________________
માસવાદ
૮૯૧
સખ્યા તેમ જ બળમાં વધારો કરી રહ્યો છે અને આખરે એ વગ મૂડીવાદના નાશ કરીને વરહિત સમાજ તેમ જ સમાજવાદની સ્થાપના કરશે.
*
માસે રજૂ કરેલી, ઇતિહાસનું અવલોકન કરવાની આ રીતને, ‘ તિહાસની ભાતિક યા જડવાદી દ્રષ્ટિ' કહેવામાં આવે છે. એ ભૈતિક ’ એટલા માટે હતી કે એ · આદર્શવાદી ’ નહોતી. આ · આદર્શીવાદ ' શબ્દના ફિલસૂફ઼ા માર્ક્સના જમાનામાં વિશિષ્ટ અર્થમાં બહુ ઉપયોગ કરતા હતા. એ સમયે વિકાસ અથવા તો ઉત્ક્રાંતિને ખ્યાલ બહુ પ્રચલિત થતા જતા હતા. હું તને આગળ કહી ચૂક્યો છું કે ડાર્વિને પ્રાણીઓની ભિન્ન ભિન્ન જાતોની ઉત્પત્તિ તથા વિકાસના સબંધમાં તો એ ખ્યાલ આમજનતાના માનસ ઉપર બરાબર ફસાવી દીધા હતા. પરંતુ એથી કરીને મનુષ્યના સામાજિક સબધા વિષે કશે। ખુલાસા મળતા નહોતા. કેટલાક ફિલસૂફ઼ોએ અસ્પષ્ટ આદવાદી ખ્યાલો દ્વારા એમ બતાવવા પ્રયત્ન કર્યાં હતા કે મનુષ્યની પ્રગતિને આધાર તેના માનસિક વિકાસ ઉપર છે. માસે જણાવ્યું કે મનુષ્યની પ્રગતિના ખુલાસા આપવાની આ ખાટી પતિ છે. તેના મત અનુસાર અસ્પષ્ટ અને ગગનવિહારી ચિંતના તથા આદર્શવાદ એ જોખમકારક છે; કેમ કે, એથી કરીને તે લેકે વસ્તુતઃ જેને કશે। આધાર નથી એવી તરેહતરેહની કલ્પનાએ ચડી જવા સંભવ છે. એથી
કરીને માસે શાસ્ત્રીય પદ્ધતિથી ઘટના અને હકીકતોનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. આથી ઈતિહાસના નિરીક્ષણની એની પદ્ધતિ માટે ભૌતિક શબ્દ યોજાયે.
9
માકર્સ શાષણ તથા વર્ગવિગ્રહના વારંવાર ઉલ્લેખ કરે છે. આપણી આસપાસ પ્રવર્તતા અન્યાય. જોઈ ને આપણામાંના ધણા ઉત્તેજિત અને કાપાયમાન થાય છે. પરંતુ માર્ક્સના કહેવા પ્રમાણે એ કાપાયમાન થવા જેવી કે નેક સલાહ આપવા જેવી બાબત નથી. શાષણમાં શોષણ કરનાર વ્યક્તિને દોષ નથી. એક વ ઉપર ખીજાનું પ્રભુત્વ હાવું એ તે ઐતિહાસિક પ્રગતિનું બહુ સ્વાભાવિક પરિણામ છે. યથાકાળે અને ખલે ખીજી વ્યવસ્થા કાયમ થવાની અને બીજો કેાઈ વર્ગ સત્તા પર આવવાના. પ્રભુત્વ ધરાવનારા અથવા તા સત્તાધીશ વના કાઈ માણસ, એ કારણે ખીજાએનું શાષણ કરે એમાં તે મહાપાપ કરતા નથી. શાણુ કરનાર અમુક એક તંત્ર યા પદ્ધતિનું અંગ માત્ર છે એટલે એના ઉપર ગાળાના વરસાદ વરસાવવા એ તે અતિશય બેઠૂઠ્ઠુ છે. આપણે આ વ્યક્તિ અને તંત્ર અથવા પદ્ધતિ વચ્ચેના ભેદ ઘણી વાર ભૂલી જઈએ છીએ. હિંદુસ્તાન આજે બ્રિટિશ સામ્રાજ્યવાદની એડી નીચે ચગદાયેલું છે અને આપણે પૂરેપૂરા સામર્થ્યથી એ સામ્રાજ્યવાદ સામે લડી રહ્યા છીએ. પરંતુ હિંદમાં એ શાસનપદ્ધતિને ટેકા આપનારા અંગ્રેજોને એ માટે દોષ દેવા એ ઉચિત નથી. તે તે માત્ર એક પ્રચંડ યંત્રના ચક્રના એક દાંતા