________________
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
પરંતુ ૧૯૨૯ની સાલમાં પરિસ્થિતિ એકાએક બગડી. અમેરિકાએ જર્મની તથા દક્ષિણ અમેરિકાનાં રાજ્યોને નાણાં ધીરવાનું બંધ કર્યુ અને એ રીતે લેણદેણુના કાગળ ઉપરના વ્યવહારનો અંત આણ્યો. એ તો દેખીતું જ હતું કે, અમેરિકાના મૂડીદારા કઈ હમેશને માટે નાણાં ધીર્યાં કરવાના નહાતા જ. કેમકે એથી તે તેમના દેદારોની જવાબદારી વચ્ચે જાય અને દેવું પતાવવાનું તેમને માટે અશકય બની જાય. અત્યાર સુધી તેમણે ધીર્યાં કર્યું. એનું કારણ તો એ હતું કે, તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં રોકડ નાણાં પડેલાં હતાં અને તેને તેમને કશા ઉપયોગ નહોતા. આ વધારાનાં ફાલતુ નાણાંને લીધે તેઓ શૅર્ બજારમાં ભારે સટ્ટાએ ખેલવા લાગ્યા. સટ્ટાના જુગાર ખેલવાને ભારે જુવાળ ચડ્યો અને દરેક જણ તત્કાળ શ્રીમત થઈ જવા માગતા હતા.
જમનીને નાણાં ધીરવાની ના પાડવામાં આવી એને લીધે તત્કાળ કટોકટી ઊભી થઈ. એને પરિણામે કેટલીક જર્મન ઍકે તૂટી. ધીમે ધીમે યુદ્ધની નુકસાનીની રકમ તથા દેવાની રકમ ભરપાઈ કરવાની ઘટમાળ અટકી પડી. દક્ષિણ અમેરિકાની ઘણી સરકારો તથા ખીજાં નાનાં નાનાં રાજ્યે વાયદો ચૂકવવામાં નિષ્ફળ નીવડવા લાગ્યાં. શાખની આખીયે ઇમારત · પડી ભાગવા લાગી એ જોઈ ને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ ર ગભરાયા અને ૧૯૭૧ના જુલાઈ માસમાં તેણે કરજ ભરપાઈ કરવાની મુદ્દત એક વરસ માટે મુલતવી રાખી. એટલે કે કરજદારોને રાહત આપવાને માટે સરકાર સરકાર વચ્ચેના દેવાની તથા યુદ્ધની નુકસાનીની રકમની ભરપાઈ એક વરસ માટે બંધ રાખવામાં આવી. દરમ્યાન, ૧૯૨૯ના જુલાઈ માસમાં અમેરિકામાં એક નોંધપાત્ર બનાવ બનવા પામ્યા. શૅર બજારની સટ્ટાખોરીને કારણે શૅર વગેરેના ભાવામાં અસાધારણ વધારો થયા અને પછીથી એ ભાવા એકાએક અતિશય એસી ગયા. ન્યૂ યોર્કનાં શરાફી મંડળામાં ભારે કટોકટી પેદા થઈ અને તે દિવસથી અમેરિકાની સમૃદ્ધિના કાળનો અંત આવ્યો. અમેરિકા પણ હવે મંદી વેઠતાં ખીજા રાષ્ટ્રોની હારમાં આવી ગયું. વેપાર તથા ઉદ્યોગામાં હવે ભારે મંદી શરૂ થઈ અને તે દુનિયાભરમાં વ્યાપી ગઈ. તું એમ ન માની લઈશ કે શૅર બજારની સટ્ટાખોરી કે ન્યૂ યોર્કની આર્થિક કટોકટીને કારણે અમેરિકાની પડતી યઈ અથવા ત્યાં મંદી પેદા થઈ. એ બંને વસ્તુ તો નિમિત્તમાત્ર હતી, એનાં ખરાં કારણેા તે ઘણાં ઊંડાં હતાં.
આખીયે દુનિયામાં વેપાર ક્ષીણ થતા ગયા અને ખાસ કરીને ખેતીની પેદાશના ભાવા એકદમ બેસી ગયા. દરેક વસ્તુનું ઉત્પાદન હદ ઉપરાંતનું થઈ ગયું છે એમ કહેવામાં આવતું હતું. પરંતુ ખરી વસ્તુસ્થિતિ એ હતી કે ઉત્પન્ન થયેલા માલ ખરીદવા માટે લકા પાસે નાણાં જ નહેાતાં - ખરીદી જોઈએ તે કરતાં ઓછી થઈ ગઈ હતી. પાકા માલ વેચાતા બંધ થયા એટલે
――
૧૩૫૪