________________
જાપાનની આશ્ચય કારક પ્રગતિ
७१७
કાચા માલ અને બજાર મેળવવા માટે બીજા દેશો તરફ નજર કરવાની તેને ક્રૂરજ પાડી. માલનું ઉત્પાદન વધતું જ ગયું અને વસતી પણ ત્યાં આગળ ઝડપથી વધવા લાગી. ઉત્તરાત્તર વધારે ને વધારે કાચા માલ તથા ખારાકની જરૂર ઊભી થઈ. આ બધું તેણે ક્યાંથી મેળવવું? ચીન અને કારિયા તેના સૌથી નજીકના પાડેાશીઓ હતા. ચીને વેપારની તા તા આપી પરંતુ તે ગીચ વસતીવાળેા દેશ હતા. ચીનના સામ્રાજ્યની ઈશાનમાં આવેલા મંચૂરિયા પ્રાંતમાં ખિલવણી તેમ જ વસવાટ કરવા માટે પુષ્કળ અવકાશ હતા. એટલે કારિયા અને મંચૂરિયા તરફ જાપાન ભુખાળવાની પેઠે જોવા લાગ્યું.
પશ્ચિમની સત્તા ચીન પાસેથી અનેક પ્રકારની છૂટછાટા અને હક્કો મેળવી રહી હતી તથા મુલક પડાવી લેવાના પણ પ્રયાસ કરી રહી હતી તેના પ્રત્યે પણ જાપાન ચિંતાતુર નજરે જોઈ રહ્યું હતું. આ બધું તેને બિલકુલ પસંદ નહતું. પશ્ચિમ યુરોપની આ બધી સત્તાએ તેની સામે જ આવેલી એશિયાની ભૂમિ ઉપર અડ્ડો જમાવીને ઠરીઠામ થઈ જાય તે તેની સલામતી જોખમમાં આવી પડે અને કઈ નહિ તે એશિયા ખંડ ઉપર પેાતાના વિકાસ સાધવામાં વિઘ્નરૂપ થઈ પડે.
પોતાનાં દ્વાર ઉઘાડીને બહારની દુનિયા સાથેના પોતાના વહેવાર શરૂ કર્યાં ત્યાર પછી વીસ વરસની અંદર જાપાને ચીન તરફ આક્રમણકારી વલણ ધારણ કર્યું. કેટલાક માછીને અંગેના એક નજીવા ઝઘડાએ ચીન પાસેથી વળતર માગવાની જાપાનને તક આપી. એ માછીનું વહાણ ભાંગી ગયું હતું અને તેમને મારી નાખવામાં આવ્યા હતા. પહેલાં તેા ચીને વળતર આપવાની ના પાડી, પરંતુ તેને યુદ્ધની ધમકી આપવામાં આવી તથા એ વખતે તે અનામમાં ફ્રેચા સાથે ઝઘડામાં સંડોવાયેલું હતું, એટલે તેણે જાપાનને નમતું આપ્યું. આ બનાવ ૧૮૭૪ની સાલમાં બન્યા. આ જીતથી જાપાન ફુલાઈ ગયું અને તરત જ ખીજા વિજયા મેળવવા આસપાસ નજર કરવા લાગ્યું. કારિયા ઉપર તરાપ મારવાનું સુગમ લાગ્યું એટલે નજીવા કારણસર તેની સાથે ઝઘડો ઊભા કરીને જાપાને તેના ઉપર ચડાઈ કરી તથા પૈસા આપવાની અને તેનાં કેટલાંક અંદરો જાપાનના વેપાર માટે ખુલ્લાં કરવાની તેને ફરજ પાડી.
ધણા લાંબા સમયથી કારિયા ચીનનું ખંડિયું રાજ્ય હતું. મદદ માટે તેણે ચીન તરફ નજર કરી પણ તે તેને મદદ કરી શકે એવી સ્થિતિમાં નહેતું. જાપાન વધારે પડતી લાગવગ રખેને મેળવી જાય એ`ખીકે ચીનની સરકારે તાત્પૂરતું નમતું આપવાની તથા જાપાનને અંકુશમાં રાખવા માટે પશ્ચિમની સત્તા સાથે સંધિ કરવાની કારિયાને સલાહ આપી. આમ ૧૮૮૨ની સાલમાં ક્રારિયાને દુનિયા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. પણ જાપાન એટલાથી સતાષાય એમ નહેતું. ચીનની મુશ્કેલીઓને લાભ ઉઠાવીને તેણે કૈારિયાને સવાલ ક્રીથી