________________
'
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
આ પહેલા હુમલામાં ફતેહ મેળવ્યા પછી કમાલ પાશા એક ડગલુ આગળ વધ્યા. મકબરા તેમ જ એવી બીજી બધી ધાર્મિક સંસ્થા વિખેરી નાખીને તેણે બંધ કરી દીધી અને તેમની બંધી માલમિલકત રાજ્યને માટે જપ્ત કરી. કાર દરવેશાને પણ તેણે પોતાના ગુજારા માટે કામ કરવાને જણાવ્યું. તેમના વિશિષ્ટ પ્રકારના પોશાક પહેરવાની પણ તેણે મનાઈ કરી.
આ પહેલાં ધાર્મિક શિક્ષણ આપતી મુસ્લિમ શાળા બંધ કરી દેવામાં આવી હતી અને તેમને ઠેકાણે રાજ્ય તરફથી ચાલતી સામાન્ય પ્રકારની શાળાઓ કાઢવામાં આવી. તુર્કીમાં ઘણી વિદેશી શાળાઓ તથા કૉલેજો પણ હતી. તેમને પણ ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ કરવામાં આવી અને તે એમ કરવાની ના પાડે તે તે બંધ કરી દેવાની તેમને ફરજ પાડવામાં આવી.
૧૧૧૯
દેશના કાયદામાં મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા. આજ સુધીના કાયદા કુરાનના શિક્ષણ ઉપર — જેને રિયત કહેવામાં આવે છે—રચાયેલ હતા. હવે સ્વિટ્ઝરલેંડના દીવાની કાયદો, ઇટાલીના ફેોજદારી કાયા, જર્મનીના વેપારી કાયદો વગેરે કાયદા આખા ને આખા ગ્રહણ કરવામાં આવ્યા. આ રીતે લગ્ન, વારસાહક્ક વગેરેને લગતા વ્યક્તિ સાથે સંબંધ ધરાવતા કાયદાને પૂરેપૂરો બદલી નાખવામાં આવ્યા. એ બાબતને લગતા જૂના ઇરલામી કાયદામાં ફેરફાર કરવામાં આવ્યે. એકી વખતે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પ્રથા પણ રદ કરવામાં આવી.
જાની ધાર્મિક રૂઢિથી વિરુદ્ધ એવા ખીજો પણ એક ફેરફાર કરવામાં આવ્યા. ડ્રાઇંગ, ચિત્રકળા તથા મૂર્તિવિધાન વગેરે કળાઆને ઉત્તેજન આપવામાં આવ્યું. ઇસ્લામમાં આ વસ્તુઓને માન્ય રાખવામાં આવી નહાતી. એને ખાતર મુસ્તફા કમાલ પાશાએ છેકરા તથા છેકરીએ માટે કળાની શાળાઓ કાઢી. તરુણ તુર્કાની ચળવળના સમયથી તુક સ્ત્રીઓએ સ્વાતંત્ર્ય માટેની લડતમાં મહત્ત્વના ફાળા આપ્યા હતા. તેમને જકડી રહેલાં તેમનાં અનેક પ્રકારનાં અધનામાંથી સ્ત્રીઓને મુક્ત કરવાને કમાલ પાશા અતિશય આતુર હતા. ‘નારી હક્ક રક્ષા મંડળ' નામનું એક મંડળ સ્થાપવામાં આવ્યું અને બધા ધધાઓનાં દ્વાર તેમને માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં. પડદાના રિવાજ ઉપર પહેલવહેલા જોરદાર હુમલો કરવામાં આવ્યા અને ભારે વરાથી પડદે અદૃશ્ય થઈ ગયા. સ્ત્રીઓને પડી ફેંકી દેવાની માત્ર તક આપવાની જ જરૂર છે. કમાલ પાશાએ તેમને એ તક આપી અને સ્ત્રીઓ પડદો ફગાવી દઈ ને બહાર આવી. યુરોપિયન નૃત્યને પણ તેણે ખૂબ ઉત્તેજન આપ્યું. તે પોતે એ નૃત્યના રસિયા હા એટલું જ નહિ પણ તે એને સ્ત્રીઓની મુક્તિ તથા પાશ્ચાત્ય સભ્યતાના પ્રતિનિધિ તરીકે લેખતા હતા. હૅટ અને નૃત્ય એ એ પ્રગતિ તથા સભ્યતાના કારો અની ગયા ! પશ્ચિમના દેશોનાં એ ક ંગાળ ચિહ્નો હતાં, પરંતુ કંઈ નહિ તો