________________
જાપાન રશિયાને હરાવે છે
૭૨૯ શકે એટલું પચાવી પાડવાના પ્રયાસ કરવા લાગી. ફ્રાંસ, રશિયા, ઈગ્લેંડ અને જર્મની – આ બધી સત્તાઓ ચીનના દરિયા કિનારા ઉપર બંદરે મેળવવાને તથા ચીનમાં વિશેષ હકો મેળવવાને પડાપડી કરવા લાગી. ટછાટ મેળવવા માટે અતિશય હીન પ્રકારની અને અઘટિત લડવાડ થઈ હરેક ક્ષુલ્લક વસ્તુનો પણ વળી વધારે હકો તથા છૂટછાટો મેળવવાના બહાના તરીકે ઉપયોગ કરવામાં આવ્યા. બે મિશનરીઓને મારી નાખવામાં આવ્યા એટલા ખાતર જર્મનીએ પૂર્વમાંના શાકુંગ દ્વીપકલ્પમાં આવેલું કયાઉચું બળજબરીથી પચાવી પાડ્યું. અને જર્મનીએ ક્યાઉચૂ પચાવી પાડયું એટલા ખાતર બીજી સત્તાઓએ લૂંટમાં પિતાને ભાગ મેળવવા માટે આગ્રહ કર્યો. ત્રણ વરસ પૂર્વે જાપાન પાસે રશિયાએ જે પાછું મુકાવ્યું હતું તે પેટે આર્થર બંદર તેણે લઈ લીધું. રશિયાએ પોર્ટ આર્થર લીધું એના બદલામાં ઈંગ્લડે વી–હી–વી લીધું. ક્રાંસે અનામના પ્રદેશમાંનું એક બંદર લઈ લીધું. રશિયાને ટ્રાન્સ સાઈબેરિયન રેલવેના વધારા તરીકે ઉત્તર મંચૂરિયામાં થઈને રેલવે બાંધવાની છૂટ મળી.
આ નિર્લજ્જ ઝૂંટાઝૂંટ અભૂતપૂર્વ ઘટના હતી. બેશક, પોતાના પ્રદેશ જતા કરવાનું કે છૂટછાટ આપવાનું ચીનને જરાયે ગમતું નહોતું. દરેક પ્રસંગે નૌકાકાફલાનું પ્રદર્શન કરીને અને બૅબમારે કરવાની દાટી આપીને ચીનને એમ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ અઘટિત અને હિચકારા વર્તાવને આપણે શું કહીશું? એને ધોળા દિવસની ધાડ કહીશું કે લૂંટફાટ કહીશું? સામ્રાજ્યવાદનો એ રાહ છે. કેટલીક વાર તે ગુપ્તપણે કાર્ય કરે છે; કેટલીક વાર તે ઉદાત્ત ભાવનાના આવરણ નીચે તથા બીજાઓનું ભલું કરવાના ખોટા ડોળ નીચે પિતાનાં કુકર્મોને ઢાંકે છે. પરંતુ ૧૮૯૮ની સાલમાં ચીનમાં તે આવું આવરણ કે ઢાંકપિછોડો પણ રાખવામાં આવ્યો નહોતો. ચીનમાં તે એની કરૂપતા નગ્ન સ્વરૂપે બહાર પડી.
૧૧૭. જાપાન રશિયાને હરાવે છે
૨૯ ડિસેમ્બર, ૧૯૩૨ આજકાલ હું દૂર પૂર્વના દેશ વિષે લખી રહ્યો છું અને આજે પણ એ જ વાત હું ચાલુ રાખીશ. ભૂતકાળનાં યુદ્ધો તેમ જ લડાઈટંટાઓની વાત હું તારા મગજ ઉપર શાને લાદવા માગતો હોઈશ એનું તને આશ્ચર્ય થશે. એ કંઈ મનગમતા વિષયો નથી. વળી એ બધી વીતી ગયેલી વાત છે. એના ઉપર હું વધારે ભાર મૂકવા ચહાત નથી. પરંતુ દૂર પૂર્વના દેશોમાં આજે જે કંઈ બની રહ્યું છે તેનાં મૂળ એ બધી તકલીફમાં જ રહેલાં છે