________________
૧૩૪૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન વધતી જાય છે. ૧૯૨૯ની સાલ પછી દુનિયાભરમાં વેપારમાં ભારે મંદી આવી ગઈ છે પરંતુ એને કારણે કંઈ યંત્રશાસ્ત્રની આગેકૂચ અટકી નથી. એમ કહેવાય છે કે, ૧૯૨૯ની સાલ પછી યુનાઈટેડ સ્ટેટ્સમાં એટલા બધા યાંત્રિક સુધારાઓ થયા છે કે, ૧૯૨૮ની સાલમાં થતું હતું તેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે તોયે કામમાંથી ફારગ કરવામાં આવેલા મજૂરોને કદી પણ કામે લગાડી શકાય એમ નથી.
દુનિયાભરમાં અને ખાસ કરીને આગળ વધેલા ઔદ્યોગિક દેશમાં બેકારીને ગંભીર પ્રશ્ન પેદા કરનાર અનેક કારણોમાંનું આ એક કારણ છે. એ એક વિચિત્ર પ્રકારને અને અવળો પ્રશ્ન છે, કેમ કે, છેલ્લામાં છેલ્લી ઢબનાં યંત્રને કારણે તે રાષ્ટ્રની સંપત્તિમાં વધારે થ જોઈએ અને પ્રત્યેક પ્રજાજનના જીવનનું ધોરણ ઊંચું થવું જોઈએ. એમ થવાને બદલે યંત્રને કારણે તે દારિદ્ય અને ભયંકર વિટંબણાઓ પેદા થઈ છે. એમ લાગે છે કે, વૈજ્ઞાનિક પદ્ધતિથી એ પ્રશ્નનો ઉકેલ કરવાનું મુશ્કેલ ન હોવું જોઈએ. સંભવ છે કે, એ રીતે એને ઉકેલ મુશ્કેલ ન પણ હોય. પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સમજપૂર્વક અને ઉકેલ કરવા પ્રયત્ન કરતાં જ ખરી મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે એમ કરવા જતાં અનેક સ્થાપિત હિતે ઉપર અસર પહોંચે છે અને તેઓ પિતાપિતાની સરકાર ઉપર કાબૂ રાખવા જેટલાં સમર્થ હોય છે. વળી, એ પ્રશ્ન તત્ત્વતઃ આંતરરાષ્ટ્રીય છે અને આજની રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધા તેને આંતરરાષ્ટ્રીય ઉકેલ લાવવામાં વિઘરૂપ નીવડે છે. સોવિયેટ રશિયા, એવા પ્રકારના પ્રશ્નને ઉકેલ વૈજ્ઞાનિક ઢબથી લાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ રાષ્ટ્રીય ધેરણ પર તેને એ બધું કરવું પડે છે. અને બાકીની દુનિયા મૂડીવાદી તથા સોવિયેટ-વિરોધી હોવાને લીધે તેની મુશ્કેલી વળી વિશેષે કરીને વધી જાય છે. એમ ન હોત તે તેને એવી મુશ્કેલી ન નડત. દુનિયાને વહેવાર આજે તત્ત્વતઃ આંતરરાષ્ટ્રીય છે. જો કે એની રાજકીય રચના બહુ પછાત અને સંકુચિતપણે રાષ્ટ્રીય છે. સમાજવાદ દુનિયાવ્યાપી થાય તે જ તેને છેવટની સફળતા મળી શકે. ઘડિયાળના કાંટા પાછા નથી હઠાવી શકાતા, તથા આજની આંતરરાષ્ટ્રીય રચના અપૂર્ણ હોવા છતાંયે રાષ્ટ્રીય અલગપણને સાચવી રાખવા ખાતર તેને કચરી નાખી શકાય નહિ. જુદા જુદા દેશમાં ફાસિસ્ટ કરી રહ્યા છે તે રાષ્ટ્રવાદને અતિ ઉત્કટ કરવાને પ્રયત્ન આખરે નિષ્ફળ નીવડવાને છે એ વિષે લેશ પણ શંકા નથી; કારણ કે, આજની દુનિયાની અર્થવ્યવસ્થાના મૂળભૂત આંતરરાષ્ટ્રીય સ્વરૂપથી તે વિરુદ્ધ જાય છે. હા, એમ બને ખરું કે, એ રીતે એ પિતે ડૂબે અને સાથે આખી દુનિયાને પણ ડુબાડે અને જેને આધુનિક સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે તેને એક સર્વસ્પર્શી આફતમાં ઉતારે.