________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન | નેપલિયન પછી અધી સદી સુધી જર્મનીમાં નાનાં નાનાં જર્મન રાજ્ય ચાલુ રહ્યાં. જર્મનીનાં નાનાં મોટાં બધાં રાજ્યનું એક સમવાયતંત્ર સ્થાપવાના અનેક પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ તે સફળ ન થયા; કેમ કે એરિયા તથા પ્રશિયા એ બંનેના શાસકો અને સરકારે તેના અગ્રણું બનવા ચહાતા હતા. દરમ્યાન ત્યાં આગળ બધાં ઉદાર તને દબાવી દેવામાં આવ્યાં. વળી ૧૮૩૦ની અને ૧૮૪૮ની સાલમાં ત્યાં ઠેર ઠેર બંડ પણ થયાં હતાં પરંતુ તેમને દાબી દેવામાં આવ્યાં. લે કાને સંતોષવાને ખાતર થડા નજીવા સુધારાઓ પણ દાખલ કરવામાં આવ્યા. જર્મનીના કેટલાક ભાગોમાં ઇંગ્લંડની પેઠે કલસાની અને લેઢાની ખાણે હતી અને એ રીતે ત્યાં આગળ ઔદ્યોગિક વિકાસને માટે પરિસ્થિતિ અનુકૂળ હતી. જર્મની તેના ફિલસૂફ, વૈજ્ઞાનિક તથા સૈનિકે માટે પણ મશહૂર હતું. ત્યાં કારખાનાંઓ બાંધવામાં આવ્યાં અને ઔદ્યોગિક મજૂરોને વર્ગ ઊભો થયો.
૧૯મી સદીના વચગાળામાં આ ટાંકણે એક પુરુષ પેદા થયે. ભવિષ્યમાં તે કેવળ જર્મની ઉપર જ નહિ પણ સમગ્ર યુરોપના રાજકારણમાં પિતાને પ્રભાવ જમાવવાનું હતું. આ પુરુષ તે ઍટે ફોન બિસ્માર્ક, તે “શંકર' એટલે કે પ્રશિયાને જમીનદાર હતા. વોટરલૂની લડાઈ થઈ તે વરસે તે જ હતા. ઘણું વરસ સુધી તેણે જુદા જુદા રાજદરબારેમાં એલચી તરીકે નોકરી કરી હતી. ૧૮૬૨ની સાલમાં તે પ્રશિયાનો વડો પ્રધાન થયો અને થોડા જ વખતમાં તેના પ્રભાવની અસર જણાવા લાગી. વડે પ્રધાન બન્યા પછી એક અઠવાડિયાની અંદર પોતાના એક વ્યાખ્યાનમાં તેણે જણાવ્યું કે, “ આ કાળના મહાન પ્રશ્નોના નિર્ણય ભાષણ કે વધુમતીના ઠરાવથી નહિ પણ પિલાદ અને રુધિરથી થવાના છે.” - પિલાદ અને રુધિર ! જગમશહૂર થયેલા તેના આ શબ્દો દૂર દેશી અને કડકપણે ચાલુ રાખેલી તેની રાજનીતિને તેના સાચા સ્વરૂપમાં વ્યક્ત કરે છે. લેકશાહીને તે ધિક્કારતો હતું અને પાર્લમેન્ટ કે ધારાસભાઓને તે બિલકુલ ગણકારતા નહિ. તે ભૂતકાળના અવશેષ સમાન લાગતા હતા પરંતુ તેની કાબેલિયત અને નિશ્ચયબળ એવાં તે ભારે હતાં કે વર્તમાન પરિસ્થિતિનું ઘડતર તેણે પિતાની ઈચ્છા અનુસાર કર્યું. તેણે આધુનિક જર્મની નિર્માણ કર્યું તથા ૧૯મી સદીના ઉત્તરાર્ધને યુરોપનો ઈતિહાસ ઘડ્યો. ફિલસૂફે અને વૈજ્ઞાનિકનું જર્મની પાછળ રહી ગયું અને રૂધિર તથા પોલાદને મંત્ર જપતું નવું જર્મની પિતાની લશ્કરી કુશળતાથી આખા યુરોપખંડ ઉપર તેનું પ્રભુત્વ જમાવવા લાગ્યું. તેના સમયના એક આગેવાન જર્મને કહ્યું છે કે, “બિસ્માર્ક જર્મનીને મહાન બનાવે છે પરંતુ જર્મનને તે હીણો બનાવે છે.” યુરોપમાં તેમ જ આંતરરાષ્ટ્રીય બાબતેમાં જર્મનીને મહાન સત્તા બનાવવાની તેની