________________
ઇંગ્લેંડના વિકટોરિયા યુગ
૮૯૫
આ પત્રમાં મે માસના સિદ્ધાંતા વિષે તને કંઈક કહેવાના પ્રયત્ન કર્યાં છે. પરંતુ, મારા એ થીગડથાગડ પ્રયાસથી તને કશા ફાયદો થશે કે કેમ અથવા તા એથી માકસવાદ વિષે તને કંઈક ચોક્કસ અને સ્પષ્ટ ખ્યાલ આવશે કે કેમ તે હું કહી શકતા નથી. આ માકવાદના સિદ્ધાંતા વિષે જાણવું જરૂરી છે; કેમ કે, તે આજે પુરુષ તથા સ્ત્રીઓના વિશાળ જનસમૂહને પ્રેરણા આપી રહ્યા છે તથા આપણા દેશમાં પણ તે આપણને મદદરૂપ થઈ શકે એમ છે. રશિયાની મહાન પ્રજા તથા સેવિયેટ યુનિયનના બીજા પ્રદેશોએ માર્કસને પોતાના પ્રધાન પેગમ્બર બનાવ્યા છે અને દુનિયાનાં આજનાં ભારે સંકટો અને હાડમારીઓમાંથી નીકળવાના ઇલાજો શોધનારા લેાકેા પ્રેરણા મેળવવા માટે તેના તરફ નજર કરે છે.
ટેનીસન નામના અંગ્રેજ કવિની કવિતાની થોડીક લીટીઓ ટાંકીને હું આ પત્ર પૂરો કરીશ.
ક્રૂરે યુગ જૂના અને યુગ નવીનને સ્થાન દે, અને પ્રભુ અનેક રીત થકી કાર્યસિદ્ધિ લહે, રખે કદી સુરૂઢિ એક જગને કરી ભ્રષ્ટ દે.
૧૩૫. ઇંગ્લેંડના વિકટારિયા યુગ
૨૨ ફેબ્રુઆરી, ૧૯૩૩
સમાજવાદી વિચારોના વિકાસને અંગેના મારા પત્રામાં મે દર્શાવ્યું છે કે, ઇંગ્લેંડના સમાજવાદ એ બધામાં સૌથી વધારે માળા હતા. તે સમયની યુરોપની પ્રચલિત વિચાર–પ્રણાલીએમાં તે સૌથી ઓછી ક્રાંતિકારી હતી. અને ધીમે ધીમે એક એક કદમ આગળ વધીને પિરવતન તથા સુધારણા કરવાની તેની તેમ હતી. કેટલીક વેળા જ્યારે વેપારોજગારમાં મંદી આવતી અને તેને લીધે એકારી વધતી તથા મજૂરીના દરો ઘટી જતા અને લેકાને યાતના તથા હાડમારી વેઠવી પડતી ત્યારે ઇંગ્લંડમાં પણ ક્રાંતિનું મેા ચડી આવતું. પરંતુ વળી પાછી સ્થિતિ સુધરતાં તે શમી જતું. ૧૯મી સદીમાં ઇંગ્લેંડના વિચારાની માળાશને ત્યાંની તે સમયની સમૃદ્ધિ સાથે નિકટના સબંધ છે. કેમ કે, સમૃદ્ધિ અને ક્રાંતિ એ એ સાવ ભિન્ન વસ્તુઓ છે. ક્રાંતિ એટલે ભારે પરિવર્તન અને જે પ્રચલિત પરિસ્થિતિથી સારી રીતે સંતુષ્ટ હોય તે તેમાં વધારે સુધારો થવાની અનિશ્ચિત શક્યતા ખાતર જોખમકારક અને અવિચારી સાહસ ખેડવા તૈયાર નથી હાતા.
૧૯મી સદી એ ખરેખર ઈંગ્લંડની મહત્તાના યુગ હતા. ઔદ્યોગિક ક્રાંતિ કરીને તથા બીજા દેશોની પહેલાં નવાં કારખાનાં ઊભાં કરીને ૧૮મી સદીમાં