________________
૮૫૧
કેટલાક સુપ્રસિદ્ધ લેખકે પ્રાપ્ત થાય એવી ભિન્ન પ્રકારની સમાજવ્યવસ્થામાં મજૂરે જ્યારે એને હવાલે લેશે ત્યારે સંસ્કૃતિમાં સારી પેઠે ફેરફાર થવા પામશે. સોવિયેટ રશિયામાં આવા પ્રકારને ફેરફાર થઈ રહ્યો છે અને દુનિયા ભારે રસપૂર્વક તેનું નિરીક્ષણ કરી રહી છે.
છેલ્લી કેટલીક પેઢીઓથી હિંદમાં જે સાંસ્કૃતિક દારિક્ય પ્રવત્યું છે તે ઘણુંખરું આપણું લેકની અસાધારણ ગરીબાઈને આભારી છે એ વસ્તુ આ ઉપરથી સ્પષ્ટ થાય છે. જેમની પાસે કશુંયે ખાવાનું નથી એવા લેકે આગળ સંસ્કૃતિની વાત કરવી એ તેમનું અપમાન કરવા બરાબર છે. આપણું, પ્રમાણમાં સારી સ્થિતિના મૂઠીભર લેકે ઉપર પણ ગરીબાઈને શાપ માઠી અસર કરે છે અને પરિણામે હિંદના એ વર્ગના લેકે પણ દુર્ભાગ્યે અતિશય અસંસ્કારી છે. વિદેશી શાસન અને સામાજિક પછાતપણે કેટલાં બધાં અનિષ્ટોને માટે જવાબદાર છે? પરંતુ આવી સર્વવ્યાપી ગરીબાઈ અને શુષ્કતાના વાતાવરણમાં પણ હિંદ હજી ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર જેવા અનુપમ પુરુષ અને સંસ્કૃતિના અસાધારણ જ્યોતિર્ધરે પેદા કરી શકે છે.
પરંતુ હું મારા વિષયથી આડે ઊતરી ગયો.
શેલી સૌને તેના ઉપર પ્રીતિ થાય એ મજા માણસ હતે. યુવાવસ્થાના આરંભથી જ તેના અંતરમાં અગ્નિ સળગી રહ્યો હતો અને હરેક બાબતમાં તે સ્વતંત્રતાને હિમાયતી હતે. “નાસ્તિકતાની જરૂર ” એ વિષય ઉપર નિબંધ લખવા માટે તેને એકસફર્ડ વિદ્યાપીઠમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. કવિઓને વિષે ધારવામાં આવે છે તેમ કીની પેઠે તેણે પણ દુનિયાની વિટંબણાઓની પરવા કર્યા વિના કલ્પનાવિહાર અને હવાઈ વાતાવરણમાં પિતાનું ટૂંક જીવન વિતાવ્યું. કીસના મરણ પછી એક વરસ બાદ તે ઈટાલી નજીક સમુદ્રમાં ડૂબી ગયું હતું. એની પ્રસિદ્ધ કવિતાઓ વિષે મારે તને કશું કહેવાની જરૂર નથી. એ તો તું પોતે જ સહેલાઈથી મેળવી શકે એમ છે. પરંતુ તેની ટૂંકી કવિતાઓમાંની એક હું અહીંયાં આપીશ. બેશક, એ કંઈ એની શ્રેષ્ઠ કવિતાઓમાંની એક નથી. પરંતુ આપણુ આજના સુધારામાં ગરીબ મજૂરની કેવી ભયંકર દશા હોય છે તે વસ્તુ એ દર્શાવે છે. લગભગ પહેલાંના ગુલામના જેવી જ ખરાબ દશામાં તે આજે છે. એ કવિતા લખાયાને સે કરતાં પણ વધારે વરસ થઈ ગયાં અને છતાં આજની સ્થિતિને પણ એ કવિતા બરાબર લાગુ પડે છે. એ કવિતાનું મથાળું છે “અરાજકતાનો બુરખો.”
છે મુક્તિ શું? રે! શકશે તમે કહી ગુલામી તે શી બસ ચીજ છે અહીં! તે નામ એનું, તમ નામના અરે બની ચૂક્યું છે પડઘા સમું ખરે.