________________
૧૧૫૫
હિંદમાં બેઠે બળ પાયા ઉપર ચૂંટણીની પ્રબળ ઝુંબેશ ચલાવવામાં આવી. મોટા ભાગના પ્રાંતમાં મહાસભાને ભારે સફળતા મળી અને ઘણીખરી નવી ધારાસભાએમાં મહાસભાવાદીઓનો પક્ષ બહુમતીમાં આવ્યો. તેમણે પ્રાંતિક સરકારમાં પ્રધાનપદ સ્વીકારવાં કે કેમ એ મુદ્દા ઉપર તીવ્ર ચર્ચા થવા પામી. આખરે મહાસભાએ પ્રધાનપદ સ્વીકારવાનો નિર્ણય કર્યો, પરંતુ સાથે સાથે તેણે એ સ્પષ્ટ કર્યું કે સ્વતંત્રતાનું તેનું પહેલેનું ધ્યેય તથા પોતાની જૂની નીતિ હજી કાયમ જ રહે છે અને એ નીતિ આગળ ધપાવવાને તથા દેશને સ્વતંત્રતાની લડત માટે સબળ બનાવવાને માટે જ પ્રધાનપદ સ્વીકારવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેણે એ પણ શરત કરી કે ગવર્નરે સલામતીઓને ઉપયોગ ન કરે.
આ નિર્ણયને પરિણામે, મુંબઈ મદ્રાસ, યુક્તપ્રાંત, બિહાર, મધ્યપ્રતિ, ઓરિસ્સા તથા સરહદપ્રાંત એમ સાત પ્રાંતમાં મહાસભાનાં પ્રધાનમંડળ રચવામાં આવ્યાં. ઘેડા સમય પછી મહાસભાએ આસામમાં મિશ્ર પ્રધાનમંડળ રચ્યું. બંગાળ તથા પંજાબ એ બે મુખ્ય પ્રાંતમાં બિન-મહાસભાવાદી પ્રધાનમંડળે છે.
મહાસભાનાં પ્રધાનમંડળો થવાને પરિણામે તે તે પ્રદેશના રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા તથા નાગરિક સ્વાતંત્ર્ય ઉપરનાં બંધને દૂર કરવામાં આવ્યાં. આમજનતાએ આ ફેરફારને આવકારી લીધો અને હવે પિતાની સ્થિતિ ઝડપથી સુધરવા પામશે એવી આશા તે સેવવા લાગી. પ્રજામાં રાજકીય જાગ્રતિ બહુ જ ત્વરાથી વધી ગઈ અને કિસાનોની તથા મજૂરોની ચળવળને વેગ મળે. અનેક હડતાલ પડી. ખેડૂતે ઉપરને બે હળવે કરવાને પ્રધાનમંડળોએ તરત જ ખેડૂતે તથા દેવાને લગતા કાયદાઓ કર્યા તથા ઔદ્યોગિક મજૂરોની સ્થિતિ સુધારવાના પ્રયાસો આદર્યા. આમ કાર્ય થયું ખરું પરંતુ સંજોગે જ એવા હતા તથા ૧૯૯૫ના હિંદી સરકારને લગતા કાયદાની મર્યાદામાં રહીને તેમને કામ કરવાનું હતું એટલે પ્રધાનમંડળો દૂરગામી સામાજિક ફેરફારો કરવા પ્રયાસ ન કરી શક્યાં.
મહાસભાનાં પ્રધાનમંડળો અને ગવર્નરે વચ્ચે ઘણી વાર અથડામણ થવા પામી અને બે પ્રસંગોએ તે પ્રધાનોએ પિતાનાં રાજીનામાં પણ આપી દીધાં હતાં. આ રાજીનામાંઓના સ્વીકારથી મહાસભા અને બ્રિટિશ સરકાર વચ્ચે મેટી અને ગંભીર અથડામણ થવા પામત. બ્રિટિશ સરકારને એવું કરવાની ઇચ્છા નહોતી અને પ્રધાનને અભિપ્રાય માન્ય રાખવામાં આવ્યો. પરંતુ પરિસ્થિતિ તત્ત્વતઃ અસ્થિર જ છે અને એવી અથડામણું અનિવાર્ય છે. મહાસભાને માટે તો એ વચગાળાની અવસ્થા છે, એનું ધ્યેય તે સ્વતંત્રતા જ રહે છે.
બ્રિટિશ સરકાર જે સમવાયતંત્ર ઠેકી બેસાડવાનો પ્રયત્ન કરે તે અકાળે ગંભીર અથડામણ ઊભી થશે એ સંભવ રહે છે. સમવાયતંત્ર સામેના પ્રબળ