________________
૯૨
જગતના ઈતિહાસનું રેખાદર્શન સમાન છે, તેની ગતિમાં સહેજ સરખો પણ ફેરફાર કરવાની તેમની તાકાત નથી. એ જ રીતે આપણામાંના કેટલાક જમીનદારી પતિને જરીપુરાણી થઈ ગયેલી અને કિસાનેને માટે અતિશય હાનિકારક લેખે છે, કેમ કે એ પદ્ધતિ નીચે કિસાનેનું ભયંકર શોપણ થઈ રહેલું છે. પરંતુ એને કારણે પણ કઈ વ્યક્તિગત જમીનદારને દેષ દેવો એ ઉચિત નથી. એ જ રીતે જેમને શેષણ કરનારાઓ તરીકે ઘણી વાર ગાળો દેવામાં આવે છે તે મૂડીદારે પણ દેશપાત્ર નથી. હમેશાં તંત્ર કે પદ્ધતિ દેશપાત્ર હોય છે વ્યક્તિઓ નહિ.
માકર્સે વર્ગવિગ્રહ માટે હાકલ નથી કરી. તેણે તો માત્ર એ દર્શાવી આપ્યું કે, વસ્તુતઃ વર્ગવિગ્રહ સમાજમાં ચાલી રહ્યો હતો જ અને એક યા બીજા સ્વરૂપમાં પ્રાચીન કાળથી તે ચાલતે આવ્યું હતું. તેને “પિટલ' નામનો ગ્રંથ લખવાને આશય “આધુનિક સમાજની ગતિને આર્થિક નિયમ તેના ખુલ્લા સ્વરૂપમાં રજૂ કરવા' એ હતે. અને તેની આ રજૂઆતે સમાજમાં વર્ગ વર્ગ વચ્ચે ચાલી રહેલા તીવ્ર સંઘર્ષોને ઉઘાડા પાડ્યા. આ સંઘર્ષો હમેશાં વર્ગવિગ્રહની પેઠે તેના ખુલ્લા સ્વરૂપમાં પ્રકટ થતા નથી જોવામાં આવતા. કેમ કે સમાજને સત્તાધીશ વર્ગ પિતાનું વર્ગીય સ્વરૂપ અણછનું રાખવા પ્રયત્ન કરતે રહે છે. પરંતુ ચાલુ સમાજવ્યવસ્થા જોખમની પરિસ્થિતિમાં આવી પડે ત્યારે તે પિતાને બધે પાખંડ તજી દે છે અને પિતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે. અને એ રીતે છેવટે વર્ગ વર્ગ વચ્ચે ખુલ્લે વિગ્રહ શરૂ થાય છે.
જ્યારે આવી પરિસ્થિતિ પેદા થવા પામે ત્યારે લેકશાહીનાં ધોરણે. સામાન્ય કાયદાઓ તથા તેમના અમલની સામાન્ય કાર્યવાહી વગેરે બધું અદશ્ય થાય છે. કેટલાક લેકે કહે છે તે પ્રમાણે આ વર્ગવિગ્રહ ગેરસમજ કે ચળવળિયાઓની દુષ્ટતાને કારણે નથી પેદા થતા પરંતુ ખુદ સમાજના બંધારણમાં જ તેમનાં બીજ રહેલાં હોય છે અને દરેક વર્ગમાં પિતાના હિતવિધિની સમજ જેમ જેમ વધારે જાગ્રત થતી જાય છે તેમ તેમ તેની વૃદ્ધિ થતી રહે છે.
હિંદની પ્રચલિત પરિસ્થિતિ સાથે આપણે માકર્સને આ સિદ્ધાંત સરખાવી જોઈએ. અંગ્રેજ સરકાર લાંબા સમયથી એ દા કરતી આવી છે કે, હિંદ ઉપરની તેમની હકૂમત હિંદના હિત અને ન્યાયના પાયા ઉપર રચાયેલી છે, અને તેમના એ દાવામાં કંઈક તથ્ય છે એમ ભૂતકાળમાં આપણું ઘણું દેશબંધુઓ માનતા હતા એમાં શક નથી. પરંતુ હાલ જ્યારે એક મહાન અને પ્રજાવ્યાપી હિલચાલ એ હકૂમતને ગંભીર જોખમરૂપ થઈ પડી છે ત્યારે તેણે પિતાનું બેડોળ સ્વરૂપ ખુલ્લેખુલ્લું પ્રગટ કર્યું છે અને એક આંધળો પણ જોઈ શકે છે કે એ હકુમત તે કેવળ સામ્રાજ્યવાદી શેષણ જ છે અને ખંજરને બળે તેને ટકાવી રાખવામાં આવ્યું છે. તેનું રૂડું રૂપાળું આચ્છાદન તથા મીઠી મીઠી વાતે હવે તજી દેવામાં આવ્યાં છે. ખાસ એડિનન્સ, તથા