________________
८२०
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
અંશે સુધારી લેવા પણ માગતા હતા. અને હમણાં આપણે ઇરાનના વિચાર કરી રહ્યાં છીએ તે એની વાત આગળ ચલાવીને તેના આધુનિક ઇતિહાસ સુધી આવી પહોંચીએ.
હું તને ઈરાનની પ્રાચીન પરંપરાઓ, ફારસી સંસ્કૃતિ તથા ફારસી કળાના સુવર્ણ યુગ વગેરે વિષે વાત કરી ગયા. એ બધાં તરફ ફરીથી નજર કરતાં એ વિષેનું લખાણ વધારે પડતું આલ કારિક અને કંઇક અંશે ભરમાવનારુ લાગે છે. એ વાંચતાં તે એમ જ લાગે કે ઈરાનની પ્રજા માટે ખરેખરો સુવર્ણ યુગ આવ્યા હતા, તેમનાં દુઃખા નાશ પામ્યાં હતાં અને પરી-કથાની દુનિયાના લેાકેાની પેઠે તેઓ સુખમાં મહાલતાં હતાં. બેશક, ત્યાં આગળ એવું કશું જ બનવા પામ્યું નહોતું. હજી આજે પણ ઘણે અંશે છે તેમ તે કાળમાં કળા અને સંસ્કૃતિ એ મૂઠ્ઠીભર લેાકાના ઇજારા હતા; આમજનતાને, એક સામાન્ય માણસને, તેની સાથે કશી લેવા દેવા નહતી. છેક પુરાતનકાળથી આમજનતાનું જીવન એ તા, ખરેખર, ખારાક અને જીવનની મીજી જરૂરિયાતો મેળવવા માટેની નિરંતર સામારી સમાન જ રહ્યું છે. તેમના અને પશુઓના જીવન વચ્ચે ઝાઝો તફાવત નહાતા, ખીજા કશાને માટે તેમની પાસે સમય કે નવરાશ નહાતાં. સિને માટે પૂરતી તો શું પણ વધારે પડતી વિટંબણાઓ તેમની સામે ઊભી હતી. આ સ્થિતિમાં તેઓ કળા તથા સંસ્કૃતિ વિષે વિચાર કે તેમની કદર કેવી રીતે કરી શકે? ઈરાન, હિંદુસ્તાન, ચીન, ઇટાલી તથા યુરોપના અન્ય દેશોમાં દરબારી લકા, ધનિકા તથા એશઆરામ ભાગવતા વર્ગોના મનેારજનને અર્થે કળા ખીલી હતી. માત્ર ધાર્મિક કળાએ આમવર્ગના લેાકેાના જીવનને કંઈક અંશે સ્પર્શ કર્યો હતા. પરંતુ કળાપ્રિય દરબરને! રાજવહીવટ સારે જ હોય એમ સૂચિત થતું નથી. કળા અને સાહિત્યને આશ્રય આપવા માટે ગ લેનારા રાજકર્તાઓ ઘણી વાર નમાલા અને ક્રૂર હતા. તે કાળના ધણાખરા દેશોની પેઠે ઈરાનની સમાજરચના પણ વત્તેઓછે અંશે ચૂડલ ઢબની હતી. શક્તિશાળી રાજા લોકપ્રિય થતા એનું કારણ એ છે કે તે અમીરઉમરાવાના નાના મેટા લાગાએ બંધ કરાવતા. એ કાળમાં પ્રમાણમાં સુશાસનના યુગે આવ્યા હતા તેમ જ સંપૂર્ણ પણે કુશાસનના યુગે પણ આવ્યા હતા.
જ્યારે હિંદમાં મેગલ અમલની છેવટની અવસ્થા હતી તે સમયે ઈરાનમાં સફાવી વંશના ૧૭૨૫ની સાલમાં અંત આવ્યા. સામાન્ય રીતે ખીજા રાજવંશેાની બાબતમાં બનતું આવ્યું છે તેજ રીતે સફાવી વંશની કારકિર્દી ના પણ અંત આવ્યા. ચૂડલ વ્યવસ્થા તૂટતી જતી હતી અને જૂની સમાજવ્યવસ્થાને ઉથલાવી નાખનારા આર્થિક ફેરફારા દેશમાં થઈ રહ્યા હતા. કરના ભારે ખેાજાએ પરિસ્થિતિ વધુ બગાડી મૂકી અને પ્રજામાં અસ ંતોષ વ્યાપી