________________
૧૨૪૪
જગતના ઇતિહાસનુ· રેખાદર્શોન
નહિ. મહાયુદ્ધ ફાટી નીકળવાની તૈયારીમાં હતું ત્યારે ૧૯૧૪ની સાલમાં ઇટાલી ક્રાંતિની અણી ઉપર આવી પહેાંચેલું લાગતું હતું. ત્યાં આગળ મેટી મોટી અનેક હડતાલો પડી અને નરમ વલણના સમાજવાદી મજૂર આગેવાને એ કામદારોને જેમ તેમ અંકુશમાં રાખ્યા તથા હડતાલા બંધ કરવામાં તેમને સફળતા મળી. પછીથી મહાયુદ્ધ ફાટી નીકળ્યું. ઇટાલીએ પોતાના મિત્ર જ નીને પક્ષે યુદ્ધમાં જોડાવાની ના પાડી અને બંને પક્ષો પાસેથી છૂટછાટા મેળવવામાં તેણે પોતાની તટસ્થતાનો લાભ ઉઠાવવાને પ્રયત્ન કર્યાં. સૌથી વધારે દામ આપનારને પોતાની સેવા આપવાનું આ વલણ નીતિની દૃષ્ટિએ ઉચિત તે નહાતું, પરંતુ રાષ્ટ્રા નઠોર હોય છે અને જેથી કાઈ પણ ખાનગી વ્યક્તિ શરમમાં ડૂબી જાય એવી રીતે તે વર્તે છે. મિત્રરાજ્ગ્યા, ઇંગ્લેંડ અને ક્રાંસ, તાત્કાલિક રોકડ રકમ અને ભવિષ્યમાં આપવાના પ્રદેશાના વચનના રૂપમાં વધારે મેટી લાંચ આપી શક્યા એટલે ૧૯૧૫ના મે માસમાં ઇટાલી મિત્ર રાજ્યને પક્ષે યુદ્ધમાં જોડાયું. માં અને એશિયામાઇનરના થોડા ભાગ ટાલીને આપવાની એ પછી કરવામાં આવેલી ગુપ્ત સધિ વિષે હું ધારું છું કે મે તને કહ્યુ છે. આ સધિને મજૂરી મળે તે પહેલાં રશિયામાં સોવિયેટ ક્રાંતિ ફાટી નીકળી, અને એથી કરીને એ આખી રમત ઊંધી વળી ગઈ. ઇટાલીની એ પણ એક રિયાદ હતી અને પેરેસની સુલેહની સ ંધિ વખતે પણ તેણે પોતાના અસંતોષ વ્યક્ત કર્યાં હતા. ઇટાલીને એમ લાગતું હતું કે પોતાના ‘તુક્કો’ની અવગણના કરવામાં આવી છે. ત્યાંના સામ્રાજ્યવાદીએ અને મૂડીદાર વગેર્યાં નવા વસાહતી પ્રદેશેા ખાલસા કરીને તેમનું શોષણ કરવાને ટાંપી રહ્યા હતા અને એ રીતે તે પોતપોતાના દેશની આર્થિક સંકડામણ હળવી કરવાની આશા રાખતા હતા.
ક્રમ કે, ઇટાલીની સ્થિતિ મહાયુદ્ધ પછી અતિશય ખરાબ થઈ ગઈ હતી અને ખીજા કાઈ પણ મિત્રરાષ્ટ્ર કરતાં એ દેશ વધારે થાકી ગયા હતા તથા આર્થિક દૃષ્ટિએ વધારે નાદાર બની ગયા હતા. ત્યાંની આર્થિક વ્યવસ્થા પડી ભાગવા લાગી હોય એમ જણાતું હતું અને સમાજવાદ તથા સામ્યવાદના હિમાયતી વધવા લાગ્યા હતા. અલબત્ત, રશિયાના ખાલ્શેવિકાનુ દૃષ્ટાંત તેમની સમક્ષ હતું જ. ત્યાં આગળ એક તરફ આર્થિક પરિસ્થિતિને કારણે હાડમારી વેતા કારખાનાંના મજૂરા હતા અને ખીજી બાજુએ યુદ્ધમાંથી પાછા ક્લા અને લશ્કર વિખેરી નાખવામાં આવેલું હોવાથી ધણુંખરું કામધંધા વિનાના થઈ ગયેલા સંખ્યાબંધ સૈનિકા હતા. અવ્યવસ્થા અને અ ંધેર વધી ગયાં, અને મજૂરાના વધતા જતા બળના સામના કરવાને મધ્યમ વર્ગના આગેવાને એ આ સૈનિકાને સંગઠિત કરવાના પ્રયાસ કર્યાં. ૧૯૨૦ની સાલના ઉનાળામાં કટોકટી પેદા થઈ. ધાતુનાં કારખાનાંઓના મજૂરાના એક મોટા મહાજને —— જેના પાંચ લાખ મજૂરા સભ્ય હતા પગારના વધારાની માગણી કરી.