________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન જુતાવું કામે લઈ રોજ રોટલ નભી શકે છવન માત્ર એટલે, આ ળિયાની લઘુ ખેલીઓ મહીં, જે જુલ્મીઓ લે ખપમાં રહીસહી. એ જુલ્મી કાજે બનવું તમારે કોદાળી, ખાંડ, હળ, સાળ; સ્વાર્થે ઈચ્છા અનિચ્છા તમ ના વિચારે
જે સ્વના રક્ષણપોષણાર્થે કંગાલ ને દુર્બળદેવ બાળુડાં, કંતાયેલાં માતૃશરીર ભંડાં; વાયુ શિયાળે . સૂસ અરે જ્યાં મરી રહ્યાં તે અહીં બેસું છું ત્યાં. એવા અહ ઝંખવું નિત્ય અને ધનાઢય જે તે અલમસ્ત શ્વાનને તેફાનમાં ફેંકત, – ખાય એમની આંખે તળે જે અકરાંતિયા બની. આત્મા થકી છેક થવું ગુલામ, અને રહે ના સબળી લગામ સંકલ્પશક્તિ નિજની પરે, – હા રહેવું બની ઈચ્છત જેમ બીજા. ને આખરે મંદ અવાજ વ્યર્થ ઉઠાવતા જ્યાં ફરિયાદ અર્થ, ત્યાં તે સિતમોરની ટોળકીઓ સવાર થે જાય અરે, કુટુંબીઓ પરે તમારાં ! ઝમતું અદોષ
તૃણે પરે શેણિત કેરું સ. બાયરને પણ સ્વતંત્રતાની તારીફનાં સુંદર કાવ્ય લખ્યાં છે. પણ એ કાવ્યને વિષય રાષ્ટ્રીય સ્વતંત્રતા છે; શેલીના કાવ્યની પેઠે આર્થિક સ્વતંત્રતા નથી. હું આગળ જણાવી ગયે છું તેમ તુર્ક સામેના ગ્રીક લેકેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે શેલી પછી બે વરસે મરણ પામ્યા હતા. બાયરનને વિષે માણસ તરીકે મને જરા અણગમે છે. અને આમ છતાં મને એના પ્રત્યે બિરાદરીની ભાવના છે. એ હેરેની શાળા તથા કેમ્બ્રિજ વિદ્યાપીઠની ટ્રિનિટી કોલેજને વિદ્યાથી હતું. હું પણ એ જ શાળા અને કોલેજનો વિદ્યાર્થી હતે.