________________
ઝારશાહી રશિયા પિલેંડવાસીઓને સાઈબેરિયામાં મેકલી દેવામાં આવ્યા. યહૂદીઓને તે નિરંતર પિમ ના ભોગ બનાવવામાં આવતા હતા, એટલે કે તેમની એકસામટી કતલ કરવામાં આવતી હતી. એથી કરીને સંખ્યાબંધ યહૂદીઓ બીજા દેશમાં ચાલ્યા ગયા.
આ યહૂદીઓ તથા પિતાની જાતિ ઉપરના ઝારશાહીના દમનથી ક્રોધે ઊભરાતા બીજા લેકે રશિયાના ત્રાસવાદીઓના મંડળમાં જોડાય એ સ્વાભાવિક હતું. રશિયામાં શૂન્યવાદને (મિહિલીઝમ) – ત્રાસવાદ ત્યાં એ નામથી ઓળખાતે હિતે – ફેલાવો થયો. સ્વાભાવિક રીતે જ તેને લેહી નીંગળતા હાથે દબાવી દેવામાં આવ્યા અને રાજકીય ગુનેગારની લાંબી લાંબી હારે સાઈબેરિયાના
સ્ટેપેઝ' તરફ પગપાળા જવા લાગી અને એવા કેટલાક ગુનેગારોને તે ફાંસીએ પણું લટકાવવામાં આવ્યા. આ જોખમને પહોંચી વળવાને માટે ઝારની સરકારે એક નવી રીત અખત્યાર કરી અને છેવટની હદ સુધી તેની અજમાયશ કરી. સરકાર આ ત્રાસવાદીઓ તથા ક્રાંતિકારીઓના દળમાં ઉશ્કેરણું કરનારા છૂપા જાસૂસ એકલતી. એ લેકે ખરેખાત બના અત્યાચાર કરવાને માટે ઉશ્કેરણી કરતા તથા બીજાઓને તેમાં સડેવવાને ખાતર પોતે પણ એવા અત્યાચારે કરતા. એફ આવો એક મશહૂર જાસૂસ હતો. તે એક આગળ પડતે બેબ ફેંકનાર ક્રાંતિકાર હતા તેમ જ સાથે સાથે છૂપી પોલીસને વડ પણ હતું. જેમાં બીજાઓને સંડોવવા માટે છૂપી પોલીસખાતાના ઝારના સેનાપતિઓએ પોલીસના આડતિયાઓ તરીકે બૅબ ફેંકવામાં ભાગ લીધો હતે એવા બીજા પણ અનેક પ્રમાણભૂત દાખલાઓ મળી આવ્યા છે !
આ બધું બની રહ્યું હતું તે વખતે રશિયાને મુલક પૂર્વ તરફ નિરંતર વધતે રહ્યો હતો અને હું તને આગળ કહી ગયો છું તેમ છેવટે તે પ્રશાન્ત મહાસાગરના કાંઠા સુધી પહોંચ્યો હતો. મધ્ય એશિયામાં રશિયા અફઘાનિસ્તાનની સરહદ સુધી પહોંચ્યું અને દક્ષિણમાં તે તુકની સરહદ તરફ આગળ વધી રહ્યું હતું. ૧૯મી સદીના સાતમા દશકા પછી બીજે પણ એક મહત્ત્વને ફેરફાર ત્યાં થવા લાગે – પાશ્ચાત્ય ઉદ્યોગે ત્યાં આગળ ખીલવા લાગ્યા. પરંતુ એ ઉદ્યોગીકરણ માત્ર પીટર્સબર્ગની આસપાસના પ્રદેશ તથા મેંઓમાં જ મર્યાદિત હતું અને એકંદરે આખો દેશ સંપૂર્ણપણે ખેતી પ્રધાન હતું. પરંતુ ત્યાં આગળ ઊભાં થયેલાં કારખાનાંઓ તદન આધુનિક ઢબનાં હતાં અને સામાન્ય રીતે તે અંગ્રેજોની વ્યવસ્થા નીચે હતાં. એનાં બે પરિણામે આવ્યાં. આ ચેડા ઔદ્યોગિક પ્રદેશમાં રશિયાને મૂડીવાદ એકદમ વધી જવા પામ્યું તેમ જ મજૂરવર્ગ પણ ત્યાં આગળ એટલી જ ઝડપથી ઊભું થયું. ત્યાંની કારખાના-પદ્ધતિના આરંભકાળમાં ઇંગ્લંડમાં બન્યું હતું તેમ રશિયન મજૂરોનું ભયંકર શોષણ કરવામાં આવ્યું અને તેમની પાસેથી લગભગ દિવસરાત કામ લેવામાં આવ્યું. પરંતુ એ બે વચ્ચે આ તફાવત હતે.