________________
સામસામા દાવપેચ
૧૨૩૧
વખત એક જ માગણી કર્યાં કરી કે પહેલી સલામતી પછી નિ:શસ્ત્રીકરણની વાત.
મહાસત્તાઓમાંથી સોવિયેટ રશિયા અને અમેરિકા પ્રજાસંધનાં સભ્યો નહોતાં. ખરેખર, સાવિયેટ રશિયા તે પ્રજાસંધને એક પ્રતિસ્પર્ધી અને વિરોધી તમાશા તરીકે — પોતાની સામે કટિબદ્ધ થઈ ને ઊભેલા મૂડીવાદી સત્તાએના એક સમૂહ તરીકે લેખતું હતું. ખુદ સાવિયેટના સંયુક્ત રાજ્યને જ પ્રજાસ'ધ ગણવામાં આવતા હતા (જે રીતે બ્રિટિશ સામ્રાજ્યના કેટલીક વાર રાષ્ટ્રસંધ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તેમ. ). ઘણાં પ્રજાસત્તાક એકત્ર થઈ તે એ સયુક્ત રાજ્ય બન્યું હતું. પૂર્વની પ્રજાએ પણ પ્રજાસંધ તરફ શકાથી જોતી હતી અને તેને સામ્રાજ્યવાદી સત્તાના એક હથિયાર તરીકે લેખતી હતી. આમ છતાંયે, નિઃશસ્ત્રીકરણની વિચારણા કરવા માટેની પ્રજાસંધની બધીયે પરિષદોમાં અમેરિકા અને રશિયા તેમ જ ખીજા લગભગ બધા દેશાએ ભાગ લીધા હતા. ૧૯૨૫ની સાલમાં નિઃશસ્ત્રીકરણના પ્રશ્નનો વિચાર કરવાને એક મહાન વિશ્વ-પરિષદ ભરવા માટેની ભૂમિકા તૈયાર કરવાને પ્રજાસધે એક કમિશન નીમ્યું. એ કમિશને સાત સાત વરસા સુધી એક પછી એક નિ:શસ્ત્રીકરણની જુદી જુદી યોજનાઓનું નિરીક્ષણ કર્યાં કર્યું પરંતુ તેમાંથી કશું પિરણામ નીપજ્યું નહિ. ૧૯૩૨ની સાલમાં ખુદ વિશ્વ-પરિષદની બેઠક મળી અને અનેક મહિના સુધી વ્યર્થ વાટાઘાટો ચલાવ્યા પછી તે બરખાસ્ત થઈ ગઈ.
અમેરિકાએ નિઃશસ્ત્રીકરણને અંગેની આ બધી ચર્ચામાં ભાગ લીધે એટલું જ નહિ પણ દુનિયાભરમાં તેનું આર્થિક પ્રભુત્વ જામ્યું હોવાથી યુરોપ તેમ જ યુરોપના મામલામાં તેને રસ વધવા પામ્યા હતા. આખુયે યુરોપ તેનું દેવાદાર હતુ અને યુરોપના દેશોને પરસ્પર એકબીજાનાં ગળાં રેંસતા રાકવામાં તેનું હિત રહેલું હતું, કેમ કે ઉચ્ચ આશયાની વાત જવા દઈએ તેયે એમ બનવા પામે તો તેના લેણાની તેમ જ તેના વેપારની શી વલે થાય ? નિઃશસ્ત્રીકરણની ચર્ચાઓનું કશું પરિણામ ન આવ્યું. એટલે ફ્રેંચ અને અમેરિકન સરકારી વચ્ચેની વાતચીતાને પરિણામે, શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ નીવડે એવી એક નવી યોજના ૧૯૨૮ની સાલમાં બહાર પડી. એ યેાજનામાં યુદ્ધને છટાદાર ભાષામાં એકાયદા ’હરાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. એમાં મૂળ તા અમેરિકા અને ફ્રાંસ એ એ દેશ વચ્ચે જ કરાર કરવાનો ખ્યાલ રાખવામાં આવ્યા હતા પરંતુ એનો વિકાસ થયા અને છેવટે દુનિયાનાં લગભગ બધાંયે રાષ્ટ્ર તેમાં દાખલ થયાં. ૧૯૨૮ના ઑગસ્ટ માસમાં પૅરિસમાં એ કરાર ઉપર થઈ અને તેથી એ ૧૯૨૮ની સાલના પૅરિસના કરાર તરીકે ઓળખાય છે. એને કૅલેગ—થિયાં કરાર અથવા માત્ર · કૅલેગ કરાર ' તરીકે પણ ઓળખવામાં આવે છે. કૅલેાગ અમેરિકાની સંરકારના એક પ્રધાન હત
*
સહી
"
"