________________
૧૬૩. મિસરની સ્વતંત્રતા માટેની લડત
૨૦ મે, ૧૯૩૩ હવે આપણે મિસર જઈએ અને વધતા જતા રાષ્ટ્રવાદ તથા સામ્રાજ્યવાદી સત્તા વચ્ચે બીજે સંગ્રામ જોઈએ. હિંદની પડે ત્યાં પણ બ્રિટિશ સત્તા છે. મિસર, અનેક બાબતમાં હિંદથી બિલકુલ ભિન્ન છે, અને હિંદ કરતાં પ્રમાણમાં ઘણા ઓછા વખતથી બ્રિટનની હકૂમત ત્યાં કાયમ થઈ છે. આમ છતાંયે બે દેશ વચ્ચે ઘણું સમાનતાઓ તથા સામાન્ય લક્ષણ છે. હિંદ તેમ જ મિસરની રાષ્ટ્રીય લડતએ જુદી જુદી પદ્ધતિઓ અખત્યાર કરી છે. પરંતુ સ્વતંત્રતા માટેની એ બંનેની ઝંખના મૂળમાં એક જ છે તેમ જ બંનેનું ધ્યેય પણ સમાન છે. વળી, આ રાષ્ટ્રીય ચળવળો દાબી દેવાના તેના પ્રયત્નમાં સામ્રાજ્યવાદ જે રીતે કાર્ય કરે છે તે પણ લગભગ સમાન જ છે. આથી, એ બંને એકબીજાના અનુભવ ઉપરથી ઘણું શીખી શકે એમ છે. મિસરના દાખલા ઉપરથી હિંદમાં આપણે એક ખાસ પાઠ શીખવા જેવો છે. બ્રિટનની “સ્વતંત્રતા ”ની નવાજેશને શું અર્થ છે તથા તેનાં શાં પરિણામ આવે છે તે આપણે એ દાખલા ઉપરથી બરાબર સમજી શકીએ છીએ.
અરબસ્તાન, સીરિયા, ઈરાક, પેલેસ્ટાઈન વગેરે આરબ દેશમાં મિસર સૌથી આગળ વધે દેશ છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેને એ રાજમાર્ગ રહ્યો છે અને સુએઝની નહેર થયા પછી તે આગબોટોની અવરજવર માટે મહાન વેપારી દરિયાઈ માર્ગ બન્યા છે. ૧૯મી સદીના નવા યુરોપ સાથે પશ્ચિમ એશિયાના બીજા કોઈ પણ દેશ કરતાં એને વધારે સંપર્ક હતું. બીજા આરબ દેશોથી એ બિલકુલ ભિન્ન છે, જોકે તેમની ભાષા, પરંપરા તથા ધર્મ સમાન હોવાને કારણે તેમની સાથે એને ગાઢ સાંસ્કૃતિક સંબંધ છે. કેરેનાં દૈનિક છાપાંઓ બધાયે આરબ દેશમાં જાય છે અને ત્યાં આગળ તેમને ભારે પ્રભાવ છે. એ બધા દેશમાં રાષ્ટ્રીય ચળવળ સૌથી પ્રથમ ત્યાં આગળ ઊપડી અને એથી કરીને સ્વાભાવિક રીતે જ મિસરને રાષ્ટ્રવાદ બીજા આરબ દેશને માટે દષ્ટાંતરૂપ બને.
મિસર વિષેના મારા છેલ્લા પત્રમાં અરબી પાશાની આગેવાની નીચેની ૧૮૮૧-૮૨ની રાષ્ટ્રીય ચળવળ વિષે તથા બ્રિટને તેને કેવી રીતે ચગદી નાખી તે વિષે મેં તને કહ્યું હતું. મેં તને આરંભના સુધારકે, જમાલુદ્દીન અફઘાની તથા યુરોપના નવા વિચારેએ જુનવાણું ઈસ્લામ પર કરેલી અસર વિષે પણ કહ્યું હતું. આ સુધારકોએ, પુરાણું મૂળ સિદ્ધાંત ઉપર પહોંચીને તથા ધર્મ ઉપર ચડેલા સદીઓ જૂના થરે દૂર કરીને ઇસ્લામને આધુનિક જમાનાની પ્રગતિ સાથે સુસંગત કરવાને પ્રયત્ન કર્યો. પ્રગતિશીલ લોકોએ, ધર્મને સામાજિક
ज-३१