________________
૧૨૩૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
કચેરીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા, એને ‘આરકાઝ-હુમલા ’ કહેવામાં આવે છે કેમ કે ઇંગ્લંડમાંની રશિયાની સરકારી વેપારી કંપનીનું નામ ‘આરકાઝ’ હતું. એ પણ બીજા એક રાષ્ટ્રનું ધાર અને સંપૂર્ણ પણે અનુચિત અપમાન હતું. એ બનાવ પછી તરત જ એ દેશ વચ્ચેના રાજદ્વારી તેમ જ વેપારી સબધા તૂટ્યા. એક માસ પછી, જૂનમાં પોલેંડમાંના સોવિયેટ એલચીનું વારસામાં ખૂન કરવામાં આવ્યું. (ચાર વરસ પૂર્વે રામમાંના સોવિયેટ એલચીનું લેસાંમાં ખૂન કરવામાં આવ્યું હતું.) એક પછી એક બનેલા બનાવાની આ પરંપરાએ રશિયાના લોકેાને અસ્વસ્થ કરી મૂક્યા અને તેમને લાગ્યું કે, બધી સામ્રાજ્યવાદી સત્તાઓ એકત્ર થઈને તેમના ઉપર હુમલા કરશે. રશિયામાં યુદ્ધના ભારે ગભરાટ ફેલાઈ ગયા અને પશ્ચિમ યુરોપના ઘણાખરા દેશોમાં મજૂરોએ રશિયાની તરફેણમાં અને આવતા જણાતા યુદ્ધના વિરોધમાં દેખાવે કર્યાં. યુદ્ધને ગભરાટ શમી ગયા અને યુદ્ધ થવા પામ્યું નહિ.
એ જ વરસમાં, એટલે કે ૧૯૨૭ની સાલમાં સોવિયેટ રશિયાએ વિશાળ પાયા ઉપર એક્શેવિક ક્રાંતિની દશમી સંવત્સરી ઊજવી. ઇંગ્લેંડ તથા ફ્રાંસ તે વખતે રશિયા સામે ભારે વેર રાખતાં હતાં પરંતુ ઈરાન, તુર્કી, અાનિસ્તાન અને મગાલિયાનાં સરકારી પ્રતિનિધિ મડળાએ એ ઉજવણીમાં ભાગ લીધા તે ઉપરથી સેવિયેટ રશિયાની પૂર્વના દેશો સાથેની મૈત્રીની પ્રતીતિ થતી હતી.
66
આ
યુરોપમાં તેમ જ અન્યત્ર આવી સનસનાટીભરી અવા અને યુદ્ધની તૈયારીઓ ચાલતી હતી તે જ વખતે શસ્ત્રસંન્યાસની વાત પણ સારી પેઠે ચાલી રહી હતી. પ્રજાસંધના કરારમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રજાસંધના સભ્યો એ વાતનો સ્વીકાર કરે છે કે, સુલેહશાંતિ જાળવવા માટે, રાષ્ટ્રની સલામતીને લક્ષમાં રાખીને દરેક દેશે પોતાની શસ્ત્રસામગ્રી જેટલી બની શકે એટલી ધટાડી નાખવાની તેમ જ આંતરરાષ્ટ્રીય ક્જોના અમલ બધાએ એક સાથે મળીને કરાવવાની જરૂર છે.” આ ઉદાત્ત સિદ્ધાંત નક્કી કરવા ઉપરાંત પ્રજાસÛ તે વખતે કશુંયે ન કર્યું, પરંતુ એ બાબતમાં જરૂરી પગલાં ભરવાનું તેણે પોતાની કાઉન્સિલને જણાવ્યું, જર્મની તેમ જ હારેલી બીજી સત્તાને તો બેશક, સુલેહની સધિ દ્વારા નિઃશસ્ત્ર કરવામાં આવી હતી. વિજયી સત્તાઓએ પણ પછીથી એ જ પ્રમાણે કરવાનું કબૂલ કર્યું હતું. એને માટે ઉપરાછાપરી પરિષદો ભરવામાં આવી પણ તેમાંથી કશુંયે મહત્ત્વનું પરિણામ ન આવ્યું. પરંતુ એમાં આશ્રય પામવા જેવું કશું નહતું, કેમ કે દરેક સત્તા એવા પ્રકારનું નિઃશસ્ત્રીકરણ કરવાની મુરાદ રાખતી હતી કે જેને પરિણામે તે ખીજી સત્તા કરતાં પ્રમાણમાં વધારે બળવાન રહે. એ વસ્તુસ્થિતિ બીજી સત્તા માન્ય ન કરે-એ રવાભાવિક હતું. ક્રાંસે તે આખા