________________
૮૯૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન બીમારીમાં સપડાયેલે જણાય છે અને દાક્તરો તેના સાજા થવાની બાબતમાં માથું ધુણાવીને પિતાની ચિંતા વ્યક્ત કરે છે.
એવું કહેવામાં આવે છે કે, મૂડીવાદ છેક આજ દિન સુધી ટકી શક્યો એ એક વસ્તુને આભારી હતું. કદાચ માકર્સે એ વિષે પૂરેપૂરે વિચાર કર્યો નહિ હોય. એ વસ્તુ તે ઉદ્યોગમાં આગળ વધેલા પશ્ચિમના દેશોએ પિતાના તાબામાં આવેલા દેશનું કરેલું શેષણ. આવા ગરીબ દેશોના શોષણને ભોગે મૂડીવાદને નવું બળ અને સમૃદ્ધિ પ્રાપ્ત થયાં.
આજના મૂડીવાદી સમાજમાં ગરીબના ધનિકેથી અને મજૂરના મૂડીદારોથી થતા રોષણને આપણે હમેશાં ધિકકારીએ છીએ. ધનિકે ગરીબોનું તથા મૂડીદારો મજૂરનું શોષણ કરે છે એ હકીકત નિર્વિવાદ છે પરંતુ એમાં મૂડીદારને દોષ નથી. દોષ તે એ પદ્ધતિનો છે કેમકે ખુદ એ પદ્ધતિ જ આવા શેષણના પાયા ઉપર રચાયેલી છે. વળી તું એમ ન ધારી લઈશ કે શોષણ એ મૂડીવાદી વ્યવસ્થામાં નવી પેદા થયેલી વસ્તુ છે. છેક પ્રાચીનકાળથી હરેક યુગમાં અને હરેક પદ્ધતિમાં શેષણ એ તે મજૂરવર્ગ અને ગરીબોને કપાળે વિધિના લેખની માફક અનિવાર્યપણે લખાયેલું જ હતું. સાચે જ એમ કહી શકાય કે, મૂડીવાદીઓ તેમનું શોષણ કરી રહ્યા હોવા છતાંયે, પહેલાંના જમાના કરતાં આજે મજૂરોની હાલત વધારે સારી છે.
માકર્સવાદને આજના જમાનાને સૌથી મહાન પુરસ્કર્તા લેનીન થઈ ગયો. તેણે માકર્સવાદનું સમર્થન કર્યું અને તેની સમજૂતી આપી એટલું જ નહિ પણ તેણે તે પિતાના જીવનમાં ઉતાર્યો અને તે પ્રમાણે આચરણ પણ કર્યું. અને છતાં માકર્સવાદને જેમાં કશે ફેરફાર ન થઈ શકે એ અફર સિદ્ધાંત માની બેસવા સામે એણે આપણને ચેતવ્યા છે. એના તત્ત્વની સત્યતાની બાબતમાં એને ખાતરી થઈ ચૂકી હતી પરંતુ વગર વિચાર્યું તેની બધી જ વિગતેને સ્વીકાર કરવા કે તેમનો અમલ કરવા તે તૈયાર નહોતે. તે આપણને એ બાબતમાં જણાવે છે કે,
માકર્સના સિદ્ધાંતને પરિપૂર્ણ ચા કશા દોષ કે ખામ વિનાનો અમે નથી માનતા. ઊલટું અમારે તો એવો વિશ્વાસ છે કે, એ સિદ્ધાંત તો કેવળ એવા શાસના પાયારૂપ છે જેને, સમાજવાદીઓ જે જીવનથી પાછળ પડી જવા ન ચહાતા હોય તો તેમણે દરેક દિશામાં વિકસાવવું જોઈએ. અમારું તો એવું માનવું છે કે, માકર્સના સિદ્ધાંતને સ્વતંત્રપણે અભ્યાસ હાથ ધરવો એ રશિયાના સમાજવાદીઓ માટે ખાસ કરીને આવશ્યક છે; કેમ કે, એ સિંદ્ધાંત તે આપણને કેવળ દિશાસૂચન અને અંગુલિનિર્દેશ કરે એવા સામાન્ય ખ્યાલ આપે છે. એ ખ્યાલે અથવા વિચારો ઇંગ્લેંડ કરતાં ક્રાંસમાં જુદી રીતે અને ક્રાંસ કરતાં જર્મનીમાં જુદી રીતે તથા જર્મની કરતાં રશિયામાં જુદી રીતે લાગુ પાડી શકાય.’