________________
ભારે મંદી અને જગદવ્યાપી કટેકટી હારેલા જર્મની અને મધ્ય યુરોપના બીજા નાના નાના દેશની મહાયુદ્ધ પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં ભારે દુર્દશા થઈ હતી. તેમની ચલણવ્યવસ્થા તૂટી પડી અને તેને લીધે એ દેશના મધ્યમવર્ગના લેકે બરબાદ થઈ ગયા. યુરોપની વિજયી અને લેણદાર સત્તાઓની સ્થિતિ તેમના કરતાં થોડી જ ઠીક હતી એમ કહી શકાય. એ દરેક સત્તા અમેરિકાની દેવાદાર હતી તથા દેશની અંદર યુદ્ધ અંગેનું રાષ્ટ્રીય કરજ પણ તેમના ઉપર જબરદસ્ત હતું. એ બધી સત્તાઓ આ બહારના અને આંતરિક એ બંને પ્રકારના દેવાના બેજા નીચે લથડિયાં ખાતી હતી. યુદ્ધની નુકસાની પેટે જર્મની પાસે નાણાં મળવાની અને એ રીતે કંઈ નહિ તે પરદેશોનું દેવું પતાવવાની આશામાં તેઓ જીવતી હતી. તેમની એ આશા બહુ વાસ્તવિક નહતી કેમકે જર્મની પોતે જ દેવાદાર રાષ્ટ્ર હતું. પરંતુ અમેરિકાએ જર્મનીને નાણાં ધીર્યા એટલે એ મુશ્કેલીને તેડ આવી ગયો. એ નાણાં પછીથી જર્મનીએ ઇંગ્લંડ તથા ફ્રાંસ વગેરેને તેમને આપવાની નુકસાનીની રકમ પેટે ભર્યા ' અને એ દેશેએ એ નાણાં પાછાં અમેરિકાને પિતાપિતાના દેવા પેટે ભર્યા.
એ દશકા દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સ એ જ એક દેશ સધ્ધર અને આબાદ હતે. નાણાંની તે ત્યાં જાણે છળ ઊડતી હોય એમ જણાતું હતું અને એ સમૃદ્ધિને કારણે કે ભારે આશા રાખવા લાગ્યા. સરકારી જામીનગીરીઓના તથા શેરેના સટ્ટા થવા લાગ્યા.
મૂડીવાદી જગતમાં એકંદરે એવી છાપ પ્રવર્તતી હતી કે પહેલાંના વખતની મંદીઓમાં બન્યું હતું તેમ આ આર્થિક કટોકટી પણ પસાર થઈ જશે અને બધું ઠરીઠામ થઈ જઈને દુનિયામાં ફરી પાછો સમૃદ્ધિને યુગ આવશે. સાચે જ, મૂડીવાદી વ્યવસ્થામાં ઘટમાળની પેઠે આબાદી અને મંદી અથવા કટોકટી વારાફરતી આવ્યા કરતી હોય એમ લાગે છે. ઘણું લાંબા વખત ઉપર કાર્લ માસે એ દર્શાવી આપ્યું હતું કે, મૂડીવાદની જનારહિત અને અવૈજ્ઞાનિક પદ્ધતિમાં જ એ વસ્તુ ગર્ભિતપણે રહેલી છે. ઉદ્યોગની આબાદીને પરિણામે તેને કાળ આવે છે અને પછી એને લાભ લેવાને માટે દરેક જણ બની શકે એટલું વધારે ઉત્પાદન કરવા માગે છે. એને લીધે ઉત્પાદન જોઈએ તે કરતાં વધી જાય છે એટલે કે વેચી શકાય તેના કરતાં વધારે પ્રમાણમાં માલ ઉત્પન્ન થાય છે. પરિણામે પાકા માલના ઢગલેઢગલા ખડકાય છે, વેપાર મંદ પડે છે અને ઉદ્યોગની ગતિ ફરી પાછી ધીમી પડે છે. અમુક વખત સુધી આ સ્થિતિ રહેવા પામે છે અને તે દરમ્યાન એકઠો થયેલે માલ ધીમે ધીમે વેચાઈ જાય છે. હવે ઉદ્યોગે ફરી પાછા સતેજ થાય છે અને ફરી પાછો સમૃદ્ધિને કાળ શરૂ થાય છે. હમેશાં તેજીમંદીની ઘટમાળ આ પ્રમાણે ચાલ્યા કરતી હતી એટલે મેટા ભાગના લોકો એવી આશા રાખતા હતા કે ચેડા ઘણા વખત પછી સમૃદ્ધિને કાળ ફરી પાછો આવશે.