________________
૮૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન ન રહેવા પામે એટલા માટે ડહાપણુપૂર્વક તેણે સ્ટ્રિયા પ્રત્યે ભારે ઉદારતા બતાવી. હવે પ્રશિયાની આગેવાની નીચે ઉત્તર જર્મનીનું સમવાયતંત્ર સ્થાપવાને માર્ગ સરળ થઈ ગયો હતો. (એમાં ઓસ્ટ્રિયાને સમાવેશ નહોતે થતું.) બિસ્માર્ક એ સમવાયતંત્રની સરકારને વડે પ્રધાન બન્યા. આજે જ્યારે રાજકારણ અને કાયદાના આપણે કેટલાક પંડિત સમવાયતંત્ર તથા રાજબંધારણ વિષે મહિનાઓ અને વરસ સુધી ચર્ચા કર્યા કરે છે તે જોતાં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે બિસ્માર્ક ઉત્તર જર્મનીના સમવાયતંત્રનું રાજબંધારણ માત્ર પાંચ કલાકમાં લખાવી દીધું હતું. એ બંધારણ ૫૦ વરસ સુધી એટલે કે વિશ્વયુદ્ધ પછી ૧૯૧૮ની સાલમાં ત્યાં પ્રજાસત્તાક સ્થાપવામાં આવ્યું ત્યાં સુધી ચાલુ રહ્યું અને એ દરમ્યાન એમાં નહિ જેવા જ ફેરફાર કરવામાં આવ્યા હતા.
' હવે બિસ્માર્ક પિતાને પહેલે મહાન ઉદેશ પાર પાડ્યો હતો. ક્રાંસને નમાવીને યુરોપમાં જર્મનીનું પ્રભુત્વ સ્થાપવું એ તેનું બીજું કાર્ય હતું. ચુપકીદીથી અને કશી ધમાલ કર્યા વિના તેણે એ માટેની તૈયારી કરવા માંડી. જર્મનીની એકતા કરવાના પ્રયાસે તેણે ચાલુ રાખ્યા અને યુરોપની બીજી સત્તાઓને પિતાની પ્રવૃત્તિઓ વિષે નિશ્ચિત કરી મૂકી. હારેલા ઓસ્ટ્રિયા પ્રત્યે પણ એવી નરમાશ દાખવવામાં આવી કે ત્યાં પણ ઝાઝી કડવાશ રહેવા પામી નહિ. ઇંગ્લંડ કાંસનું પરાપૂર્વનું હરીફ હતું. અને તે નેપોલિયન ત્રીજાની મહત્ત્વાકાંક્ષાભરી યોજનાઓ તરફ ભારે શંકાની નજરે જોતું હતું. એટલે ક્રાંસ સામેના યુદ્ધમાં ઇંગ્લંડની સહાનુભૂતિ મેળવવાનું બિસ્માર્ક માટે મુશ્કેલ નહોતું. યુદ્ધ માટે તેની તૈયારી સંપૂર્ણ થઈ ત્યારે તે પિતાની બાજી એવી કુનેહથી રમ્યા કે ૧૮૭૦ની સાલમાં નેપોલિયન ત્રીજાએ જ પ્રશિયા સામે લડાઈ જાહેર કરી. યુરોપની નજરે તે પ્રશિયાની સરકાર આક્રમણકારી ફ્રાંસની નિર્દોષ શિકાર બનેલી લાગી. પેરિસના લેકે “બર્લિનબર્લિન !” એવા પિકાર કરવા લાગ્યા અને ભેળપણમાં નેપોલિયન ત્રીજે વિજયી લશ્કરને મેખરે પિતે થોડા જ વખતમાં બર્લિનમાં પ્રવેશ કરશે એમ ધારવા લાગ્યું. પરંતુ એથી ઊલટું જ બનવા પામ્યું. તાલીમ પામેલું બિસ્માર્કનું સૈન્ય તેની ઉત્તર-પૂર્વ સરહદ તરફથી ફ્રાંસ ઉપર તૂટી પડયું અને ફ્રેંચ લશ્કર તેની સામે છિન્નભિન્ન થઈ ગયું. થેડાં જ અઠવાડિયામાં સેડન આગળ જર્મનાએ તેના એ સૈન્ય સાથે સમ્રાટ નેપોલિયન ત્રીજાને કેદ કર્યો.
આ રીતે ક્રાંસમાંથી નેપોલિયનના બીજા સામ્રાજ્યને અંત આવ્યું. તરત જ પેરિસમાં પ્રજાસત્તાક સરકાર સ્થાપવામાં આવી. નેપોલિયનનું પતન. અનેક કારણેને આભારી હતું પરંતુ તેની દમનનીતિને કારણે તે પ્રજામાં અકારે થઈ પડ્યો હતે એ એનું મુખ્ય કારણ હતું. પરદેશી યુદ્ધો દ્વારા તેણે