________________
છેલ્લે પત્ર
૧૪૨૫ તે એ દિવસોને પોતાના જીવનના સૌથી મધુર સમય તરીકે લેખી શકે.” આ શબ્દ તેણે હ્યુગે ગ્રેશિયસ નામના સત્તરમી સદીના એક મશહુર ડચ ધારાશાસ્ત્રી તથા ફિલસૂફને ઉદ્દેશીને લખ્યા હતા. તેને જન્મકેદની સજા થઈ હતી પરંતુ બે વરસ સજા ભોગવ્યા પછી તે જેલમાંથી છટકી ગયું હતું. કારાવાસનાં એ બે વરસે તેણે તત્વચિંતન અને સાહિત્યિક કાર્યમાં ગાળ્યાં હતાં. ઘણાયે સાહિત્યકારેએ જેલની હવા ખાધી છે. પરંતુ “ડૉન કિવકટ”ને લેખક સ્પેનવાસી સર્વાન્ટિસ અને “પિલગ્રીમ્સ પ્રોગ્રેસ ને અંગ્રેજ લેખક જોન બનિયન એ બે ઘણું કરીને સૌથી વધારે જાણીતા છે.
હું કંઈ સાહિત્યકાર નથી; અને કારાવાસમાં મેં જે અનેક વરસ ગાળ્યાં છે તે મારા જીવનનાં સૌથી મધુર વરસે હતાં એમ કહેવાને હું તૈયાર નથી. પરંતુ મારે કબૂલ કરવું જોઈએ કે લેખન તથા વાચને એ વરસે ગાળવામાં મને ભારે મદદ કરી છે. હું સાહિત્યકાર નથી અને ઇતિહાસકાર પણ નથી; વાસ્તવમાં હું શું છું? એ પ્રશ્નને જવાબ આપવાનું મારે માટે મુશ્કેલ છે. મેં ઘણી બાબતોમાં માથું માર્યું છે. કોલેજમાં પ્રથમ મેં વિજ્ઞાનનો વિષય લીધે, પછી કાયદાનો વિષય અને તે પછી જીવનમાં અનેક રસ કેળવ્યા બાદ આખરે જેલ જવાને ધંધે સ્વીકાર્યો! હિંદમાં આજે એ ધંધે બહુ જ લેકપ્રિય થઈ પડ્યો છે અને ઘણા લેકેએ તેને અપનાવ્યું છે.
આ પત્રમાં મેં જે કંઈ લખ્યું છે તેને કોઈ પણ વિષયની છેવટની કે પ્રમાણભૂત હકીકત તરીકે માની લઈશ નહિ. રાજદ્વારી પુરુષ દરેક વિષય ઉપર કંઈનું કંઈ કહેવા માગતા હોય છે અને વાસ્તવમાં તે જાણ હોય છે તેના કરતાં ઘણું વધારે જાણવાને તે ડોળ કરે છે. આથી એને બહુ જ સાવચેતીથી નિહાળવો જોઈએ ! મારા આ પત્રો તે માત્ર ઉપરએટિયાં રેખાચિત્ર છે અને એ બધાંને એક નાજુક તાંતણાથી સાંકળવામાં આવ્યાં છે. મનમાં આવ્યું તે હું તે લખતે ગયે છું. આખી સદીઓ ને સદીઓને તેમ જ મહત્ત્વના બનાવોનો મેં માત્ર ઉલ્લેખ જ કર્યો છે. જ્યારે મને ગમતા કેઈક બનાવનું મેં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તે જોશે કે, મારા ગમા તથા અણગમાં ઠીક ઠીક સ્પષ્ટ છે તેમ જ કેટલીક વાર જેલમાંના મારા મનભાવે પણ સ્પષ્ટ છે. આ પત્રમાંનું બધુંયે તું જેમનું તેમ સ્વીકારી લે એમ હું નથી ઇચ્છતો. ખરેખર, મારા આ ખ્યાનમાં ઘણીયે ભૂલે હેવાને સંભવ છે. જેલમાં કંઈ પુસ્તકાલય નથી હતાં એટલે ત્યાં આગળ જ્યારે જોઈએ ત્યારે સંદર્ભગ્રંથ નથી મળી શકતા. આથી એતિહાસિક વિષયને વિષે લખવા માટે એ કંઈ ઉત્તમ સ્થાન નથી. બાર વરસ પહેલાં મેં જેલની મુલાકાત લેવાનું શરૂ કર્યું ત્યારથી મેં વાંચેલાં પુસ્તકેની નોંધપોથીઓને ઢગલે મારી પાસે એકઠો થયેલ છે. આ પત્ર લખવામાં મેટે ભાગે મારે એ