________________
મુસેલિની અને ઇટાલીમાં ફાસીવાદ '૧૨૧૩ પડતી દુનિયાને સ્થિર કરવાના આખરી પ્રયત્ન તરીકે આવા કરારે, ઐક્યો તેમ જ સંધિઓ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું. આ બધું ૧૯૨૦-૩૦ના ગાળામાં બનવા પામ્યું અને એ અરસામાં યુરોપના દેશોમાં સમાજવાદીઓ અને સામાજિક લેકશાહીવાદીઓ ઘણુંખરું સત્તા ઉપર હતા. હોદ્દા અને સત્તાને રસ તેઓ ચાખતા ગયા તેમ તેમ તેઓ મૂડીવાદી વ્યવસ્થામાં વધુ ને વધુ મળી જવા લાગ્યા. સાચે જ તેઓ મૂડીવાદના સર્વોત્તમ રક્ષક બની ગયા તેમ જ ઘણુંખરું તેઓ કઈ પણ સ્થિતિચુસ્ત કે બીજા કોઈ પણ પ્રત્યાઘાતીના જેટલા જ ઉગ્ર સામ્રાજ્યવાદીઓ બની ગયા. મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસમાં આવેલે ક્રાંતિને ઊભરે શમ્યા પછી યુરેપની દુનિયા કંઈક શાન્ત પડી. નવી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ સાથે મૂડીવાદે વળી થડા વધુ વખત માટે પિતાને મેળ બેસાડી લીધું હોય એમ જણાતું હતું. અને કયાંયે ક્રાંતિકારી ફેરફાર થવાને તાત્કાલિક સંભવ જણાતો નહતો.
૧૯૨૯ની સાલમાં યુરોપની આ પરિસ્થિતિ હતી.
૧૭૫. મુસલિની અને ઈટાલીમાં ફાસીવાદ
૨૧ જૂન, ૧૯૩૩ યુરેપ વિષેની આપણી વાતની રૂપરેખા મેં ૧૯૨૯ની સાલ સુધી લાવી દીધી છે. પરંતુ એ વાતનું એક મહત્ત્વનું પ્રકરણ મેં બાકી રાખ્યું છે અને તેનું નિરૂપણ કરવા માટે મારે થોડું પાછળ જવું પડશે. એ પ્રકરણ મહાયુદ્ધ પછી ઇટાલીમાં બનેલા બનાવને લગતું છે. ઈટાલીમાં શું બન્યું તે જાણવા માટે એ બનાવોનું એટલું બધું મહત્ત્વ નથી. એમનું મહત્ત્વ તે એટલા માટે છે કે, તે નવીન પ્રકારના બનાવે છે અને દુનિયાભરમાં પેદા થનારી નવીન પ્રકારની પ્રવૃત્તિઓ અને અથડામણની તે આપણને ચેતવણી આપે છે. આ રીતે તેમનું મહત્ત્વ કેવળ રાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી પણ એથી ઘણું વધારે છે અને તેથી એક અલગ પત્રમાં તેમનું નિરૂપણ કરવા માટે મેં તેમને બાકી રાખ્યા હતા. એથી કરીને આ પત્રમાં હું આજની એક પ્રભાવશાળી વ્યક્તિ મુસોલિની તેમ જ ઇટાલીમાં થયેલા ફાસીવાદના ઉદય વિષે વાત કરીશ.
મહાયુદ્ધ શરૂ થયું તે પહેલાં પણ ઈટાલી ભારે આર્થિક સંકડામણમાં આવી પડયું હતું. ૧૯૧૧–૧રના તુક સાથેના યુદ્ધમાં તેને વિજય થયો હતે અને ઉત્તર આફ્રિકામાં આવેલું ટ્રિપલી ખાલસા કરીને તેના સામ્રાજ્યવાદીઓ ભારે આનંદમાં આવી ગયા હતા. પરંતુ આ નાનકડી લડાઈથી દેશને ઝાઝે આંતરિક લાભ ન થાય અને એથી કરીને તેની આર્થિક સ્થિતિ સુધરવા પામી