________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન સમાજવાદ તથા સામ્યવાદના નવા વિચારોને હવે ઉદય થયું હતું તથા રશિયન મજૂરોનું માનસ કુમળું અને આ નવા વિચારોનું ગ્રાહક હતું. પોતાની પાછળની લાંબી પરંપરાને કારણે બ્રિટિશ મજૂર સ્થિતિચુસ્ત થઈ ગયે હતો તથા જૂના વિચારોથી બંધાઈ ગયેલું હતું.
આ વિચારો મૂર્ત સ્વરૂપ ધારણ કરવા લાગ્યા અને “સામાજિક લેકશાહી મજૂરપક્ષની સ્થાપના થઈ. એ પક્ષ માર્સની ફિલસૂફી ઉપર રચાયેલું હતું. પિતે આ ત્રાસનાં કૃત્યેની વિરુદ્ધ છે એમ આ માર્ક્સવાદીઓએ જાહેર કર્યું. માકર્સના સિદ્ધાંત અનુસાર મજૂરવર્ગને કાર્ય માટે જાગ્રત કરવો જોઈએ અને એવા જનતાવ્યાપી કાર્ય દ્વારા જ તે પિતાનું ધ્યેય સિદ્ધ કરી શકે. ત્રાસવાદનાં કૃત્યથી વ્યક્તિઓને મારી નાખવાથી જનતાને આવા કાર્ય માટે પ્રેરી શકાતી નથી કેમ કે ધ્યેય તે ઝારવાદને ઉથલાવી પાડવાનું હતું, કાર કે તેના પ્રધાનના ખૂન કરવાનું નહિ.
૧૯મી સદીના નવમા દશકાના આરંભમાં, પાછળના વખતમાં જગતભરમાં લેનિન નામથી મશહૂર થનાર એક તરણે, તે એક શાળાના વિદ્યાથી હવે ત્યારે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૧૮૮૭ની સાલમાં તે માત્ર ૧૭ વરસને હતા ત્યારે તેને એક ભારે ફટકો સહન કરવો પડ્યો હતે. ઝારની જિંદગી ઉપર અત્યાચારી હુમલે કરવાના કૃત્યમાં ભાગ લેવા માટે, જેના ઉપર તેને અપાર પ્રેમ હતે એવા તેના ભાઈ ઍલેકઝાંડરને ફાંસીએ લટકાવવામાં આવ્યું. આથી તેને ભારે આઘાત લાગ્યો હોવા છતાંયે લેનિને તે વખતે પણ જાહેર કર્યું હતું કે અત્યાચારની પદ્ધતિથી સ્વતંત્રતા મેળવી શકાય એમ નથી. જનતાવ્યાપી કાર્ય એ તે મેળવવા માટેનું એક માત્ર ઉપાય છે એમ તેણે જણાવ્યું. દાંત કચઠ્યાવીને અને મકકમતાપૂર્વક તેણે શાળાને અભ્યાસ ચાલુ રાખે, શાળાંત પરીક્ષામાં દાખલ થયે અને તેજસ્વી રીતે તેમાં પસાર થયે. ૩૦ વરસ પછીની ક્રાંતિ કરનાર તથા તેને નેતા આવા પ્રકારને હ! પિતે જેની આગાહી કરી હતી તે મજૂરવર્ગની ક્રાંતિ મોટા અને સંગઠિત મજૂરવર્ગવાળા જર્મની જેવા ભારે ઔદ્યોગિક દેશમાં થશે એમ. માકર્સ માનતા હતા. તેના પછાતપણુ તથા મધ્યયુગીપણાને કારણે રશિયામાં એવી ક્રાંતિ થવી બિલકુલ અસંભવિત છે એમ તે માનતા હતા. પરંતુ રશિયાના યુવકવર્ગમાં તેને નિષ્ઠાવાળા અનુયાયીઓ મળી રહ્યા. પિતાની અસહ્ય સ્થિતિનો અંત કેવી રીતે આ એ શોધવા માટે તેમણે ધગશપૂર્વક માકર્સને અભ્યાસ કર્યો. ઝારશાહી રશિયામાં જાહેર પ્રવૃત્તિ અને બંધારણીય રીતેનું ક્ષેત્ર તેમને માટે ખુલ્લું નહોતું એ હકીકતે જ તેમને એના અભ્યાસ તથા આપસમાં તેની ચર્ચા કરવા તરફ વાળ્યા. આવા સંખ્યાબંધ તરૂણેને તુરંગમાં નાખવામાં આવ્યા, સાઈબેરિયા ધકેલવામાં આવ્યા કે દેશપાર કરવામાં આવ્યા. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે માકર્સવાદને આ અભ્યાસ તથા કાર્ય કરવાના દિવસ માટેની તૈયારી ચાલુ રાખ્યાં.