________________
૧૧૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના થઈ પરંતુ થાડાં વરસે બાદ તેમાં બે ભાગ પડી ગયા. મહાયુદ્ધ તેમ જ રશિયન ક્રાંતિ પછી દુનિયાભરમાં મજૂરો ભિન્ન ભિન્ન એ દિશાઓમાં ખેંચાતા રહ્યા છે. તેમનાં ખીજા આંતરરાષ્ટ્રીય સંધ ( એને વિષે હું તને આગળ કહી ગયા છું.) સાથે જોડાયેલાં જુનવાણી અને વિનીત મજૂર મહાજના છે તેમ જ સાવિયેટ રશિયા અને ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધનું નવું તથા પ્રબળ આકર્ષણ પણ તેમના ઉપર અસર કરી રહ્યું છે. આમ, દુનિયાભરમાં નરમ વલણના અને કંઈક સારી સ્થિતિના ઔદ્યોગિક મજૂરા સલામતી તથા ખીજા આંતરરાષ્ટ્રીય સંધ તરફ ઢળે છે અને વધારે ક્રાંતિકારી મજૂરા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધ તરફ ઢળે છે. આ ખેંચતાણુ હિંદમાં પણ થવા પામી અને ૧૯૨૯ની સાલના અંતમાં ટ્રેડ યુનિયન કૅૉંગ્રેસમાં ભાગલા પડ્યા. ત્યારથી હિંદમાં મજૂર ચળવળ નબળી પડી છે.
ખેડૂતોની ખબતમાં તે આગળના પત્રોમાં હું લખી ગયા છું તે ઉપરાંત અહીં હું ખાસ ઉમેરી કરી શકું એમ નથી. તેમની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે અને તેઓ શાહુકારાના દેવામાં વધુ ને વધુ ગૂંચવાતા જાય છે અને એમાંથી તેમને ઉગારો દેખાતો નથી. નાના નાના જમીનદારા, જમીનના માલિક ખેડૂતા તથા ગણાતિયા એ બધા શાહુકારના પંજામાં સપડાય છે. અને દેવું પતાવાતુ નથી એટલે તેમની જમીન ધીમે ધીમે શાહુકારને હાથ જતી જાય છે. આમ શાહુકાર જમીનદાર પણ બને છે, ને ખેડૂત ગણાતિયા તરીકે અને આસામી તરીકે એમ તેમને એવડા ગુલામ બને છે. સામાન્ય રીતે આ વાણિયા અથવા શાહુકાર જમીનદાર શહેરમાં રહે છે અને તેની તથા તેના ગણાતિયાઓ વચ્ચે નિકટના સ ંપર્ક હોતો નથી. ભૂખમરો વેઠતા ગણાતિયાઓ પાસેથી બની શકે એટલા પૈસા કઢાવવાના પ્રયાસ હંમેશાં કરતા રહેવાના તેના એકમાત્ર ઉદ્દેશ હોય છે, ગણાતિયાએની વચ્ચે રહેતા જૂના જમીનદાર તા પ્રસંગોપાત્ત થાડી યા પણ બતાવે પરંતુ શહેરમાં વસતો અને પોતાનું લેણું ઉધરાવવાને પોતાના આડતિયા મોકલનારા શાહુકાર-જમીનદાર ભાગ્યે જ આવી નબળાઈ બતાવે છે.
ખેડૂતોના દેવાના સરકારી કમિટીઓએ જુદા જુદા અંદાજો કાઢયા છે. ૧૯૩૦માં એવા અંદાજ કાઢવામાં આવ્યા હતા કે બ્રહ્મદેશ બાદ કરતાં આખા હિંદના ખેડૂતાના દેવાના આંકડા ૮૦૩ કરોડ રૂપિયા જેટલા જબરદસ્ત થાય છે. એમાં ખેડૂતો તથા જમીનદારો એ ખતેના દેવાના સમાવેશ થાય છે. આર્થિક મદીના કાળમાં અને તે પછીથી એ આંકડામાં ભારે વધારો થવા પામ્યો છે. આમ, નાના જમીનદારા અને ગણાતિયા વગેરે ખેતી ઉપર ગુજારો કરનારા વર્ગા દેવામાં દિનપ્રતિદિન ઊંડા ને ઊંડા ઊતરતા જાય છે અને જમીનની આજની વ્યવસ્થાના મૂળ ઉપર શ્રા કરનારો ક્રાંતિકારી ફેરફાર કરવા સિવાય