાની વાહવાહની બાબતમાં નિઃસ્પૃહ હોય એવાઓને જ પેાતાના પક્ષમાં રાખવાનો તેણે આગ્રહ રાખ્યા. ચળવળના કુશળતાથી વિકાસ કરી શકે એવા ક્રાંતિના નિષ્ણાતોને એક સમૂહ ઊભા કરવા તે માગતા હતા. કેવળ સહાનુભૂતિ ધરાવનારાઓ તથા સુખના સાથીઓની તેને જરૂર નહાતી, < આ બહુ કડક માર્ગ હતો અને ઘણાને એ ગેરડહાપણભર્યાં લાગ્યા. આમ છતાંયે, એકદરે જોતાં લેનિનને વિજય મળ્યો અને સામાજિક લોકશાહીવાદી પક્ષમાં બે ભાગ પડ્યા અને ઇતિહાસમાં એ પછી મનૂર થયેલાં ‘ મેન્શેવિક ’ અને એલ્શેવિક ' એવાં એ નામેા અસ્તિત્વમાં આવ્યાં. ખેત્શેવિક એ કેટલાક લોકાને મન અતિશય ભીષણ શબ્દ છે. પરંતુ બહુમતી એટલે જ એના અર્થ થાય છે. મેન્શેવિકના અર્થ લઘુમતી થાય છે. ૧૯૦૬ની સાલમાં સામાજિક લેકશાહીવાદી પક્ષમાં પડેલા ભાગલા વખતે લેનિનના સાથી વધુમતીમાં હતા તેથી તેના એક્શેવિક એટલે કે બહુમતી પક્ષ કહેવાયા. એ જાણવા જેવું છે કે ૧૯૧૭ની ક્રાંતિને લેનિનને મહાન સાથી ટ્રોક, જે તે વખતે ૨૪ વરસના તરુણ હતા, તે મેન્સેવિક પક્ષમાં હતા. રશિયાથી બહુ દૂર લંડનમાં આ બધી ચર્ચા તથા વાવિવાદો થયા હતા. રશિયન પક્ષની સભા લંડનમાં ભરવી પડી હતી કેમ કે ઝારશાહી રશિયામાં તેને માટે સ્થાન નહતું. એ પક્ષના ઘણાખરા સભ્યો કાં તે દેશપાર થયેલા હતા અથવા તે સાઇબેરિયામાંથી છટકી ગયેલા કેદીઓ હતા. દરમ્યાન રશિયામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી. રાજકીય હડતાલ એ એની નિશાની હતી. મજૂરોની રાજકીય હડતાલ એટલે મજૂરીના દરના વધારા જેવી આર્થિક સુધારણા માટેની હડતાલ નહિ પણ સરકારના કાક રાજકીય નૃત્ય સામે ઉઠાવવામાં આવેલ વિરોધ. મજૂર વર્ગમાં કઈંક રાજકીય જાગ્રતિ આવી છે એ પણ એ વસ્તુ સૂચવે છે. આ રીતે, ગાંધીજીની ધરપકડને કારણે અથવા તે અસાધારણ પ્રકારના દમનને કારણે હિંદનાં કારખાનાંના મજૂરો હડતાલ પાડે તે તે રાજકીય હડતાલ કહેવાય. ત્યાં આગળ બળવાન મજૂર મહાજનો તથા મજૂરોની સંસ્થા હોવા છતાંયે પશ્ચિમ યુરોપમાં આવી રાજકીય હડતાલા દુર્લભ હતી એ અજાયબીભયુ` છે; અથવા તેમનાં સ્થાપિત હિતાને કારણે મજૂર નેતાએ મેળા પડ્યા એને લીધે આવી હડતાલે Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ ૯૭૩ દુર્લભ બની ગઈ હોય એ બનવાજોગ છે. ઝારશાહીના નિરંતર દમનને કારણે રશિયામાં રાજકીય બાજુ હમેશાં મોખરે રહી. છેક ૧૯૦૩ની સાલમાં પણ દક્ષિણ રશિયામાં આવી અનેક રાજકીય હડતાલે આપમેળે પડી હતી. એ ચળવળ જનતાવ્યાપી વિશાળ પાયા ઉપર હતી પરંતુ નેતાઓને અભાવે તે મરી ગઈ. બીજે વરસે દૂર પૂર્વમાં મુશ્કેલી ઊભી થઈ. એશિયાના ઉત્તર ભાગનાં સ્ટેપેઝ'માં થઈને પસાર થતી અને છેક પ્રશાન્ત મહાસાગર સુધી પહોંચતી સાઈબેરિયન રેલવે બાંધવા વિષેની તથા ૧૮૯૪ની સાલથી શરૂ થતી અને ૧૯૦૪–૫ના રશિયા-જાપાન વિગ્રહમાં પરિણમેલી રશિયા અને જાપાન વચ્ચેની અથડામણ વિષેની વાત પણ મેં તને મારા આગળના એક પત્રમાં કહી હતી. વળી પોતાના “લિટલ ફાધર' (નાના પ્રભુ) પાસેથી રોટલાની યાચના કરવા માટે એક પાદરીની આગેવાની નીચે ગયેલા શાન્ત સરઘસ ઉપર કારના સિપાઈઓએ ગેળીઓ ચલાવી હતી તે “લેહિયાળા રવિવાર–૨૨ જાન્યુઆરી ૧૯૦૫–વિષે પણ મેં તને કહ્યું હતું. એને લીધે દેશભરમાં ભારે કમકમાટી અને ત્રાસની લાગણી ફેલાઈ ગઈ અને એને પરિણામે ઠેકઠેકાણે રાજકીય હડતાલ પડી. છેવટે આખાયે રશિયામાં સાર્વત્રિક હડતાલ પડી. નવીન પ્રકારની માર્ક્સવાદી ક્રાંતિ શરૂ થઈ હડતાલ ઉપર ઊતરેલા મજૂરોએ ખાસ કરીને પીટર્સબર્ગ અને મૅસ્કે જેવાં કેન્દ્રોમાં “સેવિયેટ' નામની એક નવી સંસ્થાની સ્થાપના કરી. આરંભમાં તે એ હડતાલ ચલાવવા માટેની માત્ર એક સમિતિ જ હતી. ટોકી પીટર્સબર્ગ સોવિયેટનો નેતા બન્યા. ઝારની સરકાર એથી સંપૂર્ણપણે હબકી ગઈ અને કંઈક અંશે તેણે નમતું આપ્યું. બંધારણીય ધારાસભા તથા પ્રજાકીય મતાધિકાર આપવાનું તેણે વચન આપ્યું. આપખુદીને મહાન કિલે પડ્યો હોય એમ લાગ્યું. પહેલાંનાં ખેડૂતનાં બંડ જે કરવામાં નિષ્ફળ નીવડ્યાં, ત્રાસવાદીએ પિતાના બોંબથી જે કરવામાં નાસીપાસ થયા તથા પિતાની સાવચેતીપૂર્વકની દલીલબાજીથી મવાળ વિનીત બંધારણવાદીઓ જે ન કરી શક્યા તે વસ્તુ રાજકીય હડતાલ દ્વારા મજૂરે કરી શક્યા. ઈતિહાસમાં પહેલી જ વાર ઝારશાહીને આમજનતા આગળ નમવું પડયું. પરંતુ પાછળથી એ વિજય પિકળ માલુમ પડ્યો. પરંતુ એનું સ્મરણ મજૂરોને માટે આશાની ત જેવું થઈ પડયું. ઝારે બંધારણીય ધારાસભા આપવાનું વચન આપ્યું હતું. એ ધારાસભાને ડૂમા' કહેવામાં આવતી, એ શબ્દને અર્થ “વિચાર કરવાની જગ્યા એવો થાય છે, ફ્રેંચ શબ્દ પાર્લર ઉપરથી બનેલા પાર્લમેન્ટ શબ્દની પેઠે એને વાત કરવાની દુકાન' એ અર્થ થતું નથી. કારના એ વચનથી મવાળ Page #307 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિનીતે સતિષાયા અને તેમને ઉત્સાહ મેળ પડ્યો. એવા લેકે હમેશાં બહુ સહેલાઈથી સંતોષાય છે. ક્રાંતિથી ભડકીને જમીનદારે સારી સ્થિતિના ખેડૂતોને લાભકારક હોય એવા કેટલાક સુધારાઓની બાબતમાં સંમત થયા. ઝારની સરકારે પછીથી સાચા ક્રાંતિકારીઓને સામને કર્યો અને તેમની નબળાઈ પામી જઈને તે તેમને પહોંચી વળી. એક બાજુએ રાજકીય બંધારણ કરતાં મજૂરીના ઊંચા દર તથા રોટલે મેળવવામાં વધારે રસ ધરાવનારા મજૂરે તથા “અમને જમીન આપ ને ભયંકર પિકાર ઉઠાવનારા ગરીબ ખેડૂત હતા અને બીજી બાજુ જનતાની સાચી માગણીઓ તથા લાગણીઓનો ઝાઝો વિચાર ન કરનાર અને મુખ્યત્વે કરીને રાજકીય બાબતમાં રસ ધરાવનારા તથા પશ્ચિમ યુરોપના દેશેના જેવી પાર્લામેન્ટ મેળવવાની આશા સેવનારા ક્રાંતિકારીઓ હતા. સારી સ્થિતિના ઘણાખરા કુશળ કારીગરે મજૂર મહાજનમાં સંગઠિત થયા હતા. તેઓ પ્રશ્નની રાજકીય બાજુ સમજતા હતા તેથી ક્રાંતિમાં તેમણે ભાગ લીધે હતા. પરંતુ શહેરે તથા ગામડાંઓની જનતા એના પ્રત્યે સામાન્ય રીતે બેપરવા હતી. એ ઉપરથી ઝારશાહી સરકાર તથા પોલીસે પરાપૂર્વથી ચાલતી આવેલી આપખુદીની પદ્ધતિ અજમાવી. તેમણે પ્રજામાં ભાગલા પાડ્યા અને ભૂખે મરતી જનતાને કેટલાંક ક્રાંતિકારી મંડળોની સામે ઉશ્કેરી મૂકી. રશિયનએ હતભાગી યહૂદીઓની અને તારેએ આર્મિનિયોની કતલ કરી. એટલું જ નહિ પણ, ક્રાંતિકારી વિદ્યાર્થીઓ અને ગરીબ મજૂર વચ્ચે પણ અથડામણ થવા પામી. દેશના જુદા જુદા ભાગોમાં આ રીતે ક્રાંતિની પીઠ ભાંગી નાખીને સરકારે તોફાનનાં બે કેન્દ્રો – પીટર્સબર્ગ તથા મૈચ્છે – ઉપર હલ્લે કર્યો. પીટર્સબર્ગના સેવિયેટને સહેલાઈથી કચરી નાખવામાં આવ્યું. મેસ્કોમાં લશ્કરે ક્રાંતિકારીઓને મદદ કરી અને પાંચ દિવસના યુદ્ધ પછી ત્યાંના સેવિયેટને પૂરેપૂરું કરી શકાયું. એ પછી વેર લેવાની શરૂઆત થઈ. એમ કહેવાય છે કે મૅસ્કેમાં સરકારે કામ ચલાવ્યા વિના એક હજાર માણસને મારી નાખ્યા અને સિત્તેર હજારને કેદમાં પૂર્યા. આખા દેશમાં જુદે જુદે ઠેકાણે થયેલાં બંડેને પરિણામે લગભગ ચૌદ હજાર માણસો માર્યા ગયા. આ રીતે ૧૯૦પની રશિયાની ક્રાંતિને પરાજય અને આફતમાં અંત આવ્યું. એને ૧૯૧૭ની સાલમાં એના પછી થયેલી ક્રાંતિની પુરોગામી કહેવામાં આવે છે. તેમનામાં જાગૃતિ આવે તથા વિશાળ પાયા ઉપર કાર્ય કરવા તે સમર્થ બને તે પહેલાં જનતા મેટા મોટા બનાવો દ્વારા કેળવાવી જોઈએ. ૧૯૦૫ના બનાવેએ તેને એ કેળવણી આપી, જોકે એને માટે તેને ભારે કિંમત આપવી પડી. ડૂમાની ચૂંટણી થઈ અને ૧૯૦૬ની સાલમાં તેની બેઠક મળી. તે લેશ પણ ક્રાંતિકારી નહતી. પરંતુ તેની મધ્યમસરની પ્રગતિશીલતા પણ ઝારને Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ ૯૭૫ પસંદ ન પડી અને અઢી માસ પછી તેણે તે બરખાસ્ત કરી. ક્રાંતિને ચગદી નાખ્યા પછી ડૂમાના કેપની તેને લેશ પણ પરવા નહોતી. બરતરફ કરવામાં આવેલા ડૂમાના સભ્ય – તેઓ મધ્યમવર્ગના વિનીત બંધારણવાદીઓ હતા – ફિલૅન્ડ ચાલ્યા ગયા (એ દેશ પીટર્સબર્ગની નજીક આવેલું છે અને ઝારના આધિપત્ય નીચે તે અર્ધસ્વતંત્ર હતા.) અને ડૂમાને બરતરફ કરવામાં આવી. તેના વિરોધ તરીકે તેમણે કર ન ભરવાની તથા લશ્કર અને નૌકા સૈન્યમાં કરવામાં આવતી ભરતીનો સામનો કરવાની પ્રજાને હાકલ કરી. આ સભ્યોને જનતા સાથે સંપર્ક નહોતો એટલે તેમની હાકલને કશેયે જવાબ મળ્યો નહિ. બીજે વરસે, ૧૯૦૭ની સાલમાં બીજી ડૂમાની ચૂંટણી થઈ. તેમના માર્ગમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરીને તથા કેટલીક વાર તે તેમની ધરપકડ કરવાને સીધો સાદો ઉપાય અજમાવીને પિલીસોએ ઉદ્દામ ઉમેદવારને ચૂંટાતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. આમ છતાંયે ડૂમા ઝારને પસંદ પડે તેવી ન નીવડી અને ત્રણ માસ પછી તેણે તેને બરતરફ કરી. હવે, ચૂંટણીને લગતો કાયદો બદલીને ઝારની સરકારે બધાયે ન ઈચ્છવાગ લેકે ન ચૂંટાઈ શકે એવાં પગલાં લીધાં. એમાં તેને સફળતા મળી, અને ત્રીજી ડૂમા ભારે ડાહીડમરી તથા સ્થિતિચુસ્ત હતી અને તે લાંબા વખત સુધી ચાલુ રહી. તને કદાચ એ અજાયબીભર્યું લાગશે કે, ૧૯૦૫ની ક્રાંતિ કચરી નાખ્યા પછી ઝાર પિતાની મરજી પ્રમાણે રાજવહીવટ ચલાવવાને પૂરેપૂરો સમર્થ હતો તે પછી તે કશીયે સત્તા વિનાની આ બધી ડ્રમાએ બોલાવવાની ખટપટમાં શાને પડ્યો. એમ કરવાનું કારણ કંઈક અંશે એ હતું કે ઝાર રશિયાના કેટલાક નાના સમૂહને – મુખ્યત્વે કરીને ધનિક જમીનદારે તથા વેપારીઓને રીઝવવા માગતા હતા. દેશની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. બેશક, જનતાને કચરી નાખવામાં આવી હતી, પરંતુ તે ધૂંધવાયેલી અને કોપાયમાન હતી. આથી કંઈ નહિ તે સમાજની ટોચ ઉપરના ધનિક લેને તે પોતાના હાથમાં રાખવાનું મુનાસિબ ધારવામાં આવ્યું હતું. પરંતુ એમ કરવાનું મહત્ત્વનું કારણ તે એ હતું કે ઝાર ઉદાર વિચારને રાજા છે એવી છાપ યુરોપના બીજા દેશે ઉપર તેને પાડવી હતી. ઝારનો ગેરવહીવટ અને જુલમ એ પશ્ચિમ યુરેપના દેશોમાં કહેવતરૂપ બનવા લાગ્યા હતા. જ્યારે પહેલી ડૂમાને બરતરફ કરવામાં આવી ત્યારે ઈંગ્લંડના વિનીત (લિબરલ) પક્ષનો એક આગેવાન બોલી ઊડ્યો, “ડૂમા મરણ પામી છે ! ડ્રમાં ઘણું જ !” ત્યાં આગળ ડૂમા પ્રત્યે કેટલી બધી સહાનુભૂતિ હતી તે આ બતાવી આપે છે. વળી, ઝારને નાણાંની જરૂર હતી – તેને ઠીક ઠીક પ્રમાણમાં એ જોઈતાં હતાં. કરકસરિયા ફ્રેંચ લેકે તેને એ નાણું ધીરતા હતા. સાચે જ, કાંસ પાસેથી લીધેલી લેનની મદદથી જ ઝારે ૧૯૦પની ક્રાંતિ કચરી નાખી હતી. પ્રજાસત્તાકવાદી ક્રાંસ આપખુદીવાળા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન રશિયાને તેના ઉદ્દામ તથા ક્રાંતિકારીઓને કચરી નાખવામાં સહાય કરે એ વિચિત્ર પ્રકારની વિસંગતતા છે. પરંતુ પ્રજાસત્તાકવાદી કાંસ એટલે કે ફ્રાંસના શરાફે અથવા બેંકરે. ગમે તેમ કરીને પણ સારો દેખાવ તે રાખવે જ જોઈએ અને એમ કરવામાં ડૂમા ઝારને મદદગાર થતી હતી. દરમ્યાન યુરોપની તેમ જ દુનિયાની પરિસ્થિતિ ઝડપથી બદલાતી જતી હતી. જાપાને તેને હરાવ્યું ત્યાર પછી ઈંગ્લેંડ પહેલાંની જેમ રશિયાથી ડરતું નહોતું. ઉદ્યોગના ક્ષેત્રમાં તેમ જ દરિયા ઉપર ઇંગ્લંડ માટે જર્મનીને ન ભય પેદા થયે હતે. લાંબા વખત સુધી એ બંનેને ઈંગ્લડ પાસે ઇજા હતે. જર્મનીના ડરને કારણે જ ફ્રાંસ પણ રશિયાને લેન આપવામાં આટલું બધું ઉદાર બન્યું હતું. આ જર્મન હાઉને કારણે જ બે પુરાણું દુશ્મને એકબીજાના દિલેજાન મિત્ર બન્યા. ૧૯૦૭ની સાલમાં ઇંગ્લેંડ અને રશિયા વચ્ચે સંધિ થઈ અને તેમાં અફઘાનિસ્તાન, ઈરાન તેમ જ બીજી જગ્યાઓના મોટા મેટા તકરારી મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું. એ પછી, ઈગ્લેંડ, ફ્રાંસ તથા રશિયા વચ્ચે ત્રિપક્ષી કરાર થયા. બાલ્કન દેશોમાં ઓસ્ટ્રિયા રશિયાનું હરીફ હતું, અને ઓસ્ટ્રિયા જર્મનીનું મિત્ર હતું. ઈટાલી પણ કાગળ ઉપર જર્મનીનું મિત્ર હતું. આમ ઇંગ્લંડ, કાંસ અને રશિયાના ત્રિપક્ષી કરારની સામે જર્મની, ટ્યિા તથા ઇટાલીનું ઐક્ય થયું. અને એ બંને વિરોધી દળ કાર્ય માટેની તૈયારી કરવા મંડી પડ્યાં. શાંતિપ્રિય લેકે તે ભવિષ્યમાં તેમના ઉપર આવી પડનારી ભીષણ આફતથી સાવ અજાણ અને નિદ્રાવશ હતા. ૧૯૦૫ની સાલ પછીનાં આ વરસે રશિયામાં પ્રત્યાઘાતનાં વરસ હતાં. બશેવિઝમ તથા બીજાં ક્રાંતિકારી તને સંપૂર્ણપણે કચરી નાખવામાં આવ્યાં હતાં. લેનિન જેવા દેશપાર થયેલા કેટલાક શેવિકે પરદેશમાં પુસ્તક અને ચોપાનિયાઓ લખી રહ્યા હતા તથા બદલાતી જતી પરિસ્થિતિ સાથે માર્ક્સને સિદ્ધાંતને સુમેળ સાધવા પ્રયત્ન કરતા હતા અને એ રીતે તેઓ ધીરજપૂર્વક પિતાનું કામ આગળ ધપાવ્યે જતા હતા. મેજોવિકે (નરમ વલણના માર્ક્સવાદીઓને લઘુમતી પક્ષ) તથા બે શેવિક વચ્ચેનું અંતર દિનપ્રતિદિન વધતું ગયું. આ પ્રત્યાઘાતનાં વરસો દરમ્યાન મેગ્નેવિકવાદ વધારે આગળ આવ્યું. જો કે એ લઘુમતી પક્ષ કહેવાતું હતું છતાંયે વાસ્તવમાં તે વખતે એની બાજુએ ઘણું વધારે લેકે હતા. ૧૯૧૨ની સાલ પછી રશિયન જગતમાં ફરી પાછા ફેરફાર થવા લાગ્યા, ક્રાંતિકારી પ્રવૃત્તિ વધવા માંડી અને એની સાથે બે શેવિઝમને પણ વિકાસ થવા લાગ્યા. ૧૯૧૪ની સાલના વચગાળા દરમ્યાન તે પેઢાડનું (પીટર્સબર્ગ) વાતાવરણ ક્રાંતિની વાતેથી ઘેરાઈ ગયું અને ૧૯ ૦૫ની પિઠે સંખ્યાબંધ રાજકીય હડતાલ પડી. આમ છતાંયે, પીટર્સબર્ગની સાત સભ્યોની બનેલી બોશેવિક સમિતિમાં ત્રણ સભ્યો Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ હ૭૭ તે ઝારની છૂપી પોલીસના માણસો હતા એવું પાછળથી માલૂમ પડયું હતું! ક્રાંતિમાં આવી વસ્તુઓને પણ સમાવેશ થાય છે! ડ્રમામાં બે શેવિકેનો એક નાનકડે સમૂહ હતો અને મેલીનેવસ્કી તેને નેતા હતા. તે પણ પોલીસને એજન્ટ હોવાનું માલૂમ પડ્યું હતું. અને લેનિનને તેના ઉપર વિશ્વાસ હતો. ૧૯૧૪ના ઑગસ્ટ માસમાં મહાયુદ્ધ શરૂ થયું. અને એણે એકાએક બધાનું લક્ષ રણક્ષેત્ર તરફ ખેંચ્યું. ફરજિયાત લશ્કરભરતીને કારણે મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ ચાલ્યા ગયા અને ક્રાંતિકારી ચળવળ મરી ગઈ. લડાઈ વિરુદ્ધ પોકાર ઉઠાવનાર બોલશેવિકોની સંખ્યા બહુ જૂજ હતી અને તેઓ અતિશય અકારા થઈ પડ્યા. આપણે નકકી કરેલા આપણું સ્થાને – મહાયુદ્ધના સમય સુધી – આપણે આવી પહોંચ્યાં છીએ અને આપણે અહીં જ થોભી જવું જોઈએ. પરંતુ આ પત્ર પૂરે કરવા પહેલાં રશિયન કળા તથા સાહિત્ય તરફ મારે તારું લક્ષ ખેંચવું જોઈએ. સૌ જાણે છે કે, તેના અનેક દેષ હોવા છતાં ઝારશાહી રશિયા પિતાની અભુત નૃત્યકળા સાચવી રાખી શકયું હતું. ૧૯મી સદી દરમ્યાન તેણે સાહિત્યની ભારે પરંપરા નિર્માણ કરનારા અનેક સમર્થ લેખકો પણ પેદા કર્યા. લાંબી નવલકથાઓ તેમ જ ટૂંકી નવલિકાઓ એ બંને ક્ષેત્રોમાં તેમણે અભુત સામર્થ બતાવ્યું. ૧૯મી સદીના આરંભમાં પુષ્કીન થઈ ગયું. તે બાયરન, શેલી તથા કીટ્સને સમકાલીન હતા અને તે રશિયાને સૌથી શ્રેષ્ઠ કવિ ગણાય છે. ગોગોલ, ટુરગેનીવ, દસ્તાવસ્કી અને ઍહોવ એ ૧૯મી સદીના મશહૂર નવલકથાકારે છે. એ જ અરસામાં કદાચ સૌથી મહાન લિયે ટૉલ્સ્ટૉય થઈ ગયે. તે પ્રતિભાશાળી નવલકથાકાર હતું એટલું જ નહિ પણ ધાર્મિક તેમ જ આધ્યાત્મિક નેતા પણ હતું અને તેની અસર બહુ દૂરગામી હતી. સાચે જ તે ગાંધીજી સુધી પણ પહોંચી. તે વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. એ બંનેએ એકબીજાની કદર બૂછ અને એકબીજા સાથે પત્રવ્યવહાર પણ કર્યો. અપ્રતિકાર અથવા અહિંસા ઉપરની તેમની બંનેની અડગ શ્રદ્ધા એ તેમને એકબીજા સાથે જોડનાર કડી હતી. ટૉલ્સ્ટૉયના મત પ્રમાણે એ ઈશુનો મૂળભૂત બંધ હતા અને પ્રાચીન હિંદુ શાસ્ત્રમાંથી ગાંધીજીએ પણ એ જ અનુમાન તારવ્યું. પણ ટૉલ્સ્ટૉય તે પોતાની માન્યતા પ્રમાણે જીવન જીવનાર - પરંતુ દુનિયાથી અળગે પડેલે કેવળ ઉપદેશક જ રહ્યો જ્યારે ગાંધીજીએ તે ઉપર ઉપરથી નિષેધાત્મક લાગતી એ વસ્તુને દક્ષિણ આફ્રિકા તથા હિંદુસ્તાનમાં જનતાવ્યાપી પ્રશ્નોમાં સક્રિય ઉપયોગ કર્યો. ૧૯મી સદીને એક મહાન રશિયન લેખક મેકસીમ શૈક* હજી જીવે છે. * ૧૯૩૬ની સાલમાં ગાક મરણ પામે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫. એક જમાનાના અંત ૨૨ માર્ચ, ૧૯૩૩ ૧૯મી સદી! એ ૧૦૦ વરસાએ આપણને કેટલા બધા વખત રોકી રાખ્યાં! અવારનવાર લગભગ ચાર માસ સુધી એ કાળ વિષે મે તને લખ્યું છે અને હું હવે એનાથી જરા થાકયો છું. અને જ્યારે તું આ બધા પત્રા વાંચશે ત્યારે કદાચ તને પણ એવે જ અનુભવ થશે. એ એક ભારે આકર્ષીક યુગ છે એમ મેં તને આરંભમાં કહ્યું હતું પણ અમુક વખત પછી તે ગમે તેવું આણુ પણ કંટાળાજનક થઈ પડે છે. ખરી રીતે તે આપણે ૧૯મી સદીની આગળ નીકળી ગયાં છીએ અને ૨૦મી સદીમાંયે ઠીક ઠીક આગળ વધ્યાં છીએ. ૧૯૧૪ના વરસને આપણે આપણી સીમા તરીકે રાખ્યું હતું. એ જ વરસમાં પેલી કહેવત પ્રમાણે ‘યુદ્ધના કૂતરાને' યુરોપ અને દુનિયા ઉપર છેડી મૂકવામાં આવ્યા હતા. એ વરસથી ઇતિહાસમાં દિશાપલટાના આરંભ થાય છે. એ વરસમાં એક યુગ અથવા જમાનાને અત આવે છે અને ખીજાના આરંભ થાય છે. ઓગણીસા ચૌદની સાલ ! એ પણ તારા જન્મ પહેલાંની સાલ છે અને છતાં એ સાલ વીત્યાને હજી પૂરાં ૧૯ વરસ પણ થયાં નથી. માનવી જીવનના પણ એ લાંખેા કાળ ન કહેવાય તે પછી ઇતિહાસના તો ક્યાંથી જ હાય? પરંતુ એ વસા દરમ્યાન દુનિયા એટલી બધી પલટાઈ ગઈ છે તથા હજી પણ પલટાતી રહે છે કે એ પછી જાણે એક યુગ વહી ગયા હોય એમ લાગે છે તથા ૧૯૧૯ની સાલ અને તે પહેલાંનાં વરસેા ઘણા જૂના કાળના ઇતિહાસમાં જતાં રહે છે અને જેને વિષે આપણે પુસ્તકામાં વાંચીએ છીએ તથા જે આપણા કાળથી બિલકુલ ભિન્ન છે એવા દૂરના ભૂતકાળના ભાગરૂપ બની જાય છે. એ બધા મહાન ફેરફારો વિષે હું તને પાછળથી કંઈક કહીશ. પરંતુ મારે તને એક ચેતવણી આપવી પડશે. તું હાલ શાળામાં ભૂગોળ શીખે છે. પરંતુ ૧૯૧૪ની સાલ પહેલાં શાળામાં મારે જે ભૂગાળ ભણવી પડતી હતી તે તું ભણે છે તે ભૂંગાળથી સાવ ભિન્ન હતી. અને એમ પણ બને કે, મારી બાબતમાં બન્યું છે તેમ તું આજે જે ભણી રહી છે તેમાંની ઘણીખરી ભૂંગાળ થાડા વખતમાં તારે ભૂલી જવી પણ પડે. જૂનાં સીમાચિહ્નો તથા જૂના દેશા લડાઈના ધૂમસમાં અદૃશ્ય થઈ ગયાં અને તેની જગ્યાએ જેમનાં નામ પણ યાદ રાખવાં મુશ્કેલ પડે એવા દેશો હસ્તીમાં આવ્યા છે. સેક શહેરનાં નામે એક રાતમાં બદલાઈ ગયાં; પીટર્સબર્ગ પેટ્રામાડ બન્યું અને પછીથી લેનિનગ્રાડ બન્યું; કૉન્સ્ટાન્ટિનોપલને હવે ઇસ્તંબુલ કહેવું જોઇ એ, Page #312 -------------------------------------------------------------------------- ________________ એક જમાનાના અંત પેકિંગ પીપિંગ નામથી એળખાય છે અને હેમિયાનું પ્રાગ ચેકાસ્સાવાકિયાનું પ્રાહા બન્યું છે. ૧૯મી સદી અંગેના મારા પત્રામાં મારે ખડા તથા દેશાની હકીકત અલગ અલગ વર્ણવવી પડી છે. જુદી જુદી બાજુએ તથા જુદી જુદી ચળવળને પણ આપણે અલગ અલગ વિચાર કર્યાં છે. પરંતુ તને યાદ હશે કે એ બધું વત્તેઓછે અંશે એકી વખતે જ બનવા પામ્યું હતું અને ઇતિહાસે તેના હજારા પગથી સારી દુનિયામાં એકી સાથે આગેકૂચ કરી હતી. વિજ્ઞાન અને ઉદ્યોગો, રાજકારણ અને સંપત્તિશાસ્ત્ર, અઢળક સમૃદ્ધિ અને દારિદ્ર, મૂડીવાદ અને સામ્રાજ્યવાદ, લેાકરશાહી અને સમાજવાદ, ડાર્વિન અને માકર્સ, સ્વાતંત્ર્ય અને પરાધીનતા, દુકાળ અને મારામારી, યુદ્ધ અને શાંતિ, સ ંસ્કૃતિ ( સિવિલિઝેશન ) અને ખરતા (ખાએરીઝમ ) - આ ચિત્રવિચિત્ર પટમાં એ બધાયનું સ્થાન હતું અને એ દરેકે પરસ્પર એક્બીજા ઉપર ક્રિયા અને પ્રતિક્રિયા કરી હતી. એટલે આપણે એ જમાનાનું યા તો બીજા કાઈ પણ જમાનાનું ચિત્ર આપણા મનમાં ઊભું કરવા માગતાં હાઈએ તે એ ચિત્ર બહુબીનની ( વસ્તુને બહુવિધ દેખાડનારું એક યંત્ર) પેઠે બહુસૂત્રી, અનેકવિધ અને નિર ંતર ગતિમાન હોવાનું જ, જોકે એ ચિત્રના ધણા ભાગે આપણને આહ્લાદક લાગે એવા નહિ હોય. ૯૭૯ જળ, વરાળ આપણે આગળ જોઈ ગયાં તેમ નૈસર્ગિક ખળની સહાયથી એટલે કે, વિદ્યુત જેવી યાંત્રિક શક્તિની મદદથી મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાથી થયેલ મૂડીવાદના વિકાસ એ એ યુગ અથવા જમાનાનું પ્રધાન લક્ષણ હતું. દુનિયાના જુદા જુદા ભાગામાં એની જુદી જુદી અસર થવા પામી. વળી એ અસર પ્રત્યક્ષ તેમ જ પરાક્ષ પણ હતી. આ રીતે, લેંકેશાયરમાં નૈસર્ગિક શક્તિથી ચાલતી યાંત્રિક શાળામાં ઉત્પન્ન થતા કાપડે દૂર દૂરનાં હિંદનાં ગામડાંઓના ઘણાયે ઉદ્યોગધંધાઓના નાશ કર્યાં. મૂડીવાદી ઉદ્યોગા ક્રિયાશીલ હતા; તેમની પોતાની જ પ્રકૃતિવશાત્ તે દિનપ્રતિદિન વધારે ને વધારે વિશાળ થતા ગયા અને તેની ભૂખ કદી પણ શમી નહિ. પરિગ્રહપરાયણતા એ એનું વિશિષ્ટ લક્ષણ હતું, મેળવવું તેને સધરી રાખવું અને વળી પાછા મેળવવું, ખસ એમાં જ તે નિરંતર તત્પર રહે છે. વ્યક્તિઓએ એમ કરવા પ્રયત્ન કર્યાં, રાષ્ટ્રો તેમ જ પ્રજાએ પણ તેમ જ કયું. એ પતિ નીચે જે સમાજ નિર્માણ થયા તેને એથી કરીને સંગ્રાહક અથવા પરિગ્રહપરાયણ સમાજ કહેવામાં આવે છે. વધારે ને વધારે ઉત્પાદન કરતા જવું તથા એ રીતે પેદા થયેલી વધારાની સ ંપત્તિને ખીજા કારખાનાં ખાંધવામાં તથા રેલવે અને એવાં ખીજા કાર્યાંમાં રોકવી તથા અલબત, તેમના માલિકાને ધનાઢય બનાવવા એ - આ મૂડીવાદી ઉદ્યોગેાનું હંમેશાં ધ્યેય હોય છે. એ ધ્યેયની સિદ્ધિને અર્થે બીજી Page #313 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન બધી વસ્તુને ભેગ આપવામાં આવતું. એ ઉદ્યોગની સંપત્તિ પેદા કરનારા મજૂરને એને ઓછામાં ઓછો લાભ મળે અને તેમની દિશામાં સહેજસાજ સુધારે થવા પામ્યું તે પહેલાં સ્ત્રી અને બાળકેસહિત તેમને ભયંકર હાડમારીમાંથી પસાર થવું પડયું હતું. આ મૂડીવાદી ઉદ્યોગના તેમ જ તેની માલકી ધરાવનારાં રાષ્ટ્રના લાભને અર્થે સંસ્થાને તથા તાબા નીચેના દેશને પણ ભોગ આપવામાં આવ્યું તથા તેમનું શોષણ કરવામાં આવ્યું. આમ મૂડીવાદ આંખે પાટા બાંધીને અને નિષ્ફર રીતે આગળ વધ્યો અને માર્ગમાં તેને ભોગ બનેલા અનેક શિકારને તે પિતાની પાછળ મૂકતા ગયે. આમ છતાંયે એની કૂચ વિજયી કૂચ હતી. વિજ્ઞાનની મદદ મળવાથી ઘણી બાબતમાં એને સફળતા મળી. એ સફળતાએ જગતને આંજી નાખ્યું અને તેણે પેદા કરેલાં અનેક દુઃખનાં પ્રાયશ્ચિત્તરૂપે તે હોય એમ લાગ્યું. આપોઆપ અને એને માટેની કોઈ પણ નિશ્ચિત યેજના વિના જીવનની કેટલીક સારી સારી ચીજો પણ તેણે પેદા કરી. પરંતુ તેની આ ઊજળી બાજુ અને સારપ નીચે પુષ્કળ પ્રમાણમાં બૂરાઈ રહેલી હતી. સાચે જ, તેણે ઊભા કરેલા ભેદે અથવા તફાવત એ તેની સૌથી વધારે નોંધપાત્ર વસ્તુ હતી. અને જેમ જેમ તેની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ આ ભેદ વધારે ને વધારે તીવ્ર થતા ગયા, દુનિયામાં એકી સાથે અતિશય દારિક્ય અને અઢળક સમૃદ્ધિ, મજૂરને રહેવાનાં કંગાળ ઘેલકાંઓ અને ગગનચુંબી આલેશાન ઈમારતે, સામ્રાજ્ય * અને પરાધીન શેષિત સંસ્થાને હસ્તીમાં આવ્યાં. યુરોપ આધિપત્ય ધરાવનારે ખંડ હતા અને એશિયા તથા આફ્રિકા શેષિત ખડે હતા. ૧૯મી સદીના મેટા ભાગ દરમ્યાન અમેરિકા સમગ્ર જગતને સ્પર્શતા બનાવના પ્રવાહની બહાર હતું. પરંતુ તે ઝડપથી આગેકૂચ કરતું હતું અને અનહદ સાધનસામગ્રી ઊભી કરી રહ્યું હતું. ઈંગ્લેંડ યુરોપમાં મૂડીવાદ અને ખાસ કરીને તેની સામ્રાજ્યવાદી બાજુનું ધનાઢય, ગર્વિષ્ઠ અને કૃતકૃત્યતાનો આત્મસતિષ અનુભવતું અગ્રેસર હતું. મૂડીવાદી ઉદ્યોગેની ઝડપી ગતિ તથા પચાવી પાડવાની તેની પ્રકૃતિએ જ પરિસ્થિતિ વિષમ કરી મૂકી તથા પિતાની સામે વિરોધ અને આંદોલન ઊભાં કર્યા અને છેવટે મજૂરોની રક્ષાને અર્થે પિતાના ઉપરના કેટલાક અંકુશે પણ એ બે વસ્તુઓએ જ પેદા કર્યા. કારખાના પદ્ધતિના આરંભકાળમાં મજૂરેનું – ખાસ કરીને સ્ત્રી તથા બાળકનું – ભયંકર શેષણ કરવામાં આવ્યું હતું. તેમની મજૂરીના દર ઓછા હોવાથી કામે લગાડવામાં પુરુષો કરતાં સ્ત્રી તથા બાળકોને પ્રથમ પસંદગી આપવામાં આવતી અને અતિશય ગંદી તથા આરોગ્યને હાનિકારક પરિસ્થિતિમાં તેમની પાસેથી કેટલીક વાર દિવસના ૧૮ જેટલા કલાક કામ લેવામાં આવતું. આખરે રાજ્ય વચ્ચે પડ્યું અને દિવસના કામના કલાકે નક્કી કરતા તથા કામની જગ્યાઓની સ્થિતિ સુધારવાને આગ્રહ રાખનારા Page #314 -------------------------------------------------------------------------- ________________ એક જમાનાને અંત કાયદા તેણે પસાર કર્યા. આ કાયદાઓ કારખાનાંના કાયદાને નામે ઓળખાય છે. ખાસ કરીને સ્ત્રી તથા બાળકોની આ કાયદા દ્વારા રક્ષા કરવામાં આવી. પરંતુ કારખાનાના માલિકના ખતરવટ વિરોધને લીધે એ કાયદાઓ પસાર કરતાં લાંબી અને સખત લડત લડવી પડી હતી. મૂડીવાદી ઉદ્યોગને કારણે આ ઉપરાંત સમાજવાદી અને સામ્યવાદી વિચાર પેદા થયા. એ વિચારેએ નવા ઉદ્યોગોને સ્વીકાર કર્યો પરંતુ મૂડીવાદના પાયાને તેમણે પડકાર્યો. મજૂરોની સંસ્થાઓ, મજૂર મહાજને તથા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘે પણ ઊભાં થવા લાગ્યાં. મૂડીવાદમાંથી સામ્રાજ્યવાદ જન્મ્ય અને પૂર્વના દેશોની લાંબા કાળથી ચાલતી આવેલી આર્થિક પરિસ્થિતિ સાથે પશ્ચિમના મૂડીવાદી ઉદ્યોગો અથડામણમાં આવ્યાથી ત્યાં આગળ ભારે ઉત્પાત મચ્યો. ધીમે ધીમે આ પૂર્વના દેશોમાં પણ મૂડીવાદી ઉદ્યોગોએ જડ ઘાલી અને ત્યાં તે ખીલવા લાગ્યા. પશ્ચિમના દેશોના સામ્રાજ્યવાદ સામેના પડકારરૂપે રાષ્ટ્રવાદ પણ ત્યાં આગળ પેદા થયો. આ રીતે મૂડીવાદે દુનિયા આખીને હચમચાવી મૂકી અને તેણે માણસજાત ઉપર દુઃખને ધોધ વરસાવ્ય છતાંયે એકંદરે જોતાં, કંઈ નહિ તે પશ્ચિમના દેશે પૂરતી તે તે હિતકારી પ્રવૃત્તિ હતી. એને કારણે ભારે આર્થિક પ્રગતિ થવા પામી અને જનસુખાકારીનું ઘેરણ ઘણું જ વધી ગયું. પહેલાં કોઈ પણ વખતે હતું તેના કરતાં હવે સામાન્ય માણસનું મહત્ત્વ ઘણું વધી ગયું. વ્યવહારમાં કોઈ પણ બાબતમાં એને અવાજ સંભળાતો નહોતે એ ખરું, એને મળેલે મત આપવાને હક સુધ્ધાં ભ્રામક હતા એ પણ ખરું; છતાંયે સિદ્ધાંતની દૃષ્ટિએ રાજ્યમાં એનાં દરજજો વધવા પામ્યું અને એની સાથે તેનું સ્વમાન પણ વધ્યું. અલબત, જ્યાં આગળ મૂડીવાદી ઉદ્યોગ ખીલ્યા હતા તે પશ્ચિમના દેશોને જ આ બધું લાગુ પડે છે. જ્ઞાનની ભારે વૃદ્ધિ થવા પામી અને વિજ્ઞાને અનેક ચમત્કાર કરી બતાવ્યા તથા પિતાની હજારો શોધખોળ જીવનને લાગુ પાડીને તેણે દરેક મનુષ્યનું જીવન હળવું કરી મૂક્યું. સાફસૂફીની પ્રવૃત્તિઓ તથા રોગો પેદા થતા અટકાવવાના તેના ગુણથી ઔષધોએ માણસને શાપરૂપ થઈ પડેલા રોગોને દાબી દેવાનું તથા નિર્મૂળ કરવાનું કાર્ય શરૂ કર્યું. એનું એક જ ઉદાહરણ આપું: મેલેરિયા શાથી થાય છે તે શેધી કાઢવામાં આવ્યું અને તે થતું અટકાવવાનો ઉપાય પણ શોધી કાઢવામાં આવ્યું. જરૂરી ઉપાયો લેવામાં આવે તો કોઈ પણ પ્રદેશમાંથી તેને નિર્મૂળ કરી શકાય એમાં લેશ પણ શંકા નથી. હિંદમાં તેમ જ અન્યત્ર હજી પણ મલેરિયા ચાલુ રહ્યો છે તથા કરોડોને ભાગ લે છે એમાં વિજ્ઞાનને નહિ પણ બેદરકાર સરકાર તથા અજ્ઞાનમાં ડૂબેલી પ્રજાને દેષ છે. ज-२० Page #315 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન અવરજવર અને માલની લાલજ તથા સંદેશવાહનની રીતમાં થયેલી પ્રગતિને કદાચ ૧૯મી સદીનું સૌથી વધારે નેંધપાત્ર લક્ષણ કહી શકાય. રેલવે, આગબોટ, ટેલિગ્રાફ તથા મેટરએ દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખી છે અને બધા માનવી હેતુઓ માટે પહેલાં તે હતી તેના કરતાં તેને બિલકુલ ભિન્ન બનાવી દીધી છે. પૃથ્વી સંકેચાઈ ગઈ અને તેમાં વસનારાઓ એકબીજાની સમીપ આવ્યા. તેઓ એકબીજાને વધુ પ્રમાણમાં જોઈ જાણી શક્યા અને પરસ્પર એકબીજા વિષેનું જ્ઞાન થવાથી અજ્ઞાનજનિત અનેક દીવાલ તૂટી ગઈ. સર્વ સાધારણ વિચારે ફેલાવા લાગ્યા અને તેમણે દુનિયાભરમાં અમુક પ્રમાણમાં સમાનતા પેદા કરી. જેની આપણે વાત કરી રહ્યાં છે તે યુગના છેક છેવટના ભાગમાં વાયરલેસ ટેલિગ્રાફની અને હવામાં ઊડવાની શરૂઆત થઈ. આજે તે એ બહુ સામાન્ય વસ્તુઓ બની ગઈ છે અને એ વિષે ઝાઝો વિચાર કર્યા વિના એરોપ્લેનમાં બેસીને તેં અનેક વાર મુસાફરી કરી છે. બલૂનમાં તે લેકે ઘણી વાર ઊંચે ગયા હતા પરંતુ પ્રાચીન પુરાણકથાઓ અને વાર્તાઓ, અરેબિયન નાઈટ્સની ઊડતી શેતરંજીઓ તથા હિંદની વાર્તાઓની પવનપાવડીઓ સિવાય હવા કરતાં વધારે ભારે વસ્તુમાં બેસીને કોઈ પણ માણસ ઊંચે ગયે નહોતે. હવા કરતાં વધારે ભારે યંત્રમાં બેસીને ઊંચે જવામાં પહેલવહેલા સફળ થનાર વિલબર અને ઐરવીલ રાઈટ નામના બે અમેરિકન ભાઈઓ હતા. તેઓ આજનાં એરપ્લેનના જનક હતા. ૧૯૦૩ના ડિસેમ્બરમાં તેઓ ૩૦૦ કરતાં પણ ઓછા યાર્ડ ઊડ્યા હતા. પરંતુ એમ છતાંયે તેમણે પહેલાં કદીયે થયું નહોતું એવું કંઈક કરી બતાવ્યું હતું. ત્યાર પછી ઊડવાની બાબતમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી જ રહી છે અને ૧૯૦૯ની સાલમાં ઑરિયાટ નામનો એક ક્રાંસવાસી બ્રિટિશ ખાડી ઉપર થઈને ફ્રાંસથી ઇંગ્લડ સુધી ઊળ્યો ત્યારે જે ઉત્તેજના પેદા થઈ હતી તે મને બરાબર યાદ છે. ત્યાર પછી થોડા જ વખતમાં પેરિસમાં એફિલ ટાવર ઉપર થઈને ઊડતું પહેલવહેલું એરપ્લેન મેં જોયું. અને ત્યાર પછી ઘણાં વરસો બાદ ૧૯૨૭ના મે માસમાં ચાર્લ્સ લિન્ડબર્ગ આલ્લાંટિક મહાસાગર ઓળંગીને ચાંદીના તીરની પેઠે ઝબકારાની સાથે પેરિસના એરેમ આગળ ઊતર્યો ત્યારે આપણે બંને પેરિસમાં હાજર હતાં. જે દરમ્યાન મૂડીવાદી ઉદ્યોગોનું પ્રભુત્વ હતું તે યુગની જમા બાજુએ આ બધું જાય છે. એ સદી દરમ્યાન માણસે સાચે જ અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એની જમા બાજુની બીજી પણ એક વસ્તુ છે. લેભી અને હાથમાં આવે તે પચાવી પાડનાર મૂડીવાદ જેમ જેમ વધતો ગયો તેમ તેમ સહકારી ચળવળના રૂપમાં તેને અંકુશ પણ શોધી કાઢવામાં આવ્યું. એમાં પિતાને માલ એક સાથે વેચવા તથા ખરીદવાને અને એમાંથી થતો નફે આપસમાં વહેંચી લેવાને લેકે એક મંડળમાં ભેગા થતા. સામાન્ય મૂડીવાદી રસ્તે હરીફાઈ Page #316 -------------------------------------------------------------------------- ________________ એક જમાનાને અતિ તથા ગળાં રેસવાને રસ્તે હતે. એમાં દરેક જણ બીજાને ટપી જવાનો પ્રયત્ન કરતા. સહકારી માર્ગનું મંડાણ પરસ્પર એકબીજાના સહકાર ઉપર નિર્ભર હતું. તેં ઘણુયે સહકારી ભંડારો જોયા હશે. ૧૯મી સદીમાં સહકારી ચળવળને યુરોપમાં ભારે વિકાસ થયો. ડેન્માર્કના નાનકડા દેશમાં એને સૌથી વધારે સફળતા મળી, એમ કહી શકાય. રાજકીય ક્ષેત્રમાં એ કાળ દરમ્યાન લોકશાહીના વિચારોનો વિકાસ થયે અને પિતા પોતાની પાર્લામેન્ટ અથવા તો ધારાસભાઓ માટે મત આપવાને હક વધારે ને વધારે લોકોને મળતે ગયે. પરંતુ મત આપવાનો આ હક અથવા તે મતાધિકાર પુરુષ વર્ગમાં જ મર્યાદિત હતો અને બીજી રીતે તેઓ ગમે એટલી શક્તિશાળી હોય છતાયે સ્ત્રીઓને એ હક ધરાવવાને માટે પાત્ર કે સમજદાર લેખવામાં આવતી નહોતી. ઘણી સ્ત્રીઓને એ સામે ભારે રોષ હતો અને ૨૦મી સદીના આરંભનાં વરસ દરમ્યાન ઇંગ્લંડમાં એને માટે સ્ત્રીઓએ ભારે હિલચાલ ઉપાડી. એને સ્ત્રીઓના મતાધિકારની હિલચાલ કહેવામાં આવતી હતી અને પુરુષોએ એના પ્રત્યે ગંભીર વર્તાવ ન દાખવ્ય તથા ઉપેક્ષા દર્શાવી તેથી તેમનું ધ્યાન ખેંચવાને અર્થે મતાધિકારવાદી સ્ત્રીઓએ જબરદસ્તીની અને હિંસક રીતે પણ અખત્યાર કરી. ત્યાં આગળ “દેખાવો' કરીને પાર્લામેન્ટનું કાર્ય તેમણે ઉથલાવી નાખ્યું તથા પ્રધાનમંડળના સભ્ય ઉપર હુમલા પણ કર્યા. આથી એ પ્રધાનને હમેશાં પોલીસના રક્ષણ નીચે રહેવું પડતું. મોટા પાયા ઉપર વ્યવસ્થિત હિંસા થવા પામી અને સંખ્યાબંધ સ્ત્રીઓને જેલમાં મોકલવામાં આવી. ત્યાં આગળ તેમણે ઉપવાસ કરવા માંડ્યા. આથી તેમને છોડી દેવામાં આવી પરંતુ ઉપવાસની અસરમાંથી તેઓ મુક્ત થઈ કે તરત તેમને પાછી જેલમાં મોકલવામાં આવી. આમ કરવાની પરવાનગી આપવા માટે પાર્લામેન્ટે ખાસ કાયદે પસાર કર્યો. એ કાયદાને લેકે “ઉંદર બિલાડીના કાયદા તરીકે ઓળખવા લાગ્યા. મતાધિકારવાદીઓની આ રીતે જનસમુદાયનું ધ્યાન ખેંચવામાં ખસૂસ સફળ થઈ થોડાં વરસ પછી, મહાયુદ્ધ શરૂ થયા બાદ સ્ત્રીઓના મતાધિકારના હકનો સ્વીકાર કરવામાં આવ્યું. સ્ત્રીઓની આ ચળવળ કેવળ મતની માગણી કરવામાં જ મર્યાદિત નહતી. પુરુષ સાથે હરેક બાબતમાં સમાનતાની માગણી કરવામાં આવી હતી. છેક હમણાં સુધી પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ બહું જ ખરાબ હતી. તેમને જૂજ હકકો હતા. કાયદા પ્રમાણે અંગ્રેજ સ્ત્રી મિલકત પણ ધરાવી શકતી નહિ. બધુંયે–પિતાની પત્નીની કમાણી સુધ્ધાં – ધણું લઈ લેતે. હિંદુ કાયદા પ્રમાણે હિંદમાં સ્ત્રીઓની આજે જે સ્થિતિ છે તેના કરતા કાયદાની દૃષ્ટિએ તેમની સ્થિતિ બૂરી હતી. અને હિંદુ કાયદા નીચે સ્ત્રીઓની સ્થિતિ સારી પેઠે ખરાબ છે. હિંદી સ્ત્રીઓ અનેક રીતે જોતાં આજે છે તે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૯૮૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન પ્રમાણે પશ્ચિમની સ્ત્રીએ સાચે જ એક પરાધીન જાતિ હતી. મતાધિકાર માટેની હિલચાલ શરૂ થઈ તે પહેલાં ધણા વખતથી સ્ત્રીઓએ ખીજી બાબતમાં પુરુષો સાથે સમાન વર્તાવની માગણી કરી હતી. આખરે ૧૯મી સદીના નવમા દશકામાં ઇંગ્લંડમાં તેમને મિલકત ધરાવવાના થાડા હા આપવામાં આવ્યા હતા. કારખાનાના માલિકા એની તરફેણમાં હતા તેથી સ્ત્રીઓને એમાં કંઈક અંશે સફળતા મળી. સ્ત્રીએ જો તેમની કમાણી પોતાની પાસે રાખી શકે તેા એ વસ્તુ કારખાનામાં કામ કરવા માટે તેમને ઉત્સાહપ્રેરક થઈ પડે એમ કારખાનાના માલિકાનું માનવું હતું. દરેક ક્ષેત્રમાં મહાન ફેરફારો થતા આપણા જોવામાં આવે છે. પરતુ એક સરકારની રીતેામાં એવું કશું જણાતું નથી. ઘણા લાંબા સમય પૂર્વે લૉરેન્સના મેકિયાવેલીએ તથા તેની પહેલાં ૧૮૦૦ વરસ ઉપર હિંદુસ્તાનના એક પ્રધાન ચાણક્યે જેની હિમાયત કરી હતી તે જ કાવાદાવા, પ્રપંચ અને છેતરપિંડીની રીતોને અનુસરવાનું મહાન સત્તાઓએ ચાલુ રાખ્યું. તેમની વચ્ચે નિરંતર હરીફાઈ ચાલ્યાં જ કરતી, છૂપી સધિ અને મૈત્રીના કાલકરારો થતા રહેતા અને દરેક સત્તા બીજી સત્તાને ટપી જવાના પ્રયાસ કરતી. આપણે જોઈ ગયાં તેમ યુરોપે સક્રિય અને આક્રમણકારી ભાગ ભજવ્યા અને એશિયાએ નિષ્ક્રિયતાને. પોતાનાં અંતગત રોકાણાને કારણે દુનિયાના રાજકારણમાં અમેરિકાના હિસ્સા જૂજ હતા. રાષ્ટ્રવાદને વિકાસ થતાંની સાથે “ ખરો હોય કે ખોટા પણ મારે દેશ ”ના ખ્યાલ પેદા થયા અને વ્યક્તિની બાબતમાં જે વસ્તુ ખરાબ અને નીતિહીન ગણાય તે કરવામાં રાષ્ટ્રો ગૌરવ માનવા લાગ્યાં. આ રીતે વ્યક્તિએ અને રાષ્ટ્રોની નીતિમત્તાની બાબતમાં ખેો ભેદ ઊભા થવા પામ્યા. એ બંનેની નીતિમત્તામાં ભારે તફાવત હતો. વ્યક્તિના ખુદ દુર્ગુણા રાષ્ટ્રોના સદ્ગુણા ખની ગયા. સ્વાથીપણું, લાભ, ઉદ્ધતાઈ અને અસભ્યતા વગેરે વ્યક્તિગત સ્ત્રીપુરુષોની બાબતમાં બિલકુલ ખરાબ અને અસહ્ય ગણાતાં હતાં. પરંતુ રાષ્ટ્રોના મેટા સમૂહોની બાબતમાં દેશપ્રેમ અને સ્વદેશાભિમાનના ઉમદા ખુરખા નીચે એ બધાંની પ્રશંસા કરવામાં આવતી તથા તેમને ઉત્તેજન આપવામાં આવતું હતું. રાષ્ટ્રોના માટા સમૂહો એકબીજાની સામે એને આશરો લે તે ખુનામરકી અને કતલ પણ પ્રશંસાપાત્ર થઈ પડતાં. હાલના એક લેખકે આપણને કહ્યું છે, અને એમ કહેવામાં તે સંપૂર્ણ પણે સાચે છે કે, “ સુધારા એ વ્યક્તિના દુગુ ણા મોટા મોટા જનસમુદાયા ઉપર ઓઢાડવાની એક તરકીબરૂપ બની ગયા છે.” Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬. મહાયુદ્ધને આરંભ ૨૩ માર્ચ, ૧૯૩૩ એકબીજા સાથેના વ્યવહારમાં રાષ્ટ્રો કેટલાં નીતિહીન અને દુરાચારી હતાં એ તને બતાવીને મેં મારે છેલ્લે પત્ર પૂરો કર્યો હતો. જ્યાં પણ તેમને એમ કરવાને પાલવતું ત્યાં અસહિષ્ણુ અને ઉદ્ધતાઈભર્યું વલણ ધારણ કરવું એને તથા ઘાસની ગંજીમાંના કૂતરાના જેવી નીતિ અખત્યાર કરવી અને તેઓ પિતાની સ્વતંત્રતાનું લક્ષણ ગણતાં હતાં. એ રાષ્ટ્રને માણસાઈભર્યું વર્તન રાખવાનું કહેનાર કોઈ સત્તા નહતી, કેમ કે તેઓ સ્વતંત્ર નહેતાં શું અને બહારની દખલગીરી સામે તેઓ પોતાને રોષ નહિ દર્શાવે કે? પરિણામોને ડર એ જ તેમના ઉપરનો એકમાત્ર અંકુશ હતા. આથી બળવાન રાષ્ટ્રની કેટલેક અંશે આમન્યા રાખવામાં આવતી અને નબળાં રાષ્ટ્રને દમદાટી આપવામાં આવતી હતી. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની આ હરીફાઈ એ ખરેખર મૂડીવાદી ઉદ્યોગેનું અનિવાર્ય પરિણામ હતું. બજારોની તેમ જ કાચા માલની દિનપ્રતિદિન વધતી જતી માગણુએ મૂડીવાદી સત્તાઓ પાસે સામ્રાજ્ય માટે દુનિયાની ફરતે દોડાદોડની કેવી હરીફાઈ કરાવી તે આપણે જોઈ ગયાં છીએ. એ સત્તાઓ એશિયા તથા આફ્રિકામાં જ્યાં ત્યાં દોડી વળી અને તેમનું શોષણ કરવાને હાથમાં આવે એટલે બધે મુલક પચાવી પાડ્યો. આ રીતે આખી દુનિયા ખૂંદી વળ્યા પછી પગ પસારવાનું એક સ્થાન બાકી ન રહ્યું એટલે સામ્રાજ્યવાદી સત્તાઓ એકબીજીની સામે ઘુરકિયાં કરવા તથા એકબીજીના તાબાના મુલક તરફ લેભી નજરે જેવા લાગતી. એશિયા, આફ્રિકા તથા યુરેપમાં આ મહાન સત્તાઓ વચ્ચે વારંવાર અથડામણ થવા પામી અને ક્રોધની લાગણું ભભૂકી ઊઠી તથા યુદ્ધ ફાટી નીકળશે કે શું એમ ભાસવા લાગ્યું. કેટલીક સત્તાઓ બીજી સત્તાઓ કરતાં વધારે સારી સ્થિતિમાં હતી અને ઈંગ્લંડ તેના ઔદ્યોગિક અગ્રણપણે તથા તેના વિશાળ સામ્રાજ્યને કારણે સૌથી વધારે ભાગ્યશાળી લાગતું હતું. આમ છતાંયે ઇંગ્લેંડ સંતુષ્ટ નહોતું. જેની પાસે વધારે છ હોય તે વળી વધારેની અપેક્ષા રાખે છે. સામ્રાજ્યના વિસ્તાર માટેની મોટી મોટી યોજનાઓ તેના સામ્રાજ્યના શિલ્પી ઓના મનમાં રમવા લાગી – ઉત્તરથી દક્ષિણ સુધી, કેરેથી કેપ ઑફ ગુડ હેપ સુધી સળંગ વિસ્તરેલા આફ્રિકન સામ્રાજ્યની યોજનાઓ વિચારવા લાગી. ઉદ્યોગોના ક્ષેત્રમાં જર્મની તથા યુનાઈટેડ સ્ટેટ્સની હરીફાઈથી પણ ઈંગ્લેંડ ચિંતાતુર બન્યું હતું. આ દેશ પાકે માલ ઈંગ્લેંડ કરતાં ઓછી કિંમતે બનાવતા હતા અને એ રીતે તેઓ ઈગ્લેંડનાં બજારે તેની પાસેથી પડાવી લેતા હતા. Page #319 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ભાગ્યશાળી ઈગ્લેંડ જે સંતુષ્ટ ન હોય તે બીજાં રાષ્ટ્ર તે તેનાથી ઓછાં સંતુષ્ટ હતાં. મહાન સત્તાઓના મંડળમાં કંઈક પાછળથી દાખલ થનાર જર્મની વિશેષ કરીને અસંતુષ્ટ હતું, કેમ કે લેભાવનારાં પાકાં ફળ કોઈને કેઈને હાથમાં જતાં રહેલાં તેને માલૂમ પડ્યાં. વિજ્ઞાન, કેળવણી અને ઉદ્યોગના ક્ષેત્રમાં તેણે ભારે પ્રગતિ કરી હતી અને સાથે સાથે સુંદર સૈન્ય પણ તેણે ઊભું કર્યું હતું. પિતાના મજૂર અંગેના સામાજિક સુધારાના કાયદાઓ કરવાની બાબતમાં પણ ઈગ્લેંડ સહિત બીજાં બધાં રાષ્ટ્રને મોખરે તે હતું. જર્મની રંગમંચ ઉપર આવ્યું ત્યારે બીજી સામ્રાજ્યવાદી સત્તાઓએ દુનિયાના ઘણેખર પ્રદેશ કી લીધો હતો તથા શેષણના માર્ગ મર્યાદિત થઈ ગયા હતા છતાંયે અથાક પરિશ્રમ અને સ્વયંશિસ્તથી ઔદ્યોગિક મૂડીવાદના યુગની તે સૌથી વધારે કુશળ સત્તા બન્યું. તેનાં વેપારી જહાજો દુનિયાનાં બધાંયે બંદરમાં નજરે પડતાં હતાં અને હામબર્ગ તથા બેમેનનાં તેનાં બંદરોની દુનિયામાં સૌથી મેટાં બંદરેમાં ગણતરી થતી હતી. જર્મન વેપારી કાફેલે પિતાને માલ દૂર દૂરના દેશમાં લઈ જતું હતું એટલું જ નહિ પણ બીજા દેશોનો માલ લઈ જવાને રોજગાર પણ તેણે હાથ કર્યો હતે. આવી સફળતા પ્રાપ્ત કરનાર અને પિતાના સામર્થની સંપૂર્ણ પિછાનવાળું આ નવું સામ્રાજ્યવાદી જર્મની પિતાના વધુ વિકાસના માર્ગમાં મૂકવામાં આવેલી મર્યાદાઓ સામે ચડભડે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પ્રશિયા એ જર્મન સામ્રાજ્યનું આગેવાન હતું અને જેના હાથમાં સત્તાનાં સૂત્રો હતાં તે તેને જમીનદાર તથા લશ્કરી વર્ગ સારી પેઠે ઘમંડી હતે. એ વર્ગોના લેકે આક્રમણશીલ હતા અને નિષ્ફરપણે એવું વલણ રાખવામાં અભિમાન લેતા હતા. હેહેનોલન વંશને તેમને સમ્રાટ કૅઝર વિહેમ બીજે ધાર્યું અને મનમાં આવે તે કરવાની તેમની આ ભાવનાને યોગ્ય નેતા મળી ગયે. જર્મની આખી દુનિયાનું. આગેવાન બનવાનું છે, આ પૃથ્વી ઉપર તેને સ્થાન જોઈએ છે, તેનું ભાવિ દરિયા ઉપર નિર્ભર છે તથા આખી દુનિયા ઉપર પિતાની સંસ્કૃતિ ફેલાવવાનું તેનું મિશન છે વગેરે જાહેરાત કૅઝરે વારંવાર કરવા માંડી. બીજી પ્રજાઓએ અને રાષ્ટ્રએ પણ આગળ આવી જ મતલબનું કહ્યું હતું. ઇંગ્લંડની “ગેરાએના બેજાની તથા ફ્રાંસની “સુધારાને પ્રચાર કરવાના મિશન”ની વાત પણ જર્મનીની “સંસ્કૃતિ ફેલાવવાના મિશનની વાતેના જેવી જ હતી. સમુદ્ર ઉપર પિતે સર્વોપરી હેવાન ઈંગ્લેંડને દાવો હતો અને હકીકતમાં તે સર્વોપરી હતું પણ ખરું. ઘણાયે અંગ્રેજોએ ઇંગ્લંડ માટે જે દાવ કર્યો હતા તે જ વસ્તુ કંઈક અણઘડ રીતે અને અતિશયોક્તિભર્યા શબ્દોમાં કૅઝરે કહી. બે વચ્ચે ફેર માત્ર એટલે જ હતો કે ઈંગ્લેંડ પાસે એ બધું હતું જ્યારે જર્મની પાસે નહોતું. આમ છતાં પણ કેઝરની બડાશેથી બ્રિટિશ લોકો સારી Page #320 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધને આરંભ ૯૮૭ પેઠે ચિડાયા. બીજી કોઈ પ્રજા દુનિયાની અગ્રેસર પ્રજા બનવાનો વિચાર સરખે પણ કરે એ ખ્યાલ તેમને અતિશય અરૂચિકર હતું. બીજી પ્રજા પિતાને દુનિયાની અગ્રેસર પ્રજા માને એ તેમને મન એક પ્રકારની નાસ્તિકતા હતી – ઇંગ્લંડ ઉપર દેખીતે હુમલો હતે. ૧૦૦ વરસ પૂર્વે તેણે નેપોલિયનને ટ્રફાલ્ગર આગળ હરાવ્યું ત્યારથી દરિયે તે ઈંગ્લંડને જ છે એમ માનવામાં આવતું હતું અને તેની આ સ્થિતિ સામે જર્મની કે બીજી કઈ પ્રજા વાંધો ઉઠાવે એ અંગ્રેજોને મન ભારે અઘટિત લાગતું હતું. દરિયા ઉપરનું ઈંગ્લેંડનું બળ ઘટી જાય તે પછી તેના દૂર દૂર સુધી વિસ્તરેલા સામ્રાજ્યની શી દશા થાય? . કેઝરના પડકારો તથા ધમકીઓ તે બૂરાં હતાં જ પણ એ પછી તેણે પિતાના નૌકા કાફલે વધારવા માંડ્યો એ તે વળી એથીયે ઘણું ખરાબ હતું. એથી તે અંગ્રેજો પિતાનું સમતોલપણું અને સહનશીલતા ખાઈ બેઠા. અને તેમણે પણ પિતાને નૌકાકાફેલે વધારવા માંડયો. આમ બે દેશ વચ્ચે નૌકાકાફલાની સ્પર્ધા શરૂ થઈ અને ઉભય દેશનાં છાપાંઓએ વધારે ને વધારે યુદ્ધજહાજોની માગણી કરતું શોરબકેરભર્યું આંદોલન ચાલુ રાખ્યું તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના દ્વેષને વધારી મૂક્યો. યુરોપમાં આ એક ભયસ્થાન હતું. બીજાં પણ અનેક ભયસ્થાને ત્યાં હતાં. કાંસ અને જર્મની પુરાણ હરીફે હતા. ૧૮૭૦ને પરાજયનું શૂળ હજી ફ્રાંસવાસીઓને ડંખ્યા કરતું હતું અને તેઓ વેર લેવાની માગણી કરતા હતા. બાલ્કનના દેશે તે હમેશાં દારૂખાનાના કઠાર સમાન હતા. ત્યાં આગળ ભિન્ન ભિન્ન હિતેનું ઘર્ષણ ચાલ્યા કરતું હતું. પશ્ચિમ એશિયામાં પિતાની લાગવગ વધારવાના આશયથી જર્મનીએ તુક સાથે મૈત્રીને સંબંધ બાંધવાનો પ્રયાસ પણું શરૂ કર્યો. બગદાદ શહેરને કન્સ્ટાટિનેપલ તથા યુરેપ સાથે જોડતી રેલવે બાંધવાનું પણ સૂચવવામાં આવ્યું. એ દરખાસ્ત વધાવી લેવા જેવી હતી પરંતુ એ રેલવે ઉપર જર્મની કાબૂ રાખવા માગતું હતું એ કારણે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઈર્ષા પેદા થઈ ધીમે ધીમે યુરોપમાં યુદ્ધને ડર ફેલાઈ ગયો અને સ્વરક્ષા માટે ત્યાંની સત્તાઓએ એકબીજીની મૈત્રી ખોળવા માંડી. મોટી સત્તાઓ બે સમૂહમાં વહેંચાઈ ગઈ, જર્મની, ઓસ્ટ્રિયા તથા ઈટાલીનું ત્રિપક્ષી જોડાણ થયું અને ઈંગ્લેંડ, ફ્રાંસ તથા રશિયાની ત્રિપક્ષી મૈત્રીના કરાર થયા. ઈટાલી ત્રિપક્ષી જોડાણનું બહુ મોળું સભ્ય હતું અને વાસ્તવમાં યુદ્ધ શરૂ થતાં વચનભંગ કરીને તે બીજા પક્ષ સાથે જોડાયું. ઓસ્ટ્રિયાનું સામ્રાજ્ય દૂબળું હતું. નકશા ઉપર તેને વિસ્તાર તે માટે હતું પરંતુ તે અનેક વિરોધી તત્ત્વોથી ભરેલું હતું. વિયેનાનું રમણીય નગર તેનું પાટનગર હતું અને તે વિજ્ઞાન, સંગીત તથા કળાનું મોટું ધામ હતું. આમ વાસ્તવમાં ત્રિપક્ષી જોડાણ એટલે એકલું જર્મની જ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું. પરંતુ કટીની ઘડી આવે ત્યારે ઇટાલી અને ઐસ્ટ્રિયા શું કરશે તેની કેઈને પણ ખબર નહોતી. આમ યુરોપ ઉપર ભયનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું અને જ્ય એ તો ભીષણ વસ્તુ છે. દરેક દેશે યુદ્ધ માટેની તૈયારી કરવા માંડી અને બની શકે એટલા પ્રમાણમાં તે શસ્ત્રસજજ થવા લાગે. શસ્ત્રસરંજામની હરીફાઈ શરૂ થઈ અને એ હરીફાઈની વિચિત્રતા એ હતી કે એક દેશ પિતાને શસ્ત્રસરંજામ વધારે તે બીજા દેશોને તેમ કરવાની પરાણે પણ ફરજ પડે છે. શસ્ત્રસરંજામ એટલે કે તેપ, યુદ્ધ જહાજે, દારૂગોળો તથા લડાઈમાં વપરાતી બીજી બધી વસ્તુઓ ઉત્પન્ન કરનાર ખાનગી પેઢીઓને સ્વાભાવિક રીતે જ એથી ભારે નફે થયે અને તે માતબર બની. એ પેઢીઓ એથીયે આગળ વધી અને દેશ તેમની પાસેથી વધારે શસ્ત્રો ખરીદવાને પ્રેરાય એટલા ખાતર ખરેખાત તેમણે યુદ્ધની ભયજનક અફવાઓ ફેલાવવા માંડી. શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનાર આ પેઢીઓ ભારે ધનાઢ્ય અને બળવાન હતી તથા ઈગ્લેંડ, ફ્રાંસ અને જર્મનીના તથા અન્ય દેશના મોટા મોટા અમલદારો તથા પ્રધાનમંડળના સભ્ય એના શેરે ધરાવતા હતા અને એ રીતે તેની સમૃદ્ધિમાં તેમને સ્વાર્થ રહેલ હતું. યુદ્ધની ભયજનક અફવાઓ દ્વારા કે યુદ્ધ દ્વારા જ શસ્ત્રસરંજામની પેઢીઓ સમૃદ્ધ થઈ શકે. ઘણી સરકારના પ્રધાને તથા મેટા મેટા અમલદારનું આ રીતે યુદ્ધમાં આર્થિક હિત સમાયેલું હતું એ ભારે ગજબ પરિસ્થિતિ હતી! જુદા જુદા દેશને યુદ્ધ અંગેના ખરચમાં વધારો કરવાને પ્રેરવાના બીજા ઉપાય પણ આ પેઢીઓએ અજમાવ્યા. લેકમત ઉપર અસર પહોંચાડવાને તેમણે છાપાંઓ ખરીદી લીધા, ઘણી વાર સરકારી અમલદારને લાંચે આપી તથા પ્રજાને ઉશ્કેરવાને માટે ખોટી વાતે પણ ફેલાવી. બીજાઓનાં મરણ ઉપર છવનાર અને પિતાને નફે થાય એટલા ખાતર યુદ્ધની ભીષણતાઓને ઉત્તેજન આપતાં તથા એ ભીષણતાઓ પદા કરતાં પણ ન અચકાનાર આ શસ્ત્રસરંજામને ઉદ્યોગ એ કેવી ભયંકર વસ્તુ છે! ૧૯૧૪ના યુદ્ધને ત્વરિત કરવામાં આ ઉદ્યોગે કેટલેક અંશે ફાળો આપે હતું. આજે પણ એ ઉદ્યોગ એ જ રમત રમી રહ્યો છે. યુદ્ધની આ વાતની વચ્ચે શાંતિ માટેના એક વિચિત્ર પ્રયાસની વાત મારે તને કરવી જોઈએ. કોઈ નહિ અને રશિયાના ઝાર નિકોલસ બીજા જેવા પુરુષે યુરોપની સત્તાઓને સર્વવ્યાપી શાંતિ પ્રવર્તાવવા એકઠી મળવાને સૂચવ્યું. આ જ કાર પિતાના સામ્રાજ્યમાં હરેક પ્રગતિકારક હિલચાલ કરી નાખતે હત તથા સજા પામેલાઓને સાઈબેરિયા ધકેલતે હતો ! પરંતુ આ બાબતમાં તે પ્રામાણિક હોય એમ લાગે છે. કેમ કે ચાલુ પરિસ્થિતિ તથા તેની આપખુદી ટકી રહે એ તેને મન શાંતિને અર્થ હતું. તેના આમંત્રણને પરિણામે હેલેંડમાં આવેલા હેગ શહેરમાં ૧૮૯૯ તેમ જ ૧૯૦૭ની સાલમાં એમ Page #322 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધના આરબ ૯૮૯ એ શાંતિપરિષદે મળી. ત્યાં આગળ મહત્ત્વનું કશુંયે થઈ શકયું નહિ. શાંતિ કઈ એકાએક ગગનમાંથી ઊતરી આવતી નથી. મુસીબતાનાં મૂળ દૂર, કરવામાં આવે તો જ શાંતિ આવી શકે. મોટી સત્તાઓની સ્પર્ધા તથા તેમના ડર વિષે મેં તને ધણું ઘણું કહ્યુ છે. ગેરવર્તાવ કરનાર સિવાયનાં નાનાં રાષ્ટ્રોની અવગણના કરવામાં આવી. ઉત્તર યુરોપમાં કેટલાક નાના દેશો આવેલા છે તે લક્ષ આપવાને પાત્ર છે; કેમ કે લેભી અને પચાવી પાડનારી મેટી સત્તાએથી એ દેશ બિલકુલ ભિન્ન છે. સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પમાં સ્વીડન અને નાવે છે અને તેમની બિલકુલ નીચે જ ડેન્માર્ક આવેલું છે. આ દેશા ઉત્તર ધ્રુવના પ્રદેશાથી બહુ દૂર નથી; એ' બહુ જ ઠંડા દેશો છે અને ત્યાં આગળ વન ટકાવવું એ ધણું કઠણ હોય છે. જૂજ વસ્તીને જ તે પેષી શકે છે. પરંતુ મહાન સત્તાઓના દ્વેષ, ખાં તથા હરીફાઈના વર્તુળથી દૂર હોવાને લીધે શાંતિમય જીવન ગુજારે છે અને સુધરેલી રીતે પોતાની શક્તિ ખરચે છે. ત્યાં આગળ વિજ્ઞાનની વૃદ્ધિ થઈ રહી છે અને સુંદર સાહિત્ય ખીલવા પામ્યું છે. ૧૯૦૫ની સાલ સુધી નવે અને સ્વીડન એ અને દેશ એકબીજા સાથે જોડાયેલા હતા અને તે અનેનું એક જ રાજ્ય બનેલું હતું. એ સાલમાં નવેએ છૂટા પડી જઈને પેાતાની અલગ હસ્તી ચાલુ રાખવાના નિણૅય કર્યાં. આથી એ બંને દેશોએ શાંતિથી પોતાના સબંધ તોડવાનું નક્કી કર્યું અને ત્યારથી એ બંને અલગ અને સ્વતંત્ર રાજ્યો રહ્યાં છે. તેમની વચ્ચે યુદ્ધ ન થયું તેમ જ એક દેશે ખીજા ઉપર જબરદસ્તી કરવાના પ્રયાસ પણ ન કર્યાં. અને બંને દેશો પાડેથી મિત્રા તરીકે ચાલુ રહ્યા. તે નાનકડા ડેન્માર્કે પોતાનું સૈન્ય તથા નૌકા કાલેા કાઢી નાખીને મેટા તેમ જ નાના દેશ સમક્ષ દાખલા બેસાડ્યો છે. એ એક મજાનું રાષ્ટ્ર છે. એ નાના નાના ખેડૂતાના દેશ છે અને ત્યાં આગળ ગરીબ અને તવ ંગરો વચ્ચે ઝાઝો તફાવત નથી. આ સમાનતા ઘણે અંશે ત્યાં આગળ થયેલા સહકારની ચળવળના ભારે વિકાસને આભારી છે. પરંતુ યુરોપના બધાયે નાના દેશા કઈ ડેન્માર્કની પેઠે સદ્ગુણના સર્વોત્તમ નમૂના નથી. હાલેંડ પોતે તો નાનકડા દેશ છે. પણ ઈસ્ટ ઈન્ડિઝમાં ( જાવા અને સુમાત્રા વગેરે ટાપુઓમાં) એક મોટા સામ્રાજ્ય ઉપર તેની હકૂમત છે. એની નજદીક આવેલું બેલ્જિયમ આફ્રિકામાં કાંગાના પ્રદેશનું શેષણ કરે છે. પરંતુ યુરોપના રાજકારણમાં એનું ખરું મહત્ત્વ તો એના ભૌગોલિક સ્થાનને કારણે છે. તે ફ્રાંસ અને જર્મની વચ્ચેના રાજમાર્ગ ઉપર આવેલું છે અને એ એ દેશે। વચ્ચેની કાઈ પણુ લડાઈમાં અચૂકપણે તે ઘસડાવાનું જ. તને યાદ હશે કે વોટરલૂનું રણક્ષેત્ર બેલ્જિયમમાં બ્રુસેલ્સ પાસે આવેલુ છે. એથી Page #323 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન કરીને બેજિયમને “યુરેપનું સમરાંગણ” કહેવામાં આવતું હતું. યુરોપની મુખ્ય મુખ્ય મોટી સત્તાઓ યુદ્ધને પ્રસંગે બેલ્જિયમની તટસ્થતા માન્ય કરવાની બાબતમાં સંમત થઈ હતી. પરંતુ આપણે આગળ ઉપર જોઈશું કે જ્યારે ખરેખર યુદ્ધ આવ્યું જ ત્યારે આ સંમતિ અને વચનના ફુરચા ઉડી ગયા. પરંતુ બાલ્કનના દેશે યુરેપના કે બીજી કોઈ પણ જગ્યાના દેશે કરતાં સૌથી વધારે મુશ્કેલ હતા. પેઢી દર પેઢીથી ચાલતાં આવેલાં વેરભાવ અને સ્પર્ધવાળો અનેક પ્રજાએ તથા જાતિઓનો આ શંભુમેળો આપસ આપસના દ્વેષ તથા ઝઘડાઓથી ભરપૂર છે. ૧૯૧૨ સને ૧૯૧૩ની સાલના બાલ્કન વિગ્રહ ભારે ખૂનખાર હતા અને થોડા જ વખતમાં તથા બહુ નાના પ્રદેશમાં ઘણું જ મોટા પ્રમાણમાં સંહાર થવા પામે. બગેરિયનેએ આશ્રિત ઉપર તથા પાછળ હતા તુર્કો ઉપર ભયંકર અત્યાચાર કર્યા. એ પહેલાંના વરસની તુર્કોની કારકિર્દી પણ બહુ જ ખરાબ હતી. સર્બિયાએ (હાલ તે યુગોસ્લાવિયાને ભાગ છે.) ખૂનને માટે ભારે ખરાબ નામના મેળવી. કહેવાતા દેશભક્તોની “બ્લેક હેન્ડ” નામની ખૂન કરનારાઓની એક ગુપ્ત ટળી ભયંકર પ્રકારનાં કેટલાંયે ખૂનને માટે જવાબદાર હતી. રાજ્યના મોટા મોટા અધિકારીઓ પણ એ ટોળીના સભ્ય હતા. દેશના રાજા એલેકઝાંડર, રાણું ડેગા, રાણીના ભાઈઓ તથા વડા પ્રધાન અને બીજા કેટલાકનાં કમકમાટી ઉપજાવે એવી રીતે ખૂન કરવામાં આવ્યાં. આ તે માત્ર રાજમહેલની ક્રાંતિ હતી અને બીજા એક પુરુષને રાજા બનાવવામાં આવ્યું. આમ, યુરોપની હવામાં વીજળી અને ગડગડાટ સહિત ૨૦મી સદીનાં પગરણ બેઠાં. અને વરસ પછી વરસ વીતતાં વાતાવરણ વધારે ને વધારે તેફાની થતું ગયું. ગૂંચવણે અને ગોટાળા વધી જવા પામ્યાં અને યુરોપના જીવનમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ગાંઠે પડતી ગઈ. છેવટે યુદ્ધ એ ગાંઠોને કાપનાર હતું. યુદ્ધ આવશે એમ બધી જ સત્તાઓ ધારતી હતી અને એને માટે પિતાની સર્વ શક્તિથી તૈયારી કરતી હતી. અને છતાંયે એમાંની કોઈ પણ સત્તા એને માટે આતુર હતી એમ ન કહી શકાય. કેટલેક અંશે બધી સત્તાઓ એનાથી ડરતી હતી કેમ કે એનું પરિણામ શું આવશે એનું કાઈ પણ ચોકકસપણે ભવિષ્ય ભાખી શકે એમ નહતું. અને છતાં એ ભયે જ તેમને યુદ્ધ તરફ ધકેલી. યુરેપ બે પક્ષમાં વહેંચાઈ ગયું હતું એ વિષે હું તને કહી ગયું છું. એને “સત્તાઓની સમતા' કહેવામાં આવતી. એ એવી નાજુક સમતા હતી કે સહેજ પણ ધક્કો એને ઉથલાવી નાખવા માટે પૂરતું હતું. જપાન યુરોપથી બહુ દૂર હતું અને તેના સ્થાનિક પ્રશ્નોમાં તેને ઝાઝો રસ નહતો છતાંયે તે તેના મંત્રીના કરારનું અને તેની સત્તાઓની સમતાનું એક પક્ષકાર હતું. જપાન ઈગ્લેંડનું મિત્ર હતું. ઇંગ્લંડના પૂર્વના દેશનાં અને ખાસ કરીને હિંદનાં Page #324 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધના આરભ ૯૨૧ હિતા સાચવવાને અર્થે એ મૈત્રી હતી. ઇંગ્લંડ અને રશિયા વચ્ચેની હરીફાઈના દિવસે દરમ્યાન એ મૈત્રી કરવામાં આવી હતી અને ઇંગ્લંડ તથા રશિયા હવે એક જ પક્ષે હતાં છતાંયે તે હજી ચાલુ રહી હતી. મહાન સત્તામાંથી એક માત્ર અમેરિકા જ યુરોપની આ મૈત્રીએ અને સમતાની પદ્ધતિમાંથી અળગુ રહ્યું હતું. ૧૯૧૪ની સાલમાં આ સ્થિતિ હતી. તને યાદ હશે કે એ વખતે ઇંગ્લંડ હામ ફલને અ ંગે આયર્લૅન્ડની બાબતમાં ભારે મુશ્કેલીમાં ઊતયું હતું. અલ્સ્ટર બળવા પોકારી રહ્યુ હતું અને ઉત્તર તથા દક્ષિણમાં સ્વયંસેવકા કવાયત કરી રહ્યા હતા અને આયર્લૅન્ડમાં ખળવાની વાત થઈ રહી હતી. આયર્લૅન્ડ અંગેની તકલીફ્ ઇંગ્લ ંડને રોકેલું રાખશે અને યુરોપમાં યુદ્ધ જાગે તો તે તેમાં વચ્ચે પડશે નહિ એમ જર્મન સરકારે ધાયું હોય એ બનવા જોગ છે. પરંતુ વાસ્તવમાં બ્રિટિશ સરકાર, લડાઈ ફાટી નીકળે તો ફ્રાંસ સાથે જોડાવાને ખાનગીમાં બધાઈ ચૂકી હતી. પરંતુ એ હકીકત જાહેર થઈ નહોતી. \ ૧૯૧૪ની ૨૮મી જૂન એ દિવસે દાવાનળ પ્રગટાવનાર તણખા ઊડ્યો. આ ડયૂક ફ્રાંસીસ ડનાન્ડ ઑસ્ટ્રિયાની ગાદીના વારસ હતા. તે બાલ્કનમાં આવેલા બોસ્નિયાના પાટનગર સેરાજેવાની મુલાકાતે ગયા હતા. હું તને આગળ કહી ગયા છું કે થાડાં વરસે ઉપર જ્યારે તરુણ તુř પોતાના સુલતાનને દૂર કરવાને મથી રહ્યા હતા ત્યારે ઑસ્ટ્રિયાએ આ મેસ્નિયાને ખાલસા કર્યું હતું. આ ડયૂક પોતાની પત્ની સાથે ખુલ્લી બગીમાં ખેસીને સેરાજેવાના રાજમાર્ગોંમાં થઈ ને પસાર થતા હતા તેવામાં તેના ઉપર ગાળીખાર થયા અને તે તથા તેની પત્ની અને મરાયાં. ઑસ્ટ્રિયાની સરકાર તથા પ્રજા આથી ભારે કાપાયમાન થયાં અને આ ગુનામાં હાથ હોવાના સયિન સરકાર (સર્બિયા એસ્નિયાનું પડેાશી હતું. ) ઉપર તેણે આરોપ મૂક્યો. બેશક, સર્બિયન સરકારે તે એને સાફ ઇન્કાર કર્યાં. ઘણા વખત પછી કરવામાં આવેલી તપાસ ઉપરથી જણાય છે કે, સર્બિયન સરકાર એ ખૂન માટે જવાબદાર નહોતી એ ખરું પરંતુ એને માટે કરવામાં આવેલી તૈયારીથી તે સાવ અજાણ નહે।તી. પરંતુ એ ખૂન માટેની ઘણીખરી જવાબદારી બિયાની બ્લૅકહૅન્ડ 'ની સંસ્થાને શિર જાય છે. " -- ઑસ્ટ્રિયાની સરકારે કઇક અંશે ગુસ્સાના આવેશમાં અને મોટે ભાગે રાજનીતિને કારણે સયિા તરફ ભારે ઉગ્ર વલણ દાખવ્યું. દેખીતી રીતે જ, સર્બિયાને હંમેશને માટે હીણું પાડવાનું તેણે નક્કી કર્યું હતું અને એને પરિણામેમાટે વિગ્રહ થવા પામે તે જર્મનીની સખળ મદદ ઉપર તે આધાર રાખતું હતું. આથી, સર્બિયાની માફી સ્વીકારવામાં આવી નહિ અને ૧૯૧૪ના જુલાઈની ૨૩મી તારીખે આસ્ટ્રિયાએ સયિા ઉપર યુદ્ધનું આખરી કહેણુ Page #325 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મેકલ્યું. પાંચ દિવસ પછી ૨૮મી જુલાઈએ ઑસ્ટ્રિયાએ સર્બિયા સામે લડાઈ જાહેર કરી. ઓસ્ટ્રિયાની રાજનીતિનાં સૂત્ર મુખ્યત્વે કરીને એક ઘમંડી અને મૂર્ખ પ્રધાનના હાથમાં હતાં. તેને ગમે તે ભોગે લડાઈ કરવી જ હતી. વયેવૃદ્ધ સમ્રાટ ફ્રાંસીસ જોસેફને (૧૮૪૮ની સાલથી તે ગાદી ઉપર હતો) એમાં સંમત થવાને સમજાવવામાં આવ્યું. અને મદદ માટેના જર્મનીના અરધાપરધા વચનને સહાયની સંપૂર્ણ બાંયધરી તરીકે દર્શાવવામાં આવ્યું. વાસ્તવમાં, ઑસ્ટ્રિયા સિવાયની બીજી કઈ પણ મોટી સત્તા એ જ ટાંકણે યુદ્ધ માટે આતુર ન હતી એમ કહી શકાય. તેની તૈયારી અને લડાયક વૃત્તિ હોવા છતાંયે જર્મની યુદ્ધ માટે તત્પર નહોતું અને કેઝર વિહેમ બીજાએ તે એ અટકાવવાને મેળે પ્રયાસ પણ કર્યો. ઇંગ્લંડ તથા કાંસ યુદ્ધ માટે આતુર નહોતાં. રશિયન સરકાર એટલે એક માત્ર ઝાર. તે નમાલે અને બેવકૂફ માણસ હતે. પિતાની પસંદગીના ધૂર્તો તથા બેવફેથી તે વીંટળાયેલું હતું અને તેઓ તેને અહીંથીતહીં ધક્કા ખવડાવતા હતા. અને આમ છતાયે કરડેનું ભાવી આ એક માણસના હાથમાં રહેલું હતું. ઝાર પણ, એકંદરે તે યુદ્ધની વિરુદ્ધ હતો પરંતુ તેના સલાહકારેએ તેને ઢીલ કરવાનાં પરિણામેથી ભડકાવી માર્યો અને લશ્કરને જમાવ’ કરવાની બાબતમાં તેમણે તેની સંમતિ લઈ લીધી. લશ્કરને “જમાવ” કરે એટલે કે તેને સક્રિય કામગીરી માટે એકત્ર કરવું, અને રશિયા જેવા વિશાળ મુલકમાં એમ કરતાં વખત લાગે. જર્મનીના હુમલાના ભયથી કદાચ રશિયાએ પિતાના સૈન્યને “જમાવ' કર્યો હેય એ બનવાજોગ છે. લશ્કરને જમાવ કરવાના –– ૩૦મી જુલાઈએ લશ્કરને જમાવ કરવામાં આવ્યું હત– આ ખબરે જર્મનીને ભડકાવ્યું અને રશિયાએ એ બંધ રાખવું જોઈએ એવી તેણે માગણી કરી. પરંતુ યુદ્ધના પ્રચંડયંત્રને હવે અટકાવવાપણું રહ્યું નહતું. બે દિવસ પછી ૧લી ઓગસ્ટે જર્મનીએ પણ પિતાના લશ્કરને “જમાવ” કર્યો અને તેણે રશિયા તથા ફ્રાંસ સામે લડાઈ જાહેર કરી. અને તરત જ વિરાટ જર્મન સૈન્ય તે રસ્તે કાંસ પહોંચવાને માટે બેલ્જિયમ ઉપર ચડાઈ શરૂ કરી. કેમ કે કાંસ પહોંચવાને એ માર્ગ વધારે સુગમ હતા. ગરીબ બિચારા બેલ્જિયમે જર્મનીનું કશુંયે બગાડયું નહતું પરંતુ રાષ્ટ્રો જીવનમરણ માટે લડે છે ત્યારે તેઓ આવી નજીવી વસ્તુઓ કે આપેલા વચનની લવલેશ પરવા કરતાં નથી. બેલ્જિયમમાં થઈને પિતાનું સૈન્ય મોકલવાની પરવાનગી જર્મને સરકારે બેલ્જિયમ પાસે માગી હતી પરંતુ સ્વાભાવિક રીતે જ અને ક્રોધપૂર્વક આવી પરવાનગી નકારવામાં આવી. - બેલ્જિયમની તટસ્થતાના કરવામાં આવેલા આ ભંગને કારણે ઇંગ્લંડમાં તેમ જ અન્યત્ર ભારે શોરબકોર મચી રહ્યો અને એ મુદ્દા ઉપર ઇંગ્લડે પિતે જર્મની સામે લડાઈ જાહેર કરી. ખરી વાત તો એ છે કે, ઈંગ્લેંડને નિર્ણય Page #326 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધને આરભ ૯૩ : તો ક્યારનાયે થઈ ચૂક્યો હતા. બેલ્જિયમને પ્રશ્ન એ તે તેને એક ફાવતું અહાનું મળી ગયું. એમ જણાય છે કે, જો એમ કરવું જરૂરી લાગે તે, જર્મની ઉપર હુમલા કરવાને બેલ્જિયમમાં થઈને પોતાનું સૈન્ય લઈ જવાની યેાજના ફ્રાંસના લશ્કરી સત્તાવાળાઓએ પણ યુદ્ધ પહેલાંના સમયમાં કરી રાખી હતી. એ ગમે તેમ હા પણ ઇંગ્લંડે તે પોતાનાં ગંભીર વચને તથા સધિઓને માત્ર કાગળના એક નકામા ટુકડા ' સમાન ગણુનાર જેને વર્ણવવામાં આવ્યું હતું તે જનીની સામે ન્યાય અને સત્યના મહાન રક્ષક અને નાની પ્રજાના ખેરખાં હોવાનો ડોળ કરવાના પ્રયત્ન કર્યાં. ૪થી આગસ્ટની મધરાતે ઇંગ્લંડે જની સામે યુદ્ધ જાહેર કર્યું. પર ંતુ કાઈ પણ આપત્તિ આવતી ટાળવાને ખાતર એક દિવસ આગળ ગુપ્તતાથી પોતાનું સૈન્ય એને બ્રિટનનું ચડાઈ કરનારું સૈન્ય કહેવામાં આવે છે - બ્રિટિશ ખાડીમાં થઈને ક્રાંસ મેાકલી આપવાની તેણે સાવચેતી રાખી હતી. એથી કરીને, ઇંગ્લેંડ યુદ્ધમાં જોડાશે કે નહિ એ પ્રશ્ન હજી તાળાઈ રહ્યો છે એમ દુનિયા વિચારી રહી હતી ત્યારે તે બ્રિટિશ સૈન્ય યુરોપ ખંડની ભૂમિ ઉપર પહોંચી ગયું હતું. હવે, આસ્ટ્રિયા, રશિયા, જર્મની, ફ્રાંસ, ઈંગ્લેંડ એ બધાંયે યુદ્ધમાં સડૅાવાયાં. અલબત્ત, આ ઉત્પાતના તાત્કાલિક નિમિત્તરૂપ બનેલું સર્બિયા પણ એમાં સડાવાયું. પણ જમની તથા ઑસ્ટ્રિયાના મિત્ર ઇટાલીની શી સ્થિતિ હતી ? ઇટલી અળગું રહ્યું, કઈ બાજુએ લાભ રહેલા છે તે ઇટાલી જોવું રહ્યું, તેણે સાદો કર્યાં અને છ માસ પછી પોતાના જૂના મિત્રની સામે તે ચોક્કસપણે ફ્રાંસ-ઈંગ્લંડ–રશિયાને પક્ષે જોડાયું. આમ ૧૯૧૪ના આગસ્ટના આરંભના વિસાએ યુરોપનાં સૈન્યોને એકત્ર થતાં અને કૂચ કરતાં નિહાળ્યાં. આ કેવા પ્રકારનાં સૈન્ય હતાં ? પહેલાંના વખતનાં સૈન્યેા સંખ્યાબંધ ધંધાદારી સિપાઈ એનાં બનેલાં હતાં. તે કાયમી સૈન્યા હતાં. પરંતુ ફ્રાંસની ક્રાંતિએ એમાં ભારે ફેરફાર કરી નાખ્યો. જ્યારે ક્રાંતિ પરદેશીઓના હુમલાના ભયમાં આવી પડી ત્યારે સંખ્યાબંધ નારિકાની સૈન્યમાં ભરતી કરવામાં આવી તથા તેમને લશ્કરી તાલીમ આપવામાં આવી: એ સમય પછી, મર્યાદિત સંખ્યાના ધંધાદારી અચ્છિક સૈન્યાને બદલે કજિયાત સૈન્યેા ઊભાં કરવાનું વલણ યુરોપમાં દાખલ થયું. એટલે કે આવાં ફરજિયાત સૈન્યામાં દેશના બધાયે સશક્ત પુરુષોને લશ્કરી નાકરી ખજાવવાની જ પાડવામાં આવતી હતી. આ રીતે સશક્ત પુરુષની આ સાત્રિક લશ્કરી કરી એ ક્રાંસની ક્રાંતિનું ફરજંદ હતું. આખાયે યુરોપ ખંડમાં એના ફેલાવા થયા અને ત્યાં આગળ પ્રત્યેક યુવાનને બે કે તેથી વધારે વરસ સુધી છાવણીમાં રહીને લશ્કરી તાલીમ લેવી પડતી અને પછીથી જ્યારે તેને નાકરી માટે ખેલાવવામાં આવે ત્યારે પોતાની સેવા આપવાને તે બધાયેલા હતા. આમ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન યુદ્ધની સક્રિય કામગીરી ઉપરનું સૈન્ય એટલે કે રાષ્ટ્રના લગભગ આખાયે યુવાન પુરુષવર્ગ. ફ્રાંસ, જર્માંની, આસ્ટ્રિયા તથા રશિયામાં આમ જ હતું અને એ દેશોના લશ્કરને જમાવ કરવે એટલે કે દૂર દૂરનાં શહેર કે ગામડાંમાં આવેલાં તેમનાં ધર આગળથી આ યુવાનેને ખેલાવવા. યુદ્ધ શરૂ થયું ત્યારે ઇંગ્લેંડમાં આવા પ્રકારની સાત્રિક લશ્કરી નોકરીની હસ્તી નહોતી. પોતાના અળવાન નૌકા કાલા ઉપર ભરોસો રાખીને તેણે પ્રમાણમાં નાનું કાયમી અચ્છિક સૈન્ય રાખ્યું હતું. પરંતુ યુદ્ધ દરમ્યાન તે ખીજા દેશેાની હારમાં આવી ગયું અને તેણે ફરજિયાત લશ્કરી તાકરી દાખલ કરી. સમગ્ર પ્રજા સશસ્ત્ર બને એ સાર્વત્રિક લશ્કરી નોકરીના અર્થ થતો હતો. લશ્કરને જમાવ કરવાના હુકમેાની અસર પ્રત્યેક શહેર, પ્રત્યેક ગામ અને પ્રત્યેક કુટુંબ સુધી પહેાંચી હતી. ઑગસ્ટ માસના એ આરંભના દિવસેામાં યુરોપના મોટા ભાગમાં જીવન એકાએક સ્થિર થઈ ગયું. લાખો યુવાનો ધર છોડીને ચાલી નીકળ્યા અને તેઓ કદીયે પાછા ફર્યાં નહિ. સત્ર કૂચકદમ થવા લાગી, લશ્કરાને હ નાદોથી વધાવી લેવામાં આવ્યાં, રાષ્ટ્રોયતાની ધગશનું અસાધારણ પ્રદર્શન થયું, હૃદયની લાગણીઓ મૂડી થઈ, તેમ જ અમુક પ્રકારનું લાપરવાપણું પણ આવ્યું; કેમ કે હવે પછીનાં વરસામાં દેખા દેનારી યુદ્ઘની ભીષણતાઓના તે વખતે ઝાઝો ખ્યાલ આવ્યા નહોતા. ભારે ધગશભર્યાં રાષ્ટ્રવાદના આ વટાળમાં સૌ સપડાયા. આંતરરાષ્ટ્રીયતાની જોરશેારથી વાતો કરનારા સામ્રાજ્યવાદીએ, તથા મૂડીવાદના સર્વ સામાન્ય દુશ્મનની સામે સમગ્ર દુનિયાના મજૂરોને એકત્ર થવાની હાકલ કરનારા માર્કસના અનુયાયીઓ સુધ્ધાં આ વટાળમાં સપડાયા અને મૂડીવાદીઓના વિગ્રહમાં ઉત્સાહી દેશભક્તો તરીકે જોડાયા. આ વટાળની સામે માત્ર ગણ્યાગાંઠ્યા માસા ટકી રહ્યા. પરંતુ તેમને ધિક્કારી કાઢવામાં આવ્યા, ખાવી દેવામાં આવ્યા તથા કેટલીક વાર તેમને શિક્ષા પણ કરવામાં આવી. દુશ્મન પ્રત્યેના દ્વેષથી મેટાભાગના લાકા ગાંડાતૂર બની ગયા. અંગ્રેજ અને જન મજૂરો એકખીજાનાં ગળાં રૅસી રહ્યા હતા ત્યારે એ બંને દેશાના તથા અન્ય દેશેાના વિદ્વાનો, વૈજ્ઞાનિકે અને અધ્યાપકેા એકબીજા ઉપર ગાળે વરસાવતા હતા તથા એકબીજા વિષેની અતિશય ધાર વાતા સાચી માનતા હતા. આમ, મહાયુદ્ધ આવતાં ૧૯મી સદીના યુગ પૂરો થાય છે. પશ્ચિમની સંસ્કૃતિની ભવ્ય અને શાંત ગંગા એકાએક યુદ્ધના વમળમાં ઝડપાઈ ગઈ. જૂની દુનિયાના હમેશને માટે અંત આવ્યેા. ચાર વરસ કરતાં વધારે સમય પછી એ વમળમાંથી કઈક નવીન વસ્તુ બહાર આવી. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. મહાયુદ્ધને ટાંકણે હિંદ ર૯ માર્ચ, ૧૯૩૩ તને હિંદ વિષે લખ્યાને ઘણે વખત થઈ ગયે. યુદ્ધકાળને ટાંકણે હિંદની શી સ્થિતિ હતી એ વિષે તને કહેવાને ફરી પાછા એ વિષય ઉપર આવવાને મને લેભ થાય છે. એ પ્રલેભન આગળ નમતું આપવાનું મેં નક્કી કર્યું છે. લાંબા લાંબા કેટલાયે પત્રોમાં ૧૯મી સદી દરમ્યાનના હિંદના જીવનની તેમ જ હિંદના બ્રિટિશ અમલની ઘણી બાજુએ આપણે તપાસી ગયાં છીએ. હિંદ ઉપર મજબૂત બનેલ બ્રિટનને કબજે અને સાથે સાથે શરૂ થયેલું દેશનું શેષણ એ એ કાળનાં પ્રધાન લક્ષણે જણાય છે. લશ્કરી, મુલ્કી તથા વેપારી એવાં ત્રણ પ્રકારનાં દેશ ઉપર કબજો રાખનારાં સૈન્યથી હિંદુસ્તાનને દાબી રાખવામાં આવ્યું હતું. બ્રિટિશ લશ્કર તથા બ્રિટિશ અમલદારો નીચેનું હિંદી ભાડૂતી લશ્કર એ કબજે રાખનારાં વિદેશી સૈન્ય હતાં એ તે સાવ સ્પષ્ટપણે જોઈ શકાય એમ હતું. પરંતુ સિવિલ સર્વિસન, બિનજવાબદાર અને કેન્દ્રીય નોકરશાહીને દેશ ઉપર એથીયે વિશેષ મજબૂત કબજે હતે. ત્રીજા વેપારી સૈન્યને આ બંનેને ટેકે હતો અને એ સૌથી વધારે જોખમકારક હતું કારણ કે મેટા ભાગનું શેષણ એ સૈન્ય કરતું હતું અથવા તે એના વતી કરવામાં આવતું હતું તથા દેશના શેષણની એની રીતે પેલાં બીજાં બે સૈન્ય જેવી સહેલાઈથી દેખાઈ આવે એવી નહોતી. સાચે જ, ઘણું લાંબા સમય સુધી, અને કંઈક અંશે આજે પણ, આગેવાન હિંદીઓ પહેલાં બે સામે ઘણું વધારે વધે ઉઠાવતા હતા અને ત્રીજાને પણ તેઓ એટલું જ મહત્ત્વ આપતા હોય એમ જણાતું નથી. પિતે જ પેદા કરેલાં હોવાને કારણે તેમના ઉપર આધાર રાખે અને હિંદમાં તેમના ટેકારૂપ થઈ પડે એવાં સ્થાપિત હિતે ઊભાં કરવાની હિંદમાંની બ્રિટિશ નીતિની એકધારી નેમ રહી છે. આ રીતે રાજારજવાડાંને મજબૂત બનાવવામાં આવ્યાં તથા જમીનદારે અને તાલુકદારેને એક મોટો વર્ગ ઊભો કરવામાં આવ્યો. એટલું જ નહિ પણ ધાર્મિક બાબતમાં વચ્ચે ન પડવું એવા બહાના નીચે સામાજિક સ્થિતિચુસ્તતાને પણ ઉત્તેજન આપવામાં આવ્યું. દેશના શેષણમાં આ બધાં સ્થાપિત હિતેને પોતાનો સ્વાર્થ સમાયેલું હતું. ખરેખર, કેવળ એ શેષણ ઉપર જ તેમની હસ્તીને આધાર હતો. હિંદમાં ઊભાં કરવામાં આવેલાં સ્થાપિત હિતેમાં બ્રિટિશ મૂડીનું સ્થાપિત હિત સૌથી મોટું હતું. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન લોર્ડ સેલ્સબરી નામના બ્રિટિશ રાજદ્વારી પુરુષનું – તે હિંદી વજીર હતે --- એક કથન વારંવાર ટાંકવામાં આવ્યું છે અને તે પ્રકાશ પાડનારું હોવાથી હું અહીંયાં ટાંકીશ. ૧૮૭૫ની સાલમાં તેણે કહ્યું હતું હિંદનું લોહી ચૂસવું જ જોઈએ, એટલે જે ભાગોમાં તે સારા પ્રમાણમાં એકઠું થયું હોય અથવા કંઈ નહિ તો જ્યાં આગળ તે પૂરતા પ્રમાણમાં હોય તે બાજુ નસ્તર મૂવું જોઈએ; લેહીની ઊણપને કારણે જે ભાગ નબળા પડી ગયા હોય ત્યાં ત્યાં નહિ.” - બ્રિટને કરેલા હિંદના કબજાનાં તથા તેણે અહીંયાં અખત્યાર કરેલી નીતિનાં અનેક પરિણામે આવ્યાં. એમાંનાં કેટલાંક અંગ્રેજોને રચતાં નહોતાં. પરંતુ વ્યક્તિઓ પણ પિતાનાં કૃત્યેનાં પરિણામે ઉપર ભાગ્યે જ અંકુશ રાખી શકે છે તે પછી રાષ્ટ્રોની તે વાત જ શી કરવી? ઘણી વાર, કેટલીક પ્રવૃત્તિએને પરિણામે નવાં બળો પેદા થાય છે. એ બળે ખુદ તે જ પ્રવૃત્તિઓને વિરોધ કરે છે, તેમની સામે લડે છે અને છેવટે તેમના ઉપર ફતેહ મેળવે છે. સામ્રાજ્યવાદ રાષ્ટ્રવાદને જન્મ આપે છે; મૂડીવાદ કારખાનામાં કામ કરનારા મજૂરના મોટા મોટા સમૂહ પેદા કરે છે. એ સમૂહ એકત્ર થાય છે અને મૂડીવાદી માલિકો સામનો કરે છે. ચળવળને રૂંધી નાખવાને તથા પ્રજાને કચરી નાખવાને અર્થે કરવામાં આવતું સરકાર તરફનું દમન ઘણી વાર તેમને સબળ કરવામાં તથા વજ જેવા કઠણું બનાવવામાં પરિણમે છે અને એ રીતે તે તેમને તેમના અંતિમ વિજય માટે તૈયાર કરે છે. આપણે જોઈ ગયાં છીએ કે અંગ્રેજોની હિંદમાંની ઔદ્યોગિક નીતિને કારણે વધુ ને વધુ પ્રમાણમાં ગ્રામીણીકરણ થતું ગયું, એટલે કે, બીજે કઈ ધંધે ન રહેવાને લીધે દિનપ્રતિદિન વધારે ને વધારે લેકે શહેરે છોડીને પાછા ગામડા તરફ જવા લાગ્યા. આથી જમીન ઉપરનો બેજો વધી ગયો અને ખેડૂતની ખેતી કરવાની જમીનનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જ ગયું. ખેડૂતની માલકીની ખેતીની આવી ઘણીખરી જમીને “ખેટિયા” થઈ ગઈ એટલે કે એ જમીનના એટલા નાના નાના ટુકડા થઈ ગયા છે તેમાંથી ખેડૂતની જીવનની પ્રાથમિક જરૂરિયાતે પણ માંડ પૂરી પડતી. પરંતુ આ સ્થિતિમાંયે ખેતી કરવા સિવાય તેની પાસે બીજે કશે ઉપાય નહોતો. ખેતી ચાલુ રાખે જ તેને છૂટક હતું અને સામાન્ય રીતે તે દિનપ્રતિદિન વધારે ને વધારે દેવામાં ડૂબતે ગયે. બ્રિટિશ સરકારની જમીન અંગેની – ખાસ કરીને જમીનદારી અને તાલુકદારી પ્રદેશમાં – નીતિએ તે સ્થિતિ એથીયે વિશેષ બગાડી મૂકી. આ બંને પ્રદેશોમાં તેમ જ જ્યાં આગળ જમીનની માલિકી ખેડૂતોની હતી તે પ્રદેશમાં પણ જમીનદારને ગણેત ન ભરવા માટે અથવા તે સરકારને મહેસૂલ ન ભરવા માટે ખેડૂતોને જમીન ઉપરથી કાઢી મૂકવામાં આવતા. આને કારણે Page #330 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધને ટાંકણે હિંદ તેમ જ જમીન માટે નિરંતર નવા લેકે આવતા રહેતા હતા તેમના દબાણને લીધે ગ્રામપ્રદેશોમાં જમીન વિનાના મજૂરેને એક મોટો વર્ગ ઊભો થયે. અને હું તને આગળ કહી ગયું છું તેમ ત્યાં આગળ સંખ્યાબંધ ભીષણ દુકાળ પડ્યા. જમીન વિનાને થઈ પડેલે આ મોટો વર્ગ ખેડવા માટે જમીન મેળવવા હવાતિયાં મારતો હતો પરંતુ એ બધાને મળી રહે એટલી જમીન હતી જ નહિ, જમીનદારી પ્રદેશમાં જમીનની ગણોત વધારીને જમીનની આ માગને જમીનદારેએ લાભ લીધે. ગણોતિયા ખેડૂતના રક્ષણને અર્થે કરવામાં આવેલા ગણોત અંગેના કેટલાક કાયદાઓ એકાએક અમુક ટકાથી વધારે ગણેત વધારવાની મનાઈ કરતા હતા. પરંતુ, જમીનદારે અનેક રીતે એને પહોંચી વળ્યા અને અનેક પ્રકારના ગેરકાયદે લાગાએ વસૂલ કરવામાં આવતા. એક વાર મને કહેવામાં આવ્યું હતું કે અયોધ્યાની એક તાલુકદારીમાં આવા પ્રકારના પચાસ કરતાંયે વધારે ગેરકાયદે લાગા વસૂલ કરવામાં આવતા હતા. નજરાણું એ એમને મુખ્ય લાગો હતો. શરૂઆતમાં જ, ગણેત ઉપરાંત ગણોતિયાને જે રકમ ધરાવવી પડતી તેને નજરાણું કહેવામાં આવતું. ગરીબ બિચારા ગણોતિયાઓ અનેક પ્રકારના આવા લાગાઓ કેવી રીતે આપી શકે? ગામના શાહુકાર વાણિયા પાસેથી વ્યાજે કાઢીને જ તેઓ એમ કરી શકે એમ હતું. પાછાં ભરપાઈ કરવાની કશી શક્તિ કે સંભવ ન હોય એ સ્થિતિમાં નાણું વ્યાજે ઉપાડવાં એ મૂર્ખાઈ છે. પણ બિચારા ખેડૂતે કરવું શું? ક્યાંયે તેને આશાનું કિરણ દેખાતું નથી; ગમે તે ભોગે પણ ખેડવા માટે તેને જમીન જોઈતી હોય છે. અને આવી આશાશૂન્ય સ્થિતિમાં પણ, કદાચ નસીબ ઊઘડી જશે એવી આશા તે સેવ્યા કરે છે. આનું પરિણામ એ આવે છે કે, નાણું વ્યાજે ઉપાડવા છતાંયે ઘણું વાર તે જમીનદારના લાગા ભરી શકતો નથી અને તેને જમીન ઉપરથી કાઢી મૂકવામાં આવે છે. આ રીતે તે ફરી પાછે જમીન વિનાના મજૂરોના વર્ગમાં જોડાય છે. જમીનની માલિકી ધરાવનાર ખેડૂત અને ગતિ એ બંને તથા જમીન વિનાના કેટલાયે મજૂર વાણિયાના ભોગ બને છે. તેમના દેવામાંથી તેઓ કદી બહાર નીકળી શક્તા જ નથી. જ્યારે તેઓ કંઈક કમાય છે ત્યારે તે થોડું ભરપાઈ કરે છે, પણ વ્યાજ એ બધું હઈયાં કરી જાય છે અને જાનું દેવું તો તેનું તે રહે છે. વાણિયાને તેમનું લેહી ચૂસતે રેકનાર નહિ જેવા જ અંકુશ છે. એટલે વાસ્તવમાં તે તેના સર્ફ અથવા દાસ બની જાય છે. ગરીબ ગણોતિયો તે બેવડે દાસ છે–જમીનદારને તેમ જ વાણિયાને. એ દેખીતું છે કે આવી સ્થિતિ લાંબો કાળ ટકી શકે નહિ. પછી એક સમય એવો આવશે કે ખેડૂતો તેમની પાસેથી નીકળતું એક માગણું આપી Page #331 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન શકશે નહિ, વાણિયે પણ તેમને પછી વધારે નાણાં ધીરવાની ના પાડશે તથા જમીનદાર પણ ભારે હાડમારીમાં આવી પડશે. સડે તથા અસ્થિરતાનાં ત એ વ્યવસ્થામાં જ રહેલાં સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. હમણાં દેશભરમાં પેદા થયેલી ખેડૂતોની મુશ્કેલીઓ ઉપરથી લાગે છે કે એ વ્યવસ્થા હવે ભાંગવા લાગી છે અને તે લાંબો વખત ટકી શકે એમ નથી. મને લાગે છે કે આગળના પત્રમાં મેં જે કહ્યું હતું તેનું તે જ જરા જુદી રીતે ફરીથી હું આ પત્રમાં કહી રહ્યો છું. પરંતુ આગળ તરી આવતા મધ્યમ વર્ગના મૂઠીભર લેકે નહિ પણ કરડે દુઃખી ખેડૂતે એ હિંદ છે એ વસ્તુ તું બરાબર સમજે એમ હું ઈચ્છું છું. જમીન વિનાના થયેલા અકિંચન મજૂરના મોટા વર્ગની હસ્તીએ મેટાં કારખાનાંઓને આરંભ સુગમ કરી આપે. મજૂરી લઈને કામ કરવાને તૈયાર હેય એવા લેકે પૂરતી સંખ્યામાં (ના, જોઈએ તેના કરતાં વધારે સંખ્યામાં) હેય તે જ આવાં કારખાનાં ચલાવી શકાય. જેની પાસે જમીનને નાને સરખે ટુકડો પણ હોય તે તેને છોડવા માગતા નથી. આથી, કારખાના પદ્ધતિને માટે જમીન વિનાના બેકારોની મેટી સંખ્યા જરૂરી હોય છે. અને એવા લોકોની સંખ્યા જેટલી વધારે તેટલું કારખાના માલિકને મજૂરીના દર ઘટાડવાનું તેમ જ તેમને કાબૂમાં રાખવાનું સુગમ થઈ પડે છે.. એ જ અરસામાં હિંદમાં ધીમે ધીમે ન મધ્યમ વર્ગ ઊભો થયો અને તેણે રોકાણ કરવા માટે થોડી મૂડી એકઠી કરી. મને લાગે છે કે આ વસ્તુ હું તને આગળ કહી ચૂક્યો છું. આમ, અહીં નાણાં હતાં અને મજૂરો હતા એટલે એને પરિણામે કારખાનાંઓ આવ્યાં. પરંતુ હિંદમાં રોકવામાં આવેલી મોટા ભાગની મૂડી પરદેશી (બ્રિટિશ) મૂડી હતી. બ્રિટિશ સરકારે આ કારખાનાઓને ઉત્તેજન આપ્યું નહિ. ઈંગ્લેંડને કાચે માલ પૂરો પાડે તથા તેને તૈયાર માલ વાપરે એ હિંદને પૂરેપૂરે ખેતીપ્રધાન દેશ રાખવાની તેની નીતિથી એ કારખાનાઓ વિરુદ્ધ જતાં હતાં. પરંતુ મેં ઉપર દર્શાવ્યું તે મુજબ પરિસ્થિતિ એવી હતી કે પ્રચંડ યંત્ર દ્વારા ઉત્પાદન થવા માંડે જ અને બ્રિટિશ સરકાર એમ થતું સહેલાઈથી અટકાવી શકે એમ નહતું. આમ, સરકારની નાપસંદગી છતાંયે હિંદમાં કારખાનાં વધવા લાગ્યાં. હિંદમાં આવતાં યંત્ર ઉપર નાખવામાં આવેલે કર એ આ નાપસંદગી દર્શાવવાની એક રીત હતી; બીજી રીત મુલ્કી જકાત નાખવાની હતી. આ રીતે હિંદની સુતરાઉ મિલમાં ઉત્પન્ન થતા માલ ઉપર ખરેખાત કર નાખવામાં આવ્યું. જમશેદજી નસરવાનજી તાતા આરંભકાળને સૌથી મોટો ઉદ્યોગપતિ હતું. તેણે ઘણું ઉદ્યોગ શરૂ કર્યા. બિહારમાં સાચી આગળને લેખંડનો ઉદ્યોગ એ સૌમાં મેટામાં મોટે છે. ૧૯૦૭ની સાલમાં એને આરંભ કરવામાં Page #332 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધને ટાંકણે હિંદ આવ્યું હતું અને ૧૯૧૨ની સાલમાં એનું કાર્ય શરૂ થયું. લેખંડને ઉદ્યોગ જેને “પાયાના” ઉદ્યોગો કહેવામાં આવે છે તેમાંનું એક છે. આજકાલ લેખંડ ઉપર એટલી બધી વસ્તુઓને આધાર છે કે, લખંડના ઉદ્યોગ વિનાના દેશને મોટે ભાગે બીજા દેશને આશરે રહેવું પડે છે. તાતાનું ખંડનું કારખાનું એ એક જબરદસ્ત વસ્તુ છે. સાંચીનું ગામ આજે જમશેદનગર શહેર બની ગયું છે અને તેનાથી થોડે દૂર આવેલું રેલવે સ્ટેશન તાતાનગર કહેવાય છે. લેઢાનાં કારખાનાઓ, ખાસ કરીને યુદ્ધ કાળમાં બહુ જ કીમતી હોય છે. કેમ કે તે યુદ્ધને સરંજામ તથા દારૂગોળ બનાવી શકે છે. મહાયુદ્ધ શરૂ થયું ત્યારે તાતાનું કારખાનું ચાલુ થઈ ગયું હતું એ હિંદની બ્રિટિશ સરકારને માટે એક સુભાગ્યની વાત હતી. હિંદનાં કારખાનાંઓમાં મજૂરોની સ્થિતિ બહુ જ ખરાબ હતી. તે ૧૯મી સદીના આરંભકાળનાં બ્રિટિશ કારખાનાઓ માંહેની સ્થિતિને મળતી હતી. જમીન વિનાના બેકાર લેકોની મોટી સંખ્યાને કારણે મજૂરીના દરે બહુ ઓછા હતા અને કામના કલાકે ઘણું વધારે હતા. ૧૯૧૧ની સાલમાં હિંદનાં કારખાનાંઓને લગતા પહેલવહેલે સર્વસામાન્ય કાયદો પસાર કરવામાં આવ્યું. એ કાયદાએ પણ પુરુષોને માટે કામના બાર અને બાળકોને માટે છ કલાકે ઠરાવ્યા. આ કારખાનાંઓ જમીન વિનાના બધા જ મજૂરને સંઘરી ન શક્યાં. એમાંના સંખ્યાબંધ લેકે આસામના તેમ જ હિંદના બીજા ભાગના ચાના અને બીજા બગીચાઓમાં ગયા. એ બગીચાઓમાં તેઓ જે સ્થિતિમાં કામ કરતા હતા તેણે તેઓ ત્યાં આગળ હતા તે સમય પૂરતા તે તેમને તેઓને કામ આપનારના ગુલામ બનાવી દીધા. હિંદની ગરીબાઈમાં સપડાયેલા ૨૦ લાખ કરતા વધારે મજૂરે પરદેશમાં ચાલ્યા ગયા. તેમાંના ઘણાખરા સિલેન તથા મલાયાના બગીચાઓમાં ગયા. ઘણું મેરીસ (હિંદી મહાસાગરમાં માડાગાસ્કરથી દૂર એ આવેલ છે.) ત્રિનીદાદ, (એ દક્ષિણ અમેરિકાની બરાબર ઉત્તરે આવેલ છે.) અને ફીજી (ઓસ્ટ્રેલિયા નજીક આવેલું છે.) વગેરે ટાપુઓમાં તેમ જ દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા, અને બ્રિટિશ ગિયાના (દક્ષિણ અમેરિકામાં) વગેરે દેશમાં ગયા. આમાંનાં ઘણાંખરાં સ્થાનોમાં તેઓ “ગિરમીટિયા” મજૂરે તરીકે ગયા એટલે કે તેમની દશા લગભગ ગુલામેના જેવી હતી. “ગિરમીટ’ એ એ મજૂર સાથે કરવામાં આવેલા કરારનું ખત હતું અને એ મુજબ તેઓ તેમને કામ આપનાર શેઠના ગુલામે હતા. આ ગિરમીટિયા પદ્ધતિના અનેક ભયંકર હેવાલ – ખાસ કરીને ફીજીમાંથી – હિંદુસ્તાન પહોંચ્યા. એથી કરીને અહીંયાં તેની સામે હિલચાલ થઈ અને તે પદ્ધતિ રદ કરવામાં આવી. Page #333 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આટલું ખેડૂતો, મજૂરો તથા પરદેશગમન કરનારા માટે. એ ગરીબ, મૂગી, લાંબા કાળથી યાતનાઓ વેઠતી હિંદની આમજનતા હતી. નવા ઊભા થયેલા મધ્યમ વર્ગ એ ખરેખર વાચાળ વર્ગ હતા. એને બ્રિટિશ સબધતું સંતાન કહી શકાય. પરંતુ એમ છતાંયે એ વર્ગ બ્રિટિશરોની ટીકા કરવા લાગ્યા. એ વ વધતો જ ગયા અને એની સાથે રાષ્ટ્રીય હિલચાલ પણ વધતી ગઈ. તને યાદ હશે કે ૧૯૦૭–૮ માં એ હિલચાલ કટોકટીની કક્ષાએ પહેાંચી. એ વખતે સામુદાયિક ચળવળે બંગાળને હચમચાવી મૂકયુ, રાષ્ટ્રીય મહાસભામાં ભાગલા પડ્યા અને તે ઉદ્દામ તથા મવાળ એવાં એ દળામાં વહેંચાઈ ગઈ. ઉદ્દામ દળને દાખી દેવાની અને થોડા ક્ષુલ્લક સુધારાઓ આપીને મવાળ અથવા વિનીત દળને મનાવી લેવાના પ્રયાસ કરવાની તેમની હમેશની નીતિ અંગ્રેજોએ અજમાવી. આ અરસામાં રાજકીય ક્ષેત્રમાં એક નવા જ તત્ત્વ દેખા દીધી. એ તત્ત્વ તે લઘુમતી તરીકે તેમના પ્રત્યે વિશિષ્ટ અને અલગ વર્તાવ માટેની મુસલમાનોની રાજકીય માગણી. હિંદીઓમાં ભાગલા પાડવાને અને એ રીતે રાષ્ટ્રીયતાના વિકાસને રોકવાને ખાતર એ વખતે સરકારે એ માગણીઓને ઉત્તેજન આપ્યું હતું એ હકીકત આજે સુવિદિત છે. બ્રિટિશ સરકાર તાત્પૂરતી તે એ નીતિમાં સફળ થઈ. લોકમાન્ય ટિળક જેલમાં હતા અને તેમના પક્ષને દાખી દેવામાં આવ્યા હતા. વિનીતાએ રાજવહીવટના થોડા સુધારાઓ (તે વખતના વાઇસરોય અને હિંદી વજીરના નામ ઉપરથી એ સુધારાઓને મિન્ટો-માલી સુધારા કહેવામાં આવે છે) સહર્ષ વધાવી લીધા. એમાં હિંદીઓને કશી સત્તા આપવામાં આવી નહતી. થાડા વખત પછી બંગાળના ભાગલા રદ થવાથી બંગાળીઓની લાગણી શાંત પડી. ૧૯૦૭ અને તે પછીની હિલચાલ કરી પાછી આરામ ભોગવતા લેાકાના નવરાશના વખતના મનેાર્જનની વસ્તુ થઈ ગઈ. આથી ૧૯૧૪માં મહાયુદ્ધ આવ્યું ત્યારે દેશમાં સક્રિય રાજકીય જીવન નહિ જેવું જ હતું. કેવળ વિનીતાનું પ્રતિનિધિત્વ ધરાવતી રાષ્ટ્રીય મહાસભાની બેઠક વરસમાં એક વખત મળતી અને થાડા વિદ્વત્તાભર્યાં હરાવે। પસાર કરવા સિવાય ખીજું કશુંયે તે કરતી નહોતી. રાષ્ટ્રવાદમાં ભારે ઓટ આવી ગઈ હતી. ૧૦૦૦ પશ્ચિમ સાથેના સંસર્ગથી, રાજકીય ક્ષેત્ર સિવાય બીજા પ્રત્યાધાતા પણ થયા. નવા મધ્યમવર્ગના ( આમજનતાના નહિ ) ધાર્મિક વિચારો ઉપર પણ એની અસર થવા પામી અને બ્રાહ્મો સમાજ તથા આ સમાજ વગેરે નવી ચળવળા ઉદ્ભવી અને જ્ઞાતિવ્યવસ્થાની અડતા ઓછી થવા લાગી. સાંસ્કૃતિક જાતિ ~ ખાસ કરીને બંગાળમાં · પણ થવા પામી, બંગાળી લેખકાએ બંગાળી ભાષાને હિંદની આધુનિક ભાષાઓમાં સૌથી વધારે સમૃદ્ધ બનાવી તેમ જ બગાળે આ જમાનાના આપણા એક સૌથી મહાન દેશવાસી રવીંદ્રનાથ Page #334 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધને ટાંકણે હિંદ ૧૦૦૧ ટાગોરને પેદા કર્યાં. સદ્ભાગ્યે તે હજી આપણી સાથે છે. સર જગદીશચંદ્ર ઓઝ અને સર પ્રફુલ્લચંદ્ર રાય જેવા મહાન વૈજ્ઞાનિકા પણ બંગાળ પેદા કર્યાં. રામાનુજમ અને ચંદ્રશેખર વેંકટ રામન જેવા બીજા બે મહાન વૈજ્ઞાનિકાના પણ અહીં જ ઉલ્લેખ કરી દઉં. જે પાયા ઉપર યુરોપની મહત્તા નિભર હતી તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ હિંદુ આ રીતે સરસાઈ કરી રહ્યું હતું. ખીજા એક નામનેા પણ મારે અહીં ઉલ્લેખ કરવા જોઈએ. એ છે ઉર્દૂ અને ખાસ કરીને ક્ારસીના પ્રતિભાશાળી કવિ સર મહમદ ઇકબાલ, એમણે રાષ્ટ્રવાદની કેટલીક સુંદર કવિતાઓ લખી છે. તેમનાં પાછળનાં વરસામાં દુર્ભાગ્યે કવિતા ઇંડીને તે બીજે કામે વળગ્યા છે. મહાયુદ્ધ પહેલાંના વરસામાં હિંદુ જ્યારે રાજકીય દૃષ્ટિએ સુસ્ત હતું ત્યારે એક દૂરના દેશમાં હિંદની આબરૂની રક્ષા માટેની એક વીરતાભરી અને અદ્રિતીય લડત ઊપડી. એ દેશ તે દક્ષિણ આફ્રિકા. સંખ્યાબંધ મજૂરો તથા કેટલાક વેપારીઓ ત્યાં જઈને વસ્યા હતા. અનેક રીતે તેમના પ્રત્યે ગેરવર્તાવ રાખવામાં આવતા હતા તથા તેમના માનભંગ કરવામાં આવતા હતા. જાતિના ધમડના દ્વાર ત્યાં પૂર બહારમાં વર્તતા હતા. એવું બન્યું કે એક કેસમાં ઊભા રહેવા માટે એક તરુણ હિંદી બૅરિસ્ટરને દક્ષિણ આફ્રિકામાં લઈ જવામાં આવ્યા. તેના દેશબંધુઓની સ્થિતિ જોઈ ને તેને નામેાશી લાગી અને દુઃખ થયું. તેમને સહાય કરવાને પોતાનાથી બનતું બધુંયે કરી છૂટવાના તેણે નિર્ધાર કર્યાં. પોતાના ધંધા તથા પોતાનુ સર્વસ્વ તજી દઈ ને તથા જે ધ્યેયને તે વર્યાં હતા તેમાં પોતાના સધળે! સમય આપીને તેણે વરસા સુધી ચુપચાપ કામ કર્યાં કર્યું. આ પુરુષ તે મેહનદાસ કરમચંદ ગાંધી. આજે તે હિંતુ પ્રત્યેક બાળક તેને ઓળખે છે અને તેના ઉપર પ્રેમ રાખે છે પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકા બહાર તે ઝાઝો જાણીતો નહાતા. વીજળીના ઝબકારાની પેઠે એકાએક એનુ નામ હિંદભરમાં સત્ર પહેોંચી ગયું અને લેાકેા તેને વિષે તથા તેની વીરતાભરી લડત વિષે આશ્રય, પ્રશંસા અને ગર્વથી વાતા કરવા લાગ્યા. દક્ષિણ આફ્રિકાની સરકારે ત્યાં રહેતા હિંદીઓના વળી વધારે માનભંગ કરવાના પ્રયત્ન કર્યાં અને ગાંધીજીની આગેવાની નીચે તેમણે એને વશ થવાને ઇન્કાર કર્યાં. આવા ગરીબ, દલિત અને અજ્ઞાન મજૂરા તથા મૂઠીભર નાના વેપારીઓની પોતાના વતનથી આટલે દૂર વસેલી વસતી આવુ અડગ વલણુ · ધારણ કરે એ એક અજાયબીભરી ઘટના હતી. તેમણે અખત્યાર કરેલી પતિ તો વળી એથીયે વિશેષ અજાયખીભરી હતી. કેમ કે, દુનિયાના છતિહાસમાં એ અવનવું રાજકીય હથિયાર હતુ. ત્યાર પછી તેા એ હથિયાર વિષે આપણે વારંવાર સાંભળ્યું છે, એ ગાંધીજીના સત્યાગ્રહ હતા. સત્યને વળગી રહેવું એ એના અર્થ છે. કેટલીક વાર એને નિષ્ક્રિય કે બેટા પ્રતિકાર કહેવામાં Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવે છે. પરંતુ એને એ અર્થ બરાબર નથી. કેમ કે એમાં પૂરેપૂરી સક્રિયતા રહેલી છે. અહિંસા એ એનું મહત્વનું અંગ છે છતાંયે તે કેવળ અપ્રતિકાર પણ નથી. આ અહિંસક લડતથી ગાંધીજીએ હિંદ તેમ જ દક્ષિણ આફ્રિકાને છક કરી દીધાં અને દક્ષિણ આફ્રિકામાં હજારોની સંખ્યામાં સ્વેચ્છાપૂર્વક જેલ જનાર આપણું દેશભાઈઓ તથા બહેનની વાત હિંદના લોકોએ ગર્વ અને આનંદથી ઊભરાતા હૃદયે જાણું. આપણું પરાધીનતા તથા આપણા દેશમાંની આપણું પામરતાથી આપણું અંતરમાં આપણે શરમાયા અને આપણી પ્રજા વતીના આ વીરતાભર્યા પડકારના દૃષ્ટતે આપણું પિતાનું સ્વમાન વધાર્યું. આ મુદ્દાની બાબતમાં હિંદમાં એકાએક રાજકીય જાગૃતિ આવી અને નાણુને પ્રવાહ દક્ષિણ આફ્રિકા તરફ વહેવા લાગ્યા. ગાંધીજી તથા દક્ષિણ આફ્રિકાની સરકાર સમજૂતી પર આવ્યાં ત્યારે લડત બંધ કરવામાં આવી. એ વખતે તે હિંદના ધ્યેયને એ નિઃશંક વિજય હતું પરંતુ હિંદીઓની ઘણી હાડમારીઓ ચાલુ રહી અને એમ કહેવાય છે કે દક્ષિણ આફ્રિકાની સરકારે જૂના કરારને પાળ્યું નથી. દરિયાપારના દેશોમાં વસતા હિંદીઓને પ્રશ્ન હજી આપણી સમક્ષ છે. એ હિંદ સ્વતંત્ર થાય ત્યાં સુધી રહેવાને. પિતાના દેશમાં જ તેમનું માન ન હોય તે પછી પરદેશમાં હિંદીઓને માન ક્યાંથી મળી શકે? અને આપણા દેશમાં સ્વતંત્રતા મેળવવામાં આપણે સફળ ન થઈએ ત્યાં સુધી પરદેશમાં વસતા આપણું દેશબંધુઓને આપણે ઝાઝી મદદ કેવી રીતે કરી શકીએ? મહાયુદ્ધ પહેલાંનાં વરસોમાં હિંદની આ સ્થિતિ હતી. ૧૯૧૧ની સાલમાં ઈટાલીએ તુક ઉપર હુમલો કર્યો ત્યારે હિંદમાં તુર્કી માટે ભારે સહાનુભૂતિ હતી કેમ કે તુર્કીને એશિયાને દેશ અને પૂર્વનું રાજ્ય ગણવામાં આવતું હતું અને એ રીતે હિંદીઓની તેના પ્રત્યે ભલી લાગણી હતી. હિંદના મુસલમાને ઉપર એની ખાસ અસર થવા પામી હતી કેમ કે, તુર્કીના સુલતાનને તેઓ પિતાને ખલીફ અથવા ઇસ્લામના વડે ગણતા હતા. એ દિવસોમાં ઇસ્લામના એકીકરણની વાત પણ થવા લાગી હતી. તુકના સુલતાન અબ્દુલ હમીદે ઇસ્લામના એકીકરણની એ ચળવળ શરૂ કરી હતી. ૧૯૧૨-૧૩ના બાલ્કન વિગ્રહએ હિંદના મુસલમાનેને વળી વધારે ઉત્તેજિત કર્યા અને મૈત્રી અને શુભેચ્છાના એક ચિહ્ન તરીકે તુર્કીના ઘાયલ સૈનિકોની સારવાર કરવાને અર્થે “રેડ ક્રેસંટ મિશન” નામથી એક દાક્તરી મિશન હિંદથી ગયું. થેડા જ વખતમાં મહાયુદ્ધ શરૂ થયું અને તુર્કી ઈંગ્લંડના દુશ્મન તરીકે તેમાં સંડોવાયું. પરંતુ એ વસ્તુ આપણને યુદ્ધકાળમાં લઈ જાય છે એટલે મારે અહીં અટકવું જોઈએ. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮. મહાયુદ્ધ ૧૯૧૪–૧૮ - ૩૧ માર્ચ, ૧૯૩૩ ચાર વરસ સુધી યુરોપને તથા એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોને ખેદાનમેદાન કરી નાખનાર તથા ભર યુવાનીમાં કરડે તરુણને ભાગ લેનાર તથા જેને મહાયુદ્ધ કે વિશ્વયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે તે યુદ્ધ વિષે હું તને શું લખીશ વાર? વિગ્રહ એ વિચાર કરવા જે મજાને વિષય નથી. એ તે કદરૂપી ચીજ છે. પરંતુ ઘણી વાર એનાં વખાણ કરવામાં આવે છે તથા એને ભભકદાર રંગમાં ચીતરવામાં આવે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે, અગ્નિ જેમ કીમતી ધાતુઓને શુદ્ધ કરે છે તેમ વધારે પડતા એશઆરામ તથા જિજીવિષાને કારણે કોમળ અને દૂષિત થઈ ગયેલી સુસ્ત પ્રજાઓને તે શક્તિશાળી બનાવે છે. જાણે કે વિગ્રહ જ એ સગુણે પેદા કરતે હોય તેમ અપૂર્વ ધૈર્ય અને હૃદયને હલમલાવનારાં બલિદાનનાં દષ્ટાંત આપણું આગળ ટાંકવામાં આવે છે. આ લડાઈનાં કેટલાંક કારણે તપાસવાને મેં તારી જોડે પ્રયત્ન કર્યો છે. મૂડીવાદી ઔદ્યોગિક દેશોને લેભ તથા સામ્રાજ્યવાદી સત્તાઓની સ્પર્ધા એકબીજા સાથે અથડામણમાં આવી અને તેમણે લડાઈ કેવી રીતે અનિવાર્ય કરી મૂકી એ આપણે જોયું. આ બધા દેશના આગેવાન ઉદ્યોગપતિઓને શોષણ કરવા માટે ઉત્તરોત્તર વધુ ને વધુ તકો તથા પ્રદેશે જોઈતાં હતાં, ત્યાંના શરાફેને વધારે ને વધારે નાણાં જોઈતાં હતાં તથા લડાઈને સરંજામ બનાવનારાઓને વધારે ને વધારે નફે જોઈ તે હતે. આથી આ લેકો લડાઈમાં કૂદી પડ્યા અને તેઓના તથા તેમનું અને તેમના વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવનારા વડીલ રાજદ્વારી પુરુષોના કહેવાથી જુદાં જુદાં રાષ્ટ્રોના યુવાને એકબીજાનાં ગળાં રેસવાને તૂટી પડ્યા. સંબંધ ધરાવતા બધા દેશોના મેટા ભાગના આ યુવાને તથા ત્યાંને સામાન્ય જનસમૂહ લડાઈ તરફ દોરી જનાર આ કારણોથી સાવ અજાણ હતા. લડાઈ સાથે તેમને ખરેખર કશીયે લેવાદેવા નહતી અને એમાં હાર થાય કે છત બંને રીતે તેમને ગુમાવવાનું જ હતું. એ તે તવંગર લોકોની રમત હતી અને પ્રજાની,-- મોટે ભાગે યુવાનોની – જિંદગીથી તે રમવામાં આવતી હતી. પરંતુ સામાન્ય જનસમૂહ લડવા તૈયાર ન હોય તે લડાઈ સંભવી શકે જ નહિ. હું તને આગળ કહી ગયો છું તેમ યુરેપ ખંડના બધા દેશોમાં લશ્કરી નોકરી ફરજિયાત હતી; ઈગ્લેંડમાં તે યુદ્ધ દરમ્યાન પાછળથી દાખલ થઈ. પરંતુ સમગ્ર પ્રજાની જે ખરેખરી નામરજી હોય તે આવી બાબતમાં જોડાવાની લેકને બળજબરીથી ફરજ ન પાડી શકાય. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આથી, લડાઈમાં ઊતરેલાં બધાંયે રાષ્ટ્રની પ્રજાઓને ઉત્સાહ તથા તેમને દેશપ્રેમ પ્રજવલિત કરવાના સઘળા પ્રયત્નો ઝીણવટપૂર્વક કરવામાં આવ્યા. દરેક પક્ષ સામાને આક્રમણ કરનાર કહેતે હો તથા યુદ્ધ તે કેવળ સ્વરક્ષાને માટે જ છે એ ડોળ કરતો હતે. જર્મનીએ જણાવ્યું કે તેને ચારે બાજુએ દુશ્મનોથી ઘેરી લેવામાં આવ્યું છે અને તેઓ તેનું ગળું રૂંધી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેણે રશિયા તથા ક્રાંસ ઉપર તેના ઉપર ચડાઈ કરવાની પહેલ કરવાનો આરોપ મૂક્યો. જર્મનીએ જેની તટસ્થતાને જંગલી રીતે ભંગ કર્યો હતો તે નાનકડા બેજિયમના પ્રામાણિક રક્ષણ અર્થે પોતે પગલું ભર્યું છે એમ ઈંગ્લડે જણાવ્યું. લડાઈમાં સંડોવાયેલા બધા જ દેશેએ આપ–સચ્ચાઈનું વલણ ધારણ કર્યું અને યુદ્ધ માટેને બધેયે દેષ દુશ્મનને શિર ઢળે. દરેક પ્રજાને સમજાવવામાં આવ્યું કે તેમની સ્વતંત્રતા જોખમમાં આવી પડી છે અને તેની રક્ષા કરવાને તેમણે લડવું જોઈએ. ખાસ કરીને છાપાંઓએ આ પ્રકારનું લડાઈનું વાતાવરણ તૈયાર કરવામાં એટલે કે દુશ્મન દેશની પ્રજા પ્રત્યે તીવ્ર ઠંધની લાગણી પેદા કરવામાં મોટો હિસ્સો આપે. ગાંડપણનું આ મેજું એવું તે પ્રબળ હતું કે બધી વસ્તુઓને તે પોતાની સાથે ઘસડી ગયું. ટોળાંની મનોદશામાં આવી ગયેલા આમ સમુદાયના આવેગેને ઉશ્કેરી મૂકવા એ સહેલ વાત છે પરંતુ બુદ્ધિશાળી લેકે સુધ્ધાં એટલે કે ઠંડા અને સ્વસ્થ સ્વભાવનાં ગણાતાં સ્ત્રીપુરુષ, વિચારકે, લેખક, પ્રોફેસરે, વૈજ્ઞાનિકે –લડાઈમાં સંડોવાયેલા બધાયે દેશના આ બધા લેકે પિતાનું સમતોલપણું ગુમાવી બેઠા અને દુશ્મન પ્રજાનું લેહી પીવાની વૃત્તિ તથા ષથી ઊભરાવા લાગ્યા. જેમને શાંતિપ્રિય મનુષ્ય તરીકે લેખવામાં આવે છે એવા ધર્મગુરુઓ તથા પાદરીઓ પણ એટલા જ અથવા બીજાઓ કરતાં વિશેષ લેહીતરસ્યા હતા. શાંતિવાદીઓ તથા સમાજવાદીઓ પણ મગજ ગુમાવી બેઠા અને પિતાના સિદ્ધાંતને ભૂલી ગયા. યુદ્ધની આ પાગલતામાં સૌ સંડોવાયા પરંતુ નિરપવાદ સૌ સપડાયા એમ ન કહી શકાય. દરેક દેશમાં મૂઠીભર લેકે એ પાગલ બનવાને ઈન્કાર કર્યો; યુદ્ધના આ જ્વરથી તેમણે પોતાની જાતને દૂષિત થવા ન દીધી. તેમની હાંસી કરવામાં આવી તથા તેમને બાયલા કહેવામાં આવ્યા અને યુદ્ધની કરી બજાવવાની ના પાડવા માટે કેટલાકને તે જેલમાં પણ ધકેલવામાં આવ્યા. એમાંના કેટલાક સમાજવાદીઓ હતા, કેટલાક કન્વેકર જેવા ધર્મપરાયણ લેકે હતા. તેમનેં લડાઈ સામે નૈતિક વિરોધ હતે. આજના વખતમાં યુદ્ધ ફાટી નીકળે છે ત્યારે એમાં સંડોવાયેલા લેકે પાગલ બની જાય છે, એમ કહેવામાં આવે છે એ બિલકુલ સાચું છે. યુદ્ધ ફાટી નીકળ્યું કે તરત જ જુદા જુદા દેશની સરકારોએ એને સત્ય દાબી દેવાનું તથા તરેહ તરેહનાં જૂઠાણાં ફેલાવવા માટેનું એક બહાનું બનાવી Page #338 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ૧૯૧૭-૧૮ ૧૦૦૫ દીધું. લોકેનું વ્યક્તિ સ્વાતંત્ર્ય પણ દાબી દેવામાં આવ્યું, ઢાલની બીજી બાજુને તે બેશક સંપૂર્ણપણે બંધ જ કરી દેવામાં આવી. આથી લેકેને માત્ર વસ્તુની એક જ બાજુ જાણવાની મળતી હતી અને તે પણ અતિશય વિક્ત સ્વરૂપમાં. અને ઘણી વાર તો સાવ ખોટા હેવાલો જાણવા મળતા. લેકને આ રીતે , મૂર્ખ બનાવવાનું મુશ્કેલ નહતું. - શાંતિકાળમાં પણ સંકુચિત રાષ્ટ્રવાદી પ્રચારે તથા છાપાંઓની વિક ખબરેએ કોને મૂરખ બનાવ્યા હતા અને એ રીતે તેમણે યુદ્ધ માટેની ભૂમિકા તૈયાર કરી હતી. ખુદ યુદ્ધનાં પણ સ્તુતિગાન કરવામાં આવ્યાં. જર્મનીમાં અથવા સાચું કહેતાં પ્રશિયામાં યુદ્ધનાં આ સ્તુતિગાન એ કેઝરથી માંડીને તેની નીચેના આખાયે શાસક વર્ગની ફિલસૂફી બની ગઈ એનું સમર્થન કરવાને તથા યુદ્ધ એ જીવનને માટે આવશ્યક છે એટલે મનુષ્યના જીવન અને પ્રગતિ માટે તે જરૂરી છે એ પુરવાર કરવાને વિદ્વત્તાભર્યા પુસ્તક લખાયાં. કૈઝર જાહેરમાં કંઈક અણઘડ રીતે, ભારે આડંબરયુક્ત દેખાવ કરતું હતું તેથી એને પુષ્કળ પ્રસિદ્ધિ મળી. પરંતુ ઈંગ્લંડ તથા બીજા દેશોમાં પણ લશ્કરી તેમ જ બીજા ઉપલા વર્ગોનાં મંડળોમાં એવા જ વિચારે પ્રચલિત હતા. રસ્કિન એ ૧૯મી સદીને ઇંગ્લંડનો એક મહાન લેખક છે. ગાંધીજીને એ માનીતે લેખક છે અને મને લાગે છે કે તેં પણ એનાં કેટલાંક પુસ્તકો વાંચ્યાં છે. જેના મનના ઉમદાપણ વિશે લેશ પણ શંકા નથી એવો આ પુરુષ પિતાના એક પુસ્તકમાં લખે છે : “ટૂંકમાં મને માલૂમ પડ્યું કે, બધી મહાન પ્રજાએ પોતાના શબ્દોનું સત્ય અને વિચારોનું સામર્થ્ય યુદ્ધકાળમાં શીખી છે અને શાંતિના કાળે તેમને હાસ કર્યો છે; યુદ્ધે તેમને શિક્ષણ આપ્યું અને શાંતિકાળે તેમને છેતરી; યુદ્ધે તેમને તાલીમ આપી અને શાંતિના કાળે તેમને દગો દીધે; ટૂંકમાં, યુદ્ધમાં તેઓ જન્મી અને ] શાંતિકાળમાં મરણશરણ થઈ.” રસ્કિન કે સ્પષ્ટવક્તા સામ્રાજ્યવાદી હતા એ દર્શાવવા તેના લખાણમાંથી બીજે એક ઉતારે આપીશઃ “તેણે ઇન્કંડે) એ કરવું જોઈએ કે પછી નાશ પામવું; જ્યાં પણ તે પગદંડે જમાવી શકે ત્યાંની ફળદ્રુપ જમીનને એકેએક ટુકડો કબજે કરીને તેણે સંસ્થાનો વસાવવાં જ જોઈએ, અને ત્યાં આગળ જઈ વસેલા પોતાના વસાહતીઓને તેણે શીખવવું જોઈએ કે જમીન તેમ જ સમુદ્ર ઉપર ઈગ્લેંડની સત્તા વધારવી એ તેમનું પ્રથમ દયેય છે.” વળી બીજો એક ઉતારે. એ ઉતારે એક અંગ્રેજ અમલદારના પુસ્તકમાંથી લીધો છે. બ્રિટિશ લશ્કરમાં તે મેજર જનરલના પદ સુધી પહોંચ્યો હતું. તે જણાવે છે કે, “ઈરાદાપૂર્વકનાં જૂઠાણું વિના, ખેટું કર્યા વિના કે નરે વા કુંજરે વા'ની નીતિ રાખ્યા વિના” યુદ્ધમાં વિજય મેળવી લગભગ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન અશક્ય છે. એના મત પ્રમાણે, જે કઈ નાગરિક “આ પગલાં લેવાની ના પાડે. . . . તે પિતાના સાથીઓ તથા પિતાના હાથ નીચેનાઓ સાથે ઈરાદાપૂર્વક એક દગાખોરો ભાગ ભજવે છે” અને તેને “હિચકારે નામર્દ જ કહી શકાય.” “જ્યારે મહાન પ્રજાઓનું ભાવિ જોખમમાં આવી પડ્યું હોય ત્યારે નીતિ અને અનીતિ જેવી વસ્તુઓની તેમને શી નિસ્બત હોય ?” જાએ તે “જીવલેણ નીવડે ત્યાં સુધી તેના દુશ્મન ઉપર ઉપરાછાપરી ઘા કર્યા જ કરવા જોઈએ.” આ બધી વસ્તુઓ વિષે રસ્કિને શું કહ્યું હોત એનું ખરેખર મને આશ્ચર્ય થાય છે. અંગ્રેજ માનસનું આ 5 ઉદાહરણ છે યા તે કેઝરનાં અતિશયોક્તિભર્યા વચને સામાન્ય જર્મનનું માનસ વ્યક્ત કરે છે એમ તું ન માની લઈશ. પરંતુ દુર્ભાગ્યે, આવા વિચારના લેકે ઘણી વાર સત્તા ઉપર હોય છે અને યુદ્ધકાળમાં તે લગભગ અનિવાર્ય રીતે તેઓ મોખરે આવે છે. આવી ખુલ્લી કબૂલાત સામાન્ય રીતે જાહેર રીતે કરવામાં આવતી નથી. અને યુદ્ધને પવિત્રતાને વાઘે પહેરાવવામાં આવે છે. આથી યુરોપમાં તેમજ અન્યત્ર સેંકડે માઈલના લડાઈના ખરા ઉપર ભયંકર ખૂનરેજી ચાલી રહી હતી તે વખતે એ હત્યાકાંડનું સમર્થન કરવાને તથા લેકેને છેતરવાને દેશમાં મેટા મેટા રૂડારૂપાળા શબ્દો યોજવામાં આવતા હતા. એ સ્વતંત્રતા અને આબરૂ જાળવી રાખવા માટેનું; “યુદ્ધને સદંતર અંત લાવવા માટેનું', લેકશાહી સલામત રાખવા માટેનું, આત્મનિર્ણય માટેનું, અને નાની પ્રજાઓની સ્વતંત્રતા માટેનું યુદ્ધ હતું, વગેરે વગેરે. દરમ્યાન, ઘર આંગણે બેસી રહેનારા તથા યુવાનને યુદ્ધની ભઠ્ઠીમાં કૂદી પડવાનું સમજાવવા માટે દેશભક્તિથી ઊભરાઈને આ રૂડારૂપાળા શબ્દો વાપરનારા સંખ્યાબંધ શરાફે, ઉદ્યોગપતિઓ અને યુદ્ધસરંજામ બનાવનારાઓ અઢળક નફે કરતા હતા અને કડાધિપતિ બની રહ્યા હતા. મહિનાઓ અને વરસ સુધી યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ વધારે ને વધારે દેશે તેમાં ઘસડાયા. ગુપ્ત રીતે લાંચ આપવાની કરીને ઉભય પક્ષે તટસ્થ દેશને પિતાની તરફેણમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો. જાહેર રીતે એમ કરવા જતાં તે છાપરે ચઢીને પિકારવામાં આવેલા રૂડારૂપાળા શબ્દો તથા ઉચ્ચ આદર્શોનું પિગળ ફૂટી જાય. જર્મની કરતાં ઇંગ્લેંડ અને ફ્રાંસની લાંચ આપવાની શક્તિ વધારે હતી આથી લડાઈમાં જોડાયેલા મોટા ભાગના તટસ્થ દેશે ઈંગ્લડફ્રાંસ–રશિયાના પક્ષે ભળ્યા. એશિયામાઈનર તથા બીજી જગ્યાએ પ્રદેશ આપવાની ગુપ્ત સંધિ કરીને આ મિત્રરાએ જર્મનીના જૂના મિત્ર ઇટાલીને પિતાના પક્ષમાં મેળવી લીધું. બીજી એક સંધિ કરીને રશિયાને કન્ઝાન્ટિનેપલ આપવાનું વચન આપવામાં આવ્યું. દુનિયાને આપસમાં Page #340 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ૧૯૧૪૧૮ ૧૦૦૭ વહેંચી ખાવાનું કામ બહુ આનંદજનક હતું. મિત્રરાજ્યાના રાજદ્વારી પુરુષોએ જાહેર રીતે કરેલાં નિવેદનથી આ ગુપ્ત સધિ સાવ વિરુદ્ધ હતી. રશિયન આલ્શેવિકાએ સત્તા હાથ કરી ત્યારે તેમણે એ સધિ પ્રસિદ્ધ ન કરી હાત તો એની કાઈ ને ખબર સરખી પણ ન પડત. છેવટે મિત્રરાજ્યોને (ઇંગ્લંડન્ફ્રાંસના પક્ષને ટૂંકમાં હું મિત્રરાજ્યેા કહીશ) પક્ષે બાર કે એથી વધારે દેશા થયા. તે આ હતા. બ્રિટન અને તેનું સામ્રાજ્ય, ક્રાંસ, રશિયા, ઇટાલી, યુનાઈટેડ સ્ટેટ્સ, મેલ્જિયમ, સર્બિયા, જપાન, ચીન, રુમાનિયા, ગ્રીસ અને પોર્ટુગાલ, (કદાચ એક એ વધારે દેશ એ પક્ષે હશે પણ મને તે યાદ નથી). જર્મનીના પક્ષમાં જર્મની, ઑસ્ટ્રિયા, તુર્કી તથા બલ્ગેરિયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ ત્રીજે વરસે યુદ્ધમાં પડયું. અત્યાર પૂરતી તેની ગણતરી કરવી બાકી રાખીએ તોયે મિત્રરાજ્યાની સાધનસામગ્રી જર્મનીના પક્ષ કરતાં ઘણી વધારે હતી એ ઉધાડુ છે. તેમની પાસે માણસે વધારે હતા, નાણાં વધારે હતાં, હથિયારો તથા દારૂગોળા બનાવનારાં કારખાનાં વધારે હતાં અને એ બધા કરતાં વિશેષ તે એ કે દરિયા ઉપર તેમનું પ્રભુત્વ હતું. એ પ્રભુત્વને લીધે તેઓ તટસ્થ દેશોની સામગ્રી સહેલાઈથી મેળવી શકતાં હતાં. સમુદ્ર ઉપરના તેમના આ પ્રભુત્વને લીધે મિત્રરાજ્યો આમ યુનાઈટેડ સ્ટેટ્સ પાસેથી યુદ્ધ માટે જરૂરી સામાન કે ખારાક મેળવી શકતાં હતાં તથા નાણાં પણ ઉછીનાં લઈ શકતાં હતાં. જની તથા તેના મિત્રા ચારે તરફથી દુશ્મનોથી ઘેરાઈ ગયેલા હતા. તૂળી જર્મનીના મિત્રા નબળા દેશે। હતા અને તેઓ તેને ઝાઝી મદદ કરતા નહાતા. ઘણી વાર તે તે જર્મનીને એજારૂપ હતા અને તેમને ટકાવી રાખવા પડતા હતા. આમ, વાસ્તવમાં એકલા જર્મનીએ જ મેાટા ભાગની દુનિયા સામે હથિયાર ઉગામ્યાં હતાં. દરેક રીતે જોતાં એ અસમાન સાઠમારી હતી એમ લાગે છે. આમ છતાંયે, ચાર ચાર વરસ સુધી જર્મનીએ દુનિયાને ખાળી રાખી અને અનેક વાર તે વિજયની હાથવેંતમાં પહેાંચી ગયું હતું. વરસ સુધી યુદ્ધનું ભાવિ અધ્ધર તેાલાઈ રહેલું લાગ્યું. એક રાષ્ટ્રને માટે આ ભગીરથ પુરુષાર્થ હતા અને જમનીએ ઊભા કરેલા ભવ્ય લશ્કરી યંત્રને કારણે જ એ શક્ય બન્યું હતું. છેવટ સુધી, એટલે કે જની તથા તેના મિત્રદેશેાની આખરી હાર થઈ ત્યાં સુધી હજીયે . જર્મન સૈન્ય અકબંધ હતું અને તે પરપ્રદેશ ઉપર ઊભું હતું. મિત્રરાજ્યાના પક્ષમાં ફ્રેંચ સૈન્યને યુદ્ધના સૌથી વધારે ખાજો ઉઠાવવા પડયો અને પોતાના તરુણાના જીવનને જબરદસ્ત ભાગ આપીને ક્રાંસવાસી જ જન લશ્કરી યંત્રની સામે ટકી રહ્યા. નૌકાસૈન્યની બાબતમાં તથા દરિયા ઉપર તેમ જ મુત્સદ્દીગીરી અને પ્રચારના ક્ષેત્રામાં ઇંગ્લૐ માટી કાળા આપ્યા. પોતાના સૈન્ય ઉપર મુસ્તાક રહેલું જર્મની તટસ્થ દેશો સાથેની પોતાની Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન મુત્સદ્દીગીરીમાં તથા પ્રચારની રીતમાં સાવ અણઘડ હતું. જૂઠાણાં તેમ જ વિક્ત હકીકતના પ્રચારની આવડત તથા કુનેહની બાબતમાં ઇંગ્લંડ યુદ્ધ દરમ્યાન બધા દેશમાં અગ્રસ્થાને હતું એમાં લેશ પણ શંકા નથી. ઈટાલી તથા બીજા મિત્રદેશોએ લડવામાં આગળ પડતો નહિ પણ ગણ ભાગ ભજવ્યું. અને આમ છતાંયે બધા દેશમાં રશિયાની ખુવારી કદાચ સૌથી વધારે હશે. યુદ્ધના છેવટના ભાગમાં આવીને યુનાઈટેડ સ્ટેટ્સે જર્મનીને કચરી નાખવામાં છેવટને નિર્ણયાત્મક ભાગ ભજવ્યો. યુદ્ધના આરંભના મહિનાઓમાં ઈંગ્લેંડ તથા અમેરિકા વચ્ચેના સંબંધ અતિશય તંગ બન્યા હતા અને તેમની વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે એવું પણ સંભળાતું હતું. સમુદ્ર ઉપર અમેરિકાના વહાણવટાના માર્ગમાં ઇંગ્લંડ તરફથી દખલ કરવામાં આવતી હતી તેને લીધે આ ઘર્ષણ પેદા થવા પામ્યું હતું. ઈગ્લેંડને એવી શંકા હતી કે અમેરિકન વહાણે જર્મની માલ લઈ જતાં હતાં. પરંતુ પછીથી ઈંગ્લેંડનું પ્રચારયંત્ર કામે વળગ્યું અને અમેરિકાને મનાવી લેવાને તેણે ખાસ પ્રયાસ કર્યો. અત્યાચારના પ્રચારનું કાર્ય તેણે પ્રથમ હાથ ધર્યું અને જર્મન લશ્કરની બેરિયમમાંની કરણીની ભયંકર વાત ફેલાવવામાં આવી. જર્મન દૂણાને “કાળો કેર” એને કહેવામાં આવ્યો. લેનની વિદ્યાપીઠ તથા પુસ્તકાલયને નાશ ઇત્યાદિ ગણીગાંઠી વાત કંઈક અંશે પાયાદાર હતી એ ખરું પરંતુ અત્યાચારની ઘણીખરી વાત તે કેવળ કપાળકલ્પિત હતી. એક તે એવી ગજબ વાત ફેલાવવામાં આવી કે જર્મને મુડદાંનું કારખાનું ચલાવી રહ્યા છે ! આમ છતાંયે, દુશ્મન પ્રજાઓને એકબીજા સામેને દેષ એટલે તે ભારે હતું કે ગમે તે વાત માનવાને તેઓ તૈયાર હતી. અમેરિકા માંહેનું બ્રિટિશ પ્રચારખાતું ૫૦૦ અમલદારે તથા ૧૦,૦૦૦ મદદનીશોનું બનેલું હતું ! આ ઉપરથી તને કંઈક ખ્યાલ આવશે કે કેવડા મોટા પાયા ઉપર ઇંગ્લંડનો પ્રચાર ચાલતો હતો. આટલું તે સરકાર તરફથી અમેરિકામાં કરવામાં આવતું હતું. એ ઉપરાંત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ એ દિશામાં ભારે કામ થતું હતું. આ પ્રચારકાર્યમાં સારીનરસી બધી રીતે અજમાવવામાં આવતી હતી. સ્વીડનવાસીઓની શુભેચ્છા પ્રાપ્ત કરવાને માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં બ્રિટિશ સરકાર તરફથી ભિન્ન ભિન્ન મને રંજક કાર્યક્રમ રજૂ કરનારું એક સંગીતગૃહ ચલાવવામાં આવતું હતું ! આ પ્રચારકાર્ય તથા જર્મન સબમરીનની પ્રવૃત્તિઓ અમેરિકાને મિત્રરાજ્યને પક્ષે લાવવામાં મહત્ત્વનો ભાગ જ ભજવ્યું. પરંતુ આખરે તે નાણાં જ નિર્ણયાત્મક વસ્તુ નીવડી. યુદ્ધ એ ખર્ચાળ વસ્તુ છે, ભયંકર ખર્ચાળ વસ્તુ છે. કીમતી વસ્તુઓના ડુંગરના ડુંગરે એ હેઇમાં કરી જાય છે અને કેવળ ભીષણ સંહાર જ એમાંથી Page #342 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ ૧૯૧૪-૧૮ ૧૯૦૯ નીપજે છે. સંપત્તિ ઉત્પન્ન કરનારી ઘણીખરી પ્રવૃત્તિઓ તે અટકાવી દે છે અને પ્રજાની શક્તિ વિનાશ કરવામાં કેન્દ્રિત કરે છે. આ બધાં નાણું ક્યાંથી આવવાનાં હતાં ? મિત્ર રાજ્યને પક્ષે માત્ર ઈંગ્લેંડ અને ક્રાંસ એ બેની જ આર્થિક સ્થિતિ સારી ગણાય. તેમણે યુદ્ધના ખર્ચને પિતાને હિસ્સો એટલું જ નહિ પણ તેમને નાણાં ધીરીને તથા સરંજામ આપીને તેમના મિત્ર દેશોને ખરચ પણ આપે. થડા વખત પછી પેરિસ થાક્યું, તેની ખરચી ખૂટી. પછીથી મિત્ર રાજ્યને યુદ્ધનો ખરચ એકલું ઇંગ્લંડ પૂરો પાડવા લાગ્યું. પરંતુ યુદ્ધના બીજા વરસના અંતમાં લંડન પણ થયું. આમ ૧૯૧૬ની સાલના અંત સુધીમાં ઈંગ્લેંડ તથા ફ્રાંસની શાખ ખૂટી ગઈ પછીથી આર્થિક . મદદની યાચના કરવાને અર્થે આગેવાન રાજદ્વારી પુરુષનું બનેલું એક મિશન અમેરિકા ગયું. અમેરિકાએ નાણાં ધીરવાનું કબૂલ કર્યું અને ત્યાર પછી અમેરિકાનાં નાણુંએ મિત્રરાજ્યની લડાઈ આગળ ચલાવી. મિત્રરાજ્યનું અમેરિકાનું દેવું કૂદકે ને ભૂસકે આપણને આભા બનાવી મૂકે એટલા આંકડાઓ સુધી વધી ગયું અને એ વધતું ગયું તેમ તેમ નાણાં ધીરનાર અમેરિકાની મોટી મોટી બેંકે તથા શરાફેને મિત્રરાજોના વિજયમાં સ્વાર્થ વધતો ગયો. મિત્રરાને જે જર્મની હરાવે તે પછી અમેરિકાએ તેમને ધીરેલી જબરદસ્ત રકમની શી વલે થાય ? એ વસ્તુએ અમેરિકન શરાફેના ગજવાને સ્પર્શ કર્યો અને તેમણે એ અનુસાર વલણ ધારણ કર્યું. મિત્રરા સાથે અમેરિકા યુદ્ધમાં જોડાય એવી લાગણી વધવા પામી અને આખરે અમેરિકાએ તેમ કર્યું પણ ખરું. અમેરિકાના લેણાની બાબતમાં આજકાલ ઘણું ઘણું આપણું સાંભળવામાં આવે છે. અને છાપાંઓ એની વાતોથી ભરપૂર હોય છે. ઇંગ્લંડ તથા ક્રાંસને ગળે ઘંટીના પડિયાની પેઠે લટકી રહેલું અને જે તેઓ આપી શકે એમ નથી તે પહાડ જેવડું મોટું દેવું આ યુદ્ધ દરમ્યાન એકઠું થયું હતું. તે વખતે જે એ નાણું મળી રહ્યાં ન હેત તે તેમની શાખ સંપૂર્ણપણે ડૂબી ગઈ હોત અને સંભવ છે કે અમેરિકા યુદ્ધમાં ન પડત. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯. યુદ્ધકાળ ૧ એપ્રિલ, ૧૯૩૩ ૧૯૧૪ના ઑગસ્ટના આરભમાં યુદ્ધ શરૂ થયું ત્યારે દુનિયા એલ્જિયમ તથા ફ્રાંસની ઉત્તર સરહદ તરફ મીટ માંડીને નિહાળી રહી હતી. પેાતાના મામાં આવતી હરેક અડચણાનો કચ્ચરધાણ કાઢતું જર્મનીનું પ્રચંડ સૈન્ય આગળ ને આગળ ધસી રહ્યુ હતું. નાનકડા ખેલ્જિયમે થોડા સમય માટે તેને ખાળી રાખ્યું. આથી ક્રોધે ભરાઈ ને ત્રાસજનક કૃત્યા દ્વારા તેણે એલ્જિયમને ડરાવી મારવાના પ્રયત્ન કર્યા. એના ઉપરથી મિત્રરાજ્યોએ જમનાના અત્યાચારની વાતા ઉપજાવી કાઢી હતી. જર્મન સૈન્ય પૅરિસની દિશામાં આગળ વધવા લાગ્યું. એના ધસારા આગળ ફ્રેંચ સૈન્ય ધૂળભેગુ થતું જણાયું અને નાનકડા બ્રિટિશ સૈન્યને તેણે બાજુએ હડસેલી મૂકયું. યુદ્ધ ફાટી નીકળ્યા પછી એક માસની અંદર પૅરિસનું આવી બન્યું હોય એમ લાગવા માંડયું. અને ફ્રેંચ સરકારે પોતાની કચેરીએ તથા કીમતી વસ્તુ દક્ષિણમાં માર્ટ શહેરમાં ખસેડવાની ખરેખાત તૈયારી કરવા માંડી. કેટલાક જમના માનવા લાગ્યા કે યુદ્ધમાં તે વિજયની હાથવેંતમાં આવી પહેાંચ્યા છે. આગસ્ટના અંતમાં પશ્ચિમ માખરા (એટલે કે ક્રાંસના માખરા) ઉપર યુદ્ધની આ સ્થિતિ હતી. દરમ્યાન રશિયન સૈન્યા પૂર્વ પ્રશિયા ઉપર ચડાઈ કરી રહ્યાં હતાં. અને જનાનું લક્ષ ગમે તે રીતે પશ્ચિમ માખરા ઉપરથી ખીજે કયાંક ખેંચવાને પ્રયત્ન કરવામાં આવ્યા. રશિયાના પ્રચંડ · રોલર ' ( રશિયન સૈન્યને સ્ટીમ રેલર ' એટલે કે વરાળથી ચાલતા પ્રચંડ રોલર કહેવામાં આવતા હતા. ) ગબડતા ગબડતો અને માર્ગમાં આવતી બધી વસ્તુઓના ચૂરેચૂરા કરતા બિર્લિન પહોંચી જશે એવી ભારે આશા ક્રાંસ તથા ઈંગ્લંડ સેવી રહ્યાં હતાં. પરંતુ રશિયન સૈનિકા ખરાબર શસ્ત્રસજ્જ નહાતા, તેમના અમલદારા તદ્દન આવડત વિનાના હતા અને તેમની પાછળ ઝારની દૂષિત સરકાર હતી. જ`નાએ અચાનક તેમના ઉપર ધસારો કર્યાં અને રશિયાના વિરાટ સૈન્યને પૂર્વ પ્રશિયાના સરોવરો તથા ભેજવાળા પ્રદેશમાં ઘેરી લીધું તથા તેના સદંતર નાશ કર્યાં, જનીના આ અપૂર્વ વિજયને ટેનનખનું યુદ્ધ એવું નામ આપવામાં આવ્યું છે. ફૉન હિન્ડનબર્ગ આ યુદ્ધને એક મુખ્ય સેનાપતિ હતા. પાછળના વખતમાં તે જર્મન પ્રજાસત્તાકના પ્રમુખ થયા હતા. એ એક ભારે વિજય હતા પરંતુ આડકતરી રીતે એથી જન સૈન્યને ભારે નુકસાન વેઠ્યું પડયુ. એ વિજય મેળવવાને ખાતર અને રશિયનાના પૂર્વ તરફના ધસારાથી કંઈક અંશે ગભરાઈને જમનાએ પોતાનું થેડુ સૈન્ય ક્રાંસ Page #344 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળ ૧૦૧૧ ,, તરફથી ખસેડીને રશિયા તરફ મોકલ્યું હતું. આથી પશ્ચિમ મોખરા ઉપરનું દબાણ કંઈક અંશે ઓછું થવા પામ્યું અને ફ્રાંસના લશ્કરે આક્રમણ કરનારા જર્મને પાછા ધકેલવાને ભગીરથ પ્રયત્ન કર્યો. ૧૯૧૪ના સપ્ટેમ્બરના આરંભમાં માર્નના યુદ્ધમાં તે જર્મને લગભગ ૫૦ જેટલા માઈલ પાછા ધકેલવામાં સફળ થયું. પૅરિસ ઊગરી ગયું અને ફ્રેંચે તથા અંગ્રેજોને દમ ખાવાને થડે સમય મળે. જર્મનોએ ફ્રેંચ સૈન્યની હરોળ ભેદીને આગળ ધસવાને બીજો પ્રયત્ન કર્યો. એમના એ પ્રયત્નમાં તેઓ ફાવી જવાની અણી પર હતા પરંતુ તેમને ખાળી રાખવામાં આવ્યા. પછીથી બંને સૈન્ય ખાઈઓ ખાદીને પડ્યાં. અને નવીન પ્રકારની લડાઈ – ખાઈની લડાઈ– શરૂ થઈ. આ એક પ્રકારની અનિર્ણયાત્મક સ્થિતિ હતી અને ત્રણ વરસ કરતાંયે વધારે સમય સુધી અથવા કંઈક અંશે લડાઈના અંત સુધી પશ્ચિમ મેખર ઉપર આ ખાઈની લડાઈ ચાલુ રહી. પ્રચંડ સિને ખાઈ ખાદીને છછુંદરની પેઠે તેમાં પડ્યાં અને એકબીજાને થકવવા પ્રયત્ન કરવા લાગ્યાં. આ મેખરા ઉપર ફેંચ તથા જર્મન સન્યા યુદ્ધની શરૂઆતથી જ લાખોની સંખ્યામાં હતાં. એ મોખરા ઉપરનું નાનકડું બ્રિટિશ સૈન્ય સુધ્ધાં ઝડપથી વધતું ગયું અને તેની સંખ્યા પણ લગભગ દશ લાખ જેટલી થઈ પૂર્વના અથવા તે રશિયન મોખરા ઉપર પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં હતી. રશિયન લશ્કરે ઉપરાઉપરી ઑસ્ટ્રિયન લશ્કરને હરાવ્યું પરંતુ જર્મન લશ્કરે તેને અચૂકપણે હરાવ્યા કર્યું. એ ખરા ઉપર જાનની પારાવાર ખુવારી થઈ અને અસંખ્ય લોકો ઘાયલ થયા. તું એમ ન માની બેસીશ કે ખાઈની લડાઈને કારણે પશ્ચિમ મોખરા ઉપર એના કરતાં બહુ ઓછી ખુવારી થવા પામી. માણસની જિંદગી માટે ગજબ બેપરવાઈ દાખવવામાં આવી અને ખાઈઓનાં સુરક્ષિત મથકો ઉપર ઉપરાછાપરી આખરી હલા કરવામાં લાખે માણસેને ફેંકવામાં આવ્યા અને એ રીતે તેમને અચૂકપણે મૃત્યુના મેંમાં હેમવામાં આવ્યા. પરંતુ એનું કશું પરિણામ આવ્યું નહિ. યુદ્ધનાં આ ઉપરાંત બીજાં ક્ષેત્રે પણ હતાં. તુર્કોએ સુએઝની નહેર ઉપર હલ્લે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. આગળ હું તને કહી ગયો છું તેમ, ૧૯૧૪ના ડિસેમ્બર માસમાં મિસરને બ્રિટનનું રક્ષિત રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. એ પછી તરત જ બ્રિટિશ નવી ધારાસભાને મોકૂફ રાખી અને તેમને શક હતો એવા લેકેને પકડીને જેલે ભરી દીધી. રાષ્ટ્રવાદી છાપાંઓને દાબી દેવામાં આવ્યાં તથા પાંચથી વધારે માણસોને એકઠા થવાની મનાઈ કરવામાં આવી. ત્યાં આગળ દાખલ કરવામાં આવેલા ખબરેના નિયમનને (સેૉરશિપ) લંડનના ‘ટાઈમ્સ” પત્રે જંગલી અને નિર્દયતાભર્યા તરીકે વર્ણવ્યું હતું. યુદ્ધના આખા સમય Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન દરમ્યાન દેશમાં ખરેખર લશ્કરી કાયદાના દોર ચાલ્યા હતા. તેના ઋણ્ થઈ ગયેલા સામ્રાજ્યના અનેક નબળાં સ્થાનામાં ઇંગ્લેંડે તુકી ઉપર હલ્લા કર્યાં. પ્રથમ ઈરાક ઉપર અને પછીથી પૅલેસ્ટાઈન તથા સીરિયા ઉપર તેણે હલ્લા કર્યાં. અરબસ્તાનમાં બ્રિટિશાએ આરની રાષ્ટ્રીયતાની ભાવનાના લાભ લીધા અને નાણાં તથા સાધન સામગ્રીની સારી સરખી લાંચ આપીને તુર્કી સામે તેમણે તેમની પાસે મળવા કરાવ્યા. કર્નલ ટી, ઈ. લૉરેન્સ નામને બ્રિટિશ એજટ આ બળવા માટે મોટે ભાગે જવાબદાર હતા. પછીથી એશિયાની અનેક હિલચાલામાં પડદા પાછળ ભાગ ભજવીને તેણે ભેદી પુરુષ તરીકેની નામના મેળવી. તુર્કીના મસ્થાન ઉપર સીધે હુમલે ૧૯૧૫ના ફેબ્રુઆરી માસમાં શરૂ થયા. એ વખતે અંગ્રેજોએ ડાનલની સામુદ્રધુનીમાં બળજબરીથી પેસી જઈ ને કૉન્સ્ટાન્ટનેપલ કબજે કરવાના પ્રયત્ન કર્યાં. જો એમાં તેઓ ફાવ્યા હોત તા યુદ્ધમાંથી તુને હાંકી કાઢત એટલું જ નહિં પણ પશ્ચિમ એશિયામાંની જમનીની બધીયે લાગવગ પણ તે બંધ કરી શકયા હોત. પરંતુ બ્રિટિશા એ કાર્યમાં નિષ્ફળ નીવëા. તુ તેમની સામે વીરતાથી લડ્યા અને એ જાણવા જેવુ છે કે મુસ્તફા કમાલ પાશાએ એમાં ભારે હિસ્સા આપ્યા. બ્રિટિશાએ લગભગ એક વરસ સુધી ગૅલીપેાલીમાં પોતાના એ પ્રયત્ન ચાલુ રાખ્યો પરંતુ ભારે ખુવારી પછી તેઓ ત્યાંથી હડી ગયા. પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકામાંનાં જમન સંસ્થાના ઉપર પણ મિત્રરાજ્યાએ હલ્લા કર્યાં. આ સંસ્થાના જન્મનીથી સાવ અલગ પડી ગયાં હતાં અને તેમને જર્મનીની મદદ મળી શકે એમ નહેતું. ધીમે ધીમે એ બધાં સંસ્થાના તાખે થયાં. ચીનમાંની ચાઉચાઉની જર્મન વસાહતના જપાને સહેલાઈથી કબજો લીધા. જપાનને તો ખરેખર મજા હતી કેમ કે દૂર પૂર્વામાં તેને ઝાઝું કરવાપણું નહતું. આથી ચીનને ડરાવી ધમકાવીને તેની પાસેથી કીમતી છૂટછાટો તથા વિશિષ્ટ હક્કો પડાવવામાં તેણે એ તકનો ઉપયોગ કર્યાં. ઇટાલીએ કયા પક્ષ જીતશે એ જાણવા માટે કેટલાક મહિના સુધી યુદ્ધની સ્થિતિ નિહાળ્યા કરી. પછીથી મિત્રરાજ્યે જીતવાના સંભવ છે એવા નિય ઉપર આવીને તેણે તેમની લાંચ સ્વીકારી અને તેમની સાથે ગુપ્ત સધિ કરી. ૧૯૧૫ના મે માસમાં ઇટાલી વિધિપૂર્ણાંક મિત્રરાજ્યને પક્ષે યુદ્ધમાં જોડાયું. લાગલાગઢ બે વરસ સુધી ઑસ્ટ્રિયા તથા ઇટાલીનાં સૈન્યાએ એકબીજાને સામના કર્યાં પણ એમાંથી મહત્ત્વનું કશું નીપજ્યું નહિ. પછીથી જા આસ્ટ્રિયનાની વહારે ધાયા અને ઇટાલિયના તેમની સામે જમીનદોસ્ત થઈ ગયા. સ્ટ્રિયા અને જનીનું સૈન્ય લગભગ વેનિસ સુધી પહેોંચી ગયું હતું. ૧૯૧૫ના ઓકટોબર માસમાં બલ્ગેરિયા જનીને પક્ષે યુદ્ધમાં જોડાયું. એ પછી થોડા જ વખતમાં બલ્ગેરિયાના સહકારથી ઑસ્ટ્રિયા તથા જર્મનીના Page #346 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળ ૧૦૧૩ લશ્કરે સખિયાને સંપૂર્ણ પણે કચરી નાખ્યું. સર્બિયાના રાજાને પોતાના રક્ષાસચા લશ્કર સાથે દેશ છેડીને મિત્રરાજ્યાનાં જહાજોમાં આશરો લેવા પડ્યો અને સર્બિયા જર્મનીના અમલ નીચે આવ્યું. બાલ્કન વિગ્રહમાં તેના વર્તાવ પછી રુમાનિયાએ તકસાધુ તરીકેની ખાસ નામના મેળવી હતી. એ વરસ સુધી તેણે યુદ્ધની સ્થિતિ નિહાળ્યા કરી અને છેવટે ૧૯૧૬ના આગસ્ટ માસમાં મિત્રરાજ્યાના પક્ષમાં તેણે પોતાના પાસે ફ્રેંચો. એની શિક્ષા એને તરત જ સહેવી પડી. જર્મન લશ્કર એના ઉપર તૂટી પડયુ અને તેના સામનાને સંપૂર્ણપણે કચરી નાખ્યું. રુમાનિયા પણુ આસ્ટ્રિયા અને જર્મનીના કબજા નીચે આવ્યું. આમ, બેલ્જિયમ, ફ્રાંસના ઉત્તર-પૂર્વ ભાગ, પોલેંડ, સર્બિયા અને રુમાનિયા જર્મની અને આસ્ટ્રિયા એ એ મધ્ય યુરોપની સત્તાઓના કબજા નીચે આવ્યાં. યુદ્ધનાં નાનાં નાનાં ખીજાં અનેક ક્ષેત્રેામાં તેમણે વિજય મેળવ્યા હતા. પરંતુ યુદ્ધનું મસ્થાન તા પશ્ચિમને મોખરે અને સમુદ્ર ઉપર રહેલું હતું અને ત્યાં તેમની કશી પ્રગતિ થતી નહોતી. એ માખરા ઉપર અને હરીફ સૈન્ય જીવલેણુ બાથ ભીડીને પડ્યાં હતાં. સમુદ્ર ઉપર મિત્રરાયે સર્વાપરી હતાં. યુદ્ધના આરંભકાળમાં કેટલાંક જર્મન યુદ્ધજહાજો અહીં તહીં ફરતાં હતાં અને મિત્રરાજ્યાના વહાણવટાના માર્ગમાં વિક્ષેપ નાખતાં હતાં. એમ્ડન એમાંનું એક મશહૂર યુદ્ધજહાજ હતું. તેણે મદ્રાસ ઉપર પણ તાપમારે ચલાવ્યા હતા. પરંતુ એ તા નજીવા વિક્ષેપ હતા અને વાસ્તવમાં એનાથી મિત્રરાજ્યાના સમુદ્ર ઉપરના પ્રભુત્વમાં કશા ફેર ન પડ્યો. વળી દરિયા ઉપરના તેમના આ પ્રભુત્વની મદદથી મિત્રરાજ્યોએ જમની તથા આસ્ટ્રિયાને બહારથી મળતા ખારાક તથા ખીજો સરસામાન બંધ કરવાના પ્રયત્ન કર્યાં. જમની તથા આસ્ટ્રિયાની કરવામાં આવેલી આ નાકાબંધી તેમની ભયંકર કસોટીરૂપ થઈ પડી, કેમ કે એથી ખારાકની અછત થઈ ગઈ અને આખી વસતી ભૂખમરાના પંજામાં સપડાઈ ગઈ. આના જવાબમાં જમનીએ સબમરીના દ્વારા મિત્રરાજ્યનાં વહાણા ડુબાવવાનું શરૂ કર્યું. આ સબમરીનની લડાઈ એટલી તેા સફળ નીવડી કે ઇંગ્લેંડના ખારાકના જથ્થા મૂટી ગયા અને ત્યાં આગળ દુકાળના ભય પેદા થયા. ૧૯૧૫ના મે માસમાં જન સબમરીને લ્યુસિટેનિયા નામની ઇંગ્લંડની એક મેટી આગોટને ડુબાવી દીધી અને એને કારણે સંખ્યાબંધ માણસા ડૂબી જવા પામ્યાં. ઘણા અમેરિકન પણ એમાં ડૂબી જવા પામ્યા અને એને કારણે અમેરિકામાં જની સામે ભારે ક્રોધ ભભૂકી ઊઠ્યો. જમનીએ ઇંગ્લંડ ઉપર હવાઈ હુમલા પણુ કર્યાં. લંડન ઉપર બ વરસાવવાને પ્રચંડ એપલીન હવાઈ જહાજો ચાંદની રાતે આવ્યાં. પછીથી ઍપ્લેનેએ બાંબ ફેંકવા માંડ્યા અને તેમના ધેર અવાજ, વિમાનવિરાધી ज-२२ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેને તપમારે, પિતાના રક્ષણ માટે ભયરાઓમાં તથા નીચેનાં બીજા આશ્રયસ્થાનમાં દોડી જવું એ બધી રેજિંદી વસ્તુઓ બની ગઈ. મુલકી વસતી ઉપર એટલે કે લડાઈમાં સીધે ભાગ ન લેનાર નાગરિક પ્રજા ઉપર કરવામાં આવેલા બૅબમારાથી અંગ્રેજ અતિશય ક્રોધે ભરાયા. તેમને ક્રોધ વાજબી હતા કેમ કે, મુલકી યા નાગરિક વસતી ઉપરને બૅબમારો અતિશય ભીષણ વસ્તુ છે. પરંતુ હિંદના સરહદ પ્રાંત ઉપર કે ઇરાક ઉપર બ્રિટિશ એરોપ્લેને બૅબમારે કરે છે અને ખાસ કરીને નવા શોધાયેલા અમુક વખત પછી ફૂટનારા શેતાનિયતભર્યા બોંબ ફેંકે છે ત્યારે અંગ્રેજોને લેશ પણ ક્રોધ ચડતે જાતે નથી. એને વ્યવસ્થા જાળવવા માટેનું પિલીસનું કાર્ય કહેવામાં આવે છે અને કહેવાતા શાંતિકાળમાં પણ એને આશરે લેવામાં આવે છે. દાવાનળ જેમ તીડોનાં ટોળાંનાં કેળાંઓને ભસ્મીભૂત કરી નાખે છે તેમ યુદ્ધ માનવજીવનને સંહાર કરતું એક પછી બીજે માસ એમ આગળ ચાલવા લાગ્યું અને આગળ ચાલતું ગયું તેમ તેમ તે વધુ ને વધુ વિનાશક અને પાશવી બનતું ગયું. જર્મનેએ ઝેરી ગેસ વાપરવા માંડ્યો અને પછી તે બંને પક્ષોએ તેને ઉપયોગ કરવા માંડ્યો. બૅબમારે કરવામાં એરોપ્લેનેને વધુ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યા. પછીથી ઇયળની પેઠે બધી વસ્તુ ઉપર થઈને ચાલી જનારાં ટેક” નામનાં પ્રચંડ અને રાક્ષસી યંત્રએ બ્રિટિશ પક્ષે દેખા દીધી. લડાઈને મોખરા ઉપર માણસે લાખોની સંખ્યામાં મરણ પામ્યા અને પિતાપિતાના દેશમાં તેમની સ્ત્રીઓ અને બાળકોને ભૂખમરે અને તંગી વેઠવાં પડ્યાં. નાકાબંધીને કારણે, ખાસ કરીને જર્મની તથા ઓસ્ટ્રિયામાં ભૂખમરાએ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. એ વસ્તુ સહનશીલતાની કસોટી થઈ પડી. આ અગ્નિપરીક્ષામાં બેમાંથી કોણ વધુ વખત ટકી રહેશે ? બંને પક્ષનાં સૈન્ય એકબીજાને નાશ કરી નાખશે કે શું? મિત્રરાજ્યોની નાકાબંધી જર્મનીને જુસ્સો નરમ પાડી દેશે ? કે પછી જર્મનીની સબમરીનની લડાઈ ઇંગ્લંડને ભૂખે મારીને તેને જુસ્સે તથા સંકલ્પબળ હશે ? દરેક દેશે રાક્ષસી ભેગે આપ્યા, દરેક દેશે અક યાતનાઓ સહન કરી. લેકે વિચારવા લાગ્યા, આ ભીષણ બલિદાને અને યાતનાઓ વ્યર્થ છે શું ? આપણું રણમાં પડેલા શહીદોને ભૂલીને દુશ્મનને નમતું આપવું? યુદ્ધ પહેલાંના દિવસે તે બહુ દૂર ગયેલા ભાસવા લાગ્યા, યુદ્ધનાં કારણે સુધ્ધાં ભુલાઈ ગયાં; વેર લેવાની તેમ જ વિજય મેળવવાની ઇચ્છા એ સ્ત્રી પુરુષના મનને વિવશ કરી મૂકતી એક માત્ર વસ્તુ રહી. પિતાના માનીતા ધ્યેયને ખાતર બલિદાન આપનાર મૃતાત્માઓનો પિકાર એ ભયંકર વસ્તુ છે. જે સ્ત્રી કે પુરુષમાં સહેજ પણ જુસ્સ હેય તે એની અસરમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે? યુદ્ધનાં આ છેવટનાં વરસમાં સર્વત્ર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું અને યુદ્ધમાં પડેલી બધી પ્રજાઓના Page #348 -------------------------------------------------------------------------- ________________ * યુદ્ધકાળ ૨૦૧૫ એકેએક ઘરમાં શેકની છાયા ફરી વળી હતી. સૌ થાકથી લથપોથ થઈ ગયાં હતાં, સૌની આંખ ઊઘડી ગઈ હતી અને સૌને ભરમ ભાગી ગયું હતું. આમ છતાયે, મશાલ ઊંચી ધરી રાખ્યા સિવાય કોઈ પણ બીજું શું કરી શકે એમ હતું ? મેજર મૅક ક્રી નામના એક બ્રિટિશ અમલદારે લખેલી આ હૃદયસ્પર્શી લીટીઓ વાંચ અને યુદ્ધના એ અંધકારમય અને શેકપૂર્ણ દિવસમાં એ વાંચનાર તેની જાતિનાં સ્ત્રીપુરુષો ઉપર એની શી અસર થઈ હશે એની કલ્પના કરી છે. અને યાદ રાખજે કે, જુદા જુદા દેશમાં અને અનેક ભાષાઓમાં એના જેવી કવિતાઓ લખાઈ હતી. અમે મૃતાત્મા ! દિન બેંક પૂર્વે હતા અમે ચેતનવંત માનવી. આસ્વાદકે સૌય હતા ઉષાના, સૂર્યાસ્તલીલા ઉર માણનારા. સ્વીકારતા પ્રેમ, વળીય અર્પતા. ને આજ સૂતા લૅન્ડર્સનાં ઉજડ ખેતરમાં. સંગ્રામ દે આદરી દુશ્મનોથી. મશાલ આ દુર્બળ હાથમાંથી ફેંકી તમારે કર. લે, ધરે ઊંચી. દેશે અને અહીંયાં મરંતને દગે તમે, તે નહિ જંપશું અમે; પુપ ખીલે છે, નહિ ઊંઘશું અમે ફલૅન્ડર્સનાં ઉર્જા ખેતરમાં. ૧૯૧૬ની સાલના અંતમાં મિત્રરાનું પાસું ચડતું જતું લાગવા માંડયું. તેમનાં નવાં ટેકાએ પશ્ચિમ મેખરા ઉપર તેમને આગળ પગલું ભરવાની પહેલ કરવાની અનુકૂળતા કરી આપી. ઇંગ્લંડ ઉપર બૅબમારે કરનારાં ઝેપલીન હવાઈ જહાજોને અકસ્માત નડ્યા, અને જર્મન સબમરીનનું જોખમ હવા છતાંયે તટસ્થ દેશોનાં વહાણમાં પૂરતા પ્રમાણમાં ખેરાક ઈંગ્લડ પહોંચી શક્ય. ૧૯૧૬ના મે માસમાં ઉત્તર સમુદ્રમાં નૌકાયુદ્ધ થયું (જુટલેંડનું નૌકા યુદ્ધ). એમાં એકંદરે ઇંગ્લંડને વિજય થયે. દરમ્યાન નાકાબંધીને કારણે ભૂખમરે દિનપ્રતિદિન જર્મની તેમ જ એસ્ટ્રિયાની પ્રજાની વધુ ને વધુ સમીપ આવત ગયે. કાળ મધ્ય યુરોપની સત્તાઓની વિરુદ્ધ જાતે જ અને ઝડપી પરિણામે આવશે એવી ગણતરી થવા લાગી. જર્મનીએ સુલેહ માટે ઈશારે પણ કર્યો. પરંતુ મિત્રરાજ એવી કઈ પણ દરખાસ્ત સાંભળે એમ નહોતું. મિત્રરાજની Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન સરકારો જુદા જુદા દેશોના ભાગલા પાડવાની બાબતમાં ગુપ્ત સંધિઓથી એવી તે બંધાઈ ગઈ હતી કે સંપૂર્ણ વિજય સિવાય બીજા કશાથી તેમને સંતોષ થાય એમ નહોતું. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ વુડ વિલ્સને પણ સુલેહ સ્થાપવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે બધા નિષ્ફળ નીવડ્યા. આથી જર્મન આગેવાનોએ પિતાની સબમરીનની લડાઈ વધારે જલદ કરીને એ રીતે ઈંગ્લેંડને ભૂખે મારીને તેને તાબે થવાની ફરજ પાડવાને નિર્ણય કર્યો. ૧૯૧૭ના જાન્યુઆરીમાં તેમણે જાહેર કર્યું કે, સમુદ્રના અમુક ભાગમાં તટસ્થ દેશોનાં વહાણેને પણ અમે ડુબાવીશું. તટસ્થ દેશેને ઈગ્લડ ખેરાક પહોંચાડતા રોકવાને આ જાહેરાત કરવામાં આવી હતી. એ જાહેરાતથી અમેરિકા અતિશય છેડાઈ પડ્યું. તેનાં વહાણેને આ રીતે ડુબાવી દેવામાં આવે છે તે સાંખી લે એમ નહતું. એ વસ્તુએ યુદ્ધમાં પડવાનું તેને માટે અનિવાર્ય બનાવી મૂક્યું. જર્મન સરકારે સબમરીનની આવી નિરંકુશ લડાઈ લડવાનો નિર્ણય કર્યો તે વખતે તેણે એ વસ્તુને પણ ખ્યાલ કરી લીધું હવે જોઈએ. કદાચ તેને એમ પણ લાગ્યું હોય કે હવે બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી એટલે એ જોખમ ખે જ છૂટકે. અથવા તેણે એમ પણ ધાર્યું હોય કે, અમેરિકન શરાફે આજે પણ મિત્રરાજ્યોને ક્યાં ઓછી મદદ કરી રહ્યા છે. એ ગમે તેમ હો પણ, ૧૯૧૭ના એપ્રિલમાં યુનાઈટેડ સ્ટેટ્સે લડાઈ જાહેર કરી. બીજી પ્રજાઓ જ્યારે થાકીને લેથ થઈ ગઈ હતી ત્યારે અખૂટ સાધનસંપત્તિવાળું અને સાજીંતા યુનાઈટેડ સ્ટેટ્સ યુદ્ધમાં દાખલ થવાથી જર્મનીને પક્ષ હારશે એ નક્કી થઈ ગયું. અને આમ છતાંયે, અમેરિકાએ લડાઈ જાહેર કરી તે પહેલાં ભારે મહત્વને બીજો એક બનાવ બન્યું હતું. રશિયાની પ્રથમ ક્રાંતિને પરિણામે, ૧૯૧૭ના માર્ચની ૧૫મી તારીખે ઝારે ગાદીત્યાગ કર્યો. આ ક્રાંતિ વિષે હું તને અલગ પત્રમાં લખીશ. આ ક્રાંતિએ લડાઈમાં ભારે ફેરફાર કરી નાખે એ વસ્તુ તું અહીં લક્ષમાં રાખે એમ હું ઈચ્છું છું. દેખીતી રીતે જ રશિયા હવે ઝાઝું લડી શકે એમ નહતું અને લડે તે પણ જર્મની વિરુદ્ધ તે નહિ જ. એને અર્થ એ થયો કે જર્મની પૂર્વના મોખરાની ચિંતામાંથી મુક્ત થયું. પૂર્વ મેખરા ઉપરનું પિતાનું બધું અથવા મોટા ભાગનું સૈન્ય તે હવે ક્રાંસ અને ઇગ્લેંડની સામે ઝીંકી શકે એમ હતું. એકાએક પરિસ્થિતિ જર્મનીને માટે અતિશય અનુકૂળ થઈ ગઈ. રશિયન ક્રાંતિ થવા પામી તેના છ કે સાત અઠવાડિયાં પહેલાં જે તેને એની ખબર પડી હતી તે એથી ભારે ફરક પડી જાત. એમ થાત તે સબમરીનના યુદ્ધમાં ફેરફાર ન થાત અને અમેરિકા કદાચ તટરથ રહ્યું હેત. રશિયા યુદ્ધમાંથી નીકળી જાય અને અમેરિકા તટસ્થ રહે એ સ્થિતિમાં જર્મની, કાંસ તથા ઇંગ્લંડનાં સૈન્યને ક્યરી નાખે એવો પૂરેપૂરો સંભવ હતે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૭ યુદ્ધકાળ ચાલુ સ્થિતિમાં પણ પશ્ચિમ માખરા ઉપર જર્મનીનું બળ વધવા પામ્યું અને જન સબમરીનાએ મિત્રરાજ્યો તથા તટસ્થ દેશાનાં વહાણાનું નિક ંદન કાઢયું. રશિયાની ક્રાંતિ જર્મનીને મદદરૂપ થઈ પડી એમ લાગ્યું. અને છતાંયે તે તેની આંતિરક નબળાઈના મોટામાં મોટા કારણરૂપ નીવડી. પહેલી ક્રાંતિ થઈ ત્યાર પછી આઠ માસની અંદર બીજી ક્રાંતિ થવા પામી. એણે સોવિયેટ તથા એલ્શેવિકાના હાથમાં સત્તા સુપરત કરી. અને સુલેહશાંતિ એ એલ્શેવિકાને પોકાર હતા. તેમણે લડતી પ્રજાના મજૂરો તથા સૈનિકાને ઉદ્દેશીને સુલેહ માટે હાકલ કરી. એ મૂડીવાદીઓનું યુદ્ધ હતું એ તેમણે બતાવી આપ્યું અને સામ્રાજ્યવાદી હેતુ આગળ ધપાવવાના કાર્યમાં તાપાના ભક્ષ્ય ન બનવા મજૂરોને જણાવ્યું. આવા કેટલાક પોકારા અને હાકલા લડાઈના મેાખરા ઉપરના જુદી જુદી પ્રજાના સૈનિકાના કાન સુધી પહોંચ્યાં અને એની તેમના ઉપર ભારે અસર થવા પામી. ફ્રેંચ સૈન્યામાં ઘણાં બડે થયાં અને સત્તાવાળાઓએ તેમને જેમ તેમ દબાવી દીધાં. જર્મન સૈનિકા ઉપર તેા એની અસર ઘણી વધારે થઈ. કેમ કે ક્રાંતિ પછી તેા ઘણી જર્મન પલટણામાં રશિયન સૈન્ય પ્રત્યે ભ્રાતૃભાવની લાગણી પેદા થઈ હતી. આ પલટાને પશ્ચિમ મેખરે મોકલવામાં આવી ત્યારે તે આ નવે। સંદેશ પોતાની સાથે લઈ ગઈ અને ખીજી પલટણામાં તેને ફેલાવે કર્યાં. જર્મની હવે લડાઈથી સાવ થાકી ગયું હતું અને તદ્ન હતાશ થઈ ગયું હતું તથા રશિયાથી આવેલાં ખી તેને ગ્રહણ કરવાને તત્પર ભૂમિ ઉપર પડ્યાં. રશિયન ક્રાંતિએ આ રીતે જમનીમાં આંતિરક નબળાઈ પેદા કરી. . પરંતુ આ બધી અપશુકનિયાળ નિશાનીઓ જમન લશ્કરી સત્તાવાળાઓની આંખે દેખાતી નહાતી. સને ૧૯૧૮ના માર્ચમાં સાવિયેટ રશિયા ઉપર બળજબરીથી તેમણે કચરી નાખનારી અને હિણપતભરી સુલેહ ઠોકી બેસાડી. સાવિયેટ માટે બીજો કાઈ માર્ગ રહ્યો નહાતા તથા ગમે તે ભાગે તેમને સુલેહ જોઈતી હતી એટલે તેમણે એ સુલેહના સ્વીકાર કર્યાં. ૧૯૧૮ના માર્ચમાં જન સૈન્યે પશ્ચિમ મેાખરા ઉપર તેને છેવટના ભગીરથ પ્રયત્ન પણ કર્યાં. એમ કરતાં તેમનાં સૈન્યોના કચ્ચરઘાણ કાઢીને જમનાએ અંગ્રેજો તથા ફ્રેંચોની હરાળ ભેદી અને સાડાત્રણ વરસ પૂર્વે તેમને જ્યાંથી પાછા હટાવ્યા હતા તે માન નદીને કિનારે તેઓ જઈ પહોંચ્યા. આ અસાધારણ પ્રયત્ન હતા પણ એ તેમને છેલ્લે પ્રયાસ હતા અને જની સાવ થાકી ગયું હતું. દરમ્યાન આટ્લાંટિક મહાસાગર ઓળંગીને અમેરિકાથી સૈન્ય આવી પહેાંચ્યું તથા પહેલાંના કડવા અનુભવામાંથી મેધ લઈ ને પૂરેપૂરો સહકાર તથા પ્રયત્નની એકતા સાધી શકાય એટલા માટે પશ્ચિમ મેાખરા ઉપરનાં બધાંયે મિત્રસન્યાને - બ્રિટિશ, અમેરિકન, ફ્રેંચ —એક જ સરસેનાપતિની સરદારી નીચે મૂકવામાં આવ્યાં. ફ્રાંસના માલ ફેશને પશ્ચિમ મેાખરાનાં બધાંયે મિત્રસૈન્યે સરસેનાપતિ બનાવવામાં Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યું. ૧૯૧૮ની સાલના વચગાળાથી ચોક્કસપણે પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગ્યો, હવે હુમલાની પહેલ મિત્રસૈન્ય કરી અને જર્મનને પાછા ધકેલતાં તેઓ આગળ વધવા લાગ્યાં. ઓકટોબર સુધીમાં લડાઈને અંત નજીક આવી પહોંચે અને તહકૂબીની વાત સંભળાવા લાગી. નવેમ્બરની ચોથી તારીખે કીલ આગળ જર્મને નૌકાસને બંડ કર્યું અને પાંચ દિવસ પછી બલિનમાં જર્મન પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. એ જ દિવસે એટલે કે નવમી નવેમ્બરે કેઝર વિહેમ બીજે અઘટિત અને શરમભરી રીતે જર્મનીથી હાલેંડ ચાલ્યો ગયો. અને એ રીતે હોહેનોલનું વંશને એની સાથે અંત આવ્યો. ચીનના મંચૂઓની પેઠે તેઓ “વાઘની ગર્જના સાથે આવ્યા હતા અને સાપની પૂંછડીની પેઠે અદશ્ય થઈ ગયા.” ૧૯૧૮ના નવેમ્બરની ૧૧મી તારીખે તહકુબીની શરતે ઉપર સહીઓ ' થઈ અને લડાઈને અંત આવ્યું. અમેરિકાના પ્રમુખ વુડ વિલ્સને નક્કી કરેલા “ચૌદ મુદ્દાઓ ઉપર આ તહકૂબીની શરતે રચાઈ હતી. યુદ્ધમાં સંડોવાયેલી નાની પ્રજાઓના આત્મનિર્ણયને સિદ્ધાંત, શસ્ત્રસંન્યાસ, ગુણ મુત્સદ્દીગીરીને નિષેધ, બીજી સત્તાઓએ રશિયાને મદદ આપવી તથા પ્રજાસંધ- આ વસ્તુઓ ઉપર મેટે ભાગે એ મુદ્દાઓ ઘડવામાં આવ્યા હતા. હળવે રહીને વિજેતા આ “ચૌદ મુદ્દાઓ 'માંથી ઘણુંખરા કેવી રીતે ભૂલી ગયા હતા તે આપણે પછીથી જોઈશું. લડાઈ તે હવે પૂરી થઈ હતી પણ બ્રિટિશ કાફલાએ કરેલી જર્મનીની નાકાબંધી તે ચાલુ જ રહી અને ભૂખે મરતાં જર્મને સ્ત્રી બાળકોને ખેરાક પહોંચાડવા દેવામાં આવતું નહતો. દ્વેષના આ ગજબ પ્રદર્શન તથા બાળકોને પણ શિક્ષા કરવાની આ કામનાને સુપ્રસિદ્ધ બ્રિટિશ રાજદ્વારી પુરુષો અને જાહેર કાર્યકર્તાઓને, મેટાં મોટાં છાપાંઓને અને કહેવાતાં વિનીત (લિબરલ) સામયિકનો પણ ટેકે હતા. અરે, ઇંગ્લંડને વડા પ્રધાન લેઈડ જે પણ વિનીત આગેવાન હતા. લડાઈનાં સવા ચાર વરસની તવારીખ ગાંડી પાશવતા અને અત્યાચારોની હકીકતથી ભરેલી છે. આમ છતાંયે, તહબી પછી પણ જર્મનીની નાકાબંધી ચાલુ રાખવામાં આવી એના કરતાં કોઈ પણ પાશવતા વધારે નિષ્ફર અને હડહડતી નહિ હોય. લડાઈ પૂરી થઈ હતી, એક આખી પ્રજા ભૂખમરે વેઠી રહી હતી અને તેનાં બાળકો ભૂખે ટળવળતાં હતાં છતાંયે ઈરાદાપૂર્વક અને બળજબરીથી બરાક ત્યાં જ અટકાવવામાં આવ્યો હતો. યુદ્ધ આપણું મનને કેવાં વિત કરી મૂકે છે તથા તેને ગાંડા ઠેષથી ભરી દે છે! જર્મનીના વડા પ્રધાન (ચેન્સેલર) બૅથમેન હલાવીને કહ્યું હતું કે, “ઈંગ્લંડે અમારી સામે કરેલી નાકાબંધીની નિશાનીઓ અમારાં સંતાને અને અમારાં સંતાનોના સંતાને Page #352 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળ ૧૦૧૯ સુધી કાયમ રહેશે, શૈતાનિયત કરતાં જરાયે ઓછી હિ એવી ક્રૂરતાનું એ સુધરેલું સ્વરૂપ છે.” મોટા મોટા રાજદ્વારી પુરુષો તથા ઊંચે સ્થાને બિરાજેલા બીજા આ નાકાબંધી પરત્વે પોતાની સંમતિ દર્શાવી રહ્યા હતા ત્યારે યુદ્ધ લડનારા ગરીબ બિચારા બ્રિટિશ સૈનિકાથી એ દૃશ્ય જોઈ રહેવાયું નહિ. તહરૂખી પછી રાઈનના પ્રદેશમાં કાલેન આગળ બ્રિટિશ સૈન્ય મૂકવામાં આવ્યું હતું. એ સૈન્યના બ્રિટિશ સેનાપતિને ઇંગ્લેંડના વડા પ્રધાન લોઈડ જ્યોર્જ ઉપર આવે! તાર કરવાની ફરજ પડી : જમ્ન સ્ત્રીઓ તથા ખાળકાની યાતનાઓનું દૃશ્ય બ્રિટિશ સૈન્ય ઉપર ભારે માઠી અસર કરી રહ્યુ છે.” તકૂખી પછી સાત કરતાં પણ વધારે માસ સુધી ઇંગ્લંડે જર્મનીની નાકાબંધી ચાલુ રાખી હતી. યુદ્ધનાં લાંબાં વરસાએ લડાઈમાં પડેલી પ્રજાને પાશવ બનાવી મૂકી હતી. તેમણે માટા ભાગના લાકાની નૈતિક ભાવનાના નાશ કર્યાં અને સામાન્ય માણસાને અર્ધા ગુનેગાર જેવા બનાવી મૂક્યા. લોકેા હિંસા અને ઇરાદાપૂર્ણાંક કરવામાં આવતી હકીકતાની વિકૃતિથી ટેવાઈ ગયા અને તે દ્વેષ તથા વેર લેવાની ભાવનાથી ઊભરાતા હતા. આ વિગ્રહનું સરવૈયું શું હતું ? એની કાઈ ને પણ ખબર નથી, હજી લોકેા તે તૈયાર કરી રહ્યા છે! આધુનિક વિગ્રહ એ શી વસ્તુ છે એને તને ખ્યાલ આપવાને હું ઘેાડા આંકડા ટાંકીશ. વિગ્રહની કુલ ખુવારી નીચે મુજબ ગણવામાં આવી છે : મરી ગયેલા સૈનિકા -૧,૦૦,૦૦,૦૦૦ મરી ગયેલા ધારવામાં આવેલા સૈનિકા મરી ગયેલા નાગિરકા ધાયલ થયેલા કેદ પકડાયેલા યુદ્ધના અનાથે યુદ્ધની વિધવા આશ્રિત ૩૦,૦૦,૦૦૦ ૧,૩૦,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦ ૯૦,૦૦,૦૦૦ ૫૦,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦,૦૦ આ જબરદસ્ત આંકડાઓ તરફ નજર કર અને પછી એની પાછળ કેટલી બધી માનવી યાતનાઓ રહેલી છે તેને ખ્યાલ કરવા પ્રયત્ન કર. એ આંકડાઓના સરવાળા કર: માત્ર મરી ગયેલા અને ધાયલ થયેલાના કુલ સરવાળા જ ૪૬,૦૦૦,૦૦૦ થાય છે. અને રોકડ નાણાંનો ખરચ ? હજી લા એની તા ગણતરી કરી રહ્યા છે ! મિત્રરાજ્યોના પક્ષના ખર્ચને કુલ અંદાજ અમેરિકના લગભગ ૪૦,૯૯,૯૬,૦૦,૦૦૦ પાઉન્ડ આપે છે અને જર્મન પક્ષના ખરચતા અંદાજ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન લગભગ ૧૫,૧૨,૨૩,૦૦,૦૦૦ પાઉંડ આપે છે. એને એકંદર સરવાળે છપ્પન કરોડ પાઉંડ કરતાંયે વધારે થાય! આપણા રોજિંદા વ્યવહારની સરખામણીમાં એ રકમ એટલી બધી મેટી છે કે એને આપણને બરાબર ખ્યાલ આવી શકે એમ નથી. એ આંકડાઓ આપણને સૂર્ય કે તારાના અંતર જેવા ખગોળના આંકડાઓની યાદ આપે છે. યુદ્ધમાં પડેલી બધી પ્રજાઓ-વિજેતા તેમ જ પરાજિત-એક સરખી રીતે યુદ્ધના ખરચથી પેદા થયેલા પરિણામમાં હજી સુધી ગૂંચવાઈને પડેલી છે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. યુદ્ધને અંત લાવવા માટેનું યુદ્ધ' “લેકશાહીને સલામત કરવા માટેનું યુદ્ધ' તથા આત્મનિર્ણય' અને સામાન્ય રીતે સ્વતંત્રતા અને ઉચ્ચ આદર્શોની વાત હવે બંધ થઈ ગઈ અને ઈંગ્લેડ, ફ્રાંસ, અમેરિકા, ઇટાલી અને તેમનાં બીજાં નાનાં મિત્રરાજ્ય (અલબત્ત રશિયા તેમાંથી બાદ હતું)નો વિજય થયો. ઉપર જણાવેલા આ બધા ઉચ્ચ અને ઉમદા આદર્શો કેવી રીતે વ્યવહારમાં ઉતારવામાં આવ્યા એ આપણે પછીથી જોઈશું. દરમ્યાન આગળના બીજા એક વિજય વિષે અંગ્રેજ કવિ સાઉધીએ લખેલી કવિતાની લીટીઓ યાદ કરીએ. વખાણુતા સૌ કઈ તે યુદ્ધ તણે સરદાર, મહાજંગ જીતનાર.' પણ શું એમાંથી કહો આખર પામ્યા સાર?' પૂછે નાને બાળ. તે બોલે કે શી ખબર? જાણું આટલી વાત; હતી છત પ્રખ્યાત.” ૧૫૦. રશિયામાંથી ઝારશાહીને અંત ૭ એપ્રિલ, ૧૯૩૩ યુદ્ધકાળ વિષેના મારા ધ્યાનમાં મેં રશિયન ક્રાંતિ તથા યુદ્ધ ઉપર થયેલી તેની અસરને ઉલ્લેખ કર્યો હતે. યુદ્ધ ઉપર તેણે કરેલી અસરની વાત જવા દઈએ તે પણ ખુદ ક્રાંતિ એ જ એક જબરદસ્ત ઘટના હતી. દુનિયાના ઈતિહાસમાં એને જેટે જડે એમ નથી. એ પ્રકારની એ પહેલવહેલી ક્રાંતિ હતી એ ખરું, પરંતુ લાંબા વખત સુધી એ જાતની એ માત્ર એકલદોકલ ક્રાંતિ જ રહેશે એમ લાગતું નથી, કેમ કે ઘણા દેશો માટે એ પડકારરૂપ થઈ પડી છે અને દુનિયાભરના અનેક ક્રાંતિકારીઓ માટે એ દષ્ટાંતરૂપ બની ગઈ છે. એથી એ ઝીણવટપૂર્વકના અભ્યાસને વેગ્ય Page #354 -------------------------------------------------------------------------- ________________ રશિયામાંથી ઝારશાહીના અંત ૧૦૨૧ છે. યુદ્ધનું એ સૌથી મોટું પરિણામ હતું એ નિર્વિવાદ છે, પરંતુ એ અતિશય અણધારી ઘટના હતી અને લડાઈમાં ઝંપલાવનાર કાઈ પણ સરકાર યા તે કાઈ પણ રાજદ્વારી પુરુષે એ માટે લેશમાત્ર પણ ઇચ્છા રાખી નહોતી, અથવા એમ કહેવું વધારે સાચુ હોય કે, રશિયામાં પ્રવર્તતી ઐતિહાસિક અને આર્થિક પરિસ્થિતિની એ સતતિ હતી. યુદ્ધમાં થયેલી ખેહદ ખુવારી તથા યુદ્ધને કારણે વૈવી પડેલી યાતનાઓને લીધે ઝડપથી ફટાકટી ઊભી થઈ અને ક્રાંતિના પરમ શિલ્પી તથા મેધાવી લેનિને એના લાભ ઉદ્દાબ્યા. ખરી રીતે ૧૯૧૭ની સાલમાં રશિયામાં એ ક્રાંતિ થઈ એક માર્ચમાં અને ખીજી નવેમ્બરમાં. અથવા એમ કહી શકાય એ આખા ગાળા દરમ્યાન ક્રાંતિને જુવાળ ચાલુ રહ્યો હતા અને એ એ પ્રસ ંગે એ પાણી ઊંચામાં ઊંચી હદે પહોંચ્યાં હતાં. રશિયા ઉપરના મારા છેલ્લા પત્રમાં મે તને ૧૯૦૫ની ક્રાંતિ વિષે કહ્યું હતું. એ ક્રાંતિ પણ યુદ્ધ અને પરાજયને ટાંકણે થઈ હતી. એને પાશવતાથી દાખી દેવામાં આવી અને ઝારની સરકારે ખેલગામ આપખુદીની પોતાની કારકિદી ચાલુ રાખી. તેણે સત્ર જાસૂસોની જાળ પાથરી દીધી અને સર્વ પ્રકારના ઉદાર મતાને કચરી નાખ્યા. માકર્સવાદીએ અને ખાસ કરીને એક્શેવિકાને કચરી નાખવામાં આવ્યા અને તેમનાં આગેવાન સ્ત્રીપુરુષો કાં તો સાઇપ્રેરિયાની ગુનેગારની વસાહતામાં ગયાં અથવા તે તેમણે દેશવટો લીધા. પરંતુ દેશવટો લઈને પરદેશામાં ચાલ્યાં ગયેલાં આ ગણ્યાંગાંઠ્યાં માણસોએ લેનિનની આગેવાની નીચે પોતાનું પ્રચારકાર્ય તથા અભ્યાસ ચાલુ રાખ્યાં. તેઓ માકનાં ચુસ્ત અનુયાયીઓ હતાં. પરંતુ માસના સિદ્ધાંત ઇંગ્લેંડ કે જર્મની જેવા ભારે અદ્યોગિક દેશાને માટે યોજવામાં આવ્યા હતા. રશિયા ા હજીયે મધ્યકાલીન અને કૃષિપ્રધાન દેશ હતા. માત્ર મેટાં મેટાં શહેરામાં ઉદ્યોગેાની સહેજસાજ શરૂઆત થઈ હતી. લેનિને, માકર્સના મૂળભૂત સિદ્ધાંતા આવા રશિયાને અધ એસતા કરવાનું કાર્ય હાથ ધર્યું. તેણે આ વિષય ઉપર ખૂબ લખાણ કયુ. અને દેશવટો ભોગવતા રશિયનએ એ વિષય ઉપર ખૂબ ચર્ચા કરી. આ રીતે તેઓ ક્રાંતિના શાસ્ત્રમાં તૈયાર થયા. લેનિનની એવી માન્યતા હતી કે કાઈ પણ કાર્ય કેવળ ઉત્સાહ ધરાવનારાઓથી હિ પણ નિષ્ણાતા અને તાલીમ પામેલાઓના હાથે થવું જોઈએ. તેના અભિપ્રાય હતા કે ક્રાંતિ કરવાના પ્રયાસ કરવા જ હાય તો લકાને એ કાય માટે પૂરેપૂરી તાલીમ આપવી જોઈએ કે જેથી કાય કરવાની ઘડી આવી પહોંચે ત્યારે તેમણે શું કરવું જોઈએ એ બાબતની તેમના મનમાં ચાખવટ રહે. આથી, લેનિન તથા તેના સાથીઓએ ૧૯૦૫ પછીનાં અધકારમય વરસાના ઉપયોગ ભાવી કાર્ય માટેની તાલીમ લેવામાં કર્યાં. Page #355 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન રશિયાનાં શહેરાના મજૂર વર્ગ છેક ૧૯૧૪ની સાલથી જાગ્રત થવા લાગ્યા હતા અને તે ક્રીથી ક્રાંતિકારી થવા માંડ્યો હતા. ત્યાં અનેક રાજકીય હડતાળા પણ પડી હતી. પછીથી યુદ્ધ આવ્યું અને સધળું ધ્યાન એમાં પરાવાયું. આગળ પડતા વિચારો ધરાવનારા મજૂરાને યુદ્ધના મોરચા ઉપર સૈનિકા તરીકે મેાકલવામાં આવ્યા. લેનિન તથા તેના સાથીઓએ (ધણાખરા આગેવાને રશિયા બહાર દેશવટો ભાગવતા હતા ) છેક શરૂઆતથી જ યુદ્ધનો વિરોધ કર્યાં. ખીજા દેશોના મેાટા ભાગના સમાજવાદીઓની પેઠે યુદ્ધના વાતાવરણથી તે ખેંચાઈ ગયા નહાતા. મહાયુદ્ધને તેમણે મૂડીવાદીઓનું યુદ્ધ કહ્યુ અને પોતાની સ્વતંત્રતા મેળવવામાં એને લાભ લેવા સિવાય મજૂરવર્ગ ને એની સાથે ખીજી કશી લેવા • દેવા નથી એમ તેમણે જણાવ્યું. ૧૦૨૨ - રણક્ષેત્ર ઉપર રશિયન સૈન્યની ભયંકર ખુવારી થઈ. એ ખુવારી યુદ્ધમાં સડાવાયેલા ખીજા કાઈ પણ સૈન્યની ખુવારીની તુલનામાં કદાચ સૌથી વધારે હશે. રશિયન સેનાપતિ, લશ્કરી માણસા તરીકે પણ તે ઝાઝા બુદ્ધિશાળી હાય છે એમ સામાન્ય રીતે માનવામાં આવતું નથી - · સાવ આવડત વિનાના હતા. રશિયન સૈનિકા બહુ જ કંગાળ રીતે શસ્ત્રસજ્જ હતા. ઘણી વાર તા તેમની પાસે દારૂગોળા પણ નહાતા તેમ જ તેમને ખીજો પણ કશા ટેકા નહેતા. આવા સૈનિકાને દુશ્મનો ઉપર ઝીંકવામાં આવ્યા અને એ રીતે અચૂક રીતે લાખાની સંખ્યામાં તેમને મૃત્યુના મુખમાં હોમવામાં આવ્યા. દરમ્યાન પેટ્રોગ્રાડમાં - હવે પીટર્સબર્ગને એ નામથી ઓળખવામાં આવતું હતું — તેમ જ ખીજા મોટાં શહેરોમાં ભારે નફાખોરી શરૂ થઈ અને સટડિયાએ અઢળક સંપત્તિ એકઠી કરી. આ ‘દેશભક્ત ' સટોડિયા અને નફાખારા વિજય મળતાં સુધી યુદ્ધ ચાલુ રાખવાની બૂમ સૌથી માટે સાદે પાડતા હતા. બેશક લડાઈ નિરંતર ચાલુ રહે એ વસ્તુ તેમને બહુ જ અનુકૂળ હતી ! પરંતુ સૈનિકા, મજૂરો અને ખેડૂત વર્ગ (જે સૈનિકા પૂરા પાડતા હતા) એ બધા થાકી ગયા હતા. તે ભૂખે મરતા હતા અને તેમનામાં ભારે અસ ંતોષ વ્યાપ્યા હતા. ઝાર નિકાલસ અતિશય ખેવકૂફ઼ માણસ હતા. તેના ઉપર તેની પત્ની ઝારીનાના ઘણા પ્રભાવ હતા. તે પણ એના જેટલી જ ખેવકૂફ઼ હતી પણ વધારે શક્તિશાળી હતી. એ ખતે હરામખા અને મેવકૂફાથી ચારે તરફથી વીંટળાયેલાં હતાં અને કાઈ પણ તેમની ટીકા કરવાની હામ ભીડી શકતું નહેતું. સ્થિતિ એટલી હદે પહેાંચી કે, ગ્રેગરી રાસપુટીન નામનેા એક ધૃણાજનક બદમાશ ઝારીનાના મુખ્ય પ્રીતિપાત્ર બન્યો અને તેની મારફતે તે ઝારને પણ માનીતા થયા. રાસપુટીન (રાસપુટીનના અર્થ ગ ંદા કૂતરા ' એવા થાય છે) એક ગરીબ ખેડૂત હતા અને ધોડાની ચોરીને કારણે તે મુશ્કેલીમાં આવી પડચો હતા. તેણે પવિત્રતાના વાધા સજવાનું અને સાધુનો કમાણીના ધંધા અંગીકાર Page #356 -------------------------------------------------------------------------- ________________ રશિયામાંથી ઝારશાહીને અંત ૧૦૨૩ કરવાનું નકકી કર્યું. હિંદની પેઠે રશિયામાં પણ પૈસા કમાવાને એ સુગમ માર્ગ હતું. તેણે પોતાના વાળ લાંબા વધારવા માંડયા અને તેના વાળની સાથે તેની નામના પણ વધવા લાગી અને છેવટે તે રાજદરબાર સુધી પહોંચી. ઝાર તથા ઝારીનાને એકને એક પુત્ર – તેને “ઝારવીચ ના નામથી ઓળખવામાં આવતું હતું – કંઈક રેગગ્રસ્ત હતા અને રાસપુટીને કોઈક રીતે ઝારીનાના મન ઉપર એવું ઠસાવ્યું કે તે તેને સાજો કરશે. તેનું નસીબ ઊઘડી ગયું અને ચેડા જ વખતમાં ઝાર તથા ઝારીના તેના પ્રભાવ નીચે આવ્યાં. રાજ્યની મોટી મેટી નિમણૂકો પણ તેની સલાહ પ્રમાણે કરવામાં આવતી. તે અતિશય દુરાચારી જીવન ગુજારતો હતો અને મોટી મોટી રકમની લાંચ લેતા હતા પરંતુ વરસો સુધી તેણે આ સત્તાધારીને ભાગ ભજવ્યો. આ સ્થિતિથી સૌ કઈ કંટાળ્યા હતા. વિનીતે અને અમીર વર્ગના લેક પણ બડબડાટ કરવા લાગ્યા અને મહેલની ક્રાંતિની એટલે કે બળજબરીથી ઝારોને બદલી નાખવાની વાતો થવા લાગી. દરમ્યાન ઝારે પિતે પિતાની સેનાના સરસેનાપતિનું પદ ધારણ કર્યું અને દરેક વસ્તુમાં તે છબરડે વાળવા લાગ્યો. ' ૧૯૧૬ની સાલ પૂરી થઈ તે પહેલાં થોડા દિવસો ઉપર ઝાર કુટુંબના એક માણસે રાસપુટીનનું ખૂન કર્યું. તેને જમવા માટે બોલાવવામાં આવ્યું અને પિતાની જાત ઉપર ગોળીબાર કરવાનું તેને કહેવામાં આવ્યું. તેણે એમ કરવાની ના પાડી એટલે તેને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા. રાસપુટીનના ખૂનને સામાન્ય રીતે એક અનિષ્ટના નિવારણ તરીકે વધાવી લેવામાં આવ્યું. પરંતુ એને પરિણામે ઝારની છુપી પોલીસે ભારે દમન ચલાવ્યું. કટોકટી.ઉગ્ર બનતી ગઈ અનાજને દુકાળ પડ્યો અને પેટ્રોગ્રાડમાં અનાજ માટે હુલ્લડે થવા લાગ્યાં. અને પછી, મજૂરોની લાંબા કાળની મનેવેદનામાંથી માર્ચના આરંભના દિવસોમાં અણધાર્યો અને આપમેળે ક્રાંતિને જન્મ થયે. તા. ૮મીથી ૧૨મી સુધીના માર્ચ માસના પાંચ દિવસમાં આ કાંતિને વિજય નિહાળે. એ કંઈ મહેલની ક્રાંતિ નહોતી તેમ જ તેના ટોચના આગેવાનોએ યોજનાપૂર્વક કરેલી એ વ્યવસ્થિત ક્રાંતિ પણ નહોતી. એ સમાજના છેક નીચેના થરમાંથી, અતિશય પીડિત મજૂરેમાંથી ઉદભવતી લાગતી હતી. અને કોઈ પણ પ્રકારની દેખીતી પેજના કે આગેવાનોની દેરવણ વિના બંધ આંખે ફેફસતી ફફેસતી આગળ વધતી હતી. સ્થાનિક બશેવિકો સહિત બધાયે ક્રાંતિકારી પક્ષો એથી આભા બની ગયા અને એને કેવી દોરવણું આપવી એ તેમને સૂઝયું નહિ. જનતાએ આપમેળે ક્રાંતિની દિશામાં પહેલ કરી અને પેટ્રોગ્રાડમાં મૂકવામાં આવેલા સૈનિકોને જે ક્ષણે તેણે પિતાના કરી લીધા તે જ ક્ષણે તેને વિજય થયો. આ ક્રાંતિકારી જનતાને ભૂતકાળમાં થયેલાં ખેડૂતેનાં અનેક બંડની પેઠે કેવળ વિનાશ કરવાને ખાતર જ મંડેલાં અસંગઠિત ટોળાઓ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન ' માની ખેસવાની ભૂલ ન કરવી જોઈએ. આ માર્ચ માસની ક્રાંતિ અંગેની મહત્ત્વની ખીના એ છે કે, એમાં, જેમને · પ્રાલિટેરિયટ ’ નામથી ઓળખવામાં આવે છે તે કારખાનાના મજૂરોએ ઈતિહાસમાં પહેલી જ વાર આગેવાની લીધી હતી. એ વખતે આ મજૂરો પાસે જાણીતા અને આગળ પડતા આગેવાના નહાતા ( લેનિન અને બીજા કદમાં યા તે પરદેશમાં હતા.) એ ખરું, પરંતુ લેનિનના મંડળે કેળવેલા એવા ઘણાયે અજ્ઞાત મજૂરા તેમની પાસે હતા. ડઝનબંધી કારખાનાંઓમાંના આ અજ્ઞાત મજૂરા આખી ચળવળના આધારરૂપ થઈ પડ્યા અને તેમણે તેને નિશ્ચિત માર્ગે વાળી. અહીંયાં આપણે ઔદ્યોગિક મજૂરીને, પોતાનું કાર્ય બજાવતાં જોઈ એ છીએ. આવી ઘટના ખીજે કયાંય આપણા જોવામાં આવી નથી. રશિયા અલબત ણે માટે અંશે ખેતીપ્રધાન દેશ છે અને એ ખેતી પણ મધ્યકાલીન પદ્ધતિથી ચાલતી હતી. એકંદરે જોતાં દેશમાં આધુનિક ઉદ્યોગો બહુ જાજ પ્રમાણમાં હતા. અને એવા જે કઈ ઉદ્યોગો હતા તે ગણ્યાંગાણ્યાં શહેરોમાં કેન્દ્રિત થયેલા હતા. પેટ્રોગ્રાડમાં આવાં ઘણાં કારખાંનાં હતાં અને એ રીતે ત્યાં આગળ ઔદ્યોગિક મજૂરાની મેટી વસતી હતી. માર્ચ માસની ક્રાંતિ એ પેટ્રમ્રાડના મજૂરા તથા ત્યાં મૂકવામાં આવેલી પલટણાનું કાર્ય હતું. ૮મી માર્ચે ક્રાંતિના ગડગડાટના પડધા સભળાયા. સ્ત્રીએ આગળ પડતો ભાગ લે છે અને સુતરાઉ મિલાની સ્ત્રી કામદારો શહેરના મહેલ્લામાં કૂચ કરીને દેખાવે કરે છે. ખીજે દિવસે બધે હડતાલ પડે છે અને ધણા પુરુષ કામદારો પણ કામ છેડીને બહાર પડે છે. રોટી માટેની માગણીના તથા ‘ આપખુદી મુર્દાબાદ ’ના પોકારો થાય છે. સત્તાવાળાઓ દેખાવેા કરનારા મજૂરાને કચરી નાખવા માટે કૉંઝેક સૈનિકને મેકલે છે. ભૂતકાળમાં તે હમેશાં ઝારશાહીના મુખ્ય ટેકાદાર રહ્યા હતા. કોઝેક સૈનિકા લાકને આજુબાજુ વિખેરી નાખે છે પણ તેમના ઉપર ગોળીબાર કરતા નથી. મજૂરાને સાન દાશ્રય માલૂમ પડે છે કે કૉઝેક સૈનિકાના સરકારી અધિકારીએ હાવાના દેખાવની પાછળ તેમના પ્રત્યેની મૈત્રીની ભાવના રહેલી છે. લોકેાના ઉત્સાહ એકદમ વધી જાય છે અને તે કૅઝેકા સાથે બિરાદરી કેળવવાના પ્રયાસ કરે છે. પરંતુ પોલીસે તરફ ધિક્કારની લાગણી રાખવામાં આવે છે અને તેમના ઉપર પથ્થરો ફેંકાય છે. ત્રીજે દિવસે એટલે કે ૧૦મી માર્ચે, કૉંગ્રેષ્ઠ પ્રત્યેની ભ્રાતૃભાવની લાગણી વધવા પામે છે. લાકા ઉપર ગેાળીબાર કરનારા પોલીસેા ઉપર કૉઝેકાએ ગાળીએ છેડી એવી અા પણ ફેલાય છે. મહેલામાંથી પોલીસ જતી રહે છે. સ્ત્રી કામદારો સૈનિકા આગળ જાય છે અને તેમને આગ્રહપૂર્વક વિનવણી કરે છે. સનિકાની તાકેલી બકા ઊંચી થઈ જાય છે, Page #358 -------------------------------------------------------------------------- ________________ રશિયામાંથી ઝારશાહીને અત ૧૦૨૫ એ પછીને ૧૧મી માર્ચને દિવસ રવિવાર છે. કામદારે શહેરના મધ્ય ભાગમાં એકત્ર થાય છે, પોલીસે ગુપ્ત જગ્યાએ સંતાઈને તેમના ઉપર ગોળી ચલાવે છે. કેટલાક સૈનિકે પણ લે કે ઉપર ગોળીબાર કરે છે, આથી તેઓ એ પલટણની બરાક આગળ પહોંચે છે અને ત્યાં આગળ કડવી ફરિયાદ કરે છે. એ પલટણનું હૃદય પીગળે છે અને તે પોતાના નીચલા દરજજાના અમલદારની સરદારી નીચે લેકેનું રક્ષણ કરવાને આવે છે. તે પોલીસ ઉપર ગોળીબાર કરે છે. એ પલટણની ધરપકડ કરવામાં આવે છે પણ હવે એ માટેને સમ વીતી ગયેલ હોય છે. બીજી પલટણેમાં પણ બળવાને પવન ફેલાય છે અને ૧૨મી માર્ચે તેઓ પણ પિતાની બંદૂકે તથા મશીનગન સાથે બહાર પડે છે. મહેલ્લાઓમાં સખત ગોળીબાર થાય છે પરંતુ કાણુ કેના ઉપર ગોળીબાર કરતું હતું એ કહેવું મુશ્કેલ છે. પછીથી સૈનિકે અને કામદારે જઈને કેટલાક પ્રધાન (બીજાઓ નાસી ગયા હોય છે.), પિલીસે તથા જાસૂસી ખાતાના માણસની ધરપકડ કરે છે. અને કેદમાં પડેલા જૂના રાજદ્વારી કેદીઓને છુટકારે કરે છે. પેટેગ્રાડમાં ક્રાંતિને વિજય થયો હતે. થેડા જ વખતમાં મૅસ્કોએ પણ એ જ માર્ગ લીધે. ગામડાંઓ આ ફેરફારે નિહાળી રહ્યાં હતાં. ધીમે ધીમે ખેડૂત વર્ગે પણ આ નવી વ્યવસ્થાને સ્વીકાર કર્યો પણ તે કશાયે ઉત્સાહ વિના. તેમને તે માત્ર બે જ વસ્તુની પડી હતી. જમીનની માલિકી કાયમ રાખવી અને સુલેહશાંતિ પ્રાપ્ત કરવી. અને ઝારનું શું ? આ મહત્ત્વપૂર્ણ દિવસમાં ઝારની શી સ્થિતિ હતી? તે પેઢાડમાં નહે. તે દૂર દૂરના એક નાનકડા કઆમાં હતું અને સરસેનાપતિ તરીકે ત્યાંથી પિતાના સૈન્યને દોરવણી આપી રહ્યો હતો એમ માનવામાં આવતું હતું. પરંતુ તેના દિવસે ભરાઈ ચૂક્યા હતા અને વધારે પાકી ગયેલા ફળની પેઠે લગભગ લોકોની નજર બહાર તે ખરી પડ્યો. મહા સમર્થ ઝાર, જેની આગળ લાખ માણસે ધ્રુજી ઊઠતાં તે સમગ્ર રશિયાને મહાન આપખુદ રાજકર્તા, “હેલી રશિયા” (પવિત્ર રશિયા)નો “લીટલ ફાધર' (નાનો પ્રભુ). ઈતિહાસની કચરાપેટીમાં” અલેપ થઈ ગયે. વિધિનિર્મિત પિતાનું કાર્ય પૂરું કર્યા પછી તથા તેમના દિવસે ભરાઈ ચૂક્યા પછી મહાન વ્યવસ્થાઓ કેવી પડી ભાગે છે એ ખરેખર આશ્ચર્યજનક બીના છે. પેટ્રેઝાડમાં કામદારોની હડતાલ અને રમખાણે વિષે ઝારે જાણ્યું ત્યારે તેણે લશ્કરી કાયદે જાહેર કરવાને હુકમ આપે. ત્યાં આગળના સત્તા ઉપરના સેનાપતિએ લશ્કરી કાયદે વિધિપૂર્વક જાહેર તે કર્યો પરંતુ શહેરમાં એ જાહેરાતની દાંડી ન પિટાઈ કે ન તે જાહેર સ્થાનેએ ચુંટાડવામાં આવી કેમ કે એ કામ કરનાર કોઈ હતું જ નહિ! સરકારનું તંત્ર સાવ છિન્નભિન્ન થઈ ગયું હતું. ઝારને તે શું બની રહ્યું Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું તેનું હજીયે ભાન નહોતું અને તેણે પેટ્રોગ્રાડ પાછા ફરવાનો પ્રયત્ન કર્યો. રેલવેના કામદારોએ માર્ગમાં જ તેની ગાડી અટકાવી. ઝારીના એ વખતે પેટ્રોગ્રાડના એક પરામાં રહેતી હતી. તેણે ઝાર ઉપર તાર કર્યો. “જેને તાર કરવામાં આવ્યું છે તેનું ઠામ ઠેકાણું જાણમાં નથી” એવી પેન્સિલથી કરેલી નેંધ સાથે એ તાર તારઓફિસમાંથી પાછા આવ્યો ' લડાઈને ખરા ઉપરના સેનાપતિઓ તથા પેટ્રોગ્રાડમાંના વિનીત નેતાઓએ આ બધા ફેરફારોથી ગભરાઈને અને સર્વનાશમાંથી કંઈક બચાવી લેવાની આશાથી ઝારને ગાદીત્યાગ કરવાની વિનંતિ કરી. એ મુજબ ઝારે ગાદીત્યાગ કર્યો અને પિતાને સ્થાને તેના એક સગાને નીખે. પરંતુ રશિયામાં હવે કારને માટે સ્થાન રહ્યું નહોતું અને ૩૦૦ વરસના આપખુદ શાસન પછી રોમેનૌફને વંશ રશિયાની રંગભૂમિ હમેશને માટે છોડી ગયે. ઉમરાવ વર્ગ, જમીનદારે, ઉપલી કક્ષાના મધ્યમ વર્ગના લેક તેમ જ વિનીત સુધારક પણ મજૂર વર્ગના આ ઉત્પાત તરફ ભય અને ગમગીનીભરી દૃષ્ટિથી જોતા હતા. જેના ઉપર તેઓ આધાર રાખતા હતા તે લશ્કરને પણ મજૂરોની સાથે ભળી ગયેલું જેઈને તેઓ અસહાય બની ગયા. ક્યા પક્ષને વિજય થશે એ બાબતમાં તેઓ હજી નિશ્ચય પર નહોતા આવ્યા. કેમ કે લડાઈના મેખર ઉપરથી પિતાનું સૈન્ય લઈને ઝાર આવે અને બળવાને કચરી નાખે એ સંભવિત હતું. આમ એક બાજુએ કામદારોને ડર અને બીજી બાજુએ ઝારને ભય તથા પિતાની જાતને ઉગારી લેવાની વધારે પડતી ચિંતા – એણે તેમની દશા દયાજનક કરી મૂકી. જમીનદાર વર્ગ તથા ઉપલા થરના “ભૂવા” એટલે કે મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવનાર ડૂમા પણ ત્યાં હતી. કામદારે પણ કંઈક અંશે તેના તરફ નજર કરતા હતા. પરંતુ આ કટોકટીમાં આગેવાની લેવાને બદલે કે બીજું કંઈક કરવાને બદલે તેને પ્રમુખ તથા તેના સભ્ય ભયથી કાંપતા બેસી રહ્યા અને શું કરવું એને નિર્ણય ન કરી શક્યા. | દરમ્યાન સેવિયેટની રચના કરવામાં આવી. એના મજૂર પ્રતિનિધિઓમાં સૈનિકોના પ્રતિનિધિઓને ઉમેરવામાં આવ્યા. અને એ નવા સેવિયેટે વિશાળ રીડ મહેલની એક બાજુને કબજે લીધો. એને અમુક ભાગ ડૂમાએ રોક્યો હતા. મજૂરો તથા સિનિકે તે પિતાના વિજયના ઉત્સાહથી ઊભરાતા હતા. પરંતુ પછી પ્રશ્ન ઊઠયો કે હવે તેમણે એનું શું કરવું ? તેમણે સત્તા તે હાથ કરી પણ હવે એને અમલ કેણે કરે? તેમને એ ખ્યાલ ન આવ્યું કે સેવિયેટ પિતે જ એ કાર્ય કરે; “ભૂર્ગવા” લેકેએ સત્તાનાં સૂત્રે લેવાં જોઈએ એવું તેમણે માની લીધું. આથી સોવિયેટનું પ્રતિનિધિ મંડળ તેને શાસનકાર્ય શરૂ કરવાનું કહેવાને ડૂમા સમક્ષ ગયું. ડૂમાના પ્રમુખ તથા સભ્યએ માન્યું કે તેમની ધરપકડ કરવાને એ પ્રતિનિધિમંડળ આવ્યું છે ! સત્તાને જે તેમના Page #360 -------------------------------------------------------------------------- ________________ રશિયામાંથી ઝારશાહીને અંત ૧૦૨૭ ઉપર લાદવામાં આવે એવું તેઓ નહેતા ઈચ્છતા; એમાં રહેલા જોખમથી તેઓ ડરતા હતા. પણ તેમણે કરવું શું ? સોવિયેટના પ્રતિનિધિમંડળે સત્તા હાથમાં લેવાને તેમને આગ્રહ કર્યો અને તેને ના પાડતાં પણ તેઓ બીતા હતા. આથી ભારે નારાજીપૂર્વક અને પરિણુમના ડરથી ડૂમાની એક કમિટીએ સત્તાને સ્વીકાર કર્યો. અને બહારની દુનિયાને લાગ્યું કે ડૂમા કાંતિને દોરી રહી છે. એ કેવો વિચિત્ર પ્રકારને શંભુમેળ હતો? વાર્તામાં આપણે એ વિષે વાંચીએ તે એવું બની શકે એમ આપણે ભાગ્યે જ માની શકીએ. પરંતુ કલ્પનાસૃષ્ટિ કરતાં વાસ્તવિક દુનિયા હમેશ વધારે વિચિત્ર હોય છે. ડૂમાની કમિટીએ નમેલી કામચલાઉ સરકાર અતિશય સ્થિતિચુસ્ત હતી અને તેને વડા પ્રધાન રાજવંશી હતે. એ જ મકાનની બીજી બાજુમાં સોવિયેટની બેઠક ચાલતી હતી અને તે કામચલાઉ સરકારના કાર્યમાં નિરંતર દખલ કર્યા કરતી. પરંતુ આરંભમાં તે ખુદ સોવિયેટનું વલણ પણ મેળું હતું. અને બેલ્સેવિકે તે તેમાં માત્ર મૂઠીભર હતા. આમ ત્યાં આગળ એક રીતે બે સરકાર હતી – કામચલાઉ સરકાર અને સેવિયેટ. એ બંનેની પાછળ ક્રાંતિ પાર પાડનાર ક્રાંતિકારી મજૂરે હતા. અને તેઓ તેમની પાસે ભારે વસ્તુઓની આશા રાખી રહ્યા હતા. જર્મનીને સંપૂર્ણ પરાજય થતાં સુધી તેમણે લડાઈ ચાલુ રાખવી જોઈએ –ભૂખમરે વેઠતા અને લડાઈથી થાકી ગયેલા મજૂરોને નવી સરકારે બસ આટલી એક માત્ર દેરવણી આપી. તેઓ વિમાસણમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે શું આટલા ખાતર અમે ક્રાંતિ કરી અને ઝારને હાંકી કાઢ્યો ? આ ટાંકણે એપ્રિલની ૧૭મી તારીખે લેનિન ત્યાં આવીને ઊભે. યુદ્ધ દરમ્યાન આખો વખત તે સ્વિટ્ઝરલેંડમાં હતા. અને ક્રાંતિની વાત જાણી કે તરત જ તે રશિયા પહોંચવા તલપાપડ થઈ ગયું હતું. પણ રશિયા પહોંચવું કેવી રીતે? અંગ્રેજો અને એ પોતાના મુલકમાંથી તેને જવા દે એમ નહોતું તેમ જ જર્મને અને ઍનિ પણ તેને જવા દે એમ નહોતું. આખરે, કંઈક કારણસર જર્મન સરકાર એક સીલબંધ ગાડીમાં તેને સ્વિટ્ઝરલેંડની સરહદથી રશિયાની સરહદ સુધી પસાર થવા દેવાને સંમત થઈ. તેને એવી આશા હતી, અને અલબત તેની એ આશા સકારણ હતી કે, રશિયામાં લેનિનના આગમનથી કામચલાઉ સરકાર તથા યુદ્ધની તરફેણને પક્ષ નબળાં પડશે, કેમ કે લેનિન યુદ્ધની વિરુદ્ધ હતે. જર્મન સરકાર આ રીતે એમાંથી લાભ મેળવવાની આશા રાખતી હતી. તેને કલ્પના નહતી કે આ લગભગ અજ્ઞાત ક્રાંતિકારી એક દિવસ યુરેપને અને આખી દુનિયાને હચમચાવી મૂકવાને છે. લેનિનના મનમાં લેશ પણ સંશય કે અસ્પષ્ટતા નહોતાં. તેની તીક્ષ્ણ દૃષ્ટિ જનતાનું માનસ પામી જતી હતી, તેની વિશુદ્ધ બુદ્ધિ સારી રીતે વિચારી Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાઢેલા સિદ્ધાંત બદલાતી જતી પરિસ્થિતિને લાગુ પાડી શકતી હતી તથા તેમને તેની સાથે મેળ બેસાડી શકતી હતી અને તેને અડગ નિશ્ચય તાત્કાલિક પરિણામેની પરવા કર્યા વિના તેણે નકકી કરેલા માર્ગને વળગી રહેતે હતે. આવ્યું તે જ દિવસે બોલશેવિક પક્ષને તેણે જોરથી હચમચાવી મૂક્યો, તેની નિયિતાની આકરી ટીકા કરી અને ધગધગતા શબ્દમાં તેની ફરજનું તેને ભાન કરાવ્યું. તેનું ભાષણ વિદ્યુતના આંચકા જેવું હતું, તેણે પીડા કરી પરંતુ સાથે સાથે ચેતન પણ આપ્યું. તેણે કહ્યું, “આપણે કંઈ ધેકાબાજો નથી, કેવળ જનતાની જાગૃતિના પાયા ઉપર જ આપણે ચણતર કરવું જોઈએ. એને માટે લધુમતીમાં રહેવાનું જરૂરી લાગે તે ભલે એમ થાઓ. થોડા વખત પૂરતું નેતાગીરીનું સ્થાન છેડી દેવું એ સારી વસ્તુ છે, લઘુમતીમાં રહેતાં આપણે ડરવું ન જોઈએ. આમ તે પિતાના સિદ્ધાંત ઉપર અડગ રહ્યો અને બાંધછેડ કરવાની સાફ ના પાડી. આટલા વખત સુધી નેતા વિના અને માર્ગદર્શક વિના લક્ષ્ય વિના ચાલતી ક્રાંતિને આખરે નેતા મળી ગયું. એ ઘડીએ અને એ પ્રસંગે નેતા પેદા કર્યો. શેવિકને મેજોવિકે તથા બીજા ક્રાંતિકારીઓથી આ તબક્કે જાદા પાડનાર આ સિદ્ધાંતના ભેદે શા હતા? અને લેનિનના આગમન પહેલાં સ્થાનિક બે શેવિકોને શી વસ્તુઓ શિથિલ કરી મૂક્યા હતા ? વળી, સત્તા પિતાને હાથ કર્યા પછી સેવિયેટે તે જુનવાણી અને સ્થિતિચુસ્ત ડૂમાને કેમ સોંપી દીધી? આ બધા પ્રશ્નોમાં હું ઊંડે ઊતરી શકું એમ નથી પણ ૧૯૧૭ની સાલનું પેટેગ્રાડ અને રશિયાનું નિરંતર બદલાતું રહેતું નાટક આપણે સમજવા માગતાં હોઈએ તે એ વિષે આપણે કંઈક વિચાર કરે જોઈએ. જેને “ઈતિહાસની ભૌતિક યા જડવાદી દૃષ્ટિ” તરીકે ઓળખવામાં આવે છે તે માનવી પરિવર્તન અને પ્રગતિ વિષેને કાર્લ માકર્સને સિદ્ધાંત જૂની સમાજવ્યવસ્થા જરીપુરાણી થઈ જાય છે ત્યારે તેનું સ્થાન નવી સમાજવ્યવસ્થા લે છે એ હકીકત ઉપર રચાયેલું છે. યાંત્રિક ઉત્પાદનની પદ્ધતિ સુધરતાં સમાજની આર્થિક તેમ જ રાજકીય વ્યવસ્થા ધીમે ધીમે તેને અનુરૂપ થઈ જાય છે. સત્તાધારી વર્ગ અને શેષિત વર્ગ એ બે વચ્ચે નિરંતર ચાલ્યા કરતા વર્ગ વિગ્રહ દ્વારા એ વસ્તુ બનવા પામે છે. આ રીતે પશ્ચિમ યુરોપમાં જૂના ફક્યાલ વર્ગને સ્થાને “બૂવા” અથવા મધ્યમ વર્ગ આવ્ય. ઇંગ્લેંડ, ફ્રાંસ તથા જર્મની વગેરે દેશમાં આર્થિક તથા રાજકીય તંત્રને કાબૂ હવે એ વર્ગના હાથમાં આવ્યું. વળી વખત આવ્યે એ વર્ગનું સ્થાન મજૂર વર્ગ લેશે. રશિયામાં સત્તા હજી પણ યૂડલ વર્ગના હાથમાં હતી અને જેને લીધે પશ્ચિમ યુરોપમાં ભૂવા વર્ગના હાથમાં સત્તા આવી હતી તે ફેરફાર ત્યાં થવા પામ્યું નહતિ. આથી, માકર્સના ઘણખરા અનુયાયીઓ માનતા હતા કે તેમજૂર વર્ગના Page #362 -------------------------------------------------------------------------- ________________ રશિયામાંથી ઝારશાહીને અંત ૧૦૨૯ પ્રજાસત્તાકની છેવટની પાયરીએ પહોંચે તે પહેલાં રશિયાને ભૂવાઓના એટલે કે મધ્યમવર્ગના અને પાર્લામેન્ટ દ્વારા ચાલતા શાસનના તબક્કામાંથી પસાર થવું પડશે. તેમના મત પ્રમાણે આ વચ્ચેનો તબકકે ઓળંગી જઈ શકાય એમ નહેતું. ૧૯૧૭ની માર્ચની ક્રાંતિ પહેલાં ખુદ લેનિને પણ ઝાર તથા જમીનદારે સામે બૂવા ક્રાંતિ કરવા માટેની ખેડૂત સાથે સહકાર કરવાની (તથા બૂર્ઝવાઓને વિરોધ ન કરવાની) મધ્યમ નીતિ નક્કી કરી હતી. * આથી બોલ્સેવિક અને મેગ્નેવિકો તથા માર્સના સિદ્ધાંતમાં માનનારા સૌ લેક બ્રિટિશ અથવા તે ફ્રેંચ નમૂનાનું લેકશાહી પ્રજાસત્તાક પ્રાપ્ત કરવાના વિચારોથી ભરેલા હતા. મજૂરેના આગળ પડતા પ્રતિનિધિઓ પણ એને અનિવાર્ય સમજતા હતા અને એ જ કારણે સત્તા પિતાના હાથમાં રાખવાને બદલે સોવિયેટે જઈને તે ડૂમાને સંપી. આપણું સૌની બાબતમાં બને છે તેમ, એ લોકો પોતે પિતાના જ સિદ્ધાંતના ગુલામ બન્યા હતા. અને ભિન્ન પ્રકારની નીતિ અથવા કંઈ નહિ તે વર્તમાન સ્થિતિને બંધ બેસતું આવે એવું જૂની નીતિનું નવું સ્વરૂપ માગી લેતી નવી પરિસ્થિતિ પેદા થઈ હતી એ તેઓ જઈ શક્યા નહિ. આગેવાને કરતાં જનતા ઘણી વધારે ક્રાંતિકારી હતી. સોવિયેટને કાબૂ જેમના હાથમાં હતું તે મેજોવિકે તે એટલી હદ સુધી કહેવા લાગ્યા કે મજૂરવર્ગે એ ઘડીએ સામાજિક પ્રશ્નો ઉઠાવવા ન જોઈએ; તેમને તાત્કાલિક કાર્ય તે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું છે. શેવિક ઢચુપચુ હતા. તેના આગેવાનોની માનસિક અનિશ્ચિતતા તથા તેમનું સાવચેતીભર્યું વલણ હોવા છતાયે માર્ચ માસની ક્રાંતિને વિજય થયો. લેનિન આવતાંવેંત એ. બધું ફેરવાઈ ગયું. પલકવારમાં તે પરિસ્થિતિ કળી ગયું અને સાચા આગેવાનની પ્રતિભાથી માર્સના કાર્યક્રમને તેણે પરિસ્થિતિને અનુકૂળ કરી દીધો. હવે, મજૂરવર્ગનું રાજ્ય સ્થાપવા માટે ગરીબ ખેડૂતના સહકારથી ખુદ મૂડીવાદની સામે લડત ચલાવવાનું નકકી કરવામાં આવ્યું. બેશેવિકેના આ ત્રણ તાત્કાલિક પોકારે હતા : (૧) લેકશાહી પ્રજાસત્તાક (૨) જમીનદારોની જમીનની જપ્તી અને (૩) કામદારો માટે આઠ કલાક કામને દિવસ. ખેડૂતે અને મજારો માટેની લડતમાં આ પિકાએ તરત જ વાસ્તવિકતા આણી. તેમને માટે એ અસ્પષ્ટ અને પિકળ આદર્શ નહોત; એ પ્રાણદાયી અને આશાપ્રેરક આદર્શ હતે. મેટા ભાગના મજૂરોને પિતાના પક્ષના કરી લઈને એ રીતે સેવિયેટને, કબજો લેવો અને પછીથી સેવિયેટે કામચલાઉ સરકાર પાસેથી સત્તા ખૂંચવી લેવી એવી લેનિનની નીતિ હતી. તરત જ બીજી ક્રાંતિ થાય એવું તે માગતો નહોતે. કામચલાઉ સરકારને ઉથલાવી પાડવાનો વખત આવે તે પહેલાં મોટા ભાગના મજૂરોને તથા સેવિયેટને પિતાના પક્ષનાં કરવાને તેણે આગ્રહ રાખે. ગ–૨ રે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ સરકાર સાથે સહકાર કરવાની ઈચ્છા રાખનારાઓ પ્રત્યે તેણે કડક વલણ અખત્યાર કર્યું; એ તે ક્રાંતિને દગે દેવાની વાત હતી. એને માટેની યોગ્ય ઘડી આવે તે પહેલાં એકદમ આગળ ધસીને એ સરકારને ઉથલાવી પાડવા માગનારાઓ તરફ પણ તેણે એટલું જ કડક વલણ અખત્યાર કર્યું. તેણે કહ્યું કે, “કાર્ય કરવાની ઘડીએ જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હોય, તેનાથી તલમાત્ર પણ આગળ વધવાને વિચાર કરવાને સમય નથી. એને હું મેટામાં મોટો ગુને ગણું છું; એ અવ્યવસ્થા છે, અંધેર છે.” આમ, અનિવાર્ય નિયતિના કઈક સાધનની પેઠે, ધગધગતા અગ્નિને પિતાના અંતરમાં સમાવતા આ બરફને ગળો સ્વસ્થતાપૂર્વક પણ અટળતાથી પિતે નક્કી કરેલા ધ્યેય તરફ આગળ વધ્યે. ૧૫૧. બોલ્સેવિકે સત્તા હાથ કરે છે ૯ એપ્રિલ, ૧૯૩૩ ક્રાંતિકાળમાં ઈતિહાસ કૂદકે ને ભૂસકે આગળ વધતું જણાય છે. બહાર ઝડપી ફેરફાર થાય છે પરંતુ જનતાના માનસમાં તે એથીયે ભારે ફેરફાર થવા પામે છે. તે ચેપડીમાંથી ઝાઝું શીખતી નથી, કેમ કે પુસ્તકિયા શિક્ષણ મેળવવાની તેમને ઝાઝી તક મળતી હોતી નથી. વળી પુસ્તકે ઘણી વાર વસ્તુ વ્યક્ત કરવા કરતાં છુપાવે છે વધારે. અનુભવની કંઈક વસમી પણ વધારે સાચી શાળામાં તે શિક્ષણ પામે છે. ક્રાંતિકાળમાં સત્તા માટેની જીવનમરણની લડત દરમ્યાન લેકોના ખરેખર હેતુઓને છુપાવી રાખનારે બુરખો દૂર થાય છે અને જેના પાયા ઉપર સમાજનું ચણતર થયું હોય તે એ હેતુઓની પાછળ રહેલી સાચી વસ્તુ જોઈ શકાય છે. આમ, ૧૯૧૭ના આ મહત્ત્વપૂર્ણ વર્ષ દરમ્યાન રશિયામાં, આમજનતા, અને ખાસ કરીને શહેરેમાંના ઔદ્યોગિક મજૂરે –- જેઓ ક્રાંતિના કેન્દ્ર સ્થાને હતા – ઘટનાઓ દ્વારા પિતાના પાઠ ભણ્યા અને લગભગ રોજબરોજ બદલાતા રહ્યા. - ત્યાં આગળ કથાયે સ્થિરતા કે સમતા નહોતાં. જવને સક્રિય અને બદલાતું રહેતું હતું તથા લેકે અને વર્ગો ભિન્ન દિશાઓમાં નિરંતર ખેંચાખેંચ કર્યા જ કરતા હતા. હજી પણ ઝારશાહી પુનઃસ્થાપિત કરવાની આશા સેવનારા અને તેને માટે કાવતરાં કરનારા લેકે ત્યાં પડયા હતા. પરંતુ તેઓ કઈ મહત્ત્વને વર્ગ રજૂ કરતા નહતા એટલે આપણે તેમને છેડી દઈ શકીએ. કામચલાઉ સરકાર તથા સોવિયેટ વચ્ચે મુખ્ય ઝઘડે પેદા થયે. આમ છતાંયે સેવિયેટમાં મેટા ભાગના લેકે સરકાર સાથે સહકાર અને બાંધછોડ કરવાના મતના હતા. Page #364 -------------------------------------------------------------------------- ________________ એટશેવિકા સત્તા હાથ કરે છે ૧૦૩૧ સરકાર તથા રાજ્યસત્તાની જવાબદારી પોતાના ઉપર આવી પડે તેનાથી ડરનારા લોકેા બાંધછોડ કરવા માટે ઉત્સુક હતા. “ સરકારનું સ્થાન કાણુ લેશે? અમે? પણ અમારા હાથેા તે ધ્રૂજે છે. ” સેવિયેટમાં ભાષણ કરનાર એક સભ્યે આમ કહ્યુ. હિંદમાં પણ આપણે ધ્રૂજતા હાથેાવાળા અને ભયથી કાંપતા લેાકાને ઘણી વાર આવી જ વાતો કરતા સાંભળીએ છીએ. પરંતુ, મજબૂત હાથના અને કઠણ કાળજાના પુરુષો તેમના સમા આવે ત્યારે પાછી પાની કરતા નથી. અને બાજુના બાંધછેાડ કરવાની વૃત્તિવાળા લેકે તે ટાળવાના ભારે પ્રયાસા કર્યાં પરંતુ કામચલાઉ સરકાર અને સેવિયેટ વચ્ચે ઝધડે અનિવાય હતા. સરકાર યુદ્ધ ચાલુ રાખીને મિત્રરાજ્યાને તેમ જ તેમની મિલકતનું ખની શકે એટલું રક્ષણ કરીને રશિયાના મિલકતવાળાને રાજી રાખવા માગતી હતી. સેવિયેટ આમજનતા સાથે વધારે સંપર્ક માં હાવાથી તે તેની સુલેહ માટેની તથા ખેડૂતોની જમીન માટેની માગણી કળી ગયું. વળી આઠ કલાકના કામના દિવસ જેવી મજૂરોની માગણીઓ પણ તે પામી ગયું. આમ સેવિયેટે સરકારને નિષ્ક્રિય કરી મૂકી અને ખુદ સેવિયેટને જનતાએ નિષ્ક્રિય કરી મૂકયુ કેમ કે જનતા જુદા જુદા પક્ષા અને તેમના આગેવાને કરતાં ઘણી વધારે ક્રાંતિકારી હતી. સરકારને સેવિયેટને વધારે અનુરૂપ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને કૅરૅન્સ્કી નામના એક ઉદ્દામ વકીલ અને પ્રતિભાશાળી વક્તા સરકારના આગેવાન સભ્ય બન્યા. સર્વાં પક્ષી સરકાર સ્થાપવામાં તે સફળ થયા અને સેવિયેટની મેન્શેવિક બહુમતીએ તેમાં કેટલાક પ્રતિનિધિએ મોકલ્યા. જર્મીની સામે હુમલા શરૂ કરીને તેણે ઈંગ્લંડ તથા ફ્રાંસને ખુશ કરવાના પણ ભારે પ્રયત્ન કર્યાં. પરંતુ એ હુમલા નિષ્ફળ નીવડ્યો કેમ કે લશ્કર તેમજ પ્રજાને યુદ્ધમાં કરાયે ઉત્સાહ નરે તે. દરમ્યાન, પેટ્ટેગ્રાડમાં અખિલ રશિયાની કૉંગ્રેસનાં અધિવેશના ભરાઈ રહ્યાં હતાં. અને પછીની દરેક કૉંગ્રેસ તેની પહેલાંની કોંગ્રેસના કરતાં વધારે ઉદ્દામ બનતી જતી હતી. એમાં એલ્શેવિક સભ્યા વધુ ને વધુ સંખ્યામાં ચૂંટાઈ આવતા હતા અને મેન્શેવિકા અને · સેાશ્યલ રેવેાલ્યુશનરી ' એટલે કે સામાજિક ક્રાંતિકારી પક્ષ (એ ખેડૂતોને પક્ષ હતેા) એ બે મેટા પક્ષાની બહુમતી ઓછી થઈ ગઈ. શેવિંકેાની લાગવગ ખાસ કરીને પેટ્રોગ્રાડના મજૂરવર્ગ માં વધવા પામી. દેશભરમાં ઠેર ઠેર સેવિયેટ સ્થાપવામાં આવ્યાં અને સરકારના હુકમો ઉપર સેવિયેટને પણ સહી સિક્કો હાય તે સિવાય તે તેમને અમલ કરતાં નહિ. રશિયામાં બળવાન મધ્યમવર્ગ નહાતા એ કામચલાઉ સરકારની નબળાઈનું એક કારણ હતું. Page #365 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન પાટનગરમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે ખેડૂતા કાયદાને ખીસામાં મૂકીને વવા લાગ્યા. આગળ હું તને કહી ગયા છું તેમ આ ખેડૂત માર્ચની ક્રાંતિને વિષે ઝાઝો ઉત્સાહ ધરાવતા નહાતા. તે તેની વિરુદ્ધ પણ નહેાતા. થાભી જઈ તે તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યાં કર્યું. પરંતુ, પેાતાની મિલકત જપ્ત કરવામાં આવશે એ ડરના માર્યાં પુષ્કળ જમીન ધરાવનારા જમીનદારાએ તેના નાના હિસ્સા પાડી નાખ્યા અને ખાટા માલિકા ઊભા કરીને પોતાને માટે સાચવી રાખવાને અર્થે તે તેમને આપી. તેમની ઘણી મિલકત તેમણે વિદેશીઓના નામ ઉપર પણ કરી આપી. આ રીતે તેમણે પોતાની જમીન સાચવી રાખવાના પ્રયાસ કર્યાં. ખેડૂતોને આ બિલકુલ ગમ્યું નહિ. કાયદો કરીને જમીનનાં બધાં વેચાણા બંધ કરી દેવાની તેમણે સરકાર પાસે માગણી કરી. સરકાર ચુપચુ સ્થિતિમાં હતી; તે શું કરી શકે એમ હતું ? એમાંથી એક પક્ષને તે નારાજ કરવા ચહાતી નહોતી. પછી તે ખેડૂતોએ પોતે જ પગલાં લેવા માંડ્યાં. છેક એપ્રિલ માસમાં પણ કેટલાક ખેડૂતોએ તેમના જમીનદારોની ધરપકડ કરી, તેમની જમીનજાગીરને કબજો લીધે અને તેને આપસમાં વહેંચી નાખી. યુદ્ધના મારચા ઉપરથી પાછા ફરેલા સૈનિકાએ (અલબત, એ બધા ખેડૂતો જ હતા) એમાં આગળ પડતો ભાગ લીધા. આ હિલચાલ ફેલાવા પામી અને આખરે તે બહેાળા પ્રમાણમાં જમીનને કબજો લેવામાં આવ્યા. જૂન માસ સુધીમાં સાઇએરિયાનાં · સ્ટેપેઝ 'માં પણ એની અસર થઈ. સાઇબેરિયામાં મોટા જમીનદારો નહાતા એટલે ખેડૂતોએ ચર્ચ તથા મઠાની જમીનને કબજો લીધા. ૧૦૩૧ મેટી મેાટી જમીનજાગીરો જપ્ત કરવાનું પગલું ભરવાની પહેલ ખેડૂતોએ જ કેવળ પેાતાની આપસૂઝથી કરી હતી અને તે પણ ખેલ્શેવિક ક્રાંતિ થઈ તે પહેલાં ધણા માસ ઉપર એ એક ધ્યાનમાં લેવા જેવી ખીના છે. લેનિન તત્કાળ પણ વ્યવસ્થિત રીતે જમીન ખેડૂતોને વહેંચી આપવાની તરફેણમાં હતા. તે અવ્યવસ્થિત અને અધકચરી રીતે જમીનનો કબજો લેવાની વિરુદ્ધ હતા. આમ, પાછળથી જ્યારે એલ્શેવિકા સત્તા ઉપર આવ્યા ત્યારે જમીનની માલકી ધરાવનારા ખેડૂતોવાળુ રશિયા તેમના જોવામાં આવ્યું. લેનિનના આગમન પછી બરાબર એક મહિના બાદ ખીજો એક આગેવાન દેશવટામાંથી પેટ્રોગ્રાડ પાળે કર્યાં. એ ટોટસ્કી હતા. તે ન્યૂ યોર્કથી આભ્યા હતા અને રશિયા આવતાં માર્ગોમાં બ્રિટિશાએ તેને રોકી રાખ્યા હતો. ટ્રોવ્સ્કી જૂન એક્શેવિક નહાતા તેમ જ હવે તે મેન્શેવિક પણ રહ્યો નહોતો. પરંતુ થે!ડા જ વખતમાં તે લેનિનના પક્ષમાં ભળી ગયા અને પેટ્રાત્રાડ સેવિયેટમાં તેણે આગળ પડતું સ્થાન લીધું, તે મહાન વક્તા અને સુંદર લેખક હતા. . વીજળીની બૅટરીની પેઠે તે શક્તિથી ભરેલા હતા. લેનિનના પક્ષને તે ભારે Page #366 -------------------------------------------------------------------------- ________________ બોલશેવિકો સત્તા હાથ કરે છે ૧૦૩૩ મદદરૂપ થઈ પડ્યો. તેની આત્મકથામાંથી – એ પુસ્તકનું નામ “મારું જીવન' છે- સારી પેઠે લાંબે ઉતારે આપવા માગું છું. એમાં તેણે “મેંડર્ન સર્કસ”, નામના મકાનમાં થતી સભાઓ – જેમાં તેણે વ્યાખ્યાને આપ્યાં હતાં તે – નું વર્ણન આપ્યું છે. આ એક સુંદર લખાણને નમૂનો છે એટલું જ નહિ પણ ૧૯૧૭ની સાલના પેટેગ્રાડના ગજબ અને ક્રાંતિકારી દિવસનું તાદશ અને જીવંત ચિત્ર આપણું આંખ આગળ ખડું કરે છે. લાંબા વખતના રોકાણ અને શ્વાસે શ્વાસથી તીવ્ર બની ગયેલું વાતાવરણ પિકા અને આવેશભર્યા જયનાદોથી ગાજી ઊડયું. સર્કસની એ ખાસિયત હતી. મારી ઉપર તેમ જ મારી આસપાસ કેણીઓ, છાતીઓ તથા માથાંઓને સમૂહ મને દાબી રહ્યો હતો. માનવી શરીરથી બનેલી હૂંફાળી ગુફામાંથી હું બોલી રહ્યો હતો. જ્યારે પણ હું મારા હાથ લંબાવતો ત્યારે કોઈ ને કોઈ નો મને અવશ્ય સ્પર્શ થતો. એના જવાબરૂપે થતી આભારદર્શક હિલચાલ મને સૂચવતી કે એની લેશમાત્ર પણ ચિંતા ન કરતાં મારે મારું વ્યાખ્યાન ચાલુ રાખવું, તે અટકાવવું નહિ. કોઈ પણ વક્તા, તે ગમે એટલે થાક્યો હોય તો પણ, લાગણીથી ઊભરાતા એ માનવસમુદાયના વિદ્યુત સમાન આકર્ષણને ઉવેખી શકે એમ નહોતું. એ માનવમેદની જાણવા ચહાતી હતી, સમજવા ચહાતી હતી, પિતાને માર્ગ ખેળવા માગતી હતી. કદી કદી મારા હેઠ એક વ્યક્તિરૂપ બની ગયેલી એ મેદનીની કઠોર જિજ્ઞાસાનો જાણે અનુભવ કરી રહ્યા હોય એમ લાગતું હતું.પછીથી સહાનુભૂતિના સત્તાધારી દબાણ આગળ પહેલેથી વિચારી રાખેલી બધી દલીલ, બધા શબ્દ, બધા વિચરે પાછા પડતા અને તેમની શૃંખલા તૂટી જતી. અને વક્તાએ જેની કલ્પના સરખી પણ કરી ન હોય પરંતુ જેની એ લોકોને જરૂર હોય એવા બીજ શબ્દો અને બીજી દલીલનો ધોધ મારા અજ્ઞાત માનસમાંથી વહેવા લાગતા. આવા પ્રસંગોએ મને લાગતું કે જાણે બીજે કઈ વક્તા બહાર વ્યાખ્યાન આપી રહ્યો છે અને હું તે સાંભળી રહ્યો છું તથા તેના વિચારોની સાથે કદમ મિલાવીને ચાલવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. વળી મને એમ પણ લાગતું કે, મારી જાગ્રત અવસ્થાની દલીલોના અવાજથી એ વ્યાખ્યાતા નિદ્રાવસ્થામાં ચાલનારા રોગીની પેઠે છાપરા ઉપરથી રખેને નીચે પડી જાય. - “મેડન સર્કસ' આવું હતું, જલદ, કમળ અને પાગલતાભરી એવી વિશિષ્ટ પ્રકારની તેનું સ્વરૂપ દાખવતી રેખાઓ હતી. જેમાંથી સંમતિદર્શક તેમ જ ધમકી આપનારા પોકારે ઊઠતા રહેતા હતા તે વક્ષસ્થળમાંથી બાળકે શાંતિથી પયપાન કરી રહ્યાં હતાં. સમગ્ર મેદનીની દશા એના જેવી જ હતી. એક બાળકની પેઠે ક્રાંતિના સ્તનને વળગીને પોતાના સૂકા હોઠથી તે પયપાન કરી રહી હતી. પરંતુ એ બાળક બહુ જ ઝડપથી મેટું થયું.” પેટેગ્રાડ અને બીજા શહેરોમાં તેમ જ રશિયાનાં ગામડાંઓમાં ક્રાંતિના નિરંતર પલટાતા જતા નાટકની પ્રગતિ થતી રહી. ક્રાંતિનું બાળક મોટું અને પુખ્ત વયનું થયું. યુદ્ધની ભયંકર તાણને લીધે સર્વત્ર આર્થિક વિનાશનાં ચિહ્નો સ્પષ્ટપણે દેખાવા લાગ્યાં. અને આમ છતાંયે નફાખોરે તો યુદ્ધને લાભ લઈને વધુ ને વધુ નફે કરતા જ ગયા! - Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારખાનાંઓમાં તેમ જ સોવિયેટમાં બે શેવિકેનું બળ તથા તેમની લાગવગ વધતાં જ ગયાં. આથી ભડકીને કેરેજ્જીએ તેમને દાબી દેવાનો નિર્ણય કર્યો. પહેલાં તે લેનિનને બદનામ કરવાની ભારે ચળવળ તેની સામે ઉપાડવામાં આવી. રશિયામાં તકલીફ ઊભી કરવા માટે મેકલવામાં આવેલા જર્મનીના એજંટ તરીકે તેને વર્ણવવામાં આવ્યું. જર્મન સત્તાવાળાઓનાં આંખમીંચામણુંથી તે સ્વિઝરલેંડમાંથી જર્મનીમાં થઈને નહેતે આવ્યું કે? મધ્યમ વર્ગોના લેકમાં લેનિન અતિશય અકારે થઈ પડ્યો. તેઓ તેને દેશદ્રોહી ગણતા હતા. કેરેસ્કીએ લેનિનની ધરપકડ માટે વૅરંટ કાઢયું. એક ક્રાંતિકારી તરીકે નહિ પણ જર્મનીની તરફેણ કરનારા દેશદ્રોહી તરીકે કેરેન્કીને તેની ધરપકડ કરવી હતી. આ તહોમત ખોટું પાડવાને ખાતર અદાલત સામે ખડે થવાને લેનિન પોતે આતુર હતું. પરંતુ તેના સાથીઓ આ બાબતમાં તેની સાથે સંમત ન થયા અને તેને ગુપ્તવાસમાં જવાની ફરજ પડી. ટ્રીની પણ ધરપકડ કરવામાં આવી. પરંતુ પેટ્રોગ્રાડના સોવિયેટના આગ્રહથી પાછળથી તેને છોડી મૂકવામાં આવ્યો. બીજા અનેક બોલશેવિકેની પણ ધરપકડ કરવામાં આવી, તેમનાં છાપાંઓને દાબી દેવામાં આવ્યાં અને તેમની તરફેણના ગણાતા મજૂરોને નિઃશસ્ત્ર કરવામાં આવ્યા. કામચલાઉ સરકાર તરફ આ મજૂરોનું વલણ વધારે ને વધારે ઉદ્દામ અને ઉગ્ર બનતું ગયું અને તેની સામે ઉપરાછાપરી પ્રચંડ દેખા થવા લાગ્યા. પ્રતિક્રાંતિએ પિતાનું માથું ઊંચક્યું તે પહેલાં એક બીજો બનાવ બની ગયે. કોનિલેવ નામને એક વૃદ્ધ સેનાપતિ કાંતિ તેમ જ કામચલાઉ સરકારને કચડી નાખવાને પિતાનું લશ્કર લઈને પાટનગર તરફ ધસ્ય. પાટનગરની તે નજીક જતે ગમે તેમ તેમ તેનું લશ્કર અલોપ થતું ગયું. તે ક્રાંતિના પક્ષમાં ભળી ગયું હતું. બનાવો બહુ ત્વરાથી બની રહ્યા હતા. સોવિયેટ સરકારનું હરીફ બનતું જતું હતું. ઘણી વાર તે સરકારના હુકમ રદ કરતું અથવા તે તેનાથી ઊલટી જ સૂચનાઓ બહાર પાડતું. સ્મોલ્લી ઈન્સ્ટિટયૂટ હવે સેવિયેટની કચેરી તથા પેટ્રગાડમાં ક્રાંતિનું મથક બન્યું. એ ઉમરાવ વર્ગોની બાળાઓ માટેની ખાનગી શાળા હતી. લેનિન પેટેગ્રાડના સીમાડા ઉપર આવ્યા અને બેશેવિકોએ નકકી કર્યું કે કામચલાઉ સરકાર પાસેથી સત્તા છીનવી લેવાને સમે આવી પહોંચે છે. બળવા માટેની સઘળી વ્યવસ્થા કરવાનું કાર્ય ઢોસ્કીને સોંપવામાં આવ્યું અને મહત્ત્વનાં કયાં કેન્દ્રો કબજે કરવાં તથા કયે સમે ઈત્યાદિ સઘળી બાબતોની જના કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી. નવેમ્બરની ૭મી તારીખ બળવા માટે નક્કી કરવામાં આવી. એ દિવસે અખિલ રશિયાનાં સેવિયેટનું અધિવેશન Page #368 -------------------------------------------------------------------------- ________________ આશેવિકા સત્તા હાથ કરે છે ૧૦૩૫ મળવાનું હતું. તારીખ લેનિને નક્કી કરી હતી અને એને માટે તેણે આપેલું કારણ મજાનું છે. તેણે એવું કહ્યુ કહેવાય છે કે, “ નવેમ્બરની ૬ઠ્ઠી તારીખ એ એને માટે બહુ વહેલું ગણાય. સમગ્ર રશિયાવ્યાપી પાયા ઉપર આપણે બળવા કરવા જોઈએ અને ૬ઠ્ઠી નવેમ્બર સુધીમાં કોંગ્રેસના બધાયે પ્રતિનિધિએ આવી પહેોંચ્યા નહિ હોય. પરંતુ નવેમ્બરની ૮મી તારીખે વધારે પડતું માડુ થઈ જાય. ત્યાં સુધીમાં કૅૉંગ્રેસ સહિત થઈ ગઈ હરશે અને ઝડપી અને નિર્ણયાત્મક પગલું ભરવાનું કાર્ય આવા માટા મડળ માટે મુશ્કેલ હોય છે. કૉંગ્રેસનું અધિવેશન મળે તે જ દિવસે, એટલે કે ૭મી નવેમ્બરે જ આપણે કાર્યોના અમલ કરવા જોઈએ જેથી આપણે કહી શકીએ કે, લે, આ રહી સત્તા, ખેલે, તમારે એનું શું કરવું છે’?” સ્પષ્ટ સમજવાળા ક્રાંતિને નિષ્ણાત આ પ્રમાણે ખેલ્યા. તે સારી પેઠે જાણતા હતા કે, ઘણી વાર નજીવા દેખાતા બનાવા ઉપર ક્રાંતિની સફળતાના આધાર રહે છે. * 19મી નવેમ્બરને દિવસ આવી પહેાંચ્યા અને સેવિયેટના સૈનિકાએ ત્યાં જઈ તે સરકારી મકાનાના, ખાસ કરીને ટેલિગ્રાફ આફ્સિ, ટેલિફોન આક્સિ, સરકારી બૅંક વગેરે મહત્ત્વનાં સ્થાનાના કબજો લઈ લીધેા. ત્યાં આગળ તેમને શેયે વિરોધ ન થયા. બ્રિટિશ એજ ટે ઇંગ્લંડ મેકલેલા પોતાના સત્તાવાર હેવાલમાં જણાવ્યું કે, “ કામચલાઉ સરકાર તેા ખસ અલેપ જ થઈ ગઈ છે.” લેનિન નવી સરકારના વડા એટલે કે પ્રમુખ બન્યો. અને ટ્રોટસ્કી તેના વિદેશમંત્રી થયા. ૮મી નવેમ્બરે લેનિન સ્માલ્વી ન્સ્ટિટયૂટ આગળ મળેલા સાવિયટ કેંગ્રેસના અધિવેશન સમક્ષ આવ્યા. સાંજના વખત હતા. તાળીઓના . ભારે ગડગડાટથી કોંગ્રેસે પોતાના નેતાને વધાવી લીધા. ' મહાન લેનિન ' વ્યાસપીઠ ઉપર પહોંચ્યા ત્યારે તે કેવા દેખાતો હતા તેનું એ પ્રસંગે ત્યાં આગળ હાજર રહેલા રીડ નામના અમેરિકન પત્રકારે વર્ષોંન આપ્યુ છે. “ કઈ ઠીંગણું! અને બાંધી દડીને તે હતા અને તેનું મેાટું માથું તેના સમ અને વિશાળ ખભા ઉપર ખરાખર બેસાડેલું હતું. નાની આંખા, એઠું નાક, મેટું અને ઔદાય નીતરતું મુખ તથા ભારે હડપચી. તેની મુછ દાઢી મૂડેલી હતી પણ ભૂતકાળમાં માહૂર થયેલી તથા ભવિષ્યમાં પણ મશહૂર થનારી તેની દાઢીના ખૂ`પા ફૅટી * બેલ્શેવિકાએ સત્તા હાથ કરવા માટેની લેનિને નક્કી કરેલી ૭મી તારીખની વાતને અમેરિકન પત્રકાર રીડે જાહેરાત આપી છે. એ તે વખતે પેટ્રોગ્રાડમાં હાજર હતા. પરંતુ તે વખતે ત્યાં આગળ હાજર રહેલા ખીજાએ એ વાતને સ્વીકાર કરતા નથી. લેનિન ગુપ્તવાસમાં હતા. ખીન્ન ખેલ્શેવિક આગેવાના સકલ્પવિકલ્પમાં પડી જાય અને ખરી તક પસાર થઈ જવા દે એવી તેને બીક હતી. આથી તે તેમને સક્રિય પગલું ભરવાને આગ્રહ કર્યા કરતા હતા. ૭ મી તારીખે કટેકટીની બડી આવી પહેાંચી. એ દિવસે આ પગલું ભરવામાં આવ્યું. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન ચૂક્યા હતા. જૂનાં અને ફાટયાંતૂટ્યાં કપડાં તેણે પહેર્યા હતા અને તેનું પાટલૂન તેના પગ કરતાં ઘણું લાંબું હતું. જનસમુદાયની આદર્શ મૂર્તિ બનાવે એવું કશુંયે પ્રભાવશાળી તત્ત્વ તેનામાં નહોતું. આમજનતાને તે એક અજબ નેતા હતો. કેવળ પિતાના બુદ્ધિબળથી તે નેતા બન્યા હતા. નિલે૫, ગંભીર, કટ્ટર અને નિઃસંગ. કેઈ આકર્ષક વિશિષ્ટતા પણ તેનામાં નહોતી, પરંતુ ગહન વિચારેને સીધીસાદી ભાષામાં સમજાવવાની તથા વાસ્તવિક પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાની તેનામાં શક્તિ હતી. વળી તેનામાં ચતુરાઈ તેમ જ ભારેમાં ભારે બૌદ્ધિક સાહસિકતાનો સંગ થયેલ હતો.” એક જ વરસના ગાળામાં થયેલી આ બીજી ક્રાંતિ સફળ થઈ અને હજી સુધી તે અતિશય શાંત ક્રાંતિ હતી. ઝાઝું લેહી વહ્યા વિના સત્તાની ફેરફારી થવા પામી. એના કરતાં તે માર્ચ માસમાં ઘણું લડાલડ તથા ખુનામરકી થઈ હતી. માર્ચની ક્રાંતિ આપમેળે થયેલી અને અવ્યવસ્થિત ક્રાંતિ હતી. પરંતુ નવેમ્બરની ક્રાંતિ માટે તે કાળજીપૂર્વક પેજના કરવામાં આવી હતી. ઇતિહાસ કાળમાં પહેલી જ વાર ગરીબ વર્ગોના તથા ખાસ કરીને ઔદ્યોગિક મજૂરોના પ્રતિનિધિઓ દેશમાં અગ્રસ્થાને આવ્યા. પરંતુ તેમને સહેલાઈથી સફળતા સાંપડે એમ નહોતું. તેમના ઉપર પારાવાર ઝનૂનથી તૂટી પડનારાં તોફાનની ચારે તરફથી તૈયારીઓ થઈ રહી હતી. લેનિન તથા તેની બોશેવિક સરકારને કેવી પરિસ્થિતિને સામને કરે પડ્યો ? રશિયન સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું હતું અને તે લડી શકે એવો સંભવ રહ્યો નહોતે છતાંયે હજી જર્મની સાથેનું યુદ્ધ ચાલુ રહ્યું હતું. આખા દેશમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ હતી અને સિનિક તથા ધાડપાડુઓની ટોળીઓ મરજીમાં આવે તે કરવા લાગી; આર્થિક તંત્ર તે સાવ પડી ભાગ્યું હતું; ખોરાકની ભારે અછત હતી અને લેકે ભૂખે મરતા હતા; ક્રાંતિને કચરી નાખવાને કટિબદ્ધ થઈને જૂની વ્યવસ્થાના પ્રતિનિધિઓ તેની તરફ ઊભા હતા; મેટાભાગના જૂના સરકારી નોકરોએ નવી સરકાર સાથે સહકાર કરવાની ના પાડી; બેંક નાણું ન આપે; અરે, તાર ઐફિસ એક તાર સરખો પણ ન મેલે. સાચે જ, બહાદુરમાં બહાદુર માણસને પણ ગભરાવે એવી મુશ્કેલ એ પરિસ્થિતિ હતી. લેનિન તથા તેના સાથીઓએ ખભેખભા મિલાવીને આ મહાન બે ઉપાડવાનું નક્કી કર્યું. તેમની પ્રથમ ચિંતા જર્મની સાથે સુલેહ કરવાની હતી અને તત્કાળ તેમણે જર્મની સાથે તહકૂબી માટે ગોઠવણ કરી. બંને દેશોના પ્રતિનિધિઓ બ્રેસ્ટ લિટોવસ્ક આગળ મળ્યા. જર્મને સારી રીતે જાણતા હતા કે શેવિટેમાં લડવાને જરા પણ ઉત્સાહ રહ્યો નથી. આથી અભિમાનમાં આવી જઈને અને મૂર્ખાઈથી તેમણે ભારે અને માનભંગ કરનારી માગણીઓ રજૂ કરી. લેનિનને તે ગમે તે ભોગે સુલેહ કરવી હતી. ટોટકી પણ આ 'સુલેહપરિષદને એક પ્રતિનિધિ હતે. એની બાબતમાં એક એવી વાત છે કે, Page #370 -------------------------------------------------------------------------- ________________ એરોવિકા સત્તા હાથ કરે છે ૧૦૩૭ જમનાએ તેને એક સમારંભમાં સાંજના પોશાકમાં આવવાને જણાવ્યું હતું. તે આથી અસ્વસ્થ થઈ ગયા. તેને લાગ્યું, આવેા ભૂઝ્વાને પાશાક પહેરવા એ એક મજૂરાના પ્રતિનિધિને માટે યાગ્ય છે શું ? તેણે આ બાબતમાં તારથી લેનિનની સલાહ માગી. લેનિને તરત જ જવાબ આપ્યો કે, “ જો સુલેહ કરવામાં એ મદદરૂપ થઈ પડે તે ચણિયા પહેરીને પણુ જવું.” - r¢ જ્યારે સાવિયેટ સુલેહની શરતો ચર્ચી રહ્યું હતું તે જ વખતે જ નાએ પેટ્રાત્રાડ ઉપર ધસારા શરૂ કર્યાં અને પહેલાંના કરતાંયે પોતાની માગણી વધારે સખત કરી. આખરે સેવિયેટે લેનિનની સલાહ માન્ય રાખી અને એના પ્રત્યે તેને ભારે તિરસ્કાર હોવા છતાં ૧૯૧૮ ના માર્ચ માસમાં તેણે બ્રેસ્ટ લિટાવસ્કની સધિ ઉપર સહી કરી. આ સધિથી પશ્ચિમ તરફના રશિયન પ્રદેશના મોટા ટુકડા જર્મનીએ ખાલસા કર્યાં. પરંતુ ગમે તે ભાગે પણ સુલેહ સ્વીકારવાની જ હતી ક્રમ કે લેનિનના કહેવા પ્રમાણે લશ્કરે પલાયન દ્વારા સુલેહ માટે પેાતાને મત દર્શાવ્યા હતા.” 66 · સેવિયેટે પ્રથમ તો મહાયુદ્ધમાં સડાવાયેલી બધીયે સત્તાએ વચ્ચે સાત્રિક સુલેહ કરાવવાના પ્રયત્ન કર્યાં હતા. સત્તા હાથ કર્યાં પછી ખીજે જ દિવસે એક જાહેરાત બહાર પાડીને સેવિયેટ દુનિયા સમક્ષ સુલેહ માટેની દરખાસ્ત રજૂ કરી. સાથે સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઝાર સાથે કરવામાં આવેલા ગુપ્ત કરારાં અંગેના બધા દાવાઓ પણ તે જતા કરે છે. તેણે જણાવ્યું કે કૉન્સ્ટાન્ટિનેપલ તુર્કી પાસે જ રહેવું જોઈ એ તેમ જ ખીજા મુલા પણ ખાલસા કરવામાં નહિ આવે. સેવિયેટની દરખાસ્તાના કાઈ એ જવાબ ન વાળ્યો, કેમ કે લડનારા બંને પક્ષેા હજી વિજયની આશા સેવી રહ્યા હતા અને યુદ્ધની લૂટ હાથ કરવાને તે ઇંતેજાર હતા. આ દરખાસ્ત દ્વારા સેવિયેટના કઈક અંશે પ્રચાર કરવાનો હેતુ પણ હતા એમાં શંકા નથી. દરેક દેશની આમજનતાના તથા યુદ્ધથી થાકેલા સૈનિક વર્ગના માનસ ઉપર સુલેહથી વાત ઠસાવીને ખેલ્શેવિકા ખીજા દેશોમાં સામાજિક ક્રાંતિ કરાવવા માગતા હતા, કેમ કે તેમને તે જગતવ્યાપી ક્રાંતિ કરવી હતી. તેમનુ એવુ માનવું હતું કે એ રીતે જ તે પોતાની ક્રાંતિની રક્ષા કરી શકે. આગળ તને કહી ગયા છું કે ફ્રેંચ તથા જમન લશ્કર ઉપર સાવિયેટના પ્રચારની ભારે અસર થવા પામી હતી. જર્મની સાથેની બ્રેસ્ટ લિટાવસ્કની સધિ કામચલાઉ છે અને તે લાંખે વખત નહિ ટકૅ એમ લેનિન માનતા હતા. બન્યું પણ એમ કે, નવ માસ પછી, મિત્રરાજ્યેાએ જનીને પશ્ચિમના મારચા ઉપર હરાવ્યું કે તરત જ સેવિયેટે એ સ ંધિ ફગાવી દીધી. એ સંધિ દ્વારા લેનિન થાકેલા મજૂરોને તથા લડાઈમાં ગયેલા ખેડૂતાને જરા આરામ, થોડા શ્વાસ ખાવાને વખત આપવા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૯ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન ખેડૂતો સમજે કે પોતાની છે તથા અંત આવ્યો છે માગતા હતા. વળી તેઓ પાતપોતાને ઘેર જાય અને ક્રાંતિએ શું કર્યું છે તે પોતાની સગી આંખે જીએ એમ પણ તે ઇચ્છતો હતો. જમીનદારો ખતમ થઈ ગયા છે અને જમીન હવે તેમની ઔદ્યોગિક મજૂરોને લાગે કે તેમનુ શાણુ કરનારાઓને એવું પણ લેનિન ઇચ્છતા હતા. તે માનતા હતા કે, આથી તે ક્રાંતિથી તેમને થયેલા લાભો પિછાનશે તથા તેનું રક્ષણ કરવાને તેઓ ઉત્સુક બનશે. વળી તેમના ખરા દુશ્મના કાણુ હતા તેની પણ તેમને જાણ થશે. લેનિન આ રીતે વિચારી રહ્યો હતો અને તે ખરાખર જાણતા હતા કે આંતરયુદ્ધ આવી રહ્યુ છે. પાછળથી લેનિનની આ નીતિ સ ંપૂર્ણ પણે તેહમદ નીવડી. આ ખેડૂતો અને મારા લડાઈના મેાખરા ઉપરથી પોતપોતાનાં ખેતરા ઉપર તથા કારખાનાંઓમાં પાછા ફર્યાં. તેઓ એલ્શેવિક નહાતા કે નહેાતા સમાજવાદી. આમ છતાંયે તેઓ ક્રાંતિના ચુસ્ત ટેકાદાર બન્યા કેમ કે એને કારણે તેમને જે પ્રાપ્ત થયું હતું તે પોતાના હાથમાંથી તેએ જવા દેવા માગતા નહોતા. ખાલ્શેવિક આગેવાને ગમે તેમ કરીને પણ જર્મની સાથે સમાધાન કરવાને મથી રહ્યા હતા તે જ વખતે તે આંતરિક પરિસ્થિતિ તરફ પણ પેાતાનું લક્ષ આપી રહ્યા હતા. લશ્કરના મા અમલદારો તથા સાહસખારે મશીનગન તથા યુદ્ધને ખીજો સરજામ લઈને ધાડપાડુના ધંધો ચલાવી રહ્યા હતા. મોટાં મોટાં શહેરાના મધ્ય ભાગમાં તેઓ ગળીબાર કરતા અને લૂંટફાટ ચલાવતા હતા. જૂના અરાજકતાવાદી પક્ષના કેટલાક સભ્યા સાવિયેટને માન્ય કરતા નહાતા. તે પણ સારી પેઠે તકલીફ આપી રહ્યા હતા. સેવિયેટના સત્તાવાળાઓએ આ બધા ધાડપાડુ તથા ખીજા સાથે સખત હાથે કામ લીધું અને તેમને દાખી દીધા. ' સોવિયેટ અમલ ઉપર એથીયે મેટું જોખમ તો જુદી જુદી સિવિલ સર્વાંસના સભ્યો તરફથી આવી પડયું. તેમનામાંના ઘણાએ એલ્શેવિકાના હાથ નીચે કામ કરવાની કે ખીજી કઈ પણ રીતે તેમની સાથે સહકાર કરવાની સાફ ના પાડી. લેનિને એક સિદ્ધાંત નક્કી કર્યું કે, “ જે કામ ન કરે તે ખાય પણ નહિ.” કામ નહિ તે ખાવાનું પણ નહિ. સહકાર ન કરનારા સિવિલ સર્વિસના બધા માસાને તરત જ બરતરફ કરવામાં આવ્યા. બેંકરોએ પોતાની તિજોરી ખાલવાની ના પાડી; સુરગ ફાડીને તે ઉધાડવામાં આવી. પરંતુ સહકાર ન કરનારા જૂની વ્યવસ્થાના નાકરા પ્રત્યેના લેનિનના સૌથી ભારે તિરસ્કારનું ઉદાહરણ તા એક સરસેનાપતિએ હુકમ માનવાની ના પડી ત્યારે જોવામાં આવ્યું. લેનિને તેને ખરતરફ કર્યાં અને પાંચ જ મિનિટની અંદર ફ્રીલેન્ઝા નામના એક યુવાન ખેલ્શેવિક લેફ્ટેનન્ટને સરસેનાપતિ અનાબ્યા ! Page #372 -------------------------------------------------------------------------- ________________ બે શેવિક સત્તા હાથ કરે છે ૧૦૩૯ આ બધા ફેરફાર થવા છતાંયે રશિયાની જૂની રચના હજી કાયમ રહી હતી. એક વિશાળ દેશમાં એકાએક સમાજવાદી વ્યવસ્થા ઊભી કરવી એ કંઈ સહેલ વાત નથી. ઘટનાઓના બળથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈન હોત તે સંભવ છે કે રશિયામાં આવા ફેરફાર થતા પહેલાં વરસોનાં વરસ વીતી જાત. ખેડૂતોએ જેમ જમીનદારોને હાંકી કાઢયા હતા તેમ તેમના ઉપર ક્રોધે. ભરાયેલા મજૂરોએ પોતાના ઘણુંખરા જૂના માલિકને કાઢી મૂકીને કારખાનાંઓને કબજો લઈ લીધો. સોવિયેટ એ કારખાનાંઓ તેના પહેલાંના મૂડીવાદી માલિકને સોંપી શકે એમ નહોતું. એટલે તેણે એને કબજે લીધા. આંતરવિગ્રહ દરમ્યાન, કેટલાક દાખલાઓમાં એ માલિકોએ કારખાનાંઓનાં યંત્રને નુકસાન પહોંચાડવાને પ્રયત્ન કર્યો. આથી સેવિયેટ સરકાર વળી પાછી વચ્ચે પડી અને તેમનું રક્ષણ કરવાને ખાતર તેણે એ કારખાનાંઓનો કબજો લીધો. આ રીતે સામાન્ય પરિસ્થિતિમાં થાત તેના કરતાં ઘણી વધારે ઝડપથી ઉત્પાદનનાં સાધનનું સામાજીકરણ થયું, એટલે કે કારખાનાંઓ સમાજની યા રાજ્યની માલિકીનાં બન્યાં. સોવિયેટ અમલના પહેલા નવ માસ દરમ્યાન રશિયામાં જીવન બહુ ભિન્ન નહોતું. શેવિકાએ ટીકાઓ અને ગાળ સુધ્ધાં સાંખી લીધી અને બશેવિક વિરોધી છાપાઓ નીકળતાં રહ્યાં. આમજનતા સામાન્ય રીતે ભૂખમરે વેઠતી હતી પરંતુ મેજશેખ ઉડાવવા અને આડંબર કરવા માટે ધનિકે પાસે હજી પુષ્કળ પૈસા હતા. રાત્રે મોરંજક કાર્યક્રમો રાખનારી હોટેલમાં ભારે ભીડ રહેતી અને ઘોડદોડની શરતે તથા એવી બીજી રમત પણે હજી ચાલુ હતી. ભૂવા એટલે કે મધ્યમ વર્ગના વધારે ધનિક લોક મેટાં મોટાં શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતા હતા અને સંભવિત માનવામાં આવતા સેવિયેટ સરકારના પતન પરત્વે તેઓ છડેચક પિતાને હર્ષ વ્યક્ત કરતા હતા. દેશદાઝથી પ્રેરાઈને જેઓ જર્મની સામે યુદ્ધ ચાલુ રાખવાને અતિશય ઉત્સુક હતા તે જ આ લેકે જર્મનીના પેગ્રાડ તરફના ધસારાને હવે ખરેખાત ઊજવી રહ્યા હતા. જર્મને પિતાના પાટનગરનો કબજો લે એ સંભવિતતા પ્રત્યે તેઓ આનંદ વ્યક્ત કરતા હતા. પરદેશીઓના આધિપત્યના ડરને મુકાબલે સામાજિક ક્રાંતિ પ્રત્યેને તેમને અણગમે ઘણું વધારે હતે. ખાસ કરીને, ભિન્ન ભિન્ન વર્ગો એકબીજા સાથે સંડોવાયેલા હોય ત્યારે ઘણુંખરું આમ જ બને છે. આમ જીવન ઝાઝા ફેરફાર વિના ઓછે અંશે હમેશની જેમ જ ચાલતું હતું અને આ તબકકે બેશેવિકેને ત્રાસ તે ખસૂસ નહોતે જ, મૅસ્કાન નારંગના મશહૂર કાર્યક્રમ ખીચખીચ ભરેલા નાચગૃહમાં રજે. રેજ ચાલતા હતા. પેટ્રોગ્રાડ ઉપર જર્મને ભય ઝઝુમી રહ્યો હતો ત્યારે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન સેવિયેટ સરકારે પિતાનું મથક મસ્કમાં બદલ્યું હતું અને ત્યાર પછી મૅચ્યો જ તેનું પાટનગર રહ્યું છે. મિત્રરાજ્યના એલચીઓ હજી રશિયામાં જ રહ્યા હતા. જ્યારે પેટ્રોગ્રાડ જર્મનાં હાથમાં જવાને ભય હતું ત્યારે તેઓ ત્યાંથી ભાગીને લેગડાના સલામત સ્થાને જઈ રહ્યા. લેગડા એ દેશના અંદરના ભાગનું એક નાનકડું શહેર છે અને બીજી બધી પ્રવૃત્તિઓથી તે બહુ જ દૂર હતું. તેમને કાને પહોંચતી ભયંકર અફવાઓથી તેઓ નિરંતર ગભરાટ અને અસ્વસ્થ મનેદશામાં રહેતા અને બધા ટોળે વળીને એક સાથે બેસી રહેતા. એ અફવાઓ ખરી છે કે કેમ એ વિષે ચિંતાતુર થઈને તેઓ વારંવાર ટ્રસ્કી પાસે પૂછપરછ કર્યા કરતા હતા. આ જુનવાણ મુત્સદ્દીઓની આવી માનસિક અસ્વસ્થતાથી ટેસ્કી ત્રાસી ગયે અને તેણે “વેલેગડાના મહાનુભાવના જ્ઞાનતંતુઓ શાંત કરવાને માટે બ્રોમાઈડ લેવાનું” તેમને લખી જણાવવાની તૈયારી બતાવી ! ખેંચ આવતી હોય તેવાઓને તથા સહેજ સહેજમાં ઉત્તેજિત થઈ જાય એવા લેકોને દાક્તરે બ્રોમાઈડ આપે છે. ઉપર ઉપરથી તે જીવન કશા ફેરફાર વિના હમેશ મુજબ ચાલતું જણાતું હતું પરંતુ ઉપરથી દેખાતી આ શાંતિના પડની નીચે અનેક બળો અને પ્રતિબળે કાર્ય કરી રહ્યાં હતાં. કેઈને, ખુદ બેલ્સેવિકોને પિતાને પણ તેઓ વધુ વખત ટકી શકશે એવી આશા નહતી. દરેક જણ કાવાદાવા ખેલી રહ્યો હતે. જર્મનીએ રશિયાના દક્ષિણ ભાગમાં આવેલા યુક્રેનમાં એક પૂતળા સરકાર ઊભી કરી હતી. જર્મની સાથે સંધિ કરી હોવા છતાંયે સોવિયેટ ઉપર તેને ભય હમેશાં ઝઝુમી રહેલે જણ હતે.. મિત્રરાજ્ય, અલબત જર્મનીને ધિક્કારતાં હતાં પરંતુ બેલ્સેવિકેને તે તેઓ એથી પણ વિશેષ ધિક્કારતાં હતાં. ૧૯૧૮ના આરંભમાં અમેરિકાના પ્રમુખ ગુરૂ વિલ્સને સોવિયેટ કોંગ્રેસ ઉપર અભિનંદનને સંદેશ મોકલ્યું હતું, પરંતુ એમ કરવા માટે તે પસ્તા હેય એમ જણાય છે અને પાછળથી તેણે પોતાનું વલણ બદલ્યું. આથી મિત્રરાજાએ ક્રાંતિવિરોધી પ્રવૃત્તિઓને ખાનગી રીતે આર્થિક સહાય કરી તેમ જ બીજી મદદ પણ કરી; એટલું જ નહિ, તેમણે ગુપ્ત રીતે એ પ્રવૃત્તિઓમાં ભાગ પણ લીધે. મૅસ્કે વિદેશી જાસૂસેથી ઊભરાવા લાગ્યું. બ્રિટનના અઠંગ જાસૂસ તરીકે લેખાતા બ્રિટિશ જાસૂસીખાતાના વડાને સોવિયેટ સરકાર સામે મુશ્કેલીઓ ઊભી કરવાને ત્યાં મોકલવામાં આવ્યું. માલમિલકત ગુમાવી બેઠેલા અમીરઉમર તથા શ્રીમંત વર્ગના લેકે મિત્રરા તરફથી મળતાં નાણાંની મદદથી નિરંતર ક્રાંતિવિરોધી પ્રવૃત્તિઓ ઊભી કર્યા કરતા હતા. ૧૯૧૮ની સાલના વચગાળાના સમયમાં આ સ્થિતિ હતી. સેવિયેટનું જીવન નાજુક તાંતણાને આધારે લટકી રહેલું દેખાતું હતું. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. સોવિયેટનો વિજય ૧૧ એપ્રિલ, ૧૯૩૩ ૧૯૧૮ની સાલના જુલાઈ માસમાં રશિયાની પરિસ્થિતિમાં હેબતાવી મૂકે એવા ફેરફાર થયા. શેવિકાની આસપાસ બિછાવવામાં આવેલી જાળ તેમની વધુ ને વધુ નજીક આવતી જતી હતી. દક્ષિણમાં યુક્રેનમાંથી જર્મને ડરાવી રહ્યા હતા અને રશિયામાંના સંખ્યાબંધ જૂના ચેકોસ્લોવાકિયન યુદ્ધકેદીઓને મિત્રરાજ્યએ મૅસ્ક ઉપર ધસારે કરવાનું ઉત્તેજન આપ્યું. ફ્રાંસમાં આખાયે પશ્ચિમ મરચા ઉપર હજી મહાયુદ્ધ ચાલી રહ્યું હતું પરંતુ સોવિયેટ રશિયામાં એક વિચિત્ર પ્રકારની ઘટના જોવામાં આવતી હતી. ત્યાં આગળ જર્મનીના પક્ષની સત્તાઓ તેમ જ મિત્રરા એ બંને બશેવિકાને કચરી નાખવાના એક જ કાર્યમાં સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરી રહ્યાં હતાં. રાષ્ટ્રદેષ કરતાં વર્ગદ્વેષનું બળ કેટલું બધું વધારે હોય છે એ આપણને અહીં ફરીથી જોવા મળે છે. અને રાષ્ટઠેષ પણ સારી પેઠે ઝેરી અને તીવ્ર હોય છે. આ બધી સત્તાઓએ રશિયા સામે કંઈ સત્તાવાર યુદ્ધ જાહેર કર્યું નહોતું; તેમણે સોવિયેટને હેરાન કરવાના બીજા ઉપાય શોધી કાઢ્યા હતા. ખાસ કરીને, ક્રાંતિવિરોધી આગેવાનોને ઉશ્કેરીને તથા તેમને શસ્ત્ર અને નાણાંની મદદ આપીને તેઓ પોતાની એ મુરાદ પાર પાડતા હતા. ઝારશાહી વખતના કેટલાયે જૂના સેનાપતિઓ સોવિયેટની સામે મેદાને પડ્યા. ઝાર તથા તેના કુટુંબને પૂર્વ રશિયામાં ઉરલ પર્વત પાસે ત્યાંના સ્થાનિક સેવિયેટના હવાલા નીચે કેદ રાખવામાં આવ્યું હતું. એ પ્રદેશમાં ઝેક લશ્કરના ધસારાથી ત્યાંનું સ્થાનિક સોવિયેટ ગભરાઈ ગયું. તેને ભય લાગ્યું કે, માજી ઝારને કારાવાસમાંથી છોડાવવામાં આવે અને તે ક્રાંતિ વિરોધી ચળવળનું મોટું કેન્દ્ર બને તે શી વલે થાય? એટલે કાયદે ખીસામાં મૂકીને તેણે ઝારના આખા કુટુંબની કતલ કરી નાખી. સેવિયેટની મધ્યસ્થ સમિતિ એ કૃત્ય માટે જવાબદાર હોય એમ નથી લાગતું. અને લેનિન તે આંતરરાષ્ટ્રીય નીતિની દૃષ્ટિએ ઝારની અને માનવદયાની દૃષ્ટિએ તેના કુટુંબની કતલ કરવાની વિરુદ્ધ હતે. પરંતુ તે થઈ ગયા પછી મધ્યસ્થ સમિતિએ એ કૃત્યને વાજબી ઠરાવ્યું. ઘણું કરીને આને લીધે મિત્રસરકારને મિજાજ વળી વધારે ખસી ગયો અને તેમનું વલણ વધારે ઉગ્ર બન્યું. ઓગસ્ટ માસમાં તે પરિસ્થિતિ બહુ જ બગડવા પામી અને બે બનાવોને પરિણામે સર્વત્ર કોધ, નિરાશા અને ભયનું વાતાવરણ વ્યાપી ગયું. એમાંને એક બનાવ તે લેનિનને જીવ લેવા માટે તેના ઉપર કરવામાં આવેલ હુમલે અને ઉત્તર રશિયામાં આવ્યેગલ આગળ મિત્ર સૈન્યનું ઊતરવું એ બીજે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન માસ્કામાં ભારે ખળભળાટ મચી રહ્યો અને સાવિયેટની હસ્તીના અંત અહુ નજીક આવેલા જણાયો. ખુદ માસ્કા પણ, જમના, ચેકા તથા ક્રાંતિવિરોધી સૈન્યથી ચારે બાજુથી ઘેરાયેલું હતું. માસ્કાની આસપાસનાં માત્ર થોડાં પરગણાં જ સેવિયેટના અમલ નીચે હતાં. અને મિત્રસૈન્ય ઊતરવાથી તા તેને અંત નિશ્ચિત છે એમ લાગવા માંડયુ. એલ્શેવિકા પાસે ઝાઝું લશ્કર નહતું; બ્રેસ્ટ લિટાવસ્યની સધિને હજી તે માંડ પાંચ માસ થયા હતા. અને મેટા ભાગનું નૂ નું લશ્કર વિખેરાઈ ગયું હતું અને તેના સૈનિકા પોતપોતાનાં ખેતરો ઉપર ચાલ્યા ગયા હતા. ખુદ માસ્કામાં અનેક કાવતરાં યોજાઈ રહ્યાં હતાં અને સેવિયેટનું પતન નજીક આવતું જોઇને ભૂવા એટલે કે બિનક અને મધ્યમવર્ગોના લોકા છડેચોક આનદોત્સવ કરી. રહ્યા હતા. નવ માસ જેટલી ઉંમરના સાવિયેટ પ્રજાસત્તાકની આવી ભયંકર દા હતી. એક્શેવિકાને નિરાશા અને ભયે ઘેરી લીધા. અને ગમે તે રીતે પણ તેમને મરવાનું તો હતું જ એટલે લડતાં લડતાં મરવાનું તેમણે નક્કી કર્યું. સવા સદી પહેલાં તરુણુ ફ્રેંચ પ્રજાસત્તાકે કર્યું. હતું તેમ ચારે તરફથી ઘેરાઈ ગયેલા પ્રાણીની પેઠે તેઓ તેમના દુશ્મનો ઉપર તૂટી પડ્યા. હવે વધારે ખામેથી કે ધ્યાને માટે સ્થાન નહોતું. આખા દેશમાં લશ્કરી કાયદો પ્રવર્તાવવામાં આવ્યા અને સપ્ટેમ્બર માસના આરંભમાં મધ્યસ્થ સોવિયેટ સમિતિએ ‘ લાલ ત્રાસ 'ના ( રેડ ટેરર ) અમલની જાહેરાત કરી. “ બધાયે દેશદ્રોહીઓનું મૃત્યુ અને પરદેશી હુમલાખોરો સામે જીવલેણ યુદ્ધ આમ અંદરના તેમ જ બહારના એ અંતે દુશ્મનો સામે મરણિયા થઈ તે ઝૂઝવાના તેમણે નિર્ણય કર્યાં. સોવિયેટ આખી દુનિયાની સામે તથા પોતાને ત્યાંના પ્રત્યાધાતીઓની સામે છાતી કાઢીને ઊભું હતું. જેને ‘ લશ્કરી સામ્યવાદ' કહેવામાં આવે છે તેને યુગ પણ શરૂ થયા અને આખા દેશ એક પ્રકારની લશ્કરી છાવણીના રૂપમાં ફેરવાઈ ગયા. લાલ લશ્કર ઊભું કરવાના હરેક પ્રયાસા કરવામાં આવ્યા અને એ કાર્યાં ટ્રાટ્સને સાંપવામાં આવ્યું. 66 "" ૧૯૧૮ની સાલના સપ્ટેમ્બર-આકટોબર માસ દરમ્યાન પશ્ચિમને માચે, જ્યારે જનીના યુદ્ધના સંચો પડી ભાગવા લાગ્યા હતા અને તહકૂખી માટેની વાત ચાલી રહી હતી ત્યારે આ બધું બનવા પામ્યું હતું. પ્રેસિડન્ટ વિલ્સને ચૌદ મુદ્દા રજૂ કર્યાં હતા અને એમાં મિત્રરાજ્યના ધ્યેયાના સમાવેશ થતો હતા એમ માનવામાં આવતું હતું. એ જાણવા જેવું છે કે, રશિયાને પ્રદેશ ખાલી કરવા અને તેને પેાતાના આત્મવિકાસ કરવાની સંપૂર્ણ તક આપવી તથા એમ કરવામાં મેટી સત્તાએ તેને સહાય કરવી એ એમાંના એક મુદ્દો હતા. મિત્રરાજ્યેાએ રશિયાના મામલામાં કરેલી દખલ તથા તેમણે ત્યાં આગળ ઉતારેલું પોતાનું લશ્કર એ બંને વસ્તુ એ મુદ્દાનું પોકળ તેના નગ્ન સ્વરૂપમાં Page #376 -------------------------------------------------------------------------- ________________ સેાવિયેટને વિજય ૧૦૪૩ (6 વ્યક્ત કરે છે. તેના ચૌદ મુદ્દાઓની આકરી ટીકા કરતું એક નિવેદન સેવિયેટ સરકારે પ્રેસિડન્ટ વિલ્સન ઉપર મેાકલ્યું. આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, આપ પોલેંડ, સર્બિયા, બેલ્જિયમ તેમ જ આસ્ટ્રિયા હંગરીની પ્રજા માટે સ્વાતંત્ર્યની માગણી કરે છે . . પરંતુ વિચિત્ર વાત તો એ છે કે, આપની માગણીમાં આયર્લૅન્ડ, મિસર, હિંદુસ્તાન અથવા તો ફિલિપાઇન ટાપુઓની સ્વતંત્રતાના ઉલ્લેખ સરખા પણુ અમારા જોવામાં આવતા નથી.” ૧૯૧૮ના નવેમ્બરની 11માં તારીખે મિત્રરાજ્યે અને જમને વચ્ચે સુલેહ થઈ અને તહરૂખીના કરાર ઉપર સહી કરવામાં આવી. પરંતુ રશિયામાં તા ૧૯૧૯ અને ૧૯૨૦ની સાલ દરમ્યાન આંતરયુદ્ધ ગરજી રહ્યુ હતું. સેવિયેટા એકલે હાથે અનેક દુશ્મનેની સામે લડ્યાં. એક વખતે તે લાલ સેના ઉપર જુદા જુદા સત્તર મેરચા ઉપર હુમલા થયા હતા. ઇંગ્લંડ, ફ્રાંસ, અમેરિકા, જાપાન, ઇટાલી, સર્બિયા, ચેકસ્સોવાકિયા, રુમાનિયા, બાલ્ટિક રાજ્યો અને સંખ્યાબંધ ક્રાંતિવિરોધી રશિયન સેનાપતિએ એ સૌ સાવિયેટને સામને કરી રહ્યાં હતાં. અને છેક પૂર્વ સાખેરિયાથી માંડીને બાલ્ટિક સમુદ્ર અને ક્રીમિયા સુધી યુદ્ધના દાવાનળ વિસ્તર્યાં હતા. વારવાર સાવિયેટના અંત નજીક આવેલા જણાતા હતા, ખુદ માસ્કા ઉપર પણ ભય ઝઝૂમી રહ્યો હતો, પેટ્રાત્રાડ દુશ્મનાને હાથ જવાની અણી ઉપર હતું પરંતુ એ બધીયે કટેકટીમાંથી તે પાર ઊતર્યું અને તેની પ્રત્યેક ફતેહે તેના આત્મવિશ્વાસ અને તેના બળમાં વધારો કર્યાં. ઍમિરલ કાલચાક એક ક્રાંતિવિરેધી આગેવાન હતા. તેણે પોતાને રશિયાના રાજકર્તા · તરીકે જાહેર કર્યાં અને મિત્રરાજ્યોએ ખરેખર તેને એ રીતે માન્ય રાખ્યો તથા તેને ભારે મદદ પણ કરી. સાએરિયામાં તેણે કેવ વર્તાવ ચલાવ્યે તેને ચિતાર તેના સાથી જનરલ ગ્રેવેઝે આપ્યા છે. તે કાલચાકને મદદ કરનાર યુનાઈટેડ સ્ટેટ્સના સૈન્યને સેનાપતિ હતા. આ અમેરિકન સેનાપતિ જણાવે છે : "" ત્યાં આગળ ભયંકર કતલેા કરવામાં આવી, દુનિયા ધારે છે તેમ ખેલ્શેવિકાએ એ કતલેા નહેતી કરી. એલ્શેવિકાએ મારી નાખેલા પ્રત્યેક માણસને ખલે પૂર્વ સાઇબેરિયામાં બેલ્શેવિક વિધીએએ સેા માણસોને મારી નાખ્યા એમ કહેવામાં હું અપેાક્તિને! દોષ વહેરી લઉં છું.” મેટા મોટા રાજદ્વારી પુરુષો કેવી માહિતીને આધારે મહાન રાષ્ટ્રોનો કારોબાર ચલાવે છે તથા યુદ્ધ અને સુલેહ કરે છે એ જાણવાની તને રમૂજ પડશે. લોઈડ જ્યા તે વખતે ઇંગ્લેંડના વડા પ્રધાન હતા. યુરોપભરમાં તે સૌથી વધારે સત્તાધીશ પુરુષ હતો એમ કહી શકાય. ઇંગ્લંડની આમની સભામાં રશિયા વિષે ખેલતાં તેણે કાલચાક તથા રશિયાના બીજા સેનાપતિઓને ઉલ્લેખ કર્યાં. એમને વિષે ખેલતાં તેણે સેનાપતિ ખાવા પણ ઉલ્લેખ કર્યાં. ' Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ ખાવ એ કઈ સેનાપતિ નહિ પણ એક મહત્વનું શહેર છે અને યુક્રેનનું પાટનગર છેપરંતુ પ્રાથમિક ભૂગોળનું આવું ઘર અજ્ઞાન હોવા છતાં આ રાજદ્વારી પુરુષો યુરેપના ટુકડા કરીને તેને ન નકશે રચતાં અટકયા નહિ. * મિત્રરાએ રશિયાની નાકાબંધી પણ કરી. આ નાકાબંધી એટલી તે સખત હતી કે ૧૯૧૯ના આખા વરસ દરમ્યાન રશિયા પરદેશમાં કશું ખરીદી કે વેચી શકયું નહિ. • આવી ભારે મુશ્કેલીઓ તથા અનેક બળવાન દુશ્મનો તેને સામને કરવો પડ્યો છતાંયે સેવિયેટ રશિયા ટકી રહ્યું તેમ જ વિજયી થયું. ઈતિહાસની આ એક આશ્ચર્યકારક ઘટના છે. સોવિયેટ રશિયા એ કેવી રીતે કરી શક્યું? મિત્રરા જે એકમત હોત તથા બશેવિકાને કચરી નાખવાનો તેમણે નિર્ધાર કર્યો હોત તે આરંભના દિવસોમાં તેઓ એમ કરી શકત એ નિર્વિવાદ છે. જર્મની સાથેનું કાર્ય પતાવી દીધા પછી કઈ પણ રમત રમવા માટે તેમની પાસે પ્રચંડ સૈન્ય પડયું હતું. પરંતુ એ સૈન્યનો બીજે કોઈ સ્થળે અને ખાસ કરીને સોવિયેટ રશિયા સામે ઉપયોગ કરે એ સહેલ વાત નહતી. બધા સૈનિકે યુદ્ધથી હવે થાકી ગયા હતા અને વિદેશમાં યુદ્ધ કરવાની કોઈ પણ માગણી તેમણે નકારી કાઢી હેત. વળી મજૂર વર્ગમાં નવા રશિયા માટે ભારે સહાનુભૂતિ હતી. આથી, સોવિયેટ સામે જે યુદ્ધ જાહેર કરવામાં આવે તે પિતાપિતાના દેશમાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરે પડે એ બધી મિત્ર સરકારને ડર હતે. વાત એમ હતી કે, યુરોપમાં જ બળવે ફાટી નીકળવાની તૈયારી જણાતી હતી. અને ત્રીજું, મિત્ર રાજ્ય વચ્ચે આપસમાં એકબીજા સામે હરીફાઈ ચાલતી હતી. સુલેહ થયા પછી તેઓ એકબીજા સાથે લડવાઝઘડવા લાગ્યાં. આ બધાં કારણોને લીધે તેઓ બે શેવિકોને નિર્મળ કરવાને નિશ્ચયપૂર્વક પ્રયત્ન ન કરી શક્યાં. બીજાઓને નાણાં અને હથિયાર પૂરાં પાડીને તથા નિષ્ણાત તરીકેની સલાહ આપીને પિતાનું લડવાનું કામ તેમણે તેમની પાસે કરાવ્યું અને આમ પરોક્ષ રીતે બની શકે એટલા પ્રમાણમાં એ હેતુ પાર પાડવાને તેમણે પ્રયત્ન કર્યો. તેમને ખાતરી હતી કે સેવિયેટ લાંબે કાળ નહિ ટકી શકે. બેશક, આ બધી વસ્તુઓ સોવિયેટને મદદરૂપ નીવડી અને એથી પિતાને મજબૂત બનાવવાને તેમને વખત મળે. પરંતુ તેમની ફતેહ બહારના સંજોગને આભારી હતી એમ માનવું એ તેમને અન્યાય કરવા બરાબર છે. તરતઃ એ રશિયન પ્રજાના આત્મવિશ્વાસ, શ્રદ્ધા, આત્મભોગ તેમ જ તેના અડગ નિશ્ચયને વિજય હતા. અને તાજુબીની વાત તો એ છે કે, એ લોકોને સૌ કોઈ પ્રમાદી, અજ્ઞાન, અને નૈતિક બળ વિનાના તથા કોઈ પણ મહાન પુરુષાર્થ કરવાને Page #378 -------------------------------------------------------------------------- ________________ સેવિયેટને વિજય : ૧૦પ અસમર્થ ગણતાં હતાં અને તેમની એ માન્યતા વાજબી પણ હતી. સ્વતંત્રતા એ એક ટેવ છે અને લાંબા વખત સુધી આપણને એનાથી વંચિત રાખવામાં આવે તે આપણે તે ભૂલી જઈએ છીએ. રશિયાના આ અજ્ઞાન ખેડૂતે તથા મજૂરને એ ટેવનો મહાવરે રાખવાના નહિ જેવા જ પ્રસંગે પ્રાપ્ત થયા હતા. પરંતુ એ કાળે રશિયાને એવા ગ્ય આગેવાનો સાંપડ્યા કે એ કંગાળ માનવી મસાલામાંથી તેમણે એક બળવાન, સંગઠિત તથા પિતાના મિશન માટેની શ્રદ્ધાથી ઊભરાતું અને આત્મવિશ્વાસથી ભરેલું રાષ્ટ્ર નિર્માણ કર્યું. કેલચાક તથા એના જેવા બીજાઓને કેવળ બે શેવિક આગેવાનોની દક્ષતા અને તેમના નિશ્ચયબળથી જ હરાવવામાં આવ્યા એમ નહોતું. રશિયન ખેડૂતેએ તેમને નભાવી લેવાની જ સાફ ના પાડી એ પણ એનું એક કારણ છે. તેમને મન તે એવા લેકે એ તેમણે નવી પ્રાપ્ત કરેલી જમીન તથા બીજા અધિકારે લઈ લેવાને આવેલા જૂની વ્યવસ્થાના પ્રતિનિધિઓ હતા, અને જિંદગીને ભોગે પણ તેમણે એ વસ્તુઓની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો. લેનિન એ બધામાં સર્વોપરી હતું અને તેનો પ્રભાવ સર્વમાન્ય હતે. રશિયન પ્રજાને માટે તે તે એક દેવ જેવો બની ગયું હતું. તેમની આશા અને શ્રદ્ધાનું તે પ્રતીક હતું, હરેક મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર સુજ્ઞ પુરુષ હતું અને કઈ પણ વસ્તુ તેને અરવલ્થ કે સુભિત કરી શકતી નહોતી. તે દિવસમાં (હાલ તે રશિયામાં બદનામ થયું છે.) ટેસ્કી એના પછીના સ્થાને હતે. તે એક લેખક અને વક્તા હતો તથા કોઈ પણ પ્રકારના લશ્કરી પૂર્વ અનુભવ વિના, આંતરયુદ્ધ અને નાકાબંધી વચ્ચે તેણે મહાન સૈન્ય ઊભું કરવાનું કાર્ય ઉપાડ્યું હતું. કૅલ્કીની વીરતા અમર્યાદ હતી અને યુદ્ધમાં તેણે અનેક વાર પિતાની જિંદગી જોખમમાં મૂકી હતી. નાહિંમત અને શિસ્ત વિનાના માણસ માટે તેના હૃદયમાં લેશ પણ દયા નહોતી. આંતરયુદ્ધની એક કટોકટીની ઘડીએ તેણે આ હુકમ બહાર પાડ્યો હતોઃ “હું ચેતવણી આપું છું કે, હુકમ વિના કોઈ પણ ટુકડી પાછી હશે તો પહેલો તેના નાયકને વીંધી નાખવામાં આવશે અને પછીથી સેનાપતિને. બહાદુર અને હિંમતવાળા સૈનિકને તેમની જગ્યાએ નીમવામાં આવશે. બાયલા, હિચકારા તેમ જ દેશદ્રોહીઓ ગોળી ખાવામાંથી ઊગરી નહિ જાય. સમગ્ર લાલ સેનાની સમક્ષ ગંભીરતાપૂર્વક હું આ વચન આપું છું.” અને તેણે પિતાનું વચન પાળ્યું. ૧૯૧ના કટોબરમાં સ્કીએ લશ્કરને ઉદ્દેશીને બહાર પાડેલે સંદેશે બહુ રમૂજી છે. એ હુકમ દર્શાવે છે કે, બેલ્સેવિકે પ્રજા અને મૂડીવાદી સરકાર એ બેને નિરાળા પાડવાને હમેશાં પ્રયત્ન કરતા. તેઓ કદી પણ સંકુચિત રાષ્ટ્રીય દૃષ્ટિથી જોતા નહિ. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪} જગતના ઇતિહાસનુ” રેખાદર્શન એ હુકમ આ મુજબ છે : આજે પણ જ્યારે આપણે ઇંગ્લેંડને વેચાઈ ગયેલા યુડેનીચ જોડે જીવસાટાની લડાઈ લડી રહ્યા છીએ તે ઘડીએ પણ ઇંગ્લંડ ખે છે એ હકીકત તમે ન ભૂલા એમ હું માગું છું. નફાખાઉ, હિંસાખાર, લાંચરુશવત આપનાર તથા લાહીતરસ્યા ઇંગ્લેંડ ઉપરાંત મજૂરાનું, આધ્યાત્મિક શક્તિ ધરાવનારું, ઉચ્ચ આદર્શવાળુ' તથા આંતરરાષ્ટ્રીય એકસ'પીની હિમાયત કરનારું બીજું ઇંગ્લંડ પણ છે. આંતરરાષ્ટ્રીય નાણાવ્યવહારમાં ચાલાકી કરનારાઓનું નીચ અને અપ્રામાણિક ઇંગ્લંડ આપણી સાથે લડી રહ્યું છે. મજૂરી તેમ જ આમજનતાનું ઇંગ્લંડ તે આપણી સાથે જ છે.” r પેટ્રાત્રાડ યુડેનીચના હાથમાં જવાની અણી પર હતું તે વખતે તેના રક્ષણ માટે કરવામાં આવેલા નિણૅય ઉપરથી લાલ સેનાને કેવી મક્કમતાથી લડવાને પ્રેરવામાં આવતી હતી એને આપણને કંઈક ખ્યાલ આવે છે. પેટ્રોગ્રાડની રક્ષણસમિતિએ આવી આજ્ઞા બહાર પાડી હતી : “ લેાહીનું છેલ્લું ટીપું રહે ત્યાં સુધી પેટ્રોગ્રાડનું રક્ષણ કરી, એક ફૂટ પણ પાછા હા નહિ અને શહેરના મહેાલ્લાઓમાં પણ લડત ચાલુ રાખા.” રશિયાના મહાન લેખક, મૅક્સિમ ગૌ↑ જણાવે છે કે, લેનિને ટ્રાન્સ્કીના સબંધમાં એક વખત આમ કહ્યું હતું : k એક જ વરસ જેટલા સમયમાં લગભગ એક આદર્શ સૈન્ય ઊભું કરે અને તે ઉપરાંત લશ્કરી નિષ્ણાતેાના આદર સપાદન કરે એવા ખીજો કોઈ પુરુષ બતાવે. એવા પુરુષ આપણી પાસે છે. એ રીતે આપણી પાસે બચે છે અને ચમત્કારો હજી પણ થવાના છે.” આ લાલ સૈન્ય કૂદકે ને ભૂસકે વધતું ગયું. એલ્શેવિકાએ સત્તા હાથ કરી પછી તરત જ એટલે કે ૧૯૧૭ના ડિસેમ્બરમાં લશ્કરની સંખ્યા ૪,૩૫,૦૦૦ હતી. બ્રેસ્ટ લિટાવસ્કની સ ંધિ પછી એ સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઈ હશે અને ફરીથી ભરતી કરવી પડી હશે. ૧૯૧૯ની સાલના વચગાળાના સમય સુધીમાં તેની સંખ્યા ૧૫,૦૦,૦૦૦ થઈ હતી. એક વરસ બાદ એની સંખ્યા વધીને કુલ ૫૩,૦૦,૦૦૦ થઈ હતી. ૧૯૧૯ના અંત સુધીમાં આંતરયુદ્ધમાં તેના દુશ્મન કરતાં સેવિયેટની સ્થિતિ ચોક્કસપણે સુધરવા પામી હતી. પરંતુ એ યુદ્ધ એક વધુ વરસ ચાલુ રહ્યુ હતું અને તે દરમ્યાન ચિંતા કરાવનારા અનેક પ્રસ ંગે આવ્યા હતા. ૧૯૨૦ની સાલમાં પોલેંડનું નવું રાજ્ય (જનીની હાર પછી એ નવું રાજ્ય ઊભુ` કરવામાં આવ્યું હતું. ) રશિયા સાથે ઝઘડી પડયુ અને તેમની વચ્ચે યુદ્ધ થવા પામ્યું. ૧૯૨૦ના અંત સુધીમાં આ બધાં યુદ્દા લગભગ પૂરાં થઈ ગયાં હતાં. અને આખરે રશિયાને થાડી શાંતિ મળી. દરમ્યાન આંતરિક મુશ્કેલીઓ વધી ગઈ હતી. નામ ધી, રોગચાળા અને દુકાળે દેશની પાયમાલી કરી હતી. ઉત્પાદન બહુ જ ઘટી ગયું હતું, Page #380 -------------------------------------------------------------------------- ________________ સેવિયેટને વિજય ૧૦૪૭ કેમ કે વિરોધી સજે દેશમાં નિરંતર ધસી રહ્યાં હોય એ સ્થિતિમાં ખેડૂતો ખેતરે ખેડી શકે નહિ કે મજૂરી કારખાનાં ચલાવી શકે નહિ. યુદ્ધકાળના સામ્યવાદે દેશને જેમતેમ કરીને પાર ઉતાર્યો પરંતુ દરેક જણને પેટના પાટા વધારે ને વધારે તંગ કરવા પડતા જતા હતા અને આખરે એ વસ્તુ અસહ્ય થઈ પડી. ખેડૂતને ઝાઝું ઉત્પન્ન કરવાનો રસ નહોતો કેમ કે તે વખતે પ્રવર્તતા યુદ્ધકાળના સામ્યવાદમાં અથવા તે ઉદ્દામ કે લશ્કરી સામ્યવાદમાં તેમણે પેદા કરેલે વધારાને માલ રાજ્ય લઈ લેતું હતું. પછી તેમણે વધારે ઉત્પન્ન કરવાની તકલીફ શાને ઉઠાવવી ? એક અતિશય મુશ્કેલ અને જોખમકારક પરિસ્થિતિ ઊભી થવા લાગી હતી. પેટેગ્રાડ નજીક કંસ્ટેટ આગળ ખલાસીઓએ બળ પણ કર્યો અને ખુદ પેટ્રોગ્રાડ અથવા લેનિનગ્રાડમાં હડતાલ પડી. મૂળભૂત સિદ્ધાંતને વર્તમાન સ્થિતિ સાથે બંધબેસતા કરવાની લેનિન પાસે અપાર શક્તિ હતી એટલે તેણે તરત જ પગલું ભર્યું. યુદ્ધકાળને સામ્યવાદ તેણે બંધ કર્યો અને નવી જ નીતિ તેણે અખત્યાર કરી. એને નવી આર્થિક નીતિ કહેવામાં આવે છે. એ નીતિ અનુસાર ખેડૂતોને પિતાને માલ ઉત્પન્ન કરવાની તેમ જ તે વેચવાની વધુ છૂટ આપવામાં આવી. વળી થડ વેપાર કરવાની પણ પરવાનગી આપવામાં આવી. શુદ્ધ સામ્યવાદી સિદ્ધાંતને એમાં અમુક અંશે ભંગ થતું હતું પણ એક કામચલાઉ પગલા તરીકે લેનિને તેનું સમર્થન કર્યું. બેશક, લેકોને તે એથી ભારે રાહત મળી. પરંતુ થોડા જ વખતમાં રશિયાને બીજી એક ભયંકર આફતને સામને કરવાનું આવી પડયું. ભારે સુકવણુને કારણે દક્ષિણ-પૂર્વ રશિયામાં પાક નિષ્ફળ નીવડ્યો અને એને લીધે દુકાળ પડ્યો. એ બહુ જ ભયંકર દુકાળ હતો; જાણવામાં આવેલા મોટામાં મેટા દુકાળમાં તે એક હતું અને લાખો માણસે એમાં મરણ પામ્યાં. વરસેથી ચાલતાં યુદ્ધ, આંતરયુદ્ધ, નાકાબંધી અને આર્થિક વિનાશ પછી તથા સેવિયેટ સરકાર ઠરીઠામ થઈને શાંતિકાળાની પ્રવૃત્તિ કરવા માંડે તે પહેલાં એ દુકાળ પડ્યો તેથી સરકારને આખા તંત્રને તેણે ભાગી નાખ્યું હોત. આમ છતાં પણ આગળની બધી આફતમાંથી તે પાર ઊતર્યું હતું તેમ સેવિયેટ આ આફત પણ તરી ગયું. દુકાળ રાહત માટે તેમણે શી મદદ આપવી જોઈએ એની વિચારણા કરવા માટે યુરેપની સરકારના પ્રતિનિધિઓની એક પરિષદ મળી. જેને તેમણે ઇન્કાર કર્યો હતો તે ઝારનું દેવું ભરપાઈ કરવાની સેવિયેટ સરકાર બાંયધરી ન આપે ત્યાં સુધી તેઓ કશી મદદ આપનાર નથી એવું તેમણે જાહેર કર્યું. માનવતા કરતાં શરાફની વૃત્તિ વધુ પ્રબળ હતી અને પિતાનાં મરણશરણ થતાં બાળકો માટેની રશિયન માતાઓની હૃદયદ્રાવક આજીજી પણ કાને ધરવામાં ન આવી. પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સે એવી કશી શરત ન મૂકી અને તેણે રશિયાને ભારે મદદ આપી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઇંગ્લંડ તથા યુરોપના બીજા દેશોએ રશિયાના દુકાળમાં મદદ આપવાની ના પાડી તે જ વખતે તેઓ બીજી રીતે રશિયાને બહિષ્કાર કરતા નહતા. ૧૯૨૧ની સાલના આરંભમાં ઇંગ્લેન્ડ અને રશિયા વચ્ચે વેપારના કરાર થયા અને એ પછી બીજા દેશોએ પણ સેવિયેટ સાથે વેપારી કરાર કર્યા. ચીન, તુર્કી, ઈરાન અને અફઘાનિસ્તાન જેવા પૂર્વના દેશ તરફ સેવિટે બહુ જ ઉદાર નીતિ અખત્યાર કરી. તેણે ઝારશાહીના કાળના બધા વિશિષ્ટ હક છેડી દીધા અને તેમની સાથે મિત્રાચારીને સંબંધ રાખવાનો પ્રયત્ન કર્યો. બધી પરાધીન તથા શેષિત પ્રજાઓ માટે સ્વતંત્રતાના તેમના સિદ્ધાંતને અનરૂપ તેમણે એ નીતિ અખત્યાર કરી હતી પરંતુ એની પાછળને વધારે મહત્ત્વનો આશય પિતાની સ્થિતિ મજબૂત બનાવવાનું હતું. સેવિયેટ રશિયાની આ ઉદારતાને કારણે ઇંગ્લંડ જેવી સામ્રાજ્યવાદી સત્તાઓ ઘણી વાર ખોટી દેખાતી હતી તથા પૂર્વના દેશની નજરે સોવિયેટ સાથેની તુલનામાં ઇંગ્લેડ તથા બીજા દેશો હલકા દેખાતા હતા. ૧૯૧૯ની સાલમાં બીજે પણ એક મહત્ત્વનો બનાવ બન્યો હતો તેને વિષે મારે તને કહેવું જોઈએ. એ બનાવ તે સામ્યવાદી પક્ષે કરેલી ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંધની સ્થાપના. આગળના પત્રમાં મેં તને કાર્લ માકર્સે સ્થાપેલા પહેલા આંતરરાષ્ટ્રીય મજૂર સંધ વિષે તથા મોટી મોટી વાત કર્યા પછી ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે જેની દુર્દશા થઈ હતી તે બીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંધ વિષે પણ વાત કરી હતી. બેશેવિકેએ વિચાર્યું કે આ બીજો આંતરરાષ્ટ્રીય મજૂર સંધ સ્થાપનાર મજૂર પક્ષો અને સમાજવાદી પક્ષોએ મજૂરોને દગો દીધો છે. આથી, મૂડીવાદ તથા સામ્રાજ્યવાદ સામે તેમ જ મધ્યમમાર્ગી નીતિને અનુસરનારા તકસાધુ સમાજવાદીઓની સામે લડત ચલાવવાને માટે તેમણે એકસપણે ક્રાંતિકારી દૃષ્ટિવાળો ત્રીજો આંતરરાષ્ટ્રીય મજૂર સંધ સ્થાપે. એને ઘણી વાર “કમિન્ટર્ન' પણ કહેવામાં આવે છે (એ શબ્દ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલનું ટૂંકું રૂપ છે.) અને અનેક દેશમાં પ્રચારકાર્ય કરવાની બાબતમાં એણે મહત્ત્વનો ફાળો આપે છે. આ સામ્યવાદી આંતરરાષ્ટ્રીય સંધ, (ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંધને સામ્યવાદી આંતરરાષ્ટ્રીય સંધ પણ કહેવામાં આવે છે) એના નામ પ્રમાણે, અનેક દેશના જુદા જુદા સામ્યવાદી પક્ષોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. પરંતુ એકમાત્ર રશિયામાં જ સામ્યવાદને વિજય થયેલ હોવાથી સ્વાભાવિક રીતે જ કૅમિન્ટનમાં તેનું પ્રભુત્વ વધારે છે. ઘણી વ્યક્તિઓ કમિન્ટર્ન તથા સોવિયેટ સરકાર એ બંનેમાં મહત્ત્વના હોદ્દા ધરાવે છે એ ખરું પરંતુ કૉમિન્ટર્ન તથા સેવિયેટ સરકાર એ નિરાળી વસ્તુઓ છે. કમિન્ટન એ ક્રાંતિકારી સામ્યવાદનો ફેલા કરવાના ધ્યેયવાળી સંસ્થા હેવાથી સામ્રાજ્યવાદી Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૯ સોવિયેટને વિજય સત્તાઓને તેના તરફ ભારે અણગમે છે અને પિતાપિતાના દેશમાં તેની પ્રવૃત્તિ દાબી દેવાને તેઓ હમેશાં પ્રયત્ન કર્યા કરે છે. - બીજા આંતરરાષ્ટ્રીય સંઘને (સમાજવાદી તથા મજૂરોને આંતરરાષ્ટ્રીય સંધ) ૫ણુ મહાયુદ્ધ પછી પશ્ચિમ યુરોપમાં પાછો સજીવન કરવામાં આવ્યું. ઘણે અંશે, કંઈ નહિ તે સિદ્ધાંતની દૃષ્ટિએ તે, બીજા તથા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંઘનું ધ્યેય એક જ છે પરંતુ એ બંનેની વિચારસરણી તથા કાર્યપદ્ધતિ ભિન્ન છે અને એ બંનેની વચ્ચે ઝાઝે પ્રેમ ઊભરાઈ જતું નથી. બંનેના સામાન્ય શત્રુ મૂડીવાદ સામે તેઓ પ્રહારે કરે છે તેના કરતાંયે વિશેષ પ્રમાણમાં તેઓ એકબીજા ઉપર સામસામા પ્રહાર કરે છે તેમ જ આપસમાં તકરાર કરે છે તથા એકબીજા સામે લડે છે. બીજો આંતરરાષ્ટ્રીય સંધ એ આજે તે મેમ્ભાદાર સંસ્થા બની ગઈ છે અને તેણે યુરોપના દેશના પ્રધાનમંડળમાં અનેક વાર પ્રધાને પણ પૂરા પાડ્યા છે. ત્રીજે આંતરરાષ્ટ્રીય સંધ હજીયે , ક્રાંતિકારી રહ્યો છે અને તેથી તે બિલકુલ મેસ્માદાર કે પ્રતિષ્ઠિત ગણાતું નથી. આંતરયુદ્ધના સમગ્ર કાળ દરમ્યાન “લાલ ત્રાસ” (બશેવિકએ વર્તાવેલ ત્રાસ) અને “ત ત્રાસ (ક્રાંતિના વિરોધીઓએ વર્તાવેલે ત્રાસ) એ બંનેએ નિષ્ફર ક્રરતાની બાબતમાં એકબીજાની સ્પર્ધા કરી અને ઘણું કરીને પહેલા કરતાં બીજે એ બાબતમાં ઘણું વધી ગયે. કલાકે સાઈબેરિયામાં કરેલા અત્યાચારના અમેરિકન સેનાપતિના હેવાલ (એ મેં આગળ ટાંક્યો છે.) ઉપરથી તેમ જ બીજા હેવાલે ઉપરથી આપણે એ અનુમાન ઉપર આવવાને પ્રેરાઈએ છીએ. પરંતુ લાલ ત્રાસ પણ અતિશય આકરે હતું અને અનેક નિર્દોષ માણસે તેના ભોગ બન્યા હશે એ વિષે લેશ પણ શંકા નથી. તરફથી તેમના ઉપર હુમલે કરવામાં આવ્યું હતું તેથી તથા અનેક કાવતરાઓ અને જાસૂસેથી તેઓ ઘેરાયેલા હોવાથી બે શેવિક પિતાના મન ઉપરનો કાબૂ ઈ બેઠા અને જેમના ઉપર તેમને સહેજ પણ શંકા જાય તેમને તેઓ ભારે શિક્ષા કરવા લાગ્યા. “ચેકા” નામથી ઓળખાતા તેમના રાજકીય પોલીસ ખાતાની આ ત્રાસ પ્રવર્તાવવા માટે ભારે અપકીતિ થઈ. એ ખાતું હિંદના છુપી પોલીસના ખાતા જેવું હતું પરંતુ તેની પાસે સત્તા વધારે હતી. આ પત્ર લાંબે થઈ જાય છે. પરંતુ એ પૂરે કરવા પહેલાં લેનિન વિષે મારે તને કંઈક વિશેષ કહેવું જોઈએ. ૧૯૧૮ના ઑગસ્ટ માસમાં તેને જાન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે તેને ઈજા થઈ હતી છતાંયે તેણે ઝાઝો આરામ ન લીધે. જવાબદારીના ભારે બેજા નીચે તેણે કામ કરવાનું ચાલુ જ રાખ્યું અને એને લીધે ૧૯૨૨ના મે માસમાં અનિવાર્યપણે તેની તબિયત લથડી પડી. થેડે આરામ લીધા પછી ફરી પાછે તે પિતાને કામે વળગે. પરંતુ તે લાંબા વખત સુધી એ રીતે કામ કરી શક્યો નહિ. ૧૯૨૩માં Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૦ જગતના ઈતિહાસનું રેખાદર્શન એની તબિયત એથીયે વિશેષ લથડી અને તેમાંથી એ બે ન જ થ. ૧૯૨૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે મેં નજીક તે મરણ પામે. • ઘણા દિવસો સુધી એના મૃતદેહને મૅકેમાં રાખી મૂકવામાં આવ્યું. એ વખતે શિયાળાની ઋતુ હતી અને રાસાયણિક પદાર્થોને ઉપયોગ કરીને તેના મૃત દેહને જાળવી રાખવામાં આવ્યું હતું. સમગ્ર રશિયામાંથી, દૂર દૂરનાં સાઈબેરિયાનાં “સ્ટેપેઝમાંથી પણ, આમજનતાના પ્રતિનિધિઓ – પુરુષ, સ્ત્રીઓ, બાળકે – ઊંડી ખાઈમાંથી પિતાને ઉદ્ધાર કરનાર તથા વધારે ભર્યાભાદર્યા જીવનને માર્ગ બતાવનાર પિતાના વહાલા સાથીને છેવટનું માન આપવાને ત્યાં આવી પહોંચ્યાં. મૅસ્કાના સુંદર “રેડ સ્કવેર'માં તેમણે તેનું એક સાદું અને આડંબર રહિત સ્મારક બાંધ્યું. એક કાચની પેટીમાં તેને મૃત દેહ હજીયે ત્યાં પડ્યો છે અને રોજ સાંજે માણસેની અતૂટ હાર ત્યાં , થઈને શાંતિથી પસાર થાય છે. તેને મરણ પામ્યાને હજી બહુ વરસ નથી થયાં પરંતુ લેનિન એક પ્રબળ પરંપરારૂપ બની ગયું છે – કેવળ તેના વતન રશિયામાં જ નહિ પણ સારી દુનિયામાં. વખત જાય છે તેમ તેમ તેની મહત્તા વધતી જાય છે અને દુનિયાના અમર થઈ ગયેલા પુરુષોના મંડળમાં તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેઢાડનું નામ હવે લેનિનગ્રાડ પડ્યું છે અને રશિયાના લગભગ દરેક ઘરમાં લેનિનના નામથી ઓળખાતે એક ભાગ તથા લેનિનની છબી હોય છે. પણ લેનિન હજી જીવે છે,–તેનાં અનેક સ્મારકો કે ચિત્રોમાં નહિ પણ તેણે પાર પાડેલા વિરાટ કાર્યમાં. વળી તે જીવે છે કરોડો મારના અંતરમાં. તેઓ આજે તેના દષ્ટાંતમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે તેમ જ આવનારા સારા દિવસોની આશા સેવી રહ્યા છે. એમ ન માની લઈશ કે લેનિન એ પિતાના કાર્યમાં ગરકાવ રહેનાર અને બીજા કશાને વિચાર ન કરનાર એક પ્રકારને અમાનુષી સંચે હતે. પિતાના કાર્યમાં તેમ જ પિતાના ધ્યેયમાં તે સંપૂર્ણપણે તરૂપ બની ગયું હતું એમાં લેશ પણ સંદેહ નથી. વળી તેનામાં સહેજ પણ અહંકાર નહોત; એક વિચાર યા સિદ્ધાંતના મૂર્ત સ્વરૂપ સમાન તે હતે. અને આમ છતાંયે માનવી ભાવથી તે ભરેલું હતું. તે ખડખડાટ હસી શકતો હતો અને એ મનુષ્યની સૌથી મોટી ખાસિયત છે. જ્યારે સેવિયેટ ઉપર જોખમ ઝઝૂમી રહ્યું હતું તે આરંભના દિવસોમાં બ્રિટિશ એજંટ લેકહાટે ત્યાં હતે. તે જણાવે છે કે ગમે તે થાય તેયે લેનિન હમેશાં ખુશમિજાજ રહે. એ બ્રિટિશ મુત્સદી કહે છે કે, “જે જે જાહેર પુરુષોને મળવાને મને પ્રસંગ પ્રાપ્ત થયો છે તે બધામાં લેનિન સૌથી વધારે સ્વસ્થચિત્ત હતે.” પિતાની વાત તથા કાર્યમાં તે સરળ અને સ્પષ્ટ હતા અને મોટા મોટા શબ્દો તથા ખેટા ડોળને તે ધિકકાર હતે. સંગીત ઉપર તેને ભારે પ્રેમ હતું. તેને એ પ્રેમ એટલે બધે પ્રબળ હતું Page #384 -------------------------------------------------------------------------- ________________ સેવિયેટને વિજય : ૧૫૧ કે રખેને એની પિતાના ઉપર વધારે પડતી અસર થવા પામે અને તેથી પિતાના કામમાં શિથિલ થઈ જવાય એ તેને હમેશાં ડર રહે. લુચસ્કી નામના લેનિનના એક સાથીએ,–જે ઘણાં વરસ સુધી કેળવણુને પ્રધાન હતે – તેને વિષે એક વાર કંઈક વિચિત્ર રીતે ઉલ્લેખ કર્યો હતે. લેનિનના મૂડીવાદીઓના દમનને તેણે ઈશુએ શાહુકારને મંદિરમાંથી હાંકી કાઢ્યા હતા તેની સાથે સરખાવ્યું અને ઉમેર્યું કે, “ઈશુ આજે જીવતે હેત તે તે બોવિક થઈ જાત.” આ સરખામણું ધર્મવિહેણું લોકેને માટે વિચિત્ર કહેવાય. સ્ત્રીઓને વિષે લેનિને એક વાર કહ્યું હતું: “અરધોઅરધ વસતીને રસેડામાં પૂરી રાખવામાં આવી હોય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સ્વાધીન ન થઈ શકે.” એક વખતે બાળકને પંપાળતાં પંપાળતાં તેણે બહુ સૂચક વાત કહી હતી. તેને જૂને મિત્ર ઍકિસમ ગૉક આપણને જણાવે છે કે એ પ્રસંગે તેણે આમ કહ્યું હતું, “આ લેકેનું જીવન આપણા કરતાં વધારે સુખી હશે. આપણે જે કષ્ટ વેઠ્યાં છે તેને આમને અનુભવ નહિ કરવો પડે. એમના જીવનમાં એટલી ક્રૂરતા નહિ હોય.” આપણે પણ એવી જ આશા રાખીએ. રશિયાનું એક આધુનિક ગીત ટાંકીને હું આ પત્ર પૂરે કરીશ. એ સમૂહમાં ગાવાનું ગીત છે. જેમણે એ ગવાતું સાંભળ્યું છે તે લોકો કહે છે કે, એ ગીતનું સંગીત શક્તિ અને સામર્થ્યથી ભરપૂર છે તથા એ ક્રાંતિકારી જનતાની ભાવના વ્યક્ત કરે છે. એ ગીતને અનુવાદ હું નીચે આપું છું. તેના શબ્દોમાં પણ કંઈક અંશે એ ભાવના પ્રગટ થાય છે. એ ગીતનું નામ “ઓકટોબર’ છે પરંતુ એમાં ૧૯૧૭ની નવેમ્બરની બે શેવિક ક્રાંતિને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તે સમયનું રશિયન પંચાંગ અસંશોધિત પંચાંગ હતું અને પશ્ચિમમાં બીજા સામાન્ય પંચાંગ કરતાં તે ૧૩ દિવસ પાછળ હતું. એ પંચાંગ પ્રમાણે ૧૯૧૭ના માર્ચ માસની ક્રાંતિ ફેબ્રુઆરી માસમાં થઈ હતી અને તેથી તેને “ફેબ્રુઆરીની ક્રાંતિ” કહેવામાં આવે છે. એ જ રીતે ૧૯૧૭ના નવેમ્બરના આરંભમાં થયેલી શેવિક ક્રાંતિને “એકબરની ક્રાંતિ” કહેવામાં આવે છે. રશિયાએ હવે પિતાનું પંચાંગ બદલ્યું છે અને સંશોધિત પંચાંગને સ્વીકાર કર્યો છે પરંતુ આ જૂનાં નામે હજી પણ વપરાશમાં ચાલુ રહ્યાં છે. અમે ગયા સૌ કામ માગતા અને માગતા રેટી, અમારી છાતી પર તોળાતી હતી યાતના મેટી. મિલ ભૂંગળાં આભભણી તાકે, થાક્યા હાથસમાં, નિર્બળ જે મૂકી શકે ન વાળી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ર જગતના ઇતિહાસનું રેખાદર્શન નિત કરતાં ઊંચે સાદે તેવું મૌન દરદુદુખના અમ શબ્દોની પડતાં તાળી. લેનિના લેનિન! ઓ ! શી આ બરક્ટ હાથની આરત! સમજાયું છે લેનિનઅમને હવે એક છે લત, છે અમ ભાગ્યે એક એકલી લડત, લડત ને લડત! જંગ આખરીમાં તું દેરી ગયે અમને! લડત! તેં અમને આ દધ મેળવી મજદૂરીની છત. જુલ્મ અને અજ્ઞાન ઉપરની અહો કારમી છત કઈ ન શકશે હાથ અમારા થકી ઝુંટવી કદી. કઈ નહીં! હા કાઈ નહીં કદી નહીં! કદાપિ નહીં! લડત મહીં સૌ કઈ બની બસ જાય જુવાન અને બહાદર, કારણ, આપણી છત તણું શુભ નામ અરે છે ઍકટોબર, ઓકટોબર! ઓકટોબર! કબર છે સૂર્ય તણે સંદેશ. એકબર છે ક્રાન્તિકારી કે શતકોને આદેશ. ઓકટોબર છે મજુરી, છે આનંદ અને એ ગીત. એકબર ! છે યંત્ર ખેતરનું સુંદીર નસીબ. લેનિન ને સૌ જુવાનિયાની પેઢી જેહ તમામ એનું ફરકે ઓકટોબર તે અમર અહે ધ્વજ-નામ! ૧૫૩. જાપાનની ચીન ઉપર શિરોરી ૧૪ એપ્રિલ, ૧૯૩૩ મહાયુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમ્યાન દૂર પૂર્વના દેશમાં કેટલાક બનાવે - બન્યા તેનું આપણે અવકન કરવું જોઈએ. એટલે હવે હું તને ચીન લઈ જઈશ. ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં ત્યાં આગળ કરવામાં આવેલી પ્રજાસત્તાકની સ્થાપના વિષે તથા એ પછી જે મુશ્કેલીઓ ઊભી થવા પામી છે વિષે મેં તેને કહ્યું હતું. એ પછી ફરીથી સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા. એ બધા પ્રયત્નો તે નિષ્ફળ નીવડયા પરંતુ પ્રજાસત્તાક આખા દેશ ઉપર પિતાની હકૂમત જમાવવાને સફળ ન થયું અથવા કહે કે કોઈ પણ એક સરકાર એ કામ પાર પાડવામાં ન ફાવી. ત્યારથી માંડીને Page #386 -------------------------------------------------------------------------- ________________ જાપાનની ચીન ઉપર શિરોરી ૧૦૫૩ હજી સુધી સમગ્ર ચીન ઉપર જેની નિર્વિવાદ સત્તા હોય એવી એક પણ સત્તા હજી ઊભી થવા પામી નહતી. થોડાં વરસ સુધી ચીનમાં એ મુખ્ય સરકારી હતી; એક ઉત્તરની અને ખીજી દક્ષિણની. દક્ષિણમાં ડૉ. સુન-યાત્સેન અને તેના રાષ્ટ્રીય પક્ષ કુ-મીન-ટાંગની સત્તા સૉંપરી હતી. ઉત્તરમાં યુઆન-શી-કાઈ સત્તાધારી હતા અને તેના પછી અનેક સેનાપતિએ તે લશ્કરી પુરુષો આવ્યા. આ લશ્કરી સાહસખારાને તૂશન કહેવામાં આવતા હતા. આજે પણ તેમને એ જ નામથી ઓળખવામાં આવે છે. છેલ્લાં કેટલાંક . વરસાથી તેએ ચીન ઉપર આકૃત સમાન થઈ પડ્યા છે. ચીન આ રીતે નિરંતર પ્રવર્તતા અરાજકની દુઃખદ સ્થિતિમાં આવી પાડ્યું હતું અને ત્યાં આગળ ઉત્તર અને દક્ષિણ વચ્ચે તથા હરી તૂશના વચ્ચે વારંવાર આંતરયુદ્ધ ફાટી નીકળતું હતું. સામ્રાજ્યવાદી સત્તાઓને માટે કાવાદાવા કરવાની તથા એક પક્ષને અથવા હમણાં એક તૂશનને અને પછી ખીજાને ઉત્તેજન આપી એ રીતે આ આંતરિક મતભેદો અને ઝધડાઓનાં લાભ ઉઠાવવાને પ્રયત્ન કરવાની એ ઉમદા તક હતી. તને યાદ હશે કે, હિંદમાં પણ અંગ્રેજોએ એ જ રીતે પોતાની સત્તા જમાવી. યુરોપની સત્તાઓએ એ તકના લાભ ઉઠાવ્યા અને કાવાદાવા કરવાનું તથા એક તૂશનને ખીજા સામે લડાવી મારવાનું શરૂ કર્યું. પરંતુ તેમની પોતાની મુસીબતાએ તથા મહાયુદ્ધે થાડા જ વખતમાં દૂર પૂર્વીના દેશામાંની તેમની આ પ્રવૃત્તિઓને અંત આણ્યા. પણ જાપાનની બાબતમાં એમ ન બન્યું. મુખ્ય લડાઈ બહુ દૂરના પ્રદેશામાં ચાલતી હતી અને ચીનમાં પોતાની જૂની પ્રવૃત્તિ નિર્વિઘ્ન આગળ ચલાવી શકાય એમ જાપાનને લાગ્યું. સાચે જ, એ ઘડીએ તે પોતાની એ પ્રવૃત્તિઓ ચલાવવાની બહુ જ અનુકૂળ સ્થિતિમાં હતું, કેમ કે બીજી સત્તા અન્યત્ર યુદ્ધમાં રેાકાયેલી હતી અને તેમના તરફથી કશીયે દખલ થવાના સંભવ નહોતા. જાપાનનૈ ચીનના કયાઉચાઉમાં જમનાને મળેલા અધિકારી છીનવી લેવા હતા અને પછીથી દેશમાં આગળ પગપેસારો કરવા હતા. માત્ર એટલા જ ખાતર તેણે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. ચીન પરત્વેની જાપાનીઓની નીતિ છેલ્લા ચાર દશકાથી બિલકુલ એકધારી ચાલતી આવી હતી. પોતાના સૈન્યને આધુનિક ઢબે સજ્જ કરીને તથા પોતાના દેશનું ઉદ્યોગીકરણ આગળ ધપાવીને તરત જ તેમણે ચીન ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવાના નિશ્ચય કર્યાં. ફેલાવાને માટે તથા પોતાના ઉદ્યોગો વધારવાને માટે તેમને માળાશ જોઈતી હતી. ચીન અને કારિયા એ અને દેશો તેની નજીક હતા અને કમજોર હતા. આધિપત્ય અને શેષણને માટે તે જાણે નાતરી રહ્યા હોય એમ લાગતું હતું. ૧૮૯૪-૯૫માં ચીન સાથે યુદ્ધ તેમને Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જગતના ઇતિહાસનું રેખાદર્શન કરીને તેમણે એ દિશામાં પ્રથમ પ્રયત્ન કર્યો. એમાં તેઓ ફાવ્યા ખરા પરંતુ કેટલીક યુપી સત્તાઓના વિરોધને લીધે તેમને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું નહિ. પછી ૧૯૦૪ની સાલમાં રશિયા જોડે યુદ્ધ થયું. એ યુદ્ધ ચીન સાથેના યુદ્ધ કરતાં કપરું હતું. એમાં પણ તેમને વિજય મળે અને પરિણામે મંચૂરિયા તથા કોરિયામાં તેમણે મજબૂત અડ્ડો જમાવ્યું. થોડા જ વખતમાં કોરિયાને ખાલસા કરવામાં આવ્યું અને તે જાપાની સામ્રાજ્યને એક ભાગ બન્યું. પરંતુ મંચૂરિયા તે ચીનને જ એક ભાગ રહ્યું. એને ચીનના પૂર્વ તરફના ત્રણ પ્રાંતિ કહેવામાં આવે છે. ત્યાં આગળની તેની રેલવે સહિત રશિયાને ત્યાં મળેલા બધા હકે જાપાનીઓએ પચાવી પાડ્યા. એ રેલવે તે વખત સુધી ચાઈનીઝ ઈસ્ટર્ન રેલવે' (પૂર્વ ચીનની રેલવે) નામથી ઓળખાતી હતી. એ રેલવેનું નામ બદલીને હવે સાઉથ મંચૂરિયન રેલવે (દક્ષિણ મંચૂરિયાની રેલવે) રાખવામાં આવ્યું. જાપાને હવે મંચૂરિયા ઉપર પિતાને પંજો મજબૂત કરવાનું શરૂ કર્યું. દરમ્યાન એ રેલવેએ બાકીના ગીચ વસતીવાળા ચીનમાંથી લેકોને આકર્ષા અને સંખ્યાબંધ ચીની ખેડૂત ત્યાં આવીને વસવા લાગ્યા. સોયાબીન નામથી ઓળખાતું કઠોળ મંચૂરિયામાં ખૂબ પાતું હતું. એનાં કીમતી પોષક તને લીધે દુનિયાભરમાં તેની માગ વધી ગઈ. તેમાંથી બનતી બીજી વસ્તુઓ ઉપરાંત સોયાબીનમાંથી એક પ્રકારનું તેલ પણ બને છે. આ સોયાબીનની ખેતીને કારણે પણ સંખ્યાબંધ લેકે ત્યાં આવીને વસ્યા. આમ, જે વખતે જાપાનીએ મંચૂરિયાના સમગ્ર આર્થિક તંત્રને ઉપરના ભાગમાંથી શરૂ કરીને સંપૂર્ણ કાબૂ લેવા માગતા હતા તે જ વખતે નીચેના ભાગમાંથી સંખ્યાબંધ ચીનાઓ ત્યાં આવ્યા અને એ દેશમાં તેમણે વસવાટ કર્યો. પુરાણું મંચૂ લેકે આ ચીને ખેડૂતના સમુદ્રમાં ડૂબી ગયા તથા સંસ્કૃતિ અને જીવનદૃષ્ટિમાં તેઓ પૂરેપૂરા ચીની બની ગયા. ચીનમાં પ્રજાસત્તાક સ્થપાય એવી જાપાનને કલ્પના પણ નહતી. ચીનને બળવાન બનાવે એવી એક પણ વસ્તુ જાપાનને મંજૂર નહોતી અને ચીનને સુસંગઠિત થઈને એક બળવાન રાષ્ટ્ર થતું અટકાવવું એ તેની કુટિલનીતિનું એક માત્ર ધ્યેય હતું. જેથી કરીને દેશમાં આંતરિક અવ્યવસ્થા ચાલુ રહે એટલા ખાતર એક તૂશન સામે બીજા તૂશનને મદદ કરવામાં તે અતિ સક્રિય રસ લેતું હતું. ચીનને તરણ પ્રજાસત્તાકને જબરદસ્ત પ્રશ્નોને ઉકેલ કરવાને હતે. એ કેવળ મરવા પડેલી સામ્રાજ્ય સરકાર પાસેથી રાજકીય સત્તા લઈ લેવાને જ સવાલ નહે. વાત એમ છે કે લઈ લેવા જેવી રાજકીય સત્તા હતી જ નહિ. ત્યાં આગળ એવી કઈ કેન્દ્રસ્થ સત્તા હતી જ નહિ. એવી સત્તા તે હજી ઊભી કરવાની હતી. જૂનું ચીની સામ્રાજ્ય એ માત્ર નામનું જ સામ્રાજ્ય Page #388 -------------------------------------------------------------------------- ________________ . જાપાનની ચીન ઉપર શિરજોરી ૧૦૫૫ હતું. વાસ્તવમાં એ અનેક સ્વયંશાસિત પ્રદેશને એક સમૂહ હતું અને એ પ્રદેશોને એક સામ્રાજ્યમાં સાંકળી રાખનાર બંધ બહુ શિથિલ હતા. પ્રાંતે વત્તેઓછે અંશે સ્વયંશાસિત હતા અને શહેર તથા ગામની પણ એ જ સ્થિતિ હતી. મધ્યરથ સરકાર કે સમ્રાટની સત્તા માન્ય રાખવામાં આવતી પરંતુ એ સરકાર સ્થાનિક બાબતમાં માથું મારતી નહિ. જેમાં સત્તા અને વહીવટી તંત્ર એક જ સ્થાને કેન્દ્રિત થયાં હોય તથા જેની સરકારની ભિન્ન ભિન્ન બાજુઓમાં એકધારી સમાનતા હોય એવું ચીનનું રાજ્ય નહોતું. એવા રાજ્યને યુનિટરી એટલે કે સંઘટિત યા એકતંત્રી રાજ્ય કહેવામાં આવે છે. રાજકીય દૃષ્ટિએ શિથિલ બંધથી બંધાયેલું આ રાજ્ય પશ્ચિમના ઉદ્યોગ તથા સામ્રાજ્યવાદી લેભના આઘાતથી ભાગી પડયું. હવે લોકોને લાગવા માંડ્યું કે તેણે જીવવું હોય તે ચીને વહીવટની સમાન અથવા એકધારી પદ્ધતિવાળું મજબૂત કેન્દ્રિત રાજ્ય બનવું જોઈએ. નવું પ્રજાસત્તાક એવું રાજ્ય ઊભું કરવા માગતું હતું. એ કંઈક નવીન વસ્તુ હતી અને તેથી પ્રજાતંત્રની સામેની એ મોટામાં મોટી મુશ્કેલી થઈ પડી. ચીનમાં સંપર્કનાં સાધન, રસ્તાઓ તથા રેલવે વગેરે જેવાં જોઈએ તેવાં નહોતાં. એ વસ્તુ જ રાજકીય એકતાના માર્ગમાં જબરદસ્ત વિદ્યરૂપ હતી. ભૂતકાળમાં ચીની લેકે કેવળ રાજકીય સત્તાને ઝાઝું મહત્ત્વ આપતા નહતા. એમની ભવ્ય સભ્યતા સંસ્કારિતાના પાયા ઉપર રચાયેલી હતી અને જીવન જીવવાની કળા એ જે રીતે શીખવતી હતી તેને જે બીજે ક્યાંય જડે એમ નથી. તેમની પુરાણી સંસ્કૃતિ ચીના લોકોના હાડમાં એવી તે ઊતરી ગઈ હતી કે તેમની રાજકીય અને આર્થિક વ્યવસ્થા પડી ભાગી ત્યારે પણ તેઓ પિતાની પ્રાચીન સંસ્કારિતાને વળગી રહ્યા. જાપાને ઇરાદાપૂર્વક પશ્ચિમના ઉદ્યોગે તથા આચારવિચારે ગ્રહણ કર્યા હતા પરંતુ મૂળમાં તે તે “ફ્યુડલ’ જ રહ્યું. ચીન “શ્યલ” નહોતું. તે બુદ્ધિવાદ તથા વૈજ્ઞાનિક વૃત્તિથી પરિપૂર્ણ હતું અને પશ્ચિમના દેશમાં ઉદ્યોગ તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી પ્રગતિને તે ઉત્સુક્તાથી નિહાળી રહ્યું હતું. પરંતુ જાપાનની પેઠે તેણે આંધળિયાં કરીને એમાં ઝંપલાવ્યું નહિ. હા, એટલું ખરું કે એમાં પડવા માટે ચીનના માર્ગમાં અનેક મુશ્કેલીઓ હતી. પણ જાપાનને એવી કોઈ પણ મુશ્કેલી નહોતી. આમ છતાંયે, જેથી કરીને પિતાની પુરાણી સંસ્કૃતિ સાથેનો સંબંધ સદંતર તૂટી જાય એવું કંઈ પણ કરતાં ચીનાઓ અચકાતા હતા. ચીનને સ્વભાવ ફિલસૂફના સ્વભાવ જેવો છે અને ફિલસૂફે કઈ પણ કાર્ય ઉતાવળથી કરતા નથી. તેના મનમાં ભારે ખળભળાટ મચી રહ્યો હતો, અને તે હજી ચાલુ જ છે; કેમ કે તેને કેવળ રાજકીય સવાલનો જ ઉકેલ કરવાને નહોતે. તેને તે આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને કેળવણીના તેમ જ એવા બીજા અનેક સવાલેને ઉકેલ કરવાનું હતું Page #389 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન આ ઉપરાંત હિંદુસ્તાન તથા ચીન જેવા અતિ વિશાળ દેશેશના બહેાળા વિસ્તાર પણ અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે, એ દેશે ખડ જેવા છે અને તેમનામાં કંઈક અંશે ખડાનું ભારેખમપણું છે. એક હાથી પડી જાય તેા તેને ઊઠતાં વાર લાગે છે; બિલાડી કે કૂતરાની પેઠે તે પડતાંવેંત કૂદીને એકદમ ઊભા થઈ શકતા નથી. ૧૦૧૪ મહાયુદ્ધ શરૂ થયા પછી તરત જ જાપાન મિત્રરાજ્ગ્યા સાથે જોડાયું અને તેણે જર્મીની સામે યુદ્ધ જાહેર કર્યું. તેણે કયાઉ ચાઉને કબજો લીધા અને પછી શાંટુગ પ્રાંતમાં થઈને દેશના અંદરના ભાગમાં તેણે પોતાના પગ પસારવા માંડયા. ક્યાઉ ચાઉ શાંતુંગ પ્રાંતમાં આવેલું છે, એનો અર્થ એ થય કે જાપાન ખુદ ચીન ઉપર ચડાઈ કરી રહ્યું હતું. ત્યાં આગળ જન્મની સામે, પગલાં ભરવાના સવાલ જ નહાતો કેમ કે જનીને એ પ્રદેશ સાથે કશીયે લેવાદેવા નહાતી. ચીની સરકારે વિનયપૂર્વક જાપાનીઓને પાછા ચાલ્યા જવા જણાવ્યું. જપાનીએ કહ્યું આ તે કેવી ઉદ્દતા ! અને પછી તરત જ તેમણે ૨૧ માગણીઓવાળી સરકારી યાદી બહાર પાડી. આ ‘ ૨૧ માગણીઓ ’ જગજાહેર થઈ ગઈ. એ હું અહી નહિ આપું. એને સારાંશ એ હતા કે ચીનમાં અને ખાસ કરીને મન્ચૂરિયા, મંગોલિયા તથા શાંદુંગ પ્રાંતમાં અનેક પ્રકારના હક્કો તથા અધિકારો જાપાનને આપી દેવા. આ માગણી કબૂલ રાખવામાં આવે તો એને પરિણામે ચીન વાસ્તવમાં જાપાનનું એક સંસ્થાન ખની જતું હતું. ઉત્તર ચીનની કમજોર સરકારે એ માગણીઓ સામે વાંધા ઉઠાવ્યો પરંતુ જાપાનના બળવાન સૈન્ય સામે તે શું કરી શકે એમ હતું? વળી ઉત્તરની આ સરકાર પોતે પોતાની પ્રજામાં લેાકપ્રિય પણ નહાતી. પરંતુ તેણે એક કામ કર્યું અને તે ભારે મદદરૂપ નીવડયું. તેણે જાપાનની એ માગણીઓ જાહેર કરી. તરત જ ચીનમાં એની સામે ભારે વિરોધ ફ્રાટી નીકળ્યો. ખીજી સત્તાઓ, લડાઈમાં પાવાયેલી હોવા છતાંયે, તેમના પણ મિજાજ ગયો. ખાસ કરીને અમેરિકાએ એની સામે વાંધા ઉઠાવ્યો. પરિણામ એ આવ્યું કે, જાપાને પોતાની કેટલીક માગણીઓ પાછી ખેંચી લીધી, કેટલીક માગણી મર્યાદિત કરી અને બાકીની માગણીઓ દાટી આપીને ૧૯૧૫ની સાલમાં ચીની સરકાર પાસે સ્વીકારાવી. એથી કરીને ચીનમાં જાપાનવિરાધી ઉગ્ન લાગણી પેદા થઈ. ૧૯૧૭ની સાલમાં, મહાયુદ્ધ શરૂ થયા પછી ત્રણ વરસ ખાદ, ચીન મિત્રરાજ્યાના પક્ષમાં જોડાયું અને તેણે જમની સામે લડાઈ જાહેર કરી. એ વસ્તુ હાસ્યાસ્પદ હતી કેમ કે ચીન જર્મની સામે કશું જ કરી શકે એમ નહોતું. એમ કરવાના હેતુ માત્ર આટલો જ હતો : મિત્રરાજ્યોની સહાનુભૂતિ પ્રાપ્ત કરવી અને જાપાનના વળી વધારે આક્રમણમાંથી બચી જવું. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૭ જાપાનની ચીન ઉપર શિરજોરી એ પછી થોડા જ વખતમાં, ૧૯૧૭ના નવેમ્બરમાં શેવિક ક્રાંતિ થઈ. એ પછી ઉત્તર એશિયામાં ભારે અવ્યવસ્થા વ્યાપી ગઈ. સાઈબેરિયા સેવિયેટ તથા સેવિયેટવિરોધી દળે વચ્ચેની લડાઈનું એક રણક્ષેત્ર બની ગયું. રશિયન સેનાપતિ કલાક સાઇબેરિયામાં રહીને સેવિયેટ સામે લડતે હતો. સોવિયેટના વિજયથી ભડકીને જાપાનીઓએ સાઈબેરિયામાં એક મોટું લશ્કર મોકલ્યું. બ્રિટિશ તેમ જ અમેરિકન સ પણ ત્યાં મેકલવામાં આવ્યાં. થોડા વખત માટે તે સાઈબેરિયા તથા મધ્ય એશિયામાંથી રશિયાની લાગવગ નષ્ટ થઈ ગઈ એ પ્રદેશમાંથી રશિયાની પ્રતિષ્ઠા નિર્મૂળ કરવાને માટે બ્રિટિશ સરકારે તેનાથી બનતું બધું કર્યું. બોલશેવિક વિરોધી પ્રચાર કરવાને માટે મધ્ય એશિયાના કેન્દ્ર સ્થાન કાલ્ગરમાં અંગ્રેજોએ એક વાયરલેસ સ્ટેશન પણ ઊભું કર્યું. મંગેલિયામાં પણ સેવિયેટ તથા સેવિયેટવિરોધી દળો વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. છેક ૧૯૧૫ની સાલમાં, મહાયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે, ઝારશાહી રશિયાની મદદથી ચીની સરકાર પાસેથી સ્વયંશાસનને હક પ્રાપ્ત કરવામાં મંગોલિયા સફળ થયું હતું. પરંતુ મંગેલિયા ઉપર ચીનનું આધિપત્ય તો કાયમ રહ્યું. વળી મંગેલિયાના વિદેશ સાથેના સંબંધને અંગે રશિયાને પણ ત્યાં સ્થાન આપવામાં આવ્યું. આ અજબ પ્રકારની વ્યવસ્થા હતી. સોવિયેટ ક્રાંતિ પછી મંગેલિયામાં આંતરયુદ્ધ થયું. ત્રણ વરસ કરતાંયે વધારે સમયના યુદ્ધ પછી તેમાં સ્થાનિક સેવિયેટને વિજય થયું. મહાયુદ્ધ પછી સુલેહપરિષદ થઈ તે વિષે હજી મેં તને નથી કહ્યું. બીજા પત્રમાં મારે એનું નિરૂપણ કરવું પડશે. અહીંયાં હું માત્ર એટલું જ કહી દઉં કે, એ પરિષદની મોટી સત્તાઓએ – ખાસ કરીને ઈગ્લેંડ, ફ્રાંસ અને યુનાઈટેડ સ્ટેટ્સ –ચીનને શાંટુંગ પ્રાંત જાપાનને ભેટ આપવાનો નિર્ણય કર્યો. આ રીતે, યુદ્ધના બદલામાં, પિતાના એક મિત્રરાજ્ય ચીન પાસે તેમણે તેને મુલક આપી દેવડાવ્યું. એમ કરવાનું કારણ યુદ્ધકાળ દરમ્યાન ઇગ્લેંડ, ફ્રાંસ તથા જાપાન વચ્ચે થયેલી ગુપ્ત સંધિ હતી. એનું કારણ ગમે તે હે, ચીન સાથેની આ ઘેકાબાજીથી ચીના લેકે ભારે રોષે ભરાયા અને પેકિંગ સરકારને તેમણે ધમકી આપી કે, જે તે એ બાબમાં ધરખેડ કરશે તે ક્રાંતિ થશે. જાપાની માલને કડક બહિષ્કાર પિકારવામાં આવ્યો અને ઠેકઠેકાણે જાપાનવિધી બંડ થયાં. ચીની સરકારે (મારી કહેવાની મતલબ ઉત્તરની પેકિંગ સરકાર છે, કેમ કે તે જ ચીનની મુખ્ય સરકાર હતી.) સુલેહના કરાર પર સહી કરવાની ના પાડી. બે વરસ પછી યુનાઈટેડ સ્ટેટ્સમાં વૈશિંગ્ટનમાં એક પરિષદ થઈ. એ પરિષદમાં શાંટુંગને પ્રશ્ન ફરી પાછો ઉપસ્થિત થયે. દૂર પૂર્વના દેશના પ્રશ્નોમાં રસ ધરાવતી બધી સત્તાઓની એ પરિષદ હતી અને પોતપોતાના નૌકાબળની Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન ચર્ચા કરવાને તે એકઠી મળી હતી. જાપાન અને ચીનની બાબતમાં, ૧૯૨૨ની વૈશિંગ્ટનની પરિષદમાંથી અનેક મહત્ત્વનાં પરિણામ આવ્યાં. જાપાન શાંટુંગ પ્રાંત પાછા આપી દેવાને કબૂલ થયું અને એ રીતે ચીની પ્રજાને અસ્વસ્થ કરી મૂકતા એક મોટા પ્રશ્નો નિવેડે આવ્યું. એ સત્તાઓ વચ્ચે મહત્ત્વના બીજા બે કરાર પણ થયા. એમને એક, “ચાર સત્તાઓને કરાર” હતું. અમેરિકા, ઇંગ્લેંડ, જાપાન અને ફ્રાંસ વચ્ચે એ કરાર થયે હતો. આ ચાર સત્તાઓએ પ્રશાન્ત મહાસાગરમાંના પ્રત્યેક સત્તાના તાબાના મુલકની પ્રાદેશિક અખંડિતતા માન્ય રાખવાની પરસ્પર પ્રતિજ્ઞા કરી. બીજે કરાર “નવ સત્તાઓનો કરાર” તરીકે ઓળખાય છે. એ કરાર શિંગ્ટન પરિષદમાં હાજરી આપનાર નવ સત્તાઓ યુનાઈટેડ સ્ટેટ્સ, બેલ્જિયમ, ઇંગ્લંડ, ફ્રાંસ, ઈટાલી, જાપાન, હેલેંડ, પોર્ટુગાલ અને ચીન – વચ્ચે થયો હતે. એ કરારની પહેલી કલમ આ રીતે શરૂ થતી હતીઃ ચીનનું ઐશ્વર્ય (સોવરેનટી), સ્વતંત્રતા તેમ જ તેની વહીવટી અને પ્રાદેશિક અખંડિતતા માન્ય રાખવા માટે . . ” દેખીતી રીતે જ, ચીનને હવે વધુ આક્રમણમાંથી બચાવવાને એ બંને કરારને આશય હતે. છૂટછાટો પડાવવાની તથા મુલક ખાલસા કરવાની જે રમત બીજી સત્તાઓ આજ સુધી રમી રહી હતી તે અટકાવવાને એ કરાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમની સત્તાઓ મહાયુદ્ધ પછીના પ્રશ્નોનો ઉકેલ કરવાના કાર્યમાં ગૂંથાયેલી હતી. એટલે એ ઘડીએ ચીનની બાબતમાં તેમને રસ નહોતે. એથી કરીને આત્મત્યાગના આ ઠરાવમાં એ બધી સત્તાઓએ ગંભીરતાપૂર્વક પિતાની સંમતિ આપી. એ ઠરાવ ઘણાં વરસોથી ચાલતી આવેલી જાપાનની ઈરાદાપૂર્વકની નીતિને ઘાતક હતું છતાંયે જાપાને પોતે પણ એ ઠરાવમાં પિતાની સંમતિ આપી. જાપાનની પુરાણ નીતિની વિરુદ્ધની પ્રતિજ્ઞાઓ તથા કરાર કરવામાં આવ્યા હોવા છતાં તેણે પિતાની અસલ નીતિ ચાલુ જ રાખી હતી એ વસ્તુ થોડા જ વરસોમાં સ્પષ્ટ થઈ ગઈ અને જાપાને ચીન ઉપર ચડાઈ કરી. આંતરરાષ્ટ્રીય જૂઠાણું અને પાખંડનું એ એક અજોડ અને નગ્ન દષ્ટાંત છે. પાછળથી જે બનવા પામ્યું તેની ભૂમિકા સમજાવવાને ખાતર મારે તને વૈશિંગ્ટનની પરિષદની વાત કહેવી પડી. - વૈશિંગ્ટન પરિષદના અરસામાં સાઈબેરિયામાંથી વિદેશી લશ્કરે પણ છેવટનાં ખેંચી લેવામાં આવ્યાં. જાપાને પિતાનું લશ્કર ત્યાંથી સાથી છેલ્લે ખસેડ્યું. તરત જ ત્યાં સોવિયેટ સ્થપાઈ ગયાં અને તે રશિયાના સેવિયેટ પ્રજાસત્તાકમાં જોડાયાં. પિતાની કારકિર્દીના આરંભમાં જ રશિયાની સેવિયેટ સરકારે ચીનને જણાવ્યું કે, બીજી સામ્રાજ્યવાદી સત્તાઓની સાથે ઝારશાહી રશિયા ચીનમાં Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જાપાનની ચીન ઉપર શિરજોરી જે ખાસ અધિકારે ભગવતું હતું તે છોડી દેવા પિતે તૈયાર છે. સામ્રાજ્યવાદ તથા સામ્યવાદના માર્ગે ભાગ્યે જ સમાન હોય છે, પરંતુ એ વાત જવા દઈએ તે પણ, પશ્ચિમની સત્તાઓથી લાંબા વખતથી શેષાઈ રહેલા અને ડરાવાતા પૂર્વના દેશ તરફ સોવિયેટ ઇરાદાપૂર્વક ઉદાર નીતિ અખત્યાર કરી. એ કેવળ પ્રામાણિકતા જ નહોતી પણ સેવિયેટ રશિયાને માટે ધરખમ નીતિ પણ હતી; કેમ કે એ નીતિએ પૂર્વમાં તેના મિત્રે ઊભા કર્યા. ખાસ અધિકાર છોડી દેવાની સોવિયેટની દરખાસ્ત શરતી નહોતી; એના બદલામાં તેણે કશી અપેક્ષા ન રાખી. એમ છતાંયે, ચીની સરકાર સોવિયેટ સાથે વ્યવહાર બાંધતાં ડરતી હતી; તેને ભીતિ હતી કે એથી રખેને પશ્ચિમ યુરોપની સત્તાઓ તેના ઉપર ક્રોધે ભરાય. પરંતુ, આખરે રશિયન અને ચીની પ્રતિનિધિઓ મળ્યા અને ૧૯૨૯ની સાલમાં અમુક મુદ્દાઓની બાબતમાં તેઓ સંમત થયા. આ કરારની જાણ થતાં ઇંચ, અમેરિકન તથા જાપાનની સરકારે એની સામે પેકિંગ સરકાર સમક્ષ પિતાને વિરોધ દર્શાવ્યું. આથી પેકિંગ સરકાર એટલી તે ડરી ગઈ કે એ કરાર ઉપર પિતાના પ્રતિનિધિએ કરેલી સહીને તેણે ઇન્કાર કર્યો. પેકિંગ સરકારની આટલી હદ સુધી દુર્દશા થઈ હતી! એ પછી રશિયન પ્રતિનિધિઓ એ કરારને આ મુસદ્દો બહાર પાડ્યો. એણે ભારે ખળભળાટ મચાવી મૂક્યો. બીજી સત્તાઓ સાથેના સંબંધમાં ચીન સાથે પહેલી જ વાર માનભર્યો અને યોગ્ય વર્તાવ દર્શાવવામાં આવ્યું તથા તેના હકકોને માન્ય રાખવામાં આવ્યા. એક મહાન સત્તા સાથેની સમાનતાના ધોરણે થયેલી આ તેની પહેલી જ સંધિ હતી. ચીની પ્રજા એથી રાજી થઈ અને સરકારને તેના ઉપર સહી કરવાની ફરજ પડી. સામ્રાજ્યવાદી સત્તાઓને એ સંધિ ન ગમે એ સ્વાભાવિક હતું કેમ કે એથી તેઓ દુનિયાની નજરે બહુ ખેતી દેખાય એમ હતું. સોવિયેટ રશિયાએ ઉદારતાપૂર્વક પિતાના બધા અધિકારે જતા કર્યા પરંતુ એ સત્તાઓ તો પિતપોતાના ખાસ હકકોને ચીવટપૂર્વટ વળગી રહી. સોવિયેટ સરકારે ડૉ. સુનયાત સેનની દક્ષિણ ચીનની સરકાર સાથે પણ સંપર્ક સાધ્યો અને એ બંને સરકારે પરસ્પર સમજૂતી પર આવી. દક્ષિણ ચીનની સરકારનું વડું મથક કેન્ટીનમાં હતું. આ બધા સમય દરમ્યાન ઉત્તર અને દક્ષિણ ચીન વચ્ચે તથા ઉત્તર ચીનના જુદા જુદા સેનાપતિઓ વચ્ચે આંતરયુદ્ધ ચાલી રહ્યું હતું. આ ઉત્તરના તૂશને અથવા મહાતુશને – એમાંના કેટલાક મહાતૂશન કહેવાતા હતા – કઈ સિદ્ધાંત કે કાર્યક્રમને ખાતર લડતા નહોતા; તેઓ વ્યક્તિગત સત્તા મેળવવાને લડતા હતા. તેઓ એકબીજા સાથે મળીને એકસંપી કરતા પણ પછી સામા પક્ષ સાથે મળી જઈને ન જ સમૂહ રચતા. તેમના આ નિરંતર બદલાતા સમૂહે બહારનાઓને માટે તે કેયડા સમાન જ હતા. આ તૂશને અથવા લશ્કરી સાહસો, ખાનગી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન લશ્કરે રાખતા, ખાનગી કરી નાખતા અને પિતાનાં ખાનગી યુદ્ધો ચલાવ્યું રાખતા. આ બધાને બેજો લાંબા કાળથી યાતનાઓ સહેતી આવેલી ચીની પ્રજાને ઉઠાવવો પડત. આવા કેટલાક મહાતૂશનની પાછળ વિદેશી સત્તાઓની, ખાસ કરીને જાપાનની ઓથ હતી એમ કહેવાય છે. શાંઘાઈની મેટી મોટી પરદેશી વેપારી પેઢીઓ તરફથી પણ તેમને નાણાંની મદદ મળતી હતી. દક્ષિણમાં, ડૉ. સુનયાત સેનની સરકાર કાર્ય કરતી હતી ત્યાં માત્ર એક ઊજળું સ્થાન હતું. એ સરકારને પિતાના આદર્શો હતા, પિતાની કકસ નીતિ હતી; ઉત્તરના કેટલાક તૂશનની સરકારની પેઠે એનું કેવળ લૂંટવાનું કાર્ય નહોતું. ૧૯૨૪ની સાલમાં કુ-મીન-ટાંગની અથવા પ્રજાપક્ષની રાષ્ટ્રીય મહાસભાની પહેલી બેઠક મળી અને ડૉ. સુનયાત સેને તેની આગળ એક જાહેરનામું રજૂ કર્યું, એ જાહેરનામામાં તેણે રાષ્ટ્રને દોરવણી આપનારા સિદ્ધાંત રજૂ ક્ય. એ જાહેરનામું તથા એના સિદ્ધાંત ત્યારથી કુ-મીન-ટાંગના આધારરૂપ બની ગયા. અને કહેવાતી રાષ્ટ્રીય સરકારની સામાન્ય નીતિ આજે પણ એ મુજબ ચાલે છે એમ મનાય છે. ૧૯૨૫ના માર્ચ માસમાં ડૉ. સુનયાત સેન મરણ પામે. ચીનની સેવામાં તેણે પિતાનું જીવન ઘસી નાખ્યું હતું. ચીની પ્રજાને એના ઉપર અપાર પ્રેમ હતે.. ૧૫૪. યુદ્ધકાળનું હિંદુ ૧૬ એપ્રિલ, ૧૯૩૩ * બ્રિટિશ સામ્રાજ્યના એક ભાગ તરીકે, બેશક હિંદ પણ સીધી રીતે મહાયુદ્ધમાં સંડોવાયું હતું. પરંતુ હિંદની અંદર કે તેની પાસે ખરેખર લડાઈ થઈ નહોતી. આમ છતાં, હિંદ ઉપર મહાયુદ્ધની અનેક પ્રકારે પ્રત્યક્ષ તેમ જ પક્ષ અસર થઈ અને એ રીતે અહીં ભારે ફેરફાર થવા પામ્યા. મિત્રરાજ્યોને મદદ કરવાને અર્થે હિંદની સાધનસામગ્રીને પૂરેપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતે. એ હિંદુસ્તાનનું યુદ્ધ નહોતું. જર્મની સામે કે તેના પક્ષનાં ઇતર રાજ્ય સામે હિંદને કશી ફરિયાદ નહોતી અને તુક માટે તે તેની ભારે સહાનુભૂતિ હતી. પરંતુ એ બાબતમાં હિંદને માટે પસંદગીને સવાલ નહોતો. તે તો કેવળ બ્રિટનના તાબા નીચેને દેશ હત અને પિતાના સામ્રાજ્યવાદી માલિકની સાથે એક કતારમાં ઊભા રહેવાની તેને ફરજ પાડવામાં આવી હતી. અને તેથી, દેશમાં ભારે વિરોધ હોવા છતાંયે હિંદી સૈનિકે તુકે, મિસરવાસીઓ તથા બીજાઓ સામે લડ્યા અને પશ્ચિમ એશિયામાં હિંદના નામને અકારું કરી મૂકવું. Page #394 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળનું હિન્દુ ૧૦:૧ આગળના એક પત્રમાં મેં તને કહ્યુ હતું તેમ, મહાયુદ્ધ શરૂ થયું તે ટાંકણે હિંદમાં રાજકારણ બહુ જ મંદ પડી ગયું હતું. યુદ્ધના આગમનથી લાકાનુ ધ્યાન વળી વધારે પ્રમાણમાં ખીજી દિશાએમાં વધ્યું અને બ્રિટિશ સરકારે યુદ્ધને અગે લીધેલાં અનેક પગલાંઓને કારણે સાચી રાજકીય પ્રવૃત્તિ મુશ્કેલ થઈ પડી. ખીજા બધાને દાખી દેવા માટે તથા પોતાનુ મનમાન્યું કરવાને માટે સરકારો યુદ્ધકાળને હમેશાં એક સરસ બહાના તરીકે લેખે છે. એ દરમ્યાન જો કાઈ ને કશી છૂટ હોય તો માત્ર સરકારને મનમાન્યું કરવાની છૂટ હોય છે. ખારા ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે, સત્ય હકીકત છુપાવવામાં આવે છે, ઘણી વાર જૂઠાણાં ફેલાવવામાં આવે છે તથા ટીકા થતી અટકાવવામાં આવે છે. કાઈ પણ પ્રકારની રાષ્ટ્રીય પ્રવૃત્તિનું નિયમન કરવાને ખાસ કાયદાઓ તથા નિયમા કરવામાં આવે છે. યુદ્ધમાં. પડેલા બધાયે દેશામાં આ કરવામાં આવ્યું હતું અને હિંદમાં પણ એમ કરવામાં આવે એ સ્વાભાવિક છે. એટલે અહીં પણ હિંદસંરક્ષણુધારો ' પસાર કરવામાં આવ્યા હતા. યુદ્ધ વિષે તેમ જ એની સાથે સંબંધ ધરાવતી બીજી કાઈ પણ બાબત વિષેની જાહેર ટીકા ઉપર આ રીતે સચોટ અંકુશ મૂકવામાં આવ્યો. પરંતુ અંદરખાને તુ માટે સર્વત્ર ભારે સહાનુભૂતિ હતી તથા જમની ઇંગ્લેંડને સખત ફટકા મારે એવી આશા સેવવામાં આવતી હતી. જેમના ઉપર સારી પેઠે ટકા પડતા હતા તે આવી નિી આશા સેવે એ બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ એવી ઇચ્છા ક્યાંયે જાહેર રીતે વ્યક્ત કરવામાં આવી નહોતી. 6 જાહેરમાં તે બ્રિટન પ્રત્યેની વાદારીના ખુલંદ પોકારા વાતાવરણને ગજાવી મૂકતા હતા. મોટે ભાગે રાજામહારાજાએ આવે શાકાર કરતા હતા તેમ જ સરકારના સબંધમાં આવેલા ઉપલા મધ્યમ વર્ગના લોકા પણુ કંઈક અંશે એમાં પેાતાના ફાળા આપતા હતા. લાકશાહી, આઝાદી તથા પ્રજાની સ્વતંત્રતા વિષેની મિત્રરાજ્યાની બડી ખડી જાહેરાતોથી ‘ ભૂવા’ એટલે કે મધ્યમ વર્ગના લાકા પણ સહેજસાજ એમાં સાયા હતા. એ જાહેરાતો ઘણું કરીને હિંદુને પણ લાગુ પડશે એમ ધારવામાં આવતું હતું અને તેની આફતની ઘડીએ બ્રિટનને મદદ કરવામાં આવે તે પાછળથી એના ઘટતા ખલા મળી રહેશે એવી આશા સેવવામાં આવતી હતી. એ ગમે તેમ હે, એ બાબતમાં હિ ંદુને માટે પસંદગી કરવાને અવકાશ જ નહાતા; વળી તે માટે ખીજો કાઈ સલામતીભર્યાં મા પણ નહોતા. આથી તેણે આ અણુગમતી ફરજમાંથી બની શકે એટલે લાભ ઉઠાવ્યા. હિંદમાં થયેલા આ વાદારીના ઉપરઉપરના પ્રદર્શનની તે દિવસેામાં ઇંગ્લેંડમાં ભારે કદર કરવામાં આવી હતી અને તેને માટે અનેક વાર આભારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. તે વખતે સત્તાનાં સૂત્રા જેમના ज - २५ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન હાથમાં હતાં તેમણે જણાવ્યું હતું કે, આ પછી ઈગ્લેંડ હિંદ તરફ “નવી દ્રષ્ટિથી જોશે.” પરંતુ હિંદ તેમ જ પરદેશમાં થેડા હિંદીઓ એવા હતા જેઓ આવું વફાદારી નું વલણ ધરાવતા નહતા. હિંદના મોટા ભાગના લોકોની પેઠે તેઓ શાન્ત કે નિક્યિ પણું નહતા. આયર્લેન્ડની જૂની કહેવત મુજબ તેઓ માનતા હતા કે, ઈંગ્લંડની મુશ્કેલી એ પિતાના દેશને માટે સુઅવસર છે. ખાસ કરીને જર્મની અને યુરોપના બીજા દેશમાં રહેતા કેટલાક હિંદીઓ ઇંગ્લંડના દુશ્મનોને મદદ કરવાને બર્લિનમાં એકઠા મળ્યા અને એ કાર્ય માટે તેમણે એક સમિતિ સ્થાપી. જર્મન સરકાર, સ્વાભાવિક રીતે જ . કઈ પણ પ્રકારની મદદ સ્વીકારવા ઉત્સુક હતી. અને તેણે આ હિંદી ક્રાંતિકારીઓને વધાવી લીધા. તેમની વચ્ચે એક કરાર થયો અને તેના ઉપર ઉભય પક્ષે – જર્મન સરકારે તથા હિંદીઓની સમિતિએ– સહીઓ કરી. એ કરારમાં બીજી વસ્તુઓ ઉપરાંત એક વસ્તુ આ હતી. યુદ્ધમાં જર્મનીને વિજય થાય તે તે હિંદની સ્વતંત્રતાની બાબતમાં આગ્રહ રાખશે. એ સમજૂતી ઉપર હિંદીઓએ લડાઈ દરમ્યાન જર્મન સરકારને મદદ કરવાનું વચન આપ્યું. આ ઉપરથી હિંદી સમિતિએ યુદ્ધ દરમ્યાન જર્મનીવતી કામ કર્યું. પરદેશ મેકલવામાં આવેલાં હિંદી સૈન્યમાં તેમણે પ્રચારકાર્ય કર્યું અને તેમની પ્રવૃત્તિ છેક અફઘાનિસ્તાન અને હિંદના સરહદ પ્રાંત સુધી પ્રસરી. પરંતુ અંગ્રેજોને ભારે ચિંતાતુર કરી મૂકવા સિવાય તેઓ ઝાઝું કરી શક્યા નહિ. દરિયામાર્ગે હિંદુસ્તાન હથિયારે મોકલવાના પ્રયાસને અંગ્રેજોએ નિષ્ફળ બનાવ્યો. યુદ્ધમાં થયેલી જર્મનીની હારથી આ સમિતિને તેમ જ તેની આશાઓને આપમેળે જ અંત આવ્યો. હિંદમાં પણ કાંતિકારી પ્રવૃત્તિ ચેડા પ્રમાણમાં ચાલી હતી તથા કાવતરાને અંગેના મુકદ્દમાઓ ચલાવવાને માટે ખાસ અદાલતે સ્થાપવામાં આવી હતી તેમ જ ઘણું માણસને મેતની તથા ઘણુઓને જન્મટીપની સજાઓ કરવામાં આવી હતી. તે વખતે સજા પામેલા લેકે, આજે અઢાર વરસ પછી હજીયે જેલમાં છે ! યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ બીજી જગ્યાઓની પેઠે અહીં પણ મૂઠીભર લકોએ અઢળક ન કર્યો પરંતુ મોટા ભાગના લેને તે યુદ્ધની ભારે તાણ પહોંચી અને અસંતોષ વધવા પામ્યો. યુદ્ધના મેખર ઉપર માણસની માગણી દિનપ્રતિદિન વધતી જ ગઈ અને સૈનિકોની ભરતી કરવાનું કામ પૂરા વેગથી ચાલવા માંડ્યું. રંગરૂટ લઈ આવનારાઓને અનેક પ્રકારનાં પ્રભો તથા બદલાની આશા આપવામાં આવી અને જમીનદારને પિતાના ગણેતિયાઓમાંથી મુકરર સંખ્યામાં માણસે પૂરાં પાડવાની ફરજ પાડવામાં Page #396 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળનું હિંદ ૧૦૩૩ આવી. ખાસ કરીને પંજાબમાં, સૈનિકા તથા મજૂરાની બળજબરીથી ભરતી કરવામાં આવી. લડાઈના જુદા જુદા માખરા ઉપર સનિકા અને મજૂરો તરીકે ગયેલા માણુસેની કુલ સંખ્યા દશ લાખ કરતાંયે વધારે હતી. લાગતાવળગતા લકામાં ભરતીની આ રીતને કારણે ભારે રોષની લાગણી ફેલાઈ અને મહાયુદ્ધ પછી પંજાબમાં જે મુશ્કેલીઓ ઊભી થવા પામી તેનું એ પણ એક કારણ મનાય છે. પંજાબ ઉપર ખીજી એક રીતે પણ અસર થવા પામી હતી. ઘણા પજાબી, ખાસ કરીને શીખા, યુનાઇટેડ સ્ટેટ્સમાં કૅલિફોર્નિયામાં તથા પશ્ચિમ કૅનેડામાં આવેલા બ્રિટિશ કાલબિયામાં જઈ ને વસ્યા હતા. ત્યાં જઈ વસનારા વસાહતીઓને પ્રવાહ ચાલુ જ રહ્યો. આખરે અમેરિકા તથા કૅનેડાના સત્તાવાળાઓએ તે અટકાવ્યે. આવા વસાહતીઓના માર્ગમાં વિઘ્ના ઊભાં કરવાને ખાતર કૅનેડાની સરકારે એવા નિયમ કર્યાં કે મામાં વહાણ બદલ્યા વિના અને હિંદુના બંદરેથી સીધા કૅનેડાના બંદરે આવનાર વસાહતીઓને જ ત્યાં દાખલ થવા દેવામાં આવશે. હિંદના વસાહતીઓને ત્યાં આવતા અટકાવવાને એ નિયમ કરવામાં આવ્યો હતો કેમકે તેમને ચીન કે જાપાનમાં વહાણબદલી કર્યા વિના ચાલે એમ નહોતું. આ ઉપરથી બાબા ગુરુદત્તસિંહ નામના એક શીખે ‘ કામાગાટા મારુ ' નામનું એક આખું વહાણ ભાડે લીધું અને કલકત્તાથી વસાહતીઓનું એક ટોળુ પોતાની સાથે તેમાં લઈ તે તે સીધા કૅનેડાના બંદર વાનકુઅર પહેાંચ્યા. આ રીતે ચતુરાઈથી તેણે કૅનેડાના કાયદાની નડતરમાંથી માર્ગ કાઢયો પરંતુ એથી કરીને કૅનેડા કંઈ તેને ત્યાં આવવા દે એમ નહેતું. એટલે એક પણ વસાહતીને ત્યાં ઊતરવા દેવામાં આવ્યા નહિ. તે જ વહાણમાં તે બધાને હિંદ પાછા કાઢવામાં આવ્યા અને તે ભિખારીની દશામાં તથા ભારે કાપાયમાન થઈ ને હિંદ આવી પહોંચ્યા. કલકત્તા નજીક અજાજ આગળ તેમની અને પેાલીસેાની વચ્ચે નાનું સરખું યુદ્ધ થયું તેમાં ઘણાયે શીખા મરાયા. પછીથી, એમાંના કેટલાક શીખાને છૂપી પોલીસે પીછે પકડ્યો અને આખા પંજાબમાં તે તેમને હેરાન કરવા લાગી. પંજાબમાં એ લેકાએ પણ ક્રોધ તથા અસ ંતોષની લાગણી પેદા કરી. અને હિંદભરમાં કામાગાટા મારુ ના બનાવ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યું. 6 તે યુદ્ધના દિવસેામાં જે જે બનવા પામ્યું તે બધું જાણવું મુશ્કેલ છે કેમ કે ખારાના નિયમનને કારણે બધા પ્રકારની ખખરા પ્રકટ કરવા દેવામાં આવતી નહિ અને એને પરિણામે જાત જાતની ભડકાવનારી અફવા ફેલાવા પામતી. આમ છતાંયે સિંગાપોરની હિં'દી પલટણમાં માટે બળવા થયાની વાત જાણવામાં આવી હતી અને નાના પ્રમાણમાં ખીજી જગ્યાએ પણ કંઈ તે કંઈ મુશ્કેલી ઊભી થઈ હતી. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન યુદ્ધમાં માણસો પૂરા પાડવાની તેમ જ બીજી અનેક પ્રકારની મદદ કરવા ઉપરાંત હિંદ પાસે રોકડ નાણાં પણ લેવામાં આવ્યાં. એને હિંદ તરફની “ભેટ” કહેવામાં આવતી હતી. હિંદ જેવા ગરીબ દેશ પાસેથી પરાણે પડાવવામાં આવેલી રકમને “ભેટ” કહેવી એ બ્રિટિશ સરકારની વિનોદવૃત્તિને છાજતું નથી. પરંતુ હિંદને લાગેવળગે છે ત્યાં સુધી ઉપર હું જે કહી ગમે તે યુદ્ધનાં ગૌણ અથવા ઓછા મહત્ત્વનાં પરિણમે હતાં. પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે હિંદમાં વધારે મૌલિક ફેરફાર થવા લાગ્યા હતા. યુદ્ધ દરમ્યાન, બીજા દેશોની પેઠે પરદેશ સાથેને હિંદને વેપાર પણ બિલકુલ ખેરવાઈ ગયું હતું. બહોળા પ્રમાણમાં જે બ્રિટિશ માલ હિંદ આવતું હતું તે. મેટે ભાગે બંધ થઈ ગયે હતો. જર્મન સબમરીને આલાંટિક મહાસાગરમાં તથા ભૂમધ્ય સમુદ્રમાં વહાણે ડુબાવતી હતી અને એ સ્થિતિમાં વેપાર ચાલી શકે એમ નહતું. આમ હિંદને પિતાની જરૂરિયાત પિતે પૂરી પાડવાની ફરજ પડી. તેને આ ઉપરાંત યુદ્ધ માટે જરૂરી બીજી અનેક પ્રકારની ચીજે પણ સરકારને પૂરી પાડવી પડતી હતી. આથી, હિંદમાં સૂતર અને શણના જેવા જૂના ઉદ્યોગે અને યુદ્ધકાળના નવા ઉદ્યોગે એમ ઉભય પ્રકારના ઉદ્યોગે ઝડપથી વધ્યા. સરકારે આજ સુધી જેની ઉપેક્ષા કરી હતી તે તાતાનું લેઢા તથા પિલાદનું કારખાનું ભારે મહત્ત્વનું બની ગયું, કેમ કે તે યુદ્ધને સરંજામ પેદા કરી શકે એમ હતું. વત્તેઓછે અંશે એ કારખાનું હવે સરકારના અંકુશ નીચે ચાલવા લાગ્યું. આથી બ્રિટિશ તેમ જ હિંદીમૂડીદારને યુદ્ધનાં વરસ દરમ્યાન હિંદમાં મોકળું ક્ષેત્ર મળી ગયું અને એ વખતે પરદેશની હરીફાઈ નહિ જેવી જ હતી. આ તકને તેમણે પૂરેપૂર ઉપયોગ કર્યો અને હિંદી જનતાને ભોગે એને ભારે લાભ ઉઠાવ્ય. માલની કિંમત વધારી દેવામાં આવી અને માની પણ ન શકાય એટલે ભારે નફે વહેંચવામાં આવ્યું. પરંતુ મહેનતમજૂરીથી આ નફાઓ પેદા કરનાર મજૂરની કંગાલિયતમાં ઝાઝે ફેર ન પડ્યો. તેમની મજૂરીના દરેમાં હૈડે વધારે થયે પરંતુ જીવનને જરૂરી વસ્તુઓની કિંમત એનાથી ઘણી વધી ગઈ હતી એટલે વાસ્તવમાં તે તેમની સ્થિતિ ઊલટી બગડવા પામી. પરંતુ મૂડીદાર અતિશય માતબર બન્યા અને તેમણે અઢળક નફે એકઠો કર્યો. એ નકે તેઓ વળી બીજા ઉદ્યોગોમાં રોકવા માગતા હતા. પહેલી જ વાર હિંદી મૂડીદારો સરકાર ઉપર દબાણ લાવવાને શક્તિમાન થયા. તેમના આ દબાણ સિવાય ઘટનાઓના બળે પણ યુદ્ધ દરમ્યાન હિંદના ઉદ્યોગોને મદદ કરવાની બ્રિટિશ સરકારને ફરજ પાડી હતી. દેશનું વધારે પ્રમાણમાં ઉદ્યોગીકરણ કરવાની માગણીને લીધે પરદેશમાંથી હવે સંચાઓ તથા યંત્રની વધારે આયાત થવા લાગી કેમ કે એવા સંચાઓ તે વખતે હિંદમાં બની શકતા ન હતા. આથી, Page #398 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળનું હિંદ પહેલાં ઈગ્લેંડથી આવતા તૈયાર માલને બદલે હિંદમાં હવે યંત્રની આયાત વધારે પ્રમાણમાં થવા લાગી. આ બધાને કારણે હિંદ પરત્વેની બ્રિટનની નીતિમાં ભારે પરિવર્તન થયું. સદીજૂની નીતિનો ત્યાગ કરવામાં આવ્યો અને તેને બદલે નવી નીતિ અખત્યાર કરવામાં આવી. બ્રિટિશ સામ્રાજ્યવાદે બદલાતી પરિસ્થિતિ સાથે પિતાને મેળ બેસાડીને સંપૂર્ણપણે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું. હિંદના બ્રિટિશ અમલના આરંભકાળની અવસ્થાઓ વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ, હશે. એની ૧૮મી સદીની પહેલી અવસ્થા લૂંટ અને રોકડ રકમ ઉપાડી જવાની હતી. ત્યાર પછીની બીજી અવસ્થામાં હિંદમાં બ્રિટિશ હકૂમત પાકે પાયે સ્થિર થઈ ગઈ. એ અવસ્થા છેક મહાયુદ્ધ સુધી એટલે કે લગભગ ૧૦૦ વરસ ચાલી. એ દરમ્યાન હિંદને બ્રિટનને જોઈતા કાચા માલ માટેનું ક્ષેત્ર અને તેના તૈયાર માલ વેચવા માટેનું બજાર બનાવવામાં આવ્યું. અહીંના મોટા ઉદ્યોગોના માર્ગમાં અનેક પ્રકારની બાધાઓ નાખવામાં આવી અને હિંદના આર્થિક વિકાસને રોકવામાં આવ્યું. હવે યુદ્ધ દરમ્યાન ત્રીજી અવસ્થા શરૂ થઈ એ દરમ્યાન હિંદના મોટા ઉદ્યોગોને બ્રિટિશ સરકારે ઉત્તેજન આપવા માંડયું. ઈંગ્લંડના ઉદ્યોગપતિઓના હિતને કંઈક અંશે એ હાનિકારક હોવા છતાં એ નીતિ અખત્યાર કરવામાં આવી. આમ, હિંદનાં સુતરાઉ ઉદ્યોગને ઉત્તેજન આપવામાં આવે તે તેટલા પ્રમાણમાં લેંકેશાયરને નુકસાન થાય એ ઉઘાડું છે; કેમ કે હિંદ લેંકેશાયરનું સૌથી સારું ઘરાક હતું. ત્યારે, લેંકેશાયર તથા બ્રિટનના ઉદ્યોગોને નુકસાનકારક નીવડે એ પિતાની નીતિમાં ફેરફાર બ્રિટિશ સરકાર કેમ કરે ? યુદ્ધની પરિસ્થિતિમાં તેને એ ફેરફાર પરાણે કરવો પડ્યો હતો એ હું આગળ જણાવી ગયો છું. આ કારણે આપણે ફરીથી વિગતે તપાસીએ. ૧. યુદ્ધકાળની જરૂરિયાતોએ હિંદનું ઉદ્યોગીકરણ આગળ ધપાવવાની આપમેળે ફરજ પાડી. ૨. એથી હિંદને મૂડીદાર વર્ગ વધવા પામે અને તે બળવાન બન્ય. પિતાની વધારાની પૂંજી રોકવાની તક મળે એટલા ખાતર તેઓ ઉદ્યોગોના વિકાસ માટે વધુ ને વધુ અનુકૂળતાઓની માગણી કરવા લાગ્યા. બ્રિટન તેમની પૂરેપૂરી ઉપેક્ષા કરી શકે એવી સ્થિતિમાં નહતું. કેમ કે એથી તે તેઓ નારાજ થાય અને એને પરિણામે દેશમાં બળવાન થતાં જતાં વધારે ઉદ્દામ અને કાંતિકારી તને મદદ મળે એમ હતું. આથી વિકાસ માટેની થોડી તકે તેમને આપીને મૂડીદર વર્ગને બની શકે તે બ્રિટનના પક્ષમાં જાળવી રાખવો એ ઈવાજોગ હતું. ૩. ઇંગ્લંડના મૂડીવાદી વર્ગનાં વધારાનાં નાણાં પણ અણખીલ્યા દેશમાં રોકાણની તકે ખેળતાં હતાં કેમ કે ત્યાં આગળ ન વધુ પ્રમાણમાં મળતા Page #399 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન હતે. ખુદ ઈંગ્લેંડનું ઉદ્યોગીકરણ તે લગભગ પૂરેપૂરું થઈ ચૂક્યું હતું એટલે ત્યાં આગળ રોકાણ કરવાની અનુકૂળ તકો રહી નહોતી. વળી ત્યાં આગળ એટલે બધે નફે પણ મળતું નહોતે તથા સંગતિ મજૂર ચળવળ બળવાન હોવાથી મજૂરોની મુશ્કેલી વારંવાર ઊભી થતી હતી. અખીલ્યા પ્રદેશમાં મજૂરે નબળા હોય છે એટલે ત્યાં આગળ મજૂરીના દર ઓછા અને ન વધારે હોય છે. બ્રિટિશ મૂડીદારે સ્વાભાવિક રીતે જ ઈગ્લેંડના તાબાના હિંદ જેવા અણુખીલ્યા પ્રદેશોમાં પિતાની મૂડી રોકવાનું પસંદ કરતા હતા. આ રીતે બ્રિટિશ મૂડી હિંદમાં આવે છે અને તેને લીધે ઉદ્યોગીકરણ વળી વધુ આગળ વધે છે. ૪. મહાયુદ્ધના અનુભવે બતાવી આપ્યું કે, માત્ર ભારે ઔદ્યોગિક દેશે જ અસરકારક રીતે લડાઈ ચલાવી શકે છે. ઝારશાહી રશિયાનું પૂરતા પ્રમાણમાં ઉદ્યોગીકરણ થયું નહોતું અને તેને બીજા દેશે ઉપર આધાર રાખવો પડતું હતું તેથી જ યુદ્ધમાં છેવટે તે ભાગી પડયું. ઈગ્લેંડને ભીતિ હતી કે હવે પછીનું યુદ્ધ સોવિયેટ રશિયા સાથે હિંદની સરહદ ઉપર થશે. હિંદમાં પિતાના મોટા ઉદ્યોગે ન હોય તે બ્રિટિશ સરકાર સરહદ ઉપરનું યુદ્ધ સારી રીતે ચલાવી શકે નહિ. આ ભારે જોખમ હતું. એટલા માટે પણ હિંદનું ઉદ્યોગીકરણ થવું જોઈએ. આ કારણોને લીધે અનિવાર્યપણે બ્રિટિશ નીતિમાં ફેરફાર થયે અને હિંદનું ઉદ્યોગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું. સામ્રાજ્યની વ્યાપક દૃષ્ટિથી જેતા, લેંકેશાયર તથા બ્રિટનના બીજા કેટલાક ઉદ્યોગને ભોગે પણ એમ કરવું જરૂરી હતું. બેશક, બ્રિટને તે એ દેખાવ કર્યો કે, હિંદ તથા તેની આબાદી માટે તેના અપાર પ્રેમને કારણે જ બ્રિટિશ સરકારે પિતાની નીતિમાં આ ફેરફાર કર્યો હતે. આ નીતિ અખત્યાર કરવાનો નિર્ણય કર્યા પછી આ નવા ઉદ્યોગોને સાચો કાબૂ બ્રિટિશ મૂડીદારના હાથમાં સુરક્ષિત રહે એ માટેનાં પગલાં ઈગ્લડે લીધાં. દેખીતી રીતે જ, હિંદી મૂડીદારને એ બાબતમાં નાનો ભાગીદાર ગણવામાં આવ્યું. યુદ્ધ દરમિયાન, ૧૯૧૬ની સાલમાં “ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિયલ કમિશન” (હિંદી ઔદ્યોગિક કમિશન) નીમવામાં આવ્યું. બે વરસ પછી તેણે પિતાને હેવાલ બહાર પાડ્યો. તેમાં તેણે ભલામણ કરી કે, સરકારે ઉદ્યોગોને ઉત્તેજન આપવું જોઈએ તથા ખેતીમાં પણ નવી ઔદ્યોગિક પદ્ધતિઓ દાખલ કરવી જોઈએ. સાર્વત્રિક પ્રાથમિક કેળવણી આપવાનો પ્રયત્ન કરવાની પણ તેણે સૂચના કરી હતી. ઇંગ્લંડમાં કારખાનાંઓના વિકાસના આરંભકાળની પેઠે કુશળ કારીગરો પેદા કરવા માટે પ્રજવ્યાપી પ્રાથમિક કેળવણીને આવશ્યક લેખવામાં આવતી હતી. Page #400 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળનું હિંદ ૧૦૧૭ - આ કમિશન પછી યુદ્ધ બાદ કમિશન અને કમિટીઓને રાડે ફાટયો. એમ પણ સૂચવવામાં આવ્યું કે બહારથી આવતા માલ ઉપર જકાત નાખીને પણ હિંદના ઉદ્યોગોનું રક્ષણ કરવું જોઈએ. આ બધી વસ્તુઓને હિંદના ઉદ્યોગના ભારે વિજય તરીકે લેખવામાં આવી. અમુક અંશે તેને વિજય થયો હતે પણ ખરો. પરંતુ જરા ઊંડાણથી તપાસતાં કેટલીક મજેદાર વસ્તુઓ માલૂમ પડે છે. પરદેશી મૂડીને ઉત્તેજન આપવાની દરખાસ્ત કરવામાં આવી; અને પરદેશી મૂડી એટલે કે બ્રિટિશ મૂડી. આ બ્રિટિશ મૂડીને ધેધ હિંદમાં વહેવા લાગ્યા. હિંદમાં તે પ્રધાનપદે હતી એટલું જ નહિ પણ તે અહીં જાણે સર્વવ્યાપી હેય એમ લાગતું હતું. મોટા મોટા ઘણાખરા ઉદ્યોગોમાં બ્રિટિશ મૂડીદારનાં નાણું રેકવામાં આવ્યાં હતાં. આથી, હિંદમાં આવતા માલ ઉપરની સંરક્ષક જકાત હિંદની બ્રિટિશ મૂડીના સંરક્ષણમાં પરિણમી ! હિંદ પરત્વેની બ્રિટિશ નીતિમાં થયેલે ભારે ફેરફાર આખરે બ્રિટિશ મૂડીદારોને ઝાઝે નુકસાનકારક ન નીવડ્યો. મજૂરોના હલકા દરની મદદથી ભારે નફે કમાવાને માટે તથા પિતાના પગ પસારવાને માટે તેમને બહોળું અને સુરક્ષિત બજાર મળી ગયું હતું. એ વસ્તુ બીજી રીતે પણ તેને ફાયદાકારક નીવડી. મજૂરીના ઓછા દરવાળા હિંદ, ચીન, મિસર તથા બીજા એવા દેશમાં પિતાની મૂડી રોકીને તેમણે ઇંગ્લંડમાં બ્રિટિશ મજૂરોને મજૂરીના દર ઘટાડવાની ધમકી આપી. તેમણે મજૂરને જણુવ્યું કે, હિંદુસ્તાન, ચીન વગેરે દેશમાં ઓછી મજૂરીથી પેદા થતી વસ્તુઓની સાથે તેઓ એ સિવાય બીજી રીતે હરીફાઈ કરી શકે એમ નથી. અને બ્રિટિશ મજૂરે તેમની મજૂરીના દરે ઘટાડવાની સામે વિરોધ ઉઠાવે તે એ મૂડીદાર તેમને જણાવતા કે તે પછી ઇંગ્લંડનાં અમારાં કારખાનાઓ બંધ કરીને અમારી મૂડી બીજે ક્યાંક રોકવાની અમને નિરુપાયે ફરજ પડશે. હિંદના ઉદ્યોગ ઉપર કાબૂ રાખવાને હિંદમાંની બ્રિટિશ સરકારે બીજા પણ અનેક ઉપાયો લીધા. એ અટપટે વિષય છે અને હું એની ચર્ચામાં ઊતરવા માગતા નથી. પરંતુ એક વસ્તુને મારે ઉલ્લેખ કરવો જોઈએ. આધુનિક ઉદ્યોગમાં બેંકે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ કે મેટા રોજગારને શાખ ઉપર નાણાં ઉપાડવાની વારંવાર જરૂર પડે છે. આવી રીતે શાખ ઉપર નાણાં આપવાની તેમને ના પાડવામાં આવે તે સારામાં સારી વેપારી પેઢીઓ પણ ભાંગી પડે છે. શાખ ઉપર એ નાણાં બેંકે ધીરે છે એટલે તેમના હાથમાં કેટલી બધી સત્તા રહેલી હોય છે એ તું સમજી શકશે. તેઓ વેપારી પેઢી ઊભી કરી શકે અથવા તે જમીનદોસ્ત પણ કરી શકે છે. લડાઈ પછી તરત જ બ્રિટિશ સરકારે દેશમાંની બેંકની સમગ્ર વ્યવસ્થાને પિતાના કાબૂ નીચે લઈ લીધી. એ રીતે તથા ચલણની અનેક પ્રકારની યુક્તિપ્રયુક્તિઓ દ્વારા સરકાર ઉદ્યોગે તેમ જ વેપારી પેઢીઓ ઉપર ભારે સત્તા ભોગવે છે. આ ઉપરાંત, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંદમાં બ્રિટિશ વેપારને ઉત્તેજન આપવાને અર્થે તેણે “ઈમ્પીરિયલ પ્રેફરન્સ 'ને (સામ્રાજ્યના માલની પસંદગીની) નીતિ દાખલ કરી. આ “ઈમ્પીરિયલ પ્રેફરન્સ'ની નીતિનું તાત્પર્ય એ છે કે, જકાતને અર્થે પરદેશથી આવતા માલ ઉપર કર નાખ; બ્રિટિશ માલને બીજા દેશોના માલની હરીફાઈમાં લાભ થાય એટલા ખાતર તેના ઉપર ઓછો કર નાખ યા બિલકુલ ન નાખો. હિંદના મૂડીદાર વર્ગના તથા ઉપલા થરના મધ્યમ વર્ગના મહાયુદ્ધ દરમ્યાન વધવા પામેલા બળની અસર હિંદની રાજકીય હિલચાલ ઉપર પણ જણાવા લાગી. યુદ્ધ પહેલાંની તેમ જ યુદ્ધના આરંભકાળની મંદીમાંથી રાજકારણ બહાર નીકળ્યું અને સ્વરાજ્ય માટેની જાત જાતની માગણીઓ તથા એવી બીજી માગણીઓ પણ થવા લાગી. પોતાની સજાની લાંબી મુદત પૂરી કરીને લોકમાન્ય ટિળક જેલમાંથી બહાર આવ્યા. હું તને આગળ જણાવી ગયો છું તેમ રાષ્ટ્રીય મહાસભા તે વખતે વિનીતેના હાથમાં હતી. પ્રભાવ વિનાની તે એક નાનકડી સંસ્થા હતી અને જનતા સાથે તેને ઝાઝે સંપર્ક નહે. વધારે પ્રગતિશીલ રાજદ્વારી પુરુષે મહાસભામાં નહતા એટલે તેમણે “હેમ રૂલ લીગ'ની સ્થાપના કરી. આવી બે હેમ રૂલ લીગે સ્થાપવામાં આવી હતી; એક લેકમાન્ય ટિળકે અને બીજી એની બિસેન્ટ સ્થાપી હતી. થોડાં વરસ શ્રીમતી બિસેન્ટ હિંદના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવ્યું. અને પિતાની ભારે વક્તત્વશક્તિ તથા પિતાને દાવ રજૂ કરવાના સામર્થ્યથી રાજકારણમાં પ્રજાને રસ ફરીથી જાગ્રત કરવામાં તેમણે માટે ફાળો આપ્યો. સરકારને તેમનું પ્રચારકાર્ય એટલું બધું જોખમકારક લાગ્યું કે તેમના બે સાથીઓ સહિત તેમને કેટલાક મહિના સુધી તેણે નજરકેદ રાખ્યાં. રાષ્ટ્રીય મહાસભાના કલકત્તાના અધિવેશનનાં તે પ્રમુખ થયાં. તે મહાસભાનાં પ્રથમ સ્ત્રી-પ્રમુખ હતાં. કેટલાંક વરસો પછી શ્રીમતી સરોજિની નાયડુ મહાસભાનાં બીજાં સ્ત્રી-પ્રમુખ થયાં. ૧૯૧૬ની સાલમાં મહાસભાના વિનીત અને ઉદ્દામ એ બે પક્ષે વચ્ચે સમાધાન થયું અને ૧૯૧૬ના ડિસેમ્બર માસમાં લખનૌમાં ભરાયેલા તેના અધિવેશનમાં તે બંને પક્ષોએ હાજરી આપી. પરંતુ એ સમાધાન થે જ વખત કર્યું કેમ કે બે વરસ કરતાં ઓછા સમયમાં ફરી પાછા ભાગલા પડ્યા અને વિનીત (મોડરેટ) – હવે તેઓ પિતાને “લિબરલ” કહેવડાવતા હતા – મહાસભામાંથી નીકળી ગયા. અને ત્યારથી તેઓ મહાસભાથી અળગા જ રહ્યા છે. ૧૯૧૬ના લખનૌના અધિવેશનથી રાષ્ટ્રીય મહાસભાને જાગ્રતિકાળ ફરીથી શરૂ થાય છે. એ પછી, આગળ ઉપર એનું બળ તથા એનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતાં જ ગયાં અને એની કારકિર્દીમાં પહેલી જ વાર તે ભૂવાઓની અથવા તે મધ્યમ વર્ગના લેકની સાચી રાષ્ટ્રીય સંસ્થા બનવા લાગી. આમજનતા સાથે એને ઝાઝી લેવાદેવા નહોતી અને ગાંધીજી આવ્યા ત્યાં સુધી જનતાને Page #402 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાળનું હિંદ ૧૦૧૯ પણ તેમાં રસ નહોતે. આમ, કહેવાતા વિનીતે તથા ઉદ્દામે એ બંને વત્તેઓછે અંશે, એક જ વર્ગના, “ભૂર્ગવા ”ઓના વર્ગના પ્રતિનિધિઓ હતા. વિનીતે મૂડીભર તવંગર લેકના તથા સરકારી નોકરીની સીમા ઉપર રહેનારા લોકોના પ્રતિનિધિ હતા અથવા કહોને કે તેઓ કેવળ પિતાના જ પ્રતિનિધિઓ હતા. ઉદ્દામે પ્રત્યે મેટા ભાગના મધ્યમ વર્ગના લેકની સહાનુભૂતિ હતી અને તેમના દળમાં અનેક બુદ્ધિજીવી બેકારોનો સમાવેશ થતો હતો. આ બુદ્ધિજીવીઓએ (અહીં મારી કહેવાની મતલબ વત્તેઓછે અંશે શિક્ષિત લેકે છે.) પિતાના પક્ષનું વલણ કડક બનાવ્યું તેમ જ ક્રાંતિકારીઓના દળમાં પણ તેમણે રંગરૂટોને ફાળો આપે. વિનીતે તથા ઉદ્દામનાં ધ્યેયે તેમ જ આદર્શો વચ્ચે ભારે તફાવત નહે. બંને બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની વાત કરતા હતા અને બંને તાપૂરતે એને છેડે અંશ પણ સ્વીકારવા તૈયાર હતા. હા, એટલું ખરું કે વિનીતને મુકાબલે ઉદ્દામ કંઈક વધારે માગતા હતા અને માગણી માટે વધારે કડક ભાષા વાપરતા હતા. મૂઠીભર ક્રાંતિકારીઓ તે અલબત સંપૂર્ણ સ્વતંત્રતા માગતા હતા પરંતુ મહાસભાના આગેવાનો ઉપર તેમનો ઝાઝો પ્રભાવ નહોતે. વિનીતે તથા ઉદ્દામ વચ્ચેનું મહત્ત્વને ભેદ આ હતઃ પહેલે માલમિલકત ધરાવનારાઓ તથા તેમના ઉપર આધાર રાખનારા ઉપજીવીઓને પક્ષ હતું જ્યારે ઉદ્દામના દળમાં માલમિલક્ત વિનાના લેકે પણ હતા. વળી તે વધારે ઉદ્દામ વલણનો પક્ષ હેવાથી સ્વાભાવિક રીતે જ દેશના યુવકવર્ગને તેણે પિતાના તરફ આકર્ષે. એમાંના ઘણાખરા યુવાનો તે એમ જ સમજતા હતા કે આકરી ભાષાને પ્રગ એ સક્રિય કાર્યની પૂરતી ગરજ સારે છે. પરંતુ આ બધાં વ્યાપક વિધાને ઉભય પક્ષની બધી જ વ્યક્તિઓને નથી લાગુ પડતાં. દાખલા તરીકે, નેપાળકૃષ્ણ ગોખલે એ વિનીતેના ભારે શક્તિશાળી અને આત્મભોગ આપનાર આગેવાન હતા. વળી એ માલમિલકતવાળા ખચીત નહોતા. એમણે જ ભારતસેવક સંઘ નામની સંસ્થા સ્થાપી હતી. પરંતુ વિનીતે કે ઉદ્દામ એ બંનેને સાચા અકિંચન લેકે સાથે એટલે કે ખેડૂતે તથા મજૂર સાથે કરશે સંબંધ નહે. પરંતુ લેકમાન્ય ટિળક પોતે આમજનતામાં લેકપ્રિય હતા. ૧૯૧૬ની મહાસભાની લખનૌની બેઠક બીજી એક એકતા માટે – હિંદુ-મુસલમાનોની એકતા માટે પણ યાદગાર છે. મહાસભા હમેશાં રાષ્ટ્રીયતાના પાયાને ચુસ્તપણે વળગી રહી હતી પરંતુ વાસ્તવમાં પ્રધાનપણે એ હિંદુ સંસ્થા હતી, કેમ કે તેમાં ઘણી મોટી બહુમતી હિંદુઓની હતી. મહાયુદ્ધ પહેલાં થોડાં વરસ ઉપર, કંઈક અંશે સરકારની દેરવણીથી પ્રેરાઈને મુસલમાનના બુદ્ધિજીવી વગેરે મુસ્લિમ લીગ નામની પિતાની એક અલગ સંસ્થા સ્થાપી હતી. મુસલમાનોને મહાસભાથી અળગા રાખવાને એ સંસ્થાને આશય હતો Page #403 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૬૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ ધીમે ધીમે એ મહાસભા તરફ ખેંચાઈ અને લખનૌમાં હિંદના ભાવિ બંધારણની બાબતમાં એ બે સંસ્થાઓ વચ્ચે સમજૂતી થવા પામી. એ સમજૂતી કોંગ્રેસ લીગ પેજના” તરીકે ઓળખાય છે અને એમાં બીજી બધી વસ્તુઓ ઉપરાંત મુસ્લિમ લઘુમતી માટે અનામત રાખવાની બેઠકનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. કોંગ્રેસ લીગ યેજના એ પછીથી ઉભય સંસ્થાઓને સંયુક્ત કાર્યક્રમ બની ગયું અને દેશની માગણી તરીકે તેને સ્વીકારવામાં આવ્યું. એમાં બૂવાઓનું એટલે કે મધ્યમ વર્ગના લોકેનું દૃષ્ટિબિંદુ રજૂ થતું હતું. તે કાળે માત્ર એ લેકમાં જ રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. એ યોજનાના પાયા ઉપર દેશમાં આંદોલન વધતું ગયું. મુસલમાનેમાં રાજકીય જાગૃતિ વધુ પ્રમાણમાં આવી અને મોટે ભાગે, અંગ્રેજે તુ સામે લડતા હતા તેથી અકળાઈને મહાસભા સાથે તેમણે મૈત્રી કરી. તુર્કી પ્રત્યેની તેમની સહાનુભૂતિ માટે તથા તે તેમણે ધગશપૂર્વક પ્રગટ કરી તે કારણે મોલાના મહમદઅલી તથા મૌલાના શૌકતઅલી નામના બે મુસલમાન આગેવાનોને યુદ્ધના આરંભકાળમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. આરબ દેશે સાથેના તેમના સંબંધને કારણે મૌલાના અબુલ કલામ આઝાદને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા. પિતાનાં લખાણને કારણે મૌલાના આઝાદ એ દેશમાં ખૂબ લોકપ્રિય હતા. આ બધાને કારણે મુસલમાનો છંછેડાયા અને ક્રોધે ભરાયા અને તેઓ સરકારથી વધુ ને વધુ દૂર ખસતા ગયા. હિંદમાં સ્વરાજ માટેની માગણી વધતી ગઈ એટલે બ્રિટિશ સરકારે અનેક પ્રકારનાં વચન આપ્યાં અને હિંદમાં તપાસકાર્ય શરૂ કર્યું. આથી લેકનું લક્ષ તેમાં પરોવાયું. ૧૯૧૮ના ઉનાળામાં તે સમયના વાઈસરૉય અને હિદી વજીર એ બંનેએ પિતાને સંયુક્ત હેવાલ રજૂ કર્યો. એ હેવાલમાં હિંદમાં સુધારાઓ તથા ફેરફારો કરવા માટેની કેટલીક દરખાસ્તને સમાવેશ થતું હતું. એ હેવાલને તે વખતના હિંદી વજીર તથા વાઈસરૉયના નામ ઉપરથી મેન્ટ–ફર્ડ હેવાલ કહેવામાં આવે છે. તરત જ, આ કામચલાઉ દરખાસ્ત ઉપર દેશભરમાં ભારે વાદવિવાદ જાગ્યો. મહાસભાએ જોરથી એનો વિરોધ કર્યો અને તેણે એને અધૂરી ગણી કાઢી. લિબરલેએ એ દરખાસ્તને આવકારી અને એ કારણે તેમણે મહાસભાને ત્યાગ કર્યો. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે હિંદમાં આ સ્થિતિ હતી. સર્વત્ર પરિવર્તનની પ્રબળ અપેક્ષા દૃષ્ટિગોચર થતી હતી. રાજકીય બૅરેમીટરને પારે ચડવા લાગ્યું હતું અને વિનીતની પિચી પિચી, મીઠી મધુરી તથા કંઈક અંશે સાવચેતીભરી અને બિનઅસરકારક વાતને બદલે ઉદ્દામેના આત્મવિશ્વાસભર્યા, ઉગ્ર, સીધા અને લડકણા પિકાર ઊઠવા લાગ્યા. પરંતુ વિનીતે તેમ જ ઉદ્દા Page #404 -------------------------------------------------------------------------- ________________ યુરોપના નવા નક્શા ૧૦૭૧ એ મને રાજકારણની દૃષ્ટિથી અને સરકારના બહારના તંત્રને લક્ષમાં રાખીને વિચારતા હતા તથા વાતો કરતા હતા. પર ંતુ તેમની પીઠ પાછળ બ્રિટિશ સામ્રાજ્યવાદ દેશના આર્થિક જીવન ઉપર પોતાનો પંજો ચૂપકીદીથી મજબૂત કરી રહ્યો હતા. ૧૫૫. યુરોપના નવા નકો ૨૧ એપ્રિલ, ૧૯૩૩ મહાયુદ્ધની પ્રગતિ વિષે ટૂંકમાં વિચાર કર્યાં પછી આપણે રશિયન ક્રાંતિ જોવાને ગયાં અને ત્યાર પછી યુદ્ધકાળ દરમ્યાન હિંદની સ્થિતિ આપણે નિહાળી. હવે આપણે પાછાં યુદ્ધના અંત લાવનાર તહકૂખી પાસે પહેાંચીએ અને વિજેતાએ કેવી રીતે વર્યાં તે જોઈએ. જમની સંપૂર્ણ પણે જમીનદોસ્ત થઈ ગયું હતું. કૈઝર ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાં આગળ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આમ છતાંયે, જર્મન સૈન્યને બિલકુલ કમજોર બનાવી દેવાને માટે તહકૂમીમાં અનેક કડક શરતા કરવામાં આવી હતી. એ શરતે મુજબ જે પ્રદેશો ઉપર તેણે ચડાઈ કરી હતી તેમાંથી જન સૈન્યને નીકળી જવાનું હતું એટલું જ નહિ પણ આલ્સાસ-લૅૉરેનમાંથી તેમ જ રાઈન નદી સુધીના જ`ન પ્રદેશમાંથી પણ નીકળી જવાનું હતું. રાઈનના પ્રદેશના કાલેનની આસપાસના પ્રદેશને કબજો મિત્રસૈન્ય લેવાનું હતું. તેનાં અનેક યુદ્ધ જહાજો, તેની બધીયે સબમરીને તેમ જ હજારો ભારે તો, એરપ્લેન, આગગાડીનાં એંજિતા, મોટર લૉરી અને ખીજી ઘણી વસ્તુ જમનીએ આપી દેવાની હતી. ઉત્તર ક્રાંસના કેમ્પેઈન નામના જંગલમાં જે સ્થળે એ તહમૂખી ઉપર સહીઓ થઈ ત્યાં આગળ એક સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. એ સ્મારક ઉપર આ વાક્ય લખવામાં આવ્યું છે : 65 જેમને તે ગુલામ અનાવવા ચહાતું હતું તે સ્વત ંત્ર પ્રજાએથી પરાજિત થઈને જમનાનું ગુનાહિત અભિમાન ૧૯૧૮ની સાલના નવેમ્બર માસની ૧૧મી તારીખે આ સ્થળે ગળી ગયું.” કઈ નહિ તે ઉપલક દૃષ્ટિએ જોતાં જર્મન સામ્રાજ્યના ખરેખર અત આવી ગયા હતા અને પ્રશિયાનું લશ્કરી ધમંડ શરમિંદું પડયું હતું. એની પહેલાં રશિયન સામ્રાજ્ય પણ નામશેષ થયું હતું અને જેના ઉપર તેણે લાંબા વખત સુધી ગેરવર્તાવ ચલાવ્યેા હતો તે રગમચ ઉપરથી રેસમેનના વંશ જતા રહ્યો. મહાયુદ્ધે વળી એક ત્રીજા સામ્રાજ્યને આસ્ટ્રિયા-હંગરીના Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૨ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન - સામ્રાજ્યને ~~ દફ્નાવ્યું તથા એક પુરાણા રાજવંશ — હેપ્સબર્ગ વંશ — અંત આણ્યો. પરંતુ બીજા' સામ્રાજ્યેય — વિજેતા પ્રજાનાં સામ્રાજ્યે હજી કાયમ રહ્યાં. વિજયે તેમના ગવ ધટાડ્યો નહિ તથા જે ખીજી પ્રજાઓને તેમણે ગુલામ બનાવી હતી તેમના હકા માન્ય રાખવાની વૃત્તિ પણ તેમનામાં પેદા ન કરી. વિજયી મિત્રરાજ્ગ્યાએ પોતાની સુલે પરિષદ ૧૯૧૯ની સાલમાં પૅરિસમાં ભરી. પેરિસમાં દુનિયાનું ભાવિ તેમને હાથે ધડાવાનું હતું અને મહિનાઓ સુધી એ મશદૂર શહેર સમગ્ર દુનિયાના લક્ષનું કેન્દ્ર બની રહ્યું. નજીકથી તેમ જ દૂરથી તરેહ તરેહના લેાકેા ત્યાં આગળ જઈ પહેાંચ્યા. પોતાનું ભારે મહત્ત્વ અનુભવતા રાજપુરુષો તથા રાજનીતિ ત્યાં હતા તથા મુત્સદ્દી, નિષ્ણાત, લશ્કરી પુરુષો, શરાફે અને નફાખોરો પણ ત્યાં હતા. એ બધા પોતપોતાના મદદનીશા, ટાઈપિસ્ટો તથા કારકુનાના સમુદાય સાથે ત્યાં આવ્યા હતા. બેશક પત્રકારોનું મોઢું ટાળુ પણ ત્યાં હતું જ. આયરિશ, મિસરી તથા આરબ જેવી સ્વાતંત્ર્ય માટે ઝૂઝતી પ્રજાના તથા એવી બીજી પ્રજા કે, જેમનાં નામેા પણ આગળ સાંભળવામાં આવ્યાં નહોતાં, તેમના પ્રતિનિધિએ ત્યાં આવ્યા હતા તેમ જ આસ્ટ્રિયન અને તુ સામ્રાજ્યના અવશેષોમાંથી પોતપોતાનું અલગ રાજ્ય ઊભું કરવાની ઇચ્છા રાખતી પૂર્વ યુરોપની કેટલીક પ્રજાઓના પ્રતિનિધિઓ પણ ત્યાં આવ્યા હતા. અને, બેશક સંખ્યાબંધ ખેલાડીએ પણ ત્યાં આવ્યા હતા. દુનિયાની નવી વહેંચણી કરવાની હતી અને ગીધો એ તક ચૂકે એમ નહાતુ. સુલેહપરિષદ પાસેથી ભારે અપેક્ષા રાખવામાં આવી હતી. યુદ્ધના ભયાનક અનુભવ પછી ન્યાયી અને કાયમી સુલેહની યેાજના કરવામાં આવશે એવી આશા લેાકેા સેવી રહ્યા હતા. જનતા હજી પણ યુદ્ધની ભારે તાણ વેઠી રહી હતી તથા મજૂર વર્ગમાં ભારે અસ ંતોષ વ્યાપ્યા હતા. જીવનને જરૂરી વસ્તુઓની કિ ંમત ખૂબ વધી ગઈ હતી અને એને લીધે લોકાની યાતનામાં ઉમેરો થવા પામ્યા હતા. ૧૯૧૯ની સાલમાં યુરોપ ઉપર ઝઝૂમી રહેલી સામાજિક ક્રાંતિની કેટલીયે નિશાનીઓ નજરે પડતી હતી. વર્સાઈમાં મળેલી સુલેહપરિષદની આ પૂર્વ`પીડ઼િકા હતી. અડતાલીસ વરસ પૂર્વે જે ખંડમાં જર્મન સામ્રાજ્યની જાહેરાત કરવામાં આવી હતી તે જ ખડમાં આ સુલેહપરિષદની એક મળી હતી. રોજેરાજનું કાર્ય કરવું એ આવડી મોટી પરિષદને માટે મુશ્કેલ હતું એટલે તેને અનેક કમિટીઓમાં વહેંચી નાખવામાં આવી. આ કમિટીની બેઠકા ખાનગીમાં મળતી અને વિવેકના પડદાની પાછળ તેઓ પોતાના કાવાદાવા તથા તકરારા ચલાવતી. પરિષદ, મિત્રરાજ્યાની દર્શની સમિતિ ' ( કાઉન્સિલ ફ્ ટેન )ના કાબૂ નીચે હતી. પાછળથી એની સંખ્યા " Page #406 -------------------------------------------------------------------------- ________________ 1 યુરાપના નવા નકશે. ૧૦:૩ , - ઘટાડીને પાંચની કરવામાં આવી અને એ રીતે એ યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ફ્રાંસ, ઇટાલી અને જાપાન એ પાંચ મહારાષ્ટ્રોની સમિતિ બની. પછીથી જાપાન તેમાંથી નીકળી ગયુ. એટલે એ ' ચાર રાષ્ટ્રોની સમિતિ ' રહી. છેવટે ઇટાલી પણ તેમાંથી નીકળી ગયું એટલે એ ત્રણ મહારાષ્ટ્રા — અમેરિકા, ઇંગ્લેંડ, ફ્રાંસ — ની સમિતિ બની ગઈ. પ્રેસિડન્ટ વિલ્સન, લૉઇડ જ્યોર્જ તથા ક્લેમેનશ અનુક્રમે આ ત્રણ દેશોના પ્રતિનિધિઓ હતા. દુનિયાને નવેસરથી ધડવાની તથા તેના ભીષણ ધા રૂઝવવાના ભગીરથ કાર્યની જવાબદારી આ ત્રણ પુરુષો ઉપર આવી પડી હતી. અતિમાનાને, દેવાને લાયકનું એ કાર્ય હતું અને આ ત્રણે એ એમાંથી એકે નહાતા. રાજાઓ, રાજપુરુષો, સેનાપતિં અને એવા ખીજા સત્તાધારી માણસાની એટલી બધી જાહેરાત કરવામાં આવે છે તથા છાપાં દ્વારા અને બીજી રીતે તેમને એટલા બધા ઊંચા ચડાવી મારવામાં આવે છે કે સામાન્ય માણસાની નજરે તેઓ ભારે વિચારકા અને કવીરા જેવા દેખાય છે. તેમની આસપાસ અમુક પ્રકારની પ્રભા વ્યાપેલી હોય છે અને આપણી અજ્ઞાનતાને કારણે તેમનામાં જેનું નામનિશાન પણ નથી હોતું એવા ગુણાનું તેમનામાં આપણે આરોપણ કરીએ છીએ. પરંતુ નિકટને પરિચય થતાં તે બિલકુલ સામાન્ય પુરુષો ખની જાય છે. ઑસ્ટ્રિયાના એક મશહૂર રાજદ્વારી પુરુષે એક વાર કહ્યુ હતું કે, કેટલી ઓછી બુદ્ધિથી તેમનુ શાસન કરવામાં આવે છે એની જો દુનિયાના લેાકાને ખબર પડે તો તેઓ સ્તબ્ધ થઈ જાય. આ રીતે મોટા દેખાતા આ ત્રણે પુરુષોની દૃષ્ટિ અતિશય મર્યાદિત હતી. આંતરરાષ્ટ્રીય ખાતામાં તેઓ અજ્ઞાન હતા એટલુ જ નહિ પણ તેમને ભૂંગાળનું જ્ઞાન પણ નહોતું. પ્રેસિડન્ટ વિલ્સન ભારે નામના અને લોકપ્રિયતા સાથે લઈને આવ્યો હતા. તેણે પોતાનાં વ્યાખ્યાના તથા નોંધામાં એવા રૂપાળા અને ઉચ્ચ આદર્શની ભાવના વ્યક્ત કરતા શબ્દો વાપર્યાં હતા કે લેાકેા તેને નવી આવનારી સ્વત ંત્રતાના પેગમ્બર સમાન લેખવા લાગ્યા હતા. ઈંગ્લેંડના વડા પ્રધાન લોઇડ જ્યોર્જે પણ સારા સારા શબ્દો વાપર્યા હતા પરંતુ લે તેને તકસાધુ તરીકે ઓળખતા હતા. · શેર 'ના બિરથી ઓળખાતા કલેમેનશાને ઉચ્ચ આદર્શોં તથા રૂડારૂપાળા શબ્દોની ગરજ નહોતી. તેને તો ફ્રાંસના પુરાણા દુશ્મન જનીને ગમે તે ભાગે કચરી નાખવું હતું. જની ફરીથી પોતાનું માથું ઊંચુ કરી ન શકે એટલા માટે તેને અનેક રીતે કચરી નાખવાની તથા તેને તેજોવધ કરવાની તેની મુરાદ હતી. આથી આ ત્રણે જણ પરસ્પર એક બીજાજોડે ઝધડતા હતા અને દરેક જણ પોતપોતાનું ખેચતા હતા. વળી, આ પરિષદમાંના તથા તેની બહારના અનેક લકા એ દરેકને પણ ખેંચી અને ધકેલી રહ્યા હતા. અને એ સૌની પાછળ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન સોવિયેટ રશિયાની છાયા ફેલાઈ રહી હતી. એ પરિષદમાં રશિયાનું પ્રતિનિધિત્વ નહોતું તેમ જ જર્મનીનું પ્રતિનિધિત્વ પણ નહોતું. પરંતુ સેવિયેટ રશિયાની હસ્તી પેરિસમાં એકઠી થયેલી બધીયે મૂડીવાદી સત્તાઓને નિરંતર પડકાર કરી રહી હતી. લઈડ ઑર્જની મદદથી આખરે કલેમેનશેની જીત થઈ જેને માટે વિલ્સન ખૂબ ઝંખતે હવે તેમાંની એક વસ્તુ – લીગ ફ નેશન્સ અથવા પ્રજાસંધ – તેને મળી. એ બાબતમાં બીજા બધાઓની સંમતિ મેળવ્યા પછી બીજા ઘણાખર મુદ્દાઓની બાબતમાં તેણે નમતું આપ્યું. મહિનાઓના વાદવિવાદો તથા ચર્ચાઓ પછી પરિષદમાંનાં બધાં મિત્રરાજ્યએ સંધિને સર્વમાન્ય ખરડો તૈયાર કર્યો. આ રીતે આપસમાં સંમત થયા પછી તેમની આજ્ઞાઓ સાંભળવાને માટે તેમણે જર્મનીના પ્રતિનિધિઓને પિતાની સમક્ષ લાવ્યા. ૪૪૦ કલમને આ સુલેહની સંધિને જબરદસ્ત ખરડે આ જર્મને સમક્ષ ફેંકવામાં આવ્યો અને તેમને તેના ઉપર સહી કરવા જણાવવામાં આવ્યું. તેમની સાથે ન કશી ચર્ચા કરવામાં આવી કે ન તેમને કંઈ સૂચનાઓ કે ફેરફારો સૂચવવાની તક આપવામાં આવી. એ તે પરાણે ઠોકી બેસાડવાની સુલેહ હતી; તેમણે એ જેમની તેમ સ્વીકારવાની હતી ત્યા તે ન સ્વીકારવાનાં પરિણમે વેઠવાને તૈયાર રહેવાનું હતું. નવા જર્મન પ્રજાસત્તાકના પ્રતિનિધિઓએ એની સામે વિરેજ ઉઠાવ્યો અને તેમને આપવામાં આવેલી મુદતને છેક છેલ્લે દિવસે વસઈની સંધિ ઉપર તેમણે સહી કરી. ઑસ્ટ્રિયા, હંગરી, બબ્બેરિયા તથા તુક સાથે મિત્ર રાજ્યોએ અલગ અલગ સંધિઓ કરી. તુક સાથેની સંધિ સુલતાને કબૂલ રાખી હતી પરંતુ કમાલ પાશા તથા તેના બહાદુર સાથીઓના સુંદર સામનાથી તે નિષ્ફળ નીવડી. પરંતુ એની વાત હું તને અલગ પત્રમાં કહીશ. આ સંધિઓએ શા શા ફેરફાર કર્યા ? ઘણાખરા પ્રાદેશિક ફેરફારે, પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા તથા આફ્રિકામાં થયા. આફ્રિકામાંનાં જર્મન સંસ્થાને યુદ્ધની લૂંટ તરીકે પડાવી લેવામાં આવ્યાં. એમાંથી ઇંગ્લંડને સારામાં સારે ભાગ મળ્યો. પૂર્વ આફ્રિકામાં ટાંગાનિકા તથા બીજા પ્રદેશને ઉમેરે કરીને ઉત્તરમાં છેક મિસરથી માંડીને દક્ષિણમાં કેપ ઑફ ગુડ હેપ સુધી, એમ આફ્રિકાના એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તારેલું સામ્રાજ્ય ઊભું કરવાનું તેમણે લાંબા વખતથી સેવેલું સ્વપ્ન સાચું પાડવામાં અંગ્રેજો સફળ થયા. યુરોપમાં ભારે ફેરફાર થયા અને તેના નકશા ઉપર ઘણાં નવાં રાજ્ય રજૂ થયાં. યુરોપના જૂના તથા નવા નકશાને સરખાવી છે એટલે પલકમાં એ બધા મહાન ફેરફારો તારી નજરે પડશે. એમાંના કેટલાક ફેરફારો રશિયન ક્રાંતિને કારણે થવા પામ્યા હતા કેમ કે રશિયાની સીમા ઉપર વસતી બિન Page #408 -------------------------------------------------------------------------- ________________ યુરેપને નવે નકશે ૧૦૭૫ રશિયન પ્રજા સેવિયેટથી છૂટી પડી ગઈ અને તેમણે પિતાની સ્વતંત્રતા જાહેર કરી. સેવિયેટ સરકારે તેમને આત્મનિર્ણયને હક માન્ય રાખ્યો અને કશી દખલ ન કરી. યુરેપના નવા નકશા તરફ નજર કર. ઐસ્ટ્રિયાહંગરીનું એક મોટું રાજ્ય એમાંથી અદશ્ય થયું છે અને તેને બદલે નાનાં નાનાં અનેક રાજ્ય ઊભાં થયાં છે. એ રાજ્યને ઘણી વાર “ઓસ્ટ્રિયાનાં વારસ રાજ્ય પણ કહેવામાં આવે છે. તે આ છે: સ્ટ્રિયા તેના પહેલાંના વિસ્તારના એક નાનકડા ટુકડા જેટલું બની ગયું અને એમાં તેના મહાન પાટનગર વિયેનાને પણ સમાવેશ થાય છે. હંગરીને વિસ્તાર પણ ઘણે નાને થઈ ગયે. ત્રીજું ચેલૈવાકિયા છે. એમાં પ્રાચીન બેહેમિયાને પણ સમાવેશ થાય છે. યુગે સ્લાવિયાને થેડે ભાગ જેને આપણે આગળ પરિચય કરી ગયા છીએ તે અળખામણું થઈ પડેલું સર્બિયા છે અને હવે તે આપણે તેને ઓળખી પણ શકીએ એમ નથી. ઓસ્ટ્રિયન સામ્રાજ્યના બીજા ભાગ રૂમાનિયા, પિલેંડ અને ઈટાલી સાથે જોડાઈ ગયા છે. આમ ઓસ્ટ્રિયન સામ્રાજ્યનું સારી પેઠે દેહછેદન કરવામાં આવ્યું. એની જરા ઉત્તરે પિલેંડનું નવું રાજ્ય આવેલું છે અથવા કહે છે, એ જાનું રાજ્ય ફરી પાછું પ્રગટ થયું છે. પ્રશિયા, રશિયા અને એસ્ટ્રિાના પ્રદેશમાંથી આ રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું. પોલેંડને સમુદ્ર સુધી પહોંચવાને માર્ગ આપવાને માટે એક અસાધારણ યોજના કરવામાં આવી. જર્મનીના અથવા સાચું કહેતાં પ્રશિયાના બે ભાગ પાડવામાં આવ્યા અને સમુદ્ર સુધી પહોંચતા એક જમીનને પટ પિલેંડને તેમાંથી કાપી આપવામાં આવ્યું. આથી પશ્ચિમ પ્રશિયામાંથી પૂર્વ પ્રશિયામાં જવા માટે આ પિલેંડના તાબાને જમીનને પટે ઓળંગવો પડે છે. આ જમીનના પટા નજીક ડાન્ડિગનું મશહૂર શહેર આવેલું છે. એને સ્વતંત્ર શહેરમાં ફેરવી નાખવામાં આવ્યું એટલે કે એ જર્મની કે પોલેંડની હકૂમત નીચે નથી; એ શહેર એક અલગ રાજ્ય જ છે અને પ્રજાસંધ (લીગ ઓફ નેશન્સ)ને તેના ઉપર સીધે કાબૂ છે. પિલેંડની ઉત્તરે લિથુઆનિયા, લેટવિયા, એસ્ટોનિયા અને ફિલેંડનાં બાલ્ટિક સમુદ્ર ઉપર આવેલાં રાજ્ય છે. એ બધાં ઝારના સામ્રાજ્યનાં વારસે છે. એ બધાં નાનકડાં રાજ્ય છે પરંતુ તે દરેક નિરાળો સાંસ્કૃતિક ઘટક છે અને દરેક પિતાની જુદી ભાષા બોલે છે. તને એ જાણીને રમૂજ પડશે કે, યુરોપની બીજી ઘણી પ્રજાઓની પેઠે લિથુનિયન લેકે આર્ય જાતિના છે અને તેમની ભાષા સંસ્કૃત ભાષા સાથે ઘણી મળતી આવે છે. આ એક નોંધપાત્ર બીના છે અને હિંદના ઘણાખરા લેકને એની ખબર નથી. વળી એ હકીક્ત દૂર દૂરની પ્રજાઓ સાથેના આપણા સંબંધની પણ આપણને પ્રતીતિ કરાવે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જગતના ઇતિહાસનું રેખાદર્શન આલ્સાસ તથા ઑરેનના પ્રાંતે ફ્રાંસને આપી દેવામાં આવ્યા તે યુરોપમાં થયેલ બીજો એક મહત્ત્વને પ્રાદેશિક ફેરફાર છે. બીજા પણ કેટલાક પ્રાદેશિક ફેરફારે ત્યાં થયા હતા પણ એમાં ઊતરવાની તકલીફ હું તને નહિ આપું. તે જોયું કે, અનેક નવાં રાજ્ય ઊભાં કરવાને કારણે આ બધા ફેરફાર થયા હતા; એમાંનાં કેટલાંક રાજ્ય તે બહુ જ નાનાં છે. પૂર્વ યુરોપ હવે બાલ્કન દ્વીપકલ્પના જેવો નાના નાના દેશોને પ્રદેશ (બાલ્કનમાં અનેક નાના નાના દેશો આવેલા છે.) થઈ ગયો છે. આથી, સુલેહના કરારે યુરોપનું “બાલકનીકરણ” કર્યું છે એટલે કે તેને નાના નાના દેશોમાં વહેંચી નાખે છે એમ ઘણી વાર કહેવામાં આવે છે. ત્યાં આગળ હવે ઘણી સરહદો થઈ ગઈ છે અને આ નાનાં નાનાં રાજ્યો વચ્ચે વારંવાર ઝઘડાઓ થયા કરે છે. એ રાજ્યને એકબીજા પ્રત્યેને હડહડતે દ્વેષ જોઈને આપણને નવાઈ લાગે છે, ખાસ કરીને ડાન્યુબ નદીની ખીણમાં આ દશા વિશેષે કરીને છે. એને માટે મોટે ભાગે મિત્રરા જવાબદાર છે. તેમણે બેટી રીતે યુરોપના ભાગલા પાડ્યા અને એ રીતે તેમણે આ નવા કેયડાઓ ઊભા કર્યા. ઘણી રાષ્ટ્રીય લઘુમતીઓ એટલે કે પરરાષ્ટ્રની પ્રજાએ વિદેશી સરકારની હકૂમત નીચે આવી પડી અને એ સરકારે તેમનું દમન કરી રહી છે. પોલેંડને મળેલ ઘણોખરે પ્રદેશ ખરી રીતે યુક્રેનને ભાગ છે. અને પિલ લેકની સંસ્કૃતિ તેમના ઉપર ઠેકી બેસાડીને તેમને પરાણે પિલ લેકના જેવા બનાવવાનો પ્રયત્ન કરતાં તેમના ઉપર જાતજાતના અત્યાચારો ગુજારવામાં આવે છે. આ રીતે, યુગોસ્લાવિયા, રમાનિયા તથા ઇટાલીમાં આવી વિદેશી લઘુમતી કેમ છે અને તેઓ તેમના પ્રત્યે ગેરવર્તાવ ચલાવે છે. એથી ઊલટું ઓસ્ટ્રિયા હંગરીને નિર્દયતાપૂર્વક અંગવિચ્છેદ કરવામાં આવ્યું છે અને તેમની મોટા ભાગની પ્રજાઓને તેમની પાસેથી છીનવી લેવામાં આવી છે. પરદેશી હકુમત નીચેના આ બધા પ્રદેશ સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રીય ચળવળે તથા નિરંતર ઘર્ષણ પેદા કરે છે. ફરીથી નકશા તરફ નજર કર. ફિલૅન્ડ, એસ્ટોનિયા, લેન્દ્રિયા, લિથુઆનિયા, પિલેંડ અને રૂમાનિયા વગેરે રાજ્યની એક સળંગ હારદ્વારા રશિયાને પશ્ચિમ યુરોપથી બિલકુલ અળગું પાડી દેવામાં આવ્યું છે. આગળ હું તને કહી ગયો છું તેમ, એમાંનાં ઘણાંખરાં રાજ્ય વસઈની સંધિઓને કારણે નહિ પણ સેવિયેટ ક્રાંતિને પરિણામે ઊભાં થયાં હતાં. આમ છતાંયે, મિત્રરાએ તેમને વધાવી લીધાં કેમ કે રશિયાને અ શેવિક યુરોપથી અળગું પાડનારી એક દીવાલ ઊભી કસ્તાં હતાં. બોલ્શવિઝમના ચેપને આવતે રોકી રાખનારી એ રેગરક્ષક દીવાલ હતી! બાલ્ટિક સમુદ્ર ઉપરનાં બધાયે રાજ્ય અબોલ્સેવિક છે. આમ ન હતા તે બેશક તેઓ સોવિયેટ સમવાયતંત્રમાં જોડાઈ ગયાં હેત. Page #410 -------------------------------------------------------------------------- ________________ યુરોપના નવા નકશે. ૧૦૭૭ પશ્ચિમ એશિયામાં જૂના તુ સામ્રાજ્યના કેટલાક ભાગોએ પશ્ચિમ યુરાપની સત્તાઓને લલચાવી હતી. મહાયુદ્ધ દરમ્યાન, અરબસ્તાન, પૅલેસ્ટાઈન તથા સીરિયા ઉપર વિસ્તરતું એક સંયુક્ત આરબ રાજ્ય ઊભું કરવાનું વચન આપીને અંગ્રેજોએ આરખેને તુર્કી સામે બળવા કરવાને ઉશ્કેર્યાં હતા. પરંતુ આ વચન આરખાને જે વખતે અપાઈ રહ્યું હતું ત્યારે અંગ્રેજો આ જ પ્રદેશ આપસમાં વહેંચી લેવાના ગુપ્ત કરારો ક્રાંસ સાથે કરી રહ્યા હતા. એ વસ્તુ ભારે અઘટિત હતી અને બ્રિટનના એક વડા પ્રધાન રમ્સે મૅકડાનાલ્ડે એને · અણુધડ છેતરપિંડી ’ તરીકે વવી છે. પરંતુ તેણે આ દશ વરસ પૂર્વે જ્યારે તે વડા પ્રધાન નહેાતા ત્યારે કહ્યુ હતું. એથી કરીને જ કાઈક વાર તેને સાચું ખેલવાનું પાલવી શકે એમ હતું. C પરંતુ બ્રિટિશ સરકારના મનમાં જ્યારે, માત્ર આરાને આપેલા વચનને જ નહિ પણ ક્રાંસ સાથેના ગુપ્ત કરાર તોડવાના વિચાર રમી રહ્યો હતા ત્યારે તા એનું એથીયે વધારે વિચિત્ર પરિણામ આવ્યું. હિંદુસ્તાનથી મિસર સુધી વિસ્તરતું મધ્ય-પૂર્વનું મહાન સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્નું તેમની નજર સામે ખડું થયું. તેમના તાબા નીચેના આફ્રિકાના વિશાળ પ્રદેશ તથા તેમના હિંદના સામ્રાજ્યને જોડતા એ એક જબરદસ્ત ટુકડા હતા. એ એક લલચાવનારું અને ભારે સ્વપ્ન હતું. અને છતાંયે તેને સાચું પાડવું એ તે વખતે મુશ્કેલ જણાતું નહોતું. તે કાળે ઈરાન, ઈરાક, પૅલેસ્ટાઈન, અરબસ્તાનના અમુક ભાગ તથા મિસર વગેરે વિશાળ પ્રદેશ બ્રિટિશ લશ્કરના કબજામાં હતા. સીરિયામાંથી ફ્રેંચાને દૂર રાખવા માટે તે મથી રહ્યા હતા. ખુદ કૉન્સ્ટાન્ટિનેપક્ષ પશુ બ્રિટિશાના કબજામાં હતું. પરંતુ ૧૯૨૦, ૧૯૨૧ અને ૧૯૨૨ની સાલમાં અનેલા બનાવેાએ તેમનું આ સ્વપ્ન નષ્ટ કર્યું. પાછળથી સાવિયેટ અને આગળથી મુસ્તફા કમાલ પાશાએ બ્રિટિશ પ્રધાનાની મોટી મોટી યાજનાઓને અંત આણ્યો. આમ છતાંયે, બ્રિટિશાએ પશ્ચિમ એશિયાના કેટલાક ભાગા - ઇરાક અને પૅલેસ્ટાઈન — ઉપર પોતાના કબજો ટકાવી રાખ્યા તથા લાંચરુશવત આપીને અને બીજી અનેક રીતે અરબસ્તાનના મામલા ઉપર પોતાના પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યાં. સીરિયા ચેના કબજામાં આવ્યું. આરબ દેશોના નવા રાષ્ટ્રવાદ વિષે તથા સ્વતંત્રતા માટેની તેમની લડત વિષે હું તને ખીજે કાઈ પ્રસ ંગે કહીશ. હવે આપણે વર્સાઇની સધિ તરફ પાછાં જવું જોઈએ. મહાયુદ્ધ પેદા કરવામાં જમની દોષિત છે એમ એ સંધિએ ઠરાવ્યું અને તેમની પાસે એના ઉપર સહી કરાવીને યુદ્ધ માટેના પોતાના ગુના જમના પાસે પરાણે કબૂલ કરાવવામાં આવ્યે. આવી બળજબરીથી કરાવવામાં આવેલી કબૂલાતની ઝાઝી -ર્ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન કિંમત નથી હોતી; આ દાખલામાં બનવા પામ્યું તેમ એવી કબૂલાતો કડવાશની લાગણી પેદા કરે છે. જર્મનીને નિઃશસ્ત્ર થવાનો હુકમ પણ કરવામાં આવ્યા. દેશમાં આંતરિક વ્યવસ્થા જાળવવા પૂરતું માત્ર થાડુ સૈન્ય રાખવાની તેને છૂટ આપવામાં આવી તથા તેના નૌકા-કાફલો મિત્ર રાજ્યોને આપી દેવાની તેને ફરજ પાડવામાં આવી. સુપરત કરવાને માટે આ જમન કાલે લઈ જવામાં આવતા હતા તે વખતે તેના અમલદારો તથા ખીજા માણસોએ બ્રિટિશાને સાંપી દેવા કરતાં તેને ડુબાવી દેવાના પોતાની જવાબદારી ઉપર નિય કર્યાં. અને આ રીતે ૧૯૧૯ની સાલના જૂન માસમાં સ્ક્રેપા લે આગળ તેને હવાલા લેવાની તૈયારી કરતા બ્રિટિશાની નજર સમક્ષ આખા જમન કાફલાને તેના નાવિકાએ આગ લગાડીને ડુબાવી દીધા. " આ ઉપરાંત જમ નીને યુદ્ધદંડ આપવાના હતા તથા મિત્રરાજ્યેને થયેલી ખુવારી અને નુકસાની ભરપાઈ કરવાની હતી. એને રીપેરેશન્સ' એટલે કે નુકસાનીની ભરપાઈ કહેવામાં આવે છે અને વરસા સુધી એ શબ્દ યુરોપ ઉપર ઓછાયાની પેઠે લટકી રહ્યો હતો. સંધિમાં એની ચેાક્કસ રકમ નક્કી કરવામાં આવી નહોતી પરંતુ એ રકમ હરાવવાની જોગવાઈ તેમાં કરવામાં આવી હતી. મિત્રરાજ્યેાને થયેલી નુકસાની ભરપાઈ કરવાની જવાબદારી સ્વીકારવી એ એક જબરદસ્ત વસ્તુ હતી. એ વખતે જર્મની એક પરાજિત અને ખુવાર થઈ ગયેલા દેશ હતા અને પોતાના આંતરિક વ્યવહાર કેમ ચલાવવે એ એક ભારે કાયડા તેની સામે ખડા થયા હતેા. આ ઉપરાંત મિત્રરાજ્યાના બેજો ઊંચકવા એ તેને માટે ગજા ઉપરવટની વાત હતી . એ જવાબદારી અદા કરવી એ તેને માટે અશક્ય હતું. પરંતુ મિત્રરાજ્યો જમની પ્રત્યેના દ્વેષ તથા વેરની ભાવનાથી ઊભરાતાં હતાં. તેમને કેવળ તેનું ‘ શેર માંસ ’ જ નહોતું જોઈતું પણ જમીનદોસ્ત થઈ ગયેલા જર્મનીના લેહીનું ટીપેટીપું જોઈતું હતું. ઇંગ્લેંડમાં ‘ફૈઝરને ફ્રાંસીએ લટકાવા 'ના પોકારથી લાઇડ જ્યોર્જે ચૂંટણીમાં વિજય મેળળ્યે હતા અને ફ્રાંસમાં તો એથીયે વધારે કડવી લાગણી પ્રવર્તતી હતી. આ સંધિની બધીયે કલમોના એક માત્ર આશય જર્મનીને હરેક રીતે આંધી લેવાના, તેને અપંગ બનાવી દેવાને તથા તેને ફરીથી બળવાન બનતું અટકાવવાના હતા. અનેક પેઢીઓ સુધી તેને ખંડણીની જબરદસ્ત રકમ ભરનાર મિત્રરાજ્યાના એક આર્થિક ગુલામ બનીને રહેવાનું હતું. વર્સાઇની વેરભરી સંધિના પાયાનું ચણતર કરનાર આ ડહાપણ અને મોટાઈ ને ડાળ રાખનારા રાજદ્વારી પુરુષોને, કાઈ પણ મહાન પ્રજાને લાંબા વખત સુધી બંધનમાં રાખવી એ અશક્ય છે, એ ઇતિહાસના સ્પષ્ટ મધને ખ્યાલ સરખો પણ ન આવ્યો. Page #412 -------------------------------------------------------------------------- ________________ યુરોપના નવા નકશે ૧૦૩૯ * છેવટે, વર્સાઈની સોંધિએ દુનિયાને બક્ષેલા પ્રેસિડટ વિલ્સનના ફરજંદ પ્રજાસંધ ( લીગ આક્ નેશન્સ )ની વાત મારે તને કહેવી જોઈ એ. સ્વતંત્ર અને સ્વરાજ ભાગવતાં રાજ્યાના એ સધ બનવાના હતા અને તેનું ધ્યેય આ હતું : ન્યાય અને પ્રતિષ્ઠાના પાયા ઉપર સંબધેા બાંધીને ભવિષ્યનાં યુદ્ધો અટકાવવાં તથા દુનિયાની પ્રજા વચ્ચે ભૌતિક તેમ જ બૌદ્ધિક સહકાર વધારવે.” એ ઉદ્દેશ તો બેશક પ્રશંસાપાત્ર હતા. પ્રજાસધના સભ્ય બનેલા પ્રત્યેક રાજ્યે શાંતિમય સમજૂતીની હરેક શકયતા અજમાવી જોતાં સુધી પ્રજાસધમાં દાખલ થયેલા બીજા રાજ્ય સામે લડાઈમાં ન ઊતરવાની અને એમ કર્યાં બાદ પણ નવ માસ વીત્યા પછી જ તેની સામે યુદ્ધમાં ઊતરવાની શરત માન્ય રાખી હતી. જો કાઈ રાજ્ય એ શરત તેાડે તેા ખીજા રાજ્યો તેની સાથેના નાણાંકીય અને આર્થિક સબંધ તોડી નાખવાને પ્રતિજ્ઞાથી બંધાયેલાં હતાં. કાગળ ઉપર તે આ વસ્તુ બહુ રૂપાળી દેખાય છે પણ વ્યવહારમાં તે તે એથી બિલકુલ ઊલટી જ નીવડી. વળી એ પણ નોંધવા જેવું છે કે, પ્રજાસધે યુદ્ધ બંધ કરવાના સિદ્ધાંતની દૃષ્ટિએ પણ પ્રયાસ કર્યાં નહાતો. એણે તે માત્ર યુદ્ધના માર્ગોંમાં મુશ્કેલીઓ ઊભી કરવાના જ પ્રયત્ન કર્યાં. વખત જતાં સમાધાનીના પ્રયાસે યુદ્ધના આવેગને નરમ પાડે એટલા ખાતર યુદ્ધના માર્ગોમાં નડતરો ઊભી કરવાને જ એણે તો પ્રયત્ન કર્યાં. યુદ્ધનાં કારણેા દૂર કરવાના પણ તેણે પ્રયાસ ન કર્યાં. એ સંધ એક ઍસેમ્બ્લી એટલે કે, સામાન્ય સભા તથા એક કાઉન્સિલ એટલે કે, સમિતિને બનેલેા હતો. સામાન્ય સભામાં બધાયે સભ્ય રાજ્યાના પ્રતિનિધિઓ હતા અને સમિતિમાં મહાન સત્તાઓના કાયમી પ્રતિનિધિઓ હતા. એ ઉપરાંત તેમાં સામાન્ય સભાએ ચૂંટેલા પણ કેટલાક સભ્યા હતા. તું જાણે છે કે જીનીવામાં તેનું વડુ મથક અને કાર્યાલય પણ છે. તેની પ્રવૃત્તિનાં ખીજા ખાતાંઓ પણ છે. તેનું એક મજૂરનું આંતરરાષ્ટ્રીય કાર્યાંલય છે. તે મજૂરોના પ્રશ્નો સંબંધી વિચાર કરે છે. વળી આંતરરાષ્ટ્રીય ન્યાય તોળવા માટે હેગમાં તેની એક કાયમી અદાલત છે. આ ઉપરાંત બૌદ્ધિક સહકાર સાધવા માટેની તેની એક સમિતિ છે. પ્રજાસà આ બધી પ્રવૃત્તિએ એક સાથે નહાતી શરૂ કરી. એમાંની કેટલીકના પાછળથી ઉમેરા કરવામાં આવ્યા હતા. પ્રજાસધનું મૂળ બંધારણ વર્સાઈની સધિમાં છે. એને પ્રજાસ ધને કરાર' કહેવામાં આવે છે. એ કરારમાં બધાંયે રાજ્ગ્યાએ પોતપોતાના શસ્ત્રસરંજામમાં બની શકે એટલા ઘટાડા કરવા અને રાષ્ટ્રની સલામતી માટે જરૂરી હાય એટલા જ શસ્ત્રસરંજામ રાખવા એમ ઠરાવવામાં આવ્યું. જનીને નિઃશસ્ત્ર કરવામાં આવ્યું. ( અલબત તેને પરાણે નિઃશસ્ત્ર કરવામાં આવ્યું હતું. ) તેને એ દિશામાં પ્રથમ પગલા તરીકે ગણવામાં આવ્યું. બીજા દેશોએ પણ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ પછી એમ કરવાનું હતું. એ કરારમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કઈ એક રાજ્ય બીજા ઉપર આક્રમણ કરે તે તેની સામે પગલાં ભરવાં. પરંતુ આક્રમણ કોને કહેવું છે તેમાં જણાવવામાં આવ્યું ન હતું. બે પ્રજાએ કે બે રાષ્ટ્ર લડે છે ત્યારે દરેક બીજાને માથે દેષારોપણ કરે છે અને તેને આક્રમણ કરનાર કહે છે. મહત્ત્વની બાબતમાં સંધ સર્વાનુમતિથી જ નિર્ણય કરી શકે એમ હતું. આમ, પ્રજાસંધમાં દાખલ થયેલું એક પણ રાજ્ય કોઈ પણ ઠરાવની વિરુદ્ધ મત આપે છે તે ઠરાવ ઊડી જ. એને અર્થ એ થયો કે બહુમતી કોઈને ઉપર કશુંયે દબાણ કરી શકે નહિ. વળી એને અર્થ એ પણ હતું કે દરેક રાજ્યનું આશ્વર્ય (ઍવરેનટી) પહેલાંના જેટલું જ નિરંકુશ અને બેજવાબદાર રહેવાનું હતું. પ્રજાસંધ તે સૌના ઉપર અધિકાર ભોગવનાર એક પ્રકારનું મહારાજ્ય બન્યું નહિ. ઉપરની જોગવાઈથી પ્રજાસંધ બહુ જ નબળો પડ્યો અને તેણે એને કેવળ એક સલાહ આપનાર સંસ્થા બનાવી દીધી. કઈ પણ સ્વતંત્ર રાજ્ય પ્રજાસંધમાં જોડાઈ શકે એમ હતું પરંતુ એમાંથી ચાર સત્તાઓને ચેકસપણે બાદ રાખવામાં આવી. એમાંની ત્રણ – જર્મની, એટ્યિા અને તુક – મહાયુદ્ધમાં હારેલી સત્તાઓ હતી અને બેલ્સેવિક રશિયા એ ચોથી સત્તા હતી. પરંતુ એ કરારમાં નકકી કરવામાં આવ્યું હતું કે થોડા સમય પછી અમુક શરતોએ એ સત્તાઓ પણ પ્રજાસંઘમાં દાખલ થઈ શકે. તાજુબીની વાત તે એ છે કે હિંદુસ્તાન પ્રજાસંઘના મૂળ સભ્યોમાંનું એક હતું. માત્ર સ્વરાજ્ય ભગવતાં રાજ્યો જ એનાં સભ્યો થઈ શકે એ નિયમને એમાં ચે ભંગ થતું હતું. અલબત્ત, “હિંદુસ્તાન” એટલે કે હિંદમાંની બ્રિટિશ સરકાર. આ ચતુરાઈભરી હિકમતથી બ્રિટિશ સરકારે પ્રજાસંઘમાં પોતાને એક વધારાને સભ્ય પ્રાપ્ત કર્યો. એથી ઊલટું, અમેરિકા જે એક રીતે પ્રજાસંધનું જનક હતું તેણે એમાં જોડાવાની ના પાડી. અમેરિકન લેકેએ પ્રેસિડન્ટ વિલ્સનની પ્રવૃત્તિઓ તથા યુરેપના કાવાદાવા, પ્રપ તથા ગૂંચવણને નાપસંદ કરી અને તેનાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો. ઘણું લેકે પ્રજાસંધ તરફ ઉત્સાહપૂર્વક અને ભારે આશાથી જોતા હતા કે તે આજની આપણી દુનિયાની અવ્યવસ્થાને અંત લાવશે અથવા કંઈ નહિ તે મેટા પ્રમાણમાં એ ઘટાડી દેશે અને શાંતિ તથા સમૃદ્ધિનો યુગ પ્રવર્તાવશે. દુનિયાના ઘણા દેશમાં પ્રજાસંઘનાં મંડળો સ્થાપવામાં આવ્યાં હતાં. એ મંડળ સંધને પ્રચાર કરવાને તથા લેકને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ વિચારતા કરવાને સ્થાપવામાં આવ્યાં હતાં એમ કહેવામાં આવતું હતું. એથી ઊલટું, બીજા લોકે પ્રજાસંધને મહાન સત્તાઓની જનાઓ આગળ ધપાવવા માટેની ઉપરથી રળિયામણી દેખાતી ધેકાબાજી તરીકે વર્ણવતા હતા. હવે Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૧ યુરેપને નવે નકશે આપણને વ્યવહારમાં એને થડે અનુભવ થયો છે એટલે એની ઉપયોગિતાનું માપ કાઢવાનું આજે વધારે સુગમ છે એમ કહી શકાય. ૧૯૨૦ની સાલના નવા વરસને દિવસે સંઘે પિતાનું કાર્ય શરૂ કર્યું. એનું જીવન હજી ટૂંકું જ ગણાય પરંતુ એ જેટલું જીવ્યું છે તે તેની સંપૂર્ણ બદનામી કરવા માટે પૂરતું છે. કેટલીક ગૌણ બાબતમાં એણે સારું કામ કર્યું છે એમાં શક નથી તથા તેણે જુદાં જુદાં રાષ્ટ્રને અથવા સાચું કહેતાં તેમની સરકારને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો ઉપર વિચાર કરવાને એકઠાં કર્યા છે એટલી એક હકીકત પણ પહેલાંના કરતાં પ્રગતિ થઈ છે એ બતાવે છે. પરંતુ સુલેહશાંતિ જાળવવાના અથવા કંઈ નહિ તે યુદ્ધની સંભવિતતા ઓછી કરવાના એના સાચા ધ્યેયમાં એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યો છે. પ્રેસિડંટ વિલ્સનને મૂળ ઇરાદે ગમે તે હોય પણ પ્રજાસંધ એ મહાન સત્તાઓના અને ખાસ કરીને ઇંગ્લંડ તથા ફ્રાંસના હાથમાં હથિયારરૂપ બની ગયો છે એ નિર્વિવાદ છે. એનું મૂળભૂત કાર્ય ચાલુ વ્યવસ્થા ટકાવી રાખવી એ છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ન્યાય અને પ્રતિષ્ઠાની વાત એ કરે છે ખરે પરંતુ આજના સંબંધે ન્યાય અને પ્રતિષ્ઠાના પાયા ઉપર રચાયેલા છે કે કેમ તેની એ તપાસ નથી કરતે. તે જાહેર કરે છે કે, રાષ્ટ્રોની અંતર્ગત અથવા ઘરગતુ’ બાબતમાં તે માથું મારતો નથી. સામ્રાજ્યવાદી સત્તાના તાબાના મુલકે એ તેની નજરે “ઘરગતુ” બાબત છે. આથી, પ્રજાસંધને લાગેવળગે છે ત્યાં સુધી, તેને વિષે એમ કહી શકાય કે, પોતપોતાના સામ્રાજ્ય ઉપર આ સત્તાઓનું આધિપત્ય અવિચળ ટકી રહે એમ માનીને તે ચાલે છે. આ ઉપરાંત, જર્મની તથા તુર્કી પાસે પડાવી લેવામાં આવેલા નવા પ્રદેશને મૈડેસ” (પ્રજાસંધ તરફથી સુવ્યવસ્થા માટે સોંપવામાં આવેલા પ્રદેશ)ના નામથી મિત્રરાજ્યને સંપી દેવામાં આવ્યા. આ મેન્ડેટ” તે તે પ્રદેશની પ્રજાઓની ઈચ્છા પ્રમાણે આપવામાં આવ્યા છે એમ માનવામાં આવતું હતું. આ પ્રદેશની ઘણીખરી હતભાગી પ્રજાઓએ તેમની ઉપર હકૂમત ચલાવતી સત્તાઓ સામે બંડે પણ કર્યો છે તેમ જ તેમણે તેમની સામે ખૂનખાર લડાઈઓ પણ કરી છે પરંતુ તેમના ઉપર બૅબમારે તથા તપમારે ચલાવીને તેમને વશ કરવામાં આવી છે! લાગતીવળગતી પ્રજાઓની ઈચ્છા જાણવા માટે આવા ઉપાય અજમાવવામાં આવ્યા હતા ! સારા સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યું. સામ્રાજ્યવાદી સત્તાઓ મૅડેટ” તરીકે તેમને સેંપવામાં આવેલા પ્રદેશમાં વસતી પ્રજાઓની “ટ્રસ્ટી” લેખાતી હતી. અને ટ્રસ્ટની શરતો પાળવામાં આવે છે કે કેમ એ જોવાની પ્રજાસંધની ફરજ હતી. વાસ્તવમાં એને લીધે તે સ્થિતિ ઊલટી વધારે બગડવા પામી. એ સત્તાઓ પિતાનું મનમાન્યું કરતી પરંતુ તેના ઉપર તેઓ પવિત્રતાના Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ર જગતના ઇતિહાસનું રેખાદર્શન વાઘા ઓઢાડતી અને એ રીતે અસાવધ લેકોનાં અંતઃકરણનું સમાધાન કરતી. કોઈ નાનું રાજ્ય અપરાધ કરતું તે પ્રજાસંધ તેને ગંભીર સ્વરૂપ આપી દે અને તેના ઉપર તેની કરડી નજર થતી. પરંતુ કઈ મેટી સત્તા અપરાધ કરે તે પ્રજાસંઘ તેની સામે બની શકે તેટલા આંખ આડા કાન કરતા અને એ અપરાધને બની શકે એટલે નાને બતાવવા પ્રયત્ન કરતે. આ રીતે પ્રજાસંધ ઉપર મહાન સત્તાઓનું પ્રભુત્વ હતું. પિતાને સ્વાર્થ સાધવાનો હોય ત્યારે તેઓ તેને ઉપયોગ કરતી અને જ્યારે એમ કરવું સગવડ ભર્યું હોય ત્યારે તેઓ તેની ઉપેક્ષા કરતી. પરંતુ એમાં દોષ પ્રજાસંધને હવે એમ ન કહી શકાય; દેષ ખુદ પ્રચલિત વ્યવસ્થાને હતું અને પિતાની પ્રકૃતિને કારણે પ્રજાસંધને તે ચલાવી લેવી પડતી હતી. ભિન્ન ભિન્ન સત્તાઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા અને હરીફાઈ એ સામ્રાજ્યવાદને અર્ક છે. અને એ દરેક સત્તા દુનિયાનું બની શકે એટલું શેષણ કરવા માગતી હતી. જો કેઈ મંડળના સભ્ય એકબીજાનાં ગજવાં કાતરવાને નિરંતર પ્રયાસ કર્યા કરતા હોય અથવા તે એકબીજાનાં ગળાં કાપવા માટે પિતાની છરીઓ તીર્ણ કર્યા કરતા હોય તે તેમની વચ્ચે ઝાઝી સહકારની ભાવના ખીલવાને કે એ મંડળ ઝાઝી પ્રગતિ કરી શકે એવો સંભવ નથી રહેતું. એથી કરીને જ, મહાનુભાવો અને ભારે પ્રતિષ્ઠિત પુરુષ એના નિર્માતા અને પુરસ્કર્તા હોવા છતાં પ્રજાસંધ કમજોર બની ગયે. - વસઈની સંધિ ઉપરની ચર્ચા દરમ્યાન જાપાનની સરકાર વતી ભિન્ન ભિન્ન જાતિઓની સમાનતા માન્ય રાખવા માટેની એક કલમ સંધિમાં દાખલ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. એ દરખાસ્ત સ્વીકારવામાં આવી નહતી. પરંતુ ચીનમાં આવેલા ક્યાઉ ચાઉની ભેટ આપીને જાપાનના મનનું સમાધાન કરવામાં આવ્યું. પેલાં “ત્રણ મહારાષ્ટ્રો એ ચીન જેવા પિતાના નબળા અને નરમ મિત્રરાજ્યને ભોગે ઉદારતા દર્શાવી. આને કારણે ચીને એ સંધિ ઉપર સહી ન કરી. યુદ્ધને અંત લાવવા માટેના યુદ્ધ ને અંત લાવનાર વસઈની સંધિ આવી હતી. પાછળથી ઉમરાવ અને ઈંગ્લંડના પ્રધાન મંડળના એક પ્રધાન બનનાર ફિલિપ ખેડને સંધિ વિષે નીચે મુજબની ટીકા કરી હતી? એ સંધિ ધાડપાડુઓ, સામ્રાજ્યવાદીઓ તથા બળ ઉપર મુસ્તાક રહેનારા લોકોને સંતોષી શકે એમ છે. લડાઈને અંતે સુલેહશાંતિ સ્થપાશે એવી અપેક્ષા રાખનારાઓની આશાઓ ઉપર એ જીવલેણ ફટકા સમાન છે. એ સુલેહ માટેનો કરાર નથી પણ બીજા યુદ્ધ માટેની જાહેરાત છે. એમાં લેકશાહીને તથા યુદ્ધમાં હારેલાઓને દિગે દેવામાં આવ્યો છે. એ સંધિ મિત્રરાની નેમને તેમના નગ્ન સ્વરૂપમાં ઉઘાડી પાડે છે.” Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૩ મહાયુદ્ધ પછીની દુનિયા ખરેખર, પિતાના ઠેષ, અભિમાન અને લેભને વશ થઈને મિત્રરાએ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. પાછળનાં વરસમાં, તેમની પિતાની ભૂલનાં પરિણામે તેમને ઉથલાવી નાખશે એ ભય પેદા થયે ત્યારે તેઓ એ ભૂલેને માટે પ્રશ્ચાત્તાપ કરવા લાગ્યાં. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું અને વેળા વીતી ગઈ હતી. ૧૫૬. મહાયુદ્ધ પછીની દુનિયા ૨૬ એપ્રિલ, ૧૯૩૩ આખરે આપણે આપણા લાંબા પ્રવાસની છેલ્લી મજલે આવી પહોંચ્યાં છીએ; હવે આપણે વર્તમાન સમયના ઊમરા ઉપર આવીને ઊભાં છીએ. આપણે હવે મહાયુદ્ધ પછીની દુનિયા નિહાળવાની છે. હવે આપણે આપણું જીવનકાળમાં, ખરેખર તારા પિતાના જીવનકાળમાં આવી પહોંચ્યાં છીએ ! એ આપણી છેલ્લી મજલ છે અને સમયનો વિચાર કરતાં એ અતિશય ટૂંકી મજલ છે પરંતુ એમ છતાંયે એ ભારે કપરી મજલ છે. મહાયુદ્ધ પૂરું થયાને હજી તે માત્ર સાડા ચૌદ વરસ થયાં છે અને જેને આપણે વિચાર કરી ગયાં તે ઈતિહાસના લાંબા યુગોને મુકાબલે આટલે અલ્પ સમય શી વિસાતમાં છે? પરંતુ આપણે તેની વચ્ચેવચ ઊભાં છીએ તથા બનાવેને આટલા બધા નજીકથી નિહાળીને તેમને વિષે સારો અભિપ્રાય બાંધવાનું મુશ્કેલ બની જાય છે. વસ્તુને બરાબર જવા માટે સારો દૃષ્ટિકોણ આપણને પ્રાપ્ત થતું નથી તેમ જ ઈતિહાસને માટે જરૂરી શાંત તટસ્થ વૃત્તિ પણ આપણુ પાસે હોતી નથી. ઘણું બનાવોને વિષે આપણે વધારે પડતાં ઉશ્કેરાયેલાં હોઈએ છીએ તથા નાની વસ્તુઓ આપણને મટી પણ લાગે અને કેટલીક ખરેખર મોટી વસ્તુઓનું પૂરેપૂરું મહત્ત્વ આપણે નયે સમજી શકીએ. સંખ્યાબંધ ઝાડોની મધ્યમાં આપણે ભૂલાં પડી જઈએ અને વનને સમગ્ર રીતે જોવામાં નિષ્ફળ નીવડીએ. એ ઉપરાંત, બનાવોનું મહત્ત્વ કેવી રીતે માપવું એ જાણવાની પણું મુશ્કેલી છે. એને માટે આપણે ક્યું માપ વાપરવું જોઈએ ? એ તે દેખીતું છે કે, વસ્તુને આપણે કઈ રીતે નિહાળીએ છીએ તેના ઉપર મેટે આધાર છે. એક દષ્ટિથી જોતાં કોઈ બનાવ આપણને મહત્ત્વને લાગે પરંતુ બીજી દૃષ્ટિથી જોતાં તેનું બધું મહત્ત્વ ચાલ્યું જાય અને તે આપણને બિલકુલ ક્ષુલ્લક લાગે. મને લાગે છે કે, તેને લખેલા મારા પત્રમાં એ પ્રશ્નને કંઈક અંશે મેં ટાળે છે; મેં એને પૂરેપૂરી રીતે અને ઘટતે જવાબ નથી આપ્યું. આમ છતાંયે, મેં જે લખ્યું છે તે બધું મારી પોતાની સામાન્ય દૃષ્ટિના રંગથી Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રંગાયેલું છે. તેના તે જ યુગે તથા તેના તે જ બનાવો વિષે લખનાર બીજે માણસ, સંભવ છે કે, એથી સાવ જુદું જ લખે. ઈતિહાસને વિષે આપણી કેવી દૃષ્ટિ હોવી જોઈએ એ પ્રશ્નની ચર્ચામાં હું અહીં ઊતરવા નથી ચહાતે. એ વિષેની મારી પિતાની દૃષ્ટિમાં પણ છેલ્લાં ચેડાં વરસે દરમ્યાન ભારે ફેરફાર થવા પામ્યો છે. અને આ બાબતમાં તથા બીજી અનેક બાબતોમાં મેં જેમ મારા મતે બદલ્યા છે તેમ બીજા ઘણુઓએ પણ એમ કર્યું હશે. કેમ કે મહાયુદ્ધ દરેક વસ્તુને તથા દરેક વ્યક્તિને પાયામાંથી હચમચાવી મૂકી હતી. મહાયુદ્ધ જૂની દુનિયાને બિલકુલ ઊંધી વાળી દીધી અને ત્યારથી બિચારી આપણી જૂની દુનિયા ફરીથી બેઠી થવાને પરિશ્રમપૂર્વક મળી રહી છે પણ એમાં એને ઝાઝી સફળતા મળી નથી. જેમાં આપણે ઊછર્યા છીએ તે આખી વિચારસૃષ્ટિ તેણે હચમચાવી મૂકી અને આધુનિક સમાજ તથા સભ્યતાના ખુદ પાયાની બાબતમાં આપણને શંકા કરતાં કરી મૂક્યાં છે. આપણે તરુણોનો ભીષણ સંહાર જોયે, આપણે અસત્ય, હિંસા, હેવાનિયત અને વિનાશ પણ નિહાળ્યાં અને આશ્ચર્યચકિત થઈને વિચારવા લાયાં કે સભ્યતાનું ધ્યેય આ જ છે કે શું? રશિયામાં સેવિયેટને ઉદય થયે. એ એક નવી જ વસ્તુ હતી, નવી જ સમાજવ્યવસ્થા હતી. જૂની દુનિયાની સામેને એ પડકાર હતું. બીજા વિચારો પણ વાતાવરણમાં ફેલાઈ રહ્યા હતા. એ વિગઠનને કાળ હતું, પુરાણી માન્યતાઓ તથા રૂઢિઓ તૂટી પડવાને કાળ હત; સંશય તથા શંકાકુશંકાઓને અને પ્રશ્નો ઉઠાવવાને યુગ હતે. સંક્રાંતિ તથા ઝડપી પરિવર્તનના કાળમાં હમેશાં શંકાઓ અને પ્રશ્નો પેદા થાય છે જ. આ બધાને કારણે મહાયુદ્ધ પછીના કાળને ઇતિહાસની દષ્ટિથી તપાસવાનું જરા મુશ્કેલ બની જાય છે. પરંતુ ભિન્ન ભિન્ન માન્યતાઓ અને વિચાર વિષે ચર્ચા કરતી વખતે તથા તેમની સચ્ચાઈ વિષે શંકા ઉઠાવતી વખતે તેમ જ તે પુરાણું ગણાય છે એટલા જ ખાતર તેમનો અસ્વીકાર કરતી વખતે વિચારો સાથે રમત કરવા માટેના તથા આપણે શું કરવું જોઈએ એ માટે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાની જવાબદારીમાંથી છટકી જવા માટેના બહાના તરીકે આપણે એ બધાને ઉપયોગ ન કરી શકીએ. ખાસ કરીને, જગતના ઇતિહાસના સંક્રાંતિના આવા યુગે શરીર તેમ જ મનની ભારે પ્રવૃત્તિની અપેક્ષા રાખે છે. એવા યુગમાં જીવનને રેજિદ જડ કાર્યક્રમ સતેજ બની જાય છે, સાહસ કરવાને આપણે હોંશથી પ્રવૃત્ત થઈએ છીએ અને નવી વ્યવસ્થાની રચનામાં આપણે સૌ ભાગ લઈ શકીએ છીએ. એવા યુગમાં નૌજવાનોએ હમેશાં આગળ પડતો ભાગ ભજવ્યો છે, કેમ કે રીઢા થઈ ગયેલા તથા પિતાની પુરાણી માન્યતાઓમાં ચુસ્ત બની ગયેલા ઉંમરે પહેચેલા લેકે કરતાં તેઓ બદલાતા વિચારો તથા બદલાતી જતી પરિસ્થિતિ સાથે બહુ સહેલાઈથી પિતાનો મેળ બેસાડી શકે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પછીની દુનિયા ૧૦૮૫ મને લાગે છે કે, મહાયુદ્ધ પછીના આ સમયનું કંઈક વિગતે અવલેકન કરવું ઠીક થઈ પડશે. પરંતુ આ પત્રમાં તે તું એનું સામાન્ય અવલોકન કરે એમ હું ઇચ્છું છું. નેપોલિયનના પતન પછીની ૧૯મી સદીનું આપણે અવલોકન ર્યું હતું તે તને યાદ હશે. અનિવાર્ય રીતે, ૧૮૧૫ની સાલની વિયેનાની સંધિને તથા તેનાં પરિણામેનો આપણને વિચાર આવે છે તથા ૧૯૧૯ની વસઈની સંધિ તથા તેના પરિણામે સાથે એની તુલના કરવાને આપણે પ્રેરાઈએ છીએ. વિયેનાની સંધિ એ કંઈ સારી સંધિ નહોતી; એણે યુરોપમાં ભાવિ યુદ્ધનાં બી વાવ્યાં. અનુભવ ઉપરથી બંધ ન લેતાં આગલા પત્રમાં આપણે જોઈ ગયાં તેમ આપણા રાજદ્વારી પુરુષોએ વસઈની સંધિ એથીયે ખરાબ કરી. યુદ્ધ પછીનાં વરસ ઉપર આ કહેવાતી સુલેહનાં કાળાં અને ઘેરા વાદળો ઝઝૂમી રહ્યાં છે. તે પછી આ છેલ્લાં ચૌદ વરસના મહત્ત્વના બનાવે કયા છે? મને લાગે છે, સોવિયેટના સંયુક્ત રાજ્ય અથવા જેને સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકનું સંયુક્ત રાજ્ય (“યુનિયન ઑફ સોશ્યાલિસ્ટ ઍન્ડ સેવિયેટ રિપબ્લિસ” અથવા ટૂંકમાં કહેતાં, યુ. એસ. એસ. આર.) કહેવામાં આવે છે તેનો ઉદય તથા સંગઠન એ તે બધામાં સૌથી વિશેષ મહત્ત્વને અને સૌથી વધારે ધ્યાન ખેંચે એ બનાવ છે. પિતાની હસ્તી ટકાવી રાખવા માટે સેવિયેટ રશિયાને જે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિષે હું તને આગળ થેડું કહી ગયે . એ બધી જબરદસ્ત મુશ્કેલીઓની સામે પણ એ ટકી રહ્યું તે આ સદીને એક ચમત્કાર છે. એશિયા ખંડમાં પહેલાં ઝારશાહી સામ્રાજ્ય જ્યાં જ્યાં ફેલાયું હતું તે બધા ભાગમાં એક પ્રશાન્ત મહાસાગરના કાંઠા સુધી સાઈબેરિયામાં તથા હિંદુસ્તાનની સરહદ સુધી પહોંચતા મધ્ય એશિયામાં સોવિયેટ વ્યવસ્થા પ્રસરી. એ બધા પ્રદેશમાં અલગ અલગ સોવિયેટ પ્રજાસત્તાક સ્થાપવામાં આવ્યાં. પરંતુ એ બધાંએ એકઠાં મળીને સમવાયતંત્ર અથવા સંયુક્ત રાજ્ય સ્થાપ્યું અને તે જ આજનું સેવિયેટ પ્રજાસત્તાકોનું સંયુક્ત રાજ્ય છે. અંગ્રેજીમાં એને “યુનિયન ઑફ સોશ્યાલિસ્ટ એન્ડ સોવિયેટ રિપબ્લિસ અથવા ટૂંકમાં યુ. એસ. એસ. આર. કહેવામાં આવે છે. આ સંયુક્ત રાજ્યમાં યુરોપ તથા એશિયાના વિશાળ પ્રદેશને સમાવેશ થાય છે અને તે આ પૃથ્વીની સપાટીના લગભગ છઠ્ઠા ભાગ જેટલું છે. એ પ્રદેશ તે બહુ વિશાળ છે પણ કેવળ વિશાળતાનું ઝાઝું મહત્ત્વ નથી. વળી રશિયા અને વિશેષે કરીને સા બેરિયા તથા મધ્ય એશિયા બહુ જ પછાત પ્રદેશ હતા. સેવિયેટ રશિયાને બીજો ચમત્કાર એ હતું કે, પુનર્ઘટનાની પ્રચંડ જનાઓ દ્વારા તેણે એ પ્રદેશના મોટા ભાગની સૂરત બદલી નાખી છે. બીજી કોઈ પ્રજાએ આટલી ઝડપી પ્રગતિ કરી હેય એ દાખલે નેંધાયેલા ઈતિહાસમાં મળતું નથી. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન મધ્ય એશિયાના સૌથી પછાત પ્રદેશ પણ એટલી બધી ઝડપથી આગળ વધ્યા છે કે હિંદમાં આપણને પણ તેમની ઈષ આવે. કેળવણી અને ઉદ્યોગનાં ક્ષેત્રમાં ખાસ ોંધપાત્ર પ્રગતિ થઈ છે. વિરાટ “પંચવણ જનાઓ દ્વારા રશિયાનું ઉદ્યોગીકરણ વાયુવેગે આગળ ધપાવવામાં આવ્યું અને ત્યાં આગળ સંખ્યાબંધ જબરદસ્ત કારખાનાંઓ ઊભાં કરવામાં આવ્યાં છે. આ બધાની પ્રજા ઉપર સારી પેઠે તાણ પહોંચી છે. પિતાની ઘણીખરી કમાણી દુનિયાના પ્રથમ સમાજવાદી દેશના ચણતરમાં વાપરી શકાય એટલા માટે તેમને આરામ તથા સુખસગવડ જતી કરવી પડી એટલું જ નહિ પણ જીવનની જરૂરિયાતની વસ્તુઓ વિના પણ ચલાવી લેવું પડ્યું છે. ખાસ કરીને ખેડૂતવર્ગને સૌથી વધારે બેજે સહેવો પડ્યો છે. આ પ્રગતિશીલ અને આગળ વધતા સોવિયેટ દેશ તથા દિનપ્રતિદિન વધતી જતી મુસીબવાળા પશ્ચિમ યુરોપ વચ્ચેનો તફાવત સહેજે આંખ આગળ તરી આવે એવો છે. અનેક મુસીબતમાં સપડાયેલે હેવા છતાં પશ્ચિમ યુરોપ હજીયે રશિયા કરતાં ઘણું જ માલદાર છે. તેની આબાદીના લાંબા યુગ દરમ્યાન તેણે ઘણા મોટા પ્રમાણમાં ચરબી એકઠી કરી હતી અને કેટલેક વખત તે તેના ઉપર જીવી શકે એમ છે. પરંતુ પ્રત્યેક દેશ ઉપરને દેવાને બેજે, વસઈની સંધિ અનુસાર જર્મનીને દંડ યા યુદ્ધની નુકસાની પેટે ભરપાઈ કરવાની રકમને પ્રશ્ન તથા નાની મોટી સત્તાઓ વચ્ચે નિરંતર ચાલ્યા કરતી હરીફાઈ તથા ઝઘડાઓ વગેરે વસ્તુઓએ બિચારા યુરેપની ભારે ભૂરી દશા કરી મૂકી છે. એ મુશ્કેલીમાંથી કંઈક માર્ગ કાઢવાને માટે ઉપરાઉપરી પરિષદે થયા કરે છે પરંતુ કશે ઉકેલ જડતું નથી અને દિનપ્રતિદિન પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે. સોવિયેટ રશિયાની પશ્ચિમ યુરેપ સાથે તુલના કરવી એ એક જુવાનની ઘરડા ડેરા સાથે સરખામણી કરવા બરાબર છે. એક ભારે બોજો ઉઠાવે છે પરંતુ તેનામાં જીવનનું જેમ ભરેલું છે જ્યારે બીજો હતાશ અને ક્ષીણવીર્ય છે; તે આગળ જાય છે ખરો પરંતુ અનિવાર્યપણે તે પિતાની વર્તમાન અવસ્થાના અંતને ભેટવાને જઈ રહ્યો છે. યુનાઈટેડ સ્ટેસ, મહાયુદ્ધ પછી યુરોપના આ ચેપમાંથી ઊગરી ગયું હોય એમ લાગતું હતું. દશ વરસ સુધી તેની સમૃદ્ધિમાં ભારે વધારે થવા પામે. મહાયુદ્ધ દરમ્યાન તેણે નાણાં ધીરનાર શરાફના પદેથી ઇંગ્લંડને ધકેલી કાઢયું. હવે અમેરિકા દુનિયાને નાણાં ધીરનાર શાહુકાર બન્યું અને આખી દુનિયા તેની દવાદાર બની. આર્થિક દૃષ્ટિએ તેણે આખી દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું અને આગળના વખતમાં કંઈક અંશે જેમ ઇંગ્લડે કર્યું હતું તેમ તે દુનિયા તરફથી આવતી ખંડણી ઉપર સુખચેનથી જીવી શકત. પરંતુ એમાં બે મુશ્કેલીઓ નડતી હતી. દેવાદાર દેશે બહુ બૂરી હાલતમાં આવી Page #420 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પછીની દુનિયા ૧૦૮૭ પડ્યા હતા અને તેઓ પોતાનું દેવું રોકડ રકમ આપીને ભરપાઈ કરી શકે એમ નહતું, સાચે જ, તેમની હાલત સારી હોત તોયે તેઓ રોકડ નાણું આપીને આવડી મોટી રકમ ભરપાઈ કરી શકે એમ નહોતું. એક જ રીતે તેઓ પિતાનું દેવું પતાવવાનો પ્રયત્ન કરી શકે એમ હતું અને તે પાકો માલ ઉત્પન્ન કરી તે અમેરિકા મોકલીને. પરંતુ વિદેશને પાકે માલ પિતાને ત્યાં આવે એ અમેરિકાને પસંદ નહોતું. આથી તેણે જકાતની ભારે દીવાલે ઊભી કરી અને એ રીતે તેણે બહારના માલને પિતાના દેશમાં આવતે અટકાવ્યું. તો પછી એ બિચારા દેવાદાર દેશોએ પિતાનું દેવું કેવી રીતે પતાવવું? એક અવને ઉપાય શોધી કાઢવામાં આવ્યો. પિતાનું વ્યાજ વસૂલ કરવાને અમેરિકા દેવાદાર દેશને વળી વધારે રકમ ધીરે એમ થયું. દેવું વસૂલ કરવાને એ અસાધારણ ઉપાય હતે કેમ કે એને અર્થ તો એ થયો કે લેણદાર દેશે વધારે ને વધારે રકમ ધીર્યા કરવી અને એ રીતે દેવાની રકમ વધતી જ રહે. ઘણાખરા દેવાદાર દેશે કદી પણ પોતાનું દેવું પતાવી શકવાના નથી એ સ્પષ્ટ હતું અને અમેરિકાએ એકાએક ધીરધાર બંધ કરી દીધી. તરત જ કાગળની ઇમારત કડડભૂસ તૂટી પડી. અને બીજી એક અતિ વિચિત્ર વસ્તુ બનવા પામી. સમૃદ્ધ અમેરિકા, ગળા સુધી સેનાથી ભરેલું અમેરિકા, અસંખ્ય બેકાર મજૂરોને મુલક બની ગયું, ઉદ્યોગનાં ચક્રો થંભી ગયાં અને સર્વત્ર દારિદ્રય ફેલાઈ ગયું. તવંગર અમેરિકા ઉપર આટલે ભારે ફટકો પડ્યો એના ઉપરથી યુરોપની શી દશા થઈ હશે તેની કલ્પના કરી શકાય. જકાતની ઊંચી દીવાલે ઊભી કરીને, સ્વદેશી માલ ખરીદવાને પ્રચાર કરીને તથા બીજી અનેક યુક્તિઓથી પિતાને ત્યાં બહારથી આવતો માલ અટકાવવા દરેક દેશે પ્રયત્ન કર્યો. દરેક દેશ પિતાને માલ વેચવા માગતું હતું, ખરીદવા માગતે નહોતે અથવા કહે કે ઓછામાં ઓછું ખરીદવા માગતા હતા. આંતરરાષ્ટ્રીય વેપારને મારી નાખ્યા વિના આ વસ્તુ લાંબે કાળ નહિ ચાલી શકે કેમ કે વેપારરેજગારને આધાર વિનિમય ઉપર છે. આ નીતિને આર્થિક રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. બધા દેશમાં એને ફેલા થયો અને એ જ રીતે ઉગ્ર અથવા આક્રમણકારી રાષ્ટ્રવાદનાં બીજાં અનેક સ્વરૂપોને પણ ફેલા થયે. વેપારજગાર તથા ઉદ્યોગોમાં મંદી આવવાને લીધે દરેક દેશની મુશ્કેલીઓ વધી ગઈ સામ્રાજ્યવાદી દેશોએ પરદેશમાં સામ્રાજ્યવાદી શેષણ વધારીને તથા દેશમાં મજૂરોની મજૂરીના દરે ઘટાડીને બંને પાસાં સરખાં કરવાનો પ્રયત્ન કર્યો. દુનિયાના જુદા જુદા ભાગોનું શોષણ કરવાની પિતાની ઇચ્છા તથા પોતાના પ્રયત્નને કારણે હરીફ સામ્રાજ્યવાદે વધારે ને વધારે અથડામણમાં આવતા ગયા. પ્રજાસંધ શસ્ત્રસંન્યાસની રૂડીરૂપાળી વાતો કરવા ઉપરાંત કશુંયે કરતો નહતું તે વખતે Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન યુદ્ધનું પ્રેત વધુ ને વધુ નજીક આવતું જતું હતું. અનિવાર્ય જણાતી સાઠમારીને માટે સત્તાઓએ ફરી પાછું પિતાના સમૂહે બાંધવાનું શરૂ કર્યું. આમ જે દરમ્યાન મૂડીવાદી સભ્યતાએ પશ્ચિમ યુરોપ તથા અમેરિકામાં પિતાની આણ વર્તાવી હતી તથા બાકીની બધી દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું હતું તે યુગના અંતની સમીપ આપણે આવી પહોંચ્યાં હેઈએ એમ લાગે છે. મહાયુદ્ધ પછીનાં પહેલાં દશ વરસ દરમ્યાન તે લાગતું હતું કે મૂડીવાદ ફરી પાછો બેઠે થશે, તથા સ્થિર થઈ જઈને લાંબા વખત સુધી ટકી રહેશે. પરંતુ છેલ્લાં ત્રણ કે ચાર વરસે એ વસ્તુને અતિશય શંકાસ્પદ કરી મૂકી છે. મૂડીવાદી સત્તાઓ વચ્ચેની હરીફાઈએ ગંભીર સ્વરૂપ ધારણ ક્યું છે એટલું જ નહિ પણ દરેક રાજ્યમાં વર્ગો વર્ગો વચ્ચેનું, માલદાર તથા જેમના હાથમાં સત્તાનાં સૂત્ર છે તે મૂડીદાર વર્ગ અને મજૂર વર્ગ વચ્ચેનું ઘર્ષણ પણ અતિશય તીવ્ર થતું જાય છે. આ સ્થિતિ વધુ પ્રમાણમાં બગડવા પામે ત્યારે સંપત્તિ ધરાવનારા વર્ગે આગળ વધતા જતા મજૂરોને કચરી નાખવાને આખરી અને મરણિયો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ફાસીવાદનું સ્વરૂપ ધારણ કરે છે. વર્ગો વર્ગો વચ્ચેનું ઘર્ષણ જ્યાં જ્યાં ઉગ્ર બને છે તથા સંપત્તિ ધરાવનારા વર્ગો પિતાનું વિશિષ્ટ સ્થાન ગુમાવી બેસવાના જોખમમાં આવી પડે છે ત્યાં ત્યાં ફાસીવાદ દેખા દે છે. ફાસીવાદ ઈટાલીમાં મહાયુદ્ધ પછી તરત જ શરૂ થયા. મજૂરો હાથ પરથી જતા રહેતા હતા તેવામાં મેસોલીનીની આગેવાની નીચે ફાસીવાદીઓએ સત્તા કબજે કરી. અને ત્યારથી માંડીને હજીયે તેઓ સત્તા ઉપર છે. ફાસીવાદ એટલે સરમુખત્યારશાહીનું નગ્ન સ્વરૂપ. લેકશાહીની રીતે તે છડેચોક તિરસ્કાર કરે છે. ફાસીવાદી રીતોને વત્તેઓછે અંશે યુરોપના ઘણું દેશમાં ફેલાવો થયે છે અને સરમુખત્યારશાહીની ઘટના ત્યાં આગળ સામાન્ય થઈ પડી છે. ૧૯૩૩ની સાલના આરંભમાં જર્મનીમાં ફાસીવાદનો વિજય થયો અને ૧૯૧૮ની સાલમાં સ્થાપવામાં આવેલા પ્રજાસત્તાકનો અંત આવ્યો તથા મજૂરની ચળવળને મારી નાખવા માટે હેવાનિયતભર્યા ઉપાયે લેવામાં આવ્યા હતા. આમ યુરેપમાં ફાસીવાદ લેકશાહી તથા સમાજવાદી બળને સામને કરી રહ્યો છે અને તેની સાથે સાથે જ મૂડીવાદી સત્તાઓ એકબીજા સામે ઘુરકિયાં કરી રહી છે તથા એકબીજાની સામે લડવાને માટે તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત મૂડીવાદ એક અવનવું દશ્ય રજૂ કરી રહ્યો છે. એક બાજુ અખૂટ સમૃદ્ધિ અને તેને જ પડખે કારમું દારિદ્ય દષ્ટિગોચર થાય છે; એક તરફ ખોરાક સડી જાય છે અથવા તેને ઈરાદાપૂર્વક ફેંકી દેવામાં આવે છે કે તેને નાશ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ પ્રજા ભૂખમર વેઠી રહી હોય છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પછીની દુનિયા ૧૦૮૯ યુરોપને એક પુરાણે દેશ સ્પેન હેમ્સબર્ગ–બુર્બોનવંશી રાજાને હાંકી કાઢીને પ્રજાસત્તાક રાજ્યમાં ફેરવાઈ ગયો છે. આમ યુરોપમાંથી તેમ જ આખી દુનિયામાંથી એક રાજા ઓછો થયો છે. • મહાયુદ્ધ પછીનાં ચૌદ વરસ દરમ્યાન બનેલી ત્રણ પ્રધાન ઘટનાઓ વિષે મેં તને વાત કરી, તે આ છે : સેવિયેટ સંયુક્ત રાજ્યને ઉદય, દુનિયા ઉપરનું અમેરિકાનું આર્થિક પ્રભુત્વ તથા તેની આજની કટોકટીભરી સ્થિતિ અને યુરોપનું ગૂંચવાયેલું કેકવું. પૂર્વના દેશમાં આવેલી સંપૂર્ણ જાગૃતિ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટેના તેમના ઉગ્ર પ્રયાસ એ આ કાળની ચોથી મહત્વની ઘટના છે. પૂર્વના દેશે હવે એકકસપણે જગતના રાજકારણમાં દાખલ થાય છે. આ પૂર્વના દેશોના બે વર્ગો પાડી શકાય? સ્વતંત્ર ગણાતા દેશે અને સામ્રાજ્યવાદી સત્તાઓના અમલ નીચેના પરાધીન દેશે. એશિયા તથા ઉત્તર આફ્રિકાના આ બધાયે દેશમાં રાષ્ટ્રવાદ પ્રબળ બન્યો છે અને સ્વાતંત્ર્ય માટેની કામના દઢ અને ઉગ્ર બની છે. એ બધામાં બળવાન હિલચાલે ચાલે છે અને કેટલાક દેશમાં તે પશ્ચિમના સામ્રાજ્યવાદ સામે બળવા પણ થયા છે. એમાંના ઘણા દેશને, તેમની લડતની કટોકટીની ઘડીએ સોવિયેટ રાજ્ય તરફથી સીધી મદદ તેમ જ એથીયે વિશેષ મહત્ત્વનું ગણી શકાય તે નૈતિક પીઠબળ મળ્યાં છે. તુર્કીના પડેલા અને દુર્બળ બની ગયેલા લાગતા રાષ્ટ્રને થયેલે અભ્યદય સૌથી વિશેષ નોંધપાત્ર છે. એને યશ મોટે ભાગે, ભારે કટોકટીની પળે પણ નમતું આપવાનો ઇન્કાર કરનાર બહાદુર નેતા મુસ્તફા કમાલ પાશાને જાય છે. તેણે પિતાના દેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરી એટલું જ નહિ પણ તુકને આધુનિક ઢબનું બનાવીને તેણે તેની સૂરત બદલી નાખી. સુલતાનત તથા ખિલાફતને તેણે અંત આણ્ય અને સ્ત્રીઓને પડદાને રિવાજ તથા બીજી અનેક પુરાણી રૂઢિઓ પણ તેણે બંધ કરી. સોવિયેટને નૈતિક તેમ જ સક્રિય ટેકે તેને ભારે મદદરૂપ થઈ પડ્યો. બ્રિટનના પ્રભુત્વમાંથી મુક્ત થવાના તેના પ્રયાસમાં ઈરાનને પણ સેવિયેટે મદદ કરી. ત્યાં આગળ પણ રીઝાખાન નામનો એક શક્તિશાળી પુરુષ પેદા થયો અને તે આજે ઈરાનને રાજકર્તા બને છે. અફઘાનિસ્તાન પણ આ સમય દરમ્યાન પિતાની સંપૂર્ણ સ્વતંત્રતા સ્થાપિત કરવામાં સફળ થયું. એક અરબસ્તાનના અપવાદ સિવાય બધા આરબ દેશે હજીયે વિદેશીએના નિયમન નીચે છે. આરબની ઐક્ય માટેની માગણી પૂરી પાડવામાં આવી નથી. અરબસ્તાનને મોટે ભાગ સુલતાન ઈબ્ન સાઉદની હકૂમત નીચે સ્વતંત્ર થઈ ગયો છે. કાગળ ઉપર તે ઈરાક સ્વતંત્ર છે પરંતુ વાસ્તવમાં બ્રિટિશ લાગવગ તથા નિયમનના વર્તુળમાં તે આવી જાય છે. પેલેસ્ટાઈન તથા Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ટ્રાન્સજેનનાં નાનાં રાજ્ય બ્રિટિશ “મૈડેટ” નીચે છે અને સીરિયા ફ્રેંચ મેન્ડેટ” નીચે છે. સીરિયામાં ફ્રેંચ સામે અસાધારણ વીરતાભર્યો બળ થયા હતા અને અમુક અંશે તે સફળ પણ થયું હતું. મિસરમાં પણ બ્રિટિશ સામે નાનાં નાનાં અનેક બંડે થયાં તથા લાંબી લડત ચાલી હતી. ત્યાં આગળ હજી પણ એ લડત ચાલુ જ છે. જો કે, મિસરને સ્વતંત્ર કહેવામાં આવે છે અને બ્રિટિશના ટેકાથી એક રાજા ત્યાં રાજ કરે છે. ઉત્તર આફ્રિકાના એક પશ્ચિમના ભાગમાં આવેલા રેકેટમાં પણ અબ્દુલ કરીમની આગેવાની નીચે સ્વાતંત્ર્ય માટે વીરતાભરી લડત થઈ હતી. તે સ્પેનના લોકોને ત્યાંથી હાંકી કાઢવામાં સફળ થયું હતું પણ પછીથી એ પિતાની સમગ્ર શક્તિ વાપરીને તેને કચરી નાંખે. એશિયા અને આફ્રિકામાંની સ્વાતંત્ર્ય માટેની આ બધી લડત બતાવે છે કે નવી ભાવના વ્યાપક બની હતી અને પૂર્વના દૂર દૂરના દેશોનાં સ્ત્રીપુરુષોના માનસ ઉપર એકી વખતે અસર કરી રહી હતી. એમાં બે દેશે આગળ તરી આવે છે કેમ કે તેમનું જગતવ્યાપી મહત્ત્વ છે. આ બે દેશે તે હિંદુસ્તાન અને ચીન. એ બેમાંથી ગમે તે એકમાં થયેલે મૂળભૂત ફેરફાર દુનિયાની મહાન સત્તાઓની વ્યવસ્થા ઉપર અસર કરે છે; એ અચૂકપણે જગતના રાજકારણમાં ભારે પરિણામે લાવનાર નીવડે છે. આ રીતે હિંદુસ્તાન તથા ચીનમાં ચાલતી લડતે કેવળ તે તે દેશની આંતરિક અથવા ઘરગતુ ઘટના નથી. એમનું મહત્ત્વ એથી ઘણું વધારે છે. ચીન સફળ થાય એટલે કે ત્યાં આગળ એક બળવાન રાજ્ય ઊભું થાય, એને લીધે આજની “સત્તાની સમતા' (બૅલન્સ ઑફ પાવર)માં ફેરફાર થવા પામે છે. વળી એથી કરીને સામ્રાજ્યવાદી સત્તાઓનું ચીનનું શોષણ આપમેળે બંધ થઈ જાય છે. હિંદુસ્તાનની સફળતા એટલે કે એક મહાન રાજ્યને ઉદય અને અનિવાર્ય રીતે બ્રિટિશ સામ્રાજ્યને અંત. છેલ્લાં દશ વરસમાં ચીનને અનેક તડકીછાંયડીમાંથી પસાર થવું પડ્યું છે. કુમીનટાંગ તથા ચીનના સામ્યવાદીઓ વચ્ચેનું ઐક્ય તૂટી ગયું અને ચીન તૂશનો તથા એવા બીજા ધાડપાડુ આગેવાનોને શિકાર બન્યું. ચીનમાં અવ્યવસ્થા અને અંધેર નિરંતર ચાલુ રહે એવું ઈચ્છતાં વિદેશી હિતે તેમને ઘણી વાર સહાય કરતાં. છેલ્લાં બે વરસમાં તે જાપાનીઓએ ખરેખાત ચીન ઉપર ચઢાઈ કરી છે અને તેના કેટલાક પ્રાંતે કબજે કર્યા છે. આ અવિધિસરની લડાઈ હજી ચાલુ જ છે. દરમ્યાન ચીનના ઊંડાણમાં આવેલે મોટે પ્રદેશ સામ્યવાદી થઈ ગયું છે અને ત્યાં આગળ એક પ્રકારની સોવિયેટ સરકાર સ્થપાઈ છે. છેલ્લાં ચૌદ વરસોમાં હિંદમાં અનેક બનાવ બની ગયા. અને ત્યાં આગળ ઉગ્ર અને છતાંયે શાંતિમય રાષ્ટ્રીયતાને ઉદય થવા પામે છે. મહાયુદ્ધ પછી Page #424 -------------------------------------------------------------------------- ________________ મહાયુદ્ધ પછીની દુનિયા ૧૦૧ તરત જ જ્યારે મહાન સુધારાઓને માટે ભારે આશાઓ સેવાઈ રહી હતી ત્યારે પંજાબમાં આપણું ઉપર લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો અને જલિયાંવાલા બાગમાં ભીષણ કતલ કરવામાં આવી. એનાથી કપાયમાન થઈને તથા તુક અને ખિલાફતની કરવામાં આવેલી અવદશા પ્રત્યેના મુસલમાનોના રોષને કારણે ગાંધીજીની આગેવાની નીચે ૧૯૨૦-૨૨માં અસહકારની લડત ઉપાડવામાં આવી. સાચે જ ૧૯૨૦ની સાલ પછી ગાંધીજી હિંદી રાષ્ટ્રવાદના સર્વમાન્ય નેતા રહ્યા છે. એ હિંદને ગાંધીયુગ બની ગયું છે અને ગાંધીજીની બળવા માટેની શાંતિમય રીતોએ, તેમની નવીનતા અને સચોટતાને કારણે આખી દુનિયાનું લક્ષ પિતાના તરફ ખેંચ્યું છે. વધારે શાંત પ્રવૃત્તિઓ અને તૈયારીના ટૂંકા ગાળા પછી ૧૯૩૦ની સાલમાં આઝાદી માટેની લડત ફરી પાછી ઉપાડવામાં આવી. એ વખતે મહાસભાએ ચક્કસપણે સ્વાતંત્ર્યના ધ્યેયને સ્વીકાર કર્યો. ત્યાર પછી આપણે અનેક વાર સવિનયભંગ કર્યો, અનેક વાર તુરંગ ભરી, અને બીજી અનેક વસ્તુઓ કરી. એ બધું તે તું જાણે જ છે. દરમ્યાન બ્રિટિશેની નીતિ, બની શકે તે નજીવા સુધાર આપીને કેટલાક લેકીને મનાવી લેવાની તથા રાષ્ટ્રીય ચળવળને કચરી નાખવાનો પ્રયાસ કરવાની રહી છે. બ્રહ્મદેશમાં ૧૯૩૧ની સાલમાં ભૂખે મરતા ખેડૂતોએ મેટો બળવો કર્યો. ભારે ક્રરતાથી એ બળ દાબી દેવામાં આવ્યું. જાવા તથા ડચ ઇન્ડીઝમાં પણ બળ થે. સિયામમાં પણ ભારે ખળભળાટ થવા પામ્યો હતો. એને પરિણામે રાજાની સત્તા મર્યાદિત કરનારા થોડા ફેરફારે ત્યાં થયા. ફ્રેંચ હિંદી ચીનમાં પણ રાષ્ટ્રવાદને ઉદય થયે છે. આમ પૂર્વના બધાયે દેશમાં રાષ્ટ્રવાદ પિતાનું સ્વરૂપ પ્રકટ કરવાને મથી રહ્યો છે અને કેટલીક જગ્યાએ તેમાં સામ્યવાદનું મિશ્રણ પણ થવા પામ્યું છે. બંને સામ્રાજ્યવાદને એક સરખે ધિક્કારે છે. એ સિવાય રાષ્ટ્રવાદ અને સામ્યવાદ વચ્ચે બીજું કોઈ પણ સામાન્ય તત્ત્વ નથી. પોતાના સંયુક્ત રાજ્યમાં દાખલ થયેલા તેમ જ તેની બહારના બધાયે પૂર્વના દેશો પ્રત્યેની તેની ડહાપણ અને ઉદારતાભરી નીતિને કારણે સામ્યવાદી નથી એવા ઘણું દેશે પણ સેવિયેટ રશિયા તરફ મૈત્રીની ભાવના રાખે છે. છેલ્લાં થોડાં વરસની બીજી એક પ્રધાન વસ્તુ તે સ્ત્રીઓને જકડી રાખનારાં સમાજનાં, કાયદાનાં તથા રૂઢિનાં અનેક બંધનોમાંથી થયેલી તેમની મુક્તિ - છે. મહાયુદ્ધે પશ્ચિમના દેશોમાં એ વસ્તુને ભારે વેગ આપે. તુકથી માંડીને હિંદુસ્તાન તથા ચીન સુધીના પૂર્વના દેશોમાં પણ સ્ત્રીઓ જાગ્રત થઈને કટિબદ્ધ બની છે અને રાષ્ટ્રીય તથા સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ વીરતાભર્યો ભાગ લઈ રહી છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન જેમાં આપણે જીવીએ છીએ તે યુગ આવે છે. રાજ રાજ પરિવર્તન અને મહત્ત્વપૂર્ણ બનાવેાના, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ધ ગુના, મૂડીવાદ અને સમાજવાદ તથા ફ્રાસીવાદ અને લાકશાહી વચ્ચેની અથડામણુના, દિનપ્રતિદિન વધતાં જતાં ગરીબાઈ અને ક ંગાલિયતના ખબર આવતા રહે છે અને એ બધા ઉપર નિર ંતર વિસ્તરતું જતું યુદ્ધનુ ઘેરું વાદળ ઝઝૂમી રહ્યુ છે. ૧૦૯૨ ઇતિહાસના એ ભારે ખળભળાટના યુગ છે. એ યુગમાં જીવવું તથા એમાં પોતાના ફાળા આપવા એ સદ્ભાગ્યની વાત છે - પછી ભલેને એ ફાળા દહેરાદૂન જેલમાં એકાંતવાસ સેવવાના કેમ ન હોય ! ―― ૧૫૭, પ્રજાસત્તાક માટે આયર્લૅન્ડની લડત ૨૮ એપ્રિલ, ૧૯૩૩ હવે આપણે આ છેલ્લાં વરસેાના મહત્ત્વના બનાવાની વિગતે ચર્ચા કરીશું. આયર્લૅન્ડથી હું એને આરંભ કરીશ. જગતના છતિહાસ અને જગવ્યાપી ખળાની દૃષ્ટિએ યુરોપની છેક પશ્ચિમે આવેલા આ નાનકડા દેશનું આજે ભારે મહત્ત્વ નથી. પરંતુ એ બહાદુર અને અદમ્ય દેશ છે. આખા બ્રિટિશ સામ્રાજ્યની સમગ્ર શક્તિ પણ તેને જુસ્સો દાખી દેવાને કે તેને ગરીબ ગાય જેવા બનાવીને વશ કરી શકી નથી. આયર્લૅન્ડ વિષેના મારા છેલ્લા પત્રમાં બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલા હામ લ બિલ વિષે મેં તને વાત કરી હતી. એ બિલ મહાયુદ્ધ શરૂ થયું તે પહેલાં જ પસાર કરવામાં આવ્યું હતું. અલ્સ્ટરના પ્રોટેસ્ટંટ આગેવાનીએ તથા ઇંગ્લેંડના કૉન્ઝરવેટિવ પક્ષે એની સામે વિરોધ ઉઠાવ્યા અને તેની સામે વ્યવસ્થિત અળવા ઉઠાવવાની યોજના કરવામાં આવી. એ ઉપરથી દક્ષિણ આયર્લૅન્ડના લેાકેાએ જરૂર પડે તો અલ્સ્ટર સામે લડવાને પોતાનું રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ' સગઢિત કર્યું. આયર્લૅન્ડમાં આંતરયુદ્ધ અનિવાય લાગતુ હતુ. પરંતુ એ જ અરસામાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું અને સૌનું બધું લક્ષ ખેલ્જિયમ તથા ઉત્તર ફ્રાંસના રણક્ષેત્ર ઉપર કેન્દ્રિત થયું. પાર્લમેન્ટમાંના આયરિશ નેતાએ યુદ્ધમાં પોતાની મદદ આપવા જણાવ્યું પરંતુ દેશ બેપરવા હતા અને યુદ્ધને વિષે જરાયે ઉત્સુક નહોતા. દરમ્યાન અલ્સ્ટરના ‘ખળવાખોરો ’ને બ્રિટિશ સરકારમાં મોટા મોટા હોદ્દાએ આપવામાં આવ્યા. એને લીધે ત આયરિશ લેાકેા વળી વધારે અસતુષ્ટ બન્યા. • આયર્લૅન્ડમાં અસતેષ વધી ગયા અને ઇંગ્લેંડના યુદ્ધમાં તેમણે પોતાના ભાગ ન આપવા જોઈએ એવી વૃત્તિ લેાકામાં પેદા થઈ. ઇંગ્લંડની પેઠે Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રજાસત્તાક માટે આયર્લેન્ડની લડત ૧૦૯૩ આયર્લેન્ડમાં પણ સશક્ત યુવાનોની લશ્કરમાં ફરજિયાત ભરતી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે દેશભરમાં વિરોધનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. જરૂર પડે તે એને બળથી પણ સામનો કરવાની આયર્લેન્ડ તૈયારી કરી. ૧૯૧૬ના ઈસ્ટરના અઠવાડિયા દરમ્યાન ડબ્લિનમાં બંડ થયું અને આયરિશ પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસેના યુદ્ધ પછી બ્રિટિશોએ એ બળવાને કચરી નાખ્યો અને એ ટૂંકા બળવામાં ભાગ લેવા માટે લશ્કરી અદાલતમાં કેસ ચલાવીને આયર્લેન્ડના બહાદુર તથા સારામાં સારા યુવાનોને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા. આ બળવાને – એને “ઈસ્ટરને બળવો” કહેવામાં આવે છે – ભાગ્યે જ બ્રિટિશેને ગંભીર પડકારરૂપ કહી શકાય. એ તે, આયર્લેન્ડ હજી પણ પ્રજાસત્તાક માટેનું સ્વપ્ન સેવે છે તથા બ્રિટિશેના આધિપત્યને તે સ્વેચ્છાથી વશ થવાને તૈયાર નથી એ વસ્તુ દુનિયા સમક્ષ , જાહેર કરવા માટેનું એક વીરતાભર્યું પગલું હતું. એ વસ્તુ દુનિયા સમક્ષ જાહેર કરવાને માટે એ બળવા પાછળના બહાદુર યુવાનોએ ઇરાદાપૂર્વક પિતાની જાતનું બલિદાન આપ્યું. એમાં પિતે નિષ્ફળ નીવડવાના છે એ તેઓ સારી પેઠે જાણતા હતા પરંતુ તેમને વિશ્વાસ હતું કે પાછળથી પિતાનું બલિદાન ફળદાયી નીવડશે અને સ્વતંત્રતાને તે વધુ નજીક લાવશે. આ બળવાના અરસામાં એક આયર્લેન્ડવાસીને જર્મનીથી આયર્લેન્ડ હથિયાર લાવતે બ્રિટિશોએ પકડ્યો હતે. આ પુરુષનું નામ સર જર કેસમેન્ટ હતું અને તે લાંબા વખતથી બ્રિટિશ એલચીખાતામાં નોકરી કરતા હતે. કેસમેન્ટ ઉપર લંડનમાં કામ ચલાવવામાં આવ્યું અને તેને મતની શિક્ષા ફરમાવવામાં આવી. કેદીના પાંજરામાં ઊભા રહીને તેણે અદાલત સમક્ષ પિતાનું નિવેદન વાંચ્યું. એ નિવેદન અતિશય હૃદયસ્પર્શી અને ભાવનાપૂર્ણ હતું અને તેમાં આયરિશ આત્માની જવલંત દેશભક્તિનું આપણને દર્શન થાય છે. એ બળવો તે નિષ્ફળ નીવડ્યો પણ એની નિષ્ફળતામાં જ તેનો વિજય છુપાયેલું હતું. એ પછી બ્રિટિશોએ ચલાવેલા દમને અને ખાસ કરીને તેમના કેટલાયે જુવાન નેતાઓને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા એ વસ્તુઓ આયરિશ લોકોના માનસ ઉપર ભારે અસર કરી. ઉપર ઉપરથી તે આયર્લેન્ડ શાંત દેખાતું હતું પરંતુ એ ઉપરની શાંતિ નીચે ક્રોધને અગ્નિ ભભૂકી રહ્યો હતું અને સીન-ફીન ચળવળના રૂપમાં તે પ્રગટ થયા. સીન-ફીન વિચારે અતિશય ઝડપથી ફેલાયા. આયર્લેન્ડ ઉપરના મારા છેલ્લા પત્રમાં સીન-ફીન વિષે મેં તને કહ્યું હતું. શરૂઆતમાં તેને બહુ ઓછી સફળતા મળી હતી પરંતુ હવે તે દાવાનળની પેઠે સર્વત્ર પ્રસરી ગઈ મહાયુદ્ધ પૂરું થયા પછી બ્રિટિશ ટાપુઓમાં સર્વત્ર લંડનની પાર્લામેન્ટ માટેની ચૂંટણી થઈ. આયર્લેન્ડમાં એ ચૂંટણીમાં સીન-ફીન આગેવાનોએ -૨૦ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ જગતના ઇતિહાસનું' રેખાદર્શીન મોટા ભાગની મેહંકા અને કરી. બ્રિટિશ સાથે અમુક પ્રમાણમાં સહકાર કરવાના મતના રાષ્ટ્રવાદી સભ્યાને બદલે એ ચૂંટણીમાં માટે ભાગે સીન-ફીન આગેવાના ચૂંટાયા. પરંતુ સીન-ફીન આગેવાને બ્રિટિશ પામેન્ટમાં હાજરી આપવાને ખાતર નહાતા ચૂંટાયા. તેમની નીતિ બિલકુલ ભિન્ન હતી. તેઓ તે। અસહકાર અને બાયકોટ યા બહિષ્કારની નીતિમાં માનતા હતા. આમ આ ચૂંટાયેલા સીન-ફીનવાદી લંડનની પાંમેન્ટથી દૂર રહ્યા અને ૧૯૧૯ની સાલમાં ડબ્લિનમાં તેમણે તેમની પોતાની પ્રજાસત્તાક ધારાસભા સ્થાપી. તેમણે આયર્લૅન્ડનું પ્રજાસત્તાક જાહેર કર્યું અને પોતાની ધારાસભાને - ડેઇલ આયરીન ' નામ આપ્યું. એને અલ્સ્ટર સહિત સમગ્ર આયર્લૅન્ડની ધારાસભા ગણવામાં આવી હતી પરંતુ અલ્સ્ટરવાસીઓ સ્વાભાવિક રીતે જ તેનાથી અળગા રહ્યા. કૅથલિક આયર્લૅન્ડ માટે તેમને જરા સરખા પણ પ્રેમ નહોતા. ડેઈલ આયરીને ડી વેલેરાને પોતાના પ્રમુખ અને ગ્રિથિને ઉપ-પ્રમુખ ચૂંટી કાઢ્યા. એ વખતે નવા પ્રજાસત્તાકના એ બંને વડા બ્રિટનની તુરંગમાં હતા. ત્યાર પછી એક અપૂર્વ લડત શરૂ થઈ. એ અજોડ લડત હતી અને આયર્લૅન્ડ તથા ઇંગ્લેંડ વચ્ચેની પહેલાંની અનેક લડતા કરતાં એ સાવ જુદા જ પ્રકારની હતી. જેમની પાછળ તેમની પ્રજાની સહાનુભૂતિ હતી એવાં મૂઠ્ઠીભર સ્ત્રીપુરુષો અપરંપાર મુશ્કેલીની પરવા કર્યા વિના લક્યાં; એક મહાન અને સ ંગઠિત સામ્રાજ્ય તેમની સામે હતું. સીન-ફીન લડત એ એક પ્રકારના હિંસક અસહકાર હતા. તેમણે બ્રિટિશ સંસ્થાના બહિષ્કાર પોકાર્યાં અને શક્ય હાય ત્યાં પોતાની સંસ્થા સ્થાપી. જેમ । કાયદાની સામાન્ય અદાલતાને ઠેકાણે તેમણે પોતાની લવાદી અદાલતો સ્થાપી. ગ્રામવિસ્તારોમાં પોલીસ થાણાં સામે તેમણે ગેરીલાયુદ્ધ ચલાવ્યું, તુર ંગામાં ભૂખમરા ઉપર જઈ તે સીન-ફીન કેદીઓએ બ્રિટિશ સરકારને ભારે તકલીફમાં ઉતારી. કૉકના મેયર ટેરેન્સ મૅકસ્વિનીની ભૂખમરાની હડતાલ સૌથી વધારે મશક્રૂર હતી. એણે આયર્લૅન્ડમાં ખળભળાટ મચાવી મૂકયો. એને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેણે જાહેર કર્યું કે, પોતે જીવતો કે મરેલા બહાર આવશે, અને તેણે ખારાક તજી દીધા. પંચોતેર દિવસના ઉપવાસ પછી તેના મૃત દેહને જેલની બહાર કાઢવામાં આવ્યે. માઈકલ કાલીન્સ એ આ સીન-ફીન મળવાનો એક વધારે આગળ પડતા નેતા હતા. સીન-ફીનની યુદ્ધ-નીતિથી આયર્લૅન્ડમાંની બ્રિટિશ સરકાર ઘણું અંશે સ્થગિત થઈ ગઈ અને ગ્રામવિભાગામાં તે એનું નામનિશાન પણ મળવું મુશ્કેલ હતું. ધીમે ધીમે ઉભય પક્ષે હિંસા વધી ગઈ અને વેર લેવાના બનાવે વારંવાર બનવા લાગ્યા. આયર્લૅન્ડમાં નાકરી કરવા માટે ખાસ સૈનિકદળની Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રજાસત્તાક માટે આયર્લૅન્ડની લડત ૧૦૯૫ ભરતી કરવામાં આવી. એ દળના સૈનિકાને ભારે પગાર આપવામાં આવતા હતા. એ દળમાં તાજેતરમાં યુદ્ધના સૈન્યમાંથી છૂટા કરવામાં આવેલા એક્ામ અને ખૂની લે। દાખલ થયા હતા. તેના ગણવેશના રંગ ઉપરથી એ દળ ‘ બ્લૅક અન્ડ ટૅન ’ના નોમથી ઓળખાયું. આપણે એને કાળી ડગલીવાળા કહી શકીએ. આ કાળી ડગલીવાળાએ સીન-ફીનવાદીઓનાં નિષ્ઠુરપણે ખૂન કરીને તેમને વશ કરવાની આશાથી તેમણે ખુનામરકીની પ્રવૃત્તિ આદરી. ધણી વાર તો તેમણે લોકેાને બિછાનામાં સૂતેલા જ મારી નાખ્યા. પરંતુ સીન-ફ્રીનવાદીઓએ વશ થવાનો ઇન્કાર કર્યાં અને પોતાનું ગેરીલા યુદ્ધ ચાલુ રાખ્યું. એથી તે કાળા ડગલીવાળાએ વળી વધારે ભીષણ ર્ંજાડ કરવા લાગ્યા; આખાં ગામનાં ગામ અને શહેરના મોટા ભાગે તેમણે બાળી મૂક્યા. આયર્લૅન્ડ એક વિશાળ રણક્ષેત્ર ખની ગયું અને હિંસા તથા સંહાર કરવામાં બંને પક્ષા એક ખીજાને ટપી જવાના પ્રયાસ કરવા લાગ્યા. એક પક્ષની પાછળ એક સામ્રજ્યનું સંગઠિત ખળ હતું, ખીજા પક્ષની પાછળ મૂઠીભર માણસાના ભીષ્મ સંકલ્પ હતા. ૧૯૧૯ની સાલથી ૧૯૨૧ના ઓકટોબર સુધી એટલે કે એ વરસ સુધી ઇંગ્લંડ અને આયર્લૅન્ડ વચ્ચેનું આ યુદ્ધ ચાલ્યું. દરમ્યાન ૧૯૨૦ની સાલમાં બ્રિટિશ પામેન્ટે ઉતાવળથી નવું હામ ફલ ખિલ પસાર કર્યું. જેણે અલ્સ્ટરમાં બળવા ફાટી નીકળવાની સ્થિતિ પેદા કરી હતી તે મહાયુદ્ધ પહેલાં પસાર કરવામાં આવેલા કાયદો ચૂપચાપ છેડી દેવામાં આવ્યો. નવા કાયદામાં આયર્લૅન્ડને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું : અલ્સ્ટર અથવા ઉત્તર આયર્લૅન્ડ અને દેશને બાકીના ભાગ. વળી એ કાયદામાં એ પામેન્ટ અથવા ધારાસભાઓ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. આયર્લૅન્ડ એક નાનકડા દેશ છે અને તેના ભાગલા પાડવાથી એક નાના ટાપુ એ બહુ જ નાના હિસ્સાઓમાં વહેંચાઈ ગયા. ઉત્તર આયર્લૅન્ડ માટે અલ્સ્ટરમાં નવી પામેન્ટ સ્થાપવામાં આવી પરંતુ દક્ષિણમાં એટલે કે બાકીના આયર્લૅન્ડમાં એ હામ રૂલના કાયદા તરફ કાઈ એ નજર સરખી પણ ન કરી. ત્યાં તે સૌ સીન-ફીન બળવામાં ગૂંથાયેલા હતા. ૧૯૨૧ના આકટોબર માસમાં બ્રિટનના વડા પ્રધાન લૉઈડ જ્યોર્જ સમાધાનની વાતો કરવા માટે સીન-ફ્રીન આગેવાનોને યુદ્ધવિરામ માટે અપીલ કરી. એમાં તે સંમત થયા. પાતાની અખૂટ સાધનસામગ્રીથી આખા દેશને વેરાન રણમાં ફેરવી નાખીને ઇંગ્લેંડ આયર્લૅન્ડના સીન-ફીનવાદીઓને આખરે કચરી નાખી શક્યું હેત એમાં લવલેશ શંકા નથી. પરંતુ આયર્લૅન્ડ પ્રત્યેની તેની નીતિએ અમેરિકા તથા ખીજા દેશોમાં તેને અકારું બનાવી મૂક્યું હતું. અમેરિકામાં વસતા આશ લેકા તરફથી તેમ જ બ્રિટિશ સંસ્થાના તરફથી પણ લડત Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૩ જગતના ઇતિહાસનું. રેખાદર્શન ચાલુ રાખવાને માટે આયર્લૅન્ડમાં નાણાંને ધોધ વહેવા લાગ્યા. વળી સીનફીનવાદી પણ હવે થાક્યા હતા; તેમના ઉપરના મેજો બહુ ભારે હતો. બ્રિટિશ અને આયરિશ પ્રતિનિધિએ લંડનમાં મળ્યા. અને એ મહિનાના વાદવિવાદ અને ચર્ચા પછી સમાધાનીના કામચલાઉ ખરડા ઉપર ૧૯૨૧ના ડિસેમ્બર માસમાં સહીઓ થઈ. એણે આયરિશ પ્રજાસત્તાકને તેા માન્ય ન રાખ્યું પરંતુ એક યા એ ખાખતા સિવાય બ્રિટનનાં ખીજા સંસ્થાનાને તે વખતે હતી તેના કરતાં આયર્લૅન્ડને વધારે સ્વતંત્રતા આપી. આમ છતાં પણ, આયરિશ પ્રતિનિધિ એ સમાધાન સ્વીકારવા રાજી નહાતા. ઇંગ્લંડે તેમને તાત્કાલિક અને ભીષણ યુદ્ધની ધમકી આપી ત્યારે જ તેમણે એ સમાધાન માન્ય રાખ્યું. આ સંધિના પ્રશ્ન ઉપર આયર્લૅન્ડમાં ભારે ગજગ્રાહ પેદા થયા. કેટલાક સધિની તરફેણમાં હતા અને બીજા કેટલાક તેના કટ્ટર વિરેધી હતા. આ પ્રશ્ન ઉપર સીન-ફીન પક્ષમાં બે ભાગલા પડયા. ડેઇલ આરિતે આખરે એ સંધિના સ્વીકાર કર્યાં અને આયરિશ *ી સ્ટેટ (આયર્લૅ ન્ડના સ્વત ંત્ર રાજ્ય)ની સ્થાપના કરવામાં આવી. આયર્લેન્ડમાં એનું સત્તાવાર નામ સારસ્ટેટ આયરન ’ એટલે કે ‘ આયર્લૅન્ડનું રાજ્ય ’ છે, પરંતુ એને પરિણામે સીન-પ્રીન પક્ષના જૂના સાથી વચ્ચે આપસમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. ડેઈલ આયરિનના પ્રમુખ ડી . વેલેરા તથા ખીજા કેટલાક ઇંગ્લેંડ સાથેની સંધિની વિરુદ્ધ હતા; ગ્રિથિ અને માઇકલ કાલીન્સ તેમ જ બીજા કેટલાક તેની તરફેણમાં હતા. મહિના સુધી દેશમાં આંતરયુદ્ધ ચાલ્યું અને જે સંધિ તેમ જ ક્રી સ્ટેટની તરફેણમાં હતા તેમને બ્રિટિશ લશ્કરે બીજાઓને દબાવી દેવાના કાર્યમાં મદદ કરી. પ્રજાસત્તાકવાદીઓએ માઇકલ કાલીન્સને ગાળીથી હાર કર્યાં. એ જ રીતે ફ્રી સ્ટેટના પક્ષકારોએ ણાયે પ્રજાસત્તાકવાદી આગેવાનેાને દ્વાર કર્યાં. જેલા પ્રજાસત્તાકવાદીઓથી ઊભરાઈ ગઈ. આ આંતરયુદ્ધ તથા આપસમાં એકખીજા પ્રત્યે સામસામેા દ્વેષ એ સ્વતંત્રતા માટેની આયર્લૅન્ડની લડતને એક કરુણુ ગા હતા. જ્યાં તેમનાં શસ્ત્ર વિકળ નીવડયાં હતાં ત્યાં અંગ્રેજોની કુટિલ નીતિ વિજયી નીવડી અને આયર્લૅન્ડવાસી ખીજા આયર્લૅન્ડવાસીની સામે લડવા લાગ્યા. ઇંગ્લેંડ તો ચૂપચાપ એક પક્ષને અમુક અંશે મદદ કયે જતું હતું અને આ નવા ફૂટેલા ફણગાથી સંતુષ્ટ થઈને નિશ્ચિતપણે એ ખેલ દૂરથી જોયા કરતું હતું. ધીમે ધીમે આંતરયુદ્ધ તે મરી પરવાર્યું પરંતુ પ્રજાસત્તાકવાદી ફ્રી સ્ટેટના સ્વીકાર કરતા નહાતા. જે પ્રજાસત્તાકવાદીએ ડેલના ( આયર્લૅન્ડની ધારાસભા ) સભ્યો ચૂંટાયા હતા તેમણે તેની બેઠકમાં હાજરી આપવાનો ઇન્કાર કર્યાં કેમ કે જેમાં રાજાના નામના ઉલ્લેખ હોય એવા વફાદારીના સગદ લેવા સામે તેમણે વાંધો ઉઠાવ્યા. ડી વેલેરા તથા તેના પક્ષ ડેઇલથી અળગા રહ્યા . Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રજાસત્તાક માટે આયલેન્ડની લડત ૧૯૯૭ અને ફ્રી સ્ટેટ પક્ષે કોંગ્રેવની આગેવાની નીચે પ્રજાસત્તાકવાદીઓને અનેક રીતે કચરી નાખવાનો પ્રયત્ન કર્યો. કંસગેવ કી સ્ટેટના પ્રમુખ થયે હતે. આયરિશ ફી સ્ટેટની સ્થાપનાને કારણે બ્રિટનની સામ્રાજ્યનીતિમાં દૂરગામી પરિણામે આવ્યાં. બ્રિટનનાં બીજાં સંસ્થાને કાયદાની દૃષ્ટિએ જેટલાં સ્વતંત્ર હતાં તેના કરતાં ઉપરોક્ત સંધિથી આયર્લેન્ડને વધુ પ્રમાણમાં સ્વતંત્રતા મળી હતી, આયર્લેન્ડને એ સ્વતંત્રતા મળી કે તરત જ બીજાં સંસ્થાને એ પણ તે આપોઆપ લઈ લીધી અને ડુમીનિયન સ્ટેટસ અથવા સાંસ્થાનિક દરજજાના ખ્યાલમાં ફેરફાર થવા પામે. ઈગ્લેંડ અને સંસ્થાને વચ્ચે થયેલી કેટલીક સામ્રાજ્ય પરિષદ પછી સંસ્થાનોની વધુ સ્વતંત્રતાની દિશામાં વધુ ફેરફાર થવા પામ્યા. આયર્લેન્ડ તે પ્રજાસત્તાક માટેની પોતાની પ્રબળ ચળવળ દ્વારા પૂર્ણ સ્વતંત્રતા તરફ જ હમેશાં ખેંચતું હતું. બેર લેકેની વધુમતીવાળા દક્ષિણ આફ્રિકાનું વલણ પણ એવું જ હતું. આ રીતે સંસ્થાના દરજ્જામાં ઉત્તરોત્તર ફેરફાર થતો ગયો અને દિનપ્રતિદિન તે સુધરતે ગયો.આખરે બ્રિટિશ કોમનવેલ્થ ઑફ નેશન્સ એટલે કે બ્રિટિશ રાષ્ટ્રસંધમાં ઈંગ્લેંડનાં કૌટુંબિક રાષ્ટ્ર તરીકે તેમની ગણના થવા લાગી. સાંભળવામાં તે એ બહુ મજાનું લાગે છે અને સમાન રાજકીય દરજજાની દિશામાં ઉત્તરોત્તર થતી પ્રગતિ એ દર્શાવે છે એમાં શંકા નથી. પરંતુ એ સમાનતા વાસ્તવિક કરતાં સૈદ્ધાંતિક વધારે છે. આર્થિક દૃષ્ટિએ સંસ્થાને બ્રિટન તથા બ્રિટિશ મૂડી સાથે સંકળાયેલાં છે અને તેમના ઉપર આર્થિક દબાણ લાવવાની અનેક રીતે છે. વળી સાથે સાથે સંસ્થાને જેમ જેમ વિકાસ થતો ગમે તેમ તેમ તેમનાં આર્થિક હિત ઇંગ્લંડનાં હિત સાથે વધુ ને વધુ અથડામણમાં આવતાં ગયાં. આ રીતે સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડતું ગયું. સામ્રાજ્ય ભાગી પડવાનો ભય ઝઝૂમી રહ્યો હતો એટલે ઇંગ્લડે પિતાનાં બંધને ઢીલાં કરવાનું તથા સંસ્થાની રાજકીય સમાનતા સ્વીકારવાનું કબૂલ કર્યું, પરંતુ ડહાપણુપૂર્વક વખતસર આટલું છેડી દઈને ઈંગ્લડે ઘણું સાચવી લીધું. પરંતુ એ લાંબે વખત ટકે એમ નહોતું. સંસ્થાને ઇગ્લેંડથી જુદાં પાડનારાં બળો હજી કાર્ય કરી રહ્યાં હતાં; મુખ્યત્વે કરીને એ આર્થિક બળ હતાં. અને આ બળે નિરંતર સામ્રાજ્યને નબળું પાડી રહ્યાં છે. આને લીધે તથા ઈગ્લેંડની થયેલી નિઃશંક પડતીને કારણે બ્રિટિશ સામ્રાજ્ય કરમાવા અથવા ક્ષીણ થવા વિષે મેં તને લખ્યું હતું. તેમની વચ્ચે પરંપરાઓની, સંસ્કૃતિની અને જાતિની એકતા હોવા છતાં પણ જે લાંબા વખત માટે ઇગ્લેંડ સાથે બંધાઈ રહેવાનું સંસ્થાને માટે મુશ્કેલ હોય તે પછી હિંદને માટે તે તેની સાથે બંધાઈ રહેવું એ કેટલું બધું મુશ્કેલ હશે, કેમ કે હિંદ તેમ જ ઇંગ્લંડનાં હિતે પરસ્પર વિરોધી છે અને બેમાંથી એકને બીજાને નમતું આપે જ છૂટકે. આમ સ્વતંત્ર હિંદ Page #431 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન એ જાતને સંબંધ રાખે એ બિલકુલ સંભવ નથી કેમ કે એને પરિણામે તે હિંદને પિતાની આર્થિક નીતિ બ્રિટનને આધીન રાખવાનું થાય. આમ, બ્રિટિશ રાષ્ટ્રસંઘ એટલે કે સ્વાધીન સંસ્થાને એ સ્વતંત્ર રાજકીય ઘટકે છે. એમાં ગરીબ બિચારા હિંદનો સમાવેશ થતો નથી. પરંતુ આ બધાયે ઘટકે હજી પણ બ્રિટનના આર્થિક સામ્રાજ્ય નીચે છે. આયરિશ સંધિથી અમુક અંશે બ્રિટિશ મૂડીનું આ પ્રકારનું શોષણ ચાલુ રહેતું હતું અને પ્રજાસત્તાક માટેની ચળવળ પાછળનું સાચું કારણ એ હતું. ડી વેલેરા તથા બીજા પ્રજાસત્તાકવાદીઓ ગરીબ ખેડૂતે, નીચલા થરને મધ્યમવર્ગ તથા ગરીબ બુદ્ધિજીવીઓના પ્રતિનિધિ હતા. કોંગ્રેવ તથા ફ્રી સ્ટેટ પક્ષના લેકે શ્રીમંત મધ્યમવર્ગ તથા વધારે સારી સ્થિતિના ખેડૂતોના પ્રતિનિધિ હતા. ઈગ્લેંડ સાથેના વેપારમાં આ બંને વર્ગનું હિત રહેલું હતું અને બ્રિટિશ મૂડીનું હિત એ વર્ગોમાં રહેલું હતું. થોડા વખત પછી ડી વેલેરાએ પિતાનો વ્યહ બદલવાનું નક્કી કર્યું. તે તેના પક્ષના સભ્યો સાથે ડેઈલ આયરિનમાં દાખલ થયો અને તેણે વફાદારીના સેગંદ લીધો. પરંતુ તે જ વખતે તેણે જાહેર કર્યું કે માત્ર વિધિને ખાતર જ તેણે તથા તેના પક્ષના સભ્યોએ એ સેગંદ લીધા છે અને ડેઈલમાં તેમની વધુમતી થાય કે તરત જ તેઓ એ સોગંદવિધિ રદ કરશે. ૧૯૩૨ની સાલના આરંભમાં થયેલી બીજી ચૂંટણી વખતે ફી સ્ટેટની પાર્લામેન્ટમાં એટલે કે ડેઈલમાં ડી વેલેરાની વધુમતી થઈ અને તરત જ તેણે પોતાના કાર્યક્રમને અમલ કરવાનો આરંભ કરી દીધે. પ્રજાસત્તાક માટેની લડત તે હજી ચાલુ જ રહેવાની હતી, પરંતુ એ લડવાની રીત હવે જુદી હતી. ડી વેલેરાએ વફાદારીના સેગંદ રદ કરવાની દરખાસ્ત રજૂ કરી તથા બ્રિટિશ સરકારને પણ તેણે જણાવી દીધું કે હવે પછી તે જમીનને અંગે અપાતી વાર્ષિક રકમ યા વર્ષાસન (લૈન્ડ એજ્યુઈટી) તેને આપનાર નથી. મને લાગે છે કે આયલેંડે ઈગ્લેંડને ભરવાની આ વાર્ષિક રકમ અથવા વર્ષાસન શું છે તે વિષે હું તને આગળ લખી ચૂક્યો છું. આયર્લેન્ડમાં મોટા મોટા જમીનદારો પાસેથી જમીન લઈ લેવામાં આવી ત્યારે એને માટે તેમને સારી પેઠે વળતર આપવામાં આવ્યું હતું. પછી જે ખેડૂતોએ એ જમીન લીધી હતી તેમની પાસેથી એને માટે દર વરસે નાણાં વસૂલ કરવામાં આવતાં. આ પ્રક્રિયા એક પેઢી કરતાંયે વધારે સમય સુધી ચાલ્યાં કરી હતી અને છતાં હજીયે તેને અંત આવ્યો. નહે. ડી વેલેરાએ હવે પછી વર્ષાસનની એ રકમ આપવાની સાફ ના પાડી. ઈગ્લેંડમાં તરત જ એની સામે ભારે પિકાર ઊઠયો અને બ્રિટિશ સરકાર સાથે ઝઘડો ઊભું થયું. તેણે પહેલે વધે એ ઉઠાવ્યો કે ડી વેલેરાએ વફાદારીને સોગંદ રદ કર્યો તેથી ૧૯૨૧ની આયરિશ સંધિને ભંગ થયે છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રજાસત્તાક માટે આયલૅન્ડની લડત ૧૦૯૯ ડી.વેલેરાએ જણાવ્યું કે સંસ્થાને ને ગણવામાં આવે છે તેમ જે આયર્લેન્ડ અને ઈંગ્લડ કૌટુંબિક રાષ્ટ્રો હોય અને દરેકને પિતાનું રાજ્યબંધારણ બદલવાને અધિકાર હોય તે આયર્લેન્ડ સેગંદ બદલી શકે અથવા તે પિતાના રાજ્યબંધારણમાંથી તે રદ પણ કરી શકે એ દેખીતું છે. ૧૯૨૧ની સંધિને પ્રશ્ન આ વખતે ઊઠતો નથી, કેમ કે આયર્લેન્ડને એમ કરવાનો હક્ક ન હોય તે તે એટલા પ્રમાણમાં ઇંગ્લંડને આધીન છે એમ ગણાય. બ્રિટિશ સરકારે વર્ષાસનની રકમ બંધ કરવા સામે એથીયે વધારે જોરથી વિરોધ ઉઠાવ્યો. તેણે જણાયું કે, આ તે કરાર પ્રમાણેનું ઋણ અદા કરવાની જવાબદારીને હડહડતો ભંગ છે. ડી વેલેરાએ એને પણ ઇન્કાર કર્યો. એ વિષે કાયદાની દૃષ્ટિએ અનેક દલીલ કરવામાં આવી પરંતુ એની માથાફેડમાં આપણે ઊતરવા નથી માગતાં. વર્ષાસન ભરવાનો સમય આવ્યો અને તે ને ભરવામાં આવ્યું એટલે ઈંગ્લડે આયર્લેન્ડ સામે નવા પ્રકારની લડાઈ શરૂ કરી. આ આર્થિક લડાઈ હતી. ઈંગ્લેંડમાં આવતા આયર્લેન્ડના માલ ઉપર ભારે જકાત નાખવામાં આવી. ત્યાં આયરિશ ખેડૂતને માલ આવતું હતું એટલે તેના માલ ઉપર ભારે જકાત નાખી તેને ખુવાર કરીને એ રીતે આયરિશ સરકારને સમાધાની ઉપર આવવાની ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યું. તેની હમેશની રીત પ્રમાણે સામા પક્ષને ફરજ પાડવા માટે તેણે પિતાની ભારે લાઠીનો ઉપયોગ કરવા માંડ્યો. પરંતુ એવી રીતે હવે પહેલાના જેટલી ઉપયોગી નથી રહી. આયર્લેન્ડમાં આવતા બ્રિટિશ માલ ઉપર જકાત નાખીને આયરિશ સરકારે એને બદલે વાળે. આ આર્થિક યુદ્ધ બંને પક્ષના ખેડૂતે તથા ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડયું. પરંતુ ઘવાયેલી રાષ્ટ્રીય ભાવના તથા પ્રતિષ્ઠા નમતું આપવાના માર્ગમાં બંને પક્ષને અંતરાયરૂપ નીવડી. ૧૯૩૩ ની સાલના આરંભમાં આયર્લેન્ડમાં ફરીથી ચૂંટણી થઈ અને તેમાં ડી વેલેરાને પહેલાં કરતાંયે વધારે સફળતા મળી. આગળની ચૂંટણી કરતાં પણ આ વખતે તેને વધારે બહુમતી મળી. બ્રિટિશ સરકારને માટે એ અતિશય કડવા ઘૂંટડા સમાન થઈ પડયું. આ ઉપરથી એ સ્પષ્ટ થયું કે આર્થિક દમનની બ્રિટનની નીતિને સફળતા મળી નહિ. અને તાજુબીની વાત તે એ છે કે, પિતાનું દેવું ન પતાવવા માટે આયરિશ લેકની દુષ્ટતાની બ્રિટિશ સરકાર દુનિયા આગળ દાંડી પીટી રહી હતી તે જ વખતે તે પોતે પણ અમેરિકાનું તેનું દેવું આપવા માગતી નહોતી. આમ ડી વેલેરા આજે તે આયરિશ સરકારને પડે છે અને એક એક કદમ આગળ વધીને તે પોતાના દેશને પ્રજાસત્તાકના ધ્યેય તરફ દોરી રહ્યો છે. વફાદારીને સેગંદ તે કયારને રદ થઈ ગયા છે અને વર્ષાસનની રકમ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ભરવાનું પણ છેવટનું બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલાને ગવર્નર જનરલ પણ ગમે છે અને તેની જગ્યાએ ડી વેલેરાએ પિતાના પક્ષના એક માણસને એ હોદા ઉપર નીમ્યો છે. એ હેદ્દાનું આજે કશુંયે મહત્ત્વ રહ્યું નથી. પ્રજાસત્તાકની લડત તે હજી ચાલુ જ છે પરંતુ હવે તેની રીતે બદલાઈ ગઈ છે. તેણે આજે આર્થિક યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. • થોડા જ વખતમાં આયર્લેન્ડ પ્રજાસત્તાક બની જશે એવો સંભવ છે. પરંતુ તેના એ માર્ગમાં એક મોટું વિM પડેલું છે. ડી વેલેરા તથા તેને પક્ષ અસ્ટર સહિત સમગ્ર આયર્લેન્ડનું એક પ્રજાસત્તાક, એટલે કે આખાયે ટાપુ માટેની એક જ મધ્યસ્થ સરકાર માગે છે. આયર્લેન્ડ એટલું નાનું છે કે તેને બે ભાગમાં વહેંચી નાખવું પાલવે એમ નથી. અસ્ટરને બાકીના આયર્લેન્ડ સાથે કેવી રીતે જોડી દેવું એ ડી વેલેરા સામેને મહાપ્રશ્ન છે. બળ વાપરીને તે એ કાર્ય પાર પાડી શકાય એમ નથી. ૧૯૧૪ની સાલમાં બ્રિટિશ સરકારે કરેલે એ પ્રયાસ લગભગ બળવો થવાની પરિસ્થિતિમાં પરિણમે હતો. એટલે ફ્રી સ્ટેટ અલ્સર ઉપર બળજબરી વાપરીને આયર્લેન્ડની એકતા નહિ સાધી શકે, એમ કરવાને તેને ઈરાદો પણ નથી. અલ્ટરની મૈત્રી પ્રાપ્ત કરીને આયર્લેન્ડનું આ ઐક્ય સાધી શકવાની આશા ડી વેલેરા સેવે છે. તેને આ આશાવાદ વધારે પડતે છે કેમ કે કૅથલિક આયર્લેન્ડ પ્રત્યેને પ્રોટેસ્ટંટ અલ્ટરને તીવ્ર અવિશ્વાસ હજી જે ને તે કાયમ છે. નોંધ (૧૯૩૮): આ બે દેશો વચ્ચેનું આર્થિક યુદ્ધ છેડા વરસો સુધી ચાલ્યા પછી બે સરકારે વચ્ચે સમાધાન થવાને પરિણામે એ યુદ્ધને અંત આવ્યો. એ સમાધાન કી સ્ટેટને માટે ઘણું જ ફાયદાકારક હતું. એમાં વર્ષાસન તેમ જ બીજી આર્થિક જવાબદારીના પ્રશ્નને નિકાલ કરવામાં આવ્યો. ડી વેલેરાએ પ્રજાસત્તાકની દિશામાં આગળ પગલાં ભર્યા છે અને બ્રિટિશ સરકાર તથા તાજ સાથેની ઘણી કડીઓ તેણે તેડી નાખી છે. હવે આયર્લેન્ડનું નામ આયર રાખવામાં આવ્યું. આયર સમક્ષ સૌથી વધારે મહત્ત્વને પ્રશ્ન અલ્સર સહિત સમગ્ર આયર્લેન્ડની એકતા સાધવાને છે. પરંતુ અલ્ટર હજીયે એમ કરવાને નારાજ છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮. ભસ્મમાંથી નવા-તુકીને ઉદય ૭ મે, ૧૯૩૩ મારા છેલ્લા પત્રમાં પ્રજાસત્તાક માટેની આયર્લેન્ડની વીરતાભરી લડત વિષે મેં તને વાત કરી હતી. આયર્લેન્ડ અને તુર્થી વચે કશે ખાસ સંબંધ નથી પરંતુ આજે નવું તુર્કી મારા મનમાં રમી રહ્યું છે એટલે આજે હું તેને વિષે લખવા ધારું છું. આયર્લેન્ડની પેઠે તુર્કીએ પણ ભારે મુશ્કેલીઓની પરવા કર્યા વિના આપણને આશ્ચર્યચકિત કરી મૂકે એ સામને કર્યો. મહાયુદ્ધને પરિણામે ત્રણ સામ્રાજ્ય – રશિયા, જર્મની, ઓસ્ટ્રિયા – લુપ્ત થતાં આપણે જોઈ ગયાં. એને પરિણામે તુર્કીમાં ચોથા મહાન સામ્રાજ્યને – ઉસ્માની સામ્રાજ્યને અસ્ત પામતું આપણે જોઈએ છીએ. ઉસ્માન અને તેના વારસોએ ૬૦૦ વરસ પૂર્વે એ સામ્રાજ્ય સ્થાપીને તેની ખિલવણી કરી હતી. એ રીતે તુર્કીને ઉસ્માની રાજવંશ રશિયાના મેનેફના અને પ્રશિયા તથા જર્મનીના હેહેનોલન વંશ કરતાં ઘણો પુરાણ હતે. ઉસ્માનના વંશજે ૧૩મી સદીના આરંભના હસબર્ગવંશીઓના સમકાલીન હતા અને એ બંને પુરાણ રાજવંશને અંત પણ એક સાથે જ આવ્યું. મહાયુદ્ધમાં તુર્કી જર્મની કરતાં થોડા દિવસ આગળ જમીનદોસ્ત થઈ - ગયું અને તેણે મિત્રરાજા સાથે અલગ તહકૂબી કરી. દેશ ખેદાનમેદાન થઈ ગયો હતે, સામ્રાજ્ય હતું નહોતું થઈ ગયું હતું અને સરકારી તંત્ર પડી ભાગ્યું હતું. ઈરાક તથા બીજા આરબ દેશો તેનાથી છૂટા પડી ગયા હતા અને તેઓ મોટે ભાગે મિત્રરાજ્યની હકૂમત નીચે હતા. ખુદ કોન્સ્ટોન્ટિનોપલ પણ મિત્રરાના કબજા નીચે હતું અને તેની સામે જ બૅસ્ફરસની સામુદ્રધૂનીમાં બ્રિટનનાં યુદ્ધજહાજો વિજયી સત્તાના ગર્વનાં ચિહ્નોની પેઠે લંગર નાખીને પડ્યાં હતાં. બ્રિટિશ ફ્રેંચ તથા ઈટાલિયન સૈન્ય સર્વત્ર નજરે પડતાં હતાં અને બ્રિટિશ છૂપી પોલીસના જાસૂસેએ ચેતરફ પિતાની જાળ પાથરી દીધી હતી. તુર્થીના કિલ્લાઓને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું તથા તુક સેના બાકી રહેલા અવશેષો પાસેથી શ લઈ લેવામાં આવ્યાં. અનવર પાશા તથા તલાઅત બેગ વગેરે તરુણ તુક પક્ષના આગેવાને તથા બીજા કેટલાક પરદેશમાં ભાગી ગયા. સુલતાનની ગાદી ઉપર પૂતળા સમાન ખલીફ વહીદુદ્દીન હતું. પોતાના દેશની ગમે તે દશા થાય પણ એ વિનાશમાંથી તે પિતાની જાતને ઉગારી લેવા ચહાતે હતે. બ્રિટિશ સરકારને અનુકૂળ આવે એવા બીજા એક પૂતળા સમાન માણસને વછરઆજમ અથવા વડા પ્રધાન બનાવવામાં આવ્યું. તુ પાર્લમેન્ટને બરખાસ્ત કરવામાં આવી. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન ૧૯૧૮ની સાલના અંત અને ૧૯૧૯ની સાલના આરંભમાં તુર્કીની આવી દશા હતી. તે થાકીને લોથપોથ થઈ ગયા હતા અને તેમને જુસ્સે સાવ નરમ પડી ગયો હતો. તેમને કેવાં ભયંકર કષ્ટો સહેવાં પડ્યાં તે યાદ કર. મહાયુદ્ધનાં ચાર વરસ પહેલાં બાલ્કન વિગ્રહ થયે હતું અને તેની પહેલાં ઈટાલી સાથે યુદ્ધ થયું હતું. આ બધી ઘટનાઓ સુલતાન અબ્દુલ હમીદને દૂર કરનાર અને પાર્લમેન્ટની સ્થાપના કરનાર તરુણ તુર્કોની ક્રાંતિ પછી એક પછી એક ઉપરાછાપરી બનવા પામી. તુર્કોએ હમેશાં ગજબ સહનશક્તિ બતાવી છે પરંતુ લગભગ આઠ વરસના સતત યુદ્ધ તેમને હંફાવી દીધા. આટલા લાંબા યુદ્ધ બીજી કોઈ પણ પ્રજાને હંફાવી દીધી હત. આથી સાવ હતાશ થઈને તેમણે પિતાની જાતને દુર્દેવને આશરે છેડી દીધી અને તેઓ મિત્રરાજ્યના નિર્ણયની રાહ જોવા લાગ્યા. લગભગ બે વરસ પૂર્વે, મહાયુદ્ધ દરમ્યાન, એક ગુપ્ત કરાર કરીને મિત્રરાએ સ્મન તથા એશિયામાઇનરને પશ્ચિમ ભાગ ઇટાલીને આપવાનું વચન આપ્યું હતું. એ પહેલાં, કોન્સ્ટોન્ટિનોપલ, કાગળ ઉપર, રશિયાને ભેટ આપવામાં આવ્યું હતું અને આરબ દેશોને મિત્રરા વચ્ચે વહેંચી નાખવામાં આવ્યા હતા. એશિયામાઇનર ઇટાલીને આપી દેવા અંગેના ગુપ્ત કરારમાં રશિયાની સંમતિની જરૂર હતી. પરંતુ ઈટાલીના દુર્ભાગ્યે, એ કરવામાં આવે તે પહેલાં જ શેવિકોએ સત્તા હાથ કરી. એટલે એ કરાર મંજૂર ન થઈ શક્યો. આથી ઈટાલી મિત્રરા ઉપર અતિશય રોષે ભરાયું. તુર્કીની આ સ્થિતિ હતી. સુલતાનથી માંડીને છેલ્લામાં છેલ્લા તુર્ક સુધી સૌ પરાસ્ત થઈ ગયેલા જણુતા હતા. આખરે, “યુરેપને બીમાર પુરુષ' મરણું પામ્યું હતું અથવા કહો તે મરણ પામે છે એમ લાગતું હતું. પરંતુ ત્યાં આગળ મૂઠીભર તુકે એવા હતા જેઓ સામને કરે ગમે તેટલે વ્યર્થ જણાત હોય તેયે દેવ કે સંજોગે આગળ નમવાનો ઇન્કાર કરતા હતા. છેડે વખત તે તેમણે ગુપ્તતા અને ચૂપકીદીથી કાર્ય કર્યું અને મિત્રરાજ્યના સીધા કાબૂ નીચેના ભંડારમાંથી હથિયારે તથા બીજી સામગ્રી એકઠી કરીને કાળા સમુદ્ર મારફતે તે એનેલિયાના (એશિયામાઈનર) અંદરના ભાગમાં મેકલી દીધી. મુસ્તફા કમાલ પાશા આ ગુપ્ત કાર્યકરોમાં મુખ્ય હતું. મારા આગળના પત્રોમાં એના નામને ઉલ્લેખ હું કરી ચૂક્યો છું. અંગ્રેજોને મુસ્તફા કમાલ પાશા દીઠે ગમતું નહોતું. એના તરફ તેઓ શકની નજરે જતા હતા તથા એની ધરપકડ કરવા માગતા હતા. અંગ્રેજોની એડી નીચે આવેલા સુલતાનને પણ તે અપ્રિય હતે. પરંતુ તેણે ધાર્યું કે તેને દેશના છેક અંદરના ભાગમાં ધકેલી દે એ સલામતીભર્યું છે. આથી તેને પૂર્વ એનેલિયાના સૈન્યને વડો નિરક્ષક (ઇન્સ્પેકટર જનરલ) બનાવવામાં Page #436 -------------------------------------------------------------------------- ________________ ભસ્મમાંથી નવા લુકને ઉદય ૧૧૦૩ આવ્યું. નિરીક્ષણ કરવા જેવું સૈન્ય ત્યાં હતું જ નહિ; તેનું ખરું કામ તે તર્ક સૈનિકો પાસેથી હથિયારો લઈ લેવામાં મિત્ર રાજ્યને મદદ કરવાનું માનવામાં આવતું હતું. કમાલને માટે આ આદર્શ તક હતી. તેણે એ ઝડપી લીધી અને તરત જ પિતાના નવા કામે વળગવાને તે ઊપડી ગયો. અને એ . તરત જ ઊપડી ગયે, એ પણ સારું જ થયું; કેમ કે તેના ગયા પછી થોડા જ કલાકમાં સુલતાને પિતાને વિચાર બદલ્યા. કમાલ ઉપર વિશ્વાસ મૂક્વામાં રહેલું જોખમ તે એકાએક પામી ગયો અને મધરાતે તેણે તેને અટકાવવા માટે અંગ્રેજોને કહેવડાવ્યું. પરંતુ એટલામાં તે પક્ષી ઊડી ગયું હતું. કમાલ પાશા તથા બીજા મૂઠીભર તુર્કોએ એનેલિયામાં રાષ્ટ્રીય સામને સંગઠિત કરવાની શરૂઆત કરી. આરંભમાં તે તેમણે ચૂપકીદી અને સાવચેતીથી કાર્ય કરવા માંડયું અને ત્યાં મૂકવામાં આવેલા લશ્કરી અમલદારોને તેમણે પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરવા માંડ્યો. ઉપર ઉપરથી તે તેઓ સુલતાનના માણસે હોય એવી રીતે કાર્ય કરતા હતા પરંતુ કેન્સાન્ટિનોપલથી આવતા હુકમ તરફ તેઓ બિલકુલ લક્ષ આપતા નહિ. તે વખતે બનતા બનાએ તેમને મદદ કરી. કેકેસસના પ્રદેશમાં અંગ્રેજોએ આર્મીનિયાનું પ્રજાસત્તાક ઊભું કર્યું અને તુર્કીના પૂર્વ તરફના પ્રાંત તેમાં જોડી દેવાનું તેમણે વચન આપ્યું. (આર્મીનિયાનું પ્રજાસત્તાક આજે તે સેવિયેટના સંયુક્ત રાજ્યનો એક ભાગ છે.) આમીનિયાના લેકે તથા તુક લેકે વચ્ચે કટ્ટર વેર હતું અને ભૂતકાળમાં અનેક વાર તેમણે એકબીજાની તલ કરી હતી. તુર્કે સત્તાધારી હતા ત્યાં સુધી, ખાસ કરીને અબ્દુલ હમીદના અમલ દરમ્યાન આ ખૂનરેજીની રમતમાં હમેશાં તુર્કો જ જીતતા હતા. હવે તુર્કોને આર્મેનિયન લોકોના અમલ નીચે મુકાવું એ પિતાનું નિકંદન વહેરી લેવા જેવું હતું. એટલે એના કરતાં તે તેમણે લડી લેવાનું પસંદ કર્યું. આથી એનેલિયાના પૂર્વના પ્રાંતના તુર્કો કમાલ પાશાની હાકલ સાંભળવાને તૈયાર જ હતા. દરમ્યાન બીજે એક વધારે મહત્ત્વને બનાવ બન્યો અને તેણે તુર્કોને ઉશ્કેરી મૂક્યા. ૧૯૧૯ની સાલના આરંભમાં કાંસ તથા ઇંગ્લેંડ સાથે થયેલા તેમના ગુપ્ત કરારને એશિયામાઇનરમાં પિતાનું સૈન્ય ઉતારીને અમલ કરવાનો ઇટાલિયનોએ પ્રયાસ કર્યો, કેમ કે એ કરારને અમલ હજી સુધી થઈ શક્યું નહોતું. આ વસ્તુ ઈગ્લેંડ તથા કાંસને બિલકુલ ન રૂચી; એ વખતે તેઓ ઈટાલિયનને ઉત્તેજન આપવા માગતા નહોતા. એ બાબતમાં શું કરવું એ ન સૂઝવાથી ઈટાલિયનને થાપ આપવાના આશયથી તેમણે ગ્રીક લશ્કરને સ્મનને કબજે લેવા દીધે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ રીતે ગ્રીકને શાથી પસંદ કરવામાં આવ્યા? ફ્રેંચ અને બ્રિટિશ સૈન્ય યુદ્ધથી થાકી ગયાં હતાં અને તેમનું માનસ બળવાખોર થઈ ગયું હતું. એ સૈનિકે લશ્કરમાંથી વિખેરાઈ જઈને જેમ બને તેમ જલદી પિતપોતાને ઘેર પહોંચી જવા માગતા હતા. ગ્રીક લેકે નજીકમાં જ હતા અને એશિયામાઇનર તથા કાન્ટિનોપલ ખાલસા કરીને એ રીતે તેઓ પુરાણું બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય ફરીથી સ્થાપવાના સ્વપ્નાં સેવી રહ્યા હતા. વાત એમ હતી કે, બે મહા શક્તિશાળી ગ્રીકે મિત્રરાજ્યની મસલતમાં ભારે લાગવગ ધરાવનાર તથા તે વખતના બ્રિટનના વડા પ્રધાન લેઈડ જ્યજંના મિત્રો હતા. તેમને એક ગ્રીસ વડે, પ્રધાન વેનિઝેલસ હતા. બીજો સર બેસીલ હેરફ નામથી ઓળખાતે એક ભેદી પુરુષ હતું. તેનું મૂળ નામ બેસીલિયસ ઝકરિયા હતું. છેક ૧૮૭૭ની સાલમાં, તેની યુવાવસ્થામાં તે બાલ્કનમાંની શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનારી બ્રિટિશ પેઢીને એજન્ટ હતું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે તે યુરોપને અથવા કદાચ આખી દુનિયાને સૌથી તવંગર પુરુષ હતો અને મોટા મેટા રાજદ્વારી પુરુષો તથા સરકારે તેનું સન્માન કરવામાં ગૌરવ લેતાં હતાં. તેને મેટા મોટા ઇંગ્લિશ અને ફ્રેંચ ઇલકાબ આપવામાં આવ્યા હતા; ઘણાં છાપાંઓનો તે માલિક હતા અને પડદા પાછળથી ઘણી સરકારે ઉપર તે પિતાને ભારે પ્રભાવ પાડતે હતો. જાહેર પ્રજા એને વિષે કશું જાણતી નહોતી અને તે પ્રસિદ્ધિથી હમેશાં દૂર જ રહે. ઘણું દેશમાં પિતાના વતનની જેમ જ સુખચેનથી રહેનારા તથા ભિન્ન ભિન્ન લેકશાહી દેશની સરકારે ઉપર પિતાને પ્રભાવ પાડનારા તથા અમુક અંશે તેમનું નિયંત્રણ કરનારા આધુનિક આંતરરાષ્ટ્રીય શરાફેમાંને ખરેખર તે એક નમૂનેદાર આંતરરાષ્ટ્રીય શરાફ હતે. એવા લોકશાહી દેશમાં પ્રજાને તે લાગે છે કે તે પિતે જ પિતાનું શાસન કરે છે પરંતુ તેની પાછળ આંતરરાષ્ટ્રીય નાણુનું અણુછતું બળ કાર્ય કરી રહેલું હોય છે. ઝેહેરૉફ આટલે બધે ધનાઢ્ય કેવી રીતે બને? તેણે આટલું બધું મહત્ત્વ કેવી રીતે પ્રાપ્ત કર્યું? જાતજાતને શસ્ત્રસરંજામ વેચવાને તેને ધંધે હતું અને એ ધંધે નફાકારક હો, પણ ખાસ કરીને બાલ્કનમાં તે એ વિશેષે કરીને નફાકારક હતા. પરંતુ ઘણા લેકે એમ માને છે કે ઘણી નાની વયથી તે બ્રિટિશ જાસૂસી ખાતાને સભ્ય હતા. એ વસ્તુ એને વેપાર તથા રાજકારણમાં ભારે મદદગાર થઈ પડી અને ઉપરાઉપરી થયેલાં યુદ્ધોને કારણે તેને કોડને નફે થયે. આને કારણે તે એ સમયને એક મહાન ભેદી પુરુષ થઈ પડ્યો. તે હજી જીવે છે અને હૈલ (૧૯૩૩માં) તેની ઉંમર ૮૪ * વરસની હશે. આ અઢળક સંપત્તિશાળી અને ભેદી પુરષ તથા વેનિઝેલસ એ બંનેએ મળીને એશિયામાઇનરમાં ગ્રીક સૈન્ય મેકલવાની બાબતમાં લઈડ જ્યોર્જની Page #438 -------------------------------------------------------------------------- ________________ ભસ્મમાંથી નવા મુકીને ઉદય ૧૧૦૫ સંમતિ મેળવી લીધી. ઝેરોકે એ કાર્ય માટે નાણાં પૂરાં પાડવાનું માથે લીધું. એનું એ રોકાણું ફાયદાકારક ન નીવડયું, કેમ કે તુર્કો સાથેના તેમના યુદ્ધમાં ગ્રીકને ધીરેલા દશ કરોડ ડૉલર તેણે ગુમાવ્યા હતા એમ કહેવાય છે. ૧૯૧૯ની સાલના મે માસમાં ગ્રીક સ બ્રિટિશ વહાણોમાં બેસીને બ્રિટિશ, ફ્રેંચ અને અમેરિકન યુદ્ધજહાજોના રક્ષણ નીચે એશિયામાઇનરને કિનારે ઊતર્યા. તરત જ એ સૈન્યએ – મિત્રરાએ તુકને આપેલી એ ભેટે – જબરદસ્ત પાયા ઉપર કતલ અને અત્યાચાર કરવા માંડ્યા. ત્યાં આગળ ત્રાસનું એવું કારમું સામ્રાજ્ય વર્તી રહ્યું કે યુદ્ધથી થાકેલી દુનિયાનું જડ થઈ ગયેલું અંતઃકરણ પણ તેથી કમકમી ઊઠયું. ખુદ તુ ઉપર એની ભારે અસર થવા પામી અને મિત્રરાની ધૂંસરી નીચે તેમના ઉપર શું શું વિતવાનું હતું એ બધું તુર્ક લેકે પામી ગયા. અને પોતાના જૂના દુશ્મન અને તાબેદાર ગ્રીક લોકોને હાથે કતલ થઈ જવું તથા તેમના તરફને આ ગેરવર્તાવ સહન કરે ! તુર્કોના અંતરમાં ક્રોધની જવાળા ભભૂકી ઊઠી અને રાષ્ટ્રીય ચળવળને વેગ મળે. એમ કહેવાય છે કે, કમાલ પાશા આ ચળવળને નેતા હતો એ ખરું પણ વાસ્તવમાં ગ્રીકેએ લીધેલા સ્મર્નના કબજાને પરિણામે એ લડત પેદા થઈ હતી. ત્યાં સુધી ઢચુપચુ સ્થિતિમાં રહેલા ઘણુ તુર્ક અમલદારે હવે એ ચળવળમાં જોડાયા. એમ કરવામાં સુલતાનની સત્તાને પડકાર કરવાપણું હતું પરંતુ તેની તેમણે પરવા ન કરી. કેમ કે સુલતાને હવે કમાલ પાશાની ધરપકડ કરવાનો હુકમ કર્યો હતે. ૧૯૧૯ના સપ્ટેમ્બર માસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક પરિષદ એનેટેલિયામાં આવેલા સિવાસ આગળ મળી. તેણે આ નવી લડત ઉપર મહેર મારી અને કમાલ પાશાને પ્રમુખપદે એક કાર્યવાહક સમિતિ નીમવામાં આવી. એ પરિષદે એક “રાષ્ટ્રીય કરાર” પણ પસાર કર્યો. તેમાં મિત્રરા સાથે કરવાની સુલેહ માટેની ઓછામાં ઓછી શરતે રજૂ કરવામાં આવી હતી. એ શરત મુજબની સુલેહ એટલે કે પૂર્ણ સ્વતંત્રતાના ધોરણે સુલેહ એવો અર્થ થતો હતો. કૉસ્માન્ટિનોપલમાંના સુલતાન ઉપર એની અસર થવા પામી અને તે કંઈક ભડક્યો. તેણે પાર્લમેન્ટની નવી બેઠક બોલાવવાનું વચન આપ્યું અને ચૂંટણી માટેના હુકમ કાઢ્યા. એ ચૂંટણીમાં સિવાસ પરિષદના લેકેને ભારે બહુમતી મળી. કમાલ પાશાને કૉસ્માન્ટિનોપલના લોકો ઉપર વિશ્વાસ ન હતું એટલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તેણે ત્યાં ન જવાની સલાહ આપી. પરંતુ તેમણે એ સલાહ ન માની અને રઉફ બેગના નેતૃત્વ નીચે તેઓ ઇસ્તંબૂલ (હવે પછી હું કોન્ટ્રાન્ટિનોપલને ઇસ્તંબૂલ જ કહીશ.) ગયા. તેમને ત્યાં જવાનું એક કારણ એ હતું કે, જે નવી પાર્લમેન્ટની બેઠક સુલતાનને પ્રમુખપદે Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈસ્તંબૂલમાં મળે છે તેઓ તેને માન્ય રાખશે એવી મિત્રરાએ જાહેરાત કરી હતી. પિતે પાર્લમેન્ટનો સભ્ય ચૂંટાયા હતે છતાંયે કમાલ પાશા ત્યાં ન ગયે. ૧૯૨૦ના જાન્યુઆરી માસમાં ઇસ્તંબૂલમાં નવી પાર્લમેન્ટની બેઠક મળી અને તેણે સિવાસ પરિષદે ઘડી કાઢેલે “રાષ્ટ્રીય કરાર” માન્ય રાખે. ઈસ્તંબૂલમાંના મિત્રરાજ્યના પ્રતિનિધિઓને આ વસ્તુ બિલકુલ ન ગમી. પાર્લમેન્ટે કરેલી બીજી કેટલીક વસ્તુઓ પણ તેમને ન રૂચી. છ અઠવાડિયાં પછી તેમણે મિસર તેમ જ બીજા ભાગમાં અજમાવી હતી તેવી તેમની હમેશ મુજબની કઠેર રીત અજમાવવાનો નિર્ણય કર્યો. બ્રિટિશ સેનાપતિ પિતાના સૈન્ય સાથે ઇસ્તંબૂલ પહોંચે, એ શહેરને તેણે કબજે લીધે, ત્યાં આગળ લશ્કરી કાયદે જાહેર કર્યો તથા રઉફ બેગ સહિત ચાળીશ રાષ્ટ્રવાદી ધારાસભ્યોની ધરપકડ કરી. અને તેમને માલ્ટામાં હદપાર કર્યા! “રાષ્ટ્રીય કરાર” મિત્રરાને મંજૂર નથી, બસ, કેવળ એટલું દર્શાવવા ખાતર જ અંગ્રેજોએ આ સાવ હળવી રીત અજમાવી હતી. વળી તુક પાછું અતિશય ખળભળી ઊઠયું. સુલતાન અંગ્રેજોના હાથમાં પૂતળા સમાન બની ગયો છે એ વસ્તુ હવે સ્પષ્ટ થઈ ગઈઘણું તુક ધારાસભ્ય અંગેરા છટકી ગયા અને પાર્લમેન્ટની બેઠક ત્યાં આગળ મળી. પાર્લમેન્ટ પિતાનું નામ “તુકની રાષ્ટ્રીય ધારાસભા” (ગ્રાન્ડ નેશનલ એસેન્લી ઓફ તુકી) રાખ્યું. એ ધારાસભાએ પિતાને દેશની સરકાર તરીકે જાહેર કરી અને જણાવ્યું કે, બ્રિટિશરોએ શહેરને કબજે લીધે તે દિવસથી સુલતાન તથા ઈસ્તંબૂલની સરકાર કાર્ય કરતી બંધ પડી ગઈ છે. સુલતાને એના બદલામાં કમાલ પાશા તથા બીજાઓને બંડખોર જાહેર કરીને તેમને ધર્મબહાર મૂક્યા તથા તેમને મોતની સજા ફરમાવી. વળી તેણે એવું પણ જાહેર કર્યું કે કમાલ પાશાનું તેમ જ બીજાઓનું ખૂન કરનારાઓએ પવિત્ર કાર્ય કર્યું ગણાશે અને તેમને અહીં આ દુનિયામાં તેમ જ પરલેકમાં બદલે મળશે. યાદ રાખજે કે એ સુલતાન ખલીફ એટલે કે ધર્મને વડે પણ હતું અને ખૂન કરવા માટેની તેની ખુલ્લેખુલ્લી આજ્ઞા એ અતિ ભયંકર વસ્તુ હતી. કમાલ પાશા સરકારે જેને પીછો પકડ્યો હતે એ બંડખેર જ નહોતી પણ તે ધર્મય્યત થયેલે પુરુષ પણ હતું અને કોઈ પણ ધર્માધ કે ઝનૂની માણસ તેનું ખૂન કરી શકતા હતા. સુલતાને રાષ્ટ્રવાદીઓને કચરી * નાખવા માટે તેનાથી બનતું બધુંયે કર્યું. તેણે તેમની સામે ધર્મયુદ્ધ અથવા જેહાદ પિકારી અને તેમની સામે લડવા માટે તેણે સ્વયંસેવકનું બનેલું એક ખલીફનું સૈન્ય ઊભું કર્યું. ધાર્મિક પદવી ધરાવનારાઓને ઠેરઠેર બંડે ઉઠાવવા માટે મેકલવામાં આવ્યા. ઠેકઠેકાણે બંડે થયાં અને થડા સમય માટે તે આખા તુર્કીમાં આંતરયુદ્ધ ભભૂકી ઊઠયું. એ અતિ કારમું યુદ્ધ હતું. Page #440 -------------------------------------------------------------------------- ________________ છે . તો ભસ્મમાંથી નવા મુકીને ઉદય દર ૧૧૦૭ એમાં એક શહેર બીજા શહેર સામે અને ભાઈ ભાઈ સામે લડત હતા અને ઉભય પક્ષે નિર્દય ક્રૂરતા દાખવી. દરમ્યાન સ્મનના ગ્રીકે જાણે આખા દેશના સ્વામી બની ગયા હોય તેમ વર્તતા હતા અને તેઓ અતિશય જંગલી સ્વામીઓ હતા. ફળદ્રુપ પ્રદેશને તેમણે ઉજજડ કરી મૂક્યા અને ઘરબાર વિનાના થયેલા હજારે તુકને તેમણે ત્યાંથી હાંકી કાઢ્યા. આ રીતે તેઓ આગળ વધતા ગયા કેમ કે તુકે તેમનો જરાયે અસરકારક સામને કરી શક્યા નહિ. - રાષ્ટ્રવાદીઓને જેવીતેવી પરિસ્થિતિનો સામનો કરવાને નહોતે. દેશમાં ધર્મની મંજૂરીથી તેમની સામે આંતરયુદ્ધ ચાલી રહ્યું હતું તથા વિદેશી હુમલાખોર તેમની સામે કૂચ કરી રહ્યો હતો અને સુલતાન તથા હુમલાખોર ગ્રીકે એ બંનેની પાછળ જર્મની ઉપર વિજય મેળવ્યા પછી આખી દુનિયા ઉપર પ્રભુત્વ ધરાવતાં મિત્રરાજ્યો હતાં. પરંતુ કમાલ પાશાએ પિતાની પ્રજાને આ હાકલ કરી: “ જીતે યા પૃથ્વીના પડ ઉપરથી ભૂંસાઈ જાઓ.” રાષ્ટ્રવાદીઓ નિષ્ફળ નીવડે તે તમે શું કરે એવા એક અમેરિકનના પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, “પિતાની હસ્તી તથા આઝાદી માટે આખરી બલિદાન આપનારી પ્રજા કદીયે નિષ્ફળ નીવડી નથી. પ્રજા નિષ્ફળ નીવડે એટલે સમજવું કે તે મરી ગઈ છે.” દુઃખમાં ડૂબેલા તુ માટે મિત્રરાએ ઘડી કાઢેલી સંધિ ૧૯૨૦ના ઓગષ્ટ માસમાં પ્રસિદ્ધ કરવામાં આવી; એને એવરેની સંધિ કહેવામાં આવે છે. એમાં તુકની સ્વતંત્રતાને અંત હતો. તુર્કના સ્વતંત્ર રાષ્ટ્રને એમાં મતની સજા ફરમાવવામાં આવી હતી. દેશને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખવામાં આ એટલું જ નહિ પણ ત્યાં રહીને નિયંત્રણ કરવા માટે ખુદ ઈસ્તંબૂલમાં મિત્રરાનું કમિશન નીમવામાં આવ્યું. દેશભરમાં ભારે શોક વ્યાપી ગયે અને રાષ્ટ્રીય શેકને દિન પાળવામાં આવ્યો. એ દિવસે પ્રાર્થના કરવામાં આવી અને હડતાલ પાડવામાં આવી. શોક દર્શાવવા માટે કાળી કિનારવાળાં છાપાંઓ પ્રસિદ્ધ થયાં. આમ છતાંયે સુલતાનના પ્રતિનિધિઓએ એ સંધિ ઉપર સહી કરી. રાષ્ટ્રવાદીઓએ તે બેશક એને તિરસ્કારપૂર્વક ફેંકી દીધી. પરંતુ એ સંધિની પ્રસિદ્ધિને પરિણામે રાષ્ટ્રવાદીઓનું બળ વધવા પામ્યું અને ભારે અવનતિમાંથી પિતાના દેશને ઉગારવા માટે વધુ ને વધુ તુકે તેમના પક્ષમાં ભળ્યા. પરંતુ બળ ઉઠાવનાર તુક ઉપર આ સંધિને અમલ કણ કરનાર હતું ? મિત્રરા પિતે એ કરવા તૈયાર નહોતાં. તેમણે પિતાનાં સૈન્ય વિખેરી નાખ્યાં હતાં અને પોતપોતાના દેશમાં તેમને લશ્કરમાંથી છૂટા કરવામાં આવેલા સૈનિક તથા મજૂરના ધૂંધવાટને સામને કરવાનું હતું. પશ્ચિમ યુરોપના દેશોમાં હછ વાતાવરણમાં બળવાની ભાવના વ્યાપી રહી હતી. આ ઉપરાંત Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૮ જગતના ઇતિહાસનું રેખાદર્શીન મિત્રરાજ્યામાં અંદર અંદર કલહ પેદા થયા હતા અને યુદ્ધની લૂંટ વહેંચવાની બાબતમાં તેઓ એકબીજા સામે લડતાં હતાં. પૂર્વના દેશોમાં ઇંગ્લેંડને અને કંઈક અંશે ફ્રાંસને જોખમકારક પરિસ્થિતિના સામના કરવાનું આવી પડયું હતું. ચાના મેન્ડેટ' નીચેના સીરિયામાં ભારે અસ ંતોષની લાગણી પેદા થઈ હતી અને મુશ્કેલી ઊભી થવાનાં ચિહ્નો ત્યાં નજરે પડતાં હતાં. મિસરમાં ખૂનખાર ખળવા ફાટી નીકળ્યા હતા પરંતુ અંગ્રેજોએ તે મજબૂત હાથે દાખી દીધા હતો. હિંદુસ્તાનમાં ૧૮૫૭ના બળવા પછી પહેલવહેલી મહાન ક્રાંતિકારી પણ શાંતિમય ચળવળ શરૂ થઈ ગઈ હતી. આ ગાંધીજીની આગેવાની નીચેની અસહકારની ચળવળ હતી અને ખિલાફત તથા તુર્કી પ્રત્યે દાખવવામાં આવેલા ગેરવર્તાવ એ એ ચળવળને એક પ્રધાન મુદ્દો હતો. આ ઉપરથી આપણુને જણાય છે કે મિત્રરાજ્યા તેમની પોતાની સંધિ તુર્કી ઉપર બળજબરીથી ઢાકી બેસાડી શકવાની સ્થિતિમાં નહોતાં તેમ જ તુ રાષ્ટ્રવાદી છડેચોક તેને ઠોકરે મારે એ ચલાવી લેવાને પણ તે તૈયાર નહોતાં. આથી તેમણે તેમના મિત્ર વેનિસેલસ તથા ઝેહેરૉફ તરફ નજર કરી. અને એ બંને ગ્રીસ વતી એ કાર્ય પાર પાડવાનું બીડું ઝડપવા સંપૂર્ણ પણે તૈયાર હતા. લડાયક જીસ્સા ગુમાવી બેઠેલા તુર્કા ઝાઝી તકલીફ આપશે એમ કાઈ પણ ધારતું નહોતું અને એશિયામાઇનરનું ઇનામ લલચાવનારું હતું. એશિયામાઇનરમાં ખીજું વધારે ગ્રીક સૈન્ય ઊતર્યું અને ગ્રીસ-તુર્કી વચ્ચેના વિગ્રહ મોટા પાયા ઉપર શરૂ થયા. ૧૯૨૦ના આખાયે ઉનાળા તથા પાનખર ઋતુ દરમ્યાન વિજય શ્રીકાને વરતા જણાતા હતા અને એ દરમ્યાન તેમણે પોતાની સામે લડવા આવેલા તુર્કોંને ભગાડી મૂકવ્યા. કમાલ પાશા તથા તેના સાથીઓએ ભાગી પડેલા સૈન્યના તેમને હાથ આવેલા અવશેષોમાંથી એક મજબૂત અને અસરકારક લશ્કર ઊભું કરવા માટે દિનરાત અવિરત પ્રયાસ કર્યાં. આ ધડીએ તેમને ખરી મદદ મળી ગઈ — જે વખતે તેમને એ અતિશય જરૂરી હતી તે જ ટાંકણે તેમને એ મળી ગઈ. સેવિયેટ રશિયાએ તેમને શસ્ત્ર અને નાણાં પૂરાં પાડ્યાં. ઇંગ્લંડ તેનું સામાન્ય દુશ્મન હતું. કમાલ પાશાનું બળ વધતું જોઈ ને મિત્રરાજ્ય એ યુદ્ઘના પરિણામની બાબતમાં સાશક બન્યાં અને તેમણે સુલેહની વધુ સારી શરતા રજૂ કરી. પરંતુ કમાલ પાશાના પક્ષકારાને સંતોષે એવી તે નહેાતી એટલે તેમણે તેને અસ્વીકાર કર્યાં. આથી મિત્રરાજ્યાએ ગ્રીસ અને તુર્કો વચ્ચેના વિગ્રહની બાબતમાં પોતાના હાથ ધેાઈ નાખ્યા અને તેમણે એમાં પોતાની તટસ્થતા જાહેર કરી. શ્રીકાને એ વિગ્રહમાં સડાવ્યા પછી તેમને વિષમ દશામાં મૂકીને મિત્રરાજ્યાએ ચાલતી પકડી. એટલું જ નહિ, ફ્રાંસે તેમ જ કંઈક અંશે ઇટાલીએ તેા ગુપ્ત Page #442 -------------------------------------------------------------------------- ________________ ભસ્મમાંથી નવા તુકીને ઉદય ૧૧૦૯ રીતે તુર્કો સાથે મૈત્રી કરવાને સુધ્ધાં પ્રયાસ કર્યો. અંગ્રેજે છેડેઘણે અંશે રીકેના પક્ષમાં રહ્યા ખરા પરંતુ બિનસત્તાવાર રીતે. ૧૯૨૧ના ઉનાળામાં ગ્રીકાએ તુર્કીના પાટનગર અંગોરાને કબજે લેવાને ભગીરથ પ્રયાસ કર્યો. એક પછી એક શહેરને કબજો લેતા લેતા તેઓ એની નજીક આવી પહોંચ્યા. પરંતુ આખરે સકરિયા નદી આગળ તેમને અટકાવવામાં આવ્યા. એ નદી પાસે બંને સભ્યોએ ત્રણ અઠવાડિયાં સુધી એકબીજાને ભીષણ અને લગાતાર મુકાબલે કર્યો. સહેજ પણ નમતું આપ્યા કે દયા રાખ્યા વિના તેમનાં સદીઓ જૂનાં વેરની તીવ્ર લાગણુથી તેઓ સામસામાં લડ્યાં. એ યુદ્ધ સહનશીલતાની ભયંકર કસોટીરૂપ થઈ પડયું; તુર્કો જેમ તેમ કરીને એમાં ટકી રહ્યા પરંતુ ગ્રીક પાછા પડ્યા અને તેમણે રણક્ષેત્ર છેડી દીધું. પિતાની હમેશની રીત મુજબ, માર્ગમાં જે કંઈ આવે તે બાળતું અને તેને સંહાર કરતું ગ્રીક સૈન્ય પાછું ગયું. આ રીતે તેણે ૨૦૦ માઈલના ફળદ્રુપ પ્રદેશને વેરાન રણમાં ફેરવી નાખે. સંકરિયા નદીના યુદ્ધમાં તુર્કોને જેમ તેમ કરીને જીત મળી હતી. એને આખરી છત તે ન જ કહી શકાય પરંતુ એમ છતાયે એ યુદ્ધને આધુનિક કાળના એક નિર્ણયાત્મક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે. એણે પ્રવાહની દિશા બદલી નાખી. છેલ્લાં બે હજાર કે તેથીયે વધારે વરસો દરમ્યાન એશિયામાઈનરની ઇચે ઈંચ ભૂમિને માનવી લેહીથી છાંટનાર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની મહાન લડાઈઓમાંની એક તે હતી. બંને સૈન્ય થાકી ગયાં હતાં એટલે તેઓ આરામ લઈને તાજા થવાને તથા ફરીથી સંગઠિત થવાને બેસી ગયાં. પરંતુ કમાલ પાશાને સિતારે બેશક ઊંચે ચડતે જ હતો. ફ્રેંચ સરકારે અંગારા સાથે સંધિ કરી. અંગેરા અને સેવિયેટ વચ્ચે તે ક્યારનીયે સંધિ થઈ ચૂકી હતી. કાંસની માન્યતા પ્રાપ્ત થવાથી મુસ્તફા કમાલ પાશાને નૈતિક તેમ જ ભૌતિક ફાયદો થયો. એને લીધે સીરિયાની સરહદ ઉપરનું તુર્ક લશ્કર ગ્રીક સામે લડવા માટે છૂટું થયું. બ્રિટિશ સરકાર પૂતળા સમાન નામના સુલતાન તથા ઇસ્તંબૂલની નમાલી સરકારને હજીયે ટેકો આપ્યા કરતી હતી એટલે આ ક્રાંસની સંધિથી તેના ઉપર ભારે ફટકો પડ્યો. ૧૯૨૨ની સાલમાં, એકાએક પણ અતિશય કાળજીભરી તૈયારી પછી તુર્ક લશ્કરે ગ્રીકે ઉપર હલ્લે કર્યો અને એક સપાટે તેમને સમુદ્ર સુધી ધકેલી કાઢયા. આઠ દિવસમાં ગ્રીકે ૧૬૦ માઈલ પાછા હઠવ્યા પરંતુ પાછા હઠતાં હઠતાં પણ તુક સ્ત્રી, પુરુષ કે બાળકમાંથી જે કઈ હાથ આવ્યું તે સૌની કતલ કરીને તેમણે વેર વાળ્યું. તુર્કોએ પણ એટલી જ નિર્દયતા દાખવી અને તેમણે બહુ જ ઓછા ગ્રીકને કેદ પકડ્યા. પરંતુ જે થેડાઓને કેદ પકડવામાં ज-२८ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યા તેમાં ગ્રીક સેનાપતિ તથા તેના હાથ નીચેના અમલદારો હતા. મેટા ભાગનું ગ્રીક લશ્કર સમુદ્રવાટે મોંમાંથી છટકી ગયું પરંતુ એ શહેરના ધણાખરો ભાગ બાળી મૂકવામાં આવ્યા. આ વિજય પછી કમાલ પાશાએ પોતાના લશ્કર સાથે ઇસ્તંબૂલ તરફ કૂચ કરી. એ શહેરની પાસે જ ચનક આગળ બ્રિટિશ લશ્કરે તેને અટકાવ્યે અને ૧૯૨૨ના સપ્ટેમ્બર માસમાં તુર્કી અને ઇંગ્લંડ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની વાતો ચાલવા લાગી. પરંતુ બ્રિટિશાએ તુર્કીની લગભગ બધી જ માગણીઓ કબૂલ રાખી અને તહફૂખીના કરાર ઉપર સહી થઈ. એ કરારમાં, થ્રેસમાં હજી પણ જે ગ્રીક લશ્કર બાકી રહ્યું હતું તેમની પાસેથી તે દેશ ખાર્લી કરાવવાનું મિત્રરાજ્યોએ વચન આપ્યું. નવા તુર્કીની પાછળ હમેશાં સોવિયેટ રશિયાનુ પ્રેત રહેલુ હતુ અને જેમાં તુર્કીને રશિયાની મદદ મળવાનો સંભવ હતા એવું યુદ્ધ સળગાવવાનુ મિત્રરાજ્યાને રુચતું નહોતું. મુસ્તફા કમાલ પાશાને વિજય થયા હતા અને ૧૯૧૯ની સાલના મૂઠીભર બળવાખારો હવે મહાન સત્તાઓના પ્રતિનિધિએ સાથે સમાન દરજ્જાની વાત કરવા લાગ્યા. મહાયુદ્ધ પછી આવેલી મતા, મિત્રરાજ્યામાં પડેલી ફાટફૂટ, અંગ્રેજોનું હિંદ તથા મિસરના મામલામાં પરોવાયેલું લક્ષ, સાવિયેટ રશિયાની મદદ તથા અ ંગ્રેજોએ કરેલાં અપમાના ઇત્યાદિ અનેક સંજોગે એ બહાદુર ટાળીને મદદરૂપ નીવડ્યા હતા, પરંતુ એ બધા ઉપરાંત તેમને અડગ નિશ્ચય, પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવાના તેમના દૃઢ સંકલ્પ તથા તુ ખેડૂત અને સૈનિકના આશ્ચર્યકારક લડાયક ગુણાને કારણે તેમને વિજય થયા હતા. લાસાંમાં એક સુલેહપરિષદ મળી અને તે ઘણા મહિનાઓ સુધી ચાલુ રહી. મિજાજથી ભરેલા અને જોહુકમી કરનાર ઇંગ્લેંડના પ્રતિનિધિ લૉર્ડ કર્ઝન તથા કંઈક બહેરા ઇસ્મત પાશા વચ્ચે વિચિત્ર પ્રકારના દાવપેચ ચાલ્યા. ઇસ્મત પાશા તેા જરા પણ મિજાજ ગુમાવ્યા વિના આખા વખત હસતા રહેતા અને તેને જે ન સાંભળવું હોય તે સાંભળતા નહાતા. તેની આવી વર્તણૂકથી કર્ઝનનેા પિત્તો ખસી જતા. હિંદના વાઇસરૉયની રીતે કામ લેવાને ટેવાયેલા અને તે વિના પણ ભારે દમામદાર કર્ઝને દમદાટી અને જોહુકમીની રીતે અજમાવી જોઈ પરંતુ બહેરા અને મહાસ્ય કરતા ઇસ્મત ઉપર તેની જરાયે અસર થવા પામી નહિ. આથી ચિડાઈ ને કર્ઝન ચાલ્યા ગયા અને પિરષદ તૂટી પડી. થોડા વખત પછી એ પરિષદ ફરીથી મળી પરંતુ તેમાં કર્ઝનને ખલે ખીન્ને બ્રિટિશ પ્રતિનિધિ આબ્યો. રાષ્ટ્રીય કરાર 'માં રજૂ કરવામાં આવેલી એક સિવાયની બધી માગણીઓ માન્ય રાખવામાં આવી અને ૧૯૨૩ના જુલાઈ માસમાં લાસાંની સધિ ઉપર સહી થઈ. સેવિયેટ રશિયાના ટેકા તથા મિત્રરાજ્યાની અંદર અંદરની ઇર્ષા કરીથી તુને મદદરૂપ નીવડ્યાં. * Page #444 -------------------------------------------------------------------------- ________________ ભસ્મમાંથી નવા તુકીને ઉદય ૧૧૧૧ ગાઝી એટલે કે વિજયી કમાલ પાશાને તે જે પ્રાપ્ત કરવાને બહાર પડ્યો હતે તેમાંનું ઘણુંખરું મળી ગયું. પરંતુ પહેલેથી જ પિતાની ઓછામાં ઓછી માગણી રજૂ કરવાનું તેણે ડહાપણ દર્શાવ્યું હતું અને વિજયની પળે પણ તે તેને વળગી રહ્યો. તુક નહિ એવા અરબસ્તાન, ઈરાક, પૅલેસ્ટાઈન તથા સીરિયા વગેરે પ્રદેશ ઉપર તુર્કોનું આધિપત્ય કાયમ રાખવાને ખ્યાલ તેણે બિલકુલ છોડી દીધું હતું. તે તે તુકેને મુલક - જ્યાં આગળ તુર્ક પ્રજા વસતી હતી તે મુલક સ્વતંત્ર રહે એમ ઇચ્છતા હતા. બીજી પ્રજાઓના વ્યવહારમાં તુર્કે દખલ કરે એવું તે ચહાતા નહે તેમ જ તુર્કીમાં બીજી કઈ વિદેશી પ્રજા માથું મારે એ નભાવી લેવા પણ તે તૈયાર નહોતે. આ રીતે તુક એ સંઘટિત અને એકરૂપ દેશ બન્યો. થોડાં વરસ બાદ ગ્રીકેની સૂચનાથી વસતીની અસાધારણ પ્રકારની અદલાબદલી કરવામાં આવી. એનેટોલિયામાં બાકી રહેલા ગ્રીકને પાછા ગ્રીસ મોકલવામાં આવ્યા અને એના બદલામાં ગ્રીસમાંના તુને તુકમાં લાવવામાં આવ્યા. આ રીતે લગભગ પંદર લાખ ગ્રીકેની અદલાબદલી કરવામાં આવી. એમાંના મોટા ભાગનાં ગ્રીક તથા તુર્ક કુટુંબો અનેક પેઢીઓ અને સર્દીઓથી અનુક્રમે એનેટોલિયા તથા ગ્રીસમાં રહેતાં આવ્યાં હતાં. પ્રજાઓને સ્થાનભ્રષ્ટ કરવાને આ એક અસાધારણ બનાવ હતું અને એને પરિણામે તુકને આર્થિક વ્યવહાર બિલકુલ અસ્તવ્યસ્ત થઈ ગયે. એમ થવાનું કારણ એ હતું કે તુક પહેલાં કરતાં પણ વધારે પ્રમાણમાં સમાન પ્રજાવાળે દેશ બન્યું. અને એ રીતે આજે તે યુરેપ તથા એશિયાના બધા દેશોમાં કદાચ સૌથી વધારે સમાનતાવાળો દેશ હશે. ઉપર હું તને કહી ગયે કે, લેસાંની સંધિમાં તુર્કોની એક અપવાદ સિવાયની બધી માગણીઓ માન્ય રાખવામાં આવી. આ અપવાદ “વિલાયત” અથવા ઇરાકની સરહદ પાસે આવેલ મેસલ પ્રાંત હતો. બધા પક્ષે એ બાબતમાં સંમત ન થઈ શક્યા એટલે એ બાબત પ્રજાસંધ આગળ રજૂ કરવામાં આવી. કંઈક અંશે તેના તેલના કૂવાઓને લીધે, પણ ખાસ કરીને તેના લશ્કરી મહત્ત્વને કારણે તેનું ભારે મહત્ત્વ હતું. મેસલના પહાડને કબજો હાથમાં રાખો એટલે કે કંઈક અંશે તુર્કી, ઈરાક અને ઈરાન તેમ જ રશિયાના કેકેસસ પ્રદેશ ઉપર પણ પ્રભુત્વ જમાવવું. તુક માટે તે એનું મહત્ત્વ દેખીતું હતું. હિંદ જવાના હવાઈ તથા જમીન માર્ગોના રક્ષણ અર્થે તેમ જ સેવિયેટ રશિયા ઉપર આક્રમણ કરવા અથવા તેના હુમલા સામે રક્ષણ કરવાને બ્રિટન માટે પણ એ પ્રદેશ એટલે જ મહત્ત્વને હતે. તું નકશે જોશે તે મેસલનું સ્થાન કેટલું બધું મહત્ત્વનું છે એને તને ખ્યાલ આવશે. પ્રજાસંઘે આ પ્રશ્નને બ્રિટનની તરફેણમાં નિર્ણય આપે. તુર્કોએ એ માન્ય રાખવાની સાફ ના પાડી અને ફરી પાછી યુદ્ધની વાતો થવા લાગી. