________________
- તુકી “યુરેપને બીમાર પુરુષ' બને છે ત્યાર માટે તે જાણીતા હતા. તને યાદ હશે કે, બધાયે ઉસ્માની સુલતાને ખલીફ એટલે કે ઈસ્લામ ધર્મના ધાર્મિક વડા પણ હતા. પિતાની આ પદવીને ઉપયોગ કરીને અબ્દુલ હમીદે મુસ્લિમોનું એકીકરણ કરવાની ચળવળ – જેમાં બીજા દેશના મુસલમાન પણ જોડાઈ શકે અને એ રીતે તેને તેમને પણ ટેકે મળે – ઉપાડવાનો પ્રયત્ન કર્યો. યુરેપ તેમ જ એશિયામાં ચેડાં વસે ઇસ્લામના એકીકરણ માટેની થોડીક વાતે ચાલી પરંતુ એને માટે કશે નક્કર પાયે નહેત અને મહાયુદ્ધ એનો સંપૂર્ણપણે અંત આણે. રાષ્ટ્રીયતાની ભાવનાએ તુર્કીમાં ઇસ્લામના એકીકરણની ભાવનાને વિરોધ કર્યો અને એ બેમાં રાષ્ટ્રીયતાની ભાવના વધારે સબળ નીવડી.
સુલતાન અબ્દુલ હમીદ યુરોપમાં અકારે થઈ પડ્યો કેમ કે બગેરિયા, આમિનિયા તેમ જ અન્યત્ર જે અત્યાચારો તથા કતલે થઈ તેને માટે એને જવાબદાર ગણવામાં આવતા હતા. ગ્લૅડસ્ટને તેને “મહાન ખૂની” તરીકે વર્ણવ્યા હતા તથા એ બધા અત્યાચારોની સામે તેણે ઈંગ્લંડમાં ભારે ચળવળ ઉપાડી હતી. તુર્કે પણ તેના રાજ્યઅમલને તેમના ઇતિહાસના કાળામાં કાળા યુગ તરીકે લેખે છે. બાલ્કનના દેશ તથા આર્મેિનિયામાં અત્યાચારે અને કલે લગભગ રોજિંદી ઘટનાઓ બની ગઈ હોય એમ લાગતું હતું અને બંને પક્ષોએ એમાં સારી પેઠે ભાગ લીધો હતો. બાલ્કન તથા આમિનિયાના લકે તુર્કીની કતલ માટે અને તુકે બાલ્કન તથા આર્મોિનિયાના લોકોની કતલ માટે ગુનેગાર હતા. સદીઓ પુરાણી જાતિ તથા ધર્મની વેરની ભાવના એ પ્રજાઓના હાડમાં ઊંડી ઊતરી ગઈ હતી અને તે ભીષણ સ્વરૂપમાં પ્રકટ થઈ. એથી આર્મોિનિયાને સૌથી વિશેષ સેસવું પડયું. એ આજે કોકેસસ નજીકનું એક સેવિયેટ પ્રજાસત્તાક છે.
આમ બાલ્કન વિગ્રહો પછી તુક થાકીને જમીનદોસ્ત થઈ ગયું અને યુરેપમાં માત્ર પગ મૂકવા જેટલે જ તેને મુલક રહ્યો. બાકીનું તેનું સામ્રાજ્ય પણ છિન્નભિન્ન થઈ રહ્યું હતું. મિસર ઉપરનું તેનું સ્વામિત્વ માત્ર નામનું જ હતું. વાસ્તવમાં બ્રિટને તેને કબજો લીધો હતો તથા તે તેને શેષી રહ્યું હતું. પરંતુ બીજા આરબ દેશોમાં પણ રાષ્ટ્રીય ચળવળનાં ચિહ્નો દેખાવા લાગ્યાં હતાં. આથી તુક હતાશ થઈ ગયું તથા તેની આંખ ઊઘડી ગઈ એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. ૧૯૦૮ની સાલની તેની બધી મેટી મોટી આશાઓ ભસ્મીભૂત થતી જણાઈ. એ અરસામાં જર્મની તેના પ્રત્યે સહાનુભૂતિ રાખતું હોય એમ લાગ્યું. જર્મની પૂર્વ તરફ નજર કરી રહ્યું હતું અને મધ્યપૂર્વના આખા પ્રદેશમાં પિતાની લાગવગ ફેલાવવાનાં સ્વમાં તે સેવી રહ્યું હતું. તુર્કી પણ જર્મની તરફ ખેંચાયું અને તેમને સંબંધ વધવા પામ્યો. બીજે બાલ્કન વિગ્રહ પૂરો થયા પછી એક જ વરસ બાદ ૧૯૧૪નું મહાયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ સ્થિતિ હતી. હજી તુકને આરામ મળે એમ નહોતું.