________________
હિંદમાં વિચહે અને વિપ્લવ
૦૧ ર ખુલ્લા દરબારમાં બેસતી. એક નાનકડા ગામમાંથી ઈંદોરને તેણે એક ધનિક શહેર બનાવ્યું. જ્યારે હિંદને ઘણેખરે ભાગ સંક્ષોભની હાલતમાં હતો ત્યારે યુદ્ધો ટાળીને તેણે શાંતિ જાળવી અને પિતાના રાજ્યને સમૃદ્ધ બનાવ્યું. મધ્ય હિંદમાં આજે પણ તેને સાધ્વી ગણીને પૂજવામાં આવે છે એમાં કશું આશ્ચર્ય નથી.
મરાઠાઓ સાથેના છેલ્લા વિગ્રહથી થોડાક સમય પહેલાં ૧૮૧૪થી ૧૮૧૬ની સાલ સુધી અંગ્રેજોને નેપાળ સાથે વિગ્રહ થયે. ડુંગરાઓમાં તેમને ભારે હાડમારી વેઠવી પડી, પરંતુ આખરે તેઓ જીત્યા અને જ્યાં આગળ જેલમાં બેસીને હું આ પત્ર લખી રહ્યો છું તે દેહરાદૂન જિલ્લે તથા કુમાઉં અને નૈનીતાલ અંગ્રેજોના તાબામાં આવ્યાં. મારા ચીન વિષેના પત્રમાં તિબેટ વટાવીને તથા હિમાલય ઓળંગીને ગુરખાઓને તેમના પિતાના દેશ નેપાળમાં હરાવનાર ચીની સૈન્યના અસાધારણ પરાક્રમ વિષે મેં તને કહ્યું હતું તે કદાચ તને યાદ હશે. બ્રિટિશરે અને નેપાળ વચ્ચેના વિગ્રહ પહેલાં માત્ર ૨૨ વરસ અગાઉ આ બનાવ બન્યો હતો. એ વખતથી નેપાલ સિદ્ધાંતની દૃષ્ટિએ ચીનનું આધિપત્ય સ્વીકારાતું આવ્યું છે. પણ હું ધારું છું કે આજે તે તે ચીનનું એવું આધિપત્ય સ્વીકારતું નથી. એ કંઈક વિશિષ્ટ પ્રકારને દેશ છે. તે અતિશય પછાત છે અને બાકીની દુનિયાથી તદ્દન અલગે રહ્યો છે. પરંતુ આમ છતાયે તે બહુ જ રમણીય સ્થળે આવેલું છે અને ત્યાં આગળ કુદરતી સંપત્તિ ભરપૂર છે. કાશ્મીર કે હૈદરાબાદની પેઠે તે પરાધીન દેશ નથી. તે સ્વતંત્ર દેશ ગણાય છે પરંતુ તેની એ સ્વતંત્રતા મર્યાદામાં રહે એ વિષે અંગ્રેજે તકેદારી રાખે છે. અને નેપાળના બહાદુર તથા લડાયક લેકની–ગુરખાઓની–હિંદમાં અંગ્રેજી સૈન્યમાં ભરતી કરવામાં આવે છે તથા હિંદીઓને દબાવી રાખવાના કાર્યમાં તેમને ઉપગ કરવામાં આવે છે.
પૂર્વમાં બ્રહ્મદેશ છેક આસામ સુધી પ્રસરેલ હતું. એટલે દિનપ્રતિદિન આગળ વધતા જતા અંગ્રેજો જોડે તેને અચૂક ચકમક ઝરવાની જ હતી. બ્રહ્મદેશ જોડે અંગ્રેજોને ત્રણ વિગ્રહ થયા અને એ દરેક વખતે તેમણે બ્રહ્મદેશને થડે ભાગ ખાલસા કર્યો. ૧૮૨૪–૨૬ના પહેલા વિગ્રહને પરિણામે આસામ અંગ્રેજોના તાબામાં આવ્યું. બીજા વિગ્રહમાં ૧૮૫૨ની સાલમાં દક્ષિણ બ્રહ્મદેશ ખાલસા કરવામાં આવ્યું. માંડલે નજીક આવેલા તેના પાટનગર આવા સહિત ઉત્તર બ્રહ્મદેશને સમુદ્રથી તદ્દન અલગ પાડીને અંગ્રેજોની દયા ઉપર છોડવામાં આવ્યું. ૧૮૮૫ની સાલમાં ત્રીજે બ્રાહ્મી વિગ્રહ થયે ત્યારે અંગ્રેજોએ આખા બ્રહ્મદેશને ખાલસા કર્યો અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે તેને જોડી દેવામાં આવ્યું. પરંતુ સિદ્ધાંતની દષ્ટિએ બ્રહ્મદેશ ચીનનું ખંડિયું રાજ્ય હતું અને એ રીતે તે ચીનને ખંડણ ભરતું હતું. બ્રહ્મદેશને ખાલસા કરતી વખતે અંગ્રેજોએ *