________________
$
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
રાજ્યતંત્ર હાવું જ ન જોઇ એ. વળી અરાજકતાવાદીઓને એમ લાગતું હતું કે કાઈ પણ પ્રકારના સમાજવાદમાં પણ રાજ્ય એ ઉત્પાદનનાં બધાં સાધનાનું માલિક બનવાનું એટલે તે પોતે પણ આપખુદ બનવાના સભવ છે. આમ અરાજકતાવાદી એક પ્રકારના સમાજવાદી હતા પરંતુ તેઓ સ્થાનિક તેમ જ વ્યક્તિની સ્વતંત્રતા ઉપર અતિશય ભાર મૂકતા હતા. મોટા ભાગના સમાજવાદી પણ અરાજકતાવાદીઓના મતને દૂરના ભવિષ્યના આદર્શ તરીકે સ્વીકારવા તૈયાર હતા પરંતુ વચગાળાના સમયમાં થોડા વખત માટે તો સમાજવાદમાં પણ બળવાન અને કેન્દ્રીય રાજ્યતંત્રની આવશ્યકતા છે એવી તેમની માન્યતા હતી. આમ, સમાજવાદ અને અરાજકતાવાદ વચ્ચે ભારે તફાવત હતા એ ખરું પરંતુ ઉભય કેટલીક બાબતોમાં સંમત હતા.
આધુનિક હુન્નર-ઉદ્યોગોને પરિણામે સ ંગતિ મજૂરવ પેદા થયા. અરાજકતાવાદ એના મૂળભૂત સિદ્ધાંતેને કારણે જ વ્યવસ્થિત રીતે સંગતિ ચળવળ ન બની શકી. જ્યાં આગળ મજૂર મહાજને અને એવી બીજી સંસ્થા વિકસતી હતી તેવા ઉદ્યોગપ્રધાન દેશમાં અરાજકતાવાદી વિચારોના ફેલાવા ન થઈ શક્યો. આમ ઇંગ્લંડ તેમ જ જર્મનીમાં ઝાઝા અરાજકતાવાદીઓ નહાતા. પરંતુ દક્ષિણ તથા પૂર્વ યુરોપના હુન્નર-ઉદ્યોગોમાં પછાત રહેલા દેશો આ વિચારોના ફેલાવા માટે વધારે રસાળ ભૂમિરૂપ નીવડ્યા. પરંતુ દક્ષિણ તેમ જ પૂર્વના દેશોમાં પણ જેમ જેમ હુન્નર-ઉદ્યોગા ખીલતા ગયા તેમ તેમ ત્યાં પણ અરાજકતાવાદ ક્ષીણ થતા ગયા. આજે તો એ સિદ્ધાંત લગભગ મૃતપ્રાય થઈ ગયા છે પરંતુ સ્પેન જેવા હુન્નર-ઉદ્યોગ રહિત દેશમાં કંઈક અંશે હજી પણ એનું નામનિશાન રહ્યું છે.
એક આદર્શ તરીકે અરાજકતાવાદ ભલે બહુ સુંદર હેાય પરંતુ એણે, કેવળ સહેજમાં ઉત્તેજિત થઈ જાય તેવા તથા અસંતુષ્ટ લાકાને જ નહિ પણ એ ઉમદા આદર્શોના એટા નીચે પોતાને સ્વાર્થ સાધી લેવાના પ્રયાસ કરનારા લેકેાને પણ આશ્રય આપ્યો. વળી એણે એવા પ્રકારની હિંસા પેદા કરી જેને કારણે એની ભારે બદનામી થઈ. આજે પણ અરાજકતાવાદનું નામ લેતાંવેંત લેકેાના મનમાં એ હિંસાનું સ્મરણ તાજું થાય છે. તેમની મરજી મુજબ સમાજનું પરિવર્તન કરવામાં નિષ્ફળ નીવડતાં કેટલાક અરાજકતાવાદીઓએ તેના પ્રચાર કરવાના એક વિચિત્ર પ્રકારના ઉપાય અજમાવવાના સંકલ્પ કર્યાં, આ ઉપાય · કાર્ય દ્વારા પ્રચાર કરવા 'ના હતા. એ અનુસાર બહાદુરીથી દમનના વિરોધ કરીને તથા પોતાના પ્રાણની આહુતિ આપીને વીરતાભયુ” દૃષ્ટાંત રજૂ કરી તે સમાજ ઉપર અસર કરવા ધારતા. આ ભાવનાથી પ્રેરાઈ ને અનેક સ્થળેાએ તેમણે ખડ કરાવ્યાં, જેમણે એમાં ભાગ લીધે તે તત્કાળ સફળતાની અપેક્ષા નહાતા રાખતા. પોતાના ધ્યેયને ખાતર આ વિચિત્ર પ્રકારો