________________
૧૮૪. ભારે મંદી અને જગદ્રવ્યાપી કટોકટી
૧૮ જુલાઈ, ૧૯૩૩ વિજ્ઞાને માણસના હાથમાં જે શક્તિ આપી છે અને તેને તે જે રીતે ઉપયોગ કરી રહ્યો છે તેના ઉપર આપણે જેટલું વધારે વિચાર કરીએ છીએ તેટલું વધારે આશ્રય આપણને થાય છે. કેમ કે, આજની મૂડીવાદી દુનિયાની અવદશા સાચે જ આશ્ચર્યચકિત કરે એવી છે. રેડિયો દ્વારા વિજ્ઞાન આપણો અવાજ દૂર દૂરના મુલકો સુધી પહોંચાડે છે, વાયરલેસ ટેલિફોન દ્વારા આપણે દુનિયાના બીજા છેડા ઉપરના લેકે સાથે વાત કરીએ છીએ, અને થોડા જ વખતમાં “ટેલિવિઝન” દ્વારા આપણે તેમને નજરોનજર જોઈ પણ શકીશું. હેરત પમાડે એવી પિતાની કરામતથી વિજ્ઞાન માણસજાતને જોઈતી બધી વસ્તુઓ અઢળક પ્રમાણમાં પેદા કરી શકે છે. અને એ રીતે તે જુગ જુગ જૂના દારિદ્યના શાપમાંથી દુનિયાને મુક્ત કરી શકે છે. છેક પ્રાચીનકાળથી, ઈતિહાસને આરંભ થયે ત્યારથી માંડીને માણસે જ્યાં આગળ દૂધ અને મધની નદીઓ વહેતી હોય તેમ જ જ્યાં આગળ દરેક વસ્તુની રેલમછેલ હોય એવી સ્વર્ગીય ભૂમિનાં સ્વપ્નાં સેવીને તેમને દળી રહેલા અને નહિ જેવું જ વળતર આપનારા રોજિંદા પરિશ્રમની ઘટમાળમાંથી કંઈક સમાધાન અથવા રાહત મેળવવાનો પ્રયાસ કરતા આવ્યા છે. જે વખતે કઈ પણ વાતની મણું નહેતી એવા વીતી ગયેલા સત્યયુગની તેઓ કલ્પના કરતા અને ભાવમાં આવનારા સ્વર્ગની તેઓ નિરંતર ઝંખના કરતા રહેતા અને માનતા કે આખરે તે તેમને શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે. પછી વિજ્ઞાનનો ઉદય થયો. અને તેણે દરેક વસ્તુ ઢગલાબંધ પેદા કરવાનાં સાધને તેમના હાથમાં સુપરત કર્યા. અને આમ છતાંયે, વસ્તુઓની એ મેજૂદ અને સંભવિત રેલમછેલની વચ્ચે પણ માણસજાત હજીયે દુઃખ અને દારિદ્યમાં આવી રહી છે. આ એક અજબ પ્રકારની પરસ્પર વિરોધી પરિસ્થિતિ નથી કે ?
આજને આપણે સમાજ વિજ્ઞાન તેમ જ તેણે આપણને આપેલી અગણિત ભેટને લીધે ગૂંચવણમાં પડી ગયું છે. તેમને પરસ્પર એકબીજા સાથે મેળ બેસતું જ નથી. મૂડીવાદી સમાજવ્યવસ્થા અને વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી કરામત તથા ઉત્પાદનની તેની છેલ્લામાં છેલ્લી પદ્ધતિ વચ્ચે વિસંવાદ છે – એ બંનેની વચ્ચે કશે મેળ નથી. સમાજે ઉત્પાદન કેવી રીતે કરવું તે જાણ્યું છે પરંતુ ઉત્પન્ન કરેલી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી તેની તેને જાણ નથી.
આ ટૂંક પ્રસ્તાવના પછી યુરોપ તથા અમેરિકા તરફ આપણે ફરીથી નજર કરીએ. મહાયુદ્ધ પછીનાં પહેલાં દશ વરસે દરમ્યાન તેમણે વેઠેલી હાડમારીઓ અને મુશ્કેલીઓ વિષે હું તને આગળ કંઈક કહી ગયે છું. મહાયુદ્ધમાં