________________
૯૧૮
જગતનાં ઇતિહાસનુ` રેખાદર્શીન
વસ્તુ રશિયામાં સાથે સાથે ચાલી રહી હતી. આ આગળ વધેલા કેળવાયેલા લેકા તથા ખેડૂતો વચ્ચે એ બંનેને જોડનારી કાઈ કડી કે સમાન ભૂમિકા નહેાતી. આથી, ૧૯મી સદીના આઠમા દશકાના આરંભમાં સમાજવાદી વલણ ધરાવનારા વિદ્યાર્થી ઓએ (તેમના બધા વિચારો અસ્પષ્ટ અને આદર્શવાદી હતા ) ખેડૂત વર્ગોમાં પોતાના વિચારોના પ્રચાર કરવાનું નક્કી કર્યું" અને હજારોની સંખ્યામાં તેઓ ગામડાંઓમાં પહેાંચી ગયા. ખેડૂતને આ વિદ્યાર્થી ઓના બિલકુલ પરિચય નહાતો. તેમને તેમના ઉપર વિશ્વાસ નહોતો તથા તેએ ફરી પાછી સની પ્રથા ચાલુ કરવા માટેનું કાવતરું કરવાને તે ન આવ્યા હાય, એવી તેમને વિષે શંકા હતી. આથી, પોતાની જિંદગીનું જોખમ ખેડીને ત્યાં પહેાંચેલા આવા ધણા વિદ્યાર્થીઓને એ ખેડૂતએ ખરેખાત પકડીને ઝારના પોલીસાને સોંપી દીધા ! જનતા સાથે સપર્કમાં આવ્યા વિના માત્ર હવામાં કાય કરવાના પ્રયાસ કરવાનું આ અસાધારણ દૃષ્ટાંત છે.
ખેડૂતવમાં તેમને સાવ નિષ્ફળતા મળી તેથી આ બુદ્ધિજીવી વિદ્યાથી ઓને ભારે આધાત લાગ્યો અને ઘૃણા તથા નિરાશાના માર્યા તેમણે જેને ‘ત્રાસવાદ ’ કહેવામાં આવે છે તેના આશરો લીધા, એટલે કે બોંબ ફેંકીને કે ખીજી રીતે સત્તાવાળાઓને મારી નાખવાના માર્ગ તેમણે અખત્યાર કર્યાં. ત્રાસવાદ તથા બૅબના પંથની રશિયામાં આ શરૂઆત હતી અને એની સાથે સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિએ નવું સ્વરૂપ ધારણ કર્યું. આ બૅબ ફેંકનારાઓ પોતાને આઁખવાળા વિનીતા ' કહેવડાવતા અને તેમની ત્રાસવાદી સંસ્થાને પ્રજાની ઇચ્છા ' એવું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ નામ ડેાળી અને ભ્રામક હતું કેમ કે એની સાથે સબંધ ધરાવનારા લોકોના સમૂહ બહુ જ નાના હતા.
:
આ કૃતનિશ્રય તરુણુ સ્ત્રીપુરુષા અને ઝારની સરકાર વચ્ચે આ રીતે નવી સાઠમારી શરૂ થઈ. અનેક તાબેદાર પ્રજા તથા રશિયાની રાષ્ટ્રીય લધુમતીના લેકાના ઉમેરાથી ક્રાંતિકારી દળ વધી જવા પામ્યું. સરકાર આ બધી તાબેદાર પ્રજાએ તથા લઘુમતી કામેા તરફ ગેરવર્તાવ ચલાવતી હતી. તેમની પોતાની ભાષાઓના તેમને જાહેર ઉપયોગ કરવા દેવામાં આવતા નહાતા તથા ખીજી અનેક રીતે તેમની કનડગત કરવામાં આવતી હતી તથા તેમના તેજોવધ કરવામાં આવતા હતા. ઔદ્યોગિક દૃષ્ટિએ રશિયા કરતાં વધારે આગળ વધેલા દેશ પાલેંડને માત્ર રશિયાને એક પ્રાંત બનાવી દેવામાં આવ્યા હતા અને પોલેંડ નામ પણ લગભગ અદૃશ્ય થઈ ગયું હતું. પોલિશ ભાષાની મનાઈ કરવામાં આવી હતી. જો પોલેંડ જેવા દેશ પ્રત્યે આવે વર્તાવ રાખવામાં આવ્યા તે બીજી લધુમતીએ તથા પ્રજા પ્રત્યે તો એથીયે અધિક ભૂરું વન દાખવવામાં આવ્યું. ૧૯મી સદીના સાતમા દશકામાં પોલેંડમાં બળવા થયા. એ બળવાને ભારે ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યા અને પચાસ હજાર