________________
વિજ્ઞાનને સદુપગ અને દુરુપયેાગ ૧૩૪૯ આવી આપત્તિનું જોખમ બહુ દૂર છે અથવા તે તે અકર્યો છે એવું કશું જ નથી. આપણે જોઈ ગયાં છીએ કે, વિજ્ઞાને આપણને અનેક સારી સારી વસ્તુઓ આપી છે પરંતુ સાથે સાથે વિજ્ઞાને યુદ્ધની ભીષણતામાં પણ અસાધારણ વધારે કરી મૂક્યો છે. રાજ્ય તથા સરકારોએ શુદ્ધ તેમ જ વિનિયુક્ત વિજ્ઞાનની અનેક શાખાઓની ઘણી વાર ઉપેક્ષા કરી છે. પરંતુ તેમણે એની યુદ્ધને લગતી બાજુઓની ઉપેક્ષા નથી કરી. અને શસ્ત્રસજજ થવાને તથા પિતાનું સામર્થ્ય વધારવાને અર્થે તેમણે વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધખળાને પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. ઘણાંખરાં રાજ્ય આખરે તે પશુબળ ઉપર જ આધાર રાખે છે અને વિજ્ઞાનની શોધળો એ રાજ્યની સરકારને એટલી બધી બળવાન બનાવી રહી છે કે, પરિણામનો કશેયે ડર રાખ્યા વિના, સામાન્ય રીતે, તેઓ પ્રજા ઉપર જુલમ ગુજારે છે. જુલમગાર સરકાર સામે પ્રજાકીય બંડ ઉઠાવવાના અને ફ્રાંસની ક્રાંતિમાં બન્યું હતું તેમ બચાવના કામચલાઉ મરચાઓ ઊભા કરીને ખુલ્લા મહોલ્લાઓમાં લડવાના પુરાણું દિવસે ક્યારનાયે વીતી ગયા છે. રાજ્યના સુસજજ અને સંગઠિત સૈન્ય સામે લડવું એ નિઃશસ્ત્ર કે સશસ્ત્ર ટોળા માટે પણ આજે અશક્ય બની ગયું છે. હા, રશિયાની ક્રાંતિમાં બન્યું હતું તેમ, રાજ્યનું લશ્કર પોતે જ સરકારની સામે થઈ જાય એ સંભવિત છે પરંતુ તે સિવાય એને બળ વાપરીને તે હરાવી ન જ શકાય. વસ્તુસ્થિતિ આવી હેવાથી, સ્વાતંત્ર્ય માટે ઝૂઝતી પ્રજાને સામુદાયિક પગલું ભરવા માટેની બીજી અને વિશેષ શાંતિમય રીતે અખત્યાર કરવાની જરૂર ઊભી થઈ છે.
આ રીતે, વિજ્ઞાનને કારણે અમુક સમૂહ કે ધનિકોની ટોળીઓના હાથમાં રાજ્યસત્તા કેન્દ્રિત થઈ છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો તથા ૧લ્મી સદીના લેકશાહી વિચારને નાશ થયો છે. જુદાં જુદાં રાજ્યમાં શાસન કરનારી આવી ટેળીઓ ઊભી થાય છે. એ ટોળીઓ કદી કદી ઉપર ઉપરથી લોકશાહીના સિદ્ધાંત પ્રત્યે પિતાની વફાદારી વ્યક્ત કરે છે અને કઈ કઈ વખત તેઓ એ સિદ્ધાંતને છડેચોક વખોડી કાઢે છે. રાજ્યનું શાસન કરનારી એ જુદી જુદી ટોળીઓ વચ્ચે પરસ્પર અથડામણ થવા પામે છે અને એને પરિણામે રાષ્ટ્રો એકબીજા સામે યુદ્ધે ચઢે છે. એવું મહાભારત યુદ્ધ આજે કે ભવિષ્યમાં કોઈ વખતે આ શાસક ટોળીઓને જ નહિ પણ ખુદ સારીયે સભ્યતાને પણ નાશ કરે એ સંભવિત છે. અથવા તે, માકર્સવાદી ફિલસૂફીની અપેક્ષા પ્રમાણે એની ભસ્મમાંથી આંતરરાષ્ટ્રીય સમાજવાદી વ્યવસ્થા ઉભવે એમ પણ બનવા સંભવ છે.
વાસ્તવમાં યુદ્ધ એ એવી ભીષણ વસ્તુ છે કે, એને વિચાર રૂચિકર નથી હોતો. એથી કરીને, રૂડારૂપાળા શબ્દો, વીરતાભર્યા સંગીત તેમ જ ભપકાદાર ગણવેશેની પાછળ તેનું સાચું સ્વરૂપ છુપાવી રાખવામાં આવે છે.