________________
૧૨૦૮
- જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંદી લશ્કરથી ખીચખીચ ભરી દેવામાં આવ્યું. ૧૯૧૬ની સાલના એપ્રિલ માસમાં અંગ્રેજોની ત્યાં આગળ ભારે હાર થઈ એ વખતે કુતલ-અમારા આગળ જનરલ ટાઉનશેડની સરદારી નીચેના બ્રિટિશ સૈન્યને તુર્કને શરણે જવું પડયું. મેસેમિયાના સંગ્રામમાં સર્વત્ર ભારે અવ્યવસ્થા હતી અને તેમાં ભારે ખુવારી થવા પામી તથા હિંદી સરકાર એને માટે ઘણે અંશે જવાબદાર હતી તેથી તેની બિનઆવડત અને મૂર્ખાઈ પરત્વે આકરી ટીકાઓ થઈ આમ છતાંયે આખરે તે અંગ્રેજોની અખૂટ સાધનસામગ્રીની ફતેહ થઈ અને તેમણે તુર્કોને ઉત્તર તરફ હાંકી કાઢ્યા તથા બગદાદ સર કર્યું અને પછીથી લગભગ મેસલ સુધી પહોંચી ગયા. મહાયુદ્ધના અંતમાં આખુંયે ઈરાક અંગ્રેજોના લશ્કરી કબજા નીચે આવી ગયું.
ઇરાકને માટે ઈંગ્લંડને મેન્ડેટ આપવામાં આવ્યો તેની પહેલવહેલી અસર ૧૯૨૦ની સાલના આરંભમાં જણાઈ મેન્ડેટની સામે ત્યાં આગળ ભારે વિરોધ ઉઠાવવામાં આવ્ય, વિરોધમાંથી હુલ્લડે થયાં અને હુલ્લડોમાંથી બળવે ફાટી નીકળે અને તે દેશભરમાં ફેલાઈ ગયે. એ એક આશ્ચર્યકારક અને વિચિત્ર બીના છે કે ૧૯૨૦ની સાલના પૂર્વાર્ધમાં તુર્ક, મિસર, સીરિયા, પેલેસ્ટાઈન તેમ જ ઇરાક અને ઈરાન વગેરે દેશોમાં લગભગ એકી વખતે ખળભળાટ અને રમખાણ થવા પામ્યાં. એ અરસામાં હિંદુસ્તાનમાં પણ અસહકારનું વાતાવરણ પેદા થઈ રહ્યું હતું. આખરે, ઇરાકને બળ મટે ભાગે હિંદના સૈન્યની મદદથી દાબી દેવામાં આવ્યો. હિંદી લશ્કર ઘણું લાંબા સમયથી આ હીન કાર્ય કરતું આવ્યું છે અને એને કારણે મધ્ય પૂર્વના દેશે તથા અન્યત્ર આપણો દેશ સારી પેઠે અકારે થઈ પડ્યો છે.
ઇરાકને બળ અંગ્રેજોએ કંઈક અંશે બળથી અને કંઈક અંશે ભવિષ્યમાં સ્વતંત્રતા આપવાની ખાતરી આપીને શમાવ્યા. તેમણે આરબ પ્રધાનવાળી એક કામચલાઉ સરકાર સ્થાપી. પરંતુ એ દરેક પ્રધાનની પાછળ એક બ્રિટિશ સલાહકાર મૂકવામાં આવ્યું અને ખરી સત્તા તેના હાથમાં જ હતી. પરંતુ આ નરમ વલણના અને નામના પ્રધાને પણ અંગ્રેજોને આકરા લાગ્યા અને તેઓ તેમને પસંદ ન પડ્યા. ઇરાક સંપૂર્ણપણે તેમના કહેવા પ્રમાણે ચાલે એવું અંગ્રેજોને જોઈતું હતું અને કેટલાક પ્રધાને એમ કરવાને તૈયાર નહતા. આથી ૧૯૨૧ના એપ્રિલ માસમાં સૈયદ તલીબ શાહ નામના સૌથી કાર્યદક્ષ અને આગળ પડતા પ્રધાનને પકડીને અંગ્રેજોએ દેશપાર કર્યો. આ રીતે, દેશને સ્વતંત્રતાને માટે તૈયાર કરવાની દિશામાં બીજું પગલું ભરવામાં આવ્યું. ૧૯૨૧ના ઉનાળામાં અંગ્રેજો હજાઝના હુસેનના પુત્ર ફેઝલને લઈ આવ્યા અને ઇરાકવાસીઓને તેમણે તેમના ભાવી રાજા તરીકે તેને ભેટ આપે. તને યાદ હશે કે, ઇંગેના હુમલા પહેલાં જૈઝલનું સીરિયાનું