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ જ અરસામાં ૧૯૨૫ના ડિસેમ્બર માસમાં રશિયા અને તુક વચ્ચે નવી સંધિ થઈ. પરંતુ અંગેરા સરકારે આખરે એ બાબતમાં નમતું આપ્યું અને મસલ પ્રાંત ઇરાકના નવા રાજ્યને મળ્યો. લગભગ અગિયાર વરસ પૂર્વે ગ્રીકે ઉપર કમાલ પાશાએ મેળવેલી મહાન છતના ખબર સાંભળીને અમને કેટલે બધે આનંદ થયે હતા તે મને બરાબર યાદ છે. એ ૧૯૨૨ની સાલના ઑગસ્ટ માસમાં અફિયમ કુરાહીસારનું યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં તુર્કોએ ગ્રીકાના મરચાને ભેદીને ગ્રીકસૈન્યને સ્મર્ણા અને સમુદ્ર સુધી ભગાડી મૂક્યું હતું. અમારામાંના ઘણું તે વખતે લખનૌની જિલ્લા જેલમાં હતા અને ત્યાં આગળ અમને જે કંઈ વસ્તુઓ મળી શકી તેનાથી અમારી જેલની બૅરેકે શણગારીને અમે તુકને એ વિજય ઊજવ્યું હતું. સાંજે થેડી દીપમાળા પ્રગટાવવામાં પણ અમે પ્રયત્ન કર્યો હતો. ૧પ૯. કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૮ મે, ૧૯૩૩ આપણે તુર્કીના પરાજયના અંધકારમય કાળથી માંડીને તેમના વિજયના દિવસ સુધીની તેમની કથા જોઈ ગયાં. આપણે એ પણ જોયું કે તુર્કોને દાબી દેવાને તેમ જ તેમને દુર્બળ બનાવવાને મિત્રરાએ અને ખાસ કરીને બ્રિટિશોએ જે જે પગલાં લીધાં તેની તેમના ઉપર ઊલટી જ અસર થઈ. તેમનાં એ પગલાંઓએ ખરેખર રાષ્ટ્રવાદીઓને સબળ બનાવ્યા અને તેમની સામે છેવટ સુધી લડત ચલાવવાના તેમના નિશ્ચયને વજી જે દઢ બનાવ્યું. તુર્કીના ટુકડેટુકડા કરી નાખવાના મિત્રરાજ્યના પ્રયત્ન, સ્મનમાં મોકલવામાં આવેલું ગ્રીક સૈન્ય, ૧૯૨૦ની સાલના માર્ચ માસમાં બ્રિટિશએ લીધેલે કોન્સ્ટાન્ટિનોપલના રાજ્યતંત્રને કબજે તથા રાષ્ટ્રવાદી નેતાઓની તેમણે કરેલી ધરપકડ અને તેમની હદપારી, રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ બ્રિટિશેએ તેમના પૂતળા સમાન સુલતાનને આપેલ ટેકે – આ બધાને કારણે તુકેના અંતરમાં ક્રોધની વાળા ભભૂકી ઊઠી અને સામને કરવા માટે ઉત્સાહ તેમનામાં ઊભરાવા લાગે. વીર પ્રજાને તેજોવધ કરવાના તથા તેને કચરી નાખવાના પ્રયત્નનું અનિવાર્ય રીતે આવું જ પરિણામ આવે છે , મુસ્તફા કમાલ પાશા તથા તેના સાથીઓએ તેમને મળેલા વિજયને કે ઉપયોગ કર્યો? કમાલ પાશા જૂની ઘરેડને વળગી રહેવામાં માનતા નહોતે; તે તુર્કીને સંપૂર્ણપણે પલટી નાખવા માગતું હતું. તેના વિજય પછી તે પ્રજામાં ભારે કપ્રિય થઈ પડ્યો હતો પરંતુ બહુ સાવધાનીથી તેને આગળ વધવું પડયું; Page #446 -------------------------------------------------------------------------- ________________ કમાલ પાશા ભૂતકાળનાં અધના ફગાવી દે છે કેમ કે ધર્મ અને પરંપરાના પાયા ઉપર રચાયેલી પુરાણી જીવનપદ્ધતિથી અળગી કરીને પ્રજાને નવે રસ્તે વાળવી એ કંઈ નાનીસૂની વાત નથી. કમાલ પાશાને તો સુલતાનિયત તેમ જ ખિલાતા એ તેને રદ કરવાં હતાં પરંતુ તેના ઘણા સાથીઓ એની વિરુદ્ધ હતા અને ઘણુંકરીને તુ પ્રજાની સામાન્ય લાગણી પણ એવા ફેરફારની સામે હતી. પૂતળા સમાન વહીદુદ્દીન સુલતાન તરીકે ચાલુ રહે એમ તો કાઈ ચે નહાતુ તું. પ્રજા તેને દેશદ્રોહી તરીકે ધિક્કારતી હતી; કેમ કે તેણે પોતાના દેશને પરદેશીઓને વેચી દેવા પ્રયત્ન કર્યાં હતા. પરંતુ સાચી સત્તા રાષ્ટ્રની ધારાસભાના હાથમાં રહે એવી એક પ્રકારની બંધારણીય સુલતાનિયત તથા ખિલાફત ા લકાને જોતી હતી. કમાલ પાશાને આવે વચલા મા જોઈ તા ન હતા અને તે યાગ્ય તકની રાહ જોવા લાગ્યા. ૧૧૧૩ હંમેશની જેમ બ્રિટિશાએ આ તક પૂરી પાડી. લેાસાંની સુલેહુ પરિષદ માટેની તૈયારી ચાલી રહી હતી ત્યારે બ્રિટિશ સરકારે સુલેહની શરતાની વાટાઘાટ ચલાવવા માટે ઇસ્તંબૂલમાંના સુલતાનને પ્રતિનિધિએ મેાકલવા જણાવ્યું અને વધુમાં એ જ આમંત્રણ અંગારા પણ મોકલી આપવા તેને વિનતી કરી. યુદ્ધ જીતનાર અંગારાની રાષ્ટ્રીય સરકાર પ્રત્યે દર્શાવવામાં આવેલા આ અધટત વર્તાવથી તેમ જ પૂતળા સમાન સુલતાનને ફરીથી આગળ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયત્નને કારણે તુર્કીમાં ભારે ખળભળાટ પેદા થયા અને તુ એથી ભારે ધે ભરાયા. અંગ્રેજો તથા દગાખાર સુલતાન વચ્ચેના એક વધુ કાવતરાની તેમને શંકા પડી. કમાલ પાશાએ આ લોકલાગણીને લાભ ઉઠાભ્યો અને ૧૯૨૨ની સાલના નવેમ્બર માસમાં રાષ્ટ્રીય ધારાસભા પાસે તેણે સુલતાનિયત રદ કરાવી. પરંતુ કેવળ ખિલાફત હજી બાકી રહી. અને એવું જાહેર કરવામાં આવ્યું કે ખિલાફત ઉસ્માનના વંશમાં જ ચાલુ રહેશે. આ પછી તરત જ માજી સુલતાન વહીદુદ્દીન ઉપર રાજદ્રોહના આરોપ મૂકવામાં આવ્યા. પોતાના ઉપર મુકદ્મા ચાલે એના કરતાં નાસી જવાનુ તેણે વધારે પસદ કયું. આથી તે અંગ્રેજોની માંદાં તથા ધાયલાને લઈ જનારી ઈસ્પિતાલ ગાડીમાં (એમ્બ્યુલન્સકાર ) એસીને ગુપ્ત રીતે છટકી ગયા. એ ગાડીએ તેને એક બ્રિટિશ યુદ્ધ જહાજમાં પહોંચાડ્યો. રાષ્ટ્રીય ધારાસભાએ તેના પિત્રાઈ અબ્દુલ પ્રદને નવા ખલીક ચૂંટી કાઢ્યો. તે કેવળ શાભા માટેનેાધના વડે હતા અને તેને કશીયે રાજકીય સત્તા નહોતી. બીજે વરસે ૧૯૨૩ની સાલમાં વિધિપૂર્વક તુ પ્રજાસત્તાકની જાહેરાત રવા માં આવી અને અંગારાને તેનું પાટનગર બનાવવામાં આવ્યું. કમાલ પાશાને તેને પ્રમુખ ચૂંટી કાઢવામાં આવ્યો. તેણે બધી સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરી અને એ રીતે તે સરમુખત્યાર બન્યો. ધારાસભા એના હુકમનો અમલ કરતી. હવે તેણે જૂની રૂઢિઓ ઉપર પ્રહારો શરૂ કર્યાં. ધની બાબતમાં પણ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ - જગતના ઇતિહાસનું રેખાદર્શન તેણે અદબપૂર્વકનો વર્તાવ ન રાખે. એની કાર્યપદ્ધતિ તથા તેની સરમુખત્યારીથી લેકે – ખાસ કરીને ધાર્મિક લેકે, હવે અસંતુષ્ટ બન્યા અને તેઓ નવા ખલીની આસપાસ ભેગા થયા. એ ખલીફ પતે શાંત પ્રકૃતિને અને નિરુપદ્રવી માણસ હતે. કમાલ પાશાને આ બિલકુલ પસંદ નહોતું. ખલીફ તરફ તેણે અણછાજતું વર્તન દાખવ્યું અને બીજું મોટું પગલું ભરવા માટે યોગ્ય તકની તેણે રાહ જોવા માંડી. • - થોડા જ વખતમાં ફરીથી એને એવી તક મળી ગઈ. બહુ વિચિત્ર રીતે એને તે તક સાંપડી. આગાખાન તથા હિંદના એક માજી ન્યાયાધીશ અમીરઅલી એ બંનેએ મળીને લંડનથી કમાલ પાશાને એક પત્ર લખ્યો. હિંદના કરડે મુસલમાને વતી બોલવાનો તેમણે એ પત્રમાં દાવો કર્યો અને ખલીફ પ્રત્યે દાખવવામાં આવેલા વર્તાવ સામે પિતાને વિરોધ વ્યક્ત કર્યો તથા તેને મોભ્ભો જાળવવાની અને તેના પ્રત્યે સારે વર્તાવ રાખવાની વિનંતી કરી. એ પત્રની નકલ તેમણે ઈસ્તંબૂલનાં કેટલાંક છાપાંઓને પણ મોકલી અને બન્યું એવું કે મૂળ પત્ર અંગેરા પહોંચે તે પહેલાં જ તે ઉપર્યુક્ત છાપાંઓમાં પ્રસિદ્ધ થયે. એ પત્રમાં કશુંયે અઘટિત નહતું પરંતુ કમાલ પાશાએ એ તક ઝડપી લીધી અને તેની સામે ભારે પિકાર ઉઠાવ્યું. આખરે તેને જોઈતી તક તેને સાંપડી અને એને તે પૂરેપૂરે ઉપયોગ કરી લેવા માગતા હતા. આથી એવું જાહેર કરવામાં આવ્યું કે, તુર્કોમાં અંદર અંદર ફાટફૂટ પાડવા માટેની અંગ્રેજોની આ એક બીજી ચાલબાજી છે. આગાખાન તે અંગ્રેજોને ખાસ દૂત છે, તે ઇંગ્લંડમાં જ રહે છે, ઇંગ્લંડની ઘડદેડની શરતોમાં જ તેને પ્રધાન રસ છે અને બ્રિટિશ રાજદ્વારી પુરુષ સાથે તે હળ મળતું રહે છે એમ કહેવામાં આવ્યું. અરે, એ તે ચુસ્ત મુસલમાન પણ નથી કેમ કે એક ભિન્ન સંપ્રદાયને એ વડો છે. વળી એ પણ દર્શાવવામાં આવ્યું કે, મહાયુદ્ધ દરમ્યાન અંગ્રેજોએ પૂર્વના દેશોમાં એક હરીફ સુલતાન-ખલીફ તરીકે તેને ઉપયોગ કર્યો હતો તથા પ્રચાર દ્વારા તેમ જ બીજી રીતે તેમણે તેની પ્રતિષ્ઠા વધારી હતી તથા હિંદી મુસ્લિમોને પિતાના કબજામાં રાખી શકાય એટલા માટે તેઓ તેને તેમને નેતા બનાવવા પ્રયત્ન કરતા હતા. ખલીફને માટે તેને એટલું બધું લાગતું હતું તે મહાયુદ્ધ દરમ્યાન જ્યારે અંગ્રેજોની સામે જેહાદ પિકારવામાં આવી ત્યારે તેણે ખલીફને મદદ કેમ નહતી કરી ? તે વખતે તે એણે ખલીફની વિરુદ્ધ અંગ્રેજોને પક્ષ કર્યો હતે. - આ રીતે કમાલ પાશાએ એ પત્ર ઉપર નાનું સરખું તેફાન મચાવી મૂક્યું. એનાં શાં પરિણામે આવશે તેની લંડનથી એ પત્રના બંને લખનારાએને સહેજ પણ ખબર નહિ હોય. આગાખાનને તે કમાલ પાશાએ બહુ જ કઢંગા સ્વરૂપમાં રજૂ કર્યો. ઇસ્તંબૂલના પના બિચારા તંત્રીઓને Page #448 -------------------------------------------------------------------------- ________________ કમાલ પાશા ભૂતકાળનાં અધને ફગાવી દે છે ૧૧૧૫ * દેશદ્રોહીઓ તથા - ઈંગ્લેંડના : એજન્ટો તરીકે ઓળખાવવામાં આવ્યા તથા તેમને સખત શિક્ષા કરવામાં આવી. આવી રીતે તીવ્ર લાગણી પેદા કર્યાં પછી ખિલાક્રુત રદ કરવા માટેનું બિલ ૧૯૨૪ના માર્ચ માસમાં રાષ્ટ્રીય ધારાસભામાં રજૂ કરવામાં આવ્યું અને તેને તે જ દિવસે પસાર કરવામાં આવ્યું. આ રીતે, ઇતિહાસમાં મહાન ભાગ ભજવનાર એક પ્રાચીન સંસ્થા આધુનિક રંગમંચ ઉપરથી લુપ્ત થઈ ગઈ. કંઈ નહિ તો તુકી ને લાગેવળગે છે ત્યાં સુધી હવે પછી ત્યાં ‘ અમીરૂલ મેામનીન ’તું અથવા ઇમાનદારોના સરદારનું સ્થાન રહ્યું નહિ, કેમ કે તુર્કી હવે ઐહિક અથવા દુન્યવી રાજ્ય ખની ગયું એટલે કે હવે એ રાજ્યને ધમ સાથે સીધા સબંધ નહિ રહ્યો. મહાયુદ્ધ પછી તરત જ બ્રિટિશાએ જ્યારે ખિલાફતને જોખમમાં મૂકી ત્યારે તેની બાબતમાં હિંદમાં ભારે ખળભળાટ મચ્યા હતા. દેશભરમાં ઠેકઠેકાણે ખિલાફત સમિતિ સ્થાપવામાં આવી અને બ્રિટિશ સરકાર ઇસ્લામને હાનિ પહેાંચાડી રહી છે એવી લાગણીથી સંખ્યાબંધ હિંદુ એ ચળવળમાં જોડાયા. પણ હવે તે તુર્કીએ પોતે જ ખિલાફતના જાણીબૂજીને અંત આણ્યો અને ઇસ્લામ ખલીફ્ વિનાને રહ્યો. કમાલ પાશાના એવા દૃઢ અભિપ્રાય હતા કે તુર્કી એ આરબ દેશો કે હિંદુસ્તાન સાથે ધાર્મિક જંજાળમાં ગૂંચવાનું ન જોઈ એ. પેાતાના દેશ માટે કે પોતાને માટે તેને ઇસ્લામની નેતાગીરી જોઈતી નહોતી. હિંદ તથા મિસરના લેાકેાએ તેને ખલીફ્ થવા કહ્યું ત્યારે તેણે પોતે ખલીફ્ બનવાની સાક્ ના પાડી. તેની નજર યુરોપ તરફ હતી અને તે તુને જેમ બને તેમ જલદી પશ્ચિમના દેશાના રૂપમાં ફેરવી નાખવા માગતા હતા. ઇસ્લામનું એકીકરણ કરવાના વિચારની તે વિરુદ્ધ હતા. તુરાનિયનોનું એટલે કે સમગ્ર તુ જાતિનું એકીકરણ કરવાના તેને નવા આદર્શો હતા. ઇસ્લામના એકીકરણુના વધારે વ્યાપક અને શિથિલ આંતરરાષ્ટ્રીય આશ કરતાં એણે શુદ્ઘ રાષ્ટ્રવાદના મર્યાદિત, ચોક્કસ અને વધારે દૃઢ આદર્શ પસંદ કર્યાં. હું તને કહી ગયો છું કે તું હવે એક સમાન પ્રજાવાળા દેશ હતો અને તેમાં વિદેશી તત્ત્વ બહુ એઠું રહ્યું હતું. પરંતુ તુર્કીના પૂર્વ ભાગમાં ઇરાક અને ઈરાનની સરહદ નજીક હજી એક અ-તુર્ક જાતિના લેાકેા બાકી રહ્યા હતા. એ પ્રાચીન ખુર્દ જાતિના લેાકેા હતા અને તે ફારસી ભાષા માલતા હતા. એ લકા જે પ્રદેશમાં વસતા હતા તે ખુસ્તાનને નામે ઓળખાત હતા. ખુદી સ્તાનને તુર્કી, ઈરાન, ઇરાક તથા મેાસલ પ્રદેશમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. કુલ ૩,૦૦૦,૦૦૦ ખુર્દામાંથી લગભગ અર્ધા જેટલા ખુĚ હજી તુર્કીમાં વસતા હતા. ૧૯૦૮ની તરુણ તુર્કીની ચળવળ પછી તરત જ ત્યાં આગળ આધુનિક ઢબની રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી. વર્સાઈની સુલેહ પરિષદમાં પણ ખુ પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય સ્વત ંત્રતા માટે માગણી કરી હતી. Page #449 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન ૧૯૨૫ની સાલમાં તુર્કીના ખુ પ્રદેશમાં ભારે ખળવા ફાટી નીકળ્યા. માસલને પ્રશ્ન તુર્કી તથા ઈંગ્લંડ વચ્ચે ધણુ પેદા કરી રહ્યો હતો તે જ વખતે એ બળવા ફાટી નીકળ્યો હતા. વળી ખુદ માસલ પણ ખુદ પ્રદેશ હતા અને તે તુર્કીના એ બળવાવાળા ભાગની લગોલગ આવેલા હતા. તુર્થાં સ્વાભાવિક રીતે જ એવા અનુમાન ઉપર આવ્યા કે, એ બળવા પાછળ ઈંગ્લેંડના હાથ હતા અને વધારે ધાર્મિક ઝનૂનવાળા ખુદ્દેને અંગ્રેજ એજ ટાએ કમાલ પાશાના સુધારાઓ સામે ઉશ્કેર્યાં હતા. તુર્કીમાં એ વખતે ખુર્દ લોકાને અ ંગે મુશ્કેલી પેદા થાય એ બ્રિટિશ સરકારને મન ભાવતી વાત હતી એ દેખીતું છે. પરંતુ એ બળવામાં અંગ્રેજોના હાથ હતા કે કેમ તે કહી શકાય એમ નથી, પરંતુ એ વસ્તુ સ્પષ્ટ છે કે એ બળવામાં ધાર્મિક રૂઢિચુસ્તતાએ ઠીક ઠીક ભાગ ભજવ્યા હતા. વળી ખુર્દ લોકાની રાષ્ટ્રીય ભાવનાએ પણ એમાં સારી પેઠે ફાળા આપ્યા હતા એ પણ એટલું જ સ્પષ્ટ છે. ધણુંકરીને રાષ્ટ્રીયતાના ફાળા એમાં સૌથી વિશેષ હતા. ૧૧૧૬ કમાલ પાશાએ તરત જ એવા પોકાર ઉઠાવ્યો કે તુ રાષ્ટ્ર જોખમમાં આવી પડયુ છે અને ખુદૅની પાછળ ઇંગ્લેંડનું પીઠબળ છે. રાષ્ટ્રીય ધારાસભા પાસે તેણે એવા કાયદો કરાવ્યા કે વાણીયા લેખન દ્વારા ધર્માંનો જનતાની લાગણી ઉશ્કેરવામાં ઉપયાગ કરવા એ ગંભીર પ્રકારને રાજદ્રોહ ગણાશે અને એવા ગુના કરનારાઓને આકરામાં આકરી શિક્ષા કરવામાં આવશે. મસ્જિદમાં, પ્રજાસત્તાક પ્રત્યેની વફાદારી ડગાવે એવા પ્રકારના ધાર્મિક ઉપદેશ આપવાની પણ મનાઈ કરવામાં આવી. પછીથી તેણે ખુદ લેકને નિર્દય રીતે કચરી નાખ્યા અને ખુર્દ આગેવાના ઉપર એક સાથે હજારાની સખ્યામાં કામ ચલાવવા માટે ખાસ અદાલતો નીમી. એ અદાલતેને સ્વતંત્રતાની અદાલતા ’કહેવામાં આવતી હતી. શેખ સૈયદ તથા ડૉકટર ફુઆદ અને બીજા અનેક ખુર્દ આગેવાને ને મેાતની શિક્ષા કરમાવવામાં આવી. ખુદી સ્તાનની આઝાદીનું રટણ કરતા કરતા તેઓ માતને ભેટયા. આમ જે તુર્કી થેાડા જ વખત ઉપર પોતાની સ્વતંત્રતા માટે લડતા હતા તેમણે જ પોતાની સ્વતંત્રતા માગનાર ખુલાકાને કચરી નાખ્યા. રક્ષણાત્મક રાષ્ટ્રવાદ ઉગ્ર અથવા આક્રમણકારી રાષ્ટ્રવાદમાં ફેરવાઈ જાય છે તથા સ્વાતંત્ર્ય માટેની લડત ખીજા ઉપર આધિપત્ય જમાવવાની લડત ખની જાય છે એ ખરેખર એક વિચિત્ર ઘટના છે. ૧૯૨૯ની સાલમાં ખુર્દ લેકાના ખીજો બળવા થવા પામ્યા અને ફરીથી તેને કચરી નાખવામાં આવ્યે અથવા સાચું કહેતાં તે વખત પૂરતા કચરી નાખવામાં આવ્યા. પરંતુ સ્વતંત્રતાના માગ્રહ રાખનાર અને તે માટેનું મૂલ્ય ચૂકવવાને આતુર પ્રજાને કાઈ પણ માણસ હંમેશને માટે કેવી રીતે ચરી શકવાના હતા ? Page #450 -------------------------------------------------------------------------- ________________ કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૧૧૧૭ કમાલ પાશાએ પછીથી પિતાનું લક્ષ રાષ્ટ્રીય ધારાસભામાં તથા તેની બહાર તેની નીતિને વિરોધ કરનારાઓ તરફ વાળ્યું. સત્તા માટેની સરમુખત્યારની તરસ ઉત્તરોત્તર વધતી જ રહે છે, તેની એ તરસ કદીયે સંતોષાતી જ નથી, તે કદીયે વિરોધ સહન કરી શકતી જ નથી. આમ કમાલ પાશાને કઈ પણ પ્રકારના વિરોધ સામે ભારે અણગમો હતો અને કેઈક ઝનૂની માણસે એનું ખૂન કરવાના કરેલા પ્રયાસથી તે પરિસ્થિતિ સાવ બગડી. હવે તે સ્વતંત્ર અદાલતે દેશમાં ઠેર ઠેર ફરીને ગાઝી (વિજયી) પાશાને વિરોધ કરનારા સૌને ભારે શિક્ષા કરવા લાગી. જે કમાલ પાશાની નીતિથી વિરુદ્ધ માલૂમ પડે તે કમાલ પાશાના જૂના રાષ્ટ્રવાદી સાથીઓ તથા રાષ્ટ્રીય ધારાસભાના મોટા મોટા માણસને પણ જતા કરવામાં ન આવ્યા. જેને અંગ્રેજોએ માલ્ટામાં હદપાર કર્યો હતે તથા પાછળથી જે તુકને વડે પ્રધાન થયું હતું તે રઉફ બેગને તેની ગેરહાજરીમાં જ શિક્ષા ફરમાવવામાં આવી. સ્વાતંત્ર્યની લડતમાં ઝૂઝનારા બીજા અનેક મહત્વના આગેવાનો તથા સેનાપતિઓને પદય્યત કરવામાં આવ્યા, તેમને શિક્ષા કરવામાં આવી અને કેટલાકને તે ફાંસીએ પણ લટકાવવામાં આવ્યા. ખુર્દ લેકે સાથે અથવા તુકના જાના દુશ્મન ઈંગ્લેંડ સાથે કાવતરું કરીને રાજ્યની સલામતી જોખમમાં મૂકવાને આરેપ તેમના ઉપર મૂકવામાં આવ્યા હતા. બધા વિરોધને નિર્મૂળ કર્યા પછી મુસ્તફા કમાલ પાશા નિર્વિવાદ સરમુખત્યાર બન્યો અને ઇસ્મત પાશા તેના જમણું હાથ સમાન હતું. હવે તેણે પિતાના મગજમાં ઊઠતા બધા વિચારને અમલ કરવાનું શરૂ કર્યું. તેણે એક બહુ જ નાની વસ્તુથી શરૂઆત કરી. આમ એ વસ્તુ તે નાની હતી પરંતુ તે અત્યંત સૂચક હતી. તુર્કીના અને કંઈક અંશે મુસલમાનોના પ્રતીક સમાન ફેઝ ટેપી ઉપર તેણે હુમલે શરૂ કર્યો. લશ્કર સાથે તેણે સાવચેતીથી કામ લીધું. પછીથી તે તે પોતે જ હેટ પહેરીને જાહેરમાં દેખા દેવા લાગ્ય; એ જોઈને લેકે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને છેવટે ફેઝ ટોપી પહેરવી એને ફોજદારી ગુન ઠરાવીને તેણે એ વાત પૂરી કરી ! ટોપીને આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે તે મૂખીભર્યું લાગે છે. ટોપીનું તે ઝાઝું મહત્ત્વ નથી પણ જેના ઉપર એ મૂકવામાં આવે છે તે માથાની અંદર રહેલી વસ્તુ ઘણી વધારે મહત્ત્વની છે. પરંતુ ક્ષુલ્લક વસ્તુઓ ઘણી વાર મહત્વની વસ્તુનું પ્રતીક બની જાય છે અને કમાલ પાશાએ નિરુપદ્રવી ફેઝને નિમિત્તે, દેખીતી રીત, જૂની રૂઢિ તથા રૂઢિચુસ્તતા ઉપર હુમલો કર્યો. આ પ્રશ્ન ઉપર તુક માં હુલ્લડો થયાં. એ બધાં દાબી દેવામાં આવ્યાં અને ગુનેગારોને ભારે શિક્ષા કરવામાં આવી. Page #451 -------------------------------------------------------------------------- ________________ ' જગતના ઇતિહાસનું' રેખાદર્શન આ પહેલા હુમલામાં ફતેહ મેળવ્યા પછી કમાલ પાશા એક ડગલુ આગળ વધ્યા. મકબરા તેમ જ એવી બીજી બધી ધાર્મિક સંસ્થા વિખેરી નાખીને તેણે બંધ કરી દીધી અને તેમની બંધી માલમિલકત રાજ્યને માટે જપ્ત કરી. કાર દરવેશાને પણ તેણે પોતાના ગુજારા માટે કામ કરવાને જણાવ્યું. તેમના વિશિષ્ટ પ્રકારના પોશાક પહેરવાની પણ તેણે મનાઈ કરી. આ પહેલાં ધાર્મિક શિક્ષણ આપતી મુસ્લિમ શાળા બંધ કરી દેવામાં આવી હતી અને તેમને ઠેકાણે રાજ્ય તરફથી ચાલતી સામાન્ય પ્રકારની શાળાઓ કાઢવામાં આવી. તુર્કીમાં ઘણી વિદેશી શાળાઓ તથા કૉલેજો પણ હતી. તેમને પણ ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ કરવામાં આવી અને તે એમ કરવાની ના પાડે તે તે બંધ કરી દેવાની તેમને ફરજ પાડવામાં આવી. ૧૧૧૯ દેશના કાયદામાં મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા. આજ સુધીના કાયદા કુરાનના શિક્ષણ ઉપર — જેને રિયત કહેવામાં આવે છે—રચાયેલ હતા. હવે સ્વિટ્ઝરલેંડના દીવાની કાયદો, ઇટાલીના ફેોજદારી કાયા, જર્મનીના વેપારી કાયદો વગેરે કાયદા આખા ને આખા ગ્રહણ કરવામાં આવ્યા. આ રીતે લગ્ન, વારસાહક્ક વગેરેને લગતા વ્યક્તિ સાથે સંબંધ ધરાવતા કાયદાને પૂરેપૂરો બદલી નાખવામાં આવ્યા. એ બાબતને લગતા જૂના ઇરલામી કાયદામાં ફેરફાર કરવામાં આવ્યે. એકી વખતે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પ્રથા પણ રદ કરવામાં આવી. જાની ધાર્મિક રૂઢિથી વિરુદ્ધ એવા ખીજો પણ એક ફેરફાર કરવામાં આવ્યા. ડ્રાઇંગ, ચિત્રકળા તથા મૂર્તિવિધાન વગેરે કળાઆને ઉત્તેજન આપવામાં આવ્યું. ઇસ્લામમાં આ વસ્તુઓને માન્ય રાખવામાં આવી નહાતી. એને ખાતર મુસ્તફા કમાલ પાશાએ છેકરા તથા છેકરીએ માટે કળાની શાળાઓ કાઢી. તરુણ તુર્કાની ચળવળના સમયથી તુક સ્ત્રીઓએ સ્વાતંત્ર્ય માટેની લડતમાં મહત્ત્વના ફાળા આપ્યા હતા. તેમને જકડી રહેલાં તેમનાં અનેક પ્રકારનાં અધનામાંથી સ્ત્રીઓને મુક્ત કરવાને કમાલ પાશા અતિશય આતુર હતા. ‘નારી હક્ક રક્ષા મંડળ' નામનું એક મંડળ સ્થાપવામાં આવ્યું અને બધા ધધાઓનાં દ્વાર તેમને માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં. પડદાના રિવાજ ઉપર પહેલવહેલા જોરદાર હુમલો કરવામાં આવ્યા અને ભારે વરાથી પડદે અદૃશ્ય થઈ ગયા. સ્ત્રીઓને પડી ફેંકી દેવાની માત્ર તક આપવાની જ જરૂર છે. કમાલ પાશાએ તેમને એ તક આપી અને સ્ત્રીઓ પડદો ફગાવી દઈ ને બહાર આવી. યુરોપિયન નૃત્યને પણ તેણે ખૂબ ઉત્તેજન આપ્યું. તે પોતે એ નૃત્યના રસિયા હા એટલું જ નહિ પણ તે એને સ્ત્રીઓની મુક્તિ તથા પાશ્ચાત્ય સભ્યતાના પ્રતિનિધિ તરીકે લેખતા હતા. હૅટ અને નૃત્ય એ એ પ્રગતિ તથા સભ્યતાના કારો અની ગયા ! પશ્ચિમના દેશોનાં એ ક ંગાળ ચિહ્નો હતાં, પરંતુ કંઈ નહિ તો Page #452 -------------------------------------------------------------------------- ________________ કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૧૧૧૯ ઉપર ઉપરથી એમણે ઠીક કામ આપ્યું અને તુર્કોએ પિતાને માથાને પિશાક, પિતાને પહેરવેશ તથા પિતાને જીવનવ્યવહાર બદલી નાખ્યો. એકાંતવાસમાં ઊછરેલી સ્ત્રીઓની એક પેઢીને ચેડાં જ વરસોમાં વકીલે, શિક્ષકે, દાક્તરે અને ન્યાયાધીશોમાં એકાએક ફેરવી નાખવામાં આવી. ઈસ્તંબૂલના મહોલ્લાઓમાં સ્ત્રી પિોલીસો પણ છે ! એક વસ્તુની બીજી વસ્તુ ઉપર કેવી અસર થાય છે એ ખરેખર જોવા જેવું હોય છે. લૅટિન લિપિને સ્વીકાર કરવાથી તુકમાં ટાઈપરાઈટરને ઉપયોગ વધવા પામે. એને લીધે વધુ લઘુલિપિ જાણનારા ટાઈપિસ્ટોની જરૂર ઊભી થઈ અને એ જરૂરિયાતને પરિણામે વધારે સ્ત્રીઓને કામ મળ્યું. પહેલાંની ધાર્મિક શાળાઓમાં બાળકોને ગોખણપટ્ટી કરાવવામાં આવતી તેને બદલે હવે તેઓ ભવિષ્યમાં સ્વાશ્રયી અને કુશળ નાગરિક બની શકે તે માટે અનેક રીતે પિતાને વિકાસ સાધવાને તેમને ઉત્તેજન આપવામાં આવ્યું. “શિશુ સપ્તાહ” એ તેમની એક અપૂર્વ સંસ્થા છે. એમ કહેવાય છે કે, દર વરસે એક અઠવાડિયા માટે દરેક સરકારી અમલદારને સ્થાને એક એક બાળક મૂકવામાં આવે છે અને એ અઠવાડિયા પૂરતે આખા રાજ્યને વહીવટ બાળકે ચલાવે છે. એને અમલ કેવી રીતે થાય છે એની તે મને ખબર નથી પરંતુ એ એક આકર્ષક કલ્પના છે અને કેટલાંક બાળકે ગમે તેટલાં બિનઅનુભવી અને મૂર્ખ હેય તે પણ આપણું પુખ્તવયના, ડાહ્યાડમરા અને ગંભીર દેખાતા ઘણાખરા શાસકો કે અમલદારે કરતાં વધારે મૂર્ખાઇભરી રીતે તેઓ ન જ વર્તે એની મને ખાતરી છે. બીજે પણ એક નાનકડે ફેરફાર કરવામાં આવ્યું. પરંતુ એ વસ્તુ તુર્કીના શાસકોએ અખત્યાર કરેલા નવા દૃષ્ટિબિંદુની નિદર્શક છે. સલામ કરવાના રિવાજ તરફ પણ તેમણે ઉપેક્ષા બતાવી. તેમણે એ સ્પષ્ટ કર્યું કે, “શેક હેન્ડ’ અથવા હાથ મિલાવવા એ સ્વાગત કરવા માટેની વધારે સભ્ય રીત છે અને ભવિષ્યમાં એને જ ઉપયોગ કરે. પછીથી કમાલ પાશાએ તુક ભાષા ઉપર અથવા સાચું કહેતાં તેના મત મુજબ એ ભાષામાં રહેલા વિદેશી તત્ત્વ ઉપર ભારે હુમલે કર્યો. તુર્ક ભાષા અરબી લિપિમાં લખાતી હતી. કમાલ પાશા એ લિપિને પરદેશી તથા લખવામાં મુશ્કેલ ગણતે હતો. મધ્ય એશિયામાં સેવિયેટને પણ એ જ પ્રકારના પ્રશ્નો સામનો કરવાને આવ્યું હતું, કેમ કે ઘણીખરી તાતંર જાતિઓની લિપિઓ મૂળ અરબી કે ફારસી લિપિમાંથી ઉદ્દભવેલી હતી. ૧૯૨૪ની સાલમાં આ પ્રશ્ન ઉપર વિચાર ચલાવવા સેવિયેટોએ બાકુમાં એક પરિષદ ભરી. એ પરિષદમાં મધ્ય એશિયાની જુદી જુદી તાતંર ભાષાઓ માટે લૅટિન લિપિ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે ભાષાઓ તે તેની તે જ રહી પણ તેમને Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ 'જગતના ઇતિહાસનું રેખાદર્શન લૅટિન અથવા રોમન લિપિના અક્ષરોમાં લખવાનું નક્કી કરવામાં આવ્યું. એ ભાષાના વિશિષ્ટ પ્રકારના ધ્વનિ વ્યક્ત કરવા માટે ખાસ ધ્વનિસ જ્ઞા અથવા સ્વરસંજ્ઞા નક્કી કરવામાં આવી. એ પદ્ધતિ તરફ કમાલ પાશાનું ધ્યાન ખેંચાયું અને તેણે એ શીખી લીધી. તેણે એ તુ` ભાષાને લાગુ પાડી અને એની તરફેણમાં તેણે પોતે એક ભારે ચળવળ ચલાવી. એક એ વરસના પ્રચાર અને શિક્ષણ પછી કાયદાથી એક દિવસ નક્કી કરવામાં આવ્યા અને તે દિવસથી અરખી લિપિ વાપરવાની મનાઈ કરવામાં આવી અને લૅટિન લિપિને ક્રજિયાત કરવામાં આવી. છાપાંઓ તથા પુસ્તકા વગેરે લૅટિન લિપિમાં પ્રસિદ્ધ કરવાનું તેમ જ ખીજું બધું લખાણ પણ એ જ લિપિમાં કરવાનું ફરમાવવામાં આવ્યું. ૧૬થી ૪૦ વરસ વચ્ચેના દરેક જણને લૅટિન મૂળાક્ષરો શીખવા માટે શાળાઓમાં હાજરી આપવાની ફરજ પાડવામાં આવી. એ લિપિ ન જાણનાર અમલદારો બરતરફ કરવાને પાત્ર ગણવામાં આવ્યા. તેમની સજાની મુદત પૂરી થઈ હોય તો પણ એ નવી લિપિ તે વાંચી લખી ન જાણે ત્યાં સુધી કેદીઓને જેલમાંથી છેડવામાં ન આવ્યા ! સરમુખત્યાર, તે ખાસ કરીને જો લોકપ્રિય હાય તે, દરેક વસ્તુને પૂરેપૂરો અમલ કરી શકે છે. ભાગ્યે જ બીજી કાઈ સરકાર પ્રજાના જીવનવ્યવહારમાં આટલી હદ સુધી માથુ મારી શકે. આ રીતે તુર્કીમાં લૅટિન લિપિ કાયમ થઈ ગઈ પરંતુ ચેડા જ વખતમાં એક ખીજો ફેરફાર શરૂ થયા. અરખી અને ફારસી શબ્દ એ લિપિમાં સહેલાઈથી લખી શકાતા નથી એવું માલૂમ પડયું. એ શબ્દોના વિશિષ્ટ પ્રકારના ધ્વનિઓ અને ભાવા એ લિપિમાં વ્યક્ત કરી શકાતા નહાતા. શુદ્ધ તુ શબ્દો એટલા નાજુક નહાતા; તે વધારે ખરબચડા, સરળ અને જુસ્સાદાર હતા. આથી અરખી તથા ફારસી શબ્દો છેાડી દઈ ને તેમને ઠેકાણે શુદ્ધ તુર્ક શબ્દો દાખલ કરવાના નિર્ણય કરવામાં આવ્યો. આ નિણૅયની પાછળ, બેશક રાષ્ટ્રીય કારણ પણ હતું. હું તને આગળ કહી ગયા હું તેમ કમાલ પાશા તુર્કીને અરખી તથા પૂની અસરમાંથી જેમ બને તેમ દૂર રાખવા માગતા હતા. અરખી તથા ફારસી શબ્દો તેમ જ શબ્દપ્રયોગાવાળી જૂની તુર્ક ભાષા ઉસ્માની સામ્રાજ્યના ભપકાદાર દબદબાભર્યાં દરબારને માટે ભલે યાગ્ય ગણાય પરંતુ જોમદાર નવા પ્રજાસત્તાક તુને માટે તેને અયોગ્ય લેખવામાં આવી. આથી એવા ભપકાદાર શબ્દોને રુખસદ આપવામાં આવી અને તુર્ક શાખાના જૂના શબ્દોની ખેાળ કરવા તથા ખેડૂતાની ભાષા શીખવાને વિદ્વાન અધ્યાપક ગામડાંઓમાં પહેાંચી ગયા. આ ફેરફાર હજી ચાલુ જ છે. ઉત્તર હિંદુસ્તાનમાં આપણે એવા ફેરફાર કરવા હાય તો જૂના દરબારી જીવનના અવશેષરૂપ લખનૌ તથા દિલ્હીની હિંદુસ્તાની ભાષાના આલંકારિક પણ કૃત્રિમ શબ્દો છેાડીને તેની જગ્યાએ ગામઠી શબ્દો દાખલ કરવા જોઈ એ. Page #454 -------------------------------------------------------------------------- ________________ કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૧૧૨૧ ભાષામાં કરવામાં આવેલા આ ફેરફારને પરિણામે વ્યક્તિઓ તથા શહેરનાં નામે પણ ફરી ગયાં. તને ખબર છે કે કૉન્સ્ટાન્ટિનેપલ આજે ઈસ્તંબૂલ બની ગયું છે, અંગેરા અંકારા તથા સ્મન ઈસ્મીર બની ગયું છે. તુર્કીમાં લેકનાં નામે સામાન્ય રીતે અરબી ઉપરથી પાડવામાં આવતાં – દાખલા તરીકે ખુદ મુસ્તફા કમાલ પણ અરબી નામ છે. નવું વલણ હવે શુદ્ધ તુર્ક નામ આપવા તરફનું છે. નમાઝ તથા અઝાન પણ તુર્ક ભાષામાં જ થવી જોઈએ એ કાયદો પણ કરવામાં આવ્યું. આ ફેરફારે ભારે મુશ્કેલી પેદા કરી. મુસલમાને નમાઝ હમેશાં મૂળ અરબી ભાષામાં જ પઢતા આવ્યા છે; હિંદમાં આજે પણ એ અરબીમાં જ પઢાય છે. ઘણું મૌલવીઓ તેમ જ મજિદના ઈમામોને આ ફેરફાર અનુચિત લાગ્યો અને તેમણે અરબીમાં જ નમાઝ પઢવી ચાલુ રાખી. આ પ્રશ્ન ઉપર ત્યાં આગળ અનેક રમખાણ થવા પામ્યાં. હજી આજે પણ એ બાબતમાં કદી કદી રમખાણ થાય છે. પરંતુ મુસ્તફા કમાલ પાશાની આગેવાની નીચેની સરકારે બીજા બધા વિરોધની પેઠે આ વિરોધને પણ દાબી દીધે. છેલ્લાં દશ વરસની આ બધી સામાજિક ઊથલપાથલે પ્રજાનું જીવન * સંપૂર્ણપણે બદલી નાખ્યું છે અને પુરાણી રૂઢિઓ તથા ધાર્મિક અસરમાંથી મુક્ત થયેલી નવી પેઢી ઊછરી રહી છે. આ ફેરફારે મહત્ત્વના છે એ ખરું પરંતુ તેમણે દેશના આર્થિક જીવન ઉપર ઝાઝી અસર નથી કરી. એ બાબતમાં ટોચ ઉપર થડા ગૌણ ફેરફારો કરવામાં આવ્યા તે બાદ કરતાં તેને પાયે જેમને તેમ જ રહ્યો છે. કમાલ પાશા અર્થશાસ્ત્રી નથી તેમ જ રશિયામાં જે મૂળભૂત ફેરફાર કરવામાં આવ્યા છે તેની તરફેણમાં પણ તે નથી. આથી રાજકીય ક્ષેત્રમાં તે સેવિયેટ સાથે મૈત્રીના સંબંધથી સંકળાયેલું છે પરંતુ આર્થિક ક્ષેત્રમાં સામ્યવાદથી તે દૂર રહે છે. ક્રાંસની મહાન ક્રાંતિના અભ્યાસ ઉપરથી તેણે પિતાના સામાજિક તથા રાજકીય વિચારે જ તારવ્યા હોય એમ લાગે છે. ધંધાદારી વર્ગને બાદ કરતાં તુર્કીમાં હજી પણ બળવાન મધ્યમ વર્ગ નથી. ગ્રીક તથા બીજાં વિદેશી તને દૂર કર્યાથી દેશને આર્થિક વ્યવહાર નબળે પડ્યો છે. પરંતુ તુક સરકાર પોતાની આર્થિક સ્વતંત્રતાને ભગ આપવા કરતાં દેશની ગરીબાઈ અને ધીમા ઔદ્યોગિક વિકાસને વધુ પસંદ કરે છે. અને તે માને છે કે જે પરદેશી મૂડી મોટા પ્રમાણમાં તુકમાં આવે તે ઉપર જણાવેલી આર્થિક સ્વતંત્રતાને ભેગ આપવો પડે તથા એને પરિણામે પરદેશીઓ દેશનું શોષણ કરે. એથી કરીને તેણે પરદેશી મૂડીને દેશમાં ઉત્તેજન નથી આપ્યું. પરદેશી માલ ઉપર ભારે જકાત નાખવામાં આવી છે. ઘણાખરા ઉદ્યોગને “રાષ્ટ્રીય’ બનાવી દેવામાં આવ્યા છે એટલે પ્રજાની વતી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સરકાર તેમની માલકી ધરાવે છે તથા તેમના ઉપર કાબૂ રાખે છે. રેલવે પણ ઠીક ઠીક ત્વરાથી બાંધવામાં આવે છે. કમાલ પાશાને ખેતીવાડીમાં વધારે રસ છે. કેમ કે તુર્ક ખેડૂત હમેશાં તુર્ક રાષ્ટ્ર તથા તુર્ક લશ્કરના આધારરૂપ રહ્યો છે. સરકાર તરફથી ખેતીનાં નમૂનેદાર ફાર્મ બનાવવામાં આવ્યાં, જમીન ખેડવા માટે ટ્રેકટરે દાખલ કરવામાં આવ્યાં તથા ખેડૂતની સહકારી મંડળીઓને ઉત્તેજન આપવામાં આવ્યું. બાકીની દુનિયાની પેઠે તુક પણ જગવ્યાપી મહાન મંદીના વમળમાં સપડાયું અને પિતાના ખરચના બંને પાસાં સરખાં કરવાનું તેને માટે પણ મુશ્કેલ બની ગયું. પરંતુ મુસ્તફા કમાલ પાશાની દોરવણી નીચે તે ધીમે ધીમે પણ સ્થિરતાથી આગળ વધી રહ્યું છે. હજી પણ તે દેશના સર્વોપરી નેતા તથા સરમુખત્યાર તરીકે કાયમ રહ્યો છે. તેને આતાતુકને ઇલકાબ આપવામાં આવે છે અને હવે તે એ જ નામથી ઓળખાય છે. આતાતુને અર્થ રાષ્ટ્રપિતા એ થાય છે. ૧૬૦. હિંદ ગાંધીજીને અનુસરે છે ૧૧ મે, ૧૯૩૩ હવે મારે હિંદના તાજેતરના બનાવ વિષે તને કંઈક કહેવું જોઈએ. સ્વાભાવિક રીતે જ બહારના બનાવો કરતાં આપણે રસ તેમાં વધારે છે અને એની વધારે પડતી વિગતેમાં હું નહિ ઊતરી જાઉં એની મારે સાવચેતી રાખવી જોઈએ. એ વિષેના આપણા અંગત રસ ઉપરાંત, હું તને આગળ કહી ગયો છું તેમ હિંદ આજે દુનિયા સમક્ષને એક મોટામાં મેટે પ્રશ્ન છે. સામ્રાજ્યવાદી આધિપત્યને એ એક સૂચક અને દષ્ટાંતરૂપ દેશ છે. બ્રિટિશ સામ્રાજ્યની આખી ઈમારત એના ઉપર ટકી રહી છે અને બ્રિટિશેના એ સફળ દષ્ટાંતથી લલચાઈને બીજા દેશ પણું સામ્રાજ્યવાદી સાહસ ખેડવાને નીકળી પડ્યા છે. હિંદ વિષેના મારા છેલ્લા પત્રમાં મહાયુદ્ધ દરમ્યાન અહીં થયેલા ફેરફાર વિષે, હિંદના ઉદ્યોગે તથા મૂડીદારોની પ્રગતિ વિષે તથા હિંદ પરત્વેની બ્રિટિશ નીતિમાં થયેલા ફેરફારે વિષે મેં તેને કહ્યું હતું. ઈગ્લંડ ઉપરનું હિંદનું ઔદ્યોગિક તેમ જ વેપારી દબાણ વધતું જતું હતું. એ જ રીતે રાજકીય દબાણ પણ વધતું જતું હતું. પૂર્વના બધાયે દેશમાં રાજકીય જાગૃતિ આવી રહી હતી અને મહાયુદ્ધ પછી દુનિયાભરમાં ખળભળાટ મચી રહ્યો હતે અને સર્વત્ર બેચેનીની લાગણી વ્યાપી ગઈ હતી. હિંદમાં કઈ કઈ વાર હિંસાત્મક ક્રાંતિકારી પ્રવૃત્તિ નજરે Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૩ હિંદ ગાંધીજીને અનુસરે છે પડતી હતી. પ્રજા ભારે આશા સેવી રહી હતી. ખુદ બ્રિટિશ સરકારને પણ લાગ્યું કે કંઈક કરવું જોઈએ. પ્રથમ પરિસ્થિતિની તપાસ કરવાથી આરંભ કરીને તેણે રાજકીય ક્ષેત્રમાં પગલાં ભરવા માંડ્યાં. તપાસ પછી મેંટેગ્યુ-ચેમ્સફર્ડ હેવાલમાં રજૂ થયેલી ફેરફાર માટેની કેટલીક દરખાસ્ત બહાર પાડવામાં આવી. આર્થિક ક્ષેત્રમાં પણ સત્તા તથા શેષણના ગઢને પિતાના હાથમાં રાખવાની સાવચેતી રાખીને તેણે આગળ વધતા જતા મધ્યમ વર્ગના લેકને કેટલાક ટુકડા ફેક્યા. મહાયુદ્ધ પછી થડા વખત સુધી વેપાર ખૂબ આબાદ રહ્યો અને ભારે તેજીને જમાને આવ્યો. એ દરમ્યાન વેપારીઓને અઢળક નફે થયે. ખાસ કરીને બંગાળના શણને ઉદ્યોગને ભારે ન થયું. તેને નફે કેટલીક વખત તે ૧૦૦ ટકા કરતાંયે વધી ગયો. વસ્તુના ભાવે બહુ વધી ગયા અને કંઈક અંશે મજૂરીના દરો પણ વધ્યા. પરંતુ મુંધવારીના પ્રમાણમાં એ વધારે બહુ જ ઓછો હતે. વસ્તુઓના ભાવો વધતાં ગણોતિયાઓએ જમીનદારને આપવાની ગણતના દર પણ વધી ગયા. પછીથી મંદીને કાળ આવ્યું અને વેપાર ઘટવા માંડ્યો. ઔદ્યોગિક મજૂરે તથા ખેડૂતની સ્થિતિ બહુ જ બગડવા પામી અને ઝપાટાબંધ અસંતોષ વધવા લાગ્યા. દિનપ્રતિદિન વધતી જતી હાડમારીને કારણે કારખાનાઓમાં ઘણી હડતાલ પડી. અધ્યા પ્રાંતમાં તાલુકદારી વ્યવસ્થા નીચે ગણેતિયાઓની સ્થિતિ ખાસ કરીને ખરાબ હતી અને ત્યાં આગળ લગભગ આપમેળે પ્રચંડ કિસાન ચળવળ ઊપડી. કેળવાયેલા નીચલા થરના મધ્યમ વર્ગમાં બેકારી વધી ગઈ અને તે ભારે હાડમારીમાં આવી પડ્યો. મહાયુદ્ધ પછીના આરંભના દિવસની આ આર્થિક પૂર્વ પીઠિકા હતી. આ વસ્તુ જે તે લક્ષમાં રાખશે તો તે તને રાજકીય ચળવળની પ્રગતિ સમજવામાં મદદરૂપ નીવડશે. દેશભરમાં લડાયક જુસ્સો પેદા થયો હતો અને તે અનેક રીતે વ્યક્ત થતું હતું. ઔદ્યોગિક મજૂરે પણ સંગઠિત થઈ રહ્યા હતા અને મજૂર મહાજને સ્થપાવા લાગ્યાં હતાં. એ પછી અખિલ હિંદ ટ્રેડ યુનિયન કેંગ્રેસ એટલે કે અખિલ હિંદની મજૂરની મહાસભા સ્થપાઈ. નાના નાના જમીનદારો તથા જમીનના માલિક ખેડૂતે સરકારથી અસંતુષ્ટ બન્યા હતા અને તેઓ રાજકીય પ્રવૃત્તિ તરફ સહાનુભૂતિથી જોઈ રહ્યા હતા. ગણેતિયાઓ સુધ્ધાં પેલા કહેવતરૂપ સુસ્ત કીડાની માફક હવે સળવળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને મધ્યમવર્ગ, ખાસ કરીને તેના બેકાર લે કે, એકકસપણે રાજકારણ તરફ અને તેમાંના મૂઠીભર લેકે ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ વળતા જતા હતા. હિંદુ, મુસલમાન, શીખ એ સૌને આ પરિસ્થિતિની અસર થઈ રહી હતી કેમ કે આર્થિક પરિસ્થિતિ કંઈ ધાર્મિક ભેદને ગણકારતી નથી. પરંતુ મુસલમાને આ ઉપરાંત તુકી સામેના યુદ્ધથી અતિશય ખળભળી ઊડ્યા હતા. તેમને એવી ભીતિ હતી કે Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ યુદ્ધને કારણે બ્રિટિશ સરકાર “જજીરત-ઉલ-અરબ” અથવા મક્કા, મદીના અને જેરૂસલેમ વગેરે તેમનાં પવિત્ર શહેરને કબજે લેશે. (જેરૂસલેમ યહૂદી, મુસલમાન તથા ખ્રિસ્તી એ ત્રણેનું પવિત્ર શહેર છે.) આમ મહાયુદ્ધ પછી હિંદુસ્તાન રાહ જોતું બેઠું હતું. તે ધૂંધવાયેલું હતું અથવા કહે ઉગ્ર બન્યું હતું. તેને ઝાઝી આશા નહોતી અને છતાંયે તે કંઈક અપેક્ષા રાખીને બેઠું હતું. થોડા જ મહિનાઓમાં, જેની ઉત્સુકતાથી અપેક્ષા રાખવામાં આવતી હતી તે બ્રિટનની નવી નીતિનું પ્રથમ ફળ ક્રાંતિકારી ચળવળનું નિયમન કરવા માટે ખાસ કાયદાઓ પસાર કરવા માટેની દરખાસ્તના રૂપમાં બહાર પડયું. વધારે સ્વતંત્રતાને બદલે હિંદને વધારે દમનની ભેટ મળવાની હતી. એ દરખાસ્ત અથવા બિલે એક કમિટીના હેવાલ ઉપરથી ઘડવામાં આવ્યાં હતાં અને “રોલેટ બિલ'ના નામથી ઓળખાતાં હતાં. પરંતુ થોડા જ વખતમાં દેશભરમાં તે “કાળા કાયદા ના નામથી ઓળખાવા લાગ્યાં. આ રૉલેટ બિલે અથવા કાળા કાયદાઓને દેશભરમાં નરમમાં નરમ માણસો સહિત બધા હિંદીઓએ એક અવાજે વખોડી કાઢયા. એ બિલે સરકારને તથા જે વ્યક્તિ તેમને નાપસંદ હોય તથા જેના ઉપર તેમને શક હોય તેની ધરપકડ કરવાની, તેના ઉપર કામ ચલાવ્યા વિના તેને કેદમાં રાખી મૂકવાની અથવા તે તેના ઉપર ગુપ્ત રીતે કામ ચલાવવાની પોલીસોને ભારે સત્તા આપતાં હતાં. એ વખતે એ બિલનું આ વર્ણન મશહૂર થઈ ગયું હતું : “ના વકીલ, ના અપીલ, ના દલીલ.” એ બિલેની સામે પિકાર વધતા જતા હતા તેવામાં એક નવા તવે દેખા દીધી – રાજકીય ક્ષિતિજ ઉપર એક નાનકડું વાદળું દેખાવા લાગ્યું. એ વાદળું વધવા લાગ્યું અને થોડા જ વખતમાં સમગ્ર હિંદના આકાશને તેણે આવરી લીધું. આ નવું તત્ત્વ તે મોહનદાસ કરમચંદ ગાંધી. મહાયુદ્ધ દરમ્યાન તે દક્ષિણ આફ્રિકામાંથી હિંદ આવ્યા અને પિતાના સાથીઓ સાથે તે સાબરમતી આશ્રમમાં વસ્યા હતા. રાજકારણથી તે અળગા રહ્યા હતા. યુદ્ધ માટે રંગરૂટની ભરતી કરવામાં તેમણે સરકારને મદદ પણ કરી હતી. બેશક, દક્ષિણ આફ્રિકાની તેમની સત્યાગ્રહની લડત પછી હિંદમાં તે સારી પેઠે મશહૂર થયા હતા. ૧૯૧૭ની સાલમાં તે બિહારના ચંપારણ જિલ્લાના યુરોપિયન બગીચાવાળાઓના ગરીબ, દુ:ખી અને દલિત કિસાનોની વહારે ધાયા હતા અને બગીચાવાળાઓના ત્રાસમાંથી તેમને મુક્ત કરવામાં સફળ થયા હતા. ત્યાર પછી તે ગુજરાતના ખેડા જિલ્લાના ખેડૂતની વહારે ધાયા. ૧૯૧૯ની સાલમાં તે ખૂબ બીમાર પડી ગયા. તે એમાંથી સાજા થઈને માંડ ઊયા ત્યાં તે દેશભરમાં રોલેટ બિલ સામેનું આંદેલન ફાટી નીકળ્યું. આ દેશવ્યાપી પિકારમાં તેમણે પિતાને અવાજ પણ મેળવ્યું. Page #458 -------------------------------------------------------------------------- ________________ - હિંદ ગાંધીજીને અનુસરે છે. ૧૧૨૫ પરંતુ એ અવાજ, ગમે તે કારણે, બીજા અવાજેથી જુદો હતો. એ અવાજ શાન્ત અને ધીમે હતું અને છતાં સમુદાયના પકારને ભેદીને તે સંભળાતો હતો; એ મૃદુ અને નમ્ર હતો અને છતાં તેમાં ક્યાંક પિલાદી નક્કરતા છુપાયેલી જણાતી હતી; તે વિનય અને વિનવણીથી ભરેલું હતું અને છતાં એમાં કંઈક કટ્ટર અને ડરામણું તત્વ હતું; એને એકેએક શબ્દ અર્થઘન હતું અને તેમાં ખરાખરીને ઉગ્ર રણકે માલૂમ પડતું હતું. શાંતિ અને મિત્રીની ભાષાની પાછળ સામર્થ અને અમલી કાર્યને તરવરતે પડછાયે તથા અન્યાયને વશ ન થવાનો અડગ નિશ્ચય હતે. આજે તે આપણે એ અવાજથી પરિચિત થઈ ગયાં છીએ; છેલ્લાં ચૌદ વરસે દરમ્યાન તે આપણે અનેક વાર સાંભળ્યો છે. પરંતુ ૧૯૧૯ની સાલના ફેબ્રુઆરી તથા માર્ચ માસમાં તે આપણે માટે તે ન જ હતે. આપણે એ બરાબર સમજતાં નહોતાં પરંતુ એ અવાજ સાંભળીને આપણાં રેમેરમ પુલકિત થઈ ગયાં. જેમાં લાંબાં લાંબાં ભાષણ કરવામાં આવતાં અને તેને અંતે જેને કોઈ પણ કશુંયે મહત્ત્વ આપતું નહોતું એવા વિરોધ દર્શાવનાર તેના તે જ વ્યર્થ અને બિનઅસરકારક ઠરાવ કરવામાં આવતા એવા વખોડણીના ધાંધલિયા રાજકારણથી એ સાવ જુદી જ વસ્તુ હતી. આ તે અમલી કાર્યનું રાજકારણ હતું, કેવળ વાતનું નહિ. પસંદ કરેલા કાયદાઓ તેડીને જેલને નેતરવા તૈયાર હોય એવા લેકોની મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ સભા સ્થાપી. એ વખત માટે તે એ સાવ નવી જ વસ્તુ હતી. અને એથી કરીને કેટલાક લેકે ઉત્સાહમાં આવી ગયા અને કેટલાક લકે પાછળ હટી ગયા. જેલ જવું એ આજે તે રેજને સામાન્ય બનાવ બની ગયું છે અને અમારામાંના ઘણુંના જીવનને એ એક નિશ્ચિત અને નિયમિત ભાગ બની ગયો છે ! તેમની હમેશની રીત મુજબ ગાંધીજીએ વાઇસરૉયને નમ્ર અપીલ કરી અને ચેતવણી આપી. જ્યારે તેમને લાગ્યું કે સમગ્ર હિંદે એક અવાજે કરેલા વિરોધને ઠોકરે મારીને બ્રિટિશ સરકારે એ કાયદે પસાર કરવાનો નિશ્ચય કર્યો છે ત્યારે એ બિલ પસાર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે ત્યાર પછીના પહેલા રવિવારે હડતાલ પાડીને, બધું કામકાજ બંધ કરીને તથા સભાઓ ભરીને દેશભરમાં શેકદિન પાળવાની તેમણે પ્રજાને હાકલ કરી. એ દિવસે સત્યાગ્રહની ચળવળને આરંભ થવાને હતો અને ૧૯૧૯ના એપ્રિલની ૬ઠ્ઠી તારીખના રવિવારને દેશભરમાં શહેર તેમ જ ગામડાઓમાં સત્યાગ્રહદિન તરીકે પાળવામાં આવ્યું. આવા પ્રકારનું એ પહેલવહેલું હિંદવ્યાપી નિદર્શન હતું. એ ભારે પ્રભાવશાળી નિદર્શન હતું અને એમાં સર્વ પ્રકારના તથા બધીયે કેમેના લેકોએ ભાગ લીધે. અમારામાંના જેમણે એ હડતાલમાં કાર્ય કર્યું હતું તેઓ એની સફળતા જોઈને ચકિત થઈ ગયા ज-२९ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતા. અમે તે શહેરના માત્ર ગણ્યાગાંઠ્યા માણસને પહોંચી શકીએ એમ હતું. પરંતુ વાતાવરણમાં ન જુસ્સે વ્યાપી ગયું હતું અને ગમે તેમ કરીને એ સંદેશો આપણું વિશાળ દેશના દરમાં દૂર આવેલા ગામડા સુધી પહોંચી ગયો હતે. ગામડાંના લેકે તેમ જ શહેરના મજૂરેએ પહેલી જ વાર વિશાળ પાયા ઉપરના રાજકીય નિદર્શનમાં ભાગ લીધે. તારીખની બાબતમાં સમજફેર થવાથી દિલ્હીએ ૬ઠ્ઠી એપ્રિલને આગલે રવિવારે એટલે કે ૩૧મી માર્ચે હડતાલ પાડી હતી. એ દિવસેમાં દિલ્હીના મુસલમાન તથા હિંદુઓમાં એક બીજા માટે ભારે સભાવ અને ભાઈચારાની લાગણી પ્રવર્તતી હતી અને દિલ્હીની પ્રખ્યાત જામે મસ્જિદમાં પ્રચંડ સભાને ઉદ્દેશીને વ્યાખ્યાન આપતા આર્યસમાજના મહાન નેતા સ્વામી શ્રદ્ધાનંદનું અપૂર્વ દશ્ય જોવામાં આવ્યું હતું. ૩૧મી માર્ચે દિલ્હીના મહોલ્લાઓમાં એકઠાં થતાં પ્રચંડ ટોળાને વિખેરી નાખવાને પિલીસ તથા લશ્કરી સિપાઈઓએ પ્રયત્ન કર્યો. તેમણે એ ટોળાંઓ ઉપર ગોળી ચલાવી અને કેટલાકના જાન પણ લીધા. કદાવર અને સંન્યાસીના પિશાકમાં ભવ્ય લાગતા સ્વામી શ્રદ્ધાનંદે ચંદની ચેકમાં ખુલ્લી છાતી અને અગ દૃષ્ટિથી ગુરખા સિપાઈઓની સંગીનને સામનો કર્યો. તેમના હાથ થંભી ગયા અને એ કસોટીમાંથી તે ક્ષેમકુશળ પાર ઊતર્યા અને એ બનાવે આખા હિંદને પુલકિત કરી મૂક્યું. પરંતુ દુઃખની વાત એ છે કે એ પછી આઠ વરસની અંદર એક ધમધ મુસલમાને તેમને દગે કરીને મારી નાખ્યા. એ વખતે તે માંદા હતા અને પિતાના બિછાનામાં સૂતા હતા ત્યાં આવીને એ મુસલમાને તેમના પેટમાં છરી બેંકી દીધી. ૬ઠ્ઠી એપ્રિલના સત્યાગ્રહદિન પછી બનાવો બહુ ઝપાટાભેર બનવા લાગ્યા. ૧૦મી એપ્રિલે અમૃતસરમાં એક વિષમ ઘટના બની ગઈ. એ દિવસે પિતાના નેતા ડૉ. કીચલુ તથા ડૉ. સત્યપાલની ધરપકડ માટે શોક દર્શાવવાને માટે ત્યાં આગળ એક નિઃશસ્ત્ર ટોળું ઉઘાડે માથે જમા થયું હતું. એ ટોળા ઉપર લશ્કરી સિપાઈઓએ ગેળી ચલાવી અને એથી ઘણું માણસેના જાન ગયા. આથી એ ટોળું પાગલ બન્યું અને કચેરીઓમાં બેઠેલા પાંચ કે છે નિર્દોષ અંગ્રેજોને મારી નાખીને તથા તેમની બેંકનાં મકાને બાળી નાખીને એનું વેર લીધું. અને પછી તે જાણે બાકીના દેશ અને પંજાબ વચ્ચે એક પડદો ઊભો થયો હોય એમ લાગ્યું. સખત ખબર-નિયમનથી (સેન્સેરશિપ) પંજાબને બાકીના હિંદથી સાવ અળગું પાડી દેવામાં આવ્યું. ત્યાંના ભાગ્યે જ કશા ખબર બહાર આવતા અને લેકને એ પ્રાંતમાં દાખલ થવાનું કે ત્યાંથી બહાર આવવાનું અતિશય મુશ્કેલ બની ગયું. ત્યાં આગળ લશ્કરી કાયદાને અમલ કરવામાં આવ્યું અને એની વેદના મહિનાઓ સુધી ચાલુ રહી. અઠવાડિયાંઓ Page #460 -------------------------------------------------------------------------- ________________ 'હિંદ ગાંધીજીને અનુસરે છે ૧૧૨૭ અને મહિનાઓની વેદનાભરી વિમાસણ પછી ધીમે ધીમે પડદો ઊંચકાયે અને ભયંકર સત્ય બીનાઓ બહાર આવી. પંજાબમાં લશ્કરી કાયદાના અમલના સમયની ભીષણતાઓની વાત હું તને અહીં નહિ કહું. ૧૩મી એપ્રિલે અમૃતસરમાં જલિયાવાલા બાગમાં થયેલી કતલની વાત આખી દુનિયા જાણે છે. જેમાંથી છટકવાને આરે ન હતો એવા એ મોતના પાંજરામાં એ દિવસે હજારે લેકે મરાયા અથવા તે ઘાયલ થઈને પડ્યા. ખુદ “અમૃતસર” શબ્દ કતલને પર્યાય બની ગયો છે. આ હત્યાકાંડ તે બૂરે હતે જ પણ એ સિવાય બીજા અને વધારે નિર્લજજ બનાવો પણ પંજાબમાં ઠેરઠેર બનવા પામ્યા. આ હેવાનિયત તથા કારમી ભીષણતાઓ દરગુજર કરવી એ આટલાં બધાં વરસે વીત્યા પછી પણ મુશ્કેલ છે. અને છતાંયે એ સમજવી મુશ્કેલ નથી. ખુદ તેમનું આધિપત્ય જ એવા પ્રકારનું છે કે તેને લીધે હિંદમાંના અંગ્રેજોને જાણે તેઓ જવાળામુખીની કડણ ઉપર બેઠા હોય એમ લાગે છે. હિંદનું માનસ યા તેનું હૃદય તેઓ ભાગ્યે જ સમજ્યા છે - તે સમજવાનો તેમણે ભાગ્યે જ પ્રયત્ન પણ કર્યો છે. પોતાના વિશાળ અને આંટીઘૂંટીવાળા સંગઠન તથા તેની પાછળ રહેલા બળ ઉપર મુસ્તાક બનીને તેઓ હિંદીઓથી હમેશાં અળગા જ રહેતા આવ્યા છે. પિતાના સામર્થ ઉપર તેમને ભારે વિશ્વાસ છે પરંતુ એ વિશ્વાસની પાછળ હમેશાં અજ્ઞાતને ડર રહેલું હોય છે અને દોઢ સદીની તેમની હકૂમત પછી પણ હિંદ તેમને માટે એક અજ્ઞાત મુલક જ રહ્યો છે. ૧૮૫૭ના બળવાની યાદ હજી તેમના મનમાં તાજી જ છે અને તેઓ જાણે અપરિચિત અને દુશ્મનના દેશમાં વસતા હોય એવું તેમને લાગ્યા કરે છે તથા કઈ દિવસ એ તેમની સામે વિફરે અને તેમના ટુકડેટુકડા કરી નાખે એવી ધાસ્તી તેમને હમેશાં રહે છે. તેમની મનોદશાની આ સામાન્ય ભૂમિકા છે. દેશમાં તેમની સામે વિરોધી હિલચાલ પ્રસરતી જોઈને તેમને ભય વધી ગયે. ૧૦મી એપ્રિલે અમૃતસરમાં બનેલા ખૂનખાર બનાવોની વાત જાણુને લાહેરમાંના પંજાબના ઉપલા દરજ્જાના અમલદારે પિતાનું માનસિક સમતોલપણું સંપૂર્ણપણે ગુમાવી બેઠા – તેઓ ભડકી ઊઠ્યા. તેમને લાગ્યું કે ૧૮૫૭ના બળવા જેવો આ મોટા પાયા ઉપર બીજે ખૂનખાર બળ છે અને અંગ્રેજોની જિંદગી જોખમમાં આવી પડી છે. તેમને ખુનામરકીની ભ્રાંતિ પડી અને તેમણે ત્રાસ વર્તાવવાનો નિશ્ચય કર્યો. જલિયાવાલા બાગ, લશ્કરી કાયદે તથા એ પછી જે જે બનાવ બન્યા તે આવી મનોદશાનાં પરિણામે હતાં. ભયને માટે કશુંયે કારણ ન હોવા છતાં કઈ માણસ બેબાકળો બનીને • ગેરવર્તન ચલાવે એ સમજી શકાય એવું છે, પરંતુ એથી કંઈ તે દરગુજર Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ન કરી શકાય. પરંતુ અમૃતસરના ગોળીબાર માટે જવાબદાર જનરલ ડાયરે મહિનાઓ પછી તિરસ્કારપૂર્વક એ કૃત્યને બચાવ કર્યો તથા ગોળીબારના ભોગ બનીને ઘાયલ થઈને પડેલા હજારે લેકે તરફ તેણે હેવાનિયતભરી બેપરવાઈ દર્શાવી એ વસ્તુઓ ખાસ કરીને હિંદને આવ્યું બનાવી મૂક્યું અને તે અતિશય કે પાયમાન થયું. ઘાયલ થયેલા પ્રત્યેની તેની બેપરવાઈની બાબતમાં તેણે જણાવ્યું કે, “એ કંઈ મારું કામ નહતું.” ઈંગ્લંડમાં કેટલાક લેકેએ તથા સરકારે ડાયરની હળવી ટીકા કરી પરંતુ ઉમરાવની સભામાં થયેલી ચર્ચા વખતે ઇંગ્લંડના શાસક વર્ગના સામાન્ય વલણનું પ્રદર્શન થયું. એ ચર્ચા દરમ્યાન જનરલ ડાયરનાં પિટ ભરીને વખાણ કરવામાં આવ્યાં. એ વસ્તુએ હિંદના ક્રોધાગ્નિમાં ઘી હે અને પંજાબના અન્યાયની બાબતમાં દેશભરમાં ભારે કડવાશની લાગણી વ્યાપી ગઈ પંજાબમાં ખરેખર શું બન્યું હતું તેની તપાસ કરવા સરકાર તેમ જ મહાસભા એ બંનેએ તપાસ સમિતિ નીમી હતી. દેશ તેમના હેવાલની રાહ જોતે બેઠે હતે. એ વરસથી ૧૩મી એપ્રિલ એ રાષ્ટ્રીય દિન બની ગયું છે અને ૬ઠ્ઠી એપ્રિલથી ૧૩મી એપ્રિલ સુધીના આઠ દિવસનું રાષ્ટ્રીય સપ્તાહ બન્યું છે. જલિયાનવાલા બાગ એ આજે રાજકીય યાત્રાનું ધામ બની ગયું છે. આજે તે એ એક આકર્ષક બગીચે બની ગયું છે અને તેની ઘણીખરી જૂની ભીષણતા નષ્ટ થઈ ગઈ છે. પરંતુ તેની સ્મૃતિ તે હજી કાયમ રહી છે. દેવગે એ વરસે એટલે કે ૧૯૧૯ની સાલના ડિસેમ્બર માસમાં મહાસભાની બેઠક પણ અમૃતસરમાં જ થઈ. એ વખતે તપાસસમિતિઓના હેવાલની રાહ જોવાતી હતી એટલે એ બેઠકમાં, કોઈ પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો નહિ. પરંતુ મહાસભા હવે બદલાઈ ગઈ છે એ વસ્તુ હવે સ્પષ્ટપણે દેખાવા લાગી હતી. તે હવે જનતાની સંસ્થા બનવા લાગી હતી અને કેટલાક જૂના મહાસભાવાદીઓને અસ્વરથ કરી મૂકે એવી નવી શકિતને તેમાં સંચાર થઈ રહ્યો હતે. હજી તેવા ને તેવા જ અડગ તથા કદી પણ નમતું ન આપનાર લેકમાન્ય ટિળક પણ ત્યાં આવ્યા હતા. મહાસભાની બેઠકમાં તેઓ છેલ્લી જ વાર હાજરી આપતા હતા કેમ કે તેની બીજી બેઠક ભરાય તે પહેલાં તે વિદેહ થવાના હતા. આમ–સમુદાયમાં કપ્રિય થયેલા ગાંધીજી પણ ત્યાં હતા અને હિંદના રાજકારણુ તથા મહાસભા ઉપરના તેમના પ્રભુત્વની લાંબી કારકિર્દીને આરંભ હજી હમણું જ કરી રહ્યા હતા. લશ્કરી કાયદાના અમલના દિવસે દરમ્યાન શયતાનિયતભર્યા કાવતરાંઓમાં સંડોવીને જેમને લાંબી મુદતની સજા કરવામાં આવી હતી એવા કેટલાક નેતાઓ પણ તુરંગમાંથી છૂટીને સીધા એ બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. કારણ કે Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૯ હિંદ ગાંધીજીને અનુસરે છે તેમની સજા હવે રદ કરવામાં આવી હતી. વળી ઘણું વરસેની અટકાયતમાંથી છૂટીને મશહૂર અલીભાઈઓ પણ ત્યાં આવ્યા હતા. બીજે વરસે મહાસભાએ ઝંપલાવ્યું અને ગાંધીજીના અસહકારના કાર્યક્રમને તેણે સ્વીકાર કર્યો. મહાસભાની કલકત્તાની ખાસ બેઠકે એ કાર્યક્રમને અપનાવ્યું અને એ પછીથી નાગપુરની તેની વાર્ષિક બેઠકે તેને બહાલી આપી. લડતની પદ્ધતિ બિલકુલ શાંતિમય હતી અને તેને અહિંસક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એના પાયામાં સરકારને તેના રાજવહીવટ ચલાવવાના કાર્યમાં તથા હિંદના શેષણમાં મદદ કરવાનો ઇન્કાર રહેલે હતે. કેટલીક વસ્તુઓના બહિષ્કારથી એ લડતને આરંભ કરવાનો હતે. દાખલા તરીકે પરદેશી સરકારે આપેલા ઈલકાબેને, સરકારી મેળાવડાઓ તથા એવા બીજા પ્રસંગોને, વકીલ તથા કેસ લડનારા પક્ષો એ બંનેએ સરકારી અદાલતેને, સરકારી શાળા તથા કોલેજોને તેમ જ મેન્ટ-ફર્ડ સુધારા નીચેની નવી ધારાસભાઓને બહિષ્કાર કરવાનો હતો. પાછળથી મુલકી તેમ જ લશ્કરી નેકરીઓ તથા કર ભરવાની બાબતમાં પણ એ બહિષ્કાર લાગુ પાડવાને હતે. એની રચનાત્મક બાજુમાં હાથકાંતણું તથા ખાદી તેમ જ સરકારી અદાલતેને બદલે લવાદપંચ ઉપર ભાર મૂકવામાં આવ્યું. હિંદુ-મુસ્લિમ ઐકય તથા અસ્પૃશ્યતાનિવારણ એ વસ્તુઓ એ કાર્યક્રમનાં બે મહત્ત્વનાં અંગે હતાં. મહાસભાનું બંધારણ પણ બદલવામાં આવ્યું અને તે કાર્ય કરનારી સંસ્થા બની અને જનતાને માટે તેણે પિતાનાં દ્વાર ખુલ્લા કર્યા. મહાસભા આજ સુધી જે કરતી આવી હતી તેનાથી આ કાર્યક્રમ સાવ નિરાળ હતે. ખરેખર, દુનિયાને માટે એ એક અવનવી વસ્તુ હતી કેમ કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનું ક્ષેત્ર તે બહુ જ મર્યાદિત હતું. એમાં કેટલાક લેકેને તે તરત જ ભારે ભોગ આપવાને હતે. દાખલા તરીકે, એમાં વકીલને વકીલાત છોડવાની તથા વિદ્યાર્થીઓને સરકારી કૉલેજોને બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હતી. એના ગુણદોષ આંકવાનું મુશ્કેલ હતું કેમ કે એ આંકવા માટેનું કશું ધોરણ મેજૂદ નહોતું. મહાસભાના જૂના અને અનુભવી આગેવાનો એને સ્વીકાર કરતાં અચકાયા તથા એની બાબતમાં સાશંક બન્યા એમાં કશું આશ્ચર્ય નથી. એમાંના સૌથી મોટા નેતા લેકમાન્ય ટિળક એ પહેલાં જ વિદેહ થયા હતા. મહાસભાના બીજા આગળ પડતા નેતાઓમાં માત્ર પંડિત મોતીલાલ નેહરુએ જ આરંભથી ગાંધીજીને કે આ હતું. પરંતુ સામાન્ય મહાસભાવાદીઓ તથા સાધારણ માણસે અથવા આમજનતાના ઉત્સાહની બાબતમાં કશે સંદેહ નહતું. ગાંધીજીએ તેમને જમીનથી અધ્ધર કરી દીધા, પિતાની જાદુઈ અસરથી તેમણે તેમનાં દિલ જીતી લીધાં અને “મહાત્મા ગાંધી કી જય'ના પિકારથી તેમણે અહિંસક Page #463 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અસહકારના નવા કાર્યક્રમને વધાવી લીધે. એ કાર્યક્રમને વિષે મુસલમાનોને ઉત્સાહ પણ બીજાઓના જેટલે જ હતે. ખરી વાત તે એ છે કે અલી ભાઈઓની આગેવાની નીચે ખિલાફત કમિટીએ તે મહાસભાની પહેલાં એ કાર્યક્રમને અપનાવ્યું હતું. જનતાના ઉત્સાહને કારણે તથા એ ચળવળને આરંભમાં મળેલી સફળતા જોઈને જૂના ઘણાખરા મહાસભાવાદીઓ એમાં જોડાયા. આ અવનવી લડત તથા તેની પાછળ રહેલી ફિલસૂફીના ગુણદોષની પરીક્ષા હું આ પત્રમાં કરી શકું એમ નથી. એ ભારે અટપટો પ્રશ્ન છે અને સંભવ છે કે એ ચળવળના પ્રણેતા ગાંધીજી સિવાય બીજો કઈ પણ માણસ એ વસ્તુ સતેષકારક રીતે ન કરી શકે. એમ છતાંયે આપણે એને એક પ્રેક્ષકની દૃષ્ટિથી તપાસીશું અને એ આટલી બધી ત્વરાથી સફળતાપૂર્વક કેમ ફેલાવા પામી એ સમજવા પ્રયત્ન કરીશું. જનતાની આર્થિક હાડમારી તથા વિદેશી શેષણ નીચે ઉત્તરોત્તર તેમની બગડતી જતી સ્થિતિ વિષે તેમ જ મધ્યમ વર્ગમાં વધતી જતી બેકારી વિષે હું તને કહી ગયો છું. એ બધાંના નિવારણને ઉપાય છે? રાષ્ટ્રીય ભાવનાના વિકાસે લેકનાં મન રાજકીય સ્વતંત્રતાની આવશ્યકતા તરફ વાળ્યાં. પરતંત્ર અને ગુલામીમાં રહેવું એ અગતિ કરનારું છે એટલા માટે જ નહિ તેમ જ લેકમાન્યના કહેવા પ્રમાણે સ્વતંત્રતા એ આપણે જન્મસિદ્ધ હક છે અને આપણે તે પ્રાપ્ત કરવી જ જોઈએ માત્ર એટલા માટે પણ નહિ, પરંતુ આપણી પ્રજા ઉપરને ગરીબાઈને બેજે હળવે કરવાને માટે પણ સ્વતંત્રતા આવશ્યક છે એમ મનાવા લાગ્યું હતું. પણ સ્વતંત્રતા મેળવવી કેવી રીતે ? હાથપગ જોડીને શાંત બેસી રહેવાથી કે તેની રાહ જોયા કરવાથી તે નથી મળવાની છે તે સ્પષ્ટ જ હતું. વત્તાઓછા ઝનૂનથી મહાસભા આજ સુધી કેવળ વિરોધ અને યાચનાની રીતેને અનુસરતી આવી હતી. એ રીતે પ્રજાને માટે હિણપતભરી હતી એટલું જ નહિ પણ વ્યર્થ અને અસર વિનાની હતી એ પણ એટલું જ સ્પષ્ટ હતું. ઈતિહાસકાળમાં એ રીતે કદીયે સફળ થઈ નથી તેમ જ શાસક કે અધિકાર ભોગવતા વર્ગો પાસેથી સત્તા છોડી શકી નથી. ખરેખર, ઇતિહાસે તે આપણને એ બતાવ્યું છે કે ગુલામ પ્રજાઓ કે વગેએ હિંસક બળ કે રમખાણ કરીને પિતાની સ્વતંત્રતા મેળવી હતી. હિંદના લેકે માટે સશસ્ત્ર બળવાને તે પ્રશ્ન જ નહોતે. આપણે નિઃશસ્ત્ર પ્રજા છીએ અને આપણામાંના ઘણું તે હથિયાર વાપરી પણ જાણતા નથી. વળી હિંસક અથવા સશસ્ત્ર લડાઈમાં બ્રિટિશ સરકારનું છે તે કોઈ પણ રાજ્યનું સંગઠિત બળ તેની સામે જે કંઈ બળ ઊભું કરવામાં આવે તેના કરતાં ઘણું વધારે હોય છે. સશસ્ત્ર સૈન્ય બળ કરી શકે ખરાં પરંતુ નિશસ્ત્ર Page #464 -------------------------------------------------------------------------- ________________ હિંદ ગાંધીજીને અનુસરે છે ૧૧૩૧ લેકે બંડ કરીને સશસ્ત્ર સૈન્યને સામને કરી શકે નહિ. બીજી બાજુએ વ્યક્તિગત ત્રાસ ફેલાવવાનો એટલે કે પિસ્તોલ કે બોંબથી છૂટાછવાયા સરકારી અમલદારોને મારી નાખવા એ તો હતાશ થયેલાઓને માર્ગ હતો. એ માર્ગ લકોના જુસ્સાને હાનિ પહોંચાડનાર નીવડે છે અને વ્યક્તિઓને એ ભલેને ગમે એટલી ભડકાવી મૂકે પણ બળવાન અને સંગઠિત સરકારને એ હચમચાવી શકે એમ માનવું હાસ્યાસ્પદ છે. હું તને આગળ જણાવી ગયો છું તેમ આવી રીતે વ્યક્તિગત હિંસાને માર્ગ રશિયન ક્રાંતિવાદીઓએ પણ છેડી દીધું હતું. તે પછી શે ઉપાય બાકી રહે છે? રશિયાએ સફળતાપૂર્વક ક્રાંતિ કરી હતી અને તેણે મજૂરાનું પ્રજાસત્તાક સ્થાપ્યું હતું. લશ્કરના પીઠબળ સહિત જનતાને સક્રિય કાર્યમાં પ્રેરવાની એ રીત હતી. પરંતુ મહાયુદ્ધને પરિણામે દેશ તથા તેની જૂની સરકાર સાવ છિન્નભિન્ન થઈ ગયાં હતાં તથા તેમને વિરોધ કરનાર કેઈ રહ્યું નહતું એ સમયે રશિયામાં પણ સોવિયેટને વિજય થયે હિતે. વળી, એ વખતે હિંદમાં જૂજ લેકે રશિયા કે માકર્સવાદ વિષે કંઈક જાણતા હતા ત્યા તે મજૂરે અને ખેડૂતોને લક્ષમાં રાખીને વિચાર કરતા હતા. આમ આ બધા માર્ગે નિરપગી હતા અને અધોગતિકારક ગુલામગીરીની અસહ્ય સ્થિતિમાંથી બહાર નીકળવાને કોઈ પણ ઉપાય નજરે પડત નહે. જેમને આ ગુલામીની દશા કઠતી હતી તે લેકો ભારે હતાશ અને અસહાય બની ગયા હતા. આ ઘડીએ ગાંધીજીએ પિતાને અસહકારને કાર્યક્રમ દેશ આગળ રજૂ કર્યો. આયર્લેન્ડની સીન-ફીન ચળવળની પેઠે તે પિતાની જાત ઉપર આધાર રાખવાનું એટલે કે સ્વાશ્રયી બનવાનું તેમ જ પિતાની શક્તિ વધારવાનું આપણને શીખવતે હતે. વળી, દેખીતી રીતે જ, સરકાર ઉપર દબાણ લાવવા માટેની એ ભારે અસરકારક રીત હતી. સરકાર મોટે ભાગે હિંદીઓના પિતાના મરજિયાત કે ફરજિયાત સહકાર ઉપર ટકતી હતી. એ સહકાર જે ખેંચી લેવામાં આવે અને બહિષ્કારને અમલ કરવામાં આવે તે સરકારનું આખું તંત્ર સ્થગિત કરી દેવાનું સિદ્ધાંતની દૃષ્ટિએ તે બિલકુલ સંભવિત લાગતું હતું. અસહકાર એટલી હદે સફળ ન થાય તોયે તે સરકાર, ઉપર ભારે દબાણ લાવવામાં તેમ જ સાથે સાથે લેકનું બળ વધારવામાં સફળ નીવડે એમાં લેશ પણ શંકા નહોતી. એ સંપૂર્ણપણે શાંતિમય હતો પરંતુ તે કેવળ અપ્રતિકાર જ નહોતે. સત્યાગ્રહ એ અન્યાય કે અનિષ્ટ સામેના અહિંસક પણ નિશ્ચિત પ્રકારના પ્રતિકારનું સ્વરૂપ હતું. વાસ્તવમાં એ શાંતિમય, અહિંસક યા તે બેઠે બળવો હતો, યુદ્ધનું એ અતિશય સભ્ય સ્વરૂપ હતું અને છતાયે રાજ્યની સ્થિરતાને માટે એ ભારે જોખમકારક હતું. જનતાને કાર્ય કરતી કરવા માટે એ એક અસરકારક ઉપાય હતું અને હિંદની પ્રજાની વિશિષ્ટ પ્રકારની પ્રતિભાને એ બંધબેસતું આવતું હતું. એણે આપણું વર્તન Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન સુધારી દીધુ અને આપણા પ્રતિસ્પર્ધીઓને દેષિત સ્થિતિમાં મૂકી દીધા. આપણને કચરી રહેલા ભયમાંથી તેણે આપણને મુક્ત કર્યાં. આપણે એધડક ખનીને સૌની સામે માથું ઊંચું રાખીને ફરવા લાગ્યા તથા આપણા મનમાં ધોળાતા વિચારો સંપૂર્ણપણે અને નિખાલસતાથી આપણે દર્શાવવા લાગ્યા. આપણા મન ઉપરથી જાણે ભારે જો ઊપડી ગયા હોય એમ આપણને લાગવા માંડયું અને વાણી તથા કાર્યની લાધેલી નવી સ્વતંત્રતાએ આપણને આત્મવિશ્વાસ તથા શક્તિથી ભરી દીધા. અને આવી લતામાં અનિવાય પણે જાતિ જાતિ તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અતિશય તીવ્ર દ્વેષા પેદા થવા પામે છે તેને આ શાંતિમય રીતે ઘણે અંશે ટાળ્યા. અને એ રીતે તેણે છેવટનું સમાધાન વધારે સુગમ બનાવી મૂકયુ. આથી, જેની પાછળ ગાંધીજીનું અપૂર્વ વ્યક્તિત્વ રહેલુ હતું એવા આ અસહકારના કાર્યક્રમે દેશને પોતાના તરફ આકષ્ણેાઁ તથા તેમાં આશાના સ ંચાર્ કર્યાં એમાં આશ્રય પામવા જેવું કશું નથી. તે ફેલાતા ગયા અને તેના સ્પર્શથી પુરાણી નબળાઈ અદૃશ્ય થઈ ગઈ. નવી મહાસભાએ દેશનાં ધણાંખરાં પ્રાણવાન તત્ત્વાને પોતાના તરફ આકર્ષ્યા અને તેનું બળ તથા પ્રતિષ્ઠા વધી ગયાં. દરમ્યાન મેન્ટ ્ડ સુધારા પ્રમાણેની ધારાસભાઓ શરૂ થઈ ચૂકી હતી. વિનીતાએ ~~ હવે તેઓ પોતાને લિબરલ તરીકે ઓળખાવતા હતા — એ સુધારાઓને વધાવી લીધા અને એની નીચે તેઓ પ્રધાના તથા ખીજા અમલદારો બન્યા. તેઓ સરકાર સાથે લગભગ એકરૂપ થઈ ગયા હતા અને તેમને પ્રજાનું બિલકુલ પીઠબળ નહતું. મહાસભાએ એ ધારાસભાના બહિષ્કાર કર્યાં હતા અને દેશમાં તેમના તરફ કાઈ એ લક્ષ આપ્યું નહિ. ધારાસભાની અહાર ગામડાં તથા શહેરામાં ચાલી રહેલી લડત તરફ સૌનું લક્ષ કેન્દ્રિત થયું હતું. મહાસભાના સંખ્યાબંધ કા કર્તાએ ગામડાંઓમાં પહોંચી ગયા હતા. ત્યાં તેમણે મહાસભા સમિતિ સ્થાપી હતી અને એ રીતે તેમણે ગામડાંઓને જાગ્રત કરવામાં કાળા આપ્યા હતા. મામલા કટોકટીએ પહોંચતા જતા હતા અને અનિવાય પણે ૧૯૨૧ના ડિસેમ્બરમાં અથડામણ થવા પામી. પ્રસંગ પ્રિન્સ આફ વેલ્સની હિંદની મુલાકાતના હતા. મહાસભાએ એ મુલાકાતના બહિષ્કાર કર્યાં હતા. દેશભરમાં સખ્યાબંધ લેાકાની ધરપકડ કરવામાં આવી અને તુરંગા ‘રાજારી’ કેદીઓથી ઊભરાવા લાગી. એ વખતે અમારામાંના ધણાઓને જેલની દીવાલા પાછળની દુનિયાને પહેલવહેલા અનુભવ થયા. મહાસભાના વરાયેલા પ્રમુખની સુધ્ધાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બદલે અમદાવાદની બેઠકમાં ડંકીમ અજમલ ખાતે પ્રમુખસ્થાન લીધું. પરંતુ એ વખતે ગાંધીજીની ધરપકડ નહાતી કરવામાં આવી. ચળવળ વધુ ને વધુ બળવાન બનતી ગઈ અને ધરપકડ કરવામાં આવે Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦-૩૦નું હિંt - ૧૧૩૩ તેના કરતાં ધરપકડ નોતરનારાઓની સંખ્યા હમેશાં વધારે રહેતી. નામીચા આગેવાને તથા કાર્યકર્તાઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા તેમ તેમ નવા અને બિનઅનુભવી અને કેટલીક વાર તે અનિષ્ટ માણસે તેમની જગ્યાએ આવતા ગયા. આથી ચળવળમાં અવ્યવસ્થા તથા કંઈક હિંસા દાખલ થવા પામી. ૧૯૨૨ની સાલના આરંભમાં યુક્ત પ્રાંતમાં ગોરખપુર પાસે ચૌરી ચૌરા આગળ ખેડૂતના એક ટોળા તથા પિલીસે વચ્ચે અથડામણ થવા પામી. પરિણામ એ આવ્યું કે ખેડૂતોએ તેની અંદરના થડા પિલીસે સહિત ત્યાંનું પિલીસ થાણું બાળી મૂક્યું. આ અને બીજા કેટલાક બનાવોથી ગાંધીજીને ભારે આઘાત લાગ્યો. એ બનાવો એ દર્શાવતા હતા કે લડત અવ્યવસ્થિત બનતી જતી હતી અને તેમાં હિંસાનું તત્ત્વ દાખલ થયું હતું. આથી ગાંધીજીની સૂચનાથી કારોબારી સમિતિએ અસહકારને કાનૂનભંગને ભાગ મેકૂફ રાખે. આ પછી તરત જ ખુદ ગાંધીજીને પણ પકડવામાં આવ્યા. તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેમને છ વરસની સજા કરવામાં આવી. ૧૯૨૨ની સાલમાં આ બન્યું અને અસહકારની પહેલી અવસ્થા આ રીતે પૂરી થઈ ૧૬૧. ૧૯૨૦–૩૦નું હિંદ મે ૧૪, ૧૯૩૩ ૧૯૨૨ની સાલમાં સવિનય કાનૂનભંગ મોકૂફ રાખવામાં આવ્યું ત્યારે અસહકારની ચળવળની પહેલી અવસ્થા પૂરી થઈ પરંતુ આ મેફીથી ઘણા મહાસભાવાદીઓ નારાજ થયા. દેશમાં ભારે જાગૃતિ આવી હતી અને લગભગ ૩૦ હજાર સત્યાગ્રહીઓ કાયદે તોડીને જેલમાં ગયા હતા. શું આ બધું વ્યર્થ હતું અને ઉશ્કેરાઈ જાય એવા થોડાક ગરીબ ખેડૂતોએ ગેરવર્તાવ કર્યો એટલા જ ખાતર ચળવળને હેતુ પાર પડે તે પહેલાં જ અધવચમાં એકાએક તેને મોકૂફ રાખવી? સ્વતંત્રતા તે હજી બહુ દૂર હતી અને બ્રિટિશ સરકાર તે પહેલાંની જેમ જ પિતાનું કાર્ય કર્યો જતી હતી. દિલ્લીમાં તેમ જ પ્રાતમાં કશીયે સાચી સત્તા વિનાની ધારાસભાઓ હતી; મહાસભાએ તેમને બહિષ્કાર કર્યો હતો. ગાંધીજી જેલમાં હતા. હવે બીજું પગલું ભરવાની બાબતમાં મહાસભાના દળમાં ભારે વાદવિવાદ ઊભું થયું અને મહાસભાની નીતિમાં ફેરફાર કરવાની હિમાયત કરનારે સ્વરાજ્યપક્ષ નામનો એક પક્ષ સ્થપાય. એ પક્ષે એવું સૂચવ્યું કે અસહકારના મૂળભૂત કાર્યક્રમને તે વળગી રહેવું પણ તેની એક બાબતમાં ફેરફાર કરે. ધારાસભાઓને બહિષ્કાર છેડી દેવું જોઈએ. આને લીધે મહાસભામાં ભાગલા પડ્યા પરંતુ છેવટે સ્વરાજ્યપક્ષે પિતાનું ધાર્યું કર્યું. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન મહાસભાવાદીઓ ધારાસભાઓમાં દાખલ થયા અને ત્યાં આગળ તેમણે કડક અને જુસ્સાદાર ભાષણો કર્યા તથા ખરચ માટે નાણું મંજૂર કરવાની ના પાડી. પરંતુ તેમના ઠરા તથા મતોની સરકાર ઉપેક્ષા કરતી હતી. અને ધારાસભાએ ઉડાવી દીધેલા અંદાજપત્રને વાઇસરૉય સર્ટિફાઈ કરતો એટલે કે તેને મળેલી સત્તાની રૂએ તે એ અંદાજપત્રને વાજબી ઠરાવતે. મહાસભાવાદીઓની ધારાસભાઓમાંની આ પ્રવૃત્તિઓ પ્રચારની દષ્ટિએ થેંડા વખત માટે ઠીક હતી પરંતુ એને લીધે ચળવળનું ધોરણ નીચું પડયું. એને પરિણામે જનતા સાથે સંપર્ક તૂટી ગયો અને પ્રત્યાઘાતીઓ સાથે અઘટિત બાંધછોડ કરવી પડી. આ ૧૯૨૦-૩૦ના ગાળામાં હિંદને હચમચાવી મૂકનારાં ભિન્ન ભિન્ન બળ તથા ચળવળ સમજવાને આપણે પ્રયત્ન કરીશું. સૌથી પ્રધાન સવાલ હિંદુ-મુસ્લિમ ઐક્યને હતે. એ બંને કોમ વચ્ચે ઘર્ષણ વધતું જતું હતું અને મસ્જિદો આગળ વાજાં વગાડવા જેવી નજીવી બાબતે ઉપર ઉત્તર હિંદમાં અનેક ઠેકાણે હુલ્લડો થવા પામ્યાં હતાં. અસહકારના દિવસના અપૂર્વ શક્ય પછી થયેલે આ અણધાર્યો અને વિચિત્ર પ્રકારને ફેરફાર હતે. આ ફેરફાર સાથી થવા પામે અને પેલી એકતાના મૂળમાં શી વસ્તુ રહેલી હતી? રાષ્ટ્રીય ચળવળના મૂળમાં પ્રધાનપણે આર્થિક હાડમારી અને બેકારી રહેલાં હતાં. એને પરિણામે બ્રિટિશ સરકાર સામેના વિરોધની સર્વસાધારણ લાગણી બધાયે સમૂહમાં પેદા થઈ તથા સ્વરાજ અથવા સ્વતંત્રતા માટેની કંઈક અસ્પષ્ટ કામના પણ જાગ્રત થઈ. આ વિરોધની લાગણી બધાને એકત્ર કરનારી સામાન્ય કરી હતી પરંતુ ભિન્ન ભિન્ન સમૂહોના આશયે જુદા જુદા , હતા. એ દરેક સમૂહ સ્વરાજ્યને જુદે જુદે અર્થ કરતે હતે. બેકાર મધ્યમ વર્ગ સ્વરાજ્યમાં નોકરી તથા ધંધેરોજગાર મેળવવાની આશા સેવતે હતે, ખેડૂતે જમીનદારે તેના ઉપર લાદેલા બેજામાંથી રાહત મેળવવા ચહાતે હતું અને એ રીતે સૌ પોતપોતાના હિતને વિચાર કરતા હતા. ધાર્મિક સમૂહાની દૃષ્ટિથી એ પ્રશ્ન તરફ નજર કરીએ તે એક સમૂહ તરીકે મુસલમાનો એમાં 'ખિલાફતને કારણે જોડાયા હતા. આ શુદ્ધ ધાર્મિક સવાલ હતો અને તે કેવળ મુસલમાનોને જ સ્પર્શતે હતે. બિન-મુસલમાનોને તેની સાથે કશી લેવાદેવા નહતી. પરંતુ ગાંધીજીએ એ પ્રશ્નને અપનાવી લીધો અને તેમણે બીજાઓને પણ તેમ કરવા જણાવ્યું. ગાંધીજીને લાગ્યું કે દુઃખમાં આવી પડેલા ભાઈને મદદ કરવાની આપણી ફરજ છે. એ દ્વારા હિંદુ તથા મુસલમાનોને એકબીજાની વધુ સમીપ લાવવાની આશા પણ તે સેવતા હતા. આમ મુસલમાનોની સામાન્ય દૃષ્ટિ મુસ્લિમ રાષ્ટ્રવાદની અથવા કહે કે મુસ્લિમ આંતરરાષ્ટ્રીયવાદની હતી, નહિ કે સાચા રાષ્ટ્રવાદની. હા, એટલું ખરું કે સાચા રાષ્ટ્રવાદ અને મુસ્લિમ રાષ્ટ્રવાદ વચ્ચેને વિરોધ તે વખતે સ્પષ્ટ નહેતે થયે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦-૩૦નુ* હિ’# ૧૧૩૫ બીજી બાજુએ રાષ્ટ્રવાદના હિંદુ ખ્યાલ ચોક્કસપણે હિંદુ રાષ્ટ્રવાદને હતાં. મુસલમાનની બાબતમાં જેમ એ સુગમ હતું તેમ આ દાખલામાં હિંદુ રાષ્ટ્રવાદ અને સાચા રાષ્ટ્રવાદ એ એ વચ્ચે ચોખ્ખા ભેદ પાડવાનું સુગમ નહતું. તેમની બાબતમાં એ અને રાષ્ટ્રવાદો એકખીજામાં સેળભેળ થઈજતા હતા કેમ કે હિંદુએ માત્ર હિંદમાં જ વસે છે અને તેઓ અહીં બહુમતીમાં છે. આથી, જોકે અને પોતપોતાના વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્રવાદના ઉપાસક હતા છતાંયે આ કારણે પક્કા રાષ્ટ્રવાદી હોવાનો દેખાવ કરવાનું મુસલમાનેાના કરતાં હિંદુ માટે સુગમ હતું. આ ઉપરાંત જેને સાચા અથવા હિંદી રાષ્ટ્રવાદ કહી શકાય તે પણ હતા. તે ઉપર ગણાવેલા ધાર્મિ ક અથવા કામી પ્રકારથી બિલકુલ ભિન્ન હતા. રાષ્ટ્રવાદ શબ્દના આધુનિક અર્થમાં તેનું એ જ સાચુ સ્વરૂપ હતું. આ ત્રીજા સમૂહમાં હિંદુ મુસલમાન બને તથા ખીજા પણ હતા. ૧૯૨૦–૨૨ની અસહકારની ચળવળ દરમ્યાન આ ત્રણ પ્રકારના રાષ્ટ્રવાદો એકત્ર થઈ ગયા. એ ત્રણે માર્યાં અલગ હતા પરંતુ એ વખત પૂરતી તેમની ગતિ એક જ દિશામાં હતી. ૧૯૨૧ની સામુદાયિક ચળવળથી બ્રિટિશ સરકાર આભી બની ગઈ હતી. તેને એની ચેતવણી તો ઘણા વખતથી મળી ચૂકી હતી પરંતુ એની સાથે કેવી રીતે કામ લેવું એની તેને સમજ પડતી નહોતી. ધરપકડ અને સજા કરવાના હમેશના સીધે ઉપાય બિનઅસરકારક નીવડ્યો હતા કેમ કે મહાસભાને તો એ જ વસ્તુ જોઈતી હતી. આથી તેના જાસૂસી ખાતાએ મહાસભાને અંદરથી નબળી પાડવાને એક. નવી જ રીત શોધી કાઢી. પોલીસના એજટા તથા જાસૂસી ખાતાના માણસા મહાસભા સમિતિમાં દાખલ થયા અને હિંસાને ઉત્તેજન આપીને તેમણે મુશ્કેલી ઊભી કરી. કામી કલહ પેદા કરવાને માટે સાધુ તથા ીરાના વેશમાં પોતાના એજટા મેકલવાની ખીજી રીતને પણ તેણે ઉપયોગ કર્યાં. પ્રજાની ઇચ્છા વિરુદ્ધ હકૂમત ચલાવનારી સરકારો હમેશાં એવા પ્રકારના ઉપાય અજમાવતી આવી છે. સામ્રાજ્યવાદી સત્તાઓના ધંધા એને આધારે જ ચાલે છે. આ રીતે સફળ થાય છે એ વસ્તુ પ્રજાની દુળતા અને પછાતપણું બતાવે છે; લાગતીવળગતી સરકારનું દુરાચારીપણુ એ એટલા પ્રમાણમાં બતાવતી નથી. ખીજા દેશની પ્રજામાં ભેદ પડાવીને તેને પરસ્પર એકબીજા સામે લડાવી મારવી અને એ રીતે તેને દુળ ખનાવીને તેનું શોષણ કરવુ એ પણુ વધારે સારા સ ંગઠનની એક નિશાની છે. સામા પક્ષમાં એટલે કે પ્રજામાં તડે અને ફાટફૂટ હોય તો જ આ નીતિ સફળ થઈ શકે છે. હિંદમાં હિંદુ-મુસ્લિમના પ્રશ્ન બ્રિટિશ સરકારે ઊભા કર્યાં છે Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન એમ કહેવું એ અંશતઃ ખોટું છે. પરંતુ એ પ્રશ્નને સળગતે રાખવાના તથા એ બે વચ્ચે મેળ થવા પામે એ બાબતમાં ટાઢું પાણી છાંટવાના તેના હંમેશા પ્રયત્નોની ઉપેક્ષા કરવી એ પણ એટલું જ ભૂલભરેલું છે. ૧૯૨૨ની સાલની અસહકારની ચળવળની મોકૂફી પછી આવા પ્રપંચો માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું. એક પ્રબળ ચળવળ તેનાં કશોયે દેખીતાં પરિણામે વિના એકાએક બંધ પડી હતી અને એને લીધે દેશમાં ઓટ આવી ગઈ હતી. પેલા ત્રણ માર્ગો જે એક જ દિશામાં આગળ ચાલતા હતા તે હવે છૂટા પડ્યા અને ભિન્ન ભિન્ન દિશામાં જવા લાગ્યા. ખિલાફતને સવાલ હવે રહ્યો નહોતે. હિંદુ તથા મુસલમાન એ બંને કેમના આગેવાને અસહકારના દિવસેના સામુદાયિક ઉત્સાહ નીચે દબાઈ ગયા હતા તેમણે હવે પાછું માથું ઊંચકર્યું અને તેઓ જાહેર જીવનમાં ભાગ લેવા લાગ્યા. મુસલમાન મધ્યમ વર્ગના બેકારેને લાગ્યું કે નોકરીઓને ઇજારે હિંદુઓ લઈ બેઠા છે અને તેઓ જ પિતાના માર્ગમાં આડખીલીરૂપ છે. આથી તેમણે પોતાના તરફ અલગ વર્તાવ રાખવાની તથા દરેક વસ્તુમાં તેમને અલગ ભાગ આપવાની માગણી કરી. રાજકીય દૃષ્ટિએ હિંદુ-મુસ્લિમ સવાલ એ તત્ત્વતઃ મધ્યમ વર્ગને સ્પર્શતી બાબત હતી અને એ નોકરીઓ માટેની તકરાર હતી. પરંતુ એની અસર આમજનતામાં પણ ફેલાવા પામી. એકંદરે જોતાં હિંદુઓની સ્થિતિ સારી હતી. અંગ્રેજી કેળવણી લેવામાં તેમણે પહેલ કરી હતી એટલે મેટા ભાગની સરકારી નોકરી તેમને મળી હતી. હિંદુઓ વધારે તવંગર પણ હતા. ગામડાંને શાહુકાર વાણિજ્ય હતું. તેનાના નાના જમીનદાર ખેડૂત તથા ગણેતિયાઓનું શોષણ કરતે અને ધીમે ધીમે તેણે તેમને ભિખારી બનાવી મૂક્યા તથા પોતે તેમની જમીનનો માલિક બની બેઠે. વાણિયે હિંદુ તેમ જ મુસલમાન જમીનદાર ખેડૂત તથા ગણોતિયાઓનું એક સરખી રીતે શોષણ કરે છે પરંતુ મુસલમાનોના તેના શેષણે, ખાસ કરીને જે પ્રાંતમાં માટે ભાગે મુસલમાન ખેડૂત હતા ત્યાં આગળ, કેમી સ્વરૂપ ધારણ કર્યું. કારખાનએમાં યંત્રથી બનેલા માલનો ફેલાવો થવાને કારણે ઘણું કરીને હિંદુઓ કરતાં મુસલમાને ઉપર વધારે ફટકો પડ્યો કેમ કે મુસલમાનમાં કારીગરોનું પ્રમાણ વધારે હતું. આ બધી વસ્તુઓએ હિંદની બે મેરી કોમે વચ્ચે કડવાશની લાગણી વધારી મૂકી તથા દેશ તરફ નહિ પણ કોમ તરફ દષ્ટિ રાખનારા મુસ્લિમ રાષ્ટ્રવાદને પ્રબળ બનાવ્યું. મુસ્લિમ કમી નેતાઓની માગણીઓ હિંદની રાષ્ટ્રીય એકતાની આશાના મૂળ ઉપર ઘા કરનારી હતી. કેમી ધોરણે તેમને સામને કરનારી હિંદુ કોમી સંસ્થાઓનું મહત્ત્વ વધ્યું. તેઓ સાચી રાષ્ટ્રીય સંસ્થાઓ હેવાને દાવો કરતી હતી પરંતુ બીજી સંસ્થાઓના જેટલી જ તે સાંપ્રદાયિક અને સંકુચિત હતી. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦-૩નું હિંદ ૧૧૩૭ મહાસભા એક સંસ્થા તરીકે કોમી સંસ્થાઓથી અળગી રહી પરંતુ ઘણું વ્યક્તિગત મહાસભાવાદીઓ કેમી માનસથી દૂષિત થયા હતા. સાચા રાષ્ટ્રવાદીઓએ આ કેમી પાગલતાને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને એમાં ઝાઝી સફળતા ન મળી અને મોટાં હુલડે થવા પામ્યાં. આ ગેટાળામાં વધારે કરવાને એક ત્રીજો કામી રાષ્ટ્રવાદ – શીખ રાષ્ટ્રધ્વાદ– ઊભે થે. ભૂતકાળમાં હિંદુઓ તથા શીખે વચ્ચેનો ભેદ બહુ જ અસ્પષ્ટ હતે. રાષ્ટ્રીય જાગ્રતિએ બહાદુર શીખેને પણ હચમચાવી મૂક્યા અને તેઓ પોતાની વધુ નિરાળી અને અલગ હસ્તી માટે કાર્ય કરવા લાગ્યા. એમાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સંખ્યાબંધ સૈનિકે હતા. તેમણે આ નાની પણ ભારે સંગઠિત તથા હિંદની બીજી કોમને મુકાબલે વાત કરવા કરતાં અમલ કરવાને વધારે ટેવાયેલી કેમને વધુ કડક બનાવી. મોટા ભાગના શીખે પંજાબમાં જમીનની માલિકી ધરાવનારા ખેડૂત હતા અને શહેરના શરાફ તથા શહેરનાં બીજાં હિતે તેમને માટે જોખમકારક છે એમ તેમને લાગતું હતું. પોતે એક અલગ સમૂહ છે એવા પ્રકારની સ્વીકૃતિ મેળવવાની તેમની ઇચ્છા પાછળને સાચો આશય આ હતિ. આરંભમાં અકાલી ચળવળે ધાર્મિક બાબતમાં અથવા ગુરુદ્વારાઓની મિલક્તને કબજો મેળવવામાં રસ લીધે. એ ચળવળને “અકાલી' એટલા માટે કહેવામાં આવે છે કે, શીખેમાં અકાલીઓ સૌથી વધારે સક્રિય અને જુસ્સાદાર છે. આ બાબતમાં તેઓ સરકારની સાથે અથડામણમાં આવ્યા અને અમૃતસરમાં ગરકાબાગ આગળ તેમણે શૌર્ય અને સહનશીલતાનું અદ્ભુત દશ્ય રજૂ કર્યું. અકાલી જગ્યાઓને પોલીસે એ હેવાન બનીને માર માર્યો પરંતુ તેઓ એક ડગલું પણ પાછા હઠયા નહિ કે ન તેમણે પોલીસે સામે આંગળી સરખી પણ ઊંચી કરી. આખરે અકાલીઓને વિજય થયો અને તેમના ગુરદ્વારાઓને તેમને કબજો મળ્યો. પછી તેઓ રાજકીય ક્ષેત્ર તરફ વળ્યા અને પિતાને માટે વધારેમાં વધારે માગણી કરવામાં તેઓ બીજી કોમની હરીફાઈ કરવા લાગ્યા. જુદી જુદી કમેની આ કમી લાગણીઓ અથવા હું આગળ કહી ગયે છું તેમ તેમને કેમ કે સમૂહને રાષ્ટ્રવાદ એ અતિશય દુઃખદ વસ્તુ હતી. અને છતાંયે તે બહુ જ સ્વાભાવિક હતી. અસહકારે હિંદને ખળભળાવી મૂક્યું હતું અને સમૂહની જાગૃતિ તથા હિંદુ, મુસલમાન અને શીખ રાષ્ટ્રવાદ એ ખળભળાટનું પ્રથમ પરિણામ હતું. બીજા અનેક નાના નાના સમૂહ, – ખાસ કરીને જેમને “દલિત વર્ગો' કહેવામાં આવે છે તે પણ જાગ્રત થયા. એ લોકોને ઉપલા વર્ગના હિંદુઓએ લાંબા કાળથી દબાવી રાખ્યા હતા અને મુખ્યત્વે કરીને તેઓ જમીન વિનાના ખેતરમાં મજૂરી કરનારા મજૂરો હતા. તેઓ જાગ્રત બન્યા ત્યારે તેમની પ્રગતિના માર્ગમાં પડેલી અનેક બાધાઓ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા તેમનાં અનેક બંધને દૂર કરવા તેઓ ચાહે તથા સદીઓથી તેમને કચરી રહેલા હિંદુઓ સામે ક્રોધે ભરાય એ બિલકુલ સ્વાભાવિક હતું. હરેક જાગ્રત થયેલે વર્ગ રાષ્ટ્રવાદ તથા દેશભક્તિ તરફ પિતાના સ્વાર્થ અથવા હિતની દૃષ્ટિથી જેતે હતે. જેમ એક રાષ્ટ્ર સ્વાથી હોય છે તેમ એક સમૂહ યા એક કામ પણ હમેશાં સ્વાર્થી હોય છે. જોકે રાષ્ટ્ર કે કોમમાં કેટલીક વ્યક્તિઓ નિસ્વાર્થ દૃષ્ટિવાળી હોય છે ખરી. આથી દરેક સમૂહ પિતાના વાજબી હિસ્સા કરતાં હંમેશાં વધારેની માગણી કરે છે અને એને લીધે અનિવાર્યપણે ઘર્ષણ ઊભું થવા પામે છે. કેમ કોમ વચ્ચેની કડવાશ વધતી ગઈ તેમ તેમ તે તે કામના વધારે ઉદ્દામ કમી આગેવાને આગળ આવવા લાગ્યા, કેમ કે ક્રોધના આવેશ વખતે દરેક કામ સૌથી ઉદ્દામ કમી માગણી કરનારા તથા પ્રતિસ્પધીઓને સૌથી વધારે ગાળો દેનારા આગેવાનોને પોતાના પ્રતિનિધિઓ તરીકે પસંદ કરે છે. સરકારે એ ઘર્ષણને અનેક રીતે, ખાસ કરીને વધારે ઉદ્દામ કમી આગેવાનોને ઉત્તેજન આપીને, વધારે તીવ્ર બનાવ્યું. આ રીતે એ વિષ ઉત્તરોત્તર વધુ ને વધુ ફેલાતું ગયું અને આપણે એક અનિષ્ટ ચકરાવામાં ભરાઈ પડ્યા અને તેમાંથી બહાર નીકળવાને આરે દેખાતું નહોતે. આ બળો તથા વિચ્છેદકવૃત્તિઓ પેદા થઈ રહી હતી તે વખતે ગાંધીજી યરવડા જેલમાં અતિશય બીમાર પડ્યા અને તેમને શસ્ત્રક્રિયા કરાવવી પડી. ૧૯૨૪ની સાલના આરંભમાં તેમને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા. કેમી કલહને કારણે તેમને ભારે દુઃખ થયું અને ઘણું માસ પછી એક હુલ્લડ થયું. તેથી તેમને ભારે આઘાત લાગે. એથી તેમને એટલું બધું દુઃખ થયું કે તેમણે ૨૧ દિવસના ઉપવાસ કર્યા. સુલેહશાંતિ સ્થાપવા માટે અનેક “ક્ય” પરિષદ થઈ પણ એનું કશુંયે પરિણામ આવ્યું નહિ. આ હુંસાતુંસી અને સમૂહના સંકુચિત રાષ્ટ્રવાદને કારણે મહાસભા નબળી પડી તેમ જ ધારાસભાઓમાં સ્વરાજપક્ષને પણ તેમણે નબળો પાડ્યો. મોટા ભાગના લેકે પિતપોતાના સમૂહના હિતની દષ્ટિએ વિચાર કરવા લાગ્યા એટલે સ્વરાજને ખ્યાલ પાછળ રહી ગયે. એમાંના કોઈ પણ સમૂહને પક્ષ કરવાનું ટાળવાને પ્રયત્ન કરનાર મહાસભા ઉપર કોમવાદીઓએ ચતરફથી પ્રહારો કર્યા. આ વખત દરમ્યાન મહાસભાએ ચુપચાપ સંગઠન કરવાનું તેમ જ ગૃહઉદ્યોગ અને ખાદીઉત્પત્તિ વગેરેનું રચનાત્મક કાર્ય કર્યું. એ કાર્યો મહાસભાનો ખેડૂત તથા આમજનતા સાથે સંપર્ક ટકાવી રાખવામાં મદદરૂપ નીવડ્યાં. આપણા કેમી કલહ વિષે મેં તે તને કંઈક લંબાણથી લખ્યું છે કેમ કે એમણે ૧૯૨૦–૩૦ના ગાળામાં આપણું રાજકીય જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે. આમ છતાં એને આપણે વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ. આપણે ત્યાં એને વધારે પડતું મહત્વ આપવાનું વલણ જોવામાં આવે છે Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦–૨નું હિંદ ૧૧૩૯ અને એક હિંદુ તથા મુસલમાન છોકરા વચ્ચેની તકરારને કોમી તકરાર લેખવામાં આવે છે અને પ્રત્યેક નાના સરખા હુલ્લડને ભારે જાહેરાત અપાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે હિંદુસ્તાન એક અતિ વિશાળ દેશ છે અને તેનાં હજાર શહેર તથા ગામડાઓમાં હિંદુ તથા મુસલમાને એકબીજા સાથે હળીમળીને રહે છે અને તેમની વચ્ચે કેમી કલહ બિલકુલ જોવામાં આવતું નથી. સામાન્ય રીતે આવા પ્રકારને કલહ ગણ્યાગાંઠયાં શહેરોમાં જ મર્યાદિત છે જો કે કદી કદી તે ગામડાઓમાં પણ ફેલાવા પામે છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે હિંદને કમી પ્રશ્ન તત્વતઃ મધ્યમ વર્ગને પ્રશ્ન છે. અને આપણું રાજકારણમાં – મહાસભામાં, ધારાસભાઓમાં, છાપાંઓમાં, અને રાજકીય પ્રવૃત્તિના લગભગ દરેક ક્ષેત્રમાં – મધ્યમ વર્ગનું પ્રભુત્વ હોવાથી એ વધારે પડતું મહત્ત્વ ધારણ કરે છે. ખેડૂત વર્ગ હજી બોલતે થયે નહે; હજી થોડાં જ વરસોથી તે ગ્રામ સમિતિઓ, કિસાન સભાઓ અને એવી બીજી સંસ્થાઓ દ્વારા રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરતે થયો હતો. શહેરના મજૂરે, ખાસ કરીને કારખાનામાં કામ કરતા મજૂરે કંઈક વધારે જાગ્રત થયા હતા અને મજૂર મહાજન સ્થાપીને તેમણે પોતાનું સંગઠન કર્યું હતું. પરંતુ આ ઔદ્યોગિક મારે, અને વિશેષ કરીને ખેડૂતે, આગેવાની માટે મધ્યમ વર્ગની વ્યક્તિઓ તરફ નજર કરતા હતા. હવે આપણે આ કાળમાં આમજનતાની, ખેડૂતની તથા ઔદ્યોગિક મજૂરોની સ્થિતિ તપાસીએ. મહાયુદ્ધને કારણે થયેલે હિંદના ઉદ્યોગોને વિકાસ સુલેહ થયા પછી પણ થોડાં વરસ સુધી ચાલુ રહ્યો. હિંદમાં બ્રિટિશ મૂડીને ધોધ વહેવા લાગ્યા અને નવાં કારખાનાંઓ તથા ઉદ્યોગે ચલાવવા માટે સંખ્યાબંધ નવી કંપનીઓ ઊભી થઈ. ખાસ કરીને મોટી મોટી ઔદ્યોગિક પેઢીઓમાં તથા કારખાનાંઓમાં પરદેશી મૂડી રોકાયેલી હતી. અને આ રીતે મોટા ઉદ્યોગો લગભગ બ્રિટિશ મૂડીદારોના કબજા નીચે હતા. ચેડાં વરસ ઉપર અડસટ્ટો કાઢવામાં આવ્યો હતો કે હિંદમાં કામ કરતી કંપનીઓની ૮૭ ટકા મૂડી બ્રિટિશ છે અને આ અંદાજ પણ ઓછો હોવાનો સંભવ છે. આ રીતે હિંદ ઉપરને અંગ્રેજોને સાચે આર્થિક કાબૂ વધવા પામે. નાનાં ગામને ભોગે નહિ પણ નાના નાના કસબાઓને ભોગે મોટાં મોટાં શહેરે ઊભાં થયાં. ખાસ કરીને સુતરાઉ કાપડને ઉદ્યોગ ખી તેમ જ ખાણને ઉદ્યોગ પણ વિકસ્ય. વધતા જતા ઉદ્યોગીકરણને કારણે ઊભા થયેલા અનેક નવા પ્રશ્નોની તપાસ કરવાને સરકારે અનેક કમિટીઓ તથા કમિશન નીમ્યાં. એ કમિટી તથા કમિશનેએ પરદેશી મૂડીને ઉત્તેજન આપવાની ભલામણ કરી તથા એકંદરે હિંદમાંનાં બ્રિટિશ ઔદ્યોગિક હિતની તરફેણ કરી. હિંદી ઉદ્યોગના સંરક્ષણ માટે ટેરીફ બોર્ડ નીમવામાં આવ્યું. હું આગળ કહી ગયે છું તેમ Page #473 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ સંરક્ષણને અર્થ, ઘણાખરા દાખલાઓમાં, હિંદમાંની બ્રિટિશ મૂડીનું સંરક્ષણ એ થતું હતું. સ્વાભાવિક રીતે જ આ સંરક્ષિત માલના ભાવે બજારમાં વધી ગયા અને એને લીધે એટલા પ્રમાણમાં ગુજરાનને ખર્ચ પણ વધી ગયે. આ રીતે એ સંરક્ષણ બજે આમજનતા ઉપર અથવા એ માલ ખરીદનારાઓ ઉપર પડ્યો અને જેમાંથી હરીફાઈ દૂર કરવામાં આવી હતી અથવા ઘટાડી દેવામાં આવી હતી એવું સુરક્ષિત બજાર કારખાનાના માલિકને મળ્યું. કારખાનાંઓ વધવાથી સ્વાભાવિક રીતે જ રોજી માટે મજૂરી કરનારા ઔદ્યોગિક મજારોની સંખ્યા પણ વધવા પામી. છેક ૧૯૨૨ની સાલના સરકારી અંદાજ પ્રમાણે હિંદુસ્તાનમાં એવા મજૂરોની સંખ્યા ૨૦ લાખ જેટલી હતી. ગ્રામ પ્રદેશના જમીન વિનાના બેકાર લેકે શહેરોમાં જઈને આ વર્ગમાં ભળ્યા હતા અને તેમને સામાન્ય રીતે શેષણની અતિશય નિર્લજ પરિસ્થિતિ ચલાવી લેવી પડતી હતી. ૧૦૦ વરસ પહેલાં કારખાના પદ્ધતિના આરંભકાળ દરમ્યાન ઇંગ્લંડમાં જે પરિસ્થિતિ વર્તાતી હતી તે જ પરિસ્થિતિ એ વખતે હિંદમાં જોવામાં આવતી હતી. કામના કલાકે ખૂબ લાંબા હતા, મજૂરી અતિશય ઓછી હતી તથા જ્યાં આગળ કામ કરવાનું હતું તથા રહેવાનું હતું ત્યાં આગળની પરિસ્થિતિ અધોગતિ કરનારી અને અસ્વચ્છ હતી. તેજીના સમયને બને એટલે વધારે લાભ ઉઠાવીને અઢળક ન કરે એ કારખાનાના માલિકેનું એક માત્ર ધ્યેય હતું. અને ચેડાં વરસ સુધી તે તેમને એમાં ભારે સફળતા મળી અને શેર ધરાવનારાઓને તેમણે ભારે ડિવિડંડ આપ્યાં. પરંતુ મજૂરની સ્થિતિ તે અતિશય દયાજનક રહી. પોતે રળેલા આ જબરદસ્ત નફામાંથી મજૂરોને કશો લાભ ન મળે પરંતુ જ્યારે મંદીને સમય આવ્યો અને વેપારની પડતી થઈ ત્યારે ઓછી મજૂરીને સ્વીકાર કરીને તેમને આ સામાન્ય આપત્તિમાં ભાગ ભરવાનું જણાવવામાં આવ્યું. મજૂરની સંસ્થાઓ એટલે કે મજૂર મહાજને વિકસતાં ગયાં તેમ તેમ મજૂરને કામ કરવા માટેની વધારે સારી પરિસ્થિતિ, કામના ઓછા કલાકે તથા વધારે રછ માટેની ચળવળ પણ વધતી ગઈ. કંઈક અંશે એ ચળવળની અસરને લીધે અને કંઈક અંશે, મજૂરે પ્રત્યેનો વર્તાવ સુધારવો જોઈએ એવી દુનિયાભરમાં થતી માગણીને કારણે સરકારે કારખાનાંઓમાં કામ કરનારા મજૂરોની સ્થિતિ સુધારનારા કેટલાક કાયદાઓ પસાર કર્યો. મારા આગળના એક પત્રમાં મેં તને પસાર કરવામાં આવેલા ફેક્ટરી એક્ટ અથવા કારખાનાના કાયદા વિષે વાત કરી હતી. એમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે બારથી પંદર વરસની ઉંમરના બાળક પાસે દિવસમાં છથી વધુ કલાક કામ ન લેવાવું જોઈએ. બાળકે તથા સ્ત્રીઓને રાત્રે કામ કરવાનું નહોતું. પુખ્ત વયનાં Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦-૩૦નું હિંદ ૧૧૪૧ પુરુષ તથા સ્ત્રીઓ માટે કામને વધુમાં વધુ અગિયાર કલાકન દિવસ તથા ૬૦ કલાકનું અઠવાડિયું (કામના છ દિવસનું અઠવાડિયું) નક્કી કરવામાં આવ્યું. પાછળથી તેમાં થયેલા કેટલાક સુધારાઓ બાદ કરતાં કારખાનાનો એ જ કાયદો હજી પણ ચાલુ છે. ખાણોમાં કામ કરનારા, મુખ્યત્વે કોલસાની ખાણોમાં જમીનના પેટાળમાં કામ કરનારા, દીન અને દુઃખી મજૂરી માટે ૧૯૨૩ની સાલમાં હિંદની ખાણને કાયદો પસાર કરવામાં આવ્યું. તેર વરસની નીચેનાં બાળકોને જમીનના પેટાળમાં કામ કરવાની મનાઈ કરવામાં આવી પરંતુ સ્ત્રીઓ માટે તે ત્યાં કામ કરવાનું ચાલુ જ રાખવામાં આવ્યું. ખરેખર, ખાણુમાં કામ કરનારા કુલ મજૂરોની અધી સંખ્યા સ્ત્રી મજૂરોની હતી. પુખ્ત વયનાં સ્ત્રી પુરુષો માટે છ દિવસના અઠવાડિયામાં વધુમાં વધુ ૬૦ કલાકનું કામ નક્કી કરવામાં આવ્યું. જમીન ઉપર કામ કરનારાઓ માટે કામના ૬૦ કલાક અને જમીનની અંદર કામ કરનારાઓ માટે ૫૪ કલાક. મને લાગે છે કે, એક દિવસમાં કામના વધુમાં વધુ ૧૨ કલાક નક્કી કરવામાં આવ્યા હતા. મજૂરની સ્થિતિને તને કંઈક ખ્યાલ આપવાને ખાતર હું આ કામના કલાકોના આંકડા આપી રહ્યો છું. પરંતુ એના ઉપરથી પણ તેમની સ્થિતિને તને અંશમાત્ર ખ્યાલ જ આવશે. કેમ કે તેમની સ્થિતિને સાચે ખ્યાલ મેળવવા માટે આ ઉપરાંત મજૂરીના દરેક કામ કરવાની તથા રહેવાકરવાની તેમની પરિસ્થિતિ વગેરે બીજી અનેક બાબતે તારે જાણવી જોઈએ. એ બધી બાબતોમાં આપણે અહીં ન ઊતરી શકીએ. પરંતુ તેમનાં ખોળિયાંમાં માંડ પ્રાણ ટકાવી રાખે એટલી નજીવી મજૂરી મેળવવા માટે સ્ત્રીપુરુષ તથા છોકરા છોકરીઓને કારખાનાઓમાં અગિયાર અગિયાર કલાક કામ કરવું પડે છે એ સમજવા જેવી વાત છે. કારખાનાંઓમાં તેમને જે એક ને એક પ્રકારનું કામ કરવાનું હોય છે તે અતિશય થકવનારું અને નિરુત્સાહી કરનારું હોય છે, તેમાં કશેયે આનંદ હતો નથી. અને થાકીને લેથ થઈને ઘેર જાય ત્યાં ઘણુંખરું સ્વચ્છતાની કોઈ પણ સગવડ વિનાના માટીના નાનકડા ઘેલકામાં તેમના આખા કુટુંબને ખીચખીચ સીંચાઈને રહેવું પડે છે. મજૂરોને સહાયરૂપ થઈ પડે એવા બીજા કેટલાક કાયદાઓ પણ કરવામાં આવ્યા. ૧૯૨૩ની સાલમાં મજૂરને વળતર આપવા માટે કાયદો કરવામાં આવ્યો. એમાં મજૂરને અકસ્માત નડે તે જેને ઈજા થઈ હોય તે મજૂરને અમુક વળતર આપવાનું ઠરાવવામાં આવ્યું. અને ૧૯૨૬ની સાલમાં મજૂર મહાજનની સ્થાપના તથા તેમને માન્ય કરવાને અંગેને “ટેડ યુનિયન એકટ” અથવા મજૂર મહાજનને કાયદો કરવામાં આવ્યું. આ વરસે દરમ્યાન હિંદમાં, ખાસ કરીને મુંબઈમાં મજૂરમહાજનની ચળવળને વિકાસ થવા પામ્યું. અખિલ હિંદ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના થઈ પરંતુ થાડાં વરસે બાદ તેમાં બે ભાગ પડી ગયા. મહાયુદ્ધ તેમ જ રશિયન ક્રાંતિ પછી દુનિયાભરમાં મજૂરો ભિન્ન ભિન્ન એ દિશાઓમાં ખેંચાતા રહ્યા છે. તેમનાં ખીજા આંતરરાષ્ટ્રીય સંધ ( એને વિષે હું તને આગળ કહી ગયા છું.) સાથે જોડાયેલાં જુનવાણી અને વિનીત મજૂર મહાજના છે તેમ જ સાવિયેટ રશિયા અને ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધનું નવું તથા પ્રબળ આકર્ષણ પણ તેમના ઉપર અસર કરી રહ્યું છે. આમ, દુનિયાભરમાં નરમ વલણના અને કંઈક સારી સ્થિતિના ઔદ્યોગિક મજૂરા સલામતી તથા ખીજા આંતરરાષ્ટ્રીય સંધ તરફ ઢળે છે અને વધારે ક્રાંતિકારી મજૂરા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધ તરફ ઢળે છે. આ ખેંચતાણુ હિંદમાં પણ થવા પામી અને ૧૯૨૯ની સાલના અંતમાં ટ્રેડ યુનિયન કૅૉંગ્રેસમાં ભાગલા પડ્યા. ત્યારથી હિંદમાં મજૂર ચળવળ નબળી પડી છે. ખેડૂતોની ખબતમાં તે આગળના પત્રોમાં હું લખી ગયા છું તે ઉપરાંત અહીં હું ખાસ ઉમેરી કરી શકું એમ નથી. તેમની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે અને તેઓ શાહુકારાના દેવામાં વધુ ને વધુ ગૂંચવાતા જાય છે અને એમાંથી તેમને ઉગારો દેખાતો નથી. નાના નાના જમીનદારા, જમીનના માલિક ખેડૂતા તથા ગણાતિયા એ બધા શાહુકારના પંજામાં સપડાય છે. અને દેવું પતાવાતુ નથી એટલે તેમની જમીન ધીમે ધીમે શાહુકારને હાથ જતી જાય છે. આમ શાહુકાર જમીનદાર પણ બને છે, ને ખેડૂત ગણાતિયા તરીકે અને આસામી તરીકે એમ તેમને એવડા ગુલામ બને છે. સામાન્ય રીતે આ વાણિયા અથવા શાહુકાર જમીનદાર શહેરમાં રહે છે અને તેની તથા તેના ગણાતિયાઓ વચ્ચે નિકટના સ ંપર્ક હોતો નથી. ભૂખમરો વેઠતા ગણાતિયાઓ પાસેથી બની શકે એટલા પૈસા કઢાવવાના પ્રયાસ હંમેશાં કરતા રહેવાના તેના એકમાત્ર ઉદ્દેશ હોય છે, ગણાતિયાએની વચ્ચે રહેતા જૂના જમીનદાર તા પ્રસંગોપાત્ત થાડી યા પણ બતાવે પરંતુ શહેરમાં વસતો અને પોતાનું લેણું ઉધરાવવાને પોતાના આડતિયા મોકલનારા શાહુકાર-જમીનદાર ભાગ્યે જ આવી નબળાઈ બતાવે છે. ખેડૂતોના દેવાના સરકારી કમિટીઓએ જુદા જુદા અંદાજો કાઢયા છે. ૧૯૩૦માં એવા અંદાજ કાઢવામાં આવ્યા હતા કે બ્રહ્મદેશ બાદ કરતાં આખા હિંદના ખેડૂતાના દેવાના આંકડા ૮૦૩ કરોડ રૂપિયા જેટલા જબરદસ્ત થાય છે. એમાં ખેડૂતો તથા જમીનદારો એ ખતેના દેવાના સમાવેશ થાય છે. આર્થિક મદીના કાળમાં અને તે પછીથી એ આંકડામાં ભારે વધારો થવા પામ્યો છે. આમ, નાના જમીનદારા અને ગણાતિયા વગેરે ખેતી ઉપર ગુજારો કરનારા વર્ગા દેવામાં દિનપ્રતિદિન ઊંડા ને ઊંડા ઊતરતા જાય છે અને જમીનની આજની વ્યવસ્થાના મૂળ ઉપર શ્રા કરનારો ક્રાંતિકારી ફેરફાર કરવા સિવાય Page #476 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં બેઠે બળ ૧૧૪૩ એમાંથી નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી. કરેની વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે તે ન વેઠી શકે એવા સૌથી ગરીબ વર્ગો ઉપર તેને બેજો વધારેમાં વધારે પડે છે અને સરકારી આવકને મેટો ભાગ લશ્કર નભાવવામાં, સિવિલ સર્વિસમાં અને “હેમ ચાઈઝ' તરીકે ઈગ્લેંડ મેકલવાની રકમમાં વપરાઈ જાય છે. આ બધાંને જનતાને જરા પણ લાભ મળતું નથી. કેળવણીના ક્ષેત્રમાં ઈંગ્લેંડમાં માથાદીઠ ૨ પાઉન્ડ ૧૫ શિલિંગ ખરચાય છે. એને મુકાબલે હિંદમાં એ ક્ષેત્રમાં માથાદીઠ નવ પિન્સ ખરચાય છે. આમ કેળવણીને અંગેને બ્રિટનને ખરચ હિંદના ખરચ કરતાં ૭૩ä ગણું વધારે છે. હિંદની વસ્તીની માથાદીઠ આવક ગણવાના પણ અનેક પ્રયાસ થયા છે. એ બહુ મુશ્કેલ કામ છે અને જુદા જુદા અંદાજમાં ઘણે તફાવત પડે છે. ૧૮૭૦ની સાલમાં દાદાભાઈ નવરોજીએ પ્રત્યેક હિંદીની માથાદીઠ સરેરાશ વાર્ષિક આવક ૨૦ રૂપિયા છે એવી ગણતરી કાઢી હતી. માથાદીઠ આવકના હાલના અંદાજોને આંકડો ૬૭ રૂપિયા સુધી પહોંચ્યો છે. અને કેટલાક અંગ્રેજોએ કાઢેલે સૌથી અનુકૂળ અંદાજ પણ ૧૧૬ રૂપિયાથી આગળ ગયે નથી. બીજા દેશની માથાદીઠ આવક સાથે આની તુલના કરવા જેવી છે. યુનાઈટેડ સ્ટેટ્સની માથાદીઠ આવક ૧,૯૨૫ રૂપિયા છે અને એમાં ત્યાર પછી ઘણે વધારો થયે છે. ઈગ્લંડની માથાદીઠ આવક ૧૦૦૦ * રૂપિયા છે. ૧૬૨. હિંદમાં બેઠો બળવો ૧૭ મે, ૧૯૩૩ બીજા કેઈ પણ દેશને મુકાબલે હિંદુસ્તાન તથા તેના ભૂતકાળ વિષે મેં તને ઘણું વધારે પત્ર લખ્યા છે. પરંતુ ભૂતકાળ હવે વર્તમાનમાં ભળી જાય છે અને તને હમણાં હું જે પત્ર લખી રહ્યો છું તે એ વાત આજના હિંદ સુધી લાવી મૂકશે એમ હું ધારું છું. આપણું મનમાં હજી તાજા જ છે એવા તાજેતરમાં બનેલા બનાવને હું ઉલ્લેખ કરીશ. એમને વિષે લખવાને હજી ગ્ય અવસર નથી આવ્યો કેમ કે, વાત હજી અધૂરી છે, પરંતુ ઈતિહાસ વર્તમાન કાળ સુધી આવીને એકદમ અટકી જાય છે અને કથાનાં બાકીનાં પ્રકરણે ભવિષ્યના ગર્ભમાં છુપાયેલાં રહે છે. સાચે જ એ કથાનો અંત જ નથી; તે આગળ ને આગળ ચાલ્યા જ કરે છે. ૧૯૨૭ના અંતમાં બ્રિટિશ સરકારે જાહેર કર્યું કે, ભવિષ્યના સુધારાઓ તથા રાજ્યતંત્રમાં કરવાના ફેરફારે વિષે તપાસ કરવાને તે હિંદમાં એક કમિશન " હુંડિયામણુના આજના દર પ્રમાણે એક રૂપિયાની કિંમત એક શિલિંગ છ પેન્સ જેટલી થાય છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન મોકલશે. રાજકીય દૃષ્ટિએ જાગ્રત સમગ્ર હિંદ એથી ક્રોધે ભરાયું અને તેણે એ જાહેરાતને એક અવાજે વખોડી કાઢી. સ્વ-શાસન માટેની તેની લાયકાતની વખતોવખત તપાસ કરવામાં આવે એની સામે મહાસભાને વાંધો હતો. કેમ કે એવા પ્રકારની તપાસ સામે તેને ભારે અણગમે હતે. આ દેશને બની શકે એટલા લાંબા વખત સુધી પિતાના કબજામાં રાખી મૂકવાની પિતાની ઈચ્છા ઉપર ઢાંકપિછોડે કરવાને માટે જ અંગ્રેજો “સ્વશાસન” અથવા “સ્વરાજ' શબ્દને ઉપયોગ કરતા હતા. મહાયુદ્ધ દરમ્યાન મિત્રરાએ જેનાં ભારે બણગાં ફૂક્યાં હતાં તે આત્મનિર્ણયને અધિકાર મહાસભા લાંબા વખતથી માગતી આવી હતી. હિંદ પાસે પિતાનું ધાર્યું કરાવવાનું કે તેના ભાવિના છેવટના લવાદ બનવાના બ્રિટિશ પાર્લામેન્ટના હકનો મહાસભા સાફ સાફ ઈન્કાર કરતી હતી. આ મુદ્દાઓ ઉપર મહાસભાએ પાર્લમેન્ટના નવા કમિશનને વિષેધ કર્યો. વિનીતે એ બીજા કારણોથી, ખાસ કરીને એ કમિશનમાં કોઈ હિંદી સભ્ય નહોતે તે માટે, તેને વિરોધ કર્યો. એ કેવળ અંગ્રેજ સભ્યનું બનેલું કમિશન હતું. જોકે એની સામેના વિરોધનાં કારણે જુદાં જુદાં હતાં પરંતુ નરમમાં નરમ વલણના વિનીતે સહિત લગભગ હિંદના બધા પક્ષેએ એક અવાજે એને વખોડી કાઢવું તથા તેને બહિષ્કાર કરવામાં સૌ એકત્ર થયા. એ અરસામાં, ૧૯૨૭ની સાલના ડિસેમ્બરમાં મદ્રાસમાં મહાસભાનું અધિવેશન મળ્યું અને તેમાં એ ઠરાવ કરવામાં આવ્યો કે હિંદની રાષ્ટ્રીય સ્વતંત્રતા એ તેનું અંતિમ ધ્યેય છે. પોતાનું અંતિમ ધ્યેય સ્વતંત્રતા છે એવું મહાસભાએ મદ્રાસની બેઠકમાં પહેલી જ વાર જાહેર કર્યું. બે વરસ પછી લાહોરની બેઠકમાં સ્વતંત્રતા એ નિશ્ચિતપણે રાષ્ટ્રીય મહાસભાની મૂળભૂત નીતિ બની ગઈ. મદ્રાસની બેઠકે સર્વપક્ષ પરિષદને પણ જન્મ આપ્યો. તેની કારકિર્દી ટૂંકી પણ સક્રિય હતી. ૧૯૨૮ની સાલમાં બ્રિટિશ કમિશન હિંદુંમાં આવ્યું. હું આગળ કહી ગયો છું તેમ સામાન્ય રીતે એને દેશભરમાં બહિષ્કાર કરવામાં આવ્યું અને તે જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં તેની સામે પ્રચંડ દેખાવો કરવામાં આવ્યા. એના પ્રમુખના નામ ઉપરથી એ સાઈમન કમિશન તરીકે ઓળખાતું હતું અને સાઈમન પાછો જા”ને પોકાર આખા હિંદુસ્તાનમાં સુપરિચિત થઈ ગયે. તેની સામે દેખાવ કરનારાઓ ઉપર અનેક પ્રસંગે પોલીસે લાઠી ચલાવી; લાહેરમાં લાલા લાજપતરાય જેવા પુરુષને પણ પોલીસે એ માર માર્યો હતે. એ પછી થોડા માસ બાદ લાલાજી મરણ પામ્યા. દાક્તરનું એવું માનવું હતું કે ઘણું કરીને પોલીસના મારે તેમના જીવનને જલદી અંત આણ્યે. આ બધાને કારણે સ્વાભાવિક રીતે જ દેશમાં ભારે ઉશ્કેરણું અને ક્રોધની લાગણી ફેલાવા પામી. Page #478 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં બેઠે બળવે ૧૧૪૫ દરમ્યાન સર્વપક્ષ પરિષદ દેશનું રાજબંધારણ ઘડવાને અને કેમી કાકડાને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. દેશના રાજબંધારણ તથા કેમી પ્રશ્નના ઉકેલની દરખાસ્ત રજૂ કરતે હેવાલ એ પરિષદે બહાર પાડ્યો. એ હેવાલ ઘડનારી કમિટીના પ્રમુખ પંડિત મોતીલાલ નહેરુ હતા તેથી એ “નેહરુ હેવાલ” તરીકે ઓળખાય છે. એ વરસને બીજે નોંધપાત્ર બનાવ ગુજરાતમાં બારડોલીના ખેડૂતોએ સરકારે કરેલા જમીન મહેસૂલના વધારા સામે ચલાવેલી મહાન લડત હતી. યુક્ત પ્રાંતની પેઠે ગુજરાતમાં મોટા મોટા જમીનદારવાળી જમીનદારી મહેસૂલ પદ્ધતિ નથી. ત્યાં તે જમીનના માલિક ખેડૂતે છે. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે એ ખેડૂતો અપૂર્વ બહાદુરીભરી લડત લડ્યા અને તેમાં તેમણે • મહાન ફતેહ મેળવી. ૧૯૨૮ની સાલની મહાસભાની કલકત્તાની બેઠકે નેહરુ હેવાલનો સ્વીકાર કર્યો. એ હેવાલમાં બ્રિટિશ સંસ્થાનોના બંધારણ જેવા રાજબંધારણની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ મહાસભાએ એને અમુક સમય પૂરતો જ સ્વીકાર કર્યો હતે અને એને માટે એક વરસની મુદત નકકી કરી હતી. જે એ હેવાલના ધોરણ ઉપર બ્રિટિશ સરકાર સાથે વરસ દરમ્યાન સમજૂતી ન થવા પામે તે મહાસભાને પોતાના સ્વાતંત્ર્યના ધ્યેય તરફ પાછા ફરવાનું હતું. આ રીતે મહાસભા તથા દેશ કટોકટી તરફ ધસી રહ્યો હતે. મજૂરે પણ અતિશય અકળાયા હતા અને કેટલાંક ઔદ્યોગિક શહેરમાં તેમની મજૂરીના દર ઘટાડવાની કોશિશ થતી હતી એટલે તેઓ ઉગ્ર બનતા જતા હતા. ખાસ કરીને મુંબઈના મજૂરે વધારે સંગઠિત હતા. ત્યાં આગળ ભારે હડતાલ પડી અને તેમાં એક લાખ કે તેથી વધુ મજારેએ ભાગ લીધે. સમાજવાદી અને કંઈક અંશે સામ્યવાદી વિચારે મજૂરમાં ફેલાવા લાગ્યા હતા. પેદા થયેલી આ ક્રાંતિકારી સ્થિતિથી તથા મજૂરોના વધતા જતા બળથી ભડકીને સરકારે ૧૯૨૯ની સાલમાં ૩૨ મજૂર આગેવાનને એકાએક પકડી લીધા અને તેમની સામે એક મેટે કાવતરા કેસ શરૂ કર્યો. આ કેસ દુનિયાભરમાં “મીરત કેસ” તે નામે પ્રસિદ્ધ થયે. આશરે ચાર વરસ સુધી મુકદ્દમે ચલાવ્યા પછી લગભગ બધા જ આરોપીઓને લાંબી લાંબી સજાઓ કરવામાં આવી. અને અજાયબીની વાત તે એ છે કે, કેઈન ઉપર પણ ખરેખર બંડ કરવાને કે સુલેહને ભંગ કરવાને પણ આપ મૂકવામાં આવ્યું નહોતે. અમુક વિચારો ધરાવવા તથા તેને પ્રચાર કરવા પ્રયત્ન કરે; બસ આ જ તેમને ગુને હેય એમ જણાય છે. અપીલમાં આ સજા ઘણું ઓછી કરવામાં આવી હતી. આ અરસામાં બીજી એક પ્રવૃત્તિ પણ અંદરથી ધખી રહી હતી અને કેટલીક વખત તેના ભડકા સપાટી ઉપર પણ દેખાઈ આવતા હતા. આ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંસાત્મક માર્ગોએ ક્રાંતિ કરવામાં માનનારા લેકની પ્રવૃત્તિ હતી. પ્રધાનપણે આ પ્રવૃત્તિ બંગાળમાં ચાલુ હતી; કંઈક અંશે પંજાબમાં અને બહુ જ થોડા પ્રમાણમાં યુક્ત પ્રાંતમાં પણ તે ચાલુ હતી. બ્રિટિશ સરકારે એને દાબી દેવાને અનેક ઉપાય અજમાવ્યા અને ઘણાયે કાવતર કેસ ચલાવવામાં આવ્યા. જેના ઉપર તેને સહેજ પણ શંકા પડે તેમની ધરપકડ કરીને તેમના ઉપર કામ ચલાવ્યા વિના તેમને જેલમાં પૂરી રાખી શકાય એટલા માટે સરકારે બેંગાલ ઑર્ડિનન્સ' નામને ખાસ કાયદો કર્યો. આ ડિનન્સ નીચે સેંકડે બંગાળી યુવાનોને પકડીને અદાલતમાં તેમના ઉપર કામ ચલાવ્યા વિના જેલમાં પૂરી દેવામાં આવ્યા. એ લેકને “ડીટેન્યુ” એટલે કે, અટકાયતી - કેદીઓ કહેવામાં આવે છે અને તેમને અક્કસ મુદત માટે જેલમાં રાખવામાં આવે છે. એ પણ એક જાણવા જેવી બીના છે કે, આ અસાધારણ ઑર્ડિનન્સ કાઢવામાં આવ્યું ત્યારે ઇંગ્લંડમાં મજૂર સરકાર સત્તા ઉપર હતી અને તે ઑર્ડિનન્સ માટે જવાબદાર હતી. આ ક્રાંતિકારીઓએ, ખાસ કરીને બંગાળમાં, હિંસાનાં ઘણાં કૃત્ય કર્યા. પરંતુ એવા ત્રણ બનાવેએ લેકેનું ખાસ લક્ષ ખેંચ્યું. એમાં એક લાહોરમાં અંગ્રેજ પોલીસ અમલદાર ઉપર ગોળીબાર હતે. સાઈમન કમિશન સામે કરવામાં આવેલા દેખાવ વખતે તેણે લાલાજીને માર માર્યો હતો, એમ માનવામાં આવતું - હતું. બીજે દિલ્હીમાં ધારાસભાગૃહમાં ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત ફેકેલા બને બનાવ હતું. પરંતુ એ બે નહિ જેવું જ નુકસાન કર્યું હતું અને માત્ર ભારે ખળભળાટ મચાવી મૂકવાને તથા દેશનું ધ્યાન ખેંચવાને અર્થે તે ફેંકવામાં આવ્યું હોય એમ લાગે છે. ત્રીજો બનાવ, ૧૯૩૦ની સાલમાં સવિનયભંગની હિલચાલ શરૂ થઈ તે વખતે ચિતાર્ગોગમાં બન્યું. ત્યાંના શસ્ત્ર ભંડાર ઉપરની એ મોટા પાયા ઉપરની અને હિંમતભરી ધાડ હતી અને તેમાં થોડી સફળતા પણ મળી હતી. આ ચળવળને કચરી નાખવાને સરકારે એકેએક યુક્તિ અજમાવી. જાસૂસ તથા બાતમીદારે રાખવામાં આવ્યા, સંખ્યાબંધ લેકેની ધરપકડ કરવામાં આવી તેમ જ અનેક કાવતરા કેસ ઊભા કરવામાં આવ્યા. શક ઉપરથી કેટલાયે લેકેને “ડીટેન્યુ” તરીકે પકડવામાં આવ્યા (કેટલીક વાર અદાલતે નિર્દોષ જાહેર કરીને છોડી મૂકેલા લોકોને તરત જ ફરીથી પકડી લેવામાં આવતા અને ઑડિનન્સ નીચે તેમને “ડીટેન્યુ” તરીકે રાખવામાં આવતા.) તથા પૂર્વ બંગાળના કેટલાક ભાગોને લશ્કરી કબજા નીચે મૂકવામાં આવ્યા. ત્યાં આગળ લોકે પરવાના વિના ગમે ત્યાં ફરી શકતા નહોતા તથા તેઓ બાઇસિકલ ઉપર બેસી શક્તા નહોતા, તેમ જ પોતાની ઈચ્છામાં આવે તે પોશાક પણ પહેરી શકતા નહતા. પોલીસને ખબર ન આપવાના ગુના માટે આખાં ને આખાં ગામો તથા કસબાઓ ઉપર ભારે સામુદાયિક દંડ નાંખવામાં આવતું. Page #480 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં બેઠે અળવા ૧૧૪૭ લાહારના એક કાવતરા કેસમાં જતીન્દ્રનાથ દાસ નામના એક કેદીએ જેલની વર્તણુકના વિરોધ તરીકે ૧૯૨૯ની સાલમાં ઉપવાસ કર્યાં. એ છેકરો છેવટ સુધી પોતાના નિશ્ચય ઉપર અડગ રહ્યો અને તેના ઉપવાસને એકસામે દિવસે તે મરણ પામ્યા. જતીનદાસના આત્મ-બલિદાને હિંદુ ઉપર ભારે અસર ફરી. ૧૯૩૧ના આરંભમાં ભગતસિહને ફ્રાંસીએ ચડાવવામાં આવ્યેા તે બનાવથી પણ દેશને ભારે આધાત લાગ્યા. હવે મારે મહાસભાના રાજકારણ તરફ પાછા વળવું જોઈ એ. કલકત્તાની મહાસભાની બેઠકે આપેલી એક વરસની મુદ્દત પૂરી થવા આવતી હતી. ૧૯૨૯ની સાલના અંતમાં વાતાવરણ ઉપરથી જે ગંભીર પરિસ્થિતિ ઊભી થતી જતી લાગતી હતી તે અટકાવવાને બ્રિટિશ સરકારે પ્રયત્ન કર્યાં. ભાવિં પ્રગતિની બાબતમાં તેણે એક અસ્પષ્ટ નિવેદન કર્યું. અમુક શરતોએ, મહાસભાએ પણ પોતાને સહકાર આપવા જણાવ્યું. એ શરત પૂરી ન પડી એટલે ૧૯૨૯ના ડિસેમ્બરની મહાસભાની લાહારની એટંકે અનિવાર્ય પણે સ્વાત ંત્ર્યને અને તે પ્રાપ્ત કરવા માટે લડત કરવાના ઠરાવ કર્યાં. આમ, ૧૯૬૦ની સાલના આરંભમાં સમીપ આવતી ઘટનાઓના કાળા પડછાયાએ દેખાવા લાગ્યા. દેશમાં સવિનય કાનૂનભંગની લડત માટેની તૈયારી થવા લાગી. ધારાસભાઓને ક્રીથી બહિષ્કાર કરવામાં આવ્યા અને મહાસભાવાદી સભ્યાએ તેમાંથી રાજીનામાં આપ્યાં. જાન્યુઆરીની ૨૬મી તારીખે, દેશભરમાં શહેરમાં તથા ગામડાંઓમાં અસંખ્ય સભામાં સ્વતંત્રતાની ખાસ પ્રતિજ્ઞા લેવામાં આવી અને દર વરસે એ દિવસ સ્વાતંત્ર્ય દિન ' તરીકે ઊજવવામાં આવે છે. માર્ચ માસમાં, ત્યાં આગળ પહેાંચીને મીઠાના કાયદાના ભંગ કરવા માટેની ગાંધીજીની મશરૂર દાંડી કૂચ શરૂ થઈ. દાંડી એ દરિયાકિનારા ઉપરનું એક ગામ છે. સવિનય ભંગની લડતને આરંભ કરવા માટે ગાંધીજીએ મીઠાના કર પસંદ કર્યાં, કેમ કે એ ગરીમાને માટે ભારે ખેાજારૂપ હતા અને એ રીતે એ ખાસ કરીને અનિષ્ટ પ્રકારના કર હતા. 7 ૧૯૩૦ના એપ્રિલ માસની અધવચ સુધીમાં સવિનય ભંગની લડતે પૂરેપૂરો વેગ પકડ્યો અને દેશભરમાં ઠેકઠેકાણે માત્ર મીઠાના કાયદો જ નહિ પણ ખીજા કાયદાઓ પણ તોડવામાં આવ્યા. દેશભરમાં શાંત અથવા ખેઠા બળવા શરૂ થયા હતા અને એને કચરી નાખવાને માટે નવા કાયદા અને ઑર્ડિનન્સે એક પછી એક ઝપાટાબંધ નીકળવા લાગ્યા. પણ ખુદ ઑર્ડિનન્સે જ સવિનયભગના વિષય થઈ પડ્યા. સામુદાયિક ધરપકડા કરવામાં આવી, નિર્દય લાઠીમાર રેાજની ઘરની ઘટના બની ગઈ, શાંત ટોળાં ઉપર ગોળીબાર કરવામાં આવ્યા, મહાસભાની સમિતિઓને ગેરકાયદે જાહેર કરવામાં આવી, છાપાંઓ ઉપર અનેક ખંધનો મૂકવામાં આવ્યાં, ખખરાનુ નિયમન કરવામાં આવ્યું, લોકાને માર મારવામાં Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યા તથા જેલમાં ભારે કડકાઈભર્યું વર્તન દાખવવામાં આવ્યું. દેશમાં એક બાજુ ઑર્ડિનન્સીના કારડા વીઝાતા હતા અને બીજી બાજુએ દૃઢતાથી અને વ્યવસ્થિત રીતે એ ઑર્ડિનન્સીના ભંગ કરવામાં આવતા હતા. વળી વિદેશી કાપડ અને બ્રિટિશ માલના બહિષ્કાર કરવામાં આવ્યો. લગભગ એક લાખ જેટલા માણુસા જેલમાં ગયા અને થાડા વખત માટે તે આ શાંત અને અડગ લડતે આખી દુનિયાનું લક્ષ પોતાના તરફ ખેંચી રાખ્યું. આ લડતની ત્રણ હકીકતા તરફ હું તારું લક્ષ ખેંચવા માગું છું. સરહદ પ્રાંતમાં આવેલી ભારે રાજકીય જાગ્રતિ એ એમાંની પ્રથમ હકીકત છે, લડતના છેક આરંભના સમયમાં, ૧૯૩૦ની સાલના એપ્રિલ માસમાં પેશાવરમાં શાંત ટાળા ઉપર ભીષણુ ગોળીબાર કરવામાં આવ્યા અને આખા વરસ દરમ્યાન આપણા સરહદના દેશબંધુઓએ તેમના પ્રત્યે દાખવવામાં આવેલે અજબ હેવાનિયતભયાઁ વર્તાવ ભારે વીરતાપૂવ ક સહન કર્યાં. આ વસ્તુ બે રીતે આશ્રય કારક હતી કેમ કે સરહદના લેાકેા બિલકુલ શાંત વૃત્તિના નથી અને સહેજ પણ કારણ મળતાં તેઓ ઉશ્કેરાઈ જાય છે. અને આમ છતાં પણ તેમણે શાંતિ જાળવી રાખી. લડતમાં એકદમ મેખરે આવી જવુ અને આવા વીરતાભર્યાં ભાગ ભજવવે એ વસ્તુ પડાણા જેવા રાજકીય ક્ષેત્રમાં નવા આવનારાઓની બાબતમાં અતિશય પ્રશંસનીય અને હેરત પમાડનારી છે હિંદી સ્ત્રીઓમાં આવેલી અપૂર્વ જાતિ એ ખીજી એક નોંધપાત્ર હકીકત છે. ખરેખર, એ મહાન વરસને એ સૌથી મહત્ત્વને બનાવ છે. લાખાની સ ંખ્યામાં જે રીતે તેમણે પોતાના પડદો ફગાવી દીધા તથા પોતાના ઘરની સુરક્ષિતતા છેાડી પોતાના ભાઈ એની પડખે રહીને લડતમાં ભાગ લેવાને મેદાને પડી અને વીરતામાં ઘણી વાર પુરુષોને ઝાંખા પાડી દીધા એ બધું જેમણે સગી આંખે ન જોયું હોય તેમને માટે માનવું મુશ્કેલ હતું. ત્રીજી નોંધપાત્ર હકીકત એ છે કે, ચળવળ વિકસતી ગઈ તેમ તેમ, ખેડૂતોના સબંધમાં આર્થિક ખળા પોતાના ભાગ ભજવવા લાગ્યાં. ૧૯૩૦ની સાલ એ જગદ્જ્ગ્યાપી મહાન કટોકટીનું પહેલું વરસ હતું અને ખેતીની પેદાશના ભાવા એકદમ ગગડી, ગડ્યા. આથી ખેડૂતો ભારે નુકસાનમાં આવી પડ્યા, કેમ કે ખેતીની પેદાશના વેચાણુ ઉપર જ તેમની આવકના આધાર હેાય છે. તેમની આ મુસીબત સાથે નાકરની લડત બંધ બેસતી આવી અને સ્વરાજ એ કેવળ તેમનું દૂરનું રાજકીય ધ્યેય નહિ પણ તેમને તાત્કાલિક આર્થિક પ્રશ્ન બની ગયા. અને આ વસ્તુ વધારે મહત્ત્વની હતી. આ રીતે, ચળવળ તેમને માટે વધારે અથવાળી બની. એમાં જમીનદાર તથા ગણાતિયાએ વચ્ચેના વર્ગવિગ્રહનું તત્ત્વ દાખલ થવા પામ્યું. ખાસ કરીને યુક્તમાંતા તથા પશ્ચિમ હિંદમાં આમ બનવા પામ્યું. Page #482 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં બેઠે બળ ૧૧૪૯ જ્યારે હિંદમાં સવિનય ભંગની લડત પૂર જોશમાં ચાલી રહી હતી ત્યારે દરિયાપાર લંડનમાં ભારે ઠાઠમાઠ અને દબદબાથી ગોળમેજી પરિષદ ભરવામાં આવી. મહાસભાને તે એની સાથે કશી લેવાદેવા નહોતી. એ પરિષદમાં જનારા બધાય હિંદીઓ સરકારના નીમેલા હતા. યાંત્રિક તદબીરથી હલનચલન કરતાં પૂતળાં અથવા તે વસ્તુશન્ય છાયાની આકૃતિઓની પેઠે તેઓ લંડનના રંગમંચ ઉપર આમતેમ ફરતા હતા. તેઓ સારી પેઠે જાણતા હતા કે સાચી લડત તે હિંદમાં લડાઈ રહી છે. હિંદીઓની નબળાઈનું પ્રદર્શન કરવાને બ્રિટિશ સરકારે ચર્ચામાં કમી પ્રશ્નને હમેશાં મોખરે રાખ્યો. તેણે કટ્ટરમાં કટ્ટર કોમવાદીઓને તથા પ્રગતિવિરોધીઓને પરિષદમાં નીમવાની ખાસ કાળજી રાખી હતી એટલે સમાધાન થવાને લેશ પણ સંભવ નહોતે. વાટાધાટે આગળ ચલાવવા માટે, ૧૯૩૧ના માર્ચ માસમાં મહાસભા તથા સરકાર વચ્ચે તહકૂબી અથવા કામચલાઉ સમાધાન થયું. એ સમાધાન ગાંધી-ઈવન કરાર તરીકે ઓળખાય છે. સવિનયભંગ બંધ રાખવામાં આવ્યું, સવિનયભંગ કરનારા હજારે કેદીઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા તથા એડિનન્સ પાછા ખેંચી લેવામાં આવ્યા. ૧૯૩૧ની સાલમાં ગાંધીજીએ મહાસભાની વતી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. હિંદુસ્તાનમાં પણ ત્રણ પ્રશ્નો મહત્ત્વના બન્યા અને તેમના ઉપર મહાસભા તેમ જ સરકાર એ બંનેનું લક્ષ કેન્દ્રિત થયું. પહેલે પ્રશ્ન બંગાળને લગતું હતું. ત્યાં આગળ ત્રાસવાદને દાબી દેવાને બહાને સરકારે રાજકીય કાર્યકર્તાઓ સામે અતિશય કડક દમન ચલાવ્યું. એક નવું અને વધારે સખત ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યું અને દિલ્હીનું સમાધાન થવા છતાં બંગાળ બિલકુલ શાંતિ અનુભવી નહિ. બીજો પ્રશ્ન સરહદ પ્રાંતનો હતો. ત્યાં આગળ રાજકીય જાગ્રતિ હજી પણ લોકેને સક્રિય કાર્ય કરવા પ્રેરી રહી હતી. ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે એક પ્રચંડ પણ શિસ્તબદ્ધ અને શાંત સંસ્થાનો ત્યાં ફેલાવો થઈ રહ્યો હતા. એ સંસ્થાના સભ્ય “ખુદાઈ ખિદમતગાર” કહેવાતા હતા. તેમના લાલ રંગના ગણવેશને કારણે કેટલીક વાર તેમને “લાલ ખમીશવાળા” પણ કહેવામાં આવતા હતા. (તેમના ગણવેશના રંગને કારણે અને નહિ કે સમાજવાદ કે સામ્યવાદ સાથે તેમનો કશો સંબંધ હતું તેથી તેમનું એ નામ પડયું હતું. વાસ્તવમાં સમાજવાદ કે સામ્યવાદ સાથે તેમને કશી લેવાદેવા નહતી.) સરકારને આ ચળવળ બિલકુલ પસંદ નહોતી. તે એનાથી ડરતી હતી; કેમ કે એક સારા પઠાણ લડવૈયાની કિંમત તે બરાબર પિછાનતી હતી. ત્રીજો પ્રશ્ન યુક્ત પ્રાંતમાં ઊભો થયે. જગવ્યાપી મંદીને લીધે તેમ જ વસ્તુઓના ભાવ ઘટી જવાથી ગરીબ બિચારા ગણેતિયાઓ ઉપર ભારે ફટકે Page #483 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન પડ્યો. તેઓ પિતાની સાથે અથવા ગત ભરી શક્યા નહિ. ગણતમાં તેમને થડી રાહત આપવામાં આવી પરંતુ તે પૂરતી ગણવામાં ન આવી. મહાસભા તેને પક્ષ લઈને વચ્ચે પડી પરંતુ તેનું કશુંયે પરિણામ ન આવ્યું. ૧૯૩૧ના નવેમ્બરમાં ગણેત ઉઘરાવવાનો સમય આવ્યું ત્યારે પરિસ્થિતિ ગંભીર બની. મહાસભાએ ગણોતિયાએ તથા જમીનદારને રાહતના પ્રશ્નો ઉકેલ ન આવે ત્યાં સુધી ગણોત તેમ જ મહેસૂલ ન ભરવાની સલાહ આપી. અલ્લાહાબાદ જિલ્લાથી તેણે આ લડતને આરંભ કર્યો. બસ, સરકારે યુક્ત પ્રાંત માટે એક ઐર્ડિનન્સ કાઢીને આને જવાબ વાળે. એ અતિશય કડક અને સર્વસ્પર્શી આર્ડિનન્સ હતો. એમાં જિલ્લાના અધિકારીઓને હરેક પ્રકારની પ્રવૃત્તિ કરી નાખવાની તેમ જ વ્યક્તિઓની હિલચાલ બંધ કરવાની સુધ્ધાં સત્તા આપવામાં આવી. આ પછી તરત જ સરહદ પ્રાંત માટે આપણી કલ્પનામાં પણ ન આવે એવા બે ઓર્ડિનન્સ કાઢવામાં આવ્યા. અને ત્યાં તથા યુક્ત પ્રાંતોમાં આગેવાન મહાસભાવાદીઓને પકડી લેવામાં આવ્યા.. ૧૯૩૧ની સાલના છેલ્લા અઠવાડિયામાં ગાંધીજી લંડનથી પાછા ફર્યા ત્યારે તેમની સામે આ પરિસ્થિતિ ખડી થઈ હતી. ત્રણ પ્રાંતમાં ઑર્ડિનન્સને દેર ચાલતું હતું અને તેમના કેટલાયે સાથીઓ જેલમાં પહોંચી ગયા હતા. એક અઠવાડિયાની અંદર મહાસભાએ સવિનય ભંગની લડત શરૂ કરી અને સરકારે તેને પક્ષે હજારો મહાસભા સમિતિઓ તથા તેમની સાથે સંબંધ ધરાવતી સંખ્યાબંધ સંસ્થાઓને ગેરકાયદે જાહેર કરી. આ લડત ૧૯૩૦ની લડત કરતાં ઘણી વધારે સખત હતી. આગળના અનુભવને લાભ ઉઠાવીને સરકાર એને માટે કાળજીપૂર્વક તૈયાર થઈને બેઠી હતી. કાયદેસરપણું તથા કાયદાની વિધિઓને બુરખે ઊંચે મૂકવામાં આવ્યું અને સર્વસ્પર્શી ઓર્ડિનન્સ મુજબ મુલકી અમલદારોના અમલ નીચેના એક પ્રકારના લશ્કરી કાયદાને અમલ આખા દેશમાં પ્રવર્તી રહ્યો. રાજ્યના સાચા પશુબળનું દર્શન જ્યાં ત્યાં થવા લાગ્યું. પરંતુ એ બહુ જ સ્વાભાવિક પરિણામ હતું, કેમ કે રાષ્ટ્રીય ચળવળ જેમ જેમ પ્રબળ બનતી જાય તથા જેમ જેમ તે પરદેશી સરકારની હસ્તીને જોખમરૂપ બનતી જાય તેમ તેમ એ સરકારને સામને વધુ ને વધુ ઝનૂની થતી જાય છે. એ પ્રસંગે ટ્રસ્ટીપણું તથા શુભેચ્છાની મીઠી મધુરી વાત બાજુએ મૂકવામાં આવે છે અને વિદેશી શાસનના સાચા ટેકારૂપ લાઠીઓ તથા સંગીને બહાર પડે છે. ટોચ ઉપર બેઠેલા કેવળ વાઈસરૉયની ઈચ્છા જ નહિ પણ પ્રત્યેક નાના અમલદારની ઈચ્છા એ કાયદા બની જાય છે. તે મનમાન્યું કરી શકે છે કેમ કે તેના ઉપરી અધિકારીઓ તેના પ્રત્યેક કાર્યનું સમર્થન કરવાના છે એની તેને પૂરેપૂરી ખાતરી હોય છે. ઝારના સમયમાં રશિયામાં બન્યું હતું તેમ જાસૂસી માણસે Page #484 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં બેઠે બળ ૧૧૫૧ અને ખાસ કરીને છૂપી પોલીસ સર્વત્ર પોતાની જાળ પાથરી દે છે અને તેમની સત્તા ખૂબ વધી જાય છે. કોઈના ઉપર કશે અંકુશ હેતો નથી અને અનિયંત્રિત સત્તાની ભૂખ તેના મહાવરાથી ઉત્તરોત્તર વધતી જ રહે છે. મુખ્યત્વે કરીને જાસૂસી ખાતા દ્વારા પિતાને વહીવટ ચલાવનાર સરકાર તથા એવા વહીવટની બરદાસ કરનાર દેશને ચેડા જ વખતમાં નૈતિક અધઃપાત થાય છે. કારણ કે પ્રત્યેક જાસૂસી ખાતું, કાવાદાવા, પ્રપંચે, જૂઠાણુ, ગુપ્તચર, ત્રાસવાદ, છંછેડણી, ઉઘાડા પાડવાની ધાકધમકી બતાવવી, તરકટ ઊભાં કરવાં અને બીજી એવી જ વસ્તુઓના વાતાવરણમાં ફાલેફુલે છે. હિંદમાં છેલ્લા ત્રણ વરસ દરમ્યાન નાના નાના અમલદાર, પોલીસે તથા જાસૂસી પોલીસને આપવામાં આવેલી વધારે પડતી સત્તા તથા એ સત્તાના કરવામાં આવેલા ઉપયોગને પરિણામે એ ખાતાના માણસો ઉત્તરોત્તર વધારે ને વધારે પાશવ અને ભષ્ટ બનતા ગયા છે. પ્રજામાં ત્રાસ ફેલાવી દે એ આ બધાનો એકમાત્ર હેતુ હતો. મારે બહુ વિગતેમાં ન ઊતરછું જોઈએ. સંસ્થાઓ તેમ જ વ્યકિતઓની માલમિલકત, ઘરે, મોટરે, બેંકમાંનાં નાણું વગેરે વિશાળ પાયા ઉપર જપ્ત કરવાં એ સરકારની આ પ્રસંગને લગતી નીતિનું એક ખાસ લક્ષણ હતું. મહાસભાને ટેકો આપનાર મધ્યમવર્ગના મૂળ ઉપર ઘા કરવાને એને આશય હતે. એક ઓર્ડિનન્સની ક્ષુલ્લક પણ વિચિત્ર પ્રકારની ખાસિયત એ હતી કે, તેમનાં સંતાન તથા સગીરોના ગુના માટે માબાપો તથા વાલીઓને શિક્ષા કરવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું! આ બધું ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટિશ પ્રચાર ખાતું હિંદુસ્તાનનું મનેરમ ચિત્ર ચીતરવાના કામમાં મશગૂલ થઈ ગયું હતું. ખુદ હિંદમાં પણ માઠાં પરિણામેના ભયથી કોઈ પણ છાપું સત્ય હકીકત છાપવાની હિંમત કરી શકતું નહતું. જેમની ધરપકડ કરવામાં આવી હોય તેમનાં નામ છાપવાં એ પણું ગુનો હતો. પરંતુ હિંદનાં સૌથી વિશેષ પ્રત્યાઘાતી બળે સાથે એક્ય કરવાને તેને પ્રયત્ન એ હિંદમાંની બ્રિટિશ નીતિને તેની પૂરેપૂરા નગ્ન સ્વરૂપમાં પ્રગટ કરે છે. હિંદનાં પ્રગતિશીલ બળ સાથે લડવામાં બ્રિટિશ સામ્રાજ્ય દેશનાં મધ્યકાલીન અને અતિશય પ્રત્યાઘાતી બળોને આશરે લઈને ટકી રહ્યું છે. હિંદમાંથી બ્રિટિશ સત્તા દૂર થશે તો સામાજિક ક્રાંતિ થવા પામશે એ ડર બતાવીને તેણે દેશનાં સ્થાપિત હિતેને પિતાના ટેકામાં સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો છે. રાજારજવાડાંઓ બચાવની પહેલી હરળ છે, ત્યાર પછી જમીનદાર વર્ગ, આવે છે. ચતુરાઈભરી ચાલબાજીથી તેમ જ ઝ કોમવાદીઓને આગળ કરીને લધુમતીના પ્રશ્નને હિંદની સ્વતંત્રતાના માર્ગમાં તેણે અંતરાયરૂપ કરી મૂક્યો છે. મંદિર પ્રવેશના પ્રશ્નની બાબતમાં હિંદુઓના ઉગ્ર ધાર્મિક પ્રત્યાઘાતીઓ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ર જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રત્યે હમદર્દી અને પ્રેમની લાગણ બતાવતી બ્રિટિશ સરકારનું અદ્વિતીય દશ્ય તાજેતરમાં જોવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકાર આજે જ્યાં ત્યાં પ્રત્યાઘાતી બળને, સંકુચિત ધર્માધતાને તથા અવળે રસ્તે ચડેલા સ્વાર્થને ટેકે શોધી રહી છે. સામુદાયિક ચળવળને એક મોટામાં મોટો લાભ છે. આમજનતાને રાજકીય શિક્ષણ આપવાને એ ઝડપીમાં ઝડપી અને સર્વોત્તમ માર્ગ છે. હા, એ માર્ગ જરા કષ્ટદાયી છે ખરે. કેમ કે આમજનતાને “મહાન બનાવના શિક્ષણની જરૂર હોય છે. લોકશાહી દેશમાં થતી ચૂંટણી જેવી શાંતિકાળની સામાન્ય પ્રવૃત્તિ સાધારણ માણસના મગજમાં ગોટાળે ઊભે કરે છે. એવે પ્રસંગે વિસ્તૃત્વથી ભરપૂર વ્યાખ્યાનના ધેધ વહે છે અને દરેક ઉમેદવાર તરેહ તરેહનાં મીઠાં મધુરાં વચનો આપે છે. આથી ગરીબ બિચારે મત આપનાર અથવા કહે કે ખેતરે, કારખાનાંઓ કે દુકાનોમાં કામ કરનાર મજૂર ગોટાળામાં પડી જાય છે. તેને સ્પષ્ટપણે સમજાઈ જાય એવો ભેદ બે પક્ષે વચ્ચે હેત નથી. પરંતુ સામુદાયિક ચળવળમાં અથવા ક્રાંતિને વખતે જાણે વીજળીએ બધું પ્રકાશિત કરી દીધું ન હોય તેમ સાચી પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. આવી કટોકટીની ઘડીએ, સમૂહ, વર્ગો કે વ્યકિતએ પિતાની ખરી લાગણી કે સાચું સ્વરૂપ છુપાવી શકતાં નથી. એ વખતે સત્ય બહાર પડી જાય છે. ક્રાંતિકાળમાં ચારિત્ર્ય, ધૈર્ય, સહનશીલતા અને નિઃસ્વાર્થતાની કસોટી તે થાય છે જ પરંતુ એ ઉપરાંત મીઠા મીઠા તથા અસ્પષ્ટ શબ્દોના છળથી ઢાંકી રાખવામાં આવતું ભિન્ન ભિન્ન વર્ગો અને સમૂહો વચ્ચેનું ઘર્ષણ પણ એ કાળમાં ઉઘાડું પડે છે. હિંદની સવિનય ભંગની લડત એ રાષ્ટ્રીય લડત હતી; એ કઈ એક વર્ગની લડત ખસૂસ નહતી. એ મધ્યમ વર્ગની લડત હતી અને તેને ખેડૂતોને પીઠબળ હતું. એથી કરીને વર્ગીય ચળવળમાં બને છે તેમ ભિન્ન ભિન્ન વર્ગોને એણે જુદા અથવા અળગા ન પાડ્યા. અને આમ છતાયે, આ રાષ્ટ્રીય ચળવળમાં પણ કંઈક અંશે ભિન્ન ભિન્ન વર્ગોની જુદી જુદી કતારો બની ગઈ. રાષ્ટ્રની સ્વતંત્રતા કરતાં પિતાપિતાના વર્ગનું હિત વધારે વહાલું કરીને જુનવાણી રાજા- રજવાડા, તાલુકદારે અને મેટા જમીનદારો વગેરે કેટલાક લોક સંપૂર્ણપણે સરકારના પક્ષમાં ભળી ગયા. મહાસભાની આગેવાની નીચે થયેલા રાષ્ટ્રીય ચળવળના વિકાસને પરિણામે ખેડૂતસમુદાય મહાસભામાં જોડાય તથા પિતાની અનેક હાડમારીઓના નિવારણ અર્થે તે તેના તરફ નજર કરવા લાગ્યા. આ વસ્તુએ મહાસભાના બળમાં ઘણે વધારે કર્યો તેમ જ સાથે સાથે તેણે એને સામુદાયિક દૃષ્ટિ પણ આપી. મહાસભાની આગેવાની મધ્યમ વર્ગના હાથમાં રહી એ ખરું, પરંતુ નીચેના Page #486 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં બેઠે બળવે ૧૧૫૩ દબાણથી તે હળવી બની અને ખેડૂતેને લગતા તથા સામાજિક પ્રશ્નોમાં મહાસભા દિનપ્રતિદિન વધુ ને વધુ પિતાનું લક્ષ પરવતી ગઈ. ધીમે ધીમે તેનું વલણ સમાજવાદ તરફ ઢળતું પણ થતું ગયું. ૧૯૩૧ની સાલની મહાસભાની કરાંચીની બેઠકે પસાર કરેલો મૂળભૂત હક્કો તથા આર્થિક કાર્યક્રમને લગતે મહત્વને ઠરાવ એ એને પુરાવો છે. એ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યબંધારણમાં કેટલાક બહુમાન્ય લોકશાહી હકો તથા સ્વતંત્રતાઓની તેમ જ લધુમતીઓના હક્કોની બાંયધરી આપવી જોઈએ. વધુમાં એમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ચાવીરૂપ અને પાયાના ઉદ્યોગો તથા લોકોપયોગી સાધન રાજ્યના અંકુશ નીચે હોવાં જોઈએ. સ્વતંત્રતા માટેની લડતને હવે રાજકીય સ્વતંત્રતા કરતાં કંઈક વિશેષ અર્થ થવા લાગે અને તેમાં સામાજિક તત્ત્વ દાખલ થયું. ખરે પ્રશ્ન જનતાનાં દારિદ્ય તથા શોષણને અંત આણવાને હતો અને સ્વતંત્રતા એ એ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું સાધન હતું. જ્યારે હિંદમાં સવિનય ભંગની લડત ચાલી રહી હતી અને સંખ્યાબંધ રાજકીય કાર્યકર્તાઓ કારાવાસમાં પડ્યા હતા તે વખતે બ્રિટિશ સરકારે હિંદના રાજ્યબંધારણના સુધારાઓ માટેની દરખાસ્ત રજૂ કરી. એમાં મર્યાદિત પ્રકારનું પ્રાંતિક સ્વરાજ તથા જેમાં જુનવાણી રાજારજવાડાંઓનું વધારે ચલણ હોય એવું સમવાયતંત્ર સૂચવવામાં આવ્યું. કેવળ પિતાનાં હિતો સાચવી રાખવાને જ નહિ પણ પિતાને હિંદ ઉપરને ત્રિવિધ – લશ્કરી, મુલકી તેમ જ વેપારી– કબજે ટકાવી રાખવાને માણસની બુદ્ધિથી જી શકાય એવી બધી સલામતી એમાં સરકારે રજૂ કરી હતી. હરેક સ્થાપિત હિતની પૂરેપૂરી રક્ષા કરવામાં આવી હતી અને સૌથી મહત્વનાં સ્થાપિત હિતનું એટલે કે બ્રિટિશ હિતનું તે બહુ જ અસરકારક રીતે રક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં માત્ર હિંદની પાંત્રીસ કરેડ જનતાનાં હિતેની જ અવગણના કરવામાં આવી હોય એમ જણાતું હતું. એ દરખાસ્તની સામે હિંદમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો. બ્રહ્મદેશ તરફ મેં દુર્લક્ષ બતાવ્યું છે, એટલે, મારે તને એને વિષે કંઈક કહેવું જોઈએ. બ્રહ્મી લેકેએ ૧૯૩૦ કે ૧૯૩૨ની સવિનય ભંગની ચળવળમાં ભાગ નહેતે લીધે. પરંતુ આર્થિક મુસીબતેને કારણે ઉત્તર બ્રહ્મદેશમાં ૧૯૩૧ અને ૧૯૩૨ની સાલમાં ખેડૂતેને એક મોટો બળો ફાટી નીકળ્યો હતે. બ્રિટિશ સરકારે અતિશય જંગલી રીતે એ બળવો દાબી દીધે. હિંદ સ્વતંત્ર થાય ત્યારે પણ બ્રિટિશ સામ્રાજ્યવાદ તેનું શોષણ ચાલુ રાખી શકે એ આશયથી હાલ બ્રહ્મદેશને રાજકીય રીતે હિંદથી જુદો પાડવાના પ્રયત્ન ચાલે છે. તેના તેલના કૂવાઓ, તેનું ઇમારતી લાકડું તથા તેની ખનિજ સમૃદ્ધિ એ બધાંને કારણે બ્રહ્મદેશનું ભારે મહત્ત્વ છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન નોંધ: (ઓકટોબર ૧૯૩૮): સાડાપાંચ વરસ પૂર્વે જેલમાં આ પત્ર લખાયે ત્યાર પછી હિંદમાં ઘણું ફેરફાર થવા પામ્યા છે. એ વખતે સવિનયભંગની ચળવળ હજી ચાલુ હતી અને સંખ્યાબંધ મહાસભાવાદીઓ જેલમાં પડ્યા હતા. હા, એટલું ખરું કે એ વખતે ચળવળ મંદ થઈ ગઈ હતી. તેની હજારે સમિતિઓ તથા તેની સાથે સંબંધ ધરાવતી બીજી અનેક સંસ્થાઓ સહિત મહાસભાને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. ૧૯૩૪ની સાલમાં મહાસભાએ સવિનયભંગ બંધ કર્યો અને સરકારે તેના ઉપર પ્રતિબંધ પાછો ખેંચી લીધે. ધારાસભાઓનો બહિષ્કાર કરવાની પિતાની નીતિમાં મહાસભાએ ફેરફાર કર્યો અને મધ્યસ્થ ધારાસભાની ચૂંટણીમાં તેણે પોતાના ઉમેદવારે ઊભા રાખ્યા. એ ચૂંટણીમાં તેને સારી સફળતા મળી. લંબાણ ચર્ચા પછી, ૧૯૭૫ની સાલમાં બ્રિટિશ પાર્લામેન્ટ હિંદી સરકારને લગતે કાયદો (ગવર્નમેન્ટ એફ ઈન્ડિયા એકટ) પસાર કર્યો. એ કાયદામાં હિંદના નવા રાજબંધારણની રૂપરેખા દોરવામાં આવી છે. એ મુજબ અનેક સલામતીઓવાળું પ્રાંતિક સ્વરાજ તેમ જ પ્રાત અને દેશી રાજ્યનું બનેલું સમવાયતંત્ર અમલમાં આવવાનું હતું. એ કાયદા સામે હિંદભરમાં વિરોધને ભારે પિકાર ઊડ્યો અને મહાસભાએ તે એને ફેંકી જ દીધે. સલામતીઓ તથા ગવર્નરે અને વાઈસરૉયને આપવામાં આવેલી “ખાસ સત્તાઓ” ને ખાસ કરીને વિરોધ કરવામાં આવ્યું કેમ કે, એથી કરીને પ્રાંતિક સ્વરાજ્ય સત્વહીન બની જતું હતું; સમવાયતંત્ર સામે એથીયે વિશેષ પ્રબળ વિરોધ જાગે, કારણ કે એ દેશી રાજ્યમાં આપખુદ અમલ ચાલુ રાખતું હતું તેમ જ એમાં આપખુદ દેશી રાજ્ય તથા અર્ધ-લેકશાહી પ્રાંતનું કૃત્રિમ અને કામ બરાબર ન ચાલી શકે એવું જોડાણ થતું હતું. હિંદની રાજકીય તેમ જ સામાજિક પ્રગતિને રૂંધી નાખવાના તથા સીધી રીતે અને દેશી રાજાઓ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાના ઇરાદાપૂર્વકના પ્રયત્ન તરીકે એને લેખવામાં આવ્યું. કેમી વ્યવસ્થાને પણ નવા બંધારણને એક ભાગ બનાવી દેવામાં આવ્યું. એ વ્યવસ્થા મુજબ અનેક અલગ મતાધિકારે પેદા કરવામાં આવ્યા. કેટલીક લઘુમતી કોમોએ આ કેમી વ્યવસ્થાને વધાવી લીધી કેમ કે, તેમને એનાથી થેડે લાભ થત હતે. પરંતુ લેકશાહી- વિધી તથા પ્રગતિના માર્ગમાં અંતરાયરૂપ હેવાને કારણે એને વખોડી કાઢવામાં આવી. હિંદી સરકારને લગતા કાયદાના પ્રાંતિક સ્વરાજને લગતા ભાગનો ૧૯૭૭ની સાલના આરંભમાં અમલ કરવામાં આવ્યું અને તે મુજબ હિંદભરમાં સામાન્ય ચૂંટણી કરવામાં આવી. મહાસભાએ એ કાયદાને ફેંકી દીધે હેવા છતાં તેણે એ ચૂંટણીમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને આખા દેશમાં વિશાળ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૫ હિંદમાં બેઠે બળ પાયા ઉપર ચૂંટણીની પ્રબળ ઝુંબેશ ચલાવવામાં આવી. મોટા ભાગના પ્રાંતમાં મહાસભાને ભારે સફળતા મળી અને ઘણીખરી નવી ધારાસભાએમાં મહાસભાવાદીઓનો પક્ષ બહુમતીમાં આવ્યો. તેમણે પ્રાંતિક સરકારમાં પ્રધાનપદ સ્વીકારવાં કે કેમ એ મુદ્દા ઉપર તીવ્ર ચર્ચા થવા પામી. આખરે મહાસભાએ પ્રધાનપદ સ્વીકારવાનો નિર્ણય કર્યો, પરંતુ સાથે સાથે તેણે એ સ્પષ્ટ કર્યું કે સ્વતંત્રતાનું તેનું પહેલેનું ધ્યેય તથા પોતાની જૂની નીતિ હજી કાયમ જ રહે છે અને એ નીતિ આગળ ધપાવવાને તથા દેશને સ્વતંત્રતાની લડત માટે સબળ બનાવવાને માટે જ પ્રધાનપદ સ્વીકારવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેણે એ પણ શરત કરી કે ગવર્નરે સલામતીઓને ઉપયોગ ન કરે. આ નિર્ણયને પરિણામે, મુંબઈ મદ્રાસ, યુક્તપ્રાંત, બિહાર, મધ્યપ્રતિ, ઓરિસ્સા તથા સરહદપ્રાંત એમ સાત પ્રાંતમાં મહાસભાનાં પ્રધાનમંડળ રચવામાં આવ્યાં. ઘેડા સમય પછી મહાસભાએ આસામમાં મિશ્ર પ્રધાનમંડળ રચ્યું. બંગાળ તથા પંજાબ એ બે મુખ્ય પ્રાંતમાં બિન-મહાસભાવાદી પ્રધાનમંડળે છે. મહાસભાનાં પ્રધાનમંડળો થવાને પરિણામે તે તે પ્રદેશના રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા તથા નાગરિક સ્વાતંત્ર્ય ઉપરનાં બંધને દૂર કરવામાં આવ્યાં. આમજનતાએ આ ફેરફારને આવકારી લીધો અને હવે પિતાની સ્થિતિ ઝડપથી સુધરવા પામશે એવી આશા તે સેવવા લાગી. પ્રજામાં રાજકીય જાગ્રતિ બહુ જ ત્વરાથી વધી ગઈ અને કિસાનોની તથા મજૂરોની ચળવળને વેગ મળે. અનેક હડતાલ પડી. ખેડૂતે ઉપરને બે હળવે કરવાને પ્રધાનમંડળોએ તરત જ ખેડૂતે તથા દેવાને લગતા કાયદાઓ કર્યા તથા ઔદ્યોગિક મજૂરોની સ્થિતિ સુધારવાના પ્રયાસો આદર્યા. આમ કાર્ય થયું ખરું પરંતુ સંજોગે જ એવા હતા તથા ૧૯૯૫ના હિંદી સરકારને લગતા કાયદાની મર્યાદામાં રહીને તેમને કામ કરવાનું હતું એટલે પ્રધાનમંડળો દૂરગામી સામાજિક ફેરફારો કરવા પ્રયાસ ન કરી શક્યાં. મહાસભાનાં પ્રધાનમંડળો અને ગવર્નરે વચ્ચે ઘણી વાર અથડામણ થવા પામી અને બે પ્રસંગોએ તે પ્રધાનોએ પિતાનાં રાજીનામાં પણ આપી દીધાં હતાં. આ રાજીનામાંઓના સ્વીકારથી મહાસભા અને બ્રિટિશ સરકાર વચ્ચે મેટી અને ગંભીર અથડામણ થવા પામત. બ્રિટિશ સરકારને એવું કરવાની ઇચ્છા નહોતી અને પ્રધાનને અભિપ્રાય માન્ય રાખવામાં આવ્યો. પરંતુ પરિસ્થિતિ તત્ત્વતઃ અસ્થિર જ છે અને એવી અથડામણું અનિવાર્ય છે. મહાસભાને માટે તો એ વચગાળાની અવસ્થા છે, એનું ધ્યેય તે સ્વતંત્રતા જ રહે છે. બ્રિટિશ સરકાર જે સમવાયતંત્ર ઠેકી બેસાડવાનો પ્રયત્ન કરે તે અકાળે ગંભીર અથડામણ ઊભી થશે એ સંભવ રહે છે. સમવાયતંત્ર સામેના પ્રબળ Page #489 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિરોધને કારણે હજી સુધી તે એમ કરવામાં આવ્યું નથી. મહાસભા તેની કારકિર્દી દરમ્યાન કોઈ પણ કાળે હતી તેના કરતાં આજે વધારે બળવાન છે અને તેની અવગણના કરી શકાય એમ નથી. સૂચવવામાં આવેલા સમવાયતંત્રને વશ ન જ થવાને મહાસભાએ નિશ્ચય કરેલ છે. મહાસભાની માગણી તે સ્વતંત્ર હિંદનું રાજ્યબંધારણ ઘડવા માટે પુખ્ત વયના મતાધિકારથી ચૂંટાયેલી લેકપ્રતિનિધિ સભા માટેની છે. * હિંદમાં કેમી પ્રશ્ન ફરી પાછું મહત્ત્વનું બન્યું અને તેણે ઘર્ષણ પેદા કર્યું છે. પરંતુ આર્થિક તેમ જ સામાજિક પ્રશ્નો મોખરે આવતા જણાય છે અને એ વસ્તુ પ્રજાનું લક્ષ કોમી તથા ધાર્મિક ભેદ તરફથી બીજી બાજુએ વાળી રહી છે. આ સામુદાયિક જાગ્રતિ હિંદનાં દેશી રાજ્યોમાં પણ ફેલાઈ છે અને જવાબદાર સરકારની માગણી કરતી પ્રબળ ચળવળો ઘણાં રાજ્યમાં વિકસી રહી છે. મોટાં રાજ્ય પૈકી ખાસ કરીને મસૂર, કાશ્મીર તથા ત્રાવણકોરમાં આવું થવા પામ્યું છે. આ માગણીને જવાબ, ખાસ કરીને ત્રાવણકોર રાજ્યના સત્તાવાળાઓએ તાજેતરમાં પાશવી દમન તથા હિંસાથી વાળે છે. ભૂતકાળના અવશેષરૂપ આમાંનાં ઘણુંખરાં રાજ્યમાં (દાખલા તરીકે કાશ્મીરમાં) રાજ્યવહીવટ બ્રિટિશ અમલદારે ચલાવે છે. . છેલ્લાં થોડાં વરસે દરમ્યાન હિંદુસ્તાન આંતરરાષ્ટ્રીય બાબતોમાં ઉત્તરોત્તર વધુ ને વધુ રસ લેવા લાગ્યું છે અને જગતના પ્રશ્નોને નજરમાં રાખીને પિતાને પ્રશ્ન નિહાળતું થયું છે. એબિસીનિયા, સ્પેન, ચીન, ચેકોસ્લોવાકિયા અને પેલેસ્ટાઈનના બનાએ હિંદના લેકે ઉપર ભારે અસર કરી છે અને મહાસભા પિતાની પરદેશનીતિ ખીલવવા લાગી છે. તેની એ નીતિ શાંતિ તથા લેકશાહીને ટેકે આપવાની છે. ફાસીવાદ સામેને તેને વિરોધ સામ્રાજ્યવાદના વિરોધ એટલે જ છે. ૧૯૩૭ની સાલમાં બ્રહ્મદેશને હિંદથી છૂટો પાડવામાં આવ્યો. તેને ધારાસભા આપવામાં આવી છે અને તે હિંદની પ્રાંતિક ધારાસભાઓને મળતી છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩. મિસરની સ્વતંત્રતા માટેની લડત ૨૦ મે, ૧૯૩૩ હવે આપણે મિસર જઈએ અને વધતા જતા રાષ્ટ્રવાદ તથા સામ્રાજ્યવાદી સત્તા વચ્ચે બીજે સંગ્રામ જોઈએ. હિંદની પડે ત્યાં પણ બ્રિટિશ સત્તા છે. મિસર, અનેક બાબતમાં હિંદથી બિલકુલ ભિન્ન છે, અને હિંદ કરતાં પ્રમાણમાં ઘણા ઓછા વખતથી બ્રિટનની હકૂમત ત્યાં કાયમ થઈ છે. આમ છતાંયે બે દેશ વચ્ચે ઘણું સમાનતાઓ તથા સામાન્ય લક્ષણ છે. હિંદ તેમ જ મિસરની રાષ્ટ્રીય લડતએ જુદી જુદી પદ્ધતિઓ અખત્યાર કરી છે. પરંતુ સ્વતંત્રતા માટેની એ બંનેની ઝંખના મૂળમાં એક જ છે તેમ જ બંનેનું ધ્યેય પણ સમાન છે. વળી, આ રાષ્ટ્રીય ચળવળો દાબી દેવાના તેના પ્રયત્નમાં સામ્રાજ્યવાદ જે રીતે કાર્ય કરે છે તે પણ લગભગ સમાન જ છે. આથી, એ બંને એકબીજાના અનુભવ ઉપરથી ઘણું શીખી શકે એમ છે. મિસરના દાખલા ઉપરથી હિંદમાં આપણે એક ખાસ પાઠ શીખવા જેવો છે. બ્રિટનની “સ્વતંત્રતા ”ની નવાજેશને શું અર્થ છે તથા તેનાં શાં પરિણામ આવે છે તે આપણે એ દાખલા ઉપરથી બરાબર સમજી શકીએ છીએ. અરબસ્તાન, સીરિયા, ઈરાક, પેલેસ્ટાઈન વગેરે આરબ દેશમાં મિસર સૌથી આગળ વધે દેશ છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેને એ રાજમાર્ગ રહ્યો છે અને સુએઝની નહેર થયા પછી તે આગબોટોની અવરજવર માટે મહાન વેપારી દરિયાઈ માર્ગ બન્યા છે. ૧૯મી સદીના નવા યુરોપ સાથે પશ્ચિમ એશિયાના બીજા કોઈ પણ દેશ કરતાં એને વધારે સંપર્ક હતું. બીજા આરબ દેશોથી એ બિલકુલ ભિન્ન છે, જોકે તેમની ભાષા, પરંપરા તથા ધર્મ સમાન હોવાને કારણે તેમની સાથે એને ગાઢ સાંસ્કૃતિક સંબંધ છે. કેરેનાં દૈનિક છાપાંઓ બધાયે આરબ દેશમાં જાય છે અને ત્યાં આગળ તેમને ભારે પ્રભાવ છે. એ બધા દેશમાં રાષ્ટ્રીય ચળવળ સૌથી પ્રથમ ત્યાં આગળ ઊપડી અને એથી કરીને સ્વાભાવિક રીતે જ મિસરને રાષ્ટ્રવાદ બીજા આરબ દેશને માટે દષ્ટાંતરૂપ બને. મિસર વિષેના મારા છેલ્લા પત્રમાં અરબી પાશાની આગેવાની નીચેની ૧૮૮૧-૮૨ની રાષ્ટ્રીય ચળવળ વિષે તથા બ્રિટને તેને કેવી રીતે ચગદી નાખી તે વિષે મેં તને કહ્યું હતું. મેં તને આરંભના સુધારકે, જમાલુદ્દીન અફઘાની તથા યુરોપના નવા વિચારેએ જુનવાણું ઈસ્લામ પર કરેલી અસર વિષે પણ કહ્યું હતું. આ સુધારકોએ, પુરાણું મૂળ સિદ્ધાંત ઉપર પહોંચીને તથા ધર્મ ઉપર ચડેલા સદીઓ જૂના થરે દૂર કરીને ઇસ્લામને આધુનિક જમાનાની પ્રગતિ સાથે સુસંગત કરવાને પ્રયત્ન કર્યો. પ્રગતિશીલ લોકોએ, ધર્મને સામાજિક ज-३१ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન સંસ્થાઓથી જુદો પાડવાનું બીજું પગલું ભર્યું. પુરાણું ધર્મો આપણું રેજિંદા જીવનને આવરી લે છે અને તેના પ્રત્યેક અંગનું તે નિયમન કરે છે. આ રીતે હિંદુ ધર્મ તથા ઈસ્લામ તેમના શુદ્ધ ધાર્મિક સિદ્ધાંત ઉપરાંત સામાજિક ધારાધોરણે તેમ જ લગ્ન, વારસો, દીવાની અને ફરજદારી કાયદો, રાજકીય સંગઠન અને એવી બીજી અનેક બાબતના નિયમે નક્કી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે, એ ધર્મો સમાજની આખી વ્યવસ્થા રચી આપે છે અને પિતાની મંજૂરી તથા અધિકાર અપને તેઓ તેને કાયમ કરે છે. પિતાની કડક જ્ઞાતિવ્યવસ્થા ઊભી કરીને હિંદુ ધર્મ તે એ બાબતમાં સૌથી આગળ ગયું છે. સામાજિક વ્યવસ્થાને આ ધાર્મિક નિશ્ચિતિ મળવાથી તેમાં ફેરફાર કરવું મુશ્કેલ બની જાય છે. આમ બીજી જગ્યાઓની પેઠે મિસરમાં પણ પ્રગતિશીલ લેકેએ ધર્મને સમાજની વ્યવસ્થા તથા સામાજિક સંસ્થાઓથી જુદો પાડવા પ્રયત્ન કર્યો. એનું કારણ તેમણે એ આપ્યું કે, ભૂતકાળમાં ધર્મ તથા રૂઢિએ પ્રજા માટે ઊભી કરેલી આ પુરાણી સંસ્થાઓ, બેશક તે કાળમાં જે સ્થિતિ પ્રવર્તતી હતી તેને માટે યોગ્ય અને અનુકૂળ હતી. પરંતુ આજે તે એ પરિસ્થિતિમાં ઘણે ફેરફાર થઈ ગયું છે અને તેથી કરીને પુરાણી સંસ્થાઓને તેમની સાથે મેળ બેસતું નથી. બળદગાડા માટે કરવામાં આવેલ નિયમ મોટર કે રેલગાડી માટે બંધ બેસતે ન આવે એ આપણે આપણી સાદી સમજથી પણ સમજી શકીએ. આ પ્રગતિશીલ લેકે અને સુધારકની દલીલ આવા પ્રકારની હતી. આને પરિણામે, રાજ્ય તેમ જ બીજી અનેક સંસ્થાઓને અહિક સ્વરૂપ આપવામાં આવ્યું, એટલે કે ધર્મથી તેમને છૂટાં પાડવામાં આવ્યાં. આપણે જોઈ ગયાં છીએ કે આ પ્રક્રિયા તુર્કીમાં સૌથી આગળ વધી છે. તુર્ક પ્રજાસત્તાકને પ્રમુખ પિતાના હોદ્દાના સેગંદ પણ ઈશ્વરના નામથી નથી લેતે; તે એ સોગંદ પિતાની ઈજ્જત ઉપર લે છે. મિસરમાં હજી એ બાબતમાં એટલી બધી પ્રગતિ નથી થવા પામી, પરંતુ ત્યાં તેમ જ બીજા ઈસ્લામી દેશમાં એ જ વલણું કાર્ય કરી રહ્યું છે. તુકે, મિસરવાસીઓ, સીરિયને, ઈરાનીઓ વગેરે પુરાણી ધર્મની ભાષા કરતાં આજે રાષ્ટ્રવાદની નવી ભાષા વધુ પ્રમાણમાં બેલે છે. દુનિયાના બીજા કોઈ પણ મોટા મુસ્લિમ સમૂહ કરતાં હિંદના મુસલમાને રાષ્ટ્રીયકરણની આ પ્રક્રિયાને કદાચ વધારે વિરોધ કરી રહ્યા છે. આ એક અજબ અને નેંધપાત્ર બીના છે. આ નવા રાષ્ટ્રવાદનો વિકાસ સામાન્ય રીતે મૂડીવાદી આર્થિક વ્યવસ્થા નીચે બુઝવાઓના અથવા તે મધ્યમવર્ગના ઉદયની સાથે સાથે જ થવા પામ્યો છે. આ બૂઝવા વર્ગ પેદા કરવામાં હિંદના મુસલમાને પછાત રહ્યા છે અને તેમની આ નિષ્ફળતા રાષ્ટ્રવાદની દિશામાં તેમની આગેકૂચના માર્ગમાં વિનરૂપ નીવડી હોય એ બનવા જોગ છે. એ પણ સંભવ છે કે, હિંદમાં તેઓ Page #492 -------------------------------------------------------------------------- ________________ મિસરની સ્વતંત્રતા માટેની લડત ૧૧૫૯ લઘુમતીમાં છે એ વસ્તુએ પણ તેમની ભીતિમાં વધારે કર્યો હોય તથા તેમને વધારે સ્થિતિચુસ્ત અને જૂની પરંપરાને વળગી રહેનારા તથા નવા વિચારો તેમ જ ખ્યાલેની બાબતમાં સાશંક બનાવ્યા હોય. કંઈક એવા જ માનસથી પ્રેરાઈને લગભગ હજાર વરસ પૂર્વે ઇસ્લામી ચડાઈ વખતે હિંદુઓએ પિતાની આસપાસ કવચ રચીને કડક જ્ઞાતિવ્યવસ્થા ઊભી કરી હશે. ૧૯મી સદીની છેલ્લી પચીશી દરમ્યાન અને તે પછી વિદેશે સાથે વેપાર વધતાં મિસરમાં ન મધ્યમ વર્ગ ઊભે થયે. સેદ ઝઘલુલ નામને એક પુરુષ “ફેલાહ” અથવા ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા અને પિતાની ઉન્નતિ સાધીને તે મધ્યમ વર્ગમાં દાખલ થયે હતે. ૧૮૮૧-૮૨માં અરબી પાશાએ બ્રિટિશ સરકારને પડકાર કર્યો ત્યારે ઝઘલુલ જુવાનીમાં હતું અને તેણે અરબીના હાથ નીચે કામ કર્યું હતું. ત્યારથી માંડીને ૧૯૨૭ની સાલમાં તે મરણ પામે ત્યાં સુધી, એટલે કે સુડતાળીસ વરસ સુધી તેણે મિસરની સ્વતંત્રતા માટે કાર્ય કર્યું અને તે મિસરની સ્વતંત્રતાની ચળવળને નેતા બને. તે મિસરનો સર્વમાન્ય નેતા હતા. જેમાં તે પેદા થયો હતો તે ખેડૂતવર્ગની એના ઉપર અપાર પ્રીતિ હતી અને જે વર્ગમાં તેણે પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે મધ્યમવર્ગ તેને આદર્શ પુરુષ તરીકે લેખતે હતે. પરંતુ કહેવાતા અમીર વર્ગ અથવા પુરાણું ફયૂડલ જમીનદારવર્ગની તેના ઉપર કરડી નજર હતી. દેશમાંના તેમના સત્તાના સ્થાન ઉપરથી ધીમે ધીમે તેમને ખસેડી રહેલે ઉદય પામતો મધ્યમવર્ગ તેમને પસંદ નહે. ઝલુલને તેઓ લેભાગુ ગણતા હતા અને પિતાના વર્ગના નેતા અને પ્રતિનિધિ તરીકે તેને તેમની સામે લડવું પડ્યું. હિંદની પેઠે, ત્યાં પણ બ્રિટિશોએ આ ફયૂડલ જમીનદાર વર્ગમાંથી પિતાને ટેકો ખોળવાનો પ્રયત્ન કર્યો. એ વર્ગ મિસરી કરતાં તુર્ક વધારે પ્રમાણમાં હતું અને તે જૂના શાસક અમીરવર્ગને પ્રતિનિધિ હતે. સામ્રાજ્યવાદની માન્ય થયેલી અને સારી રીતે અજમાવી જોવાયેલી રીત પ્રમાણે બ્રિટિશોએ મિસરમાં સમાજના કોઈ એક સમૂહ અથવા રાજકીય પક્ષને પિતાની સાથે રાખવાનો પ્રયાસ કર્યો અને એક વર્ગ અથવા સમૂહને બીજાની સામે ઊભો કરીને એક રાષ્ટ્રીય ઘટકના વિકાસમાં અંતરાય નાખે. મિસરમાં ખ્રિસ્તી કૉપ્ટ લેકે લઘુમતીમાં હતા એટલે હિંદની જેમ ત્યાં પણું તેમણે લઘુમતીને પ્રશ્ન ઊભો કરવાનો પ્રયાસ કર્યો પણ એમાં તેમને નિષ્ફળતા મળી. અને આ બધું તેમણે સામ્રાજ્યવાદની માન્ય થયેલી રીત પ્રમાણે જ કર્યું. તેમની જીભે તે મધુરી મધુરી વાત જ હતી. તેઓ કહેતા હતા કે પિતે તો ત્યાં આગળ મિસરવાસીઓના લાભને માટે જ છે. “મૂક જનતાના” “ટ્રસ્ટી હેવાને તેમને દાવો હતે. અને “દેશમાં જેમને કશું ખાવાનું નથી” એવા ચળવળિયાએ ” અને એવા બીજા લેકે મુસીબત ઊભી ન કરે તે બધું Page #493 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન બરાબર ચાલે. પરંતુ બનતું એમ કે, તેમની આ લાભ આપવાની ક્યિા ઘણી વાર જેમને તેઓ પિતાને લાભ આપી રહ્યા હતા તેમને મેટી સંખ્યામાં ગેળીબારથી ઠાર કરવામાં પરિણમતી. કદાચ એમ હશે કે, આ રીતે તેમને આ દુનિયાની વિપતેમાંથી ઉગારી લેવામાં આવતા અને તેમના સ્વર્ગગમનને ત્વરિત કરવામાં આવતું હતું. મહાયુદ્ધના આખા કાળ દરમ્યાન અને ત્યાર પછી પણ ઘણું વખત સુધી મિસર લશ્કરી કાયદા નીચે હતું. મહાયુદ્ધ દરમ્યાન ત્યાં નિઃશસ્ત્રીકરણને કાયદો તથા લશ્કરભરતીને કાયદે એમ બે કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. દેશમાં મેટા પ્રમાણમાં બ્રિટિશ લશ્કર રાખવામાં આવ્યું હતું. મહાયુદ્ધના આરંભમાં જ મિસરને રક્ષિત દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૧૯૧૮ની સાલમાં યુદ્ધ પૂરું થતાંવેત મિસરના રાષ્ટ્રવાદીઓ ફરી પાછા સક્રિય બન્યા. અને બ્રિટિશ સરકાર તથા પેરિસની સુલેહ પરિષદ સમક્ષ મૂકવા માટે તેમણે મિસરની સ્વતંત્રતા માટે દાવો ઘડી કાઢયો. તે વખતે મિસરમાં સાચા અર્થમાં કોઈ રાજકીય પક્ષ નહતા. ત્યાં આગળ માત્ર એક “વતન” પક્ષ અથવા રાષ્ટ્રીય પક્ષ હતા. પરંતુ તેના સભ્યોની સંખ્યા પણ બહુ જ ઓછી હતી. મિસરની સ્વતંત્રતાની હિમાયત કરવા માટે ઝઘલ પાશાની આગેવાની નીચે એક પ્રતિનિધિમંડળ લંડન તથા પેરિસ મોકલવાનું ઠરાવવામાં આવ્યું અને આ પ્રતિનિધિમંડળને પ્રજાના પીઠબળવાળું તથા સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિ બનાવવા માટે એક વિશાળ સંસ્થા ઊભી કરવામાં આવી. મિસરના મહાન વદ પક્ષની શરૂઆત આ રીતે થઈ હતી, કેમકે વફદને અર્થ પ્રતિનિધિમંડળ થાય છે. બ્રિટિશ સરકારે આ પ્રતિનિધિમંડળને લંડન જવાની પરવાનગી ન આપી અને ૧૯૧૯ના માર્ચ માસમાં ઝગલુલ પાશા તથા બીજા નેતાઓની ધરપકડ કરી. આને પરિણામે ખૂનખાર ક્રાંતિ ફાટી નીકળી. કેટલાક અંગ્રેજોને મારી નાખવામાં આવ્યા અને કેરે શહેર તથા બીજા મથકે ક્રાંતિકારી સમિતિને હાથ ગયાં. ઘણે સ્થળે જાહેર સલામતી માટે રાષ્ટ્રીય સમિતિઓ સ્થાપવામાં આવી. આ ક્રાંતિમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ આગળ પડતે ભાગ લીધે. પરંતુ આ આરંભની સફળતા પછી, ઘણે અંશે ક્રાંતિને દાબી દેવામાં આવી. આમ છતાં પણ છૂટાછવાયા અંગ્રેજ અમલદારને મારી નાખવામાં આવતા હતા. આમ સક્રિય ક્રાંતિને તે દાબી દેવામાં આવી પણ ક્રાંતિકારી ચળવળ તે ચાલુ જ રહી. તેણે પોતાની વ્યુહરચના બદલી અને શાંત પ્રતિકારની બીજી અવસ્થામાં તે દાખલ થઈ. આ શાન્ત પ્રતિકાર એટલે બધે સફળ થયો કે મિસરની માગણીનું સમાધાન કરવાની બ્રિટિશ સરકારને ફરજ પડી. લેડ મિલ્ચરની આગેવાની નીચે ઈંગ્લેંડથી એક કમિશન મેકલવામાં આવ્યું. મિસરના રાષ્ટ્ર Page #494 -------------------------------------------------------------------------- ________________ મિસરની સ્વતંત્રતા માટેની લડત ૧૧૧૧ વાદીઓએ એ કમિશનને બહિષ્કાર કરવાને ઠરાવ કર્યો અને તેમાં તેમને અપૂર્વ સફળતા મળી. એને બહિષ્કાર કરવામાં પણ વિદ્યાર્થીઓએ મહત્ત્વને ભાગ ભજવ્યું. દેશના વિરોધની એ કમિશન ઉપર એવી ભારે છાપ પડી કે તેણે કેટલીક દુરગામી ભલામણ કરી. બ્રિટિશ સરકારે તેની અવગણના કરી અને મિસરની લડત ત્રણ વરસ એટલે કે ૧૯૧૯થી ૧૯૨૨ સુધી ચાલુ રહી. “ઇસ્તકલાલ અલ–તઆમ થી એટલે કે પૂર્ણ સ્વાતંત્ર્યથી સહેજ પણ ઓછું તેઓ સ્વીકારવા તૈયાર નહોતા. ૧૯૧૯માં ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ થોડા વખત પછી ઝઘલુલ પાશાને છેડી મૂકવામાં આવ્યું હતું. ૧૯૨૧ના ડિસેમ્બરમાં તેને ફરીથી પકડીને દેશપાર કરવામાં આવ્યું. પરંતુ બ્રિટિશ લેકની દૃષ્ટિએ એથી કરીને પરિસ્થિતિમાં કશેયે સુધારે થવા પામે નહિ અને મિસરવાસીઓના મનનું સમાધાન કરવાને કંઈક પગલું ભરવાની તેમને ફરજ પડી. ઝઘલુલ ધરછોડ ન કરે એ ઉદ્દામ નહોતો છતાયે સમાધાન ન થઈ શક્યું. સાચે જ, બ્રિટિશ સાથે નમાલું સમાધાન કરવાનો પ્રયાસ કરીને પિતાના દેશને દગે દેવાને કેટલાક લેકેએ તેના ઉપર આરોપ મૂક્યો અને તેમણે તેને જાન લેવાને પણ એક વખતે પ્રયત્ન કર્યો હતો. પરંતુ બ્રિટિશ સરકાર અને મિસરના રાષ્ટ્રવાદીઓ વચ્ચે તે વખતે સમાધાન ન થઈ શક્યું, અને હજી પણ થઈ શકતું નથી. એનાં સાચાં કારણો મૂલગામી છે. એ કારણે પણ હિંદમાં સમાધાન થતું અટકાવનારાં કારણે જેવાં જ છે. મિસરના રાષ્ટ્રવાદીએ મિસરમાંનાં અંગ્રેજોનાં બધાં જ હિતોની અવગણના કરવા નહોતા માગતા. એ બધા વિષે ચર્ચા કરવા તેઓ પૂરેપૂરા તૈયાર હતા અને સામ્રાજ્યવ્યાપી વેપારના ઈગ્લેંડનાં ખાસ હિત તથા તેના લશ્કરી મહત્ત્વના માર્ગો તેમ જ એવી બીજી બાબતમાં ધરછોડ કરવાને પણ તૈયાર હતા. પરંતુ પહેલાં તેમની પૂર્ણ સ્વતંત્રતા સ્વીકારવામાં આવે તે પછી જ અને એ સ્વતંત્રતાને વિધ્વરૂપ ન નીવડે તે રીતે જ તેઓ એ પ્રશ્નોની ચર્ચા કરવા તૈયાર હતા. જ્યારે ઇંગ્લંડ એમ માનતું હતું કે મિસરને બરાબર કેટલા પ્રમાણમાં સ્વતંત્રતા આપવી એ નક્કી કરવાને તેને અધિકાર છે તથા પિતાનાં હિતે એ સ્વતંત્રતાથી અબાધિત રહેવાં જોઈએ, કેમ કે એ હિતેનું તે પ્રથમ રક્ષણ કરવું ઘટે. આમ, સમાધાન માટે બે વચ્ચે કાંઈ પણ સામાન્ય ભૂમિકા નહોતી. પરંતુ બ્રિટિશ સરકારને લાગ્યું કે કંઈક તે કરવું જ જોઈએ એટલે સમાધાન ઉપર આવ્યા વિના જ ૧૯૨૨ના ફેબ્રુઆરી માસમાં તેણે એક જાહેરાત કરી. તેણે જણાવ્યું કે, ભવિષ્યમાં તે મિસરને “ પૂર્ણ સ્વતંત્ર રાજ્ય” તરીકે માન્ય રાખશે પણ ચાર બાબતે – અને આ “પણુજ બેટી વસ્તુ હતી – ભવિષ્યની વિચારણા માટે તે બાકી રાખે છે. એ ચાર બાબતે નીચે મુજબ છે: Page #495 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન ૧. મિસરમાંના બ્રિટિશ સામ્રાજ્યના વ્યવહાર માર્ગોની સલામતી. ૨. બધા પરદેશી હુમલાઓ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ દખલગીરી સામે મિસરનું રક્ષણ. ૧૧:૨ ૩. મિસરમાંનાં પરદેશી હિતેા તથા લઘુમતીઓની રક્ષા. ૪. સુદાનના ભાવીને પ્રશ્ન. આ બધી અનામતીએ ( રેઝરવેશન્સ ) તેના હિંદના પિત્રાઈ ને મળતી જ છે. આપણે એને · સલામતી ' કહીએ છીએ. પરંતુ અહીં આગળ તેમને વંશવિસ્તાર ઘણા માટે છે. આ અનામતીને સ્વીકાર કરવામાં આવ્યો નહિ કેમ કે ઉપર ઉપરથી તે બહુ સાદી અને નિર્દોષ લાગે છે ખરી પરંતુ એને કારણે મિસરને આંતરિક બાબતમાં કે પરદેશની બાબતમાં સાચી સ્વતંત્રતા મળતી નહેાતી. આમ, ૧૯૨૨ના ફેબ્રુઆરી માસની સ્વતંત્રતાની જાહેરાત એ બ્રિટિશ સરકારનું એકપક્ષી કૃત્ય હતું અને મિસરે તેને સ્વીકાર કર્યાં નહિ. બ્રિટનની તરફેણ કરનારી અનામતી અથવા સલામતીએવાળી સ્વતંત્રતાને પણ વાસ્તવમાં શો અર્થ થાય છે એ એ પછીનાં વરસે દરમ્યાન મિસરે સારી પેઠે બતાવી આપ્યું છે. આ ‘ સ્વતંત્રતા ’ આપવામાં આવી તે છતાંયે મિસરમાં એ પછી દોઢ વરસ વધુ લશ્કરી કાયદાના અમલ ચાલુ રહ્યો. મિસરની સરકારે માફીના કાયદે ( ઍટ ઑફ ઇન્ડેમ્નિટી) એટલે કે લશ્કરી કાયદાના અમલ દરમ્યાન જે અમલદારાએ ગેરકાયદે કાર્યાં કરેલાં તેની જવાબદારીમાંથી એ બધાને મુક્ત કરતા કાયદા પસાર કર્યાં ત્યારે જ તે બંધ કરવામાં આવ્યો. આ નવા ‘ સ્વતંત્ર ' મિસરને અતિશય પ્રત્યાઘાતી બંધારણની નવાજેશ કરવામાં આવી. એમાં રાજાના હાથમાં ભારે સત્તા આપવામાં આવી અને મિસરની ગરીબડી પ્રજા ઉપર રાજા ફાઉદને ઠોકી બેસાડવામાં આવ્યો. ફાઉદ રાજા તથા બ્રિટિશ અમલદારોને એકબીજા સાથે બહુ જ ફાવી ગયું. એ બંનેને રાષ્ટ્રવાદી અળખામણા લાગતા હતા તેમ જ પ્રજાની સ્વતંત્રતાના ખ્યાલની સામે તથા ધારાસભા દ્વારા ચાલતી સાચી સરકાર સામે પણ તેમના વિરોધ હતા. ફાઉદ રાજા પોતાને જ સરકાર લેખતા હતા અને ધણુંખરું પોતાનું ધાયું" જ કરતો હતો. ધારાસભાને બરતરફ કરીને બ્રિટિશ સંગીનેા ઉપર મુસ્તાક બનીને સરમુખત્યારની પેઠે તે શાસન કરતા અને અંગ્રેજો તેને મદદ આપવા કદી ચૂકતા નહિ. મિસરને સ્વતંત્ર જાહેર કર્યાં પછી. બ્રિટિશ સરકારે પહેલવહેલું પરોપકારી કૃત્ય નવા અમલ નીચે નિવૃત્ત થતા અમલદારોને વળતર આપવા માટે જબરદસ્ત રકમની માગણી કરવાનું કર્યું. મિસરની સરકાર તરીકે ફાઉદ રાજા એ આપવા તરત જ સંમત થયા અને તેણે ૬૫ લાખ પાઉન્ડ જેટલી મેાટી રકમ Page #496 -------------------------------------------------------------------------- ________________ મિસરની સ્વતન્ત્રતા માટેની લડત ૧૧૩૩ બ્રિટિશ સરકારને આપી. આ રીતે પ્રત્યેક મોટા અમલદારને સાડાઆઠ હજાર પાઉંડ મળ્યા. અને તાજુબીની વાત તો એ છે કે, આટલું ભારે વળતર આપીને નિવૃત્ત કરવામાં આવેલા અમલદારામાંથી કેટલાકને ખાસ કરાર કરીને તરત જ ક્રીથી નોકરીમાં રાખવામાં આવ્યા. ધ્યાનમાં રાખજે કે, મિસર એ કઈ બહુ માટે દેશ નથી અને એની વસતી યુક્ત પ્રાંતની વસતીના ત્રીજા ભાગ કરતાંયે ઓછી છે. "" મિસરના રાજ્યબંધારણમાં જણાવવામાં આવ્યું છે કે “ બધી સત્તા પ્રજામાંથી ઉદ્ભવે છે. ” પરંતુ સાચી વસ્તુસ્થિતિ તે એમ છે કે, નવા રાજ્યબંધારણના અમલ થયા ત્યારથી ધારાસભાની તા અતિ ખૂરી દશા થઈ છે. મારી જાણ પ્રમાણે તે, એક પણ ધારાસભા તેની પૂરી મુદત સુધી ચાલુ રહી નથી. ફાઉદ રાજાને હાથે વારંવાર તેના અત આભ્યા. તેણે અનેક વાર બંધારણને મોકૂફ઼ રાખ્યું અને આપખુદ રાજા તરીકે શાસન કર્યું. નવી ધારાસભાની ૧૯૨૬ની સાલમાં કરવામાં આવેલી ચૂંટણીમાં ઝઘલુલ પાશા તથા તેના વદ પક્ષને આખા દેશમાં ડંકા વાગ્યા. ૯૦ ટકા મતા તેમને મળ્યા અને ૨૧૪ ખેડ્કામાંથી ૧૭૭ ખેટકા વદ પક્ષને મળી. ઇંગ્લેંડ સાથે સમજૂતી પર આવવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને એને માટે ઝલુલ લંડન ગયા. પરંતુ બંને દૃષ્ટિબિંદુઓના મેળ ન જ સાધી શકાયે અને ધૃણા પ્રશ્નો ઉપર વાટાધાટે પડી ભાગી. સુદાનના પ્રશ્ન એમાંના એક હતા. સુદાન મિસરની દક્ષિણે આવેલા દેશ છે. તે મિસરથી બિલકુલ ભિન્ન દેશ છે; તેની પ્રજા ભિન્ન છે તેમ જ તેની ભાષા પણ જુદી છે. સુદાનમાં થઈ ને નાઈલ નદી ઉત્તરના પ્રદેશમાં વહે છે. છેક નોંધાયેલા ઇતિહાસના સમયથી માંડીને એટલે કે સાતથી આઠ હજાર વરસેથી નાઈલ નદી મિસરની જીવનસ્ત્રોત ખની રહી છે. આખાયે મિસરની ખેતીને આધાર કેવળ નાઈલની વાર્ષિક રેલા આવવા ઉપર છે. ઍબિસીનિયાના ઉચ્ચ પ્રદેશમાંથી અસંખ્ય વરસોથી રસાળ માટી લાવીને એ રેલાએ મિસરના રણને ફળદ્રુપ ભૂમિમાં ફેરવી નાખ્યું છે. લૉર્ડ મિલ્નરે ( જેના બહિષ્કાર કરવામાં આવ્યા હતા તે જ કમિશનને નેતા ) નાઈલ વિષે લખ્યું છેઃ “જ્યાં સુધી એ મહાનદને ઉપલાણને પ્રદેશ મિસરના ક્ખા નીચે ન હેાય ત્યાં સુધી એનું પાણી - જે મિસરને માટે કેવળ સુખસગવડ કે આખાદીને જ નહિ પણ જીવનમરણને સવાલ છે નિયમિત રીતે પૂરું પડે એ વસ્તુ હમેશાં જોખમમાં જ રહેવાની, એ વિચાર અસ્વસ્થ કરી મૂકનારા છે.” નાઈલ નદીના ઉપલાણના પ્રદેશ સુદાનમાં આવેલા છે અને તેથી જ મિસર માટે સુદાનનું ભારે મહત્ત્વ છે. ભૂતકાળમાં, સુદાન મિસર તેમ જ ઇંગ્લંડ એ ખનેના કબજા નીચે છે એમ માનવામાં આવતું હતું અને એને એંગ્લો-ઈજિપ્શિયન સુદાન તરીકે Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઓળખવામાં આવતું હતું. વાસ્તવમાં ઈંગ્લેંડ મિસર ઉપર રાજ્ય કરતું હતું એટલે તેમની વચ્ચે હિતવિરોધ ઊભો થવા પામ્યું નહોતું અને મિસરનાં નાણાં ઘણા મોટા પ્રમાણમાં સુદાનમાં ખરચાયાં હતાં. ખરેખર, ૧૯૨૪ની સાલમાં ઑર્ડ કર્ઝને પણ બ્રિટિશ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે મિસરે જે નાણું ખરચવાની જવાબદારી ન ઉપાડી હોત તે સુદાન નાદાર થઈ ગયું હોત. જ્યારે મિસર છેડી જવાનો સવાલ તેમની સમક્ષ ખડે છે ત્યારે અંગ્રેજો સુદાનને પિતાના કબજામાં રાખી લેવા માગતા હતા. બીજી બાજુએ, મિસરવાસીઓને પણ લાગ્યું કે સુદાનમાંના નાઈલ નદીના ઉપલાણનાં પાણીના કબજા સાથે પિતાની હસ્તીને આધાર છે. આથી કરીને બંનેને હિતવિરોધ ઊભો થયે. ૧૯૨૪ની સાલમાં ઝઘલુલ પાશા તથા બ્રિટિશ સરકાર વચ્ચે સુદાનને પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો તે વખતે સુદાનના લેકેએ અનેક રીતે મિસર પ્રત્યેને તેમને પ્રેમ વ્યક્ત કર્યો. એને માટે અંગ્રેજોએ તેમને સખત શિક્ષા કરી. અને વિચિત્ર વાત તે એ હતી કે, ત્યાં આગળ અંગ્રેજો તથા મિસરવાસીઓને સંયુક્ત વહીવટ હતું તથા એને અંગે મિસરને સારી પેઠે ખરચ કરે પોતે હતે છતાંયે મિસરની સરકારની કશીયે સલાહ લીધા વિના સુદાનમાં તેમણે પિતાની મરજી મુજબ પગલાં લીધાં. મિસરની સ્વતંત્રતાની કહેવાતી જાહેરાતમાં બ્રિટિશેએ બીજી અનામતી મિસરમાંનાં પરદેશી હિતોની રક્ષાને અંગેની રાખી હતી. આ વિદેશી હિતે શું હતાં? આગળના એક પત્રમાં એ વિષે મેં તને થેડું કહ્યું હતું. તુર્ક સામ્રાજ્ય નબળું પડતું જતું હતું ત્યારે મહાન સત્તાઓએ તેના ઉપર કેટલાક નિયમ ઠોકી બેસાડ્યા અને તે મુજબ તેમના પ્રજાજનો પ્રત્યે તુકમાં વિશિષ્ટ પ્રકારને વર્તાવ રાખવામાં આવતું હતું. તેઓ ગમે તે ગુને કરે તે આ યુરેપિયને તુકના કાયદા કે તેની અદાલતેને આધીન નહતા. તેમના ઉપર તેમના દેશનું એલચીખાતું અથવા તે યુરોપિયની બનેલી ખાસ અદાલતે કામ ચલાવતી. તેઓ બીજા પણ ખાસ હક્કો ભેગવતા હતા; જેમકે, ઘણાખરા કરેમાંથી તેઓ મુક્ત હતા. પરદેશીઓના આ વિશિષ્ટ પ્રકારના અને કીમતી હકકો “કેપિટ્યુલેશન'ના નામથી ઓળખાતા. કેપિગ્યુલેશન એટલે હારીને શરણે જવું. અને ખરેખર એ હક્કો માન્ય રાખવામાં આવ્યા એટલા પ્રમાણમાં તુર્કીની રાજ્યસત્તા વિદેશીઓને શરણે ગઈ હતી પણ ખરી. આમ તુર્કીને એ હક્કો માન્ય રાખવા પડ્યા એટલે તુર્ક સામ્રાજ્યની હકુમત નીચેના બીજા ભાગને પણ તે કબૂલ રાખવા પડ્યા. જે સંપૂર્ણપણે ઈગ્લેંડની હકૂમત નીચે હતું અને જ્યાં આગળ તુકની નામની સત્તા પણ રહી નહેતી તે મિસરને પણ તુક સામ્રાજ્યના એક ભાગ તરીકે આ બાબતમાં સહન કરવું પડયું અને ત્યાં પણ કેપિટ્યુલેશન’ના હક્કો ઠોકી બેસાડવામાં આવ્યા. તેમને માટે પરિસ્થિતિ આવી અનુકૂળ હોવાથી શહેરમાં Page #498 -------------------------------------------------------------------------- ________________ મિસરની સ્વતંત્રતા માટેની લડત પરદેશી વેપારીઓ તેમ જ મૂડીદારની મેટી મોટી વસાહત ઊભી થઈ. તેમની દરેક રીતે રક્ષા કરી રહેલી તેમ જ કશેયે કર ભર્યા વિના તવંગર અને સમૃદ્ધ થવાની અનુકૂળતા કરી આપતી વ્યવસ્થા રદ કરવામાં આવે એની સામે તેઓ વિરોધ ઉઠાવે એ સ્વાભાવિક હતું. આ પરદેશી સ્થાપિત હિતેની રક્ષા કરવાની જવાબદારી બ્રિટને પિતાને માથે રાખી હતી. જે વ્યવસ્થા પિતાની સ્વતંત્રતા સાથે બિલકુલ બંધબેસતી નહોતી તથા જેને લીધે તેને મહેસૂલની દષ્ટિએ ભારે ખોટમાં ઊતરવું પડતું હતું તે વ્યવસ્થા માન્ય રાખવામાં મિસર કબૂલ ન થાય એ સ્વાભાવિક હતું. સૌથી તવંગર હોય એવા લેકે જે કર ભરવામાંથી છટકી જાય તે સામાજિક પરિસ્થિતિની સુધારણાના ક્ષેત્રમાં વિશાળ પાયા ઉપર કંઈ પણ કરવું એ લગભગ અશક્ય હતું. ઇંગ્લંડની સીધી હકૂમતના લાંબા કાળ દરમ્યાન તેણે પ્રાથમિક કેળવણી, જનસુખાકારી જળવાઈ રહે એવા પ્રકારનું સફાઈકાર્ય કે ગામડાંઓની સ્થિતિની સુધારણા વગેરે બાબતમાં કશુંયે કર્યું નહિ. પરંતુ બન્યું એમ કે, “કેપિગ્યુલેશન”ના હક્કોની ઉત્પત્તિના મૂળ કારણ રૂપ તુક કમાલ પાશાના વિજય પછી તેમાંથી મુક્ત થઈ ગયું. ૧૯મી સદીમાં જાપાનને પણ આ “કેપિગ્યુલેશન વેઠવાં પડ્યાં હતાં. પણ તે બળવાન બન્યું કે તરત જ તેણે તે ફગાવી દીધાં. આમ પરદેશી સ્થાપિત હિતને પ્રશ્ન એ મિસર અને ઈંગ્લેન્ડ વચ્ચેના સમાધાનના માર્ગમાં બીજો અંતરાય હતે. સ્થાપિત હિતો હમેશાં સ્વતંત્રતાના માર્ગમાં અંતરાયરૂપ બનતાં આવ્યાં છે. તેમની હમેશની ઉદારતા પ્રમાણે બ્રિટિશ સરકારે લઘુમતીઓનાં હિતેની રક્ષા કરવાનું પણ નિર્ણય કર્યો હતો અને ૧૯૨૨ની સાલની સ્વતંત્રતાની જાહેરાતમાં એ વસ્તુને પણ એક અનામતી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતે. મુખ્ય લઘુમતી ત્યાં આગળ કષ્ટ લોકોની હતી. એ લેકે પ્રાચીન મિસરવાસીઓના વંશજો છે એવું માનવામાં આવે છે અને એ રીતે તેઓ મિસરની સૌથી પુરાણી જાતિના છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને યુરોપ ખ્રિસ્તી થયું તે પહેલાં ખ્રિસ્તી ધર્મના આરંભકાળથી તેમણે એ ધર્મ અંગીકાર કરે છે. બ્રિટિશ સરકારે લઘુમતીઓ માટે દર્શાવેલી આ ભારે રહેમ નજર માટે તેને આભાર માનવાને બદલે આ બેકદર લેકેએ તેમને વિષે કશી પણ ચિંતા ન કરવાનું તેને જણાવ્યું. ૧૯૨૨ની સ્વતંત્રતાની જાહેરાત થઈ તે પછી તરત જ કૌષ્ટ લોકે એક મોટી સભામાં એકઠા થયા અને એમાં તેમણે ઠરાવ કર્યો કે, “રાષ્ટ્રીય ધ્યેયની પ્રાપ્તિ તથા રાષ્ટ્રીય ઐક્યને અર્થે અમે લઘુમતીના પ્રતિનિધિત્વના તથા સંરક્ષણના બધાયે હક્કોનો ત્યાગ - કરીએ છીએ.” કોના આ નિર્ણયને અંગ્રેજોએ મૂખભરેલે ગણીને વખોડી કાઢ્યો! તેમને એ નિર્ણય મૂખભરેલું હોય કે ડહાપણભરેલ હોય Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ તેમનું રક્ષણ કરવાના અંગ્રેજોના દાવાને તેણે નિર્મૂળ કર્યો અને લધુમતીને પ્રશ્ન એ વાટાઘાટને વિષય મટી ગયો. ખરી વાત તે એમ છે કે, રાષ્ટ્રની સ્વતંત્રતા માટેની લડતમાં કૉપ્ટ લેકેએ ભારે ફાળે આવે હતું તથા વફદ પક્ષમાં ઝઘલુલ પાશાના કેટલાક સૌથી વિશ્વાસુ સાથીઓ કોણ હતા. આ પરસ્પર વિરોધી દષ્ટિને કારણે તથા મિસર અને ઈંગ્લેંડનાં હિતેના વિરોધને કારણે મિસરના પ્રતિનિધિ તરીકે ઝઘલુલ પાશા તથા તેના સાથીઓ અને બ્રિટિશ સરકાર વચ્ચેની ૧૯૨૪ની સાલની વાટાઘાટો પડી ભાગી. આથી બ્રિટિશ સરકાર અતિશય કોપાયમાન થઈ. તે તે યુરોપમાં પિતાનું ધાર્યું કરવાને ટેવાયેલી હતી એટલે કેરેની નવી ધારાસભાની અને ખાસ કરીને વફાદ પક્ષના નેતાઓની અગતાથી તે અતિશય ચિડાઈ ગઈ. વદ પક્ષને તથા મિસરની ધારાસભાને તેણે પિતાની સામ્રાજ્યવાદી રીત પ્રમાણે પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બહુ જ અણધારી રીતે તેને એમ કરવા માટેની તક થેડા જ વખતમાં મળી ગઈ. એ તક તેણે ઝડપી લીધી અને એને સારી પેઠે લાભ ઉઠા. એ વિષે હું તને મારા આવતા પત્રમાં કહીશ. એ અસાધારણ ઘટના આધુનિક સામ્રાજ્યવાદની કાર્યવાહીને તેના નગ્ન સ્વરૂપમાં રજૂ કરે છે અને એને તે એક અલગ પત્ર જ આપ ઘટે છે. ૧૬૪. અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હોય ૨૨ મે, ૧૯૩૩ મિસરની સરકારના રાષ્ટ્રવાદી પ્રતિનિધિઓ તથા બ્રિટિશ સરકાર વચ્ચેની વાટાઘાટે પડી ભાગી એ વિષે હું તને મારા આગલા પત્રમાં કહી ગયો છું. એ પછી જે અસાધારણ બનાવો બન્યા તે વિષે પહેલાં મારે તને એ વસ્તુ યાદ આપવી જોઈએ કે, મિસરને કહેવાતી સ્વતંત્રતા આપવામાં આવી હતી તે છતાંયે તે બ્રિટિશ લશ્કરના કબજા નીચે જ રહ્યું. ત્યાં . આગળ બ્રિટિશ લશ્કર રાખવામાં આવ્યું હતું એટલું જ નહિ પણ મિસરનું લશ્કર પણ અંગ્રેજોના કાબૂ નીચે હતું અને “સરદારને ખિતાબ ધરાવનાર એક અંગ્રેજ તેના વડા તરીકે રહેતે. મુખ્ય મુખ્ય પોલીસ અમલદાર પણ અંગ્રેજો હતા અને મિસરમાંના વિદેશીઓનું રક્ષણ કરવાના બહાના નીચે નાણાં, ન્યાય તથા આંતરિક વહીવટના ખાતા ઉપર પણ બ્રિટિશ સરકાર પિતાને કાબૂ રાખતી હતી. એને અર્થ એ થયો કે મિસરની સરકારનાં બધાંયે મહત્ત્વનાં ખાતાં બ્રિટિશ સરકારના કાબૂ નીચે હતાં. અંગ્રેજોને આ કાબૂ દૂર થવો જોઈએ એ આગ્રહ મિસરવાસીઓ રાખે એ સ્વાભાવિક હતું. Page #500 -------------------------------------------------------------------------- ________________ અગ્રેજોના છત્ર નીચેની સ્વતત્રતા કેવી હોય ૧૧૧૭ ૧૯૨૪ના નવેમ્બરની ૧૯મી તારીખે સર લી ટેંક નામના એક અંગ્રેજને કેટલાક મિસરવાસીઓએ મારી નાખ્યા. સર લી ટૅક મિસરના લશ્કરના ‘સરદાર’ના હોદ્દા ઉપર હતા તેમ જ તે સુદાનના ગવર્નર જનરલ પણ હતો. સ્વાભાવિક રીતે જ એથી મિસરમાંના તેમ જ ઈંગ્લેંડના અંગ્રેજોને ભારે આધાત લાગ્યા. પરંતુ મિસરના રાષ્ટ્રીય પક્ષના એટલે કે વદ પક્ષના આગેવાનેાને તે કદાચ એથીયે વિશેષ આધાત લાગ્યો હશે; કેમ કે એને લીધે તેમના ઉપર જ હુમલા કરવામાં આવશે એ વાત તે બરાબર જાણતા હતા. આ હુમલા ધારવા કરતાંયે વહેલા આવ્યા. ત્રણ જ દિવસની અંદર ૨૨મી નવેમ્બરે મિસરમાંના બ્રિટિશ હાઈ કમિશનર લા એલનીએ મિસરની સરકારને આખરીનામું સુપરત કર્યું. તેમાં નીચેની તાત્કાલિક માગણીએ કરવામાં આવી હતી : ૧. માફી માગવી. ૨. ગુનેગારાને સજા કરવી. ૩. હરેક પ્રકારના રાજકીય દેખાવા બંધ કરી દેવા. ૪. નુકસાની તરીકે પાંચ લાખ પાઉન્ડ આપવા. ૫. ૨૪ કલાકની અંદર સુદાનમાંનું બધું મિસરી લશ્કર તાબડતોબ ખસેડી લેવું. ૬. મિસરના હિતને અર્થ, સુદાનમાં પાણી આપવા માટેના પ્રદેશ ઉપર જે મર્યાદા મૂકવામાં આવી હતી તે દૂર કરવી. ૭. મિસરમાંના બધા વિદેશીઓના રક્ષણને અર્થે બ્રિટિશ સરકારે જે અધિકારો પોતાની પાસે રાખ્યા છે . એના હવે પછી વિરોધ કરવા નહિ. આ શરતમાં ખાસ કરીને નાણાંખાતું, ન્યાયખાતું તથા આંતિરક વહીવટનું ખાતું એ ત્રણ ખાતાંઓ ઉપર બ્રિટિશ સરકારની સત્તા કાયમ રાખવાનું સૂચન કરવામાં આવ્યુ છે. આ સખત માગણી ઊંડા ઊતરીને સમજી લેવા જેવી છે. થાડા માણસાએ સર લી ટૅકને મારી નાખ્યા એટલા માટે, એ વિષે કશીયે તપાસ કર્યા વિના બ્રિટિશ સરકારે મિસરની આખી સરકાર એટલે કે મિસરની સમગ્ર પ્રજા પ્રત્યે જાણે તે એ ખૂન માટે ગુનેગાર હોય એ રીતે વર્તાવ કર્યાં. આ ઉપરાંત તેણે આ બનાવ નિમિત્તે સારી સરખી રકમ પણ પડાવી અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, મિસરની સરકાર અને તેની વચ્ચે જે તકરારી મુદ્દાઓ હતા અને જેના ઉપર ઘેાડા જ માસ ઉપર લંડનમાં વાટાઘાટો પડી ભાગી હતી તે બધા તેણે આ પ્રસંગને લાભ લઈ ને બળજબરીથી ઠોકી બેસાડયા. આટલું પણ જાણે પૂરતું ન હોય તેમ બધા પ્રકારના રાજકીય દેખાવા બંધ કરવાનું પણ વધારામાં જણાવવામાં આવ્યું. આ રીતે દેશનું સામાન્ય રાજકીય જીવન પણ ચાલુ રહેતું અટકાવી દેવામાં આવ્યું. Page #501 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એક ખૂનના બનાવને આવું અસાધારણ સ્વરૂપ આપી માગણીઓ ઠોકી બેસાડવામાં આવી છે તે ખરેખર કાગને વાઘ બનાવવા જેવું છે. આ એક ખૂનમાંથી બ્રિટિશ લેકે માટે આટલે બધે નફે ઉપજાવવા માટે અતિશય તેજ અને ભારે કલ્પનાશીલ મગજની જરૂર હતી. વળી, એથીયે વિશેષ તાજુબીની વાત તે એ છે કે, ગુના તથા અત્યાચાર અટકાવવાને માટે જે બે અમલદારોને ખાસ કરીને જવાબદાર ગણી શકાય તે બંને અંગ્રેજ હતા. એક કેરની પિલીસ વડે હતા અને બીજે જાહેર સલામતીના યુરોપિયન વિભાગને ડાયરેકટર જનરલ હતા. એ બંને નામના જ મિસરની સરકારના કાબૂ નીચે હતા. પ્રસ્તુત ખૂન માટે કેઈએ પણ એમને જવાબદાર ગણ્યા નહિ. પરંતુ ખૂનની જાણ થતાંવેંત પિતાની ખેદની ઊંડી લાગણી અને પસ્તાવો વ્યકત કરનાર રાંક મિસરની સરકારને બ્રિટિશ સરકારને ભારે પણ ગણતરીપૂર્વકનો અને ફાયદાકારક કેપ વેઠવો પડ્યો. મિસરની સરકારે પિતાની જાતને ધૂળની રજ સમાન હીણી બનાવી દીધી. ઝઘલૂલ પાશાએ આખરીનામાની લગભગ બધીયે શરતે કબૂલ રાખી અને ૨૪ કલાકની અંદર પાંચ લાખની નુકસાનીની રકમ તે ભરી પણ દીધી. માત્ર સુદાનની બાબતમાં પિતાના હકે તે જતા કરી શકે એમ નથી એમ મિસરની સરકારે જણાવ્યું. આટલી નમ્રતા અને આ માફ લૉર્ડ એલનબીને માટે પૂરતી ન હતી. અને સુદાનને લગતી શરત કબૂલ રાખવામાં આવી નહોતી એટલા માટે તેણે અંગ્રેજોની વતી ઍલેકઝાંડ્રિયાની જકાત ઓફિસને બળજબરીથી કબજો લીધે અને એ રીતે જકાતની બધીયે આવકને કાબૂ પિતાના હાથમાં લીધે. આ ઉપરાંત, મિસરના વિરોધની લેશ પણ પરવા કર્યા વિના સુદાનમાં પણ તેણે આ શરતે લાગુ પાડી અને તેને બ્રિટિશ વસાહત (કલેની) બનાવી દીધું. સુદાનમાંના મિસરી લશ્કરે બડે કર્યા પરંતુ તેમને અતિશય ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યાં. અંગ્રેજોના આ પગલાના વિરોધમાં ઝઘલૂલ પાશા તથા તેની સરકારે તરત જ રાજીનામું આપ્યું અને ૧૯૨૪ની સાલના એ જ નવેમ્બર માસમાં ફાઉદ રાજાએ ધારાસભા પણ બરખાસ્ત કરી દીધી. આ રીતે, બ્રિટિશ લેકે ઝઘલૂલ પાશા તથા તેના વદ પક્ષને હેદ્દા ઉપરથી કાઢી મુકાવવામાં તેમ જ કંઈ નહિ તે થોડા વખત માટે પણ ધારાસભાને બંધ કરાવી દેવામાં સફળ થયા. તેમણે સુદાનને પણ ખાલસા કર્યું અને સુદાનમાંનાં નાઈલનાં પાણીને કબજે કરીને એ રીતે સહેલાઈથી મિસરનું ગળું દબાવીને તેને ગૂંગળાવી મારવાની સ્થિતિ પ્રાપ્ત કરી. સામ્રાજ્યવાદી હેતુઓ સાધવાને ખાતર એક કરુણ બનાવને દુરુપયોગ કરવા” સામે મિસરની રાંક સરકારે પ્રજાસંઘને અપીલ કરી. પરંતુ મહાન Page #502 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હોય ૧૧૬૯ સત્તાઓ વિરુદ્ધની ફરિયાદ સામે પ્રજાસંઘ પિતાની આંખ તથા કાન બંધ કરી દે છે. આ સમય પછી, એક બાજુ, લગભગ આખી પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા વદ પક્ષ અને બીજી બાજુ, પરદેશી હિતે તથા રાજદરબારના હજારિયાઓના ટેકાવાળું રાજા ફાઉદ તથા બ્રિટિશ હાઈ કમિશનરનું ઐક્ય, એ બે વચ્ચે મિસરમાં નિરંતર તકરાર ચાલ્યા જ કરી. ઘણેખરે વખત, રાજ્યબંધારણને ઠોકર મારીને દેશમાં સરમુખત્યારી શાસન ચલાવવામાં આવ્યું અને ફાઉદ રાજાએ આપખુદ રાજાની પેઠે કાર્ય કર્યું. જ્યારે જ્યારે ધારાસભાની બેઠક ભરવા દેવામાં આવી ત્યારે ત્યારે તેણે દર્શાવી આપ્યું કે આખેયે દેશ વદ પક્ષની પાછળ છે અને તેથી તેને બરખાસ્ત કરવામાં આવી. અંગ્રેજોનું તેમ જ તેમના કાબૂ નીચેનાં લશ્કર તથા પોલીસનું તેને પીઠબળ ન હોત તે રાજા ફાઉદ આ રીતે વતી શક્યો ન હતો. “સ્વતંત્ર” મિસર તરફ જેના હાથમાં સાચી સત્તા હોય છે તથા જે હમેશાં દેરીસંચાર કરતો રહે છે એવા બ્રિટિશ રેસિડંટવાળા હિંદના દેશી રાજ્યના જે વત્તેઓછે અંશે વર્તાવ રાખવામાં આવે છે. ૧૯૨૪ની સાલના નવેમ્બર માસમાં ધારાસભા બરખાસ્ત કરવામાં આવી હતી. ૧૯૨૫ના માર્ચ માસમાં નવી ધારાસભાની બેઠક મળી. એમાં વફદ પક્ષની ઘણી મોટી બહુમતી હતી અને તેણે તરત જ ઝઘલુલ પાશાની ધારાસભાના પ્રમુખ તરીકે ચૂંટણું કરી. અંગ્રેજે કે રાજા ફાઉદ બેમાંથી એકેને એ ગમ્યું નહિ. આથી આ નવીસવી અને એક જ દિવસની કારકિર્દી વાળી ધારાસભાને તે ને તે જ દિવસે બરખાસ્ત કરવામાં આવી !રાજબંધારણ અમલમાં હતું છતાંયે, એ પછી આખા વરસ સુધી ત્યાં આગળ ધારાસભા નહોતી અને ફાઉદ રાજાએ સરમુખત્યારની પેઠે રાજવહીવટ ચલાવ્યું. તેની પાછળ સાચી સત્તા તે બ્રિટિશ કમિશનરની હતી. આની સામે આખા દેશમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને રાજા ફાઉદ તથા અંગ્રેજોના જોડાણને વિરોધ કરવા માટે ઝઘલુલ પાશા દેશના બધાય પક્ષોને એકત્ર કરવામાં સફળ થયો. ૧૯૨૫ ના નવેમ્બર માસમાં સરકારી મનાઈહુકમનો અનાદર કરીને ધારાસભાના સભ્યોની સભા પણ ભરવામાં આવી. ખુદ ધારાસભાગૃહને લશ્કરે કબજે લીધું હતું. આથી એ બધા ધારાસભ્ય બીજે સ્થાને મળ્યા. એ પછી, રાજમહેલમાંથી માત્ર એક આજ્ઞા બહાર પાડીને ફાઉદે આખુયે રાજ્યબંધારણ બદલી નાખવાનો પ્રયાસ કર્યો. ભવિષ્યની ધારાસભાઓને અંકુશમાં રાખવાનું સુગમ થઈ જાય અને ઝઘલુલ પાશાના ઘણુંખરા અનુયાયીઓને તેમાં આવતા રોકી શકાય એટલા માટે રાજ્યબંધારણ હજી વધારે સ્થિતિચુસ્ત બનાવવાને તેને ઉદ્દેશ હતું. પરંતુ દેશભરમાં આની સામે Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન જખરદસ્ત પાકાર ઊઠ્યો અને નવી વ્યવસ્થા મુજબની ચૂંટણીઓના સ ંપૂર્ણ પણે બહિષ્કાર કરવામાં આવશે એ સ્પષ્ટપણે જણાઈ ગયું. આથી ફાઉદ રાજાને નમતું આપવું પડયું અને ચૂંટણી જૂની વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવી. એ ચૂંટણીનું પરિણામ આ રહ્યું ઃ ઝબકુલ પાશાના પક્ષને ભારે બહુમતી મળી; ધારાસભાની કુલ ૨૧૪ ખેડકામાંથી એ પક્ષને ૨૦૦ ખેટકા મળી ! અધકુલ પાશાની દેશ ઉપરની લાગવગના તેમ જ મિસરને શું જોઈતું હતું તેને આથી વિશેષ સચોટ પુરાવે શા હોઈ શકે? આમ છતાંયે બ્રિટિશ કમિશનરે (તે હિંદના માજી ગવર્નર લૉર્ડ લાઇડ હતા. ) જણાવ્યું કે, ઝધલુલ પાશા વડે પ્રધાન અને એમાં તેને વાંધો છે અને તેથી એ સ્થાને ખીજાની નિમણૂક કરવામાં આવી. આ બાબતમાં ઇંગ્લેંડે માથું મારવાની શી જરૂર હતી એ સમજવું જરા મુશ્કેલ છે. પરંતુ નવી સરકાર ણે અંશે ઝલુલના પક્ષના કાબૂ નીચે હતી અને તેણે નરમ વલણ રાખવાને પૂરેપૂરો પ્રયત્ન કર્યાં છતાંયે તેની અને જ્યોર્જ લાઈડની વચ્ચે વારવાર ચકમક ઝરી, જ્યોર્જ લાઈડ ભારે તુંડમિજાજી અને અક્કડ માસ હતા અને તે વારંવાર બ્રિટિશ યુદ્ધ જહાજોની ધમકી આપતા હતા. ૧૯૨૭ની સાલમાં બ્રિટન સાથે સમજૂતી ઉપર આવવાના ખીજો પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ કાઉદ રાજાના અતિશય વિનીત વડા પ્રધાન પણ બ્રિટનની શરતા જોઈ ને આભા બની ગયા. કાગળ ઉપરની સ્વતંત્રતાના ઢાંકપિડા નીચે તેને તે મિસરને બ્રિટનનું રક્ષિત રાજ્ય બનાવવું હતું. આથી વાટાધાટો કરી પાછી નિષ્ફળ નીવડી. આ વાટાધાટો ચાલી રહી હતી તે અરસામાં, મિસરના મહાન નેતા ઝઘલુલ પાશા ૧૯૨૭ની સાલના આગસ્ટની ૨૩મી તારીખે ૭૦ વરસની વયે મરણ પામ્યા. તે મરણ પામ્યા છે પરંતુ તેની સ્મૃતિ ઉજ્જવળ અને અમૂલ્ય વારસાના રૂપમાં હજી કાયમ છે અને તે ત્યાંની પ્રજાને પ્રેરણા આપી રહી છે. તેની પત્ની બેગમ સિયા ઝધલુલ હજી જીવે છે. સમગ્ર પ્રજા તેના તરફ પ્રેમ અને આદરની નજરથી જુએ છે અને તેણે તેને ‘રાષ્ટ્રમાતાના ઇલકાબ આપ્યા છે. અને કેરેમાંનું ઝધફુલનું ઘર રાષ્ટ્રભવનના ’ના નામથી ઓળખાય છે અને તે ઘણા વખતથી મિસરના રાષ્ટ્રવાદીઓનું વડુ મથક બની રહ્યુ છે. મુસ્તફા નાહશ પાશાએ વદ પક્ષના નેતા તરીકે ઝઘલુલ પાશાનું સ્થાન લીધું.. થાડા વખત પછી ૧૯૨૮ના માર્ચ માસમાં તે વડેા પ્રધાન બન્યા. નાગરિક સ્વાત ંત્ર્ય અને પ્રજાના શસ્ત્ર ધારણ કરવાના અધિકાર વગેરે બાબતોમાં તેણે કેટલાક સાદા આંતરિક સુધારા કરવાના પ્રયત્ન કર્યાં. લશ્કરી કાયદાના અમલ દરમ્યાન અંગ્રેજોએ આ હક કમી કરી નાખ્યા હતા. મિસરની Page #504 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હેય : ૧૧૭૧ ધારાસભાએ એ પ્રશ્ન વિચારણા માટે હાથ ધર્યો કે તરત જ ઈંગ્લેડથી ધમકીઓ આવવા લાગી કે એ ન થવું જોઈએ. ઈંગ્લેંડ એક સંપૂર્ણપણે આંતરિક અથવા ઘરગતુ બાબતમાં વચ્ચે પડે એ વસ્તુ ખરેખર અસાધારણ છે. પરંતુ માન્ય થયેલી હમેશની રીત મુજબ લઈ લૌઈડે આખરીનામું આપ્યું અને યુદ્ધ જહાજે માલ્ટાથી એલેકઝાંડિયાના બારામાં તત્કાળ આવી પહોંચ્યાં. નાહશ પાશાએ કંઈક અંશે નમતું આપ્યું અને થોડા માસ પછી, ધારાસભાની બીજી બેઠકમાં એ બાબત ઉપર વિચારણા ચલાવવાનું મુલતવી રાખવા તે કબૂલ થશે. પરંતુ ધારાસભાની બીજી બેઠક થવાની જ નહોતી. રાજા ફાઉદ અને બ્રિટિશ કમિશનર એટલે કે પ્રત્યાઘાત અને સામ્રાજ્યવાદે નકકી કર્યું કે ધારાસભાને બેઅદબ રીતે વર્તવાની તક જ ન આપવી. આ કાવતરું અવનવી રીતે જવામાં આવ્યું. નાહશ પાશા પિતાના ઉચ્ચ ચારિત્ય તેમ જ પ્રામાણિકપણું માટે જાણીતું હતું. એકાએક, એક પત્રના આધાર ઉપર (પાછળથી, એ પત્ર બનાવટી છે એમ જાણવામાં આવ્યું હતું.) નાહશ પાશા તથા વદ પક્ષના એક કષ્ટ આગેવાન ઉપર અપ્રામાણિકતાને આરોપ મૂકવામાં આવ્યું. આ બાબતમાં રાજમહેલના લેકે તથા અંગ્રેજો તરફથી ભારે પ્રચાર ચલાવવામાં આવ્યું. માત્ર મિસરમાં જ નહિ પણ બ્રિટિશ એજન્સીઓ તથા છાપાંઓના ખબરપત્રીઓએ પરદેશમાં પણ આ ખોટા આરોપનો ફેલાવો કર્યો. આ આપને બહાને રાજા ફાઉદે નાશ પાશાને વડા પ્રધાન તરીકેનું રાજીનામું આપવા જણાવ્યું. તેણે રાજીનામું આપવાની ના પાડી એટલે ફાઉદે તેને એ હોદ્ધા ઉપરથી બરતરફ કર્યો. હવે લેઈડ-ફાઉદ કાવતરાનું બીજું પગલું ભરવામાં આવ્યું. રાજાના હુકમથી ધારાસભાને મોકૂફ રાખવામાં આવી અને રાજ્યબંધારણમાં ફેરફાર કરવામાં આવ્યું. બંધારણની છાપાંની સ્વતંત્રતા અને બીજી સ્વતંત્રતાઓને લગતી કલમે રદ કરવામાં આવી અને સરમુખત્યારીની જાહેરાત કરવામાં આવી. આથી બ્રિટિશ છાપાંઓ તથા મિસરમાં વસતા યુરેપિયને હરખાવા લાગ્યા. સરમુખત્યારી જાહેર કરવામાં આવી હતી છતાંયે ધારાસભાના સભ્ય એકઠા મળ્યા અને તેમણે નવી સરકારને ગેરકાનૂની જાહેર કરી. પરંતુ લેડ લેઈડ કે ફાઉદને આવી વસ્તુઓની સહેજ પણ પરવા નહોતી. “ કાયદો અને વ્યવસ્થાનું કાર્ય પ્રત્યાઘાત તથા સામ્રાજ્યવાદને ટેકો આપવાનું છે, અને તેમની સામેના હથિયાર તરીકે વાપરવું ન જોઈએ. સરકારના ભારે દબાણ છતાયે નાહશ પાશા અને તેના સાથી સામે તેણે ચલાવેલે મુકદ્દમે નિષ્ફળ ગયે. તેમની સામેના આરે જૂઠા પુરવાર થયા. અને સરકારે (તેની કેવી ભારે ઉદારતા અને ન્યાયપરાયણતા) એ ચુકાદો છાપામાં Page #505 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૨ : જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રસિદ્ધ કરવા સામે મનાઈહુકમ બહાર પાડ્યો. પરંતુ, અલબત, એ ખબર તે તરત જ ચોતરફ ફેલાઈ ગયા અને સર્વત્ર ભારે હર્ષ વ્યાપી ગયો. લોર્ડ લેઈડ અને બ્રિટિશ લશ્કરના પીઠબળવાળી સરમુખત્યારશાહીએ વફદ પક્ષને કચરી નાખીને તેને તેડી પાડવાનો ભારે પ્રયત્ન કર્યો. એટલે કે તેણે મિસરના રાષ્ટ્રવાદનું નિકંદન કાઢવાનો પ્રયાસ કર્યો, કેમ કે વદ પક્ષ એ મિસરના રાષ્ટ્રવાદનું મૂર્ત સ્વરૂપ હતું. ત્યાં આગળ વ્યવસ્થિત રીતે ત્રાસ વર્તાવવામાં આવ્યો અને ખબરનું સંપૂર્ણ નિયમન કરવામાં આવ્યું. આમ છતાયે ત્યાં આગળ પ્રચંડ રાષ્ટ્રીય દેખાવો થયા અને તેમાં સ્ત્રીઓએ ખાસ ભાગ લીધે. એક અઠવાડિયાની હડતાલ પાડવામાં આવી અને તેમાં વકીલે તથા બીજાઓએ ભાગ લીધે. પરંતુ ખબરનિયમનને કારણે છાપાઓ આ બધાના હવાલે સરખા પણ છાપી ન શક્યાં. આ રીતે ૧૯૨૮નું વરસ ભારે તેફાન અને મુસીબતમાં પસાર થયું. એ વરસને અંતે ઈગ્લેંડના રાજકારણમાં ફેરફાર થવાથી તત્કાળ તેની અસર મિસર ઉપર થવા પામી. ઇંગ્લંડમાં મજૂર સરકાર સત્તા ઉપર આવી. તેણે તરત જ લેર્ડ લેઈડને પાછો બોલાવી લીધા. બ્રિટિશ સરકારને માટે પણ તે અસહ્ય બની ગયું હતું. લેઈડ દૂર થવાથી થડા વખત માટે ફાઉદ-બ્રિટિશ જોડાણમાં ભંગાણ પડયું. અંગ્રેજોના ટેકા વિના ફાઉદ રાજવહીવટ ચલાવી ન શક્યો એટલે ૧૯૨૮ના ડિસેમ્બરમાં તેણે ધારાસભાની નવી ચૂંટણી કરવાની પરવાનગી આપી. ફરીથી, વદ પક્ષે લગભગ બધીયે બેઠકો કબજે કરી. ઈગ્લંડની મજૂર સરકારે મિસર સાથે ફરી પાછી વાટાઘાટ શરૂ કરી અને એ માટે નાશ પાશા ૧૯૨૯ની સાલમાં લંડન ગયે. મજૂર સરકાર તેની પુરેગામી સરકાર કરતાં આ વખતે કંઈક આગળ વધી અને ત્રણ અનામતીઓની બાબતમાં તેણે નાશ પાશાનું દૃષ્ટિબિંદુ સ્વીકાર્યું. પરંતુ ચેથી અનામતીની બાબતમાં એટલે કે સુદાનના પ્રશ્ન ઉપર તેમની વચ્ચે સમજૂતી ન થઈ શકી એટલે વાટાઘાટો પડી ભાગી. પરંતુ આ પ્રસંગે પહેલાંના કરતાં ઘણું મોટા પ્રમાણમાં સમજૂતી થવા પામી અને બંને પક્ષો વચ્ચે એકબીજા વિષે મૈત્રીની લાગણી જળવાઈ રહી તથા બંનેએ ફરી પાછી વાટાઘાટો ચલાવવાનું એકબીજાને વચન આપ્યું. આમ થવા પામ્યું એ એકંદરે જોતાં નાહશ પાશા તથા વફદ પક્ષને વિજ્ય હતું અને મિસરમાંના બ્રિટિશ તથા બીજા પરદેશી વેપારીઓ તથા શરાફેને એની કલ્પના સરખી પણ નહતી. રાજા ફાઉદે પણ એવું નહોતું ધાર્યું. થેડા માસ પછી, ૧૯૩૦ના જૂન માસમાં રાજા અને નાહશ પાશા વચ્ચે ઝઘડે પડ્યું અને નાહશ પાશાએ વડા પ્રધાન તરીકેનું રાજીનામું આપ્યું. Page #506 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના છત્ર નીચેની સવતંત્રતા કેવી હેય ૧૧૭૩ આ ઝઘડાને પરિણામે ફાઉદ ફરી પાછો સરમુખત્યાર બન્યું. તેના રાજ્યકાળની આ ત્રીજી સરમુખત્યારી હતી. ધારાસભાને બરખાસ્ત કરવામાં આવી, વદ પક્ષનાં છાપાઓ બંધ કરી દેવામાં આવ્યાં અને સામાન્ય રીતે સરમુખત્યારીએ કડક હાથે કામ લેવા માંડયું. ધારાસભાનાં બંને ગૃહોના એટલે કે “ચેમ્બર” અને “સેનેટ’ના બધાયે સભ્યોએ રાજમહેલની સરકારનો સામનો કર્યો અને ધારાસભાના ગૃહમાં બળજબરીથી પેસી જઈને ત્યાં આગળ પિતાની બેઠક ભરી. ૧૯૩૦ના જૂન માસની ૨૩મી તારીખે તેમણે રાજ્યબંધારણને વફાદાર રહેવાના ગંભીરતાપૂર્વક સોગંદ લીધા અને છેવટ સુધી તેનું રક્ષણ કરવાની તેમણે પ્રતિજ્ઞા કરી. દેશભરમાં ઠેર ઠેર ભારે દેખાવો થયા. લશ્કરે એ બધાને બળપૂર્વક વિખેરી નાખ્યા અને એમ કરતાં સારા પ્રમાણમાં લેહી પણ વહેવડાવવામાં આવ્યું. ખુદ નાહશ પાશાને પણ ઈજા થઈ. આ રીતે, સમગ્ર પ્રજાને અકારી થઈ પડેલી સરમુખત્યારશાહીને બ્રિટિશ અમલદારેના હાથ નીચેનાં લશ્કર તથા પોલીસોએ ટકાવી રાખી. માત્ર મૂઠીભર અમીર ઉમરાવો તથા શ્રીમંત લેકે રાજાને વળગી રહ્યા હતા. વદ પક્ષ સિવાયના બીજાઓ, હિંદની પઠે પ્રજા તરફથી કઈ પણ આકરું પગલું ભરવામાં આવે તેને વિરોધ કરનારા “મેડરેટે' અને “લિબરેલોએ પણ એ સરમુખત્યારી સામે પિતાને વિરોધ દર્શાવ્યું. એ જ વરસમાં, એટલે કે ૧૯૩૦ની સાલમાં થોડા વખત પછી રાજાએ નવા રાજ્યબંધારણની જાહેરાત કરતે એક હુકમ બહાર પાડ્યો. એમાં ધારાસભાની સત્તા ઓછી કરી નાખવામાં આવી અને પિતાની વધારી દેવામાં આવી ! આમ કરવું એ રમત વાત હતી. બસ, એક જાહેરાત બહાર પાડી એટલે પત્યું, કેમ કે રાજાની પાછળ એક સામ્રાજ્ય સત્તાની ઉગ્ર છાયા રહેલી હતી. ૧૯૨૨થી ૧૯૭૦ સુધીનાં આ નવ વરસની મિસરની હકીકત મેં તને કંઈક વિગતે કહી; કેમ કે મને એ વાત અતિશય આશ્ચર્યકારક લાગી છે. ૧૯૨૨ની સાલના ફેબ્રુઆરીની ઇગ્લેંડની જાહેરાત મુજબ એ મિસરની સ્વતંત્રતાનાં વરસે હતાં. મિસરની પ્રજાને શું જોઈતું હતું એ વિષે કશીયે શંકાને સ્થાન નથી. જ્યારે જ્યારે એમ કરવાની તક મળી ત્યારે ત્યારે મિસરની પ્રજાના બહુ જ મોટા ભાગે – મુસલમાને તેમ જ કષ્ટ લેકેએ –વફદ પક્ષના માણસોને ચૂંટી મોકલ્યા છે. અને મિસરવાસીઓ પરદેશીઓની અને ખાસ કરીને અંગ્રેજોની પિતાના દેશનું શેષણ કરવાની સત્તા ઘટાડવા માગતા હતા એટલા ખાતર બધાયે પરદેશી સ્થાપિત હિતેએ અનેક રીતે – બળ અને હિંસાથી પ્રપંચ અને કાવતરાંથી – તેમને સામને કર્યો તથા પિતાનું ધાર્યું જેની પાસે કરાવી શકાય એ પૂતળાસમાન રાજા તેમના ઉપર ઠેકી બેસાડ્યો. –રૂર Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન વફાદ ચળવળ એ સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી બૂઝવાઓની અથવા મધ્યમ વર્ગના લેકેની ચળવળ છે. તેણે રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લડત ચલાવી છે અને સામાજિક પ્રશ્નોની બાબતમાં તેણે માથું માર્યું નથી. જ્યારે જ્યારે ધારાસભા સત્તા ઉપર આવી ત્યારે ત્યારે કેળવણી અને બીજાં ખાતાંઓમાં તેણે સારું કાર્ય કર્યું છે. ખરેખર, રાષ્ટ્રીય ચળવળ ચાલુ હોવા છતાંયે, બ્રિટિશ વહીવટે આગલાં ચાલીસ વરસમાં જેટલું કર્યું હતું તેના કરતાં ધારાસભાએ બહુ જ ટૂંકા સમયમાં ઘણું કર્યું. વદ પક્ષ ખેડૂત વર્ગમાં પણ લોકપ્રિય હતે એ વસ્તુ ચૂંટણીઓ તથા પ્રચંડ દેખાએ પુરવાર કરી બતાવી છે. આમ છતાંયે, તત્ત્વતઃ એ મધ્યમ વર્ગની હિલચાલ હોવાથી સામાજિક પરિવર્તનના ઉદ્દેશવાળી ચળવળ આમજનતાને જેટલા પ્રમાણમાં જાગ્રત કરી શકે તેટલા પ્રમાણમાં તે તેને જાગ્રત ન કરી શકી. હું આ પત્ર પૂરે કરું તે પહેલાં મારે તને સ્ત્રીઓની ચળવળ વિષે કંઈક કહેવું જોઈએ. ઘણું કરીને અરબસ્તાન સિવાય બધાયે આરબ દેશોમાં સ્ત્રીઓમાં ભારે જાગૃતિ આવી છે. બીજી ઘણી બાબતેની પેઠે મિસર આ બાબતમાં પણ ઇરાક, સીરિયા કે પેલેસ્ટાઈન કરતાં ઘણું આગળ છે. પરંતુ એ બધાયે દેશોમાં પણ સ્ત્રીઓની સંગઠિત ચળવળ મેજૂદ છે અને ૧૯૩૦ની સાલના જુલાઈ માસમાં દમાસ્કસમાં આરબ સ્ત્રીઓની પ્રથમ પરિષદ મળી હતી. રાજકીય બાબતે કરતાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિ ઉપર તેમણે વધુ ભાર મૂક્યો. મિસરમાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં રાજકીય વલણ ધરાવે છે. તેઓ રાજકીય દેખાવોમાં ભાગ લે છે અને તેમનું બળવાન સ્ત્રી મતાધિકાર મંડળ છે. તેઓ લગ્નને લગતા કાયદામાં પિતાની તરફેણમાં સુધારો કરાવવા ચાહે છે તેમ જ ધંધાઓ વગેરેમાં પુરુષોને મુકાબલે સમાન તકે માગે છે. મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી સ્ત્રીઓ પરસ્પર પૂરેપૂરા સહકારથી કામ કરે છે. પડદો સર્વત્ર ઓછો થતું જાય છે. ખાસ કરીને મિસરમાં તે વધુ પ્રમાણમાં ઓછો થયે છે. તુર્કીની પેઠે પડદો આ આરબ દેશમાંથી સદંતર અદૃશ્ય થયું નથી. પરંતુ ત્યાં આગળ પણ તે તૂટતા જાય છે. નોંધઃ (ઓકટોબર ૧૯૩૮) ૧૯૩૦ની સાલ પછી મિસરમાં સરમુખત્યારશાહી સરકારનો અમલ ચાલુ હતો અને તેના ઉપર રાજમહેલને કાબૂ હતે. સિદ્ધાંતની દૃષ્ટિએ તે મિસર એ “પૂર્ણ સ્વતંત્ર રાજ્ય હતું પણ વાસ્તવમાં તે બ્રિટનની વસાહત (કોલેની) હતું. કેરો તથા એલેકઝાંડ્રિયામાં પરદેશનાં લશ્કર રહેતાં હતાં અને સુએઝની નહેર તથા સુદાન ઉપર અંગ્રેજોને કાબૂ હતું. એ જગદ્યાપી મદીને કાળ હતો અને રૂના ભાવમાં ભારે ઘટાડે થવાને કારણે મિસરને ભારે સેસવું પડયું. Page #508 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હેય ૧૧૫ ૧૯૩૫ની સાલમાં ફાસિસ્ટ ઈટાલીએ એબિસીનિયા ઉપર ચડાઈ કરી અને મિસર તેમ જ નાઈલની ઉપલાણની ખીણમાંનાં બ્રિટિશ હિત સામે ઊભા થયેલા નવા જોખમને કારણે મિસર અને ઇંગ્લંડના સંબંધમાં ફેરફાર થવા પામે. મિસરને હવે બંડખેર અને પિતાનું વિરોધી રહેવા દેવું ઇંગ્લંડને પાલવે એમ નહતું અને મિસરના આગેવાનો પણ ઇંગ્લંડ તરફ ભવિષ્યના મિત્ર તરીકે જેવા લાગ્યા. ધારાસભાની ચૂંટણીમાં વદ પક્ષને વિજય મળે અને નાહશ પાશા વડે પ્રધાન બન્ય. ઇટાલીના ઐબિસીનિયા ઉપરના આક્રમણને કારણે પેદા થયેલા નવા વાતાવરણને પરિણામે મિસર અને ઇંગ્લંડ પરસ્પર સમજૂતી ઉપર આવ્યાં અને ૧૯૩૬ના ઓગસ્ટ માસમાં તેમની વચ્ચે સંધિ થઈ. સુલેહશાંતિને ખાતર મિસરે ઘણી બાબતે વિષેને તેને પહેલાંને આગ્રહ છોડી દઈને નમતું આપ્યું, સુદાનની બાબતમાં ચાલુ સ્થિતિને સ્વીકાર કર્યો તથા સુએઝની નહેરનું રક્ષણ કરવાને ઈંગ્લંડને હકક માન્ય રાખે. આ ઉપરાંત, મિસરની પરદેશનીતિ ઘડની પરદેશનીતિને અનુરૂપ કરવામાં આવી. બદલામાં ઈંગ્લેંડ કેરે તથા એલેકઝાંડ્રિયામાંથી લશ્કર ખેંચી લીધું તેમ જ મિશ્ર અદાલતો તથા પરદેશીઓના વિશિષ્ટ હકકે રદ કરવામાં મદદ કરવાનું અને પ્રજાસંધમાં દાખલ થવાની મિસરની માગણીને ટેકે આપવાનું વચન આપ્યું. આ સમાધાનથી મિસરમાં ભારે આનંદોત્સવ થઈ રહ્યો પરંતુ એ કંઈક : અંશે કવખત હતું. રાજા બદલાયે હતું છતાંયે રાજમહેલે વફદ પક્ષના લેકેને ધિક્કારવાનું તમા તેની સામે કાવતરાં રચવાનું ચાલુ જ રાખ્યું. પડદા પાછળ હજીયે બ્રિટિશ સામ્રાજ્યનું કાર્ય ચાલુ જ રહ્યું. મિસરની જમીનને ઘણું મટે ભાગ મૂડીભર માણસની માલકીને છે અને એમાં રાજકુટુંબને જબરદસ્ત હિસે છે. આ મોટા મોટા જમીનદારોને પ્રગતિકારક કાયદાઓ સામે તેમ જ આમપ્રજાની સત્તા વધવા પામે એની સામે ભારે વિરોધ હતું. આ રીતે ત્યાં નિરંતર ઘર્ષણ ચાલ્યા જ કરતું હતું. છેવટે રાજાએ નાહશ પાશાને બરતરફ કર્યો અને ધારાસભાને વિખેરી નાખી. રાજમહેલની સરકારના છેડા વખત માટેના વહીવટ પછી નવી ચૂંટણી કરવામાં આવી અને એમાં વદ પક્ષની ભારે હાર થઈ. આથી સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. પાછળથી જણાયું કે એ ચૂંટણી તે ધેકાબાજી જ હતી અને પેજનાપૂર્વક ખોટા માણસને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. નાહશ પાશાની આગેવાની નીચેના વફદ પક્ષની લેકપ્રિયતા હજી કાયમ છે પરંતુ આજે દેશને વહીવટ બ્રિટિશ સામ્રાજ્યવાદના ટેકાથી રાજમહેલની ટોળકીની સરકાર ચલાવે છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫. પશ્ચિમ એશિયાના જગતના રાજકારણમાં પુન: પ્રવેશ ૨૫ મે, ૧૯૭૬ એક નાની સરખી પાણીની પટી મિસરને પશ્ચિમ એશિયાથી જુદું પાડે છે. સુએઝની નહેર ઓળંગીને આપણે અરબસ્તાન, પૅલેસ્ટાઈન, સીરિયા અને ઇરાક વગેરે આરબ દેશોની તથા એથી જરા આગળ જઈને ઈરાનની મુલાકાત લઈએ. આપણે જોઈ ગયાં છીએ કે પશ્ચિમ એશિયાએ ઇતિહાસમાં અતિશય મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેમ જ અનેક વાર તે દુનિયાના બનાવાનું કેન્દ્ર બન્યા છે. એ પછીથી સદી સુધી રાજકારણની દૃષ્ટિએ તે બહુ જ પછાત રહ્યો. તે એક બંધિયાર ખાડી જેવા બની ગયા અને તેના સ્થિર જળમાં સહેજ પણ લહરી પેદા કર્યાં વિના જીવનના સ્રોત તેની બાજુએ થઈ તે વહેવા લાગ્યા. અને આજે, મધ્ય પૂર્વના દેશાને જગતના વ્યવહારમાં ફ્રી પાછા લાવનાર એક બીજો ફેરફાર આપણે નિહાળી રહ્યાં છીએ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના રાજમાર્ગો વળી પાછા એ દેશામાં થઈ તે આજે પસાર થાય છે. એ હકીકત ઉપર આપણે લક્ષ આપવું ઘટે છે. જ્યારે પણ હું પશ્ચિમ એશિયાનો વિચાર કરવા બેસું છું ત્યારે હું તેના ભૂતકાળના વિચારમાં લીન થઈ જાઉં છું; પ્રાચીન કાળની અનેક પ્રતિમા મારા મનમાં ઊભી થાય છે અને તેમના આકષ ણુને હું ટાળી શકતા નથી. પરંતુ એ પ્રલાભનને વશ ન થવાને હું પ્રયત્ન કરીશ. પરંતુ ઇતિહાસના છેક પ્રારભકાળથી હજારો વરસ સુધી પૃથ્વીના આ ભાગે જે મહત્ત્વના ભાગ ભજવ્યો છે તે તું ભૂલી ન જાય એટલા માટે મારે તને એની ફરીથી યાદ આપવી જોઈએ. સાત હજાર વરસ પૂર્વેના પ્રાચીન ખાડિયાનું આપણને ઇતિહાસમાં બહુ ઝાંખું દન થાય છે (પ્રાચીન ખાલ્ફિયા તે આજનું ઇરાક છે.). ત્યાર પછી એબિલેન આવે છે અને બેબિલોનિયન લેકા પછી ક્રૂર એસીરિયન લેકે આવે છે. નિતેવા તેમનું મહાન પાટનગર બને છે. એસીરિયન લોકાને પણ ત્યાંથી હડસેલી મૂકવામાં આવે છે અને ઇરાનમાંથી આવનાર નવી પ્રજા અને નવા રાજ્યવંશ છેક હિંદુની સરહદથી માંડીને મિસર સુધીના મધ્ય પૂર્વના પ્રદેશ ઉપર પોતાની હકૂમત જમાવે છે. આ ઈરાનના આકીમીનીદ લેાકા હતા અને તેમનું પાટનગર પરસેોલીસ હતું. તેમણે સાયરસ, દરાયસ અને ઝીઅેસ વગેરે .· મહાન સમ્રાટા' પેદા કર્યાં. તેમણે ગ્રીસને જમીનદોસ્ત કરવાની કાશિશ કરી પરંતુ તે તેને જીતી શક્યા નહિ. ઘેાડા વખત પછી એક ગ્રીસના અથવા સાચું કહેતાં મેસેડેનના પુત્ર સિકંદરને હાથે તેમની ' Page #510 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ ૧૧૭૭ કારકિર્દીને અંત આવ્યો. આ પૂર્વ અને પશ્ચિમના સંગમસ્થાનમાં જેને બે ખંડેનું “લગ્ન” કહેવામાં આવે છે તેની તેણે યોજના કરી ત્યારે સિકંદરની કારકિર્દીમાં એક અદ્વિતીય ઘટના બની. તે પોતે ઈરાનના રાજાની કુંવરી વેરે પર. (જો કે એ પહેલાં પણ તે થેડી સ્ત્રીઓને પરણ્ય હતે.) અને તેના હજારે અમલદારે તથા સિનિકેએ ઈરાનની કન્યાઓ જોડે લગ્ન કર્યા. સિકંદર પછી, હિંદની સરહદથી માંડીને મિસર સુધીના મધ્ય પૂર્વના પ્રદેશમાં સદીઓ સુધી ગ્રીસની સંસ્કૃતિ ચાલુ રહી. એ અરસામાં રેમની સત્તાનો ઉદય થશે અને તે એશિયા તરફ ફેલાઈ સાસાનીઓના નવા ઊભા થયેલા ઈરાની સામ્રાજ્ય રમને આગળ વધતું રહ્યું. ખુદ રોમના સામ્રાજ્યના પણ પશ્ચિમનું સામ્રાજ્ય અને પૂર્વનું સામ્રાજ્ય એવા બે ભાગ પડી ગયા. કન્ઝાન્ટિનોપલ પૂર્વના સામ્રાજ્યનું પાટનગર બન્યું. પશ્ચિમ એશિયાના આ મેદાને ઉપર પશ્ચિમ અને પૂર્વ વચ્ચેની પરાપૂર્વથી ચાલતી આવેલી લડાઈ ચાલુ રહી અને આ વખતે કૅન્ઝાન્ટિનોપલનું બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય તથા ઈરાની સાસાની સામ્રાજ્ય એ લડાઈ લડનારા પક્ષે હતા. અને આ બધાયે સમય દરમ્યાન ઊંટની પીઠ ઉપર માલ લઈ જનારા લોકોની મોટી મોટી વણજારે આ મેદાનોમાં થઈને પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ નિરંતર આવજા કર્યા કરતી હતી, કેમ કે મધ્ય પૂર્વ પ્રદેશ તે કાળમાં દુનિયાને એક સૌથી મોટે રાજમાર્ગ હત. દુનિયાના ત્રણ મોટા ધર્મો – યહૂદીઓને ધર્મ, પારસીઓને જરથોસ્તી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ -- પણ આ પશ્ચિમ એશિયાના પ્રદેશમાં જ ઉદ્ભવ્યા હતા. એ ધર્મ અરબસ્તાનના રણમાં આ વખતે ઉદ્દભવ્ય અને આ પ્રદેશમાં તેણે પહેલા ત્રણે ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી પશ્ચિમ એશિયામાં બગદાદનું આરબ સામ્રાજ્ય ઊભું થયું અને જૂની લડાઈ – આર અને બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય વચ્ચે – નવા સ્વરૂપમાં ઉદ્દભવી. લાંબી અને જાજવલ્યમાન કારકિર્દી પછી સેજુક તુર્કીના આક્રમણ સામે અરબી સંસ્કૃતિનાં વળતાં પાણી થાય છે અને છેવટે મંગેલ જાતિના ચંગીઝખાનના વંશજો તેને કચરી નાખે છે. પરંતુ મંગલ લેકે પશ્ચિમ તરફ આવ્યા તે પહેલાં એશિયાના પશ્ચિમ કિનારા ઉપર પશ્ચિમના ખ્રિસ્તીઓ અને પૂર્વના મુસલમાને વચ્ચે ઝનૂની લડાઈ શરૂ થઈ ચૂકી હતી. આ “ક્રઝેડે' હતી અને તે કટકે કટકે લગભગ ૨૫૦ વરસ એટલે કે ૧૯મી સદીને વચગાળાના સમય સુધી ચાલી હતી. આ ઝેડને ધર્મની લડાઈએ ગણવામાં આવે છે અને વાસ્તવમાં તે એવી હતી પણ ખરી. પરંતુ ધર્મ એ એના કારણે કરતાં બહાનું વધારે પ્રમાણમાં હતું. પૂર્વના દેશને મુકાબલે તે સમયના યુરોપના લેક ઘણું પછાત હતા. યુરોપમાં તે વખતે અંધકાર યુગને સમય હતે. પરંતુ યુરોપના લોકે જાગ્રત Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન થતા જતા હતા અને વધારે આગળ વધેલા તથા સંસ્કારી પૂર્વના દેશોએ લોહચુંબકની પેઠે તેમને પોતા તરફ આકર્ષ્યા. પૂર્વ તરફના આ ખેંચાણે ધણાં સ્વરૂપો ધારણ કર્યાં અને આ ક્રૂઝેડનાં યુદ્દો તેમાં સૌથી મહત્ત્વનાં હતાં. એ યુદ્ધોને પરિણામે યુરાપ એશિયાના પશ્ચિમ તરફના દેશો પાસેથી ધંણું ઘણું શીખ્યું. તેમની પાસેથી તે અનેક લલિત કળાઓ, હાથકારીગરી અને હુન્નર, વૈભવવિલાસની તેવા શીખ્યું; અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તેમની પાસેથી તે કા` અને વિચારની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખ્યું. ક્રૂઝેડનાં યુદ્ધો પૂરાં થયાં ન થયાં ત્યાં તો મગેલ લેકા પશ્ચિમ એશિયા ઉપર વાળની પેઠે તૂટી પડ્યા અને એ પ્રદેશને તેમણે તારાજ કરી નાખ્યા. પરંતુ આમ છતાંયે આપણે મગાલ લાકાને કેવળ સંહારક જ ન ગણી કાઢવા જોઈએ. ચીનથી માંડીને રશિયા સુધીની પોતાની હિલચાલ દ્વારા તેમણે દૂર દૂરની પ્રજાને એકબીજીના સંસર્ગમાં આણી, વેપારને ઉત્તયા તથા પ્રજા પ્રજા વચ્ચેના વહેવારને વેગ આપ્યો. તેમના વિશાળ સામ્રાજ્યમાં વેપારના માર્ગોં મુસાી માટે સલામત બન્યા અને માત્ર વેપારીઓ જ નહિ પણ મુત્સદ્દીઓ તથા ધાર્મિક પ્રચારકૈા પણ એમના ઉપર એક છેડાથી બીજા છેડા સુધી જબરદસ્ત પ્રવાસે ખેડવા લાગ્યા. મધ્ય પૂર્વના પ્રદેશ એ દુનિયાના પ્રાચીન રાજમાર્યાંની સીધી લીટીમાં આવતા હતા; તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની કડીરૂપ હતા. તને કદાચ યાદ હશે કે, મગોલાના કાળમાં માર્કા પોલા પોતાના વતન વેનીસમાંથી નીકળીને આખાયે એશિયા ખંડ એળગી ચીન પહોંચ્યા હતા. સદ્ભાગ્યે, તેણે લખેલું, અથવા કહે કે લખાવેલું તેના પ્રવાસેાના ણ્ નનું એક પુસ્તક આપણને ઉપલબ્ધ છે. એ પુસ્તકને લીધે જ આપણે તેને યાદ કરીએ છીએ. પરંતુ પોતાના પ્રવાસાનુ ખ્યાન લખવાની માથાફોડમાં ઊતર્યા વિના કેટલાયે લોકોએ આ લાંબા લાંબા પ્રવાસ ખેડ્યા હશે, અથવા તેમણે પોતાના પ્રવાસ વિષે પુસ્તકા લખ્યાં હોય અને તે નાશ પામ્યાં હેાય એ પણ બનવા જોગ છે કેમ કે તે વખતે હસ્તલિખિત પુસ્તકાનો જમાનો હતો. વણજારો દેશદેશાંતરામાં નિરંતર આવજા કર્યા કરતી હતી અને એનું પ્રધાન કા વેપારનું હતું એ ખરું પણ નસીબ અજમાવવાની તેમ જ સાહસ ખેડવાની ઇચ્છા રાખનારા અનેક માણસો પણ તેની સાથે જતા હતા. પ્રાચીન કાળને બીજો એક પ્રવાસી માર્કા પેલાની જેમ આગળ તરી આવે છે. એ ઇબ્ન બતુતા નામના આરબ હતેા અને તે ૧૪મી સદીના આરભમાં મારક્કોમાં આવેલા તાંજીરમાં જન્મ્યા હતા. આ રીતે તે માર્કો પોલો પછી એક પેઢી બાદ આવ્યો હતો. ૨૧ વરસની તરુણ વયે વિશાળ દુનિયાના તેના જબરદસ્ત પ્રવાસે તે નીકળી પડયો. અને પોતાની બુદ્ધિમત્તા તથા મુસલમાન કાજી તરીકેની તેની તાલીમ સિવાય તેની પાસે ખીજી કાઈ પણુ Page #512 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ એશિયાના જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ ૧૧૭૯ વસ્તુ નહતી. મારાક્કોથી નીકળી આખા ઉત્તર આફ્રિકા વટાવી તે મિસર પહોંચ્યા. પછી તે અરબસ્તાન, સીરિયા અને ઈરાન ગયેા. ત્યાર પછી તે એનેટેલિયા (તુ) ગયા અને ત્યાંથી દક્ષિણ રશિયા (એ વખતે ત્યાં સુવણું ટાળીના મગાલ ખાનાની હકૂમત હતી ), કૉન્સ્ટાન્ટિનોપલ (હજી પણ તે ખાઈઝેન્ટાઈન સામ્રાજ્યનું પાટનગર હતું), મધ્ય એશિયા તથા હિંદુસ્તાન ગયા. હિંદમાં તેણે ઉત્તરથી છેક દક્ષિણ સુધી પ્રવાસ કર્યાં. તેણે મલબાર તથા સિલેનની પણ મુલાકાત લીધી અને પછી તે ચીન ગયા. પાછા ફરતાં આફ્રિકામાં પણ તે રખડ્યો તથા સહરાનું રણ પણ તેણે એળગ્યું ! પ્રવાસનું આ એક વિરલ દષ્ટાંત છે અને આટલી બધી સુખસગવડના જમાનામાં આજે પણ એવા પ્રવાસે દુર્લભ છે. ૧૪મી સદીના પૂર્વાર્ધના સમય વિષે એ આશ્ચર્ય કારક રીતે આપણી આંખા ઉધાડે છે, તેમ જ તે સમયે પ્રવાસ ખેડવા એ કેટલી બધી સામાન્ય વસ્તુ હતી એને પણ આપણને ખ્યાલ આવે છે. એ ગમે તેમ હા પણ ઇબ્ન બતુતાની ગણુના દુનિયાના સૌથી મેાટા પ્રવાસીઓમાં થવી જોઈ એ. ઇબ્ન બતુતા જે જે દેશામાં ગયા તે તે દેશ તથા પ્રજાઓનાં બહુ જ સુંદર વના તેના પુસ્તકમાં મળી આવે છે. મિસર તે વખતે સમૃદ્ધ હતું કેમ કે પશ્ચિમના દેશો સાથેના હિંદને બધા વેપાર તેની મારફતે ચાલતા હતા અને એ બહુ જ ફાયદાકારક ધંધા હતો. આ રાજગારમાંથી થતા નફાને કારણે કરો મનહર સ્મારકાવાળુ એક મહાન શહેર બન્યું. ઇબ્ન બતુતા હિંદુસ્તાનની જ્ઞાતિ, સતી થવાના રિવાજ તથા પાનસાપારી આપવાની પ્રથા વિષે આપણને માહિતી આપે છે! હિંદના વેપારીઓ પરદેશનાં બંદરામાં ધમધોકાર વેપાર ખેડતા હતા તથા હિંદનાં વહાણા સમુદ્ર ખેડતાં હતાં તે પણુ આપણે તેની પાસેથી જાણીએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ ખૂબસૂરત કાં કાં હતી એ નિહાળવાનું અને તેની નોંધ કરવાનું તે ચૂકતા નથી. તેમના પહેરવેશ, તેમનાં અત્તરો તથા આભૂષણાનું મ્યાન પણ તે આપે છે. દિલ્હીની બાબતમાં તે લખે છે કે એ, “ હિંદુસ્તાનનું પાટનગર છે, એ એક વિશાળ અને ભવ્ય શહેર છે અને તેમાં રમણીયતા અને સામર્થ્ય ના સુમેળ સાધવામાં આવ્યેા છે. ” એ ગાંડા સુલતાન મહમદ તઘલખને શાસનકાળ હતો. ક્રોધના આવેશમાં આવી જઈને પોતાની રાજધાની દિલ્હીથી બદલીને તે દક્ષિણમાં દોલતાબાદમાં લઈ ગયો હતા. અને એ રીતે આ વિશાળ અને ભવ્ય શહેરને ” તેણે રણ જેવું .. . "" .: નિર્જન અને ઉજ્જડ રહેતા હતા ’ અને તે પણ ધણા બનાવી મૂક્યું હતું. માત્ર ગણ્યાગાંઠ્યા લકા ત્યાં વખત બાદ તેઓ છાનામાના ત્યાં જઈને વસ્યા હતા. ઇબ્ન બતુતાને બહાને મેં થોડું વિષયાન્તર કરી લીધું. પ્રાચીન કાળની માવી પ્રવાસકથા મને મુગ્ધ કરી મૂકે છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ જંગતના ઇતિહાસનું' રેખાદર્શન આમ આપણે જોઈએ છીએ કે, ૧૪મી સદી સુધી મધ્યપૂર્વ અથવા પશ્ચિમ એશિયાએ જગતના વ્યવહારમાં ભારે મહત્ત્વના ભાગ ભજવ્યે છે તથા તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની એક કડીસમાન હતા. એ પછીનાં સેા વરસમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઉસ્માની તુર્કાએ કૉન્સ્ટાન્ટિનાપલને કબજો લીધા અને તેઓ મિસર સહિત મધ્યપૂર્વના આ બધાયે દેશામાં ફેલાઈ ગયા. તેમણે યુરેપ સાથેના વેપારને ઉત્તેજન ન આપ્યું. કંઈક અંશે એનું કારણ એ હોય એમ જણાય છે કે, એ વેપાર ભૂમધ્ય સમુદ્રના તેમના પ્રતિસ્પર્ધી વેનીસ તથા જિનોવાના લકાના હાથમાં હતો. વળી પછીથી વેપારના માર્ગો પણ બદલાઈ ગયા કેમ કે હવે તે દરિયાઈ માર્ગોની શોધ થઈ હતી અને એ સમુદ્રમાર્ગાએ વણજારાના જમીનમાર્ગનું સ્થાન લીધું હતું. આમ હજારો વરસ સુધી કામ આપનારા આ માર્ગાના વપરાશ પશ્ચિમ એશિયામાં બંધ થઈ ગયા અને જે પ્રદેશામાંથી તે પસાર થતા હતા તેમનું મહત્ત્વ પણ ઘટી ગયું. ૧૧૮૦ ૧૬મી સદીના આરંભથી તે ૧૯મી સદીના અંત સુધી એટલે કે લગભગ ૪૦ વરસ સુધી દરિયાઈ માર્ગો જ સંપૂણૅ મહત્ત્વના બની ગયા અને ખાસ કરીને જ્યાં આગળ રેલવે નહાતી ત્યાંના જમીન માર્ગોને તેમણે નિરુપયોગી બનાવી દીધા. અને પશ્ચિમ એશિયામાં રેલવેએ નહાતી. મહાયુદ્ધ પહેલાં થેાડા જ વખત ઉપર કૉન્સ્ટાન્ટિનેાપલ અને બગદાદને જોડતી એક રેલવે બાંધવાની યોજના રજૂ કરવામાં આવી હતી. જર્મન સરકારે એ યોજનાનું સમર્થન કર્યું હતું. પરંતુ જર્મની આમ કરે એ વસ્તુ તરફ ખીજી સત્તા ભારે ઈર્ષ્યાની નજરે જોતી હતી, કેમ કે એથી તે પૂમાં જર્મનીની લાગવગ ખૂબ વધી જવા પામે. પણ એટલામાં તે મહાયુદ્ધ ફાટી નીકળ્યું. ૧૯૧૮ની સાલમાં યુદ્ધના અંત આવ્યો ત્યારે પશ્ચિમ એશિયામાં બ્રિટનની સત્તા સૉંપરી હતી. અને હું તને આગળ કહી ગયા છું તેમ એ વખતે બ્રિટિશ રાજપુરુષોની આશ્ચર્યચકિત દૃષ્ટિ સમક્ષ હિંદુસ્તાનથી તે તુર્કી સુધી વિસ્તરેલા મધ્યપૂર્વના મહાન સામ્રાજ્યનું ચિત્ર તરવરતું હતું. પરંતુ તેમની એ મુરાદ પાર પડે એમ નહાતું. એલ્શેવિક રશિયા અને તુર્કી તેમ જ ખીન્ન' કેટલાંક તત્ત્વએ એ વસ્તુ સિદ્ધ થતી અટકાવી. આમ છતાંયે બ્રિટને એ મુલકને સારો સરખા પ્રદેશ પચાવી પાડ્યો. ઇરાક અને પૅલેસ્ટાઈન બ્રિટિશ અસર અથવા અંકુશ નીચે રહ્યાં. આમ જો કે અંગ્રેજો પોતાની ભારે મહત્ત્વાકાંક્ષા સિદ્ધ ન કરી શક્યા પરંતુ હિંદુ જવાના માર્ગાના કાબૂ પોતાના હાથમાં રાખવાની તેમની પુરાણી નીતિને વળગી રહેવામાં તે તે ફતેહમદ નીવડ્યા. મહાયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સૈન્યા આ જ હેતુથી મેસેપોટેમિયા અને પૅલેસ્ટાઈનમાં લડ્યાં તેમ જ તેમણે તુર્કી સામે બંડ કરવાને આરાને ઉત્તેજ્યા Page #514 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુન: પ્રવેશ ૧૧૮૧ તથા તેમને એમાં મદદ પણુ આપી. એને જ કારણે, મહાયુદ્ધ પછી ઈંગ્લેંડ અને તુર્કી વચ્ચે મેાસલના પ્રશ્ન ઉપર ભારે ઘણું પેદા થવા પામ્યું. ઇંગ્લંડ અને સોવિયેટ રશિયા વચ્ચે ઊંચાં મન થવાનું પ્રધાન કારણ પણ એ જ છે, કેમ કે રશિયા જેવી મેટી સત્તા હિંદુસ્તાન જવાના માની સમીપમાં જ હાય એ ખ્યાલ ઇંગ્લેંડને બહુ જ અળખામણા લાગે છે. મહાયુદ્ધ પહેલાં જે એ રેલવેએની બાબતમાં - બગદાદ રેલવે અને હેજાઝ રેલવે ભારે ઝડા પેદા થયા હતા તે હવે બધાઈ ગઈ છે. બગદાદ રેલવે બગદાદને ભૂમધ્ય સમુદ્ર તથા યુરાપ સાથે જોડે છે. હુંજાઝ રેલવે અરબસ્તાનમાં આવેલા મદીના શહેરને બગદાદ રેલવે ઉપર આવેલા અલપ્પા સાથે જોડે છે. (હેજાઝ એ અરબસ્તાનને સૌથી મહત્ત્વના ભાગ છે અને તેમાં ઇસ્લામનાં પવિત્ર શહેર મક્કા અને મદીના આવેલાં છે.) આમ પશ્ચિમ એશિયાનાં મહત્ત્વનાં શહેરા આજે યુરેપ તથા મિસર સાથે રેલવેથી જોડાયેલાં છે અને ત્યાં આગળ સહેલાઈથી જઈ શકાય છે. અલપ્પા શહેર મોટું રેલવે જંકશન બની રહ્યું છે કેમ કે ત્રણ ખડેની રેલવેએ ત્યાં આગળ મળશે : યુરેપમાંથી આવતી રેલવે, બગદાદ થઈ ને આવતી એશિયાની રેલવે અને કેરા થઈ ને આવતી આફ્રિકાની રેલવે ત્યાં આગળ મળશે. એશિયાના રેલવે માને બગદાદથી લંબાવવામાં આવે તો તે હિંદુ પણ પહેોંચે એવા સંભવ છે. આફ્રિકાના રેલવે રસ્તે આફ્રિકા ખંડની આરપાર ઉત્તરમાં કેરોથી દક્ષિણમાં ડેડ કેપટાઉન સુધી જાય એવી યેાજના છે. કેપટાઉનથી કરે સુધી પહેાંચતી સમગ્ર લાલ ’રેલવે લાઈન કરવાનું બ્રિટિશ સામ્રાજ્યવાદીએ લાંબા વખતથી સ્વપ્ન સેવી રહ્યા છે. અને હવે એ સ્વપ્ન સિદ્ધ થવાની તૈયારીમાં છે. ‘ સમગ્ર લાલ ' એટલે કે આખા રેલવે રસ્તા બ્રિટિશ પ્રદેશની અંદર થઈને પસાર થવા જોઈ એ કેમ કે નકશા ઉપર લાલ રંગના બ્રિટિશ સામ્રાજ્યે ઇજારા રાખ્યા છે. પરંતુ ભવિષ્યમાં આ બધી ચેાજના પાર પડે કે નયે પડે; મેટરો અને ઍપ્લેનેાના રૂપમાં રેલવેના ગંભીર હરીફા પેદા થયા છે. દરમ્યાન એ યાદ રાખવા જેવું છે કે, પશ્ચિમ એશિયાની બગદાદ તથા હેજાઝ એ બને રેલવેએ ઘણે અંશે અંગ્રેજોના અંકુશ નીચે છે અને હિંદુ જવાના નવા અને ટૂંકા માર્ગ ખોલવાની બ્રિટિશ નીતિના ઉદ્દેશ તે પાર પાડે છે. બગદાદ રેલવેને થોડા ભાગ ફ્રાંસના તાબા નીચેના સીરિયામાંથી પસાર થાય છે. આ રીતે ફ્રાંસને આધીન રહેવાનું તેમને પસંદ ન હેાવાથી તેને બદલે પૅલેસ્ટાઈનમાં થઈને પસાર થાય એવી ખીજી નવી રેલવે બાંધવાના તેઓ ઇરાદો રાખે છે. અરબસ્તાનમાં બીજી એક નાનકડી રેલવે લાઈન રાતા સમુદ્ર ઉપરના બંદર જદ્દાહ અને મક્કા વચ્ચે બંધાઈ રહી છે. પ્રતિવષ હજારેાની સંખ્યામાં હેજ કરવાને મક્કા જનારા યાત્રીઓ માટે એ બહુ જ સગવડરૂપ થઈ પડશે. < Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન દુનિયાને માટે પશ્ચિમ એશિયાનાં દ્વાર ખુલ્લા કરનાર રેલવે માર્ગો વિષે આટલું બસ છે. પરંતુ તે પિતાને ઉદ્દેશ પાર પાડે તે પહેલાં જ એ રેલવેએનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે અને મેટરગાડીઓ તથા એરોપ્લેને તેને બાજુએ ખસેડી રહ્યાં છે. મોટરગાડીઓને રણમાં બહુ ફાવી ગયું છે અને હજારે વરસો સુધી વણજારેના જે માર્ગો ઉપર ઊંટે ધીમી ગતિથી માલની લાવલા કરતાં હતાં તે જ માર્ગો ઉપર તે આજે સપાટાબંધ દેડી રહી છે. રેલવે બહુ ખરચાળ હોય છે અને તેને બાંધતાં પણ ઘણો વખત લાગે છે. મોટરો સેંઘી છે અને જ્યારે જરૂર પડે ત્યારે તરત જ તેને કામે લગાડી શકાય છે. પરંતુ મેટરગાડીઓ અને લૅરીઓ સામાન્ય રીતે લાંબી મજલને માટે ઉપયોગી નીવડતી નથી. તે પ્રમાણમાં નાના ક્ષેત્રમાં, બહુ બહુ તે સે માઈલ જેટલા અંતરના ગાળામાં આમથી તેમ આવજા કરે છે. લાંબા અંતરને માટે, અલબત, એરોપ્લેને છે. તે રેલવે કરતાં વધારે સધાં તેમ જ વધારે ઝડપી પણ છે. અવરજવર માટે તથા માલ લાવલઇજા કરવા માટે એરપ્લેનને ઉપગ બહુ ઝડપથી થવા માંડશે એમાં લેશ પણ શંકા નથી. એ દિશામાં, અત્યાર સુધીમાં સારી પ્રગતિ થઈ છે અને મોટાં મેટાં એરોપ્લેને નિયમિત રીતે ખંડ ખંડ વચ્ચે આવજા કરે છે. પશ્ચિમ એશિયા આ મોટા મોટા હવાઈ માર્ગે વળી પાછું મિલનસ્થાન બન્યું છે અને ખાસ કરીને બગદાદ તે તેમનું કેન્દ્ર બની ગયું છે. બ્રિટિશ ઈમ્પીરિયલ એરવેઝ કંપનીને લંડનથી હિંદુસ્તાન અને ત્યાંથી આસ્ટ્રેલિયાને હવાઈ માર્ગ બગદાદથી પસાર થાય છે તેમ જ આમસ્ટરડામથી બટેવિયા જ ડચ હવાઈ માર્ગ તથા કાંસથી હિંદી ચીન જતે ફ્રેંચ હવાઈ માર્ગ પણ બગદાદ થઈને પસાર થાય છે. માસ્ક અને ઈરાન પણ બગદાદ દ્વારા હવાઈ માર્ગથી સંકળાયેલાં છે. ચીન અને દૂર પૂર્વના દેશમાં જનાર હવાઈ માર્ગને પ્રવાસીને પણ બગદાદ થઈને જવું પડે છે. બગદાદથી એરપ્લેને કરે પણ જાય છે અને એ રીતે તે કેરોથી કેપટાઉન જતા આફ્રિકાના હવાઈ માર્ગને બગદાદ સાથે જોડે છે. આમાંના ઘણાખરા હવાઈ માર્ગોમાંથી કશી કમાણી થતી નથી અને લાગતીવળગતી સરકારે તેને ભારે આર્થિક મદદ આપે છે. કેમ કે સામ્રાજ્યોને માટે આજે હવાઈ સત્તા સાથી મહત્ત્વની થઈ પડી છે. હવાઈ સત્તાને વિકાસ થયા પછી દરિયાઈ સત્તાનું મહત્વ ઘણું ઘટી ગયું છે. પિતાના નૌકાબળ ઉપર જે મુસ્તાક હતું તેમ જ જે આક્રમણથી પિતાને સલામત માનતું હતું તે ઈંગ્લેંડ સંરક્ષણની દૃષ્ટિથી આજે ટાપુ નથી રહ્યું. કાંસ કે બીજા કઈ પણ દેશ ઉપર થઈ શકે એટલી જ સુગમતાથી ઈગ્લેંડ ઉપર પણ હવાઈ હુમલે થઈ શકે એમ છે. આથી બધી જ મહાન સત્તાઓ આજે પિતાનું હવાઈ સામર્થ વધારવાને ઈંતેજાર બની છે. અને તેમની વચ્ચેની પહેલાની દરિયાઈ હરીફાઈનું Page #516 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ ૧૧૮૩ સ્થાન હવે હવાઈ હરીફાઈએ લીધું છે. શાંતિકાળમાં દરેક દેશ આર્થિક મદદ આપીને હવાઈ મુસાફરીને ઉત્તેજન આપે છે કેમ કે એથી કરીને લડાઈને વખતમાં કામ લાગે એવા તાલીમ પામેલા પાઈલેટ (એરપ્લેને હાંકનારાઓ) તૈયાર થાય છે. નાગરિક ઉડ્ડયન લશ્કરી ઉદ્યનની ખિલવણમાં મદદરૂપ થાય છે. એથી કરીને નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં ભારે વિકાસ થઈ રહ્યો છે અને યુરોપ તથા અમેરિકામાં આજે સેંકડે હવાઈ વહેવાર ચાલુ થઈ ગયા છે. ઘણું કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં એ ક્ષેત્રમાં સૌથી વધારે પ્રગતિ થઈ છે. સેવિયેટ યુનિયનમાં પણ એ દિશામાં ભારે પ્રગતિ થઈ રહી છે અને એના વિસ્તૃત પ્રદેશમાં અનેક હવાઈ વહેવારે ચાલુ થઈ ગયા છે. આ હવાઈ બળના જમાનામાં, ઘણું લાંબા હવાઈ માર્ગે ત્યાં થઈને પસાર થતા હોવાથી આજે પશ્ચિમ એશિયાને નવીન મહત્ત્વ પ્રાપ્ત થયું છે. દુનિયાના રાજકારણમાં તે ફરી પાછા દાખલ થાય છે અને ખંડ ખંડ વચ્ચેના મામલાઓનું એ કેન્દ્ર બન્યો છે. એને અર્થ એ પણ છે કે મહાન સત્તાઓ વચ્ચેના ઘર્ષણ અને ઝઘડાનું સ્થાન એ બની ગયું છે. કેમ કે, તેમની મહત્ત્વાકાંક્ષાઓ ત્યાં આગળ એકબીજા સાથે અથડાવા પામે છે અને દરેક સત્તા બીજીને આંટી જવાનો પ્રયત્ન કરે છે. આ વસ્તુ જે આપણે લક્ષમાં રાખીએ તે બ્રિટિશ લેકની અને બીજાઓની મધ્યપૂર્વને તેમ જ બીજા દેશેને લગતી પ્રવૃત્તિઓ જે નીતિથી જાઈ તે આપણે સમજી શકીએ. મસલ હિંદ જવાના આ રાજમાર્ગ ઉપર આવેલું છે તે ઉપરાંત તેની ભૂમિમાં તેલ મળી આવ્યું છે, અને આ હવાઈ બળના યુગમાં તેલનું મહત્વ પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું છે. ઇરાકમાં પણ મહત્ત્વના તેલના કૂવાઓ છે અને આપણે જોઈ ગયાં છીએ કે, તે ખંડ ખંડ વચ્ચેના હવાઈ માર્ગોનું કેન્દ્ર છે. એથી કરીને ઈરાકને કબજે અંગ્રેજો માટે ભારે મહત્ત્વની વસ્તુ છે. ઈરાનમાં પણ તેલના મોટા મોટા કૂવાઓ છે અને એંગ્લે–પરશિયન ઓઈલ કંપની ઘણા લાંબા વખતથી તેમાંથી તેલ કાઢતી આવી છે. એ કંપનીમાં બ્રિટિશ સરકાર પણ અમુક અંશે ભાગીદાર છે. ઘાસતેલ અને પેટ્રેલનું મહત્વ વધી ગયું છે અને સામ્રાજ્યની નીતિના ઘડતરમાં પણ તેને ફાળો હોય છે. સાચે જ, આધુનિક સામ્રાજ્યવાદને કેટલીક વાર “તેલી સામ્રાજ્યવાદ' પણું કહેવામાં આવે છે. આ પત્રમાં આપણે, મધ્ય પૂર્વના દેશને નવું મહત્ત્વ આપનાર તથા તેમને દુનિયાના રાજકારણના વમળમાં ફરી પાછા દાખલ કરનાર કેટલાંક તત્ત્વોની સમીક્ષા કરી ગયાં. પરંતુ એ સૌની પાછળ રહેલી વસ્તુ એ છે કે, મધ્ય પૂર્વના બધાયે દેશો આજે જાગ્રત થઈ રહ્યા છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬. આરબ દેશા—સીરિયા ૨૮ મે, ૧૯૩૩ સામાન્ય રીતે સમાન ભાષા તેમ જ સમાન પરંપરાવાળા દેશોમાં વસનારી પ્રજાએના સમૂહને એકત્ર કરવા માટે તથા તેમને મળવાન બનાવવા માટે રાષ્ટ્રવાદ એ કેટલું બધું પ્રચંડ બળ છે એ આપણે જોઈ ગયાં છીએ. આ રાષ્ટ્રવાદ એવા એક સમૂહને એકત્ર કરે છે એ ખરું, પરંતુ એ વસ્તુ ખીજા સમૂળેથી તેને જુદો પાડે છે તેમ જ તેને તેમનાથી વધારે અળગા કરે છે. આમ, રાષ્ટ્રવાદ ફ્રાંસને એક સબળ અને નક્કર રાષ્ટ્રીય ઘટક બનાવે છે. એ એક અતિશય સ ંઘટિત રાષ્ટ્ર છે અને બાકીની દુનિયા પાતાનાથી ક ંઈક ભિન્ન વસ્તુ હોય એમ તે ગણે છે. એ જ રીતે રાષ્ટ્રવાદે જુદી જુદી જમન પ્રજાને એકત્ર કરીને એક બળવાન જૈન રાષ્ટ્ર નિર્માણ કર્યું છે. પરંતુ ફ્રાંસ અને જર્મની આમ અલગ અલગ રીતે સંગઠિત થયાં એથી કરીને તે અને એકખીજાથી વળી વધારે દૂર થયાં છે. જે દેશમાં ભિન્ન ભિન્ન અનેક પ્રજાએ વસતી હોય ત્યાં આગળ ધણી વાર રાષ્ટ્રવાદ એ ફાટફૂટ પાડનારું બળ બની જાય છે અને તે દેશને બળવાન અને સંગઠિત કરવાને બદલે ખરેખાત તેને દુબળ કરે છે તથા તેના ભાગલા પડી જાય એવી પરિસ્થિતિ ઊભી કરે છે. મહાયુદ્ધ પૂર્વે આસ્ટ્રિયા-હંગરી એ એવા જ દેશ હતા. તેમાં જુદી જુદી અનેક પ્રજાએ વસતી હતી. જન– આસ્ટ્રિયન અને હુંગેરિયન એ એ પ્રજાનું ત્યાં આગળ પ્રભુત્વ હતું અને બાકીની પ્રજાએ તેમને આધીન હતી. એથી કરીને રાષ્ટ્રવાદના વિકાસે ઑસ્ટ્રિયાહુંગરીતે નબળું પાડયું કેમ કે તેણે આ જુદી જુદી પ્રજામાં અલગ અલગ રીતે પ્રાણ પૂર્યાં અને એને પરિણામે તેમનામાં સ્વાતંત્ર્ય માટેની કામના પેદા થઈ. મહાયુદ્ધે તે પરિસ્થિતિ બિલકુલ બગાડી મૂકી અને યુદ્ધમાં તેને પરાજય થયા પછી દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા અને પ્રત્યેક રાષ્ટ્રીય ઘટકનું એક જુદું રાજ્ય બન્યું. ( આસ્ટ્રિયાુંગરીના જે રીતે ભાગલા પાડવામાં આવ્યા એ બહુ ઉચિત કે તર્કશુદ્ધ તા નહતા પરંતુ એ બાબતમાં આપણે અહીં ઊંડા ઊતરવાની જરૂર નથી. ) પરંતુ, જતીને ભારે પરાજય થવા છતાં તેના ભાગલા પડ્યા નહિ. ભારે આપત્તિમાં પણ રાષ્ટ્રીયતાની પ્રાળ અસરને કારણે તે પોતાની એકતા ટકાવી રાખી શકયું. મહાયુદ્ધ પહેલાં, તુર્ક સામ્રાજ્ય પણ આસ્ટ્રિયા હંગરીની પેઠે ભિન્નભિન્ન પ્રજાના એક શંભુમેળા હતા. બાલ્કનની ભિન્ન ભિન્ન પ્રજા ઉપરાંત તેમાં આરબ, આર્મીનિયન અને બીજી પ્રજાએ પણ વસતી હતી. આ સામ્રાજ્યમાં રાષ્ટ્રવાદ એ ભાગલા પાડનારું બળ નીવડ્યું. રાષ્ટ્રવાદની પહેલવહેલી અસર Page #518 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૫ આરબ દેશે – સીરિયા બાલ્કન દ્વીપકલ્પમાં થવા પામી અને આખીયે ૧૯મી સદી દરમ્યાન બાલ્કનની એક પછી એક જુદી જુદી પ્રજાઓ સામે તુર્કીને લડવું પડયું. એની શરૂઆત ગ્રીસથી થઈ હતી. મહાન સત્તાઓએ, ખાસ કરીને રશિયાએ, આ રાષ્ટ્રીય જાગ્રતિને લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે તે કાવતરામાં ઊતરી. ઉસ્માની સામ્રાજ્યને નબળું પાડવાને તેમ જ તેના ઉપર પ્રહાર કરવાને તેમણે આમીનિયનને પણ હથિયાર બનાવ્યા. આથી કરીને તુકે, સરકાર અને આર્મેનિયને વચ્ચે વારંવાર અથડામણો થવા પામી અને એને પરિણામે ખૂનખાર કતલે થઈઆ આર્મેનિયનોને મહાન સત્તાઓએ ભારે દુરપયોગ કર્યો; તુર્કી સામે પ્રચાર કરવામાં તેમણે તેમને વટાવ્યા પરંતુ મહાયુદ્ધ પૂરું થયા પછી જ્યારે તેમને ઉપયોગ રહ્યો નહિ ત્યારે તેમણે તેમને વિસારી મૂકીને તરછોડ્યા. પાછળથી આર્મીનિયા સોવિયેટ પ્રજાસત્તાક બન્યું અને રશિયાનાં સોવિયેટ સંયુક્ત રાજ્યોમાં તે જોડાઈ ગયું. આર્મીનિયા તુર્કીની પૂર્વે કાળા સમુદ્રના કિનારા ઉપર આવેલું છે. તુર્કીના અમલ નીચેના આરબ પ્રદેશને જાગ્રત થતાં વાર લાગી, જે કે આરબો અને તુર્કો વચ્ચે પરસ્પર લેશ પણ એકદિલી નહોતી. એ પ્રદેશમાં પ્રથમ સાંસ્કૃતિક જાગૃતિ આવી અને અરબી ભાષા તેમ જ સાહિત્યને પુનરુદ્ધાર થયે. છેક ૧૯મી સદીના સાતમા દશકામાં સીરિયામાં આની શરૂઆત થઈ અને પછી એ મિસર તેમ જ અરબી ભાષા બોલનારા પ્રદેશમાં પ્રસરી. એ પ્રદેશમાં રાજકીય ચળવળની શરૂઆત ૧૯૦૮ની તરુણ તુર્કોની ક્રાંતિ તથા સુલતાન અબ્દુલ હમીદના પતન પછી થઈ મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી એ બંને ધર્મો પાળનારા આરબમાં રાષ્ટ્રીય વિચારને ફેલાવો થયે અને આરબ દેશને તુર્કીની ધૂંસરીમાંથી મુક્ત કરીને તેમને એક રાજ્યના છત્ર નીચે એકત્ર કરવાની કલ્પનાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું. મિસર જો કે અરબી ભાષા બોલનાર દેશ છે પરંતુ રાજકીય દૃષ્ટિએ તે બીજા આરબ દેશોથી ભિન્ન છે અને અરબસ્તાન, સીરિયા, પેલેસ્ટાઈન તથા ઇરાકના બનનારા આ આરબ રાજ્યમાં તે દાખલ થશે એમ ધારવામાં આવતું નહોતું. ખિલાફત ઉસ્માની સુલતાન પાસેથી બદલીને તથા આરબ રાજવંશને તે સુપરત કરીને આરબ લેકે ઇસ્લામની ધાર્મિક નેતાગીરી પણ ફરી પાછી પ્રાપ્ત કરવા માગતા હતા. આ વસ્તુને પણ ધાર્મિક કરતાં વિશેષ કરીને રાજકીય મહત્ત્વ આપવામાં આવતું હતું, કેમ કે એથી આરબેની મહત્તા અને ગૌરવ વધે છે એમ માનવામાં આવતું હતું અને સીરિયાના ખ્રિસ્તી આરબો પણ એની તરફેણ કરતા હતા. મહાયુદ્ધ પહેલાં જ બ્રિટને આરબ રાષ્ટ્રીય ચળવળ સામે કાવાદાવા કરવાનું શરૂ કરી દીધું હતું. મહાયુદ્ધ દરમ્યાન મહાન આરબ રાજ્ય સ્થાપવા વિષે તરેહ તરેહનાં વચને આપવામાં આવ્યાં અને મક્કાને શરીફ હુસેન પિતે એક મે બાદશાહ બનશે અને ખલીફ પણ તેની ખુશામત કરતે થઈ જશે Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એવી ઉમેદથી અંગ્રેજો સાથે મળી ગયું અને તુ સામે તેણે આરબ પાસે બળ કરાવ્યું. સીરિયાના મુસલમાન તેમ જ ખ્રિસ્તી આરબોએ હુસેનને તેના એ બળવામાં ટેકે આપે અને તેમના કેટલાયે આગેવાનોએ એમાં પિતાના જાન પણ આપ્યા કેમ કે તુર્કીએ તે બધાને ફાંસીએ લટકાવી દીધા. ૬ઠ્ઠી મેને દિવસે તેમને દમાસ્કસ તથા બીરૂટમાં ફાંસી દેવામાં આવી અને સીરિયામાં આજે પણ એ દિવસને શહીદ દિન તરીકે ઊજવવામાં આવે છે. બ્રિટિશ લેકની આર્થિક મદદ તથા કર્નલ લેરેન્સ નામના ઈગ્લેંડના જાસૂસી ખાતાના ભેદી પુરૂષ તથા પ્રતિભાશાળી વ્યક્તિની સહાયથી આરબ બળવો સફળ થયે. મહાયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તે તુકના તાબાને ઘણેખરો આરબ મુલક ઇંગ્લંડના અંકુશ નીચે આવી ગયે. તુર્ક સામ્રાજ્ય હવે છિન્નભિન્ન થઈ ગયું હતું. હું તને આગળ કહી ગયું છું કે તુર્કીના સ્વાતંત્ર્ય માટેની તેની લડતમાં ખુદિતાનના અમુક ભાગ સિવાયના અતુર્ક પ્રદેશ પાછા જીતી લેવાન મુસ્તફા કમાલ પાશાને કદીયે ઉદ્દેશ હતો નહિ. ભારે ડહાપણુપૂર્વક તે ખુદ તુકના સ્વાતંત્ર્યના ધ્યેયને જ વળગી રહ્યો. આમ, મહાયુદ્ધ પૂરું થયા પછી આ આરબ દેશોનું ભાવી નક્કી કરવાનું હતું. વિજયી મિત્રરા અથવા સાચું કહેતાં બ્રિટિશ અને ફ્રેંચ સરકારએ ઈમાનદારીને ડોળ કરીને જાહેર કર્યું કે, “તુર્કીની ધૂંસરી નીચે લાંબા વખતથી પીડાતી આવેલી પ્રજાને સંપૂર્ણપણે અને ચોક્કસ રીતે મુક્ત કરવી અને તેમની સ્વતંત્ર પસંદગી અને નિર્ણય દ્વારા સ્થાનિક વસ્તી પાસેથી પિતાપિતાની સત્તા પ્રાપ્ત કરનાર સરકાર અને વહીવટી તંત્ર સ્થાપવાં” એ અમારું એકમાત્ર ધ્યેય છે. આરબ મુલકને ઘણોખરો ભાગ આપસમાં વહેચી લઈને આ બે સરકારોએ પિતાને ઉપર્યુક્ત ઉદાત્ત હેતુ પાર પા. પ્રજાસંધના આશીર્વાદ સાથે ઇગ્લેંડ તથા ક્રાંસને એ પ્રદેશ માટે મેન્ડેટ આપવામાં આવ્યા. “મેન્ડેટે” એ નવા પ્રદેશ મેળવવા માટેની સામ્રાજ્યવાદી સત્તાઓની નવી રીત છે. આ રીતે ક્રાંસને સીરિયા મળ્યું; ઇંગ્લંડને પેલેસ્ટાઈન તથા ઇરાક મળ્યાં. અરબસ્તાનના સૌથી મહત્વના ભાગ હજાઝને બ્રિટનના આશ્રિત મક્કાના શરીફ હુસેનના અમલ નીચે મૂકવામાં આવ્યું. આમ, આરબંને એક જ આરબ રાજ્ય સ્થાપવાનું વચન આપ્યું હેવા છતાં આરબ પ્રદેશના ટુકડા પાડી નાખવામાં આવ્યા અને તેમને જુદા જુદા મેટ' નીચે મૂકવામાં આવ્યા. હજાઝ ઉપલક દૃષ્ટિથી જોતાં સ્વતંત્ર લાગતું હતું પરંતુ વાસ્તવમાં તે બ્રિટનના પ્રભુત્વ નીચે હતું. તેમના મુલકના આ રીતે ભાગલા પાડી નાખવામાં આવ્યા તેથી આરબ અતિશય નાસીપાસ થયા અને એને છેવટની વ્યવસ્થા તરીકે સ્વીકારી લેવાને તેમણે ઇન્કાર કર્યો. પરંતુ હજી તે એથીયે વિશેષ નાસીપાસી અને અણધારી આફતે તેમના નસીબમાં Page #520 -------------------------------------------------------------------------- ________________ આરબ દેશ -~ સીરિયા ૧૧ " લખાયેલી હતી કેમ કે, વધારે સુગમતાથી રાજવહીવટ ચલાવવાને માટે, ભાગલા પાડવાની સામ્રાજ્યવાદી જૂની નીતિ એ દરેક મેન્ડેટ ’ની હદમાં પણ અજમાવવામાં આવી. હવે એ દરેક દેશના અલગ અલગ વિચાર કરવાનું સુગમ થઈ પડશે. આથી હવે હું ફ્રેંચ ‘મેન્ડેટ ’સીરિયાની વાત પ્રથમ કહીશ. ૧૯૨૦ની સાલના આરંભમાં હેાઝના બાદશાહ હુસેનના પુત્ર અમીર ફૈઝલના હાથ નીચે સીરિયામાં અંગ્રેજોની મદદથી આરબ સરકારની સ્થાપના કરવામાં આવી. સીરિયાની રાષ્ટ્રીય પરિષદ મળી અને તેણે સંયુક્ત સીરિયા માટે લાકશાહી રાજ્યબંધારણ ઘડી કાઢયું, પરંતુ આ તે થાડા માસના જ તમારા હતા. ૧૯૨૦ના ઉનાળામાં ફ્રેંચ પ્રજાસÛ સીરિયા માટે આપેલા મેન્ટેડ લઈને ત્યાં આવ્યા. તેમણે ફૈઝલને ત્યાંથી હાંકી કાઢ્યો અને ખળજબરીથી દેશને કબજો લીધે. સીરિયા એક નાનકડા દેશ છે અને તેની વસ્તી ત્રીસ લાખ કરતાંયે એછી છે. પરંતુ તે ફ્રેંચાને માટે સિંહની ખેડ કરતાંયે વસમા થઈ પડ્યો. કેમ કે, સીરિયાના મુસલમાન તેમ જ ખ્રિસ્તી આરએએ હવે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાના નિર્ધાર કરેલા હોવાથી બીજી સત્તાના આધિપત્યને સહેલાઈથી વશ થવાના તેમણે ઇન્કાર કર્યાં. ત્યાં આગળ નિરંતર તકલીફ ઊભી થયાં જ કરી; ઠેકઠેકાણે સ્થાનિક ડૈ થયાં અને સીરિયામાં પોતાના અમલ ચાલુ રાખવા માટે મોટુ ફ્રેંચ લશ્કર ત્યાં આગળ ખેલાવવાની જરૂર પડી. પછીથી ફ્રેંચ સરકારે સામ્રાજ્યવાદની હંમેશની યુકિત અજમાવી, દેશને હજી પણ વધારે નાનાં નાનાં રાજ્યામાં વહેંચી નાખીને તેમ જ ધાર્મિક તેમ જ લઘુમતીઓના મતભેદોને માટુ' સ્વરૂપ આપીને સીરિયાના રાષ્ટ્રવાદને દુળ બનાવવાના પ્રયત્ન તેમણે આયેા. ભાગલા પાડીને રાજ્ય કરા' એ તેમની છરાદાપૂર્વકની નીતિ હતી અને તેમણે તેની લગભગ સત્તાવાર જાહેરાત કરી હતી. ' સીરિયા નાનકડા દેશ હાવા છતાંયે હવે તેને પાંચ અલગ અલગ રાજ્યમાં વહેંચી નાખવામાં આવ્યા. પશ્ચિમ તરફના સમુદ્ર કિનારા ઉપર અને લેખેનન પર્વતની નજીક લેખેનનનું રાજ્ય ઊભું કરવામાં આવ્યું. ત્યાં આગળના મોટા ભાગના લાકે મેતારાઈટ નામના ખ્રિસ્તી સંપ્રદાયના છે. સીરિયાના મુસલમાન આરાની વિરુદ્ધ તેમને પોતાના પક્ષના કરી લેવા માટે ફ્રેંચેએ તેમને ખાસ દરજ્જો અઠ્યા. લેખેનનની ઉત્તરે, દરિયા કાંઠા ઉપર જ, પહાડામાં બીજું એક નાનકડુ રાજ્ય ઊભું કરવામાં આવ્યું. ત્યાં આગળ અલાવી નામના મુસલમાનો વસતા હતા. એની પણ ઉત્તરે ઍલેકઝાંડેટા નામનું ત્રીજું એક રાજ્ય ઊભું કરવામાં આવ્યું. એ તુર્કીની સરહદ સાથે જોડાયેલુ છે અને ત્યાં મોટે ભાગે તુ ભાષા માલનારા લોકો વસે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ રીતે, હવે બાકી રહેલા સીરિયાને તેના કેટલાક સૌથી ફળદ્રુપ જિલ્લાઓથી વંચિત કરવામાં આવ્યું અને એથીયે વિશેષ ખરાબ તે એ હતું કે તેને સમુદ્રથી બિલકુલ અળગું કરી દેવામાં આવ્યું. હજારે વરસથી સીરિયા ભૂમધ્ય સમુદ્ર ઉપરને એક મહાન દેશ રહ્યો હતે. પરંતુ આ પ્રાચીન સંબંધ તોડી નાખવામાં આવ્યો અને હવે વેરાન રણ સાથે તેને પાનું પાડવું પડયું. આ બાકી રહેલા સીરિયામાંથી પણ એક ડુંગરાળ ટુકડે અલગ પાડીને જબલ–અદ-દ્રુજ નામનું એક જુદું રાજ્ય બનાવવામાં આવ્યું. ત્યાં આગળ કુજ જાતિના લેકે વસતા હતા. - સીરિયાના લેકે આરંભથી જ “મેન્ડેટ”ની વિરુદ્ધ હતા. ત્યાં આગળ અનેક ઝઘડાઓ થયા અને “મેન્ડેટ'ની વિરુદ્ધ ભારે દેખાવો કરવામાં આવ્યા. આ દેખાવમાં સ્ત્રીઓએ પણ ભાગ લીધે. ફ્રેંચ લોકેએ આ બધું મજબૂત હાથે દાબી દીધું. દેશના ભાગલા પાડીનાખવામાં આવ્યા તેથી તેમ જ જાણીબૂજીને ધાર્મિક તથા લધુમતીના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. તેથી, તે પરિસ્થિતિ વધુ બગડવા પામી અને અસંતોષ વધી ગયા. એ દાબી દેવાને માટે હિંદુસ્તાનના અંગ્રેજોની પેઠે ફેંચે એ વ્યક્તિગત તેમ જ રાજકીય સ્વાતંત્ર્ય છીનવી લીધું અને આખા દેશમાં સર્વત્ર છૂપી પોલીસ અને જાસૂસની જાળ પાથરી દીધી. સામાન્ય રીતે, જેમને તેમના દેશવાસીઓ પ્રજાદ્રોહી ગણતા હતા તથા પ્રજામાં જેમની કશીયે લાગવગ નહતી એવા “વફાદાર' સીરિયનને તેમણે પિતાના અમલદારે બનાવ્યા. અલબત, અતિશય ઉદાત્ત હેતુઓને ડાળ રાખીને આ બધું કરવામાં આવતું હતું. અને ફ્રેન્ચાએ જાહેર કર્યું કે, “સીરિયાના લેકને રાજદ્વારી બાબતે વિષે પૂરેપૂરી સમજ આપવી તથા તેમને સ્વતંત્રતાની તાલીમ આપવી એ અમારી ફરજ છે, એમ અમે માનીએ છીએ.” હિંદમાં અંગ્રેજો પણ આને મળતી ભાષામાં જ વાત કરે છે ! પરિસ્થિતિ, ખાસ કરીને જબલ–અદ-કૂજના લડાયક અને કંઈક અંશે આરણ્યક લેકમાં વિષમ થતી ગઈ. (એ લેકે હિંદના વાયવ્ય સરહદના તાયફાવાળાઓને મળતા છે.) ફ્રેંચ ગવર્નર તૂજ લેકે ના આગેવાનો સાથે અતિશય હીન પ્રકારની રમત રમે. તેણે તેમને આમંત્રણ આપ્યું અને પછી તેમને બાંયધરી તરીકે કેદ કરી લીધા. આ બનાવ ૧૯૨૫ના ઉનાળામાં બન્યો. અને એ પછી તરત જ જબલ–અદ-દ્રજમાં બળો ફાટી નીકળ્યો. આ સ્થાનિક બળ આખા દેશમાં ફરી વળ્યું અને તેણે સીરિયાની સ્વતંત્રતા તથા એકતાના બળવાનું સ્વરૂપ ધારણ કર્યું. - સીરિયાનું આ સ્વાતંત્ર્ય યુદ્ધ એ એક અદ્વિતીય ઘટના હતી. હિંદુસ્તાનના બે ત્રણ જિલ્લાઓના કદના આ નાનકડા દેશે તે વખતની દુનિયાની સૌથી બળવાન લશ્કરી સત્તા માંસ સામે લડવાને હામ ભીડી. બેશક, સીરિયન Page #522 -------------------------------------------------------------------------- ________________ આરબ દેશે — સીરિયા ૧૧૮૯ લોકા પ્રચંડ અને સુસજ્જ ફ્રેંચ સૈન્યની સામે ઊભા રહીને હાથેાહાથ લડી શકે એમ નહતું પરંતુ તેમણે ગ્રામ વિભાગો ઉપર પોતાનો કબજો રાખવાનું ફ્રેંચે માટે મુશ્કેલ બનાવી દીધું. માત્ર મેટાં મેટાં શહેરો જ ફ્રેંચોના કબજામાં હતાં અને તેમના ઉપર પણ સીરિયન લેા કદી કદી હુમલા કરતા. સંખ્યાબંધ લાકાતે ગાળાથી વીધી નાખીને તથા ગામાનાં ગામા બાળી મૂકીને ફ્રેંચાએ લોકેામાં ત્રાસ વર્તાવવાના પ્રયત્ન કર્યાં. ૧૯૨૫ની સાલના આકટેમ્બરમાં ખુદ દમાસ્કસના મશહૂર શહેર પર પણ ઍબમારા કરીને તેના મેટા ભાગના નાશ કરવામાં આવ્યા. આખાયે સીરિયા લશ્કરી છાવણી સમાન બની ગયા. આટઆટલા જુલમા છતાં એ મળવા બે વરસ સુધી દાખી દઈ શકાયા નહિ. આખરે ફ્રાંસના પ્રચંડ લશ્કરી બળથી એ બળવા કચરી નાખવામાં આવ્યો પરંતુ સીરિયન લેકનાં અપૂર્વ ખલિદાને વ્યર્થ ગયાં નહિ. સ્વાતંત્ર્ય માટેના પોતાના હક તેમણે પુરવાર કર્યાં અને દુનિયાને તેમની અડગ તાકાતની પ્રતીતિ થઈ. 66 એ એક લક્ષમાં રાખવા જેવી ખીના છે કે, ફ્રે ંચાએ એ બળવાને ધાર્મિક સ્વરૂપ આપીને કુજ લેાકેાની સામે ખ્રિસ્તીઓને લડાવી મારવાના પ્રયત્ન કર્યાં. પરંતુ સીરિયન લેાકાએ તો સ્પષ્ટપણે જાહેર કર્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે લડી રહ્યા છે, કાઈ ધામિક હેતુ સાધવા માટે નહિ. બળવાના આરંભમાં જ ક્રુજ પ્રદેશમાં કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી હતી. એ સરકારે સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવાને પ્રજાને હાકલ કરતી એક જાહેરાત બહાર પાડી. એમાં એક અને અવિભાજ્ય સીરિયાની સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે, રાજ્યબંધારણ ઘડવા માટે બહારની કશીયે દખલ વિના ચૂંટાયેલી લોકપ્રતિનિધિ સભા મેળવવા માટે, દેશના કબજો કરી મેઠેલા પરદેશી લશ્કરને દૂર કરવા માટે, દેશની સલામતી માટે રાષ્ટ્રીય સૈન્ય ઊભું કરવા માટે તથા ફ્રેંચ ક્રાંતિના સિદ્ધાંતા તથા મનુષ્યના હક્કોના અમલ કરવાને માટે ” પ્રજાને એ સંગ્રામમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી. આમ, ફ્રેંચ ક્રાંતિના સિદ્ધાંતા તથા તેણે જે હક્કોની ઘેષણા કરી હતી તેનું સમર્થન કરનારી પ્રજાને ફ્રેંચ સરકાર તથા ફ્રેંચ લશ્કરે કચરી નાખવાના પ્રયત્ન કર્યાં! ૧૯૨૮ની સાલના આરંભમાં સીરિયામાંથી લશ્કરી કાયદાના અમલના અંત આવ્યા અને તેની સાથે છાપાંનું ખખનિયમન પણ દૂર થયું. ધણા રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. રાષ્ટ્રવાદીની માગણી અનુસાર રાજ્યબંધારણ ઘડવા માટે લોકપ્રતિનિધિ સભા ખેલાવવામાં આવી. પરંતુ આજે હિંદમાં કરવામાં આવ્યું છે તેમ ધર્મ પ્રમાણે અલગ મતાધિકારની યેાજના કરીને ચેએ મુસીબતોનાં ખીજ વાવ્યાં. મુસલમાન, કૅથલિક સંપ્રદાયના ગ્રીકા, ગ્રીક ફ્રેંડાસ ચને માનનારાઓ તેમ જ અલગ ન-૨ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૦ જગતના ઇતિહાસનું' રેખાદર્શન યહૂદી એ બધાના જુદા જુદા વિભાગા પાડવામાં આવ્યા અને દરેક મતદારને તેના ધાર્મિક સમૂહને જ મત આપવાની ફરજ પાડવામાં આવી. માસ્કસમાં એક અજબ પ્રકારની` અને આ ચેાજનાને તેના નગ્ન સ્વરૂપમાં રજૂ કરનારી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યાંના રાષ્ટ્રવાદીઓના એક નેતા પ્રોટેસ્ટંટ સંપ્રદાયને ખ્રિસ્તી હતા. તે પ્રોટેસ્ટંટ હોવાથી નક્કી કરવામાં આવેલા ખાસ મતવિભાગેામાંથી એકમાં તેના સમાવેશ થઈ શકે એમ નહેતું. આથી, દમાસ્કસમાં સૌથી વધારે લોકપ્રિય હોવા છતાં તે ચૂંટાઈ શકે એમ નહતું. મુસલમાનને દશ એટક મળતી હતી અને પ્રોટેસ્ટંટને એક એકક આપી શકાય એટલા માટે તેમણે પોતાની એક બેઠક તેને આપવાની તૈયારી બતાવી. પરંતુ ફ્રેંચ સરકાર એમાં સંમત થઈ નહિ. ફ્રેચાએ આ બધા પ્રયાસા કર્યાં તે છતાંયે લોકપ્રતિનિધિ સભામાં રાષ્ટ્રવાદીનું પ્રભુત્વ હતું અને તેમણે સ ંપૂર્ણ પણે સ્વતંત્ર રાજ્ય માટેનું બંધારણ ઘડી કાઢ્યું. સીરિયા પ્રજા પાસેથી પોતાની સર્વ સત્તા પ્રાપ્ત કરનાર પ્રજાસત્તાક બનવાનું હતું. આ બંધારણના ખરડામાં ફ્રેંચો કે તેમના મેન્ડેટ ’ના બિલકુલ ઉલ્લેખ કરવામાં આવ્યા નહાતા. ફ્રેચાએ એની સામે વાંધા ઉઠ્ઠાબ્યા, પરંતુ લોકપ્રતિનિધિ સભાએ એ બાબતમાં સહેજ પણ મચક આપી નહિ અને મહિના સુધી તેમની વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરી. આખરે ફ્રેંચ હાઈ કમિશનરે એવી સૂચના કરી કે રાજ્યખંધારણના આખા ખરડા ભલે મજબૂર કરવામાં આવે પરંતુ ‘ મેન્ડેટ ’ કાળ દરમ્યાન રાજ્યબંધારણની કાઈ પણ કલમને અમલ મેન્ડેટ ' અનુસાર ઊભી થતી ક્રાંસની જવાબદારી વિરુદ્ધ ન કરવામાં આવે એવી એક કલમ તેમાં દાખલ કરવી, આ બહુ જ અસ્પષ્ટ અને ગોળ ગોળ વાત હતી પરંતુ ફ્રાંસને એમાં ધણું નમતું આપવું પડયું હતું એ નિર્વિવાદ હતું. લોકપ્રતિનિધિ સભા તો એ સ્વીકારવા પણ તૈયાર નહોતી. આથી ૧૯૩૦ના મે માસમાં ફ્રેંચએ એ લોકપ્રતિનિધિ સભા વિખેરી નાખી અને સાથે સાથે તેણે ઘડી કાઢેલું રાજ્યઅંધારણ પોતે સૂચવેલા સુધારા સાથે જાહેર કર્યું. આમ, સીરિયા તેતે જોઈતું હતું તેમાંનું ધણુંખરું મેળવવામાં ક્રૂતેહમદ થયું. આમ છતાં તેણે પોતાની એક પણ માગણી છેાડી ન દીધી કે ન તેની ખખતમાં સહેજ પણ બાંધછોડ કરી. તેને માત્ર એ વસ્તુ પ્રાપ્ત કરવાની હવે આકી રહી હતી; · મેન્ડેટ ના અંત (જેની સાથે ફ્રેચાએ દાખલ કરેલી પેલી વધારાની કલમને પણ અંત આવે ) તથા એથીયે વિશેષ મહત્ત્વની વસ્તુ સમગ્ર સીરિયાની એકતા. એ સિવાય આખું રાજ્યબંધારણ પ્રગતિશીલ છે અને સંપૂર્ણ પણે સ્વતંત્ર દેશને માટે તે ઘડવામાં આવેલું છે. તેમના મહાન બળવા દરમ્યાન પોતે બહાદુર અને ટેકીલા લડવૈયા છે એમ તેમ જ એ પછી, સ્વતંત્રતાની પોતાની માગણીમાં સહેજ પણ ફેરફાર કે સુધારે સ્વીકારવાને Page #524 -------------------------------------------------------------------------- ________________ પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-ડેન ૧૧૯૧ ઇન્કાર કરનાર તેઓ એટલા જ અણનમ અને આગ્રહી વાટાઘાટ કરનારાઓ. પણ છે એમ સીરિયન લેકેએ બતાવી આપ્યું. ૧૯૩૩ના નવેમ્બર માસમાં ફ્રેએ સીરિયાની ધારાસભા સમક્ષ સંધિ માટે દરખાસ્ત કરી. એમાં ચ સરકારની તરફેણ કરનારા સભ્યોની બહુમતી હતી. આમ છતાંયે ધારાસભાએ એ સંધિને ફેંકી દીધી. એમ કરવાનું કારણ એ હતું કે એ સીરિયાના પાંચ રાજ્યોમાં પાડી નાખવામાં આવેલા મેજૂદ ભાગલાઓ કાયમ રાખવાની તેમ જ ત્યાં આગળ છાવણીઓ, બરાકે, એમ તથા લશ્કર ટકાવી રાખવાનો આગ્રહ રાખે. નંધ: ( કટોબર) ૧૯૩૮ :. ચેલૈવાકિયા ઉપર જર્મનીએ મેળવેલે વિજય તથા યુરોપ ઉપર ઉત્તરોત્તર વધતા જતા જર્મનીના પ્રભુત્વ તથા સંસ્થાને માટેની તેની માગણીઓ આખી દુનિયામાં નવી જ પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે. ફ્રાંસ ફરી પાછું બીજા દરજજાનું રાજ્ય બની ગયું છે અને તે પિતાનું દરિયાપારનું વિશાળ સામ્રાજ્ય લાંબા વખત સુધી ભાગ્યે જ ટકાવી રાખી શકે એમ છે. પેલેસ્ટાઈનમાં ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિને લીધે સીરિયા, પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-જોર્ડનનું બનેલું એક આરબ સમવાયતંત્ર ઊભું કરી શકાય એવી સૂચનાઓ થવા લાગી છે. ૧૬૭. પેલેસ્ટાઈન અને ટ્રાન્સ-જોર્ડન ર૯ મે, ૧૯૩૩ * સીરિયાની અડોઅડ પેલેસ્ટાઈન આવેલું છે અને તેને માટે પ્રજાસંધ તરફથી બ્રિટિશ સરકારને મેન્ડેટ' મળેલે છે. એ તે વળી સીરિયાથીયે વધારે નાને દેશ છે અને તેની વસતી દશ લાખ કરતાંયે ઓછી છે. પરંતુ એના પ્રાચીન ઇતિહાસ તથા સંબંધને કારણે લેકેનું ધ્યાન એના તરફ સારી પેઠે ખેંચાય છે. કેમ કે પેલેસ્ટાઈન એ યહૂદીઓ, ખ્રિસ્તીઓ તથા કંઈક અંશે મુસલમાની પણ પવિત્ર તીર્થભૂમિ છે. ત્યાં આગળ મુખ્ય વસતી મુસલમાન આરબની છે અને તેઓ સ્વતંત્રતાની તેમ જ સીરિયાના પિતાના આરબ બંધુઓ સાથે ઐક્યની માગણી કરે છે. પરંતુ બ્રિટિશ રાજનીતિએ ત્યાં આગળ યદી લેકની લઘુમતીને ખાસ પ્રશ્ન ઊભું કર્યો છે. યહૂદી લેકે અંગ્રેજોની તરફેણ કરે છે અને પેલેસ્ટાઈનની સ્વતંત્રતાને તેઓ વિરોધ કરે છે કેમ કે એથી તે ત્યાં આગળ આરબ લેકોને અમલ થશે એ તેમને ડર રહે છે. આરબે તેમ જ યહૂદીઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચાખેંચ કરે છે અને એને કારણે અચૂકપણે ઝઘડા થયા કરે છે. આરબંને પક્ષે સંખ્યાબળ છે અને Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમની સામે ભારે આર્થિક સાધનસંપત્તિ અને યહૂદીઓનું જગવ્યાપી સંગઠન છે. આમ, આરબના રાષ્ટ્રવાદની સામે ઇંગ્લંડ યહૂદીઓના ધાર્મિક રાષ્ટ્રવાદને ઊભું કરે છે અને એ બંને વચ્ચે સુલેહશાંતિ ટકાવી રાખવા માટે મધ્યસ્થ તરીકે ત્યાં પિતાને રહેવાની જરૂર છે એ તે જગત આગળ દેખાવ કરે છે. સામ્રાજ્યવાદી આધિપત્ય નીચેના બીજા દેશમાં આપણે જે જોઈ ગયાં તેની તે જ આ પુરાણી રમત છે; આશ્ચર્યની વાત તે એ છે કે, એ એકની એક રમતને અનેક વાર ઉપયોગ કરવામાં આવે છે. યહૂદીઓ એક અદ્ભુત પ્રજા છે. મૂળ તે પેલેસ્ટાઈનની એક પ્રજા હતી અને બાઈબલનો જૂના કરારમાં તેમના આરંભકાળની કથા કહેવામાં આવી છે. તેઓ કંઈક અંશે ઘમંડી હતા અને પિતાને ઈશ્વરની માનીતી પ્રજા તરીકે લેખતા હતા. પરંતુ લગભગ બધી જ પ્રજાઓ એવા પ્રકારના વ્યર્થ ઘમંડમાં રાચતી આવી છે. તેમને અનેક વાર જીતી લેવામાં આવ્યા, દાબી દેવામાં આવ્યા તથા ગુલામ પણ બનાવવામાં આવ્યા. અંગ્રેજી ભાષાની કેટલીક સૌથી સુંદર અને હૃદયદ્રાવક કવિતાઓ યહૂદીઓનાં ગીતે અને રુદનકાવ્ય છે. એ બધાં ગીતે અને રુદનકાબે બાઈબલના પ્રમાણિત અનુવાદમાં આપવામાં આવેલાં છે. હું ધારું છું કે મૂળ હિબ્રુ ભાષામાં પણ એ કાવ્ય એટલાં જ અથવા કહે કે અધિક સુંદર હશે. બાઈબલના જૂના કરારમાંથી એક ભજનની માત્ર થોડી લીટીઓ હું અહીં ઉતારીશ: “હે ઝિન, અમને તારું સ્મરણ થયું ત્યારે બેબિલોન નદીના તટ ઉપર બેસીને અમે આંસુ સાર્યા. અમારી સારંગીઓ તે અમે ત્યાં જ ઝાડ ઉપર લટકાવી દીધી. કેમ કે, અમને બંદીવાન કરીને લઈ જનારાઓએ, અમે શેકમાં ડૂખ્યા હતા ત્યારે અમને કહ્યું, કઈ મધુર ગીત ગાઓ ઝિનનું કોઈ ગીત અમને ગાઈ સંભળાવો. અમારા પ્રભુનું ગીત, કઈ પરાયા મુલકમાં અમે કેવી રીતે ગાઈએ ? જેરુસલેમ ! તને હું ભૂલું તો મારા જમણા હાથનું કૌશલ સમૂળ નષ્ટ થાઓ. તને જે હું ભૂલી જાઉં તો, મારી જિ મારા તાળવાને ચોંટી જાઓ: મારા આનંદમાં, જેરુસલેમ તને પ્રથમ સ્થાન ન આપે તે ખસૂસ એમ જ થાઓ.” આખરે યહૂદીઓ આખી દુનિયામાં ઠેકઠેકાણે વીખરાઈ ગયા. તેમને પિતાનું વતન કે રાષ્ટ્ર નહેતું અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અણુનેતય અને અનિષ્ટ પરદેશીઓ તરીકે તેમના પ્રત્યે વર્તાવ દાખવવામાં આવ્યું. બીજાઓને તેઓ દૂષિત ન કરે એટલા માટે શહેરમાં તેમને બીજા બધાઓથી જુદા અને તેમને માટે ખાસ મુકરર કરવામાં આવેલા અલગ સ્થાનમાં રહેવાની તેમને ફરજ પાડવામાં આવતી. તેમને વસવાનાં આ સ્થાનને “ઘેટના નામથી ઓળખવામાં આવતાં કેટલીક વાર તે બીજાઓથી જુદો પડી આવે એ ખાસ પ્રકારને પહેરવેશ પહેરવાની પણ તેમને ફરજ પાડવામાં આવતી હતી. તેમનું Page #526 -------------------------------------------------------------------------- ________________ પેલેસ્ટાઈન અને ટ્રાન્સજન ૧૧૯૩ અપમાન કરવામાં આવતું, તેમને ગાળો દેવામાં આવતી, તેમને પાડવામાં આવતા તેમ જ તેમની કતલ પણ કરવામાં આવતી. ખુદ યહૂદી શબ્દ કંજૂસ અને લોહી ચૂસનાર શાહૂકારને વાચક તેમ જ ગાળવાચક બની ગયે. અને આ બધાની સામે એ અદ્દભુત લેકે ટકી રહ્યા એટલું જ નહિ પણ તેમણે પિતાની જાતિની તેમ જ સંસ્કૃતિની વિશિષ્ટતાઓ જાળવી રાખી, સમૃદ્ધિ મેળવી તેમ જ અનેક મહાપુરુષો પેદા કર્યા. વિજ્ઞાન, રાજકારણ, સાહિત્ય, શરાફી તેમ જ વેપારરોજગાર વગેરે ક્ષેત્રમાં તેઓ અગ્રસ્થાન ભોગવે છે. અને મોટામાં મોટા સમાજવાદી તથા સામ્યવાદીઓ પણ યહૂદીઓ જ હતા. પરંતુ મેટા ભાગના યહૂદીઓ તે ગરીબ છે. પૂર્વ યુરોપનાં શહેરોમાં તેમની મોટી વસ્તી છે અને ત્યાં આગળ તેમની વખતેવખત કતલ કરવામાં આવે છે. વતન કે રાષ્ટ્ર વિનાના આ લેકો – ખાસ કરીને તેમનામાંના ગરીબ લેકે – કદી પણ પ્રાચીન જેરુસલેમનાં સ્વપ્નાં સેવતા અટક્યા નથી; તેમની કલ્પનામાં એ શહેર વાસ્તવમાં કદીયે હતું તેના કરતાં અતિશય ભવ્ય અને મહાન દેખાય છે. જેરૂસલેમને તેઓ ઝિન એટલે કે એક પ્રકારનું સ્વર્ગ કહે છે અને ક્રિયેનિઝમ એ તેમને જેરુસલેમ તેમ જ પેલેસ્ટાઈન તરફ નિરંતર આકર્ષતે એ ભૂતકાળને સાદ છે. ૧૯મી સદીના અંતમાં, આ ઝિનિસ્ટ ચળવળે ધીમે ધીમે વસાહતી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું અને સંખ્યાબંધ યહૂદીઓ પેલેસ્ટાઈનમાં જઈને વસ્યા. હિબ્રૂ ભાષાને પુનરુદ્ધાર પણ શરૂ થયો. મહાયુદ્ધ દરમ્યાન બ્રિટિશ લશ્કરે પેલેસ્ટાઈન ઉપર ચડાઈ કરી અને એ સૈન્ય જેરુસલેમે તરફ કૂચ કરી રહ્યું હતું તે વખતે એટલે કે ૧૯૧૭ની સાલના નવેમ્બર માસમાં બ્રિટિશ સરકારે એક જાહેરાત કરી. એ જાહેરાત બાલ્ફર જાહેરાત તરીકે ઓળખાય છે. બ્રિટિશ સરકારે એવું જાહેર કર્યું કે પેલેસ્ટાઈનમાં “યહૂદીઓનું રાષ્ટ્ર” સ્થાપવાનો તે ઇરદે છે. દુનિયાભરના યહૂદીઓની શુભેચ્છા સંપાદન કરવા માટે આ જાહેરાત કરવામાં આવી હતી અને નાણાં મેળવવાની દૃષ્ટિએ એ બહુ મહત્ત્વની હતી. યહૂદીઓએ એ જાહેરાત સહર્ષ વધાવી લીધી પરંતુ એમાં એક ઊણપ હતી; એક મહત્ત્વની બીના તરફ એમાં દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. પેલેસ્ટાઈને એ નિર્જન અરણ્ય કે વેરાન રણ નહોતું. એ ક્યારનુંયે બીજા લેકેનું રાષ્ટ્ર બની ગયું હતું. એટલે કે, ખરી રીતે બ્રિટિશ સરકારે પેલેસ્ટાઈનમાં વસતા લોકોને ભેગે અ, ઉદાર વલણ દર્શાવ્યું હતું. આથી, આરબ, બિન-આરબ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ત્યાં વસતા સૌ લેકેએ, સાચું કહેતાં યહૂદીઓ સિવાયના બધા લે કેએ ધર્મ કે કેમના ભેદભાવ વિના આ જાહેરાત સામે પ્રબળ વિરોધ ઉઠાવ્યા. વાસ્તવમાં એ આર્થિક પ્રશ્ન હતે. એ લોકોને લાગ્યું કે, તેમની પાછળ રહેલી અખૂટ ધનદોલત સહિત યુદદીઓ તેમની દરેક પ્રવૃત્તિમાં તેમની સાથે હરીફાઈમાં Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઊતરશે અને દેશના આર્થિક સ્વામી બની જશે; યહૂદીઓ તેમના મોંમાંથી રિટલે તેમ જ ખેડૂતો પાસેથી જમીન પડાવી લેશે એ તેમને ડર લાગે. ત્યાર પછીને પેલેસ્ટાઈનનો ઈતિહાસ એ આરબ અને યહૂદીઓ વચ્ચેના ઝઘડાઓને ઈતિહાસ છે. એમાં બ્રિટિશ સરકાર પ્રસંગ અનુસાર કઈ વાર યહૂદીઓનો તે કઈ વાર આરબંને પક્ષ કરતી, પરંતુ એકંદરે જોતાં તે યહૂદીઓને ટેકો આપતી. પરાધીન બ્રિટિશ વસાહતની પેઠે એ દેશ પ્રત્યે વર્તાવ રાખવામાં આવ્યું છે. ખ્રિસ્તીઓ તેમ જ યહૂદી સિવાયના બીજા લેકેના ટેકાથી આરબે આત્મનિર્ણય અને પૂર્ણ સ્વતંત્રતાની માગણી કરે છે. “મેન્ડેટ”ની સામે તેમ જ નવા આવતા વસાહતીઓ સામે તેમણે સખત વાંધો ઉઠાવ્યા છે તેમનું કહેવું એવું છે કે, હવે વસવાટ માટે ત્યાં અવકાશ રહ્યો નથી. જેમ જેમ નવા યહૂદી વસાહતીઓ ત્યાં આવતા ગયા તેમ તેમ તેમને ભય અને ક્રિોધ વધતાં ગયાં. તેમણે (આરબોએ) જણાવ્યું કે, “ઝિનિઝમ એ તે બ્રિટિશ સામ્રાજ્યવાદને મળતિ છે. જવાબદાર ઝિનિસ્ટ આગેવાને હમેશાં એ વસ્તુ ઉપર ભાર મૂક્તા આવ્યા છે કે, બળવાન “યહૂદી રાષ્ટ્ર” એ હિંદ જતા માર્ગનું રક્ષણ કરવામાં અંગ્રેજોને ભારે મદદરૂપ નીવડશે; કેમ કે એ આરબની રાષ્ટ્રીય આકાંક્ષાઓને સામને કરનારું બળ થઈ પડશે.” કેવી અણધારી જગ્યાઓએ હિંદુસ્તાન ફૂટી નીકળે છે! આરબની પરિષદે બ્રિટિશ સરકાર સાથે અસહકાર કરવાને તથા અંગ્રેજો છ રહ્યા હતા તે ધારાસભાની ચૂંટણુને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. એ બહિષ્કાર બહુ જ સફળ નીવડ્યો અને ધારાસભા ઊભી કરી શકાઈ નહિ. * અમુક પ્રકારને અસહકાર ઘણાં વરસો સુધી ચાલુ રહ્યો, પછીથી તે અમુક - અંશે શિથિલ થયે અને કેટલાક લેકે એ અંગ્રેજોને થોડા પ્રમાણમાં સહકાર આપે. આમ છતાંયે, અંગ્રેજો ચૂંટાયેલી ધારાસભા તે ન જ ઊભી કરી શક્યા અને હાઈ કમિશનર સર્વસત્તાધીશ સુલતાનની પેઠે ત્યાં શાસન કરવા લાગે. ૧૯૨૮ની સાલમાં આરબના જુદા જુદા પક્ષે આરબ પરિષદમાં ફરી પાછા એકત્ર થયા અને તેમણે “પિતાના જન્મસિદ્ધ હકક તરીકે” લેકશાહી તથા ધારાસભા દ્વારા ચાલતી બંધારણીય સરકારની માગણી કરી. આ ઉપરાંત તેમણે દઢતાપૂર્વક જણુવ્યું કે, “પેલેસ્ટાઈનના લેકે આજની આપખુદ સાંસ્થાનિક સરકાર ચલાવી લઈ શકે એમ નથી તેમ જ તેઓ તેને ચલાવી લેનાર પણ નથી.” રાષ્ટ્રવાદના આ નવા મોજાનું એક જાણવા જેવું લક્ષણ એ હતું કે એમાં આર્થિક પ્રશ્ન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યું હતું. સાચી પરિસ્થિતિની સમજ ઉત્તરોત્તર વધતી જાય છે એ વસ્તુ એ હમેશાં સૂચવે છે. ૧૯૨૯ના ઑગસ્ટ માસમાં યહૂદીઓ અને આરબે વચ્ચે મોટું રમખાણ ફાટી નીકળ્યું. યહૂદીઓની દિનપ્રતિદિન વધતી જતી સંપત્તિ તથા Page #528 -------------------------------------------------------------------------- ________________ પેલેસ્ટાઈન અને ટ્રાન્સજન ૧૧૫ સંખ્યાને કારણે આરબમાં વધતી જતી કડવાશની અને ભયની લાગણી તથા આરબે તરફથી કરવામાં આવતી સ્વતંત્રતાની માગણીને યહૂદીઓ તરફથી થત વિરોધ એ બળવાનું સાચું કારણ હતું. પરંતુ એનું તાત્કાલિક કારણું તે એક દીવાલ હતી. એ “રદનની દીવાલ” તરીકે ઓળખાતી હતી. એ હીરેડના મંદિરની આસપાસની પ્રાચીન દીવાલને એક ભાગ છે અને યહૂદીઓ તેને પિતાના જાહેરજલાલીના કાળનું સ્મારક ગણે છે. પાછળથી ત્યાં આગળ એક મસ્જિદ બાંધવામાં આવી હતી અને એ દીવાલ તે ઈમારતને એક ભાગ બની ગઈ. યહૂદીઓ આ દીવાલ પાસે પ્રાર્થના કરે છે તથા ત્યાં આગળ બેસીને મોટે અવાજે તેમનાં રૂદનગીત ગાય છે, એથી કરીને એને “રુદનની દીવાલ’ કહેવામાં આવે છે. પિતાની એક સૌથી મશહૂર મસ્જિદ આગળ આમ કરવામાં આવે તેની સામે મુસલમાનોને ભારે વિરોધ છે. રમખાણે દબાવી દીધા પછી પણ બીજી રીતે તેમની વચ્ચેની લડાઈ ચાલુ જ રહી. અને આશ્ચર્યની વાત તે એ છે કે, એમાં પેલેસ્ટાઈનનાં ખ્રિસ્તી ચને આરઓને સંપૂર્ણ ટેકે હતે. આ રીતે મેટી મેટી હડતાલે તથા દેખાવોમાં મુસલમાન તથા ખ્રિસ્તીઓ એ બંનેએ ભાગ લીધે. સ્ત્રીઓએ પણ એમાં આગળ પડતે ભાગ લીધે. આ હકીકત બતાવી આપે છે કે ખરી રીતે એ ધાર્મિક નહિ પણ ત્યાંના જૂના રહેવાસીઓ અને નવા આવનારાઓ વચ્ચે આર્થિક ઝઘડે હતે. મેન્ડેટ'ની જવાબદારી અદા કરવામાં અને ખાસ કરીને ૧૯૨૯નાં રમખાણે અટકાવવામાં નિષ્ફળ નીવડવા માટે પ્રજાસંઘે પેલેસ્ટાઈનના બ્રિટિશ વહીવટની આકરી ટીકા કરી. આમ, પેલેસ્ટાઈન વાસ્તવમાં એક બ્રિટિશ વસાહત જ બની ગયું છે. પરંતુ કેટલીક બાબતમાં તે તે પૂરેપૂરી રીતે વસાહત છે એમ પણ ન કહી શકાય. અને અંગ્રેજો યહૂદીઓને આરબોની સામે લડાવીને આ સ્થિતિ કાયમ રાખી રહ્યા છે. ત્યાં આગળ સંખ્યાબંધ બ્રિટિશ અમલદારો છે અને બધી મોટી મેટી જગ્યાઓ તેમણે રોકી લીધી છે. આરબની કેળવણીને માટે તીવ્ર ઉત્કંઠા હોવા છતાં બ્રિટનના તાબાને બીજા મુલકની પેઠે એ બાબતમાં ત્યાં કશુંયે કરવામાં આવ્યું નથી. યહૂદીઓ તે સાધનસંપન્ન હોવાને કારણે તેમણે પિતાને માટે સારી સારી શાળાઓ તથા કૉલેજે સ્થાપી છે. યહૂદીઓની વસતી આરબની વસતી કરતાં ચેથા ભાગની તે ક્યારનીયે થઈ ચૂકી છે અને તેમની આર્થિક તાકાત તે ઘણી વધારે છે. પેલેસ્ટાઈનમાં પ્રભુત્વ ધરાવતી કેમ તે થઈ પડે એ દિવસની તેઓ રાહ જોઈ રહ્યા છે. પેલેસ્ટાઈનની સ્વતંત્રતા તથા તેને માટે લોકશાહી સરકાર પ્રાપ્ત કરવા માટેની લડતમાં તેમને સહકાર મેળવવાની કોશિશ આરએએ કરી હતી પરંતુ યહૂદીઓએ તેમના એ આમંત્રણને ધુત્કારી Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાઢયું હતું. શાસન કરતી વિદેશી સત્તાને પક્ષ લેવાનું તેમણે પસંદ કર્યું અને એ રીતે વધુમતીને સ્વતંત્રતાથી વંચિત રાખવાના કાર્યમાં તેમણે તેને મદદ કરી. વસ્તુસ્થિતિ આમ હેવાથી, પ્રધાનપણે આરબની પણ જેમાં ખ્રિસ્તીઓને પણ સમાવેશ થાય છે એવી આ વધુમતી યહૂદીઓના એ વલણને તીવ્રપણે ધિક્કારે એમાં કશું આશ્ચર્ય નથી. ટ્રાન્સ-જન. પેલેસ્ટાઈનને અડીને જોર્ડન નદીની પેલી પાર આવેલું એક બીજું રાજ્ય છે.. એ. રાજ્ય મહાયુદ્ધ પછી ઊભું કરવામાં આવ્યું હતું. તેને ટ્રાન્સ-જૉર્ડન કહેવામાં આવે છે. રણની અડોઅડ આવેલ સીરિયા અને અરબસ્તાન વચ્ચેને એ એક નાનકડે પ્રદેશ છે. એ રાજ્યની કુલ વસ્તી લગભગ ત્રણ લાખની છે અને એ આજના મધ્યમ કદના શહેરની વસ્તી જેટલી પણ ભાગ્યે જ ગણાય! બ્રિટિશ સરકાર એને પેલેસ્ટાઈન સાથે જોડી દઈ શકત પરંતુ સામ્રાજ્યવાદી નીતિ એકત્ર કરવા કરતાં ભાગલા પાડવાનું વધુ પસંદ કરે છે. હિંદ જવાના જમીન તેમ જ હવાઈ માર્ગોના પગથિયા તરીકે એ રાજ્ય મહત્વનું છે. રણ અને ફળદ્રુપ પ્રદેશ વચ્ચે આવેલું એ એક મહત્ત્વનું સરહદી રાજ્ય છે અને પશ્ચિમ તરફ સમુદ્ર સુધી એ પહોંચેલું છે. એ રાજ્ય બહુ નાનું છે ખરું પરંતુ એની પડેશના મેટા દેશમાં બનાવની પરંપરા બનવા પામી હતી તે જ ક્રમથી તેમાં પણ બનાવો બન્યા હતા. ત્યાં આગળ પણ પ્રજાકીય ધારાસભાની માગણી કરવામાં આવે છે પરંતુ તેને મચક આપવામાં આવતી નથી, બ્રિટિશ વિરોધી દેખાવો થાય છે અને તે દાબી દેવામાં આવે છે, ખબરનિયમન ચાલુ છે, આગેવાનોને દેશપાર કરવામાં આવે છે. સરકારનાં પગલાંઓને બહિષ્કાર કરવામાં આવે છે વગેરે વગેરે. અંગ્રેજોએ ચતુરાઈપૂર્વક હેજાઝના બાદશાહ હુસેનના બીજા પુત્ર તથા ફેઝલના ભાઈ અમીર અબ્દુલ્લાને ટ્રાન્સ-જોર્ડનને રાજા બનાવ્યું. તે કશીયે સત્તા વિનાને પૂતળા સમાન શાસક છે અને સંપૂર્ણપણે અંગ્રેજોના અંકુશ નીચે છે. પરંતુ પ્રજાથી અંગ્રેજોને અણુછતા રાખવા માટે એક પડદા તરીકે તે ઉપયોગી છે. ત્યાં જે કંઈ બને છે તેને ઘણખરે દેષ તેને માથે ઢોળવામાં આવે છે અને પ્રજામાં તે અતિશય અકારે થઈ પડ્યો છે. અબ્દુલ્લાના અમલ નીચેનું ટ્રાન્સ-જૈન વાસ્તવમાં આપણું નાનાં નાનાં દેશી રાજ્યને ઘણે અંશે મળતું આવે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ તે એક સ્વતંત્ર રાજ્ય છે. પરંતુ ૧૯૨૮ની સાલમાં અબ્દુલ્લા અને અંગ્રેજોની વચ્ચે થયેલી સંધિ મુજબ લશ્કરી તેમ જ બીજા અનેક પ્રકારના અધિકારે ઈંગ્લેંડને આપવામાં આવેલા છે. વાસ્તવમાં એ રીતે ટ્રાન્સ-ઑર્ડન બ્રિટિશ સામ્રાજ્યને એક ભાગ બની જાય છે. બ્રિટિશ લેકેની Page #530 -------------------------------------------------------------------------- ________________ પૅલેસ્ટાઈન અને ટ્રાન્સ-જાડન ૧૧૯૭ છત્રછાયા નીચે ફાલતાફૂલતા નવા પ્રકારના સ્વાતંત્ર્યનું નાના પાયા ઉપર એ એક ખીજાં દૃષ્ટાંત છે. આ સધિ તેમ જ ત્યાં પ્રવર્તતી પરિસ્થિતિ પ્રત્યે ત્યાંના મુસલમાન તથા ખ્રિસ્તીઓ અતિશય કડવાશથી પોતાને રોષ દર્શાવે છે. સધિ વિરોધી ચળવળને દાખી દેવામાં આવી એટલું જ નહિ પણ તેને ટેકા આપનારાં છાપાંઓ સામે પણ મનાઈ હુકમા કાઢવામાં આવ્યા તથા હું ઉપર કહી ગયા છું તે પ્રમાણે તેના આગેવાનને દેશપાર કરવામાં આવ્યા. એથી કરીને ત્યાં આગળ વિરાધની લાગણી વધી ગઈ અને એક રાષ્ટ્રીય પરિષદની બેઠક મળી, એ પરિષદે એક રાષ્ટ્રીય કરાર ' પસાર કર્યાં અને અંગ્રેજો સાથે થયેલી સંધિને વખોડી કાઢી. નવી ચૂંટણી માટે મતદારોનું પત્રક બનાવવામાં આવ્યું ત્યારે પ્રજાના ઘણા મેટા ભાગે તેને બહિષ્કાર કર્યાં. પરંતુ અબ્દુલ્લા અને અંગ્રેજોએ મળીને સધિ મંજૂર રાખવાનો દેખાવ કરવાને માટે ગમે તેમ કરીને પોતાના ઘેાડાક ટેકાદારા શોધી કાઢ્યા. C ܙ ૧૯૨૯ની સાલમાં પૅલેસ્ટાઈનમાં મુસીબત ઊભી થવા પામી ત્યારે ટ્રાન્સજાનમાં અંગ્રેજો અને બાલ્ફ જાહેરાત સામે પ્રચંડ દેખાવા થયા. જુદા જુદા દેશમાં બનેલા બનાવા વિષે હું તને લંબાણથી લખતા જા પરંતુ એમાં એકની એક જ વસ્તુનું પુનરાવર્તન થતું લાગે છે. આપણે પોતપોતાના દેશમાં એમ માનવાને પ્રેરાઈએ છીએ કે પ્રત્યેક રાષ્ટ્રના વિશિષ્ટ પ્રશ્નોના અલગ અલગ વિચાર કરવા જોઇ એ. પરંતુ જગદ્રવ્યાપી બળા, પૂના બધાયે દેશોમાં જાગ્રત થતી જતી રાષ્ટ્રીયતાની ભાવના તથા તેને સામને કરવા માટે સામ્રાજ્ય તરફથી અજમાવવામાં આવતી તેની તે રીતા વગેરે પ્રશ્નોના વિચાર કરવા એ એના કરતાં વિશેષ જરૂરી છે. એ વસ્તુ તું બરાબર સમજે એટલા માટે હું પુનરાવર્તન કરું છું. રાષ્ટ્રવાદનો વિકાસ થાય છે તથા તે આગળ વધે છે ત્યારે સામ્રાજ્યવાદી રીતમાં સહેજ ફેરફાર થવા પામે છે. ઉપર ઉપરથી લેકાને રીઝવવાના પ્રયાસ કરવામાં આવે છે તેમ જ બહારના દેખાવ પૂરતુ નમતું આપવાના ડેળ પણ કરવામાં આવે છે. દરમ્યાન, ભિન્ન ભિન્ન દેશોમાં આ રાષ્ટ્રીય લડતની પ્રગતિ થતી જાય છે તેમ તેમ તે દરેક દેશમાં સામાજિક લડત અથવા જુદા જુદા વગે‡ વચ્ચેના કલહુ વધારે સ્પષ્ટ થતા જાય છે અને ડ્યૂડલ તથા કેટલેક અંશે સોંપત્તિ ધરાવનારા વર્ગી સામ્રાજ્યવાદી સત્તાના પક્ષમાં વધુ ને વધુ ભળતા જાય છે. નોંધ (આકટોબર ૧૯૩૮) : પૅલેસ્ટાઈનમાં આરબ રાષ્ટ્રવાદી, યહૂદી ઝિયેનિઝમ અને બ્રિટિશ સામ્રાજ્યવાદ એ ત્રણ વચ્ચેના ઝઘડા ચાલુ રહ્યો છે અને તે દિનપ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર થતે ગયા છે. જર્મનીમાં નાઝીઓને વિજય થવાથી મધ્ય યુરોપમાંથી સંખ્યાબંધ યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા અને એને પરિણામે Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પેલેસ્ટાઈનમાં યહૂદીઓનું દબાણ વધવા પામ્યું. એથી આરબેને ડર વળી વધારે મજબૂત બન્યું. તેમને લાગ્યું કે, આમ તે વસાહતી યહૂદીઓના પૂરમાં તેઓ ડૂબી જવાના અને પેલેસ્ટાઈનમાં યહૂદીઓનું પ્રભુત્વ થઈ જવાનું. આરબ એની સામે લડ્યા અને કેટલાકએ તે ત્રાસવાદી પ્રવૃત્તિઓને આશરે લીધે. પાછળથી કેટલાક ઉદ્દામ ઝિનિસ્ટોએ પણું એ જ રીત અખત્યાર કરીને એને બદલે વાળે. ૧૯૩૬ના એપ્રિલ માસમાં પેલેસ્ટાઈનના આરબોએ સાર્વત્રિક હડતાળ પાડી. એને દાબી દેવાને માટે બ્રિટિશ સત્તાવાળાઓએ લશ્કરી બળ વાપર્યું અને ભારે દમન કર્યું છતાંયે તે હડતાલ લગભગ છ માસ સુધી ચાલુ રહી. નાઝીઓની અટકાયતની છાવણુઓ જેવી અનેક છાવણીઓ ત્યાં થઈ ગઈ એ પ્રયત્નમાં નિષ્ફળતા મળતાં બ્રિટિશ સરકારે પેલેસ્ટાઈનના મામલામાં તપાસ કરવા માટે શાહી કમિશન નીમ્યુ. કમિશને જણાવ્યું કે, મેન્ડેટ નિષ્ફળ નીવડ્યો છે અને એ છોડી દેવો જોઈએ. તથા પેલેસ્ટાઈનને ત્રણ ભાગમાં વહેંચી નાખવું જોઈએ. મોટે ભાગે આરબના નિયમન નીચે રહે, દરિયાકાંઠાને લગતે ના ભાગ યહૂદીઓના નિયમન નીચે રહે તથા જેરસલેમ સહિતને ત્રીજો ભાગ બ્રિટિશના સીધા નિયમન નીચે રહે. આ ભાગલાની જનાને સૌએ વિરોધ કર્યો. આરબે તેમ જ યહૂદીઓ એ બંનેને એ યોજના માન્ય નહતી પરંતુ મોટા ભાગના યહૂદીઓ તેને અમલ કરવાને તૈયાર હતા. પરંતુ આરબો તે એના તરફ નજર કરવા પણ માગતા નહતા અને તેમને રાષ્ટ્રીય સામને પ્રબળ બને. છેલ્લા થોડા માસ દરમ્યાન તે એણે બ્રિટિશ હકૂમતને તીવ્ર વિરોધ કરનારી રાષ્ટ્રવ્યાપી લડતનું સ્વરૂપ ધારણ કર્યું છે. ધીમે ધીમે પેલેસ્ટાઈનને માટે પ્રદેશ રાષ્ટ્રવાદી આરબેના હાથમાં આવતે ગમે છે અને ત્યાં આગળ બ્રિટિશ હકૂમતને સ્થાને તેમની હકૂમત થઈ છે. દેશને ફરીથી જીતી લેવાને માટે બ્રિટિશ સરકારે નવું સૈન્ય મોકલ્યું છે અને ત્યાં આગળ ત્રાસ અને ભયભીતતાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. | દુર્ભાગ્યે આબેએ સારી પેઠે ત્રાસવાદને આશરે લીધે. કેટલેક અંશે આરબ સામે યહૂદીઓએ પણ એમ જ કર્યું. બ્રિટિશ સરકારે ત્યાં આગળ સંહાર અને ખુનામરકીની નિષ્ફર નીતિ અજમાવી અને હજી પણ તે એ જ નીતિ અજમાવી રહી છે. એ રીતે તેણે સ્વાતંત્ર્ય માટેની લડત કચરી નાખવાનો પ્રયત્ન કર્યો. આયર્લેન્ડમાં “બ્લેક એન્ડ ટૅન’ના અમલ દરમ્યાન જે રીતે અજમાવવામાં આવી હતી તેના કરતાં પણ બૂરી રીતે પેલેસ્ટાઈનમાં અજમાવવામાં આવે છે અને કડક ખબરનિયમન એ બધું બાકીની દુનિયાથી છુપાવી રાખે છે. આમ છતાંયે જે કંઈ ખબરો આવવા પામે છે તે અતિશય માઠી છે. હમણાં જ મારા વાંચવામાં Page #532 -------------------------------------------------------------------------- ________________ પેલેસ્ટાઈન અને ટ્રાન્સના ૧૧૯ આવ્યું છે કે, “શક પડતા” આરબોને બ્રિટિશ લશ્કર કાંટાળા તારની વાડની અંદર ખીચોખીચ પૂરી દેતું. લશ્કરી માણસો એને લેઢાનાં પાંજરાં કહેતા અને એવા દરેક “પાંજરામાં પ૦થી ૪૦૦ કેદીઓને પૂરી દેવામાં આવતા. એ કેદીઓનાં સગાંસંબંધીઓ તેમને ખરેખર પાંજરામાં પૂરેલાં પ્રાણીઓની પિઠે જ બહારથી ખાવાનું આપતાં. | દરમ્યાન, સમગ્ર આરબ દુનિયામાં એની સામે ભારે ક્રોધની લાગણી ભભૂકી ઊઠી છે તથા પોતાના સ્વાતંત્ર્ય માટે લડતી પ્રજાને આમ પાશવી રીતે કચરી નાખવાની કોશિશ કરવામાં આવે છે તેની પૂર્વના દેશોના મુસલમાને તથા બિન-મુસલમાને ઉપર ભારે અસર થવા પામી છે. આરબોએ બૂરાં અને અત્યાચારી કૃત્ય કર્યા છે એ ખરું, પરંતુ તત્ત્વતઃ તેઓ સ્વાતંત્ર્ય માટે મૂકી રહ્યા છે અને બ્રિટિશ સામ્રાજ્યની સત્તા તેમને ક્રૂરપણે દબાવી રહી છે. આરબ અને યહૂદી એ બે પીડિત પ્રજાઓ એકબીજીની સામે અથડામણમાં આવે એ એક કરણ ઘટના છે. યુરોપમાં તેઓ ભીષણ યાતનાઓ વેઠી રહ્યા છે તેને માટે યહૂદીઓ પ્રત્યે આપણે સૌએ સહાનુભૂતિ રાખવી જોઈએ. સંખ્યાબંધ યહૂદીઓ ત્યાં આગળ ઘરબાર વિનાના અને રખડતા થઈ ગયા છે અને કોઈપણ દેશ તેમને સંઘરવા માગતું નથી. પેલેસ્ટાઈન તરફ તેઓ આકર્ષાય એ આપણે સમજી શકીએ છીએ. એ વસ્તુ પણ સાચી છે કે, યહૂદી વસાહતીઓએ દેશને સુધાર્યો છે, ત્યાં આગળ હુન્નરઉદ્યોગે દાખલ કર્યા છે તેમ જ જીવનનું ધારણ પણ ઊંચું કર્યું છે. પરંતુ સાથે સાથે આપણે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે, પેલેસ્ટાઈન એ મુખ્યત્વે કરીને આરબ દેશ છે અને તે આરબ દેશ જ રહેવો જોઈએ તેમ જ તેમના પિતાના જ વતનમાં આરબને કચરી નાખવા કે દબાવવા ન જોઈએ. સ્વતંત્ર પેલેસ્ટાઈનમાં, એકબીજાનાં વાજબી હિત ઉપર આક્રમણ કર્યા વિના એ બંને પ્રજાઓ પરસ્પર સહકાર કરી શકે એમ છે તેમ જ દેશની ઉન્નતિ સાધવામાં પણ તે બંને ફાળો આપી શકે એમ છે. પેલેસ્ટાઈન, દુર્ભાગ્યે હિંદુસ્તાન તેમ જ પૂર્વના દેશોમાં જવાના દરિયાઈ તથા હવાઈ માર્ગો ઉપર આવેલું હોવાથી અંગ્રેજોની સામ્રાજ્યવાદી યોજનાઓમાં એનું ભારે મહત્ત્વ છે અને એ જનાને આગળ ધપાવવા માટે આરબ તેમ જ યહૂદીઓ એ બંનેને હથિયાર બનાવવામાં આવે છે. એનું ભાવી અનિશ્ચિત છે. ભાગલાની જૂની યેજનાને પડતી મૂકવામાં આવે એ સંભવ છે અને યહૂદીઓના સ્વતંત્ર પ્રદેશને સમાવેશ થાય એવું આરબોનું વિશાળ સમવાયતંત્ર સ્થાપવાની વાતે થવા લાગી છે. પેલેસ્ટાઈનના આરબનો રાષ્ટ્રવાદ કરી શકાય એમ નથી તેમ જ સામ્રાજ્યવાદને દૂર કરીને આરબ ચહૂદીઓના સહકારની સ્થિર પાયા ઉપર જ દેશનું ભાવિ ઘડી શકાય એમ છે એ નિર્વિવાદ છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮. આધુનિક અરબસ્તાન ૩ જૂન, ૧૯૩૩ " આરબ દેશે વિષે હમણાં હું તને લખી રહ્યો છું. પણ અરબી ભાષા તેમ જ સંસ્કૃતિના ઉગમસ્થાન તથા ઇસ્લામની માતૃભૂમિ અરબસ્તાન વિષે હજી સુધી મેં કશુંયે કહ્યું નથી. આરબ સભ્યતાનું એ ઉદ્ભવસ્થાન છે એ ખરું પરંતુ તે પછાત અને મધ્યકાલીન જ રહ્યું છે તથા આધુનિક સભ્યતાની કસોટી અનુસાર મિસર, સીરિયા, પેલેસ્ટાઈન તથા ઈરાક વગેરે તેના પડોશી આરબ દેશે તેનાથી ઘણું આગળ વધી ગયા છે. અરબસ્તાન એ બહુ વિશાળ દેશ છે અને એનું ક્ષેત્રફળ હિંદુસ્તાનના ક્ષેત્રફળ કરતાં બે તૃતીયાંશ જેટલું છે. અને આમ છતાં એની વસ્તી ચાળીશ કે પચાસ લાખની એટલે કે હિંદની વસતીના સિત્તરમા કે એંશીમા ભાગ જેટલી છે. આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જણાય છે કે ત્યાં આગળ વસતી બહુ જ ઓછી છે. અરબસ્તાનને મોટો ભાગ રણુ છે અને એથી જ ભૂતકાળમાં તે લેભી સાહસખોરોની નજરમાંથી બચી ગયું તથા આ બદલાતા જતા જગતમાં રેલવે, તાર, ટેલિફેન તેમ જ એવી જ બીજી આધુનિક વસ્તુઓ વિનાનું મધ્યયુગના અવશેષ સમું રહેવા પામ્યું છે. મેટે ભાગે રખડુ ગોપ ટોળીઓ ત્યાં વસતી હતી. તેમને બાઉની કહેવામાં આવતા હતા. રણની રેતીમાં તેઓ પિતાનાં ઝડપી ઊંટે –“રણનાં વહાણે” – તથા પિતાના જગમશહૂર અરબી ઘોડાઓ ઉપર બેસીને પ્રવાસ કરતા હતા. તેઓ મેટાં મેટાં કુટુંબમાં રહીને જીવન ગુજારતા હતા અને કુટુંબના વડીલની આજ્ઞાને આધીન રહેતા હતા. છેલ્લાં હજાર વરસ દરમ્યાન તેમના એવા પ્રકારના જીવનમાં નહિ જે જ ફેરફાર થવા પામ્યો હતો. મહાયુદ્ધે બીજી અનેક બાબતમાં ફેરફાર કરી નાખ્યા તે જ પ્રમાણે તેણે તેમની એ અવસ્થામાં પણ ફેરફાર કરી નાખ્યો. | નકશામાં જેશે તે તેને માલૂમ પડશે કે, અરબસ્તાનને વિશાળ દ્વીપકલ્પ રાતા સમુદ્ર અને ઈરાનના અખાતની વચ્ચે આવેલું છે. એની દક્ષિણે અરબી સમુદ્ર આવેલું છે અને ઉત્તરે પેલેસ્ટાઈન, ટ્રાન્સ-જૈન અને સીરિયાનું રણ આવેલું છે તથા ઉત્તર-પૂર્વમાં ઈરાકની હરિયાળી અને ફળદ્રુપ ખીણ આવેલી છે. પશ્ચિમે રાતા સમુદ્રને અડીને હજાઝને પ્રદેશ આવેલું છે. એ પ્રદેશ ઇસ્લામનું ઉગમસ્થાન છે અને મક્કા તથા મદીનાનાં પવિત્ર શહેરે તેમાં આવેલાં છે. જેદ્દાહનું બંદર પણું ત્યાં જ આવેલું છે. દર વરસે હજ કરવા જનારા હજારે યાત્રાળુઓ એ બંદરે ઊતરે છે અને ત્યાંથી મક્કા જાય છે. અરબસ્તાનના મધ્ય ભાગમાં આવેલ અને પૂર્વમાં ઈરાનના અખાત સુધી ફેલાયેલું નજદ પ્રદેશ છે. હજાઝ અને નજદ એ અરબસ્તાનના બે મુખ્ય ભાગે છે. દક્ષિણ Page #534 -------------------------------------------------------------------------- ________________ આધુનિક અમસ્તાન ૧૨૦૧ પશ્ચિમમાં યમન આવેલું છે, એને રામનાના સમયથી અરેબિયા ફેલિકસ ’ એટલે કે ભાગ્યશાળી અરબસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું, કેમ કે બાકીના અરબસ્તાનને જે વેરાન રણ છે — મુકાબલે તે અતિશય ફળદ્રુપ હતું. એથી એ પ્રદેશમાં ગીચ વસતી હેય એ આપણે સમજી શકીએ છીએ. અરબસ્તાનની છેક દક્ષિણ-પશ્ચિમ અણી ઉપર એડન આવેલું છે. એ બ્રિટનના તાબામાં છે. પૂર્વથી પશ્ચિમ તરફ આવતાંજતાં વહાણાને વિસામે લેવા માટેનું એ બંદર છે. - મહાયુદ્ધ પહેલાં લગભગ આખા દેશ તુર્કીના અંકુશ નીચે હતા અથવા કહે કે તુર્કીનું આધિપત્ય તે માન્ય રાખતો હતો. પરંતુ નજદમાં અમીર ઇબ્ન સાઉદ ધીમે ધીમે સ્વતંત્ર શાસક બનતા જતા હતા તેમ જ નવા નવા પ્રદેશ જીતતા જીતતા તે ઈરાનના અખાત સુધી પ્રસરતો જતા હતો. મહાયુદ્ધ પહેલાંનાં વરસામાં આ બન્યું હતું. ઇબ્ન સાઉદ વહાખી નામના એક ઇસ્લામી સંપ્રદાયને વડા હતો. ૧૮મી સદીમાં અબ્દુલ વહાબ નામના એક પુરુષે એ પથ સ્થાપ્યા હતા. વાસ્તવમાં એ ખ્રિસ્તીઓની પ્યૂરીટન ચળવળને મળતી ઇસ્લામની સુધારણાની ચળવળ હતી. કબરો તેમ જ પવિત્ર પુરુષોના અવશેષોની પૂજાના રૂપમાં મુસ્લિમ જનતામાં સત-પૂજા તેમ જ બીજી અનેક વિધિએ પ્રચલિત થઈ હતી તેને વહાખી વિરાધ કરતા હતા. સ ંતાની પ્રતિમાઓ તથા અવશેષોની પૂજા કરનારા રોમન કૅથલિક સંપ્રદાયના લકાને યુરોપના પ્યૂરીટને મૂર્તિ પૂજકો કહેતા હતા તે જ રીતે વહાબીએ એ બધાંને ભુતપરસ્તી કહેતા હતા. આમ, રાજકીય હરીફાઈ ઉપરાંત, વહાબીઓ અને અરબસ્તાનના ખીજા સંપ્રદાયા વચ્ચે ધાર્મિ ક ઝઘડા પણ હતા. મહાયુદ્ધ દરમ્યાન અરબસ્તાન બ્રિટિશ કાવાદાવા તથા પ્રપ ંચોનું કેન્દ્ર બની ગયું અને જુદા જુદા આરબ સરદારોને આર્થિક મદદના રૂપમાં તથા લાંચ આપવામાં ઇંગ્લેંડ તથા હિંદનાં નાણાં મેાકલે હાથે વપરાયાં. તેમને તરેહ તરેહનાં વચને આપવામાં આવ્યાં તથા તુર્કી સામે બળવા કરવાને તેમને ઉશ્કેરવામાં આવ્યા. કેટલીક વાર તો એકખીજા સામે લડતા અને હરીફ સરદારોને નાણાંની મદદ આપવામાં આવતી હતી ! અંગ્રેજો મક્કાના શરીક હુસેન મારફતે આરાના બળવા કરાવવામાં સફળ થયા. હુસેનનું મહત્ત્વ એ હતું કે તે પેગંબર સાહેબને વશ જ હતા અને એ રીતે લેકામાં એને માટે ભારે માન હતું. અંગ્રેજોએ હુસેનને સંયુક્ત અરબસ્તાનનું રાજ્ય આપવાનું વચન આપ્યું હતું. ઇબ્ન સાદ વધારે ચતુર હતા. અંગ્રેજો પાસે તેણે પોતાને સ્વતંત્ર રાજા તરીકે માન્ય કરાવ્યેા તથા તેમની પાસેથી માસિક લગભગ સિત્તર હજાર રૂપિયાની રકમને સ્વીકાર કર્યાં અને બદલામાં તટસ્થ રહેવાનું તેમને વચન આપ્યું. આમ, જ્યારે .બીજા લડતા` હતા ત્યારે તેણે પોતાની સ્થિતિ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૨ . જગતના ઇતિહાસનું રેખાદર્શીન મજબૂત અને સબળ બનાવી. એ કરવામાં તેણે કઈંક અંશે બ્રિટિશના સાનાની મહ્દ પણ લીધી. તે વખતના ખલીફ્ તુર્કીના સુલતાન સામે બળવા પોકારવા માટે શરીક હુસેન ઇસ્લામી દેશે તેમ જ હિંદુસ્તાનમાં અકારા થતા જતા હતા. ઇબ્ન સાઉદે તટસ્થ રહીને બદલાતી જતી પરિસ્થિતિને પૂરેપૂરા લાભ ઉઠાવ્યેા અને ધીમે ધીમે ઇસ્લામના શક્તિશાળી પુરુષ તરીકેની પોતાની નામના જમાવી. દક્ષિણમાં યમન હતું. યમનના ઇમામ અથવા રાજ્યકર્તા આખાયે મહાયુદ્ધ દરમ્યાન તુર્કાને વફાદાર રહ્યો હતો. પરંતુ લડાઈનાં ક્ષેત્રથી તે બહુ દૂર હતા એટલે તે ઝાઝું કરી શકે એમ નહેતું. તુર્કીના પરાજય પછી તે સ્વતંત્ર થઈ ગયા, યમન હજી પણ સ્વતંત્ર રાજ્ય છે. મહાયુદ્ધ પૂરું થતાં સુધીમાં ઇંગ્લેંડનું પ્રભુત્વ અરબસ્તાનમાં જામી ગયું અને તે હુસેન તથા ઇબ્ન સાઉદને પોતાનાં હથિયાર તરીકે વાપરવા લાગ્યું. પરંતુ ઇબ્ન સાઉદ વધારે ચતુર નીવડ્યો અને તે પોતાને દુરુપયોગ થવા દે એમ નહતું. શરી હુસેનના કુટુંબની એકાએક ભારે ઉન્નતિ થઈ કેમ કે તેની પાછળ અંગ્રેજોના સૈન્યનું પીઠબળ હતું. હુસેન પોતે હેજાઝના બાદશાહ બન્યો; તેને એક પુત્ર ફૈઝલ સીરિયાના રાજકર્તા થયા તથા તેના ખીજા પુત્ર અબ્દુલ્લાને અગ્રેજોએ નવા ઊભા કરેલા નાનકડા રાજ્ય ટ્રાન્સાનને શાસક બનાવ્યા. પરંતુ તેની એ ઉન્નતિ ચાર દિવસની ચાંદની હતી, કેમ કે આપણે જોઈ ગયાં તેમ ફૈઝલને ફ્રેંચોએ સીરિયામાંથી હાંકી કાઢયો અને ઇબ્ન સાઉદના આગળ વધતા જતા વહાખી આગળ હુસેનની બાદશાહી નષ્ટ થઈ. ક્રીથી બેકાર બનેલા ફૈઝલને અગ્રેજોએ ઇરાકના રાજા બનાવ્યો અને તે પોતાના આશ્રયદાતાઓની મહેરબાનીથી ત્યાં આગળ રાજ કરી રહ્યો છે. હુસેનની હેજાઝની ટૂંક સમયની બાદશાહી દરમ્યાન અંગારાની તુ ધારાસભાએ ૧૯૨૪ની સાલમાં ખિલાફત રદ કરી. હવે ખલીફ્ રહ્યો નહોતો એટલે ભારે હિંમત વાપરીને હુસેન ખલીની ખાલી પડેલી ગાદી ઉપર ચડી ખેઠે અને તેણે ઇસ્લામના ખલીક તરીકે પોતાની જાહેરાત કરી. ઇબ્ન સાઉર્દૂ, પોતાનો લાગ આવેલા જોઈ ને, આરખાના રાષ્ટ્રવાદ તેમ જ મુસલમાનોના આંતરરાષ્ટ્રીયવાદને ઉદ્દેશીને હુસેનની સામે હાકલ કરી. ખિલાફત પચાવી પાડનારા મહત્ત્વાકાંક્ષી હુસેનની સામે ઇસ્લામના હિતેષી તરીકે તે ખડા થયા અને સાવચેતીભર્યાં પ્રચારની સહાયથી ખીજા દેશોના મુસલમાનની શુભેચ્છા તેણે પ્રાપ્ત કરી. હિંદુસ્તાનની ખિલાફત સમિતિએ પણ તેને પોતાની શુભેચ્છાના સંદેશા માકલ્યા. પવન કઈ દિશામાં વાય છે એ જોઈ ને તથા જે ધેડાની તેઓ તરફેણ કરતા હતા તે હરીફાઈમાં જીતે એમ નથી એની પ્રતીતિ થવાથી અ ંગ્રેજોએ હુસેન તરફનો પોતાના ટેકે ખેંચી લીધા. તેને આપવામાં આવતી Page #536 -------------------------------------------------------------------------- ________________ આધુનિક અરબસ્તાન ૧૨૦૩ આર્થિક મદદ પણ બંધ કરી દેવામાં આવી અને જેને મોટાં મેટાં વચન આપવામાં આવ્યાં હતાં તે બીચારા હુસેનને આગળ વધતા જતા બળવાન શત્રુની સામે અસહાય અને લાચાર સ્થિતિમાં છોડી દેવામાં આવ્યું. થોડા જ મહિનાઓમાં, ૧૯૨૪ના એકબર માસમાં, વહાબીઓ મક્કામાં દાખલ થયા અને પિતાની શુદ્ધ ધાર્મિક માન્યતા અનુસાર ત્યાંની કેટલીક કબરને તેમણે નાશ કર્યો. એ કબરને નાશ કરવામાં આવ્યો તેથી મુસ્લિમ દેશોમાં ભારે ખળભળાટ મચે અને હિંદુસ્તાનમાં પણ એની સામે વિરોધની લાગણી પેદા થઈ. બીજે વરસે મદીના તેમ જ જેદ્દાહ ઈબ્ન સાઉદને હાથ ગયાં અને હુસેનના કુટુંબને હેજાઝમાંથી હાંકી કાઢવામાં આવ્યું. ૧૯૨૬ની સાલના આરંભમાં ઈબ્ન સાઉદે હજાઝના બાદશાહ તરીકે પોતાની જાહેરાત કરી. પિતાની નવી સ્થિતિ મજબૂત બનાવવા તથા ઇતર દેશના મુસલમાનોની શુભેચ્છા જાળવી રાખવા ૧૯૨૬ની સાલના જૂન માસમાં તેણે મકકામાં દુનિયાભરના મુસલમાનોની એક પરિષદ બોલાવી. એમાં તેણે બીજા દેશના મુસલમાન પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું. તેને ખલીફ બનવાની ઈચ્છા નહોતી એ સ્પષ્ટ હતું. વળી તે વહાબી સંપ્રદાયને હેવાને કારણે, મોટા ભાગના મુસલમાને, કઈ પણ સંજોગોમાં એને ખલીફ તરીકે માન્ય રાખે એમ નહોતું. જેની રાષ્ટ્રવિધી તેમ જ આપખુદ કારકિર્દીનું આપણે અવકન કરી ગયાં છીએ તે મિસરને રાજા ફાઉદ ખલીફ બનવાને અતિ ઉત્સુક હતા, પરંતુ કોઈપણ – ખુદ મિસરના લેકે પણ – તેને ખલીફ તરીકે કબૂલ રાખે એમ નહોતું. પોતાના પરાજય પછી હુસેને પોતે ધારણ કરેલી ખિલાફતને ત્યાગ કર્યો. - મકકામાં ભરાયેલી ઇસ્લામી પરિષદે કઈ પણ મહત્વનો નિર્ણય ન કર્યો. સંભવ છે કે એવી અપેક્ષા પણ એની પાસેથી રાખવામાં આવી ન હોય. એ તે ઇબ્ન સાઉદની પિતાની સ્થિતિ, ખાસ કરીને, પરદેશી સત્તાઓ આગળ મજબૂત બનાવવાની એક તરકીબ હતી. ખિલાફત સમિતિના હિંદના પ્રતિનિધિઓ – મને લાગે છે કે મૌલાના મહમદઅલી પણ એમાંના એક હતા – પરિષદથી નિરાશ થઈને અને ઈબ્ન સાઉદ ઉપર કંધે ભરાઈને પાછા ફર્યા. પરંતુ એની તેના ઉપર કશીયે અસર થઈ નહિ. જ્યારે તેને તેની જરૂર હતી ત્યારે તેણે હિંદની ખિલાફત સમિતિને ઉપયોગ કરી લીધું હતું અને હવે તેને તેની સહાનુભૂતિની ગરજ રહી નહોતી. ઇબ્ન સાઉદ હવે યમન સિવાયના લગભગ આખા દેશને સ્વામી બને. યમન હજી સ્વતંત્ર રાજ્ય છે અને તેના ઉપર જૂના ઇમામની હકૂમત ચાલે છે. પરંતુ દક્ષિણ-પશ્ચિમને એ ખૂણે બાદ કરતાં ઇબ્ન સાઉદ આખાયે અરબસ્તાનને અધિપતિ હતું અને તેણે નજદના રાજાને ઇલકાબ ધારણ કર્યો. આ રીતે તે બેવડ રાજા બન્ય; હેજાઝને રાજા અને નન્દનો રાજા. વિદેશી Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન સત્તાઓએ તેને સ્વતંત્ર રાજા તરીકે માન્ય કર્યો અને તેના મુલકમાં મિસરમાં હજી પણ કાયમ છે તેવા કોઈ પણ પ્રકારના ખાસ હક્કો પરદેશીઓને આપવામાં આવ્યા નથી. સાચે જ, તેઓ ત્યાં આગળ દારૂ કે એવાં બીજાં કેફી પીણાં સુધ્ધાં લઈ શકતા નથી. ઇબ્દ સાઉદ એક સિપાઈ અને લડવૈયા તરીકે સફળ થયું હતું. હવે તેણે પિતાના દેશને આધુનિક સ્થિતિમાં લાવવાનું વધારે મુશ્કેલ કાર્ય ઉપાડયું. કુળ-વ્યવસ્થા ઉપર અથવા વડીલની આજ્ઞા અનુસાર ચાલતા સંયુક્ત કુટુંબના પાયા ઉપર રચાયેલા સમાજની અવસ્થામાંથી તેને એકદમ આધુનિક દુનિયામાં છલંગ મારવાની હતી. તેના આ કાર્યમાં પણ ઈબ્ન સાઉદને સારી પેઠે સફળતા મળી હોય એમ જણાય છે અને એ રીતે તે દીર્ધદશ રાજપુરુષ પણ છે એમ તેણે દુનિયા સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે. આંતરિક અરાજકતા દાબી દેવામાં એને પ્રથમ સફળતા મળી. થોડા જ વખતમાં તેણે વણજારના તેમ જ યાત્રાના માર્ગે સલામત બનાવી દીધા. એ એક ભારે વિજય હતું અને તે વખત સુધી માર્ગમાં જેમને લૂંટારાઓને સામનો કરવો પડતે હતે એવા સંખ્યાબંધ યાત્રીઓએ સ્વાભાવિક રીતે જ એની સારી પેઠે કદર બૂછ.. એથી વિશેષ નોંધપાત્ર સફળતા તે એને ભટકતા ગોપ બાઉનીઓને ઠરીઠામ થઈને એક ઠેકાણે વસતા કરવામાં મળી. હજાઝ જીતવા પહેલાં જ બદાઉનીઓને ઠરીઠામ થઈને વસતા કરવાનું કાર્ય તેણે આરંવ્યું હતું અને એ રીતે તેણે આધુનિક રાજ્યને પાયે નાખે. ચંચળ, રખડુ અને સ્વતંત્રતાને ચાહનારા એ બદારૂનીઓને સ્થિર થઈને વસતા કરવાનું કામ સહેલું નહોતું. પરંતુ ઈગ્ન સાઉદને એમાં ઘણે અંશે સફળતા મળી છે. રાજ્યવહીવટમાં પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે અને એરોપ્લેન, મોટર, ટેલિફેન તેમ જ આધુનિક સભ્યતાનાં બીજાં અનેક ચિને ત્યાં આગળ દેખાવા લાગ્યાં છે. ધીમે ધીમે પણ અચૂકપણે હજાઝ આધુનિક દેશ બનતા જાય છે. પરંતુ મધ્ય યુગમાંથી એકદમ વર્તમાન સમયમાં કૂદકે મારવાનું કામ સહેલું નથી અને લેકેની માન્યતાઓ બદલવાનું કાર્ય સૌથી વધારે વસમું છે. આ નવી પ્રગતિ તથા નવા ફેરફારે ઘણું આરબને પસંદ નહતા. પશ્ચિમનાં નવાં યંત્રો, તેમનાં એંજિને, મેટર અને એરપ્લેનેને તેઓ શેતાનની શેધ તરીકે લેખે છે. આ બધા ફેરફારોની સામે એ આરબોએ વિરોધ ઉઠાવ્યા અને ૧૯૨૯ની સાલમાં તેમણે ઇબ્ન સાઉદ સામે બળવો પણ કર્યો. ઈબ્દ સાઉદે તેમને કુનેહ અને દાખલાદલીલોથી મનાવી લેવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે ઘણાખરાને પિતાના પક્ષના કરી લેવામાં તે સફળ થયે. પરંતુ કેટલાક આબેએ પિતાને બળો ચાલુ રાખ્યું અને તેમને ઈગ્ન સાઉદે હરાવ્યા. Page #538 -------------------------------------------------------------------------- ________________ આધુનિક અઅસ્તાન ૨૦૫ પછીથી ઇબ્ન સાઉદને ખીજી એક મુશ્કેલીના સામના કરવા પડ્યો, પરંતુ એ મુશ્કેલીને તે આખી દુનિયાને મુકાબલે કરવા પડ્યો હતા. ૧૯૩૦ની સાલ પછી સત્ર વેપારમાં ભારે મંદી આવી ગઈ છે. પશ્ચિમના મહાન ઔદ્યોગિક દેશાને એથી કરીને સૌથી વધારે સાસવું પડયુ અને તેની વધારે સજ્જડ થતી જતી પકડમાં હજી તે તરફડિયાં મારી રહ્યા છે. અરબસ્તાનને દુનિયાના વેપાર સાથે ઝાઝો સબંધ નથી. પરંતુ એ મંદીની તેના ઉપર બીજી જ રીતે અસર થઈ. ઇબ્ન સાઉદની મહેસૂલનું મુખ્ય સાધન પ્રતિવ આવનારા યાત્રાળુઓ તરફથી થતી આવક હતું. દર વરસે લગભગ એક લાખ યાત્રાળુઓ પરદેશથી હજ કરવાને મક્કા આવતા હતા. ૧૯૩૦ની સાલમાં તેમની સંખ્યા ઘટીને એકદમ ચાળીસ હજારની થઈ ગઈ અને પછીનાં વરસામાં એ સંખ્યા ઉત્તરાત્તર ઘટતી જ ગઈ છે. એને પરિણામે રાજ્યનું આખુયે આર્થિક તંત્ર ઊંધું વળી ગયું અને અરબસ્તાનના ઘણા ભાગોમાં લોકા ભારે મુસીબતમાં આવી પડ્યા. નાણાંની તંગીએ ઇબ્ન સાઉદના માર્ગોમાં અનેક રીતે મુશ્કેલીઓ ઊભી કરી છે અને સુધારાની તેની કેટલીયે યેાજના અટકી પડી છે. પરદેશીને તેણે કશીયે છૂટછાટ આપી નહિ કેમ કે દેશની સાધનસામગ્રીના ઉપયોગ પરદેશી કરે તેને લીધે દેશમાં પરદેશીઓની લાગવગ વધવા પામે એવા તેને ડર હતા. અને તેને એ ડર સાચા હતા. કેમ કે એને લીધે પરદેશની દખલગીરી શરૂ થાય અને પરિણામે દેશનું સ્વાતંત્ર્ય ઓછું થવા પામે. તેના ડર બિલકુલ વાજખી હતો, કેમ કે પરાધીન વસાહતી (કાલેનિયલ) દેશને વેઠવાં પડતાં બધાંયે અનિષ્ટ આ પ્રકારના પરદેશીઓના શેષણમાંથી પેદા થયાં છે. સ્વતંત્રતા વિનાની અમુક અંશે પ્રગતિ તેમ જ સ ંપત્તિના કરતાં સ્વતંત્રતા અને ગરીબાઈ ઇબ્ન સાઉદે વધુ પસંદ કર્યાં. પરંતુ વેપારમાં આવેલી મદીના દબાણને કારણે ઇબ્ન સાઉદને પોતાની નીતિમાં થેાડેાક ફેરફાર કરવા પડયો અને પરદેશીઓને તેણે થોડી છૂટછાટા આપવા માંડી. પરંતુ આમ છતાંયે, તેણે પોતાની સ્વતંત્રતા સલામત રાખવાની પૂરેપૂરી સાવચેતી રાખી, અને એને માટે તેણે શરતા નક્કી કરી. અત્યારે માત્ર પરદેશના મુસલમાનાનાં મડળને છૂટછાટ આપવામાં આવે છે. આ રીતે, જેદ્દાહથી મક્કા સુધીની રેલવે બાંધવા માટે હિંદના મૂડીદાર મુસલમાનને પહેલવહેલી છૂટ આપવામાં આવી છે. અરબસ્તાનને માટે આ રેલવે એક મહા માટી વસ્તુ છે, કેમ કે વાર્ષિક યાત્રામાં એણે ક્રાંતિ કરી નાખી છે. એથી યાત્રાળુઓને લાભ થાય છે એટલુ જ નહિ પશુ આરાના દૃષ્ટિબિંદુને આધુનિક બનાવવામાં પણુ એ માટે કાળા આપે છે. -૪ Page #539 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અરબસ્તાનમાં અત્યારે મજૂદ છે એવી એક રેલવે વિષે મેં તને આગલા પત્રમાં કહ્યું હતું. એ હેજાઝ રેલવે છે અને તે મદીનાને સીરિયામાં અલપે આગળ બગદાદ રેલવે સાથે જોડે છે. અરેબિયા ફેલસ” એટલે કે ભાગ્યશાળી અરબસ્તાન તરીકે ઓળખાતા અરબસ્તાનની દક્ષિણ-પશ્ચિમમાં આવેલા યમનને આ પત્રની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતે. વાસ્તવમાં, લગભગ ઈરાનના અખાત સુધી ફેલાયેલા દક્ષિણ અરબસ્તાનના મોટા ભાગને એ નામ લાગુ પાડવામાં આવતું હતું. પરંતુ એ આખા ભાગને એ નામ આપવું એ બિલકુલ અનુચિત છે, કેમ કે તે તે વેરાન રણ છે. ભૂતકાળમાં એની બરાબર જાણ ન હોય અને એને લીધે એ ભૂલ થવા પામી હોય એ સંભવિત છે. છેક હમણું સુધી એ અજ્ઞાત પ્રદેશ હતે. શોધખોળ કરીને જેમને નકશે નહેતે બનાવવામાં આવ્યો એવાં પૃથ્વીની સપાટી ઉપરનાં, જે ગણ્યાંગાંધ્યાં સ્થાને હતાં તેમાંનું એ એક હતું. ૧૬૯ ઇરાક અને હવાઈ બૅબમારાની નીતિમત્તા ૭ જૂન, ૧૯૩૩ હવે આપણને એક આરબ દેશનું અવલોકન કરવાનું બાકી રહે છે. એ ઈરાક અથવા મેસોપોટેમિયા – તૈગ્રીસ અને યુક્રેટીસ નદી વચ્ચે આવેલે સમૃદ્ધ અને ફળદ્રુપ દેશ, પ્રાચીન કથાઓ, અરેબિયન નાઈટ્સ, બગદાદ તથા હારુન અલ રશીદની ભૂમિ, એ ઈરાન તથા અરબસ્તાનના રણની વચ્ચે આવેલું છે. દક્ષિણમાં તેનું મુખ્ય બંદર બસરા છે. તે ઈરાનના અખાતથી સહેજ દૂર નદી ઉપર આવેલું છે. ઉત્તરે એ તુકની સરહદને સ્પર્શે છે. ઇરાક અને તુક ખુર્દોના મુલક ખુર્દીસ્તાનમાં ભેગાં થાય છે. મેટા ભાગના ખુર્દ લેકેનો હાલ તુર્કીમાં સમાવેશ થાય છે. તુર્કી સામે સ્વતંત્રતા માટેની તેમની લડત વિષે હું તને કહી ગયે છું. પરંતુ ઇરાકમાં પણ ખુર્દોની ઠીક ઠીક વસતી છે અને તે ત્યાંની એક મહત્ત્વની લઘુમતી કેમ છે. તુક અને ઇંગ્લંડ વચ્ચે લાંબા વખત સુધી ઝઘડાના મૂળ સમાન બની રહેલું મેસલ આ ઇરાકના ઉત્તર ખુર્દ પ્રદેશમાં આવેલું છે; એને અર્થ એ કે તે અંગ્રેજોના કાબૂ નીચે છે. મેસલની પાસે જ સીરિયન લેકાનાં પ્રાચીન નગર નિનેવાનાં ખંડિયેર છે. બીજા કેટલાક દેશોની જેમ ઈરાક માટે પણ ઇંગ્લંડને પ્રજાસંઘ તરફથી “મેન્ડેટ' મળે છે. પ્રજાસંઘની પરગજુ ભાષામાં મેન્ડેટ' એટલે પ્રજાસંધ તરફથી સેંપવામાં આવેલું “પવિત્ર ટ્રસ્ટ'. એની પાછળનો આશય એ હતું કે, જેને માટે “મેન્ડેટ” આપવામાં આવ્યો હતો તે પ્રદેશના Page #540 -------------------------------------------------------------------------- ________________ ઇરાક અને હવાઈ બોંબમારાની નીતિમત્તા લેક પૂરતા પ્રમાણમાં આગળ વધેલા તેમ જ પિતાનાં હિત સાચવી શકવાની સ્થિતિમાં નહોતા એટલા માટે મહાન સત્તાઓએ તેમને એ કાર્યમાં મદદ કરવી. આ તે કેટલીક ગાય અને હરણોનું રક્ષણ કરવાને અર્થે વાઘની નિમણૂક કરવા જેવું થયું. એ “મેડેટો” લાગતીવળગતી પ્રજાઓની ઈચ્છા અનુસાર આપવામાં આવતા હતા, એમ માનવામાં આવતું હતું. તુર્કોની ધૂંસરીમાંથી મુક્ત થયેલા પશ્ચિમ એશિયાના દેશોના મેન્ડેટે” ઇંગ્લંડ તથા ફ્રાંસને મળ્યા. હું તને આગળ કહી ગયો છું તેમ એ બે દેશોની સરકારે જાહેર કર્યું કે, “એ પ્રજાઓને સંપૂર્ણપણે અને ચોક્કસ રીતે મુક્ત કરવી. . . . . અને તેમની સ્વતંત્ર પસંદગી અને નિર્ણય દ્વારા સ્થાનિક વસતી પાસેથી પિતપતાની સત્તા પ્રાપ્ત કરનાર સરકારે અને વહીવટી તંત્ર સ્થાપવાં” એ અમારું એક માત્ર ધ્યેય છે. એ ઉદાત્ત ધ્યેય પાર પાડવાને સીરિયા, પેલેસ્ટાઈન અને ટ્રાન્સજોર્ડનમાં છેલ્લાં બાર તેર વરસ દરમ્યાન શું શું કરવામાં આવ્યું તે આપણે ટૂંકમાં જોઈ ગયાં છીએ. એ દેશમાં બંડે, અસહકાર તથા બહિષ્કાર વગેરે વારંવાર થવા પામ્યાં. એ પ્રસંગોએ, ગોળીબારથી તેમને ઠાર કરીને, તેમના આગેવાનને દેશપાર કરીને, તેમનાં છાપાંઓનું દમન કરીને, તેમનાં નગરે તથા ગામોને નાશ કરીને તેમ જ વારંવાર લશ્કરી કાયદે જાહેર કરીને એ પ્રજાઓની “સ્વતંત્ર પસંદગી તથા નિર્ણય”ને ઉત્તેજન આપવામાં આવ્યું. એ બનાવોમાં અસામાન્ય કે નવું કશું જ નથી. ઇતિહાસ કાળના આરંભથી જ સામ્રાજ્યવાદી સત્તાઓ હિંસાખરી, સંહાર અને અત્યાચારને આશરે લેતી આવી છે. સામ્રાજ્યના આધુનિક પ્રકારનું નવું લક્ષણ એ છે કે તે “ટ્રસ્ટીપણું', “જનતાનું હિત', “પછાત પ્રજાઓને સ્વ-શાસનની તાલીમ આપવી,” વગેરે અને એવા બીજા રૂપાળા અને આકર્ષક શબ્દ દ્વારા પિતાનાં અત્યાચાર તથા શેષણ . છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ લેકે ઉપર ગોળી ચલાવે છે, તેમની કતલ કરે છે તથા તેમનું સત્યાનાશ વાળે છે – આ બધું કેવળ જાન ગુમાવનાર લેકેના ભલાને ખાતર જ કરવામાં આવે છે ! આ દંભ કદાચ પ્રગતિનું ચિન લેખાતું હશે, કેમ કે એ દંભની પાછળ સણની કદર રહેલી છે અને તે એ બતાવે છે કે સત્ય રચતું નથી તેથી તેને ઉપર્યુક્ત મીઠામધુરા અને ભ્રામક શબ્દોમાં સજાવીને એ રીતે તેને છુપાવવામાં આવે છે. પરંતુ કાણુ જાણે શાથી આ સાધુતાપ્રદર્શક દંભ તે નગ્ન સત્ય કરતાં અતિશય બૂરો લાગે છે. હવે આપણે, ત્યાંના લેકેની ઈચ્છાને ઇરાકમાં કેવી રીતે અમલ કરવામાં આ તથા બ્રિટિશ મેન્ડેટ” નીચે એ દેશને સ્વતંત્રતાની દિશામાં કેવી રીતે આગળ ધપાવવામાં આવ્યું તે જોઈએ. મહાયુદ્ધ દરમ્યાન ઇરાક અથવા મેસેમિયાને –- ત્યારે એ દેશ મેસેમિયા તરીકે ઓળખાતું હતું – અંગ્રેજોએ તુક સામે યુદ્ધ લડવાનું ક્ષેત્ર બનાવ્યું હતું. એ દેશને બ્રિટિશ તથા Page #541 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ - જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંદી લશ્કરથી ખીચખીચ ભરી દેવામાં આવ્યું. ૧૯૧૬ની સાલના એપ્રિલ માસમાં અંગ્રેજોની ત્યાં આગળ ભારે હાર થઈ એ વખતે કુતલ-અમારા આગળ જનરલ ટાઉનશેડની સરદારી નીચેના બ્રિટિશ સૈન્યને તુર્કને શરણે જવું પડયું. મેસેમિયાના સંગ્રામમાં સર્વત્ર ભારે અવ્યવસ્થા હતી અને તેમાં ભારે ખુવારી થવા પામી તથા હિંદી સરકાર એને માટે ઘણે અંશે જવાબદાર હતી તેથી તેની બિનઆવડત અને મૂર્ખાઈ પરત્વે આકરી ટીકાઓ થઈ આમ છતાંયે આખરે તે અંગ્રેજોની અખૂટ સાધનસામગ્રીની ફતેહ થઈ અને તેમણે તુર્કોને ઉત્તર તરફ હાંકી કાઢ્યા તથા બગદાદ સર કર્યું અને પછીથી લગભગ મેસલ સુધી પહોંચી ગયા. મહાયુદ્ધના અંતમાં આખુંયે ઈરાક અંગ્રેજોના લશ્કરી કબજા નીચે આવી ગયું. ઇરાકને માટે ઈંગ્લંડને મેન્ડેટ આપવામાં આવ્યો તેની પહેલવહેલી અસર ૧૯૨૦ની સાલના આરંભમાં જણાઈ મેન્ડેટની સામે ત્યાં આગળ ભારે વિરોધ ઉઠાવવામાં આવ્ય, વિરોધમાંથી હુલ્લડે થયાં અને હુલ્લડોમાંથી બળવે ફાટી નીકળે અને તે દેશભરમાં ફેલાઈ ગયે. એ એક આશ્ચર્યકારક અને વિચિત્ર બીના છે કે ૧૯૨૦ની સાલના પૂર્વાર્ધમાં તુર્ક, મિસર, સીરિયા, પેલેસ્ટાઈન તેમ જ ઇરાક અને ઈરાન વગેરે દેશોમાં લગભગ એકી વખતે ખળભળાટ અને રમખાણ થવા પામ્યાં. એ અરસામાં હિંદુસ્તાનમાં પણ અસહકારનું વાતાવરણ પેદા થઈ રહ્યું હતું. આખરે, ઇરાકને બળ મટે ભાગે હિંદના સૈન્યની મદદથી દાબી દેવામાં આવ્યો. હિંદી લશ્કર ઘણું લાંબા સમયથી આ હીન કાર્ય કરતું આવ્યું છે અને એને કારણે મધ્ય પૂર્વના દેશે તથા અન્યત્ર આપણો દેશ સારી પેઠે અકારે થઈ પડ્યો છે. ઇરાકને બળ અંગ્રેજોએ કંઈક અંશે બળથી અને કંઈક અંશે ભવિષ્યમાં સ્વતંત્રતા આપવાની ખાતરી આપીને શમાવ્યા. તેમણે આરબ પ્રધાનવાળી એક કામચલાઉ સરકાર સ્થાપી. પરંતુ એ દરેક પ્રધાનની પાછળ એક બ્રિટિશ સલાહકાર મૂકવામાં આવ્યું અને ખરી સત્તા તેના હાથમાં જ હતી. પરંતુ આ નરમ વલણના અને નામના પ્રધાને પણ અંગ્રેજોને આકરા લાગ્યા અને તેઓ તેમને પસંદ ન પડ્યા. ઇરાક સંપૂર્ણપણે તેમના કહેવા પ્રમાણે ચાલે એવું અંગ્રેજોને જોઈતું હતું અને કેટલાક પ્રધાને એમ કરવાને તૈયાર નહતા. આથી ૧૯૨૧ના એપ્રિલ માસમાં સૈયદ તલીબ શાહ નામના સૌથી કાર્યદક્ષ અને આગળ પડતા પ્રધાનને પકડીને અંગ્રેજોએ દેશપાર કર્યો. આ રીતે, દેશને સ્વતંત્રતાને માટે તૈયાર કરવાની દિશામાં બીજું પગલું ભરવામાં આવ્યું. ૧૯૨૧ના ઉનાળામાં અંગ્રેજો હજાઝના હુસેનના પુત્ર ફેઝલને લઈ આવ્યા અને ઇરાકવાસીઓને તેમણે તેમના ભાવી રાજા તરીકે તેને ભેટ આપે. તને યાદ હશે કે, ઇંગેના હુમલા પહેલાં જૈઝલનું સીરિયાનું Page #542 -------------------------------------------------------------------------- ________________ ઇરાક અને હવાઈ બોંબમારાની નીતિમત્તા ૧૨૦૯ સાહસ નિષ્ફળ નીવડ્યું હતું એટલે એ વખતે તે બેકાર બન્યું હતું. તે અંગ્રેજોને વફાદાર મિત્ર હતા અને મહાયુદ્ધ દરમ્યાન તુક સામે આરબ બળ જગાવવામાં તેણે આગળ પડતો ભાગ લીધેલ હતું. આથી અંગ્રેજોની જના પાર પાડવામાં સ્થાનિક પ્રધાને અત્યાર સુધી નીવડ્યા હતા તેના કરતાં તે વધારે અનુકૂળ નીવડે એવો સંભવ હતું. પ્રજાકીય ધારાસભાવાળી બંધારણીય સરકાર સ્થાપવામાં આવે એ શરતે ધનિક મધ્યમ વર્ગના લેકે તથા બીજા આગેવાન પુરુષો ફેઝલને રાજા તરીકે માન્ય રાખવા સંમત થયા, પરંતુ એ બાબતમાં પસંદગી માટે તેમને ઝાઝો અવકાશ નહતો. તેમને તે સાચી ધારાસભા જોઈતી હતી અને ફઝલ ગમે તે ભોગે રાજા થવા માગતો હતો એટલે તેમણે એ માટે ધારાસભાની શરત મૂકી. એમાં આમજનતાની સંમતિ નહતી લેવામાં આવી. આ રીતે, ૧૯૨૧ના ઑગસ્ટ માસમાં ફ્રેઝલ ઈરાકને રાજા બન્યા. પરંતુ એ રીતે ઇરાકના કોયડાને ઉકેલ નહોતે આવતે. કેમ કે, ઈરાકવાસીઓ તે બ્રિટિશ મેન્ડેટની બિલકુલ વિરુદ્ધ હતા અને તેમને તે પૂર્ણ સ્વતંત્રતા અને ત્યાર પછી ઇતર આરબ દેશે સાથે એક્ય જોઈતું હતું. એને માટેની હિલચાલ અને દેખાવો કરવાનું ચાલુ જ રહ્યું અને ૧૯૨૨ના ઑગસ્ટ માસમાં પરિસ્થિતિ કટોકટીએ પહોંચી. પછીથી બ્રિટિશ સત્તાવાળાઓએ ઇરાકવાસીઓને સ્વતંત્રતાને એક વધુ પાઠ ભણાવ્યો. ત્યાંના બ્રિટિશ હાઈ કમિશનર સર પર્સ કૌકસે રાજાની (તે એ વખતે બીમાર હતા.) સત્તા તેમ જ પ્રધાનમંડળ તથા ઈરાકને આપવામાં આવેલી ધારાસભાની સત્તા રદ કરી અને સરકારની સઘળી સત્તા પિતાના હાથમાં લીધી. વાસ્તવમાં તે સર્વસત્તાધીશ સરમુખત્યાર બની બેઠે અને પિતાની મરજી મુજબ હકૂમત ચલાવવા લાગે. બ્રિટિશ લશ્કરની અને ખાસ કરીને બ્રિટિશ હવાઈ દળની મદદથી તેણે રમખાણે દાબી દીધાં. જે વસ્તુ હિંદુસ્તાન, મિસર, સીરિયા વગેરે દેશોમાં આપણું જોવામાં આવી છે તે જ વસ્તુનું ચેડાઘણું ફેરફારો સાથે ઇરાકમાં પુનરાવર્તન કરવામાં આવ્યું. રાષ્ટ્રવાદી છાપાંઓને બંધ કરી દેવામાં આવ્યાં, રાજકીય પક્ષને વિખેરી નાખવામાં આવ્યા, આગેવાનોને દેશપાર કરવામાં આવ્યા અને બ્રિટિશ એરોપ્લેનેએ બેંબ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યની સત્તા કાયમ કરી. પરંતુ આ રીતે પણ ઇરાકના કોયડાને નિવેડે ન આવ્યું. થડા માસ પછી સર પસ કૌકસે રાજા તથા પ્રધાનને કાર્ય કરવાની ઉપર ઉપરથી છૂટ આપી અને બ્રિટન સાથેની સંધિમાં તેમની સંમતિ લઈ લીધી. ઇરાકને તે સ્વતંત્ર કરશે તથા તેને પ્રજાસંઘનું સભ્ય બનાવશે એવી ઈંગ્લડે તેને ફરીથી ખાતરી આપી. આ બધાં મીઠાં મધુરાં અને આશ્વાસન આપનારાં વચન પાછળ રહેલી નક્કર હકીકત આ હતી. બ્રિટિશ અમલદારે અથવા તે ઈંગ્લડે Page #543 -------------------------------------------------------------------------- ________________ કરવ જગતના ઇતિહાસનું રેખાદર્શન પસંદ કરેલા માણુસા મારફતે ઇરાકના રાજ્યવહીવટ ચલાવવાનું ઇરાકની સરકાર પાસે કબૂલ કરાવવામાં આવ્યું. ૧૯૨૨ની સાલની આ સંધિ પ્રજાની જાણ અહાર અને તેને ઉવેખીને કરવામાં આવી હતી અને પ્રજાએ તેને વખાડી કાઢી. પ્રજાએ જણાવી દીધું કે આરઓની સરકાર એ તે કાબાજી છે અને સાચી સત્તા તા હજી બ્રિટિશ લેાકાના હાથમાં જ રહી છે. દેશનું ભાવી રાજબંધારણ ધડવાને માટે લેાકપ્રતિનિધિ સભા મેલાવવામાં આવી હતી તેની ચૂંટણીના અહિષ્કાર કરવાનું ત્યાંના આગેવાનાએ નક્કી કર્યું. આ બહિષ્કાર સફળ થયા અને લેાકપ્રતિનિધિ સભા મળી શકી નહિ. કરવેરા ઉઘરાવવામાં મુશ્કેલી ઊભી થવા પામી અને હુલ્લડ થયાં. i લગભગ એક વરસ એટલે કે ૧૯૨૩ની આખી સાલ દરમ્યાન આ મુસીબતે ચાલુ જ રહી. આખરે, સંધિમાં ઇરાકની તરફેણના કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને કેટલાક આગળ પડતા ચળવળિયાને દેશપાર કરવામાં આવ્યા. હવે ચળવળ નમ પડી અને ૧૯૨૪ની સાલના આરંભમાં લોકપ્રતિનિધિ સભા માટેની ચૂંટણી થઈ શકી. એ લોકપ્રતિનિધિ સભાએ પણ સંધિના વિરાધ કર્યાં. અંગ્રેજોએ તેના ઉપર ભારે દબાણ કર્યું. અને આખરે ત્રીજા ભાગના કરતાં થેાડા સભ્યોએ તેને મ ંજૂર કરી; મેાટા ભાગના સભ્યો એ બેઠકમાં હાજર પણ નહેાતા રહ્યા. - લોકપ્રતિનિધિ સભાએ ઇરાકનું રાજ્યબંધારણ ઘડી કાઢયું અને કાગળ ઉપર તેા તે રૂપાળુ દેખાતુ હતુ. એમાં એમ જણાવવામાં આવ્યું કે ઇરાક એ બંધારણીય અને વંશપરંપરાગત રાજાશાહીવાળુ અને પામેન્ટ અથવા ધારાસભા દ્વારા ચાલતું સ્વતંત્ર અને સ્વાયત્ત રાજ્ય છે. પરંતુ ધારાસભાના એ ગૃહમાંથી એકની — સેનેટની — નિમણૂક કરવાની સત્તા રાજાને આપવામાં આવી હતી. આમ રાજાના હાથમાં ભારે સત્તા હતી અને તેની પાછળ મહત્ત્વનાં સ્થાને રોકીને બેઠેલા બ્રિટિશ અમલદારો હતા. ૧૯૨૫ના માર્ચ માસમાં આ રાજ્યબંધારણ અમલમાં મુકાયું અને થાડાં વરસ સુધી નવી ધારાસભાએ પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. પરંતુ મેન્ડેટ સામેના વિરોધ તા ચાલુ જ રહ્યો. મેાસલની બાબતમાં ઇંગ્લેંડ અને તુર્કીની વચ્ચે ઊભા થયેલા ઝઘડા તરફ લૉકાનુ ધ્યાન સારી પેઠે કેન્દ્રિત થયું કેમ કે એ પ્રદેશ માટે દાવે કરનારાઓમાં ઇરાક પણ એક હતું. ઇંગ્લેંડ, ઇરાક અને તુ વચ્ચેની સંયુક્ત સંધિ દ્વારા ૧૯૨૬ની સાલના જૂન માસમાં એ ઝધડાને છેવટે નિવેડા લાવવામાં આવ્યો. મેાસલ ઇરાકને મળ્યું, અને ખુદ ઇરાક જ બ્રિટિશ સામ્રાજ્યવાદની છાયા નીચે હતું એટલે અંગ્રેજોનાં હિતા પણ સુરક્ષિત બન્યાં. ૧૯૩૦ના જૂનમાં બ્રિટન અને ઇરાક વચ્ચે મૈત્રીની નવી સંધિ થઈ. ફ્રી પાછી, ઇરાકની આંતરિક તેમ જ પરદેશને લગતી બાબતમાં સંપૂર્ણ સ્વતંત્રતા Ο Page #544 -------------------------------------------------------------------------- ________________ ઇરાક અને હવાઈ બોંબમારાની નીતિમત્તા ૧૨૧૧ માન્ય રાખવામાં આવી. પરંતુ તેમાં રાખવામાં આવેલી સલામતીઓ તેમ જ અપવાદે તેની એ સ્વતંત્રતાને બુરખા નીચે ઢંકાયેલી પરાધીનતામાં ફેરવી નાખે એવાં હતાં. હિંદ જતા માર્ગોને, અથવા સંધિના શબ્દોમાં કહીએ તે બ્રિટનનાં “અવરજવરનાં મહત્ત્વનાં સાધનને” સુરક્ષિત રાખવા માટે ઇરાકે ઇગ્લેંડને હવાઈ મથકે બાંધવા માટે જગ્યા આપવી. બ્રિટન મેસલમાં તેમ જ અન્યત્ર લશ્કર પણ રાખે. લશ્કરને તાલીમ આપવા માટે ઇરાકે માત્ર બ્રિટિશ શિક્ષકે જ રાખવા તેમ જ ઇરાકના લશ્કરમાં બ્રિટિશ અમલદારોએ સલાહકાર તરીકે ફરજ બજાવવી. હથિયાર, દારૂગેળે અને એરોપ્લેને વગેરે ઇંગ્લેંડ પાસેથી જ ખરીદવામાં આવે. યુદ્ધ ફાટી નીકળે તે પ્રસંગે દુશ્મન સામે લડાયક તૈયારી કરવા માટે ઇરાકે ઇંગ્લંડને હરેક પ્રકારની સગવડ આપવી. આમ, મેસલની આસપાસના લશ્કરી મહત્ત્વના પ્રદેશમાંથી ઈગ્લેંડ તુક અને ઈરાન ઉપર અથવા આઝરબાઈજનમાંનાં રશિયન સોવિયેટે ઉપર સહેલાઈથી તૂટી પડી શકે. આ સંધિ પછી ૧૯૭૧ની સાલમાં ઈરાક અને ઈંગ્લેન્ડ વચ્ચે ન્યાયને લગતી સમજૂતી થઈ. એ મુજબ ઇરાકે ન્યાયને અંગે એક અંગ્રેજ સલાહકાર, એટલે કે અપીલની કોર્ટને અંગ્રેજ પ્રમુખ તથા બગદાદ, બસરા, મસલ અને બીજા સ્થાને એ ન્યાયને માટે અંગ્રેજ પ્રમુખ નીમવાનું કબૂલ કર્યું આ બધી જોગવાઈઓ ઉપરાંત પણ મેટા મેટા હેદ્દાઓ ઉપર અંગ્રેજ અમલદારો છે એમ જણાય છે. આથી વાસ્તવમાં આ “સ્વતંત્ર દેશ ઇંગ્લંડની હકૂમત નીચે લગભગ પરાધીન દેશ છે અને ૧૯૩૦ની મૈત્રીની સંધિ ઉપર મુજબની સ્થિતિ પચીસ વરસ સુધી કાયમ રાખે છે. ૧૯રપના નવા રાજ્યબંધારણને માન્ય રાખ્યા પછી નવી ધારાસભા પિતાનું કાર્ય કરવા લાગી છે એ ખરું, પરંતુ પ્રજાને એથી જરાયે સંતોષ થયું નથી અને દેશના સરહદ ઉપરના ભાગમાં વખતોવખત રમખાણો થયા કરતાં હતાં. ખાસ કરીને ખુર્દ પ્રદેશમાં તે વારંવાર રમખાણો થયા કરતાં હતાં અને બ્રિટિશ હવાઈ દળે બેબમાર કરીને આખા ગામનાં ગામને નાશ કરવાની હળવી રીતથી તે દબાવી દીધાં હતાં. ૧૯૩૦ની સંધિ પછી, ઈંગ્લેંડના આશ્રય નીચે ઈરાકને પ્રજાસંઘનું સભ્ય બનાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયે. પરંતુ દેશમાં શાંતિ નહતી અને રમખાણે ચાલુ રહ્યાં હતાં. મેન્ડેટ ધરાવનાર સત્તા ઇંગ્લંડ કે રાજા ફૈઝલની મેજૂદ સરકારને માટે એ પરિસ્થિતિ શોભાસ્પદ નહોતી, કેમ કે એ બંડ ઈગ્લેંડે તેના ઉપર ઠેકી બેસાડેલી સરકારથી પ્રજા સંતુષ્ટ નહેતી એ વસ્તુની સાબિતીરૂપ હતાં. આ બધી વસ્તુઓ પ્રજાસંધ સમક્ષ રજૂ થાય એ ઈચ્છવાજોગ ગણવામાં આવ્યું નહિ અને તેથી એ રમખાણોને બળજબરી અને ત્રાસથી દાબી દેવાને ખાસ પ્રયત્ન કરવામાં આવ્યું. એ હેતુ પાર પાડવાને માટે બ્રિટિશ હવાઈ દળને ઉપયોગ કરવામાં આવ્યું અને સુલેહ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૨ - જગતના ઇતિહાસનું રેખાદર્શન શાંતિ તથા વ્યવસ્થા સ્થાપવાના તેના એ પ્રયત્નનું કેવું પરિણામ આવ્યું તેને કંઈક ખ્યાલ એક પ્રતિષ્ઠિત અંગ્રેજ અમલદારના વર્ણન ઉપરથી આવશે. રૉયલ એશિયન સોસાયટીના વાર્ષિક સમારંભને અંગેનું વ્યાખ્યાન આપતાં લે. કર્નલ સર આર્નોલ્ડ વિલ્સને એને ઉલ્લેખ કરતાં જણાવ્યું કેઃ “છેલ્લાં દસ વરસથી અને ખાસ કરીને છેલ્લા છ માસથી (જનેવામાં તેમણે કરેલી જાહેરાતોની કશીયે પરવા કર્યા વિના) તે બ્રિટિશ હવાઈ દળ ખુદ વસતી ઉપર મકકમતાપૂર્વક અને લગાતાર બેબમાર ચલાવી રહ્યું છે. તારાજ થઈ ગયેલાં ગામડાંઓ, મરાયેલાં પશુઓ, અપંગ થયેલાં સ્ત્રી અને બાળકો, ઇત્યાદિ ‘ટાઈમ્સ” પત્રના ખાસ ખબરપત્રીના શબ્દોમાં કહીએ તો, એકસરખી સભ્યતાના ફેલાવાની સાક્ષી પૂરે છે” ગામના લેકે ઘણી વાર નાસી છુટતા અને એરોપ્લેને આવતાં ભાળીને છુપાઈ જતા તથા બોંબ પડીને તેમના પ્રાણ લે ત્યાં સુધી રાહ જોવા જેટલી રમતિયાળ વૃત્તિના તેઓ નહોતા એ જોઈને નવીન પ્રકારના – પડ્યા પછી અમુક સમય વીત્યા બાદ ફૂટે એવા – બનો ઉપયોગ કરવામાં આવ્યો. આ શયતાનિયતભરી યુક્તિ લેકેને છેતરીને થાપ આપવાને માટે યોજવામાં આવી હતી. એથી કરીને, એરોપ્લેને ચાલ્યાં ગયેલાં જોઈને ગામના લેકે પિતપિતાનાં ઝૂંપડાઓમાં પાછા ફરતા અને ફેંકવામાં આવેલા બૅબ ફૂટવાથી તેને ભોગ બનતા. એનો ભોગ બનીને મરણશરણ થનારાઓ તે પ્રમાણમાં ભાગ્યશાળી હતા. પરંતુ એથી કરીને અપંગ થનારાઓ, જેમના હાથપગ તૂટી જતા તથા જેમને ગંભીર પ્રકારની ઈજા થતી એવા લે કે તેમના કરતાં અતિશય હતભાગી હતા કેમ કે આ દૂર દૂરનાં ગામોમાં કોઈ પણ પ્રકારની દાક્તરી મદદ મળતી નહોતી. આ રીતે ત્યાં આગળ સુલેહશાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં આવી અને ઇંગ્લંડના આશ્રય નીચે ઇરાકની સરકાર પ્રજાસંધ સમક્ષ રજૂ થઈ. ઈરાકને પ્રજાસંધમાં સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું. એમ કહેવામાં આવે છે કે, બૅબમારો ચલાવી ચલાવીને ઈરાકને પ્રજાસંઘમાં દાખલ કરવામાં આવ્યું છે અને એ વાત સાવ સાચી છે. ઈરાક પ્રજાસંધનું સભ્ય બનવાથી તેના ઉપરના બ્રિટિશ મેન્ડેટને અંત આવ્યું. એનું સ્થાન તેની સાથે ૧૯૩૦ની સાલમાં કરવામાં આવેલી સંધિએ લીધું છે અને તેમાં એ દેશ ઉપર અંગ્રેજોને અસરકારક અંકુશ રહે એવી જોગવાઈ કરવામાં આવી છે. આ પરિસ્થિતિ પ્રત્યે અસંતોષ ચાલુ જ છે કેમ કે ઇરાકના લેકે પૂર્ણ સ્વતંત્રતા અને ઇતર આરબ પ્રજાઓ સાથે અક્ય માગે છે. પ્રજાસંધના સભ્ય બનવામાં તેમને ઝાઝો રસ નથી, કેમ કે પૂર્વના બીજા ઘણાખરા પીડિત દેશોની પેઠે તે માને છે કે પ્રજાસંઘ એ તે યુરોપની સત્તાઓના Page #546 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૩ ઇરાક અને હવાઈ બબમારાની નીતિમત્તા હાથમાં આવેલું પિતાપિતાનાં વસાહતી તેમ જ બીજા હિત સાધવા માટેનું એક હથિયારમાત્ર છે.* આરબ દેશોનું અવલેકને આપણે પૂરું કર્યું. તેં જોયું હશે કે મહાયુદ્ધ પછી હિંદુસ્તાન તેમ જ પૂર્વના બીજા દેશોની પેઠે એ બધા દેશોમાં પણ રાષ્ટ્રીયતાનું પ્રબળ મોજું ફરી વળ્યું હતું. જાણે વીજળીને પ્રવાહ એક વખતે એ બધા દેશમાં ફરી વળ્યું ન હોય એમ લાગતું હતું. અખત્યાર કરવામાં આવેલી સમાન પદ્ધતિ એ તેમનું બીજું એક નેંધપાત્ર લક્ષણ હતું. ઘણુંખરા દેશમાં પ્રબળ રમખાણ અને બંડ થવા પામ્યાં પરંતુ ધીમે ધીમે તેમણે અસહકાર અને બહિષ્કારની નીતિને વધુ ને વધુ આશરો લેવા માંડ્યો. રાષ્ટ્રીય મહાસભાએ મહાત્મા ગાંધીની આગેવાની સ્વીકારી ત્યારે એટલે કે ૧૯૨૦ની સાલમાં સામનો કરવાની આ નવી રીતની પહેલ હિંદુસ્તાને કરી એ નિર્વિવાદ છે. અસહકાર તેમ જ ધારાસભાઓને બહિષ્કાર કરવાનો ખ્યાલ હિંદમાંથી પૂર્વના બીજા દેશમાં પ્રસર્યો છે. રાષ્ટ્રની સ્વતંત્રતા મેળવવાની લડતની એ એક સ્વીકૃત રીત બની ગઈ છે અને તેને વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. સામ્રાજ્યવાદી અંકુશ જમાવવા માટેની ઈંગ્લેંડ અને ફ્રાંસની પદ્ધતિ વચ્ચેના એક જાણવા જેવા ભેદ તરફ મારે તારું લક્ષ ખેંચવું જોઈએ. ઇંગ્લડે પિતાના તાબા નીચેના બધાયે દેશોમાં યૂડલ, જમીનદાર, અતિશય સ્થિતિચુસ્ત અને પછાત વર્ગો સાથે અક્ય કરવા પ્રયત્ન કર્યો છે. હિંદુસ્તાન, મિસર તેમ જ અન્ય દેશોમાં આપણે એ વસ્તુ જોઈ ગયાં છીએ. પિતાના વસાહતી અથવા તેના અંકુશ નીચેના દેશમાં તેણે ડગમગતી ગાદીઓ ઊભી કરી અને તેના ઉપર પ્રત્યાઘાતી રાજાઓને બેસાડી દીધા. ઉપર જણાવેલા વર્ગો તેમને ટેકે આપશે એની તેને પૂરેપૂરી ખાતરી હતી. આ રીતે તેણે મિસરમાં ફાઉદ, ઇરાકમાં ફૈઝલ, ટ્રાન્સ–જોર્ડનમાં અબ્દુલાને રાજા તરીકે મૂક્યા તથા હેજાઝમાં શરીફ અબદુલ્લાને મૂકવાનો પ્રયાસ કર્યો. પરંતુ કાંસ એક નમૂનેદાર બૂવા” દેશ હેવાથી તેના તાબા નીચેના દેશમાં તે “ભૂર્ગવાન એટલે કે ઉદય પામતા મધ્યમ વર્ગના અમુક ભાગને ટેકે મેળવવાને પ્રયત્ન કરે છે. દાખલા તરીકે, સીરિયામાં તેણે મધ્યમવર્ગના ખ્રિસ્તીઓને ટેકે મેળવવા પ્રયાસ કર્યો. પરંતુ ઇંગ્લંડ તથા ફાંસ એ બંને ભાગલા પાડીને તથા કોમી અને ધાર્મિક લઘુમતીઓના પ્રશ્નો ઊભા કરીને પિતાના તાબા નીચેના દેશમાં તેમને સામને કરતા રાષ્ટ્રવાદને દુર્બળ બનાવવાની નીતિ ઉપર મુખ્યત્વે કરીને આધાર રાખે છે. પરંતુ બધાયે પૂર્વના દેશમાં રાષ્ટ્રવાદની ભાવના ધીમે ધીમે એ બધા ભેદભાવને * ૧૯૩૩ની સાલના સપ્ટેમ્બર માસમાં રાજા ફેઝલ મરણ પામ્ય અને તેની જગ્યાએ તેને પુત્ર ગાઝી ૧લે ગાદી ઉપર આવ્યું. તે પણ ૧૯૩૯ની સાલમાં અકસ્માતથી મરણ પામ્યા અને તેની જગ્યાએ તેનો બાળક પુત્ર ગાદીએ આવ્યો છે, Page #547 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન ઓળંગી રહી છે. ખાસ કરીને મધ્યપૂર્વના આરબ દેશોમાં તે રાષ્ટ્રવાદ એ બાબતમાં ઘણું જ સફળ થયા છે અને ત્યાં સૌની સહિયારી રાષ્ટ્રીયતાના આદર્શ આગળ ધાર્મિક અને સાંપ્રદાયિક સમૂહે નબળા પડતા જાય છે. બ્રિટિશ હવાઈ દળની ઈરાકની પ્રવૃત્તિઓ વિષે હું તને ઉપર કહી ગયે. છેલ્લાં બારેક વરસથી તેના અર્ધવસાહતી દેશમાં જેને “વ્યવસ્થા સાચવવાનું કાર્ય' કહેવામાં આવે છે તે કરવા માટે એરોપ્લેનને ઉપયોગ કરવાની બ્રિટિશ સરકારની ચેકકસ નીતિ થઈ ગઈ છે. જ્યાં આગળ અમુક પ્રમાણમાં સ્વ–શાસન આપવામાં આવેલું છે તથા જ્યાં આગળ રાજ્યવહીવટ મોટે ભાગે સ્થાનિક લેકે દ્વારા ચલાવવામાં આવે છે એવા દેશોમાં ખાસ કરીને એ નીતિ અખત્યાર કરવામાં આવે છે. એવા દેશમાં હવે કબજે રાખનારું સિગ્ય નથી રાખવામાં આવતું અથવા કહો કે તે બહુ ઓછું કરી નાખવામાં આવ્યું છે. એના ઘણા ફાયદા છે. એથી નાણુને ખૂબ બચાવ થાય છે અને દેશ લશ્કરી કબજા નીચે છે એ હકીકત પ્રમાણમાં બહુ ઓછી બહાર પડે છે. આમ છતાયે એરપ્લેને તથા ખગોળાઓ દ્વારા તેઓ પરિસ્થિતિ ઉપર પિતાને સંપૂર્ણ કાબૂ રાખી શકે છે. આ રીતે સ્વતંત્ર પ્રદેશમાં રોપ્લેનમાંથી કરવામાં આવતા બૅબમારાનો ઉપયોગ ઘણું વધી ગયું છે અને ઘણુંકરીને અંગ્રેજો બીજી કઈ પણ સત્તા કરતાં એ રીતને ઘણું વધારે ઉપયોગ કરે છે. ઈરાક વિષે તે હું તને કહી ગયે. હિંદના સરહદ પ્રાંત વિષે પણ એની એ જ વાતનું પુનરાવર્તન કરી શકાય. ત્યાં આગળ એ પ્રકારને બૅબમારે નિયમિત રીતે અને વારંવાર કરવામાં આવે છે. લશ્કર મોક્લવાની પહેલાંની જૂની રીત કરતાં એ રીત ભલે વધારે સેંઘી તથા ઝડપી અને અસરકારક હોય પરંતુ એ અતિશય ફર અને ભીષણ રીત છે. સાચે જ, આખાં ગામનાં ગામે ઉપર બૅબ ફેંકવા અને તે પણ અમુક સમય વીત્યા પછી ફૂટનારા બેંબ ફેંકવા અને એ રીતે ગુનેગાર તેમ જ નિર્દોષ લેકીને એક સરખી રીતે નાશ કરે એના કરતાં વધારે હિચકારા અને હેવાનિયતભર્યા કૃત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. એ રીતથી બીજા દેશ ઉપર ચડાઈ કરવાનું કાર્ય પણ અતિશય સુગમ બની જાય છે. આથી એની સામે ભારે પિકાર ઊડ્યો છે અને નિઃશસ્ત્ર નાગરિક વસતી ઉપર હવામાંથી હુમલે કરવાની હેવાનિયત વિરુદ્ધ પ્રજાસંઘની જીનીવાની બેઠકમાં છટાદાર વ્યાખ્યાને કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ સહિત બધાં રાષ્ટ્રો આવા પ્રકારને હવાઈ બૅબમારો સદંતર બંધ કરવાની તરફેણમાં હતાં. પરંતુ વસાહતી દેશમાં “વ્યવસ્થા સાચવવાને અર્થે 'એપ્લેનને ઉપયોગ કરવાનો હક અનામત રાખવાને અંગ્રેજોએ આગ્રહ પકડ્યો. એને લીધે પ્રજાસંધમાં તેમ જ ૧૯૩૩ની સાલમાં ભરાયેલી શસ્ત્રસંન્યાસ પરિષદમાં પણ એ બાબત ઉપર સમજૂતી ન થઈ શકી. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશ ૮ જૂન, ૧૯૩૩ ઇરાકની પૂર્વે ઈરાન અને ઈરાનની પૂર્વે અફઘાનિસ્તાન આવેલું છે. ઈરાન અને અફઘાનિસ્તાન એ બંને હિંદુસ્તાનના પાડોશી દેશે છે; કેમ કે ઈરાનની સરહદ સેંકડો માઈલ સુધી હિંદને (બલુચિસ્તાનમાં) અડેલી છે અને અફઘાનિસ્તાન તથા હિંદુસ્તાન બલુચિસ્તાનની છેક પશ્ચિમની અણીથી માંડીને જ્યાં આગળ હિંદુસ્તાન પિતાનું હિમાચ્છાદિત મસ્તક મધ્ય એશિયાના ઉરપ્રદેશ ઉપર ટેકવીને સેવિયેટ મુલક તરફ નજર કરી રહ્યું છે તે ઉત્તરના હિંદુકુશ પહાડે સુધી એટલે કે લગભગ એક હજાર માઈલ સુધી એકબીજાની અડોઅડ પડેલા છે. આ ત્રણે દેશે એકબીજાના પાડોશીઓ છે એટલું જ નહિ પણ તેમની વચ્ચે જાતિ અંગેનું સામ્ય પણ છે, કેમકે એ બધામાં પ્રાચીન આર્ય જાતિનું પ્રાધાન્ય છે. ભૂતકાળમાં તેમની વચ્ચે સાંસ્કૃતિક સમાનતા પણ ઘણી હતી. છેક હમણાં સુધી ઉત્તર હિંદમાં ફારસી એ વિદ્વાનની ભાષા હતી અને આજે પણ તે ખાસ કરીને મુસલમાનમાં પ્રચલિત છે. અફઘાનિસ્તાનમાં રાજ્ય દરબારની ભાષા હજી પણ ફારસી છે. અફઘાનની વ્યવહારની ભાષા પુસ્તુ છે. ઈરાન વિષે આગળના પત્રમાં હું તને કહી ગયે તેમાં ઉમેરો કરવાની મારી ઈચ્છા નથી. પરંતુ અફઘાનિસ્તાનમાં તાજેતરમાં બનેલા બનાવો વિષે મારે ટૂંકમાં ઉલ્લેખ કરવો ઘટે. અફઘાનેનો ઈતિહાસ એ ઘણે અંશે હિંદુસ્તાનના ઇતિહાસને એક ભાગ જ છે. સાચે જ, ઘણા લાંબા સમય સુધી અફઘાનિસ્તાન એ હિંદુસ્તાનને એક ભાગ જ હતું. હિંદથી તે જુદું પડયું ત્યારથી અને ખાસ કરીને છેલ્લાં સે કે એથી કંઈક વધારે વરસોથી અફઘાનિસ્તાન રશિયા તથા , ઈંગ્લેંડનાં બે વિશાળ સામ્રાજ્યની વચ્ચે આવેલું એક મધ્યવર્તી રાજ્ય બની ગયું છે. રશિયન સામ્રાજ્યનો અંત આવ્યો છે અને તેનું સ્થાન સેવિયેટના સંયુક્ત રાજ્ય લીધું છે પરંતુ અફઘાનિસ્તાન હજીયે મધ્યવર્તી રાજ્ય તરીકેનો પિતાને પહેલાનો ભાગ ભજવે છે. ત્યાં આગળ અંગ્રેજો તેમ જ રશિયને કાવાદાવા તથા પ્રપંચે ખેલી રહ્યા છે અને ત્યાં પોતપોતાનું પ્રભુત્વ જમાવવા મથી રહ્યા છે. લક્ષ્મી સદી દરમ્યાન આ કાવાદાવાઓને પરિણામે ઇંગ્લેંડ અને અફઘાનિસ્તાન વચ્ચે વિગ્રહ થવા પામ્યા. એમાં અંગ્રેજોને ભારે ખુવારી વેઠવી પડી પરંતુ આખરે ઈંગ્લડે ત્યાં પિતાની સરસાઈ જમાવી. ઉત્તર હિંદમાં ઠેકઠેકાણે હજી પણ અટકાયતમાં રાખવામાં આવેલા અફઘાન રાજકુળના અનેક માણુ અફઘાનિસ્તાનમાં ઇંગ્લડે કરેલી દખલગીરીનું આપણને સ્મરણ કરાવે છે. ઈંગ્લેંડ તરફ મિત્રતાભર્યું વલણ રાખનારા અમીર રાજ્યગાદી ઉપર આવ્યા અને અફઘાનિસ્તાનની પરદેશનીતિ ચેકકસપણે બ્રિટનના અંકુશ નીચે આવી. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ આ અમીરે ચાહે એટલી મૈત્રીની ભાવના દાખવતા હોય તેયે તેમના ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ રાખી શકાય એમ નહોતું એટલે તેમને સંતુષ્ટ તથા આધીન રાખવાને માટે અંગ્રેજો તરફથી તેમને દર વરસે સારી સરખી રકમ ભેટ આપવામાં આવતી. અમીર અબ્દુલ રહેમાન આ પ્રકારનો શાસક હતા અને તેનો લાંબો રાજ્ય અમલ ૧૯૦૧ની સાલમાં પૂરો થયો. તેના પછી અમીર હબીબુલ્લા ગાદી ઉપર આવ્યો. તેનું વલણ પણ અંગ્રેજો પ્રત્યે મિત્રતાભર્યું હતું. અફઘાનિસ્તાન હિંદમાંના અંગ્રેજોને આધીન રહે છે તેનું એક કારણ તે દેશની ભૌગોલિક પરિસ્થિતિ છે. નકશામાં જોશે તે તને જણાશે કે બલુચિસ્તાન એને સમુદ્રથી અળગે પાડે છે. આમ, બીજા કોઈની જમીનમાં થઈને ગયા વિના ધેરી રસ્તા ઉપર ન પહોંચી શકાય એવા પ્રકારના ઘરના જેવી એની આ સ્થિતિ હતી. એ વિકટ સ્થિતિ છે. તેને માટે બહારની દુનિયા સાથે સંબંધ રાખવાને સૌથી સુગમ માર્ગ હિંદ મારફતે છે. તે સમયે અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલા રશિયન પ્રદેશમાં અવરજવરનાં જોઈએ તેવાં સાધનો નહોતાં. મને લાગે છે કે, રેલવે બાંધીને તથા વિમાની અને મેટરને વ્યવહાર શરૂ કરીને સેવિયેટ સરકારે તાજેતરમાં એ અવરજવરનાં સાધને ખીલવ્યાં છે. આ રીતે હિંદુસ્તાન એ અફઘાનિસ્તાન માટે બહારની દુનિયા સાથે વ્યવહાર રાખવાની બારી છે. બ્રિટિશ સરકારે અફઘાનિસ્તાન ઉપર અનેક પ્રકારે દબાણ લાવીને આ હકીકતને લાભ ઉઠાવ્યા છે. સમુદ્ર સુધી પહોંચવાની અફઘાનિસ્તાનની મુશ્કેલી એ હજી પણ દેશ આગળને એક મહત્ત્વને પ્રશ્ન રહ્યો છે. ૧૯૧૯ની સાલના આરંભમાં અફઘાન રાજદરબારના કાવાદાવા અને હરીફાઈઓ બહાર ફૂટી નીકળ્યાં અને ત્યાં આગળ ટૂંક સમયમાં એક પછી એક એમ બે રાજમહેલની ક્રાંતિઓ થઈ પડદા પાછળ શું બન્યું હતું તથા એ ફેરફારને માટે કોણ જવાબદાર હતું તેની મને ચોક્કસ ખબર નથી. અમીર હબીબુલ્લાનું ખૂન કરવામાં આવ્યું અને તેને ભાઈ નસરુલ્લા અમીર બન્યો. પરંતુ થોડા જ વખતમાં નસરલાને ખસેડીને હબીબુલ્લાના એક નાના પુત્ર અમાનુલ્લાને અમીર બનાવવામાં આવ્યો. ગાદીએ આવ્યા પછી તરત જ તેણે ૧૯૧૯ની સાલનામે માસમાં હિંદ ઉપર નાનકડી ચડાઈ કરી. એમ કરવા માટેની તાત્કાલિક છંછેડણી શી હતી અથવા એમાં પહેલ કોણે કરી હતી તેની મને ચોક્કસ ખબર નથી. ઘણુંકરીને અમાનુલ્લાને અંગ્રેજોના સંબંધમાં કોઈ પણ પ્રકારની આધીનતા પ્રત્યે અણગમે તે અને તે પોતાના દેશને સંપૂર્ણપણે સ્વતંત્ર કરવા ચહાત હતું. હાલ પરિસ્થિતિ એને માટે અનુકૂળ છે એમ તેણે માન્યું હોય એ પણ બનવા જોગ છે. તને યાદ હશે કે, એ પંજાબમાં લશ્કરી કાયદાના અમલના દિવસે હતા. એ વખતે હિંદભરમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યું હતું તથા ખિલાફતના પ્રશ્નને અંગે મુસલમાનમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી હતી. Page #550 -------------------------------------------------------------------------- ________________ અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશે ૧૫૭ એનાં કારણે તથા પ્રલેને ગમે તે હે પરંતુ અંગ્રેજો સાથે અફઘાન વિગ્રહ ફાટી નીકળ્યું. પરંતુ આ યુદ્ધને આપણે કલ્પી પણ ન શકીએ એટલા ટૂંકા સમયમાં અંત આવ્યું અને તેમાં નહિ જેવી જ લડાઈ થવા પામી. લશ્કરી દૃષ્ટિએ તે હિંદમાંના અંગ્રેજો અમાનુલ્લા કરતાં બેશક ઘણુ બળવાન હતા પરંતુ તેમને લડવાનું જરા પણ મન નહોતું. આથી નજીવા બનાવથી જ યુદ્ધ પતી ગયું અને તેમણે અફઘાને સાથે સમજૂતી કરી. એને પરિણામે અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ તરીકે માન્ય રાખવામાં આવ્યું તથા પરદેશે સાથેના સંબંધેની બાબતમાં પણ તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી. આ રીતે અમાનુલ્લાએ પિતાને ઉદેશ પાર પાડ્યો અને યુરોપ તથા એશિયામાં સર્વત્ર તેની પ્રતિષ્ઠા વધી ગઈ. અંગ્રેજોને એને માટે સારો અભિપ્રાય ન હોય એ બિલકુલ સ્વાભાવિક છે. પિતાના દેશમાં તેણે નવી નીતિને અમલ શરૂ કર્યો તેથી તે દુનિયાનું લક્ષ અમાનુલ્લા તરફ વળી વધારે ખેંચાવા લાગ્યું. તેની એ નીતિ પશ્ચિમની પદ્ધતિએ ઝડપી સુધારા કરવાની એટલે કે અફઘાનિસ્તાનનું “પશ્ચિમીકરણ” કરવાની હતી. તેના એ કાર્યમાં તેની પત્ની બેગમ સુરૈયાએ તેને ભારે મદદ કરી. તેણે અમુક અંશે યુરેપમાં કેળવણી લીધી હતી અને સ્ત્રીઓ પડદા પાછળ ભરાઈ રહે એ વસ્તુ તેને સાલતી હતી. આ રીતે એક અતિશય પછાત દેશને અલ્પ સમયમાં બદલી નાખવાની, અફઘાનોને તેમની જૂની ઘરેડમાંથી બહાર કાઢીને તેમને ન માર્ગે ચડાવી આગળ ધપાવવાની આશ્ચર્યકારક પ્રક્રિયા શરૂ થઈ. દેખીતી રીતે જ, મુસ્તફા કમાલ પાશા એ અમાનુલ્લાને આદર્શ હતો અને તેણે ઘણી બાબતમાં તેની નકલ કરવા માંડી. તે એટલે સુધી કે, તેણે અફઘાનોને કેટ પાટલૂન અને યુરોપિયન હેટ પહેરતા કર્યા તથા તેમની દાઢી સુધ્ધાં મૂંડાવી નંખાવી. પરંતુ અમાનુલ્લામાં કમાલ પાશાની દઢતા કે કાર્યદક્ષતા નહતી. પિતાના ક્રાંતિકારી સુધારાઓ કરવાનું કાર્ય શરૂ કરવા પહેલાં તેણે દેશમાં તેમ જ આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં પિતાની સ્થિતિ સંપૂર્ણપણે સલામત કરી લીધી હતી. તેને શિસ્તબદ્ધ અને કસાયેલા લશ્કરનું પીઠબળ હતું તેમ જ સમગ્ર પ્રજામાં તેની ભારે પ્રતિષ્ઠા હતી. આ બધી સાવચેતી રાખ્યા વિના અમાનુલ્લા આગળ વધે. વળી તેનું કાર્ય વિશેષે કરીને કપરું હતું કેમ કે અફઘાને છેલ્લામાં છેલ્લા તુર્ક કરતાં પણ ઘણું પછાત હતા. પરંતુ બીના બની ગયા પછી તેને ન્યાય તોળવાનું બહુ સહેલું હોય છે. તેના રાજ્યકાળનાં આરંભનાં વરસમાં તેના સુધારાનાં બધાં કાર્યમાં તે સફળ થતે દેખાતું હતું. તેણે સંખ્યાબંધ અફઘાન છેકરા છોકરીઓને કેળવણી માટે યુરોપ મોકલ્યાં. રાજ્યવહીવટમાં પણ તેણે ઘણું સુધારા દાખલ કર્યા પિતાના પાડોશીઓ તથા તુર્કી સાથે સંધિઓ કરીને તેણે તેની આંતરરાષ્ટ્રીય Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ - જગતના ઇતિહાસનું રેખાદર્શન પરિસ્થિતિ મજબૂત બનાવી. સોવિયેટ રશિયાએ ચીનથી માંડીને તુર્ક સુધીના પૂર્વના બધાયે દેશ તરફ ઈરાદાપૂર્વક ઉદારતાભરી નીતિ અખત્યાર કરી હતી અને સેવિયેટનું આ મિત્રાચારીભર્યું વલણ તથા તેની મદદ તુર્કી તથા ઇરાનને વિદેશીઓના અંકુશમાંથી મુક્ત થવામાં ભારે સહાયરૂપ નીવડ્યાં હતાં. ૧૯૧૯ની સાલના ઇંગ્લેંડ સાથેના ટૂંકા વિગ્રહમાં જે સુગમતાથી અમાનુલ્લા પિતાને હેતુ પાર પાડી શક્યો તેમાં પણ એ વસ્તુએ મહત્ત્વનો ફાળો આપ્યો છે જેઈએ. એ પછીનાં વરસે દરમ્યાન સેવિયેટ રશિયા, તુક, ઈરાન અને અફઘાનિસ્તાન એ ચાર સત્તાઓ વચ્ચે અનેક સંધિઓ અને મિત્રાચારીના કરાર થવા પામ્યા. એ બધી સત્તાઓ વચ્ચે અથવા તે એમાંની કોઈ પણ ત્રણ સત્તાઓ વચ્ચે એક સાથે સંધિ નહોતી થઈ. પણ દરેક સત્તાએ બાકીની ત્રણ સત્તાઓ જોડે લગભગ એક જ પ્રકારની પણ અલગ અલગ સંધિ કરી. આ રીતે મધ્યપૂર્વના આ બધા દેશોને મજબૂત બનાવનારી સંધિઓની એક સાંકળ બની ગઈ. એ સંધિઓની તેમની તારીખ સાથે માત્ર એક યાદી હું અહીં આપીશ? તુર્ક-અફઘાન સંધિ ફેબ્રુઆરી ૧૯, ૧૯૨૧ સેવિયેટ-તુર્ક સંધિ ડિસેમ્બર ૧૭, ૧૯૨૫ તુર્કો-ઈરાન સંધિ એપ્રિલ ૨૨, ૧૯૨૬ સેવિયેટ–અફઘાન સંધિ ઓગસ્ટ ૩૧, ૧૯૨૬ સેવિયેટ-ઈરાન સંધિ ઓકટોબર ૧, ૧૯૨૭ ઈરાન-અફઘાન સંધિ નવેમ્બર ૨૮, ૧૯૨૭ આ સંધિઓ સોવિયેટ મુત્સદ્દીગીરીની સફળતા સૂચવતી હતી અને મધ્ય પૂર્વના દેશોમાંની ઇંગ્લંડની લાગવગ ઉપર એ ભારે ફટકા સમાન હતી. આ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે બ્રિટિશ સરકારને એ સંધિઓની સામે ભારે વિરોધ હતો અને ખાસ કરીને, સોવિયેટ રશિયા સાથે અમાનુલ્લાની મિત્રી તથા તેના તરફ તેનું મમતાભર્યું વલણ તે તેને બિલકુલ નાપસંદ હતું. ૧૯૨૮ની સાલના આરંભમાં અમાનુલ્લા તથા તેની બેગમ સુરેયા યુરોપના એક મેટા પ્રવાસ માટે અફઘાનિસ્તાનથી રવાના થયાં. રેમ, પેરિસ, લંડન, બર્લિન અને એસ્કે ઈત્યાદિ યુરોપનાં ઘણું પાટનગરેની તેમણે મુલાકાત લીધી અને સર્વત્ર તેમનું ભારે સન્માન કરવામાં આવ્યું. વેપાર તેમ જ રાજકીય હેતુઓને અર્થે એ બધા દેશો અમાનુલ્લાની સહાનુભૂતિ મેળવવા આતુર હતા. તેને કીમતી ભેટ પણ આપવામાં આવી. પરંતુ તેણે તે એક કુશળ મુત્સદ્દીને શોભે એવી ચતુરાઈ બતાવી અને કોઈ પણ બાબતમાં તે બંધાઈ ગયે નહિ. પાછા ફરતાં તેણે તુટ્ટી તેમ જ ઈરાનની મુલાકાત પણ લીધી. એના લાંબા પ્રવાસ તરફ ઘણું લેકેનું લક્ષ ખેંચાયું. તેણે અમાનુલ્લાની પ્રતિષ્ઠા વધારી તેમ જ એથી કરીને અફઘાનિસ્તાનનું મહત્વ દુનિયામાં ઘણું Page #552 -------------------------------------------------------------------------- ________________ અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશે ૧૨૧૯ વધી ગયું. પરંતુ ખુદ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ સતેષકારક નહતી. જીવનના જૂના વ્યવહારને ધરમૂળથી બદલી નાખનારા ભારે ફેરફારની અધવચ પિતાના દેશને છેડી જવામાં અમાનુલ્લાએ ભારે જોખમ ખેડયું હતું. કમાલ પાશાએ એવું જોખમ કદી પણ ખેડયું નહોતું. દેશમાંથી અમાનુલ્લાની લાંબી ગેરહાજરી દરમ્યાન તેની સામે ખડા થયેલા પ્રત્યાઘાતી લેકે તથા બળો ધીમે ધીમે આગળ આવ્યાં. ત્યાં આગળ અનેક પ્રકારના કાવાદાવા થયા તથા પ્રપંચે રચાયા અને તેને બદનામ કરવા માટે તરેહતરેહની અફવાઓ ફેલાવવામાં આવી. આ અમાનુલ્લા વિરોધી પ્રચારકાર્ય માટે નાણાંને ધેધ વહેવા લાગે. એ નાણાં ક્યાંથી આવતાં હતાં તેની કોઈને પણ ખબર નહતી. સંખ્યાબંધ મુલ્લાઓને એ કાર્ય માટે પૈસા આપવામાં આવ્યા હોય એમ જણાવ્યું છે અને તેઓ અમાનુલ્લાને કાફર તરીકે એટલે કે દીનના શત્ર તરીકે વખોડતા આખા દેશમાં ફરી વળ્યા. બેગમ સુરૈયા કે અનુચિત પિશાક પહેરતી હતી એ બતાવવાને તેના યુરોપિયન ઢબના રાત્રે પહેરવાના પિશાકના અથવા તે કંઈક બેપરવાઈથી પહેરેલા પિશાકના ચિત્રવિચિત્ર ફેટાઓ હજારોની સંખ્યામાં ગામડાઓમાં વહેંચવામાં આવ્યા. આ વ્યાપક અને ખરચાળ પ્રચારકાર્ય માટે કોણ જવાબદાર હતું? એને માટે અફઘાને પાસે નહોતાં નાણાં કે નહોતી આવડત. હા, એટલું ખરું કે એવા પ્રચારના જાણેઅજાણ્ય પણ શિકાર બની જાય એવા તે લેકે હતા. મધ્ય પૂર્વમાં તેમ જ યુરોપમાં એવી માન્યતા વ્યાપક રીતે પ્રવર્તતી હતી કે આ બધા પ્રચારની પાછળ બ્રિટિશ જાસૂસી ખાતાને હાથ હતો. આવી વસ્તુ ભાગ્યે જ પુરવાર થઈ શકે. અને એ પ્રચારકાર્ય સાથે અંગ્રેજોને સંબંધ હતે એ બતાવનાર કોઈ પણ એક્કસ પુરા મળતું નહોતું. એમ છત, અફઘાન બળવારે બ્રિટિશ બનાવટની રાઇફલેથી સજ્જ હતા એમ કહેવામાં આવતું હતું. પરંતુ અમાનુલ્લાને અફઘાનિસ્તાનમાં નબળે પાડે એમાં ઇંગ્લંડન સ્વાર્થ રહેલું હતું, એ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. - જ્યારે અફઘાનિસ્તાનમાં અમાનુલ્લાની જડ ઉખેડાઈ રહી હતી, તે સમયે તે યુરેપનાં પાટનગરમાં દબદબાભર્યા સ્વાગત માણી રહ્યો હતો. પિતાના સુધારાઓ માટે નવો ઉત્સાહ તથા નવા નવા વિચારો લઈને તે યુરોપના પ્રવાસેથી અફઘાનિસ્તાન પાછો ફર્યો. અંગેરામાં તે કમાલ પાશાને પણ મળ્યો હતો અને એ મુલાકાતથી તેના ઉપર પહેલાં કરતાં પણ તેની ભારે છાપ પડી. પ્રવાસેથી પાછા ફરીને તરત જ તે એ સુધારાઓ આગળ ધપાવવાના કાર્યમાં વળગે. તેણે ઉમરાના ઇલકાબે રદ કર્યા અને ધાર્મિક વડાઓની સત્તા ઘટાડી નાખી. દેશના વહીવટ માટે જવાબદાર એવું પ્રધાન મંડળ પણ તેણે રચ્યું અને એ રીતે પિતાની આપખુદ સત્તા પણ ઘટાડી. સ્ત્રીઓની મુક્તિની પ્રવૃત્તિ પણ ધીમે ધીમે આગળ ધપાવવામાં આવી. Page #553 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન એવામાં ધવાતા અગ્નિમાં એકાએક ભડકા થઈ આવ્યા અને ૧૯૨૮ની સાલની આખરમાં અધાનિસ્તાનમાં બળવા ફાટી નીકળ્યેા. બચા-ઈસાકુ નામના એક સામાન્ય ભિસ્તીની સરદારી નીચે એ ખળવા દેશભરમાં ફેલાઈ ગયા અને ૧૯૨૯ની સાલમાં તે સફળ નીવડ્યો. અમાનુલ્લા અને તેની બેગમ નાસી છૂટયાં અને ભિસ્તી અમીર બન્યા. બચાઈ-સાપુએ પાંચ માસ સુધી કામૂલમાં રાજ્ય કર્યું. પરંતુ પછીથી નાદીરખાન નામના અમાનુલ્લાના એક સેનાપતિ તથા પ્રધાને તેને ગાદી ઉપરથી ખસેડી મૂકયો. પરંતુ નાદીરખાન પોતાની જુદી જ ભાજી રમતા હતા અને તેમાં ફાવ્યા એટલે નાદીરશાહના નામથી તે પોતે જ રાજા અથવા અમીર બની ખેઠો. દેશમાં વારંવાર મુસીબત ઊભી થઈ અને રમખાણા થવા પામ્યાં પરંતુ ઇંગ્લંડ તરફ તેનું મિત્રાચારીભયું વલણ હતું અને તેના તરફથી તેને મદદ મળી એટલે નાદીરશાહ રાજા તરીકે ચાલુ રહ્યો. બ્રિટિશ સરકારે તેને વગર વ્યાજે નાણાંની મેાટી રકમ ધીરી તથા તેણે તેને શસ્ત્રસર ંજામ તથા દારૂગોળા પણ પૂરાં પાડ્યાં. એ બળવાન પ્રતિસ્પી એની વચ્ચે આવેલું એ મધ્યવતી રાજ્ય હોવાને કારણે અધાનિસ્તાનમાં અસ્થિર પરિસ્થિતિ વર્તે છે. ૧૨૧૦ અફઘાનિસ્તાન તેમ જ પશ્ચિમ અને દક્ષિણ એશિયાનું બ્યાન મેં પૂરું કર્યું. હવે હું એશિયાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં તાજેતરમાં બનેલા બનાવા વિષે તને ટૂંકમાં કહીશ અને આ પત્ર પૂરા કરીશ. બ્રહ્મદેશની પૂર્વમાં સિયામ આવેલું છે. દુનિયાના આ ભાગમાં માત્ર એ જ એક દેશ પેાતાની સ્વતંત્રતા જાળવી રાખવામાં સફળ થયા છે. એ દેશ ઇંગ્લંડની હકૂમત નીચેના બ્રહ્મદેશ તથા ફ્રેંચાના અમલ નીચેના હિંદી ચીનની વચ્ચે જકડાયેલા છે. એ દેશ પ્રાચીન હિંદી અવશેષોથી ભરપૂર અને તેની પરંપરા, સંસ્કૃતિ તથા આચારવિચારો ઉપર હજીયે હિંદની પ્રાચીન છાપ દૃષ્ટિગોચર થાય છે. છેક હમણાં સુધી ત્યાં આગળ આપખુદ રાજાશાહીને અમલ પ્રવર્તતા હતા તથા ત્યાંની સામાજિક પરિસ્થિતિ પણ ચૂડલ હતી. જો કે ઉદય પામતા નાના સરખા મધ્યમ વર્ગ પણ ત્યાં મેાજૂદ હતા. મને લાગે છે કે, ઘણુંખરું ત્યાંના રાજા પણ ‘ રામ ના ખિતાબધારી હતા અને સિયામમાં હિંદુનું સ્મરણ કરાવનાર એ એક ખીજો શબ્દ છે. આ રીતે ત્યાંના રાજાએનાં નામ રામ ૧લા, રામ રજો ઇત્યાદિ હતાં. મહાયુદ્ધ દરમ્યાન જ્યારે તેમના વિજય નિશ્ચિત જણાવા લાગ્યા ત્યારે સિયામ મિત્રરાજ્યે ને પક્ષે જોડાયું અને પછીથી તે પ્રજાસંધનું સભ્ય બન્યું. *૧૯૩૩ના નવેમ્બર માસમાં નાદીરશાહનું ખૂન થયું અને તેને યુવાન પુત્ર અહીરશાહ તેના પછી ગાદીએ આવ્યા. Page #554 -------------------------------------------------------------------------- ________________ અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશો ૧૨૨૧ ૧૯૩૨ના જૂન માસમાં સિયામના પાટનગર બેંકોકમાં એકાએક રાજ્યક્રાંતિ થઈ અને આપખુદ સરકારને અંત આવ્યો તથા એને બદલે ત્યાં સિયામના પ્રજા પક્ષના નિયમન નીચે લેકશાહી અમલને આરંભ થયો. લુઆંગ પ્રદિત નામના એક ધારાશાસ્ત્રીની આગેવાની નીચે સિયામના યુવાન લશ્કરી અમલદારો તથા બીજાઓએ મળીને રાજકુટુંબનાં માણસોની તેમ જ મુખ્ય મુખ્ય પ્રધાનોની ધરપકડ કરી અને તેમણે રાજા પ્રજાદીપક પાસે રાજ્યબંધારણને સ્વીકાર કરાવ્યો. રાજાની સત્તા મર્યાદિત કરવામાં આવી અને પ્રજાકીય ધારાસભા શરૂ થઈ. આ ફેરફારને પ્રજાને ટકે તે ખરે, પરંતુ જનતાવ્યાપી આંદોલનને કારણે તે થવા પામ્યો નહોતે. લશ્કરી ક્રાંતિ દ્વારા “તરુણ તુર્કે એ સુલતાન અબ્દુલ હમીદ પાસેથી સત્તા લઈ લીધી હતી તેને મળતે એ ફેરફાર હતું. રાજાએ તરત જ નમતું આપ્યું તેથી એ કટોકટીને સત્વર અંત આવ્યું. પરંતુ એ ફેરફારને વશ થવાની તેની ખરા દિલની તૈયારી નહતી. આથી ૧૯૩૩ની સાલના એપ્રિલ માસમાં તેણે એકાએક ધારાસભા બરખાસ્ત કરી અને લુઆંગ પ્રદિતને કાઢી મૂક્યો. બે માસ પછી ત્યાં આગળ ફરી પાછી રાજ્યક્રાંતિ થવા પામી અને ધારાસભાને સજીવન કરવામાં આવી. સિયામની નવી સરકારે ઈંગ્લેંડ સાથે ગાઢ સંબંધ ખીલ નથી પરંતુ તેનું વલણ જાપાન તરફ વિશેષ છે.* સિયમની પૂર્વે આવેલા ફ્રેંચ હિંદી ચીનમાં પણ રાષ્ટ્રવાદને ફેલાવે થવા પામ્યો છે અને તે પ્રબળ બનતું જાય છે. રાષ્ટ્રીય ચળવળને દાબી દેવા માટે ફ્રેંચ સરકારે કેટલાયે કાવતરા કેસે ચલાવ્યા અને સંખ્યાબંધ કેને તેણે લાંબી મુદતની સજાઓ કરી. ૧૯૩૩ની સાલમાં જિનીવામાં મળેલી શસ્ત્રસંન્યાસ પરિષદની બેઢંકમાં ક્રાંસના પ્રતિનિધિએ એક સૂચક નિવેદન કર્યું હતું. એ પ્રતિનિધિ, મેં. સેટ પોતે ફેંચ હિંદી ચીનને ગવર્નર હતું. તેણે તેમાં “તાબા નીચેના દેશમાં થતા જતા રાષ્ટ્રવાદના વિકાસને તથા તેને પરિણામે તેમનો વહીવટ ચલાવવાનું અતિશય મુશ્કેલ બનતું જતું હતું” એ હકીકતને ઉલ્લેખ કર્યો હતો. તેણે ફ્રેંચ હિંદી ચીનને દાખલે આપીને જણાવ્યું કે, પિતે ગવર્નર હતું ત્યારે વ્યવસ્થા જાળવવા માટે ત્યાં ૧૫૦૦ માણસની જરૂર રહેતી, જ્યારે હાલ એને માટે ત્યાં આગળ ૧૦,૦૦૦ માણસની જરૂર પડે છે. છેલ્લે, પિતાની ખાંડ અને રબર માટે તેમ જ ત્યાંના ખેતીના બગીચાઓમાં ત્યાંના લેકેનું ભયંકર શેષણ કરવામાં આવતું હતું તેને માટે દુનિયાભરમાં • ૧૯૩૩ના એકબર માસમાં સ્થિતિચુસ્ત લોકેનું રમખાણ થવા પામ્યું હતું પરંતુ એને દબાવી દેવામાં આવ્યું અને લુઆંગ પ્રદિતની આગેવાની નીચેની સરકાર ચાલુ રહી. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન મશહૂર થયેલું ઈસ્ટ ઈન્ડિઝમાં આવેલું જાવા આવે છે. હિંદની પેઠે ત્યાં પણ થડા પ્રમાણમાં સુધારા અને ઘણા વધુ પ્રમાણમાં દમન એ બંનેની સાથે સાથે જ રાષ્ટ્રવાદને વિકાસ થયો છે. જાવાવાસીઓ ઘણા મોટા પ્રમાણમાં મુસલમાને છે અને મહાયુદ્ધ દરમ્યાન અને તે પછી મધ્ય પૂર્વના દેશોમાં બનેલા બનાવની તેમના ઉપર ભારે અસર થઈ હતી. કેન્ટોનની ચીની ક્રાંતિકારી ચળવળની પણ તેમના ઉપર ભારે અસર થવા પામી હતી તેમ જ હિંદની અસહકારની ચળવળ વિષે પણ તેઓ રસ લેતા થયા હતા. ૧૯૧૬ની સાલમાં ડચ સરકારે જાવાવાસીઓને બંધારણીય સુધારા આપવાનું વચન આપ્યું અને બાતાવિયામાં પ્રજાકીય ધારાસભાની સ્થાપના કરવામાં આવી. પરંતુ મોટે ભાગે એ સરકારે નીમેલા સભ્યોની બનેલી હતી અને તેને નહિ જેવી જ સત્તા આપવામાં આવી હતી. આથી તેની વિરુદ્ધ ચળવળ ચાલુ જ રહી. ૧૯૨૫ની સાલમાં નવું રાજબંધારણ આપવામાં આવ્યું પરંતુ એનાથી મૂળ સ્થિતિમાં ઝાઝો ફેર પડતો ન હતો અને પ્રજાને સંતોષ આપવામાં તે નિષ્ફળ નીવડયું. જાવા તથા સુમાત્રામાં હડતાલે પડી અને રમખાણ થયાં અને ૧૯૨૭ની સાલમાં ડચ સરકાર સામે બળવો ફાટી નીકળે. એ બળવાને અતિશય ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યો. આમ છતાંયે રાષ્ટ્રીય ચળવળ તે આગળ ધપતી જ રહી. એ ચળવળની રચનાત્મક બાજુ પણ હતી. ત્યાં આગળ સંખ્યાબંધ રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવામાં આવી તેમ જ હિંદની પેઠે ગૃહ ઉદ્યોગ અને હાથ કારીગરીને ઉત્તેજન આપવામાં આવ્યું. સ્વતંત્રતા માટેની લડત હજી ચાલુ જ છે. દુનિયાભરમાં આવેલી વેપારની મંદીને કારણે તથા પરદેશમાં ભારે સંરક્ષક જકાત નાખવામાં આવી તેથી બજારે મર્યાદિત થઈ જવાને લીધે જાવાના ખાંડના ઉદ્યોગને ભારે નુકસાન વેઠવું પડ્યું. જાવા નજીકના પૂર્વના સમુદ્રમાં ૧૯૩૩ની સાલના આરંભમાં એક અજબ બનાવ બન્યો. પગારકાપ સામે વિરોધ દર્શાવીને, એક ડચ યુદ્ધ જહાજના ખલાસીઓએ તે જહાજને કબજે લીધે અને તેને તેઓ હંકારી ગયા. તેમણે કઈ પણ પ્રકારનું નુકસાન ન કર્યું તેમ જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને વિરોધ માત્ર પગાર કાપ સામે જ છે. એ એક પ્રકારની ઉગ્ર હડતાલ હતી. આથી ડચ એરપ્લેનેએ એ જહાજ ઉપર બૅબમારે કર્યો અને ઘણું ખલાસીઓના જાન લીધા અને એ રીતે તે જહાજને કબજે લેવામાં આવ્યું. જ્યાં આગળ રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ વચ્ચે નિરંતર અથડામણ થયા જ કરે છે તે એશિયાની રજા લઈને હવે આપણે યુરોપ પહોંચીશું. કેમ કે યુરોપ આપણું લક્ષ ખેંચી રહ્યું છે. મહાયુદ્ધ પછીના યુરેપનું આપણે અવલોકન નથી કર્યું અને તારે યાદ રાખવું જોઈએ કે યુરોપની પરિસ્થિતિમાં Page #556 -------------------------------------------------------------------------- ________________ થતી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૨૨૩જે દુનિયાની પરિસ્થિતિની ચાવી રહેલી છે. આથી હવે પછીના આપણું કેટલાક પત્રો યુરોપ વિર્ષના હશે. એશિયાના બીજા બે ભાગનું, તેના બે વિશાળ પ્રદેશનું અવલેકન કરવાનું હજી બાકી રહે છે. ચીન અને ઉત્તરમાં આવેલ સેવિયેટ મુલક એ બે પ્રદેશ છે. થોડા સમય બાદ આપણે ત્યાં આગળ પહોંચીશું ૧૭૧. થતી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૩ જૂન, ૧૯૩૩ જી. કે. ચૅસ્ટરટન નામના એક મશહૂર લેખકે કયાંક કહ્યું છે કે, ક્રાંતિ થતી થતી રહી ગઈએ ૧૯મી સદીને ઇંગ્લંડને સૌથી મોટો બનાવ છે. તને યાદ હશે કે એ સદી દરમ્યાન ઈંગ્લેંડ અનેક પ્રસંગોએ ક્રાંતિની અણી ઉપર આવીને ઊભું હતું એટલે કે નીચલા થરના બૂવાઓ તેમ જ મજૂર વર્ગ એ બંને મળીને ક્રાંતિ કરે એવી પરિસ્થિતિ ત્યાં આગળ અનેક વખત ઊભી થવા પામી હતી. પરંતુ એ દરેક પ્રસંગે છેવટની ઘડીએ શાસક વર્ગોએ સહેજસાજ નમતું આપ્યું, મતાધિકાર વિસ્તૃત કરીને પાલમેન્ટ દ્વારા ચાલતા રાજ્ય વહીવટમાં આમવર્ગને ઉપર ઉપરથી છેડે હિસ્સો આવે તેમ જ પરદેશમાંના સામ્રાજ્યવાદી શેષણમાંથી થતા નફામાં થેડે ભાગ આપે અને એ રીતે ઝઝૂમી રહેલી ક્રાંતિને દાબી દીધી. તેમના વિસ્તરતા જતા સામ્રાજ્ય તથા તેમાંથી આવતાં નાણાંને કારણે તેમને એમ કરવું પાલવતું હતું. આથી ઇંગ્લંડમાં ક્રાંતિ ન થવા પામી પરંતુ તેની છાયા અનેક વાર દેશ ઉપર ફરી વળી હતી અને તેના ડરે ભાવિ બના ઉપર અસર કરી. એથી કરીને, જે બનાવ ખરેખાત બનવા નહોતે પામે તેને ગઈ સદીને સૌથી મોટો બનાવ કહેવામાં આવે છે. એ જ રીતે, કદાચ કહી શકાય કે, ક્રાંતિ થતી થતી રહી ગઈ એ મહાયુદ્ધ પછીના સમયને પશ્ચિમ યુરોપને મોટામાં મોટો બનાવ હતુંજેને લીધે રશિયામાં બે શેવિક ક્રાંતિ થવા પામી તેવા જ પ્રકારની પરિસ્થિતિ – જો કે કંઈક ઓછા પ્રમાણમાં – મધ્ય તેમ જ પશ્ચિમ યુરોપના દેશોમાં પણ મેજૂદ હતી. ઈગ્લેંડ, ફ્રાંસ અને જર્મની વગેરે પશ્ચિમ યુરેપના ઉદ્યોગપ્રધાન દેશે અને રશિયા વચ્ચે મહત્ત્વને તફાવત એ હતું કે પ્રસ્તુત દેશના જેવા બળવાન બૂવા” વર્ગને રશિયામાં અભાવ હતે. સાચું કહેતાં, માર્સના સિદ્ધાંત પ્રમાણે તે, આ ઉદ્યોગોમાં આગળ વધેલા દેશમાં મજૂર વર્ગની ક્રાંતિ થવાનો સંભવ હો, ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત રશિયામાં તે નહિ જ. પરંતુ મહાયુદ્ધ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રશિયાના ઝારશાહી તંત્રને ભાગીને ભૂકો કરી નાખ્યું અને પશ્ચિમ યુરોપની પદ્ધતિની પાર્લામેન્ટ દ્વારા ચાલેતી સરકારને આગળ આવીને કબજે લેનાર બળવાન મધ્યમ વર્ગ ત્યાં નહોતું એટલે મજૂરનાં સેવિયેટએ સત્તા ઝડપી લીધી. આમ, એ એક આશ્ચર્યકારક વસ્તુ છે કે, રશિયાનું ખુદ પછાતપણું જ એટલે કે તેની નબળાઈનું ખુદ કારણ જ, વધારે આગળ વધેલા દેશોને મુકાબલે એક ઘણું મોટું પગલું આગળ ભરવામાં તેને માટે નિમિત્તરૂપ બની ગયું. લેનિનની સરદારી નીચે બે શેવિકોએ એ પગલું ભર્યું પરંતુ તેઓ એ બાબતમાં કશી ભ્રમણામાં નહોતા. તેઓ બરાબર જાણતા હતા કે રશિયા પછાત દેશ છે અને બીજા આગળ વધેલા દેશની હરોળમાં આવતાં તેને વખત લાગશે. તેઓ એવી આશા સેવતા હતા કે, મજૂરોના પ્રજાસત્તાક સ્થાપવાના તેમના દષ્ટાંતથી પ્રોત્સાહિત થઈને યુરોપના બીજા દેશના મજૂરે ચાલુ વ્યવસ્થા સામે બળવો કરશે. તેમને લાગતું હતું કે એવી સમગ્ર યુરોપવ્યાપી સામાજિક ક્રાંતિ થાય તેમાં જ તેમની હસ્તીની આશા રહેલી છે, કેમ કે, નહિ તે, બાકીની મૂડીવાદી દુનિયા રશિયાની તરણ સેવિયેટ સરકારને દાબી દેશે. તેમની એવી આશા અને માન્યતા હોવાને લીધે જ, તેમની ક્રાંતિના આરંભના સમયમાં તેમણે દુનિયાભરના મજૂરને ઉદ્દેશીને ક્રાંતિ માટે કટિબદ્ધ . થવાની હાકલ કરી હતી. પ્રદેશ ખાલસા કરવાની સામ્રાજ્યવાદી બધી જનાઓ તેમણે વખોડી કાઢી; ઝારશાહી રશિયા અને ઈગ્લેંડ તથા ફ્રાંસ વચ્ચે થયેલી ગુપ્ત સંધિને આધારે તેઓ કોઈ પણ દાવો કરવાના નથી એમ તેમણે જણાવ્યું તેમ જ કન્ઝાન્ટિનોપલ તુર્કોની પાસે જ રહેવું જોઈએ એ વસ્તુ પણ તેમણે સ્પષ્ટ કરી. પૂર્વના દેશે તેમ જ ઝારશાહી સામ્રાજ્યની અનેક પીડિત પ્રજાએ સમક્ષ તેમણે અતિશય ઉદાર શરતે રજૂ કરી. અને સૌથી મોટી વાત તો એ હતી કે, દુનિયાભરના મજૂરવર્ગના ખેરખાં તરીકે આગળ પડીને, પિતાના દષ્ટાંતનું અનુકરણ કરીને સમાજવાદી પ્રજાસત્તાકે સ્થાપવાની તેમણે દેશદેશના મજૂરને હાકલ કરી. પૃથ્વીના એ ભાગમાં, ઇતિહાસમાં પહેલી જ વાર, મજૂરોની સરકારની સ્થાપના થઈ એ સિવાય બશેવિકોના મનમાં રાષ્ટ્રવાદને કે એક રાષ્ટ્ર તરીકે રશિયાને બીજે અર્થ નહે. જર્મનોએ તથા મિત્રરાજ્યની સરકારે એ બેશેવિકોની હાલેને દાબી દીધી પરંતુ કોઈ ને કોઈ રીતે તે લડાઈના જુદા જુદા મોખરાઓ તથા કારખાનાઓના પ્રદેશ સુધી પહોંચવા પામી. સર્વત્ર તેની ભારે અસર થઈ એને લીધે ફેંચ લશ્કરમાં પડેલું ભંગાણ તે નરી આંખે દેખી શકાય એવું હતું. જર્મન લશ્કર તથા મજૂરે ઉપર તે એની એથીયે વિશેષ અસર થઈ. જર્મની, ઐસ્ટ્રિયા અને હંગરી વગેરે પરાજિત દેશમાં તે રમખાણે અને બંડે પણ થવા પામ્યાં. અને મહિનાઓ સુધી, અરે, એક બે વરસ સુધી યુરેપ પ્રચંડ સામાજિક Page #558 -------------------------------------------------------------------------- ________________ થતી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૨૨૫ ક્રાંતિની લગોલગ આવી પહોંચેલું લાગતું હતું. પરાજિત દેશ કરતાં વિજયી મિત્ર દેશોની સ્થિતિ કંઈક ઠીક હતી કેમ કે વિજયને કારણે તેમનામાં છેડે ઉત્સાહ આવ્યું હતું અને લડાઈમાં થયેલી તેમની નુકસાની પરાજિત દેશોને ભેગે છેડેઘણે અંશે પૂરી કરી લેવાની આશા પેદા થઈ હતી. (પરંતુ પછીથી બનેલા બનાવોએ પુરવાર કર્યું કે એ આશા બિલકુલ વ્યર્થ હતી.) પરંતુ મિત્ર દેશમાં પણ ક્રાંતિની હવા ફેલાઈ ગઈ હતી. સાચે જ, સમગ્ર યુરેપ તથા એશિયામાં ભારે અસંતોષ વ્યાપી ગયું હતું અને સપાટી નીચે ક્રાંતિને અગ્નિ ધૂંધવાઈ રહ્યો હતો તથા તેમાંથી ભડકે ફાટી નીકળશે એવી ધાસ્તી અનેક વાર પેદા થઈ હતી. પરંતુ યુરેપ તથા એશિયામાંના અસંતોષના પ્રકાર તેમ જ ક્રાંતિની ધાસ્તી પેદા કરનારા વર્ગો વચ્ચે તફાવત હતે. એશિયામાં પશ્ચિમના સામ્રાજ્યવાદ સામે રાષ્ટ્રીય બળવો ઉઠાવવામાં મધ્યમ વર્ગોએ આગળ પડતું ભાગ લીધે હતા; યુરોપમાં મજૂરવર્ગો, પ્રચલિત “બૂઝવા મૂડીવાદી સમાજવ્યવસ્થાને ઉથલાવી પાડીને મધ્યમવર્ગોના હાથમાંથી સત્તા પચાવી પાડવાની ધમકી આપી રહ્યા હતા. આ બધાં ગડગડાટ અને સૂચને નિષ્ફળ નીવડ્યાં અને મધ્ય કે પશ્ચિમ યુરેપમાં રશિયન ક્રાંતિ જેવી ક્રાંતિ થવા પામી નહિ. જૂની સમાજવ્યવસ્થા તેના ઉપર થતા પ્રહારે સહેવા જેટલી મજબૂત હતી, પરંતુ એ પ્રહારોથી તે દુર્બળ બની ગઈ અને એટલી તે ડરી ગઈ કે સોવિયેટ રશિયા તેના હુમલામાંથી બચી ગયું. મોખરાની પાછળથી આ પ્રબળ મદદ ન મળી હતી તે ૧૯૧૯ કે ૧૯૨૦ની સાલમાં સામ્રાજ્યવાદી સત્તાઓની સામે સોવિયેટે જમીનદસ્ત થઈ જાત એ પૂરેપૂરો સંભવ હતે. - મહાયુદ્ધ બાદ વરસ પછી વરસ વીતતાં ગયાં તેમ તેમ ધીમે ધીમે પરિસ્થિતિ - કંઈક અંશે થાળે પડતી જણાવા લાગી. એક બાજુ પ્રત્યાઘાતી સ્થિતિચુસ્ત, રાજાશાહીના પક્ષકારે તથા ફડલ જમીનદારો અને બીજી બાજુ નરમ વલણના સમાજવાદીઓ અથવા તે સામાજિક લેકશાહીવાદીઓ એ બંનેના વિચિત્ર પ્રકારના ઔષે ક્રાંતિકારી તને દાબી દીધાં. એ ખરેખર વિચિત્ર પ્રકારનું ઐક્ય અથવા જોડાણ હતું કેમ કે સામાજિક લેકશાહીવાદીઓ માકર્સવાદ તેમ જ મજૂરની સરકારમાં પિતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હતા. આમ, ઉપર ઉપરથી તે સેવિયેટ તેમ જ સામ્યવાદીઓના જે જ તેમને આદર્શ પણ દેખાતું હતું. અને આમ છતાંયે સામાજિક લેકશાસનવાદીઓને મૂડીવાદીઓ કરતાંયે સામ્યવાદીઓને વધારે ડર હતો. આથી કરીને સામ્યવાદીઓને કચરી નાખવા માટે તેમણે મૂડીવાદીઓ સાથે ઐક્ય કર્યું. અથવા એમ પણું હેય કે, મૂડીવાદીઓથી તેઓ એટલા બધા ડરતા હતા કે, તેમને વિરોધ કરવાની તેમની હિંમત નહતી; શાંતિમય અને પાર્લામેન્ટની પદ્ધતિથી કામ કરીને તેઓ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૬ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન પોતાની સ્થિતિ મજબૂત બનાવવાની અને એ રીતે ખબર પણ ન પડે તેમ સમાજવાદ લાવવાની આશા સેવતા હતા. તેમના આશય ગમે તે હા, પરંતુ એટલું ખરુ કે, ક્રાંતિના જુસ્સાને કચરી નાખવામાં તેમણે પ્રત્યાધાતી તત્ત્વોને મદદ કરી અને એ રીતે યુરોપના ઘણા દેશોમાં ખરેખાત તેમણે પ્રતિ-ક્રાંતિ પ્રવર્તાવી. આ પ્રતિક્રાંતિએ પછીથી ખુદ આ સામાજિક લોકશાહીવાદી પક્ષાને પણ કચરી નાખ્યા અને નવાં તથા સમાજવાવિરોધી ખળાના હાથમાં સત્તા આવી. મહાયુદ્ધ પછીનાં વરસામાં સામાન્યપણે આ રીતે બનાવા બનવા પામ્યા. પરંતુ એ સંધના હજી અંત આવ્યે નથી અને મૂડીવાદ તથા સમાજવાદ એ એ પરસ્પર વિરાધી બળા વચ્ચેની લડાઈ હજી ચાલુ જ છે, તેમની વચ્ચે કામચલાઉ સમજૂતી અને સ ંધિએ ભૂતકાળમાં થઈ છે અને ભવિષ્યમાં પણ કદાચ થવા પામે એ ખરું પરંતુ એ બે વચ્ચે કાયમી સમાધાન થઈ શકે એમ નથી. એક છેડે રશિયા અને સામ્યવાદ છે અને ખીજે છેડે પશ્ચિમ યુરોપના મહાન મૂડીવાદી દેશે। અને અમેરિકા છે. એ બેની વચ્ચે, લિબરલા અથવા વિની, મોડરેટ અથવા નરમ વલણના લેાકેા તથા મધ્યસ્થ પક્ષો સત્ર લુપ્ત થતા જાય છે. ખરી રીતે સંપૂર્ણ આર્થિક ઊથલપાથલા તથા દુનિયાભરમાં વધતી જતી મુસીબતો, હાડમારી અને દુઃખોને કારણે જ સંઘ થવા પામે છે અને અસતાષ વ્યાપે છે અને કાઈક પ્રકારની સમતા સ્થપાવા પામે ત્યાં સુધી આ ગજગ્રાહ ચાલુ રહેવાના જ. મહાયુદ્ધ પછી થયેલી અસફળ ક્રાંતિઓમાં જન ક્રાંતિ સૌથી વધારે રસપ્રદ અને આંખ ઉધાડનારી છે અને તેથી એને વિષે હું તને કંઈક કહું છું. આગળ હું તને કહી ગયા છું કે, મહાયુદ્ધ ફાટી નીકળ્યું તે વખતે યુરોપના બધાયે દેશાના સમાજવાદીએ પેાતાનાં આદર્શો અને વચનેને અડગપણે વળગી રહીને તેને અમલમાં મૂકવામાં નિષ્ફળ નીવડ્યા હતા. દરેક દેશમાં ફાટી નીકળેલા રાષ્ટ્રવાદના પ્રબળ ઝંઝાવાતમાં તેઓ ખેંચાઈ ગયા અને યુદ્ધના લેાહીતરસ્યા ગાંડપણમાં ભાન ભૂલીને સમાજવાદના આંતરરાષ્ટ્રીય આદર્શને વીસરી ગયા. મહાયુદ્ધ ફાટી નીકળવાની અણી ઉપર હતું તે વખતે, ૧૯૧૪ની સાલના જુલાઈ માસની ૩૦મી તારીખે પણ જૅમ નીના સામાજિક લોકશાહીવાદી પક્ષના નેતાઓએ જાહેર કર્યું હતું કે, હૅપ્સબર્ગની (આસ્ટ્રિયાના રાજવંશ) સામ્રાજ્યવાદી યેાજના પાર પાડવાને માટે “ જન સૈનિકના લોહીના એક પણ ટીપાના ભાગ આપવાની તેઓ વિરુદ્ધ છે. (તે વખતે, આસ્ટ્રિયાના આચૂક ફ્રેન્ઝ ફર્ડિનાન્ડના ખૂન માટે ઑસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે તકરાર જાગી હતી. ) ચાર જ દિવસ પછી એ જ પક્ષે યુદ્ધને ટેકા આપ્યા અને ખીજા દેશોના એવા પક્ષોએ પણ તેમ જ કર્યું. ખરેખર, આસ્ટ્રિયાના સમાજવાદીએ તે ખરેખાત પોલૅન્ડ તેમ જ સયિાને ઑસ્ટ્રિયાના સામ્રાજ્યમાં જોડી દેવાની વાત "" Page #560 -------------------------------------------------------------------------- ________________ થતી થતી રહી ગયેલી કાંતિ ૧૨૭ સુધ્ધાં કરી અને તેમણે કહ્યું કે એમ કરવું એ કોઈ પણ દેશને ખાલસા કર્યો નહિ ગણાય! ૧૯૧૯ની સાલના આરંભમાં બે શેવિકાએ યુરોપના મજૂરોને ઉદ્દેશીને કરેલી હાલની જર્મને મજૂરો ઉપર ભારે અસર થઈ અને દારૂગોળાનાં કારખાનાંઓમાં મોટી મોટી હડતાલ પડી. જર્મન સામ્રાજ્યની સરકાર માટે આ રીતે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એમાંથી વિનાશકારી પરિણામે આવવાને સંભવ હતું. આથી, હડતાલ સમિતિઓમાં જોડાઈ જઈ અંદરથી હડતાલ તેડીને સામ્રાજ્યવાદીઓએ બાજી હાથ પરથી જતી બચાવી લીધી. ૧૯૧૮ના નવેમ્બર માસની ૪ થી તારીખે ઉત્તર જર્મનીમાં કોલ આગળ નૌકાદળના સૈનિકે એ બળવો કર્યો. જર્મન નૌકાદળનાં જંગી યુદ્ધજહાજોને સમુદ્રમાં હંકારી જવાને હુકમ કરવામાં આવ્યો, પરંતુ ખલાસીઓ તથા એંજિનમાં કોલસા પૂરનારાઓએ તેમ કરવાનો ઇન્કાર કર્યો. તેમને દાબી દેવાને મોકલવામાં આવેલું સૈન્ય પણ તેમના પક્ષમાં ભળી ગયું અને તેમને પડખે ઊભું રહ્યું. અમલદારોને પદય્યત કરીને તેમની ધરપકડ કરવામાં આવી અને મજૂરો તથા સૈનિકની સમિતિઓ રચવામાં આવી. રશિયાની સોવિયેટ ક્રાંતિના આરંભકાળના જેવી જ એ સ્થિતિ હતી અને આખા જર્મનીમાં એ ફેલાઈ જશે એમ લાગતું હતું. તત્કાળ સામાજિક લેકશાહીવાદી નેતાઓ કીલ પહોંચી ગયા અને ખલાસીઓ તથા મજૂરેનું ધ્યાન બીજી બાજુએ વાળવામાં તેઓ સફળ થયા. પરંતુ એ ખલાસીઓ પોતપોતાનાં હથિયારો લઈને કી છડી ગયા અને આખા દેશમાં ફરી વળીને તેમણે સર્વત્ર ક્રાંતિનાં બીજ વાવ્યાં. ક્રાંતિકારી ચળવળ દેશમાં ફેલાતી જતી હતી. બારિયા (દક્ષિણ જર્મની)માં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. આમ છતાંયે કેઝર તે પિતાને સ્થાને ચોંટી જ રહ્યો. નવેમ્બરની ૯મી તારીખે બર્લિનમાં સાર્વત્રિક હડતાલ શરૂ થઈ. બધું કામકાજ બંધ થઈ ગયું અને સહેજ પણ હિંસા થવા પામી નહિ કેમ કે શહેરમાંની લશ્કરની આખીયે પલટણ ક્રાંતિના પક્ષમાં ભળી ગઈ જૂની વ્યવસ્થા પડી ભાગી હોય એમ દેખાતું હતું અને હવે સવાલ માત્ર એ જ હતો કે એને સ્થાને શું આવશે. કેટલાક સામ્યવાદી નેતાઓ જર્મનીનું સેવિયેટ અથવા પ્રજાસત્તાક જાહેર કરવાની તૈયારીમાં હતા ત્યાં તે સામાજિક લેકશાહીવાદી પક્ષના એક આગેવાને પાર્લમેન્ટની પદ્ધતિથી ચાલતા પ્રજાસત્તાકની જાહેરાત કરીને તેમને થાપ આપી. આ રીતે, જર્મનીનું પ્રજાસત્તાક ઊભું થયું. પરંતુ એ તે કેવળ છાયા સમાન પ્રજાસત્તાક હતું કેમ કે વાસ્તવમાં એથી કશેયે ફેરફાર થવા પામે નહોતે. પરિસ્થિતિને કાબૂ જેમના હાથમાં હતું તે સામાજિક લેકશાહીવાદીઓએ લગભગ બધું જ જેમનું તેમ રહેવા દીધું. તેમણે થેડી મોટી મોટી જગ્યાએ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૮ જગતના ઇતિહાસનું' રેખાદર્શન લીધી તથા પ્રધાના અન્યા અને લશ્કર, મુલકીખાતું, ન્યાયખાતુ અને આખુયે વહીવટી તંત્ર કૈઝરના કાળમાં હતું તેવું ને તેવું જ ચાલુ રહ્યું. આમ એક પુસ્તકના નામ પ્રમાણે, કૈઝરી જાય છે પણ સેનાપતિ કાયમ રહે છે. ' ક્રાંતિએ આ રીતે થતી નથી તેમ જ સબળ બનતી નથી, સાચી ક્રાંતિએ તે રાજકીય, સામાજિક અને આર્થિક તંત્ર બદલી નાખવું જોઈએ. સત્તા તેના દુશ્મનાના હાથમાં રહેવા દઈને ક્રાંતિ સફળ થશે એવી અપેક્ષા રાખવી એ અર્થ વગરની વાત છે. પરંતુ જર્મનીના સામાજિક લેાકશાહીવાદીઓએ એ જ વસ્તુ કરી અને ક્રાંતિના વિરોધીને તેને નાશ કરવા માટે સંગતિ અને કટિબદ્ધ થવાની પૂરેપૂરી તક આપી. જર્મનીમાં જૂના લશ્કરવાદના હિમાયતી તથા લશ્કરી અમલદારો હજી પણ સત્તાધારી રહ્યા હતા. કીલના ખલાસીઓ દેશભરમાં ફરતા રહીને ક્રાંતિકારી વિચારાના ફેલાવા કરે એ સામાજિક લોકશાહીવાદી સરકારને પસંદ નહેતું. આ ખલાસીને તેણે ખલીનમાં દાખી દેવાનો પ્રયત્ન કર્યાં અને ૧૯૧૯ના જાન્યુઆરી માસના આર્ભમાં ઉગ્ર અથડામણો થવા પામી. આ ઉપરથી સામ્યવાદીઓએ સેવિયેટ સરકાર સ્થાપવાના પ્રયત્ન કર્યાં અને શહેરના આમવર્ગને એ કામાં મદદ આપવા માટે તેમણે હાકલ કરી. જનતા તરફથી તેમને થાડી મદદ મળી અને તેમણે સરકારી મકાનોના કબજો લીધા. અને એક અઠવાડિયા સુધી તા શહેરમાં તેમની સત્તા સ્થાપિત થઈ હોય એમ જણાયું. એ અવાડિયું બર્લિનના ‘ લાલ અઠવાડિયા ' તરીકે ઓળખાય છે. પરંતુ આમજનતા તરફથી તેને પૂરતા સાથ ન મળ્યા. કેમ કે લાગૂંચવણમાં પડી ગયા હતા અને શું કરવું એની તેમને સમજ પડતી નહોતી. બિલનમાંના નોકરી ઉપરના સૈનિકા પણ ગૂંચવણમાં પડી ગયા હતા અને તે તટસ્થ રહ્યા. આ સૈનિકા ઉપર આધાર રાખી શકાય એમ નહેતું એટલે સામાજિક લોકશાહીવાદીઓએ સ્વયંસેવાના ખાસ લશ્કરી દળની ભરતી કરી અને તેમની મદદથી તેમણે સામ્યવાદીઓનું બડ દાખી દીધું. તેમની વચ્ચેની લડાઈ અતિશય ક્રૂર હતી અને કાઈના પ્રત્યે સહેજ પણ નરમાશ કે યા બતાવવામાં આવી નહિ. એ લડાઈ પૂરી થયા પછી થોડા દિવસ બાદ કાલ લિમ્નેટ અને રોઝા લુક્ષમબર્ગ નામનાં એ સામ્યવાદીઓને શોધી કાઢીને તેમના ગુપ્તવાસના સ્થાનમાં કરપીણ રીતે તેમનાં ખૂન કરવામાં આવ્યાં. આ ખૂનેને કારણે તથા એને માટે જવાબદાર લોકાને પછીથી નિર્દોષ હરાવવામાં આવ્યા તેથી કરીને સામ્યવાદી તથા સામાજિક લેકશાસનવાદીઓ વચ્ચે ભારે કડવાશ પેદા થવા પામી. કાલ લિમ્નેટ ૧૯મી સદીના મશહૂર સમાજવાદી નેતા વિલ્હેમ લિમ્નેટને પુત્ર હતા. એ જાના સામ્યવાદી યોદ્ધાના હું આગળના એક પત્રમાં ઉલ્લેખ કરી ગયા છું. રાઝા લક્ષમબર્ગ પણ જાની કાર્યકર હતી અને લેનિનની તે ગાઢ મિત્ર હતી. પરંતુ વાત એમ હતી કે, લિમ્નેટ તથા Page #562 -------------------------------------------------------------------------- ________________ થતી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૨૨૯ લક્ષમબર્ગ એ બને જેને કારણે તેમનાં મરણ નીપજ્યાં તે સામ્યવાદી બંડ ઉઠાવવાની વિરુદ્ધ હતાં. | સામાજિક લોકશાહીવાદી પ્રજાસત્તાકે સામ્યવાદીઓને દાબી દીધા અને તરત જ વાઈમાર આગળ પ્રજાસત્તાક માટેનું રાજ્ય બંધારણ ઘડી કાઢવામાં આવ્યું. એટલા માટે એને વાઇમારના રાજ્યબંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ જ મહિનાની અંદર પ્રજાસત્તાક સામે નવા જ ફેરફારનો ભય ખડો થયો. આ વખતે એ ભય બીજી જ બાજુથી ઊભા થવા પામ્યો હતો. પ્રત્યાઘાતીઓએ પ્રજાસત્તાક સામે પ્રતિક્રાંતિ કરવાનો પ્રયાસ કર્યો અને જૂના સેનાપતિઓએ એમાં આગળ પડતે ભાગ લીધે. આ બંડ “કાપ પુશ” તરીકે ઓળખાય છે. કાપ એને નેતા હતા અને “પુશ” શબ્દ જર્મન ભાષામાં એવા પ્રકારના બંડને માટે વપરાય છે. સામાજિક લોકશાહીવાદી સરકાર બર્લિનથી ભાગી ગઈ પરંતુ બર્લિનના મજૂરોએ એકાએક સાર્વત્રિક હડતાલ પાડીને એ બંડનો અંત આ. બધું કામકાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને એને કારણે એ મહાન શહેરને બધેયે જીવનવ્યવહાર સ્થગિત થઈ ગયે. આથી, બર્લિનના સંગઠિત મજૂરોની સામે કાપ તથા તેના મિત્રોને હવે એ શહેર છોડી ચાલ્યા જવું પડયું અને સામાજિક લોકશાહીવાદી નેતાઓ સરકારને કબજે લેવાને ત્યાં આગળ પાછા ફર્યા. સામ્યવાદીઓ સામે દાખવેલા વર્તાવને મુકાબલે આ કાપના પક્ષકાર બંડખોરે પ્રત્યે તેમણે દાખવેલું વલણ અતિશય નરમ હતું. એમાંના કેટલાક તે સરકારનું પેન્શન ખાનારા અમલદાર હતા અને તેમણે બંડ કર્યું હોવા છતાયે તેમનાં પેન્શને ચાલુ રહ્યાં. એ જ પ્રકારને પ્રત્યાઘાતી “પુશ” અથવા બળ કરંવાને બારિયામાં પણ પ્રયત્ન કરવામાં આવ્યો. એ બળ નિષ્ફળ નીવડ્યો, પરંતુ તેને જક હિટલર નામને એક નાનકડું સ્ટ્રિયન અમલદાર હતે એ હકીકત ખાસ કરીને રસપ્રદ છે. એ હિટલર આજે જર્મનીને સરમુખત્યાર છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે જર્મન પ્રજાસત્તાક નામનું તે ચાલુ રહ્યું પરંતુ તે ઉત્તરોત્તર વધુ ને વધુ દુર્બળ બનતું ગયું. સમાજવાદીઓના બે પક્ષો, સામાજિક લોકશાહીવાદીઓ તથા સામ્યવાદીઓ વચ્ચે પડેલા ભંગાણે બંનેને દુર્બળ બનાવ્યા અને પ્રજાસત્તાકને છડેચોક વખોડી કાઢનારા પ્રત્યાઘાતીઓ દિનપ્રતિદિન વધુ ને વધુ સંગઠિત અને ઝનૂની બન્યા. મોટા મોટા જમીનદારે – જર્મનીમાં તેમને “શંકર' કહેવામાં આવે છે– તથા ઉદ્યોગપતિઓએ ધીમે ધીમે બાકી રહેલા ગણ્યાગાંઠયા સમાજવાદીઓને સરકારમાંથી કાઢી મૂક્યા. વસઈની સુલેહની સંધિથી જર્મને પ્રજાને ભારે આઘાત લાગ્યો અને પ્રત્યાઘાતીઓએ એને પિતાના ફાયદાને અર્થે ઉપયોગ કર્યો. એ સંધિ મુજબ જર્મનીએ પિતાના પ્રચંડ લશ્કરને નિઃશસ્ત્ર કરીને વિખેરી નાખવાનું હતું. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન માત્ર એક લાખનું નાનકડું લશ્કર રાખવાની તેને છૂટ આપવામાં આવી હતી. એનું પરિણામ એ આવ્યું કે, ઉપર ઉપરથી જોતાં નિઃશસ્ત્રીકરણ કરવામાં આવ્યું, પરંતુ વાસ્તવમાં શસ્રાને માટે જથે સતાડી દેવામાં આવ્યા. મોટાં મેટાં ‘ ખાનગી લશ્કરો ' એટલે કે દરેક પક્ષનાં જુદાં જુદાં સ્વયંસેવક દળા ઊભાં થયાં. સ્થિતિચુસ્ત રાષ્ટ્રવાદીઓના સ્વયંસેવક સૈન્યને સ્ટીલ હેલ્મેટ ’ કહેવામાં આવતું હતું તથા સામ્યવાદીઓનું સ્વયંસેવક સૈન્ય રેડ ફ્રંટ 'તે નામે ઓળખાતું હતું. અને પાછળથી હિટલરના અનુયાયીઓએ ઊભી કરી. ' 66 "" નાઝી સેના મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસા દરમ્યાન જમનીમાં બનેલા બનાવે વિષે હું તને ઘણું કહી ગયા છું અને ક્રાંતિ ત્યાં આગળ વાતાવરણમાં કેવી રીતે વ્યાપી રહી હતી તથા તેણે પ્રતિક્રાંતિને કેવી રીતે સામનો કર્યાં તે વિષે હું તને હજી એથી ધણું વધારે કહી શકુ એમ છું. જર્મનીના જુદા જુદા ભાગામાં, બાવેરિયા તથા સૅકસનીમાં પણ ખડો થવા પામ્યાં. સુલેહની સધિએ તેના પહેલાંના પ્રદેશના એક નાનકડા હિસ્સા જેવડા બનાવી દીધેલા આસ્ટ્રિયામાં પણ લગભગ એવી જ પરિસ્થિતિ વર્તતી હતી. આ નાનકડા દેશ તથા તેનું જબરદસ્ત પાટનગર વિયેના ભાષા અને સંસ્કૃતિની દૃષ્ટિએ સંપૂર્ણ પણે જન હતાં. તહકૂખી થઈ તેને બીજે દિવસે એટલે કે ૧૯૧૮ની સાલના નવેમ્બર માસની ૧૮મી તારીખે તે પ્રજાસત્તાક બન્યું. જમની સાથે ભળી જઈ ને તેને તેને એક ભાગ બની જવું હતું અને એમ કરવું બિલકુલ સ્વાભાવિક હાવા છતાં મિત્રરાજ્યોએ એમ કરવાની સાફ ના પાડી. જમની તથા આસ્ટ્રિયાના સૂચવવામાં આવેલા આ જોડાણને જર્મન ભાષામાં ‘એન્જીલસ ’*કહેવામાં આવે છે. જર્મનીની પેઠે ઑસ્ટ્રિયામાં પણ સામાજિક લોકશાહીવાદી સત્તા ઉપર આવ્યા હતા. પરંતુ તેઓ ભયભીત અને આત્મવિશ્વાસ વિનાના હતા એટલે ‘ખૂવા' પક્ષ સાથે સમજૂતી કરીને ચાલવાની નીતિ તેમણે અખત્યાર કરી. એનું પરિણામ એ આવ્યું કે, સામાજિક લોકશાહીવાદી અતિશય દુળ બની ગયા અને સરકાર બીજાના હાથમાં જતી રહી. જનીની પેઠે જ ત્યાં પણ ખાનગી લશ્કરો ઊભાં થયાં અને છેવટે પ્રત્યાધાતી સરમુખત્યારી સ્થપાઈ. લાંબા વખત સુધી સમાજવાદી વિયેના શહેર તથા ગ્રામપ્રદેશના સ્થિતિચુસ્ત ખેડૂતો વચ્ચે ઝધડે ચાલ્યા કર્યાં. મજૂર વર્ગા માટે સુંદર ધરા બાંધવાની તેમ જ તેની એવી બીજી યાજનાઓ માટે વિયેનાની સમાજવાદી મ્યુનિસિપાલિટી જગમશહૂર થઈ. * ૧૯૩૮ની સાલના માર્ચ માસમાં જર્મની અને ઍસ્ટ્રિયાનું એ પ્રકારનું જોડાણ થઈ ગયું છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ આ તી થતી રહી ગયેલી ક્રાંતિ ૧૨૩૧ - હંગરીમાં તે છેક ૧૯૧૮ની સાલના ઑકટોબર માસની ૩ જી તારીખે એટલે કે મહાયુદ્ધ પૂરું થવા પહેલાં પાંચ અઠવાડિયાં અગાઉ ક્રાંતિ ફાટી નીકળી હતી. નવેમ્બર માસમાં ત્યાં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. ચાર માસ પછી, ૧૯૧૯ના માર્ચ માસમાં ત્યાં આગળ બીજી ક્રાંતિ થઈ. બેલા કૂન નામના સામ્યવાદી નેતાની આગેવાની નીચે થયેલી એ સોવિયેટ ક્રાંતિ હતી. તે પહેલાં લેનિનને સાથી હતે. સોવિયેટ સરકારની ત્યાં આગળ સ્થાપના કરવામાં આવી અને થોડા માસ સુધી તે સત્તા ઉપર રહી. આથી દેશનાં સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી તોએ રૂમાનિયાના લશ્કરને પિતાની મદદે બેલાવ્યું. રમાનિયાનું સૈન્ય બહુ જ ખુશીથી ત્યાં આવ્યું, બેલા કનની સરકારને દાબી દેવામાં તેણે મદદ કરી અને પછીથી ઠરીઠામ થઈને દેશમાં નિરાંતે લૂંટ ચલાવવા માંડી. મિત્રરાએ તેની સામે પગલાં ભરવાની ધમકી આપી ત્યારે જ તે હંગરી છોડીને પિતાના દેશમાં પાછું ફર્યું. રૂમાનિયાનું લશ્કર ચાલ્યા ગયા પછી હંગરીના સ્થિતિચુસ્ત લેકેએ ફરીથી તેઓ ક્રાંતિ કરવાનો પ્રયત્ન ન કરે એટલા માટે દેશમાંનાં ઉદાર અથવા પ્રગતિશીલ વિચારે ધરાવનારાં બધાંયે તો ઉપર ત્રાસ વર્તાવવાને અર્થે ખાનગી લશ્કરે અથવા સ્વયંસેવક દળ ઊભાં કર્યા. આ રીતે ૧૯૧૯ની સાલમાં જેને “શ્વેત ત્રાસ” તરીકે ઓળખવામાં આવે છે તેને આરંભ થયો. એ “મહાયુદ્ધ પછીના ઈતિહાસનું એક સૌથી ખૂનખાર અને કારમું પ્રકરણ” લેખાય છે. હંગરીમાં હજીયે અમુક અંશે ફક્યુડલ સમાજવ્યવસ્થા ચાલુ છે અને એ ફ્યુડલ જમીનદારોએ મહાયુદ્ધ દરમ્યાન અઢળક કમાણી કરીને માતબર બનેલા ઉદ્યોગપતિઓ સાથે ઐક્ય કરીને કેવળ સામ્યવાદીઓ જ નહિ પણ સામાન્ય રીતે મજૂરે, સામાજિક લેકશાહીવાદીઓ, લિબરલ (વિનીતે), શાંતિવાદીઓ તેમ જ યહૂદીઓની પણ કતલ કરી અને તેમના ઉપર ત્રાસ ગુજાર્યો. ત્યારથી માંડીને આજ સુધી હંગરીમાં પ્રત્યાઘાતી સરમુખત્યારશાહીને અમલ ચાલુ છે. દેખાવ કરવાને માટે પાર્લમેન્ટને તમાશે ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ ચૂંટણી ખુલ્લી રીતે થાય છે એટલે કે પાર્લામેન્ટના સભ્યો ચૂંટવા માટે મને ખુલ્લી મતપેટીમાં જાહેર રીતે આપવાના હોય છે અને સરમુખત્યારશાહીને પસંદ હોય તેવા જ લોકે ચૂંટાવા પામે એની લશ્કર તથા પોલીસે તકેદારી રાખે છે. રાજકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે જાહેર સભા ભરવા દેવામાં આવતી નથી. આ પત્રમાં મેં મહાયુદ્ધ પછી મધ્ય યુરોપમાં બનેલા કેટલાક બનાવોનું તથા જેઓ મધ્ય યુરેપની સત્તાઓ તરીકે ઓળખાતી હતી તેમના ઉપર યુદ્ધ, પરાજય અને રશિયન ક્રાંતિની થવા પામેલી અસરનું અવલોકન કર્યું છે. મહાયુદ્ધની થવા પામેલી અસાધારણ આર્થિક અસર તથા તેમણે મૂડીવાદને તેની આજની દુર્દશામાં લાવી મૂક્યો તે વિષે હું અલગ પત્રમાં વાત કરીશ. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ર જગતના ઇતિહાસનું રેખાદર્શન આ પત્રમાં હું ઉપર જણાવી ગયો તેને સાર એ છે કે, મહાયુદ્ધ પછીનાં આ વરસ દરમ્યાન યુરોપમાં સામાજિક ક્રાંતિ થવાની તૈયારીમાં છે એમ લાગતું હતું. આ વસ્તુસ્થિતિ સેવિયેટ રશિયાને મદદરૂપ નીવડી કારણ કે પિતાને ત્યાંના મજૂરવર્ગ ઉપર એની બૂરી અસર થશે એ ડરથી કોઈ પણ મોટી સામ્રાજ્યવાદી સત્તા તેના ઉપર મન મૂકીને હુમલે કરી શકી નહિ. પરંતુ નાનાં નાનાં બંડે થયાં અને તેમને દાબી દેવામાં આવ્યાં તે બાદ કરતાં યુરોપમાં બીજે ક્યાંયે ક્રાંતિ થવા ન પામી. એવા પ્રકારની સામાજિક ક્રાંતિના સિદ્ધાંત ઉપર તેમના પક્ષનું આખું મંડાણ હતું તે છતાં પણ એ ક્રાંતિને ચગદી નાખવામાં તથા તેને આવતી ટાળવામાં સામાજિક લેકશાહીવાદીઓએ આગળ પડતે ભાગ ભજવ્યો. એમ જણાય છે કે, મૂડીવાદ એને મોતે જ મરશે એવી સામાજિક લેકશાહીવાદીઓની આશા અથવા માન્યતા હતી. આથી તેના ઉપર સખત પ્રહાર કરવાને બદલે થોડા વખત માટે તેને ટકાવી રાખવામાં તેમણે સહાય કરી. અથવા એમ પણ હોય છે, તેમના પક્ષનું પ્રચંડ અને અતિશય સમૃદ્ધ તંત્ર સારી પેઠે સુખવાસી બની ગયું હતું તથા વર્તમાન સમાજવ્યવસ્થામાં તે એટલું બધું ફસાઈ ગયું હતું કે સામાજિક ઊથલપાથલનું જોખમ તે ખેડી શકે એમ નહોતું. તેમણે મધ્યમ માર્ગ ગ્રહણ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમ કરવા જતાં તેમણે બાજી સાવ બગાડી મૂકી અને જે કંઈક પ્રાપ્ત કર્યું હતું તે પણ ખાયું. જર્મનીમાં બનેલા તાજેતરના બનાવોએ સ્પષ્ટપણે એ વસ્તુ પુરવાર કરી બતાવી છે. મહાયુદ્ધ પછીનાં આ વરસે દરમ્યાન પ્રબળ બનતી ગયેલી બીજી એક વસ્તુ બળજબરી અથવા હિંસક ભાવનાને ઉત્તરોત્તર થયેલ વિકાસ છે. એ એક અજબ જેવી વાત છે કે હિંદમાં જ્યારે અહિંસાના સિદ્ધાંતને પ્રચાર થઈ રહ્યો હતે ત્યારે બાકીની લગભગ આખી દુનિયામાં નગ્ન અને હડહડતી હિંસા અમલમાં મુકાઈ રહી હતી તેમ જ તેનાં ગુણગાન પણ કરવામાં આવતાં હતાં. મુખ્યત્વે કરીને એ વસ્તુ મહાયુદ્ધને આભારી હતી અને એ પછી જુદા જુદા વર્ગોનાં ભિન્ન ભિન્ન હિતેની થવા પામેલી અથડામણ એને માટે જવાબદાર હતી. વર્ગીય હિતેની આ અથડામણે વધુ ને વધુ સ્પષ્ટ તથા ઉગ્ર બનતી ગઈ તેમ તેમ હિંસા વધતી ગઈ. ઉદારમતવાદ (લિબરેલિઝમ) લગભગ નષ્ટ થઈ ગયો અને ૧૯મી સદીના લેકશાસનના સિદ્ધાંતના ભાવ ઘટી ગયા. રંગભૂમિ ઉપર સરમુખત્યારે એ દેખા દીધી. આ પત્રમાં મેં પરાજિત રાજ્ય વિષે વાત કરી છે. વિજેતા રાજ્યને પણ એવા જ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડયો હતો, જે કે મધ્ય યુરોપનાં જેવાં રમખાણે તથા બંડમાંથી ઈંગ્લંડ તથા ફાંસ બચી ગયાં. ઈટાલીમાં ભારે ઊથલપાથલ થઈ અને તેનાં અણુક૯યાં પરિણમે આવ્યાં પરંતુ એ વિષે અલગ ખ્યાન કરવું ઘટે. Page #566 -------------------------------------------------------------------------- ________________ . ૧૨. જૂનાં દેવાં પતાવવાની નવી રીત ૧૫ જૂન, ૧૯૩૩ આમ, આપણને માલૂમ પડે છે કે, મહાયુદ્ધ પછી યુરોપ, અથવા કહે કે થોડેઘણે અંશે આખી દુનિયા ઊકળતી કઢાઈ જેવી બની ગઈ હતી. વસઈની સંધિ તેમ જ બીજી સંધિઓથી પરિસ્થિતિમાં કશોયે સુધારે થવા પામ્યો નહિ. પેલેંડવાસીઓ, ચેક લેકે તથા બાટિક સમુદ્ર ઉપર વસતી પ્રજાઓને સ્વતંત્ર કરીને એ પ્રમાણે યુરોપને નેવે નકશો રચીને કેટલાક પુરાણું રાષ્ટ્રીય પ્રશ્નોને ઉકેલ કરવામાં આવ્યું. પરંતુ ઓસ્ટ્રિયાનું ટરલ ઇટાલીને અને યુક્રેનને ઘેડે ભાગ પોલેન્ડને આપીને તથા પશ્ચિમ યુરોપમાં બીજી કેટલીક દુઃખદ પ્રાદેશિક વહેંચણી કરીને એની સાથે સાથે જ નવા રાષ્ટ્રીય પ્રશ્ન પેદા કરવામાં આવ્યા. અતિશય બેહૂદી અને કઠે એવી વ્યવસ્થા પિલેંડની પટી ( પિલિશ કારિડર ) અને ડાન્ઝિગની હતી. નાનાં નાનાં નવાં રાજ્ય ઊભાં કરીને મધ્ય તથા પૂર્વ યુરેપનું “બાલ્કનીકરણ કરવામાં આવ્યું. એને પરિણામે, સરહદે વધી, જકાતની દીવાલે વધી તથા પાશવી દે વધ્યા. ૧૯૧૯ની સાલની આ સંધિઓ ઉપરાંત રૂમાનિયાએ બેસાબિયા પ્રદેશ પચાવી પાડ્યો. એ પ્રદેશ દક્ષિણ-પશ્ચિમ રશિયાને એક ભાગ હતો. ત્યારથી માંડીને એ સોવિયેટ રશિયા અને સમાનિયા વચ્ચે ઝઘડા અને વાદવિવાદનો વિષય થઈ પડ્યો છે. બેસારેબિયા “નીપરને આસાસરેઈન' કહેવાવા લાગે છે. પ્રાદેશિક ફેરફાર કરતયે ઘણે મોટો પ્રશ્ન રિપેરેશન્સ' એટલે કે પરાજિત જર્મનીએ વિજયી રાષ્ટ્રને યુદ્ધના ખરચ તથા નુકસાની પેટે આપવાની રકમને હતે. વસઈની સંધિમાં એની કઈ ચોક્કસ રકમ નકકી કરવામાં આવી નહતી પરંતુ એ પછી થયેલી પરિષદમાં યુદ્ધની નુકસાની પેટે જર્મનીએ ભરવાની ૬, ૬૦૦,૦૦૦, ૦૦૦ પાઉંડની જબરદસ્ત રકમ નક્કી કરવામાં આવી અને તે વાર્ષિક હપતાથી ભરવાની હતી. આવડી મોટી રકમ ભરપાઈ કરવાનું કોઈ પણ દેશ માટે અશક્ય હતું તે પછી હારેલા અને નાદાર થઈ ગયેલા જર્મનીની તો વાત જ શી કરવી ? જર્મનીએ એની સામે વિરોધ ઉઠાવ્યો પરંતુ તે વ્યર્થ ગયો અને હવે કોઈ પણ ઉપાય બાકી રહ્યો નહોતે, એટલે યુનાઈટેડ સ્ટેટ્સ પાસે નાણાં ઉછીનાં લઈને જર્મનીએ બે ત્રણ હપતા ભર્યા. થોડે વખત વિતાવવા માટે તથા એ પ્રશ્નની ફરીથી વિચારણું કરાવવાની આશાથી તેણે એમ કર્યું. જર્મની, તેમ જ બીજા ઘણાખરા દેશ પણ સારી રીતે જાણતા હતા કે, પેઢીઓ સુધી એ જબરદસ્ત રકમ તે ભરી શકે એમ નથી. Page #567 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન ઘેાડા જ વખતમાં જનીનું આર્થિક તંત્ર છિન્નભિન્ન થઈ ગયું અને ત્યાંની સરકાર પાસે યુદ્ધની નુકસાની અંગે પરદેશાનું દેવું ભરપાઈ કરવા માટે કે તેની આંતરિક જવાબદારી અદા કરવા માટે પૂરતાં નાણાં રહ્યાં નહિ. ખીજા દેશાને દેવા પેટે આપવાની રકમ સેનાથી ભરપાઈ કરવાની હતી. મુકરર કરેલી તારીખોએ આ રકમેાની ભરપાઈ કરવામાં ન આવી એટલે વાયદો ખાટો પડ્યો. જર્મનીની અંદર તો સરકાર ચલણી નોટ દ્વારા પોતાના વ્યવહાર ચલાવી શકતી હતી અને તેથી વધુ ને વધુ કાગળની નોટો છાપવાની યુક્તિ તેણે અખત્યાર કરી. પરંતુ કાગળની નોટો છાપ્યું જવાથી કઈ નાણાં પેદા થતાં નથી; એથી તો શાખ પેદા થાય છે ખરી. લાકા જાણે છે કે, જ્યારે તે ઇચ્છે ત્યારે તેને સેાના કે રૂપામાં ફેરવાવી શકે છે એટલા માટે કાગળની નોટો તે વાપરે છે. એ તેટાનું મૂલ્ય ટકાવી રાખવાને બૅંકામાં અમુક પ્રમાણમાં સોનું હમેશાં રાખી મૂકવામાં આવે છે. કાગળનું નાણું એ રીતે એક અતિશય ઉપયોગી કાર્ય કરે છે, કેમ કે તે સેાના તથા રૂપાના મેટા જથાને રાજેરોજના વપરાશમાંથી બચાવે છે અને શાખ વધારે છે. પણ જો કાઈ સરકાર કાગળ નાણું છાપીને કાઈ પણ મર્યાદા વિના કે બૅંકમાં કેટલું સાનું પડયુ છે તેની પરવા રાખ્યા વિના એ નેટાને આંખ મીંચીને બહાર પાચે જ જાય તો એ નાણાંનું મૂલ્ય અચૂક ઘટવાનું જ. એ નોટ જેટલી વધારે છપાય અને ચલણમાં આવે તેટલું તેનું મૂલ્ય ઘટવા પામે અને તે પોતાનું શાખનું કાર્ય એટલા પ્રમાણમાં ઓછું બજાવી શકે. આ વસ્તુસ્થિતિને ‘ઇલેશન’ એટલે કે ચલણી નાણાંની કૃત્રિમ વૃદ્ધિ અથવા ફુલાવા કહેવામાં આવે છે. ૧૯૨૨ અને ૧૯૨૩ની સાલમાં જર્મનીમાં એ જ વસ્તુ બનવા પામી હતી. ખરચ કરવા માટે જેમ જેમ તેને વધુ નાણાંની જરૂર પડતી ગઈ તેમ તેમ જર્મન સરકાર વધુ ને વધુ નાટા છાપતી ગઈ. એથી કરીને ખીજી બધી વસ્તુઓની કિંમત વધી ગઈ પરંતુ પાઉન્ડ, ડૉલર કે ફ્ કની સરખામણીમાં જન માર્કની કિંમત ઘટી ગઈ. આથી સરકારને માની નેાટ વળી વધારે છાપવી પડી અને પરિણામે માર્કની કિંમત વળી વધારે ઘટી. એ વસ્તુસ્થિતિ એટલી બધી મર્યાદાની બહાર ગઈ કે, એક ડૉલર અથવા પાઉંડની કિંમત કાગળના અબજો મા થઈ ગઈ. કાગળ ઉપર ચોડવાની પેસ્ટની ટિકિટની કિંમત કાગળના દશ લાખ માર્ક જેટલી થઈ ગઈ! ખીજી બધી વસ્તુની કિંમત પણ એ જ પ્રમાણમાં વધી ગઈ અને તે નિરંતર બદલાતી રહી. આ માર્કની નોટાના ફુલાવા અથવા ચલણી નાણાંની કૃત્રિમ વૃદ્ધિ તથા માર્કના મૂલ્યને અસાધારણ ઘટાડો જર્મનીમાં આપમેળે થવા પામ્યા નહોતા. પોતાની આર્થિક સંકડામણમાંથી નીકળી જવામાં મદદરૂપ નીવડે એટલા ખાતર જર્મન સરકારે એ સ્થિતિ ઇરાદાપૂર્વક પેદા કરી હતી અને ઘણે ૧૨૩૪ Page #568 -------------------------------------------------------------------------- ________________ જૂનાં દેવાં પતાવવાની નવી રીત ૧૨૩૫ અશે તેણે તેની એ મુરાદ પાર પાડી પણ ખરી. કેમ કે, સરકાર, મ્યુનિસિ પાલિટીઓ તથા ખીજા દેવાદારોએ જમનીમાંનું પેાતાનું સધળુ આંતરિક દેવું કશીયે કિંમત વિનાના કાગળના માર્ક વડે સહેલાઈથી ભરપાઈ કરી દીધું. ખેશક, પરદેશામાંનું તેમનું દેવું તે એ રીતે ભરપાઈ ન કરી શક્યા કેમ કે ત્યાં આગળ કાઈ પણ તેમનું કળળનું નાણું સ્વીકારે એમ નહોતું. જર્મનીમાં તા કાયદા દ્વારા તેમણે તેને સ્વીકાર કરાવ્યા. આ રીતે સરકાર તથા પ્રત્યેક દેવાદાર દેવાના દુ:ખદાયી ખેાજામાંથી છૂટયો. પરંતુ ભારે વિટંબણા વેઠીને તેમણે એ કર્યું. ચલણી નાણાના ફુલાવાના આ કાળ દરમ્યાન સૌ કાઈને ભારે વિટંબણા વેઠવી પડી. પરંતુ તેમાં મધ્યમવર્ગને સૌથી વધારે સેસવું પડયુ કેમ કે એ વના ધણાખરા લોકાને નિશ્ચિત પગાર મળતા હતા અથવા તે એવી ખીજી નિશ્ચિત આવક થતી હતી. અલબત, માર્કની કિંમત ઘટતાં તેમના પગારમાં વધારો થયા એ ખરું પરંતુ માર્કની કિંમત ઓસરતી ગઈ તેટલા પ્રમાણમાં એમાં વધારે ન થયા. ચલણી નાણાંની આ કૃત્રિમ વૃદ્ધિથી અથવા તેના ફુલાવાથી નીચલા થરના મધ્યમ વર્ગનું તે લગભગ સત્યાનાશ વળી ગયું અને એ પછીનાં વરસામાં જર્મનીમાં જે અસાધારણ બનાવા બન્યા તેનું અવલોકન કરતી વખતે આપણે એ હકીકત યાદ રાખવી જોઇ એ. કેમ કે વર્ષોંચ્યુત થયેલા આ અસંતુષ્ટ મધ્યમ વર્ગના લોકોનું ક્રાંતિની સંભાવનાથી ભરેલું એક બળવાન સૈન્ય બની ગયું. મુખ્ય મુખ્ય પક્ષાની આસપાસ ઊભાં થતાં જતાં ખાનગી સૈન્યામાં એ લાકા ધીમે ધીમે ભળવા લાગ્યા અને તેમનામાંના મોટા ભાગના લોકો નવા ઊભા થયેલા હિટલરના રાષ્ટ્રીય સમાજવાદી અથવા તેા નાઝી પક્ષમાં ભળ્યા. જૂના માર્ક કાઈ પણ હેતુ પાર પાડવા માટે નકામા બની ગયા ત્યારે તેને રદ કરવામાં આવ્યા અને રેન્ટેન માર્ક' નામની નવી નોટોનું ચલણ શરૂ કરવામાં આવ્યું. ચલણુની કૃત્રિમ વૃદ્ધિ એમાં નહાતી અને તેનું મૂલ્ય તેટલી કિંમતના સોના જેટલુ હતું. આમ, નીચલા થરના મધ્યમ વર્ગનું કાસળ કાઢયા પછી જર્મનીએ ફરી પાછુ પોતાનું ચલણી નાણું સ્થિર કર્યું. જર્મનીની આર્થિક મુશ્કેલીને કારણે મહત્ત્વનાં આંતરરાષ્ટ્રીય પરિણામે આવ્યાં. મિત્રરાજ્યાને નુકસાની પેટે ભરવાની રકમના વાયદે જની ચૂકી ગયું હતું. નુકસાની પેટે વસૂલ લેવાની એ લેણી રકમ મિત્રરાજ્યે એ વહેંચી લીધી હતી અને તેમાં સૌથી મોટા હિસ્સા ફ્રાન્સને ભાગ જતા હતા. રશિયા તેમાંથી કશે। ભાગ લેતું ન હતું; વાસ્તવમાં તેણે પોતાના બધા . દાવા જતા કર્યાં હતા. જમની પોતાને વાયદો અદા ન કરી શકયુ' એટલે ફ્રાંસ તથા ખેલ્જિયમે લશ્કર મેાકલીને જમનીના રર પ્રદેશને કબજો લીધે. વર્સોની સધિ પ્રમાણે રાઈનના પ્રદેશ તે મિત્રરાજ્યાના કજા નીચે હતા જ. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૨૩ના જાન્યુઆરી માસમાં ક્રાંસ તથા બેજિયમે તે ઉપરાંત એ પ્રદેશને . કબજે લીધે. (એ કાર્યમાં ઈંગ્લડે સામેલ થવાની ના પાડી હતી.) આ રૂર પ્રદેશ રાઈનના પ્રદેશની અડોઅડ આવેલ છે અને ત્યાં આગળ કોલસાની સમૃદ્ધ ખાણે તથા મોટાં મોટાં કારખાનાંઓ છે. ત્યાં આગળ પેદા થત કેલ તથા બીજે માલ હાથ કરીને ફ્રેંચ લે કે પિતાનું લેણું વસૂલ કરવા માગતા હતા. પરંતુ ત્યાં આગળ એક મુશ્કેલી ઊભી થઈ. જર્મન સરકારે શાંત અથવા બેઠા પ્રતિકાર દ્વારા ફ્રેંચ કબજાનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને તેણે રૂરની ખાણોના માલિકે તથા મજૂરોને બધું કામકાજ બંધ કરી દેવાની તેમ જ બીજી કોઈ પણ રીતે ફેંચને મદદ ન કરવાની હાકલ કરી. વળી આ ઉપરાંત તેમને ખોટ જાય તેના બદલામાં તેણે આ ખાણના માલિકે તથા બીજા ઉદ્યોગપતિઓને લાખ માર્ક મદદરૂપે આપ્યા. નવ કે દશ માસ પછી – ફ્રેંચો તેમ જ જર્મને એ દરમ્યાન ભારે ખરચમાં ઊતરવું પડયું હતું – જર્મને સરકારે શાંત અથવા બેઠે પ્રતિકાર છોડી દીધું અને તે પ્રદેશની ખાણે તથા કારખાનાઓ ચલાવવામાં તેણે એને મદદ કરવા માંડી. ૧૯૨૫ની સાલમાં ફેંચે તથા બેજિયને રૂરને પ્રદેશ છોડી ગયા. રૂરમાંને જર્મન શાંત અથવા બેઠે પ્રતિકાર તે તૂટી પડયો, પરંતુ તેણે એટલું તે દર્શાવી આપ્યું કે નુકસાનીની રકમના પ્રશ્નને ફરીથી વિચાર થવું જોઈએ તેમ જ લેણું વસૂલ કરવાની વાજબી રકમ નકકી કરવી જોઈએ. આથી ઉપરાછાપરી એક પછી એક પરિષદ અને કમિશને મળવા લાગ્યાં અને એક પછી એક નવી નવી યોજનાઓ તૈયાર કરવામાં આવી. ૧૯૨૪ની સાલમાં ડૉસ યોજના થઈ પાંચ વરસ પછી ૧૯૨૯ની સાલમાં યંગ યોજના થઈ અને ૧૯૩૨ની સાલમાં તે લાગતાવળગતા બધા જ લેણદારોએ, માની લીધું કે હવે વધુ યુદ્ધ-નુકસાની વસૂલ થઈ શકે એમ નથી અને એને ખ્યાલ સદંતર છોડી દેવામાં આવ્યો. ૧૯૨૪ની સાલ પછીનાં ચેડાં વરસ સુધી જર્મનીએ નુકસાની પેટેની રકમ નિયમિત રીતે ભરી. પરંતુ તેની પાસે નાણું નહેતાં તેમ જ તે સધ્ધર નહતું તે સ્થિતિમાં જર્મનીએ એ રકમ કેવી રીતે ભરી? યુનાઈટેડ સ્ટેટ્સ પાસેથી નાણાં ઉછીનાં લઈને જ તેણે એમ કર્યું. ઇંગ્લંડ, ફ્રાંસ, ઈટાલી વગેરે મિત્રરાજ્ય અમેરિકાનાં દેવાદાર હતાં; યુદ્ધ દરમ્યાન તેમણે એ નાણુ યુનાઈટેડ સ્ટેસ પાસેથી ઉછીનાં લીધાં હતાં. જર્મની મિત્રરાજ્યનું દેણદાર હતું કેમ કે તેને તેમને નુકસાની પેટે નાણાં ભરપાઈ કરવાનાં હતાં. આથી અમેરિકાએ જર્મનીને નાણાં ધીર્યો. એ નાણાં તેણે મિત્રરાજ્યોને નુકસાની પેટે ભય અને પછી મિત્રરાજ્યએ એ જ નાણાં યુનાઈટેડ સ્ટેટ્સને પિતાના દેવા પેટે આપ્યાં. એ બહુ મજાની વ્યવસ્થા હતી અને સૌ એનાથી સંતોષ પામ્યા હોય એમ Page #570 -------------------------------------------------------------------------- ________________ જૂનાં દેવાં પતાવવાની નવી રીત ૧૨૩૭ જણાતું હતું! લેણું વસૂલ કરવાને એ સિવાય બીજો ઉપાય જ નહોતું. પરંતુ લેણ-દેણના એ આખા વહેવારને આધાર એક જ વસ્તુ ઉપર હતું અને તે એ કે અમેરિકા જર્મનીને નાણાં ધીરવાનું હમેશાં ચાલુ રાખે. તે જ એમ કરતું બંધ થાય તે આખી વ્યવસ્થા તૂટી પડે. પરંતુ આ લેણદેણમાં રોકડ નાણુની આપલે કરવામાં નહતી આવતી; એ તો કાગળ ઉપર જમા-ઉધાર કરવાની જ રમત હતી. અમેરિકાએ અમુક રકમ જર્મનીને ધીરી, જર્મનીએ તેને હવાલે મિત્રરાજ્યને આપે અને મિત્રરાજાએ તેને હવાલે પાછો અમેરિકાને આપે. વસ્તુતઃ નાણાંની લેવડદેવડ તે થઈ જ નહિ, માત્ર હિસાબના ચોપડાઓમાં એના હવાલા જ નંખાયા. જેઓ આગલા દેવાનું વ્યાજ સરખું પણ ન ભરી શકે એટલા બધા ગરીબ થઈ ગયા હતા તેવા દેશને અમેરિકા નાણાં ધીરનું કેમ ગયું? જેમ તેમ કરીને પણ તેમનો વ્યવહાર ચાલુ રાખવામાં મદદ કરવાને અર્થે તથા તેમને નાદાર બની જતા અટકાવવાને અમેરિકાએ એમ કર્યું; કેમ કે યુરોપની આર્થિક વ્યવસ્થા પડી ભાગશે એવો અમેરિકાને ડર લાગતું હતું, અને એમ થાય તે એનાં બીજાં માઠાં પરિણામની વાત તે બાજુએ રહી પણ અમેરિકાનું યુરોપ પાસેનું બધું લેણું ડૂબે એમ હતું. એથી કરીને, એક સમજુ શાહુકારની પેઠે અમેરિકાએ પોતાના દેણદારને જીવનવ્યવહાર ટકાવી રાખ્યા. પરંતુ થોડાં વરસો પછી અમેરિકા નિરંતર ધીરતા જવાની આ નીતિથી થાકયું અને તેણે તે બંધ કરી દીધી. તરત જ નુકસાની પેટે આપવાની રકમોની તથા દેવાની આખી ઇમારત કડાકાની સાથે તૂટી પડી, વાયદા પતાવાતા બંધ થયા અને યુરોપ તથા અમેરિકાનાં બધાં રાષ્ટ્ર ઊંડી ખાઈમાં જઈ પડ્યાં. યુદ્ધ-નુકસાનીની રકમને પ્રશ્ન યુદ્ધ પછીનાં બાર ચૌદ વરસ સુધી યુરોપ ઉપર એક કારમી છાયાની પેઠે ઝઝૂમી રહ્યો હતે. એની સાથે સાથે જ યુદ્ધને અંગેના દેવાનો, એટલે કે, જર્મની સિવાયના દેશોના દેવાને પ્રશ્ન પણ હજી ઊભો હતે. મહાયુદ્ધ અંગેના પત્રમાં મેં તેને કહ્યું હતું તેમ શરૂઆતમાં ઈંગ્લેંડ તથા ફ્રાંસ યુદ્ધને ખરચ પૂરે પાડતાં હતાં તથા તેમનાં નાનાં મિત્રરાને તેઓ નાણાં ધીરતાં હતાં. પછીથી ક્રાંસનાં સાધનો ખલાસ થઈ ગયાં અને તેની નાણાં ધીરવાની શક્તિ રહી નહિ. પરંતુ ઈંગ્લડે હજી થોડા વખત સુધી નાણું ધીરવાનું ચાલુ રાખ્યું. પછીથી ઈંગ્લંડની આર્થિક વ્યવસ્થા પણ તૂટી પડી અને તે નાણાં ધીરી શક્યું નહિ. હવે માત્ર યુનાઈટેડ સ્ટેટ્સ નાણાં ધીરી શકે એમ હતું અને તેણે ઈગ્લેંડ, ફ્રાંસ તથા બીજા મિત્રરાજ્યોને ઉદાર હાથે નાણું ધીર્યા અને એ રીતે તેણે પોતે પણ લાભ ઉઠાવ્યો. આમ યુદ્ધ પૂરું થયા પછી થોડાક દેશો કાંસના દેવાદાર હતા, એથી વધારે દેશે ઈંગ્લંડના દેવાદાર હતા તેમ જ બધા મિત્રરાજ્યને અમેરિકામાં મોટી રકમનું દેવું હતું. માત્ર Page #571 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન અમેરિકા જ એક એવો દેશ હતો કે જેને બીજા કોઈ પણ દેશનું દેવું નહોતું. તે વખતે તે મોટું લેણદાર રાષ્ટ્ર હતું. તેણે ઇંગ્લેંડનું પુરાણું સ્થાન પ્રાપ્ત કર્યું અને તે આખી દુનિયાનું શરાફ બન્યું. થેડા આંકડાઓ કદાચ આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી બતાવશે. મહાયુદ્ધ પહેલાં અમેરિકા દેવાદાર દેશ હતું અને તેને બીજા દેશનું ત્રણસે કરડ પાઉંડનું દેવું હતું. પરંતુ યુદ્ધ પૂરું થતા સુધીમાં આ દેવું ભરી દેવામાં આવ્યું અને ઉપરાંત અમેરિકાએ જબરદસ્ત રકમે બીજા દેશને ધીરી. ૧૯૨૬ની સાલમાં અમેરિકા લેણદાર રાષ્ટ્ર હતું અને બીજાં રાષ્ટ્ર પાસે પચીસ કરોડ ડૉલરનું તેનું લેણું હતું. - ઇંગ્લંડ, કાંસ અને ઈટાલી વગેરે દેવાદાર દેશ ઉપર યુદ્ધના આ દેવાને જબરદસ્ત બેજે હતા કેમ કે એ બધાં સરકારી દેવાં હતાં અને તેને માટે તે તે દેશની સરકાર જવાબદાર હતી. તેમણે અમેરિકા પાસે ખાસ પ્રકારની અનુકૂળ શરતે મેળવવા પ્રયત્ન કર્યો અને એ રીતે તેમને થોડી છૂટછાટો મળી પણ ખરી. પરંતુ એમ છતાંયે એ દેવાઓને જે તે ચાલુ જ રહ્યો. જ્યાં સુધી જર્મનીએ યુદ્ધની નુકસાની પેટેની રકમ (ખરી રીતે તે એ અમેરિકાએ ધીરેલી રકમ જ હતી.) ભરવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી દેવાદાર દેશોએ એ જ રકમ અમેરિકાને દેવા પેટે પાછી વાળી. પરંતુ નુકસાની પેટેની રકમ અનિયમિત રીતે આવવા લાગી અથવા આવતી બંધ થઈ ગઈ ત્યારે મિત્રરાને અમેરિકાનું દેવું ચૂકવવાનું મુશ્કેલ બની ગયું. યુરોપના દેવાદાર દેશોએ યુદ્ધની નુક્સાનીની રકમ તેમ જ યુદ્ધ અંગેના દેવાને જોડી દેવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે એ બંનેને એક સાથે વિચાર થવો જોઈએ અને જે એક બંધ થાય તે બીજું આપોઆપ બંધ થઈ જવું જોઈએ. પરંતુ અમેરિકાએ એ બંનેને જોડી દેવાની સાફ ના પાડી. અમેરિકાએ જણાવ્યું કે તેણે નાણાં ધીર્યા છે અને તે તેને પાછાં મળવાં જોઈએ છે. જર્મની પાસેથી યુદ્ધની નુકસાનીની રકમ મળે કે ન મળે તેની સાથે એને સંબંધ નથી; એ પ્રશ્નની ભૂમિકા સાવ જુદી જ છે. અમેરિકાના આવા વલણ સામે યુરોપમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને તેને અનેક કડવી વાત સુણાવવામાં આવી. તેને વિષે કહેવાવા લાગ્યું કે, તે શાયક છે અને દેણદાર મરે કે જીવે તેની પરવા કર્યા વિના તેને તે કરેલી શરત . મુજબ શેર માંસ જોઈએ છે. ખાસ કરીને કાંસમાં એમ કહેવાવા લાગ્યું કે, અમેરિકા પાસે ઉછીનાં લેવામાં આવેલાં નાણાં એક સહિયારા કાર્યમાં એટલે કે યુદ્ધ લડવામાં વપરાયાં હતાં અને તેથી સામાન્ય પ્રકારના દેવાની પેઠે એને વિચાર થે ન ઘટે. આ બાજુ, અમેરિકા મહાયુદ્ધ પછીની યુરોપની હરીફાઈઓ અને કાવાદાવાઓથી કંટાળી ગયું. તેણે જોયું કે, ઈંગ્લેંડ, કાંસ તથા ઈટાલી તેમનાં લશ્કરે તથા નૌકાસૈન્યને અંગે હજીયે મેટી મોટી રકમ ખરચી રહ્યાં છે. એટલું જ નહિ પણ શસ્ત્રસજ્જ થવા માટે બીજા કેટલાક નાના દેશોને તેઓ Page #572 -------------------------------------------------------------------------- ________________ જૂનાં દેવાં પતાવવાની નવી રીત ૧૩૯ નાણાં ધીરે પણ છે. યુરોપના એ દેશ પાસે શસ્ત્રસરંજામ માટે ખરચવાનાં આટલાં બધાં નાણાં હતાં તે પછી અમેરિકાવાસીઓ તેમને દેવામાંથી શાને મુક્ત કરે ? જે તેઓ એમ કરે તે એ નાણાં પણ તેઓ શસ્ત્રસરંજામ માટે ખરચવાના. અમેરિકાએ આવી દલીલ કરી અને તે પોતાના લેણાના દાવાને વળગી રહ્યું. યુદ્ધની નુકસાનીની રકમની પેઠે જ યુદ્ધને અંગેનું દેવું કઈ પણ રીતે પતાવવાનું કાર્ય પણ એટલું જ મુશ્કેલ હતું. આંતરરાષ્ટ્રીય દેવું તેનું કે માલ આપીને, અથવા તો માલની લાવલઈજા કરીને, અથવા વહાણવટું કે એવી બીજી કામગીરી દ્વારા પતાવી શકાય. એ જબરદસ્ત રકમે તેનાથી પતાવવી મુશ્કેલ હતી; એટલું સોનું મળી શકે એમ હતું જ નહિ. અને માલ આપીને કે કામગીરી દ્વારા યુદ્ધની નુકસાની ભરપાઈ કરવાનું કે દેવું પતાવવાનું પણ લગભગ અશક્ય હતું. કેમકે અમેરિકા તથા યુરોપના દેશોએ જકાતની જબરી દીવાલે ઊભી કરી હતી અને તેને લીધે પરદેશી માલ દેશમાં આવતું બંધ થઈ ગયે હતે. એથી કરીને ઉકેલ નીકળી ન શકે એવી અશક્ય પરિસ્થિતિ પેદા થઈ અને ખરી મુશ્કેલી એ જ હતી. અને આમ છતાંયે, કોઈ પણ દેશ જકાતની દીવાલ નીચી કરવા કે તેની લેણુ રકમ પેટે માલનો સ્વીકાર કરવા તૈયાર નહોતો કારણ કે એથી કરીને પિતાના હુન્નરઉદ્યોગોને નુકસાન થતું હતું. એ એક અજબ પ્રકારની અને જેને ઉકેલ કરી ન શકાય એવી વિષમ પરિસ્થિતિ હતી. અમેરિકાનું માત્ર યુરોપ પાસે જ લેણું નહતું. અમેરિકાના શરાફ તેમ જ વેપારીઓએ કૅનેડા તથા લૅટિન અમેરિકા (એટલે કે દક્ષિણ અને મધ્ય અમેરિકા તથા મેકિસકે)માં મેટી મેટી રકમ રોકી હતી. મહાયુદ્ધ દરમ્યાન આ લેટિન અમેરિકાના દેશો ઉપર આધુનિક ઉદ્યોગ અને યંત્રના સામર્થની ભારે છાપ પડી. આથી પિતતાના દેશને ઔદ્યોગિક વિકાસ કરવામાં તેમણે પોતાનું સઘળું લક્ષ કેન્દ્રિત કર્યું અને યુનાઈટેડ સ્ટેટ્સમાં અઢળક નાણું પડેલું જ હતું. એટલે ઉત્તરમાંથી ત્યાં આગળ નાણુને ધેધ વહેવા લાગ્યા. એ દેશેએ એટલા મોટા પ્રમાણમાં દેવું કર્યું કે તેનું વ્યાજ પણ તેઓ ભાગ્યે જ પતાવી શકે એમ હતું. સર્વત્ર સરમુખત્યારો ઊભા થયા અને જેમ અમેરિકા જર્મનીને નાણાં ધીરતું રહ્યું ત્યાં સુધી યુરોપમાં ઠીક ચાલ્યું, તે જ પ્રમાણે અમેરિકા લૅટિન અમેરિકાને પણ નાણાં ધીરતું રહ્યું ત્યાં સુધી તેને વ્યવહાર પણ ઠીક રીતે ચાલે. પરંતુ લૅટિન અમેરિકાને નાણાંનું ધીરાણ બંધ થયું એટલે યુરોપની પેઠે ત્યાંની આર્થિક વ્યવસ્થા પણ કડાકાની સાથે તૂટી પડી. લેટિન અમેરિકામાં અમેરિકાએ કરેલા રોકાણને તથા તે કેટલી બધી ત્વરાથી વધ્યું હતું તેને ખ્યાલ આપવા માટે હું તને બે આંકડા જણવીશ. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૨૬ની સાલમાં એ રેકાણુ સવા ચાર કરોડ ડોલરનું હતું. ત્રણ વરસ પછી ૧૯૨૯ની સાલમાં તે વધીને સાડા પાંચ કરોડ ડોલર કરતાં પણ વિશેષ થઈ ગયું. આમ અમેરિકા યુદ્ધ પછીનાં આ વરસમાં સમગ્ર દુધિયાનું શરાફ બન્યું હતું એમાં લેશ પણ શંકા નથી. તે ધનવાન હતું, સંપન્ન હતું અને ધન દોલતની ત્યાં છળ ઊડતી હતી. આખી દુનિયા ઉપર તેનું પ્રભુત્વ હતું. અને અમેરિકાવાસીઓ યુરોપ અને વિશેષે કરીને એશિયા તરફ તિરસ્કારની દૃષ્ટિથી નિહાળતા હતા અને તેમને ઘડપણને કારણે સમજ ગુમાવી બેઠેલા તકરારી ખંડે તરીકે લેખતા હતા. ૧૯૨૦થી ૩૦નાં વરસમાં એટલે કે અમેરિકાની સમૃદ્ધિની પરાકાષ્ઠાના સમયમાં તેની સંપત્તિને ખ્યાલ કરવા પ્રયત્ન કરીએ. ૧૯૧૨થી ૧૯૨૭ની સાલ સુધીનાં પંદર વરસોમાં અમેરિકાની કુલ રાષ્ટ્રીય દેલત ૧૮૭,૨૩૯,૦૦૦ ડૉલરથી વધીને ૪૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલર થઈ હતી. ૧૯૨૭ની સાલમાં તેની વસતી લગભગ ૧૧ કરોડ સિત્તેર લાખની હતી અને તેની માથાદીઠ દેલત ૩૪૨૮ ડોલરની હતી. તેની આવક એટલી બધી ઝડપથી વધતી ગઈ કે દર વરસે આ આંકડાઓ બદલાતા જતા હતા. આગળના એક પત્રમાં હિંદ તથા અન્ય દેશની માથાદીઠ આવકની સરખામણી કરતી વખતે અમેરિકાને આંકડે મેં ઘણે ઓછો આપે છે. પરંતુ ત્યાં આગળ વાર્ષિક આવકની સરખામણી કરી હતી, વ્યક્તિગત દેલતની નહિ. વળી ઘણું કરીને એ આંકડે પહેલાના વરસનો હતે. ઉપર ટાંકવામાં આવેલ ૧૯૨૭ની સાલને આંકડે અમેરિકાના પ્રમુખ કુલીજે ૧૯૨૬ના નવેમ્બર માસમાં કરેલા નિવેદનને આધારે આપવામાં આવ્યું છે. કેટલાક બીજા આંકડાઓ જાણીને પણ તેને રમૂજ પડશે. એ બધા ૧૯૨૭ની સાલના આંકડાઓ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં કુટુંબની સંખ્યા ર૭,૦૦૦,૦૦૦ હતી. તેમની પાસે વીજળીની બત્તીવાળાં ૧૫,૯૨૩,૦૦૦ માલકીનાં ઘરે હતા, અને ૧૭,૭૮૦,૦૦૦ ટેલિફોને વપરાતા હતા. ત્યાં આગળ ૧૯,૨૩૭,૧૭૧ મેટરે વપરાતી હતી અને એ સંખ્યા દુનિયાભરની કુલ મેટરના ૮૧ ટકા જેટલી છે. અમેરિકા દુનિયાની મોટર ગાડીની ૮૭ ટકા જેટલી મોટર ઉત્પન્ન કરતું હતું તેમ જ તે દુનિયાની કુલ ઉત્પત્તિના ૭૧ ટકા જેટલું પેટ્રોલ તથા દુનિયાની કુલ ઉત્પત્તિના ૪૩ ટકા જેટલે કોલસો ઉત્પન્ન કરતું હતું. અને આમ છતાં અમેરિકાની વસતી દુનિયાની કુલ વસતીના ૬ ટકા જેટલી હતી. આમ, પ્રજાનું સામાન્ય જીવનનું ધેરણ એકંદરે ઘણું જ ઊંચું થયું હતું પણ થવું જોઈતું હતું તેટલું તે ઊચું ન થઈ શક્યું. કેમ કે સંપત્તિ થોડાક હજાર કરોડાધિ અને અબજપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ હતી. આ “મટી મેટી વેપારી પેઢીએ” દેશ ઉપર રાજ્ય કરતી હતી. તે પ્રમુખ પસંદ કરતી, કાયદા બનાવતી Page #574 -------------------------------------------------------------------------- ________________ જૂનાં દેવાં પતાવવાની નવી રીત ૧૨૪૧ તેમ જ ઘણી વાર તે કાયદાના ભંગ પણ કરતી.. આ · માટી મોટી વેપારી પેઢીઓ 'માં ભારે સડા વ્યાપેલા હતા. પરંતુ જ્યાં સુધી સાČત્રિક આબાદી પ્રવર્તતી હતી ત્યાં સુધી અમેરિકન પ્રજાને તેની પરવા નહાતી. હિંદુસ્તાન તથા ચીન જેવા બિનઔદ્યોગિક અને પછાત દેશને મુકાબલે આધુનિક ઔદ્યોગિક સુધારા એક દેશને કેટલી હદ સુધી ઊ ંચે લઈ જઈ શકે છે તે બતાવવાને તેમ જ એ પછીનાં વરસેામાં આવેલી આર્થિક કટોકટી અને અનાવસ્થા જેને વિષે હું હવે પછી તને કહેવાને છું તેની — સાથે એની તુલના કરવાને માટે ૧૯૨૦થી ૩૦નાં વરસો દરમ્યાનની અમેરિકાની આ સમૃદ્ધિના આંકડા તને કહ્યા છે. આ આર્થિક કટોકટી થાડાં વરસો પછી આવવાની હતી. એશિયા અને યુરોપ જે મુસીબતો અને વિટંબણા ભગવી રહ્યા હતા તેમાંથી અમેરિકા છેક ૧૯૨૯ની સાલ સુધી બચી ગયેલું લાગતું હતું. પરાજિત દેશેાની સ્થિતિ તે અતિશય ખરાબ થઈ ગઈ હતી. જર્મનીની વિટબણાઓ વિષે હું તને થાડુ કહી ગયા છું. મધ્ય યુરાપના ઘણાખરા દેશ, અને ખાસ કરીને ઓસ્ટ્રિયાના અતિશય ખૂરા હાલ થયા હતા. ઑસ્ટ્રિયા તેમ જ પાલેંડને પણ ચલણી નાણાંના ફુલાવાની આપત્તિ વેવી પડી હતી અને એ બન્ને દેશને પોતાની ચલણપદ્ધતિમાં ફેરફાર કરવા પડયો હતો. --- પરંતુ કેવળ પરાજિત દેશેા જ આ આપત્તિના ભાગ બન્યા હતા એવું નથી. વિજેતા દેશે। પણ ધીમે ધીમે એમાં સપડાયા. દેવાદાર હોવું એ ખરાબ છે એ તો જાણીતી વાત છે. પરંતુ હવે એક નવી જ અને અજબ જેવી પ્રતીતિ થઈ અને તે એ કે લેદાર હોવું એ પણ એટલું સારું નથી ! કેમ કે, જેમને જમની પાસે નુકસાની લેવાની હતી તે વિજેતા દેશા, એ નુકસાનીની રક્રમા લેવાની હોવાને કારણે ભારે મુશ્કેલીમાં આવી પડયા અને એ વસુલ કરવા જતાં તે વળી વધારે મુસીબતમાં આવી પડયા. એ વિષે હું તને હવે પછીના પત્રમાં કહીશ. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩. નાણાંનો વિચિત્ર વ્યવહાર * * ૧૬ જૂન, ૧૯૩૩ નાણાંને વિચિત્ર વ્યવહાર એ મહાયુદ્ધ પછીના જમાનાની એક અસાધારણ વિશિષ્ટતા છે. મહાયુદ્ધ પહેલાં દરેક દેશમાં નાણાંનું વત્તેઓછે અંશે નિશ્ચિત મૂલ્ય હતું. દરેક દેશમાં પિતાનું ચલણ હતું. દાખલા તરીકે હિંદમાં રૂપિયે, અમેરિકામાં ડોલર, ફ્રાંસમાં ફાંક, જર્મનીમાં માર્ક, રશિયામાં રબલ, ઈટલીમાં લીરા વગેરે. અને આ જુદાં જુદાં ચલણો વચ્ચે પરસ્પર લેવડદેવડ અંગેને દર સ્થિર હતા. જેને આંતરરાષ્ટ્રીય સેનાનું ચલણ કહેવામાં આવે છે તેને ધોરણે એ બધાં ચલણે એકબીજા સાથે સંકળાયેલાં હતાં. એટલે કે દરેક ચલણનું સેનાને ધરણે ચક્કસ મૂલ્ય હતું. દરેક દેશના આંતરિક વ્યવહાર માટે તે દેશનું ચલણ પૂરતું ગણાતું હતું પણ પરદેશે સાથેના વ્યવહાર માટે તે પૂરતું ગણાતું નહોતું. તેનું એ બે ભિન્ન ચલણોને જોડનાર કડીરૂપે હતું અને આંતર રાષ્ટ્રીય લેવડદેવડ અથવા હિસાબની પતાવટ આમ સનાથી કરવામાં આવતી. એ બધાં ચલણોનું સેનાને ધરણે નિશ્ચિત મૂલ્ય હતું ત્યાં સુધી એ લેવડદેવડમાં ઝાઝો ફેર પડતે નહોતે; કેમ કે, મૂલ્યની દૃષ્ટિએ સેનું સારી પેઠે સ્થિર ધાતુ છે એટલે કે સેનાના મૂલ્યમાં ઝાઝો ફેર પડતું નથી. પરંતુ યુદ્ધકાળની જરૂરિયાતને લીધે યુદ્ધમાં સંડોવાયેલી પ્રજાઓને સોનાનું ધોરણ છોડી દેવું પડયું અને એ રીતે તેમના ચલણી નાણાંના ભાવ ગગડી ગયા. અમુક પ્રમાણમાં ચલણી નાણાને ફુલાવે પણ થવા પામ્યો. દેશનો આંતરિક વ્યવહાર તથા વેપારજગાર ચલાવવામાં એ વસ્તુ મદદરૂપ થઈ પડી. પણ એણે જુદાં જુદાં ચલણના આંતરરાષ્ટ્રીય સંબધે ઉથલાવી નાખ્યા. મહાયુદ્ધ દરમ્યાન આખી દુનિયા બે ભાગ અથવા દળોમાં વહેંચાઈ ગઈ હતી. એક મિત્રરાજનું દળ અને બીજું જર્મનીનું. અને એ દરેક દળમાં સહકારથી અને યેજનાપૂર્વક વ્યવહાર ચાલતું હતું. બધી વસ્તુ લડાઈને મોખરે રાખીને જ કરવામાં આવતી હતી. મુશ્કેલી યુદ્ધ પૂરું થયા પછી ઊભી થઈ અને બદલાતી જતી આર્થિક સ્થિતિ તથા બધાયે રાષ્ટ્રોના પરસ્પર અવિશ્વાસને કારણે જુદાં જુદાં ચલણોને અસામાન્ય વ્યવહાર પેદા થયે. આજની સમગ્ર નાણાંવ્યવસ્થા મુખ્યત્વે કરીને શાખના પાયા ઉપર રચાયેલી છે. બેંકની નોટ અને ચેક એ એક પ્રકારની દંડી છે અને તેમને ચલણી નાણાની પેઠે સ્વીકાર કરવામાં આવે છે. શાખને આધાર વિશ્વાસ ઉપર હોય છે અને વિશ્વાસ તૂટતાં શાખ પણ તૂટે છે. આમ હવાને કારણે મહાયુદ્ધ પછીનાં વરસમાં નાણુંની વ્યવસ્થામાં ભારે ગોટાળો ઊભો થવા પામે, કેમ કે યુરોપની Page #576 -------------------------------------------------------------------------- ________________ નાણાંના વિચિત્ર વ્યવહાર ૧૨૪૩ મુશ્કેલી ભરેલી સ્થિતિને લીધે બધે વિશ્વાસ ડગી ગયા હતા. આજની દુનિયા પરસ્પરાવલખી છે, તેના દરેક ભાગ ખીજા સાથે નિકટપણે સંકળાયેલા છે અને તેમાં હમેશાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ ચાલતી હૈાય છે. એને અ એ થયા કે એક દેરાની મુશ્કેલીઓની અસર તત્કાળ બીજા દેશ ઉપર થવા પામે છે. જર્મન માર્કના ભાવ ગગડી જાય અથવા કાઈ જમન બેંક તૂટે તે પૅરિસ અને લંડનના લાંકે અનેક રીતે મુશ્કેલીમાં આવી પડે. આ અને જેની માથાકૂટમાં તને નથી ઉતારવા માગતા એવાં ખીજા કારણોને લીધે લગભગ બધા જ દેશોમાં ચલણુ અથવા નાણાંને અંગેની મુશ્કેલીઓ ઊભી થવા પામી. અને દેશ ઉદ્યોગાની બાબતમાં જેટલા વધારે આગળ વધેલેા હતો તેટલા પ્રમાણમાં ઘણે ભાગે તે વધારે મુશ્કેલીમાં આવી પડ્યો. કેમ કે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે, અતિશય અટપટા અને ગૂંચવણભર્યાં તથા નાજુક આંતરરાષ્ટ્રીય વ્યવહારો: એ દેખીતું છે કે, માર્ક કે પાઉંડની કિ ંમતમાં ફેરફાર થાય તેની તિબેટ જેવા પછાત અને દુનિયાના વહેવારોથી અળગા રહેલા દેશ ઉપર અસર ન થાય. પરંતુ ડૉલરના ભાવ ગગડી જતાં વેંત કદાચ જાપાનમાં ભારે ઉથલપાથલ થઈ જાય. આ ઉપરાંત, દરેક ઔદ્યોગિક દેશમાં જુદા જુદા વર્ગોનાં હિતા ભિન્ન ભિન્ન હોય છે. આ રીતે કેટલાક લોકેા હલકુ અથવા સસ્તું નાણું અને ચલણનો ફુલાવા માગતા હતા. (બેશક, જર્મનીમાં થવા પામ્યા હતા તેવા ફુલાવા તે નહાતા માગતા. ) જ્યારે બીજા કેટલાક એથી ઊલટી જ વસ્તુ માગતા હતા. તેમને ચલણુની તંગી એટલે કે સોનાને ધોરણે મેધાં અથવા ભારે મૂલ્યવાળાં નાણાં જોઈતાં હતાં. દાખલા તરીકે, લેણદારો અને શરાફે એવાં સાનાને ધારણે મેઘાં અથવા ભારે મૂલ્યવાળાં નાણાંની તરફેણ કરતા હતા કેમ કે તે લેણદાર હતા અને ખીજા પાસે નાણાં માગતા હતા અને દેવાદારો પોતાનું દેવું ભરપાઈ કરવાને માટે સ્વાભાવિક રીતે જ સસ્તું અથવા હલકું નાણું ઇચ્છતા હતા. ઉદ્યોગપતિ અને પાકા માલ ઉત્પન્ન કરનારા સસ્તા નાણાંની તરફેણમાં હતા કેમ કે સામાન્ય રીતે તે શરાફેાના દેણુદાર હતા. પરંતુ સસ્તાં નાણાં માટેની તેમની માગણી માટેનું એથીયે વિશેષ મહત્ત્વનું કારણ તો એ હતું કે એને લીધે પરદેશામાં તેમના માલના વેચાણને ઉત્તેજન મળતું હતું. બ્રિટિશ નાણું સસ્તું હોય એના અથ એ થયા કે, જર્મન અને અમેરિકન અથવા ખીન્ન કાઈ દેશના માલને મુકાબલે પરદેશનાં બજારોમાં બ્રિટિશ માલ સસ્તા પડે અને એને પરિણામે બ્રિટિશ ઉદ્યોગપતિઓને ફાયદો થાય તથા તેમને માલ વધુ પ્રમાણમાં વેચાય. આ ઉપરથી તું જોઈ શકશે કે જુદા જુદા વગે↑ ભિન્ન ભિન્ન દિશામાં ખેંચતાણુ કરતા હતા. તેમાં મુખ્ય ગજગ્રાહ ઉદ્યોગપતિ અને શરાફે। વચ્ચે ચાલતા હતા. આ વસ્તુ હું બની શકે એટલી સાદી અને સરળ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રીતે મૂક્વા પ્રયત્ન કરી રહ્યો છું. બાકી વસ્તુતાએ એમાં ગૂંચવણભર્યાં અનેક ખળેા કાય કરી રહેલાં હાય છે. ક્રાંસ તેમ જ ઇટાલી એ બંને દેશોમાં નાણાનો ફુલાવા થવા પામ્યા હતો અને ફ્રાંક તથા લીરાના ભાવ ગગડી ગયા હતા. પહેલાં પાઉંડ સ્ટર્લિં ગને ( બ્રિટિશ પાઉન્ડને સ્ટર્લિંગ કહેવામાં આવે છે) મુકાબલે ક્રાંકના મૂલ્યનું પ્રમાણ ૧ અને ૨૫નું હતું. એટલે કે એક પાઉંડની કિંમત ૨૫ ફ્રાંક જેટલી હતી. એ કિ ંમત ઘટીને તેનું પ્રમાણ ૧ અને ૨૭૫નું થઈ ગયું. એટલે કે એક પાઉંડની કિંમત ૨૭૫ ફ્રાંક જેટલી થઈ ગઈ. પાછળથી એ પ્રમાણુ ૧ અને ૧૨૦નું નક્કી કરવામાં આવ્યું હતું એટલે કે એક પાઉંડ બરાબર ૧૨૦ ક્રાંક એમ રાવવામાં આવ્યું. મહાયુદ્ધ પછી અમેરિકાએ ઇંગ્લેંડને મદદ કરવાનું બંધ કર્યુ. એટલે પાઉન્ડના મૂલ્યમાં થાડા ઘટાડા થયા. એટલે કે તેના ભાવ થાડા ધટયા. આથી ઇંગ્લંડ મુશ્કેલીમાં આવી પડયું. પાઉન્ડના મૂલ્યમાં થયેલા આ સ્વાભાવિક ધટાડાને કબૂલ રાખીને પાઉન્ડનું એ નવું મૂલ્ય નિશ્ચિત કરી દેવું? એથી માલ સાંધે થાત અને તે ઉદ્યોગોને મદદરૂપ થઈ પડત. પરંતુ એથી કરીને શરાફે તથા લેણદારાને ખાટ જાત. એથીયે વિશેષ મહત્ત્વની વાત તેા એ છે કે, એને લીધે દુનિયાભરના નાણાંના કેન્દ્ર તરીકેના લંડનના પદના અંત આવત. પછીથી લંડનનું એ પદ ન્યૂ યૉર્ક પ્રાપ્ત કરત અને નાણાં ઉછીનાં લેનારાઓ લંડન આવવાને બદલે ન્યૂ યૉર્ક જાત. બીજો રસ્તા ગમે તેમ કરીને પાઉંડને તેના મૂળ મૂલ્ય ઉપર લઈ જવાના હતા. એથી પાઉંડની આંત વધત અને લંડનની નાણાંકીય આગેવાની ચાલુ રહેત. પરંતુ એથી ઉદ્યોગોને નુકસાન થાત અને, પાછળથી પુરવાર થયું તે પ્રમાણે, ખીજી અનેક અનિષ્ટ વસ્તુઓ બનવા પામત, બ્રિટિશ સરકારે ૧૯૨૫ની સાલમાં ખીજો રસ્તો પસંદ કર્યાં અને પાઉન્ડનું મૂલ્ય વધારીને પહેલાંના જેટલું કરી દીધું. આમ તેણે પોતાના શરાફેના લાભ ખાતર થોડેઘણે અંશે પોતાના ઉદ્યોગના ભોગ આપ્યો. પરંતુ તેમની સામે ખડા થયેલા ખરા મુદ્દો તે એથીયે વિશેષ મહત્ત્વના હતા, કેમ કે તેમના સામ્રાજ્યની હસ્તી ઉપર એની ભારે અસર પહેાંચે એમ હતું. દુનિયાની નાણાંકીય આગેવાનીનું પોતાનું પદ લંડન ગુમાવે તે સામ્રાજ્યના જુદા જુદા ભાગે તેની દોરવણી અને મદદ માગતા બંધ થઈ જાય અને એ રીતે ધીમે ધીમે સામ્રાજ્ય નષ્ટ થઈ જાય. આ રીતે એ પ્રશ્ન સામ્રાજ્યની નીતિને પ્રશ્ન થઈ પડચો અને બ્રિટનના ઉદ્યોગા તથા દેશની અંદરનાં તાત્કાલિક હિતાને ભાગે સામ્રાજ્યના વ્યાપક હિતના વિજય થયો. તને યાદ હશે કે, સામ્રાજ્યનાં હિતાના વિચાર કરીને, આ જ રીતે, કઇક અંશે લેંકેશાયર તથા બ્રિટનના ઉદ્યોગાના હિતને ભાગે પણ ઇંગ્લેંડ હિંદના ઉદ્યોગીકરણને ઉત્તેજન આપવાને પ્રેરાયું હતું Page #578 -------------------------------------------------------------------------- ________________ નાણાંના વિચિત્ર વ્યવહાર ૧૨૪૫ આ રીતે, પોતાનું નેતૃત્વ તથા સામ્રાજ્ય ટકાવી રાખવાને માટે ઇંગ્લ ંડું ભગીરથ પ્રયત્ન કર્યાં. પરંતુ એ પ્રયત્ન બહુ જ મેાંધા પડ્યો અને તેની નિષ્ફળતા અનિવાયૅ હતી. બ્રિટિશ સરકાર, યા તો કાઈ પણ બીજી સરકાર, આર્થિક પ્રગતિના અનિવાય ભાવી ઉપર પોતાને કાબૂ ન રાખી શકે. પાંડે, થોડા વખત માટે તે પોતાની આગળની આંટ પ્રાપ્ત કરી પરંતુ એથી કરીને ઉદ્યોગ દિનપ્રતિદિન સ્થગિત થતા ગયા. દેશમાં એકારી વધી ગઈ અને ખાસ કરીને કાલસાના ઉદ્યોગ ઉપર ભારે ફટકા પડયો. પાઉન્ડનું આ ‘ ડિલેશન ’એટલે કે સાનાને ધોરણે પાઉન્ડના મૂલ્યમાં કરવામાં આવેલા વધારા ઘણે અંશે એને માટે જવાબદાર હતા. એમ થવાનાં બીજાં કારણા પણ હતાં. યુદ્ધ નુકસાનીની રકમ પેટે જમની પાસેથી, તેને થોડા કાલસા પણ લેવામાં આવ્યો હતો. આથી બ્રિટિશ કાલસાની ખપત ઘટી અને પરિણામે કાલસાની ખાણામાં વળી વધારે એકારી પેદા થઈ. આ રીતે, લેણદાર અને વિજેતા દેશને પ્રતીતિ થઈ કે હારેલા દેશ પાસેથી આ પ્રકારની ખંડણી લેવી એ લાભકારક જ હોય છે એમ નથી. આ ઉપરાંત ઇંગ્લેંડને કૈાલસાના ઉદ્યોગ બહુ જ સુવ્યવસ્થિત નહતા. તે નાની નાની સેકડે! ક ંપનીઓમાં વહેંચાઈ ગયેલા હતા અને યુરોપ ખંડની તથા અમેરિકાની વધારે માટી અને સુવ્યવસ્થિત કંપની સાથે હરીફાઈમાં સહેલાઈથી ટકી શકે એમ નહોતું. , કાલસાના ઉદ્યોગની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ એટલે ખાણાના માલિકાએ પોતાના મજૂરોની મજૂરીના દરો ઘટાડવાના નિર્ણય કર્યાં. ખાણના મજૂરોએ એની સામે સખત વિરોધ ઉઠાવ્યો અને તેમને એમાં બીજા ઉદ્યોગોના મજૂરાનો ટેકા મળ્યો. બ્રિટનની સમગ્ર મજૂર ચળવળ ખાણિયાઓના વતી લડી લેવાને કટિબદ્ધ થઈ અને એને માટે સંગ્રામ–સમિતિ ' નીમવામાં આવી. એ પહેલાં, જેમાં તાલીમ પામેલા અને સુસગતિ લાખા મજૂરોને સમાવેશ થતા હતા એવાં ત્રણ મોટાં મજૂર મહાજનનું — ખાણિયાનું મહાજન, રેલવે મજૂરનું મહાજન તથા વાહનવ્યવહારના મજૂરોનું મહાજન—બળવાન ‘ ત્રિવિધ ઐક્ય ' સાધવામાં આવ્યું હતું. મજૂર વર્ગના આ ઉગ્ર વલણથી સરકાર ભડકી ગઈ અને ખાણના માલિકા બીજા એક વરસ સુધી મજૂરીના આગળના દરો ચાલુ રાખી શકે એટલા માટે તેમને આર્થિક મદદ આપીને તેણે કટોકટી તે વખત પૂરતી તેા ટાળી. એક તપાસ સમિતિ પણ નીમવામાં આવી. પરંતુ એ બધાનું કશુંયે પિરણામ ન આવ્યું અને ખાણના માલિકાએ ક્રીથી મજૂરીના દરા ઘટાડવાની કેાશિશ કરી ત્યારે એક વરસ પછી ૧૯૨૬ની સાલમાં કટાકટી ફરી પાછી ઊભી થઈ. આ વખતે સરકાર મજૂરા સાથે લડવાને તૈયાર થઈ ને ખેડી હતી. પાછળના મહિનામાં તેણે એને માટેની બધી તૈયારી કરી રાખી હતી. Page #579 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન મજૂરો પગાર કાપ માટે સંમત ન થયા એટલે ખાણાના માલિકાએ ખાણાનું કામકાજ બંધ કરી દેવાનો નિણ્ય કર્યાં. આથી ઇંગ્લંડમાં ટ્રેડ યુનિયન કોંગ્રેસે તત્કાળ હડતાળ પાડી. તેની હડતાલ માટેની આ હાકલને અદ્ભુત જવાબ મળ્યા અને દેશભરમાં તમામ સંગઠિત મજૂરોએ કામ બંધ કરી દીધું, દેશના બધા વ્યવહાર લગભગ બંધ થઈ ગયા. રેલવે ગાડીએ બંધ પડી ગઈ, છાપાં છાપી શકાયાં નહિ અને ખીજી બધી પ્રવૃત્તિઓ પણ બંધ પડી ગઈ. સ્વયંસેવકૈાની મદદથી સરકારે કેટલાક મહત્ત્વના વ્યવહારો ચાલુ રાખ્યા. ૧૯૨૬ની સાલના મે માસની ૩–૪ તારીખની મધ્યરાતથી સાર્વત્રિક હડતાલને આરંભ થયા. દસ દિવસ પછી, આવા પ્રકારની ક્રાંતિકારી હડતાલ ગમતી નહોતી તેવા ટ્રેડ યુનિયન કૉંગ્રેસના વિનીત નેતાઓએ તેમને આપવામાં આવેલાં અચોક્કસ વચનાને બહાને એકાએક હડતાલ પાછી ખેંચી લીધી. ખાણુના મજૂરા આથી કફોડી સ્થિતિમાં આવી પડ્યા પરંતુ અનેક મુસીબતો અને વિટંબણાઓ વેઠીને મહિના સુધી તેમણે હડતાલ ચાલુ રાખી. પરંતુ ભૂખે મારીને તેમને આખરે વશ થવાની પરાણે ફરજ પાડવામાં આવી. આમ, કેવળ ખાણિયાની જ નહિ પણ એક ંદરે ઈંગ્લેંડના સમગ્ર મજૂર સમુદાયની ભારે હાર થઈ. ઘણા દાખલામાં મજૂરીના દરે ઘટાડવામાં આવ્યા, કેટલાક ઉદ્યોગોમાં કામના કલાકામાં વધારા કરવામાં આવ્યા અને મજૂરવર્ગ નું જીવનનું ધોરણ નીચુ થઈ ગયું. પોતાની થયેલી જીતને લાભ લઈ ને સરકારે મજૂરોને નબળા બનાવનારા અને ખાસ કરીને, ભવિષ્યમાં સાત્રિક હડતાલ પડતી અટકાવવાને કાયદા કર્યાં. મજૂર નેતાઓની અનિશ્રિત મનેત્તિ, તેમની નબળાઈ તથા એને માટેની તૈયારીના અભાવને લીધે ૧૯૨૬ની સાલની સાત્રિક હડતાલ નિષ્ફળ નીવડી. ખરેખર, તેમના ઉદ્દેશ તે હડતાલ ટાળવાને હતા પણ તેઓ એમ કરી ન શક્યા એટલે પહેલી જ તકે તેમણે તે બધ કરી દીધી, જ્યારે સરકાર એને માટે સ ંપૂર્ણ પણે સજ્જ થઇને બેઠી હતી અને મધ્યમ વર્ગના તેને ટેકા હતા. ૧૨૪૩ ઇંગ્લંડની સાત્રિક હડતાલ તથા કાલસાના ઉદ્યોગની લાંબા વખત સુધી ચાલુ રહેલી કામબંધીએ સેવિયેટ રશિયાની પ્રજામાં ભારે રસ પેદા કર્યાં હત અને ત્યાંનાં મજૂર મહાજનોએ, ખાસ કરીને ઇંગ્લેંડના ખાણના મજૂરોને મદદ કરવાને મોટી મોટી રકમો મોકલી હતી. એમાં રશિયાના મજૂરોએ મેટા ફાળા આપ્યા હતા. થાડા સમય માટે તો ઇંગ્લંડમાં મજૂરાને દાખી દેવામાં આવ્યા પરંતુ નબળા પડતા જતા ઉદ્યોગ અને વધતી જતી બેકારીના પ્રશ્ન કઈ એ રીતે ઉકેલાતે નહાતા. બેકારીને કારણે મોટા ભાગના મજૂરોને ભારે હાડમારી વેઠવી પડી. ળી બેકારી રાજ્યને માટે પણ ખેારૂપ હતી કેમ કે ધણા દેશોમાં એકારીના Page #580 -------------------------------------------------------------------------- ________________ નાણાંના વિચિત્ર વ્યવહાર ૧૨૪૭ વીમાની પદ્ધતિના અમલ શરૂ થઈ ગયો હતો. પોતાની કશીયે કસૂર ન હોવા છતાં બેકાર બનેલા મજૂરનું ભરણપોષણ કરવાની રાજ્યની રજ છે, એ વસ્તુ માન્ય રાખવામાં આવી હતી. આથી બેકાર તરીકે નાંધાયેલા મજૂરને થોડી રાહત આપવામાં આવતી હતી. એથી કરીને સરકારને તથા સરકારની સ્થાનિક સંસ્થાને મોટી મોટી રકમા ખરચવી પડતી હતી. મેકાર થયેલા મજૂરને મદદ તરીકે આપવામાં આવતી રકમ · ડોલ ' તરીકે ઓળખાતી હતી. * " આ બધું શાથી બનતું હતું ? ઉદ્યોગધંધા શાથી નબળા પડતા જતા હતા ? વેપારની પડતી શાથી થતી જતી હતી? અને એકારી શાથી વધ્યે જતી હતી ? વળી કેવળ ઇંગ્લેંડમાં જ નહિ પણ લગભગ બધા જ દેશમાં સ્થિતિ નિપ્રતિદિન શાથી બગડતી જતી હતી ? ઉપરાછાપરી પરિષદ્મ ભરવામાં આવી, અને રાજદ્વારી પુરુષા તથા શાસકા, દેખીતી રીતે જ, પરિસ્થિતિ સુધારવાને ઇંતેજાર હતા, પરંતુ તેમને સફળતા મળી નહિ. ધરતીકંપ થાય, રેલ સંકટ આવી પડે કે અનાવૃષ્ટિથી દુકાળ પડે અને પ્રજા દુઃખમાં આવી પડે તેવી કુદરતી કાપના જેવી એ સ્થિતિ નહતી. દુનિયા ધણે અંશે પહેલાંની જેમ જ ચાલી રહી હતી. વાસ્તવમાં દુનિયામાં વધુ ખારાક હતા, વધુ કારખાનાં હતાં અને દરેક જરૂરી વસ્તુ વધારે પ્રમાણમાં હતી અને તે છતાંયે માણસજાતનાં દુ:ખા અને વિટંબણાઓ વધી ગઈ હતી. આ વિપરીત પરિણામ લાવનાર કાઈ ભારે અનિષ્ટ કારણભૂત હોવું જોઈએ એ સ્પષ્ટ હતું. ક્યાંક ભારે અવ્યવસ્થા અને અંધેર વતું હોવાનો સંભવ હતા. સમાજવાદીએ તેમ જ સામ્યવાદી કહેતા હતા કે વિનાશની છેલ્લી અવસ્થાએ આવી પહેાંચેલી મૂડીવાદી વ્યવસ્થા એ બધાને માટે દેષિત હતી. રશિયાના દાખલા આપીને તેમણે જણાવ્યું કે, ત્યાં આગળ ભારે મુસીબતે અને મુશ્કેલીઓ હોવા છતાંયે, એકારી તો નથી જ. આ બધા અટપટા પ્રશ્નો છે અને માનવી પીડાઓના નિવારણના ઉપાયાની બાબતમાં વિદ્યાને અને પતિ વચ્ચે ભારે મતભેદ છે. આમ છતાંયે આપણે તેમના તરફ્ નજર કરીશું અને તેમનાં કેટલાંક પ્રધાન લક્ષણેનું અવલાકન કરીશું. દુનિયા આજે એક ઘટક બનતી જાય છે અને અત્યાર સુધીમાં ત્રણે શે એવી બની પણ ગઈ છે. એટલે કે, જીવનવ્યવહાર, પ્રવૃત્તિઓ, ઉત્પાદન, વહેંચણી અને વપરાશ અથવા ઉપભાગ વગેરે આંતરરાષ્ટ્રીય અને જગતવ્યાપી બનતાં જાય છે અને એ વલણ દિનપ્રતિદિન વધતું જાય છે. વેપાર, ઉદ્યોગો, નાણાંપદ્ધતિ ઇત્યાદિ પણ ઘણે અંશે આંતરરાષ્ટ્રીય છે. ભિન્ન ભિન્ન દેશ વચ્ચે નિકટના સંબંધ અને પરસ્પરાવલંબન હોય છે અને કાઈ પણ એક Page #581 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૮. જગતના ઇતિહાસનું રેખાદર્શન દેશમાં બનેલા બનાવની અસર બાકીના બધા ઉપર થાય છે. દુનિયાના બધા દેશે વચ્ચે આ આંતરરાષ્ટ્રીય સંબંધ હોવા છતાયે તેમની સરકારે તથા એ સરકારની નીતિઓ હજી અતિશય સંકુચિત અર્થમાં રાષ્ટ્રીય રહી છે. ખરેખર, મહાયુદ્ધ પછીનાં વરસમાં આ સંકુચિત રાષ્ટ્રીયતાની ભાવનાએ વધારે ખરાબ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયામાં આજે તેણે પિતાની આણ વર્તાવી છે. એનું પરિણામ એ આવ્યું છે કે, દુનિયાની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને સરકારની આ રાષ્ટ્રીયતા–પ્રધાન નીતિ વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલ્યા જ કરે છે. એમ ધાર કે આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સમુદ્ર તરફ વહેતી નદી છે અને રાષ્ટ્રીય નીતિઓ એ તેને રોકી રાખવાના, બંધ બાંધીને તેનું પાણી સંઘરી રાખવાના, તેને પ્રવાહ બીજી બાજુએ વાળવાના અને કેટલીક વખત તે તેને ઊલટી દિશામાં વહેવડાવવાના પ્રયાસ છે. એ તે દેખીતું છે કે નદીને પ્રવાહ ઊલટી દિશામાં વહેવા નથી તેમ જ તે અટકવાને પણ નથી. હા, એમ બને ખરું કે પ્રસંગોપાત્ત તેને બીજી બાજુએ વાળવામાં આવે અથવા તે બંધ બાંધવાથી તેમાં પૂર પણ આવે. આમ આ રાષ્ટ્રીયતાની ભાવનાઓ નદીના એકધારા વહેણમાં અંતરાયે નાખી રહી છે અને એ રીતે તેમાં ક્યાંક પૂર, ક્યાંક ખાડી અને ક્યાંક બંધિયાર ખાબોચિયાઓ પિદા કરી રહી છે પરંતુ એના વહેણની છેવટની ગતિ તેમનાથી રોકી શકાવાની નથી. વેપારજગાર તથા આર્થિક ક્ષેત્રમાં જેને “આર્થિક રાષ્ટ્રવાદ” કહેવામાં આવે છે તે પ્રવર્તે છે. દેશે ખરીદવા કરતાં વેચવું વધારે અને વાપરવા કરતાં ઉત્પન્ન વધારે કરવું એ એને અર્થ થાય છે. દરેક રાષ્ટ્ર પિતાનો માલ વેચવા ચાહે છે; તે પછી ખરીદવું કેણે? કારણ કે દરેક વેચાણ માટે વેચનાર તેમ જ ખરીદનાર એ બંને હોવા જોઈએ. દુનિયા વેચનારાઓની જ હોય એમ ધારવું એ દેખીતી રીતે જ બેહૂદું છે. અને આમ છતાંયે આર્થિક રાષ્ટ્રવાદ એ માન્યતાના આધાર ઉપર નિર્ભર છે. દરેક દેશ જકાતની દીવાલે એટલે કે, પરદેશી માલ દેશમાં આવતે રેકવા આર્થિક અંતરાયે ઊભા કરે છે અને એની સાથે સાથે જ તે પિતાને પરદેશે સાથે વેપાર ખીલવવાની અપેક્ષા રાખે છે. જેના ઉપર આધુનિક દુનિયા રચાયેલી છે તે આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગમાં આ જકાતની દીવાલે બાધા નાખે છે અને તેને હણે છે. વેપાર ક્ષીણ થવાથી, ઉદ્યોગોને હાનિ પહોંચે છે અને બેકારી વધે છે. આને પરિણામે, પરદેશી માલ દેશમાં આવતા અટકાવવાના વળી વધારે ઝનૂની પ્રયત્ન કરવામાં આવે છે કેમ કે, એ દેશના ઉદ્યોગના માર્ગમાં આડે આવે છે એમ માનવામાં આવે છે અને તેથી જકાતની દીવાલે વળી વધારે ઊંચી કરવામાં આવે છે. આમ આંતરરાષ્ટ્રીય વેપારને હજી વધારે ને વધારે નુકસાન થાય છે અને એ અનિષ્ટની પરંપરા ચાલ્યા જ કરે છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ નાણુને વિચિત્ર વ્યવહાર ૧૨૪૯ આજની ઔદ્યોગિક દુનિયા, વાસ્તવમાં રાષ્ટ્રીયતાની અવસ્થાથી ઘણી આગળ વધી ગઈ છે. માલના ઉત્પાદન અને વહેંચણીનું આખુયે તંત્ર સરકારે અને દેશના રાષ્ટ્રીયતાના સિદ્ધાંત ઉપર રચાયેલા તંત્ર સાથે બંધબેસતું આવતું નથી. અંદર રહેલા વૃદ્ધિ પામતા જતા દેહ માટે રાષ્ટ્રીયતાનું કવચ ઘણું નાનું પડે છે અને પરિણામે તે તૂટવા પામે છે. આ જકાતે અને વેપારના માર્ગમાં ઊભા કરવામાં આવેલા અંતરાયથી દરેક દેશમાં માત્ર થોડાક વર્ગોને જ લાભ થાય છે, પરંતુ પિતાપિતાના દેશમાં એ વર્ગોનું પ્રભુત્વ હોય છે અને તે તે દેશની નીતિ તેઓ ઘડે છે. આથી દરેક દેશ બીજાની આગળ ચાલ્યા જવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે બધાયે એક સાથે હાડમારી ભેગવે છે અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધા અને વધવા પામે છે. પરિષદ દ્વારા પરસ્પરના મતભેદનું નિવારણ કરવાના વારંવાર પ્રયાસો કરવામાં આવે છે અને જુદા જુદા દેશના રાજદ્વારી પુરુષો ઉદાત્ત આશયે પ્રગટ કરે છે, પરંતુ સફળતા તેમને થાપ આપીને તેમનાથી દૂર ભાગે છે. આના ઉપરથી, હિંદમાં કેમી પ્રશ્નને – હિંદુ-મુસલમાન-શીખોના પ્રશ્નોને – ઉકેલ લાવવા માટે વારંવાર કરવામાં આવતા પ્રયત્નોનું સ્મરણ તને નથી થતું? બંને દાખલાઓમાં, નિષ્ફળતાનું કારણ ખેટી માન્યતાઓ, બેટી ધારણાઓ તેમ જ ખોટા ઉદેશે છે. જકાત અને રાજ્ય તરફથી આર્થિક મદદ તથા રેલવેના ખાસ દરના જેવી આર્થિક રાષ્ટ્રવાદને ઉત્તેજન આપનારી બીજી અનેક રીતેથી, માલમિલકત ધરાવનારાઓ તથા પાક માલ ઉત્પન્ન કરનારા વર્ગોને લાભ થાય છે. આ રીતે સુરક્ષિત બનાવવામાં આવેલાં દેશનાં બજારેને લીધે તેમને ફાયદો થાય છે. આમ, સંરક્ષણ અને જકાતે દ્વારા સ્થાપિત હિતે નિર્માણ થાય છે અને બીજાં બધાં સ્થાપિત હિતેની પેઠે તેમને નુકસાન થાય એવા કોઈ પણ ફેરફારની સામે તેઓ જબરદસ્ત વિરોધ ઉઠાવે છે. જકાત એક વખત દાખલ થયા પછી કાયમ શાથી રહે છે, તથા દરેકને માટે તે નુકસાનકારક છે એની ઘણાખરા લેકને ખાતરી હોવા છતાં પણ આર્થિક રાષ્ટ્રવાદ ચાલુ શાથી રહે છે તેનું આ એક કારણ છે. સ્થાપિત હિતે એક વખત ઊભાં કર્યા પછી તેમને મિટાવી દેવાનું બહુ મુશ્કેલ હોય છે અને એવી બાબતમાં કોઈ પણ દેશે એકાકી આગળ પડવું એ તે એથીયે વિશેષ મુશ્કેલ છે. હા, બધાયે દેશે એને માટે એક સાથે પગલાં ભરવાને સંમત થાય અને જકાતે બંધ કરે અથવા તે ઘણું મોટા પ્રમાણમાં ઘટાડી નાખે તે કદાચ એમ બને ખરું. પરંતુ એમ થાય તે મુશ્કેલીઓ તે આવવાની જ; કેમ કે, એને લીધે, ઉદ્યોગમાં આગળ વધેલા દેશે સાથે સમાન ધોરણ ઉપર હરીફાઈ કરી શકે એમ ન હોવાથી, ઉદ્યોગમાં પછાત દેશોને નુકસાન થવાનું. સંરક્ષક જકાતના રક્ષણ નીચે જ, સામાન્ય રીતે, નવા ઉદ્યોગો ઊભા કરવામાં આવે છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્થિક રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વેપારને શિથિલ કરે છે તથા તેને અટકાવે છે. આ રીતે દુનિયાવ્યાપી બજારની ખિલવણીને હાનિ પહોંચે છે. દરેક રાષ્ટ્ર ઇજારાને પ્રદેશ બની જાય છે અને તેના બજારને જકાત દ્વારા સુરક્ષિત બનાવવામાં આવે છે. આમ અબાધિત બજારને માટે સ્થાન રહેતું નથી. દરેક રાષ્ટ્રની અંદર પણ ઈજારાઓ વધવા પામે છે અને અબાધિત તથા ખુલ્લાં બજારો ધીમે ધીમે નાશ પામે છે. મોટાં મોટાં ટ્રસ્ટ, (ઘણા વેપારીઓએ એક થઈને ઊભી કરેલી વેપારી પેઢી), ગંજાવર કારખાનાઓ તથા મેટી મેટી દુકાને, નાના ઉત્પાદક, તથા નાના દુકાનદારને ગળી જાય છે અને એ રીતે હરીફાઈને અંત આણે છે. અમેરિકા, ઇંગ્લેંડ, જર્મની, જાપાન અને બીજા ઔદ્યોગિક દેશમાં આવા રાષ્ટ્રવ્યાપી ઇજારાઓ પવનવેગે ઊભા થયા અને એ રીતે ગણ્યાગાંઠ્યા માણસેના હાથમાં સત્તા કેન્દ્રિત થવા પામી. પટેલ, સાબુ, રાસાયણિક પદાર્થો, યુદ્ધસરંજામ, બે કે અને બીજી અનેક વસ્તુઓના એવા પ્રકારના ઈજારાઓ ઊભા થયા છે. આ બધાનાં વિચિત્ર પરિણામે આવે છે. વિજ્ઞાનના વિકાસ તથા મૂડીવાદની પ્રગતિનું એ અનિવાર્ય પરિણામ છે અને આમ છતાંયે તે મૂડીવાદના ખુદ મૂળ ઉપર ઘા કરે છે. કેમ કે મૂડીવાદનો આરંભ દુનિયાવ્યાપી અને મુક્ત અથવા બાધારહિત બજારથી થયો છે. હરીફાઈ એ મૂડીવાદના જીવનને શ્વાસોશ્વાસ હતે. દુનિયાવ્યાપી બજારને અંત આવે અને તે જ પ્રમાણે દેશની અંદરના બાધારહિત બજાર તથા હરીફાઈનો પણ અંત આવે તે આ જરીપુરાણી મૂડીવાદી સમાજવ્યવસ્થાને પાયે જ તૂટી પડે. એને સ્થાને કેવી વ્યવસ્થા આવશે તે વળી જાદી વસ્તુ છે, પરંતુ આ પરસ્પર વિરોધી વલણવાળી જૂની વ્યવસ્થા લાંબા વખત સુધી ટકી શકે એમ નથી એમ જણાય છે. વિજ્ઞાન તેમ જ ઔદ્યોગિક પ્રગતિ મેજૂદ સમાજવ્યવસ્થાથી ઘણાં આગળ વધી ગયાં છે. ખોરાક તેમ જ જીવનને ઉપયોગી બીજી ચીજો તેઓ જબરદસ્ત પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, પરંતુ એની શી વ્યવસ્થા કરવી એની મૂડીવાદને કશી ગતાગમ નથી. સાચે જ, ઘણી વાર તે તે એ વસ્તુઓને નાશ કરે છે અથવા તે ઉત્પાદનને મર્યાદિત કરે છે. અને એથી કરીને જ, અઢળક સમૃદ્ધિ અને કારમું દારિદ્ય એકબીજાને પડખે મેજૂદ હેવાનું દશ્ય આપણી નજરે પડે છે. આધુનિક વિજ્ઞાન અને ઉત્પાદનની કળાને ઉપયોગમાં લેવા જેટલી પ્રગતિ મૂડીવાદે સાધી ન હોય તે વિજ્ઞાન સાથે જેને વધારે મેળ હોય એવી બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. વિજ્ઞાનને રૂધી નાખીને તેને આગળ વધતું અટાવી દેવું એ બીજો એક રસ્તે છે. પરંતુ એમ કરવું એ તે મૂર્ખાઇભર્યું ગણાય, અને ગમે તેમ છે પણ એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ સામસામા દાવપેચ ૧૨:૧ આ આર્થિક રાષ્ટ્રવાદની આણુ વતી હાય, ઇજારા અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે હરીફાઈઓ વધતી જતી હોય, તથા જર્જરિત થતા જતા મૂડીવાદમાંથી પેદા થતી ખીજી અનેક વસ્તુ મેાજૂદ હોય, તે સ્થિતિમાં દુનિયાભરમાં ભારે મુસીબતા અને હાડમારીઓ પેદા થાય એમાં કશું આશ્રય નથી. ખુદ આધુનિક સામ્રાજ્યવાદ એ પણ મૂડીવાદનું એક સ્વરૂપ જ છે, કેમ કે દરેક સામ્રાજ્યવાદી સત્તા બીજી પ્રજાઓનું શાષણ કરીને જ પોતાના રાષ્ટ્રના પ્રશ્નાને ઉકેલ કરે છે. આજની ઊર્ધ્વમૂલ અધઃશાખ દુનિયામાં બધી વસ્તુ જાણે અથડામણ તરફ જ દોરી જતી લાગે છે! મહાયુદ્ધ પછીનાં વરસામાં નાણાંના વ્યવહાર બહુ વિચિત્ર પ્રકારના હતા એ વસ્તુ આ પત્રના આરંભમાં મે તને કહી હતી. જ્યારે ખીજી બધી જ વસ્તુઓના વ્યવહાર અસાધારણ પ્રકારના બની ગયા હોય ત્યારે આપણે નાણાંને દોષ દઈ શકીએ ખરાં? ૧૭૪, સામસામા દાવપેચ ૧૮ જૂન, ૧૯૩૩ મારા છેલ્લા એ પત્રા આર્થિક અને ચલણના પ્રશ્નોને અંગેના હતા. એ વિષયા બહુ જ ગૂઢ અને સમજવામાં મુશ્કેલ મનાય છે. એ બહુ સહેલા નથી અને એ સમજવા માટે ભારે માનસિક પરિશ્રમ કરવાની જરૂર પડે છે એ ખરું, પરંતુ ધારવામાં આવે છે એટલા ભયંકર કે ડરામણા તે નથી, અને એ વિષયાની આસપાસ ગૂઢતાનું વાતાવરણ ઊભું કરવામાં અર્થશાસ્ત્રી અને નિષ્ણાતા કંઈક અંશે જવાબદાર છે. પ્રાચીન કાળમાં ગહન વસ્તુઓના ઇજારા પુરોહિતા પાસે હતો અને સામાન્ય રીતે, વપરાતી મટી ગયેલી તથા લકાને ન સમજાય એવી ભાષામાં અનેક પ્રકારની ક્રિયા અને વિધિ કરીને તેમ જ અદશ્ય શક્તિ સાથે પોતાના સંપર્ક છે એવા ડેળ કરીને અજ્ઞાન લેકા ઉપર તે પેાતાના દોર ચલાવતા. પુરાહિતાની સત્તા આજે ઘણી ઓછી થઈ ગઈ છે અને ઔદ્યોગિક દેશોમાં તે તે લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ છે. પુરાહિતાની જગ્યાએ હવે નિષ્ણાત અર્થશાસ્ત્રી, શરાફે અને એવા ખીજાએ ઊભા થયા છે. પ્રધાનપણે પારિભાષિક પદોની ખનેલી ગૂઢ ભાષામાં તે વાત કરે છે અને તે સમજવાનું સામાન્ય લેાકેા માટે મુશ્કેલ ખની જાય છે. આથી સામાન્ય માણસને આ પ્રશ્નોના નિર્ણય નિષ્ણાતો ઉપર છેડવા પડે છે. પરંતુ જાણ્યેઅજાણ્યે એ નિષ્ણાત ધણુંખરું શાસકવર્ગો સાથે સંકળાયેલા હોય છે અને તેઓ એ વર્ગોનાં હિતાને સાચવે છે. વળી નિષ્ણાતેમાં પણ અંદર અંદર મતભેદો હોય છે, Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પર જગતના ઇતિહાસનું રેખાદર્શન એથી કરીને, આજે રાજકારણ તેમ જ બીજા બધા ઉપર પ્રભુત્વ ભોગવી રહેલા જણાતા આર્થિક પ્રશ્નો સમજવાને આપણે સૌએ પ્રયત્ન કરે જોઈએ. માણસજાતને અનેક રીતે સમૂહો અને વર્ગોમાં વહેંચી શકાય છે. એક રીતે, માણસોને બે વર્ગોમાં વહેંચી શકાયઃ એક પ્રવાહપતિત લે છે, જેમને પિતાની નિર્ણયશક્તિ હોતી નથી અને પ્રવાહમાં પડેલા તણખલાની પેઠે તેઓ પિતાની જાતને અહીંતહીં ખેંચાવા દે છે અને બીજા જીવનમાં અસરકારક ભાગ ભજવવાને તેમ જ પિતાની આસપાસની પરિસ્થિતિ ઉપર પિતાને પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે. આ બીજા વર્ગના લેકે માટે જ્ઞાન અને સમજ આવશ્યક હોય છે કેમ કે અસરકારક કાર્ય તેમને આધારે જ થઈ શકે. કેવળ સભાવ અને સદિચ્છાઓ પૂરતાં નથી. કોઈ કુદરતી આફત આવી પડે કે મહામારી ફાટી નીકળે અથવા અનાવૃષ્ટિ થાય કે બીજી કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તે પ્રસંગે આપણે જોઈએ છીએ કે માત્ર હિંદમાં જ નહિ પણ યુરોપમાં સુધ્ધાં રાહત માટે કે ઈશ્વરની પ્રાર્થના કરે છે. પ્રાર્થનાથી જે તેમને શાતા વળે અને તેમનામાં આત્મવિશ્વાસ અને હિંમત આવે તે તે સારી વસ્તુ છે અને કેઈએ પણ તેની સામે વાંધો ઉઠાવવો જોઈએ નહિ. પરંતુ પ્રાર્થને મહામારી કે રેગચાળાને અટકાવશે એ ખ્યાલનું સ્થાન છે સ્વચ્છતા અને બીજા સાધનો દ્વારા રોગચાળાનાં મૂળ કારણે દૂર કરવા જોઈએ એ વૈજ્ઞાનિક ખ્યાલ લઈ રહ્યો છે. કોઈ કારખાનાના સંચાઓમાં ભાગ તૂટ થાય કે મેટરના ટાયરમાં કાણું પડે તે પ્રસંગે લેકેને સદિચ્છા રાખીને હાથપગ જેડી બેસી રહેતા કે ભાગતૂટ આપમેળે સુધરી જાય અથવા કાણાં આપમેળે સંધાઈ જાય એવી પ્રાર્થના કરતા નિષ્ક્રિય થઈને બેસી રહેતા સાંભળ્યા છે ખરા? ના, ના, એવે વખતે તેઓ કામ કરવા મંડી પડે છે અને યંત્ર તથા ટાયરને સુધારી લે છે અને તરત જ યંત્ર ફરીથી ચાલતું થઈ જાય છે અથવા મોટર તેને રસ્તે સરળતાથી આગળ દોડી જાય છે. એ જ રીતે માનવી અને સામાજિક યંત્રને વિષે પણ સદિચ્છા ઉપરાંત, તેના ચલન અને શકયતાઓનું જ્ઞાન આપણને હેવું જોઈએ. એ જ્ઞાન ભાગ્યે જ નિશ્ચિત કે ચોક્કસ હોય છે કેમ કે માનવી ઈચ્છાઓ, કામનાઓ, જરૂરિયાતે, પૂર્વગ્રહ જેવી અનિશ્ચિત વસ્તુઓને લગતું તે હોય છે, અને જ્યારે આપણે માણસોને એક સમૂહ તરીકે વિચાર કરીએ કે સમગ્ર સમાજ અથવા ભિન્ન ભિન્ન વર્ગો વિષે વિચાર કરીએ ત્યારે તે એ વસ્તુઓ વળી વિશેષે કરીને અનિશ્ચિત બની જાય છે. પરંતુ અભ્યાસ, અનુભવ અને અવકનથી એ અનિશ્ચિત હકીકતના શંભુમેળામાં ધીરે ધીરે વ્યવસ્થા લાવી શકાય છે અને એ રીતે જ્ઞાન વધે છે અને તેની સાથે આપણી આસપાસની પરિસ્થિતિ સાથે કામ લેવાની આપણી શક્તિ પણ વધવા પામે છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ સામસામા દાવપેચ ૧૨૫૩ હવે હું મહાયુદ્ધ પછીનાં આ વરસે દરમ્યાનની યુરોપની રાજકીય બાજુ વિષે કંઈક કહેવા માગુ છું. પહેલી જ નજરે આપણને યુરોપ ત્રણ ભાગમાં વહેંચાયેલા માલૂમ પડે છે : વિજેતા દેશે, પરાજિત દેશ અને સેવિયેટ રશિયા. નૉવે, સ્વીડન, હાલેંડ, સ્વિટ્ઝરલૅન્ડ જેવા કેટલાક નાના દેશોનો આ ત્રણ વિભાગમાં સમાવેશ થતા નહેાતે. વ્યાપક રાજકીય દૃષ્ટિથી જોતાં તેમનું ઝાઝુ મહત્ત્વ નહેતું. સેવિયેટ રશિયા, કામદારેની સરકાર રચીને, બેશક સૌથી અલગ અને એકલું ઊભું હતું. અને વિજયી રાષ્ટ્રોને તે નિર ંતર આંખમાંની કણીની પેઠે ખૂચ્યાં કરતું હતું. તેની શાસનપ્રણાલી ખીજા દેશના કામદારોને ક્રાંતિ કરવાની હાર્ક્સ કરતી હતી એટલા માટે જ નહિ પણ વિજેતા રાષ્ટ્રોની પૂર્વ યુરોપને અ ંગેની અનેક યોજનાઓના માર્ગોમાં તે આડું આવતું હતું, તેથી પણ તે તેમને ખૂંચતું હતું. ૧૯૧૯ અને ૧૯૨૦ દરમ્યાન રશિયાના મામલામાં વચ્ચે પડીને તથા તેની સામે યુદ્ધો કરીને વિજયી રાષ્ટ્રોએ સાવિયેટ રશિયાને કચરી નાખવાનો પ્રયત્ન કર્યાં હતા તે વિષે હું તને આગળ કહી ગયા છું. પરંતુ સોવિયેટ રશિયા એ બધી કસોટીમાંથી પાર ઊતરીને ટકી રહ્યુ અને યુરોપની સામ્રાજ્યવાદી સત્તાને મનેકમને પણ તેની હસ્તી સાંખી લેવી પડી. પરંતુ એમ કરવામાં તેમણે સહેજ પણ ભલાઈ કે ઉદારતા ન બતાવી. ખાસ કરીને, ઈંગ્લંડ અને રશિયા વચ્ચે તે ઝારના સમયથી ચાલતી આવેલી પુરાણી હરીફાઈ ચાલુ જ રહી અને એને કારણે ઘણી વાર યુદ્ધમાં પરિણમે એવા ધાસ્તીભર્યાં પ્રસંગો અને બનાવા બનવા પામતા. ઇંગ્લંડ તેની સામે નિરંતર કાવાદાવા કર્યાં કરે છે તથા યુરોપમાં તે સાવિયેટર્નવરાધી સત્તાઓના સંધ ઊભા કરવાને પ્રયત્ન કરતું રહે છે એની સેાવિયેટ રશિયાને બરાબર ખબર હતી અને લડાઈ ફાટી નીકળવાની સનસનાટીભરી અફવાએ અનેક વાર ફેલાવા પામતી. પશ્ચિમ તેમ જ મધ્ય યુરોપમાં વિજયી અને પરાજિત સત્તાઓ વચ્ચેના ભેદ બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવતા હતા અને ખાસ કરીને ફ્રાંસ વિજયની ભાવના વ્યક્ત કરતું હતું. હારેલી સત્તા સ્વાભાવિક રીતે જે, સુલેહની સંધિઓની ધણી જોગવાઈ એ પરત્વે અસાષ દર્શાવતી હતી અને જો કે એની સામે કશુંયે કરવાની તેમની તાકાત નહોતી છતાંયે તે ભાવિ પરિવર્તનનાં સ્વપ્નાં સેવી રહી હતી. આસ્ટ્રિયા અને હંગરી ભારે દુર્દશામાં આવી પડ્યાં હતાં અને તેમની સ્થિતિ વધુ ને વધુ બગડતી જતી લાગતી હતી. ખીજી બાજુએ, યુગોસ્લાવિયા એ સર્બિયાનું જ વૃદ્ધિંગત સ્વરૂપ હતું અને તે વિષમ તત્ત્વ તથા પ્રજાના શંભુમેળા બની ગયું હતું. થોડાં જ વરસેામાં તેના જુદા જુદા ભાગા એકબીજાથી થાકયા અને જુદા પડી જવાની વૃત્તિ તેમનામાં પેદા થઈ. ક્રાટિયામાં( હાલ તે યુગોસ્લાવિયાના એક પ્રાન્ત છે. ) ~ 3 Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૪ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન સ્વતંત્રતા માટે પ્રબળ ચળવળ ચાલે છે અને સળિયાની સરકાર તેને દાર્ભી દેવાને મજબૂત હાથે પ્રયત્ન કરી રહી છે. નકશા ઉપર જોતાં જણાશે કે પોલેંડ એ ઠીક ઠીક માટે દેશ છે પરંતુ તેના સામ્રાજ્યવાદી કાળા સમુદ્ર સુધી વધવાનાં, અને એ રીતે પોલેંડની તેની પ્રાચીન સરહદ એટલે કે ૧૭૭૨ની સાલમાં તેની જે સરહદ હતી તે પ્રાપ્ત કરવાનાં સ્વપ્નાંમાં રાચે છે. વળી, પોલેંડમાં રશિયન યુક્રેનના થાડા ભાગને પણ સમાવેશ થાય છે. અને અતિશય દમન, અત્યાચારી, માતની શિક્ષા તથા હેવાનિયતભરી ખીજી અનેક સજા દ્વારા ત્રાસ વર્તાવીને તેને ‘શાંત કરવાના' તથા એ પ્રદેશમાં પણ પોલેંડની સંસ્કૃતિ પરાણે ફેલાવવાના પ્રયાસેા કરવામાં આવ્યા હતા અને હજી તે ચાલુ જ છે. પૂર્વ યુરેાપમાં ધૂંધવાઈ રહેલાં આ કેટલાંક નાનાં નાનાં તાપણાં છે. પરંતુ એમાંથી પ્રચંડ દાવાનળ ભભૂકી ઊઠે એવા જોખમમાં એમનું મહત્ત્વ રહેલું હતું. રાજકીય તેમ જ લશ્કરી દૃષ્ટિએ પણ મહાયુદ્ધ પછીનાં વરસામાં ક્રાંસનું યુરોપ ઉપર પ્રભુત્વ હતું. પ્રદેશના રૂપમાં તેને જે જોઈતું હતું તેમાંનું ધણુંખરું તેને મળી ગયું હતું અને કઈ નહિ તેા, યુદ્ધની નુકસાની પેટે મેટી રકમ મળવાનું વચન પણ મળ્યું હતું. પરંતુ એ બધાથી તે સુખી નહતું. એક મહાભય — જર્મની ફરી પાછું તેની સામે હથિયાર ઉગામવા જેટલું મળવાન ની જાય અને કદાચ તેને હરાવે, એવા ભય તેને નિર ંતર રહ્યા કરતા હતા. એ ભયનું મુખ્ય કારણ જ`નીની તેના કરતાં ઘણી વધારે વસતી હતું. જર્મની કરતાં ફ્રાંસનું ક્ષેત્રફળ વધારે છે અને કદાચ તે તેના કરતાં વધારે ફળદ્રુપ પણ હશે. આમ છતાં પણ ફ્રાંસની વસ્તી ૪૧,૦૦૦,૦૦૦ છે અને તે લગભગ સ્થાયી છે. જ્યારે જર્મનીની વસ્તી ૬૨,૦૦૦,૦૦૦ કરતાંયે વધારે છે અને તે ઉત્તરાત્તર વધતી જાય છે. વળી જા હુમલાખાર અને લડાયક પ્રજા તરીકે નામીચા હતા અને એક જ પેઢી દરમ્યાન તેમણે બે વખત ફ્રાંસ ઉપર ચડાઈ કરી હતી. જર્મની વેર લેશે એવા ભય ફ્રાંસને નિરંતર અકળાવતા રહેતા હતા અને ‘ સલામતી ', એટલે કે તેને જે મળ્યું હતું તે ટકાવી રાખવા માટે ફ્રાંસની સલામતી એ જ તેની નીતિના પાયા અને પ્રધાન સિદ્ધાંત હતા. વર્સોની સંધિથી નિરાશ થયેલા બધા દેશને ફ્રાંસની લશ્કરી સરસાઈ એ અંકુશમાં રાખ્યા, કેમ કે એ સુલેહ ટકાવી રાખવી એ ફ્રાંસની સલામતી માટે જરૂરી ગણવામાં આવતું હતું. પોતાની સ્થિતિ વિશેષ મજબૂત કરવાને માટે, એ ઉપરાંત, ફ્રાંસે વર્સાઈની સધિ ટકાવી રાખવામાં જેમનું હિત સમાયેલું હતું તેવાં રાષ્ટ્રોના એક સમૂહ ઊભા કર્યાં. બેલ્જિયમ, પોલૅંડ, ચેકરલેવાકિયા, રુમાનિયા અને યુગેસ્લાવિયા એ એવા દેશો હતા. Page #588 -------------------------------------------------------------------------- ________________ સામસામાં દાવપેચ ૧૨૫૫ આ રીતે કાંસે યુરોપમાં પિતાનું સર્વોપરીપણું અથવા નેતૃત્વ જમાવ્યું. ઈગ્લેંડને એ વસ્તુ પસંદ નહોતી, કેમ કે પિતાના સિવાય બીજી કોઈ પણ સત્તાનું યુરોપ ઉપર પ્રભુત્વ જામે એ તેને બિલકુલ રચતું નથી. ઈંગ્લેંડને પિતાના મિત્ર ફ્રાંસ માટે પ્રેમ અને મિત્રભાવ હતું તે બિલકુલ ઠંડા પડી ગયા; બ્રિટિશ છાપાંઓ ક્રાંસને સ્વાર્થી અને નિષ્ફર કહીને વખોડવા લાગ્યાં અને જૂના દુમન જર્મની માટે તેઓ મિત્રાચારી ભર્યા ઉલ્લેખ કરવા લાગ્યાં. અંગ્રેજો કહેવા લાગ્યા કે, આપણે ગઈ ગુજરી ભૂલી જઈને દરગુજર કરવું જોઈએ તથા સુલેહકાળમાં યુદ્ધ સમયનાં કડવાં સ્મરણો તાજાં કરીને ન વર્તવું જોઈએ. આ બહુ જ પ્રશંસાપાત્ર ભાવનાઓ હતી, અને અંગ્રેજોના દૃષ્ટિબિંદુથી તે એ બેવડી પ્રશંસાપાત્ર હતી કેમ કે ઈગ્લેંડની નીતિ સાથે તે બંધ બેસતી આવતી હતી! કાઉન્ટ સ્ફરઝા નામના એક ઈટાલીના રાજપુરુષે કહ્યું છે કે, ઈંગ્લેંડને થતા કઈ પણ લાભનું તથા બ્રિટિશ સરકારની મુત્સદ્દીગીરીના કોઈ પણ પગલાનું ઉચ્ચમાં ઉચ્ચ નૈતિક દૃષ્ટિથી બધા જ વર્ગો સમર્થન કરે એ “પરમ કૃપાળુ ઈશ્વર તરફથી બ્રિટિશ પ્રજાને મળેલી અમૂલ્ય ભેટ છે.” ૧૯૨૨ની સાલના આરંભથી, ઈંગ્લેંડ અને ક્રાંસ વચ્ચેનું ઘર્ષણ યુરોપી રાજકારણની રેજિદી વસ્તુ બની ગઈ. ઉપર ઉપરથી તે સ્મિત અને વિનયી શબ્દોને ડોળ કરવામાં આવતો હતો અને બંને દેશના રાજદ્વારી પુરષો તથા વડા પ્રધાને વારંવાર મળતા તેમ જ સાથે ઊભા રહીને ફેટા પડાવતા હતા; પરંતુ અંદરખાનેથી બંને દેશની સરકારે વારંવાર સામસામી દિશાઓમાં ખેંચતી હતી. ૧૯૨૨ની સાલમાં જર્મની યુદ્ધની નુકસાનીની રકમ ભરપાઈ કરવાને વાયદો ચૂક્યું ત્યારે ઈંગ્લેંડ, મિત્રરા રૂરની ખીણને કબજે લે 'એની તરફેણમાં નહોતું. પરંતુ ઇંગ્લંડના વિરોધ છતાં ક્રાંસે પિતાનું ધાર્યું કર્યું. ઈંગ્લડે એ કબજે લેવામાં ભાગ ન લીધે. ફ્રાંસનું બીજું એક પુરાણું મિત્ર ઇટાલી પણ તેનાથી જુદું પડી ગયું . અને એ બંને દેશો વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલુ રહ્યું. ૧૯૨૨ની સાલમાં મુસલિનીએ સત્તા પચાવી પાડી તે તથા તેની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા એમ થવા માટે કારણભૂત હતાં. ઇટાલીની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓમાં ફાંસ અંતરાયે નાંખતું હતું. મુસલિની અને ફાસીવાદ વિષે હું હવે પછીના પત્રમાં કહીશ. મહાયુદ્ધ પછીનાં વરસો દરમ્યાન બ્રિટિશ સામ્રાજ્યમાં કેટલાંક વિશ્લેષક બળ પણ દેખાવા લાગ્યાં હતાં. આ પ્રશ્નની કેટલીક બાજુઓની ચર્ચા, આગળના એક પત્રમાં હું કરી ગયો છું. અહીં હું તેની એક બાજુને માત્ર ઉલ્લેખ જ કરીશ. એસ્ટ્રેલિયા તથા કેનેડા એ બંને અમેરિકાની સાંસ્કૃતિક તેમ જ આર્થિક અસર નીચે વધુ ને વધુ આવવાં લાગ્યાં. જાપાનીઓ સામે Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને ખાસ કરીને તેઓ તે દેશમાં આવીને વસતા હતા તે સામે એ ત્રણેને એક સરખે અગમે હતે. એસ્ટ્રેલિયાને એ વિષે ખાસ ભય રહે છે કેમ કે, તેની પાસે અણવસાયેલ વિશાળ પ્રદેશ હજી પડે છે, અને જાપાન તેનાથી બહુ દૂર નથી. વળી ત્યાં આગળ કીડીદર વસતી છે. એ બે સંસ્થાને તથા અમેરિકાને ઈંગ્લંડની જાપાન સાથેની મૈત્રી પસંદ પડી નહોતી. ઈંગ્લેંડ અમેરિકાને ખુશ કરવા ચહાતું હતું કેમ કે શરાફ તરીકે અને બીજી રીતે પણ અમેરિકાનું દુનિયા ઉપર પ્રભુત્વ હતું. વળી, બની શકે તેટલા લાંબા વખત સુધી તેને પિતાનું સામ્રાજ્ય પણું ટકાવી રાખવું હતું. આથી ૧૯૨૨ની વોશિંગ્ટન પરિષદમાં ઈગ્લડે જાપાન સાથેના પિતાના અક્યને ભેગ આપે. ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં મેં તને એ પરિષદ વિષે લખ્યું છે. એ પરિષદમાં જ “ચાર સત્તાઓને કરાર” તથા “નવ સત્તાઓને કરાર’ એ બે સંધિઓ થવા પામી. આ સંધિઓ ચીન અને પ્રશાન્ત મહાસાગરના કાંઠાના સંબંધમાં હતી અને રશિયાનું હિત નિકટપણે તેની સાથે સંકળાયેલું હોવા છતાંયે તેને એ પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જોકે એ સામે તેણે પિતાને વિરોધ પણ વ્યક્ત કર્યો હતે. - આ વૈશિંગ્ટન પરિષદથી ઇંગ્લંડની પૂર્વની નીતિમાં ફેરફાર થવા પામે. મધ્ય પૂર્વના દેશની બાબતમાં તેમ જ જરૂર પડે તે હિંદની બાબતમાં પણ મદદ માટે ઈંગ્લેંડ આજ સુધી જાપાન ઉપર આધાર રાખતું આવ્યું હતું. પરંતુ દૂર પૂર્વના દેશે હવે જગતના વ્યવહારમાં અતિ મહત્ત્વનાં અંગે બનતા જતા હતા. અને ત્યાં આગળ જુદી જુદી સત્તાઓ વચ્ચે હિતની અથડામણ થવા લાગી હતી. ચીનની ચડતી થવા લાગી હતી અથવા કહો કે એવું જણાતું હતું તથા અમેરિકા અને જાપાન વચ્ચે સામસામી દુશ્મનાવટ વધતી જતી હતી. ઘણું લેકે ધારતા હતા કે પ્રશાન્ત મહાસાગર એ બીજા મહાયુદ્ધનું પ્રધાન કેન્દ્ર બની જશે. જાપાન અને અમેરિકાની વચ્ચે ઈંગ્લેંડ જાપાનને પક્ષ છોડીને અમેરિકાને પક્ષે ગયું અથવા તેણે જાપાનને પક્ષ તજી દીધે એમ કહેવું વધારે સાચું ગણાશે. કેઈ પણ રીતે બંધાઈ ગયા વિના બળવાન અને તવંગર અમેરિકા સાથે મિત્રાચારીભર્યો સંબંધ રાખવાની નીતિ ઈગ્લડે ચોક્કસપણે અખત્યાર કરી. જાપાન સાથેનું ઐક્ય તેડ્યા પછી પૂર્વ તરફની ભાવિ લડાઈ માટે ઇગ્લડે તૈયારી કરવા માંડી. અઢળક નાણું ખરચીને તેણે સિંગાપોરમાં જબરદસ્ત પુસ્તાઓ બાંધ્યા અને તેને એક મોટું નૌકા મથક બનાવ્યું. એ સ્થાનેથી ઈંગ્લેંડ હિંદી મહાસાગર તેમ જ પ્રશાન્ત મહાસાગર વચ્ચેની અવરજવર ઉપર અંકુશ રાખી શકે છે. ત્યાંથી એક બાજુએ તે હિંદુસ્તાન અને બ્રહ્મદેશ ઉપર અને બીજી બાજુએ ફ્રેંચ અને ડચ વસાહત ઉપર પિતાનું પ્રભુત્વ જાળવી શકે છે અને સૌથી મહત્વની વસ્તુ તે એ છે કે, જાપાન સામે કે બીજી Page #590 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૦ સામસામા દાવપેચ કોઈ પણ સત્તાની સામે પ્રશાન્ત મહાસાગરના વિગ્રહમાં તે ત્યાંથી અસરકારક રીતે ભાગ લઈ શકે છે. ૧૯૨૨ની સાલમાં વૈશિંગ્ટનમાં ઈંગ્લેંડ અને જાપાન વચ્ચેનું ઐક્ય તૂટવાથી જાપાન એકલું પડી ગયું. જાપાનને હવે રશિયા તરફ નજર કરવાની ફરજ પડી અને તેણે સોવિયેટ સાથે સારા સંબંધે કેળવવાની શરૂઆત કરી. ત્રણ વરસ પછી, ૧૯૨૫ના જાન્યુઆરી માસમાં જાપાન અને સેવિયેટ રાજ્ય વચ્ચે સંધિ થઈ. મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસ દરમ્યાન વિજ્ય રાષ્ટ્રએ જર્મની તરફ બહિષ્કૃત રાષ્ટ્ર જેવો વર્તાવ દાખવ્યું. એ રાષ્ટ્ર તરફથી સહાનુભૂતિ ન મળવાથી, અને કંઈક અંશે તેમને સહેજસાજ કરાવવાના આશયથી પણ તે સેવિયેટ રશિયા તરફ વળ્યું અને ૧૯૨૦ના એપ્રિલ માસમાં તેની સાથે રેપેલની સંધિ કરી. એની વાટાઘાટે ગુપ્ત રાખવામાં આવી હતી અને સંધિની જાહેરાત કરવામાં આવી ત્યારે મિત્ર રાજ્યની સરકાર ચમકી ઊઠી. બ્રિટિશ સરકાર, ખાસ કરીને એથી વધારે અસ્વસ્થ થઈ, કારણ કે, સોવિયેટ સરકાર પ્રત્યે બ્રિટનના શાસકવર્ગને ભારે અણગમો હતો. જર્મની પ્રત્યે સારો વર્તાવ રાખવામાં ન આવે તેમ જ તેને મનાવી લેવામાં ન આવે તે તે રશિયા સાથે મળી જશે એવી પ્રતીતિ થવાથી જ જર્મની તરફની બ્રિટિશ નીતિમાં ફેરફાર થવા પામ્યો. જર્મનીની હાડમારીઓ પ્રત્યે અંગ્રેજ લોકો હમદર્દી બતાવવા લાગ્યા અને બિનસત્તાવાર રીતે અનેક પ્રકારે તેઓ તેના તરફ મિત્રાચારીભર્યું વલણ દાખવવા લાગ્યા. રૂરને કબજે લેવાના સાહસથી તેઓ અળગા રહ્યા હતા. જર્મની માટે તેમના હૃદયમાં એકાએક પ્રેમ ઊભરાઈ આવ્યું તેથી નહિ પણ જર્મનીને રશિયાથી અળગું રાખવા તેમ જ તેને સોવિયેટ-વિરોધી રાષ્ટ્રના સમૂહમાં રાખવાને માટે તેમણે આ બધું કર્યું હતું. કેટલાંક વરસો સુધી બ્રિટિશ નીતિની એ વસ્તુ કસટી બની રહી સને ૧૯૨૫ની સાલમાં લેકાર્નેમાં તેમને એમાં સફળતા મળી. લેકાર્નેમાં યુપી સત્તાઓની એક પરિષદ મળી અને મહાયુદ્ધ પછી પહેલી જ વાર વિજયી સત્તાઓ અને જર્મની વચ્ચે કેટલાક મુદ્દાઓની બાબતમાં સાચી સમજૂતી થવા પામી. એ મુદ્દાઓને સંધિમાં સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ તેમની વચ્ચે સંપૂર્ણ સમજૂતી તે ન જ થવા પામી; યુદ્ધની નુકસાનીની રકમને મહામોટો પ્રશ્ન તેમ જ બીજા પણ કેટલાક પ્રશ્નો હજી એમના એમ જ બાકી રહ્યા હતા. પરંતુ કાર્નેમાં શુભ શરૂઆત થઈ અને પરસ્પર ખાતરીઓ અને બાંયધરી આપવામાં આવી. જર્મનીએ વસઈની સંધિએ ઠરાવ્યા મુજબની ફ્રાંસ સાથેની પશ્ચિમ તરફની પોતાની સરહદ કબૂલ રાખી; સમુદ્ર સુધી પહોંચતી પિલેંડની પટી (પિલિશ કેરિડર) સહિતની પિતાની પૂર્વની સરહદને છેવટની તરીકે સ્વીકારવાની તેણે ના પાડી, Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૮ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન પરંતુ તે બદલાવવા માટે માત્ર શાંતિમય પ્રયાસેાને જ આશરો વચન આપ્યું. જો કાઈ પણ પક્ષ એ સમજૂતીના ભંગ કરે તો એકત્ર થઈને તેની સામે લડવાને વચનથી બંધાયા હતા. લેવાનું તેણે બાકીના બધા લેાકામાંમાં બ્રિટિશ નીતિને વિજય થયા. એથી કરીને ઈંગ્લેંડ, ક્રાંસ અને જર્મની વચ્ચેના મતભેદો કે ઝધડાઓની બાબતમાં કંઈક અંશે લવાદ બન્યું તેમ જ એને લીધે જમની રશિયાથી દૂર ખસી ગયું. લાકર્માંની સધિનુ પ્રધાન મહત્ત્વ એ હતું કે, એથી કરીને પશ્ચિમ યુરોપની સત્તાઓ એકત્ર થઈ અને તેમને સેવિયેટ-વિરોધી સધ બન્યા. રશિયા આથી ભડકયુ અને થોડા જ માસમાં તુર્કી સાથે ઐકય કરીને તેણે એને જવાબ વાળ્યો. રશિયા તુ વચ્ચેની આ સંધિ ૧૯૨૫ના ડિસેમ્બર માસમાં મેસલની બાબતમાં પ્રાસંધે પોતાના નિષ્ણુય --- તને યાદ હશે કે એ નિણ્ય તુર્કીની વિરુદ્ધ હતા — આપ્યા પછી એ જ દિવસ બાદ થવા પામી હતી. ૧૯૨૬ના સપ્ટેમ્બર માસમાં જર્મની પ્રજાસ ધમાં દાખલ થયું અને એ પ્રસંગે સૌએ પરસ્પર એકબીજા સાથે ખૂબ ભેટાભેટ કરી અને હસ્તધૂનન કર્યું તેમ જ પ્રજાસધના બધાયે સભ્યાના મુખ ઊપર સ્મિત કરી રહ્યું અને બધા એક્બીજાને પરસ્પર અભિનંદન આપવા લાગ્યા. અને આમ, યુરોપી રાષ્ટ્રો વચ્ચે સામસામા આ દાવપેચો ચાલવા લાગ્યા. ઘણુંખરુ, એ બધા દાવપેચો દેશની આંતરિક નીતિને આધારે ખેલાતા હતા. ૧૯૨૭ના ડિસેમ્બરમાં ઇંગ્લંડમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં કોન્ઝરવેટીવ પક્ષની હાર થઈ અને પાલમેન્ટના મજૂરપક્ષે, જો કે તેની ચોખ્ખી બહુમતી નહોતી છતાંયે, પહેલવહેલી વખત પોતાની સરકાર રચી. રમ્સે મૅકડાનાલ્ડ વડા પ્રધાન બન્યા. એ સરકારના અમલ સાડાનવ માસ જેટલા ટૂંકા સમય સુધી જ ચાલ્યે. પરંતુ, એ સમય દરમ્યાન, સાવિયેટ રશિયા સાથે તેણે સમજૂતી કરી અને એ દેશ વચ્ચે રાજદ્વારી અને વેપારી સંબંધો બંધાયા. બેન્ઝર્વેટીવે સાવિયેટને કાઈ પણ રીતે માન્ય રાખવાની વિરુદ્ધ હતા અને આગલી ચૂંટણી પછી એક જ વરસની અંદર થયેલી ખીજી સામાન્ય ચૂંટણીમાં રશિયાએ મેટ ભાગ ભજવ્યો. એમ થવાનું કારણ એ હતું કે, ઝીનેાવેવ પત્ર તરીકે એળખાતા એક પત્રને એ ચૂંટણીમાં કોન્ઝરવેટીવાએ પ્રધાન શસ્ત્ર તરીકે વાપર્યાં હતો. એ પત્રમાં ઇંગ્લેંડના સામ્યવાદીઓને ગુપ્ત રીતે ત્યાં આગળ ક્રાંતિ કરવાની પ્રવૃત્તિ કરવાને જણાવવામાં આવ્યું હતું. ઝીનેવેવ સોવિયેટ સરકારમાં એક આગળ પડતો ખેલ્શેવિક હતો. તેણે એ પત્ર લખ્યાના સાફ ઇન્કાર કર્યાં અને જણાવ્યું કે તે પત્ર બનાવટી હોવા જોઈ એ. પરંતુ આમ છતાંયે કાન્ઝર્વેટીવાએ તો એ પત્રનેા સારી પેઠે દુરુપયોગ કર્યાં અને અમુક અંશે તેની મદદથી તેઓ એ ચૂંટણીમાં જીત્યા. હવે કન્ઝરવેટીવાની સરકાર રચાઈ " Page #592 -------------------------------------------------------------------------- ________________ સામસામ દાવપેચ ૧૨૫૯ અને ટેલી બેલ્ડવીને તેને વડા પ્રધાન બન્યા. એ સરકારને “ઝીવ પત્ર'ના ખરાખોટાપણું વિષે તપાસ કરવાનું વારંવાર જણાવવામાં આવ્યું પરંતુ તેણે તેમ કરવાની સાફ ના પાડી. પાછળથી બર્લિનમાં બહાર પડેલી કેટલીક માહિતી ઉપરથી માલૂમ પડયું કે એક “શ્વેત' રશિયને એટલે કે બોલ્સેવિક વિરોધી અને પિતાના વતનમાંથી નાસી છૂટેલા રશિયને લખેલે એ બનાવટી પત્ર હતું. પરંતુ એ બનાવટી પત્રે ઇંગ્લંડમાં તેનું કામ પાર પાડયું અને એક સરકારને ઉથલાવી પાડીને તેને સ્થાને બીજીની સ્થાપના કરી. આંતરરાષ્ટ્રીય વ્યવહારો ઉપર આવા નજીવા બનાવ અસર કરે છે ! . ૧૯૨૬ની સાલમાં દૂર પૂર્વમાં એક બનાવ બન્યો તે પણ બ્રિટિશ સરકારને માટે ભારે છંછેડણીના કારણરૂપ થઈ પડ્યો. ચીનમાં બળવાન અને સંયુક્ત સરકાર એકાએક ઊભી થઈ અને તે સોવિયેટ રશિયા સાથે નિકટનો સંબંધ રાખતી હોય એમ જણાતું હતું. ઘણા મહિનાઓ સુધી ચીનમાં અંગ્રેજો ભારે મુશ્કેલીમાં રહ્યા અને પિતાની પ્રતિષ્ઠાને ફાંકે ગળી જઈને ઘણી અણગમતી વસ્તુઓ તેમને કરવી પડી. થોડા સમયની સફળતા પછી ચળવળમાં ફાટફૂટ પડી અને તે છિન્નભિન્ન થઈ ગઈ. સેનાપતિઓએ ચળવળમાંના ઉદ્દામ વિચાર ધરાવનારાઓની કતલ કરી અથવા તેમને તેમાંથી કાઢી મૂક્યા અને શાંઘાઈના પરદેશી શરાફે ઉપર આધાર રાખવાનું તેમણે પસંદ કર્યું. આંતર રાષ્ટ્રીય રમતમાં રશિયાની એ મોટી હાર હતી અને ચીનમાં તથા અન્યત્ર તેની પ્રતિકા ઘટી ગઈ. ઇંગ્લંડ માટે એ ફતેહ હતી અને સોવિયેટને એ હારની વિશેષ પ્રતીતિ કરાવીને તેણે એ તકને પૂરેપૂરો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. સેવિયેટવિરોધી સંધ ઊભો કરવાના તેમ જ રશિયાને ચારે તરફથી ઘેરી લેવાના પ્રયાસે ફરી પાછા કરવામાં આવ્યા. ૧૯૨૭ની સાલના વચગાળામાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સોવિયેટ સામે પગલાં ભરવામાં આવ્યાં. ૧૯૨૭ના એપ્રિલ માસમાં, પેકિંગમાંના સોવિયેટના એલચીની કચેરી ઉપર તેમ જ શાંઘાઈમાંના સોવિયેટના પ્રતિનિધિની કચેરી ઉપર એક જ દિવસે હુમલે કરવામાં આવ્યો. એ બંને પ્રદેશે બે જુદી જુદી ચીની સરકારના કાબૂ નીચે હતા અને છતાંયે આ બાબતમાં તેમણે એકસાથે પગલાં ભર્યા. એલચીની કચેરી ઉપર હુમલે કરવો અને એલચીનું અપમાન કરવું એ બહુ જ અસામાન્ય ઘટના છે અને ઘણુંખરું એને પરિણામે અનિવાર્ય પણે યુદ્ધ સળગી ઊઠે છે. રશિયન લેકે એમ માનતા હતા કે, રશિયા ઉપર પરાણે યુદ્ધ લાદવાને માટે ઈંગ્લડે તેમ જ બીજી સોવિયેટ વિરોધી સત્તાઓએ ચીની સરકાર પાસે એમ કરાવ્યું છે. પરંતુ રશિયાએ એને કારણે લડાઈ સળગાવી નહિ. એક માસ પછી, ૧૯૨૭ના મે માસમાં બીજો એક અસાધારણ હુમલે કરવામાં આવ્યો. આ વખતે લંડનમાં રશિયન વેપારી પેઢીઓની Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન કચેરીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા, એને ‘આરકાઝ-હુમલા ’ કહેવામાં આવે છે કેમ કે ઇંગ્લંડમાંની રશિયાની સરકારી વેપારી કંપનીનું નામ ‘આરકાઝ’ હતું. એ પણ બીજા એક રાષ્ટ્રનું ધાર અને સંપૂર્ણ પણે અનુચિત અપમાન હતું. એ બનાવ પછી તરત જ એ દેશ વચ્ચેના રાજદ્વારી તેમ જ વેપારી સબધા તૂટ્યા. એક માસ પછી, જૂનમાં પોલેંડમાંના સોવિયેટ એલચીનું વારસામાં ખૂન કરવામાં આવ્યું. (ચાર વરસ પૂર્વે રામમાંના સોવિયેટ એલચીનું લેસાંમાં ખૂન કરવામાં આવ્યું હતું.) એક પછી એક બનેલા બનાવાની આ પરંપરાએ રશિયાના લોકેાને અસ્વસ્થ કરી મૂક્યા અને તેમને લાગ્યું કે, બધી સામ્રાજ્યવાદી સત્તાઓ એકત્ર થઈને તેમના ઉપર હુમલા કરશે. રશિયામાં યુદ્ધના ભારે ગભરાટ ફેલાઈ ગયા અને પશ્ચિમ યુરોપના ઘણાખરા દેશોમાં મજૂરોએ રશિયાની તરફેણમાં અને આવતા જણાતા યુદ્ધના વિરોધમાં દેખાવે કર્યાં. યુદ્ધને ગભરાટ શમી ગયા અને યુદ્ધ થવા પામ્યું નહિ. એ જ વરસમાં, એટલે કે ૧૯૨૭ની સાલમાં સોવિયેટ રશિયાએ વિશાળ પાયા ઉપર એક્શેવિક ક્રાંતિની દશમી સંવત્સરી ઊજવી. ઇંગ્લેંડ તથા ફ્રાંસ તે વખતે રશિયા સામે ભારે વેર રાખતાં હતાં પરંતુ ઈરાન, તુર્કી, અાનિસ્તાન અને મગાલિયાનાં સરકારી પ્રતિનિધિ મડળાએ એ ઉજવણીમાં ભાગ લીધા તે ઉપરથી સેવિયેટ રશિયાની પૂર્વના દેશો સાથેની મૈત્રીની પ્રતીતિ થતી હતી. 66 આ યુરોપમાં તેમ જ અન્યત્ર આવી સનસનાટીભરી અવા અને યુદ્ધની તૈયારીઓ ચાલતી હતી તે જ વખતે શસ્ત્રસંન્યાસની વાત પણ સારી પેઠે ચાલી રહી હતી. પ્રજાસંધના કરારમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રજાસંધના સભ્યો એ વાતનો સ્વીકાર કરે છે કે, સુલેહશાંતિ જાળવવા માટે, રાષ્ટ્રની સલામતીને લક્ષમાં રાખીને દરેક દેશે પોતાની શસ્ત્રસામગ્રી જેટલી બની શકે એટલી ધટાડી નાખવાની તેમ જ આંતરરાષ્ટ્રીય ક્જોના અમલ બધાએ એક સાથે મળીને કરાવવાની જરૂર છે.” આ ઉદાત્ત સિદ્ધાંત નક્કી કરવા ઉપરાંત પ્રજાસÛ તે વખતે કશુંયે ન કર્યું, પરંતુ એ બાબતમાં જરૂરી પગલાં ભરવાનું તેણે પોતાની કાઉન્સિલને જણાવ્યું, જર્મની તેમ જ હારેલી બીજી સત્તાને તો બેશક, સુલેહની સધિ દ્વારા નિઃશસ્ત્ર કરવામાં આવી હતી. વિજયી સત્તાઓએ પણ પછીથી એ જ પ્રમાણે કરવાનું કબૂલ કર્યું હતું. એને માટે ઉપરાછાપરી પરિષદો ભરવામાં આવી પણ તેમાંથી કશુંયે મહત્ત્વનું પરિણામ ન આવ્યું. પરંતુ એમાં આશ્રય પામવા જેવું કશું નહતું, કેમ કે દરેક સત્તા એવા પ્રકારનું નિઃશસ્ત્રીકરણ કરવાની મુરાદ રાખતી હતી કે જેને પરિણામે તે ખીજી સત્તા કરતાં પ્રમાણમાં વધારે બળવાન રહે. એ વસ્તુસ્થિતિ બીજી સત્તા માન્ય ન કરે-એ રવાભાવિક હતું. ક્રાંસે તે આખા Page #594 -------------------------------------------------------------------------- ________________ સામસામા દાવપેચ ૧૨૩૧ વખત એક જ માગણી કર્યાં કરી કે પહેલી સલામતી પછી નિ:શસ્ત્રીકરણની વાત. મહાસત્તાઓમાંથી સોવિયેટ રશિયા અને અમેરિકા પ્રજાસંધનાં સભ્યો નહોતાં. ખરેખર, સાવિયેટ રશિયા તે પ્રજાસંધને એક પ્રતિસ્પર્ધી અને વિરોધી તમાશા તરીકે — પોતાની સામે કટિબદ્ધ થઈ ને ઊભેલા મૂડીવાદી સત્તાએના એક સમૂહ તરીકે લેખતું હતું. ખુદ સાવિયેટના સંયુક્ત રાજ્યને જ પ્રજાસ'ધ ગણવામાં આવતા હતા (જે રીતે બ્રિટિશ સામ્રાજ્યના કેટલીક વાર રાષ્ટ્રસંધ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તેમ. ). ઘણાં પ્રજાસત્તાક એકત્ર થઈ તે એ સયુક્ત રાજ્ય બન્યું હતું. પૂર્વની પ્રજાએ પણ પ્રજાસંધ તરફ શકાથી જોતી હતી અને તેને સામ્રાજ્યવાદી સત્તાના એક હથિયાર તરીકે લેખતી હતી. આમ છતાંયે, નિઃશસ્ત્રીકરણની વિચારણા કરવા માટેની પ્રજાસંધની બધીયે પરિષદોમાં અમેરિકા અને રશિયા તેમ જ ખીજા લગભગ બધા દેશાએ ભાગ લીધા હતા. ૧૯૨૫ની સાલમાં નિઃશસ્ત્રીકરણના પ્રશ્નનો વિચાર કરવાને એક મહાન વિશ્વ-પરિષદ ભરવા માટેની ભૂમિકા તૈયાર કરવાને પ્રજાસધે એક કમિશન નીમ્યું. એ કમિશને સાત સાત વરસા સુધી એક પછી એક નિ:શસ્ત્રીકરણની જુદી જુદી યોજનાઓનું નિરીક્ષણ કર્યાં કર્યું પરંતુ તેમાંથી કશું પિરણામ નીપજ્યું નહિ. ૧૯૩૨ની સાલમાં ખુદ વિશ્વ-પરિષદની બેઠક મળી અને અનેક મહિના સુધી વ્યર્થ વાટાઘાટો ચલાવ્યા પછી તે બરખાસ્ત થઈ ગઈ. અમેરિકાએ નિઃશસ્ત્રીકરણને અંગેની આ બધી ચર્ચામાં ભાગ લીધે એટલું જ નહિ પણ દુનિયાભરમાં તેનું આર્થિક પ્રભુત્વ જામ્યું હોવાથી યુરોપ તેમ જ યુરોપના મામલામાં તેને રસ વધવા પામ્યા હતા. આખુયે યુરોપ તેનું દેવાદાર હતુ અને યુરોપના દેશોને પરસ્પર એકબીજાનાં ગળાં રેંસતા રાકવામાં તેનું હિત રહેલું હતું, કેમ કે ઉચ્ચ આશયાની વાત જવા દઈએ તેયે એમ બનવા પામે તો તેના લેણાની તેમ જ તેના વેપારની શી વલે થાય ? નિઃશસ્ત્રીકરણની ચર્ચાઓનું કશું પરિણામ ન આવ્યું. એટલે ફ્રેંચ અને અમેરિકન સરકારી વચ્ચેની વાતચીતાને પરિણામે, શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ નીવડે એવી એક નવી યોજના ૧૯૨૮ની સાલમાં બહાર પડી. એ યેાજનામાં યુદ્ધને છટાદાર ભાષામાં એકાયદા ’હરાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. એમાં મૂળ તા અમેરિકા અને ફ્રાંસ એ એ દેશ વચ્ચે જ કરાર કરવાનો ખ્યાલ રાખવામાં આવ્યા હતા પરંતુ એનો વિકાસ થયા અને છેવટે દુનિયાનાં લગભગ બધાંયે રાષ્ટ્ર તેમાં દાખલ થયાં. ૧૯૨૮ના ઑગસ્ટ માસમાં પૅરિસમાં એ કરાર ઉપર થઈ અને તેથી એ ૧૯૨૮ની સાલના પૅરિસના કરાર તરીકે ઓળખાય છે. એને કૅલેગ—થિયાં કરાર અથવા માત્ર · કૅલેગ કરાર ' તરીકે પણ ઓળખવામાં આવે છે. કૅલેાગ અમેરિકાની સંરકારના એક પ્રધાન હત * સહી " " Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન -- અને તેણે એ બાબતમાં આગળ પડતો ભાગ લીધા હતા. થ્રિયાં ફ્રાંસના વિદેશમંત્રી હતા. પ્રસ્તુત કરાર એક ટૂંકા દસ્તાવેજ છે. આંતરરાષ્ટ્રીય તકરારી મુદ્દાઓના ઉકેલ માટે યુદ્ધનો આશરો લેવામાં આવે તે વસ્તુને તેમાં વખોડી કાઢવામાં આવી છે તેમ જ પ્રસ્તુત કરાર ઉપર સહી કરનારાં રાષ્ટ્રો વચ્ચેના પરસ્પર સબધાને અંગે રાષ્ટ્રીય નીતિ તરીકે યુદ્ધના ત્યાગ કરવાનું તેમાં જણાવવામાં આવ્યું છે. આ ભાષા કરારની એ લગભગ શબ્દશઃ ભાષા - સાંભળવામાં તે બહુ જ મધુરી લાગે છે અને તેની પાછળના આશય પ્રામાણિક હોત તે એથી યુદ્ધને અંત પણ આવત. પરંતુ એ કરાર ઉપર સહી કરનારી સત્તા કેટલી બધી અપ્રમાણિક હતી તે થાડા જ વખતમાં બહાર પડી ગયું. અંગ્રેજો અને ફ્રેચાએ, ખાસ કરીને અંગ્રેજોએ, એના ઉપર સહી કરવા પહેલાં કરારને નકામા કરી મૂકે એવી અનેક છટકબારીએ રાખી. સામ્રાજ્યના સબંધમાં તેને જે કંઈ યુદ્ધની પ્રવૃત્તિઓ કરવી પડે તેને બ્રિટિશ સરકારે એ કરારમાંથી બાદ રાખી. વાસ્તવમાં એના અર્થ એ થયો કે જ્યારે ધારે ત્યારે તે યુદ્ધ કરી શકે. પોતાના આધિપત્ય અને લાગવગ નીચેના પ્રદેશોની બાબતમાં તેણે એક પ્રકારના બ્રિટિશ · મનરો સિદ્ધાંત ’ની જાહેરાત કરી. આમ, જાહેર રીતે યુદ્ધ એકાયદા ' ઠરાવાઈ રહ્યું હતું તે જ વખતે ૧૯૨૮ની સાલમાં ઇંગ્લેંડ અને ક્રાંસ વચ્ચે એક ગુપ્ત નૌકા કરાર થયા. એની બાતમી કાઈક રીતે બહાર પડી ગઈ અને તેથી યુરોપ તથા અમેરિકા ચોંકી ઊઠયું. પડદા પાછળ રહેલી સાચી વસ્તુસ્થિતિ શી હતી તેને આ ઉપરથી બરાબર ખ્યાલ આવતા હતા. " સેવિયેટ રાજ્યે કલાગ કરારને માન્ય રાખ્યા અને તેણે તેના ઉપર સહી કરી. એમ કરવાનું ખરું કારણ, એ કરારને બહાને સેવિયેટ સામે આક્રમણ કરે એવા સેવિયેટ-વિરોધી સધ રચાતા કંઈક અંશે અટકાવવાનું હતું. પ્રસ્તુત કરાર ઉપર સહી કરતી વખતે અ ંગ્રેજોએ રાખેલી છટકબારી, ખાસ કરીને સેવિયેટને ઉદ્દેશીને હતી એમ લાગતું હતું. એ કરાર ઉપર સહી કરતી વખતે, અ ંગ્રેજો અને ક્રેચાએ રાખેલી છટકબારીએ સામે રશિયાએ સખત વાંધા ઉઠાવ્યો. રશિયા યુદ્ધ ટાળવાને માટે એટલું બધું ઇંતેજાર હતું કે, તેણે એ ઉપરાંત પોલેંડ, રુમાનિયા, એસ્ટોનિયા, લેટવિયા, તુ અને ઈરાન વગેરે પોતાના પાડેાશી સાથે સુલેહશાંતિ જાળવવાના ખાસ કરારો કરવાની સાવચેતી રાખી. એ સિઁટવિનેાવ કરાર તરીકે ઓળખાય છે. ૧૯૨૯ની સાલના ફેબ્રુઆરી માસમાં, એટલે કે કૅલેગ કરાર આંતરરાષ્ટ્રીય કાયદો બન્યા તે પહેલાં એના ઉપર સહીઓ થઈ. જાણે કે આવા કરારો અને ઉપર ઉપરથી થાગડથીગડ કરવાથી જડ બ્રાલી ગયેલા વ્યાધિનું નિવારણ થઈ જતું ન હોય એમ લાણી અને ભાગી Page #596 -------------------------------------------------------------------------- ________________ મુસેલિની અને ઇટાલીમાં ફાસીવાદ '૧૨૧૩ પડતી દુનિયાને સ્થિર કરવાના આખરી પ્રયત્ન તરીકે આવા કરારે, ઐક્યો તેમ જ સંધિઓ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું. આ બધું ૧૯૨૦-૩૦ના ગાળામાં બનવા પામ્યું અને એ અરસામાં યુરોપના દેશોમાં સમાજવાદીઓ અને સામાજિક લેકશાહીવાદીઓ ઘણુંખરું સત્તા ઉપર હતા. હોદ્દા અને સત્તાને રસ તેઓ ચાખતા ગયા તેમ તેમ તેઓ મૂડીવાદી વ્યવસ્થામાં વધુ ને વધુ મળી જવા લાગ્યા. સાચે જ તેઓ મૂડીવાદના સર્વોત્તમ રક્ષક બની ગયા તેમ જ ઘણુંખરું તેઓ કઈ પણ સ્થિતિચુસ્ત કે બીજા કોઈ પણ પ્રત્યાઘાતીના જેટલા જ ઉગ્ર સામ્રાજ્યવાદીઓ બની ગયા. મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસમાં આવેલે ક્રાંતિને ઊભરે શમ્યા પછી યુરેપની દુનિયા કંઈક શાન્ત પડી. નવી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ સાથે મૂડીવાદે વળી થડા વધુ વખત માટે પિતાને મેળ બેસાડી લીધું હોય એમ જણાતું હતું. અને કયાંયે ક્રાંતિકારી ફેરફાર થવાને તાત્કાલિક સંભવ જણાતો નહતો. ૧૯૨૯ની સાલમાં યુરોપની આ પરિસ્થિતિ હતી. ૧૭૫. મુસલિની અને ઈટાલીમાં ફાસીવાદ ૨૧ જૂન, ૧૯૩૩ યુરેપ વિષેની આપણી વાતની રૂપરેખા મેં ૧૯૨૯ની સાલ સુધી લાવી દીધી છે. પરંતુ એ વાતનું એક મહત્ત્વનું પ્રકરણ મેં બાકી રાખ્યું છે અને તેનું નિરૂપણ કરવા માટે મારે થોડું પાછળ જવું પડશે. એ પ્રકરણ મહાયુદ્ધ પછી ઇટાલીમાં બનેલા બનાવને લગતું છે. ઈટાલીમાં શું બન્યું તે જાણવા માટે એ બનાવોનું એટલું બધું મહત્ત્વ નથી. એમનું મહત્ત્વ તે એટલા માટે છે કે, તે નવીન પ્રકારના બનાવે છે અને દુનિયાભરમાં પેદા થનારી નવીન પ્રકારની પ્રવૃત્તિઓ અને અથડામણની તે આપણને ચેતવણી આપે છે. આ રીતે તેમનું મહત્ત્વ કેવળ રાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી પણ એથી ઘણું વધારે છે અને તેથી એક અલગ પત્રમાં તેમનું નિરૂપણ કરવા માટે મેં તેમને બાકી રાખ્યા હતા. એથી કરીને આ પત્રમાં હું આજની એક પ્રભાવશાળી વ્યક્તિ મુસોલિની તેમ જ ઇટાલીમાં થયેલા ફાસીવાદના ઉદય વિષે વાત કરીશ. મહાયુદ્ધ શરૂ થયું તે પહેલાં પણ ઈટાલી ભારે આર્થિક સંકડામણમાં આવી પડયું હતું. ૧૯૧૧–૧રના તુક સાથેના યુદ્ધમાં તેને વિજય થયો હતે અને ઉત્તર આફ્રિકામાં આવેલું ટ્રિપલી ખાલસા કરીને તેના સામ્રાજ્યવાદીઓ ભારે આનંદમાં આવી ગયા હતા. પરંતુ આ નાનકડી લડાઈથી દેશને ઝાઝે આંતરિક લાભ ન થાય અને એથી કરીને તેની આર્થિક સ્થિતિ સુધરવા પામી Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૪ જગતના ઇતિહાસનુ· રેખાદર્શોન નહિ. મહાયુદ્ધ ફાટી નીકળવાની તૈયારીમાં હતું ત્યારે ૧૯૧૪ની સાલમાં ઇટાલી ક્રાંતિની અણી ઉપર આવી પહેાંચેલું લાગતું હતું. ત્યાં આગળ મેટી મોટી અનેક હડતાલો પડી અને નરમ વલણના સમાજવાદી મજૂર આગેવાને એ કામદારોને જેમ તેમ અંકુશમાં રાખ્યા તથા હડતાલા બંધ કરવામાં તેમને સફળતા મળી. પછીથી મહાયુદ્ધ ફાટી નીકળ્યું. ઇટાલીએ પોતાના મિત્ર જ નીને પક્ષે યુદ્ધમાં જોડાવાની ના પાડી અને બંને પક્ષો પાસેથી છૂટછાટા મેળવવામાં તેણે પોતાની તટસ્થતાનો લાભ ઉઠાવવાને પ્રયત્ન કર્યાં. સૌથી વધારે દામ આપનારને પોતાની સેવા આપવાનું આ વલણ નીતિની દૃષ્ટિએ ઉચિત તે નહાતું, પરંતુ રાષ્ટ્રા નઠોર હોય છે અને જેથી કાઈ પણ ખાનગી વ્યક્તિ શરમમાં ડૂબી જાય એવી રીતે તે વર્તે છે. મિત્રરાજ્ગ્યા, ઇંગ્લેંડ અને ક્રાંસ, તાત્કાલિક રોકડ રકમ અને ભવિષ્યમાં આપવાના પ્રદેશાના વચનના રૂપમાં વધારે મેટી લાંચ આપી શક્યા એટલે ૧૯૧૫ના મે માસમાં ઇટાલી મિત્ર રાજ્યને પક્ષે યુદ્ધમાં જોડાયું. માં અને એશિયામાઇનરના થોડા ભાગ ટાલીને આપવાની એ પછી કરવામાં આવેલી ગુપ્ત સધિ વિષે હું ધારું છું કે મે તને કહ્યુ છે. આ સધિને મજૂરી મળે તે પહેલાં રશિયામાં સોવિયેટ ક્રાંતિ ફાટી નીકળી, અને એથી કરીને એ આખી રમત ઊંધી વળી ગઈ. ઇટાલીની એ પણ એક રિયાદ હતી અને પેરેસની સુલેહની સ ંધિ વખતે પણ તેણે પોતાના અસંતોષ વ્યક્ત કર્યાં હતા. ઇટાલીને એમ લાગતું હતું કે પોતાના ‘તુક્કો’ની અવગણના કરવામાં આવી છે. ત્યાંના સામ્રાજ્યવાદીએ અને મૂડીદાર વગેર્યાં નવા વસાહતી પ્રદેશેા ખાલસા કરીને તેમનું શોષણ કરવાને ટાંપી રહ્યા હતા અને એ રીતે તે પોતપોતાના દેશની આર્થિક સંકડામણ હળવી કરવાની આશા રાખતા હતા. ક્રમ કે, ઇટાલીની સ્થિતિ મહાયુદ્ધ પછી અતિશય ખરાબ થઈ ગઈ હતી અને ખીજા કાઈ પણ મિત્રરાષ્ટ્ર કરતાં એ દેશ વધારે થાકી ગયા હતા તથા આર્થિક દૃષ્ટિએ વધારે નાદાર બની ગયા હતા. ત્યાંની આર્થિક વ્યવસ્થા પડી ભાગવા લાગી હોય એમ જણાતું હતું અને સમાજવાદ તથા સામ્યવાદના હિમાયતી વધવા લાગ્યા હતા. અલબત્ત, રશિયાના ખાલ્શેવિકાનુ દૃષ્ટાંત તેમની સમક્ષ હતું જ. ત્યાં આગળ એક તરફ આર્થિક પરિસ્થિતિને કારણે હાડમારી વેતા કારખાનાંના મજૂરા હતા અને ખીજી બાજુએ યુદ્ધમાંથી પાછા ક્લા અને લશ્કર વિખેરી નાખવામાં આવેલું હોવાથી ધણુંખરું કામધંધા વિનાના થઈ ગયેલા સંખ્યાબંધ સૈનિકા હતા. અવ્યવસ્થા અને અ ંધેર વધી ગયાં, અને મજૂરાના વધતા જતા બળના સામના કરવાને મધ્યમ વર્ગના આગેવાને એ આ સૈનિકાને સંગઠિત કરવાના પ્રયાસ કર્યાં. ૧૯૨૦ની સાલના ઉનાળામાં કટોકટી પેદા થઈ. ધાતુનાં કારખાનાંઓના મજૂરાના એક મોટા મહાજને —— જેના પાંચ લાખ મજૂરા સભ્ય હતા પગારના વધારાની માગણી કરી. Page #598 -------------------------------------------------------------------------- ________________ સુસાલિની અને ઇટાલીમાં ફાસીવાદ ૧૫ તેમની એ માગણી તરછોડવામાં આવી એટલે એ મજૂરોએ નવી જ રીતે હડતાલ પાડવાનો નિણૅય કર્યાં. તે કારખાનાંમાં ગયા ખરા પરંતુ ત્યાં આગળ તેમણે પોતે તે કામ ન જ કર્યું પણ ખીજાઓને પણ કામ કરતા ચા. સધવાદી, જેમને અંગ્રેજીમાં · સિન્ડીકૅલિસ્ટ' કહેવામાં આવે છે તેમના એ કાર્યક્રમ હતા અને ફ્રાંસના મજૂરાએ એની ધણા વખત ઉપર હિમાયત કરી હતી. આ દખલગીરીની હડતાલના જવાબ કારખાનાંના માલિકાએ કામબંધી જાહેર કરીને એટલે કે પેાતાનાં કારખાનાં બંધ કરીને વાગ્યે. આથી મજૂરોએ એ કારખાનાંઓને કબજો લીધા અને સમાજવાદની પદ્ધતિ પ્રમાણે તે ચલાવવાના પ્રયત્ન કર્યાં. મજૂરોનું આ પગલું ચોક્કસપણે ક્રાંતિકારી હતું અને મક્કમતાથી એને વળગી રહેવામાં આવ્યું હોત તો એને પરિણામે અવશ્ય સામાજિક ક્રાંતિ થાત અથવા તે તે નિષ્ફળ જાત. વચલી સ્થિતિ લાંખા સમય સુધી ચાલુ રહે એ શક્ય નહોતું. તે સમયે ટાલીમાં સમાજવાદી પક્ષ બહુ જ બળવાન હતો. મજૂર મહાજનોનો કાબૂ તેમના હાથમાં હતા તે ઉપરાંત દેશની ૩૦૦૦ મ્યુનિસિપાલિટી ઉપર પણ તેમના કાબૂ હતા અને ત્યાંની પાર્ટીમેન્ટ યા ધારાસભામાં તેમના ૧૫૦ એટલે કે કુલ સભ્યાના લગભગ ત્રીજા ભાગના સભ્યા હતા. મોટી માલમિલકત અને રાજ્યમાં મેાટા મોટા અનેક હોદ્દા ધરાવનાર સુસ્થિત અને બળવાન પક્ષ ભાગ્યે જ ક્રાંતિકારી હેાય છે. આમ છતાંયે, પ્રસ્તુત પક્ષે, તેના નરમ વલણના સભ્યો સહિત, કારખાનાંઓને કબજો લેવાનુ મજૂરાનું પગલું માન્ય રાખ્યું. પરંતુ આટલું કર્યાં પછી તેણે ખીજું કશું જ કયું નહિ. એ પક્ષ પાછળ હવા માગતા નહાતા પરંતુ આગળ વધવાની તેની હામ નહોતી. ઓછામાં ઓછા વિરાધના વચલા માર્ગ તેણે પસંદ કર્યાં. બધાયે સંશયાત્મા તેમ જ ખરે વખતે સંકલ્પવિકલ્પમાં પડી જનારા અને કાઈ પણ પ્રકારના નિણૅય ઉપર ન આવી શકનારા લેાકાની પેઠે એ પક્ષના લકાએ કશુંયે કર્યાં વિના સમય વીતવા દીધો. અનુકૂળ તક વીતી ગઈ, તે પાછળ રહી ગયા અને સમય તેમની આગળ વધી ગયા અને એ પ્રક્રિયામાં તે ચગદાઈ ગયા. મજૂર નેતાઓના તેમ જ ઉદ્દામ પક્ષેાના આગેવાનેાના સંકલ્પવિકલ્પોને કારણે છેવટે મજૂરાના હાથમાંથી કારખાનાંઓને કબજો જતો રહ્યો. મિલકતદાર વર્ગા આથી ભારે ઉત્સાહમાં આવી ગયા; તેઓ મજૂરા તથા તેમના આગેવાનાનું બળ માપી ગયા અને તેમના ધારવા કરતાં તે તેમને ઓછું જણાયું. આથી હવે તેમણે મજૂર ચળવળ તથા સમાજવાદી પક્ષને કચરી નાખીને વેર લેવાની યાજના કરી. એને માટે ખાસ કરીને તેમણે, વિખેરી નાખવામાં આવેલા નિકામાંથી ૧૯૧૯ની સાલમાં ખેનિટે મુસેલિનીએ સ્થાપેલા સ્વયં સેવકદળ તરફ નજર કરી. એ ‘ લડાયકદળ ’ તરીકે ઓળખાતું હતું અને જ્યારે જ્યારે Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તક મળે ત્યારે સમાજવાદીએ તેમ જ ઉદ્દામ પક્ષના લકે તથા તેમની સંસ્થાઓ ઉપર હુમલો કરવાનું તેમનું પ્રધાન કાર્ય હતું. આ રીતે, સમાજવાદી વર્તમાનપત્રના છાપખાનાને તેઓ નાશ કરતા અથવા સમાજવાદી કે ઉદ્દામ પક્ષના સભ્યના અંકુશ નીચેની મ્યુનિસિપાલિટી કે સહકારી સંસ્થા ઉપર હલ્લે કરતા. મેટા મોટા ઉદ્યોગપતિઓ તેમ જ સામાન્ય રીતે ઉપલા થરના મધ્યમ વર્ગના લેકે, મજૂરે તથા સમાજવાદીઓ સામેની તેમની જેહાદમાં આ “લડાયકદળને આશરે તેમ જ આર્થિક મદદ આપવા લાગ્યા. સમાજવાદી પક્ષનું બળ તે તોડી નાખવા માગતા હતા એટલે સરકારની પણ તેમના ઉપર રહેમ નજર હતી. આ “લડાયકદળ” અથવા અંગ્રેજીમાં જેમને “ફાસિસ્ટ” કહેવામાં આવે છે તેમને સંગઠિત કરનાર આ બેનિટે મુસોલિની દેણ હતી? એ તે વખતે યુવાન હતો (૧૮૮૩ની સાલમાં તે જન્મ્યા હતા અને હાલ તેની ઉંમર ૫૦ વરસની છે.) અને તેની કારકિર્દી બહુવિધ અને રોમાંચક હતી. તેને બાપ લુહાર હતું અને તે સમાજવાદી હતું. આથી બેનિટે સમાજવાદી વાતાવરણમાં ઊર્યો હતે. યુવાનીમાં તે ઝનૂની ચળવળિયે બન્યું હતું અને તેના ક્રાંતિકારી પ્રચાર માટે સ્વિટઝરલેન્ડનાં ઘણાં પરગણાઓમાંથી તેને હાંકી કાઢવામાં આવ્યો હતે. નરમ દળના સમાજવાદી આગેવાને સામે તેમના નરમ વલણ માટે તેણે ઝનૂની પ્રહારો કર્યા. રાજ્યની સામે બેબને ઉપયોગ કરવાની તેમ જ તેની સામે ત્રાસવાદી ઉપાયો લેવાની તેણે છડેચોક હિમાયત કરી. તુર્કી સામેના ઈટાલીના યુદ્ધ વખતે ઘણુંખરા સમાજવાદી આગેવાનોએ એ યુદ્ધને ટકે આગે હતે. પણ મુસલિનીએ તેમ ન કર્યું. તેણે તેને વિરોધ કર્યો અને કેટલાંક હિંસક કૃત્ય માટે તેને ચેડા માસ કેદમાં પણ પૂરવામાં આવ્યા હતે. તુક સાથેના યુદ્ધને ટેકે આપવા માટે નરમ વલણના સમાજવાદી નેતાઓ ઉપર તેણે સખત પ્રહારે છે અને સમાજવાદી પક્ષમાંથી તેણે તેમને કાઢી મુકાવ્યા. મિલાનના સમાજવાદી દૈનિક પત્ર “અવન્તી’ને તે તંત્રી બન્ય અને રોજેરોજ મજૂરોને હિંસા સામે હિંસાથી જવાબ વાળવાની સલાહ આપવા લાગ્યા. હિંસક કૃત્યને આપવામાં આવતા આ ઉત્તેજન સામે નરમ વલણના માકર્સવાદી નેતાઓએ સખત વાંધો ઉઠાવ્ય. એ પછી મહાયુદ્ધ ફાટી નીકળ્યું. થડા માસ સુધી મુસોલિની યુદ્ધની વિરુદ્ધ હતું અને ઈટાલીએ તટસ્થ રહેવું એવી તે હિમાયત કરતે હતે. પછીથી, એકાએક, તેણે પિતાના વિચાર બદલ્યા અથવા કહે કે તેમની રજૂઆત તેણે બદલી અને ઈટાલીએ મિત્રરાને પક્ષે યુદ્ધમાં જોડાવું એ મત જાહેર કર્યો. સમાજવાદી છાપું તેણે છોડી દીધું અને પિતાની નીતિને પ્રચાર કરનાર બીજા છાપાનું તે સંપાદન કરવા લાગ્યા. સમાજવાદી પક્ષમાંથી તેને કાઢી મૂકવામાં Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ - મુસાલિની અને ઇટાલીમાં ફાસીવાદ આવ્યું. પછીથી તે સ્વેચ્છાએ એક સામાન્ય સિપાઈ તરીકે લશ્કરમાં જોડાયે, ઈટાલીને મોખરે તે લડ્યો અને ઘાયલ થયો. - મહાયુદ્ધ પૂરું થયા પછી મુસોલિનીએ પિતાને સમાજવાદી કહેવડાવવાનું બંધ કર્યું. તેને જૂને પક્ષ તેને ધિક્કારતે હતો અને મજૂરવર્ગ ઉપર તેની કશી લાગવગ રહી નહોતી. આમ તેની સ્થિતિ ધબીના કૂતરા જેવી થઈ ગઈ તેણે શાંતિવાદ તથા સમાજવાદ ઉપર પ્રહાર કરવા માંડયા. “બૂવા' એટલે કે મધ્યમવર્ગી રાજ્ય ઉપર પણ તેણે પ્રહાર કરવા માંડ્યા. કઈ પણ પ્રકારના રાજ્યને તે વખોડવા લાગ્યો અને “વ્યક્તિવાદી' તરીકે પિતાને ઓળખાવીને અરાજની તે પ્રશંસા કરવા લાગ્યા. આવું આવું તેણે લખ્યું હતું. પણ તેણે કર્યું હતું આ ઃ ૧૯૧૯ના માર્ચ માસમાં તેણે ફાસીવાદની સ્થાપના કરી અને બેકાર થઈ પડેલા સૈનિકોની પિતાના “લડાયક દળમાં ભરતી કરવા માંડી. હિંસક પ્રવૃત્તિ એ દળની મૂળભૂત નીતિ હતી અને સરકાર તેમની પ્રવૃત્તિમાં ભાગ્યે જ વચ્ચે પડતી હતી એટલે તેઓ વધારે ધૃષ્ટ અને આક્રમણકારી બન્યા. શહેરમાં તે કદી કદી મજૂરોને તેમની સાથે વ્યવસ્થિત લડાઈ થતી અને તેઓ તેમને હાંકી કાઢતા. પરંતુ સમાજવાદી નેતાઓએ મજૂરના આ લડાયક જુસ્સાને વિરોધ કર્યો અને એ ફાસિસ્ટ ત્રાસને શાંતિમય રીતે સામને કરવાની અને ખામશી રાખવાની સલાહ આપી. આ રીતે ફાસીવાદ થાકીને આપમેળે જ નાશ પામશે એવી તેઓ આશા રાખતા હતા. એમ થવાને બદલે, શ્રીમંત તરફથી આર્થિક મદદ મળવાથી તેમજ સરકારે વચ્ચે પડવાની ના પાડવાથી ફાસીવાદી દળોનું બળ વધતું ગયું, જ્યારે જનતામાં સામનો કરવાને જે કંઈ જુસ્સો હતા તે તેણે ગુમાવ્યા. ફાસિસ્ટોની હિંસાને મજૂરોના હથિયાર હડતાલથી પણ સામને કરવાનો પ્રયત્ન કરવામાં ન આવ્યો. | મુસલિનીના નેતૃત્વ નીચે ફાસિસ્ટોએ બે પરસ્પર વિરોધી વિચારસરણીઓને મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો. પહેલી અને સૌથી મહત્વની વાત એ હતી કે સમાજવાદ તથા સામ્યવાદના તેઓ દુશ્મન હતા અને એ રીતે સાધનસંપન્ન તથા મિલકત ધરાવનારા વર્ગોને તેમને ટેકે મળે. પરંતુ મુસોલિની પહેલાં સમાજવાદી ચળવળિયા અને ક્રાંતિકારી હતું અને તેનાં ભાષણે મૂડીવાદવિરોધી સૂત્રોથી ભરપૂર હતાં. એ સૂત્રે ગરીબ વર્ગોને બહુ જ ગમતાં હતાં. વળી, તે ચળવળ ચલાવવાની કળાના નિષ્ણાત સામ્યવાદીઓ પાસેથી એ કળા પણ શીખે હતે. ફાસીવાદ આ રીતે વિચિત્ર પ્રકારના મિશ્રણ સમાન બની ગયે અને અનેક રીતે તેના અર્થે કરવામાં આવ્યા. તત્ત્વતઃ એ મૂડીવાદી ચળવળ હતી પરંતુ મૂડીવાદને જોખમરૂપ નીવડે એવાં અનેક સૂત્રે તેમાં પિકારવામાં આવતાં હતાં. આ રીતે એ ચળવળમાં તરેહતરેહના લેકે આવી ભળ્યા. મધ્યમવર્ગો, ખાસ કરીને નીચલા થરના મધ્યમવર્ગના બેકાર લેકે, એ ચળવળના Page #601 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદેશન આધારસ્તંભરૂપ હતા. એ ચળવળ બળવાન થતી ગઈ તેમ તેમ માર મહાજનેામાં સ ંગઠિત ન થયેલા એકાર અને અણુધડ મજૂરા પણ તેમાં ભળતા · ગયા, કેમ કે સફળતા જેટલી કાયસાધક ખીજી કાઈ પણ વસ્તુ નથી. ાસિસ્ટ એ બળજબરીથી દુકાનદારોને માલની કિ ંમત ઓછી રાખવાની ફરજ પાડી અને એ રીતે તેમણે ગરીમેાની સહાનુભૂતિ પણ મેળવી. ધણા નસીબ અજમાવનારા સાહસિક લેકા પણ કાસિસ્ટ વાવટા નીચે આવી ગયા. આ બધું છતાંયે, ફાસીવાદ એ લઘુમતી ચળવળ જ રહી. ૧૨૮ અને તેથી, જ્યારે સમાજવાદી નેતા વિસામણમાં પડીને સક૫વિકલ્પો કરી રહ્યા હતા, આપસમાં લડવાડ કરી રહ્યા હતા તથા તેમના પક્ષમાં ભાગલા અને ફાટફૂટ પડવા લાગી હતી ત્યારે ફાસિસ્ટોનું ખળ વધ્યે જતું હતું. વ્યવસ્થિત સૈન્ય પણ ફાસીવાદ તરફ મમતા રાખતું હતું અને મુસેાલિનીએ લશ્કરના સેનાપતિઓને પોતાના પક્ષમાં મેળવી લીધા હતા. આવાં ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી તત્ત્વાને પોતાના પક્ષમાં મેળવી લઈ તે તે બધાંને એકત્ર રાખવાં તેમ જ ફ્રાસીવાદ ખાસ કરીને તેમના હિતના અથે જ છે એવી એ દળના પ્રત્યેક સમૂહને પ્રતીતિ કરાવવી એ મુસોલિનીએ પાર પાડેલું અસાધારણ કાર્ય હતું. તવંગર ક્ાસિસ્ટ તેને પોતાની માલમિલકતના રક્ષક તરીકે લેખતા હતા અને તેનાં મૂડીવાદ વિરાધી વ્યાખ્યાનો તથા સૂત્રેાને આમજનતાને છેતરવા માટેની પોકળ વાતા તરીકે ગણતા હતા. ગરીબ ક્રાસો એમ માનતા હતા કે, મૂડીવાદના આ વિરોધ એ જ ક્ાસીઝમની સાચી વસ્તુ છે અને બાકીનું બધું તેા શ્રીમત લેાને ખુશ રાખવા પૂરતું હતું. આ રીતે મુસાલિની યુક્તિપ્રયુક્તિથી એ બંને પ્રકારના લોકા પાસેથી કામ લેવા લાગ્યો. એક દિવસ તે ધનવાનાની તરફેણમાં ખેલતા અને ખીજે જ દિવસે ગરીખોની તરફેણમાં ખેલતા. પરંતુ તત્ત્વતઃ તે મિલકતદાર વર્ગાના પુરસ્કર્તા હતા. તે તેને નાણાં પૂરાં પાડતા હતા અને લાંબા વખતથી તેમને ડરાવી રહેલા મજૂરોના તેમ જ સમાજવાદના બળને નાશ કરવાના તેમણે નિશ્ચય કર્યાં હતા. છેવટે, ૧૯૨૨ની સાલના ઓકટોબર માસમાં વ્યવસ્થિત લશ્કરના સેનાપતિની દોરવણી નીચે ફાસિસ્ટ દળાએ રામ તરફ કૂચ કરી. ફ્રાસિસ્ટ પ્રવૃત્તિઓ તરફ આજ સુધી આંખ આડા કાન કરનાર વડા પ્રધાને હવે લશ્કરી કાયદા જાહેર કર્યાં. પરંતુ એને માટે યાગ્ય તક વીતી ગઈ હતી અને હવે તો ખુદ રાજા પણ મુસેાલિનીના પક્ષને થઈ ગયા હતા. રાજાએ લશ્કરી કાયદાના હુકમને પોતાની ખાસ સત્તા વાપરીને રદ કર્યાં, પેાતાના વડા પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું અને મુસેલિનીને વડા પ્રધાન બની પોતાનું પ્રધાનમંડળ રચવા માટે આમંત્રણ આપ્યું. ૧૯૨૨ના ઑકટોબરની ૩૦મી Page #602 -------------------------------------------------------------------------- ________________ સુલિની અને ઇટાલીમાં ફાસીવાદ ૧૨૧૯ તારીખે ફાસિસ્ટ સૈન્ય કૂચ કરતું કરતું રોમ પહોંચ્યું અને તે જ દિવસે મુસલિની વડે પ્રધાન બનવા માટે મિલાનથી રેલવે ગાડીમાં ત્યાં આવી પહોંચે. - ફાસીવાદને વિજય થયું અને મુસોલિનીના હાથમાં સત્તા આવી. પરંતુ એનું ધ્યેય શું હતું? તેને કાર્યક્રમ તેમ જ તેની નીતિ શી હતી ? મહાન ચળવળ અમુક નિશ્ચિત સિદ્ધાંતેની આસપાસ વિકસેલી ચોક્કસ પ્રકારની વિચારપ્રણાલીના પાયા ઉપર ઘણુંખરું અનિવાર્યપણે રચાયેલી હોય છે અને તેના ચોક્કસ ઉદેશે અને કાર્યક્રમ હોય છે. ફાસીવાદની ખાસ વિશિષ્ટતા એ હતી કે, તેની પાછળ કોઈ પણ નિશ્ચિત સિદ્ધાંત, વિચારપ્રણેલી કે ફિલસૂફી નહતાં. હા, સમાજવાદ, સામ્યવાદ તેમ જ ઉદારમતવાદના (લિબરેલિઝમ) કેવળ વિરોધને ફિલસૂફી ગણવામાં આવે તે જુદી વાત. ફાસિસ્ટ દળાની સ્થાપના કર્યા પછી એક વરસ બાદ, ૧૯૨૦ની સાલમાં મુલિનીએ જાહેર કર્યું હતું કે : - “કોઈ પણ નિશ્ચિત સિદ્ધાંતની સાથે તે બંધાયેલાં નથી. ઇટાલીવાસીઓનું ભાવિ હિત એ એક માત્ર તેનું ધ્યેય છે અને તે તરફ એ અવિરત ગતિથી આગળ જઈ રહ્યાં છે.” આને કોઈ પણ પ્રકારની વિશિષ્ટ નીતિ ન જ કહી શકાય, કેમ કે, પિતાની પ્રજાનું હિત કરવાને દાવે તે કઈ પણ માણસ કરી શકે એમ છે. રેમની કુચ થઈ તે પહેલાં એક મહિના ઉપર જ મુસલિનીએ જણાવ્યું હતું કે, “અમારે કાર્યક્રમ બહુ જ સીધો સાદો છે; અમારે ઇટાલી પર રાજ કરવું છે.” ફાસીવાદની ઉત્પત્તિને વિષે ઈટાલીની એનસાઇક્લોપીડિયામાં તેણે લખેલા લેખમાં મુસોલિનીએ આ નીતિ એથી પણ વધારે સ્પષ્ટતાથી રજૂ કરી છે. એ લેખમાં તે જણાવે છે કે, રેમ ઉપરની પિતાની કુચ તેણે શરૂ કરી ત્યારે તેની પાસે ભવિષ્ય માટેની કોઈ ચોક્કસ પેજના નહોતી. રાજકીય કટોકટીની પળે સક્રિય કાર્ય કરવાની પ્રબળ ઈચ્છાથી પ્રેરાઈને તેણે પોતાનું એ સાહસ ઉપાડયું હતું. અને એ વસ્તુ ભૂતકાળની તેની સમાજવાદી તાલીમને આભારી હતી. ફાસીવાદ અને સામ્યવાદ એકબીજાના કટ્ટર વિરોધી છે એ ખરું, પણ કેટલીક પ્રવૃત્તિઓ તે બંનેમાં સમાન છે. પરંતુ સિદ્ધાંત અને વિચાર–પ્રણાલીની દૃષ્ટિથી તપાસીએ તે એ બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. કેમ કે, આપણે જોયું તે પ્રમાણે, ફાસીવાદ પાછળ કોઈ પણ મૂળભૂત સિદ્ધાંત રહેલા નથી; એ તે શૂન્યતામાંથી ઉદ્દભવે છે. પરંતુ સામ્યવાદ અથવા માકર્સવાદ તે અટપટે આર્થિક સિદ્ધાંત અને ઇતિહાસનું ભાષ્ય અથવા નિરૂપણ છે. અને એને માટે કઠણમાં કઠણ માનસિક તાલીમની જરૂર પડે છે. ફાસીવાદની પાછળ કોઈ પણ સિદ્ધાંત કે આદર્શ રહેલા નથી એ ખરું છતાંયે હિંસા અને અત્યાચારની એક નિશ્ચિત પદ્ધતિ તેની પાસે છે. વળી, s-૨૮ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ભૂતકાળ પરત્વેની એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ પણ તેની પાસે છે અને એ વસ્તુ તેને સમજવામાં આપણને કઇક અંશે મદદરૂપ થાય છે. પ્રાચીન કાળમાં રામના સમ્રાટ તથા મૅજિસ્ટ્રેટ (રાજ્યના સૌથી ઊંચા હોદ્દેદારો) આગળ રાખવામાં આવતું સામ્રાજ્યવાદી રામનું પ્રતીક જ ફાસીવાદનું પ્રતીક છે. એક લાકડીઓન ભારી અને તેની વચ્ચે એક કુહાડી રાખવામાં આવતી હતી. રામન ભાષામાં લાકડીઓને ‘ક઼ાસીસ' કહેવામાં આવે છે અને તે ઉપરથી જ ફાસીવાદ શબ્દ અન્યા છે. ફાસિસ્ટ સંસ્થાની રચના પણ પુરાણા રામન નમૂના પ્રમાણે કરવામાં આવી છે અને તેમાં પુરાણાં નામેાના સુધ્ધાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ‘ ફાસિસ્ટા ’ કહેવામાં આવે છે તે ફ્રાસિસ્ટ સલામ પણ રામની પ્રાચીન સલામની પેઠે હાથ લાંખે કરીને પછી તે ઊંચા કરીને કરવામાં આવે છે. આ રીતે, ફાસિસ્ટ પ્રેરણા માટે ભૂતકાળમાં સામ્રાજ્યવાદી રામ તરફ નજર કરતા હતા. તેમની દૃષ્ટિ પણ સામ્રાજ્યવાદી હતી. ચર્ચા નહિ —— કેવળ આજ્ઞાપાલન ' એ તેમને ધ્યાનમત્ર છે. એવા ધ્યાનમત્ર સૈન્યને માટે ભલે યોગ્ય હાય, લાકશાહી માટે તે ખસૂસ નહિ જ. તેમના નેતા મુસેાલિની તેમને સરમુખત્યાર છે. પોતાના ગણવેશ તરીકે તેમણે કાળું ખમીસ રાખ્યું છે, એ રીતે તેઓ કાળાં ખમીસવાળા ' તરીકે ઓળખાય છે. } 6 ફાસિસ્ટેને જો કાઈ પણ કાર્યક્રમ હોય તો તે સત્તા પ્રાપ્ત કરવી એ હતા. અને મુસાલિની વડાપ્રધાન બન્યા ત્યારે તેમની એ મુરાદ પાર પડી. પછીથી, પોતાના પ્રતિસ્પર્ધીઓને કચરી નાખી પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના કાર્ય માં તે મ`ડી પડયો. હિંસા અને અત્યાચારોના અસામાન્ય કારડા વીંઝાયેા. હિંસા એ તિહાસની બહુ જ સામાન્ય ઘટના છે પરંતુ ઘણુંખરું એને એક દુઃખદ જરૂરિયાત તરીકે લેખવામાં આવે છે અને તેને અનેક બહાનાં નીચે બચાવ કરવામાં આવે છે તથા તેના વાજખીપણાનું સમન કરવામાં આવે છે. પરંતુ ફ્રાસસ્ટો હિંસા પરત્વે એવું લાચારીભયું વલણ રાખવામાં માનતા નહોતા. તેમણે તે હિંસાને અપનાવી લીધી, તેઓ છડેચોક તેની પ્રશંસા કરવા લાગ્યા તેમ જ કાઈ એ તેમના સામનો ન કર્યાં હોવા છતાં તેમણે સારી પેઠે તેના અમલ પણ કર્યાં. માર મારીને પાર્ટીમેન્ટના વિરેધ પક્ષના સભ્યાને ડરાવી મારવામાં આવ્યા અને રાજ્યબંધારણને બિલકુલ બદલી નાખે એવા ચૂંટણીના નવા કાયદો બળજબરીથી પસાર કરાવવામાં આવ્યેા. આ રીતે મુસેલિનીની તરફેણમાં ઘણી મોટી બહુમતી મેળવવામાં આવી. ન જ્યારે તેઓ ખરેખર સત્તા ઉપર આવ્યા તેમ જ પોલીસેા અને રાજ્યતંત્ર ઉપર તેમણે કાબૂ મેળવ્યો ત્યારે પણ તેમણે હિંસાની એકાયદા પ્રવૃત્તિ ચાલુ રાખી એ ખરેખર આશ્ચર્યકારક છે. આમ છતાંયે તેમણે તેમની એ પ્રવૃત્તિ ચાલુ જ રાખી અને અલખત, હવે તે રાજની પાલીસ બિલકુલ વચ્ચે Page #604 -------------------------------------------------------------------------- ________________ મુસાલિની અને ઈટાલીમાં ફસીવાદ ૧૨૭૧ પડતી નહોતી એટલે તેમને વૈરાચાર માટે ખુલ્લું મેદાન મળી ગયું. લેકોનાં ખૂન કરવામાં આવ્યાં, તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા, તેમ જ તેમને માર મારવામાં આવ્યા તથા તેમની મિલકતનો નાશ કરવામાં આવ્યા. એ ઉપરાંત આ ફાસિસ્ટેએ અત્યાચારની એક નવી જ રીતે બહોળા પ્રમાણમાં અજમાવી. તે આ હતી, તેમને વિરોધ કરવાની હિંમત કરનારાઓને તેઓ ખૂબ પ્રમાણમાં દિવેલ પાઈ દેતા. ૧૯૨૪ની સાલમાં ગિયાકે મેટીટી નામના એક આગેવાન સમાજવાદી અને પાર્લામેન્ટના સભ્યના ખૂનની વાત સાંભળીને આખું યુરોપ ચોંકી ઊયું હતું. ઘેડા જ સમય ઉપર થયેલી ચૂંટણી વખતે ફાસિસ્ટોએ અખત્યાર કરેલી રીતે વિષે તેણે પાર્લામેન્ટમાં પિતાના ભાષણમાં ટીકા કરી હતી. એ પછી થોડા જ દિવસોમાં તેને મારી નાખવામાં આવ્યું હતું. કેવળ દેખાવ કરવાને ખાતર જ તેના ખૂનીઓ ઉપર કામ ચલાવવામાં આવ્યું, પરંતુ લગભગ કશી જ સજા થયા વિના તેઓ છૂટી ગયા. એમેન્ડેલા નામનો વિનીત (લિબરલ) પક્ષનો એક નરમ વલણનો આગેવાન તેને પહેલા મારને પરિણામે મરણ પામે. નિતી નામને વિનીત પક્ષને માજી વડા પ્રધાન ઈટાલીમાંથી માંડ છટકી ગયો પરંતુ તેના ઘરનો નાશ કરવામાં આવ્યો. આ તે જેના તરફ આખી દુનિયાનું લક્ષ ખેંચાયું હતું એવા ગણ્યાગાંઠ્યા બનાવે છે. પરંતુ ફાસિસ્ટોની હિંસા તે અવિરતપણે અને વ્યાપક રૂપમાં ચાલુ રહી. એ હિંસા તે તેમની કાયદેસરની દમનની રીતે ઉપરાંત કરવામાં આવતી હતી. વળી એ ઝનૂનમાં આવી ગયેલા અવિચારી ટોળાની હિંસા નહોતી. એ વ્યવસ્થિત પ્રકારની હિંસા હતી અને પિતાના બધાયે વિરોધીઓની સામે માત્ર સમાજવાદીઓ કે સામ્યવાદીઓ સામે જ નહિ પણ શાંત અને અતિશય નરમ વલણના વિનીતે સામે પણ–ઈરાદાપૂર્વક તે અખત્યાર કરવામાં આવી હતી. પિતાના વિરોધીઓનું જીવન વસમું અથવા “અશક્ય’ બનાવી મૂકવું એ મુસલિનીને હુકમ હતું. અને એ હુકમનો વફાદારીપૂર્વક અમલ કરવામાં આવ્યું. કઈ પણ બીજો પક્ષ, કઈ પણ બીજી સંસ્થા જીવતી રહેવાની નહોતી. દરેક વસ્તુ ફાસિસ્ટ જ હોવી જોઈએ. બધી જ નેકરીઓ ફાસિસ્ટને જ મળવી જોઈએ. | મુસલિની ઈટાલીને સર્વસત્તાધીશ સરમુખત્યાર બની ગયે. તે માત્ર વડે પ્રધાન જ નહિ પણ એકી સાથે વિદેશ પ્રધાન, સ્વદેશ ખાતાના પ્રધાન, સંસ્થાનેને પ્રધાન, યુદ્ધપ્રધાન, નૌકાપ્રધાન, હવાઈ દળને પ્રધાન અને મજૂર ખાતાને પ્રધાન હતા ! તે લગભગ આખું પ્રધાનમંડળ જ હતું. બિચારા રાજા પાછળ રહી ગયું અને તેનું નામ પણ સંભળાતું બંધ થઈ ગયું. પાર્લમેન્ટને પણ ધીમે રહીને બાજુએ ખસેડી મૂકવામાં આવી અને તેના પહેલાંના સ્વરૂપની તે છાયામાત્ર બની ગઈ. દેશ ઉપર ફાસિસ્ટ ગ્રાન્ડ કાઉન્સિલ ( ફાસિસ્ટ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ર જગતના ઈતિહાસનું રેખાદર્શન પક્ષની પ્રધાન કાર્યવાહક સમિતિ)ની આણ વર્તતી હતી અને ફાસિસ્ટ ગ્રાંડ કાઉન્સિલ ઉપર મુસોલિનીને દોર ચાલતું હતું. પરદેશ સાથેના સંબંધોને અંગેનાં મુસોલિનીનાં આરંભનાં ભાષણેએ યુરોપમાં ભારે આશ્ચર્ય ફેલાવ્યું અને ખળભળાટ મચાવી મૂક્યો. એ અસાધારણ ભાષણે હતાં. તે ભારે બડાઈખોર અને ધમકીથી ભરેલાં હતાં. રાજદ્વારી પુરુષનાં મુત્સદ્દીગીરીથી ભરેલાં ભાષણે કરતાં તે બિલકુલ જુદી જ જાતનાં હતાં. જાણે લડવાને માટે હમેશાં તે કૂદી રહ્યો હોય એમ લાગતું હતું. ઈટાલીના સામ્રાજ્યવાદી ભાવીની તેમ જ ઇટાલીનાં અસંખ્ય એરપ્લેનથી આકાશને છાઈ દેવાની વાતે તે કરવા લાગે તથા પિતાના પાડેશી ક્રાંસને તેણે અનેક વખતે છડેચક ધમકીઓ આપી હતી. બેશક, ક્રાંસ ઈટાલી કરતાં ઘણું વધારે બળવાન હતું પરંતુ લડવાની કેઈની દાનત નહોતી એટલે તે જે કંઈ બોલતે તે સાંખી લેવામાં આવતું. એટલી કે તેનું સભ્ય હતું છતાંયે પ્રજાસંધ તેના કટાક્ષ અને તિરસ્કારનો ખાસ શિકાર બની ગયું અને એક પ્રસંગે તે તેણે બહુ જ બૂરી રીતે તેનું અપમાન કર્યું હતું, અને આમ છતાંયે પ્રજાસંઘે તથા બીજી સત્તાએ આ બધું સાંખી લીધું. ઈટાલીમાં ઉપર ઉપરથી ઘણું ફેરફાર થયા અને સર્વત્ર નજરે પડતી વ્યવસ્થા અને નિયમિતતાના દેખાવથી પ્રવાસીના મન ઉપર સારી છાપ પડે છે. સામ્રાજ્યનું પાટનગર સુશોભિત બનાવાઈ રહ્યું છે અને સુધારાની મોટી મેટી જનાઓને અમલ શરૂ થઈ ચૂક્યો છે. મુસોલિનીના મનમાં નવા રોમન સામ્રાજ્યના અનેક તરંગે ઊઠી રહ્યા છે. ૧૯ર૯ની સાલમાં, પિપના પ્રતિનિધિ તથા મુસોલિની વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ઇટાલીની સરકાર અને પિપ વચ્ચેની પુરાણી તકરારનો અંત આવ્યો. ૧૮૭૧ની સાલમાં ઇટાલીના રાજ્ય રોમને પાટનગર બનાવ્યું ત્યારથી પપે તેને માન્ય રાખવાની કે રેમ ઉપરની પિતાની સર્વોપરી સત્તાનો દા જ કરવાની સાફ ના પાડી હતી. આથી દરેક પો૫, તેની ચૂંટણી થાય કે તરત જ રોમમાં આવેલા તેના વેટીકનના જબરદસ્ત મહેલમાં – જેમાં સેન્ટ પીટર્સના દેવળને પણ સમાવેશ થાય છે – ચાલ્યું જ અને પછી તે તેની બહાર ઇટાલીના પ્રદેશમાં પગ સરખો પણ મૂકતે નહિ. એ રીતે એ વખતથી બધાયે પિપ સ્વેચ્છાપૂર્વક કેદી બની જતા હતા. ૧૯૨૯ની આ સમજૂતીથી રેમમાંના વેટીકનના આ નાનકડા પ્રદેશને રવતંત્ર અને સ્વાયત્ત રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. પિપ એ રાજ્યને સર્વ સત્તાધારી રાજકર્તા છે અને એ રાજ્યના નાગરિકની કુલ સંખ્યા ૫૦૦ છે! એ રાજ્યને પિતાની અદાલતે છે, પોતાના સિક્કાઓ છે. પિતાની પિસ્ટની ટિકિટ છે, રાજ્યવહીવટને અંગેના નેકરવર્ગ છે તેમ જ દુનિયામાં સૌથી Page #606 -------------------------------------------------------------------------- ________________ લેશાહી અને સરસુખત્યારશાહી ૧૨૦૩ : વધારે ખર્ચાળ પોતાની એક નાનકડી રેલવે પણ છે. પાપ હવે સ્વેચ્છાપૂર્વ કના કુદી નથી રહ્યો; કદી કદી તે વેટીકનની બહાર નીકળે છે. મુસાલિનીએ પેપ સાથે આ સંધિ કરી તેથી કૅથલિક જગતમાં તે લોકપ્રિય થયા છે. ફાસિસ્ટની હિંસા આ ઉગ્ર સ્વરૂપે લગભગ એક વરસ સુધી ચાલુ રહી અને અમુક અંશે તો તે ૧૯૨૬ની સાલ સુધી ચાલુ રહી. ૧૯૨૬ની સાલમાં રાજકીય વિધી સામે પગલાં ભરવાને માટે ખાસ કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એ કાયદાઓથી સરકારને ભારે સત્તા મળી, એટલે એકાયદા પ્રવૃત્તિ બિનજરૂરી બની ગઈ, આર્ડિનન્સા તથા ઑર્ડિનન્સને આધારે ઘડાયેલા કાયદાઓના હિંદમાં રાફડો ફાટવ્યો છે. તેને ક ંઈક મળતા એ કાયદા છે. આ ખાસ કાયદાઓ ને આધારે લોકાને હજી પણ શિક્ષા કરવામાં આવે છે, ૬૬માં ધકેલવામાં આવે છે તથા સંખ્યાબંધ લોકેાને દેશપાર કરવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે ૧૯૨૬ના નવેમ્બરથી ૧૯૭૨ના આકટોબર સુધીમાં ૧૦,૦૪૪ માસાને ખાસ અદાલતા આગળ ખડા કરવામાં આવ્યા હતા. પાન્ઝા, વેન્ટીલેન તથા >મીટી એ ત્રણ ટાપુઓને દેશપાર કરવામાં આવેલાને રાખવા માટે નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ અતિશય ખરાબ છે. મોટા પાયા ઉપર દમન અને ધરપકડો હજી ચાલુ જ છે અને એ ઉપરથી સ્પષ્ટપણે માલૂમ પડે છે કે, તેને કચરી નાખવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવતા હૈાવા છતાં ત્યાં આગળ ગુપ્ત અને ક્રાંતિકારી વિરાધ હુ મેાબૂદ છે. દેશ ઉપર આર્થિક જો વધી રહ્યો છે અને દેશની આર્થિક પરિસ્થિતિ દિનપ્રતિદિન વધુ ને વધુ બગડતી જાય છે. ૧૭૬. લેાકશાહી અને સરમુખત્યારશાહી ૨૨ જૂન, ૧૯૩૩ "< પોતે ઇટાલીના સરમુખત્યાર બની બેસવાનું મેનિટા મુસોલિનીનું દૃષ્ટાંત યુરોપમાં આકર્ષક નીવડયું હોય એમ જણાતું હતું. એક પ્રસ ંગે તેણે કહ્યુ હતું કે, “ યુરોપના દરેક દેશમાં સિહાસના ખાલી પડેલાં છે. કેાઈ શક્તિશાળી પુરુષ તેના કબજો કરે એટલી જ વાર છે.” ઘણા દેશામાં સરમુખત્યારશાહી ઊભી થઈ અને પાર્લામેન્ટને કાં તા વિખેરી નાખવામાં આવી અથવા તે તેને સરમુખત્યારની ઇચ્છા અનુસાર વર્તવાની બળજબરીથી ફરજ પાડવામાં આવી, સ્પેન એ એનું એક નેધપાત્ર દૃષ્ટાંત હતું. સ્પેન મહાયુદ્ધમાં સડાવાયું નહેાતું. લડતાં રાષ્ટ્રોને માલ વેચીને સારી પેઠે કમાણી કરી અને એ રીતે એણે મહાયુદ્ધના લાભ ઉડાવ્યું. પરંતુ તેને Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેની પિતાની અનેક મુશ્કેલીઓ હતી અને ઔદ્યોગિક દૃષ્ટિએ તે બહુ જ પછાત દેશ હતું. જ્યારે અમેરિકાના તેમ જ પૂર્વના દેશમાંથી ધનદોલતને ત્યાં આગળ ધધ વહેતો હતો તે યુરોપમાં તેની મહત્તાના દહાડા કયારનાયે વીતી ગયા હતા અને હવે તે એક સત્તા તરીકે યુરોપમાં તેનું ઝાઝું મહત્વ રહ્યું નહતું. ત્યાં આગળ નામની પાર્લામેન્ટ અથવા ધારાસભા હતી અને તે કાર્ટોઝ નામથી ઓળખાતી હતી તથા રેમન ચર્ચ ત્યાં આગળ અતિશય બળવાન હતું. ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત યુરોપના બીજા દેશમાં બન્યું હતું તેમ ત્યાં આગળ સિન્ડીકેલિઝમ એટલે કે સંધવાદ અને ઍનાઝિમ એટલે કે અરાજકતાવાદને ભારે ફેલાવો થવા પામ્યું હતું. ઈંગ્લેંડ અને જર્મનીની પેઠે નકકર સામ્યવાદ કે નરમ વલણના સમાજવાદને પ્રચાર ત્યાં થયો નહિ. ૧૯૧૭ની સાલમાં બે શેવિકે સત્તા હાથ કરવાને માટે રશિયામાં મૂકી રહ્યા હતા ત્યારે સ્પેનના મજૂરે તથા ઉદ્યમ સુધારકેએ સાર્વત્રિક હડતાલ પાડીને લેકશાહી પ્રજાસત્તાક સ્થાપવાને પ્રયત્ન કર્યો. એ હડતાલ તેમ જ લેકશાહી પ્રજાસત્તાક માટેની આખીયે ચળવળને રાજાની સરકાર તથા તેના લશ્કરે કચરી નાખી અને એને પરિણામે લશ્કર દેશમાં સર્વસત્તાધારી બની ગયું. લશ્કર ઉપર આધાર રાખીને, રાજા પણ પહેલાં કરતાં વધારે સ્વતંત્ર અને આપખુદ બની ગયો. મેરે કક્કોના બે ભાગ પાડી નાખવામાં આવ્યા હતા. તેમાંના એક ભાગ ઉપર ફ્રાંસનું અને બીજા ઉપર સ્પેનનું પ્રભુત્વ હતું. ૧૯૨૧ની સાલમાં મોરક્કોના રીફ લેકમાં પેદા થયેલા અબ્દુલ કરીમ નામના એક શક્તિશાળી નેતાએ સ્પેનની હકૂમત સામે હથિયાર ઉપાડ્યાં. તેણે ભારે કુશળતા અને પરાક્રમ બતાવ્યાં તથા સ્પેનના લશ્કરને તેણે અનેક વાર હરાવ્યું. આને લીધે સ્પેનમાં આંતરિક કટોકટી પેદા થઈ. રાજા તેમ જ લશ્કર એ બંને રાજ્યબંધારણ તથા પાર્લામેન્ટ બંધ કરી દઈને સરમુખત્યારશાહી સ્થાપવા માગતાં હતાં. સરમુખત્યારશાહી સ્થાપવામાં તે એ બંને સંમત થયાં પરંતુ સરમુખત્યાર કેણ બને એ બાબતમાં તેમની વચ્ચે મતભેદ પડ્યો. રાજા પિતે સરમુખત્યાર અથવા નિરંકુશ શાસક થવા માગતા હતા અને લશ્કરના નેતાઓ લશ્કરી સરમુખત્યારશાહી સ્થાપવા ચહાતા હતા. ૧૯૨૩ની સાલમાં ત્યાં લશ્કરી બળવે છે અને એને પરિણામે મતભેદના મુદ્દાને નિર્ણય લશ્કરની તરફેણમાં આવ્યો અને જનરલ પ્રીમો દ રીવેરા સરમુખત્યાર . કેટેઝ (પાર્લામેન્ટ)ને તેણે બંધ કરી દીધી અને છડેચક પશુબળની એટલે કે સૈન્યની મદદથી તે હકૂમત ચલાવવા લાગ્યા. પરંતુ રીફ લેકેની સામેની મેકકોની લડાઈમાં કશી સફળતા ન મળી અને અબ્દુલ કરીમે સ્પેનવાસીઓને સામને ઉગ્રપણે ચાલુ રાખે. સ્પેનની સરકારે તેની Page #608 -------------------------------------------------------------------------- ________________ લોકશાહી અને સરસુખત્યારશાહી ૧૨૭૫ સમક્ષ અનુકૂળ શરતો રજૂ કરી પરંતુ તે તેણે ફેંકી દીધી. તે તે સ ંપૂર્ણ સ્વતંત્રતાની પોતાની માગણીને જ વળગી રહ્યો. સ્પેનની સરકાર એકલે હાથે તેને ન હરાવી શકત એ સંભવિત છે. ૧૯૨૫ની સાલમાં ફ્રેચાએ એમાં વચ્ચે પડવાનું નક્કી કર્યું. મારીકકામાં તેમનાં ઘણાં ભારે હિતેા રહેલાં હતાં. આથી તેમણે અબ્દુલ કરીમ સામે પોતાની અખૂટ સાધનસામગ્રી ખડી કરી. ૧૯૨૬ની સાલના અધવચ સુધીમાં અબ્દુલ કરીમને હરાવવામાં આવ્યો અને તે ફ્રેંચોને શરણે આવ્યા. આ રીતે અબ્દુલ કરીમની લાંખી અને વીરતાભરી લડતના અત આવ્યા. પશુબળ, ખબરનિયમન, દમન અને કેટલીક વાર લશ્કરી કાયદાનો અમલ ઇત્યાદિ સરમુખત્યારશાહીનાં હંમેશનાં સહગામી સહિત સ્પેનમાં આ બધાં વરસા દરમ્યાન પ્રીમેા ૬ રીવેરાની સરમુખત્યારશાહી ચાલુ રહી. આ સરમુખત્યારશાહી મુસાલિનીની સરમુખત્યારશાહીથી ભિન્ન હતી કેમ કે તે ઇટાલીની પેઠે પ્રજાના અમુક વર્ગો ઉપર નહિ પણ કેવળ લશ્કરી બળ ઉપર જ નિર્ભર હતી. પ્રીમા ૬ રીવેરાથી લશ્કર થાકે પછી તેને બીજો કાઈ ટકા રહેતા નહોતા. ૧૯૩૦ની સાલના આરંભમાં રાજાએ પ્રીમાને બરતરફ્ કર્યાં. એ જ વરસે ત્યાં ક્રાંતિ થવા પામી અને તેને ઢાખી દેવામાં આવી. પરંતુ પ્રજાસત્તાક તેમ જ ક્રાંતિની ભાવના એટલી બધી વ્યાપક બની ગઈ હતી કે તેને દાખી રાખી શકાય એમ નહાતું. ૧૯૩૧ની સાલમાં પ્રજાસત્તાકવાદીઓએ મ્યુનિસિપાલિટીઓની ચૂંટણીમાં ભારે સામર્થ્ય દાખવ્યું અને પ્રજામતને વશ થવામાં જ ડહાપણુ રહેલું છે એમ સમજી એ પછી થાડા જ દિવસોમાં રાજા આલ્ફાન્ઝોએ ગાદીત્યાગ કર્યાં અને સ્પેનમાંથી તે ભાગી ગયા. ત્યાં આગળ કામચલાઉ સરકાર સ્થાપવામાં આવી અને યુરોપમાં આપખુદ રાજાશાહી તથા ચર્ચના શાસનના પ્રતીકસમું સ્પેન હવે યુરોપનું સૌથી તરુણ પ્રજાસત્તાક બન્યું. માજી રાજા આલ્ફાન્ઝોને તેણે કાયદા બહાર મૂક્યો અને દેશમાં ચર્ચાના પ્રભુત્વની સામે લડવાની તેણે કમર કસી. પરંતુ હું તો તને સરમુખત્યારની વાત કહેતા હતા. ઇટાલી અને સ્પેન ઉપરાંત પેલેંડ, યુગાસ્લાવિયા, ગ્રીસ, બલ્ગેરિયા, પોર્ટુગાલ હંગેરી અને ઑસ્ટ્રિયા વગેરે દેશોએ પણ લેાકશાહી સરકાર છેડીને સરમુખત્યારશાહી સ્થાપી હતી. પોલેંડમાં ઝારશાહીના સમયના સમાજવાદી પીન્નુમ્સ્કી લશ્કર ઉપરના પોતાના કાબૂને લીધે સરમુખત્યાર બન્યા હતા. પોલેંડની પામેન્ટના સભ્યો પ્રત્યે તે અતિશય અપમાનજનક ભાષા વાપરતા હતા. અને કેટલીક વાર તે તેમને ગિરફતાર કરીને ધકેલી કાઢવામાં આવતા હતા. યુગોસ્લાવિયામાં રાજા ઍલેકઝાંડર પોતે સરમુખત્યાર છે. દેશના કેટલાક ભાગેાની સ્થિતિ અતિશય ખરાબ બની ગઈ અને એમ કહેવાય છે કે, તુર્કીના અમલ દરમ્યાન હતું તેના કરતાં પણ વિશેષ દમન ત્યાં પ્રવતુ હતું. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપર મેં ઉલ્લેખ કર્યો તે બધાયે દેશોમાં ખુલ્લેખુલ્લા સ્વરૂપમાં સરમુખત્યાર શાહી નિરંતર ચાલુ રહી નહતી. કદી કદી તેમની પાર્લામેન્ટ ઊંધમાંથી છેડા વખત માટે જાગી ઊઠે છે અને તેને કાર્ય કરવા દેવામાં આવે છે અથવા તાજેતરમાં બગેરિયામાં બનવા પામ્યું છે તે પ્રમાણે કદી કદી સત્તા ઉપરની સરકાર પિતાને અણગમતા હોય એવા – દાખલા તરીકે સામ્યવાદીઓ – પાર્લમેન્ટના સભ્યના આખા સમૂહની ધરપકડ કરીને તેમને બળજબરીથી પાર્લામેન્ટમાંથી કાઢી મૂકે છે અને બાકીના સભ્યોને તેમનાથી બની શકે એવું કાર્ય કરવા દે છે. એ બધા દેશો સરમુખત્યારશાહી યા તે તેને અનુરૂપ રાજ્યવ્યવસ્થા નીચે રહે છે અને પશુબળને આધારે ટકતી વ્યક્તિની કે નાનકડા સમૂહની બનેલી આવી સરકારને અનિવાર્ય રીતે નિરંતર ચાલતા દમન, વિરોધીઓનાં ખૂન તથા ધરપકડે, કડક ખબરનિયમન તેમ જ જાસૂસની વિસ્તૃત જાળ ઈત્યાદિને આશરો લે જ પડે છે. યુરેપની બહારના દેશોમાં પણ સરમુખત્યારશાહી ઊભી થઈ હતી. તુક તથા કમાલ પાશાની વાત તે હું આગળ કહી ગયો છું. દક્ષિણ અમેરિકામાં ઘણા સરમુખત્યારે છે. પરંતુ ત્યાં આગળ તે એ પુરાણી સંસ્થા છે કેમ કે દક્ષિણ અમેરિકાનાં પ્રજાતંત્રએ લેકશાહી કાર્યવાહી પ્રત્યે કદીયે મમતા બતાવી નથી. સરમુખત્યારશાહીની આ યાદીમાં મેં સોવિયેટ રાજ્યને સમાવેશ નથી કર્યો. કેમ કે ત્યાંની સરમુખત્યારશાહી બીજી કોઈ પણ સરમુખત્યારશાહી જેટલી જ નિષ્ફર છે એ ખરું પણ તેને પ્રકાર ભિન્ન છે. એ કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓના નાનકડા સમૂહના નહિ પણ ખાસ કરીને જેનો આધાર મજૂર ઉપર છે એવા એક સુસંગઠિત રાજકીય પક્ષની સરમુખત્યારશાહી છે. તેઓ એને મજૂરોની સરમુખત્યારશાહી' કહે છે. આમ ત્રણ પ્રકારની સરમુખત્યારશાહી આપણા જોવામાં આવે છે: સામ્યવાદી, ફાસીવાદી અને લશ્કરી. સરમુખત્યાર શાહીની બાબતમાં કશી નવીનતા કે વિશિષ્ટતા નથી, છેક પ્રાચીનકાળથી એ ચાલતી આવી છે. સરમુખત્યારશાહીના સામ્યવાદી અને ફાસીવાદી પ્રકારો ઈતિહાસમાં નવીન છે અને આપણા જમાનાની તે ખાસ પેદાશ છે. આ બધી સરમુખત્યારશાહીઓ તથા તેના જુદા જુદા પ્રકારની બાબતમાં આપણું લક્ષ ખેંચે એવી પ્રથમ બાબત એ છે કે, લેકશાહી તેમ જ પાર્લામેન્ટ દ્વારા ચાલતી સરકારથી તે સાવ ઊલટી છે. મેં તને આગળ કહ્યું હતું તે તને યાદ હશે કે, ૧૯મી સદી એ લેકશાહીની સદી હતી તેમ જ ક્રાંસની ક્રાંતિએ જેની ઘોષણું કરી હતી તે મનુષ્યના અધિકારના પાયા ઉપર એ સદીના પ્રગતિશીલ વિચારો રચાયેલા હતા તથા વ્યક્તિ સ્વાતંત્ર્ય એ તે વખતનું ધ્યેય હતું. એમાંથી, યુરોપના મોટા ભાગના દેશમાં વત્તાઓછા પ્રમાણમાં પાર્લમેન્ટ દ્વારા ચાલતી સરકારને વિકાસ થયો. આર્થિક ક્ષેત્રમાં એ ઉપરથી લેગે ફેર” એટલે Page #610 -------------------------------------------------------------------------- ________________ લેાકશાહી અને સરમુખત્યારશાહી ૧૨૭૭ સ્વૈર પ્રવૃત્તિના સિદ્ધાંત ઉભબ્યો. ૨૦મી સદીમાં, અથવા કહે કે મહાયુદ્ધ પછીનાં વરસામાં ૧૯મી સદીની .આ મહાન પરંપરાનો અંત આવ્યા અને શાસ્ત્રશુદ્ધ અથવા સૈદ્ધાંતિક લાકશાહી પ્રત્યે આદર રાખનારાઓની સંખ્યા હવે દિનપ્રતિદિન ઘટતી જાય છે. અને લેાકશાહીના આ પતનની સાથે જેમને ઉદાર વિચાર ધરાવનારા લેકા ( લિબરલ ) કહેવામાં આવે છે. તેમની પણ સત્ર એવી જ દશા થઈ છે અને સમાજના એક અસરકારક બળ તરીકે હવે તેમની ગણના થતી નથી. .. સામ્યવાદ તેમ જ ફાસીવાદ એ બંનેએ લેાકશાહીના વિરોધ તેમ જ ટીકા કરી છે પરંતુ બિલકુલ ભિન્ન દૃષ્ટિથી તેમણે તેમ કર્યું છે. જે દેશ સામ્યવાદી કે ફાસીવાદી નથી ત્યાં પણ લોકશાહીનું માન પહેલાં જેટલું રહ્યું નથી. પાર્લીમેન્ટનું પહેલાંના જેટલું ગૌરવ રહ્યું નથી અને પ્રજામાં તેની પહેલાંના જેટલી પ્રતિષ્ઠા રહી નથી. તેમને જે જરૂરી જણાય તે પાર્લામેન્ટને પૂછ્યા વિના કરવાની વહીવટી ખાતાંના વડાઓને ભારે સત્તા આપી દેવામાં આવી છે. એનું કારણ કઇક અંશે એ પણ છે કે આજને સમય અતિશય નાજુક છે, એ પરિસ્થિતિમાં તાત્કાલિત પગલાં ભરવાની જરૂર પડે છે અને પાર્લામેન્ટ અથવા ધારાસભા હમેશાં ઝડપથી કાર્ય કરી શકતી નથી. જમનીએ તાજેતરમાં પોતાની પાર્લામેન્ટને સંપૂર્ણ પણે ઠોકરે મારી છે અને ત્યાં આગળ ાસિસ્ટ ઢબના શાસને બૂરામાં બૂરું સ્વરૂપ ધારણ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે તા પોતાના પ્રમુખાને હમેશાં ભારે સત્તા આપી જ રાખી છે, પરંતુ તાજેતરમાં એમાં વળી વિશેષ વધારો કરવામાં આવ્યેા છે. ઈંગ્લેંડ તથા ક્રાંસ, માત્ર એ એ જ દેશમાં ઉપર ઉપરથી જોતાં પાર્લામેન્ટ હજી પણ પહેલાંની જેમ જ કાર્ય કરતી જણાય છે. તેમના તાબા નીચેના મુલકા તથા તેમની વસાહતમાં તેમની ફાસિસ્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. હિંદુસ્તાનમાં બ્રિટિશ ફાસીવાદ કાય કરી રહેલા આપણા જોવામાં આવે છે;હિંદી ચીનમાં ફ્રેંચ ફાસીવાદ ‘ સુલેહ શાંતિ' પ્રવર્તાવી રહ્યો છે, પરંતુ લંડન અને પૅરિસમાં પણ પાર્ટીમેન્ટ નિષ્પ્રાણ બનતી જાય છે. ગયા માસમાં જ એક અંગ્રેજ વિનીતે કહ્યું હતું કેઃ પ્રતિનિધિવ ધરાવનારી આપણી પાલમેન્ટ, અપૂર્ણ અને ખરાબ રીતે કાય કરતી ચૂંટણીની વ્યવસ્થાથી ચૂંટાયેલી એક વહીવટી ટાળકીની સ્વાથી આજ્ઞાની નોંધ કરનારું એક ત ંત્ર માત્ર ઝડપથી બનતી જાય છે. ,, ૧૯મી સદીની લાકશાહી અને પા મેન્ટાના પ્રભાવ આ રીતે સત્ર ટી રહ્યો છે. કેટલાક દેશોમાં છડેચોક અને બળજબરીથી તેમને રદ કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક દેશોમાં તેમણે તેમનું સાચું મહત્ત્વ ગુમાવ્યું છે અને તે ગંભીર અને પોકળ તમાશારૂપ' બનતી જાય છે. એક ઇતિહાસકારે tr Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૮. જગતના ઈતિહાસનું રેખાદર્શન પાર્લામેન્ટોના આ પતનની તુલના ૧૯મી સદીમાં થયેલા રાજાશાહીના પતન સાથે કરી છે. જે રીતે ઈગ્લેંડમાં તેમ જ અન્યત્ર રાજા પિતાની સાચી સત્તા ગુમાવીને વત્તેઓછે અંશે દેખાવ કરવા માટે બંધારણીય શાસક બન્યું છે તે જ રીતે પ્રસ્તુત ઇતિહાસકારના મત પ્રમાણે પાર્લામેન્ટ સત્તા વિનાની અને પ્રતિષ્ઠિત પ્રતીક સમાન બની જવાને સંભવ રહે છે અને એ પ્રક્રિયા ચાલુ પણ થઈ ગઈ છે. હા, એટલું ખરું કે એ પ્રતીકે દેખાવમાં બહુ ભવ્ય અને મહત્ત્વપૂર્ણ લાગે છે પરંતુ વાસ્તવમાં તે નિરર્થક હોય છે. પરંતુ આમ શાથી બનવા પામ્યું? એક સદી કે તેથીયે વધારે સમય સુધી અસંખ્ય લેકેને માટે આદર્શરૂપ અને પ્રેરણાદાયી બની રહેનાર, તથા જેને માટે પિતાના દેહનાં બલિદાન આપીને હજારે લેકે શહીદ થયા છે તે લેકશાહી આજે આવી અકારી શાથી થઈ પડી છે? પૂરતાં કારણે વિના આવા ફેરફારો થવા પામતા નથી. ચંચળવૃત્તિની પ્રજાના તરંગે કે કલ્પના માત્રથી એમ થઈ શકતું નથી. આજના જીવનવ્યવહારની પરિસ્થિતિમાં એવું કંઈક હોવું જ જોઈએ કે જે ૧૯મી સદીની શાસ્ત્રશુદ્ધ અથવા સૈદ્ધાંતિક લેકશાહી સાથે બંધબેસતું ન હોય. એ વિષય રસપ્રદ અને અટપટો છે. અહીંયાં હું એ પ્રશ્નની ચર્ચામાં ઊતરી શકું એમ નથી પરંતુ એ સંબંધમાં એક બે વસ્તુઓ તને જણાવીશ. ઉપરના પેરેગ્રાફમાં લેકશાહીને મેં “શાસ્ત્રશુદ્ધ અથવા સૈદ્ધાંતિક” તરીકે ઉલ્લેખ કર્યો છે. સામ્યવાદીઓ કહે છે કે એ સાચી લેકશાહી નહતી; એ તે એક વર્ગ બીજા બધા વર્ગો ઉપર શાસન કરી રહ્યો છે એ હકીકત છુપાવવા માટેનું લેકશાહીનું કોચલું હતું. તેમના મત પ્રમાણે, લેકશાહી મૂડીદારવર્ગની સરમુખત્યારશાહીને ઢાંકી રહી હતી. ખરી રીતે તે એ શ્રીમંતશાહી એટલે કે ધનવાન લેકે દ્વારા ચાલતી સરકાર હતી. જેમાં ભારે ગુણગાન કરવામાં આવતાં હતાં તે જનતાને આપવામાં આવેલે મતાધિકાર તેના ઉપર જ શાસન કરશે તથા તેનું શોષણ કરશે કે પછી રવ તેમ કરશે એ કહેવાની ચાર કે પાંચ વરસમાં તેને એક વખત પસંદગી આપતે હતે. હરકોઈ પરિસ્થિતિમાં શાસકવર્ગ આમવર્ગના લેકેનું શેષણ કરતા હતા. આ પ્રકારના વર્ગીય શાસનને તથા શોષણને અંત આવે અને સમાજમાં માત્ર એક જ વર્ગ મજૂદ હોય ત્યારે જ સાચી લેકશાહી આવી શકે. પરંતુ એવા પ્રકારનું સમાજવાદી રાજ્ય નિર્માણ કરવા માટે, પ્રજામાં રહેલાં મૂડીવાદી તથા “બૂવા” તોને દાબી દેવા તથા મજૂરોના રાજ્ય સામે કાવતરાં કરતા તેમને રોકવા માટે અમુક કાળ સુધી આમવર્ગની સરમુખત્યારીની જરૂર રહે છે. રશિયામાં સેવિયેટે એવા પ્રકારની સરમુખત્યારીને અમલ કરે છે. એ સેવિયેટમાં બધાએ મજૂરો, ખેડૂતે તેમ જ બીજાં “સક્રિય” તત્ત્વનું પ્રતિનિધિત્વ હોય Page #612 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૯ લોકશાહી અને સરમુખત્યારશાહી છે. આ રીતે એ ૯૦ કે ૯૫ ટકા લેકની બાકીના ૧૦ કે ૫ ટકા લેકે ઉપરની સરમુખત્યારી છે. આ તે સિદ્ધાંતની વાત થઈ વ્યવહારમાં સેવિયેટે ઉપર સામ્યવાદી પક્ષનો કાબૂ છે અને સામ્યવાદી પક્ષ ઉપર સામ્યવાદીઓની શાસક ટોળકીને કાબૂ છે, અને ખબરનિયમન, વાણી સ્વાતંત્ર્ય તેમ જ કાર્ય સ્વાતંત્ર્યની બાબતમાં એ સરમુખત્યારશાહી બીજી કોઈ પણ સરમુખત્યારશાહી જેટલી જ કડક છે. પરંતુ મજૂરના સદ્ભાવ અથવા સહાનુભૂતિ ઉપર તે રચાયેલી હોવાથી તેને મજૂરોને પિતાની સાથે રાખવા જ પડે છે. અને, ખાસ કરીને, એમાં બીજા કોઈ વર્ગના લાભ માટે મજૂરે કે ઇતર વર્ગોનું શેષણ કરવામાં આવતું નથી. જે ત્યાં કઈ પણ પ્રકારનું શેષણ હેય તે તે સૌના લાભ માટે રાજ્યનું શેષણ છે. વળી, એ પણ યાદ રાખવા જેવી હકીકત છે કે, રશિયામાં કદીયે લેકશાહી સરકાર હતી જ નહિ. ૧૯૧૭ની સાલમાં એકી છલંગે આપખુદ રાજ્યતંત્રમાંથી નીકળીને રશિયા સામ્યવાદમાં જઈ પડયું. ફાસિસ્ટનું વલણ એથી બિલકુલ ભિન્ન છે. આગલા પત્રમાં મેં તેને કહ્યું હતું તેમ, ફાસિસ્ટ સિદ્ધાંત શા છે તે શેધી કાઢવું એ સહેલ વાત નથી. કેમ કે તેમના કોઈ નિશ્ચિત સિદ્ધાંત હોય એમ જણાતું નથી. પરંતુ ફાસિસ્ટ લેકશાહીના વિરોધીઓ છે એ નિર્વિવાદ છે. પણ લેકશાહીને તેમનો વિરોધ સામ્યવાદીઓના તેના વિરોધથી સાવ જુદી જ ભૂમિકા ઉપર રચાયેલું છે. સામ્યવાદીઓના મત પ્રમાણે લેકશાહી એ સાચી વસ્તુ નથી; એ ધેકાબાજી છે, નકલી ચીજ છે. પરંતુ ફાસિસ્ટેને તે લેકશાહીની કલ્પનાની પાછળ રહેલા સમગ્ર સિદ્ધાંતની સામે વાંધે છે અને લોકશાહીને તેઓ પોતાની સમગ્ર શક્તિથી વખોડી કાઢે છે. મુસલિનીએ તેને “સડતી જતી લાશ” કહી છે ! વ્યક્તિસ્વાતંત્ર્યની કલ્પના સામે પણ ફાસિસ્ટોને એટલે જ અણગમે છે. તેમના મત પ્રમાણે રાજ્ય સર્વસ્વ છે, વ્યક્તિની કશી ગણતરી નથી. સામ્યવાદીઓ પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને ઝાઝું મહત્ત્વ આપતા નથી.) ૧૯મી સદીના લેકશાહીના ઉપાસક ઉદારમતવાદને પ્રવર્તક બિચારે મેઝિની આજે જીવતે હેત તે પિતાના દેશબંધુ મુસોલિનીને તે શું કહેત! માત્ર સામ્યવાદીઓ અને ફાસિસ્ટ જ નહિ પણ પ્રચલિત યુગની મુશ્કેલીઓ તેમ જ હાડમારીઓ વિષે વિચાર કરનારા બીજાઓ પણ મતાધિકાર આપીને એ વસ્તુને લેકશાહી કહેવાના જૂના વિચારથી અસંતુષ્ટ થયા છે. લેકશાહીને અર્થ સમાનતા છે અને જે સમાજમાં સમાનતા પ્રવર્તતી હોય ત્યાં જ લેકશાહી ફાલીફૂલી શકે. એ તે દીવા જેવું સ્પષ્ટ છે કે, પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર આપવા માત્રથી સમાનતાવાળો સમાજ નિર્માણ થતું નથી. પુખ્ત વયને મતાધિકાર તેમ જ બીજી એવી વસ્તુઓ દાખલ કરવા છતાયે આજે સમાજમાં Page #613 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ ' જગતના ઇતિહાસનું રેખાદર્શન ભયંકર અસમાનતા નજરે પડે છે. એથી કરીને લોકશાહીને તક આપવા માટે, સમાનતાવાળો સમાજ પેદા કરે જોઈએ; અને તેમની આ વિચાર પરંપરામાંથી જુદા જુદા આદર્શો અને પદ્ધતિઓ ઉભવે છે, પરંતુ એ બધા એક બાબતમાં સંમત થાય છે કે આજની પાર્લામેન્ટ બિલકુલ અસંતોષકારક છે. હવે આપણે ફાસીવાદને જરા ઊંડા ઊતરીને નિહાળીએ અને વાસ્તવમાં તે શું છે તે જાણવાને પ્રયત્ન કરીએ. તે હિંસાનાં ગુણગાન કરે છે અને શાંતિવાદને ધિક્કારે છે. મુસોલિની ઈટાલીની એનસાઈકલોપીડિયામાં કહે છે : ફાસીવાદ કાયમી શાંતિની જરૂરિયાત કે ઉપગિતામાં માનતો નથી. શાંતિવાદમાં બલિદાન આપવાના ડરથી જોખમની સામે ન લડવાની વૃત્તિ છુપાયેલી છે. તત્ત્વત: એ કાયરતા છે અને તેથી એ શાંતિવાદને ઈન્કાર કરે છે. યુદ્ધ, કેવળ યુદ્ધ જ માનવી શક્તિને તેની પરાકાષ્ટાએ પહોંચાડે છે અને તેને વધાવી લેવાનું શૈર્ય બતાવનાર પ્રજાઓને તે પોતાના ઉમદા ગુણોથી નવાજે છે. બીજી બધી કસેટીઓ ગૌણ છે. તે મનુષ્યની સામે જીવન-મરણ વચ્ચેની પસંદગી કરવાને પ્રશ્ન ખડે કરતી નથી.” ફાસીવાદની દૃષ્ટિ તીવ્રપણે રાષ્ટ્રીય છે જ્યારે સામ્યવાદની દૃષ્ટિ આંતરરાષ્ટ્રીય છે. ફાસીવાદ તે ખરેખાત આંતરરાષ્ટ્રીયતાને વિરોધ કરે છે. રાજ્યને તે એક દેવ અથવા ઈશ્વર સમાન બનાવી દે છે અને વ્યક્તિની સ્વતંત્રતા તથા હકોને તેની વેદી ઉપર બલિદાન આપવું જોઈએ એમ માને છે. તેની નજરે બીજા બધા દેશે પરાયા અને લગભગ દુશ્મન જેવા છે. યહૂદીઓને પરાયા તત્ત્વ તરીકે લેખવામાં આવે છે અને તેમના પ્રત્યે ખરાબ વર્તાવ દાખવવામાં આવે છે. તે કેટલાંક મૂડીવાદવિરોધી સૂત્રે ઉચ્ચારે છે તથા કેટલીક ક્રાંતિકારી નીતિરીતિઓ અખત્યાર કરે છે એ ખરું પરંતુ મિલતદાર તેમ જ પ્રત્યાઘાતી ત સાથે તેને મૈત્રીને સંબંધ છે. ફાસીવાદની આ કેટલીક ચિત્રવિચિત્ર બાજુઓ છે. એની પાછળ રહેલી ફિલસૂફી, જે એની કંઈ પણ ફિલસૂફી હેય તે – તે સમજવી અતિ મુશ્કેલ છે. આપણે જોયું તેમ, ફાસીવાદને આરંભ સત્તા હાથ કરવા માટેની સીધી સાદી ઈછામાંથી થયો હતો. એમાં સફળતા મળ્યા પછી એની આસપાસ ફિલસૂફી રચવાનો પ્રયાસ કરવામાં આવ્યું. એ કેટલી બધી ગોટાળાભરેલી છે એને ખ્યાલ આપવા માટે તથા તને કંઈક ગૂંચવણમાં નાખવા માટે એક આગળ પડતા ફાસિસ્ટ ફિલસૂફના લખાણમાંથી હું અહીં એક ઉતારે ટાંકીશ. એનું નામ છવાની જેન્ટાઈલ છે અને તે ફાસીવાદને પ્રમાણભૂત ફિલસૂફ ગણાય છે. સરકારમાં તે એક ફાસિસ્ટ પ્રધાન પણ છે. જેન્ટાઈલ કહે છે કે, લોકશાહીમાં બને છે તેમ, લેકએ પિતાને આત્મસાક્ષાતકાર વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરવાને મથવું ન જોઈએ. પરંતુ ફાસીવાદ અનુસાર, વિશ્વચેતનરૂપ Page #614 -------------------------------------------------------------------------- ________________ લોકશાહી અને સરમુખત્યારશાહી ૧૨૮૧ ઈન્દ્રિયાતીત અહંનાં કાર્યો દ્વારા આત્મસાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (આને જે કંઈ અર્થ થતો હોય તે મારી સમજશક્તિની બહાર છે.) આમ, આ વિચારદૃષ્ટિમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય કે વ્યક્તિત્વને કશે અવકાશ રહેતું નથી. પિતાની જાત સિવાયની બીજી કોઈક વસ્તુમાં – રાજ્યમાં – આત્મવિલોપન કરીને જ વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપને તેમ જ સ્વતંત્રતાને અનુભવ કરી શકે છે. . કુટુંબ, રાજ્ય કે પરમાત્મામાં એકરૂપ કરી દેવાથી મારું વ્યક્તિતવ દબાઈ જતું નથી, પણ તે ઉન્નત, સબળ અને વિશાળ થાય છે.” જેન્ટાઈલ વળી કહે છે : કઈ પણ બળ માણસની સંકલ્પશક્તિ ઉપર અસર પાડી શકે તેટલા પ્રમાણમાં તે નૈતિક બળ છે. પછી એમાં ઉપદેશ કે લાઠીની દલીલને ભલેને ઉપગ કરવામાં આવ્યો હેય.” હવે આપણે સમજ્યાં કે, હિંદમાં બ્રિટિશ સરકાર જ્યારે જ્યારે લાઠીપ્રહારેને આશરો લે છે ત્યારે ત્યારે તે કેટલા બધા નૈતિક બળને ઉપયોગ કરી રહી હોય છે! આ બધા, એક વસ્તુ બની ગયા પછી તેનું સમર્થન કરવાના અને તેનું વાજબીપણું પુરવાર કરવાના પ્રયાસ છે. એમ પણ કહેવામાં આવે છે કે, ફાસીવાદને ઉદ્દેશ “સામૂહિક રાજ્ય' (કોર્પોરેટિવ સ્ટેટ) સ્થાપવાનો છે. મારા ધારવા પ્રમાણે, એવા રાજ્યમાં સૌ સામુદાયિક અથવા આખા સમૂહના હિતને અર્થે હળીમળીને કાર્ય કરે છે. પરંતુ એવું કોઈ રાજ્ય ઈટાલી કે બીજે ક્યાંય ઊભું થયેલું જોવામાં આવતું નથી. તેના ઉપર કેટલાક અંકુશ મૂકવામાં આવ્યા છે એ ખરું, પરંતુ ઈટાલીમાં મૂડીવાદ લગભગ બીજા દેશોની જેમ જ પિતાનું કાર્ય કરી રહ્યો છે. - ફાસીવાદ બીજા દેશોમાં પણ પ્રસર્યો છે એટલે એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે એ માત્ર ઈટાલીની જ વિશિષ્ટ ઘટના નથી પરંતુ કોઈ પણ દેશમાં જ્યારે અમુક પ્રકારની આર્થિક પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે તે દેખા દે છે. મજૂરે જ્યારે બળવાન બનીને મૂડીવાદી રાજ્યને ધમકીરૂપ બની જાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ મૂડીદાર વર્ગ પિતાને ઉગારી લેવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે, ઉગ્ર પ્રકારની આર્થિક કટોકટીની ઘડીએ મજૂરે તરફથી એવું જોખમ પેદા થાય છે. મિલકતદાર તથા શાસક વર્ગ સામાન્ય પ્રકારના લેકશાહી ઉપાય દ્વારા પોલીસે અને લશ્કરની મદદથી મજૂરોને દાબી શકતા નથી ત્યારે તે ફાસિસ્ટ પદ્ધતિને આશરે લે છે. એટલે કે એક કપ્રિય સામુદાયિક ચળવળ ઉપાડવામાં આવે છે. એમાં જનસમૂહને પસંદ પડે એવાં પરંતુ મિલકતદાર અને મૂડીદાર વર્ગોનું રક્ષણ કરવાના આશયથી યોજવામાં આવેલાં કેટલાંક સૂત્રે Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન માન્ય રાખવામાં આવે છે. એ ચળવળના આધારસ્તંભ નીચલા થરના મધ્યમ વર્ગોમાંથી મળી રહે છે કેમ કે એ વના મોટા ભાગના લાકા બેકારીથી પીડાતા હોય છે. વળી, રાજકીય દૃષ્ટિએ પછાત અને અસંગઠિત મજૂરા અને ખેડૂત પણ ઉપર જણાવેલાં સૂત્રેા તેમજ પોતાની સ્થિતિ સુધારવાની આશાથી આકર્ષાઈ ને એ ચળવળમાં ભળે છે. એના લાભ ઉઠાવવાની આશા રાખનારા ધનવાન વના લોકા તરફથી એ ચળવળને આર્થિક મદ મળે છે અને હિંસાને તે પોતાના મૂળભૂત સિદ્ધાંત તેમ જ રાજને વ્યવહાર બનાવી દે છે, છતાંયે ઉભયના સામાન્ય દુશ્મન સમાજવાદી મજૂરા સામે તે લડતી હોવાથી દેશની મૂડીવાદી સરકાર પણ એને નભાવી લે છે. એક પક્ષ તરીકે, અને જો દેશની સરકાર બની જાય તો વિશેષે કરીને, તે મજૂરોની સંસ્થાનો નાશ કરે છે અને પોતાના બધાયે વિરાધીઓમાં ત્રાસ વર્તાવી મૂકે છે. જ આગળ વધતા જતા સમાજવાદ અને મેરચા બાંધીને બેઠેલા મૂડીવાદ વચ્ચે વર્ગીય અથડામણુ અતિશય ઉગ્ર અને કટોકટીભરી બને છે ત્યારે ફાસીવાદ આ રીતે દેખા દે છે. આ સામાજિક વિગ્રહ કાઈ પણ પ્રકારની ગેરસમજથી નથી પેદા થતા પરંતુ આજના સમાજના પાયામાં રહેલા હિતવિરાધાની વધારે ઊંડી સમજને કારણે પેદા થાય છે. એમની ઉપેક્ષા કરવાથી એ સર્યાં અથવા વિરાધેાનો ઉકેલ નથી આવતા. અને આજની સમાજવ્યવસ્થામાં હાડમારી વેઠી રહેલા લેકે જેમ જેમ એ હિતવિરાધા વધારે સમજતા જાય છે તેમ તેમ જેને તેઓ પેાતાને વાજબી હિસ્સા લેખે છે તેનાથી તેમને વંચિત રાખવા પ્રત્યે તેઓ વધારે ને વધારે રોષે ભરાય છે. મિલકતદાર વર્ગ તેની પાસે જે હોય તે છેડી દેવા માગતા નથી એટલે એ સધ અથવા ઝઘડા અતિશય તીવ્ર અને છે. મૂડીવાદ જ્યાં સુધી લોકશાહી તંત્ર દ્વારા પોતાની સત્તા જાળવી રાખી શકે તથા મજૂરોને દાખી રાખી શકે ત્યાં સુધી લેાકશાહીને ચાલુ રાખવામાં આવે છે. પરંતુ જ્યારે એ રીતે એ વસ્તુ સિદ્ધ કરવાનું અશક્ય બની જાય છે ત્યારે મૂડીવાદ લોકશાહીને ફગાવી દે છે અને ખુલ્લેખુલ્લી હિંસા અને ત્રાસની ક્ાસિસ્ટ પદ્ધતિ અખત્યાર કરે છે. મારા ધારવા પ્રમાણે, રશિયા સિવાય યુરોપના બધાયે દેશોમાં ફાસીવાદ વત્તાઓછા પ્રમાણમાં મોજૂદ છે. સૌથી છેલ્લો વિજય એણે જર્મનીમાં મેળવ્યા છે. ઇંગ્લંડમાં સુધ્ધાં, શાસક માં ફાસિસ્ટ વિચારોના ફેલાવા થઈ રહ્યો છે, અને હિંદમાં વારંવાર તેના અમલ થતા આપણા જોવામાં આવે છે. સમગ્ર દુનિયાની રંગભૂમિ ઉપર આજે ફાસીવાદ મૂડીવાદનું અંતિમ સ્ર બનીને સામ્યવાદની સામે ઝૂઝી રહ્યો છે. પરંતુ કાસીવાદની ખીજી વાત જવા દઈએ તેણે જગતને પીડી રહેલી આર્થિક હાડમારીઓનો ઉકેલ લાવવાને ઉપાય પશુ તે બતાવતા નથી. પોતાના Page #616 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-કાંતિ ૧૨૮૩ તીવ્ર અને આક્રમણકારી રાષ્ટ્રવાદથી પરસ્પરાવલંબનના જગવ્યાપી વલણને તે વિરોધ કરે છે, મૂડીવાદના પતનમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નોને તે વધારે ઉત્કટ બનાવે છે તથા ઘણી વાર જેમાંથી યુદ્ધ ફાટી નીકળે છે તે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઘર્ષણમાં વધારો કરે છે. ૧૭૭. ચીનમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ ૨૬ જૂન, ૧૯૩૩ યુરોપ તથા તેના અસંતોષની રજા લઈને હવે આપણે એથીયે વિશેષ મુસીબતમાં આવી પડેલા પ્રદેશમાં – દૂર પૂર્વના દેશે ચીન અને જાપાનમાં જઈએ. દુનિયાના સૌથી પ્રાચીન અને પ્રાણદાયી સંસ્કૃતિની ભૂમિ ઉપર સ્થાપવામાં આવેલા તરુણ પ્રજાસત્તાકની અનેક મુશ્કેલીઓ વિષે ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં હું તને કહી ગયો છું. દેશ છિન્નભિન્ન થઈ જતું લાગતું હત અને લડાયક સરદારે – તૂશને અને મહાતૂને – વધુ ને વધુ બળવાન થતા જતા હતા. ચીનને દુર્બળ અને એકતા વિનાને રાખવામાં જેમનું હિત સમાયેલું હતું તે સામ્રાજ્યવાદી સત્તાઓ ઘણુંખરું તેમને ઉત્તેજન આપતી અને મદદ કરતી. તૂશનને કોઈ પણ સિદ્ધાંતનું બંધન નહોતું; દરેક તૂશન પિતાનું અંગત હિત અને વૃદ્ધિ સાધવા ચહાતા હતા અને ચીનમાં નિરંતર ચાલતા રહેતા નાના નાના આંતરવિગ્રહમાં તેઓ વારંવાર પક્ષ બદલતા હતા. હાડમારી ભોગવતા અને દુઃખી ખેડૂતે ઉપર તેઓ તથા તેમનાં સૈન્ય નભતાં હતાં. ચીનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના કાર્યમાં પિતાનું સમગ્ર જીવન સમર્પણ કરનાર ચીનના મહાન નેતા ડૉ. સુનત્યાન્સેને દક્ષિણ ચીનમાં કેન્ટોનમાં સ્થાપેલી રાષ્ટ્રીય સરકાર વિષે પણ હું તને કહી ગયો છું. સમગ્ર દેશ ઉપર વિદેશી સામ્રાજ્યવાદી સત્તાઓનાં આર્થિક હિતેનું પ્રભુત્વ હતું. શાંઘાઈ અને હોંગકોંગ જેવાં મોટાં મોટાં બંદરી શહેરમાં પિતાને અડ્ડો જમાવીને એ સત્તાઓએ ચીનને પરદેશે સાથે આખોયે વેપાર પિતાને હાથ કરી લીધું હતું. ડૉ. સુને સાચું જ કહ્યું હતું કે, આર્થિક દૃષ્ટિએ ચીન એ પ્રસ્તુત સત્તાઓની એક વસાહત (કોલોની) હતી. એક સ્વામી હોવો એ પણ ઠીક ઠીક બૂરી વસ્તુ છે. પરંતુ અનેક સ્વામી હોવા એ તે અતિશય ખરાબ વસ્તુ છે. દેશને ઔદ્યોગિક વિકાસ કરવાને તથા તેને સુવ્યવસ્થિત કરવા માટે ડૉ. સુને પરદેશની મદદ મેળવવા પ્રયાસ કર્યો. ખાસ કરીને, એ માટે તેણે અમેરિકા તથા ઇંગ્લંડ તરફ નજર કરી, પરંતુ એ બેમાંથી એકે, કે એ સિવાયની પણ બીજી કોઈ સામ્રાજ્યવાદી સત્તા તેની મદદે આવી નહિ, એ બધીયે સત્તાઓને ચીનનું શોષણ કરવામાં રસ હત; તે આબાદ થાય કે Page #617 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન બળવાન બને તેમાં નહિ. પછીથી, ૧૯૨૪ની સાલમાં ડૉ. સુને મદદ માટે સેવિયેટ રશિયા તરફ નજર કરી. ચીનના વિદ્યાર્થીઓ તથા બુદ્ધિજીવી વર્ગોમાં ગુપ્તપણે અને બહુ ઝડપથી સામ્યવાદને વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૨૦ની સાલમાં ત્યાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી હતી અને જુદી જુદી સરકાર તેને ખુલ્લી રીતે કાર્ય કરવા દેતી નહતી એટલે તે એક ગુપ્ત મંડળ તરીકે કામ કરતા હતા. ડૉ. સુન કંઈ સામ્યવાદી નહોતે. તેના મશહૂર “જનતાના ત્રણ સિદ્ધાંત ” ઉપરથી માલૂમ પડે છે કે તે નરમ વલણને સમાજવાદી હતે. આમ છતાંયે, ચીને તેમ જ પૂર્વના બીજા દેશ પ્રત્યેના સેવિયેટના ઉદાર અને નિખાલસ વર્તનથી તેના ઉપર ભારે છાપ પડી હતી અને તેણે તેની સાથે મૈત્રીભર્યો સંબંધ બાંધ્યું. તેણે કેટલાક રશિયન સલાહકારો રાખ્યા હતા. એમાં રેડીન નામને એક અતિશય શક્તિશાળી બેશેવિક સૌથી વિશેષ જાણીતું છે. રેડીન કેન્ટોનના કુ-મીન-ટાંગ પક્ષને આધારસ્તંભ બની ગયું અને જનતાના પીઠબળવાળે એક બળવાન રાષ્ટ્રીય પક્ષ રચવા માટે તેણે ભારે જહેમત ઉઠાવી. કેવળ સામ્યવાદી રીતે કાર્ય કરવાનો તેણે આગ્રહ ન રાખે. પક્ષની રાષ્ટ્રીય ભૂમિકા તેણે કાયમ રાખી પરંતુ હવે સામ્યવાદીઓને કુ-મીન-ટાંગમાં સભ્ય તરીકે જોડાવાની છૂટ આપવામાં આવી. આ રીતે ત્યાં આગળ રાષ્ટ્રવાદી ક-મીન-ટાંગ અને સામ્યવાદી પક્ષ વચ્ચે એક પ્રકારનું અવિધિસરનું ઐક્ય થયું. ક-મીન-ટાંગના સારી સ્થિતિના અને સ્થિતિચુસ્ત સભ્યને, ખાસ કરીને જમીનદારને સામ્યવાદીઓ સાથેનો આ સંબંધ ગમે નહિ. બીજી બાજુએ, મોટા ભાગના સામ્યવાદીઓને પણ એ વસ્તુ પસંદ પડી નહિ, કેમ કે, એને લીધે તેમને તેમને કાર્યક્રમ હળ બનાવે પડતું હતું તેમ જ એમ ન થયું હેત તે સ્થિતિમાં તેઓ જે કરી શકતા હતા તેમાંની ઘણી વસ્તુઓ હવે તેઓ કરી શકે એમ નહોતું. એ ઐક્ય બહુ સ્થાયી નહતું. અને આપણે આગળ જોઈશું કે કટોકટીની પળે તેમાં ભંગાણ પડયું અને એને લીધે ચીન ભારે આફતમાં આવી પડયું. જેમનાં હિતે પરસ્પર વિરોધી હોય એવા બે કે તેથી વધારે વર્ગોને એક જ સમૂહમાં લાંબા વખત સુધી એકત્ર રાખવાનું હમેશાં મુશ્કેલ હોય છે. પરંતુ એ એક્ય જેટલો વખત ચાલુ રહ્યું તેટલે વખત તે ભારે ફળદાયી નીવડ્યું. અને કુ-મીન-ટાંગ તથા કેન્ટીન સરકારનું બળ વધવા પામ્યું. ગણેતિયાઓ અથવા સાંથિયાઓની સંસ્થાઓને ઉત્તેજન આપવામાં આવ્યું અને તેમને ઝડપથી ફેલાવો થયે તથા મજૂરનાં મહાજનોને પણ એ જ રીતે ભારે વિકાસ થયો. આમજનતાના આ ટેકાને કારણે કેન્ટોનની કુ–મીન-ટાંગને સાચી સત્તા પ્રાપ્ત થઈ અને એ વસ્તુએ જ જમીનદાર આગેવાનોને ભડકાવ્યા તથા થોડા વખત પછી પક્ષમાં ભાગલા પાડવાને પ્રેર્યા. Page #618 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ ૧૨૯૫ ચીનની સ્થિતિ હિંદની સ્થિતિને ણે અંશે મળતી આવે છે, જો કે એ બે વચ્ચે મહત્ત્વના અનેક ભેદ પણ છે. ચીન અસ ંખ્ય ખેડૂતાવાળા તત્ત્વતઃ ખેતીપ્રધાન દેશ છે. મૂડીવાદી ઉદ્યોગ મુખ્યત્વે કરીને અટૅક ડઝન શહેરામાં જ મર્યાદિત છે અને તે પરદેશીઓના અંકુશ નીચે છે. કરાડા ખેડૂત અને ગણોતિયા દેવાના ભયંકર ાજા નીચે કચરાયેલા છે. સાંથના દરા બહુ જ ભારે છે, અને હિંદની પેઠે ત્યાં પણુ મહિનાઓ સુધી ખેડૂતને પરાણે બેકાર એસી રહેવું પડે છે. એ સમય દરમ્યાન તેમને ખેતરોમાં ઝાઝું કામ કરવાનું હેતું નથી. આ કામ વિનાના સમયના ઉપયાગ કરવાને તથા તેમની આવકમાં કઈંક ઉમેરો કરવા માટે, આ રીતે, ગૃહઉદ્યોગા દાખલ કરવાની જરૂર છે. ખરેખર, આજે પણ ત્યાં એવા ઘણા ગૃહઉદ્યોગો મેાબૂદ છે. ત્યાં આગળ ખેતરાના મોટા મેટા પટેલે પણ ઝાઝા નથી. એવાં મેટાં ખેતરો ઊભાં થાય તોયે થોડા જ વખતમાં તે વારસામાં વહેંચાઈ જાય છે. લગભગ અર્ધો ખેડૂતો પોતાના ખેતરેાના માલિકેા છે. અને બાકીના અર્ધા જમીનદારાની જમીન સાંથે રાખીને ખેતી કરે છે. આ રીતે ચીન નાનાં નાનાં અસંખ્ય ખેતરાવાળા દેશ છે. જમીનમાંથી બની શકે તેટલા વધારે પાક પકવવાની આવડત માટે ચીનને ખેડૂત સેંકડો વરસ સુધી જાણીતા હતા. તેમની પાસે જમીનના બહુ જ નાના ટુકડા હતા એટલે તેમને એમ કરવાની ફરજ પડતી. આથી ખેતી કરવામાં તે અસાધારણ ચતુરાઈ વાપરતા અને અથાક પરિશ્રમ કરતા. મહેનત અચાવવાનાં ખેતીનાં આધુનિક સાધના તેમની પાસે નહાતાં અને તેથી તેમને એટલા પાક પકવવા માટે જરૂરી હોય તેના કરતાં વધારે મહેનત કરવી પડતી. ખેતી કરવામાં તેએ આટલી બધી ચતુરાઈ ધરાવતા હતા તથા તે આટલા બધા મહેનતુ હેાવા છતાં લગભગ અરધા ભાગના ખેડૂતાને માંડ પોતાના ગુજારો કરવા જેટલી કમાણી પણ થતી નહિ. હિંદમાં મોટા ભાગના ખેડૂતોની બાબતમાં બને છે તેમ તેમના ટૂંકા અને ક્રુતિ જીવન દરમ્યાન તેમને અરધા ભૂખમરો વેવા પડતા હતા. દારિામાં તે પોતાનું જીવન ગુજારતા અને કે રેલસંકટ જેવી આપત્તિએ લાખાની સ ંખ્યામાં તેમને સ ંહાર કરતી. ખારોડીનની સૂચનાથી ડૉ. સુનની સરકારે ખેડૂતો તથા મજૂરોને રાહત આપવાના હુકમે કાઢ્યા. જમીનની ગણાતમાં ૨૫ ટકાના ઘટાડા કરવામાં આવ્યો, મજૂરોને માટે આઠ કલાકના કામના દિવસ ઠરાવવામાં આવ્યેા તથા જેથી આ ન જ થાય એવા તેમની મજૂરીને ઓછામાં ઓછે દર નક્કી કરવામાં આવ્યેા. અને ખેડૂતાનાં મહાજના સ્થાપવામાં આવ્યાં. આ સુધારાએ આમજનતામાં આવકારપાત્ર થઈ પડે તથા લકાને ઉત્સાહથી ભરી દે એ સ્વાભાવિક હતું. દુકાળ કૅન્ટોને આ રીતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી અને પછી ઉત્તરના તૂશને સાથે ઝૂઝવાની તૈયારી કરી. ત્યાં લશ્કરી શાળા ખાલવામાં આવી ન-૧ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ . જગતના ઇતિહાસનું રેખાદર્શન અને સૈન્ય ઊભું કરવામાં આવ્યું. માત્ર કેન્ટોનમાં જ નહિ પણ આખા ચીનમાં અને કંઈક અંશે પૂર્વના દેશમાં જાણવા જે ફેરફાર એ થઈ રહ્યો છે કે બધે ધાર્મિક સત્તાનું સ્થાન પાર્થિવ સત્તા લઈ રહી છે. એ શબ્દને સંકુચિત અર્થમાં, અલબત, ચીને કદીયે ધાર્મિક દેશ નહોતું. પરંતુ હવે તે વધુ પ્રમાણમાં પાર્થિવ બ. કેળવણી પહેલાં ધાર્મિક હતી તેને હવે પાર્થિવ બનાવવામાં આવી. કેટલાયે પ્રાચીન મંદિરે હવે જે ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરથી પાર્થિવીકરણની આ પ્રક્રિયાને આપણને પ્રત્યક્ષ પુરાવો મળી રહે છે. કેન્ટનના એક સુપ્રસિદ્ધ મંદિરને હાલ પોલીસને તાલીમ આપવાની સંસ્થા તરીકે ઉપયોગ કરવામાં આવે છે! બીજી જગ્યાએ મંદિરોને શાકભાજીની મારકેટના સ્વરૂપમાં ફેરવી નાખવામાં આવ્યાં છે. ડૉ. સુન-સાત-સેન ૧૯રપના માર્ચ માસમાં મરણ પામે પરંતુ કેન્ટોન સરકાર દિનપ્રતિદિન વધુ ને વધુ બળવાન બનતી ગઈ બેરોડીન તેને સલાહકાર હતો. થોડાક માસ પછી કેટલાક બનાવ બન્યા તેથી કરીને ચીની પ્રજા વિદેશી સામ્રાજ્યવાદીઓની સામે, ખાસ કરીને બ્રિટિશ લેકની સામે, ભારે રોષે ભરાઈ. શાંઘાઈની સુતરાઉ કાપડની મિલોમાં હડતાલ પડી અને ૧૯૨૫ના મે માસમાં કરવામાં આવેલા એક દેખાવમાં એક મજૂર મરણ પામે. તેની ઉત્તરક્રિયા નિમિત્તે સામુદાયિક પ્રાર્થના કરવાની લેજના કરવામાં આવી અને તેમાં બહુ મોટી સંખ્યામાં લેકોએ ભાગ લીધે. વિદ્યાથીઓ તથા મજૂરોએ સામ્રાજ્યવાદ વિરોધી દેખાવ કરવામાં એ પ્રસંગનો ઉપયોગ * કર્યો. એક બ્રિટિશ પિલીસ અમલદારે પિતાના હાથ નીચેની શીખ પોલીસ ટુકડીને એ ટોળા ઉપર ગેળીબાર કરવાનો હુકમ આપે. હુકમ જીવલેણ ગોળીબાર કરવા માટે હતું અને એને પરિણામે ઘણું વિદ્યાથીઓના જાન ગયા. આખાયે ચીનમાં અંગ્રેજો સામે ભારે કપની લાગણી ભભૂકી ઊઠી. અને એ પછી બનેલા એક બનાવે તે સ્થિતિ સાવ બગાડી મૂકી. એ બનાવ ૧૯૨૫ના જૂન માસમાં કેન્ટોનના શમીન નામથી ઓળખાતા વિદેશીઓના વસવાટના ભાગમાં બન્યું. ત્યાં આગળ મોટે ભાગે વિદ્યાથીઓના બનેલા ટોળા ઉપર મશીનગનથી ગોળી વરસાવવામાં આવી. એને પરિણામે પર જણ મરી ગયા અને એથીયે ઘણી મોટી સંખ્યામાં લેકે ઘાયલ થયા. “શમીનના હત્યાકાંડ' નામથી ઓળખાતા આ બનાવ માટે મુખ્યત્વે કરીને અંગ્રેજોને જવાબદાર ગણવામાં આવ્યા. કેન્ટોનમાં, બ્રિટિશ માલનો રાજકીય બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો અને મહિનાઓ સુધી હોંગકૅગને વેપાર બંધ કરી દેવામાં આવ્યો. એથી કરીને બ્રિટિશ પેઢીઓ તથા બ્રિટિશ સરકારને ભારે ખેટમાં ઊતરવું પડયું. કદાચ તને ખબર હશે કે હોંગકૅગ એ દક્ષિણ ચીનમાં આવેલે બ્રિટિશના Page #620 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં ક્રાંતિ અને પ્રતિકાંતિ , તાબા નીચેને પ્રદેશ હતે. કેન્ટેનની એ બહુ જ નજીક છે અને એની મારફતે ઘણા મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હતે. ડૉ. સુનના મરણ બાદ, કેન્ટોન સરકારના નરમ વલણના સ્થિતિચુસ્ત દળ તથા જહાલ વલણ ધરાવનારા ઉદ્દામ દળ વચ્ચે નિરંતર ગજગ્રાહ ચાલ્યા કર્યો. કેઈ વખતે નરમ દળના તે કેાઈ વખતે ઉદ્દામ દળના લોકે સત્તા ઉપર આવતા. ૧૯૨૬ના વચગાળાના સમયમાં, ચાંગ-કાઈક નામને નરમ દળને માણસ સેનાપતિ બન્યું અને તેણે સામ્યવાદીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું. આમ છતાંયે એ બંને સમૂહોએ હળીમળીને એક સાથે કામ કર્યું, જો કે તે બંનેને એકબીજા ઉપર વિશ્વાસ નહોતો. એ પછી, તૂશન સામે લડીને તેમને હાંકી કાઢી આખાયે દેશની એક રાષ્ટ્રીય સરકાર સ્થાપન કરવા માટે કેન્ટનના લશ્કરે ઉત્તર તરફની પિતાની કૂચ આરંભી. ઉત્તર તરફની આ કૂચ એ એક અસાધારણ ઘટના હતી અને થોડા જ વખતમાં તેણે આખી દુનિયાનું લક્ષ પિતા તરફ ખેંચ્યું. એમાં સામસામી લડાઈ નહિ જેવી જ થવા પામી અને દક્ષિણનું લશ્કર વિજ ઉપર વિજયૂ મેળવતું આગળ વધવા લાગ્યું. ઉત્તરમાં ફાટફૂટ હતી, પરંતુ દક્ષિણનું સાચું બળ ખેડૂતે તથા મજારોમાં તેની લેકપ્રિયતાને કારણે હતું. પ્રચાર અને ચળવળ કરનારાઓનું એક લશ્કર પહેલાં ઉત્તરમાં પહોંચ્યું હતું. એ લેકેએ ખેડૂતો તથા મજૂરોને સંગઠિત કર્યા અને તેમનાં મહાજને સ્થાપ્યાં તથા તેમણે તેમને કેન સરકાર નીચે મળનારા લાભોથી વાકેફ કર્યા. એથી કરીને ઉત્તરનાં શહેર તથા ગામડાંઓએ દક્ષિણના આગળ વધતા જતા લશ્કરને વધાવી લીધું. તેને તેમણે હરેક રીતે મદદ કરી. કેન્ટોનના લશ્કરનો સામનો કરવા મોકલેલાં સૈન્ય તેની સામે ભાગ્યે જ લડ્યાં; ઘણી વાર તે તે પિતાની સાધનસામગ્રી સહિત તેની સાથે મળી ગયાં. ૧૯૨૬ની સાલ પૂરી થવા પહેલાં તે રાષ્ટ્રવાદીઓએ અર્ધ ચીન વટાવ્યું અને યાંગસે નદી ઉપર આવેલા મહાન હેક શહેરને કબજે લીધે. કેન્ટીનને બદલે હૈ કેને તેમણે પાટનગર બનાવ્યું અને તેનું નામ બદલીને વહન નામ રાખ્યું. ઉત્તરના લડાયક સરદારોને હવે હરાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા. સામ્રાજ્યવાદી સત્તાઓની આંખ એકાએક ઊઘડી ગઈ. તેમને એ વસમું તે લાગ્યું પરંતુ નવું અને ઉગ્રપણે રાષ્ટ્રવાદી ચીન તેમની સામે ખડું થયું. તે હવે સમાનતાને દા કરતું હતું અને તેમની ધમકીથી ડરી જવાને ઇન્કાર કરતું હતું. ૧૯૨૭ની સાલમાં તેની બ્રિટિશ વસાહતને કબજે લેવાને રાષ્ટ્રવાદીઓએ પ્રયાસ કર્યો ત્યારે ચીન અને અંગ્રેજો વચ્ચે ઝઘડે ઊભે છે. સામાન્ય સંજોગોમાં તે, ચીનાઓના આવા ઉગ્ર વલણથી યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને તેમને કચરી નાખીને તથા ડરાવી મારીને બ્રિટિશ સરકારે તેમની પાસેથી Page #621 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન નુકસાનીની રકમ અને વધુ છૂટછાટો પરાણે પડાવી લેત. આપણે આગળ જોઈ ગયાં છીએ તે પ્રમાણે, ૧૮૪૦ની સાલમાં થયેલા અફીણના વિગ્રહથી માંડીને લગભગ એક સદી સુધી અચૂકપણે તેમણે એ જ રીત અખત્યાર કરી છે. પણ હવે સમય બદલાયે હતા અને જુદી જ જાતનું ચીન હવે તેમની સમક્ષ ખડું થયું હતું. આથી, તત્કાળ, અને પહેલી જ વાર બ્રિટિશ સરકારની ચીન સંબંધી નીતિમાં પણ ફેરફાર થયે અને તે નવા ચીન પ્રત્યે સમાધાનકારી બની. હું કેની વસાહતની બાબત એક ગૌણ વસ્તુ હતી અને સહેલાઈથી તેને ઉકેલ લાવી શકાય તેમ હતું. પરંતુ નજીકમાં જ અને રાષ્ટ્રવાદી લશ્કરની આગેકુચના માર્ગમાં જ શાંઘાઈનું મહાન બંદરી શહેર આવેલું હતું. એ ચીનમાં વિદેશીઓના અધિકાર નીચેની એક સૌથી મોટી અને સૌથી સમૃદ્ધ વસાહત હતી. જબરદસ્ત પરદેશી સ્થાપિત હિતે શાંઘાઈને ભાવિ સાથે સંકળાયેલાં હતાં. ખુદ એ શહેર, અથવા કહે કે, તેને વસાહતી પ્રદેશ પરદેશીઓના નિયંત્રણ નીચે અને ચીની સરકારથી લગભગ સ્વતંત્ર હતા. શાંઘાઈમાં વસતા આ પરદેશીઓ તથા તેમની સરકારે, રાષ્ટ્રવાદ લશ્કર તેમની નજીક આવી પહોંચતાં ભારે ચિંતાતુર બન્યાં અને ભારે વરાથી તેમણે પિતાનાં યુદ્ધજહાજો તથા લશ્કરે શાંઘાઈના બારામાં મોકલી આપ્યાં. ખાસ કરીને, બ્રિટિશ સરકારે તે, ૧૯૨૭ની સાલના જાન્યુઆરી માસની શરૂઆતમાં પિતાનું લશ્કર શાંઘાઈ મોકલી આપ્યું. એમાં હિંદી સૈનિકે પણ હતા. - હવે હું કે અથવા વહન આગળ સ્થાપિત થયેલી રાષ્ટ્રીય સરકારની સામે એક મુશ્કેલ પ્રશ્ન આવી પડ્યો – હવે આગળ વધવું કે ન વધવું; શાંઘાઈ લેવું કે ન લેવું. તેમને સહેલાઈથી મળેલી સફળતાને કારણે તેઓ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને હિંમતવાન બન્યા હતા. વળી, શાંઘાઈ ભારે લલચાવનારી વસ્તુ હતી. પરંતુ ૫૦૦ માઈલ કરતાયે વધારે વિસ્તૃત પ્રદેશમાં માત્ર તેઓ આગળ વધે જ ગયા હતા, અને એ બધે તેમણે પોતાની સ્થિતિ મજબૂત બનાવી નહતી. શાંઘાઈ ઉપર હલ્લે કરવા જતાં વિદેશી સત્તાઓ સાથે તેઓ અથડામણમાં આવી જાય એ સંભવ હતો અને એમ થાય તે અત્યાર સુધી મેળવેલું બધું જોખમમાં આવી પડે એમ હતું. બે રેડીને સાવધાની રાખવાની અને તેમની સ્થિતિ મજબૂત બનાવવાની સલાહ આપી હતી. તેને અભિપ્રાય એ હતો કે રાષ્ટ્રવાદીઓએ શાંઘાઈથી અળગા રહેવું, તેમના કબજા નીચે આવેલા ચીનના દક્ષિણના અર્ધા ભાગમાં પિતાની સ્થિતિ મજબૂત બનાવવી અને પ્રચારકાર્ય દ્વારા ઉત્તરમાં અનુકૂળ વાતાવરણ પેદા કરવું. તેની એવી ગણતરી હતી કે થેડા જ વખતમાં, એકાદ વરસમાં, આખું ચીન રાષ્ટ્રવાદીઓની કચને વધાવી લેવા માટે તૈયાર થઈ જશે. શાંઘાઈને કબજે લેવા, પેકિંગ ઉપર કૂચ કરવા અને સામ્રાજ્યવાદી વિદેશી સત્તાઓ સાથે હિસાબ Page #622 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં ક્રાંતિ અને પ્રતિ-કાંતિ ૧૨૮૯ ચૂકવવા માટે એ વખતે ખરી તક મળત. ક્રાંતિકારી બોરડીને આથી સાવચેતીભરી સલાહ આપી હતી, કેમ કે પરિસ્થિતિનાં ભિન્ન ભિન્ન તો સમજવાને તેને અનુભવ હતું. પરંતુ કુ-મીન-ટાંગને નરમ દળના આગેવાને અને ખાસ કરીને સેનાપતિ ચ્યાંગ-કાઈ શકે શાંઘાઈ ઉપર કૂચ કરવાનો આગ્રહ રાખે. કુ-મીન-ટાંગમાં બે ભાગલા પડ્યા ત્યારે શાંઘાઈને કબજે લેવાની ઈચ્છા માટેનું સાચું કારણ માલૂમ પડયું. ગણોતિયાઓ તથા મજૂરોનાં મહાજનનું વધતું જતું બળ આ નરમ દળના આગેવાનોને પસંદ નહોતું. ઘણુંખરા સેનાપતિઓ પિતે જ જમીનદાર હતા. એથી કરીને, પોતાના પક્ષમાં ભાગલા પડી જાય તથા રાષ્ટ્રીય ધ્યેય નબળું પડે તે જોખમ વહોરીને પણ તેમણે આ મહાજનને કચરી નાખવાનું નક્કી કર્યું. શાંઘાઈ એ ચીનના મોટા મોટા શ્રીમંતોનું મહત્ત્વનું કેન્દ્ર હતું. અને નરમ દળના સેનાપતિઓએ પિતાના જ પક્ષનાં વધુ ઉદ્દામ તો સામે અને ખાસ કરીને સામ્યવાદીઓ સામે લડવામાં તેમના તરફથી આર્થિક તેમ જ બીજી બધી મદદ મળશે એવી ગણતરી રાખી હતી. એ પ્રકારની લડતમાં શાંઘાઈના વિદેશી શરાફ અને ઉદ્યોગપતિઓની મદદ પણ તેમને મળી રહેશે એમ તેઓ જાણતા હતા. આથી તેમણે શાંઘાઈ ઉપર કુચ કરી અને ૧૯૨૭ની સાલના માર્ચની ૨૨મી તારીખે શહેરને ચીની ભાગ તેમના કબજા નીચે આવ્યું. વિદેશી વસાહતના પ્રદેશ ઉપર હુમલે કરવામાં આવ્યું નહોતું. શાંઘાઈના આ ભાગને કબજે લેવામાં પણ ઝાઝું લડવું પડ્યું નહોતું. સામનો કરવાને મેકલવામાં આવેલું સૈન્ય રાષ્ટ્રવાદીઓને મળી ગયું અને રાષ્ટ્રવાદીઓની તરફેણમાં શહેરના મજૂરોએ સાર્વત્રિક હડતાલ પાડી તેથી શાંઘાઈની તે વખતની સરકારનું સંપૂર્ણ પણ પતન થયું. બે દિવસ પછી રાષ્ટ્રવાદી સૈન્ય નાસ્કિનના મહાન શહેરને પણ કબજે લીધે. અને પછી કુ-મીનટાંગ પક્ષમાં નરમ અને ઉદ્દામ દળ વચ્ચે ભંગાણ પડ્યું. એને લીધે રાષ્ટ્રવાદીઓના વિજયને અંત આવ્યો અને ચીન ભારે આફતમાં આવી પડયું. ક્રાંતિને અંત આવ્યો અને હવે પ્રતિક્રાંતિ શરૂ થઈ હૈ કેની સરકારના ઘણા સભ્યોની ઈચ્છાની વિરુદ્ધ જઈને ચાંગ–કાઈ– શેકે શાંઘાઈ ઉપર કૂચ કરી હતી. બંને પક્ષે એકબીજાની સામે કાવતરાં કરી રહ્યા હતા. બેંકેવાળાઓ, લશ્કરમાંથી આગની લાગવગ નિર્મૂળ કરીને એ રીતે તેને દૂર કરવાની કોશિશ કરી રહ્યા હતા. ચાંગે નાસ્કિનમાં હરીફ સરકાર ઊભી કરી. શાંઘાઈને કબજે લીધા પછી થોડા જ દિવસમાં આ બધું બનવા પામ્યું. બેંકેની પોતાની જ સરકાર સામે બંડ કરીને આગે હવે સામ્યવાદીઓ, ઉદ્દામ દળના લેકે તથા મજૂર મહાજનના કાર્યકર્તાઓ સામે જેહાદ શરૂ કરી. જે મજૂરેએ શાંઘાઈને કબજે લેવાનું કાર્ય તેને માટે સુગમ કરી આપ્યું હતું તથા ત્યાં આગળ તેને સહર્ષ વધાવી લીધું હતું તે જ મજૂરને Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૦ જગતના ઈતિહાસનું રેખાદર્શન જોધી શોધીને કચરી નાખવામાં આવ્યા. સંખ્યાબંધ લેકેને ગળીથી દૂર કરવામાં આવ્યા યા તે તેમને શિરચ્છેદ કરવામાં આવ્યું તથા હજારેને પકડીને કેદમાં પૂરવામાં આવ્યા. રાષ્ટ્રવાદીઓ શાંઘાઈમાં સ્વતંત્રતા લાવશે એમ ધારવામાં આવતું હતું તેને બદલે થોડા જ વખતમાં ત્યાં ખૂનખાર ત્રાસનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. ૧૯૨૭ની સાલના એપ્રિલ માસના આ જ દિવસમાં પેકિંગમાંના સોવિયેટના એલચીની કચેરીમાં તેમ જ શાંઘાઈમાંના સેવિયેટના પ્રતિનિધિની કચેરી ઉપર એકી વખતે હુમલા થયા હતા. એ તે સ્પષ્ટપણે જણાતું હતું કે, જેની સાથે તે લડતે હતે એમ માનવામાં આવતું હતું તે ઉત્તરના લડાયક સરદાર ચાંગ-સે-લીન સાથે મળીને ચાંગ–કાઈ-શેક એ બાબતમાં કાર્ય કરી રહ્યો હતે. પેકિંગ તેમ જ શાંઘાઈમાંથી સામ્યવાદીઓ તથા પ્રગતિશીલ મજૂરોને સાફ' કરી નાખવામાં આવ્યા. અલબત્ત, સામ્રાજ્યવાદી સત્તાઓએ આ ફેરફારને વધાવી લીધું કેમ કે એથી કરીને ચીનના રાષ્ટ્રવાદી દળમાં ભંગાણ પડયું તથા રાષ્ટ્રવાદીઓ દુર્બળ બન્યા. ચાંગ-કાઈશકે શાંઘાઈમાંના વિદેશી સત્તાઓના પ્રતિનિધિઓ સાથે સહકાર કરવાનો પ્રયાસ કર્યો. તને યાદ હશે કે આ જ અરસામાં, એટલે કે ૧૯૨૭ની સાલના મે માસમાં બ્રિટિશ સરકારે લંડનમાંની સેવિયેટની આરઝ પેઢીની કચેરી ઉપર હુમલે કર્યો હતો અને પછી સેવિયેટ સાથેના સંબંધે તેડી નાખ્યા હતા. અને એ રીતે, એક કે બે માસમાં, ચીનમાં બાજી બિલકુલ ફરી ગઈ કુ-મીન-ટાંગ ચીનનું પ્રતિનિધિત્વ ધરાવનાર વિજયી રાષ્ટ્રીય પક્ષ હત; સફળતા મળવાને કારણે તેની કારકિર્દી ઉજજવળ બની હતી તથા વિદેશી સત્તાઓને તે સામને કરી રહ્યો હતે. પરંતુ હવે તેમાં ભંગાણ પડયું અને તે પરસ્પર એકબીજા સામે લડતાં જૂથોમાં વહેંચાઈ ગયે. અને તેને ચેતન અર્પનાર અને બળવાન બનાવનાર મજૂરે તથા ખેડૂતને શેધી શોધીને મારવામાં આવ્યા તથા તેમના ઉપર ભારે સિતમ ગુજારવામાં આવ્યા. શાંઘાઈનાં વિદેશી હિતેને હવે હાશ વળી. તેઓ એક જૂથ સામે બીજાને લડાવવા લાગ્યાં અને ખાસ કરીને, મજૂરોને સતાવવા અને પજવવાના આનંદજનક અને લાભદાયી • મનોરંજનમાં મેજ માણવા લાગ્યાં. શાંઘાઈનાં કારખાનાંઓના આ મજૂરોનું, ખરું કહેતાં સમગ્ર ચીનના મજૂરનું, માલિકે ભયંકર શેપણ કરતા હતા. અને તેમનું જીવનનું ધોરણ તથા તેમની રહેવા કરવાની સ્થિતિ અતિશય કંગાળ હતાં. મજૂર મહાજને તેમને માટે બળદાયી નીવડ્યાં હતાં અને તેમણે તેમની મજૂરીના દરે વધારવાની માલિકોને ફરજ પાડી હતી. એથી કરીને મજૂર મહાજન માલિકને પસંદ નહોતાં, પછી તે યુરોપિયન હય, જાપાની હેય . યા તે ચીની હેય. Page #624 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ ૧૨૯૧ ચીનમાં પરિસ્થિતિએ પલટા ખાધે એને માટે માસ્કામાં રેડીનની સામે આકરી ટીકા થઈ અને ૧૯૨૭ના જુલાઈ માસમાં તે રશિયા જવા ઊપડ્યો. એના જવાથી હૂઁ કામાંનુ ૩-મીન-ટાંગનું ઉદ્દામ દળ છિન્નભિન્ન થઈ ગયું. હવે કુમીન-ટાંગતા સંપૂર્ણ કાબૂ નાન્કિન સરકારના હાથમાં આવ્યે તથા ઉદ્દામ ળ અને મજૂરનેતા સામેની અને ખાસ કરીને સામ્યવાદી સામેની જેહાદ ચાલુ જ રહી. આ વખતે ચીન છેડી જનારાઓમાં, અથવા જેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા તેમાં મહાન નેતા સુનયા-સૈનની આદરણીય વિધવા શ્રીમતી સુગ પણ હતી. તેણે અતિશય ખેદપૂર્વક જાહેર કર્યું કે ચીનની સ્વતંત્રતા માટેના તેના ધણીના મહાન કાર્યને લશ્કરવાદી તથા બીજાઓએ દગો દીધો છે. અને આમ છતાંયે આ લશ્કરવાદીએ ડૉ. સુનના રાષ્ટ્રવાદ, લોકશાહી તથા સામાજિક ન્યાય આદિ ત્રણ સુપ્રસિદ્ધ સિદ્ધાંતાનું ઉચ્ચારણ કર્યાં કરતા હતા. ચીન વળી પાછું, એકબીજા સામે લડતા સેનાપતિ તથા લડાયક સરદારોની જાળમાં ફસાઈ ગયું. કૅન્ટોન નાન્કિન સરકારથી છૂટું પડી ગયું અને દક્ષિણમાં તેણે પેાતાની અલગ સરકાર સ્થાપી. ૧૯૨૮ની સાલમાં પેકિંગ નાન્કિન સરકારના હાથમાં આવ્યું. એનું નામ બદલીને પીપીંગ રાખવામાં આવ્યું. તેના અ ઉત્તરની શાંતિ થાય છે. પેકિંગને અર્થ ‘ ઉત્તરનું પાટનગર ’ એવા 6 3 થતા હતા પરંતુ હવે તે પાટનગર રહ્યું નહતું. પેકિંગ, અથવા પીપીંગનું હવે આપણે તેને એ નામથી ઓળખવું જોઈ એ - પતન થયા છતાંયે દેશના જુદા જુદા ભાગેામાં આંતરવિગ્રહ ચાલુ જ રહ્યો. કૅન્ટને તો પોતાની અલગ સરકાર સ્થાપી હતી પરંતુ ઉત્તરમાંયે જુદા જુદા લડાયક સરદારા પોતાની મરજીમાં આવે તેમ વતા હતા. તેમણે પોતાની અંગત લડાઈ એ ચાલુ રાખી હતી અને કાઈ કાઇ વખત થાડા વખત માટે તેઓ એકબીજા સાથે સમજૂતી કરતા. સિદ્ધાંતની દૃષ્ટિએ તે નાન્જિનની કહેવાતી ‘ રાષ્ટ્રીય ’સરકારની ફૅન્ટેન સિવાયના આખાયે ચીન ઉપર હકૂમત હતી. પરંતુ, દેશના કેટલાયે પ્રદેશ - ખાસ કરીને દેશની અંદરના ભાગમાં આવેલા વિશાળ પ્રદેશ જ્યાં આગળ સામ્યવાદી સરકાર સ્થાપવામાં આવી હતી નાન્કિન સરકારના અંકુશની બહાર હતા. નાત્કિન સરકાર, આર્થિ ક મદદ માટે, મુખ્યત્વે કરીને શાંધાઈના બેંકો અને શરાફે। ઉપર આધાર રાખતી હતી. જુદા જુદા સેનાપતિનાં મોટાં મોટાં સૈન્ય ખેડૂત વર્ગ ઉપર ભયંકર ખેોજારૂપ થઈ પડયાં. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સ ંખ્યાબંધ સૈનિકા કામની શોધમાં દેશમાં ઠેર ઠેર રખડતા હતા અને તેમને કશુંયે કામ ન મળવાથી તે ઘણી વાર ધાડપાડુઓ બની જતા. ૧૯૨૭ની સાલના ડિસેમ્બર માસમાં નાન્જિન સરકાર અને સેવિયેટ સરકાર વચ્ચેના સંબંધો તૂટયા અને સામ્રાજ્યવાદી સત્તાના આશ્રય નીચે -- , Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન નાન્કિને ઉગ્ર સેવિયેટ વિરોધી નીતિ અખત્યાર કરી. એને લીધે ૧૯૨૭ની સાલમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું પરંતુ રશિયાએ કઈ પણ ભોગે યુદ્ધ ન કરવાની ગાંઠ વાળી હતી તેથી જ તે અટકી ગયું. ૧૯૨૦ની સાલમાં ચીની સરકારે વળી પાછું આક્રમણકારી વલણ ધારણ કર્યું. આ વખતે તેણે મંચૂરિયામાં એમ કર્યું. ત્યાંના સોવિયેટના પ્રતિનિધિની કચેરી ઉપર હુમલો કરવામાં આવ્યો અને ચાઈનીઝ ઈસ્ટર્ન રેલવેના રશિયન અમલદારેને બરતરફ કરવામાં આવ્યા. આ રેલવે પ્રધાનપણે રશિયન મિલક્ત હતી અને સેવિયેટે તરત જ ચીન સામે પગલાં લીધાં, થડા માસ સુધી તે અમુક પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહી અને પછી જૂની વ્યવસ્થા ફરી પાછી સ્થાપિત કરવાની સોવિયેટની માગણી ચીની સરકારે કબૂલ રાખી. મંચૂરિયા તથા તેમાં થઈને પસાર થતી રેલવેને કારણે અનેક આંતરરાષ્ટ્રીય ગૂંચવણ ઊભી થઈ છે કેમ કે ત્યાં આગળ અનેક હિત વચ્ચે, ખાસ કરીને ચીની, જાપાની અને રશિયન હિત વચ્ચે, અથડામણ થાય છે. તાજેતરમાં, જગતભરના વિધિને ઠોકર મારીને, જાપાને ચીનના આ ઉત્તરપૂર્વના પ્રાંતનો અંકુશ પિતાના હાથમાં લીધું છે. એ વિષે મારા હવે પછીના પત્રમાં હું તને કહીશ. ચીનના કેટલાક ભાગોમાં સ્થાપવામાં આવેલી સામ્યવાદી સરકાર વિષે હું ઉપર ઉલ્લેખ કરી ગયે છું. એમ જણાય છે કે, દક્ષિણના ક્વાન્ટંગ પ્રાંતના હેકિંગ જિલ્લામાં ૧૯૨૭ની સાલના નવેમ્બર માસમાં પહેલવહેલી સામ્યવાદી સરકાર સ્થપાઈ હતી. આ જુદાં જુદાં મજૂર મહાજનોમાંથી ઉદ્ભવેલું હેકિંગ સેવિયેટ પ્રજાસત્તાક' હતું. સેવિયેટની હકૂમત નીચેને પ્રદેશ ચીનના મધ્યભાગમાં વધતે જ ગયો. તે એટલે સુધી કે, ૧૯૩૨ની સાલના વચગાળાના સમય સુધીમાં ચીનના કુલ ક્ષેત્રફળના છઠ્ઠા ભાગ જેટલા પ્રદેશને એટલે કે ૫૦, ૦૦૦, ૦૦૦ જેટલી વસ્તીવાળો ૨૫, ૦૦૦ ચે. માઈલ જેટલા પ્રદેશને એમાં સમાવેશ થતો હતે. એ સરકારે ચાર લાખનું લાલ સૈન્ય ઊભું કર્યું હતું તથા એની મદદમાં છોકરાઓ તથા છોકરીઓની બનેલી પલટણોનું સહાયક સૈન્ય પણ ઊભું કરવામાં આવ્યું હતું. નાસ્કિન તથા કેન્ટીન એ બંને સરકારોએ આ ચીની સેવિયેટને કચરી નાખવાના પિતાનાથી બનતા બધા પ્રયાસો કર્યા અને ચાંગકાઈ શકે તેમના ઉપર ઉપરાછાપરી ચડાઈ કરી પરંતુ તેમાં તેને ઝાઝી સફળતા મળી નહિ. સોવિયેટ કદી કદી પાછાં હઠી જતાં અને દેશના મધ્ય ભાગમાં અન્યત્ર તેમની સ્થિતિ મજબૂત બનાવતાં * ચાંગ-કાઇ-શેક તથા ચીની સેવિયેટે વચ્ચેની તકરાર, જાપાનના આક્રમણ સામે તેમનું એક થઈ જવું તથા જાપાને ચીન ઉપર કરેલી ચઢાઈ અને તેને પરિણામે ફાટી નીકળેલ વિગ્રહ વગેરે બાબતો વિષે આ પુસ્તકને અંતે જોડવામાં આવેલી પૂર્તિ માં વિવરણ કરવામાં આવ્યું છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮, જાપાન દુનિયાને ગણકારતું નથી ૨૯ જૂન, ૧૯૩૩ ચીનની ફાટફૂટની દુઃખદ કથા આપણે જોઈ ગયાં. વિજયી નીવડેલી જણાતી ક્રાંતિ એકાએક કેવી રીતે નિષ્ફળ નીવડી તેમ જ ઝનૂની પ્રતિ-ક્રાંતિ તેને કેવી રીતે ગળી ગઈ તે પણ આપણે જોઈ ગયાં. પરંતુ એ દુઃખદ કથા હજી પૂરી નથી થઈ; હજી ઘણું કહેવાનું બાકી છે. ક્રાંતિ નિષ્ફળ નીવડી એનુ કારણ એ હતું કે એકીકરણ કરનારા રાષ્ટ્રીયતાના બળ કરતાં જાગ્રત થયેલાં વીય હિતાના ઘણાનું બળ વધારે હતું. મજૂરા અને ખેડૂતોના સમુદાય ઉપરના પેાતાના પ્રભુત્વને જોખમમાં નાખવા કરતાં તવંગર જમીનદારી હિતા તેમ જ ખીજા હિતેાએ રાષ્ટ્રીય ચળવળને તોડી પાડવાનું વધુ પસંદ કર્યું. પોતાની અંતર્યંત મુશ્કેલી ઉપરાંત ચીનને પરદેશી શત્રુના નિશ્ચયપૂર્વકના હુમલાનો સામને કરવા પડ્યો. આ દુશ્મન જાપાન હતું. અને ચીનની નબળાઈ તથા વિદેશી સત્તા સાથેના તેના રોકાણના લાભ લેવાને તે હમેશાં તલપી રહ્યું હતું. જાપાન એ આધુનિક ઉદ્યોગવાદ તથા મધ્યકાલીન ક્યૂડલ સમાજવ્યવસ્થા, પાર્લમેન્ટ દ્વારા ચાલતી રાજવ્યવસ્થા તથા આપખુદી અને લશ્કરી નિયંત્રણ વગેરેના ખીચડાનું અસાધારણ દૃષ્ટાંત છે. જમીનદાર તથા લશ્કરી શાસક વર્ગાએ કુળને ધેારણે ઇરાદાપૂર્વક એવા પ્રકારનું રાજ્ય નિર્માણ કરવાના પ્રયત્ન કર્યાં કે સમ્રાટ જેને સૉંપરી વડે હાય અને તે પોતે તેના મુખ્ય અધિકારીઓ હાય. ધમ, કેળવણી અને બીજી બધીયે વસ્તુઓને એ પ્રક્રિયાને મદદરૂપ થઈ પડે એવી બનાવી દેવામાં આવે છે. ધર્મ ઉપર રાજ્યના અંકુશ છે અને મદિરા તથા દેવસ્થાના રાજ્યના અમલદારોના સીધા કાબૂ નીચે છે. તથા પુરોહિત રાજ્યના હોદ્દેદારો છે. આમ, મંદિર તથા શાળાઓ દ્વારા કાર્ય કરતું પ્રચંડ પ્રચારતંત્ર પ્રજાને માત્ર દેશભક્તિનું જ નહિ પણ સમ્રાટની આજ્ઞાને વશ વવાનું તેમ જ તેને દેવતુલ્ય ગણવાનું શિક્ષણુ નિરતરપણે આપી રહ્યું છે. વીરતાભરેલી વફાદારીની પુરાણી ભાવનાને ક ંઈક મળતા આવતા જાપાની શબ્દ ખુશીડા' છે. એ એક પ્રકારની કુળ પ્રત્યેની વાદારી અથવા નિષ્ઠા છે. એ ભાવનાને વ્યાપક બનાવીને રાજ્યને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યે છે અને તેની ટાચ ઉપર ઊભેલા સમ્રાટ સાથે તેને સાંકળી લેવામાં આવી છે. સમ્રાટ વાસ્તવમાં એક પ્રતીક સમાન છે અને તેના નામથી મેટા મેાટા જમીનદારો તથા લશ્કરી વર્ગના લાકા દેશ ઉપર પોતાની. હકૂમત ચલાવે છે. ઉદ્યોગીકરણને કારણે જાપાનમાં મધ્યમ વર્ગ પણ ઊભા થયા છે. પરંતુ મેટા મોટા ઉદ્યોગપતિ પુરાણા જમીનદાર વર્ગોમાંથી ઊતરી આવ્યા હોવાથી 6 Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ત્યાં આગળ હજી સુધી નિરાળા મધ્યમ વર્ગના હાથમાં રાજ્યસત્તા આવી નથી. વાસ્તવમાં જાપાનમાં ઈજારાનું પ્રમાણ એટલું બધું છે કે, દેશના ઉદ્યોગો તેમ જ રાજકારણનો બધે કાબૂ ગણ્યાગાંઠ્યાં બળવાન કુટુંબેના હાથમાં છે. જાપાનમાં બૌદ્ધધર્મ ઘણું લાંબા સમયથી કપ્રિય ધર્મ રહ્યો છે, પરંતુ પૂર્વજપૂજાની ઉપર વિશેષ ભાર મૂકનારે શિન્ટ ધર્મ રાષ્ટ્રીય ધર્મ જેવો બની ગયો છે. એ પૂજામાં ભૂતપૂર્વ સમ્રાટે, રાષ્ટ્રના વીરપુરૂષ અને ખાસ કરીને યુદ્ધમાં પિતાનું બલિદાન આપનારાઓને સમાવેશ થાય છે. એ રીતે, એ દેશપ્રેમ તથા શાસન કરતા સમ્રાટ પ્રત્યે આજ્ઞાંકિતપણાની ભાવના ફેલાવવાના એક પ્રબળ અને અસરકારક સાધનરૂપ બની ગયો છે. જાપાની લેકે પિતાની અપૂર્વ દેશભક્તિ તેમ જ દેશ માટે પિતાનું બલિદાન આપવાની શક્તિ માટે જગમશહૂર છે. પરંતુ એ વાતની બધાને ખબર નથી કે એ અતિશય ઉગ્ર પ્રકારને રાષ્ટ્રવાદ છે અને જગવ્યાપી સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વમાં તે સેવે છે. ૧૯૧૫ની સાલના અરસામાં જાપાનમાં એક નવો સંપ્રદાય શરૂ થયું હતું. એ સંપ્રદાયનું નામ મોક્યો” છે. અને બહુ જ ઝડપથી તે આખા દેશમાં ફેલાવા પામ્ય છે. એ સંપ્રદાયને પ્રધાન સિદ્ધાંત એ છે કે, જાપાન સારી દુનિયાનું શાસક બને અને સમ્રાટ તેનો સર્વોપરી વડે બને. એ સંપ્રદાયના વતી જણાવવામાં આવ્યું હતું કે : - “આપણે ઉદ્દેશ માત્ર એટલો જ છે કે, જાપાનના સમ્રાટને સમગ્ર દુનિયાને સમ્રાટ બનાવ; કેમ કે, સ્વીચ દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન પૂર્વજ પાસેથી આધ્યાત્મિક મિશનને વારસ ધરાવનાર દુનિયામાં એ જ એક માત્ર શાસક છે.” આપણે આગળ જોઈ ગયાં તેમ, મહાયુદ્ધ દરમ્યાન, પિતાની ૨૧ માગણીઓ રજૂ કરીને જાપાને ચીનને દાટી આપવા પ્રયત્ન કર્યો હતે. એ માગણીઓની સામે અમેરિકા તથા યુરોપમાં વિરોધને ભારે પિકાર ઊઠયો તેથી તેને જોઈતું હતું તે બધું તે ન મળ્યું, પરંતુ એમ છતાયે તેને ઠીકઠીક મળ્યું એમ કહી શકાય. ઝારશાહી રશિયાનું પતન થતાં, મહાયુદ્ધ પછી એશિયામાં પિતાના પગ પસારવાની જાપાનને આદર્શ તક મળી ગઈ. તેનું સૈન્ય સાઈબેરિયામાં દાખલ થયું અને તેના એજટે મધ્ય એશિયામાં છેક સમરકંદ અને બુખારા સુધી પહોંચી ગયા. સેવિયેટ વ્યવસ્થા નીચે રશિયા ફરી પાછું બેઠું થયું તેથી અને કંઈક અંશે અમેરિકાના વિરોધ અને અવિશ્વાસને કારણે તેનું એ સાહસ નિષ્ફળ નીવડયું. એ હમેશાં યાદ રાખવું જોઈએ કે અમેરિકા અને જાપાન ' વચ્ચે જરા સરખોયે પ્રેમ નથી. તેમને એકબીજા વિષે ભારે અણગમે છે. પ્રશાંત મહાસાગરના કાંઠા ઉપરથી તેઓ સામસામા ઘુરકિયાં કરે છે. ૧૯૨૨ની સાલની વોશિંગ્ટન પરિષદ જાપાનની મહત્ત્વાકાંક્ષા ઉપર ભારે ફટકા સમાન હતી. એમાં અમેરિકાની મુત્સદ્દીગીરીને વિજય થયું. એમાં જાપાન સહિત નવ Page #628 -------------------------------------------------------------------------- ________________ જાપાન દુનિયાને ગણકારતું નથી ૧૨૯૫ સત્તાઓએ ચીનની અખંડિતતા કાયમ રાખવાની પ્રતિજ્ઞા કરી. એનો અર્થ એ થયું કે જાપાને ચીનમાં પિતાના પગ પસારવાની આશા છોડી દેવી રહી. એ પરિષદમાં ઈગ્લેંડ અને જાપાન વચ્ચેના ઐક્યનો પણ અંત આવ્યું અને દૂર પૂર્વમાં જાપાન એકલું અને અટૂલું બની ગયું. બ્રિટિશ સરકારે સિંગાપોરમાં એક જબરદસ્ત નૌકામથક બાંધવાનો આરંભ કર્યો અને દેખીતી રીતે જ એ જાપાનને માટે ધમકીરૂપ હતું. ૧૯૨૪ની સાલમાં યુનાઈટેડ સ્ટેટ્સ જાપાન- વિધી પરદેશીઓના આગમનને લગતા કાયદો પસાર કર્યો; કેમ કે, તેને જાપાની મજૂરને ત્યાં આવતા બંધ કરવા હતા. આ પ્રકારના જાતિને કારણે ઉદ્ભવતા ભેદભાવ પરત્વે જાપાનમાં ભારે રોષની લાગણી પ્રકટ થઈ પૂર્વના બીજા દેશમાં પણ કંઈક અંશે એની સામે વિરોધની લાગણી દર્શાવવામાં આવી. પરંતુ જાપાન અમેરિકા સામે કશુંયે કરી શકે એમ નહોતું. એકલા પડી ગયેલા અને ચારે બાજુએથી વિરોધીઓથી ઘેરાયેલા જાપાને રશિયા તરફ પોતાની નજર કરી અને ૧૯૨૫ના જાન્યુઆરી માસમાં તેણે તેની સાથે સંધિ કરી. એ અરસામાં જાપાન ઉપર જે ભીષણ આફત આવી પડી અને જેને પરિણામે તે અતિશય દુર્બળ બની ગયું તે વિષે મારે તને કંઈક કહેવું જ જોઈએ. આ આફત તે ૧૯૨૫ના સપ્ટેમ્બરની પહેલી તારીખે થયેલે ભયંકર ધરતીકંપ. એની સાથે સાથે જ સમુદ્રની ભરતીનું ભારે મેજું ફરી વળ્યું અને ટેકિયેના મહાન પાટનગરમાં આગ લાગી. આ વિશાળ નગરને તેમ જ કેહામા બંદરનો નાશ થયે. એક લાખ કરતાંયેં વધારે માણસે મરણ પામ્યા અને બીજી જબરદસ્ત ખુવારી થઈ. જાપાની લેકેએ ઘેર્યા અને દૃઢતાપૂર્વક આ આફતને સામનો કર્યો અને જૂના શહેરનાં ખંડિયેરે ઉપર તેમણે નવું ટોકિયા શહેર બાંધ્યું. પિતાની મુશ્કેલીઓને કારણે જાપાને રશિયા સાથે સંધિ કરી હતી. પરંતુ એનો અર્થ એ નથી કે તેને સામ્યવાદ માન્ય હતે. સામ્યવાદ એટલે કે, સમ્રાટ-પૂજા, યૂડલ વ્યવસ્થા અને શાસક વર્ગના આમજનતાના શેષણને અથવા કહે કે વર્તમાન સમાજવ્યવસ્થાને માન્ય બધી જ વસ્તુઓને અંત. પ્રજામાં દિનપ્રતિદિન વધતી જતી હાડમારીઓ તથા વિટંબણાઓને કારણે જાપાનમાં આ સામ્યવાદને વિકાસ થઈ રહ્યો હતે. ઔદ્યોગિક હિતિ આમપ્રજાનું વધુ ને વધુ શેષણ કરી રહ્યાં હતાં. દેશની વસ્તી બહુ જ ઝડપથી વચ્ચે જતી હતી. તે અમેરિકા કે કેનેડામાં કે ઓસ્ટ્રેલિર્યાના રસકસ વિનાના વેરાન પ્રદેશમાં પણ જઈને વસી શકતી નહોતી. એ બધે તેમની સામે કાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ચીન નજીક હતું પણ તે તે વસતીથી ઊભરાતું હતું. કરિયા તેમ જ મંચૂરિયામાં થોડા પ્રમાણમાં જાપાનીઓ જઈને વસ્યા હતા. આવી પિતાની ખાસ પ્રકારની મુશ્કેલીઓ ઉપરાંત સમગ્ર દુનિયા Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૩ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન જેને અનુભવ કરી રહી હતી તે ઉદ્યોગવાદની તેમ જ વેપારની મંદીને કારણે ઉદ્ભવેલી સČસામાન્ય મુશ્કેલીઓના પણુ જાપાનને સામને કરવાના હતા. દેશની આંતરિક સ્થિતિ જેમ જેમ વધુ ગંભીર બનતી ગઈ તેમ તેમ સામ્યવાદીઓ તથા ખીજા ઉદ્દામ વિચાર ધરાવનારાઓનું દમન વધુ ને વધુ કડક બનતું ગયું. ૧૯૨૫ની સાલમાં · સુલેહ શાંતિ જાળવવા માટેના કાયદો ’ પસાર કરવામાં આવ્યા. એની ભાષા અતિશય રમૂજી છે. એ કાયદાની પહેલી કલમ હું અહીંયાં ટાંકીશ. તે આ છે: 6 રાષ્ટ્રના રાજ્યબંધારણને બદલવાના અથવા તે મિલકતની ખાનગી માલકીની પદ્ધતિના નિષેધ કરવાના ઉદ્દેશથી જેમણે કોઈ પણ મંડળ કે સાઁધ સ્થાપ્યા હરો અથવા તા એને ઉદ્દેશ પૂરેપૂરી રીતે સમજીને જે એમાં જોડાયા હશે તેમને પાંચ વરસની કેદની સજાથી માંડીને દેહાંતદંડ સુધીની શિક્ષા કરવામાં આવશે.” 66 આ કાય અતિશય કડક છે અને તેમાં કૈવળ સામ્યવાદ સામે જ નહિ પણ સમાજવાદી, બંધારણીય કે કાઈ પણ પ્રકારના મૂળભૂત સુધારાએ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. સામ્યવાદના વિકાસથી જાપાનની સરકાર કેટલી બધી ભડકી ગઈ હતી તે આપણને પ્રસ્તુત કાયદાની આ અતિશય કડકાઈ ઉપરથી માલૂમ પડે છે. પરંતુ સામાજિક પરિસ્થિતિને કારણે પેદા થતી વ્યાપક હાડમારી અને વિટંબણાઓને લીધે સામ્યવાદ ઉદ્દભવે છે અને એ પરિસ્થિતિમાં સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી કેવળ દમનથી કશુંયે વળી શકે એમ નથી. આજે જાપાનમાં આમ જનતા ભયંકર દુઃખ અને યાતનાઓ વેઠી રહી છે. હિંદુસ્તાન તથા ચીનની પેઠે ત્યાંના ખેડૂતવર્ગ દેવાના જબરદસ્ત ખાજા નીચે દબાયેલા છે. કરવેરા ખાસ કરીને ભારે લશ્કરી ખરચ અને યુદ્ઘને અંગેની જરૂરિયાતોને પહેાંચી વળવા માટેના બહુ જ ભારે છે. ભૂખમરો વેઠતા અને ધાસ તથા કંદમૂળ ખાઈ તે જીવવાના પ્રયત્ન કરતા તથા પોતાનાં બાળકાને પણ વેચી દેતા ખેડૂતોની વાતો સાંભળવામાં આવે છે. બેકારીને કારણે મધ્યમ વર્ગ પણ દુર્દશામાં આવી પડ્યો છે અને આપધાતનું પ્રમાણ વધી ગયું છે. - ૧૯૨૮ની સાલના આરંભમાં મોટા પાયા ઉપર સામ્યવાદ સામેની જેહાદ શરૂ થઈ. એ વખતે એક જ રાતમાં એક હજાર માણસોની ધરપકડ કરવામાં આવી અને આમ છતાંયે છાપાંઓને એક મહિના કરતાંયે વધુ સમય સુધી એ હકીકત છાપવાની પરવાનગી આપવામાં આવી નહેતી. પોલીસાની ધાડ તથા સામુયિક ધરપકડા વરસાવરસ વારંવાર થવા લાગી. આવા પ્રકારની પેાલીસાની એક સૌથી મોટી ધાડ ૧૯૩૨ની સાલમાં પાડવામાં આવી. એ વખતે ૨૨૫૦ માણસોની ધરપકડ કરવામાં આવી. એમાંના મોટા ભાગના લેકૈા મજૂરો નહિ પણ વિદ્યાથી ઓ અને શિક્ષકા હતા. એમાં સેંકડા ગ્રેજ્યુએટ Page #630 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૭ જાપાન દુનિયાને ગણકારતું નથી તથા સ્ત્રીઓને પણ સમાવેશ થતો હતે. એ એક કંઈક આશ્ચર્યકારક ઘટના છે કે જાપાનમાં કેટલાયે શ્રીમંત યુવકે સામ્યવાદ તરફ આકર્ષાયા છે. હિંદમાં તેમ જ બીજા સ્થળની પેઠે જાપાનમાં પણ પ્રગતિશીલ વિચારકને ગુનેગારો કરતાંયે વિશેષ જોખમકારક લેખવામાં આવે છે. હિંદના મિરતના મુકદ્દમાની પેઠે જાપાની સામ્યવાદીઓના મુકદ્દમાઓ વરસો સુધી ચાલ્યા છે. જાપાનની પરિસ્થિતિ વિષે મેં આ બધું તને એટલા માટે કહ્યું છે કે, જેને વિષે હમણાં હું તને કંઈક કહેવા ધારું છું તે જાપાનના મંચૂરિયાના સાહસ વિષે તને કંઈક ખ્યાલ આવે. આગળના પત્રમાં, એશિયાની ભૂમિ ઉપર, પહેલાં કોરિયામાં અને પછી મંચૂરિયામાં પગદંડો જમાવવાના જાપાનના પ્રયાસો વિષે તેં વાંચ્યું છે. ૧૮૯૪ની સાલનું ચીન સાથેનું અને દશ વરસ પછી રશિયા સાથેનું યુદ્ધ એ જ હેતુ નજર આગળ રાખીને લડાયું હતું. એ બંનેમાં જાપાનને વિજય મળ્યો અને તે એ જનાની દિશામાં એક પછી એક ડગલું આગળ વધવા લાગ્યું. કોરિયાને ઓહિયાં કરી જવામાં આવ્યું અને તે જાપાની સામ્રાજ્યને માત્ર એક ભાગ બની ગયું. મંચૂરિયામાં–ચીનના પૂર્વ તરફના ત્રણ પ્રાંતનું એ સહિયારું નામ છે – પિટ આર્થરની આસપાસ રશિયાને મળેલી છૂટછાટો હવે જાપાનને હસ્તક ગઈ મંચૂરિયાની આરપાર રશિયાએ બાંધેલી રેલવે–ચાઈનીઝ ઈસ્ટર્ન રેલવે–ને અમુક ભાગ પણ જાપાનના અંકુશ નીચે આવ્યું અને તેને સાઉથ મંચૂરિયા રેલવે એવું નામ આપવામાં આવ્યું. આ બધા ફેરફારે થવા છતયે એકંદરે આખુયે મંચૂરિયા હજી ચીની સરકારની હકૂમત નીચે જ ચાલુ રહ્યું હતું. અને એ રેલવે થવાને કારણે અસંખ્ય ચીની વસાહતીઓ ત્યાં આગળ જઈને વસ્યા. સાચે જ, ચીનના આ ત્રણ ઉત્તર-પૂર્વના પ્રાંતમાં જેટલા વસાહતીઓ આવીને વસ્યા એટલા વસાહતીઓ બીજે કઈ સમયે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈ વસ્યાના દાખલા ઇતિહાસમાં બહુ જૂજ મળે છે. ૧૯૨૩થી ૧૯૨૯ સુધીનાં સાત વરસમાં પચીસ લાખ ચીનાઓ ત્યાં જઈને વસ્યા. મંચૂરિયાની વસતી આજે ત્રણ કરોડની છે અને એમાં ૯૫ ટકા ચીનાઓ છે. આ રીતે એ ત્રણે પ્રાંતે સંપૂર્ણ પણે ચીની છે. બાકીના પાંચ ટકામાં રશિયન, મંગલેના ગોપ કબીલાઓ, કરિયાવાસીઓ અને જાપાનીઓને સમાવેશ થાય છે. ત્યાંના મૂળ વતની મંચૂએ ચીનાઓ સાથે એકરૂપ થઈ ગયા છે અને તેઓ પિતાની ભાષા સુધ્ધાં ભૂલી ગયા છે. ૧૯૨૨ની સાલમાં નવ સત્તાઓ વચ્ચે વૈશિંગટન પરિષદમાં થયેલી સંધિ વિષે મેં તને વાત કરી હતી તે તને યાદ હશે. ચીન પરત્વેની જાપાનની જનાઓને મર્યાદામાં રાખવાને માટે ખાસ કરીને પશ્ચિમની સત્તાઓની સૂચનાથી એ સંધિ થઈ હતી. એ નવે સત્તાઓ (જાપાન પણ તેમાંની એક Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૮ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન સત્તા હતી ) ‘ ચીનની સ્વાયત્તતા, સ્વતંત્રતા તથા તેની પ્રાદેશિક અને વહીવટી અખંડિતતાને માન્ય રાખવા માટે ' સ્પષ્ટપણે અને અસંદિગ્ધ રીતે સંમત થઈ હતી. R થેાડાં વરસ સુધી જાપાને ખામોશી રાખી. પરંતુ પડદા પાછળ રહીને, આંતરવિગ્રહ ચાલુ રાખવા માટે અને એ રીતે ચીનને દુર્ગંળ બનાવવાને ખાતર ચીનના કેટલાક લડાયક સરદારો અથવા તૂશનોને આર્થિક તેમ જ ખીજી અનેક પ્રકારની મદદ તે આપતું રહ્યું. ખાસ કરીને, મન્ચૂરિયા ઉપર તેમ જ દક્ષિણના રાષ્ટ્રવાદીઓના વિજય પહેલાં પેકિંગ ઉપર પણ પ્રભુત્વ ધરાવનાર ચાંગ—સે—લીનને તે મદદ કરતું હતું. ૧૯૨૧ની સાલમાં જાપાની સરકારે મન્ચૂરિયામાં છડેચોક આક્રમણકારી વલણુ અખત્યાર કર્યું. એનું કારણ જાપાનમાં પેદા થયેલી અતિશય તીવ્ર પ્રકારની આર્થિક કટોકટી પણ હોય. દેશમાં પેદા થયેલી તગ પરિસ્થિતિને ક ંઈક હળવી કરવાને તેમ જ લેકાનું લક્ષ ખીજી તરફ વાળવાને માટે પરદેશમાં કઈંક કરવાની તેમને ક્રૂરજ પડી હોય. અથવા સરકારમાં લશ્કરી પક્ષનું પ્રભુત્વ હતું એ યા ા ખીજી બધી સત્તાઓ પોતપોતાની મુશ્કેલીઓના તેમ જ વેપારની મદીના પ્રશ્નના ઉકેલ કરવામાં ગૂંથાયેલી છે એટલે તેઓ પોતાના માર્ગમાં આડે આવવાની નથી એવા પ્રકારની લાગણી પણ એનું કારણ હોય. ધણું કરીને, આ બધી વસ્તુએ, જાપાની સરકારને તેણે લીધેલું અતિશય ગંભીર પગલું લેવાને પ્રેરી હતી. કેમ કે, એ પગલું ભરવામાં ૧૯૨૨ની સાલની નવ સત્તાની સંધિને ચોખ્ખા ભંગ થતા હતા. એમાં પ્રજાસધના કરારનો પણ ભંગ થતા હતા; કેમ કે, ચીન તેમ જ જાપાન એ અને પ્રજાસધનાં સભ્ય હતાં અને એ રીતે તે પ્રજાસધ સાથે પૂછપરછ કર્યાં વિના એકખીજા ઉપર હુમલા કરી શકે એમ નહોતું. આ ઉપરાંત એમાં યુદ્ધને એકાયદા હરાવનાર ૧૯૨૮ના પૅરિસ કરાર અથવા કૅલેગ કરારના પણ ભંગ થતો હતો. ચીન સામે લડાયક પગલાં ભરીને જાપાની સરકારે આ સધિ તેમ જ પ્રતિજ્ઞાઓના ઇરાદાપૂર્વક ભંગ કર્યાં અને છડેચોક આખી દુનિયાની અવગણના કરી. બેશક, સારૂ સાક્ શબ્દોમાં તેણે એમ કહ્યું નહતું. જાપાની સરકારે ક્ષુલ્લક અને દેખીતી રીતે જ જૂઠાં બહાનાં બતાવ્યાં. તેણે જણાવ્યુ કે મન્ચૂરિયાના ધાડપાડુઓને કારણે તથા ત્યાં આગળ અનેલા કેટલાક નજીવા બનાવાને લીધે વ્યવસ્થા જાળવવાને તેમ જ પોતાનાં હિતનું રક્ષણ કરવાને માટે ત્યાં આગળ પોતાનું લશ્કર મોકલવાની તેને ફરજ પડી હતી. યુદ્ધની ખુલ્લેખુલ્લી જાહેરાત કરવામાં નહોતી આવી એ ખરું પરંતુ જાપાનીઓએ મન્ચૂરિયા ઉપર ચડાઈ કરી હતી એ હકીકત. નિર્વિવાદ હતી. ચીની લેાકા એથી અતિશય ક્રાધે ભરાયા. ચીની સરકારે એની સામે વિરોધ ઉડ્ડાવ્યો તથા Page #632 -------------------------------------------------------------------------- ________________ જાપાન દુનિયાને ગણકારતું નથી ૧૨૯૯ પ્રજાસંધ અને બીજી સત્તાઓને તેણે અપીલ કરી પણ તેના તરફ કેઈએ લક્ષ આપ્યું નહિ. દરેક દેશ પિતાપિતાની મુશ્કેલીઓમાં ગૂંચવાયેલું હતું અને જાપાનને વિરોધ કરીને એમાં વધારો કરવાની કોઈ પણ દેશની ઈચ્છા નહોતી. કેટલીક સત્તાઓને – ખાસ કરીને ઈંગ્લંડને જાપાન સાથે ગુપ્ત સમજૂતી થઈ હોય એ પણ સંભવિત છે. વ્યવસ્થિત રીતે લશ્કરમાં ભરતી ન થયેલા એવા ચીની સૈનિકોએ મંચૂરિયામાંના જાપાનીઓની ભારે પજવણી કરી. અને આમ છતાંયે, એ બંને દેશો વચ્ચે યુદ્ધ નહોતું ચાલતું એમ માનવામાં આવતું હતું ! જાપાનની એથીયે વધારે પજવણી કરનાર તે, ચીનમાં શરૂ થયેલી જાપાની માલના બહિષ્કારની મહાન ચળવળ હતી. ૧૯૩૨ની સાલના જાન્યુઆરી માસમાં શાંઘાઈ પાસેની ચીનની ભૂમિ ઉપર જાપાની સૈન્ય એકાએક ઊતરી આવ્યું અને આધુનિક કાળની એક ભીષણમાં ભીષણ કતલ તેણે ચલાવી. પશ્ચિમની સત્તાઓની છંછેડણી ન કરવાના આશયથી તેણે તેના વસાહતી પ્રદેશને અલગ રાખ્યા અને ચીની લેકના વસવાટના ગીચ લત્તાઓ ઉપર હુમલો કર્યો. શાંઘાઈ નજીકના મોટા પ્રદેશ ઉપર (મારા ધારવા પ્રમાણે એનું નામ ચેપી હતું.) બૅબમારે કરીને તેને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો. એથી હજારના જાન ગયા અને અસંખ્ય લેકે ઘરબાર વિનાના થઈ ગયા. એ વસ્તુ લક્ષમાં રાખજે કે, આ કંઈ લશ્કર સામેનું યુદ્ધ નહોતું. એ તે નિર્દોષ નાગરિકે ઉપરને બૅબમારે હતું. જેને આ વીરતાભર્યું કાર્ય સોંપવામાં આવ્યું હતું તે જાપાની ઍડમિરલને એ વિષે પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, “નાગરિકે ઉપર આ આંધળે બેબમારે વધુ બે જ દિવસ ચાલુ રાખવો” એવું જાપાને રહેમ દૃષ્ટિથી નક્કી કર્યું છે ! શાંઘાઈમાંને લંડનના “ટાઈમ્સ” પત્રને જાપાનની તરફેણ કરનાર ખબરપત્રી પણ આ હત્યાકાંડ જોઈને ચોંકી ઊડ્યો હતો. તેણે એને જાપાનીઓએ કરેલી ચીનાઓની સામુદાયિક કતલ' તરીકે વર્ણવી છે. ચીના લેકે ઉપર એની કેટલી ભારે અસર થઈ હશે એની તે કલ્પના જ કરવી રહી. હાહાકાર અને ક્રોધનું મોજું આખાયે ચીન ઉપર ફરી વળ્યું અને આ હેવાનિયતભરી પરદેશીઓની ચડાઈ સામે દેશમાંની જુદી જુદી સરકારે તથા જુદા જુદા લડાયક સરદારો પરસ્પરનાં ઝેરવેર તથા સ્પર્ધા ભૂલી ગયા અથવા કહો કે ભૂલી ગયા હોય એમ જણાયું. જાપાન સામે એકત્રિત સામનાની વાતે થવા લાગી અને દેશના અંદરના ભાગમાંની સામ્યવાદી સરકારે પણ પિતાની સેવા નાસ્કિન સરકારને આપવા જણાવ્યું, તાજુબીની વાત તે એ છે કે, આમ છતાંયે, નાસ્કિન કે તેના નેતા ચ્યાંગ-કાઈ શકે આગળ વધતા જતા જાપાની લશ્કર સામે શાંધાઈને બચાવ કરવા માટે કશોયે પગલાં ભર્યા નહિ. નાન્કિને આ સંબંધમાં એટલું કર્યું કે એની સામે તેણે પ્રજાસંઘમાં પિતાને વિરોધ નોંધાવ્યું. જાપાનીઓની સામે એકત્રિત સામનો Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન સંગઠિત કરવાને સુધ્ધાં તેણે પ્રયત્ન ન કર્યો. નાસ્કિન સરકાર મોટી મોટી વાતે કરતી હતી અને દેશમાં ક્રોધને દાવાનળ સળગી રહ્યો હતો તે છતાંયે જાપાનીઓને સામનો કરવાની તેની ઇચ્છા હોય એમ જણાતું નહોતું. અને એ પછી, શાંઘાઈના દ્વાર આગળ દક્ષિણમાંથી એક અજબ પ્રકારનું સૈન્ય આવીને ઊભું. એને “૧૯મું પાયદળ સૈન્ય' કહેવામાં આવતું હતું. એ કેન્ટોનના લેકેનું બનેલું હતું પરંતુ કેન્ટોન કે નાકિન એ બેમાંથી એકે સરકારના હુકમ નીચે તે નહોતું. એ ચીંથરેહાલ સૈન્ય હતું. તેની પાસે નહિ જેવી જ સાધનસામગ્રી હતી. તેની પાસે મેટી લેપ નહોતી, તેમને ગણવેશ કંગાળ હતું તથા ચીનના શિયાળાની સખત ઠંડીથી પિતાનું રક્ષણ કરવા પૂરતાં કપડાં પણ તેમની પાસે નહોતાં. એ સૈન્યમાં કેટલાક ૧૪ અને ૧૬ વરસના છોકરાઓ હતા; અને કેટલાક તે માત્ર ૧૨ વરસના જ હતા. વ્યાંગ-કાર્ય-શેકના હુકમને વિરોધ કરીને આ ચીંથરેહાલ સૈન્ય જાપાનીઓ સામે લડવાને તથા તેમને ખાળી રાખવાનો નિર્ણય કર્યો. ૧૯૩૨ની સાલના જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસનાં બે અઠવાડિયાં સુધી નાસ્કિન તરફની કશીયે મદદ વિના તેઓ લડ્યા. અને લડવામાં તેમણે એવી અપૂર્વ વીરતા દાખવી કે ઘણું વધારે બળવાન તેમ જ વધારે સારી રીતે સજજ થયેલા જાપાનીઓને તેમણે રેકી રાખ્યા. આથી જાપાનીઓને ભારે આશ્ચર્ય થયું. તેમની એ વીરતાથી માત્ર જાપાનીઓ જ નહિ પણ પરદેશી સત્તાઓ તથા ખુદ ચીનની પ્રજા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. બે અઠવાડિયાં સુધી એકલે હાથે લડ્યા પછી અને જ્યારે સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ચાંગ-કાઈ શકે બચાવમાં મદદ કરવા માટે પિતાનું થોડું લશ્કર મોકલ્યું. - ૧૯મા પાયદળ સૈન્ય ઇતિહાસ સર અને તે જગમશહૂર બન્યું. તેણે કરેલા બચાવથી જાપાનીઓની જનાઓ ઊંધી વળી ગઈ અને શાંઘાઈમાંનાં પિતાનાં હિતેને વિષે પશ્ચિમની સત્તાઓ પણ ચિંતાતુર હતી એટલે જાપાની સૈન્યને શાંઘાઈની આસપાસના પ્રદેશમાંથી ધીમે ધીમે ખસેડી લેવામાં આવ્યું અને વહાણમાં ભરીને તેને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યું. એ લક્ષમાં રાખવા જેવું છે કે જેમાં હજારો માણસોએ જાન ગુમાવ્યા હતા તે ચેપીના હત્યાકાંડના બનાવ અથવા તે પવિત્ર સંધિઓ તથા આંતરરાષ્ટ્રીય કરારોના ભંગ કરતાં આ પશ્ચિમની સત્તાઓને પિતાનાં આર્થિક તેમ જ બીજાં હિતે સાચવવાની વધારે પડી હતી. પ્રજાસંધ આગળ આ બાબતમાં અનેક વાર ફરિયાદ કરવામાં આવી પરંતુ કેઈ ને કઈ બહાને સક્રિય પગલું ભરવાનું તેણે હમેશાં મેકૂફ રાખ્યું. ખરેખાત યુદ્ધ ચાલી રહ્યું હતું તથા હજારો માણસે મરાયા હતા અને હજી પણ મરાઈ રહ્યા હતા એ વસ્તુ પ્રજાસંઘની દૃષ્ટિએ તાકીદની નહોતી. એમ કહેવામાં આવ્યું કે, એ સાચું યુદ્ધ નહોતું; કેમ કે Page #634 -------------------------------------------------------------------------- ________________ જાપાન દુનિયાને ગણકારતુ નથી ૧૩૧ તેની સત્તાવાર રીતે યુદ્ધ તરીકે જાહેરાત કરવામાં આવી નહોતી! તેણે બતાવેલી આ નબળાઈને લીધે તથા અન્યાય પરત્વે લગભગ ઈરાદાપૂર્વક તેણે આંખ આડા કાન કર્યા હોવાથી જગતભરમાં પ્રજાસંઘની પ્રતિષ્ઠા તથા શાખ અતિશય ઘટી ગયાં. અલબત, એને માટે કેટલીક મહાન સત્તાઓ જવાબદાર હતી અને ખાસ કરીને ઇંગ્લડ પ્રજાસંધમાં જાપાનની તરફેણ કરનારું વલણ અખત્યાર કર્યું. આખરે, મંચૂરિયાના બનાવની બાબતમાં તપાસ કરવા માટે પ્રજાસંઘે લૉર્ડ લીટનના પ્રમુખપણું નીચે એક આંતરરાષ્ટ્રીય કમિશન નીમ્યું. એ બાબતમાં બધી સત્તાઓ સહસા સંમત થઈ ગઈ કેમકે એથી કરીને કોઈ પણ પ્રકારને નિર્ણય મહિનાઓ સુધી મેકૂફ રહેતો હતે. મંચૂરિયા બહુ દૂરને દેશ હતા અને ત્યાં જઈને પિતાના હેવાલ તૈયાર કરતાં કમિશનને ઘણો લાંબે વખત લાગે અને એટલા વખતમાં કદાચ મામલે ખતમ પણ થઈ જાય. જાપાનીઓ શાંઘાઈથી તો ખસી ગયા પરંતુ હવે તેમણે મંચૂરિયા ઉપર વિશેષ લક્ષ આપ્યું. મંચૂરિયામાં તેમણે એક પૂતળા સરકાર ઊભી કરી અને જાહેર કર્યું કે મંચૂરિયાએ એ રીતે પોતાના આત્મનિર્ણયના હકને અમલ કર્યો છે. એ નવા ઊભા કરેલા રાજ્યને મંચૂકુઓ નામ આપવામાં આવ્યું અને ચીનના એક પુરાણું મંચૂ રાજવંશમાંથી ઉતરી આવેલા એક માંદલા સરખા યુવકને એ નવા રાજ્યને રાજા બનાવવામાં આવ્યું. બેશક, એ બધું તે કેવળ દેખાવ પૂરતું જ કરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ સાચી હકૂમત તે જાપાનની જ હતી. સૌ કોઈ જાણતું હતું કે જાપાની લશ્કર જે ત્યાંથી ખસેડી લેવામાં આવે તે મંચૂકુઓનું રાજ્ય એક જ દિવસમાં ઊંધું વળી જાય. મંચૂરિયામાં જાપાનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કેમ કે ચીની સ્વયંસેવક સનિકેની ટેળીઓ તેમની સામે અવિરતપણે લડ્યા કરતી હતી. આ ટોળીઓને જાપાનીઓ “ધાડપાડુઓ' કહે છે. સ્થાનિક ચીનાઓના બનેલા મંચૂકુઓના સૈન્યને તાલીમ આપીને જાપાનીઓએ શસ્ત્રસજજ કર્યું હતું. આ “ધાડપાડુઓની સામે મોકલવામાં આવતાં તે સૈન્ય પિતાની આધુનિક ઢબની શસ્ત્રસામગ્રી સાથે એ “ધાડપાડુઓના પક્ષમાં ભળી જતું ! આ નિરંતરપણે ચાલતા યુદ્ધને કારણે મંચૂરિયાને ભારે નુક્સાન થયું અને સોયાબીનને તેને વેપાર મારવા લાગ્યા. મહિનાઓ સુધી તપાસ ચલાવ્યા પછી લીટન કમિશને પિતાને હેવાલ પ્રજાસંધ સમક્ષ રજૂ કર્યો. એ કાળજીપૂર્વક અને સંયમી તથા ન્યાયાધીશની ભાષામાં લખાયેલ દરતાવેજ હતો. પરંતુ જાપાન સામે તેમાં ભારે પ્રહાર કરવામાં આવ્યા હતા. આથી બ્રિટિશ સરકાર અતિશય અસ્વસ્થ બની ગઈ કેમ કે તે જાપાનને બચાવ કરવા માગતી હતી. એના ઉપરની વિચારણા વળી -૪૦ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન વધુ મહિનાઓ સુધી પાછી ઠેલવામાં આવી. પરંતુ આખરે તે પ્રાસંઘને એ ? પ્રશ્ન હાથ ધર જ પડ્યો. એ બાબતમાં અમેરિકાનું વલણ ઈગ્લેંડથી સાવ જુદું હતું; તેનું વલણ જાપાનની અતિશય વિરુદ્ધ હતું. અમેરિકાએ જાહેર કર્યું કે જાપાને મંચૂરિયામાં કે બીજે કઈ પણ ઠેકાણે બળજબરીથી કરેલે ફેરફાર તે માન્ય રાખનાર નથી. અમેરિકાનું આવું કડક વલણ હોવા છતાંયે ઈંગ્લડે અને અમુક અંશે કાંસ, ઈટાલી તથા જર્મનીએ જાપાનને ટેકો આપે. પ્રજાસંધ જ્યારે કઈ પણ પ્રકારના નિર્ણય ઉપર આવવાનું ટાળી રહ્યો હતું ત્યારે જાપાને એક નવું પગલું ભર્યું. ૧૯૩૩ની સાલના નવા વરસના દિવસે જાપાની લશ્કરે ખુદ ચીનની ભૂમિ ઉપર એકાએક દેખા દીધી અને મહાન દીવાલની ચીન તરફની બાજુએ આવેલા શાનહેકવાન શહેર ઉપર હલ્લે કર્યો. મેટી મોટી તપે તથા ડિસ્ટેરોમાંથી તેના ઉપર તપમાર અને એરોપ્લેનમાંથી બૅબમારે કરવામાં આવ્યું. એ બિલકુલ આધુનિક લડાયક સાધનથી કરવામાં આવેલ હુમલે હો અને શાનહેકવાન શહેર “ભડકે બળતા ખંડિયેરે માં ફેરવાઈ ગયું. તેના સંખ્યાબંધ રહેવાશીઓ મરણ પામ્યા તથા ઘાયલ થઈને પડ્યા અને પછી જાપાની લશ્કર ચીનના જેહોલ પ્રાંતમાં કૂચ કરી ગયું અને પીપિંગની નજીક પહોંચી ગયું. એને માટે એવું બહાનું બતાવવામાં આવ્યું કે, “ધાડપાડુઓ” મંચૂકુઓ ઉપર હુમલે કરવાને માટે જેહેલને પિતાના મુખ્ય મથક તરીકે વાપરી રહ્યા છે અને કહે ન કહે પણ જેહેલ એ મંચૂકુઓને એક ભાગ જ છે ! આ નવા આક્રમણ તથા નવા વરસના દિવસની કતલથી પ્રજાસંધની ઊંઘ ઊડી, અને મુખ્યત્વે કરીને નાની સત્તાઓના આગ્રહને વશ થઈને પ્રજાસંઘે લીટન અહેવાલને મંજૂર રાખતે તથા જાપાનને વખોડી કાઢતે ઠરાવ પસાર કર્યો. જાપાની સરકારે એની લેશમાત્ર પણ પરવા ન કરી (ઈગ્લેંડ તેમ જ બીજી કેટલીક મહાન સત્તાઓ તેને ગુપ્ત રીતે ટેકે આપી રહી હતી એની તેને ક્યાં ખબર નહોતી ?) અને તે પ્રજાસંધમાંથી ચાલી નીકળ્યું. પ્રજાસંધમાંથી રાજીનામું આપ્યા પછી જાપાને ચૂપચાપ પીપિંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેને નહિ જે જ સામને કરવામાં આવ્યું અને જાપાની લશ્કર લગભગ પીપિંગના દરવાજા સુધી આવી પહોંચ્યું ત્યારે ૧૯૩૩ની સાલના મે માસમાં ચીન અને જાપાન વચ્ચે તહકૂબીની જાહેરાત કરવામાં આવી. જાપાન વિજયી નીવડયું હતું. જાપાની આક્રમણની સામે તેમણે જે લાચારીભર્યું વલણ દાખવ્યું તેથી કરીને નાસ્કિન સરકાર તથા તે વખતને કુ-મીન-ટાંગ પક્ષ ચીનમાં અતિશય અપ્રિય થઈ ગયાં એમાં નવાઈ પામવા જેવું કશું નથી. મંચૂરિયાને વિષે મેં ઘણું કહી નાખ્યું. એનું મહત્ત્વ એટલા માટે છે કે ચીનના ભાવિ ઉપર એની અસર પડે છે. પરંતુ એનું એથીયે વિશેષ મહત્વ Page #636 -------------------------------------------------------------------------- ________________ જાપાન દુનિયાને ગણકારતું નથી ૧૩૦૩ તે એમાં રહેલું છે કે તે પ્રજાસંધને તેના સાચા સ્વરૂપમાં રજૂ કરે છે તથા પુરવાર થઈ ચૂકેલા આંતરરાષ્ટ્રીય અન્યાયની બાબતમાં પણ તે કોઈ પણ પ્રકારનું અસરકારક પગલું ભરવાને અસમર્થ છે અને એ રીતે તે નિરર્થક વસ્તુ છે એ હકીકત તે સ્પષ્ટ કરે છે. યુરોપની મોટી સત્તાઓની બેવડી રમત તથા તેમનાં કાવતરાંઓ અને પ્રપંચને પણ તે ઉઘાડાં પાડે છે. ખાસ કરીને આ બાબતમાં અમેરિકાએ (તે પ્રજાસંધનું સભ્ય નહતું) જાપાન સામે કડક વલણ અખત્યાર કરવાનો પ્રયત્ન કર્યો અને તે લગભગ તેની સાથે યુદ્ધ કરવાની હદ સુધી પહોંચી ગયું. પરંતુ ઈગ્લેંડ તથા બીજી સત્તાઓએ જાપાનને ગુપ્ત રીતે આપેલા ટેકાથી અમેરિકાનું વલણ નિષ્ફળ નીવડયું અને જાપાન સામે એકલા પડી જવાના ડરથી તે વધારે સાવધ બન્યું. પ્રજાસંઘે સાધુતાપૂર્વક જાપાનને વખોડી તે કાઢયું પરંતુ એને માટે તેણે જાપાન સામે કશીયે પગલાં લીધાં નહિ. પ્રજાસંઘના સભ્યોએ મંચૂકુઓના પૂતળા રાજ્યને માન્ય ન રાખવું એમ નક્કી કરવામાં આવ્યું પણ તેની આ અમાન્યતા એક ફારસરૂપ બની ગઈ. પ્રજાસંઘે જાપાનને વખોડી કાઢવા છતાંયે બ્રિટિશ પ્રધાને તથા એલચીઓ પિતાની મર્યાદાની બહાર જઈને પણ જાપાનના એ પગલાનું સમર્થન કરે છે. રશિયા પ્રત્યેના ઇંગ્લંડના વર્તાવને મુકાબલે તેનું આ વલણ બહુ જ વિચિત્ર ગણાય. ૧૯૩૦ના એપ્રિલ માસમાં જાસૂસી કરવાના આરેપ માટે રશિયામાં કેટલાક બ્રિટિશ ઈજનેરે ઉપર કામ ચલાવવામાં આવ્યું. એમાંથી કેટલાકને નિર્દોષ ઠરાવીને છોડી દેવામાં આવ્યા અને બેને હળવી સજા કરવામાં આવી. એની સામે બ્રિટનમાં ભારે પિકાર ઊડ્યો અને બ્રિટિશ સરકારે ઇંગ્લંડમાં આવતા રશિયન માલ સામે તરત જ પ્રતિબંધ મૂક્યો. રશિયાએ પિતાને ત્યાં આવતે બ્રિટિશ માલ બંધ કરીને એને જવાબ વાળે આમ ચીને મંચૂરિયા તથા બીજું ઘણું ગુમાવ્યું અને બાકીના દેશને પણ જાપાન હજી ધમકી આપી રહ્યું હતું. તિબેટ સ્વતંત્ર દેશ હતો. મંગોલિયા સોવિયેટ દેશ હતું અને તે રશિયાના સેવિયેટ રાજ્યમાં જોડાઈ ગયે હતે. તિબેટ અને સાઈબેરિયા વચ્ચે આવેલા સીંકિયાંગ અથવા ચિનાઈ તુર્કસ્તાનના બીજા એક મોટા પ્રાંતની બાબતમાં પણ ચીન મુશ્કેલીમાં મુકાયું હતું. એ પ્રાંતના યારકન્દ અને કાશગર વગેરે શહેરમાં કાશ્મીરના શ્રીનગરથી લાકના લેહ શહેરમાં થઈને નિયમિત રીતે વણજારે જતી રહે છે. એ પ્રાંતની વસ્તી મુખ્યત્વે કરીને તુક જાતિના મુસલમાની છે; સંસ્કૃતિ અને જીવન પ્રત્યેની તેમની દૃષ્ટિને ધરણે જોતાં તેઓ ચીની છે. તેમનાં * પછીથી એ બે દેશો વચ્ચે સમજૂતી થવાને પરિણામે ઇંગ્લેન્ડ અને રવિ ! વચ્ચેના આ વેપારી યુદ્ધને અંત આવ્યો હતો. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન નામે સુધ્ધાં ચીની છે. પરંતુ ચીનના કેન્દ્રથી તેઓ બહુ દૂર પડેલા છે અને ગેબીના રણને લીધે તેઓ ચીનથી બિલકુલ અળગા પડી ગયા છે. ત્યાંનાં અવરજવરનાં સાધને બહુ જ પુરાણી પદ્ધતિનાં છે. ચીન સાથે તેમને સાંકળનારાં બંધને બહુ મજબૂત નથી. ત્યાં આગળ વારંવાર તુર્ક રાષ્ટ્રવાદની ભાવના ફાટી નીકળે છે. મહાયુદ્ધ પછીથી આ વિશાળ પ્રદેશ આંતરરાષ્ટ્રીય કાવાદાવા તથા પ્રપંચનું સ્થાન બની ગયો છે. ઇંગ્લંડ, રશિયા તથા જાપાન એક બીજા સામે તેમ જ ચીની સરકાર સામે કાવતરાં રચે છે તેમ જ ત્યાંના હરીફ સરદારને મદદ આપે છે. ૧૯૩૩ની સાલના આરંભમાં સીંકિયાંગમાં તુર્ક બળો ફાટી નીકળે અને મારકંદ તથા કાશગરમાં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. અંગ્રેજોએ આ બળવાને ઉત્તેજન આપવાનો આરોપ સોવિયેટ ઉપર મૂક્યો. પરંતુ રશિયાએ અંગ્રેજો ઉપર ખુલ્લેખુલ્લી રીતે આરોપ મૂક્યો કે, ચીન અને રશિયા વચ્ચે મંચૂકુઓ જેવું એક મધ્યવર્તી રાજ્ય ઊભું કરવા માટે એ બળ તેમણે કરાવ્યું છે. સીંકિયાંગમાં બળવો કરાવનાર બ્રિટિશ લશ્કરી અમલદારના નામને સુધ્ધાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. સેંધઃ સક્યિાંગમાંને આ બળ ચીની સરકારના પક્ષકારોએ દાબી દીધું હતું. દેખીતી રીતે જ, સોવિયેટ સત્તાધારીઓ તરફની તેમને એ કાર્યમાં બિનસત્તાવાર રીતે થોડી મદદ મળી હતી. એને પરિણામે મધ્ય એશિયામાં સોવિયેટની પ્રતિષ્ઠા વધી ગઈ અને બ્રિટિશેની પ્રતિષ્ઠા ઘટવા પામી. ૧૭૯. સમાજવાદી સોવિયેટનું સંયુક્ત રાજય ૭ જુલાઈ, ૧૯૩૩ હવે આપણે સેવિયેટના મુલક રશિયા જઈએ અને તેની વાત આપણે જ્યાંથી અધૂરી મૂકી હતી ત્યાંથી આગળ ચલાવીએ. આપણે રશિયાની ક્રાંતિના નેતા તથા તેના પ્રેરક લેનિનના મરણ સુધી એટલે કે ૧૯૨૪ના જાન્યુઆરી માસ સુધી આવી પહોંચ્યાં હતાં. એ પછી બીજા દેશને વિષે મેં તને લખેલા પત્રોમાં રશિયાને વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુરોપના પ્રશ્ન વિષે વિચાર કરતાં કે હિંદુસ્તાનની સરહદ અથવા તુર્કી અને ઈરાન વગેરે મધ્ય પૂર્વના દેશે યા તે ચીન કે જાપાન વગેરે દૂર પૂર્વના દેશોની વાત કરતાં વખતેવખત રશિયા વચ્ચે આવી પડયું છે. એક દેશનું રાજકારણ અથવા અર્થકારણ બીજા દેશના રાજકારણ કે અર્થકારણથી અળગું પાડવું એ અતિશય મુશ્કેલ – ના, અશક્ય છે, એ વસ્તુની પ્રતીતિ હવે તને થવા Page #638 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૫ લાગી હશે. છેલ્લાં થોડાં વરસ દરમ્યાન રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના પરસ્પર સંબંધ તથા તેમની વચ્ચેના પરસ્પરાવલંબનમાં ખૂબ વધારે થવા પામે છે અને આખી દુનિયા અનેક રીતે એક જ ઘટક બનતી જાય છે. ઇતિહાસ આંતરરાષ્ટ્રીય અથવા જગવ્યાપી બની ગયો છે અને સમગ્ર દુનિયા ઉપર નજર રાખીએ તે જ એક દેશને ઈતિહાસ પણ સમજી શકાય છે. યુરેપ તથા એશિયામાં સેવિયેટના સંયુક્ત રાજ્ય આવરેલે જબરદસ્ત પ્રદેશ મૂડીવાદી જગતથી અળગે ઊભેલે છે, તે છતાયે સર્વત્ર તે બાકીની દુનિયા સાથે સંબંધમાં આવે છે તેમ જ ઘણી વાર તેને તેની સાથે અથડામણ થાય છે. આગલા પત્રમાં પૂર્વના દેશો પરત્વે સેવિયેટે અખત્યાર કરેલી ઉદાર નીતિ વિષે, તુર્કી, ઈરાન તથા અફઘાનિસ્તાનને તેણે કરેલી મદદ વિષે તેમ જ ચીન સાથેના તેના નિકટના સંબંધ વિષે તથા તેમાં એકાએક પડેલા ભંગાણ વિષે મેં તને કહ્યું હતું. ઇંગ્લંડમાંની રશિયાની આરકોઝ પેઢી ઉપર કરવામાં આવેલા હુમલા વિષે તથા પાછળથી બનાવટી સિદ્ધ થયેલા પરંતુ એમ છતાંયે બ્રિટનની સામાન્ય ચૂંટણી ઉપર ભારે અસર કરનાર “ઝીને વેવ પત્ર વિષે પણ હું તને કહી ગયું છું. હવે હું સોવિયેટના મુલકની વચ્ચેવચ લઈ જઈને ત્યાં આગળ થઈ રહેલા અવનવા અને અદ્ભુત સામાજિક પ્રયોગની પ્રગતિનું તને નિરીક્ષણ કરાવવા માગું છું. ૧૯૧૭થી ૧૯૨૧ સુધીનાં ચાર વરસે તે તેના સંખ્યાબંધ દુશ્મનથી ક્રાંતિને બચાવવા માટે તેમની સામે લડવામાં જ ગયાં. એ યુદ્ધ, બંડ, આંતરયુદ્ધ ભૂખમરે તથા મરકીને રોમાંચક અને ચિત્તાકર્ષક કાળ હતે. ક્રાંતિને બચાવવા માટે જનતાએ બતાવેલા અસાધારણ ઉત્સાહથી તેમ જ આદર્શની રક્ષાને અર્થે દાખવવામાં આવેલી વીરતાથી એ અંધકારમાં પ્રકાશની પ્રભા ફેલાતી હતી. એને તાત્કાલિક બદલે તે તેમને કશેયે મળવાને નહોતે. પરંતુ ભાવીની મહાન આશાઓથી પ્રજાનાં હૃદય ઊભરાતાં હતાં. એ વસ્તુએ તેમને પિતાની ભયંકર યાતનાઓ સહેવાનું બળ આપ્યું એટલું જ નહિ પણ થોડા વખત માટે તે પિતાનું ખાલી પેટ પણ તેઓ ભૂલી ગયા. આ જેને “લશ્કરી સામ્યવાદ” કહેવામાં આવે છે તેને કાળ હતે. ૧૯૨૧ની સાલમાં લેનિને નવી આર્થિક નીતિને અમલ કર્યો ત્યારે પરિસ્થિતિ સહેજ હળવી થઈ એ મુજબ સામ્યવાદમાં થેડી પીછેહઠ કરવામાં આવી અને દેશનાં ભૂવા એટલે કે મધ્યમવર્ગી તો સાથે બાંધછોડ કરવામાં આવી. બેશેવિકેએ પિતાનું ધ્યેય બદલ્યું હતું એ એને અર્થ નહે. એનો અર્થ એટલે જ હતું કે આગળ ઉપર ઘણાં ડગલાં આગળ વધવાને અર્થે આરામ લેવાને તેમ જ શક્તિ મેળવવાને માટે તેઓ એક ડગલું પાછળ હઠયા હતા. આ રીતે ઠરીઠામ થઈને, ઘણે અંશે નાશ પામેલા તથા Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૩ જગતના ઇતિહાસનું રેખાદર્શન બ્રિાંભન્ન થઈ ગયેલા રાષ્ટ્રનું ધડતર કરવાનો મહાન પ્રશ્ન તેમણે હાથમાં લીધા. એના ઘડતરને માટે તથા રચનાત્મક કાર્ય કરવાને અર્થે તેમને રેલવેનાં એંજિના, ડબ્બાઓ, મેટરના ખટારા, ટ્રેકટર, કારખાનાંઓની સાધનસામગ્રી ત્યાદિ યા અને સરસામાનની જરૂર હતી. એ બધી વસ્તુ તેમને પરદેશેામાંથી ખરીદવાની હતી પરંતુ એને માટે તેમની પાસે જૂજ નાણાં હતાં. આથી તેમણે ખરીદેલા માલનાં નાણાં અનુકૂળ હપતાથી ચૂકવી શકાય એટલા માટે તેમણે પરદેશામાં શાખ મેળવવાના પ્રયાસો કર્યાં. પરંતુ જુદા જુદા દેશને એકખીજા સાથે એલચાલને વહેવાર હાય તા જ શાખ મળી શકે; તે એકબીજાને સત્તાવાર રીતે માન્ય રાખતા જ ન હોય તે નહિ. આથી સાવિયેટ રશિયા માટી સત્તા તરફ્થી માન્યતા પ્રાપ્ત કરવાને તેમ જ તેમની સાથે રાજદ્વારી અને વેપારી સંબંધ બાંધવાને અતિશય ઉત્સુક હતું. પરંતુ આ માટી સામ્રાજ્યવાદી સત્તાએ સાવિયેટને તેમ જ તેનાં બધાંયે કાને ધિક્કારતી હતી; સામ્યવાદ એ તેમને મન ધૃણાપાત્ર વસ્તુ હતી અને તેને નાશ કરવા જોઈએ એવી તેમની માન્યતા હતી. ખરેખર, ક્રાંતિના કાળમાં રશિયાના મામલામાં વચ્ચે પડીને તથા તેની સામે લશ્કર મોકલીને તેમણે સામ્યવાદને નાશ કરવાની કશિશ કરી હતી પણ એમાં તેમને નિષ્ફળતા મળી. સેવિયેટ રશિયા સાથે કશાયે સબંધ ન રાખવાનું તેમણે પસંદ કર્યું હોત પરંતુ આખી પૃથ્વીના છઠ્ઠા ભાગ જેટલા વિશાળ પ્રદેશ ઉપર કાબૂ ધરાવનારી સરકારની ઉપેક્ષા કરવાનું પણ મુશ્કેલ હોય છે. વળી, મોટા જથામાં કીમતી યંત્રે ખરીદનાર એક સારા ધરાકની ઉપેક્ષા કરવી એ તો એથીયે વિશેષ મુશ્કેલ છે. રશિયા જેવા ખેતીપ્રધાન અને જર્મની, ઇંગ્લંડ તથા અમેરિકા જેવા ઉદ્યોગપ્રધાન દેશેા વચ્ચેના વેપાર ઉભય પક્ષને ફાયદાકારક હોય છે; કેમકે, રશિયાને યંત્રની જરૂર હતી અને તે સસ્તું અનાજ તેમ જ કાચો માલ પૂરો પાડી શકે એમ હતું. . પરંતુ સામ્યવાદના દ્વેષ કરતાં કેથળીનું ખેંચાણુ વધુ પ્રબળ નીવડયુ અને લગભગ બધા જ દેશોએ સેવિયેટ સરકારને માન્ય કરી તેમ જ તેમાંના ઘણાખરા દેશોએ તેની સાથે વેપારના કરાર કર્યાં. એક માત્ર અમેરિકાએ જ સુસંગત રહીને સાવિયેટને માન્ય રાખવાનો ઇન્કાર કર્યાં. પરંતુ, આમ છતાંયે યુનાઈટેડ સ્ટેટ્સ તથા રશિયા વચ્ચે વેપાર ચાલે છે. આ રીતે સોવિયેટ ઘણીખરી મૂડીવાદી તેમ જ સામ્રાજ્યવાદી સત્તા સાથે સબંધ બાંધ્યા અને ૧૯૨૨ની સાલમાં પરાજિત જમનીએ તેની સાથે કરેલી સધિના તેને જે રીતે લાભ મળ્યા હતા તે જ રીતે પ્રસ્તુત સત્તાની પરસ્પરની સ્પર્ધાને તેને આ વખતે પણ કંઈક અંશે લાભ મળ્યો. પરંતુ એ * ૧૯૩૩ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સે સેવિયેટ રાજ્યને માન્ય કર્યું અને તે એ દેશા વચ્ચે રાજદ્વારી સંબધા શરૂ થયા. Page #640 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૦૭ સમજૂતી બિલકુલ અસ્થિર પ્રકારની હતી અને સામ્યવાદ તથા મૂડીવાદ વચ્ચે મૂળભૂત અસંગતતા હતી. બોલશેવિક પીડિત તેમ જ શેષિત પ્રજાઓને – વસાહતી (કોલોનિયલ) દેશની પરાધીન પ્રજાઓને તેમ જ કારખાનાના મજૂરોને તેમના શેષકેની સામે થવાનું હમેશાં ઉત્તેજન આપતા હતા. તેઓ સત્તાવાર રીતે નહિ પણ કેમિસ્ટર્ન એટલે કે સામ્યવાદી અથવા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધ દ્વારા એ કાર્ય કરતા હતા. જ્યારે સામ્રાજ્યવાદી સત્તાઓ અને ખાસ કરીને ઈગ્લેંડ સોવિયેટ રાજ્યની હસ્તી સુધ્ધાં નાબૂદ કરવાનો નિરંતર પ્રયાસ કર્યા કરતું હતું. આ રીતે તેમની વચ્ચે ખટરાગ ઉત્પન્ન થાય એ અનિવાર્ય હતું. વાસ્તવમાં તેમની વચ્ચે વારંવાર અથડામણ પેદા થતી અને તેને પરિણામે રાજદ્વારી સંબંધ તૂટતા તેમ જ યુદ્ધ ફાટી નીકળવાની ધારતી પેદા થતી. આગળ હું તને કહી ગયો છું કે, ૧૯૨૭ની સાલમાં રશિયાની આરકોઝ પેઢી ઉપર હુમલે કરવામાં આવ્યા પછી ઈંગ્લેંડ અને સેવિયેટ રાજ્ય વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા એ તને યાદ હશે. એ બે વચ્ચેનું ઘર્ષણ સહેલાઈથી સમજી શકાય એવું છે, કેમકે, ઇગ્લેંડ એ આગળ પડતી સામ્રાજ્યવાદી સત્તા છે અને સોવિયેટ રાજ્ય હરેક પ્રકારના સામ્રાજ્યવાદના મૂળમાં ઘા કરે એવી એક કલ્પના રજૂ કરે છે. પરંતુ આ બે વિરોધી દેશની વચ્ચેના વૈમનસ્યનું કારણ એથીયે વિશેષ હોય એમ જણાય છે. ઝારશાહી રશિયા તથા ઈંગ્લેન્ડ વચ્ચે પેઢીઓથી ચાલતી આવેલી પરંપરાગત દુશ્મનાવટ એ પણ તેમની વચ્ચેના એ અણબનાવનું કારણ હતું. ઈગ્લેંડ તેમ જ બીજા મૂડીવાળા દેશેને કંઈક સૂક્ષ્મ પરંતુ વિશેષ પ્રબળ અને જોખમકારક એવા એવિયેટ વિચારે તથા સામ્યવાદી પ્રચારને એટલે ડર છે તેટલે સોવિયેટ સૈન્યને ડર નથી. એને પ્રતિકાર કરવા માટે, ઘણે અંશે ખોટો એવો પ્રચાર સોવિયેટ સામે અવિરતપણે કરવામાં આવે છે અને માન્યામાં પણ ન આવે એવી સોવિયેટની દુષ્ટતાની વાત ફેલાવવામાં આવે છે. બ્રિટિશ રાજદ્વારી પુરષો સોવિયેટ આગેવાનો સામે જેવી ભાષા વાપરે છે તેવી યુદ્ધકાળમાં તેમના દુશ્મને સિવાય તેઓ કેઈની સામે પણ વાપરતા નથી. ઈંગ્લેંડ તથા રશિયા વચ્ચે સુલેહ છે એમ ધારવામાં આવતું હતું એટલું જ નહિ પણ તેમની વચ્ચે રાજદ્વારી સંબંધે પણ બંધાયા હતા. એ સમયે લેડ બર્કનડે સેવિયેટ રાજદ્વારી પુરુષને ઉલ્લેખ “હત્યારાઓની ટોળી” તથા “લી ગયેલા દેડકાઓની ટોળી' વગેરે વચનથી કર્યો હતો. આવી પરિસ્થિતિમાં સોવિયેટ રાજ્ય તથા સામ્રાજ્યવાદી સત્તા વચ્ચે સાચી મિત્રાચારીભર્યા સંબંધે ન સંભવી શકે એ દેખીતું છે. તેમની વચ્ચેના ભેદે મૂલગત છે. મહાયુદ્ધના વિજેતાઓ અને પરાજિત એક થાય એ બને, પરંતુ સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ કદી એક થઈ શકે એમ નથી. એ બે વચ્ચેની સુલેહ માત્ર થોડા વખત પૂરતી જ હોઈ શકે; એ તે કેવળ યુદ્ધવિરામ જ ગણાય. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન સેવિયેટ રશિયા તથા મૂડીવાદી સત્તાઓ વચ્ચેના ઝઘડાનું એક હમેશનું કારણ સેવિયેટ રાયે પરદેશી દેવું આપવાનો ઈન્કાર કર્યો તે છે. આજે તે એ પ્રશ્ન જીવતોજાગતે નથી રહ્યો કેમકે આ વિષમ કાળમાં લગભગ દરેક દેશ પિતાનું દેવું પતાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. પરંતુ આમ હોવા છતાંયે એ વિષય વખતેવખત ફૂટી નીકળે છે. છેલ્લેવિક સત્તા ઉપર આવ્યા કે તરત જ તેમણે ઝારના સમયમાં રશિયાએ કરેલા બીજા દેશના દેવાને ઇન્કાર કર્યો હતો. ૧૯૦૫ની નિષ્ફળ નીવડેલી ક્રાંતિના સમયથી એ નીતિ જાહેર કરવામાં આવી હતી. પિતાની એ નીતિ સાથે સુસંગત રહીને સેવિયેટ રાજ્ય ચીન જેવા પૂર્વના દેશે અંગેના પિતાના એવા પ્રકારના બધા દાવા પણ જતા કર્યા. વળી, યુદ્ધને અંગેની નુકસાનીની રકમમાં પણ તેણે પિતાને ભાગ ન માગ્યો. ૧૯૨૨ની સાલમાં મિત્રરાજ્યોની સરકારેએ આ દેવાની બાબતમાં સેવિયેટ રાજ્ય ઉપર એક યાદી મેકલી આપી. ભૂતકાળમાં કેટલાં બધાં મૂડીવાદી રાજ્યોએ પિતાનાં દેવાઓને તથા જવાબદારીઓનો ઇન્કાર કર્યો હતો તેમજ વિદેશીઓની મિલકત જપ્ત કરી હતી તેની એ સરકારને યાદ આપીને સેવિયેટ સરકારે એ યાદીને જવાબ વાળ્યો. “ક્રાંતિને પરિણામે ઉભેલી સરકારે તથા સમાજવ્યવસ્થાઓ ગત સરકારની જવાબદારીઓ અદા કરવાને બંધાયેલી નથી હોતી.” તેમનામાંના એક દેશ કાંસે તેની મહાન ક્રાંતિને પ્રસંગે શું કર્યું હતું તેની સોવિયેટ સરકારે ખાસ કરીને મિત્રરાજ્યોને યાદ આપી. “ક્રાંસ પોતાને જેના કાયદેસરના વારસ તરીકે જાહેર કરે છે તે ફ્રેંચ કન્વેશને ૧૭૯૨ના ડિસેમ્બરની ૨૨મી તારીખે જાહેર કર્યું હતું કે, “પ્રજની સર્વોપરી સત્તાને જુલમગારોએ કરેલી સંધિઓનું બંધન નથી હતું.' એ જાહેરાત અનુસાર ક્રાંતિકારી ક્રાંસે આગળના તેના શાસકએ વિદેશો સાથે કરેલી સંધિઓ ફગાવી દીધી એટલું જ નહિ પણ તેણે તેના રાષ્ટ્રીય દેવાનો પણ ઇન્કાર કર્યો.” પિતે કરેલા દેવાના ઇન્કારનું આ પ્રમાણે સમર્થન કર્યા છતાંયે, સેવિયેટ સરકાર બીજી સત્તાઓ સાથે સમજૂતી પર આવવાને એટલી બધી આતુર હતી કે તે તેમની સાથે દેવાને એ પ્રશ્ન ચર્ચવાને સંપૂર્ણપણે તૈયાર હતી. પરંતુ તેણે એવું વલણ અખત્યાર કર્યું કે, પરદેશની સરકારે, સેવિયેટ રાજ્યને બિનશરતી માન્યતા આપે તે પછી જ એ પ્રશ્નની ચર્ચા થઈ શકે. વાત તે એમ છે કે, સેવિયેટ સરકારે પોતાનું દેવું ભરપાઈ કરવાની ઇંગ્લંડ, ક્રાંસ તથા અમેરિકાને અનેક વાર ખાતરી આપી હતી પરંતુ એ મૂડીવાદી સત્તાઓને રશિયા સાથે સમજૂતી પર આવવાની પડી નહોતી. . બ્રિટિશ દાવાની સામે સેવિયેટ રાજ્ય એક રમૂજી સામે દાવો કર્યો. યુદ્ધને અંગેનું દેવું, રેલવેનાં બેડ તથા બીજાં વેપારી રોકાણ વગેરે મળીને રશિયા સામે બ્રિટનને એકંદરે કુલ ૮૪૦,૦૦૦,૦૦૦ પાઉન્ડને દો હતો. Page #642 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદી વિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૯ રશિયન આંતરવિગ્રહ દરમ્યાન ઈગ્લડે રશિયાને કરેલા નુકસાન પેટે રશિયાએ ઈગ્લેંડ સામે પ્રતિકા રજૂ કર્યો, કેમકે બ્રિટિશ લશ્કરે સેવિયેટ રાજ્યના દુશ્મનને મદદ કરી હતી. એકંદરે એ નુકસાન ૪,૦૬૭,૨૬,૦૪૦ પાઉન્ડનું થયું હતું એ અંદાજ કાઢવામાં આવ્યું હતું અને એમાં ઈગ્લંડનો હિસ્સો આશરે ૨,૦૦૦,૦૦૦,૦૦૦ પાઉન્ડને હતું એમ ગણવામાં આવ્યું હતું. આ રીતે રશિયાને ઈંગ્લેન્ડ સામે પ્રતિદા ઈગ્લેંડના રશિયા સામેના દાવા કરતાં આશરે અઢીગણે હતા. આ પ્રતિદા કરવા માટે બે શેવિક પાસે પૂરતાં કારણે હતાં એમ કહી શકાય. તેમણે “અલાબામા ક્રૂઝરને (લડાયક જહાજ ) સુપ્રસિદ્ધ દાખલે ટા. અમેરિકાના આંતરવિગ્રહ દરમ્યાન એ ક્રૂઝર દક્ષિણનાં રાજ્ય માટે ઈગ્લેંડમાં બાંધવામાં આવી હતી. આંતરવિગ્રહ શરૂ થયા પછી એ ઝરે લિવરપૂલનું બંદર છોડયું. અને એણે ઉત્તરનાં રાજ્યના વહાણવટાના વેપારને ભારે નુકસાન પહોંચાડયું હતું. એને લીધે ઈસંડ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. યુનાઈટેડ સ્ટેસની સરકારે એવું જણાવ્યું કે આંતરયુદ્ધ દરમ્યાન ઈંગ્લડે દક્ષિણનાં રાજ્યને એ ક્રઝર આપવી જોઈતી નહતી અને એને લીધે તેને થયેલા નુકસાનના બદલાની માગણી કરી એ પ્રશ્ન લવાદ આગળ રજૂ કરવામાં આવ્યું અને આખરે ઇંગ્લડે નુકસાની તરીકે યુનાઇટેડ સ્ટેટ્સને ૩,૨૯,૧૬૬ પાઉન્ડ આપવા પડયા. જેને કારણે તેને આટલી ભારે રકમ નુકસાની પેટે આપવી પડી હતી તે ક્રઝર કરતાં રશિયાના આંતર યુદ્ધમાં ઈગ્લેંડે ઘણો મહત્ત્વને અને અસરકારક ભાગ લીધો હતો. સેવિયેટ રાજ્ય સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે રશિયામાં પરદેશીઓની દખલગીરીને કારણે થયેલા યુદ્ધમાં ૧,૩૫૦,૦૦૦ માણસના જાન ગયા હતા. રશિયાના આ જૂના દેવાના પ્રશ્નને હજી બહુ ડે અંશે નિવેડે આવ્યો છે પરંતુ માત્ર વખત વીતવાને કારણે પણ એ પ્રશ્નનું મહત્ત્વ ઘટતું જાય છે. દરમ્યાન આપણે જોઈએ છીએ કે, રશિયાની બાબતમાં જે વસ્તુને કારણે તેમને ભારે આઘાત લાગ્યા હતા લગભગ તે જ વસ્તુ ઈંગ્લેંડ, જર્મની, ફ્રાંસ, અને ઇટાલી જેવા મૂડીવાદી અને સામ્રાજ્યવાદી દેશો પણ આચરી રહ્યા છે. હા, તેઓ પિતાના દેવાને ઇન્કાર કરતા નથી તેમ જ સમાજવાદી વ્યવસ્થાના પાયાને પડકારતા નથી. તેઓ માત્ર પિતાનું દેવું પતાવતા નથી એટલું જ. સેવિયેટની નીતિ ગમે તે ભોગે બીજા રાષ્ટ્રો સાથે સુલેહશાંતિ જાળવવાની હતી. કેમકે, થાક ઉતારીને શક્તિ મેળવવા માટે તેને વખત જોઈ તે હવે તેમ જ એક વિશાળ દેશનું સમાજવાદની પદ્ધતિ અનુસાર ઘડતર કરવાના Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાર્યમાં તેનું સઘળું લક્ષ કેન્દ્રિત થયેલું હતું. બીજા દેશોમાં પણ સામાજિક ક્રાંતિ થાય એવો સંભવ જણું નહોતું અને “જગવ્યાપી ક્રાંતિ ની કલ્પના તે વખત પૂરતી તે નષ્ટ થઈ ગઈ હતી. જો કે તેમનું શાસન મૂડીવાદી પદ્ધતિ અનુસાર ચાલતું હતું તે છતાંયે પૂર્વના દેશ તરફ રશિયાએ મિત્રતા અને સહકારની નીતિ ખીલવી હતી. રશિયા, તુર્કી, ઈરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે પરસ્પર થયેલી સંધિ વિષે હું તને આગળ કહી ગયા છે. સામ્રાજ્યવાદી મહાન સત્તાઓને તેમને સર્વસાધારણુ ડર તથા અણગમે એ એ બધા દેશોને સાંકળનાર કડી હતી. ૧૯૨૧ની સાલમાં લેનિને શરૂ કરેલી નવી આર્થિક નીતિને આશય જમીન સમાજની સહિયારી માલિકીની બનાવવાની બાબતમાં મધ્યમ સ્થિતિના ખેડૂતને મનાવી લેવાનું હતું. રશિયાના ધનિક ખેડૂતને “કુલક” કહેવામાં આવે છે અને “કુલક' શબ્દને અર્થ “મુક્કો” એ થાય છે. એ કુલકોને ઉત્તેજન આપવામાં ન આવ્યું કેમ કે તેઓ નાના નાના મૂડીદાર જ હતા તથા જમીનને સહિયારી માલિકીની કરવાની પ્રક્રિયાનો તેઓ વિરોધ કરતા હતા. ગ્રામપ્રદેશોમાં વીજળીની ગોઠવણ કરવા માટેની પ્રચંડ યોજના પણ લેનિને શરૂ કરી અને વીજળી ઉત્પન્ન કરનારાં મોટાં મોટાં કારખાનાંઓ ઊભાં કરવામાં આવ્યાં. ખેડૂતેને અનેક રીતે સહાય કરવાને અર્થે તથા દેશના ઉદ્યોગીકરણ માટે માર્ગ તૈયાર કરવાને ખાતર વીજળીની આ વ્યાપક પેજના કરવામાં આવી હતી. પરંતુ એને પ્રધાન હેતુ તે ખેડૂત વર્ગમાં ઔદ્યોગિક માનસ પેદા કરીને તેમને પ્રેલિટેરિયટ એટલે કે, શહેરના મજૂરની વધુ સમીપ લાવવાને હતે. જેમનાં ગામે વીજળીના દીવાથી ઝળહળવા લાગ્યાં હતાં તથા જેમનું ખેતીનું ઘણુંખરું કામ વીજળીના બળથી થવા લાગ્યું હતું તે ખેડૂત જૂની ઘરેડે તથા વહેમોમાંથી બહાર નીકળવા લાગ્યા તેમ જ નવી દિશામાં વિચાર કરવા લાગ્યા. શહેર તથા ગામડાંઓનાં હિત વચ્ચે એટલે કે નગરવાસીઓ અને ખેડૂતોનાં હિતેની વચ્ચે હમેશાં ઘર્ષણ અથવા વિષેધ હોય છે. શહેરેને કામદાર ગામડાઓ તરફથી સોંઘું અનાજ તથા કાર્ચા માલ માગે છે અને કારખાનાંઓમાં પિતે પેદા કરેલા પાકા માલની ભારે કિંમત મેળવવાની અપેક્ષા રાખે છે; જ્યારે ખેડૂત ઓજાર તેમ જ શહેરનાં કારખાનાઓમાં પેદા થયેલે માલ સે માગે છે અને પિતે પેદા કરેલાં અનાજ તથા બીજા કાચા માલની ભારે કિંમત મેળવવાની અપેક્ષા રાખે છે. ચાર વરસ સુધી પ્રવર્તેલા લશ્કરી સામ્યવાદને પરિણામે રશિયામાં એ પ્રકારનું ઘર્ષણ અતિશય તીવ્ર બની ગયું હતું. મુખ્યત્વે કરીને એને કારણે તથા પરિસ્થિતિ કંઈક અંશે હળવી કરવાને અર્થે નવી આર્થિક નીતિને અમલ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને ખાનગી વેપાર કરવાની અનુકૂળતા આપવામાં આવી હતી. Page #644 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૧૧ વીજળીને સાર્વત્રિક કરવાની યોજનાની બાબતમાં લેનિન અતિશય ઉત્સુક હતે. એને માટે તે હમેશાં એક સૂત્રનો ઉપયોગ કરે અને તે મશહૂર થવા પામ્યું હતું. તે કહેતો કે, “વીજળી વત્તા સોવિયેટ બરાબર સમાજવાદ.” લેનિનના મરણ પછી પણ વીજળીને ફેલાવો કરવાનું આ કાર્ય અતિશય વેગથી ચાલુ રાખવામાં આવ્યું. ખેડૂત ઉપર અસર કરવાની તથા ખેતીની પદ્ધતિ સુધારવાની બીજી રીત જમીન ખેડવાને તેમજ બીજા કામ માટે સંખ્યાબંધ ટ્રેક્ટરે દાખલ કરવાની હતી. એ બધાં ટ્રેકટરો અમેરિકાની ફેડ . કંપનીએ રશિયાને પૂરાં પાડ્યાં હતાં. દર વરસે લગભગ એક લાખ જેટલી મોટર ગાડીઓ ઉત્પન્ન થઈ શકે એવું પ્રચંડ કારખાનું ઊભું કરવા માટે સેવિયેટ રાજેયે ફેડ કંપની સાથે કોન્ટ્રાકટ પણ કર્યો. ખાસ કરીને ટ્રેક્ટરે ઉત્પન્ન કરવાને માટે એ કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું. કેરોસીન તથા પેટ્રેલનું ઉત્પાદન તથા તેમનું પરદેશમાં વેચાણ એ વિદેશી હિતે સાથે તેને અથડામણમાં લાવનાર સોવિયેટ રાજ્યની બીજી પ્રવૃત્તિ હતી. કેકેસસના આઝરબૈજન તથા જ્યોર્જિયાના પ્રદેશમાં તેલ અથવા કેરોસીન મેટા પ્રમાણમાં મળી આવે છે. ઘણું કરીને એ પ્રદેશ ઈરાન, ઇરાક તથા મોલ સુધી વિસ્તરેલા તેલના વિશાળ પ્રદેશને જ એક ભાગ છે. કાસ્પિયન સમુદ્ર ઉપર આવેલું બાકુ શહેર એ દક્ષિણ રશિયાનું તેલનું મોટું મથક છે. તેની બીજી મોટી મોટી કંપનીઓ કરતાં સેવિયેટે પિતાનું ઘાસતેલ તથા પેટ્રોલ પરદેશમાં સોધે ભાવે વેચવા માંડયું. અમેરિકાની સ્ટેન્ડ આઈલ કંપની, એંગ્લે–પર્શિયન કંપની, રૉયલ ડચ શેલ કંપની અને બીજી કંપનીઓ અતિશય બળવાન છે અને લગભગ આખી દુનિયાને પેટ્રેલને જ તેમના કાબૂ નીચે છે. સેવિયેટે ઓછા ભાવથી પેટ્રોલ વેચવાનું શરૂ કર્યાથી તેમને ભારે ખેટ ગઈ અને તેથી એ કંપનીઓ અતિશય ક્રોધે ભરાઈ સેવિયેટના તેલ સામે તેમણે જેહાદ શરૂ કરી અને તેના તેલને તેમણે “ચેરીનું તેલ” કહેવા માંડયું કેમકે કે કેસસમાંના બધાયે તેલના કૂવા તેમના આગળના મૂડીવાદી માલિક પાસેથી તેણે જપ્ત કરી લીધા હતા. પરંતુ, થોડા વખત પછી તેમને આ “ચેરીના તેલ સાથે સમજૂતી પર આવવું પડયું. આ પત્રમાં તેમ જ બીજા પત્રોમાં મેં “સોવિયેટને વારંવાર ઉલ્લેખ કર્યો છે. કેટલીક વાર “રશિયા એ આમ કર્યું અને તેમ કર્યું એવી વાતે મેં કરી છે. કંઈક શિથિલતાથી એ બંને શબ્દો મેં સમાન અથવા એક જ અર્થમાં વાપર્યા છે. ને એ વસ્તુ શી છે તે હવે મારે તને કહેવું જોઈએ. અલબત, એ તે તું જાણે જ છે કે, બેશેવિક ક્રાંતિ પછી ૧૯૧૭ની સાલના નવેમ્બર માસમાં પેઢાડમાં સોવિયેટ પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી હતી. ઝારનું સામ્રાજ્ય એ સંધટિત અને રાષ્ટ્રીય રાજ્ય નહતું એટલે કે તે કઈ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સમાન પ્રજા કે જાતિનું બનેલું રાજ્ય નહતું. જેને ખાસ કરીને રશિયા કહેવામાં આવે છે તેનું એશિયા તથા યુરોપની તાબેદાર જાતિઓ અથવા પ્રજાઓ ઉપર આધિપત્ય હતું. રશિયન સામ્રાજ્યમાં લગભગ ૨૦૦ જેટલી આવી પ્રજાઓ હતી અને એકબીજી વચ્ચે તેમનામાં ભારે તફાવત હતે. ઝારના અમલ દરમ્યાન એમના પ્રત્યે તાબેદાર અથવા પરાધીન પ્રજા તરીકે વ્યવહાર રાખવામાં આવતે અને તેમની ભાષાઓ તથા સંસ્કૃતિઓને વત્તેઓછે અંશે દાબી દેવામાં આવતી હતી. મધ્ય એશિયાની પછાત પ્રજાઓની સુધારણને માટે તે કશુંયે કરવામાં આવતું નહોતું. યહૂદીઓને પિતાને કહી શકાય એ કઈ પણ પ્રદેશ નહોતું અને બધી લઘુમતી જાતિઓમાં તેમના પ્રત્યે સૌથી બૂર વર્તાવ દાખવવામાં આવતું હતું, અને તેમની વારંવાર કરવામાં આવતી કતલની વાતે દુનિયાભરમાં જાણીતી હતી. આ બધાને કારણે એ દલિત પ્રજાઓમાંના ઘણું લેકે રશિયાની ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા. જો કે તેમને પ્રધાન રસ રાષ્ટ્રીય ક્રાંતિમાં હત; સામાજિક ક્રાંતિમાં નહિ. ૧૯૧૭ની સાલના ફેબ્રુઆરી માસની ક્રાંતિ પછી સ્થપાયેલી કામચલાઉ સરકારે આ પ્રજાઓને અનેક પ્રકારનાં વચન આપ્યાં પરંતુ તેમણે એ ઉપરાંત કશું સક્રિય પગલું ભર્યું નહિ. પરંતુ લેનિને તે, ક્રાંતિ પહેલાં ઘણું સમયથી, છેક બેશેવિક પક્ષની સ્થાપના થઈ ત્યારથી, દરેક પ્રજાને સંપૂર્ણપણે અલગ તથા સ્વતંત્ર થઈ જવાની હદ સુધીને આત્મનિર્ણયને હકક આપવાને આગ્રહ રાખ્યો હતો. બોશેવિક પક્ષના જૂના કાર્યક્રમને એ એક ભાગ જ હતું. ક્રાંતિ થયા પછી બે શેવિકાએ –– હવે તેઓ દેશની સરકાર બન્યા હતા – આત્મનિર્ણયના આ સિદ્ધાંત ઉપરને પિતાને વિશ્વાસ ફરીથી જાહેર કર્યો. આંતરવિગ્રહ દરમ્યાન થેડા વખત માટે તે ઝારશાહી સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું; સોવિયેટ પ્રજાસત્તાકની હકૂમત નીચે તે મેચ્છે તથા લેનિનગ્રાડની આસપાસને થડે પ્રદેશ જ હતે. પશ્ચિમની સત્તાઓ તરફથી મળેલા ઉત્તેજનને કારણે બાલ્ટિક સમુદ્ર ઉપરની કેટલીક પ્રજાઓ – ફિલૅન્ડ, એસ્ટેનિયા, લેટવિયા અને લીથુઆનિયા –સ્વતંત્ર થઈ ગઈ. અલબત, પિલૅડે પણ એમ જ કર્યું. આંતરવિગ્રહમાં રશિયાના સેવિયેટનો વિજય થયું અને પરદેશી લશ્કર ખસી ગયાં એટલે સાઈબેરિયા તથા મધ્ય એશિયામાં અલગ અને સ્વતંત્ર સેવિયેટ સરકારે સ્થપાઈ. આ બધી સરકારેનું ધ્યેય એક જ હેવાથી સ્વાભાવિક રીતે જ તે બધી વચ્ચે નિકટને સંબંધ હતા. ૧૯૨૩ની સાલમાં એ બધી સરકારે એકત્ર થઈ ગઈ અને તેમણે સેવિયેટના સંયુક્ત રાજ્યની સ્થાપના કરી. એનું સરકારી નામ યુનિયન ઓફ સેશ્યાલિસ્ટ સેવિયેટ રીપબ્લિકસ એટલે કે સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકને સંધ છે. અંગ્રેજીમાં ટૂંકમાં એને યુ. એસ. એસ. આર. કહેવામાં આવે છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૧૩ ૧૯૨૩ની સાલ પછી આ સંયુક્ત પ્રજાસત્તાકની સંખ્યામાં છેડે ફેરફાર થયો છે કેમકે, કેટલાક દાખલાઓમાં એક પ્રજાસત્તાકના ભાગલા પડીને તેમાંથી બે થયાં છે. આજે એવાં સાત સંયુક્ત પ્રજાસત્તાક છે : ૧. રશિયાના સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકનું સમવાયતંત્ર. ૨. વેત રશિયાનું સમાજવાદી સેવિયેટ પ્રજાસત્તાક ૩. યુક્રેનનું સમાજવાદી વિયેટનું પ્રજાસત્તાક. ૪. કેકેસસની પારનું સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકોનું સમવાયતંત્ર. ૫. તુર્કમીનિસ્તાન અથવા તુર્કમીનનું સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાક. ૬. ઉઝબેક સમાજવાદી સેવિયેટનું પ્રજાસત્તાક ૭. તાજીકિસ્તાન અથવા તાજીક સમાજવાદી સેવિયેટનું પ્રજાસત્તાક મંગેલિયા પણું સોવિયેટ રાજ્ય સાથે અમુક પ્રકારના સંબંધથી જોડાયેલું છે. સોવિયેટ રાજ્ય આ રીતે અનેક પ્રજાસત્તાકોનું બનેલું સમવાયતંત્ર છે. એ સમવાયતંત્રમાં જોડાયેલાં કેટલાંક પ્રજાસત્તાક પોતે પણ સમવાયતંત્રે છે. આમ રશિયાનું સમાજવાદી પ્રજાસત્તાક એ બાર સ્વયંશાસિત પ્રજાસત્તાકેનું સમવાયતંત્ર છે, અને કોકેસસની પારનું સમાજવાદી પ્રજાસત્તાક આઝરબૈજન, જ્યોર્જિયા તથા આર્મોિનિયાના એ ત્રણ પ્રજાસત્તાકનું સમવાયતંત્ર છે. આ પરસ્પર સંબંધ ધરાવતાં અને પરસ્પરાવલંબી પ્રજાસત્તાકે ઉપરાંત એ પ્રજાસત્તામાં બીજા કેટલાક “રાષ્ટ્રીય” અને “સ્વયંશાસિત પ્રદેશે પણ છે. દરેક પ્રજાને પિતાની ભાષા તથા સંસ્કૃતિ જાળવી રાખવાનું ઉત્તેજન આપવાના તેમ જ તેમને બની શકે એટલી વધારે સ્વતંત્રતા આપવાના ઉદ્દેશથી હરેક ઠેકાણે આટલા બધા પ્રમાણમાં સ્વયંશાસન દાખલ કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્રીય અથવા જાતિના સમૂહને બીજા રાષ્ટ્રીય કે જાતિના સમૂહ ઉપર આધિપત્ય ભગવતે ટાળવાને બની શકે એટલે પ્રયાસ કરવામાં આવ્યું છે. લઘુમતીના પ્રશ્નને સોવિયેટે કરેલે આ ઉકેલ આપણે માટે રસપ્રદ છે કેમ કે, આપણે પણ લઘુમતીના એક મુશ્કેલ કેયડાને ઉકેલ કરવાનું છે. સેવિયેટની એ બાબતની મુશ્કેલી આપણા કરતાં ઘણી વધારે હતી કેમ કે તેને તે જુદી જુદી ૧૮૨ પ્રજાઓ સાથે કામ લેવાનું હતું. એ પ્રશ્નનું તેણે કરેલું નિરાકરણ બહુ જ સફળ નીવડ્યું છે. નિરાળી પ્રત્યેક પ્રજાને માન્ય રાખવાની તેમ જ પિતાનું કામકાજ તથા કેળવણુ પિતાની ભાષા દ્વારા ચલાવવાનું ઉત્તેજન આપવાની બાબતમાં સેવિયેટ છેવટની હદ સુધી ગયું હતું. ભિન્ન ભિન્ન લઘુમતીઓની કેવળ જુદા પડવાની વૃત્તિને સંતોષવાને ખાતર જ નહિ પણ જનતાની સાંસ્કૃતિક તથા કેળવણી વિષયક સાચી પ્રગતિ સ્વભાષા દ્વારા જ થઈ શકે એવી માન્યતાથી Page #647 -------------------------------------------------------------------------- ________________ .૧૩૧૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન પ્રેરાઈ તે આમ કરવામાં આવ્યું હતું. અને એ નીતિને આજ સુધીમાં અસાધારણ સફળતા મળી છે. સંયુક્ત રાજ્યમાં આવા પ્રકારની વિવિધતા દાખલ કરવાનું વલણ હોવા છતાંયે તેના જુદા જુદા ભાગે એકબીજાની વધુ તે વધુ નજીક આવી રહ્યા છે, ઝારશાહી એકકેન્દ્રી સરકારના અમલ નીચે તે કદી પણ એટલા નિકટ આવ્યા નહાતા. આમ થવાનું કારણ એ છે કે, તેમના આદર્શો સમાન છે તથા તે બધા એક જ કાર્યની સિદ્ધિને અથે સાથે મળીને કામ કરી રહ્યા છે. સિદ્ધાંતની દૃષ્ટિએ, પ્રત્યેક પ્રજાસત્તાકને જ્યારે પણ છૂટા થવું હેાય ત્યારે સયુક્ત રાજ્યમાંથી છૂટા પડી જવાને હક છે, પરંતુ એમ થવાના સંભવ બહુ જ ઓછે છે, કારણ કે મૂડીવાદી દુનિયાના વિરેોધની સામે ટકી રહેવા માટે સમાજવાદી પ્રજાસત્તાકાનું સમવાયતંત્ર એ અતિશય ફાયદાકારક છે. એ સંયુક્ત રાજ્યનું પ્રધાન પ્રજાસત્તાક તો અલબત, રશિયાનું સમાજવાદી પ્રજાસત્તાક છે. તે લેનિનગ્રાડથી માંડીને આખા સાઇમેરિયાની આરપાર વિસ્તરેલું છે. શ્વેત રશિયાનું પ્રજાસત્તાક પોલેંડની પડેશમાં આવેલું છે. યુક્રેન દક્ષિણમાં કાળા સમુદ્રના કાંઠા ઉપર વિસ્તરેલું છે. એ રશિયાના કાર છે. કૈકેસસની પારનું પ્રજાસત્તાક તેના નામ પ્રમાણે કાકેસસ પહાડની પેલી બાજુએ કાસ્પિયન સમુદ્ર અને કાળા સમુદ્ર વચ્ચે આવેલું છે. કૈકેસસની પારના સમાજવાદી પ્રજાસત્તાકાના સમવાયતંત્રમાંનું એક પ્રજાસત્તાક આમિનિયાનું છે. તે લાંબા વખત સુધી તુř અને આર્માિનિયને વચ્ચેની યાદવાસ્થળીનું ક્ષેત્ર બની રહ્યું હતું. હવે સોવિયેટ પ્રજાસત્તાક તરીકે તે ઠરીઠામ થઈ ને શાંતિમય પ્રવૃત્તિઓમાં વળગ્યું હોય એમ જણાય છે. કાસ્પિયન સમુદ્રની પેલી બાજુએ મધ્ય એશિયાનાં તુ મીનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાકિસ્તાન એ ત્રણ પ્રજાસત્તાકા આવેલાં છે. એમાંનાં પહેલાં એમાં મુખારા અને સમરક ંદનાં જગમશહૂર શહેરે આવેલાં છે. તાકિસ્તાન અફધાનિસ્તાનની અડોઅડ ઉત્તરે આવેલું છે અને તે હિંદની નજીકમાં નજીકના સાવિયેટ પ્રદેશ છે. મધ્ય એશિયાનાં આ પ્રજાસત્તાકા પરત્વે આપણા ખાસ રસ રહેલા છે કેમ કે મધ્ય એશિયા સાથે આપણા જુગ જુગ જૂના સબંધ છે. છેલ્લાં થોડાં વરસામાં તેમણે કરેલી અપૂર્વ પ્રગતિને કારણે તે તેએ આપણે માટે એથીયે વિશેષ આકર્ષક છે. ઝારના અમલ દરમ્યાન તે અતિશય પછાત અને વહેમમાં ફસાયેલા દેશે। હતા. કેળવણીનું તે ત્યાં નામનિશાન નહોતું અને ત્યાંની સ્ત્રીઓ માટે ભાગે પડદાની પાછળ ગોંધાયેલી હતી. આજે એ દેશ અનેક બાબતમાં હિંદની આગળ નીકળી ગયા છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. રશિયાની પંચવર્ષી ચેાજના ૯ જુલાઈ, ૧૯૯૩ લેનિન બ્યા ત્યાં સુધી સેાવિયેટ રશિયાના સર્વમાન્ય નેતા હતા. એના છેવટના નિર્ણયને સૌ કાઈ માન્ય રાખતું, ઝધડાને પ્રસ ંગે તેના શબ્દ કાયદા જેટલા અસરકારક હતા અને સામ્યવાદી પક્ષનાં આપસમાં લડતાં દળામાં તે એકતા સ્થાપતો. તેના મરણ બાદ અનિવાય રીતે મુશ્કેલી ઊભી થઈ. હવે પ્રતિસ્પર્ધી દળા અને હરીફ અળેા પ્રભુત્વ મેળવવા માટે સામસામાં લડવા લાગ્યાં. બહારની દુનિયાની તેમ જ કંઈક અંશે રશિયાની નજરે પણ એલ્શેવિકામાં, લેર્લાનન પછી ટ્રાટ્ક સૌથી પ્રભાવશાળી પુરુષ હતા. આકટોબરની ક્રાંતિમાં ટ્રોવ્સ્કીએ જ આગળ પડતો ભાગ લીધા હતા. ભારે મુશ્કેલીઓના સામને કરીને આંતરયુદ્ધમાં તેમ જ પરદેશીઓના આક્રમણ સામે વિજય મેળવનાર લાલ સૈન્ય પણ ટ્રોવ્સ્કીએ જ ઊભું કર્યું હતું. અને આમ છતાંયે, એલ્શેવિક પક્ષમાં તે તે હજી નવા આવનાર જ હતા તથા લેનિન સિવાયના બીજા જૂના ખેલ્શેવિકાના તેના ઉપર ઝાઝો પ્રેમ કે વિશ્વાસ નહોતો. આ જૂના ખેલ્શેવિકામાંના એક સ્ટૅલિન સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી બન્યા હતા અને એ રીતે રશિયાની પ્રભુત્વ ધરાવનારી તથા સૌથી બળવાન સસ્થાને કાબૂ તેના હાથમાં હતો. ટ્રોવ્સ્કી અને સ્ટોલન એ એ વચ્ચે પરસ્પર બિલકુલ પ્રેમ નહોતા. તેઓ એકખીજાને ધિક્કારતા હતા તેમ જ તે ખતે એકબીજાથી સાવ ભિન્ન પ્રકૃતિના માણસો હતા. ટ્રાટ્ક પ્રતિભાશાળી લેખક અને વક્તા હતા તેમ જ સગાનકાર અને કવીર તરીકેની પોતાની શક્તિ પણ તેણે પુરવાર કરી બતાવી હતી. પોતાની તીક્ષ્ણ અને જવલંત બુદ્ધિથી તે ક્રાંતિના સિદ્ધાંતા તારવતા હતા તેમ જ ચાબુક કે વીછીના ચટકાની પેઠે ડંખે એવા શબ્દોથી પોતાના વિરાધીઓને પરાસ્ત કરતા હતા. એની તુલનામાં સ્ટૅલિન ા એક મામૂલી માણસ લાગતા હતા. સ્ટૅલિન શાંત અને કશાયે પ્રભાવ કે પ્રતિભા વિનાના હતા, આમ છતાંયે તે એક ભારે સંગઠનકાર અને મહાન તથા વીર યોદ્ધો હતા. તેનું સંકલ્પબળ પોલાદી હતું. સાચે જ, તેને એક પોલાદી માણસ ' તરીકે ઓળખવામાં આવે છે. ટ્રોવ્સ્કીની લાકા પ્રશંસા કરતા એ ખરું પરંતુ તેમનામાં વિશ્વાસની લાગણી તા સ્ટૅલિન જ પેદા કરતો હતો. સામ્યવાદી પક્ષમાં આ બે અસાધારણ વ્યક્તિને માટે અવકાશ નહેા. C ટ્રોસ્ટ્સ અને સ્ટૅલિન વચ્ચેને ઝધડે અંગત હતા પરંતુ વાસ્તવમાં તે એથી વિશેષ હતા. તે બંને જુદી જુદી નીતિના, ક્રાંતિને વિકસાવવાની ભિન્ન Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન ભિન્ન પદ્ધતિના પુરસ્કર્તા હતા. ક્રાંતિ પહેલાં ઘણાં વરસ ઉપર ટૂંકીએ કાયમી ક્રાંતિ ને સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતે. એ સિદ્ધાંત પ્રમાણે, તેને ગમે એટલી અનુકૂળતા હોય તેયે, એક જ દેશને માટે સંપૂર્ણ સમાજવાદની સ્થાપના કરવી એ શક્ય નથી. જગવ્યાપી ક્રાંતિ થયા પછી જ સાચો સમાજવાદ આવી શકે કેમકે એમ થાય તે જ ખેડૂતવર્ગને અસરકારક રીતે સમાજવાદી બનાવી શકાય. સમાજવાદ એ આર્થિક વિકાસ સાધવા માટેની મૂડીવાદ પછીની ઉચ્ચત્તર અવસ્થા છે. મૂડીવાદ આંતરરાષ્ટ્રીય થતાં તે તૂટવા માંડે છે. દુનિયાના મેટા ભાગમાં આ વસ્તુ બનતી આજે આપણી નજરે પડે છે. માત્ર સમાજવાદ જ આ આંતરરાષ્ટ્રીય તંત્ર સફળતાપૂર્વક ચલાવી શકે. અને તેથી જ સમાજવાદ અનિવાર્ય છે. આ માકર્સને સિદ્ધાંત હતું. પરંતુ સમાજવાદને અમલ એક જ દેશમાં એટલે કે આંતરરાષ્ટ્રીય નહિ પણ રાષ્ટ્રીય ક્ષેત્રમાં કરવામાં આવે છે તે ઊતરતી આર્થિક અવસ્થામાં ફરી પાછા પહોંચવા જેવું થાય. આંતરરાષ્ટ્રીયતા એ કોઈ પણ પ્રકારની પ્રગતિને આવશ્યક પાયે છે. અને સમાજવાદની પ્રગતિનો આધાર પણ એ જ છે. એનાથી પાછા પડવું એ શક્ય કે ઈચ્છવાજોગ નથી. એથી કરીને, ટેસ્કીના અભિપ્રાય પ્રમાણે કઈ એક જ દેશમાં – રશિયા જેવા વિશાળ દેશમાં પણ – સમાજવાદની રચના કરવાનું આર્થિક દૃષ્ટિએ શક્ય નથી. એવી ઘણી વસ્તુઓ હતી કે જેને માટે સોવિયેટ રાજ્યને પશ્ચિમના ઓદ્યોગિક દેશે ઉપર આધાર રાખવો પડતો હતે. એ તો શહેર અને ગામડાં અથવા ગ્રામપ્રદેશ વચ્ચેના સહકાર જેવું છે; પશ્ચિમના ઔદ્યોગિક દેશોની સ્થિતિ શહેર જેવી હતી અને રશિયા પ્રધાનપણે ગ્રામપ્રદેશ હોતે, રાજકીય દૃષ્ટિએ પણ, સ્કીને એવો અભિપ્રાય હતો કે મૂડીવાદી વાતાવરણમાં એક અલગ સમાજવાદી દેશ લાંબે વખત ટકી શકે નહિ. આપણે આગળ જોઈ ગયાં છીએ તેમ મૂડીવાદ તથા સમાજવાદ એ બંને અસંગત છે એટલે કે તે બંનેને મેળ ખાઈ શકે એમ નથી. આ સ્થિતિમાં કાં તે મૂડીવાદી દેશો સમાજવાદી દેશને કચરી નાખે અથવા તે મૂડીવાદી દેશોમાં સામાજિક ક્રાંતિ થવા પામે અને સર્વત્ર સમાજવાદની સ્થાપના થાય. અલબત, થોડા સમય માટે અથવા કેટલાંક વરસ સુધી એ બંને એકીસાથે અસ્થિર હાલતમાં ટકી રહે એ બનવાજોગ છે ખરું. ક્રાંતિ પહેલાં તેમ જ પછી બધાયે બેશેવિક આગેવાનોને ઘણે અંશે આ અભિપ્રાય હોય એમ જણાય છે. જગવ્યાપી ક્રાંતિ થાય અથવા કંઈ નહિ તે યુરોપના કેટલાક દેશમાં પણ ક્રાંતિ થાય એની તેઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. થોડા મહિનાઓ સુધી યુરોપના વાતાવરણમાં ભારે કડાકા થતા રહ્યા પરંતુ ફાટી નીકળ્યા વિના જ તેફાન પસાર થઈ ગયું. ઠરીઠામ થઈને રશિયાએ નવી આર્થિક નીતિ અખત્યાર કરી અને તે રેજના સામાન્ય જીવન Page #650 -------------------------------------------------------------------------- ________________ રશિયાની પંચવષી યાજના ૧૩૧૭ વ્યવહારમાં પડી ગયું. આથી ટ્રોવ્સ્કીએ ભયસૂચક પાકાર ઉઠાવ્યા, અને જણાવ્યું કે, જગવ્યાપી ક્રાંતિ કરવાના ઉદ્દેશની વધારે ઉદ્દામ નીતિ અખત્યાર કરવામાં ન આવે તે ક્રાંતિ જોખમમાં છે. આ પડકારને પરિણામે ટ્રાટ્કી તથા ટૅલિન વચ્ચે ભારે ક્રૂ' થયું; તેમની વચ્ચેના એ ઝધડાએ કેટલાંક વરસા સુધી સામ્યવાદી પક્ષને હચમચાવી મૂક્યો. એ ઝધડાને પરિણામે સ્ટૅલિનના સંપૂર્ણ વિજય થયા. એનું મુખ્ય કારણ એ હતું કે, સ્ટૅલિનના હાથમાં પક્ષના તત્રના સંપૂર્ણ કાબૂ હતો. ટૉલ્સ્કી તથા તેના પક્ષકારોને ક્રાંતિના દુશ્મના તરીકે ગણવામાં આવ્યા અને તેમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ટ્રોવ્સ્કીને પ્રથમ સાઇબેરિયા મોકલવામાં આવ્યે અને પછીથી તેને સોવિયેટ રાજ્યમાંથી હદપાર કરવામાં આવ્યેા. . સ્ટૉલન અને ટ્રોલ્સ્કી વચ્ચેના તાત્કાલિક ઝઘડા, ખેડૂત વર્ગને સમાજવાદના પક્ષમાં લેવાને અર્થે ખેતીને અંગે ઉદ્દામ નીતિ અખત્યાર કરવાની ૉલિનની દરખાસ્તને કારણે થવા પામ્યા હતા. ખીજા દેશમાં ગમે તે થાય તેની પરવા કર્યાં વિના રશિયામાં સમાજવાદ નિર્માણ કરવાના એ પ્રયત્ન હતો. ટ્રોવ્સ્કીએ એ નીતિ ફેંકી દીધી અને ‘ કાયમી ક્રાંતિ ’ના પોતાના સિદ્ધાંતને તે વળગી રહ્યો. તેણે જણાવ્યું, કે એના વિના ખેડૂતને સ ંપૂર્ણ પણે સમાજવાદી બનાવી શકાય એમ નથી. ખરી વાત એમ છે કે ટ્રાટ્કીની ઘણી સૂચનાઓને સ્ટૉલને અમલ કર્યાં પણ તે પોતાની રીતે ટ્રોવ્સ્કીની રીતે નહિ. એ બાબતમાં ટ્રોવ્સ્કીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘ પરંતુ રાજકારણમાં તે કેવળ વસ્તુ શું છે એ નહિ પણ તેની રીત શી છે તથા તે જોળ કરે છે એ હકીકત નિર્ણાયક હોય છે.’’ આ રીતે એ એ સમ પુરુષો વચ્ચેના ઝઘડાનો અંત આવ્યા અને જેના ઉપર તેણે વીરતાભર્યાં અને તેજસ્વી ભાગ ભજવ્યા હતા તે રંગમાંચ ઉપરથી ટ્રાસ્ટ્સને હડસેલી મૂકવામાં આવ્યેા. જે સોવિયેટ રાજ્યને તે એક પ્રધાન શિલ્પી હતા તેમાંથી તેને દેશવટો લેવા પડ્યો. લગભગ બધા મૂડીવાદી દેશે। એ ક્રિયાશીલ પુરુષથી ડરતા હતા અને એમાંના કાઈએ તેને શ્વેતાને ત્યાં પેસવા દીધા નહિ. ઇંગ્લેંડે તેને પોતાને ત્યાં આવવાની પરવાનગી ન આપી અને યુરોપના બીજા ઘણાખરા દેશોએ પણ એમ જ કર્યું. આખરે તુર્કીનાં ઇસ્ત ંબુલથી થાડે દૂર આવેલાં પ્રિપેા ટાપુમાં તેને થાડા વખત માટે આશરો મળ્યો. હવે તેણે પોતાને વખત લેખનકાર્યમાં આપવા માંડ્યો અને રશિયન ક્રાંતિના ઇતિહાસ ' એ નામનું અદ્વિતીય પુસ્તક તેણે લખ્યું. સ્ટૅલિન વિષેના એને દ્વેષ હજી એ થયા નથી અને તીખી ભાષામાં તેની ટીકા કરવાનું તથા તેના ઉપર પ્રહારો કરવાનું તેણે ચાલુ જ રાખ્યું છે. દુનિયાના કેટલાક ભાગોમાં વ્યવસ્થિત ટ્રોલ્સ્કી પક્ષ ઊભા થયા છે અને તે -૪૧ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન સોવિયેટ સરકાર તથા ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંધના સત્તાવાર સામ્યવાદને વિરોધ કરી રહ્યો છે. ટ્રૌસ્કીને નિકાલ કર્યા પછી, સ્ટલિન પોતાની ખેતીવિષયક અથવા તે ખેડૂતોને અંગેની નીતિને આગળ ધપાવવામાં અસાધારણ હિંમતથી કામે લાગે. તેને મહામુશ્કેલ પરિસ્થિતિને સામને કરવાનું હતું. બુદ્ધિજીવી લેકો દુઃખમાં આવી પડ્યા હતા અને બેકાર બની ગયા હતા તેમ જ મજૂર વર્ગમાં પણ હડતાલે પડતી હતી. તેણે કુલક અથવા ધનિક ખેડૂતે ઉપર ભારે કરે નાખ્યા અને એ નાણું તેણે ગ્રામવિભાગમાં સમૂહખેતી નિર્માણ કરવામાં ખરચ્યાં. સમૂહખેતી એટલે કે સહકારી ધોરણે વિશાળ ખેતરોમાં કરવામાં આવતી ખેતી. એ ખેતરોમાં ઘણા ખેડૂતે એક સાથે કામ કરે છે અને તેમાંથી થત નફે આપસમાં વહેંચી લે છે. કુલકે તથા માલદાર ખેડૂતેએ એ નીતિ સામે અણગમો દર્શાવ્યો અને સેવિયેટ સરકાર ઉપર તેઓ અતિશય ક્રોધે ભરાયા. તેમને એ ડર લાગ્યો કે તેમનાં ઢોરઢાંખર તથા ખેતીની સાધનસામગ્રી તેમના પડોશી ગરીબ ખેડૂતોનાં ઢોરઢાંખર તથા સાધનસામગ્રી સાથે ભેળવી દેવામાં આવશે અને એ ડરના માર્યા તેમણે પિતાનાં બધાંયે ઢોરોની એકસામટી કતલ કરી નાખી. આ રીતે હેરોને એટલા મોટા પ્રમાણમાં સંહાર કરવામાં આવ્યું કે બીજે વરસે ખેરાકીની વસ્તુઓ, માંસ તથા દૂધ માખણ વગેરે ડેરીની પેદાશની ભારે તંગી ઊભી થઈ સ્ટેલિનને માટે આ અચિંતવ્યો ફટક હતું પરંતુ તે દઢતાપૂર્વક પિતાના કાર્યક્રમને વળગી રહ્યો. એટલું જ નહિ પણ, તેને વિકસાવ્યું અને તેમાંથી આખા સેવિયેટ રાજ્યને આવરી લેતી ખેતી તેમ જ ઉદ્યોગો માટેની એક મહાન જના તૈયાર કરી. એ પેજના પ્રમાણે રાજ્ય તરફથી ઊભા કરવામાં આવેલા મોટા મોટા નમૂનારૂપ ખેતીના બગીચાઓ તથા સમૂહખેતીના બગીચાઓ દ્વારા ખેડૂત વર્ગને ઉદ્યોગેની વધુ નજીક લાવવાનો હતો તથા મેટાં મોટાં કારખાનાંઓ અને પાણીથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનાં કારખાનાંઓ ઊભાં કરીને તેમ જ ખાણોનું ખોદકામ તથા એવી બીજી વસ્તુઓ શરૂ કરીને દેશનું ઉદ્યોગીકરણ કરવાનું હતું. અને આ બધાની સાથે સાથે જ કેળવણી, વિજ્ઞાન, સહકારી ધોરણે વેચાણ તથા ખરીદી, લાખે મજૂરને માટે બાંધવાનાં ઘરે તથા એકંદરે મજૂરના જીવનનું ધોરણ ઊંચું કરવા વગેરે બાબતોને અંગેની બીજી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવાની હતી. સારી દુનિયામાં મશહૂર થયેલી આ પંચવર્ષી જના હતી. એ એક જબરદસ્ત અને ભગીરથ કાર્યક્રમ હતું અને આગળ વધેલા તથા શ્રીમંત દેશ માટે એક પેઢી જેટલા સમયમાં પણ તે પાર પાડવાનું મુશ્કેલ હતું. રશિયા જેવા પછાત અને ગરીબ દેશે તે પાર પાડવાનું બીડું ઝડપવું એ મૂખની અવધિ સમાન લાગતું હતું. Page #652 -------------------------------------------------------------------------- ________________ રશિયાની પંચવર્ષી જના ૧૩૧૯ અતિશય કાળજીભરી વિચારણા તથા તપાસ પછી જ આ પંચવર્ષી યેજના તૈયાર કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક તથા ઇજનેરેએ આખાયે દેશનું નિરીક્ષણ કર્યું હતું તથા સંખ્યાબંધ નિષ્ણાતેએ પ્રસ્તુત કાર્યક્રમના એક ભાગના બીજા ભાગ સાથે મેળ બેસાડવાના પ્રશ્ન ઉપર સારી પેઠે ચર્ચા કરી હતી કેમકે, બધી વસ્તુઓને પરસ્પર મેળ બેસાડવામાં જ ખરી મુશ્કેલી આવતી હતી. દાખલા તરીકે, પૂરતા પ્રમાણમાં કાચા માલ મળતું ન હોય તે મોટું કારખાનું ઊભું કરવાને શું અર્થ ? વળી, કાચે માલ પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેય તેયે તેને કારખાના સુધી પહોંચાડવાનો પ્રશ્ન ઊભો થાય છે. આ રીતે માલની લાવલઈજાના પ્રશ્નને પણ ઉકેલ કરવાનો હતો. આથી રેલવે બાંધવામાં આવી. પણ રેલવેને માટે કેલસાની જરૂર હોય છે, એટલે કેલસાની ખાણ ખોદવામાં આવી. વળી, ખુદ કારખાનું ચલાવવાને માટે પણ વિજળીના બળની જરૂર પડે છે. કારખાનાંઓને વિદ્યુત બળ પૂરું પાડવા માટે મેટી મેટી નદીઓમાં બંધ બાંધીને પાણીના બળથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી. પછીથી, કારખાનાંઓ ચલાવવા, મેટા મોટા ખેતીના બગીચાઓનું કામ ચલાવવા તેમ જ શહેર અને ગામડાઓમાં દીવાબત્તી કરવાને કાર મારફતે એ વિદ્યુતશક્તિ પહોંચાડવામાં આવી. અને છેવટે, આ બધું કરવાને માટે ઈજનેરે, યંત્રવિશારદ, તાલીમ પામેલા મજૂરે જોઈએ અને ટૂંક સમયમાં હજારની સંખ્યામાં તાલીમ પામેલાં સ્ત્રીપુરુષો તૈયાર કરવાં એ કંઈ સહેલ વાત નથી. સમજે કે ખેતર ઉપર મોટરથી ચાલતાં હજારે ટ્રેકટરે મેકલી આપ્યાં પણ તેમને ચલાવે કેણું? પંચવર્ષી યોજનામાંથી ઊભી થતી અસાધારણ ગૂંચવણે અને અટપટા પ્રશ્નોને તને કંઈક ખ્યાલ આવે એટલા માટે મેં આ થેડા દાખલા આપ્યા છે. એમાં એક પણ ભૂલ થવા પામે છે તેનાં દૂરગામી પરિણામે આવે એમ હતું; પ્રવૃત્તિઓની સાંકળની એક પણ કડી નબળી હોય તો તે આખીયે કાર્ય પરંપરાને ભાવી અથવા અટકાવી દે. પરંતુ મૂડીવાદી દેશે કરતાં રશિયાને એક ભારે અનુકૂળતા હતી. મૂડીવાદી વ્યવસ્થામાં આ બધી પ્રવૃત્તિઓ વ્યક્તિગત ફરજ અને આકસ્મિકતા ઉપર છોડવામાં આવે છે અને હરીફાઈને કારણે તેમાં ઘણે પરિશ્રમ એળે જાય છે. એક જ બજારમાં આવનારા, વેચનારાઓ તથા ખરીદનારાઓ વચ્ચે જે આકસ્મિક સહયોગ થવા પામે છે તે સિવાય ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્પાદક તથા જુદું જુદું કામ કરનારા કામદારે વચ્ચે સહયોગ નથી હોતે. ટૂંકમાં કહીએ તે મૂડીવાદી વ્યવસ્થામાં મોટા પાયા ઉપર સંયેજન હેતું નથી. જુદી જુદી વેપારી પેઢીઓ વ્યક્તિગત રીતે પિતાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે પેજના કરતી હશે અને કરે છે પણ ખરી, પરંતુ મોટા ભાગની આવી વ્યક્તિગત જનાઓમાં બીજી વ્યક્તિગત પેઢીઓને થાપ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન આપીને તેમની આગળ નીકળી જવાને અને તેમને ભેગે લાભ મેળવી લેવાના પ્રયાસોને જ સમાવેશ થાય છે. એકંદરે સમગ્ર રાષ્ટ્રની દૃષ્ટિથી જોતાં, એ વસ્તુ સજનથી સાવ ઊલટી પરિસ્થિતિમાં જ પરિણમે છે, એટલે કે દેશમાં બેહદ સમૃદ્ધિ અને અપાર દારિદ્ય એકબીજાના પડખામાં ઊભાં થાય છે. સોવિયેટ સરકારને ખાસ લાભ એ હતું કે, સમગ્ર રાજ્યના બધાયે ઉદ્યોગો તથા પ્રવૃત્તિઓ ઉપર તેને કાબૂ હતે. એથી કરીને જેમાં દરેક પ્રવૃત્તિને યોગ્ય સ્થાન મળે એવી એક સુમેળવાળી યેજના તે તૈયાર કરી શકી.ગણતરીની કે સંચાલનની ભૂલ થવાને પરિણામે થતા બગાડ સિવાય એ રીતે બીજા કોઈ પણ પ્રકારને બગાડ થતું નથી અને એવી ભૂલે પણ એથી ઊલટી સ્થિતિમાં સુધારી શકાય તેના કરતાં ઘણા ઓછા સમયમાં એકીકૃત નિયંત્રણથી સુધારી શકાય છે. સોવિયેટ રાજ્યમાં ઉદ્યોગને મજબૂત પાયો નાખો એ પ્રસ્તુત યોજનાને હેતુ હતે. દરેક જણને જરૂરી હોય એવી કાપડ વગેરે વસ્તુઓ ઉત્પન્ન કરવાને માટે કારખાનાંઓ ઊભાં કરવાનો આશય એની પાછળ નહોતા. હિંદની પેઠે પરદેશથી યંત્રે ખરીદીને કારખાનાઓ ઊભાં કરી દેવાં એ તે સહેલ વાત હતી. આવા રેજના વપરાશની ચીજો પેદા કરનારા ઉદ્યોગોને “હળવા ઉદ્યોગો' કહેવામાં આવે છે. આ હળવા ઉદ્યોગે જેમને “ભારે ઉદ્યોગો' કહેવામાં આવે છે તેમના ઉપર અનિવાર્યપણે આધાર રાખે છે; એમાં લેટું, પિલાદ તથા યંત્ર બનાવનારા ઉદ્યોગને સમાવેશ થાય છે. આ ઉદ્યોગો, હળવા ઉદ્યોગોને' માટે યંત્રો તથા બીજી સાધનસામગ્રી તેમ જ એંજિને વગેરે વસ્તુઓ પૂરી પાડે છે. ભારે દીર્ધદર્શિતા વાપરીને સોવિયેટ સરકારે પિતાની પંચવર્ષીયેજનામાં આ પાયાના અથવા “ભારે ઉદ્યોગ” ઉપર પિતાનું લક્ષ કેન્દ્રિત કરવાનું નકકી કર્યું. ઉદ્યોગીકરણને પાયે આ રીતે મજબૂત બને અને પછીથી હળવા ઉદ્યોગે ઊભા કરવાનું કામ બહુ જ સુગમ થઈ જાય. આ ભારે ઉદ્યોગે યંત્રો તથા લડાઈના સરંજામ માટેની રશિયાની વિદેશ ઉપરની પરવશતા પણ ઘણી ઓછી કરી નાખતા હતા. રશિયાના વર્તમાન સંજોગોમાં ભારે ઉદ્યોગોની આ પસંદગી એ બહુ જ ઉઘાડી વસ્તુ હતી પરંતુ એ માટે અથાક પરિશ્રમ કરવાની જરૂર હતી તેમ જ એમાં પ્રજાને માટે ભારે હાડમારીઓ અને વિટંબણાઓ વેઠવાપણું હતું. હળવા કરતાં ભારે ઉદ્યોગે ઘણું જ વધારે ખરચાળ હોય છે અને એ બે વચ્ચે મહત્વને તફાવત તે એ છે કે, ભારે ઉદ્યોગો હળવા ઉદ્યોગો કરતાં ઘણું લાંબા વખત પછી કમાણી કરતા થાય છે. કાપડની મિલ તરત જ કાપડ બનાવવાનું શરૂ કરે છે અને પ્રજામાં તે તાત્કાળ વેચી શકાય છે; રેજના વપરાશની વસ્તુઓ બનાવનાર બીજા હળવા ઉદ્યોગોની બાબતમાં પણ એમ જ હોય છે. Page #654 -------------------------------------------------------------------------- ________________ રશિયાની પંચવર્ષી યોજના ૧૩૨૧ પરંતુ લેતું અને પોલાદનાં કારખાનાઓ રેલવેના પાટા તથા એંજેિને ભલે બનાવે પણ રેલવે લાઈન બાંધવામાં આવે ત્યાં સુધી તેમને ઉપયોગ કરી શકાતું નથી. એમ થતાં વખત લાગે છે અને ત્યાં સુધી એ રોજગારમાં ઘણા મેટા પ્રમાણમાં નાણાં રોકાઈ રહે છે અને એ રીતે દેશ તેટલા પ્રમાણમાં ગરીબ બને છે. એથી કરીને, બહુ જ ઝડપી ગતિથી ભારે ઉદ્યોગે ઊભા કરવા માટે રશિયાને ભારે ભોગ આપવા પડ્યા. આ બધી રચના કરવા માટે, પરદેશથી લાવવામાં આવેલી એને માટેની યંત્રસામગ્રીની કિંમત સેનાથી અને રેકડ નાણામાં પતાવવી પડતી હતી. આ કેવી રીતે થઈ શકે? પરદેશમાં એ વસ્તુઓનાં નાણાં ચૂકવવા માટે સેવિયેટ રાજ્યના પ્રજાજનેએ પેટે પાટા બાંધ્યા, ભૂખમરો વેઠયો અને જીવનને જરૂરની કેટલીયે વસ્તુઓ વિના પણ ચલાવી લીધું. તેમણે પિતાની ખોરાકીની વસ્તુઓ પરદેશ મોકલી આપી તેમાંથી મળતાં નાણાંથી યંત્રની કિંમત ચૂકવી. ઘઉં, જવ, અનાજ, શાકભાજી, ફળફળાદિ, ઈડાં, માખણ, માંસ, મરઘાં, બતકાં, મધ, માછલી, ખાંડ, જાતજાતનાં તેલ અને મીઠાઈઓ વગેરે ખપી શકે એવી દરેક વસ્તુઓ તેમણે પરદેશ મોકલી આપી. આ બધી વસ્તુઓ તેમણે બહાર એકલી એને અર્થ એ કે તેમણે એમના વિના ચલાવી લીધું. રશિયાના લેકિને માખણ નહોતું મળતું અથવા બહુ જ ઓછા પ્રમાણમાં મળતું હતું કેમ કે તે તેમને યંત્રનાં નાણું ચૂકવવા માટે પરદેશ મેકલવું પડતું. એ જ રીતે બીજી બધી વસ્તુઓની બાબતમાં પણ પંચવર્ષી યોજના પ્રમાણેને આ ભગીરથ પ્રયાસ ૧૯૨૯ની સાલમાં શરૂ થશે. ક્રાંતિને જુસ્સો ફરી પાછો પ્રગટ થયે, આદર્શની પ્રેરણાએ જનતાને ઉત્તેજિત કરી અને તેણે પિતાની સમગ્ર શક્તિ આ નવી ઝુંબેશમાં કામે લગાડી. એ કઈ પરદેશી કે દેશની અંદરના દુશમનની સામેની ઝુંબેશ નહતી. એ રશિયાની પછાત પરિસ્થિતિ સામેની, મૂડીવાદના અવશેષો સામેની અને જીવનના નીચા ધેરણ સામેની ઝુંબેશ હતી. ઉત્સાહપૂર્વક તેમણે વળી વધુ ભોગે આપ્યા અને કડક તથા નિગ્રહી જીવન ગાળ્યું. જેના તેઓ ગૌરવશાળી અને અધિકારી વિધાયકે હતા તે આશાસ્પદ મહાન ભવિષ્યને ખાતર તેમણે વર્તમાનનું બલિદાન આપ્યું. ભૂતકાળમાં રાષ્ટ્રએ એક મહાન કાર્યની સિદ્ધિ પાછળ પિતાને સઘળે પુરુષાર્થ કેન્દ્રિત કર્યો છે, પરંતુ માત્ર યુદ્ધકાળમાં જ એમ બનવા પામ્યું છે. મહાયુદ્ધ દરમ્યાન જર્મની, ઈંગ્લેંડ તથા કાંસ યુદ્ધ જીતવાના માત્ર એક જ હેતુને ખાતર જીવતાં હતાં. એ હેતુને ખાતર બીજી બધી વસ્તુઓને ગૌણ બનાવી દેવામાં આવી હતી. સોવિયેટ રશિયાએ ઈતિહાસમાં પહેલી જ વાર Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૨ ગતના ઇતિહાસનું રેખાદર્શીન - સહારને માટે નહિ પણ શાંતિમય રચનાત્મક કાર્ય માં ~ પછાત દેશનું સમાજવાદના સિદ્ધાંત અનુસાર ઉદ્યોગીકરણ કરવાના કાર્યમાં રાષ્ટ્રનું સમગ્ર ખળ કેન્દ્રિત કર્યું. પરંતુ ઉપલા વર્ગના તેમ જ મધ્યમવર્ગના ખેડૂતોને ભારે હાડમારી વેઠવી પડી અને ઘણી વાર તો એમ લાગતું હતું કે એ પ્રચંડ યોજના પડી ભાગશે અને સાવિયેટ સરકારને પણ તે કદાચ પોતાની સાથે ઘસડી જશે. આ સ્થિતિમાં અડગપણે એને વળગી રહેવા માટે અખૂટ ધૈર્યની જરૂર હતી. ધણા આગેવાન ખેલ્શેવિકા માનતા હતા કે, ખેતીને અંગેના કાર્યક્રમના ખેાજો તથા તેમાંથી નીપજતી હાડમારીઓ અતિશય કપરી છે અને તેથી કરીને તે થાડેા હળવા કરવા જોઈ એ. પરંતુ સ્ટૅલિનની માન્યતા એવી નહાતી. શાંતિથી અને દૃઢતાપૂ ક તે એને વળગી રહ્યો. તે વાતેાડિયા નહોતા; તે ભાગ્યે જ જાહેરમાં ખેલતા. પૂનિમિ`ત ધ્યેય તરફ આગળ વધતી અટલ વિધિની લાહ પ્રતિમા સમે તે લાગતા હતા. આ ધૈય અને આ અટલ નિશ્ચયના ચેપ કંઈક અંશે સામ્યવાદી પક્ષના સભ્યાને તેમ જ રશિયાના મજૂરોને પણ લાગ્યા. પંચવર્ષીયેાજનાની તરફેણ કરતા અવિરતપણે ચાલુ રહેલા પ્રચારે પ્રજાના ઉત્સાહ ટકાવી રાખ્યો અને નવા પુરુષાર્થ કરવાને તેને ઉત્તેજિત કરી. પાણીની મદદથી વીજળી ઉત્પન્ન કરવા માટેનાં પ્રચંડ કારખાનાંઓ તથા નદીના બધા, પુલ, અને કારખાનાંઓ બાંધવામાં તેમ જ ખેતી માટેના મોટા મોટા સામૂહિક બગીચા રચવામાં જનતાએ ભારે રસ દર્શાબ્યા. ઇજનેરીના ધંધા સૌથી વધારે લાકપ્રિય બન્યા અને ઇજનેરીની ભારે સિદ્ધિએની યાંત્રિક વિગતાથી છાપાં ઊભરાવા લાગ્યાં. મરુભૂમિ તથા ભેજવાળાં સપાટ જંગલામાં વસતી થઈ ગઈ અને પ્રત્યેક ઔદ્યોગિક કેન્દ્રની આસપાસ મોટાં મેટાં નવાં શહેર વસ્યાં. નવી સડકૈા, નવી રેલવેએ — માટે ભાગે વીજળીથી ચાલતી તથા નવી નહેરો આંધવામાં આવી અને હવાઈ વ્યવહાર ઠેકઠેકાણે શરૂ કરવામાં આવ્યા. રાસાયણિક પદાર્થાંના, યુદ્ધસરજામ પેદા કરવાના તેમ જ આજારા તૈયાર કરવાના વગેરે ઉદ્યોગેા ખીલવવામાં આવ્યા અને સેવિયેટ રાજ્ય પ્રચંડ એંજિન, ટ્રકટરો, મોટરો, ટરબાઈન એંજિને, મેટર એંજિના અને અરોપ્લેના વગેરે ઉત્પન્ન કરવા લાગ્યું. વિશાળ પ્રદેશમાં વીજળીની વ્યવસ્થા થઈ ગઈ અને રેડિયાના ઉપયાગ સર્વસામાન્ય થઈ ગયા. એકારીનું નામનિશાન રહ્યું નહિ કેમકે રચનાકાય તેમ જ ખીજાં કામ એટલું બધું હતું કે તેમાં મળી શકે એટલા બધાયે મજૂરો રોકાઈ ગયા. યોગ્ય તાલીમ પામેલા ઇજનેરશ પરદેશોમાંથી પણ આવ્યા અને તેમને સહર્ષ વધાવી લેવામાં આવ્યા. આની સાથે સાથે એ યાદ રાખવા જેવું છે કે, યુરોપ તેમ જ અમેરિકામાં સત્ર મદીનું મોજું ફ્રી વળ્યું હતું તેમ જ ત્યાં આગળ જબરદસ્ત પ્રમાણમાં એકારી વધી ગઈ હતી તે વખતે રશિયામાં આ સ્થિતિ હતી. - Page #656 -------------------------------------------------------------------------- ________________ રશિયાની પંચવર્ષી યોજના ૧૩૨૩ પંચવર્ષી યોજનાનું કામ સરળતાથી આગળ ધપ્યું નહોતું. એમાં અનેક વાર ભારે મુશ્કેલીઓ આવી પડતી. કેટલીક વાર સહકારને અભાવ જણાતા, બાજી ઊંધી વળી જતી અને નુકસાન પણ થતું. પરંતુ આવી બધી મુશ્કેલી આડે આવ્યા છતાંયે કામને ઉત્સાહ ઉત્તરોત્તર વધતે જ ગયે અને વધુ ને વધુ કામની માગણી થવા લાગી અને આ વિરાટ કાર્યક્રમને માટે પાંચ વરસની મુદત જાણે પૂરતી ટૂંકી ન હોય તેમ પછીથી પિકાર ઊઠયો “પંચવર્ષી યોજના ચાર વરસમાં'. ૧૯૩૨ની સાલના ડિસેમ્બરની ૩૧મી તારીખે એટલે કે ચાર વરસને અંતે એ યોજનાની વિધિપૂર્વક પૂર્ણાહુતિ થઈ અને તરત જ, ૧૯૩૩ની સાલના જાન્યુઆરીની પહેલી તારીખથી નવી પંચવર્ષી યેજના શરૂ કરવામાં આવી. પંચવષી જનાની બાબતમાં લે કે ઘણી વાર વાદવિવાદ કરે છે અને કેટલાક કહે છે કે તેને અપૂર્વ સફળતા મળી છે અને બીજા કેટલાક કહે છે કે તે નિષ્ફળ નીવડી છે. કઈ કઈ બાબતમાં તે નિષ્ફળ નીવડી એ બતાવવું બહુ સહેલું છે. કેમ કે કેટલીક બાબતમાં તેને ધારી સફળતા નથી મળી. રશિયામાં આજે ઘણી બાબતમાં ભારે વિષમતા જણાય છે. ખાસ કરીને ત્યાં આગળ તાલીમ પામેલા અને નિષ્ણાત કારીગરોની તાણ છે. કારખાનાં ચલાવનાર યોગ્ય તાલીમ ધરાવનારા ઇજનેરે કરતાં ત્યાં આગળ કારખાનાંઓ વધારે છે તેમ જ આવડતવાળા રસોઈયાઓ કરતાં વીશીઓ અને હોટેલે વધારે છે! આ બધી વિષમતાઓ બેશક થેડા જ વખતમાં દૂર થશે અથવા કંઈ નહિ તે તે ઓછી તે થશે જ. એક વસ્તુ તે દીવા જેવી સ્પષ્ટ છે કે પંચવર્ષીયેજનાએ રશિયાની સૂરત સંપૂર્ણપણે બદલી નાખી છે. ક્યૂડલ અવસ્થામાંથી બદલાઈને તે એકાએક આગળ વધેલે ઔદ્યોગિક દેશ બની ગયું છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ તેની ભારે પ્રગતિ થઈ છે. સમાજની સેવાનાં સાધને, પ્રજાની તંદુરસ્તી તથા સુખાકારીની સગવડે તેમ જ અકસ્માતના વીમા વગેરેની તેની વ્યવસ્થા દુનિયાભરમાં સૌથી વ્યાપક અને ઉચ્ચ પ્રકારની છે. ત્યાં આગળ હાડમારીઓ અને તંગાશ છે એ ખરું પણ બીજા દેશોમાં મજૂરો ઉપર હમેશાં ઝઝૂમી રહેતે બેકારી અને ભૂખમરાને ભીષણ ડર ત્યાંથી નષ્ટ થયું છે. ત્યાં આગળ પ્રજા આર્થિક સલામતીની એક નવી જ ભાવનાનો અનુભવ કરી રહી છે. પંચવર્ષી જનાની સફળતા કે નિષ્ફળતાની ચર્ચા નિરર્થક છે. સેવિયેટ રાજની આજની સ્થિતિ એ જ એને સાચે જવાબ છે. અને એને વધુ જવાબ એ છે કે, એ યોજનાએ દુનિયાભરના લોકોના માનસ ઉપર અસર કરી છે. આજે સૌ “જનાની – દશ વર્ષની, પાંચ વર્ષની કે ત્રણ વર્ષની એજનાની વાત કરે છે. સેવિયેટ રાજેએ એ શબ્દને જાદુઈ અસરવાળો બનાવી દીધો છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧. સેવિયેટ રાજયની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૧ જુલાઈ, ૧૯૨૩ • સેવિયેટ રશિયાની પંચવર્ષીયેજના એ એક ભગીરથ કાર્ય હતું. વાસ્તવમાં એ એકીસાથે કરવામાં આવેલી અનેક ક્રાંતિઓ હતી. ખાસ કરીને જૂની રીતે કરવામાં આવતી નાના પાયા ઉપરની ખેતીને બદલે મોટા પાયા ઉપરની સામૂહિક અને યાંત્રિક પદ્ધતિની ખેતી દાખલ કરનાર કૃષિવિષયક તેમ જ રશિયાનું પવનવેગે ઉદ્યોગીકરણ કરનાર એ ઔદ્યોગિક ક્રાંતિ હતી. પરંતુ એની પાછળ રહેલી ભાવના એ પ્રસ્તુત લેજનાનું સૌથી રસિક લક્ષણ હતું. કેમકે રાજકારણ તેમ જ ઉદ્યોગના ક્ષેત્રમાં દાખલ થયેલી એ નવી જ ભાવના હતી. એ વિજ્ઞાનની ભાવના હતી – સમાજરચના કરવામાં કાળજીપૂર્વક વિચારી કાઢેલી વૈજ્ઞાનિક પદ્ધતિ અખત્યાર કરવાને એ પ્રયાસ હતે. કોઈ પણ દેશમાં, સૌથી આગળ વધેલા દેશમાં પણ, આવું કદીયે કરવામાં આવ્યું નહોતું. અને મનુષ્યને અંગેની તેમ જ સામાજિક બાબતોમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ લાગુ પાડવી એ સોવિયેટ લેજના અથવા સંજનનું પ્રધાન લક્ષણ છે. સેવિયેટના એ ઉદાહરણ ઉપરથી જ આખું જગત આજે સંજનની વાત કરી રહ્યું છે. પરંતુ મૂડીવાદી વ્યવસ્થામાં જ્યાં સમાજવ્યવસ્થાને પાયો જ હરીફાઈ અને ખાનગી મિલકતનાં સ્થાપિત હિતેનાં રક્ષણ ઉપર નિર્ભર હોય એવી સ્થિતિમાં અસરકારક સાજન કરવાનું મુશ્કેલ હોય છે. પરંતુ હું આગળ કહી ગયે છું તેમ, પંચવર્ષી યોજનાને કારણે પ્રજાને ભારે હાડમારી અને મુશ્કેલીઓ વેઠવી પડી તેમ જ દેશમાં ભારે ઊથલપાથલ થવા પામી. એને માટે પ્રજાને ભારે કિંમત ચૂકવવી પડી. મોટા ભાગના લોકોએ સ્વેચ્છાપૂર્વક એ કિંમત ચૂકવી અને ભવિષ્યમાં આવનારા સારા સમયની આશાથી બલિદાન આપ્યાં અને યાતનાઓ ધીરજપૂર્વક સહી લીધી; પરંતુ કેટલાક લોકોએ એ કિંમત અનિચ્છાએ અને માત્ર સરકારના દબાણને વશ થઈને જ ચૂકવી. એમાં કુલકે અથવા ધનિક ખેડૂતેને સૌથી વિશેષ સહન કરવું પડયું. તેમની ખાસ લાગવગ અને ધનદોલતને કારણે તેઓ નવી વ્યવસ્થા સાથે પોતાને મેળ સાધી શક્યા નહિ, તેઓ મૂડીદાર હતા સમાજવાદી પદ્ધતિથી સામૂહિક ખેતીની ખિલવણીના કાર્યમાં તેઓ બાધા નાખતા હતા. ઘણી વાર તે તેઓ ખેતીને સામૂહિક ધોરણ ઉપર મૂકવાનો જ વિરોધ કરતા, અથવા તે તેને અંદરથી દુર્બળ બનાવવાને યા તેમાંથી વધારે પડતા અંગત ન કરવાને તેઓ કદી Page #658 -------------------------------------------------------------------------- ________________ સાવિયેટ રાજ્યની મુશ્કેલીએ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૨૫ કદી એ સામૂહિક ખેતીમાં દાખલ થતા. સોવિયેટ સરકારે તેમની સાથે અતિશય કડક રીતે કામ લીધું. મધ્યમ વર્ગના ઘણું લેકે સાથે પણ સરકારે કડકપણે કામ લીધું કારણ કે તેના દુશ્મનની વતી તેઓ જાસૂસી અને ભાંગફેડનું કાર્ય કરી રહ્યા છે એ તેને શક હતું. આ કારણે, સંખ્યાબંધ ઈજનેરને સજા કરીને કેદમાં મોકલવામાં આવ્યા. હાથમાં લીધેલી મોટી મોટી અનેક યોજનાઓ પાર પાડવાને અર્થે ઇજનેરેની તે ખાસ જરૂર હતી એટલે આમ કરવાથી ખુદ પંચવષ યેજનાને પણ હાનિ પહોંચી. વિષમતાઓ તે ત્યાં આગળ લગભગ સર્વત્ર હતી. માલની લાવલઇજા કરવાની વ્યવસ્થા બહુ જ પછાત હતી એટલે કારખાનાંઓ તેમ જ ખેતરમાં ઉપન્ન થયેલે માલ બીજે ઠેકાણે લઈ જવાની અનુકૂળતાને અભાવે ઘણી વાર લાંબા વખત સુધી જ્યાંને ત્યાં જ પડી રહેતો અને આથી બીજી જગ્યાઓનું કામ કથળી જતું. પણ ઈજનેરે અને નિષ્ણાતેની તંગી એ સૌથી મોટી મુશ્કેલી હતી. આ પંચવણ જનાનાં વરસો દરમ્યાન દુનિયા અથવા સાચું કહેતાં મૂડીવાદી દુનિયા પહેલાં તેણે કદી ન અનુભવેલી એવી મંદીને અનુભવ કરી રહી હતી. વેપાર મંદ પડતો જતો હતો, કારખાનાંઓ બંધ પડતાં હતાં અને બેકારી વચ્ચે જતી હતી. ખાધાખોરાકીની વસ્તુઓ તથા કાચા માલના ભાવે અતિશય ઘટી જવાથી દુનિયાભરમાં ખેડૂત ઉપર ભારે ફટકો પડ્યો. જ્યારે બીજે બધે પ્રવૃત્તિને અભાવ અને બેકારી વતી રહ્યાં હતાં તે જ વખતે સેવિયેટ રાજ્યમાં અસાધારણ પ્રવૃત્તિ અને કામગીરી ચાલી રહ્યાં હતાં એ એક નોંધપાત્ર બીના છે. સેવિયેટ રાજ્ય જગવ્યાપી મંદીથી જાણે સાવ અસ્પૃશ્ય રહ્યું હોય એમ લાગે છે, તેની અર્થવ્યવસ્થાનો પાયે બિલકુલ ભિન્ન હતું. પરંતુ સોવિયેટ રાજ્ય એ મંદીના પરિણામમાંથી મુક્ત ન રહી શક્યું; પક્ષ રીતે એની તેના ઉપર અસર થઈ અને તેથી તેની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ. આગળ હું તને કહી ગયું છું કે, સોવિયેટ રાજ્ય પરદેશમાંથી યંત્રો ખરીદતું હતું અને પિતાની ખેતીની પેદાશ ત્યાં આગળ વેચીને તેની ઊપજમાંથી તેનાં નાણું ચૂકવતું હતું. બેરાકીની વસ્તુઓના ભાવ બેસી ગયા એટલે પિતાની અનાજની નિકાસમાંથી સેવિયેટને ઓછાં નાણાં મળતાં, પરંતુ તેણે ખરીદેલાં યંત્રોની કિંમત ચૂકવવા માટે તેને પૂરતા પ્રમાણમાં સેનું ઊભું કરવું પડતું એટલે તેને ખાધાખોરાકીની વસ્તુઓની વધુ ને વધુ નિકાસ કરવી પડતી. આ રીતે વેપારની જગવ્યાપી મંદી તથા વસ્તુઓના ભાવ બેસી જવાને કારણે સેવિયેટને ભારે ખોટ ગઈ અને તેની કેટલીયે ગણતરીઓ ઊંધી વળી ગઈ. આને લીધે જીવનને જરૂરી એવી બીજી ઘણી વસ્તુઓની દેશમાં વળી વધારે તંગી ઊભી થઈ અને એને પરિણામે પ્રજાની હાડમારી વધી જવા પામી. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ એક બાજુએ ખાધાખોરાકીની વસ્તુઓની તંગી ઉત્તરોત્તર વધતી જતી હતી અને બીજી બાજુએ આખાયે સેવિયેટ રાજ્યમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધે જતી હતી. ખેતીની પેદાશની પ્રમાણમાં બહુ ધીમી પ્રગતિને મુકાબલે વસતીને આ ઝડપી વધારે એ સેવિયેટની સામે ઊભે થયેલે મુખ્ય પ્રશ્ન હતે. ક્રાંતિ પહેલાં, સોવિયેટ રાજ્યની હકૂમત નીચેના આજના પ્રદેશની . વસ્તી તેર કરેડની હતી. આંતરવિગ્રહમાં જાનમાલની ભારે ખુવારી થવા છતાંયે એ પછીનાં વરસોમાં થયેલ વસતીને વધારે જોઈએ: સાલ જન સંખ્યા ૧૯૧૭ ૧૩૦,૦૦૦,૦૦૦ ૧૯૨૬ ૧૪૯,૦૦૦,૦૦૦ ૧૯૨૯ ૧૫૪,૦૦૦,૦૦૦ ૧૯૩૦ ૧૫૮,૦૦૦,૦૦૦ - ૧૯૩૩ (વસંત ઋતુને અંદાજ) ૧૬૫,૦૦૦,૦૦૦ આ રીતે પંદર વરસ કરતાં કંઈક વધારે સમયમાં સોવિયેટની વસ્તીમાં સાડા ત્રણ કરોડને વધારે છે. એટલે કે એ સમય દરમ્યાન તેમની વસ્તીમાં ૨૬ ટકાનો વધારો થયે અને એ વસ્તુ અસાધારણ છે. એકંદરે જોતાં આખાયે સેવિયેટ રાજ્યમાં વસતી વધી એટલું જ નહિ પણ ખાસ કરીને શહેરમાં તે વધવા પામી. જૂનાં શહેર ઉત્તરોત્તર મોટાં થતાં ગયાં અને રણપ્રદેશમાં તેમ જ “સ્ટેપેઝ” એટલે કે ભેજવાળાં મેદાનમાં પણ નવાં ઔદ્યોગિક શહેરે ઊભાં થયાં. પંચવર્ષી યોજના પ્રમાણે ઉપાડવામાં આવેલાં મોટાં મેટાં અનેક કાર્યોમાં કામ કરવાના આશયથી પ્રેરાઈને સંખ્યાબંધ લેકે પિતાનાં ગામ છેડીને શહેરમાં જઈ વસ્યા. ૧૯૧૭ની સાલમાં સેવિયેટ રાજ્યમાં એક લાખથી વધુ વસ્તીવાળાં ચોવીસ શહેરો હતાં. ૧૯૨૬ની સાલમાં ત્યાં આગળ એવાં એકત્રીશ અને ૧૯૩૩ની સાલમાં પચાશ કરતાંયે વધારે શહેરે હતાં. પંદર વરસની અંદર સેવિયેટે સે કરતાંયે વધારે ઔદ્યોગિક શહેર ઊભાં કર્યા હતાં. ૧૯૧૩ની સાલથી ૧૯૩૨ની સાલ સુધીમાં મોસ્કોની વસતી બેવડી થઈ ગઈ એટલે કે તે ૧૬ લાખથી વધીને ૩૨ લાખની થઈ ગઈ લેનિનગ્રાડની વસ્તીમાં દશ લાખને વધારે થયે અને તે લગભગ ત્રીસ લાખ સુધી પહોંચી ગઈ. કેકેસસની પેલી પાર આવેલા બાકુ શહેરની વસ્તી પણ ૩૩૪,૦૦૦થી વધીને ૬૬૦,૦૦૦ એટલે કે બેવડી થઈ ગઈ. એકંદરે જોતાં શહેરની વસ્તી ૧૯૧૩ની સાલમાં બે કરોડની હતી તે વધીને ૧૯૩રની સાલમાં સાડા ત્રણ કરોડની થઈ શહેરમાં જઈને ત્યાંને મજૂર બનનાર ગામડાંને ખેડૂત અનાજને ઉત્પાદક મટી જાય છે. કારખાનાના મજૂર કે કામદાર તરીકે તે યંત્રો કે ઓજારો Page #660 -------------------------------------------------------------------------- ________________ સેવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩ર૭ ભલે બનાવે પણ અનાજના સંબંધમાં તે તે હવે ઉપભોગ કરનાર અથવા ખરીદનાર જ બની જાય છે. ખેડૂતે ગામડાઓમાંથી શહેરમાં જઈ વસ્યા એટલે કે અનાજના ઉત્પાદક મટીને હવે તેઓ માત્ર તે ખરીદનારા અથવા વાપરનારા બન્યા. ખેરાકને અંગેની પરિસ્થિતિ મુશ્કેલ બનાવવામાં આ હકીકત પણ કારણભૂત હતી. ખોરાકની પરિસ્થિતિ મુશ્કેલ બનાવનાર બીજું પણ એક કારણ હતું. દેશના વધતા જતા ઉદ્યોગોને કારખાનાંઓ માટે વધુ ને વધુ કાચા માલની જરૂર હતી. આ રીતે કાપડનાં કારખાનાંઓને રૂની જરૂર હતી. આથી ખેરાકીની વસ્તુઓને બદલે ઘણું મોટા પ્રદેશમાં કપાસ તેમ જ કારખાનાંઓ માટે જોઈતા બીજા કાચા માલનું વાવેતર કરવામાં આવ્યું. આથી ખેરાકીની વસ્તુઓનું પ્રમાણ વળી વધારે ઘટવા પામ્યું. ( સોવિયેટની વસ્તીમાં થયેલી ભારે વૃદ્ધિ એ જ તેની આબાદીને અસાધારણ પુરાવો હતો. અમેરિકાની પેઠે એ વધારે બહારના લેકે ત્યાં આગળ આવીને વસવાને કારણે નહોતે થયો. આ વસ્તુ બતાવે છે કે, પ્રજાને ભારે હાડમારી અને વિટંબણાઓ વેઠવી પડતી હતી એ ખરું પરંતુ એકંદરે જોતાં ત્યાં ખરેખર ભૂખમરે નહે. વહેંચણીની કડક પદ્ધતિ દ્વારા ખોરાકની અતિશય આવશ્યક વસ્તુઓ પ્રજાને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારી નિરીક્ષકે જણાવે છે કે, વસ્તીમાં થયેલે ઝડપી વધારે એ ઘણે અંશે પ્રજામાં પેદા થયેલી આર્થિક સલામતીની ભાવનાને આભારી હતું. ત્યાં આગળ બાળકો માબાપને ભારરૂપ નથી હોતાં કેમ કે તેમની સંભાળ રાખવાને – તેમને ખવડાવવા પિવડાવવાને તેમ જ કેળવણી આપવાનું રાજ્ય તૈયાર હતું. વસ્તીના વધારાનું કારણ સ્વચ્છતાની થયેલી પ્રગતિ તેમ જ દવાદારૂ તથા વૈદ્યકીય મદદની સગવડ હતી. એને કારણે બાળકનું મરણપ્રમાણ ૨૭ ટકાથી ઘટીને ૧૨ ટકા થઈ ગયું. ૧૯૧૩ની સાલમાં મેકેનું મરણપ્રમાણ હજારે તેવીશનું હતું; ૧૯૩૧ની સાલમાં તે હજારે તેર કરતાંયે ઓછું થઈ ગયું. અધૂરામાં પૂરું ૧૯૩૧ની સાલમાં સોવિયેટ રાજ્યના કેટલાક ભાગમાં દુકાળ પડ્યો અને એને લીધે ખોરાકને અંગેની મુશ્કેલી વધી. ૧૯૭૧ અને ૧૯૩૨ની સાલ દરમ્યાન દૂર પૂર્વમાં અનેક વાર લડાઈની બૂમ ઊડી હતી અને બીજી સામ્રાજ્યવાદી સત્તાઓ સાથે મળીને જાપાન હુમલે કરે એવા ડરથી જરૂર ઊભી થાય ત્યારે કામ લાગે એવા આશયથી સોવિયેટ સરકારે લશ્કરને માટે અનાજ તેમ જ બરાકીની બીજી વસ્તુઓને સંગ્રહ કરવા માંડ્યો હતે. રશિયાની એક જૂની કહેવત છે કે, “ભયની આંખે બહુ મોટી હોય છે.” એ કહેવત બાળકે કે પ્રજાઓ યા તે રાષ્ટ્રો એ સૌની બાબતમાં કેટલી બધી સાચી છે! સામ્યવાદ તેમ જ મૂડીવાદ વચ્ચે સાચી સુલેહ કદી પણ શક્ય નથી તથા Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન સામ્રાજ્યવાદી રાષ્ટ્ર સામ્યવાદને દાબી દેવાને હમેશાં ઇતેજાર હેય છે. અને એને માટે તેઓ નિરંતર કાવાદાવા અને પ્રપંચ કર્યા કરે છે. એથી કરીને શેવિકેને જીવ સદાયે ઊંચે રહે છે અને સહેજ પણ છંછેડણી થતાં તેમની આંખ મટી થઈ જાય છે. ઘણી વાર તેમની એ ચિંતા સકારણ હોય છે અને દેશની અંદર પણ મોટા પાયા ઉપરના ભાંગફેડના અથવા તે તેમનાં કારખાનાઓ તથા બીજા મેટા મેટા ઉદ્યોગને નાશ કરવાના પ્રયાસને તેમને સામને કરવાને હેમ છે. ૧૯૭૨ની સાલ સોવિયેટ રાજ્ય માટે ભારે કટોકટીનું વરસ હતું. ભાંગફેડ તથા સામુદાયિક માલિકીની મિલકતની ચેરી સામે સરકારે અતિશય કડક પગલાં ભર્યા. સામુદાયિક ખેતીના બગીચાઓમાં ચેરીના આવા અનેક બનાવો બનવા પામ્યા હતા. સામાન્ય રીતે સોવિયેટમાં મોતની સજા નથી પરંતુ પ્રતિક્રાંતિના દાખલાઓમાં તે દાખલ કરવામાં આવી. સેવિયેટ સરકારે એ હુકમ બહાર પાડ્યો કે સામુદાયિક માલિકીની મિલકતની ચોરી કરવી એ પ્રતિક્રાંતિ કરવા બરાબર છે અને તેથી એ ગુનાને માટે મોતની સજા કરી શકાય. કેમકે, સ્ટેલિનના કહેવા પ્રમાણે, “જે મૂડીવાદીઓએ રવાના મિલકત પવિત્ર તથા તેને દ્રોહ ન કરાય એવી છે એમ જણાવીને તેમના સમયમાં મૂડીવાદી વ્યવસ્થાને મજબૂત બનાવી તે પછી આપણે સામ્યવાદીઓએ એ રીતે સમાજવાદી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાને માટે જાહેર મિલકતને એથીયે વિશેષે કરીને પવિત્ર અને તેને દ્રોહ ન કરી શકાય એવી છે એમ જણાવવું જોઈએ.” લકાની હાડમારી હળવી કરવા માટે સેવિયેટ સરકારે બીજા ઉપાયો પણ લીધા. સામૂહિક ખેતરે તેમ જ વ્યક્તિગત ખેતરેને પિતાની વધારાની પેદાશ સીધેસીધી શહેરના બજારમાં વેચવાની છૂટ આપવામાં આવી એ એને માટે સૌથી મહત્ત્વનો ઉપાય હતે. આ વસ્તુ આપણને, લશ્કરી અથવા ઉદ્દામ પ્રકારના સામ્યવાદના કાળ પછી નવી આર્થિક નીતિનો અમલ કરવામાં આવ્યો હતો તેની કંઈક અંશે યાદ આપે છે. પરંતુ તે વખતના કરતાં સેવિયેટ રાજ્ય હવે સાવ બદલાઈ ગયું હતું. સમાજવાદની દિશામાં એ ઘણું આગળ વધ્યું છે, હવે તે ઔદ્યોગિક બન્યું છે તેમ જ તેની ખેતી ઘણે મોટે ભાગે સામૂહિક અથવા સામુદાયિક બની ગઈ છે. ૧૯૨૯થી ૧૯૩૩ના ગાળામાં ખેતીના બે લાખ સામૂહિક બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે તેમ જ ત્યાં આગળ રાજ્ય તરફથી ચલાવવામાં આવતા લગભગ પાંચ હજાર ખેતીના બગીચાઓ પણ છે. રાજ્ય તરફથી ચલાવવામાં આવતા ખેતીના બગીચાઓ ઈતર બગીચાઓ માટે આદર્શરૂપ હોવાનું માનવામાં આવે છે અને એવા કેટલાક બગીચાઓ તે બહુ જ મોટા છે. એ ગાળામાં બીજા એક લાખ વીસ હજાર ટેકટરે દાખલ કરવામાં આવ્યાં અને Page #662 -------------------------------------------------------------------------- ________________ સાવિયેત રાજ્યની મુશ્કેલીએ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૨૯ લગભગ કુલ ખેડૂતાના ખે તૃતીયાંશ જેટલા ખેડૂતો આ સામૂહિક ખેતીના બગીચાઆમાં જોડાઈ ગયા છે. આશ્ચર્યકારક પ્રગતિ કરનાર બીજી એક પ્રવૃત્તિ સહકારી સંસ્થાની છે. ૧૯૨૮ની સાલમાં ધરાકાના અથવા વપરાશની વસ્તુ ખરીદનારાઓનાં સહકારી મંડળના સભ્યા ૨૬,૫૦૦,૦૦૦ હતા, ૧૯૩૩ની સાલમાં એ મંડળના સભ્યા ૭૫,૮૮૦,૦૦૦ હતા. એ મડળની માલનું જથાબંધ વેચાણ કરનારી તથા છૂટક વેચાણ કરનારી દુકાનેા આખાયે સેવિયેટ રાજ્યમાં — તેના દૂરમાં દૂર આવેલા ભાગમાં પણ ઠેકઠેકાણે છે. ૧૯૩૬ની સાલના જાન્યુઆરી માસની ૧લી તારીખે બીજી પંચવર્ષી યોજનાના આરંભ થયા. એના ઉદ્દેશ, જીવનનું ધારણ ઝપાટાભેર ઊંચું કરે એવા હળવા ઉદ્યાગો ઊભા કરવાનેા હતો. પહેલી પંચવી ચેાજનાની હાડમારીએ તથા તંગી વેડ્યા પછી આ ખીજી પંચવર્ષી યોજના દ્વારા વધુ સુખસગવડ તેમ જ જીવવાની વધુ સારી સ્થિતિ પૂરી પાડવાની આશા સેવવામાં આવતી હતી. જરૂરી યંત્રા માટે હવે પરદેશા ઉપર આધાર રાખવાપણું રહ્યું નહતું કેમ કે સેવિયેટના ભારે ઉદ્યાગો એ યત્રા પૂરાં પાડી શકે એમ હતું. એથી કરીને, પરદેશમાં ખરીદેલા માલની કિંમત ચૂકવવા માટે ખાધાખારાકીની વસ્તુઓની નિકાસ કરવાના સેવિયેટ ઉપરના બાજો પણ આ થયા. સામૂહિક ખેતીના બગીચાના ખેડૂતોની પરિષદ સમક્ષ ભાણું કરતાં ૉલિને ૧૯૩૩ની સાલમાં જણાવ્યું હતું કે, અમારી પહેલી ફરજ સામૂહિક ખેતી કરનારા ખેડૂતાને સપન્ન બનાવવા એ છે. હા, બિરાદરા, તમને સંપન્ન બનાવવા છે. કેટલીક વાર લેાકેા કહે છે કે, સમાજવાદી વ્યવસ્થામાં પણ વળી કામ કરવાનું કેવું? અમે પહેલાંયે કામ કરતા હતા અને આજે પણ કામ કરીએ છીએ. હજી કામને રામ રામ કહેવાને વખત નથી આવ્યે ? ના, સમાજવાદી વ્યવસ્થા તે। . મજૂરીના પાયા ઉપર રચાયેલી છે. સમાજવાદ તા માગે છે કે પ્રત્યેક માણસ પ્રામાણિકપણે કામ કરે ખીજાઓ માટે નહિ, ધનિકા માટે નહિ, શાષકા માટે નહિ પણ પેાતાને માટે, સમાજને માટે કામ કરે.” . kk કામ તો રહે જ છે અને રહેવું જોઈએ પણ; જો કે, આરંભમાં સયેાજનનાં કસેાટીનાં વરસા પછી તે આનંદજનક અને હળવું બનવાના સંભવ રહે છે. ખરેખર સેવિયેટ રાજ્યનું ! એ સૂત્ર છે કે, જે કામ ન કરે તે ખાય પણ નહિ. ' પરંતુ એલ્શેવિકાએ કામ કરવાને માટે એક નવી પ્રેરણા ઉમેરી છે. એ છે સામાજિક ઉન્નતિને અર્થે કામ કરવાની પ્રેરણા. ભૂતકાળમાં આદર્શવાદી તથા છૂટીછવાઈ વ્યક્તિએ એ પ્રકારના પ્રોત્સાહનથી દોરવાઈ ને પ્રવૃત્તિ કરવાને પ્રેરાઈ હતી. પરંતુ આ પહેલાં કાઈ આખા સમાજે એ આશય માન્ય રાખ્યા હાય અને તેનાથી દોરવાઈને કાર્ય કરવાને પ્રેરાયે Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૦ ' જગતના ઇતિહાસનું રેખાદર્શન હેય એ એકે દાખલે મળતું નથી. હરીફાઈતેમ જ બીજાઓને ભોગે હમેશાં વ્યક્તિગત ન મેળવવું એ વસ્તુ મૂડીવાદના ખુદ પાયામાં જ રહેલી છે. સોવિયેટ રાજ્યમાં સામાજિક ઉન્નતિને આ આશય નફાના આશયનું સ્થાન લઈ રહ્યો છે. અને એક અમેરિકન લેખકના કહેવા મુજબ “પરસ્પરાવલંબનને સ્વીકાર કરવાથી દારિય અને ભયમાંથી મુક્તિ મળે છે.” એ વસ્તુ સોવિયેટના કામદારો શીખી રહ્યા છે. સર્વત્ર જનતાની પીઠ ઉપર સવારી કરી રહેલા દારિદ્ર તથા અસલામતીના ભયને સોવિયેટે રૂખસદ આપી એ તેની એક મહા મેટી સિદ્ધિ છે. એમ કહેવાય છે કે એ રાહતને કારણે સોવિયેટ રાજ્યમાંથી માનસિક રોગને અંત આવ્યો છે આમ, આ ભારે પરિશ્રમનાં વરસ દરમ્યાન સોવિયેટ રાજ્યમાં સર્વત્ર અને સર્વાગી પ્રગતિ થઈ છે. હા, એ પ્રગતિ ભારે હાડમારી વેઠવાને પરિણામે થઈ અને તેમાં સપ્રમાણતા જળવાઈ નહોતી એ ખરું પરંતુ એમ છતાંયે એ વરસો દરમ્યાન શહેર વધ્યાં, ઉદ્યોગ વધ્યા, મોટા મોટા સામૂહિક ખેતીના બગીચાઓ ઊભા થયા તેમ જ જબરદસ્ત સહકારી સંસ્થાઓ ઊભી થઈ તથા વેપાર રોજગાર, વસતી, સંસ્કૃતિ, વિજ્ઞાન અને વિદ્યા એ બધાંની પણ વૃદ્ધિ થવા પામી. આ ઉપરાંત, એ વરસે દરમ્યાન, બાલ્ટિક સમુદ્રથી માંડીને પ્રશાન્ત મહાસાગર સુધી અને મધ્ય એશિયામાં પામીર અને હિંદુકુશ પર્વત સુધી વિસ્તરેલા સોવિયેટ રાજ્યની ભિન્ન ભિન્ન અસંખ્ય જાતિઓ અથવા પ્રજાઓમાં એકતા અને આત્મીયતાની ભાવના પ્રગટી. સેવિયેટ રાજ્યમાં કેળવણી, વિજ્ઞાન અને સામાન્ય રીતે સંસ્કૃતિની થયેલી પ્રગતિ વિષે તને લખવાને મને લેભ થઈ આવે છે પરંતુ મારે મારા એ લેભ ઉપર કાબૂ રાખ જોઈએ. પરંતુ તેને મજા પડે એવી થોડી આડીતેડી હકીકતે તે મારે તેને કહેવી જ જોઈએ. અધિકારી નિરીક્ષકોની માન્યતા પ્રમાણે સેવિયેટની શિક્ષણ પદ્ધતિ આજે જગતભરમાં સર્વોત્તમ અને સૌથી વધારે આધુનિક ઢબની છે. નિરક્ષરતા તે ત્યાંથી લગભગ અદશ્ય થઈ ગઈ છે. મધ્ય એશિયામાં આવેલા ઉઝબેકિસ્તાન અને તુર્કમીનિસ્તાન જેવા પછાત પ્રદેશોમાં પણ એ દિશામાં થયેલી પ્રગતિ આશ્ચર્યકારક છે. મધ્ય એશિયાના આ પ્રદેશમાં ૧૯૧૩ની સાલમાં ૧૨૬ શાળાઓ હતી અને ૬ર૦૦ વિદ્યાથીઓ હતા. ૧૯૨ની સાલમાં ત્યાં આગળ ૬૯૭૫ શાળાઓ હતી અને ૭૦૦,૦૦૦ વિદ્યાર્થીઓ હતા, જેમાં ત્રીજા ભાગ કરતાંયે વધારે કન્યાઓ હતી. ત્યાં સામુદાયિક ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવ્યું છે. આ અસાધારણ પ્રગતિ બરાબર સમજવા માટે તારે એ હકીક્ત લક્ષમાં રાખવી જોઈએ કે દુનિયાના આ ભાગમાં છેક હમણાં સુધી કન્યાઓને પડદા પાછળ ગોંધી રાખવામાં આવતી હતી અને તેમને બહાર જાહેરમાં આવવા દેવામાં આવતી નહતી. આ પ્રગતિ Page #664 -------------------------------------------------------------------------- ________________ સેવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૩ ત્યાં લૅટિન લિપિ દાખલ કરવામાં આવી તેને આભારી હતી કેમ કે, જુદી જુદી સ્થાનિક લિપિઓના કરતાં એ લિપિએ પ્રાથમિક કેળવણીનું કામ ઘણું સુગમ કરી મૂકયું એમ કહેવામાં આવે છે. હું તને આગળ કહી ગયો છું કે કમાલ પાશાએ અરબી લિપિને બદલે લૅટિન લિપિ દાખલ કરી હતી એ હકીક્ત તને યાદ હશે. સેવિયેટના પ્રયોગ ઉપરથી તેને એ કલ્પના આવી હતી તથા બીજી ભાષાને બંધ બેસે એવા ફેરફારવાળી વર્ણમાળા પણ તેને સોવિયેટ પાસેથી જ મળી. ૧૯૨૪ની સાલમાં કોકેસસનાં પ્રજાસત્તાકોએ અરબી લિપિ છોડી દઈને લૅટિન લિપિને સ્વીકાર કર્યો. નિરક્ષરતા દૂર કરવામાં એને ભારે સફળતા મળી અને સેવિયેટ રાજ્યની ચીની, મંગલ, તુર્ક, તાતાર, બુરિયત, બક્કીર, તાજીક તેમ જ બીજી અનેક જાતિઓએ આ લેટિન લિપિને સ્વીકાર કર્યો. પ્રાથમિક કેળવણીને માટે ભાષા તે સ્થાનિક રાખવામાં આવી હતી માત્ર લિપિ જ બદલવામાં આવી હતી. તને એ જાણીને આનંદ થશે કે, સેવિયેટ રાજ્યમાં શાળામાં ભણતાં બેતૃતીયાંશ કરતાંયે વધારે બાળકોને શાળાઓમાં ગરમ ગરમ નાસ્તો આપવામાં આવે છે. બેશક એ નાસ્તો મફત જ આપવામાં આવે છે અને ખુદ કેળવણી પણ મફત આપવામાં આવે છે. મજૂરના રાજ્યમાં એમ હોવું જ જોઈએ. | અક્ષરજ્ઞાનને વિકાસ અને કેળવણીની પ્રગતિ થવાને કારણે વાંચનારાઓને એક મેટે વર્ગ ઊભો થયો છે અને ઘણું કરીને બીજા દેશો કરતાં સેવિયેટ રાજ્યમાં વધારે પુસ્તક છપાય છે અને છાપાંઓ બહાર પડે છે. મોટે ભાગે એ પુસ્તકો ગંભીર પ્રકારનાં અને “ભારે” હોય છે. બીજા દેશોમાં બહાર પડતી હળવી નવલકથાઓ જેવાં તે નથી હોતાં. ઇજનેરી તેમ જ વીજળીની બાબતમાં રશિયાના કામદારને એટલે બધે રસ છે કે વાર્તાની ચોપડીઓ વાંચવા કરતાં તે એ વિષયનાં પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. પરંતુ બાળકને માટે તે ત્યાં બહુ જ મજાની ચોપડીઓ હોય છે અને તેમાં પરીકથાઓને પણ સમાવેશ થાય છે. જોકે, ચુસ્ત બોવિકે પરીકથાઓને પસંદ કરતા નથી. વિજ્ઞાનના ક્ષેત્રમાં –– શુદ્ધ વિજ્ઞાન તેમ જ અસંખ્ય રીતે તેને વ્યવહારમાં લાગુ પાડવાની બાબતમાં –– તે સેવિયેટ રશિયાએ ક્યારનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાં આગળ વિજ્ઞાનની જુદી જુદી શાળાઓની સંસ્થાઓ તથા તેના પ્રયોગ માટેનાં મથકે ઊભાં થયાં છે. લેનિનગ્રાડમાં છેડવાઓના ઉદ્યોગની એક જબરદસ્ત સંસ્થા છે અને તેમાં જુદી જુદી ૨૮,૦૦૦ જાતના ઘઉં છે. એ સંસ્થા એરોપ્લેન દ્વારા ડાંગરનું વાવેતર કરવાના પ્રયોગ કરી રહી છે. કાર તથા અમીરઉમરાના પુરાણા મહેલે હવે લેકને માટેનાં સંપ્રહસ્થાન, આરામગૃહે તથા સ્વાસ્થગૃહના રૂપમાં ફેરવાઈ ગયા છે. લેનિનગ્રાડની પાસે જ એક નાનકડો કસબ છે. પહેલાં લેકે એને “ઝારકે સેલ” એટલે કે ઝારનું ગામ” કહેતા હતા. ત્યાં આગળ ઝારના બે મહેલે હતા અને ઉનાળામાં Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઝાર ત્યાં રહેતો હતો. એનું નામ બદલીને હવે “દેસ્ક સેલે” એટલે કે બાળકનું ગામ' રાખવામાં આવ્યું છે અને મારા ધારવા પ્રમાણે એ પુરાણ મહેલનો ઉપયોગ બાળકે તેમ જ તરણ માટે કરવામાં આવે છે. સેવિયેટમાં આજે બાળકો તથા તરૂણેનાં બહુ માન છે અને બીજાઓને ભલે તંગી વેઠવી પડે પણ તેમને તે દરેક વસ્તુ ઉત્તમોત્તમ મળે છે. આજની પેઢી તેમને અથે જ પરિશ્રમ કરી રહી છે, કેમકે, પિતાના જીવનકાળ દરમ્યાન એ પેઢી તેને છેવટનું સ્વરૂપ આપવામાં સફળ નીવડે તે એ સમાજવાદી અને વૈજ્ઞાનિક પદ્ધતિના રાજ્યના તેઓ જ વારસ બનવાના છે. મેસ્કોમાં “માતા અને બાળકના સંરક્ષણ માટેની મધ્યસ્થ સંસ્થા' છે. મારા ધારવા પ્રમાણે બીજા કોઈ પણ દેશ કરતાં ત્યાં આગળ સ્ત્રીઓને વધારે સ્વતંત્રતા છે. એ ઉપરાંત, રાજ્ય તરફથી તેમને ખાસ સંરક્ષણ મળે છે. ત્યાં આગળ સ્ત્રીઓ કઈ પણ ધંધામાં દાખલ થઈ શકે છે અને ઘણી મેટી સંખ્યામાં સ્ત્રી ઇજનેરે પણ છે. પણ સરકાર તરફથી એલચીના હોદ્દા ઉપર નિમાનાર પહેલવહેલી સ્ત્રી જૂની બશેવિક, મૅડમ કોલન્તાઈ હતી. લેનિનની વિધવા ફરૂકાયા સોવિયેટના કેળવણીખાતાની એક શાખાની અધ્યક્ષ છે. રોજે રોજ અને કલાકે કલાકે આ બધા ફેરફારો ત્યાં થતા હોવાને કારણે સેવિયેટ રાજ્ય એ રોમાંચકારી મુલક બની ગયું છે. પરંતુ સાઇબેરિયાનાં વેરાન સ્ટેપેઝ એટલે કે ભેજવાળાં મેદાન અને મધ્ય એશિયાની પ્રાચીન ખીણે સૌથી વિશેષ રે માંચકારી અને આકર્ષક છે. એ બંને પ્રદેશ અનેક પેઢીઓથી માનવી પરિવર્તન અને પ્રગતિથી અળગા પડી ગયા હતા પરંતુ આજે તે એ બંને કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યા છે, સોવિયેટ રાજ્યમાં થયેલા એ ઝડપી ફેરફારને તને કંઈક ખ્યાલ આપવા માટે તાજીકિસ્તાન વિષે હું તને કંઈક કહીશ. ઘણું કરીને સોવિયેટ રાજ્યને એ સૌથી પછાત મુલક છે. - તાજીકિસ્તાન અક્ષ નદીની ઉત્તરે પામીર પર્વતમાળાની ખીણમાં આવેલું છે. તેની એક બાજુ અફઘાનિસ્તાન અને બીજી બાજુએ ચિનાઈ તુર્કસ્તાન આવેલું છે અને હિંદની સરહદથી તે બહુ દૂર નથી. એ બુખારાના અમીરોની હકૂમત નીચે હતા. એ અમીરે રશિયાના ઝારના ખંડિયા રાજા હતા. ૧૯૨૦ની સાલમાં બુખારામાં સ્થાનિક ક્રાંતિ થઈ અને અમીરને હાંકી મૂકવામાં આવ્યું તથા બુખારાના લેકેએ ત્યાં સેવિયેટ પ્રજાસત્તાકની સ્થાપના કરી. એ પછી ત્યાં આંતરવિગ્રહ થયો અને આ અંધાધૂંધી દરમ્યાન જ તુર્કીના એક વખતના નેતા અનવર પાશાનું મૃત્યુ થયું હતું. બુખારાના પ્રજાસત્તાકનું નામ “ઉઝબેકનું સમાજવાદી સેવિયેટ પ્રજાસત્તાક રાખવામાં આવ્યું અને તે સેવિયેટ રાજ્યનું એક અંગભૂત સ્વાયત્ત અથવા Page #666 -------------------------------------------------------------------------- ________________ સેાવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૩૩ સર્વ સત્તાધીશ પ્રજાસત્તાક બન્યું. ૧૯૨૫ની સાલમાં ઉઝએક પ્રદેશની અંદર જ તાજીકનું સ્વ-શાસિત પ્રજાસત્તાક ઊભું થયું. ૧૯૨૯ની સાલમાં તાજીકિસ્તાનનું સ્વાયત્ત અથવા સર્વસત્તાધીશ પ્રજાસત્તાક બન્યું. અને તે સેવિયેટ સમવાયતંત્રના સાત રાજ્યેામાંનું એક છે. તાકિસ્તાનને સ્વાયત્ત રાજ્યને દરજ્જો તા પ્રાપ્ત થયા, પરંતુ એ એક નાનકડે અને પછાત દેશ છે તથા તેની વસ્તી દશ લાખ કરતાંયે ઓછી છે. ત્યાં આગળ અવરજવર માટેનાં કશાં સાધના નથી અને જે કંઈ રસ્તા છે તે ઊંટની અવરજવર માટેના છે. નવા અમલમાં રસ્તાઓ, ખેતી, ખેતીને પાણી આપવાનાં સાધના, ઉદ્યોગા, કેળવણી તેમ જ સ્વાસ્થ્ય અંગેનાં સાધનો વગેરે સુધારવાનાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યાં. મેટરના રસ્તા બાંધવામાં આવ્યા, કપાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું અને પાણીની સગવડ થવાને કારણે તેના પાક બહુ જ સફળ થયા. ૧૯૩૧ની સાલની અધવચ સુધીમાં ૬૦ ટકા કરતાંયે વધારે કપાસની ખેતીના બગીચાઓને સામૂહિક કરી દેવામાં આવ્યા તેમ જ મેટા ભાગનાં અનાજનાં ખેતરોને પણ સામૂહિક બનાવી દેવામાં આવ્યાં. વીજળીનું કારખાનું બાંધવામાં આવ્યું અને આઠ સુતરાઉ કાપડની મિલે તથા ત્રણ તેલની મિલે ત્યાં આગળ ઊભી થઈ. ઉઝબેકિસ્તાનમાં થઈને સોવિયેટ રાજ્યની રેલવે લાઇન સાથે જોડતી એક રેલવે લાઈન પણ ત્યાં બાંધવામાં આવી તેમ જ મુખ્ય હવાઈ માર્ગ સાથે એ દેશનું જોડાણ કરતા વિમાની વહેવાર પણ ત્યાં શરૂ કરી દેવામાં આવ્યા. ૧૯૨૯ની સાલમાં આખા દેશમાં માત્ર એક જ દવાખાનું હતું. ૧૯૩૨ની સાલમાં ત્યાં આગળ ૬૧ સ્પિતાલા અને ૩૭ દાંતનાં દવાખાનાં થઈ ગયાં. ઇસ્પિતાલામાં દર્દીઓ માટેનાં એકદરે ૨૧૨૫ બિછાનાં હતાં અને ૨૦ દાક્તરા હતા. નીચેના આંકડાઓ ઉપરથી કેળવણીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિના ખ્યાલ કરી શકાય. ૧૯૨૫ની સાલમાં માત્ર ૬ આધુનિક શાળા. : ૧૯૨૬ના અંતમાં : ૧૧૩ શાળાઓ અને ૨૩૦૦ વિદ્યાથીઓ. ૧૯૨૯ની સાલમાં : ૫૦૦ શાળાઓ. ૧૯૭૧ની સાલમાં: ૨૦૦૦ કરતાંયે વધારે કેળવણીની સંસ્થા અને ૧૨૦,૦૦૦ કરતાંયે વધારે વિદ્યાથી ઓ. અલબત્ત, કેળવણીની પાછળ કરવામાં આવેલા ખરચના આંકડા કૂદકે ને ભૂસકે વધી ગયા. ૧૯૨૯-૩૦નું શાળાનું ખરચ ૮૦ લાખ રૂબલનું (એક રૂબલ સામાન્ય રીતે એ શિલિંગની બરાબર હોય છે પણ તેના મૂલ્યમાં ફેરફાર થતો રહે છે.) હતું. અને ૧૯૩૦-૩૧નું ખરચ બે કરોડ એંશી લાખ રૂબલનું હતું. સામાન્ય શાળાએ ઉપરાંત ત્યાં આગળ કિન્ડરગાર્ટન એટલે કે શિશુ-શાળાઓ, ૬-૪૨ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ટ્રેનિંગ સ્કૂલો, પુસ્તકાલયેા અને વાચનાલયા વગેરે પણ ઉધાડવામાં આવ્યાં હતાં. ત્યાંની પ્રજામાં જ્ઞાનની અસાધારણ ભૂખ જાગી હતી. આ સ્થિતિમાં પડદા પાછળ સ્ત્રીઓના એકાંતવાસ ભાગ્યે જ ચાલુ રહી શકે અને એ રિવાજ ઝપાટાભેર નષ્ટ થતા જાય છે. આ બધું આપણને લગભગ માન્યામાં ન આવે એવું લાગે છે. આ બધી ખબરો અને આંકડા મે એક અધિકારી અમેરિકન નિરીક્ષકના હેવાલમાંથી લીધા છે, તેણે ૧૯૭૨ની સાલના આરંભમાં તાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ધણું કરીને ત્યાર પછી બીજા ઘણા ફેરફારો ત્યાં થવા પામ્યા છે. એમ જણાય છે કે, સોવિયેટ રાજ્યે કેળવણીને અર્થે તેમ જ બીજી વસ્તુઓને માટે પણ તાકના તરુણ પ્રજાસત્તાકને નાણાંની મદદ કરી હતી. કારણ કે, પછાત પ્રદેશાને આગળ લાવવા એ તેની નીતિ છે. પરંતુ એ દેશમાં ખનિજ સંપત્તિ સારી પેઠે હોય એમ જણાય છે. સેાનું, તેલ અને કાલસ વગેરે ત્યાં શોધી કાઢવામાં આવ્યાં છે અને ત્યાંની ભૂમિમાં સાનાના જથે સારા પ્રમાણમાં છે એમ માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં, ચંગીઝખાનના સમય સુધી ખાણામાંથી સાતું ખાદી કાઢવામાં આવતું હતું પરંતુ ત્યાર પછી એ ખાણાનું કામ બંધ પડી ગયું હોય એમ જણાય છે. ૧૯૩૧ની સાલમાં તાકિસ્તાનમાં ક્રાંતિ વિરોધી ખંડ થયું હતું. અક્બાનિસ્તાનમાં નાસી છૂટેલા ધનિક જમીનદાર લોકેાએ એ દેશ ઉપર ચડાઈ કરી હતી. પરંતુ ખેડૂતે એ એમાં મદન આપી એટલે એ બંડ આપમેળે જ બંધ થઈ ગયું. ' આ પત્ર ધણા લાંખો અને અનેક વસ્તુના ખીચડા જેવા થઈ ગયા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સેવિયેટની કામગીરી વિષે મારે તને થડુ કહેવું જોઈ એ. સેવિયેટ કૅલેગ કરાર ઉપર સહી કરી હતી એ તે તું જાણે જ છે. એકરાર વિષે એમ ધારવામાં આવતું હતું કે તે યુદ્ધને એકાયદા ’ રાવે છે. ૧૯૨૯ની સાલમાં સેવિયેટ અને તેના પડેાશીઓ વચ્ચે લિટવીનેવ કરાર પણ થયા. સુલેહશાંતિ જાળવી રાખવાની તેની ઇષ્ઠાને કારણે રશિયા જુદાજુદા દેશા સાથે ‘બિનઆક્રમણના કરારો કરતું જ ગયું. સેવિયેટના બધા પડેાશીઓમાંથી માત્ર એક જાપાન જ એવા કરાર કરવાની આાબતમાં સંમત ન થયું. ૧૯૩૨ની સાલના નવેમ્બર માસમાં રશિયા અને ફ્રાંસ વચ્ચે બિનઆક્રમણને કરાર થયા. જગતના રાજકારણમાં એ એક મહત્ત્વના બનાવ હતા કેમકે, એને લીધે રશિયા પશ્ચિમ યુરોપના રાજકારણમાં દાખલ થયું. . ચુપકીદીભરી દુશ્મનાવટના અને રાજદ્વારી સંબધા વિનાના લાંબા ગાળા પછી જાપાન તરફથી મન્ચૂરિયામાં તેના ઉપર ભારે ધ્માણ થયું ત્યારે ચીને ક્રીથી સેવિયેટ સરકારને માન્ય કરી, જાપાનને રશિયા સાથે રાજદ્વારી સંબંધો > Page #668 -------------------------------------------------------------------------- ________________ સેવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૩૫ હતા પરંતુ તેમને પરસ્પર સંબંધ એક સરખી રીતે ખરાબ રહ્યો હતે. એશિયા ખંડની ભૂમિ ઉપરની જાપાનની મહત્ત્વાકાંક્ષાઓના માર્ગમાં રશિયા એક અંતરાયરૂપ થઈને ઊભું છે. અને તેમની વચ્ચે સરહદને અંગે વારંવાર ઝઘડા થયા કરે છે. જાપાનની સરકાર સોવિયેટને હમેશાં ઘેચપરાણે કરતી રહે છે. અને તેમની વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની અનેક વાર વાતે ઊડે છે. પરંતુ દર વખતે રશિયાએ યુદ્ધ કરવા કરતાં અપમાન ગળી જવાનું જ ઉચિત ધાયું છે. ઇંગ્લેંડ અને રશિયા વચ્ચેનું ઘર્ષણ એ આંતરરાષ્ટ્રીય રાજકારણનું એક કાયમી લક્ષણ છે. ૧૯૯૩ની સાલમાં મેસ્કમાં બ્રિટિશ ઇજનેરે ઉપર કામ ચલાવવામાં આવ્યું તેને પરિણામે બંને દેશોએ બદલો વાળવા માટે સામસામાં પગલાં ભર્યા. પરંતુ એ તોફાન પસાર થઈ ગયું અને તેમની વચ્ચે ફરી પાછા હમેશ મુજબના સંબંધે બંધાયા. અમેરિકા અને રશિયાનાં હિતે વચ્ચે દુનિયાભરમાં ક્યાંયે ભાગ્યે જ ઘર્ષણ થવા પામે છે. પરંતુ, જર્મનીમાં નાઝી સરકારને ઉદય થવાથી રશિયાને માટે એક આક્રમણકારી અને ઉગ્ર એ નો દુશ્મન પેદા થયેલ છે. તે સીધી રીતે તે રશિયાને ઝાઝું નુકસાન કરી શકે એમ નથી પણ ભવિષ્યનું તે એક ભારે જોખમ છે. યુરોપમાં ફાસીવાદી વલણ વધતું જાય છે. - આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સોવિયેટ રશિયા ઘણુંખરું એક સંતુષ્ટ સત્તાની જેમ વર્તે છે. તે હરેક પ્રકારની મુશ્કેલીઓ ટાળવાને અને કઈ પણ ભોગે સુલેહશાંતિ ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બીજા દેશોમાં ક્રાંતિની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારી ક્રાંતિકારી નીતિથી એ વસ્તુ સાવ ઊલટી છે. બહારની બધીયે ગૂંચવણોથી અળગા રહેવાની તેમ જ એક જ દેશમાં સમાજવાદી વ્યવસ્થા નિર્માણ કરવાની એ રાષ્ટ્રીય નીતિ છે. એને પરિણામે, અનિવાર્યપણે સામ્રાજ્યવાદી તેમ જ મૂડીવાદી સત્તાઓ સાથે બાંધછોડ અથવા સમજૂતી કરવી પડે છે. પરંતુ સોવિયેટ અર્થવ્યવસ્થાનો પાયે તત્ત્વતઃ તે સમાજવાદી જ રહે છે અને એને મળેલી સફળતા એ જ સમાજવાદની તરફેણની એક સબળ દલીલ છે. ૧૯૩૩ના જુલાઈમાં સોવિયેટ રશિયાની એ સ્થિતિ હતી. તે વખતે લંડનમાં જગતની આર્થિક પરિષદ ભરાઈ હતી. આ પ્રસંગને લાભ લઈને પ્રસ્તુત પરિષદમાં હાજર રહેલા અફઘાનિસ્તાન, એસ્ટોનિયા, લેટવિયા, ઈરાન, પિલેંડ, રૂમાનિયા, તુક અને લિથુઆનિયા વગેરે પિતાના પાડોશીઓ સાથે રશિયાએ બિનઆક્રમણના કરાર કર્યા. જાપાન આ વખતે પણ પહેલાંની પેઠે એમાંથી અળગું રહ્યું. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨. વિજ્ઞાનની પ્રગતિ ૧૩ જુલાઈ, ૧૯૩૩ મહાયુદ્ધ પછીનાં વરસ દરમ્યાન બનેલા રાજકીય બનાની બાબતમાં મેં તને વિસ્તારથી લખ્યું છે. એ સમય દરમ્યાન દુનિયાભરમાં થયેલા આર્થિક ફેરફારો વિષે પણ મેં તને થોડું લખ્યું છે. આ પત્રમાં હું તને બીજી બાબતે વિષે, ખાસ કરીને વિજ્ઞાન વિષે તથા તેની અસર વિષે લખવા માગું છું. પરંતુ હું વિજ્ઞાનની વાત ઉપર આવું તે પહેલાં, મહાયુદ્ધ પછી સ્ત્રીઓની સ્થિતિમાં થયેલા ભારે ફેરફારની મારે તને ફરીથી યાદ આપવી જોઈએ. કાયદાનાં, સમાજનાં તેમ જ રૂઢિનાં બંધનમાંથી સ્ત્રીઓની આ કહેવાતી મુક્તિ”ની શરૂઆત ૧૯મી સદીથી થઈ હતી. એ કાળમાં મોટા મેટા ઉદ્યોગ શરૂ થયા અને તેમાં સ્ત્રીમજૂરોને પણ સ્થાન મળ્યું. ૧૯મી સદીમાં સ્ત્રીઓની મુક્તિની દિશામાં ધીમી પ્રગતિ થઈ. પછીથી યુદ્ધકાળની સ્થિતિએ એ પ્રક્રિયા ઝડપી બનાવી અને મહાયુદ્ધ પછીનાં વરસમાં તે તે લગભગ સંપૂર્ણતાએ પહોંચી. જેને વિષે હું મારા આગલા પત્રમાં તને લખી ગયો છું તે તાજીકિસ્તાનમાં પણ આજે પિતાના સ્ત્રી દાક્તરે, શિક્ષક અને ઇજનેરે છે. થોડા જ વખત પહેલાં ત્યાંની સ્ત્રીઓ પડદામાં રહેતી હતી. તું તેમ જ તારી પેઢી તે ઘણું કરીને એમ જ માનશે કે આ બધું પહેલેથી ચાલતું જ આવ્યું છે. અને આમ છતાંયે માત્ર એશિયામાં નહિ પણ યુરોપમાંયે એ વસ્તુ નવી જ છે. તે કરતાં ઓછાં વરસે ઉપર, ૧૮૪૦ની સાલમાં લંડનમાં ગુલામી વિરોધી પરિષદ” મળી હતી. એમાં અમેરિકાથી સ્ત્રીઓ પ્રતિનિધિઓ તરીકે આવી હતી. ત્યાં આગળ હબસી ગુલામના પ્રશ્ન ઘણા લોકોના મનમાં ભારે ગડમથલ પેદા કરી હતી. પરંતુ, કઈ પણ સ્ત્રીએ જાહેરસભામાં ભાગ લે એ અનુચિત અને આખીયે સ્ત્રી જાતિની અર્ધગતિ કરનારું છે એ કારણસર પરિષદે સ્ત્રી પ્રતિનિધિઓને દાખલ કરવાની ના પાડી હતી ! અને હવે આપણે વિજ્ઞાન ઉપર આવીએ. સોવિયેટ રશિયાની પંચવર્ષી જનાની વાત કરતાં મેં તને કહ્યું હતું કે, એમાં સામાજિક બાબતેને વિષે વિજ્ઞાનની ભાવના કામે લગાડવામાં આવી હતી. અમુક અંશે, છેલ્લાં દોઢ વરસથી પશ્ચિમની સભ્યતાની પાછળ એ જ ભાવના કાર્ય કરી રહી હતી. એ ભાવનાની અસર વધતી ગઈ તેમ તેમ અજ્ઞાન, જાદુ અને વહેમ ઉપર રચાયેલા વિચારે બાજુએ ધકેલાતા જાય છે અને વિજ્ઞાનને સુસંગત ન હોય એવી પદ્ધતિઓ અને ક્રિયાઓનો વિરોધ કરવામાં આવે છે. એને અર્થ એ નથી કે અજ્ઞાન, જાદુ અને વહેમ ઉપર વિજ્ઞાનની ભાવનાએ સંપૂર્ણ વિજય મેળવ્યો Page #670 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૦ વિજ્ઞાનની પ્રગતિ છે. ના, હજી તો દિલ્હી બહુ દૂર છે. પરંતુ એ દિશામાં બેશક ભારે પ્રાંત થઈ છે અને ૧૯મી સદીમાં કેટલીયે ભાખતામાં એ ભાવનાને જ્વલંત વિજય થયા છે. ઉદ્યોગો તેમ જ વનને વિજ્ઞાનની પદ્ધતિ લાગુ પાડવાથી ૧૯મી સદીમાં ભારે ફેરફારો થવા પામ્યા હતા એ વિષે હું તને આગળ લખી ચૂક્યો છું. એ ફેરફારને કારણે દુનિયાની અને ખાસ કરીને પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાની સૂરત બદલાઈ ગઈ, આગળનાં હજારો વરસા દરમ્યાન જેટલા ફેરફારા નહેાતા થયા એટલા ફેરફારો એ એક સદી દરમ્યાન તેમનામાં થવા પામ્યા. ૧૯મી સદી દરમ્યાન, યુરાપની વસ્તીમાં થયેલા જબરદસ્ત વધારો એક આશ્ચર્યકારક ઘટના છે. ૧૮૦૦ની સાલમાં આખાયે યુરોપની વસતી ૧૮ કરોડની હતી. ધીમે ધીમે વધીને યુગેાના યુગ પછી યુરોપની વસતી એટલી થઈ હતી. પછી તે કૂદકે ને ભૂસકે વધવા લાગી અને ૧૯૧૪ની સાલમાં તે ૪૬ કરોડની થઈ. વળી, એ સમય દરમ્યાન યુરાપના લાકા લાખોની સ ંખ્યામાં ખીજા ખંડેામાં અને ખાસ કરીને અમેરિકા વસવાટ કરવાને યુરોપ છેોડી ગયા હતા. એવા પરદેશામાં જઈ વસનારા લોકાને આંકડા આપણે ચાર કરોડના મૂકીએ. આ રીતે, સા કરતાં કંઈક વધારે વરસાના સમય દરમ્યાન યુરોપની વસ્તી ૧૮ કરોડથી વધીને લગભગ ૫૦ કરોડ જેટલી થઈ. વસ્તીના ખાસ ધ્યાન ખેંચે એવા વધારો યુરોપના ઔદ્યોગિક દેશોમાં થવા પામ્યા હતા. ૧૮મી સદીના આર ંભમાં ઇંગ્લેંડની વસતી માત્ર પાંચ લાખની હતી અને પશ્ચિમ યુરોપમાં તે સૌથી ગરીબ દેશ હતો. એ દુનિયાના સૌથી વધારે તવગર દેશ બન્યા અને તેની વસ્તી વધીને ૪ કરોડની થઈ ગઈ. નિસર્ગની પ્રક્રિયા ઉપર વધારે કાબૂ પ્રાપ્ત થવાથી અથવા સાચુ કહેતાં એ વિષેની સમજ વધવાથી આ વસ્તી અને સંપત્તિને વધારો થવા પામ્યા. વિજ્ઞાનના જ્ઞાનને કારણે એ વસ્તુ શક્ય બની. માણસના જ્ઞાનમાં તે ઘણા વધારો થયા પરંતુ એમ ન ધારી લઈશ કે એથી કરીને અનિવાય પણે તેની સમજ અથવા ડહાપણમાં પણ વધારે થયા. પોતાના જીવનનું ધ્યેય શું છે અથવા શું હોવું જોઈએ એ વિષેના કાઈ પણ પ્રકારના સ્પષ્ટ ખ્યાલ વિના જ માણસા નિસર્ગનાં બળાનું નિય ંત્રણ કરે છે અને તેના ઉપયોગ કરે છે. વેગીલી મોટર ઉપયાગી અને ઇન્ક્વાજોગ વસ્તુ છે, પરંતુ એમાં એસીને ક્યાં જવું છે એની માણસને બરાબર ખબર હોવી જોઈએ. જો એને ખરાખર ચલાવવામાં ન આવે તે કાઈ ટેકરાની ધાર ઉપરથી તે નીચે પડી જાય. બ્રિટિશ ઍસેસિયેશન આક્ સાયન્સના પ્રમુખે તાજેતરમાં જણાવ્યું હતું કે, પોતાની જાત ઉપર કેવી રીતે કાબૂ રાખવા તે જાણ્યા પહેલાં જ નિસર્ગ ઉપરનો કાબૂ માણસનો હાથમાં મૂકવામાં આવ્યેા છે.’ 6 Page #671 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન ( ’ રેલવે, ઍરાપ્લેને, વીજળી, વાયરલેસ અને વિજ્ઞાનમાંથી નીપજેલી એવી ખીજી અનેક વસ્તુઓ વી રીતે અસ્તિત્વમાં આવી તે વિષે વિચાર કર્યાં વિના જ આપણામાંના ઘણા મોટા ભાગના લોકો તેમનો ઉપયોગ કરે છે. એ મેળવવા માટે જાણે આપણે અધિકારી હોઈએ એમ આપણે એ બધી વસ્તુઓને વિષે માની લઈએ છીએ. અને આપણે આગળ વધેલા યુગમાં જીવીએ છીએ તથા આપણે પોતે પણ આગળ વધેલા ' છીએ એ હકીકત માટે આપણે સૌ મગરૂરી લઈ એ છીએ. આગળના યુગેા કરતાં આપણા યુગ બિલકુલ ભિન્ન છે એ વસ્તુ નિર્વિવાદ છે અને મને લાગે છે કે, એ આગળના યુગા કરતાં ઘણા આગળ વધેલા છે એમ કહેવું એ સંપૂર્ણપણે સાચું છે. પરંતુ એને અર્થ એવા નથી વ્યક્તિ કે સમૂહો તરીકે આપણે પહેલાં કરતાં ઘણાં આગળ વધેલાં છીએ. એંજિન હાંકનારે એંજિન હાંકી શકે છે અને પ્લેટ તથા સૉક્રેટિસ એ હાંકી શકતા ન હતા એટલા ખાતર એન્જિન હાંકનારા પ્લેટ અને સાક્રેટિસ કરતાં વધારે આગળ વધેલા કે ચડિયાતા છે એમ કહેવું એ તે બેવકૂફીની પરાકાષ્ટા કહેવાય. પરંતુ પ્લેટાના સમયના રથ કરતાં એંજિન એ વહનનું વધારે આગળ વધેલું સાધન છે એમ કહેવું એ બિલકુલ વાજબી છે. આજકાલ આપણે સંખ્યાબંધ પુસ્તક વાંચીએ છીએ અને મને લાગે છે કે એમાંનાં ઘણાંખરાં પુસ્તકે વાહિયાત હોય છે. પ્રાચીન સમયમાં લેક ગણ્યાંગાંઠ્યાં પુસ્તકા વાંચતા પરંતુ એ સારાં પુસ્તકા હતાં અને લેકાને તેમનું સારું જ્ઞાન હતું. સ્પિનેઝા યુરોપના એક મોટામાં મોટા ફિલસૂફ હતા. તે સમ વિદ્વાન અને જ્ઞાની હતા. તે ૧૭મી સદીમાં આમસ્ટરડામમાં થઈ ગયા. એમ કહેવાય છે કે, તેના પુસ્તકાલયમાં સાઠ કરતાંયે ઓછાં પુસ્તકા હતાં. ૧૩૩૮ એથી કરીને, દુનિયામાં જ્ઞાનનો વધારો થવાથી આપણે અનિવાર્ય પણે વધારે સારા અને સમજુ થઈ એ જ છીએ એમ નથી હેતું એ વસ્તુ આપણે બરાબર સમજી લઈએ એ ઠીક છે. આપણે એનેા લાભ ઉઠાવીએ તે પહેલાં એ જ્ઞાનને સદુપયોગ કેમ કરવા એ આપણે જાણી લેવું જોઈ એ. આપણી વેગીલી મેટરમાં બેસીને આપણે આગળ ધસી જઈ એ તે પહેલાં ક્યાં જવું છે તે આપણે જાણી લેવું જોઈએ. કહેવાની મતલબ એ છે કે, જીવનનો હેતુ તેમ જ તેનું ધ્યેય શું હોવું જોઈ એ એના આપણને કઇક ખ્યાલ હોવા જોઈ એ. અસંખ્ય લકાને આજે એના જરા સરખા પણ ખ્યાલ હોતો નથી અને તે એ નણુવાની માથાકૂટમાં પણ કદી પડતા નથી. તેઓ વિજ્ઞાનના યુગમાં જીવે છે એ ખરું પરંતુ તેમનું તથા તેમનાં કાર્યોનું નિયંત્રણ તે જુગ જુગ જૂના વિચારો કરી રહ્યા હોય છે. આ સ્થિતિમાં મુશ્કેલીઓ આવી પડે અને ઘણુ થવા પામે એ સ્વાભાવિક છે. કાઈ ચતુર વાંદરો મેટર ચલાવતાં શીખે એ બનવાજોગ છે પરંતુ તે સલામત મેટર હાંકનાર ભાગ્યે જ થઈ શકે. Page #672 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની પ્રગતિ ૧૩૩૯ આધુનિક જ્ઞાન અતિશય જટિલ અને વ્યાપક છે. હજારે। નિરીક્ષકા અવિરતપણે પોતાનું કાર્ય કરી રહ્યા છે. દરેક જણ વિજ્ઞાનની પોતપોતાની વિશિષ્ટ શાખામાં પ્રયોગો કરી રહ્યો છે અને પોતાના માર્ગમાં આગળ વધી રહ્યો છે. અને એ રીતે જગતના જ્ઞાનરાશિમાં તે કાંકરે કાંકરે ઉમેરો કરી રહ્યો છે. જ્ઞાનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે દરેક કાર્ય કર્તાને પોતપોતાની શાખાના નિષ્ણાત થવું પડે છે. ઘણી વાર તે જ્ઞાનની ખીજી શાખાઓથી અજ્ઞાત હોય છે અને એ રીતે જ્ઞાનની કેટલીક શાખાઓના અંગ પડિત હોવા છતાંયે જ્ઞાનની ખીજી અનેક શાખાઓની બાબતમાં તે સાવ અજાણ હોય છે. માનવી પ્રવૃત્તિઓના સમગ્ર ક્ષેત્ર વિષે સમજપૂર્વક વિચાર કરવાનું તેને માટે મુશ્કેલ બની જાય છે. પુરાણા અમાં એને સસ્કારી ન કહી શકાય. વ્યાપક બેશક, કેટલાક લોકા એવા છે ખરા કે જેઓ પોતે નિષ્ણાત હાવા છતાં નિષ્ણાતપણાની સંકુચિત દૃષ્ટિની પાર નીકળી ગયા છે અને તે દૃષ્ટિથી જોઈ શકે છે. યુદ્ધ કે માનવી મુશ્કેલીઓથી ચલિત થયા વિના તે વૈજ્ઞાનિક શોધખાળ આગળ ચલાવ્યે જાય છે અને છેલ્લાં પંદરેક વરસામાં તેમણે જ્ઞાનના ક્ષેત્રમાં અપૂર્વ કાળા આપ્યા છે. આજના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગણાય છે. તે જર્મન યહૂદી છે અને યહૂદીઓ પ્રત્યે અણગમા હાવાને કારણે હિટલરની સરકારે તેને જર્મનીમાંથી કાઢી મૂકયો છે. ગણિતની ગૂંચવણભરી ગણતરીઓ દ્વારા આઇન્સ્ટાઈ ને સમગ્ર વિશ્વને સ્પર્શી તા પદાર્થવિજ્ઞાનના કેટલાક નવા મૂળભૂત નિયમો શોધી કાઢયા છે. એ રીતે તેણે ૨૦૦ વરસા સુધી નિઃશંકપણે માન્ય રાખવામાં આવેલા ન્યૂટનના કેટલાક નિયમેામાં ફેરફાર કર્યાં. આઇન્સ્ટાઈનના સિદ્ધાંતની સચ્ચાઈ ના પુરાવા અતિશય રમૂજી રીતે મળી ગયા. એના આ સિદ્ધાંત પ્રમાણે પ્રકાશ અમુક વિશિષ્ટ રીતે વર્તે છે અને ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે તેની પરીક્ષા કરી શકાય. જ્યારે આવું સૂર્ય ગ્રહણ થયું ત્યારે માલૂમ પડયું કે પ્રકાશનાં કિરણે આઈન્સ્ટાઈનના કહેવા પ્રમાણે જ વર્તે છે અને એ રીતે ગણિતની ગણતરી ઉપરથી કરેલા અનુમાનનું સમન ખરેખાત પ્રયોગથી મળી ગયું. એ સિદ્ધાંત તને સમજાવવાનો હું પ્રયત્ન નહિ કરું કેમકે એ બહુ જ ગહન છે. એને સાપેક્ષતાના સિદ્ધાંત કહેવામાં આવે છે. વિશ્વને અગે વિચાર કરતાં આઇન્સ્ટાઈનને માલૂમ પડ્યું કે, સમય તેમ જ સ્થળના ખ્યાલને અલગ અલગ લાગુ પાડી શકાય એમ નથી. આથી તેણે એ અને ખ્યાલો છેડી દીધા અને જેમાં એ બંનેના સમન્વય થયેા હાય એવા એક નવા ખ્યાલ રજૂ કર્યાં. એ સ્થળ-કાળના સમન્વિત ખ્યાલ હતો. આઈન્સ્ટાઈને સમગ્ર વિશ્વને પોતાની વિચારણાનું ક્ષેત્ર બનાવ્યું અને ખીજે છેડે વૈજ્ઞાનિકા અતિશય સૂક્ષ્મ વસ્તુનું નિરીક્ષણ કરવા લાગ્યા. એક Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન સેયની અણી લે નરી આંખે જોઈ શકાય એવી એ નાનામાં નાની વસ્તુ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરવાર કરવામાં આવ્યું છે કે, એક રીતે, એ સમયની અણી પોતે પણ એક વિશ્વતુલ્ય છે ! એમાં એકબીજાની આસપાસ ચક્કર ચક્કર ફરતા અણુઓને સમાવેશ થાય છે અને દરેક અણુ એકબીજાને સ્પર્શ કર્યા વિના એકબીજાની આસપાસ ભ્રમણ કરતા પરમાણુઓને બનેલે છે અને પ્રત્યેક પરમાણુ અનેક વિદ્યુતકણે અથવા વિજકારાઓને બોલે છે. એને પ્રેટોન અને ઇલેકટ્રેન કહેવામાં આવે છે. એ પણ અતિશય તીવ્ર ગતિથી ફરતા રહે છે. એના કરતાંયે સૂક્ષ્મ પોઝિટ્રેન, ન્યૂટ્રોન અને ડેન્ટોન છે. એવો અંદાજ કાઢવામાં આવ્યું છે કે, પિઝિટ્રોનનું જીવન સરાસરી સેકંડના એક અબજાંશ જેટલા સમયનું હોય છે. અતિશય સૂક્ષ્મ પ્રમાણમાં, અવકાશમાં ગળગળ ભ્રમણ કરતા રહે અને તારાગણના જેવું જ એ છે. યાદ રાખજે કે, અણુ એટલે બધે નાનું હોય છે કે સૌથી વધારે શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે જોઈ શકાતું નથી અને પરમાણુઓ, પ્રોટોને અને ઇલેક્ટ્રોની તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આમ છતાંયે, વિજ્ઞાનની પ્રયોગપદ્ધતિ એટલી બધી આગળ વધી છે કે, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોને વિષે સારી પેઠે માહિતી એકઠી કરવામાં આવી છે. અને તાજેતરમાં પરમાણુને તોડીને તેના ટુકડા કરવામાં આવ્યા છે. વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતને વિચાર કરતાં તે આપણને ચક્કર આવી જાય છે. તેમને સમજવાનું બહુ મુશ્કેલ હોય છે. હવે હું તને એથીયે વિશેષ આશ્ચર્યકારક હકીકત કહીશ. આપણને આટલી મોટી લાગતી આપણી આ પૃથ્વી સૂર્યને એક નાનકડો ગ્રહ છે. અને સૂર્ય પિતે પણ એક નાનકડે અને અતિશય ક્ષુલ્લક તારે છે. આખીયે સૂર્યમાળા એ અવકાશના મહાસાગરમાં એક બિંદુ સમાન છે. વિશ્વનાં અંતરે એટલાં બધાં લાંબાં હોય છે કે તેના કેટલાક ભાગોમાંથી પ્રકાશને આવતાં હજારો અને લાખ વરસ લાગે છે. આમ આપણે રાત્રે કઈ તારે જોઈએ છીએ ત્યારે આપણે જે જોઈએ છીએ તે આપણે જોતી વખતે જે જોઈએ છીએ તે નથી હોતું. પણ એ પ્રકાશકિરણ પિતાને લાંબે પ્રવાસે નીકળ્યું ત્યારે જે હતું તે જોઈએ છીએ. આપણાં સુધી એ કિરણને પહોંચતાં હજારે વરસ વીત્યાં હોય એમ બનવા સંભવ છે. કાળ અને સ્થળ સંબંધી આપણા ખ્યાલમાં આ બધી વસ્તુઓથી ભારે ગોટાળો પેદા થાય છે. એથી કરીને આવી બાબતે વિષે વિચાર કરવામાં આઈન્સ્ટાઈનના સ્થળ-કાળને ખ્યાલ આપણને વધારે મદદરૂપ થાય છે. સ્થળને છોડી દઈને જે આપણે માત્ર કાળને જ વિચાર કરીએ તે ભૂતકાળ અને વર્તમાનકાળ મિશ્રિત થઈ જાય છે. કેમ કે આપણે જે તારને જોઈએ છીએ તે આપણે માટે વર્તમાન છે. આમ છતાંયે આપણે જે જોઈએ Page #674 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની પ્રગતિ ૧૩૪૧ છીએ તે ભૂતકાળની વસ્તુ છે. કારણ કે, આપણને એ વિષેનું જે કંઈ જ્ઞાન છે તે ઉપરથી કહી શકીએ કે તેના પ્રકાશનું કિરણ પિતાને પ્રવાસે નીકળ્યું ત્યાર પછી ઘણા લાંબા વખત ઉપર એ તારે કદાચ નાશ પામે પણ હેય. હું ઉપર જણાવી ગયો કે આપણો સૂર્ય એ એક નછ અને નાનકડા તારે છે. આકાશમાં લગભગ એક લાખ જેટલા બીજા તારાઓ છે અને એ બધાને એક સમૂહ તરીકે તારામંડળ કહેવામાં આવે છે. જે તારાઓ આપણે રાત્રે જોઈએ છીએ તેમાંના મોટા ભાગના તારાઓનું એ તારામંડળ (ગેલેકસી) બનેલું છે. પરંતુ નરી આંખે તે આપણે બહુ ઓછા તારાઓ જોઈ શકીએ છીએ. શક્તિશાળી દૂરબીનની સહાયથી આપણે એથી ઘણું વધારે તારાઓ જોઈ શકીએ છીએ. એ શાસ્ત્રના નિષ્ણાતેએ એવી ગણતરી કાઢી છે કે વિશ્વમાં જુદાં જુદાં એવાં એક લાખ તારામંડળો છે! આશ્ચર્યચકિત કરનારી બીજી એક હકીકત સાંભળ. આપણને કહેવામાં આવે છે કે આ વિશ્વ વધતું જ જાય છે. જેમ્સ જીન્સ નામને એક ગણિતશાસ્ત્રી એને મેટા ને મોટા થતા જતા સાબુના પરપોટાની સાથે સરખાવે છે; પરપોટાની સપાટી તે વિશ્વ અને પરપોટા જેવું આ વિશ્વ એટલું તે મેટું છે કે, એના , એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતાં પ્રકાશને કરડે વરસ લાગે છે. આશ્ચર્ય પામવાની તારી શકિત હજી ખૂટી ન ગઈ હોય તે સાચેસાચ આ અભુત વિશ્વ વિષે મારે હજી તને ઘણું કહેવાનું છે. કેમ્બ્રિજ વિદ્યાપીઠને સર આર્થર એડિટન નામને એક ખગોળશાસ્ત્રી આપણને જણાવે છે કે, ચાવી પૂરી થતાં ઘડિયાળ બંધ પડી જાય છે તેમ આપણું વિશ્વ ભંગાર થતું જાય છે અને કોઈ પણ રીતે ઘડિયાળની પેઠે એને ફરીથી ચાવી આપવામાં ન આવે તે એ છિન્નભિન્ન થઈ જશે. બેશક આવું બધું કરડે વરસને અંતે બનવા પામે છે એટલે આપણે એ વિષે ચિંતા કરવાની જરૂર નથી. પદાર્થવિજ્ઞાન અને રસાયણ એ ૧૯મી સદીની વિજ્ઞાનની પ્રધાન શાખાઓ હતી. એમણે મનુષ્યને પ્રકૃતિ અથવા તે બહારની દુનિયા ઉપર પ્રભુત્વ મેળવવામાં મદદ કરી. પછીથી વિજ્ઞાનત્તાઓ પોતાની અંદર દૃષ્ટિ કરવા લાગ્યા અને ખુદ પોતાની જાતને અભ્યાસ કરવા લાગ્યા. જીવશાસ્ત્રનું મહત્ત્વ પણ વધ્યું. એ શાસ્ત્રમાં મનુષ્ય, પ્રાણીઓ તેમ જ વનસ્પતિના જીવનને અભ્યાસ કરવામાં આવે છે. આજ સુધીમાં એ શાઍ અપૂર્વ પ્રગતિ કરી છે અને જીવશાસ્ત્રીઓ કહે છે કે રસી આપીને અથવા તે કઈ બીજા ઉપાયથી મનુષ્યને સ્વભાવ તેમ જ ચારિત્ર્ય બદલવાનું થડા જ વખતમાં શક્ય બનશે. આ રીતે, બાયેલા માણસને હિંમતવાળો બનાવવાનું કદાચ શક્ય બને પણ ખરું Page #675 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન અથવા એ રીતે સરકાર તેના ટીકાકારો તથા વિરોધીઓની કામ કરવાની શકિત ઘટાડી દઈને તેમને પહોંચી વળે એવો સંભવ વધારે રહે છે. જીવશાસ્ત્ર પછી માનસશાસ્ત્ર આવે છે. એ શાસ્ત્ર મનુષ્યના મનનું –તેના વિચારે તથા આશયે તેના ભયે તથા કામનાઓ ઈત્યાદિનું અવલોકન કરે છે. વિજ્ઞાન આ રીતે નવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યું છે અને આપણને આપણું પિતાને વિષે ઘણું ઘણું માહિતી આપી રહ્યું છે. અને એ રીતે તે ઘણુંખરું આપણને આપણી જાત ઉપર કાબૂ મેળવવામાં સહાય કરી રહ્યું છે. જીવશાસ્ત્ર પછી એક પગલું આગળ ચાલ્યાં એટલે પ્રજનનશાસ્ત્ર આવે છે. એ વંશ અથવા જાતિ સુધારણાનું શાસ્ત્ર છે. કેટલાંક પ્રાણીઓને અભ્યાસ વિજ્ઞાનના વિકાસમાં કેવી રીતે મદદરૂપ નીવડ્યો છે એ જાણવા જેવું છે. જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ પિતાપિતાનું કાર્ય કેવી રીતે કરે છે એ શોધી કાઢવાને ગરીબ બીચારા દેડકાને ચીરવામાં આવ્યું હતે. માખી એ એક નાનકડો અને ક્ષુલ્લક જીવ છે. એમાંની એક પ્રકારની માખી ઘણુંખરું વધારે પાકી ગયેલાં કેળાં ઉપર બેસે છે અને તેથી તેને કેળાં-માખી કહેવામાં આવે છે. એના અધ્યયનને પરિણામે આનુવંશિક સંસ્કારનું જેટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે તેટલું બીજા કશાથી નથી પ્રાપ્ત થયું. એક પેઢીની વિશિષ્ટતાઓ અથવા સંસ્કારે બીજી પેઢીને કેવી રીતે વારસામાં મળે છે, એ વસ્તુ પ્રસ્તુત માખીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાથી માલૂમ પડી છે. મનુષ્યમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે કાર્ય કરી રહ્યા છે એ સમજવામાં કંઈક અંશે એ વસ્તુ મદદરૂપ થાય છે. તીડ જેવા બીજા એથીયે વિશેષ ક્ષુલ્લક જંતુ મારફતે પણ આપણને ઘણું શીખવાનું મળે છે. અમેરિકન નિરીક્ષકોએ તીડેના લાંબા સમય સુધી અને ઝીણવટપૂર્વક કરેલા અવકન ઉપરથી પ્રાણીઓ તથા મનુષ્યની જાતિ (sex) કેવી રીતે નક્કી થાય છે તે જાણવા મળ્યું છે. એક નાનકડા પિંડ-ગર્ભ પિતાના જીવનની આરંભદશામાં જ કેવી રીતે નર કે માદા પ્રાણી અથવા બાળક કે બાળકી બને છે એ વિષે આજે આપણે ઘણું ઘણું જાણીએ છીએ. ચૂંથો દાખલે સામાન્ય ઘરગતુ કૂતરાને છે. આપણા જ સમયના પેલ્લેવ નામના એક મશહૂર રશિયન વૈજ્ઞાનિકે કૂતરાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. ખેરાક નજરે પડતાં કૂતરાઓના મેમાં પાણી આવે છે એ હકીકત ઉપર તેણે ખાસ લક્ષ આપ્યું. ખોરાક નજરે પડતાંવેંત કૂતરાઓના મેંમાં પેદા થતી લાળ એણે ખરેખર માપી સુધ્ધાં જોઈ ખોરાક નજરે પડતાં કૂતરાના મોંમાં પાણી આવવાની ક્રિયા આપોઆપ અથવા સહજ રીતે બને છે. એને “સહજ પ્રતિક્રિયા” કહેવામાં આવે છે. એ પહેલાંના અનુભવ વિના બાળક છીંક ખાય છે, બગાસું ખાય છે તથા આળસ મરડે છે તેને મળતી ક્રિયા છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની પ્રગતિ ૧૩૪૩ પછીથી પેલ્લે “નૈમિત્તિક પ્રતિક્રિયા” (કંડિશન્ડ રિલેસ) ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો એટલે કે, કૂતરાને તેણે અમુક સૂચન અથવા સંકેત મળતાં ખેરાકની અપેક્ષા રાખતાં શીખવ્યું. એનું પરિણામ એ આવ્યું કે, કૂતરાના મનમાં એ સંકેતને ખોરાક સાથે સંબંધ જોડાઈ ગયે, અને ખોરાક મેજૂદ ન હોય તે સમયે પણ એ સંકેતથી કૂતરાના મોંમાં રાક નજરે પડતાં થાય એવી જ અસર પેદા થતી. એટલે કે એ સંકેત થતાંવેંત જ તેના મોંમાં પાણી આવતું. કૂતરાઓ તથા તેમના મોંમાં પેદા થતી લાળના પ્રયોગના આધાર ઉપર માનવી માનસશાસ્ત્ર રચવામાં આવ્યું છે અને દર્શાવવામાં આવ્યું છે કે, મનુષ્યને બચપણમાં અનેક પ્રકારની “સહજ પ્રતિક્રિયાઓ” હોય છે અને ઉંમર વધતાં તેનામાં “નૈમિત્તિક પ્રતિક્રિયાઓ” પેદા થતી જાય છે. વાસ્તવમાં, આપણે જે કંઈ શીખીએ છીએ તે એને આધારે જ શીખીએ છીએ. એ જ રીતે આપણી ટેવ પડે છે તેમ જ આપણે ભાષા વગેરે પણ શીખીએ છીએ. આપણાં બધાયે કાર્યો એ જ રીતે થાય છે. ભય એ એક સર્વસાધારણ પ્રતિક્રિયા (રિફલેક્સ) છે. માણસ પોતાની પાસે પડેલો સાપ જુએ અથવા તે સાપ જેવો દેખાતે દેરડાને ટુકડે જુએ ત્યારે કશેયે વિચાર કર્યા વિના એકાએક કૂદીને ત્યાંથી ભાગી જવા માટે પેલ્લેવના આ પ્રયોગના જ્ઞાનની તેને જરૂર નથી હોતી. પેલેવના પ્રયોગોએ આખાયે માનસશાસ્ત્રમાં ક્રાંતિ કરી નાખી છે. તેના કેટલાક પ્રયોગે તે બહુ જ મજાના છે. પરંતુ અહીંયાં હું એ પ્રશ્નમાં ઊંડે ઊતરી શકું એમ નથી. પરંતુ મારે સાથે સાથે જણાવવું જોઈએ કે, માનસ નિરીક્ષણની આ ઉપરાંત બીજી પણ મહત્ત્વની કેટલીક રીતે છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓનાં કાર્યને તને કંઈક ખ્યાલ આપવાને માટે જ મેં આ થેડા દાખલાઓ ટાંક્યા છે. સહેલાઈથી જેમનું પૃથક્કરણ ન કરી શકાય અથવા જેમનું પૃથક્કરણ કરવાનું શક્ય જ ન હોય કે જે પૂરેપૂરી રીતે સમજી શકાય એમ ન હોય એવી બાબતે વિષે અસ્પષ્ટપણે અથવા સંદિગ્ધ રીતે વાત કરવી એ પુરાણું દાર્શનિક રીત હતી. એ વિષેની ચર્ચા કરતાં કરતાં લેકે ગરમ થઈ જતા પરંતુ એમની દલીલની સત્યતા કે અસત્યતાની છેવટની કોઈ પણ કસોટી હતી જ નહિ એટલે એ બાબત હમેશાં હવામાં અધ્ધર જ રહેતી. પરલકની વાતો કરવામાં જ તેઓ એટલા બધા મચા રહેતા હતા કે આ દુનિયાની સામાન્ય વસ્તુનું અવલોકન કરવાની તેઓ પરવા કરતા જ નહોતા. વિજ્ઞાનની પદ્ધતિ એથી સાવ ઊલટી જ છે. એમાં ક્ષુલ્લક અને નજીવી લાગતી હકીકતનું અવલોકન કરવામાં આવે છે અને એમાંથી મહત્ત્વનાં પરિણામ નીપજે છે. એ પરિણામોને આધારે સિદ્ધાંતે તારવવામાં આવે છે. અને વળી Page #677 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન વધારે અવલાકન અને પ્રયાગો દ્વારા તેની સત્યતાની કીથી કસોટી કરવામાં આવે છે. આના અર્થ એ નથી કે વિજ્ઞાન ભૂલ કરતું જ નથી. તે ધણી વાર ભૂલ કરે છે અને પરિણામે તેને પાછા હવું પડે છે. પરંતુ કાઈ પણ પ્રશ્ન સમજવાની સાચી રીત એક માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિની જ હોય એમ લાગે છે. ૧૯મી સદીના વિજ્ઞાનના બધાયે ગર્વ અને સ્વયંપૂર્ણતાની ભાવના આજે ગળી ગયાં છે. પોતે મેળવેલી સિદ્ધિ માટે તે ગૌરવ લે છે ખરું. પરંતુ હજીયે અણુશાધ્યા રહેલા જ્ઞાનના વિશાળ અને નિરંતર વિસ્તરતા રહેતા મહાસાગર આગળ તે નમ્ર બન્યું છે. પોતાનું જ્ઞાન કેટલું અલ્પ છે તે ડાહ્યો માણસ બરાબર સમજે છે; એવકૂફ઼ જ માને છે કે પોતે સન છે. વિજ્ઞાનની બાબતમાં પણ એમ જ છે. એ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તે ઓછું મતાગ્રહી થતું જાય છે અને તેની સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં તે વિશેષ ઢચુપચુ બનતું જાય છે. અડિંગ્ટન જણાવે છે કે, કેટલા પ્રશ્નોને આપણે જવાબ આપી શકીએ એ ઉપરથી નહિ પણ આપણે કેટલા પ્રશ્નો પૂછી શકીએ તે ઉપરથી આપણે વિજ્ઞાનની પ્રગતિનું માપ કાઢવું જોઈ એ.’ કદાચ એમ હોય પણ ખરું પરંતુ એમ છતાંયે વિજ્ઞાન દિનપ્રતિદિન આપણા વધુ ને વધુ પ્રશ્નોના જવા। આપતું જાય છે અને જીવનને મ સમજવામાં તે આપણને મદદ કરે છે. અને આપણે તેને લાભ ઉઠાવીએ તો, એ રીતે, ઉદાત્ત ધ્યેયને અનુલક્ષીને વધુ સારુ જીવન જીવવામાં પણ તે આપણને મદદરૂપ નીવડે છે. જીવનના અંધકારમય ખૂણાને તે અજવાળે છે અને અજ્ઞાનતાના ગોટાળામાંથી બહાર કાઢીને સત્યની ઝાંખી કરાવે છે. ૧૮૩, વિજ્ઞાનના સદુપયોગ અને દુરુપયોગ ૧૪ જુલાઈ, ૧૯૩૩ મારા આગલા પત્રમાં વિજ્ઞાનના અદ્ભુત ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી શેાધે વિષે હું તને કંઈક ઝાંખી કરાવી ગયો છું. એમાં તને રસ પડશે કે કેમ તથા વિચારોનાં તેમ જ સિદ્ધિઓનાં એ ક્ષેત્રે તરફ તું આર્થાંશે કે નહિ તે હું નથી જાણતો. એ વિષયા વિષે તને વધારે જાણવાની ઇચ્છા હશે તે એને માટે જરૂરી અનેક પુસ્તકા તને સહેલાઈથી મળી રહેશે. પરંતુ એ વસ્તુ હમેશાં યાદ રાખજે કે મનુષ્યના વિચારમાં નિરંતર પ્રાંત થતી રહે છે અને તે પ્રકૃતિ તથા વિશ્વના ક્રાયડાઓ સમજવાની અવિરતપણે ગડમથલ કર્યા કરે છે. અને હું આજે તને જે કહી રહ્યો છું તે આવતી કાલે કદાચ અધૂ હું અને Page #678 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનના સદુપયોગ અને દુરુપયોગ ૧૩૪૫ ' જૂનું પુરાણું બની જાય એ સંભવિત છે, નિસર્ગ તથા વિશ્વના કાયાનું રહસ્ય સમજવાને માનવી ચિત્તે ભીડેલી હામ ઉપર હું મુગ્ધ છું. આ વિશ્વના દૂરમાં દૂરના ખૂણા સુધી તે ઊડીને પહોંચી જાય છે અને તેના રહસ્યને ભેદ પામવાના પ્રયત્ન કરે છે અને અપ્રમેય જણાતી મેટામાં મોટી તેમ જ સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુને માપવાની તથા તેમને પોતાની ખાથમાં લેવાની તે હામ ભીડે છે. આ બધું જેને ‘ શુદ્ધ ' વિજ્ઞાન કહેવામાં આવે છે તેનું એટલે કે, જીવન ઉપર જેની સીધી કે તાત્કાલિક અસર નથી એવા વિજ્ઞાનનું ક્ષેત્ર છે. એ તો દેખીતું છે કે, સાપેક્ષતાના સિદ્ધાંત અથવા સ્થળ-કાળના ખ્યાલ કે આ વિશ્વના કદ ઇત્યાદિના આપણા રાજેરોજના જીવન સાથે કશે! સબંધ નથી. એમાંના ઘણાખરા સિદ્ધાંતાનો આાધાર ઉચ્ચ ગણિત ઉપર છે અને ગણિતનાં એ અટપટાં અને ઉચ્ચત્તર ક્ષેત્રે એ દૃષ્ટિથી જોતાં શુદ્ધ વિજ્ઞાન જ છે. મોટા ભાગના લોકેાને એવા પ્રકારના વિજ્ઞાનમાં ઝાઝો રસ નથી. રાજેરાજના જીવનને લાગુ પડતા વિજ્ઞાન પ્રત્યે જ તેમનું વધારે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. છેલ્લાં દોઢસા વરસ દરમ્યાન આ વહેવારુ અથવા વિનિયુક્ત વિજ્ઞાને જ મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરી નાખી છે. સાચે જ, વિજ્ઞાનની એ શાખાએ આજે જીવનનું સ ંપૂર્ણ પણે નિયમન કરે છે તેમ જ તેને ઘડે છે અને તેમના વિના આપણી હસ્તીની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે. લોકેા ઘણી વાર વીતી ગયેલા સુખદ પ્રાચીન કાળની, સત્ય યુગની વાતો કરે છે. ઇતિહાસના કેટલાક યુગે આપણને મુગ્ધ કરે એવા છે એમાં શક નથી તેમ જ કેટલીક બાબતમાં તેઓ આપણા યુગ કરતાં ચડિયાતા હાય એ પણ સંભવિત છે. પરંતુ ધણું કરીને એમના પ્રત્યેની આપણી આ મુગ્ધતા અથવા આપણું આ આકર્ષણ પણ ખીજી કાઈ વસ્તુ કરતાં લાંબા અંતર અને અમુક પ્રકારની અસ્પષ્ટતાને વિશેષે કરીને આભારી છે. અને અમુક યુગેાને કેટલાક મહાપુરુષાએ ઉજાળ્યા તથા તેમાં તેમણે પોતાની આણ વર્તાવી એટલા માટે પણ તે યુગને મહાન ગણવાને આપણે દારવાઈ જઈએ છીએ. સમગ્ર તિહાસકાળ દરમ્યાન આમજનતાની દશા તા સદાયે કંગાળ અને દુઃખદાયક જ રહી છે. વિજ્ઞાને તેમને તેમના જુગજુગ જૂના ખેાજામાંથી કઈંક રાહત આપી. તારી આસપાસ તું નજર કરશે તે તને માલૂમ પડશે કે તારા જોવામાં આવી ઘણીખરી વસ્તુઓ કાઈ ને કાઈ રીતે વિજ્ઞાન સાથે સકળાયેલી છે. વિનિયુક્ત વિજ્ઞાનનાં સાધના દ્વારા આપણે પ્રવાસ કરીએ છીએ, એ જ રીતે આપણે એકખીજા સાથે સંસગ સાધીએ છીએ તેમ જ આપણા ખારાક પણ ધણુંખરું એ જ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે અને એક સ્થળેથી ખીજે સ્થળે લઈ જવામાં આવે છે. વિજ્ઞાનનાં સાધના વિના આપણે વાંચીએ છીએ તે છાપાં બહાર ન પડી શકે, પુસ્તકા પ્રસિદ્ધ ન થઈ શકે તેમ જ જેના ઉપર હું આ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન પત્ર લખી રહ્યો છું તે કાગળે અને જેના વડે હું લખું છું તે પેન પણ તેમના વિના સંભવી ન શકે. સ્વચ્છતા રાખવા માટે, સ્વાસ્થ જાળવવા માટે તેમજ કેટલાક રોગે નિર્મૂળ કરવા માટે પણ વિજ્ઞાનને આશરો લેવો પડે છે. વ્યાવહારિક યા વિનિયુક્ત વિજ્ઞાન વિના આધુનિક દુનિયાનું કામ ચલાવવાનું બિલકુલ અશક્ય બની જાય છે. બીજાં બધાં કારણે જતાં કરીએ તેયે એક અંતિમ અને નિર્ણયાત્મક કારણ બાકી રહે છે. વિજ્ઞાનની સહાય વિના આ દુનિયાની વસ્તી માટે પૂરત ખેરાક જ પેદા ન થઈ શકે અને અધી કે તેથી વધારે વસ્તી ભૂખમરાને પરિણામે મરણ પામે. છેલ્લાં સે વરસ દરમ્યાન વસ્તી કેવી કૂદકે ને ભૂસકે વધવા પામી હતી તે હું તને કહી ગયો છું. ખોરાકની વસ્તુઓ પકવવાને તેમ જ તેમને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાને માટે વિજ્ઞાનની સહાય લેવામાં આવે તે જ આ વધી ગયેલી વસ્તી જીવી શકે. માનવી જીવનમાં વિજ્ઞાને જ્યારથી પ્રચંડ યંત્ર દાખલ કર્યા ત્યારથી તેમાં નિરંતર પ્રગતિ અને સુધારે થતાં જ રહ્યાં છે. દર વરસે, અરે દર મહિને એમાં નાના નાના અનેક ફેરફાર કરવામાં આવે છે અને તેને લીધે યંત્ર દિનપ્રતિદિન વધારે ને વધારે કાર્યકુશળ બનતાં જાય છે તેમ જ માનવીશ્રમ ઉપરનું તેમનું અવલંબન ઉત્તરોત્તર ઓછું થતું જાય છે. ખાસ કરીને, ૨૦મી સદીનાં છેલ્લાં ત્રીસ વરસમાં યંત્રની આ પ્રકારની સુધારણા અથવા જેને યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે તેની પ્રગતિ અતિશય ઝડપથી થવા પામી છે. છેલ્લાં થોડાં વરસો દરમ્યાન થયેલે આ ફેરફાર–હજી તે ચાલુ જ છે–એટલી બધી ત્વરાથી થવા પામ્યું છે કે, ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ઔદ્યોગિક ક્રાંતિએ કર્યું હતું તેવું ભારે પરિવર્તન ઉદ્યોગ અને ઉત્પાદનની પદ્ધતિઓમાં તે આજે કરી રહ્યો છે. આ નવી ક્રાંતિ, પ્રધાનપણે, ઉત્પાદન કાર્યમાં દિનપ્રતિદિન વીજળીના વધતા જતા ઉપયોગને આભારી છે. આ રીતે ૨૦મી સદીમાં આપણને વીજળીની મહાન ક્રાંતિ લાધી. ખાસ કરીને અમેરિકામાં આ ક્રાંતિ થવા પામી છે. એ કાંતિને પરિણામે જીવનની બિલકુલ ભિન્ન પરિસ્થિતિ પેદા થઈ રહી છે. જેમ ૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિએ “યંત્રયુગ પ્રવર્તાવ્યો તે જ રીતે આ વીજળીની ક્રાંતિ આજે “શક્તિયુગ' (પાવર એઈજ) પ્રવર્તાવી રહી છે. ઉદ્યોગોમાં, રેલવેમાં અને બીજી અસંખ્ય બાબતમાં આજે વિદ્યુતશક્તિને ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતશકિતની આજે સર્વત્ર આણ વર્તે છે. એ કારણથી જ, દીર્ધદષ્ટિ વાપરીને લેનિને સોવિયેટ રશિયામાં પાણીની મદદથી વીજળી પેદા કરવાનાં મેટાં મોટાં કારખાનાંઓ ઠેકઠેકાણે બાંધવાનું નક્કી કર્યું. ઉદ્યોગોમાં વિદ્યુતશક્તિને ઉપયોગ કરવામાં આવતું હોવાથી તેમ જ બીજી કેટલીક સુધારણાઓ થવાને કારણે ચેડા જ ખરચથી, ઘણી વાર ભારે ફેરફાર થવા પામે છે. આમ, વીજળીથી ચાલતા યંત્રમાં સહેજ ફેરફાર કરવાથી તેનું Page #680 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનને સદુપયોગ અને દુરુપયોગ ૧૩૪૭ ઉત્પાદન બેવડું થઈ જવાને પણ સંભવ રહે છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાંથી મનુષ્યને હિસ્સો ઉત્તરોત્તર ઘટાડવામાં આવે છે; માણસ ધીમેથી કામ કરે છે અને ઘણી વાર તે ભૂલ કરી બેસે છે. આ રીતે યંત્રે જેમ જેમ સુધરતાં જાય છે તેમ તેમ ઉત્તરોત્તર ઓછા ને ઓછા મજૂરે તેમના ઉપર કામે લગાડવામાં આવે છે. થેડી ચાંપ કે બટન ઉપર નજર રાખીને એક જ માણસ આજે મોટાં મોટાં યંત્ર ચલાવે છે. એને પરિણામે પાકા માલના ઉત્પાદનમાં અઢળક વધારે થયે છે અને સાથે સાથે એને લીધે સંખ્યાબંધ મજૂરોને કારખાનામાંથી રુખસદ મળે છે કેમકે હવે તેમની જરૂર રહી નથી હતી. વળી, યંત્રશાસ્ત્રમાં એટલી બધી ઝડપથી પ્રગતિ થઈ રહી છે કે, એક યંત્રને લાવીને કારખાનામાં ગોઠવવામાં આવે ત્યાં તો નવા સુધારા થવાને કારણે તે અમુક અંશે જાનું થઈ જાય છે. અલબત, યંત્રયુગના છેક આરંભકાળથી જ યંત્ર મજૂરનું સ્થાન લેતાં આવ્યાં છે. તે વખતે ઘણું હુલડે થયાં હતાં અને કાપે ભરાયેલા મજૂરેએ નવાં યંત્ર ભાગી નાખ્યાં હતાં એ હકીકત મને લાગે છે કે, આગળ હું તને કહી ગયો છું. પરંતુ આખરે માલુમ પડ્યું કે યંત્રને કારણે તે વધુ માણસને કામ મળી રહે છે. યંત્રની સહાયથી મજૂર ઘણા મોટા પ્રમાણમાં માલ પેદા કરી શકતે હોવાથી તેની મજૂરીના દરેમાં વધારે થયો અને માલની કિંમત ઘટવા પામી. મજૂરે અને સાધારણ સ્થિતિના માણસે એ રીતે એ માલ વધુ પ્રમાણમાં ખરીદી શક્યા. તેમનું જીવનનું ધોરણ ઊંચું થયું અને કારખાનામાં પેદા થતા પાકા માલની માગ વધવા પામી. આને પરિણામે વધારે કારખાનાંઓ ઊભાં થયાં અને તેમાં વધારે માણસોને કામ મળ્યું. આમ, એકંદરે જોતાં દરેક કારખાનામાં અમુક મજૂરને ખસેડીને યંત્રોએ તેમનું સ્થાન લીધું એ ખરું પરંતુ સંખ્યાબંધ નવાં કારખાનાંઓ ઊભાં થવાને કારણે એથીયે ઘણી મોટી સંખ્યામાં મજૂરોને કામ મળી ગયું. આ ક્રિયા લાંબા વખત સુધી ચાલુ રહી, કેમ કે ઔદ્યોગિક દેશોએ દૂર દૂરના પછાત દેશનાં બજારેના કરેલા શોષણથી એને મદદ મળતી રહેતી હતી. છેલ્લાં થોડાં વરસે દરમ્યાન એ ક્રિયા બંધ પડી ગઈ હોય એમ જણાય છે. આજની મૂડીવાદી વ્યવસ્થામાં એની હવે વિશેષ વૃદ્ધિ થાય એમ લાગતું નથી અને એ વ્યવસ્થામાં કંઈક સુધાર કરાવવાની જરૂર છે. આધુનિક ઉદ્યોગ બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરે છે પરંતુ એ રીતે ઉત્પન્ન થયેલે માલ સમગ્ર જનસમુદાય જે ખરીદતા હોય તે જ એ ઉત્પાદન ચાલુ રહી શકે. જનસમુદાય જે વધારે પડતે ગરીબ કે બેકાર હોય તે તેઓ એ માલ ખરીદી શકે નહિ. આમ છતાંયે, યાંત્રિક સુધારણાની તે અવિરતપણે પ્રગતિ થયે જ જાય છે. એને પરિણામે ય માણસનું સ્થાન લેતાં જાય છે અને તેને લીધે બેકારી Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વધતી જાય છે. ૧૯૨૯ની સાલ પછી દુનિયાભરમાં વેપારમાં ભારે મંદી આવી ગઈ છે પરંતુ એને કારણે કંઈ યંત્રશાસ્ત્રની આગેકૂચ અટકી નથી. એમ કહેવાય છે કે, ૧૯૨૯ની સાલ પછી યુનાઈટેડ સ્ટેટ્સમાં એટલા બધા યાંત્રિક સુધારાઓ થયા છે કે, ૧૯૨૮ની સાલમાં થતું હતું તેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે તોયે કામમાંથી ફારગ કરવામાં આવેલા મજૂરોને કદી પણ કામે લગાડી શકાય એમ નથી. દુનિયાભરમાં અને ખાસ કરીને આગળ વધેલા ઔદ્યોગિક દેશમાં બેકારીને ગંભીર પ્રશ્ન પેદા કરનાર અનેક કારણોમાંનું આ એક કારણ છે. એ એક વિચિત્ર પ્રકારને અને અવળો પ્રશ્ન છે, કેમ કે, છેલ્લામાં છેલ્લી ઢબનાં યંત્રને કારણે તે રાષ્ટ્રની સંપત્તિમાં વધારે થ જોઈએ અને પ્રત્યેક પ્રજાજનના જીવનનું ધોરણ ઊંચું થવું જોઈએ. એમ થવાને બદલે યંત્રને કારણે તે દારિદ્ય અને ભયંકર વિટંબણાઓ પેદા થઈ છે. એમ લાગે છે કે, વૈજ્ઞાનિક પદ્ધતિથી એ પ્રશ્નનો ઉકેલ કરવાનું મુશ્કેલ ન હોવું જોઈએ. સંભવ છે કે, એ રીતે એને ઉકેલ મુશ્કેલ ન પણ હોય. પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સમજપૂર્વક અને ઉકેલ કરવા પ્રયત્ન કરતાં જ ખરી મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે એમ કરવા જતાં અનેક સ્થાપિત હિતે ઉપર અસર પહોંચે છે અને તેઓ પિતાપિતાની સરકાર ઉપર કાબૂ રાખવા જેટલાં સમર્થ હોય છે. વળી, એ પ્રશ્ન તત્ત્વતઃ આંતરરાષ્ટ્રીય છે અને આજની રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધા તેને આંતરરાષ્ટ્રીય ઉકેલ લાવવામાં વિઘરૂપ નીવડે છે. સોવિયેટ રશિયા, એવા પ્રકારના પ્રશ્નને ઉકેલ વૈજ્ઞાનિક ઢબથી લાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ રાષ્ટ્રીય ધેરણ પર તેને એ બધું કરવું પડે છે. અને બાકીની દુનિયા મૂડીવાદી તથા સોવિયેટ-વિરોધી હોવાને લીધે તેની મુશ્કેલી વળી વિશેષે કરીને વધી જાય છે. એમ ન હોત તે તેને એવી મુશ્કેલી ન નડત. દુનિયાને વહેવાર આજે તત્ત્વતઃ આંતરરાષ્ટ્રીય છે. જો કે એની રાજકીય રચના બહુ પછાત અને સંકુચિતપણે રાષ્ટ્રીય છે. સમાજવાદ દુનિયાવ્યાપી થાય તે જ તેને છેવટની સફળતા મળી શકે. ઘડિયાળના કાંટા પાછા નથી હઠાવી શકાતા, તથા આજની આંતરરાષ્ટ્રીય રચના અપૂર્ણ હોવા છતાંયે રાષ્ટ્રીય અલગપણને સાચવી રાખવા ખાતર તેને કચરી નાખી શકાય નહિ. જુદા જુદા દેશમાં ફાસિસ્ટ કરી રહ્યા છે તે રાષ્ટ્રવાદને અતિ ઉત્કટ કરવાને પ્રયત્ન આખરે નિષ્ફળ નીવડવાને છે એ વિષે લેશ પણ શંકા નથી; કારણ કે, આજની દુનિયાની અર્થવ્યવસ્થાના મૂળભૂત આંતરરાષ્ટ્રીય સ્વરૂપથી તે વિરુદ્ધ જાય છે. હા, એમ બને ખરું કે, એ રીતે એ પિતે ડૂબે અને સાથે આખી દુનિયાને પણ ડુબાડે અને જેને આધુનિક સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે તેને એક સર્વસ્પર્શી આફતમાં ઉતારે. Page #682 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનને સદુપગ અને દુરુપયેાગ ૧૩૪૯ આવી આપત્તિનું જોખમ બહુ દૂર છે અથવા તે તે અકર્યો છે એવું કશું જ નથી. આપણે જોઈ ગયાં છીએ કે, વિજ્ઞાને આપણને અનેક સારી સારી વસ્તુઓ આપી છે પરંતુ સાથે સાથે વિજ્ઞાને યુદ્ધની ભીષણતામાં પણ અસાધારણ વધારે કરી મૂક્યો છે. રાજ્ય તથા સરકારોએ શુદ્ધ તેમ જ વિનિયુક્ત વિજ્ઞાનની અનેક શાખાઓની ઘણી વાર ઉપેક્ષા કરી છે. પરંતુ તેમણે એની યુદ્ધને લગતી બાજુઓની ઉપેક્ષા નથી કરી. અને શસ્ત્રસજજ થવાને તથા પિતાનું સામર્થ્ય વધારવાને અર્થે તેમણે વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધખળાને પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. ઘણાંખરાં રાજ્ય આખરે તે પશુબળ ઉપર જ આધાર રાખે છે અને વિજ્ઞાનની શોધળો એ રાજ્યની સરકારને એટલી બધી બળવાન બનાવી રહી છે કે, પરિણામનો કશેયે ડર રાખ્યા વિના, સામાન્ય રીતે, તેઓ પ્રજા ઉપર જુલમ ગુજારે છે. જુલમગાર સરકાર સામે પ્રજાકીય બંડ ઉઠાવવાના અને ફ્રાંસની ક્રાંતિમાં બન્યું હતું તેમ બચાવના કામચલાઉ મરચાઓ ઊભા કરીને ખુલ્લા મહોલ્લાઓમાં લડવાના પુરાણું દિવસે ક્યારનાયે વીતી ગયા છે. રાજ્યના સુસજજ અને સંગઠિત સૈન્ય સામે લડવું એ નિઃશસ્ત્ર કે સશસ્ત્ર ટોળા માટે પણ આજે અશક્ય બની ગયું છે. હા, રશિયાની ક્રાંતિમાં બન્યું હતું તેમ, રાજ્યનું લશ્કર પોતે જ સરકારની સામે થઈ જાય એ સંભવિત છે પરંતુ તે સિવાય એને બળ વાપરીને તે હરાવી ન જ શકાય. વસ્તુસ્થિતિ આવી હેવાથી, સ્વાતંત્ર્ય માટે ઝૂઝતી પ્રજાને સામુદાયિક પગલું ભરવા માટેની બીજી અને વિશેષ શાંતિમય રીતે અખત્યાર કરવાની જરૂર ઊભી થઈ છે. આ રીતે, વિજ્ઞાનને કારણે અમુક સમૂહ કે ધનિકોની ટોળીઓના હાથમાં રાજ્યસત્તા કેન્દ્રિત થઈ છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો તથા ૧લ્મી સદીના લેકશાહી વિચારને નાશ થયો છે. જુદાં જુદાં રાજ્યમાં શાસન કરનારી આવી ટેળીઓ ઊભી થાય છે. એ ટોળીઓ કદી કદી ઉપર ઉપરથી લોકશાહીના સિદ્ધાંત પ્રત્યે પિતાની વફાદારી વ્યક્ત કરે છે અને કઈ કઈ વખત તેઓ એ સિદ્ધાંતને છડેચોક વખોડી કાઢે છે. રાજ્યનું શાસન કરનારી એ જુદી જુદી ટોળીઓ વચ્ચે પરસ્પર અથડામણ થવા પામે છે અને એને પરિણામે રાષ્ટ્રો એકબીજા સામે યુદ્ધે ચઢે છે. એવું મહાભારત યુદ્ધ આજે કે ભવિષ્યમાં કોઈ વખતે આ શાસક ટોળીઓને જ નહિ પણ ખુદ સારીયે સભ્યતાને પણ નાશ કરે એ સંભવિત છે. અથવા તે, માકર્સવાદી ફિલસૂફીની અપેક્ષા પ્રમાણે એની ભસ્મમાંથી આંતરરાષ્ટ્રીય સમાજવાદી વ્યવસ્થા ઉભવે એમ પણ બનવા સંભવ છે. વાસ્તવમાં યુદ્ધ એ એવી ભીષણ વસ્તુ છે કે, એને વિચાર રૂચિકર નથી હોતો. એથી કરીને, રૂડારૂપાળા શબ્દો, વીરતાભર્યા સંગીત તેમ જ ભપકાદાર ગણવેશેની પાછળ તેનું સાચું સ્વરૂપ છુપાવી રાખવામાં આવે છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૦ જગતના ઇતિહાસનું રેખાદન પરંતુ આજનું યુદ્ધ એટલે શું એ વસ્તુ કંઈક અંશે જાણી લેવી જરૂરી છે. છેલ્લા મહાયુદ્ધે ઘણા લેાકાને યુદ્ધની ભીષણતાની સારી પેઠે પ્રતીતિ કરાવી હતી. અને આમ છતાંયે, એમ કહેવામાં આવે છે કે હવે પછી થનારા યુદ્ધને મુકાબલે તા ગયું મહાયુદ્ધ કશીયે વિસાતમાં નથી. કારણ કે, છેલ્લાં ઘેાડાં વરસમાં ઔદ્યોગિક કળામાં દશગણી પ્રતિ થઈ છે તો યુદ્ધના વિજ્ઞાનમાં સેાગણી પ્રગતિ થવા પામી છે. યુદ્ધ આજે પાયદળના હુમલાની કે ઘોડેસવાર પલટણને છાપો મારવાની વસ્તુ નથી રહી. પહેલાંના સમયને પાયદળ સૈનિક કે ધોડેસવાર આજે લગભગ તીરકામઠાં જેટલા જ નકામા બની ગયા છે. આજે તે યુદ્ધ એ યાંત્રિક ટૅકા, ઍરપ્લેના અને બૅબગાળાની વસ્તુ બની ગઈ છે. એમાં ખાસ કરીને પાછલી એ વસ્તુઓ વધારે મહત્ત્વની છે. દિનપ્રતિદિન અરે પ્લેનેાની ગતિ તથા તેની કાર્યદક્ષતા વધતાં જાય છે. જો યુદ્ધ ફાટી નીકળે તો, યુદ્ધે ચડેલાં રાષ્ટ્રો ઉપર દુશ્મન વિમાની ળના તાત્કાલિક હુમલા થશે એમ ધારવામાં આવે છે. આ એરપ્લેને યુદ્ધની જાહેરાત થતાંવેંત આવી પહોંચશે અથવા તો દુશ્મનને થાપ આપીને લાભ લેવાને અથે યુદ્ધની જાહેરાત થવા પહેલાં પણ કદાચ આવશે અને મેટાં મોટાં શહેર તથા કારખાનાંઓ ઉપર અતિશય સ્ફોટક આંબને વરસાદ વરસાવશે. કેટલાંક દુશ્મન વિમાનોના નાશ કરવામાં આવશે એ ખરું પરંતુ બચી ગયેલાં વિમાનો પણ શહેર ઉપર બૅબમારે ચલાવવા માટે પૂરતાં થઈ પડશે. વિમાનામાંથી ફેકવામાં આવેલા બગેાળાઓમાંથી ઝેરી ગૅસે બહાર આવશે અને ફેલાઇ જઈને તે આખાયે પ્રદેશને ખાઈ દેશે તથા પોતાના ક્ષેત્રમાં આવનાર પ્રત્યેક સજીવ વસ્તુઓને ગૂંગળાવીને મારી નાખશે. બિનલડાયક નાગરિક વસતીને મોટા પાયા ઉપર અતિશય નિષ્ઠુર અને કષ્ટદાયક રીતે સહાર થશે અને એને કારણે આમપ્રજાને અસહ્ય માનસિક તેમ જ શારીરિક પીડા વેઠવી પડશે. અને એકબીજી સામે રણે ચડેલી પ્રતિસ્પર્ધી સત્તાનાં મોટાં મોટાં શહેરા ઉપર એક વખતે પણ આવું થઈ શકે. યુરોપમાં લડાઈ ફાટી નીકળે તો ઘેાડા જ દિવસે કે અઠવાડિયાંઓમાં લંડન, પૅરિસ તથા સ્ખલન વગેરે શહેરા ખંડેરેના ઢગલાના રૂપમાં ફેરવાઈ જાય. એથીયે ભૂરી દશા થવાનો સંભવ રહે છે, ઍપ્લેનેામાંથી ફેકવામાં આવતા Ăબગાળામાં જુદા જુદા ભયંકર રેગાનાં જંતુઓ પણ હાવાના સંભવ છે. અને એથી કરીને આખાયે શહેરને એ રેગેના ચેપ લાગે. આવી રાગનાં જંતુઓની લડાઈ ' ખીજી રીતે પશુ ચલાવી શકાય છે. ખારાકને તથા પીવાના પાણીને રાગનાં જંતુઓનો ચેપ લગાડીને દૂષિત કરી શકાય છે તેમ જ પ્લેગ ફેલાવનારા દરેની પેઠે જંતુવાહક પ્રાણીઓના પણ ઉપયેગ કરી શકાય છે. 6 Page #684 -------------------------------------------------------------------------- ________________ - વિજ્ઞાનને સદુપયેાગ અને દુરુપયેગ ૧૩૫૧ આ બધું શયતાનિયતભર્યું અને ન માની શકાય એવું લાગે છે, અને એમ છે પણ ખરું. કોઈ રાક્ષસને પણ એમ કરવાનું નહિ ગમે. પરંતુ લેકે ભયથી અભિભૂત થઈ ગયા હોય અને તેઓ જીવનમરણને સંગ્રામ ખેલી રહ્યા હોય ત્યારે માન્યામાં ન આવે એવી વસ્તુઓ પણ બનવા પામે છે. દુશ્મન દેશ એવી હીન પ્રકારની અને શયતાનિયતભરી રીતે અખત્યાર કરશે એવો ડર દરેક દેશને એ બાબતમાં પહેલ કરવાને પ્રેરે છે. કેમકે, એ શસ્ત્રો એવાં તે ભયાનક હોય છે કે, એને પ્રથમ ઉપયોગ કરનાર દેશને તે ભારે લાભકારક નીવડે છે. “ભયને બહુ મોટી આંખ હોય છે ! ખરેખર, ગયા મહાયુદ્ધ દરમ્યાન ઝેરી ગેસને ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું. અને એ તે જગજાહેર છે કે બધીયે મહાન સત્તાઓ પાસે, યુદ્ધને અર્થે એવો ગેસ ઉત્પન્ન કરવાનાં મોટાં મોટાં કારખાનાંઓ છે. આનું એક વિચિત્ર પરિણામ એ આવશે કે, ખરી લડાઈ જ્યાં આગળ ખાઈઓ ખોદીને દુશ્મન લશ્કરે સામસામાં પડે છે અને એકબીજાનો સામને કરે છે તે લડાઈના મોરચા ઉપર નહિ પણ એ મોરચાઓની પાછળ શહેરમાં અને બિનલડાયક નાગરિક વસ્તીનાં ઘરે આગળ થશે. એમ પણ બને કે યુદ્ધકાળમાં લડાઈને ખરે જ સૌથી સલામત સ્થાન બની જાય કેમ કે ત્યાં આગળ સન્યનું હવાઈ હુમલાઓ, ઝેરી ગેસ તથા રોગના ચેપથી સંપૂર્ણ પણે રક્ષણ કરવામાં આવ્યું હશે ! પાછળ રહેલાં સ્ત્રી પુરુષો તથા બાળકોના સંરક્ષણ માટે એવી વ્યવસ્થા કરવામાં આવી નહિ હોય. આ બધાનું પરિણામ શું આવે? સાર્વત્રિક વિનાશ? સદીઓના પુરુષાર્થથી ચણવામાં આવેલી સંસ્કૃતિ અને સભ્યતાની ઇમારતને અંત? શું બનશે એની કેઈને પણ ખબર નથી. ભવિષ્યને પડદો ભેદીને તેની પાર આપણે જોઈ શકતાં નથી. દુનિયામાં આજે બે પ્રક્રિયાઓ --હરીફ અને પરસ્પર વિરોધી બે પ્રક્રિયાઓ ચાલી રહેલી આપણી નજરે પડે છે. એક સહકાર અને સમજશક્તિની અને સભ્યતાની ઇમારતના ચણતરની પ્રક્રિયા છે; બીજી સંહારની – પ્રત્યેક વસ્તુનું નિકંદન કાઢવાની પ્રક્રિયા છે. એ રીતે માણસજાત આત્મઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે. એ બંને પ્રક્રિયાઓની ગતિ ઉત્તરોત્તર વધતી જ જાય છે અને બંને વિજ્ઞાનનાં શસ્ત્ર તથા કળાથી સુસજ્જ છે. એ બેમાં કઈ વિજયી નીવડશે ? Page #685 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. ભારે મંદી અને જગદ્રવ્યાપી કટોકટી ૧૮ જુલાઈ, ૧૯૩૩ વિજ્ઞાને માણસના હાથમાં જે શક્તિ આપી છે અને તેને તે જે રીતે ઉપયોગ કરી રહ્યો છે તેના ઉપર આપણે જેટલું વધારે વિચાર કરીએ છીએ તેટલું વધારે આશ્રય આપણને થાય છે. કેમ કે, આજની મૂડીવાદી દુનિયાની અવદશા સાચે જ આશ્ચર્યચકિત કરે એવી છે. રેડિયો દ્વારા વિજ્ઞાન આપણો અવાજ દૂર દૂરના મુલકો સુધી પહોંચાડે છે, વાયરલેસ ટેલિફોન દ્વારા આપણે દુનિયાના બીજા છેડા ઉપરના લેકે સાથે વાત કરીએ છીએ, અને થોડા જ વખતમાં “ટેલિવિઝન” દ્વારા આપણે તેમને નજરોનજર જોઈ પણ શકીશું. હેરત પમાડે એવી પિતાની કરામતથી વિજ્ઞાન માણસજાતને જોઈતી બધી વસ્તુઓ અઢળક પ્રમાણમાં પેદા કરી શકે છે. અને એ રીતે તે જુગ જુગ જૂના દારિદ્યના શાપમાંથી દુનિયાને મુક્ત કરી શકે છે. છેક પ્રાચીનકાળથી, ઈતિહાસને આરંભ થયે ત્યારથી માંડીને માણસે જ્યાં આગળ દૂધ અને મધની નદીઓ વહેતી હોય તેમ જ જ્યાં આગળ દરેક વસ્તુની રેલમછેલ હોય એવી સ્વર્ગીય ભૂમિનાં સ્વપ્નાં સેવીને તેમને દળી રહેલા અને નહિ જેવું જ વળતર આપનારા રોજિંદા પરિશ્રમની ઘટમાળમાંથી કંઈક સમાધાન અથવા રાહત મેળવવાનો પ્રયાસ કરતા આવ્યા છે. જે વખતે કઈ પણ વાતની મણું નહેતી એવા વીતી ગયેલા સત્યયુગની તેઓ કલ્પના કરતા અને ભાવમાં આવનારા સ્વર્ગની તેઓ નિરંતર ઝંખના કરતા રહેતા અને માનતા કે આખરે તે તેમને શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે. પછી વિજ્ઞાનનો ઉદય થયો. અને તેણે દરેક વસ્તુ ઢગલાબંધ પેદા કરવાનાં સાધને તેમના હાથમાં સુપરત કર્યા. અને આમ છતાંયે, વસ્તુઓની એ મેજૂદ અને સંભવિત રેલમછેલની વચ્ચે પણ માણસજાત હજીયે દુઃખ અને દારિદ્યમાં આવી રહી છે. આ એક અજબ પ્રકારની પરસ્પર વિરોધી પરિસ્થિતિ નથી કે ? આજને આપણે સમાજ વિજ્ઞાન તેમ જ તેણે આપણને આપેલી અગણિત ભેટને લીધે ગૂંચવણમાં પડી ગયું છે. તેમને પરસ્પર એકબીજા સાથે મેળ બેસતું જ નથી. મૂડીવાદી સમાજવ્યવસ્થા અને વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી કરામત તથા ઉત્પાદનની તેની છેલ્લામાં છેલ્લી પદ્ધતિ વચ્ચે વિસંવાદ છે – એ બંનેની વચ્ચે કશે મેળ નથી. સમાજે ઉત્પાદન કેવી રીતે કરવું તે જાણ્યું છે પરંતુ ઉત્પન્ન કરેલી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી તેની તેને જાણ નથી. આ ટૂંક પ્રસ્તાવના પછી યુરોપ તથા અમેરિકા તરફ આપણે ફરીથી નજર કરીએ. મહાયુદ્ધ પછીનાં પહેલાં દશ વરસે દરમ્યાન તેમણે વેઠેલી હાડમારીઓ અને મુશ્કેલીઓ વિષે હું તને આગળ કંઈક કહી ગયે છું. મહાયુદ્ધમાં Page #686 -------------------------------------------------------------------------- ________________ ભારે મંદી અને જગદવ્યાપી કટેકટી હારેલા જર્મની અને મધ્ય યુરોપના બીજા નાના નાના દેશની મહાયુદ્ધ પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં ભારે દુર્દશા થઈ હતી. તેમની ચલણવ્યવસ્થા તૂટી પડી અને તેને લીધે એ દેશના મધ્યમવર્ગના લેકે બરબાદ થઈ ગયા. યુરોપની વિજયી અને લેણદાર સત્તાઓની સ્થિતિ તેમના કરતાં થોડી જ ઠીક હતી એમ કહી શકાય. એ દરેક સત્તા અમેરિકાની દેવાદાર હતી તથા દેશની અંદર યુદ્ધ અંગેનું રાષ્ટ્રીય કરજ પણ તેમના ઉપર જબરદસ્ત હતું. એ બધી સત્તાઓ આ બહારના અને આંતરિક એ બંને પ્રકારના દેવાના બેજા નીચે લથડિયાં ખાતી હતી. યુદ્ધની નુકસાની પેટે જર્મની પાસે નાણાં મળવાની અને એ રીતે કંઈ નહિ તે પરદેશોનું દેવું પતાવવાની આશામાં તેઓ જીવતી હતી. તેમની એ આશા બહુ વાસ્તવિક નહતી કેમકે જર્મની પોતે જ દેવાદાર રાષ્ટ્ર હતું. પરંતુ અમેરિકાએ જર્મનીને નાણાં ધીર્યા એટલે એ મુશ્કેલીને તેડ આવી ગયો. એ નાણાં પછીથી જર્મનીએ ઇંગ્લંડ તથા ફ્રાંસ વગેરેને તેમને આપવાની નુકસાનીની રકમ પેટે ભર્યા ' અને એ દેશેએ એ નાણાં પાછાં અમેરિકાને પિતાપિતાના દેવા પેટે ભર્યા. એ દશકા દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સ એ જ એક દેશ સધ્ધર અને આબાદ હતે. નાણાંની તે ત્યાં જાણે છળ ઊડતી હોય એમ જણાતું હતું અને એ સમૃદ્ધિને કારણે કે ભારે આશા રાખવા લાગ્યા. સરકારી જામીનગીરીઓના તથા શેરેના સટ્ટા થવા લાગ્યા. મૂડીવાદી જગતમાં એકંદરે એવી છાપ પ્રવર્તતી હતી કે પહેલાંના વખતની મંદીઓમાં બન્યું હતું તેમ આ આર્થિક કટોકટી પણ પસાર થઈ જશે અને બધું ઠરીઠામ થઈ જઈને દુનિયામાં ફરી પાછો સમૃદ્ધિને યુગ આવશે. સાચે જ, મૂડીવાદી વ્યવસ્થામાં ઘટમાળની પેઠે આબાદી અને મંદી અથવા કટોકટી વારાફરતી આવ્યા કરતી હોય એમ લાગે છે. ઘણું લાંબા વખત ઉપર કાર્લ માસે એ દર્શાવી આપ્યું હતું કે, મૂડીવાદની જનારહિત અને અવૈજ્ઞાનિક પદ્ધતિમાં જ એ વસ્તુ ગર્ભિતપણે રહેલી છે. ઉદ્યોગની આબાદીને પરિણામે તેને કાળ આવે છે અને પછી એને લાભ લેવાને માટે દરેક જણ બની શકે એટલું વધારે ઉત્પાદન કરવા માગે છે. એને લીધે ઉત્પાદન જોઈએ તે કરતાં વધી જાય છે એટલે કે વેચી શકાય તેના કરતાં વધારે પ્રમાણમાં માલ ઉત્પન્ન થાય છે. પરિણામે પાકા માલના ઢગલેઢગલા ખડકાય છે, વેપાર મંદ પડે છે અને ઉદ્યોગની ગતિ ફરી પાછી ધીમી પડે છે. અમુક વખત સુધી આ સ્થિતિ રહેવા પામે છે અને તે દરમ્યાન એકઠો થયેલે માલ ધીમે ધીમે વેચાઈ જાય છે. હવે ઉદ્યોગે ફરી પાછા સતેજ થાય છે અને ફરી પાછો સમૃદ્ધિને કાળ શરૂ થાય છે. હમેશાં તેજીમંદીની ઘટમાળ આ પ્રમાણે ચાલ્યા કરતી હતી એટલે મેટા ભાગના લોકો એવી આશા રાખતા હતા કે ચેડા ઘણા વખત પછી સમૃદ્ધિને કાળ ફરી પાછો આવશે. Page #687 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું' રેખાદર્શન પરંતુ ૧૯૨૯ની સાલમાં પરિસ્થિતિ એકાએક બગડી. અમેરિકાએ જર્મની તથા દક્ષિણ અમેરિકાનાં રાજ્યોને નાણાં ધીરવાનું બંધ કર્યુ અને એ રીતે લેણદેણુના કાગળ ઉપરના વ્યવહારનો અંત આણ્યો. એ તો દેખીતું જ હતું કે, અમેરિકાના મૂડીદારા કઈ હમેશને માટે નાણાં ધીર્યાં કરવાના નહાતા જ. કેમકે એથી તે તેમના દેદારોની જવાબદારી વચ્ચે જાય અને દેવું પતાવવાનું તેમને માટે અશકય બની જાય. અત્યાર સુધી તેમણે ધીર્યાં કર્યું. એનું કારણ તો એ હતું કે, તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં રોકડ નાણાં પડેલાં હતાં અને તેને તેમને કશા ઉપયોગ નહોતા. આ વધારાનાં ફાલતુ નાણાંને લીધે તેઓ શૅર્ બજારમાં ભારે સટ્ટાએ ખેલવા લાગ્યા. સટ્ટાના જુગાર ખેલવાને ભારે જુવાળ ચડ્યો અને દરેક જણ તત્કાળ શ્રીમત થઈ જવા માગતા હતા. જમનીને નાણાં ધીરવાની ના પાડવામાં આવી એને લીધે તત્કાળ કટોકટી ઊભી થઈ. એને પરિણામે કેટલીક જર્મન ઍકે તૂટી. ધીમે ધીમે યુદ્ધની નુકસાનીની રકમ તથા દેવાની રકમ ભરપાઈ કરવાની ઘટમાળ અટકી પડી. દક્ષિણ અમેરિકાની ઘણી સરકારો તથા ખીજાં નાનાં નાનાં રાજ્યે વાયદો ચૂકવવામાં નિષ્ફળ નીવડવા લાગ્યાં. શાખની આખીયે ઇમારત · પડી ભાગવા લાગી એ જોઈ ને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ ર ગભરાયા અને ૧૯૭૧ના જુલાઈ માસમાં તેણે કરજ ભરપાઈ કરવાની મુદ્દત એક વરસ માટે મુલતવી રાખી. એટલે કે કરજદારોને રાહત આપવાને માટે સરકાર સરકાર વચ્ચેના દેવાની તથા યુદ્ધની નુકસાનીની રકમની ભરપાઈ એક વરસ માટે બંધ રાખવામાં આવી. દરમ્યાન, ૧૯૨૯ના જુલાઈ માસમાં અમેરિકામાં એક નોંધપાત્ર બનાવ બનવા પામ્યા. શૅર બજારની સટ્ટાખોરીને કારણે શૅર વગેરેના ભાવામાં અસાધારણ વધારો થયા અને પછીથી એ ભાવા એકાએક અતિશય એસી ગયા. ન્યૂ યોર્કનાં શરાફી મંડળામાં ભારે કટોકટી પેદા થઈ અને તે દિવસથી અમેરિકાની સમૃદ્ધિના કાળનો અંત આવ્યો. અમેરિકા પણ હવે મંદી વેઠતાં ખીજા રાષ્ટ્રોની હારમાં આવી ગયું. વેપાર તથા ઉદ્યોગામાં હવે ભારે મંદી શરૂ થઈ અને તે દુનિયાભરમાં વ્યાપી ગઈ. તું એમ ન માની લઈશ કે શૅર બજારની સટ્ટાખોરી કે ન્યૂ યોર્કની આર્થિક કટોકટીને કારણે અમેરિકાની પડતી યઈ અથવા ત્યાં મંદી પેદા થઈ. એ બંને વસ્તુ તો નિમિત્તમાત્ર હતી, એનાં ખરાં કારણેા તે ઘણાં ઊંડાં હતાં. આખીયે દુનિયામાં વેપાર ક્ષીણ થતા ગયા અને ખાસ કરીને ખેતીની પેદાશના ભાવા એકદમ બેસી ગયા. દરેક વસ્તુનું ઉત્પાદન હદ ઉપરાંતનું થઈ ગયું છે એમ કહેવામાં આવતું હતું. પરંતુ ખરી વસ્તુસ્થિતિ એ હતી કે ઉત્પન્ન થયેલા માલ ખરીદવા માટે લકા પાસે નાણાં જ નહેાતાં - ખરીદી જોઈએ તે કરતાં ઓછી થઈ ગઈ હતી. પાકા માલ વેચાતા બંધ થયા એટલે ―― ૧૩૫૪ Page #688 -------------------------------------------------------------------------- ________________ ભારે મંદી અને જગદવ્યાપી કટોકટી ૧૩૫૫ તે એકઠા થવા લાગે અને સ્વાભાવિક રીતે જ એ માલ ઉત્પન્ન કરનારાં કારખાનાંઓ બંધ કરવાં પડવાં. વેચાય નહિ તે માલ પેદા કરવાનું તેઓ ચાલુ રાખી શકે નહિ. એને પરિણામે યુરોપ અમેરિકા તથા બીજે બધે સ્થળે કદીયે ન અનુભવેલી એવી ભારે બેકારી પેદા થઈ બધાયે ઔદ્યોગિક દેશો ઉપર ભારે ફટકો પડ્યો. એ જ રીતે, દુનિયાનાં બજારમાં ઉદ્યોગોને માટે જરૂરી કા માલ તથા ખોરાકીની વસ્તુઓ પૂરાં પાડનાર ખેતીપ્રધાન દેશોને પણ ભારે ફટકો પડ્યો. આમ થોડે અંશે હિંદના ઉદ્યોગોને પણ સોસવું પડયું પરંતુ ખેતીની પેદાશના ભાવે બેસી જવાથી હિંદને ખેડૂતવર્ગ ભારે મુસીબતમાં આવી પડ્યો. સામાન્ય રીતે તે ખાધાખોરાકીની વસ્તુઓના ભાવે ઘટે એ લોકોને માટે આશીર્વાદ રૂપ ગણાય. કેમ કે તેમને તેમને રાક સંધે ભાવે મળે. પરંતુ મૂડીવાદી વ્યવસ્થા નીચેની આ ઊંધીચતી દુનિયામાં આ આશીર્વાદ શાપના રૂપમાં ફેરવાઈ ગયે. ખેડૂતોને તેમના જમીનદારને રોકડમાં ગણોત અથવા સરકારને રોકડમાં મહેસૂલ ભરવાનું હતું. એ રોકડ રકમ મેળવવા માટે તેમને પિતાની ખેતીની પેદાશ વેચી દેવી પડતી હતી. પરંતુ વસ્તુના ભાવો એટલા બધા બેસી ગયા હતા કે કેટલીક વાર તે પિતાની બધીયે પેદાશ વેચી દેવા છતાંયે તેમને એને માટે પૂરતાં નાણાં મળી રહેતાં નહિ. અને આથી ઘણી વાર તે તેમને તેમની જમીન ઉપરથી તથા તેમનાં માટીનાં ઝુંપડાઓમાંથી કાઢી મૂકવામાં આવતા અને ગણોત વસૂલ કરવા માટે તેમની જૂજ ઘરવખરીનું પણ લીલામ કરવામાં આવતું. અને આ રીતે, અનાજ અતિશય સોંઘું હતું તે વખતે પણ આ અનાજ પેદા કરનારાઓ જ ભૂખે મરતા હતા અને તેમને ઘરબાર વિનાના કરી દેવામાં આવતા હતા. આ દુનિયાની પરસ્પરાવલંબિતાએ જ એ મંદીને જગવ્યાપી બનાવી મૂકી. બહારની દુનિયાથી અળગે રહેલે તિબેટ જેવો મુલક જ મારી ધારણા પ્રમાણે એમાંથી મુક્ત હશે! મહિને મહિને મંદી વધુ ને વધુ ફેલાતી ગઈ અને વેપાર ક્ષીણ થતો ગયો. આખીયે સમાજવ્યવસ્થામાં ધીમે ધીમે પ્રસરતા જતા અને તેને અપંગ બનાવતા પક્ષાઘાત જેવી એ સ્થિતિ હતી. કદાચ, દુનિયાના વેપારના પ્રજાસંઘે બહાર પાડેલા આંકડાઓ ઉપરથી જ એ મંદીને તેને સૌથી સરસ ખ્યાલ આવશે. એ આંકડાઓ દરેક વરસના પહેલા ત્રણ માસના છે અને તે સેનાના ડૉલરની લાખની સંખ્યામાં આપવામાં આવ્યા છે પહેલા ત્રણ માસ આયાત મૂલ્ય નિકાસ મૂલ્ય આયાત-નિકાસ મૂલ્ય ૧૯૨૯ ૭૯૭૨૦ ૭૩૧૭૦ ૧૫૨૮૯૦ ૧૯૩૦ ७३६४० ૬૫૨૦૦ ૧૩૮૮૪૦ ૧૯૩૧ ૫૧૫૪૦ ૪૫૩૧૦ ૯૬૮૫૦ ૧૯૩૨ ૩૪૩૪૦ ३०२७० ૬૪૬૧૦ ૧૯૩૩ २८२८० ૨૫૫૨૦ ૫૩૮૧૦ Page #689 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન દુનિયાને વેપાર ઉત્તરોત્તર કેવી રીતે ઘટતે ગમે તે આ આંકડાઓ આપણને દર્શાવી આપે છે. એ વેપાર ૧૯૩૩ની સાલના પહેલા ત્રણ માસ દરમ્યાન ચાર વર્ષ અગાઉ હતું તેના કપ ટકા જેટલે એટલે કે લગભગ ત્રીજા ભાગને થઈ ગયો હતો. વેપારને અંગેના આ આંકડાઓ માનવી સંબંધી શી હકીકત આપણને કહે છે? તે આપણને કહે છે કે, જનસમુદાય એટલે બધે ગરીબ છે કે તેઓ જે પેદા કરે છે તે ખરીદી શકતા નથી. તે આપણને કહે છે કે, દુનિયામાં સંખ્યાબંધ મજબૂરો બેકાર પડ્યા છે અને કામ કરવાની પૂરેપૂરી આતુરતા હોવા છતાં તેમને કામ મળતું નથી. માત્ર યુરેપ તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સમાં જ ૩૦,૦૦૦,૦૦૦ મજૂરે બેકાર છે. એમાંથી ૩,૦૦૦,૦૦૦ મજૂર બ્રિટનમાં અને ૧૩,૦૦૦,૦૦૦ યુનાઈટેડ સ્ટેટ્સમાં બેકાર છે. હિંદુસ્તાનમાં અને એશિયાના બીજા દેશોમાં કેટલા લેકે બેકાર છે તેની તે કોઈને પણ કશી ખબર જ નથી. ઘણું કરીને એકલા હિંદુસ્તાનમાં જ યુરોપ અને અમેરિકાના બેકારની કુલ સંખ્યા કરતાં ઘણું વધારે લેકે બેકાર હશે. દુનિયાભરમાં બેકાર બનેલા અસંખ્ય લેકેને તેમ જ તેમના ઉપર આધાર રાખનારાં તેમનાં કુટુંબીજનોને વિચાર કરી છે એટલે વેપારની મંદીને કારણે પેદા થયેલી માનવી યાતનાઓને તને કંઈક ખ્યાલ આવશે. યુરોપના ઘણા દેશમાં રાજ્ય તરફથી શરૂ કરવામાં આવેલી વીમા પદ્ધતિ અનુસાર રાજ્યને ચોપડે નોંધાયેલા બધા બેકારને જિવાઈ જેગે ખરચ રાજ્ય તરફથી આપવામાં આવે છે; યુનાઈટેડ સ્ટેટ્સમાં બેકારને દાન તરીકે જિવાઈ આપવામાં આવતી હતી. પરંતુ રાજ્ય તરફથી મળતી તેમ જ દાન તરીકે મળતી આ રકમ ગુજારા માટે પૂરતી નહતી અને ઘણાઓને તે એ રકમ પણ નહતી મળતી અને તેમને ભૂખમરે વેઠ પડત. મધ્ય અને પૂર્વ યુરોપના કેટલાક ભાગોમાં તે પરિસ્થિતિ અતિશય કારમી બની ગઈ હતી, બધાયે ઔદ્યોગિક દેશમાં અમેરિકા ઉપર મંદીને ફટકે સૌથી છેલ્લે પડ્યો, પરંતુ બીજા બધા દેશો કરતાં એની અસર ત્યાં આગળ વધારે પ્રમાણમાં થવા પામી. અમેરિકાના લેકે લાંબા સમય સુધી ચાલતી વેપારની મંદી તથા હાડમારીથી ટેવાયેલા નહોતા. ગર્વિષ – ધનગર્વિષ્ઠ અમેરિકા, મંદીને ફટકે પડતાં બેબાકળું બની ગયું અને લાખેના પ્રમાણમાં બેકારની સંખ્યા વધતી ગઈ તેમ જ ભૂખમરાનું દશ્ય સર્વસામાન્ય બનતું ગયું તેમ તેમ રાષ્ટ્રનું ધૈર્ય ખૂટવા લાગ્યું. બેંકે અને રોકાણ ઉપર વિશ્વાસ ડગી ગયા અને લેકે બેંકમાંથી પિતાનાં નાણાં ઉઠાવી લઈને પિતાની પાસે સંઘરવા લાગ્યા. બેંકે તે વિશ્વાસ અને શાખ ઉપર જ નભે છે એટલે એ વિશ્વાસ તૂટે તે બેંકની પણ એવી જ દશા થાય. યુનાઈટેડ સ્ટેટ્સમાં હજારે બેંકે એ રીતે તૂટી ગઈ Page #690 -------------------------------------------------------------------------- ________________ ભારે મંદી અને જગદવ્યાપી કહેકટી ૧૩૫૭ અને પ્રત્યેક તૂટેલી બેંકે કટોકટીમાં વધારો કર્યો અને એકંદરે પરિસ્થિતિ વિશેષે કરીને બગડી. બેકાર બનેલાં સંખ્યાબંધ સ્ત્રીપુરુષોએ રખડપટ્ટીને ધંધે સ્વીકાર્યો અને તેઓ કામની શોધમાં એક શહેરથી બીજે શહેર એમ ભટકવા લાગ્યાં. મોટા મેટા રાજમાર્ગોને રસ્તે તેઓ પકડતાં અને ત્યાં થઈને પસાર થતા મોટરવાળાઓને તેઓ પિતાની મોટરમાં તેમને બેસાડી લઈ જવાની વિનંતી કરતાં અથવા ઘણી વાર તે તેઓ ધીમી ગતિથી જતી માલગાડીનાં બાજુનાં પાટિયાઓ ઉપર વળગી જતાં. એથીયે વિશેષ સેંધપાત્ર દશ્ય તે એ વિશાળ દેશના એક છેડાથી બીજા છેડા સુધી એકલાં અથવા નાના નાના સમૂહમાં રખડતાં તરણ વયનાં છોકરા છોકરીઓનું હતું. નાનાં નાનાં બાળકે સુધ્ધાં એ રીતે રખડતાં માલૂમ પડતાં હતાં, દરમ્યાન પુખ્ત વયના અને સશક્ત પુરૂષ કામ વિના નવરા બેઠા રહ્યા હતા અને કામ મળે એવી આશા સેવતા હતા. અને નમૂનારૂપ કારખાનાઓ પણ બંધ થઈ રહ્યાં હતાં. મૂડીવાદી વ્યવસ્થાનું સ્વરૂપ જ એવું છે કે, આમ હોવા છતાંયે, એ જ અરસામાં અંધારી, ગંદી અને લેહાનું પાણી કરનારી દુકાને ઊભી થઈ અને તેમાં બાર ને સોળ વરસનાં બાળકો પાસે નજીવી મજૂરી આપીને દિવસના દશથી બાર જેટલા કલાક કામ લેવામાં આવતું. કેટલાક માલિકોએ એ તરુણ વયનાં છોકરા છોકરીઓ ઉપરના બેકારીને જબરદસ્ત દબાણને લાભ ઉઠાવીને પિતાની મિલે તથા કારખાનાંઓમાં તેમની પાસેથી સખત અને લાંબા કલાક સુધી કામ લીધું. મંદીએ આ રીતે અમેરિકામાં બાળકોની મજૂરી ફરી પાછી દાખલ કરી અને આનો તથા બીજી ગેરરીતિઓની મનાઈ કરનારા મજૂરેને લગતા કાયદાઓને છડેચોક ભંગ થવા લાગ્યો. એ વસ્તુ યાદ રાખજે કે અમેરિકામાં યા તે બાકીની દુનિયામાં અન્ન કે પાકા માલની તંગી નહોતી. ફરિયાદ ઊલટી એ હતી કે એ બધી વસ્તુઓ વધારે પડતી હતી; એ બધી વસ્તુઓનું ઉત્પાદન જોઈએ તે કરતાં વધારે હતું. સર હેન્રી ફ્રાકશ નામના એક મશદર અંગ્રેજ અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે, ૧૯૩૧ની સાલમાં એટલે કે, મંદીના બીજા વરસમાં દુનિયાનાં બજારમાં એટલે બધો માલ પડેલું હતું કે, ત્યાર પછી સવાબે વરસ સુધી દુનિયાભરના લેકે કશુંયે કામ ન કરે તોયે તેઓ જીવનના જે ધરણને ટેવાયેલા હતા તે ધોરણ પ્રમાણે પિતાનું ગુજરાન ચલાવી શકે. અને આમ છતાંયે, એ જ સમયે, આધુનિક ઔદ્યોગિક દુનિયાએ પહેલાં કદીયે ન અનુભવેલી એવી તંગી અને ભૂખમરે તેને વેઠ પડયો. અને એની સાથે સાથે જ, એ તંગીને પડખે જ ખાધાખોરાકીની વસ્તુઓને ખરેખાત નાશ કરવામાં આવતું હતું. પાકને ન લણતાં તેને ખેતરમાં જ સડવા દેવામાં આવતે, ફળને ઝાડે ઉપર Page #691 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન જ રહેવા દેવામાં આવતાં અને ઘણી વસ્તુઓને તે ખરેખર નાશ કરવામાં આવતે. આનું એક જ ઉદાહરણ આપું : ૧૯૩૧ના જૂનથી માંડીને ૧૯૩૩ના ફેબ્રુઆરી સુધીમાં બ્રાઝિલમાં ૧૪૦,૦૦,૦૦૦ કરતાંયે વધારે કૉફીના થેલાઓને નાશ કરવામાં આવ્યું હતું. દરેક કોથળામાં ૧૩૨ રતલ કૉફી હેય છે એટલે એ રીતે ૧,૮૪,૮૦,૦૦,૦૦૦ કરતાં વધારે રતલ કેફીને નાશ કરવામાં આવે ! એ જચ્ચે આખી દુનિયાની વસ્તી માટે પૂરતું હતું. એને વહેંચવામાં આવે તે પ્રત્યેક વ્યક્તિને એક શેર કૅફી મળી રહે. અને આમ છતાંયે આપણને ખબર છે કે, કૉફીને સહર્ષ વધાવી લે એવા કરડે લેકોની કોફી ખરીદવાની ગુંજાશ નથી. કૉફી ઉપરાંત ઘઉં અને કપાસ તેમ જ બીજી પણ અનેક વસ્તુઓને નાશ કરવામાં આવ્યું. કપાસ, રબર, ચા વગેરેનું વાવેતર મર્યાદિત કરીને ભવિષ્યમાં ઉત્પાદન ઘટાડવાનાં પગલાં પણ ભરવામાં આવ્યાં. ખેતીની નીપજની કિંમત વધારવાને માટે ઉપર્યુક્ત વસ્તુઓને નાશ કરવામાં આવ્યું હતું તેમ જ તેમનું વાવેતર મર્યાદિત કરવામાં આવ્યું હતું. કેમકે એથી એ બધી વસ્તુઓની - તંગી પેદા થાય અને એને પરિણામે એની માગ પેદા થાય અને માગ પેદા થવાથી તેમના ભાવ ઊંચા થાય. બજારમાં પિતાને માલ વેચનાર ખેડૂતને તે એ વસ્તુ ફાયદાકારક નીવડે પરંતુ વાપરવાને માટે એ વસ્તુઓ ખરીદનારાઓની શી સ્થિતિ ? સાચે જ, આપણી આ દુનિયા અજબ જેવી છે. જે ઉત્પાદન જોઈએ તે કરતાં ઓછું થાય તે વસ્તુઓના એ ભાવ એટલા બધા વધી જાય કે મેટા ભાગના લેકે તે ખરીદી શકે નહિ અને એ રીતે તેમને હાડમારી ભેગવવી પડે. જે ઉત્પાદન વધારે પડતું થાય તે વસ્તુઓના ભાવ એટલા બધા ઘટી જાય કે ઉદ્યોગ અને ખેતી ચાલી શકે નહિ અને તેને લીધે બેકારી પેદા થાય. અને તેની પાસે ખરીદવાના પૈસા તે હોતા નથી એટલે બેકાર થયેલ માણસ કોઈ પણ વસ્તુ કેવી રીતે ખરીદી શકવાને હતે? આમ માલની અછત હોય કે તેની રેલમછેલ હોય એ બંને પરિસ્થિતિમાં આમ જનતાના નસીબમાં તે કષ્ટો અને હાડમારી જ વેઠવાનાં હોય છે. આગળ કહી ગયો તેમ, મંદીના કાળ દરમ્યાન અમેરિકામાં કે બીજે કોઈ પણ ઠેકાણે માલની તંગી તે હતી જ નહિ. ખેડૂતે પાસે ખેતીની પેદાશ પડેલી હતી પણ તે તેઓ વેચી શકતા નહતા. અને શહેરના લેક પાસે કારખાનાંઓમાં તૈયાર થયેલે પાકે માલ પડેલું હતું પરંતુ તેઓ તેને વેચી શકતા નહોતા. અને આમ છતાંયે એકને બીજાને માલ જોઈતું હતું. ઉભય પક્ષે નાણાને અભાવ હોવાથી વિનિમયને વ્યવહાર અટકી પડ્યો. અને પછીથી, સારી પેઠે ઔદ્યોગિક બનેલા, આધુનિક સભ્યતામાં આગળ વધેલા અને મૂડીવાદી અમેરિકામાં ઘણા લેકેએ સાટાની એટલે કે વસ્તુવિનિમયની પ્રાચીન પદ્ધતિ Page #692 -------------------------------------------------------------------------- ________________ ભારે મંદી અને જગદુવ્યાપી કટોકટી ૧૩૫૯ અખત્યાર કરી. રોકડ નાણુને વપરાશ શરૂ થયું તે પહેલાં પ્રાચીન કાળમાં એ વસ્તુવિનિમયની પદ્ધતિ ચાલતી હતી. વસ્તુવિનિમય કરવા માટેની સેંકડ સંસ્થાઓ અમેરિકામાં શરૂ થઈ. નાણુને અભાવે વિનિમયની મૂડીવાદી પદ્ધતિ તૂટી પડી એટલે લેકેએ નાણાં વિના ચલાવવાનું શરૂ કર્યું અને તેઓ વસ્તુઓ અને સેવાઓને વિનિમય કરવા લાગ્યા. પ્રમાણપત્રો આપીને તે દ્વારા વસ્તુવિનિમયના વ્યવહારને મદદરૂપ થવા માટે વિનિમય સંસ્થાઓ ઊભી થઈ. વસ્તુવિનિમય અંગે એક ડેરીવાળાને રમૂજી દાખલ છે. પિતાનાં બાળકની કેળવણીના બદલામાં એક વિદ્યાપીઠને તે દૂધ, માખણ તથા ઈડાં આપતા હતા. બીજા કેટલાક દેશોમાં પણ વસ્તુવિનિમયની પદ્ધતિ છેડેઘણે અંશે વિકસી હતી. આંતરરાષ્ટ્રીય વિનિમયની અટપટી પદ્ધતિ તૂટી પડી એટલે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે પણ વસ્તુવિનિમયના ઘણે દાખલા બનવા પામ્યા. આ રીતે સ્વીડન નોર્વેનું ઈમારતી લાકડું ઈંગ્લડે કેલસે આપીને લીધું; સોવિયેટ પાસેથી તેલ મેળવવાને માટે કેનેડાએ તેને એલ્યુમિનિયમ આપ્યું; યુનાઈટેડ સ્ટેટ્સ બ્રાઝિલને ઘઉં આપીને તેના બદલામાં તેની પાસેથી કૉફી મેળવી. એ મંદીને લીધે અમેરિકાના ખેડૂતે ઉપર ભારે ફટકો પડ્યો. અને પિતાના ખેતીના બગીચાઓ ગીરે મૂકીને બેંક પાસેથી ઉપાડેલાં નાણાં તેઓ ભરપાઈ ન કરી શક્યા. આથી એ ખેતીના બગીચાઓ વેચી નાખીને બેંકોએ પિતાનું લેણું વસૂલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ખેડૂતે એમ કરવા દે એમ નહોતું અને આવા પ્રકારનાં વેચાણે અટકાવવાને માટે તેમણે અમલી પગલાં ભરવા માટેની સમિતિઓ નીમી. એનું પરિણામ એ આવ્યું કે, બેંક તરફથી કરવામાં આવતી ખેતીના બગીચાઓની હરાજીમાં માગણી કરવાની કોઈની હિંમત ચાલતી નહિ અને બેંકવાળાઓને ખેડૂતની શરતે કબૂલ રાખવાની ફરજ પડતી. ખેડૂતને આ બળવે અમેરિકાના મધ્ય પશ્ચિમના ખેતીપ્રધાન પ્રદેશમાં ફેલાયે. એ બળવાની ઘટના ભારે મહત્ત્વની હતી કેમકે, લાંબા સમય સુધી દેશના આધાર-થંભરૂપ બની રહેલા અમેરિકાના આ સ્થિતિચુસ્ત ખેડૂતોને વધતી જતી એ આર્થિક કટોકટીએ કેવી રીતે ઉત્તરોત્તર ઉદ્દામ અને ક્રાંતિકારી દષ્ટિવાળા બનાવ્યા એ વસ્તુ એ દર્શાવી આપે છે. તેમની એ ચળવળ તળપદી હતી અને સમાજવાદ કે સામ્યવાદ સાથે તેને કશેયે સંબંધ નહોતે. આર્થિક સંકટને કારણે મિલકતને માલિકી હક્ક ધરાવનારા મધ્યમ વર્ગના ખેડૂતે મટીને તેઓ કેવળ જમીન ખેડનારા અને જૂજ મિલક્ત ધરાવનારા ખેડૂતે અથવા ગણોતિયાઓ થઈ ગયા. “માનવી હક્કો એ કાયદાના તથા મિલક્તના હક્કોથી પર છે.” “ગીને પહેલે હક્ક પત્ની તથા બાળકને છે.” ઈત્યાદિ તેમના અનેક પિકારોમાંના દેડા પિકાર હતા. Page #693 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૦ જગતના ઈતિહાસનું રેખાદર્શન યુનાઈટેડ સ્ટેટ્સની પરિસ્થિતિનું ખ્યાન મેં કંઈક વિસ્તારથી કર્યું છે કેમકે અમેરિકા એ અનેક રીતે અદભુત દેશ છે. એ સૌથી આગળ વધેલ મૂડીવાદી દેશ છે અને યુરોપ તથા એશિયાની પેઠે તેનાં મૂળ ભૂતકાળની ફયૂડલ વ્યવસ્થામાં રહેલાં નથી. આ રીતે ત્યાં આગળ ફેરફારે વધારે ત્વરાથી થાય છે. બીજા દેશે તો જનતાનાં કષ્ટો તથા હાડમારીઓથી વધારે ટેવાયેલા છે. અમેરિકામાં તે આટલા મોટા પાયા ઉપરની એ ઘટના તદ્દન નવી અને હેબતાવી મૂકે એવી હતી. અમેરિકા વિષે મેં જે કહ્યું છે તે ઉપરથી મંદીના કાળ દરમ્યાન બીજા દેશોની દુર્દશા વિષે તું કલ્પના કરી શકશે. કેટલાક દેશની સ્થિતિ તે અતિશય ખરાબ થઈ ગઈ હતી અને કેટલાક દેશની સ્થિતિ કંઈક ઠીક હતી. એકંદરે જોતાં ખેતીપ્રધાન અને પછાત દેશ ઉપર આગળ વધેલા ઔદ્યોગિક દેશે જેટલો સખત ફટકો પડ્યો નહોતો. તેમના ખુદ પછાતપણાએ જ કંઈક અંશે તેમને ઉગારી લીધા. ખેતીની પેદાશના ભાવે એકદમ અતિશય બેસી ગયા એ તેમની મુખ્ય મુશ્કેલી હતી. એને લીધે ખેડૂત વર્ગ ભારે હાડમારીમાં આવી પડ્યો. ખેતીપ્રધાન દેશ ઑસ્ટ્રેલિયા ઇંગ્લંડની બેંકનું પિતાનું દેવું આપી ન શક્યો અને ખેતીની પેદાશના ભાવે બેસી જવાને કારણે નાદાર થઈ જવાની અણી પર આવી ગયો હતો. એમાંથી ઊગરવાને માટે ઇગ્લેંડના બૅકવાળાઓની કડક શરતે તેને કબૂલ રાખવી પડી. મંદીના કાળમાં બેંકો અને શરાફે અથવા નાણાં ધીરનારાઓને વર્ગ માતબર બને છે અને બીજા વર્ગો ઉપર તે પિતાનું પ્રભુત્વ જમાવે છે. - યુનાઈટેડ સ્ટેટ્સ ધીર બંધ કરી તેથી તેમ જ મંદીને લીધે દક્ષિણ અમે રિકામાં કટોકટી ઊભી થઈ અને તેને પરિણામે ઘણીખરી પ્રજાસત્તાક સરકારે અથવા સાચું કહેતાં ત્યાં આગળ શાસન કરતા સરમુખત્યારે ઊથલી પડ્યા. તેના આગળ પડતા દેશે આર્જેન્ટાઈન, ચિલી અને બ્રાઝિલ સહિત આખાયે દક્ષિણ અમેરિકામાં ક્રાંતિઓ થવા પામી. દક્ષિણ અમેરિકાની બધીયે ક્રાંતિઓની પિઠે એ ક્રાંતિઓ પણ રાજમહેલની ક્રાંતિઓ હતી અને એને પરિણામે માત્ર ટોચ ઉપર જ ફેરફાર થયા એટલે કે સરમુખત્યારે અને સરકારમાં પરિવર્તન થવા પામ્યું. ત્યાં આગળ લશ્કર અને પોલીસ ઉપર કાબૂ ધરાવનાર વ્યક્તિ કે વ્યક્તિસમૂહ દેશ ઉપર શાસન કરે છે. દક્ષિણ અમેરિકાની બધી જ સરકારો દેવાના ભારે બેજા નીચે હતી અને તેમાંની ઘણુંખરી સરકારે વાયદા પ્રમાણે પિતાનું દેવું ચૂકવવામાં નિષ્ફળ નીવડી હતી. Page #694 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કટોકટી શાથી પેદા થઈ? ૨૧ જુલાઈ, ૧૯૩૩ મહામંદીએ દુનિયાની ગળચી પકડી અને તેણે તેની બધી પ્રવૃત્તિઓને રૂંધી નાખી અથવા તે મંદ પાડી દીધી. ઘણે ઠેકાણે ઉદ્યોગમાં ચક્ર ફરતાં બંધ થઈ ગયાં; અનાજ અને બીજા ખાદ્ય પદાર્થો પકવનારાં ખેતરે ખેડ્યા વિના પડતર પડી રહ્યાં; રબરનાં ઝાડ ઉપર રબર ઝરીને એકઠું થતું હતું પણ કોઈ તેને એકઠું કરનાર નહતુંજેમાં ચાના છેડવાઓ કાળજીપૂર્વક ઉછેરવામાં આવતા હતા તે પહાડોની બાજુમાં આવેલા ચાના બગીચાઓ જંગલના રૂપમાં ફેરવાઈ ગયા અને તેમની સંભાળ રાખનાર કેઈ રહ્યું નહોતું. આ બધાં કામે કરનારાઓ તે બેકારની પ્રચંડ સેનામાં જોડાઈ ગયા હતા. તેઓ કામધંધે મળે એની પ્રતીક્ષા કરતા બેઠા હતા પરંતુ કામ તેમને મળે એમ હતું નહિ એટલે લાચાર અને લગભગ હતાશ થઈને ભૂખમરે અને હાડમારી વેઠી રહ્યા હતા. ઘણું દેશમાં આપઘાતની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં વધવા પામી. ' મેં કહ્યું તેમ, બધાયે ઉદ્યોગ ઉપર મંદીની કારમી છાયા ફરી વળી. પરંતુ એક ઉદ્યોગ એ હતે ખરે કે જે એમાંથી મુક્ત રહ્યો. જુદા જુદા દેશોનાં લશ્કર, નૌકાસ તથા હવાઈ દળને શસ્ત્રો તથા બીજે લડાયક સરંજામ પૂરે પાડનાર યુદ્ધસરંજામ પેદા કરનારે એ ઉદ્યોગ હતો. એ ધંધો અતિશય આબાદ થયે અને તેણે પિતાના શેર ધરાવનારાઓને મોટા મોટા નફા વહેંચા. મંદીની અસર એ ઉદ્યોગ ઉપર ન થઈ કેમકે એ ધંધે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની હરીફાઈ અને સ્પર્ધા ઉપર ચાલે છે અને એ કટોકટીના કાળમાં તે એ હરીફાઈ અને સ્પર્ધા અતિશય ઉગ્ર બની ગઈ બીજો એક માટે પ્રદેશ – વિયેટ રાજ્ય – પણ મંદીની સીધી અસરમાંથી મુક્ત રહ્યો. ત્યાં આગળ બેકારી નહતી અને પંચવષ યેજના અનુસાર ત્યાં પહેલાં કરતાંયે સખત કામ ચાલતું હતું. મૂડીવાદના નિયંત્રણ નીચેના પ્રદેશની એ બહાર હતું અને તેની અર્થવ્યવસ્થા ભિન્ન હતી. પરંતુ હું આગળ જણાવી ગમે તેમ મંદીને કારણે પરોક્ષ અથવા આડકતરી રીતે તેને સેસવું પડ્યું; કેમ કે, મંદીને લીધે તેણે પરદેશમાં વેચેલી પોતાની ખેતીની પેદાશના ભાવો તેને ઓછા મળ્યા. આ મહામંદી – આ જગવ્યાપી કટોકટીનું કારણ શું હતું? એક રીતે તે એ કટોકટી લગભગ મહાયુદ્ધના જેટલી જ ભયંકર હતી. એને મૂડીવાદની કટોકટી કહેવામાં આવે છે, કેમકે એના ફટકાથી મૂડીવાદના વ્યાપક અને અટપટા તંત્રને સારી પેઠે નુકસાન પહોંચ્યું છે. મૂડીવાદે આ વર્તાવ કેમ રાખે? અને એ કટોકટી થોડા વખત પૂરતી જ છે? અથવા મૂડીવાદ એમાંથી ક્ષેમ Page #695 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન કુશળ પાર ઊતરશે કે પછી દુનિયા ઉપર આટલા બધા લાંબા સમય સુધી પ્રભુત્વ ભેગવનાર એ મહાન વ્યવસ્થાની મરણ પહેલાંની છેવટની વ્યથાની આ શરૂઆત છે? આવા આવા અનેક પ્રશ્નો ઊઠે છે અને આપણે તેમના તરફ આકર્ષાઈએ છીએ કેમકે એ પ્રશ્નોના જવાબ ઉપર જ માનવજાતના અને સાથે સાથે આપણા સૌના ભાવીને પણ આધાર છે. ૧૯૭રની સાલના ડિસેમ્બર માસમાં બ્રિટિશ સરકારે અમેરિકાની સરકાર ઉપર એક યાદી મોકલી હતી અને તેમાં તેણે પિતાનું યુદ્ધણું જતું કરવાની યાચના કરી હતી. એ યાદીમાં બ્રિટિશ સરકારે એ પણ બતાવી આપ્યું હતું કે, રેગના ઉપચાર અજમાવવા જતાં તે ઊલટે તે વધારે ઉગ્ર બન્યું છે. તેણે જણાવ્યું કે, “કરવેરામાં બેહદ વધારો કરી દેવામાં આવ્યું છે અને ખરચમાં ભારે કાપકૂપ કરવામાં આવી છે અને આમ છતાંયે જે પીડા મટાડવાને આ બધી મર્યાદાઓ તથા નિયંત્રણ અખત્યાર કરવામાં આવ્યાં છે. તેણે તે એ પીડા ઊલટી વધારી મૂકી છે.” વળી વિશેષમાં તેમણે બતાવી આપ્યું કે, કુદરતની કંજૂસાઈને કારણે કંઈ આ હાનિ અને યાતનાઓ વેઠવી પડતી નથી. ભૈતિક વિજ્ઞાનની સફળતા દિનપ્રતિદિન વધતી જાય છે અને સાચી સંપત્તિ ઉત્પન્ન કરવાની અગાધ શક્યતાઓ અક્ષત એટલે કે જેમની તેમ રહી છે.” દોષ કુદરતમાં નહિ પણ માણસમાં અને તેણે ઊભી કરેલી વ્યવસ્થામાં રહેલ છે. મૂડીવાદના આ વ્યાધિનું સાચું નિદાન કરવાનું તેમ જ તેનું નિવારણ કરવાના ઇલાજે બતાવવાનું કામ સહેલું નથી. જેમણે એ વિષે બધુયે જાણવું જોઈએ તે સંપત્તિશાસ્ત્રીઓમાં એ વિષે મતભેદ છે અને તેઓ એનાં ભિન્ન ભિન્ન કારણે જણાવે છે અને એના નિવારણના જુદા જુદા ઉપાય સૂચવે છે. માત્ર સામ્યવાદીઓ અને સમાજવાદીઓના મનમાં એ બાબતમાં ચોખવટ હોય એમ લાગે છે. તેમનાં દૃષ્ટિબિંદુ અને સિદ્ધાંતને મૂડીવાદની પડતીથી સમર્થન મળે છે. મૂડીવાદી તો તે એ વિષેની પિતાની મૂંઝવણ નિખાલસપણે કબૂલ કરે છે. મેંટેગ્યુ નર્મને એ ઇગ્લેંડને એક મોટો અને સમર્થ શરાફ છે. અને તે ઈંગ્લંડની બેંક ને ગવર્નર છે. એક જાહેર સમારંભને પ્રસંગે તેણે કહ્યું હતું કે, “આર્થિક પ્રશ્ન એ મારા ગજા ઉપરવટને પ્રશ્ન છે. એની મુશ્કેલીઓ અતિશય ભારે અને અવનવી છે તથા ભૂતકાળમાં એને મળતી આવતી ઘટનાઓ મળતી નથી. એટલે એ આખાયે વિષયને એક અજ્ઞાન માણસ તરીકે અને ખૂબ નમ્રતાપૂર્વક હું હાથ ધરું છું. એ મારે માટે ગજા બહારનું કામ છે. અત્યારે તે આપણે અંધકારમય બગદામાં જ ફસાયેલા છીએ. ભવિષ્યમાં, એ બગદાને છેડે આપણે પ્રકાશ જઈ શકીશું એવી મને આશા છે. કેટલાક લેકે ક્યારનાયે એ પ્રકાશ આપણને બતાવવાને શક્તિમાન થયા છે. પરંતુ એ પ્રકાશ તે ભ્રામક દ્રજાળ છે અને કેવળ આપણને નિરાશ કરવા માટે જ તે Page #696 -------------------------------------------------------------------------- ________________ કટોકટી શાથી પેદા થઈ? ૧૩:૩ આપણા હૃદયમાં આશાના સંચાર કરે છે. સર ઑકલૅંડ ગીડીસ નામના એક નામીચા બ્રિટિશ રાજદ્વારી પુરુષે કહ્યું છે કે, ‘વિચારવાન લેકા માને છે કે સમાજને હાસ શરૂ થઈ ચૂકયો છે. આપણે જાણીએ છીએ કે યુરોપમાં તે એક યુગના અંત નજીક આવી રહ્યો છે.' જન લેાકા એમ માનતા કે, એ કટોકટીનું ખરું કારણ યુદ્ધની નુકસાની પેટે ભરવી પડતી રકમો છે; ખીજા ધણા લેકા એમ માનતા હતા કે, યુદ્ધ-ઋણને કારણે,— પછી તે દેશની અંદર કરેલું દેવું હોય કે પરદેશમાં કરેલું દેવું હાય ~~~ મંદી પેદા થઈ. તેમનું એવું માનવું હતું કે એ મેજો ગજા ઉપરવટના થઈ પડ્યો અને તેણે બધાયે ઉદ્યોગાને કચરી નાખ્યા. આ રીતે, દુનિયાની મુશ્કેલીને માટે પ્રધાનપણે મહાયુદ્ધને જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક સંપત્તિશાસ્ત્રીઓના એવા મત હતા કે, ખરી મુસીબત નાણાંના વિચિત્ર પ્રકારના વ્યવહારને કારણે પેદા થઈ અને સેાનાની અછત થઈ જવાને કારણે વસ્તુના ભાવા અતિશય બેસી ગયા. અને સાનાની અછત, અમુક અંશે દુનિયાને જોઈ એ તેટલા પ્રમાણમાં ખાણામાંથી તે પેદા નથી થતું તેને લીધે પણ ં મુખ્યત્વે કરીને તેા જુદી જુદી સરકારા તેના સંગ્રહ કરી રહી છે તેથી થવા પામી છે. વળી ખીજા કેટલાક એમ કહેતા હતા કે, બધી મુશ્કેલીઓ આર્થિક રાષ્ટ્રવાદને કારણે — પરદેશથી આવતા માલ ઉપર ભારે જકાતો અને કરા નાંખવાની નીતિને કારણે પેદા થવા પામી છે. એ જકાતો આંતરરાષ્ટ્રીય વેપારને અટકાવી દે છે. વળી બીજા કેટલાકેએ સૂચવ્યું કે, યંત્રશાસ્ત્ર અથવા વૈજ્ઞાનિક કરામતામાં થયેલી પ્રગતિ એને માટે કારણભૂત હતી. એણે ઉત્પાદન કાર્ટીમાં જોઈતા મજૂસની સંખ્યા ઘટાડી દીધી અને એ રીતે બેકારીમાં વધારા કર્યાં. મંદીને માટે સૂચવવામાં આવેલાં આ અને ખીજા કારણેા વિષે ઘણું ધણું કહી શકાય એમ છે, પરંતુ આ જગબ્યાપી વિષમતા પેદા કરવામાં એ બધાંયે કારણેાએ હિસ્સા આપ્યા હોય એ બનવાજોગ છે. પરંતુ એ કટોકટી માટે એમાંનાં કાઈ એક ઉપર અથવા તે સમગ્રપણે બધાંયે કારણા ઉપર દોષારોપણ કરવું વાજખી કે ન્યાયપુરઃસરનું નથી. ખરેખર, આ કહેવાતાં કારણામાંથી ઘણાં તે એ કટોકટીનાં પરિણામો હતાં. હા, એ ખરું કે એ દરેકે કટોકટીને ઉગ્ર બનાવવામાં ફાળા આપ્યા હતા. પરંતુ એ રાગનાં મૂળ ઘણાં ઊંડાં છે. લડાઈમાં હાર થવાને કારણે એ કટોકટી ઊભી નહેાતી થઈ કેમકે, વિજયી રાષ્ટ્રો પણ તેમાં સપડાયાં હતાં; રાષ્ટ્રની ગરીબાઈ પણ એને માટે કારણભૂત નહતી કેમકે દુનિયાના સૌથી ધનવાન દેશ અમેરિકા જેમને એ કટોકટીને કારણે સૌથી વધારે સાસવું પડ્યું તેમાંને એક દેશ હતો, કટોકટીને વિરત કરવામાં મહાયુદ્ધે ભારે હિસ્સા આપ્યા છે એ વાત તો નિર્વિવાદ છે, Page #697 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન એનાં બે કારણે હતાં. એક તે દેવાને અસહ્ય બેજે અને બીજું લેણદારમાં કરવામાં આવેલી તેની વહેંચણીની રીત. વળી, મહાયુદ્ધ દરમ્યાન તેમ જ તે પછી થોડાં વરસ સુધી વસ્તુઓના ભાવે બહુ ઊંચા રહ્યા એ પણ એનું એક કારણ હતું. એ ભાવો કૃત્રિમ હતા અને તેમાં એકદમ ઓટ આવ્યા વિના ચાલે એમ નહતું. પણ આપણે હજી વધારે ઊંડા ઊતરીને તપાસીએ. એમ કહેવામાં આવે છે કે, જોઈએ તે કરતાં વધારે પ્રમાણમાં કરવામાં આવતું ઉત્પાદન રેગનું મૂળ છે. પરંતુ એ વસ્તુ ભ્રામક છે, કેમ કે, કરડે માણસને જીવનની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓના પણ સાંસા પડતા હોય તે પરિસ્થિતિમાં ઉત્પાદન વધારે પડતું થાય છે એમ કહી શકાય જ નહિ. હિંદુસ્તાનમાં કરોડ લોકોને પહેરવા માટે પૂરતાં કપડાં મળતાં નથી અને છતાં મિલમાં કાપડના તથા ખાદી ભંડારેમાં ખાદીના ઢગલેઢગલા ખડકાયા છે તથા કાપડનું વધારે પડતું ઉત્પાદન થયું છે એવી વાત સાંભળવામાં આવે છે. એને સાચે ખુલાસે તે એ છે કે અતિશય ગરીબાઈને કારણે લેકે કાપડ ખરીદી શકતા નથી; નહિ કે તે તેમને જોઈતું નથી. જનતા પાસે નાણુને અભાવ છે. આ નાણાંના અભાવને અર્થ એ નથી કે દુનિયામાંથી નાણું અલોપ થઈ ગયાં છે. એને અર્થ એ છે કે, દુનિયાના લોકમાં નાણાંની વહેંચણી બદલાઈ છે અને તે નિરંતર બદલાતી રહે છે. એટલે કે, સંપત્તિની વહેંચણીમાં અસમાનતા રહેલી છે. એક બાજુ ધનદેલતના ઢગલા થયા છે અને તેને શું ઉપયોગ કરો તેની તેના માલિકને ખબર પડતી નથી; તેઓ તે માત્ર તે વધારે ને વધારે ખડકતા જાય છે અને તેમનાં બેંકનાં ખાતાં ઉત્તરોત્તર મેટાં ને મોટાં થતાં જાય છે. આ નાણુને બજારમાં વસ્તુઓ ખરીદવામાં ઉપયોગ થતું નથી. જ્યારે બીજી બાજુએ ધનદોલતના સાંસા છે અને નાણાંના અભાવને કારણે જરૂરની વસ્તુઓ પણ ખરીદી શકાતી નથી. આ દુનિયામાં તવંગર તેમ જ ગરીબો છે એ હકીકત જણાવવાની આ દીર્ઘસૂત્રી રીત છે. બાકી એ હકીક્ત એટલી સ્પષ્ટ અને ઉઘાડી છે કે એ પુરવાર કરવા માટે દાખલાલીલેની જરૂર નથી. છેક ઈતિહાસના આરંભકાળથી માંડીને આજ સુધી હમેશાં આ ગરીબ અને તવંગરો હતા જ. તે પછી વર્તમાન કટોકટી માટે તેમને શા માટે જવાબદાર ગણવા જોઈએ ? મારા ધારવા પ્રમાણે આગળના એકાદ પત્રમાં હું કહી ગયું છું કે, સંપત્તિની વહેંચણી કરવામાં મૂડીવાદી વ્યવસ્થાનું સમગ્ર વલણ અસમાનતાઓને તીવ્ર અથવા ઉત્કટ બનાવવાનું હોય છે. સમાજની ફયુડલ અવસ્થામાં સ્થિતિ લગભગ સ્થિર હતી, અથવા કહે કે તે અતિશય ધીમી ગતિથી પલટાતી હતી; પ્રચંડ યંત્રો અને જગવ્યાપી બજારોને કારણે મૂડીવાદી વ્યવસ્થા ક્રિયાશીલ બની. અને વ્યક્તિઓ અને સમૂહના હાથમાં સંપત્તિ એકઠી થઈ એટલે ફેરફાર બહુ ઝડપથી થવા Page #698 -------------------------------------------------------------------------- ________________ કટોકટી શાથી પેદા થઈ? લાગ્યા, સંપત્તિની વહેંચણીમાં અસમાનતા વધવાથી તેમ જ તેમાં બીજાં કેટલાંક તો ઉમેરાતાં ઔદ્યોગિક દેશમાં મૂડીદારે અને મજૂર વચ્ચે નવી લડત ઊભી થઈ. મજૂરોને મજૂરીના ઊંચા દરે તથા જીવનની વધુ સારી સ્થિતિ ઇત્યાદિ થોડી છૂટછાટ આપીને એ દેશના મૂડીદારેએ પરિસ્થિતિ જરા હળવી કરી. વસાહતી દેશે અને પછાત મુલકના શેષણને ભોગે તેમણે મને એ છૂટછાટે આપી. આ રીતે, એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા તથા પૂર્વ યુરોપનું શોષણ કરીને પશ્ચિમ યુરેપના ઔદ્યોગિક દેશે તથા ઉત્તર અમેરિકા મોટા પ્રમાણમાં સંપત્તિ એકઠી કરી શક્યા અને તેને થોડે ભાગ પિતાપિતાના મજૂરોને આપી શક્યા. નવાં નવાં બજારે શેધાતાં ગયા તેમ તેમ નવા નવા ઉદ્યોગો ઊભા થતા ગયા અથવા જૂના ઉદ્યોગ વિકસતા ગયા. સામ્રાજ્યવાદી દેશેએ આ બજારો અને કાચા માલ માટે આક્રમણકારી શોધ શરૂ કરી અને જુદી જુદી ઔદ્યોગિક સત્તાઓની હરીફાઈને કારણે તેમની વચ્ચે અથડામણ પેદા થઈ. જ્યારે આખી દુનિયા આ મૂડીવાદી શોષણના પંઝા નીચે આવી ગઈ ત્યારે ઉત્તરોત્તર વધુ ને વધુ વિસ્તારમાં પગ પસારવાની આ ક્રિયાનો અંત આવ્યો અને ભિન્ન ભિન્ન સત્તાઓ વચ્ચેના ઘર્ષણને પરિણામે મહાયુદ્ધ ફાટી નીકળ્યું. આ બધું તે હું તને આગળ કહી ગયો છું પરંતુ જગવ્યાપી કટોકટી સમજવામાં તેને મદદરૂપ થાયં એટલા માટે હું એનું પુનરાવર્તન કરી રહ્યો છું. વિકસતા જતા મૂડીવાદ અને વિસ્તરતા જતા સામ્રાજ્યવાદના આ યુગ દરમ્યાન એક બાજુએ વધારે પડતી બચત અને બીજી બાજુએ ખરચવા માટેનાં નાણના વધારે પડતા સાંસા પડવાને કારણે પશ્ચિમના દેશમાં અનેક વાર કટોકટી પેદા થઈ હતી. પરંતુ મૂડીદારોના હાથમાં બચેલાં ફાલતુ નાણું પછાત મુલકના શોષણ અને ખિલવણીમાં વપરાયાં અને એ રીતે ત્યાં આગળ નવાં બજારે ઊભાં થયાં અને એને પરિણામે માલનું વેચાણ વધવા પામ્યું એટલે એ બધી કટોકટી પસાર થઈ ગઈ. સામ્રાજ્યવાદને મૂડીવાદની છેવટની અવસ્થા કહેવામાં આવી હતી. સામાન્ય રીતે તે આખીયે દુનિયાનું ઉઘોગીકરણ થાય ત્યાં સુધી રોષણની આ ક્રિયા ચાલુ રહેત. પરંતુ એમાં કેટલીક મુશ્કેલીઓ અને વિને ઊભાં થયાં. સામ્રાજ્યવાદી સત્તાઓ વચ્ચે ચાલતી ઝનૂની સ્પર્ધા એ મુખ્ય મુશ્કેલી હતી. દરેક સત્તાને પિતાને માટે સૈથી મોટો ભાગ જોઈ તે હતે. વસાહતી દેશમાં રાષ્ટ્રીયતાની નવી ભાવના પેદા થવા પામી તેમ જ એ દેશેએ પણ પિતપોતાના ઉદ્યોગે ખીલવ્યા એ બીજી મુશ્કેલી હતી. વસાહતી દેશમાં ઊભા થયેલા એ ઉદ્યોગે પિતપતાના દેશની જરૂરિયાતો પૂરી પાડવા લાગ્યા. આપણે આગળ જોઈ ગયાં છીએ તે પ્રમાણે આ બધી પ્રક્રિયાઓને પરિણામે મહાયુદ્ધ ઉદ્ભવ્યું. પરંતુ મહાયુદ્ધે મૂડીવાદની મુશ્કેલીઓને ઉકેલ ન કર્યો – અથવા કહો કે તે એને ઉકેલ કરી શકે એમ નહોતું. સેવિટ રાજ્યને Page #699 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિસ્તૃત પ્રદેશ સંપૂર્ણપણે મૂડીવાદી દુનિયાની બહાર નીકળી ગયું. આ રીતે, જેનું શોષણ કરી શકાય એમ હતું એવું એક મોટું બજાર નષ્ટ થયું. પૂર્વના દેશમાં રાષ્ટ્રવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેમ જ એ દેશે ઔદ્યોગિક પણ બનતા ગયા. મહાયુદ્ધ દરમ્યાન તેમ જ તે પછીનાં વરસમાં વૈજ્ઞાનિક કળામાં થયેલી અસાધારણ પ્રગતિએ પણ સંપત્તિની અસમાન વહેંચણીમાં તથા બેકારી પેદા કરવામાં ફાળો આપ્યો. યુદ્ધને અંગેનાં દેવાઓ પણ એક પ્રબળ કારણ હતું. યુદ્ધને અંગેનાં દેવાં જબરદસ્ત હતાં અને એ ખાસ લક્ષમાં રાખવા જેવું છે કે એની પાછળ કઈ પણ પ્રકારની નક્કર સંપત્તિ રહેલી નહતી. જે કઈ દેશ રેલવે બાંધવા માટે કે નહેર ખોદવા માટે યા તે દેશને ફાયદાકારક નીવડે એવું બીજું કોઈ પણ કામ કરવા માટે નાણાં ઉછીનાં લે તે એ ઉછીનાં લીધેલાં અને ખરચેલાં નાણાંના બદલામાં કંઈક નક્કર વસ્તુ તેને પ્રાપ્ત થાય છે. ખરેખર, આ કામ દ્વારા તેમના ઉપર ખરચવામાં આવી હોય એના કરતાં વધારે સંપત્તિ પેદા થાય એમ પણ બને. એથી કરીને એને “ઉત્પાદક કોમે” કહેવામાં આવે છે. યુદ્ધકાળમાં ઉછીનાં લેવામાં આવેલાં નાણાં એવાં કઈ કાર્યમાં નહોતાં ખરચાયાં. એ કેવળ અનુત્પાદક કાર્યમાં જ નહિ પણ સંહારક કાર્યમાં વપરાયાં હતાં. યુદ્ધમાં રચાયેલી અઢળક રમે પિતાની પાછળ સંહારના અવશેષો મૂકતી ગઈ. યુદ્ધને અંગેનાં દેવાં આ રીતે કશાયે વળતર વિનાનાં અને કેવળ બજારૂપ હતાં. યુદ્ધને અંગેનાં દેવાં ત્રણ પ્રકારનાં હતાં ? (૧) જે રકમ ભરવાનું હારેલા દેશ પાસે પરાણે કબૂલ કરાવવામાં આવ્યું હતું તે નુકસાનીની રકમ. (૨) મિત્રરાજ્યની સરકારનું આપ આપસનું દેવું તથા ખાસ કરીને તે બધીનું અમેરિકાનું દેવું. અને (૩) દરેક દેશે પિતાના નાગરિક પાસે ઉછીનાં લીધેલાં નાણુનું રાષ્ટ્રીય દેવું. આ ત્રણ જુદા જુદા પ્રકારનાં દેવાંની રકમ જબરદસ્ત હતી પરંતુ એ બધામાં પણ દરેક દેશના રાષ્ટ્રીય દેવાની રકમ સૌથી મોટી હતી. આ રીતે ઇંગ્લંડના રાષ્ટ્રીય દેવાની રકમ ૬,૫૦૦,૦૦૦,૦૦૦ પાઉન્ડના જબરદસ્ત આંકડા સુધી પહોંચી હતી. આવા દેવાનું વ્યાજ ચૂકવવું એ પણ ભારે બેજો હતો, અને એને માટે ભારે કરવેરા નાખવાની જરૂરિયાત ઊભી થતી હતી. જર્મનીએ પિતાનું આંતરિક દેવું ચલણને ફુલાવો કરીને સાફ કરી નાખ્યું. એને લીધે તેને જૂના ચલણી સિક્કો માર્ક નષ્ટ થયો. આ રીતે નાણું ધીરનાર લોકોને ભેગે જર્મની આંતરિક દેવાના બોજામાંથી મુક્ત થઈ ગયું. કાંસે પણ પિતાનું આંતરિક દેવું પતાવવા માટે ચલણને ફુલાવો કરવાની એ જ રીત અખત્યાર કરી પરંતુ એ બાબતમાં તે જર્મનીના જેટલી હદે ન ગયું. તેણે પિતાના ચલણી નાણા ક્રાંકની કિંમત ઘટાડીને લગભગ પાંચમા ભાગ જેટલી કરી નાખી Page #700 -------------------------------------------------------------------------- ________________ કટેકટી શાથી પેદા થઈ? અને એ રીતે એ કે સપાટે તેણે પિતાનું આંતરિક રાષ્ટ્રીય દેવું ઘટાડીને પાંચમા ભાગ જેટલું કરી નાખ્યું. બીજા દેશનું દેવું પતાવવામાં (દાખલા તરીકે, યુદ્ધની નુકસાની પેટે ભરવાની રકમ અને બીજા દેશોનું દેવું.) એવી રમત રમવાનું શક્ય નહોતું. એ દેવાની પતાવટ તે નક્કર સોનું આપીને જ થઈ શકે એમ હતું. આ સરકાર સરકાર વચ્ચેનાં અથવા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનાં દેવાં પકવવામાં તે દેવું પતવનાર દેશને એટલાં નાણાં ગુમાવવાં પડતાં અને એટલા પ્રમાણમાં તે ગરીબ બનતે. પરંતુ દેશનું આંતરિક દેવું પતવવામાં એવા પ્રકારને કશેયે ફરક પડતો નહોતો. કેમકે આખરે એ બધાં નાણાં તે ગમે તેમ પણ દેશમાં ને દેશમાં જ રહેતાં હતાં. અને આમ છતાંયે એ આંતરિક દેવું પતાવવામાં પણ મેટ ફરક પડતે હતે. દેશના ધનિક કે ગરીબ બધાયે કર ભરનારાઓ પાસેથી કરવેરા દ્વારા નાણાં ઊભાં કરીને જ એવાં દેવાં ભરપાઈ કરવામાં આવતાં હતાં. સરકારી લેન લઈને રાજ્યને નાણાં ધીરનાર લેકે ધનિક હતા. આથી પરિણામ એ આવ્યું કે ધનિક લેકેનું દેવું પતવવા માટે ગરીબ તેમ જ ધનિક એ બંને ઉપર કર નાખવામાં આવતા હતા. ધનિકને તે કરના રૂપમાં તેઓ સરકારને જે નાણું આપતા તે નાણાં તેમને પાછાં વ્યાજરૂપે મળી રહેતાં એટલું જ નહિ પણ તે કરતાયે ઘણાં વધારે નાણાં મળતાં. ગરીબ પણ કરના રૂપમાં રાજ્યને નાણું ભરતા પરંતુ તેમને તે કશુંયે પાછું મળતું નહોતું. ધનિકે ઉત્તરોત્તર ધનિક બનતા ગયા અને ગરીબ દિનપ્રતિદિન વધુ ને વધુ ગરીબ બનતા ગયા. જે યુરોપના દેવાદાર દેશ અમેરિકાનું પિતાનું થોડું ઘણું કરજ પતાવતા તે એ બધાયે નાણાં ત્યાંના મોટા મેટા બેંકવાળાઓ તથા શરાફના હાથમાં જતાં. આમ યુદ્ધ અંગેનાં દેવાંનું પરિણામ એ આવ્યું કે પરિસ્થિતિ બૂરી તે હતી જ તે વિશેષ કરીને બગડવા પામી તથા ગરીબોને ભેગે તવંગર લેકે આગળ નાણને અઢળક જ ખડકાયે. એ નાણાં ધનિક લેકે રોકવા માગતા હતા કારણ કેઈ પણ વેપારી માણસ પિતાનાં નાણું એમનાં એમ પડ્યાં રહેવા દેવાનું પસંદ કરતા નથી. તેમણે નવાં નવાં કારખાનાંઓ ઊભાં કરવામાં તેમ જ યંત્રસામગ્રીમાં અને બીજી મેટી મટી જનાઓમાં પિતાનાં નાણાંનું વધારે પતું રોકાણ કર્યું. સામાન્ય રીતે લોકસમુદાય ગરીબ બની ગયે હતું તે સ્થિતિમાં આવા પ્રકારનાં રોકાણ કરવાં એ વાજબી ગણી શકાય નહિ. આ ઉપરાંત તેમણે શેર બજારમાં સટ્ટા પણ ખેલવા માંડયા. તેમણે ઉત્તરોત્તર ઘણું મોટા પાયા ઉપર વધુ ને વધુ ઉત્પાદન કરવા માંડ્યું. પરંતુ એ રીતે ઉત્પન્ન કરવામાં આવેલે માલ ખરીદવાનાં લેક પાસે નાણાં ન હોય તે પછી એને શે ઉપગ? આ રીતે ઉત્પાદન વધારે પડતું થયું, અને માલ વેચી શકાય નહિ. ઉદ્યોગોમાં નુકસાન આવ્યું અને ઘણાઓએ તે પિતાનાં કારખાનાં બંધ કર્યા. તેમને ગયેલી બેટથી ભડકીને વેપારીઓએ પિતાનાં નાણું ઉદ્યોગમાં રોકવાનું Page #701 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન બંધ કર્યું. અને નાણાં પિતાની પાસે રાખી મૂક્યાં. એ નાણાં બેંકમાં બેકાર થઈને પડી રહ્યાં. અને એ રીતે બેકારી વ્યાપક બની અને મંદી જગવ્યાપી બની ગઈ આ રીતે, કટોકટી પેદા થવા માટે સૂચવવામાં આવેલાં ભિન્ન ભિન્ન કારણેની મેં અલગ અલગ ચર્ચા કરી છે પરંતુ, બેશક, એમાં એ બધાયે કારણે ભેગે ફાળો આપે હતું અને એ રીતે તેમણે વેપારની મંદી પહેલાંની કોઈ પણ મંદી કરતાં ઘણી વ્યાપક અને ઉત્કટ બનાવી મૂકી હતી. તત્વતઃ મૂડીવાદને કારણે પેદા થયેલી વધારાની આવકની અસમાન વહેંચણીને પરિણામે એ કટોકટી પેદા થઈ હતી. એ જ વસ્તુ બીજી રીતે કહું તે, આમજનતાને પિતાની મજૂરીથી તેમણે પેદા કરેલે માલ ખરીદવા માટે રોજી કે પગાર પેટે પૂરતાં નાણાં મળતાં નહોતાં. તેમની કુલ કમાણી કરતાં વસ્તુઓનું મૂલ્ય વધારે હતું. જે નાણાં મસમુદાયના હાથમાં હેત તે એ બધે માલ ખરીદવામાં વપરાત તે નાણું તેનું શું કરવું એની જેમને સમજ પડતી નહતી એવા પ્રમાણમાં ગણ્યાગાંડ્યા અતિશય ધનવાન લેકેના હાથમાં કેન્દ્રિત થયાં હતાં. આ વધારાનાં નાણાં ધિરાણ તરીકે જર્મની, મધ્ય યુરોપના દેશો તથા દક્ષિણ અમેરિકામાં પહોંચ્યાં. પરદેશને કરવામાં આવેલી નાણાંની એ ધીરે શેડ વસ સુધી યુદ્ધથી ક્ષીણ બનેલા યુરોપને વ્યવહાર તથા મૂડીવાદી તંત્રનું કાર્ય ચાલુ રાખ્યું. અને આમ છતાંયે પ્રસ્તુત કટોકટીનું એ એક કારણ હતું. અને પરદેશની એ ધીર બંધ થઈ એટલે કડાકાની સાથે બધી ગોઠવણ તૂટી પડી. જે મૂડીવાદની કટોકટીનું આ નિદાન સાચું હોય તે પછી એના નિવારણનો ઉપાય પણ એક જ હોઈ શકે અને તે આવકને સમાન કરનારે અથવા કંઈ નહિ તે એ વસ્તુ લક્ષમાં રાખીને તે ધ્યેયની સિદ્ધિ તરફ આગળ પ્રગતિ કરનારે હવે જોઈએ. એ વસ્તુ સંપૂર્ણપણે પાર પાડવા માટે સમાજવાદી વ્યવસ્થાને અમલ કરવો જોઈએ, પણ સંજોગે તેમને એ પ્રમાણે , કરવાની ફરજ પાડે તે સિવાય મૂડીવાદીઓ એમ કરે એ સંભવ નથી. લેકે નિયજિત મૂડીવાદ તથા પછાત પ્રદેશનું શેષણ કરવાને માટે આંતરરાષ્ટ્રીય વેપારી મંડળે અથવા કંપનીઓ સ્થાપવાની વાત કરે છે પરંતુ એ વાતેની પાછળ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધા તથા જગવ્યાપી બજાર મેળવવા માટેની સામ્રાજ્યવાદી સત્તાની સાઠમારી વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ પડતી જાય છે. અને એ નિજન પણ શાને માટે ? બીજાઓના ભોગે અમુક લેકેના ફાયદા માટે જ ને? મૂડીવાદની પાછળ રહેલે આશય અંગત અથવા વ્યક્તિગત નફે છે અને હરીફાઈ એ હમેશાં તેને ધ્યાનમંત્ર રહ્યો છે. અને હરીફાઈ તથા નિયોજન એ બંને વસ્તુઓને પરસ્પર મેળ હતો નથી. સમાજવાદી તથા સામ્યવાદી સિવાયના ઘણા વિચારવાન લેકે પણ આજની સ્થિતિમાં મૂડીવાદના અસરકારકપણે વિષે શંકા કરવા લાગ્યા છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ કટેકટી શાથી પેદા થઈ? ૧૩૧૯ કેટલાક લોકોએ માત્ર નફાપદ્ધતિ જ નહિ પણ જે મુજબ નાણાં આપીને માલ ખરીદવામાં આવે છે તે ખુદ કિંમતપદ્ધતિને પણ રદ કરવાના ચોંકાવનારા ઉપાય સૂચવ્યા છે. આ ઉપાયો એટલા બધા અટપટા છે કે તેને ખ્યાલ અહીં આપી શકાય એમ નથી. અને એમાંના કેટલાક તો આપણને તાજુબ કરી મૂકે એવા ચિત્રવિચિત્ર છે. લેકનાં મન કેટલાં બધાં હચમચી ઊઠ્યાં છે એને તને ખ્યાલ આપવાને ખાતર હું એમને ઉલ્લેખ કરી રહ્યો છું; અને જેમને આપણે ભાગ્યે જ ક્રાંતિકારી કહી શકીએ એવા લેકે આ કટોકટીના નિવારણને અર્થે ક્રાંતિકારી દરખાસ્તો રજૂ કરી રહ્યા છે. જીનીવાની આંતરરાષ્ટ્રીય મજૂર કચેરીએ તાજેતરમાં બેકારીમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે અઠવાડિયા દરમ્યાન મજૂરના કામના કલાકો ૪૮ કરી નાખવાની સીધી સાદી દરખાસ્ત કરી હતી. આમ કરવાથી બીજા લાખો મજૂરને કામ મળી રહે અને એટલા પ્રમાણમાં બેકારી ઘટવા પામત. મજૂરના બધા જ પ્રતિનિધિઓ એમાં સંમત થયા, પરંતુ બ્રિટિશ સરકારે એનો વિરોધ કર્યો અને જર્મની તથા જાપાનની સહાયથી એ દરખાસ્ત અભરાઈએ ચડાવી દેવડાવવામાં આવી. મહાયુદ્ધ પછીના આખાયે સમય દરમ્યાન આંતરરાષ્ટ્રીય મજૂર કચેરી અંગેનું ઈગ્લડનું વલણ હમેશાં પ્રત્યાઘાતી રહ્યું છે. એ કટેકટી અને મંદી જગવ્યાપી હતી અને એને ઉપાય પણ આંતરરાષ્ટ્રીય અને જગતસ્પર્શ હવે જોઈએ એમ સૌ કોઈ સમજી શકે એમ છે. જુદા જુદા દેશોએ સહકારની કેઈક રીત શોધી કાઢવાના પ્રયાસો કર્યા છે, પરંતુ આજ સુધીમાં તે એ બધા પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. અને એના જગવ્યાપી ઉકેલની બાબતમાં નિરાશા મળવાથી દરેક દેશે આર્થિક રાષ્ટ્રવાદનો રાષ્ટ્રીય ઉપાય અખત્યાર કર્યો છે. એવી દલીલ કરવામાં આવી કે, જગતનો વેપાર જે ક્ષીણ થતું જતું હોય તે પછી આપણે આપણા દેશને વેપાર તે આપણે હસ્તક રાખે અને પરદેશી માલને દેશમાં આવતો અટકાવી દે. દેશ બહાર માલની નિકાસ કરવાનો વેપાર અનિશ્ચિત હોય છે અને તેમાં હમેશાં ફેરફાર થયા કરે છે એટલે દરેક દેશે પિતાનું સઘળું લક્ષ દેશની અંદરનાં બજારો ઉપર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. પરદેશી માલ દેશમાં આવતા અટકાવવા માટે તેના ઉપર જકાત નાખવામાં આવી અથવા તે તે વધારવામાં આવી અને એ રીતે પરદેશી માલ અંદર આવતે અટકાવવામાં એ જકાતની દીવાલે ફતેહમંદ થઈ. એ જકાતે આંતરરાષ્ટ્રીય વેપારને હાનિ પહોંચાડવામાં પણ સફળ થઈ કેમ કે, દરેક દેશની જકાતે આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગમાં અંતરાયરૂપ હતી. યુરોપ, અમેરિકા અને થોડેઘણે અંશે એશિયામાં સર્વત્ર જકાતની ઊંચી ઊંચી દીવાલે ઊભી થઈ ગઈ છે. જકાતનું Page #703 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન બીજું પરિણામ એ આવ્યું કે, એને લીધે ગુજરાનનું ખરચ વધી ગયું. કેમ કે, ખેરાકીની વસ્તુઓની તેમ જ જકાતથી જે વસ્તુઓને રક્ષિત કરવામાં આવી હતી તે બધી વસ્તુઓની કિંમત વધી ગઈ. જકાતે રાષ્ટ્રીય ઇજારે ઊભો કરે છે અને બહારની હરીફાઈને અટકાવે છે અથવા તે તેને અતિશય મુશ્કેલ કરી મૂકે છે. ઈજારે હોય ત્યાં વસ્તુના ભાવ વધ્યા વિના રહે જ નહિ. જકાતથી સુરક્ષિત કરવામાં આવેલા કોઈ એક ઉદ્યોગને ફાયદો થાય અથવા સાચું કહેતાં એવા સંરક્ષણથી એ ઉદ્યોગના માલિકોને ફાયદો થાય, પરંતુ ઘણે અંશે તે એ માલ ખરીદનારાઓને ભોગે તેમને ફાયદો થાય છે કેમ કે તેમને એ માલ માટે વધારે કિંમત આપવી પડે છે. જકાતે આ રીતે અમુક વર્ગોને રાહત આપે છે અને એ રીતે તે સ્થાપિત હિતે પેદા કરે છે, કેમ કે જકાતને કારણે ફાયદો મેળવનારા ઉદ્યોગે એ જકાત કાયમ રાખવા માગે છે. આ રીતે, હિંદના કાપડના ઉદ્યોગને જાપાન સામે ભારે રક્ષણ આપવામાં આવ્યું છે. હિંદી મિલમાલિકને માટે એ અતિશય ફાયદાકારક છે, કેમ કે એ સિવાય તેઓ જાપાનની હરીફાઈ સામે ટકી શકે એમ ન હતું. વળી એ હરીફાઈમાંથી મુક્તિ મળવાને કારણે તેઓ કાપડની કિંમત વધારે લે છે. અહીંના ખાંડના ઉદ્યોગને પણ રક્ષણ આપવામાં આવેલું છે અને એને પરિણામે હિંદભરમાં અને ખાસ કરીને યુક્તપ્રાંતે તથા બિહારમાં ખાંડનાં સંખ્યાબંધ કારખાનાંઓ ઊભાં થયાં છે. આ રીતે બીજું એક સ્થાપિત હિત ઊભું થયું છે અને ખાંડ ઉપરની જકાત કાઢી નાખવામાં આવે તે એ હિતને નુકસાન થાય અને નવાં ઊભા થયેલાં ઘણાં ખાંડનાં કારખાનાઓ પડી ભાગે. બે પ્રકારના ઈજારાઓ વધવા પામ્યા : બહારના ઈજારા અથવા તે જકાતની સહાયથી ઊભા થયેલા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઈજારા; અને દેશની અંદરના નાના નાના રોજગારને હડપ કરી જનારા મોટા રોજગારના આંતરિક ઈજારાઓ. અલબત, ઈજારાઓને વિકાસ એ કંઈ નવી વસ્તુ નહોતી. ઘણાં વરસેથી, મહાયુદ્ધ પહેલાંના સમયથી પણ ઈજારાઓ શરૂ થઈ ગયા હતા. પણ હવે એ વધારે ઝડપી બન્યા. ઘણા દેશોમાં જકાતે પણ ચાલુ થઈ ગઈ હતી. હજી સુધી મેટા દેશમાં ફક્ત એક ઈંગ્લેંડ જ અબાધિત વેપારની નીતિને વળગી રહ્યું હતું અને તેણે જાતે નાખી નહતી. પરંતુ હવે તેને પોતાની જૂની પરંપરાનો ત્યાગ કરવાની ફરજ પડી અને જકાત નાખીને તેને પણ બીજા દેશોની હરોળમાં જોડાઈ જવું પડયું. એનાથી તેના કેટલાક ઉદ્યોગને થોડી તાત્કાલિક રાહત મળી. આ બધી વસ્તુઓએ સ્થાનિક અને ચેડા વખત પૂરતી રાહત આપી એ ખરું પરંતુ એકંદરે આખી દુનિયાની સ્થિતિ તે વાસ્તવમાં તેમણે બગાડી મૂકી. એમણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વળી વિશેષ ઘટાડો કર્યો એટલું જ નહિ Page #704 -------------------------------------------------------------------------- ________________ નેવત્વ માટે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે શુંબેશ ૧૩૦૧ પણ સંપત્તિની અસમાન વહેંચણી તેણે કાયમ રાખી અને તેમાં વધારો કર્યો. એણે હરીફ રાષ્ટ્રો વચ્ચે હમેશનું ઘર્ષણ પેદા કર્યું. દરેક રાષ્ટ્ર બીજાની સામે જકાતની દીવાલ ઉત્તરોત્તર વધુ ને વધુ ઊંચી કરતું ગયું. એને જકાતી યુદ્ધો કહેવામાં આવે છે. જગતનાં બજારે ઘટતાં ગયાં અને તેઓ વધુ ને વધુ સંરક્ષિત થતાં ગયાં તેમ તેમ તેમને માટેની ઝુંબેશ વધુ તીવ્ર બનતી ગઈ અને બીજા દેશે સાથે તેઓ હરીફાઈ કરી શકે એટલા માટે માલિક પિતાના મજૂરના પગારમાં ઘટાડો કરવાનું દબાણ કરવા લાગ્યા. અને એ રીતે મંદી વધતી ગઈ અને બેકારોની સંખ્યા પણ વધતી ગઈ. પ્રત્યેક પગારકાપને લીધે મજૂરોની ખરીદશક્તિ ઘટતી ગઈ. ૧૮૬. નેતૃત્વ માટે ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચે ઝુંબેશ ૨૫ જુલાઈ, ૧૯૩૩ મંદીના કાળમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઘટીને પહેલાંના કરતાં ત્રીજા ભાગને થઈ ગયે એ હકીક્ત હું તને કહી ગયે છું. પ્રજાની ખરીદશક્તિ ઘટી જવાથી દેશની અંદરને વેપાર ઘટી ગયે. બેકારી ઉત્તરેત્તર વધતી જ ગઈ અને એ લાખે બેકારોને ગુજારે કરવાને બે જુદી જુદી સરકારે માટે અસહ્ય થઈ પડ્યો. ભારે કરવેરા નાખવા છતાંયે, ઘણી સરકારે માટે પિતાના આવક-ખરચનાં પાસાં સરખાં કરવાનું લગભગ અશક્ય બની ગયું; તેમની આવક ઘટી ગઈ અને કરકસર તથા પગારકાપ કરવા છતાયે તેમના ખરચનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું. કેમ કે, મોટા ભાગને ખરચ તે લશ્કર, નૌકાસૈન્ય અને હવાઈદળ માટે તેમ જ આંતરિક અને બહારનાં દેવાની પતાવટને અંગે કરે પડતા હતા. રાષ્ટ્રના અંદાજપત્રમાં ઘટ પડતી એટલે કે આવક કરતાં ખરચો આંકડો વધી જતું હતું. વધારે નાણાં ઉછીનાં લઈને અથવા તે અનામત ફંડમાંથી રકમ ઉપાડીને જ એ ઘટ પૂરી કરી શકાય એમ હતું અને એને લીધે લાગતાવળગતા દેશની આર્થિક સ્થિતિ નબળી બની હતી. એની સાથે સાથે જ, માલને મોટો જથે વેચાયા વિના પડ્યો રહ્યો કેમ કે લેકે પાસે એ ખરીદવા માટે પૂરતાં નાણું નહેતાં અને કેટલાક દાખલાઓમાં તે “વધારાની' ખાધાખોરાકીની વસ્તુઓ તથા બીજી ચીજોને ખરેખર નાશ કરવામાં આવ્યું. જ્યારે બીજી બાજુએ કે એ વસ્તુઓ વિના ભારે વિટંબણુ ભગવતા હતા. આ મંદી અને આર્થિક સંકટ સેવિયેટ રાજ્ય બાદ કરતાં જગવ્યાપી હતાં છતાંયે, તેને અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય Page #705 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર * જગતના ઇતિહાસનું રેખાદર્શન ધોરણ ઉપર સહકાર કરવામાં જુદાં જુદાં રાષ્ટ્ર નિષ્ફળ નીવડ્યાં. દરેક દેશે તિપિતાનું ફેડી લેવાને અને બીજા બધા દેશોને ગમે તેમ કરીને થાપ આપીને તેમની આગળ નીકળી જવાને પ્રયત્ન કર્યો. એટલું જ નહિ પણ બીજા દેશની આતનો લાભ લેવાને સુધ્ધાં પ્રયાસ કર્યો. આ વ્યક્તિગત અને સ્વાર્થી પગલાંઓએ તેમ જ અજમાવવામાં આવેલા અધૂરા ઉપાએ તે પરિસ્થિતિ ઊલટી વધારે ઉગ્ર બનાવી મૂકી. આ વેપારની મંદીથી સાવ નિરાળી પરંતુ તેના ઉપર ભારે અસર કરનારી બે મુખ્ય હકીકત અથવા વલણે દુનિયાના વ્યવહારમાં જણાય છે. એમાંની એક મૂડીવાદી દુનિયાની સેવિયેટ રાજ્ય સાથેની હરીફાઈ અને બીજી ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચેની હરીફાઈ ' મૂડીવાદી કટોકટીએ બધાયે મૂડીવાદી દેશેને કમજોર અને ગરીબ બનાવી દીધા છે અને એક રીતે, યુદ્ધની સંભવિતતા ઓછી કરી છે. દરેક દેશ પિતપિતાનું સમાલવાની ભાંજગડમાં પરવાઈ ગયું છે અને સાહસ ખેડવા માટે તેની પાસે નાણું નથી. અને આમ છતાંયે, ખુદ આ કટોકટીએ જ યુદ્ધનું જોખમ વધારી દીધું છે, કેમ કે તેણે રાષ્ટ્ર તથા તેમની સરકારને બેપરવા બનાવી દીધાં છે અને જીવ પર આવીને બેપરવો બનેલા લેકે, ઘણી વાર ' પરદેશ સાથેના યુદ્ધ દ્વારા પિતાની આંતરિક મુશ્કેલીઓને ઉકેલ શોધે છે. સરમુખત્યાર કે એક નાની ટોળીના હાથમાં સત્તાનાં સૂત્રે હોય ત્યારે ખાસ કરીને આમ બને છે. વખતસર સત્તા છોડી દેવાને બદલે એ લેકે પિતાના દેશને યુદ્ધમાં સંડોવે છે અને એ રીતે, પ્રજાનું લક્ષ આંતરિક મુશ્કેલીઓ પરથી ખસેડીને બીજી બાજુ વાળે છે. આમ, સોવિયેટ રાજ્ય તથા સામ્યવાદ સામે યુદ્ધ ફાટી નીકળવાને સંભવ હમેશાં રહે છે, કેમ કે એવા યુદ્ધથી ઘણું મૂડીવાદી દેશ એકત્ર થશે એવી આશા રાખી શકાય. હું આગળ કહી ગયો છું તેમ, મૂડીવાદની કટોકટીની સીધી અસર સેવિટ રાજ્ય ઉપર થવા પામી નહતી. તે યંચવષ યેજના પાર પાડવાના કાર્યમાં ગૂંથાયેલું હોવાથી કોઈ પણ ભોગે યુદ્ધ ટાળવા માગતું હતું. મહાયુદ્ધ પછી ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચેની હરીફાઈ અનિવાર્ય હતી. એ બંને દુનિયાની સૌથી મોટી સત્તાઓ છે અને એ બંને દુનિયાના વ્યવહાર ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. મહાયુદ્ધ પહેલાં ઇંગ્લેંડનું પ્રભુત્વ સર્વમાન્ય હતું. મહાયુદ્ધને કારણે યુનાઈટેડ સ્ટેટ્સ સૌથી વધારે ધનવાન અને બળવાન રાષ્ટ્ર બની ગયું અને સ્વાભાવિક રીતે જ હવે પછી તે દુનિયામાં અગ્રસ્થાન લેવા માગતું હતું. તે માનતું હતું કે એ સ્થાન માટે તે હકદાર હતું. હવે ભવિષ્યમાં તે દરેક બાબતમાં ઈગ્લેંડને પિતાનું ધાર્યું કરવા દે એમ નહોતું. સમય બદલાયે છે એ વસ્તુ ઈંગ્લડ બરાબર સમજી ગયું હતું અને અમેરિકાની મૈત્રી પ્રાપ્ત કરીને પેદા થયેલી નવી પરિસ્થિતિ સાથે પિતાને મેળ બેસાડવાને તે Page #706 -------------------------------------------------------------------------- ________________ નેવત્વ માટે ઇગ્લડ અને અમેરિકા વચ્ચે ઝુબેશ ૧૩છે, પ્રયત્ન કરી રહ્યું હતું. અમેરિકાને ખુશ કરવા માટે જાપાન સાથેની પિતાની મૈત્રીને સંબંધ તેડવાની હદ સુધી તે ગયું અને તેને રીઝવવાના બીજા પણ અનેક પ્રયાસો તેણે કર્યા. પરંતુ ઇંગ્લેંડ પિતાનાં વિશિષ્ટ હિતે અને મે તથા ખાસ કરીને પિતાનું આર્થિક નેતૃત્વ છોડવા તૈયાર નહોતું, કેમ કે, એ બધા ઉપર તેની મહત્તા તથા તેના સામ્રાજ્યનો આધાર હતો. પરંતુ અમેરિકાને પણ એ આર્થિક નેતૃત્વ જ જોઈતું હતું. આથી એ બંને દેશો વચ્ચેનું ઘર્ષણ અનિવાર્ય હતું. એ બંને દેશના શરાફે અને બૅકવાળાઓ ઉપર ઉપરથી તે મીઠી મીઠી વાત કરતા હતા, પરંતુ પિતપોતાની સરકારના ટેકાથી તેઓ જગતને નાણાંકીય અને ઔદ્યોગિક નેતૃત્વ પ્રાપ્ત કરવાને ઝઘડી રહ્યા હતા. એ રમતમાં સરનાં પાનાં અમેરિકા પાસે હતાં પરંતુ રમતને લાંબો અનુભવ અને આવડત ઈગ્લેંડને પક્ષે હતાં. યુદ્ધના દેવાના પ્રશ્ન એ બન્ને દેશો વચ્ચેની કડવાશમાં ઉમેરો કર્યો. અને ઇંગ્લેંડ અમેરિકાવાસીઓને માણસ જીવે કે મારે તેની પરવા રાખ્યા વિના પિતાના હક્કનું બરાબર શેર માંસ વસૂલ કરનાર શાયલક કહીને ગાળો દેવા લાગ્યું. વાત તે એમ હતી કે, બ્રિટિશ સરકારે અમેરિકાના ખાનગી શરાફનું કરજ કર્યું હતું. યુદ્ધ વખતે તેમણે બ્રિટિશ સરકારને રોકડ રકમ અથવા શાખના રૂપમાં નાણાં ધીર્યાં હતાં. યુનાઈટેડ સ્ટેટ્સની સરકાર તો માત્ર તેની જામીન રહી હતી. આ રીતે, એ દેવું માંડી વાળવું એ યુનાઈટેડ સ્ટેટ્સની સરકારના હાથની વાત નહતી. જે ઇંગ્લેંડનું દેવું માફ કરવામાં આવે તે જામીન તરીકે • યુનાઈટેડ સ્ટેસની સરકારને ત્યાંના શરાફેને તે ભરી આપવું પડે. ખાસ કરીને એ કટોકટીના સમયમાં, એ વધારાની જવાબદારી ઉપાડવાનું અમેરિકાની કેંગ્રેસ (ત્યાંની ધારાસભા)ને યંગ્ય લાગ્યું નહિ. આમ ઈગ્લેંડ અને અમેરિકાનાં આર્થિક હિતે એકબીજાને સામસામી દિશામાં ખેંચતાં હતાં. અને બીજી કોઈ પણ વસ્તુની ખેંચ કરતાં આર્થિક હિતેની ખેંચ અતિશય પ્રબળ હોય છે. એ બંને પ્રજાઓ વચ્ચે ઘણું જ સામ્ય છે અને એમ છતાંયે તેમની વચ્ચે આ ઘર્ષણ ચાલી રહ્યું છે. એમાં યુનાઈટેડ સ્ટેટ્સનું બળ અને સાધન ઈગ્લેંડ કરતાં ઘણું વધારે છે. આ ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને તેમાંથી યુદ્ધ પણ ફાટી નીકળે અથવા તો એમ પણ બને કે, ઇંગ્લંડના વિશિષ્ટ અધિકારે તથા તેનું પ્રભુત્વનું સ્થાન ધીમે ધીમે યુનાઇટેડ સ્ટેટ્સને પ્રાપ્ત થાય. પોતે જેને કીમતી ગણતું હોય તેમાંનું ઘણુંખરું છોડી દેવાનું તથા પિતાની પુરાણ પ્રતિષ્ઠા તેમ જ સામ્રાજ્યવાદી શોષણને પરિણામે થતા ફાયદાઓ ગુમાવવાનું તથા અમેરિકાની ભલાઈ ઉપર આધાર રાખીને દુનિયામાં પાછળનું સ્થાન સ્વીકારવાનું અંગ્રેજોને રૂચે એવું નથી અને એ સ્થિતિ સામે ઝૂઝયા વિના તેઓ એને વશ થાય એ સંભવ જણાતું નથી. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શીન આજે ઇંગ્લેંડ એવી કરુણ હાલતમાં આવી પડ્યુ છે. જેમાંથી તેને શક્તિ મળ્યા કરતી હતી તે પુરાણાં ઝરણાં હવે સુકાતાં જાય છે અને ભવિષ્યમાં તેની પડતી અનિવાર્ય છે એમ જણાય છે. પરંતુ અનેક પેઢીઓથી પ્રભુત્વ ભાગવવાને ટેવાયેલી હોવાથી અંગ્રેજ પ્રજા એ દશા સ્વીકારવાને તૈયાર નથી અને એની સામે તે વીરતાપૂર્વક લડી રહી છે અને ભવિષ્યમાં પણ લડશે. દુનિયામાં આજે ચાલી રહેલી એ મુખ્ય હરીફાઈ વિષે મેં વાત કરી કેમ કે આજે બની રહેલા ઘણાખરા બનાવા ઉપર તે પ્રકાશ પાડે છે. એ ઉપરાંત, અલબત આ દુનિયામાં બીજી અનેક હરીફાઈ એ મેાબૂદ છે; આખીયે મૂડીવાદી અને સામ્રાજ્યવાદી વ્યવસ્થા જ હરીફાઈ અને સ્પર્ધા ઉપર રચાયેલી છે. હવે આપણે મદીના કાળમાં બનવા પામેલા બનાવાના બ્યાન ઉપર પાછાં આવીએ. ૧૯૭૦ની સાલના જૂન માસમાં ફ્રેંચોએ રાઈન નદીને પ્રદેશ ખાલી કર્યાં અને તેથી જમનાને ભારે નિરાંત થઈ. પરંતુ એ પગલું એટલું બધું મેહુ ભરવામાં આવ્યું હતું કે એની બધીયે શેશભા મારી ગઈ અને સમભાવના ચિહ્ન તરીકે એને સ્વીકાર થયા નહિ. વળી મંદીની કારમી છાયાએ બધીયે વસ્તુ ઉપર અંધકાર પાથરી દીધા હતા. વેપારની સ્થિતિ બગડતી ગઈ તેમ તેમ દેવાદારોના હાથમાં નાણાં ઉત્તરોત્તર એઠાં થવા લાગ્યાં અને યુદ્ઘનુકસાની તથા દેવું ભરપાઈ કરવાનું વધારે મુશ્કેલ અથવા લગભગ અશકય થઈ ગયું. દેવું ભરપાઈ કરવાની એ મુશ્કેલી ટાળવાને માટે પ્રમુખ દ્વારે એક વરસ માટે દેવાની ભરપાઈની માકૂરી જાહેર કરી હતી. ત્યાર પછી, યુદ્ધને અંગેના દેવાના પ્રશ્નની ફરીથી તપાસ કરાવવાના પ્રયાસેા કરવામાં આવ્યા પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સની કોંગ્રેસે તેમ કરવાની સાફ ના પાડી. જની પાસેથી યુદ્ધની નુકસાનીની રકમ વસલ કરવાના પ્રશ્ન ઉપર ફ્રાંસે પણ એવું જ મક્કમ વલણ દર્શાવ્યું. બ્રિટિશ સરકાર લેણદાર તેમ જ દેવાદાર એ બંને હતી એટલે તે યુદ્ધની નુકસાનીની રકમ તેમ જ દેવું એ અને વસ્તુ માંડી વાળીને બધું નવેસરથી શરૂ કરવાની તરફેણમાં હતી. દરેક દેશ પોતપોતાના હિતની દૃષ્ટિએ વાત કરતો હતો. એનું પરિણામ એ આવ્યું કે, બધા દેશા એક સાથે મળીને કાઈ પણ પગલું ભરી ન શકયા. ૧૯૩૧ની સાલના વચગાળામાં જનીની આર્થિક વ્યવસ્થા તૂટી પડી અને તેની સાથે ઘણી બૅન્કો પણ તૂટી ગઈ. એને પરિણામે ઇંગ્લેંડમાં પણ કટોકટી પેદા થઈ. અને તે પોતાની જવાબદારી અદા કરી શકયું નહિ. નાણાંકીય દૃષ્ટિએ પણ તે નાદાર જવાની તૈયારીમાં હતું. દેશ ઉપર એ જોખમ ઝઝૂમી રહ્યું હતું તે કારણે તેના નેતા મૈકડાનાલ્ડે જ મજૂર સરકારને રુખસદ · આપી. પછી તેણે ‘ રાષ્ટ્રીય સરકાર સ્થાપી અને પોતે તેના વડે અન્યો. એ સરકારમાં કૉન્ઝરવેટિવાનું પ્રભુત્વ હતું. પરંતુ એ રાષ્ટ્રીય સરકાર પણ પાઉન્ડને બચાવી ન શકી. એ જ અરસામાં પગારકાપના મુદ્દા ઉપર આાિંટ્યટકના નૌકા કાફલાના ખલાસીઓએ બડ કર્યું. થ 3 Page #708 -------------------------------------------------------------------------- ________________ નેતત્વ માટે ઈંગ્લેંડ અને અમેરિકા વચ્ચે શુંબેશ ૧૩૭૫ આ શાંતિમય બળવાની ઈંગ્લંડ તથા યુરોપ ઉપર ભારે અસર થવા પામી. શેવિક ક્રાંતિની તેમ જ ત્યાંના ખલાસીઓએ કરેલા બંડની સ્મૃતિઓ લેકેના મનમાં તાજી થઈ અને તેમણે નજીક આવતા બોલશેવિઝમને ભય તેમના મનમાં પેદા કર્યો. કોઈ પણ આપત્તિ આવી પડે તે પહેલાં પિતાની મૂડી બચાવી લેવાનું બ્રિટિશ મૂડીદારોએ નક્કી કર્યું અને તેમણે બહોળા પ્રમાણમાં પિતાની મૂડી પરદેશમાં મોકલી દીધી. પિતાનાં નાણાં અથવા સ્થાપિત હિતે જોખમમાં આવી પડે તે વખતે ધનિક લેકેને દેશપ્રેમ ટકી શકતા નથી. • બ્રિટિશ મૂડી પરદેશોમાં ગઈ એટલે પાઉંડનું મૂલ્ય વળી વધુ ઘટવા પામ્યું અને આખરે ૧૯૩૧ની સાલના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે ઇંગ્લંડને સેનાનું ચલણ છોડી દેવાની ફરજ પડી. એટલે કે, પિતાનું સેનું બચાવવા માટે પાઉન્ડને સેના સાથે સંબંધ તેને નાબૂદ કરવો પડ્યો. હવે પછી પાઉન્ડની નોટ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ પહેલાંની પેઠે તેના બદલામાં એટલું સોનું માગવાને દા કરી શકતી નહિ. બ્રિટિશ સામ્રાજ્ય તથા દુનિયામાં ઈંગ્લેંડના સ્થાનની દૃષ્ટિએ પાઉન્ડના મૂલ્યમાં થયેલે ઘટાડે એ એક જબરદસ્ત બનાવ હતે. એને લીધે, નાણાની બાબતમાં લંડનને દુનિયાનું કેન્દ્ર અને પાટનગર બનાવનાર નાણાંકીય નેતૃત્વ કંઈ નહિ તે થોડા સમય માટે પણ ઇંગ્લંડને છોડી દેવું પડયું. પિતાનું એ નેતૃત્વ ટકાવી રાખવાને માટે તેના ઉદ્યોગોને ભોગે પણ સેનાનું ચલણ ફરી પાછું તેણે અખત્યાર કર્યું હતું અને બેકારી તથા કોલસાની ખાણના મજૂરોની હડતાલ વગેરે જોખમ વહેર્યા હતાં. પરંતુ એ બધાયે પ્રયાસ એળે ગયા અને બીજા દેશનાં કાર્યોને પરિણામે તેને પાઉન્ડને સેનાથી અલગ પાડવાની ફરજ પડી. એ વખતથી બ્રિટિશ સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ એમ લાગવા માંડયું અને દુનિયાભરમાં એને એ જ અર્થ કરવામાં આવ્યું. ૧૯૩૧ની સાલના સપ્ટેમ્બરની ૨૬મી તારીખે એ ઐતિહાસિક બનાવ બન્યું એટલા માટે એ તારીખ મહત્ત્વની બની ગઈ છે. પણ ઈગ્લેંડ તે ખડતલ લડનાર હતું. અને હજીયે તે પરાધીન અને અસહાય સામ્રાજ્યની સાધનસામગ્રીનો ઉપયોગ કરી શકવાની સ્થિતિમાં હતું. મુખ્યત્વે કરીને, સંપૂર્ણપણે પિતાના કાબૂ નીચેના બે દેશે – હિંદુસ્તાન અને મિસર – માંથી સોનું ખેંચી લઈને આ કટોકટીમાંથી તે ફરી પાછું બેઠું થયું. પાઉન્ડની કિંમતમાં ઘટાડો થવાથી તેના ઉદ્યોગોને ફાયદો થયે કેમ કે પરદેશમાં તે પિતાને માલ સાંધે ભાવે વેચી શક્યું. એ કટોકટીમાંથી આ રીતે તે , આશ્ચર્યકારક રીતે ફરી પાછું બેઠું થયું. યુદ્ધની નુકસાનીની રકમો તથા દેવાને પ્રશ્ન તે હજી ઊભે જ હતે. જર્મની યુદ્ધની નુકસાનીની રકમ આપી શકે એમ નહતું એ તે દેખીતું જ હતું અને Page #709 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન તેણે એ આપવાની વિધિપૂર્વક ના પણ પાડી. આખરે ૧૯૩૨ની સાલમાં લેસાંમાં ભરાયેલી પરિષદમાં યુદ્ધની નુકસાનીની રકમ ઘટાડવામાં આવી અને એને અંગે માત્ર નામની રકમ નક્કી કરવામાં આવી. એમ કરવામાં એવી આશા રાખવામાં આવી હતી કે એ જ રીતે યુનાઈટેડ સ્ટેટ્સ પણ તેના લેણાને આંકડે ઘટાડશે. પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સની સરકારે તે યુદ્ધની નુકસાનીની રકમ સાથે દેવાની રકમ ભેળવી દેવાની તેમ જ પિતાનું લેણું માંડી વાળવાની સાફ ના પાડી. આથી આખીયે બાજી ઊંધી વળી ગઈ અને યુરોપના લેકે અમેરિકા ઉપર અતિશય ક્રોધે ભરાયા. ૧૯૩૨ની સાલના ડિસેમ્બરમાં અમેરિકાને દેવાંને હપતે ભરવાનો સમય આવ્યું અને ઈંગ્લંડ તથા કાંસવતી છટાદાર ભાષામાં વિનવણી કરવામાં આવી. છતાંયે એ હપતે વસૂલ કરવાને અમેરિકાએ આગ્રહ રાખે. ભારે વાદવિવાદ કર્યા પછી ઈગ્લેંડે એ હપતે ભર્યો અને જણાવ્યું કે એ છેલ્લે હપતે છે. ફ્રાંસ તથા બીજા દેશોએ એ હપતે ભરવાની ના પાડી અને હપતે ભર્યો નહિ. એ પછી કશીયે સમાધાની થવા પામી નહિ અને ૧૯૩૩ની સાલના જૂન માસમાં દેવાંને બીજો હપતે ભરવાની મુદત પાકી. કાંસે એ ભરવાની ફરી પાછી ના પાડી; પરંતુ ઇંગ્લડ પ્રત્યે અમેરિકાએ ઉદારતા દર્શાવી અને એ હપતા પેટે નામની રકમ સ્વીકારી લીધી અને એ મોટા પ્રશ્નને ફેંસલે આગળ ઉપર કરવાનું મુલતવી રાખ્યું. આ સંબંધમાં એક વસ્તુ રમૂજ ઉપજાવે એવી છે. કાંસ અને ઈંગ્લેંડ જેવી મહાન અને તવંગર મૂડીવાદી સત્તાઓ પિતાની પદ્ધતિ અને ધરણો પ્રમાણે કરેલું દેવું ચૂકવવાની ના પાડી રહી છે. પરંતુ એ જ સત્તાઓએ સેવિયેટ રાજ્ય પિતાના દેવાના કરેલા ઇન્ફારને સખત ભાષામાં વડી કાઢ્યો હતે. હિંદુસ્તાનમાં પણ, તેના ઈંગ્લંડમાંના દેવાના પ્રશ્નની તપાસ નિષ્પક્ષ પંચ મારફત કરાવવાની સૂચના કરવામાં આવે છે ત્યારે – મહાસભા તરફથી એવી સૂચના કરવામાં આવી છે – સરકારી મંડળમાં એની સામે પુણ્યપ્રકેપ ઊછળી આવે છે. રાષ્ટ્રની જવાબદારી અદા કરવાને અંગેના એવા જ પ્રશ્નને અંગે આયલેંડ તથા ઇંગ્લેન્ડ વચ્ચે ભારે ઘર્ષણ પેદા થયું હતું. એને પરિણામે એ બંને દેશો વચ્ચે વેપારી યુદ્ધ શરૂ થયું અને હજી પણ તે ચાલુ જ છે. ઈંગ્લેડનું આર્થિક નેતૃત્વ અને તે પ્રાપ્ત કરવા માટે અમેરિકાની લડત * . ૧૯૩૩થી ૧૯૩૮ની સાલ સુધીનાં પાંચ વરસ દરમ્યાન ઇગ્લેંડ કે કાંસે દેવા પેટે કશીયે રકમ અમેરિકાને આપી નહોતી. એ પેટે નામની રકમ પણ આપવામાં આવી નહોતી. એ દેવાની સુખેથી અવગણના થઈ શકે એમ માની લેવામાં આવ્યું હેય અને તે ભર્યું ન હોય એમ જણાય છે. • Page #710 -------------------------------------------------------------------------- ________________ નેતત્વ માટે ઇંગ્લંડ અમેરિકા વચ્ચે ઝુબેશ ૧૩૭૭ તેમ જ બેંકના વ્યવહારમાં ઊભી થયેલી કટોકટી તથા ઘણા દેશની આર્થિક વ્યવસ્થાનું પડી ભાગવું ઇત્યાદિ બાબતોને હું વારંવાર ઉલ્લેખ કરી ગયો છું. આ બધા અટપટા અને ન સમજાય એવા શબ્દોને શો અર્થ? તું મને એમ પૂછે એ હું સમજી શકું છું કેમ કે, તને એ બધી બાબતો સમજાઈ હશે કે કેમ એની મને શંકા છે. એ વિષયમાં તને રસ ન પડે એ પણ સંભવિત છે. પણ અત્યાર સુધીમાં એ વિષે મેં આટલું બધું કહી નાખ્યું છે તે હવે મારે એ વસ્તુ વધારે વિસ્તારથી સમજાવવી જોઈએ એમ મને લાગે છે. એમાં આપણને રસ પડે કે ન પડે પણ આ આર્થિક બનાવ રાષ્ટ્રીય તેમ જ વ્યક્તિગત એ બંને દૃષ્ટિથી આપણા ઉપર અસર કરે છે અને આપણાં વર્તમાન તથા ભવિષ્યનું ઘડતર કરવામાં તે કારણભૂત બને છે. એ વિષે આપણે ડું ઘણું જાણી લઈએ એ ઠીક છે. મૂડીવાદી દુનિયાની ગૂઢ અથવા ભેદભરી કાર્યપ્રણાલીની ઘણા લોકો ઉપર એટલી તે ભારે છાપ પડેલી હોય છે કે, તેઓ તેના તરફ આશ્ચર્યચકિત થઈને અને માનની લાગણીથી જુએ છે. તે તેમને એટલી બધી અટપટી, નાજુક અને ગૂંચવણભરી લાગે છે કે, એને સમજવી એ તેમના ગજા ઉપરવટની વાત છે એમ તેઓ માને છે અને આથી તેઓ એ બધી તેના નિષ્ણાતે, બેંકવાળાઓ અને શરાફ તથા એવા બીજાઓ ઉપર છોડી દે છે. બેશક, એ અટપટી અને ગૂંચવણભરી છે, પરંતુ કઈ પણ વસ્તુ ગૂંચવણભરી હેવી એ તેને ગુણ જ છે એમ ન કહેવાય. પરંતુ એમ છતાંયે, આપણે આજની દુનિયાને વહેવાર સમજ હેય તે આપણને એને કંઈક ખ્યાલ હે જોઈએ. એ આખીયે વ્યવસ્થા તને સમજાવવાનો હું પ્રયત્ન નથી કરવાને. એ તે મારા ગજા ઉપરવટની વાત છે, કેમ કે, હું કંઈ એને નિષ્ણાત નથી. હું તો એ સમજવા પ્રયત્ન કરનાર માત્ર એક વિદ્યાથી જ છું. હું તને માત્ર ઘેડી હકીકત જ કહીશ. હું ધારું છું કે, દુનિયામાં બનતા કેટલાક બનાવો તથા છાપાંઓમાં આવતી ખબરે બુદ્ધિપૂર્વક સમજવામાં એ તને મદદરૂપ થશે. ઘણું કરીને, આગળ હું તને જે કહી ગયો છું તેની તે જ વાતે મોટે ભાગે મારે તને ફરીથી કહેવી પડશે, પરંતુ દુનિયાને વ્યવહાર સમજવામાં જે એ તને મદદરૂપ નીવડે તે તું એની સામે વાંધો નહિ ઉઠાવે એમ હું ધારું છું. એ યાદ રાખજો કે, આ તે મૂડીવાદી વ્યવસ્થા છે અને એમાં શેર ધરાવનારાઓની બનેલી ખાનગી કંપનીઓ હોય છે. ખાનગી બેંકે હેય છે અને શેરની લેવડદેવડ કરનારાં શેરબજારે હોય છે. સેવિયેટ રાજ્યની ઔદ્યોગિક તેમ જ આર્થિક અથવા નાણાંકીય વ્યવસ્થા એથી બિલકુલ ભિન્ન છે. ત્યાં આગળ એવી કંપનીઓ કે ખાનગી બેંકે અથવા તે શેરબજારે નથી. ત્યાં તે લગભગ બધી વસ્તુઓ રાજ્યની માલિકીની તેમ જ રાજ્યના અંકુશ નીચે હોય છે અને આંતરરાષ્ટ્રીય વેપાર તે તત્વતઃ વસ્તુવિનિમય જ હોય છે. Page #711 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન એ તે તું જાણે જ છે કે, દેશની અંદરના ઘણાખરા વેપાર ચેક દ્વારા ચાલે છે; થાડે અંશે તે બેંકની નાટા દ્વારા પણ ચાલે છે. નાની નાની ખરીદી સિવાય સેાનાચાંદીના ભાગ્યે જ ઉપયાગ કરવામાં આવે છે. (ખરેખર, સોનું તો ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. ) આ કાગળનાણું નેટ કાઢનારની શાખ પ્રદર્શિત કરે છે અને બૅંકા તથા ચલણી નોટો બહાર પાડનાર દેશની સરકારમાં પ્રજાના વિશ્વાસ હાય ત્યાં સુધી તે રાકડ નાણાંની ગરજ સારે છે. પરંતુ જીંદા જુદા દેશ વચ્ચે પરસ્પર એકખીજાનું લેણદેણ ચૂકવવામાં એ કાગળનું નાણું કામ આવતું નથી કેમ કે દરેક દેશની પાતાની રાષ્ટ્રીય ચલણ પતિ હોય છે. એથી કરીને આંતરરાષ્ટ્રીય લેણદેણુની પતાવટ માટેનું ધારણ સોનું હાય છે કારણ કે દુ`ભ ધાતુ તરીકે એનું પોતાનું સ્વતંત્ર મૂલ્ય હોય છે. એ લેણદેણુની પતાવટ સાનાના સિક્કાથી અથવા તેા સેાનાની લગડીઓથી કરવામાં આવે છે. પરંતુ દેશદેશ વચ્ચેના લેવડદેવડના વહેવારમાં દરેક વખતે જો સે!