________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેના એ પ્રયાસમાં તેને ઝાઝી સફળતા ન લાધી. અહીં બીજી પણ એક વિચિત્ર બીનાની નેંધ લેવા જેવી છે. જાપાને આધુનિક ઢબનાં સૈન્ય તથા નૌકાકાફલા સહિત પશ્ચિમના દેશનાં યંત્ર તેમ જ ઉદ્યોગને અપનાવ્યા અને આગળ વધેલા ઔદ્યોગિક રાષ્ટ્રને સ્વાંગ સ. પરંતુ યુરોપના વિચાર અને ભાવનાઓ, વ્યક્તિગત તેમ જ સામાજિક સ્વતંત્રતાના ખ્યાલે તથા જીવન અને સમાજ પ્રત્યેની તેની વિજ્ઞાનશુદ્ધ દૃષ્ટિને તેણે એટલી ત્વરાથી સ્વીકાર કર્યો. અંદરખાને તે તે ફયૂડલ અને નિરંકુશ સત્તાનું જ ઉપાસક રહ્યું તથા બાકીની દુનિયા જે વસ્તુમાંથી ક્યારનીયે મુક્ત થઈ ગઈ હતી તે અજબ પ્રકારની સમ્રાટપૂજાને વળગી રહ્યું. જાપાનીઓને ત્યાગપ્રધાન અને જવલંત રાષ્ટ્રપ્રેમ સમ્રાટ પ્રત્યેની આ નિષ્ઠા સાથે બહુ નિકટપણે સંકળાયેલું હતું. રાષ્ટ્રીયતા અને સમ્રાટપૂજાનો પંથ એ બંને સાથે સાથે ચાલતાં રહ્યાં. જ્યારે ચીને પ્રચંડ યંત્ર તથા ઉદ્યોગો બહુ ત્વરાથી અપનાવ્યા નહિ. પરંતુ ચીને અથવા કહે કે આધુનિક ચીને પશ્ચિમના વિચારે, ભાવનાઓ તથા તેની વિજ્ઞાનશુદ્ધ દૃષ્ટિને વધાવી લીધી. આ વિચારે તેમના પિતાના વિચારોથી બહુ ભિન્ન નહતા. આમ આપણે જોઈએ છીએ કે ચીને પશ્ચિમની સંસ્કૃતિની ભાવનાને વધારે પ્રમાણમાં અપનાવી હતી. આમ છતાં પણ જાપાન તેનાથી આગળ નીકળી ગયું એનું કારણ એ છે કે પશ્ચિમની સંસ્કૃતિની ભાવનાની અવગણના કરીને તેણે તેનું બખ્તર ધારણ કર્યું, અને તેનું આ બખ્તર ઘણું મજબૂત હતું એ કારણે આખું યુરોપ જાપાનની પ્રશંસા કરવા લાગ્યું અને તેણે તેને પોતાના સંઘમાં એક સભ્ય તરીકે દાખલ કર્યું. પરંતુ ચીન તે કમજોર હતું અને તેની પાસે તપ, બંદૂક વગેરે સરંજામ નહોતું. આથી તેની ભાવનાઓ અને વિચારેની પરવા કર્યા વિના પશ્ચિમની પ્રજાઓએ તેની અવહેલના કરી, તેને ધર્મને ઉપદેશ આપે, તથા તેનું શોષણ કર્યું.
જાપાને કેવળ યુરેપની ઔદ્યોગિક પદ્ધતિનું જ નહિ પણ તેની સામ્રાજ્યવાદી આક્રમણની નીતિનું પણ અનુકરણ કર્યું. તે યુરોપનું વફાદાર શિષ્ય હતું એટલું જ નહિ પણ તે તે પિતાના ગુરુથીયે આગળ વધી ગયું. નવા ઉદ્યોગવાદનો ફયૂડલ વ્યવસ્થા સાથે મેળ ખાતે નહે, એ તેની ખરી મુશ્કેલી હતી. એ બંને ચાલુ રાખવાના પ્રયત્નમાં તે આર્થિક સમતા સ્થાપી શકયું નહિ. ત્યાં આગળ કરવેરા બહુ ભારે હતા અને લેકો તેની સામે ફરિયાદ કરવા લાગ્યા. એને લીધે દેશમાં કંઈ પીડા ઊભી થવા પામે તે ટાળવા તેણે જૂની કરામતને આશરે લીધે, એટલે કે, યુદ્ધ દ્વારા અથવા તે પરદેશમાં સામ્રાજ્યવાદી સાહસ ખેડીને લોકોનું ધ્યાન બીજી દિશામાં વાળ્યું. ઔદ્યોગિક ક્રાંતિએ પરદેશમાં જઈને મુલક જીતવાની જેમ ઇંગ્લંડને અને પાછળથી પશ્ચિમ યુરેપના બીજા દેશને ફરજ પાડી હતી તેમ જાપાનના નવા ઉદ્યોગેએ