________________
ઇરાક અને હવાઈ બોંબમારાની નીતિમત્તા ૧૨૦૯ સાહસ નિષ્ફળ નીવડ્યું હતું એટલે એ વખતે તે બેકાર બન્યું હતું. તે અંગ્રેજોને વફાદાર મિત્ર હતા અને મહાયુદ્ધ દરમ્યાન તુક સામે આરબ બળ જગાવવામાં તેણે આગળ પડતો ભાગ લીધેલ હતું. આથી અંગ્રેજોની જના પાર પાડવામાં સ્થાનિક પ્રધાને અત્યાર સુધી નીવડ્યા હતા તેના કરતાં તે વધારે અનુકૂળ નીવડે એવો સંભવ હતું. પ્રજાકીય ધારાસભાવાળી બંધારણીય સરકાર સ્થાપવામાં આવે એ શરતે ધનિક મધ્યમ વર્ગના લેકે તથા બીજા આગેવાન પુરુષો ફેઝલને રાજા તરીકે માન્ય રાખવા સંમત થયા, પરંતુ એ બાબતમાં પસંદગી માટે તેમને ઝાઝો અવકાશ નહતો. તેમને તે સાચી ધારાસભા જોઈતી હતી અને ફઝલ ગમે તે ભોગે રાજા થવા માગતો હતો એટલે તેમણે એ માટે ધારાસભાની શરત મૂકી. એમાં આમજનતાની સંમતિ નહતી લેવામાં આવી. આ રીતે, ૧૯૨૧ના ઑગસ્ટ માસમાં ફ્રેઝલ ઈરાકને રાજા બન્યા.
પરંતુ એ રીતે ઇરાકના કોયડાને ઉકેલ નહોતે આવતે. કેમ કે, ઈરાકવાસીઓ તે બ્રિટિશ મેન્ડેટની બિલકુલ વિરુદ્ધ હતા અને તેમને તે પૂર્ણ સ્વતંત્રતા અને ત્યાર પછી ઇતર આરબ દેશે સાથે એક્ય જોઈતું હતું. એને માટેની હિલચાલ અને દેખાવો કરવાનું ચાલુ જ રહ્યું અને ૧૯૨૨ના ઑગસ્ટ માસમાં પરિસ્થિતિ કટોકટીએ પહોંચી. પછીથી બ્રિટિશ સત્તાવાળાઓએ ઇરાકવાસીઓને સ્વતંત્રતાને એક વધુ પાઠ ભણાવ્યો. ત્યાંના બ્રિટિશ હાઈ કમિશનર સર પર્સ કૌકસે રાજાની (તે એ વખતે બીમાર હતા.) સત્તા તેમ જ પ્રધાનમંડળ તથા ઈરાકને આપવામાં આવેલી ધારાસભાની સત્તા રદ કરી અને સરકારની સઘળી સત્તા પિતાના હાથમાં લીધી. વાસ્તવમાં તે સર્વસત્તાધીશ સરમુખત્યાર બની બેઠે અને પિતાની મરજી મુજબ હકૂમત ચલાવવા લાગે. બ્રિટિશ લશ્કરની અને ખાસ કરીને બ્રિટિશ હવાઈ દળની મદદથી તેણે રમખાણે દાબી દીધાં. જે વસ્તુ હિંદુસ્તાન, મિસર, સીરિયા વગેરે દેશોમાં આપણું જોવામાં આવી છે તે જ વસ્તુનું ચેડાઘણું ફેરફારો સાથે ઇરાકમાં પુનરાવર્તન કરવામાં આવ્યું. રાષ્ટ્રવાદી છાપાંઓને બંધ કરી દેવામાં આવ્યાં, રાજકીય પક્ષને વિખેરી નાખવામાં આવ્યા, આગેવાનોને દેશપાર કરવામાં આવ્યા અને બ્રિટિશ એરોપ્લેનેએ બેંબ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યની સત્તા કાયમ કરી.
પરંતુ આ રીતે પણ ઇરાકના કોયડાને નિવેડે ન આવ્યું. થડા માસ પછી સર પસ કૌકસે રાજા તથા પ્રધાનને કાર્ય કરવાની ઉપર ઉપરથી છૂટ આપી અને બ્રિટન સાથેની સંધિમાં તેમની સંમતિ લઈ લીધી. ઇરાકને તે સ્વતંત્ર કરશે તથા તેને પ્રજાસંઘનું સભ્ય બનાવશે એવી ઈંગ્લડે તેને ફરીથી ખાતરી આપી. આ બધાં મીઠાં મધુરાં અને આશ્વાસન આપનારાં વચન પાછળ રહેલી નક્કર હકીકત આ હતી. બ્રિટિશ અમલદારે અથવા તે ઈંગ્લડે