________________
સમાજવાદને ઉદય પ્રચાર કરવાને અર્થે તેમણે પોતાના જીવનનું જોખમ વહેવું. અલબત, એ બડે તે શમાવી દેવામાં આવ્યાં પરંતુ ત્યાર પછી વ્યક્તિગત અરાજકતાવાદીઓએ ત્રાસવાદને આશરે લેવા માંડ્યો. તેમણે બૉમ્બ ફેંકવા માંડ્યા તથા રાજાઓ અને ઉચ્ચ દરજજાના અમલદારોને ગેળીથી ઠાર કરવાનું શરૂ કર્યું.
આ બેવકૂફીભરી હિંસા દેખીતી રીતે જ તેમની ઘટતી જતી તાકાત અને નિરાશાના ચિહ્નરૂપ હતી. ધીમે ધીમે ૧૯મી સદીના અંત સુધીમાં અરાજક્તાવાદને એક ચળવળ તરીકે અંત આવ્યો. બૅબ ફેંકવાની પદ્ધતિ તથા કાર્ય દ્વારા પ્રચાર”ની રીતને મોટા ભાગના આગેવાન અરાજકતાવાદીઓએ નાપસંદ કરી એટલું જ નહિ પણ તેમણે તેને ઇન્કાર કર્યો.
કેટલાક સુપ્રસિદ્ધ અરાજકતાવાદીઓનાં નામ હું તને જણાવીશ. એ વસ્તુ ખાસ લક્ષમાં રાખવા જેવી છે કે, મોટા ભાગના આ અરાજકતાવાદી આગેવાનો તેમના ખાનગી જીવનમાં અતિશય નમ્ર, આદર્શવાદી અને પ્રીતિપાત્ર પુરુષો હતા. શરૂઆતના અરાજકતાવાદીઓને નેતા યુૉમ નામનો એક ફાંસવાસી હતા. તે ૧૮૦થી ૧૮૬૫ની સાલ સુધી જીવ્યો હતો. એનાથી ઉંમરમાં કંઈક નાને માઈકલ બાકુનીન નામને રશિયન ઉમરાવ હતે. તે યુરોપના અને ખાસ કરીને દક્ષિણ યુરોપના મજૂરોને લોકપ્રિય નેતા હતે. કાર્લ માર્કસ સાથે તેને ઝઘડે થયે અને તેણે તેને તથા તેના અનુયાયીઓને પિતે સ્થાપેલા આંતરરાષ્ટ્રીય સંધમાંથી કાઢી મૂક્યા. ત્રીજે અરાજક્તાવાદી પ્રિન્સ કૉપોટકીન પણ રશિયાનો ઉમરાવ હતો. તેને તે આપણા જમાનાને જ ગણી શકાય. તેણે અરાજકતાવાદ તેમ જ બીજા વિષય ઉપર બહુ સુંદર પુસ્તક લખ્યાં છે. ચોથું અને છેલ્લું નામ એનરીકે માલાદેટાનું છે. તે ઈટાલીના વતની છે. તેની ઉંમરે ૮૦ કરતાં પણ વધારે વરસની છે અને તે ૧૯મી સદીના મહાન અરાજકતાવાદીઓને છેલ્લે અવશેષ છે.
માલા ટેસ્ટ વિષે એક બહુ મજાની વાત છે જે મારે તને કહેવી જોઈએ. ઈટાલીમાં એક અદાલતમાં તેના ઉપર મુકદમે ચલાવવામાં આવ્યું. તેમાં સરકારી વકીલે એવી દલીલ કરી કે તે પ્રદેશના મજૂરવર્ગમાં માલાસ્ટને બહુ ભારે પ્રભાવ છે અને તેને પરિણામે તેમનું ચારિત્ર્ય સાવ બદલાઈ ગયું છે. તેમનામાંથી ગુનેગાર વૃત્તિ બિલકુલ નિર્મૂળ થઈ ગઈ છે અને ગુનાઓનું પ્રમાણ અતિશય ઘટી ગયું છે. જે ગુનાઓ બિલકુલ બંધ થઈ જાય તે પછી . અદાલતે કરશે શું? એટલે માલાસ્ટને કેદમાં પૂરી દેવો જોઈએ ! અને સાચે જ એ ગુના માટે તેને છ માસની કેદની શિક્ષા ફરમાવવામાં આવી હતી. | દુર્ભાગ્યે, અરાજકતાવાદને હિંસા સાથે વધારે પડતે સંડોવવામાં આવ્યા છે; અને લેકે એ હકીક્ત ભૂલી ગયા છે કે એ તે એક ફિલસૂફી અથવા આદર્શ છે અને સારા સારા ઘણું માણસ ઉપર તેણે અસર પાડી છે.