________________
સાસવાદ
૮૯૩
વાણીસ્વાતંત્ર્ય, સભા ભરવાની છૂટ, છાપાંની સ્વતંત્રતા ઇત્યાદિ પ્રજાના બહુ જ સામાન્ય હકાનું દમન આ બધી વસ્તુએ દેશના સામાન્ય કાયદાનું સ્થાન લીધું છે. મેજૂદ સત્તાના સામને જેમ જેમ ઉગ્ર થતા જશે તેમ તેમ આવું વધારે પ્રમાણમાં બનતું જશે. એક વર્ગ ખીજા વર્ગને જોખમરૂપ થઈ પડે ત્યારે પણ એમ જ બને છે. કિસાનો તેમ જ મજૂરા તથા તેમને માટે કાર્ય કરતા સેવાને ક્રૂર શિક્ષા કરવામાં આવે છે તેમાં આપણને આપણા દેશમાં પણ એ જ વસ્તુ બનતી હોવાનું દર્શન થાય છે.
આમ માકર્સના ઇતિહાસને સિદ્ધાંત એ હતા કે સમાજ નિરંતર બદલાતે અને પ્રગતિ કરતો રહે છે. એમાં કશું સ્થિર કે અચળ નથી, તેની કલ્પના મુજ્બ તે જીવંત અને સક્રિય છે. ગમે તે થાએ પણ તે તે આગળ વધતા જ રહેવાના અને એક સામાજિક વ્યવસ્થાને ઠેકાણે બીજી વ્યવસ્થા આવવાની. પરંતુ એક સમાજવ્યવસ્થા પોતાનું કાર્ય પાર પાડ્યા પછી અને પોતાના સંપૂર્ણ વિકાસ સાધ્યા પછી જ અદૃશ્ય થાય છે. સમાજ જ્યારે એ વ્યવસ્થા કરતાં આગળ વધી જાય છે ત્યારે તે આજ સુધી તેને બંધબેસતાં આવતાં અને હવે પેતાની વૃદ્ધિને કારણે ટૂંકાં પડતાં જૂની વ્યવસ્થાનાં વસ્ત્રોને ફાડીને ફેંકી દે છે અને નવાં તથા મેટાં વસ્ત્રો ધારણ કરે છે.
માર્કના મત અનુસાર, આ ભવ્ય ઐતિહાસિક વિકાસક્રમને સહાય કરવી એ મનુષ્યનું જીવનકાર્ય છે. એ વિકાસની પ્રક્રિયાની આગળની બધી ભૂમિકા પૂરી થઈ ચૂકી હતી. હવે તેા મૂડીવાદી મધ્યમવર્ગી સમાજ અને મજૂરવ વચ્ચેના આખરી વર્ગ-વિગ્રહ શરૂ થયા હતા. (બેશક, જ્યાં આગળ મૂડીવાદ સંપૂર્ણ પણે વિકસ્યા હતા તેવા ઉદ્યોગોમાં આગળ પડતા દેશોમાં જ આ સ્થિતિ હતી. મૂડીવાદ જ્યાં પૂર્ણ પણે વિકસ્યા ન હતા તેવા દેશેા ઉદ્યોગોમાં પછાત હતા અને તેથી કરીને ત્યાંના વિગ્રહનું સ્વરૂપ કંઈક મિશ્ર અને જુદા પ્રકારનું હતું. પરંતુ એવા દેશેમાંયે આ વિગ્રહ અથવા સંધ અમુક અંશે તો ચાલતા જ હતા કેમ કે, હવે આખી દુનિયાના બધા દેશ દિનપ્રતિદિન એકજાના વધારે સંપર્કમાં આવતા જતા હતા અને એકબીજા સાથે વધારે ને વધારે પ્રમાણમાં સંકળાતા જતા હતા.) માકર્સનું કહેવું એવું હતું કે મૂડીવાદને • ઉપરાઉપરી અનેક મુસીબતોને અને કટોકટીના સામના કરવા પડશે અને તેના મૂળમાં રહેલા સમતાના અભાવને કારણે આખરે તે ઊથલી પડશે. માકસે
આ વસ્તુ લખી ત્યાર પછી સાઠ કરતાંયે વધારે વરસ વીતી ગયાં છે અને ત્યાર પછી મૂડીવાદે કેટલીયે કટોકટીના સામના કર્યાં છે. અને એને પરિણામે તેને અંત આવવાને ખલે એ કટોકટી વટાવીને તે ટકી રહ્યો છે અને રશિયા સિવાય અધે તે વધારે બળવાન બન્યા છે. રશિયામાં તે આજે મૂડીવાદના અંત આવ્યો છે. પરંતુ અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે ~~ દુનિયાભરમાં તે ભયંકર