નાની આપલે કરવાની હોય તો એ તે ભારે અંતરાયરૂપ થઈ પડે અને આંતરરાષ્ટ્રીય વેપાર ભાગ્યે જ વિકસી શકે. વળી, એ રીતે તે દુનિયામાંથી જેટલા મૂલ્યનું સાનું પ્રાપ્ત કરી શકાય તેટલા જ મૂલ્યની વસ્તુઓના આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકે, કેમ કે વધારાના માલની કિંમત ચૂકવવા માટે ર્બીજું સોનું ન હોવાથી પરદેશ સાથેના વેપારના વધારે સોદા થઈ શકે નહિ. વપરાઈ ગયેલું સોનું છૂટું કરીને તે ફરી પાછું લાવવામાં આવે ત્યારે જ એ સાદા થઈ શકે. આ રીતે તેા, સેનાના જથ્થા અથવા પ્રમાણથી જ આંતરરાષ્ટ્રીય વેપાર મર્યાદિત રહે. ૧૩૭૮ પરંતુ એમ થતું નથી. ૧૯૨૯ની સાલમાં આખીયે દુનિયાનું સેાનાનાણું અગિયાર અબજ ડોલરનું હતું. એ જ વરસમાં એક દેશથી ખીજા દેશમાં મોકલાયેલા માલનું કુલ મૂલ્ય બત્રીસ અબજ ડૉલર હતું. લગભગ ચાર અબજ ડૉલરની પરદેશમાં લેાન આપવામાં આવી હતી તેમ જ પ્રવાસીએનાં ખરચ, પરદેશવાસીઓએ પોતાને દેશ માકલેલાં નાણાં, માલની અવરજવર અંગેનું ભાડું એ બધા પેટે પણ પરદેશામાં લગભગ ચાર અબજ ડૉલરનું લેણું ચૂકવવામાં આવ્યું હતું. આમ આંતરરાષ્ટ્રીય લેણું પતાવવાની કુલ રકમ · ચાળીસ અબજ ડોલરની એટલે કે કુલ સેાના નાણા કરતાં લગભગ ચારગણી થઈ. તો પછી પરદેશાનું લેણું કેવી રીતે ચૂકવવામાં આવ્યું ? એ બધું લેણું સોનાથી તો ન જ ચૂકવી શકાય એ તે દેખીતું છે. સામાન્ય રીતે, એ લેણું એક પ્રકારનાં સહાયક નાણાં અથવા ચેક અને ડી કે વિનિમયપત્ર (બિસ ઍક એક્સ્ચેજ ) જેવાં શાખનાં કાગળિયાંઓથી ચૂકવવામાં આવે છે. એ કાળિયાં વેપારી પોતાના ઋણની રસીદના રૂપમાં પરદેશમાં મોકલે છે. એ કામકાજ વિદેશી હૂંડીઓની લેવડદેવડ અથવા વિનિમય કરનારી નાણાવટી ( Page #712 -------------------------------------------------------------------------- ________________ નેતૃત્વ માટે ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચે ઝુંબેશ ૧૩૦૯ ઍ કા (એક્સ્ચેજ બૅંકા) મારફતે થાય છે. આ નાણાવટી બૅંકા જુદા જુદા દેશાના ખરીદ કરનારા તથા વેચનારાઓના સંપર્કમાં રહે છે અને તેની પાસે જે ક્રૂડી આવે છે તે પ્રમાણે તે પોતાની આવકજાવક જમાઉધાર કર્યાં કરે છે. જો કાઈ પ્રસંગે બેંક પાસે આવી ઝૂંડીઓ ખૂટી પડે તે તે સરકારી બૅડ અથવા લેાન કે આંતરરાષ્ટ્રીય ક ંપનીઓના શૅરો જેવાં દેશદેશાન્તરમાં સારી પેઠે જાણીતાં સરકારી કાળિયાં એટલે કે જામીનગીરીએ દ્વારા લેણું ચૂકવી શકે છે. એ શૅર તારથી વેચી અથવા ખીજાના નામ ઉપર ફેરવી શકાય છે અને એ રીતે દુનિયાને ખીજે છેડે લેણું તાત્કાલિક ચૂકવી શકાય છે. આ રીતે, આંતરરાષ્ટ્રીય લેણુંદેની ચુકવણી મધ્યસ્થ નાણાવટી બૅ કા મારતે બિલ્સ ઑફ એક્સ્ચેજ એટલે કે દૂંડી જેવા વેપારી કાગળા અથવા જામીનગીરીઓ જેવા સરકારી કાગળેા દ્વારા થાય છે. વેપારની રોજેરોજની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બંને પ્રકારના કાગળા એટલે કે, બિલ્સ ઑફ એક્સ્ચેજ અથવા વિનિમયપત્ર, અને સિક્યુરિટિઝ અથવા જામીનગીરી એ મેં કાએ પૂરતા પ્રમાણમાં રાખવાં જોઈએ. પોતાની પાસે કેટલું સેાનું તથા કેટલા આવા વિદેશી કાગળા છે તેની અવાડિક યાદી એ બૅંકા બહાર પાડે છે. સામાન્ય રીતે દેશાનું દેવું ચૂકવવા માટે સાનું પરદેશામાં મેકલવામાં આવતું નથી. પરંતુ કેટલીક વખત એવું બને છે કે ખીજી રીતે દેવું ચૂકવવા કરતાં સેનાથી ચૂકવવાનું સાંધુ થઈ પડે છે. એવા સંજોગામાં શરાફે સેાનું જ પરદેશ માકલી આપે છે. સેાનાના ચલણવાળા દેશેામાં રાષ્ટ્રીય ચલણી નાણાંનું મૂલ્ય સેનાના મૂલ્યને ધારણે મુકરર કરવામાં આવેલું હોય છે. અને કાઈ પણ માણસ પોતાના લેણાની પતાવટમાં સેનાની માગણી કરી શકે છે. એથી કરીને એ બધાં ચલણાનું મૂલ્ય લગભગ નિશ્ચિત હાય છે અને તેમની અરસપરસ અદલાબદલી થઈ શકે છે, કેમ કે તેમના બદલામાં ગમે ત્યારે સાનું મેળવી શકાય છે. એની કિંમતમાં વધઘટ માત્ર એક દેશથી ખીજા દેશમાં સેનાની ધાતુ મોકલવામાં જેટલો ખર્ચ થાય તેટલી જ થવાના સંભવ રહે છે, કેમ કે, પોતાના દેશમાં જો કિંમત વધારે હોય તેા વેપારી ખીજા દેશમાંથી સેાનું સહેલાઈથી મેળવી શકે છે. આને સાનાની ચલણપદ્ધતિ કહેવામાં આવતી હતી. એ ચલણપદ્ધતિમાં જુદા જુદા દેશનાં ચલણી નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું હતું અને એ પતિ નીચે ૧૯મી સદી દરમ્યાન અને છેક મહાયુદ્ધના સમય સુધી આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ થતી રહી હતી. એ ચલણપદ્ધતિ આજે પડી ભાગી છે અને એને પરિણામે નાણાંના વ્યવહાર બહુ વિચિત્ર બની ગયા છે અને મોટા ભાગના દેશાનાં નાણાં ચલણે આજે અસ્થિર બની ગયાં છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦ જગતના ઈતિહાસનું રેખાદર્શન સામાન્ય રીતે, અડસટ્ટાથી કહીએ તો દેશની આયાત-નિકાસનાં પાસાં લગભગ સમાન હોય છે. બીજી રીતે કહીએ તે, દરેક દેશ પિતાને માલ પરદેશ મેકલીને તેના બદલામાં પિતાને જોઈને માલ મેળવે છે. પણ આ હકીકત સંપૂર્ણપણે સાચી નથી. અને ઘણી વાર બંને રીતે થેડીઘણી વધઘટ રહે છે એટલે કે દેશની નિકાસ કરતાં આયાત વધી જાય અથવા એથી ઊલટું આયાત કરતાં નિકાસ વધી જવા પામે. જ્યારે આયાતનું મૂલ્ય નિકાસના મૂલ્ય કરતાં વધી જાય ત્યારે તેને “પ્રતિકૂળ વેપાર તુલ' (એડવર્સ બૅલન્સ) કહેવામાં આવે છે અને દેશને પિતાના હિસાબની પતાવટ કરવા માટે વધારાની રકમ ભરવી પડે છે. ભિન્ન ભિન્ન દેશોમાં આવતા જતા માલને પ્રવાહ કદીયે એકસરખો કે એકધારે નથી હોતે. તેમાં વારંવાર ફેરફાર થાય છે અને ભરતીઓટ આવે છે. અને એમાં ફેરફાર થતાં ઠંડીની માગ અને છતમાં પણ ફેરફાર થવા પામે છે. એક દેશ પાસે એક પ્રકારની હૂંડીઓ મોટા પ્રમાણમાં હોય અને જે પ્રકારની હૂંડી તે વખતે જોઈતી હોય તે તેની પાસે પૂરતા પ્રમાણમાં ન હેય એમ ઘણી વાર બને છે. આમ, ફ્રાંસ પાસે જર્મની ઉપરની જર્મન માર્કની હૂંડીઓ જોઈએ તે કરતાં વધારે હોય પરંતુ અમેરિકાને હિસાબ પતાવવા માટે ડોલરની હૂંડીઓ તેની પાસે પૂરતા પ્રમાણમાં ન હોય એમ બને. એવા સંજોગોમાં કાંસ જર્મન માર્કની દંડીઓ વેચીને તેને બદલે યુનાઈટેડ સ્ટેટ્સ ઉપરની ડોલરની હૂંડીઓ ખરીદવા ચાહે છે. જ્યાં આગળ આંતરરાષ્ટ્રીય લેવડદેવડ કરી શકાય એવું ઠંડીનું કેન્દ્રસ્થ બજાર હોય ત્યાં જ એમ કરી શકાય. જ્યાં આગળ નીચેની ત્રણ શરતે પૂરી પડતી હોય તે દેશમાં જ એવું બજાર સંભવી શકે? ૧. પરદેશે સાથે તેને વેપાર બહુ બહોળા અને વિવિધ પ્રકારને હે જોઈએ કે જેથી કરીને બધા પ્રકારની દંડીઓને જ મોટા પ્રમાણમાં તેની પાસે હેય. ૨. ત્યાં આગળ દરેક પ્રકારની જામીનગીરીઓ ઉપલબ્ધ હોવી જોઈએ, એટલે કે, મૂડી માટેનું એ સૌથી મોટું બજાર હોવું જોઈએ. ૩. વળી, તે સોનાનું પણ સૌથી મોટું બજાર હોવું જોઈએ કે જેથી કરીને હૂંડીઓ અને જામીનગીરીઓનો અભાવ હોય તે પ્રસંગે ત્યાંથી સોનું સહેલાઈથી મેળવી શકાય. આખીયે ૧૯મી સદી દરમ્યાન આ ત્રણ શરતે પૂરી પાડી શકે એ દેશ એક માત્ર ઈગ્લેંડ જ હતે. આધુનિક ઉદ્યોગના ક્ષેત્રમાં તે પ્રથમ હેવાથી અને સામ્રાજ્યના રૂપમાં મોટા પ્રદેશને ઇજારે તેની પાસે હોવાથી તેણે દુનિયામાં સૌથી મેટા પ્રમાણમાં પિતાને પરદેશ સાથે વેપાર ખીલવ્યો હતો. પિતાના Page #714 -------------------------------------------------------------------------- ________________ નેતૃત્વ માટે ઇંગ્લંડ અને અમેરિકા વચ્ચે ઝુંબેશ ૧૩૮૧ વિકસતા જતા ઉદ્યોગોને ખાતર તેણે પોતાની ખેતીવાડીને ભાગ આપ્યા હતા. તેનાં વહાણા દરેક ખદરેથી વેપારના માલ તથા દૂંડી લઈ આવતાં હતાં. ઔદ્યોગિક ક્ષેત્રમાં તેની આવી ભારે પ્રગતિ થયેલી હાવાથી સ્વાભાવિક રીતે જ તે મૂડીનું સૌથી માટું બજાર બની ગયું અને હરેક પ્રકારની વિદેશી જામીનગીરીએ ત્યાં એકઠી થવા પામી. તેને મદદરૂપ નીવડનાર બીજી એક વસ્તુ એ હતી કે આખી દુનિયાની સાનાની છતનેા કે તૃતીયાંશ ભાગ બ્રિટિશ સામ્રાજ્યમાં એટલે કે દક્ષિણ આફ્રિકા, કૅનેડા, આસ્ટ્રેલિયા અને હિંદુસ્તાનમાં હતા. લંડનમાં એ દેશની સેનાની ખાણાને તૈયાર બજાર મળી ગયું. લંડનની બૅંક આફ ઇંગ્લંડ મુકરર કરેલા ભાવથી એ દેશની બધુંયે સાનું ખરીદી લેતી હતી. ખાણેામાં ઉત્પન્ન થતું આ રીતે, લંડન શહેર દેશદેશાન્તરની ક્રૂડી, જામીનગીરી અને સેનાનું કેન્દ્રસ્થ બજાર બની ગયું. તે દુનિયાનું આર્થિક પાટનગર બની ગયું અને પરદેશામાં પોતાને! હિસાબ ચૂકવવા માગનાર દરેક સરકાર અથવા શરાફ પોતાના દેશમાં એને માટેનાં સાધના ન મળે તે પ્રસ ંગે લંડન આવતા અને ત્યાં આગળ તેને હરેક પ્રકારના વેપારી તથા નાણાંકીય કાગળા તેમ જ સાનું મળી રહેતાં. પાઉન્ડનું ચલણી નાણું વેપારનું નક્કર `ચિહ્ન બની ગયું. જો ડેન્માર્ક કે સ્વીડનને દક્ષિણ અમેરિકામાં કશી ખરીદી કરવી હોય તો તેને કોન્ટ્રાક્ટ પાઉન્ડના ચલણમાં થતા. જો કે એ રીતે ખરીદ કરવામાં આવેલ માલ કદીયે ઇંગ્લેંડ આવો નહાતે. ઇંગ્લંડને માટે એ અતિશય ફાયદાકારક રાજગાર હતો કારણ કે તેની આ પ્રકારની કામગીરીના બદલામાં આખીયે દુનિયા તેને કંઈક વળતર આપતી હતી. આ રીતે તેને સીધેસીધા ફાયદા ત થતા જ હતા, પરંતુ તે ઉપરાંત પરદેશી વેપારી પેઢી ભવિષ્યમાં પેાતાનું દેણુ પતાવવાના આશયથી ઇંગ્લંડની બૅકામાં ખેતાનું લેણું અનામત રાખતી હતી. આ બધી અનામત રકમે તે બૅ ક ટૂંકી મુક્ત માટે પોતાના ધરાકાને ક્ાયદાકારક રીતે ધીરતી હતી. વળી ઇંગ્લંડની એંકાને પરદેશી ઉદ્યોગપતિના વેપારને લગતી બધી માહિતી મળતી હતી. તેમના હાથમાંથી પસાર થતી દડીઓ ઉપરથી જર્મન અથવા ખીજા પરદેશી વેપારીએ માલની શી કિમત લે છે તેની, તેમ જ પરદેશેામાંના તેમના ગ્રાહકોનાં નામેાની સુધ્ધાં તેમને ખબર પડતી. આ માહિતી ઈંગ્લેંડના ઉદ્યોગાને બહુ જ ઉપયાગી થઈ પડતી, કેમ કે પોતાના પરદેશી હરીફાને તોડી પાડવામાં તે તેમને મદદરૂપ નીવડતી હતી. આ આંતરરાષ્ટ્રીય રાજગારને મજબૂત બનાવવાને તેમ જ તેમાં વધા કરવાને અર્થે ઇંગ્લંડની બેં કા દુનિયાભરમાં ઠેકઠેકાણે પોતાની શાખા તથા એજન્સીએ ઉધાડતી હતી. પરદેશાને બ્રિટિશ ઉદ્યોગાના પ્રભુત્વ નીચે લાવવામાં ज--४५ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન મદદ કરવા ઉપરાંત બ્રિટનની દૃષ્ટિથી એ બેંકે બીજું એક અતિ ઉપયોગી કાર્ય બજાવતી હતી. તેઓ જાણીતી બધીયે સ્થાનિક વેપારી પેઢીઓની તપાસ કરીને તેમને વિષે નોંધ રાખતી હતી. આથી આવી કોઈ પણ સ્થાનિક પેઢીએ લખેલી ઠંડીના મૂલ્યની ત્યાં આગળની બેંક અથવા એજંટને ખબર પડતી અને તેને એ સલામત લાગે તે તે એના ઉપર પોતાની શાખ કરતે. આને તેને સ્વીકાર' કહેવામાં આવતે, કેમકે ત્યાંની બેંક અથવા એજંટ તેના ઉપર સ્વીકારવામાં આવે છે” એવું લખતે. બેંક તેને માટેની જવાબદારી ઓઢી લે એટલે તરત જ તે ઠંડી સહેલાઈથી વેચી શકાતી અથવા તે બીજાના નામ ઉપર ફેરવી શકાતી, કેમ કે તેની પાછળ બેંકની શાખ રહેલી હતી. આવા પ્રકારની બાંયધરી અથવા સ્વીકાર વિના અજાણું વેપારી પેઢીની દંડીના લંડન જેવાં અથવા બીજી જગ્યાનાં દૂરનાં બજારમાં ખરીદનારા ન મળી શકે, કારણ કે એ પેઢી વિષે બીજા કોઈને માહિતી નહિ હોય. એ હૂંડી સ્વીકાર કરનાર બેંક એમ કરવામાં જોખમ ઉઠાવતી, પરંતુ પિતાની સ્થાનિક શાખા મારફત એની પૂરેપૂરી તપાસ કરાવ્યા પછી જ તે એમ કરતી. આ રીતે, આ “સ્વીકાર'ની પ્રથા દંડીઓની લેવડદેવડ તથા એકંદરે વેપારની સગવડ કરી આપવામાં મદદરૂપ થતી અને સાથે સાથે દુનિયાના વેપાર ઉપરની લંડન શહેરની જડ તે વધારે સખત બનાવતી. બીજે કઈ પણ દેશ આ “સ્વીકાર નું કાર્ય મેટા પાયા ઉપર કરવાની સ્થિતિમાં નહે, કેમકે પરદેશમાં તેની બેંકની શાખાઓ ઇંગ્લંડની બેંકેની શાખાઓ જેટલી નહતી. આ રીતે સે કરતાંયે વધારે વરસો સુધી લંડન શહેર નાણાંકીય તેમ જ આર્થિક બાબતમાં આખીયે દુનિયાનું પાટનગર રહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય નાણુવ્યવસ્થા તથા વેપારનાં સૂત્રો તેના હાથમાં રહ્યાં હતાં. ત્યાં આગળ નાણું પુષ્કળ પ્રમાણમાં હતાં અને એને લીધે તે ત્યાં આગળ હળવી શરતોથી મળી શકતાં હતાં. આથી કરીને બધાયે શરાફ ત્યાં આગળ આકર્ષાતા હતા. દુનિયાના ચારે ખૂણામાંથી વેપાર અને નાણાં સંબંધી બધી ખબર બેંક ઓફ ઇંગ્લંડના ગવર્નરની પાસે આવતી અને પિતાના ચેપડાઓ તથા કાગળિયાંઓ ઉપર માત્ર નજર ફેરવીને કઈ એક દેશની આર્થિક સ્થિતિ શી છે એ વસ્તુ તે કહી શકતે હતે. ખરેખર, કેટલીક વાર તે તે દેશની સરકાર કરતાં તેને એ વિષે વધારે ખબર પડતી હતી. જે જામીનગીરીઓ અથવા સરકારી કાગળિયાંઓમાં કઈ સરકારનું હિત સમાયેલું હોય તેને ખરીદવા કે વેચવાની યુક્તિપ્રયુક્તિઓ કરીને અથવા તે ટૂંક મુદત માટે અમુક રીતે નાણાં ધીરીને એ પરદેશી સરકારની રાજકીય નીતિ ઉપર દબાણ લાવી શકાતું હતું. એને “ઉચ્ચ નાણાં પ્રબંધ” (હાઈ ફાઇનેન્સ) કહેવામાં આવે છે. સામ્રાજ્યવાદી સત્તાઓની અતિશય અસરકારક રીતે દબાણ લાવવાની અનેક રીતેમાંની એ એક રીત છે. એ રીત ભૂતકાળમાં Page #716 -------------------------------------------------------------------------- ________________ ડોલર, પાઉન્ડ અને રૂપિયા ૧૩૮૩ અજમાવવામાં આવતી હતી અને હજી પણ એ અથૅ તેના આશરો લેવામાં આવે છે. મહાયુદ્ધ પહેલાં આવી સ્થિતિ હતી. લંડન શહેર એ બ્રિટિશ સામ્રાજ્યના સામર્થ્ય અને સમૃદ્ધિના મથક અને પ્રતિક સમાન હતું. મહાયુદ્ધે ઘણા ફેરફાર કરી નાખ્યા અને જૂની વ્યવસ્થાને ઉથલાવી દીધી. એમાં ઇંગ્લેંડના ભારે વિજય થયા એ ખરું પણુ ઈંગ્લંડ તથા લંડનને એ વિજય બહુ માંધે પડયો. મહાયુદ્ધ પછી શું બનવા પામ્યું તે હું મારા હવે પછીના પત્રમાં કહીશ. ૧૮૭. ડૌલર, પાઉન્ડ અને રૂપિયા ૨૭ જુલાઈ, ૧૯૩૩ મહાયુદ્ધે દુનિયાને ત્રણ પક્ષામાં વહેંચી નાખી હતીઃ યુદ્ધે ચડેલાં રાષ્ટ્રોના એ પક્ષો અને ત્રીજો પક્ષ તટસ્થ દેશાના. એકબીજા ઉપર જાસૂસી કરવાના ગુપ્ત વ્યવહાર સિવાય યુદ્ધે ચડેલા હરીફ પક્ષા વચ્ચે વેપાર કે ખીજા કાઈ પણ પ્રકારના વહેવાર રહ્યો નહોતો. આંતરરાષ્ટ્રીય વેપાર, બેશક છિન્નભિન્ન થઈ ગયા હતા. સમુદ્ર ઉપરના તેમના પ્રભુત્વને કારણે મિત્રરાજ્યે તટસ્થ દેશે તથા વસાહતી દેશી સાથે થાડાણા વેપાર ખેડી શકતા હતા, પરંતુ જન સમમરીનાના હુમલાઓને કારણે એ વેપાર પણ અતિશય મર્યાદિત થઈ ગયા હતા. યુદ્ધ લડનારા દેશોની બધીયે સાધનસામગ્રી યુદ્ધમાં વપરાવા લાગી અને અઢળક રકમ ખરચાવા લાગી. પોતાની પ્રજા પાસેથી તેમ જ અમેરિકા પાસેથી નાણાં ઉપાડીને ઇંગ્લેંડ તથા ફ્રાન્સે લગભગ દોઢ વરસ સુધી પેાતાનાં ગરીબ મિત્રરાજ્યોના ખરચ પૂરો પાડયો. પછીથી ફ્રાંસનાં આર્થિક સાધના ખૂટી પડ્યાં. અને તે હવે ખીજા મિત્ર રાષ્ટ્રોને આર્થિક મદદ આપી શકયુ નહિ. ઈંગ્લંડે ખીજા સવા વરસ સુધી એ ખેો ઉદ્ભાવ્યા. ૧૯૧૭ના મા માસમાં તેનાં આર્થિક સાધના ખૂટી ગયાં, એ વખતે તે યુનાઇટેડ સ્ટેટ્સનું પાંચ કરોડ પાઉન્ડનું પાકેલું લેણું ચૂકવી ન શકયું. જ્યારે તે સૌનાં આર્થિક સાધના ખૂટી ગયાં હતાં તે કટોકટીની ધડીએ ઇંગ્લેંડ, ફ્રાંસ તથા ખીજા મિત્રરાજ્યાના સદ્ભાગ્યે અમેરિકા તેમને પક્ષે યુદ્ઘમાં જોડાયું. એ વખતથી માંડીને યુદ્ધના અંત સુધી યુનાઇટેડ સ્ટેટ્સે પેાતાનાં બધાંયે મિત્રરાજ્યોના યુદ્ધને ખરચ પૂરો પાડ્યો. ‘સ્વતંત્રતા ' તથા · વિજય 'ને નામે તેણે પોતાની પ્રજા પાસેથી જબરદસ્ત રકમોની લેાન ઊભી કરી, એ રકમ તેણે પોતે મેકળે હાથે ખરચી તથા મિત્રરાજ્યોને ધીરી. હું આગળ તને કહી ગયા છું તેમ એનું પરિણામ એ આવ્યું કે, યુદ્ધ પૂરું થયું ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ આખી દુનિયાનું . Page #717 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન શાહુકાર બન્યું અને બધાયે રાષ્ટ્રો તેનાં દેવાદાર હતાં. યુદ્ધ શરૂ થયું ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સને પાંચ અબજ ડોલરનું યુરેપમાં દેવું હતું; યુદ્ધ પૂરું થયું ત્યારે યુરેપને અમેરિકામાં દશ અબજ ડોલરનું દેવું હતું. મહાયુદ્ધ દરમ્યાન અમેરિકાને માત્ર આટલે જ આર્થિક લાભ થયે નહોતે. ઈગ્લડ તેમ જ જર્મનીના વેપારને ભેગે અમેરિકાને પરદેશ સાથે વેપાર વધવા પામ્યું હતું અને હવે તે બ્રિટનના વેપાર જેટલું થઈ ગયું હતું. દુનિયાનું બેતૃતીયાંશ જેટલું સેનું તથા પરદેશની સરકારનાં જબરદસ્ત રકમનાં શેર તથા લેનનાં કાગળિયાં યુનાઈટેડ સ્ટેટ્સમાં એકઠાં થયાં હતાં. આ રીતે યુનાઈટેડ સ્ટેસની નાણાંકીય સ્થિતિ અતિશય સધ્ધર થઈ ગઈ હતી. પિતાના લેણાની ઉઘરાણું કરવા માત્રથી તે તેના કોઈ પણ દેણદાર દેશને નાદાર રિથતિમાં લાવી મૂકી શકે એમ હતું. આ સ્થિતિમાં, દુનિયાના નાણાંકીય પાટનગર તરીકેના લંડનના પુરાણા સ્થાન પરત્વે તેને ઈર્ષા પેદા થાય અને એ સ્થાન માટે તે પિતે ઝંખના રાખે એ સ્વાભાવિક હતું. દુનિયાનું સૌથી ધનવાન શહેર ન્યૂયોર્ક લંડનનું સ્થાન લે એવી તેની ઇચ્છા હતી. આ રીતે ન્યૂયૉર્ક તથા લંડનના બેંકવાળાઓ તથા શરાફે વચ્ચેની ઝુંબેશ શરૂ થઈ. તેમની એ ઝુંબેશમાં તેમને પિતાપિતાની સરકારને ટેકે હતે. અમેરિકાના દબાણે પાઉન્ડને હચમચાવી મૂક્યો. પિતાના ચલણ નાણું માટે બેંક ઓફ ઇંગ્લડ સેનું આપવાને અસમર્થ નીવડી અને પાઉંડની નેટ, જેને હવે સેનાના વિનિમય સાથે સંબંધ નહોતો રહ્યો, તેના મૂલ્યમાં ફરક પડવા લાગે અને તેના ભાવ ઘટવા લાગ્યા. કાંસના કાંકના ભાવ પણ ગગડી ગયા. આવી અસ્થિર દુનિયામાં એક માત્ર અમેરિકાને ડોલર જ ખડકના જે અચળ જણાતે હતે. કઈ પણ માણસને લાગે કે આ સંજોગોમાં નાણુંને વ્યવહાર તથા સેનું લંડન છેડીને ન્યૂયોર્ક પહોંચ્યાં હશે. પરંતુ, અજાયબીની વાત તે એ છે કે, એમ બનવા પામ્યું નહિ અને પરદેશી હૂંડીઓ તથા ખાણમાંથી સોનું હજી લંડન જ આવતાં રહ્યાં. લેકે ડૉલર કરતાં પાઉન્ડને વધારે પસંદ કરતા હતા તેથી નહિ પણ ડોલર સહેલાઈથી મળી શકતા નહતા તેથી એમ બનતું હતું. પિતાની શાખાઓ તથા એજન્સીઓ મારફતે ઈંગ્લંડની બેંકોએ દુનિયાભરમાં ઊભી કરેલી સ્વીકાર'ની પદ્ધતિ વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. અમેરિકાની બેંક પાસે એવી શાખાઓ કે પરદેશમાં એજન્સીઓ નહોતી એટલે “સ્વીકાર કરીને પરદેશી હૂંડીઓ મેળવવાનાં સાધને તેમની પાસે નહોતાં. આથી સ્વાભાવિક રીતે જ એવી દંડીઓ બ્રિટિશ બે કે મારફતે લંડન પહોંચતી. એ મુશ્કેલીને તોડ કાઢવા માટે અમેરિકાની બેંકેએ Page #718 -------------------------------------------------------------------------- ________________ ડૉલર, પાઉન્ડ અને રૂપિયા ૧૩૫ તરત જ પરદેશમાં પોતાની શાખા તથા એજન્સીએ સ્થાપવાનું શરૂ કરી દીધું. અને એને પરિણામે ઠેકઠેકાણે સુંદર સુંદર ઇમારતા ઊભી થઈ પણુ તેમને હજી એક ખીજી મુશ્કેલી પણ નડતી હતી. ‘ સ્વીકાર'નું કાય તે સ્થાનિક ધંધારોજગાર તથા પરિસ્થિતિના સંપૂર્ણ પણે માહિતગાર હોય એવા તાલીમ પામેલા માણસો જ કરી શકે. બ્રિટિશ બૅંકાએ તા ૧૦૦ વરસના વિકાસ અને અનુભવને પરિણામે પોતાના એ કામને માટે લાયક માણસા તૈયાર કર્યાં હતા. અને આ બાબતમાં તેમને જલદી પકડી પાડવાનું કામ સહેલું નહોતું. પછીથી અમેરિકનો લંડન સામે ફ્રેંચ, સ્વીસ અને ડચ બેંક સાથે જોડાઈ ગયા. પરંતુ એથી પણ તેમને ઝાઝી સફળતા મળી નહિ. ક્રાંસ અતિશય ધનવાન દેશ હતા તથા તે મેાટા પ્રમાણમાં પોતાની મૂડી પરદેશ મોકલતો હતો, પરંતુ પરદેશી ક્રૂડીને રાજગાર વિકસાવવામાં તેણે કદીયે લક્ષ આપ્યું નહોતું. આમ લંડન અને ન્યૂયોર્ક વચ્ચે ગજગ્રાહ ચાલ્યા કર્યાં અને એકદરે જોતાં લંડનની સ્થિતિમાં કશાયે કૂક પડ્યો નહિ. ૧૯૨૪ની સાલમાં ન્યૂયોર્કની તરફેણમાં એક નવી વસ્તુ પેદા થઈ. ચલણનો ફુલાવા યા કૃત્રિમ વધારા બહુ મેટા પ્રમાણમાં કર્યાં પછી જન માને સ્થિર કરવામાં આવ્યો. અને એને કારણે જન મૂડી સ્વિટ્ઝરલેંડ તથા હાલેંડમાં ભાગી ગઈ હતી ( જોખમ કે ભયના સમયમાં મૂડી હમેશાં બહાર ભાગી જાય છે! ) તે માર્ક સ્થિર થવાથી હવે જમન બૅંકામાં પાછી કરી. અમેરિકાના નાણાંકીય સમૂહમાં જર્મનીના ઉમેરો થવાથી લંડનની સ્થિતિમાં ભારે ફેરફાર થવા પામ્યા. કારણ કે, હવે લંડનની સહાય વિના અમેરિકાની દૂડીએના બદલામાં યુરોપની ક્રૂડી મળી શકતી હતી. અને લંડનનું ચલણી નાણું હજી અસ્થિર હતું એટલે કે પાઉન્ડની નેટનું સાનાને ધેારણે નિશ્ચિત મૂલ્ય નહોતું. સાનાની ચલણપદ્ધતિ તેણે છેોડી દીધી હતી. લંડન શહેરના શરાફ઼ા હવે ભડક્યા. તેમણે જોયું કે આંતરરાષ્ટ્રીય વિનિમયને બધા ફાયદાકારક ભાગ તા ન્યૂયોર્ક તથા યુરોપના તેના સાથીઓને હિસ્સે જાય છે અને લંડનને તે તેના રહ્વાસઘા ટુકડા જ મળે છે. આમ થતું અટકાવવા માટે પ્રથમ સેનાને ધેારણે પાઉન્ડનું મૂલ્ય નિશ્ચિત કરવું જોઈએ એટલે કે પાઉન્ડના ચલણી નાણાને સ્થિર કરવું જોઈએ. એને પરિણામે વિનિમયનું કામ કરી પાછું આવવા લાગશે. આથી, ૧૯૨૫ની સાલમાં પાઉન્ડના ચલણનું મૂલ્ય અસલતે ધેારણે સ્થિર કરવામાં આવ્યું. ઇંગ્લેંડના બૅંકવાળાએ તથા શરાફેને આ રીતે ભારે વિજય થયા કારણ કે પાઉન્ડનું મૂલ્ય વધ્યું એટલે તેમની કમાણી પણ વધવા પામી. ઇંગ્લેંડના ઉદ્યોગોની દૃષ્ટિએ એ વસ્તુ નુકસાનકારક હતી કેમ કે એને લીધે પરદેશામાં બ્રિટિશ માલની કિ મત વધી ગઈ અને પરદેશનાં બજારે માં અમેરિકા, જર્મની તથા ખીજા ઔદ્યોગિક દેશ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૬ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન સાથે હરીફાઈ કરવાનું બ્રિટિશ ઉદ્યોગપતિઓને માટે મુશ્કેલ થઈ પડયું. પરંતુ પોતાની બૈંકિંગ વ્યવસ્થા અથવા કહો કે દુનિયાના વિનિમય બજારમાં પોતાનું નાણાંકીય પ્રભુત્વ સાચવી રાખવા માટે ઇંગ્લંડે ઇરાદાપૂર્વક થોડેઘણે અંશે પોતાના ઉદ્યોગોને ભાગ આપ્યા. પાઉન્ડની પ્રતિષ્ઠા તા એથી વધવા પામી પરંતુ તને યાદ હશે કે એ પછી કંઈક અંશે ઉદ્યોગોને કટકા પડવાને કારણે ઇંગ્લેંડમાં આંતરિક મુશ્કેલીઓ પેદા થઈ. ત્યાં આગળ એકારી વધી ગઈ અને કાલસાની ખાણેામાં લાંબા સમય સુધી હડતાળ ચાલી તેમ જ સાત્રિક હડતાલ પણ પડી. પાઉન્ડનું મૂલ્ય તો સ્થિર કરવામાં આવ્યું પણ એટલું પૂરતું નહેતું. બ્રિટિશ સરકારને અમેરિકાનું જબરદસ્ત રકમનું કરજ હતું. એ હાથઉધાર કરજ હતું અને અમેરિકા કાઈ પણ ઘડીએ તેની માગણી કરી શકે એમ હતું. એવી માગણી કરીને યુનાઈટેડ સ્ટેટ્સ ઇંગ્લંડની સ્થિતિ અતિશય મુશ્કેલ કરી મૂકી શકે એમ હતું તેમ જ એ રીતે તે પાઉન્ડના ભાવ ઘટાડી દઈ શકે એમ હતું. આથી યુદ્ધનું દેવું હપતાથી પતાવવાને અંગે અમેરિકા સાથે સમજૂતી પર આવવાને માટે અગ્રગણ્ય બ્રિટિશ રાજદ્વારી પુરુષો — સ્ટેન્લી બાલ્ડવીન પણ તેમાંના એક હતા ન્યૂયોર્ક દોડી ગયા. યુરોપના બધાયે દેશ અમેરિકાના દેણુદાર હતા. એટલે તેમને માટે યોગ્ય રસ્તો તેા એ હતા કે આપસમાં મસલત કરીને પછી જ શકય એટલી સારી શરતો મેળવવા માટે તેમણે અમેરિકા પાસે પહોંચવું જોઈતું હતું. પરંતુ પાઉડને બચાવી લેવાને તથા લંડનનું આર્થિક નેતૃત્વ ટકાવી રાખવાને માટે બ્રિટિશ સરકાર એટલી બધી ઈંતેજાર હતી કે ફ્રાંસ અને ઇટાલી સાથે એ બાબતમાં મસલત કરવા જેટલી તેની પાસે ધીરજ નહેાતી. તેને તે ગમે તે ભાગે અમેરિકા જોડે દેવાની ચુકવણીને અંગે તરતાતરત કઈક ગોઠવણ કરવી હતી. બ્રિટિશ સરકાર એ ખાબતમાં ગાઠવણ તે કરી શકી, પર ંતુ એને માટે તેને ભારે કિંમત આપવી પડી અને યુનાઇટેડ સ્ટેટ્સે મૂકેલી કડક શરતોનું પાલન કરવાનું તેને કબૂલ રાખવું પડ્યું. પાછળથી ક્રાંસ તથા ઇટાલી પોતાના દેવાની ચુકવણીને અંગે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી એના કરતાં ઘણી અનુકૂળ શરતો મેળવી શકયાં. આ ભારે પ્રયાસા અને ભાગાને કારણે પાઉંડના ભાવેા ટકી રહ્યા તથા લંડન શહેરનું આર્થિક નેતૃત્વ પણ ચાલુ રહ્યું. દુનિયાનાં બજારોમાં ન્યૂયૉર્ક સાથેની તેની ઝુંબેશ ા ચાલુ જ રહી. પોતાની પાસે અઢળક નાણું હતું એટલે ન્યૂયોર્ક, પહેલાં લંડન પાસે નાણાં વ્યાજે લેતા હતા તે દેશને વ્યાજના બહુ જ ઓછા દરોથી લાંબી મુદ્દતને માટે પૈસા ધીરવા માંડયા. આ રીતે કૅનેડા, દક્ષિણ આફ્રિકા તથા આસ્ટ્રેલિયા પણ લાભાઈને ન્યૂયોર્ક તરફ ખેંચાયા. આ રીતે લાંખી મુદ્દત માટે નાણાં ધીરવામાં લંડન ન્યૂયૉર્ક સાથે હરીફાઈ કરી શકે એમ નહોતું. Page #720 -------------------------------------------------------------------------- ________________ ડૉલર, પાઉન્ડ અને રૂપિયા આથી તેણે મધ્ય યુરોપની બેંકને ટૂંકી મુદત માટે નાણું ધીરવાનું અજમાવવા માંડયું. ટૂંકી મુદત માટે નાણું ધીરવામાં બેંકના ધંધાને અનુભવ તથા પ્રતિષ્ઠા એ બે વસ્તુઓ મહત્ત્વની હોય છે. એ બંને વસ્તુઓ લંડનની તરફેણમાં હતી. આથી લંડનની બેંકોએ વિયેનાની બેંક સાથે નિકટને સંબંધ બાંધે અને તેમની મારફતે મધ્ય તથા દક્ષિણ-પૂર્વ યુરોપની અથવા ડાન્યુબ અને બાલ્કન પ્રદેશની બેંક સાથે સંબંધ બાંધ્યે. ન્યૂયોર્ક પણ ત્યાં આગળ પિતાનું ધીરધારનું થોડું કામ ચાલુ રાખ્યું. આ નાણાંકીય પાગલપણાને કાળ હતું અને કંઈક અંશે લંડન તથા ન્યૂયેક વચ્ચેની સ્પર્ધાને કારણે યુરોપમાં નાણુને ધોધ વહેવા લાગે અને ત્યાં આગળ કરોડપતિઓ તથા અબજપતિઓ અતિશય ત્વરાથી ઠેકઠેકાણે ફૂટી નીકળ્યા. શ્રીમંત થવાને માર્ગ બહુ સીધોસાદે હતે. કેઈ સાહસિક માણસ એમાંના કોઈ એક દેશમાં રેલવે બાંધવાની કે બીજાં કઈ જાહેર બાંધકામ કરવાની છૂટછાટ મેળવે અથવા તે ત્યાં આગળ દીવાસળી જેવી વસ્તુઓ ઉત્પન્ન કરવાને અને વેચવાને ઇજારે મેળવે. એ વસ્તુઓના બાંધકામ માટે અથવા ઇજારાને માલ ઉત્પન્ન કરવા માટે એક કંપની ઊભી કરવામાં આવે અને તે પછી પોતાના શૈર કાઢે. આ શેરેને આધારે ન્યૂયોર્ક કે લંડનની માટી મેટી બેંકે એ કંપનીને નાણાં ધીરે, શરાફ આ રીતે ન્યૂયૅર્ક પાસેથી બે ટકાના વ્યાજના દરથી ડૉલરના રૂપમાં નાણું વ્યાજે લે અને પછી તેઓ તે નાણાં બર્લિનને ૬ ટકાના દરથી અને વિયેનાને ૮ ટકાના દરથી ધીરે. આ રીતે બીજા લકાનાં નાણુંની ચતુરાઈપૂર્વક ફેરવણું કરીને એ શરાફે અતિશય ધનવાન બની ગયા. એમાંને ઈવાન ક્રગર નામને સ્વીડનવાસી સૌથી વધારે મશહૂર હતે. તેના દીવાસળીના ઇજારાને કારણે તે દીવાસળીના રાજા તરીકે ઓળખાતે હતે. એક વખતે તે ફ્રેગરની ભારે પ્રતિષ્ઠા હતી. પરંતુ પાછળથી પુરવાર થયું કે તે અઠંગ ધુતારે હતો અને પારકાં અઢળક નાણું તે હજમ કરી ગયો હતું. તેની ઠગાઈ પકડાવાની તૈયારીમાં હતી તે વખતે તેણે આપઘાત કર્યો. પિતાના અપ્રામાણિક વહેવારોને કારણે બીજા સુપ્રસિદ્ધ શરાફ પણ મુશ્કેલીમાં આવી પાડ્યા હતા. | મધ્ય અને પૂર્વ યુરોપમાંની ઇંગ્લંડ તથા અમેરિકાની હરીફાઈને પરિણામે એક ફાયદે થયે. ૧૯૨૯ની સાલની મંદી શરૂ થઈ તે પહેલાંનાં વરસમાં યુરોપની સ્થિતિ સુધારવામાં ત્યાં આગળ વહેલા આ નાણાંના ધંધે ભારે ફાળો આપે હતે. | દરમ્યાન ૧૯૨૬-૨૭ની સાલ દરમ્યાન ફ્રાંસમાં ચલણને ફલાવો કરવામાં આવ્યો અને ફ્રાંકનું મૂલ્ય અતિશય ઘટી ગયું. ફાંકની કિંમત ઘટી જવાને કારણે પિતાનાં નાણાં ગુમાવી બેસવાના ડરથી ધનિક ક્રાંસવાસીઓએ—અને Page #721 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન મધ્યમ વર્ગના નીચલા થરના દરેક ફ્રાંસવાસી પાસે પિતાની બચત હોય છે જ – તે પરદેશ મોકલી આપ્યાં. તેમણે મોટા પ્રમાણમાં પરદેશી જામીનગીરીઓ તથા પરદેશી હૂંડીઓ ખરીદી લીધી. ૧૯૨૭ની સાલમાં ફ્રાંકનું મૂલ્ય ફરી પાછું સ્થિર કરવામાં આવ્યું અને સેનાના ધોરણ પ્રમાણે તે નિશ્ચિત કરવામાં આવ્યું. પરંતુ એ મૂલ્ય તેના પહેલાંના મૂલ્યથી પાંચમા ભાગનું રાખવામાં આવ્યું. પરદેશી જામીનગીરીઓ ધરાવનાર ફેંચે હવે તેને કાઈક રીતે ઢાંકના રૂપમાં બદલી લેવાને ઉત્સુક બન્યા. તેઓ એક ફાયદાકારક વેપાર ખેડી રહ્યા હતા કારણ કે, આ રીતે મૂળ તેમની પાસે હતા તેના કરતાં પાંચગણી ક્રાંક તેમને મળતા હતા અને એ રીતે ફ્રાંકને જ હમેશાં વળગી રહેવાથી ચલણના ફુલાવાને કારણે તેમને જે નુક્સાન વેઠવું પડત તેમાંથી તેઓ ઊગરી ગયા. ફ્રેંચ સરકારે આ તકને લાભ લેવાનો નિર્ણય કર્યો અને ક્રાંકના નાણામાં છાપેલી નવી નોટો આપીને તેણે બધીયે પરદેશી હૂંડીઓ અથવા જામીનગીરીઓ ખરીદી લીધી. આમ, એ પરદેશી હૂંડીઓ તથા જામીનગીરીઓ ખરીદીને ફેંચ સરકાર એકાએક અતિશય ધનિક બની ગઈ. વાસ્તવમાં એ વખતે તેની પાસે સૌથી મોટી સંખ્યામાં એ બંને વસ્તુઓ હતી. અમેરિકા કે ઇગ્લેંડ સાથે આર્થિક નેતૃત્વની હરીફાઈમાં ઊતરવાની તેની ઈચ્છા નહેતી તેમ જ એને માટે તેની લેગ્યતા પણ નહોતી. પણ તે એ બંને ઉપર અસર પાડવાની સ્થિતિમાં હતી. . ફાંસવાસીઓ સાવધ પ્રજા છે તેમ જ તેમની સરકાર પણ સાવધ હેય છે. પિતાની પાસે જે કંઈ હોય તે ગુમાવી બેસવાનું જોખમ ખેડીને ભારે લાભ મેળવવા પ્રયાસ કરવા કરતાં વિના જોખમે ઓછો લાભ મેળવવાનું તેઓ વધારે પસંદ કરે છે. આથી ફેંચ સરકારે સાવધાનીપૂર્વક પિતાનું વધારાનું નાણું વ્યાજના ઓછા દરથી લંડનની સધ્ધર પેઢીઓને ધીર્યું. આ રીતે તે બ્રિટિશ બેંક પાસેથી માત્ર બે ટકા જ વ્યાજ લેતી. અંગ્રેજો એ નાણાં પાંચ કે છ ટકાના વ્યાજના દરથી જર્મન બેંકને ધીરતા. જર્મન બેંકે વળી પાછી એ રકમ આઠ કે નવ ટકાના વ્યાજના દરથી વિયેનાને ધીરતી અને છેવટે એ નાણું હંગરી તેમ જ બાલ્કન દેશમાં ૧૨ ટકાના દરથી પહોંચતું ! જોખમના પ્રમાણમાં વ્યાજનો દર પણ વધતું હતું પરંતુ ફ્રાંસની બેંક લેશ પણ જોખમ ખેડવા કરતાં બ્રિટિશ બેંક સાથે જ વ્યવહાર રાખવાનું પસંદ કરતી હતી. આ રીતે તેણે ખરીદેલી પાઉંડની પરદેશી હૂંડીઓના રૂપમાં ક્રાંસ પિતાના નાણાની ઘણી મોટી રકમ લંડનમાં રાખતું હતું. ન્યૂયૉર્ક સામે ઝૂઝવામાં લંડનને એની ભારે મદદ મળતી હતી. દરમ્યાન વેપારની કટોકટી તથા મંદી વધતી જતી હતી અને ખેતીની પેદાશના ભાવો બેસતા જતા હતા. ૧૯૩૦ની પાનખર ઋતુમાં ઘઉંના ભાવ Page #722 -------------------------------------------------------------------------- ________________ ડોલર, પાઉન્ડ અને રૂપિયે ૧૩૮૯ એટલા બધા બેસી ગયા કે પૂર્વ યુરોપની બેંકે પિતાના દેણદારો પાસેથી પિતાનું લેણું વસૂલ ન કરી શકી અને એને લીધે વિયેના પાસેથી પાઉન્ડ અને ડૉલરના રૂપમાં તેમણે કરજે કાઢેલી રકમે તે પાછી ન આપી શકી. એને લીધે વિયેનાની બેંકની દુનિયામાં ભારે કટોકટી ઊભી થઈ અને ક્રેડિટ એન્સાલ્ટ નામની વિયેનાની સૌથી મોટી બેંક તૂટી. એને લીધે વળી જર્મનીની બેંકે હચમચી ઊડી અને માર્કના ભાવે ફરી પાછા ગગડી જવાની ભીતિ પેદા થઈ. એને પરિણામે જર્મનીમાંની બ્રિટિશ તથા અમેરિકન મૂડી જોખમમાં આવી પડત અને એ ટાળવાને ખાતર જ પ્રમુખ હૂવરે દેવું તથા યુદ્ધની નુકસાની પેટેની વસૂલાતની મેકૂફી જાહેર કરી. એ વખતે યુદ્ધની નુકસાનીની રકમની વસૂલાતનો આગ્રહ રાખવામાં આવત તે જર્મનીની સમગ્ર અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ જાત. પરંતુ આ પણ પૂરતું ન થયું અને જર્મની બીજા દેશનું પિતાનું ખાનગી દેવું પણ ભરી ન શક્યું એટલે એ દેવાની વસૂલાત પણ મોકૂફ રાખવી પડી. એને પરિણામે જર્મનીને ટૂંકી મુદત માટે ધીરવામાં આવેલું પુષ્કળ નાણું ત્યાં સ્થગિત થઈ ગયું. આથી લંડનના બેંકવાળાઓની સ્થિતિ મુશ્કેલ બની ગઈ કેમ કે તેમને પણ પિતાની જવાબદારીઓ અદા કરવાની હતી અને એને માટે જર્મની તરફથી આવવાનાં નાણું ઉપર તેમણે ગણતરી રાખી હતી. ક્રાંસ અને અમેરિકા તેમની વહારે ધાયાં અને તેમને ૧૩ કરોડ પાઉન્ડની મદદ કરી. પરંતુ તેમની એ મદદ મેડી પડી. લંડનનાં શરાફી મંડળમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો અને એવા ગભરાટના સમયમાં સૌ કોઈ પિતાનું નાણું ઉપાડી લેવા માગે છે. પેલા તેર કરડ પાઉંડ તે જોતજોતામાં સાફ થઈ ગયા. તને યાદ હશે કે એ વખતે ત્યાં ચલણનું ધોરણ સેનાનું હતું અને પાઉંડની નોટો ધરાવનાર દરેક જણ તેને બદલે સેનાની માગણી કરી શકતું હતું. બ્રિટિશ સરકાર – તે વખતે ત્યાં મજૂર સરકાર હતી – વધારે નાણાં ઉછીનાં લેવા માગતી હતી અને તેણે તેને માટે ઉત્સુકતાપૂર્વક ચૂર્ક તથા પેરિસ પાસે માગણી કરી. એમ જણાય છે કે, અમુક શરત એ જ તેઓ એ મદદ આપવા સંમત થયાં. એમાંની એક શરત એ હતી કે, બ્રિટિશ સરકારે મજૂરોની બાબતમાં તેમ જ સામાજિક કાર્યો વગેરેમાં કરકસર કરવી. તેમણે મજૂરને પગારકાપ પણ સૂચવ્યું હોય એમ લાગે છે. બ્રિટનના આંતરિક વ્યવહારમાં પરદેશી બેંકવાળાઓની આ દખલગીરી હતી. આ પરિસ્થિતિને મજૂર સરકારની સામે ઉપયોગ કરવામાં આવ્યો અને રસે મેકડોનાલ્ડ જે વડે પ્રધાન તેમ જ મજૂર સરકારનો વડો હતે તેણે સરકારને તેમ જ પિતાના મજાર પક્ષને દગે દીધે. મુખ્યત્વે કરીને કન્ઝરવેટીના ટેકાથી તેણે બીજી સરકાર સ્થાપી. એ આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે એ સરકાર સ્થાપવામાં Page #723 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૦ જગતના ઇતિહાસનુ' રેખાદર્શન આવી હતી અને તેને ‘રાષ્ટ્રીય સરકાર ' તરીકે ઓળખાવવામાં આવી. મૈકડાનાલ્ડનું એકૃત્ય યુરોપની મન્ત્ર ચળવળના ઇતિહાસમાં એવફાઈનું નોંધપાત્ર દૃષ્ટાંત છે. રાષ્ટ્રીય સરકાર પાઉન્ડને બચાવવા માટે સ્થપાઈ હતી. તેમણે આપેલા વચન પ્રમાણે ક્રાંસ તથા અમેરિકા તરફથી તેને આર્થિક મદદ મળી પણ એ મદદથી પણ રાષ્ટ્રીય સરકાર પાઉન્ડને બચાવી શકી નહિ. ૧૯૩૧ની સાલના સપ્ટેમ્બર માસની ૨૭મી તારીખે સાનાની ચલણપદ્ધતિ તેને છેડી દેવી પડી અને પાઉંડનું ચલણ ફરી પાછું અસ્થિર થઈ ગયું. પાઉંડનું મૂલ્ય ઝપાટાબંધ ઘટી ગયું અને સેનામાં તેની કિ ંમત ૧૪ શિલિંગ જેટલી થઈ ગઈ. એટલે કે, તેનું મૂલ્ય પહેલાં કરતાં લગભગ રૢ જેટલું થઈ ગયું. આ બનાવે તથા એ તારીખે દુનિયા ઉપર ભારે છાપ પાડી. યુરેપમાં એ નજીક આવતા જતા બ્રિટિશ સામ્રાજ્યના વિનાશનું ચિહ્ન ગણાવા લાગ્યું. કેમ કે એ બનાવ દુનિયાના નાણાંકીય બજારમાં લંડનના પ્રભુત્વનેા અંત સૂચવતા હતો. આ ધારણા તથા અપેક્ષાએ (બ્રિટિશ સામ્રાજ્ય માટે યુરોપ કે અમેરિકામાં જરા સરખા સદ્ભાવ નહેાતા, અને એશિયાનું તે પૂછવું જ શું?) જરા ઉતાવળી પુરવાર થઈ. તેને સોનું જ સમજીને પાઉંડનું કાગળનાણું રાખનાર — ક્રમ કે, કાઈ પણ વખતે તેને સેનામાં ફેરવી શકાતું હતું — ધણા દેશનાં ચલણાને પાઉંડના મૂલ્યમાં થયેલા ઘટાડાએ હચમચાવી મૂકવાં. હવે પાઉંડની નોટો સોનામાં ફેરવી શકાતી નહોતી તેમ જ તેના મૂલ્યમાં લગભગ ૩૦ ટકા જેટલા ઘટાડા થવા પામ્યા હતા એટલે એમાંના કેટલાક દેશાનાં ચલણુના ભાવ પણ ગગડી ગયા. અને ઇંગ્લંડને કારણે તેમને પણ સેનાનું ચલણ છેોડી દેવાની ફરજ પડી ક્રાંસની સ્થિતિ હવે ધણી જ સધ્ધર બની હતી. પોતાની સાવધાનીભરી નીતિ તેને ફાયદાકારક નીવડી હતી. અમેરિકાનાં અને એથીયે વિશેષ પ્રમાણમાં ઇંગ્લેંડનાં જનીને ધીરવામાં આવેલાં નાણાં ત્યાં સ્થગિત થઈ તે પડત્યાં હતાં તે વખતે ફ્રાંસ પાસે પરદેશી દૂડી અને સાનાના ક્રાંકના રૂપમાં પુષ્કળ નાણાં પડ્યાં હતાં. ઇંગ્લંડ તથા અમેરિકા એ બંને દેશોની સરકારોએ ક્રાંસને રીઝવવાને અને એકબીજીની સામે તેને પોતાના પક્ષમાં લેવાને ભારે પ્રયાસા કર્યા. પરંતુ અતિ સાવધાન ક્રાંસે એમાંથી એકેના પક્ષમાં ભળવાની સાફ ના પાડી અને એ રીતે સાદ કરી લેવાના મેાકા જતા કર્યાં. ૧૯૩૧ની સાલના અંતમાં ઇંગ્લંડમાં સાર્વત્રિક ચૂંટણી થઈ અને તેમાં રાષ્ટ્રીય સરકાર ના ભારે વિજય થયા. વાસ્તવમાં એ કન્ઝરવેટીવ પક્ષના વિજય હતો. એમાં મજૂર પક્ષ તો લગભગ ઊખડી જ ગયા. મજૂર સરકાર તેમની મૂડી જપ્ત કરી લેશે એવા ગપગોળાઓથી ભડકીને તેમ જ પગાર Page #724 -------------------------------------------------------------------------- ________________ ડોલર, પાઉન્ડ અને રૂપિયા ૧૩૯૧ કાપને કારણે આટ્લાંટિકના નૌકા કાફલાના બ્રિટિશ ખલાસીઓના અલ્પજીવી ખંડથી કદાચ ગભરાઈ જઈ ને, ઇંગ્લેંડના મધ્યમ વર્ગ સમગ્રપણે કન્ઝર્વેટીવ રાષ્ટ્રીય સરકારને પડખે ઊભો રહ્યો. આવી કટોકટી અને જોખમને પ્રસંગે પણ અમેરિકા, ઇંગ્લંડ અને ફ્રાંસ એ ત્રણ આગળ પડતાં રાષ્ટ્રો અથવા કહે કે તેના શરાફે એક સાથે મળીને સહકારથી કાય કરી શક્યા નહિ. દરેક દેશ એકલે હાથે પોતપોતાની રમત રમતા હતા અને બીજાને નુકસાન પહોંચાડીને પોતાની સ્થિતિ સુધારવાની આશા રાખતા હતા. આર્થિ ક નેતૃત્વ માટે આપસમાં ઝધડવાને બદલે સહિયારું આંતરરાષ્ટ્રીય નાણાંબજાર રચવાને તે સાથે મળીને કાર્ય કરી શકતા હતા. પણ દરેક પોતપોતાના અલગ મા લેવાનું પસંદ કર્યું. બૅક ફ્ ઇંગ્લંડ લંડને ગુમાવેલી પોતાની પ્રતિષ્ઠા કરી પાછી પ્રાપ્ત કરવાને નીકળી પડી અને હજીયે પાઉન્ડના ચલણનેા સેાનાના મૂલ્ય સાથે સંબંધ નહાતો તે છતાંયે ઘણું અંશે તે એ વસ્તુ સાધવામાં સફળ થઈ અને એ રીતે તેણે દુનિયાને ચકિત કરી મૂકી. ઈંગ્લંડે સાનાની ચલણપદ્ધતિ છેડી દીધી ત્યારે ખીજા દેશની સરકારી બૅંકાએ (એવી બૅંકાને મધ્યસ્થ બૅંકા કહેવામાં આવે છે.) પેાતાની પાસેની પાઉંડના ચલણની હૂંડીએ તેને બદલે સેાનું મેળવવાને માટે વેચી દીધી. અત્યારસુધી તેમણે એ પાઉંડના ચલણની ક્રૂડી એટલા માટે રાખી મૂકી હતી કે, તેને બદલે ગમે તે વખતે સેાનું મેળવી શકાય એમ હતું અને એ રીતે તેને સેના તરીકે જ ગણવામાં આવતી હતી. જ્યારે આવી સંખ્યાબંધ દૂંડી એકાએક વેચી દેવામાં આવી ત્યારે પાઉન્ડના મૂલ્યમાં એકદમ ૩૦ ટકાને ઘટાડા થવા પામ્યા. પાઉંડના મૂલ્યમાં આ ઘટાડા થવાથી જેમને પાઉંડના ચલણમાં દેવું હતું તે દેવાદારા (એમાં કેટલીક સરકારો તેમ જ મેટી મેાટી વેપારી પેઢીના પણ સમાવેશ થતા હતા.) પોતાનું દેવું સેાનાથી ચૂકવવાને પ્રેરાયા કેમ કે એ રીતે હવે તેમને ૭૦ ટકા આછા ચૂકવવા પડતા હતા. આ રીતે ઇંગ્લંડમાં સાનું સારા પ્રમાણમાં આવ્યું. Ο પરંતુ ઇંગ્લંડમાં સેનાને ખરે પ્રવાહ તો મિસર અને હિંદુસ્તાનમાંથી વહ્યો. આ ગરીબ અને પરાધીન દેશને તવંગર ઇંગ્લેંડની વહારે પરાણે ધાવું પડયુ અને તેમની ગુપ્ત સંપત્તિના ઇંગ્લંડની નાણાંકીય સ્થિતિ સુધારવાને અર્થે ઉપયોગ કરવામાં આવ્યા. એ બાબતમાં તેમને ઝાઝો અવાજ નહાતા અને ઈંગ્લંડની જરૂરિયાતની તુલનામાં તેમની ઇચ્છા કે તેમનાં હિતા કશી વિસાતમાં નહાતાં. હિંદના રૂપિયાની કથા હિંદની દૃષ્ટિએ અતિશય લાંખી અને દુઃખદાયક છે. બ્રિટિશ સરકાર તથા બ્રિટિશ શરાફેાનાં હિત સાધવાને અર્થે એના મૂલ્યમાં Page #725 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન વારંવાર ફેરફાર કરવામાં આવ્યા છે. અહીંયાં હું હિંદના ચલણની બાબતમાં ઊંડે ઊતરવા નથી માગત, એ વિષે હું તને માત્ર એટલું જ કહીશ કે, હિંદમાંની બ્રિટિશ સરકારની મહાયુદ્ધ પછીની ચલણને અંગેની પ્રવૃત્તિઓથી હિંદને પારાવાર આર્થિક નુકસાન થયું છે. ૧૯૨૭ની સાલમાં પાઉંડના ચલણ તથા સેનાના સંબંધમાં રૂપિયાનું મૂલ્ય મુકરર કરવાની બાબતમાં (તે વખતે સેનાની ચલણપદ્ધતિ હતી.) હિંદમાં ભારે ચર્ચા ઉપસ્થિત થઈ હતી. આને હૂંડિયામણુના દરની ચર્ચા કહેવામાં આવતી હતી. સરકાર રૂપિયાને દર અથવા તેનું મૂલ્ય એક શિલિંગ ૬ પેન્સનું મુકરર કરવા માગતી હતી, જ્યારે હિંદને પ્રજામત લગભગ એક અવાજે એ દર એક શિલિંગ ચાર પેન્સ મુકરર થાય એમ માગતા હતા. નાણુને ભાવ અથવા તેનું મૂલ્ય વધારીને બેંકવાળાઓ, શરાફશાહુકારે તથા પૈસાવાળાઓને ફાયદો કરાવવાને, તેમ જ પરદેશની આયાતને ઉત્તેજન આપવાને, અથવા તે નાણાંને ભાવ ઘટાડીને દેવાદારે ઉપરને બજે હળ કરવાને તથા વિલાયતના ઉદ્યોગને અને નિકાસને ઉત્તેજન આપવાને – આ એને એ જ જૂને સવાલ હતે. હિંદના પ્રજામતને ઠોકર મારીને સરકારે અલબત પિતાનું ધાર્યું જ કર્યું અને સેનાને મુકાબલે રૂપિયાને દર એક શિલિંગ ૬ પેન્સને ઠરાવવામાં આવ્યું. ઘણાઓના મત પ્રમાણે, આ રીતે ચલણમાં છેડી તંગી કરવામાં આવી એટલે કે રૂપિયાના ભાવમાં વધારે પડતું વધારે કરવામાં આવ્યો. એક માત્ર ઇંગ્લડે જ ૧૯૨૫ની સાલમાં પાઉંડને સેનાના ચલણના ધેરણ પર મૂકવાને માટે ચલણની તંગી કરી હતી. આપણે આગળ જોઈ ગયાં છીએ કે દુનિયાનું આર્થિક નેતૃત્વ જાળવી રાખવાને માટે તેણે એમ કર્યું હતું. એ ટકાવી રાખવા માટે તે ઘણે ભાગ આપવા તૈયાર હતું. જર્મની, ક્રાંસ તથા બીજા દેશોએ પિતાની આર્થિક સ્થિતિ હળવી બનાવવાને માટે ચલણને ફલા કરવાનું પસંદ કર્યું હતું. રૂપિયાનું મૂલ્ય વધવાથી હિંદમાં રેકવામાં આવેલી બ્રિટિશ મૂડીનું મૂલ્ય વધવા પામ્યું. એને લીધે હિંદના ઉદ્યોગે ઉપર પણ બન્ને વચ્ચે કેમ કે એથી કરીને હિંદમાં બનેલા માલના ભાવમાં સહેજ વધારે થવા પામ્યું. આ ઉપરાંત, શાહુકારના દેવાદાર બનેલા ખેડૂતો તથા જમીનના માલિકે ઉપરના દેવાના બેજામાં એથી કરીને ઉમેરો થયે, કેમ કે નાણાંનું મૂલ્ય વધવાની સાથે તેમના દેવાનું મૂલ્ય પણ તેટલા પ્રમાણમાં વધી ગયું. રૂપિયાનું મૂલ્ય ૧૬ ને બદલે ૧૮ પેન્સ મુકરર કરવામાં આવ્યું એટલે કે તેના મૂલ્યમાં એકંદરે ૧૨ ટકાને વધારે છે. ધારો કે ખેડૂતોનું કુલ દેવું દશ અબજનું છે. એમાં ૧૨ ટકાને ઉમેરે થાય એટલે કે ૧ અબજ જેટલી જબરદસ્ત રકમને એમાં વધારો થવા પામે. નાણુને ધરણે તે, અલબત દેવું પહેલાંના જેટલું જ રહેતું હતું. પરંતુ ખેતીની પેદાશની કિંમત અથવા ભાવને ધરણે દેવું વધી જતું હતું. નાણાંથી Page #726 -------------------------------------------------------------------------- ________________ હેલર, પાઉન્ડ અને રૂપિયો ૧૩૯૩ તે કેટલા ઘઉં, કેટલાં કપડાં યા તે બીજી કોઈ પણ વસ્તુ તે કેટલી ખરીદી શકે છે તે તેનું સાચું મૂલ્ય છે. એમાં કશી દખલ ન કરવામાં આવે તે એ મૂલ્ય આપોઆપ પિતાનું ધોરણ શેધી લે છે. નાણાંની ખરીદશક્તિ ઘટવાથી ચલણના મૂલ્યમાં ઘટાડો થવા પામે છે. નાણાના મૂલ્યમાં કૃત્રિમ રીતે વધારે કરવાથી તેની ખરીદશક્તિમાં કૃત્રિમ વધારે થશે પરંતુ વાસ્તવમાં તે તેની સાચી ખરીદશક્તિ નથી હતી. આ રીતે ખેડૂતને માલૂમ પડયું કે, તેનું દેવું તથા વ્યાજ ચૂકવવામાં હવે પહેલાં કરતાં તેની વધારે આવક જાય છે અને તેના હાથમાં આવકને બહુ ઓછા હિરસે બાકી રહે છે. આ રીતે ૧૮ પિન્સના દૂડિયામણે હિંદુસ્તાનમાં મંદીમાં ઉમેરો કર્યો. ૧૯૩૧ના સપ્ટેમ્બર માસમાં પાઉન્ડના ચલણને સેના સાથેનો સંબંધ તેડી નાખવામાં આવ્યું એટલે એની સાથે રૂપિયાને સેના સાથેનો સંબંધ પણ તૂટી ગયે. પરંતુ તેને પાઉન્ડ સાથે બાંધી રાખવામાં આવ્યું. આમ દૂષિામણને દર તે હજીયે ૧૮ પેન્સને જ રહ્યો પરંતુ સેનાના રૂપમાં એની કિંમત ઘેડા પ્રમાણમાં ઘટી ગઈ. હિંદમાંની બ્રિટિશ મૂડીને આંચ ન આવે એટલા માટે રૂપિયાને પાઉન્ડના ચલણ સાથે બાંધી રાખવામાં આવ્યું, કેમ કે રૂપિયાને જે છૂટો મૂકી દેવામાં આવ્યા હતા તે કદાચ તેના મૂલ્યમાં ઘટાડે થાત અને એ રીતે હિંદમાંની પાઉન્ડના ચલણના રૂપમાં રોકાયેલી મૂડીને નુકસાન થાત. પણ આ રીતે રૂપિયાને પાઉન્ડ સાથે બાંધી રાખવામાં આવ્યું તેથી અમેરિકા, જાપાન વગેરે દેશની માત્ર બ્રિટિશ મૂડીને જ નુકસાન થયું, કેમ કે સેનાના રૂપમાં રૂપિયાની કિંમત ઘટી ગઈ હતી. રૂપિયાને પાઉડ સાથે બાંધી રાખવાથી ઇંગ્લંડને બીજો લાભ એ થયો કે, પિતાના ઉદ્યોગોને માટે તે જે કાચે માલ ખરીદતું હતું તેની કિંમત બ્રિટિશ ચલણમાં તે ચૂકવી શક્યું. પાઉન્ડના ચલણનું ક્ષેત્ર જેટલું વિશાળ એટલે તેને વધારે લાભ. પાઉન્ડની સાથે રૂપિયાનું મૂલ્ય જેમ જેમ ઘટતું ગયું તેમ તેમ રવાભાવિક રીતે જ દેશમાંના સેનાની કિંમત વધી; એટલે કે સેનાના પહેલાં કરતાં વધારે રૂપિયા મળવા લાગ્યા. દેશમાં લેકોની હાડમારી તથા નાણાંભીડ વધી ગયાં અને પિતાનું દેવું પતવવાને અર્થે વધારે રૂપિયા મેળવવાને તેઓ ઘરેણાંગાંઠ વગેરેના રૂપમાં પોતાની પાસેનું સોનું વેચવાને પ્રેરાયા. આથી દેશભરમાંથી નાના નાના અસંખ્ય પ્રવાહના રૂપમાં સેનું આવીને બેંકમાં એકઠું થયું. અને એ બેંકોએ નફે લઈને તે લંડનના બજારમાં વેચ્યું. આ રીતે હિંદમાંથી સેનાનો અવિરત પ્રવાહ ઈંગ્લેંડ વહેવા લાગે અને ત્યાં બહુ મોટા પ્રમાણમાં સેનું મોકલવામાં આવ્યું. આ તેમ જ મિસરથી આવેલા સોનાએ બેંક ઓફ ઈંગ્લેંડ તથા બ્રિટનના નાણાં વ્યવહારને ઉગારી લીધાં અને એની મદદથી - Page #727 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૩૧ની સાલમાં ફ્રાંસ તથા અમેરિકા પાસેથી ઇંગ્લંડે ઉછીનાં લીધેલાં નાણાં તે પાછાં આપી શક્યું. એ એક અજબ પ્રકારની ખીના છે કે જ્યારે દુનિયાના બધાયે દેશ - એમાં સૌથી ધનિક દેશોનો પણ સમાવેશ થાય છે — પોતપોતાનું સેાનું સાચવી રાખવા અને તેમાં વધારો કરવાના ભારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હિંદુસ્તાન એથી સાવ ઊલટું જ કરી રહ્યું છે. અમેરિકા તથા ફ્રાંસની સરકારોએ પોતપોતાની બૅ કાના ભડારામાં બહુ મોટા જથ્થામાં સાનું એકઠુ કર્યું છે. પૃથ્વીના પેટાળમાંનાં જૅ કાનાં ભોંયરામાં માત્ર તેને ફરી પાછું દાટી રાખવાને અર્થે જ સાનાને ખાણેામાંથી ખાદી કાઢવું એ સાચે જ એક અજબ પ્રકારની ક્રિયા છે. ઘણા દેશોએ — એમાં બ્રિટનનાં સંસ્થાનાનો પણ સમાવેશ થાય છે સાનાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો. એટલે કે કાઈ પણ માણસને દેશમાંથી સાનું બહાર લઈ જવાની મનાઈ કરી. પોતાનું સેાનું સાચવી રાખવાને માટે ઇંગ્લંડે સેાનાની ચલણપદ્ધતિ છેાડી દીધી. પરંતુ હિ ંદુસ્તાને આવું કશું કર્યું નહિ કેમ કે હિંદની નાણાંકીય નીતિ ઇંગ્લેંડને ફાયદો થાય તે ધારણે ઘડવામાં આવે છે. હિંદમાં સેાનાચાંદીને સધરો કરી રાખવામાં આવે છે એવી વાત ઘણી વાર સંભળાય અને મૂઠીભર ધનિક લોકેાની બાબતમાં એ હકીકત સાચી પણ છે. પરંતુ આમજનતા તો ગરીબાઈમાં એટલી બધી ડૂબેલી છે કે તે કશીયે વસ્તુના સંગ્રહ કરી રાખવાની સ્થિતિમાં જ નથી. ક ંઈક સારી સ્થિતિના ખેડૂત પાસે ખૂજજાજ ધરેણાં હોય છે ખરાં અને માત્ર એ જ તેમના ‘સધરા' હાય છે. પોતાની પૂજી બૅંકામાં રાખવાની તેમને સગવડ નથી હોતી. મંદીને તથા સેાનાના ભાવ ચડવાને કારણે આ જૂજાજ ઘરેણાં તથા સાનું હિંદમાંથી ધસડાઈ ગયાં. હિંદમાં રાષ્ટ્રીય સરકાર હેત તે તેણે આ સેનું અનામત થાપણ તરીકે દેશમાં સધરી રાખ્યું હોત કેમ કે આંતરરાષ્ટ્રીય લેવડદેવડમાં દામ ચૂકવવાના સાધન તરીકે એક માત્ર સેનાને જ માન્ય રાખવામાં આવ્યું છે. હવે આપણે ડૉલર સાથેની પાઉન્ડની ઝુબેશ વિષેની આપણી મૂળ વાત ઉપર આવીએ. આ બધી રીતેથી તેમ જ ીજી કેટલીક યુકિતપ્રયુકિતઓથી જેને અહીં ઉલ્લેખ કરવાની જરૂર નથી, બૅંંક ઔફ્ ઇંગ્લ ંડે પોતાની સ્થિતિ સારી પેઠે મજબૂત બનાવી. ૧૯૭૨ની સાલમાં નસીબે તેને કંઈક હાથ દીધા. અમેરિકાનાં નાણાં જમનીમાં સ્થગિત થઈ રહેવાને કારણે એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સના બૅંકાના વ્યહવારમાં કટોકટીની સ્થિતિ પેદા થઈ. એ કટોકટી દરમ્યાન ધણા અમેરિકાએ પોતાના ડૉલર વેચીને પાઉન્ડનું નાણુ ખરીદ્યું. આ રીતે બ્રિટિશ સરકારને ડૉલરના ચલણમાં પુષ્કળ દૂડીએ મળી. Page #728 -------------------------------------------------------------------------- ________________ મૂડીવાદી દુનિયાની સહકારથી કાર્ય કરવામાં નિષ્ફળતા ૧૩૯૫ એ બધી દૂડી તેણે ન્યૂયોર્કની સરકારી બૅંકમાં આપીને તેને બદલે સેાનું લીધું. ડૉલરના ચલણનું ધારણ સાનાનું હતું એટલે તેને બદલે કાઈ પણ સાનાની માગણી કરી શકે એમ હતું. આથી કશીયે આપત્તિ કે પાઉંડના ભાવમાં ઘટાડો થયા વિના બ્રિટનના સેનાના અનામત જથા વધી ગયા. પાઉંડનું મૂલ્ય તો હજી અસ્થિર જ રહ્યું અને તે સેાનાથી અળગે જ રહ્યો. પરદેશી હૂંડી તથા જામીનગીરી લંડન શહેર પાસે પુષ્કળ પ્રમાણમાં આવવાથી આંતરરાષ્ટ્રીય વિનિમયનું ફ્રી પાછું તે મેઢું મધ્યસ્થ બજાર બની ગયું. એ વખત પૂરતી તે ન્યૂયોર્કની હાર થઈ. એનું મુખ્ય કારણ, હું આગળના એક પત્રમાં કહી ગયા છું તેમ, જેને લીધે નાની નાની અનેક બૅંકા તૂટી પડી હતી તે, તેના અંકાના વ્યવહારમાં ઊભી થયેલી ભારે કટોકટી હતી. ૧૮૮. મૂડીવાદી દુનિયાની સહકારથી કાર્ય કરવામાં નિષ્ફળતા ૨૮ જુલાઈ, ૧૯૩૩ નાણાંને અંગેની હરીફાઈ તથા સામસામી યુક્તિ પ્રતિયુક્તિઓની કેટલી અધી લાંખી વાત મેં તને કહી નાખી ! એને માટે તું મારા આભાર માનશે કે કેમ એ વિષે મને શંકા છે. આંતરરાષ્ટ્રીય પ્રપ ંચો અને કાવાદાવાઓનું એ એવું તે ગૂંચવણભર્યું કાકડુ છે કે, તેને ઉકેલવું એ રમત વાત નથી અને એક વાર એમાં પડ્યા કે પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હેાય છે. જે વત્તેઓછે અંશે સપાટી ઉપર દેખાય છે તેની બહુ જ આછી રૂપરેખા તને આપવાના મેં પ્રયત્ન કર્યાં છે. એતે અંગેની ઘણા મોટા ભાગની વાતો તા સપાટી સુધી આવવા પામતી જ નથી એટલે તે તા હમેશાં અંધારામાં રહે છે. આજની દુનિયામાં બેંકવાળા તથા શરાફાનું મહત્ત્વ ઘણું વધારે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓના દિવસો પણ હવે વીતી ગયા છે; આજે તે ઉદ્યોગ, ખેતીવાડી, રેલવે તથા માલની લાવલઈજા કરવાનાં સાધના અથવા સાચું કહેતાં સરકાર સહિત બધી જ વસ્તુએ ઉપર કાંઈક અંશે શરાફાનું નિયંત્રણ હોય છે. કેમ કે ઉદ્યોગ અને વેપારરોજગાર વધતાં ગયાં તેમ તેમ તેમને ઉત્તરોત્તર નાણાંની વધુ તે વધુ જરૂર પડતી ગઈ અને બેંકવાળાઓએ તે તેમને પૂરાં પાડયાં. આજે દુનિયાના ઘણાખરા વહેવાર શાખ ઉપર ચાલે છે. અને મેટી બૅંકા એ શાખ વધારે છે અથવા તેને મર્યાદિત કરે છે તથા તેનું તે નિયમન કરે છે. ઉદ્યોગપતિને તેમ જ ખેડૂતને પોતાનું કામ આગળ ચલાવવા માટે બેંક પાસે નાણાં ઉછીનાં લેવા જવું પડે છે. પૈસા ધીરવાના એ રાજગાર Page #729 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જગતના ઇતિહાસનું રેખાદર્શન બેંકવાળાઓ માટે ફાયદાકારક હોય છે એટલું જ નહિ પણ તેને લીધે ઉદ્યોગ તથા ખેતી ઉપર ધીમે ધીમે તેને કાબૂ વધે છે. નાણાં ધીરવાની ના પાડીને અથવા આગળ ધીરેલાં નાણાંની અણીને વખતે ઉઘરાણું કરીને નાણાં ઉછીનાં લેનારને રોજગાર બેંકે ઉથલાવી પાડી શકે છે અથવા તે ગમે તેવી શરતે કબૂલ કરવાની તેને ફરજ પાડે છે. આ વસ્તુ દેશના આંતરિક તેમ જ આંતરરાષ્ટ્રીય એ બંને ક્ષેત્રને લાગુ પડે છે, કેમ કે, મેટી મધ્યસ્થ બેંકે જુદા જાદા દેશની સરકારને નાણાં ધીરે છે અને એ રીતે તેઓ તેમના ઉપર અંકુશ રાખે છે. આ રીતે, મધ્ય તથા દક્ષિણ અમેરિકાની ઘણી સરકારો ન્યૂયોર્કના બેંકવાળાઓના અંકુશ નીચે છે. આ મેટી મોટી બેંકોનું એક અસાધારણ લક્ષણ એ છે કે તેઓ સારા તેમ જ ખરાબ એ બંને સમયે સમૃદ્ધ થાય છે. સારા સમયમાં ધંધા રોજગારની સાર્વત્રિક સમૃદ્ધિનો તેમને હિસ્સો મળે છે, તેમની તિજોરી તરફ નાણાં વહ્યાં આવે છે અને એ નાણાં તેઓ વ્યાજના ફાયદાકારક દરથી ધીરે છે. મંદી અને કટોકટીના ખરાબ સમયમાં તેઓ પિતાનાં નાણું ચીવટપૂર્વક પકડી રાખે છે અને તે ધીરવાના જોખમમાં ઊતરતી નથી (આ રીતે તેઓ મંદીમાં ઉમેરે કરે છે કારણ કે, શાખ વિના ધંધા રોજગાર ચલાવવાનું મુશ્કેલ બની જાય છે.) પરંતુ એ સમયે તેમને બીજી રીતે ફાયદો થાય છે. જમીન, કારખાનાંઓ વગેરે બધી જ વસ્તુઓના ભાવ બેસી જાય છે અને ઘણા ઉદ્યોગ દેવાળું કાઢે છે. એ વખતે બેંકે આવીને એ બધું સેવે ભાવે ખરીદી લે છે ! આમ વારાફરતી તેજી અને મંદી આવ્યા કરે એમાં જ બેંકને લાભ રહેલે હોય છે. આ ભારે મંદીના કાળમાં પણ મેટી મટી બેંકે તે આબાદ થઈ છે અને પિતાના શેર ધરાવનારાઓને તેમણે મોટા મોટા નફા વહેંચ્યા છે. એ ખરું છે કે, એ દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સમાં હજારે બેંક તૂટી ગઈ તેમ જ જર્મની તથા ઓસ્ટ્રિયામાં પણ કેટલીક મોટી મોટી બેંક તૂટી ગઈ. અમેરિકામાં જે બેંકે તૂટી ગઈ હતી તે બધી નાની નાની બેંકે હતી. અમેરિકાની બેંક પદ્ધતિમાં કંઈક ખામી હોય એમ જણાય છે. પરંતુ આમ છતાંયે ન્યૂયોર્કની મેટી મેટી બેંકેએ તે સારે રોજગાર કર્યો હતે. ઈંગ્લંડમાં એકે બેંક તૂટી નહતી. એથી કરીને આજની મૂડીવાદી દુનિયામાં બૅકવાળાઓ અને શરાફે જ ખરા સત્તાધારીઓ છે અને લેકે આપણે સમયને શુદ્ધ ઔઘોગિક યુગ પછી એ આવતા “નાણાંકીય યુગ” તરીકે ઓળખે છે. પશ્ચિમ યુરોપના દેશમાં અને ખાસ કરીને અમેરિકામાં ઠેકઠેકાણે કરોડપતિઓ અને અબજપતિઓ ફૂટી નીકળે છે. અમેરિકાને તે કરોડપતિઓને દેશ કહેવામાં આવે છે અને ત્યાં આગળ તેને ભારે આદર કરવામાં આવે છે. પરંતુ મેટા મેટા ધનપતિઓની Page #730 -------------------------------------------------------------------------- ________________ મૂડીવાદી દુનિયાની સહકારથી કાય કરવામાં નિષ્ફળતા ૧૩૯૭ નીતિરીતિ અતિશય શંકાસ્પદ હાય છે એ દિનપ્રતિદિન વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે અને ધાડપાડુ તથા ગંગારા અને તેમનામાં માત્ર એટલે જ તફાવત છે કે તેઓ પોતાનું કાય ઘણા મોટા પાયા ઉપર કરે છે. મોટા મોટા ઇજારા નાના નાના ધંધારોજગારાને કચરી નાખે છે અને જેની આંટીઘૂંટી ગણ્યાગાંઠયા લાકા જ સમજી શકે છે તેવા નાણાંના મોટા મોટા વહેવારના દાવપેચાથી તેમના વિશ્વાસે રહેનારા ગરીબ બિચારા નાણાં રોકનારાનાં નાણાં હજમ કરી જવામાં આવે છે. યુરોપ તથા અમેરિકાના કેટલાક મોટા મોટા શરાફાને તાજેતરમાં ઉધાડા પાડવામાં આવ્યા હતા અને એ દૃશ્ય કદ મનાર જક નહતું. આપણે જોઈ ગયાં કે દુનિયાનું આર્થિક નેતૃત્વ મેળવવા માટેની ઈંગ્લંડ અને અમેરિકા વચ્ચેની ઝુંબેશમાં થેાડા સમય પૂરતું તો ઇંગ્લંડ વિજયી થયું. અને એ વિજયથી કઈ મહામૂલી વસ્તુ હાથ આવી ? લગભગ બારેક વરસા સુધી એને માટેની ઝુંબેશ ચાલી ત્યાં સુધીમાં તે એ મહામૂલી વસ્તુ પોતે જ ધીમે ધીમે નષ્ટ થવા લાગી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર ઘટતાં આર્થિક નેતૃત્વને કારણે મળતો નફા પણ ઘટી ગયા. ક્રૂડીએની ઉત્તરોત્તર અછત થતી ગઈ અને સાથે સાથે જ જામીનગીરીઓ ના ભાવા પણ એસી ગયા. વળી એ મંદીના કાળમાં નવા શૅરા તથા નવી જામીનગીરી ભાગ્યે જ બહાર પાડવામાં આવતી હતી. આમ છતાંયે માટાં મેટાં જાહેર દેવાંનું વ્યાજ ચૂકવવાનું તો ચાલુ જ રહ્યું અને એ ચૂકવવાનું દેવાદાર દેશા માટે મુશ્કેલ બની ગયું. આંતરરાષ્ટ્રીય દેવું ચૂકવવાનાં ખીજા કાઈ સાધના રહ્યાં નહોતાં એટલે સાનાની માગ વધી ગઈ. પરંતુ સાનું ગરીબ દેશમાંથી વધારે સ્થાયી ચલણવાળા ધનિક દેશામાં ખેંચાઈ ગયું. તેમ જ ખાનગી પરંતુ મંદી વધી ગઈ ત્યારે સાન! તેમ જ ધનદોલતને તેને એ બધા સધરા તથા તેની છેલ્લામાં છેલ્લી યાંત્રિક શોધખેાળા અમેરિકાને બહુ કામમાં ન આવ્યાં. દૂર દૂરથી સ્ત્રી પુરુષોને પોતાના તરફ આકર્ષનાર તથા અનેક તા પૂરી પાડનાર એ મહાન પ્રદેશ નિરાશાના પ્રદેશ બની ગયા. દેશ ઉપર શાસન ચલાવનાર મોટા મોટા ધનપતિએ સાવ અપ્રામાણિક માલૂમ પડવા અને નાણાં તથા ઉદ્યોગાના નેતાએ ઉપરથી પ્રજાને વિશ્વાસ ડગી ગયા. મોટા મોટા ઉદ્યોગાના પક્ષકાર પ્રમુખ વર પ્રજામાં અતિશય અકારા થઈ પડ્યો અને ૧૯૩૨ની સાલમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં ફ્રેંકલિન રૂઝવેલ્ટે તેને હાર આપી. ૧૯૩૦ની સાલના માર્ચ માસના આરંભમાં અમેરિકાના બૅંકાના વ્યવહારમાં ખીજી વાર કટોકટી ઊભી થઈ. અમેરિકા પાસે ખીજા દેશો કરતાં ધણું વધારે સાનું હતું. તે છતાંયે તેને સેનાની ચલણપદ્ધતિ છોડી દેવી પડી અને ડૉલરનું મૂલ્ય ઘટી જવા દેવું પડયું. ઉદ્યોગો અને ખેતીવાડી ઉપરના ૬-૪ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન બોજો ઘટાડવાને તેમ જ બૅકવાળાઓ અને શાહુકારોને ભોગે દેવાદારોને રાહત ' આપવાને એને ઉદ્દેશ હતો. હિંદી પ્રજાએ એક અવાજે કરેલા વિરોધની પરવા કર્યા વિના બ્રિટિશ સરકારે હિંદમાં જે કર્યું હતું તેનાથી આ સાવ ઊલટું હતું. - ૧૯૩૩ની સાલમાં, તેને કચરી રહેલા અનેક પ્રશ્નોને સહકારથી ઉકેલ લાવવાને માટે મૂડીવાદી દુનિયાને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લંડનમાં સમગ્ર દુનિયાની આર્થિક પરિષદ ભરવામાં આવી અને તેમાં હાજરી આપવા પ્રતિનિધિઓ “ગભરાટમાં પડી ગયેલી દુનિયા’ વિષે વાત કરવા લાગ્યા. અને તેમણે એવી ચેતવણી બહાર પાડી કે, “જે પરિષદ નિષ્ફળ નીવડશે તે આખીયે મૂડીવાદી વ્યવસ્થા ભાગીને કચ્ચરઘાણ થઈ જશે.” પણ એ બધી ચેતવણીઓ તથા જોખમોની કશી અસર ન થઈ અને મહાન સત્તાઓ સાથે મળીને સહકાર ન કરી શકી અને દરેક સત્તાએ પિતાપિતાને ફાવે તે તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. આખરે પરિષદ નિષ્ફળ નીવડી અને દરેક દેશે આર્થિક રાષ્ટ્રવાદની પોતપોતાની નીતિ અખત્યાર કરી. સ્વયં પૂર્ણ થવું એ ઈંગ્લેંડ માટે અશક્ય હતું, કેમ કે તે જોઈતા પ્રમાણમાં ખોરાક પકવતું નહોતું. તેમ જ તેના ઉદ્યોગ માટે જરૂરી કાચા માલ ત્યાં પરદેશમાંથી આવતું હતું. એથી કરીને બ્રિટિશ સરકારે સામ્રાજ્યવ્યાપી પાયા ઉપર આર્થિક રાષ્ટ્રવાદની નીતિ વિકસાવવા અને બ્રિટિશ સામ્રાજ્યને પાઉન્ડના પરસ્પર વિનિમય માટે આર્થિક ઘટક બનાવવાનો પ્રયાસ કર્યો. આ કલ્પના નજર સમક્ષ રાખીને ૧૯૭૨ની સાલમાં ટાવામાં બ્રિટિશ સામ્રાજ્યની પરિષદ ભરવામાં આવી. પરંતુ એ પરિષદમાંયે મુશ્કેલીઓ ઊભી થઈ કેમ કે, ઇંગ્લંડના લાભને ખાતર કૅનેડા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા કશુંયે જતું કરવા તૈયાર નહતાં. ઊલટું ઈંગ્લંડને તેમની માગણીઓ કબૂલ રાખવી પડી. પરંતુ હિંદુસ્તાન પાસે તે, પ્રજામત તેની બિલકુલ વિરુદ્ધ હતું તે છતાંયે, બ્રિટિશ માલને પસંદગી આપવાનું સત્તાવાર રીતે કબૂલ કરાવવામાં આવ્યું. ઓટાવાને કરાર પણ સફળ ન થયે એ પછીથી બનેલા બનાએ દર્શાવી આપ્યું અને એને કારણે સંસ્થાને અને ઇંગ્લેન્ડ વચ્ચે તેમ જ હિંદુસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારે ઘર્ષણ પેદા થયું. દરમ્યાન સામ્રાજ્યના ઉદ્યોગ અને બજાર માટે એક નવો જ ભય પેદા છે. જ્યાં ત્યાં સોં જાપાની માલ ઊભરાવા લાગ્યો. એ માલ એટલે બધે સેંધે હતું કે જકાતની દીવાલે પણ તેને દેશમાં આવતે રેકી શકી નહિ. યેનના મૂલ્યમાં ઘટાડો થવાને કારણે, તેમ જ જાપાનનાં કારખાનામાં કામ કરનાર કન્યાઓને બહુ ઓછી રેજી આપવામાં આવતી હતી તેથી કરીને, જાપાની માલ એટલો બધો સે પડતે હતે. જાપાનના ઉદ્યોગને સરકાર Page #732 -------------------------------------------------------------------------- ________________ પેનની ક્રાંતિ ૧૩૯૯ તરફથી આર્થિક મદદ પણ મળતી હતી તેમ જ જાપાનની વહાણવટાની કંપનીઓ માલ લઈ જવા માટે બહુ જ ઓછું ભાડું લેતી હતી. આ ઉપરાંત, જાપાની ઉદ્યોગે અતિશય કાર્યદક્ષ હતા એ હકીકત પણ સાચી છે. અને બ્રિટનના ઘણું જૂના ઉદ્યોગે એટલા કાર્યદક્ષ નહોતા. જકાતે જાપાની, માલને દેશમાં આવતે રોકવાને નિષ્ફળ નીવડી એટલે તેને માટે બજાર બિલકુલ બંધ કરી દેવામાં આવ્યાં અથવા તે તેની આયાતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા દાખલ કરવામાં આવી. અને તે અનુસાર અમુક મર્યાદિત પ્રમાણમાં જ જાપાની માલ દેશમાં આવવા દેવામાં આવ્યો. જાપાનના માલની સામે બીજા દેશનાં દ્વાર આ રીતે બંધ કરી દેવામાં આવે તે પછી જાપાનના જબરદસ્ત ઉદ્યોગની શી દશા થાય ? તેની સમગ્ર આર્થિક વ્યવસ્થા ઊંધી વળી જાય અને માલની નિકાસ કરવા માટેનાં દ્વાર શોધવાના પ્રયાસને પરિણામે બદલે વાળવા માટેનાં સામાં આર્થિક પગલાં ભરવામાં આવે અથવા તે યુદ્ધ પણ ફાટી નીકળે. મૂડીવાદી વ્યવસ્થાની હાનિકારક હરીફાઈ નીચે બનાવની આ અનિવાર્ય પરંપરા હોય છે. એ જ રીતે, યુરોપના બીજા દેશોની સામે ઇંગ્લંડનાં દ્વાર બંધ કરવામાં આવે તે કેટલાક દેશોને ભારે નુકસાન થવા પામે. આ ઉપરથી આપણને જણાય છે કે, પોતાના તાત્કાલિક લાભને માટે પ્રત્યેક દેશ પગલાં ભરે છે તેનાથી બીજા દેશે તેમ જ આંતરરાષ્ટ્રીય વેપારને હાનિ થાય છે અને તેને પરિણામે ઘર્ષણ અને મુશ્કેલીઓ પેદા થાય છે. ૧૮૯. સ્પેનની ક્રાંતિ ૨૯ જુલાઈ, ૧૯૩૩ વેપારની મંદી તથા કટોકટીની લાંબી અને ઉગકારી કથા પૂરી કરીને હવે હું તાજેતરમાં બનેલા બે મહત્ત્વના બનાવ વિષેની વાત તને કહીશ. આ બે બનાવે તે સ્પેનની ક્રાંતિ અને જર્મનીમાં નાઝીઓને વિજય. સ્પેન અને પોર્ટુગાલ યુરેપના પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં આવેલાં છે અને આપણે આગળ જોઈ ગયાં તે પ્રમાણે તેમણે યુરોપના તેમ જ જગતના ઈતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સામ્રાજ્ય ઊભું કરવાના સાહસમાં તેમણે પિતાની સઘળી શક્તિ ખચી નાખી અને ૧૯મી સદીમાં પશ્ચિમ યુરોપ જ્યારે ઔદ્યોગિક તેમ જ બીજાં ક્ષેત્રમાં પિતાની પ્રગતિ સાધી રહ્યું હતું ત્યારે એ બંને દેશે પછાત અને પુરેહિતે અથવા પાદરીઓની એડી નીચે દબાયેલા રહ્યા. રાષ્ટ્રવાદી પેન નેપોલિયન સામે વિજયી નીવડયું હતું પરંતુ ફ્રાંસની Page #733 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ક્રાંતિએ પ્રવર્તાવેલા વિચારોને તેણે લાભ ઉઠાવ્યું નહિ. કાંસ તે ક્યાલ વ્યવસ્થામાંથી મુક્ત થઈ ગયું અને પિતાની જમીનની વ્યવસ્થા તેણે સંપૂર્ણપણે બદલી નાખી, પરંતુ સ્પેન તે અર્ધ-ફક્યૂડલ અવસ્થામાં જ રહ્યું. ત્યાં તે હજીયે પુષ્કળ જમીન ધરાવનાર તથા અનેક પ્રકારના વિશિષ્ટ અધિકારે ભેગવતા અમીર ઉમરા કાયમ રહ્યા હતા. ત્યાં આગળ રેમન ચર્ચાનું કેવળ ધર્મની બાબતમાં જ નહિ પણ જમીન, વેપારજગાર તેમ જ કેળવણીની બાબતમાં પણ પ્રભુત્વ હતું. ચર્ચ સૌથી મોટો જમીનદાર હતું તેમ જ તે બહોળા પ્રમાણમાં વેપાર ચલાવતું હતું. કેળવણી તે સંપૂર્ણપણે તેના કાબૂ નીચે હતી. . લશ્કરી અમલદારેની તે વિશિષ્ટ અધિકારે ભગવતી એક વાત જ ત્યાં હતી.. અમલદારનું પ્રમાણ સામાન્ય સૈનિકને મુકાબલે ત્યાં ઘણું જ મેટું હતું. એ પ્રમાણુ એક અને સાતનું હતું. બુદ્ધિજીવી વર્ગોમાં ત્યાં આગળ કેટલાક પ્રગતિવાદીઓ અને ઉદારમતવાદીઓ (લિબરલ) હતા. મજૂર ચળવળ ત્યાં વિસતી જતી હતી પણ સંઘવાદીઓ, સમાજવાદીઓ તથા અરાજકવાદીઓમાં તેના ભાગલા પડી ગયા હતા. પણ સાચી સત્તા તે ચર્ચ, લશ્કર અને ઉમરાના હાથમાં હતી. ઉત્તરના કૅટેલેનિયા અને બેસ્ક પ્રદેશોમાં સ્વયંશાસન માટેની ચળવળ પ્રબળ હતી. સ્પેન અને પિટુંગાલની સરકારે કશી સત્તા વિનાની ધારાસભાઓવાળી વત્તેઓછે અંશે આપખુદ રાજાશાહી હતી. સ્પેનમાં એવી ધારાસભા “કેટેડ' નામથી ઓળખાતી હતી. ૧૯મી સદીના સાતમા દશકાના આરંભમાં સ્પેનમાં થોડા સમય માટે પ્રજાસત્તાક સ્થપાયું હતું. પરંતુ તે સફળ ન થયું અને પિતાની બધી આપખુદ સત્તા સહિત રાજા ત્યાં પાછો આવ્યો. ૧૮૯૮ના યુનાઈટેડ સ્ટેટ્સ સાથેના તેના યુદ્ધમાં પેનને પિતાની છેલ્લી વસાહતે ગુમાવવી પડી. તેની નજીક આવેલા મેરેક્ટોને થોડે ભાગ જ હવે તેની પાસે વસાહતી પ્રદેશ તરીકે બાકી રહ્યો હતે. ગોવા જેવા હિંદમાંના પેર્ટુગાલના તાબા નીચેના ભેડા પ્રદેશ ઉપરાંત આફ્રિકામાં તેની પાસે હજીયે મોટી મોટી વસાહત છે. ૧૯૧૦ની સાલમાં ત્યાંના રાજાને પદભ્રષ્ટ કરીને પિટુંગાલમાં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં આગળ અનેક વાર કાંતિઓ થઈ છે અને કેટલીક વાર રાજાના પક્ષકારોએ રાજાને ફરી પાછો લાવવાના પ્રયાસ કર્યા છે તથા ઉદ્દામ વલણ ધરાવનારાઓએ સરમુખત્યારો અને પ્રત્યાઘાતી સરકારોને દૂર કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ એક યા બીજે રૂપે ત્યાં આગળ પ્રજાસત્તાક કાયમ રહ્યું છે અને સામાન્ય રીતે તેમાં લશ્કરી ટેળકીનું પ્રભુત્વ રહ્યું છે. મહાયુદ્ધમાં તે મિત્રરાજ્યને પક્ષે રહ્યું હતું. એને લીધે તેને એટલું બધું દેવું થઈ ગયું હતું કે તે લગભગ નાદાર થઈ જવાની સ્થિતિમાં આવી ગયું હતું. હાલની ત્યાંની સરકાર Page #734 -------------------------------------------------------------------------- ________________ એનની ક્રાંતિ ૧૪૦૧ અતિશય પ્રત્યાઘાતી છે અને ફાસીવાદ તરફ તેને પક્ષપાત છે. ગોવામાં હરાઈ પ્રકારની જાહેર પ્રવૃત્તિ દાબી દેવામાં આવે છે અને નાગરિક સ્વાતંત્ર્યને ત્યાં સંપૂર્ણ અભાવ છે. મહાયુદ્ધમાં સ્પેન તટસ્થ રહ્યું હતું અને એને લીધે તેને સારી પેઠે ફાયદો થયો હતો. લડાઈમાં પડેલા દેશને તેણે માલ પૂરો પાડ્યો અને ત્યાં આગળ ઉદ્યોગને ફેલાવો થયો. મહાયુદ્ધ પછીનાં વરસમાં ત્યાં આગળ પણ મંદીનું મોજું ફરી વળ્યું અને એને પરિણામે બેકારી વધી ગઈ અને સામાજિક અજંપ વધી ગયે. એ જ અરસામાં, ૧૯૨૧ની સાલમાં મોરોક્કોમાં રીફ વિગ્રહ ફાટી નીકળ્યો અને તેમાં અબ્દુલ કરીમે સ્પેનના લશ્કરને સંપૂર્ણપણે હરાવ્યું, પરંતુ પાછળથી કાંસ એમાં વચ્ચે પડયું. તેણે અબ્દુલ કરીમને મારી હતા અને સ્પેનિશ મોરક્કો સ્પેનને માટે બચાવી આપ્યું. મેરેક્ટોના વિગ્રહ દરમ્યાન પ્રીમ દ રીવેર આગળ આવ્યા અને રાજબંધારણ મોકૂફ રાખીને ૧૯૨૩ની સાલમાં તે સરમુખત્યાર બ. છ વરસ સુધી તેને અમલ ચાલુ રહ્યો પરંતુ ધીમે ધીમે લશ્કરનો વિશ્વાસ તેના ઉપરથી ઊઠી ગયું અને આર્થિક કટોકટી પછી ૧૯૨૯ની સાલમાં તેને રાજીનામું આપવું પડયું. એ બધા સમય દરમ્યાન રાજા આલ્ફન્ઝો તે ત્યાં આગળ કાયમ રહ્યો જ હતું અને પ્રત્યાઘાતી દળોને ટેકે આપી તે પિતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતે. સ્પેનવાસીઓ ઉગ્ર વ્યકિતવાદીઓ છે અને તેના પ્રગતિશીલ દળના લેકે વચ્ચે આપસમાં અનેક વાર લડાઈઝઘડા થયા હતા. બાકુનીનના સમયથી નવા ઊભા થયેલા ત્યાંના મજૂરવર્ગ ઉપર અરાજક્તાવાદી ફિલસૂફીની ભારે અસર થવા પામી હતી. ઇંગ્લંડ તથા જર્મનીની ઢબનાં મજૂર મહાજને ત્યાં લોકપ્રિય નહોતાં. ખાસ કરીને, કૅટેલેનિયામાં અરાજક–સંધવાદીઓ (અનાર્કો-સિડિકૅલિસ્ટ)નું બળ વધારે હતું. વિનીત લેકશાહીવાદીઓ (લિબરલ ડેમેક્રેટ્સ), સમાજવાદીઓ અને નાનો પણ વધતે જ સામ્યવાદી પક્ષ એ સ્પેનનાં બીજાં પ્રગતિવાદી દળો હતાં. એ બધાં દળો પ્રજાસત્તાકનાં પક્ષકાર હતાં. પ્રિમ દ રીવેરાના અનુભવે એ બધાં પ્રજાસત્તાકવાદી દળને એકત્ર કર્યા અને તે સૌ એકબીજા સાથે સહકારથી કાર્ય કરવા લાગ્યાં. ૧૯૩૧ની સાલની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં તેમને વિજય મળે. એ ચૂંટણીમાં પ્રજાસત્તાકવાદીઓને બહુ ભારે બહુમતી મળી. એટલા માત્રથી રાજા ભડકી ગયે (તે બુર્બોન તેમ જ હસબર્ગવંશી હતે.) અને ઉતાવળથી તે દેશ છોડીને ચાલ્યા ગયે. એ પછી પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી અને ૧૯૩૧ની સાલના એપ્રિલ માસની ૧૪મી તારીખે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી. એ ક્રાંતિ શાંતિમય હતી. Page #735 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સ્પેનની ક્રાંતિ તેમ જ ૧૯૧૭ની સાલના માર્ચ માસની રશિયાની ક્રાંતિ વચ્ચે અજબ પ્રકારનું સામ્ય છે. સ્પેનનું રાજાશાહીતંત્ર પણ રશિયાની ઝારશાહી તંત્રની પેઠે સંપૂર્ણપણે સડી ગયેલું હતું અને પિતાના વિરોધીઓને સામને કર્યા વિના જ એ બંને તંત્રે જમીનદોસ્ત થઈ ગયાં. એ બંને દાખલાઓમાં ફક્યાલ વ્યવસ્થાને અંત લાવવાને તેમ જ જમીન પદ્ધતિ બદલી નાખવાનો મોડે મોડે પ્રયત્ન કરવામાં આવ્યું હતું તથા એમ કરવામાં મુખ્યત્વે કરીને ગરીબાઈમાં ડૂબેલા ખેડૂતવર્ગે આગળ પડતે ભાગ લીધે હતે. સ્પેનમાં તે રશિયા કરતાંયે વિશેષે કરીને ચર્ચને ભીષણ બોજો પ્રજાને દમી રહ્યો હતે. બંને ક્રાંતિઓએ અસ્થિર પરિસ્થિતિ પેદા કરી અને તેમાં જુદા જુદા વર્ગો જુદી જુદી દિશાઓમાં ખેંચવા લાગ્યા. વિનીત તેમ જ અતિ ઉદ્દામ દળેનાં ત્યાં વારંવાર બંડે થયાં હતાં. રશિયામાં એ અસ્થિર પરિસ્થિતિને પરિણામે નવેમ્બરની ક્રાંતિ થવા પામી. સ્પેનમાં એ સ્થિતિ હજી ચાલુ જ છે. પેનના નવા રાજબંધારણમાં કેટલાંક રમૂજી લક્ષણો હતાં. ત્યાં આગળ કેટેઝ' એ એક જ ધારાગૃહ છે તેમ જ તેમાં સાર્વત્રિક મતાધિકારની જોગવાઈ કરવામાં આવેલી છે. એનું એક અપૂર્વ લક્ષણ એ છે કે પ્રજાસંઘની મંજૂરી વિના પ્રમુખને યુદ્ધ જાહેર કરવાની તેમાં મનાઈ કરવામાં આવી છે. પ્રજાસંઘે કરેલા અને સ્પેને મંજૂર કરેલા એવા બધાયે આંતરરાષ્ટ્રીય કરાર તરત જ સ્પેનના કાયદા બની જાય છે અને એની સાથે અસંગત એવા સ્પેનની ધારાસભાએ કરેલા બધાયે કાયદાઓ તેનાથી રદ થાય છે. નવાં પ્રજાસત્તાકની સરકારને સમાજવાદ તરફ ઢળતી ઉદારમતવાદી લોકશાહી સરકાર તરીકે વર્ણવવામાં આવી હતી. મેન્યુઅલ અઝાના વડા પ્રધાન અને સરકારમાં શક્તિશાળી પુરુષ હતા. એ સરકારને જમીન, ચર્ચ અને લશ્કર વગેરે મુશ્કેલ સવાલનો તરત જ સામનો કરવો પડ્યો. એ બધાની બાબતમાં કેઝમાં દૂરગામી કાયદાઓ કરવામાં આવ્યા પરંતુ વ્યવહારમાં ઝાઝું કરવામાં આવ્યું નહિ. આ રીતે, કાયદામાં તે એવું ઠરાવવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ પીતની જમીન ૨૫ એકરથી વધારે ન રાખી શકે અને એ પણ તેમાં જે ખેતી કરવામાં આવતી હોય તે જ તે રાખી શકે. પરંતુ, વાસ્તવમાં મોટી મોટી જમીનદારી તે કાયમ જ રહી. માત્ર રાજાની તેમ જ બંડખેર અમીરઉમરાવોની જમીન જ જપ્ત કરવામાં આવી હતી. કેટેઝ કાયદો પસાર કરીને ચર્ચની મિલકત રાષ્ટ્રની માલિકીની કરી દીધી પરંતુ એ કાયદાને પણ અમલ કરવામાં ન આવ્યું. કેળવણીની બાબતમાં ચર્ચ ઉપર કેટલીક મર્યાદાઓ મૂકવામાં આવી તે સિવાય તેની સ્વતંત્રતામાં દખલ કરવામાં આવી નહિ. લશ્કરી અમલદારોના કેટલાક Page #736 -------------------------------------------------------------------------- ________________ સ્પેનની ક્રાંતિ ૧૪:૩ અધિકારો લઈ લેવામાં આવ્યા અને સારું સરખુ પેન્શન આપીને સંખ્યાબંધ લશ્કરી અમલદારને નિવૃત્ત કરવામાં આવ્યા. ૧૯૩૨ની સાલના જાન્યુઆરી માસમાં કૅટેલેનિયામાં અરાજકસધવાદીઓનું મોટું ખંડ થયું હતું પરંતુ સરકારે તેને દાબી દીધું હતું. એ વરસના પાછળના ભાગમાં નરમ ળના લેાકાએ ખંડ કર્યું હતું પણ તે નિષ્ફળ નીવડયુ હતું. . નવા પ્રજાસત્તાકે પેાતાના આરંભનાં વરસામાં કરેલી પ્રગતિ—ખાસ કરીને કેળવણીના ક્ષેત્રમાં ~~ પ્રશ ંસાપાત્ર છે. જમીનના પ્રશ્નના ઉકેલની દિશામાં તેમ જ મજૂરાની સ્થિતિ સુધારવાની બાબતમાં પણ થાડેાણા પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ જમીનને અંગેના સુધારાઓની ગતિ બહુ ધીમી હતી અને ખેડૂતવ તેનાથી અસંતુષ્ટ હતા. દરમ્યાન સ્થાપિત હિતેા અને પ્રત્યાધાતી દળે હજી પણ સુરક્ષિત સ્થિતિમાં છે અને પ્રજાસત્તાકને તે જોખમરૂપ બની રહ્યાં છે. ઉદારમતવાદી સરકાર તેમની સાથે હળવે હાથે કામ લઈ રહી છે. તાંધ :( નવેમ્બર ૧૯૩૮) : ૧૯૩૩ની સાલમાં સ્પેનમાં પ્રત્યાધાતી દળા બળવાન બન્યાં અને તે વરસે થયેલી ચૂંટણીમાં તેમને બહુમતી મળી. એને પરિણામે ત્યાં પ્રત્યાધાતી સરકાર સત્તા ઉપર આવી. એ સરકારે જમીનને અંગેના સુધારા બંધ કરી દીધા, ચર્ચીને મજબૂત બનાવ્યું અને આગળની સરકારે જે કઈ કર્યું હતું તે બધું ધોઈ નાખ્યું. આ બધાને પરિણામે, એ પ્રત્યાધાતી વલણના સામને કરવાને માટે ઉદ્દામદળામાં એકતા થવા પામી. ૧૯૭૪ની સાલમાં સ્પેનમાં ઠેરઠેર ખડે થયાં પરંતુ એ બધાં ખડાને શમાવી દેવામાં તેમ જ ઉદ્દામ દળાને દાખી દેવામાં સરકાર સફળ થઈ. પરંતુ ઉદ્દામ દળા ખળવાન અનતાં ગયાં અને તેમણે ઉદારમતવાદી ( લિબરલ ), સમાજવાદી, અરાજકવાદી તથા સામ્યવાદીઓના બનેલા પ્રજાપક્ષ સ્થાપ્યા. ૧૯૭૬ની સાલમાં કાર્ટેઝની ચૂંટણીમાં એ પ્રજાપક્ષને વિજય થયા અને નવી સરકાર સ્થાપવામાં આવી. એ સરકાર જમીનના પ્રશ્નના ઉકેલ કરવાનાં તેમ જ ચર્ચના ખળ ઉપર અંકુશ મૂકવાનાં સબળ પગલાં ભરશે અને આગળની સરકારની પેઠે સ્થાપિત હક્કો તરફ તે નરમાશ નહિ બતાવે એવી લાગણી સત્ર પ્રવર્તતી હતી. આથી કરીને ઘણુ વધવા પામ્યું અને પ્રત્યાધાતી ખળાએ હુમલા કરવાનું નક્કી કર્યું. તેમને મુસેાલિની તથા નાઝીવાદી જર્મની તરફથી ટેકા મળ્યા. ૧૯૩૬ના જુલાઈ માસમાં મૂર લશ્કરની મદદથી જનરલ ફ્રાંકાએ મારાક્કોમાં બળવા પાકાર્યોં. એ મૂર લશ્કરને સ્પેનના તાબા નીચેના મારકકાને સ્વતંત્ર કરવાનું તેણે વચન આપ્યું હતું. લશ્કરી અમલદારો તથા મોટા ભાગનું લશ્કર ક્રાંકાના પક્ષમાં હતું. અને સરકાર તે અરક્ષિત અને અસહાય હાય Page #737 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન એમ લાગતું હતું. પછીથી સરકારે જનતાને, બીજા કશાં સાધને ન મળે તો આખરે પિતાના બાહુબળથી પણ લડવાની હાકલ કરી. સરકારની આ હાકલને પ્રજા તરફથી ખાસ કરીને માડિ તથા બાર્સિલેનામાંથી બહુ સારે જવાબ મળે. પ્રજાસત્તાક તથા સરકાર એ બંને બચી જવા પામ્યાં, પરંતુ કાકાએ સ્પેનના મોટા ભાગના પ્રદેશને કબજે લીધે. ત્યારથી માંડીને સ્પેનમાં લડાઈ ચાલુ જ છે અને ઇટાલી તથા જર્મની ફ્રાંકને સારી પેઠે મદદ કરી રહ્યાં છે. એ બંને દેશોએ સ્પેનમાં મોટાં લશ્કરે, વિમાન, વિમાનીઓ તથા શસ્ત્રસરંજામ મોકલ્યા. પ્રજાસત્તાકને પણ પરદેશથી આવેલા સ્વયંસેવકોની મદદ મળી પરંતુ એની સાથે સાથે તેણે સરસ નવું સ્પેનિશ સૈન્ય ઊભું કર્યું. બ્રિટિશ તથા ફ્રેંચ સરકારે જણાવ્યું કે, સ્પેનની બાબતમાં તેમણે તટસ્થતાની નીતિ અખત્યાર કરી છે પરંતુ વાસ્તવમાં તે તેમની એ નીતિ ક્રાંકને મદદરૂપ નીવડી. સ્પેનના આંતરવિગ્રહમાં અનેક ભીષણતાએ બનવા પામી છે અને અરક્ષિત શહેર તથા નાગરિક વતી ઉપર ક્રોકોની મદદે આવેલાં ઇટાલિયન તથા જર્મન એરોપ્લેનના હવાઈ મારાથી અસંખ્ય માણસ મરણ પામ્યાં. માડ્રિડને કરવામાં આવેલ બચાવ જગમશહૂર થઈ ગયું છે. આજે સ્પેનને ત્રણચતુર્થેશ પ્રદેશ ક્રાંકના કબજા હેઠળ છે પરંતુ પ્રજાસત્તાક સરકારે તેને અસરકારક રીતે ખાળી રાખ્યો છે. લશ્કરી દૃષ્ટિએ તે બળવાન છે પરંતુ ખોરાકને અભાવ એ તેની પ્રધાન મુશ્કેલી છે. સ્પેનના આંતરવિગ્રહને એક રાષ્ટ્રીય કલહ કરતાં કંઈક વિશેષ લેખવામાં આવે છે. લેકશાહી અને ફાસીવાદ વચ્ચેના ઝઘડાના પ્રતીકરૂપ તે બની ગયે છે. ને એ તરીકે તેણે પોતાના તરફ આખી દુનિયાનું લક્ષ અને સહાનુભૂતિ આકળે છે. ૧૯૦. જર્મનીમાં નાઝીઓને વિજય ૩૧ જુલાઈ, ૧૯૩૩ સ્પેનની ક્રાંતિથી ઘણા લેકે આશ્ચર્યચકિત થયા હતા પરંતુ વાસ્તવમાં એમાં કશુંયે આશ્ચર્ય પામવા જેવું નહોતું. એ ક્રાંતિ ઘટનાચક્રના સ્વાભાવિક ક્રમ અનુસાર જ થવા પામી હતી અને સૂક્ષ્મ અવલોકન કરનારાઓ તે જાણતા હતા કે તે અનિવાર્ય હતી. રાજા, યૂડલવ્યવસ્થા તથા ચર્ચનું બનેલું તેનું જૂનું તંત્ર ખવાઈ ગયું હતું અને તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. આધુનિક કાળની પરિસ્થિતિ સાથે એને કશેયે મેળ રહ્યો નહોતે અને પાકી ગયેલા ફળની પેઠે Page #738 -------------------------------------------------------------------------- ________________ જર્મનીમાં નાઝીઓને વિજય ૧૪૫ સહેજ આંચકો લાગતાં તે પડી ગયું. હિંદમાં પણ વિતી ગયેલા યુગના ઘણા ફ્લડલ અવશેષે મેજાદ છે અને વિદેશી સત્તાને તેમને સધિયાર ન મળે હેત તે ઘણું કરીને એ બધા ઝડપથી અદશ્ય થઈ જાત. પરંતુ જર્મનીમાં તાજેતરમાં થયેલા ફેરફારે બિલકુલ જુદી જ જાતના છે અને તેણે સમગ્ર યુરોપને હચમચાવી મૂક્યું છે અને સંખ્યાબંધ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. જર્મન જેવા સંસ્કારી અને અતિશય આગળ વધેલા લે કે પાશવી અને હેવાનિયત ભર્યા આચરણમાં રાચે એ દુનિયા માટે એક આશ્ચર્યકારક અનુભવ છે. જર્મનીમાં હિટલર તથા નાઝી પક્ષને વિજય થયો છે. નાઝીઓને ફાસિસ્ટ કહેવામાં આવે છે અને તેમના વિજ્યને પ્રત્યાઘાતને વિજય લેખવામાં આવે છે, એટલે કે ૧૯૧૮ની જર્મનીની ક્રાંતિ તથા તે પછી પ્રગતિની દિશામાં ત્યાં જે કંઈ બનવા પામ્યું હતું તે બધાને ધોઈ નાખવામાં આવ્યું એમ માનવામાં આવે છે. એ બધું સંપૂર્ણપણે સાચું છે અને હિટલરવાદમાં તને ફાસીવાદનાં બધાંયે તો માલૂમ પડશે. એ એક ઝનૂની પ્રત્યાઘાતી ચળવળ છે અને ફાસીવાદની પેઠે તે પણ બધાંયે ઉદાર તો તથા ખાસ કરીને મજૂરે ઉપર પાશવી હુમલે કરે છે. આમ છતાંયે હિટલરવાદ અથવા નાઝીવાદ એ કેવળ પ્રત્યાઘાત કરતાં કંઈક વિશેષ છે. અને ઈટાલિયન ફાસીવાદ કરતાં એ ચળવળ કંઈક વધારે વ્યાપક છે અને વિશેષે કરીને સામુદાયિક લાગણી ઉપર રચાયેલી છે. એ સામુદાયિક લાગણી શ્રમજીવી મજૂરોની નહિ પણ અકિંચન થઈ ગયેલા અને ભૂખે મરતા તથા ક્રાંતિકારી બનેલા મધ્યમવર્ગની હતી. - ઈટાલી વિષેના મારા આગળના એક પત્રમાં મેં ફાસીવાદ વિષે ચર્ચા કરી હતી. એમાં મેં બતાવી આપ્યું હતું કે, આર્થિક કટોકટીને પ્રસંગે મૂડીવાદી રાજ્યની હસ્તી જોખમમાં આવી પડી હતી તે વખતે ફાસીવાદને ત્યાં આરંભ થયો હતો. સંપત્તિ ધરાવનાર મૂડીદાર વર્ગે સામુદાયિક ચળવળ ઊભી કરીને પિતાની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો. એ ચળવળ નીચલા થરના મધ્યમવર્ગની આસપાસ તેમણે ઊભી કરી અને ભલાળા ખેડૂતે તથા શ્રમજીવી મજૂરોને તેના તરફ આકર્ષવા માટે તેમણે ભ્રામક પિકારો તથા સૂત્રોને ઉપયોગ કર્યો. સત્તા હાથ કર્યા પછી બધીયે લેકશાહી સંસ્થાઓને તેમણે નિર્મૂળ કરી, પિતાના દુશ્મનોને કચરી નાખ્યા તથા ખાસ કરીને મજૂરોની બધી સંસ્થાઓ તેડી નાખી. પ્રધાનપણે તેમનું શાસન હિંસા ઉપર નિર્ભર છે. નવા રાજ્યમાં મધ્યમવર્ગના તેના ટેકાદાને નેકરીઓ આપવામાં આવી અને સામાન્ય રીતે ઉદ્યોગ ઉપર અમુક પ્રમાણમાં રાજ્યને અંકુશ દાખલ કરવામાં આવ્યું છે. જર્મનીમાં આ બધું બનતું આપણું જોવામાં આવે છે અને એ બધાની અપેક્ષા પણ રાખવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યકારક વસ્તુ તે એની Page #739 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન પાછળ રહેલી અમાપ ધગશ અને હિટલરના પક્ષમાં જોડાયેલા લોકેની મેટી સંખ્યા છે. આ નાઝી પ્રતિક્રાંતિ ૧૯૩૩ના માર્ચ માસમાં થઈ પરંતુ એ ચળવળની આરંભદશાને તને કંઈક ખ્યાલ આપવા માટે એની વાત હું કંઈક આગળના સમયથી શરૂ કરીશ. , ૧૯૧૮ની જર્મનીની ક્રાંતિ એ સાચી ક્રાંતિ નહતી, વાસ્તવમાં એ ક્રાંતિ જ નહોતી. કેઝર ચાલ્યો ગયે અને નવા પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી પરંતુ જૂની રાજકીય, સામાજિક તથા આર્થિક વ્યવસ્થા તે તેની તે જ ચાલુ રહી હતી. થોડાં વરસ સુધી સામાજિક લેકશાહીવાદીઓના હાથમાં રાજસત્તા રહી. તેઓ જૂના પ્રત્યાઘાતીઓ તથા સ્થાપિત હિતેથી બહુ ડરતા હતા અને તેઓ હમેશાં તેમની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરતા હતા. તેમની પાછળ તેમના પક્ષનું તથા મજૂર મહાજનનું ભારે પીઠબળ હતું અને એ ઉપરાંત બીજાઓની પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી. તેમના પક્ષના સભ્યોની સંખ્યા લાખની હતી. પરંતુ પ્રત્યાઘાતી તો સામે તેમણે હમેશાં રક્ષણાત્મક નીતિ અખત્યાર કરી; માત્ર પોતાના જ પક્ષના ઉદ્દામ વલણના લેક તેમ જ સામ્યવાદીઓ તરફ જ તેમણે આક્રમણકારી વલણ રાખ્યું. પિતાના કાર્યમાં તેમણે એ ભારે ગોટાળો કર્યો કે તેમના ઘણા પક્ષકારે તેમને છોડી ગયા. મજૂરે તેમને છોડીને સામ્યવાદીઓના પક્ષમાં ભળ્યા અને મધ્યમ વર્ગના તેમના પક્ષકારે પ્રત્યાઘાતીઓનાં દળમાં જઈ ભળ્યા. સામાજિક લોકશાહીવાદીઓ અને સામ્યવાદીઓ વચ્ચે નિરંતર ઝઘડે ચાલ્યા કરે, એને લીધે એ બંને પક્ષે નબળા પડ્યા. મહાયુદ્ધ પછીનાં વરસમાં જર્મનીમાં મોટા પ્રમાણમાં ચલણને કુલા છે ત્યારે જર્મન ઉદ્યોગપતિઓ અને મેટા મોટા જમીનદારો તેની તરફેણમાં હતા. જમીનદારે ભારે દેવામાં ડૂબી ગયા હતા અને તેમની જમીનદારી ગીર મુકાઈ ગઈ હતી. તેમણે વાસ્તવમાં જેનું લગભગ કશુંયે મૂલ્ય નહતું તેવાં આ કૃત્રિમ રીતે વધારવામાં આવેલાં નાણુમાં પિતાનું દેવું ભરી દીધું અને પિતાની જમીનજાગીરને કબજે ફરી પાછો મેળવ્યું. મોટા મોટા ઉદ્યોગપતિઓએ પિતાનાં કારખાનાંઓમાં સુધારાવધારા કર્યા અને મેટાં મોટાં ટ્રસ્ટે ઊભાં કર્યા. જર્મને માલ અતિશય સો થઈ ગયો અને તેને સર્વત્ર અનુકૂળ બજારે મળી ગયાં. આથી જર્મનીમાં બેકારી નષ્ટ થઈ ગઈ મજૂર વર્ગ મજૂર મહાજનામાં મજબૂત રીતે સંગઠિત થયું હતું અને માર્કના ભાવ ગગડી ગયા તે છતયે તે પિતાના મજૂરીના દરે ટકાવી રાખવામાં સફળ થયા હતા. ચલણના ફુલાવાથી મધ્યમ વર્ગ ઉપર ભારે ફટકો પડ્યો અને તે સાવ કંગાળ બની ગયે. ૧૯૨૩–૨૪ની સાલમાં આ રીતે અકિંચન બની ગયેલે આ મધ્યમ Page #740 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૦ જર્મનીમાં નાઝીઓને વિજય વર્ગ પ્રથમ હિટલરના પક્ષમાં ભળે. બે કે તૂટવાને કારણે તેમ જ બેકારી વધવાને લીધે મંદીનું મોજું ફેલાતું ગયું તેમ તેમ બીજાઓ પણ મટી સંખ્યામાં હિટલરના પક્ષમાં ભળવા લાગ્યા. તે અસંતુષ્ટ લેકોના વિસામારૂપ બની ગયે. જૂના સૈન્યના અમલદાર વર્ગમાંથી પણ હિટલરને ઘણું પક્ષકારે મળી ગયા. મહાયુદ્ધ પછી, વસઈની સંધિની શરતે પ્રમાણે એ લશ્કરને વિખેરી નાખવામાં આવ્યું હતું. આથી હજારે લશ્કરી અમલદારે બેકાર બની ગયા હતા અને તેમને કશોયે ધંધેરેજગાર રહ્યો નહોતે. તેઓ ધીમે ધીમે જર્મનીમાં ઊભાં થયેલાં જુદાં જુદાં ખાનગી સંખ્યામાં જોડાયા. નાઝીઓનું ખાનગી સૈન્ય “મેં દુર્ણ અને રાષ્ટ્રવાદીઓનું સૈન્ય “સ્ટીલ હેભેટ્સ” તરીકે ઓળખાતું હતું. રાષ્ટ્રવાદીઓ સ્થિતિચુસ્ત હતા અને તેઓ કૅઝરને ફરી પાછો ગાદી ઉપર લાવવાના પક્ષના હતા. એડોલ્ફ હિટલર કેણ હતા ? આશ્ચર્યની વાત તે એ છે કે, તે સત્તા ઉપર આવ્યો તે પહેલાં એક કે બે વરસ ઉપર જ તે જર્મન નાગરિક બને હતે. તે પહેલાં તે તે જર્મન નાગરિક સુધ્ધાં નહોતું. તે જર્મન જાતિને હતા એ ખરું પરંતુ તેનું વતન ઓસ્ટ્રિયા હતું અને એક સામાન્ય સિપાઈ તરીકે તે મહાયુદ્ધમાં લડ્યો હતે. જર્મને પ્રજાસત્તાક સામેના નિષ્ફળ બંડમાં તેણે ભાગ લીધેલ હતો અને એને સજા કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ એના પ્રત્યે બહુ ઉદારતાભર્યું વલણ દાખવ્યું હતું. પછીથી તેણે રાષ્ટ્રીય સમાજવાદી પક્ષની સ્થાપના કરી. એ પક્ષ “નાઝી પક્ષ” તરીકે પણ ઓળખાય છે. એ પક્ષ પિતાને સમાજવાદી કહેવડાવતે હવે એ ખરું પરંતુ સમાજવાદ સાથે તેને કશીયે લેવાદેવા નહોતી. સામાન્યપણે જેને સમાજવાદ કહેવામાં આવે છે - તેને હિટલર કટ્ટો દુશ્મન હતું અને આજે પણ છે. નાઝી પક્ષે સ્વસ્તિકનો પિતાના ચિહ્ન તરીકે અંગીકાર કર્યો. સ્વસ્તિક એ સંસ્કૃત શબ્દ છે પરંતુ એ ચિહ્ન તે પ્રાચીન કાળથી દુનિયાભરમાં જાણીતું છે. તું જાણે છે કે, એ ચિહ્ન હિંદમાં અતિશય જોકપ્રિય છે અને તે મંગલસૂચક ગણાય છે. નાઝીઓએ પણ પિતાનું સૈન્ય ઊભું કર્યું. એને “ૌર્મ ટ્રમ્સ' કહેવામાં આવે છે અને બદામી રંગનું ખમીસ એ તેને ગણવેશ છે. એથી નાઝીઓને ઘણી વાર, “બદામી રંગના ખમીસવાળાઓપણ કહેવામાં આવે છે. એ જ રીતે ઈટલીના ફાસિસ્ટને કાળાં ખમીસવાળા' કહેવામાં આવે છે, કેમ કે કાળું ખમીસ એ તેમને ગણવેશ છે. નાઝીઓને કાર્યક્રમ સ્પષ્ટ કે વિધાયક નહોતે. તે તીવ્રપણે રાષ્ટ્રીય હત અને જર્મની તથા જર્મનીના ગૌરવ ઉપર તે અતિશય ભાર મૂકતા હતા. એ સિવાય તે તે અનેક પ્રકારના દ્વેષને શંભુમેળ હતું. તે વસઈની સંધિની વિરુદ્ધ હતા. એ સંધિ જર્મનીને માટે અપમાનજનક છે એમ મનાતું હતું Page #741 -------------------------------------------------------------------------- ________________ . ૧૪૦૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન અને એને લીધે ઘણુ લેકે નાઝી પક્ષ તરફ ખેંચાયા. એ માકર્સવાદીઓ, સામ્યવાદીઓ તેમ જ સમાજવાદીઓની વિરુદ્ધ હતા તેમ જ મજૂરોનાં મહાજન તથા બીજી એવી વસ્તુઓની પણ વિરુદ્ધ હતું. તે યહૂદીઓની પણ વિરુદ્ધ હતું, કેમ કે યહૂદીઓ પરાઈ જાતિના છે અને તેઓ “આર્ય' જર્મન જાતિના ઉચ્ચ ધોરણને ભ્રષ્ટ કરે છે તથા હલકું પાડે છે એમ માનવામાં આવતું હતું. એ અસ્પષ્ટપણે મૂડીવાદને વિરોધી હતા પરંતુ નફાખોરે અને ધનિકોને ગાળો દેવામાં જ એ વિરોધની પરિસમાપ્તિ થતી હતી. સમાજવાદની તેની અસ્પષ્ટ વાતમાં માત્ર એટલું જ ન હતું કે રાષ્ટ્રની સંપત્તિ ઉપર રાજ્યને અમુક અંકુશ હોવો જોઈએ. આ બધાની પાછળ હિંસાની અસાધારણ ફિલસૂફી રહેલી હતી. હિંસાને ઉત્તેજન આપવામાં આવ્યું તથા તેનાં ભારે ગુણગાન કરવામાં આવ્યાં એટલું જ નહિ પણ તેને મનુષ્યના સર્વોચ્ચ ર્તવ્ય તરીકે ગણવામાં આવી. સ્વાલ્ડ એંગલર નામને એક મશહૂર જર્મન ફિલસૂફ એ તત્ત્વજ્ઞાનને પુરસ્કર્તા હતે. તે જણાવે છે કે, માણસ એ “શિકારી પશુ છે, તે બહાદુર છે, પ્રપંચી છે, નિર્દય છે.” . . . “આદર્શો એ તે કાયરતા છે.” “પ્રવૃત્તિશીલ પ્રાણીઓમાં શિકારી પ્રાણી એ સર્વોચ્ચ છે.” તેના મત પ્રમાણે, સહાનુભૂતિ, સમાધાનની વૃત્તિ તથા શાંતિપ્રિયતા એ કાયરતાની લાગણી છે.” અને “શિકારી પશુઓની જાતિવિષયક લાગણીઓમાં ઠેષની લાગણી સૌથી સાચી છે.” મનુષ્ય પિતાની બેડમાં બીજા કઈ પણ બરાબરિયાને સાંખી ન લેનાર સિંહના જેવા બનવું જોઈએ; જે ટોળામાં રહે છે અને જેને અહીંતહીં હાંકવામાં આવે છે એવી ગાય થઈને તેણે ન રહેવું જોઈએ. એવા મનુષ્યને માટે, બેશક, યુદ્ધ એ સર્વોત્તમ અને આનંદદાયક કાર્ય છે. . સ્વાલ્ડ એંગલર એ આધુનિક સમયને એક અતિશય વિદ્વાન પુરુષ છે. તેના પુસ્તકમાં રહેલા અસાધારણ પાંડિત્યને જોઈને આપણે હેરત પામીએ , છીએ. અને તેની એ અગાધ વિદ્વત્તાને પરિણામે તે ઉપર જણાવ્યા મુજબનાં આશ્ચર્યકારક અને ઘણું પાત્ર અનુમાન ઉપર આવ્યો હતો. હિટલરવાદ પાછળ રહેલું માનસ સમજવામાં તે આપણને મદદરૂપ નીવડે છે તેમ જ નાઝી અમલની પાશવતા તથા ઘાતકીપણાનો ખુલાસે પણ એમાંથી આપણને મળી રહે છે, એટલા માટે મેં તેના નિર્ણય અહીં ટાંક્યા છે. બેશક, દરેક નાઝી એ પ્રમાણે વિચારે છે એમ આપણે માની લેવું ન જોઈએ. પરંતુ નાઝી આગેવાને તથા એ પક્ષના ઉદ્દામ લેકે એમ જ વિચારે છે એમાં શક નથી અને પક્ષના બીજા સભ્યોના અનુકરણ અર્થે તેઓ જ ધારણરૂપ હોય છે. અથવા, સામાન્ય નાઝી વિચાર કરેત જ નથી એમ કહેવું કદાચ વધારે સાચું Page #742 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૯ જર્મનીમાં નાઝીઓને વિજ્ય થઈ પડશે. પોતાને વેઠવી પડતી વિટંબણાઓ તથા પિતાના રાષ્ટ્રના અપમાનથી (ફ્રેએ રૂર પ્રદેશને કબજે લીધે તેથી જર્મનીમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.) તે ઉશ્કેરાઈ ગયું હતું તેમ જ જર્મનીમાં પ્રવર્તતી પરિસ્થિતિ સામે તે અતિશય ક્રોધે ભરાયા હતા. હિટલર એ એક ભારે અસરકારક વક્તા છે. પોતાના અસંખ્ય શ્રોતાજની લાગણીઓ તેણે ઉશ્કેરી મૂકી અને જર્મનીમાં જે કંઈ બની રહ્યું હતું તેને બધો દોષ તેણે માકર્સવાદીઓ અને યહૂદીઓ ઉપર ઢળે. જર્મની પ્રત્યે ક્રાંસ કે બીજી કોઈ વિદેશી સત્તાએ બૂર વર્તાવ કર્યો એ જ વસ્તુ લેકોને નાઝી પક્ષમાં જોડાવા માટે કારણરૂપ બની ગઈ, કેમ કે જર્મનીની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાને નાઝીઓને દાવ હતા. આર્થિક પરિસ્થિતિ બગડવાને કારણે પણ નાઝી દળમાં વધુ ભરતી થવા પામી. ' સામાજિક લેકશાહીવાદી પક્ષ ચેડા જ વખતમાં સરકાર ઉપરનો કાબૂ ખેઈ બેઠે અને બીજા પક્ષની એકબીજા સામેની હરીફાઈને પરિણામે કૅથલિક પક્ષના હાથમાં રાજસત્તા આવી. રિક્ટગ (જર્મનીની ધારાસભા)માંના બીજા પક્ષેની અવગણના કરી શકે એટલે સબળ કોઈ પણ એક પક્ષ નહોતો અને તેથી કરીને ત્યાં વારંવાર ચૂંટણીઓ થતી અને પક્ષ પક્ષ વચ્ચે અનેક પ્રકારના પ્રપંચે અને કાવાદાવા થયા કરતા. નાઝીઓની વૃદ્ધિથી સામાજિક લેકશાહીવાદીઓ એટલા બધા ભડકી ગયા કે તેમણે મૂડીવાદી મધ્યસ્થ પક્ષ (સેન્ટર પાટ)ને તેમ જ પ્રમુખ તરીકેની ચૂંટણીમાં વૃદ્ધ સેનાપતિ વન હિન્ડબર્ગને ટેકે આપે. નાઝી પક્ષની વૃદ્ધિ થવા છતાંયે સામાજિક લેકશાહીવાદી પક્ષ તથા સામ્યવાદી પક્ષ એ બે મજૂરોના પક્ષો બળવાન હતા. અને છેવટ સુધી તે દરેક પક્ષને ટેકે આપનારાઓ લાખોની સંખ્યામાં રહ્યા હતા, પરંતુ ઉભયની સામે ઊભા થયેલા સામાન્ય ભયની સામે પણ તેઓ સહકારથી કામ ન કરી શક્યા. ૧૯૧૮ની સાલમાં અને ત્યાર પછી જ્યારે તેઓ સત્તા ઉપર હતા ત્યારે સામાજિક લેકશાહીવાદીઓએ તેમનું દમન કર્યું હતું તેમ જ કટોકટીને હરેક પ્રસંગે તેમણે પ્રત્યાઘાતી દળોને સાથ આપ્યો હતો તેની કડવી સ્મૃતિ સામ્યવાદીઓ તાજી રાખી રહ્યા હતા. વળી સામાજિક લેકશાહીવાદી પક્ષ બ્રિટિશ મજૂર પક્ષની પેઠે બીજા આંતરરાષ્ટ્રીય સંધ સાથે જોડાયેલ હતા તેમ જ તે સાધનસંપન્ન હતા અને તેનું સંગઠન ઘણું જ વ્યાપક હતું. તે અનેક લેકને આશ્રય આપવાની સ્થિતિમાં હતા અને પિતાની પ્રતિષ્ઠા તથા સલામતી જોખમાય એવું કશુંયે કરવાનું તેને પસંદ નહોતું. કાયદા વિરુદ્ધ કશું કરવાનું તેમ જ જેને અમલી કાર્ય કહેવામાં આવે છે તેને આશરો લેવાને તેને ભારે ડર હતો. તેણે પિતાની ઘણીખરી શક્તિ સામ્યવાદીઓ જોડે લડવામાં જ ખરચી નાખી અને આમ છતાંયે એ બંને પક્ષે પિતાપિતાની રીતે માર્ક્સવાદી હતા. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૦ જગતના ઈતિહાસનું રેખાદર્શન આ રીતે જર્મની લગભગ સમાન બળવાળાં દળની એક છાવણી જેવું બની ગયું. અને ત્યાં આગળ વારંવાર રમખાણે તથા ખૂને થતાં હતાં. ખાસ કરીને નાઝીઓ સામ્યવાદી મજૂરોનાં ખૂન કરતા હતા. કેટલીક વાર મજૂરો પણ એનું વેર વાળતા. પિતાના પક્ષમાં ભળેલા તરેહ તરેહના લેકેને એકત્ર રાખવામાં હિટલરને અપૂર્વ સફળતા મળી. તેમની વચ્ચે કઈ પણ પ્રકારનું સામ્ય કે સમાન ભૂમિકા નહોતી. નીચલા થરના મધ્યમ વર્ગનું એક બાજુએ મેટા મેટા ઉદ્યોગપતિઓ અને બીજી બાજુએ ધનિક ખેડૂતવર્ગ સાથેનું અજબ પ્રકારનું જોડાણ હતું. ઉદ્યોગપતિઓ હિટલરને ટેકે આપતા હતા તથા તેને નાણાંની મદદ આપતા હતા કેમ કે, સમાજવાદને તે ગાળ દેતે હતું અને આગળ વધતા જતા માર્ક્સવાદ અથવા સામ્યવાદ સામે બચાવના એક માત્ર સાધન સમાન તે લાગતું હતું. તેનાં મૂડીવાદી-વિરોધી સૂત્રોથી મધ્યમવર્ગના ગરીબ લેકે, ખેડૂતે તેમ જ કેટલાક મજૂર સુધ્ધાં તેના તરફ આકર્ષાયા હતા. ૧૯૩૩ની સાલના જાન્યુઆરી માસની ૩૦મી તારીખે વયોવૃદ્ધ પ્રમુખ હિડમ્બર્ગે (તે વખતે તેની ઉંમર ૮૬ વરસની હતી.) હિટલરને ચેન્સેલર બનાવ્યું. ઇંગ્લંડના વડા પ્રધાનના હોદ્દાને મળને જર્મનીને એ સર્વોચ્ચ કારોબારી હોદો છે. એ વખતે નાઝીઓ અને રાષ્ટ્રવાદીઓનું જોડાણ થયું હતું પરંતુ થોડા જ વખતમાં માલૂમ પડી ગયું કે સર્વ સત્તા નાઝીઓના હાથમાં જ છે અને બીજા કોઈની કશીયે ગણતરી નથી. સાર્વત્રિક ચૂંટણીમાં નાઝીઓને તેમના મળતિયા રાષ્ટ્રવાદીઓ સહિત રિસ્ટેગમાં માંડમાંડ બહુમતી મળી રહી. પરંતુ તેમને આવી બહુમતી ન મળી હેત તોયે ઝાઝો ફરક પડે એમ નહોતું, કેમ કે નાઝીઓએ પાર્લામેન્ટમાંના પિતાના વિરોધીઓની ધરપકડ કરીને તેમને જેલમાં પૂરી દીધા. રિટૅગના બધાયે સામ્યવાદી સભ્ય તથા ઘણુંખરા સામાજિક લેકશાહીવાદી સભ્યોને આ રીતે દૂર કરવામાં આવ્યા. એ જ અરસામાં રિટૅગના મકાનને આગ લાગી અને તે બળી ગયું. નાઝીઓએ જણાવ્યું કે, એ સામ્યવાદીઓનું કામ હતું અને રાજ્યને હચમચાવી નાખવા માટેનું એ કાવતરું હતું. સામ્યવાદીઓએ એ આપને સબળ ઈન્કાર કર્યો એટલું જ નહિ પણ તેમના ઉપર હુમલે કરવાનું બહાનું શોધી કાઢવા માટે નાઝીઓએ જ એ આગ લગાડી હતી એ તેમણે તેમના ઉપર આરોપ મૂક્યો. ત્યાર પછી જર્મનીમાં નાઝી ત્રાસને આરંભ થયો. પ્રથમ રિટેગને બંધ કરી દેવામાં આવી (જો કે તેમાં નાઝીઓની બહુમતી હતી.) અને બધીયે સત્તા હિટલર તથા તેના પ્રધાનમંડળના હાથમાં સોંપી દેવામાં આવી. તેઓ કાયદા બનાવી શક્તા હતા તેમ જ બીજું તેઓ ધારે તે કરી શકતા હતા. પ્રજાસત્તાકના વાઇમાર રાજ્યબંધારણને આ રીતે ફગાવી દેવામાં આવ્યું અને લેકશાહીના હરેક સ્વરૂપને છડેચોક તિરસ્કાર કરવામાં આવ્યો. જર્મની Page #744 -------------------------------------------------------------------------- ________________ જમનીમાં નાઝીઓના વિજય ૧૪૧૧ એક પ્રકારનું સમવાયતંત્ર હતું તેને પણ અંત આવ્યા અને સર્વ સત્તા અલિનમાં ન્દ્રિત કરવામાં આવી. દરેક જગ્યાએ સરમુખત્યારે નીમવામાં આવ્યા હતા. તેઓ માત્ર પોતાની ઉપરના સરમુખત્યારોને જ જવાબદાર હતા. બેશક, હિટલર સૉંપરી સરમુખત્યાર હતા. ક્રૂપ્સને * આ બધા ફેરફારો થઈ રહ્યા હતા તે અરસામાં નાઝી સ્ટોમ અથવા નાઝી સૈન્યને આખાયે જમનીમાં છૂટું મૂકી દેવામાં આવ્યું હતું. તેણે કલ્પી ન શકાય એવી હેવાનિયતભરી અને પાશવી હિંસા અને ત્રાસનું સામ્રાજ્ય દેશભરમાં પ્રવર્તાવી મૂકયું. એ હિંસા અને ત્રાસના જોટા ખીજે ક્યાંયે શેષ્યા જડે એમ નથી. પહેલાં પણ અનેક વાર ત્રાસનું સામ્રાજ્ય પ્રવત્યું હતું; દાખલા તરીકે રશિયામાં એલ્શેવિકાએ વર્તાવેલા ‘ રાતેા ત્રાસ ’ તેમ જ તેમના વિરોધી પ્રત્યાધાતીઓએ વર્તાવેલા શ્વેત ત્રાસ '. પરંતુ કાઈ દેશ અથવા તે દેશમાંનું પ્રધાન દળ જીવનમરણના આંતરવિગ્રહમાં સંડોવાયું હોય તે પરિસ્થિતિમાં જ હમેશાં એવું બનવા પામતું. ભયંકર જોખમ અને નિરંતર રહેતા ડરને કારણે જ એવા ત્રાસ પેદા થતા હતા. નાઝીઓને કાઈ એવા જોખમને સામના કરવાને રહ્યો નહાતા તેમ જ તેમને કશાથી ડરવાનું પણ કારણ નહેતું. તેમના હાથમાં રાજસત્તા આવી હતી અને તેમની સામે કાઈ પણ પ્રકારના સશસ્ત્ર વિરોધ કે સામનેા થયા નહોતા. નાઝી સૈન્યે વર્તાવેલા ત્રાસ એ આ રીતે લાગણીના ઉશ્કેરાટ કે ડરના પરિણામરૂપ નહાતા. એ તે જેઓ નાઝી પક્ષના ન હોય તે સૌનું ઇરાદાપૂર્વક અને ઠંડે કલેજે કરવામાં આવેલું માની ન શકાય એટલું હેવાનિયતભર્યું દમન હતું. નાઝીએ સત્તા ઉપર આવ્યા પછી જમનીમાં જે અત્યાચારો થયા તથા પડદા પાછળ હજીયે થઈ રહ્યા છે તેની યાદી આપવાથી કશાયે અર્થ સરે એમ નથી. લકાને નિયપણે માર મારવામાં આવ્યો અને તેમના ઉપર કારમા સિતમે! ગુજારવામાં આવ્યા; અથવા તેમને ગાળીથી હાર કરવામાં આવ્યા કે તેમનાં ખૂન કરવામાં આવ્યાં અને આ બધા અત્યાચારો છૂટાવાયા નહિ પણ મેોટા પાયા ઉપર થયા તથા પુરુષો તેમ જ સ્ત્રી એ અને તેના ભાગ બન્યાં. સંખ્યાબંધ લાકાને જેલમાં પૂરી દેવામાં આવ્યા અથવા નજરકેદ કરવામાં આવ્યા અને તેમની સામે ત્યાં અતિશય મૂરો વર્તાવ રાખવામાં આવ્યા એમ કહેવાય છે. સૌથી વધારે ઝનૂની હુમલે સામ્યવાદી ઉપર કરવામાં આવ્યે પરંતુ તેમના કરતાં વધારે નરમ વલણના સામાજિક લોકશાહીવાદીઓની દશા પણ તેમના કરતાં વધારે સારી હતી એમ ન કહી શકાય. યહૂદીઓની તા ભારે દુર્દશા થઈ અને શાંતિવાદીઓ, ઉદારમતવાદી, મજૂર મહાજનવાળા અને આંતરરાષ્ટ્રીયતાવાદી ઉપર પણ હુમલા કરવામાં આવ્યા. નાઝીએ દાંડી પીટી પીટીને જાહેર કરે છે કે કેવળ માર્ક્સવાદ અને માર્ક્સવાદીઓનું જ Page #745 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન નહિ પણ બધાંયે ઉદ્દામ દળેનું નિકંદન કાઢવાની આ ઝુંબેશ છે. યહૂદીઓને હરેક હોદ્દા ઉપરથી તેમ જ ધંધામાંથી કાઢી મૂકવા જોઈએ. આ રીતે યહૂદી જાતિના હજારે અધ્યાપકે, વકીલ, દાક્તરે, શિક્ષક, સંગીતકારે, ન્યાયાધીશે તથા બરદાસીઓ (નર્સ)ને કાઢી મૂકવામાં આવ્યા છે. યહૂદી જાતિના દુકાનદારોને બહિષ્કાર કરવામાં આવ્યો છે અને યહૂદી મજૂરને કારખાનાંઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. નાઝીઓને માન્ય ન હોય એવાં પુસ્તકોને એકસામટો નાશ કરવામાં આવ્યો છે; એવાં પુસ્તકની જાહેર રીતે હોળી પણ કરવામાં આવે છે. જરા સરખો પણ ભિન્ન અભિપ્રાય પ્રદર્શિત કરનાર કે જરા સરખી પણ ટીકા કરનાર છાપાંઓને નિર્દયતાથી દાબી દેવામાં આવ્યાં છે. નાઝીઓના અત્યાચારની જરા સરખી ખબર પણ છાપવા દેવામાં આવતી નથી અને એને આડકતરી રીતે પણ નિર્દેશ કરવામાં આવે તે તેને માટે ભારે શિક્ષા કરવામાં આવે છે. નાઝી પક્ષ સિવાયના બીજા બધા પક્ષે તથા સંસ્થાઓને તે બેશક દાબી દેવામાં આવ્યાં છે. પહેલે વારે સામ્યવાદી પક્ષનો આ પછીથી સામાજિક લેકશાહીવાદી પક્ષને. તે પછી કૅથલિક મધ્યસ્થ પક્ષો અને છેવટે નાઝીઓના મળતિયા રાષ્ટ્રીય પક્ષને પણ દાબી દેવામાં આવ્યું. મજૂરોની અનેક પેઢીઓનાં બલિદાન, પરિશ્રમ અને બચતનાં સાક્ષીરૂપ બળવાન મજૂર મહાજનેને તેડી નાખવામાં આવ્યાં અને તેમની બધી માલમિલકત તથા નાણાં જપ્ત કરવામાં આવ્યાં. ફક્ત એક જ સંસ્થા, એક જ પક્ષને રાખવામાં આવ્યું. એ પક્ષ તે નાઝી પક્ષ ચિત્રવિચિત્ર નાઝી ફિલસૂફી જબરદસ્તીથી દરેક પાસે માન્ય કરાવવામાં આવે છે અને નાઝીઓના ત્રાસને ડર એ ભારે છે કે કઈ પણ પિતાનું માથું ઊંચું કરવાની હિંમત કરી શકતું નથી. કેળવણી, રંગભૂમિ, કળા, વિજ્ઞાન ઈત્યાદિ બધુંયે નાઝી છાપનું બનાવી દેવામાં આવ્યું છે. હિટલરને એક મુખ્ય સાથી હરમન ગોરિંગ કહે છે કે, “સાચે જર્મને પિતાના રુધિરથી વિચાર કરે છે.'! બીજો એક નાઝી આગેવાન કહે છે કે, “કેવળ બુદ્ધિ તથા શુદ્ધ વિજ્ઞાનના દિવસો હવે વીતી ગયા છે. બાળકોને શીખવવામાં આવે છે કે, હિટલર એ બીજે ઈશુ છે પણ પહેલા ઈશું કરતાં તે મહાન છે. નાઝી સરકાર પ્રજામાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં કેળવણીને બહાળે ફેલા થાય તેની તરફેણમાં નથી. સાચે જ, હિટલરવાદીઓના મત પ્રમાણે તે સ્ત્રીઓનું સ્થાન ઘર તથા રસોડામાં છે અને તેમનું પ્રધાન કાર્ય રાજ્યને ખાતર લડનાર અને પિતાની જિંદગીની આહુતિ આપનાર બાળકે પૂરાં પાડવાનું છે. ડૉ. જોસેફ ગેબેલ્સ નામના બીજા એક નાઝી આગેવાન અને પ્રચારખાતાના પ્રધાને કહ્યું હતું કે, “સ્ત્રીનું સ્થાન કુટુંબમાં છે, તેનું ખરું કાર્ય પિતાના દેશ તથા Page #746 -------------------------------------------------------------------------- ________________ જનીમાં નાઝીઓના વિજય ૧૪૧૩ પોતાની પ્રજાને બાળકા પૂરાં પાડવાનું છે . . . સ્ત્રીઓની મુક્તિ એ રાજ્યને માટે જોખમકારક છે. પુરુષના અધિકારની વસ્તુઓ તેણે પુરુષ ઉપર છોડી દેવી જોઈએ.’ આ જ ડૉ. ગાબેસ પ્રજામાં પ્રચાર કરવાની પોતાની રીત વિષે આપણને કહે છે. ‘હું પિયાના વગાડુ તે જ રીતે છાપાંઓને મારી આંગળીઓથી નચાવવાના મારા ઇરાદો છે.' 2 આ બધી હેવાનિયત, પાશવતા અને ગાજવીજની પાછળ અકિંચન ખની ગયેલા મધ્યમ વર્ગની વિટંબણા અને ભૂખમરો રહેલાં છે. ખરી રીતે એ નોકરી અને રોટલા મેળવવાની લડાઈ હતી. યહૂદી દાક્તરો, વકીલો, શિક્ષકા તથા બરદાસી વગેરેને કાઢી મૂકવાનું કારણ એ હતું કે ‘ આ જા તેમની સામે હરીફાઈમાં ટકી શકતા નહોતા. તેમની સફળતા તરફ તે દ્વેષની નજરે જોતા હતા અને તેમની નાકરી તેમને પડાવી લેવી હતી. તેમની હરીફાઈમાં કાઈ ટકી શકતું નહોતું એટલા ખાતર યીની દુકાનો બંધ કરાવવામાં આવી. કેટલાક ખિનયહૂદીઓની દુકાને પણ બંધ કરાવી દેવામાં આવી તથા તેમના માલિકાને ગિરફતાર કરવામાં આવ્યા કેમ કે તે ઘણા વધારે ભાવ લઈ ને ખૂબ નફો કરી રહ્યા છે એવા નાઝીઓને શક હતા. નાઝીઓના ખેડૂત પક્ષકારો પૂર્વ પ્રશિયાની મોટી મેટી જમીનદારી ઉપર મીટ માંડીને બેઠા છે અને એ જમીનજાગીરાના ટુકડા કરીને તેમને વહેંચી આપવામાં આવે એવું તેઓ માગે છે. નાઝીઓના મૂળ કાર્યક્રમની એક રમૂજી બાબત એ હતી કે કાઈ ને પણ વાર્ષિક ૧૨,૦૦૦ મા થી વધારે પગાર આપવામાં ન આવે. એ રકમ ૮૦૦૦ રૂપિયા બરાબર થાય છે એટલે એ પગાર માસિક ૬૬૬ રૂપિયાના થયા. એને કેટલા પ્રમાણમાં અમલ કરવામાં આવ્યા છે એની મને ખબર નથી. જર્મનીના ચૅન્સેલરને હાલ વાર્ષિક ૨૬,૦૦૦ માર્કના એટલે કે માસિક ૧૪૪૦ રૂપિયાનો પગાર મળે છે. એવું સૂચવવામાં આવ્યું છે કે, જે ખાનગી કંપનીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળતી હેાય તેમના સંચાલકા ( ડાયરેકટર ) તથા માલિકાને પણ વાર્ષિક ૧૮ હજાર મા થી વધારે પગાર ન આપવા જોઈએ. પહેલાં એ લોકાને ધણી વાર મોટી મોટી રકમા આપવામાં આવતી હતી. ગરીબ હિંદમાં અમલદારાને જે માટા મોટા પગારે આપવામાં આવે છે તેની સાથે આ આંકડાની તુલના કરી જો. કરાંચીમાં મળેલી રાષ્ટ્રીય મહાસભાની બે ંકે માસિક પગારની મર્યાદા ૫૦૦ રૂપિયાની રાખવાના ઠરાવ કર્યાં છે. એમ નહિ માની લેવું જોઈ એ કે નાઝી ચળવળમાં કેવળ પાશવતા અને દમન જ રહેલાં છે. તેમાં એ વસ્તુઓનુ પ્રાધાન્ય છે એ ખરું પરંતુ અધિકાંશ મજૂરોને બાદ કરતાં મોટા ભાગની જર્મન પ્રજા હિટલર માટે સાચે ઉત્સાહ ज-४७ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણા ધરાવે છે એ નિર્વિવાદ છે. છેલ્લી ચૂંટણીના આંકડાઓને આપણે મા દશ્યક તરીકે ગણીએ તો જÖનીની પર ટકા વસ્તી હિટલરની પાછળ છે અને આ પર ટકા વસ્તી બાકીની ૪૮ ટકા વસ્તી અથવા તેના અમુક ભાગ ઉપર દમન ગુજારે છે. આ પર ટકા વસ્તીમાં - આજે તો કદાચ એનું પ્રમાણ વધી ગયું હશે — હિટલર અતિશય લોકપ્રિય છે. જર્મની જઈ આવેલા લકા ત્યાં આગળ પેદા થયેલા વિચિત્ર પ્રકારના માનસિક વાતાવરણની વાત કરે છે. • જાણે ત્યાં ધાર્મિક જાગ્રતિ થઈ ન હોય. જમનાને લાગે છે કે, વર્સાઈની સધિને કારણે પેદા થયેલા અપમાન, નામેાશી અને દમનના લાંબે કાળ હવે પૂરા થયા છે અને હવે તેમની છાતી ઉપરના ખો દૂર થયા છે. પરંતુ જમ નીની પ્રજાના બાકીના લગભગ અડધા ભાગ એથી બિલકુલ જુદી જ લાગણી અનુભવે છે. જમનીના મજૂર વર્ગીમાં ભયંકર ધિક્કાર અને ક્રોધની આગ સળગી રહી છે. નાઝીઓના ભયકર અત્યાચારોના ડરથી જ તે પોતાની એ ઉગ્ર લાગણી ગુપ્ત અને અંકુશમાં રાખી રહ્યા છે. આખાયે મજૂરવર્ગ પશુબળ અને દમનને વશ થયા છે અને અમાપ પરિશ્રમ અને અલિદાનને ભાગે તેમણે જે ઇમારત ઊભી કરી હતી તેને વિનાશ ખેદ અને નિરાશાપૂર્વક તે નિહાળી રહ્યો છે. છેલ્લા થોડા માસ દરમ્યાન જર્મનીમાં જે બન્યું છે તેમાં મહાન સામાજિક લેાકશાહીવાદી પક્ષ સહેજ પણ સામને કરવાની કશિશ કર્યાં વિના સંપૂર્ણ પણે જમીનદોસ્ત થઈ ગયા એ ઘટના સૌથી વિશેષ આશ્રયકારક છે. યુરોપના મજૂરવર્ગીો એ જૂનામાં જૂના, સૌથી મોટો અને વધારેમાં વધારે સુસંગતિ પક્ષ હતા. ખીજા આંતરરાષ્ટ્રીય મજૂરસ ધને એ આધારસ્તંભ હતા. આમ છતાંયે, વિરોધ સરખાયે કર્યાં વિના — જો કે કેવળ વિરેધ કરવાથી કશું વળે એમ નહેાતું — તેણે અનેક પ્રકારનાં અપમાન અને તિરસ્કાર મૂંગે મોઢે સહી લીધાં અને આખરે તે નામશેષ થઈ ગયા. સામાજિક લોકશાહીવાદી નેતા પગલે પગલે નાઝીઓને વશ થઈ ગયા અને એમ કરતાં દરેક વખતે તેમણે એવી આશા સેવી હતી કે એ રીતે વશ થવાથી અને અપમાન ગળી જવાથી કંઈક તો બચાવી શકાશે. પરંતુ તેમની વિના વિરાધે વશ થવાની એ વૃત્તિના જ તેમની સામે ઉપયાગ કરવામાં આવ્યું. નાઝીઓએ મજૂરોને બતાવી આપ્યું કે જુએ તે ખરા, જોખમ આવી પડયુ ત્યારે તમારા આગેવાને કેવા તમારા ત્યાગ કરી રહ્યા છે. યુરોપના મજૂરવર્ગની લડતના લાંબા ઇતિહાસમાં કેટલીક વાર તેને વિજય મળ્યો તે અને ઘણી વાર તેની હાર થઈ હતી, પરંતુ સામનો કરવાને સહેજ પણ પ્રયાસ કર્યાં વિના આવી નામેાશીભરી રીતે પહેલાં કદીયે શરણું સ્વીકારવામાં આવ્યું નહતું કે ન તો મજૂરોના ધ્યેયને ધોકા દેવામાં આવ્યેા હતેા. સામ્યવાદી પક્ષે સામતા કર્યાં અને સાત્રિક હડતાલ પાડવાની તેણે મજૂરાને હાકલ કરી. Page #748 -------------------------------------------------------------------------- ________________ જર્મનીમાં નાઝીઓને વિજ્ય ૧૪૧૫ સામાજિક લેકશાહીવાદી પક્ષના નેતાઓએ તેને ટેકે ન આપે અને એ હડતાલ નિષ્ફળ નીવડી. મજૂર ચળવળ જોકે તૂટી ગઈ છે પરંતુ ગુપ્ત સંસ્થા મારફતે તેનું કામ હજી ચાલુ રહ્યું છે. અને એ સંસ્થાને ફેલાવો બહુ બહોળો હોય એમ લાગે છે. નાઝીઓએ પિતાના જાસૂસની જાળ સર્વત્ર પાથરી દીધી હોવા છતાંયે ગુપ્તપણે પ્રસિદ્ધ કરવામાં આવતાં છાપાંઓનો ફેલા લાખની સંખ્યામાં થાય છે એમ ધારવામાં આવે છે. જર્મનીમાંથી છટકીને પરદેશમાં ભાગી ગયેલા કેટલાક સામાજિક લેકશાહીવાદી નેતાઓ પણ ગુપ્ત પદ્ધતિથી થોડું પ્રચારકાર્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાઝીઓનો ત્રાસ મજૂર વર્ગને સૌથી વધારે સહે પડ્યો છે. પરંતુ જગતભરમાં લેકલાગણી તે યહૂદીઓ પ્રત્યે દાખવવામાં આવેલા વર્તાવને અંગે અતિશય ઉશ્કેરાવા પામી હતી. યુરોપને વર્ગવિગ્રહને ઠીક ઠીક અનુભવે છે અને પિતપતાના વર્ગ પ્રમાણે લેકેની સહાનુભૂતિ ઢળે છે. પરંતુ યહૂદીઓ ઉપર હુમલે એ તે એક જાતિ પરત્વેને હુમલે હતે. માત્ર મધ્ય યુગના સમયમાં અને તાજેતરમાં ઝારશાહી રશિયા જેવા પછાત દેશમાં બિનસત્તાવાર રીતે એને મળતું કંઈક બનતું હતું. એક આખી જાતિ ઉપર સત્તાવાર રીતે કરવામાં આવતા દમનથી યુરોપ અને અમેરિકા ચોંકી ઊડ્યાં અને તેમને ભારે આઘાત લાગે. જર્મનીના યહૂદીઓમાં જગમશહૂર પુરુષ હતા એથી તે વળી એ આઘાત વધુ તીવ્ર બન્યું. એ જગમશહૂર પુરૂષામાં પ્રતિભાશાળી વૈજ્ઞાનિકે, દાક્તરે, સંગીતકાર, વકીલે, લેખકને સમાવેશ થતો હતો અને એમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ સૌથી મોખરે હતું. એ લેક જર્મનીને પિતાનું વતન ગણતા હતા અને સર્વત્ર તેમને જર્મને તરીકે લેખવામાં આવતા હતા. પિતાને ત્યાં એવા પુર હાવા માટે કોઈ પણ દેશ ગૌરવ લેત પરંતુ અંધ જાતિષને લીધે પાગલ બનીને નાઝીઓએ તેમને પીછો પકડ્યો અને દેશમાંથી તેમને હાંકી કાઢયા. એની સામે દુનિયાભરમાં ભારે પોકાર ઊઠયો. પછીથી નાઝીઓએ યહૂદીઓની દુકાને તથા યહૂદી ધંધાદારીઓને બહિષ્કાર શરૂ કર્યો. આમ છતાંયે વિચિત્ર વાત તો એ હતી કે એ યહૂદીઓને એક સાથે જર્મની છોડી જવાની પરવાનગી આપવામાં આવતી નહોતી. આ નીતિનું માત્ર એક જ પરિણામ આવે એમ હતું અને તે એ કે તેમને ભૂખે મારવા. દુનિયાભરમાં તેની સામે ઊઠેલા પિકારને કારણે યહૂદીઓ સામેનાં જાહેર રીતે લેવામાં આવતાં પગલાં નાઝીઓને હળવાં કરવાં પડ્યાં પરંતુ તેમની યહૂદીવિરોધી નીતિ તે હજી ચાલુ જ છે. યહૂદીઓ જે કે દુનિયાભરમાં પથરાયેલા છે અને કોઈ પણ રાષ્ટ્રને તેઓ પિોતીકું કહી શકે એવી સ્થિતિમાં નથી એમ છતાંયે તેઓ બદલે ન લઈ શકે એટલા બધા અસહાય નથી. વેપારજગાર તથા નાણાં ઉપર તેઓ મેટા Page #749 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રમાણમાં કાબૂ ધરાવે છે અને કશીયે ધમાલ વિના ચૂપચાપ તેમણે જર્મન માલને બહિષ્કાર જાહેર કર્યો છે. એટલું જ નહિ પણ ૧૯૩૩ના મે માસમાં ન્યૂયોર્કમાં મળેલી તેમની પરિષદે એક ઠરાવ કરીને એથીયે વ્યાપક બહિષ્કારની જાહેરાત કરી હતી. એ ઠરાવમાં એવો નિર્ણય કરવામાં આવ્યું હતું કે, “જર્મનીના બધાયે માલને, બધીયે સાધનસામગ્રીને તથા જર્મનીમાં ઉત્પન્ન થયેલી, તૈયાર કરવામાં આવેલી અથવા સુધારવામાં આવેલી હરેક ચીજ અથવા તેના કેઈ પણ ભાગોને બહિષ્કાર કરે, તેમ જ જર્મન વહાણવટાને, માલની લાવલઈજા કરવાનાં તથા અવરજવરનાં સાધનને, જર્મનીનાં હવા ખાવાનાં મથકે, આરામસ્થાને તેમ જ એવાં બીજા સ્થાનોને પણ બહિષ્કાર કરે તથા સામાન્ય રીતે, જર્મનીની આજની રાજવ્યવસ્થાને કોઈ પણ રીતે આર્થિક મદદરૂપ થઈ પડે એવું કાર્ય કરતાં અટકી જવું.’ હિટલરવાદની પરદેશમાં એક એ અસર થવા પામી હતી. એની બીજી વધારે દૂરગામી અસર પણ થવા પામી હતી. નાઝીઓ વસઈની સંધિને હમેશાં વખોડતા આવ્યા હતા અને એના ઉપર ફરીથી વિચાર કરવાની તેઓ માગણી કરતા હતા. ખાસ કરીને જર્મનીની પૂર્વની સરહદને અંગેના પ્રશ્નની તેઓ ફરીથી વિચારણું કરાવવા માગતા હતા. ત્યાં આગળ ડેન્ડિગ સુધી જતી પેલેંડના તાબાની એક પટીની બેહૂદી ગોઠવણ કરવામાં આવેલી છે. એ ગોઠવણને કારણે જર્મનીને એક ભાગ આખા દેશથી અલગ પડી ગયું છે. નાઝીઓની બીજી જોરદાર માગણી એ હતી કે શસ્ત્રસજજ થવાની બાબતમાં દરેક રાષ્ટ્રને સંપૂર્ણ સમાનતા હોવી જોઈએ (તને યાદ હશે કે સુલેહની સંધિ અનુસાર જર્મનીને મોટે ભાગે નિઃશસ્ત્ર કરવામાં આવ્યું હતું). હિટલરનાં દમદાટીથી ભરપૂર ભાષણ તથા જર્મનીને શસ્ત્રસજજ કરવાની તેની ધમકીઓએ યુરેપને અને ખાસ કરીને ફ્રાંસને સંપૂર્ણપણે અસ્વસ્થ કરી મૂક્યું. બળવાન જર્મનીને ફ્રાંસને સૌથી વિશેષ ડર હતે. આથી થોડા દિવસ સુધી તે એમ જ લાગતું હતું કે જાણે હમણું યુદ્ધ ફાટી નીકળશે. નાઝીઓના ડરને કારણે એકાએક યુરોપની સત્તાઓનાં નવેસરથી જોડાણ થવા માંડ્યાં. સેવિયેટ રશિયા તરફ ફ્રાંસ મૈત્રીની લાગણી દર્શાવવા લાગ્યું. વસઈની સંધિની ફરીથી વિચારણા કરવામાં આવે એના ભયથી પ્રેરાઈને એ સંધિને કારણે ઊભા થયેલા અથવા તે એને કારણે જેમને લાભ થયે હતા તેવા પિલેંડ, ચેકેલૈવાકિયા, યુગેસ્લાવિયા અને માનિયા વગેરે દેશે એકબીજાની વધુ નજીક આવ્યા તેમ જ સાથે સાથે તેઓ સોવિયેટ રશિયાની પણ વધુ નજીક આવ્યા. ઓસ્ટ્રિયામાં આશ્ચર્યકારક પરિસ્થિતિ પેદા થઈ ત્યાં આગળ ડેસ નામને ફાસિસ્ટ ચૅન્સેલર કયારને સત્તા ઉપર આવ્યો હતો પણ તેને ફાસીવાદ હિટલર છાપના ફાસીવાદથી ભિન્ન હતો. ઐસ્ટ્રિયામાં નાઝીઓ બળવાન છે પરંતુ છેલ્ફસ તેમને Page #750 -------------------------------------------------------------------------- ________________ જમનીમાં નાઝીઓના વિજય ૧૪૧૭ વિરોધ કરતા આવ્યા છે. ઇટાલીએ હિટલરના વિજયને આવકાર્યાં પરંતુ હિટલરની મહેચ્છાને તેણે ઉત્તેજન આપ્યું નહિ. ઇંગ્લંડ જે ધણાં વરસેથી જનીની તરફેણ કરતું આવ્યું હતું તે જનીની વિરુદ્ધ થઈ ગયું અને તેના લોકા ફરીથી જન ‘ણા'ની વાતો કરવા લાગ્યા. હિટલરનું જમની યુરોપમાં તદ્દન એકલું પડી ગયું. યુદ્ધ સળગે તે ફ્રાંસનું બળવાન લશ્કર નિઃશસ્ત્ર જર્મનીને કચરી નાખે એ ઉધાડું હતું. આથી હિટલરે પોતાની નીતિ બદલી અને હવે તે શાંતિની વાતો કરવા લાગ્યા. અને ફ્રાંસ, ઈંગ્લેંડ, જર્મની અને ઇટાલી એ ચાર સત્તાના કરારની દરખાસ્ત રજૂ કરીને મુસેાલિની તેની વહારે ધાયા. ' આખરે ૧૯૩૩ના જૂન માસમાં એ કરાર ઉપર ઉપર્યુક્ત ચારે સત્તાએએ સહી કરી, જો કે ભારે સંકલ્પવિકલ્પ પછી ફ્રાંસે એમ કર્યું. એ કરારની ભાષા જોઈ એ તો તે બિલકુલ નિર્દોષ છે અને તેમાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય ખાખામાં અને ખાસ કરીને વર્સાઇની સધિ ઉપર ફેરીથી વિચાર કરવાની દરખાસ્ત ઉપર એ ચારે સત્તા પરસ્પર મસલત કરશે. એ કરારને સેવિયેટ વિરોધી સમૂહ અથવા સંધ ઊભા કરવાના એક પ્રયાસ તરીકે લેખવામાં આવે છે. એ કરાર પર ફ્રાંસે તે બહુ કચવાતે મને સહી કરી હતી. ૧૯૩૩ની સાલના જુલાઈ માસની ૧લી તારીખે લંડનમાં સાવિયેટ તથા તેના પડેશીઓ વચ્ચે કરવામાં આવેલા બિનઆક્રમણને કરાર ઉપર્યુક્ત કરારના પરિણામ રૂપે અને તેના જવાબ તરીકે કરવામાં આવ્યો હાય એ બનવાજોગ છે. એ જાણવા જેવી વાત છે કે એ સાવિયેટ કરાર પ્રત્યે ફ્રાંસે ભારે સહાનુભૂતિ દર્શાવી અને એ વિષે પોતાની સંમતિ પ્રગટ કરી. જ હિટલરના મૂળભૂત કાર્યક્રમ - જર્મનીના મૂડીવાદીઓને પણ એ જ કાર્ય ક્રમ છે — સેવિયેટ રશિયા સામે યુરોપના તારણહાર તરીકે ડેળ કરવાને છે. જમનીને વધુ પ્રદેશ મેળવવા હોય તો તે પૂર્વ યુરોપમાંથી જ મેળવી શકે અથવા તા સેવિયેટ રશિયાને ભાગે મેળવી શકે. પરંતુ એમ કરવા પહેલાં જનીએ શસ્ત્રસજ્જ થવું જોઈએ અને એટલા માટે એ બાબતમાં વર્સાઈ ની સંધિમાં ફેરફાર કરાવવા જોઈએ અથવા કઈ નહિ તેા એવી ખાતરી મેળવવી જોઈએ કે એ બાબતમાં કાઈ દખલ નહિ કરે. હિટલરને મદાર ઇટાલીના ટેકા ઉપર છે. એ બાબતમાં ઇંગ્લેંડના ટેકા પણ મેળવી શકાય । ચાર સત્તામેના કરારને અંગેની ચર્ચાઓમાં ફ્રાંસના વિરોધને બિનઅસરકારક બનાવી દેવાનું સુગમ થઈ પડે એવી આશા તે રાખતા હાય એ બનવાજોગ છે. હિટલર આ રીતે ઇંગ્લેંડના ટેકા મેળવવા મથી રહ્યો છે. એટલા ખાતર તેણે જાહેર રીતે પોતાના અભિપ્રાય પ્રદર્શિત કર્યાં છે કે, હિ ંદુસ્તાન ઉપરની Page #751 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન બ્રિટિશ હકૂમત નબળી પડે એ એક ભારે આપત્તિ સમાન છે. સોવિયેટ સામે તેને વિરોધ એ પણ બ્રિટિશ સરકારને માટે એક આકર્ષણ છે. કારણ કે, આગળ હું તને કહી ગયો છું તે પ્રમાણે સેવિયેટ રશિયા એ બ્રિટિશ સામ્રાજ્યને મન દુનિયામાં સૌથી અકારામાં અકારી વસ્તુ છે. પરંતુ નાઝીઓની પ્રવૃત્તિઓ વિષે બ્રિટિશ પ્રજામાં એટલી ઘણું પેદા થઈ છે કે જેમાં હિટલરવાદને માન્ય રાખવાપણું રહેલું હોય એવી કોઈ પણ દરખાસ્તમાં તેમની સંમતિ પ્રાપ્ત કરતાં થોડો વખત લાગશે. નાઝી જર્મની આ રીતે યુરોપનું તોફાનનું કેન્દ્ર બની ગયું છે અને આ “ગભરાટમાં પડેલી દુનિયાના અનેક ભયમાં તેણે એકનો વધારો કર્યો. ખુદ જર્મનીમાં જ શું બનશે ? આ નાઝી અમલ ટકી રહેશે ખરો ? જર્મનીમાં નાઝીઓ સામે ભારે ઠેષ અને વિરોધની લાગણી પ્રવર્તે છે પરંતુ સંગઠિત વિરોધને કચરી નાખવામાં આવ્યું છે એ વસ્તુ દીવા જેવી સ્પષ્ટ છે. જર્મનીમાં હવે બીજો કોઈ પણ પક્ષ કે સંસ્થા રહી નથી અને નાઝીઓ ત્યાં સર્વોપરી છે. ખુદ નાઝીઓમાં પણ બે દળો હોય એમ જણાય છે. ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગનું બનેલું નરમ દળ અને પક્ષના મોટા ભાગના સામાન્ય સભ્યનું બનેલું ઉદ્દામ દળ. તાજેતરમાં નાઝી પક્ષમાં જોડાયેલા મજૂરેએ ઉદ્દામ દળની સંખ્યામાં વધારો કર્યો છે. હિટલરની ચળવળમાં ક્રાંતિકારી ધગશ પેદા કરનારા લે કે ઉગ્રપણે મૂડીવાદને વિરોધ કરનારાઓ હતા. અને તેમણે પાછળથી ઘણા સમાજવાદીઓ તથા માર્ક્સવાદીઓને પિતાના પક્ષમાં ભેળવી લીધા છે. નાઝી પક્ષના નરમ અને ઉદ્દામ દળ વચ્ચે કોઈ પણ પ્રકારની સમાન ભૂમિકા નથી. એ બંને દળોને એકત્ર રાખવામાં તથા એકબીજા સામે તેમને ઉપયોગ કરીને પિતાનું કામ કાઢી લેવામાં હિટલરની ભારે સફળતા રહેલી છે. પરંતુ સામાન્ય શત્રની હસ્તી હોય ત્યાં સુધી જ એમ થઈ શકે. પણ હવે એ દુશ્મનને ચગદી નાખવામાં આવ્યું છે અથવા પિતાના પક્ષમાં સમાવી દેવામાં આવે છે. એ સ્થિતિમાં નરમ દળ અને ઉદ્દામ દળ વચ્ચે ઘર્ષણ અવશ્ય પેદા થવાનું જ. એના ભણકારા વાગવા શરૂ થઈ ગયા છે. ઉદ્દામ દળના નાઝીઓની એવી માગણી છે કે, પહેલી ક્રાંતિ સફળતાપૂર્વક પૂરી થઈ છે. એટલે હવે મૂડીવાદીઓ અને જમીનદાર વગેરે સામેની બીજી ક્રાંતિ” શરૂ કરવી જોઈએ. પરંતુ હિટલરે તે એ “બીજી ક્રાંતિ અને નિર્દય રીતે દાબી દેવાની ધમકી આપી છે. આમ તે ચોક્કસપણે મૂડીવાદી નરમ દળ સાથે ભળી ગયું છે. તેના મુખ્ય મુખ્ય ઘણાખરા સાથીઓ હવે મોટા હોદ્દાઓ ઉપર આવી ગયા છે અને હવે તેમને આરામ છે એટલે કશાયે પરિવર્તન માટે તેઓ ઉત્સુક રહ્યા નથી. હિટલરવાદનું આ ખ્યાન જરા લાંબું થઈ ગયું. પરંતુ નાઝીઓને વિજય તથા તેનાં પરિણામે યુરોપ તેમ જ દુનિયા માટે ભારે મહત્ત્વનાં છે અને એની Page #752 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૯ જર્મનીમાં નાઝીઓને વિજય બહુ દૂરગામી અસર થવા પામશે એ તે તું કબૂલ કરશે. નાઝીવાદ એ નિઃશંક ફાસીવાદ છે અને હિટલર પોતે પણ એક નમૂનેદાર ફાસિસ્ટ છે. પરંતુ ઈટાલીના ફાસીવાદ કરતાં નાઝી ચળવળી વધારે વ્યાપક અને ઉદ્દામ છે. એનાં એ ઉદ્દામ તથી એમાં કંઈ ફરક પડશે કે પછી તેમને કચરી નાખવામાં આવશે એ હજી જોવાનું છે. નાઝી ચળવળની વૃદ્ધિ થવાથી ચુસ્ત માકર્સવાદીઓના સિદ્ધાંતમાં ગોટાળો ઊભો થવા પામ્યું છે. ચુસ્ત માર્ક્સવાદીઓ એમ માનતા હતા કે, મજૂરવર્ગ એ જ સાચે ક્રાંતિકારી વર્ગ છે અને આર્થિક પરિસ્થિતિ બગડતી જશે તેમ તેમ નીચલા થરના મધ્યમ વર્ગના નાદાર બની ગયેલા તથા અસંતુષ્ટ લેકે એ વર્ગ સાથે જોડાઈ જશે અને છેવટે એ બધા મળીને મજૂરોની ક્રાંતિ કરશે. પરંતુ વાસ્તવમાં જર્મનીમાં એથી કંઈક ઊલટું જ બનવા પામ્યું છે. કટોકટી આવી ત્યારે જર્મનીને મજૂર વર્ગ બિલકુલ ક્રાંતિકારી નહોતે. અને પ્રધાનપણે નીચલા થરના નાદાર બની ગયેલા લેકે તથા બીજા અસંતુષ્ટ લેકમાંથી ક્રાંતિકારી વર્ગ પેદા થયો. માકર્સવાદના શુદ્ધ સિદ્ધાંતે સાથે એ વસ્તુ બંધ બેસતી નથી. પરંતુ બીજા કેટલાક માકર્સવાદીઓ જણાવે છે કે માકર્સવાદને કોઈ ધર્મ કે સંપ્રદાયે અધિકારપૂર્વક પ્રતિપાદિત કરેલા અંતિમ સત્ય તરીકે ગણુ જોઈએ નહિ. એ ઈતિહાસની ફિલસૂફી છે –– ઈતિહાસને નિહાળવાની એક દષ્ટિ છે, જે આપણને ઘણી વસ્તુની સમજ આપે છે તથા તેમને એકબીજી સાથે સાંકળી આપે છે. વળી એ સમાજવાદ અથવા સામાજિક સમાનતા પ્રાપ્ત કરવાની એક કાર્યપદ્ધતિ છે. ભિન્ન ભિન્ન કાળ તેમ જ ભિન્ન ભિન્ન દેશોની બદલાતી જતી પરિસ્થિતિ સાથે બંધ બેસે એ રીતે એના મૂળભૂત સિદ્ધાંતને અનેક રીતે લાગુ પાડવા જોઈએ. બેંધઃ (નવેમ્બર ૧૯૩૮) : સવાપાંચ વરસ ઉપર ઉપરને પત્ર લખાય ત્યાર પછી હિટલરના અમલ નીચે નાઝી જર્મનીએ પિતાના સામર્થ્ય તથા પ્રતિષ્ઠામાં જે ઉન્નતિ સાધી છે તેને જે દુનિયાના રાજકારણમાં મળે એમ નથી. આજે હિટલરે યુરોપ ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું છે અને યુરોપની મહાન સત્તાઓ અથવા સાચું કહેતાં ભૂતકાળમાં જે સત્તાઓ મહાન હતી તેઓ, તેની આગળ માથું ઝુકાવે છે અને તેની ધમકીથી ધ્રૂજી ઊઠે છે. ૨૦ વરસ પૂર્વે જર્મનીને હરાવવામાં આવ્યું હતું, તેને તેજોવધ કરવામાં આવ્યું હતું, તેને કચરી નાખવામાં આવ્યું હતું. અને આજે યુદ્ધ કર્યા વિના કે લશ્કરી વિજય મેળવ્યા વિના હિટલરે જર્મનીને વિજયી રાષ્ટ્ર બનાવ્યું છે અને વસઈની સંધિ મરી પરવારી છે તથા તેને દફનાવી દેવામાં આવી છે. Page #753 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન સત્તા ઉપર આવ્યા પછી હિટલરનું પ્રથમ કાર્ય જર્મનીમાંના પિતાના વિધીઓને કચરી નાખીને નાઝી પક્ષને બળવાન બનાવવાનું હતું. જર્મનીનું “નાઝીકરણ” કર્યા પછી હિટલરે નાઝી પક્ષમાંનાં બીજાં અને મૂડીવાદ વિરોધી ક્રાંતિ કરવા માગતાં ઉદ્દામ તને નિર્મૂળ કરવાનું નક્કી કર્યું. ૧૯૩૪ની સાલના જૂન માસની ૩૦મી તારીખે બદામી ખમીસવાળા નાઝી સૈન્યને (બ્રાઉન–સૂસ) વિખેરી નાખવામાં આવ્યું અને તેના આગેવાનોને ગોળીથી ઠાર કરવામાં આવ્યા. એ ઉપરાંત બીજા ઘણાઓને પણ મારી નાખવામાં આવ્યા. એમાં એક વખતના જર્મનીના ચૅન્સેલર જનરલ ફન સ્લેશિયરનો પણ સમાવેશ થતો હતે. ૧૯૩૪ના ઓગસ્ટ માસમાં પ્રમુખ ફન હિંડનબર્ગ મરણ પામે અને હિટલરે તેનું સ્થાન લીધું. આમ હિટલરે ચૅન્સેલર અને પ્રમુખ એ બંને હોદ્દાઓ ધારણ કર્યા. એ વખતે જર્મનીમાં કુલ સત્તા તેના હાથમાં હતી. જર્મને પ્રજાને તે “ફક્યુરર' એટલે કે નેતા બન્યા હતા. ત્યાં આગળ પ્રજા ભારે સંકટમાં આવી પડી હતી અને એમાં રાહત આપવા માટે મોટા પાયા ઉપર ખાનગી રીતે લગભગ ફરજિયાત દાનની ભેજના કરવામાં આવી હતી. ફરજિયાત મજૂરીની છાવણીઓ શરૂ કરવામાં આવી અને બેકારને ત્યાં આગળ કામ કરવાને મોકલવામાં આવ્યા. પરાણે દૂર કરવામાં આવેલા યહૂદીઓએ જર્મને જગ્યા કરી આપી. આ બધાથી જર્મનીની આર્થિક સ્થિતિ તે નહિ સુધરી, ઊલટી તે વધુ બગડવા પામી, પરંતુ એથી કરીને બેકારી દૂર થઈ દરમ્યાન ગુપ્ત રીતે જર્મનીએ શસ્ત્રસજ્જ થવા માંડયું અને તેને વિષેને ભય વધવા લાગ્યો. ૧૯૩૫ની સાલના આરંભમાં સાર પ્રદેશના લેકોનો મત લેવામાં આવ્યું તેમાં તેમણે જર્મની સાથે જોડાઈ જવાનું બહુ મોટી બહુમતીથી નક્કી કર્યું. આથી એ પ્રદેશને જર્મની સાથે જોડી દેવામાં આવ્યું. એ જ વરસના મે માસમાં હિટલરે વસઈની સંધિની નિઃશસ્ત્રીકરણને લગતી કલમ માન્ય રાખવાને છડેચોક ઇન્કાર કર્યો અને ફરજિયાત લશ્કરી નોકરી માટેને હુકમ બહાર પાડ્યો. શસ્ત્રસજજ થવા માટે પ્રચંડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું. પ્રજાસંધમાંની કઈ પણ સત્તાએ એની સામે કશું કર્યું નહિ. એ બધી સત્તાઓ અને ખાસ કરીને ફ્રાંસ ભયભીત બની ગયું હતું. ફ્રાંસે રશિયા સાથે મૈત્રીના કરારે કર્યા. બ્રિટિશ સરકારે નાઝીઓને પક્ષ કરવાનું ઉચિત ધાર્યું અને ૧૯૩૫ના જૂન માસમાં તેણે જર્મની સાથે નૌકાકરાર કર્યો. આનાં બહુ વિચિત્ર પરિણામે આવ્યાં. ઈગ્લડે દગો દીધે છે એમ સમજીને કસે ઈટાલીને મનાવી લેવાના પ્રયત્ન કરવા માંડ્યા અને આખરે લાગ આવ્યું છે એમ સમજીને મુસલિનીએ ઍબિસીનિયા ઉપર ચડાઈ કરી. ૧૯૩૮ના માર્ચ માસમાં હિટલરે ઓસ્ટ્રિયામાં કૂચ કરી અને તેને જર્મની સાથે જોડી દીધાની જાહેરાત કરી. પ્રજાસંઘની સત્તાઓએ વળી પાછું નમતું Page #754 -------------------------------------------------------------------------- ________________ શસંન્યાસ ૧૪ર૧ આપ્યું. ઑસ્ટ્રિયામાં નાઝીઓએ ઉગ્ર પ્રકારની અને હેવાનિયતભરી યહૂદીવિરોધી ઝુંબેશ શરૂ કરી. હવે ચેકોસ્લોવાકિયા નાઝીઓના આક્રમણનું શિકાર બન્યું. અને મહિનાઓ સુધી સુડેટન જર્મના પ્રશ્ન યુરોપને અસ્વસ્થ કરી મૂક્યું. બ્રિટિશ નીતિએ નાઝીઓને ભારે મદદ કરી અને એ નીતિની વિરુદ્ધ જવાની ફ્રાંસની તે હિંમત જ નહતી. આખરે, તરત જ યુદ્ધ ફાટી નીકળશે એવી જર્મનીની ધમકીથી ડરીને ફસે પિતાના મિત્ર ચેકોસ્લોવાકિયાને દગો દીધે. એ દગલબાજીમાં ઈંગ્લેંડ પણ પક્ષકાર હતું. જર્મની, ઇંગ્લંડ, કાંસ અને ઇટાલી વચ્ચે થયેલા મ્યુનિચના કરાર અનુસાર ૧૯૩૮ની સાલના સપ્ટેમ્બર માસની ૨૯મી તારીખે ચેકેલૈવાકિયાના ભાવિ ઉપર મહોર મારવામાં આવી. સુડેટન પ્રદેશ તેમ જ બીજા પણ કેટલાક પ્રદેશનો જર્મનીએ કબજો લીધે અને એ તકને લાભ લઈને પોલેંડ તથા હંગરીએ પણ એ દેશને કેટલોક ભાગ પચાવી પાડ્યો. આ રીતે યુરોપની નવી વહેચણી શરૂ થઈ એ યુરોપમાં ફ્રાંસ તથા ઇંગ્લંડ બીજા વર્ગની સત્તા બનતાં જતાં હતાં અને હિટલરના અમલ નીચે નાઝી જર્મનીનું યુરોપ ઉપર પ્રભુત્વ જામ્યું હતું. ૧૯૧. શસ્ત્રસંન્યાસ ૨ ઑગસ્ટ, ૧૯૩૩ લંડનમાં મળેલી અખિલ જગત આર્થિક પરિષદની નિષ્ફળતા વિષે હું , તને કહી ગયો છું. એ પરિષદને સમેટી લેવામાં આવી અને વધારે અનુકૂળ સંજોગોમાં આપણે ફરી પાછા મળીશું એવી સદિચ્છા વ્યક્ત કરીને તેના સભ્ય તિપિતાને દેશ ચાલ્યા ગયા. સહકાર માટે બીજે જગવ્યાપી પ્રયાસ શસ્ત્રસંન્યાસ પરિષદના રૂપમાં કરવામાં આવ્યો અને તેને પણ ભારે નિષ્ફળતા મળી. પ્રજાસંધના કરારને પરિણામે એ પરિષદ ભરવામાં આવી હતી. વસઈની સંધિએ કરાવ્યું હતું કે જર્મની તેમ જ ઑસ્ટ્રિયા અને હંગરી વગેરે બીજાં હારેલાં રાષ્ટ્રને નિઃશસ્ત્ર કરવાં જોઈએ. એ પ્રમાણે જર્મનીને નૌકા કાલે, હવાઈ દળ કે મોટું સૈન્ય રાખવાનું નહોતું. એવી પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે બીજા દેશોએ પણ ધીમે ધીમે નિઃશસ્ત્ર થતા જવું અને રાષ્ટ્રીય સલામતી માટે અનિવાર્ય હોય એટલું જ સૈન્ય તથા લશ્કરી સરંજામ રાખો. એ કાર્યક્રમના પહેલા ભાગનો એટલે કે જર્મનીને નિઃશસ્ત્ર કરવાને તે તરત જ અમલ કરવામાં આવ્યું પરંતુ તેને બીજો ભાગ એટલે કે સામાન્યપણે બધાયે દેશોને નિઃશસ્ત્ર Page #755 -------------------------------------------------------------------------- ________________ ૧૪રર જગતના ઇતિહાસનું રેખાદર્શન કરવાની વાત તે હજી કેવળ એક સચ્છિા રૂપે જ રહી છે. એ કાર્યક્રમના આ બીજા ભાગને અમલ કરવાને માટે જ વસઈની સંધિ થયા બાદ લગભગ તેર વરસ પછી આખરે શસ્ત્રસંન્યાસ પરિષદ બોલાવવામાં આવી. પરંતુ પરિષદની સંપૂર્ણ બેઠક મળી તે પહેલાં તપાસસમિતિઓએ એ વિષયને અંગે વરસે સુધી તપાસ ચલાવી હતી. આખરે ૧૯૩૨ની સાલના આરંભમાં અખિલ જગત શસ્ત્રસંન્યાસ પરિષદની બેઠક મળી. મહિનાઓ અને વરસ સુધી તે ચાલુ રહી અને એ દરમ્યાન તેણે ઘણી દરખાસ્ત ઉપર વિચારણા ચલાવી અને તેમને ફેંકી દીધી તથા તેણે અસંખ્ય હેવાલે વાંચ્યા અને લગાતાર અનેક દાખલાદલીલે સાંભળ્યાં. શસ્ત્રસંન્યાસ પરિષદને બદલે તે શસ્ત્રીકરણ પરિષદ બની ગઈ એ પરિષદ કઈ પણ પ્રકારની સમજૂતી ઉપર ન આવી શકી કેમ કે કોઈ પણ દેશ એ પ્રશ્નને વ્યાપક આંતરરાષ્ટ્રીય દૃષ્ટિથી વિચાર કરવા માગતે નહેત; દરેક દેશને મન શસ્ત્રસંન્યાસને અર્થ એ હતું કે બીજા દેશોએ નિઃશસ્ત્ર થઈ જવું અથવા તે પિતાના સૈન્ય તથા શસ્ત્રસરંજામમાં ઘટાડો કરે, પણ પિતાનું સૈન્ય તથા શસ્ત્રસરંજામ તે અકબંધ રાખવાં. એ પરિષદમાં લગભગ બધા જ દેશોએ સ્વાથી વલણ અખત્યાર કર્યું પરંતુ ઈંગ્લેંડ અને જાપાને તે એ બાબતમાં માઝા મૂકી અને એને અંગેની કઈ પણ પ્રકારની સમજૂતીના માર્ગમાં તેમણે ભારે મુશ્કેલીઓ ઊભી કરી. એ પરિષદની કાર્યવાહી ચાલી રહી હતી તે વખતે જાપાન પ્રજાસંધને ઠોકર મારીને મંચૂરિયામાં ખૂનખાર અને આક્રમણકારી યુદ્ધ લડી રહ્યું હતું, દક્ષિણ અમેરિકાનાં બે રાજ્ય એકબીજા સામે લડતાં હતાં અને હિંદુસ્તાનની સરહદ પ્રાંતના સીમાડા ઉપર વસતા લેકે ઉપર અંગ્રેજો બૅબમારે કરી રહ્યા હતા. અંગ્રેજોના વલણને કારણે ચીનમાંના જાપાનના આક્રમણ સામેને અમેરિકનોનો વિરોધ લગભગ બિનઅસરકારક બની ગયે. જાપાન પ્રત્યેનું અંગ્રેજોનું વલણ એકસરખું મિત્રતાભર્યું હતું. • એ પરિષદ સમક્ષ રજૂ કરવામાં આવેલી અનેક દરખાસ્તમાં સેવિયેટ રશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ તથા ફ્રાંસ તરફથી રજૂ કરવામાં આવેલી ત્રણ દરખાસ્ત સૌથી વધારે મહત્ત્વની હતી. રશિયાએ એવી દરખાસ્ત કરી કે બધા જ દેશેએ એકસાથે પિતાનાં સૈન્ય તથા શસ્ત્રસરંજામમાં ૫૦ ટકાને ઘટાડે કરે જોઈએ. અમેરિકાએ એ જ રીતે સૈન્ય તથા શસ્ત્રસરંજામમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાનું સૂચવ્યું. પરંતુ ઇંગ્લંડે એ બંને દરખાસ્તને વિરોધ કર્યો અને જણાવ્યું કે તે પોતાના સૈન્યમાં અને ખાસ કરીને નૌકાકાફલામાં ઘટાડો કરી શકે એમ નથી કેમ કે એ માત્ર વ્યવસ્થા જાળવવાને અર્થે જ રાખવામાં આવ્યાં છે. Page #756 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રસંન્યાસ ૧૪૨૩ ફ્રાંસ ઉપર જર્મનીએ ભૂતકાળમાં કરેલા હુમલાઓનું સ્મરણ તેને તાજું જ હતું એટલે તે તે હમેશાં “સલામતી’ ઉપર જ ખાસ ભાર મૂકતું. તેની કહેવાનો મતલબ એ હતી કે આક્રમણ અથવા હુમલે કરવાનું સાવ અશક્ય નહિ તે મુશ્કેલ પણ બની જાય એવી કંઈક ગોઠવણ કરવી જોઈએ. તેણે એવું સૂચવ્યું કે, હુમલાખોરની સામે જેને ઉપયોગ કરી શકાય એવું આંતરરાષ્ટ્રીય સૈન્ય પ્રજાસંધના આશરા હેઠળ ઊભું કરવું અને દરેક રાત્રે માત્ર હળવી શસ્ત્રસામગ્રીવાળું નાનું સરખું સૈન્ય રાખવું. બધાંયે હવાઈ દળો માત્ર પ્રજાસંધના અંકુશ નીચે જ રાખવાં. પરંતુ એ રીતે તે પ્રજાસંધ ઉપર કાબૂ ધરાવનારાં મહાન રાષ્ટ્રના હાથમાં જ બધી સત્તા જતી રહે અને વાસ્તવમાં આખાયે યુરોપ ઉપર ફ્રાંસનું પ્રભુત્વ જામે એ મુદ્દા ઉપર એ દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યું. હુમલાખોર કોને કહે ? એ એક મુશ્કેલ પ્રશ્ન છે કારણ કે હુમલે કરનાર દરેક રાષ્ટ્ર એ રીતે પોતે સંરક્ષણાત્મક પગલાં લઈ રહ્યું છે એમ જ હમેશાં કહે છે. તેઓ હુમલાખોરો છે એમ જાપાને મંચૂરિયામાં કે ઇટાલીએ એબિસ નિયામાં કબૂલ નહોતું કર્યું. મહાયુદ્ધમાં દરેક રાષ્ટ્ર પિતાના દુશ્મનને હુમલાખોર જ કહેતું હતું. આથી તેની સામે જે પગલાં લેવાં હોય તે હુમલાખોરની ચોક્કસ અને સ્પષ્ટ વ્યાખ્યા કરવાની જરૂર હતી. સેવિયેટ રશિયાએ રજૂ કરેલી વ્યાખ્યા પ્રમાણે જે કોઈ પણ રાષ્ટ્ર પોતાની સરહદ ઓળંગીને પિતાનું સશસ્ત્ર સન્ય બીજા દેશોમાં મોકલે અથવા તે બીજા દેશના દરિયાકાંઠાની નાકાબંધી કરે તે તે હુમલાર રાષ્ટ્ર બને છે. પ્રમુખ રૂઝવેલ્ટ અને પ્રજાસંઘની એક સમિતિએ પણ “હુમલાખોર'ની એવી જ મતલબની વ્યાખ્યા કરી હતી. રશિયા અને તેના પાડોશીઓ વચ્ચે થયેલા બિનઆક્રમણના કરારેમાં “હુમલાખોરની” સેવિયેટે કરેલી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ફ્રાંસ સહિત નાનીમેટી ઘણીખરી સત્તાઓએ પણ એ વ્યાખ્યા માન્ય રાખી હતી. બેશક જાપાન એ વ્યાખ્યાથી ભારે મૂંઝવણમાં પડી ગયું અને ઈંગ્લડે તે માન્ય રાખવાની ના પાડી. તે તે એ વસ્તુ અસ્પષ્ટ જ રાખવા માગતું હતું. એમાં ઈટાલીએ તેને ટેકે આપો. શસ્ત્રસંન્યાસ માટેની ઇગ્લેંડની દરખાસ્તનો મુદ્દો એ હતો કે બ્રિટનને તેની શસ્ત્રસામગ્રી તથા સૈન્ય ઘટાડવાની જરૂર નથી; બીજાં રાષ્ટ્રએ જ નિઃશસ્ત્ર થવાનું હતું. હવાઈ બૅબમારે સદંતર બંધ કરી દેવાની બાબતમાં સૌ કોઈ . સંમત થયું પરંતુ “બહારના પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુને અર્થે કરવામાં આવે તે બાદ કરતાં” એ બ્રિટને તેમાં સુધારો મૂક્યો. એને અર્થ એ હતું કે સામ્રાજ્યના ભાગમાં બૅબમારે કરવાની તેને છૂટ જોઈતી Page #757 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતી. બીજાઓને એ સુધારે માન્ય ન હતા એટલે એ આખીયે દરખાસ્ત ઊડી ગઈ . સ્વાભાવિક રીતે જ જર્મનીએ પોતાને માટે બીજી સત્તાઓના જેટલી જ સમાનતાની માગણી કરી; તેણે જણાવ્યું કે, બીજી સત્તાઓ જેટલા પ્રમાણમાં શસ્ત્રસજજ છે તેટલા પ્રમાણમાં તેને શસ્ત્રસજજ થવા દે અથવા તે બીજી સત્તાઓ તેમની શસ્ત્રસામગ્રી ઘટાડીને તેના જેટલી કરી નાખે. આ સૌનાં મેં બંધ કરી દે એવી દલીલ હતી. પ્રજાસંધના કરારે એવું નહોતું અણુવ્યું કે, જર્મનીનું નિઃશસ્ત્રીકરણ એ તે એ દિશામાં પ્રથમ પગલું છે અને બીજાં રાષ્ટ્ર પણ એ પ્રમાણે જ કરશે ? શસ્ત્રસંન્યાસને અંગેની આ ચર્ચાઓ ચાલી રહી હતી તે અરસામાં જર્મનીમાં નાઝીઓ સત્તા ઉપર આવ્યા અને તેમના ધમકીરૂપ અને આક્રમણકારી વલણથી ફ્રાંસ ભડકી ગયું અને તે તથા બીજી સત્તાઓએ શસ્ત્રસંન્યાસની બાબતમાં અણનમ વલણ અખત્યાર કર્યું. જર્મની તરફથી સૂચવવામાં આવેલા બેમાંથી એકે રસ્તાને સ્વીકાર કરવામાં ન આવ્યા. પડદા પાછળ ચાલી રહેલા કાવાદાવાઓ અને પ્રપંચોએ શસ્ત્રસંન્યાસના માર્ગની મુશ્કેલીઓમાં વધારે કર્યો. ખાસ કરીને, શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનાર પેઢીઓના આડતિયાઓ એ કાવાદાવા તથા પ્રપંચ કરી રહ્યા હતા. એ પેઢીઓ તરફથી તેમને સારી પેઠે નાણાં મળતાં હતાં. આજની મૂડીવાદી દુનિયામાં શસ્ત્ર અને વિનાશનાં સાધનો બનાવવાને ઉદ્યોગ સૌથી વધારે સમૃદ્ધ છે. જુદા જુદા દેશની સરકારે માટે એ શસ્ત્ર બનાવવામાં આવે છે કેમ કે, સામાન્ય રીતે સરકારે જ યુદ્ધ લડે છે. આમ છતાંયે આશ્ચર્યની વાત એ છે કે એને માટે જરૂરી શસ્ત્રો ખાનગી પેઢીઓ બનાવે છે. એ પેઢીઓના મુખ્ય મુખ્ય માલિકે અતિશય ધનિક બની જાય છે અને સામાન્ય રીતે તેઓ જુદા જુદા દેશોની સરકારોના સંપર્કમાં હોય છે. મારા આગળના એક પત્રમાં સર બેસીલ ઝેહેરફ નામના એવા એક પુરુષ વિષે મેં તને થોડું કહ્યું હતું. શસ્ત્રો ઉત્પન્ન કરનારાં કારખાનાંઓના શેર ધરાવનારાઓને ભારે નફે મળે છે અને તેથી એ શેર મેળવવા માટે લેકે પડાપડી કરે છે. જાહેરજીવનમાં આગળ પડતો ભાગ લેનારા ઘણુ પુરુષે એવાં કારખાનાંઓના શેર ધરાવનારાઓ હોય છે. યુદ્ધ તથા યુદ્ધ માટેની તૈયારી શસ્ત્રો બનાવનારી આ પેઢીઓ માટે ફાયદાકારક હોય છે. સામુદાયિક મનુષ્યસંહારને તેઓ વેપાર ખેડે છે અને તેને માટે નાણાં આપનાર સૌને તેઓ નિષ્પક્ષભાવે પિતે ઉત્પન્ન કરેલાં સંહારનાં સાધન આપે છે. પ્રજાસંધ જ્યારે ચીનમાંનું જાપાનનું આક્રમણ વખોડી રહ્યો હતે ત્યારે બ્રિટિશ, ફ્રેંચ તથા બીજા દેશની શસ્ત્ર ઉત્પન્ન કરનાર પેઢીઓ જાપાન તથા ચીન બંનેને છૂટથી શસ્ત્રો પૂરાં પાડી રહી હતી. એ તો દેખીતું જ છે કે સાચે શસ્ત્રસંન્યાસ કરવામાં આવે તે એ બધી પેઢીઓ નાશ પામે Page #758 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રસંન્યાસ ૧૪૨૫ અને તેમને રોજગાર બંધ પડી જાય. એથી કરીને, તેમની દૃષ્ટિએ જે મહાન આપત્તિ ગણાય તે ટાળવાને તેઓ શક્ય એટલે બધે પ્રયત્ન કરે છે. અરે, તેઓ એથી પણ આગળ જાય છે. શસ્ત્ર ઉત્પન્ન કરનારી ખાનગી પેઢીઓની તપાસ કરવાના ખાસ આશયથી પ્રજાસંઘે નીમેલું એક કમિશન એવા અનુમાન ઉપર આવ્યું હતું કે, શસ્ત્રો ઉત્પન્ન કરનારી એ ખાનગી પેઢીઓ લડાઈની ધાસ્તી પેદા કરવામાં અને પોતપોતાના દેશની સરકારને લડાયક નીતિ અખત્યાર કરવાનું સમજાવવામાં સક્રિય રીતે કાર્ય કરી રહી છે. એ તપાસમાં એવું પણ માલૂમ પડયું હતું કે, બીજા દેશને શસ્ત્રસરંજામને અંગે વધારે ખરચ કરવાને પ્રેરવાને માટે એ પેઢીઓ જુદા જુદા દેશના લશ્કરી તથા નકાખાતાના ખરચની ખોટી વાતે સુધ્ધાં ફેલાવે છે. તેઓ એક દેશ સામે બીજા દેશના કાન ભંભેરતી અને એ રીતે તેમની વચ્ચે શસ્ત્રસરંજામ વધારવાની હરીફાઈ કરાવતી. તેઓ સરકારી અમલદારોને લાંચ આપતી તથા લેકમત ઉપર અસર પહોંચાડવાને ખાતર છાપાંઓ પણ ખરીદી લેતી. અને પછી શસ્ત્ર તથા બીજા યુદ્ધસરંજામની કિંમત વધારવાને માટે પિતાનાં આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટ તથા ઈજારાઓ ઊભા કરતી. પ્રજાસંઘે નીમેલા કમિશને સૂચવ્યું કે આમ ખાનગી પેઢીઓ દ્વારા કરવામાં આવતું શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરાવવું જોઈએ. શસ્ત્રસંન્યાસ પરિષદમાં એ વસ્તુ પણ સૂચવવામાં આવી હતી પરંતુ એ બાબતમાં પણ બ્રિટિશ સરકારે જ પ્રબળ વિરોધ કર્યો. જુદા જુદા દેશોની શસ્ત્ર ઉત્પન્ન કરનારી આ બધી પેઢીઓ એક બીજી સાથે નિકટપણે સંકળાયેલી છે. રાષ્ટ્રપ્રેમને તે વટાવી ખાય છે અને લેકની જિંદગી સાથે રમત રમે છે. અને આમ છતાંયે તેમનું કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય હોય છે– તેમને “ગુપ્ત આંતરરાષ્ટ્રીય સંધ” કહેવામાં આવે છે. આથી તેઓ શસ્ત્રસંન્યાસને પ્રબળપણે વિરોધ કરે એ સ્વાભાવિક છે. અને એ બાબતમાં સમજૂતી થતી અટકાવવા માટે તેમણે આકાશપાતાળ એક ર્યા. તેમના આડતિયાઓ ઉચ્ચ કક્ષાના મુત્સદ્દીઓનાં તથા રાજદ્વારી પુરુષનાં મંડળોમાં ફરતા રહે છે. આ કાળાંધળાં કરનારા લેકે જીનીવામાં પણ હાજર હતા અને પડદા પાછળ રહીને તેઓ દેરીસંચાર કરી રહ્યા હતા. સામાન્ય રીતે, જુદી જુદી સરકારનાં છૂપી પોલીસ ખાતાંઓ અથવા જાસૂસી ખાતાંઓ પણ આ “ગુપ્ત આંતરરાષ્ટ્રીય સંધ'ના નિકટના સંબંધમાં હોય છે. બીજા દેશની છૂપી બાતમી મેળવવા માટે દરેક સરકાર પોતાના જાસૂસી દૂતે રોકે છે. કેટલીક વાર એ જાસૂસે પકડાઈ જાય છે. એ પ્રસંગે તેની સરકાર તત્કાળ જાહેર કરે છે કે તે તેમના માણસો નથી. એ જાસૂસી ખાતાના સંબંધમાં આર્થર પિન્સનબીએ (ડાં વરસ પહેલાં તે બ્રિટિશ સર Page #759 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારમાં નાયબ વિદેશમંત્રી હતા અને હવે તે લઈ પિન્સનબી થય છે.) ૧૯૨૭ની સાલમાં આમની સભામાં જણાવ્યું હતું કે, “આપણે નીતિની મેટી મોટી બડાશે હાંકતા હોઈએ ત્યારે દુનિયાના દરેક દેશની વિદેશકચેરી તથા મંત્રીમંડળમાં બનાવટી દસ્તાવેજો કરવાનું તથા ચોરી, જૂઠ, લાંચરુશવત અને ભ્રષ્ટાચાર વગેરે મેજૂદ હોય છે એ હકીકત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. હું કહું છું કે, પરદેશમાંના આપણું પ્રતિનિધિઓ તે તે દેશનાં સરકારી દફતરની ગુપ્ત બાતમીઓ ન મેળવે તે માન્ય કરવામાં આવેલા આપણા નૈતિક ધોરણ અનુસાર પિતાના કર્તવ્યનું પાલન કરવામાં તેઓ બેદરકાર રહ્યા છે એમ ગણાય છે.” આ જાસૂસી ખાતાંઓ છૂપી રીતે કાર્ય કરે છે એટલે તેમના ઉપર નિયંત્રણ રાખવાનું મુશ્કેલ હોય છે. પિતાપિતાના દેશની વિદેશનીતિ ઉપર તેમને ભારે પ્રભાવ હેય છે. તેઓ બહુ વ્યાપક અને બળવાન સંસ્થાઓ હોય છે. ઘણું કરીને બ્રિટિશ છૂપી પોલીસ આજે સૌથી પ્રબળ છે અને તેણે પિતાની જાળ ઘણા જ વિશાળ ક્ષેત્રમાં બિછાવી છે. એક મશહૂર બ્રિટિશ જાસૂસ રશિયામાં એક મેટ સેવિયેટ અમલદાર થયાને દાખેલે મેજૂદ છે! બ્રિટિશ પ્રધાનમંડળને એક પ્રધાન સર સેમ્યુઅલ હેર મહાયુદ્ધ દરમ્યાન રશિયાના બ્રિટિશ જાસૂસી ખાતાને વડે હતે. તેણે તાજેતરમાં કંઈક મરીપૂર્વક જાહેર રીતે જણાવ્યું હતું કે, બાતમી મેળવવાની તેની પદ્ધતિ એટલી બધી સારી હતી કે રાસપુટિનનું ખૂન થયાની ખબર બીજાઓના કરતાં તેને ઘણી વહેલી મળી હતી. - દુનિયા સંતુષ્ટ દેશે અને અસંતુષ્ટ દેશે, આધિપત્ય ભોગવતા દેશે અને પરાધીન દેશે, ચાલુ સ્થિતિ કાયમ રાખવા માગતા દેશે અને તેમાં ફેરફાર ચાહનારા દેશે એવા બે ભાગોમાં વહેંચાયેલી હતી એ વસ્તુ શસ્ત્રસરંજામ પરિષદ સામે ખરી મુશ્કેલી હતી. આધિપત્ય ભોગવનારા અને દાબી રાખવામાં આવેલા વર્ગો વચ્ચે જેમ સ્થિરતા નથી સંભવી શકતી તે જ પ્રમાણે ઉપર જણાવ્યા પ્રમાણેના બે પ્રકારના દેશો વચ્ચે કદી પણ સમતાભરી સ્થિતિ સંભવી શકે નહિ. પ્રજાસંધ આધિપત્ય ભેગવતા દેશનું પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે તે ચાલુ સ્થિતિ જેમની તેમ ટકાવી રાખવા માગે છે. સલામતીના કરારો કરવા તેમ જ “હુમલાખોર” રાષ્ટ્રની વ્યાખ્યા કરવાના પ્રયત્નોને ઉદ્દેશ એક જ હોય છે અને તે એ કે ચાલુ સ્થિતિ ટકાવી રાખવી. ગમે તે થાય તે જે રાષ્ટ્રના પ્રજાસંઘ ઉપર કાબૂ છે તેમાંના કોઈ પણ રાષ્ટ્રને તે “હુમલાખેર' તરીકે વખોડી કાઢે એ લેશ પણ સંભવ જણાતું નથી. અનેક યુક્તિપ્રયુક્તિ કરીને સામા પક્ષને “હુમલાખોર” તરીકે જાહેર કરવાને તે હમેશાં પ્રયાસ કરશે. Page #760 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રસંન્યાસ ૧૪૨૭ શાંતિવાદીઓ અને યુદ્ધ અટકાવવા ઈચ્છતા બીજાઓ આ સલામતીના કરાને આવકારે છે અને એમ કરીને એક રીતે તેઓ આજની અન્યાયી ચાલુ સ્થિતિને ટકાવી રાખવામાં મદદ કરે છે. યુરોપની બાબતમાં એ વાત સાચી હોય તે એશિયા અને આફ્રિકાની બાબતમાં તે તે વિશેષે કરીને સાચી છે કેમ કે ત્યાં તે સામ્રાજ્યવાદી સત્તાઓએ મોટા મોટા પ્રદેશે કબજે કર્યા છે. આમ એશિયા અને આફ્રિકામાં ચાલુ સ્થિતિ ટકાવી રાખવાને અર્થ એ થાય કે ત્યાં આગળનું સામ્રાજ્યવાદી શોષણ ચાલુ રાખવું. ચાલુ સ્થિતિ ટકાવી રાખવાને અંગે યુરોપમાં જે સમજૂતીઓ અને કરાર થયા છે તેમાંથી યુનાઈટેડ સ્ટેટ્સ હજી સુધી અળગું રહ્યું છે. શસ્ત્રસંન્યાસને અંગેના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા એ વરતુએ આંતરરાષ્ટ્રીય રાજકારણની અવાસ્તવિકતા અને પિકળતા જેટલી પુરવાર કરી છે તેટલી બીજી કોઈ પણ વસ્તુએ પુરવાર કરી નથી. દરેક જણ શાંતિની વાતો કરે છે અને સાથે સાથે યુદ્ધની તૈયારી કરે છે. કેલેગ–બિયાં કરાર યુદ્ધને બેકાયદા ધરાવે છે પણ આજે એ કરારને કોણ યાદ કરે છે અથવા તેની કેણ પરવા કરે છે ? - નેંધઃ શસ્ત્રસંન્યાસ પરિષદ આગળ જર્મનીએ રજૂ કરેલી દરખાસ્ત ફેંકી દેવામાં આવી અને ૧૯૩૩ના કટોબર માસમાં તે શસ્ત્રસંન્યાસ પરિષદમાંથી નીકળી ગયું તથા પ્રજાસંધમાંથી પણ તેણે રાજીનામું આપ્યું. ત્યારથી તે પ્રજાસંધની બહાર જ રહ્યું છે. મંચૂરિયાના પ્રશ્નને અંગે જાપાન પણ પ્રજાસંધમાંથી નીકળી ગયું. વળી એબિસીનિયા ઉપરની તેની ચડાઈ પરત્વે પ્રજાસંઘે તેના પ્રત્યે અખત્યાર કરેલા વલણને કારણે ઈટાલી પણ તેમાંથી નીકળી ગયું. આમ દુનિયાની ત્રણ મોટી સત્તાઓ પ્રજાસંઘમાંથી નીકળી ગઈ આ સંજોગોમાં પ્રજાસંઘના આશરા હેઠળ કઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય નિર્ણય કરવાનું લગભગ અશક્ય બની ગયું છે. ખરેખર શસ્ત્રસંન્યાસ પરિષદ પછી તરત જ બધાયે દેશેએ બહુ મોટા પ્રમાણમાં શસ્ત્રસજજ થવા માંડયું છે. જર્મનીએ પ્રચંડ સૈન્ય તથા હવાઈદળ ઊભું કરવાની શરૂઆત કરી છે અને ઇગ્લેંડ, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા બીજા દેશોએ વધારાની શસ્ત્રસામગ્રી માટે મોટી મોટી રકમ મંજૂર કરી છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ ૧૨. રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસ ૪ ઑગસ્ટ, ૧૯૩૩ જગતના ઈતિહાસની આ રૂપરેખા હું સમેટી લઉં તે પહેલાં તું અમેરિકાનાં યુનાઈટેડ સ્ટેટસ તરફ ફરીથી એક વાર નજર કરી લે એમ હું ઈચ્છું છું. કેમ કે એ રૂપરેખા પૂરી થવાને હવે ઝાઝી વાર નથી. અત્યારે ત્યાં આગળ એક મહાન અને આકર્ષક પ્રયોગ ચાલી રહ્યો છે. દુનિયા એ પ્રયોગને ધ્યાનપૂર્વક નિહાળી રહી છે કેમ કે, ભવિષ્યમાં મૂડીવાદ કેવું વલણ ધારણ કરશે એને આધાર તેનાં પરિણમે ઉપર રહેલે છે. હું એ વસ્તુ તને ફરીથી જણાવું છું કે અમેરિકા એ સૌથી આગળ વધેલે મૂડીવાદી દેશ છે. દુનિયામાં તે સૌથી ધનવાન દેશ છે અને ઔદ્યોગિક કૈશલ્યમાં તે સૌથી મોખરે છે. બીજા કોઈ પણ દેશના દેવામાં તે નથી અને તેનું એકમાત્ર દેવું તેના પિતાના નાગરિકેનું જ છે. તેની નિકાસને વેપાર ઘણું મટે છે અને હજી તે ઉત્તરોત્તર વધત જ જાય છે. અને આમ છતાંયે એ વેપાર તેના જબરદસ્ત આંતરિક વેપારના લગભગ પંદર ટકા જેટલું જ છે. એ દેશને વિસ્તાર લગભગ યુરોપ જેટલું છે પરંતુ એ બે વચ્ચે તફાવત એ છે કે યુરોપ નાનાં નાનાં અનેક રાષ્ટ્રમાં વહેંચાયેલું છે અને એ દરેક રાષ્ટ્ર પિતાની સરહદ આગળ જકાતની ઊંચી દીવાલ ઊભી કરે છે જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સની હદની અંદર એવા વેપારને વિદ્યરૂપ કશા અંતર નથી. એથી કરીને યુરોપ કરતાં અમેરિકામાં મેટા પ્રમાણમાં આંતરિક વેપાર ઘણી જ સુગમતાથી ખીલી શકે એમ હતું. ગરીબ બની ગયેલા અને દેવામાં ડૂબેલા યુરોપના દેશો કરતાં અમેરિકાને આવી અનેક પ્રકારની અનુકૂળતાઓ હતી. તેની પાસે મોટા પ્રમાણમાં સેનું હતું, અઢળક નાણાં હતાં તેમ જ પુષ્કળ પ્રમાણમાં માલ હતે. અને આ બધું તેની પાસે હોવા છતાંયે મૂડીવાદની કટોકટીએ તેને પણ ઝડપી લીધો અને તેને સઘળે ગર્વ હ. અખૂટ સામર્થ્ય અને કાર્યશકિત ધરાવનાર પ્રજામાં નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું. એકંદરે જોતાં તે દેશ હજી તવંગર જ રહ્યો હતે, તેની પાસેનાં નાણાં કંઈ અલેપ થઈ ગયાં નહોતાં. પરંતુ ગણ્યાગાંઠ્યા માણસને ત્યાં એ નાણુંના ઢગલા થયા હતા. ન્યૂયોર્કમાં હજીયે કરોડપતિઓ અને અબજપતિઓ જોવામાં આવતા હતા. જે. પિયરપેન્ટ મેર્ગન નામને માટે શરાફ હજી પણ પિતાની વૈભવવિલાસપૂર્ણ નાવમાં મોજમજા ઉડાવતે હતે. કહેવાય છે કે એ નાવની કિંમત આલાખ પાઉંડની હતી. અને આમ છતાંયે ન્યૂર્યોર્ક શહેરને “ભૂખના વાસ” તરીકે તાજેતરમાં વર્ણવવામાં આવ્યું છે. ચિકા જેવા શહેરની મોટી મોટી મ્યુનિસિપાલિટીઓ Page #762 -------------------------------------------------------------------------- ________________ રાહત માટે રૂઝવેના પ્રયાસ ૧૪૨૯ લગભગ નાદાર બની ગઈ અને પિતાના હજારે નેકના પગાર ચૂકવવામાં તે નિષ્ફળ નીવડી. એ જ ચિકાગો શહેરમાં હાલ “પ્રગતિની શતાબ્દિ' (ધી સેંચુરી ઑફ પ્રેગ્નેસ) નામનું એક ભવ્ય પ્રદર્શન અથવા “વિશ્વમેળે” ચાલી રહ્યો છે. આ જાતની ભારે વિષમતાઓ માત્ર અમેરિકામાં જ મોજૂદ છે એમ નથી. લંડનમાં જઈને તું જશે તે ત્યાં પણ બ્રિટનના ઉપલા વર્ગના ભારે વૈભવવિલાસ અને અઢળક સંપત્તિ તારી નજરે પડશે. અલબત, ઘેલકાંઓમાં વસતા ગરીબ લેકમાં તને એનું દર્શન નહિ થાય. તું લેંકેશાયરમાં જા કે ઉત્તર અથવા મધ્ય આયર્લેન્ડમાં જા અથવા તે વેલ્સ કે સ્કેટલેંડના કેઈ ભાગની મુલાકાત લે તે ત્યાં આગળ બેકાર બનેલા લેકેની લાંબી લાંબી હારે તારા જોવામાં આવશે. એ લેકેના ચહેરા ફિક્કા પડી ગયા હશે, ગાલ બેસી ગયા હશે અને મેં લેવાઈ ગયાં હશે અને તેઓ અતિશય કંગાળ સ્થિતિમાં જીવી રહ્યા હશે. છેલ્લાં થોડાં વરમાં અમેરિકામાં ગુનાઓનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. ખાસ કરીને સંગઠિત ટોળી બાંધીને કરવામાં આવતા ગુનાનું પ્રમાણ ઘણું જ વધવા પામ્યું છે. એ ગુનેગાર ટોળીઓ સમૂહમાં કામ કરે છે અને પોતાના માર્ગમાં વિનરૂપ થનાર લોકોને ઘણું વાર તેઓ ગોળીથી ઠાર કરે છે. માદક પીણુઓ વેચવાને પ્રતિબંધ કરતે કાયદો પસાર કરવામાં આવ્યા ત્યાર પછી ગુનાઓ ઘણું વધી ગયા એમ કહેવામાં આવે છે. આ મનિષેધને કાયદે મહાયુદ્ધ પછી તરત જ કરવામાં આવ્યા હતા. અમુક અંશે મોટાં મોટાં કારખાનાંના માલિકોની માગણથી એ કાયદે કરવામાં આવ્યા હતા. મજૂરે વધારે સારી રીતે કામ કરી શકે એટલા માટે તેઓ મદ્યપાન કરતા બંધ થાય એવું એ માલિકે ઇચ્છતા હતા. પરંતુ ધનિક લેકે એ જ એ કાયદાની અવગણના કરી અને ગેરકાયદેસર રીતે તેઓ પરદેશમાંથી પિતાને માટે દારૂ અથવા માદક પીણાંઓ મંગાવવા લાગ્યા. ધીમે ધીમે માદક પીણુઓને ગેરકાયદેસરનો જબરદસ્ત વેપાર ઊભો થયે. એ વેપારમાં ચેરીછુપીથી દારૂ પરદેશમાંથી મંગાવવાને તેમ જ ગુપ્ત રીતે દેશમાં જ તે તૈયાર કરવાનો સમાવેશ થતો હતું. સામાન્ય રીતે આમ ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવતે દારૂ અસલ દારૂ કરતાં હલકી જાતને અને ઘણું જ નુકસાનકારક હતા. ગુપ્ત સ્થાનમાં એ શરાબ બહુ જ ઊંચે ભાવે વેચવામાં આવતું હતું. અને બધાયે મેટાં મેટાં શહેરોમાં મદ્યપાન કરવા માટેનાં ગુપ્ત શરાબખાનાઓ ઊભાં થયાં. અલબત, આ બધુંયે ગેરકાયદેસર હતું અને એ ચાલુ રાખવા માટે પોલીસ અને રાજદ્વારી પુરુષને લાંચ આપવામાં આવતી અથવા કેટલીક વાર તેમને દમદાટી આપીને ડરાવવામાં આવતા હતા. મોટા પ્રમાણમાં કાયદાની અવગણના કરવામાં H૪૮ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૦ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન આવતી હતી તેને પરિણામે ગુનેગાર ટોળીઓ ઊભી થવા પામી. આમ મદ્યનિષેધથી એક બાજુએ મજૂર વર્ગ તે તેમ જ ગ્રામવિભાગામાં વસતા લકાને લાભ થયા, જ્યારે ખીજી બાજુએ એને પરિણામે ભારે નુકસાન પણ થયું અને ગેરકાયદે સરના દારૂના વેપાર કરનારાઓના એક બળવાન સ્વાર્થ ઊભા થયા. આખા દેશ મદ્યનિષેધની તરફેણ કરનારા અને તેના વિરોધ કરનારા એવા બે પક્ષોમાં વહેંચાઈ ગયા. મદ્યનિષેધની તરફેણ કરનારા લાકા ‘ સૂકા ' અને તેના વિરોધીઓ ભીના ' કહેવાતા હતા. < સંગઠિત ટાળીના ગુનામાં નાણાં પડાવવા માટે નિંકાનાં બાળકાને ઉઠાવી જવાના ગુના અતિશય ભયાનક અને કમકમાટીભર્યાં હતા. થાડા વખત ઉપર લિંડબર્ગના બાળક પુત્રને ઉઠાવી જવામાં કરપીણ રીતે મારી નાખવામાં આવ્યો હતો. એ ચોંકી ઊઠી હતી. આવ્યા હતા . અને તેને બનાવથી આખી દુનિયા આ બધાને કારણે તેમ જ એ ઉપરાંત વેપારની મંદીને લીધે તથા . ઘણાખરા મોટા મોટા અમલદારા અને મોટા મોટા વેપારીઓ અપ્રામાણિક અને આવડત વિનાના છે એવી લેાકેાને ખાતરી થવાથી અમેરિકાની પ્રજા પેાતાની માનસિક સમતા ખોઈ બેઠી. ૧૯૩૨ના નવેમ્બર માસમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં તે તેમને કંઈક રાહત આપશે એવી આશાથી અમેરિકાના લોકા લાખોની સંખ્યામાં રૂઝવેલ્ટ તરફ વળ્યા. રૂઝવેલ્ટ ‘ ભીના ' એટલે મનિષેધની વિરુદ્ધ હતા અને તે ‘ ડેમે!ક્રેટિક ’ અથવા લોકશાહી પક્ષના હતા. એ પક્ષના સભ્ય કવચિત જ યુનાઇટેડ સ્ટેટ્સને પ્રમુખ થયેા છે. તેમનાં વિશિષ્ટ લક્ષણા ખ્યાલમાં રાખીને ભિન્ન ભિન્ન દેશની તુલના કરવી એ હમેશાં રસપ્રદ અને ફાયદાકારક હેાય છે. એથી કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં તાજેતરમાં બનેલા બનાવાને જર્મની અને ઇંગ્લેંડમાં બનેલા બનાવા સાથે સરખાવવાના મતે લાભ થઈ જાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મની વચ્ચે પ્રમાણમાં સમાનતા વધારે છે કેમ કે એ બંને દેશ અતિશય ઔદ્યોગિક હોવા છતાંયે તે 'તેમાં મેાટી ખેડૂતોની વસતી પણ છે. જર્મનીમાં તેની કુલ વસ્તીના ૨૫ ટકા જેટલા ખેડૂતો છે; યુનાઇટેડ સ્ટેટ્સમાં ખેડૂતે તેની વરતીના ૪૦ ટકા જેટલા છે. એ બંને દેશોમાં રાષ્ટ્રની નીતિ નિર્માણ કરવામાં ખેડૂતોની અસર પડે છે. ઇંગ્લંડમાં એમ નથી. ત્યાં આગળ ખેડૂતાનું પ્રમાણ બહુ જૂજ છે અને તેમની ઉપેક્ષા કરવામાં આવે છે. જોકે હવે તેમની ઉન્નતિ કરવાનો થાડા પ્રયત્ન કરવામાં આવે છે. નીચલા થરના મધ્યમ વર્ગના લેકે `અકિંચન બની ગયા અને એવા લેકાની સંખ્યા ઘણી જ વધી એ જર્મનીમાં નાઝી ચળવળ પેદા થવાનું એક પ્રધાન કારણ હતું. જમનીમાં ચલણને ફુલાવા થયા પછી એ સંખ્યામાં Page #764 -------------------------------------------------------------------------- ________________ રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસા ૧૪૩૧ બહુ જ ઝડપી વધારો થયા. જમનીમાં એ વ`ક્રાંતિકારી અન્યા. અમેરિકામાં પણ આજે એ જ પ્રકારના વર્ગ વધવા લાગ્યા છે. મજૂર પ્રલિટેરિયટથી જુદો પાડવા માટે એ વર્ગને ‘ ધેાળા કૉલરવાળા ' પ્રેોલિટેરિયટ કહેવામાં આવે છે, કેમ કે મજૂર વર્ગના લૉકા ભાગ્યે જ ધોળા કૉલર પહેરવાની મેાજ માણે છે. એ દેશની સરખામણી કરવા જેવી ખીજી ખાખતા ચલણને અંગેની કટોકટી, મા, પાઉન્ડ તથા ડૉલરના મૂલ્યમાં સાનાને ધેારણે થયેલા ઘટાડા, ચલણના ફુલાવા તથા બેં કા તૂટવા પામી એ છે. ઇંગ્લંડમાં બૅંકા તૂટવા પામી નહોતી. કેમ કે ત્યાં આગળ નાની બૅંકા ઝાઝી નથી અને મેટી મોટી ગણીગાંઠી બૅંકાના હાથમાં બધીયે લેવડદેવડના વ્યવહારના કામૂ છે. ખીજી ખાખામાં એ ત્રણે દેશામાં બનેલા બનાવા એકઞીજાને મળતા આવે છે. આર્થિક કટોકટી પ્રથમ જર્મીનીમાં, પછી ઇંગ્લંડમાં અને છેલ્લે યુનાઇટેડ સ્ટેટ્સમાં પેદા થઈ. પોતપોતાના દેશમાં લગભગ એક જ વર્ગોના લોકા નાઝીઓની, ૧૯૭૧ની ચૂંટણીમાં ઇંગ્લંડની રાષ્ટ્રીય સરકારની તેમ જ ૧૯૭૨ની સાલના નવેમ્બર માસમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં રૂઝવેલ્ટની પાછળ હતા. આ ત્રણેને મદદ આપનાર નીચલા થરના મધ્યમ વર્ગના લેા હતા અને પહેલાં તે ખીજા પક્ષમાં જોડાયેલા હતા. આ સરખામણી વધારે આગળ સુધી ખેંચવી ન જોઇ એ, કેમ કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે થોડો તફાવત હોય છે એટલું જ નહિ પણ સ્થિતિ જમનીમાં જેટલી હદે પહેાંચી છે તેટલી હદે તે હજી ઈંગ્લેંડ તથા યુનાઈટેડ સ્ટેટ્સમાં પહેાંચી નથી. પરંતુ કહેવાના મુદ્દો એ છે કે, ઉદ્યોગોની અતિશય ઉચ્ચ કક્ષાએ પહેાંચેલા આ ત્રણે દેશમાં એકસરખાં આર્થિક બળા કાર્ય કરી રહ્યાં છે અને તેનાં પરિણામે પણ સમાન આવે એ બિલકુલ સ ંભવિત છે. ફ્રાંસમાં (બીજા દેશેામાં પણ) એ સ્થિતિ એટલી હદે નથી પહોંચી કારણ કે ફ્રાંસ હજી વધુ પ્રમાણમાં ખેતીપ્રધાન દેશ છે અને ઉદ્યોગાની ત્યાં એટલા પ્રમાણમાં ઉન્નતિ થઈ નથી. ૧૯૩૩ના માર્ચ માસના આરંભમાં રૂઝવેલ્ટે પ્રમુખ તરીકેને પોતાના હાદ્દો સંભાળી લીધો કે તરત જ બૅંકાના વ્યવહારમાં પેદા થયેલી ભયંકર કટોકટીને તેને સામનેા કરવા પડચો. વેપારની ભારે મદી તે તે વખતે ચાલુ જ હતી. તેણે પ્રમુખના હૈદ્દો સભાળ્યો તે વખતે દેશની જે સ્થિતિ હતી તેનું વર્ણન ઘેાડાં અઠવાડિયાં પછી આપતાં તેણે જણાવ્યું હતું કે, દેશ આજે ધીમે ધીમે મરી રહ્યો છે.' * રૂઝવેલ્ટે તરત જ ઝડપી અને નિશ્ચિત પગલાં લીધાં. તેણે અમેરિકાની કોંગ્રેસ પાસેથી બૅંકા, ઉદ્યોગે અને ખેતીવાડીને અંગે પગલાં ભરવાની સત્તા માગી. અને ઊભી થયેલી કંટેટીથી ગભરાઈ જઈ ને તથા લેાકલાગણી રૂઝવેલ્ટની તરફેણમાં છે એ જોઈ તે કોંગ્રેસે પણ એ સત્તા રૂઝવેલ્ટને સુપરત Page #765 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન કરી. પોતે “ડેમોક્રેટિક” અથવા લેકશાહી પક્ષને હેવા છતાં રૂઝવેલ્ટ સરમુખત્યાર જે બની ગયા. સૌ કોઈ તેના ઉપર મીટ માંડીને બેઠું હતું અને તાત્કાલિક તથા અસરકારક પગલાં ભરીને તે આપણને મહાન આપત્તિમાંથી બચાવશે એવી આશા બધા લેકે સેવી રહ્યા હતા. અને તેણે વીજળીની ઝડપે કામ કરવા માંડ્યું પણ ખરું, તથા પિતાની અનેકવિધ પ્રવૃત્તિઓથી થોડાં જ અઠવાડિયાંઓમાં તેણે આખાયે યુનાઈટેડ સ્ટેટ્સને હચમચાવી મૂક્યું અને એ રીતે પિતાની ઉપરનો પ્રજાને વિશ્વાસ પણ તેણે અનેકગણે વધારી મૂક્યો. પ્રમુખ રૂઝવેલ્ટે કરેલા નિર્ણયોમાંના કેટલાક નીચે મુજબ છે : ૧. સોનાની ચલણપદ્ધતિ તેણે રદ કરી અને ડૉલરના ભાવ ઘટી જવા દીધા. આ રીતે તેણે દેણદારેને બે હળવો કર્યો. ૨. આર્થિક મદદ આપીને તેણે ખેડૂતને મદદ કરી અને ખેતીવાડીને રાહત આપવા માટે તેણે બે અબજ ડૉલર જેટલી જબરદસ્ત રકમની લેન કઢાવી. ૩. જંગલખાતાના કામને અંગે તથા રેલને અંકુશમાં લાવવાના કામમાં રોકવાને અઢી લાખ મજૂરની ભરતી કરી. બેકારીમાં કંઈક અંશે ઘટાડો કરવાને માટે તેણે આ પગલું લીધું હતું. ૪. બેકારીને અંગે રાહત આપવાને માટે તેણે ૮૦ કરોડ ડૉલરની કેંગ્રેસ પાસે માગણી કરી. અને કેંગ્રેસે તે રકમ મંજૂર કરી. ૫. જાહેર બાંધકામને માટે તથા બેકારોને કામ આપવાને અર્થે તેણે લગભગ ત્રણ અબજ ડૉલરની જબરદસ્ત રકમ અનામત રાખી. નાણાં ઉછીનાં કાઢીને એ રકમ ઊભી કરવાની હતી. ૬. મઘનિષેધને કાયદે તેણે ઉતાવળથી રદ કરાવ્યો. આ બધી જબરદસ્ત રમે શ્રીમતે પાસે નાણાં ઉછીનાં લઈને ઊભી કરવાની હતી. રૂઝવેલ્ટની સમગ્ર નીતિનું ધ્યેય પ્રજાની ખરીદશક્તિ વધારવાનું હતું અને હજી પણ છે. હાથમાં નાણાં આવે તો પ્રજા ખરીદી કરી શકે અને એ રીતે વેપારની મંદી આપમેળે ઓછી થઈ જાય, એ ઉદેશ લક્ષમાં રાખીને જ જેમાં મજૂરને કામે લગાડી શકાય અને તેઓ કમાણી કરી શકે એવી જાહેર બાંધકામની મોટી મોટી યોજનાઓને અમલ તે કરી રહ્યો છે. એ જ હેતુ પાર પાડવાને ખાતર મજૂરોની રેજી વધારવાના અને તેમના કામના કલાકે ઘટાડવાના પ્રયાસે તે કરી રહ્યો છે. દિવસના કામના કલાકે ઘટે તે એથી કરીને વધારે મજૂરને કામ મળી શકે. કટોકટી અને મંદીના વખતમાં કારખાનાના માલિકે સામાન્ય રીતે જે વલણ અખત્યાર કરે છે તેનાથી આ વલણ સાવ ઊલટું જ છે. ઉત્પાદનનો ખરચ ઘટાડવાને ખાતર એવે વખતે કારખાનાંના માલિકે અચૂક રીતે મજૂરોની. મજૂરીના દરે ઘટાડે છે અને કામના કલાકે વધારે છે. પરંતુ રૂઝવેલ્ટનું કહેવું Page #766 -------------------------------------------------------------------------- ________________ રાહત માટે રૂઝવેટના પ્રયાસ ૧૪૩૩ એવું છે કે, જે આપણે મેટા જથામાં માલ ઉત્પન્ન કરે હોય તે જનસમુદાયને વધારે મજૂરી આપીને એ માલ ખરીદ કરવા માટેની તાકાત આપણે તેમનામાં પેદા કરવી જોઈએ. રૂઝવેલ્ટની સરકારે અમેરિકાનું રૂ ખરીદવા માટે સેવિયેટ રશિયાને લેન પણ આપી છે. એ બે સરકારો વચ્ચે એ બંને દેશના માલની પરસ્પર લેવડદેવડ કરવાની વાટાઘાટ પણ ચાલી રહી છે. અમેરિકાનું રાજ્ય આજ સુધી શુદ્ધ મૂડીવાદી રાજ્ય રહ્યું છે અને ત્યાં આગળ હરીફાઈને પૂરેપૂરે અને અબાધિત અવકાશ હતું. જેને “વ્યક્તિવાદી” રાજ્ય કહેવામાં આવે એવું રાજ્ય તે હતું. રૂઝવેલ્ટની નવી નીતિને એની સાથે મેળ બેસતું નથી કેમ કે વેપારરોજગારના ક્ષેત્રમાં તે અનેક રીતે દખલ કરી રહ્યો છે. એથી કરીને, વાસ્તવમાં તે ઉદ્યોગના ક્ષેત્રમાં રાજ્યને અંકુશ સારી પેઠે દાખલ કરી રહ્યો છે. જોકે એ વસ્તુને તે બીજું નામ આપે છે કામના કલાકો નકકી કરવા, મજૂરીની શરત મુકરર કરવી, ઉદ્યોગ ઉપર અંકુશ મૂકે તથા “ગળાકાપ હરીફાઈ' અટકાવવી એ બધાં ખરી રીતે સરકારી સમાજવાદ (સ્ટેટ સેશિયાલિઝમ)નાં પગલાઓ છે. રૂઝવેલ્ટ એને “સહિયારું સર્જન તેમ જ તેને પાર પાડવાના પ્રયત્ન” તરીકે ઓળખાવે છે. એ કાર્યો અમેરિકને પિતાની હમેશની રીત પ્રમાણે પૂરા જોરશોરથી આગળ ધપાવી રહ્યા છે. બાળકોની મજૂરી બંધ કરી દેવામાં આવી છે. (મજૂરી કરવાની બાબતમાં ૧૬ વરસ સુધીની ઉંમરનાં સૌને બાળક લેખવામાં આવે છે.) વધારે મજૂરી, વધારે પગાર અને કામના ઓછા કલાકે એ રોજના પિકારે બની ગયા છે. એ ચળવળને સમૃદ્ધિની ચળવળ” તરીકે વર્ણવવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આખાયે દેશ ચળવળમાં ભરતી કરવા માટેના એક પ્રચંડ વિજ્ઞાપનપત્ર જેવો બની ગયું છે. એરોપ્લેને ઠેકઠેકાણે ઘૂમી રહ્યાં છે અને કારખાનાંના માલિકે તથા બીજાઓને હાકલ કરી રહ્યાં છે. મેટા મોટા બધાયે ઉદ્યોગને અલગ અલગ રીતે પગાર વધારવાના તેમ જ બીજી બાબતેના નિયમ કરવાનું તથા પ્રતિજ્ઞાપૂર્વક તે નિયમોને અમલ કરવાનું સમજાવવામાં આવે છે. જો કેઈ ઉદ્યોગ એ પ્રકારના અનુકૂળ નિયમ બનાવવાનું ચૂકે તે તેને એવી હળવી ધમકી આપવામાં આવે છે કે, સરકાર તેને માટે એ નિયમ બનાવી દેશે. તેઓ પિતાના મજૂરોના પગાર વધારશે તથા કામના કલાકો ઘટાડશે એવી મતલબના પ્રતિજ્ઞાપત્ર ઉપર કારખાનાના માલિકે પાસે વ્યક્તિગત રીતે સહી કરાવવામાં આવે છે. એ બાબતમાં આગળ પડતે ભાગ લેનારને સન્માનસૂચક બિલ્લે આપવાનું તેમ જ એ બાબતમાં શિથિલતા દાખવનારાઓને શરમાવવાને ખાતર દરેક શહેરમાં તેની પિસ્ટ ઑફિસ આગળ જેમણે સન્માન પ્રાપ્ત કર્યું હોય એવા માલિકોની નામાવલી રાખવાનું સરકારે ઠરાવ્યું છે. Page #767 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ બધાને પરિણામે ભાવમાં અને વેપારમાં કંઈક સુધારો થવા પામે છે. પરંતુ ખાસ લક્ષ ખેંચે એવે સુધારે તે વેપારની ભાવના તથા સાહસિકતામાં થવા પામે છે. પરાજયનું માનસ તે ઘણે અંશે નષ્ટ થયું છે અને આમપ્રજાને તથા ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોના પ્રમુખ રૂઝવેટ ઉપરનો વિશ્વાસ અતિશય વધી ગયું છે. આંતરવિગ્રહની ભારે કટોકટીને પ્રસંગે પ્રમુખને હેદ્દો લેનાર અમેરિકાના મહાન પુરુષ પ્રમુખ લિંકનની સાથે રૂઝવેલ્ટની સરખામણી થવા લાગી છે. યુરેપના ઘણુ લેકે પણ તેના તરફ નજર કરવા લાગ્યા હતા અને મંદી દૂર કરવાને માટે તે દુનિયાને કંઈક માર્ગ બતાવશે એવી આશા સેવવા લાગ્યા હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદમાં આવેલા બીજા દેશના પ્રતિનિધિઓમાં તે અકારે થઈ પડ્યો કેમ કે સેનાને ધરણે ડૉલરના ભાવ નક્કી કરવાની ના પાડવાની તથા યુનાઈટેડ સ્ટેટ્સમાંની પિતાની મહાન જનાઓમાં દખલરૂપ થઈ પડે એવી બીજી કોઈ પણ બાબતમાં સંમત ન થવાની પ્રસ્તુત પરિષદમાંના પિતાના પ્રતિનિધિઓને તેણે સૂચના આપી હતી. રૂઝવેલ્ટની નીતિ ચકકસપણે આર્થિક રાષ્ટ્રવાદની છે. અને અમેરિકાની સ્થિતિ સુધારવાનો તેનો દઢ સંકલ્પ છે. યુરોપની કેટલીક સરકારને એ રુચતું નથી અને ખાસ કરીને શરાફે તથા બેંકવાળાએ એથી નારાજ થયા છે. બ્રિટિશ સરકારને રૂઝવેલ્ટનું પ્રગતિકારી વલણ પસંદ નથી. તે “બિગ બિઝનેસ' એટલે કે મોટા મોટા વ્યવસાયની તરફેણ કરે છે. અને આમ છતાયે રૂઝવેટ તેના પુરગામી કરતાં દુનિયાના વ્યવહારમાં વધારે સક્રિય ભાગ લઈ રહ્યો છે. શસ્ત્રસંન્યાસની બાબતમાં તેમ જ બીજા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં તેણે ઇગ્લેંડ કરતાં નિશ્ચિત અને વધારે પ્રગતિશીલ વલણ અખત્યાર કર્યું છે. હિટલરને તેણે આપેલી વિનયપૂર્વકની ચેતવણીથી તે જરા નરમ પડ્યો છે. સોવિયેટ રશિયા સાથે સંપર્ક સાધવાને પણ તે પ્રયાસ કરી રહ્યો છે. રૂઝવેલ્ટ પિતાની નીતિમાં સફળ થશે કે કેમ? એ મહાન પ્રશ્ન આજ અમેરિકામાં તેમ જ અન્યત્ર પુછાઈ રહ્યો છે. મૂડીવાદને કાયમ રાખવા માટે તે ભગીરથ પ્રયત્ન કરી રહ્યો છે. અને તેની સફળતા એટલે મોટા મોટા વ્યવસાયનું પતન અને મેટા વ્યવસાયે સહેજે પિતાની હાર કબૂલી લેશે એ સંભવ નથી જણાતો. અમેરિકાના મોટા વ્યવસાયે એ આજે દુનિયામાં સૌથી બળવાન સ્થાપિત હિત લેખાય છે અને તે પ્રમુખ રૂઝવેલ્ટના કહેવા માત્રથી પિતાની સત્તા તેમ જ વિશિષ્ટ અધિકારો જતા કરે એમ નથી. આજે તે તેઓ ચૂપ થઈને બેઠા છે કેમ કે પ્રજામત તેમની વિરુદ્ધ છે અને પ્રમુખ રૂઝવેલ્ટની લેકપ્રિયતાથી તે ડઘાઈ ગયા છે. પણ તેઓ અનુકૂળ તકની રાહ Page #768 -------------------------------------------------------------------------- ________________ રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસે ૧૪૩૫ જોઈ ને બેઠા છે. થાડા જ મહિનાઓમાં પરિસ્થિતિમાં ભારે સુધારા થવા ન પામે તો, પ્રજામત રૂઝવેલ્ટની વિરુદ્ધ થઈ જશે એમ ધારવામાં આવે છે અને એ પ્રસંગે મોટા વ્યવસાયે મેદાને પડશે. ધૃણા અધિકારી નિરીક્ષકા ધારે છે કે પ્રમુખ રૂઝવેલ્ટ નેવનાં પાણી મેાભે ચડાવવાને મથી રહ્યો છે અને એમાં એ સફળ થઈ શકે એમ નથી. તેને નિષ્ફળતા મળતાં મેટા વ્યવસાયા ફરી પાછા સર્વાંપરી ખનશે. પહેલાં કરતાંયે તે વધારે બળવાન અને એવા સંભવ રહે છે કેમ કે રૂઝવેલ્ટે ઊભા કરેલા સરકારી સમાજવાદના તંત્રને ઉપયાગ પછીથી મોટા વ્યવસાયાના વ્યક્તિગત કાયદાને અર્થે કરવામાં આવશે. અમેરિકામાં મજૂર ચળવળ બહુ બળવાન નથી અને તેને સહેલાઇથી કચરી શકાય એમ છે. નોંધ : કટોકટીને પહેાંચી વળવા માટેના તેમ જ મૂડીવાદને નવી પરિસ્થિતિ સાથે મેળ બેસાડવાના પ્રમુખ રૂઝવેલ્ટના ભગીરથ પ્રયત્નને અમુક અંશે સફળતા મળી, જોકે એથી કશાયે મૂળભૂત ફેરફાર થવા પામ્યા નહિ. એથી કરીને પરિસ્થિતિમાં ઘેાડેાધણા સુધારા થયા ખરા. રાહત માટેની મોટી મેટી યોજના તથા પગાર વધારવાનું તથા કામના કલાકેા ઘટાડવાનું માલિકાને સમજાવીને ઉદ્યોગાના થડે નફા મજૂરાને આપવામાં આવ્યેા એ એ વસ્તુઓ ઉપર વાસ્તવમાં એ પ્રયત્નનું મંડાણ હતું. માલિકાએ અને ખાસ કરીને ફાડે, એને પેાતાની સ્વતંત્રતા ઉપરના હુમલા તરીકે ગણીને એને વિરોધ કર્યાં. ઉદ્યોગો તથા ખેતીને અંગે કરાવવામાં આવેલા નિયમે નિષ્ફળ નીવડચા અને અનેક હડતાલ પડી. પરંતુ એને લીધે અમેરિકાના મજૂર વધારે બળવાન બન્યા, તે વધારે વર્ગ-જાગ્રત બન્યા અને તેમનામાં નવે જ જુસ્સા પેદા થયા. મજૂર મહાજનના સભ્યાની સંખ્યામાં ભારે વધારે થવા પામ્યા. આર્થિક સ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ મેટા વ્યવસાયાએ વધુ ને વધુ ઉગ્ર વલણ ધારણ કર્યું અને તે રૂઝવેલ્ટના સામના કરવા લાગ્યા. રૂઝવેલ્ટના એ પ્રધાન કાયદાઓની અસરકારક કલમા રાજબંધારણની વિરુદ્ધ છે એમ ઠરાવીને વડી અદાલતે તેમને નિરુપયેગી બનાવી દીધી. આ રીતે રૂઝવેલ્ટના નવા કાર્યક્રમ ' ( ન્યૂ ડીલ )ને પાંગળા બનાવી દેવામાં આવ્યા. " ૧૯૩૬ની સાલમાં રૂઝવેલ્ટને બહુ મોટી બહુમતીથી ખીજી વાર પ્રમુખ ચૂંટી કાઢવામાં આવ્યેા. મેાટા વ્યવસાયા સામેની તેની ઝુંબેશ હજી ચાલુ જ છે. કોંગ્રેસ ઉપર હવે તેનું પહેલાં જેટલું પ્રભુત્વ રહ્યું નથી અને તેણે ઘણી બાબતમાં તેને વિરાધ કર્યાં છે. Page #769 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પાર્લામેન્ટની નિષ્ફળતા ૬ ઑગસ્ટ, ૧૯૩૩ તાજેતરમાં બનેલા બનાવાનું આપણે કંઈક વિગતે અવેલેકન કરી ગયાં તેમ જ નિરંતર બદલાતી જતી આપણી દુનિયાને આજે ઘડી રહેલાં અનેક બળો અને વલણની સમીક્ષા પણ આપણે કરી. બે વસ્તુઓ ખાસ કરીને આગળ તરી આવે છે અને આગળ હું તેમને ઉલ્લેખ કરી ચૂક્યો છું. પરંતુ એમને વિષે જરા વધારે વિચાર કરવાની જરૂર છે. એ બે વસ્તુઓ આ છે : મજૂર ચળવળ તથા જૂની ઢબના સમાજવાદને મહાયુદ્ધ પછીનાં વરસ દરમ્યાન મળેલી નિષ્ફળતા અને પાર્લમેન્ટની નિષ્ફળતા તથા તેમનું પતન. ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે સંગઠિત મજૂર ચળવળ કેવી રીતે નિષ્ફળ નીવડી તથા બીજે આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ છિન્નભિન થઈ ગયે તે વિષે હું તને કહી ગયે છું. એનું કારણ એ જણાવવામાં આવે છે કે, યુદ્ધ એકાએક ફાટી નીકળવાથી રાષ્ટ્રીય વેરઝેરની લાગણીઓ ઊછળી આવે છે અને લોકો ભાન ભૂલીને થોડા વખત માટે પાગલ બની જાય છે. પરંતુ છેલ્લા ચાર વરમાં બનેલા બનાવે બિલકુલ જુદા જ પ્રકારના અને વધારે આંખ ઉઘાડનારા છે. એ ચાર વરસે દરમ્યાન મૂડીવાદી દુનિયાએ કદી નહિ અનુભવેલી એવી ભારે મંદી પેદા થઈ છે અને એને પરિણામે મજૂરની વિટંબણાઓ અને હાડમારી ઉત્તરોત્તર વધતી જ ગઈ છે. આમ છતાંયે દુનિયામાં અને ખાસ કરીને ઈગ્લેંડ તથા યુનાઈટેડ સ્ટેટ્સમાં મજૂર વર્ગમાં એને પરિણામે ક્રાંતિકારી ભાવના પેદા થઈ નથી. ઢબને મૂડીવાદ દેખીતી રીતે જ તૂટતે જાય છે. બહારની પરિસ્થિતિ જોતાં તે લાગે છે કે વર્તમાન વ્યવસ્થા બદલીને સમાજવાદી અર્થવ્યવસ્થા સ્થાપવા માટેની ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. પરંતુ જે લેકે એ ફેરફાર સૌથી વિશેષ કરીને ઈચ્છતા હોવા જોઈએ તેમાંના મોટા ભાગના લકે એટલે કે મારે ક્રાંતિ કરવા ચહાતા હેય એમ લાગતું નથી. અમેરિકાના સ્થિતિચુસ્ત ખેડૂતેમાં, અને હું તને વારંવાર જણાવી ગયો છું તેમ ઘણાખરા દેશના નીચલા થરના મધ્યમ વર્ગના લેકેમાં ક્રાંતિની ભાવના આજે વધારે પ્રમાણમાં નજરે પડે છે. મજૂરી કરતાં તેઓ ઘણું વધારે આક્રમણકારી બન્યા છે. જર્મનીમાં એ વસ્તુ સૌથી વધારે પ્રમાણમાં જણાય છે. ઈગ્લેંડ, યુનાઇટેડ સ્ટેટસ તથા બીજા દેશોમાં પણ એ જ વસ્તુ નજરે પડે છે પરંતુ, જર્મની કરતાં ઓછા પ્રમાણમાં. એમની વચ્ચે તફાવત માત્ર પ્રમાણને છે અને તે રાષ્ટ્રીય ખાસિયત તેમ જ તે તે દેશની કટોકટીની વસ્તીઓછી ઉગ્રતાને આભારી છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ પાલમેન્ટની નિષ્ફળતા ૧૪૩૭ મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસમાં જે મજૂર ચળવળ ઉદ્દામ અને ક્રાંતિકારી હતી તે પછીથી નરમ કેમ બની ગઈ તથા હતાશ બનીને ગમે તેવી પરિસ્થિતિને તેણે કેમ વધાવી લીધી ? સહેજ પણ સામનો કર્યા વિના જર્મનીને સામાજિક લેકશાહીવાદી પક્ષ કેમ ભાંગી પડ્યો અને નિષ્ક્રિય બનીને નાઝી હુમલાઓથી છિન્નભિન્ન ગઈ ગયે ? ઈગ્લંડની મજૂર ચળવળ આટલી બધી નરમ અને પ્રત્યાઘાતી કેમ છે? અને અમેરિકાની મજૂર ચળવળ તે વળી એથીયે વિશેષ નરમ અને પ્રત્યાઘાતી કેમ છે? તેમની બિનઆવડત તથા મજૂરોના હિતને દગો દેવા માટે ઘણી વાર મજૂર આગેવાનોને દોષ દેવામાં આવે છે. ઘણું મજૂર આગેવાને એ રીતે દેષપાત્ર છે. એમાં શંકા નથી અને એમાંના કેટલાક લોકે દુશ્મન દળમાં ભળી જાય છે અને પિતાની અંગત મહત્ત્વાકાંક્ષા પાર પાડવા માટે તેઓ મજૂર ચળવળને વટાવે છે એ જોઈને ખરેખર દુઃખ થાય છે. દુર્ભાગ્યે તકસાધુપણું જીવનની પ્રવૃત્તિના હરેક ક્ષેત્રમાં જોવામાં આવે છે. પરંતુ અંગત લાભ મેળવવાને ખાતર લાખો દલિત અને દુઃખી લેકેની આકાંક્ષાઓ, આદર્શો તથા બલિદાનને વટાવી ખાનાર તકસાધુપણું એ માનવી છનનની એક સૌથી મોટી કરુણ ઘટના છે. આગેવાને દેષ પાત્ર ભલે હોય પરંતુ આગેવાને પણ આખરે તે વર્તમાન પરિસ્થિતિની જ પેદાશ છે. સામાન્ય રીતે દેશને તેને ઘટે તેવા જ શાસક મળી રહે છે. તેમ જ કોઈ પણ ચળવળનેયે તેને યોગ્ય જ નેતાઓ મળી રહે છે. ઊંડા ઊતરીને જોતાં જણાશે કે આગેવાને પણ તેમના અનુયાયીઓની સાચી આકાંક્ષાઓ તથા કામનાઓ જ રજૂ કરતા હોય છે. સામ્રાજ્યવાદી દેશમાં ન તે મજૂર આગેવાને કે ન તેમના અનુયાયીઓ સમાજવાદને એક જીવનસિદ્ધાંત તરીકે લેખતા હતા તેમ જ તેઓ તેને તત્કાળ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માનતા નહોતા. તેમને સમાજવાદ મૂડીવાદી વ્યવસ્થા સાથે વધારે પડતે ગૂંચવાઈ ગયેલે તેમ જ તેની સાથે વધારે પડતે બંધાઈ ગયેલ હતા. વસાહતી દેશોના શેષણને પરિણામે થતા નફામાંથી તેમને થડે હિ મળતું હતું અને તેમના જીવનનું ઊંચું ધોરણ ટકી રહે એટલા માટે મૂડીવાદી વ્યવસ્થા ચાલુ રહે એમ તેઓ ઇચ્છતા હતા. સમાજવાદ એ દૂરને આદર્શ બની ગયે. તે આજે સિદ્ધ કરવાની નહિ પણ ભવિષ્યના એક પ્રકારના સ્વર્ગીય સ્વમાની વસ્તુ બની ગયે. પુરાણું સ્વર્ગના ખ્યાલની પેઠે સમાજવાદ એ મૂડીવાદને દાસ બની ગયે. અને દેશ દેશના મજૂર પક્ષે, મજૂર મહાજન, સામાજિક સમાજવાદીઓ, બીજે આંતરરાષ્ટ્રીય મજૂરસંધ અને એવી બીજી સંસ્થાઓ સુધારાના નાના પ્રયાસમાં મશગૂલ થઈ ગયાં અને મૂડીવાદની આખીયે ઇમારત તેમણે જેમની તેમ રહેવા દીધી. તેમનામાંથી ધ્યેયનિષ્ઠા જતી રહી અને તે માત્ર Page #771 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન કરશાહીવાળી મેટી મોટી સંસ્થાઓ બની ગઈ. તે નિપ્રાણ બની ગઈ અને તેમનામાં ઝાઝી શક્તિ રહી નહિ. નવા સામ્યવાદી પક્ષની સ્થિતિ એથી ભિન્ન હતી. એની પાસે મજૂરોને માટે વધારે પ્રાણદાયી અને પ્રેરક સંદેશ હોતે તથા તેની પાછળ સોવિયેટ રાજ્યની આકર્ષક ભૂમિકા રહેલી હતી. પરંતુ આમ છતાંયે તેને કશીયે સફળતા મળી નહિ. યુરોપ તથા અમેરિકાના મજૂર સમુદાય ઉપર તે પિતાની કશીયે અસર પાડી ન શક્યો. ઈંગ્લેંડ તથા યુનાઈટેડ સ્ટેટ્સમાં સામ્યવાદી પક્ષ અતિશય નબળો હતે. જર્મની તથા ફ્રાંસમાં તે કંઈક અંશે બળવાન હતો. આમ છતાંયે, કંઈ નહિ તે જર્મનીની બાબતમાં તે આપણે જોઈ ગયાં કે તે પિતાની અનુકૂળ સ્થિતિને કશેયે લાભ ઉઠાવી ન શક્યો. આંતરરાષ્ટ્રીય દૃષ્ટિથી જોતાં ૧૯૨૭ની સાલમાં ચીનમાં અને ૧૯૩૩ની સાલમાં જર્મનીમાં એમ એની બે ભારે હાર થઈ. વેપારની મંદી, વારંવાર પેદા થતી કટોકટી, પગારઘટાડે અને બેકારીના એ કાળમાં સામ્યવાદી પક્ષ નિષ્ફળ કેમ નીવડ્યો એ કહેવું મુશ્કેલ છે. કેટલાક કહે છે કે, તેની નીતિરીતિ અને ખોટી કાર્યપદ્ધતિ એને માટે જવાબદાર હતી. વળી બીજા કેટલાક કહે છે કે, સામ્યવાદી પક્ષ સેવિયેટ સરકાર સાથે વધારે પડતે બંધાઈ ગયા હતા અને સેવિયેટને કારણે એની નીતિ અધિકતર રાષ્ટ્રીય રહી. ખરી રીતે તે આંતરરાષ્ટ્રીય હેવી જોઈતી હતી. સંભવ છે કે એ બધું સાચું હોય પરંતુ એને સામ્યવાદી પક્ષને મળેલી નિષ્ફળતાને સંતોષકારક ખુલાસે ભાગ્યે જ કહી શકાય. સામ્યવાદી પક્ષને ફેલા મજૂરવર્ગમાં ઝાઝો થવા પામ્યો નહોતો પરંતુ સામ્યવાદી વિચારોને ફેલા ખાસ કરીને બુદ્ધિજીવી વર્ગોમાં સારી પેઠે થયું હતું. સર્વત્ર - મૂડીવાદને ટેકો આપનારા લેકમાં પણ–એવી દહેશત પેદા થવા પામી હતી કે, એ કટોકટીને પરિણામે અનિવાર્ય રીતે કંઈક પ્રકારની સામ્યવાદી વ્યવસ્થા ઊભી થવા પામશે. જૂની ઢબના મૂડીવાદના દિવસે ભરાઈ ચૂક્યા છે એમ સામાન્ય રીતે સૌ કોઈ માનતું હતું. કઈ પણ પ્રકારના સંજન વિનાની, અને બગાડ તથા અનેક પ્રકારના સંઘર્ષોવાળી તેમ જ જેમાં વારંવાર કટોકટી પેદા થયા કરે છે એવી આ જે કંઈ હાથમાં આવે એ પચાવી પાડનારી અર્થવ્યવસ્થા,– વ્યક્તિગત રીતે હાથ મારી લેવાની આ નીતિ જવી જ જોઈએ. એને બદલે સંયોજનવાળી કોઈક પ્રકારની સમાજવાદી અથવા સહકારી અર્થવ્યવસ્થા સ્થપાવી જોઈએ. એનો અર્થ એ નથી કે એમાં અનિવાર્યપણે મજૂરોને વિજય થાય છે કેમ કે, માલિકવર્ગના લાભને ખાતર પણ અર્ધ-સમાજવાદી ધોરણ પર રાજ્યની પુનર્ઘટના થઈ શકે છે. સરકારી સમાજવાદ અને સરકારી મૂડીવાદ એ લગભગ સમાન વસ્તુ છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ પાર્લમેન્ટની નિષ્ફળતા ૧૪૩૯ રાજ્ય ઉપર આધિપત્ય કાનું છે અને તેથી લાભ કાને થાય છે, સમગ્ર પ્રજાને કે પ્રજાના કાઈ એક મિલકતદાર વર્ગને એ ખરો પ્રશ્ન છે. બુદ્ધિજીવી લાકા જ્યારે વાવિવાદ કરી રહ્યા હતા ત્યારે પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક દેશાના નીચલા થરના મધ્યમવર્ગના લેાકેાએ સક્રિય પગલું ભર્યું. એ વના લાકને અસ્પષ્ટપણે એમ લાગ્યું કે, મૂડીવાદ તથા મૂડીવાદી તેમનું શોષણ કરી રહ્યા છે અને તેથી તેમની સામે તેઓ રાષે ભરાયા હતા. પરંતુ મારવાઁથી તેમ જ સામ્યવાદીઓના હાથમાં સત્તા આવે એનાથી તે વિશેષે કરીને ડરતા હતા. આ ક઼ાસિસ્ટ વલણના લાકા સાથે સામાન્ય રીતે મૂડીવાદીઓએ સમજૂતી કરી લીધી કેમકે તેમને લાગ્યું કે સામ્યવાદને ખાળવાના એ સિવાય ખીો રસ્તા નથી. ધીમે ધીમે સામ્યવાદથી ડરનારા સૌ કાઈ આ ફાસીવાદમાં ભળી ગયા. આ રીતે, જ્યાં આગળ મૂડીવાદ જોખમમાં આવી પડે છે અથવા તેને સામ્યવાદના સામને કરવાના આવે છે યા તે એવા સંભવ પેદા થાય છે ત્યાં ફાસીવાદના ફેલાવા થાય છે, એ એની વચ્ચે પાર્લામેન્ટ દ્વારા ચાલતી શાસનપદ્ધતિ છિન્નભિન્ન થઈ જાય છે. અને એને પરિણામે, આ પત્રના આરંભમાં આગળ તરી આવતી જે વસ્તુઓના ઉલ્લેખ કર્યાં હતા તેમાંની બીજી એટલે કે પાર્લામેન્ટની નિષ્ફળતા અથવા પતન પેદા થાય છે. સરમુખત્યારશાહી તથા જૂની ઢબની લોકશાહી વિષે મેં આગળના પત્રોમાં ઠીક ઠીક વિસ્તારથી કહ્યું છે. રશિયા, ઇટાલી, મધ્ય યુરોપ અને હાલ જમ`નીમાં એ વસ્તુ સ્પષ્ટપણે જોઇ શકાય છે. જર્મનીમાં તા નાઝીઓએ સત્તા હાથ કરી તે પહેલાં જ પાર્લામેન્ટ દ્વારા ચાલતી શાસનપતિ પડી ભાગી હતી. યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ આપણે જોઈ ગયાં કે કોંગ્રેસે પ્રમુખ રૂઝવેલ્ટના હાથમાં સંપૂર્ણ સત્તા સોંપી દીધી હતી. યુરેાપમાં લોકશાહીની સૌથી લાંખી પર પરાવાળા એ દેશે! ઇંગ્લંડ અને ફ્રાંસમાં પણ એ પ્રક્રિયા શરૂ થયેલી નજરે પડે છે. પ્રથમ આપણે ઇંગ્લેંડના દાખલા તપાસીએ, ઈંગ્લંડની કાર્ય કરવાની રીત યુરોપ ખંડના ખીજા દેશાની રીત કરતાં બિલકુલ ભિન્ન છે. અંગ્રેજો જાને! દેખાવ રાખી મૂકવાના હમેશાં પ્રયત્ન કરે છે અને તેથી કરીને ત્યાં આગળ ફેરફારા સ્પષ્ટપણે દેખાતા નથી. ઉપર ઉપરથી જોનારને તે લાગે કે બ્રિટિશ પામેન્ટ પહેલાંના જેવી જ સ્થિતિમાં હજી ચાલુ છે પરંતુ વાસ્તવમાં તેમાં ધણા ફેરફારો થઈ ગયા છે. પહેલાંના વખતમાં આમની સભા સીધી રીતે પોતાની સત્તા વાપરતી હતી અને તેના એક સામાન્ય સભ્યને પણ તેમાં ઠીક ઠીક અવાજ પહોંચતા હતો. આજે તે મેાટા મેોટા પ્રશ્નોને નિય પ્રધાનમંડળ અથવા સરકાર કરે છે અને આમની સભા તો તે બાબતમાં માત્ર હા ' । ‘ ના ' જ કહી શકે છે. એશક, ‘ના' કહીને આમની સભા સરકારને કાઢી મૂકી શકે છે, પરંતુ એવું કડક પગલું ભાગ્યે જ લેવામાં આવે * Page #773 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શીન છે કેમકે એને પરિણામે અનેક પાંચાતા ઊભી થાય છે અને સામાન્ય ચૂંટણી પણ કરવી પડે છે. આથી, આમની સભામાં સરકારની બહુમતી હોય તો લગભગ પોતાની મરજીમાં આવે તે બધું તે કરી શકે છે અને આમની સભાની તેમાં સંમતિ લઈ ને તે એ મુજબને કાયદો પણ કરી શકે છે. આ રીતે સત્તા પામેન્ટ અથવા ધારાસભામાંથી પ્રધાનમંડળના હાથમાં ગઈ છે અને હજી પણ જતી જાય છે. વળી, આજકાલ પાર્લમેન્ટને ઘણું કામ કરવાનું હોય છે; તેની સમક્ષ અનેક ગૂંચવણભર્યાં પ્રશ્ના ઊભા થાય છે. આથી હવે એવા રિવાજ પડી ગયા છે કે, પાર્લમેન્ટ તો કેાઈ પગલું કે કાયદાના સામાન્ય સિદ્ધાંતા જ માત્ર નક્કી કરે છે અને એની વિગતો નક્કી કરવાનું કારાબારી સરકાર અથવા તેના કાઈ એક ખાતા ઉપર છેડવામાં આવે છે. આ રીતે કારોબારીના હાથમાં જબરદસ્ત સત્તા આવી ગઈ છે અને કટોકટીભરી પરિસ્થિતિ વખતે તે ચાહે તે કરી શકે છે. આમ રાજ્યની મહત્ત્વની પ્રવૃત્તિઓથી પાર્લમેન્ટના સપ ઉત્તરોત્તર ઘટતા જાય છે. આજે તેનું મુખ્ય કાર્ય માત્ર સરકારનાં પગલાંઓની ટીકા કરવાનું, પ્રશ્ન પૂછવાનું તથા બીજી પૂછપરછ કરવાનું અને છેવટે સરકારની સામાન્ય નીતિને મંજૂર કરવાનું જ માત્ર રહ્યું છે. હૅરેલ્ડ જે. લાસ્ટી કહે છે કે, ‘આપણી સરકાર કારોબારીની સરમુખત્યારશાહી બની ગઈ છે; માત્ર પાર્લમેન્ટના બળવાની તેને કંઈક દહેશત હોય છે. ' ૧૯૩૧ના ઑગસ્ટ માસમાં મજૂર સરકારનું એકાએક પતન બહુ જ વિચિત્ર રીતે થયું હતું. એ વસ્તુ ઉપરથી જણાય છે કે એ બાબતમાં પામેન્ટનું કેટલું આખું ચલણ છે. સામાન્ય રીતે ઇંગ્લંડમાં આમની સભામાં તેને હાર મળવાથી સરકારનું પતન થાય છે. ૧૯૩૧ની સાલમાં કશીયે વસ્તુ આમની સભા આગળ નહોતી આવી. શું ચાલી રહ્યુ છે એની કાઈ તે પણ ખબર નહોતી, પ્રધાન મંડળના ઘણાખરા સભ્યોને સુધ્ધાં કશીયે ખબર નહોતી. વડા પ્રધાન રસ્સે મૅકડોનાલ્ડે ખીજા પક્ષાના આગેવાના જોડે ગુપ્ત મંત્રણા કરી, તે રાજાને મળ્યા અને જૂનું પ્રધાનમડળ એકાએક અદૃશ્ય થઈ ગયું અને તેને બદલે છાપાંઓમાં નવા પ્રધાનમંડળની જાહેરાત કરવામાં આવી ! જૂના પ્રધાનમ`ડળના કેટલાક સભ્યાએ તો આ બધું . આ છાપાંમાંથી જ પહેલવહેલીવાર જાણ્યું. આ અસાધારણ અને લોકશાહીવિરોધી કાર્યપ્રણાલી હતી અને છેવટે આમની સભાએ એ વસ્તુને મજૂર રાખી એથી કઈ એ હકીકતમાં કશે તફાવત પડતો નથી. એ સરમુખત્યારશાહીની પદ્ધતિ હતી. ' આ રીતે મજૂર સરકારને સ્થાને એક રાતમાં ‘ રાષ્ટ્રીય સરકાર ’ આવી. એમાં કન્ઝરવેટીવ પક્ષનું પ્રભુત્વ હતું અને તેમાં ભળેલા ગણ્યાગાંઠવા લિબરલા Page #774 -------------------------------------------------------------------------- ________________ પાલમેન્ટની નિષ્ફળતા ૧૪૪૧ તથા મજૂર પક્ષના લોકોએ તેને રાષ્ટ્રીય સ્વાંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. મજૂર પક્ષે તેને અમાન્ય કાર્યો તથા તેને પિતાના પક્ષમાંથી કાઢી મૂક્યો તે છતાયે રસે મૅકડોનાલ્ડ વડા પ્રધાન તરીકે ચાલુ રહ્યો. દૂરગામી સમાજવાદી ફેરફાર મિલકતદાર વર્ગોની સ્થિતિ હચમચાવી મૂકશે અથવા તે તેમના ઉપર ભારે બોજો નાખશે એવી દહેશત પેદા થવા પામે છે એવે સમયે આવી “રાષ્ટ્રીય સરકારે ઉદ્દભવે છે. ૧૯૩૧ની સાલના ઑગસ્ટ માસમાં એવી સ્થિતિ પેદા થઈ હતી. એ વખતે આર્થિક કટોકટી શરૂ થઈ ચૂકી હતી અને એને કારણે પાછળથી પાઉન્ડના ચલણને સેના સાથે સંબંધ છેડી દેવાની ફરજ પડી હતી. એને પરિણામે મૂડીવાદી બળે સંગઠિત થઈને સમાજવાદની સામે ખડાં થયાં. મજૂર પક્ષ જે જીતશે તે મધ્યમ વર્ગની બધીયે બચત જતી રહેશે એવો ભય બતાવીને રાષ્ટ્રીય સરકારે નીચલા થરના મધ્યમવર્ગના લેકેને ભડકાવી માર્યા અને એ રીતે સામાન્ય ચૂંટણીમાં તેણે પિતાની ભારે બહુમતી મેળવી. મૅકડોનાલ્ડ તથા તેને ટેકે આપનારાઓએ જણાવ્યું કે, પસંદગી રાષ્ટ્રીય સરકાર યા તે સામ્યવાદ એ બે વચ્ચે કરવાની છે. આ રીતે ઈંગ્લંડમાં પણ જૂની ઢબની લેકશાહી નષ્ટ થઈ છે અને પાર્લમેન્ટની અવનતિ થતી જાય છે. પ્રજાની ભાવનાઓને હલમલાવી મૂકે એવા ગંભીર પ્રશ્નોને સામનો કરવાને આવે છે ત્યારે લોકશાહી નિષ્ફળ નીવડે છે ધાર્મિક અથવા તે રાષ્ટ્રીય કે જાતિ જાતિ વચ્ચેના ઝઘડાઓ (દાખલા તરીકે જર્મન અને યહૂદીઓ વચ્ચેના) અને વિશેષ કરીને મિલકત ધરાવનારાઓ અને મિલકત વિનાના લેકો વચ્ચેના આર્થિક સંઘર્ષો એ આવા પ્રકારના પ્રશ્નો છે. તને યાદ હશે કે, ૧૯૧૪ની સાલમાં આયર્લેન્ડમાં અલ્સર અને બાકીના આયર્લેન્ડ વચ્ચે આ રાષ્ટ્રીય ધાર્મિક પ્રશ્ન ઊભું થયું ત્યારે ઈગ્લેંડના કન્ઝરવેટીવ પક્ષે ખરેખાત પાર્લમેન્ટને નિર્ણય સ્વીકારવાની ના પાડી અને એથીયે આગળ વધીને તેણે આંતરવિગ્રહને પણ ઉત્તેજન આપ્યું હતું. આમ જ્યાં સુધી ઉપર ઉપરથી દેખાતી લેકશાહી કાર્યપ્રણાલી મિલકતદાર વર્ગના હિતમાં હેય ત્યાં સુધી પિતાનો સ્વાર્થ સાધવામાં તેઓ તેને લાભ ઉઠાવે છે. પરંતુ જ્યારે તે એમને વિનરૂપ થઈ પડે અને તેમના વિશિષ્ટ અધિકાર તથા સ્વાર્થોને પડકારે ત્યારે લેકશાહીને તેઓ લાત મારે છે અને સરમુખત્યાર શાહીની રીતને આશરો લે છે. બ્રિટિશ પાર્લામેન્ટને ભવિષ્યમાં તળિયાઝાટક સામાજિક ફેરફાર કરવાની બાબતમાં બહુમતી મળે એ બનવાજોગ છે. જે એમ બને અને એવી બહુમતી સ્થાપિત હિતે ઉપર હુમલે કરે તે પ્રસ્તુત હિત ધરાવનારાઓ ખુદ પાર્લમેન્ટની સત્તાને પણ કદાચ ઇન્કાર કરે અને ૧૯૧૪ની સાલમાં અલ્સરના મુદ્દા ઉપર તેમણે કર્યું હતું તેમ તેના નિર્ણયની સામે ખુલ્લા બળવાને પણ ઉત્તેજન આપે. Page #775 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ ઉપરથી આપણને જણાય છે કે, પાર્લામેન્ટ તથા લેકશાહી વર્તમાન પરિસ્થિતિ ટકાવી રાખે ત્યાં સુધી જ મિલતદાર વર્ગો તેમને ઇચ્છવાયેગ્ય ગણે છે. એને, બેશક સાચી લેકશાહી ન જ કહી શકાય; એ તે ગેરલેકશાહી હેતુઓને માટે કરવામાં આવતે લેકશાહીના ખ્યાલને દુરપયોગ છે. સાચી લેકશાહીની હસ્તીને તે હજી સુધી તક મળી જ નથી કેમકે મૂડીવાદી વ્યવસ્થા અને લેકશાહી એ બે વચ્ચે તાત્ત્વિક વિરોધ છે. લેકશાહીને જે કંઈ પણ અર્થ હોય તો તે સમાનતા છે અને તે પણ કેવળ મતાધિકારની સમાનતા નહિ પણ આર્થિક અને રાજકીય સમાનતા. મૂડીવાદને અર્થ એથી સાવ ઊલટે જ છે; એટલે કે મૂડીવાદી વ્યવસ્થામાં મૂઠીભર લેકેના હાથમાં આર્થિક સત્તા હોય છે અને તેઓ તેને ઉપગ પિતાના ફાયદાને માટે કરે છે. તેઓ પિતાની વિશિષ્ટ અધિકારયુક્ત સ્થિતિ સલામત રાખવાને માટે કાયદા કરે છે અને એ કાયદાનો ભંગ કરનારને કાયદો અને વ્યવસ્થામાં વિક્ષેપ કરનાર લેખવામાં આવે છે તથા તેને સમાજે શિક્ષા કરવી જોઈએ એવું જણાવવામાં આવે છે. આ રીતે એ વ્યવસ્થામાં સમાનતા હોતી નથી અને મૂડીવાદી કાયદાઓની મર્યાદાની અંદર જે કંઈ સ્વતંત્રતા હોય છે તે મૂડીવાદ ટકાવી રાખવાને અર્થે જ હોય છે. મૂડીવાદ અને લેકશાહી વચ્ચે સંઘર્ષ મૂલગત અને કાયમી છે. ભ્રામક પ્રચાર, પાર્લામેન્ટ જેવાં લેકશાહીનાં બહારનાં સ્વરૂપ તથા મિલકતદાર વર્ગો તેમને ડેઘણે અંશે સંતુષ્ટ રાખવાને માટે બીજા વર્ગો તરફ જે ટુકડાઓ ફેંકે છે એ બધાથી તેના ઉપર ઢાંકપિછોડો કરવામાં આવે છે. પછીથી એ સમય આવે છે કે, જ્યારે કશાયે ટુકડા ફેંકવાના રહેતા નથી અને એ બંને વર્ગો વચ્ચે સંઘર્ષ ઉગ્ર બને છે. કેમકે હવે સાચી વસ્તુ માટેની એટલે કે, રાજ્યની આર્થિક સત્તા હાથ કરવા માટેની ઝુંબેશ શરૂ થાય છે. જ્યારે એ સ્થિતિ પેદા થાય છે ત્યારે આજ સુધી બીજા પક્ષો જોડે રમત રમતા મૂડીવાદને ટેકે આપનારા સૌ પિતાનાં સ્થાપિત હિતો જોખમમાં મુકાવાને ભય પેદા થતાં તેને સામને કરવાને એકત્ર થઈ જાય છે. ઉદારમતવાદીઓ ( લિબરલે) અને એવા વિચારનાં બીજાં દળ અલેપ થઈ જાય છે અને લેકશાહીનાં બળોને બાજુએ મૂકી દેવામાં આવે છે. યુરોપ તથા અમેરિકામાં આજે એ સ્થિતિ પેદા થઈ છે અને ફાસીવાદ જે ઘણાખરા દેશમાં આજે પ્રભુત્વ ભેગવે છે તે એ સ્થિતિ અથવા અવરથા રજૂ કરે છે. મજૂર ચળવળે સર્વત્ર રક્ષણાત્મક વલણ અખત્યાર કર્યું છે કેમકે મૂડીવાદી બળોના આ નવા અને બળવાન સંગઠનનો સામનો કરવા જેટલું સામર્થ તેનામાં નથી. અને આમ છતાંયે વિચિત્ર વાત તે એ છે કે ખુદ મૂડીવાદી વ્યવસ્થા પણું ડગમગી રહી છે અને નવી દુનિયા સાથે તે પિતાને મેળ સાધી શકતી નથી. આ સ્થિતિમાં Page #776 -------------------------------------------------------------------------- ________________ , પાલમેન્ટની નિષ્ફળતા ૧૪૪૪ એ ટકી જશે તોયે અતિશય બદલાયેલા અને વધારે ઉગ્ર સ્વરૂપે ટકશે એમાં લેશ પણ શંકા નથી. અને, અલબત એ પણ લાંબી લડતની એક બીજી અવસ્થા કે તબક્કો હશે. કેમકે મૂડીવાદના કોઈ પણ સ્વરૂપ નીચે આધુનિક ઉદ્યોગ અને ખુદ આધુનિક જીવન એ રણક્ષેત્રે છે અને તેના ઉપર સૈન્યની અથડામણ નિરંતર થયાં જ કરે છે. કેટલાક લોકો ધારે છે કે થોડાક સમજુ લેકોના હાથમાં સરકારનાં સૂત્ર સુપરત કરવામાં આવ્યાં હતા તે આ બધી મુશ્કેલીઓ, યાતનાઓ અને સંઘર્ષ ટાળી શકાત અને મુત્સદ્દીઓ તથા રાજદ્વારી પુરુષોની મૂઈ તથા દુષ્ટતા જ એ બધાના મૂળમાં રહેલી છે. તેમનું એવું માનવું છે કે, સજ્જને જે એકઠા થાય તે દુર્જનેને સદાચારને ઉપદેશ આપીને તથા તેમની ભૂલ બતાવીને તેઓ તેમને હૃદયપલટ કરી શકે. આ બહુ છેટે અને ભ્રામક ખ્યાલ છે, કેમ કે દેષ વ્યક્તિઓને નહિ પણ બૂરી પ્રથા અથવા ખોટા તંત્રને છે. એ તંત્ર ચાલુ રહે ત્યાં સુધી એ વ્યક્તિઓ આજે વર્તે છે તે જ રીતે વર્તતી રહેવાની. સત્તાધારી અથવા અધિકારના સ્થાને વિરાજમાન સમૂહા,– પછી તે પરરાષ્ટ્ર ઉપર શાસન કરનારા વિદેશી સમૂહ હોય યા તે રાષ્ટ્રની અંદરના જ આર્થિક સમૂહો હેય,– ભારે આત્મવંચના અને દંભને વશ થઈને એમ જ માને છે કે, તેમના વિશિષ્ટ અધિકારો એ તેમની યોગ્યતાઓને જ ન્યાયપૂરકસરને બદલે છે. તેમની એ સ્થિતિને જે કોઈ પણ વિરોધ કરે છે તે તેમને દુષ્ટ, બદમાશ અને સુલેહશાંતિને ભંગ કરનાર લાગે છે. વિશિષ્ટ અધિકાર ભોગવનાર કોઈ પણ સમૂહને તેમના વિશિષ્ટ અધિકારે અન્યાયી છે અને તે તેણે છોડી દેવા જોઈએ એવી ખાતરી કરાવી આપવી મુશ્કેલ હોય છે; વ્યક્તિઓને કદાચ એવી ખાતરી થાય એ બનવા જોગ છે, જોકે એવું પણ જવલ્લે જ બને છે, પરંતુ આખા સમૂહને તે કદી પણ એવી ખાતરી થતી નથી અને પરિણામે અનિવાર્યપણે અથડામણો, સંઘર્ષો અને ક્રાંતિઓ થવા પામે છે અને તેમાંથી અપરંપાર યાતનાઓ અને દુઃખે પેદા થાય છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. જગત ઉપર છેવટની દૃષ્ટિ ૭ આગસ્ટ, ૧૯૩૩ જ્યાં સુધી કાગળ, કલમ અને શાહી છે ત્યાં સુધી પત્ર લખવાને અત આવે એમ નથી. અને જગતના બનાવા વિષે લખવાના પણ પાર આવે એમ નથી કેમ કે, દુનિયાની ઘટમાળ ચાલ્યાં જ કરે છે અને સ્ત્રી, પુરુષો અને બાળકાનું હસવું તથા રડવું, તેમને પ્રેમ અને તેમના દ્વેષ તથા એકબીજા સાથેના તેમના લડાઈટંટા એ બધું નિરંતરપણે ચાલ્યાં જ કરે છે અને એ કથા આગળ ને આગળ ચાલ્યાં જ કરે છે અને તેને કદીયે અંત આવે એમ નથી. અને આપણે જીવીએ છીએ તે જમાનામાં તેા જીવનનો પ્રવાહ વધારે વેગથી વહેતા જણાય છે અને એક પછી એક ફેરફારો વધારે ત્વરિત ગતિથી થાય છે. હું લખી રહ્યો છું તે દરમ્યાન પણ ફેરફારો થઈ રહ્યા છે અને આજે હું જે લખી રહ્યો છું તે કદાચ આવતી કાલે જાનું પુરાણું અને અવાસ્તવિક બની જાય. જીવનસરિતા કદીયે સ્થિર રહેતી નથી. તે તો અવિરતપણે વહેતી જ રહે છે. આજની પેઠે તે કદી કદી નિયપણે, આપણાં ક્ષુલ્લક સંકલ્પે અને કામનાઓની ઉપેક્ષા કરતી તથા આપણી પામર જાતના નિષ્ઠુર ઉપહાસ કરતી તેમ જ તેના તાફાની તરંગા ઉપર તણુખલાંઓની પેઠે આપણને અહીંતહી ઉછાળતી રાક્ષસી શક્તિથી આગળ ને આગળ વધે છે. એ કયાં જશે એની કાઈ ને પણ ખબર નથી. તેને સહસ્ર ધારામાં છિન્નભિન્ન કરનાર ઊંચા ખડક ઉપર તે પહોંચી જશે કે પછી અફાટ, ગહન, ભવ્ય અને શાન્ત તથા નિર ંતર બદલાતા રહેતા અને છતાંયે અચળ એવા ઉદધિને જઈ ને મળશે ? એ કાણુ કહી શકે? ΟΥ મેં જેટલું લખવા ધાર્યું હતું અથવા મારે જેટલું લખવું જોઈતું હતું તેના કરતાં ઘણું વધારે મેં અત્યાર સુધીમાં લખી નાખ્યું છે. મારી કલમ અસ ચાલ્યાં જ કરી. આપણે આપણું લાંબું ભ્રમણ પૂરું કર્યું છે અને એને છેવટને લાંખે હપતા પણ આપણે પૂરા કર્યાં છે. આપણે આજ સુધી આવી પહોંચ્યાં છીએ અને આવતી કાલના ઉમરા ઉપર આવીને ઊભાં છીએ અને એ આવતી કાલને આજ બનવાને વારો આવશે ત્યારે તેની સૂરત કેવી હશે એના આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ. જરા થાભી જઈ તે આપણે દુનિયા તરફ નજર કરીએ. ૧૯૭૩ની સાલના ઑગસ્ટ માસના સાતમા દિવસે એની શી સ્થિતિ છે ? હિંદમાં ગાંધીજીની ફીથી ધરપકડ કરવામાં આવી છે અને સજા પામીને તે પાછા યરવડા જેલમાં પહોંચી ગયા છે. સવિનયભંગની લડત મર્યાદિત Page #778 -------------------------------------------------------------------------- ________________ જગત ઉપર છેવટની દષ્ટિ ૧૪૪૫ સ્વરૂપમાં ફરી પાછી શરૂ કરવામાં આવી છે અને આપણું બિરાદરે ફરી પાછા કારાવાસમાં જઈ રહ્યા છે. એક વીર અને પ્રિય સાથી જતીન્દ્રમોહન સેન ગુપ્ત હુમણું જ આપણને છોડીને ચાલ્યા ગયા છે. બ્રિટિશ સરકારના કેદી તરીકે તેમનું અવસાન થયું છે. તે મારા મિત્ર હતા અને પચીસ વરસ ઉપર _ હું કેમ્બ્રિજમાં હતા ત્યારે તેમની મને પહેલવહેલી મુલાકાત થઈ હતી. જીવન મૃત્યુમાં સમાઈ જાય છે. પરંતુ ભારતવાસીઓનું જીવન જીવવા યોગ્ય બનાવવા માટેનું મહાન કાર્ય તે ચાલુ જ છે. ભારતનાં સૌથી વિશેષ જોશીલાં અને પ્રતિભાશાળી પુત્રપુત્રીઓ હજારોની સંખ્યામાં તુરગે અને અટકાયતની છાવણીઓમાં પડ્યાં છે અને ભારતને ગુલામીમાં રાખતી મોજૂદ વ્યવસ્થા સામે ઝૂઝવામાં તેઓ પિતાનાં યૌવન તથા શક્તિ ખરચી રહ્યાં છે. તેમનાં જીવન તથા તેમની આ શક્તિ સર્જક કાર્યમાં, રચનાત્મક કાર્યમાં વપરાયાં હેત; એ રીતે આ દુનિયામાં કેટલું બધું કરવાનું બાકી છે! પરંતુ સર્જન અથવા રચના પહેલાં નાશ કરવાની જરૂર રહે છે જેથી કરીને નવી ઇમારતના ચણતર માટે જગ્યા સાફ થાય. ઘેલકાંઓની માટીની દીવાલ ઉપર આપણે સુંદર ઈમારત ચણ ન શકીએ. હિંદના કેટલાક ભાગોમાં, જેમકે બંગાળમાં, લેકેએ પિશાક કેવી રીતે પહેરે એને અંગે પણ સરકારે નિયમે કર્યા છે. અને એથી બીજી રીતે કપડાં પહેરવાં એટલે કે જેલ વહેરવી. હિંદની દશા આજે કેવી છે એ ઉપર્યુક્ત હકીકત ઉપરથી બરાબર સમજી શકાશે. અને ચિતાગાંગમાં તે ૧૨ વરસની ઉંમરના છોકરાઓને (મારા ધારવા પ્રમાણે છોકરીઓને પણ) તેઓ જ્યાં જાય ત્યાં પિતાની સાથે ઓળખનું પતું રાખવું પડે છે. બીજે ક્યાંય, નાઝીઓના અમલ નીચેના જર્મનીમાં કે દુશ્મન જે જેને કબજે લીધે હેય એવા યુદ્ધ પ્રદેશમાં પણ, આવા અસાધારણ હુકમને અમલ કરવામાં આવતું હશે કે કેમ એની મને ખબર નથી. બ્રિટિશ લેકના અમલ નીચે આપણે એવી પ્રજા બની ગયાં છીએ કે આપણી હરકોઈ પ્રવૃત્તિ માટે આપણે સરકારની પરવાનગી લેવી પડે છે. અને આપણા સરહદ પ્રાંતની પેલી તરફ આપણું પાડોશીઓ ઉપર એરોપ્લેનમાંથી બૅબમારે કરવામાં આવે છે. પરદેશમાં આપણું દેશબંધુઓનું જરા પણ સન્માન કરવામાં આવતું નથી અને દુનિયામાં ક્યાંયે તેમનું ભાગ્યે જ સ્વાગત કરવામાં આવે છે. અને એમાં આશ્ચર્ય પડવા જેવું કશું નથી કેમ કે પિતાના દેશમાં જ જેમનું સન્માન નથી થતું તેમનું પરદેશમાં કેવી રીતે સન્માન કરવામાં આવે ? જ્યાં તેઓ જમ્યા તથા ઊછર્યા હતા તથા જેના કેટલાક ભાગોને – ખાસ કરીને નાતાલને – ખીલવવામાં જેમણે મહેનત મજૂરી કરી હતી તે દક્ષિણ આફ્રિકામાંથી આપણા દેશભાઈઓને કાઢી મૂકવામાં આવે છે. રંગભેદ, જાતિષ તથા આર્થિક સંઘર્ષ એ બધી વસ્તુઓએ એકત્ર થઈને દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની ૬-૪૧ Page #779 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન - સ્થિતિ ઘરબાર કે આશ્રયસ્થાન વિનાના અસ્પૃશ્ય જેવી બનાવી મૂકી છે. દક્ષિણ આફ્રિકાની સરકાર કહે છે કે અહીંથી તે એ બલા સદાને માટે ટળવી જ જોઈએ, પછીથી તેઓ ગમે ત્યાં જાય, ચાહે તે બ્રિટિશ ગિયાનામાં જાય, કે હિંદમાં પાછા ફરીને ત્યાં ભૂખે મરે અથવા તે જહાનમમાં પડે. પૂર્વ આફ્રિકામાં કેન્યા તથા તેની આસપાસના પ્રદેશની ખિલવણી કરવામાં હિંદીઓએ ભારે ફાળો આપ્યો હતે. પરંતુ ત્યાં તેમના વસવાટ તરફ પસંદગી બતાવવામાં આવતી નથી; આફ્રિકાવાસીઓને તેમની સામે વાંધે છે એટલા માટે નહિ પણ મૂઠીભર યુરોપિયન બગીચાવાળાઓને તે રચતું નથી એટલા માટે ત્યાંને ઉત્તમોત્તમ પ્રદેશ એટલે કે ત્યાં આગળને ઉચ્ચ પ્રદેશ આ બગીચાવાળાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે અને કોઈ પણ આફ્રિકાવાસી કે હિંદી ત્યાં જમીન ખરીદી શકતા નથી. ગરીબ બિચારા આફ્રિકાવાસીઓની દશા તે સૌથી ભૂંડી છે. મૂળ તે એ બધીયે જમીન તેમની માલિકી નીચે હતી અને તે તેમનું એકમાત્ર આવકનું સાધન હતું. એ જમીનના મોટા મોટા ટુકડા સરકારે જપ્ત કર્યા અને ત્યાં આવીને વસનારા યુરોપિયનને તે મફત આપી દેવામાં આવ્યા. આ વસાહતીઓ અથવા બગીચાવાળાઓ ત્યાં આગળ મોટા મોટા જમીનદાર બની બેઠા છે. તેમને આવરે નથી આપવાનો હતો તેમ જ બીજે પણ કઈ કર તેમને ભાગ્યે જ આપવાનું હોય છે. કરને બધોયે બેજ ગરીબ અને દલિત આફ્રિકાવાસીઓ ઉપર પડે છે. આફ્રિકાવાસીઓ ઉપર કર નાખવાનું સહેલું નહતું કેમ કે તેમની પાસે લગભગ કશીયે મતા હોતી નથી. આથી લેટ અને કાપડ જેવી જીવનની જરૂરિયાતની વસ્તુઓ ઉપર કર નાખવામાં આવ્યું અને એ વસ્તુઓ તેઓ ખરીદે છે ત્યારે પરોક્ષ રીતે તેમને કર આપ પડે છે. પરંતુ ઝૂંપડા દીઠ અને તેના આશ્રિત સહિત – જેમાં સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે– ૧૬ વરસની ઉપરના પ્રત્યેક પુરુષ પાસે ઉઘરાવવામાં આવતે સીધે કર એ સૌથી અસાધારણ છે. કરનો સિદ્ધાંત તે એ છે કે, લોકેની કમાણી ઉપર અથવા તે તેમની માલમિલકત ઉપર કર નાખ જોઈએ. પણ આફ્રિકાવાસી પાસે બીજી માલમિલકત તે લગભગ કશીયે હતી જ નહિ એટલે તેમના શરીર ઉપર કર નાખવામાં આવ્યો! પરંતુ તેમની પાસે પૈસા હોય જ નહિ તે પછી બાર શિલિંગને આ વાર્ષિક કર તેમણે કેવી રીતે ભર? એમાં જ એ કરની દુષ્ટતા રહેલી છે કેમ કે એ કર ભરવાને પૈસા કમાવા માટે તેમને યુરોપિયન વસાહતીઓના બગીચાઓમાં મજૂરી કરવાની ફરજ પડતી. માત્ર કરનાં નાણાં મેળવવાની જ નહિ પણ યુરોપિયનના ખેતીના બગીચાઓ માટે સેંઘી મજૂરી મેળવવા માટેની પણ એ યુક્તિ હતી. આથી આ માથાવેરે ભરવા માટે પૈસા કમાવાને આ ગરીબ બિચારા આફ્રિકાવાસીઓને જબરદસ્ત અંતર કાપીને ૭૦થ્થી ૮૦૦ માઈલ Page #780 -------------------------------------------------------------------------- ________________ જગત ઉપર છેવટની દૃષ્ટિ , ૧૪૪૭ , દૂર દરિયા કિનારા ઉપર આવેલા યુરોપિયના ખેતીના બગીચાઓમાં મજૂરી કરવાને જવું પડતું. (ત્યાં આગળ દેશના અંદરના ભાગમાં રેલવે નથી અને દરિયાકાંઠા ઉપરના પ્રદેશમાં પણ બહુ ઓછી રેલવે છે.) બહારની દુનિયાને પિતાને અવાજ કેવી રીતે સંભળાવે એની પણ જેમને ખબર નથી એવા આ ગરીબ અને શેષિત આફ્રિકાવાસીઓ વિષે હજી તે હું તને ઘણું ઘણું કહી શકું એમ છું. તેમનાં વીતકની કહાણું ઘણું લાંબી છે અને તેઓ મૂંગે મોઢે બધી યાતનાઓ સહી રહ્યા છે. પિતાની ઉત્તમોત્તમ જમીન ઉપરથી તેમને હાંકી કાઢવામાં આવ્યા એટલે આ આફ્રિકાવાસીઓને ભોગે જેમને એ જમીન મફત મળી હતી તે યુરેપિયાના ગણેતિયા થઈને તેમને એ જમીન ઉપર પાછા જવાની ફરજ પડી. આ યુરોપિયન જમીનદારે મધ્યયુગના જાગીરદારે જેવી સત્તા ભોગવે છે અને તેમને ન રચતી હરેક પ્રકારની પ્રવૃત્તિ દાબી દેવામાં આવે છે. આફ્રિકાવાસીઓ સુધારા માટેની હિમાયત કરવા માટે પણ મંડળ ન સ્થાપી શકે કેમ કે નાણાં ઉઘરાવવાની તેમને મનાઈ કરવામાં આવી છે. નૃત્યને પ્રતિબંધ કરનારે પણ એક એડિનન્સ કાઢવામાં આવ્યું છે કારણ કે નાચતી તથા ગાતી વખતે આફ્રિકાવાસીઓ યુરોપિયનની કેટલીક રીતભાતની મજાક કરતા તથા ચાળા પાડતા ! ખેડૂતવર્ગ બહુ જ ગરીબ છે અને યુરોપિયન બગીચાવાળાઓ સાથે હરીફાઈ થાય એટલા ખાતર ચા તથા કફી ઉગાડવાની તેમને પરવાનગી આપવામાં આવતી નથી. * ત્રણ વરસ પૂર્વે બ્રિટિશ સરકારે ગંભીરતાપૂર્વક જાહેર કર્યું હતું કે, આફ્રિકાવાસીઓની તે ટ્રસ્ટી છે અને હવે પછીથી તેમની પાસેથી તેમની જમીન લઈ લેવામાં આવશે નહિ. પરંતુ આફ્રિકાવાસીઓના દુર્ભાગ્યે ગયે વરસે કેન્યામાં સોનું મળી આવ્યું. પેલું ગંભીર વચન ભૂલી જવામાં આવ્યું; યુરોપિયન બગીચાવાળાઓ એ જમીન ઉપર તૂટી પડ્યા. તેમણે આફ્રિકન ખેડૂતોને ત્યાંથી હાંકી કાઢયા અને તેનું ખોદી કાઢવાનું કામ શરૂ કર્યું. બ્રિટિશ લેકનાં વચન આવાં હોય છે. આપણને કહેવામાં આવે છે કે, આખરે આ બધાથી આફ્રિકાવાસીઓને લાભ જ થવાનું છે ને પિતાની જમીન ગુમાવીને તેઓ રાજી થયા છે! સનાવાળા પ્રદેશનો ફાયદો ઉઠાવવાની મૂડીવાદી પદ્ધતિ અજબ પ્રકારની હેય છે. અમુક સ્થાનેથી લેકને તે મેળવવા માટે દેડાવવામાં આવે છે અને દરેક જણ તે પ્રદેશના અમુક ભાગને કબજે લે છે. અને પછી તેમાંથી સોનું ખેદી કાઢવાનું કામ શરૂ કરે છે. પોતાના ભાગની જમીનમાં તેને વધારે કે ઓછું સોનું મળશે એને આધાર તેના નસીબ ઉપર હોય છે. મૂડીવાદની એ નમૂનેદાર પદ્ધતિ છે. ખરી રીતે તે એમ હોવું જોઈએ કે તે દેશની સરકારે સેનાના તે ક્ષેત્રનો કબજો લઈને સમગ્ર રાજ્યને લાભ થાય એ રીતે તેમાંથી Page #781 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન સેનું બેદી કાઢવાનું કાર્ય કરવું જોઈએ. તાજીકિસ્તાનમાંનાં તેમ જ બીજે સ્થળે આવેલાં સેનાનાં ક્ષેત્રમાંથી સેવિયેટ સરકાર એ જ રીતે સેનું બેદી કાઢે છે. જગતના આપણું આ છેલ્લા અવકનમાં મેં કન્યા વિષે થોડું કહ્યું કેમ કે આ પત્રોમાં આફ્રિકાની મેં ઉપેક્ષા કરી છે. તારે એ વસ્તુ લક્ષમાં રાખવી જોઈએ કે એ વિશાળ ખંડ અનેક આફ્રિકન જાતિઓથી ભરેલું છે અને પરદેશીઓ એ જાતિઓને સેંકડો વરસથી ચૂસતા આવ્યા છે અને હજી પણ ચૂસી રહ્યા છે. એ જાતિઓ અતિશય પછાત છે. પરંતુ તેમને દાબી રાખવામાં આવે છે અને તેમને આગળ વધવાની તક આપવામાં આવતી નથી. જ્યાં તેમને એવી તક આપવામાં આવી છે – જેમ કે તાજેતરમાં પશ્ચિમ કિનારાના પ્રદેશમાં સ્થાપવામાં આવેલી યુનિવર્સિટીમાં – ત્યાં તેમણે અપૂર્વ પ્રગતિ સાધી છે. પશ્ચિમ એશિયાના દેશ વિષે તે મેં તને ઘણું કહ્યું છે. ત્યાં તેમ જ મિસરમાં જુદા જુદા સ્વરૂપે સ્વાતંત્ર્ય માટેની લડત ચાલી રહી છે અને તે જુદી જુદી અવસ્થાએ પહોંચી છે. એ જ રીતે દક્ષિણ પૂર્વ એશિયામાં, બહભારતમાં તેમ જ ઈન્ડોનેશિયા અથવા સિયામ, હિંદી ચીન, જાવા, સુમાત્રા અને ફિલિપાઈન ટાપુઓ વગેરેમાં પણ સ્વતંત્રતા માટેની લડત ચાલી રહી છે. અને સિયામ કે જે સ્વતંત્ર દેશ છે તે સિવાય સર્વત્ર એ લડતનાં બે પાસાંઓ છે : વિદેશી આધિપત્ય સામે પેદા થયેલી રાષ્ટ્રીયતાની ભાવના અને તે તે દેશના દલિત વર્ગોના લેકની સામાજિક સમાનતા પ્રાપ્ત કરવાની અથવા કંઈ નહિ તે પિતાની આર્થિક સ્થિતિ સુધારવા માટેની ધગશ. એશિયાના દૂર પૂર્વના ભાગમાં ચીનનું પ્રચંડ રાષ્ટ્ર આક્રમણ કરનારાઓની સામે અસહાય થઈ પડયું છે અને આંતરિક ઝઘડાઓને કારણે અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. તેનું એક અંગ સામ્યવાદ તરફ ઢળ્યું છે જ્યારે બીજું તેથી સાવ ઊલટી જ દિશામાં ઢળેલું છે અને દરમ્યાન જાપાન ત્યાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે અને ચીનના વિશાળ પ્રદેશ ઉપર તેણે પિતાને કબજો કર્યો છે. પરંતુ તેના લાંબા ઈતિહાસકાળ દરમ્યાન ચીન પ્રચંડ ચડાઈઓ અને જોખમમાંથી ટકતું આવ્યું છે અને જાપાનની ચઢાઈમાં પણ તે ટકી રહીને પાર ઊતરશે એમાં લેશ પણ શંકા નથી. સામ્રાજ્યવાદી જાપાન વિશ્વસામ્રાજ્ય માટેનાં મહત્ત્વાકાંક્ષી સ્વપ્નાં સેવી રહ્યું છે. તે અર્ધ- ફડલ અવસ્થામાં છે અને ત્યાં આગળ લશ્કરી તંત્રને દર વર્તે છે. આમ છતાંયે ઉદ્યોગોની બાબતમાં તેણે ભારે પ્રગતિ સાધી છે. આ રીતે તે ભૂતકાળ અને વર્તમાનનું અજબ પ્રકારનું મિશ્રણ છે. પરંતુ તેનાં વિશ્વસામ્રાજ્યનાં સ્વપ્નાની પાછળ ઝઝૂમી રહેલા આર્થિક વિનાશ અને તેની કીડીદર વસ્તીની ભયંકર હાડમારી અને યાતનાઓની કારમી વાસ્તવિકતા છુપાયેલી Page #782 -------------------------------------------------------------------------- ________________ જગત, ઉપર છેવટની દષ્ટિ ૧૪૯ છે. એ વસ્તીની સામે અમેરિકાનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં છે તેમ જ ઓસ્ટ્રેલિયાના વિશાળ નિર્જન પ્રદેશમાં પણ તેમને વસવાટ કરવાની છૂટ આપવામાં આવતી નથી. વળી તેના એ સ્વના ઉપર આધુનિક કાળના એક સૌથી બળવાન રાષ્ટ્ર યુનાઈટેડ સ્ટેટ્સને ભારે અંકુશ છે. દીર્ધદર્શ નિરીક્ષકે મંચૂરિયા તેમ જ પ્રશાન્ત મહાસાગરના ઊંડા જળવિસ્તાર ઉપર ભવિષ્યના મહાયુદ્ધની છાયા નિહાળી રહ્યા છે. આખોયે ઉત્તર એશિયા સેવિયેટ રાજ્યને એક ભાગ છે અને તે નવી દુનિયા તથા નવી સમાજવ્યવસ્થાની યેજના તથા તેનું સર્જન કરવાના કાર્યમાં ગૂંથાઈ ગયેલ છે. જ્યાં આગળ એક પ્રકારની ફયુડલ વ્યવસ્થા વર્તતી હતી તથા સુધારાએ પિતાની આગેકૂચમાં જેને પાછળ રાખ્યા હતા તે દેશ એકી છલંગે પશ્ચિમનાં આગળ વધેલાં રાષ્ટ્રો કરતાંયે આગળની અવસ્થાએ પહોંચી ગયા છે એ વસ્તુ ખરેખર આશ્ચર્યકારક છે. યુરોપ તેમ જ એશિયામાં વિસ્તરેલું સેવિયેટ રાજ્ય પશ્ચિમની દુનિયાના ડગમગી ઊઠેલા મૂડીવાદને કાયમી પડકારરૂપ થઈ પડયું છે. વેપારની મંદી, બેકારી અને વારંવાર આવતી કટોકટી મૂડીવાદને અપંગ બનાવી રહ્યાં છે અને જૂની વ્યવસ્થા શ્વાસ લેવાને માટે પછાડા મારી રહી છે એ વખતે સેવિયેટ રાજ્યમાં આશા, શક્તિ અને ઉત્સાહ ઊભરાઈ રહ્યો છે તથા તે અતિશય ઝડપથી સમાજવાદી સમાજવ્યવસ્થા નિર્માણ કરી રહ્યું છે. તેના આ ઊભરાતા યૌવન અને જીવનની તથા સોવિયેટે આજ સુધીમાં પ્રાપ્ત કરેલી સફળતાની છાપ દુનિયાભરના વિચારશીલ લોકે ઉપર પડવા લાગી છે અને તેમનું લક્ષ તેના તરફ ખેંચાવા લાગ્યું છે. બીજે એક વિશાળ પ્રદેશ, યુનાઈટેડ સ્ટેટ્સ, મૂડીવાદની નિષ્ફળતાને એક નમૂનેદાર દાખલે છે. ભારે મુશ્કેલીઓ, કટોકટીઓ, મજૂરોની હડતાલે તથા અપૂર્વ બેકારીની પરિસ્થિતિમાં તે મૂડીવાદી વ્યવસ્થાને ટકાવી રાખવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યું છે. એ મહાન પ્રયોગનું પરિણામ શું આવે છે તે હજી જોવાનું છે. એનું પરિણામ ચાહે તે આવે પરંતુ અમેરિકા પાસે જે ભારે અનુકૂળતાઓ છે તે તેની પાસેથી કોણ છીનવી લઈ શકે એમ છે? તેને પ્રદેશ વિશાળ છે અને તે મનુષ્યને જરૂરની લગભગ બધી વસ્તુથી ભરેલ છે; બીજા કોઈ પણ દેશ કરતાં તેની યાંત્રિક સાધનસામગ્રી ઘણી વધારે છે તથા તેની પ્રજા અતિશય કુશળ અને તાલીમ પામેલી છે. યુનાઈટેડ સ્ટેટ્સ તેમ જ સેવિયેટ રાજ્ય એ બંને દુનિયાના ભવિષ્યના વ્યવહારમાં ભારે મહત્ત્વને ભાગ ભજવશે એમાં લેશ પણ શંકા નથી. અને લેટિન પ્રજાઓથી વસાયેલે દક્ષિણ અમેરિકાને મહાન ખંડ તેનાથી કેટલે બધે ભિન્ન છે? ઉત્તરની પેઠે ત્યાં આગળ જાતિ જાતિ વચ્ચેને દ્વેષ ઝાઝા પ્રમાણમાં નથી અને દક્ષિણ યુરોપના લેકે, સ્પેનવાસીઓ, ફિરંગીઓ, Page #783 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શીન ટાલિયને, હબસીઓ તથા અમેરિકાના આદિવાસી કહેવાતા રેડ ઇન્ડિયન વગેરે ભિન્ન ભિન્ન જાતિનું મેટા પ્રમાણમાં ત્યાં મિશ્રણ થઈ રહ્યું છે. કૅનેડા તથા યુનાઇટેડ સ્ટેટ્સમાં તે રેડ ઇન્ડિયા લગભગ નિઃશેષ થઈ ગયા છે પરંતુ અહીં દક્ષિણ અમેરિકામાં તે, ખાસ કરીને વેનેઝુએલામાં, તે મેટી સંખ્યામાં મેાબૂદ છે. ધણુંખરું તેઓ મેટાં મેટાં શહેરાથી દૂર વસે છે. તને એ જાણીને આશ્રય થશે કે, યુએનાસ અરેસ અને રિયુ દે ઝાનિરુ જેવાં દક્ષિણ અમેરિકાનાં કેટલાંક શહેર। બહુ જ મોટાં છે એટલું જ નહિ પણ તે અતિશય રમણીય છે તેમ જ તેમાં ભવ્ય વીથિએ એટલે કે જેની બને બાજુએ તરુવરો આવેલાં હાય એવા રાજમાર્ગો પણ છે. આર્જેન્ટાઈનાનાં પાટનગર યુએનોસ એરેસની વસ્તી ૨૫ લાખની છે અને બ્રાઝિલના પાટનગર રિયુ દે ઝાનરુની વસ્તી લગભગ ૨૦ લાખની છે. Ο ભિન્ન ભિન્ન જાતિનું ત્યાં આગળ મિશ્રણ થઈ રહ્યું છે એ ખરું, પરંતુ ત્યાંના શાસકવર્ગ તો ગેારા અમીરઉમરાવાને જ બનેલે છે. ત્યાં આગળ સામાન્ય રીતે લશ્કર તથા પોલીસા ઉપર કાબૂ ધરાવનાર ટાળકીઓનું શાસન ચાલે છે અને હું તને આગળ કહી ચૂક્યો છું તેમ ટોચ ઉપરના ભાગમાં ત્યાં વારંવાર ક્રાંતિ થાય છે. દક્ષિણ અમેરિકાના બધાયે દેશોની ભૂમિમાં ખનીજ દ્રવ્યો બહોળા પ્રમાણમાં પડેલાં છે અને એ રીતે ભવિષ્યમાં તે અતિશય ધનિક અને એવે સંભવ છે. પરંતુ અત્યારે તે એ બધા દેવામાં ડૂબેલા છે અને ચાર વરસ પૂર્વે અમેરિકાએ તેમને નાણાં ધીરવાનું બંધ કર્યું એટલે તેમની ભારે દુર્દશા થવા પામી અને એને લીધે ઠેકઠેકાણે ક્રાંતિ થવા પામી. આર્થિક મુશ્કેલીને કારણે આર્જેન્ટાઈના, બ્રાઝિલ અને ચિલી વગેરે દક્ષિણ અમેરિકાના ત્રણ મુખ્ય દેશોમાં પણ ક્રાંતિ થવા પામી. ૧૯૩૨ની સાલના ઉનાળા પછી દક્ષિણ અમેરિકામાં નાનાં નાનાં એ યુદ્ધો થઈ ગયાં પરંતુ મંચુરિયામાંના જાપાનના યુદ્ધની પેઠે સત્તાવાર રીતે તેમને યુદ્ધ કહેવામાં આવતાં નથી. પ્રજાસધના કરાર તથા કૅલેગના સુલેહના કરાર પછી યુદ્ધો ભાગ્યે જ થવા પામે છે. જ્યારે કાઈ એક રાષ્ટ્ર ખીજા રાષ્ટ્ર ઉપર ચડાઈ કરે છે અને તેના નારિકાની કતલ કરે છે ત્યારે એ વસ્તુને યુદ્ધ નહિં પણ ‘ અથડામણુ ’ કહેવામાં આવે છે. અને ઉપર જણાવેલા કરારો અથડામણની મનાઈ નથી કરતા એટલે સૌ કાઈ સતષ અનુભવે છે. એ એ નાનાં યુદ્ધોનું મંચૂરિયાના યુદ્ધ જેટલું જગાપી મહત્ત્વ નથી એ ખરું, પરંતુ પ્રાસંધથી માંડીને સંખ્યાબંધ સુલેહના કરારો તથા સમજૂતી વગેરેનું દુનિયામાં શાંતિ જાળવવા માટેનું જે તંત્ર ઊભું કરવામાં આવ્યું છે તથા જેનાં પાર વગરનાં ગુણગાન કરવામાં આવે છે તે કેટલું બધું દુબળ અને વ્યર્થ છે એ વસ્તુ તે પુરવાર કરી આપે છે. પ્રજાસધનું સભ્ય બનેલું રાષ્ટ્ર એવા જ બીજા રાષ્ટ્ર Page #784 -------------------------------------------------------------------------- ________________ જગત ઉપર છેવટની દૃષ્ટિ ૧૪૫૧ હાથપગ જોડીને બેસી રહે છે અથવા કરવાના પામર અને બિલકુલ વ્ય ઉપર ચડાઈ કરે છે એ પ્રસ ંગે તે કાં તે તો તેમની વચ્ચેની એ લડાઈનું પ્રયાસ કરે છે. સમાધાન ' દક્ષિણ અમેરિકાનાં એ બે યુદ્દો અથવા · અથડામણા ’માંની એક ચેકા નામથી ઓળખાતા જંગલના એક પ્રદેશના મુદ્દા ઉપર એલીવિયા અને પેરાગુએ વચ્ચે પેદા થયેલી છે. એક વિનાદી ફ્રાંસવાસીએ કહ્યું છે કે, એલીવિયા અને પેરાણુએ વચ્ચેની ચેકા જંગલ માટેની લડાઈ મને કાંસકીને માટે લડતા ખે ટાલવાળા માણસાની યાદ આપે છે.' તેમની વચ્ચેની એ લડાઈ બેવકૂફીભરી છે એમાં શંકા નથી પણ તે ઉપર જણાવ્યું છે તેટલી બધી એક્દી છે એમ ન જ કહી શકાય. વિશાળ જંગલપ્રદેશમાં તેલનાં હિતા સડાવાયેલાં છે અને તેમાં થઈને વહેતી પેરાશુએ નદી ખેલીવિયાને આટ્લાંટિક મહાસાગર સાથે જોડે છે. એ એ દેશોએ સમજૂતી પર આવવાને ઇન્કાર કર્યાં છે અને તે આજ સુધીમાં હજારો માણસની જિંદગીને ભોગ આપી ચૂકયા છે. ખીજી અથડામણુ કાલખિયા અને પેરુ વચ્ચે ચાલી રહી છે. એમની વચ્ચે ઝઘડા લૅટીસિયા નામના એક નાનકડા ગામના મુદ્દા ઉપર થવા પામ્યા છે. પેરુએ એ ગામને બહુ અયેાગ્ય રીતે કબજો કર્યાં છે. હું ધારું છું કે પ્રજાસધે એને માટે પેરુને સખત ઠપકા આપ્યા હતા. લૅટિન અમેરિકાના લૉકા ( એમાં મેકિસકેાના લેાકાનેા પણ સમાવેશ થાય છે. ) કૅથલિક સંપ્રદાયના છે. મેક્સિકામાં રાજ્ય અને કૅથલિક પાદરીઓ વચ્ચે ઝનૂની તકરાર થઈ હતી. સ્પેનની પેઠે, મેક્સિકેાની સરકાર પણ કેળવણી તેમ જ લગભગ બીજી બધી બાબતો ઉપરની રેશમન ચ ની ભારે સત્તા ઉપર કાપ મૂકવા ચહાતી હતી. બ્રાઝિલ સિવાય આખાયે દક્ષિણ અમેરિકાની ભાષા સ્પેનિશ છે. બ્રાઝિલની રાજભાષા પોર્ટુગીઝ છે. આટલા મોટા વિસ્તારમાં એ ખેલાતી હાવાથી સ્પેનિશ ભાષા જગતની એક મોટામાં મોટી ભાષા છે. એ અતિશય મનારમ અને સંગીતમય ભાષા છે. એનું આધુનિક સાહિત્ય સુંદર છે અને દક્ષિણ અમેરિકાને લીધે આજે તે ભારે મહત્ત્વની વેપારની ભાષા પણ ખની ગઈ છે. Page #785 -------------------------------------------------------------------------- ________________ ૧૫. યુદ્ધની છાયા ૮ ઓગસ્ટ, ૧૯૩૩ છેલ્લા પત્રમાં આપણે એશિયા, આફ્રિકા તથા અમેરિકા વગેરે ખંડેને ઝડપથી અવલોકન કરી ગયાં. યુરોપ હજી બાકી છે. તે તકરારી અને વિખવાદથી ભરેલે છે અને એમ છતાંયે તેનામાં ઘણું ગુણો પણ છે. ઈગ્લેંડ જે દુનિયાનું સૌથી આગળ પડતું રાજ્ય હતું તે પિતાની પુરાણી સરસાઈ ગુમાવી બેઠું છે અને જે કંઈ બાકી રહ્યું છે તેને સાચવી રાખવાને ભારે મથામણ કરી રહ્યું છે. તેને સલામત રાખનાર અને બીજાઓ ઉપર તેનું પ્રભુત્વ જમાવનાર તથા સામ્રાજ્ય ઊભું કરવામાં તેને મદદરૂપ થનાર તેની દરિયાઈ સત્તા હવે પહેલાં જેવી રહી નથી. એક વખત એ હતે જ્યારે તેને નકા-કાલે બીજી કોઈ પણ બે મહાન સત્તાઓના નૌકાકાફલાઓ કરતાં મેટે અને વધારે બળવાન હતું. આજે તે તે માત્ર એટલે જ દાવો કરી શકે છે કે તેને નૌકાકાફેલે યુનાઈટેડ સ્ટેટ્સના નૌકાકાફલા જેવડ છે. અને યુનાઈટેડ સ્ટેટ્સ પાસે એટલી બધી સાધનસામગ્રી છે કે તે ધારે તે ઝડપથી ઈંગ્લેંડ કરતાં પિતાને નૌકાકાફેલે વધારી દઈ શકે છે. આજે તે નૌકાકાફલા કરતયે હવાઈદળનું મહત્ત્વ વધારે છે અને એ બાબતમાં તે ઇંગ્લંડ એથીયે વિશેષ નબળું છે. બીજી ઘણી સત્તાઓ પાસે તેના કરતાં વધારે લડાયક એરોપ્લેને છે. વેપારની બાબતમાં તેની સરસાઈ પણ નષ્ટ થઈ છે અને એમાં પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરવાની તેને આશા રહી નથી તથા તેને માટે નિકાસને વેપાર ઉત્તરોત્તર ઘટતું જાય છે. જકાતેની ઊંચી દીવાલ ઊભી કરીને તથા પસંદગીની જનાઓ દ્વારા પિતાના માલ માટે સામ્રાજ્યનાં બજારે જાળવી રાખવાને તે મથી રહ્યું છે. ખુદ એ હકીકત પણ બતાવી આપે છે કે, સામ્રાજ્યની બહારને આખી દુનિયાને વેપાર હાથે કરવાના મોટા મોટા ખ્યાલે તેણે છોડી દીધા છે. આ મર્યાદિત ક્ષેત્રમાં પણ તેને સફળતા મળે તેયે વેપારને અંગેની તેની પહેલાંની સરસાઈ તેને ફરીથી પ્રાપ્ત થાય એમ નથી. તેની એ સરસાઈ તે તેની પાસેથી હમેશને માટે જતી રહી છે. સામ્રાજ્યના મર્યાદિત ક્ષેત્રમાં પણ તેને કેટલી સફળતા મળે છે અને તે કેટલે વખત ટકશે એને ભરેસે નથી. અમેરિકા સાથેના તેના ઝનૂની કંઠયુદ્ધ પછી હજીયે ઈગ્લેંડ દુનિયાના વેપારનું નાણાંકીય અથવા શરાફી કેન્દ્ર રહ્યું છે અને લંડન શહેર હૂંડીઓના વિનિમયનું મુખ્ય મથક છે. પરંતુ દુનિયાને વેપાર જેમ જેમ ઘટતો અને નાશ પામતે જાય છે તેમ તેમ એ મહામૂલી વસ્તુનું આકર્ષણ તથા તેનું મૂલ્ય Page #786 -------------------------------------------------------------------------- ________________ તે યુદ્ધની છાયા ૧૪૫૩ ઘટતું જાય છે. આર્થિક રાષ્ટ્રવાદ તથા જકાત વગેરેની પિતાની નીતિથી ઇંગ્લંડ તેમ જ બીજા દેશો પોતે જ દુનિયાના વેપારના આ પ્રકારના ઘટાડાને મદદ કરી રહ્યા છે. દુનિયાને વેપાર મોટા પ્રમાણમાં ચાલુ રહેવા પામે અને વર્તમાન મૂડીવાદી વ્યવસ્થા ટકી રહે તો તેનું નાણુકીય અથવા આર્થિક નેતૃત્વ આખરે લંડનથી ખસીને ન્યૂયોર્ક જશે એમાં લેશ પણ શંકા નથી. પરંતુ એ બનવા પામે તે પહેલાં મૂડીવાદી વ્યવસ્થામાં ભારે ફેરફાર થાય એ ઘણે સંભવ રહે છે. બદલાતી જતી પરિસ્થિતિ સાથે પિતાને મેળ સાધવાની ઇંગ્લંડની શાખ છે. પરંતુ તેની સમાજરચનાને ભારે ધકકો ન પહોંચે અને તેના મિલકતદાર વર્ગોની વિશિષ્ટ પ્રકારની સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી જ તેની એ શાખ ટકે એમ છે. પ્રાપ્ત પરિસ્થિતિ સાથે પિતાને મેળ સાધવાની તેની આ શક્તિ મૂળભૂત સામાજિક ફેરફારોમાંથી પણ તેને ક્ષેમકુશળ પાર ઉતારશે કે કેમ તે હજી જોવાનું છે. એ ફેરફાર ચૂપચાપ અને શાંત પણે થવાનો સંભવ બહુ જ ઓછી જણાય છે. જેમની પાસે સત્તા તથા વિશિષ્ટ અધિકાર હેય તેઓ સ્વેચ્છાપૂર્વક તેને ત્યાગ કરી શકતા નથી, આજે તે ઈંગ્લેંડ વિશાળ દુનિયામાંથી સંકોચાઈને પિતાના સામ્રાજ્યના મર્યાદિત ક્ષેત્રમાં પિતાનું લક્ષ કેન્દ્રિત કરી રહ્યું છે. અને સામ્રાજ્ય ટકાવી રાખવાને માટે તે તેની રચનામાં ભારે ફેરફાર કરવાને પણ સંમત થયું છે. ઈંગ્લંડનાં સંસ્થાને તેની નાણાંકીય વ્યવસ્થા જેડે અનેક રીતે સંકળાયેલાં છે એ ખરું પરંતુ તેઓ સારી પેઠે સ્વતંત્રતા ભોગવે છે. પિતાનાં વિકસતાં જતાં સંસ્થાનોને સંતુષ્ટ રાખવા માટે ઈંગ્લડે ઘણો ભોગ આપે છે. પરંતુ આમ છતાંયે ઈંગ્લેંડ અને તેમની વચ્ચે ઝઘડાઓ થાય છે. ઓસ્ટ્રેલિયા બેંક ઑફ ઇંગ્લેંડ સાથે સંપૂર્ણપણે બંધાયેલું છે અને જાપાનની ચડાઈના ભયનું માર્યું તે ઈંગ્લેન્ડ સાથે નિકટપણે બંધાયેલું રહે છે. કેનેડાના વિકસતા જતા ઉદ્યોગો ઈંગ્લંડના ઉદ્યોગ સાથે હરીફાઈ કરે છે અને તેમને સહેજ પણ નમતું આપવા માગતા નથી. વળી કેનેડા પિતાના મહાન પડોશી યુનાઈટેડ સ્ટેટ્સ સાથે અનેક પ્રકારના સંબંધોથી સંકળાયેલું છે. દક્ષિણ આફ્રિકામાં સામ્રાજ્યને માટે ભારે ઉમળકે નથી જોકે તેની પહેલાંની કડવાશ હવે જતી રહી છે. આયર્લેન્ડ તે અળગું પડીને પિતાના પગ ઉપર ઊભું છે અને ઇંગ્લંડ તથા આયર્લેન્ડ વચ્ચેનું વેપારી યુદ્ધ હજી ચાલુ છે. આયર્લેન્ડને ડરાવી મારવાને તથા તેને બળજબરીથી નમાવવાને અર્થે ઈંગ્લંડમાં આયર્લેન્ડના માલ ઉપર નાખવામાં આવેલી જકાતની ઊલટી જ અસર થવા પામી. એ જકાતે આયર્લેન્ડના ઉદ્યોગે તથા ખેતીવાડીને ભારે વેગ આપે છે અને સ્વાશ્રયી તથા સ્વયંપૂર્ણ રાષ્ટ્ર બનવામાં આયર્લેન્ડને ભારે સફળતા મળી છે. ત્યાં આગળ નવાં નવાં Page #787 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારખાનાં ઊભાં થયાં છે અને ધાસ માટેની તથા ખીડની જમીન ફરી પાછી ખેડાવા લાગી છે અને તેમાં અનાજ પાકવા લાગ્યું છે. પહેલાં જે ખારાક ઇંગ્લંડ મોકલવામાં આવતો તે હવે આયર્લૅન્ડના લેકા વાપરે છે અને તેમનું જીવનનું ધોરણ સુધરી રહ્યુ છે. આ રીતે ડી વૅલેરાને પોતાની નીતિમાં સફળતા મળી છે અને આયર્લૅન્ડ આજે ઇંગ્લંડની સામ્રાજ્યવાદી નીતિમાં મૂળ સમાન થઈ પડયુ છે. તેણે ઉગ્ર વલણ અખત્યાર કર્યું છે અને તે ઇંગ્લંડને સામને કરી રહ્યું છે તથા ઓટાવાના વેપારી કરારો સાથે તે કશીયે નિસ્બત રાખતું નથી. સંસ્થાના સાથેના તેના વેપારી સંબધેથી આ રીતે ઇંગ્લેંડને ઝાઝો લાભ નથી થયા. હિંદમાંથી તેને ધણા લાભ મળે છે કેમકે હિંદનું બજાર હજીયે ઘણું મોટું છે. પરંતુ હિંદની રાજકીય પરિસ્થિતિ તેમ જ તેનું આર્થિક સંકટ બ્રિટિશ વેપારને માટે અનુકૂળ નથી. લોકાને જેલમાં મોકલીને કાઈ પણ બ્રિટિશ માલ ખરીાની ફરજ પાડી શકે એમ નથી. મિ. ડૅન્ટી એલ્ડવીને તાજેતરમાં મૅચેસ્ટરમાં જણાવ્યું હતું કે, “ એક વખત એવા હતા કે જ્યારે હિંદે પાતાને જોઈતા માલ કચારે અને કચાંથી ખરીદવા એ બાબતમાં આપણે તેને હુકમ કરીને જણાવતા હતા. પરંતુ હવે એ સમય વીતી ગયા છે. હિંદની ભલી લાગણી એ જ વેપાર માટેની સલામતી છે. ભાલાની અણીથી આપણે હિંદને માલ વેચવાના કદી પણ પ્રયત્ન ન કરવા જેઈ એ.” હિંદની આંતરિક પરિસ્થિતિ ઉપરાંત ઇંગ્લેંડને હિંદમાં તેમ જ પૂના ખીજા દેશોમાં તથા કેટલાંક સંસ્થાનામાં પણ જાપાનીઓની હરીફાઈ ના સામને કરવા પડે છે. ઇંગ્લેંડ આજે તો તેની પાસે જે બાકી રહ્યુ છે તે સાચવી રાખવાને ભારે પ્રયાસ કરી રહ્યુ છે. એથી કરીને તે પોતાના સામ્રાજ્યને એક આર્થિક ઘટક બનાવી રહ્યુ છે. અને તેમાં ડેન્માર્ક, સ્વીડન, અને નાવે જેવા તેની સાથે સમજૂતી પર આવનારા દેશના સમાવેશ કરે છે. ઘટનાના બળને કારણે તેને એ નીતિ અખત્યાર કરવાની ફરજ પડી છે. એ સિવાય તેને માટે ખીજો કાઈ ઉપાય રહ્યો નથી. યુદ્ધને પ્રસ ંગે પોતાની રક્ષા કરવાને અર્થે પણ તેણે વધારે પ્રમાણમાં સ્વયંપૂર્ણ બનવું જ રહ્યું. એથી કરીને હવે તે પોતાની ખેતીવાડી પણ ખીલવી રહ્યુ છે. આર્થિક રાષ્ટ્રવાદની આ સામ્રાજ્યવાદી નીતિ કેટલા પ્રમાણમાં સફળ થશે તે આજે કાઈ કહી શકે એમ નથી. એની સફળતાના માર્ગમાં ઊભી થનારી કેટલીક મુશ્કેલીઓના ઉલ્લેખ હું આગળ કરી ગયા છું. પરંતુ એમાં જો તેને નિષ્ફળતા મળે તે આખાયે સામ્રાજ્યની ઇમારત અચૂક ભાગી પડવાની અને અંગ્રેજ લેાકાને પોતાના જીવનનું ધારણ નીચુ કરવું પડવાનું. માત્ર તે સમાજવાદી અ વ્યવસ્થાના સ્વીકાર કરે તે જ તેઓ એ આફતમાંથી ઊગરી શકે. પરંતુ એ નીતિ સફળ થાય એમાં પણ Page #788 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની છાયા .૧૪૫૫ ઘણું જોખમે રહેલાં છે. કેમકે એ રીતે તેમના વેપારને પૂરતે અવકાશ ન મળવાથી યુરોપના ઘણા દેશોને આર્થિક વિનાશ થશે. અને ઈંગ્લંડના દેવાદાર દેશ નાદાર બને એને પરિણામે ઈંગ્લેંડને પણ નુકસાન પહોંચવાનું. જાપાન અને અમેરિકા સામે એને પરિણામે આર્થિક સંધર્ષે પણ થયા વિના રહે એમ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ સાથે તે ઘણું ક્ષેત્રમાં હરીફાઈ ચાલી રહી જ છે અને દુનિયાની આજની સ્થિતિ જોતાં ઈગ્લેંડનું જેમ જેમ પતન થતું જશે તેમ તેમ બહોળી સાધનસામગ્રી ધરાવનાર યુનાઈટેડ સ્ટેટ્સ અવશ્ય આગળ જવાનું જ. ચાલી રહેલી આ પ્રક્રિયાનું એક જ પરિણામ આવી શકે કે, ઇંગ્લંડ ચૂપચાપ પિતાની હાર સ્વીકારી લે અથવા પિતાના હાથમાં જે કંઈ રહ્યું છે તે પણ તેની પાસેથી જતું રહે તથા પિતાના હરીફને પડકાર આપવાને માટે તે અતિશય દુર્બળ બની જાય તે પહેલાં એ બધું સાચવી રાખવાને તે છેવટને પ્રયાસ કરે અને એને ખાતર યુદ્ધનું જોખમ ખેડે. સેવિયેટ રાજ્ય પણ ઇંગ્લેંડનું એક મોટું હરીફ છે. તેમની નીતિ એકબીજાથી સાવ ઊલટી છે અને આખાયે યુરોપ તથા એશિયામાં તે એકબીજા સામે ઘુરકિયાં કરી રહ્યાં છે તથા એકબીજા સામે કાવતરાં કરી રહ્યાં છે. એ બંને સત્તાઓ થોડા વખત માટે પરસ્પર સુલેહશાંતિ જાળવી રાખે એ બનવાજોગ છે પરંતુ તે બંનેને મેળ ખાવો અશક્ય છે કેમ કે ઉભયનાં થે એકબીજાથી સાવ ભિન્ન છે. ઈંગ્લંડ આજે સંતુષ્ટ સત્તા છે કેમ કે તેને જે જોઈએ તે બધું તેની પાસે છે. એ બધું તે ગુમાવી બેસશે એ તેને ડર લાગે છે અને તેને એ ડર વાસ્તવિક છે. દુનિયાની આજની સ્થિતિ જેમની તેમ કાયમ રાખવાને તે મથી રહ્યું છે અને એ રીતે તે તેની આજની સ્થિતિ જાળવી રાખવાને પ્રયત્ન કરે છે. એ હેતુ પાર પાડવાને અર્થે તે પ્રજાસંઘને ઉપયોગ કરી રહ્યું છે. પણ ઘટનાચક્ર અતિશય બળવાન છે અને તેને ખાળવાની તેની યા બીજી કેઈ પણ સત્તાની તાકાત નથી. આજે તે બળવાન છે એ નિર્વિવાદ છે, પરંતુ સામ્રાજ્યવાદી સત્તા તરીકે તે દુર્બળ બનતું જાય છે તથા તેની પડતી થવા લાગી છે એ પણ એટલું જ નિર્વિવાદ છે. અને આજે આપણે તેને અસ્તકાળ નિહાળી રહ્યાં છીએ. સમુદ્ર ઓળંગીને યુરોપ ખંડની ભૂમિ ઉપર પ્રથમ કાન્સ આવે છે. કાન્સ પણું સામ્રાજ્યવાદી સત્તા છે અને આફ્રિકા તથા એશિયામાં તેનું વિશાળ સામ્રાજ્ય છે. લશ્કરી દૃષ્ટિથી જોતાં યુરેપનું તે સૌથી બળવાન રાષ્ટ્ર છે.