________________
$<
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
ઊભા કર્યાં અને કારિયાને તેમના બંનેના રક્ષિત રાજ્ય તરીકે સ્વીકારવાની ચીનને ક્રજ પાડી. એટલે કે, કારિયા ચીન તથા જાપાન એ અતેનું ખંડિયું રાજ્ય બન્યું. દેખીતી રીતે જ, લાગતાવળગતા સૌને માટે એ ભારે અસતાષકારક પરિસ્થિતિ હતી. એમાંથી વિખવાદ જાગ્યા વિના રહે એમ હતું જ નહિ. ખરેખર, જાપાનને તેા વિખવાદ જોઈ તા જ હતા સને ૧૮૯૪ની સાલમાં તેણે ચીનને પરાણે યુદ્ધમાં ઊતાર્યું.
૧૮૯૪–૯૫ના ચીન અને જાપાન વચ્ચે વિગ્રહ એ જાપાન માટે રમત વાત હતી. તેનું લશ્કર તથા નૌકાસૈન્ય છેવટની ઢબનાં હતાં; અને ચીનાઓ તા - હજીયે જૂની પદ્ધતિને વળગી રહેનારા તથા અકુશળ હતા. જાપાનને રણક્ષેત્ર ઉપર સત્ર વિજય મળ્યો અને ચીનને પરાણે સ ંધિ કરવાની ફરજ પડી. આ સંધિથી જાપાન ચીનમાં અડ્ડો જમાવીને બેઠેલી પશ્ચિમની સત્તાઓની હરોળમાં આવ્યું, કારિયાને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું, પરંતુ એ તે તેના ઉપરના જાપાનના પ્રભુત્વને ઢાંકવાના બુરખા જ હતા. પેટ આર બંદર સહિત મંચૂરિયાના લિયોટાંગ દ્વીપકલ્પ તથા ફ્।ર્માંસા અને ખીજા કેટલાક ટાપુએ જાપાનને આપી દેવાની ચીનને ફરજ પાડવામાં આવી.
જ
નાનકડા જાપાને ચીનના કરેલા સંપૂર્ણ પરાજયથી દુનિયા બધી તાજુબ થઈ ગઈ. દૂર પૂર્વમાં એક બળવાન દેશના ઉધ્ય થાય એ કઈ પશ્ચિમની સત્તાને મનગમતી વાત નહેાતી. ચીન-જાપાન વચ્ચેના વિગ્રહ દરમ્યાન ચીન જીતતું જણાયું ત્યારે જ એ સત્તાઓએ જાપાનને ચેતવણી આપી કે ચીનના પ્રદેશના કાઈ પણ ભાગને ખાલસા કરવામાં આવે એ વસ્તુ તે માન્ય રાખશે નહિ. આ ચેતવણીની પરવા કર્યાં વિના તેના મહત્ત્વના બંદર પોર્ટ આર સહિત લિયેાટાંગ ટાપુ તેણે લઈ લીધો. પરંતુ તે તેની પાસે રહેવા દેવામાં આવ્યા નહિ. ત્રણુ મહાન સત્તાઓએ—રશિયા, જર્મની અને ફ્રાંસે—એ પ્રદેશ છેડી દેવાની તેને જ પાડી. જાપાનને ઝાળ તો બહુ બળી પણ તેને એ છેડી દેવાની કરજ પડી. એ ત્રણે સત્તાના સામના કરવા જેટલું તે બળવાન નહોતું.
પરંતુ જાપાન તેની આ અવહેલના યાદ રાખી રહ્યું. એ તેને સાલ્યા કરી અને વધારે મોટા યુદ્ધની તૈયારી કરવા માટે તે તેને પ્રેરતી રહી. નવ વરસ પછી રશિયા સાથે એ યુદ્ધ થવા પામ્યું.
દરમ્યાન, ચીન ઉપરના પેાતાના વિજયથી જાપાને દૂર પૂર્વના સૌથી ખળવાન રાષ્ટ્ર તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી. ચીન તો સાવ કમજોર નીવડયુ હતું અને પશ્ચિમની સત્તાઓને એની સહેજ પણ દહેશત રહી નહોતી, એક નિર્જીવ દેડ ઉપર યા તા મરવાની અણી ઉપર આવેલા પ્રાણી ઉપર ગીધા તૂટી પડે તેમ એ સત્તા ચીન ઉપર તૂટી પડી અને પોતાને માટે ખની