________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન વિરોધને કારણે હજી સુધી તે એમ કરવામાં આવ્યું નથી. મહાસભા તેની કારકિર્દી દરમ્યાન કોઈ પણ કાળે હતી તેના કરતાં આજે વધારે બળવાન છે અને તેની અવગણના કરી શકાય એમ નથી. સૂચવવામાં આવેલા સમવાયતંત્રને વશ ન જ થવાને મહાસભાએ નિશ્ચય કરેલ છે. મહાસભાની માગણી તે સ્વતંત્ર હિંદનું રાજ્યબંધારણ ઘડવા માટે પુખ્ત વયના મતાધિકારથી ચૂંટાયેલી લેકપ્રતિનિધિ સભા માટેની છે. * હિંદમાં કેમી પ્રશ્ન ફરી પાછું મહત્ત્વનું બન્યું અને તેણે ઘર્ષણ પેદા કર્યું છે. પરંતુ આર્થિક તેમ જ સામાજિક પ્રશ્નો મોખરે આવતા જણાય છે અને એ વસ્તુ પ્રજાનું લક્ષ કોમી તથા ધાર્મિક ભેદ તરફથી બીજી બાજુએ વાળી રહી છે.
આ સામુદાયિક જાગ્રતિ હિંદનાં દેશી રાજ્યોમાં પણ ફેલાઈ છે અને જવાબદાર સરકારની માગણી કરતી પ્રબળ ચળવળો ઘણાં રાજ્યમાં વિકસી રહી છે. મોટાં રાજ્ય પૈકી ખાસ કરીને મસૂર, કાશ્મીર તથા ત્રાવણકોરમાં આવું થવા પામ્યું છે. આ માગણીને જવાબ, ખાસ કરીને ત્રાવણકોર રાજ્યના સત્તાવાળાઓએ તાજેતરમાં પાશવી દમન તથા હિંસાથી વાળે છે. ભૂતકાળના અવશેષરૂપ આમાંનાં ઘણુંખરાં રાજ્યમાં (દાખલા તરીકે કાશ્મીરમાં) રાજ્યવહીવટ બ્રિટિશ અમલદારે ચલાવે છે.
. છેલ્લાં થોડાં વરસે દરમ્યાન હિંદુસ્તાન આંતરરાષ્ટ્રીય બાબતોમાં ઉત્તરોત્તર વધુ ને વધુ રસ લેવા લાગ્યું છે અને જગતના પ્રશ્નોને નજરમાં રાખીને પિતાને પ્રશ્ન નિહાળતું થયું છે. એબિસીનિયા, સ્પેન, ચીન, ચેકોસ્લોવાકિયા અને પેલેસ્ટાઈનના બનાએ હિંદના લેકે ઉપર ભારે અસર કરી છે અને મહાસભા પિતાની પરદેશનીતિ ખીલવવા લાગી છે. તેની એ નીતિ શાંતિ તથા લેકશાહીને ટેકે આપવાની છે. ફાસીવાદ સામેને તેને વિરોધ સામ્રાજ્યવાદના વિરોધ એટલે જ છે.
૧૯૩૭ની સાલમાં બ્રહ્મદેશને હિંદથી છૂટો પાડવામાં આવ્યો. તેને ધારાસભા આપવામાં આવી છે અને તે હિંદની પ્રાંતિક ધારાસભાઓને મળતી છે.