* * જર્મનીએ શસ્ત્રસજ્જ થવા માંડયું ત્યારથી તેની આ સ્થિતિ રહી નથી. ૧૯૩૮ની સાલના મ્યુનિચના કરાર પછી ક્રાંસ લગભગ બીજા વર્ગનું રાજ્ય બની ગયું છે. મધ્ય યુરોપનાં રાજ સાથે તેણે કરેલું જોડાણ પણ તૂટવા લાગ્યું છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેની પાસે બળવાન સૈન્ય છે અને તે પિલેંડ, ચેલૈવાકિયા, બેલ્જિયમ, રૂમાનિયા, યુગોસ્લાવિયા વગેરે રાષ્ટ્રોના સમૂહનું આગેવાન છે. અને આમ છતાંયે જર્મનીના લડાયક જુસ્સાને, ખાસ કરીને હિટલરનો અમલ શરૂ થયે ત્યાર પછીથી, તેને ડર રહે છે. સાચે જ, મૂડીવાદી ક્રાંસ અને સેવિયેટ રશિયા એ બંનેની એકબીજા વિષેની ભાવનામાં અસાધારણ પલટો લાવવામાં હિટલરને સફળતા મળી છે. તે બંનેના સામાન્ય શત્રુએ તેમને મિત્ર બનાવી દીધાં છે. જર્મનીમાં નાઝીઓને ત્રાસ હજી ચાલુ જ છે અને નવા નવા અત્યાચાર તથા ઘાતકીપણાની ખબરે રોજેરોજ આવતી રહે છે. આ પાશવતા ક્યાં સુધી ચાલુ રહેશે એ કહેવું મુશ્કેલ છે. કેટલાયે મહિનાઓથી એ ચાલી રહી છે અને તેમાં ઘટાડે થતું હોય એમ લાગતું નથી. આવું દમન સ્થાયી સરકારનું ચિહ્ન કદીયે ન હોઈ શકે. જર્મની જે લશ્કરી દૃષ્ટિએ પૂરતું બળવાન હેત તે કદાચ યુરોપમાં ક્યારનુંયે યુદ્ધ ફાટી નીકળ્યું હોત. એ યુદ્ધ ફાટી નીકળવાને હજી પણ સંભવ રહે છે. પિતે સામ્યવાદથી બચવાનું છેવટનું આશ્રયસ્થાન છે એમ કહેવાને હિટલરને ભારે શેખ છે. અને એક રીતે તેનું એ કથન સાચું હોવાને પણ સંભવ છે કારણ કે જર્મનીમાં હવે હિટલરવાદને બદલે સામ્યવાદ સિવાય બીજો વિકલ્પ રહ્યો નથી. મુસોલિનીના અમલ નીચે ઈટાલી આંતરરાષ્ટ્રીય રાજકારણ પર ભાવનાશૂન્ય, વ્યાવહારિક અને સ્વાથી દષ્ટિ રાખે છે. બીજાં રાષ્ટ્રોની પેઠે તે સુલેહશાંતિ અને સભાવની મોટી મોટી વાત કરતું નથી. ભાવિ યુદ્ધ માટે તે આંખ મીંચીને તૈયારી કરવા મંડી પડયું છે કેમ કે થોડા જ વખતમાં યુદ્ધ ફાટવાનું જ છે એ વિષે તેને લવલેશ શંકા નથી. દરમ્યાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આગળ પડતું સ્થાન પ્રાપ્ત કરવાની પેરવી તે કરી રહ્યું છે. પિતે ફાસિસ્ટ હેવાથી જર્મનીમાં તે ફાસીવાદને આવકારે છે અને હિટલરવાદીઓ સાથે તે મિત્રાચારીભર્યો સંબંધ રાખે છે. અને આમ છતાં તે જર્મનીના સ્ટ્રિયા સાથેના જોડાણને વિરોધ કરે છે, જ્યારે ઑસ્ટ્રિયાને જર્મની સાથે જોડી દેવાની જર્મન નીતિની ભારે નેમ છે. એ પ્રકારના જોડાણથી જર્મનીની સરહદ છેક ઈટાલીની સરહદ સુધી આવી પહોંચે. અને મુસોલિની જર્મનીને તેને ફાસિસ્ટ બિરાદર આટલે બધે નજીક આવે એ પસંદ નથી કરતે.* * તેના ઉપર ચડાઈ કરીને ૧૯૩૮ની સાલના માર્ચ માસમાં જર્મનીએ ઐસ્ટિયાને પિતાની સાથે જોડી દીધું છે. સંજોગોવશાત મુસલિનીને એ વસ્તુ કબૂલ રાખવી પડી પરંતુ ઈટાલીએ એ ફેરફાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યું હતું. Page #790 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૭ યુદ્ધની છાયા મધ્ય યુરોપનાં નાનાં નાનાં રાષ્ટ્ર મંદીના પંજામાં સપડાયાં છે અને મહાયુદ્ધની અસરને કારણે ભારે હાડમારીઓ વેઠી રહ્યાં છે. અને હવે તેઓ હિટલર તથા તેના નાઝીઓના ડરથી અસ્વસ્થ બની ગયાં છે અને ભડકી ઊઠ્યાં છે. આ બધાયે મધ્ય યુરોપના દેશોમાં અને ખાસ કરીને ઐસ્ટ્રિયાની પેઠે જ્યાં જર્મનની વસ્તી છે ત્યાં નાઝી પક્ષે ઊભા થઈ રહ્યા છે. પરંતુ સર્વત્ર નાઝીવિરોધી લાગણી પણ પેદા થઈ રહી છે એને પરિણામે ઝઘડાઓ અને અથડામણ થવા લાગ્યાં છે. ઓસ્ટ્રિયા હાલ એવા પ્રકારના ઝઘડાઓનું પ્રધાન ક્ષેત્ર બની ગયું છે. થોડા જ વખત ઉપર, મને લાગે છે કે, ૧૯૩૨ની સાલમાં મધ્ય યુરોપના ડાન્યુબ પ્રદેશનાં ચેકોસ્લોવાકિયા, રૂમાનિયા અને યુગોસ્લાવિયા એ ત્રણ ક્રાંસનાં પક્ષકાર રાજ્યોએ પિતાને એક સંધ ઊભો કર્યો હતો. મહાયુદ્ધ પછી થયેલા સમાધાનથી એ ત્રણે રાજ્યને લાભ થયે હતું અને તેમને જે મળ્યું હતું તે તેઓ જાળવી રાખવા માગતાં હતાં. એ હેતુને અર્થે તેમણે પિતાને સંધ સ્થાપે. વાસ્તવમાં તેમને એ સંધ યુદ્ધ માટેને સંધ અથવા જોડાણ હતું. એને “લિટલ એન્ટેન્ટ” એટલે કે “નાને સંઘ” કહેવામાં આવે છે. ત્રણ રાજ્યોને બનેલે આ “લિટલ એન્ટેન્ટ' અથવા નાન સંધ વાસ્તવમાં યુરોપમાં ઊભી થયેલી એક નવી સત્તા છે. એ સત્તા ફ્રાંસની પક્ષકાર અને જર્મનીની વિરોધી છે. ઇટાલીની રાજનીતિની પણ તે વિધી છે. જર્મનીમાં નાઝીઓને થયેલે વિજય એ આ “નાના સંધ’ માટે તેમ જ પિલેંડ માટે પણ ભયસૂચક ચિહ્ન હતું, કેમકે નાઝીઓ વસઈની સુલેહની સંધિમાં ફેરફાર કરાવવા ચહાતા હતા (એ ફેરફાર તે બધાયે જર્મને માગે છે.) એટલું જ નહિ પણ તેઓ એવી ભાષામાં વાત કરતા હતા કે જેને લીધે યુદ્ધ નજીક આવતું જણાતું હતું. નાઝીઓની ભાષા તથા તેમની કાર્યપદ્ધતિ એટલી બધી ઉગ્ર અને જલદ હતી કે સુલેહની સંધિમાં ફેરફાર કરાવવા માગતા ઑસ્ટ્રિયા અને હંગરી જેવાં રાજ્યો પણ એથી ભડકી ઊઠયાં. “નાને સંઘ” પિલેંડ, એસ્ટ્રિયા, હંગરી વગેરે રાજ્ય તથા બાલ્કનનાં રાજ્ય જે આજ સુધી એકબીજાને તીવ્રપણે ધિક્કારતાં આવ્યાં હતાં તે બધાં હિટલરવાદ તથા તેના ડરનાં માર્યા એકબીજાની વધારે નજીક આવ્યાં. તેમની વચ્ચે આર્થિક ક્ય કરવાની વાત પણ થવા લાગી છે. જર્મનીમાં નાઝીઓને ઉપદ્રવ ફાટી નીકળે ત્યાર પછી આ બધા દેશે અને ખાસ કરીને પોલેંડ તથા ચેકોસ્લોવાકિયા રશિયા તરફ પણ વધારે મિત્રતાભર્યું વલણ દાખવવા લાગ્યાં છે. એને પરિણામે ચેડાં અઠવાડિયાં ઉપર એ બધા દેશે અને રશિયા વચ્ચે પરસ્પર બિનઆક્રમણને કરાર પણ થયું છે. Page #791 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન હું તને આગળ કહી ગયા છું તેમ સ્પેનમાં હમણાં જ ક્રાંતિ થવા પામી છે. હજી તે સ્થિર થયું નથી અને ખીજો ફેરફાર થવાની નાખત ત્યાં વાગી રહી હૈાય એમ જણાય છે. યુરોપની સ્થિતિ આજે કેવી વિચિત્ર પ્રકારની છે એ તને આ બધા ઉપરથી સમજાશે. તે અનેક પ્રકારના સર્યાં અને દ્વેષોથી ખદબદી રહ્યુ છે અને તેના રાષ્ટ્રોના હરીફ સમૂહો એકખીજા સામે ધૂરકિયાં કરી રહ્યા છે. ત્યાંની પ્રજા નિઃશસ્ત્રીકરણ યા શસ્ત્રસંન્યાસની વાતો કરતાં થાકતી નથી અને એમ છતાં સત્ર શસ્ત્રસજ્જ થવાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને યુદ્ધ તથા સંહારનાં નવાં નવાં અને ભીષણ શસ્ત્રો શોધાતાં જાય છે. ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય સરકાર માટે પણ પાર વગરની વાતો થાય છે અને અસંખ્ય પરિષદે ભરાય છે, પણ એ બધાનું પરિણામ શૂન્ય છે. ખુદ પ્રજાસ ધને પણ કરુણ નિષ્ફળતા મળી છે અને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદમાં થયેલા બધાએ સાથે મળીને કા કરવાના છેલ્લે પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો છે. એવી પણ એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે યુરોપના જુદા જુદા દેશાએ અથવા સાચુ કહેતાં રશિયા સિવાય બાકીના યુરોપે એકત્ર થઈને યુરેાપનું એક પ્રકારનું સંયુક્ત રાજ્ય સ્થાપવું. એને ‘યુરોપના એકીકરણ'ની ચળવળ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં એ સાવિયેટ વિરોધી સંધ સ્થાપવાનો તેમ જ ત્યાં આગળ નાનાં નાનાં અનેક રાષ્ટ્રા હેાવાને કારણે જે અનેક મુશ્કેલી અને ગૂંચવા પેદા થાય છે તે ટાળવાના પ્રયાસ છે, પરંતુ એ બધાં રાષ્ટ્રોના એકબીજા સામેના દ્વેષો એટલા બધા પ્રબળ છે કે એવી દરખાસ્ત તરફ કાઈ પણ રાષ્ટ્ર નજર સરખી પણ કરે એમ નથી. વાત તો એમ છે કે દરેક દેશ દિનપ્રતિદિન ખીજાથી વધુ ને વધુ દૂર જતો જાય છે. વેપારની મંદી તથા જગવ્યાપી આર્થિક કટોકટીએ દરેક દેશને આર્થિક રાષ્ટ્રવાદની નીતિ અખત્યાર કરવાની ક્રજ પાડીને આ પ્રક્રિયાને વેગ આપ્યા છે. દરેક દેશ જકાતની ઊંચી દીવાલો ઊભા કરીને એઠે છે અને પરદેશી માલ આવતા અટકાવવાના બનતા બધા પ્રયાસેા કરી રહ્યો છે. એશક પરદેશી માલની આયાત તે સંપૂર્ણ પણે તે રોકી શકે એમ નથી, કેમ કે કાઈ પણ દેશ સ્વયંપૂર્ણ નથી એટલે કે પોતાને જોઈતી બધી જ વસ્તુઓ પેદા કરતા નથી. આબેહવાને કારણે પણ કેટલીક વસ્તુ તે પેદા ન કરી શકે. દાખલા તરીકે, ઈંગ્લંડ કપાસ, શણ, ચા, કૉફી તેમ જ જેને માટે ગરમ આખાહવા જરૂરી હોય એવી બીજી ઘણી વસ્તુઓ પેદા કરી શકે નહિ. એને અર્થ એ થયા કે ભવિષ્યમાં વેપાર મુખ્યત્વે કરીને જુદી જુદી આબેહવાવાળા અને ભિન્નભિન્ન વસ્તુઓ પકવનારા દેશ વચ્ચે મર્યાદિત રહેશે. એક જ પ્રકારના માલ ઉત્પન્ન કરનાર દેશને એકબીજાની વસ્તુની ભાગ્યે જ કશી જરૂર રહેશે. ૧૪૫૯ Page #792 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની છાયા ૧૪૫૯ આમ વેપાર ઉત્તર અને દક્ષિણ વચ્ચે રહેશે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નહિ કેમકે આબોહવાને ફેરફાર ઉત્તર અને દક્ષિણ વચ્ચે હોય છે. ઉષ્ણ કટિબંધના દેશને સમશીતોષ્ણ તથા શીત કટિબંધના દેશ સાથે વેપાર ચાલશે પરંતુ બે ઉષ્ણ કટિબંધના કે બે સમશીતોષ્ણ કટિબંધના દેશ વચ્ચે વેપારને સંબંધ રહેશે નહિ. બેશક, દેશની ખનીજ સામગ્રી ઈત્યાદિ બીજી કેટલીક ગણતરીઓને માટે અવકાશ રહે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉત્તર અને દક્ષિણની ગણતરી મુખ્ય રહેશે. બાકીને બધાયે વેપાર જકાતની દીવાલ દ્વારા અટકાવવામાં આવશે. એ પ્રકારનું વલણ અનિવાર્ય હોય એમ આજે જણાય છે. ઔદ્યોગિક ક્રાંતિની એને છેવટની અવસ્થા કહેવામાં આવે છે. એમાં દરેક દેશ પૂરતા પ્રમાણમાં ઔદ્યોગિક થઈ ગયે હશે. એશિયા અને આફ્રિકા હજીયે ઔદ્યોગિક થયા નથી એ ખરું છે. પરંતુ આફ્રિકા ખંડ એટલે બધે પછાત અને ગરીબ છે કે, ત્યાં પાક માલ બહુ જ ઓછા પ્રમાણમાં ખપી શકે એમ છે. હિંદુસ્તાન, ચીન તથા સાઈબેરિયા એ ત્રણ મોટા પ્રદેશોમાં એ પરદેશી પાકે માલ હજીયે ખપત રહેવાને સંભવ છે; એ ત્રણ મેટાં સંભવિત બજારે તરફ ઔદ્યોગિક દેશે મીટ માંડીને બેઠા છે. તેમનાં હમેશનાં બજારોનાં દ્વાર હવે બંધ થઈ ગયાં હોવાથી પિતાના વધારાના માલને નિકાલ કરવાને અને તેમના ડગમગતા મૂડીવાદને ટેકે આપીને ટકાવી રાખવાને અર્થે એ દેશે આ રીતે “એશિયા તરફ ધસારે કરવાનો” વિચાર કરી રહ્યા છે. પરંતુ કંઈક અંશે એશિયામાં ઉદ્યોગોને વિકાસ થયે છે તેથી અને કંઈક અંશે આંતરરાષ્ટ્રીય હરીફાઈને લીધે એશિયાનું શોષણ કરવાનું હવે સુગમ નથી રહ્યું. ઈગ્લેંડ હિંદુસ્તાનને પોતાના માલના બજાર તરીકે રાખી મૂકવા માગે છે પરંતુ જાપાન, યુનાઈટેડ સ્ટેટ્સ તથા જર્માની પણ એમાં ભાગ પડાવવા માગે છે. ચીનમાં પણ એમ જ છે; અને વધારામાં ત્યાંની આંતરિક અશાન્તિ અને અવરજવર તથા માલની લાવલઈજાનાં યોગ્ય સાધનને અભાવ વેપારજગારને મુશ્કેલ બનાવે છે. સોવિયેટ રશિયા પરદેશને પાકે માલ ઠીક ઠીક પ્રમાણમાં લેવા તૈયાર છે માત્ર તેને તે ઉધાર મળવો જોઈએ અને તેની કિંમત તેને તરત જ ચૂકવવાની ન હોવી જોઈએ. પરંતુ ઘેડા જ વખતમાં સોવિયેટ રાજ્ય પિતાને જોઈતી લગભગ બધી વસ્તુઓ ઉત્પન્ન કરતું થઈ જશે. પહેલાંના સમયમાં રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વધુ ને વધુ પરસ્પરાવલંબનનું, વધુ ને વધુ આંતરરાષ્ટ્રીયતાનું વલણ હતું. અલગ અલગ સ્વતંત્ર રાજ્ય કાયમ રહ્યાં હતાં એ ખરું પરંતુ તેમની વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધ અને વેપારનું જબરદસ્ત અને જટિલ તંત્ર ઊભું થવા પામ્યું હતું. એ પ્રક્રિયા એટલે સુધી આગળ વધી કે પછીથી એક જ રાષ્ટ્રમાં મર્યાદિત એવાં રાજ્યો તથા Page #793 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શીન ખુદ રાષ્ટ્રવાદ સાથે પણ તેને અથડામણ થવા લાગી. સમાજવાદી આંતરરાષ્ટ્રીય તંત્ર એ એ પછીનુ સ્વાભાવિક પગથિયું હતું. મૂડીવાદના દિવસે વીતી ગયા હોવાથી તે એવી અવસ્થાએ પહોંચ્યા હતા કે સમાજવાદની તરફેણમાં નિવૃત્ત થવાનો તેને માટે સમય આવ્યો હતા. પરંતુ દુર્ભાગ્યે એવી સ્વેચ્છાપૂર્વીકની નિવૃત્તિ કદીયે થતી નથી. પર ંતુ કટોકટી ઊભી થવાથી તથા પોતાના વિનાશ નજીક આવતો જોઈ ને મૂડીવાદ પોતાના કવચમાં પેસી ગયા છે અને પરસ્પરાવલંબનના ભૂતકાળના તેના વલણને ઉલટાવી નાખવા તે મથી રહ્યો છે. આર્થિક રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં આવ્યો તેનુ એ જ કારણ છે. સવાલ એ છે કે એને સફળતા મળી શકશે ખરી, અને માને કે સફળતા મળશે તોયે તે કેટલા વખત ટકશે? આખીયે દુનિયામાં વિચિત્ર પ્રકારનો ગોટાળા પેદા થવા પામ્યા છે. સ ંધર્ષોં અને ઈર્ષાનું ભયંકર જાળું ઊભું થયું છે અને નવી પ્રવૃત્તિએ તે આ સર્ધાનું ક્ષેત્ર ઊલટું વધુ વિશાળ બનાવે છે. હરેક ખંડમાં, હરેક દેશમાં દુળ અને પીડિત લાકે જે પેદા કરવામાં તેઓ પોતે કાળા આપી રહ્યા છે તે જીવનની સારી સારી વસ્તુના ઉપભોગમાં ભાગ પડાવવા માગે છે, જેની મુદત ક્યારનીયે વીતી ગઈ છે એવું પોતાનું લાંબા વખતનું લેણું તેઓ વસૂલ કરવા માગે છે. કેટલીક જગ્યાએ વસૂલાતને એ દાવા તે બહુ જ માટે અવાજે, કડકાઈથી અને ઉગ્રતાપૂર્વક કરી રહ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ તેઓ એ શાંતિપૂર્વક કરી રહ્યા છે. આટલા બધા લાંબા વખત સુધી તેમના પ્રત્યે ગેરવર્તાવ દાખવવામાં આવ્યા તથા તેમનું શોષણ કરવામાં આવ્યું એથી તીવ્રપણે કાપાયમાન થઈ ને આપણને પસંદ ન પડે એ રીતે તે વર્તે એ માટે આપણે તેમને દોષ દઈ શકીએ ખરાં ? તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી, તેમને તિરસ્કાર કરવામાં આવ્યા હતા; ભદ્ર સમાજની દીવાનખાનાની સભ્ય રીતભાતે તેમને શીખવવાની કાઈ એ પરવા રાખી નહતી. દુળ અને પીડિત લોકાના આ પ્રકાપથી મિલકતદાર વર્ગોં સત્ર ભડકી ઊચા છે અને એને દાખી દેવાને માટે એકત્ર થયા છે. આ રીતે ફાસીવાદને વિકાસ થાય છે અને સામ્રાજ્યાવાદ હરેક પ્રકારના વિરોધને કચરી નાખે છે : લોકશાહી, પ્રજાનું હિત અને ટ્રસ્ટીપણાની મીડી મધુરી વાતો સંભળાતી બંધ થઈ જાય છે. મિલકતદાર વર્ગો તથા સ્થાપિત હિતેાનું નગ્ન શાસન વધારે છતું થાય છે, અને ઘણી જગ્યાએ તે વિજયી નીવડવું જણાય છે. વધારે વસમા કાળ -પોલાદી અને આક્રમણકારી હિ ંસાના કાળ શરૂ થાય છે કેમ કે સત્ર જૂની અને નવી વ્યવસ્થા વચ્ચે જીવનમરણના સંગ્રામ ખેલાતો હોય છે. યુરોપમાં શું કે અમેરિકા અને હિંદુસ્તાનમાં શું સર્વાંત્ર હાડ બહુ મોટી છે અને જૂતી વ્યવસ્થા થોડા વખત માટે ભલેને મજબૂત મોરચો રચીને સુરક્ષિત થયેલી લાગતી Page #794 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની છાયા ૧૪:૧ હાય પરંતુ તેનું ભાવિ તાળાઈ રહ્યુ છે. જ્યારે સામ્રાજ્યવાદી અને મૂડીવાદી આખીયે વ્યવસ્થા તેના પાયામાંથી ડગમગી ઊઠી હાય તથા જ્યારે પોતાની જવાબદારી અદા કરવાને પણ તે અસમર્થ બની ગઈ હોય એ વખતે અરધાપરધા સુધારાથી પ્રશ્નના ઉકેલ લાવી શકાય નહિ. રાજકીય, આર્થિક અને જાતિવિષયક આ બધા અસંખ્ય સંધર્ષાએ દુનિયાને આજે અંધકારમય બનાવી દીધી છે તથા તેના ઉપર યુદ્ધની છાયા ફેલાવી મૂકી છે. એમ કહેવાય છે કે, એમાંના સૌથી પ્રચંડ સંધ એક બાજુએ સામ્રાજ્યવાદ અને ફાસીવાદ અને બીજી બાજુએ સામ્યવાદ વચ્ચેન છે. દુનિયાભરમાં એ બંને પક્ષો એકખીજાતી સામસામા ખડા થયા છે અને તેમની વચ્ચે સમજૂતીને જરાયે અવકાશ નથી. ચૂડલવાદ, મૂડીવાદ, સમાજવાદ, સધવાદ, અરાજકતાવાદ, સામ્યવાદ ~~ દુનિયામાં આજે કેટલા બધા ‘ વાદો ' છે ! અને એ બધાની પાછળ તકસાધુપણું અથવા તકવાદ તરાપ મારવાને માટે તૈયાર થઈ ને બેઠે છે! પરંતુ એ ઉપરાંત દુનિયામાં એક બીજો ‘ વાદ ’ છે અને તે છે આર્શીવાદ. જે કાઈ ને એની પડી હાય તે એને અપનાવી શકે છે. પરંતુ એ આદર્શીવાદ એટલે પોકળ કલ્પનાએ કે તરંગો નહિ પણ ઉદાત્ત માનવીધ્યેય માટેને જે મહાન ધ્યેયને આપણે સિદ્ધ કરવા ચાહીએ છીએ તેને માટે કાર્ય કરવાના આદશ વાદ છે. જ્યોજ બર્નાર્ડ શૉએ ક્યાંક કહ્યું છે કે: "C જેને તમે જીવનનું ઉદાત્ત ધ્યેય સમજતા હો તેને જીવન સમપી દેવું, ઉકરડા ઉપર તમને ફેંકી દેવામાં આવે તે પહેલાં તમારી જાતને પૂરેપૂરી ઘસી નાખવી, વિકાર અને સ્વાર્થનાં પૂતળાં બનીને પેાતાના દુ:ખનાં રોદણાં રડા તથા તમારા સુખને માટે દુનિયા કશુંયે કરતી નથી એવી ફરિયાદ કરેા તેના કરતાં પ્રકૃતિનું એક બળ બનીને જીવવું એ જ જીવનને સાચામાં સાચેા આનદ છે.” ઇતિહાસના આપણા અવલોકને આપણને બતાવી આપ્યું છે કે દુનિયા ઉત્તરોત્તર વધુ ને વધુ સટિત બનતી ગઈ છે, તેના જુદા જુદા ભાગા દિનપ્રતિદિન એકબીજાની વધુ ને વધુ નજીક આવતા ગયા છે તથા પરસ્પરાવલ ખી થતા ગયા છે. સાચે જ દુનિયા એ એક અવિભાજ્ય ઘટક બની ગઈ છે અને તેને એક ભાગ ખીજા ભાગ ઉપર અસર કરી રહ્યો છે તથા ખીજા ભાગાની અસર તેના ઉપર થઈ રહી છે. દરેક રાષ્ટ્રના જુદો તિહાસ હોય એ આજે અશક્ય બની ગયું છે. એ અવસ્થા આપણે વટાવી ગયાં છીએ અને બધાંયે રાષ્ટ્રના જુદા જુદા તાંતણાઓને જોડે તથા તેમને પ્રેરી રહેલાં સાચાં ખળાનું સશોધન કરે એવા સમગ્ર દુનિયાના એકીકૃત ઇતિહાસ જ હવે લખી શકાય એમ છે અને એવે ઇતિહાસ જ કઈક ઉપયોગી થઈ શકે એમ છે. ભૂતકાળમાં ભૌતિક તેમ જ ખીજા અનેક પ્રકારના અતરાયાને કારણે રાષ્ટ્રે એક ખીજાથી અળગાં રહેતાં હતાં ત્યારે પણ સર્વ સામાન્ય આંતર ૬-૩૦ Page #795 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન રાષ્ટ્રીય અને આંતરખંડીય બળો તેમના ઉપર કેવી અસર કરી રહ્યાં હતાં તે આપણે જોઈ ગયાં છીએ. મહાન વ્યક્તિઓનું ઈતિહાસમાં સદાયે મહત્વ રહ્યું છે કેમ કે ભાવિની હરેક તડકીછાંયડીમાં માનવી તત્વ મહત્ત્વનું હોય છે. પરંતુ જગતમાં કાર્ય કરી રહેલાં પ્રચંડ બળોની અસર મોટામાં મોટી કઈ પણ વ્યક્તિ કરતાંયે વિશેષ હોય છે. એ બળો લગભગ આંધળાં બનીને અને કેટલીક વાર તો નિષ્ફર બનીને પણ આપણને અહીંથી તહીં પાડે છે અને એ રીતે આપણને આગળ ધકેલે છે. આજે આપણી એ જ સ્થિતિ છે. પ્રચંડ બળે કાર્ય કરી રહ્યાં છે અને તેઓ કરેડ માનવીઓને પ્રેરી રહ્યાં છે. ધરતીકંપ કે કુદરતના બીજા કોઈ ઉત્પાતની પેઠે તેઓ આગળ વધી રહ્યાં છે. આપણે આકાશપાતાળ એક કરીએ તોયે આપણે તેમને રોકી શકીએ એમ નથી. અને આમ છતાયે, દુનિયાના આપણું પિતપતાના ખૂણામાં રહ્યાં રહ્યાં આપણે તેમની ગતિ તેમ જ દિશામાં સહેજસાજ ફેરફાર કરી શકીએ છીએ. એ બળોને સામને સૌ કોઈ પિતપિતાની ભિન્ન ભિન્ન પ્રકૃતિ અનુસાર કરે છે. કેટલાક લે કે એનાથી ડરી જાય છે અને કંપી ઊઠે છે અને કેટલાક તેમને વધાવી લે છે. કેટલાક તેમની સામે ઝૂઝવા પ્રયત્ન કરે છે અને કેટલાક લાચાર બનીને અનિવાર્ય ભાવિને વશ થાય છે. જ્યારે બીજા કેટલાક તેફાનમાં ઝંપલાવીને થોડે અંશે તેને કાબૂમાં રાખવાને તેમ જ તેને રેગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કરે છે. એ પ્રચંડ ક્રિયામાં સક્રિયપણે મદદરૂપ થવાનો આનંદ લૂંટવાને ખાતર એમાં આવતાં બધાંયે જોખમે તેઓ સ્વેચ્છાપૂર્વક વધાવી લે છે. આ ખળભળાટવાળી અને તેફાની ૨૦મી સદીમાં આપણને શાંતિ મળે એમ નથી. એ સદીને ત્રીજો ભાગ તે વીતી પણ ગમે છે અને એ દરમ્યાન યુદ્ધ તથા ક્રાંતિએ પણ પિતાનો હિસ્સો સારી પેઠે આપે છે. મહાન ફાસિસ્ટ મુસલિની કહે છે કે, “જગતભરમાં ક્રાંતિનું મોજું ફરી વળ્યું છે. ઘટનાઓનું બળ એટલું બધું જબરદસ્ત હોય છે કે તેઓ અટલ વિધિની પેઠે આપણને આગળ ધકેલી રહી છે.” વળી મહાન સામ્યવાદી ટેસ્કી પણ વર્તમાન સદીમાં શાંતિ, આરામ કે સુખચેનની ઝાઝી અપેક્ષા ન રાખવા આપણને ચેતવે છે. તે કહે છે કે, “માનવજાતની સ્મૃતિમાં ૨૦મી સદી એ સૌથી વિશેષ અશાંત છે એ સ્પષ્ટ છે. આપણે કોઈ પણ સમકાલીન આ કાળમાં બીજી બધી વસ્તુઓ કરતાં વિશેષ કરીને શાંતિ, આરામ અને સુખચેન માગતા હોય તે તેણે આ દુનિયામાં જન્મવા માટે ખોટો સમય પસંદ કર્યો છે એમ કહેવું જોઈએ.” આખુયે જગત અથાક પરિશ્રમ કરી રહ્યું છે અને યુદ્ધ તથા ક્રાંતિનું જોખમ સર્વત્ર ઝઝૂમી રહ્યું છે. આ અટલ વિધિના સકંજામાંથી આપણે છટકી શકવાના નથી તે આપણે તેને સામને કેવી રીતે કરીશું? શાહમૃગની પેઠે, Page #796 -------------------------------------------------------------------------- ________________ છેલે પત્ર ૧૪૩ લાચાર બનીને આપણે આપણાં મેં ઢાંકી દઈશું? અથવા તે ઘટનાઓના ઘડતરમાં વીરતાભર્યો ભાગ લઈશું અને જરૂર પડે તે જોખમને સામને કરીશું તથા મહાન અને ઉદાત્ત સાહસ ખેડવાનો આનંદ માણીશું તેમ જ “ઈતિહાસનાં કદમ સાથે કદમ મિલાવીને ચાલવાની લાગણી અનુભવીશું? આપણે સૌ અથવા કંઈ નહિ તે આપણુમાંના વિચારશીલ લેકે, પિતાનું સ્વરૂપ પ્રકટ કરીને વર્તમાન કાળમાં ફેરવાઈ જતા ભવિષ્ય કાળ તરફ આશાભરી દૃષ્ટિથી નિહાળી રહ્યા છે. ભાવિની કેટલાક લેકે આશાથી અને બીજા કેટલાક ભયભીત થઈને પ્રતીક્ષા કરી રહ્યા છે. ભાવિ દુનિયા, જેમાં જીવનની સારી સારી વસ્તુઓ ગણ્યાગાંઠયા લેકેને માટે અનામત રાખવામાં આવી નહિ હોય પરંતુ સમગ્ર જનતા છૂટથી તેને ઉપભેગ કરી શકે એવી સુંદર અને સુખમય થશે કે પછી ઝનૂની અને સંહારક યુદ્ધોને પરિણામે આધુનિક સુધારાની ઘણીખરી સુખસગવડે નષ્ટ થઈ હોય એવી આજના કરતા વધારે કરાલ થશે ? આ બે અંતિમ પરિસ્થિતિઓ છે. એ બેમાંથી ગમે તે એક સંભવી શકે છે. એમાંથી કોઈ વચલે માર્ગ નીકળે એ સંભવ જણાતું નથી. ભાવિનું નિરીક્ષણ તથા તેની પ્રતીક્ષા કરતાં કરતાં આપણે જેને માટે ઝખીએ છીએ તેવા પ્રકારની દુનિયા નિર્માણ કરવાને માટે આપણે કાર્ય કરીએ છીએ. લાચાર બનીને પ્રકૃતિને વશ થઈને પશુ અવસ્થામાંથી માનવીએ પિતાની પ્રગતિ નથી કરી. પરંતુ તેને સામનો કરીને તથા માનવી હિતને ખાતર તેના ઉપર પ્રભુત્વ મેળવવાની ઇચ્છાથી ઘણી વાર તેણે પ્રગતિ સાધી છે. . આજની સ્થિતિ આ છે. આવતી કાલ નિર્માણ કરવાનું કાર્ય તારું તથા તારી પેઢીનાં દુનિયાભરનાં કરડે બાળક બાળાઓનું છે. તેઓ મેટાં થઈ રહ્યાં છે અને આ આવતી કાલનું ઘડતર કરવા માટેની તાલીમ લઈ રહ્યાં છે. ૧૬. છેલ્લો પત્ર ૯ ઓગસ્ટ, ૧૯૩૩ બેટી, આપણી આ લાંબી વાત પૂરી થઈ. હવે વધારે લખવાની જરૂર નથી. પરંતુ એક પ્રકારની છટા અને ઝમકની સાથે એ વાત પૂરી કરવાની ઇચ્છા, બીજે એક પત્ર– છેલ્લે પત્ર – લખવાને મને પ્રેરે છે! આ વાત પૂરી કરવાને વખત પણ થઈ ચૂક્યો છે, કેમ કે મારા કારાવાસની બે વરસની મુદત પણ હવે પૂરી થવા આવી છે. આજથી તેત્રીસમે દિવસે હું છૂટી જઈશ. કદાચ એથી વહેલેએ છૂટું કેમકે જેલર મને કદી કદી એવી ધમકી પણ આપે છે. હજી સજાનાં બે વરસ પૂરાં તે નથી થયાં પરંતુ Page #797 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન સારી ચાલચલગતવાળા કેદીને મળે છે તેમ મને સાડાત્રણ માસની માફી મળી છે. મને સારી ચાલચલગતવાળે કેદી ગણવામાં આવે છે પરંતુ એવી નામના સંપાદન કરવાને માટે ખચીત મેં કશુંયે નથી કર્યું. આમ, મારી છઠ્ઠી સજા પૂરી થાય છે. અને વિશાળ દુનિયામાં હું ફરીથી પ્રવેશ કરીશ. પણ શા અર્થે ? એને ફાયદે શે? જ્યારે મારા ઘણાખરા મિત્રો તથા સાથીઓ તુરંગમાં પડ્યા હોય અને આખાયે દેશ એક વિશાળ કારાગાર સમો બની ગયે હોય ત્યારે મારા બહાર આવવાનો શો અર્થ? તને લખેલા પત્રનો મોટો એક ડુંગર થઈ ગયું છેઅને સ્વદેશી કાગળ ઉપર કેટલી બધી સારી સ્વદેશી શાહી મેં પાથરી દીધી! એ કરવા જેવું હતું કે કેમ એનું મને આશ્ચર્ય થાય છે. આ બધા કાગળ અને શાહી તને રસ પડે એવું કંઈક સંદેશ આપશે ખરાં? તું કહેશે કે બેશક, કેમ કે તને લાગશે કે બીજા કોઈ જવાબથી મને દુઃખ થશે અને મારા પ્રત્યે તારે એટલે બધે પક્ષપાત છે કે તું એવું જોખમ ન જ ખેડે. એમાં તેને રસ પડે કે ન પડે એ વાત બાજુએ રહી પરંતુ આ બે લાંબાં વરસો દરમ્યાન એ પત્ર લખતાં લખતાં મેં દરરોજ જે આનંદ અનુભવ્યો છે તેની સામે તે તું વાંધો ન જ લઈ શકે. હું અહીં આવે ત્યારે શિયાળો હતે. પછીથી ટૂંકી વસંતઋતુ આવી. પરંતુ ઉનાળાની ગરમીએ થોડા જ વખતમાં એને સંહાર કર્યો. અને પછીથી જ્યારે મનુષ્ય તથા પશુઓને માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું હતું તથા જમીન તાપથી ધગધગી રહી હતી અને સૂકી બની ગઈ હતી ત્યારે વર્ષાઋતુએ નિર્મળ અને શીતળ જળની રેલછેલ કરી મૂકી. વર્ષો પછી પાનખર આવી અને આકાશ અતિશય સ્વચ્છ અને નીલું બની ગયું તથા બપોર પછીને સમય આલાદક બની ગયો. વરસનું ઋતુચક્ર પૂરું થયું અને વળી પાછું તે શરૂ થયું. વસંત, ગ્રીષ્મ અને વર્ષો. અહીં બેસીને તને પત્ર લખતાં લખતાં તથા તારું સ્મરણ કરતાં કરતાં આ ઋતુઓને પસાર થતી મેં નિહાળી છે તથા મારી બરાક ઉપર પડતા વરસાદને અવાજ મેં સાંભળ્યું છે. મૃદુ રવ ! વર્ષના ! અવનિ પરે ને વળી છાપરે ખાં કરતા હૃદય કાજ હે ગીત મૃદુલ વર્ષના ! ૧૯મી સદીના બેન્જામિન ડિઝરાયલી નામના એક મહાન બ્રિટિશ રાજપુરુષે લખ્યું છે કે, “દેશવટો કે કારાવાસ ભોગવતા બીજા લેકે જો એ સજા ભગવ્યા પછી જીવતા રહે છે તે નિરાશ થઈ જાય છે પરંતુ સાહિત્યકાર Page #798 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે પત્ર ૧૪૨૫ તે એ દિવસોને પોતાના જીવનના સૌથી મધુર સમય તરીકે લેખી શકે.” આ શબ્દ તેણે હ્યુગે ગ્રેશિયસ નામના સત્તરમી સદીના એક મશહુર ડચ ધારાશાસ્ત્રી તથા ફિલસૂફને ઉદ્દેશીને લખ્યા હતા. તેને જન્મકેદની સજા થઈ હતી પરંતુ બે વરસ સજા ભોગવ્યા પછી તે જેલમાંથી છટકી ગયું હતું. કારાવાસનાં એ બે વરસે તેણે તત્વચિંતન અને સાહિત્યિક કાર્યમાં ગાળ્યાં હતાં. ઘણાયે સાહિત્યકારેએ જેલની હવા ખાધી છે. પરંતુ “ડૉન કિવકટ”ને લેખક સ્પેનવાસી સર્વાન્ટિસ અને “પિલગ્રીમ્સ પ્રોગ્રેસ ને અંગ્રેજ લેખક જોન બનિયન એ બે ઘણું કરીને સૌથી વધારે જાણીતા છે. હું કંઈ સાહિત્યકાર નથી; અને કારાવાસમાં મેં જે અનેક વરસ ગાળ્યાં છે તે મારા જીવનનાં સૌથી મધુર વરસે હતાં એમ કહેવાને હું તૈયાર નથી. પરંતુ મારે કબૂલ કરવું જોઈએ કે લેખન તથા વાચને એ વરસે ગાળવામાં મને ભારે મદદ કરી છે. હું સાહિત્યકાર નથી અને ઇતિહાસકાર પણ નથી; વાસ્તવમાં હું શું છું? એ પ્રશ્નને જવાબ આપવાનું મારે માટે મુશ્કેલ છે. મેં ઘણી બાબતોમાં માથું માર્યું છે. કોલેજમાં પ્રથમ મેં વિજ્ઞાનનો વિષય લીધે, પછી કાયદાનો વિષય અને તે પછી જીવનમાં અનેક રસ કેળવ્યા બાદ આખરે જેલ જવાને ધંધે સ્વીકાર્યો! હિંદમાં આજે એ ધંધે બહુ જ લેકપ્રિય થઈ પડ્યો છે અને ઘણા લેકેએ તેને અપનાવ્યું છે. આ પત્રમાં મેં જે કંઈ લખ્યું છે તેને કોઈ પણ વિષયની છેવટની કે પ્રમાણભૂત હકીકત તરીકે માની લઈશ નહિ. રાજદ્વારી પુરુષ દરેક વિષય ઉપર કંઈનું કંઈ કહેવા માગતા હોય છે અને વાસ્તવમાં તે જાણ હોય છે તેના કરતાં ઘણું વધારે જાણવાને તે ડોળ કરે છે. આથી એને બહુ જ સાવચેતીથી નિહાળવો જોઈએ ! મારા આ પત્રો તે માત્ર ઉપરએટિયાં રેખાચિત્ર છે અને એ બધાંને એક નાજુક તાંતણાથી સાંકળવામાં આવ્યાં છે. મનમાં આવ્યું તે હું તે લખતે ગયે છું. આખી સદીઓ ને સદીઓને તેમ જ મહત્ત્વના બનાવોનો મેં માત્ર ઉલ્લેખ જ કર્યો છે. જ્યારે મને ગમતા કેઈક બનાવનું મેં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તે જોશે કે, મારા ગમા તથા અણગમાં ઠીક ઠીક સ્પષ્ટ છે તેમ જ કેટલીક વાર જેલમાંના મારા મનભાવે પણ સ્પષ્ટ છે. આ પત્રમાંનું બધુંયે તું જેમનું તેમ સ્વીકારી લે એમ હું નથી ઇચ્છતો. ખરેખર, મારા આ ખ્યાનમાં ઘણીયે ભૂલે હેવાને સંભવ છે. જેલમાં કંઈ પુસ્તકાલય નથી હતાં એટલે ત્યાં આગળ જ્યારે જોઈએ ત્યારે સંદર્ભગ્રંથ નથી મળી શકતા. આથી એતિહાસિક વિષયને વિષે લખવા માટે એ કંઈ ઉત્તમ સ્થાન નથી. બાર વરસ પહેલાં મેં જેલની મુલાકાત લેવાનું શરૂ કર્યું ત્યારથી મેં વાંચેલાં પુસ્તકેની નોંધપોથીઓને ઢગલે મારી પાસે એકઠો થયેલ છે. આ પત્ર લખવામાં મેટે ભાગે મારે એ Page #799 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૧ જગતના ઈતિહાસનું રેખાદર્શન ધથીઓને આશરે લેવો પડ્યો છેઘણાં પુસ્તક પણ અહીં મારી પાસે આવ્યાં છે, પરંતુ એ તે આવ્યાં અને પાછાં ગયાં, કેમ કે અહીં હું કંઈ પુસ્તકાલય ઊભું કરી શકું એમ નથી. એ પુસ્તકમાંથી વિચારે તથા હકીકતે મેં નિર્લજજપણે જેમનાં તેમ ઉઠાવી લીધાં છે. મેં જે કંઈ લખ્યું છે તેમાં કશુંયે મૌલિક નથી. કદાચ, ક્યાંક કયાંક મારા પત્રો સમજવામાં તને મુશ્કેલી પડશે. પરંતુ એની પરવા કરીશ નહિ અને એ ભાગને પડતા મૂકજે. કેટલીક વાર મારું મોટપણુ આડું આવ્યું છે અને મારે જે રીતે ન લખવું જોઈતું હતું તે રીતે મેં લખ્યું છે એક નાની બાળાને હું લખી રહ્યો હતો એ હું ભૂલી જ ગયે હતે. | મેં તે તને માત્ર આછી રૂપરેખા જ આપી છે આ કંઈ ઈતિહાસ નથી. એ તે આપણું લાંબા ભૂતકાળની માત્ર ઊડતી ઝાંખી જ છે. ઇતિહાસના વિષયમાં જે તેને રસ પડે, ઈતિહાસને માટે તને કંઈક આકર્ષણ હોય તે વીતી ગયેલા યુગના તાણાવાણુ ઉકેલવામાં મદદરૂપ થાય એવાં ઘણાં પુસ્તકે તને મળી રહેશે. પરંતુ માત્ર પુસ્તકો વાંચવાથી જ કશોયે અર્થ નહિ સરે. ભૂતકાળ વિષે જાણવાની તને ઈચ્છા હોય તે તારે એના તરફ સહાનુભૂતિ અને સમજપૂર્વક નજર કરવી જોઈએ. પ્રાચીન કાળમાં થઈ ગયેલા પુરુષને સમજવા માટે તારે એની આસપાસનું વાતાવરણ, એ જે પરિસ્થિતિમાં રહેતા હોય તે તથા તેના મનમાં ઊભરાતા વિચારો ઇત્યાદિ સમજવું જોઈએ. જાણે તેઓ આજે જીવતા હોય અને આપણે વિચારીએ છીએ તેમ વિચારતા હોય એ રીતે પ્રાચીન કાળના લેકે વિષે નિર્ણય બાંધે એ સાવ બદદુ છે. આજે કોઈ પણ માણસ ગુલામીની પ્રથાને બચાવ નહિ કરે અને આમ છતાંયે મહાન ફિલસૂફ લેટેએ તેને આવશ્યક લેખી હતી. હમણાં થોડાં જ વરસો ઉપર ગુલામીની પ્રથા ટકાવી રાખવાના મુદ્દા ઉપર યુનાઈટેડ સ્ટેટ્સમાં લાખો માણસની જિંદગીને ભોગ આપવામાં આવ્યા હતા. આજના ધોરણથી આપણે ભૂતકાળની કસોટી ન કરી શકીએ. એ વતુ સૌ કોઈ કબૂલ કરશે. પરંતુ ભૂતકાળનાં ધોરણોથી વર્તમાનકાળની કસોટી કરવાની ટેવ પણ એટલી જ બેહૂદી છે એ વસ્તુ સૌ કોઈ કબૂલ નહિ કરે. ખાસ કરીને, જુદા જુદા ધર્મોએ પુરાણી માન્યતાઓ, શ્રદ્ધાઓ તથા રૂઢિઓને જડ બનાવી દીધી છે. તે તે કાળ અને દેશમાં તેમને કંઈક ઉપયોગ હશે એ બનવાજોગ છે પરંતુ આજના વખત માટે તે તેઓ બિલકુલ અનુકૂળ નથી. આમ જો તું ઈતિહાસને સહાનુભૂતિની નજરથી જોશે તે તેનું નિર્જીવ માળખું રુધિરમાંસથી ભરાઈ જશે અને તારી આંખ આગળ જુદાજુદા કાળ તેમ જ દેશનાં સ્ત્રી-પુરૂષ તથા બાળકોનું એક વિરાટ સરઘસ ખડું થશે. એ Page #800 -------------------------------------------------------------------------- ________________ છેલા પત્ર ૧૧૭ માનવીઓ આપણાથી ભિન્ન હરશે અને છતાંયે તે ઘણી રીતે બિલકુલ આપણા જેવાં જ હશે અને લગભગ એના એ જ માનવી ચુણા તથા માનવી દોષોથી તેઓ પણ ભરેલાં હશે. ઇતિહાસ એ કંઈ જાદુઈ તમાશેા નથી પરંતુ જે જોઈ શકે છે તેને માટે તે તેમાં અખૂટ જાદુ ભરેલા છે. – ઇતિહાસની છાજલી ઉપરનાં અસંખ્ય ચિત્ર આપણા મનમાં ખડાં થાય છે. મિસર – મેબિલન – નિનેવા – હિંદની પ્રાચીન સંસ્કૃતિ આર્યાંનું હિંદમાં આગમન અને તેમનું યુરોપમાં તથા એશિયામાં પથરાઈ જવું ચીની સંસ્કૃતિની અદ્ભુત કારકિર્દી — ાસાસ અને ગ્રીસ સામ્રાજ્યવાદી રેશમ અને ખાઇઝેન્ટયમ –– એ ખડાની આરપાર આરઓની વિજયકૂચ — હિંદી સંસ્કૃતિની પુનર્જાગૃતિ અને તેનું પતન — જેને વિષે બહુ ઓછા લાકા જાણે છે તે અમેરિકાની માયા અને આઝટેક સંસ્કૃતિ — મગાલ લોકોની વિશાળ થતો – યુરેાપના મધ્યયુગ અને તે સમયનાં ગોથિક શિલ્પનાં અદ્ભુત દેવળા હિંદમાં ઇસ્લામનું આગમન અને મોગલ સામ્રાજ્ય — પશ્ચિમ યુરેપમાં વિદ્યા તથા કળાની પુનજાગૃતિ — અમેરિકાની તથા પૂર્વ તરફના સમુદ્રમાર્ગોની શોધ — પૂર્વના દેશો ઉપર પશ્ચિમના દેશાના આક્રમણના આરંભ પ્રચંડ યત્રાનું આગમન તથા મૂડીવાદના વિકાસ — ઉદ્યોગવાદના ફેલાવા તથા યુરોપનું પ્રભુત્વ અને તેને સામ્રાજ્યવાદ તથા આધુનિક દુનિયાની વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ. - --- ઈજીપ્તસત્તા થઈ ધૂળધાણી, વિચારગ` તળિયે ભરાણી. પડયું મહાગ્રીસ, પડવુ જ ટ્રોય, કિરીટહીણું વળી રામ સ્હાય. તે ઊતર્યું વેનિસનુંય પાણી. પરંતુ જે કાંઈક સ્વપ્ન સેવ્યાં એ સર્વાંનાં કૈં શિશુએ, ન જેવાં અસાર ને વ્યથ, ઉડત, છાંયશાં, હવાસમાં જે નહિવત્ ઉરે લસ્યાં, ટકી રહ્યાં એક જ એ જ દૈવાં ! ----- મોટાં મોટાં સામ્રાજ્યા ઉદય પામ્યાં અને તેમના નાશ થયા. માનવી તેમને ભૂલી ગયા અને હજારો વરસ સુધી તેઓ એ વિસ્તૃત સ્થિતિમાં રહ્યાં. રેતીના થરા નીચે ઢંકાયેલા અવશેષોને ધૈર્યવાન સ`શેાધકાએ ખાદીને બહાર કાઢવા ત્યાં સુધી તેઓ એ જ સ્થિતિમાં રહ્યાં. અને આમ છતાંયે, અનેક વિચારો તથા કલ્પનાઓ યુગયુગાન્તરે તે ભેદીને ટકી રહે છે અને તે સામ્રાજ્ય કરતાં વધારે બળવાન અને ટકાઉ પુરવાર થઈ છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન મેરી કેલરીજ એ પ્રમાણે ગાય છે. ભૂતકાળે આપણને અનેક ભેટ આપી છે. વાસ્તવમાં, સંસ્કૃતિ, સભ્યતા, વિજ્ઞાન અથવા તે સત્યની કઈક બાજુનું જ્ઞાન એ બધુંયે આપણને દૂરના તેમ જ નજીકના ભૂતકાળ તરફથી જ ભેટમાં મળ્યું છે. ભૂતકાળ પ્રત્યેનું આપણું ત્રણ આપણે માન્ય રાખીએ એ ઉચિત છે. પરંતુ ભૂતકાળનું ઋણ માન્ય શખવા માત્રથી આપણું કર્તવ્ય કે આપણી જવાબદારી પૂરી થતી નથી. ભવિષ્યકાળ પ્રત્યે પણ આપણું ઋણ છે. અને ભૂતકાળના આપણું ઋણ કરતાં કદાચ એ ત્રણ વિશેષ હશે. કેમકે, ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું છે તે થઈ ગયું અને પૂરું થયું, આપણે તેને બદલી શકીએ એમ નથી. પરંતુ ભવિષ્યકાળ તે હજી આવવાને છે અને કદાચ આપણે એને આપણી ધારણા પ્રમાણે કંઈક અંશે ઘડી શકીએ. ભૂતકાળે આપણને સત્યની અમુક બાજુઓનું દર્શન કરાવ્યું. પરંતુ ભવિષ્યકાળ પણ પિતાના ગર્ભમાં સત્યની અનેક બાજુએ છુપાવીને બેઠે છે અને તે આપણને તેની જ કરવાનું આમંત્રે છે. પરંતુ ઘણી વાર ભૂતકાળને ભવિષ્યની ઈર્ષા હોય છે અને તે પોતાના ભીષણ પાશમાં આપણને જકડી રાખે છે. અને ભવિષ્યનો સામનો કરવાને તથા તેના પ્રતિ આગળ વધવાને મુક્ત થવા માટે આપણે તેની સાથે ઝઘડવું પડે છે. એમ કહેવામાં આવે છે કે, ઇતિહાસ આપણને અનેક પાઠ શીખવે છે. વળી એને વિષે એમ પણ કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન કદી પણ થતું નથી. એ બંને વસ્તુ સાચી છે, કેમકે આંધળા બનીને તેની નકલ કરવાને પ્રયત્ન કરવાથી તેમ જ તેનું પુનરાવર્તન થાય તથા તે સ્થગિત રહે એવી અપેક્ષા રાખવાથી પણ આપણે તેમાંથી કશું શીખી શકતાં નથી, પરંતુ તેની ભીતરમાં ઊતરીને ઝીણવટપૂર્વક તપાસ કરવાથી તથા તેને ગતિમાન કરી રહેલાં બળની ખેજ કરવાનો પ્રયાસ કરવાથી આપણે કંઈક શીખી શકીએ. આમ છતાંયે એમાંથી આપણને સીધે અને સ્પષ્ટ જવાબ ભાગ્યે જ મળે છે. કાર્લ માકર્સ કહે છે કે, “ઇતિહાસ પુરાણ પ્રશ્નોને જવાબ એક જ રીતે આપે છે અને તે નવા પ્રશ્નો રજૂ કરીને.” ( પુરાણે જમાને શ્રદ્ધાને – અંધશ્રદ્ધાને જમાને હતે. શિલ્પીઓ, કારીગરો અને સામાન્ય રીતે જનતાની અદમ્ય શ્રદ્ધા વિના ગત સદીઓનાં અદ્ભુત મંદિર, મસ્જિદે તેમ જ દેવળા બાંધી શકાયાં ન હોત. ભક્તિભાવથી એક ઉપર એક ચણવામાં આવેલા પથ્થરે અથવા તેમના ઉપર કોતરવામાં આવેલી મરમ આકૃતિઓ એ શ્રદ્ધાની સાક્ષી પૂરે છે. પુરાણાં મંદિરનાં શિખરે, નાજુક મિનારાઓવાળી મછિદો તેમ જ ગથિક ઢબનાં દેવળો એ બધાં આકાશ તરફ ઊંચી દષ્ટિ રાખીને ઊંડા ભક્તિભાવથી પથ્થર અને આરસપહાણ દ્વારા જાણે પ્રાર્થના કરી રહ્યાં હોય એમ લાગે છે. જો કે, જે પુરાણી Page #802 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા પત્ર ૧૪૯ શ્રદ્ધાનાં તે મૂર્ત સ્વરૂપો છે તે આજે આપણામાં નથી રહી છતાંયે તેમને ભાળીને આપણે આજે પણ રામહર્ષ અનુભવીએ છીએ. પરંતુ એ શ્રદ્ધાના વિસા હવે વીતી ગયા છે અને તેની સાથે પથ્થરોમાં એ જાદુઈ સ્પ` પણ જતે રહ્યો છે. મદિર, મસ્જિદો તથા દેવળા હજી આજે પણ હજારાની સંખ્યામાં બંધાતાં જાય છે પરંતુ મધ્યયુગમાં તેમને જીવંત બનાવતી ભાવના તેમનામાં રહી નથી. તેમની અને આપણા જમાનાના પ્રતિનિધિરૂપ વેપારી ઑફિસોની વચ્ચે ઝાઝો તફાવત નથી. આપણા જમાના જુદા પ્રકારના છે. એ સશય અને અનિશ્ચિતતાના યુગ છે. એમાં ઘણી બાબતો વિષે આપણા ભરમ ભાગી ગયા છે અને અનેક વસ્તુઓને વિષે આપણે પ્રશ્ન ઉઠાવતાં થયાં છીએ. પ્રાચીન કાળની અનેક માન્યતાઓ તથા રૂઢિઓને આપણે સ્વીકાર કરી શકતાં નથી. એશિયા, યુરોપ કે અમેરિકા જ્યાં જુઓ ત્યાં લેાકાની એમના ઉપરની . શ્રદ્ધા ઊઠી ગઈ છે. એથી કરીને આપણા નવા વાતાવરણ સાથે બંધ બેસે એવી નવી રીતેા તથા સત્યની બાજીની ખાજ આપણે કરીએ છીએ. આપણે પરસ્પર પ્રશ્નો પૂછીએ છીએ, ચર્ચા કરીએ છીએ, લડીએઝધડીએ છીએ અને અનેક · વાદો ' તથા ફિલસૂફીઓ ઊભી કરીએ છીએ. સોક્રેટિસના સમયની પેઠે આપણે શંકા અને પ્રશ્નોના યુગમાં રહીએ છીએ. પરંતુ પ્રશ્નોનું ક્ષેત્ર આજે ઍથેન્સ જેવા કાઈ એક શહેરમાં મર્યાદિત થયેલું નથી પરંતુ તે જગવ્યાપી બની ગયું છે. < કેટલીક વાર દુનિયાના અન્યાયા, દુ:ખા તથા પાશવતા આપણને દમે છે, આપણા મનમાં અંધકાર છાઈ દે છે અને આપણને કશા મા દેખાતો નથી. મૈથ્યુ આĚલ્ડની પેઠે આપણને પણ લાગે કે આ દુનિયામાં આશાને સ્થાન નથી અને આપણે પરસ્પર એકબીજા પ્રત્યે સચ્ચાઈ રાખીએ એટલું જ આપણે કરી શકીએ એમ છીએ. સમક્ષ અહીં આપણી વિતત જે સંસારને પડ્યો પટ દીસે, ન હોય બસ દેશ શું સ્વપ્નના? કશે। વિવિધ, શાય સુંદર, નવીન કેવા ! અરે ન એ મહીં ખરે પ્રકાશ જરી પ્રેમ આનંદ વા, સુનિશ્ચિતપણું, સુશાંતિ, કંઈ ની કે દવા. અને સકળ આપણે ? જ્યમ અધાર મેદાનમાં શકે અમુધ લશ્કરી રજનિમાં પડયાં ખાખડી, ધસત બસ એકમેક પર, શબ્દ સંગ્રામના સુણી, વરતી નાસભાગ, ધસડાઈ જે આખાયાં. આમ છતાંયે, આપણે આવું નિરાશાભર્યું વલણ રાખીએ તે આપણે જીવન અથવા ઇતિહાસમાંથી સાચે ખેષ નથી લીધે એમ ગણાય. કેમ કે, Page #803 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઇતિહાસ તે આપણને શીખવે છે કે જગતમાં વિકાસ અને પ્રગતિ થતાં રહે છે અને માનવીની અપાર પ્રગતિ માટે સંભવ રહેલું છે. અને જીવન પણ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. એમાં ભેજવાળી જગ્યાઓ અને કીચડનાં ખાબોચિયાં પણ છે તેમ જ વિસ્તીર્ણ સાગર, પર્વત, બરફ, હિમપ્રવાહ, તારાથી ઝગમગતી અદ્ભુત રાત્રિઓ (ખાસ કરીને તુરંગમાં !) કુટુંબ તથા મિત્રો પ્રત્યેનો પ્રેમ, એક જ ધ્યેયને અર્થે કાર્ય કરનારાઓની બિરાદરી, સંગીત, પુસ્તકો અને વિચારનું સામ્રાજ્ય પણ છે. આ બધી વસ્તુઓ જોઈને આપણે દરેક જણ પણ કહી શકીએ કે, પ્રભો, છબે પૃથ્વી ઉપર શિશુ હું છે પૃથિવીને, પિતાસ્થાને મારે ઉડ-સભર આકાશ તદપિ. વિશ્વના સૌંદર્યનાં ગુણગાન ગાવાનું અને વિચાર તથા કલ્પનાની દુનિયામાં વસવાનું સુગમ છે. પરંતુ બીજાઓ ઉપર શું વીતી રહ્યું છે એની લેશ પણ પરવા કર્યા વિના આ રીતે તેમના દુઃખથી દૂર ભાગવાનો પ્રયાસ કરે એ વૈર્ય કે બિરાદરીની ભાવનાનું ચિહ્ન નથી. વિરાર કાર્યમાં પરિણમવો જોઈએ. એમાં જ તેની યથાર્થતા રહેલી છે. આપણા મિત્ર માં રોલાં કહે છે કે, કાર્ય એ વિચારની પરિસમાપ્ત છે. જે વિચારો કાર્ય તરફ ઢળતા નથી તે બધાયે વિચારે વ્યર્થ છે, ધેકાબાજી છે. એટલે, આપણે જે વિચારના સેવકે હઈએ તે આપણે કાર્યને સેવક બનવું જોઈએ.” પરિણામોના ડરના માર્યા લેકે ઘણી વાર કાર્યને ટાળે છે. કેમ કે કાર્યમાં હમેશાં જોખમ અને ભય રહેલાં જ હોય છે. દૂરથી જોતાં જોખમ અતિશય ભીષણ અને ડરામણું લાગે છે પરંતુ પાસે જઈને એને બારીકાઈથી નિહાળો તે એ એટલું ભયાનક નથી લાગતું. અને ઘણી વાર તે તે આપણે મજાને સાથી હોય છે અને આપણા જીવનના ઉલ્લાસ અને આનંદમાં તે વૃદ્ધિ કરે છે. કેટલીક વાર જીવનને સામાન્ય ક્રમ બહુ જ નીરસ બની જાય છે. ઘણી વસ્તુઓને આપણે સહજપ્રાપ્ત ગણુને ચાલીએ છીએ અને તેમાં આપણે આનંદ લઈ શકતા નથી. પરંતુ તેમના વિના થડે વખત ચલાવી લેવાને પ્રસંગ આવે છે ત્યારે જીવનની એ બધી સહજપ્રાપ્ત અથવા સામાન્ય વસ્તુઓની આપણે કેટલી બધી કદર કરીએ છીએ ! ઘણું લેકે ઊંચા ઊંચા પર્વત ઉપર ચડે છે અને ચડવાની મુશ્કેલી વટાવવામાંથી તેમ જ જોખમે પાર કરવામાંથી મળતે આનંદ માણવાને ખાતર તેઓ પિતાના જીવનનું તથા પિતાની જાતનું જોખમ ખેડે છે; અને તેમની આસપાસ ભમી રહેલા જોખમને કારણે તેમની ગ્રહણશકિત અતિશય સતેજ બને છે અને તેમની જિંદગી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતી હોય છે એટલે તેમના જીવનને આનંદ પણ અતિશય ઉત્કટ બને છે. Page #804 -------------------------------------------------------------------------- ________________ છેલે પત્ર ૧૪૭૧ આપણું સૌની આગળ બે માર્ગ પડેલા છે. એમાંથી ગમે તે એક આપણે પસંદ કરી શકીએ છીએ. એક માર્ગ છે નીચેની ખીણમાં રહેવાને. ત્યાં આગળ આરોગ્યને રૂંધનારું ગૂંગળાવી નાખે એવું ધૂમસ હોય છે પરંતુ ત્યાં આગળ શારીરિક સુરક્ષિતતા પણ ઠીક પ્રમાણમાં હોય છે. બીજો માર્ગ ઊંચા પર્વત ઉપર ચડવાને છે. ભય અને જોખમ એ માર્ગે જનારાઓના સાથીઓ હોય છે. પરંતુ તેઓ ઉપરની શુદ્ધ હવાને આસ્વાદ અનુભવે છે, દૂર દૂરનાં દશ્ય જોવાનો આનંદ માણે છે તેમ જ ઊગતા સૂર્યને અર્થ આપી શકે છે. આ પત્રમાં મેં તને કવિઓમાંથી તેમ જ અન્ય લેખકોના લખાણોમાંથી અનેક ઉતારાઓ આપ્યા છે. એક વધારે ઉતારે ટાંકીને હું આ પત્ર પૂરે કરીશ. એ “ગીતાંજલિ'માંથી લીધો છે. એ રવીન્દ્રનાથ ટાગોરની કવિતા છે અથવા કહે, પ્રાર્થના છે. ચિત્ત છે જ્યાં ભયશન્ય, ઉચ્ચ છે જ્યાં શિર, જ્ઞાન જ્યાં છે મુક્ત, ને જ્યાં ગૃહની પ્રાચીર પિતાના પ્રાંગણતલે દિવસશર્વરી, વસુધાને રાખે નહિ ક્ષુદ્ર ખંડ કરી. હૃદય – નિઝર – મુખેથી જ્યાં વાક્ય પોતે ઉચ્છવાસી ઊઠે, અને જ્યાં નિર્ધારિત સ્ત્રોત દેશે દેશે દિશે દિશે. કર્મધારા ધાય અજર્સ સહસ્ત્રવિધ, ચરિતાર્થ થાય; જ્યાં તુચ્છ આચારતણે મરુવાયુરાશિ વિચારને સ્ત્રોત પથ જાય નહિ ગ્રસી, પૌરુષને કરીને શતધા; નિત્યે અહીં 'તમે સર્વ કર્મ ચિંતા આનંદે જ્યાં વહે,– નિજ હસ્તે નિર્દય આઘાત કરી, પિતા, ભારતને એવા સ્વર્ગે કરે જાગરિત. આપણી વાત પૂરી થઈ અને આ છેલ્લે પત્ર પણ પૂરે થાય છે. છેલ્લે પત્ર! ના, ના, ખચીત નહિ. હજી તે હું તને અનેક પત્ર લખીશ. પરંતુ આ પત્રમાળા પૂરી થાય છે. અને તેથી તમામ શુદ! Page #805 -------------------------------------------------------------------------- ________________ વા, અતી અરબી સમુદ્ર ૧૪ નવેમ્બર, ૧૯૩૮ સવાપાંચ વરસ પૂર્વે દહેરાદૂનની ડિસ્ટ્રિકટ જેલની મારી ખેલીમાંથી આ માળાને છેલ્લે પત્ર મેં લખ્યું હતું. એ વખતે મારી બે વરસની કારાવાસની સજા પૂરી થવા આવી હતી અને મારા એ એકાંત જીવનના લાંબા ગાળા દરમ્યાન (પરંતુ એ વખતે મારી મને સૃષ્ટિની સાથી તે તું હતી જ.) મેં તને લખેલા પત્રનો મેટો ઢગલે બાજુએ મૂક્યો અને જેલમાંથી છૂટીને પ્રવૃત્તિ અને કાર્યની બહારની દુનિયામાં જવાને માટે મેં મારા મનને તૈયાર કર્યું. એ વખત પછી થોડા જ વખતમાં હું છૂટી ગયે, પરંતુ પાંચ માસ પછી બે વરસની સજા લઈને હું ફરી પાછે જેલના એ પરિચિત વાતાવરણમાં પહોંચી ગયે. ફરી પાછી મેં કલમ લીધી અને મેં વાત લખવી શરૂ કરી. આ વખતે એ વાત વધારે અંગત હતી. હું ફરી પાછો જેલની બહાર આવ્યું, આપણે બંનેએ સાથે ગમગીની અનુભવી. એ ગમગીનીએ ત્યારથી મારા જીવનને આવરી લીધું છે. પરંતુ આ દુઃખ અને કલેશથી ભરેલા જગતમાં અંગત આપત્તિઓ કશીયે વિસાતમાં નથી. દુઃખ અને કલેશથી ભરેલું એ જગત તે તેમાં ભારે ખળભળાટ મચાવી મૂકનાર લડતમાં આપણી સર્વ શક્તિનું બલિદાન માગે છે. એટલે આપણે વિખૂટાં પડ્યાં, તું વિદ્યાભ્યાસને સુરક્ષિત માર્ગે ગઈ અને હું લડતની ધમાલ અને ઘંઘાટને રસ્તે વળ્યા. વિગ્રહ, દુઃખ અને હાડમારીઓથી ભરેલાં એ સવાપાંચ વરસો વીતી ગયાં અને આપણે જેમાં જીવી રહ્યાં છીએ તે દુનિયા અને આપણાં સ્વપ્નાની દુનિયા વચ્ચેનો તફાવત તે ઉત્તરોત્તર વયે જ જાય છે. આપણી પાછળ પડેલાં અનિષ્ટ કેટલીક વાર તે આશાને પણ ગૂંગળાવી દે છે. અને છતાંયે હું આ લખી રહ્યો છું ત્યારે ભવ્ય અને રમણીય અરબી સમુદ્ર મારી આસપાસ વિસ્તરી રહ્યો છે. એ સ્વપ્ન સમાન શાંત છે અને રૂપેરી ચાંદનીમાં તરવરી રહ્યો છે. આ પૂર્તિમાં મારે એ પાંચ વરસની વાત કહેવી એવી અપેક્ષા રાખવામાં આવે છે, કેમકે આ પત્ર નવે વેશે બહાર પડે છે અને મારે પ્રકાશક કહે છે કે, તેમાં આજ સુધીની હકીકત આવી જવી જોઈએ. એ કામ મુશ્કેલ છે, કારણ કે એ પાંચ વરસના ગાળામાં એટલા બધા બનાવો બની ગયા છે કે, એ વિષે હું લખવા માં અને મને પૂરતો સમય મળે તે બધી ધારણાઓ ઊંધી વાળીને હું એક નવું પુસ્તક જ લખી નાખું. એ સમય દરમ્યાન બનેલા મુખ્ય મુખ્ય બનાની માત્ર નેંધ પણ લાંબી અને Page #806 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૩ કંટાળાજનક થઈ પડે એટલે એ બનાવની હું બહુ જ આછી રૂપરેખા જ આપીશ. આગળ લખાયેલા પત્રોને અંતે મેં કેટલીક નોંધે ઉમેરી છે અને તેમાં કેટલીક વધારાની હકીકત આપી છે. અને હવે આપણે આ પાંચ વરસનું ટૂંક અવલોકન કરીશું. મારા છેવટના પત્રમાં, આજની દુનિયાની વિષમતાઓ એટલે કે તેમાં રહેલાં પરસ્પર વિરોધી તત્ત તથા હરીફાઈઓ તરફ તેમ જ ફાસીવાદ અને નાઝીવાદના ઉદય તરફ મેં તારું લક્ષ ખેંચ્યું હતું. આ પાંચ વરસ દરમ્યાન એ હરીફાઈઓ અને સંઘર્ષો વધારે તીવ્ર બન્યાં છે અને જેકે આજ સુધી જગદ્યાપી યુદ્ધને ટાળવામાં આવ્યું છે પરંતુ આફ્રિકા, યુરોપ તથા એશિયાના છેક પૂર્વના ભાગમાં ભીષણ અને સંહારક યુદ્ધો થવા પામ્યાં છે. દર વરસે અને કેટલીક વાર તે દર મહિને નવા આક્રમણની અને અત્યાચારની વાત સાંભળવામાં આવે છે. દુનિયા દિવસે દિવસે વધુ ને વધુ અસ્તવ્યસ્ત થતી જાય છે, આંતરરાષ્ટ્રીય સંબંધમાં અરાજક વ્યાપતું જાય છે અને પ્રજાસંધ તથા આંતરરાષ્ટ્રીય સહકાર માટેના બીજા પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે. શસ્ત્રસંન્યાસ અથવા તે નિઃશસ્ત્રીકરણ એ ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. અને દરેક રાષ્ટ્ર પિતાની સમગ્ર શક્તિ ખરચીને દિવસરાત શસ્ત્રસજ્જ થવામાં આંખ મીંચીને મંડી પડ્યું છે. ભયે દુનિયાનું ગળું પકડયું છે અને આક્રમણકારી તથા વિજ્યી નીવડેલા ફાસીવાદ તથા નાઝીવાદના ફટકાથી ઉત્તેજિત થયેલા યુરેપની ઝડપથી અવનતિ થતી જાય છે અને તે બબર અવસ્થા તરફ જવાને માર્ગ અખત્યાર કરે છે. ૧૯૧૪–૧૮ના મહાયુદ્ધની પાછળ રહેલા મુદ્દાઓનું આગળના પત્રમાં આપણે વિગતે નિરીક્ષણ કર્યું હતું. મહાયુદ્ધ પૂરું થયું અને તેમાંથી વસઈની સંધિ તથા પ્રજાસંધને કરાર ઉદ્ભવ્યાં. પરંતુ જૂના પ્રશ્નો તો અણઊકલ્યા જ રહ્યા અને યુદ્ધની નુકસાનીની રકમ, યુદ્ધનાં દેવાં, શસ્ત્રસંન્યાસ, સામૂહિક સલામતી, આર્થિક કટેકટી અને મોટા પ્રમાણમાં બેકારી વગેરે અનેક નવા પ્રશ્નો ઊભા થયા. સુલેહના પ્રશ્નોની પાછળ દુનિયાની સમતાને ઊંધી વાળી દેનારા મહત્ત્વના સામાજિક પ્રશ્નો હજી પણ એમના એમ રહેલા હતા. સોવિયેટ રાજ્યમાં નવીન સામાજિક બળે વિજયી નીવડ્યાં હતાં અને ભારે મુશ્કેલીઓ તથા દુનિયાના વિરોધને સામનો કરીને નવા જ પ્રકારની દુનિયા નિર્માણ કરવાને પ્રયત્ન કરી રહ્યાં હતાં. બીજી જગ્યાઓએ પણ ઊંડાણમાં સામાજિક ફેરફારો થઈ રહ્યા હતા પરંતુ તેમને બહાર આવવાને માર્ગ ન મળે અને વર્તમાન રાજકીય તથા આર્થિક વ્યવસ્થાએ તેમને જ્યાંના ત્યાં સુંધી રાખ્યા. દુનિયામાં સંપત્તિ તથા માલની રેલછેલ થઈ ગઈ, ઉત્પાદનમાં ભારે વધારે થવા પામ્યું; યુગોથી સેવાતું આવેલું સ્વપ્ન સિદ્ધ થયું. પરંતુ લાંબા કાળનાં બંધનેથી ટેવાયેલે ગુલામ Page #807 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૪ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન સ્વત ંત્રતાથી ડરે છે, ખેવકૂફ઼ માનવજાત અછત અને તંગીથી એટલી બધી ટેવાઈ ગઈ છે કે તે બીજી રીતે સહેલાઈથી વિચાર નથી કરી શકતી. અને તેથી, નવી પેદા થયેલી સૌંપત્તિને ઇરાદાપૂર્વક ફેંકી દેવામાં આવે છે, તેને મર્યાદિત કરવામાં આવે છે તથા રૂંધી રાખવામાં આવે છે અને વાસ્તવમાં દુનિયામાં એકારી અને દુઃખ વધી ગયાં છે. એક પછી એક પરિષદે મળી અને લાવવાને તથા દુનિયામાં સુલેહશાંતિ જાળવી એકઠાં થયાં. તેમની વચ્ચે, કરારો, સમજૂતી લોકાનૌ કરાર, કૅલેગ કરાર, અને જુદાં જુદાં - આ જબરદસ્ત વિષમતાના ઉકેલ રાખવાને માટે જગતનાં રાષ્ટ્રો અને અયો — વાશિંગ્ટન કરાર, રાષ્ટ્રો વચ્ચેના બિનઆક્રમણના કરારો - થયાં પરંતુ મૂળભૂત પ્રશ્નોને છેડવામાં ન આવ્યા અને નરી વાસ્તવિકતાના સ્પર્શ થતાંવેંત એ બધી સમજૂતી તથા કરારની ઇમારત પડી ભાગી અને યુરેપનું ભાવિ નક્કી કરવાનું કાર્યાં નાગી તરવારને હાથ આવ્યું. વર્સાઈની સુલેહની સંધિ મરી પરવારી છે, યુરોપના નકશા ફરી પાછે ફેરવાઈ ગયા છે અને દુનિયાની વહેંચણી નવેસરથી શરૂ થઈ છે. યુદ્ધના દેવાને પ્રશ્ન નષ્ટ થયે છે અને દુનિયાનાં સૌથી તવગર રાષ્ટ્રોએ તે ન આપવાનું નક્કી કર્યું છે. આમ આપણે મહાયુદ્ધ પૂર્વેના ૧૯૧૪ના યુગમાં પાછાં આવી પડત્યાં છીએ. તેના તે જ પ્રશ્નો, તેના તે જ સાઁ આજે પણ મેાજૂદ છે, પરંતુ એ પછી જે કંઈ બનવા પામ્યું છે તેને લીધે આજે તે પહેલાં કરતાં સેંકડોગણા ઉગ્ર બન્યા છે. સડી ગયેલી મૂડીવાદી વ્યવસ્થામાંથી આર્થિક રાષ્ટ્રવાદ તેમ જ વધારે મોટા ઇજારા પેદા થાય છે; એ વ્યવસ્થા ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરે છે અને પાર્ટીમેન્ટ દ્વારા ચાલતી લેાકશાહી પણ તે સાંખી શકતી નથી. ફાસીવાદ તથા નાઝીવાદને તેના પૂરેપૂરા નગ્ન અને પાશવ સ્વરૂપમાં ઉષ્ટ થાય છે અને તે યુદ્ધને તેમની નીતિનું પરમ ધ્યેય અને ઉદ્દેશ બનાવે છે. સાથે સાથે જ સોવિયેટ પ્રદેશમાં એક નવી અને મહાન સત્તા ઉય પામે છે. એ સત્તા જૂની વ્યવસ્થાને નિર ંતર પડકાર આપી રહી છે અને સામ્રાજ્યવાદ તથા ફાસીવાદને માટે તે એકસરખા અને જબરદસ્ત અંકુશરૂપ છે. આપણે ક્રાંતિના યુગમાં જીવીએ છીએ. ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ સળગ્યું ત્યારથી એ ક્રાંતિ શરૂ થઈ છે અને સર્વત્ર વતા સંધર્ષોંની વચ્ચે તે વરસે પછી પણ હજી દુનિયામાં ચાલુ રહી છે. ૧૫૦ વરસ પૂર્વે ફ્રાંસની ક્રાંતિએ ધીમે ધીમે રાજકીય સમાનતાને યુગ પ્રવર્તાવ્યો હતો. પરંતુ હવે તો સમય બદલાયા છે અને એને માટે કેવળ રાજકીય સમાનતા પૂરતી નથી. તેમાં આર્થિક સમાનતાને પણ સમાવેશ થાય એ રીતે લોકશાહીની સીમા વિસ્તૃત કરવી જોઈ એ. જેમાં આજે આપણે જીવી રહ્યાં છીએ તે આ આર્થિક સમાનતા Page #808 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૪૭૫ સ્થાપવાની અને એ. રીતે લોકશાહીને સંપૂર્ણ પણે સાક કરવાની તેમ જ વિજ્ઞાન તથા યંત્રવિદ્યાની પ્રગતિની હરોળમાં આપણને લાવી મૂકનારી ક્રાંતિ છે. અસમાનતા તથા એક રાષ્ટ્રના અથવા એક વર્ગના શાષણ ઉપર રચાયેલા સામ્રાજ્યવાદ તથા મૂડીવાદ સાથે આ આર્થિક સમાનતાને મેળ બેસતા નથી. એથી કરીને આ શોષણ ઉપર માતબર બનનારા લેકા એને સામનો કરે છે અને આ અથડામણુ વધતી જાય છે તેમ તેમ આ રાજકીય સમાનતાના ખ્યાલના તેમ જ પામેન્ટ દ્વારા ચાલતી લાકશાહીને પણ ઇન્કાર કરવામાં આવે છે. એ ફાસીવાદ છે અને તે આપણને મધ્યયુગના સમયમાં પાછા લઈ જાય છે. એક જાતિના આધિપત્યનું એ સમર્થન કરે છે અને આપખુદ રાજાના દૈવી અધિકારને સ્થાને સ સત્તાધારી નેતાને તે એ અધિકાર સુપરત કરે છે. છેલ્લાં પાંચ વરસેામાં થયેલા ફાસીવાદના વિકાસે તથા લોકશાહીના દરેક સિદ્ધાંત તથા સ્વતંત્રતા અને સભ્યતાના હરેક ખ્યાલ ઉપર તેણે કરેલા આક્રમણે લેકશાહીની રક્ષાને આજને મહત્ત્વના પ્રશ્ન બનાવી દીધા છે. આજની દુનિયાના ગજગ્રાહ એક બાજુએ સામ્યવાદ અને સમાજવાદ તથા ખજી બાજુએ ફાસીવાદ અને ખીજા વચ્ચે નથી. એ ગજગ્રાહ લોકશાહી અને ફાસીવાદ વચ્ચે છે અને બધાંયે લોકશાહી બળેા એકત્ર થઈ ને ફાસીવાદના સામના કરે છે. સ્પેન એનું સર્વોત્તમ ઉદાહરણ છે. પરંતુ એ લોકશાહીની પાછળ અનિવાર્યપણે લેાકશાહીનું ક્ષેત્ર વ્યાપક કરવાના ખ્યાલ રહેલા છે અને એના ડરના માર્યાં પ્રત્યાધાતી સર્વોત્ર લેકશાહીની ઉપર ઉપરથી સ્તુતિ કરતા હોવા છતાં પોતાની સહાનુભૂતિ યા વફાદારી ફાસીવાદને જ અર્પે છે. ફાસીવાદી સત્તાઓનું કાર્ય તો ઉધાડુ જ છે; તેમના ઉદ્દેશ કે તેમની નીતિ વિષે લેશ પણ શંકાને સ્થાન નથી. પરંતુ એ પરિસ્થિતિ પેદા કરવામાં પ્રધાનપણે કારણભૂત તે કહેવાતી લાકશાહી સત્તા અને ખાસ કરીને ઇંગ્લંડ છે. બ્રિટિશ સરકારે એશિયા, આફ્રિકા અને યુરોપમાં હમેશાં પ્રત્યાઘાતી ભાગ ભજવ્યો છે તેમ જ ફાસીવાદ અને નાઝીવાદને હરેક પ્રકારનું ઉત્તેજન આપ્યું છે. અને વિચિત્ર વાત તો એ છે કે, બ્રિટિશ સામ્રાજ્યની સલામતીનું જોખમ ખેડીને પણ તેણે એમ કર્યુ છે; સાચી લેાકશાહી વિકસે એને તેને એટલા બધા ડર હતા તેમ જ ફાસીવાદી નેતાઓ પ્રત્યેની તેની વીય સહાનુભૂતિ એટલી ભારે હતી. ફાસીવાદના વિકાસ થયા અને દુનિયા ઉપર તેણે પોતાનું આધિપત્ય જમાવવા માંડયુ એનું ઘણુંખરું શ્રેય બ્રિટિશ સરકારને ભાગે જાય છે. લેાકશાહી પ્રત્યેની કઇક વધારે તીવ્ર નિષ્ઠા ધરાવનાર યુનાઇટેડ સ્ટેટ્સે ફાસીવાદીઓના આક્રમણને ખાળવા માટે ખીજી સત્તા સાથે સહકાર કરવાનું અનેક વાર જણાવ્યું હતું પરંતુ ઇંગ્લંડે તેની એ દરખાસ્તને અસ્વીકાર કર્યાં હતા. ફ્રાંસ, લંડન શહેર તથા બ્રિટિશ જાતિને Page #809 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૭ જગતના ઇતિહાસનું રેખાદર્શન એટલું બધું આધીન બની ગયું છે કે, સ્વતંત્ર નીતિ અખત્યાર કરવાની તેની હિંમત રહી નથી. મજૂરોના પ્રશ્નોની બાબતમાં પણ આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદમાં ઈગ્લડે એક સરખી રીતે પ્રત્યાઘાતી વલણ અખત્યાર કર્યું છે. ૧૯૩૭ની સાલમાં આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાએ મિલઉદ્યોગને માટે ચાળીસ કલાકનું અઠવાડિયું કરાવવાનું નક્કી કર્યું હતું. ઇંગ્લંડના વિરોધની ઉપરવટ જઈને તેણે એમ કર્યું હતું. એ બાબતમાં તે સંસ્થાનોએ પણ ઈગ્લેંડને સાથ તજીને યુનાઇટેડ સ્ટેટ્સને ટેકો આપ્યો હતે. પરંતુ બ્રિટિશ સરકારે નીમેલા હિંદના પ્રતિનિધિઓ તે બેશક ઈંગ્લેડને જ પક્ષ લીધે હતે. માલિકે તથા સરકારના પ્રતિનિધિઓ સહિત યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિમંડળે એ બાબતમાં એવી ટીકા કરી હતી કે, “તેઓ જિનિવા આવ્યા ત્યાં સુધી બ્રિટિશ સરકાર કેટલી બધી પ્રત્યાઘાતી છે એનો તેમને કશો ખ્યાલ નહોતે.” એ મંડળના એક પ્રતિનિધિએ તે એમ પણ કહ્યું હતું કે, “ઈંગ્લંડ તે પ્રત્યાઘાતનું માર્ગદર્શક બન્યું છે.' તેનામાં અનેક નબળાઈઓ રહેલી હતી તે છતાંયે પ્રાસંઘ એ આંતરરાષ્ટ્રીયતાના ખ્યાલના મૂર્ત સ્વરૂપે હજી રહ્યો હતો. અને તેના કરારમાં આક્રમણને માટે શિક્ષા ઠરાવવામાં આવી હતી. જાપાને મંચૂરિયા ઉપર ચઢાઈ કરી ત્યારે એ બાબતમાં તપાસ કરવા માટે કમિશન નીમવા અને પછીથી એ કૃત્યને વખેડી કાઢવા ઉપરાંત પ્રજાસંઘે કશુંયે પગલું ભર્યું નહિ. ખરેખર, એ સાહસ ખેડવામાં જાપાનને બ્રિટિશ સરકારે જ ઉત્તેજન આપ્યું હતું. અને ત્યારથી માંડીને જૂજ નજીવા અપવાદો બાદ કરતાં તે પ્રજાસંઘની અવગણના કરવાની તથા તેને દુર્બળ બનાવવાની નીતિ એકધારી રીતે અખત્યાર કરતું આવ્યું હતું. નાઝીવાદનો ઉદય તથા આક્રમણની તેની નીતિ એ પ્રજાસંધની સામે સીધા પડકારરૂપ હતાં પરંતુ ઇંગ્લડે તેમ જ કંઈક અંશે ફ્રાંસે પણ એ પડકાર આગળ નમતું આપ્યું અને પ્રજાસંધને દુર્બળ બનવા દીધે. ફાસિસ્ટ સત્તાઓ પ્રજાસંઘમાંથી નીકળી ગઈ. જર્મની ૧૯૭૩ના ઑકટોબર માસમાં તેમાંથી નીકળી ગયું અને જાપાન તથા ઈટાલી એ પછીથી ૧૯૩૪ની સાલમાં. સોવિયેટ રાજ્ય પ્રજાસંધમાં જોડાયું અને તેણે તેમાં નવું લેહી ઉમેર્યું. નાઝીઓના ડરના માર્યા ફ્રાંસે સોવિયેટ ડે. મૈત્રીનું એક્ય ક્યું. પરંતુ પ્રજાસંધના કરારના ધારણ ઉપર સેવિયેટ રાજ્ય સાથે સહકાર કરવા કરતાં ઇંગ્લેંડે જર્મનીને સાથે કરવાનું પસંદ કર્યું. સફળ નીવડેલા પ્રત્યેક આક્રમણે ફાસિસ્ટ સત્તાઓને વધારે ધીટ અને બેપરવા બનાવી તેમને ખાતરી થઈ ગઈ કે તેઓ મરજીમાં આવે તેમ પ્રજાસંધને ઠેકર મારી શકે છે કેમકે તેમને ખબર હતી કે બ્રિટિશ સરકાર તેમને વિરોધ કરવાની નથી. Page #810 -------------------------------------------------------------------------- ________________ આ રીતે બ્રિટિશ સરકાર ફાસિસ્ટ સત્તાને ઉત્તરોત્તર વધારે ને વધારે સાથ આપતી ગઈ એ હકીકત ઉપરથી ચીન, એબિસીનિયા, સ્પેન તેમ જ મધ્ય યુરોપમાં જે બનાવ બન્યા તેમાંના ઘણાખરા બનાવને ખુલાસો મળી રહે છે. માનવજાતની પ્રગતિ તથા સુલેહશાંતિની આટલી બધી આશા વ્યક્ત કરનાર પ્રજાસંઘની ભવ્ય ઈમારત ખંડિયેર બનીને આજે કેમ પડી છે તે આપણે એના ઉપરથી સમજી શકીએ છીએ. જાપાને પ્રજાસંધ તેમ જ આખી દુનિયાની પરવા કર્યા વિના મંચૂરિયા ઉપર આક્રમણ કર્યું તથા ત્યાં મંચૂકુઓનું પૂતળા રાજ્ય સ્થાપ્યું તે આપણે આગળ જોઈ ગયાં છીએ. મંચૂરિયા ઉપર લશ્કરી ચડાઈ કરવામાં આવી હતી છતાંયે વિધિપુરઃસર યુદ્ધની જાહેરાત કરવામાં આવી નહતી. ત્યાં આગળ આંતરિક બંડે કરાવવામાં આવ્યાં અને ચડાઈ કરવા માટે બહાના તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. પાછળથી ઈટાલી તથા નાઝી જર્મનીએ એ રીતને પૂર્ણ બનાવી દીધી અને એ ઉપરાંત પરદેશમાં બહુ જ મોટા પાયા ઉપર પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. હવે તે યુદ્ધની વિધિસર જાહેરાત કરવામાં આવતી જ નથી. એ તે ગત જમાનાની વસ્તુ બની ગઈ છે. ૧૯૩૭ની સાલમાં ન્યૂરેમ્બર્ગ આગળ બેલતાં હિટલરે જણાવ્યું હતું કે, “મારે જે કઈ દુશ્મન ઉપર હુમલે કરવો હોય તો હું કંઈ વાટાઘાટો ચલાવું નહિ અથવા તે મહિનાઓ સુધી એની તૈયારી ન કરું. હું તો મારી હમેશની રીત મુજબ એકાએક અંધારામાંથી નીકળીને વીજળીની ઝડપે મારા દુશ્મન ઉપર તૂટી પડું.” ત્યાંની પ્રજાને મત લીધા પછી ૧૯૩૫ની સાલમાં જાન્યુઆરી માસમાં જર્મનીએ સાર પ્રદેશનો કબજો લીધે. એ જ વરસના મે માસમાં હિટલરે વસઈની સંધિની નિઃશસ્ત્રીકરણને લગતી કલમને છેવટે ઇન્કાર કર્યો અને જર્મને માટે ફરજિયાત લશ્કરી કરીને હુકમ બહાર પાડ્યો. વસઈની સંધિના આ એકપક્ષી ભંગથી કાંસ ભડકી ગયું. ઇંગ્લડે ગુપચુપ એ ભંગ સ્વીકારી લીધે એટલું જ નહિ પણ આગળ વધીને એક માસ પછી તેણે જર્મની સાથે ગુપ્ત નૌકાકરાર પણ કર્યો. આ કરાર કરવામાં પણ વર્તાઈને કરારને ભંગ રહેલ હતા અને એ રીતે ઈંગ્લડે પણ સુલેહના કરારની અવગણના કરી. પરંતુ ભારે આશ્ચર્યની વાત તે એ હતી કે, પિતાના પુરાણ મિત્ર કાંસને પૂછ્યાગાછળ્યા વિના જ તથા બહુ જ મોટા પાયા ઉપર ફરી પાછું શસ્ત્રસજજ થઈને જર્મની યુરેપને જોખમરૂપ બની ગયું હતું તે જ વખતે તેણે એમ કર્યું. કોસે એ વસ્તુને ઇંગ્લંડના વચનભંગ સમાન ગણ અને એથી તે ભયભીત બની ગયું અને પિતાની ઈટાલી તરફની સરહદને ભય બની શકે એટલે ઓછો કરવાને અર્થે તેની સાથે સમજૂતી પર આવવા માટે તે મુસલિની પાસે દેડી ગયું. Page #811 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિસીનિયા : આથી જેને માટે તે લાંબા વખતથી રાહ જોઈ રહ્યો હતો તે તક મુસોલિનીને મળી ગઈ. ઘણાં વરસેથી તેણે એબિસાનિયા ઉપર ચડાઈ કરવાની યોજના તૈયાર કરી રાખી હતી. પરંતુ એ બાબતમાં ઈગ્લેંડ તથા ફ્રાંસ શું વલણ લેશે એની તેને ખાતરી ન હોવાથી એ પગલું ભરતાં તે અચકાતે હતે. ક્રાંસ અને ઈટાલી વચ્ચે ભારે તંગદિલી વર્તતી હતી અને ૧૯૩૪ની સાલના ઐકટોબરમાં માર્સેઈમાં યુગોસ્લાવિયાના રાજા એલેકઝાંડર તથા ફ્રાંસના વિદેશમંત્રી લૂઈ બાર્થોનાં થયેલાં ખૂને ઈટાલીના એજટે કર્યા હતાં એ ઉઘાડું છે. પરંતુ હવે મુસોલિનીને વિશ્વાસ બેઠે કે કાંસ કે ઇંગ્લડ બેમાંથી એકે તેની એબિસીનિયાની ચડાઈ સામે અસરકારક વિરોધ કરનાર નથી. જ્યારે પ્રજાસંધની બેઠક ચાલી રહી હતી તે જ વખતે ૧૯૩૫ની સાલના ઓકટોબર માસમાં અબિસીનિયા ઉપર ચડાઈ કરવામાં આવી. એબિસીનિયાનું રાજ્ય પ્રજાસંધનું સભ્ય હતું એટલે એ ચડાઈથી આખી દુનિયા આભી બની ગઈ. પ્રજાસંઘે ઈટાલીને આક્રમણ કરનાર તરીકે જાહેર કર્યું. અને ઘણું વિલંબ પછી તેની સામે કેટલાક આર્થિક પ્રતિબંધ જાહેર કર્યા એટલે કે, પ્રજાસંઘના સભ્ય– રાને કેટલીક વસ્તુઓની ઇટાલી સાથે લેવડદેવડ કરવાની મનાઈ કરી. પરંતુ, તેલ, લેટું, પિલાદ, કોલસે વગેરે યુદ્ધને માટે અતિ મહત્ત્વની વસ્તુઓને એ પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં સમાવેશ કરવામાં ન આવ્યું. અંગ્લેઈરાનિયન એઈલ કંપનીએ ઈટાલીને તેલ પૂરું પાડવા માટે અથાક પરિશ્રમ કર્યો અને તેણે રાતદિવસ કામ કરવા માંડયું. આ આર્થિક પ્રતિબંધ દ્વારા ઈટાલીને માટે અગવડ ઊભી કરવામાં આવી એ ખરું, પરંતુ તેના માર્ગમાં એથી વિશેષ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી નહિ. યુનાઈટેડ સ્ટેસે તેલનો પ્રતિબંધ જાહેર કરવાની હિમાયત કરી પરંતુ ઈંગ્લંડ તેમાં સંમત ન થયું. બ્રિટિશ વિદેશમંત્રી સર સેમ્યુઅલ હેર અને ક્રાંસને પ્રધાન લાલ ઐબિસીનિયાને ઘણેખરે ભાગ ઈટાલીને સુપરત કરવાની સમજૂતી પર આવ્યા. પરંતુ એની સામે પ્રજામાં ભારે પિકાર ઊડ્યો અને સર સેમ્યુઅલ હેરને રાજીનામું આપવું પડયું. દરમ્યાન એબિસનિયાના લેકે દુશ્મનની સામે બહાદુરીપૂર્વક લડી રહ્યા હતા. પરંતુ બહુ જ નીચે ઊડતાં એરપ્લેનમાંથી મોટા પાયા ઉપર કરવામાં આવતા બેબમારાની સામે તેઓ લાચાર હતા. નાગરિક વસતી ઉપર તેમ જ સ્ત્રી, બાળકે, તથા ઈસ્પિતાલે ઉપર સ્ફટક તેમ જ ગેસના બોંબને વરસાદ વરસાવવામાં આવ્યા અને અતિશય પાશવ કતલ કરવામાં આવી. ૧૯૩૬ના મે માસમાં ઈટાલીનું સિન્ય એબિસીનિયાના પાટનગર એડીસ અબાબામાં દાખલ થયું. અને પછીથી તેણે દેશના મોટા ભાગને કબજે લીધે. એ પછી અઢી વરસ વીતી ગયાં પરંતુ સરહદના પ્રદેશમાં એબિસીનિયાના લેકે હજી પણ દુશ્મનોને સામને કરી રહ્યા છે. Page #812 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૪૭૯ જોકે ફ્રાંસ તથા ઈંગ્લંડે તેની જીતને માન્ય રાખી છે છતાંયે અબિસીનિયા જિતાયું છે એમ ભાગ્યે જ કહી શકાય. અભિસીનિયાની કરુણ ઘટના તથા પ્રજાસંધની સત્તાઓએ તેના કરેલા વિશ્વાસધાતથી દુનિયાને પ્રજાસધની દુળતા તથા લાચારીની ખબર પડી ગઈ. હિટલર હવે નિર્ભયપણે પ્રજાસ ધને ઠોકર મારી શકે એમ હતું. અને ૧૯૩૬ની સાલના માર્ચ માસમાં રાઈન નદીના બિનલશ્કરી પ્રદેશમાં હિટલરે પોતાના સૈન્યને માકલી આપ્યું. વર્સાઈની સધિને આ બીજો ભગ હતા. ' સ્પેન : ૧૯૩૬ની સાલમાં યુરોપમાં પોતાનું પ્રભુત્વ જમાવવાના ફાસિસ્ટેટના પ્રયાસાનું ખીજું પગલું ભરવામાં આવ્યું અને લોકશાહી તથા સ્વત ંત્રતા માટેની એ ભારે મહત્ત્વની લડાઈ નીવડવાની હતી. પોતાનું પ્રભુત્વ જમાવવાને માટે હરીફ બળે સ્પેનમાં કેવી રીતે લડી રહ્યાં હતાં તથા પ્રત્યાધાતી પાદરી તથા અમીરઉમરાવે! સામે તરુણ પ્રજાસત્તાક કેવી રીતે ઝૂઝી રહ્યું હતું તે આપણે આગળ જોઈ ગયાં છીએ. આખરે સ્પેનના બધાયે પ્રગતિવાદી પક્ષા એકત્ર થયા અને ૧૯૩૬ની સાલના ફેબ્રુઆરી માસમાં તેમણે પ્રજાકીય પક્ષ સ્થાપ્યા. વધતાં જતાં ફાસિસ્ટ બળાને સામનેા કરવા માટે એ પહેલાં જ ફ્રાંસમાં પ્રજાપક્ષની સ્થાપના કરવામાં આવી હતી. એ ક઼ાસિસ્ટ બળેા ફ્રાંસના પ્રજાસત્તાકને જોખમાવી રહ્યાં હતાં અને તેમણે એક ખંડ પણ કર્યું હતું પરંતુ તે નિષ્ફળ નીવડયું હતું. ફ્રાંસના પ્રજાપક્ષને પ્રજા તરફથી ભારે ઉત્સાહભર્યાં આવકાર મળ્યા અને ચૂંટણીમાં તેને સફળતા મળવાથી તેણે પોતાની સરકાર સ્થાપી. એ સરકારે મજૂરોને રાહત આપનારા અનેક કાયદા પસાર કર્યાં. સ્પેનના પ્રજાપક્ષને પણ ક્રાસની ( સ્પેનની પાર્ટીમેન્ટ) ચૂંટણીમાં સફળતા મળી અને તેણે પણ પોતાની સરકાર સ્થાપી. તેણે અનેક સુધારાએ કરવાનું તેમ જ ચની સત્તા ઉપર અંકુશ મૂકવાનું પ્રજાને વચન આપ્યું હતું પરંતુ ઘણા વખતથી તે પોતાના એ વચનને અમલ કરી શક્યો ન હતો. એ સુધારાઓના ડરના માર્યાં સ્પેનનાં પ્રત્યાધાતી તત્ત્વા એકત્ર થયાં અને પ્રગતિવાદીઓ ઉપર હુમલા કરવાનું તેમણે નક્કી કર્યું. પોતાની એ તેમ પાર પાડવાને માટે તેમણે ઇટાલી તથા જનીની મદદ માગી અને એ તેમને મળી પણ ખરી. ૧૯૩૬ની સાલના જુલાઈ માસની ૧૮મી તારીખે સ્પેનના મૂર લશ્કરની સહાયથી જનરલ કાંકાએ બળવા શરૂ કર્યાં. એ મૂર્ર લશ્કરને તેણે મોટાં મેટાં વચને આપીને પોતાના પક્ષમાં લીધું હતું. ક્રાંકાએ બહુ સહેલાઈથી અને ત્વરિત વિજય મેળવવાની અપેક્ષા રાખી હતી. લશ્કર તેના પક્ષમાં હતું અને એ બળવાન દેશેાની તેને મદ હતી. પ્રજાસત્તાક લાચાર અને અસહાય બની ગયેલું લાગતું હતું. પોતાના ઉપર આવી પડેલા જોખમની ઘડીએ તેણે સ્પેનની જનતાને Page #813 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન પોતાની સ્વતંત્રતાની રક્ષા કરવાની હાકલ કરી અને તેને હથિયાર પૂરાં પાડ્યાં. આમજનતાએ એ હાકલને સારે જવાબ વાળે અને કાંકની તપ અને હવાઈ બૅબમારા સામે તે લગભગ ઉઘાડે માથે લડી. તેણે કાંકોને ખાળી રાખે. લેકશાહીને ખાતર લડવાને માટે દેશદેશથી સ્વયંસેવકે આવ્યા. તેમણે આંતરરાષ્ટ્રીય દળની સ્થાપના કરી અને એ દળે તેની કટોકટીની ઘડીએ પ્રજાસત્તાકને કીમતી મદદ કરી. પરંતુ પ્રજાસત્તાકની મદદે સ્વયંસેવકે આવી રહ્યા હતા ત્યારે કાંકોને સહાય કરવાને માટે તે મોટી સંખ્યામાં ઇટાલીનું વ્યવસ્થિત લશ્કર આવી પહોંચ્યું તેમ જ જર્મની તથા ઈટાલીમાંથી તેને એરપ્લેને, વિમાનીએ, ઇજનેરે તથા શસ્ત્રસરંજામ પણ મળે. ફ્રકની પાછળ એ બે મહાન સત્તાઓના અનુભવી લશ્કરી નિષ્ણાત હતા જ્યારે પ્રજાસત્તાકના પક્ષમાં ધેર્ય, ઉત્સાહ અને બલિદાનની ધગશ હતી. ૧૯૩૬ના નવેમ્બર માસ સુધીમાં બળવાખોરો માડ્રિડના દ્વાર સુધી આવી પહોંચ્યા, પરંતુ પ્રજાસત્તાકની જનતાએ એક સર્વોપરી પ્રયાસ કરીને તેમને ત્યાં જ ખાળી રાખ્યા. પ્રજામાંથી “રૂક જાઓ” એ પોકાર ઊડ્યો અને રોજેરોજ તેના ઉપર બૅબમારો અને તોપમારો થવા છતાં તેમ જ તેની સુંદર ઇમારતે જમીનદોસ્ત થઈ ગઈ દાહક બૅબમારાને કારણે ત્યાં આગળ વારંવાર આગ લાગવા માંડી, તેનાં વીરમાં વીર બાળકે તેને ખાતર મરણશરણ થયાં તે પણ માડિ શહેર અણજીત્યું અને વિજયી રહ્યું. બળવાખોરેનું લશ્કર માડ્રિડને સીમાડે આવી પહોંચ્યાને બે વરસ થઈ ગયાં છે. આમ છતાંયે તે હજી ત્યાંનાં ત્યાં જ રહ્યાં છે અને “રૂક જાઓ ને પકાર સાંભળે છે. અને માડ્રિડ – ગમગીન અને સૂનકાર બની ગયેલું માડિ–સ્વતંત્રતાને વરેલું પિતાનું શિર ઊંચું રાખી રહ્યું છે અને તે સ્પેનની પ્રજાના ગૌરવશાળી અને અજેય આત્માનું મૂર્તિમંત સ્વરૂપ બનીને ઊભું છે. આ પેનની લડત આપણે સમજી લેવી જોઈએ. એ કેવળ સ્થાનિક કે રાષ્ટ્રીય લડત નથી પણ એથી વિશેષ છે. લેકશાહી પદ્ધતિથી ચૂંટી કાઢવામાં આવેલી પાર્લામેન્ટ સામે ઉઠાવવામાં આવેલા બળવાથી એને આરંભ થશે. સામ્યવાદ તેમ જ ધર્મ ભયમાં આવી પડ્યો છે એ પિકાર ઉઠાવવામાં આવ્યું પરંતુ પ્રજાપક્ષના ધારાસભાના સભ્યોમાં સામ્યવાદીએ તે ગણ્યાગાંડ્યા હતા અને ઘણું મોટા ભાગના સભ્યો તે સમાજવાદી અને પ્રજાસત્તાકવાદીઓ હતા. અને ધર્મની બાબતમાં જોઈએ તે પ્રજાસત્તાક માટે સૌથી વધારે વીરતાપૂર્વક લડનારાઓ તે બાસ્ક પ્રદેશના કેથલિક હતા. પ્રજાસત્તાકે ધાર્મિક સ્વતંત્રતાની બાંયધરી આપી છે – જે કે હિટલર જર્મનીમાં એવી સ્વતંત્રતા આપતા નથી – પરંતુ જમીનનાં સ્થાપિત હિતે તેમ જ ચર્ચ તરફથી અપાતી કેળવણીની બાબતમાં તે બેશક વાંધે કાવવામાં આવ્યું હતું. પરંતુ જમીન અને મેટી જમીનદારીની ફડલ વ્યવસ્થા ઉપર તે પ્રહાર કરશે તેમ Page #814 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ તેને અંત આણશે એ જ્યારે ડર પેદા થયો ત્યારે બળવે તે સીધીસાદી લેકશાહી સામે જ પોકારવામાં આવ્યો હતે. હું આગળ કહી ગયે છું તેમ જ્યારે આવી સ્થિતિ પેદા થાય છે ત્યારે પ્રત્યાઘાતીઓ લેકશાહીનાં ધોરણે જાળવવાની કે પ્રજામત ફેરવવાની તકલીફમાં નથી પડતા. એવે પ્રસંગે તેઓ હથિયારને આશરો લે છે; ત્રાસ તથા હિંસા દ્વારા પ્રજા ઉપર પિતાની ઈચ્છા ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે. સ્પેનની લશ્કરી અને પાદરીઓની ટોળકીને જર્મની તથા ઇટાલીની બે ફાસીવાદી સત્તાઓને સ્વેચ્છાપૂર્વકનો સાથ મળી ગયું. એ બંને ફાસીવાદી સત્તાઓ ભૂમધ્ય સમુદ્ર ઉપર કાબૂ મેળવવા તથા તેમાં નકામથકે સ્થાપવાને માટે સ્પેન ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવા માગતી હતી. સ્પેનની ખનીજ સંપત્તિએ પણ એ સત્તાઓને આકર્ષી હતી. આ રીતે સ્પેનનું યુદ્ધ એ આંતરયુદ્ધ નહિ પણ વાસ્તવમાં કાન્સને અપંગ તથા ઈગ્લેંડને દુર્બળ બનાવીને આખાયે યુરોપ ઉપર ફાસીવાદની આણ વર્તાવવા માટેના સત્તાના રાજકારણની રમતનું સુરેપી યુદ્ધ હતું. એમાં જર્મની અને ઈટાલીનાં હિત કંઈક અંશે અથડાતાં હતાં પરંતુ થોડા વખત પૂરતું તે તેમણે બંનેએ સાથે મળીને કામ કર્યું. ફાસીવાદી સ્પેન કાંસને માટે જીવલેણ નીવડે એમ હતું તેમ જ તે પૂર્વના દેશો તરફના તેમ જ કેપ ઑફ ગુડ હોપના દરિયાઈ માર્ગોને જોખમાવે એમ હતું. પછીથી જિબ્રાલ્ટર નકામું બની જાય અને સુએઝની નહેરની કશી કિંમત ન રહે. આમ, લેકશાહીના પ્રેમને ખાતર નહિ તે પિતાના હિતની દષ્ટિથી પણ ઈંગ્લેંડ તથા ક્રાંસ સ્પેનની સરકારને બળ શમાવી દેવા માટે હરેક પ્રકારની વાજબી મદદ આપે એવી અપેક્ષા કઈ પણ માણસ રાખે. પરંતુ પિતાના રાષ્ટ્રના હિતને ભેગે પણ વર્ગનાં હિતે સરકારને કેવી રીતે પ્રેરે છે એ વસ્તુ અહીં પણ ફરીથી આપણા જેવામાં આવે છે. બ્રિટિશ સરકારે બિનદરમ્યાનગીરીની એક પેજના તૈયાર કરી. એ યેજના આપણું જમાનાના ફારસના એક ભારેમાં ભારે નમૂના સમાન થઈ પડી છે. જર્મની તથા ઈટાલી એ બને બિનદરમ્યાનગીરી કમિટીમાં છે અને તે છતાંયે તેઓ બળવાખોરને છડેચોક મદદ કરે છે અને તેમને કાયદેસરની સરકાર તરીકે માન્ય રાખે છે. તેઓ પિતાનાં સને ફકની મદદે મેકલે છે તેમ જ તેમના વિમાનીએ સ્પેનનાં શહેરો ઉપર બૅબમારો કરે છે. આ રીતે બળવાખાને મદદ મળતી રહે એ જ બિનદરમ્યાનગીરીને અર્થ થયે છે. અંગ્રેજોની ઉશ્કેરણીથી ફેંચ સરકારે પિતાની પિરિનીઝની સરહદ બંધ કરી છે અને આ રીતે સ્પેનના પ્રજાસત્તાકને જેમ તેમ કરીને પહોંચતી ડીઘણું મદદ પણ બંધ કરી છે. Page #815 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રજાસત્તાક માટે ખોરાક લઈ જતાં બ્રિટિશ વહાણને ફાંકનાં ઍપ્લેને કે નૌકા કાફલાએ ડુબાવી દીધાં છે અને બ્રિટિશ વડા પ્રધાન ચેમ્બરલેઈને ફ્રાંકના એ કૃત્યને ખરેખાત બચાવ કર્યો છે. લેકશાહીના ફેલાવાના તેના ડરને લીધે બ્રિટિશ સરકાર આટલી હદ સુધી પહોંચી છે. ઘેડા જ દિવસ ઉપર ઈટાલી જડે તેણે સમજૂતી કરી છે એમાં ફકને માન્ય રાખવામાં તેમ જ સ્પેનના મામલામાં તેની મુનસફી પ્રમાણે વચ્ચે પડવાની ઈટાલીને છૂટ આપવામાં તે એક ડગલું આગળ વધી. સ્પેનના પ્રજાસત્તાકે ઇંગ્લંડ કે ફાંસ ઉપર આધાર રાખ્યો હોત યા તે તેમની સલાહ પ્રમાણે તે ચાલ્યું હોત તે ક્યારનોયે તેને અંત આવી ગયા હતા. પરંતુ ઈંગ્લંડ તેમ જ કાંસની નીતિની લેશ પણ પરવા કર્યા વિના સ્પેનની પ્રજાએ ફાસીવાદને નમતું આપવાની સાફ ના પાડી. તેમને માટે તે એ વિદેશી હુમલાખોરે સામેની સ્વતંત્રતા માટેની રાષ્ટ્રીય લડત છે. એણે મહાભારત સંગ્રામનું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાં દાખવવામાં આવેલી હિંમત અને સહનશીલતાના ચમત્કારથી તેણે દુનિયાને ચકિત કરી દીધી છે. એ લડતની સૌથી ભયાનક વસ્તુ તે કાંકોના પક્ષનાં ઇટાલિયન અને જર્મન એરોપ્લેનમાંથી શહેર, ગામડાંઓ તેમ જ નાગરિક વસતી ઉપર કરવામાં આવતે બોંબમારે છે. છેલ્લાં બે વરસો દરમ્યાન પ્રજાસત્તાકે સુંદર લશ્કર ઊભું કર્યું છે અને તાજેતરમાં તેણે તેના બધાયે વિદેશી સ્વયંસેવકોને પાછા મોકલી દીધા છે. જે કે પેનને ત્રણચતુર્થાંશ ભાગ આજે કાંકોના કબજામાં છે અને તેણે માડિ તથા વેલેન્શિયાને કેલેનિયા સાથે સંબંધ તેડી નાખે છે. એમ છતાંયે નવું પ્રજાસત્તાક લશ્કર તેને ત્યાં જ ખાળી રાખી રહ્યું છે તથા એબ્રના મહાન યુદ્ધમાં તેણે પિતાનું પાણી બતાવી આપ્યું છે. એ યુદ્ધ કેટલાયે મહિના સુધી અવિરતપણે ચાલુ રહ્યું હતું. પરદેશની તેને જબરદસ્ત મદદ મળે તે સિવાય એ લશ્કરને કાંકે હરાવી શકે એમ નથી એ સ્પષ્ટ છે. ખોરાકને અભાવ એ આજે પ્રજાસત્તાકની ભારેમાં ભારે મુશ્કેલી છે. ખાસ કરીને શિયાળાના મહિનાઓ દરમ્યાન ખોરાકની તંગી તેને બહુ વેઠવી પડી છે. પિતાના લશ્કરને તેમ જ પિતાના વહીવટ નીચેના પ્રદેશની વસતીને જ નહિ પણ જેને કાંકેએ કબજે લીધે છે તે પ્રદેશમાંથી નાસી આવેલા લાખ આશ્રિતને પણ તેને ખોરાક પૂરો પાડે પડે છે. રીત : સ્પેનની કરૂણ ઘટનાની વાત ઉપરથી હવે આપણે ચીનની કરૂણ ઘટનાની વાત ઉપર આવીએ. મંચૂરિયામાંનું જાપાનનું આક્રમણ એકધારું ચાલુ રહ્યું હતું અને આગળ હું તને કહી ગયો છું તેમ એમાં તેને બ્રિટિશ સરકારની સહાનુભૂતિ હતી. જાપાનના આક્રમણને સામને કરવા માટે અમેરિકાએ સહકાર આપવાની કરેલી Page #816 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૪૮૩ દરખાસ્તને ઈંગ્લડે તરછોડી હતી. ઇંગ્લંડ જાપાનને શાથી ઉત્તેજન આપે છે અને એ રીતે એક બળવાન હરોફને વધારે બળવાન બનાવે છે? ૨૦મી સદીના આરંભનાં વરસેથી જાપાન લગભગ ઇંગ્લંડના રક્ષણ નીચે સામ્રાજ્યવાદી સત્તા તરીકે ઘણું આગળ વધ્યું છે. પહેલાં ઝારશાહી રશિયા સામે એક બળવાન હરીફ ઊભું કરવાને ખાતર તે જાપાનને મદદ કરતું હતું. મહાયુદ્ધ પછી યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેટ રાજ્ય એ બે ઇંગ્લંડના મેટા હરીકે રહ્યા છે. આથી જાપાનને ટેકો આપવાની તેની એ પુરાણી નીતિ તેણે આજ સુધી એટલે કે તેનાં કેટલાંક મહત્ત્વનાં હિતોને જાપાન જોખમમાં મૂકવાની હદ સુધી પહોંચ્યું ત્યાં સુધી તેણે ચાલુ રાખી છે. ૧૯૩૩ની સાલમાં અમેરિકાએ સેવિયેટ રાજ્યને માન્ય રાખ્યું તેનું એક કારણ અમેરિકાની જાપાનની હરીફાઈ પણ હતું. ( ૧૯૩૩ની સાલ પછીના સમય દરમ્યાન ચીનમાં ઘણી સરકારે હતી. ચાંગ–કાઈ–શેકની રાષ્ટ્રીય સરકાર ત્યાં હતી. બીજી સત્તાઓએ એ સરકારને માન્ય રાખી હતી. દક્ષિણ ભાગમાં કેન્ટીન સરકાર હતી અને કુ–મીન–ટાંગને પગલે ચાલવાને તે પણ દાવો કરતી હતી. દેશના અંદરના ભાગમાં મોટા વિસ્તારમાં સેવિયેટ ઢબનું તંત્ર પણ હતું. આ ઉપરાંત દેશના અંદરના ભાગમાં અર્ધસ્વતંત્ર અનેક લડાયક સરદારે હતા. પીપિંગની ઉત્તરે જાપાન અવિરતપણે ટુકડે ટુકડે ચીનને પ્રદેશ પચાવી પાળે જતું હતું. જાપાનના આ આક્રમણને સામને કરવાને બદલે વ્યાંગ-કાઈ–શેક વરસોવરસ બળવાન લશ્કરી હુમલો કરીને ચીનના સેવિયેટ પ્રદેશને કચરી નાખવાના પ્રયાસમાં પિતાની બધીયે શક્તિ ખરચી રહ્યો હતે. આવા ઘણુંખરા હુમલાઓ નિષ્ફળ નીવડ્યા હતા અને જ્યારે ચાંગ–કાઈ–શેકના લશ્કરે એ પ્રદેશને કબજે લીધે ત્યારે પણ ચીનનું સેવિયેટ સૈન્ય તેના પંજામાંથી છટકી જતું અને દેશના વધારે ઊંડાણના ભાગમાં જઈને પિતાને કબજો જમાવતું. ચુ-તેની સરદારી નીચે આઠમા પાયદળ સૈન્ય ચીનની આરપાર ૮૦૦૦ માઈલની જબરદસ્ત કૂચ કરી હતી તે લશ્કરી ઈતિહાસમાં એક અપૂર્વ દૃષ્ટાંતરૂપ થઈ પડી છે. જાપાની આક્રમણને સામનો કરવામાં વ્યાંગ-કાઇ–શેક જોડે સહકાર કરવાની સેવિયેટ ચીને પિતાની તત્પરતા બતાવી હતી તે છતાંયે વરસ સુધી આ ઝઘડે ચાલુ રહ્યો. ૧૯૩૭ની સાલમાં જાપાને ચીન ઉપર જબરે હુમલે શરૂ કર્યો. એને પરિણામે આખરે આપસમાં લડતા બધા પક્ષે એકત્ર થયા અને બધાએ સાથે મળીને જાપાનને સામને કર્યો. ચીને સેવિયેટે રાજ્ય સાથે પણ વધારે નિકટને સંબંધ બાંધ્યો તથા એ બે દેશો વચ્ચે બિનઆક્રમણને કરાર થયે. જાપાનને સામને અતિશય ઝનૂનથી કરવામાં આવ્યું. હવાઈ બૅબમારે ચલાવીને તેમ જ માની પણ ન શકાય એવી બીજી અનેક હેવાનિયતભરી Page #817 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રીતાથી જાનમાલને ભારે સંહાર કરીને જાપાને ચીનને એ સામને તોડી નાખવાનો પ્રયત્ન કર્યાં. પરંતુ આ અગ્નિપરીક્ષાને પરિણામે ચીનમાં એક નવી જ પ્રજાનું ધડતર થયું અને ચીના લોકાની પુરાણી સુસ્તી તેમનામાંથી ઊડી ગઈ. જાપાનના ખેંબમારાથી ચીનનાં મેમોટાં મોટાં શહેરો રાખના ઢગલા સમાન બની ગયાં અને અસંખ્ય પ્રજાજતાના જાન ગયા. જાપાન ઉપર આ યુદ્ધની ભારે તાણ પહોંચી અને તેની નાણાંકીય તેમ જ આર્થિક વ્યવસ્થા તૂટી પડવાનાં ચિહ્નો જણાવા લાગ્યાં. સ્વાભાવિક રીતે જ હિંદના લેાકેાની સહાનુભૂતિ ચીનની પ્રજા તેમ જ સ્પેનના પ્રજાસત્તાક તરફ હતી. અને હિ ંદુસ્તાન, અમેરિકા તેમ જ બીજા દેશેશમાં જાપાનના માલના બહિષ્કાર કરવાની જબરદસ્ત ચળવળા ઊપડી. આમ છતાંયે જાપાનનું પ્રચંડ લશ્કર ચીનમાં આગળ વધ્યું અને તેને પજવવા માટે ચીના લેકાએ ગેરીલા યુદ્ધ પદ્ધતિને આશરો લીધે. તેમની એ પહિત ભારે અસરકારક નીવડી. જાપાને શાંધાઈ તથા નાન્કિનને કબજો લીધે અને જ્યારે તેનું લશ્કર કન્ટેન અને હૈં કૈા નજીક આવી પહોંચ્યું ત્યારે ચીનાઓએ પેાતે જ આગ લગાડીને તેમનાં એ મહાન શહેશને નાશ કર્યાં. તેપોલિયને માસ્કાને કબજો લીધા હતા તેમ જાપાની સૈન્યે એ શહેરનાં બળીને ખાખ થઈ ગયેલા અવશેષોના કબજો લીધા. પરંતુ જાપાન ચીનના સામનાને કચરી શક્યું નથી; નવી નવી આફત આવી પડતાં તા ઊલટા તે વધુ ને વધુ સખત થતા જાય છે. સ્ટ્રિયા : હવે આપણે પાછાં યુરોપ જઈ એ અને તેના કરુણ અંત સુધીની આસ્ટ્રિયાની વાત જોઈ જઈ એ. એ નાનકડું પ્રજાસત્તાક નાદાર બની ગયું હતું અને તેમાં અંદરઅંદર ભારે ફાટફૂટ હતી. વળી એક બાજુથી નાઝી જર્મની તેના ઉપર દબાણ કરતું હતું અને ખીજી બાજુથી ફાસિસ્ટ ઇટાલી, વિયેના શહેરમાં પ્રગતિશીલ અને સમાજવાદી મ્યુનિસિપાલિટી હતી પરંતુ દેશ ઉપર તેા પાદરીઓના પ્રભુત્વવાળા ફાસીવાદને દાર હતા. ડાસ ત્યાંના ચૅન્સેલર હતા અને નાઝીઓના આક્રમણ સામે ઑસ્ટ્રિયાના રક્ષણ માટે તે મુસોલિની પર આધાર રાખતા હતા. વર્સાઈની સુલેહની સંધિના ભંગ કરીને ઇટાલી ડાલ્ટ્સને હથિયા પૂરાં પાડતું હતું અને મુસેાલિની તેને સમાજવાદીઓને દાખી દેવાની સલાહ આપતા હતા. વિયેનાના આ સમાજવાદી મજૂરોને નિઃશસ્ત્ર કરવાને ડાર્ટ્સે નિણૅય કર્યાં અને એને પરિણામે ૧૯૩૪ની સાલની ફેબ્રુઆરીની પ્રતિ-ક્રાંતિ થઈ. ચાર દિવસ સુધી વિયેનામાં લડાઈ ચાલી અને તાપમા ચલાવીને અમુક અંશે મજૂરોનાં જગમશદૂર ધરાના નાશ કરવામાં આવ્યો. ડેલ્ટ્સને એમાં વિજય તે મળ્યે પરંતુ બહારના આક્રમણનો સામને કરી શકે એવા એક માત્ર સમૂહને તોડી પાડવાને ભોગે તેણે એ વિજય મેળવ્યા. Page #818 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૪૮૫ દરમ્યાન નાઝી પ્રપંચે તો ચાલુ જ હતા અને ૧૯૩૪ના જૂન માસમાં નાઝીઓએ વિયેનામાં ડોલ્ફસનું ખૂન કર્યું. એ પછી નાઝી જર્મની ઓસ્ટ્રિયા ઉપર ચડાઈ કરે એવી જના હતી. હિટલર જર્મનીની સરહદ ઓળંગીને પિતાના લશ્કરને ઑસ્ટ્રિય ઉપર મોકલવાની તૈયારીમાં હતા પરંતુ જર્મને સામે ટ્યિાનું રક્ષણ કરવાને પિતે સૈન્ય મેલશે એવી મુસલિનીએ ધમકી આપી તેથી તે એમ કરતાં અટકી ગયે. ઓસ્ટ્રિયાને જર્મનીમાં ભેળવી દેવામાં આવે અને પરિણામે જર્મનીની સરહદ ઠેઠ ઇટાલી સુધી આવી પહોંચે એવું મુસોલિની ઇચ્છતે નહોતે. ૧૯૭૫ની સાલમાં હિટલરે વિધિપૂર્વક જાહેર કર્યું કે ઑસ્ટ્રિયાને ખાલસા કરવાને કે તેને જર્મની સાથે જોડી દેવાને તેને ઇરાદો નથી. ઈટાલીના એબિસીનિયાના સાહસને લીધે તે નબળું પડ્યું અને ઈંગ્લડ તથા કાંસ સાથેનું તેનું ઘર્ષણ વધવા પામ્યું એટલે મુસોલિનીને હિટલર સાથે સમજૂતી પર આવવું પડ્યું. આથી હિટલરને સ્ટ્રિયાની બાબતમાં ગમે તે કરવાની છૂટ મળી અને ત્યાં આગળ નાઝીઓની પ્રવૃત્તિ વધી ગઈ ૧૯૩૮ની સાલના આરંભમાં ઇંગ્લંડના વડા પ્રધાન ચેમ્બરલેઈને જાહેર કર્યું કે, આધ્યિાને બચાવવા માટે ઇંગ્લેન્ડ વચ્ચે પડનાર નથી. પછી તે બનાવો બહુ ઝડપથી બનવા લાગ્યા અને એસ્ટ્રિયાના ચેન્સેલર શુગ્નિને પ્રજામત લેવાનું નક્કી કર્યું ત્યારે હિટલરે તેની સામે વાંધો ઉઠાવ્ય. ૧૯૩૮ના મે માસમાં તેણે ઓસ્ટ્રિયા ઉપર ચડાઈ કરી. તેને સામને કરવામાં ન આવ્યું અને ઓસ્ટ્રિયાનું જર્મની સાથેનું જોડાણ જાહેર કરવામાં આવ્યું. લાંબા સમય સુધી સામ્રાજ્યના મથક બનેલા આ પુરાણું દેશને આ રીતે અંત આવ્યું અને આયિા યુરેપના નકશા ઉપરથી ભૂંસાઈ ગયું. તેના છેલ્લા ચૅન્સેલર શુગ્નિગને જર્મને એ કેદ કર્યો અને નાઝીઓની ઈચ્છાને સંપૂર્ણપણે અનુકૂળ ન થવા માટે તેના ઉપર મુક ચલાવવાની ધમકી આપવામાં આવી. હજીયે તે નાઝીઓને કેદી છે. ઑસ્ટ્રિયામાં નાઝી જર્મનના આગમનથી ત્યાંની પ્રજા ઉપર દમન અને ત્રાસનો કોરડો વીંઝાવા લાગ્યા. જર્મનીમાં નાઝીઓના અમલના આરંભમાં જે ત્રાસનું સામ્રાજ્ય પ્રવત્યું હતું તેના કરતાં પણ આ ત્રાસ અને દમન વધારે ભયંકર હતાં. યહૂદીઓને એથી ભારે સહન કરવું પડ્યું અને હજીયે તેઓ ભયંકર યાતનાઓ સહન કરી રહ્યા છે. અને એક વખતના રમણીય અને સંસ્કારી શહેર વિયેનામાં જંગલીપણાનું સામ્રાજ્ય વત રહ્યું છે અને અત્યાચાની પરંપરા ત્યાં આગળ ચાલી રહી છે. જેોોવાચિા : ઓસ્ટ્રિયામાંના નાઝીઓના વિજયને કારણે યુરોપ સમસમી ગયું હતું પરંતુ ચેકોસ્લોવાકિયામાં એની અસર સૌથી વધારે થવા પામી. કેમ કે હવે તે ત્રણ બાજુએ નાઝી જર્મનીથી ઘેરાઈ ગયું. ઘણા લેક Page #819 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન ધારતા હતા કે એ પછી ચેકલેવાકિયા ઉપર ચડાઈ કરવામાં આવશે અને એની શરૂઆત તરીકે નાઝીઓના કાવાદાવા તથા સરહદના જિલ્લાઓમાં મુશ્કેલીઓ ઊભી કરવાના પ્રયાસે ફાસિસ્ટની હમેશની રીત મુજબ શરૂ થઈ ગયા. ચેકોસ્લોવાકિયાના સુડેટન પ્રદેશમાં એટલે કે પ્રાચીન સમયના બોહેમિયામાં જર્મન ભાષા બોલનારા લેકો વસતા હતા. ઓસ્ટ્રિયા-હંગરીના સામ્રાજ્યમાં તેમનું પ્રભુત્વ હતું. ચેક રાજ્ય માટે તેમને સમભાવ નહોતો અને તેની સામે તેમની કેટલીક ફરિયાદો હતી અને તે વાજબી પણ હતી. તેમને અમુક પ્રમાણમાં સ્વયંશાસન જોઈતું હતું, જર્મની સાથે જોડાઈ જવાની તેમની જરા પણ ઇચ્છા નહોતી. વળી તેમનામાં એવા ઘણું જર્મને હતા જેઓ નાઝીઓના અમલની સંપૂર્ણપણે વિરુદ્ધ હતા. બોહેમિયા પહેલાં કદીયે જર્મનીને એક ભાગ નહોતું. ઑસ્ટ્રિયા લુપ્ત થયા પછી હિટલર ચેક લેવાકિયા ઉપર ચડાઈ કરશે એમ ધારવામાં આવતું હતું અને એ સંભવિતતાના ડરના માર્યા અને પિતાની જાતને સુરક્ષિત બનાવવાને ખાતર સંખ્યાબંધ લેકે સ્થાનિક નાઝી પક્ષમાં જોડાયા. આંતરરાષ્ટ્રીય દષ્ટિએ કેવાકિયાની સ્થિતિ મજબૂત હતી. તે ઉદ્યોગમાં ઘણો આગળ વધે દેશ હતું તેમ જ તે સુસંગઠિત હતો અને તેની પાસે બળવાન અને કુશળ સૈન્ય હતું. ક્રાંસ તથા સેવિયેટ રાજ્ય સાથે તે મૈત્રીના કરારોથી જોડાયેલું હતું અને ઝઘડાને પ્રસંગે ઈંગ્લડ પણ તેને પડખે રહેશે એવું ધારવામાં આવતું હતું. મધ્ય યુરેપમાં તે એક માત્ર લેકશાહી રાજ્ય બાકી રહ્યું હતું તેથી અમેરિકા સહિત આખી દુનિયાના લેકશાસનવાદીઓની તેના પ્રત્યે સહાનુભૂતિ હતી. લેકશાહી બળોએ એકસંપથી કામ કર્યું હોત તે યુદ્ધને પ્રસંગે ફાસિસ્ટ સત્તાઓને પરાજ્ય થાત એમાં લેશ પણ શંકા નથી. સુડેટન લઘુમતીને પ્રશ્ન ઊભું કરવામાં આવ્યો હતો અને તેમની ફરિયાદ દૂર કરવામાં આવે એ વાજબી હતું, પરંતુ મધ્ય યુરેપની કોઈ પણ લઘુમતી કરતાં ચેકોસ્લોવાકિયાની લઘુમતી પ્રત્યે ઘણું સારો વર્તાવ રાખવામાં આવતું હતું એ હકીકત નિર્વિવાદ હતી. ખરે પ્રશ્ન લઘુમતીને નહોતે. સાચી વાત તે એ છે કે, આખાયે દક્ષિણ-પૂર્વ યુરોપ ઉપર હિટલરને પિતાનું પ્રભુત્વ જમાવવું હતું અને હિંસા તથા હિંસાની ધમકી દ્વારા તેને પિતાનું ધાર્યું કરાવવું હતું. લઘુમતીના પ્રશ્નને ઉકેલ લાવવા માટે એક સરકારે પિતાનાથી બનતું બધું કર્યું અને તેની લગભગ બધીયે માગણીઓને સ્વીકાર કર્યો. પરંતુ એક માગણીને સ્વીકાર થયે કે બીજી અને વધારે વ્યાપક તથા રાજ્યની હસ્તી સુધ્ધાં જોખમમાં આવી પડે એવી દુરગામી માગણીઓ થતી ગઈ. તેના પડખામાં શૂળ સમાન થઈ પડેલા આ લેકશાહી રાજ્યને અંત આણવાનો Page #820 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૪૮૭ હિટલરને ઈરાદે હતે એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ હતી. એ પ્રશ્નને સુલેહશાંતિ ભર્યો ઉકેલ લાવવાના ઓઠા નીચે બ્રિટિશ નીતિ હિટલરના આક્રમણને ઉત્તેજન આપી રહી હતી. બ્રિટિશ સરકારે એ ઝઘડામાં “મધ્યસ્થ” તરીકે કામ કરવાને માટે લેડ રેન્સિમૅનને પ્રાગ મોક્લી આપે. પરંતુ બ્રિટનની આ લવાદીએ તે નાઝીઓની માગણીઓને નમતું આપવાને ચેક સરકાર ઉપર નિરંતર દબાણ કર્યા કર્યું. છેવટે ચેક લેકેએ રન્સિમૅનની એ અતિશય દૂરગામી દરખાસ્ત સુધ્ધાં કબૂલ રાખી પરંતુ નાઝીઓને તે એથીયે વધારે જોઈતું હતું અને પોતાની માગણી પરાણે સ્વીકારાવવાને અર્થે તેમણે જર્મન સૈન્યને હુમલે કરવા માટે તૈયાર કરી દીધું. એ પ્રસંગે ચેમ્બરલેઈન જાતે એ મામલામાં વચ્ચે પડે અને બચેંસગેડન આગળ તેણે હિટલરની મુલાકાત લીધી. ત્યાં આગળ તેણે હિટલરે આખરી કહેણ દ્વારા કરેલી માગણી કબૂલ રાખી. એમાં ચેકોસ્લોવાકિયાના મોટા પ્રદેશને જર્મની સાથે જોડી દેવાની માગણી કરવામાં આવી હતી. પછીથી ઈંગ્લંડ તથા ફ્રાંસે પોતાના મિત્રરાજ્ય ચેલૈવાકિયા ઉપર, પિતાનું આખરી કહેણ મોકલ્યું અને હિટલરની શરતે માન્ય રાખવાનું તેને જણાવ્યું અને તે એમ ન કરે તે તેને સંપૂર્ણપણે ત્યાગ કરવાની ધમકી આપી. તેમના મિત્રોએ તેમને દગો દીધો એ જોઈને ચેક લેકો તે આભા બની ગયા અને ચોંકી ઊઠ્યા, પરંતુ હતાશ અને ગમગીન બનીને તેમની સરકારે એ આખરી કહેણને નમતું આપ્યું. ચેમ્બરલેઈન ફરી પાછો હિટલરને મળવા ગયો. આ વખતે તે રાઈન નદી ઉપર આવેલા ગેડબર્ગ આગળ હિટલરને મળે. આ મુલાકાતમાં તેને માલૂમ પડયું કે હિટલર તે હજી વળી વધારે માગતું હતું. એ માગણીઓ તે ચેમ્બરલેઈન પણ ન કબૂલ કરી શક્યો અને ૧૯૩૮ની સાલના સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં જગવ્યાપી યુદ્ધની ઘેરી છાયા યુરેપ ઉપર પથરાઈ ગઈ. લેકે “ગેસ માસ્ક મેળવવા માટે દોડાદોડ કરવા લાગ્યા અને હવાઈ હુમલાઓથી રક્ષણ કરવાને માટે બાગબગીચાઓમાં ખાઈએ ખેદાવા લાગી. ચેમ્બરલેઈન ફરી પાછો હિટલર પાસે પહોંચે. આ વખતે તે તેને મ્યુનિચમાં મળ્યો. ડેલાડિયર તથા મુસોલિની પણ ત્યાં પહોંચ્યા. ચેકોસ્લોવાકિયા તથા ફ્રાંસના મિત્ર રશિયાને ત્યાં બોલાવવામાં ન આવ્યું અને ચેક લેવાકિયા જે તેમનું એક મિત્રરાજ્ય હતું તથા જેનું ભાવિ નક્કી થવાનું હતું તેની એ બાબતમાં સલાહ સરખી લેવામાં ન આવી. તાત્કાલિક યુદ્ધ અને ચડાઈની ધમકી સાથે કરવામાં આવેલી હિટલરની નવી અને દૂરગામી માગણીઓ લગભગ સંપૂર્ણપણે સ્વીકારવામાં આવી, અને સપ્ટેમ્બરની ૨૮મી તારીખે જેમાં એ માગણીઓને સમાવેશ કરવામાં આવ્યા હતા તે મ્યુનિચ કરાર ઉપર ચાર સત્તાઓએ સહી કરી. Page #821 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે વખત પૂરતી તે લાઈટાળવામાં આવી અને બધાયે દેશના લેકમાં હાશની લાગણી ફેલાઈ ગઈ. પરંતુ એને માટે ભારે કિંમત ચૂકવવી પડી. ઈગ્લેંડ અને ક્રાંસની ભારે બેઆબરૂ અને માનહાનિ થઈયુરોપમાં લોકશાહી ઉપર ભારે ફટકો પડ્યો, ચેકેલૈવાકિયાના રાજ્યને દેહવિચ્છેદ થઈ ગયા, સુલેહશાંતિ સ્થાપવાના સાધન તરીકે પ્રજાસંઘને અંત આવ્યો, અને મધ્ય તથા દક્ષિણપૂર્વ યુરોપમાં નાઝીવાદને જ્વલંત વિજય થયું. અને આટલી બધી કિંમત આપીને ખરીદવામાં આવેલી સુલેહશાંતિ એ તે માત્ર તહકૂબી જ હતી અને એ દરમ્યાન દરેક દેશ ભાવિમાં આવનારા યુદ્ધને માટે બની શકે એટલી ત્વરાથી શસ્ત્રસજ્જ થવા લાગ્યો. મ્યુનિચને કરાર એ યુરોપ તેમ જ દુનિયાના ઈતિહાસમાં દિશાપલટો કરનાર વસ્તુ છે. એથી યુરોપની નવેસરથી વહેંચણી કરવાની શરૂઆત થઈ અને બ્રિટિશ તથા ફેંચ એ બંને સરકારે છડેચોક નાઝીવાદ અને ફાસીવાદને પડખે ઊભી રહી. ઈગ્લેંડે ઈટાલી અને ઇંગ્લેન્ડ વચ્ચેના કરારને ઉતાવળથી મંજૂર કર્યો. એમાં ઇટાલીની એબિસીનિયાની છતને માન્ય રાખવામાં આવી તથા ઇટાલીને પેનમાં તે ચાહે તે કરવાની છૂટ આપવામાં આવી હતી. ઇંગ્લડ, ફ્રાંસ, જર્મની અને ઈટાલી એ ચાર સત્તાઓ વચ્ચેના કરારે મૂર્ત સ્વરૂપ ધારણ કરવા માંડયું. એને આશય સેવિયેટ રશિયા તેમ જ સ્પેનમાંના તેમ જ બીજે ઠેકાણેનાં લેકશાહી બળને એકત્ર સામનો કરવાનું હતું. રશિયા: કાવાદાવાઓ અને પ્રપંચેનાં તેમ જ મહાન સત્તાઓએ કરેલા પિતાના ગંભીર વચનના ભંગનાં આ વરસે અને મહિનાઓ દરમ્યાન સેવિયેટ રશિયાએ એકધારી રીતે પિતાની આંતરરાષ્ટ્રીય ફરજો તથા જવાબદારીઓ અદા કરી, સુલેહશાંતિને પક્ષ કર્યો, આક્રમણને વિરોધ કર્યો તથા છેવટ સુધી પિતાના મિત્ર ચેલૈવાકિયાને ત્યાગ ન કર્યો એ ખરેખર એક ધપાત્ર બીના છે. પરંતુ ઇંગ્લંડ તથા ક્રાંસે તેની અવગણના કરી અને આક્રમણ કરનાર સાથે તેમણે મૈત્રી કરી. ઇંગ્લંડ તથા કોસે જેને દગો દીધે હવે તે ચેકેરેલેવાકિયા પણ નાઝી વર્તુળમાં જઈ પડ્યું અને રશિયા સાથેની પિતાની મૈત્રીને તેણે અંત આણ્ય. ચેક લેવાકિયાના ટુકડા પાડી નાખવામાં આવ્યા છે અને ભૂખ્યાં ગીધની પેઠે પોલેંડ તથા હંગરીએ એ પ્રસંગને લાભ ઉઠાવ્યો છે. તેમાં ભારે આંતરિક ફેરફાર પણ થવા પામ્યા છે અને ચેકોસ્લોવાક્ષિા સ્વયંશાસન માટે દાવો કરે છે. ચેલૈવાકિયાના અવશેષ હવે લગભગ જર્મનીના એક સંસ્થાન એટલે કે તાબાના પ્રદેશ તરીકે કાર્ય કરે છે. આ રીતે સેવિયેટ રાજ્યની પરદેશ નીતિને ભારે નિષ્ફળતા મળી છે. અને આમ છતાં, તે યુરોપ તેમ જ એશિયામાં ફાસીવાદ તથા લેકશાહીવિરોધી બળોની સામે એક પ્રબળ અને એક માત્ર અસરકારક દીવાલ Page #822 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૯ બનીને ઊભું છે. કેમ કે, ઇંગ્લંડ તથા ફ્રાંસે છેલ્લા થોડા માસ દરમ્યાન ભલેને રશિયાની અવગણના કરી હોય પરંતુ તે આજે એક બળવાન સત્તા બન્યું છે. કેટલીક બાબતોમાં, ખાસ કરીને ઉત્પન્ન કરવામાં આવેલા માલના ગુણની દૃષ્ટિએ જો કે તેને નિષ્ફળતા મળી છે પરંતુ એકંદરે જોતાં પહેલી પંચવર્ષી યોજના સફળ થઈ છે. ત્યાંના કારીગર તાલીમ વિનાના હતા તેમ જ માલની લાલજા કરવાની વ્યવસ્થા પણ ઘણે અંશે નિષ્ફળ નીવડી હતી. ભારે ઉદ્યોગ ઉપર બધું લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાને કારણે રેજના વપરાશના માલની તંગી પેદા થવા પામી હતી અને તેને લીધે પ્રજાનું જીવનનું ધોરણ જરા નીચું પડયું હતું. પરંતુ રશિયાને ઝડપથી ઔદ્યોગિક તેમ જ તેની ખેતીને સામૂહિક બનાવીને એ જનાએ તેની ભાવિ પ્રગતિનો પાયો નાખે. બીજી પંચવર્ષ જનામાં (૧૯૩૩-૩૭) ભારે ઉદ્યોગોને બદલે હળવા ઉદ્યોગે ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. એ યોજનાને હેતુ પહેલી જનાની ઊણપ દૂર કરવાને તેમ જ રોજના વપરાશની વસ્તુઓ પેદા કરવાનો હતે. એમાં ભારે પ્રગતિ થઈ લેકેનું જીવનનું ધોરણ ઊંચું થયું અને હજી પણ તે સતતપણે ઊંચું થતું જાય છે. સંસ્કૃતિ અને કેળવણીના ક્ષેત્રમાં તેમ જ બીજી અનેક બાબતમાં આખાયે સેવિયેટ રાજ્યમાં થયેલી પ્રગતિ અદ્ભુત છે. આ પ્રગતિ ચાલુ રાખવાને તેમ જ પિતાની સમાજવાદી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાને તે ઇંતેજાર હતું તેથી આંતરરાષ્ટ્રીય બાબતેમાં રશિયાએ સુલેહશાંતિની નીતિ અખત્યાર કરી હતી. પ્રજાસંધમાં તેણે મોટા પ્રમાણમાં નિઃશસ્ત્રીકરણ કરવાની, સામૂહિક સલામતીની તેમ જ આક્રમણ કરનાર સામે બધી સત્તાઓએ એકત્ર થઈને પગલાં ભરવાની નીતિનું સમર્થન કર્યું. મૂડીવાદી મહાન સત્તાઓને અનુકૂળ થવાને તેણે પ્રયત્ન કર્યો તેમ જ સામ્યવાદી પક્ષોએ બીજા પ્રગતિશીલ પક્ષે સાથે મળીને “પ્રજાકીય પક્ષે” સ્થાપવાના પ્રયાસો કર્યા. ' તેણે એકંદરે આટલી બધી પ્રગતિ કરી હતી તેમ જ પિતાનો વિકાસ સાબે હવે તે છતાંયે આ સમય દરમ્યાન સોવિયેટ રાજ્યને ભારે આંતરિક કટોકટીમાંથી પસાર થવું પડયું. સ્ટેલિન અને ટ્રસ્ટી વચ્ચેના ઝઘડા વિષે તો હું તને કહી ગયો છું. પ્રચલિત વ્યવસ્થાથી અસંતુષ્ટ બનેલા ભિન્ન ભિન્ન પ્રકારના લેકે ધીમે ધીમે એકત્ર થયા અને એમ કહેવાય છે કે, એમાંના કેટલાક લે કે તે ફાસિસ્ટ સત્તાઓ સાથે મળી જઈને સેવિયેટ સામેના કાવતરામાં પણ ભળ્યા. સેવિયેટના જાસૂસી ખાતાના વડે યોગડા પણ એવા કે સાથે ભળે હતે એમ કહેવામાં આવે છે. ૧૯૩૪ના ડિસેમ્બર માસમાં સોવિયેટ સરકારના એક આગળ પડતા સભ્ય કિરેવનું ખૂન થયું. સરકારે પોતાના વિરોધીઓની સામે કડક હાથે કામ લીધું. અને ૧૯૩૭ની સાલમાં અનેક લેકે ઉપર કામ ચલાવવામાં આવ્યું. એ મુકદમાઓએ દુનિયાભરમાં ભારે ઊહાપોહ મચાવી Page #823 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન મૂક્યો કારણ કે તેમાં અનેક જાણીતી અને આગેવાન વ્યક્તિઓ સંડોવાયેલી હતી. જેમને ટોસ્કીવાદીઓ કહેવામાં આવતા હતા તથા જેઓ નરમ દળના આગેવાન હતા (રીકાવ, ટસ્કી , બુખારિન) તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેમને શિક્ષા કરવામાં આવી. કેટલાક ઊંચા દરજજાના લશ્કરી અમલદારો ઉપર પણ કામ ચલાવવામાં આવ્યું હતું. એમાં માર્શલ ટુચેચેવસ્કી મુખ્ય હતે. આ મુકદ્દમાઓ તેમ જ એને અંગેના બનને વિષે ચેકસ અભિપ્રાય આપવાનું મારે માટે મુશ્કેલ છે કેમ કે એ સંબંધી હકીકત ગૂંચવણભરી અને અસ્પષ્ટ છે. પરંતુ એ મુકદ્દમાઓએ સેવિયેટના અનેક મિત્રો સહિત સંખ્યાબંધ લેકીને અસ્વસ્થ કરી મૂક્યા અને સોવિયેટ રાજ્ય વિષેના તેમના પૂર્વગ્રહમાં ઉમેરે કર્યો એ વિષે લેશ પણ શંકા નથી. કેટલાક લેકેનો એવો અભિપ્રાય છે કે, સ્ટેલિનના અમલ સામે એક જબરું કાવતરું રચવામાં આવ્યું હતું અને એ મુકદ્દમાઓ વાજબી હતા. એ પણ હવે પુરવાર થઈ ચૂક્યું જણાય છે કે એ કાવતરાંને આમજનતાને કે નહતા અને પ્રજાની લાગણી ચોક્કસપણે લિનના વિરોધીઓની સામે હતી. આમ છતાં, જેટલા પ્રમાણમાં દમન ચલાવવામાં આવ્યું હતું – અને ઘણું નિર્દોષ માણસો પણ એના ભોગ બન્યા હશે –એ અનારેયની નિશાની હતી અને આંતરરાષ્ટ્રીય દષ્ટિએ એ વસ્તુઓ સેવિયેટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. આર્થિા સુસ્થિતિ : ૧૯૩૦ની સાલમાં શરૂ થયેલી અને મૂડીવાદી દુનિયાને વરસ સુધી અપંગ બનાવી મૂકનાર વેપારની ભારે મંદીમાં આખરે કંઈક સુધારો થવાનાં ચિહ્ન દેખાવા લાગ્યાં. ઘણુંખરા દેશની આર્થિક સ્થિતિ અમુક અંશે સુધરવા પામી પરંતુ ઇંગ્લંડમાં બીજા દેશે કરતાં એ સુધારો વધુ સ્પષ્ટપણે જણાતું હતું. પાઉન્ડના મૂલ્યમાં કરવામાં આવેલ ઘટાડે, જકાતે તથા સામ્રાજ્યનાં બજાર તથા સાધનસંપત્તિ ઇંગ્લંડને મદદરૂપ નીવડ્યાં હતાં. જકાતે નાખીને, સરકાર તરફથી આર્થિક મદદ આપીને, ખેતીને અંગે સુધારા કરીને, તેમ જ હરીફાઈ ઘટાડવાને ઉત્પાદકનું સંગઠન કરીને, દેશના અંદરના બજારની ખિલવણી કરવામાં આવી. જનાપૂર્વક ઉત્પાદન કરવાને તેમ જ સમગ્રપણે વહેંચણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું. ડેન્માર્ક તેમ જ સ્વીડન તથા નોર્વે ઉપર બ્રિટિશ માલ ખરીદવાનું દબાણ પણ કરવામાં આવ્યું. આ રીતે આર્થિક સ્થિતિ સારા પ્રમાણમાં સુધરવા પામી પરંતુ તે આંતરરાષ્ટ્રીય વેપારને ભેગે. એ દૃષ્ટિએ જોતાં એ સુધારે આંશિક અને મર્યાદિત હતે. ખરે સુધારે આંતરરાષ્ટ્રીય વેપારની ખિલવણીથી જ થઈ શકે. વળી સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇંગ્લડે અમેરિકાનું પિતાનું દેવું ચૂકવ્યું નથી અને એ ચૂકવવાને તેને ઇરાદે પણ નથી. જુદા જુદા દેશોએ Page #824 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૪૯૧ આંખ મીંચીને શસ્ત્રસજ્જ થવા માંડયુ છે તેને લીધે પણ અમુક અંશે આ આર્થિક સુધારા થવા પામ્યા છે. દેખીતી રીતે જ આવા સુધારે સલામત કાયમી નથી હોતા. મેાટા પ્રમાણમાં એકારી તો હજી કાયમ જ છે. બ્રિટિશ સામ્રાજ્ય : આજે તે ઇંગ્લેંડ આર્થિક કટોકટી પાર કરી ગયું છે. પરંતુ બ્રિટિશ સામ્રાજ્યની હાલત ઘણી જ ખરાબ છે અને તેના વિખેર માટે કાર્ય કરી રહેલાં આર્થિક તેમ જ રાજકીય ખળા બળવાન થતાં જાય છે. તેના શાસકે સુધ્ધાં તેને વિષેની પોતાની શ્રદ્ધા તથા તે ચાલુ રહે એવી આશા ગુમાવી બેઠા છે. તેઓ પોતાના આંતરિક પ્રશ્નોને ઉકેલ કરી શકતા નથી. સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને કૃતનિશ્ચય થયેલું હિંદુસ્તાન દિનપ્રતિદિન વધુ ને વધુ બળવાન થતું જાય છે અને નાનકડા પૅલેસ્ટાઈને એ શાસને અસ્વસ્થ કરી મૂક્યા છે. મૂડીવાદી દુનિયામાં ઇંગ્લેંડનું મહાન હરીફ્ અમેરિકા બ્રિટિશ સરસાઈ ને પડકાર આપી રહ્યુ છે અને બ્રિટિશ સરકારનું વલણ ફાસિસ્ટ સરકારની તરફેણનું હોવાથી તે ઇંગ્લંડથી ઉત્તરોત્તર દૂર જતું જાય છે. સેાવિયેટ રશિયા સફળતાપૂર્વક સમાજવાદી વ્યવસ્થા નિર્માણ કરી રહ્યું છે અને એ હરેક પ્રકારના સામ્રાજ્યવાદનુ વિરોધી છે. બ્રિટિશ સામ્રાજ્યની મહામૂલી વસ્તુ તરફ ઇટાલી તથા જની લાભી નજરે નિહાળી રહ્યાં છે. મ્યૂનિય આગળ તેમની ધમકીઓથી ડરી જઈ તે તેણે નમતું આપ્યું તેથી એ ફાસિસ્ટ સત્તા તેને ખીજા વર્ગોની સત્તા તરીકે ગણવા લાગી છે અને તેની સાથે ઉદ્ધૃત અને તેાડી ભાષામાં વ્યવહાર રાખે છે. લેાકશાહીને વધારે વ્યાપક બનાવીને તેમ જ સામૂહિક સલામતીના સિદ્ધાંતને વળગી રહીને ઇંગ્લંડ પોતાની સ્થિતિ મજબૂત બનાવી શક્યુ હાત. પરંતુ એ છેડીને તેને ખલે હિટલરને ટેકા આપવાનું તેણે પસંદ કર્યું અને હવે બ્રિટિશ સામ્રાજ્ય વિષમ પરિસ્થિતિમાં આવી પડયું છે. તેની મ્યૂનિયની નીતિને પરિણામે ઉત્પન્ન થતાં અનેક વિધી તત્ત્વાના વમળમાં તે સપડાયું છે. વલારૢતો: હવે જર્મની વસાહતની માગણી કરે છે અને આપણને કહેવામાં આવે છે કે તે ‘ ગરીબ’ અને ‘· અસ ંતુષ્ટ' સત્તા છે. પરંતુ વસાહતા વિનાની નાની નાની સત્તાઓનું શું? અને પેલા સાચા ‘ ગરીબો વસાહતાના લોકેાનું શું? આખાયે દલીલ સામ્રાજ્યવાદી વ્યવસ્થા ચાલુ રહેવા ઉપર રચાયેલી છે. કાઈ પણ દેશના સતેષ યા તે અસ ંતોષના આધાર તે દેશમાં અખત્યાર કરવામાં આવતી આર્થિક નીતિ ઉપર રહે છે. અને સામ્રાજ્યવાદી વ્યવસ્થા નીચે હંમેશાં અસંતોષ જ રહેવાના કેમ કે એમાં હમેશાં અસમાનતા રહેવાની. ક્રાંતિ પહેલાંના ઝારશાહી રશિયાને અસંતુષ્ટ અને વિસ્તરતી જતી સત્તા કહેવામાં આવતી હતી. સાવિયેટ રશિયાના પ્રદેશ આજે એ છે પરંતુ તે ‘સંતુષ્ટ ’ Page #825 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે કેમ કે, હવે તેને સામ્રાજ્યની મહત્ત્વાકાંક્ષા રહી નથી અને તેણે ભિન્ન પ્રકારની આર્થિક નીતિ અખત્યાર કરી છે. ખીજી રીતે તેને કાચા માલ નથી મળી શકતા એટલા માટે જમતીને વસાહતા નથી જોઈતી, કેમ કે ખુલ્લા બજારમાંથી તે કાચા માલ ખરીદી શકે છે, પરંતુ પોતાના લાભને ખાતર એ વસાહતોની પ્રજાનું શાષણ કરવાને માટે તેને વસાહતો જોઈ એ છે. પોતાનું હલકું નાણું આપીને તેમની પાસેથી જર્મનીને કાચો માલ ખરીદવે છે અને પછી તેમની પાસે પોતાના પાકે માલ પરાણે ખરીદ કરાવવે છે. છેલ્લાં પાંચ વરસોમાં બનેલા કેટલાક મુખ્ય મુખ્ય બનાવા વિષે તથા તેમનાં પરિણામ વિષે હું તને લખી ગયા છું. ક્યાં અટકવું એની મને સૂઝ પડતી નથી કેમ કે સર્વત્ર ખળભળાટ, ઊથલપાથલ, પરિવર્તન અને સંધ ચાલી રહ્યાં છે. અને સ્થાનિક કે રાષ્ટ્રીય ધોરણે દુનિયાના પ્રશ્નોની વિચારણા કરવાનું અશકય બનતું જાય છે, પછી તેના ઉકેલની તેા વાતજ શી કરવી ? એમને જગદ્ગાપી ઉકેલ કાઢવાની જરૂર છે. દરમ્યાન જગતની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે અને તેમાં યુદ્ધ અને હિંસાના દોર વર્તી રહ્યો છે. આધુનિક દુનિયાનુ મગરૂર અગ્રણી યુરેપ બર અવસ્થા તરફ પાછું જઈ રહ્યું છે. તેના પુરાણા શાસકવર્ગા દુળ બની ગયા છે અને તેમને ઘેરી રહેલી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટે તે બિલકુલ અશક્ત બની ગયા છે. મ્યૂનિયના કરારે દુનિયાની અસ્થિર સમતાને ઊંધી વાળી દીધી. દક્ષિણપૂર્વ યુરોપ નાઝી સત્તાને વશ થવા લાગ્યા છે અને બધાયે દેશેામાં નાઝીઓનાં કાવતરાં વધી ગયાં છે. ડેન્માર્ક, નાવે, સ્વીડન, ફિલૅંડ, નેધરલૅન્ડઝ, બેલ્જિયમ તથા લુક્ષમબગ વગેરે ‘ આસ્લો સમૂહ ' તરીકે ઓળખાતા નાના નાના દેશ એ, ઇંગ્લંડની મૈત્રીની કશી કિંમત નથી એવી પ્રતીતિ થવાથી, પોતાની તટસ્થતા જાહેર કરી છે અને કાઈ પણ પ્રકારની સામૂહિક જવાબદારી લેવાની ના પાડી દીધી છે. દૂર પૂર્વમાં જાપાને વધારે આક્રમણકારી વલણ અખત્યાર કર્યું છે. તેણે કૅન્ટીનના કબજો લીધા છે. હોંગકોંગનાં બ્રિટિશ હિતા સાથે તે અથડામણમાં આવ્યું છે. પૅલેસ્ટાઈનની સ્થિતિ ઝડપથી બગડતી જાય છે. ઇંગ્લંડ અને અમેરિકા વચ્ચેના સબંધે પહેલાં કદી નહોતા એટલા ઠંડા પડી ગયા છે, ચેમ્બરલેઈન જ્યારે ફાસિસ્ટ સત્તાની હરેાળમાં જઈ રહ્યો હતો ત્યારે પ્રમુખ રૂઝવેલ્ટ નાઝી હેતુએ તથા પદ્ધતિને વખાડી રહ્યો હતા. યુરોપના ઝધડાઓ તથા ફ્રાસિસ્ટાના આક્રમણ પ્રત્યેના ઇંગ્લંડ તથા ફ્રાંસના વલણથી અમેરિકાને ધૃણા ઊપજી. તે એ બધાથી અળગુ રહ્યુ અને સાથે સાથે મોટા પાયા ઉપર તેણે શસ્ત્રસજ્જ થવા માંડયું. સેવિયેટ રાજ્યનું પણ એમ જ છે. પશ્ચિમના દેશે! જોડે મૈત્રી કરવાની તેમ જ તેમની જોડે બિનઆક્રમણના Ο Page #826 -------------------------------------------------------------------------- ________________ પૂતિ " ૧૪૯૩ કરારે કરવાની તેની નીતિ સફળ નથી થઈ અને તેને પણ પરાણે અળગા પડી જવું પડે એ સંભવ છે. આમ છતાંયે અમેરિકા તથા રશિયા એ બંને દેશે જાણે છે કે, સમતા ગુમાવી બેઠેલી આજની આ દુનિયામાં અળગાપણું કે તટસ્થતા રહી શકે જ નહિ અને તેમાં ઝઘડે પેદા થાય ત્યારે તેમને તેમાં ઘસડાયા વિના છૂટકે નથી. એને માટે એ બંને દેશે તૈયારી કરી રહ્યા છે. અમેરિા : યુનાઇટેડ સ્ટેટ્સમાંની પ્રમુખ રૂઝવેલ્ટની આંતરિક નીતિને ઘણાં વિને નડ્યાં છે અને વડી અદાલત તથા પ્રત્યાઘાતી તો તેના માર્ગમાં આડાં આવ્યાં છે. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસમાંના રિપબ્લિકન પક્ષના તેના વિરેધીઓનું બળ વધી ગયું છે. અને આમ છતાંયે, પ્રમુખ રૂઝવેલ્ટની વ્યક્તિગત લોકપ્રિયતા તેમ જ પ્રજા ઉપરને તેને કાબૂ હજી એવો ને એ રહ્યો છે. રૂઝવેલ્ટે દક્ષિણ અમેરિકાની સરકારે સાથે મિત્રાચારીભર્યા સંબંધ ખીલવવાની નીતિ પણ અખત્યાર કરી છે. મેક્સિકોમાં ત્યાંની સરકાર અને અમેરિકા તથા ઈંગ્લંડનાં તેલનાં હિતે વચ્ચે ઝઘડે પેદા થયું છે. મેકિસકોમાં દૂરગામી ક્રાંતિ થઈ છે અને તેણે જમીન ઉપરનો પ્રજાને હક્ક સ્થાપિત કર્યો છે. એને પરિણામે ચર્ચ તથા તેલ અને જમીનનાં હિત ધરાવનારાઓએ તેમના ઘણાખરા વિશિષ્ટ હક્કો તથા અધિકારે ગુમાવ્યા છે. આથી એ બધાએ આ ફેરફારને વિરોધ કર્યો હતે. તુ: ઝઘડાઓ અને અથડામણેથી ભરેલી આ દુનિયામાં એક. માત્ર તુક સંપૂર્ણપણે શાંતિમય દેશ હોય એમ જણાય છે. દેશ બહાર તેને કઈ શત્રુ હોય એમ લાગતું નથી. ગ્રીસ તથા બાલ્કનના દેશો વચ્ચેના તેના પુરાણ ઝઘડાને ઉકેલ થઈ ગયો છે. સેવિયેટ રાજ્ય તથા ઇંગ્લેંડ સાથેના તેના સંબંધ મિત્રાચારીભર્યા છે. એલેકઝાંડેટાની બાબતમાં તેને ફાંસ સાથે ઝઘડે હતે. તને યાદ હશે કે ફેંચએ પિતાના “મેંડેટ” નીચેના સીરિયાના પ્રદેશને પાંચ રાજ્યમાં વહેંચી નાખ્યા હતા. એલેકઝાંટા એ આ પાંચ રાજ્યોમાંનું એક હતું. એમાં પ્રધાનપણે તુક વસતી છે. કોસે તુકની માગણી કબૂલ રાખી છે અને ત્યાં આગળ તેણે સ્વયંશાસિત રાજ્ય ઊભું કર્યું છે. આમ, કમાલ પાશાની ડહાપણભરી દેરવણી નીચે પિતાના જાતિ જાતિ વચ્ચેના તેમ જ બીજા પ્રશ્નોમાંથી મુક્ત થઈને તુર્કીએ પિતાને આંતરિક વિકાસ સાધવા તરફ પિતાનું સઘળું લક્ષ વાળ્યું. કમાલ પાશાએ પિતાની પ્રજાની બહુ સારી સેવા બજાવી હતી. અને ૧૯૩૮ની સાલના નવેમ્બર માસની ૧૦મી તારીખે તેનું અવસાન થયું ત્યારે પિતાની નીતિને અદ્વિતીય સફળતા પ્રાપ્ત . થયેલી જેવાને તે ભાગ્યશાળી થયે હતે. એના પછી તેને જાને સાથી જનરલ ઈસ્મત ઈનુનુ તુકને પ્રમુખ થયો. Page #827 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૪ : જગતના ઇતિહાસનું રેખાદર્શન ઢામ : મધ્ય પૂર્વના દેશોમાં ‘ઇસ્લામના પ્રાણદાયી જેમને કમાલ પાશાએ ન ઝોક આપે. તેણે નવો પિશાક ધારણ કર્યો અને પિતાનું મધ્યયુગી માસ તજી દઈને આધુનિક જગતની હરોળમાં આવીને ઊભો. મધ્ય પૂર્વના ઇસ્લામી દેશે ઉપર કમાલ પાશાના દષ્ટાંતની ભારે અસર થવા પામી અને ત્યાં આગળ ધર્મના નહિ પણ રાષ્ટ્રીયતાના પાયા ઉપર રચાયેલાં આધુનિક રાજ્ય ઊભાં થયાં. હિંદ જેવા દેશોમાં એ અસર હજી એટલા પ્રમાણમાં થઈ નથી. ત્યાંની બીજી વસ્તીઓની પેઠે હિંદની મુસ્લીમ વસ્તી સામ્રાજ્યવાદી આધિપત્ય નીચે પરાધીન છે. સંઘર્ષના વમઢમાં સપડાયેલું ગીત : યુરોપ અને પ્રશાંત મહાસાગર એ આજના સંઘર્ષનાં બે મોટાં ક્ષેત્રે છે. એ બંને મોટા પ્રદેશોમાં ઉગ્ર પ્રકારને ફાસીવાદ લેકશાહી તથા સ્વતંત્રતાને કચરીને દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. એક પ્રકારનો ફાસીવાદી આંતરરાષ્ટ્રીય સંઘ ઊભો થયો છે. એ સંધ વિધિપૂર્વક જાહેર કર્યા વિનાની પણ ખુલ્લે ખુલ્લી લડાઈએ લડે છે. એટલું જ નહિ પણ વચ્ચે પડવાનાં પિતાને મોકો મળે એટલા માટે જુદા જુદા દેશોમાં તે હમેશાં કાવતરાંઓ રચે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે. યુદ્ધ અને હિંસાનાં છડેચક ગુણગાન કરવામાં આવે છે અને ઘણું જ મોટા પાયા ઉપર જૂઠે પ્રચાર ચલાવવામાં આવે છે. જે કે આંતરરાષ્ટ્રીય સામ્યવાદે ક્યાંયે આક્રમણકારી વલણ દાખવ્યું નથી. તથા ઘણાં વરસેથી તે જગવ્યાપી શાંતિ અને લેકશાહીને પક્ષ કરતે આવ્યો છે, તે છતાંયે સામ્યવાદ-વિરોધી પિકારના ઓઠા નીચે એ ફાસીવાદી સંઘ પિતાની સામ્રાજ્યવાદી જનાઓ આગળ ધપાવ્યે જાય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં નાઝીઓનાં કાવતરાં થયાં હતાં તથા તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું. ૧૯૩૭ની સાલમાં પ્રજાસત્તાકની સામેનું કાવતરું ખોળી કાઢવામાં આવ્યું હતું. એ કાવતરું કેગેલાર્ડ અથવા બુરખાવાળા નામથી ઓળખાતા લેકએ રચ્યું હતું અને તેમને જર્મની તથા ઈટાલી તરફથી શસ્ત્રોની મદદ મળી હતી. એ લેકે એ બના અત્યાચાર કર્યા હતા તેમ જ ખૂને પણ ક્યાં હતાં. ઇંગ્લંડમાં લાગવગ ધરાવતા લેકે તેની વિદેશનીતિ ફાસિસ્ટ દિશામાં વાળી રહ્યા છે આ આંતરરાષ્ટ્રીય ફાસીવાદ ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપને સામ્રાજ્યવાદ છે એટલું જ નહિ પણ મધ્યયુગના સમયની પેઠે તેણે ધાર્મિક અને જાતિ જાતિ વચ્ચેના ઝઘડાઓ પેદા કર્યા છે. જર્મનીમાં કૅથલિક ચર્ચ તેમ જ ટૅટેસ્ટ એ બંનેને દાબી દેવામાં આવે છે. વળી જર્મનીમાં તેમ જ પાછળના વખતમાં ઈટાલીમાં પણ જાતિના ખ્યાલનાં ભારે ગુણગાન કરવામાં આવે છે અને ઈતિહાસમાં જેને જેટે જડે નહિ એવા વૈજ્ઞાનિક ઝનૂનથી અને ઠંડે કલેજે યહૂદીઓ તેમ જ તેમની જાતિમાં ઊતરી આવેલા લોકોનું નિકંદન કાઢવામાં Page #828 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૫ આવે છે. ૧૯૩૮ની સાલના નવેમ્બર માસના આરંભમાં પિલેંડના એક યુવાન યહૂદીએ, પિતાની જાતિના કરવામાં આવતા ક્રૂર દમનથી પાગલ બનીને પૅરિસમાં એક જર્મન મુત્સદ્દીનું ખૂન કર્યું. આ એક વ્યક્તિનું કૃત્ય હતું પરંતુ એ પછી તરત જ જર્મનીમાં સત્તાવાર રીતે આખીયે યહૂદી વસ્તી ઉપર ત્રાસનું સામ્રાજ્ય વર્તાવવામાં આવ્યું. દેશમાંના એકેએક સીનેગેગ (યહૂદીઓનાં મંદિર)ને બાળી મૂકવામાં આવ્યું, યદીઓની દુકાનોને મોટા પાયા ઉપર ભાંગી તોડી પાડવામાં તેમ જ લૂંટી લેવામાં આવી તેમ જ જાહેર રસ્તાઓ ઉપર તેમ જ ઘરમાં પિસી જઈને અસંખ્ય યહૂદીઓ ઉપર પાશવ હુમલા કરવામાં આવ્યા. નાઝી આગેવાનોએ આ બધાયે અત્યાચારનું સમર્થન કર્યું અને વધારામાં જર્મનીના યહૂદીઓ ઉપર આઠ કરડ પાઉંડને દંડ નાખવામાં આવ્યો. આપઘાત થાય છે, નાસભાગ થાય છે, કોણ જાણે કેટલાયે યુગના અપરંપાર શેકથી પીડાતા ગમગીન નિરાધાર અસહાય અને ઘરબાર વિનાના થયેલા દેશવટે નીકળતા લેકેને પ્રવાહ અવિરતપણે વહ્યો જ જાય છે. એ માનવપ્રવાહ ક્યાં જઈને અટકશે ? યહૂદીઓ, સુડેટનલેંડમાંના જર્મન લેકશાસનવાદીઓ, ફ્રાંકાએ કબજે કરેલા પ્રદેશમાંના સ્પેનિશ ખેડૂતે, ચીનાઓ, એબિસીનિયાવાસીઓ વગેરે આશ્રય ખેળતા લેકેથી આજે દુનિયા ઊભરાઈ ગઈ છે. નાઝીવાદ અને ફાસીવાદનાં એ કડવાં ફળ છે. એ અત્યાચારોથી દુનિયા કમકમી ઊઠી છે અને આશ્રય શેધતા એ નિરાધાર લેકોને મદદ કરવાને માટે સંખ્યાબંધ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અને આમ છતાયે ઇંગ્લંડ તથા કાંસની કહેવાતી લેકશાહી સરકારે નાઝી જર્મની તેમ જ ફાસિસ્ટ ઈટાલી સાથે મૈત્રી અને સહકારની નીતિ અખત્યાર કરી રહી છે. આ રીતે એ સરકારે નાઝીઓ તથા ફાસિસ્ટોના અત્યાચારને, સંસ્કારિતા અને સભ્યતાના નાશને તથા લાખ માનવીઓને ઘરબાર વિનાના અને વતન વિનાના બનાવીને તેમને નિરાધાર આશ્રિત બનાવવાના કાર્યને ઉત્તેજન આપે છે. આજની નાઝી સત્તાઓનું ધ્યેય આ હોય તે, ગાંધીજી કહે છે તેમ, “સાચે જ, જર્મની સાથે મૈત્રી કરી શકાય નહિ. ન્યાય અને લોકશાહી એ પિતાનું ધ્યેય છે એ દાવો કરનાર રાષ્ટ્ર અને એ બંને પ્રત્યેની જેની દુશ્મનાવટ જગજાહેર છે એવું રાષ્ટએ બે વચ્ચે મૈત્રી કેવી રીતે હોઈ શકે ? અથવા ઈગ્લેંડ સશસ્ત્ર સરમુખત્યારશાહી તરફ ઘસડાઈ રહ્યું છે શું?” જે ઈગ્લેંડ અને કાંસ જેવા દેશે પણ ફાસિસ્ટ સત્તાઓનું સમર્થના કરનારા બની જાય તે પછી મધ્ય અને દક્ષિણ-પૂર્વ યુરોપનાં નાનાં નાનાં રાજ્ય ફાસિસ્ટ વર્તુળમાં સંપૂર્ણપણે દાખલ થઈ જાય એમાં કશું આશ્ચર્ય નથી. વાસ્તવમાં એ બધાં રાજ્ય નાઝી જર્મનીના આધિપત્ય નીચે ઝડપથી ફાસીવાદનાં ખંડિયાં રાજ્ય બનવા લાગ્યાં છે. કારણ કે જર્મનીએ ઇટાલીને Page #829 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન થાપ આપીને પાછળ પાડી દીધું છે અને ફાસિસ્ટ સમૂહમાં હવે તે માત્ર લઘુ ભાગીદાર બની ગયું છે. જર્મની તેમ જ ઈટાલી એ બંને વસાહતની માગણી કરે છે પરંતુ જર્મનીનું ખરું સ્વપ્ન તે પૂર્વ તરફ એટલે કે યુક્રેઈન અને સોવિયેટ રાજ્ય તરફ આગળ વધવાનું છે. એ વસ્તુ પિતાના તાબાના પ્રદેશે જાળવી રાખવામાં મદદરૂપ નીવડશે એવી મિથા માન્યતાથી પ્રેરાઈને ઈગ્લેંડ તથા કાંસ જર્મનીના આ સ્વનને ઉત્તેજન આપે એવો સંભવ રહે છે. બે મહાન દેશ આગળ તરી આવે છે. સોવિયેટ રાજ્ય અને યુનાઇટેડ સ્ટેટ્સ એ બે આધુનિક દુનિયાનાં સૌથી બળવાન રાષ્ટ્ર પિતાના વિશાળ પ્રદેશની અંદર લગભગ સ્વયંપૂર્ણ છે. અને તેમને માત કરવાનું કોઈનું ગજું હોય એમ જણાતું નથી. ભિન્ન ભિન્ન કારણેથી એ બંને રાષ્ટ્રો ફાસીવાદ અને નાઝીવાદનાં વિરોધી છે. યુરોપમાં તે સોવિયેટ રાજ્ય એ ફાસીવાદ સામેને એક માત્ર અંતરાય છે. એને જો નાશ થયે હોત તે ઇંગ્લેંડ અને કાંસ સહિત યુરેપમાં સર્વત્ર લેકશાહી સંપૂર્ણપણે નાશ પામત. યુનાઈટેડ સ્ટેટ્સ યુરોપથી બહુ દૂર છે અને યુરોપના મામલામાં તે સહેલાઈથી વચ્ચે પડી શકે નહિ; એમ કરવાની તેની ઈચ્છા પણ નથી. પરંતુ યુરોપ કે પ્રશાન્ત મહાસાગરના પ્રદેશમાં એવી રીતે વચ્ચે પડવાનો પ્રસંગ આવશે ત્યારે અમેરિકાનું અપાર સામર્થ્ય અસરકારક નીવડશે. હિંદની તેમ જ પૂર્વના દેશોની ઊગતી લેકશાહીઓ પણ સ્વતંત્રતાના પક્ષમાં છે. વળી બ્રિટનમાં કેટલાંક સંસ્થાનો બ્રિટિશ સરકાર કરતાં ઘણું વધારે પ્રગતિશીલ છે. લેકશાહી અને સ્વતંત્રતા આજે ભારે જોખમમાં આવી પડ્યાં છે; અને તેમના કહેવાતા મિત્રે જ તેમની પીઠ પાછળ ઘા કરી રહ્યા હોય એ સ્થિતિમાં એ જોખમ ઘણું જ ગંભીર બની ગયું છે. પરંતુ ચીન અને સ્પેને લેકશાહીની સાચી ભાવનાનાં અદ્ભુત અને પ્રેરણાદાયી ઉદાહરણે આપણું આગળ રજૂ કર્યા છે. અને એ બંને દેશમાં યુદ્ધની અગ્નિપરીક્ષામાંથી એક નવી જ પ્રજાનું સર્જન થઈ રહ્યું છે. વળી એ બંને દેશોમાં રાષ્ટ્રજીવન અને પ્રવૃત્તિનાં ઘણાં ક્ષેત્રમાં પુનર્જાગૃતિ થઈ રહી છે. ૧૯૩૫ની સાલમાં એબિસ નિયા ઉપર ચડાઈ થઈ ૧૯૩૬ની સાલમાં સ્પેન ઉપર હુમલે થયે; ૧૯૩૭માં ચીન ઉપર ફરીથી આક્રમણ કરવામાં આવ્યું; ૧૯૩૮માં ઓસ્ટ્રિયા ઉપર ચડાઈ કરવામાં આવી અને નાઝી જર્મનીએ તેને યુરોપના નકશા ઉપરથી ભૂંસી નાખ્યું તથા ચેકોસ્લોવાકિયાના ટુકડા પાડીને તેને એક ખંડિયું રાજ્ય બનાવી દેવામાં આવ્યું. દરેક વરસે ઉપરાઉપરી આફત આવી પડી. જેને ઊમરે આપણે આવીને ઊભાં છીએ તે ૧૯૩૯ના ભાવિમાં શું લખેલું હશે ? આપણે તેમ જ જગતને માટે તે શી આફત લાવશે ? Page #830 -------------------------------------------------------------------------- ________________ અકબર અને અશક વચ્ચે સામ્ય અબ્બાસી સામ્રાજ્ય –ની જાહેરજલાલીની ૫૨૯; –ના વિજયે ૫૩૩; –નાની પરાકાષ્ઠા ૨૬૨ વયે ગાદી ઉપર આવે છે પર૯; –ના અમાનુલ્લા અફઘાનિસ્તાનનો અમીર સહાયકો પ૩૯; –ની ધર્મચર્ચા ૫૩૬; એટલે કે શાસક બને છે ૧૨૧૬; –ના –ની ધાર્મિક જિજ્ઞાસા પ૩૫; –ની સુધારા અને પરદેશગમન ૧૨૧૭–૨૦ રાજધાની પ૩૯; –ની રાજનીતિ અમૃતસર –ની મહાસભા ૧૧૨૮–૯; ૫૩૧; –નું મરણ ૫૩૭; - હિંદની શીખ ધર્મનું મુખ્ય ધામ ૫૫૧; આધુનિક રાષ્ટ્રીયતાને જનક ૫૩૦ –માં લોકે પાગલ બને છે ૧૧૨૬ અખિલ હિંદ ટ્રેડ યુનિયન કોંગ્રેસ –ની અમેરિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધને સ્થાપના ૧૧૨૩ આરંભ ૬૧૫; –ની ક્રાંતિ ૫૯૧; –ની અજમલખાન, હકીમ -મહાસભાની | માયા સંસ્કૃતિ ૨૮૯; –માં કોલંબસનું અમદાવાદની બેઠકના પ્રમુખ ૧૧૩૨ આગમન ૪૧૫ અફઘાન વિગ્રહો ૭૦૩-૪ અરબસ્તાન –ઉપર મહંમદ સાહેબની અફઘાનિસ્તાન –ઉપર અંગ્રેજોની ચડાઈ અસર ૨૧૮; –માં ૧૯૩૦ની સાલથી શરૂ થયેલી મંદીની અસર ૧૨૦૫; ૭૦૩-૪; –નો હિંદ સાથે નિકટનો સંબંધ ૧૨૧૫; બ્રિટિશ અને -માં મહાયુદ્ધ પછી બ્રિટિશોનું પ્રભુત્વ રશિયન સામ્રાજ્ય વચ્ચે આવેલું ૧૨૦૨ અરબી પાશા ૧૧૫૭ મધ્યવર્તી રાજ્ય ૧૨૧૫; –માં અમાનુલ્લા સામે વિરોધ અને બંડ અરાજકતાવાદ એ એક આદર્શ અને ૧૨૧૯-૨૦; –માં રાજમહેલની ફિલસૂફી છે ૮૭૭; –ને અર્થ ૮૭૫–૧ ક્રાંતિઓ ૧૨૧૬ અર્જુનસિંહ ગ્રંથ સાહેબને સંગ્રહ કરે છે ૫૫૧; –પાંચમા શીખ ગુરુ ૫૫૧ અફઘાની, જમાલુદીન ૧૧૫૭; મિસરને અર્થશાસ્ત્ર -(ચાણક્યનું) ઈશુ પહેલાંની ૧૯મી સદીને મહાન સુધારક ૯૫૩ ચોથી સદીના હિંદ તરફ ડેકિયું અફીણનો વિગ્રહ ૬૮૧ કરવાની બારી ૨૨૫; ચાણક્યને અબુલફઝલ ૫૩૪ રાજનીતિને ગ્રંથ ૮૮ અબુબકર –મહંમદ સાહેબ પછી ખલીફ અલાઉદીન ખીલજી -ચિતોડ જીતી લે બન્યા ૨૫૦-૨ છે ૩૬૮ અબ્દુર્રઝાક–હેરાતને પ્રવાસી ૪૪૨-૪ અલી –ખલીફ બને છે ૨૫૬ અબ્દુલ કરીમ –મેરોના બળવાન અલ્તમશ-દિલ્હીને એક ગુલામ બાદશાહ નાયક ૧૨૭૪, ૧૪૦૧ ३९७ અબ્દુલ ગફારખાન -સરહદ પ્રાંતના નેતા અલ્બરૂની ૩૬૬; –એક આરબ પ્રવાસી ૧૧૪૯ ૨૨૧, ૨૬૩ અબ્દુલ હમીદ-તુકીને સુલતાન ૯૬૨-૩ અલ્લાહાબાદ –ની સ્થાપના ૫૩૪ અબ્બાસી ખલીફે ૨૬૦; –ના અમલને અસ્ટર –આયર્લેન્ડની સ્વતંત્રતાના આરંભ ૨૫૯ માર્ગમાં દખલરૂ૫ ૯૩૮; –ની જમીન Page #831 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૮ સૂચિ જેમ્સ પહેલો જપ્ત કરે છે ૫૧, આઈઝેક ન્યૂટન ઈગ્લંડનો મહાન ૯૭૨; –ની વસાહતનો આરંભ ૯૩૨; ગણિતશાસ્ત્રી ૪૮૫ -માં હોમરૂલ સામે બળવાની તૈયારી આઈન્સ્ટાઈન, આલ્બર્ટ ૧૪૧૫; ૯૪૩ -આજનો એક મહાન વૈજ્ઞાનિક-૮૬૧; અશીકાગા ગુનશાહી ૪૬૯ –નો સિદ્ધાંત ૧૩૩૯ * અશેક અને અકબર વચ્ચે સામ્ય પર; આખાયમેનીદ વંશ –ઈરાનને પ્રાચીન ની કર્તવ્યપરાયણતા ૧૧૨; –ની રાજવંશ ૮૧૨ કલિંગ ઉપરની છત અને તેથી તેને આગગાડી –ને આરંભ ૬૦૩ થયેલો ખેદ ૧૦૯-૧૦; ની જીવદયા આઝટેક લેકે –લશ્કરી પ્રજા હતી ૩ર૦ ૧૧૨; –નું રાજ્યારોહણ ૧૦૯; –નો આનંદમઠ’ ૭૪૧ અલ્લાહાબાદ પાસેને પ્રાચીન સ્તંભ આફ્રિકા –ઉપર યુરેપનાં રાજે તૂટી ૫૭; -વિષે એચ. જી. વેલ્સને મત ૧૮ પડે છે ૬૮૫; –૧૯મી સદીમાં યુરોપનાં અસહકાર –ની પહેલી અવસ્થાને અંત સામ્રાજ્યનો શિકાર બને છે ૯૫૪ ૧૧૩૩; –ને કાર્યક્રમ ૧૧૨૯, ૧૧૩૧ આમની સભા –જુઓ પાર્લામેન્ટ આયરિશ પ્રજાસત્તાક -ની અહમદખાન, સર સૈયદ-હિંદના મુસલ જાહેરાત ૧૦૯૩-૪ માનના નેતા ૭૪૩-૪ અહમદશાહ દુરાની –ની હિંદ ઉપર આયરિશ ફી સ્ટેટ –ની સ્થાપના અને આયર્લેન્ડના રાષ્ટ્રવાદીઓમાં પડેલા ચડાઈ પપ૪. ભાગલા ૧૦૯૬ અહલ્યાબાઈ –ાંદેરની પ્રજાવત્સલ મહા આયર્લેન્ડ –અને ઇંગ્લંડ વચ્ચે સંઘર્ષ રાણી ૭૦૦-૧ ૫૧૯; –અને ઇંગ્લેન્ડ વચ્ચે સમજૂતી અંક્લ ટેમ્સ કેબીન –ગુલામી વિધી અને આયર્લેન્ડના રાષ્ટ્રવાદીઓમાં એક મશહૂર નવલકથા ૯૨૨ પડેલા ભાગલા ૧૦૯૬; –ના ખેડૂતોની અંગકોર ૩૦૪, ૮૧૦; કડિયાના દુર્દશા ૯૩૬–૭; –ના રાષ્ટ્રવાદીઓમાં સામ્રાજ્યનું ભવ્ય પાટનગર ૨૩૧; –નો પડેલા ભાગલા ૧૦૯૬; –ની અજેય કુદરતી આપત્તિથી થયેલો નાશ ૨૩૨ સ્વાતંત્ર્ય ભાવના ૯૨૯; –ને ગ્રેટ બ્રિટન અંગ્રેજો –અને ચે વચ્ચે લડાઈ અને સાથે જોડી દેવામાં આવે છે ૯૩૫; અંગ્રેજોને વિજય ૫૫૫૭; –ચીન -ને પાર્લામેન્ટ આપવામાં આવે છે પાસે બળજબરીથી અફીણ લેવડાવે અને તે પાછી લઈ લેવાય છે ૯૩૪ છે ૬૮૧; -ટીપુ સુલતાનને હરાવે છે –૫; –ને બે ભાગમાં વહેચી નાખ૬૮૦; –ની અફઘાનિસ્તાન ઉપર ચડાઈ વામાં આવે છે ૧૦૯૫; –નો પ્રાચીન ૭૦૨-૪; –નું ચીનમાં આગમન ૪૬૯; ઇતિહાસ ૯૩૦-૧; –માં ઈન્ટરને -- બંગાળના સ્વામી બને છે પપ૮; બળવો ૧૦૯૩; –માં પુનર્જાગૃતિ -બ્રહ્મદેશ છતી લે છે અને ખાલસા ૯૪૦-૧; –માં ગ્લૅક ઍન્ડ ટેનનો કરે છે ૭૦૧-૨; -સિંગારનો કબજે કેર ૧૦૯૫; –માં સીનફીન ચળવળ લે છે ૭૮૮; -હિંદમાં પોતાનો વેપાર ૧૦૯૩; –માં સીનફીન ચળવળને શરૂ કરે છે ૫૪૫; –હિંદમાં પ્રત્યાઘાતી આરંભ ૯૪૧-૨; –માં હોમ રૂલ બળાને ઉત્તેજન આપે છે ૭૨૦ ચળવળ ૯૩૯ Page #832 -------------------------------------------------------------------------- ________________ આરકાઝ હુમલે’ ૧૨૬૦ આરબ સામ્રાજ્ય ના વિસ્તાર ૨૫૪ –૫; માં પડેલા ભાગલા ૨૬૦ આખે-આધુનિક વિજ્ઞાનના જનક ૨૬૨; ઉપર ઇસ્લામની અસર ૨૧૮; -ચીન પાસેથી કાગળ બનાવવાની કળા શીખ્યા ૨૦૦-૧; તેમણે લીધેલેા સિધનો કબજો ૨૧૮; –ના વૈભવવિલાસ અને અધાગિત ૨૫૫૭, ૨૬૦-૨; –ની પ્રકૃતિ ૨૪૬-૭; –ની વિજયકૂચ ૨૫૩-૫; –ની સહિષ્ણુતા ૨૫૮; –ને સ્પેનમાં પ્રવેશ ૨૫૪; -સ્પેન જીતી લે છે ૩૨૬ આર્થિક રાષ્ટ્રવાદ ૩૨૪૮૫૧ આર્થિક સામ્રાજ્ય ૯૨૫૭ આર્થિક સામ્રાજ્યવાદ ૭૯૬-૭ આર્નોલ્ડ –નું ખલિદાન ૩૯૫ આ લાકા ૩૬ આ સમાજ ૭૩૮ આર્યો –ખડતલ પ્રજા ૨૮; –નું યુરેાપમાં • આગમન ૨૭ આલ્ફમાર ૫૦૬ આલ્બુકર્ક ૪૪૧,૪૬૩; –ગાવામાં સતીને રિવાજ અધ કરે છે ૭૩૧; -મલાઝા સર કરે છે ૪૫૬ આવિયાં–માં પેાપ વસવાટ કરે છે ૩૯૮ આંધ્ર સામ્રાજ્ય ૧૭૧; –ના ફેલાવા ૧૩૯ ઝાખેલા ૩૩૦ ઇટાલી –ઉપર નેપેાલિયનની ચડાઈ અને તેની અસર પ૫૯; –એક રાષ્ટ્ર અને છે ૮૩૭; ટ્રીપાલી ખાલસા કરે છે ૧૨૬૩; ભાગલા ૮૩૪-૫; –ની મહાયુદ્ધ પછી દુર્દશા ૧૨૬૪; -ને ઍબિસીનિયા હરાવે છે ૯૧૧; –મહાયુદ્ધમાં મિત્રપક્ષે જોડાય છે ૧૨૬૯; -માં ૧૮૪૪ની ક્રાંતિ ૮૩૫; માં ફાસીવાદને વિજય ૧૨૬૯; -- ૧૪૯૯ -માં ફાસિસ્ટાનું રૃમન ૧૨૭૦-૧; –માં રેનેસાંસ′ ૪૮૧-૩ . ઇતિહાસ આજે શાળાકૉલેજોમાં ભણાવાતા ૧૯; –એકસૂત્ર અને અખંડ વસ્તુ છે ; તેણે આપણને શું શીખવવું જોઈએ ૧૨; ઉન્નજ્જ્વળ યુગા ૧૩; ના બનાવેા ૧૨; –ની જડવાદી દૃષ્ટિ ૮૯૧; –ની નાટક સાથે સરખામણી ૫૫; –ને અમુક હિસ્સામાં વહે′ચી ન શકાય ૨ ૨૭૧–૨; –ના વિષય ૧૨; –મનુષ્યના જીવન સંગ્રામની કથા ૧૦૧; –વિષેનું ભ્રામક વલણ ૧૦૦; વિષે કાલ માસ ૮૮૯-૯૦; -શીખવા માટે નકશાની -જરૂ૨ ૫૫; શું. છે? ૧૯ ઇવિઝીશન ૧૬૯,૩૩૦,૪૮૭–૮,૪૯૫; નેા આરંભ ૩૯૬ -~ ઇન્ડલજન્સ -એટલે ૩૫૦-૧ ઇન્સ્ટીટયૂટ્સ આફ જસ્ટીનિયન ૨૪૬ ઇબ્ન ખતૂતા –આફ્રિકાને એક મૂર પ્રવાસી ૩૭૧; –ની કારકિદી ૧૧૭૮ ઇબ્ન રદ -કરડાવાના એક નામીચા ફિલસૂફ ૩૨૮ ઇબ્ન સાઉદ, ૧૨૦૧૬-હેજાઅનેા બાદશાહ અને છે ૧૨૦૩ ઇબ્નસીના –એક મહાન આરમ હકીમ ૩૪૦ ઇબ્નસીના –એક આરબ તત્ત્વવેત્તા ૮૧૬ ઇરાક ઉપર ઇંગ્સ'ડના મેન્ડેટ ૧૨૦૬-૭; પ્રજાસ’ધનું સભ્ય અને છે ૧૨૧૨; –માં ઇંગ્લેંડનું ભાષણ દમન ૧૨૧૨; ~માં મૅન્ડેટ સામે વિધ અને રમખાણ ૧૨૦૮; ~માં સર પસી સૅકસની આપખુદી ૧૨૦૯ ઇરૅસ્મસ –એક પ્રખ્યાત ડચ વિદ્વાન ૫૭૬ ઇલિઝાબેથ “ઇસ્ટ ઇંડિયા કં પનીને વેપારને પરવાને આપે છે ૪૫૯; –ના સમયનું ઈંગ્લેંડ ૫૧૩ Page #833 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ સૂચિ ઇલિયડ, ૨૮–૯ જીતી લેવાની કેશિલ આરંભે છે ઇવાન -રશિયાના સામ્રાજ્યને પાયે ૩૦૭; - ઈલિઝાબેથના સમયનું પ૧૩; નાખે છે ૪૨૩ –જર્મની સામે યુદ્ધ જાહેર કરે છે • ઇસ્ટ ઇન્ડિયા કંપની પ૨૩; –આરંભમાં ૯૯૩; –જાપાનને પક્ષ તજીને હિંદના હુન્નરઉદ્યોગને ઉત્તેજન આપે યુનાઈટેડ સ્ટેટ્સને પક્ષ કરે છે છે ૭૧૧; –ના હિંદમાંના અમલનો ૧૨૫૬; –ના ઉદ્યોગીકરણમાં હિંદની અંત ૭૦૮; –ની નીતિના પરિણામે લૂંટનો ફાળો ૬૦૮; –ના કપરા બિહાર અને બંગાળમાં પડેલા ભીષણ પ્રશ્નો ૯૦૮; –ની ઔદ્યોગિક ક્ષેત્રમાં દુકાળ ૭૨૨; –ની સ્થાપના ૪૫૯; પડતીનો આરંભ ૮૮૨-૩; –ની પૂર્વની –ની હિંદ ઉપર હકૂમત પ૬૨; –ને લડાઈ માટે તૈયારી ૧૨૫૬; –નું ખર્ચ બંગાળમાં “દીવાની સત્તા મળે છે ૫૧૨; –નર્મન લોકો જીતી લે છે ૭૨૧; હિંદના ગૃહઉદ્યોગોને નાશ ૨૮૦; –પ્રજાસત્તાક બને છે પ૧૬; –માં કરે છે ૬૮૪ આગગાડીનો આરંભ ૬૦૩; –માં ઇસ્મત પાશા ૧૧૧૭; –લેસાં પરિષદમાં આંતરવિગ્રહ ૫૧૫-૭; –માં ઔદ્યોતુકને પ્રતિનિધિ ૧૧૧૦ ગિક ક્રાંતિનો આરંભ ૧૯૩; –માં ઇસ્લામ -તેણે હિંદુ કળાની ઉન્નતિમાં કારખાનાંના મજારની દુર્દશા ૮૭૧; આપેલ ફાળો ૩૬૧; –ના ઉદય વખતે –માં મજૂર ચળવળનો આરંભ ૮૭૬-૨; યુરોપ અને એશિયાની સ્થિતિ ૨૪૯- –માં શાન્ત ક્રાંતિ ૫૭૬; –માં સાર્વત્રિક ૫૦; –ની હિંદુ ધર્મ ઉપર થયેલી હડતાલ અને તેને કરુણ અંત ૧૨૪૬; અસર ૪૩૦; –નો આરંભ ૨૪૯; –ને .-માં સ્ત્રીઓને મતાધિકાર આપવામાં ઉદય ૨૧૮; –નો ચીનમાં પ્રવેશ ૧૯૯- આવે છે ૯૮૩; - મિસરને કબજે લે ૨૦૦; –ને સંદેશ ૨૫૧; –માં ફાટફૂટ છે ૬૮૫; –માં હિંદથી આવતી વસ્તુઓ અને ઝઘડા ૨૫૬ બંધ કરવામાં આવે છે ૭૧૧-રોમની ઇકા -દેવાંશી ગણાતો પ્રાચીન પરનો . ધાર્મિક હકુમતમાંથી છુટું થાય છે રાજા ૩૨૨-૩ ४६४ ઇગ્લડ –અને અમેરિકા વચ્ચે યુદ્ધનો ઈ તાઈ-જે –કેરિયાની ક્રાંતિને આગેવાન આરંભ ૬૧૫; –અને જર્મની વચ્ચે અને કોરિયાના રાજવંશનો સ્થાપક હિતવિરોધ ૯૧૨; અને દક્ષિણ આફ્રિકા- ૪૬૮ નું યુદ્ધ ૯૧૨; અને ક્રાંસની સામ્રાજ્ય- ઈરાન –ઉપર અરબી સંસ્કૃતિની અસર વાદી પદ્ધતિની તુલના ૧૨૧૩; અને ૮૧૪; –ઉપર રશિયા અને ઇંગ્લેંડનું ક્રાંસ વચ્ચેનું ઘર્ષણ ૧૨૫૫; અને દબાણ ૮૨; –ઉપર રશિયા અને ક્રાંસ વચ્ચે સાત વરસને વિગ્રહ ઇંગ્લેંડનું પ્રભુત્વ ૬૮૫; –ખલીફના પ૮૯-૯૦; –અને ક્રાંસ વચ્ચે સે અમલ નીચે આવે છે ૮૧૩; –માં વરસનું યુદ્ધ ૪૦૬-૭; - અને મિસર ‘મિજલસ” એટલે કે ધારાસભાની વચ્ચે સમજૂતી ૧૧૭૫; –અને રશિયા સ્થાપના ૮૨૨-૩; –માં રાષ્ટ્રીય વચ્ચે ઘર્ષણ ૬૮૭ –અને સ્પેન વચ્ચે પક્ષની સ્થાપના ૮૨૨; –માં રાષ્ટ્રવાદને યુદ્ધ ૪૫૮; - અબાધિત વેપારની નીતિ ઉદય ૮૨૨ અખત્યાર કરે છે ૯૦૭; –આયર્લેન્ડ ઈશુ –ના દેવત્વ વિષે વાદવિવાદ અને Page #834 -------------------------------------------------------------------------- ________________ ઝધડા ૧૪૯; –ની જીવનકથા ૧૪૪પ; –નું બલિદાન ૧૪૭ ઉત્તર હિંદ –માં ઇસ્લામને પ્રવેશ ૨૭૨ ઉત્પાદન –ની ચડિયાતી રીતેાની અસર ૬૦ ઉપયેાગિતાવાદ ૮૬૮ ઉમર –ત્રીજો ખલીફ ૨૫૧-૨ ઉમર ખય્યામ ફારસીના એક મશહૂર કવિ ૮૧૫ ઉસ્માની તુર્કો યુરેપમાં પ્રવેશ કરે છે અને કૉન્સ્ટાન્ટિનેપલને ક્બજો લે છે ૪૦૮ ઉસ્માની સામ્રાજ્ય ૮૫૫-૭; ~અને રશિયા વચ્ચે વિગ્રહા ૯૫૯; –ના ભાગેા ૯૫૯; બંને વિસ્તાર ૪૨૧ કટ ઑફ યુનિયન –આયર્લૅન્ડને ગ્રેટ બ્રિટન સાથે જોડી દેતા કાયદા ૯૩૫ ઍટિલા હ્રણ લોકોના પરાક્રમી સરદાર ૨૩૯ ઍડિગ્ટન, સર આ ર ઇંગ્લેંડના એક ખગાળશાસ્ત્રી ૧૩૪૧ ઍડાલ્ટ્સ, ગુસ્ટેવસ સ્વીડનને બહાદુર રાજા ૫૦૯ ઍમિસીનિયા -ઇટાલીને હરાવે છે ૯૧૧; -ઉપર મુસેાલિનીની ચડાઈ ૧૪૭૮; ઍમ્મેટ રૉબર્ટ -ઍકટ ઑફ યુનિયન સામે આયર્લૅન્ડમાં જાગેલા બળવાને આગેવાન ૯૩૬ ઍરિસ્ટોટલ -પ્લેટાના શિષ્ય અને ગ્રીસને મહાન ફિલસૂફ ૮૦ ઍલનખી, લૅડ ૧૧૬૮ ઍલેકઝાંડર –(લેનિનનેા ભાઈ)નું બલિદાન 602 ઍલેકઝાંડર પહેલા ( ઝાર ) યુરોપમાં પ્રત્યાધાતને આગેવાન ૯૬૭ ઍલેકઝાંડ્રિયા “ખ્રિસ્તી વિદ્યાનું કેન્દ્ર અને છે ૯૪૮ ટૉલેમીના સમયના મિસરનું સૂચિ પાટનગર ૧૧૬; -માં હિંદીઓની વસાહતા ૧૩૯ ૧૫૦૧ એશિયા –ઉપર યુરોપનું પ્રભુત્વ ૬૮૫; –ના ધર્માં ૨૧; –ની મહત્તા ૨૧૬નું યુરેાપ ઉપર પ્રભુત્વ ૨૦ ઍંગલ્સ −કા માસના સહકા કર્તા ૬૫ કાન્દેલ, ડેનિયલ-આયલેન્ડનેાં એક નેતા ૯૩૬ ઑકસફર્ડ વિદ્યાપીઠ પ૧૧ ઑગસ્ટસ સીઝર -રેશમના પ્રથમ સમ્રાટ ૧૩૧-૨, ૧૫૧ એગેાતાઈ ચંગીઝખાનને પુત્ર અને વારસ ૩૮૦ એન્તર –ના સદુપયોગ અને દુરુપયોગ ૧૮૭ ઍડેસી ૨૮-૯ એમે તાકચો જાપાનનેા એક ધ - સપ્રદાય ૧૨૯૪ ઑર્થોડોક્સ ચર્ચ ૩૦૯ ઍલિમ્પિક રમતા ૩૩,૧૬૦,૩૩પ; અને રામન ચર્ચ વચ્ચે તડ પડવાનું કારણ ૧ આવન, રૉબર્ટ ઇંગ્લેંડના માનવહિતવાદી ૮૭૨-૪ ઑસ્ટ્રિયા —ને પ્રશિયા હરાવે છે ૮૮૧; –ને હિટલર જમ ની સાથે જોડી દે છે ૧૪૮૫; -સ િયા સામે યુદ્ધ જાહેર કરે છે. ૯૯૨ ઑસ્ટ્રેલિયા બ્રિટિશ સામ્રાજ્યનું સ્વરાજ ભાગવતું સ ંસ્થાન બને છે ૮૯૮ ઔદ્યોગિક ક્રાંતિ -નાં પરિણામે ૫૯૪-૫,૮૩૦; –ને આર્ભ ૫૯૧; –ને ફેલાવા અને તેની અસર ૬૮૨ ઔદ્યોગિક મન્ત્રા –ની પ્રકૃતિ અને તેમના સ`ગઠનના આરભ ૬૯૧-૨ ઔદ્યોગિક મૂડીવાદ –ની વિષમતા ૬૯૪ Page #835 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૨ ઔરંગઝેબ –ગુરુ તેગ બહાદુરને ફાંસીએ ચડાવે છે ૫૫૧; –છળથી શિવાજીને કેદ કરે છે પર; –નું મરણ ૫૪૬; –મોગલ વંશનો છેલ્લો મહાન બાદશાહ ૫૪૧-૨; –સામે થયેલાં બંડ ૫૫૦ ૧ર૬; –નું હરીફ રોમ ૧૧૭; –ને રેમનોએ કરેલે નાશ ૧૨૮ કાર્બાઈલ ૬૦૭,૬૨૩,૬૪૦;-એક મશહૂર અંગ્રેજ લેખક ૫૦૩ કાલ્વિન - ઍટેસ્ટંટ હિલચાલને એક નેતા ૪૮૮ કાવુર –ઈટાલીની એકતા સાધનાર એક સમર્થ મુત્સદ્દી ૮૩૬ કાળિદાસ –સંસ્કૃત ભાષાને અદ્ભુત કવિ ૧૭૯ “કાળી કોટડી” પપ–૮ કાંગ-હી -ચીની ભાષાને કેષ તૈયાર કરાવે છે પ૬૫-૬; –મહાન મંચું સમ્રાટ ૫૬૪–૫ કિચલુ, ડે. –ની ધરપકડ ૧૧૨૬ કિપલિંગ, રૂડયાર્ડ –એક સામ્રાજ્યવાદી અંગ્રેજ કવિ ૯૧૧ કીટ્સ –એક સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ કનિષ્ક બૌદ્ધધર્મી કુશાન સમ્રાટ ૧૪૦ કબીર ૪૩૧-૨ કમાલ પાશા ૯૬૧,૧૪૯૪; –ખિલાત રદ કરે છે ૧૧૧૪ -તરફ અંગ્રેજોની સાશંક નજર ૧૧૦૧; –તુર્ક પ્રજા- સત્તાકને પ્રમુખ બને છે ૧૧૧૩-૪; -તુકમાં લૅટિન લિપી દાખલ કરે છે ૧૧૨૦; –ના તુકને આધુનિક દેશ બનાવવાના પ્રયાસે ૧૧૧૨-૨૨; –ની રાજનીતિ ૧૧૧૧; –નું સંગઠન કાર્ય ૧૧૦૩; –ને સુલતાન ધર્મબહાર મૂકે છે ૧૧૦૬; –ને વિજય ૧૧૧૦; –સુલતાનિયત રદ કરે છે ૧૧૧૩; કર્ઝન, લોર્ડ ૧૧૬૪; -લેસાં પરિષદને બ્રિટિશ પ્રતિનિધિ ૧૧૧૦ કલકત્તા –ની “ કાળી કોટડી” ૫૫૭; –ની સ્થાપના ૫૪૫ કાસુ -સુંગ વંશના સ્થાપક ૨૯૧ કાકાતોમી કામાતરી –ફૂછવારા કુળને સ્થાપક ૨૦૮ કાન્ટ, ઇમૅન્યુઅલ –મહાન જર્મન ફિલસૂફ ૮૪૯ કાન્યકુન્જ -વિષે દંતકથા ૨૧૦ કાબા ૨૪૭ કામાકુરા ગુનશાહી ૪૬૯ કાયદો અને વ્યવસ્થા ૯૪૩-૪, ૬૫૪; –ના સિદ્ધાંતનું કાર્ય ૮૭૧ કાયમી જમાબંધી ૭૨૨-૩ કાળું જ –અને રોમ વચ્ચે સંધિ ૧૨૬; –અને રોમ વચ્ચેનાં યુદ્ધો ૧૨૭-૮; -ની સ્થાપના ૨૯; –નું રાજ્યતંત્ર કી-સે –નું કેરિયામાં આગમન ૨૦૪; –નું પોતાના સાથીઓ સાથે કેરિયામાં પ્રયાણ ૫૧-૨ કીન જાતિ –જુઓ સુવર્ણ તાર કુ કલક્ષ કલાન” –યુનાઈટેડ સ્ટેટ્સમાં " હબસીઓ ઉપર ત્રાસ વર્તાવનારું અર્ધગુપ્ત મંડળ ૯૨૦ કુતબુદ્દીન -દિલ્હીને પહેલે ગુલામ બાદશાહ ૩૬૬–૭ કુતુબમિનાર ૩૬૭ કુદરતી વિણામણ –નો સિદ્ધાંત ૮૫–૯ કુબ્લાઈખાન ૩૮૮; -ચીનનો મંગલ સૂબે ૩૮૧; –ચીનમાં યુઆન વંશ સ્થાપે છે ૩૮૪; –નું મરણ ૩૮૫; –નો પિપ ઉપરને પત્ર ૩૮૮; –સમ્રાટ બને છે અને આખું ચીન જીતી લે છે ૩૮૩-૪ કુ-મિન-ટાંગ ૧૨૮૪; -ચીનનો પ્રજાપક્ષ ૭૮૦; –માં પડેલા ભાગલા, ૧૨૮૯ Page #836 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૦૩ કુશાન લોકો એ સ્થાપેલું સામ્રાજ્ય પરિણામે ૪૧૦-૧; –ની સ્થાપના ૧૪૦-૧ ૧૫૬-૭ કુશાન સામ્રાજ્ય–ની અધોગતિ ૧૭૭; કેસ્ટેન્ટાઈન તેણે ખ્રિસ્તી ધર્મને ' -ને વિસ્તાર ૧૪૦, ૧૭૧ - કરેલો અંગીકાર ૧૫૯; -રોમન સામ્રાકુશાને તેમણે અપનાવેલી આર્ય જ્યની રાજધાની કેસ્ટાન્ટિનેપલ - રાજ્યપદ્ધતિ ૧૪૩ ખસેડે છે ૧૫૬-૭ કુંભમેળો –તેની હ્યુએનસાંગે લીધેલી કે પરનિકસ ૪૮૪ મુલાકાત ૨૧૫ કેરડાબા –મૂર અમલ નીચેના સ્પેનની કૃષ્ણદેવરાય –વિજયનગરને એક રાજા ૪૪૫ રાજધાની ૩૨૮ કેથેરાઈન -રશિયાની કાર્યદક્ષ સમ્રાજ્ઞી કેર્નાલિસ, લેર્ડ –જમીનદારી પદ્ધતિ ચાલુ કરે છે ૭૨૨ કેનેડા –માં અંગ્રેજે અને એ વચ્ચે કોંગ્રેવ –આયરિશ કી સ્ટેટને પ્રમુખ યુદ્ધ ૫૫૬ ૧૦૯૭ , કેન્ટેન ૪૬૩; –મંચૂઓ સર કરે છે. ૪૬૬ કેસુથ, લોસ –હંગરીની રાષ્ટ્રીય ચળકેપ ઑફ ગુડ હોપ –ની શેધ ૪૧૪ વળના નેતા ૮૩૨ કેપિટલ” –બહાર પડે છે ૮૮૦-૧; કેરિયા –એક નિરાળા રાજ્ય તરીકે મટી –સામ્યવાદનું બાઇબલ ૬૯૫ જાય છે ૭૭૮;-ના ઇતિહાસના કેમ્બ્રિજ વિદ્યાપીઠ ૫૧૧ આરંભ પર; –ની આજની દુર્દશા “કેર” -ના અમલને આરંભ ૬૪૩-૪ ૨૦૨; –ને જાપાન પોતાના સામ્રાકેલોગ – કેલોગ કરાર કરાવવામાં આગળ જ્યમાં ભેળવી દે છે ૧૨૯૭; –નો પડતો ભાગ લેનાર અમેરિકાનો વિદેશ પ્રાચીન ઇતિહાસ ૨૦૩–૪; કમાં મંત્રી ૧૨૬૧ કી-સે તથા તેના સાથીઓનું અગમન કેલોગ કરાર” ૧૨૬૧-૨ પ૧–૨; –માં ક્રાંતિ ૪૬૮; –માં કેસમેન્ટ, સર રોજર –એક આયરિશ જાપાનનો પગપેસારો ૭૬૮; –માં દેશભક્ત ૧૦૯૩ જાપાન સામે બળવો ૭૯; –માં સ્વતંત્ર રાજ્યની સ્થાપના ૩૦૩ કેસલરે –વિયેનાની પરિષદમાં ઇગ્લેંડને પ્રતિનિધિ ૬૭૭ કેટે ૪૧૮; –આઝટેક સામ્રાજ્યને નાશ કેકસ, સર પસી -ઇરાકનો બ્રિટિશ કરે છે ૩૨૦-૧ હાઈ કમિશનર ૧૨૦૯ કોલીન્સ, માઇકલ –સીનફીન બળવાને કેડ નેપોલિયન ” ૬૬૨ એક નેતા ૧૦૯૪ કેત, ઑગસ્ત –એક મશહર ખેંચ કેલંબસ –અમેરિકા પહોંચે છે ૪૧૫ ફિલસૂફ ૮૬૭-૮ ક્રાંતિ –કાણું પેદા કરે છે? ૬૨૦; કન્તી, નિકલે –એક ઇટાલિયન પ્રવાસી -જીવનની કારમી વાસ્તવિકતાઓ નગ્ન ૪૪૨ સ્વરૂપે ખુલ્લી કરે છે ૬૫૧; –ની કેન્યૂશિયસ -૨૧; ના ઉપદેશની ચીન પદ્ધતિ ૨૨૯; –નો વિકાસ ૮૨–૯ ઉપર થયેલી અસર ૬૪ . કીમિયન વિગ્રહ ૫૮, ૯૦૦ કેન્સ્ટાટિનેપલ ૪૯૬-૭; –ના પતનનાં ક્રીસસ –ને સાયરસ હરાવે છે ૩૭ Page #837 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૪ સૂચિ ક્રઝેડ ૩૧૦; –ને આરંભ ૨૬૪, ૩૩૯; ગાંધી –ઈર્વિન કરાર ૧૧૪૯ –બાળકની ૩૩૮ ગાંધીજી ૧૧, ૭૨૬; –અને ટૉલ્સ્ટૉય કોટકીન –એક રશિયન અરાજક્તાવાદી વચ્ચે પત્રવહેવાર ૯૭૭; –ખિલાફ્ટને ૮૭૭ પ્રશ્ન અપનાવી લે છે ૧૧૩૪; –ચૌરીકોમર, લોર્ડ -મિસરમાં બ્રિટિશ ચૌરાના રમખાણને કારણે અસહકારને એજંટ ૫૧ કાનૂનભંગને ભાગ મેકુફ રાખે છે ક્રોમવેલ, ઑલીવર -ઇગ્લેંડના આંતર ૧૧૩૩; –ના નેતૃત્વ નીચેની આઝાવિગ્રહમાં પ્રજાપક્ષને નેતા ૫૧૬-૭; દીની લડતની વિશિષ્ટતા ૬-૭; –ની -સરમુખત્યાર બને છે ૫૧૬ ગિરફતારી અને સજા ૧૧૩૩; –ની કલાઈવ ૫૫૫; –આપઘાત કરે છે ૬૫૧; , બીજી ગોળમેજી પરિષદમાં હાજરી –નાં કૂડકપટે ૫૫૭-૮ ૧૧૪૯; –ની માંદગી અને જેલમુક્તિ કિલયોપેટ્રા –ટૉલેમી વંશની છેલ્લી ૧૧૩૮; –ને પ્રાપવેશન કરવાને રાણી ૯૪૭; -મિસરની રાજકુંવરી સંકલ્પ ૫૬૩; રૉલેટ બિલના વિરો૧૩૧-૨ ધમાં શામેલ થાય છે ૧૧૨૪; – સત્યાગ્રહસભા સ્થાપે છે ૧૧૨૫; ખલીફ –ઉમૈયા શાખાના ૨૫૬; –નિર- -હિંદના મહાન નેતા ૫-૬ કુશ અને આપખુદ રાજા બને છે બિન ૧૫૫; -એક અંગ્રેજ ઇતિહાસકાર ૨૫૬ ૧૫૨, ૫૮૩ ખિલાત –ને પ્રશ્ન ગાંધીજી અપનાવી ગીડીસ, સર કલૅન્ડ –૧૩૬૩ લે છે ૧૧૩૪ ગુપ્તયુગ –જીત અને વિજયેને જમાને ખેતી. તેણે સમાજજીવનમાં કરેલું ૧૮૨; –દરમ્યાન સંસ્કૃત વિદ્યાનું પરિવર્તન ૫૬ પુનરુત્થાન ૧૭૮ ખ્રિસ્તી ધર્મ –ના અંદર અંદરના ઝઘડા ગુપ્ત સામ્રાજ્ય –નો આરંભ ૧૭૮ ૨૪૨; –ના જુદા જુદા પંથે વચ્ચે ગુલાબસિંહ -કાશ્મીરના રાજાઓને ઝઘડા ૧૫૯-૬૦; –ની આજની પૂર્વજ ૭૦૨ સ્થિતિ ૧૫૦; –નું હિંદમાં આગમન ગુલામને વેપાર ૫૯૨, ૬૭૨, ૯૧૫-૬; ૧૪૯-૫૦; –નો ચીનમાં પ્રવેશ -તેને ગેરકાયદે ઠરાવવામાં આવે છે ૧૯૯-૨૦૦; –નો વિજય ૧૪૮; –માં પડેલા બે ભાગ ૧૬૦; –માં મતભેદો ૧૪૯; - યુરોપમાં વિદ્યા અને કળા ગુલીવર્સ ટ્રાવેલ્સ –૯૩૩ જાળવી રાખવામાં તેને કાળો ૨૪. ગુરુ ગોવિંદસિંહ -દશમા અને છેલ્લા –રાજધર્મ બને છે ૧૪૮; -રોમન શીખ ગુરુ ૫૫૧ સામ્રાજ્યને રાજધર્મ બને છે ૧૫૯ * ગેટે –જર્મનીને સાહિત્યસમ્રાટ ૮૪૭-૮ ખ્રિરતી મિશનરી –સામ્રાજ્યની સરહદને ગૅરિબાલ્હી –ઇટાલીના મુક્તિ સંગ્રામને એક અગ્રગણ્ય નાયક ૮૩૫-૬; –ની રખવાળ ૬૮૬ અદ્ભુત વિજયકૂચ ૮૭૬-૭ ગણેરાશકર વિદ્યાથી -નું બલિદાન ગેલીલિયે, ૪૮૪ ૯૫-૬ ગેરિસન, વિલિયમ લોઈડ –અમેરિકાની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ ૧૧૫૪ ગુલામી વિરોધી ચળવળને નેતા ૯૧૭ Page #838 -------------------------------------------------------------------------- ________________ ગેાખલે, ગેાપાળ કૃષ્ણ —હિંદના વિનીતાના આગેવાન ૭૪૬ ગાગાલ –રશિયાના સાહિત્યકાર ૯૭૭ ગૅડકે “ક્રૂઝેડના સરદાર ૩૩૬ ગાથિક સ્થાપત્ય –ના યુગ ૩૫૨–૩ ગાબેલ્સ, ડૅ. જૉસેફ -હિટલરના પ્રચારમંત્રી ૧૪૧૨ ગેરિં’ગ, હરમન, ૧૪૧૨ ગૅાકી, મૅક્સિમ -એક આગેવાન ખેોવિક સાહિત્યકાર ૯૭ ગાલ્ડન હાઈન્ડ' –પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર ખીજું વહાણ ૪૫૮ ગાવા -ક્િર`ગી સર કરે છે ૪૪૧ ગોળમેજી પરિષદ ૧૧૪૯ ગૌતમ બુદ્ધ ૮૦૯; —નું જીવન ૬૫ ગૌરવશાળી સુલેમાન —–ઉસ્માની સમ્રાટ ૪૦૯ ગ્ર'થસાહેબ શીખાનેા ધર્મગ્રંથ ૫૫૧ ગ્રામ ૫'ચાચતા –નેા મધ્યકાલીન હિંદમાં પ્રભાવ ૨૨૬; –વિષે સર ચાર્લ્સ મૅટકાર્ફ ૭૧૬; -હિંદના સામર્થ્યના કારણભૂત ૧૯૩ ગ્રિથિ, ૧૦૯૪ સૂચિ ગ્રીક લોકો ૨૮–૯; –ની રાજ્યવ્યવસ્થા ૩૧ ગ્રીસ -નાં નગરરાજ્ગ્યાની સમાનતા ૩૩; ~ની સંસ્કૃતિ ૨૩; –ને તુર્કીના આધિપત્ય સામે ખળવા ૬૭૮ ગ્રુસેટ, રેને, ૯૧૯; *ાંસને એક કલાવિવેચક ૮૦૫-૬ ગૅનેડા -દક્ષિણ સ્પેનમાં આખાએ સ્થાપેલું રાજ્ય ૩૨૯-૩૦ ગ્લેંડસ્ટન –ઇંગ્સ'ડના એક આગેવાન રાજપુરુષ ૯૦૩; -ના આયર્લૅન્ડ માટેના હામરૂલ ખીલની નિષ્ફળતા ૯૪૦ પ્લૅડિયેટા ની કુસ્તી ૧૫૯ ાષ, અરવિંદ મંગાળની રાષ્ટ્રીય ચળવળના એક નેતા ૭૪૫ ૧૫૦૧ ચર્ચ -ઇન્ક્વિઝીશનની સ્થાપના કરે છે ૩૯૬; –નું દમન ૩૯૫; –સામે પ્રોટેસ્ટ’ટ ખળવે ૪૮૯-૯૦; -સૌથી મોટા ચૂડલ જમીનદાર પ૨૧ ચંગીઝખાન –ખારઝમના સામ્રાજ્યને જમીનદોસ્ત કરે છે ૩૭૬; -નું મરણ અને તેના સામ્રાજ્યના વિસ્તાર ૩૭૭; -નેા જન્મ ૨૭૩; મંગેાલ લેાકાને મહાન સરદાર ૩૪૦ ચંદ્રગુપ્ત -ગુપ્ત સામ્રાજ્ય સ્થાપે છે ૧૭૮ ચ'દ્રગુપ્ત મૌર્ય ૮૬૭ ચાણક્ય -ચંદ્રગુપ્ત મૌર્યને સાથી અને પ્રધાન ૮૬; –નું · અર્થશાસ્ત્ર' ૮૮ ચાર્વાક હિંદને એક નિરીશ્વરવાદી ક્લિસૂફ ૨૨૩ ચાર્લ્સ -જીએ શાલ મૅન ચાર્લ્સ' પાંચમે -સમ્રાટ અને અે ૪૯૬; –હૅપ્સબર્ગ વંશી સમ્રાટ ૪૮૯ ચાર્લ્સ પહેલા –નેા પાર્લમેન્ટ સાથે ઝઘડા અને તેને શિરચ્છેદ ૫૧૪-૬ ચાર્લ્સ માટે ગ ૨૬૬; –સ્પેનના આરખાને હરાવે છે રૂપપ; સ્પેનના આખાને યુરોપમાં આગળ વધતા અટકાવે છે ૩૨૬ ચિતાડ, ૪૩૮ ચિન વશને આરંભ ૧૧૮ ચિયેન-લંગ –ને ઇંગ્લેંડના રાજા ઉપરને પત્ર ૫૭૨; -મચ્ સમ્રાટ પ૭૦-૧ ચીન –અને જાપાનનેા મુકાબલા ૭૬૫-૬; –અને રેશમના સ`૫ ૧૮૯; -અને હિંદ ૨૪-૫; -અને હિંદની તુલના ૧૨૯૫; –ઉપર · ગાય જાતિનું આક્રમણ ૨૯૨–૩; –ઉપર જબરદસ્તીથી અફીણ લાદવામાં આવે છે ૭પ૦-૧; -ઉપર પરદેશી સત્તાઓનું આક્રમણ ૭૫૩-૬; ઉપર પશ્ચિમ તરફથી થયેલી ચડાઈ ૪૯-૫૦; -ઉપર મ’ચૂએ કાબૂ જમાવે છે ૫૬૪; –ઉપર Page #839 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૬ t સૂચિ હિંદના વિચારની થયેલી અસર ૧૯૬; અફીણનો વેપાર ૭૪૯; –માં સરકારી –તરફ જાપાનના આક્રમણકારી વલણને અમલદારે નીમવા માટે પરીક્ષાની આરંભ ૭૬૭; –ની અતૂટ સાંસ્કૃતિક પ્રથા ૧૨૨; –માં સામ્યવાદનો વિકાસ પરંપરા ૧૯૨; –ની આજની અધે- ૧૨૮૪; –માં સામ્યવાદી સરકારની ગતિ ૧૯૩; –ની જીવનદષ્ટિની સ્થાપના ૧૨૯૨; –માં હન વંશના વિશિષ્ટતા ૭૭૯-૮૦; –ની મહાન અમલનો આરંભ ૧૨૧-૨; –માં દીવાલ બાંધવાનું કારણ ૨૯૦; –ની હિંદના બૌદ્ધ ધર્મોપદેશકનું ગમન સંસ્કૃતિની અખંડિત પરંપરા ૨૪-૫; ૧૯૬–૭; –માંથી મંચૂ અમલનો –ને જાપાન હરાવે છે ૭૬૮; –ને અંત ૭૮૨; યુનાઇટેડ સ્ટેટ્સમાં મધ્ય એશિયાની ગોપ જાતિઓને ચીની મારીને જવાની પરવાનગી ઉપદ્રવ ૨૮૯-૯૦; –નો રેમ સાથે આપે છે ૭૫૯; –લ્લાડીસ્ટોક બંદર સંપર્ક ૧૨૧; –નો સૌથી ગૌરવશાળી સહિત પોતાનો થોડે મુલક રશિયાને યુગ ૨૦૦; –પાસેથી જર્મની બળ- આપી દે છે ૭૫૮ જબરીથી તેને પ્રદેશ પડાવે છે ૭૬૯; ચીનની મહાન દીવાલ ૨૯૦; --ના બાંધ--પ્રાચીન ઇતિહાસનો હિંદને સહેદર કામ આરંભ ૧૨૦ ૪૯; –માં અફીણનો બેકાયદા વેપાર ચીની કળા –ની સિંગ યુગમાં ઉન્નતિ ૪૬૩ ૬૮૧; –માં અફીણ લાવવાની ચીની ચેમ્બરલેઈન -ની હિટલરની મુલાકાત સરકારે કરેલી મનાઈ ૭૪૯; –માં ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનું આગમન ચેસ્ટરટન . કે. ૧૨૨૩ ૧૯૯; –માં ચિન વંશનો અમલ ઍહેવ -રશિયન સાહિત્યકાર ૯૭૭ ૧૧૮-૯; –માં તંગવંશનો અંત અને એંગ-હો -મુંગ-લને નૌકા સેનાપતિ ૪૬૨ સુંગવંશની સ્થાપના ૨૯૦-૧; –માં ચૈતન્ય-૧૬મી સદીને બંગાળી સંત૪૩૨ તેપિંગ બળવો ૭૫૨; –માં પરીક્ષા ચોલ સામ્રાજ્ય -સમુદ્ર ઉપર પ્રભુત્વ લઈને સરકારી અમલદારે નીમવાની જમાવનાર સત્તા ૨૧૯ પ્રથા રદ કરવામાં આવી છ૭૯; ચેસર ૪૮૫;-ઈગ્લંડન આદિ કવિ ૩૫૭ -માંની પ્રાચીન સમયની વસ્તી ચૌરી ચૌરા –નું રમખાણ અને તેનું ગણતરીની પ્રથા ૧૯૯; –માં ફિરંગી પરિણામ ૧૧૩૩ એનું પ્રથમ આગમન ૪૬૩; –માં ચાંગ-કાઇ-શેક ૧૪૮૩; –ની સામ્યવાદ બેફ્ટર ચળવળ ૭૭૧-૨; –માં વિરોધી નીતિ ૧૨૮૭ મધ્યસ્થ રાજતંત્રને વિકાસ ૧૧૮; ચાંગ-સે-લીન, ૧૨૯૦, ૧૨૯૮ -માં મધ્યસ્થ સરકારને થયેલો વિકાસ પા; –માં મંગેલ અમલને જમીનદારી પદ્ધતિ ૭૨૦ આરંભ ર૯૩; –માં મંચૂ અમલને જરથુષ્ટ્ર ૬૯ આરંભ ૪૬૫-૬; –માં મિશનરીઓનાં જર્મની –અને ઇંગ્લેન્ડ વચ્ચે હિતકરતૂકે ૭૫૧; –માં મિંગ વંશને વિરોધ ૯૧૪; -ચીન પાસેથી બળઅંત ૪૬૫; –માં મિંગ વંશની જબરીથી તેને પ્રદેશ પડાવે છે ૭૬૯; સ્થાપના ૪૬૧; –માં યુઆન વંશનો –નાનાં નાનાં રાજ્યને શંભુમેળ અંત ૩૯૩; –માં વધતો જતો ૮૩૯-૪૦; –ની ઈગ્લેંડ સાથે લશ્કરી Page #840 -------------------------------------------------------------------------- ________________ • સૂચિ ૧૫૦૭ સ્પર્ધા ૯૮૭; –ની ઔદ્યોગિક પ્રગતિ હાસની વિશિષ્ટતા ૨૦૭; –ના ઇતિતથા તેને અસંતોષ ૯૯૬; –પ્રત્યેની હાસનો આરંભ ૨૦૫-૬; –ના ચીન બ્રિટિશ નીતિમાં થયેલ ફેરફાર ૧૨૫૭; તરફના આક્રમણકારી વલણનો આરંભ –બેલ્જિયમની તટસ્થતાનો ભંગ કરી ૭૬૭; –ની રશિયા સાથે સંધિ તેના ઉપર આક્રમણ કરે છે ૯૯૨; ૧૨૯૫; –નું ચીન ઉપર આક્રમણ , -માં અસફળ “કાપપુશ” ૧૨૨૯; ૧૦૩૨; –નું મંચૂરિયા ઉપર આક્રમણ -માં કીલના નૌકાદળના સૈનિકોને ૧૨૯૮-૯; –નું રાજ્યબંધારણ ૭૬૪; 'બળો ૧રર૭; –માં ખાનગી લશ્કરે –નો કેરિયામાં પગપેસારે ૭૬૪–૮; ૧૨૩૦; –માં ચલણને ફૂલાવો અને -પ્રજાસંધમાંથી નીકળી જાય છે ૧૩૦૨; તેનાં પરિણામે ૧૨૩૪-૫; –માં ૩૦ –મહાસત્તાઓના વર્તુળમાં દાખલ થાય વરસને વિગ્રહ ૫૯; –માં નાઝી છે ૭૭૭; –માં કપાસ તથા ચાનો છોડ ત્રાસનો આરંભ ૧૪૧૦-૧૧; –માં દાખલ થાય છે ૨૯૭; –માં ચીની નાઝીઓને વિજય ૧૪૦૫; –માં સંસ્કૃતિને પ્રવેશ ૨૦૬; –માં બૌદ્ધ પ્રજાસત્તાકની જાહેરાત ૧૨૨૭; –માં ધર્મનું આગમન ૨૦૭; –માં થયેલો • મજૂર સંગઠન તથા સમાજવાદી લોક- , ભયંકર ધરતીક૫ ૧૨૯૫; –માં શાહી પક્ષની સ્થાપના ૮૪૬; –માં સામ્યવાદને વિકાસ અને તેનું દમન યહૂદીઓની દુર્દશા ૧૪૧૧-૨ ૧૨૯૫-૬; –માં, શગુન અમલનો જર્મન સામ્રાજ્ય –નો આરંભ ૮૪૩ આરંભ ૪૯૫-૬ –માંથી શગુન જલાલુદ્દીન રૂમી –ફારસી ભાષાને એક શાહીને અંત ૭૬૩; યુરોપનું વફાદાર મહાકવિ ૮૧૬ શિષ્ય ૭૬૬; -રશિયા સામેના યુદ્ધને જલિયાવાલા બાગ –ની કતલ ૬૫૩, માટે તૈયારી કરે છે ૭૭૪; રશિયાને ૧૧૨૭ પરાજય કરે છે ૬૮૯ જસ્ટીનિયન –ઇટાલીમાંથી ગેથી લોકોને જિગે જાપાનની એક સમ્રાજ્ઞી ર૦૫ હાંકી કાઢે છે ૨૪૩ ' . નં દ આ ૫, ૪૦૬ જહાંગીર ૫૪૦; –ગુરુ અર્જુનસિંહને જીન્સ, જેમ્સ –ઇંગ્લંડનો એક ગણિતરિબાવીને મારી નાખે છે પપ૧ શાસ્ત્રી ૧૩૪૧ જાતિઓની ઉત્પત્તિ” –ડાર્વિનનું યુગ- “જીદ પક્ષ -ક્રાંસની ક્રાંતિનો ઉદ્દામ પ્રવર્તક પુસ્તક ૬૫ પ્રજાતંત્રવાદી પક્ષ ૬૩૧ જાનિસાર –ઉસ્માની તુર્કોએ ઊભું કરેલું “ જીવનિઓની ઉત્પત્તિ” –ડાર્વિનનું આ વિશિષ્ટ પ્રકારનું સૈન્ય ૪૦૯-૧૦,લ્પ૭ યુગપ્રવર્તક પુસ્તક(જુઓ,જાતિઓની જાપાન અને ચીનનો મુકાબલે ૭૬૫–૧ ઉત્પત્તિ”) ૮૫૬ –અને રશિયા વચ્ચે વિગ્રહ અને તેમાં રશિયાને પરાજય ૭૫; ઔદ્યોગિક જીસસને સંઘ” –તેનું ધ્યેય ૪૯ અને સામ્રાજ્યવ્રાદી રાષ્ટ બને છે જુલિયન –ખ્રિસ્તી ધર્મનો વિરોધી પૂર્વના ૭૬૩-૪; કેરિયા ઉપર પોતાની હકુમત રોમન સામ્રાજ્યને સમ્રાટ ૨૪૨ જમાવે છે ૭૭૮; –કેરિયાને પોતાના ફ્યુલિયસ સીઝર –નું ખૂન ૧૩૦; રોમન સામ્રાજ્યમાં ભેળવી દે છે ૧૨૭; એક મહાન સેનાપતિ અને ઇંગ્લંડનો –ચીનને હરાવે છે ૭૬૮; –ને ઈતિ- વિજેતા ૧૩૦ Page #841 -------------------------------------------------------------------------- ________________ · ૧૫૦૮ ' ‘જૅકેાખિન’ફ્રાંસની ક્રાંતિને એક પક્ષ ૬૩૧ જેનેાઆ “ઇટાલીનું એક વેપારી શહેર ૩૩૬ જેન્ટાઈલ, જિયાવાની −ઇટાલીને ફાસીવાદી ફિલસૂફ ૧૨૮૦ જેમ્સ પહેલા –અલ્સ્ટરની જમીન જપ્ત કરે છે ૫૧૯; –રાજાઓના દૈવી અધિકારના પુરર્તા ૫૧૩ જેમ્સ બીજો, ૫૧૬૭ જેરુસલેમ –ક્રૂઝેડરી જીતી લે છે ૩૩૬; –માં ખ્રિસ્તી યાત્રાળુઓની પજવણી ૩૧૦ જેસ્યુઈટ ૪૮૯, ૫૩૦–૨ જોનપુર –એક નાનકડુ રાજ્ય ૪૩૮ ૉસેફ –આસ્ટ્રિયા હંગરીના સમ્રાટ ૮૯૭ નસેફ, ક્રાંસિસ, ૯૯૨ જૉસેફાઈન –નેપોલિયનની પ્રથમ પત્ની ૬૬૭ જ્યોર્જ પહેલા –અલ્સ્ટરની જમીન જપ્ત કરે છે ૯૩૨ જ્યોજ ત્રીજો —તેના ઉપર ચીનના સમ્રાટને પત્ર ૫૭૨-૩ જ્યા, લૅાઈડ —ની યુદ્ધવિરામ માટે સીનફીનવાદીઓને અપીલ ૧૦૯૫ ઝકરિયા એસિલિયસ, ૧૧૦૪ અધલુલ પાશા –ની કારકિદી ૧૧૫૯; -ની ધરપકડ ૧૧૬૦; –નુ અવસાન ૧૧૭૦; -મિસરને સૌથી મહાન આધુનિક નેતા ૯૫૩ અસીસ ની ગ્રીસ ઉપર ચડાઈ અને પુજય ૭૨-૪ *શી ૭૭૧; ચીનની એક સમય રાજ્યકર્તા ૬૬૧ ઝેહેરૉફ, સર એસીલ ૧૧૦૪ ઝીનેવેવ પત્ર' –અને ઇંગ્લ ́ડના રાજકારણમાં તેની અસર ૧૨૫૮ ટાઈલર, વૅટ નું મડ ૪૦૫ સૂચિ ટાગેાર, દેવેન્દ્રનાથ ૭૩૮ ટિળક, લાકમાન્ય –જનતા સુધી પહેાંચનાર નવભારતના પહેલા રાજકીય નેતા ૭૪૫-૬; –નું અવસાન ૧૧૨૯ ટીપુ સુલતાન ૫૬૦; -અંગ્રેજોના ક્ટ્રો દુશ્મન ૭૦૦; –ને અંગ્રેજો હરાવે છે ૬૮૦ ટુરગેનીવ -રશિયાના સાહિત્યકાર ૯૭૭ ટેનિસકાની પ્રતિજ્ઞા' ૬૨૬ ટેનેાટીલન- મેકિસકેાની રાજધાની ૩૨૦-૧ ટેલ, વિલિયમ ૪૦૭ ટાકિયા -જાપાનની રાજધાની અને છે પ્રાચીન " ૭૬૪ ટોડરમલ ૭૨૧; -અક્બરના નાણાં પ્રધાન ૫૩૯ ટૉની, આર. ઍચ. –એક અંગ્રેજ લેખક ૯૧૦ ટૉલેમી –સિકંદરના એક સેનાપતિ ૮૪ ટૉલ્સ્ટૉય –અને ગાંધીજી વચ્ચે પત્રવહેવાર ૯૭૭; –રશિયાનેા મહાન સાહિત્યકાર અને વિચારક ૯૭૭ ટ્રેડ યુનિયન ઍકટ ૧૧૪૧ ટ્રેડ યુનિયન કૅૉંગ્રેસ –માં ભાગલા ૧૧૪૨ ટ્રૅવેલિયન -એક અંગ્રેજ ઇતિહાસકાર ૩૩૯,૮૩૮ ટ્રૅટ્સ્કી ૯૭૨,૧૪૬૨; -અને ડૅલિન વચ્ચે ઝઘડા ૧૩૫૫-૬; ને કાયમી ક્રાંતિના સિદ્ધાંત ૧૩૧૭ ટ્રાય –ના ધેરા ૨૯ ડચ ઈસ્ટ ઇન્ડિયા ક`પની ૫૨૩; –ની સ્થાપના ૪૫૯ ડાચર, જનરલ ૧૧૨૮ ડાયરેકટરી ' ના અમલને આર્ભ ૬૪૮ ડાવિન –ઇંગ્લંડના મશહૂર નિસર્ગ શાસ્ત્રી ૬૯૫, ૮૫૬-૭ Page #842 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૯ તુર્કી –ઉપર ગ્રીકોનું આક્રમણ ૧૧૦૫, –ની દુર્દશા ૧૧૦૧; પ્રજાસત્તાક બને છે ૧૧૧૩; –માંથી સુલતાનિયતને અંત ૧૧૧૩ તેગબહાદુર –નવમા શીખ ગુરુ ૫૫૧ તેજાનાના ટાપુઓ ૪૪૫, ૪૫૭ તેજી મંદી –ની ઘટમાળ ૧૩૫૩ તેપિંગ બળવો –તેને દાબી દેવામાં આવે _ છે ૭૫૮ તેલુગાવા આયાસુ – શહેર વસાવે છે ૪૭૦ તૈમુર દિલ્હી જીતી લે છે ૪૨૫; –ની કરતા ૪૨૪; –નું મરણ તથા તેના સામ્રાજ્યને નાશ ૪૨૬ તૈયબજી, બહુદ્દીન –રાષ્ટ્રીય મહાસભાના એક આગેવાન ૭૪૩ ત્રીને આંતરરાષ્ટ્રીય સંઘ –ની સ્થાપના ૮૮૫ સે-સુંગ–થાંગ –એક ચીની સેનાપતિ ડિકન્સ ઇંગ્લંડનો એક મશહૂર નવલ- કથાકાર ૮૫૩ ડિઝરાયેલી -સુએઝની નહેરના શેર ખરીદે છે ૫૦; ઇગ્લેંડને એક મહાન મુત્સદ્દી ૯૦૩ ડિયાઝ, બાળેલોમિયુ -કેપ ઑફ ગુડ હોપ પહોંચે છે ૪૧૪ , ડિસ્પેન્સેશન –એટલે ૩૫૦ ડિક હંગરીની રાષ્ટ્રીય ચળવળના નેતા ૮૩૨ ફિ, ડેનિયલ રૉબિન્સન ક્રઝને લેખક ૫૧૯ ડી વેલેરા ૧૦૯૪; –ની સફળતા ૧૪૫૪; -પોતાની નીતિ બદલે છે ૧૦૯૮ દૂમાં -રશિયાની ધારાસભા ૯૩૩ ડેન્ટન ૬૪૫; –કાસની ક્રાંતિને એક નેતા ૬૩૮; –ની કતલ ૬૪૭ ડેવિસ, ઑફરસન યુનાઈટેડ સ્ટેટ્સનાં બળવાખોર સંસ્થાનેનો પ્રમુખ ૯૧૮ ડોમિનિક –એક ખ્રિસ્તી સંત ૩૯૬ ડોમિનિકનો સંધ ૩૯૬ સાફસ ૧૪૮૩; --ઑસ્ટ્રિયાને ઍક્સેલર ૧૪૧૬;-નું નાઝીઓએ કરેલું ખૂન ૧૪૮૫ ઈક, સર ક્રાંસિસ ૫૧૨–એક અંગ્રેજ ચાંચિય ૫%; –ની પૃથ્વીની પ્રદક્ષિણા ૪૫૮ તક્ષશીલા ૮૬; –ની મહાન વિદ્યાપીઠ ૨૬૨; –બૌદ્ધ સંસ્કૃતિનું કેન્દ્ર ૧૪૦ તંગવંશ –ના અમલનો આરંભ ૧૯૮ તાનસેન –હિંદને મશહુર સંગીતકાર ૫૩૪. તારા વિનાની પરિષદમાં ક્રાંસને પ્રતિનિધિ ૬૭૮ તિલક - મહમૂદ ગઝનીના હિંદુ સૈન્યને સેનાપતિ ૩૬૧ તુતખામન –પ્રાચીન મિસરનો એક સમ્રાટ ૮૦૭ ज-५३ થર્મોપોલી -ના યુદ્ધમાં સ્માર્ટનાએ દાખવેલું અપૂર્વ શૌર્ય ૭૪ થિયેડરિક -ગેથલોકોને સરદાર રોમનો રાજા બને છે ૨૪૦ થિયોડેશિયસ -રોમના પૂર્વ તથા પશ્ચિમના સામ્રાજ્યને જોડી દે છે ૨૪૨ થેંકરે ૮૫૩; -એક અંગ્રેજ સાહિત્યકાર ૫૫૯ ૯. દક્ષિણ અમેરિકા ઉપર યુનાઈટેડ સ્ટેટ્સનું વર્ચસ્વ ૯૨૫; –માં મંદીને કારણે ઊભી થયેલી કટોકટી ૧૩૬૦ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લંડ વચ્ચે યુદ્ધ ૯૧૨ દક્ષિણના સુગે ૨૯૩,૩૦૩ દક્ષિણ હિંદ –ના રાજવંશે ૩૬૨-૩; ના લોકોએ મલેશિયામાં વસાવેલાં સંસ્થાનો ૨૩૦; –ની પૂર્વના દેશ Page #843 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૦ સૂચિ માંની વસાહતો ૧૭૪-૫; –ની સ્થિતિ- ધર્મ સંસ્થાપકે –તેમણે દુનિયાના ઇતિચુસ્તતા ૧૩૮; –નું આંધ સામ્રાજ્ય હાસમાં આપેલ ફાળે ૬૬-૭; ૧૭૧; –નો આર્ય પરંપરા જાળવી ધર્મ -વિષે કાલ માર્કસને મત ૧૪૬ રાખવામાં ફાળો ૧૩૯; –નો દરિયા નવરોજી, દાદાભાઈ –નો હિદની માથાદીઠ પારના દેશોમાં વસાહત સ્થાપવાને આવકનો અંદાજ ૧૧૪૩;-સ્વરાજ્યની આરંભ ૧૭૩-૪; –નો પશ્ચિમના દેશે પહેલ વહેલી ઘોષણા કરનાર રાષ્ટ્રીય જોડે વેપાર ૧૭૧; –ને યુરોપ સાથે મહાસભાના આગેવાન ૭૪૩ . વેપાર ૧૩૯ નાઇટિંગેલ, ફલેરેન્સ ૭૨૫,૯૦૦ દત્ત, બટુકેશ્વર ૧૧૪૬ - નાદીરશાહ –ઈરાનને શાસક બને છે દત્ત, રમેશચંદ્ર –હિંદને એક અર્થશાસ્ત્રી ૮૨૧; –ની હિંદ પર ચડાઈ પપ૯ ૭૧૦. દયાનંદ સરસ્વતી આર્ય સમાજના નાનક –નું મૃત્યુ પપ૧;-શીખ સંપ્રદાયના સંસ્થાપક ૭૩૮ સંસ્થાપક ૪૩૨ દરાયસ –નું સામ્રાજ્ય ૩૭,૭૧; –નો નાનાફડનવીસ ૭૦૦ ગ્રીસમાં થયેલો પરાજય કરે નાનિ –ચીની પ્રજાસત્તાકની રાજધાની દાઈનિયન –નામ કેવી રીતે પડ્યું ૨૦૯ બને છે ૭૮૧ દાઈમ્પો ૨૯૫ નાલંદા –બૌદ્ધ વિદ્યાનું કેન્દ્ર ૨૧૨ દાને ૪૮૧; -ઈટાલીને મહાકવિ ૩૫૭ નાહશપાશા ૧૧૭૦ દાસ, જતીન્દ્રનાથ –નું અવસાન ૧૧૪૭ નિનેવા ૨૪, –ઐસીરિયન લોકોનું દિરે –ક્રાંસને એક બુદ્ધિવાદી ૫૮૨ પાટનગર ૮૦૮; –નું પુસ્તકાલય ૮૦૮ દિલ્હી ૫૬,૩૬૭,૫૨૫; -બ્રિટિશ હિંદનું “નીતિસાર', ૨૮૬, ૩૪૪; –મધ્યકાલીન પાટનગર બને છે ૭૪૭; –માં હિંદુ હિંદ વિષે માહિતી આપતા ગ્રંથ મુસ્લિમ ઐક્યનું અપૂર્વ દશ્ય ૧૧૨૬; ૨૨૫-૬ -મેગલ સામ્રાજ્યનું પાટનગર બને છે “નીલદર્પણ', ૭૪૧ ૪૩૭૮; -વિષે ઇબ્નબતુતા ૧૧૭૯ નેધરલેન્ડ્ઝ, ૪૫૭, ૪૯૯-૫૦૦; –ના દીને ઇલાહી –અકબરે સ્થાપેલો ધર્મ ૫૩૬ રાજ્યની સ્થાપના ૬૭૮; –નો સ્પેન દુનિયા –આજની ૧૩,૨૫; –ની ભિન્ન | સામે બળવો ૫૦૪ ભિન્ન પ્રજાઓમાં રહેલું સામ્ય ૯-૧૦; નેપાળ –ને અંગ્રેજે હરાવે છે ૭૦૧ –નો ઈતિહાસ સળંગ અને પરિપૂર્ણ નેપોલિયન કન્સલ બને છે ૬૬૧-૨; વસ્તુ છે ૧૩૪; –માં ઉત્પાતો ફાટી ( –ની કારકિર્દીને આરંભ ૬૪૮; –ની નીકળવાનાં કારણે ૧૭ ત્રુટીઓ ૬૬૭; –ની મહત્તા ૬૭૩-૪; પ્લે ૫૫૫ –ની રશિયા ઉપર ચડાઈ અને તેનાં દેસૂલીન, મીલ –આસ્તિય ઉપર હુમલે વળતાં પાણું ૬૬૮-૯-નું પુનરાગમન લઈ જનાર ટેળાને આગેવાન ૬૪૪ . અને છેવટનું પતન ૬૭૦–૧; દોસ્તોવસ્કી –એક રશિયન સાહિત્યકાર –નો ગાદીત્યાગ ૬૬૯; –નો તેના પુત્ર ઉપરને સંદેશ ૬૭૫; -પ્રતિક્રાંતિને દ્રવિડ સંસ્કૃતિ ૪૧ આગેવાન ૬૫૮; –સમ્રાટ બને છે "ધ વેલ્થ ઑફ નેશન્સ' ઍડમ સ્મિથનું ૬૬૩; -વિષે એચ. જી. વેલ્સને અર્થશાસ્ત્ર વિષેનું પુસ્તક ૭૦૯ અભિપ્રાય ૬૫૭ Page #844 -------------------------------------------------------------------------- ________________ નેલ્સન –નેપેાલિયનના કાલાને નાશ કરે છે ૬૪ નેહરુ, મેાતીલાલ -ગાંધીજીના અસહકારના ઠરાવને ટેકો આપે છે ૧૧૨૯ નેાકરશાહી, ૭૩૪ નાન, માન્ટેગ્યુ -બૅંક ઑફ ઇંગ્લંડનો ગવર્નર ૧૩૬૨ ને!સાસ –ક્રીટનું પ્રાચીન નગર ર૩; –ને નારા ૨૮ ન્યૂટન, આઇઝેક ૮૫૫ ન્યૂયૅાક –ગુલામીના વેપારનું બંદર ૯૧૬; -ની આર્થિક કટોકટી ૧૩૫૪; –ની સ્થાપના ૧૧ પુનામાની નહેર, ૯૨૭-૮ પરસેામમ -ગ્રીક સંસ્કૃતિનું કેન્દ્ર ૧૧૬ પરિવર્તન -નું ચક્ર ૧૮; સજીવ વસ્તુએની પ્રકૃતિ છે ૧૬-૭ પવિત્ર રામન સામ્રાજ્ય ૨૭૫૬,૩૦૭, ૩૪૬,૩૯૭,૪૦૦,૬૧૯; તુર્ક સમ્રાટને ખંડણી આપે છે ૪૯૭; –ની સ્થાપના ૧૬૧–૨; –ના અંત ૧૬૨ પવિત્ર સ`ધ -જ્જીએ ‘હાલી ઍલાયન્સ પશ્ચિમ એશિયા –ઇતિહાસમાંથી લગભગ લુપ્ત થઈ જાય છે ૮૦૪; –ને પ્રાચીન ઇતિહાસ ૧૧૭૬-૭ પશ્ચિમ યુરોપ –માં કિસાનેાનાં ખંડ ૪૦૫ પહેલે! આંતરરાષ્ટ્રીય મજૂર સોંધ –ની સ્થાપના ૮૮૦ પાંચવી. ચેાજના –ઉપર જગદ્ગાપી મંદીની અસર ૧૬૨૫; –ના આરંભ ૧૩૨૧-૨ પાખ –માં લશ્કરી કાયદાના અમલ ૧૨૬-૭ પાઈ થેગેારાસ ૬૪ પાએઝ —તેણે આપેલું વિજયનગરના રાજાનું વર્ણન ૪૪૫ પાગાન બ્રહ્મદેશની પ્રાચીન રાજધાની ૪૫૧ સૂચિ ૧૫૧૧ પાટલીપુત્ર ૪૮; –ના વિસ્તાર અને ભવ્યતા ૮૯-૯૦; ~મૌય સામ્રાજ્યની રાજધાની ૮૯-૯૧ પાણીપત હિંદનું પુરાણું રણક્ષેત્ર ૫૫૫ પારસીએ -નું હિંદમાં આગમન ૧૬૯ પાનેલ, ચાર્લ્સ સ્ટેખ –આયર્લૅન્ડના હેામલ પક્ષને નેતા ૯૩૯ પાલ મૅન્ટ ના હાથમાં સર્વોપરી સત્તા આવે છે ૫૧૭; –ની શાસન પદ્ધતિ ૯૦૧; ~ આરંભ ૩૪૮; –ને વિકાસ ૫૧૧૨ પિઝેરા ૪૦૮૬ –પેરુના પ્રાચીન રાજ્યના નાશ કરે છે. ૩૨૨ પિરામિડ। ૯૪૬-૭ પિલ્લુમ્સ્કી, ૮૮૪ પીટર –ના સુધારા ૧૯૬૬ પીટર, મહાન આધુનિક રશિયાને પાયા નાખનાર રાજા ૫૮૭ પીટર્સબર્ગ –ની સ્થાપના ૫૮૭ પુરુષપુર -જીએ પેશાવર પુલકેશી -ચાલુક્ય રાજ્યના સ’સ્થાપક ૨૧૦ પુશ્કિન —રશિયાના મહાન કવિ ૯૭૭ પુષ્યમિત્ર -મૌય વશી રાજ્યને હાંકી કાઢી સમ્રાટ અને છે ૧૩૩ પૂનું રામન સામ્રાજ્ય ૩૪૮-૯; –નું પતન ૪૦૮ પૃથ્વીરાજ ચાહાણુ –દિલ્હીના રજપૂત રાજા ૩૫૯ પેઈન ટૅામસ, ૮૬૫-૬ પેકિંગ ની લૂંટ ૭૭૩ પેટ્રાર્ક ૪૯૧૬ –ઇટાલીને એક કવિ ૩૫૭ પૅટ્રિક આયર્લૅન્ડમાં ખ્રિસ્તી ધર્મ દાખલ કરનાર સંત. ૯૩૦ ગૅટ્રિશિયન –અને પ્લેખિયન વચ્ચેના ઝઘડા ૧૨૪-૫ પેન્સિલવેનિયા ૬૧૧ પેપીઝ, સેમ્યુઅલ તેણે કરેલા ચાના પહેલવહેલા ઉલ્લેખ ૫૭૦ Page #845 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૧૨ પૅરિક્ટિસ -ઍથેન્સના મશહૂર રાજપુરુષ ૭૮ પૅરિસ ૩૦૮; –ના લાકે ખાસ્તિયની પ્રાચીન જેલને કબજો લે છે. ૬૨૬; –ની જનતા રાજારાણીને વર્તાઈથી પૅરિસ લઈ આવે છે ૬૩૩; –માં ક્રાંસના જીવનપ્રવાહનું કેન્દ્ર ૩૫૫; –માં ક્રાંસની ક્રાંતિને! આરંભ ૫૭૮ પૅરિસ કામ્યુન –ની સ્થાપના ૬૩૪; --ને કચરી નાખવામાં આવે છે ૬૪૪; વિદેશી સૈન્યને સામને કરવામાં આગેવાની લે છે ૬૩૬ પેરુ ૨૮૯; -દક્ષિણ અમેરિકાની પ્રાચીન સ'સ્કૃતિનું એક કેન્દ્ર ૩૨૧-૨; -માં ઇંકાઓનું રાજ્ય ૨૮૯ પૅલેસ્ટાઈન ને પ્રાચીન ઇતિહાસ ૨૯ ૩૦; --માં આરા અને યહૂદી વચ્ચેના ઝઘડા ૧૧૯૪-૫; -માં આરબે ત્રાસવાદને આશરે લે છે ૧૧૯૮ ૯; -માં ખાલ્ફ જાહેરાત સામે ઉગ્ર વિરેધ ૧૧૯૩૬ –માંની બ્રિટેશ રાજનીતિ ૧૧૯૧; --માં યહૂદીઓને વસવાટ ૧૧૯૩૬ -યહૂદી ખ્રિસ્તીઓ અને મુસલમાનેાની પવિત્ર ભૂમિ ૧૧૯૧ પેવ્લાવ –એક મશહૂર માનસશાસ્ત્રી ૧૩૪૩ પેશવા –સત્તા હાથ કરે છે ૫૫૩ પેશાવર –કશાન સામ્રાજ્યની રાજધાની ૧૪૦, ૧૭૧ પૅન્સાન્ઝી, આર ૧૪૨૫ પાપ અને ફ્રાંસના રાજા વચ્ચે ચમક ૩૯૭; -અને સમ્રાટ વચ્ચે સ્પર્ધા ૩૦૫-૬; --આવિયાં શહેરમાં વસવાટ કરે છે ૩૯૮; ઉપર કુખ્યાઈ ખાનના સ ંદેશ ૩૮૮; તેણે કે“ક જાતિના સરદાર ચાર્લ્સની મદદની કરેલી માગણી ૧૬૧; –ની ચૂંટણી કરવાની રીત ૩૪૨; –ની ધર્મ આજ્ઞા ૩૯૭; -ની સત્તા ઘટતી જાય છે ૫૮૮; –નું દમન ૩૯૫; –ને દૈવી અધિકાર ૪૦૦; –ને પૂના રેશમન સામ્રાજ્ય સાથેના સ'ખ'ધ તાડી નાખવાને નિ ચ ૧૬૧; -રિંગીએ તથા સ્પેનવાસીને દુનિયા વહેંચી આપે છે ૪૧૬; -મુસલમાને પાસેથી જેરુસલેમ પાછું મેળવવા માટે *ઝેડ જાહેર કરે છે ૩૩૪; –ામના ખાપ અને કૅથલિક ચર્ચનેા વડા ૧૬૧ પૅમ્પી રામના એક મશહૂર સેનાપતિ અને જુલિયસ સીઝરનેા પ્રતિસ્પધી ૧૩૦ પારસ –સિક ંદર સામે બહાદુરીથી લડનાર હિદી રાજા ૮૩ પેટ આર -જાપાનને હાથ આવે છે ૭૭૫ પોર્ટુગાલ –માં પ્રજારાત્તાકની સ્થાપના ૧૪૦૦ પાલ -ખ્રિસ્તી ધર્મના પ્રચારક ૧૪૮ પેલૅડ -અલગ દેશ તરીકે યુરોપમાંથી અદૃશ્ય થાય છે. ૬૭૮; –ના ભાગલા અને એક રાષ્ટ્ર તરીકે તેને અંત ૫૯૦; --યુરોપને પછાત દેશ ૫૮૭ પેાલેા, નિકાલા ૩૮૮ પેાલા, માર્કા -પેાતાના પ્રવાસનું પુસ્તક લખે છે ક૯૧; ના પ્રવાસના આરંભ ૩૮૮; –નું મરણુ ૩૯૬; –નું સ્વદેશગમન તથા તેને કારાવાસ ૩૯૧; --મગાલ ભાષા શીખે છે ૩૯૦ પેાલેા, મિયા ૩૮૮ મ્યુનિક વિગ્રહે! ૧૨૭–૮ પ્રાસંધ –મંચૂરિયાના બનાવની ખામતમાં તપાસ કરવા કમિશન નીમે છે ૧૩૦૧; - લીટન હેવાલ મંજૂર રાખે છે ૧૩૦૨ ‘પ્રતિકૂળ વેપાર તુલા’ ૧૩૮૦ Page #846 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષવાદ ૮૬૭ પ્રશિયા -ઑસ્ટ્રિયાને હરાવે છે ૮૪૧; –ના રાજ્યના ઉદય ૫૧૦; યુરેપનું મહત્ત્વનું રાજ્ય બને છે ૫૮૬ પ્રાચીન ગ્રીસ –ની યુરોપ ઉપર અસર ૨૪ પ્રિમેા ૬ રીવેરા –સ્પેનનેા લશ્કરી સર મુખત્યાર ૧૪૦૧ · પ્રિન્સ ’ –મૅક્સિાવેલીનું કુટિલ નીતિનું પુસ્તક ૪૫ પ્રાટેસ્ટટ ખળવે ૪૮૮૦૯૩ યુદ્દામ - અરાજકતાવાદીઓનેા નેતા ૮૭૭ પ્લાસીનું યુદ્ધ –તેનાં પિરણામા ૫૫૮ પ્લેટો -ગ્રીસને મહાન ફિલસૂફ અને સક્રેટિસને શિષ્ય ૭૮૦૮૦ પ્લેબિયન –અને પેટ્રિશિયન વચ્ચેના ઝઘડા ૧૨૪-૬ ફટકાસાળ –ની શોધ ૬૦૧ ફતેહપુર સીક્રી ૫૩૯ ફર્ડિનાન્ડ ૩૩૦ ફર્ડિનાન્ડ, ફ્રાંસીસ –તથા તેની પત્નીનું ખૂન ૯૯૧ ફાઉદ –અંગ્રેજોને મળતિયા મિસરના રાન ૧૧૬૨ ફાસ્ટ' -ગેટનું અદ્વીતિય નાટક ૮૪૮ ફારસી કળા બંને સુવર્ણ યુગ ૮૧૮ ફાસીવાદ -ની સ્થાપના ૧૨૬૭; –ને ઇટાલીમાં વિજય ૧૨૬૯; વિષે મુસેાલિની ૧૨૮૦ ફાહ્યાન — હિંદના પ્રવાસ ૧૮૧ ફિકેટ –રાષ્ટ્રવાદી જર્મન ફિલસૂફ ૮૩૯ ફિનિશિયન લેાકેા --પ્રાચીન સમયની દરિયા ખેડનાર પ્રા ૨૮ ક્રિદોશી ૮૧૫; -ઈરાનના એક મહાકવિ ૮૨; –ને મહમૂદ ગઝનીએ ‘ શાહનામું ’ લખવાની કરેલી આજ્ઞા ૨૭૧ ફિગી --આર પાસેથી તેન્દ્રનાને વેપારી છીનવી લે છે. ૪૫૬; -એ સુચિ ૧૫૧૩ કરેલી વડે ની ભૂશિરની શોધ ૪૧૪; –ની ૫ડતી ૫૪૫; –ના હિંદમાં પ્રવેશ ૪૩૯; --પૂર્વના દેશામાંથી વિદાય લે છે ૪૫૯; -વિષે ચીનમાં સારી છાપ હાવાનું કારણ ૪૬૩ ફિરાજશાહ તઘલખ ૪૩૬૭ ફિલિપ ખીજો ૫૦૮; --સ્પેનના રાન્ત ૫૦૦ ફિલિપાઈન ટાપુએ –ઉપર પ્રાચીન હિંદી સંસ્કૃતિની અસર ૭૯૭; –ઉપર યુનાઇટેડ સ્ટેટ્સની હુકૂમત ૭૯૬; -ઉપર હિંદી સંસ્કૃતિની અસર ૧૭૬; ને સ્પેન કબજો લે છે ૪૫૬; –માં રાષ્ટ્રીય ભાવનાને ઉદય અને સ્પેન સામે મળવા ૭૯૮-૯ ફિડિયસ –ગ્રીસને મશહૂર મૂર્તિકાર ૭૬ ફૂંછવારા –જાપાનનું એક શાસક કુટુંબ ૨૦૮, ૨૯૪ ફૅબિયન સાસાયટી ૮૮૧; –ની ધીમે ધીમે સુધારા કરવાની રીત ૧૨૭–૮ ફૅબિયસ –ની યુદ્ધનીતિ ૧૨૭; રામને એક સેનાપતિ ૧૨૭ ફૈઝલ, અમીર —સીરિયાના રાજા બને છે અને ત્યાંથી તેને હાંકી કાઢવામાં આવે છે ૧૧૮૭; અને ઇરાકના રાજા બનાવવામાં આવે છે. ૧૨૦૮-૯ ફૈઝી ૫૩૪ ચૂડલ વ્યવસ્થા ૨૮૨-૬; -ની ઉત્પત્તિ ૨૮૩; –માં જમીન એ જ સ`પત્તિ ૪૧૨; ~માં સમાનતાને અભાવ ૨૮૩-૪ ક્રાંકા, જનરલ ને મળવા ૧૪૦૩–૪; --સ્પેનમાં બળવા પાકારે છે ૧૪૮૦ ક્રેચા -અને અંગ્રેજો વચ્ચે હિ'માં લડાઈ અને તેમાં અંગ્રેજોને વિજય ૫૫૫-૭; -હિંદમાં પેાતાને વેપાર શરૂ કરે છે ૫૪૬ ફ્રાંસ –અને ઇંગ્લેંડ વચ્ચે સાત વરસને Page #847 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૪ વિગ્રહ ૫૮–૯૦; –અને ઇંગ્લંડ બચા-ઈ-સાકુ-અમાનુલ્લા સામેના વચ્ચે સો વરસને વિગ્રહ ૪૦૬–૭; બળવાને આગેવાન ૧૨૨૦ -અને ઇંગ્લંડ વચ્ચેનું ઘર્ષણ ૧૨૫૫; બાઉની-અકબરના રાજ્યકાળને -અને ઇંગ્લંડની સામ્રાજ્યવાદી ઇતિહાસકાર ૫૩૫ પદ્ધતિની તુલના ૧૨૧૩-૪; અને બનારસ-બ્રાહ્મણ વિદ્યાનું કેન્દ્ર ૨૧૨; જર્મની વચ્ચે એ રાષ્ટ્રના આરંભ –હિંદનું સૌથી પ્રાચીન શહેર ૫૬ કાળથી ચાલતી આવેલી હરીફાઈ ૨૯; બર્બર જાતિઓના રેમ ઉપર હુમલા અને સિયામ વચ્ચે ઘર્ષણ ૭૯૦; ૧૫૭-૮ -ની સીરિયામાં ભાગલા પાડીને રાજ બર્બર લોકે-નું રોમન સામ્રાજ્ય ઉપર કરવાની નીતિ ૧૧૮૭; –ને બિસ્માર્ક દબાણ–૧૫૬ હરાવે છે ૮૪૨-૩; –નો વિકાસ બલિ ગેઈમ ચીનનો અમેરિકન મિત્ર ૭૫૦ ૩૫૫; –માં ડાયરેકટરીના અમલને બંગાળ –અંગ્રેજોના કબજામાં જાય છે આરંભ ૬૪૮; –માં પ્રજાસત્તાકની પપ૮; –ના ભાગલા રદ કરવામાં આવ્યા સ્થાપના ૮૪૪; –માં પ્રતિક્રાંતિને ૭૪૭; –માં ૧૭૭૦ની સાલમાં પડેલો આરંભ ૬૪૮;-માં બીજા પ્રજાસત્તાક ભીષણ દુકાળ ૧૫૯-૬૦ અંત ૮૩૩; –માંથી નેપોલિયનના બાઈઝાદ-ઈરાનને એક મહાન ચિત્રકાર બીજા સામ્રાજ્યને અંત ૮૪૨-૩ ( ૮૧૦, ૮૧૭ ક્રાંસની ક્રાંતિ ૬૯; –ની વિશિષ્ટતા ૬૨૧ બાકુનીન, માઈકલ–એક આગેવાન ક્રાંસિસ, ઝેવિયર –એક ફિરંગી મિશનરી અરાજકતાવાદી ૮૭૭ બાબર –નાં સંસ્મરણે પરપ-૬; –ને ક્રાંસિસ, સંત -એક મશહૂર ખ્રિસ્તી હિંદમાં આવવા માટે આમંત્રણ ૪૩૭; સાધુ ૩૯૫૬ –નો વિજય અને મોગલ સામ્રાજ્યનો ક્રાંસિસને સંઘ ૩૯૫-૬ આરંભ પર૩-૫; –રાણું સંગને હરાવે ક્રેડરિક પહેલ –હેહેન સ્ટોફેન વંશને છે ૫૨૮ જર્મન સમ્રાટ ૩૪૩ બાયરન ૮૫૦; ઇંગ્લંડને એક સુપ્રસિદ્ધ ફ્રેડરિક, બારબેઝ –જુઓ ફેંડરિક કવિ ૬૭૮–૯ પહેલો બારડોલી –ની લડત ૧૧૪૫ કેડરિક બીજે ૪૮૭ -દુનિયાની અજાયબી બાબિયર–એક કૂચ કવિ ૬૫૬ ૩૪૨; -વિચક્ષણ જર્મન સમ્રાટ ૩૩૯ બાલાદિત્ય-મીહિર ગુલને હરાવે છે ૧૮૪ ફ્રેડરિક, મહાન–પ્રશિયાને સમર્થ બાલ્ઝાક-ક્રાંસનો એક સમર્થ નવલરાજí ૫૮૬ કથાકાર ૮૫૦ ફૉરેન્સ ૩૫૫; –મધ્ય યુગના સમય બાફર જાહેરાત–સામે પેલેસ્ટાઈનમાં ફાટી દરમ્યાન યુરોપનું આર્થિક કેન્દ્ર ૪૮૧; નીકળેલો ઉગ્ર વિરોધ ૧૧૯૩ –માં “રેનેસાંસને પહેલવહેલો ઉદય બાસ્તિયનું પતન ૬૨૭ ૪૮૧ બિસ્માર્ક–જર્મન સામ્રાજ્યનો વડે બગદાદ–અબ્બાસી ખલીફેની રાજધાની પ્રધાન બને છે ૮૪૫; –ઝારની ભલી ૨૬૧; –ની સમૃદ્ધિની પરાકાષ્ઠા ૨૬૧; લાગણી મેળવે છે ૮૪૧; –ના સુધારા -નો મંગલેએ કરેલો નાશ ૩૮૨ ૮૪૫; –ની રાજનીતિ ૮૪૦-૧; Page #848 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૨૫ ૧૩૫; –ને ચીનમાં પ્રવેશ ૧૨૧-૨; –ને જાપાનમાં પ્રવેશ ૨૦૭; –નો મૂર્તિપૂજા વિષે અણગમો ૧૪૨ બ્રહ્મદેશ –ચીનનું ખંડિયું રાજ્ય ૭૦૧; –અંગ્રેજો જીતી લે છે અને તેને ખાલસા કરે છે ૭૦૧-૨; –ને હિંદથી જુદો પાડવામાં આવે છે ૧૧૫૩ બ્રહ્મી વિગ્રહો ૭૦૧-૨ બ્રાઝીલ –પોર્ટુગાલથી છૂટું પડી જાય છે -પ્રશિયાને વડા પ્રધાન થાય છે ૮૪૦; -કાંસને હરાવે છે ૮૪ર-૩ બીજગણિત –ની પહેલવહેલી હિંદમાં થયેલી શોધ ૨૨૯ બીજે આંતરરાષ્ટ્રીય સંઘ-ની સ્થાપના ૮૮૩; - મહાયુદ્ધ આવતાં તૂટી પડે છે ૮૫ બુદ્ધ -જુઓ ગૌતમ બુદ્ધ બુદ્ધિવાદ –નો યુરોપમાં ઉદય પ૭૯-૮૧ બેફેન યુરોપને મહાન સંગીતકાર પ૯૨ બૅનરજી, મેશચંદ્ર –રાષ્ટ્રીય મહા સભાની પહેલી બેઠકના પ્રમુખ ૭૪૩ બૅનરજી, સુરેન્દ્રનાથ રાષ્ટ્રીય મહા સભાના એક આગેવાન ૭૪૩ બેબીન ૮૦૭-૮ બેરિંગ, પૅજર મિસરમાંને પહેલો બ્રિટિશ એજટ ૯૫૧ બેરિંગ, વાઈટસ –એશિયા અને અમેરિકા વચ્ચેની સામુદ્રધુની શોધી કાઢે છે ૫૭૪. બેલાકુન હંગરીની ક્રાંતિને સામ્યવાદી નેતા ૧૨૩૧ બેલ્જિયમ –ની તટસ્થતાનો જર્મની ભંગ કરે છે ૯૯૨;-યુરોપનું સમરાંગણ ૯૮૯-૯૦ બૅકસર ચળવળ ૭૭૧-૨ બોનાપાર્ટ, લુઈ –ક્રાંસને સમ્રાટ બને બ્રાહ્મસમાજ ૭૩૮ બ્રાહ્મણ ધર્મ –બૌદ્ધ ધર્મને હિંદમાંથી હાંકી કાઢે છે ૧૩૩ બ્રાહ્મણ રાજ્ય –નો ઉદય અને વિસ્તાર ૪૪૦. બ્રિયાં - કાંસને એક મુત્સદી ૮૪, ૧૨૬૨ બુનો, જનાર્દો ૪૮૪ બ્લેક એન્ડ ટેન ના આયર્લેન્ડમાં જુલમ ૧૦૯૫ બ્લેરિયાટ ઍપ્લેનમાં પહેલવહેલી બ્રિટિશ ખાડી ઓળગે છે ૯૮૨ ભગતસિંહ ૧૧૪૬ ભાસ્કરાચાર્ય હિંદને એક મહાન ગણિતશાસ્ત્રી ૨૨૯ મકા –પહેલાં અનેક દેવદેવીઓનું મથક - ૨૪૭ મજ્જાપહિત –જાવાના સામ્રાજ્યનું પાટ નગર ૪૪૮; –નું સામ્રાજ્ય ૪૪૯-૫૧ મજ્જાપહિતનું સામ્રાજ્ય –નો ઉદય ૨૩૫ મથુરા ૨૭૦-૧; બૌદ્ધ વિદ્યાનું કેન્દ્ર ૧૩૮ મદ્રાસ –ની સ્થાપના ૫૪૫ મધ્ય એશિયા –ની ગોપ જાતિએ ૧૩૬-૭; –ની ગોપજાતિઓનું પ્રયાણ ૨૮૯; –ની ગોપજાતિઓનું હિંદમાં આગમન ૧૩૭. મનો સિદ્ધાંત ૬૮૦,૬૮૪,૯૨૩ મનિલા ગેલિયન ૪૫૭ બેરડીન ૧૨૮૬; ચીનને રશિયન સલાહકાર ૧૨૮૪; –મોસ્કો પાછો ફરે છે ૧૨૯૧ બોલીવર, સાયમન –દક્ષિણ અમેરિકાના સ્વાતંત્ર્યને પુરસ્કર્તા ૬૮૦ બૅલ્ડવીન, સ્ટેન્લી ૧૨૫૯,૧૩૮૬ બેસ્ટનનો ચાને મેળાવડો ૬૧૪ બૌદ્ધ ધર્મ -જાપાનનો રાજધર્મ બને છે ૨૦૮; –ના સંપ્રદાયે ૧૪૧; –ને બ્રાહ્મણ ધમે હિંદમાંથી હાંકી કાઢ Page #849 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૬ ४८१ સૂચિ મનુષ્ય તેણે આરંભમાં પ્રગતિ કેવી મંગુખાન –નું મરણ ૩૮૩; –મંગલ રીતે કરી ૬૧ સમ્રાટ ૩૮૧ મનુષ્યના અધિકારોની જાહેરાત”૬૩૨-૩ મંગેલ લોકે ૩૭૨; –ચંગીજખાનની મનુષ્યનો અવતાર' –ડાર્વિનનું એક સરદારી નીચે કુચ કરે છે ૩૪૦; સુપ્રસિદ્ધ પુસ્તક ૮૫૭ –ચીનમાં સંગ અમલને અંત લાવે મરાઠાઓ –ને અહમદશાહ દુરાની હરાવે છે ૨૯૦; --ની પ્રકૃતિ ૩૮૬; –ની છે ૫૫૪ વિજયકૂચ ૩૭૨-૩ મરાઠા સરદારે ૫૫૫ મંગલ સામ્રાજ્ય -પાંચ ભાગોમાં વહેંચાઈ મલાક્કા –ની સ્થાપના ૪૫૨; –નું જાય છે ૩૮૫-૬ : સામ્રાજ્ય ૪૫૩-૪; –ને ફિરંગીઓ મંચૂઓ -કેન સર કરે છે ૪૬૬; -ચીન સર કરે છે ૪૫૮ ઉપર પોતાનો કાબૂ જમાવે છે ૫૬૪; મલેશિયા ૩૦૪,૪૪૭; –માં દક્ષિણ હિંદના -ચીન જીતી લે છે ૪૬૫-૬ લોકોએ વસાવેલાં સંસ્થાને ૨૩૦-૬; મંચૂરિયા –ઉપર જાપાનનું આક્રમણ –માં બૌદ્ધ ધર્મને ફેલાવો ૨૩૦; ૧૨૯૮-૯૯ –માં ભારતી આર્ય સંસ્કૃતિને પ્રવેશ માઈલાંજેલો –ઇટાલીનો મહાન ચિત્રકાર ૧૭૧ માધ મેળે ૩૯ મહમદઅલી –આધુનિક મિસરને જનક મામેલુક -મિસરનું વિશિષ્ટ પ્રકારનું સૈન્ય ૯૪૯ ૪૧૦ મહમદ ગઝની –તેણે ફિરદેશીને આપેલા માયા સંસ્કૃતિ ૨૮૯ વચનનો કરેલો ભંગ ૨૭૧; –ની હિંદ માયાપન સંધ - અમેરિકાના પ્રાચીન ઉપર ચડાઈઓ ૨૬૯ રાજ્યનો સંધ ૩૧૯ મહમદ તઘલખ –પોતાની રાજધાની માર્કસ ઓરેલિયસ –-ફિલસૂફ રોમન દિલ્હીથી દોલતાબાદ ખસેડે છે ૩૭૦-૧ સમ્રાટ ૧૬૬ મહમદ બિન કાસીમ -સિંધ જીતી લે છે માર્કસ, કાર્લ ૮૪૬, ૮૭૮-૮૦, ૧૪૬૯; ૨૬૭ –આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ સ્થાપે છે મહંમદ સાહેબ -ઇસ્લામના પેગંબર ૨૧ ૮૮૦; –નું મરણ ૮૮૨; –નો ઈતિમહાદજી શિંદે ૭૦૦ હાસનો સિદ્ધાંત ૮૮૩; -સમાજવાદને મહાયાન બૌદ્ધ ધર્મને એક સંપ્રદાય પયગંબર ૬૯૫ ૧૪૧-૩ માર્કસવાદ ૮૮૧, ૮૮૮ મહાયુદ્ધ –નો આરંભ ૯૯૨; –પછી માસેઈ ૩૫૫ ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચે હરીફાઈ માર્સેઝ -ક્રાંસનું રાષ્ટ્રગીત ૬૩૯ ૧૩૭૨-૩; –પછી યુરેપની દુર્દશા માલાસ્ટા ૮૮૫; –એક ઈટાલિયન ૧૩૫૩ અરાજકતાવાદી ૮૭૭ મહારાષ્ટ્ર –વિષે હ્યુએનસાંગ ૨૧૮-૯ મિન્ટન્મેલી સુધારા –ની જાહેરાત ૭૪૭ મહાવીર ૬૪ મિરાબ –કાસની રાષ્ટસભામાંના વિનીતા મહાસભાનાં પ્રધાન મંડળે ૧૧૫૫ દળના નેતા ૬૩૧; –નું મરણ ૬૩૫ મહેતા, ફિરોજશાહ –રાષ્ટ્રીય મહાસભાના મિલ, જોન ટુઅર્ટ -એક અંગ્રેજ વિનીત આગેવાન ૭૪૩ ફિલસૂફ ૮૬૮ Page #850 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૧૭ મિલ્ટન –ઇગ્લેંડનો એક મહાકવિ ૪૫ મૂડીવાદી સુધારો –તેને ફાળે ૧૯૦ મિત્નર, લેડર ૧૧૬૦ મુર લેક ૩૨૭. મિસર અને ઇંગ્લેન્ડ વચ્ચે સમજૂતી મૅકિચાવેલી –ઇટાલીને એક મુત્સદી અને ૧૧૭૫; –અને હિંદની તુલના ૧૧૫૭; કુટિલ નીતિને પુરસ્કર્તા ૪૮૫ –ઉપર નેપોલિયનની ચડાઈ ૬૬૦; મેકડોનાલ્ડ, રસ્સે ૮૮૪, ૧૪૪૧; –વડે –ઉસ્માની તુક સામ્રાજ્યનો ભાગ બને પ્રધાન બને છે ૧૨૫૮;-રાષ્ટ્રીય સરકાર છે ૯૯૯; –ના લોકોએ મિશ્નર સ્થાપે છે ૧૩૭૪, ૧૩૮૯-૯૦ કમિશનને કરેલો બહિષ્કાર ૧૧૬૦-૧; મેકિસકે ૨૮૯;-ના સંવતને આરંભ ૩૧૯ –ની બાબતમાં અંગ્રેજો અને તેં મૅકસ્વિની –નું બલિદાન ૧૦૯૪ વચ્ચે સમજૂતી ૯૫૨; –ની મહાન મેગેલન ૪૫૬; –પૃથ્વીની પ્રદક્ષિણાએ સંસ્કૃતિ ૨૩,૫૩; –નું મહત્ત્વ ૧૧૫૭; નીકળે છે ૪૧૭-૮; –સ્પેનને નાગરિક -બ્રિટનનું રક્ષિત રાજ્ય બને છે ૯૫૪; બને છે ૪૧૬ –માં ઇંગ્લંડના પગપેસારાનો આરંભ મૅગેસ્થનીસ ૧૭૨; –ચંદ્રગુપ્ત મૌર્યના ૫૦–૧; –માં રાષ્ટ્રવાદને ઉદય ૯૫૩; ' દરબારમાં સેલ્યુકસને એલચી ૮૮ –માં સ્ત્રીઓની જાગ્રતિ ૧૧૭૪; –સૌથી મૅગ્ના કાર્યો પ૧ ૧;-અંગ્રેજ પ્રજાએ જુલમી પ્રાચીન રાષ્ટ્ર ૯૪૬ રાજા પાસે મેળવેલો હwટે ૩૪૭ મિહિરગુલ ૧૮૩-૪ મેંઝીની ૮૭૦; –ઈટાલીના રાષ્ટ્રવાદને મિંગ વંશ ૪૬૧; –નો અંત ૪૬૫ પેગમ્બર ૮૩૫-૬ મિંગયુગ –દરમ્યાન ચીનની કળાની ઉન્નતિ મેરીન પ૭૭. ૪૬૩ મેટાફ, સર ચાર્લ્સ –નો હિંદનાં ગ્રામમીનેન્ડર –ની હિંદની વાયવ્ય સરહદ પંચાયત વિષે અભિપ્રાય ૬૧૬ ઉપર ચડાઈ ૧૩૭ મૅટરલિંક –નાં પુસ્તકો ૧૩ મીર જાફર –નો દળે ૫૫૮ મેટનિક –એસ્ટ્રિયાને વિદેશ મંત્રી મીરત કેસ ૧૧૪પ અને યુરોપન નામીચ મુત્સદી ૬૭૦; -વિયેનાની પરિષદને કરતાકારવતા મુદ્રણકળા –ની અસર ૪૭૮–૯ ६७७ મેસેલિની –ઇટાલીનો સરમુખત્યાર બને “મેટિક પદ્ધતિ” –નો આરંભ ૬૪૬ છે ૧૨૭૧; –ઇટાલીમાં સત્તા હાથ કરે મેડિચી કુળ –ફૉરેન્સનું શાસક કુળ ૩૪૫ છે ૧૨૬૮-૯;-ની એબિસીનિચા ઉપર મેન્ડેટ –એટલે ૧૧૮૬, ૧૨૦૬ ચડાઈ ૧૪૭૮; –ની કારકિર્દી ૧૨૬૫-૭; મેગ્નેવિક ૯૭૨ -પપ સાથે સમજૂતી કરે છે ૧૨૭૨ મે ફલાવર ” વહાણ પ૧૩, ૬૧૦ મૂક વિલિયમ” -જુઓ વિલિયમ એફ મેમેલ્યુક –પ્રાચીન મિસરની લશ્કરી કોમ ઍરેજ ૫૦૫ મૂડીવાદ ૬૦૭-૮; –ની કટોકટીનું નિદાન મેરટ –નું ખૂન ૬૪૫; --કાંસની ૧૩૬૮; –ની પ્રગતિ ૯૮૦;–નું પરિણામ ક્રાંતિને એક નેતા ૬૩૫ ૯૧૧; –ને પડકાર ૯૮૧; –ને પરિણામે મેરીડીથ, પેજ -અંગ્રેજ કવિ અને રાષ્ટ્રીયતાની ભાવના તીવ્ર બને છે ૬૮૬; નવલકથાકાર ૮૩૭ -વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અને રાષ્ટ્ર રાષ્ટ્ર મેરી લુઈસ –ઓસ્ટ્રિયાની રાજકુંવરી વચ્ચે સ્પર્ધાને સિદ્ધાંત ૯૧૦ અને નેપોલિયનની પત્ની ૬૬૭ Page #851 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૮ મૅથાન - ની લડાઈમાં દરાયસના પરાજય ૭૨ મેાગલ સામ્રાજ્ય –૫૨૩; –ની સ્થાપના ૪૩૭; ને અંત ૫૪૨-૩ માઝા યુરોપના એક મહાન સંગીત મશહૂર કાર ૫૯૨ મેટ્લે –ડચ પ્રજાસત્તાકના ઇતિહાસકાર ૫૦૪ મેન્તકિયા ક્રાંસના એક રાજનીતિજ્ઞ ૨૧ મેાસલ નું મહત્ત્વ -૧૧૮૩ મેાહન-જો-દડા ૧૯, ૫૬, ૮૦૬૭; –ની પ્રાચીન સંસ્કૃતિ ૩૨૩-૫ મૌય સામ્રાજ્યની સ્થાપના ૮૫; -નેા અંત ૧૩૫ મ્યૂનિચ કરાર ૧૪૮૮ યહૂદી –ની યાતના ૧૧૯૨-૩ યંત્ર –ના સદુપયોગ અને દુરુપયોગ ૧૮૭-૮ યા –ચીનના પ્રથમ સમ્રાટ ૫૦ ચાકુબ બેગ –મ ચૂએ સામેના બળવાને નાયક ૭૫૯ –૬૦ " ચાત્રી પૂને ’ ઇંગ્લ’ડમાંથી અમેરિકા જઈ વસે છે ૬૧૦ ચાંત્રિક ક્રાંતિ –ઔદ્યોગિક ક્રાંતિનું પરિણામ ૬૮૩; –નું પરિણામ ૬૮૫ યુઆન વંશ –ને અત ૩૯૩ યુઆન-શીહ-કાઈ -ચીનના પ્રજાસત્તાકના પ્રમુખ બને છે અને તેને ધાક દે છે ૭૮૩; –ચીનને એક સમ પુરુષ ૭૮૧ યુનાઇટેડ સ્ટેટ્સ -અને સ્પેન વચ્ચે યુદ્ધ ૯૯; જાપાનનાં દ્વાર ખેાલાવવા પ્રયત્ન કરે છે ૭૬૨-૩; -દક્ષિણ અમેરિકા તથા યુરોપના દેશને નાણાં ધીરવાં બંધ કરે છે ૧૩૫૪; –નાં મૂળ સસ્થાને ૬૧૧; –ની અપૂ સમૃદ્ધિ ૧૨૪૦; –ની ઔદ્યોગિક પ્રગતિ ૬૮૪; ની પ્રગતિ સૂચિ ૯૧૩; –ની ફિલિપાઈન ટાપુઓ ઉપર હકૂમત ૭૯૯-૮૦૦; –ની સ્થાપના ૬૧૬; –નું દક્ષિણ અમેરિકાનાં રાજ્યા ઉપર પ્રભુત્વ ૬૮૦; –નું દક્ષિણ અમેરિકા ઉપર વર્ચસ્વ ૯૨૫; –માં આર્થિક કટોકટી ૧૩૫૪૬ –માં આર્થિક મંદીનાં ભીષણ પિરણામેા ૧૩૫૬–૮; –માં ગુલામીની પ્રથા ૧૩૧૪-૬; –માં ગુલામીની પ્રથા બંધ કરવાની ૯૧૭; –માં હબસીઓની કફોડી સ્થિતિ ૯૨૧ ચળવળ - ખળ યુરોપ -આજનું ૨૦; –ઉપર રાષ્ટ્રીયતાની ભાવનાનું પ્રભુત્વ ૬૮૮; -ઉપર વ્યાપેલું ભયનું સામ્રાજ્ય ૯૮૮; -૧૯ મી સદીનું પ્રેરક ૮૦૨; -કૅથલિક અને પ્રોટેસ્ટટ એવા ખે સંપ્રદાયના રાજાઓમાં વહેચાઈ જાય છે ૪૯૮; –ની આધુનિક ભાષાને ઉદય ૪૮૫; –ની ઇસ્લામના ઉદય વખતની સ્થિતિ ૨૪૯; –ની ઉજ્જવળ ખા પર૦-૧; –ની મહત્તા `૨૦; –નું એશિયા ઉપર પ્રભુત્વ ૬૮૫; –નું બાલ્કનીકરણ ૧૨૩૩; –ને! અંધકાર યુગ ૧૯૦-૧; –ને દક્ષિણ હિંદ સાથે વેપાર ૧૩૯; -પ્રાચીનકાળનું ૨૭; –પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનું કદ ૨૪, ૭૭૬ –ભયકર પ્લેગનું શિકાર અને છે ૪૦૫; –માં ૧૮૩૦ની ક્રાંતિ ૬૭૯; -માં ૧૮૪૮ની ક્રાંતિ ૮૩૨–૪; –માં અંધકાર યુગ ૨૪૧-૩; –માં આર્યાંનું આગમન ૨૭; ~માં દરિયાઈ માર્ગો શેાધવાની કશિશ ૪૧૩-૫; ~માં દારુગાળા દાખલ થાય છે ૪૦૪; –માં નગરજીવનને વિકાસ ૩૫૪; –માં પ્રાચીન સ’સ્કૃતિને અંત ૧૯૨; -માં બુદ્ધિવાદના ઉદય ૫૭૯; માં મધ્યમવર્ગ આક્રમણાત્મક વલણ અખત્યાર કરે છે ૩૧૨; –માં Page #852 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૧૯ કરેનેસાંસ અથવા નવજીવનને યુગ બરાજતરંગિણી' -કાશ્મીરના ઇતિહાસનું ૪૮૧-૬; –માં સંહારનાં સાધન પુસ્તક ૪૧ વધારવાની હરીફાઈ ૯૮૭; –માં રાજા માનસિંહ –અકબરનો સેનાપતિ ૫૩૪ શસ્ત્રસરંજામની હરીફાઈ ૯૮૮ રાજારાજ -ચોલ સમ્રાટ ૨૧૯; સિલાન ચુંગ–લો -મિંગવંશી ચીની સમ્રાટ ૪૬૨ જીતી લે છે ૨૧૯ રીતમ –જાપાનને એક રાજપુરુષ રાજેન્દ્ર –ોલ સમ્રાટ ૨૧૯; –બ્રહ્મદેશ ૨૯૫-૬ તથા બંગાળ જીતી લે છે ૨૨૦ રણજિતસિંહ –શીખ રાજ્ય ઊભું કરે રાણું પ્રતાપ –અકબરનું આધિપત્ય છે ૭૦૨; –શીખ રાજ્ય સ્થાપનાર સ્વીકારવા ના પાડે છે પ૩૧–૨ સરદાર ૫૫૨ રાણા સંગ –ને બાબર હરાવે છે પ૨૮ રસીમેન, લેર્ડ ૧૪૮૭ રામકૃષ્ણ પરમહંસ -૭૩૮ રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઘર્ષણ ૬૮૭; રામમોહન રાય, રાજા –૭૩૧; બ્રાહ્મઅને જાપાન વચ્ચે વિગ્રહ અને તેમાં સમાજના સંસ્થાપક ૭૩૭-૮ રશિયાનો પરાજય ૭૭૫; –અને તર્કો રામાનંદ –ચૌદમી સદીના એક હિંદુ વચ્ચે વિગ્રહ ૯૫૯; –એ પૂર્વ તરફ સંત અને કબીરના ગુરુ ૪૩૧ કરેલી પ્રગતિ ૭૭૩-૪; –ના ફેલાવાથી રામાનુજ -વૈષ્ણવ માગ આચાર્ય ૪૩૧ અંગ્રેજોને ગભરાટ ૬૮૧; –ની સ્લાવ રાષ્ટ્રવાદ –૧૬૩, ૧૬૫, ૧૧૮૫; - એટલે પ્રજાઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે ૬૮૬; –નાં પરિણામે ૬૮૯-૯૦ છે ૩૪૧-૨; –નું પશ્ચિમીકરણ ૫૮૭; રાષ્ટ્રસભા –એ કરેલા સુધારા ૬૩૪; –ને જાપાન હરાવે છે ૬૮૯; –નો –નો અંત ૬૩૫; બધાયે ધૂડલ મંચૂરિયા અને કોકેસસમાં ધસારો હકો ફગાવી દે છે ૬૩૧-૨ ૭૭૪; –માં આધુનિક સાહિત્યને રાષ્ટ્રીય સપ્તાહ -૧૧૨૮ ફાલ ૯૭૭; –માં ૧૯૦૫ની ક્રાંતિ રાષ્ટ્રીય સંમેલન” –ની બેઠક ૬૩૭ ૭૭૬; –માં ખેડૂતોનાં બંડ ૯૬૭; રાષ્ટ્રીયતા –ની ભાવના ૨૮૧; - ની -માં ઝારના અમલનો આરંભ ૯૬૫; ભાવનાનું યુરોપ ઉપર પ્રભુત્વ ૬૮૮; -માં ડૂમાની સ્થાપના તથા ઝારે તેની –ની ભાવનાને પૂર્વના દેશોમાં થયેલો વારંવાર કરેલી અવગણના ૯૭૩–૫; વિકાસ ૬૮૮ -માં દમનનો દોર ૯૬૪–૫; –માં રિશેલિ –જર્મનીના પેટેસ્ટંટને મદદ મિહિલીઝમ એટલે કે શુન્યવાદને આપે છે પ૦૨; -કાંસને કુશળ મુત્સદ્દી ફેલાવો ૬૭૯ –માં સામાજિક લોકશાહી ૪૯૦ પક્ષની સ્થાપના ૯૭૦; –માંથી સર્ફ પ્રથા નાબૂદ કરવામાં આવે છે ૯૬૭; રીચડ –ક્રડમાં જનાર ઇંગ્લંડને રાજા યુરોપી તથા એશિયાઈ સત્તા ૯૬૫: ૩૩૭ -ગ્લાડવોન્ટેક બંદર સહિત ઘોડો રીલે, ડો જેસે –ફિલિપાઈન ટાપુઓની ચીની પ્રદેશ સમજૂતી દ્વારા ચીન રાષ્ટ્રીય ચળવળને નેતા ૭૯૮ પાસેથી પડાવે છે ૭૫૮; –સાથે રુડાફ નહેમ્સબર્ગ વંશનો સ્થાપક જાપાનની સંધિ ૧૨૫ જર્મન સમ્રાટ ૩૯૪ રાઈટ ભાઈઓ –એરોપ્લેનના શોધક ૯૮૨ રુદનની દિવાલ ૧૧૫ Page #853 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૦ રૂઝવેલ્ટ –બીજી વાર પ્રમુખ ચૂંટાય છે ૧૪૩૫; –ની નીતિનું ધ્યેય ૧૪૩૨; --યુનાઇટેડ સ્ટેટ્સને પ્રમુખ બને છે ૧૪૩૦ રૂરિક –રશિયાના રાજ્યને પાયા નાખે છે ૨૭૯ સા ૬૫૫; ફ્રાંસને એક પ્રખ્યાત વિચારક ૫૮૧–૨ રૈઞાશાહ પહેલવી ઈરાનના શાસક અને છે ૮૨૪ રેડ ઇન્ડિયના –અમેરિકાના આદિવાસીએ ર નેસાંસ’ ૪૭૭ રૅફેઈલ –ઈટાલીનેા કળાકાર ૪૮૧ રૅફમેશન -૪૭૮, ૪૮૮; –નું પરિણામ ૪૯૪ ફૂલે, “સર વાલ્ટર ૫૧૨ રેટિયા –તેનું મહત્ત્વ ૬૦૦ રા, સર ટોમસ –જહાંગીરના દરબારમાં આવેલા અગ્રેજ એલચી ૫૪૪ રૅાજર એકન ૩૫૭ રોબર્ટ બ્રૂસ -અ'ગ્રેજોને હરાવે છે ૪૦૭ રાખ્સપિયર ને મૃત્યુદંડ ૬૪૮; કે ફ્રાંસની ક્રાંતિને એક નેતા ૬૪૫ રામ -અને કાથેજ વચ્ચે સંધિ ૧૨૬; -અને કાથે જ વચ્ચેનાં યુદ્દો ૧૨૭-૮; --અને ગ્રીસનાં નગર રાજ્યેની તુલના ૧૨૩; -અને ચીનનો સપર્ક ૧૮૯; --ઉપર અર્ખર જાતિના હુમલા ૧૫૭-૮; તેણે ઊભી કરેલી જગદ્ વ્યાપી આધિપત્યની ૫ના ૧૫૨; ‘દુનિયાની સ્વામિની’ ૧૨૧; –દુનિયાનું કેન્દ્ર ૧૬૬; ના ધનિકા તથા તેમનાં વૈભવવિલાસ ૧૫૯; –ના પશ્ચિમના સામ્રાજ્યને અંત ૧૫૮, ૨૪૦; –ના બિશપનું મહત્ત્વ ૧૬૦૧; લોકાનું વૈભવવિલાસનું જીવન ૧૨૮૩૦; –ની સ્થાપના ૨૯; –ની સ્થાપના અને વિકાસ ૧૨૩-૪; --નું હરીફ 1 સૂચિ કાથે જ ૧૧૭; નું ખ્રિસ્તી ધર્મની ષ્ટિએ મહત્ત્વ ૧૬૦; –નું પૂર્વનું સામ્રાજ્ય ૧૫૮-૬૦; –ના ચીન સાથે સાંપ ૧૨૧૬ ના રાજવહીવટ ૧૨૩–૬; -માંથી હિંદમાં ઘસડાઈ જતું સેાનું ૧૪૧ રામન કેથલિક ચર્ચ ૧૬૦, રોમન લોકો —ની ધ સહિષ્ણુતા ૧૪૭ રોમન સામ્રાજ્ય ઉપર ખખ્ખર જાતિઓનું દેખાણ ૧૫૬; –ના જાહેાજલાલીના કાળની સંસ્કૃતિ ૧૫૪; –ની સાસાની રાજાએ સાથે લડાઈ ૧૬૯; –ને ખે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું ૧૫૭; –ને આરંભ ૧૫૩; –ને ઉન્નતિકાળ ૧૫૫; –ને વરતાર ૧૩૩, ૧૫૨; --માં ધાર્મિક સહિષ્ણુતા ૧૪૭; –વિષે લેાકેાની માન્યતા ૧૬૭–૪ રૅલેટ બિલ –સામે હિંદભરમાં વિધ ૧૧૨૪ લશ્કરી સામ્યવાદ ૧૩૦૫ લંડનડરી ને ધેરા ૯૩૨-૩ લાઈલી, રૂજે દી ફ્રાંસના રાષ્ટ્રગીતને લેખક ૬૩૯ લાસે ૨૧, ૬૪ લાજપતરાય, લાલા ૧૧૪૪ લાવલ --ક્રાંસના એક મુત્સદ્દી ૧૪૭૮ લિન્ડબર્ગ, ચાર્લ્સ –ઍરેપ્લેનમાં એક મજલે આટ્લાંટિક પાર કરે છે ૯૮૨ લિગ્નેટ, વિલ્હેમ –જર્મનીના મન્સૂર નેતા ૮૮૫; –નું ખૂન ૧૨૨૮ લિમેરિકની સંધિ અને તેને ભંગ ૯૩૩; –ના વેરી ૯૩૩ લિયાનાર્દો દ વિન્ચી -ઇટાલીને અદ્ભુત મૂર્તિકાર ૪૮૧–૨ લિયેાનિડસ –થર્મોપેાલીના યુદ્ધમાં જીવન 'ત લડનાર સ્પાનને સરદાર ૭૪-૫ લિયોન્સ ૩૫૫ Page #854 -------------------------------------------------------------------------- ________________ લિવિ’ગ્સ્ટન, ડૅવિડ ૯૫૪ લિસ્બન એશિયા યુરેાપ વચ્ચેના વેપારનું મોટું મથક ૪૫૬ સૂચિ લિંકન, અબ્રહામ નું ખૂન ૯૨૦; –ને આંતરવિગ્રહ ટાળવાના પ્રયત્નમાં મળેલી નિષ્ફળતા ૯૧૮ લી— ંગ-ચાંગ –તેપિ`ગ બળવા શમાવી દે છે ૭૫૮ લીટન કમિશન –નેા હેવાલ ૧૩૦૧–૨ લીટન, લૅર્ડ –મંચૂરિયાની બાબતમાં તપાસ કરવા પ્રજાસત્રે નીમેલા કમિશનના પ્રમુખ ૧૩૦૧ લીડન ૫૦૭ લીવરપુલ –ગુલામીના વેપારનું મોટું " કેન્દ્ર ૯૧૫ યુઆંગ પ્રદિત –સિયામની ક્રાંતિને નેતા ૧૨૨૧ લુક્ષમખ, રાઝા નું ખૂન ૧૨૨૮ લૂઈ અઢારમે “નેપેાલિયનના પતન પછીને ફ્રાંસને રાજા ૬૭૮ લૂઈ ચૌદમે ૫૦૩, ૫૬૯, ૫૬૫, ૫૭૬; -નું મરણ ૫૮૪ લૂઈ પંદરમા ૫૮૪ લૂઈ સેાળમે ૬૨૨; –તેને કરવામાં આવેલા મૃત્યુદંડ ૬૩૮ ‘લેઝે ફૅર’ ૬૯૪, ૮૬૦, ૧૨૭૬; –ની ફિલસૂફી ૬૦૭ લેન પુલ -ને સ્પેનના સેરેસન લેાકા વિષે અભિપ્રાય ૩૩ર લેનિન ત્રીજો આંતરરાષ્ટ્રીય સંધ સ્થાપે છે ૮૮૫; –ના ભાઈને અપાયેલી ફાંસી ૯૭૦; –ને પાલ મેન્ટરી પદ્ધતિ વિષે મત ૯૭૧-૨; -માર્ક્સવાદને મહાન પુરસ્કર્તા ૮૯૪; –રશિયાની મહાન ક્રાંતિને નાયક ૬ લેસેપ્સ ફર્ડિનાન્ડ ૬ –સુએઝની નહેર બાંધનાર ક્રાંસવાસી ૯૨૭ ૧૫૨૧ લેસેલ, ડિમાન્ડ –જમનીની મજૂર ચળવળને નેતા ૮૪૫ લૅાઈડ, જ્ગ્યાજ -ને વદ પક્ષને કચરી નાખવાને પ્રયાસ ૧૧૭૨; –મિસરમાંના હાઇ કમિશનર ૧૧૭૦ લેાકશાસન–જીએ લેાકરશાહી લેાકશાહી ના વિચારાના નાશ ૧૩૪૯; -ના વિચારાના ફેલાવેા ૮૬૩; –ના વિચારેાને વિકાસ ૯૮૩; –ની ઊણપ ૬૯૪; –ને આદશ ૬૯૩ લેાકા પરિષદ ૧૨૫૭-૮ લાયનેર -ભમતું સરાવર ૩૮૮ લાયેાલા, ઇંગ્નેશિયસ નવે। ધર્મસંધ સ્થાપે છે ૪૮૯ લૅારેન્સ, કલ ૧૧૮૬ ૯૭૩ - લેાહિયાળા રવિવાર’ ૭૭૬, લ્યૂથર ૪૯૦; –ખેડૂતાને કચરી નાખવાની રાજાને આપેલી સલાહ ૪૯૧; -ચ સામેના મળવાને નાયક ૪૯૮ વર્લ્ડ સ્વ-ઇંગ્લેંડના એક મહાકવિ ૮૫૩ વર્દૂ ચળવળ ૧૧૭૪ વદ પક્ષ –ની ધારાસભાની ચૂંટણીમાં છત ૧૧૬૩; –ને કચરી નાખવાને લૅડ લૅાઈડને પ્રયાસ ૧૧૭૨; –ને આરંભ ૧૧૬૦ વરાળયત્ર –ની શોધ ૬૦૧ વર્ગવિગ્રહ ૮૯૧-૨ વણ વ્યવસ્થા –હિંદની સમાજવ્યવસ્થાને મજબૂતપણે ટકાવી રાખનાર ૧૯૪ વડે –ની ભૂશિરની શેાધ ૪૧૯ વર્સાઈ –ની મહેલાતા ૫૦૩; ખળ }}— સ્થાપના ૫૩૯ વલંદાએ ૪૬૦; –ને ચીનમાં પ્રવેશ કરવાની પરવાનગી ન મળી ૪૬૪ Page #855 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૨ : સૂચિ વલ્લભભાઈ, સરદાર –બારડોલીની સફળ વુ–સાન–કવી -મિંગ સમ્રાટનો બેવફા લડતના આગેવાન ૧૧૫ સેનાપતિ ૪૬૫ વાસ્કો ડી ગામા ૪૫૬, ૪૭૬; -હિંદ વેનિસ –-ની સ્થાપના ૩૫૪–૫ પહોંચે છે ૪૧૫ વેન્ડી –નો બળવો ૬૪૨ વાંગ-આન-શી–ના સુધારા ૨૯૧–૨ વેબ, સીડની, ૮૮૨ વિકટર મેન્યુઅલ –સમગ્ર ઇટાલીને વેલિંગ્ટન –નેપોલિયનને હરાવનાર અંગ્રેજ રાજા બને છે ૮૩૭ સેનાપતિ ૬૭૧ વિકટોરિયા -- ઇગ્લંડની રાણી ૯૯૭; વેલ્સ, એચ. જી. ૩૯૯, ૬૫૩; --નો હિંદની સમ્રાજ્ઞી બને છે ૮૯૮ | નેપોલિયન વિષે અભિપ્રાય ૬૫૭ વિક્રમાદિત્ય –નો રાજદરબાર ૧૮૦ વેસ્ટફેલિયા –ની સંધિ પ૭૬, ૫૮૬ વિલિફ ૫૧૧; ચર્ચની ગેરરીતિઓને વેટ, જેમ્સ –વરાળથી ચાલતું એંજિન ટીકાકાર અને બાઇબલને અંગ્રેજીમાં શેળે છે ૬૦૧ પ્રથમ અનુવાદ કરનાર ૩૯૮ ઑલ્લેયર, ૫૮૬,૬૫૧-૨,૮૬૧; –કાસનો વિજયનગર –ની સ્થાપના ૪૪૨; –નું એક મશહૂર લેખક ૫૮૧ રાજ્ય ૪૪૦; –નું વિદેશી પ્રવાસી- વૈશિંગ્ટન, જ્યોર્જ –અમેરિકન સૈન્યનો ઓએ કરેલું વર્ણન ૪૪૩-૫; –નો સેનાપતિ અને અમેરિકાને પહેલે અંત ૪૪૬ પ્રમુખ ૬૧૫-૭ વિજયપાલ –ચૌલ સામ્રાજ્યને પ્રથમ વૈજ્ઞાનિક પદ્ધતિ ૨૬૨ ' સમ્રાટ ૨૧૫ વૈજ્ઞાનિક સમાજવાદ ૮૮૧ વિજેતા વિલિયમ –ઈગ્લેંડ જીતી લે વૈદિક ધર્મ ૬૬ છે ૨૮૦. વિજ્ઞાન –ના ચમકારો ૮૬૦-૧; –ની શક કો –નો હિંદ ઉપર હુમલો અને સિદ્ધિઓ ૧૩૫ર; –ને વિજય ૬૯૬ વસવાટ ૧૩૩ વિટ્ટોરિયા –દુનિયાની પ્રદક્ષિણ કરનાર શમીનને હત્યાકાંડ, ૧૨૮૬ પહેલું વહાણું ૪૧૮ શસ્ત્રસંન્યાસ પરિષદ, ૧૪૨૨ વિયેનાની પરિષદ –નો હેતુ ૬૭૮; –માં શંકરાચાર્ય -ની કારકિર્દી અને કાર્ય કરવામાં આવેલી યુરેપની પુનર્ઘટના સિદ્ધિ ૨૨૨-૩ ૬૭૭-૮ શાર્લમેન –તેણે કરેલી પવિત્ર રોમન વિધી પોપ ૫૯૮ સામ્રાજ્યની સ્થાપના ૧૬૧; પોપની વિલિયમ એફ એરેંજ –નું ખૂન ૫૦૮; મદદે જાય છે ૨૭૫; –ના સામ્રાજ્યના –સ્પેન સામેના નેધરલેંસના ભાગલા ૨૭૯; ના સામ્રાજ્યને બળવાને વીર નેતા ૫૦૫ વિસ્તાર ૨૭૮; –નું મૃત્યુ ૨૭૮; –નો વિલિયમ બીજે, ૫૧૭-૮ રોમન સમ્રાટ તરીકે અભિષેક ર૭૫; વિહેમ બીજો ૯૮૬,૯૯૨; બિસ્માર્કને –-નો હારૂન અલ રશિદ સાથે સંપર્ક રુખસદ આપે છે ૮૪૭ ૨૭૭ વિવેકાનંદ, ૭૩૮–૯ શાહ અબ્બાસ –ઈરાનને એક મહાન વિષષ્ણુગુપ્ત –જુઓ ચાણક્ય રાજ્યકર્તા ૯૧૮ –તી –ચીનના હન વંશને મહાન શાહજહાન, ૫૪૦ સમ્રાટ ૧૨૧ શાહજી ભાંસલે -શિવાજીના પિતા પર Page #856 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૩ શાહ તમરૂ –ઈરાનને સફાવીવંશી રાજા શેતુક તૈશી –જાપાનના ઇતિહાસનો એક ૮૧૮; –હુમાયુને મદદ કરનાર ઈરાનને મહાપુરુષ ૨૦૮ સમ્રાટ ૫૨૮ શ્રદ્ધાનંદ સ્વામી ૧૧૨૬. શાહનામા ૮૧૫૬-મહાકવિ ફિરદેશીનું શ્રીવિજય ૩૦૪ -ના સામ્રાજ્યની કારકિદી મહાકાવ્ય ૮૨ ૪૪૭ શાહબુદ્દીન ઘોરી –લાહોર જીતે છે શ્રીવિજયનું સામ્રાજ્ય –તેને અંત ૨૩૫; ૫૫૯-૬૦ -તેને વિસ્તાર ૨૩૩; –વેપારી અને શાંઘાઈ –ઉપર ચીનના રાષ્ટ્રીય દળની દરિયાઈ સત્તા ધરાવનાર સામ્રાજ્ય ૨૩૩ કૂચ ૧૨૮૯ શિન્ટો ધર્મ ૨૦૬; –ની અસર ૭૬૨ સત્તાઓની સમતુલા ૯૮૦ શિવાજી –ની કારકિદી પપર-૩ સત્યપાલ, ડો. –ની ધરપકડ ૧૧૨૬ શીખ ધર્મ, પપ૬ સત્યાગ્રહ –અનિષ્ટ સામેને અહિંસક શીખો –નું બંડ અને શીખ રાજ્યની પ્રતિકાર ૧૧૩૧ સ્થાપના પપ૧-૨; -લડાયક કેમ સફારીવંશ –ઈરાનનો એક રાજવંશ બને છે પ૫૧ ૮૧૮; –નો અંત ૮૨૦-૧ શીલર –એક જર્મન કવિ ૮૪૯ સમાજવાદ ૮૭૩; –નું ધ્યેય ૮૮૬-૭; શહ-હવાંગ-ટી-ચીનને પ્રથમ સમ્રાટ –નો સિદ્ધાંત ૮૮૨;-મૂડીવાદનું ફરજંદ ૧૧૮-૨૦; તેણે ચીનની મહાન દીવાલ ૬૮૫ બાંધવાને કરેલ આરંભ ૧૨૦ સમુદ્રગુપ્ત –ની દક્ષિણની જીત ૧૭૯ શુક્રાચાર્ય --નીતિસાર નામના ગ્રંથના સરહદપ્રાંત –માં અપૂર્વ રાજકીય જાગૃતિ લેખક ૨૨૫ ૧૧૪૮ શુગ્નિગ -ઑસ્ટ્રિયાને ઍક્સેલર ૧૪૮૫ સફે –ની પ્રથા ૪૯૧-૨ શુસ્ટર, મોર્ગન -એક અમેરિકન શરાફ સલાદીન ખ્રિસ્તીઓ પાસેથી જેરુસલેમ - ૮૨૩ • પાછું જીતી લે છે ૩૩૭; –નું મરણ શેકસપિયર ૫૧૩; ઇંગ્લંડને મહાકવિ ૩૪૦; –મિસરનો સુલતાન બને છે ૪૮૫ શેખ સાદી –ફારસીને એક મહાકવિ ૮૧૫ સંભાજી –ને મોગલો રિબાવીને મારી શેરશાહ –હુમાયુને હરાવી દિલ્હીની ગાદી નાખે છે પપ૩ પચાવી પાડે છે પ૨૮ સંસ્કૃત –ની પુત્રીઓ ૪૨; –હિંદના શેલી –એક સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ આર્યોની ભાષા ૪૨ ૮૫૦-૧ સંસ્કૃતિ –એટલે ૬૨; –ની કસેટી ૧૪ શે, જોર્જ બર્નાડ ૧૪૬૧; -ફેબિયન સાયમન કમિશન –ને બહિષ્કાર ૧૧૪૪ સોસાયટીને આરંભને એક સભ્ય સાયરસ –ઈરાનને સમ્રાટ ૩૭; –નું ૮૮૧ સામ્રાજ્ય ૩૭ શગુન -જાપાનના વંશપરંપરાગત શાસકે સાત વરસને વિગ્રહ ૫૮૯-૯૦ ૨૯૬-૭; -જાપાનને ખરેખર શાસક સાધુ પિટર –જેરૂસલેમમાં ખ્રિસ્તી યાત્રા૨૯૬,૪૬૯ –પિતાને હોદ્દો છોડી દે શુઓની થતી કનડગતની વાત યુરોપમાં ફેલાવે છે ૩૧૦ ૯૪૮ • ૧ ૩s Page #857 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૪ સૂચિ સાનક્રાંસિસ્ક –અમેરિકાનું એક મહત્ત્વનું સુએઝની નહેર ૬૮૫ –ખુલ્લી મુકાય છે બંદર ૭૬૩ ૯૫૦ સામાજિક કરાર” –સેનું યુગપ્રવર્તક સુન–ચાત–સેન ૭૮૦, ૧૨૮૩-૪; પુસ્તક ૫૮૧ –ચીનના પ્રજાસત્તાકનો પ્રમુખ બને સામ્યવાદ – મૂ દ - ડીવાદનો શa ૮૭ છે ૭૮૧; –નું મરણ ૧૨૮૬ સામ્યવાદી જાહેરનામું ૬૯૫,૮૭૯ સુમાત્રા ૩૦૪ સામ્રાજ્ય --ના પ્રકારે ૯૨૫-૬ સુવર્ણ તાતંર જાતિસંગ સમ્રાટની સામ્રાજ્યવાદ ૧૬૫; –નાના ઉદ્યોગવાદની મદદે આવે છે અને ચીનમાં ઠસી સંતતિ ૬૮૫; --મૂડીવાદની છેલ્લી પડે છે ૨૯૨-૩ અવસ્થા ૧૩૬૫ સુગવંશ –ની સ્થાપના ૧૯૧; –ને અંત સાર્વભૌમ રાજ્ય –ની કલ્પના ૧૬૪-૫ ૨૯૩. સાર્સફિલ્ડ લિમેરિકના ઘેરા વીર સેન, કેશવચંદ્ર ૭૩૮ યુદ્ધો ૯૩૩ સેનગુપ્ત, જતીન્દ્ર મેહન –નું અવસાન ૧૪૪૫ સાસાની વંશ ૧૬૮;-ઈરાનનો એક પ્રાચીન સેરેસની સ્થાપત્ય ૨૫૬૭ રાજવંશ ૮૧૩ સેજુક તુ –૨૧૨; –ઈતિહાસમાંથી સાસાની સામ્રાજ્ય –નો અંત ૧૬૯ વિદાય લે છે ૪૦૯; –બગદાદને કબજે સિકંદર –ઇતિહાસને પ્રથમ વિશ્વવિજેતા લે છે ૨૬૪; –બગદાદના રાજ્યનો ૮૧; –ના મરણ બાદ તેના સામ્રાજ્યની પુનરુદ્ધાર કરે છે ૩૦૫ વહેચણી ૮૪; –ને સામ્રાજ્યના સેલ્યુકસ -૮૧૨; –ની હિંદ ઉપર ચડાઈ ત્રણ ભાગ ૧૧૬; –ની હિંદ પર રે અને તેને પરાજય ૮૮;-સિકંદરનો ચડાઈ ૮૩ એક સેનાપતિ ૮૪ સિયાન –મશહુર તુર્ક શિલ્પી ૮૧૦ સેંટપિટર્સબર્ગ –ની સ્થાપના ૯૬૬ સિયામ –અને ક્રાંસ વચ્ચે ઘર્ષણ ૭૯૦; સે વરસને વિગ્રહ ૪૦૬-૭ –ચારે બાજુએથી વિદેશી સત્તાઓથી સેકટિસ નું બલિદાન ૭૮-૯ ઘેરાઈ જાય છે ૭૮૯ -માં રાજ્ય સગા –જાપાન ઉપર પોતાનું પ્રભુત્વ કાંતિ ૧૨૨૧ જમાવનાર પ્રથમ કુટુંબ ૨૦૭ સિરાજીદૌલા –બંગાળને નવાબ પપ૭ સેલ્સબરી -ઇંગ્લંડને વડા પ્રધાન ૯૫૧ સિલેન રાજારાજ જીતી લે છે ૨૧૯ એવિયેટ –એટલે ૯૭૩ સિંગાપોર – અંગ્રેજોના કબજામાં આવે છે સ્કંદગુપ્ત-હુણ લેકને હરાવે છે ૧૮૩ ૭૮૮ સ્કેટ, વેલ્ટર –ઇલંડને સુપ્રસિદ્ધ નવલ સિંડીકેલિઝમ ૮૯૨ કથાકાર ૮૫૩ સીઆન–કૂતંગવંશી ચીનની રાજધાની સ્ટેક, સરલી -નું ખૂન અને ઇગ્લડે ૧૧૪ . ઉઠાવેલ તેને લાભ ૧૧૬૭ સીનશીન ચળવળને આરંભ ૯૪૧–૨; સ્ટેટ્સ જનરલ –કાંસની પાર્લામેન્ટ ૬૨૫ –ને ફેલાવો ૧૦૯૩-૪ સ્ટેન્લી, હેત્રી ૯૫૪ સીરિયા –ના ભાગલા ૧૧૮૭–નું લીટન ૫૧૩ સ્વાતંત્ર્ય યુદ્ધ ૧૧૮૮–૯; ક્રાંસને સ્ટેલિન –અને ટ્રસ્ટી વચ્ચે ઝઘડો મેન્ડેટ તરીકે મળે છે ૧૧૮૬ ૧૩૫૫-૬ Page #858 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૨૫ સ્પેન–અને ઇંગ્લેંડ વચ્ચે યુદ્ધ ૪૫૮; ૨૫૧; –નું મક્કામાં પુનરાગમન ૨૫૦; -અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધ -પ્રચલિત સામાજિક રૂઢિઓના કટ્ટા ૭૯૯; –આરબ સામ્રાજ્યમાંથી છૂટું દુમન ૨૫૩ થાય છે ૩૨૭; –ખ્રિસ્તી રાજ્ય તરીકે હન વંશ –ના અમલ દરમ્યાન ચીનમાં ફરીથી ઊભું થાય છે ૪૫; –થી દક્ષિણ બૌદ્ધ ધર્મનું આગમન ૧૨૧ અમેરિકાનાં સ્પેનિશ સંસ્થાને છૂટાં હરગોવિંદ –શીખ ગુરુ પપ૧ પડી જાય છે ૬૭૯-૮૦;-પ્રજાસત્તાક હરપ્પા ૫૬,૮૦૬; –ની પ્રાચીન સંસ્કૃતિ બને છે ૧૨૭૫; –ફિલિપાઈન્સ પ૨૪-૫ ટાપુઓનો કબજો લે છે ૪૫૬; –માં હર્ષ –ની દાનશીલતા અને અપરિગ્રહ આરબ અમલનો આરંભ ૩૨૬; –માં ૨૧૫ –પિતાની બહેન રાજ્યશ્રીને આરબો ઉપર ગુજારવામાં આવેલ ઉગારે છે ૨૧૦–૧; –નું મરણ ૨૧૮ જુલમ ૩૩૦–૧; –માં આરબોનો પ્રવેશ હસ, જન –ઉપર વિકલીફના વિચારોની ૨૫૪; –માં રાજાશાહીને અંત અને અસર ૩૯૯; -પ્રાગની વિદ્યાપીઠનો પ્રજાસત્તાકની સ્થાપના ૧૪૦૧; –માં આચાર્ય ૩૯૯; –નું બલિદાન ૪૮૭; રોમન ચર્ચનું પ્રભુત્વ ૧૪૦૦; –માં –નું બલિદાન અને તેની અસર ૩૯૯ લશ્કરી બળવો ૧૨૭૪; –માંથી હંગરી માં ક્રાંતિ ૧૨૩૧; આરબ અમલનો અંત ૩૩૦; –માંથી હાઇને, હાઇનરિક –એક જર્મન કવિ ૪૪૯ આરબ સંસ્કૃતિનો અંત ૩૩૨; –માંથી હાફિઝ - ફારસીનો એક મહાકવિ ૮૧૭ ઈવિઝીશનનો અંત ૬૬૬; –માંથી હારીઝ –કાંતવાનું યંત્ર શોધી કાઢે છે રાજાશાહીને અંત ૧૨૫; સામે ૬૦૧ નેધરલેન્ડ્ઝનો બળવો ૫૦૪-૧૦-સામે એ હારૂનલ રશીદ –નો દરબાર ૨૬૨; –નો ફિલિપાઈન ટાપુઓને બળવો ૭૯૮-૯ શાર્લમેન સાથે સંપર્ક ૨૭૭ ' સ્ટેવ, હરિયેટ બીચર –“અંકલ ટેમ્સ હાર્ટ, સર રૉબર્ટ -ચીનમાં એક કેબિન’ની લેખિકા ૯૨૨ અંગ્રેજ અધિકારી ૭૭૨ એંગલર, ઍસ્વાલ્ડ એક જર્મન હલેમ ૫૦૬ ફિલસૂફ ૧૪૦૯ હા –૧૬મી સદીને આગળ પડતું સ્મિથ, એડમ ૮૬૧; –ઇંગ્લંડનો આદિ વૈજ્ઞાનિક ૪૮૪ અર્થશાસ્ત્રી ૭૦૯ હિટલર, એડોલ્ફ ૧૪૦૭; –એસ્ટ્રિયાને સ્વરાજ્ય પક્ષ --ની સ્થાપના ૧૧૩૩ * જર્મની સાથે જોડી દે છે ૧૪૮૫; સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રનો ઉદય ૪૦-૮; - -ચેમ્બરલેઈન મુલાકાત ૧૪૮૭; -જર્મનીને ચેન્સેલર બને છે ૧૪૧૦; -નું પ્રજાતંત્ર ૪૯૯ સ્વિફટ, જોનાથન –ગુલિવર્સ ટ્રાવેલ્સને -જર્મનીમાં સર્વસત્તાધીશ બને છે લેખક ૫૧૮, ૯૩૩-૪ ૧૪૨૦; –ની સફળતા ૧૪૧૯; –નો જર્મનીમાં વિજય ૧૪૦૫; આવેહજરત મહંમદ તેમણે આરબમાં રિયાના નિષ્ફળ બંડને યેજક ૧૨૨૯ આણેલી જાગ્રતિ ૨૧૮; –નું દુનિયાના હિટલરવાદ ૧૪૦૫; –ની અસરો ૧૪૧૬ તમામ રાજાઓ તથા સમ્રાટ ઉપરનું હિન્ડનબર્ગ –નું મરણ ૧૪૦૮-૯, ૧૪૨૦ ફરમાન ૨૫૦-૧; –ની જીવનકથા વિદેશી -જાપાનને એક કુશળ મુત્સદ્દી અને હિજરત ૨૪૮-૯; –નું અવસાન ૪૭૦ Page #859 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૬ હિરડેટસ ૩૭, ૭૫, ૭૮; –પ્રાચીન નની નીતિ ૭૦૯; -પાકો માલ ગ્રીસનો ઇતિહાસકાર ૭૧ બનાવનાર દેશ તરીકેનું સ્થાન ખાઈ હિર્લ્ડબ્રેન્ડ-આગળ ગર્વિષ્ટ જર્મન બેસે છે હ૧૨; –પ્રાચીન ૪૪; –માં સમ્રાટ બરફમાં ઉઘાડે પગે ચાલીને ૧૮૫૭ને વિપ્લવ ૭૦૫-૭; –માં ખડે થાય છે ૩૦૯ અંગ્રેજી કેળવણીને આરંભ અને હિંદ અને ચીન ૨૪–૫; –અને ચીનની તેને હેતુ ૭૩૫; –માં અંગ્રેજી હકૂ મતને આરંભ ૫૫૮; –માં અંગ્રેજોની તુલના ૧૨૮૫; –અને મિસરની સત્તા સર્વોપરી બને છે ૬૮૦; –માં તુલના ૧૧૫૭; –અઢારમી સદીમાં ઉદ્યોગપ્રધાન દેશ ૭૧૦; આપણું અંગ્રેજે પોતાને વેપાર શરૂ કરે છે વયેવૃદ્ધ માતા ૯૬; –ઉપર મને ૫૪૫; –માં ઇરલામ સામે કડવાશ ન્ડરની ચડાઈ ૧૩૭; –ઉપર મુસલ થવાનાં કારણે ૩૧૪-૫; –માં માનના હુમલાઓની અસર ૩૬૨; ઉદ્યોગવાદની પ્રગતિ ૭૪૧; –માં –ઉપર શક લોકોને હુમલે ૧૩; ખ્રિસ્તી ધર્મનું આગમન ૧૪૯-૫૦; –ઉપર સિકંદરની ચડાઈ ૮૩; –ના –માં ટ્રેડ યુનિયન એકટ કરવામાં ઉદ્યોગ ધંધાને નાશ ૭૦-૪; –ના આ ૧૧૪૧; –માં ધર્મની બાબઉદ્યોગેનો નાશ કરવાની અંગ્રેજોની તમાં જબરદસ્તીનું તત્ત્વ દાખલ થાય યુક્તિ પ્રયુક્તિઓ ૬૦૯; –ના ભૂત છે ૪૦૨; –માં ધર્મો પ્રત્યે ઉદાર કાળના ઉજ્વળ યુગ ૧૩; –ના વલણ ૧૬૯; –માં ધાર્મિક ઝઘડા રાજકારણમાં બેબનો પ્રવેશ ૭૪૫; ૧૬૯; –માં નોકરશાહી સરકારનો –ના વિચારોની ચીન પર થયેલી અમલ ૭૩૪-૫; –માં પડેલા ભીષણ અસર ૧૯૬; –નાં દેશરા ૭૩૯; દુકાળ ૭૨૪--૫; –માં પળાયેલો. -ની અતુલ સાંસ્કૃતિક પરંપરા ૧૯૨; પહેલવહેલે સત્યાગ્રહ દિન ૧૧૨૫; –ની આજની અગતિ ૧૯૩; –ની –માં પારસીઓનું આગમન ૧૬૯; આજની દુર્દશા ૨૬; –ની આઝાદીની –માં પ્રાચીન કાળથી ચાલી આવેલી માન્યતાઓની બાબતમાં સ્વતંત્રતા લડત ૬-૭; –ની આઝાદીનું ધ્યેય ૧૪; –ની એકતા પ૨૫; –ની ગરી ૪૦૧; –માં પ્રાંતીય ભાષાઓને ઉદય બાઈનું કારણ ૭૧૪; –ની ગ્રામ ૪૩૩–૪;-માં ફેંચે પિતાને વેપાર વ્યવસ્થા ૧૯૩; –ની ગ્રામ વ્યવસ્થાને શરૂ કરે છે ૫૪૬; –માં બીજ ગણિઅંત ૭૧૮-૯; –ની જ્ઞાતિ વ્યવસ્થા તની થયેલી શેધ ૨૨૯; –માં ૪૫; –ની પ્રાચીન સમયમાં હુન્નર બ્રિટિશ મૂડને ધસારે ૧૧૩૯; –માં ઉદ્યોગના ક્ષેત્રમાં સરસાઈ ૧૮૬-૮; મધ્ય એશિયાની ગેપ જાતિઓનું આગમન ૧૩૭: –માં મુસલમાની –ની ભાષાએ ૪૨; –ની ભૌગોલિક અમલનો આરંભ ૩૬૦; –માં મેગલ રચના ૧૭૧; –ની સંસ્કૃતિને ફેલાવો ૩૧૧; –ની સાંસ્કૃતિક એકતા ૨૨૩–૪; સામ્રાજ્યની સ્થાપના ૪૩૭; –માં ચત્રોદ્યોગનો આરંભ ૭૩૧; –માં –ની સ્ત્રીઓનું કાર્ય ૧૭; –નો સ્વાતંત્ર્ય સંગ્રામ ૯૮-૯; –નો પરદેશે સાથે રાષ્ટ્રીય વિચારેને ફેલાવો ૭૪૧; –માં વેપાર ૪૪; –નો ભૂતકાળ ૮; –ને રાષ્ટ્રીયતાની ભાવનાને ઉદય ૭૩૭; સ્વાતંત્ર્ય દિન ૯૨; –પર બ્રિટ- . -મા વાસ્કો ડી ગામાનું આગમન રાજૂ' Page #860 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૫૨૭ ૩૪૬ ૪૧૫; –માં સરકારની દમનનીતિ ઉપર ઐટિલાની આગેવાની નીચે ૧૩૨,૧૧૫૦-૫૧;-માં હિંદુ-મુસ્લિમ આક્રમણ ૨૩૯; –નું હિંદમાં આગમન વૈમનસ્ય ૧૧૩૪; –માં હિંસક પ્રવૃત્તિ ૧૮૩; –ને હિંદ ઉપર અમલ ૧૮૪ ૧૧૪૬; –માં હૂણ લોકોનું આગમન હેગલ –એક જર્મન ફિલસૂફ ૮૪૯ ૧૮૩–૫; –માંથી ગ્રામ પંચાયતોને હેડીન, ન ૩૮૯ અંત ૭૧૬-૯ હેનિલાલ -કાર્બેજને મહાન સેનાપતિ હિંદના આ ૨૮; –અને ગ્રીક આર્યોને ૧૨–૮ મુકાબલો ૪૫; –અહીં આવ્યા હેત્રી આઠમે ઈગ્લેંડને ઘણાં લગ્નો પહેલાંની હિંદની સંસ્કૃતિ ૪૧; –ના કરનાર રાજા ૪૯૦ પ્રાચીન ગ્રંથે ૪૦; –ની ગ્રામ વ્યવસ્થા હેપ્સબર્ગવંશ –જર્મનીને એક રાજવંશ ૪૫; –ની પ્રકૃતિ ૪૫; ની મુખ્ય ભાષા ૪૨; --નું ઇતિહાસ લખવા હેસ્ટિંગ્સ, રન –હિંદને પહેલો' ગવર્નર તરફ દુર્લક્ષ ૪૦; –નો ઉન્નતિકાળ ૪૭ જનરલ પ૬૧. હિંદી રાષ્ટ્રીય મહાસભા –ગાંધીજીને હૈદરઅલી ૫૫૭,૭૦૦; –અંગ્રેજોને કટ્ટો . અસહકારનો કાર્યક્રમ સ્વીકારે છે દુશ્મન ૫૬૦ ' ૧૧૨૯; –થી એક કોમ તરીકે હોર, સર સેમ્યુઅલ ૧૪૨૬; –ની મુસલમાનો અળગા રહે છે ૭૪૩-૪; એબિસીનિયા વિષે લાવલ સાથે –ની માગણું ૧૧૫૬; –નો આરંભ સમજૂતી ૧૪૭૮ ૭૪૨-૩; –માં પડેલા ભાગલા ૭૪૫ હોલી એલાયન્સ”૮૨૬,૯૨૪,૯૬૭; –ની હિંદી સનદી નોકરી ૭૩૪ સ્થાપના ૬૭૮ હિંદી સંસ્કૃતિ –નો ફેલાવો ૩૧૧ હેલી રોમન એમ્પાયર –જુઓ પવિત્ર ! હિંદુ ધર્મ, ૨૧; –ઉપર ઇસ્લામની રોમન સામ્રાજ્ય અસર ૪૩૦ હેહેનઝેલર્નવંશ -પ્રશિયાનો એક હિંદુ રાષ્ટ્રવાદ ૧૧૩૫ રાજવંશ ૫૮૬ હિંદુ સંસ્કૃતિ –પોતાની આસપાસ કવચ હનસ્ટાફેન વંશ –જર્મનીને એક રચે છે ૩૧૬ રાજવંશ ૩૪૩ હીનયાન – બૌદ્ધ ધર્મનો એક સંપ્રદાય હ્યુએનસાંગ –જ્ઞાન અને વિદ્યાની શોધમાં ૧૪૧-૩ નીકળેલો મહાન પથિક ૧-૪; –નું હુમાયુ -દિલ્લીનું રાજ્ય ગુમાવે છે અને સ્વદેશગમન ૨૧૬; –નું હિંદમાં પાછું મેળવે છે પર૮–૯; –ની માંદગી આગમનનું કારણ ૨૧૧; –ને હિંદ અને બાબરનું મૃત્યુ પર૭. આવતાં વેઠવાં પડેલાં કષ્ટ ૨૧૨-૩; હુલાગુ –ઈરાનને મંગલ સૂબો ૩૮૨ –નો મહારાષ્ટ્રના લોકો વિષે ઊંચે હુસેન, શરીફ ૧૧૮૬ અભિપ્રાય ૨૧૮–૯; –નો હિંદના હંગ-વું - યુઆન અમલ સામેના ચીની લોકો તથા રાજવ્યવસ્થા વિષે બળવાને આગેવાન અને મિંગ અભિપ્રાય ૨૧૪ વંશનો પ્રથમ સમ્રાટ ૪૬૧ હ્યું કે પેટ ૩૫૫; -ક્રાંસના રાષ્ટ્રના પાયે હંગસિન-ચાન -ચીનમાં તેપિંગ બળવો નાખે છે ૨૭૯ શરૂ કરે છે ૭૫૨ હ્યુગ, વિકટર –કાસને સુપ્રસિદ્ધ કવિ હણ લોક –નું પશ્ચિમના રોમન સામ્રાજ્ય અને નવલકથાકાર ૮૪૯ Page #861 --------------------------------------------------------------------------  Page #862 -------------------------------------------------------------------------- ________________ છ રૂપિયા