________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
હૅરિયેટ ખીચર સ્ટોવની ' અંકલ ટૉમ્સ કૅબિન ' નામની નવલકથા તે વાંચી છે ખરી ? એ દક્ષિણના ગુલામ વિષેની નવલકથા છે. એમાં તેમની દુ:ખદાયક કહાણી કહેવામાં આવી છે. આંતરવિગ્રહ થયા તે પહેલાં દસ` વરસ ઉપર એ પુસ્તક બહાર પડયું હતું. ગુલામી વિરુદ્ધ અમેરિકન લોકાની લાગણી જાગ્રત કરવામાં એણે ભારે કાળા આપ્યા.
૯૨૨
૧૩૮. અમેરિકાનું અણુછતુ સામ્રાજ્ય
૨૮ ફેબ્રુઆરી, ૧૯૬૩
-
આંતરવિગ્રહે અમેરિકાના યુવકેાના ભયંકર ભાગ લીધા તથા એને લીધે દેવાના ભારે ખાજો દેશ ઉપર પડ્યો. પરંતુ એ દેશ હજી તરુણ અવસ્થામાં હતા અને શક્તિથી ઊભરાતા હતા. આથી તેને વિકાસ ચાલુ રહ્યો. એની પાસે અખૂટ પ્રાકૃતિક સાધનસ ંપત્તિ હતી અને ખાસ કરીને તેની ભૂમિ ખનિજ પદાર્થીથી સમૃદ્ધ હતી. આધુનિક ઉદ્યોગો અને સુધારાની પાયારૂપ ત્રણ વસ્તુ — કાલસા, લાહુ અને પેટ્રોલ — તેની પાસે પુષ્કળ પ્રમાણમાં હતી. વીજળી ઉત્પન્ન કરવા માટે તેની પાસે જળ-શક્તિ પણ અખૂટ હતી. એને એક દાખલા નિયાગરાના ધોધ તારી નજર સમક્ષ આવશે. તે એક અતિશય વિસ્તીર્ણે દેશ છે અને પ્રમાણમાં તેની વસતી ઓછી હતી એટલે પોતાના પગ પ્રસારવાનો દરેક વ્યક્તિને માટે ત્યાં પુષ્કળ અવકાશ હતા. આમ, ઔદ્યોગિક અને પાકા માલ તૈયાર કરનાર એક મહાન દેશ તરીકે પોતાને વિકાસ સાધવાની તેને હરેક અનુકૂળતા હતી અને એ દિશામાં તેણે બહુ ઝડપથી પ્રગતિ કરી. ૧૯મી સદીના આઠમા દશકાથી તે અમેરિકાના ઉદ્યોગે પરદેશનાં બજારામાં બ્રિટિશ ઉદ્યોગોની સ્પર્ધા કરવા લાગ્યા. વિદેશે સાથેના વેપારમાં ૧૦૦ વરસ સુધી ઇંગ્લ ંડે સહેલાઈથી સરસાઈ ભાગવી હતી તેના જન્મની તથા અમેરિકાએ અંત આણ્યો. અમેરિકામાં વસવાટ કરવાને પરદેશથી આવનારાઓના ધોધ ચાલુ જ રહ્યો. જર્મની, સ્વીડન, નાવે, ઇટાલી, પોલેંડ વગેરે યુરોપના દેશામાંથી યહૂદી સહિત તરેહ તરેહના લે ત્યાં આવી વસ્યા. કેટલાક પોતાના દેશમાં વર્તતા રાજકીય ત્રાસને કારણે અને સારી રજી મેળવવાને માટે ત્યાં આવવાને પ્રેરાયા હતા. વસતીથી ઊભરાતા યુરોપે પોતાની વધારાની વસ્તી અમેરિકા રવાના કરી. એ ભિન્ન ભિન્ન જાતિ, પ્રજા, ભાષા તથા ધર્માંના અજબ પ્રકારના શંભુમેળા હતો. યુરોપમાં એ બધા રાગદ્વેષ અને પરસ્પર દુશ્મનાવટથી ભરેલી પોતપોતાની નાની નાની દુનિયામાં અલગ અલગ રહેતા હતા. અહીં અમેરિકામાં તે નવા જ વાતાવરણમાં એક સાથે આવી પડ્યા. પુરાણા રાગ