________________
જમનીને ઉદય
૮૩૯ વિષે નવલકથાઓ પણ લખી હતી. જ્યારે ઇટાલીને સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો અને તેની સામે અનેક અંતરા ખડા થયા હતા તથા અનેક દેશદ્રોહીઓ પિતાના વિદેશી હાકેમોને સહાય કરી રહ્યા હતા તે સમયે સ્ત્રીનબર્ગે
રેમ આગળ પડાવ” નામનું એક કાવ્ય લખ્યું હતું તેમાંથી એક અવતરણ હું અહીં આપીશ.
ભેટ આપે માલિક તે તમારા. શા મુક્તિદેવી ઉપહાર દે શકે ? તે તે વિના આશ્રય કે સહારા પ્રેરે, અમર્યાદ, અરોધ, સૈન્યને ધએ જવા પંથ અનિદ્રગથી. ભૂખે મરે, લેહીલુહાણ થાય છે, છે પ્રાણ વાવે નિજ, મુક્તિબીજશા; કે એમની ધૂલિથી મુક્તરાષ્ટ્રનાં નિર્માણ થાયે ફરી, આત્મ એમને પેટાવી આપે ફરી મુક્તિતારલે.
૧૨૮, જર્મનીને ઉદય
૩૧ જાન્યુઆરી, ૧૯૩૩ જેનાથી આજે આપણે સુપરિચિત છીએ તે યુરોપના એક મહાન રાષ્ટ્રનું નિમણુ આપણે છેલ્લા પત્રમાં જોઈ ગયાં. આજે આપણે તેના બીજા એક મહાન રાષ્ટ્રનું નિર્માણ જોઈશું. એ રાષ્ટ્ર તે જર્મની.
તેની ભાષા એક હતી તેમ જ તેમની વચ્ચે બીજાં પણ ઘણું સમાન ત હેવા છતાં જર્મન પ્રજા અનેક નાનાં મોટાં રાજ્યમાં વહેંચાયેલી રહી હિતી. હેમ્સબર્ગવંશી આસ્ટ્રિયા ઘણી સદીઓ સુધી આગેવાન જર્મન રાજ્ય હતું. પછી પ્રશિયા આગળ આવ્યું અને એ બે રાજ્યો વચ્ચે જર્મન પ્રજાની આગેવાની માટે સ્પર્ધા થવા લાગી. નેપોલિયને એ બંને રાજ્યોને નમાવીને તેમને શરમિંદા કર્યા. એને પરિણુમે જર્મન રાષ્ટ્રવાદ પ્રબળ બને તથા નેપોલિયનના અંતિમ પરાજયમાં તેણે સહાય કરી. આ રીતે ઈટાલી તેમ જ જર્મનીમાં અજાણપણે અને તેની એવી ઈચ્છા ન હોવા છતાં નેપલિયને રાષ્ટ્રીયતાની ભાવના તથા સ્વતંત્રતાના વિચારોને વેગ આપે. નેપોલિયનના યુગને આગળ પડતે જર્મન રાષ્ટ્રવાદી ફિકટે હતે. તે લિસૂફ હતિ તેમ જ ધગશવાળે રાષ્ટ્ર ભક્ત પણ હતો. પિતાની પ્રજાને જાગ્રત કરવાને તેણે ઘણું કાર્ય કર્યું.