________________
૧૨૩૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન
--
અને તેણે એ બાબતમાં આગળ પડતો ભાગ લીધા હતા. થ્રિયાં ફ્રાંસના વિદેશમંત્રી હતા. પ્રસ્તુત કરાર એક ટૂંકા દસ્તાવેજ છે. આંતરરાષ્ટ્રીય તકરારી મુદ્દાઓના ઉકેલ માટે યુદ્ધનો આશરો લેવામાં આવે તે વસ્તુને તેમાં વખોડી કાઢવામાં આવી છે તેમ જ પ્રસ્તુત કરાર ઉપર સહી કરનારાં રાષ્ટ્રો વચ્ચેના પરસ્પર સબધાને અંગે રાષ્ટ્રીય નીતિ તરીકે યુદ્ધના ત્યાગ કરવાનું તેમાં જણાવવામાં આવ્યું છે. આ ભાષા કરારની એ લગભગ શબ્દશઃ ભાષા - સાંભળવામાં તે બહુ જ મધુરી લાગે છે અને તેની પાછળના આશય પ્રામાણિક હોત તે એથી યુદ્ધને અંત પણ આવત. પરંતુ એ કરાર ઉપર સહી કરનારી સત્તા કેટલી બધી અપ્રમાણિક હતી તે થાડા જ વખતમાં બહાર પડી ગયું. અંગ્રેજો અને ફ્રેચાએ, ખાસ કરીને અંગ્રેજોએ, એના ઉપર સહી કરવા પહેલાં કરારને નકામા કરી મૂકે એવી અનેક છટકબારીએ રાખી. સામ્રાજ્યના સબંધમાં તેને જે કંઈ યુદ્ધની પ્રવૃત્તિઓ કરવી પડે તેને બ્રિટિશ સરકારે એ કરારમાંથી બાદ રાખી. વાસ્તવમાં એના અર્થ એ થયો કે જ્યારે ધારે ત્યારે તે યુદ્ધ કરી શકે. પોતાના આધિપત્ય અને લાગવગ નીચેના પ્રદેશોની બાબતમાં તેણે એક પ્રકારના બ્રિટિશ · મનરો સિદ્ધાંત ’ની જાહેરાત કરી. આમ, જાહેર રીતે યુદ્ધ એકાયદા ' ઠરાવાઈ રહ્યું હતું તે જ વખતે ૧૯૨૮ની સાલમાં ઇંગ્લેંડ અને ક્રાંસ વચ્ચે એક ગુપ્ત નૌકા કરાર થયા. એની બાતમી કાઈક રીતે બહાર પડી ગઈ અને તેથી યુરોપ તથા અમેરિકા ચોંકી ઊઠયું. પડદા પાછળ રહેલી સાચી વસ્તુસ્થિતિ શી હતી તેને આ ઉપરથી બરાબર ખ્યાલ આવતા હતા.
"
સેવિયેટ રાજ્યે કલાગ કરારને માન્ય રાખ્યા અને તેણે તેના ઉપર સહી કરી. એમ કરવાનું ખરું કારણ, એ કરારને બહાને સેવિયેટ સામે આક્રમણ કરે એવા સેવિયેટ-વિરોધી સધ રચાતા કંઈક અંશે અટકાવવાનું હતું. પ્રસ્તુત કરાર ઉપર સહી કરતી વખતે અ ંગ્રેજોએ રાખેલી છટકબારી, ખાસ કરીને સેવિયેટને ઉદ્દેશીને હતી એમ લાગતું હતું. એ કરાર ઉપર સહી કરતી વખતે, અ ંગ્રેજો અને ક્રેચાએ રાખેલી છટકબારીએ સામે રશિયાએ સખત વાંધા ઉઠાવ્યો. રશિયા યુદ્ધ ટાળવાને માટે એટલું બધું ઇંતેજાર હતું કે, તેણે એ ઉપરાંત પોલેંડ, રુમાનિયા, એસ્ટોનિયા, લેટવિયા, તુ અને ઈરાન વગેરે પોતાના પાડેાશી સાથે સુલેહશાંતિ જાળવવાના ખાસ કરારો કરવાની સાવચેતી રાખી. એ સિઁટવિનેાવ કરાર તરીકે ઓળખાય છે. ૧૯૨૯ની સાલના ફેબ્રુઆરી માસમાં, એટલે કે કૅલેગ કરાર આંતરરાષ્ટ્રીય કાયદો બન્યા તે પહેલાં એના ઉપર સહીઓ થઈ.
જાણે કે આવા કરારો અને ઉપર ઉપરથી થાગડથીગડ કરવાથી જડ બ્રાલી ગયેલા વ્યાધિનું નિવારણ થઈ જતું ન હોય એમ લાણી અને ભાગી