________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ સંરક્ષણને અર્થ, ઘણાખરા દાખલાઓમાં, હિંદમાંની બ્રિટિશ મૂડીનું સંરક્ષણ એ થતું હતું. સ્વાભાવિક રીતે જ આ સંરક્ષિત માલના ભાવે બજારમાં વધી ગયા અને એને લીધે એટલા પ્રમાણમાં ગુજરાનને ખર્ચ પણ વધી ગયે. આ રીતે એ સંરક્ષણ બજે આમજનતા ઉપર અથવા એ માલ ખરીદનારાઓ ઉપર પડ્યો અને જેમાંથી હરીફાઈ દૂર કરવામાં આવી હતી અથવા ઘટાડી દેવામાં આવી હતી એવું સુરક્ષિત બજાર કારખાનાના માલિકને મળ્યું.
કારખાનાંઓ વધવાથી સ્વાભાવિક રીતે જ રોજી માટે મજૂરી કરનારા ઔદ્યોગિક મજારોની સંખ્યા પણ વધવા પામી. છેક ૧૯૨૨ની સાલના સરકારી અંદાજ પ્રમાણે હિંદુસ્તાનમાં એવા મજૂરોની સંખ્યા ૨૦ લાખ જેટલી હતી. ગ્રામ પ્રદેશના જમીન વિનાના બેકાર લેકે શહેરોમાં જઈને આ વર્ગમાં ભળ્યા હતા અને તેમને સામાન્ય રીતે શેષણની અતિશય નિર્લજ પરિસ્થિતિ ચલાવી લેવી પડતી હતી. ૧૦૦ વરસ પહેલાં કારખાના પદ્ધતિના આરંભકાળ દરમ્યાન ઇંગ્લંડમાં જે પરિસ્થિતિ વર્તાતી હતી તે જ પરિસ્થિતિ એ વખતે હિંદમાં જોવામાં આવતી હતી. કામના કલાકે ખૂબ લાંબા હતા, મજૂરી અતિશય ઓછી હતી તથા જ્યાં આગળ કામ કરવાનું હતું તથા રહેવાનું હતું ત્યાં આગળની પરિસ્થિતિ અધોગતિ કરનારી અને અસ્વચ્છ હતી. તેજીના સમયને બને એટલે વધારે લાભ ઉઠાવીને અઢળક ન કરે એ કારખાનાના માલિકેનું એક માત્ર ધ્યેય હતું. અને ચેડાં વરસ સુધી તે તેમને એમાં ભારે સફળતા મળી અને શેર ધરાવનારાઓને તેમણે ભારે ડિવિડંડ આપ્યાં. પરંતુ મજૂરની સ્થિતિ તે અતિશય દયાજનક રહી. પોતે રળેલા આ જબરદસ્ત નફામાંથી મજૂરોને કશો લાભ ન મળે પરંતુ જ્યારે મંદીને સમય આવ્યો અને વેપારની પડતી થઈ ત્યારે ઓછી મજૂરીને સ્વીકાર કરીને તેમને આ સામાન્ય આપત્તિમાં ભાગ ભરવાનું જણાવવામાં આવ્યું.
મજૂરની સંસ્થાઓ એટલે કે મજૂર મહાજને વિકસતાં ગયાં તેમ તેમ મજૂરને કામ કરવા માટેની વધારે સારી પરિસ્થિતિ, કામના ઓછા કલાકે તથા વધારે રછ માટેની ચળવળ પણ વધતી ગઈ. કંઈક અંશે એ ચળવળની અસરને લીધે અને કંઈક અંશે, મજૂરે પ્રત્યેનો વર્તાવ સુધારવો જોઈએ એવી દુનિયાભરમાં થતી માગણીને કારણે સરકારે કારખાનાંઓમાં કામ કરનારા મજૂરોની સ્થિતિ સુધારનારા કેટલાક કાયદાઓ પસાર કર્યો. મારા આગળના એક પત્રમાં મેં તને પસાર કરવામાં આવેલા ફેક્ટરી એક્ટ અથવા કારખાનાના કાયદા વિષે વાત કરી હતી. એમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે બારથી પંદર વરસની ઉંમરના બાળક પાસે દિવસમાં છથી વધુ કલાક કામ ન લેવાવું જોઈએ. બાળકે તથા સ્ત્રીઓને રાત્રે કામ કરવાનું નહોતું. પુખ્ત વયનાં