________________
જમનીને ઉડ્ડય
૯૪૨
પ્રજાનું લક્ષ ખીજી દિશામાં વાળવા પ્રયાસ કર્યાં. મુશ્કેલીમાં સપડાયેલા રાજા તથા સરકારોની એ બહુ માનીતી રીત છે. પરંતુ તે એમાં ફાવ્યા નહિ એટલું જ નહિ પણુ યુદ્ધે જ તેની મહત્ત્વાકાંક્ષાને ધૂળભેગી કરી દીધી. પૅરિસમાં સ્વદેશ રક્ષણ 'ની સરકાર સ્થાપવામાં આવી. તેણે પ્રશિયા આગળ સુલેહની માગણી રજૂ કરી. પરંતુ પ્રશિયાએ એવી અપમાનજનક શરતો રજૂ કરી કે તેમની પાસે કશું લશ્કર રહ્યું નહતું છતાંયે પૅરિસના લાકાએ લડાઈ ચાલુ રાખવાનું નક્કી કર્યું. જન લશ્કરે રસ તથા વર્તાઈ ને લાંબા સમય સુધી ઘેરો ઘાલ્યા. આખરે તે તાબે થયું અને નવા પ્રજાસત્તાકે હાર કબૂલી તથા બિસ્માર્કની કડક શરતો પણ માન્ય રાખી. યુદ્ધની નુકસાની તરીકે ભારે રકમ આપવાનું ફ્રાંસે કબૂલ કર્યું પરંતુ તેને સૌથી કારી ઘા તો એ લાગ્યા કે ૨૦૦ વરસથીયે વધારે સમય સુધી ફ્રાંસના એક ભાગ તરીકે રહેલા આલ્સાસ અને લોરેનના પ્રાંતા તેને જમનીને સુપરત કરી દેવા પડ્યા.
પરંતુ પૅરિસના ઘેરાના અંત આવ્યા તે પહેલાં જ વર્સાઈ એ એક નવા સામ્રાજ્યને ઉદ્ભવ જોયેા. ૧૮૭૦ની સાલના સપ્ટેમ્બર માસમાં નેપોલિયન ત્રીજાના ફ્રેંચ સામ્રાજ્યના અંત આવ્યા; ૧૮૭૧ની સાલના જાન્યુઆરી માસમાં ૧૪મા લૂઈના વર્સાઈના રાજમહેલના ભવ્ય ઓરડામાં એકત્રિત બનેલા જનીની જાહેરાત કરવામાં આવી. પ્રશિયાના રાજા તેને ફૈઝર અથવા સમ્રાટ બન્યો. જર્મનીના બધા રાજાએ તથા પ્રતિનિધિએ પોતાના ફૈઝર અથવા સમ્રાટ આગળ પેાતાની વફાદારી દર્શાવવા વર્સાઈમાં ભેગા થયા હતા. પ્રશિયાના હાહેનઝોલન રાજવંશ હવે જમ નીના સામ્રાજ્યના રાજવંશ બન્યા, તથા એકત્ર થયેલું જર્મની દુનિયાની એક મહાન સત્તા બન્યું.
ખની
વર્લ્ડઈમાં આનંદોત્સવ અને રંગરાગ ચાલી રહ્યાં હતાં પરંતુ તેની નજીકમાં જ રેસમાં ગમગીની, દુ:ખ અને નામેાશીની લાગણી પ્રવર્તી રહ્યાં હતાં. ઉપરાઉપરી આવી પડેલી અનેક આફતોને કારણે લા આભા ગયા હતા અને ત્યાં. આગળ સ્થિર કે સુવ્યવસ્થિત સરકાર નહેાતી. રાજાશાહીના સંખ્યાબંધ પક્ષકારો ‘ રાષ્ટ્ર સભા 'માં ચૂંટાયા હતા અને તે ફરીથી રાજાશાહી સ્થાપન કરવાની યુક્તિપ્રયુક્તિ કરી રહ્યા હતા. પોતાના માર્ગોમાં આવતા અંતરાય દૂર કરવાને તેમણે રાષ્ટ્રીય દળને ( નેશનલ ગા`) નિઃશસ્ત્ર કરવાના પ્રયાસ કર્યાં. આ રાષ્ટીય દળ પ્રજાસત્તાકવાદી ગણાતું હતું. શહેરના બધા લેાકશાહીવાદી તથા ક્રાંતિવાદીને લાગ્યું કે એથી કરીને તે પ્રત્યાધાત અને દમનને દાર ક્રીથી વવાના. એથી પૅરિસમાં ખડ થયું અને ૧૮૭૧ના માર્ચ માસમાં પૅરિસમાં કોમ્યુન 'ની સ્થાપના કરવામાં આવી. એ એક પ્રકારની મ્યુનિસિપાલિટી હતી અને ક્રાંસની મહાન ક્રાંતિમાંથી તેણે પ્રેરણા મેળવી હતી. પરંતુ એમાં ખીજી અનેક વિશેષતાઓ હતી. કાંઈક અસ્પષ્ટપણે