________________
અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશે ૧૫૭ એનાં કારણે તથા પ્રલેને ગમે તે હે પરંતુ અંગ્રેજો સાથે અફઘાન વિગ્રહ ફાટી નીકળ્યું. પરંતુ આ યુદ્ધને આપણે કલ્પી પણ ન શકીએ એટલા ટૂંકા સમયમાં અંત આવ્યું અને તેમાં નહિ જેવી જ લડાઈ થવા પામી. લશ્કરી દૃષ્ટિએ તે હિંદમાંના અંગ્રેજો અમાનુલ્લા કરતાં બેશક ઘણુ બળવાન હતા પરંતુ તેમને લડવાનું જરા પણ મન નહોતું. આથી નજીવા બનાવથી જ યુદ્ધ પતી ગયું અને તેમણે અફઘાને સાથે સમજૂતી કરી. એને પરિણામે અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ તરીકે માન્ય રાખવામાં આવ્યું તથા પરદેશે સાથેના સંબંધેની બાબતમાં પણ તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી. આ રીતે અમાનુલ્લાએ પિતાને ઉદેશ પાર પાડ્યો અને યુરોપ તથા એશિયામાં સર્વત્ર તેની પ્રતિષ્ઠા વધી ગઈ. અંગ્રેજોને એને માટે સારો અભિપ્રાય ન હોય એ બિલકુલ સ્વાભાવિક છે.
પિતાના દેશમાં તેણે નવી નીતિને અમલ શરૂ કર્યો તેથી તે દુનિયાનું લક્ષ અમાનુલ્લા તરફ વળી વધારે ખેંચાવા લાગ્યું. તેની એ નીતિ પશ્ચિમની પદ્ધતિએ ઝડપી સુધારા કરવાની એટલે કે અફઘાનિસ્તાનનું “પશ્ચિમીકરણ” કરવાની હતી. તેના એ કાર્યમાં તેની પત્ની બેગમ સુરૈયાએ તેને ભારે મદદ કરી. તેણે અમુક અંશે યુરેપમાં કેળવણી લીધી હતી અને સ્ત્રીઓ પડદા પાછળ ભરાઈ રહે એ વસ્તુ તેને સાલતી હતી. આ રીતે એક અતિશય પછાત દેશને અલ્પ સમયમાં બદલી નાખવાની, અફઘાનોને તેમની જૂની ઘરેડમાંથી બહાર કાઢીને તેમને ન માર્ગે ચડાવી આગળ ધપાવવાની આશ્ચર્યકારક પ્રક્રિયા શરૂ થઈ. દેખીતી રીતે જ, મુસ્તફા કમાલ પાશા એ અમાનુલ્લાને આદર્શ હતો અને તેણે ઘણી બાબતમાં તેની નકલ કરવા માંડી. તે એટલે સુધી કે, તેણે અફઘાનોને કેટ પાટલૂન અને યુરોપિયન હેટ પહેરતા કર્યા તથા તેમની દાઢી સુધ્ધાં મૂંડાવી નંખાવી. પરંતુ અમાનુલ્લામાં કમાલ પાશાની દઢતા કે કાર્યદક્ષતા નહતી. પિતાના ક્રાંતિકારી સુધારાઓ કરવાનું કાર્ય શરૂ કરવા પહેલાં તેણે દેશમાં તેમ જ આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં પિતાની સ્થિતિ સંપૂર્ણપણે સલામત કરી લીધી હતી. તેને શિસ્તબદ્ધ અને કસાયેલા લશ્કરનું પીઠબળ હતું તેમ જ સમગ્ર પ્રજામાં તેની ભારે પ્રતિષ્ઠા હતી. આ બધી સાવચેતી રાખ્યા વિના અમાનુલ્લા આગળ વધે. વળી તેનું કાર્ય વિશેષે કરીને કપરું હતું કેમ કે અફઘાને છેલ્લામાં છેલ્લા તુર્ક કરતાં પણ ઘણું પછાત હતા.
પરંતુ બીના બની ગયા પછી તેને ન્યાય તોળવાનું બહુ સહેલું હોય છે. તેના રાજ્યકાળનાં આરંભનાં વરસમાં તેના સુધારાનાં બધાં કાર્યમાં તે સફળ થતે દેખાતું હતું. તેણે સંખ્યાબંધ અફઘાન છેકરા છોકરીઓને કેળવણી માટે યુરોપ મોકલ્યાં. રાજ્યવહીવટમાં પણ તેણે ઘણું સુધારા દાખલ કર્યા પિતાના પાડોશીઓ તથા તુર્કી સાથે સંધિઓ કરીને તેણે તેની આંતરરાષ્ટ્રીય