________________
૧૪૩. ઝારશાહી રશિયા
૧૬ માર્ચ, ૧૯૭૩ રશિયા આજે સેવિયેટ દેશ છે, એટલે કે એનું રાજ્યતંત્ર મજૂરે તથા ખેડૂતના પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવે છે. કેટલીક બાબતોમાં તે દુનિયાનું સૌથી આગળ વધેલે દેશ છે. ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ ગમે તે હે પણ સરકાર તેમ જ સમાજની આખી ઈમારત સામાજિક સમાનતાના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. આ સ્થિતિ તે આજે છે પરંતુ કેટલાંક વરસો પૂર્વે, આખી ૧૯મી સદી દરમ્યાન અને તે પહેલાંના સમયમાં રશિયા યુરોપમાં સૌથી પછાત અને પ્રત્યાઘાતી દેશ હતો. નરી આપખુદી અને અધિકારવાદને દેર ત્યાં પ્રવર્તતે હતું અને પશ્ચિમ યુરોપમાં અનેક ક્રાંતિઓ અને પરિવર્તન થવા પામ્યા છતાં ત્યાંના ઝારે હજીયે રાજાના દૈવી હક્કને કંડે ફરકાવતા હતા. ત્યાંનું ચર્ચ – ત્યાં આગળ પુરાણું ઓર્થોડોકસ ગ્રીક ચર્ચ હતું, રેમન કે પ્રેટેસ્ટંટ ચર્ચ નહિ– પણ બીજી જગ્યાઓનાં ચના કરતાં વધારે અધિકારવાદી હતું અને તે ઝારશાહી સરકારના ટેકા અને હથિયારરૂપ હતું. દેશ “હેલી રશિયા” એટલે કે પવિત્ર રશિયા તરીકે ઓળખાતું હતું અને ઝાર દરેક રશિયનને “લિટલ હાઈટ ફાધર ” (નાને ગોરે પ્રભુ) હતે. ચર્ચ તથા રાજ્યના સત્તાવાળાઓ લેકના મનમાં ગેટાળ ઊભું કરવાને તથા પ્રચલિત રાજકીય તેમ જ આર્થિક પરિસ્થિતિ તરફથી લેકનાં મન પાછાં વાળવાને આ બધી પુરાણ કથાઓને ઉપયોગ કરતા. ઈતિહાસકાળમાં પવિત્ર ગણાતી વસ્તુઓએ ચિત્રવિચિત્ર સોબત કરી છે.
“નાઉટ' (ચાબુક) એ આ “હેલી રશિયાનું વિશિષ્ટ પ્રકારનું પ્રતીક હતું અને “પોગ્રામ્સ” એટલે કે સંહાર અને દમન એ તેનું હમેશનું કાર્ય હતું. ઝારશાહી રશિયાએ એ બે શબ્દો દુનિયાને આપ્યા છે. “નાઉટ” એ સફએટલે કે દાસ ખેડૂતે તેમ જ બીજાઓને શિક્ષા કરવા માટેની ચાબુક હતી. બપોગ્રામ' એટલે સંહાર અને દમન. વાસ્તવમાં એને અર્થ કતલ – ખાસ કરીને યહૂદીઓની કતલ – થતું હતું. અને ઝારશાહી રશિયાની પાછળ સાઈબેરિયાના વિસ્તીર્ણ અને નિર્જન “સ્ટેપેઝ' એટલે કે, સપાટ ભેજવાળાં મેદાનો આવેલાં હતાં. દેશવટે, તરંગ અને નિરાશાની સાથે સાઈબેરિયાનું નામ સંકળાયેલું હતું. સંખ્યાબંધ રાજદ્વારી કેદીઓને સાઈબેરિયા મોકલવામાં આવતા હતા અને ત્યાં આગળ દેશપારની સજા પામેલાઓને માટે મોટી મોટી છાવણીઓ તથા વસાહત ઊભી કરવામાં
રશિયન લોકો ઝારને ઈશ્વરના અંશ તરીકે લેખતા હતા અને તેને “લિટલ ફાધર” એટલે કે “નાના પ્રભુના નામથી સંબોધતા હતા.