SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૦-૩૦નું હિંદ ૧૧૪૧ પુરુષ તથા સ્ત્રીઓ માટે કામને વધુમાં વધુ અગિયાર કલાકન દિવસ તથા ૬૦ કલાકનું અઠવાડિયું (કામના છ દિવસનું અઠવાડિયું) નક્કી કરવામાં આવ્યું. પાછળથી તેમાં થયેલા કેટલાક સુધારાઓ બાદ કરતાં કારખાનાનો એ જ કાયદો હજી પણ ચાલુ છે. ખાણોમાં કામ કરનારા, મુખ્યત્વે કોલસાની ખાણોમાં જમીનના પેટાળમાં કામ કરનારા, દીન અને દુઃખી મજૂરી માટે ૧૯૨૩ની સાલમાં હિંદની ખાણને કાયદો પસાર કરવામાં આવ્યું. તેર વરસની નીચેનાં બાળકોને જમીનના પેટાળમાં કામ કરવાની મનાઈ કરવામાં આવી પરંતુ સ્ત્રીઓ માટે તે ત્યાં કામ કરવાનું ચાલુ જ રાખવામાં આવ્યું. ખરેખર, ખાણુમાં કામ કરનારા કુલ મજૂરોની અધી સંખ્યા સ્ત્રી મજૂરોની હતી. પુખ્ત વયનાં સ્ત્રી પુરુષો માટે છ દિવસના અઠવાડિયામાં વધુમાં વધુ ૬૦ કલાકનું કામ નક્કી કરવામાં આવ્યું. જમીન ઉપર કામ કરનારાઓ માટે કામના ૬૦ કલાક અને જમીનની અંદર કામ કરનારાઓ માટે ૫૪ કલાક. મને લાગે છે કે, એક દિવસમાં કામના વધુમાં વધુ ૧૨ કલાક નક્કી કરવામાં આવ્યા હતા. મજૂરની સ્થિતિને તને કંઈક ખ્યાલ આપવાને ખાતર હું આ કામના કલાકોના આંકડા આપી રહ્યો છું. પરંતુ એના ઉપરથી પણ તેમની સ્થિતિને તને અંશમાત્ર ખ્યાલ જ આવશે. કેમ કે તેમની સ્થિતિને સાચે ખ્યાલ મેળવવા માટે આ ઉપરાંત મજૂરીના દરેક કામ કરવાની તથા રહેવાકરવાની તેમની પરિસ્થિતિ વગેરે બીજી અનેક બાબતે તારે જાણવી જોઈએ. એ બધી બાબતોમાં આપણે અહીં ન ઊતરી શકીએ. પરંતુ તેમનાં ખોળિયાંમાં માંડ પ્રાણ ટકાવી રાખે એટલી નજીવી મજૂરી મેળવવા માટે સ્ત્રીપુરુષ તથા છોકરા છોકરીઓને કારખાનાઓમાં અગિયાર અગિયાર કલાક કામ કરવું પડે છે એ સમજવા જેવી વાત છે. કારખાનાંઓમાં તેમને જે એક ને એક પ્રકારનું કામ કરવાનું હોય છે તે અતિશય થકવનારું અને નિરુત્સાહી કરનારું હોય છે, તેમાં કશેયે આનંદ હતો નથી. અને થાકીને લેથ થઈને ઘેર જાય ત્યાં ઘણુંખરું સ્વચ્છતાની કોઈ પણ સગવડ વિનાના માટીના નાનકડા ઘેલકામાં તેમના આખા કુટુંબને ખીચખીચ સીંચાઈને રહેવું પડે છે. મજૂરોને સહાયરૂપ થઈ પડે એવા બીજા કેટલાક કાયદાઓ પણ કરવામાં આવ્યા. ૧૯૨૩ની સાલમાં મજૂરને વળતર આપવા માટે કાયદો કરવામાં આવ્યો. એમાં મજૂરને અકસ્માત નડે તે જેને ઈજા થઈ હોય તે મજૂરને અમુક વળતર આપવાનું ઠરાવવામાં આવ્યું. અને ૧૯૨૬ની સાલમાં મજૂર મહાજનની સ્થાપના તથા તેમને માન્ય કરવાને અંગેને “ટેડ યુનિયન એકટ” અથવા મજૂર મહાજનને કાયદો કરવામાં આવ્યું. આ વરસે દરમ્યાન હિંદમાં, ખાસ કરીને મુંબઈમાં મજૂરમહાજનની ચળવળને વિકાસ થવા પામ્યું. અખિલ હિંદ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy