________________
કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૧૧૧૯ ઉપર ઉપરથી એમણે ઠીક કામ આપ્યું અને તુર્કોએ પિતાને માથાને પિશાક, પિતાને પહેરવેશ તથા પિતાને જીવનવ્યવહાર બદલી નાખ્યો. એકાંતવાસમાં ઊછરેલી સ્ત્રીઓની એક પેઢીને ચેડાં જ વરસોમાં વકીલે, શિક્ષકે, દાક્તરે અને ન્યાયાધીશોમાં એકાએક ફેરવી નાખવામાં આવી. ઈસ્તંબૂલના મહોલ્લાઓમાં સ્ત્રી પિોલીસો પણ છે ! એક વસ્તુની બીજી વસ્તુ ઉપર કેવી અસર થાય છે એ ખરેખર જોવા જેવું હોય છે. લૅટિન લિપિને સ્વીકાર કરવાથી તુકમાં ટાઈપરાઈટરને ઉપયોગ વધવા પામે. એને લીધે વધુ લઘુલિપિ જાણનારા ટાઈપિસ્ટોની જરૂર ઊભી થઈ અને એ જરૂરિયાતને પરિણામે વધારે સ્ત્રીઓને કામ મળ્યું.
પહેલાંની ધાર્મિક શાળાઓમાં બાળકોને ગોખણપટ્ટી કરાવવામાં આવતી તેને બદલે હવે તેઓ ભવિષ્યમાં સ્વાશ્રયી અને કુશળ નાગરિક બની શકે તે માટે અનેક રીતે પિતાને વિકાસ સાધવાને તેમને ઉત્તેજન આપવામાં આવ્યું. “શિશુ સપ્તાહ” એ તેમની એક અપૂર્વ સંસ્થા છે. એમ કહેવાય છે કે, દર વરસે એક અઠવાડિયા માટે દરેક સરકારી અમલદારને સ્થાને એક એક બાળક મૂકવામાં આવે છે અને એ અઠવાડિયા પૂરતે આખા રાજ્યને વહીવટ બાળકે ચલાવે છે. એને અમલ કેવી રીતે થાય છે એની તે મને ખબર નથી પરંતુ એ એક આકર્ષક કલ્પના છે અને કેટલાંક બાળકે ગમે તેટલાં બિનઅનુભવી અને મૂર્ખ હેય તે પણ આપણું પુખ્તવયના, ડાહ્યાડમરા અને ગંભીર દેખાતા ઘણાખરા શાસકો કે અમલદારે કરતાં વધારે મૂર્ખાઇભરી રીતે તેઓ ન જ વર્તે એની મને ખાતરી છે.
બીજે પણ એક નાનકડે ફેરફાર કરવામાં આવ્યું. પરંતુ એ વસ્તુ તુર્કીના શાસકોએ અખત્યાર કરેલા નવા દૃષ્ટિબિંદુની નિદર્શક છે. સલામ કરવાના રિવાજ તરફ પણ તેમણે ઉપેક્ષા બતાવી. તેમણે એ સ્પષ્ટ કર્યું કે, “શેક હેન્ડ’ અથવા હાથ મિલાવવા એ સ્વાગત કરવા માટેની વધારે સભ્ય રીત છે અને ભવિષ્યમાં એને જ ઉપયોગ કરે.
પછીથી કમાલ પાશાએ તુક ભાષા ઉપર અથવા સાચું કહેતાં તેના મત મુજબ એ ભાષામાં રહેલા વિદેશી તત્ત્વ ઉપર ભારે હુમલે કર્યો. તુર્ક ભાષા અરબી લિપિમાં લખાતી હતી. કમાલ પાશા એ લિપિને પરદેશી તથા લખવામાં મુશ્કેલ ગણતે હતો. મધ્ય એશિયામાં સેવિયેટને પણ એ જ પ્રકારના પ્રશ્નો સામનો કરવાને આવ્યું હતું, કેમ કે ઘણીખરી તાતંર જાતિઓની લિપિઓ મૂળ અરબી કે ફારસી લિપિમાંથી ઉદ્દભવેલી હતી. ૧૯૨૪ની સાલમાં આ પ્રશ્ન ઉપર વિચાર ચલાવવા સેવિયેટોએ બાકુમાં એક પરિષદ ભરી. એ પરિષદમાં મધ્ય એશિયાની જુદી જુદી તાતંર ભાષાઓ માટે લૅટિન લિપિ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે ભાષાઓ તે તેની તે જ રહી પણ તેમને